________________
કેવળી પ્રભુનો સાથ
સંસારમાં અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ થઈ આ પરિભ્રમણથી છૂટી જાય છે - મુક્ત થાય છે ત્યારે તેને સંસા૨માં ૨ખડવાપણું રહેતું નથી અને આત્મા મુક્ત થાય છે, એટલે કે તે નિર્વાણ પામે છે અને સિદ્ધભૂમિમાં ગમન કરે છે. નિર્વિકલ્પતા - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર. ‘આ કે તે’ એવા દ્વંદ્દભાવ વગરની સ્થિતિ એ નિર્વકલ્પતા કહેવાય. નિર્વિચારપણું સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર વગરની સ્થિતિ. આ સ્થિતિ કેવળીપ્રભુને હોય છે. નિર્વિચિકિત્સા - સમ્યક્દર્શનનું ત્રીજું અંગ(ગુણ) છે. નિર્વિચિકિત્સા એટલે તિરસ્કારરહિતપણું. સમ્યષ્ટિ આત્માને રાગ-દ્વેષ, સુગંધ, દુર્ગંધ, સ્વચ્છ, મલિન પદાર્થો વચ્ચેનો ભેદ સ્વરૂપમાં બાધાકારી થતો નથી. તેઓ પદાર્થને જેવા છે તેવારૂપે જાણે છે.
નિર્વેદ - સંસારના પરિભ્રમણનો અંત લાવવાની ઇચ્છાને કારણે સંસાર ભોગવવાની ઇચ્છા મંદ થવી, તેને નિર્વેદ કહે છે.
નિઃશંકતા આ સમિતનું પહેલું અંગ(ગુણ) છે. સમ્યક્દષ્ટ આત્મા શંકા સંશય રહિત છે. તે સન્દેવ, સત્કર્મ તથા સદ્ગુરુના અવલંબન થકી, તથા તત્ત્વશ્રદ્ધાનને કારણે તે સાત ભયોથી મુક્ત થતો જાય છે અને તેની આત્મા તથા ધર્મ સંબંધીની આશંકાઓ નીકળતી જાય છે. નિશ્ચય(નય) - આત્માની શુદ્ધ સ્થિતિની અપેક્ષા. નિશ્ચયમાર્ગ - આત્માનાં શુધ્ધ સ્વરૂપનાં યથાર્થ
માર્ગને જે જણાવે તે નિશ્ચયમાર્ગ.
-
નિશ્ચયથી વ્યવહાર સમકિત – જીવે અનુભવેલી એક સમય માટેની દેહથી ભિન્નતા (અંતવૃત્તિસ્પર્શ),
૪૪૬
શ્રી તીર્થંકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ ‘નિશ્ચયથી વ્યવહાર સમકિત' પામ્યો ગણાય છે.
નિસ્પૃહતા - સ્પૃહા એટલે ઇચ્છા. નિસ્પૃહતા એટલે ઇચ્છારહિતપણું.
નીચગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. નીચગોત્રવાળાને જીવનની અસુવિધા, ગરીબાઈ આદિ હોય છે, કોઈ પણ ગતિમાં.
નીલ લેશ્યા આ લેશ્યામાં આત્માનાં અશુભ પરિણામની કૃષ્ણ લેશ્યા કરતા કાંઇક મંદતા હોય છે અને તેનાં પરમાણુઓ મોરના કંઠ જેવા રંગનાં હોય છે. નીલ લેશ્યાવાળો જીવ કષાયી, બહુ પરિગ્રહ રાખનાર તથા બહુ આરંભ કરનાર હોય છે. આ લેશ્યા અશુભ છે.
પદ (છ) - જુઓ ‘છ પદ’.
પદવીધારી
પદ એટલે ઊંચું સ્થાન. પરમેષ્ટિ પદધારી, પૂર્વધારી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની આદિ પદવીધારી કહેવાય છે.
–
પદ્મ લેશ્યા - આ લેશ્યામાં આત્માનાં પરિણામ
ચંપાનાં વૃક્ષના રંગવાળા હોય છે. આ લેશ્યાવાળા જીવો આચાર અને મનથી શુદ્ધ, દાનવીર, વિનયી, સજ્જન, ન્યાયમાર્ગી હોય છે. આ લેશ્યા શુભ છે.
પરમપદ - મોક્ષ. આત્માનું ઊંચામાં ઊંચું સ્થાન.
પરમાણુ - પુદ્ગલ એ છ દ્રવ્યમાંનું એક છે. તેનાં નાનામાં નાના અવિભાજ્ય અંગને પરમાણુ કહે છે.