________________
શ્રી અરિહંતનો મહિમા
સર્વ આત્માઓને પૂર્ણતાએ આપો. ત્રિલોકના નાથ થવા સર્જાયેલા આત્માને લોકના એક નાનકડા ભાગમાં દીન, હીન, દાસ થઈને રહેતો જોવાતો નથી, તો પરમ પરમ કૃપા કરી, પરમ અનુગ્રહ કરી ઊઠતા કલ્યાણભાવને સફળ કરાવો, એ વિનંતિ માન્ય કરો.”
આવા પ્રકારના ઉત્તમ કલ્યાણભાવ તેમના જીવમાં વારંવાર ચૂંટાયા કરે છે, સાથે સાથે તેમની આત્મશુદ્ધિ પણ વધતી જાય છે અને વિકાસ થતાં તે જીવનું સાતમું ગુણસ્થાન – નિર્વિકલ્પપણું પ્રગટ થાય છે, તેમનાં મન, વચન તથા કાયા એકી સાથે પ્રભુને આજ્ઞાધીન થાય છે. તે જીવ સર્વ પ્રકારના દુન્યવી ભાવોથી છૂટતો જાય છે, અને તે આત્મશાંતિ તથા આત્મશુદ્ધિની વર્ધમાનતા કરવાના પુરુષાર્થમાં ગૂંથાતો જાય છે. આમ કરવામાં તેમનો જ્ઞાનદર્શનનો વિશેષ ક્ષયોપશમ તેમને ખૂબ મદદ કરે છે. વિકાસ કરી આગળ વધી એ જીવે સત્પરુષની દશા સુધી આવે છે, અર્થાત્ તેઓ શ્રી સપુરુષની દશાનું બિરુદ શ્રી પ્રભુ પાસેથી મેળવે છે. તે દરમ્યાન તેમનું સંસારથી છૂટવાનું અને છોડાવવાનું લક્ષ મજબૂત થતું જાય છે, આમ કરતાં જગતજીવો માટેનો કલ્યાણભાવ વિકાસ કરી તેની ચરમ સીમાએ અર્થાત્ ઉત્કૃષ્ટતાએ પહોંચે છે. સાથે સાથે પહેલા ગુણસ્થાનથી શરૂ કરી ચૌદમા ગુણસ્થાન સુધીના વિકાસની મૂળભૂત જાણકારી મેળવી, પ્રભુપસાયથી એ જીવ જઘન્ય શ્રુતકેવળીપણું મેળવે છે.
જઘન્ય શ્રુતકેવળીપણામાં તેમને મિથ્યાત્વી જીવની દશાની જાણકારી આવે છે, આવા મિથ્યાત્વથી કેવી રીતે છૂટાય, સમકિત પ્રાપ્ત કરવા શું કરવું જોઇએ, તેનાં લક્ષણો શું છે, તેની નિશાનીઓ કેવી હોય, ચોથા ગુણસ્થાને આવ્યા પછી ક્ષાયિક સમકિત લઈ પાંચમા ગુણસ્થાને કેવી રીતે પહોંચાય, તેમાં આત્મદશા કેવી હોવી જોઇએ, દશાનું ભાન કરાવવા કેવી નિશાનીઓ આવે, ત્યાંથી વિકાસ કર્યા પછી છઠ્ઠા ગુણસ્થાને કેવી આત્મસ્થિતિ હોય, તે દશા કેવી રીતે પમાય, તેની પ્રાપ્તિ વખતે જીવમાં કેવા ભાવો હોય, તેને કેવાં પ્રતિકનાં દર્શન થાય, જીવનો પુરુષાર્થ કેવો હોય તે વિશે અનુભવરૂપ જાણકારી આવે છે. આમ તે જીવનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધતો જાય છે. તે સાથે તેમને એ પણ જાણકારી આવે છે કે જીવને જો વિપરીત ભાવ
૩૧