________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સમભાવથી સ્વીકાર્યા હતા; અને તે દ્વારા શ્રી પ્રભુએ પોતાની બળવાન વીતરાગતાનો પરિચય કરાવ્યો હતો. આ વીતરાગતા અને સમભાવ શ્રીમદ્ માટે આદર્શરૂપ હતાં, સંસારી પ્રસંગોનાં વિવિધ ઉદયોમાં પોતે સ્થિર રહી શકતા ન હતા, અને તેનાથી અનેક ગણા કઠિન સંજોગોમાં શ્રી પ્રભુ અચળ તથા અડોલ રહ્યા હતા; પ્રભુનું આવું સમર્થપણું જાણી તેમનાં પ્રતિનાં અહોભાવ, તથા પૂજ્યભાવ કૃપાળુદેવમાં ઘણા ઘણા વધ્યા હતા, તે ભાવ ખૂબ ઊંડાણથી જાગતા હતા. તેના પરિણામે તેમના જેવા અડોલ અને સ્થિર થવા માટે તેમનું મન શ્રી પ્રભુને સમર્પિત થતું ગયું. આ અને આવી અન્ય પ્રક્રિયાઓના આધારથી તેમનું મન પ્રભુની આજ્ઞાએ ચાલવાથી, તેમના જેવી જ દશાએ પહોંચી શકાશે એવું શ્રદ્ધાળુ થયું. આવી દશાની સામાન્ય અનુભૂતિ તેમને સં. ૧૯૪૬ ના અંતભાગમાં થઈ હતી, -
“પ્રભાતમાં વહેલો ઊઠયો, ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો; તેવામાં પદ મળ્યું, અને મૂળપદનું અતિશય સ્મરણ થયું, એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય?” (આસો સુદ ૧૧, ૧૯૪૬. આંક ૧પર)
આમ પ્રભુની આજ્ઞામાં રહેવાનો અને આજ્ઞાએ ચાલવાનો પુરુષાર્થ તેમણે અંતરંગથી શરૂ કરી દીધો હતો. પરિણામે ગૃહસ્થજીવનની શરૂઆતમાં પણ તેમને રાતદિવસ પરમાર્થનું જ રટણ રહેતું હતું. છૂટવાનો વેગ એવો હતો કે તે સિવાયનું સર્વ તેમની પાસે ગૌણ હતું, અને આત્માને ઉજ્જવળ કરવાની પ્રવૃત્તિ મુખ્ય હતી. જુઓ તેમનાં આ વચનો, –
“ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તો પણ રાખવા ઇચ્છા નથી. એક “Úહિ તૃહિ' એ જ યથાર્થ વહેતી પ્રવહના જોઈએ છે ...... જે નિસ્પૃહ દશાનું રટણ છે તે મળે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે.” (બી. ભા. વદ ૦)), ૧૯૪૬. આંક ૧૪૪)
૪૦૭