________________
કેવળી પ્રભુનો સાથ
હોય છે. તે માનભાવને ત્યાગી સત્નો સત્ સ્વરૂપે સ્વીકાર કરી, પોતાની અલ્પતાનું ભાન વેદી ગુરુજનો પ્રતિ ખૂબ જ નમભાવથી વર્તવું તે વિનયતા છે. આ તપમાં સ્વ તથા પરનો આશ્રય હોવાથી પ્રાયશ્ચિત્ત કરતાં વિશેષ મનપરિણામના સંયમની જરૂર રહે છે.
ત્રીજું આંતરતા તે વેશ્યાવૃત્ત્વ – વૈયાવચ્ચ. વૈયાવૃત્ત એટલે સેવા. આ સેવા આંતરબાહ્ય એમ બે પ્રકારે છે. પણ અહીં આંતરને મુખ્યતા આપવામાં આવેલી છે. કોઈ મુનિને અશાતા વર્તતી હોય અને પરિણામે વિશેષ કર્મબંધ થાય એવી સંભાવના હોય તેવી સ્થિતિમાં મુનિઓ એકબીજાને શાતા આપવાનો, ચિત્તની સ્થિરતા કેળવવામાં મદદરૂપ થવાનો પુરુષાર્થ કરે છે ત્યારે તેઓ ઉચ્ચનીચના ભેદથી, માનભાવથી અલિપ્ત થઈ માત્ર કલ્યાણભાવથી આ સેવા કરે છે. આ સેવા ગુણપોષક અને મનને કષાયોથી પર કરનાર હોવાથી સેવા કરનાર માટે આંતરતપ ગણાય છે. પણ તેનો અર્થ એવો નથી કે શાતાશીલીયાપણું પોષવા બીજા પાસે સેવા કરાવવી. આ તો, ચિત્તની સ્થિરતા ખાલી બોધથી કે સત્સંગથી આવે તેમ ન હોય તેવા સંજોગોમાં બાહ્યશાતાના નિમિત્તો આપી ઉદ્ધોધન કરવામાં આવે તો સ્થિરતા ઝડપથી આવે, તેવા ઉદ્દેશથી શારીરિક સેવાને વૈયાવૃત્ત તપમાં સ્થાન અપાયું છે.
એ પછી આવે છે સ્વાધ્યાય તપ. સ્વ + અપિ + અય = સ્વાધ્યાય. સ્વ = પોતાનું, અધિ = જ્ઞાન અને અય = પ્રાપ્ત થયું. આ પ્રમાણે પોતા સંબંધી જ્ઞાન પ્રાપ્ત થવું એ સ્વાધ્યાય છે. આ તપના પાંચ ભેદ કહ્યા છે. વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા કરવી, આમ્નાય અને ધર્મોપદેશ. અધ્યાત્મગ્રંથોને વાંચી શક્ય તેટલા ઊંડાણથી સમજવા તે વાંચન સ્વાધ્યાય. તેમાંથી જે ભાગ સમજાયા વિનાનો રહ્યો હોય તે વિશેષજ્ઞને પૂછી સમજવો તે પૃચ્છા સ્વાધ્યાય. આ બંને પ્રકારે જાણ્યું તેના પર વિશેષ વિચાર કરવો, ચિંતન કરવું એ અનુપ્રેક્ષા સ્વાધ્યાય. તે પછી નિશ્ચિત વિષયને ધારણા માટે મુખપાઠ કરવો તે આમ્નાય સ્વાધ્યાય. પછી જ્યારે તે વિષય પર પૂરેપૂરો કાબૂ આવી જાય ત્યારે બીજા જીવોને હિતબુદ્ધિથી સમજાવવું એ ધર્મોપદેશ સ્વાધ્યાય છે. પાત્રતા આવ્યાં પહેલાં ઉપદેશ કરવાની પ્રભુની આજ્ઞા નથી.
૧૮૦