________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે. કર્મરૂપ પરિગ્રહની અસંખ્યગમે નિર્જરા કરી તે શુધ્ધ, બુધ્ધ થાય છે, અને છેવટે મુક્ત પણ થાય છે.
આ ક્રમને ઊંડાણથી તપાસીએ તો સમજાય છે કે પહેલાં ત્રણ વ્રત આશ્રવ તોડવા માટે અને સંવર ગ્રહણ કરવા માટે છે. તેમાં આશ્રવ ક્ષયની અપેક્ષાએ નિર્જરા અલ્પ થાય છે, ત્યારે ચોથા વ્રતનાં પાલનથી આશ્રવ નહિવત્ થઈ જાય છે અને નિર્જરા અસંખ્યગણી થઈ જાય છે. પરિણામે પાંચમું વ્રત ‘અપરિગ્રહ વ્રત’ તેના શુધ્ધ અર્થમાં સાકાર થઈ શકે છે. આશ્રવ તોડયા વિના જ જો નિર્જરા કરવામાં આવે તો જીવનો વિકાસ થઈ શકે નહિ. તેની સત્યતા જીવનું અનાદિકાળનું પરિભ્રમણ પૂરવાર કરે છે, તેથી શ્રી પ્રભુએ મહાવ્રતનો ક્રમ બતાવ્યો છે. તેની યથાર્થતા સમજાતાં પ્રભુ પ્રતિના આપણા અહોભાવમાં ઘણો વધારો થાય છે. વળી પાંચમું વ્રત એ ચાર વ્રતની ફલશ્રુતિ સ્વરૂપ છે, તે પરથી સમજાય છે કે ૨૩મા તીર્થંકર ભગવાન સુધી કેમ ચાર મહાવ્રતનું પાલન સ્વીકારાયું હતું. ૨૪મા તીર્થંકરના સમયમાં સાધકો જડ અને વક્ર થયા હોવાથી તેમને વ્રતપાલનનાં પરિણામનું ભાન કરાવવા માટે જ પાંચમુ વ્રત ઉમેરાયું હોય તે સ્વાભાવિક લાગે છે.
આ પાંચ મહાવ્રતનાં પાલનને પુષ્ટિ આપવા માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવવાની શિખામણ શ્રી પ્રભુએ આપી છે. જ્યાં સુધી આ પાંચ વ્રતો આંતરિક રીતે જીવ શુધ્ધતાએ પાળે ત્યાં સુધી તેને બીજી સહાયની જરૂર નથી. પરંતુ કર્મોદયને કારણે અન્ય પ્રવૃત્તિમાં જવાનો યોગ જ્યારે જીવને બને છે ત્યારે તે કોઈ વિશેષ કર્મબંધમાં ચાલ્યો ન જાય તેની તકેદારી રખાવવા પ્રભુએ પાંચ સમિતિ ધારવાની ભલામણ કરી છે.
પહેલી સમિતિ છે ઈર્યા સમિતિ. કર્મોદયને કારણે ચાલવાનો પ્રસંગ મુનિને આવે ત્યારે અન્ય જીવ હણાય નહિ, દૂભાય નહિ એ રીતે ચાલવું તે ઈર્યા સમિતિ. આ સમિતિ જાળવવાથી આત્મા અઘટિત કર્મબંધથી બચી જાય છે. બીજી ભાષા સમિતિ વાચા વર્ગણાના ઉદયને કા૨ણે જો બોલવાનો પ્રસંગ આવે, અન્યને બોધ આપવાનો
૧૬૮