________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
મળે છે. ધર્મવિહિન જીવનનાં કષ્ટ, દુઃખ આદિ ભોગવવાં જીવને પ્રત્યેક ગતિમાં કેવાં કઠણ થાય છે તેની સમજણ મળે તો જ જીવને ધર્મમય જીવનની મંગલતા અને તેનું ઉત્કૃષ્ટપણું કેટલું કલ્યાણકારી છે તેની સ્પષ્ટતા થાય છે. તે સ્પષ્ટતાથી જીવને પોતાનાં જીવનને ધર્મમય બનાવવા શું કરવું જોઇએ તેનું માર્ગદર્શન મેળવવા માટે ઉત્સાહ આવે છે. પ્રભુની દેશનામાં પ્રકાશિત થયેલી બાર ભાવના જ્યારે શ્રી ગુરુ પાસેથી જીવને સમજવા મળે છે ત્યારે તેને લક્ષ થાય છે કે આ દુ:ખથી ભરેલા સંસારની ચારે ગતિઓમાં જીવ સતત પરિભ્રમણ કરતો રહે છે, અને પ્રત્યેક ગતિનાં તરતમતાવાળા દુ:ખ ભોગવતો રહે છે. આ સંસારમાં આકર્ષણ કરનારાં, સુખરૂપ લાગતાં પ્રત્યેક શાતાનાં નિમિત્તો અને શાતા અનિત્ય છે, ક્ષણિક છે, દુ:ખના વેદનકાળે જીવને કોઈ શરણરૂપ થઈ શકતું નથી, દેહ આદિ પદાર્થો અશુચિમય, દુર્ગધ વધારનાર છે, તેનો મોહ કરવાયોગ્ય નથી, આ સંસારમાં જીવ એકલો જ ભમે છે, જન્મે છે, મરે છે, અને એકલો જ કષ્ટ વેદે છે; આ સર્વથી જીવને બચાવનાર એક ધર્મ જ છે. અને જીવને આત્મા સિવાય કોઇ જ પોતાનું નથી. જીવ ભાવનાઓને આ પ્રકારે સમજી શકે.
સંસારનું અનિત્યપણું – અનિત્યભાવના જે સંસારમાં જીવ દેહ, કુટુંબ, મિત્રો, પરિગ્રહ, સત્તા, કીર્તિ આદિમાં ખૂબ જ મારાપણું કરે છે, તે સંસારની સર્વ વસ્તુઓ અનિત્ય છે. તે બધામાં જે પ્રાથમિક મીઠાશનું સુખ લાગે છે, તેને લીધે પ્રાણીઓને તેમાં મૂર્છાપણું રહ્યા કરે છે. જેમને ચારેબાજુથી કષ્ટનો ભીડો હોય છે તેવા જીવો પણ યમરાજનાં દાંતરૂપ યંત્રમાં સુખની આશાથી જીવી રહ્યા જોવામાં આવે છે. અનિત્યતા વજ જેવા દેહોને પણ સકંજામાં રાખે છે, અને મરણરૂપ વાઘની ગુફામાં વસનારા પ્રાણીઓનું રક્ષણ કરવા મંત્ર, તંત્ર કે ઔષધો પણ નિષ્ફળ નીવડે છે. જેમ પાણીના પરપોટા ઉત્પન્ન થઈને ક્ષણેક્ષણમાં વિલીન થાય છે, તેમ ક્ષણક્ષણમાં પ્રાણીઓનાં શરીર પણ ઉત્પન્ન થઈ વિલય પામે છે.
સમદષ્ટિવાળો કાળ ધનાઢય કે નિર્ધન, રાજા કે રંક, સમજુ કે મુર્ખ, સજ્જન કે દુર્જન, રોગી કે નીરોગી, સર્વનો સરખી રીતે સંહાર કરતો રહે છે. કાળને ગુણમાં
૧૧૩