________________
કેવળી પ્રભુનો સાથ
કૃપાળુદેવનો આત્મા આનાથી જુદા ક્રમે પ્રવર્તો હતો. તેમણે પોતાની સંસારની સુખબુદ્ધિ નહિવત્ કરી નાખી હતી. અને આત્મસ્વરૂપની રમણતાને જ અગ્રેસરતા આપી હતી. પરિણામે શુક્લધ્યાનમાં જતાં પહેલાની અવસ્થામાં તેમને સંસારી દુઃખ તથા સુખનો નકાર સમાનપણે પ્રવર્તતો હતો. આ સમાનતાને કારણે તેમને બંને પાપ તથા પુણ્યકર્મ સમાનપણે પ્રદેશોદયથી વેદાઈને શુક્લધ્યાનમાં નિર્જરી જતાં હતાં. અને આત્મા બંને પ્રકારનાં કર્મો તરફથી હળવાશ વેદી શકે એવો સ્થિર રહી શકતો હતો. શુક્લધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ તેમને સંસારની સુખબુદ્ધિ નહિવત્ હોવાથી અને માત્ર ઉદયાધીનપણે વર્તવાની વૃત્તિ બળવાન હોવાથી તેમના આત્માનાં શાંતિ, સમતા અને સ્થિરતા સહજતાએ વધતાં જાય એ પ્રકારનાં શાતા વેદનીય રૂપ પુણ્યકર્મ બંધાતાં હતાં. આવા ચારિત્રને દૃઢ કરનારાં શાતા વેદનીય કર્મોનો ઉદય દેવલોકમાં તો સંભવી શકે નહિ, કેમકે દેવલોકમાં ચારિત્ર પાલન થઈ શકતું નથી. માટે આ પ્રકારનાં શાતાવેદનીય ભોગવવા માટે મનુષ્ય જન્મ જ જોઇએ. તેમણે રાયચંદભાઈના જન્મમાં સંસારી શાતા અશાતાના ઉદયરૂપ મોટાભાગનાં સર્વ કર્મો ઉદ્દીરણા કરી ધ્યાન દ્વારા તથા તપ દ્વારા ખપાવી દીધાં હતાં, તેથી દેવલોકમાં જઈ ભોગવવા પડે એવાં પુણ્યકર્મ બચ્યાં જ નહિ. આ સાથે તેમનાં હળવાં જ્ઞાનાવરણને લીધે તેમને સ્પષ્ટ લક્ષ હતો કે વારંવાર કરેલાં શુક્લધ્યાનમાં જે બળવાન નિર્જરા થઈ છે તેને કારણે તેમને શેષ રહેલાં કર્મો ખપાવવા માટે હવે એક ‘ભવ’ નહિ પણ એક ‘દેહ’ની જ જરૂરત છે. આ જન્મનો તેમનો પુરુષાર્થ એટલો બળવાન હતો કે આ જન્મમાં જ તેમનાં સર્વ કર્મનો ક્ષય થઈ જાય પરંતુ કાળ, સંઘયણ, આદિ કેટલાંક તત્ત્વો કેવળજ્ઞાન પ્રગટાવવા માટે પ્રતિકૂળ હતાં. જેને લીધે તેમને એક ‘દેહ’ ધારણ કરવાની ફરજ પડી હતી.
તેમનાં જીવનનાં ઘડતરનાં આ વર્ષોનું અવલોકન કરીએ તો આપણને સમજાય છે કે ત્વરાથી કર્મક્ષય કરવો હોય તો શું કરવું ઘટે, ટૂંકા ગાળે મોક્ષમાં પહોંચવા માટે કેવા ભાવ કેળવવા જોઇએ, કેવું ચારિત્ર ખીલવવું જોઇએ અને ક્યા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઇએ. જે ધર્મની મંગલતાનો જીવને અનુભવ કરાવે છે. ધર્મ મંગલરૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે તે જીવને સંસારનાં પરિભ્રમણથી છોડાવી શાશ્વત સુખનાં
૩૧૪