________________
આણાએ ધમ્મો, આણાએ તવો
આવે છે. આ બંને પ્રકારથી જે જાણ્યું, તે પર વિશેષ વિચાર કરવો, તે વિશે ચિંતન તથા મનન કરી તેને આત્મસાત્ કરવા પુરુષાર્થ કરવો તેનું નામ અનુપ્રેક્ષા સ્વાધ્યાય કહેલ છે. તત્ત્વની યોગ્યયોગ્યતા નિર્ણિત કર્યા પછી, તે નિશ્ચિત વિષયને ધારણા માટે મુખપાઠ કરવો તે આમ્નાય સ્વાધ્યાય છે. આમ કરતાં કરતાં તે વિષય પર પૂરેપૂરી જાણકારી આવી જાય, અન્ય સમક્ષ સારી રીતે રજૂ કરવાની શક્તિ પ્રગટી જાય તે પછીથી અન્ય જીવોને એ વિષય સંબંધી કલ્યાણભાવ સાથે તથા હિતબુદ્ધિથી યોગ્ય વાણીથી સમજાવવું તે ધર્મોપદેશ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયથી અન્ય જીવનાં જ્ઞાનનાં આવરણ હળવાં કરવામાં મદદ કરવાનો પુરુષાર્થ થતો હોવાથી, તેનાથી જે પુણ્યકર્મ બંધાય છે તેના લીધે ઊપદેશકને જ્ઞાનની વૃદ્ધિ કરવાનો મોટો લાભ મળે છે. આ સાથે સ્વાધ્યાય તપથી થતા અન્ય લાભો તો અવશ્ય મળે જ છે. વળી, આ તપ દિવસના કે રાત્રિના કોઈ પણ ભાગમાં જીવ કરી શકે છે, સમયમર્યાદાનો બાધ આ તપમાં આવતો નથી.
આ પછીનું પાંચમું આંતરતપ તે કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ છે. બાહ્ય તેમજ આંતર પરિગ્રહના ત્યાગના પુરુષાર્થને કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ તપ કહેવામાં આવે છે. ધન, ધાન્ય, ઝવેરાત, મકાનાદિક ઉપકરણો, દેહ, કુટુંબ, મિત્રો આદિનું મમત્વ તે બાહ્ય પરિગ્રહ છે અને ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો કે જેના થકી કર્મ પરમાણુઓનો આત્મા પર આશ્રવ થાય છે, તે આંતર પરિગ્રહ છે. આ પરિગ્રહથી છૂટવાનો તથા તેનો ત્યાગ કરવાનો પુરુષાર્થ અને અભ્યાસ તે કાયોત્સર્ગ તપ છે. સામાન્યપણે જીવ આ તપમાં સ્થિર એકાસને બેસી, સર્વ પદાર્થના મમત્વ ભાવનો ત્યાગ કરી, સ્વરૂપમાં લીન થવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. અને જ્યાં જ્યાં જીવને વિચારપણે પણ મમતા દેખાય છે ત્યાં ત્યાં તેનું છેદન કરી સ્વરૂપલીનતારૂપ છેલ્લા ધ્યાનમાં એકાગ્ર થવા વિશેષ વિશેષ સજાગ થતો જાય છે. આમ કાયોત્સર્ગ તપ પહેલાં ચાર તપનાં ફળરૂપ અને ધ્યાનતપનાં કારણરૂપ બને છે. પૂર્વમાં કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરી જીવ વિનયી થાય છે. વિનય સાથે વિવેક જાગતાં વૈયાવચ્ચ કરી સાધમી તથા મુનિની સેવાસુશ્રુષા કરવા દ્વારા તે કર્મભાર હળવો કરતાં શીખે છે. પરિણામે સ્વાધ્યાય
૩૪૧