________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ભાવ ઘટતો જાય છે, હું પણું' છૂટતું જાય છે; પરિણામે હું કરું એ ભાવને સ્થાને પ્રભુ! તમે કરાવો' એ ભાવ આવતો જાય છે. તેની સાથે સાથે જીવને એ પણ સમજાતું જાય છે કે પોતા કરતાં પ્રભુ અનેકગણા સુખી છે. વળી, એ સુખ મેળવવાની જાણકારી પણ તેમની પાસે છે. આ ભાવને લીધે જીવમાં પ્રભુ જેવાં સુખી થવાના ભાવ જાગૃત થઈ વધતા જાય છે. એ ભાવનું તેને જેમ જેમ ઓતપ્રોતપણું વધતું જાય છે તેમ તેમ તેની સંસાર ભોગવવાની રુચિ, સંસારી પદાર્થો મેળવવાની, સંઘરવાની, માણવાની વૃત્તિ મંદ થતી જાય છે. આ પ્રકારે સંસારનો ભોગવટો કરવાના ભાવમાં મંદતા થવી તે જ જીવમાં વૈરાગ્ય જાગવાની શરૂઆત છે એમ આપણે કહી શકીએ. આ ભાવ આગળ વધતાં જીવને સંસારની પ્રવૃત્તિઓનો અણગમો અને આત્માને શાંતિ આપનારી પ્રવૃત્તિઓનો ગમો વધતો જાય છે. આ ગામમાં પ્રભુની કૃપા વેદાતાં તેને શાંતિનું તથા શાતાનું ક્ષણભરનું વેદન આવે છે. આ વેદન દરમ્યાન જીવ શાતાવેદનીય કર્મ તથા શુભ નામકર્મ વધારે બાંધે છે. એનાં ફળરૂપે પોતાનાં ઘાતિકર્મોનો ક્ષય કરવાની શક્તિ તેનામાં વધતી જાય છે.
આવું જ શ્રી કૃપાળુદેવનાં જીવનમાં બનતું આપણને જોવા મળે છે. બાળવયમાં જ કૃષ્ણભક્તિથી તેમનામાં ભક્તિમાર્ગનું બીજ રોપાયું હતું, તેથી જાગેલી જિજ્ઞાસાને લીધે જૈનસૂત્રોનો અભ્યાસ તેમણે શરૂ કર્યો. એ સૂત્રોના અભ્યાસથી તેમની માન્યતામાં કેટલાક ફેરફારો થયા, સિદ્ધાંતોની તેમની સમજ વિશેષ ઊંડી થઈ, સત્યશોધનના પુરુષાર્થનાં ફળરૂપે તેમનામાં ભક્તિમાર્ગની ખીલવણી વિશદતાથી થતી ગઈ; તે આપણે આ પછીના તબક્કાઓમાં જોઈ શકીશું. પરંતુ વૈરાગ્ય તથા સંસારી પદાર્થોની અરુચિનો થતો વધારો આ વર્ષોમાં પણ આપણે જોઈ શકીએ છીએ.
આ તબક્કાના અંતિમ વર્ષોમાં તેઓ અવધાની, કવિ, જ્યોતિષી વગેરે ખ્યાતિ પામી ચૂક્યા હતા. સં.૧૯૪૦માં તેમણે સોળ વર્ષની વયે મોરબીમાં આઠ, બાર તથા સોળ અવધાન સફળતાપૂર્વક કર્યા હતાં. એ જ વર્ષમાં જામનગરમાં અનેક વિદ્વાનો
૨૧૯