________________
કેવળી પ્રભુનો સાથ
દુ:ખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? ... મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ કે એવુંતેવું જગતમાં કંઈ જ નથી, એમ વિસ્મરણધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણોથી જોવાં પડે છે, એ મહાખેદ છે. અંતરંગચર્યા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા મને થઈ પડી એ જ મહાદુઃખમતા કહો.” (સં.૧૯૪૫. આંક ૮૨).
આમ આ વર્ષમાં કૃપાળુદેવને માર્ગ સંબંધી નિઃશંકતા થઈ હતી, વૈરાગ્ય વધ્યો હતો, સત્સંગની રુચિ ઊંડી થઈ હતી; તેની સાથે સાથે સ્ત્રીનું જે આકર્ષણ વેદાતું હતું, પોતાની અંતરંગ ચર્યા જણાવી શકે, સત્સંગ આપી શકે એવા સત્પાત્રોની દુર્લભતા હતી તે આદિ કારણોને લીધે તેમનામાં જે આંતરયુદ્ધ ચાલતું હતું તે હૃદ્ધને કારણે તેમને ઘણું દુ:ખ વેઠવું પડતું હતું. અને એ દુઃખની અભિવ્યક્તિ તેમણે ઉપરનાં વચનોમાં કરેલી જણાય છે. તેમ છતાં તેમને આત્માની કોઈ એવી અનુભૂતિ થઈ હતી કે વિષમ સંજોગોમાં પણ તેઓ સમતા રાખી શકતા હતા. તેમણે જે નિર્ગથમાર્ગ સ્વીકાર્યો હતો તેનાં પોષણરૂપ સત્સંગનો અભાવ હોવાથી તેમને ખેદ વર્તતો હતો, છતાં માર્ગનું જે ઊંડુ શ્રદ્ધાન થયું હતું, તેનાથી તેમને શાંતિ પણ વેદાતી હતી. તે વિશે તેમણે લખ્યું છે કે, –
“તોપણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે અને એ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમ જ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતર્શાતિ થવાની નહોતી તે થઈ છે. નિરંતરનીભવિષ્યકાળની-ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર તેને લઈને જ જીવે છે.” (સં.૧૯૪૫. આંક ૮૩).
કૃપાળુદેવનું આ લખાણ સ્પષ્ટ કરે છે કે તેઓ આંતરયુદ્ધમાં સાંથે વિજયી થવા પુરુષાર્થી છે. તેઓ સંસારનાં આકર્ષણને તોડી આત્માની શુદ્ધિ વધારવાના પુરુષાર્થમાં
૨૩૨