________________
કેવળી પ્રભુનો સાથ
“જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારો કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતું નથી. તેમજ અવ્યક્તપણે એટલે નહિ જાણવા છતાં સહેજે જીવથી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતાં પણ તેથી અવરોધકપણું હોય એમ લાગી શકે એમ નથી; કારણ કે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે. લોકોમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. કારણ કે તે માનામાન વિશે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, ... શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી.” (શ્રાવણ વદ અમાસ, ૧૯૫૦. આંક ૫૨૦)
તેમને વર્તતા ઉપાધિયોગમાં કોઈ સામાન્ય જીવનું વીર્ય તો પરવશ બની, કર્તવ્યથી ચ્યુત થઈ જાય, પણ કૃપાળુદેવે તો વિષમ સંજોગોમાં માર્ગ કરી પોતાનાં વીર્યને વધાર્યું હતું. આગળના વર્ષમાં તેઓ આવેલા ઉપાધિયોગથી થાકી જતા હોય તેમ જણાતું હતું; પણ આ વર્ષમાં આ પ્રકારના થાકનો અનુભવ તેમને થતો નથી. કોઈ પણ સંજોગોનો હિંમતપૂર્વક સામનો કરવાની તેમણે તૈયારી રાખી હતી. તેમને કર્મ સામે હારવું કે થાકવું ન હતું. પરિણામે તેઓ “આત્મસમાધિ”માં લેશ પણ ન્યૂનતા આવવા દીધા વિના, પોતાની સ્થિરતા વધારી શક્યા હતા.
“અત્રેના ઉપાધિપ્રસંગમાં કંઈ વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને વિશે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે.” (મહાવદ ૮, ૧૯૫૦ આંક ૪૮૪)
તેમની આંતરિક સ્થિરતા વધી હોવાને કારણે તેમનો સર્વસંગત્યાગી થવાનો અભિલાષ પણ બળવાન થયો હતો. તેમની ત્યાગી થવાની ભાવનાનો, માર્ગ પ્રકાશવાનો ઉલ્લેખ તેમના આ વર્ષના પત્રોમાં વધારે જોવા મળે છે. પોતાના આ
૨૭૬