________________
કેવળી પ્રભુનો સાથ
જેમ તેમનું આજ્ઞાધીનપણું વધતું જાય છે તેમ તેમ તેમને ક્રમે ક્રમે મોક્ષમાર્ગનાં રહસ્યો, ભેદો, સિદ્ધાંતો આદિ વિસ્તારથી અને ઊંડાણથી પ્રાપ્ત થતાં જાય છે. સમ્યક્ત્તાન મેળવવા માટે જીવની કેવી પાત્રતા હોવી જોઇએ, તેને માર્ગદર્શન આપનારા ગુરુ કેવા હોવા જોઈએ, જીવની સમ્યક્દર્શન મેળવવાની તૈયારી થાય ત્યારે તેને કેવાં કેવાં નિર્દેશો અને એંધાણીઓ આવે, કેવાં પ્રકારની એંધાણી ક્યા અર્થનું સૂચવન કરે છે, તે સ્થિતિમાં આગળ વધવા, પ્રગતિ કરવા ક્યા પ્રકારનાં માર્ગદર્શનની તેને જરૂર પડે, જીવ ક્યા ક્રમથી વિકાસ કરે વગેરે વગેરેની જાણકારી તેમનો આત્મા મુખ્યતાએ અને વિશદતાથી મેળવે છે. એ જીવનું પ્રભુ સાથે વિશેષ ઓતપ્રોતપણું થાય ત્યારે જીવને ક્ષાયિક સમકિત, ક્યારે, કેવી રીતે થાય તેની નિશાનીઓ અને એંધાણીઓની જાણકારી ભેદરહસ્યો તથા અર્થ સાથે તેમનામાં આવે છે. આ ભેદરહસ્યો મેળવવા માટે કેવા પ્રકારનો પુરુષાર્થ જોઈએ; પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના સંમેલનથી કેવા લાભ થાય; ક્યા પ્રકારે કોનો ઉપયોગ કરવાથી ઉત્તમ ફળ મેળવી શકાય તે વગેરે વિશેનો પ્રત્યક્ષ અનુભવ સાથે ખુલાસો મળતો રહે છે. પરિણામે તેમનો જીવ ઉગ્ર પુરુષાર્થ કરી ઝડપી વિકાસ સાધે છે અને અન્યને વિકાસ વધા૨વામાં સહાય પણ કરી શકે છે. આને લીધે જે અવસ્થાએ તેમનો આત્મા હોય તેના પછીના વિકાસક્રમની સ્પષ્ટ જાણકારી તેમને શ્રી પ્રભુની કૃપાથી અને તેમના આજ્ઞાધીનપણાથી આવતી જાય છે. તેમને પોતાની કક્ષા, પોતાની દશાનું ભાન રહે છે એટલું જ નહિ પણ તે પછીની કક્ષા પામવા માટે કરવા યોગ્ય પુરુષાર્થ બાબત માર્ગદર્શન મળે છે, અને તેનું સભાનપણું પણ વધતું જાય છે. તેમનો એ કક્ષા સુધી વિકાસ થાય એ જ અરસામાં તેમને તેનાથી આગળની દશાએ જવા માટે કેવો અને કેમ પુરુષાર્થ કરવો જોઇએ તેની પ્રગટ જાણકારી આવતી જાય છે.
આમ સામાન્ય જીવોની પ્રગતિની સરખામણીમાં શ્રી અરિહંત પ્રભુના આત્માને માર્ગના ગુપ્ત ભેદ પ્રભેદોની જાણકારી ઘણી વિશેષ તથા ત્વરાથી પ્રકાશિત થાય છે, અને તે પણ ઝાઝા બાહ્ય અવલંબન વિના એ આશ્ચર્યકારક બાબત છે. તેમનો આત્મા અંતખ્તેજ કરી મુખ્યતાએ સ્વયં જ્ઞાન લેતો જાય છે, અર્થાત્ શ્રી સિદ્ધપ્રભુની અસીમ
૨૮