________________
કેવળી પ્રભુનો સાથ
સ્થિતિ તેમનામાં સ્થિર થયેલા ધર્મનાં મંગલપણાનો પ્રભાવ આપણને જણાવે છે. જુઓ તેમના જ શબ્દો, -
મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો; વખતોવખત કથાઓ સાંભળતો; વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો અને તેને પરમાત્મા માનતો; જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઇચ્છા થતી; ‘પ્રવીણ સાગર' નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો; તે વધારે સમજ્યો નહોતો; છતાં સ્ત્રી સંબંધી નાનાં પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથાકથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણા હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગત્કર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે, તે મને દેઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહિ, માટે જૈન લોકો મુર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી.” (આંક ૮૯)
આમ બાળવયથી જ શ્રીમમાં ધર્મ પ્રતિનો અનુરાગ જોવા મળે છે. તેમને પિતામહ તરફથી વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારો મળવાને લીધે જૈન પ્રતિ તેમને જુગુપ્સા થઈ હતી. જગત્કર્તા ઈશ્વર હોવાની તેમની માન્યતા હતી, તેથી જગત્કર્તા તરીકે ઇશ્વરને
૨૧૨