________________
કેવળી પ્રભુનો સાથ
તેમનાં જીવનના પહેલા તબક્કામાં તેમનામાં ભક્તિમાર્ગ કેવી રીતે ખીલ્યો તેનું ચિત્રણ સમુચ્ચયવયચર્યા તથા તેમણે લખેલા પત્રોમાંથી ફૂટ થાય છે. અને આ તબક્કા પછીનાં વર્ષોમાં ભક્તિમાર્ગનું ઊંડાણ તેમણે કેવી રીતે સાધ્યું, અને ભક્તિમાર્ગમાંથી તેઓ નિશ્ચયમાર્ગ સુધી કેવી રીતે સરક્યા તેનો વિકાસક્રમ આપણને તેમનાં સાહિત્ય તથા પત્રોનાં સાધનથી જાણવા મળે છે. અને એ જાણકારીથી ધર્મનું મંગલપણું સાધકનાં જીવનમાં કેવા કેવા આકાર ધારણ કરે છે તે સમજાતું જાય છે.
કૃપાળુદેવને બાળવયમાં પિતામહ પાસેથી સાંભળેલાં કૃષ્ણકીર્તનનાં પદો તથા અવતારો સંબંધી ચમત્કારની વાતોથી જગત્કર્તા ઈશ્વરની શ્રદ્ધા થઈ હતી. ઈશ્વરે જ આ જગત બનાવ્યું છે, તેઓ જ આ જગતની સારસંભાળ રાખે છે અને જીવોને તેમનાં પાપપુણ્યનું ફળ આપી આ જગતનું સંચાલન કરતા રહે છે, એવી સ્પષ્ટ માન્યતા તેમણે સ્વીકારી હતી. કર્મભૂમિમાં રહેલા મનુષ્યને જગત્કર્તા ઈશ્વરની માન્યતા સહેલાઈથી આવે છે. કારણ કે તેમને કંઈ પણ મેળવવા, ફેરફાર કરવા પ્રવૃત્તિ કરવી પડે છે. તેનાં કારણે તેને એવી સમજ રહે છે કે કંઈ પણ બનાવવું હોય તો તેના બનાવનારની જરૂરત છે. આ જ અનુભવને આધારે કર્મભૂમિનો જીવ નક્કી કરે છે કે જગત છે તો જગતનો બનાવનાર પણ જરૂર છે જ. અને આટલા મોટા જગતને બનાવનાર એવી જ સમર્થ વ્યક્તિ હોવી જોઈએ એમ પણ તેને સમજાય છે. આ તર્કને આધારે તેને લાગે છે કે જગતને બનાવનાર ખૂબ પવિત્ર અને શક્તિશાળી વ્યક્તિ હોવી જોઈએ, તેને તે ઈશ્વર સ્વરૂપે ગણાવે છે. આવા પવિત્ર અને સમર્થ જગત્કર્તા ઈશ્વરને શક્તિશાળી સંચાલક સમજી તેના પ્રતિ જીવ પૂજ્યભાવ અને અહોભાવ સેવતો થાય છે. આમ ઈશ્વરને અલૌકિક કર્તા માની નાની વયના કૃપાળુદેવને તેમના પ્રતિ વિશેષ પૂજ્યભાવ અને અહોભાવ જાગ્યા હતા, જેના દ્વારા તેમનામાં ભક્તિમાર્ગનું ઊંડું બીજ રોપાયું હતું.
ભક્તિમાર્ગમાં આગળ વધતાં પૂર્ણાત્મા પ્રતિનો અહોભાવ અને પૂજ્યભાવ જીવમાં વધતા જાય છે. પૂર્ણાત્માની સરખામણીમાં પોતાની અલ્પતાનું અને અસમર્થતાનું ભાન જીવને ભક્તિમાર્ગમાં થતું હોવાથી તેનો માનભાવ તથા કર્તાપણાનો
૨૧૮