________________
કેવળી પ્રભુનો સાથ
કે આ જીવ તીર્થસ્થાનમાં પૂર્ણતાએ પહોંચ્યા પછી એનું જ્ઞાનદાન કરી શકશે. આ દાન અપૂર્વ છે, કારણ કે જ્ઞાન, દર્શન તથા ચારિત્રથી પૂર્ણ થયેલા આત્મા દ્વારા આ દાન અપાયેલું છે. આના પ્રભાવથી તીર્થંકર પ્રભુનો જીવ પૂર્ણ થયા પહેલાં માર્ગ પ્રકાશવો નહિ એવી ઉત્તમ ભાવના જાળવી શકે છે, અને પાળી પણ શકે છે. પૂર્ણ થયા પછી પોતે જે શુધ્ધતાથી તીર્થસ્થાનને અનુભવે છે, તે જ શુધ્ધતાથી એ તીર્થસ્થાનને જુએ છે અને જાણે છે. અને એ જ શુધ્ધતાથી ૐ ધ્વનિ દ્વારા બોધે પણ છે. આથી તેની મહત્તા અનેકગણી થઈ જાય છે.
અરિહંતપ્રભુનાં તીર્થસ્થાનની મહત્તા
ભવોભવથી જગતજીવોનાં કલ્યાણ માટે ઘૂંટેલા ભાવો જ્યારે નિકાચીત થાય છે ત્યારે શ્રી પ્રભુનાં હ્રદયમાં રહેલું તીર્થસ્થાન બળવાન થાય છે. અને તેઓ પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી તેમનો એ ભાવ સતત વધતી ઓછી માત્રામાં ઘૂંટાતો રહે છે, પરિણામે શ્રી પ્રભુ પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી કલ્યાણભાવના એ જથ્થામાં સતત વધારો થતો જ રહે છે, એટલું જ નહિ એ જથ્થાનો કેવળજ્ઞાન પહેલાં અલ્પ માત્રામાં જ ઉપયોગ થતો હોવાથી તે પરમાણુઓ મોટા જથ્થામાં શ્રી પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પછી જ વપરાય છે. વપરાતા કલ્યાણભાવના જથ્થાથી તેમને જીવનમાં આત્મિક સુવિધાઓ વધે છે. અને જ્યારે તેઓ પૂર્ણ વીતરાગી થઈ ઇચ્છા નિરોધ તપસ્વી બનેછે ત્યારે તેઓ પૂર્ણતાએ સ્વસ્વરૂપમાં એકાકાર થઈ જાય છે.
આથી જ્યારે અરિહંત પ્રભુ પૂર્ણ વીતરાગ થાય છે ત્યારે તેમના આત્માના પ્રદેશો ૫૨ કલ્યાણભાવનો વર્ણવી ન શકાય તેટલો મોટો જથ્થો એકત્રિત થઈ, ભોગવ્યા વિના સત્તાગત રહ્યો હોય છે. તેમની પૂર્ણ વીતરાગતાને કારણે તે જથ્થાને ઉદયમાં આવવા માટે પોતાનું નિમિત્ત રહેતું નથી. તે નિમિત્ત પૂરું પાડે છે શ્રી ગણધર દેવ. તેઓએ પણ જીવ સમસ્ત માટે કલ્યાણભાવ સેવી, તેનાં પરમાણુનો મોટો જથ્થો એકઠો કર્યો હોય છે. આ કલ્યાણભાવમાં સૂક્ષ્મતાએ કર્તાપણાનો ભાવ તેમનામાં રહ્યો હોવાથી તેઓ કલ્યાણકાર્ય ઉપાડવા માટેની આશા પોતાના ગુરુ
૯૬