________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે, આવી ઘટેલી સંસારસુખની ઇચ્છાના કારણે તેમનાથી હિંસાદિ પ્રવૃત્તિ પણ ઓછી થતી જાય છે, પરિણામે તેમને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધતો જાય છે. તેમને જેટલા વિશેષ પ્રમાણમાં શુભભાવરૂપ મૈત્રીભાવ, પ્રમોદભાવ, કારુણ્યભાવ અને ઉપેક્ષાભાવનો આવિષ્કાર થાય તેટલા વિશેષ પ્રમાણમાં તેમને અંતરાય, જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધારે રહે છે. મૈત્રીભાવ અને પ્રમોદભાવ જીવની સંસારની સુખબુદ્ધિ તોડાવે છે, તેથી તેનાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધે છે; અને ઉપેક્ષાભાવ (મધ્યસ્થતા) તથા કારુણ્યભાવ વધવાથી તેની અંતરાય તૂટે છે. કારુણ્યભાવથી જીવ ‘સહુ કલ્યાણ સન્મુખ થાઓ' એવી ભાવના ભાવે છે અને પોતાની અંતરાય તોડે છે. વળી પોતે સેવેલી ભાવના કરતાં વિરુધ્ધ ફળ આવતું જોવામાં આવે ત્યારે તે નિસ્પૃહતા (ઉપેક્ષાભાવ) કેળવી એ જ પ્રકારનાં ફળની પ્રાપ્તિ કરે છે. તેના અનુસંધાનમાં જીવનું મોહનીય કર્મ પણ તૂટતું જાય છે.
ભવોભવથી ચાલતી આવેલી પ્રબળ કલ્યાણભાવ તથા શુભભાવની પ્રવૃત્તિને કારણે શ્રી તીર્થંકર પ્રભુનું વીર્ય સમ્યક્ પ્રકારે અન્ય જીવો કરતાં વધારે ખીલેલું હોય છે, તેથી આત્મશુદ્ધિ માટેનો પુરુષાર્થ કરતી વખતે તેમના આત્માને પુરુષના અવલંબનની બીજા જીવો કરતાં અલ્પ કે ન્યૂન જરૂરિયાત રહે છે.
શ્રી તીર્થંકર પ્રભુનો જીવ “જીવ સમસ્તનું કલ્યાણ થાઓ' એવા ભાવ અચૂક ભાવે જ છે, પરંતુ આવું કલ્યાણ કોઈનાથી પણ થાઓ એવી અકર્તાપણા સહિતની તેમની ભાવના હોય છે. આમ હોવાને કારણે તેમની સંસારપક્ષી સુખબુદ્ધિ આત્માર્થની સુખબુદ્ધિમાં પલટાતી જાય છે. પરિણામે તેમને જ્ઞાનાવરણીય કર્મનાં બંધન ઘટતાં જાય છે. તેમને સંસારની સુખબુદ્ધિ અલ્પ થતી હોવાને કારણે તે માટેની પ્રવૃત્તિમાં ઓટ આવતી જાય છે, જે હિંસાદિનું અલ્પત્વ કરાવી દર્શનાવરણ કર્મના બંધને ઘટાડે છે. વળી, ‘બધા જીવો આત્માર્થે સુખ પામો' એ ભાવનાના બળવાનપણાથી આત્માનુભૂતિ તરફ સહુ જીવોનો વળાંક થાઓ એવી આત્મસન્મુખતા આવતી હોવાથી તેમને અંતરાય કર્મનાં નવીન બંધનમાં ઘણી અલ્પતા થતી જાય છે. આ ઉપરાંત, આત્મસુખની ખોજમાં રમતો જીવ ભૌતિક સુખ પ્રતિ ઉદાસીન થતો જાય છે અને આ ઉદાસીનતા