________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણીવાર જોયું છે.” (શ્રાવણ વદ ૫, ૧૯૪૯. આંક ૪૬૫)
આમ વારંવાર જેનો ઉલ્લેખ થઈ જાય, તેવો પ્રબળ ઉપાધિયોગ તેઓ વેદતા હોવા છતાં, ત્યાગી થવાનો અભિલાષ બાજુએ મૂકવો પડયો હોવા છતાં તેઓ આત્માની સમતા ઘણા પ્રમાણમાં જાળવી શકતા હતા. સર્વ સંજોગોને કર્મની નિર્જરા કરવા માટે સહાયક ગણી આત્મસ્વસ્થતા ઘટવા દેતા ન હતા. તેમને દેહનું મમત્ત્વ પણ ઘણું ઘટી ગયું હતું,
—
“અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહિ.” (ફાગણ સુદ ૭, ૧૯૪૯, આંક ૪૩૧)
“આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિ પ્રસંગે અને ધર્મના જાણનાર રૂપે કોઈ પ્રકારે પ્રગટમાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિ જોગ વેદવા પડે છે; જો કે વાસ્તવ્યપણે તો સમાધિપ્રત્યયી આત્મા છે.” (શ્રાવણ સુદ ૧૫, ૧૯૪૯. આંક ૪૬૩)
ઉપાધિયોગમાં રહ્યા રહ્યા આત્મસમાધિ જાળવી રાખવાનો તેમનો ઉદ્દેશ અને પુરુષાર્થ આ વર્ષમાં જોવા મળે છે. તેની સાથે સાથે સ્વપ૨ આત્મકલ્યાણ માટે સર્વસંગ પરિત્યાગ કરવાની તેમની ભાવના દૃઢ થતી જતી હતી. આ ભાવના સફળ થવામાં અનેક વિઘ્નો અનુભવાતા હોવાથી તેમને મુંઝવણ પણ વેદાતી હતી, છતાં તેમનો છૂટવાનો વેગ અને પુરુષાર્થ વધતા જતા હતા તે સ્પષ્ટ છે. તેમનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો ઘણાં ઘટી ગયાં હતાં, લબ્ધિસિદ્ધિ માટેની સ્પૃહા નહિવત્ હતી, પરિણામે તેમની આત્મદૃષ્ટિની વિશાળતા આ વર્ષમાં ઠીક ઠીક વધી હોય તેમ જણાય છે.
૨૭૧