________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
નિર્વિકલ્પદશાની તેમને ઝાંખી થઈ, સાતમા ગુણસ્થાનનો તેમને સ્પર્શ થયો, તેનો અદ્ભુત આનંદ તેમનાં રોમરોમમાં વ્યાપી ગયો દેખાય છે. કારતક સુદ ૧૨થી મહાવદ ત્રીજ સુધીના નાના ગાળામાં તેમણે જે આત્મવિકાસ કર્યો, તે તેમનો જોરદાર આત્મવેગ સૂચવે છે. આ વેગની સહાયથી તેઓ ભક્તિમાર્ગમાં આગળ વધી, સ્ત્રી, કુટુંબ, પરિગ્રહ, કીર્તિ આદિનો રાગ તોડી નિસ્પૃહતા તથા અસંગતા વધારવા લાગ્યા હતા. તેમના આ આત્મવેગને પોષવા માટે સત્સંગ તથા અસંગદશાની ઘણી જરૂરિયાત હતી, તેનો અભાવ તેમને સતત વરતાતો હતો, તેની નોંધ આપણને અનેકવાર જોવા મળે છે, –
“સત્સંગની અત્ર ખામી છે; અને વિકટવાસમાં નિવાસ છે, હરિ ઇચ્છાએ હર્યાફર્યાની વૃત્તિ છે, એટલે કંઈ ખેદ તો નથી; પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી; એ ચિંતન નિરંતર રહ્યા કરે છે.” (મહા વદ ૩, ૧૯૪૭. આંક ૨૦૧)
“અત્ર પરમાનંદ વૃત્તિ છે પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી; કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી. અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઇચ્છા છે; પણ ઇશ્વરેચ્છાની હજી તેમાં સમ્મતિ થઈ નથી.” (મહાવદ ૭, ૧૯૪૭, આંક ૨૦૪)
“માટે અમે અસંગતાને ઇચ્છિયે છીએ, કાં તો તમારા સંગને ઇચ્છિયે છીએ, એ યોગ્ય જ છે.” (મહા વદ ૧૧, ૧૯૪૭. આંક ૨૦૫)
“પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહિ, અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહિ, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આવો સર્વ મહાત્માઓને રિવાજ છે. અમે તો દીનમાત્ર છીએ.” (મહાવદ ૧૩, ૧૯૪૭. આંક ૨૦૬)
“અમે તો કંઈ તેવું જ્ઞાન ધરાવતાં નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય,અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ લક્ષે નથી; અમને તો વાસ્તવિક
૨૫૩