________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
આ પંક્તિમાં તેમણે ‘ભવ’ને બદલે ‘દેહ’ શબ્દ વાપર્યો છે તે ખૂબ સૂચક જણાય છે. સામાન્યપણે પાંચમા ગુણસ્થાને પહોંચ્યા પછી જીવને દેવ તથા મનુષ્ય એ બે ગતિ જ સંભવે છે. જીવ મનુષ્યગતિમાં આરાધન કરી આત્મવિકાસ સાધે છે, અને તે વખતે વર્તતા શુભભાવના ફળરૂપે તે જીવને ઘણો પુણ્યબંધ થાય છે. આ પુણ્ય ભોગવવા તે જીવ દેવલોકનાં થોકબંધ શાતાના ઉદય પામે છે. આ પુણ્ય ભોગવાઈ જતાં તે જીવ મનુષ્યગતિ પામી ફરીથી આત્મારાધન અને આત્મવિકાસ કરે છે. તેમ કરતાં વર્તતા શુભભાવના કારણે નવો જોરદાર પુણ્યબંધ કરે છે, જે માત્ર દેવલોકમાં જ ભોગવી શકાય છે. આ રીતે કર્મથી સર્વથા મુક્ત ન થાય ત્યાં સુધી જીવને મનુષ્ય ગતિ પછી દેવગતિ આવ્યા કરતી હોય છે. આમ મુક્ત થતાં સુધી જીવ બે શુભગતિમાં રહ્યા કરતો હોય છે. છેલ્લે મનુષ્યજન્મમાં અત્યુત્તમ પુરુષાર્થ કરી તે જીવ સર્વ ઘાતકર્મો તથા અઘાતી કર્મોનો ક્ષય કરી શુદ્ધ, બુધ્ધ અને મુક્ત થાય છે, સિદ્ધભૂમિમાં સદાકાળને માટે સ્થિર થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી, આત્મવિકાસનો પુરુષાર્થ માત્ર મનુષ્ય ગતિમાં જ થતો હોવાથી, જેટલા મનુષ્યના જન્મ છૂટતાં સુધી જીવે ધારણ કર્યા હોય તેટલા ભવમાં તે જીવ મુક્ત થયો એમ ગણાય છે. ભવની ગણતરી કરતી વખતે દેવના ભવો આત્માર્થે ઉપકારી ન હોવાને કારણે ગણાતા નથી. અહીં કૃપાળુદેવે ‘ભવ’ને બદલે દહ’ શબ્દ વાપર્યો છે તે સૂચવે છે કે તેમને કર્મ ભોગવવા અર્થે દેવનો ભવ આવનાર નથી. એટલે કે તેઓ મનુષ્યમાંથી મનુષ્ય જન્મ ધારણ કરી, કર્મક્ષયનો અંતિમ પુરુષાર્થ કરી તેમની સંસારયાત્રા પૂરી કરવાના છે.
દેવભવ તેમને આવનાર નથી, એ હકીકતનો લક્ષ થતાં આપણને સહેજે પ્રશ્ન થાય કે તેમના આત્માએ એવો તે કેવો વિશિષ્ટ પુરુષાર્થ કર્યો કે જેના અનુસંધાનમાં દેવલોકમાં જઇને જ ભોગવી શકાય એવાં સર્વ પુણ્યકર્મો મનુષ્ય જન્મમાં ખપાવી શક્યા? વિશેષ આશ્ચર્ય તો એ થાય છે કે તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યા પછી, જે પ્રત્યેક સમયે સર્વ જીવનું કલ્યાણ થાય એવા કલ્યાણના પરમાણુઓ ગ્રહણ કરવા છતાં, તેમાંથી બંધાતા સંસારી પુણ્યના ભાગને કઈ રીતે નિવૃત્ત કર્યો? અને તે પણ રાયચંદભાઈ તરીકે માત્ર તેંત્રીસ વર્ષના નાના આયુષ્યકાળમાં આવું ઉત્તમોત્તમ પરિણામ
૩૧૧