________________
શ્રી અરિહંતનો મહિમા
ભાવિ તીર્થંકર પ્રભુનો જીવ ઉત્તરોત્તર પોતાના ભાવો વિશેષ વિશેષ શુભ કરતો જતો હોવાથી તથા સહુ માટે કલ્યાણ ઇચ્છતો રહેતો હોવાને કારણે છેલ્લા આવર્તનમાં તે જીવ મોટાભાગના ભવો શુભ ગતિના પામે છે. સામાન્યપણે જીવ સંજ્ઞીપણાના ૯૦ભવમાંથી અડધાથી વધારે ભવો તિર્યંચ ગતિમાં પસાર કરતો હોય છે, ત્યારે અરિહંતપ્રભુનો જીવ અડધાથી ઘણા ઓછા ભાવો તિર્યંચ ગતિના કરે છે. નરકના ભવો તો ગણ્યાગાંઠયા જ હોય છે. તેમના મોટાભાગના ભવો મનુષ્ય તથા દેવગતિના જ હોય છે. સામાન્યપણે સંભવે તેના કરતાં ઘણી વિશેષતાએ તેમને શુભભાવ તથા કલ્યાણભાવ વર્તતા હોવાને કારણે એમને આ પ્રકારની સવલત તથા શાતાની પ્રાપ્તિ થતી હોય છે. આ ઉપરાંત અરિહંત પ્રભુનો જીવ આવા શુભ તથા કલ્યાણમય ભાવ કરતાં કરતાં અન્ય અમુક જીવો સાથે ગાઢ શુભ ઋણાનુબંધથી જોડાય છે, અને પ્રભુના શુભભાવની અસર નીચે તેઓ પણ જગતજીવો માટે પોતાના કલ્યાણભાવ વધારતા જ જાય છે, અને જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદતા થાય છે. આવા જીવો શ્રી પ્રભુ જ્યારે તીર્થકરપદ શોભાવે છે ત્યારે ગણધરપદે બિરાજમાન થાય છે. તેઓ પ્રભુના સંપર્કમાં રહી તેમના આશ્રયે શુભભાવ કરે છે, પણ તે ભાવમાં સૂક્ષમતાએ કર્તાપણાનો ભાવ રહેલો હોવાથી તેમનું કલ્યાણકાર્ય કેવળજ્ઞાન લેતાં પહેલાં થાય છે, અને નિસ્પૃહપણે અકર્તાપણાથી ભાવ કરનાર પ્રભુનું કલ્યાણકાર્ય કેવળજ્ઞાન લીધા પછી થાય છે. આ બે કલ્યાણકાર્યને જોડતી કડી તેમના વચ્ચે બંધાયેલ આત્માનુબંધી કે આત્માનુયોગની રચના છે. છબસ્થ અવસ્થામાં નિર્માની રહી કલ્યાણભાવ સેવવો એ ઘણા ઘણા ઊંચા પ્રકારનો શુભભાવ કહી શકાય. અને આ ભાવને આધારે પ્રભુનો જીવ અશુભ ઉદયો વચ્ચે પણ શુભભાવ અને મૈત્રીભાવ જાળવી રાખી પોતાનું ઉત્તમ ભાવિ સુદઢ કરતો જાય છે.
આમ કરતાં કરતાં પ્રભુનો જીવ મુક્ત થતા પહેલાના બેત્રણ ભવે સમકિતની પ્રાપ્તિ કરે છે. પ્રભુના જીવે સેવેલા કલ્યાણભાવને કારણે તેમને સમકિત લેતાં પહેલાં, અન્ય સામાન્ય જીવો કરતાં યથાપ્રવૃત્તિકરણ ઓછાં થાય છે. વળી, તેમનો કલ્યાણભાવ જેમ જેમ વધતો જાય તેમ તેમ તેમની સંસારની સુખબુદ્ધિ ઘટતી
૨૫