________________
કેવળી પ્રભુનો સાથ
મંદ ગતિએ વિકાસ કરાવે તેવો હોય છે. તેમનો પરિભ્રમણનો કાળ ઘણો લાંબો હોય છે. આવા જીવોથી સંસારનું અસ્તિત્વ વધે છે.
આ પ્રકારના જીવો પ્રત્યેક યોનિમાં લાંબો કાળ પસાર કરે છે. અને ક્યારેક તે જીવ જો તીર્થકરના સંપર્કમાં આવી જાય તો નિન્દવ પણ થાય છે, અને ભાવિમાં અન્ય આત્માઓના નિમિત્તથી વિકાસ કરી સિદ્ધ થાય છે. તેને મોક્ષમાર્ગની શ્રદ્ધા હોવા છતાં તેના પ્રકાશક પુરુષમાં યોગ્ય શ્રદ્ધા પ્રગટતી નથી તે તેનું આરંભકાળનું દુર્ભાગ્ય જ છે. પરિણામે જ્યારે તેને પાત્રતા આવે છે ત્યારે તે તીર્થકરનો યોગ પામી શકતો નથી. પરિભ્રમણકાળમાં આવા જીવને દુઃખની બહુલતાવાળા ભવો વધારે આવે છે, તેઓ વિશેષતાએ તિર્યંચ, નરક અને મભૂમિનાં આયુષ્ય ભોગવતા હોય છે, તે ગતિઓમાં ઘણું આથડી છેવટે સાચો વિકાસ સાધે છે.
૫. સ્ત્રીલિંગ સિદ્ધા આ પ્રકારે સિધ્ધ થતા આત્માનું સૌથી મહત્વનું લક્ષણ એ છે કે તે શુદ્ધ આત્મા સ્ત્રી દેહે સિદ્ધ થાય છે, અર્થાત્ તે આત્માનો ચરમદેહ સ્ત્રીનો હોય છે. જે આત્મા સ્ત્રીદેહે સિધ્ધ થાય છે તે સર્વ સ્ત્રીલિંગસિદ્ધા થતા નથી, પણ જે કોઈ આત્મા સ્ત્રીલિંગ સિદ્ધા થાય છે તે સર્વનો ચરમદેહ સ્ત્રીનો જ હોય છે. આમ કહેવાનું રહસ્ય જાણવા યોગ્ય છે.
જે આત્મા સ્ત્રીલિંગસિદ્ધા કહેવાય છે તે આત્મા અંતવૃત્તિ સ્પર્શાવે ત્યારે સ્ત્રીદેહે હોય છે, નિશ્ચયથી વ્યવહાર સમકિત પામતી વખતે પણ સ્ત્રીદેહે હોય છે, એ જ રીતે સ્ત્રીદેહે જ ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક સમકિત, છઠ્ઠ ગુણસ્થાન, સાતમું ગુણસ્થાન અને શ્રેણિ પ્રાપ્ત કરે છે. અર્થાત્ એ જીવે સ્ત્રીવેદ એટલો બધો બળવાનપણે બાંધ્યો હોય છે કે સમકિત લીધા પછી પણ તેનો સ્ત્રીવેદ છૂટી જતો નથી. એટલું જ નહિ પણ જ્યારે વેદનો બંધ પાડે ત્યારે તે પણ અપવાદરૂપે સ્ત્રીવેદનો જ બંધ પાડે છે. તેના છેલ્લા પચ્ચીસ ભવ એક સાથે સ્ત્રીવેદના હોય છે.
જે જીવો એક વખત ઉપશમ શ્રેણિએ ચડી, પતન પામી, બીજી વખત ક્ષપક શ્રેણિ પામી કેવળજ્ઞાન, કેવળદર્શન પામે છે, તથા કોઈ પણ પ્રકારની પદવીના ધરનાર
૧૪