________________
કેવળી પ્રભુનો સાથ
“અત્ર સમાધિ છે . અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ . સુધાને વિશે અમને સંદેહ નથી.” (માગશર સુદ ૧૪, ૧૯૪૮. આંક ૩૦૮) “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ...કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી . ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. આત્માને વિશે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિશે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે.” (પોષ સુદ ૭, ૧૯૪૮. આંક ૩૧૩) અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માનાં સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી ... વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. જગતનાં કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજદશા થઈ છે; અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.” (સં. ૧૯૪૮. આંક ૩૨૨). “ચોતરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમજ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ
૨૬૦