________________
શ્રી અરિહંતનો મહિમા
દીક્ષિત થયા પછી, સર્વસંગપરિત્યાગથી શોભતા છઠ્ઠા ઉપદેશક ગુણસ્થાનનું મહત્ત્વ સાચવવા પ્રભુ એક વૈરાગ્યસભર દેશના આપે છે. એ દેશના પ્રભુની સાથે આવેલા નગરજનો અને તેમના નિમિત્તથી ખેંચાઈ આવેલા બીજા અનેક મનુષ્યો સાંભળે છે. આ દેશના સાંભળી અનેક જીવો વૈરાગ્ય પામી, સંવેગના આધારે દીક્ષિત થાય છે. આ દેશના આપ્યા પછી પ્રભુ મૌનવ્રત સ્વીકારે છે અને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી બીજી દેશના આપતા નથી. તેઓ પોતાનાં શેષ રહેલાં કર્મોનો ક્ષય કરવા ભવ્યાતિભવ્ય પુરુષાર્થ ઉપાડે છે. તે વખતે તેઓ સર્વ દેવો તથા અન્ય શુભ ઋણાનુબંધી મનુષ્યોને પોતાની સેવામાંથી નીકળી જવાનો આદેશ કરે છે. પોતાનાં કર્મોનો સ્વયં સામનો કરવા તત્પર થાય છે કે જેથી નવાં ઋણાનુબંધ બાંધી સંસારની વૃદ્ધિ થાય નહિ. પોતે એકત્વભાવનાને નિરંતર બળવાન કરતાં કરતાં એકાકીપણે વિચરે છે. અને વિઘ્નરૂપ જે કોઈ પરિષહ કે ઉપસર્ગ પ્રાપ્ત થાય તેને નવાં કર્મ વધાર્યા વિના સ્વપુરુષાર્થથી જીતતાં જાય છે. આમ વિચરતાં વિચરતાં જ્યારે પૂર્ણ તૈયારી થાય ત્યારે ક્ષપકશ્રેણિ માંડવા કટિબધ્ધ થાય છે. સામાન્ય રીતે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યક્ષ તીર્થંકર પ્રભુની હાજરી ન હોવાને લીધે, આ પ્રભુનો આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર પ્રભુ પાસે આહારક શરીરથી જઈ આજ્ઞા લે છે, અને આજ્ઞામાર્ગનું મહાત્મ્ય જાળવી ક્ષપકશ્રેણિ માંડે છે. ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં પ્રત્યક્ષ તીર્થંકર પ્રભુની આજ્ઞા લઈ પ્રભુ ક્ષપકશ્રેણિ માંડે છે. તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી જીવને ઉપશમ શ્રેણિ હોઇ શકતી નથી, તેઓ નિયમપૂર્વક ક્ષપકશ્રેણિમાં જ જાય છે. આવી ક્ષપકશ્રેણિના આશ્રયે સર્વ ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરી પ્રભુનો આત્મા સમગ્ર લોકાલોક પ્રકાશક એવાં ઉત્તમોત્તમ કેવળજ્ઞાન તથા કેવળદર્શનને પ્રગટાવે છે,અને પોતાની વીતરાગતાને સંપૂર્ણપણું આપે છે.
જે સમયે અરિહંત પરમાત્માને કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ થાય છે, તે સમયે લોકનાં સમસ્ત જીવો એક સમયની શાતા વેદે છે, તે સમયે તેમની અરસપરસની વેરવૃત્તિ ઉપશમ પામે છે. સાથે સાથે નિત્યનિગોદના શુભ ઋણાનુબંધી જીવો પોતાનો છઠ્ઠો પ્રદેશ નિરાવરણ કરે છે. તેમના ખુલેલા છ પ્રદેશોથી બનતી આકૃતિ તેમને ભાવિમાં પ્રગટનારા વીર્યની જાણકારી આપે છે. એ છ પ્રદેશો જે રીતે ગોઠવાયા
૬૧