________________
શ્રી અરિહંતનો મહિમા
શ્રી તીર્થંકર પ્રભુ પાસે માગે છે. અને તેમાંથી વીતરાગ પ્રભુને નિમિત્ત મળતાં તેમના દેહના રોમેરોમમાંથી ૐ ધ્વનિરૂપ દેશના છૂટે છે. એ દેશનામાં કલ્યાણભાવનાં અમુક પરમાણુઓનો જથ્થો છૂટો પડી સમવસરણમાં ફેલાય છે. ત્યાં હાજર રહેલા સહુ જીવો પોતપોતાની કક્ષા અને શક્તિ પ્રમાણે એમાંના કેટલાંક પરમાણુઓ ગ્રહણ કરે છે. અને પોતાને જરૂરી એવો બોધ ગ્રહણ કરી પોતાના હૃદયમાં તીર્થસ્થાનને ઉત્પન્ન કરવાનું નિમિત્ત સ્વીકારે છે.
સમવસરણમાં શ્રી કેવળીપ્રભુ, ગણધર દેવ, પદવીધારી મુનિઓ, અન્ય આચાર્યો, સાધુસાધ્વીઓ, શ્રાવક શ્રાવિકાઓ, તિર્યંચો, દેવો આદિ હોય છે. તેઓ સહુ પોતે એકત્રિત કરેલા કલ્યાણભાવના પરમાણુઓમાં નવાં પરમાણુઓનો ઉમેરો કરી એ જથ્થાને સમૃધ્ધ કરી આત્મવિકાસની સંભાવના વિસ્તૃત કરે છે. અને પોતાનો આત્મપુરુષાર્થ વધારવા સમર્થ બનતા જાય છે. આમાં મોટો જથ્થો શ્રી કેવળીપ્રભુ જ્યારે યોગ સાથે જોડાય છે ત્યારે ગ્રહણ કરે છે, અને જ્યારે તેઓ યોગ સાથે જોડાયેલા હોતા નથી ત્યારે સિધ્ધ સમાન અલિપ્ત રહે છે અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા જ કરે છે. જ્યારે શ્રી અરિહંત પ્રભુ યોગ સાથે જોડાય છે ત્યારે કેવળ પ્રભુ પોતાના કલ્યાણભાવના અમુક જથ્થાને છૂટો કરી સમવસરણમાં વહાવે છે કે જેથી અરિહંતપ્રભુના યોગ સાથેના જોડાણને કારણે સર્જાતી પ્રવાહની મંદતા નીકળી જાય. શ્રી ગણધર દેવ કલ્યાણભાવનો ઘણો મોટો જથ્થો દેશનાના પ્રતિ સમયે સ્વીકારતા જાય છે, કારણ કે ગણધરપદના ઉદયથી તેમનો કલ્યાણભાવ ધુવબંધી થઈ જાય છે. તેનાથી ઓછી માત્રામાં સર્વ પદવીધારી મુનિઓ કલ્યાણભાવનાં પરમાણુઓને સ્વીકારી આત્મપુરુષાર્થ માટે આ તીર્થસ્થાનનો લાભ લે છે. તે પછી અન્ય મુનિરાજો, સાધુસાધ્વી, શ્રાવક શ્રાવિકા, અન્ય જીવાત્માઓ આદિ ઊતરતી માત્રામાં આવા જથ્થાનો સ્વીકાર કરી પોતામાં તીર્થસ્થાનને અનુભવે છે. આ અપેક્ષાથી વિચારીએ તો આત્મવિકાસ સાધતા સહુ જીવોમાં આ તીર્થસ્થાન વધતી ઓછી માત્રામાં જળવાયેલું રહે છે.
જેમ જેમ જીવની આત્મદશા વર્ધમાન થતી જાય તેમ તેમ પ્રભુ પાસેથી લીધેલું ઋણ અદા કરવાની તેની ભાવના દઢ બનતી જાય છે, અને વખત આવ્યે એ કાર્ય
(૯૭