________________
કેવળી પ્રભુનો સાથ
શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પોણાનવે કહ્યું, ‘મનસુખ, દુ:ખ ન પામતો. માને ઠીક રાખજે. હું મારાં સ્વરૂપમાં લીન થાઉં છું.” સાડાસાત વાગે જે બિછાનામાં પોઢયા હતા તેમાંથી એક કોચ ઉપર ફેરવવાની મને આજ્ઞા કરી ... એટલે મેં સમાધિભાવે સૂઈ શકાય એવા કોચ ઉપર વ્યવસ્થા કરી. જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થભાવે છૂટા પડયા. લેશ માત્ર આત્મા છૂટો થવાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી ... કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઇ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી, પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું .... આવા સમાધિસ્થભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટયો.” (શ્રી. રા. જીવનકળા પૃ. ૨૬૮)
પોતે કરેલા છૂટવા માટેના બળવાન પુરુષાર્થનું અને ઉત્તમ સમાધિમૃત્યુનું પરિણામ તેમણે સ્વાત્મવૃતાંત કાવ્યમાં લખ્યું છે, –
“અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” ધન્ય
અહીં તેમણે સ્પષ્ટ કર્યું છે કે શ્રી રાયચંદભાઈના દેહમાં સંસારનાં પરિભ્રમણમાંથી છૂટવાનો બળવાન પુરુષાર્થ કરી, અકથ્ય કર્મનિર્જરા કર્યા પછી જે શેષ કર્મો, થોડાં કર્મો ભોગવવાનાં બાકી રહી ગયાં છે તેને ભોગવી લેવા માટે, કર્મ ભોગવીને નિવૃત્ત કર્યા પછી “સ્વરૂપ સ્વદેશ” અર્થાત્ મોક્ષમાં જવા માટે તેમના આત્માને હવે એક જ દેહની જરૂરત રહી છે. તે દેહ મનુષ્યનો જ હોઈ શકે, કેમકે પ્રત્યેક સિદ્ધ થતા આત્માનો અંતિમ દેહ મનુષ્યનો જ હોય છે. મનુષ્ય દેહ સિવાયના કોઈ પણ દેહમાં શ્રેણિનો – આત્મોન્નતિના અંતિમ ભાગનો પુરુષાર્થ થઈ શકતો નથી; તેથી હવે પછી મનુષ્ય દેહ ધારણ કરી સંસારયાત્રા પુરી કરવાનો નિર્દેશ અહીં થયેલો જણાય છે.
૩૧૦