________________
કેવળી પ્રભુનો સાથ
“અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહિ હોય એમ જણાય છે. સમ્યક્રષ્ટિપણું તો જરૂર સંભવે છે. કોઈ પ્રકારનો સિદ્ધિજોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતો નથી, એટલે સાધને કરી તેવો જોગ પ્રગટયો હોય તેવું જણાતું નથી, આત્માનાં વિશુદ્ધપણાને કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહિ હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે.” (જેઠ સુદ ૧૫, ૧૯૪૯. આંક ૪૫૦) “જેવી દૃષ્ટિ આ આત્મા વિશે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ ... આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઇ શકતી નથી. જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઇ સ્નેહાદિક છે, અથવા સમતા છે, તેવાં જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે ... પ્રારબ્ધ સંબંધે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહિ, કે ન્યૂન કરવું નહિ, અને કરવું તો તેવું એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દેઢ છે; નિશ્ચયસ્વરૂપ છે... સૌથી અભિનભાવના છે, જેટલી યોગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની સ્તુતિ થાય છે .. અવિકલ્પરૂપ સ્થિતિ છે ... સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે.” (ભાદરવા વદ અમાસ, ૧૯૪૯. આંક ૪૬૯)
તેમના આત્મામાં કલ્યાણભાવ કેટલા અંશે ખીલ્યો હતો તે આ વચનો વાંચતાં આપણને સમજાય છે, ગુણી નિર્ગુણી સર્વ પ્રત્યે તેમની આત્મદષ્ટિ થઈ હતી, અને સહુ
૨૭૨