________________
સંક્ષીપંચેન્દ્રિય - પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા(સારાસાર
વિવેક) સહિતનો જીવ. આવા જીવને દશ પ્રાણ હોય છેઃ પાંચ ઇન્દ્રિય, મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય.
સ્ત્રીવેદ નોકષાય પુરુષને ભોગવવાની ઇચ્છા થાય, પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, તે ભાવ સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદ નોકષાયના વિભાગમાં આવે.
-
હાસ્ય નોકષાય કારણ વગર, મશ્કરી રૂપે, તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે.
-
હિંસા - સ્થૂળ હિંસા એટલે એક જીવને તેનાં શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને ખૂબ જ દુ:ખ પહોંચાડવું. હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ દૂભવણી ક૨વી. ટૂંકામાં અન્ય જીવને દૂભવવો એ હિંસાનું કાર્ય છે.
-
હુંડાવસર્પિણી અનેક કલ્પો પછી જે ભયંકર કાળ આવે છે તે, જેમાં ધર્મની વિશેષ હાનિ થઈ, અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર પામે છે.
ક્ષપકશ્રેણિ - જે જીવ ક્ષપક શ્રેણીએ આગળ વધે છે, તે જીવ ઉદિત થતાં અને ઉદિત થવાનાં સર્વ કર્મનો ક્ષય કરતો કરતો પ્રગતિ કરે છે; તે અપ્રમાદી રહી આઠ, નવ, દશ ગુણસ્થાને આવી, બારમા ગુણસ્થાને કૂદકો મારે છે. બારમાના અંતે ઘાતીકર્મોનો પૂર્ણ ક્ષય કરી તેરમા
૪૬૧
પરિશિષ્ટ ૧
ગુણસ્થાને આવે છે. આ શ્રેણીમાં કોઈ પણ કર્મને દબાવવાનો અવકાશ જ નથી, માત્ર ક્ષય કરવો જ અનિવાર્ય છે.
ક્ષમા ઉત્તમ) આત્માના આશ્રયે આત્મામાં જે ક્રોધનાં અભાવરૂપ શાંતિ પ્રગટ થાય છે તેને ક્ષમા કહે છે. સમ્યક્દર્શન સહિતનો અકષાયભાવરૂપ, વીતરાગરૂપ ક્ષમાનો ગુણ તે ઉત્તમ ક્ષમા.
ક્ષમાપના ક્ષમાપના કરવી એટલે સર્વ અન્ય જીવો પ્રતિના જે જે દોષભાવ પોતાનાં મનમાં વસ્યા હોય તેને અંતરંગથી છોડી દેવા, અને તે પછી અન્ય સર્વને પોતા માટે થયેલા વિષમભાવ ત્યાગી દેવા વિનમ્ર બની વિનંતિ કરવી.
ક્ષમાભાવ - ક્ષમાભાવ એટલે પોતાના આત્મામાં પ્રવર્તતી અન્ય આત્માઓ પ્રતિની ક્રોધની, વેરની કે અણગમાની લાગણીને જન્મવા ન દેવી અથવા ઉત્પન્ન થાય તો આત્મામાં ટકવા ન દેવી, એટલું જ નહિ પણ સર્વ જીવનું કલ્યાણ થાય એ ભાવનાને વધારે ને વધારે ઊંડી, ગાઢી અને સક્રિય કરતા જવી. બીજી બાજુ જે પોતાથી દોષ થયા હોય, થતા હોય તેની ઊંડા પશ્ચાત્તાપની લાગણી સાથે શ્રી ગુરુની સાક્ષીએ ક્ષમા યાચવી, અને ફરીથી આવી ભૂલ ન કરવા નિર્ણય કરતા જવો તે ક્ષમાભાવ.
-
ક્ષયોપશમ અમુક માત્રામાં કર્મનો ક્ષય અને બાકીનો ઉપશમ થાય તે ક્ષયોપશમ.
ક્ષયોપશમ સમકિત - આ સમકિતમાં દર્શનમોહની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહના અનંતાનુબંધી