________________
શ્રી અરિહંતનો મહિમા
બનીને વિહરે છે અને અન્ય પ્રાણીઓ પર પોતાનાં પરાક્રમથી સત્તા ચલાવે છે. સિંહનો આ ગુણ આપણને પરમાર્થમાં શ્રી તીર્થંકર પ્રભુમાં જોવા મળે છે. તેઓ બળમાં અતુલ્ય છે. તેમને કોઈ પણ કાર્ય કરવામાં, દશા વર્ધમાન કરવામાં, ધર્મ પ્રવર્તાવવામાં બાહ્યની સહાય કે નિમિત્તની ભાગ્યેજ જરૂરત રહે છે, ઉલટાના તેઓ અન્ય જીવોને સાથ અને સહકાર આપનાર બને છે. વળી તેઓ પોતાનાં સર્વ પ્રકારનાં શુભાશુભ કર્મના ભોગવટાને શૂરવીરતાથી, અન્યની સહાય વિના પૂરો કરે છે અને કર્મને સતત પરાજિત કરતા જાય છે. કોઈ પણ અશુભ કર્મ તેમની સ્થિરતા તોડવા કે વિકાસ અટકાવવા સમર્થ થઈ શકતું નથી. તેનું ઉત્તમ ઉદાહરણ તેમના ગર્ભકાળથી જ મળતું આવે છે. જ્યાં અન્ય જીવો સતત મુછિત રહે છે ત્યાં તેઓ સતત સજાગ અને સભાન હોય છે. તેથી તેઓ પરમાર્થ માર્ગના રાજવી બની, રાજવીને અનુરૂપ વર્તન કરી સ્વાર કલ્યાણમાર્ગને અતિ ઉત્તમતાએ પ્રકાશિત કરે છે.
સિંહથી વનનાં પશુઓ ડરે છે, અને ધ્રુજે છે. અને તેમને સિંહની આજ્ઞામાં રહેવું પડે છે. જે આજ્ઞામાં રહેતાં નથી તેને સિંહ ડરાવી પરેશાની આપે છે, અને જેઓ તેની આજ્ઞામાં રહે છે તેનું રક્ષણ પણ કરે છે. આજ રીતે તીર્થપતિ સર્વ કર્મોને ડરાવે છે; અને તેમની આજ્ઞામાં રહેનાર તથા ચાલનારનું રક્ષણ કરી, તેમને કર્મના ઉત્પાતથી બચાવી, કર્મને ક્ષીણ કરવામાં મદદ કરી, કર્મના ભયથી અભય આપે છે. સિંહ એ ક્રોધનું પ્રતિક છે, દરેક જીવે આત્મપ્રદેશ પર જમા થયેલ ક્રોધ કષાયને પૂર્ણતાએ નિર્મૂળ કરવાનો છે, આ કાર્ય તીર્થપતિ ઉત્તમતાએ કરવાના છે તથા કરાવવાના છે તેની નિશાનીરૂપે માતાને સિંહના દર્શન થાય છે. વળી, સિંહનાં દર્શનથી એ પણ સૂચવાય છે કે ભાવિ તીર્થકર તિર્યંચગતિના જીવોને પ્રતિબોધી કર્મની જાળથી મુક્ત કરવાનો પુરુષાર્થ જરૂરથી કરવાના છે. જેમ એક રાજાને જીતવાથી આખું રાજ્ય જીતાઈ જાય છે તેમ તિર્યંચગતિના રાજા સમાન સિંહને વશ કરવાથી, સિંહને પ્રતિબોધવાથી સમસ્ત તિર્યંચ જીવોને પ્રતિબોધવાનો યોગ્ય અવકાશ પ્રાપ્ત થવાનો છે તે સમજાય છે. આ પરથી આપણે વિશેષમાં એ તારણ પણ કાઢી શકીએ કે આવનાર બાળક ભાવિમાં વનકેસરીની જેમ અર્થાત્ વનરાજની જેમ આ લોકમાં પૂજાશે.
૪૫.