________________
શ્રી અરિહંતનો મહિમા
આવા જીવોને અન્ય જીવો કરતાં દેવગતિના ભવોની સંખ્યા મોટી હોય છે. અને છેવટના ભાવોમાં એક મનુષ્યની ગતિ અને એક દેવગતિ એવો ક્રમ તેઓ સિદ્ધ થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. તેને એક સાથે બે દેવના કે બે મનુષ્યના ભવ આવતા નથી. શાસન દેવ તથા શાસન દેવીઓ ઘણું કરીને “તીર્થ સિદ્ધા'ના પ્રકારમાં આવે છે.
આ જીવ નિત્યનિગોદમાંથી નીકળ્યા પછી મુખ્યતાએ ભાવિ તીર્થંકરના નિમિત્તથી વિકાસ કરતો હોય છે. અન્ય જીવો પણ તેના વિકાસમાં નિમિત્ત થતા હોય છે, પણ છેલ્લા આવર્તનમાં મુખ્યતાએ ભાવિ તીર્થકર નિમિત્ત બનતા હોય છે. આવો જીવ પહેલી ગતિમાં આવ્યા પછી પાંચમા સમયે ૐ રચે છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય થયા પછી પહેલી જ યોનિમાં તે સ્વસ્તિકની રચના કરે છે. તેને અજાણતાં, અજાણતાં પણ તીર્થકરનો લાભ મળે છે, પરિણામે તેમનું દર્શનાવરણ કર્મ હળવું રહે છે, અને પરિભ્રમણનો કાળ તેમના પુરુષાર્થ પર આધારિત હોય છે.
૪. અતીર્થ સિદ્ધા જે જીવાત્મા પોતાનો મોટાભાગનો વિકાસ શ્રી તીર્થકર ભગવાનની અવિદ્યમાનતાએ, કોઈ ને કોઈ કેવળી પુરુષના યોગથી કરે તે જીવ આ પ્રકારથી સિદ્ધ થાય છે. જે જીવ એવા જ્ઞાનીપુરુષથી આગળ વધે કે જે તીર્થની કોઈપણ પદવીના ધારક ન હોય. આવા જીવોની સહાયથી આગળ વધતો જીવ ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, શુક્લધ્યાનને પામે ઇત્યાદિ આત્મવિકાસ કરે પણ તે વખતે તે તીર્થકર, ભાવિ તીર્થકર કે કોઈ ઉચ્ચ પદવીધારીનો તેને યોગ હોય નહિ, એટલે કે તે જીવ તીર્થપતિ કે ભાવિ તીર્થપતિ કે અન્ય પદવીધારીના યોગમાં પોતાના વિકાસ વખતે સીધી રીતે હોય નહિ. પણ અન્ય જ્ઞાની કે કેવળ પ્રભુનો યોગ પામી તેઓ સિદ્ધપદ સુધી વિકસ્યા હોય, આવા આત્માઓ અતીર્થસિદ્ધા કહેવાય છે. તેઓ અમુક અપેક્ષાએ હીનવીર્ય હોય છે.
ક્યારેક અતીર્થસિદ્ધાનું નિમિત્ત પામી નિત્યનિગોદમાંથી બહાર નીકળેલા જીવો નપુંસકલિંગ સિદ્ધા” થાય છે. બળવાન આત્માઓના યોગ વિના આ જીવો મહા શક્તિશાળી થઈ શકતા નથી. અતીર્થસિદ્ધાના પ્રકારે સિદ્ધ થતા આત્માનો પુરુષાર્થ
૧૩