________________
કેવળી પ્રભુનો સાથ
તેઓ કઈ રીતે લાવી શક્યા એ જિજ્ઞાસા પ્રશ્નનું સમાધાન મેળવવું દુર્લભ જણાય છે. તેની અછડતી સમજણ તેમના વિકાસના તબક્કાનું વિશ્લેષણ કરતાં આપણને મળી શકે એમ લાગે છે.
કૃપાળુદેવનાં જીવનવૃતાંતને આધારે આપણે જાણીએ છીએ કે સં.૧૯૪૭માં ક્ષાયિક સમકિત મેળવ્યા પછી દિવસે દિવસે તેઓ સંસારનો અને સંસારની પ્રવૃત્તિનો રસ ક્ષીણ કરતા ગયા હતા, જો કે તે પહેલાં પણ તેમનામાં અન્ય જીવોની અપેક્ષાએ આ રસની માત્રા ઘણી ઓછી હતી. સંસા૨૨સ ક્ષીણ થતા જવાનું કારણ તેમનો આત્મરસ વધતો જતો હતો તે સમજાય છે. તેઓ પોતાને પ્રવર્તતા બળવાન વૈરાગ્યને ઉદાસીનતા તથા વીતરાગતામાં રૂપાંતર કરતા ગયા હતા, એટલે કે કષાયો પર તેઓ વધારે ને વધારે સંયમ લેવા ઉદ્યમ વધારતા ગયા હતા. આ રીતે વર્તના કરી તેમના જીવનના ત્રીજા તબક્કાના અંત સુધીમાં તેમણે કર્મનો આશ્રવ ઘણો અલ્પ કર્યો હતો અને સાથે સાથે સંવર તથા નિર્જરા એટલાં જ બળવાન કર્યાં હતાં.
ત્રીજા તબક્કામાં સહુ જીવો માટે કલ્યાણભાવ સેવવાની માત્રા તેમણે ઘણી વધારી હતી, તેનાં અનુસંધાનમાં સંસારી જીવો સ્ત્રી, કુટુંબ, સંતાન, ભાગીદારો વગેરે વિશે તેઓ ખૂબ જ નિસ્પૃહ થઈ ગયા હતા; આ હકીકત આપણે આ વર્ષોમાં તેમણે લખેલા પત્રોના આધારે તારવી શકીએ છીએ. તેમની આત્મામાં સ્થિર રહેવાની ભાવના ઘણી ઊંડી અને ઘેરી થઈ હોવાથી તેમને ઉદાસીનતા અને વીતરાગતાના અનુભવમાં રહેવું સહજ થતું જતું હતું. તેમનો આ જાતનો પુરુષાર્થ અલૌકિક તથા અવર્ણનીય હતો. શરૂઆતમાં સમજપૂર્વક પુરુષાર્થ કરી તેમણે મોહ ઓછો કર્યો, અને આત્મરસ વધાર્યો, ક્રમે કરીને તે સહજ થતું ગયું, અને વૈરાગ્ય ઉદાસીનતામાં પલટાઈ વીતરાગતામય રૂપાંતરિત થયો. આ પ્રક્રિયાનાં ફળરૂપે મોહસહિતના ઘાતીકર્મોના બંધ ઓછા થતા ગયા, તેનાં સ્થાને કલ્યાણભાવથી ભરેલા ઉત્કૃષ્ટ પરમાર્થનાં પરમાણુઓ ગ્રહાતા ગયાં હતાં. આમ આત્માની નિસ્પૃહ પરિણામધારા રાખવાથી પૂર્વ સંચિત કર્મની નિર્જરા કરવાનો તેમનો વેગ વધતો ગયો હતો, આત્માની સ્થિરતા પણ વધતી ગઈ. તેથી તેમને શુક્લધ્યાનનો અનુભવ વારંવાર તથા મોટા કાળ માટે થતો રહ્યો હતો. તેઓ
૩૧૨