________________
કેવળી પ્રભુનો સાથ
વિના કાર્ય ન કરવાની દૃઢતા વગેરે જોવા મળે છે. પોતાના વિચારોનું તથા ભાવોનું જે રીતે તેમણે પૃથક્કરણ કર્યું છે તે વિશે ઊંડાણથી સમજીએ તો આપણે એ જ અનુમાન પર જઈએ કે તેમના જે ઉત્તમ ભાવિપદની સંભાવના ૬૮૦ આંકનાં વચનોથી જણાઈ હતી, તેને જ આ બધાં વચનો પુષ્ટિ આપી સમૃદ્ધ કરે છે. જેનાં હૃદયમાં કલ્યાણભાવની ઉત્કૃષ્ટતા વર્તતી ન હોય તે આ પ્રકારે સંયમસિદ્ધિ લાવી શકે નહિ. તેમને યોગ્ય માર્ગદર્શક થવા માટે સર્વસંગ પરિત્યાગ કરવો હતો કેમકે અંતરંગ યોગ્યતા તો હતી જ, પણ બાહ્યની યોગ્યતા પણ એમને એટલી જ જરૂરી લાગી હતી. માર્ગ પ્રકાશક થવા પાછળ કોઈ માનભાવનો આશય હરગીજ ન હતો, પણ જનકલ્યાણ કરવાની મુખ્યતા હતી તે વિશે અનેક અપેક્ષાએ વિચાર કરી તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમની આ દશા અને ભાવનાને છાજે તેવી ઉત્તમ કૃતિઓ આ વર્ષના અંતભાગમાં તેમણે રચી હતી. “મૂળમાર્ગ રહસ્ય’ અને ‘આત્મસિદ્ધિ' જેવી અનુપમ કૃતિનો ફાલ આપણને તેમના વિપુલ જ્ઞાનનો અને ઉચ્ચ આત્મદશાનો સબળ પુરાવો આપે છે. આત્માની અલૌકિક અનુભૂતિ વિના આવી ઉત્તમ તત્ત્વરિત રચના કદી પણ અવતરી શકે નહિ એ સુવિદિત છે.
વિ. સં. ૧૯૫૩માં તેમની પત્રધારાનો પ્રવાહ ઘણો ઘટી જાય છે, તેમ છતાં કેટલીક સાહિત્યિક કૃતિઓનું સર્જન કરવાનું તેમનું વલણ આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. તેમની આત્મચિંતનની ગહનતા તથા આત્મનિમગ્નતાને કારણે જે વીતરાગતા અને અસંગતા તેમનામાં આવિષ્કાર પામ્યાં હતાં, તેનાં કારણથી આ વર્ષમાં તેમનાથી પત્રો ઘણા ઓછા લખાયા છે, પરંતુ જે લખાયા છે તે મુખ્યતાએ જૈનદર્શનની તત્ત્વવિચારણાને લગતા છે. કૃતિઓનાં સર્જનમાં પણ જૈનદર્શન અગ્રસ્થાન ધરાવે છે. જે મોક્ષમાર્ગ પ્રકાશવાની ઇચ્છા તેમણે સેવી હતી, તેની વિચારણારૂપ ર્જનમાર્ગ વિવેક', “મોક્ષ સિદ્ધાંત', ‘દ્રવ્ય પ્રકાશ', ‘આનંદઘન ચોવીશી'નાં કેટલાંક પદોનું વિવેચન, આચાર્ય કુંદકુંદ રચિત “પંચાસ્તિકાય'નો અનુવાદ વગેરે જૈનદર્શનની મહત્તાદર્શક કૃતિઓ આપણને પૂર્ણ કે અપૂર્ણ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. અન્ય દર્શનો વિશે ખાસ કોઈ લખાણ, મહત્ત્વપૂર્ણ લખાણ મળતું નથી. આ ઉપરાંત “પંથ પરમપદ
૨૯૮