________________
કેવળી પ્રભુનો સાથ
દૃષ્ટિમાં તે વારંવાર જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી. .... અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે. શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે.” (આંક ૩૨, પૃ.૧૬૮)
એમને થતા આ અને આવા અનુભવો સૂચવે છે કે તેમનું મન સંસારી વિચારોમાં રમતું ન હતું. પણ આત્મશોધનમાં વિશેષ રહેતું હતું. તેમને અંતરંગમાં સંકલ્પ તથા વિકલ્પ ખાસ થતા નહોતા, પણ સામાન્યપણે સ્થિરતા રહેતી હતી, અને કષાયો મંદપણે પ્રવર્તતા હતા. જેથી આશ્રવ ઘટે અને નિર્જરા વધે.
આ કાળ દરમ્યાન તેઓ પ્રતિમાને માનતા થયા હતા. એટલે કે “જિન પ્રતિમા' નું પૂજન કરવું તે મોક્ષમાર્ગ આરાધવા માટે એક સારું અવલંબન છે તેવો તેમનો અભિપ્રાય થયો હતો. આ સમય પહેલાં તેઓ જિનમાર્ગ સ્વીકારતા હતા, પણ તેમને પ્રતિમા પૂજનની જરૂરિયાત લાગતી ન હતી. પરંતુ કેટલાક ગ્રંથોના વાંચનથી, મનનથી અને અનુભવથી તેમણે લાગ્યું કે “પ્રતિમાની સ્થાપના તો શ્રી મહાવીર પ્રભુના સમયથી ચાલી આવે છે, અને પ્રાથમિક જીવોને પ્રતિમાનું અવલંબન ધર્મશ્રદ્ધા કેળવવા માટે ખૂબ ઉપકારી થઈ શકે તેમ છે. તેમના આવા વિચારોનો ફેલાવો થવાથી સ્થાનકવાસી સંપ્રદાયના લોકો તેમના વિરોધી બન્યા. તેમને સાચી વાતની પ્રતીતિ કરાવવા ‘પ્રતિમાસિદ્ધિ' નામનો એક લઘુગ્રંથ તેમણે લખ્યો. પણ કેટલાંક કારણોસર તેને તેમણે પ્રસિદ્ધ કર્યો નહિ. જે સત્ય જણાય તેને સહજતાએ અપનાવવું અને તેમ કરવામાં નડતા વિરોધને ગૌણ કરતા જવો; આવી નીડરતા તેમનામાં એ વયે પણ ખીલેલી હતી તે અહીં જોવા મળે છે. વળી વર્તતા વિરોધ માટે નિસ્પૃહ રહી, પોતાના કષાયભાવને સંયમમાં રાખવાનો મહા ઉદ્યમ કરી, સર્વ જીવ માટે તેઓ શાશ્વત સુખને પામે એ ભાવના હૃદયમાં પ્રગટ કરતા જાય છે. ઉદ્ગમ પામેલા વિરોધ માટે ઉદાસીન તથા નિસ્પૃહ થવા પુરુષાથ થવું એ કંઈ નાનું કાર્ય નથી. તે કાર્ય કરનાર ઘણા ગુણોની વૃદ્ધિ કરી શકે છે. કષાયો મંદ કરવાથી અશુભ આશ્રવ નહિવત્ થઈ જાય, નિર્જરાનું પ્રમાણ વધે અને અન્ય જીવો પ્રતિ શુભભાવ ભાવવાથી શુક્લ પરમાણુઓ જીવથી રહાતા જાય, આમ તે જીવમાં ક્ષમા તથા માર્દવના ગુણો જલદીથી ખીલી
૨૨૪