________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
વળી ધર્મ કે શુભ ક્રિયાના પ્રભાવથી જીવને શાતાના જે ઉદયો આવે છે તેમાં માન, લોભાદિ કષાયનાં ચક્રમાં ફસાઇ જીવ પાપકર્મ ઉપાર્જે છે. અને તેનાં અનિષ્ટ ફળથી પણ તે બચી શકતો નથી.
સંસારમાં અશુચિપણું – અશુચિભાવના અનિત્યતા અને અશરણતાથી ભરેલા આ સંસારમાં રહેતા રહેતા જીવને અન્યત્વપણું, અશરણપણું આદિ યથાર્થ રીતે સમજાતાં નથી, અને જ્યાં સુધી જીવને મોહબુદ્ધિ તીવ્રપણે પ્રવર્તે છે ત્યાં સુધી તેને દેહની અને સંસારની અશુચિનો સાચો લક્ષ પણ આવતો નથી. સંસારમાં ક્ષણે ક્ષણે ક્લેશરૂપી તરંગો સર્વ પ્રાણીઓને ઊંચે, નીચે, અને તીøપણે ફેંક્યા કરે છે. જેમ કીડાઓ ગંદકીમાં પ્રીતિ કરે છે, તેમ પ્રાણીઓ આ ક્ષણિક અશુચિમય શરીરમાં પ્રીતિ કરે છે, અને શરીર તેમને બંધનકારક તથા દુ:ખરૂપ થઈ પડે છે. રુધિર, માંસ, મજ્જા, પરુ, ચરબી, અસ્થિ, વીર્ય, આંતરડા, વિષ્ટા આદિથી ભરેલા આ શરીરમાં શુચિ કેવી રીતે સંભવી શકે? શરીરનાં પ્રત્યેક છિદ્રોમાંથી અશુચિ જ બહાર આવે છે, જેમકે મળ, મૂત્ર, પસીનો, ચીપડા, ગ્લેખ આદિ. એવા દેહમાં પવિત્રતાનો સંકલ્પ કરવો એ જ મોહનો વિલાસ છે. વીર્ય અને રુધિરથી ઉત્પન્ન થયેલો, મલિન રસથી વધેલો અને ગર્ભમાં જરાયુથી ઢંકાયેલો દેહ પવિત્ર કેવી રીતે થાય? સ્વાદિષ્ટ અન, ક્ષીરપાન, ઇક્ષુ આદિ વિગય પદાર્થો પણ ભોજન કર્યા પછી જેમાં વિષ્ટારૂપ થાય છે તે શરીરને પવિત્ર કેમ કહેવાય? સુગંધી ધૂપ, પુષ્પ અને પુષ્પમાલાદિ જે સ્વતઃ સુગંધી છે, તે પણ જેના સંગથી દુર્ગધતાને પામે છે એ કાયાને શુચિમય કેમ કહેવાય? વિલેપન કરાયેલો અને સેંકડો ઘડાઓથી ધોવાયેલો આ દેહ ક્યારે પણ શુચિપણાને પામતો નથી, તો પછી એમાં મોહ શા માટે કરવો? તેમ છતાં માનવના અશુચિમય દેહની એક ખાસ વિશેષતા છે; જો આ દેહનો આત્માને શુધ્ધ કરવા માટે સન્માર્ગે ઉપયોગ કરવામાં આવે તો એ દેહમાં રહેલો જીવ પવિત્ર અને શુધ્ધ થઈ શકે છે. આ કાર્ય કરવા માટે અશુચિમય દેહની પણ ઘણી ઉપયોગીતા છે.
૧૧૫.