________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ઉપાધિના કારણે કે વૈરાગ્યના જોરના કારણે અધૂરો છોડી દેતા હતા. આમ છતાં, બાહ્યથી અવ્યવસ્થા થતી હોવા છતાં, તેમણે પોતાનો અંતરંગ પુરુષાર્થ તો જેમનો તેમ જાળવ્યો હતો. આ વિશે તેમણે લખ્યું છે કે, –
“ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્યચિત્તની ક્વચિત અસ્વસ્થતાને લીધે, તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઇએ તેમ અમારાથી વર્તી શકાતું નથી.” (કારતક સુદ ૧૩, ૧૯૫૦. આંક ૪૭૮) “હાલ દોઢથી બે માસ થયા ઉપાધિના પ્રસંગમાં વિશેષ વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા જો કે પૂર્વે ઘણા પ્રસંગ વેદ્યા છે, તથાપિ જ્ઞાને કરીને ઘણું કરી વેદ્યા નથી. આ દેહ અને તે પ્રથમનો બોધબીજ હેતુવાળો દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકાર્ય ઉપયોગી છે.” (ફાગણ સુદ ૪, ૧૯૫). આંક ૪૮૫) આ વચનથી આપણને સ્પષ્ટ સમજાય છે કે આ પૂર્વના ભવમાં તેમણે સમકિતની પ્રાપ્તિ કરી લીધી હતી. વળી આંક ૪૫૦માં લખાયેલાં આ વચનો પણ તેની શાખ પુરે છે, “અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહિ હોય એમ જણાય છે. સમ્યક્દષ્ટિપણું જરૂર સંભવે છે.” (જેઠ સુદ ૧૫, ૧૯૪૯. આંક ૪૫૦) “અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે. તો પણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.” (વૈશાખ સુદ ૯, ૧૯૫૦. આંક ૫OO) “મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્યા કરે છે . વ્યવસાયનું બહોળાપણું ઇચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે, અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે, કે જેના વેદનથી ફરી તેની ઉત્પત્તિનો યોગ મટશે.” (વૈશાખ ૧૯૫૦. આંક ૫૦૪).
૨૭૫