________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
જેમાં મોહનીયને તોડવાનું બળ પૂરાયેલું હોય છે. આ પ્રવાહ હ્રદયમાં આવે છે ત્યારે એ ૐ ધ્વનિ બળવાન થાય છે કારણ કે ત્યાંથી અંતરાય કર્મ તોડવાનું બળ પૂરાય છે. અને તે પ્રવાહ મસ્તક સુધી વહી ત્યાંથી જ્ઞાનાવરણ દર્શનાવરણ ક્ષય કરવાનું બળ ઉમેરી મસ્તકમાંથી ૐ ધ્વનિ રૂપે શરીરની બહાર નીકળે છે. બીજા સમયથી પ્રભુના આખા દેહમાંથી ૐ ધ્વનિ પ્રસારિત થાય છે. આ નાદ જે ભવ્યાત્મા ગ્રહણ કરે છે તેના આત્મામાં ક્રમે ક્રમે વૈરાગ્ય વધે છે, શુધ્ધ આત્મવિકાસ થાય છે. ૐ નાદનું મુખ્ય કાર્ય અંતરવૃત્તિનો સ્પર્શ કરાવવાનું અને પ્રત્યેક વિકાસનાં પગલે સહાય કરાવવાનું છે. આરંભમાં સમવસરણમાં જ અંર્તવૃત્તિસ્પર્શની પ્રાપ્તિ જીવને થાય છે. પણ જેમ જેમ તેનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેને સપુરુષાદિ પાસેથી પણ ૐ ધ્વનિની સહાય મળતી જાય છે, જેના આશ્રયે જીવનો વિકાસ ચાલુ રહે છે. આ રીતે જોતાં ૐ ધ્વનિનો મહિમા અપરંપાર છે અને શાંત થતા આત્મા પોતાના નાભિથી મસ્તક સુધી આ નાદ વેદી શકે છે. એ વખતે તેનાં કર્મો અનંતગમે ખપે છે. આ છે ભીતરમાં સમજાતું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું. આ ધ્વનિનો મહિમા જીવ વિકાસનાં પ્રત્યેક પગથિયે માણી શકે છે. પુરુષપણું મેળવ્યા પછી, વીતરાગતાના ઊંડા સમુદ્રમાં જતાં આત્મા કેવળજ્ઞાનરૂપી અમૃત જ્યારે પામે છે ત્યારે અનંત ભેટવાળા કર્મબંધ સમાન થઈ જાય છે, માત્ર એક શાતાવેદનીયમાં પરિણમી ચોતરફ કલ્યાણભાવને પ્રસારે છે - એનું રહસ્ય એ જ ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું છે. તે મંગલપણું સહુને પ્રાપ્ત હોજો એ જ પ્રાર્થના છે.
ૐ શાંતિ.
૧૯૯