________________
કેવળી પ્રભુનો સાથ
ધર્મના મંગલપ્રવેશનો સંચાર બતાવે છે. આ અને આવા ગુણો કૃપાળુદેવમાં નાની વયથી જ ખીલતા ગયા હતા તે તેમનાં જ વચનોમાંથી આપણે જાણી શકીએ છીએ.
સાત વર્ષની વયે તેમણે અભ્યાસની શરૂઆત કરી હતી. તેમણે પોતાની સ્મૃતિની અસાધારણ બળવત્તરતાને લીધે, માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાતી સાત ચોપડી સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે બીજાં બે વર્ષ જુદી જુદી તાલીમ લેવામાં ગાળ્યા હતા. આમ સાતથી અગ્યાર વર્ષ સુધીનો કાળ તેમણે કેળવણી લેવામાં પસાર કર્યો હતો. આ વર્ષોમાં તેઓ સહજપણે ભદ્રિક રહ્યા હતા, માણસ જાતનાં ખૂબ વિશ્વાસુ હતા; તેઓ વાતડાહ્યા, રમતિયાળ અને આનંદી પણ હતા. આ સ્થિતિનું વર્ણન તેમણે “સમુચ્ચયવયચર્યા”માં આ પ્રમાણે કર્યું છે –
“સાત વર્ષથી અગ્યાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહોતો; એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ-સરળ વાત્સલ્યતા-મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતો; સર્વમાં ભાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારનાં જુદાઈનાં અંકુરો જોતો કે મારું અંત:કરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતો કરવાની મને બહુ ટેવ હતી, આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. “અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યો હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવો શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ
૨૧૦