________________
કેવળી પ્રભુનો સાથ
ગુણોની ગૌણતા રાખે. આમ તે સહુમાં પૂર્ણતા ન હોવાને કારણે, મોક્ષ મેળવવા માટે અને આત્માને શુધ્ધ કરવા માટે જ ધર્મપાલન કરવાનું હોવા છતાં ધર્મમાર્ગમાં અનેક પ્રકારો તથા ફાંટા જોવામાં આવે છે. તેમાં મોટાભાગના સામાન્ય જનો પોતે જે ધર્મમતનાં પ્રકારમાં જનમ્યા હોય કે પ્રવર્તતા હોય તે જ ધર્મમતને શ્રેષ્ઠ અથવા કલ્યાણકા૨ી માની લઈ, તે ધર્મમતનું ઓથે ઓથે પાલન કરતા રહે છે; અને આવા ધર્મપાલન દ્વારા સદાચાર સેવી પોતાનું શ્રેય કરી રહ્યા છે તેવી માન્યતામાં રમતા રહે છે. ત્યારે વિરલા, વિચક્ષણ, દક્ષ અને ઊંડી તત્ત્વદૅષ્ટિ ધરાવનાર મહાત્માઓ એ બધા ધર્મપ્રવર્તકના મતનો ઊંડો અભ્યાસ કરી, વિશદતાથી સારાસાર તોલનશક્તિનો યથાર્થ ઉપયોગ કરી, પોતાના સ્વાનુભવના આધારે કયો ધર્મ આત્માની શુદ્ધિ કરવા માટે વિશેષ ઉપકારી છે તેનો નિર્ણય કરે છે, અને તેઓ પોતાને અનુભવથી જણાતા ઉત્તમ ધર્મમત માટે લોકોને નિષ્કારણ કરુણાબુદ્ધિથી માર્ગદર્શન આપે છે. આમ તેઓ પોતાને થયેલા અનુભવનો નીચોડ કલ્યાણભાવનાથી પ્રેરાઈ, જગતજીવો સમક્ષ રજૂ કરી પોતાનાં કર્તવ્યનું પાલન કરે છે; એટલું જ નહિ પણ, તેમની આત્મશુદ્ધિ વધારવામાં તેઓ સક્રિય ભાગ પણ લે છે.
આ રીતે પોતાના અનુભવની ખાણનો આધાર લઈ અનેક ઉત્તમ આત્મઓએ જિનોક્ત માર્ગને શ્રેષ્ઠ કહ્યો છે; અને અન્ય માર્ગને શ્રેષ્ઠ માર્ગ પ્રતિ દોરી જનાર શુભ માર્ગ કહ્યા છે. તેનાં કારણો આપણે આ પ્રકારે વિચારી શકીએ. જિનમાર્ગના સ્થાપક તથા પ્રણેતા છે શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુ. શ્રી જિનદેવ સર્વ પ્રકારનાં અજ્ઞાન, રાગ, તથા દ્વેષથી અને કલેશથી અર્થાત્ સર્વ ઘાતીકર્મોથી મુક્ત થયા પછી જ માર્ગની પ્રભાવના કરે છે. જ્યાં સુધી અલ્પાંશે પણ પોતામાં અજ્ઞાન, રાગ, દ્વેષાદિનું અસ્તિત્વ હોય અર્થાત્ સર્વજ્ઞપણું પ્રગટયું ન હોય ત્યાં સુધી તેઓ માર્ગનું પ્રવર્તન કરતા નથી; દીક્ષિત અવસ્થા હોવા છતાં પણ તેઓ મૌનપણે વિચરે છે, અને પોતે સર્વાંગી પૂર્ણતા પ્રાપ્ત કરે ત્યાર પછી જ એ અણિશુદ્ધ ઉત્તમ માર્ગ લોકો સમક્ષ રજૂ કરે છે કે જેથી એ માર્ગ પ્રકાશન કે પ્રવર્તનમાં અલ્પાંશે પણ અશુદ્ધિ કે અપૂર્ણતા સંભવી શકે નહિ. તેઓ આત્માની પૂર્ણ શુધ્ધતા મેળવવા માટે જે કડક નિયમપાલન કરે છે તથા તપશ્ચર્યા
૩૧૮