________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
અશાતા તૂટી શાતા વર્ધમાન થાય છે અને તેના ઉપયોગથી સ્વપર કલ્યાણ ખીલતું જાય છે.
અહિંસાને પાળવામાં સ્થિર થતાં, જીવ સંયમ પાલન પ્રતિ વળે છે. પૂર્વ કાળમાં ભૌતિક સુખો મેળવવા માટે જીવ અન્યને દૂભવતાં લેશ માત્ર પણ અચકાતો ન હતો, તેમાંથી પાછો વળી આત્માના ગુણોના આધારે તે અન્ય જીવોને દૂભવતાં ખચકાટ અનુભવતો થાય છે. કારણ કે તેને શ્રી સદ્ગુરુના આશ્રયે સમજાયું હોય છે કે અન્યની દૂભવણી કરવાથી મુખ્યતાએ પોતાની જ દૂભવણી થાય છે અને ક્ષણિક ભૌતિક સુખ પાછળ દોડવાથી આત્માને શાશ્વત સુખથી વંચિત થવું પડે છે. તેથી તે સ્વપરનાં સુખનો નાશ કરે તેવાં કાર્યથી વિરમતો જાય છે. અને આ વિરમવું એ જ સંયમ કહી શકાય. સંયમ ધર્મને સમજવા માટે આશ્રવ, સંવર તથા નિર્જરા એ ત્રણ ભાવના અને ઉત્તમ સત્ય તથા ઉત્તમ સંયમ એ બે આત્મગુણો સમજવા હિતકર છે, જેના થકી સંયમરૂપ ધર્મ કેવી રીતે છે તે સ્પષ્ટ થાય છે.
આશ્રવ ભાવના આ સંસાર અનંત દુઃખ અને ક્લેશનો ભંડાર છે. ઝેરનું ઉત્પત્તિસ્થાન જેમ સર્પ છે તેમ સંસારનું ઉત્પત્તિસ્થાન આશ્રવ છે. સંસારનાં ક્ષણિક સુખોમાં રાચતો જીવ વિભાવભાવ કરી મન, વચન અને કાયાના યોગના સાધનથી શુભાશુભ કર્મનો આશ્રવ કરે છે. મૈત્રી વગેરે શુભભાવથી વાસિત ચિત્ત પ્રાણીને શુભ કર્મ બંધાવે છે અને વિષયકષાયથી આર્ત થયેલું ચિત્ત પ્રાણીને અશુભ કર્મ બંધાવે છે. શુભાશુભ વિભાવભાવમાં રમતો જીવ તેને અનુરૂપ વેશ્યાએ પ્રવર્તે છે, અને જે પ્રકારની શુભાશુભ લેશ્યા હોય તેનાં સંબંધિત કર્મપુગલો પ્રાણી આશ્રવે છે અર્થાત્ સ્વીકારે છે.
કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્યતાએ આઠ કર્મો શ્રી ભગવાને વર્ણવ્યા છે. જીવનાં જ્ઞાનને આવરણ કરે તે જ્ઞાનાવરણ અને દર્શનને આવરણ કરે તે દર્શનાવરણ કર્મ કહેવાય છે. જ્ઞાનદર્શનના સંબંધમાં જ્ઞાનદર્શનવાળાઓ પ્રત્યે અને જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાના હેતુઓમાં જે વિધ્ન, નિદ્ભવ, પિશુનતા, અશાતના, ઘાત તથા
૧૫૩