________________
કેવળી પ્રભુનો સાથ
કબજો લીધો. આ વાતનો નિર્દેશ આપણને સં.૧૯૪પના પત્રમાં, અંક ૮૨ માં જોવા મળે છે, –
“આ દેહમાં મુખ્યપણે બે ભવ કર્યા છે, અમુખ્યનો હિસાબ નથી. નાનપણની નાની સમજમાં કોણ જાણે ક્યાંથી યે મોટી કલ્પનાઓ આવતી, સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં, મોટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું રૂપ દીઠું , પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ.” તેમનાં આ વચનો પરથી ફલિત થાય છે કે આ કાળ દરમ્યાન થોડા વખત માટે તેમની ધર્મશ્રદ્ધામાં ઓટ આવી હતી. સંસારસુખ ભોગવવા જેવું છે એ ભાવમાં તેમનો આત્મા ગોટાયો હતો. પરંતુ આ ભાવ લાંબો સમય ટક્યો નહિ. થોડા જ વખતમાં તેમનામાં નવી શ્રદ્ધાએ જન્મ લીધો, અને ધર્મનાં મંગલપણાનો અનુભવ તેમને જીવનમાં ફરીથી સાકાર થતો ગયો. આનો નિર્દેશ આપણને ૮૨ આંકના પત્રમાં જોવા મળે છે. તેમણે લખ્યું છે કે, –
“થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. જે થવાનું મેં કહ્યું ન હતું. તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયો; કોઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાય: શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી તેવો હતો, તે ક્રમે કરીને વધ્યો; વધીને અત્યારે એક તુંહિ તુહિ” નો જાપ કરે છે.” (આંક ૮૨)
સં.૧૯૪૫માં પોતાનું અંતરંગ દર્શાવતાં શ્રીમદ્ લખેલાં આ વચનો વિશે વિચારીએ તો સમજાય છે કે જે ધર્મરંગ ઓછો થયો હતો તે અમુક પ્રકારે આત્મશાંતિનો
૨૧૬