________________
કેવળી પ્રભુનો સાથ
જ્યારે શ્રી તીર્થકર ભગવાન અને કેવળી ભગવાન બાકી રહેલાં ચાર અઘાતી કર્મોથી મુક્ત થવાની પ્રક્રિયા કરે છે ત્યારે તેઓ તેમના આત્મા પર શેષ રહેલાં કલ્યાણનાં પરમાણુઓ જગતજીવોના લાભાર્થે જગતમાં છૂટા હાથે વેરી દે છે; અને પોતે અન્ય સર્વ કર્મોને નિર્જરાવી, સર્વ કર્મથી મુક્ત થઈ સર્વ કાળને માટે શાશ્વત સુખમાં નિમગ્ન થાય છે, લીન થઈ જાય છે. આ રીતે વેરાયેલા કલ્યાણનાં પરમાણુઓને જગતના જીવો ગ્રહણ કરી, અનંત સુખના ‘આજ્ઞા’ ના માર્ગમાં પ્રગતિ કરે છે.
શ્રી અરિહંતપ્રભુ તથા શ્રી સિદ્ધ ભગવાન તેમની બળવાન વિશેષતાને કારણે નવકારમંત્રમાં ટોચના સ્થાને રહેલા છે. શ્રી અરિહંત ભગવાનની કલ્યાણભાવના એટલી બધી પ્રબળ હોય છે કે તેમના પ્રત્યેક કલ્યાણક વખતે જગતનાં સમસ્ત જીવો એકબીજા માટેના અશુભભાવનો એક સમય માટે ત્યાગ કરે છે અને તે સમયે વિશિષ્ટ પ્રકારની શાતાનું વેદન કરે છે. શ્રી અરિહંત પ્રભુની આ ભાવનાના પ્રભાવથી નિત્ય નિગોદમાં રહેલા કેટલાય જીવાત્માના એક પછી એક કરીને સાત પ્રદેશો નિરાવરણ થાય છે. આરંભમાં આ પ્રદેશો પરથી સર્વ ઘાતી કર્મો નીકળતાં જઈ અન્ય પ્રદેશો પર સ્થિર થાય છે. તીર્થંકર પ્રભુ નામકર્મ બાંધે ત્યારે પહેલો પ્રદેશ નિરાવરણ – ઘાતકર્મ રહિત થાય છે. પ્રભુ નામકર્મના બંધનવાળો દેહ ત્યાગે ત્યારે બીજો પ્રદેશ ઘાતકર્મ રહિત થાય છે. પ્રભુ ચરમ શરીર ધારણ કરે – ગર્ભમાં પ્રવેશે તે સમયે ત્રીજો પ્રદેશ નિરાવરણ અર્થાત્ ઘાતકર્મરહિત થાય છે, અને સાથે સાથે તે પ્રદેશો પરનાં બળવાન અઘાતી કર્મનાં પરમાણુઓ નીકળી અન્ય પ્રદેશો પર ચાલ્યા જાય છે. પ્રભુના એ દેહના જન્મ સમયે નિત્યનિગોદના જીવોનો ચોથો પ્રદેશ ઘાતકર્મ રહિત થાય છે, અને થોડાં વિશેષ અઘાતી કર્મો એ પ્રદેશ પરથી હટી જાય છે. ચરમ દેહમાં જ્યારે પ્રભુ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે એ જીવોનો પાંચમો પ્રદેશ નિરાવરણ થાય છે, સાથે સાથે પાંચે પ્રદેશ પરનાં સર્વ અશુભ અઘાતી કર્મો પણ ત્યાંથી નીકળી જાય છે. એટલે કે એ પાંચે પ્રદેશો પર માત્ર શુભ અઘાતી કર્મો જ બચ્યાં હોય છે. પરંતુ પ્રભુ જ્યારે કેવળજ્ઞાન પ્રગટાવે છે ત્યારે તે જીવોનો છઠ્ઠો પ્રદેશ નિરાવરણ થવા સાથે એ છએ પ્રદેશ પરથી મોટાભાગનાં શુભ અઘાતકર્મો પણ વિદાય લઈ લે છે. છેવટે જ્યારે
૩૭૪