________________
કેવળી પ્રભુનો સાથ
પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણિ, આત્મદશા અને આજને આકાશ પાતાળનું અંતર છે; તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. યદિ હું એમ સમજી શકું છું કે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવાયોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; ..... તે વયચર્યા ધીરે ધીરે બનશે તો, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ.”
આ પ્રકારે જીવનમાં પોતે અનુભવેલી વિવિધતાને લગતી પ્રસ્તાવના કર્યા પછી “સમુચ્ચયવયચર્યામાં પોતાના સાત વર્ષના બાલ્યકાળ વિશે તેમણે આ પ્રમાણે લખ્યું છે, -
“સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના – કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર-મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવાબેસવાની, બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહિ. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.”
સાત વર્ષ સુધીની બાળવયમાં વાસ્તવિક જીવનમાં તેમને કેવું નિસ્પૃહપણું વર્તતું હતું તે ઉપરનાં અવતરણ પરથી આપણને સમજાય છે. તે વયે તેઓ વિશેષતાએ કલ્પનામાં રાચતા હતા, સંસારનાં ભૌતિક સુખો આદિ મેળવવા અને ભોગવવાની કલ્પના તેઓ કરતા હતા છતાં વાસ્તવિક જીવનમાં ભૌતિક સુખોના આસ્વાદ બાબત તેઓ નિસ્પૃહ હતા. તે પરથી આપણને સમજાય છે કે તેમનાં અંતરંગમાં વૈરાગ્યની ઘેરી છાપ એ વયમાં પણ રહેલી હતી, તેમના કષાયો મંદ હતા. અને સંસારની અનિત્યતા તથા અશરણતાની જે છાપ તેમનાં મનમાં અવ્યક્તપણે રહેલી હતી, તે
૨૦૮