________________
કેવળી પ્રભુનો સાથ
સમક્ષ તેમણે બાર તથા સોળ અવધાનો વિધિપૂર્વક કરી, પ્રેક્ષકોને ખૂબ ખુશ કર્યા હતા. એ જ પ્રકારે તેમના જ્યોતિષના અભ્યાસની પ્રસિદ્ધિ પણ ઘણી થઈ હતી, કેમકે હાથ કે કુંડલી જોઈ તેમણે કરેલો વર્તારો ભાગ્યે જ ખોટો પડતો હતો. વળી, માસિકોમાં કે છાપામાં પ્રસિધ્ધ થતાં તેમનાં પદોથી અને સ્ત્રીનીતિ-બોધક” ની રચનાથી તેઓ કવિ તરીકે પણ ખ્યાત થતા જતા હતા. આ ત્રણે અંગોના વિકાસની શરૂઆત આ તબક્કામાં થઈ હોવા છતાં, તેની ટોચ તો તે પછીના તબક્કામાં આવી હતી. તેમ છતાં તે વખતે થયેલા વૈરાગ્યના બળવાન ઉદયને કારણે તેઓ આ ત્રણે ચમત્કૃતિની અભિવ્યક્તિ કરતાં અટકી ગયા હતા. તેઓ આધ્યાત્મિક અનુભવો અને આત્મ પુરુષાર્થને વિશેષ વિશેષ મહત્ત્વ આપતા થયા હતા. કેમકે તેમનામાં ધર્મપ્રેમનું અને ધર્મનાં મંગલપણાનું સિંચન અનુભવના આધારે થતું જતું હતું.
આમ વિક્રમ સંવત ૧૯૪૦ માં કૃપાળુદેવનો ધર્મમંથનનો કાળ પૂરો થયો, સાથે સાથે સંસારસુખની અભિલાષાઓ પણ નિવૃત્ત થવા લાગી. વિવિધ ધર્મગ્રંથોનાં વાંચન તથા મનનથી તેમને વિ. સં.૧૯૪૧-૪૨ થી વૈરાગ્યનો ઉદય બળવાન થયો, સ્વપર કલ્યાણ કરવાની ભાવના ઉગ્ર થઈ અને તે માટે આત્મશુદ્ધિ વધારવાની તમન્ના ખીલતી ગઈ, જે તેમને નિશ્ચયભક્તિ મેળવવા પ્રતિ દોરવા લાગી હતી. આ સ્થિતિ તે તેમના જીવનના બીજા તબક્કાનો આરંભ કહી શકાય.
તબક્કો બીજો : વીતરાગ માર્ગ પ્રતિનું વલણ – સં.૧૯૪૧ થી
સં.૧૯૪૬ ધર્મગ્રંથોનાં વાંચન તથા મનનનાં પરિણામરૂપે સં.૧૯૪૦ પછીથી કૃપાળુદેવને સંસાર અસાર લાગવા લાગ્યો, સંસારમાં સુખ નથી એમ જણાવા લાગ્યું અને વૈરાગ્યનો ઉદય થયો. શરૂ થયેલી આ વૈરાગ્યધારા વધતી ગઈ. તે વિશે તેમણે “ધન્ય રે દિવસ આ અહોએ કાવ્યમાં લખ્યું છે કે “ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્યધાર રે”. આ વૈરાગ્યનું સ્વરૂપ જણાવતાં તેમણે કહ્યું હતું કે યોગવાશિષ્ઠ ગ્રંથમાં જેવો રામનો વૈરાગ્ય વર્ણવ્યો છે, તેવો વૈરાગ તેમને આ વર્ષોમાં વર્તતો હતો. વૈરાગ્યની આ ધારા ક્રમે ક્રમે
૨૨૦