________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સંસારની આસક્તિ નહિવત્ થતી જતી હોવાથી તેઓ સંવર પ્રેરિત મહાસંવરના માર્ગે ચાલી સંસારી પ્રસંગોમાં ભાગ લેવાનું કે સલાહ આપવાનું પણ છોડવા લાગ્યા હતા. તેમણે ભા. વદ ૧૨, ૧૯૫૦ (આંક પર૭) માં લખ્યું હતું કે, -
“વ્યવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહિ હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે.”
સં. ૧૯૫૦ માં લખાયેલા તેમના પત્રો તપાસતા જણાય છે કે આ વર્ષમાં તેમને બાહ્ય ઉપાધિઓનું જોર વધ્યું હતું; સાથે સાથે તેમનું આત્મસામર્થ્ય પણ વધ્યું હતું. તેઓ કર્મનાં જોર સામે નમવા જરાય ઇચ્છતા ન હતા. વિપરીત કર્મોદય માટે પોતાના આત્માના દોષ તથા પ્રમાદને કારણરૂપ ગણી, બળવાન પુરુષાર્થ કરી, કર્મને હરાવવાની તેમણે જોરદાર તૈયારી કરી હતી. તેઓ પ્રત્યેક દિને આત્મરમણતા વધારવાનો પુરુષાર્થ કરવામાં મગ્ન રહેતા હતા. જેથી ઘાતકર્મોની અલ્પતા અને પરમાર્થ શાતાવેદનીયની બહુલતા તેમને આવતી ગઈ. આ ક્રિયા તેઓ પોતાનું આજ્ઞાધીનપણું અને નિસ્પૃહતા વધારીને કરતા હતા.
સં. ૧૯૫૧માં વેપારાદિમાંથી નિવૃત્તિ લેવાનો તેમનો નિર્ણય પ્રબળ બન્યો. પણ તેમને તેમના ભાગીદારોના આગ્રહને કારણે પેઢીના સલાહકાર તરીકે કાર્ય ચાલુ રાખવાનું કબૂલ કરવું પડ્યું. તેઓ સૂક્ષ્મતાએ ઝીણવટભરી તકેદારી સાથે કાર્ય કરતા હોવા છતાં તેમને તેમાં રસ ન હતો, આત્મા તો તેનાથી અલિપ્ત જ રહ્યા કરતો હતો.
“હાલ વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી, અને વધારે થયા કરે છે.” (માગશર વદ ૧, ૧૯૫૧. આંક ૫૪૫).
તેમને વ્યવહારિક પ્રસંગોમાંથી નિવૃત્ત થવાના અને ભાગ ન લેવાના ભાવ ઘણા બળવાનપણે વર્તતા હતા, તેથી પોતાની બહેનના લગ્નપ્રસંગમાં પણ જવાની તેમને
૪૧૭