________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
આશ્વર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે.” (મહાવદ ૪, ૧૯૪૮, આંક ૩૨૪) “અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી, તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઇએ છીએ..ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે
. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી.” (મહા વદ, ૧૯૪૮. આંક ૩૨૯) “ઘણા ઘણા જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે ... દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે ... ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી” (ફાગણ સુદ ૧૦, ૧૯૪૮. આંક ૩૩૪)
“હાલમાં જે કંઈ વ્યવહાર કરીએ છીએ. તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત પૂર્વ કર્મ અનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધના કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ.” (ફાગણ સુદ ૧૪, ૧૯૪૮. આંક ૩૩૯)
કૃપાળુદેવે સૌભાગભાઈ સહિત અન્ય મુમુક્ષુઓને લખેલા પત્રોમાં પોતાની અંગતસ્થિતિસૂચક દશાનું ઉપર પ્રમાણે વર્ણન કર્યું છે. તે પરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે આંતરબાહ્ય યોગ્યતા મેળવ્યા પછી જ પરમાર્થ પ્રકાશવાની કૃપાળુદેવની
૨૬૧