________________
પ્રાકથન
અન્ય સ્વજનો તરફથી સતત મળતો રહે છે. તે માટે તેમનો આભાર માનું છું. વળી, આ ગ્રંથનાં કંપોઝીંગ આદિમાં મને મારી ભાણેજ અમી ઠાકોર તથા અનુરાગ ઠાકોર તરફથી ઉત્તમ સહાય મળી છે. તેની સાથે સાથે ગ્રંથને સુંદર છપાઈ આપી આકર્ષક બનાવવામાં મારાં સ્વજનો અરુણભાઈ તથા સુધાબહેનનો ફાળો નાનોસૂનો નથી. આ ઉપરાંત વિના માગ્યે આર્થિક લાભ આપનાર સર્વ આત્મીયજનો કેમ ભૂલાય! આમ આ ગ્રંથનાં પ્રકાશન અર્થે વિવિધ પ્રકારે સહાય આપનાર સર્વ આપ્તજનોને શ્રી પ્રભુ પરમ કૃપા કરી આત્માર્થે કલ્યાણમાર્ગમાં વિકાસ કરાવે એ જ પ્રાર્થના છે.
“શ્રી કેવળીપ્રભુનો સાથ ભાગ-૩” માં વાચકને કેટલાક સિદ્ધાંતો, કેટલીક હકીકતો પુનરુક્તિ દોષવાળી જણાશે. કેટલીક બાબતો ત્રણે ભાગમાં જુદી જુદી રીતે ચર્ચાયેલી જોવા મળશે; તો તે માટે દરગુજર કરવા વિનંતિ કરું છું. જુદી જુદી અપેક્ષાથી એક જ વસ્તુ સમજાવવા માટે તથા સ્પષ્ટતા કરવા માટે અને યોગ્ય સ્થાને યોગ્ય વસ્તુની સ્મૃતિ આપવા માટે મારે પુનરુક્તિ દોષ વહોરવો પડ્યો છે તે ઉદારદિલથી ચલાવી લેશો એ જ વિનંતિ છે. આ ગ્રંથ માર્ગની જાણકારી મેળવવામાં ઉપયોગી થાય એવી ભાવના સાથે આપના કરકમળમાં મૂકવા પ્રેરાઉં છું.
ૐ શાંતિ.
મુંબઈ
એજ મોક્ષાભિલાષી સરયુ રજની મહેતા.
તા. ૨૭ ઓગસ્ટ ૨૦૦૮, બુધવાર શ્રાવણ વદ ૧૨, ૨૦૬૪.
XXiii