________________
કેવળી પ્રભુનો સાથ
વળે છે, અને પરસ્પર બંધાતા વેરભાવને તોડી બંનેને માટે ભાવિનો કલ્યાણમાર્ગ ખૂલ્લો કરે છે. વળી, તે શ્રી ગુરુ પાસેથી પ્રસારિત થતા કલ્યાણભાવને ગ્રહણ કરી અન્ય જીવો સુધી પહોંચાડવા જેટલો સરળ થાય છે. એ દ્વારા અહિંસા પ્રસારી, અન્યને શાતા પહોંચાડી તે હિંસાના કૃત્યથી નિવૃત્ત થાય છે અને અહિંસા ધર્મને વિશેષ બળવાન કરે છે.
તે રીતે શ્રી સદ્ગુરુના આશ્રયે જીવનો શૌચધર્મ ખીલે છે ત્યારે તે લોભ પ્રકૃતિ પર જય મેળવતો જાય છે, તે પહેલાં તે જીવ ઐહિક લોભનાં કારણે અનેક પ્રકારનાં અનાચરણ કરતો રહે છે અને એ દ્વારા અનેક જીવોને સ્થૂળ તથા સૂક્ષમ રીતે દૂભવી વિવિધ પાપકર્મનાં બંધન કરી, હિંસાચારમાં રમતો રહે છે. પરિણામે પોતે દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે. પરંતુ સાચી સમજણ આવતાં અને સાચું લક્ષ બંધાતા જીવનો ઐહિક લોભ જેમ જેમ છૂટતો જાય છે; સ્વરૂપમાં સ્થિર રહેવાના ભાવ કેળવતો જાય છે તેમ તેમ તેના અનાચાર લુપ્ત થતા જાય છે, અન્ય જીવો સાથેના અણબનાવ ઘટતા જાય છે, જેના પરિણામે તે જીવ અહિંસાચારી બની સ્વાર કલ્યાણની સાધનામાં અગ્રેસર થઈ શકે છે.
આમ ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો તૂટતાં ચાર ઉત્તમ ગુણો આત્મામાં ખીલતા જાય છે. ત્યારે શ્રી દશવૈકાલિક સૂત્રના પહેલા અધ્યયનના પહેલા શ્લોકમાં જણાવ્યું છે કે “અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે” તેનો “અહિંસા એ ઉત્કૃષ્ટ મંગલ છે” એ વિભાગની યથાર્થતા સ્પષ્ટ થાય છે.
સંક્ષેપમાં કહીએ તો અહિંસાથી સ્વપરની હિંસા અટકે છે. અન્ય સાથે શુધ્ધ મૈત્રીભાવ વિકસતાં પરહિંસાથી જીવ બચતો જાય છે. કષાયો તૂટતાં બીજા જીવોની થતી દૂભવણી અટકે છે, તેથી તેઓ અહિંસાચારીના નિમિત્તથી શાતા અને સુખ વેદે છે. એ જ પ્રમાણે કષાયો શાંત થતાં જીવની નવા કર્મો ઉપાર્જવાની માત્રા ઘટતી જાય છે. પરિણામે આત્મા વિશેષ વિશેષ શુધ્ધ થતો જાય છે, અને એ દ્વારા સ્વની દૂભવણી પણ ઘટતી જાય છે, સ્વરૂપ સન્મુખતા વધતી જાય છે. આ ગુણોની ખીલવણી દ્વારા
૧૫૨