________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
જ રહે છે, એટલે તે રુચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી.” (આંક ૫૨૦)
આ વચનો તથા સં. ૧૯૫૦માં લખાયેલા પત્રોનો અભ્યાસ કરી સરવૈયું કાઢીએ તો સમજાય છે કે આ વર્ષમાં તેમને બાહ્ય ઉપાધિઓનું જોર વધ્યું હતું, તો તેની સાથે સાથે તેમનું આત્મસામર્થ્ય પણ વધ્યું હતું. ગમે તેવા કર્મના જોર સામે તેઓ જરાય નમવા માગતા ન હતા; પણ બળવાન પુરુષાર્થ કરી કર્મની ઉત્તમ નિર્જરા કરવામાં તેઓ વ્યસ્ત હતા. તેમના ઉપાધિના ઉદયો જેમ જેમ બળવાન થતા જતા હતા તેમ તેમ તેમની સર્વસંગ પરિત્યાગી થઈ માર્ગ પ્રકાશવાની ભાવના પણ દેઢ થતી જતી હતી. આમ ઉદિત વિઘ્નોની પરંપરારૂપ કર્મથી હાંફી જવાને બદલે પોતાના આત્માના દોષ તથા પ્રમાદને કારણરૂપ ગણી, તેનાથી મુક્ત થઈ, વિશેષ પુરુષાર્થ કરી કર્મને હંફાવવાની અને પરાસ્ત કરવાની બાજી તેઓ આ વર્ષમાં ખેલતા ગયા હતા. આ સ્થિતિ તેમના ક્ષમાગુણ, માર્દવગુણ, આર્જવગુણ અને શૌચગુણની વિશેષ ખીલવણી બતાવે છે. વાસ્તવિક સંસારી જીવનમાં તેઓ નિમિત્તને આધીન ન બનતાં, પુરુષાર્થી બની, આત્મામાં વિશેષ વિશેષ રમણતા કરવાનો અભ્યાસ તેમણે સ્વીકાર્યો હતો. તેનાં ફળરૂપે તેમને નવાં ઘાતીકર્મોનાં બંધનની અલ્પતા અને શાતાવેદનીયરૂપ કલ્યાણભાવની વર્ધમાનતા થતી ગઈ. સત્પુરુષાર્થ કરતો જીવ જેમ જેમ સ્વરૂપમાં વિશેષ રહેતાં શીખતો જાય છે તેમ તેમ તેનાં ઘાતીકર્મોનાં બંધન મંદ સ્વરૂપનાં તથા અલ્પ થતાં જાય છે, અને અઘાતી કર્મો બહુલતાવાળા તથા શાતાવેદનીયથી ભરેલાં થતાં જાય છે. આમ થવા પાછળનું રહસ્ય એ છે કે સહુ પ્રત્યેનો શુભભાવ આત્મામાં જેમ જેમ સ્થિર થતો જાય છે તેમ તેમ તે આત્મામાં ધર્મનું મંગલપણું અને સનાતનપણું પ્રગટપણે ફ્રૂટ થતું જાય છે. સહુ પ્રતિ સેવેલા કલ્યાણના ભાવ ક્રમે ક્રમે સક્રિય થતા જાય છે અને જીવને સર્વ પ્રકારની અસત્ પ્રવૃત્તિથી છોડાવતા જાય છે.
સં. ૧૯૫૧ની સાલથી તેમનામાં આ બધા ગુણો સારી રીતે ખીલતા ગયા હતા. આ વર્ષમાં નિવૃત્ત થવાની તેમની ઇચ્છા વધારે બળવાન થઈ હતી. તેમણે
૨૭૯