________________
કેવળી પ્રભુનો સાથ
પહેલા બે ભાગના અનુસંધાનમાં આ ત્રીજો ભાગ રજૂ કરતાં આનંદ અનુભવાય છે. આશા છે કે વાચકગણને માર્ગદર્શન લેવા માટે આ ગ્રંથ ઉપયોગી થશે. શ્રી અરિહંત પ્રભુનો મહિમા અનુભવવા માટે ધર્મનું મંગલપણું અને સનાતનપણું અનુભવવું ખૂબ ઉપયોગી છે. અને તેની સ્પષ્ટતા કરવા માટે શ્રી રાજપ્રભુનાં જીવનમાં પ્રવર્તતું ધર્મનાં મંગલપણાનું ઉદાહરણ ખૂબ ઉપકારી થાય તેમ છે. અને આ બધાનાં મૂળમાં જીવ પ્રભુની ઇચ્છાને આધીન થાય તો કેવું ઉત્તમ કાર્ય થાય તેની જાણકારી આ ગ્રંથને ચારે પ્રકરણમાંથી જીવને મળી શકે તેમ છે.
પ્રભુની આજ્ઞામાં રહેવાનું મહાભ્ય સમજાયા પછી આત્માની શુદ્ધિ કરવાનો પુરુષાર્થ કરવામાં એક સમય માત્રનો પણ પ્રમાદ કરવો કર્તવ્યરૂપ નથી એ સમજાય તેમ છે. પ્રમાદરહિતપણે પુરુષાર્થ કરવાથી જીવ આત્મિક શુદ્ધિ કરતાં કરતાં કેવી રીતે પરમાર્થિક સિદ્ધિ મેળવતો જાય છે તેનું વિવેચન જાણવું જીવને ઉપકારી થાય છે. અને તે પુરુષાર્થનું જીવ જો વિશેષપણું કરે તો તેને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અનુભવાય છે. આવી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પામવા માટે ૐની આજ્ઞામાં જવાથી ૐરૂપ થવાય છે. એ સૂચવવા ‘ૐ ગમય આણાય, આણાય ગમય ૐ’ એ પ્રકરણની રચના કરવા ધારી છે. પ્રભુની આજ્ઞામાં રહેવાથી, અને તેનું ઉત્તરોત્તર ઊંડાણ વધારતાં જવાથી આજ્ઞાની પૂર્ણસિદ્ધિ થાય છે, અને તેના થકી જીવને શિવ થઈ પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિની પ્રાપ્તિ થાય છે. એ આ વિભાગનું પાંચમું પ્રકરણ બને છે. આમ શ્રી કેવળીપ્રભુનો સાથ ભાગ ૪ માં લગભગ પાંચ પ્રકરણની રચના સમાવેશ પામશે એમ લાગે છે.
આમ અત્યાર સુધીનાં સર્વ સમજણ તથા લખાણમાં શ્રી કૃપાળુદેવનો સાથ મને કેવી અદ્ભુત રીતે મળતો રહ્યો છે તે વાચકોને સમજાયું હશે. તેમનો ઉપકાર શબ્દોથી માની શકાય તેમ નથી તે સ્પષ્ટ છે. શ્રી પ્રભુને મારી નમ્ર વિનંતિ છે કે ભાવિના સર્વ લખાણ માટે મને આવો જ સાથ ચડતા ક્રમમાં મળતો રહે અને હું આજ્ઞાધીન રહી કર્તવ્ય કરતી રહું. આ સર્વ લખાણ કરવામાં સીધો તથા આડકતરો સાથ મને ચિ. નેહલ, પ્રકાશ, અમી, ઉપરાંત ભા. અજીતભાઈ, નલીનીબેન, કિશોરભાઈ, રેણુબહેન અને
xxii