________________
કેવળી પ્રભુનો સાથ
હોય, તેઓ જે રીતે એકબીજાની સમીપમાં હોય તેના આધારથી તેમનામાં કેટલું વીર્ય ભાવિમાં પ્રગટશે તે લગભગ નક્કી થઈ જાય છે.
શ્રી અરિહંત પ્રભુને આરંભથી જ ઉત્તમ વીર્ય મળ્યું હોવાથી, તેમને વિકાસનાં પ્રત્યેક પગલે બાહ્ય આધારની જરૂર અન્ય જીવો કરતાં ઓછી રહે છે. તેમના પોતાના રચક પ્રદેશો ગુરુપદે રહી અશુધ્ધ પ્રદેશો પાસે કાર્ય કરાવતા રહે છે. અને તેઓ વિકાસનાં પ્રત્યેક પગલે વધારે ને વધારે સ્વતંત્ર થતા જાય છે. તેમના વિકાસનો ઇતિહાસ તેમનાં “તીર્થસ્થાન'ને વિશદતાથી સ્કૂટ કરે છે, તે કેવી રીતે થાય છે તે આપણે જોઈએ.
શ્રી અરિહંત પ્રભુનાં વીર્યની ખીલવણી નિત્યનિગોદમાંથી જ શરૂ થાય છે. છેલ્લા આવર્તનમાં તેમનાં પ્રત્યેક વિકાસનાં પગલે એમને એવો સરસ યોગ થાય છે, અને તેના આધારે તેમના થકી એવો સુંદર પુરુષાર્થ થાય છે કે તેમનાં ઘાતકર્મો અન્ય સામાન્ય પુરુષાર્થી જીવો કરતાં ઘણાં ઘણાં પતલાં હોય છે, રહે છે, પરિણામે તેમનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિશુદ્ધિ અન્ય પુરુષાથી જીવો કરતાં ઘણી વધારે, થાય છે. આવી વિશુદ્ધિનાં કારણે તેમનો ‘સર્વ જીવ કરું શાસનરસિ'નો કલ્યાણભાવ તેમનાં હૃદયમાં ખૂબ ઘૂંટાય છે. સાથે સાથે તેમનામાં કલ્યાણ કરવા માટે કોઈ પ્રકારનો માનભાવ કે કર્તાભાવ હોતો નથી, તેઓ તો નિસ્વાર્થ ભાવથી, માનપૂજાની અપેક્ષા વિના સહુ જીવો કલ્યાણને પામે એવી ભાવનામાં રમતા રહે છે, એટલું જ નહિ પણ પોતે પૂર્ણ ન થાય ત્યાં સુધી માર્ગને પ્રકાશવો નહિ, પૂર્ણતા પામ્યા પછી જ આ માર્ગની જાણકારી જગતના સર્વ જીવોને આપવી એવી ભાવના રાખે છે. આને લીધે કલ્યાણકાર્ય કરવાને લગતાં કર્મપરમાણુઓ તેમના આત્મા પર સતત વધતાં રહે છે, એ કર્મનો ઉદય ઉત્કૃષ્ટતાએ તેમને કેવળજ્ઞાન પ્રગટે ત્યારે જ આવે છે. આ જે કલ્યાણભાવનાં પરમાણુઓ એકત્ર થતાં જાય છે, તે તેમનામાં રહેલાં તીર્થસ્થાનને વધુ ને વધુ મજબૂત કરતા જાય છે. અને જ્યારે જ્યારે તેમના આ ભાવના બળવાનપણાને કારણે જગતના સમસ્ત જીવો એક સમયની શાતા વેદે છે ત્યારે ત્યારે સહુને પ્રભુનાં તીર્થસ્થાનનો પરિચય અવ્યક્તપણે મળે છે, કેમકે સર્વ