Page #1
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત
JT] ]]TI,
(પૂ. શ્રી દેવચંદ્રજી કૃતી જ્ઞાનભરી વૃત્તિ સહિત)
જ્ઞાન ભંડાર
૦ અનુણક ) ધીરજલાલ શાલાલ મહેતા
૦ પ્રકાશક છે શ્રી જૈનવર્ષ પ્રસારણ ટ્રસ્ટ
સુર
વાળા ભવન, અમદાવાદ-૫
Page #2
--------------------------------------------------------------------------
________________
વII
હકી
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય
શ્રી યશોવિજયજી વિરચિતા
ત((((૩
તથા શ્રીમદ્ દેવચન્દ્ર વાચકવર વિરચિત જ્ઞાનમાર્શ વૃત્તિ (સરળ ગુજરાતી અનુવાદ-ભાવાર્થ સાથે)
: અનુવાદક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
: પ્રકાશક : શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત
Page #3
--------------------------------------------------------------------------
________________
- h
^ = E F G
* = ET G
#a
જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ
એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, નવયુગ કોલેજ સામે,
રાંદેર રોડ, સુરત, ગુજરાત, ઈન્ડિયા-૩૯૫૦૦૯. Ph. (0261) 2763070
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૯, (INDIA) Ph. (0261) 2763070, M : 9898330835
સેવંતીલાલ વી. જૈન
ડી-૫૧, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફ્લોર, પાંજરાપોળ, ૧લી લેન, સી.પી. ટેન્ક રોડ, મુંબઈ-૪. ફોનઃ (૦૨૨) ૨૨૪૦૪૭૧૭, ૨૨૪૧૨૪૪૫
કમ્પોઝ' પ્રિન્ટીંગ મુંબાઇન્ડીંગ
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા. (ઉ. ગુજરાત) Ph. (02762) 222927
સરસ્વતી પુસ્તક ભંડાર
હાથીખાના, રતનપોળ, અમદાવાદ. ફોન : (૦૭૯) ૨૫૩૫૬૬૯૨
Jor
શ્રી જૈન પ્રકાશન મંદિર
દોશીવાડાની પોળ, અમદાવાદ. ફોન : (૦૭૯) ૨૫૩૫૬૮૦૬ ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ. Ph. (079) 22134176, Mo. 9925020106
વિક્રમ સંવત્ ૨૦૬૦૦ વીર સંવત્ ૨૫૩૦ પ્રથમ આવૃત્તિ
ઇસ્વીસન ૨૦૧૧
કિંમત - રૂ।. ૪૦૦-૦૦
એક ET F
મુદ્રક ઃ ભરત ગ્રાફિક્સ
ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ. Ph. (079) 22134176, Mo. 9925020106, E-mail : bharatgraphics1@gmail.com
મા
સ્થા નો
પ્ર
Page #4
--------------------------------------------------------------------------
________________
ચેતન ! જ્ઞાન અજવાળીએ આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિજી
એક સરદારજી શાકમાર્કેટમાંથી પાછા ફરી રહ્યા હતા, સામે તેમનો જીગરી દોસ્ત મળ્યો, બન્ને સરદારજી ભેગા થયા, એટલે પહેલા સરદારજીએ કહ્યું “મારી થેલીમાં શું છે ? તે કહી દે તો તને તેમાંથી એક ટમેટું આપું. અને કેટલાં છે ? તે જો કહી દે તો પાંચ આપી દઉં.'' બીજા સરદારજીએ બહુ વિચાર કર્યા પછી હાર માનીને કહ્યું કે “તારી થેલીમાં શું છે? અને કેટલું છે ? એ જોયા વિના મને કેમ ખબર પડે ?’’
જ્યાં બુઝવ્યા બાદ પણ અબુઝ જ કહેવાય એ છે ઘોર અજ્ઞાનદશા અને જ્યાં સ્વયંભૂપણે સહજજ્ઞાનની સરવાણીઓ ફૂટતી રહે એ છે ગરવી જ્ઞાનદશા. આવી ગરવી જ્ઞાનદશાના ધણીઓએ આપણા જેવા પામર જીવો ઉપર ઉપકાર કરીને આપણને બે અદ્ભુત કૃતિઓની ભેટ આપી છે એકનું નામ છે જ્ઞાનસાર અને બીજીનું નામ છે જ્ઞાનમંજરી.
૧. અહં મમેત્તિ મન્રોગ્ય, મોહસ્ય ન વાસ્થ્યત્ । ૨. સ્વમાવત્તામાત્ મિત્તિ, પ્રાપ્તવ્ય નાવશિષ્યતે 1 ૩. તથા ખાનન્મવોન્માવ-માત્મતૃપ્તો મàન્મુત્તિ:। ૪. પરસ્પૃહા મહાવુ:ä, નિ:સ્પૃહત્વ મહામુલ્રમ્ |
જ્ઞાનસારનાં એક એક અષ્ટક આવા અદ્ભુત વચનોથી જાજરમાન છે તો બીજી બાજુ १. लोभपरिणामः परभावग्रहणेच्छापरिणामः आत्मगुणानुभवविध्वंसहेतुः ।
२. दुर्लभं हि सम्यग्दर्शनज्ञानचारित्रं शुद्धात्मधर्मम् ।
3. भावतपः आत्मस्वरूपैकाग्रत्वरूपम् ।
આવા પ્રકારના અધ્યાત્મરહસ્યસભર ટંકશાળી વચનોથી જ્ઞાનમંજરી નામની ટીકા ખરેખર મહોરી ઉઠી છે. ખરેખર આ બન્ને કૃતિઓમાં જ્ઞાનના સાગરને ગાગરમાં રજુ ક૨વામાં આવ્યો છે. અહીં ગાગરને ય ટુંકમાં રજુ કરીશ.
(૧) પૂર્ણાષ્ટક :- બત્રીશ અષ્ટકોમાં પથરાયેલ જ્ઞાનસાર પ્રકરણનું આ પ્રથમ અષ્ટક છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પોતાની અન્ય કૃતિઓની જેમ પ્રસ્તુત કૃતિનો પ્રારંભ પણ આ સરસ્વતીના મંત્રસ્વરૂપ ‘ઊઁ’કારથી કરે છે. પ્રથમ જ શ્લોકમાં જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ - આ તાત્પર્યને સ્પષ્ટ કર્યું છે. યાદશ: પુરુષયાત્મા તાદશં સપ્રમાષતે - માણસ જેવો છે એવું એ બોલે છે - એવા મહાભારતના વચન પર ઈશારો કર્યો છે. ગ્રંથકારશ્રીએ કહ્યું છે કે - પૂર્ણને સમગ્ર વિશ્વ પૂર્ણ દેખાય છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
ટીકાકારશ્રી અનેક સ્થાનો પર “થોડા હટ કર' અર્થઘટન કરે છે. પ્રસ્તુતમાં તેમણે – પૂર્ણને સમગ્ર વિશ્વ અપૂર્ણ દેખાય છે – એવો પાઠ લઈને અર્થઘટન કર્યું છે. આ અર્થ પણ મનનીય છે. “અપૂર્ણ પૂર્ણ બને છે અને પૂર્ણ અપૂર્ણ બને છે' આવી મૂળકારશ્રીની અદ્ભુત પંક્તિઓ પર પુત્નિ: પૂર્વમા યાત્માનો યત પર્વ - જેવા ચોટદાર સ્પષ્ટીકરણો કરીને ટીકાકારશ્રીએ મૂળગ્રંથને ચાર ચાંદ લગાવી દીધા છે.
(૨) મગ્નાષ્ટક - એકાગ્રતા અલગ વસ્તુ છે અને મગ્નતા અલગ વસ્તુ છે. બિલાડી કબૂતર પર તરાપ મારતા પૂર્વે એકાગ્ર બને છે. પણ એ મગ્નતા નથી. મૂળકારશ્રીએ મગ્નની • વ્યાખ્યા કરી છે, તે ત્રણ તબક્કામાં સમાઈ જાય છે. (૧) પ્રત્યાહાર (૨) મનઃસમાધિ (૩) જ્ઞાનમાત્રવિશ્રામ.
સંયમપર્યાયના ક્રમથી તેજોવેશ્યાવૃદ્ધિ, સંયમશ્રેણિનું સ્વરૂપ આદિ આગમિક પદાર્થોનું ટીકાકારશ્રીએ આ અષ્ટકની ટીકામાં સુંદર નિરૂપણ કર્યું છે.
(૩) સ્થિરતાષ્ટક :- અનંત ક્રિયાઓ નિષ્ફળ ગઈ, તેનું કારણ એ નથી કે ભવરોગને મટાડવાનું સામર્થ્ય ક્રિયામાં નથી. એનું કારણ તો એ છે કે હજી જીવમાંથી અસ્થિરતા નામનું શલ્ય ગયું નથી. જ્યાં સુધી શલ્ય ન જાય ત્યાં સુધી ઔષધ ગુણ ન કરી શકે. ગ્રંથકારશ્રીએ આ રૂપક દ્વારા પોતાના ચિકિત્સાશાસ્ત્રીય જ્ઞાનનો પરિચય તો આપ્યો જ છે. સાથે સાથે - નો નો નિસાસામિ યુવમgયા પjનંતે ! પર્વ મviતા વર્દ્રતા વહેવત્ની નાય . (ઓઘનિર્યુક્તિ ૨૭૮) જેવા આગમવચનનું મંડન પણ કર્યું છે
સમસ્ત આત્મપરિણતિ નિઃસંગ રૂપ પરમ સ્થિરતા વાળી હોય છે - ટીકાકારશ્રીનું આ વચન અધ્યાત્મનગરના અનેક દ્વારોનું ઉદ્ઘાટન કરે છે.
(૪) મોહત્યાગાષ્ટક :- “હું ને મારું આ મોહનો મંત્ર, “ન હું, ન મારું આ મોહજયી મંત્ર... પ્રથમ શ્લોકના આ શબ્દો શાસ્ત્રસાગરના અર્ક જેવા છે. આ એક જ અષ્ટકનું પણ પુનઃ પુનઃ પરિશીલન કરવામાં આવે, તેની પરિણતિ પ્રાપ્ત કરવામાં આવે તો નિકટના કાળમાં વીતરાગદશાની પ્રાપ્તિ થઈ શકે.
____ उपाधिदोषस्तु सन्नपि तादात्म्याभावात् संसर्गजत्वाद् भिन्न एव निर्धार्यः - ટીકાકારશ્રીનું આ વચન શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાના - યો નિનો સોટ્ટમેવ ચ - આ શક્રસ્તવના વચનનું પ્રબળ સમર્થન કરે છે.
(૫) જ્ઞાનાષ્ટક - મોક્ષ માટે પુષ્કળ જ્ઞાનની જરૂર નથી, પણ પરિણત જ્ઞાનની જરૂર છે. આ વાત આ અષ્ટકમાં ખૂબ સુંદર રીતે જણાવી છે. આજે જ્ઞાનના ક્ષેત્રે પ્રગતિનાં
Page #6
--------------------------------------------------------------------------
________________
સમીકરણો બદલાયાં છે. ગુરુગમ વિનાના – આચરણ વિનાના જ્ઞાનની બોલબાલા છે. દેશવિદેશમાં જ્ઞાનસભાઓ યોજાય છે. તથાવિધ વિદ્વાનો આકર્ષક રજૂઆતથી વક્તવ્યો કરે છે. પ્રસ્તુત અષ્ટકમાં ટીકાકારશ્રી સ્પષ્ટ ફરમાવે છે કે આવાં વક્તવ્યોથી કદી મોક્ષ થવાનો નથી - किं बहुतरेण जल्पज्ञानेन ? भावनाज्ञानं स्वल्पमप्यमृतकल्पमनादिकर्मरोगापगमक्षमम् ।
(૬) શમાષ્ટક - વિકલ્પાતીત સ્વભાવાલંબન – આ બે વિશેષણોથી વિશેષિત એવો જ્ઞાનનો જે પરિપાક તે જ શમ. ગ્રંથકારશ્રીની આ વ્યાખ્યામાં તેમની પ્રૌઢ પ્રતિભા અને તાત્પર્યાર્થને આંબવાની કુશળતા ઝળકી ઉઠી છે.
(o) ઈન્દ્રિયજયાષ્ટક - અતૃપ્તિ એ ઈન્દ્રિયોનો સ્વભાવ છે. જો તું તૃપ્તિ ઈચ્છતો હોય તો એ અંતરાત્માથી જ મળી શકે છે - મવ તૃપ્તોડત્તરત્મિની I ગ્રંથકારશ્રીનું આ એક જ વચન અનાદિ વિષયતૃષ્ણાનો અંત લાવવા માટે પર્યાપ્ત છે. એમાં પણ ટીકાકારશ્રીએ જે તાત્પર્યાર્થ રજુ છે, તે જોઈને ઝૂમી ઉઠવાનું મન થઈ આવે છે - અરત્મિમાત્મનોડાતે સ્વરૂપે તૃપ્તો મવા સ્વરૂપાત્મવેનમન્તરે ન તૂMIક્ષય: વાસ્તવમાં આ તાત્પર્યાર્થ આવા અનેક તાત્પર્યાર્થીને પામવાની ચાવીરૂપ છે. પ્રસ્તુત ટીકાના પુનઃ પુનઃ પરિશીલનથી મતિ પરિકર્મિત થશે, એટલે કોઈ પણ પંક્તિના આવા અદ્ભુત તાત્પર્યાર્થીની સહજ ફુરણા થશે, એ નિશ્ચિત છે.
(૮) ત્યાગાષ્ટક - અષ્ટકના પ્રારંભે જ પૂ. ટીકાકારશ્રી જણાવે છે - જિન હિ ત્યાત્િ ઉદ્ધતા આ પંક્તિ બે અષ્ટકો વચ્ચે સેતુ તો છે જ. સાથે સાથે જેઓ વિષયપ્રવૃત્તિ અને વૈરાગ્યનું સામાનાધિકરણ્ય ઈચ્છે છે, તેઓને સ્પષ્ટ નિવેદન પણ કર્યું છે કે તમારી માન્યતા તદ્દન ખોટી છે. વિષય પ્રવૃત્તિની હાજરીમાં વૈરાગ્ય શી રીતે રહી શકે ? ને વૈરાગ્યની હાજરીમાં વિષયપ્રવૃત્તિ શી રીતે થઈ શકે ? મૂળ ગ્રંથકારશ્રીએ અન્યત્ર કહ્યું છે - अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति । ज्वलति ज्वलने वल्ली स रोपयितुमिच्छति ॥ (અધ્યાત્મસાર પ-૩) ગ્રંથકારશ્રીના આ અભિપ્રાયને ઉપરોક્ત પંક્તિમાં બહુ સરળ શૈલિથી વ્યક્ત કરાયો છે. પ્રસ્તુત અષ્ટકમાં આધ્યાત્મિક પરિવારનું જે નિરૂપણ કરાયું છે. તે ખરેખર મનનીય છે.
(૯) ક્રિયાષ્ટક - આસ્તિક્યનું એક ચિહ્ન છે ક્રિયા. વિરિયાવા ળિયા સુવિઘો – (દશાશ્રુતસ્કંધચૂર્ણિ) આ આગમવચન જ્ઞાનવાદી કરતાં પણ ક્રિયાવાદીને વધુ ઉંચો દરજ્જો આપે છે. ક્રિયાની ઉપાદેયતા આદિનું સુંદર નિરૂપણ આ અષ્ટકમાં કરાયું
(૧૦) તૃત્યષ્ટક :- પુદ્ગલથી પુગલની જ તૃપ્તિ થાય અને આત્માની તૃપ્તિ
Page #7
--------------------------------------------------------------------------
________________
આત્માથી જ થાય. મૂળકારશ્રીનું આ વચન પરમ તૃપ્તિની કેડીને કંડારે છે. તો પુત્રીસ્વાન સુવિમાન વ મિથ્યાજ્ઞાનમ્ - ટીકાકારશ્રીનું આ વચન અનાદિ કાલીન ભ્રમણાઓને ભાંગી નાખે છે.
(૧૧) નિર્લેપાષ્ટક - આકાશને અંજનનો સંયોગ થવા છતાં પણ તે લેખાતું નથી. તે જ રીતે પુદ્ગલોથી આત્માનું લેપાવું શક્ય નથી. ઈત્યાદિ રહસ્યોને આ અષ્ટકમાં સારી રીતે છતાં કરાયાં છે. ટીકાકારશ્રીએ અનેક સ્થળોએ આગમસાક્ષીઓને રજુ કરી પોતાના અગાધ જ્ઞાનનો પરિચય આપ્યો છે.
(૧૨) નિઃસ્પૃહાષ્ટક - મેળવવા યોગ્ય વસ્તુ કોઈ હોય, તો તે છે સ્વભાવ. અને આ વસ્તુ તો મેળવેલી જ છે. કારણ કે તેની એવી વ્યુત્પત્તિ છે – સ્વો માવ:-સ્વભાવ: | સ્વભાવ એ જ સ્વયં છે. પોતે સ્વભાવથી ભિન્ન નથી. માટે દુનિયામાં કોઈ વસ્તુની સ્પૃહા કરવા જેવી નથી. આટલી જ સમજ મુનિવરને નિઃસ્પૃહતાની ખુમારી અર્પે છે. આવાં અનેક રહસ્યોને પ્રસ્તુત અષ્ટકમાં રજુ કર્યા છે.
(૧૩) મોનાષ્ટક - સ્થૂલતર દૃષ્ટિએ બોલવું નહીં તે મૌન છે. સ્થૂલ દષ્ટિએ ઈશારાહુંકારા આદિનો પણ ત્યાગ એ મૌન છે. પણ પ્રસ્તુત અષ્ટકમાં મૌનની સૂક્ષ્મ વ્યાખ્યા કહી છે - પુજોધ્યપ્રવૃત્તિનું યોનાં મૌનમુમન્ ! વચનના અનુચ્ચાર રૂપ મૌન તો એકેન્દ્રિયોમાં પણ સુલભ છે. પરંતુ - “મન-વચન-કાયાની પુદ્ગલોમાં અપ્રવૃત્તિ.” એ સૌથી ઉત્તમ મૌન છે ટીકાકારશ્રીએ આ અષ્ટકમાં યોગસ્થાનની સૂક્ષ્મ પ્રરૂપણા પણ કર્મપ્રકૃતિને અનુસાર કરી છે.
(૧૪) વિધાષ્ટક - અતવિષયા તબુદ્ધિ એનું જ નામ અવિઘા. તવિષયા તબુદ્ધિ એનું જ નામ વિદ્યા. આ વ્યાખ્યાને શુચિ-અશુચિના દૃષ્ટાંત દ્વારા આ અષ્ટકમાં સુંદર રીતે સ્પષ્ટ કરવામાં આવી છે.
(૧૫) વિવેકાષ્ટક :- સમાધિતંત્રનો એક શ્લોક છે - રેહાન્તરાર્થીનું ફેમિનાત્મભાવના વીનં વિનિધ્યરાત્મચેવાવના | શરીરવિષયક “હું બુદ્ધિ' એ જ સંસારનું બીજ. આત્મવિષયક “હું બુદ્ધિ' એ જ મોક્ષનું બીજ. ભવબીજને બાળીને મોક્ષબીજનું વાવેતર કરવા માટેનું એક સાધન છે – વિવેક. પ્રસ્તુત અષ્ટકમાં વિવેકના આવિર્ભાવની અદ્ભુત ચાવીઓ રજુ કરવામાં આવી છે.
(૧૬) માધ્યચ્યાષ્ટક - યુક્તિ એ ગાયના સ્થાને છે. કોઈનું મન વાછરડા જેવું સૌમ્ય હોય છે, જે એ ગાયને અનુસરે છે. જ્યારે કોઈનું મન વાંદરા જેવું તોફાની હોય છે. જે એ ગાયનું પૂંછડું ખેંચે છે. એક નાનકડા શ્લોકમાં આવા સચોટ રૂપક દ્વારા યોગગ્રંથોના
Page #8
--------------------------------------------------------------------------
________________
6
ગૂઢ રહસ્યોને અહીં ગુંથી દેવામાં આવ્યાં છે. તો ટીકાકારશ્રીએ - વાપ્રદમનમાં પક્ષવિ ન તત્ત્વદષ્ટિ: - આવા અમૂલ્ય વચન દ્વારા સમગ્ર વિશ્વના સંક્લેશોના અને વિવાદોના બીજનો પ્રગટ નિર્દેશ કરી દીધો છે.
ગ્રંથકારશ્રીએ અમૃતવેલની સજ્ઝાયમાં કહ્યું છે
દેખીએ માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે । તેહ અણછોડતા ચાલીએ, પામીએ જીમ પરમધામ રે ।।૨૮।
માધ્યસ્થ્યની ઉપાદેયતા આ એક પદ્યથી અવગત થાય છે. ટીકાકારશ્રીએ વિસ્તૃત નયપ્રરૂપણા અને સાક્ષીઓ સાથે પ્રસ્તુત અષ્ટકનું મનનીય વિશ્લેષણ કર્યું છે.
(૧૭) નિર્ભયાષ્ટક ઃ- જ્ઞાનદૃષ્ટિ એ મયૂરી જેવી છે. એનું આગમન થાય એની સાથે જ આનંદ-ચંદનવનમાં ભય-સર્પોના બંધન છૂટ્ટા પડી જાય છે. આવા સુંદર રૂપક દ્વારા ગ્રંથકારશ્રીએ નિર્ભયતાનું દિગ્દર્શન તો કરાવ્યું જ છે. સાથે સાથે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજા જેવા પૂર્વાચાર્યોની કૃતિઓના પરિશીલનનો પણ સુંદર ઉપયોગ કર્યો છે. ઉપરોક્ત પદાર્થ સાથે કલ્યાણમંદિર સ્તોત્રનો આ શ્લોક સરખાવીએ -
द्वर्त्तिनि त्वयि विभो ! शिथिलीभवन्ति, जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः । सद्य भुजङ्गममा इव मध्यभागमभ्यागते वनशिखण्डिनि चन्दनस्य ॥८॥
(૧૮) અનાત્મશંસાષ્ટક ઃ- કંદર્પને જીતનારા પણ દર્પની સામે હાર ખાઈ ગયા છે. ઉપદેશમાલામાં શ્રીધર્મદાસગણિ મહારાજાએ કહ્યું છે કે સંયમમાં સમ્યક્ ઉદ્યમ કરતા શ્રમણ પણ જો આત્મપ્રશંસા કરે તો તેઓનું સમગ્ર સંયમધન લૂંટાઈ જાય છે. આત્મપ્રશંસા નામના આ દુર્જય દોષને જીતવા માટે સુંદર યુક્તિઓ પ્રસ્તુત અષ્ટકમાં રજુ કરાઈ છે.
(૧૯) તત્ત્વદૃષ્ટિઅષ્ટક ઃ- તંત્ = વસ્તુ ત્વ = તેનો સ્વભાવ સ્વરૂપ, વસ્તુ સ્વરૂપનું દર્શન કરનારી જે દૃષ્ટિ, તેનું નામ તત્ત્વદૃષ્ટિ. દશવૈકાલિકસૂત્રની ટીકામાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે - ગતત્ત્વવર્શનનિવન્ધનો દિ રા:, સ તત્ત્વવર્ગને નિવર્તત વ । રાગનું કારણ કોઈ હોય, તો એ છે અતત્ત્વદર્શન, જો તત્ત્વદર્શન આવી જાય, તો રાગને ગયે જ છૂટકો છે.
જે રમણીમાં બાહ્યદૃષ્ટિથી સુધાસારનાં દર્શન થાય છે, તે જ રમણીમાં તત્ત્વદૃષ્ટિથી માત્ર વિષ્ટા-મૂત્રના ભાજનનાં દર્શન થાય છે. આવા અનેક નિદર્શનોથી પ્રસ્તુત અષ્ટકમાં તત્ત્વદૃષ્ટિનું સ્વરૂપ વર્ણવ્યું છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
८
(૨૦) સર્વસમૃદ્ધિ અષ્ટક :- એક વાર બાહ્યદષ્ટિનો નિરોધ થાય એટલે સર્વ સમૃદ્ધિઓનો આત્માની અંદર જ પ્રતિભાસ થાય છે. આટલી ભૂમિકા કરીને પ્રસ્તુત અષ્ટકમાં મુનિરાજને લોકોક્તિ પ્રમાણે ઈન્દ્ર, ચક્રવર્તી, નાગરાજ, શંકર, વિષ્ણુ અને બ્રહ્માની સુંદર ઉપમાઓ આપી છે.
:
(૨૧) કર્મવિપાકચિંતનાષ્ટક ઉપશમશ્રેણિ પર આરોહણ કરીને વીતરાગદશાની પ્રાપ્તિ કરનારા અને ચૌદ પૂર્વીઓ પણ જો કર્મના કારણે અનંત સંસાર પરિભ્રમણ કરતા હોય, તો પછી બીજાઓની તો શી વિસાત ? કર્મવિપાકના આવા હૃદયવેધી ચિંતન દ્વારા વૈરાગ્ય, અપ્રમાદભાવ આદિ ગુણોની વૃદ્ધિ કરવા માટે આ અષ્ટક સુંદર આલંબન રૂપ છે.
(૨૨) ભોદ્વેગાષ્ટક :- જયવીયરાય સૂત્રમાં પ્રભુ પાસે તેર પ્રાર્થનાઓ કરવામાં આવી છે. તેમાં સૌ પ્રથમ માંગણી કરી છે ‘મળિન્નેએ ।' જ્યાં સુધી સંસાર પર વૈરાગ્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી મોક્ષયાત્રાનો પ્રારંભ થઈ શકતો નથી. પ્રસ્તુત અષ્ટકમાં સંસારને સાગરની ઉપમા આપીને તેની ભયંકરતાનું તાદેશ વર્ણન કરવામાં આવ્યું છે.
(૨૩) લોકસંજ્ઞાત્યાગાષ્ટક :- ગતાનુગતિકતાથી લોકોએ જે કર્યું, તે કરવું, આવી મતિ લોકસંજ્ઞા છે. દશવૈકાલિકસૂત્ર-ચૂલિકામાં કહ્યું છે - અણુસોઓ સંસારો, ડિસોગો તસ્સ ઉત્તારો - અનુસ્રોત એ જ સંસાર છે, પ્રતિસ્રોત એ જ મોક્ષ છે. ગ્રંથકારશ્રીએ આ જ પદાર્થને વિવૃતપણે રજુ કર્યો છે. આ વિષયમાં ટીકાકારશ્રી કહે છે निर्ग्रन्थस्तु રત્નત્રયસાધનોવ્રત:, સ વ સ્વરૂપાનુગામી । આવી પંક્તિઓ મનીષીઓને મન મહોત્સવ જેવી છે.
-
(૨૪) શાસ્રાષ્ટક ઃ- અંધકારમાં દીવા વિના ગતિ શક્ય છે, પણ પ્રગતિ શક્ય નથી. અરે, ઉલ્ટુ અધોગતિની શક્યતા વધુ છે. શાસ્ત્ર એક દીપક સમાન છે. ચક્ષુ સમાન છે. શાસ્ત્ર વિના ડગલે ને પગલે સ્ખલનાઓ જ વેઠવી પડે છે. આવાં વેધક વચનો દ્વારા આ અષ્ટકમાં શાસ્ત્રનું માહાત્મ્ય દર્શાવ્યું છે. ભૌતહિંસકની અસમંજસતા દર્શાવતો શ્લોક તથા તેની ટીકા મોક્ષપથિકો માટે એક માર્ગદર્શકની ગરજ સારે છે. સર્વે મુમુક્ષુઓએ તેનું પુનઃ પુનઃ પરિશીલન કરવા જેવું છે.
:
(૨૫)' પરિગ્રહાષ્ટક સરોવરની પાળ દૂર થઈ જાય એટલે બધું પાણી આપોઆપ નીકળી જાય છે. તેમ પરિગ્રહનો ત્યાગ થાય, ત્યારે કર્મો આપોઆપ દૂર થઈ જાય છે. આવા તાદેશ દષ્ટાંત, ઉપનય દ્વારા પ્રસ્તુત અષ્ટકમાં પરિગ્રહની હેયતા સમજાવી છે. દશવૈકાલિકસૂત્રમાં - મુચ્છા પરિહો વૃત્તો - એ પરિગ્રહની વ્યાખ્યાને ગ્રંથકારશ્રીએ પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરી છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
(૨૬) અનુભવાષ્ટક - સૂર્યોદયની પૂર્વે જેમ અરુણોદય થાય છે, તેમ કેવળજ્ઞાનની પૂર્વે અનુભવ થાય છે. અનુભવની વ્યાખ્યા ટીકાકારશ્રીના શબ્દોમાં જોઈએ - મથ્થાનૈઋત્વીનરૂપ: 1 વિશદ અધ્યાત્મના આકાશમાં ઉડ્ડયન કરવા માટે પ્રસ્તુત અષ્ટક વિશેષ ઉપયોગી છે.
(૨૦) યોગાષ્ટક :- જે મોક્ષ સાથે જોડાણ કરી આપે તેનું નામ યોગ. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજા કૃત યોગવિંશિકાના સારને પ્રસ્તુત અષ્ટકમાં બહુ કુશળતાથી ગુંથી લેવાયો છે.
(૨૮) નિયાગાષ્ટક - ઉત્તરાધ્યયન સૂત્રના બારમા અધ્યયનમાં ભાવનિયાગ = ભાવયજ્ઞનું સુંદર શબ્દચિત્ર રજુ થયું છે. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે સાધુ તો ભાવયજ્ઞમાં પરાયણ હોય. ભાવયજ્ઞનું સ્વરૂપ શું છે ? શી રીતે તેમાં પરાયણ થઈ શકાય ? એ પ્રસ્તુત અષ્ટકમાં વર્ણવ્યું છે.
(૨૯) ભાવપૂજાન્ટક :- ટીકાકારશ્રીએ ભાવપૂજાનો અભુત અર્થ કર્યો છે - ભાવપૂજા = સ્વરૂપસાધના. ભાવપૂજામાં દયારૂપી પાણીથી સ્નાન કરવાનું છે, સંતોષરૂપી શુભ વસ્ત્રો ધારણ કરવાનો છે... ઈત્યાદિ સુંદર રૂપક દ્વારા ગ્રંથકારશ્રીએ ભાવપૂજાનું સ્વરૂપ જણાવ્યું છે.
(૩૦) ધ્યાનાષ્ટક :- ધ્યાન એ કેવળજ્ઞાનનું અનંતર સાધન છે. માટે આગમાદિ ગ્રંથોમાં તેનું ખૂબ મહાભ્ય વર્ણવ્યું છે. પ્રસ્તુત અષ્ટકમાં ધ્યાનના સ્વરૂપ આદિનો નિર્દેશ કર્યો છે. ધ્યાનકર્તાના વિશેષણોનો ઉપન્યાસ કરતાં ગ્રંથકારશ્રીએ એક વિશેષણ કહ્યું છે – પ્રશાન્તી 1 ટીકાકારશ્રી આ સ્થાને લખે છે - પ્રાન્ત પવીત્માનમાવતિ આત્મગુણોની અનુભૂતિ કરવાનો એક જ ઉપાય છે કે તમે પ્રશાન્ત બની જાઓ. આવી એકાદ પંક્તિ જ ટીકાકારશ્રીની લોકોત્તર પ્રતિભા અને અનુભવજ્ઞાનની પરિચાયિકા બની જાય છે.
(૩૧) તપ અષ્ટક - જે કર્મોને તપાવીને ભસ્મીભૂત કરી દે તેનું નામ તપ. તપનું સ્વરૂપ, બાહ્ય-અભ્યતર તપની ઉપાદેયતા, જ્ઞાનયોગ, તપસૌર્ય, તપની આનંદરૂપતા, દુઃખાત્મક તપોવાદનિરાકરણ, શુદ્ધતપલક્ષણ, તપનો ઉપદેશ, આવા ગંભીર વિષયોને પ્રસ્તુત અષ્ટકમાં રસાળ શૈલિથી વણી લેવાયા છે.
(૩૨) સર્વનયાશ્રયણ અષ્ટક - એકાન્તગ્રહ એ જ મિથ્યાત્વ છે. સર્વત્ર સાપેક્ષતા સમ્યગ્દર્શન છે. માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સર્વનયાશ્રયણ આવશ્યક છે. ગ્રંથકારશ્રીએ તો “ચારિત્રી સર્વનયાશ્રિત થાય' - એમ કહેવા દ્વારા આચારાંગસૂત્રના – પં સર્પ નિ પાસણી તે મોri તિ પાસે - આ સૂત્રના તાત્પર્યને પણ સાથે સાથે જ ગુંથી લીધું છે. ટીકાકારશ્રીએ
Page #11
--------------------------------------------------------------------------
________________
૧0
ભગવતીસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ, સન્મતિ પ્રકરણ, ષોડશકપ્રકરણ, પંચવસ્તુક પ્રકરણ, ભવભાવના પ્રકરણ, અષ્ટકપ્રકરણ, ઉપદેશમાલા આદિ ગ્રંથોના સંદર્ભે ટાંકીને પ્રસ્તુત અષ્ટકની ટીકાને અતિ સમૃદ્ધ બનાવી છે.
ગ્રંથકારશ્રીની પ્રશસ્તિ “શિખર પર કળશ ને કળશ પર ધજા' - આ ઉક્તિની યાદ અપાવ્યા વિના રહેતી નથી.
આલંબન ઉત્કૃષ્ટ છે પણ તેનાં રહસ્યો અને તાત્પર્યોને પામવા માટે બુદ્ધિ પણ ઉત્કૃષ્ટ જોઈએ ને? નહીં તો પેલા સરદારજી જેવી દશા થાય.
પ્રસ્તુત ગ્રન્થ ઉપર સરળ ગુજરાતી વિવેચનની એક અનિવાર્ય આવશ્યકતા હતી, વિદ્વર્ય શ્રી ધીરૂભાઈએ આ આવશ્યકતાની પૂર્તિ કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે જે આજે પૂર્ણતાને પામ્યો છે એ અત્યન્ત આનંદનીય છે.
વિષયની ગંભીરતા, મૂળ ગ્રન્થની ઘણી અશુદ્ધિ, નયોની જટિલ પ્રરૂપણા, આવાં અનેક પાસાઓ જોતાં આ ગ્રન્થનું ગુજરાતી વિવેચન લખવું એમાં પણ સરળ શૈલિને જાળવી રાખવી, એમાં પણ ગાથાર્થ અને વિશેષાર્થ દ્વારા અર્થને મહત્તમ વ્યાસ આપવો... આ બધું ખરેખર એક પડકાર રૂપ હતું, આમ છતાં
સરે દિપીટ્યો, પ્રસાદ શૂરાશ સરે ' એ ન્યાયથી શ્રી ધીરૂભાઈએ આ પડકારને ઝીલી લીધો. એટલું જ નહીં બલ્બ ખુબ સારી રીતે આ કાર્યને પાર પાડવા પ્રયત્ન કર્યો એ બદલ તેમને શતશઃ ધન્યવાદ ઘટે છે.
વિષમસ્થાનોની સમજૂતિ તથા સંશોધનનો લાભ આપી તેમણે મને આનંદનીય સ્વાધ્યાયની તક આપી છે તે બદલ હું તેમનો આભારી છું. આ વિકટ કાર્યમાં મારાથી કોઈ ક્ષતિ રહી હોય - જિનાજ્ઞા વિરુદ્ધ નિરૂપણ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
જ્ઞાનસાર અને જ્ઞાનમંજરીનું આ નજરાણું સૌને કેવલજ્ઞાનનું નિમિત્ત બને એ જ શુભાભિલાષા સાથે વિરમું છું.
Buybill
Watu walimu
કારતક વદ-૬, વિ.સં. ૨૦૬૭, સૂરિ પ્રેમ ૧૧૧ મો દીક્ષાદિન, શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ,
સુરત
પ્રાચીન આગમોદ્ધારક પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી
મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
Page #12
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનના સારને મેળવીએ )
આ. વિજય મુનિચન્દ્રસૂરિ
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.ની અનૂઠી કૃતિ જ્ઞાનસાર, વિ.સં. ૧૭૧૧ ના દીપાવલી પર્વે સિદ્ધપુરમાં રચાયેલી આ કૃતિ શ્રી સંઘમાં ઘણી જાણીતી છે. એના અનુવાદો, પદ્યાનુવાદો, વિવેચનો પણ ઘણાં થયાં છે.
જ્ઞાનસાર ઉપર સ્વોપજ્ઞ ટબ્બો પણ રચાયો છે. જ્ઞાનસાર ઉપર ટીકા રચનારા શ્રીમદ્ દેવચન્દ્રજી પહેલા છે. વિ.સં. ૧૭૯૫ ના જ્ઞાનપાંચમના દિવસે નવાનગર (જામનગર)માં રચાયેલી આ ટીકા ખજાના જેવી છે. એક તો ગ્રંથકાર અધ્યાત્મ યોગી અને એના ઉપર ટીકા રચનાર એવા જ સમર્થ અધ્યાત્મયોગી.
ગ્રંથકારશ્રીએ ગ્રંથમાં જ્ઞાનનો સાર તથા અનુભવનો નિચોડ ઠાલવી દીધો છે. તો ટીકાકારશ્રીએ ખજાનાના રત્નોની પરખ કરી છે.
શ્રીમદ્ દેવચન્દ્રજી અત્યારે મહાવિદેહમાં કેવલી થઈ વિચરી રહ્યા હોવાનું મનાય છે. એટલે એમની આ રચના કેવલજ્ઞાનના કિનારે બેઠેલા એક વિશિષ્ટ મહાપુરુષની દેણ કહેવાય.
જ્ઞાનમંજરીનું પ્રથમ પ્રકાશન આ. બુદ્ધિસાગરસૂરિજી મ.શ્રીએ “શ્રીમદ્ દેવચન્દ્ર' માં કરાવેલું. એ પછી અનેક હસ્તપ્રતોનો ઉપયોગ કરી શુદ્ધીકરણનો પુરુષાર્થ સા. દિવ્યગુણાશ્રીએ કર્યો છે. સૂરત કૈલાસનગર જૈન સંઘ દ્વારા એનું પ્રકાશન વિ.સં. ૨૦૬૪ માં થયું છે.
આમ છતાં આ જ્ઞાનમંજરી ઉપર ગુજરાતી વિવેચનની આવશ્યકતા હતી જ. પં. ધીરુભાઈના પ્રસ્તુત વિવેચનથી આ આવશ્યકતા પૂર્ણ બને છે.
૫. ધીરૂભાઈ અડધી સદીથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. એમની અધ્યાપન કુશળતા જાણીતી છે. વિદેશના તત્ત્વપ્રેમીઓને પણ તેઓ સુંદર અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થીની અપેક્ષાઓ, આવશ્યકતાઓને તેઓ બરોબર સમજી શકે છે. એટલે તેઓનાં ઘણાં વિવેચનો લોકાદર પામ્યાં છે. આ વિવેચન પણ જ્ઞાનમંજરીમાં દર્શાવેલા ભાવોને સમજવામાં અતિશય ઉપયોગી બનશે.
રત્નાકર જેવા આ ગ્રંથમાંથી સહુ પોતપોતાની કક્ષા મુજબ ગાગરને ભરી આત્મકલ્યાણને વરે એ જ મંગળ કામના...
લિ.
આ. વિજય મુનિચન્દ્રસૂરિજી
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
ભારતની ભૂમિ એ મહાન આર્યભૂમિ છે. જે આર્યભૂમિ ઉપર અનેક સત્પુરુષો અને સતી સ્ત્રીઓ જન્મ્યા છે અને જન્મે છે. શ્રી તીર્થંકર ભગવંતો, સામાન્ય કેવલીભગવતો, ચૌદ પૂર્વધરો, ગીતાર્થ આચાર્ય મહારાજાઓ અને અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો વગેરે ઘણા મહાત્માઓ આ ભૂમિ ઉ૫૨ થયા છે અને થાય છે. આખા કુટુંબ સાથે સંયમ સ્વીકારતા હોય એવા ત્યાગી આત્માઓ આ ભૂમિ ઉપર જોવા મળે છે. ત્યાગ, તપ, વૈરાગ્ય અને અધ્યાત્મનો વારસો તો જાણે આ જ ભૂમિ ઉપર પ્રાપ્ત થયો છે. અમેરિકા, યુરોપ, આફ્રિકા અને જાપાન આદિ અન્ય દેશો ભલે ભૌતિક રીતે સમૃદ્ધિશીલ હોય પણ આધ્યાત્મિકતામાં તો સર્વત્ર શૂન્યાગાર જ છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ તો આ જ દેશની ભૂમિના સંસ્કારથી જ થઈ છે અને થાય છે. આ ભૂમિએ ઘણા સંતો આપ્યા છે.
આ ભારતની ભૂમિ ઉપર ગુજરાત-દેશમાં મહેસાણા પાસેના કનોડા ગામમાં લગભગ ત્રણસો નેવુ વર્ષો પૂર્વે ગ્રન્થકારશ્રી યશોવિજયજી મ.શ્રીનો જન્મ થયો. જસવંત એવું નામકરણ થયું, વિક્રમ સંવત ૧૬૮૮ માં પાટણમાં દીક્ષા થઈ, યશોવિજયજી નામ રાખવામાં આવ્યું, સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો, અમદાવાદમાં શતાવધાન કરી શાસનશોભા વધારી, ધનજી સુરાના આગ્રહથી ન્યાયશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસ અર્થે ગુરુ મહારાજ શ્રી નયવિજયજીની સાથે કાશી તરફ વિહાર કર્યો, કાશીમાં અને આગ્રામાં બ્રાહ્મણ વિદ્વાનો પાસે ન્યાયશાસ્ત્રાદિનો સુંદર અભ્યાસ કર્યો, ત્યાંના બ્રાહ્મણપંડિતો દ્વારા ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી પામ્યા. તથા બ્રાહ્મણપંડિતોમાં ઘણું માન અને ગૌરવ મેળવ્યું.
ત્યારબાદ વિહારકરી રાજસ્થાન થઈને ગુજરાતમાં આવ્યા. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય રૂપે અનેક નાના-મોટા પ્રાકરણિક ગ્રન્થો બનાવ્યા. ગુજરાતી ભાષામાં પણ કાવ્યરૂપે ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવનો, દ્રવ્યગુણ પર્યાયનો રાસ, અઢાર પાપસ્થાનકની સજ્ઝાય, આઠ દૃષ્ટિની સજ્ઝાય, સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાય, અમૃતવેલની સજ્ઝાય વગેરે નાનાં-મોટાં અનેક અનુપમ અને અજોડ કાવ્યો બનાવ્યાં.
શુદ્ધ આત્મતત્ત્વનો યત્કિંચિત્ અનુભવ કરાવતો અને મોહના વિષને ઉતારવામાં ગારુડિક મંત્ર સમાન “જ્ઞાનસાર” નામનો એક મહાન આધ્યાત્મિક ગ્રન્થ પણ બનાવ્યો. આ ગ્રન્થમાં શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેનો સાર શું પ્રાપ્ત કરવો તે સમજાવાયું છે તથા આ ગ્રન્થના અભ્યાસથી અભ્યાસક જીવોમાં અધ્યાત્મદશાની પ્રાપ્તિ, સ્વભાવદશાની સન્મુખતા,
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
વિભાવદશાની પરાઠુખતા, વૈરાગ્યની વૃદ્ધિ, શુદ્ધ આત્મતત્વનો અનુભવ, આત્મગુણોની જ રમણતા, દેહ અને દેહીની ભેદબુદ્ધિ, સ્વતત્ત્વનું યથાર્થ ભાન, જ્ઞાન-ક્રિયાની પરસ્પર સાપેક્ષતા, નિશ્ચય-વ્યવહારનો સમન્વય અને સંવેગ-નિર્વેદ ભાવવાળી શુદ્ધ આત્મતત્ત્વની પરિણતિની જનતા આવા પ્રકારના અપૂર્વ અપરિમિત ભાવો પ્રગટ થાય તેવા ભાવવાળી આ ગ્રન્થરચના છે. આ ગ્રન્થને વારંવાર જે ભણે-ગણે અને સાંભળે તે જ તેના તત્ત્વને સમજે અને સાચા તત્ત્વને પામે.
પૂજય ગ્રન્થકર્તા શ્રી યશોવિજયજી મ.શ્રીનું જીવનચરિત્ર અને પ્રકાશિત કરેલા દ્રવ્યગુણ પર્યાયના રાસમાં સવિશેષ પ્રકાશિત કર્યું છે. માટે અહીં ફરીથી લખતા નથી, ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. આ જ્ઞાનસાર ગ્રન્થ ઉપર ગ્રન્થકારે પોતે જ ગ્રન્થના ભાવાર્થને સૂચવતો એક ગુજરાતી ભાષામાં ટબો બનાવ્યો છે તથા પૂજ્ય ગંભીરવિજયજી મ. કૃત સંસ્કૃત ટીકા પણ છે તથા પૂજય આ. ભગવંત શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીનું કરેલું ગુજરાતી વિવેચન અને પંડિત રમણભાઈ સી. શાહનું કરેલું વિવેચન હાલ પ્રસિદ્ધ છે તથા આ જ્ઞાનસાર ગ્રન્થ ઉપર “જ્ઞાનમંજરી” નામની સંસ્કૃત ટીકા પૂજ્ય શ્રી દેવચન્દ્રજીએ બનાવી છે. આ ટીકા કંઈક કઠીન અને દુઃખે સમજાય તેવી છે. છતાં વિશેષ ઉપયોગી છે. જ્ઞાનસારાષ્ટકની મઘમઘતી અતિશય સુગંધને ચોતરફ ફેલાવનાર અને વાતાવરણના માહોલને આત્મતત્ત્વની વિશિષ્ટ પ્રેરણા દ્વારા સ્વભાવ સન્મુખ કરનારી આ ટીકા છે. તેથી તે જ્ઞાનમંજરીનો ગુજરાતી અનુવાદ અમે લખ્યો છે અને તેને આ ગ્રંથમાં પ્રકાશિત કર્યો છે.
“સાર” શબ્દથી અંકિત રચના કરવાની પદ્ધતિ પૂર્વકાળથી ચાલી આવતી હોય એમ લાગે છે. લોકસારાધ્યયન, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, યોગસાર, તત્ત્વસાર, પ્રવચનસારોદ્ધાર, ઈત્યાદિ અનેક ગ્રન્થો સાર શબ્દથી જોડાયેલા છે. તેને અનુસરીને પૂજય ઉપાધ્યાયજી મહારાજશ્રીની રચનામાં પણ જ્ઞાનસાર, અધ્યાત્મસાર નામના ગ્રન્થો જોવા મળે છે. પૂજય હરિભદ્રસૂરિજીના ગ્રન્થોમાં સમુચ્ચય શબ્દ જોવા મળે છે. શ્રી યોગદષ્ટિ સમુચ્ચય, પદર્શન સમુચ્ચય વગેરે. તથા ટીકાગ્રન્થોમાં “મંજરી” શબ્દ જોવા મળે છે. જેમકે સ્યાદ્વાદમંજરી, જ્ઞાનમંજરી ઈત્યાદિ.
...........જ્ઞાનસારાષ્ટકની ગરિમા
•
•
૩૨ અષ્ટકોનો બનેલો આ ગ્રન્થ છે. તે અનેક ચમત્કૃતિઓનો ખજાનો છે. પ્રત્યેક શ્લોકમાં અદ્ભુત મીઠાશ અને મધુર ટકોર ટંકારાયેલી છે. સાચા આત્માર્થી જીવની દૃષ્ટિ
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
બદલાયા વિના રહે જ નહીં. અનાદિ કાલીન મોહવાસનાના ઝેરીલા વાતાવરણમાંથી આ જીવ અવશ્ય યુ-ટર્ન લે જ, પરિણતિની ધારા બદલાય જ, સંસારી ભાવોમાં રસને બદલે ખેદ ઉત્પન્ન થાય અને નિરસતા વધતી જાય, શુદ્ધ આત્મતત્ત્વ તરફનો વળાંક શરૂ થાય, શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરવાની લગની લાગે, સંસારનાં સુખો પણ ઉપાધિભૂત અને હેય લાગે. નિર્મળ બુદ્ધિનો વિકાસ થાય. આવા પ્રકારના ચમત્કારિક ભાવો સર્જે એવી આ ગ્રન્થરચના છે. વારંવાર નિરંતર શ્લોકો ગાવાનું, રટન કરવાનું અને કંઠસ્થ કરવાનું જ મન થાય તેવી સુંદર શૈલી છે. અનુપમ અનુષ્ટુપ છંદ, મીઠા મધુરા શબ્દો, સરળ અર્થો, આત્મસ્પર્શી ભાવો, પૂર્ણપણે ખીલેલી અધ્યાત્મદશામાંથી પ્રગટેલી શબ્દરચના, પરસ્પર કાર્યકારણભાવથી ભરેલી અષ્ટકશૈલી, આવી આવી અનેક ચમત્કૃતિઓનો ભંડાર આ ગ્રન્થમાં છે. વિશેષ તો આ
ગ્રન્થને જે ભણશે તેને જ તે ગ્રન્થની ગરિમા સમજાશે.
જ્ઞાનસારમાં ચમત્કારિક સુવાક્યો
જ્ઞાનસારાષ્ટકના લગભગ બધા જ શ્લોકો મનને વૈરાગ્યથી મુગ્ધ કરે, મોહદશાની ઘેરી મૂર્છાનો નાશ કરે તેવા ચમત્કારિક સુવાક્યોથી ભરેલા છે. બે-ચાર નમુના અહીં ટાંકીએ છીએ, કેવા કેવા આત્મસ્પર્શી ભાવો તેમાં ભર્યા છે ?
(૧) ધન-ધાન્યાદિ પરદ્રવ્યની વૃદ્ધિથી થતી જે પૂર્ણતા છે, તે સગા-સ્નેહીઓના માગી લાવીને પહેરેલા દાગીના તુલ્ય છે કારણ કે નાશવંત છે. અને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિથી થતી જે પૂર્ણતા છે તે સ્વાભાવિક છે અને પોતાના કમાયેલા કિંમતી રત્નોના દાગીના તુલ્ય છે. કારણ કે સદા રહેનાર છે. (૧-૨)
(૨) પરમાં સ્વબુદ્ધિ કરનારા અને તેનાથી અહંકારી બનેલા રાજાઓ સદાકાળ પોતાની ન્યૂનતા જ દેખનારા છે. (સદાકાળ દુઃખી જ છે, ઈર્ષ્યાની આગથી બળ્યા જ કરે છે.) પરંતુ સ્વમાં સ્વબુદ્ધિ કરનારાને ઈન્દ્રથી પણ પોતાનામાં કમીના દેખાતી નથી. (તેથી સદા સંતોષી અને સુખી છે.) (૧-૭)
(૩) જે આત્માને જ્ઞાનરૂપી અમૃતના સાગર સમાન શુદ્ધ આત્મતત્ત્વમાં મગ્નતા પ્રગટી છે તેને વિષયાન્તરમાં જોડાવું પડે તે હલાહલ-ઝેર જેવું લાગે છે. (૨-૨)
(૪) હું (અö) અને મારું (મમ) આ બન્ને મોહરાજાના મંત્રો છે તે જગતને અંધ બનાવે છે. જ્યારે તેની પૂર્વે ન જોડવામાં આવે છે ત્યારે તે (ના ં-ન મમ) મોહરાજાને જિતનારો પ્રતિમંત્ર થાય છે. (વિરોધી મંત્ર બને છે.) (૪-૧)
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
(૫) શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું અને જ્ઞાનગુણ એ જ મારું સ્વરુપ છે. આનાથી અન્ય હું કોઈ નથી અને મારું કંઈ નથી આવી વિચારણા કરવી એ જ મોહના નાશનું ઉત્તમશસ્ત્ર છે. (૪-૨)
(૬) જેમ ભૂંડ પ્રાણી વિષ્ટામાં જ (કાદવમાં જ) આનંદ માને છે તેમ અજ્ઞાની આત્મા અજ્ઞાનદશામાં જ આનંદ માને છે અને હંસ નામનું પ્રાણી જેમ સરોવરના નિર્મળ પાણીમાં મજા કરે છે તેમ જ્ઞાની આત્મા આત્મજ્ઞાનમાં જ મજા માણે છે. (૫-૧)
(૭) આત્મજ્ઞાનદશા એ સમુદ્ર વિના ઉત્પન્ન થયેલું અમૃત છે. ઔષધો વાટ્યા વિના બનાવેલું રસાયણ છે અને બાહ્ય ભૌતિક સંપત્તિની અપેક્ષા વિનાનું ૫૨મ ઐશ્વર્ય છે આમ જ્ઞાની પુરુષો કહે છે. (૫-૮)
(૮) હે આત્મા ! જો તું સંસારથી ભય પામતો હોય અને મોક્ષપ્રાપ્તિને ઈચ્છતો હોય તો ઈન્દ્રિયોનો વિજય કરવા પુરુષાર્થ કર. (૭-૧)
(૯) પતંગીયું, ભ્રમર, મત્સ્ય, હાથી અને હરણ આ પાંચે પ્રાણીઓ એક-એક ઈન્દ્રિયની આસક્તિથી (દોષથી) જો મૃત્યુ પામ્યા છે તો જે આત્મા પાંચે ઈન્દ્રિયોને પરવશ છે તેની તો દશા જ કેવી થાય ? (૭-૭)
(૧૦) પુદ્ગલદ્રવ્ય પુદ્ગલદ્રવ્યની સાથે જોડાય અને આત્મા આત્મતત્ત્વની સાથે જોડાય તે ઉચિત છે. પરંતુ પરદ્રવ્યની પ્રાપ્તિથી તૃપ્તિ માનવી તે મિથ્યા-ભ્રમમાત્ર છે. જ્ઞાની આત્માને ૫૨દ્રવ્યથી તૃપ્તિ માનવી ઉચિત નથી. (૧૦-૫)
(૧૧) પરદ્રવ્યની સ્પૃહા કરવી એ જ મહાદુઃખ છે અને પરદ્રવ્યની સ્પૃહારહિતતા એ જ મહાસુખ છે. આમ સંક્ષેપમાં મહાત્મા પુરુષોએ સુખ-દુઃખનું લક્ષણ કહ્યું છે. (૧૧-૮)
આમ આવા પ્રકારની ચિત્તમાં ચમત્કાર સર્જાવતી અનેક વાતો આ ગ્રન્થમાં કંડારાઈ છે. જાણે વાંચ્યા જ કરીએ વાંચ્યા જ કરીએ, ક્યારેય તૃપ્તિ ન થાય, પુસ્તક છોડવાનું મન જ ન થાય, આમ અમૃતરસનો આ મહાસાગર છે. ચિત્તને સચોટ લાગી આવે, આશ્ચર્ય ઉત્પન્ન કરે, ચમત્કાર સર્જે, આત્મિક આનંદ આપે, મોહદશા પાતળી પાડે, સ્વભાવદશાનો ઉઘાડ કરાવે એવી ભવ્ય અને ઉત્તમ આ કૃતિ છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
.........જ્ઞાનસાર ઉપરની જ્ઞાનમંજરી “જ્ઞાનસાર” ઉપર બીજી ટીકાઓ અને વિવેચનો છે પરંતુ “જ્ઞાનમંજરી” નામની ટીકા કંઈક કઠીન અને દુઃખે સમજાય તેવી તથા વિશાળ અર્થથી ભરેલી છે. દરેક અષ્ટક અષ્ટકે સાત નયોથી અને ચારે નિક્ષેપાઓથી તે તે વિષયની સુવિચારણાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાસંગિક બીજા બીજા ભાવો પણ ઘણા આલેખ્યા છે. જેમકે કમ્મપયડમાં આવતાં સંયમસ્થાનોની પ્રરૂપણા તથા પડુસ્થાનની પ્રરૂપણા, છ કારકની પ્રરૂપણા, યોગસ્થાનકોમાં આવતી વર્ગણા અને સ્પર્ધકોની પ્રરૂપણા વગેરે વિષયો સૂક્ષ્મતાથી ચર્ચા છે. “જ્ઞાનમંજરી” ની જુદા જુદા જ્ઞાનભંડારોની ઘણી ભિન્ન ભિન્ન હસ્તલિખિત તથા પ્રકાશિત થયેલી પ્રતો છે. પરંતુ દરેકમાં ઘણી અશુદ્ધિ દેખાય છે. એટલે સાચો અર્થ કાઢવો ઘણો મુશ્કેલ છે. પરંતુ પૂજયપાદ આચાર્ય મ. શ્રી ઓંકારસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા. આદિના સમુદાયનાં પૂજય સાધ્વીજી મ. શ્રી રમ્ય રેણુના શિષ્યા પૂ. દિવ્યગુણાશ્રીજી મહારાજશ્રીએ ઘણી પ્રતો ભેગી કરીને, પરસ્પર પાઠો મેળવીને, છેલ્લા ૪-૫ વર્ષના અતિશય પ્રયત્નપૂર્વક ઘણું સંશોધન કરીને હમણાં જ વિક્રમ સંવત ૨૦૬૪ ના વર્ષમાં જે પુસ્તક પ્રકાશિત કર્યું છે તેનો મુખ્યતાએ આધાર લઈને અમે આ જ્ઞાનમંજરી ટીકા તથા તેનું વિવેચન તૈયાર કર્યું છે. આ અવસરે આ સમુદાયનાં સર્વે સાધુભગવંત અને સાધ્વીજી ભગવંતોનો તથા પૂજય શ્રી દિવ્યગુણાશ્રીજી મ.સાહેબનો ઘણો જ આભાર સ્વીકારું છું અને તે સર્વેનો ઉપકાર માનું છું કે જે મારે શુદ્ધિકરણ કરવાની ઘણી મહેનત કરવી પડત, તે ઘણી ઓછી કરી નાખી. તેઓએ શુદ્ધિકરણનું આ કાર્ય કરવામાં ઘણી મહેનત કરી છે.
...............જ્ઞાનમંજરીના કર્તા, સમય અને સ્થાન “જ્ઞાનસાર” ઉપર રચાયેલી જ્ઞાનમંજરી એ એક અદ્ભુત ટીકા ગ્રન્થ છે. તેના કર્તા ખરતરગચ્છીય ઉ. શ્રી દીપચંદ્રજીના શિષ્ય, પૂજ્ય શ્રી દેવચંદ્રજી છે. જેઓ દ્રવ્યાનુયોગના તથા જૈન આગમગ્રન્થોના સારા અભ્યાસી હતા. આ ટીકા વિક્રમ સંવત ૧૭૯૬મા વર્ષમાં કારતક સુદ પાંચમના દિવસે જામનગરમાં રચાઈ છે તેવો ઉલ્લેખ તેમના જીવનચરિત્રમાંથી મળે છે. આ મહાપુરુષે પરમાત્માની ભક્તિ રૂપે ૨૪ સુંદર સ્તવનો પણ રચ્યાં છે. જે દેવચંદ્રજીની ચોવિશી એ નામે પ્રસિદ્ધ છે. તેઓનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આ પ્રમાણે છે.
જ્ઞાનમંજરીના કર્તાનું જીવનચરિત્ર રાજસ્થાન (મારવાડ)ના બીકાનેર નગરની પાસે આવેલા “ચંગ” નામના ગામમાં
Page #18
--------------------------------------------------------------------------
________________
ઓસવાલ વંશના સુશ્રાવક “તુલસીદાસ” શાહ રહેતા હતા, તેમને “ધનબાઈ” નામે સુસંસ્કારી ધર્મપત્ની હતાં, ધનબાઈ જ્યારે સગર્ભા હતાં ત્યારે પૂજય ઉપાધ્યાય શ્રી રાજસાગરજી મ. શ્રી વિચરતા વિચરતા તે ગામમાં પધાર્યા. આ યુગલ ધર્મવૃત્તિવાળુ હતું તેથી ગુરુજીનું વ્યાખ્યાન સાંભળવા દરરોજ નિયમિત ઉપાશ્રયે જતું, ધર્મની ભાવનાથી વાસિત હતું અને વધારે વાસિત બન્યું. મહારાજશ્રીની પાસે એવી પ્રતિજ્ઞા લીધી કે “જો અમને પુત્રરત્ન પ્રાપ્ત થશે” તો અવશ્ય તેને અમે જિનશાસનને સમર્પિત કરીશું. ઉત્તમકુલમાં જન્મેલા જીવોના કેવા સંસ્કાર હોય છે? અને કેવી સુંદર ભાવના હોય છે?
ધનબાઈના ગર્ભની વૃદ્ધિ થતાં શુભ સ્વપ્નો આવવા લાગ્યાં, એક વખત ધનબાઈએ સ્વપ્નની અંદર પોતાના મુખમાં પ્રવેશ કરતો ચંદ્ર જોયો, સ્વપ્ન બરાબર ધનબાઈએ યાદ રાખ્યું. થોડાક સમયમાં ખરતરગચ્છના આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી વિચરતા વિચરતા તે ગામમાં પધાર્યા. આ દંપતીએ આ આચાર્ય મહારાજશ્રીને તે સ્વપ્નનું ફળ પૂછ્યું, આચાર્યમહારાજે સ્વપ્ન શાસ્ત્રના આધારે તે સ્વપ્નનું આ પ્રમાણે ફળ કહ્યું, “તમારે ત્યાં જન્મ પામનાર બાળક મહાપુરુષ થશે, કાં તો છત્રપતિ રાજા-મહારાજા થશે અથવા દીક્ષા સ્વીકારીને મહાયોગી પુરુષ થશે.” સમય જતાં વિક્રમ સંવત ૧૭૪૬ માં ધનબાઈએ ચંદ્ર જેવા ઉજ્જવલ પુત્રરત્નને જન્મ આપ્યો અને સ્વપ્નને અનુસાર કુટુંબીઓએ તે બાળકનું નામ “દેવચંદ્ર” રાખ્યું.
.....દીક્ષાકાળ અને શાસ્ત્રાભ્યાસ
આ દેવચંદ્ર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે વિહાર કરતા કરતા શ્રી રાજસાગરજી વાચક ત્યાં પધાર્યા. આ દંપતીએ તે સમયે કરેલી પોતાની પ્રતિજ્ઞા મુજબ બાળ દેવચંદ્રને ગુરુજીના ચરણોમાં સમર્પિત કર્યો, બે વર્ષ ગુરુજીએ પોતાની પાસે રાખ્યો, ઉત્તમ આત્મા તો હતો જ, ગુરુજીએ તેને વધારે વધારે મઠારીને તૈયાર કર્યો તથા વૈરાગ્યથી વાસિત કર્યો અને સમય પાકતાં વિક્રમ સંવત ૧૭પ૬ માં દસ વર્ષની વયે દેવચંદ્રને તેની પોતાની ભાવનાને અનુસારે દીક્ષા આપી, થોડાક સમય પછી આચાર્યશ્રી જિનચંદ્રજીએ વડદીક્ષા આપી, તેમનું “રાજવિમલ” નામ રાખ્યું, પરંતુ તેઓ “દેવચંદ્રજી” આવા પ્રાચીન નામે જ પ્રસિદ્ધ થયા. તેમના ગુરુનું નામ શ્રી દીપચંદ્ર વાચક હતું. આ પ્રમાણે મુનિપણામાં વિચારવા લાગ્યા અને શાસ્ત્રાભ્યાસમાં તથા આત્મસાધનામાં લીન બન્યા.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
કેટલાક સમય પછી શ્રી રાજસાગરજી વાચકે આ બાલ મુનિ દેવચંદ્રની યોગ્યતા જોઈને “સરસ્વતી મંત્ર” આપ્યો, દેવચંદ્રજીએ બેલાડા ગામમાં જઈને રમણીય એવા વેણાનદીના કાંઠે ભૂમિગૃહમાં (ભોંયરામાં) રહીને આ મંત્રની સાધના કરી, પોતાના પુણ્યોદયે સરસ્વતી પ્રસન્ન થયાં અને તેમની જીભ ઉપર વસવાટ કર્યો. આ સરસ્વતી દેવીની પ્રસન્નતાથી ષડાવશ્યકસૂત્ર, જૈનેતરદર્શનના ૧૮ કોષ, કૌમુદી-મહાભાષ્યાદિ વ્યાકરણ, પિંગલ સ્વરોદય, તત્ત્વાર્થસૂત્ર, આવશ્યકબૃહદ્વૃત્તિ, શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય વગેરે ગ્રન્થોનો અલ્પસમયમાં સુંદર અભ્યાસ કર્યો તથા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીના બનાવેલા, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના બનાવેલા અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના બનાવેલા ગ્રન્થોનો સવિશેષ અભ્યાસ કર્યો તથા છ કર્મગ્રંથો, કમ્મપયડિ, પંચસંગ્રહ, બૃહત્સંગ્રહણી અને ક્ષેત્રસમાસ તથા આચારાંગ આદિ આમિક ગ્રન્થોનો પણ સુંદર અભ્યાસ કર્યો અને સારા વિદ્વાન પંડિત થયા તથા સાથે સાથે કવિરાજ પણ થયા.
.શ્રી દેવચંદ્રજીની ગુરુપરંપરા
ખરતગચ્છમાં ૬૧મી પાટે શ્રી જિનચંદ્રસૂરિજી થયા. જેઓ શાસનપ્રભાવક હતા અને સમ્રાટ્ અકબર બાદશાહ ઉપર પ્રભાવવાળા હતા. (એટલે પૂજ્ય હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના કાળમાં એટલે આશરે ૧૫મા સૈકામાં શ્રી જિનેશ્વરસૂરિજી થયા.) તેઓએ “યુગપ્રધાન”નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેમના શિષ્ય પુણ્યપ્રધાનજી થયા, તેમના શિષ્ય સુમતિસાગરજી થયા, જેઓ વિદ્યાવિશારદના બીરુદને પામ્યા હતા. તેમના શિષ્ય સાધુરંગજી થયા, તેમના શિષ્ય રાજસાગરજી થયા કે જેઓની પાસે માપિતાએ જો “અમારે પુત્રરત્ન જન્મશે તો જૈનશાસનને સમર્પિત કરીશું” એવી પ્રતિજ્ઞા લીધી હતી. તે રાજસાગરજીના શિષ્ય જ્ઞાનધર્મપાઠક થયા અને તે જ્ઞાનધર્મપાઠકના શિષ્ય શ્રી દીપચંદ્રપાઠક હતા કે જેઓ દેવચંદ્રજીના ગુરુ હતા. અર્થાત્ શ્રી દીપચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી દેવચન્દ્રજી હતા કે જેઓએ આ જ્ઞાનમંજરી નામની સંસ્કૃત ભાષામાં જ્ઞાનસારની ટીકા બનાવી. આવા પ્રકારની ગુરુપરંપરા તેઓએ પોતે જ જ્ઞાનમંજરીના અંતે પ્રશસ્તિરૂપે લખી છે.
.વિહાર-ગ્રન્થસર્જન અને શાસન પ્રભાવના
આચાર્યદેવ શ્રી જિનચંદ્રસૂરિજીના આદેશથી શ્રી દેવચંદ્રજીએ વિક્રમ સંવત ૧૭૬૬ ના વૈશાખ માસમાં મુલતાનમાં (પંજાબમાં) વિહાર કર્યો, અને ત્યાં “ધ્યાન દીપિકા ચતુષ્પદી” નામનો ગ્રન્થ બનાવ્યો, તે ગ્રન્થની પ્રશસ્તિ આ પ્રમાણે છે -
Page #20
--------------------------------------------------------------------------
________________
- ૧૯ સંવત લેશ્ય રસને વાર શેયપદાર્થ (૧૭૬૬) વિચારોજી ! અનુપમ પરમાતમપદ ધારો, માધવમાસ ઉદારોજી // ખરતર આચારજ ગચ્છાધારી, જિનચંદ્રસૂરિ જયકારીજી તસુ આદેશ લહી સુખકારી, શ્રી સુલતાન મઝારીજી || ધ્યાન દીપિકા એહવો નામો, અરથ અછે અભિરામો જી. રવિશશિ લગી ધિરતા એ પામી, દેવચંદ્ર કહે આમોજી .
શ્રી દેવચંદ્રજીએ વિક્રમ સંવત ૧૭૬૬ નું ચાતુર્માસ બીકાનેર (રાજસ્થાનમાં) કર્યું, અને વિક્રમ સંવત ૧૭૬૭ ના પોષ માસમાં “દ્રવ્યપ્રકાશ” નામનો ગ્રન્થ સાત ભાષામાં બનાવ્યો. (તે કાલે વય ૨૧ વર્ષની). તે ગ્રન્થની પ્રશસ્તિ આ પ્રમાણે છે –
અન્ય મત સૌ અરૂંદ, બંધત હે દેવચંદ્રા એસે જૈન આગમમેં, દ્રવ્યપ્રકાશ હૈ || વિક્રમ સંવત માન યહ ભય લેશ્યા કે ભેદ
શુદ્ધસંયમ અનુમોદિએ કરી આશ્રવકો છેદ // (૧૭૬૭) ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૭૪ માં શ્રી રાજસાગરવાચક તથા ૧૭૭૫ માં શ્રી જ્ઞાનધર્મ પાઠક આ બન્ને વડીલ ગુરુઓ સ્વર્ગસ્થ થયા. ત્યાર પછી મોટા કોટમરોટમાં (રાજસ્થાનમાં) ચાતુર્માસ કર્યું. ત્યાં વિક્રમ સંવત ૧૭૭૬ ના ફાગણ માસમાં પોતાના અત્યન્ત સહાયક મિત્ર એવા દુર્ગાદાસના આત્મકલ્યાણ અર્થે “આગમસારોદ્ધાર” નામના ગ્રન્થની રચના કરી. આ વાત તેઓએ પોતે જ સ્વહસ્તે તે ગ્રંથમાં જણાવી છે. તે આ પ્રમાણે
આગમ સારોદ્ધાર યહ, પ્રાકૃત સંસ્કૃત રૂપ / ગ્રન્થ કીનો દેવચંદ્ર મુનિ, જ્ઞાનામૃત રસકૂપ | કર્યો ઈહાં સહાય અતિ, દુર્ગાદાસ શુભચિત્ત ! સમજાવન નિજ મિત્તલુ, કિીનો ગ્રન્થ પવિત્ત છે. સંવત સિત્તર છિદત્તરે, મન શુદ્ધ ફાગણ માસ | મોટે કોટમરોટમેં, વસતા સુખ ચોમાસ છે
ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૭૭ માં પાટણ (ગુજરાત) માં પધાર્યા. ત્યાં પૂર્ણિમા ગચ્છના નગરશેઠ શ્રીમાળી વંશીય શ્રાવક દોશી તેજશી જેતસીએ પૂર્ણિમા ગચ્છના આચાર્ય શ્રી ભાવપ્રભસૂરિજીના ઉપદેશથી સહગ્નકુટ જિનબિંબ ભરાવીને તેમની પાસે જ પ્રતિષ્ઠા
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦
કરાવી હતી. તે વખતે તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.સા. પણ ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે શ્રી દેવચંદ્રજીએ સહગ્નકુટમાં આવતા ૧૦૨૪ જિનનાં નામો ગણાવતાં બન્ને વચ્ચે (દેવચંદ્રજી અને જ્ઞાનવિમલસૂરિજી વચ્ચે) પ્રીતિ-મૈત્રી વૃદ્ધિ પામી હતી. તે બન્નેએ સાથે મળીને આનંદઘન ચોવીશીમાં છેલ્લા બે સ્તવનો રચ્યાં છે.
ત્યારબાદ શ્રીમદ્ દેવચંદ્રજીએ અનેક ભવ્ય પ્રતિષ્ઠાઓ અને તેના મહોત્સવો કરાવ્યા, તથા ક્રિયોદ્ધાર પણ કર્યો, તેમાં અપરિગ્રહતાને સવિશેષ પ્રધાનતા આપી. ત્યારબાદ રાજનગરમાં (અમદાવાદમાં) આવી નાગોરી શાળામાં ઉતરી ભગવતી સૂત્રની વાચના કરી અને તત્રસ્થ ઢેઢક માણેકલાલને મૂર્તિપૂજક બનાવી નવું ચિત્ય કરાવી તેમાં પ્રતિમાજીની સ્થાપના કરાવી. વિક્રમ સંવત ૧૭૭૯ માં ખંભાત ચાતુર્માસ કર્યું. પછી શત્રુંજય પધાર્યા, ત્યાં તીર્થ ઉપર નવાં ચૈત્ય કરાવ્યાં તથા કેટલાક જુનાં તીર્થોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. તેના દ્વારા શત્રુંજયતીર્થનો મહિમા વધાર્યો ત્યાર પછી શ્રી દેવચંદ્રજી અમદાવાદ આવ્યા અને ત્યાંથી
સુરત પધાર્યા.
| વિક્રમ સંવત ૧૭૮૫-૧૭૮૬-૧૭૮૭ માં પાલીતાણામાં પ્રતિષ્ઠાનું કાર્ય કરીને પુનઃ રાજનગરમાં (અમદાવાદમાં) આવીને ચાતુર્માસ કર્યું. ત્યાં શાન્તિનાથની પોળમાં સહસ્ત્રફણાની પ્રતિષ્ઠા કરાવી અને સમવસરણની પ્રતિષ્ઠા વખતે પણ તેઓ ઉપસ્થિત હતા. ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૮૮ માં શત્રુંજય તીર્થ ઉપર શ્રી કુંથુનાથજીની પ્રતિષ્ઠા વખતે શ્રી દેવચંદ્રજી પોતાના ગુરુ શ્રી દીપચંદ્રપાઠકની સાથે ઉપસ્થિત હતા, તે જ વર્ષે તેમના ગુરુ શ્રી દીપચંદ્ર પાઠક સ્વર્ગે સિધાવ્યા. અમદાવાદમાં રત્નસિંહ ભંડારી સુબાના ઈષ્ટ પ્રિય મિત્ર આણંદરાયને ધર્મચર્ચામાં જિતવાથી રત્નસિંહ સુબો દેવચંદ્રજી ઉપર ખુશ હતો તે પણ ત્યાં પાલીતાણા વંદન કરવા આવ્યો હતો. તથા ત્યાં ફાટી નીકળેલા મૃગી નામના ઉપદ્રવને પણ મહાજનોની વિનંતિથી શ્રી દેવચંદ્રજીએ શમાવ્યો હતો, આવા પ્રકારની પ્રભાવકતા તે મહાત્મામાં પ્રવર્તતી હતી.
ધોળકાવાસી શ્રાવક જયચંદ શેઠની પ્રેરણાથી એક વિષ્ણુયોગીને પણ શ્રી દેવચંદ્રજીએ જૈનધર્મનો અનુરાગી બનાવ્યો હતો. ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૯૫ માં પાલીતાણામાં અને વિ.સં. ૧૭૯૬ અને ૧૭૯૭ માં જામનગરમાં (જામનગરના નવાનગર નામના પરામાં) સ્થિરતા કરી હતી. ત્યાં ઢંઢકોને જિતને બંધ થયેલ જિનપૂજાને પુનઃ ચાલુ કરાવી હતી. ત્યાં વિક્રમ સંવત ૧૭૯૬ ના કારતક સુદ ૧ ના દિવસે જામનગરમાં (નવાનગરમાં) વિચારસાર
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૧
નામનો ગ્રન્થ અને કારતક સુદ પાંચમા દિવસે જ્ઞાનમંજરી નામનો ગ્રંથ પૂર્ણ કર્યો, તેની સાક્ષી રૂપે વિચારસાર ગ્રન્થની પ્રશસ્તિ આ પ્રમાણે છે.
जा जिनवाणी विजयइ, ताव चिरं चिट्ठउ इमं वयणं । नूतनपुरम्मि रइयं, देवचन्देण नाणटुं॥ 'रसनिहीं संजम ७ (१७९६) वरिसे, सिरिगोयमकेवलस्स वरदिवसे । आयत्थं उद्धरियो, समयसमुद्दाओ रुद्दाओ ॥
ત્યારબાદ પરધરીના ઠાકોરને પ્રતિબોધીને શ્રી દેવચંદ્રજી પુનઃ પાલીતાણા તથા નવાનગરમાં પધાર્યા. પછી ૧૮૦૨-૧૮૦૩ માં રાણાવાવમાં સ્થિરતા કરી ત્યાંના રાણાનો ભગંદરવ્યાધિ મટાડ્યો. વિક્રમ સંવત ૧૮૦૪ માં ભાવનગરમાં આવીને ઢંઢકમતના ઠાકરશીને મૂર્તિપૂજક બનાવ્યો તથા ત્યાંના રાજા ભાવસિંહજીને (જેના નામથી ભાવનગર નામ સ્થપાયું તેને) જૈન ધર્મ પ્રત્યે પ્રીતિવાળો બનાવ્યો. ત્યારબાદ વિક્રમ સંવત ૧૮૦૫૧૮૦૬ માં લીંબડીમાં ગુજરાતમાં) સ્થિરતા કરી અને લીંબડીના દેરાસરના મૂલનાયકની બન્ને બાજુએ બે દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. તથા ધાંગધ્રા અને ચૂડારાણપુરમાં પણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ધાંગધ્રામાં તેમને સુખાનંદજીનો મિલાપ થયો.
વિક્રમ સંવત ૧૮૦૮ માં ગુજરાતથી સંઘ લઈને શત્રુંજય ગયા. ત્યાં વિશિષ્ટ પૂજાઅર્ચના કરાવી. તેમાં શ્રાવક-શ્રાવિકા વર્ગ ઘણું સારું દ્રવ્ય ખર્ટે. વિક્રમ સંવત ૧૮૦૯૧૮૧૦ ગુજરાતમાં સુરતમાં ચાતુર્માસ કર્યા. વિક્રમ સંવત ૧૮૧૦ માં સુરતના શ્રી કચરાકીકા સંઘવીએ શત્રુંજયનો સંઘ કાઢ્યો, તેમાં શ્રી દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય તીર્થ ઉપર જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી તેમાં કચરાકીકાએ તે કાળના ચલણ પ્રમાણે ૬૦,૦૦૦ સાએઠ હજાર દ્રવ્ય ખરચ્યું. સંઘવીના સ્તવનમાં શ્રીમદ્ દેવચંદ્રજી કહે છે કે –
સંવત અઢારસે ને દસ વરસે, સીત મગસીર તેરસીએ ! શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉલસીએ . કચરાકીકા જિનવરભક્તિ, રૂપચંદ ગુણવંતજી એ જ્ઞાનાનંદિત ત્રિભુવનવંદિત, પરમેશ્વર ગુણલીના એ / દેવચંદ્રપદ પામે અદ્ભુત, પરમ મંગલ લયલીના એ છે
ત્યારબાદ વિક્રમ સંવત ૧૮૧૧ માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરાવી અને વઢવાણમાં ઢંઢક શ્રાવકોને પ્રતિબોધ્યા, મૂર્તિપૂજક બનાવ્યા.
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
.....વાચકપદપ્રદાન-શિષ્યપરંપરા-સ્વર્ગગમના
વિક્રમ સંવત ૧૮૧૨ માં શ્રીમદ્ દેવચંદ્રજી રાજનગર (અમદાવાદ)માં પધાર્યા, ત્યારે તેમના ગચ્છાધિપતિએ તેમને વાચકપદ અર્પણ કર્યું. શ્રીમદ્ દેવચંદ્રજી વાચકવર અમદાવાદમાં દોશીવાડાની પોળમાં ડહેલાના ઉપાશ્રયે બીરાજતા હતા. ત્યારે વાયુપ્રકોપથી વમનાદિ વ્યાધિ થતાં પોતાના શિષ્યોને બોલાવી હિતશિક્ષા આપી. શ્રી દેવચંદ્રના મુખ્ય બે શિષ્યો હતા. (૧) શ્રી મનરૂપજી અને (૨) તર્કશાસ્ત્રના અભ્યાસી શ્રી વિજયચંદ્રજી. તે બન્નેને બે બે શિષ્યો હતા.
દેવચંદ્રજી
મનરૂપજી
વિજયચંદ્રજી
વક્તજી રાયચંદજી રૂપચંદજી સભાચંદ્રજી | વિક્રમ સંવત ૧૮૧૨ ના ભાદરવા વદી અમાવાસ્યાની રાત્રે એક પ્રહર પૂર્ણ થતાં દશવૈકાલિક તથા ઉત્તરધ્યયન સૂત્ર વગેરે સૂત્રોનું શ્રવણ કરતાં કરતાં તથા શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં શ્રી દેવચંદ્રજીએ દેહનો ત્યાગ કર્યો. અને સર્વ શ્રાવકોએ મહોત્સવપૂર્વક તેમના મૃતદેહનો હરિપુરામાં ઘણું દ્રવ્ય ખરચીને અગ્નિસંસ્કાર કર્યો. સર્વે મહાજનોએ મળી તેમના દાહસ્થળે સ્તૂપ કરાવી તેમની ચરણપાદુકા ત્યાં સ્થાપન કરી જે આજે પણ જોવા મળે છે.
| વિક્રમ સંવત ૧૭૪૩ માં તપાગચ્છીય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રી ડભોઈમાં સ્વર્ગવાસ પામ્યા. ત્યારબાદ ત્રણ વર્ષે ૧૭૪૬ માં શ્રી દેવચંદ્રજીનો જન્મ થયો. તેમની ૧૭૫૬ માં દીક્ષા થઈ અને ૧૮૧૨ માં સ્વર્ગવાસ પામ્યા. શ્રી દેવચંદ્રજી ખરતરગચ્છના હોવા છતાં તપાગચ્છના શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી આદિને પૂજય મહાપુરુષો ગણીને તેમના ગ્રંથોનો વિશાળ અભ્યાસ કરતા હતા અને પોતાની ગ્રન્થરચનામાં ઠેર ઠેર તેમનાં અવતરણો તેઓશ્રી ટાંકતા હતા. જૈનેતર યોગસૂત્રકાર પતંજલિને પણ “મહાત્મા પુરુષ” કહીને ઉલ્લેખ્યા છે. વળી તપાગચ્છીય શ્રી ખીમાવિજયજીના શિષ્ય જિનવિજયજી આદિને પાટણમાં જઈને શ્રી વિશેષાવશ્યકભાષ્ય ભણાવ્યું છે. તે અંગેનો પાઠ આ પ્રમાણે છે –
Page #24
--------------------------------------------------------------------------
________________
“શ્રી જ્ઞાનવિમલસૂરિજી કન્ડે, વાંચી ભગવતી ખાસ / મહાભાષ્ય અમૃત લો, દેવચંદ્ર ગણિ પાસ છે”
તથા શ્રી જિનવિજયજીના શિષ્ય શ્રી ઉત્તમવિજયજીને ભાવનગરના ચોમાસામાં આગમોનો અભ્યાસ કરાવ્યો હતો તે અંગેનો પાઠ “ઉત્તમવિજયજી નિર્વાણ રાસ”માં છે. તે આ પ્રમાણે –
ભાવનગર આદેશે રહ્યા, ભવિ હિત કરે મારા લાલ / તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ ! વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ / પન્નવણા અનુયોગદ્વાર, વળી શુભમતિ મારા લાલ ! સર્વ આગમની આજ્ઞા દીધી, દેવચંદ્રજી મારા લાલ | જાણી યોગ્ય તથા ગુણગણના વૃંદ મારા લાલ |
તપાગચ્છ, ખરતરગચ્છ અને અંચલગચ્છ વગેરે ગચ્છોના વિદ્વાન મુનિવરો પ્રત્યે તેમનો ઘણો પ્રેમભાવ હોવાથી તથા ગુણાનુરાગિતા, સમભાવદષ્ટિ અને આત્મજ્ઞાનિતા ઈત્યાદિ ગુણો તેઓમાં અતિશય વિકાસ પામેલા હોવાથી સર્વ ગચ્છોમાં તેમની હયાતિમાં જ તેઓની પ્રતિષ્ઠા-મહત્તા-ખ્યાતિ અને વિદ્વત્તા ઘણી પ્રસિદ્ધિને પામી હતી. શ્રી પઘવજયજીએ બનાવેલા “ઉત્તમવિજયજી નિર્વાણરાસ”માં જણાવ્યું છે કે -
ખરતરગચ્છમાંહે થયા રે, નામે શ્રી દેવચંદ્ર રે | જૈનસિદ્ધાન્ત શિરોમણિ રે, ધર્યાદિક ગુણવૃંદો રે ||
દેશના જાસ સ્વરૂપની રે
.....૨૨ ગુણોથી અલંકૃત વ્યક્તિત્વ વિક્રમ સંવત ૧૮૨૫ ના આસો સુદ-૮ ના રવિવારે બનાવેલા (તે દિવસે પૂર્ણતા પામેલા) “દેવવિલાસ રાસ”માં પ્રારંભમાં પૂજ્યશ્રીમાં સુંદર અદ્વિતીય ૨૨ ગુણો હતા તેનો ઉલ્લેખ તથા વર્ણન ત્યાં આપેલું છે. તે ૨૨ ગુણોનાં નામો આ પ્રમાણે છે. (૧) સત્યવક્તા (૫) નિષ્કપટી
(૯) સકલશાસ્ત્રપારગામી (૨) બુદ્ધિમાન (૬) અક્રોધી
(૧૦) દાનેશ્વરી (૩) જ્ઞાનવંતતા (૭) નિરહંકારી
(૧૧) વિદ્યાદાનશાળાપ્રેમી (૪) શાસ્ત્રધ્યાની (૮) સૂત્રનિપુણ
(૧૨) પુસ્તકસંગ્રાહક
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
(૧૩) વાચકપદ પ્રાપ્ત (૧૭) રાજેન્દ્રપ્રધાનપૂજિત (૨૧) મસ્તકે મણિધારક (૧૪) વાદિજીપક (૧૮) મારી-ઉપદ્રવનાશક (૨૨) શાસનપ્રભાવક (૧૫) નૂતનચૈત્યકારક (૧૯) સુવિખ્યાત (૧૬) વચનાતિશયવાળા (૨૦) ક્રિયોદ્ધારક
....અંતર્મુખી અને સ્વરૂપલક્ષી જીવન વાચકવર શ્રી દેવચંદ્રજી વિદ્વાન પ્રભાવક, લેખક, અધ્યાપક અને વક્તા હોવાની સાથે સાથે અધ્યાત્મયોગી અંતર્મુખી અને આત્મજ્ઞાની પણ હતા, જેમ આરિસામાં વ્યક્તિનું પ્રતિબિંબ પડે છે તેમ લેખમાં લેખકનું, ગાયનમાં ગાયકનું, ચાલમાં ચાલકનું અને કૃતિમાં કૃતિકારનું વ્યક્તિત્વ અવશ્ય પ્રતિબિંબિત થાય છે. તેમની રચનાશૈલી ઉપરથી જ તેમનામાં પ્રકટિત ઉચ્ચ કોટિની આત્મદશાની પરિણતિ હતી તેની સહજપણે જ પ્રતીતિ થઈ જાય છે. કારણ કે પોતાના સહજ શુદ્ધ સ્વરૂપની સિદ્ધિ વિના નિજાનંદની મસ્તીનો આટલો બધો ઉછાળો કેમ સંભવે ?
પૌગલિક પદાર્થોના કામરસને છોડ્યા વિના અને આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવ રસના આનંદને માણ્યા વિના કોઈ પણ આત્માની વૃત્તિ અંતર્મુખી બનતી નથી, કારણ કે દેહાધ્યાસના સંસ્કાર અનાદિકાલીન છે તે દેહાધ્યાસના નાશપૂર્વક આત્મસ્વભાવમાં સ્થિર થવાની પ્રવૃત્તિ જીવ જ્યારે કરે છે ત્યારે જ સચ્ચિદાનંદમય આત્મિક સુખનું આસ્વાદન થાય છે. દેવચંદ્રજી આવી ઉત્તમ દશાના સ્વામી હતા તથા તેઓ બાલબ્રહ્મચારી હતા, વૈરાગી હતા. તેથી તેમની આત્મિક શુદ્ધ ઉપયોગની રમણતામાં ન્યૂનતા કે શૂન્યતા આવતી ન હતી. શ્રી દેવચંદ્રજી ઉપાધ્યાયે આગમોમાં રહેલા સારામાં સારા અને ગંભીરમાં પણ ગંભીર તત્વોને તથા દ્રવ્યાનુયોગ જેવા ગહન પદાર્થને પણ ચોવીસ તીર્થકર ભગવંતોનાં સ્તવનો બનાવવા રૂપે પદ્યગ્રંથોમાં સાદી અને સરળ ભાષામાં ગુંથી લીધાં છે.
વિષયો ગુંથ્યા છે એટલું જ નહીં, પરંતુ તેના ઉપર બાલાવબોધ લખીને વિદ્રોગ્ય સાહિત્યને બાલભોગ્ય પણ બનાવી દીધું છે. તેઓ જ્યારે પ્રભુભક્તિમાં લયલીન થઈને મસ્તમોજી બની જતા હતા, ત્યારે દેહાતીત થઈને બાહ્યભાવથી સર્વથા પરાક્ખ બની જતા હતા અને સ્વરૂપરમણતામાં ખોવાઈ જતા હતા, માટે જ તેમના ગ્રન્થો રૂપી સરોવરમાં ભક્તિરસની સાથે સાથે તત્ત્વરસની, અધ્યાત્મરસની, વૈરાગ્યરસની અને સમતારસની છોળો ઉછળે છે. મોજા ઉછળે છે. ઉત્તમરસથી સર્વે કૃતિઓ છલકાય છે.
જ્ઞાનમંજરીની રચના કરીને જ્ઞાનસારાષ્ટકને અતિશય સ્પષ્ટ ખોલી આપ્યું છે. ગૂઢાર્થક
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫
ગ્રન્થને સ્પષ્ટાર્થક કરી લીધો છે. ક્યાંક ક્યાંક નાના નાના મનોહર સુવાક્યોથી સુંદર ઉપદેશ આપ્યો છે તો ક્યાંક ક્યાંક સ્વોપજ્ઞ ટબાના અર્થથી ભિન્ન અર્થ પણ કહ્યો છે. દરેક અષ્ટકના પ્રારંભમાં નય-નિક્ષેપા સમજાવી વિષયનું સુંદર વિસ્તૃતીકરણ કર્યું છે. ક્યાંક ક્યાંક કમ્મપડિ આદિ ગ્રન્થોના ગહનવિષયો પણ સિંચ્યા છે. ક્યાંક ક્યાંક સંસારને સમુદ્રની અને અટવીની ઉપમા આપીને ત્યાંની સમાન ભયંકરતા પણ સમજાવી છે. આ રીતે આ જ્ઞાનમંજરી એક રસપ્રદ મહાગ્રન્થ બન્યો છે. આવો અદ્દભુત ગ્રંથ બનાવનારા તે મહાત્માને અમારી લાખો લાખો વંદના.
.............અર્થ લખવાની પ્રેરણા પૂજય આચાર્ય મ.સા. શ્રી રામસૂરીશ્વરજી (ડહેલાવાળા)ના સમુદાયનાં પૂજય સાધ્વીજી મ.સા. શ્રી પદ્મલત્તાશ્રીજી તથા પ્રિયદર્શનાશ્રીજી મ.નાં શિષ્યા શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા. વગેરે સાધ્વીજી મ.સા. આ જ્ઞાનમંજરીના અર્થ ભણવા માટે મારી પાસે આવ્યાં, ત્યારે સૌથી પ્રથમવાર આ ગ્રન્થનો મને સ્પર્શ થયો. જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી નામનો એક ટીકાગ્રન્થ છે એવો ખ્યાલ પણ મને ત્યારે જ આવ્યો. અર્થ ખોલવાનો પ્રારંભ કર્યો. નવા નવા ભાવો જાણવા મળ્યા. તેના અભ્યાસનો રસ લાગ્યો અને પાઠશાળામાં ક્લાસ ચાલુ કર્યો, ૧૫-૨૦ સાધ્વીજી મ.સાહેબો સાથે ભણે, પ્રતિદિન ગ્રન્થ આગળ વંચાતો ગયો. સમય જતાં આ ગ્રન્થ બે ત્રણ વાર વંચાવ્યો. તેમાંથી તેના અર્થો લખવાની તમન્ના થઈ. અભ્યાસક સાધ્વીજી મહારાજશ્રીઓએ પણ પ્રેરણા કરી અને વિક્રમ સંવત ૨૦૬૩ માં અર્થ લખવાનો પ્રારંભ કર્યો, હસ્તલિખિત પ્રતો તથા છાપેલી પ્રતો ભેગી કરી, પણ ઘણી જ અશુદ્ધ હતી, પૂર્વાપરની સંકલન કરી અશુદ્ધિઓ કંઈક અંશે સુધારી, તેમાંથી પણ અર્થ ખોલવાની વિશેષ પ્રેરણા થઈ. ૨૦૬૩ માં ચાલું કરેલું કાર્ય વિક્રમ સંવત ૨૦૬૬ ના દિવાળીના દિવસે આ કાર્ય પૂર્ણ થયું. પૂજ્ય રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા અભ્યાસક સર્વે પૂજય સાધ્વીજી મહારાજશ્રીઓએ જો પ્રેરણા અને અર્થ ખોલવામાં સહાયકતા ન કરી હોત તો કદાચ આ કાર્ય ન થયું હોત. તે માટે તે તમામ અભ્યાસક સાધ્વીજી મહારાજશ્રીનો હું ઘણો ઘણો આભાર માનું છું અને પૂ. રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા.નો સવિશેષ ઉપકાર માનું છું કે જેઓની પ્રેરણાએ મને આવા એક સારા કાર્યમાં જોડ્યો.
..પ્રશક્તિની વિચારણા ટીકાકારશ્રીએ પોતે આ ગ્રન્થના અંતે પ્રશસ્તિ લખી છે. તેમાં સંવેગરંગશાળાના કર્તા શ્રી જિનેશ્વરસૂરિજી, તેમના શિષ્ય જિનચંદ્રસૂરિજી અને તેમના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી થયા, કે જેઓ ખરતરગચ્છના હતા અને નવાંગીવૃત્તિકાર હતા (શ્લોક-૩-૪-૫), આમ કહ્યું છે. પરંતુ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિજી પ્રાચીન ચંદ્રગચ્છમાં થયાની વાત પ્રસિદ્ધ છે ૧. પૂજ્ય અભયદેવસૂરિજી ખરતરગચ્છના હતા. આ વાત વિચારણીય છે.
••••••••••••••••••••••••••••••••••પ્રશા
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬
પૂજ્ય ટીકાકા૨શ્રી દેવચંદ્રજી ખરતરગચ્છના હતા અને તેઓ શ્રી દીપચંદ્રજીના શિષ્ય હતા છતાં તે કાળના તપાગચ્છ આદિ અન્ય ગચ્છોના મુનિમહાત્માઓની સાથે સ્વ-પરનો ઉપકાર થાય તે રીતે એકમેકપણે વર્તવાના સ્વભાવવાળા હતા. ગ્રન્થકર્તા અને ટીકાકર્તા આ બન્ને મહાત્મા પુરુષો અધ્યાત્મી, તીવ્રવૈરાગ્યવાન અને સ્વભાવાભિમુખ પરિણતિવાળા હતા. તેઓના આ બધા ઉદ્ગારો મોહના વિષનો નાશ કરવામાં વિશિષ્ટ અમૃતનું કામ કરનાર છે. આત્માર્થી જીવોએ આ ગ્રન્થ વારંવાર વાંચવા જેવો છે. તેનું નિરંતર ચિન્તન-મનનનિદિધ્યાસન કરવા જેવું છે. સંસાર સાગર તરવામાં અવશ્ય વહાણનું કામ કરનાર છે.
આ ગ્રન્થનું વિવેચન લખવામાં, પ્રકાશન કરવામાં અને સંશોધન કરવામાં જે જે મહાત્માઓએ સહયોગ આપ્યો છે તે સર્વેનો આ અવસરે હું ઘણો જ આભાર માનું છું. લખાણ કરવામાં પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબોએ, પ્રકાશન કરવામાં અમેરિકામાં વસતા ભાવુક આત્માઓએ તથા અહીંના કોઈ કોઈ સુશ્રાવકોએ અને સંશોધન કરી આપવામાં પરમ પૂજ્ય આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજશ્રીએ ઘણો સાથ સહકાર આપ્યો છે. તે સર્વેનો હું આભારી છું, આભાર માનું છું. આ ગ્રન્થની છપાઈ કાળે “આ ગ્રન્થ મારો જ છે” એમ મનથી માનીને દત્તચિત્ત બનીને પ્રુફો સુધારવાની બાબતમાં પંડિતવર્ય શ્રી રતિલાલ ચીમનલાલ દોશીએ ઘણી જ કાળજીપૂર્વક કાર્ય કર્યું છે. તેઓનો પણ આભાર માનું છું. આ પુસ્તકનું છાપકામ કરનાર ભરત ગ્રાફીક્સના માલિક શ્રી ભરતભાઈ અને મહેન્દ્રભાઈએ પણ માત્ર પૈસા તરફ દૃષ્ટિ ન રાખતાં ગ્રન્થની પ્રતિભા અને શોભા વધે તેવું સુંદર ઉમદા કામ કર્યું છે તે બદલ તેઓનો પણ આભાર માનું છું.
અંતે અનુપયોગદશાથી, છદ્મસ્થપણાથી અને મંદક્ષયોપશમના કારણે મારાથી કંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાઈ ગયું હોય અથવા કંઈપણ ક્ષતિ રહી ગઈ હોય તો ચતુર્વિધ સંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિષે મિચ્છામિ દુક્કડં માગું છું અને મહાત્મા પુરુષો મારી ભૂલો અવશ્ય સુધારજો અને મને સૂચના કરજો કે જેથી નવી આવૃત્તિમાં તે ક્ષતિઓ સુધરી જાય. આપશ્રીનો હું જરૂર ઉપકાર માનીશ.
એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯, ગુજરાત (India)
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
ફોન: ૦૨૬૧-૨૭૬૩૦૭૦ મો: ૯૮૯૮૩૩૦૮૩૫
Page #28
--------------------------------------------------------------------------
________________
= " - 5 0
- 8 -
જ્ઞાનસાર ગ્રન્થનું સર્જન કરનાર પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા. એ તો બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. કૂર્ચાલી સરસ્વતીની ઉપમાથી ઓળખાતા
ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય પૂ. ઉપા. મ.સા.ના હુલામણા નામથી અને કામથી જૈન જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે.
પ્રયત્ન છતાં તેમની જન્મ-સાક્ષની પ્રાપ્તિ થઈ શકી નથી. રમવાની વયે ક અર્થાત્ બાલ્યવયમાં જ પૂ. શ્રી દેવસૂરિજી મ.સા.ની પુણ્યનિશ્રામાં વિ.સં.
૧૬૮૮ માં પ્રવ્રજયાને પ્રાપ્ત કરી. પૂ. શ્રી નવિજયજી મ.સા.શ્રીના શિષ્ય ||ી બન્યા. જશવંતલાલમાંથી શ્રી યશોવિજયજી મ. થયા.
સંયમી બની જ્ઞાનયોગની સાધનામાં લીન બન્યા. અગિયાર વર્ષ - ગા જ્ઞાનોપાસનામાં પસાર કરી પ્રકૃષ્ટ પ્રજ્ઞાના બળે કોહીનૂર હીરાની જેમ
કર જૈનશાસનના ગગનાણમાં વિદ્વત્તાનો નિર્મલ પ્રકાશ પાથરી રહ્યા.
' વિ.સં. ૧૭૪૩ મા વર્ષે અગિયાર દિવસના અનશન પૂર્વક મહાસુદ-૫ ના
દિવસે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. પણ છપ્પન વર્ષના સંયમપર્યાયમાં જ્ઞાન-દર્શનચારિત્રની અનુપમ આરાધનાનો એવો તો રત્નદીપક પ્રગટાવ્યો કે જે રત્નદીપક આજે ત્રણસો વર્ષ વીત્યા પછી પણ આપણને અનુપમ પ્રકાશ પાથરી રહ્યો છે.
- જ્ઞાનસાધના એવી તો ઉત્કટ હતી કે જેઓશ્રી સ્મૃતિબળે શતાવધાની તરીકે પ્રસિદ્ધિ પામ્યા, તો વિશિષ્ટ ધારણા બળે અષ્ટાવધાની તરીકે પૂજયશ્રી વિદિત બન્યા. જ્ઞાનનાં ઊંડાં રહસ્યોને પ્રગટ કરવા રૂપે સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષામાં અનેક વિદ્વભોગ્ય ગ્રન્થોની રચના કરી જૈન શાસનને સમર્પિત કર્યા. પ્રકટ-અપ્રકટ જેની સંખ્યા શતાધિક ગ્રન્થોની છે.
એક બાજુ કલ્પિત નય-ઉપનયોનું વર્ણન કરતા વિદ્વાન દિગંબરાચાર્ય શ્રી દેવસેનકૃત નયચક્ર ગ્રન્થના ખંડનરૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું સર્જન કર્યું તો એ જ નય, નિલેપ અને સપ્તભંગીના સ્વરૂપને મુખ્યપણે સમજાવતા નયપ્રદીપ, નયોપદેશ અને નરહસ્ય વગેરે ગ્રન્થોને મૂર્ત રૂપ આપ્યું. તો એ જ જ્ઞાનોપાસનાના ભાગ સ્વરૂપે પોતે સ્વયં પણ અનેક ગ્રન્થોની કોપીઓ કરી. જેમ અધ્યયન માટે અલભ્ય એવા પૂર્વાચાર્યરચિત નયચક્ર ગ્રન્થની શ્રમણ ભગવંતોએ જાતે નકલ કરી. એ જ રીતે શ્રી શિવશર્મસૂરિજી કૃત ‘કર્મપ્રકૃતિ' ગ્રન્થની પોતે ટીકા રચી. સ્વહસ્તલિખિત તે ટીકા આજે પણ શ્રી ચાણસ્મા-જૈન જ્ઞાનભંડારમાં સુરક્ષિત જોવા મળે છે.
આ જ મહાત્માએ અધ્યાત્મભાવમાં ચારિત્રમાર્ગની આરાધના દ્વારા પરભાવરમણતાથી સ્વભાવરમણતામાં આવવા વડે જગતના જીવોનો ઉપકાર થાય તે માટે અનેકાનેક અદ્ભુત અધ્યાત્મ ગ્રન્થોનું સર્જન કર્યું. જેમાં અધ્યાત્મોપનિષદ્, અધ્યાત્મસાર, વૈરાગ્ય કલ્પલતા, ઉપદેશ રહસ્ય વગેરે અનેક ગ્રંથો વર્તમાનકાળે પણ અધ્યાત્મરસિક જીવોને અનેક રીતે ઉપયોગી બની રહ્યા છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
આ જ્ઞાનસાર ગ્રન્થનું નિર્માણ પણ શ્રી સિદ્ધપુરમાં વિ.સં. ૧૭૧૧ના દીપાવલિના દિવસે થયું. આ જ્ઞાનસાર અધ્યાત્મરસભર્યો અણમોલ ગ્રન્થ છે. આ ગ્રન્થમાં બત્રીશ અષ્ટકો દ્વારા આત્મસ્વરૂપનું શ્રેષ્ઠ સુધાપાન કરાવ્યું છે. સાથે સાથે બત્રીશે અષ્ટકોના વિષયોનું કાર્ય-કારણ ભાવના નિરૂપણ દ્વારા આત્મવિકાસની કેડીએ સ્વભાવદશા તરફ આગળ વધવાનો આત્મસ્પર્શી માર્ગ કંડાર્યો છે. આ જ ગ્રન્થ ઉપર પોતે માતૃભાષા-ગુર્જરગિરામાં વિશિષ્ટ જિજ્ઞાસુઓ માટે સુંદર ટબાનું સર્જન કર્યું છે. આજે તો આ જ્ઞાનસાર ગ્રન્થ ઉપર સંસ્કૃત અને ગુર્જર ભાષામાં ઘણું સાહિત્ય સુપ્રાપ્ય છે. આ બધામાં પૂ.ઉપા. શ્રી દેવચન્દ્રજી કૃત જ્ઞાનમંજરી ટીકા પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. આ જ્ઞાનમંજરી ટીકાના કર્તા પણ અધ્યાત્મમાર્ગે આગળ વધેલા છે.
પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા.ના કાળધર્મ પછી માત્ર ત્રણ વર્ષે ટીકાકાર પૂ. દેવચંદજી મ.સા.નો જન્મ થયેલ છે. માત્ર દશ વર્ષની વયે સંયમી બની આ મહાત્મા પણ જ્ઞાન-ધ્યાનમાં અત્યંત લીન થયા. ભક્તિરસમાં એટલા બધા લીન હતા કે પૂ.ઉપા. શ્રી યશોવિજયજી મ.સા.ની જેમ પૂ. દેવચન્દ્રજી મ.સાહેબે પણ આત્માને વિભાવદશામાંથી સ્વભાવદશામાં લાવવા ખૂબ જ ગંભીર ભાવવાળી ચોવિશીની રચના કરેલ છે.
જૈનદર્શનમાં નયમાર્ગની પ્રરૂપણા ઘણા ઘણા ગ્રન્થોમાં કરેલી દેખાય છે અને આ નયમાર્ગના જ્ઞાન વિના જૈનદર્શનનું જ્ઞાન ઘણું જ અધુરું ગણાય છે. નિયોના અવબોધને કારણે જ જૈનદર્શન સ્યાદ્વાદ રૂપે કે અનેકાન્તવાદ રૂપે સમજી શકાય છે. અન્યથા ઈતરદર્શનોની જેમ જૈનદર્શન પણ એકાન્તવાદનું જ્ઞાપક બની જાય. એટલે જ્ઞાનસાર ગ્રન્થના શબ્દાર્થ-ભાવાર્થને સ્પષ્ટરૂપે સમજવા માટે આ બત્રીશે અષ્ટકમાં સાતે નયોને વ્યવસ્થિત ઉતારવા માટે પૂ. દેવચંદજી મ.સાહેબે જ્ઞાનમંજરી ટીકા રૂપે આ પ્રયત્ન કર્યો છે અને પોતાના પ્રયત્નમાં તેઓશ્રી ખાસા સફળ રહ્યા છે. કારણ કે દરેક પદાર્થમાં નય-નિક્ષેપે અવતરણ કરવું ખૂબ જટિલ છે અને સામાન્ય બુદ્ધિવાળા આત્માઓને તે સમજાવવું પણ શક્ય નથી.
એક તો અલ્પબુદ્ધિ હોવાના કારણે જાતે નયો ઘટાવતાં બુદ્ધિ અટકી જાય છે અને વિસ્તૃત રીતે નચાવતરણ સમજાવનારા ગ્રથો પણ અલ્પ છે. થોડા ગ્રન્થોમાં બે-ચાર પ્રસિદ્ધ પદાર્થોમાં ઘણા સ્થળે નયો બતાવેલા જણાય છે. આ વિષયમાં પૂ.પં. શ્રી રૂપવિજયજી મ.સા.શ્રીના શિષ્ય પૂ.પં. શ્રી કુંવરવિજયજી મ.સાહેબે વિ.સં. ૧૮૮૨ માં પાલી રાજસ્થાનમાં લખેલ શ્રી અધ્યાત્મસાર (નવતત્ત્વ-વિવેચન)માં સારો પ્રકાશ પાથરેલ છે. એટલે અત્યંત કઠિન એવું બત્રીશે વિષયોમાં નયઅવતરણનું કાર્ય પૂ. શ્રી દેવચન્દ્રજી મ.સાહેબે લગભગ દરેક વિષયમાં નવો ઉતારી કઠીન કાર્યને કંઈક સુગમ બનાવ્યું છે. જો કે પૂ. દેવચંદજી મ.સા. ખરતરગચ્છના છે. ખરતરગચ્છ અને તપાગચ્છની કેટલીક પરંપરાઓ અલગ હોવા છતાં જે ગ્રન્થોમાં શાસ્ત્રીય પદાર્થોની માન્યતામાં અલગતા ન હોય તો આપણે ગજસાર મુનિ લિખિત દંડક પ્રકરણની જેમ આવકારેલ છે જ.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૯
આવા વિદ્વદ્-ભોગ્ય ગ્રન્થોનું પઠન-પાઠન પૂ. સુવિહિત પંડિત મુનિ-મહારાજાઓમાં જ પ્રાયઃ પ્રચલિત હતું, પણ છેલ્લા કેટલાક સમયથી યોગ્ય તત્ત્વ-પિપાસુ આત્માઓમાં જ્ઞાનની ભૂખ જાગી છે. પણ સંસ્કૃત ભાષાના બોધના અભાવે નય-નિક્ષેપના સ્વરૂપ વાળો બોધ અત્યંત મુશ્કેલ હતો. જેથી તત્ત્વ-પિપાસુ આત્માઓને સહાયક થવા વિબુધવર્ય પંડિતજી શ્રી ધીરૂભાઈએ આ જ્ઞાનમંજરી ટીકાનો ભાવાનુવાદ કરવા સફળ પ્રયત્ન કર્યો છે.
પ.પૂ.આ.દેવ શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સાહેબે ખૂબ ટૂંકાણમાં પણ સારી રીતે દરેક અષ્ટકોને સ્પર્શ કરતી પ્રસ્તાવના આલેખેલ છે. જ્યારે ઉપા. શ્રી યશોવિજયજી મ.સા. તો જૈનશાસનના ગગનાંગણમાં ભાનુની જેમ સ્વ-પ્રકાશિત છે જ, એટલે વિદ્વદર્ય પંડિતજીએ અહીં પૂ. દેવચન્દ્રજી મ.ના જીવનનું પ્રસંગોચિત વર્ણન કરેલ છે. એટલે તે બાબતમાં મારે ખાસ કંઈ કહેવા જેવું નથી.
શ્રી ધીરુભાઈના ટુંકા નામે જૈન જગતમાં પરિચિત પંડિત પ્રવર શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સુઈગામ (બનાસકાંઠા)ના વતની છે. ખૂબ જ્ઞાનરસિક છે. અનેકવિધ સંસારી આધિવ્યાધિમાં અટવાયેલા હોવા છતાં સમય ફાળવી વિદ્વદ્ભોગ્ય જૈનશાસનના અનેક ગ્રન્થોનું બાળભોગ્ય ગુર્જર-ગિરામાં અવતરણ કરતા રહે છે. ગણધરવાદ-સ્યાદ્વાદ રત્નાકરાવતારિકા-દ્રવ્યગુણ-પર્યાયનો રાસ અને સન્મતિતર્ક વગેરે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ગુજરાતીમાં અનુવાદ કે વિશેષાર્થ લખેલ પુસ્તકોની સૂચિ આ જ ગ્રંથમાં આપેલ છે. પઠન-પાઠનમાં અતિ રસિક પંડિતજી પોતાની ૭૭ વર્ષની વયે પણ આ અનુવાદાદિ કાર્ય ખૂબ ઉત્સાહથી ધીરજ ધારણ કરવા પૂર્વક કરી સ્વ-નામને સાર્થક કરી રહ્યા છે.
આ ગ્રન્થની મુદ્રણ-પરિમાર્જન-શુદ્ધિનું કાર્ય ઉપયોગ પૂર્વક શક્તિ-અનુસાર મેં કરેલ છે. છતાં કેટલાક પદાર્થોને નમાર્ગમાં ઉતારવાની મારી શક્તિની સીમિતતાએ હું કદાચ આ બાબતમાં યોગ્ય ન્યાય આપી શક્યો નથી. તેથી અનુપયોગથી અથવા અનિપુણતાએ મારાથી કંઈ પણ ભૂલ રહી ગઈ હોય-અથવા અશુદ્ધિનું પરિમાર્જન થઈ શક્યું ન હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું.
પ્રાન્ત શ્રી જૈનસંઘને આવું ઉત્કૃષ્ટ નજરાણું અર્પણ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે પં. પ્રવર શ્રી ધીરુભાઈની જ્ઞાન-જાગૃતિનું ખૂબ ખૂબ અનુમોદન કરવા પૂર્વક પોતાની સઘળી આધિવ્યાધિ-ઉપાધિને બાજુમાં મૂકી આવા સાનુવાદ આત્મ-જાગૃતિ પ્રેરક પ્રસ્થાનું શ્રેષ્ઠ નજરાણું જૈનસંઘને અર્પણ કરવાની વધારે શક્તિ આપવા શાસનદેવને અંતરની પ્રાર્થના. તા. ૨૧-૧૨-૨૦૧૦, બુધવાર
રતિલાલ ચીમનલાલ દોશી “અભિષેક", ગોપીપુરા, સુભાષચોક,
લુદરાવાળા વાલ્મિક કાયસ્થ વાડી સામે, સુરત
Page #31
--------------------------------------------------------------------------
________________
(અમારા અન્ય પ્રકાશનો)
શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - નવકારથી સામાઇયવયજુરો સુધીનાં સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન.
શ્રી જેન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. જેન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ બહેનો અને ભાઈઓને ઉપયોગી ચારસો પ્રશ્નઉત્તરોનો સુંદર સંગ્રહ. જેન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. યોગવિંશિકા - ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. યોગશતક :- સ્વોપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. પ્રથમકર્મગ્રન્થ (કર્મવિપાક) - સરળ ગુજરાતી વિવેચન. દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ) - સરળ ગુજરાતી વિવેચન. તૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ) - સરળ ગુજરાતી વિવેચન. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ) - સરળ ગુજરાતી વિવેચન. પંચમકર્મગ્રન્થ (શતક) :- પૂજયપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. છઠ્ઠો કર્મગ્રન્થ (સપ્તતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. તત્ત્વાધિગમસૂત્ર :- સૂત્રોનું સરળ, રોચક સંક્ષિપ્ત વિવેચન. સમ્યક્ત્વના સડસઠ બોલની સક્ઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત્વ સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. આઠ દૃષ્ટિની સઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સજઝાયના સરળ ગુજરાતી અર્થો. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે.
૧૦.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૮. નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ
ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૨૦.
૨૮.
૨૯.
30.
૩૧
૩૨.
33.
પૂજા સંગ્રહ સાર્થ :- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે.
સ્નાત્રપૂજા સાર્થ :- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે.
શ્રી સમ્યક્ત્વ મૂલ બારવ્રત ઃ- વિવેચન સહ.
શ્રી વાસ્તુપૂજા સાર્થ :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત વાસ્તુપૂજાનું સુંદર-સ૨ળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર.
રત્નાકરાવતારિકા(ભાગ-૧) ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨)
રત્નાકરાવતારિકા (ભાગ-૨) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫)
-
પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત
ગણધરવાદ :- પરમારાધ્ય સિદ્ધાન્તપાક્ષિક પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી વિરચિત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત શ્રી મલધારી હેમચંદ્રાચાર્યજી વિરચિત ટીકાના અનુવાદ રૂપે ‘‘ગણધરવાદ’’.
જ્ઞાનસાર અષ્ટક તથા જ્ઞાનમંજરી :- દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત જ્ઞાનમંજરી ટીકા તથા ટીકાના વિવેચન સાથે સ૨ળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ૩૧. અમૃતવેલની સજ્ઝાય :- અર્થ સભર સુંદ૨ ગુજરાતી વિવેચન.
ભાવિમાં લખવાની ભાવના
રત્નાકરાવતારિકા (ભાગ-૩) પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ :- પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ. કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામપંકિતઓના વિવેચન યુકત અર્થ સાથે.
અઢાર પાપસ્થાનકની સજ્ઝાય ઃ- અર્થ વિવેચન સાથે.
સમ્મતિ પ્રકરણ :- પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન.
જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય :
પૂજ્ય શ્રી દેવચંદ્રજી મ. કૃત ચોવીશીના સરળ ગુજરાતી અર્થો.
Page #33
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
અષ્ટકનું નામ
પાના નંબર
અષ્ટકનું નામ
પાના નંબર
રર છે
પૂર્ણાષ્ટક.....................૧ થી ૩૦ | ૨૨ ભવોઢેગાષ્ટક .............૬૨૦ થી ૬૪૧ મગ્નાષ્ટક ........... ૩૧ થી ૭૭ | ૨૩ લોકસંજ્ઞાત્યાગાષ્ટક, ૬૪૨ થી ૬૫૫
સ્થિરતાષ્ટક ................૭૮ થી ૧૦૨ | ૨૪ શાસ્ત્રાષ્ટક ................૬પ૬ થી ૬૭૬ ૪ મોહત્યાગાષ્ટક............૧૦૩ ૨૫ પરિગ્રહાષ્ટક..............૬૭૭ થી ૬૯૪
જ્ઞાનાટક ....... ૧૩૭ થી ૧૭૪ ! ૨૬ અનુભવાષ્ટક ............૬૯૫ થી ૭૧૪ ૬ શમાષ્ટક .................૧૭૫ { ૨૭ યોગાષ્ટક .................૭૧૫ થી ૭૪૨
ઈન્દ્રિયજયાષ્ટક..........૨૦૧ થી ૨૮ નિયાગાષ્ટક ..............૭૪૩ થી ૭૬૦ ૮ ત્યાગાષ્ટક...............૨૨૬ થી ૨૬૩ ૨૯ પૂજાષ્ટક ...............૭૬૧ થી ૭૭૬ ૯ ક્રિયાષ્ટક ...............૨૬૪ થી ૨૯૧ ૩૦ થાનાષ્ટક............... ૭૭૭ થી ૭૯૬ ૧૦ તૃપ્તિઅષ્ટક ..............૨૯૨ થી ૩૧૭ ૩૧ તપ અષ્ટક ...............૭૯૭ થી ૮૧૭ ૧૧ નિર્લેપાષ્ટક............. ૩૧૮ થી ૩૫૦| ૩૨ સર્વનયાષ્ટક ............૮૧૮ ૧૨ નિઃસ્પૃહાષ્ટક .............. ૩૫૧ થી ૩૬૭ ૨ ઉપસંહાર ................૮૫૦ થી ૮૫૫ ૧૩ મૌનાષ્ટક ............
જ્ઞાનસારની ગરિમા .......૮૫૬ થી ૮૭૧ ૧૪ વિદ્યાષ્ટક ............ ...૪૦૩ થી ૪૨૫ જ્ઞાનસારની રચનામાં ૧૫ વિવેકાષ્ટક ...૪૨૬ થી ૪૫૮ ક્ષેત્રાદિ .........૮૭૨ થી ૮૭૪ ૧૬ માધ્યશ્માષ્ટક ...........૪પ૯ ૫૦૮ ! . ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન.૮૭૫ થી ૮૭૭ ૧૭ નિર્ભયાષ્ટક ...૫૦૯ થી ૨૨૫ સ્વભાદશાની પ્રાપ્તિમાં ૧૮ અનાત્મશંસનાષ્ટક ..........૨૬
મંગલ. ........૮૭૮ થી ૮૮૨ ૧૯ તત્ત્વદષ્ટિ અષ્ટક ..........૫૪૮ થી પ૭ર | * નિર્વાણનગરની પ્રાપ્તિ....૮૮૩ થી ૮૮૪ ૨૦ સર્વસમૃદ્ધિ અષ્ટક ........૫૭૩ થી ૫૯૩ ગ્રંથકાર પ્રશસ્તિ ..........૮૮૫ થી ૮૮૬ ૨૧ કવિપાકચિંતનાષ્ટક ......પ૯૪ થી ૬૧૯ | * ટીકાકાર પ્રશસ્તિ..........૮૮૭ થી ૮૯૧
થી ૮૪૯
Page #34
--------------------------------------------------------------------------
________________
अर्हम्
ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત
જ્ઞાનસાર અષ્ટક (શ્રીમદ્ દેવચન્દ્રવિજયજી કૃત જ્ઞાનમંજરી વૃત્તિ યુક્ત) श्री पार्श्वेशं जिनं नत्वा, शुद्धं स्याद्वादसंयुतम् । आत्मानंदविशुद्ध्यर्थं, ज्ञानसारं प्रतन्यते ॥१॥ परोपकारप्रवणा मुनीशाः, पूर्वं बभूवुर्गुणरोहणेशाः । तेषां सुवाक्यामृतपानपीनः, करोमि टीकां स्वहितां सुबोधाम् ॥२॥ नास्तीह लोके ह्युपकारयोग्यो, मत्तोऽपि संसारविघातधीरः । तथात्मबोधाय तनोमि टीकां, भाष्यादिशास्त्रार्थकृतावलम्बः ॥३॥
સ્યાદ્વાદથી સંયુક્ત અને અત્યન્ત શુદ્ધ (નિર્મળ) એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરપ્રભુને નમસ્કાર કરીને મારા પોતાના આત્માના આનંદની વિશુદ્ધિ માટે અથવા આત્માના આનંદ માટે અને વિશુદ્ધિ માટે શ્રી જ્ઞાનસાર નામનું શાસ્ત્ર વિસ્તારાય છે. (સંસ્કૃત ટીકા દ્વારા વિવેચન લખાય છે) II૧ી
પરોપકાર કરવામાં પ્રવીણ એવા અને ગુણો માટે રોહણાચલ પર્વત સમાન એવા અનેક મુનીશ્વર પુરુષો પૂર્વકાલમાં થયા છે. તેઓનાં બનાવેલાં શાસ્ત્રોનાં) સુવાક્યો રૂપી અમૃતના પાનથી પુષ્ટ બનેલો એવો હું મારા પોતાના આત્માના હિતને કરનારી અને સુખે સુખે સમજાય તેવી સરળ ટીકા (વિવેચન) કરું છું. મેરા
આ સંસારની અંદર મારાથી અન્ય બીજો કોઈપણ પુરુષ ઉપકાર કરવા યોગ્ય તથા સંસારનો વિનાશ કરવામાં તત્પર મને જણાતો નથી (મારા માટે સૌથી પ્રથમ હું જ ઉપકારયોગ્ય દેખાઉં છું.) તેથી મારા પોતાના આત્માના બોધ માટે શ્રી વિશેષાવશ્યકભાષ્ય તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી કૃત બાલાવબોધ (ગુજરાતી ટબો) વગેરે શાસ્ત્રોના અર્થોનું લીધેલું છે આલંબન જેણે એવો હું આ જ્ઞાનસારાષ્ટકની સુખે બોધ થાય તેવી સરળ ટીકા (વિવેચન) બનાવું છું. III
Page #35
--------------------------------------------------------------------------
________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર इह शिष्टाचारपरिपालनाय मङ्गलादि वाच्यम्, तच्च शुद्धात्मस्वरूपनिरूपणपटिष्ठत्वात् सर्व एव ग्रन्थो मङ्गलम्, तथापि ग्रन्थाव्युच्छित्तिसुखावबोधाय शिष्यमतिविकाशार्थञ्च पञ्चमङ्लबीजभतं श्रीमन्मनिराजादिपञ्चपदस्मरणरूपं मङ्गलमाविष्कृतम् ॥ गुणिस्तवन-ध्वनि-अञ्जलीकरणयोगाह्लादादिकारणोत्पन्नात्मीयगुणे अर्हदादिबहुमानैकत्वरूपभावमङ्गलात्मकं कर्तुर्विद्यासिद्धिबीजं "एँ" इतिस्मरणरूपमङ्गलात्मकं चाद्यं पदं वक्ति ग्रन्थकारः -
અહીં શિષ્ટ પુરુષોના આચારોનું પાલન કરવા માટે મંગલાચરણ આદિ (મંગલવિષય-સંબંધ-પ્રયોજનાદિ) કહેવાં જોઈએ અને આ સઘળોય ગ્રન્થ શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપનું જ નિરૂપણ કરવાની પ્રધાનતાવાળો હોવાથી જો કે સંપૂર્ણ એવો તે ગ્રન્થ જ મંગલ સ્વરૂપ છે. તો પણ શિષ્ય-પ્રશિષ્યાદિ વર્ગમાં પાંચમા આરાના અંત સુધી આ ગ્રન્થનો વ્યવચ્છેદ થયા વિના સતત ભણાતો જ રહે તથા સુખે સુખે સર્વેને બોધ થાય તેટલા માટે અને શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે પંચમંગલના બીજભૂત એવું અને શ્રી મુનિરાજાદિ પાંચ પરમેષ્ઠિનાં પાંચ પદોના સ્મરણાત્મક એવું નવકારમંત્રના જાપ રૂપ મંગલ ગ્રંથકારશ્રી વડે કરાયેલું છે.
તથા ગુણવાન મહાત્મા પુરુષોના ગુણોની સ્તુતિ કરવા રૂપે ધ્વન્યાત્મક (ઉચ્ચારણ સ્વરૂ૫) વચનયોગ, બે હાથ જોડી મસ્તક નમાવવા રૂપ અંજલીકરણાત્મક કાયિયોગ અને આલ્હાદાદિ રૂપ મનયોગ એમ ત્રણ પ્રકારના શુભ યોગાત્મક કારણોના નિમિત્તથી ઉત્પન્ન થયેલા પોતાના ગુણોમાં અરિહંત પરમાત્મા આદિ પંચપરમેષ્ઠિના ગુણો પ્રત્યેનું બહુમાન કરવા દ્વારા “એકતા” (તન્મયતા) સ્વરૂપ જે ભાવમંગલાત્મક “ઉ” પદ છે. તથા ગ્રંથકર્તા એવા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીને વિશિષ્ટ વિદ્યાઓની સિદ્ધિના બીજભૂત એવું જે “ઉ” આવા પ્રકારનું પદ છે. તે પદનું સ્મરણ કરવા સ્વરૂપ ભાવમંગલાત્મક “” ઈત્યાદિ આદ્યપદપૂર્વક બનાવાયેલ (પ્રથમ શ્લોક) ગ્રંથકારશ્રી જણાવે છે -
Page #36
--------------------------------------------------------------------------
________________
પૂર્ણાષ્ટક - ૧
॥ ગ્રંથ પ્રથમ પૂર્વાષ્ટમ્ ॥
ऐन्द्र श्रीसुखमग्नेन, लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन', पूर्णं जगदवेक्ष्यते ॥१॥
જ્ઞાનમંજરી
૩
ગાથાર્થ :- દેવેન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન એવા પુરુષ વડે (એટલે કે સંસારના સુખે સુખી એવા પુરુષ વડે) જેમ સઘળુંય જગત સુખમાં જ લગ્ન (અર્થાત્ સુખી જ સુખી) દેખાય છે. તેમ સત્ એવા જ્ઞાન અને આનંદથી પૂર્ણ એવા યોગી પુરુષ વડે સમસ્ત એવું આ જગત (જ્ઞાનાદિ અનંતગુણો વડે) પૂર્ણ ભરેલું છે એમ દેખાય છે. (આ અર્થ સ્વોપજ્ઞ ટબાના આધારે કરેલ છે.) ॥૧॥
અથવા
આત્માના ગુણોરૂપી લક્ષ્મીના સુખમાં મગ્ન એવા મહાત્મા પુરુષ વડે સઘળુંય આ જગત મોહની લીલામાં લાગેલું (અર્થાત્ મુગ્ધ-ભ્રાન્ત) દેખાય છે. નિત્ય એવા જ્ઞાનગુણના આનંદથી પૂર્ણ એવા મુનિ વડે આ જગત ‘‘અપૂર્ણ’’ મોહમાં મૂઢ અર્થાત્ ભ્રાન્ત દેખાય છે (આ અર્થ જ્ઞાનમંજરી ટીકાના આધારે કરેલ છે.) ॥૧॥
=
:
ટીકા :- ‘‘પેન્દ્રશ્રી’’ કૃતિ-તેન મુનિના પાòન સૂરિા યથાર્થક્ષયોપણમોપયોાવતા तथा श्रीमदर्हता सिद्धपरमात्मना क्षायिकोपयोगवता, न्यायसरस्वतीबिरुदधरेण श्रीमद्यશોવિનયોપાધ્યાયન (‘‘અગ્નિતં’’) ‘‘પૂર્ણ’” સામ્, ના-અશુદ્ધપરસંયોગોત્પનનવनवपर्यायगमनशीलत्वात् जगत् लीलालग्नमिव-कल्पनाकल्पितक्रीडामुग्धमिव अवेक्ष्यते - दृश्यते इति संटङ्कः । इत्यनेन शुद्धामूर्तात्मानन्दानुभवलग्नाः परानुभवमग्नान् मूढत्वेनैव पश्यन्ति, न च परवस्तुनि किञ्चिद् भोग्यत्वमस्ति, वस्तुवृत्त्या स्वीयगुणपर्यायानुभव एव युक्त इति । अतः परस्वरूपमग्ना मुग्धा इति तात्पर्यम् ।
અહીં ગ્રન્થકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી તથા ટીકાકારશ્રી દેવચંદ્રજી મહારાજશ્રી આ શ્લોકના અર્થમાં ભિન્ન ભિન્ન આશય ધરાવે છે. ગ્રંથકારશ્રીએ પોતાના સ્વોપજ્ઞટબામાં (બાલાવબોધમાં) જે અર્થ કર્યો છે. તે અર્થ આ પ્રમાણે છે. પેન્ની = ઈન્નસંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલ પુરુષ વડે એટલે ઉત્કૃષ્ટ સાંસારિકસુખવાળા સુખી પુરુષ વડે, રૂવ = જેમ, અશ્વિનમ્ = સમસ્ત જગત, ભીલાતનમ્ =સુખમાં મગ્ન, અવેક્ષ્યતે = દેખાય છે. સારાંશ કે સુખી માણસને આખુંય જગત સુખી લાગે છે. તેમ સત્તા = પ્રગટ થયેલા, જ્ઞાનાનત્ત્વ = જ્ઞાન અને આનંદના સુખથી પૂજ્જૈન પૂર્ણ એવા યોગી વડે આ સમસ્ત જગત ૧. પૂર્વીના આવો પાઠાન્તર સુરતની મોહનલાલજીની લાયબ્રેરીની પ્રતમાં છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર પૂf = જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પરિપૂર્ણ-ભરેલું દેખાય છે. જેમ સુખીને આખુંય આ જગત સુખી જ દેખાય છે તેમ જ્ઞાની-યોગીને આખું ય આ જગત જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ (પોતાના સરખું અનંતગુણોથી અને અનંત ગુણોના સુખથી ભરેલું જ) દેખાય છે. કારણ કે નિશ્ચયનયથી તેવું છે.
- જ્યારે ટીકાકારશ્રી આ શ્લોકનો અર્થ ઉપરોક્ત અર્થથી કંઈક જુદો કરે છે અને આ શ્લોકના ચોથા ચરણમાં પૂર્ણ પદને બદલે પૂઈ પદ લખે છે તથા “ શ્રી” શબ્દમાં રૂદ્રનો અર્થ દેવેન્દ્ર ન કરતાં “આત્મા” અર્થ કરે છે. સ્ત્રીનાતનમ્ = પદનો અર્થ સુખમાં મગ્નને બદલે મોહદશાની લીલામાં લગ્ન (પરભાવદશામાં મગ્ન) આવો અર્થ કરે છે તેથી ભાવાર્થ આવો જણાય છે કે આત્માની ગુણાત્મક ભાવલક્ષ્મીના સુખમાં મગ્ન અને સત્ (શાશ્વત-નિત્ય) જ્ઞાનના આનન્દથી પૂર્ણ એવા યોગી મહાત્મા વડે બ્રિમ્ = પૂof = આખું ય આ જગત મોહની લીલામાં લગ્ન અર્થાતુ પરભાવદશાવાળી કલ્પનામાત્રથી કલ્પિત એવી મોહકીડામાં મુગ્ધ બનેલું (બ્રાન્ત થયેલું) દેખાય છે. તેથી જ્ઞાનાદિ આત્મિકગુણો (ના આવિર્ભાવ)થી અપૂર્ણ છે આવું દેખાય છે. કારણ કે વ્યવહારનયથી તેવું છે.
આ બને અર્થોમાં ભિન્ન ભિન્ન વિવફા જણાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી સંસારી દેવેન્દ્ર (શક્રાદિ)નું નામ આપીને લખે છે કે જેમ દેવેન્દ્ર જેવા સુખોમાં મગ્ન પુરુષ પોતે સુખી હોવાથી સંપૂર્ણ એવા આ જગતને સુખી જ દેખે છે તેને ક્યાંય દુઃખ દેખાતું નથી, તેવી જ રીતે સચ્ચિદાનંદથી પૂર્ણ એવા યોગી મહાત્માઓને આ જગત પોતપોતાના અનંતગુણોથી પરિપૂર્ણ ભરેલું જ દેખાય છે. કોઈ જીવમાં કોઈ ન્યૂનતા દેખાતી નથી. કારણ કે સર્વે જીવો સત્તાથી સિદ્ધ સમાન અનંતગુણોવાળા છે જ.
પરંતુ ટીકાકારશ્રી “' નો અર્થ દેવેન્દ્ર ન કરતાં માત્મા અર્થ કરે છે અને તેથી આવો અર્થ જણાવે છે કે “આત્માની અનંત ગુણાત્મક લક્ષ્મીના સુખમાં મગ્ન અને સચ્ચિદાનંદથી પૂર્ણ એવા મહાત્મા યોગી પુરુષ વડે રિવ્રd = સમસ્ત એવું આ જગત ત્નીનાતનમિવ = મોહની લીલામાં લગ્ન = તેમાં જ જાણે સુખોની કલ્પના કરી હોય તેમ આત્મગુણોની લક્ષ્મીના સુખથી સંપૂU = અપૂર્ણ દેખાય છે. આ જ કારણે આ શ્લોકના ચોથા ચરણમાં પૂછ પદ પ્રસિદ્ધ છે. છતાં ટીકાકારશ્રીએ ટીકામાં “પૂ” પદ લખેલ છે.
ટીકાકારશ્રીના આશય પ્રમાણે ટીકાનો અર્થ આપણે વિચારીએ - શ્રી = આત્માના ગુણોમાં જ આનંદ માણવા સ્વરૂપ સુખોરૂપી લક્ષ્મીમાં મગ્ન એવા યથાર્થ ક્ષયોપશમભાવના ઉપયોગવાળા મુનિ-ઉપાધ્યાય અને આચાર્ય વડે તથા ક્ષાયિકભાવના ઉપયોગવાળા એવા શ્રી અરિહંત ભગવાન અને સિદ્ધપરમાત્મા વડે (સારાંશ કે આત્મગુણોના સુખના આનંદમાં મગ્ન
Page #38
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ એવા પાંચ પરમેષ્ઠિ વડે) તથા ન્યાયશાસ્ત્રોમાં સરસ્વતીના બિરુદને ધારણ કરનારા એવા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી વડે પૂf (અહીં ત્નિ પાઠ હોવો જોઈએ) = સમસ્ત એવું આ જગત પરદ્રવ્યના સંયોગ દ્વારા ઉત્પન્ન થતા અશુદ્ધ એવા નવા નવા મોહાત્મક પર્યાયોમાં ગમન કરવાના સ્વભાવવાળું હોવાથી જાણે મોહરાજાની લીલામાં જ લાગેલું હોય શું? એટલે કે પોતાની મોહાધીન કલ્પનાઓ માત્ર વડે કલ્પાયેલી ભોગસુખની ક્રિીડાઓમાં જ મુગ્ધ થયેલું હોય શું? અર્થાત્ બ્રાન્ત થયેલું = મૂઢ થયેલું દેખાય છે. યોગી મહાત્માઓને આ જગત મોહરાજાની પરાધીનતાવાળું મૂર્ખ બનેલું દેખાય છે. જેમ ડાહ્યા માણસને દારૂડીયો પુરુષ ગાંડો દેખાય છે. તેમ જ્ઞાનીને આ જગત મૂઢ દેખાય છે એમ સમજવું.
આ કારણથી જ શુદ્ધ અને અમૂર્ત એવા આત્માના ગુણોના આનંદમાં જ મગ્ન બનેલા મહાત્મા પુરુષો પરદ્રવ્યના અનુભવમાં જ મગ્ન બનેલા એટલે કે પદ્ગલિક પદાર્થોના સુખમાં જ સુખબુદ્ધિવાળા પુરુષોને “મૂઢ (મૂર્ખ-ગમાર)” તરીકે દેખે છે. કારણ કે પરદ્રવ્યમાં ભોગવવાપણું કંઈ છે જ નહીં, પોતાના આત્માના ગુણોનો અને પર્યાયોનો અનુભવ કરવો એ જ ઉચિત છે. જેમ પરની માલિકીવાળું ધન કાંકરા બરાબર છે, ભોગ્ય નથી અને પોતાનું ધન જ ભોગ્ય છે, સુખકારી છે. તેવી જ રીતે પરદ્રવ્યનો આનંદ એ ભોગ્ય નથી, મોહ કરાવવા દ્વારા કર્મબંધને જ કરાવનાર છે. આત્માના ગુણોનો આનંદ જ કર્મોના બંધનમાંથી મુકાવનાર છે, માટે ભોગ્ય છે. આ કારણથી ચોરી કરીને લાવેલા પારકાના ધનથી લહેર કરનારા જેમ મૂર્ખ કહેવાય છે તેમ પરદ્રવ્યના સ્વરૂપમાં જ મગ્ન એવા મોહાલ્વ જીવો પણ મૂર્ણ છે આવું કહેવાનો ટીકાકારશ્રીનો આશય છે.
तेन कथम्भूतेन ? ऐन्द्रश्रीसुखमग्नेन = इन्द्रो जीवः, तस्य इयं ऐन्द्री, ऐन्द्री યા શ્રીશ = હેન્દ્રશ્રી -નાત્મકુળની:, તસ્યા: સુન્ન , તત્ર માનક एकत्वावस्थापन्नेन,
पुनः सत्-शुभं शाश्वतं वा, चित्-ज्ञानं, तस्य य आनन्दः, तत्र पूर्णेनज्ञानानन्दभृतेन मुनिना जगत् मिथ्यात्वासंयममग्नं मूढं विलोक्यते, पूर्णाः अपूर्णं जगत् भ्रान्तं जानन्ति, इत्यतः पूर्णानन्दात्मस्मरणेन स्वीयः पूर्णानन्दः साध्य इति ॥१॥
સંસ્કૃત ટીકાની પ્રથમ પંક્તિમાં જે “તેન કુનિના પર સૂરિએ” વગેરે પદો લખીને પંચપરમેષ્ઠી જણાવેલ છે, તે પંચપરમેષ્ઠી કેવા છે? આ વિષય જણાવવા તેમના વિશેષણ રૂપે કહે છે કે “જેન્દ્રશ્રી/શ્વન = અહીં રૂદ્ર એટલે શુદ્ધ આત્મા સમજવો. તેની જે ગુણાત્મક ભાવ-લક્ષ્મી છે તેને “શી” કહેવાય છે. ત્યારબાદ “ત્રિી અને શ્રી આ બન્ને શબ્દોનો કર્મધારય સમાસ થાય છે. શુદ્ધ આત્માની ગુણાત્મક જે ભાવલક્ષ્મી છે તે શ્રી
Page #39
--------------------------------------------------------------------------
________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર કહેવાય છે. તે લક્ષ્મીનું જે સુખ-તે લક્ષ્મીનો જે આનંદ, તેવા પ્રકારના આનંદમાં જે મગ્ન, તે “શ્રીસુવુમન” કહેવાય છે. સારાંશ કે શુદ્ધ આત્માના ગુણોરૂપી ભાવ-લક્ષ્મીના આનંદમાં મગ્ન એવા આ પંચપરમેષ્ઠી છે. તે પંચપરમેષ્ઠી વડે સંપૂર્ણ એવું આ જગત મોહની લીલામાં લગ્ન થયેલું (મોહમાં ડુબેલું-મોહમાં ગાંડું થયેલું) દેખાય છે.
વળી આ પંચપરમેષ્ઠી કેવા છે ? તેનું બીજું પણ એક વિશેષણ લખે છે - દિવાનપૂન' આ પદમાં જે સત્ત શબ્દ છે તેનો અર્થ શુભ અથવા શાશ્વત કરવો અને તે સત પદને જ્ઞાનનું વિશેષણ કરવું. તેથી શુભ (સર્વથા નિર્મળ-ક્ષાયિકભાવથી પ્રગટ થયેલા) એવા જ્ઞાનના અથવા સર્વકાલે સદા રહેનારા (ક્યારેય નાશ ન પામનારા) એવા જ્ઞાનના આનંદને ધારણ કરનારા મુનિ વડે (પંચપરમેષ્ઠી વડે) આ જગત મિથ્યાત્વ અને અસંયમમાં (તથા કષાયાદિમાં) ડુબેલું-મૂઢ બનેલું દેખાય છે. જેમ બુદ્ધિશાળી અને વિવેકી માણસો દારૂ પીધેલા અને જેમ તેમ વર્તતા માણસને મૂઢ-ચમાર-મૂર્ખ-નશાબાજ માને છે તેમ ગુણોથી પૂર્ણ એવા પંચપરમેષ્ઠી પદે રહેલા મહાત્મા પુરુષો ગુણોથી અપૂર્ણ (જે જીવોના આત્મગુણો પ્રગટ્યા નથી તેવા મોહાલ્વ જીવોવાળા) આ જગતને ભ્રાન્ત-મૂઢ-મૂર્ખ-માર્ગ ભૂલેલું માને છે.
જેમ ડાહ્યા માણસને ગાંડો માણસ ગાંડારૂપે દેખાય છે, તેમ જ્ઞાની મહાત્માને આ સઘળુંય જગત ગુણોથી અપૂર્ણ-બ્રાન્ત દેખાય છે. તેથી “આ આત્મા આત્મગુણોના આનંદ વડે સદા પૂર્ણાનંદમય છે તેનું વારંવાર સ્મરણ કરવા-કરાવવા દ્વારા પોતાના આત્મામાં રહેલો શુદ્ધગુણો સંબંધી પૂર્ણાનંદ જ સાધ્ય છે.”૧ શુદ્ધ ગુણો સંબંધી આનંદ જ મેળવવા લાયક છે. તેના
૧. આ શ્લોકમાં દેવચંદ્રજી મહારાજ રૂદ્ર શબ્દનો અર્થ માત્મા કરે છે અને ઉપાધ્યાયજી મહારાજ ન્દ્ર શબ્દનો અર્થ તેવેન્દ્ર કરે છે. તથા ચોથા ચરણમાં દેવચંદ્રજી મહારાજ “અપૂuf'' પદ ટીકામાં લખે છે અને ઉપાધ્યાયજી મહારાજ પોતાના બાલાવબોધમાં “પૂuf” પદ લખે છે. આ બન્ને શબ્દોનો તફાવત જોતાં ઉપાધ્યાયજી મહારાજશ્રીની દૃષ્ટિ નિશ્ચયનયની પ્રધાનતાવાળી લાગે છે. તેથી આ જગતના સર્વે પણ જીવો કર્માધીન હોવાથી ભલે મલીન છે તો પણ સત્તાગત રીતે તિરોભાવે રહેલા આત્મગુણોથી સિદ્ધસમાન છે. ગુણોથી પરિપૂર્ણ ભરેલા છે અર્થાત્ સમસ્ત જગત પૂર્ણ છે આમ યોગીઓ દેખે છે, એવો અર્થ કરે છે. જ્યારે દેવચંદ્રજી મહારાજશ્રીની દૃષ્ટિ વ્યવહારનયની પ્રધાનતાવાળી લાગે છે જેથી આ જગતના સર્વે પણ જીવો મોહનીયાદિ કર્મોના ઉદયવાળા હોવાથી પોતાના ગુણોની પ્રગટતા કરી શક્યા નથી. માટે પ્રગટગુણોની અપેક્ષાએ આ જગત અપૂર્ણ છે. આમ યોગીઓ દેખે છે. આવી રીતે વિવાભેદથી અર્થભેદ છે. એક આન્તરિક શુદ્ધ સ્વરૂપને પ્રધાન કરે છે. બીજા કર્માધીન એવા બાહ્યસ્વરૂપને પ્રધાન કરે છે. જેથી સત્તાગત સ્વરૂપની અપેક્ષાએ જગત પૂર્ણ અને આવિર્ભત સ્વરૂપની અપેક્ષાએ જગત અપૂર્ણ છે એમ યોગીઓને દેખાય છે. આ બન્ને અર્થોમાં વિવક્ષાભેદ માત્ર કારણ છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ નથ પૂર્વ વસ્તુનો નિરૂપતિ - હવે પદાર્થની વાસ્તવિક પૂર્ણતા જણાવે છે -
पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ॥२॥
ગાથાર્થ - ઉપાધિભૂત એવા પરદ્રવ્ય થકી જે પૂર્ણતા છે તે માગીને લાવેલાં પરાયાં ધારણ કરેલાં આભૂષણ તુલ્ય છે અને આત્માના સ્વભાવભૂત એવા ગુણોથી જે પૂર્ણતા છે તે જાતિમાન રનની કાન્તિતુલ્ય (સાચી) પૂર્ણતા છે. રા.
ટીકા :- “પૂત યા પરોપઃ તિ”—યા પરોપાશે: પુત્રસંયોગतनुधनस्वजनयशःख्यात्यादिरूपायाः या पूर्णता चक्रिशक्रादीनामिव सा याचितकमण्डनं मार्गिताभरणशोभा, तेन इभ्यत्वम् यद् जगज्जीवैरनन्तशो भुक्त्वोच्छिष्टं आत्मनोऽशुद्धताहेतुः तद्योगे स्वरूपानुभवमग्नानां शोभा न,
પૂર્વે બાંધેલા પુણ્ય કર્મના પુગલોના ઉદયથી ઉત્પન્ન થયેલી શરીર, ધન, સ્વજનો, યશ અને ખ્યાતિ આદિ રૂપ જે પૂર્ણતા છે. પછી ભલેને તે ચક્રવર્તી અને ઈન્દ્રના જેવી રાજઋદ્ધિ આદિની પૂર્ણતા હોય તો પણ તે પૂર્ણતા માગેલા આભૂષણ તુલ્ય છે. લગ્નાદિ પ્રસંગે સગાંઓના અને સ્નેહીઓના માગીને લાવેલા અને શરીર ઉપર પહેરેલા દાગીનાઓની શોભા જેવી કૃત્રિમ પૂર્ણતા છે. જેમ સગાં-વ્હાલાઓએ પહેરવા માટે આપેલા દાગીના આપણા નથી, સાચવવા પડે છે માટે ઉપાધિરૂપ છે, ચિંતાજનક છે. જ્યારે માગે ત્યારે આપી દેવા પડે છે. તેવી જ રીતે પસ્યોદયથી મળેલી ચક્રવર્તી અને ઈન્દ્રની રાજ્યલક્ષ્મી પણ હે આત્મન ! તારી નથી. પુણ્યોદયરૂપ કર્મરાજાની છે. તે પુણ્યકર્મનો જ્યારે ક્ષય થાય છે ત્યારે આપી દેવાની જ હોય છે. પુણ્યોદય પૂરો થતાં ચાલી જ જાય છે. ભૌતિક સંપત્તિ એ આપણી નથી. પરદ્રવ્ય હોવાથી ઉપાધિરૂપ છે, દુઃખદાયી છે. વિયોગકાલે દુઃખ આપનારી છે અને અવશ્ય વિયોગ પામનારી જ છે. પારકાના આભૂષણ તુલ્ય છે.
તેવા પ્રકારનાં પર એવાં તે પુદ્ગલદ્રવ્યો વડે જે શ્રેષ્ઠિાણું (સુખીપણું) છે તે આત્માની અશુદ્ધતાનું કારણ છે. કેમકે સર્વે પણ પુદ્ગલદ્રવ્યો જગતના જીવો વડે અનંતીવાર ભોગવી ભોગવીને ત્યજાયેલાં છે. એટલે એંઠાં કરાયેલાં છે. જેમ કોઈ મનુષ્ય કોઈ વડે એઠું કરાયેલું અન્ન અને જલનો ઉપયોગ કરે તો તે મૂર્ખ કહેવાય છે. તેમ જ અનંત ભૂતકાલ ગયો છે તેમાં સર્વે પણ પુદ્ગલદ્રવ્યો સર્વ જીવો વડે અનંતીવાર ભોગવી ભોગવીને મુકાયેલાં છે. સર્વ જગતની એંઠતુલ્ય છે. તેનો ઉપભોગ કરવો અને તેમાં આનંદ માનવો તે સાચેસાચ મૂર્ખતા
Page #41
--------------------------------------------------------------------------
________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર જ છે. તેથી આત્માના સ્વરૂપનો અનુભવ કરવામાં મગ્ન એવા જીવોને રાજ્યઋદ્ધિ ચક્રવર્તીની ઋદ્ધિ કે ઈન્દ્રની ઋદ્ધિ આદિ અપરિમિત પુગલદ્રવ્યનો યોગ થાય તો પણ તેમાં આત્માની શોભા લાગતી નથી, આનંદ થતો નથી. પરદ્રવ્યરૂપ ઉપાધિ જ વધી છે. જે વિયોગકાલે અવશ્ય દુઃખદાયી જ છે આમ લાગે છે."
तत्त्वरसिकानां तु-पुनः या स्वाभाविकी स्वभावोत्था दर्शनज्ञानचारित्राद्यात्मका सकलात्मस्वभावाविर्भावरूपा शोभा, सा एव शोभा जात्यरत्नविभानिभा जात्यरत्नस्य विभा कान्तिः तत्तुल्या ।
પરંતુ આત્મતત્ત્વમાં રસિક એવા આત્માઓને એમ લાગે છે કે આત્માની જે સ્વાભાવિક (પોતાના સ્વભાવભૂત) એવી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ આત્માના સઘળા ય શુદ્ધ સ્વભાવની પ્રગટતા રૂપ જે શોભા છે તે જ સાચી શોભા છે અને તે શોભા જાતિમાન એવા (વિશિષ્ટ કિંમતી) રત્નની કાન્તિતુલ્ય છે. પારકા દાગીનાની શોભા દુઃખદાયી, ચિંતાજનક અને ભારભૂત છે. પરંતુ પોતાના દાગીનાની શોભા પરના દાગીનાની શોભાની અપેક્ષાએ સુખદાયી, ચિંતારહિત અને આનંદદાયક છે. તેવી જ રીતે પૌદ્ગલિક સંપત્તિ દુઃખદાયી, ચિંતાજનક અને કુશોભારૂપ છે. જ્યારે આત્મિક ગુણોની સંપત્તિની શોભા સુખદાયી, ચિંતારહિત અને વાસ્તવિક શોભારૂપ છે, જે કિંમતી રત્નની કાન્તિતુલ્ય છે. આમ તત્ત્વરસિક જીવોને દેખાય છે. કારણ કે તે સંપત્તિ આત્માની પોતાની છે. પ્રાપ્ત થયેલ ગુણોની તે સંપત્તિ કાયમ રહેવાવાળી છે. તેનો કદાપિ વિયોગ થતો જ નથી. જેથી ક્યારેય દુઃખ આવતું નથી. અનંતકાલ સદા સુખ આપનારી જ બને છે.
या हि पुद्गलादिपरोपाधिजन्या सा तु स्फटिकोपलपुटिकावर्णिकातुल्या, या तु स्वभावोत्पन्ना सा तु जात्यमाणिक्यकान्तितुल्या, अतः स्वीयशुद्धसहजपूर्णतारुचिभासनरमणतया भवितव्यम् इति ॥२॥
પુદ્ગલ વગેરે (પુદ્ગલ અને પરિવારાદિ અન્ય જીવદ્રવ્ય) સ્વરૂપ પરદ્રવ્યાત્મક ઉપાધિથી ઉત્પન્ન થયેલી આ જીવની જે પૂર્ણતા અથવા શોભા છે. (એટલે કે મારી પાસે ઘણું ધન છે, વૈભવ છે, માન-પાન છે, પરિવાર છે, ઘણો સ્નેહીવર્ગ છે, મિત્રવર્ગ છે ઈત્યાદિ બાહ્ય પદાર્થો વડે આ જીવને પોતાની જે પૂર્ણતા અથવા શોભા દેખાય છે.) તે સઘળી શોભા ૧. કોઈ કોઈ પ્રતોમાં સ્વરૂપનુમવશ્વનાં શમા આવો પાઠ છે. ત્યાં એવો અર્થ કરવો કે પગલિક
પદાર્થોના યોગમાં જે સુખબુદ્ધિ થાય છે તે આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થયેલા આત્માઓને શોભા રૂપ છે. પણ તત્ત્વરસિક જીવોને શોભારૂપ નથી. કારણ કે તે સાચી શોભારૂપ નથી, મિથ્યાકલ્પના છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ (મનમાની પૂર્ણતા), સ્ફટિકના પત્થર ઉપર પડેલા રંગબેરંગી વસ્ત્રાદિના પ્રતિબિંબ તુલ્ય છે. જે અવાસ્તવિક છે, લોભામણી છે, અંતે નાશ પામનારી છે. જ્યારે આ આત્મામાં આત્માના સ્વાભાવિક એવા જ્ઞાનાદિ ગુણોથી ઉત્પન્ન થયેલી જે શોભા છે (અથવા પૂર્ણતા છે) તે ખરેખર જાતિમાન (ભારે કિંમતવાળા) માણિક્યાદિ વિશિષ્ટ રત્નની કાન્તિતુલ્ય છે. અર્થાત્ તે શોભા સાચી શોભા છે, વાસ્તવિક છે, સદા રહેનારી છે, નિરુપાધિક છે અને સ્વાધીન હોવાથી સદા અનંત સુખને આપનારી છે. આ કારણથી આ આત્માની પોતાની શુદ્ધ અને સ્વાભાવિક એવી જે ગુણોની સંપત્તિરૂપ શોભા અર્થાત્ પૂર્ણતા છે તેમાં જ વધારે ને વધારે પ્રીતિ (રુચિ) કરવી જોઈએ. તેનો જ અનુભવ મેળવવો જોઈએ. તે ગુણસંપત્તિમાં જ રમણતા (લયલીનતા) મેળવવી જોઈએ. અર્થાત્ આત્માના ગુણોની જ રુચિ, ગુણોનો જ અનુભવ અને ગુણોમાં જ રમણતા કરવી જોઈએ કે જેનું સુખ સ્વાધીન છે, નિરુપાધિક છે, બાહ્ય પદાર્થોથી નિરપેક્ષ છે, અંતવૃત્તિરૂપ છે. રા.
अवास्तवी विकल्पैः स्यात् पूर्णताब्धेरिवोर्मिभिः । पूर्णानन्दस्तु भगवान्, स्तिमितोदधिसन्निभः ॥३॥
ગાથાર્થ - તરંગો વડે સમુદ્રની પૂર્ણતા જેમ અવાસ્તવિક છે તેમ મોહના વિકલ્પો વડે કલ્પાયેલી પૂર્ણતા પણ અવાસ્તવિક છે. પોતાના આત્મગુણોની પૂર્ણતાના આનંદવાળો આ ભગવાન આત્મા સ્વરૂપે સ્થિર સમુદ્રતુલ્ય શાન્ત (સ્થિર) છે. IIll
ટીકા :- ૩વાસ્તવી કૃતિ-વસ્તુ પાર્થ, તસ્ય ફયં વાસ્તવી, વાસ્તવી "अवास्तवी" परसंयोगोद्भवा रागद्वेषमोहादिजैः विकल्पैः पूर्णता, अब्धेः समुद्रस्य ऊर्मिभिः इव स्यात् । यथा ऊर्मिभिः समुद्रः अग्राह्योऽनवगाह्यश्च भवति तथात्मापि रागद्वेषोर्मिभिः अग्राह्योऽनवगाह्यश्च भवति ।
વસ્તુ એટલે ઘટ, પટ, આત્મા આદિ પદાર્થ, તે પદાર્થ સંબંધી જે શોભા (પૂર્ણતા) તે “વાતવી” = વાસ્તવિક અને જે આવી વાસ્તવી ન હોય તે અવાસ્તવી (અર્થાત્ અવાસ્તવિક) એટલે કે પર પદાર્થ દ્વારા મનમાં માનેલી પૂર્ણતા, તે વાસ્તવિક નથી, પારમાર્થિક નથી એટલે કે અવાસ્તવિક છે. ગાડી (ધન-અલંકાર-વાહન-વસ્ત્રાદિ), વાડી (ઘર-દુકાનખેતર વગેરે) અને લાડી (સ્ત્રી-બાળકો વગેરે પરિવાર) ઈત્યાદિ જે વસ્તુઓ રૂપ પદાર્થો છે તે પરપદાર્થો છે. તે પરપદાર્થોનો સંયોગ થવાથી રાગ-દ્વેષ અને મોહાદિ જન્ય મનમાન્યા વિકલ્પો દ્વારા ઉત્પન્ન થયેલી જે પૂર્ણતા છે (મારે ધન છે, માન છે, પરિવાર છે, આ છે,
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૦
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર
તે છે, બધું જ છે. હું બહુ જ સુખી છું. આવા પ્રકારના મોહજન્ય વિકલ્પો દ્વારા પરદ્રવ્યસંબંધી જે પૂર્ણતા છે) તે પૂર્ણતા તરંગો વડે સમુદ્રની પૂર્ણતા તુલ્ય છે. જ્યારે જ્યારે સમુદ્રમાં ૮૧૦-૧૫ ફુટના પાણીનાં મોજાં ઉછળે છે. ત્યારે ત્યારે સમુદ્ર ઘણા-ઘણા પાણીથી ભરપૂર ભરેલો લાગે છે. પણ તે ક્ષણિક જ હોય છે. તે પૂર્ણતા કાયમ ટકતી નથી. વાયુનું તોફાન બંધ થતાં આ પૂર્ણતા ચાલી જાય છે. તેમ પુણ્યોદય થવાના કારણે પ્રાપ્ત થયેલી બાહ્યપદાર્થોથી જે પૂર્ણતા છે તે પણ રાગાદિ કરાવનારી, ઝઘડા કરાવનારી, ક્લેશ કરાવનારી, દુઃખદાયી અને અંતે પુણ્યોદય સમાપ્ત થતાં જ નાશવંત છે. માટે અવાસ્તવિક છે.
મોજાં વડે ઉછળતો સમુદ્ર જેમ અગ્રાહ્ય (ન માપી શકાય તેવો) હોય છે અને અનવગાહ્ય (અંદર ન ઉતરી શકાય તેવો) હોય છે તેવી જ રીતે મોહક પદાર્થો ઉપરનો રાગ અને તેમાં વિદન કરનારા ઉપરનો દ્વેષ ઈત્યાદિ વિકારો, વાસનાઓ અને ક્લેશો રૂપી તરંગોથી ભરપૂર ભરેલો આ આત્મા પણ શુદ્ધાત્મત્ત્વ પ્રાપ્ત કરવા માટે અગ્રાહ્ય અને અનવગાહ્ય બને છે. પરપદાર્થો પ્રત્યે રાગાદિ ભાવવાળો મોહબ્ધ બનેલ આ આત્મા સાચું તત્ત્વ પામવા માટે અયોગ્ય બને છે.
તુ''-પુન:, “પૂનઃ ”—માત્મયાનન્તસંઘવીસ્વીરૂપ-નિષ્પનપરમાત્મवस्थारूपः भगवान् परमैश्वर्यरूपः स्तिमितोदधिः स्थिरोदधिः, तेन सन्निभः सदृश इति । अतः चलत्वं विहाय अचलतया भवितव्यम्, आत्मा आत्मस्वभावस्थः निर्विकल्पो भवति, तत्साधनाय यतितव्यमित्यर्थः ॥३॥
પરંતુ પોતાના આત્માના અનંત ગુણોની સંપત્તિના આસ્વાદન રૂપે પ્રગટ થઈ છે પરમાત્મદશા જેને એવો આત્મગુણના પરમ ઐશ્વર્યવાળો ભગવાન સ્વરૂપ આ આત્મા મોહદશાના વિકલ્પ વિનાનો બન્યો છતો, તરંગો વિનાના સમુદ્ર તુલ્ય અત્યન્ત શાન્ત (સ્થિર) બને છે. તેથી જ અસ્થિરતાનો ત્યાગ કરીને હે આત્મન્ ! તારે સ્થિર થવું જોઈએ. સારાંશ કે આ આત્મા જ્યારે આત્મસ્વભાવમાં વર્તનારો બને છે ત્યારે મોહના વિકલ્પ વિનાનો થવાથી સ્થિર બને છે. માટે તેવી સ્થિરતા સાધવા જીવે પ્રયત્ન કરવો જોઈએ.
આ જીવને જ્યાં સુધી પરપદાર્થો તરફ પ્રીતિવિશેષ હોય છે ત્યાં સુધી મારે આ જોઈએ છે અને મારે તે જોઈએ છે. આના વિના ન ચાલે અને તેના વિના ન ચાલે એમ માનસિક વિકલ્પો દ્વારા ચિત્ત સદાકાલ ચંચળ-અસ્થિર રહે છે અને તેનાથી પ્રાપ્તિ-અપ્રાપ્તિ થવા દ્વારા રાગ-દ્વેષ થવાથી ક્લેશ-કડવાશ-વેરઝેર આદિ દોષોવાળો જ આ જીવ રહે છે. તેથી પર પદાર્થો તરફની પ્રીતિ ત્યજીને આત્માના સ્વભાવભૂત ગુણસંપત્તિને જ “સાચું મારું
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૧
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ ધન આ જ છે” આ જ ધન મારી સાથે સદા રહેવાનું છે. એમ સમજીને નિર્વિકલ્પદશાવાળા બનવું જોઈએ. III
जागर्ति ज्ञानदृष्टिश्चेत्, तृष्णाकृष्णाहिजाङ्गुली । पूर्णानन्दस्य तत्किं स्यादैन्यवृश्चिकवेदना ? ॥४॥
ગાથાર્થ :- જો તૃષ્ણારૂપી કાળા નાગનું દમન કરવામાં “ગારૂડિક મંત્ર સમાન” એવી જ્ઞાનદશા જેની જાગે છે તેવા પૂર્ણાનંદસ્વભાવી જીવને દીનતારૂપી વિંછીની વેદના શું થાય? અર્થાત્ ન થાય. //૪
ટીકા - ના-ર્તિ જ્ઞાનેતિ, - “જ્ઞાનવૃષ્ટિ:” તત્ત્વજ્ઞાનરૂપા દ્રષ્ટિઃ વક્ષ: जागर्ति-विकाशरूपा प्रवर्तते, तस्य “पूर्णानन्दस्य" स्वरूपाविर्भावास्वादानन्दयुक्तस्य भगवतः “दैन्यं" दीनता, तद्रूपा वृश्चिकवेदना किं स्यात् ? अपि तु न स्यात् । दैन्यंन्यूनं तस्य न भवति स्वीयसहजाप्रयासानन्दस्य पूर्णतैव भवति । कथम्भूता ज्ञानदृष्टिः ? तृष्णाकृष्णाहिजाङ्गली, तृष्णा पुद्गलभोगपिपासा, सा एव कृष्णाहिः-कृष्णसर्पः, तद्दमने जाङ्गुली-गारुडमंत्रविशेष इति ।
જો તત્ત્વજ્ઞાન રૂપી આત્મદષ્ટિ (અંતર્થક્ષુ) આ આત્મામાં જાગે છે. મારું તત્ત્વ શું? અને પરપદાર્થ શું ? મારે કોને પ્રેમ કરાય ? કોને પ્રેમ ન કરાય ? આવી આન્તરિક પરિણતિ શુદ્ધ બનીને વિકસ્વરપણે જેને પ્રવર્તે છે. તેવા આત્મસ્વરૂપની પ્રગટતાવાળા જ્ઞાનાનંદી ભગવાનસ્વરૂપ આ જીવને પરપદાર્થોની યાચના કરવા સ્વરૂપ જે દીનતા છે તે દીનતારૂપી વિંછીની વેદના શું હોય? અર્થાત્ ન જ હોય. કારણ કે દીનતા એટલે ન્યૂનતા, પરપદાર્થો તરફ ઓછાશ, મારે આ નથી અને તે નથી આમ પરપદાર્થોની જે અપેક્ષા તે દીનતા આવા પ્રકારની પરપદાર્થોની અપેક્ષા જ આ જીવને હોતી નથી, તેથી તેને દીનતાની પીડા સંભવતી નથી. પરપદાર્થોની પ્રીતિ રૂપ તૃષ્ણા જેને હોય છે તેને જ યાચનારૂપી દીનતા હોય છે. જેને તત્ત્વજ્ઞાનાત્મક દૃષ્ટિ વિકસે છે તેને પોતાના સ્વાભાવિક અલ્પપ્રયાસથી સાધ્ય એવા સ્વકીય ગુણોના આનંદવાળા જીવને) પોતાના ગુણોની જ પૂર્ણતા દેખાય છે. તેથી પરપદાર્થ તરફ દૃષ્ટિ થતી જ નથી. તેના કારણે તેના માટે દીનતા દાખવવા રૂપી વિંછીની પીડા તે જીવને કેમ હોય ? અર્થાત્ તે પીડા સંભવતી નથી.
આ તત્ત્વજ્ઞાનાત્મક દૃષ્ટિ કેવી છે? “તૃષ્ણા” એટલે કે પૌદ્ગલિક પાંચે ઈન્દ્રિયોનાં વિષયસુખો ભોગવવાની તમન્ના, તે રૂપી જે કાળો નાગ છે તેનું દમન કરવામાં આ તત્ત્વદૃષ્ટિ
Page #45
--------------------------------------------------------------------------
________________
૧ ૨ પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર ગાડિક મંત્રસમાન છે. સારાંશ કે કાળા નાગના ઝેરને ઉતારે એવો ગારૂડિક મંત્ર સ્મૃતિપટમાં જેને હોય છે તેને વિંછીની વેદના શું અસર કરે ? કંઈ જ અસર ન કરે. તેવી રીતે તૃષ્ણાને (પરપદાર્થના ભોગની ઈચ્છાને) જ મારી નાખે એવી તત્ત્વદૃષ્ટિ જેના હૃદયમાં વિકસે છે. મારું સ્વરૂપ ગુણો જ છે, પુદ્ગલ સુખો એ મારું સ્વરૂપ નથી કારણ કે તે પરપદાર્થ છે, હેય છે આવું જ્ઞાન જેના હૃદયમાં વર્તે છે. તેને પરપદાર્થોની જ્યાં ત્યાં યાચના કરવા રૂપી દીનતા શું હોય? અર્થાત્ ન જ હોય. હૃદયમાં રહેલી પરપદાર્થોની અપેક્ષા એ કાળો નાગ છે અને બીજા પાસે પરપદાર્થોની માગણી કરવી તે વિંછીના ડંખ છે. તેથી જો પરપદાર્થોની અપેક્ષા જ નથી તો પછી પરપદાર્થોની માગણી કેમ હોય?
अत्र भावना - संसारचक्रक्रोडगतस्य जन्तोः स्वीयासङ्ख्येयप्रदेशव्याप्तज्ञानादिगुणास्वादच्युतस्य पौद्गलिकभोगपिपासासर्पदष्टस्य स्वपरविवेकरूपज्ञानदृष्टिजाङ्गलीस्मरणेन परतृष्णानिर्विषस्य शुद्धस्वरूपैकत्वतत्त्वध्यानमग्नस्य निष्पन्नक्षायिकभावानन्दस्य पूर्णस्य नास्ति दीनता, यतो हि अविरतसम्यग्दृष्टिः तत्त्वश्रद्धायुक्त आत्मानं आत्मतया परञ्च परतया निर्धार्य (विचारयन्) विचरन् तृष्णातुरो न भवति, तर्हि किं पुर्णानन्दमग्नानामिति ॥४॥
ઉપરોક્ત કથનનો ભાવાર્થ આ પ્રમાણે છે - સંસારચક્રના મધ્યમાં રહેલા અને પોતાના અસંખ્ય આત્મપ્રદેશોમાં પ્રદેશ પ્રદેશે વ્યાપેલા જ્ઞાનાદિ અનંત ગુણોનો જે વાસ્તવિક-સ્વાભાવિક આનંદ છે. તે આનંદના સુખનો અનુભવ નહીં કરનારા તથા ભૌતિક પાંચ ઈન્દ્રિયોના ભોગસુખોની પિપાસારૂપી સર્પથી ડંખાયેલા એવા સંસારી જીવને સ્વસ્વરૂપ શું ? અને પરસ્વરૂપ શું? ઈત્યાદિ સ્વ અને પરના વિવેકવાળી તત્ત્વજ્ઞાનાત્મકદષ્ટિ જો ઉઘડી જાય તો તે તત્ત્વજ્ઞાનાત્મક દૃષ્ટિરૂપી ગારૂડિકમંત્રનું જ્યારે સ્મરણ થાય છે. ત્યારે આવા પ્રકારની તત્ત્વદૃષ્ટિરૂપ ગારૂડિકમંત્રના સ્મરણમાત્રથી જ પરદ્રવ્યના ભોગસુખોની પિપાસા રૂપી તૃષ્ણા ચાલી જાય છે. નાશ જ પામી જાય છે. તેથી તે તૃષ્ણારૂપી કાળા નાગના વિષ રહિત બનેલા અને આ જ કારણથી આત્માના રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપની સાથે એકમેકતા પામવા રૂપ તત્ત્વજ્ઞાનના ધ્યાનમાં મગ્ન બનેલા અને તેથી જ ક્ષાયિકસમ્યકત્વાદિ ગુણોનો આવિર્ભાવ થવાથી પ્રાપ્ત થયો છે ક્ષાયિક ભાવનો આનંદ જેને એવા જીવને પોતાના આત્માના ગુણોથી જ પૂર્ણતા માનવાના કારણે પદ્ગલિક સુખોની દીનતા હોતી નથી.
કારણ કે ભલે અવિરતસમ્યગ્દષ્ટિ જીવ હોય તો પણ આવા પ્રકારની તત્ત્વદૃષ્ટિનો વિકાસ થવાથી આત્મતત્ત્વ એ જ મારું સાચું તત્ત્વ છે. આવી શ્રદ્ધાયુક્ત એવો તે
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૩
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ તત્ત્વદૃષ્ટિવાળો જીવ પોતાના આત્મસ્વરૂપને જ મારાપણે અને પરપુદ્ગલાદિ દ્રવ્યને પરપણે નિશ્ચયપૂર્વક જાણીને ભલે સંસારમાં રહેલો છે તેથી અવિરતિ હોવા છતાં પણ તૃષ્ણાને આધીન થતો નથી. જો ચોથા ગુણઠાણાવાળા આત્માને તત્ત્વદૃષ્ટિ ખીલતાં-સ્વ-પરનો વિવેક પ્રગટ થતાં તૃષ્ણાનું વિષ ઉતરી જાય છે. તો પછી પાંચમાથી બારમા ગુણઠાણા સુધીના જીવો કે જે જીવો આત્માના ગુણોના પૂર્ણાનંદમાં જ મગ્ન છે તેવા જીવોને તૃષ્ણા હોય જ કેમ ? અને તૃષ્ણા ન હોવાથી જ દીનતાની પીડા પણ ન જ હોય. જો સર્પનું ઝેર ઉતરી જાય તો વિછીનું ઝેર ઉતરવું તે નાની વાત છે. “થ્વી માત્રા” કહેવાય છે. આ પ્રમાણે તત્ત્વજ્ઞાનાત્મકદષ્ટિ ખીલવાથી તૃષ્ણા જ ચાલી જાય છે તેથી પરભોગસુખોની યાચના રૂપ દીનતા ક્યારેય સંભવતી જ નથી. ૪
पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ॥५॥
ગાથાર્થ :- પરદ્રવ્યના સંયોગ વડે જે લોભી જીવો પોતાને પૂર્ણ માને છે તેની ઉપેક્ષા કરવી તે જ સાચી પૂર્ણતા છે. (પરદ્રવ્યના સંયોગાત્મક પૂર્ણતા ત્યજવા લાયક છે). કારણ કે પરદ્રવ્યના સંયોગાત્મક જે પૂર્ણતા છે. એ સાચી પૂર્ણતા નથી. આવા પ્રકારની આત્માના ગુણોના ઉપભોગથી પૂર્ણ આનંદરૂપી અમૃતથી સિંચાયેલી દૃષ્ટિ મહાત્મા પુરુષોની હોય છે. પા
ટીકા :- પૂર્યા રૂતિ-ચેન પર સંયોગેન ધનધાન્યાવિના “પUT:” મમ: आत्मधर्मसंपद्विकलाः परास्वादनरसिकत्वेनात्मानं धन्यं मन्यमानाः, वस्तुधर्मे થીરતાન્યા: “પૂર્વ” પ્રવુરા મવત્તિ સT ‘પૂતા' ઉપાધિના “પેક્ષા અa" अनङ्गीकारयोग्या एव । अथवा तदुपेक्षा एव, न हि एषा पूर्णता, किन्तु पूर्णतात्वेन उपेक्षते आरोप्यते इत्यर्थः ।
ધન-ધાન્ય-પરિવાર-વસ્ત્ર-અલંકાર-ઘર-હાટ વગેરે પદ્ગલિક પદાર્થો અને અન્ય જીવાદિ પરપદાર્થોની પ્રાપ્તિ થવાથી કૃપણ એટલે કે લોભી મનુષ્યો અર્થાત્ આત્મીય ધર્મની સંપત્તિ વિનાના ભોગી જીવો પરપદાર્થના ઉપભોગમાં જ રસિક હોવાથી પરપદાર્થની પૂર્ણતાથી પોતાની જાતને ધન્ય ધન્ય માને છે. વાસ્તવિક વસ્તુસ્થિતિ સમજવામાં જેઓ ધીરતા વિનાના અને બુદ્ધિહીન છે તેવા આત્માઓ પરદ્રવ્યના સંયોગ વડે પોતાની જાતને પૂર્ણ માનનારા મૂઢ જીવો ઘણા ઘણા હોય છે. પરંતુ ખરેખર તે પૂર્ણતા પરપદાર્થના સંયોગાત્મક હોવાથી
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૪ પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર ઉપાધિજન્ય છે. આત્માની પોતાની આ પૂર્ણતા નથી. વિનાશી પદાર્થોનો યોગ હોવાથી આ પૂર્ણતા ગમે ત્યારે વિનાશ પામનારી છે, દુઃખ આપનારી છે. તેને મેળવવામાં, સાચવવામાં અને વિયોગકાલમાં દુઃખ જ આપનારી છે તેથી ઉપેક્ષાયોગ્ય જ છે. અનંગીકાર કરવા યોગ્ય જ છે. સ્વીકાર કરવા યોગ્ય નથી. તેમાં રાચવા-માચવા જેવું કંઈ જ નથી. તેનો આનંદ માણવા જેવો નથી.
અથવા આવા પ્રકારની ઉપાધિરૂપ પૂર્ણતા ઉપેક્ષા કરવા યોગ્ય જ છે. એટલે કે ન સ્વીકારવા યોગ્ય જ છે. કારણ કે ખરેખર તો આ પૂર્ણતા જ નથી, પરંતુ પૂર્ણતાપણાનો તેમાં માત્ર આરોપ જ કરાય છે. જેમ પત્થરની ગાય તે વાસ્તવિક ગાય નથી, તેથી દૂધ આપતી નથી. માત્ર આકાર જ ગાયનો હોવાથી ગાય તરીકે આરોપિત કરાય છે. તેમ ધનાદિ પરદ્રવ્યજન્ય પૂર્ણતા એ આત્માનું સહજસ્વરૂપ ન હોવાથી અને અંતે તે પૂર્ણતા નાશવંત હોવાથી ઉપચરિત પૂર્ણતા છે, સ્વાભાવિક અને સહજ એવી તે પૂર્ણતા નથી, સુખદાયી નથી, દુઃખદાયી જ છે.
तथाहि - घटः जलेनापूर्णः बहिः स्निग्धजमलेन पूर्णः केनचिदुच्यते मलपूर्णोऽयं घटः, एषा मलजा (या) पूर्णता, सा किं पूर्णकुम्भत्वावस्थां लभते ? नैवेति । एवमात्मानन्तज्ञानानन्दादिस्वरूपापूर्णस्य कर्मोपाधिजा पूर्णता, सा किं तत्त्वभोगपूर्णैः पूर्णत्वेनाङ्गीक्रियते ? नैवेति, एवं ज्ञात्वा उपेक्षा एव
જેમકે - પાણીથી ન ભરેલો એક ઘટ છે. તેની અંદર પાણી ન ભરેલું હોવાથી અંદરથી તે ખાલી છે. પણ બહારથી ચીકણા-ચીકણા કાદવ વડે ચારે બાજુ લપેટાયેલો છે. ઘટની બહારના ભાગમાં સર્વત્ર કાદવ-મેલ લાગેલો છે. આવા ઘટને જોઈને કોઈક પુરુષ વડે કહેવાયું કે “કાદવ-કીચડાદિ મલથી ભરેલો આ ઘટ છે” આવા પ્રકારની આ ગંદા-મેલા પદાર્થસંબંધી ઘટમાં જે પૂર્ણતા છે તે શું “પૂર્ણકુંભવ”ની અવસ્થાને પામે ખરી? અર્થાત્ ન જ પામે. નવા ઘરના કે નવી દુકાનના વાસ્તામાં તથા શાન્તિસ્નાત્રાદિ મહોત્સવમાં શુકન સ્વરૂપેમાંગલિકસ્વરૂપે જે પૂર્ણકુંભ મુકવામાં આવે છે. ત્યાં શું જલથી અપૂર્ણ અને કાદવથી પૂર્ણ ઘટ મુકાય ? અર્થાત્ ન મુકાય, પરંતુ જેમ જલથી ભરેલો ઘટ “પૂર્ણઘટ” તરીકે મુકાય છે, શોભા પામે છે. મુકનારા જીવો પણ જલપૂર્ણ કુંભ મુકીને અમે મંગલકાર્ય કર્યું એવો આનંદઆનંદ માને છે. તેની સામે મંત્રોચ્ચારાદિ કરી નવસ્મરણાદિ ગણી કુંભસ્થાપના કરી એવો હર્ષ ધારણ કરે છે. તેમ જલથી ખાલી અને બહાર કાદવ-મલથી ભરેલો ઘટ પૂર્ણકુંભપણાની
Page #48
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧
૧૫
અવસ્થા શું પામશે ? તેવો ઘટ શું કોઈ માંગલિક તરીકે ઘર વગેરેના વાસ્તામાં મુકશે ? તેની સામે મંત્રોચ્ચારાદિ કરીને કોઈ કુંભસ્થાપના કરશે ? ન જ કરે. એટલે કે ઘટમાં જલથી પૂર્ણતા એ જ સાચી પૂર્ણતા છે. મલથી પૂર્ણતા એ સાચી પૂર્ણતા નથી.
એ જ પ્રમાણે આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોના આનંદ આદિ આત્મસ્વરૂપથી જે જીવ અપૂર્ણ છે ખાલી છે. એવા જીવને પુણ્યકર્મના ઉદયરૂપ ઉપાધિજન્ય સાંસારિક ભોગોથી જે પૂર્ણતા છે. તે પૂર્ણતા બહારનો મેલ માત્ર હોવાથી, નાશવંત હોવાથી, પરદ્રવ્ય હોવાથી, આત્મસ્વરૂપને ભ્રષ્ટ કરનાર હોવાથી, મોહદશા વધારનાર હોવાથી, રાગાદિ કરાવવા દ્વારા સંસારની વૃદ્ધિનો હેતુ હોવાથી તત્ત્વજ્ઞાનની રસિકતાથી પૂર્ણ સ્વરૂપવાળા મહાત્મા પુરુષો વડે “પૂર્ણતા” તરીકે શું સ્વીકારાય ? અર્થાત્ ન જ સ્વીકારાય. મહાત્મા પુરુષો ચક્રવર્તીની ઋદ્ધિ જેવી ઋદ્ધિને પણ લાત મારીને સન્યાસ સ્વીકારે છે બાહ્ય પૂર્ણતાને પૂર્ણતા કહેતા નથી.
જેમ કાદવ-કીચડાદિ મેલથી ભરેલો ઘટ “પૂર્ણઘટ”ની શોભાને પામતો નથી. માંગલિકાવસરે તેનાથી વ્યવહાર થતો નથી. તેવી જ રીતે પુણ્યકર્મના ઉદય રૂપ ઉપાધિભૂત પૌદ્ગલિક વિભૂતિ વડે પૂર્ણ એવો આ આત્મા પૂર્ણતાની શોભાને પામતો નથી. પૌદ્ગલિક આ વિભૂતિ તો મેલ છે મેલ, કાદવ-કીચડ જ છે. તેથી આવું સમજીને તેની ઉપેક્ષા કરવી એ જ યોગ્ય છે. તેમાં આનંદ માનવો એ ઘોર અજ્ઞાન છે. તેનાથી દૂર રહેવું તેમાં જ આત્માની શોભા છે. દૂર રહેવામાં જ આત્માનું કલ્યાણ છે.
अत एव अनादिस्वरूपभ्रष्टानां परोपाधिजा पूर्णता तन्मयत्वेनाभेदपरिणत्या प्रवर्तमानत्वात्, निर्विकल्पानां तु सम्यग्दर्शनज्ञानचारित्रभेदरत्नत्रयीरूपा पूर्णता स्वाभाविकी अपि अभिनवाभ्यासतः सविकल्पा क्षीयमाणत्वात्, अभेदरत्नत्रयीपरिणतानां स्वाभाविकी पूर्णता निर्विकल्पा भवति, तत्साध्यत्वेन तत्त्वसाधनरसिकता भवितव्यमित्युपदेशः ।
આ કારણથી જ એટલે કે મિથ્યાત્વમોહના ઉદયજન્ય ઘોર અજ્ઞાનદશા હોવાથી અનાદિકાલથી આત્મ-સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા જીવો પરદ્રવ્યસંબંધી વિભૂતિને જ સુખનું સાધન માનીને તેની જ સાથે તન્મય થઈને અભેદ બુદ્ધિપણે પરિણામ પામીને પ્રવર્તતા હોવાથી “આ જ મારું સુખ છે, આ વિભૂતિ જ મને સુખ આપનાર છે” આવી તેની સાથે તન્મયબુદ્ધિ રાખીને પ્રવર્તે છે. તેની જ વૃદ્ધિને ઈચ્છે છે. તેથી તેવા પ્રકારના આત્મસ્વરૂપભ્રષ્ટ જીવોને જ “પોપાધિનન્યા પૂર્ણતા’” એ પૂર્ણતા લાગે છે. તેવા પ્રકારના સાંસારિક સુખો મળવાથી જ પોતાની જાતને હું પૂર્ણ છું, હું સુખી છું, મારે જે પ્રાપ્ત કરવાનું હતું તે મેં પ્રાપ્ત કર્યું,
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૬ પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર આમ માનીને કાદવ-કીચડ રૂપ પરદ્રવ્યજન્ય પૂર્ણતાને જ પૂર્ણતા માની લે છે અને હર્ષિત થઈ મોહદશામાં સમય પસાર કરે છે. અનંત જન્મ-મરણની પરંપરા વધારે છે.
પરંતુ આવા પ્રકારના-મિથ્યાત્વમોહના વિકલ્પો વિનાના જીવો બે પ્રકારના હોય છે. ચોથાથી બારમા ગુણઠાણા સુધીના જીવો અને તેરમા-ચૌદમાં ગુણઠાણાવાળા તથા સિદ્ધપરમાત્માના જીવો. ચોથાથી બારમા ગુણઠાણા સુધીના જે જીવો છે તે ભેદરત્નત્રયી વાળા છે. સાધકાવસ્થાવાળા છે. સવિકલ્પદશા વાળા છે અને તેરમા-ચૌદમાં ગુણઠાણાવાળા જીવો તથા સિદ્ધપરમાત્માના જીવો અભેદરત્નત્રયીવાળા છે, સિદ્ધાવસ્થાવાળા છે અને નિર્વિકલ્પદશાવાળા છે. આ સર્વે જીવો મિથ્યાત્વમોહના ઉદય વિનાના છે તેથી પરદ્રવ્યને પરદ્રવ્ય સમજી તેની પૂર્ણતાને ઉપાધિજન્ય-પૂર્ણતા માની ત્યજે છે. તેનાથી દૂર રહે છે. સ્વગુણોની પૂર્ણતાને જ સાચી પૂર્ણતા માને છે. તેને જ પ્રાપ્ત કરવા પ્રથમ કક્ષાના જીવો (ચોથાથી બારમા ગુણસ્થાનક વાળા જીવો) પ્રયત્ન કરે છે. તે જીવોને તે જ સાધ્ય હોય છે. તે સ્વગુણની પૂર્ણતાને પ્રાપ્ત કરવા જ મનમાં વિકલ્પો કરે છે. તેથી સવિકલ્પાવસ્થાવાળા હોય છે અને બીજી કક્ષાના જીવો (તેરમા-ચૌદમા વાળા અને સિદ્ધના જીવો) સ્વગુણોની પૂર્ણતાને પામી ચૂક્યા હોય છે. માટે પ્રાપ્ત કરવાના વિકલ્પો હોતા નથી. તેથી નિર્વિકલ્પાવસ્થાવાળા કહેવાય છે. પ્રાપ્ત થયેલા ગુણોમાં અભેદભાવ રમણતા કરનારા હોય છે. તેથી તે જીવોને અભેદ રત્નત્રયીવાળા કહેવાય છે.
પંક્તિઓનો અર્થ આ પ્રમાણે છે - સ્વરૂપભ્રષ્ટ આત્માઓને પરોપાધિજન્ય પૂર્ણતા હોય છે. પરંતુ મિથ્યાત્વમોહના વિકલ્પો વિનાના જીવોમાં ચારથી બાર ગુણઠાણાવાળા આત્મદશાના સાધક એવા આત્માઓને ક્ષાયોપથમિક ભાવના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રાત્મક આ ત્રણ ગુણો કે જે દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય એમ ભિન્ન ભિન્ન કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તે ભેદ રત્નત્રયી સ્વરૂપ જે પૂર્ણતા છે. તે આત્માની ગુણાત્મક સ્વાભાવિક પૂર્ણતા છે. તેમાં પરદ્રવ્યનો લેશમાત્ર અંશ નથી માટે પરોપાધિજન્ય પૂર્ણતા નથી, સ્વાભાવિક આત્મધનની પૂર્ણતા છે. તો પણ લાયોપથમિક ભાવની આ પૂર્ણતા હોવાથી તેને પ્રગટ કરવા નવો નવો અભ્યાસ કરવાનો હોવાથી “આવું ધર્મકાર્ય કરું તો ગુણ પ્રગટ થશે કે બીજું ધર્મકાર્ય કરું તો ગુણ પ્રગટ થશે” આવા માનસિક સાધકદશાના વિકલ્પોવાળી દશા હોવાથી સવિકલ્પક પૂર્ણતા છે અને તે પણ યોગસંન્યાસ દશાવાળો સામર્થ્યયોગ પ્રગટે ત્યારે ક્ષાયિકભાવ આવવાથી ક્ષાયોપથમિક ભાવની આ પૂર્ણતા ક્ષય થતી હોવાથી નિર્વિકલ્પ અભેદરત્નત્રયીરૂપ પૂર્ણતા આપીને વિરામ પામનારી આ પૂર્ણતા
Page #50
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧
૧૭ છે અને તે ચારથી બાર ગુણઠાણાવાળા આત્મતત્ત્વની સાધનાના વિકલ્પવાળા જીવોને સવિકલ્પક પૂર્ણતા હોય છે.
ધીરે ધીરે ક્ષયોપશમભાવના ગુણો ક્ષય થતાં અને ક્ષાયિકભાવના ગુણો પ્રગટ થતાં તેરમા-ચૌદમા ગુણઠાણે તથા સિદ્ધ પરમાત્માઓને ગુણોની સિદ્ધદશા પ્રગટ થવાથી સાધકદશા ન હોવાથી તેમનો આત્મા જ રત્નત્રયીસ્વરૂપ બનવાથી અભેદભાવે રત્નત્રયી સ્વરૂપે પરિણામ પામેલા નિર્વિકલ્પક એવા આત્માઓને પોતાના સ્વભાવભૂત નિર્વિકલ્પક અવસ્થાવાળી પોતાના ગુણોની જ પૂર્ણતા પ્રગટ થાય છે.
૧. મિથ્યાત્વી જીવોને મોહબ્ધ હોવાથી પરોપાધિજન્ય પૂર્ણતા દેખાય છે. ૨. સમ્યગ્દષ્ટિ છદ્મસ્થ જીવોને ભેદરત્નત્રયી રૂપ સવિકલ્પક પૂર્ણતા હોય છે. ૩. કેવલી પરમાત્માના જીવોને અભેદરત્નત્રયી રૂપ નિર્વિકલ્પક પૂર્ણતા હોય છે.
ઉપર પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાથી નિર્વિકલ્પક અભેદરત્નત્રયી રૂપ પૂર્ણતા એ સાધ્ય છે. તેને સાધવા માટે તે નિર્વિકલ્પક પૂર્ણતાના સાધનરૂપે રહેલી ભેદરત્નત્રયી રૂપ સવિકલ્પક પૂર્ણતાના રસિક બનવું જોઈએ. ક્ષાયોપથમિક ભાવના ગુણોમાં રસિક બનીએ તો કાલાન્તરે ક્ષાયિકભાવની અભેદરત્નત્રયીરૂપ સ્વાભાવિક આત્મગુણોની પરિપૂર્ણ પૂર્ણતા પ્રગટ થાય છે. જે અનંત સુખાત્મક છે, ક્યારેય પણ નાશ પામનારી નથી, પરાધીન નથી. આમ ગુરુજીનો ઉપદેશ છે.
मनीषिणां-पण्डितानां शुद्धश्रद्धानभासनपूर्वकतत्त्वरमणानुगवीर्यप्रवृत्तिमतां “પૂનર્વસુથા” તથા નિધા છર્મવતિ / પૂU:-અન્યૂન:, એ માનઃ પૂનઃ , पूर्णानन्द एव सुधा पूर्णानन्दसुधा, तया स्निग्धा दृष्टिः पूर्णानन्दसुधास्निग्धा एषा भवतीति सम्बन्धः । स्वरूपस्वाभाविकपूर्णात्मीयात्यन्तिकैकान्तिकनिर्द्वन्द्वानन्दसुधास्निग्धा दृष्टिः तत्त्वज्ञानवतां भवति । तत्त्वज्ञानिनः स्वरूपानन्दपूर्णतामेव पूर्णत्वेन मन्यन्ते इति । न तत्र पौद्गलिकपूर्णता-सङ्कल्पः, उपाधित्वेन निर्धारात् ॥५॥
શુદ્ધ એવી ક્ષાયિકભાવની (કર્મોના સર્વથા ક્ષયથી થયેલી) શ્રદ્ધા અને શુદ્ધ જ્ઞાનપૂર્વક આત્મતત્ત્વની રમણતામાં જ વીર્યની પ્રવૃત્તિ કરનારા મનીષી (પંડિત-જ્ઞાની) પુરુષોની દૃષ્ટિ, આત્માના અનંતગુણોની રમણતા સ્વરૂપ સ્વાભાવિક પૂર્ણતાના આનંદ રૂપી જે અમૃત, તેના વડે સિંચાયેલી હોય છે. એટલે કે પૂર્ણાનન્દરૂપી અમૃતથી સિંચાયેલી સ્નેહાળ બનેલી દૃષ્ટિ તત્ત્વજ્ઞાનીઓની હોય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૮ પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર પૂર્ણ એટલે જરા પણ ન્યૂન નહીં એવો જે આનન્દ અર્થાત્ પરમાનન્દ-પૂર્ણાનન્દ, તે પરમાનન્દ એ જ અમૃત, એટલે કે પૂર્ણાનદ સુધા, તેવા અમૃત વડે સિંચાયેલી જે દૃષ્ટિ તે પૂર્ણાનન્દસુધાસ્નિગ્ધા. એવા પ્રકારની નિર્દોષ, અત્યન્ત શુદ્ધ, સ્વગુણરમણતાના આનંદવાળી આ દૃષ્ટિ મહાત્મા પુરુષોની હોય છે. જેમ ભોગી જીવોની દૃષ્ટિ, પુણ્યોદયથી પ્રાપ્ત થયેલાં પદ્ગલિક સુખો કે જે પરોપાધિજન્ય છે, બન્ધનરૂપ છે, પરાધીન છે, નવાં નવાં કર્મ બંધાવનાર છે તેમાં જ લયલીન હોય છે.
તેવી જ રીતે તત્ત્વજ્ઞાનવાળા મનીષી પુરુષોની દૃષ્ટિ આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક ગુણો સંબંધી જે સ્વાભાવિક પૂર્ણતા છે તેમાં જ વાસ્તવિક આત્યન્તિક-એકાન્તિક નિર્બન્દુ આનન્દ માણવા રૂપ જે અમૃત છે તેવા અમૃતથી સિંચાયેલી હોય છે, જે આનંદ પરાધીન નથી પણ પોતાના ગુણોનો જ આનંદ છે માટે વાસ્તવિક છે તે આત્મીય છે, પરિપૂર્ણ આનંદ છે. “જરા પણ ન્યૂન નથી તે આત્યન્તિક”, “ક્યારે ય જવાનો નથી સદાકાલ આ આનંદ રહેવાનો જ છે તે ઐકાન્તિક” અને “જે આનંદમાં શોક-અરતિ, ઉદ્વેગાદિ કલુષિત ભાવો નથી તે નિર્દૂ આનંદ કહેવાય છે.” આવા પ્રકારના આ અદ્ભુત આનંદરૂપી અમૃતથી સિંચાયેલી દૃષ્ટિ મહાત્મા પુરુષોની હોય છે.
ભોગી જીવો ભોગ-સુખની સામગ્રીની પ્રાપ્તિને જ પૂર્ણતા માને છે પણ તે ભ્રામક છે. જ્યારે તત્ત્વજ્ઞાની આત્માઓ સ્વરૂપના આનંદની પૂર્ણતાને જ પૂર્ણતા તરીકે સ્વીકારે છે. આવી દૃષ્ટિ જ્યારે થાય છે ત્યારે ત્યાં પૌદ્ગલિક-પૂર્ણતાનો અંશમાત્રથી વિચાર પણ આવતો નથી. કારણ કે પદ્ગલિક પૂર્ણતા એ ઉપાધિભૂત છે, પરાધીન છે, દુઃખદાયી છે, નાશવંત છે. મોહ કરાવવા દ્વારા સંસારવર્ધક છે. આવો પાકો નિર્ણય મહાત્મા-પુરુષોના હૃદયમાં થયેલો છે. માટે તે મહાત્માઓ ત્યાં દષ્ટિપાત પણ કરતા નથી. તેઓની દૃષ્ટિ ત્યાં જતી જ નથી. પૌદ્ગલિક સુખને મોટું બંધન માને છે. આપણા
अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । पूर्णानन्दस्वभावोऽयं जगदद्भुतदायकः ॥६॥
ગાથાર્થ - પૌલિક ભાવો વડે જે અપૂર્ણ હોય છે તે જ આત્માના ગુણોની પૂર્ણતાને પામે છે અને પદ્ગલિક ભાવો વડે પૂર્ણ થતો આત્મા આત્મિક ગુણો વડે હાનિ પામે છે. પૂર્ણાનંદનો આ સ્વભાવ જગતને આશ્ચર્ય પમાડનારો છે. દી
ટીકા :- અપૂof: કૃતિ - ઃ ચાર/પરિજીત્યા સવનપુત્રપરિત્યાત્રિઃ પુઃ
Page #52
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ “મપૂof:”સાધવપુ: “પૂઈતા” તિ-" પ્રાનોતિ તુ=પુનઃ પૂર્યમાળ: પુસૈં, हीयते पूर्णानन्देन, पुद्गलैः पूर्यमाणस्य आत्मानन्दो हीयते एव । अयं ज्ञानगोचरीभूतः पूर्णानन्दस्वभावः जगदद्भुतदायकः अस्ति इति । पूर्णानन्दस्वभावस्येयमद्भुततापरसङ्गत्यागे वृद्धिः, परभावपूरणे हानिः ।
જે આત્મા અંતરંગ વૈરાગ્ય અને ત્યાગની પરિણતિપૂર્વક પુલાત્મક પરદ્રવ્યોના બંધનોનો સર્વથા પરિત્યાગ કરવાની અતિશય રુચિવાળો છે. તે આત્મા જેમ જેમ પુદ્ગલો વડે અપૂર્ણ બને છે (જુગલોના બંધન અને પૌદ્ગલિક સુખોની વાસના છોડીને ત્યાગી બને છે) તેમ તેમ બંધનો અને બંધનોની સારસંભાળની ચિંતાથી મુક્ત થતાં સાધક દશા વૃદ્ધિ પામતાં આત્માના ગુણો વડે પૂર્ણતાને પામે છે. બાહ્ય ભાવોની ચિંતાથી અને મોહથી મુક્ત બનેલો આ સાધક આત્મા આન્તરિક ગુણોની સારી રીતે સાધના કરી શકે છે. માટે જ બાહ્ય ભાવોથી હીન આત્મા આન્તરિક ગુણોની વૃદ્ધિવાળો બને છે. પરંતુ બાહ્ય એવા પુદ્ગલના પદાર્થો વડે અને તેવા તેવા પ્રકારના પૌદ્ગલિક સુખો વડે પૂર્ણ બનતો જતો એવો તે આત્મા (પરદ્રવ્યોના બંધનોમાં ઝકડાવાના કારણે) આત્મગુણોની સાધના અને તેના સંબંધી પરમ આનંદ પામવાની બાબતમાં હાનિ પામે છે. સારાંશ કે પુદ્ગલોના બંધનો વડે પૂરાતા (ઝકડાતા, બંધનોમાં ફસાતા) એવા તે આત્માનો આત્મિક ગુણોનો પરમાનન્દ હાનિ પામે છે.
આ પૂર્ણાનન્દસ્વભાવ જ્ઞાનાદિ આત્મિક ગુણોની રમણતા રૂપ અનુભવના વિષયવાળો છે અને તે જગતને આશ્ચર્ય ઉત્પન કરનારો છે. કારણ કે જગતમાં ગાડી, વાડી અને લાડીનાં પૌદ્ગલિક સુખો જેમ જેમ વધે છે તેમ તેમ સંસારમાં વિકાસ કર્યો, આગળ વધ્યો, વૃદ્ધિ પામ્યો, ઘણી સિદ્ધિ મેળવી આમ કહેવાય છે અને હાલ જે વાત ચાલે છે તે તેનાથી સર્વથા ઉલટી છે. આ પૂર્ણાનન્દસ્વભાવની આવા પ્રકારની અદ્ભુતતા છે કે પરદ્રવ્યના સંગનો જેમ જેમ ત્યાગ થાય તેમ તેમ પૂર્ણાનંદ વૃદ્ધિ પામે છે અને પરદ્રવ્યોના સંગાત્મક પરભાવદશા જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ પૂર્ણાનન્દસ્વભાવ હાનિ પામે છે. પરનો સંગ ઘટે તો પૂર્ણાનન્દ વૃદ્ધિ પામે અને પરનો સંગ વધે તો પૂર્ણાનન્દ હાનિ પામે. આવો પૂર્ણાનન્દનો સ્વભાવ છે. જે સંસાર-રસિક જીવોને ન સમજાય તેવો છે.
अत्र भावना-आत्मनः सकलस्वरूपाविर्भावानुभावोत्पन्नानन्दः, जगति-लोके अनादिप्रवृत्तिप्रवृत्ते पुद्गलानन्दभोक्तरि विस्मयरूपः । शुद्धतत्त्वपूर्णानां तु स्वरूपत्वाद् न विस्मयः । अत एव पूर्णानन्दसाधनभूते विशुद्धसम्यग्रत्नत्रयसाधने यत्नो विधेय રૃતિ દા
Page #53
--------------------------------------------------------------------------
________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર ભાવાર્થ આ પ્રમાણે છે - આત્માને પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થવાથી તેના અનુભવ દ્વારા ઉત્પન્ન થયેલો જે પરમ આનંદ છે તે આનંદ આ સંસારમાં અનાદિકાળથી મોહાત્મક પ્રવૃત્તિમાં પ્રવર્તેલા અને પુદ્ગલસુખમાં જ આનંદને ભોગવનારા એવા સંસારી જીવમાં આશ્ચર્ય કરનારો છે. કારણ કે આવા પ્રકારના સંસારી જીવે મોહાત્મક પુદ્ગલસુખને જ સુખ માન્યું છે. આત્માના ગુણોની રમણતાનું સુખ જોયું નથી, માણ્યું નથી. તેથી તે જીવને આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે. પરંતુ શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપથી પૂર્ણ બનેલા મહાત્માઓને તો આ જ વાસ્તવિક પોતાનું સ્વરૂપ હોવાથી અલ્પ પણ આશ્ચર્ય થતું નથી. ઉલટું આત્મામાં પોતાના અનંત ગુણોને અનુભવવા સ્વરૂપ સ્વાધીન અને નિરુપાધિક સુખ હોવા છતાં સંસારી જીવો પરાધીન, દુઃખદાયી, સોપાયિક અને અનંત જન્મ-મરણની પરંપરા વધારનારા એવા પદ્ગલિક સુખમાં જે મગ્ન છે તે જોઈને તેઓને આશ્ચર્ય થાય છે. અને ભૂલા પડેલા સંસારી જીવો ઉપર ભાવકરુણા ઉપજે છે.
આ કારણથી જ આત્માના ગુણોના આવિર્ભાવરૂપ પૂર્ણાનંદનું મુક્ત અવસ્થામાં જે સુખ છે તેના સાધનભૂત એવા નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ અનંત સુખદાયી એવી રત્નત્રયીની સાધનામાં જ સાધક જીવે પ્રયત્ન કરવો ઉચિત છે. આ સાધનામાં જ માનવજીવનની સાચી સાર્થકતા છે. (૬)
परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः । स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ॥७॥
ગાથાર્થ -પરદ્રવ્યમાં પોતાનાપણું માનવાથી ઉન્માદવાળા બનેલા રાજાઓ પણ સદા પોતાનામાં ન્યૂનતા જ જોનારા હોય છે અને પોતાના આત્મગુણોમાં જ પોતાનાપણું માનવાથી અનંત સુખથી પૂર્ણ ભરેલા એવા મુનિને પોતાનામાં ઈન્દ્રથી પણ ન્યૂનતા જણાતી નથી. (અર્થાત્ ઈન્દ્ર કરતાં પણ અધિક સુખ દેખાય છે.) Iછા
ટીકા - પરસ્વત્વેતિ-પજે-પ૨વસ્તુનિ હિમવનવિભાવપરિત સ્વસ્થ ભાવ: स्वत्वम्, परस्मिन् स्वत्वं परस्वत्वम्, तेन कृत उन्माथ उन्मादः-व्याकुलत्वं येषां ते परस्वत्वकृतोन्माथाः, एवम्भूता भूनाथा:-पृथ्वीशा अपि न्यूनतेक्षिणः-न्यूनतादर्शनशीलाः, यतः परसम्पद्रक्तानां चिन्तामण्यनन्तकोटिप्राप्तावपि न तृप्तिः, तृष्णाया अनन्तगुणत्वात् सदैवापूर्णत्वात् न्यूनतामेव पश्यन्ति, तृष्णाया विभावत्वात् परित्यागे (ાવ) મુરબ્રમ્ |
Page #54
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ પોતાના આત્મા સિવાયના સર્વે આત્માઓ (કુટુંબનાં સર્વે પાત્રો, સ્નેહીઓ અને મિત્રાદિ સર્વે જીવો) તથા સર્વે પણ પુદ્ગલદ્રવ્યો એ આ વિવક્ષિત જીવને પરદ્રવ્ય અર્થાત્ પરવસ્તુ કહેવાય છે. તે પાત્રોનો અને ધનાદિ પુદ્ગલદ્રવ્યોનો પુણ્યોદયથી સંગ થાય છે. પરંતુ આ જીવ પૂર્વબદ્ધ મોહનીય કર્મના ઉદયથી તે દ્રવ્યોની સાથે રાગાદિ ભાવો દ્વારા અંગાંગીભાવને પામે છે (મારાપણાની મમતાથી જોડાય છે.) આમ આ જીવ વિભાવદશામાં પરિણામ પામે છે. સ્વસ્થ માવા-સ્વ મારાપણું-હુંપણું-મમતા જે થાય છે તેને “વૃત્વ” કહેવાય છે.
પર એવાં જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યોનો પુણ્યોદયથી સંગ થયે છતે તેની સાથે થયેલો જે અંગાંગીભાવ (એકમેકતા-તલ્લીનતા), તેનાથી વિભાવપરિણતિ ઉત્પન્ન થયે છતે તે પરદ્રવ્યમાં મારાપણાની જે બુદ્ધિ થાય છે તેને “પરે સ્વત્વમ્' = પરસ્વત્વ, પરસ્વત્વ કહેવાય છે. ધન-ધાન્ય-ઘર-હાટ-કુટુંબપરિવાર-સ્નેહીઓ અને મિત્રો ઈત્યાદિ પરપદાર્થોની પ્રાપ્તિ થયે છતે તેને મારું મારું માનીને તેના દ્વારા થયો છે ઉન્માદ એટલે આકુળ-વ્યાકુલતા જેને એવા જે ભોગી જીવો છે તે પરદ્રવ્યોની પ્રાપ્તિ વડે અભિમાની બનેલા પોતાની જાતને સુખી સુખી માનનારા, દુનિયાને દબાવનારા આવા જીવો રાજા બન્યા હોય તો પણ પોતાનામાં ન્યૂનતાને જ જોનારા છે. હજુ મારે આ નથી, હજુ મારે પેલું નથી એમ નથી નથી અને નથીને જ જોનારા પ્રતિદિન અધિક અધિક મેળવવા માટે અઢારે પાપસ્થાનક સેવનારા હોય છે જે મળ્યું છે તેનો સંતોષ હોતો નથી, પરંતુ જે નથી મળ્યું તેનો અસંતોષ અને ઉગ જ ઘણો હોય છે. અને આકુલ-વ્યાકુલતા તથા તે મેળવવાની લાલસા જ ઘણી હોય છે. તેથી જ લખપતિ જીવ કરોડપતિથી પોતાનામાં ન્યૂનતા દેખે છે. કરોડપતિ જીવ અબજોપતિથી પોતાનામાં ન્યૂનતા દેખે છે. રાજાદિ ચક્રવર્તી કરતાં પોતાનામાં ન્યૂનતા દેખે છે. આમ આ જીવો પરદ્રવ્યને મેળવવામાં જ આકુળ-વ્યાકુલ થયા છતા પોતાનું સમસ્ત જીવન માનસિક દુઃખમય પસાર કરે છે અને બીજાનું અધિક ધન-સુખ આદિ જોઈને સદા બળ્યા જ કરે છે. ઈર્ષાની આગથી બળતા જ રહે છે. ઈર્ષ્યા, અદેખાઈ, ચિંતા અને અસંતોષ આદિથી દુઃખી જ દુઃખી રહે છે.
કારણ કે પરદ્રવ્યને પોતાની સંપત્તિ માનીને તેમાં જ રક્ત બનેલા પુલાનંદી-ભોગી જીવોને ચિંતામણિરત્ન તુલ્ય અપાર કરોડો વસ્તુઓની પ્રાપ્તિ થાય, છતાં પણ તૃપ્તિ થતી નથી (સંતોષ થતો નથી). મોહાધીન જીવમાં રહેલી તૃષ્ણા ઈન્દ્રનથી આગ વધે તેમ “નાદે નોદ પવફા” આવી શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે અનંતગુણી વધે છે. તેથી સદાકાલ અપૂર્ણ જ રહે છે. માટે પોતાને પોતાની લક્ષ્મીની ન્યૂનતા જ દેખાય છે. આ સંસારમાં સર્વે જીવોને લક્ષ્મી બીજાની જ વધારે દેખાય છે અને સરસ્વતી પોતાની જ વધારે દેખાય છે” આ જ
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૨ પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર મોટી ભ્રમબુદ્ધિ છે. તૃષ્ણા (એટલે પરદ્રવ્યને પ્રાપ્ત કરવાની મહેચ્છા) એ વિભાવદશા હોવાથી તેના ત્યાગમાં જ પરમસુખ છે. જેમ જેને ભૂત વળગેલું હોય છે તે ભૂતના કારણે દુઃખી હોય છે અને ભૂત નીકળ્યા પછી સુખી થાય છે. તેમ આ પરદ્રવ્યનો સંગ એ જીવને વળગેલું એક પ્રકારનું મહાભૂત છે. તેથી જ પરદ્રવ્યની મમતાવાળા જીવો પોતાને ન્યૂન ચૂન દેખીને સદા આકુળ-વ્યાકુલ, દુઃખી, ચિંતાતુર અને અનેક પ્રકારની ઉપાધિઓવાળા બને છે. જ્યારે આ પરદ્રવ્યોની મમતા ત્યજે છે ત્યારે જ સાચું સુખ પ્રાપ્ત થાય છે.
स्वशब्देन आत्मा, तत्रैव स्वत्वं स्वस्वत्वम्, तदुत्पन्नसुखम्- आत्मस्वभावनिर्धारभासनरमणानुभवरूपं सुखम्, तेन पूर्णस्य मुनेः "हरेरपि"-इन्द्रादपि “न न्यूनता" । यत इन्द्रादीनां शुभाध्यवसायनिबद्धपुण्यविपाकभोगिनां आत्मगुणानुभवशून्यानां दीनत्वमेव विलोक्यते तत्त्वरसिकैः । स्वरूपसुखलेशोऽपि जीवनं परमामृतम्, पुण्योदयोद्भवसुखकोटिरपि स्वगुणावरणत्वेन महदुःखम् । अहह ! बन्धसत्तातोऽपि उदयकालः दारुणः, येनात्मनो (पुण्योदयकालः) गुणावरणता । अतः स्वरूपसुखे રુચિ: વેર્યા
ઉત્તરાર્ધમાં લખેલા સ્વ શબ્દથી આત્મા અર્થ કરવો. તે આત્મામાં જ મારાપણું જે કરવું તેને સ્વસ્વત્વ કહેવાય છે. આત્માના ગુણોને “આ જ મારું સાચું ધન છે.” આમ માનવાથી ઉત્પન્ન થયેલું જે સુખ એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવની જ શ્રદ્ધા કરવી, જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેમાં જ રમણતાનો અનુભવ કરવો આવા પ્રકારનું જે સુખ છે તેવા પ્રકારના આત્મિકગુણોની રમણતાના સુખથી ભરપૂર ભરેલા એવા મુનિને (આત્માર્થી જીવને) ઈન્દ્ર થકી પણ કંઈ ન્યૂનતા નથી. કારણ કે પૂર્વ ભવમાં શુભ અધ્યવસાયથી બાંધેલા પૂણ્યકર્મના વિપાકોદયને ભોગવનારા અને આત્માના નિર્મળ ગુણોની રમણતાના અનુભવથી સર્વથા શૂન્ય એવા ભોગી ઈન્દ્ર' વગેરે મહાસુખી જીવોમાં પૌલિક ભાવોમાં જ સુખબુદ્ધિ સ્થિર થયેલી હોવાથી તેવા જીવોમાં તત્ત્વરસિક મહાત્માઓ વડે દીનતા જ દેખાય છે. એકબીજાનું રાજ્ય પડાવી લેવા લડાઈ કરે છે. એક-બીજાની સ્ત્રીઓમાં મોહિત થઈને અપહરણ કરે છે. આ બધું શું છે ? પરધન અને પરસ્ત્રીની લુંટાલુંટ એ ભોગસુખો માટેની દીનતા જ છે. સામાન્ય રાજા હોય, ચક્રવર્તી રાજા હોય કે ઈન્દ્ર હોય પણ આ સર્વે પરપદાર્થોમાં સુખબુદ્ધિવાળા હોવાથી કડવાશ-વેરઝેર-લુંટાલુંટ અને યુદ્ધાદિ કરી સતત કલુષિત ચિત્તવાળા, દીનતાવાળા તથા વૈરાયમાણસ્વભાવવાળા વર્તે છે. કષાયોથી ભરેલા જ રહે છે. ૧. અહીં ઈન્દ્રો સમ્યગ્દષ્ટિ હોવાથી પૌલિક સુખની અતિશય આસક્તિવાળા હોતા નથી. પરંતુ
અવિરતિ હોવાથી ટીકાકારશ્રીએ ઈન્દ્રનો ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧
૨૩ જ્યારે આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક ગુણોના અનુભવ રૂપ સુખનો ભલે લેશ જ માત્ર હોય તો પણ તે પરમ અમૃતમય જીવન છે. કારણ કે જ્યાં આવી વિભાવદશા-કાષાયિકવૃત્તિઓ નથી, સ્થિર દરીયાતુલ્ય શુદ્ધ મનોવૃત્તિ હોય છે. જ્યારે પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલું પૌલિક સુખ ઘણું ઘણું હોય તો પણ તે સુખ રાગાદિ કષાયો કરાવનાર છે. તેનાથી આત્માના શુદ્ધ ગુણોનું આવરણ જ થાય છે. માટે મહાદુઃખમય છે. જેમ કોઈ એક સત્તાધીશ મનુષ્ય બીજા મનુષ્યને સારું સારું ખાવા-પીવાનું આપે, રહેવા સારું મકાન આપે, સુખસગવડતા આપે પણ તેના પરિવાર સાથે (પત્ની અને બાળકો સાથે) મળવા ન દે. તેના પોતાના પરિવારથી સદા દૂર જ રાખે, તો તે બહારનું સુખ પણ દુઃખ જ છે. તેમ આ ભૌતિક સુખ પણ મોહ કરાવવા દ્વારા સ્વગુણોનું આવારક છે. એટલે કે સ્વગુણોની પ્રાપ્તિથી દૂર જ રાખે છે. માટે મહાન દુઃખરૂપ છે.
અહો આશ્ચર્ય સાથે દુઃખની વાત છે કે બંધાયેલું પુણ્ય) કર્મ અને સત્તામાં રહેલું પુણ્યકર્મ આત્માના ગુણોનું એવું આવારક નથી, પરંતુ વિપાકોદયમાં આવેલું પુણ્યકર્મ (રાગાદિ કષાયો કરાવવા દ્વારા) આત્માના નિર્મળ ગુણોનું આચ્છાદન કરીને આ આત્માને મૂઢ (ગાંડો) બનાવી દે છે. આ કારણે જ બંધકાલ અને સત્તાકાલ કરતાં ઉદયકાલ અતિશય (દારુણ) ભયંકર છે. જેના વડે આત્માના ગુણોનું વર્તમાનકાલે આવરણ કરાય છે. તેથી હે આત્માનું! તારે આત્માના સ્વરૂપના સુખમાં જ પ્રીતિ-વિશ્વાસ કરવા જેવાં છે. પદ્ગલિક સુખોનો અનુભવ આ જીવને અંધ કરનાર છે. સ્વગુણોની સંસ્મરણતા અને રમણતા એ આ આત્માને સતત જાગૃત રાખનાર છે. ૭l
कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदञ्चति । द्योतते' सकलाध्यक्षा, पूर्णानन्दविधोः कला ॥८॥
ગાથાર્થ - કૃષ્ણપક્ષ ક્ષીણ થયે છતે અને શુક્લપક્ષ શરૂ થયે છતે આત્મગુણોના પૂર્ણાનન્દરૂપી ચંદ્રમાની કલા સર્વ જનને પ્રત્યક્ષ એવી પ્રકાશિત થાય છે. Iટા
ટીકા - Mો પક્ષે રૂતિ-કૃષ્ણ પક્ષે પરિક્ષી-ક્ષક્ષ્ય પ્રાપ્ત, ગુવન્ને પક્ષે समुदञ्चति-उदयं प्राप्ते सति "सकलाध्यक्षा"-सकलजनप्रत्यक्षा विधो:-चन्द्रस्य कला द्योतते इति लोकप्रवृत्तिः । एवं कृष्ण पक्षे अर्धपुद्गलाधिकसंसाररूपे क्षीणे सति,
૧. દ્યોતને સત્નાધ્યક્ષા , પૂનવિધો: સ્ના: આમ પ્રસિદ્ધપાઠ બહુવચનવાળો છે. પણ ટીકાકારશ્રીએ
મૂલમાં તથા ટીકામાં સર્વત્ર એકવચન કર્યું છે. એટલે અમે પણ એકવચન વાળો જ પાઠ રાખેલ છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૪
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર
शुक्लपक्षे अर्धपुद्गलाभ्यन्तरसंसाररूपे प्रवर्तमाने सति, पूर्णानन्दः - आत्मा, स एव विधुश्चन्द्रस्तस्य कला स्वरूपानुयायिचैतन्यपर्यायप्राग्भावरूपा द्योतते शोभते इत्यर्थः ।
કૃષ્ણપક્ષ (દરેક મહીનાનો અંધારીયો પક્ષ-વદી પક્ષ) ક્ષય થયે છતે અને શુક્લપક્ષ (અજવાળીયાનો પક્ષ-સુદી પક્ષ) ઉદયમાં આવ્યે છતે ચંદ્રમાની કલા વધારેને વધારે પ્રકાશિત થતી જાય છે. આ વાત સર્વે મનુષ્યોને પ્રત્યક્ષ છે, અનુભવસિદ્ધ છે. આવા પ્રકારનો લોકવ્યવહાર છે. તેમાં કંઈ કહેવું પડે કે સમજાવવું પડે તેમ નથી.
એવી જ રીતે અર્ધપુદ્ગલપરાવર્તનથી અધિક સંસારના હોવારૂપ કૃષ્ણપક્ષ ક્ષીણ થયે છતે અને અર્ધપુદ્ગલ પરાવર્તનની અંદર (તેનાથી ન્યૂન) સંસારના હોવા રૂપ શુક્લ પક્ષનો ઉદય થયે છતે પૂર્ણાનન્દમય જે આ આત્મા છે તે જ જાણે ચંદ્રમા હોય તેમ તેની આત્મસ્વરૂપને અનુસરનારી ચૈતન્યપર્યાયની પ્રગટતા થવારૂપ કલા વધારે ને વધારે પ્રકાશિત થાય છે. આ જીવનો મોક્ષે જવાનો અર્ધપુદ્ગલપરાવર્તનથી વધારે કાલ બાકી હોય (અર્થાત્ મોક્ષપ્રાપ્તિ દૂર દૂર કાલે થવાની હોય) ત્યારે કૃષ્ણપક્ષ કહેવાય છે અને આ જીવનો મોક્ષે જવાનો કાલ જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તનની અંદરનો હોય છે. તેનાથી ન્યૂન હોય છે ત્યારે શુક્લપક્ષ કહેવાય છે.
જ્યારે કૃષ્ણપક્ષકાલ હોય ત્યારે મોક્ષ દૂરકાલે થવાનો હોવાથી આત્માનું ચેતનાવીર્ય ભોગ તરફ-પુદ્ગલના સુખો તરફ, તેમાં જ સુખબુદ્ધિ કરીને પ્રવર્તનારું હોય છે અને જ્યારે શુક્લપક્ષકાલ આવે છે ત્યારે મોક્ષ નિકટકાલમાં જ થવાનો હોવાથી આત્માનું ચેતનાવીર્ય ભોગસુખો તરફ ઉદાસીન થાય છે અને આત્માના સ્વરૂપને અનુભવવામાં જ આનંદ માનનારા એવા ચેતનાવીર્યનો પ્રાદુર્ભાવ થાય છે. આત્માની ચૈતન્યશક્તિ અને વીર્યશક્તિ સ્વગુણોની રમણતાના આનંદ તરફ વળે છે. ચાલતાં ચાલતાં ગામની ભાગોળ આવે ત્યારે ગમે તેવા થાકેલાના પણ પગ જોરથી ઉપડે છે તેમ અહીં સમજવું. દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાલ બાકી રહેવા રૂપ શુક્લપક્ષ આવે ત્યારે આત્માની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. ભોગસુખોને બદલે આત્મગુણોની રમણતાના સુખ તરફ આ આત્મા દોટ મુકે છે.
शुक्लपक्षे प्राप्ते आत्मनि चेतनापर्यायः शोभते, कृष्णपक्षे हि अनादिक्षयोपशमीभूत-चेतनावीर्यादिपरिणामः मिथ्यात्वासंयमैकत्वेन संसारहेतुत्वात् न शोभत इत्यर्थः । अस्य हि आत्मनः स्वरूपसाधनावस्था एव प्रशस्या । कृष्णपक्षशुक्लपक्षलक्षणं तु
Page #58
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧
૨૫ આ આત્માનો જ્યારે શુક્લપક્ષ શરૂ થાય છે ત્યારે સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિઅનંતાનુબંધી કષાયની વિસંયોજના અને શ્રેણી ઈત્યાદિ આરોહણભાવોનો યોગ સંભવતો હોવાથી અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય ઈત્યાદિ કર્મબંધના હેતુભૂત કલુષિત ભાવોની હાનિ થતી જતી હોવાથી “ચેતનાપર્યાય” (જ્ઞાનપર્યાય) અને વીર્યપર્યાય (ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવા રૂપ ક્રિયાપર્યાય) અતિશય શોભા પામે છે. જ્યારે કૃષ્ણપક્ષ હતો ત્યારે અનાદિકાળથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમભૂત ચેતના પર્યાય અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમભત વિર્યપર્યાય મિથ્યાત્વ અને અવિરતિભાવની સાથે એકમેક હોવાથી સંસારનો હેતુ બનતો હતો. પ્રગટ થયેલી સમસ્ત બુદ્ધિ અને મન-વચન-કાયાની સમસ્ત પ્રવૃત્તિ મિથ્યાત્વવાળી, અવિરતિ ભાવવાળી અને કાષાયિક ભાવવાળી હતી. તેથી નિરન્તર કર્મબંધનું જ અને તેનાથી સંસારવૃદ્ધિનું જ કારણ બનતી હતી. તેથી તેવો ચેતના પર્યાય (બુદ્ધિ) અને વીર્યપર્યાય (પ્રવૃત્તિ) શોભા પામતા ન હતા. આત્માને સુખનો હેતુ ન હતો, પણ દુઃખનો જ હેતુ હતો. માટે આ આત્માની આત્મસ્વરૂપને સાધી આપે એવી સાધનાત્મકાવસ્થા (સાધકાવસ્થા) જ પ્રશંસનીય ગણાય. પણ કર્મબંધ કરાવે-સંસારમાં રઝળાવે એવી બાધકાવસ્થા શોભા ન પામે. કૃષ્ણપક્ષમાં બાધકાવસ્થા અને શુક્લપક્ષમાં સાધકાવસ્થા હોય છે. કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે -
जेसिमवड्डपुग्गलपरिअट्टो सेसओ य संसारो । ते सुक्कपक्खिया खलु, अवरे पुण किण्हपक्खीया ॥७२॥
(શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા-૭૨) जो किरियावाई सो, भव्वो णियमा (य) सुक्कपक्खीओ । अंतो पुग्गलपरिअट्टस्स, उ सिज्झइ नियमा ।
इति दशाश्रुतस्कन्धचूर्णी (षष्ठी दशा अक्रियावादिस्वरूपम् ) જે આત્માઓનો સંસાર અપાઈપુદ્ગલપરાવર્તન માત્ર જ શેષ હોય છે. તે જીવો અવશ્ય શુક્લપાક્ષિક કહેવાય છે અને બાકીના જીવો (કે જેઓનો સંસાર અપાઈપુગલ પરાવર્તનથી અધિક હોય છે તે જીવો) નિયમાં કૃષ્ણપાક્ષિક હોય છે.
જે ક્રિયાવાદી જીવો છે તે નિયમા ભવ્ય અને નિયમાં શુક્લપાક્ષિક હોય છે અને અર્ધપુદ્ગલપરાવર્તનકાલમાં નિયમા સિદ્ધિપદને પામનારા હોય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહ્યું છે કે –
Page #59
--------------------------------------------------------------------------
________________
પૂર્ણાષ્ટક – ૧
જ્ઞાનસાર
जो अकिरियावादी सो भवितो अभविउ वा नियमा किण्हपक्खीओ । किरियावादी णियमा भव्वओ णियमा सुक्कपक्खीओ अंतोपुग्गलपरियट्टस्स नियमा सिज्झिहित्ति सम्मदिट्ठी वा मिच्छदिट्ठी होज्ज ।
૨૬
અક્રિયાવાદી છે તે ભવ્ય પણ હોય અથવા અભવ્ય પણ હોય, પરંતુ નિયમા કૃષ્ણપાક્ષિક જ હોય (અર્ધપુદ્ગલપરાવર્તનથી વધારે સંસારવાળા જ હોય) તથા જે ક્રિયાવાદી જીવો છે તે જીવો નિયમા ભવ્ય જ હોય, નિયમા શુક્લપાક્ષિક જ હોય અને અર્ધપુદ્ગલ પરાવર્તનની અંદર જ નિયમા સિદ્ધિપદ પ્રાપ્ત કરનાર હોય છે. ભલે તે સમ્યગ્દષ્ટિ પણ હોય અથવા મિથ્યાર્દષ્ટિ પણ હોય. એટલે શુક્લપક્ષમાં વર્તતા જીવની આધ્યાત્મિક કલા વૃદ્ધિ પામે છે.
पूर्ण इति गुणत्वात् गुणिनमन्तरेण न भवति पूर्णत्वम्, वस्तुनि स्वरूपसिद्धौ भवति । तत्र नामपूर्णः "पूर्ण" इति कस्यचित् नाम शब्दालापरूपम् । पूर्णस्य आकार आरोपो वा स्थाप्यते सा स्थापना, पूर्णघटत्वादिरूपा स्थापनापूर्णः । द्रव्यपूर्ण:द्रव्येण पूर्णः धनाढ्यो जलादिपूर्णघटादिर्वा द्रव्यात् पूर्णः स्वकार्यपूर्णः, “अर्थक्रियाकारि द्रव्यम्" इति लक्षणात्, द्रव्येषु पूर्णः धर्मास्तिकायस्कन्धादिः, “अणुवओगो दव्वं" इति वचनात् आगमतो द्रव्यं - पूर्णपदस्यार्थज्ञाता अनुपयुक्तः, नोआगमतः-ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात् त्रिधा, तत्र पूर्णपदज्ञकलेवरं ज्ञशरीरम्, भाविपूर्णपदज्ञाता लघुशिष्यादिः भव्यशरीरम्, तद्व्यतिरिक्तस्तु सत्ता पूर्ण: गुणादिभिः तथापि तत्प्रवृत्तिरहितः कर्मावृतः आत्मा अविवक्षितभावस्वभावः । उक्तं च श्री शान्तिवादिवेतालैः
"नवरं तद्व्यतिरिक्तश्च जीवो द्रव्यजीव उच्यते इति प्रक्रमः, तु- विशेषद्योतकः, स चायं विशेषो यथा न कदाचित्तत्पर्यायवियुक्तं द्रव्यं, तथापि च यदा च तद्वियुक्ततया विवक्ष्यते तदा तद्द्रव्यप्राधान्यतो द्रव्यजीवः (उत्तराध्ययन-अध्ययन उह ).
“પૂર્ણ” પૂર્ણપણું એ પદાર્થનો ગુણવિશેષ છે. એટલે કે પૂર્ણતા એ પદાર્થનો ધર્મ છે. જેમકે આ ઘટ જલથી ભરપૂર ભરેલો છે. ભરેલાપણું-પૂર્ણપણું એ ઘટનો ગુણ થયો અર્થાત્ ધર્મ થયો. અને જે ગુણ હોય છે તે ગુણી વિના સંભવતો જ નથી. તેથી પૂર્ણત્વ એ ગુણ હોવાથી સ્વરૂપથી સિદ્ધ એવી વસ્તુ સત્ હોય તો જ તેમાં પૂર્ણત્વ સંભવી શકે. (એટલે કે વસ્તુ પોતે વાસ્તવિકપણે આ સંસારમાં સત્ હોય તો જ તેવી) વસ્તુ હોતે છતે પૂર્ણતા
Page #60
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧
૨૭ નામનો ગુણ તેમાં સંભવી શકે છે. માટે જીવ નામનો પદાર્થ પણ સત્ છે અને તે પોતાના ગુણોથી પૂર્ણ પણ છે. હવે આ પૂર્ણતા ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે -
કોઈક વ્યક્તિનું “પૂ” આવું નામ રાખવામાં આવે એટલે કે કોઈ વ્યક્તિને ઉદ્દેશીને “આ પૂર્ણ છે” આ પ્રકારના શબ્દોના આલાપથી બોલાવાય, ત્યારે તે “નામથી પૂર્ણ” કહેવાય છે. પૂર્ણ એવી વસ્તુનો જે આકાર તે, અથવા પૂર્ણપણે જેની કલ્પના કરાય (આરોપ-ઉપચાર કરાય) તે સ્થાપના પૂર્ણ કહેવાય છે. જેમકે પૂર્ણ ઘટાદિ રૂપે સ્થાપના કરાય તે કુંભસ્થાપનાદિ.
“દ્રવ્યપૂuf” ના જુદા જુદા અર્થો થાય છે. તૃતીયા તપુરુષ સમાસ કરીએ તો દ્રવ્ય વડે જે પૂર્ણ તે દ્રવ્યપૂર્ણ - જેમકે ધન વડે પૂર્ણ એવો ધનાઢ્ય ચૈત્ર-મૈત્રાદિ, અથવા જલ વડે અને ઘી વડે ભરેલો ઘટાદિ. હવે પંચમી સમાસ કરીએ તો “વ્યાત્ પૂU:” દ્રવ્યથી પૂર્ણ એટલે કે સાંસારિક પોતાનાં બધાં કાર્યો જેનાં પૂર્ણ થઈ ગયાં છે (સર્વે જવાબદારીઓ જેની પૂર્ણ થઈ ગઈ છે, નિવૃત્ત જીવન જેનું છે) તે દ્રવ્યપૂર્ણ કહેવાય છે. કારણ કે “અર્થક્રિયા કરવી તે દ્રવ્યનું લક્ષણ છે.” જેણે પોતાની બધી અર્થક્રિયા કરી લીધી છે તેથી તે દ્રવ્યથી પૂર્ણ કહેવાય છે. “બૈજુ પૂઈf:” આમ જ્યારે સપ્તમી સમાસ કરીએ ત્યારે છ દ્રવ્યોમાં જે પૂર્ણ દ્રવ્ય છે અર્થાત્ અખંડ દ્રવ્ય છે, જેના ખંડ-ખંડ થતા નથી એવો ધર્માસ્તિકાયનો જે સ્કંધ છે તે. આદિ શબ્દથી અધર્માસ્તિકાયનો જે સ્કંધ, આકાશાસ્તિકાયનો જે સ્કંધ તે દ્રવ્યપૂર્ણ કહેવાય છે. જે દ્રવ્ય જેવું છે તેવું જ પૂર્ણપણે રહે છે. પરંતુ પુગલદ્રવ્યની જેમ ખંડ ખંડ થતું નથી. પૂર્ણપણે છે તે દ્રવ્યપૂર્ણ અને પૂર્ણપણે જે રહે તે પણ દ્રવ્યપૂર્ણ.
અથવા “અનુપયોગો દ્રવ્ય” ઉપયોગશૂન્ય જે હોય તેને પણ દ્રવ્ય કહેવાય છે. જેમ ઉપયોગ વિના કરાયેલી ધર્મક્રિયાને દ્રવ્યક્રિયા કહેવાય છે, તેમ “પૂર્ણ” કોને કહેવાય? તે પૂર્ણપદના અર્થને સારી રીતે જે આત્મા જાણતો હોય, પરંતુ તેની પ્રરૂપણા કરતી વખતે ઉપયોગ ન હોય અર્થાતુ અનુપયોગી જે વક્તા તે આગમથી દ્રવ્યપૂર્ણ. નોઆગમથી દ્રવ્યપૂર્ણના ત્રણ ભેદ છે - ૧. જ્ઞશરીર, ૨. ભવ્યશરીર અને ૩. તવ્યતિરિક્ત. ત્યાં જેણે પૂર્ણપદનો અર્થ પૂર્વકાલમાં બરાબર જાણ્યો હતો પરંતુ હાલ અવસાન (મૃત્યુ) પામ્યા છે તેવા જીવનું મૃતક શરીર (ફ્લેવર). તે શરીરગત જીવે પૂર્વે જાણ્યું હતું માટે જ્ઞશરીર, તથા હાલ જે બાલશિષ્ય-નાના મુનિ છે પણ ભાવિમાં જે પૂર્ણપદના અર્થને ભણશે-જાણશે, ભાવિમાં જાણવાને યોગ્ય છે તે લઘુશિષ્યાદિ (બાલમુનિ આદિ) ભવ્યશરીર.
તથા સત્તાથી જે આત્મા સિદ્ધની સમાન અનંતગુણો આદિ વડે પૂર્ણ છે. તો પણ કર્મોથી આવૃત્ત એવો તે આત્મા હાલ અનંતગુણોની પ્રવૃત્તિ કરી શકતો નથી, તે ગુણોની
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૮ પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર પ્રવૃત્તિ વિનાનો છે તેથી જ જેમાં અનંતગુણો હોવા છતાં પણ કાર્ય ન કરતા હોવાથી, નથી વિવક્ષા કરાઈ આવા પ્રકારની ભાવસ્વભાવની જેની એવો જે નિગોદાદિમાં રહેલો સંસારી આત્મા તે તદુવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય કહેવાય છે. શ્રી વાદિવેતાલ એવા શાન્તિચંદ્રસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનના ૩૬માં અધ્યયનની ટીકામાં કહ્યું છે કે -
તે તે ગુણો અને પર્યાયોથી વ્યતિરિક્ત એવો જે જીવ તે તદુવ્યતિરિક્ત દ્રવ્યજીવ કહેવાય છે. આવા પ્રકારની અહીં નીતિ-રીતિ છે. અહીં જે તુ શબ્દ (ઉત્તરાધ્યયનની મૂલગાથામાં) લખવામાં આવ્યો છે. તે વિશેષતાનો સૂચક છે, તે વિશેષતા આ પ્રમાણે છે કે - કોઈપણ દ્રવ્ય ક્યારે પણ પોતપોતાના તે તે ગુણ-પર્યાયોથી રહિત હોતું જ નથી. તો પણ તે તે ગુણ-પર્યાયોથી રહિતપણે જ્યારે દ્રવ્યમાત્રની વિચારણા કરાય છે ત્યારે દ્રવ્યની જ પ્રધાનતા હોવાથી તેને દ્રવ્યજીવ કહેવાય છે. જેમકે અમદાવાદમાં પચાસ લાખ મનુષ્યો હાલ વસે છે. અહીં મનુષ્યમાત્રની જ ગણતરી કરી, કોઈ ઉચ્ચ જાતિના અને કોઈ નીચ જાતિના છે, કોઈ બાલ-યુવાન આદિ પર્યાયવાળા છે, કોઈ ઓછું-વધારે જ્ઞાન ધરાવે છે, કોઈ શારીરિક કાળા-ગોરા આદિ ભિન્ન ભિન્ન ગુણો ધરાવે છે. પરંતુ તે તે ગુણો અને પર્યાયોની વિવક્ષા ન કરતાં “જીવો આટલા છે” આવી જે વિવક્ષા કરાય છે તેને તદુવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યપૂર્ણ સમજાવીને હવે ભાવપૂર્ણ સમજાવે છે.
भावपूर्णः आगमतः पूर्णपदार्थज्ञः समस्तोपयोगी । नोआगमतः ज्ञानादिगुणपूर्णाः, सङ्ग्रहेण सर्वे जीवाः, नैगमेनासन्नसिद्धिमन्तो भव्याः पूर्णानन्दाभिलाषिणः, व्यवहारतः अभ्यासवन्तः, ऋजुसूत्रेण तद्विकल्पवन्तः, शब्दनयेन सम्यग्दर्शनादिसाधकगुणानन्दपूर्णाः, समभिरूढेन अर्हदाचार्योपाध्यायसाधवः स्वस्वभावसुखास्वादनेन भवोद्विग्नत्वात्, एवम्भूततः सिद्धाः अनन्तगुणानन्दाव्याबाधानन्दपूर्णत्वात् ।
ભાવપૂર્ણના બે ભેદ છે – આગમથી અને નોઆગમથી. જે આત્મા પૂર્ણપદના અર્થના જાણકાર છે અને સમસ્તપણે તેમાં ઉપયોગવાળા છે, પ્રરૂપણા કરતાં તેના યથાર્થ ઉપયોગવાળા છે. તે આગમથી ભાવપૂર્ણ કહેવાય છે. હવે નોઆગમથી ભાવપૂર્ણ જ્ઞાનાદિ આત્મગુણો વડે જે પરિપૂર્ણ છે તે કહેવાય છે. તેને બરાબર સમજવા માટે સાત નયોથી વિચારવામાં આવે છે -
(૧) નગમનયથી - દેશોનાધપુગલપરાવર્તન જેટલા નિકટના કાલમાં જ સિદ્ધિ પામવાવાળા પૂર્ણાનન્દસ્વરૂપની પ્રાપ્તિના અભિલાષી એવા ભવ્યજીવો, કારણ કે નૈગમનય
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૯
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ કાર્યના કંઈક દૂર એવા કારણમાં પણ કાર્યનો આરોપ કરીને કાર્ય સ્વીકારનાર છે. જેમ તૃણમાં પણ ઘીની શક્તિ છે. તો જ કાલે કાલે ઘી પ્રગટ થાય છે. તેમ અર્ધપુદ્ગલપરાવર્તનમાં આવેલો જીવ જ કાલે કાલે સિદ્ધિપદની પ્રાપ્તિરૂપ કાર્યને કરનારો છે.
(૨) સંગ્રહનયથી - સર્વે જીવો પૂર્ણ છે કારણ કે સંગ્રહનય સદંશગ્રાહી છે અને નિગોદ-નરક આદિ સમસ્ત જીવોમાં સિદ્ધપરમાત્માની સમાન અનંત અનંત ગુણોની પૂર્ણતા સત્તાથી રહેલી છે. માટે સર્વે પણ જીવો સંગ્રહનયથી પૂર્ણ છે.
(૩) વ્યવહારનયથી - સિદ્ધપદમાં રહેલ ગુણોની પૂર્ણતાને પ્રાપ્ત કરવાના અભ્યાસવાળો (ટેવ પાડતો) જીવ, જેમકે દેશવિરત-સર્વવિરત-ત્યાગ-તપ આદિ કરવા દ્વારા અભ્યાસવાળો-પ્રવૃત્તિશીલ જે જીવ તે પૂર્ણ. સાધક અવસ્થાવાળો આત્મા.
(૪) ઋજુસુત્રનયથી - પૂર્ણાનન્દ પ્રાપ્ત કરવાની માનસિક તનાવાળો જીવ, પૂર્ણસ્વરૂપના આનંદની પ્રાપ્તિના વિકલ્પવાળો જે જીવ તે પૂર્ણ કહેવાય છે. ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે અને હાલ વર્તમાનકાળે જેને આવી પૂર્ણતા પ્રાપ્ત કરવાના મનોરથ જાગ્યા છે, ભોગદૃષ્ટિ દૂર થઈ છે અને તે પૂર્ણાનંદને મેળવવા સતત પ્રયત્નશીલ છે. તેને પૂર્ણ કહેવાય છે.
(૫) શબ્દનયથી - સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર આદિ સાધક-આત્માના જે ગુણો છે તેના આનંદથી પૂર્ણ હોય તેને પૂર્ણ કહેવાય છે. કારણ કે માત્ર વિકલ્પ હોય પણ પ્રવૃત્તિ ન હોય તો શું કામનું? તેથી આ નય વિકલ્પની સાથે પ્રવૃત્તિ હોવી જોઈએ તો જ તે સાચી પૂર્ણતા છે આમ સમજીને આત્મા પોતે તેવા પ્રકારની પૂર્ણતાના આનંદનો અનુભવી થાય તે પૂર્ણ કહેવાય છે.
(૬) સમભિરૂઢનયથી - પંચપરમેષ્ઠિમાંથી સિદ્ધપરમાત્મા વિના બાકીના અરિહંત પરમાત્મા-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ આ ચારે પદે બીરાજમાન મહાત્મા-પુરુષો પોતાના આત્મસ્વભાવના વાસ્તવિક સુખનો અંશે અંશે આસ્વાદન કરનારા હોવાથી અને સાંસારિક ભાવોથી ઉદ્વેગ પામેલા હોવાથી આંશિક તે પર્યાયમાં પ્રવર્તનારા છે માટે પૂર્ણ કહેવાય છે.
(૭) એવંભૂતનયથી - કોઈપણ જાતનું પ્રતિબંધકતત્ત્વભૂત કર્મ જેને બાકી નથી, સર્વથા નિરાવરણ થયેલા અને સંપૂર્ણપણે અનંતગુણોના આનંદથી તથા અવ્યાબાધ સુખના આનંદથી જેઓ પૂર્ણ છે એવા સિદ્ધપરમાત્માઓ પૂર્ણ કહેવાય છે. આ પ્રમાણે નોઆગમથી ભાવપૂર્ણતા સાત નો વડે સમજાવી છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર अत्र हि - भावनिक्षेपः साध्यः, ततः एवम्भूतः पूर्णानन्दः साधनत्वेन गृहीतः इति । शुद्धसिद्धामलानन्ताकृत्रिमस्वरूपसकलस्वभावाविर्भावानुभवस्वरूपः पूर्णानन्दः साध्यः । साधना तु या सम्यग्रत्नत्रयाभ्यासवत्त्वेनात्मगुणास्वादानन्दतया परिणमय्य पूर्णानन्दसाधना विधेया । इति व्याख्यातं पूर्णाष्टकम् ।
ઉપર કહેલા ચાર નિપામાંથી ચોથા નિક્ષેપાવાળી ભાવપૂર્ણતા જ પ્રાપ્ત કરવા લાયક છે. કારણ કે તે જ પૂર્ણતા આત્માનું શુદ્ધ, નિર્મળ અને વાસ્તવિક સ્વરૂપ છે. સ્વાધીન અને અનંતકાલ રહેનારું સ્વરૂપ છે માટે ભાવપૂર્ણતા જ સાધ્ય છે. તેથી એવંભૂતનયને માન્ય સિદ્ધાવસ્થાવાળી જે આત્મિકગુણોના પરમ આનંદરૂપ પૂર્ણતા છે. તે જ સાધવાલાયક તરીકે = સાધ્ય તરીકે સ્વીકારાઈ છે. સારાંશ કે શુદ્ધ-સિદ્ધ-નિર્મળ-અનંત-અકૃત્રિમ (વાસ્તવિક) આત્મસ્વરૂપમય સકલગુણાત્મક આત્મસ્વભાવનો આવિર્ભાવ થવો અને તેનો અનુભવ કરવો આ પ્રમાણે અનુભવાતો જે સાચો પરમ આનંદ છે તે જ સાધ્ય છે તે જ મેળવવા જેવો છે.
ઉપરોક્ત સાથે પ્રાપ્ત કરવા માટે તેની પૂર્વભૂમિકારૂપે ચારથી ચૌદ ગુણસ્થાનકોમાં આરોહણ કરવા સ્વરૂપ સમ્યગુ એવી રત્નત્રયીના નિરંતર અભ્યાસવાળા બનવા દ્વારા આત્માના ગુણોનું આસ્વાદન કરવા સ્વરૂપ આનંદ રૂપે પરિણામ પમાડીને આરાધનાના કાલમાં જે પૂર્ણાનન્દ માણવો તે પૂર્વકાલીન (આરાધનામય અને સાધનામય) જે ભૂમિકા છે તે પૂર્વભૂમિકા રૂપે સાધનરૂપ ભૂમિકા સમજવી અને પરિપૂર્ણપણે પ્રગટ કરેલા ગુણોનો આનંદ માણવો તે સાધ્યરૂપ ભૂમિકા સમજવી.
છે
પ્રથમ પૂર્ણાષ્ટક સમાપ્ત
.
Page #64
--------------------------------------------------------------------------
________________
॥ અથ દ્વિતીયં મનાષ્ટમ્ ॥
अथ मग्नाष्टकं वितन्यते तत्र नामस्थापने सुगमे, द्रव्येण धनमदिरापानादिना मग्नः, द्रव्यात्-धनकाञ्चनाद् मग्नः, द्रव्ये शरीरादौ मग्नः । अथवा द्रव्यरूपो मग्नो द्विधा-आगमतो मग्नपदार्थज्ञाता अनुपयुक्तः, नोआगमतो ज्ञशरीरभव्यशरीरे पूर्ववत्, तद्व्यतिरिक्तस्तु मूढः शून्यः जडः । भावमग्नो द्विविधः, अशुद्धः शुद्धश्चेति । तत्र अशुद्धः क्रोधादिमग्नः विभावभावितात्मा, शुद्धो द्विविधः, साधकः सिद्धश्चेति ।
હવે મગ્નાષ્ટક કહેવાય છે. ત્યાં સૌ પ્રથમ મગ્નતા ઉપર ચાર નિક્ષેપા સમજાવાય છે (૧) કોઈનું પણ “મગ્ન” એવું નામ કરવું તે નામમગ્ન, (૨) કોઈપણ વિષયમાં મગ્ન (ઓતપ્રોત) થયેલાનું ચિત્ર દોરવું અથવા તેવી મૂર્તિ બનાવવી તે સ્થાપનામગ્ન. આ બન્ને નિક્ષેપા સુગમ છે. (૩) દ્રવ્યમગ્નમાં જેમ જેમ સમાસ બદલીએ તેમ તેમ અર્થ બદલાય છે. દ્રવ્યેળ મન: આમ તૃતીયા તત્પુરુષ સમાસ કરીએ ત્યારે ધન વડે અથવા મદિરાપાનાદિ વડે જે મગ્ન તે દ્રવ્યમગ્ન કહેવાય છે. દ્રવ્યાત્ મન: = આમ પંચમી તત્પુરુષ સમાસ કરીએ ત્યારે ધનાદિથી અથવા કંચનાદિથી જે મગ્ન તે દ્રવ્યમગ્ન કહેવાય છે. દ્રવ્યે મનઃ = આમ સપ્તમી તત્પુરુષ સમાસ કરીએ ત્યારે શરીરાદિ દ્રવ્યમાં જે મગ્ન તે દ્રવ્યમગ્ન કહેવાય છે. સારાંશ કે ધન-કંચન-કામિની અને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં જે રસિક હોય, તેની જ જેને તાલાવેલી લાગી હોય તે દ્રવ્યમગ્ન કહેવાય છે.
અથવા આ દ્રવ્યમગ્ન બે પ્રકારનો છે. (૧) આગમથી અને (૨) નોઆગમથી. ત્યાં “મગ્ન” પદના અર્થનો જે જાણકાર હોય. પરંતુ તેનું વ્યાખ્યાન કરતી વેળાએ ઉપયોગશૂન્ય હોય તે આગમથી દ્રવ્યમગ્ન કહેવાય છે. જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ નથી માટે દ્રવ્યથી તે મગ્ન કહેવાય છે. નોઆગમથી દ્રવ્યમગ્નના ત્રણ ભેદ છે. (૧) જ્ઞશરીર અને (૨) ભવ્યશરીર આ બે ભેદ પૂર્વની જેમ (પૂર્ણતાષ્ટકમાં કહ્યા તેમ) સમજવા, જેણે મગ્નતા પદનો અર્થ બરાબર જાણ્યો છે તેવા આત્માનું મૃત્યુ પામ્યા બાદ ક્લેવર (શરીરમાત્ર) તે જ્ઞશરીર અને જે ભાવિમાં મગ્નતાનો અર્થ જાણશે એવા બાલ-શિષ્યાદિ (નવદીક્ષિત સાધુ આદિ) તે ભવ્યશરીર. હવે ત્રીજો જે ભેદ છે તે મોહાન્ધ એવો જે મૂઢ જીવ, પૂર્વાપરની વિચારણાશક્તિ વિનાનો જે શૂન્ય જીવ, અલ્પચેતનાવાળો જડ જેવો જે જીવ તે દ્રવ્યથી તત્ત્પત્તિરિત નામનો ત્રીજો ભેદ કહેવાય છે. કારણ કે જે મોહકપદાર્થમાં મગ્ન છે અથવા અજ્ઞાનમાં જ મસ્ત છે તે જીવ પોતાના આત્માનો ઉપકાર પ્રાપ્ત કરનાર નથી માટે દ્રવ્યથી મગ્ન કહેવાય છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૨
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
હવે ભાવમગ્ન બે પ્રકારનો છે (૧) અશુદ્ધ અને (૨) શુદ્ધ. ત્યાં ક્રોધ-માન-માયાલોભાદિ અશુભ ભાવોમાં જે મગ્ન, એટલે કે વિભાવદશાથી વ્યાપ્ત એવો જે આત્મા તે અશુદ્ધ ભાવમગ્ન સમજવો. શુદ્ધ ભાવમગ્ન બે પ્રકારનો છે (૧) સાધક અને (૨) સિદ્ધ. તે બન્નેનું સ્વરૂપ હવે નયોથી સમજાવે છે.
મગ્ન
નામ
સ્થાપના
દ્રવ્ય
ભાવ
આગમ
નોઆગમ
અશુદ્ધ
શુદ્ધ
શરીર ભવ્યશરીર તવ્યતિરિક્ત સાધક સિદ્ધ तत्र साधको वस्तुस्वरूपाभिमुखः, आद्यनयचतुष्टये तु निरनुष्ठानदग्धादिदोषवर्जित-विध्युपेतद्रव्यसाधनप्रवृत्तिपरिणतः वस्तुस्वरूपसाधनरुचिमतो (रुचिमान्) भवति । शब्दादिनयमग्नस्तु सम्यग्दर्शनज्ञानचारित्राद्यात्मसमाधिमग्नः, सिद्धमग्नः सम्पूर्णवस्तुस्वरूपे निरावरणे मग्नः निष्पन्नः । अत्र हि गुणस्थानादिविशुद्धस्वरूपानन्दमग्नत्वमीक्ष्यते । तत्र मग्नत्वलक्षणं वदन्नाह -
વસ્તુના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તેને અભિમુખ થયેલ આત્મા, (આત્માના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા તેના ઉપાયોમાં પ્રવર્તતો આત્મા) તે સાધકભાવમગ્ન કહેવાય છે. અહીં આ વિષયમાં સાત નયોથી વિચારણા કરાય છે. નૈગમાદિ પ્રથમના ચાર નયો દ્રવ્યગ્રાહી હોવાથી સ્થૂલનયો છે અને શબ્દાદિ પાછળના ત્રણ નયો પર્યાયગ્રાહી હોવાથી સૂક્ષ્મનયો કહેવાય છે. ત્યાં નિરનુષ્ઠાન અને દગ્ધ અનુષ્ઠાન આદિ દોષોથી રહિતપણે તથા વિધિસહિત દ્રવ્યક્રિયા કરવાની પ્રવૃત્તિથી પરિણત થયેલો એવો જે આત્મા વસ્તુના શુદ્ધ સ્વરૂપને સાધવાની રુચિવાળો હોય છે તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ સાધકભાવમગ્ન કહેવાય છે અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રાત્મક ગુણમય આત્મસમાધિમાં જે મગ્ન બને છે તે શબ્દાદિ પાછલા ત્રણે નયોની અપેક્ષાએ સાધક ભાવમગ્ન કહેવાય છે. સાધકભાવમગ્નમાં ૧. ઉપયોગ રહિત સમૂર્ણિમાની પ્રવૃત્તિ તુલ્ય જે ક્રિયા તે નિરનુષ્ઠાન. ૨. આ લોકના સુખની ઈચ્છાથી જે ક્રિયા કરાય તે વિષાનુષ્ઠાન અને પરલોકના સુખની ઈચ્છાથી જે
અનુષ્ઠાન કરાય તે ગરાનુષ્ઠાન. આ બન્ને અનુષ્ઠાનોને દગ્ધાનુષ્ઠાન કહેવાય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
છે
જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨
૩૩ સાત નય જણાવવામાં આવ્યા છે. જેમ મુંબઈ જવાની ઈચ્છાવાળો પુરુષ અમદાવાદથી ટ્રેનમાં બેસે ત્યારથી મુંબઈ પહોંચવા રૂપ વસ્તુસ્વરૂપને અભિમુખ હોવાથી મુંબઈનો સાધક કહેવાય છે. પણ નડિયાદ કરતાં વડોદરા પહોંચેલો, વડોદરા કરતાં ભરૂચ પહોંચેલો અને ભરૂચ કરતાં સુરત પહોંચેલો અધિક અધિક સાધક કહેવાય છે. તેમ અહીં સાધ્યસ્વરૂપની અભિમુખતાને ધ્યાનમાં રાખીને સાધક મગ્નદશા ઉપર નયો લગાડાય છે. (૧) નિગમનય - ઓલ્વે ઓથે - કંઈક કંઈક દ્રવ્યથી ધર્મક્રિયામાં પ્રવર્તે છે. (૨) સંગ્રહનય - આત્મામાં વસ્તુસ્વરૂપને સાધવાની રુચિવાળો હોય તે. (૩) વ્યવહારનય - રુચિવાળો થઈને નિરનુષ્ઠાન-દષ્પદોષાદિ દોષરહિતપણે પ્રવર્તે છે. (૪) ઋજુસૂત્રનય - રુચિવાળો થઈને દોષરહિતપણે વિધિયુક્ત જે અનુષ્ઠાન કરે તે. (૫) શબ્દનય - ક્ષાયોપશમિકભાવની રત્નત્રયીની સાધનામાં મગ્ન.
સમભિરૂઢનય - ક્ષાયિકભાવની રત્નત્રયીની સાધનાવાળી સયોગી અવસ્થા. (૭) એવંભૂતનય - ક્ષાયિકભાવની રત્નત્રયીની સાધનાવાળી અયોગી અવસ્થા.
હવે “સિદ્ધમગ્ન” કોને કહેવાય ? તે સમજાવે છે કે - સર્વથા આવરણ રહિત થયેલા અને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક વસ્તુસ્વરૂપમાં સંપૂર્ણપણે મગ્ન થયેલા આત્મા કે જે મુક્તિગતાત્મા છે તે સિદ્ધમગ્ન કહેવાય છે. જેને કંઈ સાધવાનું બાકી નથી તે સિદ્ધ મગ્ન જાણવા. અહીં નામમગ્ન-સ્થાપનામગ્ન કે દ્રવ્યમગ્નની આવશ્યકતા નથી. પરંતુ અપુનર્બન્ધકથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં આરોહણ કરતાં કરતાં વિશુદ્ધ એવા પોતાના આત્મસ્વરૂપને સાધનારી જે મગ્નતા છે તે મગ્નતા જ ઈચ્છાય છે. કારણ કે તે મગ્નતા જ સિદ્ધમગ્નતા અપાવનાર છે. માટે સાધ્યભૂત સિદ્ધમગ્નતાને જે સાધી આપે. સિદ્ધમગ્નતાનું જે કારણ બને, તેને જ સાધકમગ્નતા કહેવાય છે અને તેવી સાધકમગ્નતા જ સમજવાલાયક છે અને પ્રાપ્ત કરવાલાયક છે. તે માટે આવા પ્રકારની આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટેની જે સાધકમગ્નતા છે તેનું લક્ષણ જણાવતાં કહે છે કે -
प्रत्याहृत्येन्द्रियव्यूह, समाधाय मनो निजम् । दधच्चिन्मात्रविश्रान्तिर्मग्न इत्यभिधीयते ॥१॥
ગાથાર્થ :- ઈન્દ્રિયોના સમૂહને વિષયોથી અટકાવીને, પોતાના મનને આત્મભાવમાં સ્થિર કરીને, જ્ઞાનમાત્રમાં જે વિશ્રાન્તિ ધારણ કરવી તેને “મગ્ન” એમ કહેવાય છે. [૧]
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૪
મનાષ્ટક - ૨
ટીકા :- ‘‘પ્રત્યાક્રૃત્યેન્દ્રિય’' કૃતિ-ફન્દ્રિયાળાં સ્પર્શનસનપ્રાળચક્ષુ:શ્રોત્રવાળાÇ, यो व्यूहः समूहस्तं प्रत्याहृत्य - प्रत्याहारं कृत्वा, विषयसञ्चरतो निवार्य,
જ્ઞાનસાર
(प्राणायामः प्राणयमः श्वासप्रश्वासरोधनम् । )
प्रत्याहारस्त्विन्द्रियाणां विषयेभ्यः समाहृतिः ॥ इति वचनात् ॥ (અભિધાન ચિન્તામણિ શ્લોક ૮૩)
निजं स्वीयं मनः - चेतनावीर्यैकत्वविकल्परूपं, समाधाय - समाधौ संस्थाप्य विषयनिरोधं आत्मद्रव्यैकाग्रतारूपं कृत्वा, "
समाधिस्तु तदेवार्थमात्राभासनपूर्वकम् ।
( एवं योगो यमाद्यङ्गैरष्टाभिः सम्मतोऽष्टधा ॥८५॥ )
(અભિધાન ચિન્તામણિ શ્લોક ૮૫) आत्मस्वरूपभासनैकत्वरूपसमाधिः, तत्र मनः कृत्वा चिन्मात्रे ज्ञानमात्रे आत्मनि, मुख्यतो दर्शनज्ञानमय एव आत्मा, “उवउत्तो नाणदंसणगुणेहिं" इति वाक्यात् । ज्ञानस्वरूपे स्वद्रव्ये विश्रान्तिं दधत् " मग्न" इति अभिधीयते - कथ्यते,
વિવેચન :- આપણા શરીરમાં જે એવાં અંગો (અવયવો) છે કે જેનાથી જીવને જ્ઞાન થાય છે તેને ઈન્દ્રિય કહેવાય છે. આવા પ્રકારનાં જ્ઞાનના સાધનભૂત પાંચ અંગો છે. (૧) સ્પર્શન (ચામડી), (૨) રસન (જીભ), (૩) ઘ્રાણ (નાક), (૪) ચક્ષુ (નેત્ર), (૫) શ્રોત્ર (કાન). આવા પ્રકારની જે પાંચ ઈન્દ્રિયો છે. તેઓનો જે વ્યૂહ એટલે સમૂહ, તેને ઈન્દ્રિયવ્યૂહ કહેવાય છે. તેનો “પ્રત્યાહાર” કરીને એટલે કે વિષયોમાં જતી રોકીને જ્ઞાનાત્મક એવા આત્મસ્વરૂપમાં આત્માનું જે લયલીન થવું, તેને “મગ્ન” કહેવાય છે. “પ્રત્યાહાર” એ યોગના આઠ અંગોમાંનું એક અંગ છે. (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ. યોગનાં આ આઠ અંગો છે શ્રી અભિધાન ચિંતામણિ શ્લોક ૮૩ માં પ્રાણાયામ અને પ્રત્યાહારનો અર્થ આ પ્રમાણે કહેલ છે.
પ્રાણને (મુખ-નાસિકાથી સંચાર કરતા વાયુને) રોકવો તે પ્રાણાયામ, એ જ પ્રમાણે પ્રાણનું (વાયુનું) સંયમન કરવું તે પ્રાણયમ તથા પાંચે ઈન્દ્રિયોની વિષયોથી વ્યાવૃત્તિ કરવી તે પ્રત્યાહાર કહેવાય છે. પાંચે ઈન્દ્રિયો પોતપોતાના વિષયને જાણે-અનુભવે તેને જ્ઞાન કહેવાય છે. પરંતુ જાણીને ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવા દ્વારા જે રાગ-દ્વેષ થાય છે “આ મને ગમે છે અને
Page #68
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨
૩૫ આ મને નથી ગમતું” આવો જે પરિણામ થાય છે. તે મોહ છે. કર્મબંધનું કારણ છે. તેથી વિષયોથી ઈન્દ્રિયોને રોકવી તે મગ્નતાનું પ્રધાનતમ કારણ છે.
તથા ચેતનાગુણ અને વીર્યગુણ આ બન્ને ગુણોની સાથે એકતાના વિચારવિશેષસ્વરૂપ એવા પોતાના મનને સમાધિમાં સ્થાપન કરીને એટલે કે વિષયોનો વિરોધ કરીને આત્મદ્રવ્યના સ્વરૂપચિંતનની સાથે એકાગ્રતા કરવી તે સમાધિ કહેવાય છે. સમાધિ એ પણ યોગના આઠ અંગોમાંનું એક અંગ છે. તેનો અર્થ અભિધાન ચિંતામણિ શ્લોક ૮૫ માં આ પ્રમાણે કહ્યો છે.
જે શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું ધ્યેય છે તે ધેયાત્મક અર્થ માત્રનો જ આભાસ થવો એટલે કે માત્ર આત્મસ્વરૂપની સાથે લયલીનતા કેળવવી તે સમાધિ કહેવાય છે. આ પ્રમાણે યમ-નિયમ વગેરે આઠ અંગો વડે યોગ આઠ પ્રકારનો મનાયેલો છે. તેમાં આત્મસ્વરૂપના જ્ઞાનની સાથે આત્માની એકતા તે સમાધિ કહેવાય છે. તેવા પ્રકારની સમાધિમાં મન સ્થિર કરીને ચેતન્ય સ્વરૂપ એટલે કે જ્ઞાનસ્વરૂપ એવા આત્મામાં વિશ્રાન્તિ (સ્થિરતા) ધારણ કરવી તેને મગ્નતા કહેવાય છે. આત્મામાં અનંત ગુણો હોવા છતાં મુખ્યત્વે દર્શન અને જ્ઞાનગુણ કહેવાય છે. કારણ કે દર્શન અને જ્ઞાનમય આત્મા કહેલો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “3વડો ના વંસUT |દિં” જ્ઞાનગુણ અને દર્શનગુણના ઉપયોગવાળો આ આત્મા છે. સર્વે ગુણોમાં જ્ઞાન અને દર્શન એ ગુણો પ્રધાનતમ છે. અને તે બન્નેમાં જ્ઞાન પ્રધાન છે.
આ પ્રમાણે આ આત્માએ જ્ઞાનસ્વરૂપ આત્મદ્રવ્યમાં સ્થિરતા ધારણ કરવી, તેને મગ્ન કહેવાય છે. જ્ઞાનસ્વરૂપમાં સ્થિરતા ધારણ કરનારને મગ્ન કહેવાય છે.
ટીકા - રૂત્યુનેન મનાવતઃ અર્થ નીવ: પુત્રીનવરિપબ્લિવિપુ मनोज्ञेषु स्वजनादिषु च भ्रमन् विकल्पकोटिकोटिं प्राप्त इष्टान् विषयानिच्छन्ननिष्टान् विषयाननिच्छन् वातोद्भूतशुष्कपलाशवद् भ्रमति ।
स च कदाचित् स्वपरविवेकरूपं भेदज्ञानं प्राप्य अनन्तज्ञानदर्शनानन्दमयं स्वीयं भावं स्वतया निर्धार्य, इदं विषयसङ्गादिकं न मम, नाहमस्य भोक्ता, उपाधिरेव एषः, न हि मम कर्तृत्त्वं भोक्तृत्वं ग्राहकत्वं च परवस्तूनाम्, मया हि स्वरूपभ्रष्टेन इदं विहितम्, साम्प्रतं जिनागमाञ्जनेन जातस्वपरविवेकेन तेषु रमणास्वादनं न युक्तम्, इति विचार्य स्वरूपानन्तस्वभावगुणपर्यायस्याद्वादानन्तात्मनि विश्रान्तिं प्राप्तः, आत्मानमनन्तानन्दसंपन्मयं ज्ञात्वा परमात्मसत्तास्वरूपे मग्नो भवति, स-"मग्नः"
થીયતે રૂતિ શા
Page #69
--------------------------------------------------------------------------
________________
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર
“આત્મસ્વરૂપમાં સ્થિર થવું” તે જ સાચી મગ્નતા છે. આવું યથાર્થ તત્ત્વ જાણવા વડે હવે સમજાય છે કે પદ્ગલિક પદાર્થોમાં ઉત્પન્ન થયેલા મનોજ્ઞ એવા વર્ણ-ગંધ-રસસ્પર્શ અને શબ્દાદિ પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયોમાં અને કુટુંબ-મિત્રવર્ગાદિ સ્વજન વગેરેમાં અનાદિકાલથી ભ્રાન્ત થયેલો (આ મારા છે અને હું તેનો છું આમ મોહજન્ય મારાપણાના પરિણામરૂપ મિથ્યા બુદ્ધિવાળો થયેલો) એવો આ આત્મા અનેક પ્રકારના કોડાકોડી માનસિક વિકલ્પોને કરતો છતો, મનગમતા ઈષ્ટ વિષયોને ઈચ્છતો અને અણગમતા અનિષ્ટ વિષયોને નહીં ઈચ્છતો “વાયુ દ્વારા ઉડાડાયેલા સુકા પાંદડાની જેમ” અનંતાનંત જન્મ-મરણની જંજાળ રૂપ સંસારમાં અહીંથી તહીં ભટકે છે. જેમ વૃક્ષ ઉપરથી ખરેલાં સુકાં પાંદડાં વાયુ દ્વારા અહીં તહીં ઉડાડાય છે. તેમ મોહાધ એવો આ આત્મા અજ્ઞાનદશા અને મોહદશાના કારણે અનંત જન્મ-મરણવાળા સંસારમાં અહીં તહીં ભટકે છે.
તે આત્મા ક્યારેક પોતાનું કલ્યાણ થવાનો કાળ પાકે ત્યારે વિશિષ્ટ ભાગ્યયોગથી એટલે કે તથાભવ્યતા પાકવાથી) સ્વ-પરના વિવેકરૂપ ભેદજ્ઞાનને પ્રાપ્ત કરીને એટલે કે શુદ્ધ અનંત જ્ઞાનાદિ ગુણમય જે સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે, ચમકવાળું પુગલ પદાર્થોનું જે સ્વરૂપ છે તે મારું સ્વરૂપ નથી આવો વિવેક પ્રગટ થવા રૂપ ભેદજ્ઞાન પ્રાપ્ત કરીને અનન્ત જ્ઞાન-દર્શનના આનંદમય પોતાના સ્વરૂપને પોતાનાપણે દેઢ કરીને (બરાબર ઓળખીને) “પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંગ કરવો. તેમાં રચ્યાપચ્યા રહેવું” વગેરે મારું સ્વરૂપ નથી, હું આવા પ્રકારના પરદ્રવ્યના સ્વરૂપનો ભોક્તા નથી, આ પરદ્રવ્યનો સંગ એ તો એક મોટી ઉપાધિ છે. જેમ પારકાની સંપત્તિનો હું કર્તા-ભોક્તા કે ગ્રાહક નથી તેમ આ પણ પરદ્રવ્ય જ છે. મારા આત્માથી ભિન્ન દ્રવ્ય છે તેથી પરવસ્તુઓનું કર્તાપણું-ભોક્તાપણું અને તેને સ્વીકારવા રૂપ ગ્રાહકપણું એ મારું સ્વરૂપ નથી. આત્માના શુદ્ધસ્વરૂપને નહીં જાણતા અને તેથી જ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા એવા મારા વડે “આ ઘર મારું, આ ધન મારું, આ કુટુંબ મારું, હું એનો” આવું માની લેવાયું છે. પરંતુ ખરેખર હું મોહબ્ધ થયો છતો પરપદાર્થમાં મારાપણાની બુદ્ધિથી આસક્ત થયેલો છું. અને આ પર-પદાર્થના સંગથી અને આસક્તિથી ઘણો ઘણો દુઃખી થયો છું. કહ્યું છે કે –
एगोहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवमदीणमणसो, अप्पाणमणुसासइ ॥१॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा. सव्वे संजोगलक्खणा ॥२॥
Page #70
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૩૭
संजोगमूला जीवेण, पत्ता दुक्खपरम्परा । तम्हा संजोगसम्बन्धं, सव्वं, तिविहेण वोसिरियं ॥३॥
હવે જિનેશ્વર પરમાત્માના આગમનું જ્ઞાન પ્રાપ્ત થવા રૂપી અંજન આંજવા દ્વારા મારી અંતર્થક્ષ ખુલવાથી મને સ્વ-પરની વિવેકદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે. સાચું મારું શું છે? અને પરાયું શું છે? આવો વિવેક મને જાગ્યો છે. તેથી પ્રગટ થયો છે સ્વ-પરનો વિવેક જેને એવા મારે તે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં અને કુટુંબ-મિત્ર-વર્ગાદિ સ્વજનોમાં રમવાનો આનંદ માણવો તે ઉચિત નથી. આવું વિચારીને એટલે કે પરપદાર્થો ઉપરનો મોહ ત્યજીને “શુદ્ધ સ્વરૂપાત્મક, અનંત, સ્વાભાવિક (અકૃત્રિમ) ગુણ-પર્યાયવાળું તથા સ્યાદ્વાદમય એવું જે અનંત આત્મસ્વરૂપ છે. તેમાં વિશ્રાન્તિને (સ્થિરતાને) હું પામ્યો છું. પરપદાર્થનો મોહ ત્યજીને સ્વસ્વરૂપમાં જ સ્થિર બન્યો છું. મારો આ આત્મા જ અનંત આનંદની સંપત્તિ સ્વરૂપ છે. અનંતાનંત ગુણોના આનંદમય છે. આવું જાણીને આ આત્મા જ પરમાત્મા છે. તેનામાં જ સત્તાથી અનંત ગુણાત્મક સ્વરૂપ રહેલું છે. મારો આ આત્મા જ ભગવાન સ્વરૂપ છે. તેથી પરમ એવા આત્માના સત્તાગત અનંત સ્વરૂપમાં જ આ જીવે મગ્ન થવું જોઈએ. તેમાં જ તલ્લીન બનવું જોઈએ. તેને જ યથાર્થ “મગ્ન” કહેવાય છે. [૧]
य आत्मानुभवमग्न: स कीदृग् भवति, तदाहयस्य ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मग्नता । विषयान्तरसञ्चारस्तस्य हालाहलोपमः ॥२॥
ગાથાર્થ :- જ્ઞાનરૂપી અમૃતના મહાસાગર એવા પરમ આત્મસ્વરૂપમાં જ જે આત્માની મગ્નતા છે. તેને વિષયાન્તરમાં જોડાવું પડે તે હલાહલ વિષતુલ્ય લાગે છે. //રા.
ટીકા :- “ગતિ'–ી નવી મનાવિવિમાવવિરતી જ્ઞાનસુધાસિન્ધज्ञानामृतसमुद्ररूपे परब्रह्मणि-परमात्मसमाधौ मग्नता, (यस्य मग्नताऽस्ति) तस्य जीवस्य विषयान्तरे वर्णगन्धादौ सञ्चारः-प्रवर्तनं हालाहलोपमः-महाविषभक्षणतुल्यः । यो हि अमृतास्वादमग्नः स विषमत्तुं (विषमविषं भोक्तुं) कथं प्रवर्तते ? मालतीभोगमग्नः मधुकरः करीरादिषु न वसति, एवं शुद्ध-निःसङ्ग-निरामय-निर्द्वन्द्वस्वीयात्म-ज्योतिर्मग्नः अनन्तजीवोच्छिष्टेषु स्वयमनन्तवारभुक्तमुक्तेषु, वस्तुतः अभोग्येषु स्वगुणावरणहेतुभूतेषु विषयेषु तस्य मनो न सञ्चरति, न प्रवर्तते इति तत्त्वम् ॥२॥
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૮
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
વિવેચન :- જે આત્માના અનુભવમાં મગ્ન હોય છે તે આત્મા કેવો હોય છે. તે આ શ્લોકમાં જણાવે છે. - અનાદિ કાળથી લાગી પડેલી જે વિભાવદશા છે તેનાથી વિરમણ પામેલા એવા જે આત્માને જ્ઞાનરૂપી અમૃતના મહાસાગરતુલ્ય એવા પરબ્રહ્મમાં એટલે કે પરમ એવા આત્મસ્વરૂપમાં મગ્નતા પ્રગટી છે. એટલે કે વિભાવદશા ત્યજીને સ્વભાવદશાના આનંદમાં જે આત્મા મગ્ન બન્યો છે તે જીવને વિષયાન્તરમાં સંચાર કરવો પડે એટલે કે શરીર-કુટુંબ અને સ્વજનાદિના બંધનોના કારણે વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા પૌલિક સુખોમાં પ્રવર્તન કરવું પડે, તે હલાહલ વિષના ભક્ષણતુલ્ય લાગે છે. સ્વભાવદશાના આનંદના સુખમાં મગ્ન બનેલાને પૌદ્ગલિક સુખોની અંદર કારણવશાત્ કરવી પડતી પ્રવૃત્તિ પણ હલાહલવિષના ભક્ષણતુલ્ય ભાસે છે. કારણ કે આ આત્માનું મન તેમાંથી ઉઠી ગયું છે.
જે આત્મા એકવાર પણ અમૃતના આસ્વાદના સુખમાં મગ્ન બને છે તે વિષનું ભક્ષણ કરવા કેમ પ્રવર્તે ? જે ભ્રમર માલતી જેવા સુગંધી પુષ્પોના ઉપભોગમાં મગ્ન છે તે કેરડાના ઝાડ કે બાવળના ઝાડ ઉપર કેમ બેસે ? અર્થાત્ ન જ બેસે. જે ગંગા નદી કે સરોવરમાં સ્નાન કરતા હોય તે ખાબોચિયાના છીછરા પાણીમાં કેમ પ્રવેશે ? એવી જ રીતે શુદ્ધ, પરદ્રવ્યના સંગ વિનાની, રાગ-દ્વેષ-વાસના-વિકારાદિ ભાવરોગોથી રહિત અને નિર્દેન્દ્ર (સર્વથા પ્રકાશમય અર્થાત્ અલ્પ પણ નથી અજ્ઞાનરૂપી અંધકાર જેમાં) એવી પોતાના જ આત્માની જ્ઞાનાત્મક જે જ્યોતિ છે. તે જ્યોતિમાં મગ્ન થયેલો આ આત્મા હવે અનંત અનંત જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને એઠાં કરાયેલાં તથા સ્વયં પોતાના દ્વારા પણ અનંતવાર ભોગવીને મુકાયેલા પૌદ્ગલિક પદાર્થોમાં કેમ આસક્ત થાય ?
જેમ કોઈ પર વડે કે પોતાના વડે એઠું મુકાયેલું ભોજન ખાવું યોગ્ય નથી તેમ આ પુદ્ગલ દ્રવ્યો અનંતીવાર પોતાના વડે અને પર વડે ભોગવી ભોગવીને મુકાયેલાં હોવાથી વારંવાર એઠાં થયેલાં છે માટે વાસ્તવિકપણે ભોગવવાને અયોગ્ય જ છે તથા જેટલો જેટલો પૌદ્ગલિક સુખોમાં આ જીવ આનંદ માને છે. તેમાં જ રચ્યો પચ્યો રહે છે. તેટલો તેટલો ભોગાસક્તિની વૃદ્ધિના કારણે આત્માના ગુણોના આનંદથી દૂર જતો જાય છે. તેથી પોતાના આત્માના ગુણોના (આનંદમાં) આવરણ કરવાના હેતુભૂત એવા પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં સ્વભાવાનંદી એવા તે જીવનું મન જામતું નથી. એકવાર પણ જેણે સ્વભાવ-સુખનો આનંદ વાસ્તવિકપણે માણ્યો છે. તેવા જીવને ભોગોના વિષયોમાં જોડાવું પડે તે હલાહલ-ઝેર જેવું લાગે છે. તેથી બાહ્ય પ્રતિબંધો વિના આ જીવ વિષયોમાં જોડાતો નથી અને પ્રતિબંધોના કારણે જોડાવું પડે તો પણ નિરસપણે જોડાય છે અને પોતાની નિરસિકતા હોવાથી અવસર આવે ત્યારે પ્રતિબંધોનો પણ ત્યાગ કરીને કાળાન્તરે પ્રવ્રુજિત થાય છે પણ વિષયભોગોમાં મન પ્રવર્તાવતો નથી. ॥૨॥
Page #72
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ पुनस्तदेव द्योतयति - स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥३॥
ગાથાર્થ :- સ્વાભાવિક સુખમાં મગ્ન અને જગતના તત્ત્વોનું સ્યાદ્વાદ દ્વારા યથાર્થ નિરીક્ષણ કરનારા આત્માને પોતાના ભાવોથી અન્ય ભાવોનું કર્તૃત્વ સંભવતું નથી. માત્ર સાક્ષિપણું જ હોય છે. ill
ટીકા :- “માવસુa” તિ-સ્વમાવ: – સન્ન મુ સદ્દગાત્યનિર્વन्तिकानन्दम्, शश्वदप्रतिपादादात्यन्तिकम, व्यतिकीर्णसुखदुःखहेतुभावाद्यन्तरानपेक्षाद् ऐकान्तिकम्, तत्र मग्नस्य-तन्मयस्य, जगत्-लोकः, तस्य तत्त्वं-तद्धर्मं यथार्थतया विलोकिनः-दर्शनशीलस्य पुरुषस्य अन्यभावानां-परभावानां रागादिविभावानां ज्ञानावरणादिकर्मणां बाह्यस्कन्धादान-निक्षेपाणां कर्तृत्वं न, किन्तु ज्ञायकस्वभावत्वात् साक्षित्वमेव,
| વિવેચન - આત્માનું જે સ્વાભાવિક સુખ એટલે કે સહજ-સુખ છે. અર્થાત્ પોતાના ગુણોના જ સહજ, આત્યન્તિક અને ઐકાન્તિક એવા સુખનો જે આનંદ છે. તેમાં મગ્ન બનેલા જીવને અન્ય ભાવોનું કર્તુત્વ હોતું નથી. આત્માને પોતાના ગુણોના સુખનો જે આનંદ છે કે કોઈપણ પરદ્રવ્યની અપેક્ષા વિનાનો છે માટે સહજ છે તથા શાશ્વત છે. આવ્યા પછી ક્યારેય પ્રતિપાત પામતો નથી, ચાલ્યો જતો નથી, અનંતકાલ રહે છે માટે આત્મત્તિક છે અને સુખનાં કારણો તથા દુઃખનાં કારણો એમ બન્ને પ્રકારના (અન્ય) પદાર્થોની અપેક્ષા વિનાનું આ સુખ હોવાથી કાન્તિક સુખ છે. તેવા સુખમાં મગ્ન થયેલા જીવને અન્ય ભાવોનું કર્તૃત્વ સંભવતું નથી.
તથા જે આ જગત છે એટલે કે લોક છે. તેનું જે તત્ત્વ છે, સ્વરૂપ છે. દ્રવ્યથી સર્વે પણ ભાવો સદા ધ્રુવ (નિત્ય) અને પર્યાયથી સર્વે ભાવો સદા ઉત્પાદ-વ્યયવાળા છે. આમ ત્રિપદીમય એવું નિત્યાનિત્ય ભાવયુક્ત સ્યાદ્વાદમય જે જગસ્વરૂપ છે તેને જ યથાર્થપણે જાણવું અને જોવું તે જ જીવનું સાચું સ્વરૂપ છે. તેથી જાણવાના અને જોવાના સ્વભાવવાળા એવા આ જીવને અન્ય ભાવોનું કર્તૃત્વ સંભવતું જ નથી. રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભવાસના-વિકારાદિ ભાવકર્મોનું, જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ દ્રવ્ય કર્મોનું અને ઘટ-પટ આદિ બાહ્ય-
પુલસ્કંધોને ગ્રહણ કરવા અને ત્યજવા રૂપ નોકર્મનું કર્તાપણું સંભવતું જ નથી.
Page #73
--------------------------------------------------------------------------
________________
४० મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર પરંતુ જીવનો જ્ઞાયકસ્વભાવ હોવાથી તે તે પ્રગટ થતા ભાવોમાં કાર્યકાલે માત્ર સાક્ષીપણું જ (હાજરી જ) હોય છે કર્તાભાવ હોતો નથી. આ જીવ પરદ્રવ્યોનો કર્તા નથી માત્ર જ્ઞાતા જ છે. મોહથી પરદ્રવ્યનું કર્તાપણું માની લીધું છે જે અજ્ઞાન છે.
રાગ-દ્વેષાદિ દોષો મોહનીયકર્મના ઉદયજન્ય ભાવપરિણામાત્મક હોવાથી ભાવકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ-કર્મ કાર્મણ વર્ગણારૂપ પુદ્ગલદ્રવ્ય હોવાથી દ્રવ્યકર્મ કહેવાય છે અને ઘટ-પટાદિ બાહ્ય-પુગલસ્કંધો (રાગ-દ્વેષાદિ ભાવકર્મનું) નિમિત્તકારણ હોવાથી નોકર્મ કહેવાય છે. આ જીવ પરમાર્થથી પોતાના ગુણોનો જ કર્તા છે. પરભાવોનો કર્તા નથી, આમ કહેવાની પાછળ ગ્રંથકારશ્રી તથા ટીકાકારશ્રીનો અભિપ્રાય એવો છે કે જેમ દેવદત્ત નામના પુરુષને કોઈ ભૂત વળગ્યું હોય ત્યારે ડાહ્યો એવો પણ દેવદત્ત અવિવેકભર્યું બોલવું-ખાવું-હાસ્યાદિ કરવાં-તાળી પાડવી વગેરે ઘણું જ અનુચિત વર્તન કરે છે. પરંતુ આ અનુચિત વર્તનનો કર્તા દેવદત્તનો જીવ નથી. પણ તે દેવદત્તના શરીરમાં પ્રવેશેલા ભૂતનો જીવ તે ભાવોનો કર્તા છે. ભલે દેવદત્ત જ બધું અનુચિત વર્તન કરે છે તો પણ તેની ભૂતાધનપણે પ્રવૃત્તિ છે. અસલી દેવદત્તની આ પ્રવૃત્તિ નથી. જ્યારે જ્યારે ભૂતનો આવેશ નથી હોતો ત્યારે ત્યારે આ અનુચિત પ્રવૃત્તિ જરા પણ સંભવતી નથી. તે જ દેવદત્ત ભૂતના આવેશ વિનાના કાલે બરાબર ડહાપણપૂર્વક જ પ્રવર્તે છે. તેની જેમ અસલી આ જીવ રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ કે ઘટ-પટાદિ નોકર્મ ઈત્યાદિ કંઈ કરતો નથી. પરંતુ જીવમાં પ્રવેશેલ પૂર્વકૃત મોહનીયકર્મના ઉદયજન્ય મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિ વિકારાત્મક જે ભૂત છે તે જ આ ભાવોનો કર્તા છે. જ્યારે પૂર્વકૃત મોહનીય કર્મનો ઉદય ચાલ્યો જાય છે ત્યારે મોહનીયના ઉદયથી મુક્ત બનેલો આ જીવ ઉપરોક્ત ભાવો કરતો નથી. તેથી જીવ ભાવકર્મ-દ્રવ્યકર્મ કે નોકર્મનો કર્તા નથી. સ્વગુણોનો જ કર્તા છે. જીવમાં ભળેલ વિકારાત્મક ભૂત જ કર્મોનો કર્તા છે. વિકારાત્મક ભૂત વિનાનો જીવ સ્વયં શુદ્ધ હોય ત્યારે સર્વ પ્રકારના કર્મોનો અકર્તા જ છે.
રાજાની આજ્ઞાથી સૈન્ય પરદેશના રાજાના સૈન્ય સાથે યુદ્ધ કરે છે. પરંતુ તેનાથી પ્રાપ્ત થયેલ જય-પરાજય રાજાનો જ ગણાય છે. માટે વાસ્તવિકપણે તો રાજા જ અન્ય રાજા સાથે યુદ્ધ કરે છે. સૈન્ય તો રાજાને પરવશ છે. તેને યુદ્ધ કરવું કે મરવું ગમતું નથી. તેમ આ જીવ કર્મને પરવશ થયો છતો કર્મોનો કર્તા છે. સ્વતંત્રપણે કર્મોનો કર્તા નથી. આવા પ્રકારનાં ઉદાહરણોથી આ વાત બરાબર સમજવી. આ જીવ શુદ્ધ-બુદ્ધ-નિર્મળ હોવાથી કર્મોનો કર્તા નથી. પરંતુ તેમાં ભળેલી પૂર્વકૃત કર્મોદયજન્ય મલીનતા જ કર્મો કરાવે છે. જીવ તો કેવળ એકલા જ્ઞાયકસ્વભાવવાળો છે. માટે જગતથી અલિપ્ત રહ્યો છતો જગતના ભાવોને
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૧
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
જોનારો અને જાણનારો છે. જેમ દીપક પ્રકાશાત્મક છે તે દીપક તો માત્ર પ્રકાશ જ ફેલાવે છે તેમ જીવ જ્ઞાનાત્મક છે. માટે જ્ઞાનપ્રકાશ જ પાથરે છે. તેમાં રહેલી મલીનતા જ જીવ પાસે કર્મોનો બંધ કરાવે છે. મોહોદયજન્ય મલીનતા જ્યારે કર્મબંધ કરાવે છે ત્યારે ત્યાં સાક્ષીભૂતરૂપે જીવની હાજરી માત્ર જ હોય છે. શુદ્ધ જીવ કર્મોનો કર્તા નથી.
तत्र कर्त्तृत्वम् - एकाधिपत्ये क्रियाकारित्वम्, तद् जीवे जीवगुणानामेव, चेतनावीर्योपकरणकारकचक्रोपकरणेन, यतो हि एकाधिपत्यक्रियाशून्यत्वेन धर्मादिद्रव्येषु न कर्तृत्वम्, जीवस्यापि कर्तृत्वं स्वकार्यस्य । न हि जीवः कोऽपि जगत्कर्ता, किन्तु स्वकार्य-पारिणामिकगुणपयार्यप्रवृत्तेरेव कर्त्ता, न परभावानाम्, परभावानां तु कर्त्तृत्वे असदारोपसिद्ध्यभावादयो दोषाः, ज्ञाता (तु) लोकालोकस्य, अत एव नायं परभावानां कर्त्ता, किन्तु स्वभावमूढाशुद्धपरिणतिपरिणतः अशुद्धनिश्चयेन रागादिविभावस्य अशुद्धव्यवहारेण ज्ञानावरणादिकर्मणां कर्त्ता जातोऽपि स एव सहजसुखरुचिः अनन्ताविनाशिस्वरूपसुखमयं आत्मानं ज्ञात्वा आत्मीयपरमानन्दभोगी, न परभावानां कर्ता भवति, किन्तु ज्ञायक एव ।
વિવેચન :- અહીં ‘કર્તાપણું” એટલે કે “એક જ દ્રવ્યના આશ્રયે પ્રવર્તતી ક્રિયાનું કરવાપણું તે કર્તૃત્વ કહેવાય છે.” જે ક્રિયા કરવામાં એક જ દ્રવ્યનું આધિપત્ય (સ્વામિત્વ હોય - અન્યની અપેક્ષા ન) હોય તેને કર્તુત્વ કહેવાય છે. આવું કર્તૃત્વ જીવમાં જ છે અને તે પણ જીવના પોતાના ગુણોનું જ (ગુણ-પર્યાયોનું જ) કર્તૃત્વ છે. કારણ ચેતનાપૂર્વક પ્રવર્તતા વીર્યનો ઉપકાર કરે એવા કારકચક્રની સહાય હોવા વડે જીવમાં જ આવું કર્તૃત્વ સંભવે છે. જીવમાં ચેતના અને વીર્ય છે તથા બુદ્ધિપૂર્વક વીર્ય પ્રવર્તાવે છે તેમજ બુદ્ધિપૂર્વક વીર્ય પ્રવર્તાવતા જીવને શેષ છએ કારકચક્રની સહાયનો યોગ મળી રહે છે. તે આ પ્રમાણે -
પ્રાપ્ત કરવા જેવું જો કંઈ હોય તો જીવનું સ્વરૂપ જ પ્રાપ્ત કરવાનું છે એ કર્મકારક, જીવની પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા થવા વડે તે સ્વરૂપ પ્રાપ્ત થવાનું છે આ કરણકારક, સ્વરૂપપ્રાપ્તિ-જન્ય આનંદ જીવને જ થવાનો છે આ સંપ્રદાનકારક, આવૃત થયેલા સ્વરૂપનો જીવમાંથી જ આવિર્ભાવ કરવાનો છે આ અપાદાનકારક અને પ્રગટ-અપ્રગટ આત્મસ્વરૂપનો આધાર આત્મા જ છે. આ અધિકરણકારક. આમ છએ કારકચક્રની સહાય ચેતનાપૂર્વક વીર્ય પ્રવર્તાવતા જીવને જ હોય છે. આ કાર્યમાં અન્ય કોઈ દ્રવ્યની સહાય લેવી પડતી નથી. માટે જીવ દ્રવ્યમાં જ કર્તૃત્વ છે અને તે પણ પરમાર્થથી સ્વગુણોનું જ કર્તૃત્વ છે. મોહની પરાધીનતાથી પરના કર્તૃત્વનો આરોપ માત્ર કરાય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૨
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
કારણ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં એકલા પોતાના દ્રવ્યથી જ ક્રિયા થતી હોય તેવું નથી. માટે “એકાધિપત્યપણે” ક્રિયાની શૂન્યતા છે. જીવ અને પુદ્ગલદ્રવ્યો ગમનાગમન કરે તો જ તેમાં ગતિસહાયકતાની ક્રિયા પ્રવર્તે છે. એવી જ રીતે જીવ અને પુદ્ગલો સ્થિર રહે તો જ અધર્માસ્તિકાયમાં સ્થિતિસહાયકતાની ક્રિયા પ્રવર્તે છે અને જીવ-પુદ્ગલો અવકાશ લહે ત્યારે જ આકાશમાં અવગાહસહાયક્તાની ક્રિયા પ્રવર્તે છે. આ બધી ક્રિયા પરદ્રવ્યાપેક્ષિત છે. પોતાના એક દ્રવ્યને આશ્રયી નથી તથા ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્યમાં ચેતનાપૂર્વક વીર્યની પ્રવૃત્તિ નથી. તેથી તેમાં “કતૃત્વ” સંભવતું જ નથી. જીવમાં ચેતનાપૂર્વક વીર્યની પ્રવૃત્તિ છે અને તે પણ સ્વગુણોમાં પરિણમન પામવું એ જ એક કાર્ય જીવમાત્ર આશ્રિત હોવાથી સ્વગુણોનું કર્તૃત્વ જીવમાં ઘટે છે. કોઈપણ જીવ આ જગતના ભાવોનો કર્તા નથી, પરંતુ પોતાનામાં જ રહેલા અને કાર્ય-કારણભાવે પરિણામ પામતા એવા ગુણો અને પર્યાયોની પ્રવૃત્તિનો જ કર્તા છે. પરંતુ પરભાવોનો કર્તા નથી. કારણ કે રાગાદિ કષાયો રૂપ પરભાવોનો જો કર્તા જીવ કહીએ તો “અસદારોપ અને મુક્તિનો અભાવ” વગેરે દોષો આવે છે. તે આ પ્રમાણે
-
રાગ-દ્વેષ અને કાષાયિક અધ્યવસાયો આવવા એ પરમાર્થે જીવનું સ્વરૂપ નથી. જો તે જીવનું સ્વરૂપ હોત તો મુક્તિગત જીવોમાં પણ હોત. પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જીવમાં આ પરિણામ આવે છે. એટલે પરદ્રવ્યકૃત પરિણામો છે. જીવના પોતાના નથી. સ્વતંત્રપણે આત્માના આ પરિણામ નથી. અનુચિત વર્તન કરવાપણાનું કર્તૃત્વ દેવદત્તને વળગેલા ભૂતનું જ છે. પણ અસલી દેવદત્તનું તે કર્તૃત્વ નથી. જો કાષાયિક પરિણામ તે જીવનું પોતાનું સ્વરૂપ છે. એમ માનીએ તો જ્ઞાનાદિ ગુણોની જેમ કાષાયિક પરિણામ ક્યારેય પણ જીવમાંથી નાશ પામે નહીં અને તેથી જીવની ક્યારેય પણ મુક્તિ થાય નહીં. માટે આ રાગાદિ ભાવો જીવના પોતાના નથી, પરદ્રવ્યકૃત છે. તેથી તેનો કર્તા જીવ કેમ કહેવાય ? અને રાગાદિનો કર્તા ન હોવા છતાં તેને રાગાદિ પરભાવોનો કર્તા કહીએ તો તેના ઉપર ખોટો આરોપ લગાડ્યાનો દોષ લાગે, જેને “અસદારોપ” નામનો દોષ કહેવાય છે. જે સ્વભાવ જેનો નથી છતાં તે સ્વભાવ તેનો છે આમ જો કહીએ તો ત્યાં અસદારોપ નામનો દોષ લાગે. તથા જો તે જીવનું પોતાનું સ્વરૂપ છે આમ માની લઈએ તો જીવમાંથી ક્યારેય નાશ પામે નહીં તેથી જીવની કોઈ કાલે પણ મુક્તિ ન થાય. તેથી સિદ્ધિ અભાવ નામનો દોષ લાગે. આ રીતે દોષો આવે, માટે રાગાદિ પરભાવોનો કર્તા જીવ નથી. પરંતુ જીવ જ્ઞાનગુણાત્મક હોવાથી લોકાલોકનો જ્ઞાતા અવશ્ય છે. જગતનો જ્ઞાતા છે પણ કર્તા નથી. આ કારણથી આ જીવ રાગાદિ ભાવકર્મોનો, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો અને ઘટ-પટાદિ નોકર્મરૂપ પરભાવોનો કર્તા નથી.
Page #76
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૪૩
પરંતુ સ્વભાવમૂઢ (આત્માના શુદ્ધ-નિર્મળ સ્વભાવને નહીં જાણનારો-ભ્રાન્ત બનેલો) અને મોહનીયકર્મના ઉદયથી અશુદ્ધપરિણતિરૂપે પરિણામ પામેલો એવો આ આત્મા “અશુદ્ધનિશ્ચયનયથી” રાગાદિ ભાવોનો અને અશુદ્ધ વ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો કર્તા બન્યો છે. જે સ્વરૂપ પોતાનું નથી, પરનું છે તેનો કર્તા વાસ્તવિકપણે આ જીવ નથી. પરંતુ કર્મોના ઉદયની આધીનતાથી અશુદ્ધનયોની અપેક્ષાએ તેમાં તેનું કર્તૃત્વ આરોપાયું છે. નૈગમનયથી ઘટ-પટાદિ દૂરતરવર્તી પદાર્થોનું કર્તૃત્વ, અશુદ્ધવ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનું (પરદ્રવ્યોના પરિણમનનું) કર્તૃત્વ અને અશુદ્ધનિશ્ચયનયથી રાગાદિભાવો (રૂપ અશુદ્ધ એવા ભાવપરિણામો)નું કર્તૃત્વ આ જીવમાં આરોપિત કરાયું છે. તપેલા લોઢાના ગોળામાં રહેલી આગ દાહ કરતી હોવા છતાં તપેલું લોઢું દાહ કરે છે આવું જેમ કહેવાય છે તેમ જીવમાં રહેલા પૂર્વબદ્ધ કર્મોદયજન્ય રાગાદિ ભાવો કર્મોના કર્તા હોવા છતાં તે રાગાદિ ભાવો જીવમાં વ્યાપેલા હોવાથી જીવ કર્મોનો કર્તા છે આમ જીવમાં કર્તા તરીકેનો ઉપચાર કરાયો છે. આરોપ કરાયો છે.
તપેલા લોઢામાં લોઢું દાહ કરતું નથી પણ તેમાં રહેલ અગ્નિ દાહ કરે છે આવો જ્યારે ખ્યાલ આવે છે ત્યારે તેના ઉપર પાણી નાખીને અગ્નિ-અગ્નિનો જ નાશ કરવામાં આવે છે. ત્યારબાદ શેષ કેવળ એકલું રહેલું લોઢુ ક્યારેય પણ દાહ કરતું નથી. (કારણ કે દાહ કરવો એ લોહનો સ્વભાવ હતો જ નહીં) તેમ જીવમાં ભળેલા રાગાદિ ભાવો જ કર્મોના કર્તા છે. જીવ પોતે કર્મોનો કર્તા નથી. આમ હોવાથી નૈગમનય-અશુદ્ધવ્યવહારનય અને અશુદ્ઘનિશ્ચયનયથી અનુક્રમે ઘટ-પટાદિ બાહ્યપુદ્ગલસ્કંધોનો, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો અને રાગાદિ ભાવકર્મોનો આ જીવ કર્તા હોવા છતાં પણ સ વ સહનસુવ્રુત્તિ: = તે જ જીવ જ્યારે પોતાના સ્વાભાવિક આત્મગુણોના આનંદના સુખની રુચિવાળો બને છે અને સત્ય સમજે છે. ત્યારે તેને ભાન થાય છે કે અનન્ત અને અવિનાશી એવા મારા પોતાના
શુદ્ધસ્વરૂપના સુખવાળો (સુખમય) મારો આત્મા છે. હું આ પરદ્રવ્યની પરાધીનતામાં (બબાલમાં) ક્યાં ફસાયો ? આવું જ્યારે ભાન થાય છે ત્યારે પોતાના આત્માને આવો પરદ્રવ્યથી ભિન્ન જાણીને ભેદજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા (પરદ્રવ્યના સુખથી ઉભગીને) પોતાના ગુણોના જ સુખના પરમાનન્દનો ભોગી આ જીવ બને છે. તેથી પરભાવોનો કર્તા નથી. પરંતુ આત્મા જ્ઞાનસ્વભાવી હોવાથી પરભાવોનો જ્ઞાતા માત્ર જ છે (કર્તા નથી).
अत्र प्रस्तावना-अयं हि आत्मा स्वनिः सपत्नसङ्गाङ्गितया स्वीयविशेषस्वभावानां स्वगुणकरणेन सत्प्रवृत्तिमतामपि स्वगुणकरणावरणेन ज्ञानचेतनावीर्यादिक्षयोपशमानां परानुयायिनां तत्सहकारेण च कर्त्तृत्वादिपरिणामानां परकर्त्तृत्वादिविभावपरिणमनेन
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૪
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
परकर्तृत्वे जातेऽपि तेषामेव गुणानां स्वभावसम्मुखीभवनेन कर्त्तृत्वादीनां परावृत्तिः, तेन सम्यग्दर्शन-ज्ञान-चारित्रपरिणतेः स्वरूपसाधनकर्तृत्वादि कुर्वन् गुणकरणैः पूर्णैः साधनकर्त्तृत्वं विधाय गुणप्रवृत्तिरूपं शुद्धं कर्तृत्वादिकं करोति, अत एव साधकानां सन्मुनीनां स्वरूपसन्मुखानां न परभावकर्तृत्वमिति, किन्तु ज्ञायकत्वमेव ।
આ આત્મા પોતાના કેવળ શુદ્ધસ્વરૂપના જ સંગવાળો હોવાથી (ન:મપત્ન નથી શોક્ય રૂપે વિરોધી અશુદ્ધ તત્ત્વ જેમાં એવા કેવળ શુદ્ધ સ્વરૂપનો જ સંગી છે. તેથી) પોતાના સ્વાભાવિક જે ગુણો છે તેની જ તન્મયતા કરવા દ્વારા ઉત્તમોત્તમ પ્રવૃત્તિસ્વરૂપ પોતાના જ વિશેષ ગુણોનો (જ્ઞાન-દર્શન ચારિત્રાદિ ગુણોનો) કર્તા છે. આમ હોવા છતાં પણ (૧) પોતાના ગુણોની તન્મયતાનું આવરણ કરનારા એવા જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ઉદયજન્ય વિકારોના કારણે, તથા (૨) પરદ્રવ્યને અનુયાયી બનેલી એવી જ્ઞાનચેતના અને વીર્ય ગુણ આદિ ક્ષાયોપશમિક ભાવના ગુણોના કર્તૃત્વ-ભોતૃત્વ-ગ્રાહકત્વાદિના પરિણામો જે છે-તે ૫૨કર્તૃત્વાદિ વિભાવ સ્વરૂપે પરિણામ પામ્યા છે. તે બે કારણોને લીધે આ જીવમાં ઔપચારિક રીતે “પરકર્તૃત્વ” આવેલ છે. છતાં પણ તે જ જ્ઞાનચેતના અને વીર્યાદિ ક્ષાયોપશમિકભાવના ગુણોની જ્યારે સ્વભાવદશા તરફ સન્મુખતા થાય છે ત્યારે (સ્વભાવદશા સમજાય છે અને તે તરફ ગુણોનું યુંજનકરણ થાય છે ત્યારે) કર્તૃત્વ-ભોક્તત્વ અને ગ્રાહકત્વ ધર્મોની પરાવૃત્તિ થાય છે. જેમ ખોટે રસ્તે ચડી ગયેલો માણસ ખોટા રસ્તાનો ખ્યાલ ન હોય ત્યાં સુધી તે માર્ગે જ ગાડી દોડાવે છે પણ આ રસ્તો ખોટો છે એમ ભાન થતાં જ ત્યાંના કોઈ અનુભવીને પૂછીને ગાડીને સાચા માર્ગે વાળીને વધારે સ્પીડથી ગાડી દોડાવે છે. તેમ કર્તૃત્વાદિ ભાવો જે પરાનુયાયી હતા તે સંબંધી ભેદજ્ઞાન થતાં અને સત્ય સમજાતાં જ તે ભાવો સ્વદશાનુયાયી બની જાય છે. તેથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પરિણતિ પ્રગટ થવાથી આત્માના શુદ્ધસ્વરૂપની સાધનાનું જ કર્તૃત્વ-ભોક્તૃત્વ અને ગ્રાહકત્વાદિ પ્રગટ થાય છે. આમ આ જીવ પોતાના સ્વાભાવિક જે ગુણો છે તેની જ પૂર્ણપણે તન્મયતા કરવા દ્વારા આત્મતત્ત્વની સાધનાનાં કર્તૃત્વાદિ પ્રગટ કરીને મોહજન્ય દોષોમાં પ્રવર્તન કરવા રૂપ જે અશુદ્ધ કર્તૃત્વાદિ હતા તેને ત્યજીને આત્મગુણોમાં જ પ્રવર્તન કરવા સ્વરૂપ શુદ્ધ કર્તૃત્વાદિ ભાવોને પ્રગટ કરે છે.
=
સારાંશ કે “આત્મા કેવલ એકલા ગુણોનો જ સંગી છે” દોષો તો પરદ્રવ્યથી આવેલા છે. પરદ્રવ્યના મીલનથી આવ્યા છે. માટે તે જીવનું પોતાનું અસલી સ્વરૂપ નથી. તેથી ગુણોમાં તન્મય થવું, ગુણોમાં જ પ્રવર્તવું, એ જ પોતાનું કામ છે. આ જ આત્માનું કર્તૃત્વભોક્તત્વ અને ગ્રાહકત્વાદિ છે. છતાં પણ (૧) આત્માના ગુણોનું આવરણ કરનારાં
Page #78
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨
૪૫
જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મના ઉદયથી તથા (૨) જ્ઞાનચેતના અને વર્યાદિ ગુણો પરાનુયાયી બની જવાના કારણે, આમ આ બે કારણોને લીધે આત્મદ્રવ્યમાં રહેલા કર્તૃત્વાદિ ધર્મો પરકર્તૃત્વાદિ વિભાવભાવે પરિણામ પામ્યા છે. તેથી જીવમાં પરદ્રવ્યના કર્તૃત્વનો આરોપ કરાયો છે. પરંતુ વાસ્તવિકપણે જીવમાં પરકર્તૃત્વાદિ ધર્મો નથી. તેથી જ જ્યારે આ જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીયકર્મના ઉદયો મંદ પડે છે અને તેના ક્ષાયોપથમિકભાવની વૃદ્ધિ થાય છે ત્યારે તે જ જ્ઞાનચેતના અને વીર્યાદિ ગુણો સ્વભાવદશા તરફ થવાના કારણે કર્તુત્વાદિ ધર્મોનો બદલો થઈ જાય છે. ગાડી જે માર્ગે દોડતી હતી તે માર્ગને છોડીને તેનાથી વિપરીત (સાચા) માર્ગે દોડે છે. તેની જેમ જે પરાનુયાયી કસ્તૃત્વાદિ હતું તે જ સ્વભાવદશાનુયાયી કર્તૃત્વાદિ થવાથી રત્નત્રયી રૂપ ગુણો પ્રગટ થાય છે. આ રીતે શુદ્ધ આત્મસ્વરૂપની સાધનાનું જ કર્તુત્વ બની જાય છે.
આ પ્રમાણે સ્વકીય ગુણોમાં જ પૂર્ણપણે તન્મયતા દ્વારા આત્માના ગુણોની જ સાધનાનું કસ્તૃત્વ પ્રગટ કરીને ગુણોમાં જ રમવું (પરદ્રવ્યમાં ન જોડાવું) એવું શુદ્ધ કરૂંવાદિ આ જીવમાં આવે છે. સ્વગુણો એ વાસ્તવિક પોતાનું જ સ્વરૂપ છે. માટે તેનું જ કર્તુત્વાદિ વાસ્તવિક છે. પરદ્રવ્યનો સંયોગ તો મોહનીયાદિ કર્મોની ઉદયાત્મક ઉપાધિથી થયેલો છે. તેથી અવાસ્તવિક છે માટે તેનું કર્તૃત્વ પણ અવાસ્તવિક છે, આરોપિત છે, કલ્પિત છે.
ગત વ = આ કારણથી જ આત્માના ગુણોની સાધના કરનારા અને પોતાના શુદ્ધસ્વરૂપ તરફ જ વળેલા એવા ઉત્તમ મુનિ-મહાત્માઓને પરભાવનું કર્તૃત્વ સંભવતું નથી. પરંતુ “જ્ઞાતૃત્વ” એ આત્માનો ગુણ હોવાથી જગતના સર્વ ભાવોના જાણવાપણા રૂપ “જ્ઞાયકત્વ” સ્વભાવ અવશ્ય હોય છે. માટે જીવ જગતના ભાવોનો જ્ઞાતા-દૃષ્ટા છે પણ કર્તા-ભોક્તા નથી.
अत्र प्रश्नः - तर्हि मुनीनां परभावाकर्तृत्वे उक्तहेतुद्वयजन्यकर्मकर्तृता कुतः ? तत्राह-स्वस्वभावमग्नानां साधकमुनीनामनभिसन्धिजवीर्यतदनुगतचेतनया कर्मबन्धकर्तृत्वमस्ति, तथापि स्वायत्ताभिसन्धिजगुणप्रवृत्तीनां स्वभावानुगतत्वात् अकर्तृत्वम् ।
अथवा - एवम्भूतसिद्धत्वास्वादानन्दमग्नानां तु न परभावकर्तृता ।। __ अथवा - सम्यग्दर्शनादिगुणप्राप्तौ वस्तुस्वरूपविवरणेन स्वरूपानुगतस्वशक्तित्वेन आत्मनः परभावकर्तृत्वं नास्त्येव, ज्ञायकत्वमेवेति । अतः स्वरूपरसिकानां सर्वभावज्ञायकत्वम्, कर्तृत्वं तु स्वपारिणामिकभावस्य । अतः
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૬ મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર स्वात्मानमेकान्ते निवेश्य अनादिभ्रान्तिजं परभावकर्तृत्व-भोक्तृत्व-ग्राहकत्वादिकं निवारणीयम्, स्वरूपाखण्डानन्दकर्तृत्वादिकं करणीयमिति गाथार्थः ॥३॥
પ્રશ્ન :- જો આ આત્મા પરભાવનો કર્તા નથી અને પરભાવનો અકર્તા જ છે. તો પછી ઉપર કહેલાં બે કારણોને લીધે (એક કારણ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મનો ઉદય અને બીજુ કારણ જ્ઞાનચેતના અને વીર્યપ્રવૃત્તિ પરદ્રવ્યાનુયાયી બની ગઈ છે તે. આમ બે કારણોને લીધે) ઉત્પન્ન થયેલી કર્મોની કતા એટલે કે પ્રતિસમયે તે મહાત્માને કર્મોનો બંધ થવો તે પણ આ આત્મામાં કેમ ઘટશે? અર્થાત્ જો આ જીવ પરભાવનો કર્તા નથી તો કર્મનો કર્તા પણ થશે નહીં અને જો કર્મોનો કર્તા ન માનીએ તો તેને કર્મો બંધાતાં જ નથી તો પછી કર્મોને તોડવા ધર્મપુરુષાર્થ કરવાની જરૂર શું? સંસારી આત્મા પણ મુક્તિગત આત્માની જેમ સ્વરૂપનો જ કર્તા-ભોક્તા રહેશે. તેને કર્મો બંધાતાં જ નથી તો પછી કર્મોના ક્ષયનો પ્રયત્ન કરવાનો રહેશે નહીં.
ઉત્તર - સંસારી જીવોમાં મન-વચન અને કાયાના આલંબને પ્રવર્તતું કરણવીર્ય બે પ્રકારનું છે. (૧) અભિસન્ધિજ (ઈચ્છાપૂર્વક વીર્યને કાર્યમાં પ્રવર્તાવવું) અને (૨) અનભિસન્ધિજ (ઈચ્છાના અભાવે સહજભાવે વીર્યનું કાર્યમાં પ્રવર્તવું). ઘણી વખત આપણે બુદ્ધિપૂર્વક ઈચ્છા સાથે કોઈ કોઈ કાર્યમાં પ્રવર્તીએ છીએ. જેમકે ભોજનક્રિયા, ગમનાગમન ક્રિયા, આ ક્રિયામાં વપરાતું જે વીર્ય તે અભિસન્ધિજ વીર્ય કહેવાય છે અને કેટલાંક કાર્યોમાં આત્માનું વીર્ય સહજ રીતે - સ્વાભાવિકપણે જ વપરાય છે. પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે નહીં. જેમકે ભોજન કરેલા આહારનું ઉદરમાં ગયા પછી પાચનક્રિયાનું કાર્ય. તે અનભિસન્ધિજ વીર્ય કહેવાય છે. હવે વિચારો કે -
પોતાના આત્મ-સ્વભાવમાં જ મગ્ન બનેલા અને આત્મસાધના કરનારા મહાત્મા મુનિઓમાં પ્રવર્તતું જે અનભિસબ્ધિજ વીર્ય છે અને તે વીર્યને અનુસરનારી જે જ્ઞાનચેતના છે, તેના વડે વ્યવહારાદિ નયોથી ઔપચારિક રીતે કર્મોના બંધનું કર્તુત્વ છે. તો પણ પોતાને આધીન (પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવર્તાવાતા) એવા અભિસંધિજ વીર્ય વડે પોતાના આત્મગુણોમાં જ પ્રવૃત્તિ કરનારા એવા તે મહાત્માઓને પોતાના શુદ્ધસ્વભાવમાં જ પ્રવર્તવાપણું હોવાથી તાત્ત્વિકપણે કર્મોના બંધનું અકર્તુત્વ છે. જેમ મહામુનિઓ કાયાને ટકાવવા માટે તથા કાયા દ્વારા સંયમધર્મની સારી આરાધના થાય તે માટે આહાર વાપરે છે. પરંતુ તે આહારમાં અલિપ્તદશા હોવાથી આહાર વાપરવા છતાં કર્મો બાંધતા નથી, કારણ કે તે આહારમાં બુદ્ધિપૂર્વક રાગાદિ દશાથી વીર્યપ્રવૃત્તિ નથી. તે જ આહાર ગૃહસ્થાદિ વાપરે તો
Page #80
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ ગૃહસ્થાદિ અન્ય સંસારી જીવોની રાગાદિ ભાવપૂર્વક વીર્યપ્રવૃત્તિ હોવાથી તે આત્મા કર્મબંધનો કર્તા થાય છે. આમ અહીં આ મહાત્મા પુરૂષોની અનભિસન્ધિજ વીર્યપૂર્વક પ્રવૃત્તિ છે. માટે કર્મોનો અકર્તા છે. અભિસન્ધિજ વીર્યપૂર્વક પ્રવૃત્તિ સ્વગુણોમાં જ છે. માટે આ મહાત્મા સ્વગુણોના જ કર્તા છે. જ્યાં અભિસંધિજ વીર્યપ્રવૃત્તિ હોય છે તેના જ કર્તુત્વનો વ્યવહાર થાય છે.
૩થવા - આવા પ્રકારની સિદ્ધત્વદશાના આસ્વાદના આનંદમાં મગ્ન બનેલા મહાત્માઓનો ઉપયોગ સ્વગુણરમણતામાં જ હોવાથી કાયાથી પરભાવનું કાર્ય કરે છે પરંતુ તેમાં રમણતા ન હોવાથી તેવા પ્રકારના પરભાવનું કર્તાપણું નથી.
થવી – સમ્યગ્દર્શનાદિ આત્માના શુદ્ધ ગુણોની પ્રાપ્તિ થયે છતે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવાથી પોતાના શુદ્ધ સ્વરૂપને જ અનુસરનારી પોતાની શક્તિનો વપરાશ કરનારા બનવાથી આત્માને પરભાવનું કર્તૃત્વ સંભવતું નથી. માત્ર જ્ઞાનસ્વભાવી આત્મા હોવાથી “જ્ઞાયકત્વ” ધર્મ જ ઘટે છે. આ રીતે આત્મસ્વરૂપમાં જ રસિક એવા મહાત્મા પુરુષોને સર્વે પણ સ્વ-પરભાવોનું જ્ઞાયકત્વ હોય છે. પરંતુ કર્તૃત્વ તો ફક્ત પોતાના શુદ્ધ ગુણોમાં પરિણામ પામવા રૂપ સ્વભાવોનું જ એટલે કે પોતાના પારિણામિકભાવનું જ હોય છે.
ઉપરોક્ત ચર્ચાથી તત્ત્વ સમજ્યા બાદ પોતાના આત્માને એકાન્તમાં સ્થાપન કરીને યથાર્થ ચિંતન-મનન કરવા દ્વારા સ્થિર કરીને અનાદિકાલથી મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયજન્ય બ્રાન્તભાવે રહેલ પરભાવના કર્તૃત્વ-ભોક્નત્વ અને ગ્રાહકત્વ વગેરે મલીન ભાવોને દૂર કરવા જોઈએ અને આત્માના શુદ્ધ સ્વરૂપના જ અખંડ-અમૂલ્ય આનંદનું જ કસ્તૃત્વ-ભોક્નત્વ અને ગ્રાહકવાદિ પ્રાપ્ત કરવું જોઈએ. મોહજન્ય પરભાવના કર્તુત્વાદિને ત્યજીને સ્વભાવના જ કર્તુત્વને સ્વીકારવું જોઈએ. જ્ઞાનપ્રાપ્તિનો આ જ સાર છે. I all
परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ॥४॥
ગાથાર્થ :- પરમ બ્રહ્માત્મક આત્મસ્વરૂપમાં મગ્ન એવા આત્માને પુદ્ગલના સુખની વાર્તા પણ નિરસ હોય છે. તો પછી સોનાની રાશિને ગ્રહણ કરવા રૂપ અને તેનાથી થતા ઉન્માદો કેમ હોય ? તથા દેદીપ્યમાન એવા સ્ત્રીસંબંધી હાવભાવ જોવાના પણ કેમ હોય ?
ટીકા :- પરબ્રાતિ-પરબ્રહ્મા-પરમાત્મનિ ની તન્મયી, સ્વરૂપ
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૮
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
વલોનામળરસ્તસ્ય, પૌલિઝી = પુત્સાહસચિની, થા-નામ વાર્તા, ઋથાशिथिला इत्यर्थः । परत्वेन अग्राह्यत्वेन अभोग्यत्वेन निर्धारात् यस्य कथाsपि श्लथा, तस्य ग्रहः कुतो भवति ?, अत एव अमी चामीकरोन्मादाः तस्य क्व ?, शुद्धात्मगुणसम्पद्वतां चामीकरग्रहः एव न, परत्वात् पापस्थानहेतुत्वात् कुत उन्माद: ?, ન = પુન: સ્પારા-નેવીપ્યમાના, દ્વારા = વનિતા, તસ્યા: આવરા: વવ ? કૃતિ ત્ર ? नैवेति । स्वभावसुखभोगिनां पौद्गलिकभोग एव न, तर्हि मायाकुटी, रागपटी, અશુદ્ધવિમાવનટી વારાટી, તત્રાવ: વયં મતિ ? નૈવેતિ ॥૪॥
વિવેચન :- પરમાત્મસ્વરૂપમાં તન્મય બનેલા આત્માને એટલે કે શુદ્ધ આત્મસ્વરૂપનું જ અવલોકન કરવામાં રમણતાવાળા મહાત્મા પુરુષને કોઈપણ પ્રકારનાં પુદ્ગલોની સારાનરસાપણાની કથા-વાર્તા કરવામાં રસ જ હોતો નથી. પુદ્ગલની ચર્ચા જ નિરસ બની જાય છે. કારણ કે જે પુદ્ગલદ્રવ્ય છે તે આ આત્માથી પરદ્રવ્ય (ભિન્નદ્રવ્ય) છે. તથા પરાયી વસ્તુ હોવાથી ન તો ગ્રહણ કરવાલાયક છે, કે ન તો ભોગવવા લાયક છે. આવો પાકો નિર્ણય આ જીવે કરેલો છે. આ રીતે પુદ્ગલદ્રવ્યની બનેલી સર્વે પણ વસ્તુ આત્મદ્રવ્યને પરપદાર્થ હોવાથી, અગ્રાહ્ય હોવાથી અને અભોગ્ય હોવાથી તેની કથા-વાર્તા કરવી પણ ગમતી નથી. તે સંબંધી વાતચીત કરવામાં રસ નથી, તેવા મહાત્મા પુરુષને પુદ્ગલદ્રવ્યનું ગ્રહણ ક્યાંથી સંભવે ? જે આત્માને જેની વાતમાં રસ પણ ન હોય, તેવા આત્માને તેનો સંગ્રહ કરવો કેમ સંભવે ? માટે આવા આત્માને પુદ્ગલભાવોનું ગ્રહણ સંભવતું નથી.
આ કારણથી તે મહાત્માને વામી-સોનું-રૂપું-હીરા-માણેક-પન્ના આદિ કિંમતી ધાતુરૂપે રહેલા ધનનો સંગ્રહ જ સંભવતો નથી. કોઈપણ જાતનું પુદ્ગલદ્રવ્ય ભેગું કરતા જ નથી. રાખતા જ નથી. તો પછી તે ધન સંબંધી ઉન્માદ-અહંકાર, મોટાઈ-ગર્વ વગેરે કલુષિત ભાવો કેમ હોઈ શકે ? અર્થાત્ આવા રાગ-દ્વેષાત્મક મલીન ભાવો તે મહાત્મામાં સંભવતા નથી. શુદ્ધ એવી આત્મગુણોની ભાવસંપત્તિવાળા આ આત્માને સુવર્ણાદિ ધનનું ગ્રહણ જ હોતું નથી, “કંચન-ઉપલ બેઉ સમ ગણે રે લોલ” આ પંક્તિ પ્રમાણે સોનું અને પત્થર બન્ને સમાન હોવાથી મનમાં સુવર્ણ આદિ કોઈ પણ પરપદાર્થ પ્રત્યે પ્રીતિ જાગતી નથી, મહત્તા નથી તો પછી તે સુવર્ણાદિ દ્રવ્ય પર હોવાથી, પાપબંધનો હેતુ હોવાથી તેનું અભિમાન કરવું કે પોતાની જાતને સુવર્ણાદિ પરદ્રવ્યથી મોટી માનવી અને ધનાદિથી ફુલાવું વગેરે મિથ્યા અભિમાન કેમ સંભવે ? ન જ હોય.
ત્ર પુન:-તથા વળી દેદીપ્યમાન (અર્થાત્ અતિશય રૂપવાળી) એવી જે સ્ત્રી હોય,
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૯
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ તેના પણ મોહજનક જે હાવભાવ-અંગપ્રદર્શન વગેરે વસ્તુઓ જ્યાં હોય ત્યાં તે સ્ત્રી પ્રત્યે અને તેઓના હાવભાવો પ્રત્યે આ જીવને આદરભાવ કેમ હોય ? આખર તો એ પણ સાતધાતુનાં જ બનેલાં અંગો છે. ગંદાં પુગલો જ છે, પરદ્રવ્ય જ છે. માટે તેનો આદર કેમ હોય ? અર્થાત્ ન જ હોય. અહીં પુરુષને આશ્રયી સ્ત્રી કહી છે. તેમ સ્ત્રીને આશ્રયી પુરુષ સમજી લેવો. આત્માના ગુણોના અખંડ આનંદરૂપ સુખને માણનારા મહાત્મા પુરુષોને પદ્ગલિક સુખનો કે સુખના આનંદનો રસ જ હોતો નથી. તો પછી માયા (કપટ)નું ઘર, રાગ કરાવે તેવા રેશમી ચમકવાળા વસ્ત્રની તુલ્ય, અશુદ્ધ એવી વિભાવદશા ઉત્પન્ન કરવામાં ઉત્તેજક એવી ચતુર નદી તુલ્ય, આવા પ્રકારનાં વિશેષણો વાળી સ્ત્રીનાં જે કોઈ અંગો છે (સ્ત્રીનાં સર્વ અંગો પુરુષને આશ્રયી કામોત્તેજક હોય છે એવી જ રીતે પુરુષનાં સર્વે અંગો સ્ત્રીને આશ્રયી કામોત્તેજક છે). તેમાં આવા મહાત્માઓને આદરભાવ-સ્નેહભાવ કેમ થાય? અર્થાત્ ન જ થાય.
આ સંસારમાં રાગાદિ મોહભાવનાં પ્રધાનપણે બે સાધન છે કંચન અને કામિની. (સ્ત્રીને આશ્રયી કંચન અને પુરુષ) મહાત્મા પુરુષોનું મન સ્વગુણોની સંપત્તિના ઉપભોગમાં જ આનંદ માનનારું છે. તેથી પરદ્રવ્યરૂપ તથા પાપબંધના હેતુભૂત એવા કંચન-કામિનીના સ્વરૂપમાં મહાપુરુષો કેમ મોહબ્ધ બને ? અર્થાત્ તેના તરફ જોતા પણ નથી. તો તેની ઈચ્છા કરવી કે પ્રાપ્તિ કરવી કે તેનો ગર્વ કરવો કે તેમાં પ્રીતિ કરવી સર્વથા ઘટતી નથી. III
तेजोलेश्याविवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थम्भूतस्य युज्यते ॥५॥
ગાથાર્થ :- ચારિત્રવાળા સાધુમહાત્માને માસ-વર્ષ આદિ કાલ પ્રમાણે ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી આત્મગુણોના અનુભવ રૂપી તેજોલેશ્યાની વૃદ્ધિ ભગવતી આદિ સૂત્રોમાં જે કહી છે. તે આવા પ્રકારના સ્વગુણોની રમણતામાં મગ્ન મુનિને ઘટે છે. પા.
ટીકા - તેનોત્તેશ્યા રૂત્તિ"તેનોનેશ્યા-ચિત્તસુ9ત્મામનક્ષUTI જ્ઞાનાનન્હાस्वादाश्लेषरूपा, तस्याः विशुद्धिः-विशेषतो वर्द्धनम् या, साधो:-निर्ग्रन्थस्य, पर्यायवृद्धितः-चारित्रपर्यायवृद्धितः, भगवत्यादौ भाषिता-उक्ता, भगवत्यादौ-पञ्चमाङ्गे सा निर्मलसुखास्वादरूपा, इत्थम्भूतस्य-आत्मज्ञानमग्नस्य रत्नत्रयैकत्वलीलामयस्य वाचंयमस्य यज्यते-घटते, नान्यस्य मन्दसंवेगिनः ।
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૦
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર વિવેચન :- શ્રી ભગવતીજી નામના પાંચમા અંગમાં સાધુ-સંત મહાત્માઓને પ્રવ્રજ્યા સ્વીકાર કર્યાને જેમ જેમ માસ-વર્ષ આદિ અધિક અધિક કાળ પસાર થાય છે તેમ તેમ આત્માના ગુણોના આનંદનો અનુભવ થવાથી અને “પદ્રવ્યનો આનંદ મોહક છે, ભ્રામક છે.” આ વાત બરાબર સમજાઈ જવાથી ભોગી જીવને જેમ ભોગસુખથી મુખ ઉપર તેજ (લાલી) ચમકે છે. તેમ આત્માનંદી આ સાધુભગવંતોને મુખ ઉપર આત્મગુણોના સુખના આસ્વાદના આનંદની લહરીઓ (તેજોલેશ્યા) ચમકે છે. મંદવૈરાગ્યવાળાને (પરદ્રવ્ય પ્રત્યેની પ્રીતિ હજુ સર્વથા ગઈ ન હોવાથી) તેવી ચમક (તેજોવેશ્યા) આવતી નથી. આત્મગુણોના સુખમાં જ આનંદ માનનારા અને પારદ્રવ્યના સુખને ભ્રામક માનનારા જીવને આ તેજ વધે છે. શબ્દાર્થ આ પ્રમાણે છે -
તેજોવેશ્યા એટલે ચિત્તમાં સુખની પ્રાપ્તિ થવી તે, અર્થાત્ નિરુપાધિક એવો જે સુખલાભ તે તેજોલેશ્યા, એટલે કે જ્ઞાનના આનંદના આસ્વાદનો જે અનુભવ થવો તે તેજલેશ્યા. સ્વગુણોના આનંદની લહરીઓ ચમકવી તે તેજલેશ્યા. તેજની વેશ્યા, તેની વિશેષ વૃદ્ધિ થવી, દિન-પ્રતિદિન તેમાં વિશેષ વધારો થવો, આવા પ્રકારની તેજોલેશ્યાની વિશેષવૃદ્ધિ સાધુને એટલે કે નિર્ચન્દમુનિને ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી થાય છે. આ પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં એટલે કે પાંચમા અંગમાં જે તેજલેશ્યાની વિશેષ વૃદ્ધિ કહી છે. તે નિર્મળ આત્મગુણોના સુખનો આસ્વાદ કરવા રૂપ તેજોલેશ્યાની વિવૃદ્ધિ આવા મુનિને જ એટલે કે આત્માના જ્ઞાનસુખમાં જે મગ્ન છે તેવા મુનિને જ સંભવે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ રત્નત્રયીની સાથે એકતા પામેલા, તે ગુણોના સુખની જ લીલાવાળા એવા મહાત્માને જ સંભવે છે. મંદ વૈરાગ્યવાળા મુનિને ગુણોના સુખના આનંદનો અનુભવ (યથાર્થ રીતે) થતો નથી.
अत्र प्रस्तावना-तत्र प्रथमं संयमस्वरूपमुच्यते-आत्मनि चारित्रनामा गुणः अनन्तपर्यायोपेतानन्ताविभागरूपोऽस्ति । तथा च विशेषावश्यके-दानादिलब्धिपञ्चकं चारित्रं सिद्धस्यापि इच्छन्ति, तदावरणस्य तत्राप्यभावात्, आवरणाभावे च तदसत्त्वे क्षीणमोहादिष्वपि तदसत्त्वप्रसङ्गात्, ततस्तन्मते चारित्रादीनां सिद्धावस्थायां सद्भावः । चारित्रं च चारित्रमोहावृतं, तच्च तत्त्वश्रद्धासम्यग्ज्ञानपूर्णानन्देहाविर्भावपश्चात्तापादिभ्यः क्षयोपशमावस्थागतं च चारित्रमोहपुद्गलेषु उदयप्राप्तेषु भुक्तेषु अनुदितेषु विष्कम्भितेषु केषुचित् प्रदेशभोगितां नीतेषु, चारित्रगुणविभागानामाविर्भावो भवति,
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - સૌથી પ્રથમ સંયમનું જ સ્વરૂપ સમજાવાય છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૫૧
આત્મામાં “ચારિત્ર” નામનો એક સુંદર ગુણ છે અને તે ચારિત્રગુણ અનંત અનંત પર્યાયોથી યુક્ત તથા અનંત અનંત અવિભાગના સમૂહાત્મક છે. એટલે ચારિત્રગુણના બુદ્ધિથી અનંત અનંત અવિભાગ (નિર્વિભાજ્ય એવો અન્તિમખંડ તે અવિભાગ) ખંડ થઈ શકે તેટલા અનંત અવિભાગ ખંડોના સમૂહમય આ ગુણ છે.
-
શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ કહ્યું છે કે “સિદ્ધ પરમાત્માને પણ દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર શાસ્ત્રકારો ઈચ્છે છે.’ સિદ્ધ પરમાત્માઓ ધન-વસ્ત્ર કે ખોરાકનું ગરીબોને દાન કરતા નથી. કારણ કે પુદ્ગલ સાથે સંબંધ જ નથી, તેમજ શરીરનો પણ ત્યાગ કરેલો છે. એટલે કોઈ પુદ્ગલનો લાભ નથી. ખોરાકાદિ ભોગ પણ નથી. વસ્ત્ર પહેરવાં કે અલંકારો પહેરવા કે સ્ત્રી વ્યવહાર કરવો એવો ઉપભોગ પણ નથી તથા મન-વચન-કાયાથી રહિત છે. તેથી તેના દ્વારા વપરાતું કરણવીર્ય પણ નથી. તેથી અહીં શંકા થવી સંભવિત છે કે સિદ્ધ ભગવંતોને દાનાદિ પાંચ લબ્ધિઓ કેમ ઘટે ? તથા ચારિત્ર એટલે સદાચારી જીવન, પાંચ મહાવ્રતના પાલન સ્વરૂપ ચારિત્ર. પરંતુ સિદ્ધભગવંતોને જીવન નથી, શરીર નથી, મન નથી એટલે કોઈપણ જાતનું સદાચારી જીવન કે મહાવ્રતનું પાલન એ રૂપ ચારિત્ર પણ નથી. તેથી આ ગુણો તેઓમાં કેમ હોઈ શકે ? આવો પ્રશ્ન થવો સંભવિત છે. તેનો આ પંક્તિમાં ઉત્તર આપે છે કે -
સર્વથા પુદ્ગલોના વ્યવહારોનો ત્યાગ અને પુદ્ગલાદિ પરદ્રવ્યથી આત્માને અત્યન્ત ભિન્ન કરવો એ જ અનંતદાન, પોતાના અનંતગુણોની પ્રાપ્તિ એ જ અનંતલાભ, પોતાના ગુણોનો વપરાશ તે ભોગ, વારંવાર સ્વગુણોનો વપરાશ તે જ ઉપભોગ, ગુણોના સુખના આનંદમાં જ વીર્યનું વાપરવું તે અનંતલબ્ધિવીર્ય. આમ દાનાદિ પાંચે લબ્ધિઓ સિદ્ધ પરમાત્માને હોય છે તથા મન-વચન-કાયા દ્વારા સદાચારી જીવન જીવવું કે મહાવ્રતપાલન રૂપ જે ચારિત્ર છે તે ત્યાં શરીર ન હોવાથી ભલે ન હોય. પરંતુ ક્યારેય વિભાવદશામાં ન જવું. પરભાવદશારૂપે પરિણામ ન પામવું. સ્વભાવદશામાં જ લયલીન રહેવું તે સ્વરૂપ અનંતચારિત્ર સિદ્ધ ભગવંતોને છે આમ સિદ્ધભગવંતોને દાનાદિ પાંચ લબ્ધિઓ તથા ચારિત્ર અવશ્ય હોય છે.
દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર સિદ્ધભગવંતોને હોવાનું કારણ એ છે કે આ ગુણોના આવરણ કરનારાં અંતરાયકર્મ અને મોહનીય કર્મનો ક્ષીણમોહ-સયોગી અને અયોગી ગુણવસ્થાનકની જેમ ત્યાં (સિદ્ધાવસ્થામાં) પણ સર્વથા અભાવ જ છે. ક્ષપકશ્રેણીના કાલે આ જીવોએ તે કર્મોનો નાશ કરેલો છે. આવરણભૂત એવાં અંતરાય કર્મ અને મોહનીય
કર્મનો અભાવ સિદ્ધદશામાં હોવા છતાં પણ જો દાનાદિ લબ્ધિઓ અને ચારિત્ર ન માનીએ
Page #85
--------------------------------------------------------------------------
________________
પર
મન્નાષ્ટક - ૨
જ્ઞાનસાર
તો ક્ષણમોહ-સયોગી અને અયોગી ગુણસ્થાનકોમાં પણ અંતરાય અને મોહનીયકર્મનો અભાવ હોવા છતાં તે પાંચ લબ્ધિ અને ચારિત્ર નથી. એમ જ માનવાનો પ્રસંગ આવે, જે શાસ્ત્ર સમ્મત ન હોવાથી બરાબર નથી. (અંતરાયકર્મનો ક્ષય બારમાના ચરમ સમયે અને મોહનીયકર્મનો ક્ષય દસમાના ચરમ સમયે થાય છે એમ જાણવું.) તે કારણથી શાસ્ત્રકારોની દષ્ટિએ ચારિત્રાદિ ગુણોનો (ચારિત્ર અને પાંચ લબ્ધિ-આત્મક ગુણોનો) સિદ્ધપરમાત્માને સદ્ભાવ છે આમ જાણવું.
તથા આ ચારિત્ર નામનો ગુણ ચારિત્રમોહનીયકર્મથી આવૃત કરાયેલો છે. (ઢંકાયેલો છે). ચારિત્રમોહનીયકર્મનો સર્વથા ક્ષય કરવાથી આ ચારિત્રગુણ સર્વથા આવિર્ભત થાય છે અને પાંચમા ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધીમાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કર્યો હોવાથી આંશિક પ્રગટ થાય છે. ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક આત્મગુણોના પૂર્ણ આનંદની ઈહા (વિચારણા-તન્મયતા) કરતાં કરતાં પ્રગટ થયેલા પાપોના) પશ્ચાત્તાપાદિ થકી ક્ષાયોપથમિક અવસ્થાને પામેલું આંશિક ચારિત્ર પ્રગટ થાય છે. ચારિત્રમોહનીય કર્મના પુદ્ગલો જે પૂર્વકાલમાં બાંધેલ છે અને ઉદયમાં આવેલ છે. તેનો (સજાતીય પરપ્રકૃતિમાં સંક્રમાવીને) ભોગવવા દ્વારા આ જીવ ક્ષય કરે છે તે ક્ષય, અને જે પુગલો હાલ ઉદયમાં આવ્યાં નથી પણ સત્તામાં છે અને ઉદીરણાકરણ તથા અપવર્તનાકરણ વડે ઉદયમાં લાવી શકાય તેમ છે. તેને અટકાવ્યું છતે અર્થાત્ ઉદીરણા અને અપવર્તના દ્વારા ઉદયમાં ન આવે તેવી રીતે દબાવી દેવા દ્વારા ઉપશમ કર્યો છતે, આ રીતે કેટલાંક ચારિત્રમોહનીયકર્મનાં પુદ્ગલોનો પ્રદેશોદયથી (સજાતીય પરપ્રકૃતિરૂપે) ભોગવીને નિકાલ કર્યો છતે ચારિત્રનામના ગુણના કેટલાક કેટલાક વિભાગોનો (અંશોનો) આવિર્ભાવ થાય છે. તેને ક્ષાયોપથમિક ભાવનું ચારિત્ર કહેવાય છે. આ ચારિત્રગુણ દેશવિરતિરૂપે પાંચમા ગુણસ્થાનકે અને સર્વવિરતિરૂપે છઠ્ઠા ગુણસ્થાનકથી દસમાં ગુણસ્થાનક સુધી હોય છે. સર્વવિરતિરૂપ આ સંયમનાં સ્થાનોની જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની તરતમતા આ પ્રમાણે હોય છે -
तत्र सर्वजघन्यसंयमस्थाने सर्वाकाशप्रदेशानन्तगुणतुल्यचारित्रपर्यायप्राग्भावः प्रथमं संयमस्थानम् ।
ते कत्तिया पएसा ?, सव्वागासस्स मग्गणा होइ । ते जत्तिया पएसा, अविभागतो अणंतगुणा ॥४५१२॥
(બૃહત્કલ્પસૂત્ર ગાથા ૪૫૧૨)
Page #86
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
प्रथमं संयमस्थानं सर्वोत्कृष्टदेशविरतिविशुद्धस्थानतः अनन्तगुणविशुद्धम्, द्वितीयं संयमस्थानं प्रथमस्थानादनन्ततमे भागे यावन्तः अविभागास्तावदविभागवृद्धौ भवति, एवं तृतीयं, एवं चतुर्थं, एवमनन्तभागवृद्ध्या अङ्गुलमात्राकाशक्षेत्रस्य अङ्गुलासङ्ख्यभागाकाशप्रदेशप्रमाणसमानि स्थानानि भवन्ति । इदं प्रथमं कण्डकम् । ततः परमसङ्ख्यातभागवृद्धिरूपं यत्संयमस्थानमस्ति तदसङ्ख्येयभागवृद्धरूप- कण्डक प्रथमं संयमस्थानम्, (अर्थात् ) = प्रथमकण्डकस्य चरमसंयमस्थाने यावन्तोऽविभागास्तेषामसङ्ख्याततमे भागे यावन्तोऽविभागा-स्तावन्तोऽधिकाः क्षयोपशमा (ક્ષયોપશમાંશા) મન્તિ, તાર્ (અમઘ્યેયમા ધિામિધાને) ડો પ્રથમ संयमस्थानम्, ततोऽसङ्ख्येयानि स्थानान्यनन्तभागवृद्धिरूपाणि अङ्गुलासंख्येयभागप्रदेशराशिप्रमाणानि ( अनन्तभागवृद्धाभिधं ) द्वितीयं कण्डकम् । ततः परमेकमसङ्ख्यातभागवृद्धिरूपं ( संयमस्थानम् ) । पुनः असङ्ख्ये यानि अनन्तभागवृद्धिरूपाणि ( संयमस्थानानि, तद् अनन्तभागवृद्धाभिधं) तृतीयं कण्डकम्, ततः एकमसङ्ख्येयभागवृद्धिरूपम् (संयमस्थानम् ),
૫૩
અહીં સંયમસ્થાનોની તરતમતારૂપે ષટ્ચાન પ્રરૂપણા’” જણાવેલી છે. પંક્તિઓના શબ્દો પ્રમાણે અર્થ સમજાવવાનું અંદર આવી જાય તે રીતે ભાવાર્થરૂપે આ વિષય
સમજાવાય છે
-
ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમને અનુસારે આત્મામાં “સંયમ” પ્રાપ્ત થાય છે. સંયમ એ આત્માનો ગુણ છે. પણ ઘટ-પટની જેમ પદાર્થવિશેષ નથી. તેથી ઘટ-પટના જેમ ટુકડા થઈ શકે છે તેમ આ સંયમગુણના વિભાગ (ખંડ-ટુકડા) થઈ શકતા નથી, પરંતુ એક જીવના સંયમસ્થાનથી બીજા જીવનું સંયમસ્થાન કેટલું અધિક છે ? તે સમજવા માટે પ્રથમના સંયમસ્થાનના બુદ્ધિમાત્રથી કરાયેલા અતિશય સૂક્ષ્મ (કેવલીપરમાત્માના જ્ઞાનથી પણ નિર્વિભાજ્ય એવા) જે વિભાગો કરાય છે, તેને “અવિભાગ” કહેવાય છે. ત્યાં સૌથી જઘન્યમાં પણ જઘન્ય એવું ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી જે “સર્વવિરતિવાળું પ્રથમ સંયમસ્થાન” આવે છે. તેમાં જે ક્ષયોપશમ છે તેના બુદ્ધિકૃત નિર્વિભાજ્ય વિભાગો જો કરાય તો સર્વ આકાશાસ્તિકાયની જેટલી પ્રદેશરાશિ છે તેના કરતાં અનંતગુણા ચારિત્રના પર્યાયોનો પ્રાદુર્ભાવ તે જઘન્ય ચારિત્રમાં છે. એટલે કે સંપૂર્ણ આકાશાસ્તિકાયના પ્રદેશરાશિ કરતાં અનંતગુણી સંખ્યાની તુલ્ય ચારિત્ર પર્યાયોના અવિભાગોવાળું પ્રથમ સંયમસ્થાન (જઘન્યમાં જઘન્ય એવું સર્વવિરતિવાળું આ સંયમસ્થાન) છે. બૃહત્કલ્પસૂત્રનો સાક્ષી પાઠ આપતાં ટીકાકારશ્રી જણાવે
છે કે -
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૪ મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર “પ્રથમ સંયમસ્થાનમાં કેટલા પ્રદેશો (અવિભાગ ભાગો) હોય? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે સંપૂર્ણ આકાશાસ્તિકાયની વિચારણા કરવી. તે સંપૂર્ણ આકાશદ્રવ્યમાં જેટલા આકાશપ્રદેશો છે તેનાથી અનંતગુણા ભાગો અવિભાગ સ્વરૂપે એક સંયમસ્થાનમાં છે.” (બૃહત્કલ્પ સૂત્ર ગાથા-૪૫૧૨)
આ સર્વવિરતિધર્મવાળું પ્રથમ સંયમસ્થાન પણ પડિમાધારી શ્રાવક-શ્રાવિકાના સર્વોત્કૃષ્ટ દેશવિરતિ ધર્મવાળા વિશુદ્ધ સંયમસ્થાન કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળું છે. કારણ કે દેશવિરતિધર આત્મા સાવદ્યયોગવાળો છે અને જઘન્ય સંયમસ્થાને વર્તતા સાધુ મહાત્માનો આત્મા નિરવદ્યયોગવાળો છે. સાધુ મહાત્માના સંયમસ્થાનોમાં સૌથી જઘન્ય સંયમસ્થાનમાં વર્તતા આત્માનું જે સંયમસ્થાન છે તે પ્રથમ (જઘન્ય) સંયમસ્થાન છે. તે પ્રથમસંયમસ્થાનથી બીજું સંયમસ્થાન (એટલે કે કંઈક અધિક વિશુદ્ધિવાળું-ક્ષયોપશમ ભાવનું સંયમસ્થાન) અનંતભાગવૃદ્ધિવાળું હોય છે. એટલે કે પ્રથમ સંયમસ્થાનમાં જે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. તેના બુદ્ધિથી અનંતા ભાગ કરીએ તેમાંનો એક ભાગ પ્રથમના સંયમસ્થાનની વિશુદ્ધિમાં ઉમેરીએ તેટલી અધિક વિશુદ્ધિવાળું બીજું સંયમસ્થાન છે તેને “અનંત ભાગાધિક” એવું સંયમસ્થાન કહેવાય છે. પહેલા સંયમસ્થાનથી બીજું સંયમસ્થાન અનંતભાગાધિક અવિભાગોવાળું સંયમસ્થાન છે. આમ સમજવું.
પર્વ તૃતીય, પર્વ ચતુર્થ = પહેલા સ્થાનથી બીજું સ્થાન જેમ અનંત ભાગ અધિક કહ્યું તે જ પ્રમાણે બીજાથી ત્રીજું સંયમસ્થાન અને ત્રીજાથી ચોથું સંયમસ્થાન, ચોથાથી પાંચમું સંયમસ્થાન એમ ક્રમશઃ અસંખ્યાતાં સંયમસ્થાનો “અનંતભાગાધિક વિશુદ્ધિ” વાળાં જાણવાં.
પ્રશ્ન - અનંતભાગાધિક-અનંતભાગાધિક વિશુદ્ધિવાળાં સંયમસ્થાનો “અસંખ્યાત” છે એમ કહ્યું. પરંતુ અસંખ્યાતાના ચડ-ઉતર અસંખ્યાતા ભેદ હોઈ શકે છે. તો અહીં “અસંખ્યાત” એટલે કેટલાં સંયમસ્થાન લેવાં? તેનું કોઈ વાસ્તવિક પ્રમાણ (માપ) છે ?
ઉત્તર - હા, અંગુલમાત્ર જે આકાશ, તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તે માપ અહીં લેવું. તેને શાસ્ત્રોની પરિભાષા પ્રમાણે “કંડક” કહેવાય છે. હવે જ્યાં
જ્યાં કંડક શબ્દ વાપરવામાં આવે ત્યાં ત્યાં “અંગલપ્રમાણ આકાશના અસંખ્યાતમા ભાગમાં જે આકાશપ્રદેશની રાશિ હોય તેટલી સંખ્યા” સ્વયં સમજી લેવી.
વનિત્તમાં વૃદ્ધચ = આ પ્રમાણે અનંતભાગ અધિક અનંતભાગ અધિક વિશુદ્ધિની વૃદ્ધિ વડે “અંગુલ માત્ર આકાશવાળું જે ક્ષેત્ર, તે ક્ષેત્રના એટલે કે અંગુલપ્રમાણ આકાશક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે તેની સંખ્યાપ્રમાણ સંયમસ્થાનો
Page #88
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૫૫
અનંતભાગાધિક વિશુદ્ધિવાળાં છે. તેને એક કંડક કહેવાય છે. આવા ઘણાં કંડક આવવાનાં છે. તેથી આ કંડકને પ્રથમ કંડક કહેવાય છે અને તેનું નામ “અનંતભાગાધિક વિશુદ્ધિ” વાળું આ પ્રથમ કંડક થયું એમ જાણવું. આ વાતને બરાબર સમજવા માટે “અંગુલના
અસંખ્યાતમા ભાગમાં રહેલી આકાશપ્રદેશની રાશિને એટલે કે કંડકને અસત્કલ્પનાએ ૪ તરીકે કલ્પના કરીને હમણાં આપણે વિચારીશું.
તતઃ પરમ્ = ત્યાર બાદ અર્થાત્ અનંતભાગની વિશુદ્ધિવાળું એક કંડક સમાપ્ત થયા પછી જે સંયમસ્થાન આવે છે. તેમાં વિશુદ્ધિ ક્ષયોપશમ, પૂર્વના સંયમસ્થાન કરતાં “અસંખ્યાતભાગ” અધિક હોય છે. જેમ અનન્તભાગ અધિક વિશુદ્ધિનું એક કંડક થયું. તેમ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિનું પણ કંડક થવાનું છે તેનું આ પ્રથમસ્થાન જાણવું. એટલે કે અનંતભાગાધિક વિશુદ્ધિના કંડક પછીનું અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું જે સંયમસ્થાન આવે છે તે સંયમસ્થાન અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિનું જે કંડક થવાનું છે તેનું પ્રથમ સ્થાન છે આમ સમજવું. સારાંશ કે અનંતભાગ અધિકના પ્રથમકંડકના ચરમ સંયમસ્થાનમાં ચારિત્રમોહનીયના ક્ષયોપશમના જેટલા વિભાગો છે તેના કરતાં તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા વિભાગો થાય તેટલા અધિક ક્ષયોપશમના અંશવાળા વિભાગો તેના પછીના સંયમસ્થાનમાં હોય છે. તેથી તે સંયમસ્થાનને “અસંખ્યાતભાગ અધિક સંયમસ્થાન” કહેવાય છે. તે સંયમસ્થાન અસંખ્યાતભાગ અધિક એવા નામવાળું હવે જે કંડક થવાનું છે તેનું પ્રથમ સંયમસ્થાન છે. આ વાતને બરાબર સમજવા માટે નીચે મુજબ કલ્પના કરવામાં આવે છે.
અનંતભાગ અધિક એટલે
અસંખ્યાતભાગ અધિક એટલે સંખ્યાતભાગ અધિક એટલે સંખ્યાતગુણ અધિક એટલે અસંખ્યાતગુણ અધિક એટલે અનંતગુણ અધિક એટલે
=
૦
૧
૩
૪ અને
૫
૧ થી ૪ (કંડક પ્રમાણ) સંયમસ્થાનો અનંતભાગાધિક છે. ત્યારપછીનું સંયમસ્થાન એટલે કે પાંચમું સંયમસ્થાન અસંખ્યાત ભાગાધિક છે. માટે ૦૦૦૦૧ આવી આકૃતિ થઈ. ततः असङ्ख्येयानि स्थानानि अनन्तभागवृद्धिरूपाणि = ત્યારબાદ અનંતભાગ અધિક-અનંતભાગ અધિક વિશુદ્ધિવાળાં સંયમસ્થાનો અસંખ્યાતાં કહેવાં એટલે કે અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિ પ્રમાણ કહેવાં, અર્થાત્ અનંતભાગાધિકનું એક કંડક કહેવું.
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૬
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
તેને અનંતભાગ અધિકવિશુદ્ધિવાળું એવા નામનું આ બીજું કંડક કહેવાય છે. આ કારણે ૦૦૦૦૧૦૦૦૦ આવી આકૃતિ થઈ.
ततः परमेकम् ત્યારબાદ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું એક સંયમસ્થાન જાણવું. તેથી આકૃતિ ૦૦૦૦૧૦૦૦૦૧ આ પ્રમાણે બનશે. પુનઃ असंख्येयानि = ત્યારબાદ અનંતભાગની વૃદ્ધિ રૂપે અસંખ્યાતાં એક કંડક પ્રમાણ સંયમસ્થાનો કહેવાં, તેથી આકૃતિ આ પ્રમાણે બને છે. ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦ છેલ્લાં ચાર જે સંયમસ્થાનો આવ્યાં તેને અનંતભાગ અધિકવિશુદ્ધિવાળું ત્રીજું કંડક કહેવાય છે.
=
મસદ્ધ્યેયમા વૃદ્ધિરૂપમ્ = ત્યારબાદ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું એક જ સંયમસ્થાન કહેવું. જેથી આકૃતિ આવી બનશે - ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧.
તત:
एवमनन्तभागान्तरिताङ्गुलासङ्ख्यभागमात्रम् असङ्ख्यभागवृद्धिरूपम्, अङ्गुलासङ्ख्येय-भागकण्डकमानस्थानरूपं द्वितीयं स्थानम् । ततः सङ्ख्यातभागवृद्धिरूपं प्रथमं संयमस्थानम् ।
આ પ્રમાણે અનંતભાગની વૃદ્ધિવાળાં કંડક-કંડકપ્રમાણ સંયમસ્થાનો વચમાં વચમાં છે જેને એવાં અસંખ્યાતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પણ અંકુલના અસંખ્યાતમા ભાગ માત્ર પ્રમાણ-અર્થાત્ કંડક પ્રમાણ જાણવાં. તેથી આકૃતિ આવી બને છે ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧, અહીં ચાર એકડા થવાથી અસંખ્યાતભાગની વૃદ્ધિવાળું એક ઠંડક સમાપ્ત થયું જાણવું. ત્યાર પછી અંગુલના અસંખ્યાતમા ભાગવાળા કંડકના પ્રમાણરૂપે અનંતભાગ અધિક વૃદ્ધિવાળાં સંયમસ્થાનો એક કંડકપ્રમાણ કહેવાં તેથી આકૃતિ આવી બને છે ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦ તતઃ = ત્યારબાદ સંખ્યાતભાગ અધિકની વૃદ્ધિવાળું પહેલું એક સંયમસ્થાન કહેવું. તેથી હવે આકૃતિ આવી બને છે
૦૦૦૦૧૦૦૦૦૧0000૧૦૦૦૦૧૦૦૦૦૨,
-
ततः पुनः अनन्तभागवृद्धिरूपाणि असङ्ख्येयानि ( संयमस्थानानि ), ततः पुनः एकमसङ्ख्यभागवृद्धिरूपम् (संयमस्थानम्), ततः असङ्ख्येयानि अनन्तभागवृद्धिरूपाणि, एवमङ्गुलमात्रक्षेत्रासङ्ख्यभागप्रदेशमानकण्डकेषु गतेषु एकं सङ्ख्यातभागवृद्धिरूपं स्थानम्, एवमङ्गलासङ्ख्येयभागतुल्यानि सङ्ख्येयभागवृद्धिस्थानानि गतानि । एवं सङ्ख्यातगुणवृद्धि - असङ्ख्यातगुणवृद्धि - अनन्तगुणवृद्धिरूपाणि असङ्ख्येयानि संयमस्थानानि भवन्ति । ततः परं स्थानमसङ्ख्येय
Page #90
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
गुणसंयमस्थानमानं भवति, एकान्तरं तानि असङ्ख्येयानि अनन्तभागवृद्धिरूपाणि संयमस्थानानि भवन्ति । सर्वसंयमस्थानसङ्ख्या लोकसमाना: अलोके असङ्ख्येया लोकाकाशाः कल्प्यन्ते, तावत्प्रदेशराशितुल्यानि संयमस्थानानि भवन्ति उत्तरोत्तरनिर्मलानि । आदितः अनुक्रमसंयमस्थानारोही नियमात् शिवपदं लभते । प्रथममेवोत्कृष्टमध्यम ( जघन्य ) संयमस्थानातिरोही नियमात् पतति । एवं प्रथमस्थानतः अनुक्रमेण संयमक्षयोपशमी तस्य चारित्रपर्यायनिर्मलत्वेन चारित्रसुखस्वरूपं भगवतीवाक्यम्, आलापकश्च भगवत्याम्
૫૭
ત્યારબાદ ફરીથી અનંતભાગની વૃદ્ધિવાળાં અસંખ્યાત (કંડકતુલ્ય-અસત્કલ્પનાએ સંયમસ્થાનો જાણવાં. આકૃતિ આ પ્રમાણે બને છે ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૦, ત્યારપછી વળી એક
અસંખ્યાતભાગવૃદ્ધિવાળું સંયમ સ્થાન જાણવું. આકૃતિ આ પ્રમાણે
૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૦૧, ત્યારબાદ અનંતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો અસંખ્યાતાં (કંડકતુલ્ય-અસત્કલ્પનાએ ચાર) જાણવાં. આકૃતિ - ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૧૦૦૦૦. ઉપર દોરેલી આકૃતિમાં અનંતભાગવૃદ્ધિદર્શક શૂન્ય ૨૦ અને અસંખ્યાતભાગવૃદ્ધિદર્શક એકડા ૪, એમ કુલ ૨૪ અંક ગયે છતે (સંખ્યાતભાગની વૃદ્ધિસૂચક) એક બગડો આવે છે. એ જ પ્રમાણે અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશરાશિના માપવાળા અસંખ્યાતભાગની વૃદ્ધિના સ્થાનોના કંડકો ગયે છતે (તેના ઉપર અનંતભાગવૃદ્ધિનું એક કંડક ગયા પછી) બીજું સંખ્યાતભાગની વૃદ્ધિવાળું સંયમસ્થાન આવે છે. ૨૦ શૂન્યની વચ્ચે ૪ એકડા ગયે છતે એક બગડો આવે છે. એ જ રીતે બીજાં ૨૪ સ્થાનો પસાર કરતાં, વચ્ચે અસંખ્યાતભાગની વૃદ્ધિસૂચક એકડાવાળાં ચાર સંયમસ્થાનો પસાર થયે છતે બીજું એક સંખ્યાતભાગવૃદ્ધિનું બગડાવાળું સ્થાન આવે છે. આકૃતિ આ પ્રમાણે થાય છે
૦૦૦૦૧૦૦૦૦૧0000૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨,
૪)
હવે સમજાશે કે ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે એક બગડો, બીજાં ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે બીજો બગડો, ત્રીજાં ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે ત્રીજો બગડો અને ચોથાં ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે ચોથો બગડો એમ બગડાવાળાં (સંખ્યાતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પણ ૪ એટલે કે) કંડક પ્રમાણ થવાં જોઈએ. પચીસમા નંબરે, પચાસમા નંબરે, પંચોતેરમા નંબરે અને સોમા નંબરે ૪ બગડા આવશે. ત્યારબાદ ફરીથી
Page #91
--------------------------------------------------------------------------
________________
૫૮
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
અનંતભાગવૃદ્ધ અને અસંખ્યાત ભાગવૃદ્ધનાં ૨૪ સ્થાન કહ્યા બાદ ૧૨૫ મા સ્થાને એક સંખ્યાત ગુણવૃદ્ધિવાળું પ્રથમ સ્થાન આવે.
પુર્વ સંધ્યાતUવૃદ્ધિ = આ પ્રમાણે ૧૨૫-૨૫૦-૩૭પ-૫00 નંબરમાં ચાર સંખ્યાતગુણવૃદ્ધિવાળાં સ્થાનો કહ્યા પછી ૬૨૫ મા નંબરે અસંખ્યાતગુણવૃદ્ધિવાળું પ્રથમ
સ્થાન કહેવું. એ જ ક્રમે ૧૨૫૦-૧૮૭૫-૨૫00 નંબરમાં ચાર અસંખ્યાતગુણવૃદ્ધિનાં સ્થાન કહેવાં, ત્યારબાદ ૩૧૨૫ મા સ્થાને અનંતગુણવૃદ્ધિનું પ્રથમ સ્થાન આવે, આ રીતે ૩૧ ૨૫૬૨૫૦-૯૩૭૫ અને ૧૨૫૦૦ મા નંબરે ચાર એટલે (કંડકતુલ્ય) અનંતગુણવૃદ્ધિવાળાં સ્થાનો આવે. આ પ્રમાણે ઉપર સમજાવેલી રીત મુજબ સંખ્યાતગુણવૃદ્ધિ-અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિવાળાં સંયમસ્થાનો કંડક-કંડક પ્રમાણ અસંખ્યાતાં-અસંખ્યાતાં થાય છે.
તતઃ પરં સ્થાનમ્ = ત્યારબાદ એટલે કે અનંતગુણવૃદ્ધિવાળું કંડક સમાપ્ત થયા બાદ (૧૨૫૦૦ પછી). અસંખ્યાતગુણની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પૂર્વોક્ત માનપ્રમાણ (કંડકતુલ્ય) થાય છે. ૧૩૧૨૫-૧૩૭૫૦-૧૪૩૭પ-૧૫000 નંબર પ્રમાણે કંડકતુલ્ય (૪) અસંખ્યાતગુણવૃદ્ધિરૂપ સ્થાનો આવે છે. ઉત્તર તાનિ = આ પ્રમાણે એક એકના અંતરે તે સંયમસ્થાનો અસંખ્યાતાં અસંખ્યાતાં (કંડકતુલ્ય-કંડકતુલ્ય) કહેતાં કહેતાં છેલ્લે અનંતભાગ વૃદ્ધિવાળાં સંયમસ્થાનો (કંડકતુલ્યો આવે છે. ૧૫૦૦૦ પછી ૧૫૧૨૫-૧૫૨૫૦૧૫૩૭૫-૧૫૫00. આમ ચાર સંખ્યાતગુણવૃદ્ધિવાળાં સ્થાનો આવે છે. ત્યારબાદ ૧૫૫૩૫, ૧૫૫૫૦, ૧૫૫૭૫, ૧૫૬૦૦. આમ ચાર સંખ્યાતભાગવૃદ્ધિનાં સ્થાન આવે છે. ત્યારબાદ ૧૫૬૦૫-૧૫૬૧૦-૧૫૬૧૫-૧૫૬૨૦. આમ ચાર અસંખ્યાતભાગવૃદ્ધિનાં સ્થાનો આવે છે. ત્યારબાદ છેલ્લાં ૧૫૬૨૧-૧૫૬૨-૧૫૬૨૩-૧૫૬૨૪ આ નંબરવાળાં અસંખ્યાતાં (કંડકતુલ્ય) અનંતભાગની વૃદ્ધિવાળાં સ્થાનો આવે છે. અહીં એક ષસ્થાન પૂર્ણ થાય છે.
જે સ્થાનો કંડકતુલ્ય છે (અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશપ્રમાણ છે) તેને માત્ર ચારની કલ્પના કરીને ઉપરોક્ત આકૃતિ સમજવા માટે ફક્ત બનાવી છે. વાસ્તવિકપણે તો આ સંયમસ્થાનો (ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમની તરતમતા) અસંખ્યાત અસંખ્યાત થાય છે. આ સર્વ સંયમસ્થાનોનું માપ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે. નોસમાના: = લોકાકાશ જેવડા અસંખ્યાતા લોકાકાશ જો અલોકમાં બુદ્ધિથી કલ્પીએ, તે અસંખ્યાતા લોકાકાશના જેટલા આકાશપ્રદેશો થાય, તેટલા આકાશપ્રદેશની રાશિની તુલ્ય આ સંયમસ્થાનો થાય છે અને એક પછી એક અધિક અધિક વિશુદ્ધિવાળાં અત્યન્ત નિર્મળ આ સંયમસ્થાનો હોય છે. કારણ કે એ પ્રકારની અધિક અધિક વિશુદ્ધિ જણાવાઈ છે. પ્રથમના સંયમસ્થાનથી
Page #92
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨
૫૯ અનુક્રમે વિશુદ્ધિ વધતાં વધતાં ઉપર ઉપરના સંયમસ્થાનોમાં આરોહણ કરનારો (ચઢનારો) જીવ નિયમા મુક્તિપદને પામે જ છે અને પહેલેથી ઉત્કૃષ્ટ સંયમસ્થાનમાં આવીને વિશુદ્ધિ ઘટતાં અને અશુદ્ધિ વધતાં મધ્યમસંયમસ્થાનોમાં આવે અને ત્યારબાદ જઘન્યસંયમસ્થાનોમાં જે જાય તે આત્મા મસિરોહી = પતનાભિમુખ થયો છતો નિયમો પડે જ છે.
આ પ્રમાણે પ્રથમના સંયમસ્થાનથી અનુક્રમે આરોહણ કરતા (ચઢતા) જીવને સંયમનો ક્ષયોપશમ વૃદ્ધિ પામે છે. આવા પ્રકારની વૃદ્ધિયુક્ત ક્ષયોપશમવાળો જે જીવ ચઢે છે તેના ચારિત્રપર્યાયની અત્યન્ત નિર્મળતા થવાથી ચારિત્રના સાચા સુખસ્વરૂપને (ચારિત્રના આધ્યાત્મિક આનંદને) આ આત્મા પોતાના અનુભવસ્વરૂપે માણે છે. તેની જ તેજોલેશ્યાની (ચારિત્રના આધ્યાત્મિક આનંદની) વૃદ્ધિ ચારિત્રપર્યાયની વૃદ્ધિને અનુસાર ભગવતીસૂત્રના વાક્યોમાં જણાવી છે. ભગવતીસૂત્રમાં જણાવેલી વાતનું દિશાસૂચન ઉપાધ્યાયજી મહારાજશ્રીએ આ ગાથામાં જણાવ્યું છે. ભગવતીસૂત્રમાં ૧૪મા શતકમાં ૯મા ઉદ્દેશામાં પ૩૭ મા સૂત્રમાં આ આલાવો (પાઠ) છે. તે (પાઠ) આલાવો આ પ્રમાણે છે -
___"जे इमे भंते ? अज्जत्ताए समणा निग्गंथा विहरन्ति, एए णं कस्स तेउल्लेसं वितीवयन्ति ? गोयमा ! मासपरियाए समणे णिग्गंथे वाणमन्तराणं देवाणं तेउल्लेसं वितीवयन्ति । दुमासपरिआए समणे णिग्गंथे असुरिंदवज्जिआणं भवणवासीणं देवाणं तेउल्लेसं वितीवयन्ति । एएणं अभिलावेणं तिमासपरिआए समणे णिग्गंथे असुरकुमाराणं देवाणं तेउल्लेसं वितीवयन्ति । चउमासपरिआए गहगणणक्खत्ततारारूवाणं जोतिसिआणं तेउल्लेसं, पंचमासपरिआए चन्दिमसूरियाणं जोइसियाण तेउल्लेसं, छम्मासपरिआए सोहम्मीसाणाणं तेउलेसं, सत्तमासपरिआए सणंकुमारमाहिंदाणं देवाणं, अट्ठमासपरिआए बंभलोगाणं लंतगाणं तेउलेसं, णवमासपरिआए महासुक्कसहस्साराणं देवाणं, दसमासपरिआए आणय-पाणय-आरणच्चूयाणं देवाणं, इक्कारसमासपरिआए गेविज्जविमाणाणं देवाणं, बारसमासपरिआए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेउलेसं वितीवयन्ति, तेण परं सुक्के सुक्काभिजाइए भवइ । तओ पच्छा सिझंति जाव अंतं करेन्ति । सेवं भंते सेवं भंते ।
હાલ વર્તમાનકાલે જે આ શ્રમણ નિગ્રંથ મુનિમહાત્માઓ (અથવા પાપકર્મથી રહિત થઈને આર્યપણે જે શ્રમણ નિગ્રંથ મુનિઓ) વિચરે છે એ મુનિમહાત્માઓ કોની તેજોલેશ્યાને (માનસિક સુખના આનંદની પ્રાપ્તિને) ઓળંગી જાય છે? આમ ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીર પ્રભુને પૂછે છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે કે, હે ગૌતમ ! એક માસના
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૦
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
ચારિત્રપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મુનિઓ વાણવ્યંતર દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. આ પ્રમાણે
-
માસના પર્યાયવાળા મુનિ અસુરેન્દ્રને વર્જીને શેષ ભવનપતિ દેવોની તેજોલેશ્યાને ત્રણ માસના પર્યાયવાળા મુનિ અસુરકુમાર દેવોની તેજોલેશ્યાને
ચાર માસના પર્યાયવાળા મુનિ ગ્રહગણ, નક્ષત્ર અને તારાના દેવોની તેજોલેશ્યાને પાંચ માસના પર્યાયવાળા મુનિ ચંદ્ર-સૂર્ય નામના જ્યોતિષ્ક દેવોની તેજોલેશ્યાને છ માસના પર્યાયવાળા મુનિ સૌધર્મ-ઈશાન દેવોની તેજોલેશ્યાને
સાત માસના પર્યાયવાળા મુનિ સનત્કુમાર-માહેન્દ્ર દેવલોકના દેવોની તેજોલેશ્યાને આઠ માસના પર્યાયવાળા મુનિ બ્રહ્મલોક અને લાન્તક દેવોની તેજોલેશ્યાને નવ માસના પર્યાયવાળા મુનિ મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવોની તેજોલેશ્યાને દસ માસના પર્યાયવાળા મુનિ આનત-પ્રાણત-આરણ અને અચ્યુત દેવોની તેજોલેશ્યાને અગિયાર માસના પર્યાયવાળા મુનિ ત્રૈવેયકવિમાન વાસી દેવોની તેજોલેશ્યાને
અને બાર માસના પર્યાયવાળા મુનિ અનુત્તરોપપાતિ દેવોની તેજોલેશ્યા (માનસિક ચિત્તની પ્રસન્નતા)ને ઓળંગી જાય છે. જેમ જેમ ચારિત્રપર્યાયમાં કાળ પસાર થતો જાય છે તેમ તેમ વિભાવદશાના ભાવોનો રસ ભૂલાતો જાય છે, સ્મરણમાં આવતો પણ નથી અને કેવલ સ્વભાવદશાના અનુભવના સુખમાં જ આનંદ-આનંદ માણે છે. તેથી ચિત્તની પ્રસન્નતામાનસિક આનંદ વૃદ્ધિ પામતો જાય છે. આ કારણે દેવોને વૈવિક સુખથી જે ચિત્તની સુખાસિકા (માનસિક આનંદ-આનંદ) હોય છે તેના કરતાં આ મહાત્માપુરુષોને પોતાના ગુણોમાં સુખના આનંદનો અનુભવ વધારે અનુભવાય છે. આ વાત ઉપમાથી સમજાવી છે. આ વિષય એવો છે કે જે માણે તે જ જાણી શકે. ભોગી જીવ યોગીના યોગસુખના આનંદની કલ્પના કરી શકતો નથી. જે ભોગસુખમાં ભોગી જીવ આનંદ માણે છે તે જ ભોગસુખને યોગસુખનો આનંદ માણનારા યોગીઓ ભ્રાન્ત અર્થાત્ ગાંડપણ, મૂર્ખાઈ, અથવા ચિત્તભ્રમ થયો માને છે.
બારમાસના ચારિત્રપર્યાયના પાલનથી આગળ જેમ જેમ ચારિત્ર પર્યાયનો કાલ વધતો જાય છે તેમ તેમ તે પોતાના આત્મગુણોની રમણતાના આનંદમાં ગરકાવ થઈ જાય છે. તેથી વર્ષો જતાં આ મહાત્મા શુક્લ અને શુક્લાભિજાત્ય થાય છે. (આ બન્ને શબ્દોના અર્થ આગળ સમજાવાય છે.) ત્યારબાદ તે મહાત્મા પુરુષ સિદ્ધિપદને પામે છે. યાવત્ સર્વ કર્મોનો અંત કરે છે. શુદ્ધ-બુદ્ધ નિરંજન નિરાકાર બને છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ ગૌતમસ્વામી કહે છે કે સેવં અંતે સેવં ભંતે = હે ભગવાન્ ! તે વસ્તુ એમ જ છે તે વસ્તુ એમ જ છે. જેમ આપ કહો છો, તે વસ્તુ બરાબર તેમ જ છે. જરા પણ અન્યથા
નથી.
टीकायां लेश्याप्रक्रमादिदमाह "जे इमे इत्यादि", य इमे प्रत्यक्षा अज्जत्ताएत्ति आर्यतया पापकर्मबहिर्भूततया, अद्यतया अधुनातनतया वर्तमानकालतया इत्यर्थः ।
"तेउलेसंति"-तेजोलेश्या-सुखासिका, तेजोलेश्या हि प्रशस्तलेश्योपलक्षणम्, सा च सुखासिकाहेतुरिति, कारणे कार्योपचारात्, तेजोलेश्याशब्देन सुखासिका विवक्षितेति । “विईवयन्ति"-व्यतिव्रजन्ति-व्यतिक्रामन्ति । "असुरिंदवज्जियाणंति"વમરવત્તિવર્ધતાનાં, “તેના પર”—તતઃ પરમ્, તત:-સંવત્સત્ પરત: “સુતિ” शुक्लो नामाभिन्नवृत्तोऽमत्सरी, कृतज्ञः सदारम्भी, हितानुबन्धी, निरतिचारचरण इत्यन्ये । “सुक्काभिजातित्ति" शुक्लाभिजात्यं परमशुक्लमित्यर्थः, अत एवोक्तम्
आकिञ्चन्यं मुख्यं, ब्रह्मापि परं सदागमविशुद्धम् । सर्वशुक्लमिदं खलु, नियमात् संवत्सरादूर्ध्वम् ॥१३॥
(પોશપ્રશRUT-૧૨, શ્લોક ૩ ) ભગવતીસૂત્ર ઉપરની ટીકામાં ટીકાકારશ્રી વેશ્યાના પ્રકરણના વર્ણન પ્રસંગે ઉપર કહેલા પાઠમાં આવેલા કેટલાક શબ્દોના અર્થોનું સ્પષ્ટીકરણ કરતાં જણાવે છે કે –
ને રૂ” હાલ વર્તમાનકાળે આર્યપણે જે આ મુનિઓ વિચરે છે તે મુનિઓ અહીં સમજવા. આ પાઠમાં “મન્નાઈ” આવો જે શબ્દ છે તેના બે અર્થ કરે છે. (૧) કાર્યતા = આર્યપણે સંસ્કારીપણે-સાધુપણાના સંસ્કારોથી યુક્તપણે અર્થાત્ અઢારે પાપસ્થાનક કર્મોના સેવનથી બહિર્ભતપણે-પાપરહિતપણે જે વિચરે છે તે. (૨) અદ્યતયા = હાલના કાલે, અર્થાત્ વર્તમાનકાલે પાંચમા આરાના વિષમકાલમાં વિચરતા મુનિઓ પણ દેવોના ચિત્તની જે પ્રસન્નતા છે તેને ઓળંગી જાય છે. તો પછી ચોથા આરાના અને મહાવિદેહક્ષેત્રના મુનિઓની વાત તો કરવી જ શું ?
તેવત્તે અંતિ” તેજોલેશ્યા અર્થાત્ સુખાસિકા = સુખપૂર્વક રહેવું, મનની પ્રસન્નતાપૂર્વક વસવું, આત્મગુણોના સુખનો અનુભવ થઈ રહ્યો હોવાથી ચિત્તની અત્યન્ત નિર્મળતાપૂર્વક બાહ્યભાવોથી દૂર બનીને સ્વભાવદશાના સુખમાં જ આનંદ માણવાપૂર્વક રહેવું તે સુખાસિકા. તેજોલેશ્યાનો વાસ્તવિક અર્થ પ્રશસ્તલેશ્યા થાય છે. પરંતુ પ્રશસ્તલેશ્યા
Page #95
--------------------------------------------------------------------------
________________
૬૨ મનાષ્ટક - ૨
જ્ઞાનસાર હોય તો જ સુખપૂર્વક (માનસિક આનંદપૂર્વક) રહેવાય છે. અન્યથા ઉદ્વેગપૂર્વક રહેવાય છે. આ રીતે પ્રશસ્તલેશ્યા (તેજોલેશ્યા) એ સુખાસિકાનો હેતુ છે. પ્રશસ્તલેશ્યા એ કારણ છે અને સુખાસિકા એ કાર્ય છે. કારણમાં જ કાર્યનો ઉપચાર કરવાથી તેજલેશ્યા શબ્દથી સુખાસિકાની વિવક્ષા કરાઈ છે.
વિર્યુવન" (વિતીવત્તિ) ક્રિયાપદ છે. તેનો અર્થ પસાર થાય છે. ચાલ્યાં જાય છે. અતીતકાલ બને છે. આવો અર્થ સમજવો.
“મસુરિંmયાતિ” આ પદનો અર્થ અસુરનિકાય નામના ભવનપતિદેવોના દક્ષિણ-ઉત્તર દિશાના અધિપતિ જે ચમરેન્દ્ર અને બલી નામના ઈન્દ્રો છે. તે બન્નેને વર્જીને બાકીના ૯ નિકાયના જે ૧૮ ઈન્દ્રો છે. તેના સુખને આ મુનિઓ ઓળંગી જાય છે. એવો અર્થ કરવો.
તેT પર'' ભગવતી સૂત્રના આલાવામાં છેલ્લી બે લીટીમાં જે તે પર શબ્દ આવે છે તેનો અર્થ તત્ત: પરમ્ = તેનાથી આગળ એવો અર્થ કરવો. ત્યાં પણ તd: શબ્દનો અર્થ એક વર્ષથી આગળ, અર્થાત્ એક વર્ષથી વધારે કાલ ચારિત્ર પાળનારા મુનિ શુક્લ થાય છે. તથા શુક્લાભિજાત્ય બને છે. યાવત્ સિદ્ધગતિને પામે છે. સર્વકર્મોનો અંત કરે છે.
મુતિ” શુક્લ શબ્દ જે આપ્યો છે. તેનો અર્થ વિશુદ્ધ-નિર્મળ ચારિત્રગુણની સાથે અભેદભાવવાળો, આત્માની અને ઉત્તમ ચારિત્રગુણની એકાકારતાવાળો, ઈર્ષ્યા-અદેખાઈ વગેરે મત્સરભાવ વિનાનો, પૂર્વપુરુષોએ કરેલા ઉપકારોને બરાબર જાણવાવાળો, ઉત્તમઉત્તમ કાર્યોનો જ આરંભ કરવાવાળો, હિતનો એટલે કે કલ્યાણનો જ અનુબંધ કરવાવાળો, ભવોભવમાં કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય તેવા આચારવાળો જે આત્મા તે શુક્લ કહેવાય છે. કોઈ કોઈ આચાર્યો “નિરતિચાર ચારિત્રવાળો જે આત્મા” તેને પણ શુક્લ કહે છે.
“સુalfમનતિત્તિ” શુક્સમાં પણ અભિજાત્ય = વિશિષ્ટ, અર્થાત્ વિશિષ્ટ શુક્લ, વધુ શુક્લ, એટલે પરમ શુક્લ આવો અર્થ કરવો. પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ષોડશકપ્રકરણ નામના ગ્રંથમાં બારમા ષોડશકના તેરમા શ્લોકમાં કહ્યું છે કે –
“પ્રધાનપણે અકિંચનપણું, અત્યન્ત શ્રેષ્ઠ જ્ઞાનરમણતા, ઉત્તમોત્તમ શાસ્ત્રોની લીનતા દ્વારા અત્યન્ત વિશુદ્ધતા, આ સર્વ શુક્લ કહેવાય છે. એક વર્ષના ચારિત્રપર્યાયના પાલન પછી આવા ગુણો આવિર્ભત થાય છે.
(૧) અકિંચનપણું - કોઈ વસ્તુનો સંગ્રહ નહીં, પરિગ્રહ નહીં અને શરીરના કારણે અનિવાર્યતાને લીધે જે વસ્તુ રાખવી જ પડે તેની મમતા-મૂછ-આસક્તિ નહીં.
Page #96
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨
૬૩ (૨) આત્મજ્ઞાનમાં જ મગ્નતા, અધ્યાત્મ અને વૈરાગ્યમાં જ લીનતા.
(૩) સર્વોત્તમ એવાં આગમશાસ્ત્રોના અધ્યયનમાં જ રસિકતા આવી જવાથી મોહદશાના વિકારો વિનાનો આ આત્મા અર્થાત્ અત્યન્ત વિશુદ્ધ આત્મા. તે શુક્લ આત્મા કહેવાય છે.
एतच्च श्रमणविशेषमेवाश्रित्योच्यते, न पुनः सर्व एवंविधो भवति । अत्र मासपर्यायेति (मासपर्याये इति) । संयमश्रेणिगतसंयमस्थानानां मासादिपर्यायगतसमयमात्रोल्लङ्घनेन तत्प्रमाणसंयमस्थानोल्लङ्घी मुनिर्ग्राह्य इति । अत्र परम्परासम्प्रदायः, जघन्यतः उत्कृष्टं यावत् असङ्ख्येयलोकाकाशप्रमाणेषु संयमस्थानेषु क्रमाक्रमवर्तिनिर्ग्रन्थेषु मासतः द्वादशमाससमयप्रमाणसंयमस्थानोल्लङ्घनोपरितने वर्तमानः साधुरीदृग्देवतातुल्यं सुखमतिक्रम्य वर्तते इति ज्ञेयम् । उक्तञ्च धर्मबिन्दौ -
"उक्तं मासादिपर्यायवृद्ध्या द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री, सर्वदेवेभ्य उत्तमम् ॥३६॥
(ધર્મબિન્દુ અધ્યાય-૬ શ્લોક ૩૬) तेजश्चित्तसुखलाभलक्षणं वृत्तौ । इत्येवमात्मसुखवृद्धिः आत्मज्ञानमग्नस्य મતિ પાક
ષોડશકપ્રકરણમાં બારમા ષોડશકના તેરમા શ્લોકમાં જે આ શ્રમણનું વર્ણન કર્યું છે તે કોઈ વિશિષ્ટશ્રમણને આશ્રયી કહેલું છે. પરંતુ સર્વે શ્રમણ તેવા વિશિષ્ટ દશાવાળા સંભવતા નથી. કોઈ વિશિષ્ટ મહાત્મા પુરુષ આવી ઉંચી દશાવાળા હોય છે એમ જાણવું.
ભગવતીજી સૂત્રના પાઠના આલાવામાં “ોય ! મીસરિયાણ” ઈત્યાદિ પાઠમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે સંયમગુણની ચઢતી શ્રેણીમાં રહેલાં જે સંયમસ્થાનો છે તેમાં ૧ માસ, ૨ માસ, ૩ માસ આદિ પ્રમાણવાળા ચારિત્રપર્યાયમાં સમય માત્ર પસાર થવાથી તેટલા પ્રમાણવાળાં સંયમસ્થાનોને ઓળંગી જનારા મુનિ હોય છે આમ જાણવું. સારાંશ એ છે કે – સંયમભાવમાં જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેનો યથાર્થ અનુભવ થવાથી વિભાવદશા નાશ પામતાં અને સ્વભાવદશા ખીલતાં આ મુનિ ચડતા ચડતા સંયમસ્થાનોમાં કુદકો મારનારા બને છે. એક એક મહીનામાં તો વચ્ચે-વચ્ચેનાં ઘણાં ઘણાં સંયમસ્થાનો ઓળંગી-ઓળંગીને એકદમ ઉપરના સંયમસ્થાનમાં આરોહણ કરનાર બને છે. આત્મગુણોના સુખનો આસ્વાદ જ આવા રસવાળો હોય છે. જે એકવાર ચાખ્યા પછી ક્યારેય મુકાતો નથી. પૌગલિકસુખના અનુભવવાળી વિભાવદશા તો સર્વથા ભૂલાઈ જ જાય છે. તેની
Page #97
--------------------------------------------------------------------------
________________
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર વિષમતા બરાબર સમજાઈ ગયેલી છે તેથી સ્વભાવદશાના અનંત આનંદના અનુભવમાં આ મુનિઓ ગરકાવ થઈ જાય છે.
આ વિષયમાં પૂર્વાચાર્યોની પરંપરાવાળો સંપ્રદાય જ પ્રમાણ છે. તે પરંપરાવાળો સંપ્રદાય આ પ્રમાણે જણાવે છે કે - જઘન્યસંયમસ્થાનથી પ્રારંભીને ઉત્કૃષ્ટ સુધીનાં સંયમસ્થાનો અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તે સંયમસ્થાનોમાં કોઈ મુનિ ક્રમે ક્રમે અધિક અધિક વિશુદ્ધિ દ્વારા આરોહણ કરે છે અને કોઈ મુનિ એકદમ વધારે વિશુદ્ધિની વૃદ્ધિ પામવાથી વચ્ચે વચ્ચેનાં કેટલાંક સંયમસ્થાનો છોડીને ક્રમ વિના સહસા ઉપર આરોહણ કરનારા પણ બને છે તે ક્રમે અને અક્રમે ઉપર ચઢનારા મુનિઓમાં ૧ માસ, ૨ માસ, ૩ માસ આદિ બાર માસના સમય પ્રમાણ સંયમ પાળવાથી પ્રગટ થયેલા “સંયમભાવ” વડે અનેક સંયમસ્થાનોને ઓળંગી ઓળંગીને ઉપરના ટોચના સંયમસ્થાનમાં વર્તતા અને સંસારી ભાવોથી વિરક્ત એવા આ મુનિ આવા પ્રકારના દેવો-સંબંધી સુખને પણ ઓળંગી જઈને આત્મસુખમાં રમતા હોય છે આમ જાણવું.
ધર્મબિન્દુ નામના ગ્રંથમાં છટ્ટા અધ્યાયના ૩૬મા શ્લોકમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે. તે ગ્રંથની સાક્ષી આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે –
શ્રી ભગવતીજીસૂત્રમાં કહ્યું છે કે ૧ માસ૨ માસ આદિ ચારિત્રપર્યાયથી પ્રારંભીને ૧૨ માસના ચારિત્રપર્યાયથી મુનિવર પુરુષો સર્વ દેવો કરતાં પણ ઉત્તમ એવું શ્રેષ્ઠ તેજ પ્રાપ્ત કરે છે.”
ધર્મબિન્દુના આ જ શ્લોકની વૃત્તિમાં (આ શ્લોક ઉપરની ટીકામાં) “તેજ”નો અર્થ ચિત્તસુખલાભ કરેલો છે માનસિક અત્યન્ત આનંદ. ગુણોના અનુભવનું માનસિક વિશિષ્ટ સુખ આવો અર્થ ત્યાં ટીકામાં કરેલો છે. આવા પ્રકારના આત્માના ગુણોના અનુભવ રૂપ સુખની વૃદ્ધિ આત્મજ્ઞાનમાં મગ્ન મહાત્માને જ હોય છે. પી.
ज्ञानमग्नस्य यच्छर्म, तद् वक्तुं नैव शक्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ॥६॥
ગાથાર્થ :- જ્ઞાનમાં મગ્ન આત્માને જે સુખ છે તે જીભ દ્વારા કહેવાનું શક્ય નથી. પ્રિયાના આલિંગનના સુખ સાથે કે ચંદનના ઘોળના સ્પર્શના સુખ સાથે તે સુખ સરખાવી શકાતું નથી. દા.
Page #98
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ ટીકા :- “જ્ઞાનમનતિ”—ાનમની માત્મસ્વરૂપોપત્નશ્વિયુવતી યન્ત શર્મसुखं, स्पर्शज्ञानानुभवानन्दः, तद् वक्तुं नैव शक्यते, अतीन्द्रियत्वाद् अवाग्गोचरत्वात् । तद अध्यात्मसखं प्रिया-मनोज्ञेष्टवनिता, तस्याः आश्लेषैः-आलिङनैः, तथा चन्दनद्रवैःचन्दनविलेपनैर्नोपमीयते । यतः स्रक्चन्दनाङ्गनादिजं सुखं वस्तुतः न सुखम्, आत्मसुखभ्रष्टैः (नष्टैः) सुखबुद्धया आरोपितम्, लोके पुद्गलसंयोगजमारोपसुखं जात्या दुःखमेव । उक्तञ्च विशेषावश्यके
"जत्तो च्चिअ पच्चक्खं, सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं, तो पुण्णफलं पि दुक्खं ति ॥२००५॥ विसयसुहं दुक्खं चिय, दुक्खपडियारओ त्तिगिच्छव्व । तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं ॥२००६॥ सायासायं दुक्खं, तव्विरहमि य सुहं जओ तेणं । देहेंदिएसु दुक्खं, सुक्खं देहेंदियाभावे ॥२०११॥
વિવેચન :- જ્ઞાનમાં મગ્ન બનેલા મુનિને એટલે કે આત્માના રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપના સુખની ઉપલબ્ધિ (અનુભવ)વાળા મુનિને જે સુખ છે, આત્મિક ગુણોની સ્પર્શનાવાળા જ્ઞાનસંબંધી અનુભવનો જે આનંદ છે અર્થાત્ આધ્યાત્મિક સુખ છે તે રસનેન્દ્રિય દ્વારા કહી શકાય તેમ નથી. કારણ કે તે સુખ ઈન્દ્રિયગ્રાહ્ય નથી અને વાણીથી ગોચર નથી, ગુણોના અનુભવનું તે સુખ તો “જે માણે તે જ જાણે” શબ્દાતીત છે, વાણીથી અગોચર છે.
આ સંસારમાં ભોગી જીવનાં જે જે ભોગસુખો છે તેમાં સર્વશ્રેષ્ઠ ગણાતું કામિનીના સંગનું સુખ અને ચંદનનું (પાંચ ઈન્દ્રિયોના વિષયનું) જે સુખ છે તેની સાથે પણ ન સરખાવી શકાય તેવું આ આધ્યાત્મિક સુખ છે. આમ જણાવતા ગ્રન્થકારશ્રી ઉત્તરાર્ધમાં બે ઉપમાઓ આપીને તેની સાથે ન સરખાવી શકાય તેવું આ સુખ છે આમ જણાવતાં કહે છે કે
પ્રિયા એટલે મનને હરનારી, રૂપાળી, સુંદર હાવભાવ કરનારી અને મનને અતિશય ઈષ્ટ એવી જે પત્ની, તેવા પ્રકારની સ્ત્રીના શરીરની સાથેના આલિંગનવાળા સુખની સાથે પણ આધ્યાત્મિક સુખ સરખાવી શકાતું નથી અહીં પુરુષને આશ્રયી આ વિધાન છે એવી જ રીતે સ્ત્રીને આશ્રયી પ્રિય અને મનવાંછિત પતિના શરીરની સાથેના આલિંગનવાળા સુખની સાથે પણ ન સરખાવી શકાય તે સ્વયં સમજી લેવું.) તથા ચંદનનું જે વિલેપન છે તે અતિશય શીતળતા આપનારું છે. માટે સંસારમાં સુખદાયી કહેવાય છે. આ સ્પર્શનેન્દ્રિયના
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૬
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
સુખનું ઉદાહરણ છે તેને અનુસારે ઉપલક્ષણથી પાંચે ઈન્દ્રિયોનાં સુખો સમજી લેવાં) તેવા પ્રકારના ચંદનના વિલેપન રૂપ સ્પર્શનેન્દ્રિયના સુખની સાથે પણ ન સરખાવી શકાય તેવું આ આધ્યાત્મિક સુખ છે. પતિ-પત્નીનાં સુખો કે પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખો અલ્પકાલીન છે, પરાધીન છે, તે સુખની પ્રાપ્તિ કરવામાં, સુખને સાચવી રાખવામાં અને અંતે સુખના વિયોગમાં પારાવાર દુઃખ જ દુઃખ થાય છે. ક્ષણમાત્રના એ સુખને માણવા જતાં ઘણા લાંબા કાળની ઘણી ઉપાધિઓ આ જીવને વેઠવી પડે છે. અલ્પ સુખ અને ઘણું જ દુઃખ તથા ઘણી જ ઉપાધિઓ વેઠવી પડે છે.
વળી પુષ્પોની માલા, ચંદનનું વિલેપન અને સ્ત્રીના શરીરની સાથેનું આલિંગન ઈત્યાદિ પાંચે પાંચ ઈન્દ્રિયોના વિષયથી જન્ય જે સુખ છે તે ખરેખર પરમાર્થથી સુખ જ નથી. કારણ કે શરીરમાં વાસના-ભૂખ-તરસ વગેરે જે વિકારી-કલુષિત ભાવો ઉત્પન્ન થાય છે તેનો આ ભોગો ક્ષણમાત્ર પ્રતિકાર કરનારા છે. પણ વિકારીભાવોનો નાશ કરનાર કે મટાડનાર નથી, જેમ ઈંધન નાખવાથી અગ્નિ વધે છે, તેમ વિષયસેવનથી ઈન્દ્રિયસુખની ઘેલછા વધે છે, મટતી નથી. વારંવાર તેના સેવનની જ ઈચ્છા રહે છે અને તેનાથી બીજી પણ અનેક ઉપાધિઓ આવે જ છે. ખસના રોગી જીવને ખણજ ઉપડે અને તે ખણે તેનાથી તે આનંદસુખ માને પરંતુ તે ખણજ ખસના રોગને વધારે છે પણ મટાડે નહીં. ખણતાં ખણતાં તે જ રીતે ખણજ શરીરમાં ચાંદાં પાડે, માટે ખણજ ખણવી એ વાસ્તવિક સુખ નથી, ઉપડેલી ચળનો ક્ષણિક પ્રતિકાર કરવા રૂપ જ માત્ર છે. આત્મતત્ત્વના ગુણોનું જે સુખ છે તે સુખને નહીં સમજનારા, તેવા પ્રકારના વાસ્તવિક સુખથી ભ્રષ્ટ થયેલા મોહાન્ધ ભોગી જીવો વડે “ભોગસુખ એ સુખ છે” આમ આરોપિત કરાયું છે કલ્પના કરાઈ છે. પત્થરની ગાય, ગાય તરીકે આરોપિત કરાય પણ તેથી કંઈ તે ગાય દૂધ ન જ આપે કારણ કે તે તો કલ્પિત ગાય છે તેમ અહીં સમજવું.
આ સંસારમાં અલંકાર, વિશિષ્ટ વસ્ત્રાદિ દ્વારા કરાતી વેશભૂષા, વિશિષ્ઠ મેવામીઠાઈવાળાં ભોજન ઈત્યાદિ પુદ્ગલ દ્રવ્યના સંયોગમાં માનેલું જે સુખ છે તે સઘળું ય આરોપિત સુખ છે. જેમકે સોના-રૂપા-હીરા-માણેકાદિના કરાયેલા અલંકારો પહેરાય ઘડી બે ઘડી, પણ તેને પ્રાપ્ત કરવામાં ધન મેળવવા માટે ઘણાં દુ:ખો વેઠ્યાં, બનાવ્યા પછી ચોરાઈ ન જાય, લુંટાઈ ન જાય, ભાંગી ન જાય, ખોવાઈ ન જાય, તેની ખાતર પ્રાણસંકટ ન આવે ઈત્યાદિ માનસિક અનેક દુઃખો, તેમ છતાં ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા ભાંગી-તૂટી જાય ત્યારે પણ દુઃખ જ. આમ સર્વત્ર પરદ્રવ્યના સંયોગમાં દુ:ખ જ દુઃખ છે. તેથી પરદ્રવ્યજન્ય સુખ તે સુખ નથી પણ પરાધીનતા જ છે. જાતિસ્વભાવે તે દુઃખરૂપ જ છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૬૭
મોહથી આ જીવ તેને સુખ માને છે. જ્યારે જ્યારે વાંકું પડે, આપત્તિ આવે, ત્યારે ત્યારે સુખ માનનારો આ જ જીવ પોતાની જીભે જ બોલે છે કે “બળ્યો આ સંસાર, આના કરતાં આ સંસાર ન માંડ્યો હોત તો સારું હતું” આનો અર્થ એ છે કે જાતિસ્વભાવે આ દુઃખરૂપ જ છે. મોહાન્ધ જીવોએ તેમાં સુખબુદ્ધિથી સુખનું આરોપણ માત્ર કરેલું છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે -
હે ગૌતમ ! જે કારણથી પાંચ ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જણાતું સુખ તે સુખ જ નથી, દુઃખમાત્ર જ છે. માત્ર દુઃખનો ક્ષણિક પ્રતિકાર કરનાર છે તેથી પુણ્યનું ફળ પણ (ઉપાધિરૂપ હોવાથી) દુ:ખ જ છે. ૨૦૦૫
જેમ રોગ થયો હોય તો ઔષધ રોગનો પ્રતિકાર કરનાર હોવાથી સુખરૂપ લાગે પણ ઔષધ લેવું જ પડે તે સુખરૂપ નથી. તેની જેમ પાંચ ઈન્દ્રિયોના વિષયથી થનારું સુખ એ સુખ નથી પણ દુઃખ જ છે. ઘડીભર દુ:ખનો પ્રતિકાર કરનાર છે. વાસ્તવિક તો તે બંધન રૂપ છે માટે દુઃખ જ છે. તેમાં સુખનો ઉપચાર કરાયો છે. સાચા સુખ વિના ઉપચાર સંભવતો નથી. જેમ જંગલમાં સાચો સિંહ છે તો જ બહાદૂર પુરુષમાં સિંહનો ઉપચાર કરાય છે. જગતમાં સાચો સર્પ છે તો જ ક્રોધી માણસમાં સર્પનો ઉપચાર કરાય છે. તેમ સાચું આધ્યાત્મિક સુખ છે તો જ વિષયસુખમાં સુખનો ઉપચાર કરાયો છે. ૨૦૦૬
તેથી સાતા હોય કે અસાતા હોય તે બન્ને (પુણ્ય-પાપ એવાં કર્મોનાં બંધનો છે માટે) દુઃખ જ છે. સોનાની હોય કે લોખંડની હોય પણ આખર તે બન્ને બેડી જ છે. પગનું બંધન જ છે. તે બન્નેમાંથી એક પણ સુખદાયી નથી. પરંતુ તે બન્ને બેડીનો વિરહ થવો - પગ છુટા થવા તે સુખ છે તેમ પુણ્ય અને પાપનાં બંધનોના વિરહમાં જ સુખ છે. તેથી શરીર અને ઈન્દ્રિયો હોતે છતે આત્મા તે શરીરમાં અને ઈન્દ્રિયોમાં બંધાયેલો છે, માટે દુઃખ જ છે. શરીર અને ઈન્દ્રિયોના અભાવમાં જ બંધનમુક્તિ હોવાથી, સ્વતંત્ર હોવાથી, પરાધીનતા ન હોવાથી અનંતસુખ છે. ૨૦૧૧
उक्तञ्च
औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा । क्लिश्नाति लब्धपरिपालनदृष्टिरेव ॥ नातिश्रमापगमनाय यथा श्रमाय । राज्यं स्वहस्तधृतदण्डमिवातपत्रम् ॥
Page #101
--------------------------------------------------------------------------
________________
૬૮
જ્ઞાનસાર
મગ્નાષ્ટક - ૨ तस्मात् संसारः सर्वः दुःखरूप एव । स्वाभाविकानन्द एव सुखम्, यावद् इन्द्रियसुखे सुखबुद्धिः, तावत् सम्यग्दर्शनज्ञाने न इति तत्त्वार्थवृत्तौ, अतः अध्यात्मसुखं पुद्गलाऽऽश्लेषजसुखेन नोपमीयते इति ॥६॥
અન્યત્ર પણ કહ્યું છે કે –
કોઈપણ રાજા જ્યારે રાજ્ય પ્રાપ્ત કરે ત્યારે મેં રાજ્ય મેળવ્યું, હું સુખી થયો એમ માને છે. પરંતુ હકીકત કંઈક જુદી જ છે તે મોહને પરવશ થયેલા જીવને સમજાતી નથી.
રાજ્ય પ્રાપ્ત થવાથી જગતમાં મળેલી પ્રતિષ્ઠા “મારે રાજ્ય મેળવવું છે, મારે રાજ્ય મેળવવું છે” એવી જે ઉત્સુકતા હતી, ઘેલછા હતી તેનો જ નાશ કરે છે. બાકી તો માથા ઉપર ઘણો ભાર વધે છે. પ્રાપ્ત થયેલી આ સંપત્તિનું પરિપાલન (સંરક્ષણ) કરવાની જે દૃષ્ટિ છે તે દરરોજ પીડા જ કર્યા કરે છે. મારું રાજ્ય ચાલ્યું ન જાય, કોઈ લઈ ન લે, તેની ચિંતામાં જીવ બળીને ખાખ થઈ જાય છે. તેથી આ રાજ્ય અતિશય લાગેલા પરિશ્રમને દૂર કરવા માટે નથી પણ વધારે ને વધારે) પરિશ્રમ માટે જ છે. જેમ જે છત્રનો દંડ પોતાને જાતે જ પકડી રાખવો પડે, તે છત્ર જેમ સુખદાયી નથી પણ દાંડો પકડી રાખવા દ્વારા હાથ દુઃખાડનાર જ છે, દુઃખદાયી જ છે. તેમ રાજ્ય પણ ભાર-ચિંતા અને ઉપાધિઓ વાળું હોવાથી દુઃખદાયી જ છે.
તેથી આ સઘળો સંસાર દુઃખસ્વરૂપ જ છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં વર્તવું એનો જે સ્વાભાવિક આનંદ છે. તે જ પરમાર્થથી સુખ છે. જ્યાં સુધી ઈન્દ્રિયોના સુખમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી આ જીવને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ આવતાં નથી. આવું તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે. આ કારણથી આત્મિક ગુણોનું જે આધ્યાત્મિક સુખ છે તે સુખને પુદ્ગલોના સંયોગજન્ય સુખની સાથે સરખાવી શકાતું નથી.
એક સુખ સ્વાભાવિક છે. બીજું સુખ વૈભાવિક છે. એક સુખ સ્વતંત્ર છે. બીજું સુખ પરતંત્ર છે (પરાધીન છે) એક સુખ કર્મોના ક્ષયજન્ય છે. બીજું સુખ પુણ્યકર્મોના ઉદયજન્ય છે. એક સુખ કર્મોનો નાશ કરનાર છે. બીજું સુખ કર્મો બંધાવનારું છે. એક સુખ નિરુપાધિક છે. બીજું સુખ સોપાધિક છે. એક સુખ અનંતકાલ રહેનાર છે. બીજું સુખ પરિમિતકાલવાળું છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ માટે આત્માર્થી જીવે પીદ્ગલિક સુખનો, પદ્ગલિક સુખના રાગનો અને પુદ્ગલમાત્રના સંયોગનો ત્યાગ કરવાની જ સદા ભાવના રાખવી. દા.
शमशैत्यपुषो यस्य, विप्रुषोऽपि महाकथा । किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमग्नता ॥७॥
ગાથાર્થ - “ઉપશમભાવ”ની શીતળતાની પુષ્ટિવાળા એવા જે મહાપુરુષ છે તેના એક બિન્દુની પણ મહાકથા છે. (મહાપ્રભાવ છે) તો પછી જ્ઞાનામૃતમાં સર્વે પણ અંગો જેનાં લયલીન બની ગયાં છે તેવા જ્ઞાનીની તો અમે શું સ્તુતિ કરીએ? વાચાથી ન કહી શકાય તેવી તે જ્ઞાનમગ્નતા છે. llણા
ટીકા :- “શનશૈત્યપુષ" રૂત્તિ, શમ:- પશ:-રાજપામાવઃ, તત્ત્વીસ્વાવત્વમ્ आत्मनि निर्धार्य इष्टानिष्टे वस्तुनि रागादीनां शान्तिः, न हि रागादयो वस्तुपरिणामाः, किन्तु विभावजा अशुद्धा भ्रान्तिपरिणतिः, न हि पुद्गलादीनां शुभाशुभपरिणतिः कस्यापि जीवस्य निमित्ता, किन्तु पूर्णगलनपारिणामिकत्वेन, अथवा वर्णादिकर्मविपाकाद् वा, तत्र रागद्वेषता तु भ्रान्तिरेव, उक्तञ्च
कणगो लोहो न भणइ, रागो दोसो कुणन्तु मज्झ तुमं । नियतत्तविलुत्ताणं, एस अणाईअ परिणामो ॥१॥
વિવેચન :- “શમ” એટલે સમતા-રાગ અને દ્વેષનો અભાવ. કઈ વસ્તુ કેવા સ્વરૂપવાળી છે? ઈત્યાદિ વિચારવું, જાણવું, પર્યાયો પામવા એ વસ્તુનું સહજ સ્વરૂપ છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. પરિણામી દ્રવ્ય હોવાથી ક્ષણે ક્ષણે પલટાતા પર્યાયોવાળું તે પુદ્ગલદ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્યના કે જીવદ્રવ્યના કોઈપણ પર્યાયો સદા રહેનારા નથી. તો કયા પર્યાય ઉપર રાગ કરવો અને કયા પર્યાય ઉપર દ્વેષ કરવો? જે કોઈ વસ્તુ છે તે પોતાના પર્યાયોમાં પરિણામ પામે જ છે. પર્યાયો પામવા એ વસ્તુનો સ્વભાવ છે. આવા પ્રકારનું નિર્લેપદશાવાળું જ્ઞાનાત્મક જે તત્ત્વ છે. તે તત્ત્વનું આસ્વાદન કરવું તે આત્માનો ધર્મ છે. પરપદાર્થના સ્વરૂપને પર જાણીને તેના તત્ત્વનો જ્ઞાનરૂપે આસ્વાદ (અનુભવ) કરવો એ આત્માનો ધર્મ છે. આવો પાકો નિર્ણય કરીને ઈષ્ટ વસ્તુ ઉપર થતા રાગને અને અનિષ્ટ વસ્તુ ઉપર થતા ટ્રેષને રોકવો, રાગ-દ્વેષ ન થવા દેવા તેને “શી” કહેવાય છે.
પુષ્પમાલા-ચંદન-અંગના જોઈને જે રાગ થાય છે અને વિષ-કંટક-સર્પાદિ જોઈને
Page #103
--------------------------------------------------------------------------
________________
90
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર
જે દ્વેષ થાય છે, તે રાગ અને દ્વેષ પુષ્પ-માલાદિ અને વિષાદિ વસ્તુઓના પરિણામો (તે તે વસ્તુઓના ધર્મો) નથી. વસ્તુઓ તો પોતે પોતાના સ્વરૂપવાળી છે. પરંતુ મોહોદયજન્ય જે ઈષ્ટાનિઝ બુદ્ધિ થાય છે તે આ આત્મામાં પ્રગટેલી વિભાવદશા છે. તેનાથી ઉત્પન્ન થયેલી અશુદ્ધ અને બ્રાન્ત આત્મપરિણતિ છે. આત્મા પોતે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરીને રાગદ્વેષ કરે છે.
“જે લીંબડો છે” તે પોતાના સ્વરૂપે જેવો છે તેવો છે. પણ મનુષ્યોને તે કડવો લાગે છે. તેથી તેના પ્રત્યે અનિષ્ટબુદ્ધિ થાય છે અને ઉંટ વગેરે પ્રાણીને તે જ પદાર્થ વધારે ભાવે છે તેથી તેના તરફ ઈષ્ટબુદ્ધિ થાય છે. સોના-રૂપાના દાગીના ભોગીને ભોગસુખ આપનારા હોવાથી ઈષ્ટ છે અને યોગીને આ જ દાગીના બંધનભૂત લાગે છે તેથી અનિષ્ટ છે. આમ વસ્તુમાં પોતાનામાં રાગ-દ્વેષ નામના ધર્મ નથી, પરંતુ આત્મામાં જ મોહોદયજન્ય આ અશુદ્ધ પરિણામો થાય છે. પુદ્ગલાસ્તિકાયાદિ દ્રવ્યોમાં શુભ કે અશુભ જે પરિણમન થાય છે તે કોઈપણ જીવના નિમિત્તે થતું નથી, પરંતુ પુદ્ગલદ્રવ્યનો પૂરણ અને ગલન સ્વ-સ્વભાવ છે તે તેવા પ્રકારના પરિણામિક ભાવથી થાય છે. પ્રતિસમયે પરિણમન થવું તે તેનો સ્વભાવ છે.
તાજું રાંધેલું ગરમાગરમ ભોજન હોય તો જીવને ગમે છે અને તે જ ભોજન પોતાના પારિણામિકભાવે ઠંડું પડી ગયું હોય, ચલિત રસવાળું થયું હોય, રોગ ઉત્પન્ન કરે તેવા ભાવે પરિણામ પામ્યું હોય તો તે જ ભોજન તે જીવને ગમતું નથી. ભોજનમાં જે ઉષ્ણતામાંથી શીતળતા થઈ કે ચલિતરસપણું થયું કે રોગજનકતા થઈ તે પોતાના પરિણામિકભાવે થઈ છે. કોઈપણ જીવ વડે કરાઈ નથી, એટલે પરિણમન થવું એ વસ્તુનો સ્વભાવ છે. કોઈ સ્ત્રીનું ભરયુવાવસ્થાવાળું દેદીપ્યમાન અને મોહક રૂપવાળું જે શરીર હોય છે તે જ સ્ત્રીનું તે જ શરીર ઘણું ઘણું સાચવવા છતાં અને તેલ, અત્તર, પાવડર આદિ અનેક પદાર્થોનો ઉપયોગ કરવા છતાં પણ કાલાન્તરે કરચલીઓવાળું ટુબું, બેસી ગયેલું, થુંક અને લીટ નીકળતું, જોવું પણ ન ગમે તેવું ઘરડી ડોશી રૂપે પરિણામ પામતું આજે પણ દેખાય છે. તે જ સ્ત્રીને પોતાનું શરીર આવું બિભત્સ થવા દેવું નથી, પણ થાય શું? પુગલદ્રવ્યનો પૂરણગલન થવા રૂપ આ પારિણામિક સ્વભાવ જ છે કે જે બદલાયા જ કરે. મોહના ઉદયને આધીન થયેલો જીવ પોતે તેમાં રાગ અને દ્વેષ કરે છે. વસ્તુ તો કોઈ સારી પણ નથી અને કોઈ નઠારી પણ નથી. જેવી છે તેવી છે, પણ જીવ તેને ઈષ્ટ-અનિષ્ટ માને છે. કોઈ એક પિતાએ પોતાની પુત્રીને સારા ઘરે પરણાવી. તે પુત્રીના શરીરની યુવાવસ્થા, રૂપવાળાપણું, કાન્તિવાળાપણું ઈત્યાદિ જે પરિસ્થિતિ છે તે તો છે જ, છતાં પિતાને તેના તરફ વાત્સલ્યનો
Page #104
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ ભાવ, ભાઈ-બહેનોને તેના તરફ કૌટુંબિક પ્રેમ, પતિને તેના તરફ ભોગ્યપણાનો ભાવ અને સસરા આદિને તેના તરફ પુત્રવધૂ તરીકેનો કૌટુંબિક પ્રેમ જણાય છે. આમ જીવો વડે જ કરાયેલા આ અશુદ્ધ રાગ-દ્વેષના પરિણામ છે. પદ્ગલિક શરીર તો પોતાના પરિણામિકભાવે રૂપાળું અને કાન્તિમાન બનેલું છે અને કાલાન્તરે કરમાવાવાળું પણ છે. આમ સર્વત્ર સમજવું.
વસ્તુ પોતે પોતાના પરિણામિકભાવે શુભ-અશુભ રૂપે પરિણામ પામે છે. પરંતુ જીવ પોતે તેમાં મોહના ઉદયથી ઈષ્ટાનિઝ બુદ્ધિ કરીને રાગ-દ્વેષ કરે છે. આ જીવની જ વિભાવદશા-જન્ય અશુદ્ધ પરિણતિ છે. તેને રોકવી-અટકાવવી તે સમભાવ કહેવાય છે.
પ્રશ્ન :- જીવના શરીરમાં જે રૂપાળાપણું, કટ્ટપાપણું, ગોરાપણું, કાળાપણું ઈત્યાદિ જે કંઈ બને છે તે પૂર્વકાલમાં જીવે બાંધેલા તેવા તેવા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ નામકર્મના ઉદયથી બને છે. માટે રૂપાળાપણું કે કદ્દરૂપાપણું જીવ વડે કરાયેલું છે. પુદ્ગલના પારિણામિકભાવથી થયું નથી. આમ કેમ ન કહેવાય ? આવો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન અથવા શબ્દ લખીને જણાવે છે.
અથવા વUવિવMવિપક્ષો વા = અથવા હવે કોઈ આવો પ્રશ્ન કરે કે વર્ણાદિ નામકર્મના વિપાકોદયથી પુગલમાં સુંદરતા અને અસુંદરતા પ્રગટી છે. તેને પુગલનો પારિણામિક સ્વભાવમાત્ર કેમ કહેવાય ?
આ વિષયમાં મહાપુરુષો કહે છે કે કર્મોદય તો એક નિમિત્ત માત્ર છે. વાસ્તવિક તો પુગલનો પારિણામિકસ્વભાવ જ કારણ છે. જેમાં આવો પરિણામ પામવાનો સ્વભાવ ન હોય તેને પણ કર્મોદય પરિણમાવી શકતો હોય તો કર્મોદયથી તે પરિણામ થયો કહેવાય, જેમકે આકાશ અરૂપી છે તે રૂપાળાપણે કદરૂપાપણે પરિણામ પામતું નથી. જો કર્મોદય આકાશને રૂપાળાપણે કદરૂપાપણે પરિણામ પમાડી આપે તો કર્મોદયે કર્યું કહેવાય. પરંતુ તેમ ક્યારે ય બનતું નથી. પુદ્ગલમાં પોતાનામાં વર્ણાદિ ભાવે પરિણામ પામવાનો સ્વભાવ છે અને કર્મોદય તેમાં નિમિત્ત છે. માટે ઉપાદાનકારણપણે પુદ્ગલદ્રવ્યના પરિણામિક સ્વભાવથી જ આ પરિણમન થાય છે એમ કહેવાય. અને નિમિત્તકારણ રૂપે વર્ણાદિ નામકર્મોના ઉદયથી પરિણમન થાય છે આમ કહેવાય, પરંતુ તેમાં ઈનિષ્ઠ બુદ્ધિ શા માટે કરવી ? રાગ-દ્વેષના પરિણામ તો જીવ કરે તો જ થાય છે. એવો મહાત્મા પુરુષોનો ઉપદેશ છે.
વી = અથવા ધારો કે “કર્મોદયથી જ” આ પુદ્ગલમાં રૂપાદિ ભાવો બન્યા છે. આમ માની લઈએ તો પણ તે જીવ ! તારા પોતાના કરેલા તો તે રૂપાદિ ભાવો નથી જ. એટલે કે તારી માલિકીના તો નથી જ. કર્મોદયે કર્યા છે અને તે પુણ્ય-પાપનો ઉદય જ્યાં
Page #105
--------------------------------------------------------------------------
________________
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર સુધી રહેશે ત્યાં સુધી જ રહેવાના છે. તે રૂપાદિ ભાવોનો માલિકીહક્ક પુણ્ય-પાપ કર્મોદયનો છે, તારો નથી. તો તારે તે ભાવોમાં રાગ કે દ્વેષ (ઈષ્ટાનિષ્ટ-બુદ્ધિ) કેમ કરાય ? માટે કર્મોદયથી વર્ણાદિભાવ હોય તો પણ ત્યાં રાગ-દ્વેષતા કરવી તે બ્રાન્તિમાત્ર જ છે, ભ્રમ જ છે, ખોટું જ છે, ગાંડપણ છે. જેમ કોઈ અન્ય પુરુષની પત્ની રૂપવતી હોય કે કુરૂપ હોય તો તેને દેખીને રાગ કે દ્વેષ કરાતો નથી. કારણ કે તે પાત્ર અન્ય વ્યક્તિની માલિકીનું છે. તેવી જ રીતે શરીરમાં થયેલા રૂપાદિ ભાવો પણ પુણ્ય-પાપ કર્મોદયે કરેલા છે. જીવે પોતે કર્યા નથી. જો જીવે બનાવ્યા હોત તો તો મનગમતા જ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બનાવત. પણ આમ નથી તો પરકૃત પદાર્થમાં રાગ-દ્વેષતા કરવી તે મૂર્ખતામાત્ર-ભ્રમમાત્ર છે, મિથ્યાતત્ત્વ છે. શાસ્ત્રમાં આ વિષયમાં કહ્યું છે કે –
સુવર્ણ અને લોઢું ક્યારેય કોઈને પણ એમ કહેતું નથી કે તમે મારા ઉપર રાગ કરો અને દ્વેષ કરો. (સુવર્ણ એમ નથી કહેતું કે હું કિંમતી ધાતુ છું માટે મારા ઉપર રાગ કરો, લોઢું એમ નથી કહેતું કે હું બિનકિંમતી ધાતુ છું માટે મારા ઉપર દ્વેષ કરો). પરંતુ પોતાના આત્મતત્ત્વના અજાણ જીવોનો આ અનાદિકાલીન મહોદયજન્ય વિભાવદશાવાળો અશુદ્ધ પરિણામ માત્ર છે.” માટે રાગ અને દ્વેષ એ સંસારી જીવ કરે છે. તેથી આ રાગ અને દ્વેષ એ જીવકૃત અશુદ્ધ પરિણામ છે પણ વસ્તુગત ધર્મ નથી.
स्वरूपस्य स्वायत्तत्वात् स्वभोग्यत्वात्, परवस्तुसंयोगवियोगाभ्यामिष्टानिष्टतोपाधिः, एवं शमस्य शैत्यं-शीतलत्वम्-अतप्तत्वम्, तस्य पुषः-पोषकस्य यस्य पुरुषस्य शमशैत्यपुषः, विपुषः-बिन्दुमात्रस्यापि महाकथा-महावार्ता, शमशैत्यबिन्दुरपि दुर्लभः, यस्य ज्ञानपीयूषे-तत्त्वज्ञानामृते सर्वाङ्गमग्नता, तत्र-तस्मिन् स्थाने किं स्तुमःकिं वर्णयामः ? तस्य वर्णनां वक्तुमसमर्था वयमिति । यो हि स्वरूपज्ञानानुभवमग्नः स अतिप्रशस्यः । उक्तञ्च
लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । રૂ નરિ ન નડમરૂ, નિશિંવરિયો થો ઝા (સં. સિત્તરિ-૧૪) धम्मो पवित्तिरूवो, लब्भइ कइया वि निरयदुक्खभया जो नियवत्थुसहावो, सो धम्मो दुल्लहो लोए ॥ नियवत्थुधम्मसवणं, दुल्लहं वुत्तं जिणिंदिआण सुयं । तप्फासणमेगत्तं, हुंति केसिं च धीराणं ॥ अतः वस्तुस्वरूपधर्मस्पर्शनेन परमशीतीभूतानां परमपूज्यत्वमेव ॥७॥
Page #106
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨
૭૩ “આત્માનું રત્નત્રયી-આત્મક જે સ્વરૂપ છે તે સ્વરૂપ જ સ્વાધીન હોવાથી અને પરમાર્થથી તે સ્વરૂપ જ ભોગ્ય હોવાથી તેના જ આનંદને માણવો, તેમાં જ સુખબુદ્ધિ કરવી તે વસ્તુધર્મ છે. પરપદાર્થોના સંયોગ અને વિયોગ વડે તે પરપદાર્થમાં જે ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતા બુદ્ધિ થાય છે તે ઉપાધિ છે. દુઃખદાયી તત્ત્વ છે. સ્ફટિક પોતે સ્વયં ઉજ્વલ જ છે. લાલ-લીલા ફૂલથી સ્ફટિકમાં જે લાલાશ અને લીલાશ દેખાય છે તે ઉપાધિકૃત છે. તેમ અહીં પરદ્રવ્યમાં રાગાદિનો પરિણામ કરવો એ વડવ્યાધિ = મોટા રોગતુલ્ય મહા-ઉપાધિમાત્ર છે. વાસ્તવિક સ્વરૂપ નથી.
આવું સમજીને સાનુકુલ કે પ્રતિકુલ પરિદ્રવ્યોના સંયોગ કે વિયોગકાલે જે મહાત્માપુરુષો રાગ-દ્વેષ કરતા નથી તે “શમ” = સમતાભાવ કહેવાય છે. આવા પ્રકારના શમભાવદશાની જે શીતળતા છે. અર્થાત્ અતપ્તતા (ગરમ ન થવાપણું) છે. તેવા પ્રકારની શમદશાની શીતલતાને પુષ્ટ કરનારા અર્થાત્ સમતાની શીતલતાથી પુષ્ટ બનેલા એવા જે મહાત્મા પુરુષ છે તે મહાત્મા પુરુષના (ભૂક-લીંટ અને મલ-મૂત્ર જેવા અપવિત્ર પદાર્થના) એક બિંદુની પણ મહાકથા-મહાવાર્તા છે. આવા મહાત્મા પુરુષોના શારીરિક અંશોનું એક બિંદુ પણ જીવોના રોગોને મટાડનારું હોય છે. તથા આવા મહાત્મા પુરુષોના જ્ઞાનામૃતનું એક બિંદુ પણ જીવોના ભવરોગને દૂર કરનારું થાય છે. તેવો તેનો પ્રભાવ છે માટે મહાકથા છે. તો પછી જે મહાત્માપુરુષની તત્ત્વજ્ઞાનરૂપી અમૃતમાં સર્વ અંગોની મગ્નતા છે. અંગે અંગે તત્ત્વજ્ઞાન રૂપી અમૃત વ્યાપ્ત બનેલું છે. તે સ્થાનમાં (એટલે કે તેવા પ્રસંગમાં) તો અમે તેઓની શું
સ્તુતિ કરીએ ? તે મહાત્માઓનું શું વર્ણન કરીએ ? તેઓનું વર્ણન કરવાને માટે અમે ખરેખર અસમર્થ છીએ. આવા મહાત્માઓનું જ્ઞાનામૃતના પાનવાળું જીવન શબ્દોથી વર્ણવી શકાતું નથી. અહોભાવમાત્રથી સમજી શકાય છે. જેને ભોજનની, પાણીની. શરીરશોભાની. ટાપટીપની, સગાં-સ્નેહીઓની કે માન-અપમાનની કંઈ જ અપેક્ષા નથી. કેવલ શુદ્ધસ્વરૂપની જ્ઞાનરસિકતા જ પ્યારી છે. જ્યારે દેખો ત્યારે આત્માના જ્ઞાનગુણની વિચારણામાં જ લયલીન હોય છે. તેવા શુદ્ધસ્વરૂપના અનુભવમાં જ મગ્ન એવા તે મહાત્મા પુરુષ જ અતિશય પ્રશંસનીય છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે –
“ક્યારેક દેવેન્દ્રપણું પણ મળી જાય, ક્યારેક પ્રભુત્વ (રાજાપણું અથવા ચક્રવર્તીપણું) પણ મળી જાય, તેમાં કંઈ સંદેહ નથી. પરંતુ જિનેશ્વર ભગવંતે કહેલો એક શુદ્ધ આત્મધર્મ ફરી મળતો નથી.” (- સંબોધ સિત્તરી ગાથા-૧૪)
“નરકમાં ઘણાં દુઃખો છે એમ સમજીને તેના ભયથી અનુષ્ઠાન આદરવા રૂપ
Page #107
--------------------------------------------------------------------------
________________
७४
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર પ્રવૃત્તિધર્મ ક્યારેક પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આત્મદ્રવ્યના સ્વભાવભૂત આ આત્મધર્મ છે આમ આત્મધર્મ સમજીને તે પ્રાપ્ત થવો આ લોકમાં ઘણો દુર્લભ છે.”
“પોતાના આત્મદ્રવ્યના સ્વભાવભૂત ધર્મનું શ્રવણ ઘણું જ દુર્લભ કહેલું છે” આમ જિનેશ્વર ભગવંતોનું આગમ જણાવે છે. તથા તે આત્મધર્મની સાથે સ્પર્શના થવી-એકમેકતા થવી-તેની લગની લાગવી એ તો કોઈ ધીરપુરુષોમાં જ આવે છે.”
આ કારણથી વસ્તુના સ્વરૂપાત્મક જે શુદ્ધ ધર્મ છે તેનો સ્પર્શ થવાથી અતિશય શીતલ બનેલા (રાગ-દ્વેષાદિ વિકારોથી રહિત બનેલા) એવા મહાત્માઓમાં જ પરમપૂજ્યપણું રહેલું છે. તેવા મહાત્માઓ જ દર્શનીય, વંદનીય અને પૂજનીય છે. તેઓને અમારા લાખો લાખો ભાવથી વંદન હોજો. III
यस्य दृष्टिः कृपावृष्टिः, गिरः शमसुधाकिरः । तस्मै नमः शुभज्ञानध्यानमग्नाय योगिने ॥८॥
ગાથાર્થ - જે ઉત્તમ આત્માની દૃષ્ટિ કૃપા વરસાવનારી છે અને વાણી સમભાવ રૂપી અમૃતને વરસાવનારી છે તેવા શુભ જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન રહેનારા યોગિપુરુષને મારા નમસ્કાર હોજો. Iટા
ટીકા :- “ગતિ"- THજ્ઞાનધ્યાનમનાય યોશિને નમ:, શુકં નામ શુદ્ધમ, ज्ञानं-यथार्थपरिच्छेदनम्, भेदज्ञानविभक्तस्वपरत्वेन स्वस्वरूपैकत्वानुभवः, तन्मयत्वं ध्यानम्, तत्र मग्नः, तस्मै योगिने मनोवाक्कायरोधकाय रत्नत्रयाभ्यासशुद्धसाध्यसंसाधकाय नमः । कस्मै नमः ?
यस्य दृष्टिः कृपावृष्टिः परमकरुणावर्षिणी, यस्य गिरः वाचां समूहः शमसुधाकिरः क्रोधादिपरित्यागः शमः, स एव सुधा-अमृतम्, तस्याः किरणंसेचनम्, (यस्य) तच्छीला दृष्टिः कृपामयी, वाक् समतामृतमयी, तस्मै योगिने नमः રૂતિ |
વિવેચન - ઉત્તમ જ્ઞાનમાં અને ઉત્તમ ધ્યાનમાં મગ્ન એવા તે યોગિપુરુષને મારા નમસ્કાર હોજો. અહીં શુભ એટલે શુદ્ધ, નિર્દોષ, મોહની મલીનતા વિનાનું. અને જ્ઞાન એટલે જે વસ્તુનું જેવું સ્વરૂપ છે તે વસ્તુના તેવા સ્વરૂપનો બોધ કરાવનારું અર્થાત્ યથાર્થ વસ્તુનું પરિચ્છેદક તે જ્ઞાન, એટલે કે ભેદજ્ઞાન કરવા દ્વારા સ્વ-સ્વરૂપ અને પર-સ્વરૂપનો
Page #108
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨
૭૫
વિભાગ કરવાપૂર્વક માત્ર સ્વ-સ્વરૂપમાં જ એકતાનો અનુભવ થવો તે અહીં આત્મકલ્યાણ સાધનારું જ્ઞાન કહેવાય છે. આવા પ્રકારના જ્ઞાનમાં જે તન્મયતા-એકાગ્રતા-સ્થિરતા તેને ધ્યાન કહેવાય છે.
આવા પ્રકારના શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ધ્યાનમાં મગ્ન, મન-વચન અને કાયાનો (અશુભ યોગોનો) નિરોધ કરનારા તથા જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપી રત્નત્રયીના અભ્યાસાત્મક શુદ્ધ સાધ્યને સાધનારા તે યોગીપુરુષને અમારા નમસ્કાર હોજો. વળી આ યોગીપુરુષ કેવા છે? વો નમ: ? = કેવા યોગીપુરુષને આપણે નમસ્કાર કરવા ઈચ્છીએ છીએ ? તો જવાબમાં કહે છે કે -
જે યોગી પુરુષની દૃષ્ટિ કૃપાને વરસાવનારી છે અર્થાત્ પરમ કરૂણાથી જેની દૃષ્ટિ ભરેલી છે. વળી જે યોગી પુરુષની વાણી (વાકસમૂહ) સમતારૂપી અમૃતને વરસાવનાર છે. ક્રોધ-માન-માયા-લોભ-રાગ અને દ્વેષાદિ વિકારોનો ત્યાગ તે “સમતાભાવ” તે સમતાભાવ એટલો બધો ઉચ્ચ કોટિનો છે કે જાણે અમૃત જ હોય એવો અતિશય મીઠો લાગે છે. માટે સમતાભાવ રૂપી જે સુધા (અમૃત) તેને વરસાવનારી વાણી છે. સારાંશ કે જેમની વાણી સમતાભાવ રૂપી અમૃતનું નિરન્તર પાન કરાવનારું ઝરણું જ હોય શું? તેવી છે તેવા યોગી પુરુષને મારા નમસ્કાર હોજો.
જે યોગી પુરુષની આપણા ઉપર નજર માત્ર પડે અને આપણાં દ્રવ્ય-ભાવ દારિત્ર્ય દૂર થઈ જાય એવી સ્વાભાવિક કરૂણામયી જેની દૃષ્ટિ છે તથા જે મહાત્માઓ મુખમાંથી અલ્પમાત્રાએ પણ જે ઉપદેશ આપે તે વાણી આપણા ક્રોધાદિ કષાયોની આગને ઠારી નાખે એવા અમૃતથી ભરેલી છે. આવા ઉત્તમોત્તમ શ્રેષ્ઠ-જ્ઞાનસાધનામાં મગ્ન યોગીને મારા નમસ્કાર હોજો.
___ अत्र भावना-अनादिमिथ्यात्वासंयमकषाययोगचापल्यविध्वस्तात्मस्वभावानां इष्टानिष्टपरभावग्रहणाग्रहणरसिकत्वेन तत्प्राप्त्यप्राप्तौ रत्यरत्यशुद्धाध्यवसायमग्नानां जीवानां कुतः स्वरूपमग्नता ? ततः शङ्काद्यतिचारवियुक्तावाप्तदर्शनो हि जीवः शुद्धाशयः त्रिभुवनमप्युपहतमोहमहेन्धनज्वलितकर्मदहनक्वथ्यमानमशरणमवलोक्य गुणावरणाद् दुःखोद्विग्नः निर्धारिततत्त्वश्रद्धानः, आश्रवनिवृत्तिसंवरैकत्वप्रतिज्ञामारूढः दृढीकरणार्थम् पञ्चविंशतिभावनाभावितान्तरात्मा द्वादशानुप्रेक्षास्थिरीकृताध्यवसायः,
Page #109
--------------------------------------------------------------------------
________________
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર पूर्वकर्मनिर्जराभिनवाग्रहणाविर्भावभूतस्वरूपसम्पदानुभवमग्नः सुखी' । अत एवागमश्रवणविभावविरतितत्त्वावलोकनतत्त्वैकाग्रतायुपायैः स्वरूपानुभवमग्नत्वमेव कार्यम् । संसारे कर्मक्लेशसन्तप्तत्वमवगम्य संसारोद्विग्नेन विरागमार्गानुगप्रवर्तिना आत्मस्वरूपाविर्भावहेतुषु सम्यग्दर्शनज्ञानचारित्रेषु वर्तितव्यमित्यर्थः ॥८॥
ઉપર સમજાવેલ વસ્તુનો ભાવાર્થ આ પ્રમાણે છે - અનાદિકાલથી આ જીવને લાગેલા કર્મબંધના હેતુઓ (૧) મિથ્યાત્વ, (૨) અસંયમ, (૩) કષાય અને (૪) મન-વચન અને કાયાના યોગોની ચંચળતા, તેના કારણે નિરંતર કર્મોના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં જ રચ્યા પચ્યા રહેવાના કારણે, વિનાશ પામ્યો છે આત્માનો શુદ્ધ સ્વભાવ જેનો એવા સંસારી જીવોને, ઈષ્ટ એવા પરભાવને (પુગલદ્રવ્ય અને પરજીવદ્રવ્યને) જ ગ્રહણ કરવામાં અને અનિષ્ટ એવા પરભાવને (અણગમતા પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્યને) ગ્રહણ નહીં કરવામાં જ રસિકતા હોવાથી તે ઈષ્ટપુદ્ગલાદિની પ્રાપ્તિકાલે રતિ અને અપ્રાપ્તિકાલે અરતિ (તથા અનિષ્ટ પુગલાદિની પ્રાપ્તિકાલે અરતિ અને અપ્રાપ્તિ કાલે રતિ) પામવા દ્વારા મોહોદયજન્ય અશુદ્ધ અધ્યવસાયવાળા જીવોને, આત્માના શુદ્ધ સ્વરૂપની મગ્નતા આવવી ક્યાંથી સંભવે ? દારૂના મદમાં મસ્ત બનેલા દારૂડીયાને ડાહ્યા માણસના જેવી વિવેકબુદ્ધિ ક્યાંથી સંભવે ? તેમ મોહના મદમાં મસ્ત બનેલા મોહાલ્વ જીવને આત્મસ્વરૂપની મગ્નતા રૂપી વિવેકચક્ષુ ક્યાંથી સંભવે ? ન જ સંભવે.
મતઃ = આ કારણથી સત્સંગ, સ્વાધ્યાય, સતશાસ્ત્રોનું વારંવાર શ્રવણ, સતશાસ્ત્રોના અર્થનું વારંવાર મનન, સ્વાધ્યાયપ્રેમી જીવોનો નિરંતર સંગ, યથાશક્તિ ધર્માનુષ્ઠાનોની લયલીનતા, યથાશક્તિ વ્રતાદિનું પાલન ઈત્યાદિ ઉત્તમ ઉપાયોના વારંવાર સેવનથી જ શંકાઆકાંક્ષા આદિ અતિચારો રહિત પ્રાપ્ત કર્યું છે નિરતિચાર સમ્યગ્દર્શન જેણે એવો જીવ, શુદ્ધ આશયવાળો થયો છતો, ૩૫હત = ઉદયમાં આવેલા મોહરૂપી મહાઈધણ વડે જાજ્વલ્યમાન કરાયેલા એવા કર્મોરૂપી અગ્નિમાં ઉકળતા (મોહજન્ય કામ-ક્રોધાદિ વિકારોમાં બળતા) અને અશરણ એવા ત્રણે ભુવનને જોઈને “આત્માના ગુણો આવૃત થયેલા છે. આ જ આ સંસારમાં મોટું દુઃખ છે” આવું તત્ત્વ સમજીને ગુણોના આવરણના કારણે જ દુઃખથી ઉદ્વેગી બનેલો ૧. પૂજ્ય રમ્યરેણુ સંપાદિત પુસ્તકમાં તથા ઘણી પ્રતોમાં મના: અવિન: એમ બહુવચન છે. પરંતુ શેષ
બધા જ વિશેષણવાચી શબ્દો એકવચનમાં છે. તેથી તેના વિશેષ્યરૂપે આ બન્ને શબ્દો પણ એકવચનમાં
હોવા સંભવે છે. ૨. કોઈ કોઈ પ્રતોમાં સતતત્વ-સંતતત્વ શબ્દ પણ છે. તેનો અર્થ કર્મો અને ક્લેશોની નિરંતરતા જાણીને
આવો અર્થ સંભવી શકે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૭૭
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ (અજ્ઞાનતાના દુઃખથી જ ઉદ્વેગવાળો બનેલો) આ જીવ, નિશ્ચિત કરી છે તત્ત્વોની શ્રદ્ધા જેણે એવો, આશ્રવોની નિવૃત્તિ અને સંવરની સાથે એકતા થવી જ જોઈએ એવી દઢ પ્રતિજ્ઞા ઉપર આરોહણ કરીને તે પ્રતિજ્ઞાને બરાબર મજબૂત કરવા માટે પાંચ મહાવ્રતોની પાંચ પાંચ એમ સંયમની પચીસ ભાવનાઓ ભાવવા વડે ભાવિત (વાસિત-કોમળ) બન્યો છે અંતરાત્મા જેનો એવો તથા અનિત્ય-અશરણ આદિ બાર ભાવનાઓ વડે સ્થિર કર્યો છે નિર્મળ અધ્યવસાય જેણે એવો આ જીવ, પૂર્વકાલમાં બાંધેલા કર્મોની નિર્જરા અને નવા નવા કર્મોનું અગ્રહણ (નવાં કર્મો ન બાંધવા) વડે પ્રગટ થયેલી આત્માની ગુણાત્મક જે સંપત્તિ, તે સંપત્તિના જ અનુભવમાં મગ્ન થયેલો આ જીવ જ પરદ્રવ્યની બબાલથી મુક્ત બની શકે છે. અને તે જીવ જ સાચો સુખી છે. સમ્યકત્વ પ્રાપ્ત કરવા પૂર્વક પરાનુયાયિતાનો ત્યાગ કરવો એ જ સાચું સુખ છે.
આ કારણે જ (૧) આગમશાસ્ત્રોનું નિરંતર શ્રવણ, (૨) વિભાવદશાની સતત વિરતિ, (૩) નિરંતરપણે તત્ત્વોનું જ અવલોકન તથા (૪) તત્ત્વોનું જ ચિંતન-મનન કરવારૂપે તત્ત્વોની સાથે જ એકાગ્રતા તથા તેના સાધનરૂપે નિરંતર સત્સંગ, સ્વાધ્યાય, ધર્મચર્ચા, વૈરાગ્યવાહી ગ્રંથોનું દોહન ઈત્યાદિ રૂપે આત્માની નિર્મળતા સાધનારા એવા ઉત્તમ ઉપાયો વડે “આત્માના શુદ્ધ સ્વરૂપની મગ્નતા” જ પ્રાપ્ત કરવી જોઈએ. આ સંસારમાં કર્મો અને ક્લેશોની ભયંકર આગ લાગેલી જ છે એમ જાણીને અથવા કર્મોની અને ક્લેશોની જ નિરંતરતા છે એમ જાણીને સંસારથી (સંસારના સુખોથી) ઉગી બનીને, વૈરાગ્યવાળા ઉત્તમ માર્ગને અનુસરવાની પ્રવૃત્તિવાળા થઈને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનાં જે જે સાચાં કારણો છે તેવાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રમાં જ સતત પ્રવૃત્તિ કરવી જોઈએ. તેને જ સાધ્ય માનીને તે તરફ દોટ મુકવી જોઈએ. આત્મતત્ત્વની ઝાંખી કરાવે તેવી જ્ઞાનદશા જ ઉપકારક છે બાકી બધી બાહ્ય બબાલ જ છે આમ જાણવું.
મોહદશાને જીતીને સ્વાધ્યાયપ્રેમી થઈને જ્ઞાનદશા જાગૃત કરવી જોઈએ.
જ , દ્વિતીય મઝાષ્ટક સમાપ્ત
છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
છે અથ તૃતીયં સ્થિરતાષ્ટમ્ |
अथ मग्नत्वं स्थिरतया भवति, अतः स्थिरताष्टकं प्रदर्श्यते, तत्र धर्मास्तिकायादीनां त्रयाणां स्थिरता अक्रियत्वात्, पुद्गलानां स्थिरता स्कन्धादिनिबद्धा, सा तु न साधनहेतुः, अत्र नाङ्गीकृता, या तु वस्तुवृत्त्या स्थिरस्य परोपाधितः चलीभूतस्य सम्यग्दर्शनादिगुणावाप्तौ परभावादिष्वगमनरूपा आत्मनः स्थिरता (सा अत्र) प्रतन्यते, तत्र नामस्थापना सुगमा', द्रव्यतः स्थिरता योगचेष्टारोधरूपा, द्रव्ये स्थिरता मम्मणवत्, द्रव्येण स्थिरता रोगादिसम्भवा, द्रव्यरूपा स्थिरता = द्रव्यस्थिरता आगमतः नोआगमतः, आगमतः स्थिरतापदार्थज्ञस्य अनुपयुक्तस्य, नोआगमतः स्वरूपोपयोगशून्यस्य साध्यविकलस्य प्राणायामादिषु कायोत्सर्गादिर्वा द्रव्यस्थिरता ।
પૂર્ણતા મગ્નતાથી આવે છે અને મગ્નતા સ્થિરતાથી આવે છે. માટે પૂર્ણતાષ્ટક પછી મગ્નાષ્ટક અને મગ્નાષ્ટક પછી સ્થિરતાષ્ટક કહેવાય છે. આ સંસારમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય આમ કુલ પાંચ દ્રવ્યો છે. કાલ છઠું વાસ્તવિક દ્રવ્ય નથી, પણ ઉપચરિત દ્રવ્ય છે. પદ્મવ્યાત્મક આ જગત છે. તેમાં ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્યો જ્યાં છે ત્યાં જ રહે છે, જેમ છે તેમ જ રહે છે. લોકાકાશવ્યાપી કે લોકાલોકવ્યાપી જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જ સદાકાલ વર્તે છે. માટે તે ત્રણે દ્રવ્યોમાં જે સ્થિરતા છે તે સહજ છે. તથા તે ત્રણે દ્રવ્યો અક્રિય હોવાથી પણ સ્વાભાવિક સ્થિરતા છે. એવી જ રીતે પુલાસ્તિકાયદ્રવ્યમાં પણ જ્યારે જ્યારે પરમાણુઓ સાથે મળીને સ્કંધરૂપે બને છે ત્યારે ત્યારે સ્કંધની રચનારૂપે સ્થિરતા તેમાં પણ પ્રગટ થાય છે. પરંતુ આ ચારે દ્રવ્યોમાં રહેલી જે સ્થિરતા છે તે આત્માના ગુણોની સાધનાનો હેતુ બનતો નથી, તેથી તે સ્થિરતા અહીં સ્વીકારાઈ નથી. પરંતુ વાસ્તવિક સ્વરૂપે જે દ્રવ્ય (આત્મદ્રવ્ય) સ્થિર છે અને પર એવા કર્મરૂપી ઉપાધિભૂત દ્રવ્યથી જે (આત્મદ્રવ્ય) ચલીભૂત (ચંચળ) બન્યું છે તેવા ચંચળ બનેલા આત્મદ્રવ્યમાં સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થયે છતે “પરભાવ આદિ દશામાં ન જવું” (પોતાના સ્વરૂપમાં જ સ્થિર થવું) એવા સ્વરૂપ વાળી જે સ્થિરતા છે તે આત્મદ્રવ્યની સ્થિરતા અહીં સમજાવાય છે. કારણ કે તે સ્થિરતા જ પ્રાપ્ત કરવાની છે. સર્વે પણ આત્માઓ પોતાના મૂલભૂત સ્વરૂપે સિદ્ધસમાન હોવાથી આત્મપ્રદેશોની ચંચલતા વિનાના સ્થિરતા ભાવવાળા જ છે. આવા પ્રકારનો સ્થિર રહેવાનો તેનો સ્વભાવ
૧. અહીં નામસ્થાને મુખે આવો પાઠ હોવો જોઈએ.
Page #112
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૭૯ જ છે. પરંતુ મન-વચન-કાયાના આલંબને વપરાતું જે વીર્ય તે કરણવીર્ય, તેના કારણે આત્મપ્રદેશો ઉકળતા પાણીની જેમ ચંચળ બન્યા છે, અસ્થિર બન્યા છે, જેને “યોગ” કહેવામાં આવે છે. અથવા કરણવીર્ય કહેવાય છે. આત્મપ્રદેશોની આ ચંચળતા એ જ કર્મબંધનું કારણ બને છે. “વામનઃ ર્મ યોગ: ૬-૧, ૪ શ્રવ: ૬-૨, ગુમઃ પુણ્ય ૬૩, અને પશુમ: પાપચ્ચે ૬-૪, આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રના છટ્ટા અધ્યાયમાં કહ્યું છે.
પૂર્વકાલમાં બાંધેલા (મન:પર્યાપ્તિ નામકર્મ, ભાષાપર્યાપ્તિ નામકર્મ, સ્વરનામકર્મ, ઔદારિક આદિ શરીર નામકર્મ ઈત્યાદિ) નામકર્મના ઉદય સ્વરૂપ પરોપાધિથી આત્મપ્રદેશો મન, વચન અને કાયાના યોગ સ્વરૂપે ચંચળ (અસ્થિર) બન્યા છે તે દ્રવ્યથી અસ્થિર કહેવાય છે અને મોહનીયના ઉદયથી પરભાવમાં ગમન કરવારૂપ ભાવાસ્થિરતા પણ આવેલી છે. દ્રવ્ય અસ્થિરતા યોગાત્મક છે અને ભાવ અસ્થિરતા મિથ્યાત્વ. અવિરતિ, પ્રમાદ અને કષાય રૂપ છે. તે બન્નેથી કર્મબંધ થાય છે. તેથી તે અસ્થિરતા દૂર કરવા સ્થિરતા સમજાવાય છે. સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ કરાયે છતે પરભાવાદિમાં આત્માનું જે અગમન તે જ સાચી આત્માની ભાવસ્થિરતા છે તે અહીં સમજાવાશે.
સર્વે પણ વસ્તુઓની વિચારણા ચાર નિક્ષેપથી અને સાત નથી કરવામાં આવે છે. તેને અનુસાર અહીં સ્થિરતા ઉપર પણ ચાર નિક્ષેપા સમજાવાય છે. ત્યાં નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. કોઈપણ પદાર્થનું સ્થિર કે સ્થિરતા એવું નામ રાખવું તે નામસ્થિરતા, સ્થિરપદાર્થનું જે પ્રતિબિંબ તે સ્થાપનાસ્થિરતા સમજવી. હવે દ્રવ્યસ્થિરતા સમજાવે છે - દ્રવ્યસ્થિરતામાં ૩૪ પ્રકારે સમાસ છુટા પાડીને અર્થ કરી શકાય છે. ત્યાં પંચમીતપુરુષ સમાસ કરીએ તો દ્રવ્યત: સ્થિરતા = દ્રવ્યથી કેવલ બહાર-બહારની સ્થિરતા તે દ્રવ્યસ્થિરતા, મન-વચન અને કાયાના યોગોની ચેષ્ટાને રોકવી તે દ્રવ્યસ્થિરતા. અગ્નિશર્મા અથવા કમઠતાપસ આદિ તાપસોની દ્રવ્યથી કરાયેલી સ્થિરતા. સપ્તમીતપુરુષ સમાસ કરીએ તો ત્રચ્ચે સ્થિરતા રૂતિ વ્યસ્થિરતા = ધનાદિ દ્રવ્યને વિષે સ્થિર થવું તે મમ્મણશેઠની જેમ. તૃતીયાતપુરુષ સમાસ કરીએ તો દ્રવ્ય સ્થિરતા = શરીરમાં થયેલા વાત, પિત્ત અથવા કફાદિ રોગોના કારણે શરીરનું સ્થિર થઈ જવું. જેમ લકવાથી શરીર સંચરણરહિત બને છે તેમ. અને કર્મધારયસમાસ કરીએ તો દ્રવ્યરૂપ સ્થિરતા તે દ્રવ્યસ્થિરતા, આ દ્રવ્યસ્થિરતા બે પ્રકારની છે એક આગમથી અને બીજી નોઆગમથી.
સ્થિરતા પદનો અર્થ જે જાણે પરંતુ તેની પ્રરૂપણા કરવાના અવસરે ઉપયોગ ન હોય તે આગમથી દ્રવ્યસ્થિરતા જાણવી. જ્ઞાન છે માટે આગમ, પરંતુ ઉપયોગ નથી માટે દ્રવ્યથી. આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવા રૂપ ઉપયોગથી શૂન્ય અથવા સાધ્યદશા વિનાના જીવની
Page #113
--------------------------------------------------------------------------
________________
૮
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર પ્રાણાયામાદિ કરતી વખતે કરાતી જે સ્થિરતા, અંગોનું હલનચલન રોકવું, શ્વાસ રોકવો તે, અથવા ઉપયોગશૂન્ય અને સાધ્યવિકલ જીવની કરાતી કાયોત્સર્ગાદિ રૂપે સ્થિરતા તે સઘળી નોઆગમથી દ્રવ્યસ્થિરતા જાણવી. હવે ભાવસ્થિરતા સમજાવાય છે તથા તેમાં ૭ નયો પણ સમજાવાય છે.
भावतो द्विविधा, अशुद्धा रागद्वेषमनोज्ञविषयेषु तन्मयत्वेन एकता, शुद्धा च सम्यग्दर्शनज्ञानचारित्रादिस्वरूपे तन्मयत्वरूपा, धर्मध्यानशुक्लध्यानादिषु अचलता भावस्थिरता।
ભાવથી સ્થિરતા બે પ્રકારે છે (૧) અશુદ્ધ અને (૨) શુદ્ધ, ત્યાં પ્રથમ અશુદ્ધ ભાવસ્થિરતા સમજાવે છે - રાગ અને દ્વેષના હેતુભૂત એવા મનોજ્ઞ (ઈસ્ટ) વિષયોમાં રાગલેષયુક્ત ભાવપૂર્વક તન્મય થઈને જે એકાકારતા (સ્થિરતા) થાય છે તે અશુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે. રાગના હેતુભૂત ઈષ્ટવિષય પ્રાપ્ત થતાં તેમાં તલ્લીન થઈ જવું અથવા વેષના હેતુભૂત ઈષ્ટવિષય પ્રાપ્ત થતાં દ્વેષભાવપૂર્વક તે વિષયમાં સ્થિર થવું તે. અહીં હૈયાના ભાવમાં રાગાત્મક કે દ્વેષાત્મક જે બુદ્ધિ છે તે અશુદ્ધિ છે માટે આ અશુદ્ધ સ્થિરતા કહેવાય છે. જેમ મનગમતા અતિથિ આવ્યા હોય (જમાઈ-વેવાઈ વગેરે) ત્યારે રાગભાવપૂર્વક વાતોમાં અને આગતા-સ્વાગતામાં સ્થિર થઈ જવું અને અણગમતા અતિથિ આવ્યા હોય ત્યારે (જેમકે આડોશ-પાડોશવાળા વ્યક્તિ વારંવાર આવી જ પહોંચતા હોય તેથી તે ગમતા ન હોય એટલે દ્વેષના હેતુભૂત છે. પણ આવ્યા છે એટલે (જતા રહો એમ ન કહેવાય તેથી) તેઓની સાથે વાર્તાલાપમાં કે આગતા-સ્વાગતામાં સ્થિર થવું તે, આ બન્ને અશુદ્ધ સ્થિરતા છે.
આત્માના શુદ્ધ સ્વરૂપના સાધનભૂત એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રના સ્વરૂપમાં તન્મયતા થવી અથવા ધર્મધ્યાન અને શુક્લધ્યાનાદિમાં સ્થિર થવું તે શુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે. જે સ્થિરતાથી આત્માના ગુણોનો આવિર્ભાવ થાય તેવી જ સ્થિરતા તે શુદ્ધ ભાવસ્થિરતા જાણવી. હવે આ ભાવસ્થિરતા ઉપર નયો સમજાવે છે -
शुद्धसाध्यशून्या योगादीनां (या) स्थिरता सा दुर्नयरूपा, या तु साध्यवार्तया साध्यनिष्पादनपरिणतिविकला (सा स्थिरता) नयाभासरूपा, या तु साध्याभिलाषसाध्योद्यमपरिणत्या कारणभूता योगादीनां द्रव्याश्रवत्यागरूपा स्थिरता सा आद्यनयचतुष्टयरूपा, या तु सम्यग्दर्शनज्ञानचारित्रेण स्वरूपसाधनसाध्यनिष्पादनाभ्यासवती स्थिरता, सा शब्दनयस्थिरता, या तु धर्मशुक्लध्यानगतस्वरूपा
Page #114
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૮૧ प्रच्युतिपरिणतिरूपा समभिरूढनयस्थिरता, या तु क्षायिकदर्शनज्ञानचारित्रवीर्यसुखादिभ्योऽप्रच्युतिरूपा सा एवम्भूतस्थिरता, विभावेऽपि सर्वनयरूपा स्थिरता तत्त्वविकलानामिष्यते । तथापि अत्र परमानन्दसन्दोहभोगरूपसिद्धत्वसाधनरूपा स्वभावस्थिरता, तस्या एव अवसरः, ततः सा व्याख्यायते । अनाद्यशुद्धतामग्नः स्वरूपसुखाप्राप्तौ इन्द्रियसुखेच्छया चञ्चलोऽयं जीवः, तस्य करुणया गुरुर्वक्ति
આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા રૂપ જે શુદ્ધ સાધ્ય છે. તેના વિના મન-વચન અને કાયાના યોગોની જે સ્થિરતા તે દુર્નયની અપેક્ષાએ સ્થિરતા કહેવાય છે. જેમકે અગ્નિશર્મા, કમઠ વગેરે તાપસ જેવા જૈનેતર ઋષિઓ વગેરેની સ્થિરતા. કારણ કે જાપ જપે, ધ્યાન કરે ત્યારે સ્થિરતા અવશ્ય આવે છે. પણ આત્મતત્ત્વ જ ઓળખ્યું નથી, જાણ્યું નથી, તેથી આ સ્થિરતા આત્મકલ્યાણ કરનારી બનતી નથી, બુદ્ધિ ખોટી છે. (એટલે કે માનાદિ પ્રાપ્ત કરવાની બુદ્ધિ છે) અહીં “ખોટી બુદ્ધિ એટલે ખોટો નય અર્થાત્ દુર્નય” કહેવાય છે.
આત્માના શુદ્ધસ્વરૂપાત્મક સાધ્યની વાર્તા કરે, તેનું સ્વરૂપ સમજે અને સમજાવે પણ પોતે જ્યારે જાપ કરે. ધ્યાન કરે, પ્રાણાયામ આદિ કરે અથવા કાયોત્સર્ગાદિ કરે ત્યારે સાધ્ય પ્રાપ્ત કરવાની પરિણતિ વિના ઓથે ઓથે અથવા માન-લોભાદિના કારણે મન-વચન-કાયાના યોગાદિની સ્થિરતા કરે તે નયાભાસની દૃષ્ટિએ સ્થિરતા જાણવી. જેમકે અંગારમર્દક આચાર્ય આદિ પ્રવ્રજિત થયેલા અભવ્ય જીવોની જે સ્થિરતા તે બહારથી દેખાય ઉત્તમ, પણ સાધ્યશૂન્ય હોવાથી નયાભાસથી આ સ્થિરતા કહેવાય, તાપસાદિ જૈનેતરની સ્થિરતા સાધ્યશૂન્ય છે તેનો ખ્યાલ આવી જાય છે માટે દુર્નયથી સ્થિરતા કહી છે અને અંગારમર્દક આચાર્યાદિની સ્થિરતા સાધ્યશૂન્ય છે તેનો ખ્યાલ આવતો નથી. ફક્ત આગમવચનથી જણાય છે. માટે દુર્નય ન કહેતાં નયાભાસ (જાણે નય જ હોય શું ? – સાચી બુદ્ધિ જ હોય શું ? એવી અપેક્ષા લગાડીને નયાભાસ) કહ્યો છે.
તથા જે સ્થિરતામાં સાધ્ય સાધવાની અભિલાષા હોય તથા સાધ્ય સાધવા માટેનો ઉદ્યમ પણ હોય - એમ અભિલાષા અને ઉદ્યમવાળી પરિણતિપૂર્વક સાધ્યની સિદ્ધિનું કાલાન્તરે પણ કારણ બને એવી દ્રવ્યથી આશ્રવોનો ત્યાગ કરવા રૂપ જે મન-વચન-કાયાના યોગોની સ્થિરતા તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ સ્થિરતા કહેવાય છે. કારણ કે આ સ્થિરતામાં બુદ્ધિ સાધ્ય સાધવાની છે એટલે શુદ્ધ છે. માટે નય કહેલ છે દુર્નય કે નયાભાસ કહેવાતો નથી. જેમકે - અપુનર્બન્ધક, સમ્યગ્દષ્ટિ-દેશવિરતિધર અને સર્વવિરતિધર પ્રમત્ત મુનિની કાયોત્સર્નાદિકાલે યોગોની સ્થિરતા. આ જીવોમાં યત્કિંચિત્ સાધ્યની અપેક્ષા રહેલી છે. સાધ્ય સાધવાનો ઉદ્યમ પણ ગુણસ્થાનક પ્રમાણે યથાયોગ્ય પ્રવર્તે છે. પરંતુ મોહનીયકર્મના
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૨
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર
ઉદયનો આવેગ ચાલુ છે તેથી ઉપયોગની શૂન્યતા, વિધિની શૂન્યતા, ક્યારેક વૈષયિક સુખોની પણ સાથે સાથે તમન્ના ઈત્યાદિ દોષો આવી જાય છે. માટે પ્રથમના ચાર સ્થૂલનયોની અપેક્ષાએ આ સ્થિરતા કહેવાય છે. પણ આ સ્થિરતા તે મોહના દોષોવાળી હોવાથી સૂક્ષ્મનયોની અપેક્ષાએ સ્થિરતા કહેવાતી નથી.
આ ચાર નયોમાં પણ જેમ જેમ દૂર દૂર કારણ હોય તે નૈગમ નય, તેનાથી નિકટપણે સાધ્યનું કારણ બને તે સંગ્રહનય, તેનાથી પણ નિકટપણે સાધ્યનું કારણ બને તે વ્યવહાર, તેનાથી પણ વધારે નિકટપણે સાધ્યનું કારણ બને તે ઋજુસૂત્ર નય. આમ નયો જાણવા. આ ચારે નયોમાં ઉપયોગની શૂન્યતા કે વિધિની શૂન્યતા હોઈ શકે છે તેથી દ્રવ્યાશ્રવોનો ત્યાગ કહેલ છે. પણ ભાવઆશ્રવોનો ત્યાગ કહેલ નથી. ભાવઆશ્રવોનો ત્યાગ તો પાછલા ત્રણ નયોમાં આવશે. જેમકે હાલ વર્તમાનકાલે ઉપયોગ વિના અને વિધિની અપેક્ષા વિના કરાતી જૈનધર્મના અનુષ્ઠાનોની ક્રિયામાં કાયોત્સર્ગાદિમાં થતી સ્થિરતા. (અહીં ઉપયોગ અને વિધિપૂર્વક કરતા મહાત્માઓની ક્રિયાને બાદ કરવી.) વિશેષે કરીને ઓઘે ઓઘે જૈનધર્મના અનુષ્ઠાનોની ક્રિયા કરતા સામાન્ય જીવોમાં રહેલી જે સ્થિરતા તે અહીં જાણવી.
(૧) અપુનર્બન્ધક આત્મામાં મિથ્યાત્વ કંઈક અંશે મંદ થયેલ હોવાથી ઓથે સાધ્યની દૃષ્ટિ આવી છે તેથી ધર્માનુષ્ઠાનનો ઉપચાર કરાય છે માટે તે નૈગમનયથી સ્થિરતા જાણવી. (૨) અવિરતસમ્યગ્દષ્ટિમાં મિથ્યાત્વનો ઉદય ચાલ્યો ગયો છે. પણ ચારિત્રમોહનીયનું જોર છે. માટે અપુનર્બન્ધક કરતાં આ જીવના અનુષ્ઠાનોમાં મુક્તિનું કંઈક નિકટ કારણ છે
એમ સમજીને સંગ્રહનયથી સ્થિરતા જાણવી.
(૩) દેશવિરતિધર આત્મામાં કાયોત્સર્ગાદિની સ્થિરતામાં નિકટતરપણે મુક્તિની કારણતા છે માટે વ્યવહારનયથી સ્થિરતા જાણવી.
(૪) સર્વવિરતિધર પ્રમત્તમુનિની કાયોત્સર્ગાદિ કાલે જે સ્થિરતા છે તે દેશવિરતિધર કરતાં વધારે નિકટતમપણે મુક્તિનું કારણ બને તેવી સ્થિરતા છે માટે ઋજુસૂત્રનયથી સ્થિરતા જાણવી.
આ ચારેમાં સાધ્યની અભિલાષા પણ છે, યથાશક્તિ ઉદ્યમ પણ છે. માત્ર ઉપયોગવિધિ-આશયશુદ્ધિ વગેરેની કચાસ છે. તેથી પાછલા નિશ્ચયદૃષ્ટિવાળા શુદ્ધ નયો ન લેતાં આગલા સ્થૂલનયો અહીં લગાડેલા છે અને સ્થૂલદૅષ્ટિએ આવું કહેવાય પણ છે. આ જીવો આવી પણ ધર્મક્રિયા કરે છે તો કરતાં કરતાં ક્યારેક શુદ્ધ ક્રિયા પણ કરશે એટલે શુદ્ધક્રિયાના કારણભૂત આ ક્રિયા છે એમ સમજીને પ્રથમના ચાર નય કહેલ છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૮૩
જ્ઞાનમંજરી
સ્થિરતાષ્ટક - ૩ (૫) સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર આમ રત્નત્રયીની સાધના કરવા દ્વારા આત્માના શુદ્ધસ્વરૂપનું સાધન બને એવી, સાધ્ય સાધવા માટેની જ ઉપયોગાદિ પૂર્વકના અભ્યાસવાળી યોગોની જે સ્થિરતા તે શબ્દનયથી સ્થિરતા જાણવી. આ વિષયમાં ઉપયોગની, વિધિની અને આશયની શુદ્ધિ છે. માટે સૂક્ષ્મનયથી આ સ્થિરતા કહેવાય છે. સાતમા ગુણઠાણે વર્તતા સાધક અપ્રમત્તમુનિની જે સ્થિરતા તે શબ્દનયથી સ્થિરતા જાણવી.
(૬) ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં વર્તતા ઉત્તમ મહાત્માઓનું “આત્માના શુદ્ધ સ્વરૂપને સાધવામાં” જે આરોહણ થયું છે, જે ઉંચી ટોચે પહોંચ્યા છે ત્યાંથી ન પડવું અર્થાત્ તે કાલની જે સ્થિરતા તે સમભિરૂઢનયથી સ્થિરતા જાણવી. ક્ષપકશ્રેણીમાં વર્તતા ૮ થી ૧૨ ગુણસ્થાનકવાળા ચૌદપૂર્વધારી, શ્રુતકેવલી અથવા ચૌદ પૂર્વાદિના અભ્યાસ વિનાના પણ ક્ષપકશ્રેણીગત મહાત્માઓ. આ આત્માઓ મુક્તિદશાના અતિશય નિકટતમ કારણરૂપ છે માટે આ સ્થિરતા તે સમભિરૂઢ નયથી સ્થિરતા કહેવાય છે.
(૭) ઘાતકર્મોના ક્ષયથી પ્રગટ થયેલાં ક્ષાયિકભાવનાં દર્શન જ્ઞાન-ચારિત્ર-અનંતવીર્ય તથા અઘાતી કર્મોના ક્ષયથી થયેલાં અવ્યાબાધ સુખ આદિ આત્મિક શુદ્ધ ગુણોમાં આત્માની જે સ્થિરતા કે જ્યાંથી ક્યારે પણ પતન થવાનું નથી એવી જે સ્થિરતા તે એવંભૂત નયની અપેક્ષાએ સ્થિરતા જાણવી. તેરમા-ચૌદમાં ગુણસ્થાનકવર્તી મહાપુરુષો તથા મુક્તિગત સિદ્ધભગવંતોની જે સ્થિરતા તે આ નયથી સ્થિરતા જાણવી. આ સ્થિરતા એ જ અન્તિમ સ્થિરતા થઈ.
આ પ્રમાણે આત્માના અનંતગુણાત્મક શુદ્ધસાધ્યને સાધવાને આશ્રયી સાતનયોથી આ સ્થિરતા જણાવી, તે “સ્વભાવદશાને આશ્રયી કહી” એવી જ રીતે કામાન્ધ માણસો કામસુખના ઉપભોગમાં સ્થિર થાય, શિકારી શિકારની ક્રિયામાં, પાંચ ઈન્દ્રિયોનાં સુખો ભોગવનારો આત્મા તે તે ઈન્દ્રિયજન્ય સુખના ઉપભોગમાં લયલીન બની જાય તે સઘળી પણ સ્થિરતા કહેવાય છે. પણ તે વિભાવદશામાં સ્થિરતા થઈ એમ જાણવું. જેમ સાધક આત્માઓ સ્વભાવદશાને સાધવામાં ઉત્તરોત્તર અધિક અધિક સ્થિર સમજાવ્યા. તેવી જ રીતે પાપ આચરનારા બહિરાત્માઓ વિભાવદશામાં અધિક અધિક સ્થિર થાય છે. માટે વિભાગ દશામાં પણ સર્વનયોની અપેક્ષાએ સ્થિરતા જોવા મળી શકે છે તે સ્થિરતા તત્ત્વવિકલ (બહિરાત્મ ભાવવાળા) જીવોમાં જાણવી. મોહાલ્વ જીવોમાં આવા પ્રકારની વિભાવદશાની સ્થિરતા સમજવી.
જેમ સ્વભાવદશાના સાધક એવા અંતરાત્મા અને પરમાત્મામાં સ્થિરતા હોય છે,
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૪
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર તેવી જ રીતે સ્વભાવદશાના બાધક અને વિભાવદશાના સાધક એવા બહિરાત્મામાં પણ પાપકાર્ય કરવામાં સ્થિરતા હોય છે. તથાપિ = તો પણ પરમાનંદના સમૂહનો ઉપભોગ કરવારૂપ એટલે કે ક્ષાયિકભાવના શુદ્ધ આત્મગુણોનો અનુભવ કરવારૂપ જે સર્વોત્તમ સિદ્ધત્વ દશા છે. તેના સાધનભૂત એવી જુદા જુદા નયોની અપેક્ષાએ અપુનર્બન્ધકથી પ્રારંભીને અયોગીકેવલી ગુણસ્થાનક સુધીની આત્માના શુદ્ધસ્વરૂપને સાધનારી સાચી જે સાધ્યસાધક સ્થિરતા છે તે સ્થિરતાનું જ વર્ણન કરવાનો આ અવસર છે. (બાધક એવી વિભાવદશાની સ્થિરતા તો અનાદિના મોહ અને અજ્ઞાનના સંસ્કારના જોરે સમજાવ્યા વિના પણ આવી જ જાય છે. તેથી તે સમજાવવાની હોતી નથી. તથા તે સ્થિરતાથી આત્માનું કલ્યાણ થતું નથી, પણ અકલ્યાણ જ થાય છે. તેથી તેને સમજાવવાનો આ અવસર નથી.) માટે આત્મગુણોની સાધક એવી સ્થિરતા હવેના અષ્ટકમાં સમજાવાય છે.
અનાદિકાલથી જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ઉદયજન્ય અજ્ઞાનતા, રાગ અને દ્વેષ આદિ અશુદ્ધ ભાવોમાં જ આ જીવ મગ્ન બનેલો છે. અશુદ્ધ ભાવોને કારણે જ આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને શુદ્ધ સ્વરૂપની અપ્રાપ્તિ હોતે છતે મોહની પરાધીનતાથી પાંચ ઈન્દ્રિયોનાં સુખોની ઈચ્છા તીવ્ર બનતી જાય છે. તે સુખોની પ્રાપ્તિ માટે આ જીવ જ્યાં ત્યાં ભટકે છે. તેથી પોતાની સહજ સ્થિરતા ગુમાવી બેસે છે અને વૃશ્ચત્તોડ્યું નીવ: આ જીવ ચંચળ-અસ્થિર-જ્યાં ત્યાં સુખની ઘેલછાથી ભટકનારો બની જાય છે. સાંસારિક સુખોની તીવ્ર ઘેલછાએ જ આ જીવને ચંચળ (અસ્થિર) બનાવ્યો છે. તેવા જીવને કરૂણાભરી દૃષ્ટિથી ગુરુજી (પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી) સમજાવે છે -
वत्स ! किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥१ ॥
ગાથાર્થ :- હે વત્સ ! ચંચળ હૃદયવાળો તું ભટકી ભટકીને ખેદ કેમ પામે છે ? (સ્થિર થા). સ્થિરતા જ તને તારી પોતાની પાસે જ “નિધિ” છે તે બતાવશે. ॥૧॥
ટીકા :- “વત્ત્પતિ'' હે વત્સ ! ત્વ ઘટ્ટતસ્વાન્તઃ-૨પત્તાન્ત:રા: સન્ इतस्ततः १ भ्रान्त्वा, एकं त्यजन् अन्यं गृह्णन् अनादितः कथं विषीदसि - विषादवान् ૧. છાપેલી પ્રતોમાં તઃ ત: પાઠ છે. પૂ. રમ્યગુણાશ્રીજી મ.શ્રીના પુસ્તકમાં રૂત: પાઠ છે. વિચાર કરતાં કૃતસ્તત: હોવો જોઈએ.
૨. પ્રતમાં “અતિવીન:’ પાઠ છે પણ તે અશુદ્ધ હોય એમ લાગે છે. પૂ. રમ્યગુણાશ્રીજીના પુસ્તકમાં અનાવિત: કર્યું છે તે ઉચિત લાગે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૮૫ भवसि ? अप्राप्त्या दीनः, प्राप्त्याऽतृप्तः, अत एव परभावे विषाद एव, सुखबुद्ध्या गृहीतस्य स्वयंसुखरूपाभावात् प्राप्तौ अपि न सुखम्, अतः अत्र प्रवृत्तिर्विषादमूलैव । रे वत्स ! स्वसन्निधावेव-स्वसमीपे एव-आत्मनि एव, निधिं-स्वगुणसम्पद्भाजनम्, तव स्थिरता भेदरत्नत्रयाभेदरत्नत्रयैकत्वरूपा दर्शयिष्यति-उपयोगगोचरा करिष्यति, अतोऽनादिविषयास्वादचलतां त्यक्त्वा शुद्धे अनाद्यनन्तगुणे शुद्धात्मनि स्थिरत्वं कुरु
III
| વિવેચન :- હે વત્સ ! (અતિશય લાગણીભર્યું, વાત્સલ્યભાવથી યુક્ત, ઉપકાર કરવાની ભાવનાવાળું આ સંબોધન છે). ચંચળ હૃદયવાળો થયો છતો તું અનાદિકાલથી અહીં તહીં ભટકી ભટકીને એક સ્થાનને છોડતો અને બીજા સ્થાનને ગ્રહણ કરતો થાકી થાકીને ખેદ કેમ પામે છે? જ્યાં ત્યાં ભટકવા છતાં જ્યારે વસ્તુની અપ્રાપ્તિ જ થાય છે અથવા વસ્તુ પ્રાપ્ત થવા છતાં તે વસ્તુ ચાલી જ જાય છે ત્યારે તું ઉદાસ થયો છતો ખેદ પામે છે. પણ હવે ખેદ પામવાની શું જરૂર? માર્ગ જ ખોટો પકડાયો છે તેથી સાચી વસ્તુ પ્રાપ્ત થવાની જ નથી. માટે ખેદ-દુઃખ કેમ કરે છે? કંઈક સ્થિર થા, ચિંતન કર, સાચો માર્ગ વિચાર, ખોટો માર્ગ છે તેનો ત્યાગ કર. ખોટા માર્ગે ચાલીએ તો ફલપ્રાપ્તિ ન થાય આ વાત સ્વાભાવિક છે. એમાં ખેદ-દુઃખ ધરવાની ક્યાં જરૂર છે? માર્ગ બદલવાની જરૂર છે. હે વત્સ ! તું વિચાર કર. ખોટો માર્ગ છોડીને સાચા માર્ગે આવ.
તારા સુખના હેતુરૂપે માનેલી વસ્તુની જો તને અપ્રાપ્તિ થાય છે તેનાથી તે દીનઉદાસ-લાચાર બની જાય છે. (એટલે કે દુઃખી થાય છે, અને તને તારા સુખના હેતુરૂપે માનેલી વસ્તુની કદાચ પ્રાપ્તિ થાય છે. તો પણ પ્રાપ્ત વસ્તુના સુખ કરતાં અપ્રાપ્ય વસ્તુની ઘેલછાથી અતૃપ્ત (અસંતોષી-લોભી) થયો હતો ત્યાં પણ તું દુઃખી જ થાય છે. આ પ્રમાણે પદ્ગલિક પદાર્થોમાં અપ્રાપ્તિથી દીનતાનું દુઃખ અને પ્રાપ્તિમાં અતૃપ્તિનું-અસંતોષનું એટલે કે લોભનું દુઃખ તને સતાયા જ કરે છે. આ કારણથી પરભાવદશામાં (પરપદાર્થોના સંબંધમાં અને તેના સંબંધોની ઘેલછામાં) વિષાદ જ થાય છે, ખેદ જ થાય છે, દુઃખ જ આવે છે, સુખ છે જ નહીં. સુખની બુદ્ધિથી ગ્રહણ કરાયેલા પરપદાર્થમાં તે પદાર્થ પોતે સ્વયં સુખરૂપ ન હોવાથી સુખપ્રાપ્તિ થતી નથી. જેમ પીત્તલના ટુકડામાં સુવર્ણની બુદ્ધિ કરીને હોંશે હોંશે તે ટુકડો ગ્રહણ કર્યો હોય તો પણ તે ટુકડો સ્વયં સુવર્ણ રૂપ ન હોવાથી બજારમાં વેચવા
૧. અહીં મંત્ર ને બદલે તત્ર પાઠ પણ હોઈ શકે છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર જતાં ધારેલી કિંમત ન આવતાં દુઃખ થાય છે. ખોટી ૫૦૦ ની નોટમાં સાચી નોટની બુદ્ધિ થવાથી ગ્રહણ તો કરી, પણ બજારમાં વટાવવા જતાં કંઈ ન મળ્યું ત્યારે ખેદ થાય છે. તેમ અહીં સમજવું. તેથી પીત્તળના ટુકડામાં સુવર્ણની બુદ્ધિથી અને ખોટી નોટમાં સાચી નોટની બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે જેમ દુઃખદાયી જ છે તેમ અહીં પણ પાંચ ઈન્દ્રિયોના સુખમાં સુખબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે વિષાદમૂલક જ છે (દુઃખદાયી જ છે). માટે હે વત્સ ! તું સ્થિર થા. અને સુખના સાચા સાધનને જાણ તથા તેને ગ્રહણ કર. ખોટા માર્ગે ભટકીને દુઃખ જ આવવાનું છે.
હે વત્સ ! તારા પોતાના આત્મામાં જ, તારી પોતાની પાસે જ તારા પોતાના આત્માના શુદ્ધ-અનંત-અખંડ ગુણોની સંપત્તિનો ભંડાર છે. પણ તું બહાર ભટકવાનું બંધ કરીને સ્થિર થઈને અંદર નજર કર. બાહ્યદૃષ્ટિને ત્યજીને અંતદૃષ્ટિવાળો થા, તો આવા પ્રકારની આ તારી સ્થિરતા જ તારી પાસે રહેલો તે ભંડાર જ તને દેખાડશે. અંતદૃષ્ટિ કેળવ્યા વિના આ ભંડાર દેખાય તેમ નથી. આરાધનાના પ્રથમ કાલમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ આત્માના ગુણો છે અને આત્મા એ ગુણી દ્રવ્ય છે. પણ ગુણો પ્રગટ થયેલા નથી, ગુણો પ્રગટ કરવાના છે માટે ભેદરત્નત્રયીની ઉપાસના કરવાની છે અને ગુણો જ્યારે પ્રગટ થાય છે ત્યાર પછીના કાલમાં ગુણ-ગુણી એકાકાર હોવાથી અભેદરત્નત્રયીની ઉપાસના હોય છે. આમ ભેદરત્નત્રયીની અને અભેદરત્નત્રયીની ઉપાસના હોય છે. આ રીતે ભેદરત્નત્રયીની અને અભેદરત્નત્રયીની ઉપાસના કરતાં કરતાં તે બન્નેની એકતા થવા રૂપ જે સ્થિરતાનુણ છે તે ગુણ જ તારી ગુણસંપત્તિના ભંડારને તને બતાવનાર બનશે. ઉપયોગનો વિષય કરાવશે.
આ કારણથી અનાદિ કાળથી ભૂત-પ્રેતની જેમ તને વળગી પડેલો પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખોનો જે આસ્વાદ છે તેના કારણે આવેલી ચંચળતાને (ભૂતાવિષ્ટ ગાંડપણની જેમ) ત્યજીને શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ અનંતગુણમય એવા શુદ્ધ આત્મામાં જ લયલીન થા. ત્યાં જ લગની લગાવ. તો આવાં દુઃખ આવશે નહીં. માટે હે વત્સ ! તું આવા શુદ્ધ આત્મભાવમાં જ સ્થિર થા. ll૧/l
ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः । आम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ॥२॥
ગાથાર્થ :- ખાટા પદાર્થની જેમ અસ્થિરતાથી પરભાવની આસક્તિના વિકારો રૂપી કૂચાઓ વડે જ્ઞાનરૂપી દૂધ નાશ પામી જાય છે. આમ સમજીને હે જીવ! તું સ્થિર થા. રા.
Page #120
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૮૭ ટીકા :- “જ્ઞાનકુમતિ” “તોમવિક્ષોભ ” ગધૈર્થાત્ જ્ઞાન, વિનશ્વેત ! लोभः-लोलतापरिणामः', इच्छा मूर्छा गृध्नता काङक्षा इत्यादि लोभपर्यायाः । तद्भावजन्या विक्षोभाः-परभावाभिलाषरूपाः अशुद्धपरिणामाः, त एव कूर्चकाः, तैर्ज्ञानं तत्त्वावबोधतत्त्वैकत्वरूपम्, दुग्धमिव दुग्धम्, विनश्येत-क्षयं लभेत, लोभपरिणामः आत्मस्वरूपानुभवविनाशहेतुः कस्मादिव ? आम्लद्रव्यादिव, यथा आम्लद्रव्ययोगे पयो विनश्यति तथा लोभपरिणत्या आत्मस्वरूपसुखं विनश्यतीति ।
लोभपरिणामः-परभावग्रहणेच्छापरिणामः-आत्मगुणानुभवविध्वंसहेतुः, इति ज्ञात्वा आत्मस्वरूपे-अखण्डानन्दरूपे चित्स्वरूपे अवर्णागन्धारसास्पर्शे आत्मनि श्रद्धानज्ञानरमणतया स्थिरो भव ॥२॥
વિવેચન - અસ્થિરતાથી લોભના વિકારોરૂપી કૂચાઓ દ્વારા જ્ઞાનરૂપી દૂધ વિનાશ પામે છે. અહીં લોભ શબ્દનો અર્થ લોલતાવાળો પરિણામ, એટલે કે લોલુપતાવાળો આત્માનો મલીન પરિણામ. આસક્તિવાળો-તૃષ્ણાવાળો મલીન પરિણામ એવો અર્થ કરવો. ઈચ્છામૂછ-ગુબતા અને કાંક્ષા ઈત્યાદિ (આદિ શબ્દથી તૃષ્ણા-ઝંખના-વાંછા-અભિલાષા ઈત્યાદિ) શબ્દો લોભના જ પર્યાયવાચી શબ્દો છે.
તદ્ધીવનન્ય = હૃદયમાં રહેલી તે મૂછના કારણે ઉત્પન્ન થયેલા જે વિકારો -પરપદાર્થને મેળવવા રૂપ અશુદ્ધ પરિણામો તે લોભવિક્ષોભ કહેવાય છે. તેવા પ્રકારના આસક્તિજન્ય જે અશુભ પરિણામો છે તે રૂપી જે કૂચાઓ, તેના વડે જ્ઞાનરૂપી દૂધ નાશ પામે છે. યથાર્થ તત્ત્વનો જે અવબોધ, તેની સાથે આત્માની જે એકતા તે સમ્યજ્ઞાન કહેવાય છે તે સમ્યજ્ઞાનનો લોભના વિકારોરૂપી કૂચાઓ વડે નાશ થાય છે. પરદ્રવ્યની આસક્તિરૂપ જે લોભપરિણામ છે તે આત્મદ્રવ્યના સ્વરૂપના અનુભવના નાશનું જ કારણ છે. આ જીવ જેટલો જેટલો પરભાવના પરિણામમાં વર્તે છે. તેટલો તેટલો પોતાની સ્વભાવદશામાંથી શ્રુત થાય છે. આ સ્વાભાવિક નિયમ છે. સંસારમાં પણ સામાન્યથી આ જણાય છે કે જે સ્ત્રી અથવા પુરુષ પોતાના ઘરથી બહાર ભટકે એટલે કે વ્યભિચારી બને, પરપાત્રની સાથે જોડાય, તેટલું તેટલું તે પાત્રોનું ચિત્ત ઘરમાંથી વિનાશ પામે છે.
અહીં દૂધનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે તેથી પ્રશ્ન થાય છે કે દૂધ કોના થકી નાશ પામે છે? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે માનદ્રવ્યાત્ = ખાટા દ્રવ્યથી, જેમ લીંબુ૧. નન્નતા શબ્દ પૂ. રમ્યગુણાશ્રીજી મ.શ્રીના પુસ્તકમાં છે. સ્નોલુપતા કોઈ કોઈ છાપેલી પ્રતમાં છે.
અર્થ બન્નેનો સરખો છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
८८
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર આમલી વગેરે ખાટા પદાર્થોનો યોગ કરવામાં આવે તો દૂધ કૂચા કૂચા રૂપે થઈને નાશ પામે છે તેવી જ રીતે અસ્થિરતાથી લોભ-પરિણતિની વૃદ્ધિ થતાં જ્ઞાનાત્મક આત્માના સ્વરૂપના સુખનો પણ નાશ થાય છે. અહીં દૂધની જગ્યાએ જ્ઞાન, ખાટા પદાર્થની જગ્યાએ અસ્થિરતા અને કૂચાની જગ્યાએ લોભપરિણતિ આમ ઉપમા ઘટાવવી.
લોભનો જે પરિણામ છે તે પરપદાર્થોને ગ્રહણ કરવા, તેનો સંગ્રહ કરવો, તેની મમતા-મૂર્છા કરવી, પરપદાર્થના જ લેવડ-દેવડમાં રચ્યા-પચ્યા રહેવું તે લોભપરિણામ છે. આવા પ્રકારનો આ લોભ-પરિણામ આત્માના નિર્મળ ગુણોના અનુભવના નાશનો હેતુ છે. પરમાં લીન રહેનારો જીવ પોતાનામાં લીન રહી શકતો નથી. આમ સમજીને આત્માના નિર્મળ સ્વરૂપમાં એટલે કે અખંડ આનંદમય, જ્ઞાનસ્વરૂપવાળા અને વર્ણ-ગંધ-રસ અને
સ્પર્શ વિનાના એવા પોતાના આત્મામાં જ શ્રદ્ધા અને જ્ઞાનરમણતા કરવા જેવી છે. તેથી તે રમણતા કરવા પૂર્વક જ હે વત્સ ! તું સ્થિર થા. //રી
अस्थिरे हृदये चित्रा, वाङनेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याण-कारिणी न प्रकीर्तिता ॥३॥
ગાથાર્થ :- હૃદય અસ્થિર હોતે છતે ભિન્ન ભિન્ન પ્રકારે વાણીની, નેત્રની અને આકારની ગોપનક્રિયા વ્યભિચારી સ્ત્રીની જેમ કલ્યાણકારી કહી નથી. lill
ટીકા :- “સ્થિર તિ"- સ્થિરે સતિ-પરમવામિનાજ વિત્તે સતિ चित्रा-अनेकप्रकारा वाङनेत्राद्याकारगोपना द्रव्यक्रियारूपा पुंश्चल्या इव-असती स्त्री इव, कल्याणकारिणी न प्रकीर्तिता-हितकारिणी न मता । जैनानां द्रव्यक्रिया भावधर्मयुता भावाभिलाषिणी एव प्रशस्या, भावधर्मरहिता तु मार्जारसंयमतुल्या । तत्त्वार्थे द्रव्यक्रिया केषाञ्चित् परम्परया धर्महेतुतया जाता, सा तु देवादिसुखेहलोकयशोभिलाषरहितानामेव, न तु लोकसञ्जारूढानाम्, अतस्तत्त्वस्वरूपाभिमुखीभूय मन आत्मधर्मैकत्वं विधाय चित्तस्थिरतापूर्वकं स्थैर्यं करणीयमिति ॥३॥
વિવેચન :- ધર્મક્રિયા કરતી વખતે જો આપણું ચિત્ત અસ્થિર હોય અર્થાત્ જે ધર્મક્રિયા ચાલે છે તેમાં ન હોય પણ અન્ય વિષયમાં હોય તો તે ધર્મક્રિયા કર્મનિર્જરા કરનારી બનતી નથી. આ વિષય ઉપર તત્ત્વ સમજાવતાં શાસ્ત્રકારશ્રી કહે છે કે – હૃદય અસ્થિર હોતે છતે એટલે કે આ લોકનાં પૌદ્ગલિક સુખોની અથવા પરલોકનાં સ્વર્ગાદિનાં સુખોની અથવા અન્ય કોઈ યશ-માન-સ્વાર્થ વગેરે પરભાવના સુખોની અભિલાષાવાળું ચિત્ત હોતે છતે ત્રિી
Page #122
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૮૯ = અનેક પ્રકારે કરાયેલી ધર્મક્રિયા - જેમકે વાણીના આકારનું ગોપન (બોલવાનું બંધ કરીને મૌન ધારણ કર્યું હોય તે) અથવા નેત્રના આકારનું ગોપન (આંખો બંધ કરીને કાયોત્સર્ગાદિ કર્યા હોય તે) મરિ શબ્દથી હાથ-પગના આકારોનું ગોપન, કાયોત્સર્ગાદિ રૂપે સ્થિર મુદ્રા, આવા આવા પ્રકારની સાધ્યના ઉપયોગથી શૂન્ય એવી જે કોઈ ધર્મસંબંધી દ્રવ્યક્રિયા કરી હોય તે વ્યભિચારી સ્ત્રીની જેમ એટલે કે કુલટા સ્ત્રીની જેમ કલ્યાણકારિણી-આત્માનું હિત કરનારી શાસ્ત્રોમાં કહી નથી. જેમ વ્યભિચારી સ્ત્રીનું મન પર-પુરુષની અભિલાષાવાળું હોય છે. તેથી પોતાના પતિની સાથે પર-પુરુષની સાથેના રાગાત્મક ભાવોનું ગોપન કરીને બહારબહારથી સઘળો સારો વ્યવહાર કરે છે. તો પણ સ્વાભાવિક વ્યવહાર અને કૃત્રિમ વ્યવહારમાં તફાવત હોવાથી પતિને ખ્યાલ આવતાં આ વ્યવહાર કલ્યાણકારી થતો નથી, સુખદાયી થતો નથી. ઘર ભાંગે જ છે અને દુ:ખદાયી જ થાય છે. તેમ અહીં પણ સમજવું.
અહીં મૂલશ્લોકમાં “વાક્નત્રીલરોપના” = શબ્દ છે. તેથી વાણી, નેત્ર અને આકારનું ગોપન આવો અર્થ થઈ શકે. વાણીનું ગોપન એટલે મૌન, નેત્રનું ગોપન એટલે આંખો બંધ કરી ધર્મક્રિયા કરવી અર્થાત્ ધ્યાન ધરવું. અને આકારનું ગોપન એટલે સંસારી કપડાં બદલી સાધુજીવનનો વેશ પહેરવો, શ્રાવકને આશ્રયી સામાયિક-પ્રતિક્રમણાદિ ક્રિયાકાલે ધોતી-ખેસ આદિનો વેશ પહેરવો. તે સઘળું ય મન અસ્થિર હોય (સંસારી ભાવોમાં જ મન જો રમતું હોય) તો નિરર્થક છે, કર્મનિર્જરા કરાવતું નથી. આમ વાણી-નેત્ર અને આકાર ત્રણનું ગોપન આવો અર્થ કરી શકાય. પરંતુ તેનો અર્થ કરવા જતાં ટીકામાં લખેલો આદિ શબ્દ સંગત થતો નથી. ટીકામાં વાડનેત્રદ્યારોપના લખ્યું છે. એટલે વા અને નેત્ર આ બે શબ્દોનો જ દ્વન્દ સમાસ કરવો, ત્રણ શબ્દોનો દ્વન્દ સમાસ ન કરવો. વાડ અને નેત્ર આ બે જ શબ્દોનો દ્વન્દ સમાસ કરી આદિ શબ્દની સાથે બહુવ્રીહિ સમાસ કરી વાર શબ્દની સાથે ષષ્ઠીતપુરુષ સમાસ કરવો. જેથી અર્થ આ પ્રમાણે થાય છે - વાણીના આકારોનું ગોપન અને નેત્રના આકારોનું ગોપન તથા મારિ શબ્દથી શેષ અંગોના આકારોનું ગોપનમુખાકૃતિનું ગોપન, શરીરના બીજા અંગોની ચંચળતાનું ગોપન કરવું તે સઘળું ય હૃદય અન્યત્ર હોતે છતે કલ્યાણકારી બનતું નથી. આવો અર્થ કરવો.
જૈનદર્શનમાં દ્રવ્યક્રિયા બે પ્રકારે કહેલી છે. (૧) આ લોકનાં સુખોની ઈચ્છાથી કે પરલોકનાં (સ્વર્ગાદિ) સુખોની ઈચ્છાથી જે ધર્મક્રિયા કરાય તેને દ્રવ્યક્રિયા કહેવાય છે. જેને વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કહેવાય છે. (૨) બીજી દ્રવ્યક્રિયા તેને કહેવાય છે કે જે ક્રિયા કરતી વેળાએ આ ક્રિયાથી મારાં કર્મોનો ક્ષય થાઓ, મને મુક્તિ પ્રાપ્ત થાઓ. મારો આત્મા શુદ્ધ-બુદ્ધ બનો આવા પ્રકારના ભવધર્મયુતા = ભાવધર્મથી સહિત હોય, ઉપરોક્ત ભાવની
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૦ સ્થિરતાષ્ટક - ૩
વિજ્ઞાનસાર અભિલાષાવાળી હોય, પરંતુ વિધિ બરાબર આવડતી ન હોય, જીવ બરાબર વિધિ કરતો ન હોય માટે દ્રવ્યક્રિયા કહેવાય, અથવા ઉપયોગની (એકાગ્રતાની) શૂન્યતા હોય તેને પણ દ્રવ્યક્રિયા કહેવાય છે. જેને ત્રીજા નંબરનું અનનુષ્ઠાન કહેવાય છે.
આ બન્ને પ્રકારની દ્રવ્યક્રિયામાંથી પાછળ કહેલી (અનુષ્ઠાનવાળી) જે દ્રવ્યક્રિયા છે. તે ભાવધર્મથી યુક્ત ભાવધર્મની અભિલાષાવાળી પરંતુ અવિધિવાળી અથવા ઉપયોગશૂન્ય જે દ્રક્રિયા છે તે જ ક્રિયા દ્રવ્યક્રિયાની અંદર પ્રશંસનીય છે. કારણ કે ત્યાં સાધ્યની શુદ્ધતા છે, માત્ર સાધનની જ અશુદ્ધતા છે જે કાલાન્તરે દૂર થઈ શકે છે, સમજાવનારા ગુરુ આદિના યોગે બાહ્ય અશુદ્ધિ દૂર થઈ શકે છે. પરંતુ જ્યાં હૃદય પદ્ગલિક સુખનું જ અભિલાષી છે
ત્યાં સાધ્ય શુદ્ધિ ન હોવાથી તામલી તાપસ આદિની જેમ તે દ્રવ્યક્રિયા કલ્યાણકારી કહેલી નથી. જેમ તામલી તાપસની તપક્રિયા ઘણી જ ઉંચી હતી પરંતુ મનમાં ભોગ-સુખ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા હતી. તેથી જ દેવલોકનાં સુખ પામ્યો પણ આત્મકલ્યાણ પ્રાપ્ત ન કર્યું. અથવા અગ્નિશર્માની તપક્રિયા અથવા વિનયરત્નની સંયમક્રિયા વગેરે ઉદાહરણો અહીં સમજવાં. સાધ્યશુદ્ધિ ન હોય તે વ્યક્રિયા કલ્યાણકારી નથી. પરંતુ જ્યાં સાધ્યશુદ્ધિ હોય ફક્ત સાધનશુદ્ધિ ન હોય તે દ્રવ્યક્રિયા કાલાન્તરે કલ્યાણકારી બનવાનો સંભવ છે.
ટીકાકારશ્રી “માર્નારસંમિતુલ્ય” કહીને બીલાડીના સંયમની ઉપમા આપે છે. જેમ બીલાડી ઉંદરને પકડવા શરીરમાં વધારે વેગથી કુદકો મારવાની શક્તિ પ્રગટ કરવા શરીરને સંકોચીને સ્થિર રહે છે પણ તે કેવલ શિકાર મેળવવા પરતું જ છે. તેમ ઈહલોક-પરલોકના સુખની ઈચ્છાથી જો ધર્મક્રિયા કરાય તો તે ધર્મક્રિયા આ લોક-પરલોકનાં સુખ માટે જ કરાય છે. આમાં સાધ્ય શુદ્ધ નથી. તેથી ધારો કે તે ક્રિયા આ લોક-પરલોકનાં સુખો આપે છે તો પણ તે આપીને ત્યાં જ વિરામ પામી જાય છે, કલ્યાણ કરનારી બનતી નથી.
તત્ત્વાર્થે-તત્ત્વાર્થસૂત્રમાં (ટકામાં) કોઈ કોઈ જીવોને દ્રવ્યક્રિયા પરંપરાએ ધર્મનો હેતુ થાય એમ કહેલું છે. પરંતુ તે દેવલોકનાં સુખો અને આ લોકનાં સુખો યશ, માન, સ્વાર્થ ઈત્યાદિની અભિલાષા રહિત જીવોને જ સમજવું. અર્થાત્ ઉપયોગની (એકાગ્રતાની) શૂન્યતા હોય અથવા વિધિની શૂન્યતા હોય પણ સાધ્યશુદ્ધિની શૂન્યતા ન હોય તેવા જ જીવોને આશ્રયી જાણવું. પરંતુ આ લોક કે પરલોકનાં સુખોને જ પ્રાપ્ત કરવાની લાલસાવાળા અને લોકસંજ્ઞામાં તણાયેલા જીવોની દ્રવ્યક્રિયાને આશ્રયી તે વિધાન નથી આમ સમજવું.
આ કારણથી તાત્ત્વિક સ્વરૂપની સન્મુખ થઈને મનને આત્માના ધર્મની સાથે લયલીન કરીને ચિત્તની સ્થિરતાપૂર્વક સ્થિરતા ગુણ અવશ્ય કેળવવો જોઈએ. હે વત્સ ! જો તું આવી સ્થિરતા કેળવીશ તો તે સ્થિરતા તને સુખનો ભંડાર તારી પાસે જ છે એમ દેખાડશે. llll.
Page #124
--------------------------------------------------------------------------
________________
૯૧
જ્ઞાનમંજરી
સ્થિરતાષ્ટક - ૩ अन्तर्गतं महाशल्यमस्थैर्यं यदि नोद्धृतम् ।। क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥४॥
ગાથાર્થ :- જો અંદર રહેલ મહાશલ્ય તુલ્ય અસ્થિરતા દૂર કરવામાં ન આવી હોય તો લાભ ન આપતા એવા ક્રિયારૂપી ઔષધનો શું દોષ? Ill ટીકા - “મા” રૂતિ-
સતમથ્યન્તર, મહાશચં-મહંતુ શરૂ - भावानुयायि-परभावानुगतचेतनावीर्यपरिणतिरूपम्, अस्थैर्यम्-अस्थिरत्वम्, अतश्चापल्यम् आत्मपरिणतीनां स्वस्वकार्याकरणे परभावोन्मुखप्रवर्तनरूपम् अस्थैर्यम् यदि न उद्धृतम्-न वारितम्, तदा क्रियौषधस्य को दोषः ? न कोऽपीत्यर्थः, कथम्भूतस्य क्रियौषधस्य ? गुणं स्वात्मस्वभावाविर्भावरूपमयच्छतः-अददतः, क्रिया हि वृत्तिरूपा, भावपरिणतिस्तु आत्मगुणशुद्धिरूपा, अन्तः शल्ये सति क्रियौषधेन नो रोगापगमः, अतः आभ्यन्तरं परानुयायिता-परकर्तृता-परव्यापकतारूपं शल्यं निवारणीयमिति ॥४॥
વિવેચન - અન્તર્ગત એટલે અંદર રહેલું, હૃદયની અંદર વર્તતું, અર્થાત્ અભ્યત્તર એવું જે મહાશલ્યરૂપ (પીડાકારી મોટા કાંટા તુલ્ય) “અસ્થિરપણું” જો દૂર કરાયું ન હોય તો ધર્મક્રિયાઓ ઘણી કરીએ પણ કર્મનિર્જરા રૂપી ફળની પ્રાપ્તિ ન થાય તો તેમાં ધર્મક્રિયાનો શું દોષ? શરીરની અંદર જો કોઈ પીડાકારી રોગ વ્યાપ્યો હોય, તેને જો દૂર ન કરીએ અને બહાર-બહારથી ઔષધ લઈએ તો તે ઔષધ જેમ કોઈપણ પ્રકારનો ગુણ કરતું નથી. તેમ હૃદયની અંદર રહેલ અસ્થિરતા રૂપી મહાશલ્ય જો દૂર ન કરાયું હોય તો બહારથી કરાતી ધર્મક્રિયારૂપી ઔષધ ફળ ન આપે તો તેમાં ધર્મક્રિયા રૂપી ઔષધનો શું દોષ ? અહીં “અસ્થિરતા” એ મહાશલ્ય છે અને તે હૃદયની અંદર છે.
પ્રશ્ન - “અસ્થિરતા” એટલે શું? અસ્થર્ય કોને કહેવાય ?
ઉત્તર - પરભાવાનુયાયિ = પર પદાર્થોને અનુસરવાપણું, પર એવા અન્ય જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યને મારાં મારાં માનીને તેની પ્રાપ્તિના પ્રયત્નમાં ગરકાવ થઈ જવું. પરપદાર્થોને પોતાના માનીને તેને ગ્રહણ કરવામાં અને તેનું સંરક્ષણ કરવામાં વપરાતી ચેતના અને વીર્યની પરિણતિ તે અસ્વૈર્ય છે. આ જીવ પરપદાર્થોને મારા મારા માને છે તેથી પરપદાર્થમાં જ મારાપણાની ચેતના (બુદ્ધિ) થાય છે. તથા તેને પોતાનાં માન્યાં હોવાથી તેને જ ભેગું કરવામાં સવારથી સાંજ સુધી પોતાની વીર્યશક્તિનો આ જીવ વપરાશ કરે છે. આત્માના
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૨
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર ગુણોને ઓળખવાનો કે મેળવવાનો બોધ પણ હોતો નથી, પ્રયત્ન પણ કરતો નથી અને સમય પણ હોતો નથી. પાંચે ઈન્દ્રિયોના સુખના સાધનભૂત પદ્ગલિક સામગ્રી મેળવવામાં જ પોતાની બુદ્ધિશક્તિ અને વીર્યશક્તિ વપરાય છે. તેથી ચિત્ત પણ સતત તેમાં જ પરોવાયેલું રહે છે. મનમાં તેના જ વિચારો ઘુમતા હોય છે, જે પૌલિક સાધન ન મેળવી શકાયું હોય તેનાથી જીવ દીન થઈને દુઃખી થાય છે અને જે પૌદ્ગલિક સાધન મેળવી શકાયું હોય તે હજુ ઓછું છે ઓછું છે એમ અસંતોષી થઈને અતૃપ્તિથી અને ઈર્ષ્યાદિથી દુઃખી થાય છે. માટે પરપદાર્થોના ગ્રહણ-મોચનાદિમાં વપરાતી ચેતનાશક્તિની અને વીર્યશક્તિની જે પરિણતિ છે તેને જ અસ્થિરતા-અસ્થર્ય કહેવાય છે. આ અસ્થર્યને જ ચંચળતા પણ કહેવાય છે.
આ કારણથી આ ચાપલ્ય, આત્માના શુદ્ધગુણોની જે નિર્મળ પરિણતિ છે. તેને પોતપોતાનું કાર્ય કરવા દેતી નથી. એટલે પોતાના ગુણોની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરીને પરભાવની સન્મુખ ચેતનાને અને વીર્યને પ્રવર્તાવે છે. આવા પ્રકારનું ચપલતા સ્વરૂપ જે અસ્વૈર્ય છે, તેને જો હૃદયમાંથી દૂર કરવામાં ન આવે, હૃદયમાં પ્રગટ થતા એવા આ અસ્થર્યને જો વારવામાં (રોકવામાં) ન આવે તો ધર્મક્રિયા કરવા રૂપી ઔષધ લઈએ છતાં ફલપ્રાપ્તિ ન થાય તો તેમાં ધર્મક્રિયાનો શું દોષ ? ક્રિયારૂપી ઔષધનો કોઈ દોષ નથી. આ ધર્મક્રિયા રૂપી ઔષધ કેવું છે ? જો હૃદયમાં કોઈ શલ્ય ન હોય તો આત્માના શુદ્ધસ્વભાવનો આવિર્ભાવ અવશ્ય કરે જ એવા પ્રભાવવાળું ધર્મક્રિયા રૂપ આ ઔષધ છે. પરંતુ અંદરથી જો શલ્યનો ઉદ્ધાર ન કર્યો હોય તો પોતાના આત્માના શુદ્ધ સ્વભાવનો આવિર્ભાવ કરવા સ્વરૂપ ગુણને (ફાયદાને-લાભને) ન આપે તો તેમાં ધર્મક્રિયારૂપી ઔષધનો શું દોષ? તેનો કોઈ જ દોષ નહીં.
ધર્મક્રિયા એ તો એક કાયિક શુભ આચરણસ્વરૂપ છે. ભાવપરિણતિ તો આત્માના ગુણોની શુદ્ધિસ્વરૂપ છે. તેથી હૃદયની અંદર અસ્થિરતા રૂપી શલ્ય હોતે છતે બહારથી કરાયેલી ધર્મક્રિયા રૂપી ઔષધથી ભાવરોગનો અપગમ (વિનાશ) થતો નથી. આ કારણથી પરદ્રવ્યને અનુસરવા રૂપ પરાનુયાયિતાની બુદ્ધિ, પરદ્રવ્યનો હું કર્તા-ભોક્તા છું. આવા પ્રકારની કસ્તૃત્વબુદ્ધિ, તથા તે તે પરપદાર્થો મારા છે અને હું તેનો છું. આમ મમતાથી પરદ્રવ્યમાં વ્યાપકતાની બુદ્ધિ આ ત્રણે શલ્ય સ્વરૂપ છે. તેનું આત્માર્થી જીવે નિવારણ કરવું જોઈએ. આવી અસ્થિરતાને ચિત્તમાંથી દૂર કરવી જોઈએ. જો
स्थिरता वाङ्मनःकायै-र्येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि ॥५॥
Page #126
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૯૩ ગાથાર્થ - વચનની સાથે, મનની સાથે અને ક્રિયાની સાથે જે મહાપુરુષોમાં સ્થિરતા એકમેકપણાને પામી છે તે યોગી પુરુષો ગામમાં અને અરણ્યમાં, દિવસમાં અને રાત્રિમાં સમ-સ્વભાવવાળા જ હોય છે. પણ
ટીકા :- “સ્થિરતા રૂત્તિ–વેષાં પ્રળિનામું, વીનવા-વચનમન:શાયયો: स्थिरता-आत्मगुणनिर्धारभासनरमणैकत्वरूपा, अङ्गाङ्गिताम्-तन्मयतां गता-प्राप्ता, ते योगिनः-मुनीश्वराः, समशीला:-समस्वभावाः, स्वद्रव्य-स्वक्षेत्र-स्वकालस्वभावरूपस्वात्मस्वभावतः अन्यत्-परद्रव्ये परत्वरूपं समत्वेन ज्ञानात् स्वात्मनः सकाशात् यदन्यत् तत्सर्वं भिन्नमिति समत्वं येषां निष्पन्नं तेषां ग्रामे-जनसमूहलक्षणे, अरण्ये-निर्जने, तुल्यत्वम्-इष्टानिष्टताऽभावः, दिवा-वासरे, निशि-रात्रौ, समत्वं -तुल्यपरिणतिः, अरक्तद्विष्टतारूपा समपरिणतिर्भवति ॥५॥
વિવેચન :- જે મહાપુરુષોમાં પોતાના વચનયોગ, મનયોગ અને કાયયોગની સાથે સ્થિરતા નામનો ગુણ એકમેકતાને-તન્મયતાને પામ્યો છે. અર્થાત્ “મારા આત્માના ગુણો એ જ મારું સ્વરૂપ છે” આવી પાકી શ્રદ્ધા, આવું જ નિશ્ચયાત્મક જ્ઞાન અને આ ભાવમાં જ રમણતા આમ આ ત્રણે ગુણોની એકતા-તન્મયતા તે સ્થિરતા, આવી સ્થિરતા જે મહાત્માઓના મન-વચન અને કાયાના રોમેરોમમાં અંગાંગી ભાવને પામી ચૂકી છે. ક્યાંય બહાર પરપદાર્થમાં મારાપણું લાગતું જ નથી તે યોગી પુરુષો એટલે કે મુનિપ્રવર મહાત્માઓ સર્વત્ર સમસ્વભાવવાળા હોય છે. કારણ કે પોતાનાથી જે પર પદાર્થ છે તેમાં કોઈ પોતાનું છે જ નહીં. તેથી એકને આઘો અને એકને પાછો માનવાનો સવાલ જ પેદા થતો નથી. સર્વ પદાર્થોમાં પરપણાની બુદ્ધિ સમાન હોવાથી સર્વત્ર સમસ્વભાવવાળા જ તે મુનિઓ હોય છે.
પોતાનો આત્મા એ જ સ્વદ્રવ્ય, પોતાના આત્માના જે અસંખ્ય આત્મપ્રદેશો એ જ સ્વક્ષેત્ર, પોતાના આત્મામાં રહેલું જે સૈકાલિક ધ્રુવત્વ એ જ સ્વકાલ અને પોતાના આત્મામાં રહેલી જે અનંતગુણોની સંપત્તિ એ જ સ્વભાવ, આ પ્રમાણે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ, એ પોતાના આત્માનું સ્વરૂપ છે. આ જ સ્વ-સ્વભાવ છે. આ સ્વ-દ્રવ્યાદિમય આત્મસ્વભાવથી જે કોઈ અન્ય પદાર્થ છે તે સઘળા પણ પદાર્થો (પછી પોતાનું શરીર હોય, કુટુંબ હોય, ધનસંપત્તિ હોય કે મિત્રવર્ગ હોય અથવા ગૃહ-અલંકારાદિ હોય તે સર્વે પણ પદાર્થો) પરદ્રવ્ય છે. તે સઘળા પણ પરપદાર્થો રૂપ પરદ્રવ્યમાં (પરત્વ) “પરપણું” સરખું જ છે. સર્વત્ર પરપણું જ રહેલું છે. આવું દઢ જ્ઞાન થવાથી પોતાના આત્માથકી જે કોઈ અન્ય વસ્તુ છે તે સર્વે પણ (શરીરાદિ) વસ્તુઓ મારા આત્માથી ભિન્ન જ છે. જેમ અન્ય
Page #127
--------------------------------------------------------------------------
________________
૯૪
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર
પુરુષોનું શરીર મારાથી ભિન્ન છે, તેમ મારું શરીર પણ મારાથી ભિન્ન છે. જેમ અન્ય પુરુષના કુટુંબો મારાથી ભિન્ન છે, તેમ મારું કુટુંબ પણ મારાથી ભિન્ન છે. તેથી “પરત્વ’ (અર્થાત્ ભિન્નત્વ) સર્વત્ર સરખું જ છે. હું કોના ઉપર રાગ (ગમો) કરું ? અને કોના ઉપર દ્વેષ (અણગમો) કરું ? આમ સમજી સર્વત્ર સમત્વ (સમાનપણું) જેના હૃદયમાં પ્રગટ થયું
મહાત્માઓને જ્યાં લોકસમૂહ રહેતો હોય એવું ગામ હોય કે નિર્જન અરણ્ય હોય આમ બન્ને સ્થાને તુલ્યતા જ છે. ક્યાંય ઈષ્ટતાબુદ્ધિ કે અનિષ્ટતાબુદ્ધિ થતી નથી. અર્થાત્ ઈષ્ટાનિષ્ટ બુદ્ધિનો અભાવ જ હોય છે.
તથા દિવસ હોય કે રાત્રિ હોય, બન્નેમાં સમત્વ જ હોય છે. તુલ્ય પરિણામ જ હોય છે. ગામ-અરણ્ય અને દિવા-નિશા એમ આ બે ઉદાહરણ છે. તેને અનુસારે માન-અપમાનમાં, સ્વદેશ કે પરદેશમાં, પોતાના પરિવારમાં કે અન્યના પરિવારમાં રાગ અને દ્વેષનો અભાવ અર્થાત્ પરપણાની સમાન પરિણિત હોય છે. કોઈ પણ પરપદાર્થમાં અંજાતા નથી કે અણગમો કરતા નથી, આત્મગુણોમાં જ સ્થિર થઈ જાય છે. તેનો જ આ પ્રતાપ છે. પા
स्थैर्यरत्नप्रदीपश्चेद्-दीप्रः सङ्कल्पदीपजैः ।
तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाऽऽश्रवैः ॥६॥
ગાથાર્થ :- જો પુરુષના હૃદયમાં સ્થિરતા રૂપી રત્નનો દીપક દેદીપ્યમાન છે તો તે પુરુષને સંકલ્પરૂપી દીપકમાંથી ઉત્પન્ન થયેલા એવા વિકલ્પોરૂપી ધૂમાડા વડે સર્યું, તથા અતિશય મલીન એવા આશ્રવો વડે પણ સર્યું. ॥૬॥
ટીકા :- “સ્થઐતિ’’-યસ્થ પુરુષસ્વ ચેત્-વ ધૈર્યપ્રવીપ:-સ્થિરતાપરત્નવીપ:, વીપ્ર:-તેવીપ્યમાન:, તત્-તવા, સકુંપવીપના: વિÑ:ધૂમ: અત્યં-મૃતમ્ । परचिन्ताऽनुगाऽशुद्धचापल्यरूपः सङ्कल्पः पुनः पुनः तत्स्मरणरूपो विकल्पः, सङ्कल्पविकल्परूपधूमैः अलं सृतम् । यस्य स्वरूपैकत्वरूपा स्थिरता भासते, तस्य सङ्कल्पविकल्पा न भवन्ति । यद्यपि निर्विकल्पसमाधिः अभेदरत्नत्रयीकाले, तथापि स्वरूपलीनानां सांसारिकसङ्कल्पविकल्पाभावः, तथा "अलंधूमै" - अत्यन्तधूमैः मलीनैः आश्रवैः अपि अलं-सृतम्, अतः सङ्कल्पविकल्परूप - चलपरिणतिमपहाय द्रव्यभावप्राणातिपात-मृषावादादत्तादान - मैथुन-परिग्रहरूपैराश्रवैः सृतम्, यो हि आत्मसमाधिरतः स्वस्वभावस्थिरस्तस्य आश्रवा: कुत इति ?
વિવેચન :- મહાત્મા પુરુષના હૃદયમાં “સ્થિરતા” રૂપી રત્નનો દીપક જો દેદીપ્યમાન
Page #128
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૯૫ છે. તત્ = તો સંકલ્પ રૂપ દીપકથી ઉત્પન્ન થયેલા વિકલ્પો રૂપી ધૂમાડા વડે સર્યું. દીપક બે પ્રકારના હોય છે. એક તો કોઈ કોઈ રત્ન જ એવું વિશિષ્ટ હોય કે ચારે બાજુ પ્રકાશ આપે. વર્તમાનકાલમાં ઈલેક્ટ્રીકના દીપક કે જે બહુ પ્રકાશ આપે અને તેમાં ધૂમાડા ન હોય અને બીજો દીપક માટીના કોડીયામાં કરેલો તેલનો દીપક કે જેમાં ઘણા ધૂમાડા હોય, દીવાલ કાળી કાળી થઈ જાય. હવે જો ઘરમાં રત્નનો દીપક અથવા ઈલેક્ટ્રીકનો દીપક મળતો હોય તો દીવાલને કાળી કરે એવા ધૂમાડાવાળો દીપક કોણ રાખે ? તેમ અહીં સ્થિરતા એ રત્નદીપક છે કે જેમાંથી વિકલ્પો (રૂપી ધૂમાડા) થતા નથી. અને અસ્થિરતા રૂપી સંકલ્પ એ કોડીયાનો દીપક છે કે જેમાંથી વિકલ્પોરૂપી ધૂમાડા થયા વિના રહેતા નથી. તેથી રત્નનો દીપક જો ઝળહળતો હોય તો કોડીયાનો દીપક કોણ રાખે ? અર્થાતુ કોઈ રાખે નહીં. તેમ સ્થિરતા પ્રગટી હોય તો અસ્થિરતાની જરૂર નથી.
પરદ્રવ્યના સંબંધવાળી, રાગ-દ્વેષ યુક્ત, અશુદ્ધ આત્મપરિણામાત્મક એવી જે ચંચળતા અસ્થિરતા-રાગદ્વેષપણે મનનું પરદ્રવ્ય પ્રત્યે ભટકવું તે “સંકલ્પ” કહેવાય છે અને વારંવાર તેનું સ્મરણ થવું તે વિકલ્પ કહેવાય છે. ઈષ્ટ વસ્તુ પ્રત્યે રાગાત્મક અને અનિષ્ટ વસ્તુ પ્રત્યે અણગમા રૂપ જે અશુદ્ધ આત્મપરિણામ, તે રૂપી જે ચંચળતા-અસ્થિરતા તેને જ સંકલ્પ કહેવાય છે અને વારંવાર તેનું સ્મરણ થવું તેને વિકલ્પ કહેવાય છે. જેમ ધૂમાડા દીવાલને કાળી કરે છે અને આંખોને બાળે છે તેમ આ સંકલ્પ-વિકલ્પ આત્માને કાળો (અશુદ્ધ) કરે છે અને મનને બાળે છે, દુઃખી દુઃખી કરે છે. માટે તેને ધૂમાડાની ઉપમા આપી છે. જેમાંથી જરા પણ ધૂમાડા નીકળતા નથી તેવો રત્નનો દીપક જો મળતો હોય તો ધૂમાડાવાળો કોડીયાનો દીપક કોઈ ન રાખે, વર્તમાનકાલમાં ધૂમાડા વિનાના ઈલેક્ટ્રીક દીપક મળે છે તો કોડીયાના દીપક કોઈ રાખતું નથી. તેવી જ રીતે જે મહાત્મા પુરુષના હૃદયમાં આત્માના શુદ્ધસ્વરૂપની સાથે એકાગ્રતા-લયલીનતા થવા રૂપ સ્થિરતાનો દીપક પ્રગટ્યો છે તે મહાત્મા પુરુષને સંકલ્પ અને વિકલ્પરૂપી ધૂમાડાવાળા દીપક સંભવતા નથી.
જેને પોતાના હૃદયમાં આત્મસ્વરૂપની જ લગની લાગી હોય છે તે મહાપુરુષને પરદ્રવ્ય પ્રત્યે દૃષ્ટિપાત જ થતો નથી. તો પછી તેના સંબંધી પ્રાપ્તિ-અપ્રાપ્તિના વિચારો, તેના ઉપાયોના વિચારો. તેની સફળતા-નિષ્ફળતામાં થતા હર્ષ-શોકાદિ ભાવો. અભિમાન અને લાચારી (ઉદાસીનતા) વગેરે અશુદ્ધ ભાવો (કે જેને ધૂમાડો કહેવાય છે, તે) કેમ થાય ? અંતરાત્મભાવમાં પરિણામ પામેલા મહાત્માને બહિરાત્મભાવના મોહના વિકારોરૂપી ધૂમાડા હોતા નથી.
Page #129
--------------------------------------------------------------------------
________________
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર જો કે સંપૂર્ણપણે નિર્વિકલ્પ સમાધિ તો સર્વથા મોહનીયકર્મનો ક્ષય થયા પછી સયોગીઅયોગી કેવલી ગુણસ્થાનકે અભેદરત્નત્રયીના કાલે જ આવે છે. તેથી આત્માના શુદ્ધસ્વરૂપની સાધનામાં લીન બનેલા અપ્રમત્ત ગુણસ્થાનકથી ક્ષણમોહ ગુણસ્થાનક સુધીના સાધક આત્માઓને પોતાના શુદ્ધ ગુણોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક સંકલ્પ-વિકલ્પો જો કે હોય છે, તો પણ સાંસારિક (અન્ય જીવ અને પુદ્ગલની પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક) સંકલ્પ-વિકલ્પો હોતા નથી. આવા પ્રકારના કર્મબંધના હેતુભૂત પરભાવવિષયક સંકલ્પ-વિકલ્પોનો અભાવ હોય છે. તેને આશ્રયીને ઉપરોક્ત વાત કહેલી છે. આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ-અપ્રાપ્તિના સંકલ્પ-વિકલ્પો સાધક અવસ્થામાં હોય છે પણ તે મોહજન્ય ન હોવાથી અને તે પણ ક્ષીયમાન થતા જતા હોવાથી તેની વિરક્ષા અહીં કરવામાં આવી નથી. આશ્રવના હેતુભૂત સંકલ્પ વિકલ્પો હોતા નથી.
તથા સત્સંધૂ: = અહીં મશબ્દનો અર્થ અત્યન્ત અને ધૂમ શબ્દનો અર્થ મલીન કરવો. અતિશય મલીન એવા આશ્રવો વડે પણ સર્યું. સ્થિરતાનુણવાળા મહાત્માને અતિશય મલીન (ચીકણાં કર્મ બંધાવે તેવા) આશ્રવો સંભવતા નથી. પરદ્રવ્ય પ્રત્યેના રાગ-દ્વેષના પરિણામ થવા દ્વારા પ્રગટ થતી અસ્થિરતા નથી, માટે અતિશય મલીન કર્મબંધવાળા આશ્રવો હોતા નથી. માત્ર આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ કરવાના વિષયવાળી લગની-રાગ (સંજ્વલન) કષાય અને તેના ઉપાયોમાં પ્રવર્તવા રૂપ ત્રિવિધ યોગ જન્ય અલ્પ આશ્રવ સંભવે છે. જે કાલાન્તરે અવશ્ય ક્ષય થઈ જાય છે.
તઃ = આ કારણથી મોહરાજાના ઘરની સંકલ્પ અને વિકલ્પ રૂપ ચંચળતા (અસ્થિરતા)ની પરિણતિનો ત્યાગ કરીને દ્રવ્યથી અને ભાવથી પ્રાણાતિપાત-મૃષાવાદઅદત્તાદાન-મૈથુન અને પરિગ્રહ સ્વરૂપ પાંચે પાપિષ્ઠ આશ્રવોનો આ જીવે ત્યાગ કરવો. અહીં મન-વચન અને કાયા દ્વારા જીવઘાત કરવો, અસત્ય બોલવું, પારકી વસ્તુ લેવી, કુચેષ્ટા કરવી કે ધનાદિનો સંગ્રહ કરવો તે દ્રવ્ય આશ્રવ કહેવાય છે અને આવા પ્રકારના પાપો કરવાની ઘેલછા કરવી, ઈચ્છા કરવી, કાષાયિક પરિણામમાં રહેવું તે તંદુલીયા મલ્યની જેમ ભાવઆશ્રવ કહેવાય છે. સ્થિરતાનુણવાળા મહાત્માઓ દ્રવ્યઆશ્રવ કે ભાવઆશ્રવને સેવતા નથી. જે મહાત્માપુરુષ આત્મ-સમાધિમાં જ લયલીન બન્યા છે. પોતાના સ્વભાવમાં જ સ્થિર થયા છે. તે મહાપુરુષને આવા આશ્રવો કેમ હોય ? અર્થાત્ ન જ હોય.
अतः आत्मनः स्वधर्मकर्तृत्व-यथार्थभासन-स्वरूपग्राहकत्व-स्वगुणभोक्तृत्वस्वस्वभावरक्षकत्वपरिणतस्य नाश्रवाः, एतेषां स्वभावानां परभावपरिणतानां आश्रवाः,
Page #130
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સ્થિરતાષ્ટક - ૩
स्वरूपभ्रान्तिरेव स्वपरिणतीः परकर्त्तृत्वेन परिणमयति, यदा तु अस्य स्वरूपावबोधः स्वकार्यकरणनिर्धारः जातस्तदा स्वपरिणतीः स्वकार्यकरणे एव व्यापारयति न परकर्त्तृत्वे, कारकचक्रमपि स्वरूपमूढेनैव परकर्त्तृत्वादिव्यापारेण अशुद्धीकृतं, यदा અનેન સ્વપરવિવેન ‘“અહં હં’’, ‘“પર: પર:'', “નાદું પરાં પરોવતા' एवं लब्धविवेकः स्वकारकचक्रं स्वकार्यकरणे व्यापारयति, आत्मा आत्मानम् आत्मना आत्मने आत्मनः आत्मनि प्रवर्तयति इति स्वरूपम्, एवं स्वरूपपरिणतानामाश्रवा न ભક્તિ દ્દા
૯૭
જે
હવે કહેવાતી વાત સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે સંસારી પુરુષ પોતાના જ ઘરમાં વસે છે, પોતાના જ કુટુંબમાં હળતો-મળતો રહે છે, પોતાની જ પત્નીથી સંસાર-વ્યવહાર કરે છે, પોતાનું જ કમાયેલું ધન વાપરે છે, પોતાના ધનથી જ ખર્ચા કરે છે અને પોતાના જ ધન-પરિવારાદિને પોતાના માનીને ચાલે છે તે પુરુષ ક્યારેય સંસારમાં દુઃખી-કલંકિત થતો નથી. કારાવાસાદિના દંડને પામતો નથી તેને ગુનેગાર ગણવામાં આવતો નથી. તેની ધરપકડ કે તેને કારાવાસ થતો નથી. તેના ઉપર કેસ થતો નથી. પરંતુ જે પુરુષ બીજાના ઘરમાં ઘુસી જાય છે, બીજાનું ઘર ભાડે રાખીને માલિક બની જાય છે, બીજાના જ કુટુંબમાં હળતો-મળતો રહે છે, પરપુરુષની પત્નીથી સંસારવ્યવહાર કરે છે, પારકાનું ધન વાપરે છે, પારકાના ધનથી ખર્ચા કરે છે, ચોરી કરીને લાવેલા ધનથી જલસા કરે છે અને પારકાના ધન-પરિવારાદિને પોતાના માનીને વર્તવા જાય છે તે દુઃખી થાય છે, માર ખાય છે, અપયશ પામે છે, દંડાય છે, ધરપકડ અને કારાવાસ પામે છે. તેના ઉપર કોર્ટમાં કેસ થાય છે આ વાત જાણીતી છે. આ જ ઉદાહરણ સ્વસ્વરૂપમાં અને પરસ્વરૂપમાં રહેનારા આત્મા માટે લગાડવું જોઈએ. આ જ વાત ગુરુજી હવે આપણને સમજાવે છે -
અતઃ = આ કારણથી પોતાના આત્મધર્મોનું જ કર્તૃત્વ, પોતાના આત્મસ્વરૂપના જ યથાર્થજ્ઞાનની મગ્નતા, પોતાના શુદ્ધસ્વરૂપની જ ગ્રાહકતા, પોતાના જ આત્મગુણોનું ભોક્તાપણું અને પોતાના આત્માના સ્વભાવની જ રક્ષા કરવાપણું ઈત્યાદિ રૂપે સ્વભાવદશામાં પરિણામ પામેલા આત્માને કર્મબંધરૂપ આશ્રવો લાગતા નથી. કર્તૃત્વ, જ્ઞાતૃત્વ, ગ્રાહકત્વ, ભોક્તૃત્વ અને રક્ષકત્વ ઈત્યાદિ આ જ સ્વભાવો જ્યારે પરભાવના સંબંધમાં પરિણામ પામે છે. એટલે કે (પરઘરમાં ગયેલા પુરુષને જેમ માર પડે છે તેમ) પર-પદાર્થવિષયક કર્તૃત્વાદિ ભાવો બને છે ત્યારે જ કર્મનો બંધ થવા રૂપ આશ્રવો લાગે છે. પરપદાર્થને પોતાના માનીને જીવ ઘેલો બને છે. તેનું જ કર્તૃત્વ વગેરે માની લે છે. તેનાથી કર્મોના આશ્રવ થાય છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર પીત્તળના ટુકડામાં કરાયેલો સુવર્ણનો ભ્રમ જ અતિશય દુઃખદાયી થાય છે. પીત્તળને સુવર્ણ માનીને સુવર્ણ તરીકેની કિંમત ચૂકવી આપે અને પછીથી ખ્યાલ આવે કે આ ટુકડો તો પીત્તળ છે ત્યારે ઘણું દુઃખ થાય છે. તેવી જ રીતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભ્રાન્તિ જ સ્વપરિણતિને પરના કર્તૃત્વરૂપે પરિણામ પમાડે છે. મોહના ઉદયને પરવશ થયેલો જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનો હું કર્તા-ભોક્તા છું તે ભૂલી જાય છે. પરમાં જ કર્તુત્વ-ભોક્નત્યાદિ માની લે છે. જ્યારે આ જીવનો મોહોદય મંદ પડે છે અને આ જીવને પોતાના સ્વરૂપનો બોધ થાય છે અને મારા આત્માના શુદ્ધ ગુણોનો આવિર્ભાવ કરવાનું કાર્ય જ મારે કરવું જોઈએ. આવા પ્રકારનો પાકો નિર્ધાર (નિશ્ચય) થાય છે ત્યારે પોતાના આત્માની પરિણતિ જે પરના કર્તૃત્વાદિ ભાવમાં જોડી હતી તેને પોતાના ગુણોનો પ્રાદુર્ભાવ કરવા સ્વરૂપ સ્વકાર્ય કરવામાં જ પ્રયુજિત કરે છે, અને હવે તે જીવ પોતાની આત્મપરિણતિને પરના કર્તૃત્વમાં જોડતો નથી.
સ્વરૂપ દશાથી મૂઢ (અજાણ) એવા આ જીવે છએ કારકચક્ર પરના જ કર્તૃત્વભોક્નત્વ-ગ્રાહકત્વ-સંરક્ષકત્વ આદિ ભાવે વ્યાપારિત કરીને તે કારકચક્રને અશુદ્ધ કર્યું હતું. પોતાનું શુદ્ધ એવું પણ કારકચક્ર મલીન કર્યું હતું, જ્યારે સ્વદ્રવ્ય શું? અને પરદ્રવ્ય શું? તેનો વિવેક (ભેદજ્ઞાન) આ જીવને જ્યારે થાય છે ત્યારે “હું તે જ હું છું (મારો આત્મા તે જ હું છું), પરદ્રવ્ય સઘળાં પર છે (અન્ય સઘળાં જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યો મારાં નથી, મારાથી પર છે, માત્ર કર્મના ઉદયથી તેનું મિલન થયું છે), હું પરનો કર્તા કે પરનો ભોક્તા નથી, આવા પ્રકારનો પ્રગટ થયો છે વિવેક જેને એવો આ જીવ પોતાના કારકચક્રને પોતાના આત્મગુણોને પ્રગટ કરવામાં અને પ્રગટ થયેલા આત્મગુણોનો ઉપભોગ કરવા સ્વરૂપ સ્વકાર્ય કરવામાં જ પ્રયુંજે છે. પરથી ખસીને સ્વમાં જોડાય છે. (૧) આત્મ - મારા આત્મામાં રહેલા મારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરનાર મારો પોતાનો
આત્મા જ છે. બીજાથી આ સ્વરૂપ પ્રગટ થતું નથી. (આ કર્તાકારક). (૨) માત્માનમ્ - મારે મારા આત્માને (આત્મસ્વરૂપને) જ મેળવવાનું છે. બીજું કંઈ
પણ મેળવવા જેવું છે જ નહીં અને મેળવેલું તે બીજું ધનાદિ પરસ્વરૂપ કાયમ રહેતું જ નથી, વિનાશી છે. કારણ કે આત્માનું પોતાનું (માલિકીભાવે) તે સ્વરૂપ નથી, પુણ્યકર્મોદયજન્ય સંયોગમાત્ર જ છે, માટે મારે તો ક્ષાવિકભાવના ગુણો જ પ્રાપ્ત
કરવા જેવા છે (આ કર્મકારક). (૩) કાત્મના – હું જો મારા સ્વ-સ્વભાવમાં રહીશ તો જ એટલે કે સ્વ-સ્વભાવમાં
Page #132
--------------------------------------------------------------------------
________________
૯૯
જ્ઞાનમંજરી
સ્થિરતાષ્ટક - ૩ વર્તવા વડે જ મારું સ્વરૂપ હું પ્રગટ કરી શકીશ. પર-સ્વભાવમાં વર્તવા વડે નહીં.
(આ કરણકારક થયું.) (૪) માત્મને - સ્વ-સ્વભાવમાં રહેવા વડે પ્રાપ્ત થયેલું મારું શુદ્ધ આત્મસ્વરૂપ મારે
મારા આત્માને જ આપવાનું છે અન્ય કોઈને આપવાનું નથી. (આ સંપ્રદાનકારક
થયું.)
(૫) આત્મનઃ - ગુણોનો આ ખજાનો મારા આત્મામાં જ ભરેલો છે. એટલે તે આત્મામાંથી
જ પ્રગટ કરવાનો છે, બહારથી ક્યાંથી લાવવાનો નથી. (આ અપાદાનકારક થયું). (૬) માત્મને - સ્વભાવદશામાં રહેવા વડે આત્મામાંથી પ્રગટ કરેલો આ ગુણખજાનો
પ્રગટ કરીને પણ આત્મામાં જ સાચવી રાખવાનો છે. બીજી કોઈ તીજોરીમાં રાખવાનો નથી. (આ અધિકરણકારક થયું.)
આમ આ આત્મા જ પોતાના આત્મસ્વરૂપને પોતાના સ્વભાવમાં વર્તવા વડે પોતાના આત્માને જ આપવા માટે પોતાના આત્મામાંથી પ્રગટ કરીને પોતાના આત્મામાં જ પ્રગટપણે સુરક્ષિત સ્વરૂપે પ્રવર્તાવે છે. આવા પ્રકારનું આત્મસ્વરૂપ છે. તેથી પોતાના સ્વરૂપમાં પરિણત થયેલા મહાત્માઓને કર્મબંધના આશ્રવો લાગતા નથી. સંદી
उदीरयिष्यसि स्वान्तादस्थैर्यपवनं यदि । समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि ॥७॥
ગાથાર્થ - હે વત્સ ! જો તું તારા હૃદયમાંથી અસ્થિરતા રૂપી પવનને પ્રવર્તાવીશ, તો પ્રાપ્ત કરેલી સમાધિરૂપી ધર્મની મેઘઘટાનો તું વિનાશ કરીશ. II
ટીકા :- “વીરષ્યિતિ' કૃતિ, યદ્ર સ્વાન્તી–સન્ત:RUIÇ શૈર્યપવનં उदीरयिष्यसि, अस्थिरतामारुतं यदा प्रवर्तयिष्यसि, तदा समाधेः स्वरूपार्थविश्रान्तिरूपधर्ममेघस्य घटां विघटयिष्यसि-दूरीकरिष्यसि इति । अस्थिरस्य समाधिध्वंसो भवति । अतः आत्मधर्मविषये स्थिरता करणीया ॥७॥
| વિવેચન :- ગુરુજી શિષ્યને વાત્સલ્યપૂર્ણ હૃદયપૂર્વક હિતશિક્ષા આપતાં કહે છે કે, હે વત્સ ! જો તું તારા અંતઃકરણમાંથી અસ્થિતા (ચંચળતા-અહીં તહીં ભટકવાપણું તે) રૂપી પવનને ઉત્પન્ન કરીશ એટલે કે અસ્થિરતા રૂપી પવનને પ્રવર્તાવીશ તો આત્માના શુદ્ધ
સ્વરૂપાત્મક અર્થને વિષે વિશ્રાન્તિ થવારૂપ સમાધિ નામના ધર્મમેઘની ઘટાને તું વિખેરી નાખીશ. કારણ કે અસ્થિરતા એ સમાધિની વિનાશક વસ્તુ છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર
જેમ આકાશમાં મેઘઘટા (વાદળોની ઘટાટોપતા) થઈ હોય, હમણાં જ વરસાદ તૂટી પડશે એમ લાગતું હોય, ચારે તરફ કાળાશ-કાળાશ વ્યાપી ગઈ હોય, વિજળીના ઘણા ચમકારા દેખાતા હોય અને વાદળોના ગર્જારવ સંભળાતા હોય, લોકો વરસાદ તૂટી પડશે એવા ભયથી ભાગાભાગ કરતા હોય, એવામાં જો “પવન” ફૂંકાય તો સર્વે માણસોની વરસાદ તૂટી પડવાની આશા ભાંગીને ભુક્કો થઈ જાય છે. પવનથી મેઘઘટા વિખેરાઈ જાય છે, આકાશ ચોખ્ખું થઈ જાય છે અને સર્વે લોકો નિરાશ થઈ જાય છે. એક પવને બધી બાજી બદલી નાખી. તેવી જ રીતે હે વત્સ ! આ અસ્થિરતા એ પવનતુલ્ય છે. ઘણી ઘણી મહેનતે પ્રાપ્ત થયેલ સમાધિ રાગદ્વેષના અભાવાત્મક સમતાભાવ રૂપ “સ્વરૂપાર્થમાં લીનતા’ની નાશક છે. જે તે પરપદાર્થોમાં ગમો-અણગમો કરાવતી અને તેનાથી વારંવાર ક્લેશ તથા દુઃખને પમાડતી માનસિક અસ્થિરતા મોહજન્ય સંકલ્પ-વિકલ્પો કરાવવા દ્વારા સમતુલાનો નાશ કરે છે. ચિત્તને ડામાડોળ કરે છે. ઘણા ઘણા આઘાત-પ્રત્યાઘાતને ઉત્પન્ન કરે છે અને જીવ દુ:ખી દુ:ખી થાય છે. આ કારણથી આત્માના શુદ્ધ ધર્મના વિષયમાં અતિશય સ્થિરતા જ કરવા જેવી છે. પરપદાર્થો કાલાન્તરે અવશ્ય વિયોગ પામનારા જ છે તથા નાશ પામનારા જ છે સદા રહેનારા નથી માટે તેમાં ચિત્ત નાખવા જેવું જ નથી. IISII चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते ।
यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ॥८ ॥
૧૦૦
=
ગાથાર્થ :- આ કારણથી જ સિદ્ધપરમાત્મામાં પણ “સ્થિરતા” સ્વરૂપ ચારિત્ર જૈન શાસ્ત્રોમાં ઈચ્છાય છે. માટે મહામુનિઓએ આ સ્થિરતાની જ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ॥૮ા
ટીકા :- “વાત્રિમિતિ अतः कारणात् सिद्धेष्वपि सकलकर्ममलमुक्तेष्वपि स्थिरतारूपं चारित्रमिष्यते, पञ्चमाङ्गे सिद्धानां चारित्राभावः उक्तः, स च क्रियाव्यापाररूपः, यस्तु स्थिरतारूपः १ स च वस्तुधर्मत्वात् अस्त्येवेति । प्रज्ञापनातत्त्वार्थ-विशेषावश्यकादिषु व्यक्तं व्याख्यातत्वात् । आवरणाभावे आवार्यस्य प्राग्भावात् विगतचारित्रमोहस्य चारित्रप्रकटनात्, सिद्धानामपि स्थिरतारूपं चारित्रम्, अतः स्थिरता साधनीया ।
""
૧. અહીં ારિત્ર નો વિષય ચાલે છે અને ઘાત્રિ શબ્દ નપુંસક લિંગ છે. માટે સ્થિરતારૂપ ( ન્રાશ્ત્રિ), તત્ત્વ આવો પાઠ હોવો જોઈએ. સ્થિરતારૂપ આત્મપરિણામ આવો અર્થ કરીએ તો પરિણામ શબ્દ પુલ્ડિંગ હોવાથી ઉપરનો પાઠ સંગત પણ થઈ શકે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૧૦૧ વિવેચન :- પોતાના અનંત લબ્ધિવીર્યને પોતાના સ્વરૂપમાં જ પ્રવર્તાવવું, સ્વસ્વભાવમાં જ સ્થિર થઈ જવું, જામી જવું, લયલીન બની જવું. આવા પ્રકારનું “સ્થિરતા” રૂપી ચારિત્ર સર્વ કર્મમલથી મુક્ત બનેલા એવા સિદ્ધપરમાત્માઓમાં પણ હોય છે. આમ જૈન આગમશાસ્ત્રોમાં કહેલું જોવાય છે. ભગવતીજી નામના પાંચમા અંગમાં જો કે સિદ્ધપરમાત્માઓને ચારિત્રનો અભાવ કહેલો છે. પરંતુ તે ચારિત્રપાલનની ક્રિયા કરવાના વ્યાપારાત્મક ચારિત્રને આશ્રયી ચારિત્રનો અભાવ કહેલો છે. સાધુજીવનમાં વિહાર કરવો. લોચાદિ કરવા, બેતાલીશ દોષ રહિત શુદ્ધ ગોચરીચર્યા કરવી, વસ્ત્રાદિનું પડિલેહણ કરવું ઈત્યાદિ આચરણા આચરવા રૂપ ક્રિયાત્મક ચારિત્ર સિદ્ધ-ભગવંતોને સંભવતું નથી. કારણ કે ભગવંતો મન-વચન અને કાયાના યોગરહિત છે.
પરંતુ બહિર્ભાવનો સર્વથા ત્યાગ કરીને અંતરાત્મભાવમાં અતિશય સ્થિર થઈ જવું તથા આત્મપ્રદેશોની પણ અત્યન્ત સ્થિરતા (અયોગીપણું) તે સ્થિરતાસ્વરૂપ જે ચારિત્ર છે તે ચારિત્ર તો આત્મા નામની વસ્તુનો ધર્મ (સ્વભાવ) હોવાથી સિદ્ધપરમાત્માને પણ અવશ્ય હોય જ છે. પ્રજ્ઞાપના સૂત્ર-તત્ત્વાર્થસૂત્ર અને વિશેષાવશ્યકભાષ્ય વગેરે દર્શનપ્રભાવક મહાગ્રન્થોમાં સ્પષ્ટ સમજાવેલું છે. ચારિત્ર ગુણનું આવરણ કરનારું જે ચારિત્રમોહનીય કર્મ છે તે આવરણનો સિદ્ધપરમાત્માઓને અભાવ થયેલો છે તેથી આવાર્ય (ચારિત્ર) ગુણનો અવશ્ય પ્રાદુર્ભાવ થાય જ છે. તેથી દૂર થઈ ગયું છે ચારિત્રમોહનીયકર્મ જેનું એવા સિદ્ધપરમાત્માના આત્માઓને પોતાના આત્મસ્વભાવમાંથી ચલિત ન થવું. પણ અતિશય સ્થિર જ રહેવું. આવા પ્રકારનું સ્થિરતા સ્વરૂપ ચારિત્ર અવશ્ય પ્રગટ થયેલું જ છે. તેથી સિદ્ધભગવંતોને પણ “સ્થિરતા” રૂપ ચારિત્ર હોય છે. માટે મુમુક્ષુ આત્માઓએ સ્વસ્વભાવમાં વર્તવા રૂપ ચારિત્ર અવશ્ય સાધવું જોઈએ. અથવા તે સાધવા પ્રયત્ન કરવો જોઈએ.
प्रथमं सम्यग्दर्शनेन श्रद्धास्थिरतां कृत्वा सद्भासनस्वरूपविश्रान्तिस्वरूपैकाग्रतारूपां स्थिरतां कृत्वा समस्तगुणपर्यायाणां स्वकार्यप्रवृत्तिरूपां स्थिरतां निष्पाद्य, समस्तात्मपरिणतिनिःसङ्गरूपां परमां स्थिरतां निष्पादयति । अतः समस्तचापल्यरोधेन योगस्थिरतां कृत्वा उपयोगस्थिरत्वेन स्वरूपकर्तृत्व-स्वरूपरमण-स्वरूपभोक्तृत्वरूपं स्थिरत्वं साध्यम्, तस्मात् स्थिरत्वसाधने यत्नः करणीय इत्युपदेशः ॥८॥
- સૌથી પ્રથમ મિથ્યાત્વમોહનીયાદિ ત્રણ દર્શનમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય આ સાત દર્શનસપ્તકની પ્રકૃતિઓનો ક્ષય કરવા દ્વારા નિર્મળ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને તેના વડે શ્રદ્ધાની સ્થિરતા કરવી જોઈએ. તે કરીને = (દઢ સ્થિરતાવાળા બનીને) સમ્યજ્ઞાનાત્મક
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૨ સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર શુદ્ધ આત્મ-સ્વરૂપમાં જ વિશ્રાન્તિ કરવા સ્વરૂપે એકાગ્રતા પ્રાપ્ત કરવા રૂપ બીજી સ્થિરતા મેળવવી જોઈએ. તે મેળવીને પોતાના આત્માના જ સમસ્ત ગુણો અને પર્યાયોનું પોતપોતાના કાર્યમાં પ્રવર્તન કરવારૂપ સ્થિરતા પ્રગટ કરીને પોતાના આત્માની સમસ્ત એવી પરિણતિઓનું સંપૂર્ણપણે પારદ્રવ્યોથી નિસંગ બનવારૂપ જે પરમસ્થિરતા છે તેને આ જીવે પ્રગટ કરવી જોઈએ. દર્શનગુણ (શ્રદ્ધાળુણ) અને જ્ઞાનગુણમાં અત્યન્ત સ્થિરતા મેળવીને વિભાવદશાનો ત્યાગ અને સ્વભાવદશાનો સ્વીકાર કરવારૂપ ચારિત્રની વિશ્રાન્તિ મેળવવા દ્વારા આત્માની સમસ્ત પરિણતિઓને પરદ્રવ્યોથી સર્વથા નિઃસંગ બનાવીને આત્માના શુદ્ધ એવા અનંત ગુણોમાં અને અનંત પર્યાયોમાં જ પ્રવર્તાવવી, તેમાં જ રમવું, તેમાં જ જામી જવું. આવી સ્થિરતા આ જીવે મેળવવાની છે. સ્થિરતાની પ્રાપ્તિનો આ જ સાચો ક્રમ છે.
આ કારણથી સમસ્ત પ્રકારની ચંચળતા (અસ્થિરતા)નો ત્યાગ કરીને મન-વચન અને કાયાના સમસ્ત યોગના પ્રકારોની સ્થિરતા પ્રથમ મેળવવા જેવી છે. જ્યાં સુધી મન ચંચળ હોય, જ્યાં ત્યાં ભટકતું હોય, કાયા ચલિત હોય, ત્યાં સુધી ઉપયોગની સ્થિરતા આવવી શક્ય નથી. તેથી પ્રથમ યોગની સ્થિરતા મેળવવા જેવી છે. ત્યારબાદ જ્ઞાનગંગામાં રમણતા કરવારૂપ ઉપયોગની સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે. ઉપયોગની સ્થિરતા મેળવવા વડે આત્માના શુદ્ધસ્વરૂપનું જ કર્તૃત્વ, આત્માના શુદ્ધસ્વરૂપમાં જ રમણતા અને આત્માના શુદ્ધ સ્વરૂપનું જ ભોક્નત્વ પ્રાપ્ત કરવા લાયક છે. માટે તેમાં જ સ્થિરતા પ્રાપ્ત કરવી એ જ પારમાર્થિક સાધ્ય છે. અત્તે આ જ સાધવાનું છે. તેથી આવી યોગ-ઉપયોગાત્મક સ્થિરતા મેળવીને પોતાના જ સ્વરૂપના કરૂંવાદિ ભાવોમાં સ્થિરતા સાધવામાં આત્માર્થી જીવોએ પ્રયત્ન કરવો જોઈએ. પુદ્ગલના ભાવોમાં તો મોહના ઉદયને કારણે આ જીવ ભવોભવ લયલીન થતો જ આવ્યો છે. તેના જ કારણે કર્મો બાંધીને જન્મ-મરણની પરંપરામાં અટવાતો જ આવ્યો છે. સ્વભાવદશાનું ભાન ભૂલેલા જીવને દુઃખ જ આવે છે. સાંસારિક સુખ પણ ઉપાધિઓવાળું, પરાધીનતાવાળું, વિનાશ પામવાના સ્વભાવવાળું, વિયોગકાલે અતિશય દુઃખકારક જ છે. તેથી સ્વભાવદશાના સુખની તુલના ક્યાંય થાય તેમ નથી. એ જ અવિનાશી, નિરુપાધિક અને સ્વાધીન સુખ છે. તેના માટેનો પ્રયત્ન કરવો એ જ માનવજીવનની સાર્થકતા છે. દા
છે
તૃતીય સ્થિરતાષ્ટક સમાપ્ત
.
Page #136
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
૧૦૩
છે અથ ચતુર્થ મોહત્યાષ્ટિમ્ |
अथ स्थिरता मोहत्यागाद् भवति, आत्मनः परिणतिचापल्यं मोहोदयात्, मोहोदयश्च निर्धाररूपसम्यग्दर्शनस्वरूपरमणचारित्रावारकश्च, क्षयोपशमी चेतनावीर्यादीनां विपर्यासपररमणतादिपरिणमनरूपः इति तेन चापल्यम्, अतः मोहोदयवारणेन स्थिरता भवति, तेन मोहत्यागाष्टकं वितन्यते, नामस्थापनामोहः सुगमः, द्रव्येण-मदिरापानादिना मोहः-मूढतापरिणामः, द्रव्यात्-धनस्वजनवियोगात्, द्रव्ये-शरीरपरिग्रहादौ, द्रव्यरूपो मोहः मोहनगीतादिषु गन्धर्वादीनां वाक्येषु, अनुपयुक्तस्य आगमतो, नोआगमतो रागवत्सु ।
ઉપરના અષ્ટકમાં કહેલો સ્થિરતા નામનો ગુણ મોહના ત્યાગથી જીવને પ્રાપ્ત થાય છે. કારણ કે આ આત્માની માનસિક પરિણતિની (પરિણામોની) અસ્થિરતા મોહના ઉદયથી થાય છે. વસ્તુઓ પ્રત્યેની ઈષ્ટાનિઝ બુદ્ધિ જ જીવને કલુષિત-અસ્થિર વિચારવાળો કરે છે.
આ મહોદય બે પ્રકારનો હોય છે - એક દર્શનમોહનો ઉદય અને બીજો ચારિત્રમોહનો ઉદય. ત્યાં નિર્ધાર = જિનેશ્વરભગવંતોએ જે ભાખ્યું છે તે સંપૂર્ણપણે સત્ય છે એવો પાકો જે નિર્ણય, તે રૂપ સમ્યગ્દર્શન નામના ગુણનો આવારક જે મોહોદય તે દર્શનમોહોદય કહેવાય છે અને આત્માની પોતાના શુદ્ધ સ્વરૂપમાં જે રમણતા છે તે રૂપ ચારિત્રગુણને રોકનારો જે મોહોદય છે તે ચારિત્રમોહોદય કહેવાય છે. આમ શ્રદ્ધા રૂપ સમ્યગ્દર્શનનો અને સ્વરૂપરમણતા રૂપ ચારિત્રનો આવારક જે મોહોદય, તે બે પ્રકારનો મોહોદય છે. જ્ઞાનાવરણીયકર્મના અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલ ચેતનાગુણ અને વીર્યગુણના ક્ષયોપશમવાળો જીવ તે જ ચેતનાગુણની અને વીર્યગુણની મોહોદયના કારણે વિપર્યાસ રૂપે એટલે કે પરદ્રવ્યમાં જ રમણતા કરવા સ્વરૂપે પરિણમન કરનારો બને છે. સારાંશ કે ક્ષયોપશમ ભાવવાળા ચેતનાગુણ અને વીર્યગુણનો વિપર્યાસ કરાવવા દ્વારા આ મોહોદય આત્માને પરદ્રવ્યોમાં જ પરિણમન કરાવવાવાળો થાય છે. આત્માના ગુણોને કલુષિત કરનાર, અશુદ્ધભાવે પરિણામ પમાડનાર આ મહોદય છે.
આ પ્રમાણે પૂર્વબદ્ધ મોહનીયકર્મના ઉદયથી આ જીવને પદ્ગલિક પદાર્થો પ્રત્યે તથા અન્ય જીવદ્રવ્યો પ્રત્યે ઈષ્ટાનિઝ બુદ્ધિ કરાવવા દ્વારા આ મહોદય જ આત્માની ચંચળતા (અસ્થિરતા) સર્જાવે છે. આ કારણથી આવા પ્રકારના આ મહોદયને વારવા વડે જીવમાં સ્થિરતા પ્રગટ થાય છે. એટલે કે જો મોહોદયને અટકાવવામાં આવે તો જ સ્થિરતા ગુણ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૪
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
પ્રગટ થાય છે. તે કારણથી હવે મોહત્યાગાષ્ટક કહેવાય છે. તેમાં પ્રથમ ચાર નિક્ષેપા કહેવાય છે. નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ વાળો મોહ સુગમ છે. કોઈનું “મોહનલાલ”, “રાગિણી” ઈત્યાદિ નામો પાડવામાં આવે છે તે નામમોહ કહેવાય છે. તથા મોહવાળા જીવની આકૃતિ દોરવામાં આવે તે સ્થાપના મોહ કહેવાય છે.
હવે દ્રવ્યમોહમાં ભિન્ન ભિન્ન સમાસ કરવાથી ભિન્ન ભિન્ન અર્થો થાય છે. ત્યાં ‘‘દ્રવ્યેળ’” આમ તૃતીયા તત્પુરુષ સમાસ કરીએ તો મદિરાપાન વગેરે દ્રવ્યો વડે થયેલો મૂઢતાનો (મૂર્છાનો) જે પરિણામ તે દ્રવ્ય મોહ કહેવાય છે. કારણ કે તે મૂઢતા, મદિરા આદિ દ્રવ્યથી જન્મી છે. તથા ‘દ્રવ્યાત્’’ આમ પંચમીતત્પુરુષ સમાસ કરીએ તો ધન અને પોતાનાં સગાં-વહાલાં જે સ્નેહીજનો, તેનાથી થયેલો જે મોહ, તે દ્રવ્યમોહ કહેવાય છે. કારણ કે ધનાદિ અને સ્વજનાદિ દ્રવ્યોથી આ મોહ પ્રગટેલો છે. હવે “વ્યે” આમ સપ્તમી તત્પુરુષ સમાસ કરીએ તો શરીર ઉપર અને ધનાદિના પરિગ્રહ ઉપર જે મોહ તે દ્રવ્યમોહ કહેવાય છે. તથા ‘દ્રવ્યરૂપો મોઃ'' આમ કર્મધારય સમાસ કરીએ તો મનને મોહ પમાડે તેવાં ગંધર્વાદિ દેવો વડે ગવાયેલાં ગીતાદિ રૂપ વાક્યોને વિષે જે મોહ તે દ્રવ્યમોહ કહેવાય છે. સર્વપ્રકારની વ્યુત્પત્તિમાં દ્રવ્યાત્મક પરપદાર્થ પ્રત્યેનો જે મોહ તે દ્રવ્યમોહ કહેવાય છે.
તે દ્રવ્યમોહના બે ભેદ છે. એક આગમથી અને બીજો નોઆગમથી, ત્યાં દ્રવ્યમોહના અર્થને જે જાણે, પણ પ્રરૂપણા કરતી વખતે તેનો ઉપયોગ ન હોય, દરરોજનો અનુભવ હોવાથી સહેજે સહેજે પ્રરૂપણા ઉપયોગ વિના પણ થઈ શકતી હોય તે આગમથી દ્રવ્યમોહ કહેવાય છે અને રાગનિમિત્તક પદાર્થોને વિષે (રાગવાળી વ્યક્તિઓ પ્રત્યે) જે મોહ તે નોઆગમથી દ્રવ્યમોહ કહેવાય છે. અહીં રાગવાળી સામેની જે વ્યક્તિ છે તે આગમરૂપ (શાસ્ત્રરૂપ) નથી માટે નોઆગમ અને અહીં પરદ્રવ્યની પ્રધાનતા હોવાથી દ્રવ્યમોહ કહેવાય છે. હવે ભાવમોહના પ્રકારો સમજાવે છે.
भावतः मोहः अप्रशस्तः समस्तपापस्थानहेतुपरद्रव्येषु कुदेव-कुगुरु-कुधर्मेषु, प्रशस्तस्तु मोक्षमार्गे सम्यग्दर्शन - ज्ञान - चारित्र - तपोहेतुषु सुदेवगुर्वादिषु । तत्र मोहत्यागः ઉત્ખનનમ્, મિનીમ્ । અત્ર યાવત્ (યાવાન્) ઞપ્રશસ્તસ્તાવત્ (તાવાન્) સર્વથા त्याज्य एव, अशुद्धत्वनिबन्धनत्वात् । प्रशस्तमोहः साधने असाधारणहेतुत्वेन पूर्णतत्त्वनिष्पत्तेः अर्वाक् क्रियमाणोऽपि अनुपादेयः । श्रद्धया विभावत्वेनैवावधार्यः । यद्यपि परावृत्तिस्तथापि अशुद्धपरिणतिरतः साध्ये सर्वमोहपरित्याग एव श्रद्धेयः । ભાવથી મોહ બે પ્રકારનો છે. એક અપ્રશસ્ત અને બીજો પ્રશસ્ત. ત્યાં સમસ્ત
Page #138
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪
૧૦૫ પાપસ્થાનકના કારણભૂત એવા પરદ્રવ્યોમાં પોતાને થયેલો જે મોહ તે અપ્રશસ્તમોહ છે. કોઈપણ પરપદાર્થ સ્ત્રી-પુત્ર-પતિ આદિ સચેતનપદાર્થ કે ઘટ-પટ આદિ અચેતનપદાર્થ ઉપર આ જીવને જો ઈષ્ટાનિષ્ટબુદ્ધિ થઈ, રાગ-દ્વેષ આદિ થયા, તો તેનો સંયોગ-વિયોગ કરવામાં, તેનું સંરક્ષણ અને વિનાશ કરવામાં આ જીવ હિંસા-જુઠ-ચોરી આદિ અઢારે પાપસ્થાનકો સેવે છે. પાપસ્થાનકો સેવીને પણ રાગવાળા પદાર્થની પ્રાપ્તિ અને ષવાળા પદાર્થની અપ્રાપ્તિ આદિ કરીને જ જંપે છે. એટલે પરદ્રવ્યો પ્રત્યેનો મોહોદય આ જીવને સમસ્ત પાપસ્થાનકોનું સેવન કરાવવામાં કારણ બને છે. તેથી તે મોહોદય અપ્રશસ્ત છે. તથા ખોટા દેવ, ખોટા ગુરુ, અને ખોટા ધર્મને વિષે જે રાગ, તે પણ ખોટે રસ્તે ચઢાવનાર છે. ઘણાં ઘણાં પાપ કરાવનાર છે. ભવભ્રમણા વધારનાર છે માટે તે પણ અપ્રશસ્ત મોહોદય છે. જેટલો જેટલો અપ્રશસ્તમોહ છે તે સઘળો પણ ત્યાજ્ય છે.
- તથા મોક્ષના માર્ગભૂત એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર અને સમ્યક્તપ ઈત્યાદિ આત્મગુણમય ધર્મની આરાધના આચરવામાં હેતુભૂત એવા સુદેવ-સુગુરુ અને સુધર્મ આદિને વિષે જે મોહોદય થાય અર્થાત્ ધર્મ ઉપકારક તત્ત્વો પ્રત્યે રાગ થાય તે પ્રશસ્ત મોહોદય જાણવો. તે બન્ને સ્થાનોમાં થતા મોહનો એટલે કે અપ્રશસ્ત અને પ્રશસ્ત સ્થાનોમાં થતા મોહનો ત્યાગ કરવો તેને મોહત્યાગ કહેવાય છે. મોહનો ત્યાગ કરવો એટલે કે આત્મામાંથી પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બન્ને પ્રકારના મોહનું ઉત્સર્જન કરવું અર્થાત્ આત્મામાંથી મોહને સર્વથા ભિન્ન કરવો, આમ ત્યાગ શબ્દનો અર્થ ઉત્સર્જન અર્થાત્ ભિનીકરણ એવો અર્થ સમજવો.
અહીં જ્યાં જ્યાં અપ્રશસ્ત મોહ છે ત્યાં ત્યાં તે સઘળો પણ અપ્રશસ્ત મોહ ત્યાગ કરવા લાયક છે. આત્માની અશુદ્ધ પરિણતિનું જ કારણ છે. અપ્રશસ્ત મોહથી આ આત્મા અશુદ્ધ પરિણામવાળો બને છે. માટે તે સર્વથા ત્યાજ્ય જ છે. અને જે સુદેવ-સુગુરુ અને સુધર્મ પ્રત્યેનો મોહ છે કે જેને પ્રશસ્ત મોહ કહેવાય છે તે પ્રશસ્ત મોહ આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક તત્ત્વની સાધના કરવા માટે પ્રાથમિક કક્ષામાં અસાધારણ કારણ છે. માટે શુદ્ધ એવા આ આત્મતત્ત્વની સંપૂર્ણપણે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એટલે કે પૂર્ણપ્રાપ્તિના પૂર્વકાલમાં કરવા લાયક છે. તો પણ પરમાર્થે તે અનુપાદેય જ છે. વ્યવહારથી અત્યાજ્ય છે અને નિશ્ચયથી અનુપાદેય છે. જેમ કુવામાં પડેલા માણસને બહાર નીકળે ત્યાં સુધી જ દોરડું પકડવા લાયક છે. બહાર નીકળ્યા પછી તે દોરડું ત્યજવા લાયક છે. વાસ્તવિકપણે તો આ પણ એક પ્રકારનું બંધન જ છે. માટે પરમાર્થે ત્યજવા લાયક છે. આદરવા લાયક નથી. એક ગામથી બીજે ગામ જવામાં ઘોડો અથવા ગાડી વગેરે સાધન છે માટે સામેના ગામની પ્રાપ્તિ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૬ મોહત્યાગાષ્ટક- ૪
જ્ઞાનસાર ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરાતો હોવા છતાં પણ ગામ પહોંચીને ઘરમાં જતાં કે ઉપરના મજલાઓમાં ચઢતાં તે ઘોડાનો અને ગાડીનો ત્યાગ જ કરવાનો હોય છે તેમ અહીં પ્રશસ્તમોહ સાધનાથકાલે કરવા લાયક છે તો પણ સાધ્યની પૂર્ણપણે જેમ જેમ સિદ્ધિ થતી જાય છે તેમ તેમ ત્યજવા લાયક છે.
સાધનાકાલે સુદેવ-સુગુરુ અને સુધર્મ ઉપકારક છે. તેનાથી જ સંસાર તરાય છે. તે પ્રત્યેનો રાગ પરદ્રવ્યોના રાગને અને કુદેવાદિના રાગને મુકાવનાર છે. માટે પ્રારંભકાલે કરવા લાયક છે તો પણ “આ પણ વિભાવદશા જ છે” જીવને પરપ્રત્યેનું જ આકર્ષણ છે તે પણ એક પ્રકારનું બંધન જ છે. શ્રી ગૌતમસ્વામીજીને પ્રભુ મહાવીર સ્વામી પ્રત્યે જેમ અપ્રતીમ રાગ હતો તે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં બંધન જ બન્યો. માટે “આ પણ વિભાવદશા જ છે” આમ શ્રદ્ધાપૂર્વક મનમાં નિર્ણય કરવો જોઈએ. પણ સદા ઉપાદેય છે આમ ન સ્વીકારવું. જો કે જેમ જેમ સાધ્યની સિદ્ધિ થતી જાય છે તેમ તેમ આ પ્રશસ્તમોહ તીવ્રમાંથી મંદ, મંદતર અને મંદતમ ભાવે પરાવર્તન પામે છે અને અંતે નાશ પણ પામે જ છે. પરંતુ જ્યારે તે વર્તે છે ત્યારે તે “આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ છે” આમ ન માનવું, આ પણ એક પ્રકારનો રાગ જ છે, મોહ જ છે, વિભાવદશા જ છે. માટે અશુદ્ધપરિણતિ જ છે. અત: = આ કારણથી આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ સાધવામાં અપ્રશસ્ત કે પ્રશસ્ત એમ બન્ને પ્રકારના મોહનો સર્વથા પરિત્યાગ કરવો. એટલે કે અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બને પ્રકારના મોહનો સંપૂર્ણપણે નાશ કરવાનો હોય છે. આવી જ શ્રદ્ધા રાખવી. મનમાં માનવું કે અંતે આ પ્રશસ્તમોહ પણ છોડવાનો છે. કારણ કે કોઈપણ પ્રકારનો મોહ હોતે છતે મોક્ષ થતો નથી. આ પ્રમાણે મોહ ઉપર ચાર નિક્ષેપા સમજાવીને હવે સાતનય સમજાવે છે -
आद्यनयचतुष्टये कर्मवर्गणापुद्गलेषु तद्योगेषु तद्ग्रहणप्रवृत्त्या सङ्कल्पे कर्मपुद्गलेषु सत्तागतेषु बध्यमानेषु चलोदीरितेषु उदयप्राप्तेषु अशुद्धविभावपरिणामरूपमोहहेतुषु मोहत्वम् । शब्दादिनयत्रये मोहपरिणतचेतनापरिणामेषु मिथ्यात्वासंयमप्रशस्ताप्रशस्तरूपेषु मोहत्वम् । अत आत्मनोऽभिनवकर्महेतुः मोहपरिणामः । मोहेनैव जगद् बद्धम्, मोहमूढा एव भ्रमन्ति संसारे । यतः ज्ञानादिगुणसुखरोधकेषु चलेषु अनन्तवारमनन्तजीवैर्भुक्तमुक्तेषु जडेषु अग्राह्येषु पुद्गलेषु मनोज्ञामनोज्ञेषु ग्रहणाग्रहणरूपो विकल्पः मोहोद्भवः । तेनायं पुद्गलासक्तः मोहपरिणत्या पुद्गलानुभवी स्वरूपानवबोधेन मुग्धः પરિશ્રમતિ અત: મોહત્યારો હિતા . ૩ -
કર્મરૂપે બનવાને યોગ્ય એવાં કામણ વર્ગણાનાં પુદ્ગલોને વિષે તથા તદ્યોmy = તે
Page #140
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪
૧૦૭ પુદ્ગલોનો જે સંયોગ થાય તેમાં, તે પુદ્ગલોને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ દ્વારા કરાયેલા સંકલ્પવિકલ્પને વિષે, તથા બંધાતાં અને તેથી સત્તામાં આવેલાં એવાં કર્મપુગલોને વિષે, તેમજ ઉદીરણાકરણ દ્વારા ઉદીરણાથી ઉદયમાં આવેલાં અથવા ઉદયકાલ પાકવાથી ઉદયકાલને પ્રાપ્ત થયેલાં = ઉદયમાં આવેલાં એવાં કર્મપુદ્ગલોને વિષે રાગાદિ ભાવો લાવવાની કારણતા હોવાથી મોહપણું = મોહનીયપણું જાણવું. કારણ કે તે કાર્મણવર્ગણાનાં પુદ્ગલો જ આત્માને અશુદ્ધ એવી વિભાવદશાના પરિણામ સ્વરૂપ મોહનાં કારણો બને છે. તેથી આવા પ્રકારની વિભાવદશાના પરિણામનું કારણ બને તેવા પુદ્ગલોમાં મોહપણું માનવું તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ મોહત્વ કહેવાય છે.
પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થગ્રાહી હોવાથી પુદ્ગલોમાં મોહત્વ કહે છે અને પાછલા ત્રણ નયો પર્યાયાર્થગ્રાહી હોવાથી આત્મ-અધ્યવસાયોમાં મોહત્વ કહે છે તેમાં પ્રથમના ચાર નયોમાં પણ ઋજુસૂત્ર કરતાં વ્યવહાર, વ્યવહાર કરતાં સંગ્રહ અને સંગ્રહ કરતાં નૈગમ દૂર દૂરના કારણમાં કાર્યત્વનો વ્યવહાર કરે છે. તેથી ચારે નયોમાં પૃથક પૃથક વિચાર આ પ્રમાણે છે.
(૧) તોજ્યેષુ વર્મવUTyદ્રજોપુ = હાલ જે કાર્મણવર્ગણા સ્વરૂપે જ છે, કર્મ સ્વરૂપે જીવ વડે ગ્રહણ કરાયાં નથી પણ ગ્રહણ કરાવાને યોગ્ય છે એવાં કાર્મણવર્ગણાનાં નહીં બંધાયેલાં પણ ભાવિમાં બંધાવાને યોગ્ય પક્ષી મોહત્વ માનવું તે નૈગમનય, કારણ કે “મોહ” કરાવવાનું દૂરતર-દૂરતમ કારણ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કર્યો આથી નિગમનય. (તથા તદ્યોગોપુ = પાઠ લઈએ તો તે પુગલોનો સંયોગ થાય ત્યારે તેમાં મોહની કારણતા છે. તેથી તેમાં મોહત્વ માનવું તે નૈગમનય જાણવો.)
(૨) તળપ્રવૃજ્ય સદ્ભવે = તે ગ્રહણયોગ્ય કાર્મણવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવા દ્વારા મનમાં કરાયેલા સંકલ્પ-વિકલ્પમાં “મોહત્વ” માનવું તે સંગ્રહાય. કારણ કે “વંશાદી" સંગ્રહાય છે. જે કર્મપુદ્ગલો ગ્રહણ કરાવા લાગ્યાં, તેના માટેના મનમાં શુભાશુભ સંકલ્પો ઉઠ્યા, તેથી તેમાં મોહનીયકર્મત્વ પ્રાપ્ત થવાનો અંશ (હેતુ) આવ્યો માટે સંગ્રહાય.
(૩) કર્મપુલ્લેષ સત્તા તેવુ વધ્યનેષુ = હાલ બંધાતાં અને બંધ દ્વારા સત્તામાં આવેલાં એવાં કર્મપુદ્ગલોમાં મોહત્વ માનવું તે વ્યવહારનય છે. કારણ કે જે પુદ્ગલો મોહનીયકર્મરૂપે બંધાઈ ચૂક્યાં છે તેમાં મોહત્વ આવી ચૂક્યું છે અને થોડા જ કાલમાં તે કર્મો ઉદયમાં આવીને જીવમાં રાગાદિ લાવવાનાં છે માટે નિકટતમ કારણ હોવાથી વ્યવહારનય.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૮ મોહત્યાગાષ્ટક-૪
જ્ઞાનસાર (૪) રત્નોવીરિતેષ ૩યપ્રાપ્તપુ = ઉદીરણાકરણ દ્વારા ઉદીરિત કરેલાં અથવા દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવાદિ સામગ્રીના યોગે ઉદયમાં આવેલ કાર્મણવર્ગણાના પુદ્ગલોમાં “મોહત્વ” માનવું તે ઋજુસૂત્રનય જાણવો. કારણ કે તે પુગલો હાલ વર્તમાનકાલે ઉદયમાં આવેલાં છે અને જીવમાં રાગાદિ ઉત્પન્ન કરે છે. એટલે અત્યન્ત નિકટતમ વર્તમાનકાલ વર્તી કારણ છે. માટે ઋજસુત્રનય જાણવો. અહીં દૂરતર કારણ તે નૈગમનય, દૂરકારણ તે સંગ્રહનય. નિકટકારણ તે વ્યવહારનય અને નિકટતમ કારણ તે ઋજુસૂત્રનય. આમ રાગાદિના કારણભૂત એવા પુદ્ગલદ્રવ્યમાં મોહત્વ માનનારા આ ચાર નયો જાણવા. હવે પછીના ત્રણે નયો કામણવર્ગણાના પુગલદ્રવ્યોમાં મોહત્વ માનવાને બદલે તેનાથી ઉત્પન્ન થયેલા (કાર્યાત્મક) એવા આત્માના શુભાશુભ અધ્યવસાયોમાં-આત્મપરિણામોમાં મોહત્વ માનનારા છે. ખરેખર તો આ આત્મામાં ઉત્પન્ન થયેલા મિથ્યાત્વ ભાવવાળા, અવિરતિ ભાવવાળા અને પ્રશસ્તઅપ્રશસ્ત કષાયાત્મક ભાવવાળા જે જે પરિણામો છે – આત્માના અધ્યવસાયો છે. મોહભાવે પરિણામ પામેલી એવી ચેતનાના વિકારો છે તેમાં જ સાચું મહત્વ છે. તેથી તે મોહમાં મોહત્વ માનનારા પર્યાયાર્થગ્રાહી પાછલા ત્રણ નયો છે. કાર્મણવર્ગણાના પુગલો તો આવા વિકારોનું કારણ માત્ર છે તેથી તેમાં પ્રથમના ચાર નયની અપેક્ષાએ મોહત્વ ઉપચારાયું છે. વસ્તુતઃ કોઈપણ જડવસ્તુ જેવી છે તેવી જ છે તે વસ્તુ મોહાત્મક નથી, તેને જોઈને જીવમાં જે રાગ-દ્વેષાદિ ભાવો જન્મે છે તે જ સાચો મોહ છે અને તે જ નવા કર્મબંધનું કારણ બને છે. માટે શબ્દાદિ પાછલા ત્રણે નયો મોહભાવે પરિણામ પામેલા એવા ચેતનાના વિકારાત્મક મિથ્યાત્વ-અવિરતિ અને પ્રશસ્ત-અપ્રશસ્ત કાષાયિક પરિણામોમાં જ મહત્વ માને છે.
(૫) મિથ્યાત્વ એ પ્રથમ ગુણસ્થાનક સુધી જ છે. માટે મિથ્યાત્વભાવવાળા અધ્યવસાયો અવિરતિભાવવાળા અધ્યવસાયો કરતાં અલ્પકાલીન હોવાથી શબ્દનયથી ત્યાં મોહત્વ જાણવું.
(૬) અવિરતિભાવ ૪/૫ ગુણસ્થાનક સુધી છે. તેથી મિથ્યાત્વભાવવાળા અધ્યવસાયો કરતાં દીર્ઘકાલીન હોવાથી સમભિરૂઢનયથી ત્યાં મોહત્વ જાણવું.
(૭) પ્રશસ્ત-અપ્રશસ્ત રૂપ કાષાયિક રાગ-દ્વેષાત્મક જે આત્મપરિણામો, તે દસમા ગુણસ્થાનક સુધી છે તેથી અતિશય દીર્ઘકાલીન આ પરિણામો છે. માટે ત્યાં એવંભૂતનયથી મોહત્વ જાણવું. આમ પૂર્વ-પૂર્વના નો વિશાલ અને સ્કૂલ-દૃષ્ટિવાળા જાણવા અને પછી પછીના નયો સાંકડા અને સૂક્ષ્મ-દષ્ટિવાળા જાણવા (વિશેષ ગીતાર્થ મહાત્મા પુરુષો પાસેથી જાણવું.)
Page #142
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪
૧૦૯ આ રીતે આત્માનો આ મોહપરિણામ જ નવા નવા કર્મના બંધનો હેતુ બને છે. પૂર્વકાલમાં બાંધેલું મોહનીયકર્મ કાલ પાકતાં જીવને ઉદયમાં આવે છે અને તેના ઉદયને આધીન થયેલો જીવ શુભાશુભ અધ્યવસાયવાળો થયો છતો નવાં નવાં કર્મો બાંધે છે. આમ જીવનો આ સંસાર ચાલે છે. જો ઉદયમાં આવેલા મોહનીયકર્મને સત્સંગ, સ્વાધ્યાય, વીતરાગની વાણીનું સતત શ્રવણ-મનન ઈત્યાદિ ઉપાયો દ્વારા નિષ્ફળ કરે અને રાગ-દ્વેષાદિ વિકારો ન પામતાં ક્ષમા નમ્રતા-સરળતા-સંતોષાદિ ગુણોમાં જો આ જીવ વર્તે તો નવાં કર્મો ન બંધાતાં અને જુનાં કર્મોનો ક્ષય થતાં જીવનો મોક્ષ થાય છે.
સમસ્ત એવું આ જગત મોહથી જ ઝકડાયેલું છે. મોહમાં મૂઢ થયેલા જીવો આ સંસારમાં જન્મ-જરા-મરણની પરંપરારૂપે ભટકે છે. પદ્ગલિક મનોજ્ઞ અને અમનોજ્ઞ પદાર્થો ઉપર તથા સાનુકૂળ અને પ્રતિકૂળ પર-જીવદ્રવ્યો ઉપર રાગ અને દ્વેષ કરવા વડે સર્વે સંસારી જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. મનોજ્ઞ અને અમનોજ્ઞ જે પુગલદ્રવ્યો છે તે રાગ અને દ્વેષનાં કારણ હોવાથી જીવ તેના રાગ-દ્વેષમાં જ રચ્યો પચ્યો રહે છે. તેથી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ, સંયોગ-વિયોગના વિચારોમાં જ સમય પસાર કરે છે. તેથી આવા પ્રકારના સંકલ્પ અને વિકલ્પોના કારણે ચિત્ત અસ્થિર ચંચળ થવાથી આ જીવ જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરી શકતો નથી. કારણ કે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ સ્થિર ચિત્ત હોય તો જ થાય છે. માટે પદ્ગલિક પદાર્થો રાગ-દ્વેષ આદિ કરાવવા દ્વારા જ્ઞાનાદિ આત્મગુણોના આનંદના રોધક બને છે;
વળી પૌલિક પદાર્થો ગમે ત્યારે ચાલ્યા જવાવાળા છે. અર્થાત્ નાશવંત છે, ચલિત છે, સંસારમાં રહેલા અનંત અનંત જીવો વડે અનંતીવાર ભોગવી ભોગવીને મુકાયેલા છે. એટલે કે આખા જગતની એંઠ છે. તથા સર્વે પણ પુદ્ગલદ્રવ્યો જડ છે, અચેતન છે, આત્માનું સ્વરૂપ નથી, તેથી જ અગ્રાહ્ય છે. આવા પ્રકારના (૧) જ્ઞાનાદિ ગુણોના સુખના પ્રતિબંધક, (૨) ચલિત, (૩) અનંત જીવો વડે અનંતીવાર ભોગવીને મુકાયેલા = જગતની એઠતુલ્ય (૪) જડ (૫) ગ્રહણ કરવાને માટે અયોગ્ય એવા પ્રકારના મનોજ્ઞ કે અમનોજ્ઞ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે ગ્રહણ કરવાનો અને અગ્રહણ કરવાનો જે આત્મપરિણામ છે તે જ મોહોદય છે. જે પુદ્ગલદ્રવ્યો આ આત્માથી પરપદાર્થ છે, જગતની એંઠ છે. જીવની સાથે આવ્યા નથી, આવવાના નથી. જીવની સાથે કાયમ રહેવાના નથી. તેને વિષે હે જીવ ! આટલો બધો મોહ કેમ ? આ મોહનો ત્યાગ કરવો એ જ સાચો પરમાર્થ છે.
તે મોહના ઉદયથી અંધ બનીને, પુદ્ગલોમાં આસક્ત થયો છતો, મોહના પરિણામને અનુસારે પુદ્ગલના સુખ-દુઃખને અનુસરનારો થયો છતો, પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન ન
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
હોવાના કારણે મૂઢ બનેલ આ જીવ અપાર એવા સંસાર-સમુદ્રમાં ભટકે છે. તેથી મોહનો ત્યાગ કરવો એ જ કલ્યાણ કરનાર છે. જો આત્મહિત કરવું હોય તો મોહનો ત્યાગ જ કર્તવ્ય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
आया नाणसहावी, दंसणसीलो विसुद्धसुहरूवो । सो संसारे भमइ, एसो दोसो खु मोहस्स ॥ १ ॥
जो उ अमुत्ति अकत्ता, असंगनिम्मलसहावपरिणामी । सो कम्मकवयबद्धो, दीणो सो मोहवसगत्ते ॥२॥
ही दुक्खं आयभवं, मोहमप्पाणमेव धंसेई । जस्सुदये णियभावं, सुद्धं सव्वं पि नो सरइ ॥३॥
इत्येवं मोहस्य विजृम्भितं मत्वा ( मोहः ) त्याज्य इति कथयति
આ આત્મા જ્ઞાન-સ્વભાવવાળો છે. દર્શન-સ્વભાવ વાળો છે. નિર્મળ, અનંતસુખસ્વરૂપ છે છતાં તે સંસારમાં ભટકે છે. તે આત્માને લાગેલા મોહનો દોષ છે. ॥૧॥
જે આત્મા અમૂર્ત છે, અકર્તા છે, અસંગ છે. નિર્મળ સ્વભાવવાળો છે, પ્રતિક્ષણે પરિણામી છે. પરંતુ મોહને વશ થયો છતો તે જ આત્મા કર્મરૂપી કવચથી બંધાઈને દીન થયેલો છે. ૨
ખરેખર દુઃખની વાત છે કે આ જ આત્મામાંથી ઉત્પન્ન થયેલો મોહ આ જ આત્માનો વિનાશ કરે છે. મોહના ઉદયકાલે આ જ જીવ પોતાનો આત્મસ્વભાવ શુદ્ધ હોવા છતાં તે સર્વને જરા પણ યાદ કરતો નથી. ગા
મોહનો વિલાસ આવો છે. (પોતાના આત્માના મૂલભૂત શુદ્ધસ્વરૂપને ભૂલાવી દે છે) આમ સમજીને જ તે મોહ ત્યાજ્ય છે એમ શાસ્ત્રકાર મહારાજા કહે છે -
अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नञ्पूर्वः, प्रतिमन्त्रो हि मोहजित् ॥१॥
ગાથાર્થ :- “હું” અને “મારું” આ મોહરાજાનો મન્ત્ર છે જે જગતને અંધ કરનાર છે અને આ જ મંત્ર “ન” પૂર્વકનો “નારૂં” “ન મમ” હોય તો મોહરાજાને જિતનારો પ્રતિસ્પર્ધી મન્ત્ર છે. ૧૫
Page #144
--------------------------------------------------------------------------
________________
અને
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪
૧૧૧ ટીકા :- “મદં મખેતિ મસ્રોમિતિ''–મિતિ મોરચાત્માંડશુદ્ધપરિમર્ચ उपचारतः नृपेतिसञ्जस्य "अहं मम" इत्ययं मन्त्रः जगदान्थ्यकृत्-ज्ञानचक्षूरोधकः, अहमिति-स्वस्वभावेनोन्मादः परभावकरणे कर्तृतारूपोऽहङ्कारः अहम्, सर्वस्वपदार्थतः भिन्नेषु पुद्गलजीवादिषु इदं ममेति परिणामो ममकारः, इत्यनेन अहं ममेति परिणत्या सर्वपरत्वं स्वतया कृतम्, एषः अशुद्धाध्यवसायः मोहजः, मोहोद्योतकश्च, शुद्धज्ञानाञ्जनरहितान् जीवान् (शुद्धज्ञानाञ्जनरहितानाम् जीवानाम् ) आन्ध्यकृत् स्वरूपावलोकनशक्तिध्वसंकः, “हि" इति निश्चितम्, अयमेव नपूर्वकः प्रतिमन्त्रोविपरीतमन्त्रः मोहजित्-मोहजयो मन्त्रः, तथा च “नाहम्, एते ये परे भावा ममापि एते न," भ्रान्तिरेषा, साम्प्रतं यथार्थपदार्थज्ञाने नाहं पराधिपः, न परभावा मम । ૩વતવિવેચન :
આવા પ્રકારના અભિમાનસૂચક અને મમતા-મૂચ્છસૂચક બે નાનાં વાક્યોનો બનેલો જે મંત્ર છે તે મોહરાજાનો મંત્ર છે અને જગતને અંધ કરનારો તે મંત્ર છે. મોહરાજા એટલે આત્માનો અશુદ્ધ પરિણામ, આ અશુદ્ધ પરિણામ તેની ઈચ્છા પ્રમાણે જીવને નચાવે છે, દુઃખી કરે છે, તેની જ વધારે સત્તા ચાલે છે. તેથી જ અશુદ્ધ પરિણામાત્મક મોહમાં “રાજા”પણાનો ઉપચાર કરાયો છે. આ રીતે “નૃપ”પણાના ઉપચારને પામેલો એવો અશુદ્ધ"(ઘુંમાલી/ક છું આત્મપરિણામ છે. તેના જ “હું અને મારું (કદં-મમ) આ બન્ને મંત્રો છે. અશુદ્ધ પરિણામને કારણે “હું કંઈક છું', મેં આ કર્યું, મેં આ કર્યું, હું હતો તો જ આ થયું. આવા પ્રકારના અભિમાનસૂચક શબ્દો આ આત્મામાંથી નીકળે છે તેથી જગતને અંધ કરવામાં (વિવેકશૂન્ય કરવામાં) આ વાક્યો મંત્રતુલ્ય છે. જેમ કોઈ મંત્રવાદી પુરુષ મંત્રથી જગતના દેખતાં દેખતાં પોતાનું ધાર્યું કાર્ય કરે છે. તેમ આ મોહરાજા જીવોને “હું અને મારું” આવા પ્રકારના મંત્ર દ્વારા અંધ (વિવેકશૂન્ય) કરે છે. તેમાં “હું” એવું વાક્ય અભિમાન સૂચક-સત્તાસૂચક-કર્તુત્વસૂચક મંત્ર છે. આ મંત્ર જ્ઞાનરૂપી ચક્ષુને રોકનાર છે. “હું” એવા પ્રકારનો પોતાની જાતનો કતૃત્વ બુદ્ધિવાળો અભિમાનસૂચક જે અશુદ્ધ આત્મપરિણામ છે તે પોતાના આત્મામાંથી જ મલીન સ્વભાવના કારણે ઉત્પન્ન થયેલો ઉન્માદ (મોહનું તોફાન) છે. પરભાવના કાર્યો કરવામાં કર્તુત્વબુદ્ધિ સ્વરૂપ ખોટો અહંકારમાત્ર છે. તથા પોતાના આત્માના જે સર્વ પ્રકારના સ્વભાવો (જ્ઞાનાદિ ગુણો) છે. તેનાથી અત્યન્ત ભિન્ન એવા પુદ્ગલદ્રવ્યો પ્રત્યે અને અન્ય જીવપદાર્થો પ્રત્યે “આ મારું છે” “આ મારું છે” આવા પ્રકારનો આત્માનો મમતાત્મક મલીન જે પરિણામ છે તેને “મમકાર” નામનો મંત્ર કહેવાય છે. પરમાં મારાપણાની જે બુદ્ધિ તે જ મમ કહેવાય છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૨ મોહત્યાગાષ્ટક-૪
જ્ઞાનસાર આવા પ્રકારની મોહના ઉદયથી થયેલી મિથ્યા બુદ્ધિ દ્વારા “હું અને મારું” એવા પ્રકારની ખોટી પરિણતિ વડે સર્વે પણ પરપદાર્થોમાં પરત્વ (પરપણું = ભિન્નપણું) હોવા છતાં પણ તે પરત્વને સ્વત્વરૂપે આ જીવે કર્યું છે. પર-પદાર્થોને પોતાના છે એમ માનીને આ જીવ તેમાં મોહબ્ધ બનેલો છે. આત્માનો આ જ અશુદ્ધ પરિણામ છે. વળી આ અશુદ્ધ પરિણામ પૂર્વે બાંધેલા મોહનીયકર્મના ઉદયથી થયેલો છે અને નવા મોહનીયકર્મનો ઉદ્યોતક (બંધાવનાર) છે. નિર્મળ સમ્યજ્ઞાન રૂપી અંજનથી રહિત એવા જીવોને “હું અને મારું” આવા પ્રકારનો આ અશુદ્ધપરિણામ અંધ કરનારો છે. આત્માનું સિદ્ધપરમાત્માની સમાન નિર્મળ શુદ્ધ જે સ્વરૂપ છે તે સ્વરૂપનું અવલોકન કરવાની આત્મામાં જે શક્તિ છે તેનો નાશ કરનારો આ અશુદ્ધપરિણામ છે. આવા મહાન્ય જીવો આત્માના નિર્મળ સ્વરૂપને જોઈ શકતા નથી. મૂલ શ્લોકમાં લખેલો દિ શબ્દ નિશ્ચિત અર્થમાં છે. મોહાલ્વ જીવો આત્માના શુદ્ધ સ્વરૂપને જોઈ શકતા જ નથી.
જગતને ભ્રાન્ત કરનાર, સત્યસ્વરૂપનું અવલોકન કરવામાં વિદન કરનાર એવો “હું અને મમ” નામનો જે મંત્ર છે તે જ મંત્રને જો નગ્ન પૂર્વક કરવામાં આવે એટલે કે નિષેધવાચક નજર આગળ લગાડવામાં આવે તો આ જ મંત્ર મોહરાજાને જિતનારો પ્રતિમંત્ર થાય છે. વિરોધીમંત્ર બને છે. વિપરીતમંત્ર બને છે. “મર્દ ને બદલે નાદું અને મ ને બદલે ન મમ” આ સંસારમાં હું કોઈ પરભાવનો કર્તા નથી અને આ સંસારમાં મારું કોઈ નથી.” હું પરભવથી એકલો આવ્યો છું અને એકલો જ જવાનો છું. હું કોઈનો નથી અને મારું કોઈ નથી આવો જે વિપરીત મંત્ર છે તે મોહરાજાને જિતનાર મંત્ર છે. મોહનો વિજય કરાવનાર મંત્ર છે અર્થાત્ પ્રતિમંત્ર છે.
નાદ” પરદ્રવ્ય એ હું નથી, પરભાવોનો હું કર્તા નથી. “તે થે રે માવી, મમાપિ તે ર” આ જે કોઈ પરભાવો-પરપદાર્થો દેખાય છે. તે સર્વે પરપદાર્થો છે, પરદ્રવ્યો છે. એમાંથી એક પણ દ્રવ્ય મારું નથી. એકપણ દ્રવ્ય મારી ઈચ્છા પ્રમાણે પ્રવર્તતું નથી, તે સર્વમાં મારો સ્વામિત્વ-સંબંધ નથી. વર્તમાનભવમાં પણ તે દ્રવ્યોનો સંબંધ સદા રહેતો નથી, હું પર-જીવદ્રવ્યોથી અને પર-પુદ્ગલદ્રવ્યોથી સર્વથા ભિન્નદ્રવ્ય છું. તેઓનો રાગ-દ્વેષ કરવો મારા માટે ઉચિત નથી. મારી આ વિભાવદશા છે, જે કર્મબંધનું કારણ છે. પરદ્રવ્યોને હું જે મારાં માનું છું તે ખરેખર મારી ભ્રાન્તિ છે. પરમાત્મા શ્રી વીતરાગદેવનાં શાસ્ત્રોથી અને સગુરુજીના યોગથી હવે મને પદાર્થોનું યથાર્થ જ્ઞાન થયું છે. તે યથાર્થ એવું ભેદજ્ઞાન થયે છતે મેં જાણ્યું છે કે હું પરનો સ્વામી પણ નથી અને પરભાવો એ મારા નથી. પરને મારું માનવું અને તેની પ્રીતિ કરવી આ સઘળો ભ્રમમાત્ર છે. અન્ય સ્થળે કહ્યું છે કે -
Page #146
--------------------------------------------------------------------------
________________
મોહત્યાગાષ્ટક - ૪
" एगोहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्स वि । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥२६॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥२७॥
જ્ઞાનમંજરી
संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंधं, सव्वं तिविहेण वोसिरे ॥ २८ ॥
૧૧૩
(આઉરપચ્ચક્ખાણ (પઈન્ના) ગાથા ૨૬, ૨૭, ૨૮) (સંથારા પોરિસી ગાથા ૧૧-૧૨-૧૩)
इत्येवं विभाव्य द्रव्यकर्मतनुधनस्वजने भिन्नतां नीतेषु स्वभावैकत्वेन मोहजयो दृष्टः, अत: अहङ्कारममकारत्याग इष्ट इति ॥ १ ॥
“હું એકલો જ છું, મારું પોતાનું વાસ્તવિક કોઈ નથી, હું પણ અન્ય કોઈનો નથી, આ પ્રમાણે દીનતા વિનાના મનવાળા થઈને પોતે જ પોતાના આત્માને પ્રતિદિન સમજાવવો જોઈએ. ॥૨૬॥
“એક મારો આત્મા જ શાશ્વત છે. તે આત્મા જ્ઞાન અને દર્શનગુણથી યુક્ત છે. બાકીના સર્વે પણ ભાવો મારાથી બાહ્ય છે અને તે સર્વે ભાવોનો માત્ર મારી સાથે સંયોગ જ છે. પરમાર્થથી તેમાં મારું કંઈ જ નથી. ।।૨૭।
“આ આત્મા વડે જે દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાઈ છે તેનું મૂલ કારણ “પરદ્રવ્યોનો સંયોગ’ જ છે તેથી સર્વ પ્રકારના પરદ્રવ્યના સંયોગમાત્રને જ ત્રિવિધે ત્રિવિધે ત્યજી દઉં છું.
॥૨૮॥
આ ત્રણે ગાથાઓ આઉરપચ્ચક્ખાણ નામના પયન્નાની ગાથા ૨૬-૨૭-૨૮ છે તથા સંથારાપોરિસિમાં પણ આ જ ત્રણ ગાથા ૧૧-૧૨-૧૩ નંબરે આવે છે.
આ પ્રમાણે બહુ જ ચિંતન-મનન કરીને જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ દ્રવ્યકર્મ તથા શરીર-ધન અને સ્નેહીજનો રૂપી નોકર્મને વિષે પોતાના આત્માથી ભિન્નતા વિચારીને તેના ઉપર રાગદ્વેષ કરવારૂપ ભાવકર્મને ત્યજીને આત્માના શુદ્ધ સ્વભાવની સાથે જ એકતા કરવા દ્વારા મોહનો વિજય પ્રાપ્ત કરવા જેવો છે. આમ કરીએ તો જ મોહનો જય થાય એવું શાસ્ત્રોમાં જોવાય છે. આ કારણથી અહંકાર અને મમકારનો ત્યાગ કરવો એ જ ઈષ્ટ છે. આત્માને હિતકારી છે. ૧
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મોહત્યાગાષ્ટક - ૪
पुनस्तदेव भावयति = ફરીથી આ જ વાત વધારે સ્પષ્ટપણે સમજાવે છે. शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम । નાચોડ્યું, ન મમાચે, શ્વેત્યો મોહાસ્ત્રમુત્બરમ્ IIII
જ્ઞાનસાર
ગાથાર્થ :- શુદ્ધ આત્મદ્રવ્ય એ જ અને શુદ્ધ જ્ઞાન એ જ મારો ગુણ છે. એ વિના અન્ય હું કોઈ નથી અને મારું કોઈ નથી. આવા પ્રકારનું તત્ત્વચિંતન-તત્ત્વમનન એ જ મોહને મારનારું પ્રબળ શસ્ત્ર છે. ॥૨॥
ટીકા :- ‘“શુદ્ધેતિ’’-શુદ્ધ:-નિર્મત:-સલઘુદ્રત્તાશ્ર્લેષરહિત: જ્ઞાનવર્શનચારિત્રवीर्याव्याबाधामूर्ताद्यनन्तगुणपर्याय नित्यानित्याद्यनन्तस्वभावमयः, असङ्ख्य प्रदेशी, स्वभावपरिणामी, स्वरूपकर्तृत्वभोगकर्तृत्वादिधर्मोपेतः आत्मा शुद्धात्मा, तदेव शुद्धात्मद्रव्यमेवाहम्, अनन्तस्याद्वाद - स्वसत्ताप्राग्भावरसिकः, अनवच्छिन्नानन्दपूर्णपरमात्मा, परमज्योतीरूपः अहम्,
शुद्धं निरावरणं सूर्यचन्द्रादिसहायविकलप्रकाशं, एकसमये त्रिकालत्रिलोकगतसर्वद्रव्यपर्यायोत्पादव्ययध्रौव्यावबोधकं ज्ञानं मम गुणः, अहं कर्त्ता ज्ञानस्य, मे कार्यं ज्ञानम्, ज्ञानकरणान्वितः ज्ञानपात्रः ज्ञानाद् जानन् ज्ञानाधारः अहम्, ज्ञानमेव मम स्वरूपम्, इत्यवगच्छन् अन्ये धर्माधर्माकाशपुद्गलास्ततोऽन्यो जीवपदार्थ:, जीवपुद्गलसंयोगजपरिणामः अन्यः सर्वः, अहं न, मत्तः भिन्ना एव एते पूर्वोक्ता भावाः, मम द्रव्यादिचतुष्टयेन भिन्नत्वात् ।
વિવેચન :- હું શુદ્ધ આત્મદ્રવ્ય જ છું. શુદ્ધ એટલે અત્યન્ત નિર્મળ, સર્વ પ્રકારના પુદ્ગલોના આલિંગનથી રહિત, અલ્પ પણ નથી પુદ્ગલનો સંબંધ જેને એવો કેવલ એકલો મારો આત્મા એ જ હું છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અવ્યાબાધસુખ, અમૂર્તતા વગેરે વગેરે અનંત ગુણ-પર્યાયવાળો હું છું, આવા પ્રકારના સ્વાભાવિક અનંત ગુણો અને સ્વાભાવિક અનંત પર્યાયો એ જ મારું સ્વરૂપ છે, પુદ્ગલોની સાથે જોડાવું એ મારું સ્વરૂપ નથી. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય, ગુણ-ગુણીભાવે ભિન્ન અને તાદાત્મ્યસંબંધથી અભિન્ન, આમ નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન, એકાનેક, વાચ્યાવાચ્ય, સામાન્ય-વિશેષ, અસ્તિ-નાસ્તિ ઈત્યાદિ પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ વિવિધ નયોની અપેક્ષાએ સમન્વય પામતા એવા અનંત સ્વભાવમય હું છું. તથા લોકાકાશપ્રમાણ અસંખ્ય આત્મપ્રદેશોવાળો હું આત્મા છું. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ હું મારી સ્વભાવદશામાં જ પરિણામ પામનારો પદાર્થ છું. (વિભાવદશા
Page #148
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
૧૧૫
મારામાં અશુદ્ઘનયોની દૃષ્ટિએ આવેલી છે, કૃત્રિમ છે. કાલાન્તરે જવાવાળી છે. તે દશા મારી પોતાની નથી મોહના ઉદયથી તે દશા આવેલી છે.) હું તો મારા પોતાના શુદ્ધ સ્વરૂપનો જ કર્તા અને શુદ્ધસ્વરૂપનો જ ભોક્તા છું. આવા પ્રકારના સ્વાભાવિક ગુણોના અને પર્યાયોના કર્તા-ભોક્તા આદિ ધર્મોથી યુક્ત (પરદ્રવ્યોના મીલનથી સર્વથા રહિત) એવો હું શુદ્ધ, નિર્મળ, નિરંજન કેવલ આત્મદ્રવ્યમય જ છું. અર્થાત્ તેવા પ્રકારનું શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું. હું જરા પણ મલીન નથી, પરદ્રવ્યોથી મિશ્ર નથી, પરદ્રવ્યો તે મારાં દ્રવ્યો નથી. મોહના ઉદયથી મલીનતા આવેલી છે.
અનન્ત સ્યાદ્વાદ ધર્મથી યુક્ત એવી મારી પોતાની ગુણમયી અનંતી આત્મસંપત્તિની જે સત્તા રહેલી છે. તે સત્તાને જ પ્રગટ કરવામાં હું તો રસિક છું, નિરન્તર અનંત આનંદથી પૂર્ણ ભરેલો પરમાત્મા સ્વરૂપ હું છું. જ્ઞાનાદિ ગુણોની પરમજ્યોતિમય હું છું. હું અલ્પ પણ અજ્ઞાન રૂપ અંધકારમય નથી, જ્ઞાનાવરણીય આદિ કર્મોથી મારી જ્યોતિ અવરાયેલી છે પણ નષ્ટ થયેલી નથી. તેથી હું અનંત પ્રકાશાત્મક, શુદ્ધ ચેતનામય, નિર્મળ આત્મદ્રવ્ય છું.
તથા જ્ઞાનગુણ એ જ મારો ગુણ છે. બીજું કંઈ પણ મારું નથી. તે જ્ઞાનગુણ કેવો છે ? શુદ્ધ છે, નિર્મળ છે તે ગુણને કોઈ કલુષિત કરી શકતું નથી. સદાકાલ નિર્મળ રહે તેવો આ મારો ગુણ છે. તથા આ ગુણ વાસ્તવિકપણે નિરાવરણ છે, જ્ઞાનાવરણીય આદિ કર્મો જીવને લાગે છે. પરંતુ તેનાથી આ જ્ઞાનગુણ વ્યવહારથી આવૃત થાય છે, પરમાર્થથી આવૃત થતો નથી, જેવો છે તેવો જ સદા રહે છે. તથા ચંદ્ર-સૂર્ય વગેરે સહાયક પદાર્થો વિના સ્વયં પોતે જ પ્રકાશાત્મક છે. તેનાથી વસ્તુનો બોધ કરવામાં ચંદ્ર-સૂર્યની સહાયતા લેવી પડતી નથી. જ્ઞાન સ્વયં પ્રકાશાત્મક જ છે એટલું જ નહીં પરંતુ એકસમયમાત્રમાં જ ત્રણે કાલના, ત્રણે લોકની અંદર રહેલા સર્વે પણ દ્રવ્યો અને તેના સર્વે પણ પર્યાયો, તથા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આદિ અનંત અનંત ધર્મોનો અવબોધ કરનારો એવો આ મારો જ્ઞાનગુણ છે. મારો જ્ઞાનગુણ એ કંઈ સામાન્ય ગુણ નથી, આવા પ્રકારના શુદ્ધ, નિરાવરણ સર્વ ભાવોનો જ્ઞાતા એવા જ્ઞાનગુણનો હું કર્તા-ભોક્તા છું. (સંસારી અનંતજીવો વડે અનંતવાર ભોગવાયેલાં અને સર્વની એંઠતુલ્ય પુદ્ગલભાવોનો હું કર્તા-ભોક્તા નથી). નિરન્તર આવું જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનગુણમાં જ રમવું, જ્ઞાનગુણમાં જ એકાગ્ર બનવું એ જ મારા આત્માનું કર્તવ્ય છે. સારાંશ કે -
૧. હું જ્ઞાનગુણનો જ કર્તા છું
૨. જ્ઞાન એ જ મારું કર્તવ્ય છે, પ્રાપ્તવ્ય છે.
૩. જ્ઞાન નામના કરણથી (સાધનથી) હું યુક્ત છું.
કર્તા
કર્મ
કરણ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૬ મોહત્યાગાષ્ટક- ૪
જ્ઞાનસાર ૪. વળી હું જ્ઞાનનું જ પાત્ર છું - જ્ઞાનને જ યોગ્ય છું. સંપ્રદાન ૫. હું જ્ઞાન દ્વારા જ જાણનારો-જોનારો છું.
અપાદાન ૬. તથા હું જ્ઞાનગુણનો આધાર છું. જ્ઞાન મારામાં વર્તે છે. અધિકરણ
આ પ્રમાણે છએ કારકથી જ્ઞાન એ જ મારું સ્વરૂપ છે. જ્ઞાનાત્મક ગુણ વિના બીજું કંઈ પણ મારું નથી, આવું જાણતો આ મારો આત્મા અન્ય દ્રવ્યોથી સર્વથા ભિન્ન છે. મારાથી અન્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એમ જે દ્રવ્યો છે. તે ચારેથી સર્વથા ભિન્ન એવો મારો જીવ પદાર્થ છે. ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યો તો ભિન્ન છે પરંતુ જીવ અને કર્માદિ પુદ્ગલદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલા નરક-દેવાદિના ભવસ્વરૂપ જે પર્યાયો છે. તે સર્વે પર્યાયો પણ કર્મોદયકૃત હોવાથી એટલે કે દયિકભાવના હોવાથી મારા પોતાના નથી, તે સર્વે પર્યાયરૂપ હું નથી, કારણ કે કર્મોદય દૂર થતાં જ તે પર્યાયો ચાલ્યા જવાવાળા છે. માટે પૂર્વે કહેલા સુખી-દુઃખી, રાજા-રક, રોગી-નિરોગી, દેવનારકી આદિ સર્વે પણ જે ભાવો છે તે મારાથી ભિન્ન છે. દ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવ એ) ચારની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો તથા જીવ-પુગલના સંયોગજન્ય પર્યાયો મારાથી અત્યન્ત ભિન્ન છે માટે તે ભાવો મારા નથી. જેમ કાદવમાં પડેલો સ્ફટિક ભલે ચારે તરફ કાદવથી અવશ્ય લપેટાય છે. પણ વચ્ચે જે સ્ફટિક છે તેનો એક કણ પણ કાદવ બનતો નથી, તે જેવો છે તેવો નિર્મળ અને શુદ્ધ જ રહે છે. માટે જ પાણી નાખતાં કાદવ દૂર થતાં અસલી રૂપમાં તે સ્ફટિક ચમકે છે તેમ જીવ પણ શુદ્ધ અને નિર્મળ છે. સ્ફટિકનો ગુણ જેમ ચમક છે તેમ જીવનો ગુણ જ્ઞાન છે બાકી બધું જ પર છે. માટે મારે કોઈના ય ઉપર મોહ કરવાનો રહેતો નથી.
यो हि व्याप्यव्यापकभावाद् भिन्नः, मम स न, यः असङ्ख्यप्रदेशे स्वक्षेत्रे अभेदतया स्वपर्यायपरिणामः, स मम इति, स्वस्वरूपे स्वत्वम्, परे परत्वपरिणामः, मोहास्त्रं-मोहच्छेदकं अस्त्रम्, ईदृग्भेदज्ञानविभक्तत्वेन मोहक्षयः, अतः सर्वपरभावभिन्नत्वं विधेयम् । अत एव निर्ग्रन्थाः त्यजन्ति आश्रवान्, श्रयन्ति गुरुचरणान्, वसन्ति वनेषु, उदासीभवन्ति विपाकेषु, अभ्यसन्ति' आगमव्यूहम्, अनादिपरभावच्छेदाय प्रयत्नः उत्तमानाम् ॥२॥
જે બે ભાવો વ્યાપ્ય-વ્યાપક ભાવથી સાથે જ હોય તે બને ભાવો અભિન કહેવાય છે. જેમકે “અગ્નિ અને દાહકતા” જ્યાં જ્યાં અગ્નિ રહેતો હોય છે ત્યાં ત્યાં દાહકતા તેની ૧. સી સત્યાવાનોશ (ધાતુપાઠ ૧૩૨) અહીં કમ્ ધાતુ સ્વાદિવાળો પ્રથમ ગણનો લેવો. કોઈ
પ્રતોમાં મુખ્યત્ત પાઠ છે. તે કમ્ ધાતુ દિવાદિ ચોથા ગણનો સમજવો.
Page #150
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
૧૧૭
સાથે સાથે સર્વત્ર વ્યાપીને રહેલી જ હોય છે. આમ વ્યાપ્ય-વ્યાપકભાવ હોવાથી અભિન્ન છે તેવી જ રીતે “સ્ફટિક અને તેની ચમક” તથા “સાકર-મધુરતા” “મીઠું-ખારાશ” ઈત્યાદિ ભાવો વ્યાપ્ય-વ્યાપક ભાવવાળા હોય છે. માટે અભિન્ન છે - એકમેક છે. પરંતુ જ્યાં વ્યાપ્ય-વ્યાપકભાવ નથી, ત્યાં અભેદ નથી પણ ભેદ છે. જેમકે “અગ્નિ અને કાષ્ઠ' જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં કાષ્ઠ (લાકડાં) હોય - એવો નિયમ નથી તથા જ્યાં જ્યાં કાષ્ઠ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય એવો પણ નિયમ નથી. માટે અગ્નિથી કાષ્ઠ અભિન્ન નથી પણ ભિન્ન છે. તથા સ્ફટિક અને તેને લાગેલો કાદવ ભિન્ન છે. સાકર અને સાકર રાખવાનો ડબ્બો, મીઠું અને મીઠા માટેનું પાત્ર આ સર્વે પદાર્થો વ્યાપ્ય-વ્યાપક ભાવથી જોડાયેલા નથી તેથી ભિન્ન છે.
ઉપર કહેલા દૃષ્ટાન્તને અનુસારે જે જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મ, શરીર, ધન અને સ્વજનાદિ પદાર્થો છે. તે મારા આત્માની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવથી જોડાયેલા નથી માટે ભિન્ન છે તે સઘળા પણ પદાર્થો મારા નથી, “હું તેનાથી ભિન્ન છું તે પદાર્થો મારાથી ભિન્ન છે.” હું આ મનુષ્યભવમાં આવ્યો ત્યારે મારી સાથે આવ્યા નથી અને હું જઈશ ત્યારે મારી સાથે તે પદાર્થો આવવાના નથી. માટે તે પદાર્થોને મારા માનવા તે ભ્રમ છે. પરંતુ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-અવ્યાબાધસુખ ઈત્યાદિ જે ભાવો મારા આત્માના અસંખ્યાતપ્રદેશો સ્વરૂપ મારા પોતાના ક્ષેત્રમાં અભેદભાવે (તન્મયપણે-એકાકારપણે) પરિણામ પામેલા છે. મારા પોતાના ગુણોના પર્યાયપરિણામો છે. તે જ ખરેખર મારા છે. જે ક્યારેય મારાથી વિખુટા પડ્યા નથી અને વિખુટા પડવાના પણ નથી માટે સ્વસ્વરૂપમાં જ સ્વત્વ (મારાપણું) માનવું ઉચિત છે અને પરપદાર્થોમાં પરત્વ (પરપણું) માનવું તે જ વાસ્તવિક સત્ય છે. પરંતુ પરને મારું માનવું તે વિપરીત બુદ્ધિ હોવાથી મિથ્યાત્વ છે, અર્થાત્ ભ્રમ છે.
આ પ્રમાણે સ્વ-સ્વરૂપમાં જ મારાપણાની બુદ્ધિ અને પર-પદાર્થોમાં પરપણાની જે બુદ્ધિ છે તે જ મોહાસ્ત્ર છે. મોહનો નાશ કરનારું શસ્ત્ર છે. પરપદાર્થો તે પર છે મારાથી ભિન્ન છે મારા નથી આવું જે તાત્ત્વિકશાન થાય છે. તેને જ શાસ્ત્રકારો ભેદજ્ઞાન કહે છે. આમ ભેદજ્ઞાન થવાથી પરપદાર્થોને પર જાણીને તેનો વિભાગ કરવા દ્વારા તેના ઉપરનો મોહ નાશ પામે છે. આ કારણથી આ આત્મા પોતાના આત્માના રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપ સિવાય સર્વ પરભાવોથી ભિન્ન છે. આવો મનમાં પાકો નિર્ણય કરવો અને તે પરભાવોથી દૂર રહેવા પ્રયત્ન કરવો. એ જ માનવજીવનનું સાચું સાધ્ય છે.
મોહના ક્ષયનો સાચો આ જ ઉપાય હોવાથી નિગ્રન્થ મુનિઓ જેના-જેનાથી કર્મો બંધાય છે તેવા ૧૮ પાપસ્થાનકોના આશ્રવોને ત્યજે છે. સ્વસ્વરૂપના અભ્યાસ માટે ગુરુઓના
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૮ મોહત્યાગાષ્ટક-૪
જ્ઞાનસાર ચરણોને સેવે છે. પરપદાર્થો ઉપર પ્રીતિ (મારાપણાની બુદ્ધિ) ન થઈ જાય તે માટે પરપદાર્થોથી દૂર જ રહેવા માટે વનોમાં વસે છે. પુણ્યકર્મ તથા પાપકર્મોના ઉદયથી અનુક્રમે આવેલી સુખસામગ્રી અને દુઃખસામગ્રી પ્રત્યે ઉદાસીન રહે છે. આસક્તિવાળા કે દ્વેષભાવવાળા થતા નથી, મોહનો નાશ કરાવે અને આત્માના શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ કરાવે તેવા આગમશાસ્ત્રોના સમૂહનો જ નિરંતર અભ્યાસ કરે છે. આવાં શાસ્ત્રો કંઠસ્થ કરે છે, સતત વાંચે છે અને સતત વંચાવે છે તેના જ વાતાવરણમાં રહે છે. અનાદિકાળથી વળગેલી એવી જે પરભાવદશા છે. તેના ઉચ્છદ માટે જ ઉત્તમ મહાપુરુષોનો સતત પ્રયત્ન હોય છે. આ જીવે પણ આ જ પ્રયત્ન કરવા જેવો છે. કોઈ પણ પુગલદ્રવ્ય કે અન્ય જીવદ્રવ્ય પોતાનું છે નહીં, થયું નથી અને થશે પણ નહીં. માટે તેના પર પદાર્થો પ્રત્યે મોહ કરવો એ જ સંસાર-પરિભ્રમણનું બીજ છે. તેના મોહનો ઉચ્છેદ કરવા નિરંતર તેનો ત્યાગ કરવો, તે પર પદાર્થોથી દૂર રહેવું = પ્રવ્રજિત થવું, એ જ શ્રેષ્ઠ માર્ગ છે. રા
यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥३॥
ગાથાર્થ :- પૂર્વબદ્ધ કર્મોના ઉદય આદિથી પ્રાપ્ત થયેલા ભાવોમાં જે આત્માઓ મોહ પામતા નથી, તે આત્મા જેમ કાદવ વડે આકાશ ન લેવાય તેમ પાપકર્મથી લેપાતા નથી. llall
ટીકા :- “વો ન મુતિ ત”—યો નીવર્તત્ત્વવિત્રીસી મૌથિવિપુ ભાવેષ शुभाशुभकर्मविपाकेषु आदिशब्दात् परभावानुगक्षयोपशमे अशुद्धपारिणामिकभावग्रहः, तेषु लग्नेषु = आत्मनि स्वक्षेत्रीभूतेषु यो न मुह्यति-मोहैकीभावं न प्राप्नोति, भेदज्ञानविवेकेन त्यक्तपरसंयोगः अवश्योदितेषु यः अव्यापकः स पापेन कर्मणा न लिप्यते । कमिव ? पङ्केन आकाशमिव, यथा आकाशस्थपङ्कः आकाशस्य न लेपकृत्, तत्र अपरिणमनात् । एवं शमसंवेगनिर्वेदनिगृहीतपरभावस्य अवश्योदयविपाके भुज्यमानेऽपि अव्यापकत्वात् न लेपः । स हि पूर्वकर्मनिर्जरारूपं कार्यं करोति, स्वीयपरिणामस्य भिन्नरक्षणेन अकर्तृत्वं तस्य परभावानाम् । उक्तञ्चाध्यात्मबिन्दौ -
વિવેચન - જે આત્મા તત્ત્વજ્ઞાનમાં જ આનંદ પામનાર છે, પોતાના શુદ્ધ-સ્વરૂપની મસ્તીમાં જ સુખ અનુભવે છે, જ્ઞાનરૂપી અમૃતના પાનમાં જ લયલીન રહે છે. વળી જે આત્મા પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સુખકારી ઔદયિક ભાવોમાં અને પાપકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા દુઃખકારી ઔદયિકભાવોમાં તથા આદિશબ્દથી પરભાવને અનુસરનારો એવો
Page #152
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
જે ક્ષયોપશમ (મિથ્યાત્વમોહ અને ચારિત્રમોહના ઉદયથી યુક્ત એવો જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીય કર્મનો જે ક્ષયોપશમ છે) તે મોહના ઉદયયુક્ત એવો જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમભાવ હોતે છતે અશુદ્ધ બનેલા એવા આત્માનો જે પારિણામિકભાવ છે તેનું પણ ગ્રહણ કરવું. અર્થાત્ પુણ્યોદયમાં, પાપોદયમાં અને આદિ શબ્દથી મોહોદયજન્ય આત્માના અશુદ્ધ પારિણામિક ભાવોમાં જે આત્મા મોહ પામતો નથી, રિત-અરિત કરતો નથી, એટલે કે સુખકારી ભાવો, દુઃખકારી ભાવો અને અશુદ્ધ પરિણામો, જે આત્માને લાગેલા હોય, પ્રાપ્ત થયેલા હોય, આત્માના પોતાના અસંખ્યાતપ્રદેશો રૂપ સ્વક્ષેત્રમાં વ્યાપ્ત બન્યા હોય, છતાં તે ભાવોમાં જે આત્મા મોહ કરતો નથી. એટલે કે પુણ્યોદયજન્ય સુખકારી ભાવોમાં પ્રીતિ, પાપોદયજન્ય દુઃખકારી ભાવોમાં અપ્રીતિ અને મોહોદયજન્ય અશુદ્ધ પારિણામિક ભાવોમાં રાગ-દ્વેષ જે આત્મા કરતો નથી. મોહની સાથે તન્મયતાને ભજતો નથી, ભેદજ્ઞાન દ્વારા વિવેકબુદ્ધિપૂર્વક પરના સંયોગોને પર જાણીને જેણે તે ભાવોનો ત્યાગ કર્યો છે. તથા પોતાનાં બાંધેલા કર્મો પોતપોતાનું અવશ્ય ફળ આપવાનાં જ છે એમ સમજીને તે કર્મફળોમાં જે આત્મા લીન બનતો નથી, તે આત્મા પાપકર્મોથી લેપાતો નથી.
૧૧૯
સુખના સંજોગો, દુઃખના સંજોગો અને આત્માના અશુદ્ધ પારિણામિક ભાવોથી જે આત્મા ભિન્ન રહે છે, તેમાં મારાપણાની બુદ્ધિ કરતો નથી તે આત્મા કર્મોથી લેપાતો નથી. અહીં કોની જેમ લેપાતો નથી ? એવું ઉદાહરણ જાણવાની શંકા થાય તે માટે એક ઉદાહરણ જણાવે છે કે કાદવ વડે જેમ આકાશ લેપાતું નથી તેમ આ આત્મા કર્મોથી લેપાતો નથી, ગમે તેટલો કાદવ આકાશમાં ઉછાળો તો પણ આકાશમાં રહેલો તે કાદવ આકાશને મલીન કરનારો બનતો નથી. કારણ કે આકાશ તે ભાવે પરિણામ પામે તેવું દ્રવ્ય નથી, અપરિણામી દ્રવ્ય છે. એ જ પ્રમાણે શમભાવ, સંવેગભાવ અને નિર્વેદભાવોના બળે સર્વથા કંટ્રોલ કર્યો છે પરભાવદશાનો જેણે એવા મહાત્માપુરુષને પોતાનાં નિકાચિત, ચીકણાં અને અવશ્ય ઉદયમાં આવે જ એવાં કર્મો ઉદયમાં આવ્યાં હોય અને તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલાં સુખ-દુઃખ તે મહાત્મા પુરુષો ભોગવતા હોય, તો પણ તેમાં પ્રીતિ-અપ્રીતિ પામવા સ્વરૂપે વ્યાપકતા (લયલીનતા) ન પામતા હોવાથી તે મહાત્માપુરુષને કર્મનો લેપ લાગતો નથી.
આ મહાત્મા પુરુષ ઉદિતકર્મોના ફળમાં ન લેપાતા હોવાથી નવાં કર્મો બાંધતા નથી પણ તે મહાપુરુષ પૂર્વકાલમાં બાંધેલા કર્મોને ખપાવવા સ્વરૂપ નિર્જરા કરવાનું જ એક કાર્ય કરે છે. એટલે કે નવાં કર્મો બાંધતા નથી અને જુનાં કર્મો ખપાવે છે. અહીં પુણ્યકર્મના ઉદયમાં ન લેપાનારા તીર્થંકરભગવન્તો, પૃથ્વીચંદ્રરાજા અને ગુણસેનનાં ચરિત્રો જાણવાં. તીર્થંકરભગવન્તો સંસારી અવસ્થામાં ભોગસુખ ભોગવવા છતાં અને કેવલી અવસ્થામાં ૩૪
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૦
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
અતિશયોની પુણ્યાઈ ભોગવવા છતાં તેમાં અલિપ્ત (અવ્યાપક) હોવાથી નવાં કર્મો બાંધતા નથી. પૃથ્વીચંદ્ર રાજા રાજ્ય ભોગવવા છતાં અને ગુણસેન વિવાહકાલે ચૉરીમાં ભોગ અવસ્થામાં હોવા છતાં પણ અલિપ્ત હોવાથી કર્મોની નિર્જરા કરનારા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરનારા બન્યા છે. એ જ રીતે પાપકર્મના ઉદયમાં ન લેપાનારા બંધકમુનિના શિષ્યો, ગજસુકુમાલમુનિ, સુકોશલમુનિ વગેરે મહાપુરુષોનાં દૃષ્ટાન્તો જાણવાં.
આવા પ્રકારના મહાપુરુષો પોતાના આત્માનું પરિણમન પરભાવોમાં-વિભાવદશામાં લાગી ન જાય, પરભાવમાં આસક્ત ન બની જાય તે રીતે ભિન્ન રાખવા પૂર્વક પોતાના આત્માનું રક્ષણ કરવા દ્વારા સુરક્ષિત રાખનારા હોય છે. માટે તે મહાપુરુષને પરભાવનું કર્તૃત્વ લાગતું નથી. સુખનો કાલ હોય કે દુઃખનો કાલ હોય, બન્ને અવસ્થા કર્મજન્ય હોવાથી તેમાંની એક પણ અવસ્થા આત્માની નથી, બન્ને અવસ્થા પરાઈ છે, કાલાન્તરે અવશ્ય જવાવાળી છે, સાથે રહેવાવાળી નથી, પછી શા માટે તેમાં લેપાવું ? એમ સમજીને ઉત્તમ જીવોએ સાંસારિક સુખ-દુઃખમાં લેપાવું નહીં. સુખ-દુઃખનું તે બધું જ સ્વરૂપ ઔપાધિક છે, કર્મોથી આવેલું છે અને કાલ પાકતાં જવાવાળું છે, આત્માનું નથી, વિભાવદશા જ છે, લોભામણી બાજી જ છે, માટે તેનાથી દૂર રહેવું. તેમાં જ આત્માનું કલ્યાણ છે. આ વિષયની સાક્ષી પુરતો અધ્યાત્મબિન્દુ દ્વાર પહેલાનો શ્લોક ૨૬ તથા ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૨નો શ્લોક ૧૦૧ ટીકાકારશ્રી લખે છે
-
स्वत्वेन स्वं परमपि परत्वेन जानन् समस्ताऽन्यद्रव्येभ्यो विरमणमितश्चिन्मयत्वं प्रपन्नः ।
स्वात्मन्येवाभिरतिमुपयन् स्वात्मशीली स्वदर्शी
સેવં તાં થપિ મવેત્ ર્મનો નૈષ નીવ: ।-। (અધ્યા. બિન્દુ)
तथोत्तराध्ययने
न कामभोगा समयं उविंति न यावि भोगा विगयं उविंति ।
जे तप्पओसी य परिग्गही य, सो तेसु मोहा विगई उवेइ ॥ १०१ ॥
(અધ્યયન-૩૨, ગાથા-૧૦૧)
અર્થ :- સ્વ-સ્વરૂપને જ પોતાનાપણે જાણતો, પર-સ્વરૂપને પરપણે જાણતો, સમસ્ત અન્ય દ્રવ્યો થકી વિરમણ પામતો, આ કારણથી જ ચિન્મય દશા (જ્ઞાનરમણતા)ને પ્રાપ્ત કરતો, પોતાના આત્માના આત્મભાવમાં જ આનંદને અનુભવતો, પોતાના આત્મભાવમાં જ
Page #154
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪
૧૨૧ રમનારો, પોતાના આત્મભાવને જ દેખનારો જે આ આત્મા છે. તે આત્મા કેમે કરીને કર્મોનો કર્તા બનતો નથી.
કામવાસનાઓ અને ભોગસુખો સ્વયં (સમર્થ-સમાં) ક્યારેય શાન્ત થતાં નથી તથા તે વાસનાઓ અને ભોગસુખો (વિસાયં-વિપત્તિ) મૃત્યુને કે નરકાદિ વિગતિને પામતાં નથી. કારણ કે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા તે સર્વે આત્માના વિકારાત્મક પર્યાયો છે, પણ દ્રવ્ય નથી, પરંતુ જે આત્મા તે ભોગસુખો ઉપર અને કામવાસનાઓ ઉપર અત્યન્ત દ્વેષ કરે છે અથવા તેની મમતા-મૂચ્છ-પ્રીતિ કરે છે. તે જીવ જ તેમાં તેવા પ્રકારનો મોહ પામવાથી વિકારને અને નરકાદિ વિગતિને પામે છે.
एवं परद्रव्येऽरममाणः आत्मा मुच्यते, अत एव सर्वसङ्गपरिहारी, सङ्गो हि मुह्यतानिमित्तम्, मुह्यतात्यागार्थी तन्निमित्तान् धनस्वजनाङ्गनाभोगभोजनादींस्त्यजति । कारणाभावे कार्याभावः इति भावाश्रवपरिणतिरोधः संयमः, तद्रक्षणाय तवृद्ध्यर्थं तद्धिताय आश्रवत्यागो मुनीनाम् । भावना च-यैः परभावा अभोग्या अग्राह्याः વૃતા, તે વર્થ તત્ર મને ? રૂા.
આ પ્રમાણે પરદ્રવ્યોમાં (પદ્ગલિક સુખ-દુઃખોમાં અને અન્ય જીવદ્રવ્યોમાં) જે આત્મા રમતો નથી, પ્રીતિ-અપ્રીતિ કરતો નથી તે જ આત્મા મુક્તિસુખને પામે છે. આ કારણથી જ આ મહાત્મા પુરુષ સર્વસંગનો ત્યાગ કરનાર બને છે. સર્વ પરપદાર્થોનો સંગ ત્યજી દે છે. કારણ કે આ સંગ જ મોહદશાનું નિમિત્તકારણ બને છે. પરનો સંગ હોય તો મોહ થયા વિના રહે જ નહીં. માટે પરદ્રવ્યનો સંગ જ ત્યાજ્ય છે. તેથી મોહદશાને ત્યજવાનો અર્થી જીવ તે મોહદશાના કારણભૂત નિમિત્તોનો એટલે કે ધન-સ્વજનો-અંગનાભોગ અને ભોજન આદિ પરદ્રવ્યોના સંગવાળાં ભોગસુખોનો ત્યાગ કરે છે. જો સામે કારણ ન હોય તો કાર્ય થાય જ નહીં. એટલે કે ભોગનાં નિમિત્તો જો સામે ન હોય તો તેના નિમિત્તે થનારા રાગÀષાત્મક પરિણામ થવાનાં કાર્ય થાય જ નહીં. તેથી ભાવ આશ્રયોનો વિરોધ કરવા સ્વરૂપ ભાવ સંયમગુણ આ જીવ પ્રાપ્ત કરે છે.
તે સંયમગુણની રક્ષા માટે, તે સંયમગુણની વૃદ્ધિ માટે તથા તે સંયમગુણના હિત માટે મુનિઓને દ્રવ્ય આશ્રવોનો અને ભાવ આશ્રવોનો ત્યાગ જ કરવો યોગ્ય છે. બાહ્ય પરિગ્રહ તથા અભ્યત્તર પરિગ્રહ ન સેવવો એ જ કલ્યાણકારી માર્ગ છે. ભાવાર્થ એવો છે કે પરભાવો ભોગવવા યોગ્ય નથી. ગ્રહણ કરવા યોગ્ય નથી. તથા આ ભોગો સર્પની જેમ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨ ૨. भोडत्या॥ष्ट४ -४
જ્ઞાનસાર ભયંકર છે. આવો પાકો નિર્ણય જે મહાત્માઓએ કર્યો છે તે મહાત્માપુરુષો ત્યાં (ભોગસુખોમાં) કેમ રમે? અર્થાત્ ન જ રમે, ભોગસુખોમાં આનંદ કેમ માને? અર્થાત્ ન જ માને. Ill
पश्यन्नेव परद्रव्यनाटकं प्रतिपाटकम् । भवचक्रपुरःस्थोऽपि, नामूढः परिखिद्यति ॥४॥
ગાથાર્થ :- પોળે પોળે (ગલીએ ગલીએ - શેરીએ શેરીએ) પરદ્રવ્યના નાટકને જ જોતો તત્ત્વજ્ઞાની આત્મા સંસારના ચોકમાં રહેવા છતાં પણ ક્યાંય ખેદ પામતો નથી, કર્મોદય આવવા છતાં ઉગ કરતો નથી. આ સઘળો પણ પુણ્યોદય કે પાપોદય છે એમ સમજીને समभावमा २९ छ. (५५ नवi sो viतो नथी) ॥४॥
st :- "पश्यन्नेवेति"-स्वरूपाच्युतस्वधर्मैकत्वे अमूढः-तत्त्वज्ञानी, स्वरूपसाधनोद्यतः, प्रतिपाटकम् = एकेन्द्रिय-विकलेन्द्रिय-पञ्चेन्द्रियरूपपाटके नरतिर्यग्देवनरकलक्षणे सर्वस्थाने, परद्रव्यनाटकं-जन्मजरामरणादिरूपं संस्थाननिर्माणवर्णादिभेदविचित्रं पश्यन्नेव न परिखिद्यति-न खेदवान् भवति । जानाति च पुद्गलकर्मविपाकजा चित्रता न मत्स्वरूपम्, भ्रान्तानां भवत्येव, न तत्त्वपूर्णानाम् । कथम्भूतः अमूढः ? भवचक्रपुरःस्थोऽपि-अनादिस्वकृतकर्मपरिणामनृपराजधानीचतुर्गतिरूपचक्रक्रोडगतोऽपि, आत्मानं भिन्नं जानन् न खिद्यते, परस्मैपदं तु काव्ये प्रयुक्तत्वात् "खिद्यति काव्ये जडो" इति पाठदर्शनात्, इत्यनेन कर्मविपाकचित्रतां भुञ्जन्नपि अखिन्नस्तिष्ठति, कर्तृत्वकाले नारत्यनादरौ, तर्हि भोगकाले को द्वेषः ?
उदयागतभोगकाले इष्टानिष्टतापरिणतिरेव अभिनवकर्महेतुः, अतोऽव्यापकतया भवितव्यम्, शुभोदयोऽपि आवरणम्, अशुभोदयोऽपि आवरणम्, गुणावरणत्वेन तुल्यत्वात्, का इष्टानिष्टता ? ॥४॥
વિવેચન :- આત્માના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ નહીં થયે છતે અને તે જ શુદ્ધસ્વરૂપાત્મક આત્મધર્મમાં લીનતા-એકાગ્રતા પ્રાપ્ત થયે છતે આવા પ્રકારનો અમૂઢાત્મા એટલે કે તત્ત્વજ્ઞાની આત્મા પોળે પોળે પરદ્રવ્યના નાટકને જોતો છતો જરા પણ ખેદ પામતો નથી. અહીં પટલ = पा), पोग, गली अथवा शेरी, प्रतिपाटकम् = पोणे पोणे, गली गलीये ५२द्रव्यर्नु (अर्थात् भो २।) न23 ४ छ. मेम सम४.
જેમ નટવૈયા લોકો દ્રવ્યોપાર્જન કરવા માટે લોકરંજન કરાવવાના હેતુથી કોઈ સ્ત્રી પુરુષનો, કોઈ પુરુષ સ્ત્રીનો, કોઈ વિદુષકનો નવો નવો વેષ પહેરીને આવે છે. અસલી રૂપ
Page #156
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪
૧ ૨૩ સંતાડી રાખે છે. આ દેખીને લોકો તાળીઓ પાડે છે, રાજી રાજી થાય છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ જાણનારો માણસ તેમાં અંજાતો નથી. તે સમજે છે કે આ તો નાટકમાત્ર છે, કોઈ રામચંદ્રજીનો અને કોઈ સીતાજીનો વેષ ધારણ કરીને રામલીલા કરે તેથી રામચંદ્રજીનું નાટક ભજવનાર કંઈ સાચા નીતિમાન રામચંદ્રજી રાજા બની જતા નથી તથા સીતાજીનું નાટક કરનારી સ્ત્રી વાસ્તવિક સતી સ્ત્રી હોતી નથી. તેની જેમ આ જીવ પણ એકેન્દ્રિયના ભવમાં, વિકસેન્દ્રિયના ભવમાં અને પંચેન્દ્રિયના ભવમાં એમ ભવરૂપી પાડાઓમાં (પોળોમાંગલીઓમાં) અથવા મનુષ્યભવ, તિર્યંચનો ભવ, દેવનો ભવ અને નરકનો ભવ ઈત્યાદિ રૂપ સર્વસ્થાનોમાં, કર્મરાજા નામના પરદ્રવ્યનું નાટક જ છે. કોઈ સ્થાને જન્મ અને તેના કારણે હર્ષાદિ, કોઈ સ્થાને જરાવસ્થા અને તેના કારણે ગ્લાનિ-ઉદાસીનતા અને ચિંતા, કોઈ સ્થાને મરણ અને તેના કારણે રુદન તથા કાણ-મોકાણના આલાપો, તથા શારીરિક આકૃતિઓની ચિત્ર-વિચિત્રતા, શારીરિક અવયવો સંબંધી વ્યવસ્થાની ચિત્રવિચિત્રતા, શારીરિક વર્ણ-ગંધરસ-સ્પર્ધાદિ ભાવોના અનેક ભેદોના કારણે ચિત્ર-વિચિત્રતા, આવા પ્રકારનું પરદ્રવ્યકૃત (કર્મરાજાકૃત) નાટકને જોતો આ તત્ત્વજ્ઞાની આત્મા તેમાં ખેદ પામતો નથી. તેમાં અંજાઈ જતો નથી. તેને સાચું સ્વરૂપ માનીને હર્ષ-શોકાદિ કે ગ્લાનિ-ઉદાસીનતા આદિ કરતો નથી.
નાનાતિ = તે તત્ત્વજ્ઞાની હોવાથી જાણે છે કે આ સઘળી પણ પુગલદ્રાવ્યાત્મક પૂર્વબદ્ધ કર્મોદય જન્ય ચિત્ર-વિચિત્રતા માત્ર છે. આ વાસ્તવિક આત્માનું સ્વરૂપ નથી, સુખ આવે કે દુઃખ આવે, અનુકુળતા મળે કે પ્રતિકુળતા મળે, માન મળે કે અપમાન થાય, આમ જે કોઈ ચિત્ર-વિચિત્રતા આ સંસારમાં દેખાય છે. તે સઘળી ચિત્ર-વિચિત્રતા પરદ્રવ્ય (કર્મરાજા)નું નાટકમાત્ર છે. મારું (શુદ્ધ આત્માનું) સ્વરૂપ નથી, જે બ્રાન્ત જીવો છે તેઓને જ આ સાચું સ્વરૂપ છે એમ લાગે છે. સંસારમાં જીવે જીવે દેખાતી ચિત્ર-વિચિત્રતા સાચી જીવની પોતાની નથી છતાં તે સાચી પોતાની છે. એમ મોહમૂઢ = બ્રાન્ત જીવો માને છે, પરંતુ તત્ત્વથી પૂર્ણ એવા આત્માઓને (તત્ત્વજ્ઞાની આત્માઓને) તો આ નાટકમાત્ર છે એમ લાગે છે. તે તત્ત્વજ્ઞાનીને સર્વે પણ જીવો અસલી સ્વરૂપે સિદ્ધસમાન જ જણાય છે અને અનંત અનંત સ્વગુણોથી ભરેલા દેખાય છે. કોઈપણ જીવમાં અસલી સ્વરૂપે કોઈપણ જાતની ચિત્ર-વિચિત્રતા સંભવતી નથી. ચિત્ર-વિચિત્રતા કર્મમાત્રજન્ય છે. તેથી નાટકમાત્ર છે, કૃત્રિમ છે પણ વાસ્તવિક નથી. આમ તત્ત્વજ્ઞાની આત્માઓ સમજે છે.
થભૂત: = તે તત્ત્વજ્ઞાની આત્મા કેવા છે? તો તેનું એક વિશેષણ જણાવે છે કે - અનાદિકાલથી પોતાનાં જ કરેલાં કર્મોના વિપાકોદય રૂપ રાજાની રાજધાની સમાન ચાર પ્રકારની ગતિસ્વરૂપ સંસારચક્રમાં રહેલો હોવા છતાં પણ પોતાના આત્માને તે કર્મોદયના
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૪
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
ભાવોથી ભિન્ન માનતો છતો જરા પણ ખેદ પામતો નથી, હૈયામાં દુઃખ, સુખ કે આશ્ચર્ય ધારણ કરતો નથી. કારણ કે જે મૂઢ-અજ્ઞાની હોય છે તે જ કર્મકૃત વિચિત્રતાને પોતાનું સ્વરૂપ માની લે છે. અને તેના કારણે હર્ષ-શોકાદિ પણ કરે છે. પણ અમૂઢ-જ્ઞાની આત્માની માન્યતા તેવી હોતી નથી, તે કર્મકૃત વિચિત્રતા એ પરદ્રવ્યનું નાટકમાત્ર છે, મારું સ્વરૂપ નથી. હું તો સિદ્ધપરમાત્માની સમાન અનંત ગુણોનો સ્વામી છું. મારું અસલી રૂપ તો તે છે. આ તો નાટકની જેમ કૃત્રિમ-નાશવંત અને ચાલ્યું જવાવાળું પરદ્રવ્યકૃત સ્વરૂપ છે તે ખરેખર મારું સ્વરૂપ નથી.
આવા પ્રકારની અલિપ્ત દશા જાગૃત હોવાથી પૂર્વકાલમાં બાંધેલા પુણ્ય-પાપકર્મના ઉદયજન્ય સુખ-દુઃખનો અનુભવ કરવા છતાં અલ્પ પણ ખેદ પામ્યા વિના આવેલી પરિસ્થિતિઓમાં મધ્યસ્થભાવે (હર્ષ-શોકાદિ-પામ્યા વિના) આ મહાત્મા વર્તે છે. તે તત્ત્વજ્ઞાની મહાત્મા મનમાં આવા પ્રકારનો વિચાર કરે છે કે હે જીવ ! તેં જ પૂર્વકાલમાં આ કર્મ બાંધ્યું છે અને તારે જ ભોગવવાનું છે. તો હવે સંતાપ શેનો ? કર્મ કરવાના કાલે હોંશે હોંશે બાંધ્યાં છે. તે કાલે કર્મો બાંધવામાં અરિત અને અનાદર હતાં નહીં, અરે અરે ! આવું કર્મ મારે કેમ કરાય ? મારાથી આવું પાપ ન થાય, આવો જરા પણ ક્ષોભ-અપ્રીતિ કે પાપ કરવાનો અનાદર પણ કર્યો નથી, હોંશે હોંશે રાચી-માચીને પાપ કરવામાં તું કુદી પડ્યો છે તો પછી હવે ભોગવવાના કાલે આટલો બધો દ્વેષ નાખુશીભાવ કેમ કરે છે ? કર્મોના ઉદયથી આવેલી સાનુકુળ કે પ્રતિકુલ પરિસ્થિતિને ભોગવવાના કાલે “આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે” આવી ઈષ્ટાનિષ્ટની પરિણતિ જ (રાગ-દ્વેષાત્મક પરિણામ જ) નવા કર્મના બંધનું કારણ બને છે. ઉદયકાલે જેટલી વધારે આસક્તિ અને આકુળ-વ્યાકુળતા કરાય છે તેટલો વધારે ચીકણો નવા કર્મનો બંધ થાય છે.
-
આ કારણથી પુણ્યોદયકાલે મળેલી સુખસામગ્રીમાં કે પાપોદયકાલે મળેલી દુઃખસામગ્રીમાં સદા અવ્યાપકપણે જ રહેવું જોઈએ. એટલે કે સુખમાં અંજાવું નહીં અને દુ:ખમાં મુંઝાવું નહીં. તે બન્નેમાંથી એક પણ પરિસ્થિતિ જીવની પોતાની નથી, જીવને ઉપકાર કરનારી નથી, રાગ અને દ્વેષ કરાવવા દ્વારા ગુણોને ભુલાવનારી છે. અર્થાત્ પુણ્યોદય પણ સુખમાં આસક્તિ કરાવવા દ્વારા આત્મગુણોના સુખનો આવારક છે અને પાપોદય પણ
૧. હિટ્ ધાતુ ધાતુપાઠમાં આત્મનેપદી છે. છતાં ગ્રંથકારે મૂલશ્લોકમાં વિદ્યુતિ લખીને પરઐપદનો પ્રયોગ કર્યો છે. તેનું કારણ એ છે કે “કાવ્યની રચનામાં ક્યાંક ક્યાંક પરઐપદનો પ્રયોગ પણ દેખાય છે. જેમકે “વૃિદ્ઘતિ ાવ્યે નડો'' = જડપુરુષ અર્થાત્ અજ્ઞાની માણસ મનોહર કાવ્યમાં પણ ખેદ ધરે છે. આ રીતે પ્રયોગ સંભવતા હોવાથી મૂલગાથામાં કરેલો પ્રયોગ નિર્દોષ જાણવો.
Page #158
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
૧૨૫
દુઃખમાં અતિ-ઉદ્વેગ-અનાદરતા અને આકુળ વ્યાકુળતા કરાવવા દ્વારા આત્મગુણોના સુખનો આવારક છે. ગુણોનું આવારકપણું બન્નેમાં તુલ્ય છે. બન્ને ભાવો આત્માને પોતાના અસલી સ્વરૂપનું ભાન ભૂલાવી દે છે. એક ઉદય સુખમાં પ્રીતિ કરાવવા વડે અને બીજો ઉદય દુઃખમાં દ્વેષ કરાવવા વડે સમભાવાત્મક-વીતરાગતાત્મક ગુણોના બન્ને ઉદયો આવારક છે. આત્માને પોતાનું મૂલસ્વરૂપ પ્રાપ્ત કરવામાં બન્ને ભાવો બાધક છે. તો પછી ત્યાં ઈષ્ટાનિષ્ટતા વાળી બુદ્ધિ કેમ કરાય ? હે જીવ ! આ સુખ-દુઃખ એ તારું પોતાનું સ્વરૂપ જ નથી, નાટક ભજવવા માટે કરેલી વેશભૂષાની જેમ કર્મોદયજન્ય (પરદ્રવ્યસંબંધી) તારું પણ આ નાટકાત્મક સ્વરૂપ છે. અસલી સ્વરૂપ નથી માટે તું ત્યાં રતિ-અતિ ન કર. પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં વ્યાપક બન્યા વિના સમભાવથી પસાર કર, ઉદાસીન ભાવ રાખ અને નવાં કર્મો ન બાંધ, આવો ગુરુજી આપણને ઉપદેશ આપે છે. ૪
विकल्पचषकैरात्मा, पीतमोहासवो ह्ययम् । भवोच्चतालमुत्तालप्रपञ्चमधितिष्ठति ॥५॥
ગાથાર્થ :- મનના વિકલ્પો રૂપી મદિરાપાનના પાત્ર વડે પીધો છે મોહરૂપી દારૂ જેણે એવો આ જીવ, જ્યાં ઉંચા ઉંચા હાથ કરીને તાળીઓ પાડવાની ચેષ્ટા કરાય છે. તેવા સંસારરૂપી દારૂના પીઠાનો આશ્રય કરે છે. અર્થાત્ દારૂ પીધેલો આ જીવ પીઠામાં નાચ કરે છે. પા
ટીકા :- “વિત્ત્પતિ'' વિરુપાશ્ચિત્તોના વ ષષા:-મદ્યપાનપાત્રાળિ, तैः, “हि" इति निश्चितम् अयं जीवः, पीतः मोह एव आसवो मादकरसो येन सः पीतमोहासवः पुरुषः, भवोच्चतालं - भवः संसारः, स एव उच्चतालं - मद्यपगोष्ठी क्षेत्रं प्रति, उत्तालं - पुनः पुनः उच्चस्वरेण तालादानरूपं प्रपञ्चं - विस्तारं अधितिष्ठति प्राप्नोति, इत्यनेन मोही जीवः मदिरामत्तवत् चापल्यं वैकल्यं करोति । परं स्वत्वेन स्वं च परत्वेन कलयन् आत्मानमकार्यनिष्पादनपटिष्टं प्रवर्तयन् स्वस्थानभ्रष्टः भ्रमति, अतः વ મોહત્યાગ: શ્રેયાન્ ॥
વિવેચન :- આ ગાથામાં સંસારી જીવને દારૂડીયાની સાથે શાસ્ત્રકાર સરખાવે છે. જેમ દારૂના પીઠામાં દારૂ પીવાના પાત્ર વડે કોઈ એક દારૂડીયાએ દારૂ પીધો હોય અને જ્યારે તેને દારૂનો મદ ચઢ્યો હોય ત્યારે તેના પાંચ-પચીસ સાથીદારો ઉંચા હાથ કરીને તાળીઓ પાડી પાડીને તેને નચાવે છે, કુદાવે છે. એવી જ પરિસ્થિતિ આ સંસારીજીવની પણ છે. મનમાં સાંસારિકસુખના મોટા મોટા વિકલ્પો અને આયોજનો કરવા દ્વારા રાગ અને
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨૬ મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર ‘ષાત્મક મોહરૂપી મદિરાનું આ જીવ પાન કરે છે. તેથી આશાઓ અને ઈચ્છાઓથી બંધાયેલો આ જીવ સંસારચક્ર રૂપી દારૂના પીઠામાં, સ્નેહીજનો રૂપી મિત્રો વડે હર્ષ અને આનંદના પ્રસંગો ઉજવવા દ્વારા આ જીવને મોહબ્ધ બનાવાય છે. આ જીવ પોતાના મૂલસ્વરૂપનું ભાન ભૂલી જાય છે. સ્નેહીજનોની ઈચ્છાઓ પૂરી પાડવામાં જ રાગાધ બનેલો આ જીવ આનંદ માને છે. અહીં શબ્દાર્થ નીચે પ્રમાણે જાણવો. વિશ્નન્ય = મનની ઈચ્છાઓ-આશાઓ વર્ષા = દારૂ પીવાનું પાત્ર, પ્યાલો પર = પીધો છે.
મોદાવ = મોહરૂપી દારૂ જેણે ભવ = સંસારરૂપી
બૈતાન = દારૂનું પીઠું ૩ત્તાન = ઉંચા હાથ કરીને
પ્રપરું = વિસ્તાર, અતિશય વધારે તાલીઓ પાડવાપૂર્વક
ધતિકૃતિ = રહેવું, નાચવું, વર્તવું. વિકલ્પો એટલે સાંસારિક સુખપ્રાપ્તિના અને દુઃખ પરિવારના મનમાં ઉઠતા વિચારો, તે માટેની આકુળ-વ્યાકુલતા, ચિત્તમાં થતા કલેશો, આમ કરું કે તેમ કરું આવા પ્રકારના માનસિક તરંગો, એને જ ચષક = દારૂ પીવાના પ્યાલા (પાત્ર) સમજવાં, તેવા તેવા મનના તરંગોરૂપી પ્યાલાઓ વડે પીધો છે રાગ-દ્વેષાત્મક મોહરૂપી દારૂ જેણે એવો આ જીવ, ભવ એટલે સંસાર, તે રૂપી દારૂ પીવાના પીઠામાં રખડે છે, ભટકે છે. જેમ દારૂડીયો ભાન ભૂલીને પીઠા ઉપર જ લથડીયાં ખાય છે, નાચે છે, કૂદે છે. અસ્તવ્યસ્ત વ્યવહાર કરે છે. તેવી જ રીતે આ જીવ પણ આશાઓ અને ઈચ્છાઓ દ્વારા રાગ-દ્વેષ અને કષાયો કરીને પોતાના મૂળભૂત શુદ્ધસ્વરૂપને ભૂલી જઈને તેમાં જ રચ્યોપચ્યો થયો છતો એક દિવસ હસતો, એક દિવસ રડતો, એક દિવસ ગુસ્સાવાળો અને એક દિવસ રીસાયેલો. આમ અસ્ત-વ્યસ્ત વ્યવહારવાળો થઈને પરભાવદશાના મોહમાં અંધ બનીને પોતાની જીંદગી પસાર કરે છે.
૩ત્તાત્ર = દારૂડીયાની સાથેના મિત્રો આ જીવને દારૂ પીવરાવીને ભાન ભુલાવી દે છે અને પછી દારૂ પીધેલો આ જીવ વારંવાર ઉંચા ઉંચા અવાજે શબ્દો બોલવાપૂર્વક તાલીઓના આદાન-પ્રદાન કરવા રૂપે અતિશય અધિકપણે તેના તે જ પીઠામાં નાચતા-કુદતો રહે છે. ભાન ભૂલીને ઘણો સમય બીભત્સ વર્તન કરે છે. તેવી જ રીતે મોદી = મોહબ્ધ બનેલો આ જીવ પણ મદિરાના મદમાં મસ્ત બનેલા જીવની જેમ જ આ સંસારચક્રમાં વાપર્ચ = ચંચળતાની ચેષ્ટા કરે છે. ચંચળતા એટલે વૈર્ચ =વિકલતાની ચેષ્ટા કરે છે. વિકલતા એટલે બુદ્ધિહીનતા અર્થાત્ મોહબ્ધ બનેલો આ જીવ દારૂડીયાની જેમ ભાન ભૂલીને શુદ્ધિબુદ્ધિ વિનાનો થયો છતો પરપદાર્થને પોતાના માને છે અને જ્ઞાનાદિ ગુણાત્મક પોતાના
Page #160
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪
૧ ૨૭ અસલી સ્વરૂપને પરાયું માને છે તથા મોહાશ્વેતાના કારણે જ પોતાના આત્માને ચોરી, જુઠ, મૈથુન, હિંસા આદિ ન કરવા લાયક પાપકાર્યો કરવામાં જ ચતુરાઈપૂર્વક પ્રવર્તાવે છે. પોતાના આત્માને પાપકાર્યોમાં જ જોડે છે. તેમાં જ તન્મયતા કરે છે.
દારૂડીયાની સાથે તેના કહેવાતા મિત્રો જેમ તાળીઓ પાડીને ઉંચા ઉંચા અવાજે બીભત્સ શબ્દો બોલતા છતાં દારૂડીયાને રમાડે છે તેમ સગાં-વહાલાંઓ-સ્નેહીજનો પોતપોતાની ઈચ્છાઓ અને આશાઓ પૂર્ણ કરવા માટે આ જીવને આવા પ્રકારના પાપકાર્યોમાં જોડે છે. જેમ જેમ પોતપોતાની ઈચ્છાઓ આ જીવથી સંતોષાતી જાય છે તેમ તેમ આ જીવને માન આપીને, પ્રશંસા કરીને, પ્રેમ બાંધીને આવાં પાપકાર્યો કરાવવા દ્વારા ચાર ગતિરૂપી સંસારમાં ભમાડાય છે અને પોતાના અસલી મૂલ-સ્વરૂપને ભૂલી ગયેલો-મોહાધ બનેલો આ જીવ પણ મોહાશ્વેતાના કારણે આવાં પાપકાર્યો કરીને ચાર ગતિરૂપ સંસારમાં લડથડીયાં ખાતો ખાતો રખડે છે. આ કારણથી જ જેમ મદિરાપાન ત્યજવા જેવું છે તેવી જ રીતે સંસારી ભાવોનો મોહ પણ ત્યજવા યોગ્ય છે. એ જ શ્રેયસ્કર માર્ગ છે. ગુરુજી આપણને આ શ્લોકમાં આવો ઉપદેશ આપે છે. આપણા
निर्मलस्फटिकस्येव, सहज रूपमात्मनः । अध्यस्तोपाधिसम्बन्धो, जडस्तत्र विमुह्यति ॥६॥
ગાથાર્થ - આત્માનું સ્વાભાવિક મૂલસ્વરૂપ નિર્મળ સ્ફટિકના જેવું શુદ્ધ છે. પરંતુ આરોપિત કરાયેલા ઉપાધિઓના સંબંધવાળો મૂર્ખ મનુષ્ય તેમાં (આરોપિત સ્વરૂપમાં) મોહ પામે છે. દા.
ટીકા :- “નિર્મત” રૂતિ-નિર્મન્નટિસ્થ નિર્દોષનિરાવર નર્સરીટિસ્થ इव आत्मनः ज्ञायकद्रव्यस्य सहजं स्वाभाविकं शुद्ध रूपमस्तीत्यनेन वस्तुवृत्या आत्मा स्फटिकवत् निर्मल एव-निस्सङ्ग एव, सङ्ग्रहनयेन आत्मा परोपाधिसङ्गी एव नास्ति, परमज्ञायक-चिदानन्दरूपः, अध्यस्तोपाधिसम्बन्धः- 'प्राप्तपुद्गलसंसर्गजकर्मोपाधिसम्बन्धः, अनेकग्लान-म्लानावस्थः जडः वस्तुस्वरूपापरिज्ञानी तत्र उपाधिभावे मुह्यतिएकत्वं प्राप्नोति ।
વિવચન :- જેમ સ્ફટિક નામનું દ્રવ્ય નિર્મળ હોય છે તેમ આ આત્મા અત્યન્ત નિર્મળ સ્વરૂપવાળો છે. કોઈપણ જાતના ભાંગવા-તુટવાના કે ચિરાડ પડવાના દોષ વિનાનું ૧. અહીં કોઈ કોઈ પ્રતમાં પ્રાપ્ત ને બદલે ત્પિત શબ્દ છે. તે શબ્દ વધારે સંગત છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૮
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
સ્ફટિક જેમ સ્વાભાવિક હોય છે અને તેના ઉપર કોઈ આવરણ હોતું નથી. તથા તે સ્ફટિકની અંદર કોઈ અન્ય દ્રવ્યનો સંગ હોતો નથી. આવા પ્રકારના નિર્દોષ-નિરાવરણ અને નિઃસંગ એવા સ્ફટિકનું રૂપ જેમ અત્યન્ત નિર્મળ અને સહજ હોય છે. તેની જેમ જ વસ્તુતત્ત્વને જાણવામાત્રનું સ્વરૂપ છે જેનું એવા જ્ઞાયકસ્વભાવવાળા આત્મા નામના દ્રવ્યનું પણ સ્વાભાવિક સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, નિર્દોષ છે, નિરાવરણ છે અને નિઃસંગ છે. કાદવમાં પડી ગયેલી સોનાની લગડી ભલે ચારે બાજુ કાદવથી લપેટાયેલ હોય તો પણ તે લગડી પોતે વાસ્તવિકપણે કાદવ બની ગઈ નથી. એટલે જ કાદવ દૂર કરીને અસલી-મૂલસ્વરૂપમાં લાવી શકાય છે તેમ આ આત્મા પણ વાસ્તવિક રીતિ પ્રમાણે તો સ્ફટિકની જેમ તથા સોનાની લગડીની જેમ નિર્મળ જ છે, નિરાવરણ જ છે અને નિઃસંગ જ છે.
સંગ્રહનય જે સદંશગ્રાહી છે. વસ્તુની અંદર જે સત્ અંશ છે તેને ગ્રહણ કરવા વાળી જે દૃષ્ટિ છે તેને સંગ્રહનય કહેવાય છે. આ સંગ્રહનયની અપેક્ષાએ આ આત્મા પરદ્રવ્યરૂપ ઉપાધિના સંગવાળો પણ નથી જ. કારણ કે લાડવો કાદવમાં પડ્યો છતો કાદવ બની જાય છે. તેમ સ્ફટિક કે સોનાની લગડી કાદવમાં પડી છતી કાદવ બની જતી નથી. તેમ આત્મા પણ પરદ્રવ્યોથી વીંટાવા છતાં પણ પરદ્રવ્યરૂપે બની જતો નથી, તેથી વાસ્તવિકપણે તો તેને પરદ્રવ્યનો સંગ થયો જ નથી, તે તો અલિપ્તદ્રવ્ય જ છે, સિદ્ધ પરમાત્મા સમાન છે. માત્ર સાંયોગિકભાવે સાથે મળ્યા છે. પરમાર્થથી તો આ આત્મા પરમજ્ઞાયક સ્વભાવવાળો છે. ચિદાનંદમય = જ્ઞાનના આનંદ સ્વરૂપવાળો છે. સ્ફટિકની પાછળ લાલ-લીલાં પુષ્પો ધરવાથી જેમ લાલ-લીલા રંગની ઉપાધિથી પ્રતીતિ થાય છે તેમ આરોપિત કરાયેલા ઉપાધિના સંબંધવાળો આ આત્મા છે. પુદ્ગલોના સંસર્ગથી ઉત્પન્ન થયેલ એવાં કર્મોની ઉપાધિના સંબંધવાળો આ આત્મા છે. જેમ સ્ફટિક વ્યવહાર દૃષ્ટિએ કાદવથી ખરડાયેલ કહેવાય અને નિશ્ચયદૃષ્ટિએ શુદ્ધ કહેવાય તેમ આ આત્મા પણ વ્યવહારનયે કર્મોરૂપી ઉપાધિના સંબંધવાળો બનેલો કહેવાય છે. પરમાર્થ-દૃષ્ટિએ સ્ફટિક જેવો શુદ્ધ કહેવાય છે.
પરમાર્થના સ્વરૂપને ન જાણનારો, ઉપરછલ્લી દૃષ્ટિવાળો, સાંસારિક પ્રાપ્ત થયેલાં દુઃખો જોઈને અનેક પ્રકારની ગ્લાનિ અને મ્લાનિની અવસ્થાવાળો, ક્યારેક હસતો, ક્યારેક રડતો, ક્યારેક ગુસ્સાવાળો, ક્યારેક અભિમાનવાળો એવો જડ જેવો મૂર્ખ આ જીવ, કર્મોદયજન્ય દુઃખ-સુખને પોતાના આત્માનું સાચું સ્વરૂપ માની લઈને ત્યાં ઉપાધિજન્ય ભાવોમાં મુંઝાય છે. કર્મોદયરૂપ ઉપાધિથી આત્માની બનેલી સુખી અવસ્થામાં અથવા દુઃખી અવસ્થામાં એકતાને પામી જાય છે. તેની સાથે વ્યાપક બની જાય છે. તેને જ સાચી માની લે છે અને એટલે જ હર્ષ-શોક-ક્રોધ-માનાદિ વિકારીભાવોને પામે છે. તેથી જ નવાં નવાં કર્મો બાંધીને દુ:ખી થાય છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
મોહત્યાગાષ્ટક – ૪
જ્ઞાનમંજરી
यथा मूर्खः श्यामनीलपीतादिपुष्पसंयोगात् स्फटिकाभेदरीत्या नीलपीतस्वभावं जानाति, तथा वस्तुस्वरूपावबोधविकलो जीवो मिथ्यात्वाविरतिकषाययोगनिमित्ताद् बद्धैकेन्द्रियादिनामकर्मोदयाद् एकेन्द्रियादिभावमापन्नं एकेन्द्रियादिरूपमेव मन्यते, " एकेन्द्रियोऽहम्, विकलेन्द्रियोऽहम्, पञ्चेन्द्रियोऽहम् इति जानाति परं शुद्धं स्वीयं सच्चिदानन्दरूपं निर्मलं स्वरूपं नावबुध्यतीति मूर्खतापरिणतिः ।
૧૨૯
જેમ મૂર્ખ મનુષ્ય શ્યામ, નીલ અને પીત (કાળા-નીલા અને પીળા રંગના) પુષ્પોના સંયોગથી સ્ફટિકરત્નમાં પડેલા શ્યામ, નીલ, પીત એવા પ્રતિબિંબને સાચું માનીને સ્ફટિક જ શ્યામ, નીલું અને પીળું બની ગયું છે એમ અભેદભાવ માનવાની રીતિ મુજબ સ્ફટિકને જ શ્યામ, નીલ અને પીતભાવે પરિણામ પામેલું જાણે છે. તેવી જ રીતે પદાર્થના સાચા સ્વરૂપના અવબોધ વિનાનો જીવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના નિમિત્તથી બંધાયેલ એકેન્દ્રિયાદિ જાતિનામકર્મના ઉદયથી એકેન્દ્રિયાદિ ભાવને પામેલ આ જીવને એકેન્દ્રિયાદિ સ્વરૂપ જ છે આમ માની લે છે. રામલીલા રમવા આવેલા પાત્રોમાં કોઈ સીતાનું પાત્ર ભજવે અને કોઈ રામચંદ્રજીનું પાત્ર ભજવે, તેને વાસ્તવિક સીતા-રામ જ સમજી લે છે. પતિ-પત્ની જ છે આમ માની લે છે. તે સ્ત્રીને સતી માનવી અને તે રામચંદ્રજીને પૂજ્ય અને ન્યાયસંપન્ન રાજા માની લેવા - આ જેમ ભ્રમ છે, ભૂલ છે. કારણ કે આ તો નાટકમાત્ર ભજવાય છે. તેવી જ રીતે “હું એકેન્દ્રિય છું, હું વિકલેન્દ્રિય છું અને હું પંચેન્દ્રિય છું’” આમ આ જીવ પણ પોતાની જાતને જે જાણે છે, તે પણ ભૂલ જ છે, ભ્રમ જ છે. પૂર્વબદ્ધ કર્મોદયજન્ય આ પણ નાટક સ્વરૂપ જ છે. જીવનું વાસ્તવિક અનાદિ-અનંત સહજસ્વરૂપ આ નથી. મૂર્ખ મનુષ્ય તેને જ સાચું માનીને હર્ષ-શોકાદિ કરે છે. પરંતુ શુદ્ધ એવું પોતાનું જ્ઞાનના આનંદમય પારિણામિક ભાવવાળું, સ્વાભાવિક નિર્મળ સાચું સ્વરૂપ છે તેને તો આ જીવ જાણતો જ નથી. આવા પ્રકારની મૂર્ખ જીવની આ મૂર્ખતાની પરિણતિ છે. મૂર્ખ જીવ શું નથી કલ્પતો ? તેમ કર્મોદયજન્ય સુખ-દુઃખથી આ જીવને સુખી-દુઃખી માનવો. આ પણ ભ્રમમાત્ર જ છે. માટે હે જીવ ! તું કંઈક સમજ. આ સાંસારિક અવસ્થાઓ તારી પોતાની નથી, કર્મોદયથી આવેલી છે અને કર્મોદય સમાપ્ત થતાં જવાવાળી છે. સ્ફટિકની આગળ શ્યામાદિ પુષ્પો ધરો ત્યારે શ્યામાદિ ભાવો દેખાય છે અને પુષ્પાદિ લઈ લો તો શ્યામાદિ ભાવો દેખાતા નથી. તેથી નિશ્ચિત થાય છે કે તે શ્યામાદિ ભાવો સ્ફટિકના પોતાના નથી, કૃત્રિમ છે, ઔપચારિક છે, આરોપિત છે. તેમ આ જીવમાં પણ એકેન્દ્રિયાદિ ભાવો કલ્પિત છે, આરોપિત છે, ઔપચારિક છે પણ વાસ્તવિક નથી. જીવનું પોતાનું પારિણામિકભાવવાળું સહજ સ્વરૂપ નથી. તેને સહજસ્વરૂપ માની લેવું તે મૂર્ખતાની જ પરિણિત છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
पुनः तत्त्वज्ञः खानिस्थवज्रं समलं सावरणं समृदपि रत्नपरीक्षकवत् वज्रत्वेन अवधारयति, एवं ज्ञानावरणाद्यावृतमतदाकारं ज्ञानज्योतिः प्रकाशविकलमपि आत्मानं पूर्णानन्दं सहजाप्रयासानन्दसंदोहं सर्वज्ञं सर्वतत्त्वस्वरूपाभिन्नमात्मानं सम्यग्ज्ञानबलेन निर्धारयतीति, इत्यनेन आत्मा शुद्ध एव श्रद्धेयः, उपाधिदोषस्तु सन्नपि तादात्म्याभावात् संसर्गजत्वाद् भिन्न एव निर्धार्य इति ॥ ६ ॥
૧૩૦
ખાણમાં રહેલું વજ્રરત્ન ભલે મલીન હોય, આવરણવાળું હોય અને માટી સહિત હોય તો પણ રત્નની પરીક્ષા કરનારો વિચક્ષણ પુરુષ જેમ તેને વજ્રરત્ન તરીકે જાણે છે તેમ જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મના ઉદયથી આવૃત થયેલા પણ વાસ્તવિકપણે તદાકારતાને નહી પામેલા, જ્ઞાનાત્મક જ્યોતિસ્વરૂપ જે પ્રકાશ છે તે (પ્રકાશ ઢંકાયેલો હોવાથી તે) પ્રકાશ વિનાના જીવને પણ સત્તાથી પૂર્ણ પ્રકાશવાળો, પૂર્ણ આનંદવાળો, સ્વાભાવિક અને અપ્રયાસસાધ્ય (પ્રયત્ન વિના જ પ્રાપ્ત કરવા લાયક) એવા આનંદના સમૂહમય, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ પ્રકારના તાત્ત્વિક સ્વરૂપથી અભિન્ન એવો નિર્મળ શુદ્ધ આત્મા છે એમ તત્ત્વને જાણનારો જ્ઞાની પુરુષ સમ્યજ્ઞાનના બલ વડે જાણે છે, નિશ્ચય કરે છે. આ રીતે આ આત્મા શુદ્ધ જ છે આવી શ્રદ્ધા કરવી. કર્મોદય સ્વરૂપ ઉપાધિથી પ્રાપ્ત થયેલું એકેન્દ્રિયાદિપણું જો કે આ જીવમાં આવેલું છે, પરંતુ તે રામલીલા રમવા આવેલા પાત્રોએ પહેરેલા સીતા અને રામના પહેરવેશ જેવું હોવાથી તે ઉપાધિજન્ય દોષ હોવા છતાં પણ તેની સાથે તાદાત્મ્યભાવ ન હોવાથી અને તે સ્વરૂપ માત્ર કર્મોદયના સંસર્ગજન્ય જ હોવાથી આત્મા તેનાથી સર્વથા ભિન્ન જ છે. (નાટક ભજવનાર પાત્રો જેમ સીતા સ્વરૂપે કે રામસ્વરૂપે પરિણામ પામ્યાં નથી. તેમ કર્મજન્ય આ ઔપાધિક સ્વરૂપથી શુદ્ધ આત્મા પણ ભિન્ન જ છે એમ સ્વીકારવું જોઈએ.) એકેન્દ્રિયાદિ ભવો, સુખી-દુઃખી અવસ્થા, રાજા-રંકપણું, રોગીનિરોગીપણું, સ્ત્રી-પુરુષપણું, ઈત્યાદિ સર્વે પણ સાંસારિક અવસ્થાઓ ઔદિયકભાવની જ માત્ર છે. કર્મોદયથી આવેલી છે અને કાલાન્તરે જવાવાળી છે. પારિણામિક ભાવની નથી. તેથી હે જીવ ! આવી અવસ્થાઓને મારી છે એમ માની લેવું અને તેનાથી રાગ-દ્વેષાદિ કરવા તે કેવલ તારી મૂર્ખતા જ છે. હે જીવ ! તું કંઈક તત્ત્વ સમજ. આવો ઉપદેશ ગુરુજી આપણને આપે છે. દા
मोही जीव: परवस्तु आत्मत्वेन जानन् आरोपजं सुखं सुखत्वेन अनुभवति । भेदज्ञानी तु आरोपजं सुखं दुःखमेवेति निरावरणाय यतते, तदुपदिशन्नाह
મોહના ઉદયમાં અંધ બનેલો મોહાન્ધ જીવ પરવસ્તુને પોતાની છે એમ જાણતો છતો આરોપિત સુખને સુખ તરીકે માનીને સુખરૂપે અનુભવે છે. પરંતુ ભેદજ્ઞાની આત્મા (પરદ્રવ્ય
Page #164
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪
૧૩૧ એ પરવસ્તુ છે, મારું દ્રવ્ય નથી, મારું સ્વરૂપ નથી. શરીર પણ મારું દ્રવ્ય નથી આવું સમજનારો તત્ત્વજ્ઞાની આત્મા આરોપિત સુખને-પૌદ્ગલિક સુખને દુઃખ જ છે એમ માનીને તેના નિવારણ માટે ભોગસુખોનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. આવા પ્રકારનો ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે –
अनारोपसुखं मोह-त्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ॥७॥
ગાથાર્થ - મોહના ત્યાગથી અનારોપિત (પારમાર્થિક) સુખને સ્વયં અનુભવવા છતાં પણ આરોપિત સુખ (ભૌતિક સુખ) જ છે પ્રિય જેને એવા લોકોની સમક્ષ (આરોપિત) સુખને સુખ કહેતાં આશ્ચર્યવાળા થાય છે. IIણા
ટીકા :- “નારીતિ" = ૩નારોપનું સન્ન સુર્ઘ સ્વપજ્ઞાનનિરપ્રામાવરૂપ सुखम्, मोहत्यागाद्-मोहक्षयोपशमाद् अनुभवन्नपि-भुञ्जन्नपि, आरोपः-मिथ्योपचारः प्रियः येषां ते आरोपप्रियाः, आरोपप्रियाश्च ते लोकाश्च आरोपप्रियलोकाः, तेषु आरोपसुखं वक्तुमाश्चर्यवान् भवेत् ? अत्र काकूक्तिः , अपि तु न भवेत्, येन आरोपजं सुखं प्राप्तं स आरोपजसुखे आश्चर्यवान्-चमत्कारवान् भवति ।
વિવેચન :- જે અનારોપજન્ય સુખ છે એટલે કે આત્માના ગુણોને અનુભવવાના આનંદ સ્વરૂપ જે પારમાર્થિક સુખ છે તેને ૬ થી ૧૩ ગુણસ્થાનકોમાં વર્તતા યોગી પુરુષ મોહના ક્ષાયોપથમિક ભાવથી અને ક્ષાયિક ભાવથી અનુભવતા હોવા છતાં પણ આરોપિતકલ્પિત-મિથ્યા ઉપચારવાળા સુખનો જ આનંદ છે પ્રિય જેને એવા જે સાંસારિક લોકો છે તે આરોપશ્ચિયલોક કહેવાય છે જેઓ ઈન્દ્રિયજન્ય સુખને જ સુખ સમજે છે. બીજા સુખની જેઓને કોઈ કલ્પના પણ નથી તેવા આરોપપ્રિય લોકોની વચ્ચે “આરોપિત સુખને” “આ સુખ છે” એમ કહેતાં પણ તે યોગીઓને આશ્ચર્ય ઉપજે છે. અર્થાત્ આ સાંસારિક સુખ એ સુખ છે એમ કહેવાને જરા પણ સમર્થ બનતા નથી. જેના વડે આરોપિત સુખ પ્રાપ્ત કરાયું છે. તે જીવ આરોપિત સુખ પ્રાપ્ત થયે છતે હું ઘણો સુખી છું એમ માનીને આશ્ચર્યવાન બને છે.
અહીં કાકૂક્તિ છે. જ્યાં પ્રશ્નનો ઉત્તર આપવાનો હોય તેને બદલે પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન દ્વારા જ આપવામાં આવે તેને કાકૂક્તિ કહેવાય છે. ભોગીના ભોગસુખને જોઈને યોગી આશ્ચર્યવાન બનતા નથી પણ ભોગી ઉપર દયાવાળા બને છે એમ સમજાવવું છે પણ તે પ્રમાણે સમજાવવા માટે પ્રશ્ન કરવા પૂર્વક કહે છે માટે તે કાકૂક્તિ કહેવાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૨ મોહત્યાગાષ્ટક- ૪
જ્ઞાનસાર ભાવાર્થ આમ સમજાય છે કે “વસ્તુમાર્યવાન્ ભવેત્” આ અન્તિમ વાક્યમાં ? આવું પ્રશ્નાર્થચિહ્ન લેવું કે ન લેવું એમ દ્વિધા જણાય છે. મૂલ શ્લોકમાં ખાસ કોઈ પુસ્તકમાં કે પ્રતમાં પ્રશ્નાર્થચિહ્ન દેખાતું નથી, છતાં ટીકાકાર શ્રી દેવચંદ્રજી મહારાજશ્રીને કોઈ પ્રતમાં જણાયું હશે તેથી પ્રથમ પ્રશ્નાર્થચિહ્ન રાખીને અર્થ કરે છે અને પછીથી અથવા લખીને પ્રશ્નાર્થચિહ્ન વિના અર્થ કરે છે. પ્રથમ અર્થ આ પ્રમાણે છે -
યોગીને યોગદશામાં જ સુખ લાગે છે તેને જ સુખરૂપે અનુભવે છે. આવા પ્રકારનું યોગદશાનું સુખ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આનંદ-આનંદ થાય છે, આશ્ચર્ય પામે છે અને પરાધીનતા વિના સ્વતંત્રપણે ગુણોના સુખનો આનંદ માણે છે. પરંતુ ભોગી જીવ ભોગસુખોની જ પ્રીતિવાળો છે. તેથી જેમ જેમ સાંસારિક ભોગસુખો પ્રાપ્ત થતાં જાય છે તેમ તેમ ગાડીબંગલા વગેરે જોઈને આશ્ચર્ય પામે છે, ચમત્કારને અનુભવે છે. તેની રહેણી-કરણી, બોલવાચાલવાની છટા બદલાઈ જાય છે. મુખના હાવભાવ અને રૂવાબ જુદી જ જાતના થઈ જાય છે. દુનિયાના લોકોને દબાવતો ચાલે છે, પરંતુ ભોગીના તે ભોગસુખો જોઈને યોગીને તેમાં શું આશ્ચર્ય થાય ? અર્થાત્ ન થાય. કારણ કે આ સુખો અનંતીવાર જીવ વડે પ્રાપ્ત કરાયાં છે અને ચાલ્યાં ગયાં છે. સુખો ત્યાં ને ત્યાં જ મૂકીને આવ્યા છીએ. માટે તે કાયમી નથી, નાશવંત છે. સ્વાધીન નથી, પરાધીન છે. લોખંડની બેડી હોય કે સુવર્ણની બેડી હોય તેમાં સુવર્ણ દેખીને શું આશ્ચર્ય પામવાનું? આખર તો બન્ને બેડી જ હોવાથી બંધનતા તો તુલ્ય જ છે. ભોગી જે ગાડી-વાડી જોઈને મલકાય છે તેને જ જોઈને યોગીને ભોગી ઉપર ભાવદયા ઉપજે છે. ભોગી પુરુષ યોગીની સામે પોતાના બંગલાનું આશ્ચર્ય સાથે વર્ણન કરે છે કે મેં આ બંગલામાં આવી આવી સુવિધાઓ કરાવી છે. તે સાંભળીને યોગીપુરુષ “આ બધું આરોપિત સુખ એ સાચું સુખ છે” એમ કહેવાને માટે ભોગીની જેમ આશ્ચર્યવાન કેમ બને ? અર્થાત્ ન જ બને. કારણ કે તે યોગીપુરુષ સમજે છે કે આ ભોગી જીવ મોહાધ બનેલો છે એટલે સુખ માને છે પણ વાસ્તવિક પરાધીનતા જ છે, દુઃખ જ છે. આ જીવ વધારે વધારે ફસાયો છે. હવે જલ્દી સંસારના ફંદામાંથી નહીં નીકળી શકે - એમ સમજીને ભાવદયા હૃદયમાં ચિંતવે છે. ભોગીજીવ જેને સુખ કહે છે તેને આવા યોગીપુરુષ સુખ કેમ કહે ? તેને આવું અદ્ભુત ભૌતિક સુખ મળ્યું એમ તે મહાત્મા તેમની જીભે કેમ કહે ? તે સુખને સુખ છે એમ સાંભળવામાં પણ તેમને ભીંત ભૂલ્યાનો અનુભવ થતો હોય છે ત્યાં આવા સુખને જોઈને આશ્ચર્ય કેમ થાય? આ સુખ તો ભવોભવમાં ભોગવેલું હોવાથી તેમાં નવાઈ શું છે ? એમ સમજીને આશ્ચર્ય થતું નથી. પ્રશ્નાર્થચિહ્ન લઈએ તો આ ભાવ નીકળે છે. હવે ટીકાકારશ્રી અથવા શબ્દ કહીને પ્રશ્નાર્થક ચિહ્ન વિનાના વાક્યથી બીજો અર્થ પોતે જ ટીકામાં જણાવે છે -
Page #166
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક-૪
૧૩૩ अथवा अनारोपसुखानुभवी आरोपप्रियलोकेषु अग्रे आरोपजं सुखं "सुखमिति" वक्तुमपि आश्चर्यवान् भवति, वक्तुं न समर्थो भवति, सुखाभावात् सुखकारणाभावात् । तच्च वस्तुवृत्या दुःखरूपे सुखमिति लोकार्थमुक्तेऽपि स्वयमाश्चर्यवान् भवेत, किमक्तमिदं मया? नेदं सखम, अतः परमसम्भवे सखे सखाभासः निवारणीयः मोहमूलत्वात्, पौद्गलिके सुखे सुखभ्रान्तिरेव अभ्यन्तरं मिथ्यात्वमिति ॥७॥
અથવા અનારોપસુખના (આત્મગુણોના આનંદના) અનુભવી એવા યોગીપુરુષ આરોપિત સુખોની પ્રીતિવાળા લોકોની આગળ તે લોકોને માઠું ન લાગે તેટલા માટે અર્થાત્ તેઓ જેવા પ્રસન્ન છે તેવા પ્રસન્ન જ રહે, ઉદાસ ન બની જાય તેટલા માટે “આ સુખ પણ સુખ છે” આવું ક્યારેક તે લોકોની સમક્ષ કહેવું પડે, તો તે કહેવા માટે પણ મનમાં આશ્ચર્યવાળા બને છે. મન માનતું નથી, “આ સુખ છે” આવું કહેવાનું હૃદય સમર્થ બનતું નથી, કારણ કે પાંચ ઈન્દ્રિયોનાં જે વિષયસુખો છે તે સુખસ્વરૂપ પણ નથી અને સુખના કારણસ્વરૂપ પણ નથી, તેનાથી જીવને શાન્તિ મળતી નથી પરંતુ ઉપાધિઓની પરંપરા જ વધે છે. રાત-દિવસ ક્લેશ, કડવાશ અને વેર-ઝેર જ વધે છે. માટે વાસ્તવિકપણે તે સંસારનું ભૌતિક સુખ દુઃખરૂપ જ છે. છતાં લોકોને માઠું ન લાગે તે માટે લોકોએ માની લીધેલા દુઃખરૂપ સુખમાં “હવે તમે સુખી થયા” “તમે સુખ પામ્યા” હે ભાગ્યશાળી ! તમે તો સુખી છો. આમ કહેવું પડે તો પણ તે બાબતમાં યોગીપુરુષને હૃદયમાં આશ્ચર્ય થાય છે કે “અરે ! મારા વડે આ શું કહેવાઈ ગયું ?” આ સુખ છે જ નહીં, દુઃખોની પરંપરા, ઉપાધિઓ અને ચિત્તાઓ જ આપનારું આ સુખ છે. આમ હૃદયમાં ભૂલ થયાનું ખેદ સાથે આશ્ચર્ય થાય છે. આ બીજો અર્થ અથવા લખીને જે કર્યો છે તે પ્રશ્નાર્થકચિહ્ન નથી એમ જાણીને આશ્ચર્યવાળા બને છે” એમ વિધાયક તરીકે અર્થ કર્યો છે.
આ કારણથી પરપદાર્થોથી ઉત્પન્ન થયેલા સખમાં “આ સખ છે” એવી સખપણાની બુદ્ધિ મોહાશ્વેતામૂલક હોવાથી નિવારણ કરવા જેવી છે. ત્યજવા જેવી છે. પૌદગલિક સુખોમાં સુખ માનવું એ બ્રાન્તિ જ છે અને તે અભ્યત્તર મિથ્યાત્વ જ છે, અવળી બુદ્ધિ છે. જ્ઞાનીઓ જેને દુઃખ કહે છે તેને સુખ માનવું અને સુખ કહેવું તે વિપરીત બુદ્ધિ હોવાથી હૃદયગત મિથ્યાત્વ છે. કુદેવ-કુગુરુને ત્યાં જતા-આવતા હોઈએ, નમન-વંદન કરતા હોઈએ તો કોઈક લોકો પણ દેખે, કોઈક રોક-ટોકે, કોઈક સમજાવીને વારે, માટે તે બાહ્ય મિથ્યાત્વ છે, પણ આ વિપરીત બુદ્ધિ હૃદયની અંદર છે, બીજા લોકોને દેખાતી નથી. કોઈ આપણને આ વિપરીત બુદ્ધિથી રોક-ટોકી શકતું નથી, કોઈ સમજાવી શકતું નથી, કોઈ વારી શકતું નથી. માટે અભ્યત્તર મિથ્યાત્વ છે. આશા
Page #167
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૧૩૪
મોહત્યાગાષ્ટક-૪ यश्चिद्दर्पणविन्यस्त-समस्ताचारचारुधीः ।
क्व नाम परद्रव्येऽनुपयोगिनि मुह्यति ? ॥८॥ ગાથાર્થ :- જ્ઞાનરૂપી દર્પણમાં જ સ્થાપન કરેલા એવા સમસ્ત પંચાચારના પાલન દ્વારા મનોહર બની છે બુદ્ધિ જેની એવા જે યોગી પુરુષ છે તે બીનજરૂરી એવા પરદ્રવ્યમાં કેમ મોહ પામે? IIટા.
ટીકા :- “દિર્ઘાતિ-યઃ પુરુષ: મામાનુાતાશય-ત્રિ-જ્ઞાનં સર્વપાર્થपरिच्छेदकम्, तदेव दर्पणम्-आदर्शः, तेन (तस्मिन् ) विन्यस्ताः स्थापिताः समस्ता ज्ञानाद्याचाराः (येन सः), तेन चारुमनोहरा धीर्बुद्धिर्यस्य सः पुरुषः, नाम इति कोमलामन्त्रणे, परद्रव्ये-पुद्गलादौ अनुपयोगिनि-अकिञ्चित्करे, केनापि (कस्मिन्नपि) कार्ये ग्रहीतुमयोग्ये क्व मुह्यति ? इत्यर्थः, यो ज्ञानादिपञ्चाचारेण संस्कारितोपयोगी आत्मानन्दं ज्ञानदर्पणे पश्यन् परद्रव्ये कथं मुह्यति ? नैवेति ।
વિવેચન :- જે પુરુષ આગમશાસ્ત્રોને અનુસરવાના આશયવાળો છે. અર્થાત્ આગમશાસ્ત્રોને અનુસરનારું ત્રણે કાલના, ત્રણે લોકના, સર્વ પદાર્થોને જણાવનારું જે જ્ઞાન છે તે જ્ઞાનરૂપી દર્પણમાં જ સ્થાપિત કર્યા છે પંચાચાર જેણે એવો જે પુરુષ છે. તથા તે પંચાચારના પાલન વડે મનોહર (નિર્મળ) બની છે બુદ્ધિ જેની એવો જે યોગીપુરુષ છે. સારાંશ કે આગમશાસ્ત્રોને અનુસારે નિર્મળ શુદ્ધ સ્યાદ્વાદપૂર્વકના સમ્યજ્ઞાન સહિત નિર્દોષપણે પંચાચારનું પાલન કરતાં કરતાં સંસ્કારિત અને શુદ્ધ બુદ્ધિવાળા જે યોગી મહાત્મા બન્યા છે તે મહાપુરુષ અનુપયોગી-જેમાં આત્માનું કંઈ પણ ભલું થવાનું નથી એવાં - અકિંચિત્કર, - આધ્યાત્મિક કોઈપણ કાર્ય કરવા માટે ગ્રહણ કરવાને અયોગ્ય (આધ્યાત્મિક કાર્ય કરવામાં ડખલગિરિ કરનારાં) એવાં પુદ્ગલોની સારી કે નઠારી રચનામાં કેમ મોહ પામે ?
જે મહાત્મા પુરુષ ઉત્તમ એવા જ્ઞાનાચાર-દર્શનાચાર વગેરે પાંચ આચારોનું સુંદર પાલન કરવાપૂર્વક અતિશય નિર્મળ અને સંસ્કારિત ઉપયોગવાળા બન્યા છતા પોતાના આત્માના સુખગુણને અનુભવવાનો આનંદ જ્ઞાનની મસ્તીમાં જ માણતા હોય છે તે મહાત્મા પુરુષો અકિંચિત્કર અને આત્મકલ્યાણમાં વિજ્ઞભૂત (મોહ ઉત્પન્ન કરવા વડે રાગ-દ્વેષ કરાવવા દ્વારા આત્મ-કલ્યાણમાં વિન કરનારા) એવા સારા-નરસા પદ્ગલિકભાવોના બનેલા પદ્રવ્યમાં મોહ કેમ પામે? અર્થાત્ આવા જ્ઞાનીઓ જ્ઞાનસુખને માણતા છતા પુદ્ગલસુખમાં રાચતા-માચતા નથી જ.
Page #168
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪
૧૩૫ तत्त्वज्ञानविकलानामनादिमिथ्यात्वासंयमवतां स्वरूपानुभवशून्यानामेव परद्रव्यानुभवः । तत्र सुखभ्रान्तिरूपो मोहः । स्वभावधर्मनिर्धार-भासन-रमणानुभवसुखास्वाद-लीनानां न मोहः । अतः आत्मस्वरूपैकत्वमेव मोहत्यागोपायः, अत एव अनादिभ्रान्तिमपहाय आत्मानुभवरसिकतया भवनीयम् । आत्मस्वरूप-श्रद्धान-भासनरमणानुभवोद्यमवता' स्थातव्यमिति तत्त्वम् ।
__ आगमश्रवणकुसङ्गत्यागात् तत्त्वरुचितत्त्वज्ञानबलेन संयोगजं सर्वमनित्यमशरणं संसारहेतुः, आत्मा एकः सर्वपदार्थान्तरम्, आत्मव्यतिरिक्तपरस्पर्श एवाशुचिः । परानुयायिता एव आश्रवाः, स्वरूपानुगमनं संवरः, उदीर्णके अमग्नता, इत्यादि परिणत्या मोहत्यागो विधेयः ॥८॥
જે આત્માઓ તત્ત્વજ્ઞાન વિનાના છે. આત્મતત્ત્વના સ્વરૂપથી અજાણ છે. અનાદિકાલથી મિથ્યાત્વદશા (વિપરીત બુદ્ધિ) અને અવિરતિભાવવાળા છે તથા આત્માના નિર્મળ અને શુદ્ધ ગુણોનો અનુભવ જેણે જાણ્યો-માણ્યો નથી એવા ભોગાસક્ત જીવોને જ પરદ્રવ્યમાં (પદ્ગલિક પદાર્થોના સુખમાં તથા પોતાના આત્મા સિવાય અન્ય આત્માઓમાં પ્રીતિ-અપ્રીતિ કરવા દ્વારા) સુખબુદ્ધિ કરવા વડે આનંદનો અનુભવ થાય છે. જેમ ભૂંડને કાદવની અંદર રમવામાં, માખીને વિષ્ટા અને શ્લેષ્માદિ અશુચિમાં બેસવાનો આનંદ આવે છે તેમ મોહાસ એવા ભોગી જીવોને પરદ્રવ્યના ભોગમાં જ આનંદ આવે છે. ત્યાં સુખ નથી પણ મોહાલ્પતાથી સુખબુદ્ધિ થાય છે તે સુખની ભ્રાન્તિ સ્વરૂપ મોહ માત્ર જ છે.
જે મહાત્મા પુરુષો આત્માના શુદ્ધ, નિર્મળ અને નિર્દોષ એવા સ્વાભાવિક ધર્મોમાં જ શ્રદ્ધા રાખવાપૂર્વક તે જ ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાપૂર્વક તે જ ધર્મોમાં રમણતા કરવા સ્વરૂપ રત્નત્રયીના અનુભવસુખના આસ્વાદમાં લીન બનેલા છે તે મહાપુરુષોને પરદ્રવ્યના સુખમાં મોહ થતો નથી. આ કારણથી શત્રુથી બચવા માટે જેમ તેના વિરોધીનું શરણું લેવું તે ઉપકારક થાય છે તેમ આત્માના સ્વરૂપની સાથે એકાકારતા એ જ મોહના ત્યાગનો એટલે કે મોહથી બચવાનો ઉપાય છે. આ કારણથી અનાદિકાલથી લાગેલો (પરમાં સુખબુદ્ધિનો) આ ભ્રમ ત્યજીને આત્માના ગુણોના સુખમાં જ રસિક થવાનો પ્રયત્ન આ જીવે કરવો જોઈએ. આત્માના જ રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપની જ શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાના અનુભવમાં જ ઉદ્યમશીલ
૧. અહીં ઘણી પ્રતોમાં રમUTIનુભવવતા શબ્દ છે. પૂજ્ય રમ્યગુણાશ્રીજી મ.સાહેબના સંપાદન કરાયેલા પુસ્તકમાં પાના નંબર ૩૦માં રમUIનુભવો યમવતા શબ્દ છે. પરંતુ પાઠના અર્થની સંગતિ કરતાં મUIનુમોદ્યમવતા હોવું જોઈએ એમ લાગે છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૬ મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર બનવું જોઈએ. એ જ આ તત્ત્વનો સાર છે. પરપદાર્થોને પરદ્રવ્ય જાણીને તેની પ્રીતિ ત્યજીને આત્મગુણોના સુખના આનંદમાં લયલીન થવું એ જ આ તત્ત્વ જાણવાનો સાર છે.
નિરંતર ગુરુગમ દ્વારા શાસ્ત્રોનું શ્રવણ, તત્ત્વોનું ચિંતન-મનન, કુસંગનો ત્યાગ, સત્સંગનું સતત સેવન ઈત્યાદિ ઉપાયો દ્વારા યથાર્થ તત્ત્વની રુચિ અને યથાર્થ તત્ત્વનું સમ્યજ્ઞાન મેળવવા વડે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરીને (કર્મોના ઉદયજન્ય) પરદ્રવ્યોના સંયોગથી પ્રાપ્ત થયેલી સર્વે પણ દુઃખસામગ્રી અને સુખસામગ્રી અનિત્ય છે (નાશવંત છે, અવશ્ય વિયોગ પામનારી છે), અશરણ છે (દુઃખાદિ કાલે રક્ષણ આપનારી નથી) તથા રાગ અને દ્વેષ કરાવવા દ્વારા સંસારવર્ધનનો (જન્મમરણની પરંપરા વધારવાનો) હેતુ છે. આવા પ્રકારની સબુદ્ધિ કરવી. આપણો આત્મા જ એક પોતાનો છે અને તે અન્ય પદાર્થોથી પદાર્થાન્તર છે. એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. પોતાનો આત્મા એ જ એક પોતાનો પદાર્થ છે. તેથી આત્માને છોડીને અન્ય કોઈપણ પર પદાર્થનો સ્પર્શમાત્ર કરવો તે પણ અપવિત્રતા જ છે. (કર્મબંધનો હેતુ છે). તેથી પરદ્રવ્ય પ્રત્યે ઈનિઝ બુદ્ધિ કરવા દ્વારા તેને અનુસરવાપણું એ જ કર્મબંધના આશ્રવો છે અને આત્માના નિર્મળ સ્વરૂપને અનુસરવાપણું એ જ એક સંવરમાર્ગ છે. માટે ઉદયમાં આવેલા પુણ્યકર્મ અને પાપકર્મમાં (પુણ્યોદયજન્ય સુખમાં અને પાપોદયજન્ય દુઃખમાં) અમગ્નતા રાખવી-ઉદાસીનપણું રાખવું. રતિ-અરતિ ન કરવી. કારણ કે કર્મોદયથી આવેલું આ સુખ-દુઃખનું સ્વરૂપ આત્માનું નથી, પરાયું છે, નાશવંત છે ઈત્યાદિ. અલિપ્ત ભાવનાવાળી આત્મપરિણતિ દ્વારા આ જીવે મોહનો ત્યાગ જ કરવો જોઈએ. આવા પ્રકારનો ઉપદેશ ગ્રંથકારશ્રી આપણને આ અષ્ટકમાં સમજાવે છે. [૮]
છે
ચતુર્થ મોહત્યાગાષ્ટક સમાપ્ત કરવા
Page #170
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૩૭
॥ अथ पञ्चमं ज्ञानाष्टकम् ॥
मोहत्यागश्च ज्ञानाद् भवति, अतः ज्ञानाष्टकं लिख्यते । तत्र ज्ञानलक्षणं व्यवहाराव्यभिचाररूपं सर्वपदार्थावबोधरूपं सामान्यविशेषात्मनि पदार्थजाते विशेषावबोधलक्षणं ज्ञानम्, ज्ञायतेऽनेनेति ज्ञानम् । उक्तञ्चोत्तराध्ययने -
एयं पंचविहं नाणं, दव्वाण य गुणाण य । पज्जवाणं च सव्वेसिं, नाणं नाणीहिं देसियं ॥२८/५॥
(૩ત્તરાધ્યયન અધ્યયન ર૮, કથા-૧) इति आत्मनः विशेषलक्षणम् ।
ઉપરના અષ્ટકમાં સમજાવેલા મોહનો (ઈનિઝ બુદ્ધિનો) ત્યાગ સમ્યજ્ઞાનથી થાય છે. સમ્યજ્ઞાન હોય તો જ મોહને જીતી શકાય છે. આ કારણથી હવે જ્ઞાનાષ્ટક લખાય છે. ત્યાં જ્ઞાનનું લક્ષણ આ પ્રમાણે સમજવું - (૧) વ્યવહારની સાથે આવ્યભિચાર ૩૫ જે હોય. (૨) સર્વે પણ પદાર્થોની જાણકારી સ્વરૂપ હોય અને (૩) સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મોથી યુક્ત એવા પદાર્થોના સમૂહની અંદર વિશેષ ધર્મોનો બોધ કરવા સ્વરૂપ જે જાણકારી હોય તેને જ જ્ઞાન કહેવાય છે. જે પદાર્થ જેવો હોય, જેવું તેનું નામ તથા સ્વરૂપ વ્યવહારતું હોય તેવો જ તેમાં બોધ કરવો તેને વ્યવહારાવ્યભિચારી કહેવાય છે. આવા પ્રકારના યથાર્થ બોધને જ્ઞાન કહેવાય છે. વસ્તુ જણાય જેના વડે તેને જ્ઞાન કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮ ગાથા પાંચમીમાં કહ્યું છે કે –
“આ પ્રમાણે સર્વે દ્રવ્યોનું, ગુણોનું અને પર્યાયોનું જે જ્ઞાન છે તે જ્ઞાન પાંચ પ્રકારનું છે એમ જ્ઞાની પુરુષો વડે કહેવાયેલું છે.” ૨૮-પા વસ્તુમાં રહેલા સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારના ધર્મોમાંથી વિશેષ ધર્મોનો જે બોધ, તેને જ્ઞાન કહેવાય છે અને તે જ્ઞાન જ આત્માનું વિશેષ લક્ષણ છે. હવે આ જ્ઞાન ઉપર ચાર નિક્ષેપા અને સાત નયો સમજાવાય છે.
नामज्ञानं शब्दालापरूपम् । स्थापनाज्ञानं सिद्धचक्रादौ स्थापितम् । द्रव्यज्ञानमागमतो ज्ञानपदावबोधी अनुपयुक्तः । नोआगमतो द्रव्यज्ञानमनुपयुक्तावस्था રૂતિ તત્ત્વાર્થ (અધ્યાય-૧/૫) I તથા દ્રવ્યજ્ઞાન પુતચતમ્, અથવા વીરનાप्रच्छना-परिवर्तना-धर्मकथानुप्रेक्षादीनां द्रव्यज्ञानम् । भावज्ञानमुपयोगपरिणतिः । मत्यादिप्रकारं स्वपरविवेचकं परिच्छेदावलोकना-भासनादिपर्यायम् ।
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
“જ્ઞાન” આવા પ્રકારનો શબ્દાલાપ કરવો (ઉચ્ચારણ કરવું) તે નામજ્ઞાન કહેવાય છે. સિદ્ધચક્ર આદિ પટોમાં “જ્ઞાન” આવું આલેખન કરવું તે સ્થાપનાજ્ઞાન જાણવું. દ્રવ્યજ્ઞાન બે પ્રકારનું છે – (૧) આગમથી અને (૨) નોઆગમથી. ત્યાં જ્ઞાનપદના અર્થનો અવબોધ જેને બરાબર છે પરંતુ પ્રરૂપણા કરતી વખતે ઉપયોગ નથી તેવા અનુપયુક્ત જ્ઞાનપદના જ્ઞાની પુરુષને આગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે તેવા દ્રવ્યજ્ઞાનવાળા જ્ઞાનીની અનુપયોગવાળી જે અવસ્થા છે તે અવસ્થાને નોઆગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે. અહીં જ્ઞાન અને જ્ઞાનીની ભેદવિવક્ષા કરીને જ્ઞાનને આગમ અને જ્ઞાનીને નોઆગમ કહેલ છે. તથા પુસ્તકોમાં લખેલું જે શ્રુતજ્ઞાન તે પણ નોઆગમથી દ્રવ્યજ્ઞાન જાણવું. કારણ કે પુસ્તક હોવાથી જડ છે આગમસ્વરૂપ નથી. છતાં તેમાં લખેલું જે જ્ઞાન છે તે આગમ છે. માટે દેશથી આગમ અને દેશથી અનાગમ એમ નોઆગમથી દ્રવ્યજ્ઞાન જાણવું. અહીં નો શબ્દ દેશવાચી જાણવો. અથવા વાચના-પ્રચ્છના-પરાવર્તના-ધર્મકથા અને અનુપ્રેક્ષા (ભાવના) એમ પાંચ પ્રકારનો જે સ્વાધ્યાય તે પણ નોઆગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે. કારણ કે તે સ્વાધ્યાય વાચિક-કાયિક પ્રવૃત્તિરૂપ છે અને પ્રવૃત્તિ તે યોગાત્મક છે માટે આગમ નથી. છતાં જે વિષયના વાચનાદિ થાય છે તે વિષય આગમસ્વરૂપ છે. આમ કથંચિત્ આગમ, કથંચિ અનાગમ એમ નોઆગમ જાણવું અને ઉપયોગાત્મક જે જ્ઞાનની પરિણતિ છે તે ભાવથી જ્ઞાન જાણવું. આ જ્ઞાન મતિ આદિ (મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવલ ઈત્યાદિ) પાંચ ભેદવાળું અને ૫૧ પેટાલેદવાળું જાણવું. તથા સ્વદ્રવ્ય શું? અને પરદ્રવ્ય શું? તેના વિવેકને કરનારું જાણવું. તે જ્ઞાનના જ ૧ પરિચ્છેદ, ૨ અવલોકન, ૩ આભાસન આદિ પર્યાયવાચી શબ્દો જાણવા. આ પ્રમાણે આ ભાવજ્ઞાન સમજાવ્યું. હવે સાત નયો સમજાવાય છે.
तत्र नैगमेन ज्ञानं भाषादिस्कन्धः ज्ञानम् । सङ्ग्रहेण सर्वजीवाज्ञानम् अभेदोपचारात्, व्यवहारेण पुस्तकादिज्ञानम्, ऋजुसूत्रेण तत्परिणामसङ्कल्परूपं ज्ञानम्, अथवा-ज्ञानहेतुवीर्यं नैगमेन, सङ्ग्रहेण आत्मा, व्यवहारेण क्षयोपशमीभूतज्ञानाविभागप्रवृत्तिः, ऋजुसूत्रेण वर्तमानबोधः यथार्थायथार्थरूपमुभयज्ञानम्, शब्दनयेन सम्यग्दर्शनपूर्वकयथार्थावबोधलक्षणं कारणकार्यसापेक्षं ज्ञानं स्वपरप्रकाशं स्याद्वादोपेतमर्पितानर्पितादियुक्तं सम्यग्ज्ञानं ज्ञानम्, समभिरूढनयेन सकलज्ञानवचनपर्यायशक्तिप्रवृत्तिरूपम्, एवम्भूतनयेन मत्यादीनां स्वस्वरूपपूर्णे एवम्भूतता वस्तुतः केवलं ज्ञानं एवम्भूतज्ञानम् । ૧. તત્ત્વાર્થસૂત્ર-૧/૫ ની ટીકામાં લખ્યું છે કે –
तथा द्रव्यज्ञानमनुपयुक्ततावस्था, भावज्ञानमुपयोगपरिणतिविशेषावस्था ।
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૯
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫ अत्र मिथ्यादर्शनेऽपि विपर्यासोपेतं ज्ञानं कुज्ञानम्, तन्न मोहत्यागहेतुः, अतः सम्यग्दर्शनपूर्वकस्वस्वरूपोपादेयपरभावहेयोपयोगलक्षणं सम्यग्ज्ञानं गृहीतम्, तस्यैव संसारौदासीन्यहेतुत्वात्, उक्तञ्च -
(૧) શ્રોતાને સમજાવવા માટે વક્તા વડે ઉચ્ચારણ કરાતા (બોલાતા) શબ્દો રૂપે મુકાતા શબ્દોરૂપે બનાવેલાં જે ભાષાવર્ગણાનાં પુદગલો તથા તેના બનેલા જે સ્કંધો તેને નગમનયથી જ્ઞાન કહેવાય છે. નૈગમનય ઉપચારગ્રાહી નય છે તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ભાષાના સ્કંધોને જ જ્ઞાન માને છે. વક્તાની ભાષા શ્રોતાના જ્ઞાનનું કારણ બને છે. તેથી જ્ઞાનની ભાષાના પુદ્ગલ સ્કંધોમાં ઉપચાર કરાયો છે. તથા વક્તાની ભાષા વક્તાના જ્ઞાનનું કાર્ય પણ છે. ત્યાં કાર્યમાં કારણનો ઉપચાર સમજવો.
(૨) સંગ્રહનયની અપેક્ષાએ સર્વે પણ જીવોમાં રહેલું મિથ્યાત્વાદિ દોષોથી યુક્ત, અજ્ઞાનાત્મક (વિપરીત જ્ઞાનાત્મક) જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. કારણ કે મિથ્યાત્વાદિ દૂષિત ભાવોવાળું હોવાથી ભલે “અજ્ઞાન” કહો, પરંતુ તે છે જ્ઞાનાત્મક - ચેતનાત્મક, અર્થાત્ વિપરીત હોય કે અવિપરીત હોય પણ તેમાં જ્ઞાનાંશ છે માટે જ્ઞાન કહેવાય છે. મોહના ઉદયથી ભલે અજ્ઞાન કહેવાય પરંતુ તે અજ્ઞાન પણ ચૈતન્યાત્મક જ્ઞાન છે.
(૩) પુસ્તકાદિમાં (પુસ્તકમાં-પ્રતમાં-તાડપત્રીમાં કે પટાદિ ઉપર) લખેલું જે જ્ઞાન તે વ્યવહારનયથી જ્ઞાન કહેવાય છે. કારણ કે જીવોને જ્ઞાનપ્રાપ્તિનું નિકટ અને અસાધારણ કારણ છે માટે વ્યવહારનય, દૂર-દૂરના કારણમાં કાર્યનો ઉપચાર કરે તે મૈગમનય અને નિકટના કારણમાં કાર્યનો ઉપચાર કરે તે વ્યવહારનય જાણવો.
(૪) જે વિષય જાણવામાં આવ્યો તે વિષયના જાણવાપણાના પરિણામાત્મક જે વિચારધારા છે તેને ઋજુસૂત્રનયથી જ્ઞાન કહેવાય છે. કારણ કે વસ્તુતત્ત્વને જાણવાના પરિણામ સ્વરૂપ જ્ઞાન છે. અહીં ઉપચાર નથી, કારણ નથી, પણ કાર્ય છે. માટે ઋજુસૂત્રનય.
અથવા
(૧) જ્ઞાનની પ્રાપ્તિ માટે તેના કારણ રૂપે મન-વચન-કાયાના આલંબને વપરાતું જે કરણવીર્ય તે નૈગમનયથી જ્ઞાન કહેવાય. વિર્યશક્તિમાં જ્ઞાનનો ઉપચાર-આરોપ છે માટે.
(૨) “આત્મા” એ જ જ્ઞાન છે આ સંગ્રહનયથી જાણવું. કારણ કે “જ્ઞાન-જ્ઞાની”ની એકતા હોવાથી અભેદની પ્રધાનતા તે સંગ્રહનય.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪)
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
(૩) ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલા એવા જ્ઞાનમાં અવિભાગપણે-અટક્યા વિનાનિરંતર પ્રવૃત્તિ કરવી તે વ્યવહારનયથી જ્ઞાન. ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે જ્યારે વ્યવહારનય નિકટવર્તી ત્રણે કાલને ગ્રહણ કરનાર છે અને નૈગમન તથા સંગ્રહનય દીર્ઘપણે ત્રણે કાલને ગ્રહણ કરનાર છે. તેથી નૈગમનય અને સંગ્રહનય સત્તામાં રહેલા જ્ઞાનને પણ જ્ઞાન માને, વ્યવહારનય પ્રગટ થયેલા જ્ઞાનને અને તદનુસાર પ્રવૃત્તિને જ્ઞાન માને અને ઋજુસૂત્રનય વર્તમાનકાલીન જ્ઞાનને જ્ઞાન માને. આમ ભેદ જાણવો.
(૪) ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે. તેથી વર્તમાનકાલે વર્તતો જે બોધ, પછી ભલે તે યથાર્થ બોધ હોય કે અયથાર્થબોધ હોય. એમ ઉભયબોધને આ નય જ્ઞાન માને છે.
(૫) શબ્દાદિ પાછલા ત્રણે નયી તત્ત્વગ્રાહી દૃષ્ટિવાળા છે તેથી (૧) સમ્યગ્દર્શન પૂર્વક યથાર્થ (જે વસ્તુ નિત્યાનિત્યાદિ ભાવવાળી છે તેવો યથાર્થ) બોધ થવા સ્વરૂપ જે જ્ઞાન, (૨) કારણ અને કાર્યની અપેક્ષાવાળું જે જ્ઞાન, (યોગાચારવાદી બૌદ્ધો શેય વિના જ્ઞાનમાત્ર માને છે તેવું નહીં, કારણ કે શેય હોય તો જ તે વિષયનું જ્ઞાન થાય છે. માટે શેયની અપેક્ષાવાળું જ્ઞાન) (૩) સ્વ અને પર એમ બન્નેનો પ્રકાશ કરનારું એવું જ્ઞાન, અર્થાત્ જ્ઞાન અને ય એમ બન્નેને જણાવનારું દીપકની તુલ્ય જ્ઞાન (કોઈ કોઈ દર્શનકારો એમ માને છે કે જેમ સુશિક્ષિત નટખટુ પરને પોતાના ખભા ઉપર ચઢાવી શકે છે પણ પોતાને પોતાના ખભા ઉપર ચઢાવી શકતો નથી તેમ જ્ઞાન શેયને જણાવી શકે છે પરંતુ પોતાને જણાવી શકતું નથી. કોઈક દર્શનકારો જ્ઞાનને સમયાન્તરે થયેલા બીજા જ્ઞાનથી પ્રકાશિત થાય પરંતુ સ્વયં સ્વનો પ્રકાશ ન કરે એમ માને છે. કોઈ કોઈ દર્શનકારો જ્ઞાન અર્થને જણાવે અને અર્થ જ્ઞાનને જણાવે એમ માને છે. આ સર્વે મતોના નિષેધ માટે લખેલ છે કે સ્વ-પર પ્રકાશક એવું જ્ઞાન)
(૪) સ્યાદ્વાદ ધર્મથી યુક્ત એવું જ્ઞાન (સર્વે પણ પદાર્થો નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, અસ્તિનાસ્તિ, સામાન્યવિશેષ છે આવું જ જ્ઞાન તે).
(૫) અર્પિત અને અનર્પિત આદિ ભાવોથી યુક્ત (ક્યારેક દ્રવ્યાર્થિકનયની પ્રધાનતા કરનારું અને ક્યારેક પર્યાયાર્થિકનયની પ્રધાનતા કરનારું, એમ જે કાલે જેની અર્પણા (પ્રધાનતા) કરવાથી આત્માનું હિત-કલ્યાણ થાય તે રીતે અર્પણ અને અનર્પણા કરવાના ભાવથી યુક્ત, આવું જે સમ્યજ્ઞાન છે તેને જ શબ્દનય જ્ઞાન કહે છે.
(૬) સમભિરૂઢનયની અપેક્ષાએ સર્વપ્રકારની વસ્તુને જાણવાની જ્ઞાનશક્તિ, તેને સમજાવવા માટેની વચનશક્તિ અને તે તે વસ્તુમાં રહેલ પર્યાય પામવાની શક્તિ એમ
Page #174
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૪૧ ત્રણે પ્રકારની શક્તિના સમન્વયપૂર્વકની પ્રવૃત્તિવાળું જે જ્ઞાન છે તેને જ જ્ઞાન કહેવાય એમ માને છે.
(૭) એવંભૂતનયની અપેક્ષાએ મતિ-શ્રુત-અવધિ આદિ પાંચ જ્ઞાનો પોતપોતાના સ્વરૂપની અપેક્ષાએ પરિપૂર્ણપણે પ્રગટ્યાં હોય ત્યારે જ એવંભૂતતા = આ જ્ઞાનને જ્ઞાન કહેવાય એમ માને છે. જે જ્ઞાન જેટલા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને જણાવવાના વિષયવાળું છે તે જ્ઞાન તેટલા વિષયને જણાવવાના સ્વરૂપવાળું જ્યારે પ્રગટે છે ત્યારે જ તેમાં એવંભૂતતા = યથાર્થ જ્ઞાનવત્તા આવે છે. માટે તેને જ જ્ઞાન માને છે. પરમાર્થે તો પ્રથમનાં ચાર જ્ઞાનો ક્ષાયોપથમિક ભાવવાળાં હોવાથી પરિમિત વિષયવાળાં છે, તેથી તેને છોડીને સંપૂર્ણ વિષયવાળા કેવલજ્ઞાનને જ એવંભૂતનય જ્ઞાન કહે છે. આ રીતે જ્ઞાન ઉપર નિયોની યોજના સમજાવી.
અહીં મિથ્યાત્વમોહનીયના ઉદયકાલે પણ જીવને નવ પૂર્વ સુધીનું જ્ઞાન થાય છે. તથાપિ તે જ્ઞાન વિપર્યાસભાવવાળું છે. તેથી કુજ્ઞાન કહેવાય છે. તેથી તે જ્ઞાન મોહના ત્યાગનું કારણ બનતું નથી. તેથી તેને સમજાવવાનો અહીં અધિકાર નથી, પરંતુ સમ્યગ્દર્શન પૂર્વકનું જે જ્ઞાન, એટલે કે આત્માના શુદ્ધ એવા સ્વ-સ્વરૂપને ઉપાદેય અને પરભાવને હેય તરીકે સમજવા-સમજાવવાના ઉપયોગવાળું જે સમ્યજ્ઞાન છે તેને જ સમજાવવા માટે ગ્રહણ કરેલું છે. કારણ કે તેવા પ્રકારનું તે સમ્યજ્ઞાન - જે સંસાર પ્રત્યને ઉદાસીનતા (સંસારી ભાવો ઉપર વૈરાગ્ય) લાવવામાં હેતુસ્વરૂપ છે. માટે તે સમ્યજ્ઞાન જ અહીં સમજાવવાનો અવસર છે. સમ્યજ્ઞાન જ આ જીવને તારનારું છે. અન્યત્ર કહ્યું છે કે -
तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥
अतः ज्ञानं तत्त्वावबोधरूपम्, आत्मना स्वस्वभावाविष्करणहेतुः, मोक्षमार्गस्य मूलम्, ज्ञानक्रियाभ्यां मोक्षः, पढमं नाणं तओ दया, एवं चिटुइ सव्वसंजए (દશવૈકાલિક અ-૪, ગાથા-૧૦) પર્વસ્વરૂપમ્, મત્રાનુપ્રેક્ષાયુવતસ્વર્ણજ્ઞાનાવસરસ્વત્ व्याख्यायते
તે જ્ઞાન જ ન કહેવાય કે જે જ્ઞાન પ્રગટ થયે છતે રાગાદિ કષાયોનો સમૂહ જોર કરતો હોય, સૂર્યના કિરણોની આગળ ટકી રહેવાની શક્તિ અંધકારની કેવી રીતે હોય? અર્થાત્ ન હોય, તેમ અહીં સમજવું.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૨ જ્ઞાનાષ્ટક- ૫
જ્ઞાનસાર આ કારણથી તત્ત્વનો સાચો બોધ જે કરાવે તેને જ જ્ઞાન (સમ્યજ્ઞાન) કહેવાય છે. આવા પ્રકારનું જે સમ્યજ્ઞાન છે તે જ આત્માના શુદ્ધસ્વભાવની પ્રાપ્તિનું અવલ્થકારણ છે. એટલું જ નહીં પણ તે જ્ઞાન જ મોક્ષમાર્ગનું મૂલ છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે, પ્રથમ જ્ઞાન અને પછી દયા, સર્વ સાધુસંતોએ આ પ્રમાણે સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનપૂર્વકની દયા પાલવા પ્રયત્ન કરવો જોઈએ.” આવા પ્રકારનું જ્ઞાનસ્વરૂપ છે. અહીં અનુપ્રેક્ષાયુક્ત (ભાવજ્ઞાનથી સહિત) આત્માને સ્પર્શેલું જે જ્ઞાન છે તે જ મોહના ક્ષયનું પ્રબળ કારણ છે. તેથી તે જ્ઞાનને જ સમજાવવાનો અવસર છે. માટે તેનું વ્યાખ્યાન કરાય છે –
मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥१॥
ગાથાર્થ - જેમ ભૂંડ વિષ્ટામાં જ આનંદ માને છે તેમ અજ્ઞાની પુરુષ અજ્ઞાનમાં જ આનંદ માને છે. તથા જેમ હંસ માનસરોવરમાં જ આનંદ માણે છે તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનગંગામાં જ આનંદ માણે છે. ||૧||
ટીકા :- “મન્નત્ય કૃતિ”—મજ્ઞ: સ્વભાવવિભાવાવિવેચક, વિલન રૂતિ સત્યે, अज्ञाने-अयथार्थोपयोगे, मज्जति-मग्नो भवति, यथार्थावबोधविकलः अयथार्थे लीनो भवति । क इव ? विष्टायां शूकरः इव, यथा शूकरो विष्टायां मज्जति, तथाऽज्ञोऽभोग्ये आत्मगुणावरणकारणे परवस्तुनि सातादिविपाके इन्द्रियविषये मज्जति । ज्ञानीयथार्थावबोधी, ज्ञाने-तत्त्वावबोधे, आत्मस्वरूपे निमज्जति-तन्मयो भवति ।
વિવેચન :- જે આત્માઓ સ્વભાવદશા અને વિભાવદશાનો ભેદ કરી શકતા નથી. તેવા આત્માને અહીં અજ્ઞાની કહેવાય છે. ગાથામાં લખેલ વિત્ર શબ્દ સત્ય અર્થમાં છે. આવા પ્રકારના સ્વભાવદશા અને વિભાવદશાનો ભેદ નહીં જાણનારા અજ્ઞાની આત્માઓ અજ્ઞાનમાં જ - અયથાર્થ બોધમાં જ મગ્ન થાય છે. અર્થાત્ જે આત્મા યથાર્થ બોધથી રહિત છે તે આત્મા મિથ્યાજ્ઞાનમાં જ મગ્ન બને છે. કોની જેમ મગ્ન બને છે? આવો પ્રશ્ન થાય તો ઉદાહરણ કહે છે કે - જેમ શૂકર (ભૂંડ નામનું પ્રાણી) વિષ્ટામાં જ આનંદ માને છે. વિષ્ટા એ અતિશય ગંદો પદાર્થ છે. તો પણ શૂકર તેમાં જ મઝા માણે છે. તેવી જ રીતે અજ્ઞાની પુરુષો પરમાર્થથી ભોગવવાને અયોગ્ય, આત્માના ગુણોના આવારક, સાતા-યશ વગેરેના વિષયભૂત એવા પાંચ ઈન્દ્રિયના વિષયસ્વરૂપ પરપદાર્થોમાં જ રાચ્યા-માચ્યા રહે છે. પાંચે ઈન્દ્રિયના વિષયો પરપદાર્થ છે, જીવનું સ્વરૂપ નથી, તો પણ અજ્ઞાની જીવ મોહાશ્વેતાના કારણે તેમાં જ મઝા માણે છે. તેને સ્વભાવદશાનો અલ્પ પણ વિવેક નથી.
Page #176
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૪૩ પરંતુ જે જ્ઞાની પુરુષ છે, યથાર્થ તત્ત્વજ્ઞાન પામેલો આત્મા છે. તે આત્મા જ્ઞાનમાત્રમાં એટલે કે તાત્ત્વિક અવબોધ પ્રાપ્ત કરવામાં જ, આત્માના શુદ્ધ-નિર્મળ સ્વરૂપમાં જ તન્મય થાય છે. આવા જ્ઞાની આત્માને જ્ઞાનની રસિકતા વિના બીજું કંઈ રુચતું નથી.
___ आत्मस्वरूपावबोधानुभवलीनाः शब्दादिविषयान् मनोज्ञान् इन्द्रादिविस्मयहेतूंस्तृणयन्ति, रमन्ते स्वस्वरूपे, भीष्मग्रीष्मतापतप्तशीलातलस्था अपि शीतलाः, अत्यन्तहिमेऽकम्पा ध्यायन्ति स्वतत्त्वम्, जगद्विक्षोभ-अनाक्षोभक्षुधाश्चिन्तयन्ति स्वगुणपर्यायान्, शक्रस्पर्द्धिचक्रिलीलां त्यजन्ति, किं बहुना ? आत्मानन्दावबोधरसिकानामन्यद् दुष्टम्, यथार्थसम्पूर्णप्रत्यक्षात्मबोधरसिकाः तितिक्षन्ति परीषहान्, प्रारम्भयन्ति श्रेणिम्, तन्वन्ति स्वरूपैकत्वरूपं ध्यानम्, अतः ज्ञानास्वादिन एव धन्याः । उक्तञ्च संवेगरङ्गशालायाम् -
ते धन्ना सुकयत्था, जेसिं नियतत्तबोहरुइ जाया । जे तत्तबोहभोई, ते पुज्जा सव्वभव्वाणं ॥१॥ जेसिं निम्मलनाणं, जायं तत्तं सहावभोगित्तं । ते परमा तत्तसुही, तेसिं नामंपि सुट्ठयरं ॥२॥
तेषां जन्म जीवितं सफलम्, ये स्वतत्त्वबोधरसिका इति अतो ज्ञानी ज्ञाने मज्जति, यथा मरालः-हंसः मानसे मज्जति तथा इति ॥१॥
સ્વભાવદશાના રસિક આત્માઓને જ્ઞાન-ગોષ્ઠી વિના બીજું કંઈ જ રૂચતું નથી, આ કારણથી જ આત્માના સ્વરૂપસંબંધી અવબોધના અનુભવમાં લીન બનેલા મહાત્મા પુરુષો, ઈન્દ્રાદિ સંસારી ભોગી જીવોને આશ્ચર્ય પમાડે એવા મનોહર પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થયા હોય તો પણ તે વિષયોને તૃણની જેમ ગણે છે. (જેમ ઘરમાં પડેલાં ઘાસનાં તણખલાં ફેંકી દેવામાં આવે છે તેમ બંગલા જેવાં મોટાં મકાનો અને રાજ્યઋદ્ધિને પણ તૃણની જેમ મહાત્માપુરુષો ત્યજી દે છે) અને નિર્જન વનમાં જઈને શુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમે છે. ભયંકર ગ્રીષ્મઋતુના તાપથી તપી ગયેલી શીલાના શિખરભાગ ઉપર રહ્યા છતા પણ અતિશય જાણે શીતળ હોય તેમ વર્તે છે. અતિશય હિમ પડતો હોય તો પણ અકંપિત થયા છતા આત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે.
- આખા વિશ્વને આકુલવ્યાકુલ કરે એવી ક્ષુધા (ભૂખ) લાગવા છતાં, અલ્પમાત્રાએ પણ નથી થઈ આકુળ-વ્યાકુલતા જેને એવી ક્ષુધાવાળા આ મુનિઓ આત્માના જ શુદ્ધ ગુણો અને
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૪ જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર પર્યાયોનું ચિંતન-મનન કરે છે. ઈન્દ્રની સાથે સ્પર્ધા કરે એવી ચક્રવર્તીની લીલા મળી હોય તો પણ ક્ષણમાત્રમાં જ તેનો ત્યાગ કરે છે. અરે ઘણું શું કહીએ? આત્માના ગુણોના આનંદના અનુભવમાં જ રસિક એવા તે મહાત્માઓને બીજું બધું જ દુઃખદાયી દેખાય છે. યથાર્થપણે પરિપૂર્ણ પ્રત્યક્ષ થયો છે આત્માનો અનુભવ જેને એવા તે અનુભવમાં જ રસિક મહાત્મા પુરુષો ઘોર પરીષહોને પણ સહન કરે છે. ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરે છે. સ્વરૂપની સાથે જ એકતા પામવા સ્વરૂપ ધર્મધ્યાન-શુકલધ્યાન ધરે છે. આ કારણથી આવા પ્રકારના આત્મજ્ઞાનનો આસ્વાદ લેનારા જીવો જ ધન્યવાદને પાત્ર છે. સંવેગરંગશાલા નામના ગ્રંથમાં કહ્યું છે કે –
તે પુરુષો ધન્ય છે અતિશય કૃતાર્થ છે કે જેઓને પોતાના તત્ત્વની રુચિ પ્રાપ્ત થઈ છે. તથા જે પુરુષોને પોતાના આત્મતત્ત્વના બોધનો અનુભવ મળ્યો છે તે જ પુરુષો સર્વે ભવ્ય જીવોને પૂજ્ય છે. [૧]
“જેઓને નિર્મળ જ્ઞાન પ્રગટ થયું છે, અને સ્વભાવના ઉપભોગ રૂપ સાચું તત્ત્વ પ્રાપ્ત થયું છે તે જ સાચા તાત્ત્વિક રીતે પરમ સુખી છે. તેઓનું નામ પણ સુંદરતર છે. રા
તે મહાત્માઓનો જન્મ અને જીવન સફળ છે કે જેઓ પોતાના આત્મતત્ત્વના બોધમાં જ રસિક છે, સ્વાનુભવ-રક્ત છે. સ્વભાવદશામાં જ લયલીન છે. આ કારણથી આવા જ્ઞાની પુરુષો જ્ઞાનમાં જ ડૂબેલા રહે છે. જેમ મરાલ એટલે કે રાજહંસ માનસરોવરમાં જ લીન રહે છે તેમ. માટે આત્મજ્ઞાનના રસિક બનવું. ////
निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥२॥
ગાથાર્થ - “નિર્વાણની પ્રાપ્તિના કારણભૂત એવું એકપણ પદ (સુવાક્ય) જો વારંવાર વિચારાય તો તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. અતિશય વધારે જ્ઞાનના આગ્રહની જરૂર નથી. /રા
ટીકા :- “નિર્વાઇપમિતિ”-નિર્વાપર્વ-નિષ્ફર્મતાતુપમ, બ્રમપિ स्याद्वादसापेक्षम्, मुहुर्मुहुः-वारंवारं भाव्यते-आत्मतन्मयतया क्रियते, वाचना-प्रच्छनापरावर्तनाऽनुप्रेक्षा-धर्मचिन्तन-परिशीलन-निदिध्यासन-ध्यानतया करणं कर्तृत्वं, कार्यत्वं, कारणत्वं, आधारत्वं आस्वादनं विश्रामः स्वरूपैकत्वम्, तदेवोत्कृष्टं ज्ञानं, येनात्मा स्वरूपलीनो भवति, अनाद्यनास्वादितात्मसुखमनुभवति । तत्पदमप्यभ्यस्यम्, शेषेण वाग्विस्ताररूपेण भूयसाऽपि वेदनज्ञानेन न निर्बन्धः । किं बहुतरेण जल्पज्ञानेन ? भावनाज्ञानं स्वल्पमप्यमृतकल्पमनादिकर्मरोगापगमक्षममिति ॥२॥
Page #178
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક- ૫
૧૪૫ વિવેચન - સર્વ કર્મનો સંપૂર્ણપણે જે ક્ષય તેને નિર્વાણ કહેવાય છે અથવા તેને જ મોક્ષ કહેવાય છે. તેવા પ્રકારના નિષ્કર્મતાવાળા નિર્વાણપદની પ્રાપ્તિનું કારણ બને એવું વીતરાગ પરમાત્માની જિનવાણીનું સ્યાદ્વાદની અપેક્ષાવાળું એક પણ ઉત્તમ વાક્યરૂપી પદ જો વારંવાર ભાવિત-વાસિત કરાય, આત્માની સાથે તન્મયતા રૂપે કરાય, જો એક વાક્યમાં પણ આત્મા લયલીન થઈ જાય, ગુરુજીની પાસે વાચના લેવા રૂપે, તેમને પ્રશ્ન પૂછવા રૂપે, વારંવાર પુનરાવર્તન કરવા રૂપે, ભાવના ભાવવા રૂપે, ધર્મતત્ત્વનું ચિંતન કરવા રૂપે, તથા ધર્મતત્ત્વનું જ પરિશીલન (વારંવાર ચિંતન) કરવા રૂપે, નિદિધ્યાસન (મનન) કરવા રૂપે અને ધ્યાન (સ્થિર ચિત્તપૂર્વક એકાગ્ર થઈને અનુશીલન) કરવા રૂપે સ્યાદ્વાદયુક્ત શાસ્ત્રીય એક પણ પદ વારંવાર જો કરyi = કરાય એટલે કે વિચારાય તો તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ જ્ઞાન છે.
આત્મતત્ત્વનું જ સ્વરૂપ છે તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. માટે તે સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારા એક પણ પદમાં (૧) કર્તાપણું, (૨) કર્મપણું, (૩) કરણપણું, (૪) આધારપણું, (૫) આસ્વાદનપણું, (૬) વિશ્રાન્તિપણું અને (૭) આત્મસ્વરૂપની સાથે એકતાનપણું છે. આમ વિચારવું. આમ ભાવવું-ચિત્તને આવી વાસનાથી વાસિત કરવું તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. આવું એકપદનું પણ ભાવવાહી જ્ઞાન મુક્તિપદ પ્રાપ્ત કરાવનાર છે. જે જ્ઞાન વડે આ આત્મા આત્મસ્વરૂપમાં લીન થાય છે અને અનાદિકાળથી આસ્વાદિત ન કરેલા એવા અનુપમ આત્મસુખને અનુભવે છે. તેવા પ્રકારના નિર્વાણપદની પ્રાપ્તિના કારણભૂત એવા એક પદનો પણ વારંવાર અભ્યાસ કરવા જેવો છે. બાકીના વાણીમાત્રના વિસ્તાર સ્વરૂપ બહોળા એવા પણ શાસ્ત્રીયજ્ઞાનને પ્રાપ્ત કરવાનો આગ્રહ રાખવો જરૂરી નથી.
ઘણું શું કહીએ? વધારે બોલવામાત્રના જ્ઞાન વડે સર્યું. તેવા જ્ઞાનની બહુલતા હોય તો પણ આત્માનું કલ્યાણ થતું નથી. પરંતુ ભાવનાજ્ઞાન (કે જે જ્ઞાનથી આત્મા સ્વદશામાં લીન બન્યો છે અને વિભાવદશા ત્યજી દીધી છે તેવા પ્રકારનું ભાવનાજ્ઞાન) જો અલ્પમાત્રાએ પણ હોય તો પણ તે અમૃતતુલ્ય છે. કારણ કે અનાદિકાલથી આત્માને લાગેલા કર્મરોગનો નાશ કરવામાં તે જ્ઞાન સમર્થ છે. માટે સ્વભાવદશા પ્રાપ્ત કરાવનારા જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ. રા.
स्वभावलाभसंस्कार-स्मरणं' (कारणं) ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यद्, तथा चोक्तं महात्मना ॥३॥
૧. જો કે પ્રસિદ્ધપાઠ સંal dalvi છે. તો પણ ટીકાકારશ્રીએ ટીકામાં અરજી-સંવ નિરન્તરં તદુપયોગિતા
અર્થ કર્યો છે. માટે “ર” પાઠ લખ્યો છે. તત્ત્વથી બન્નેનો અર્થ સરખો જ છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
ગાથાર્થ :- આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું નિરંતર સ્મરણ જેમાં થાય તેને જ જ્ઞાન કહેવાય છે. આનાથી અન્ય જે કોઈ જ્ઞાન હોય તેને ધ્યાન્ય માત્ર (બુદ્ધિની અંધતા માત્ર) જ કહેવાય છે. (અર્થાત્ બુદ્ધિનું દેવાળુ કાઢ્યું કહેવાય છે) અન્ય શાસ્ત્રોમાં મહાત્મા પુરુષોએ આમ કહેલું છે. III
ટીકા :- ‘સ્વમાવતામેતિ''-સ્વમાવ:-જ્ઞાનાદ્યનન્તમુળપર્યાયરૂપ: તસ્ય નામ: प्राप्तिः, संस्कार:- वासना, तत्प्राग्भावता वा, तस्य स्मरणं, सदैव निरन्तरं तदुपयोगिता ज्ञानमिष्यते । अतः तत्त्वलाभतः अन्यत्सर्वं वाग्विलासरूपं स्वस्वरूपास्पर्शि बाह्यज्ञानं लौकिकलोकोत्तरागमविकल्परूपं सर्वं ध्यान्ध्यमात्रं व्याक्षेपरूपम्, यदात्मपरविभजनाऽऽत्मैकत्वपरपरित्यागाय न भवति तत्सर्वं विलापरूपमरण्ये । तथा च हरिभद्रपूज्यै:
अकुत्थासंयतं नाणं, सुअपाठउव्व विन्नेयं ।
अनुयोगद्वारे - 'सिक्खितं ठितं जितं मितं जाव गुरुवयणोवगयं से णं तथ વાયળા પુચ્છળાÇ પરિયટ્ટણ ધમ્મન્હાણ નો અનુષ્પહાર્ તા વ∞સુત્રં (અનુયોગદ્વાર સૂત્ર-૧૪) ।
વિવેચન :- “સ્વભાવ” એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર-અવ્યાબાધ સુખ અને અનંતવીર્ય વગેરે અનંત ગુણાત્મક અને અનંત પર્યાયાત્મક એવું આત્માનું જે સ્વરૂપ છે તેને સ્વભાવ કહેવાય છે. તેની પ્રાપ્તિના સંસ્કારોનું સદા નિરંતર સ્મરણ જે જ્ઞાનથી થાય છે, તે જ્ઞાનને જ જ્ઞાન કહેવાય છે. એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી સદાકાલ નિરંતર આત્માના ગુણોની પ્રાપ્તિના સંસ્કારોનું મનમાં સ્મરણ રહ્યા કરે, ભોગદશાનું સ્મરણ ભૂલાતું જાય અને આત્માના ગુણોનું જ સ્મરણ વધતું જાય તે જ્ઞાનને જ સાચું જ્ઞાન કહેવાય છે. અહીં સંસ્કાર શબ્દનો અર્થ વાસના કરવી. કે પૂર્વે જે વિષયનો અનુભવ થયો છે અને ભાવિમાં સ્મરણ થવાના કારણભૂત સંસ્કારો હૃદયમાં પડેલા છે. એવી અનુભવેલા વિષયની હૃદયગત જે વાસના છે તેને સંસ્કાર કહેવાય છે. અથવા અહીં સંસ્કાર શબ્દનો અર્થ પ્રાભાવતા-પ્રગટ થવાપણું, એવો પણ થાય છે. એટલે જે જ્ઞાનની પ્રાપ્તિથી આત્માના ગુણોની પ્રાપ્તિનો પ્રાદુર્ભાવ થાય છે તે જ્ઞાનને જ જ્ઞાન કહેવાય છે.
જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી આત્માના ગુણોનો વિકાસ ન થાય અને ભોગબુદ્ધિ વધે તે જ્ઞાનને ધ્યા—માત્ર-બુદ્ધિની અન્ધતા જ કહેવાય છે. આ માટે આત્મતત્ત્વના લાભથી અન્ય સર્વ જ્ઞાન કે જે વાણીના વિલાસમાત્ર સ્વરૂપ છે. આત્માના સ્વરૂપને નહીં સ્પર્શ કરનારું જે
Page #180
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૪૭ પાંચ ઈન્દ્રિયોના સુખાદિની વૃદ્ધિ સંબંધી જે બાહ્યજ્ઞાન (વ્યાવહારિક જ્ઞાન) છે. તે જ્ઞાન લૌકિક હોય (સ્કુલ-કોલેજનું હોય), અથવા લોકોત્તર આગમોનું જ્ઞાન હોય (જૈન શાસ્ત્રોનું જ્ઞાન હોય) તો પણ તે સર્વે પ્રકારનું જ્ઞાન બુદ્ધિની અંધતારૂપ છે. આત્મકલ્યાણમાં વ્યાક્ષેપરૂપ (બાધા કરનારું) છે. અર્થાત્ સાર એ છે કે જે જ્ઞાન સ્વભાવદશા અને વિભાવદશાનું વિભાજન કરવા પૂર્વક આત્મદશાની સાથે એકતા કરાવવા માટે અને પરદશાનો (વિભાવદશાનો) ત્યાગ કરાવવા માટે સમર્થ થતું નથી તે જ્ઞાન અરણ્યમાં વિલાપ કરવા સ્વરૂપ નિષ્ફળ છે. અરણ્યમાં ગમે તેટલો વિલાપ કરીએ, જોરશોરથી રુદન કરવાપૂર્વક ઘણા મોટા અવાજે ઘાંટા પાડીએ તો પણ કોઈ સહાયક બનતું નથી. તે કેવલ શરીરમાં પરિશ્રમ માટે જ જેમ થાય છે, તેમ આત્મદશાને નહીં સ્પર્શનારું જ્ઞાન પણ સંસારવૃદ્ધિનું જ કારણ બને છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ તેમના રચેલા શાસ્ત્રમાં કહ્યું છે કે –
પરિણામ ન પામેલું જ્ઞાન અને અવિરતાવસ્થાવાળું જ્ઞાન શુકપાઠની જેમ પોપટ બોલો રામ-રામની જેમ) નિષ્ફળ જાણવું.”
અનુયોગદ્વાર સૂત્રમાં પણ કહ્યું છે કે – જે શ્રુતજ્ઞાન ૧ શિક્ષિત, ૨ સ્થિત, ૩ જિત, ૪ મિત યાવત્ ગુરુની વાચનાથી પ્રાપ્ત કરેલું હોય, તે વાચના દ્વારા, પૃચ્છના દ્વારા, પરાવર્તના દ્વારા અને ધર્મકથા દ્વારા ભલે પ્રાપ્ત કરેલું હોય પરંતુ અનુપ્રેક્ષાપૂર્વકનું (ઉપયોગપૂર્વકનું) ન હોય તો તે દ્રવ્યગ્રુત કહેવાય છે. અનુયોગકારસૂત્રમાં ૧૪મા સૂત્રમાં દ્રવ્યાવશ્યકના અધિકારમાં આવા પ્રકારનો પાઠ છે - (૧) = માહિતો મારમ પઢતે નીતં તે સિવિતું ! (२) तं चेव हितए अविस्सरणभावट्ठितं ठितं भवति । (3) तं परावत्तयतो परेण वा पुच्छितस्स आदिमज्झंते सव्वं वा सिग्घमागच्छति तं
નિતં . (૪) નં વUUતો દુ--વિંદું-માર્દિ-પ-પ-સિત્નોઢિ ય વિત્ત તે પિત્ત
મUતિ | (५) जं कमेण य उक्कमेण य अणेगधा आगच्छति तं परिजितं ।
जधा सणामं सिक्खितं ठितं च तेण समं जं तं णामसमं । (૭) અથવા ગુરૂવઠું = સિવિદ્યુત સં નામ (અનાવિન્) (८) उदात्तादिया घोसा, ते जधा गुरूहिं उच्चरिता, तथा गहितंति घोससमं ।
દ)
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
() एगदुगादिअक्खरहीणं ण भवति तं अहीणक्खरं ति । (૧૦) ધ વરવર મવતિ બૈર વિ
આ પાઠમાં શિક્ષિત, સ્થિત, જિત, મિત, પરિજિત, નામસમ ઘોષસમ, અહીનાક્ષર અને અનત્યક્ષર કોને કહેવાય ? તેના અર્થો સમજાવેલા છે. તથા અસ્મલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, વાચનાગમ વગેરે શબ્દો પણ સમજાવેલા છે. તે પાઠને અનુસાર શિક્ષિતથી પ્રારંભીને યાવત્ ગુરુના ઉપદેશથી પ્રાપ્ત કરેલા વાચનાગત સુધીનું કોઈપણ શ્રુત હોય પરંતુ જો “અનુપ્રેક્ષા (એટલે ભાવના અર્થાત્ ઉપયોગ) વિનાનું હોય એટલે કે અનુપ્રેક્ષા જો ન હોય તો તે સઘળુંય પણ શ્રુત દ્રવ્યશ્રુત કહેવાય છે.
___ इति प्राप्तचेतनाक्षयोपशमः संज्ञाचतुष्टये इहलोकाशंसापरलोकाशंसया किं किं नास्ति, यस्तु सकलपुद्गलोद्विग्नः स्वस्वभावार्थी आत्मानं यथार्थावबोधेन जानाति तद् ज्ञानम्, तत्रोद्यमः कार्यः स्वसाध्यसिद्धये । उक्तञ्च -
आत्माज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते । अभ्यस्यं तत् तथा तेन, येन ज्ञानमयो भवेत् ॥१॥ स्वल्पज्ञानेन नो शान्तिं, याति दृप्तात्मनां मनः । स्तोकवृष्ट्या यथा तप्त-भूमिरूष्मायतेतराम् ॥२॥
अतः निरतिचारानाशंसि-यथार्थात्मबोधे रसिकतया भवनीयम्, तदर्थमेवाङ्गोपाङ्ग-योगोपधानाद्यभ्यासः मुनीनाम् । तथा चोक्तवान् महात्मा पतञ्जलिप्रमुखः यशोधनपटुश्च श्रीहरिभद्रगुरुर्योगबिन्दौ गाथा-६७.
આ પ્રમાણે વિચારતાં જે આત્માને જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મોના ક્ષયોપશમથી ચેતનાશક્તિ અને અંતરાયકર્મના ક્ષયોપશમથી વીર્યશક્તિ પ્રાપ્ત થઈ છે. એવા ચેતના અને વીર્યશક્તિને પામેલા જે આત્માઓ છે, પરંતુ તેમાં મોહનો ઉદય ભળેલો છે. તેના કારણે પાંચ ઈન્દ્રિયોના ભોગસુખોમાં જ સુખબુદ્ધિ જેઓની છે. એવા આત્માઓ આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ આ ચારે સંજ્ઞાને આધીન થયા છતા ચારે સંજ્ઞાની પૂર્તિ માટે આ લોકના સુખોની ઈચ્છાથી અને પરલોકનાં સુખોની ઈચ્છાથી આ સંસારમાં એવું શું શું પાપ છે કે જે પાપ આ જીવોમાં (નાસ્તિ) ન હોય ! આ લોક-પરલોકના સુખોની આશાથી મારામારી કરે છે. પંચેન્દ્રિયની હત્યા કરે છે, વ્યભિચારાદિ પાપ સેવે છે. એવું કોઈ પાપ નથી કે જે
Page #182
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૪૯
ચાર સંજ્ઞાને આધીન થયેલા જીવો ન કરતા હોય. આવા જીવોમાં આવેલું લૌકિક અથવા લોકોત્તરશાસ્ત્રીય જ્ઞાન પણ અજ્ઞાન જ છે, જ્ઞાન નથી.
પરંતુ જે આત્મા પૌદ્ગલિક સર્વે સુખોથી ઉદાસીન બન્યો છે. પૌદ્ગલિક સુખોનો મોહ જેણે ત્યજી દીધો છે અને પોતાના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિનો જ અર્થી છે. તથા યથાર્થ તત્ત્વના અવબોધ વડે પોતાના આત્માને (આત્મસ્વરૂપને) જેણે બરાબર જાણ્યો છે. સ્વરૂપનું જ જેને લક્ષ્ય છે તેવા જ્ઞાની આત્માનું જે જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે. તેવા પ્રકારના સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરવામાં જ પોતાના સાધ્યની સિદ્ધિ માટે મુમુક્ષુ આત્માએ પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે -
=
આત્મદશાની અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મદશાના જ્ઞાનથી જ હણાય છે. તે કારણથી તે આત્મજ્ઞાનનો તેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેથી આ આત્મા જ્ઞાનમય
બને.
જેમ તપેલી ભૂમિ થોડા વરસાદથી વધારે વધારે બાફને (ગરમીને) આપે છે તેમ મોહદશાથી અભિમાની બનેલા આત્માને અતિશય અલ્પ જ્ઞાન હોય તો પણ શાન્તિ થતી નથી (મોહ જિતાતો નથી).
આ કારણથી જ આત્મકલ્યાણના અર્થી આત્માએ નિરતિચાર ચારિત્ર પાળવાપૂર્વક આ લોક તથા પરલોકનાં સુખોની આશંસા રહિતપણે યથાર્થ એવો આત્મબોધ કરવામાં જ રસિક થવું જોઈએ. તે માટે જ જૈનશાસ્ત્રોમાં મુનિઓને બાર અંગ, અગિયાર ઉપાંગ વગેરેનો અભ્યાસ કરવાનો તથા યોગવહન કરવાનો અને (શ્રાવકોને આશ્રયી) ઉપધાન આદિ અનુષ્ઠાનોનો અભ્યાસ કરવાનો કહ્યો છે. આ સર્વે જ્ઞાનાભ્યાસ અને ધર્માનુષ્ઠાનો સ્વદશાની પ્રાપ્તિ માટે અને વિભાવદશાના ત્યજવા માટે કહેલ છે.
વિશિષ્ટ યોગદશા પામેલા અને યોગના વિશિષ્ટ શાસ્ત્રો રચનારા એવા મહાત્મા પતંજલિ વગેરે જૈનેતર ઋષિમુનિઓએ અને ચારે દિશામાં જેઓનો યશ પથરાયેલો છે એવા યશરૂપી ધનના ભંડારરૂપ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ પણ શ્રી યોગબિંદુ ગાથા ૬૭માં જે કહ્યું છે તે જ પ્રમાણે પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી પણ કહે છે કે -
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा ।
तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥४॥
ગાથાર્થ :- જેમાં પદાર્થનું સ્વરૂપ નિશ્ચિત નથી એવા પ્રકારના વાદ (પ્રશ્નરૂપ) અને
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
પ્રતિવાદ (ઉત્તરરૂપ)ને કરતા આત્માઓ ગમનક્રિયામાં તલ પીલનારા ઘાંચીના બળદની જેમ તત્ત્વના સારને પામતા નથી. ।।૪।।
ટીકા :- “વાાંશ્રુતિ'-વાવાન્ પૂર્વપક્ષપાત્ પ્રતિવાવાન્ ઉત્તરપક્ષપાન્, परपराजयस्वजयेच्छया वदन्तः- विवादशुष्कवादादि कुर्वन्तः, तत्त्वान्तं तत्त्वस्य वस्तुधर्मरूपस्य अन्तं-पारम्, नैव गच्छन्ति, नैव लभन्ते । कथम्भूतान् वादान् ? अनिश्चितान्=अनिर्धारितपदार्थस्वरूपान् वदन्तः तत्त्वप्रान्तं - स्वीयात्यन्तिकाकृत्रिमात्मज्ञानानुभवरूपं नैव लभन्ते । किंवत् ? गतौ - गमने तिलपीलकवत्, तिलपीलकवृषभवत् भ्रमन् किञ्चित् स्थानान्तरं न लभते । एवं तत्त्वज्ञानानभिलाषी अनेकशास्त्रश्रमं कुर्वन् न तत्त्वानुभवं स्पृशति, अत: यथार्थतत्त्वज्ञानरुचिमत्तया ભવનીયમ્ ॥૪॥
વિવેચન :- આત્મગુણોની પ્રાપ્તિ કરાવે એવું જ્ઞાન જ વાસ્તવિક રીતે જ્ઞાન કહેવાય છે. શેષ બધું જ્ઞાન વાણીનો વિલાસમાત્ર છે. કંઠશોષ કરાવનારું જ છે આ વિષય ઉપર સમજાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે પ્રશ્ન પૂછવા રૂપે જે બોલવું તે વાદ અને ઉત્તર આપવા રૂપે જે બોલવું તે પ્રતિવાદ. પ્રથમ વાત રજુ કરે તેને વાદી કહેવાય છે અને વાદીએ રજુ કરેલી વાતનો ઉત્તર આપે અથવા પોતાની વાતનો બચાવ કરે તે પ્રતિવાદી કહેવાય છે. એમ વાદી અને પ્રતિવાદી રૂપે જે વાદ અને પ્રતિવાદ થાય છે તે બીજાનો પરાભવ કરવાની અને પોતાનો વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરાય છે. સાચી વસ્તુ શું છે ? તે જાણવાની જિજ્ઞાસાથી આ વાદ-વિવાદ કરાતો નથી. તે માટે આવા પ્રકારના પરસ્પર વિરુદ્ધ વાદ સ્વરૂપ શુષ્કવાદાદિ કરતા આત્માઓ તત્ત્વાન્તને પામતા નથી. તત્ત્વને એટલે કે વસ્તુના સાચા સ્વરૂપાત્મક ધર્મના અંતને (પારને) પામતા નથી.
આ વાદ અને વિવાદો કેવા હોય છે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
–
અનિશ્ચિતાન્ = નથી નિશ્ચિત પદાર્થનું સ્વરૂપ જેમાં એવા, પરના પરાજયની અને પોતાના વિજયની દૃષ્ટિ હોવાથી પદાર્થનું વાસ્તવિક જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ જણાવવાનો આશય તો છે જ નહીં, માત્ર તર્ક-પ્રતિતર્ક કરીને પોતાના વિજય માટે અને પરના પરાભવ માટે જ પ્રયત્ન કરાય છે. તેથી પદાર્થનું સ્વરૂપ જેમાં નિશ્ચિત નથી એવા અનિશ્ચિત પદાર્થના સ્વરૂપવાળા વાદવિવાદને કરતા એવા આત્માઓ તત્ત્વના સારને પામતા નથી. પોતાના આત્માને આત્યન્તિક અને અકૃત્રિમ (વાસ્તવિક) આત્મજ્ઞાનનો અનુભવ પ્રાપ્ત થાય અને આનંદ આનંદ થાય તેવો લાભ આ આત્માઓને મળતો નથી.
-
Page #184
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૫૧ કોની જેમ મળતો નથી? તે સમજવા માટે એક ઉદાહરણ કહે છે કે “ગમનક્રિયામાં તલને પીલનારા બળદની જેમ” ઘાંચીની ઘાણીમાં જોડાયેલો બળદ ગોળ ગોળ ભમતો છતો ઘણું ઘણું ચાલે તો પણ સ્થાનાન્તરને પામતો નથી. એની જેમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા વિનાનો આ જીવ અનેક શાસ્ત્રો ભણવા-ભણાવવાનો, વાંચવા-વંચાવવાનો પરિશ્રમ કરે, છતાં પણ તત્ત્વજ્ઞાનના અનુભવને સ્પર્શતો નથી. તત્ત્વજ્ઞાનનો સાર પામતો નથી. આ કારણથી યથાર્થ તત્ત્વજ્ઞાનની રુચિવાળા થવું જોઈએ. જય-પરાજયની ભાવના ત્યજીને આત્મલક્ષી થવું જોઈએ II૪ll
स्वद्रव्यगुणपर्याय-चर्या वर्या पराऽन्यथा । इति दत्तात्मसन्तुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः ॥५॥
ગાથાર્થ - પોતાના આત્માના ગુણોમાં અને પર્યાયોમાં વર્તના એ જ મુનિને શ્રેયસ્કર છે. પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં વર્તના શ્રેયસ્કર નથી. આ પ્રમાણે આત્માને સંતોષ આપનારી તથા સંક્ષિપ્ત અને રહસ્યભૂત જ્ઞાનમાત્રમાં જ વર્તનારી સ્થિતિ મુનિની (મુનિનું વર્તવાપણું) હોય છે. પા.
ટીકા :- “સ્વદ્રવ્યેતિ” સ્વદ્રવ્ય-TUાશ્રયત્નક્ષને શુદ્ધીત્મનિ, સ્વ-- द्रव्याश्रित-सहभाव्यनन्तपर्यायोपेतज्ञानदर्शनचारित्रस्वरूपे, स्वपर्याये-उभयाश्रयलक्षणे अर्थव्यञ्जनादि-भेदे, चर्या-तन्मयतापरिणतिः तत्र वर्तना, वर्या-श्रेष्ठा, स्वद्रव्यगुणपर्याये परिणमनमात्महितम् ।
आया सहावनाणी, भोई रमई वि वत्थुधम्ममि । सो उत्तमो महप्पा, अवरे भवसूयरा जीवा ॥१॥
परापरद्रव्यगुणपर्यायरमणानुभवलक्षणा परिणतिः अन्यथा कार्या अहिता । परभाव-परिणाम एव भ्रमणहेतुः । उक्तञ्च -
परसंगेण बंधो, मुक्खो परभावचायणे होइ । सव्वदोसाण मूलं, परभावाणुभवपरिणामो ॥१॥
વિવેચન - આ આત્માએ જો પોતાનું કલ્યાણ જ કરવું હોય અને જન્મ-જરા-મૃત્યુરોગ-શોકાદિ દુઃખોમાંથી સદા કાલ માટે મુક્તિ જ પ્રાપ્ત કરવી હોય તો શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જ જોઈએ, તેના વિના કલ્યાણની પ્રાપ્તિ અને દુઃખોની નિવૃત્તિ શક્ય નથી. કારણ કે સંસારીજીવનમાં તો ડગલે ને પગલે આ દુઃખો રહેલાં જ છે. તેથી શુદ્ધ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૨
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે “સ્વદ્રવ્યમાં, સ્વગુણમાં અને સ્વપર્યાયમાં રમણતા કરવી એ જ શ્રેષ્ઠતમ માર્ગ છે.'
પ્રશ્ન :- સ્વદ્રવ્ય-સ્વગુણ અને સ્વપર્યાય કોને કહેવાય ?
ઉત્તર ઃ- પોતાના ગુણોના આધારભૂત જે શુદ્ધ આત્મા તે સ્વદ્રવ્ય, કારણ કે ગુણોનો આધાર તે જ દ્રવ્યનું લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્રમાં જ કહ્યું છે કે “મુળપર્યાયવત્ દ્રવ્યમ્' તથા દ્રવ્યગુણપર્યાયના રાસમાં પણ કહ્યું છે કે -
-
“ગુણ પર્યાયતણું જે ભાજન, એકરૂપ તિહું કાલે રે ।
તેહ દ્રવ્ય નિજ જાતિ કહીએ, જસ નહીં ભેદ વિચાલે રે
જિનવાણી રંગે મન ધરએ ॥૨-૧॥
તથા એકદ્રવ્યના આશ્રયે જે રહે એવા અને અનાદિ-અનંતકાલ સુધી તે દ્રવ્યની સાથે રહેનારા અર્થાત્ સહભાવી, તથા અનંતપર્યાયોથી યુક્ત એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય ઈત્યાદિ સ્વરૂપ જે આત્મધર્મો છે તે સ્વગુણ કહેવાય છે. ઉપાદાનભૂત જે દ્રવ્ય જેમકે આ આત્મા એ દ્રવ્ય છે, તે એકના આશ્રયે જે રહે તે જ્ઞાનાદિ ધર્મોને ગુણ કહેવાય, તથા દ્રવ્ય અને ગુણ એમ ઉભયના આશ્રયે જે રહે તે પર્યાય કહેવાય. આ રીતે ઉભયના આશ્રયે પ્રગટ થનારા પર્યાયો કે જેના અર્થપર્યાય અને વ્યંજનપર્યાય એવા ભેદ-પ્રતિભેદ છે. તે સ્વપર્યાય. આમ શુદ્ધાત્મરૂપ સ્વદ્રવ્યમાં, સહભાવી જ્ઞાનાદિ સ્વગુણમાં અને ક્ષાયોપમિક તથા ક્ષાયિકભાવના સ્વપર્યાયોમાં જે તન્મયભાવે પરિણામ પામવા રૂપ “ચર્યા” એટલે કે તે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં જ વર્તવું તે જ શ્રેષ્ઠ છે. આત્મકલ્યાણકારી તત્ત્વ છે. સારાંશ કે આત્મદ્રવ્યમાં, આત્માના ગુણોમાં અને આત્માના જ શુદ્ધ પર્યાયોમાં પરિણમન પામવું એ જ આત્માને હિત કરનારું તત્ત્વ છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે
-
“જે આત્મા પોતાની સ્વભાવદશાનો જ જ્ઞાની છે. સ્વભાવ દશાનો જ ભોક્તા છે અને સ્વભાવદશા રૂપ વસ્તુધર્મમાં જ જે રમણતા કરે છે તે જ સાચો ઉત્તમ મહાત્મા પુરુષ છે તેના વિના બાકીના સર્વે પણ જીવો ભવરૂપ કાદવમાં જ રમનારા શૂકર (ભૂંડ તુલ્ય) છે.”
પર-અપર (બીજા-બીજા) દ્રવ્યમાં અને તેના ગુણ-પર્યાયોમાં રમણતાનો અનુભવ કરવો તે રમણતા (ઉપર કહેલી શ્રેષ્ઠતાથી) અન્યથા સમજવી. એટલે કે અહિતકારીઅકલ્યાણકારી જાણવી. પરદ્રવ્યની રમણતા એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. અન્યત્ર કહ્યું છે કે -
Page #186
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૫૩
પરદ્રવ્યના સંગ વડે કર્મનો બંધ થાય છે અને પર-ભાવના ત્યાગ વડે મુક્તિ થાય છે. પર-ભાવનો અનુભવ કરવાનો જે પરિણામ તે સર્વ દોષોનું મૂલ છે. તેથી હે જીવ ! પરભાવદશાની રમણતાનો તું ત્યાગ કર.
अत एव देशविरतसर्वविरताः प्रत्याख्यान्ति परिग्रहादीन् त्यजन्ति स्वजनपरिजनान्, प्रतिपद्यन्ते एकाकिविहारम्, शृण्वन्ति स्वसत्तागोष्ठिम्, चिन्तयन्ति स्वधर्मानन्तताम्, ध्यायन्ति स्वगुणपर्यायपरिणामम्, मग्ना भवन्ति तदनुभवनेन, त्यजन्ति सर्वपरभावानुमोदनामिति, एवम्प्रकारेण मुनेः- त्रिकालनिर्विषयस्य ज्ञाततत्त्वस्य मुष्टिज्ञानस्थितिः अवस्थानम्, संक्षेपरहस्यज्ञानविश्रामः मर्यादा, कथम्भूता स्थिति: ? दत्तात्मसंतुष्टिः दत्ता- प्रदत्ता आत्मनः संतुष्टिः- संतोष इत्यनेन आत्मग्रहणं परपरित्यागः इति मर्यादा निर्ग्रन्थस्य ॥५॥
આ કારણથી જ દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા અને સર્વવિરતિધર શ્રમણ-શ્રમણી મહાત્માઓ પરભાવ દશાના પરિણામનો ત્યાગ કરવા માટે જ પરિગ્રહનાં (ધન ધાન્ય આદિ નવવિધ પરિગ્રહનાં) પચ્ચક્ખાણ કરે છે. દેશિવરતિધર પરિગ્રહનું પરિમાણ કરે અને શ્રમણ-શ્રમણી તેનો સર્વથા ત્યાગ કરે છે. પોતાના કુટુંબીજનોનો પણ ત્યાગ કરે છે અને સ્વજન-(મિત્રવર્ગ) તથા પરિજન (નોકર, સેવક) આદિનો પણ ત્યાગ કરે છે. એકાકીપણે વિહાર સ્વીકારે છે. આત્મામાં સત્તાસ્વરૂપે રહેલા ગુણોની વાર્તા (આત્માના ગુણોનું વ્યાખ્યાન) ગુરુઓ આદિ પાસેથી સાંભળે છે. પોતાનામાં રહેલા ધર્મોની અનંતતાનું ચિંતન-મનન કરે છે. પોતાના શુદ્ધ આત્માના ગુણોના અને પર્યાયોના પરિણમનનું જ સવિશેષ ધ્યાન કરે છે. પોતાના ગુણ-પર્યાયોના પરિણમનનો જ અનુભવ કરવા વડે તેમાં જ મગ્ન બને છે. (એકાકાર બને છે). પરભાવદશાની સર્વ પ્રકારની અનુમોદના કરવાનું જીવનમાંથી ત્યજી દે છે.
આ પ્રમાણે ત્રણે કાલના વિષયોના સંગ વિનાના અને જાણ્યું છે આત્મતત્ત્વ જેણે એવા મુનિ મહાત્માની પોતાના આત્માને ઘણો ઘણો સંતોષ આપનારી મર્યાદાવાળા જ્ઞાનમાં જ સ્થિતિ (રમણતા) હોય છે. આવા પ્રકારના મુનિ ત્રણે કાળે વિષયોની અભિલાષા વિનાના હોય છે અર્થાત્ નિર્વિષયક હોય છે. આત્મતત્ત્વના પરિપૂર્ણ જાણકાર હોય છે. સ્વભાવદશાના જ્ઞાનમાં જ રમનારા હોય એટલે કે તેમની જ્ઞાનગોષ્ઠી સ્વભાવદશા પૂરતી મર્યાદિત જ હોય છે. તેનાથી જ આત્મસંતોષ અનુભવનારા આ મુનિઓ હોય છે. વિભાવદશાને જાણવાની કે તેમાં વર્તવાની કે તેની અનુમોદના કરવાની અલ્પ પણ પરિણતિ હોતી નથી. સ્વભાવદશાની જ્ઞાનગોષ્ઠીમાં જ ખુશ ખુશ થઈને વર્તે છે. અહીં મુષ્ટિ મર્યાદાવાળા, જ્ઞાન-જ્ઞાનમાં,
=
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૪ જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર સ્થિતિ-રમણતા, અવસ્થાન, સાર એ છે કે સંક્ષેપપૂર્વક જરૂરી એવા આત્મજ્ઞાનમાં જ વિશ્રાન્તિ કરવી - એવી મર્યાદાવાળા જ્ઞાનમાં જ વર્તે છે. વૃત્તાત્મસંતુષ્ટિઃ એટલે આત્માને ઘણો જ સંતોષ થાય એવા પ્રકારની આ જ્ઞાનસ્થિતિ હોય છે. આત્મતત્ત્વને જ ગ્રહણ કરવું અને પરપરિણતિનો ત્યાગ કરવો એ જ નિર્ઝન્થ એવા મુનિના જ્ઞાનની સીમા છે. મુનિનું જ્ઞાન આવી સીમાવાળું જ હોય છે. આવા નિર્ચન્દમુનિ ક્યારેય પણ આત્મતત્ત્વને છોડીને પરભાવની પરિણતિના જ્ઞાનમાં જતા નથી. લક્ષ્મણરેખા ક્યારેય ઓળંગતા નથી. /પી.
"अस्ति चेद् ग्रन्थिभिद् ज्ञानम्, किं चित्रैस्तन्त्रयन्त्रणैः । प्रदीपाः क्वोपयुज्यन्ते ?, तमोजी दृष्टिरेव चेत् ॥६॥
ગાથાર્થ - જો રાગ અને દ્વેષનો નાશ કરનારું સમ્યજ્ઞાન આત્મા પાસે છે તો પછી અનેક પ્રકારના શાસ્ત્રોના બંધન વડે શું કામ છે ? જો અંધકારનો નાશ કરનારી દૃષ્ટિ છે તો પ્રદીપોની (દીપકોની) શું જરૂર છે? ll
ટીકા :- “મસ્તીતિ"-૨-સ્થિfમ-સ્થિભેદોત્પન્ન, વિષપ્રતિમાસ –विकलम् आत्मधर्मवेद्यसंवेद्यरूपं ज्ञानं प्रतिभासः अस्ति, तन्त्रयन्त्रणैः चित्रैः-अनेकप्रकारैः परसाधनानिमित्तैः किं ? न किमपि । सम्यग्दर्शनज्ञानचारित्रभावपरिणतस्य किं परापेक्षया ? तत्र दृष्टान्तः, चेत् दृष्टिः-चक्षुः तमोजी = तमः-अन्धकारं, तस्य
नी = हन्त्री (तद् हन्तीति) प्राप्ता, तदा प्रदीपाः क्व उपयुज्यन्ते ? न क्वापि । दृष्टिः सर्वावलोकनक्षमा तर्हि सहायभूतदीपस्य किं प्रयोजनम् ?
વિવેચન - ગ્રન્થિભેદ દ્વારા ઉત્પન્ન થયેલું, વિષય પ્રતિભાસ વિનાનું, આત્માના ધર્મસ્વરૂપ વેદ્યસંવેદ્યાત્મક એવું જ્ઞાન જો આ આત્મા પાસે છે તો પછી અનેક પ્રકારના શાસ્ત્રોનાં નિયંત્રણો (બંધનો) વડે સર્યું. તેની કંઈ જ જરૂર નથી. સાર એ છે કે – મિથ્યાત્વ ગુણઠાણે થતું માત્ર વિષયોને જણાવનારું આત્મતત્ત્વના સ્પર્શ વિનાનું જે જ્ઞાન છે તે વિષયપ્રતિભાસ માત્ર કરાવનાર હોવાથી આ જીવને ઉપકારક થતું નથી. તેથી તેને છોડીને ચોથા ગુણઠાણેથી થયેલું જે જ્ઞાન છે તે આત્માના કલ્યાણને કરનારું છે. માટે રાગ અને દ્વેષની દુર્ભેદ્ય એવી ગ્રન્થિનો અપૂર્વકરણ દ્વારા ભેદ કરવાથી ઉત્પન્ન થયેલું અને માત્ર વિષયપ્રતિભાસવાળું નહીં, પરંતુ આત્મતત્ત્વને સ્પર્શ કરનારું અર્થાત્ આ આત્માને પરદ્રવ્યના સંગથી મુક્ત કરવામાં અસાધારણ કારણભૂત એવું આત્મપરિણતિમદ્ અને તત્ત્વસંવેદન રૂપ જ્ઞાન થયું હોય તથા જે જ્ઞાન વેદ્યસંવેદ્યસ્વરૂપ છે એવું જ્ઞાન જો થયેલું છે તો તે જ્ઞાન
Page #188
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૫૫
જ આત્માનું કલ્યાણ કરનાર બને છે. માટે તેવું જ્ઞાન જો પ્રાપ્ત થયું હોય તો ચિત્ર = અનેક પ્રકારનાં તન્ત્ર = શાસ્ત્રો યન્ત્રળ = અન્ય અન્ય સાધનાના નિમિત્તભૂત એવાં બીજાં વધારે શાસ્ત્રો ભણવાની શી જરૂર છે ?
મોહનો પરાભવ કરે એવું, શરીરથી આત્મા ભિન્ન દ્રવ્ય છે એવા વિષયવાળું ગ્રન્થિભેદજન્ય જો ભેદજ્ઞાન થયું છે તો આ જીવ તેનાથી જ કર્મોનો ક્ષય કરીને શ્રેણી માંડીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એટલે સાધનાના નિમિત્તભૂત બીજાં અધિક શાસ્ત્રો ભણવાની કંઈ જરૂર નથી અને જો ભેદજ્ઞાન ન થયું હોય તો અન્ય અનેક શાસ્ત્રો ભણવા છતાં આત્મહિત થતું નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એમ રત્નત્રયીના ભાવે પરિણામ પામેલા આત્માને બીજી કોઈની અપેક્ષા શું હોય ? અર્થાત્ બીજી કોઈ (મંત્ર-તંત્ર કે વિદ્યા) સાધવાની શું જરૂર હોય ? અર્થાત્ આવી જરૂર હોતી નથી. અહીં આ વિષયમાં એક દૃષ્ટાન્ત કહે છે કે –
જો દૃષ્ટિ જ અંધકારનો નાશ કરનારી પ્રાપ્ત થઈ છે તો દીવાઓ ક્યાં ઉપયોગમાં આવવાના હતા ? ક્યાંય નહીં.
જો આ જીવની પોતાની દૃષ્ટિ જ સર્વ પદાર્થોને દેખવાની શક્તિ ધરાવતી હોય (કેવલજ્ઞાન-કેવલદર્શન થયાં હોય) તો આપણા જેવા સામાન્ય માણસોને જોવામાં સહાયભૂત થનારા દીપકની તે મહાત્માઓને શું જરૂર ? કંઈ જ જરૂર નથી. તેની જેમ જો ભેદજ્ઞાન થયું હોય તો તેનાથી જ આત્મહિત થાય છે. તેથી બીજા બીજા મંત્ર-તંત્ર આદિની કંઈ જરૂર નથી. મોહનો નાશ કરનારું, આત્માને શરીરાદિ પરદ્રવ્યથી ભેદબુદ્ધિ કરાવનારું અને તેથી પરદ્રવ્ય પ્રત્યેના મોહનો નાશ કરાવનારું જ્ઞાન જ વધુ ઉપકારી તત્ત્વ છે.
अत्र ग्रन्थिभेदस्वरूपम् - तत्र पञ्चेन्द्रियत्व - सञ्ज्ञित्व-पर्याप्तत्वरूपाभिस्तिसृभिर्लब्धिभिः युक्तः, अथवा उपशमलब्ध्युपदेशश्रवणलब्धिकरणत्रयहेतुप्रकृष्टयोगलब्धित्रिकयुक्तः करणकालात् पूर्वमपि अन्तर्मुहूर्तकालं यावत् प्रतिसमयमनन्तगुणवृद्धया विशुद्धया विशुध्यमाना अवदातायमाना चित्तसन्ततिः ग्रन्थिकसत्त्वानामभव्यसिद्धिकानां या विशोधिः तामतिक्रम्य वर्तमानः, ततोऽनन्तगुणविशुद्धः, अन्यतरस्मिन् मतिश्रुतविभङ्गान्यतमस्मिन् साकारोपयोगे योगे चान्यतमस्मिन् वर्तमानः, तिसृणां विशुद्धानां लेश्यानामन्यतमस्यां लेश्यायां वर्तमानो, जघन्यतस्तेजोलेश्यायां मध्यमपरिणामेन पद्मलेश्यायामृत्कृष्टपरिणामेन शुक्ललेश्यायाम्, तथा पूर्वजानां सप्तानां कर्मणां स्थितिमन्तः सागरोपमकोटीकोटीप्रमाणां कृत्वा, अशुभानां कर्मणामनुभागं
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૬ જ્ઞાનાષ્ટક- ૫
જ્ઞાનસાર चतुःस्थानकं सन्तं द्विस्थानकं करोति, शुभानाञ्च कर्मणां द्विस्थानकं सन्तं चतुःस्थानकं करोति । तथा ध्रुवप्रकृतीः सप्तचत्वारिंशत्सङ्ख्यया बध्नन् परावर्तमानाः स्वस्वभवप्रायोग्याः प्रकृतीः शुभा एव बध्नाति, ता अप्यायुर्वर्जाः । अतीवविशुद्धपरिणामो हि नायुर्बन्धमारभते, यदुत तिर्यङ् मनुष्यो वा प्रथमं सम्यक्त्वमुत्पादयन् देवगतिप्रायोग्याः शुभाः प्रकृती: बध्नाति, देवो नैरयिको वा प्रथमं सम्यक्त्वमुत्पादयन् मनुजगतिप्रायोग्याः शुभाः प्रकृती: बध्नाति, सप्तमनरकनारकस्तिर्यग्द्विकं नीचैर्गोत्रं बध्नाति, भवप्रायोग्यात् । बध्यमानस्थितिमन्तःसागरकोटाकोटिं बध्नाति, नाधिकाम्, योगवशात् प्रदेशाग्रमुत्कृष्ट-जघन्यमध्यमञ्च बध्नाति, स्थितिबन्धे पूर्णे सत्यन्यं स्थितिबन्धं प्राक्तनस्थितिबन्धापेक्षया पल्योपमाऽसङ्ख्येयभागन्यूनं करोति, ततोऽन्यं पल्योपमासङ्ख्येयभागं न्यूनं करोति, अतः अन्यं स्थितिबन्धं पूर्वपूर्वापेक्षया पल्योपमासङ्ख्येयभागन्यूनं करोति, अशुभानाञ्च प्रकृतीनां बध्यमानानामनुभागं द्विस्थानकं बध्नाति, तमपि प्रतिसमयमनन्तगुणहीनम्, शुभानाञ्च चतुःस्थानकम्, प्रतिसमयमनन्तगुणवृद्धिं कुर्वन् करणं यथाप्रवृत्तं करोति, ततोऽपूर्वकरणम्, ततोऽनिवृत्तिकरणमिति, करणं परिणामविशेषः । एतानि च त्रीण्यपि करणानि प्रत्येकमन्तर्मुहूर्तकानि, ततः उपशान्ताद्धां लभते, सापि चान्तमुहूतिकी । यथाप्रवृत्तिकरणं च -
સમ્યકત્વની પ્રાપ્તિ કરતાં પહેલાં સર્વે જીવો મિથ્યાત્વની મંદતા કરવાના કારણભૂત એવો ગ્રન્થિભેદ કરે છે. રાગ અને દ્વેષની જે ગાંઠ છે (મજબૂતાઈ-ઘનીભૂતતા છે) તેને હણીને રાગ અને દ્વેષને વિરલ-વિરલ કરવા, તેને ગ્રન્થિભેદ કહેવાય છે. તેનું સ્વરૂપ આ प्रभा छ .
ત્યાં પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું અને પર્યાપ્તપણે આ ત્રણ પ્રકારની લબ્ધિઓથી યુક્ત એવો જીવ એટલે કે સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત એવો જીવ, અથવા (૧) મોહનીયકર્મને ઉપશમાવવાની લબ્ધિથી યુક્ત, (૨) તીર્થંકર પરમાત્માના ઉપદેશને સાંભળવાની લબ્ધિથી યુક્ત તથા (૩) ત્રણ કરણ કરવામાં હેતુભૂત ઉત્કૃષ્ટ યોગની લબ્ધિથી યુક્ત એમ ત્રણ પ્રકારની લબ્ધિથી યુક્ત એવો જીવ, ત્રણ કરણ કરવાનો કાલ પાકે તેની પૂર્વે એક અંતર્મુહૂર્ત સુધી દરેક સમયોમાં અનંતગુણની વૃદ્ધિવાળી વિશુદ્ધિ વડે વિશુદ્ધ અને વધારે વધારે સ્વચ્છ (અતિશય નિર્મળ) થતી એવી જે ચિત્તસન્નતિ (મનની ધારા) ગ્રન્વિદેશ પાસે આવેલા અભવ્ય (તરીકે) પ્રસિદ્ધિ પામેલા જીવોની જે વિશુદ્ધિ હોઈ શકે છે તેને ઓળંગીને અધિક વિશુદ્ધિવાળી
Page #190
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧પ૭ ચિત્તસત્તતિમાં વર્તતો, અર્થાત્ તેના કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળો આ જીવ, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એમ ત્રણમાંના કોઈ પણ એક સાકારોપયોગમાં વર્તતો, વિશુદ્ધ એવી ત્રણ શુભ લેશ્યામાંથી કોઈપણ એક લેગ્યામાં વર્તતો એટલે કે જઘન્યપરિણામી હોય તો તેજોલેશ્યામાં વર્તતો, મધ્યમપરિણામી હોય તો પદ્મલેશ્યામાં વર્તતો અને ઉત્કૃષ્ટ પરિણામી હોય તો શુક્લલેશ્યામાં વર્તતો આ જીવ આયુષ્યકર્મ વિનાના શેષ સાત કર્મોની પૂર્વકાલમાં બાંધેલી ૭૦-૪૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની જે સ્થિતિ છે તે સ્થિતિને અપવર્તના કરણ દ્વારા અપવર્તાવવા વડે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કરીને, તથા અશુભ પ્રકૃતિઓનો અનુભાગ (રસબંધ) જે ચાર ઠાણીઓ છે. તેને બે ઠાણીયો કરીને અને શુભ કર્મોનો અનુભાગબંધ (રસબંધ) જે બે ઠાણીઓ છે તેને ઉદ્વર્તનાકરણ દ્વારા ઉદ્વર્તન કરવા વડે ચાર ઠાણીઓ કરે છે.
તથા ધ્રુવબંધી પ્રકૃતિઓ કે જેની સંખ્યા સુડતાલીસની છે. તેને બાંધતો બાંધતો આ જીવ અધુવબંધી જે તોંતેર પ્રકૃતિઓ છે. તેમાંની જે જે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. તેમાંથી પોતપોતાના ભવને યોગ્ય શુભપ્રકૃતિઓ જ બાંધે છે. તે પણ આયુષ્યકર્મને વર્જીને બાકીની શુભ પ્રકૃતિઓ બાંધે છે. કારણ કે ઘોલમાનપરિણામે આયુષ્ય બંધાતું હોવાથી અતિશય વિશુદ્ધ પરિણામવાળો જીવ આયુષ્યનો બંધ કરતો નથી અને સમ્યકત્વ પામતો આ જીવ અતીવ વિશુદ્ધિવાળો છે. માટે આયુષ્યકર્મનો બંધ કરતો નથી. પ્રથમ સમ્યકત્વને ઉત્પન્ન કરતો આ જીવ જો તિર્યચપંચેન્દ્રિય કે મનુષ્ય હોય તો દેવગતિ પ્રાયોગ્ય શુભ પ્રકૃતિઓ જ બાંધે છે અને પ્રથમ સમ્યકત્વને ઉત્પન્ન કરતો આ જીવ જો દેવ અથવા (છ નારકીમાંનો) નરક જીવ હોય તો મનુષ્યગતિ પ્રાયોગ્ય જ શુભપ્રકૃતિ બાંધે છે. જો સમ્યકત્વને પામતો આ જીવ સાતમી નારકીનો જીવ હોય તો તિર્યંચગતિ પ્રાયોગ્ય તિર્યંચદ્રિક અને નીચગોત્ર બાંધે છે. કારણ કે સાતમી નારકીના જીવો મનુષ્યભવમાં જન્મ પામવાના ન હોવાથી મિથ્યાત્વાવસ્થામાં મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતા નથી.
અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્તે બંધાતી (સાત કર્મોની) સ્થિતિ નિયમ અંતઃકોડાકોડી સાગરોપમ જ બાંધે છે. પણ અધિક સ્થિતિ આ જીવ બાંધતો નથી. મન-વચન અને કાયાના યોગને અનુસાર ઉત્કૃષ્ટ-જઘન્ય અને મધ્યમ પ્રદેશાગ્રનો બંધ કરે છે. એટલે કે ઉત્કૃષ્ટયોગમાં વર્તતો હોય તો ઉત્કૃષ્ટપ્રદેશબંધ, મધ્યમયોગે વર્તતો હોય તો મધ્યમપ્રદેશબંધ અને જઘન્યયોગે વર્તતો હોય તો જઘન્યપ્રદેશબંધ કરે છે. એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે અન્ય-અન્ય સ્થિતિબંધ પૂર્વ પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન-ન્યૂન જ સ્થિતિ બાંધે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
તથા તે કાલે અશુભપ્રકૃતિઓનો અનુભાગ નિયમા દ્રિસ્થાનક જ બાંધે છે અને તે પણ પ્રતિસમયે અનંતગુણહીન અનંતગુણહીન કરતો જ બાંધે છે. તથા તે કાલે બંધાતી શુભપ્રકૃતિઓનો અનુભાગ નિયમા ચતુઃસ્થાનક જ બાંધે છે અને તે પણ પ્રતિસમયે અનંતગુણવૃદ્ધ અનંતગુણવૃદ્ધ જ બાંધે છે. આ પ્રમાણે આવા પ્રકારની વિશુદ્ધિમાં વર્તતો આ જીવ આત્મપરિણામની વિશુદ્ધિના કારણે પ્રથમ યથાપ્રવૃત્તકરણ કરે છે. ત્યારબાદ અપૂર્વકરણ કરે છે. ત્યારબાદ ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. અહીં “કરણ” શબ્દનો અર્થ આત્માનો પરિણામ (અધ્યવસાય) એવો અર્થ જાણવો. આ ત્રણે પણ કરણોનો દરેકનો કાલ અન્તર્મુહૂર્તઅન્તર્મુહૂર્ત જાણવો. ત્રણ અન્તર્મુહૂર્ત સાથે કરો તો પણ અંતર્મુહૂર્ત જ કાલ જાણવો. ત્યારબાદ ઉપશાન્ત અવસ્થા આ જીવ પ્રાપ્ત કરે છે. તે અવસ્થા પણ અન્તર્મુહૂર્તકાલવાળી જાણવી. અનેક જીવોને આશ્રયી યથાપ્રવત્તકરણમાં અને અપુર્વકરણમાં કેવા કેવા આત્મપરિણામો (અધ્યવસાયસ્થાનો) હોય છે? તે વિષય હવે પછીના પાઠમાં સમજાવે છે.
अणुसमयं वद्धृतो, अज्झवसाणाणणंतगुणणाए । परिणामट्ठाणाणं, दोसु वि लोगा असंखिज्जा ॥
(કર્મપ્રકૃતિ-ઉપશમનાકરણ ગાથા-૯) इति कर्मप्रकृतौ, प्रतिसमयमध्यवसानानामनन्तगुणतया विशुद्ध्या वर्धमानानां करणसमाप्तिं यावद् वर्धते, तानि कियन्ति अध्यवसानानि भवन्ति ? द्वयोरपि यथाप्रवृत्तापूर्वकरणयोः परिणामाः स्थानानामनुसमयं लोकासङ्ख्यया भवन्ति, यथाप्रवृत्तकरणे अपूर्वकरणे च प्रतिसमयेऽसङ्ख्येयलोकाकाशप्रदेशराशिप्रमाणानि अध्यवसायस्थानानि भवन्ति, तथाहि-यथाप्रवृत्तकरणे प्रथमसमये विशोधिस्थानानि नानाजीवापेक्षया असङ्ख्येय-लोकाकाशप्रदेशप्रमाणानि, द्वितीयसमये विशेषाधिकानि, ततोऽपि तृतीयसमये विशेषाधिकानि, एवं यावच्चरमसमये, एवमपूर्वकरणेऽपि द्रष्टव्यम्। अमूनि चाध्यवसायस्थानानि यथाप्रवृत्ता-पूर्वकरणयोः सम्बन्धीनि स्थाप्यमानानि विषमचतुरस्रक्षेत्रमावृण्वन्ति, तयोरुपरि चानिवृत्तिकरणाध्यवसानानि मुक्तावलीसंस्थानि उपर्युपर्यमूनि अनुचिन्त्यमानानि प्रतिसमयमनन्तगुणवृद्ध्या प्रवर्तमानान्यवगन्तव्यानि तिर्यक्षस्थानपतितानि ।।
યથાપ્રવૃત્તકરણમાં અને અપૂર્વકરણમાં પ્રતિસમયે અનંતગુણવિશુદ્ધિ વડે જીવો આગળ વધે છે. બન્ને કરણોમાં ત્રિકાલવર્તી સર્વ જીવોને આશ્રયી અધ્યવસાયનાં સ્થાનો અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ થાય છે. “આ પ્રમાણે કર્મપ્રકૃતિના ઉપશમનાધિકાર ગાથા ૯માં કહ્યું
Page #192
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૫૯
છે. આ બન્ને કરણોમાં વર્તતા જીવો પ્રતિસમયે અનન્તગુણવિશુદ્ધિ વડે વૃદ્ધિ પામતાં પામતાં થાવત્ કરણની સમાપ્તિ થાય ત્યાં સુધી વૃદ્ધિ પામે છે. બન્ને કરણોમાં તે અધ્યવસાયસ્થાનો કુલ કેટલાં હોય છે? તે જાણવું હોય તો શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે – યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં ત્રણે-કાલવર્તી સર્વજીવોને આશ્રયી આ અધ્યવસાયસ્થાનો પ્રત્યેક સમયમાં (જીવો અનંતા-અનંત હોવા છતાં પણ કેટલાક કેટલાક જીવોના અધ્યવસાયસ્થાનો સમાન હોવાથી) અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે. એક એક સમયમાં અનંતજીવોનાં અધ્યવસાયસ્થાનો અસંખ્યાતલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે અને તે સર્વે જઘન્યવિશુદ્ધિથી પ્રારંભીને ઉત્કૃષ્ટવિશુદ્ધિસ્થાન સુધીનાં અસંખ્યાત અધ્યવસાય સ્થાનોમાં વિશુદ્ધિની વૃદ્ધિ અને હાનિ ષટ્રસ્થાનપતિત (છ પ્રકારની) હોય છે.
યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં ત્રણે કાલવર્તી અનંત જીવોને આશ્રયી (કેટલાક કેટલાક જીવોના અધ્યવસાય સમાન પણ હોવાથી) પ્રત્યેકસમયમાં અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તેમાં પણ યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે જે અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે તેનાથી બીજા સમયે વિશેષાધિક હોય છે. કારણ કે પ્રથમસમયે ઘણા ઘણા જીવોમાં સમાન અધ્યવસાયસ્થાનો પણ હતાં, તે બીજા સમયે બધાનાં સમાન જ રહે એવો નિયમ નથી. સમાન અધ્યવસાયમાંથી બીજા સમયે સરખી વિશુદ્ધિ વધે તેવો નિયમ નથી. તેથી ભિન્ન પણ થઈ જાય છે. આ રીતે બીજા સમયે વિશેષાધિક, બીજા સમય કરતાં ત્રીજા સમયે વિશેષાધિક, એમ યથાપ્રવૃત્તકરણના ચરમસમય સુધી જાણવું. આ પ્રમાણે અપૂર્વકરણના પ્રથમસમયથી ચરમસમય સુધી અધ્યવસાય સ્થાનો વિશેષાધિક-વિશેષાધિક જાણવાં.
યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં પ્રત્યેક સમયમાં અનંત જીવોનાં જે આ અસંખ્યાત અધ્યવસાયસ્થાનો છે. તેની જો સ્થાપના કરીએ તો વિષમચતુરગ્ન ક્ષેત્ર પ્રમાણ થાયી ૫ સમય \૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 07 છે. (ચાર ખુણાવાળું પણ સમાન નહીં ૪ સમય 0 0 0 0 0 0 0 0 0 પરંતુ વિષમ એવું ક્ષેત્ર રોકનારો આ ૩ સમય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ / આકાર બને છે.) જેમ કે તે આકાર આવા ૨ સમય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ , પ્રકારની હોય છે. ત્યારબાદ તે બને ૧ સમય ૦ ૦ ૦ ૦ ૦ ૦ / કરણોની ઉપર ત્રીજા અનિવૃત્તિકરણમાં એકસમયમાં વર્તતા ત્રણે કાલના અનંતા જીવોના અધ્યવસાયસ્થાનો સમાન જ હોય છે. એટલે એક સમયે એક જ હોય છે. પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ હોતા નથી. બીજા
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૦
જ્ઞાનાષ્ટક - ૫
સમયે પણ અનંતજીવોનું સમાન એક જ અધ્યવસાયસ્થાન હોય છે પ્રથમસમયે અને તે પ્રથમસમયવર્તી જીવોના અધ્યવસાય કરતાં અનંતગુણ વિશુદ્ધ બીજાસમયે હોય છે. બીજા સમય કરતાં ત્રીજા સમયનું અને ત્રીજા સમય કરતાં ત્રીજાસમયે ચોથા સમયનું એમ પ્રતિસમયે અનંતગુણ વિશુદ્ધિ વડે વધતું પણ એક ચોથાસમયે એક અધ્યવસાયસ્થાન હોય છે. તેથી તે “મુક્તાવલી’” મોતીના પાંચમાસમયે હારની જેમ આકારવાળાં અધ્યવસાયસ્થાનો થાય છે.
-
જ્ઞાનસાર
છ
૦
0
ત્રણે કરણોમાં પ્રથમસમયથી બીજા સમયમાં અને બીજા સમયથી ત્રીજા સમયમાં અને ત્રીજા સમયથી ચોથા સમયમાં અધ્યવસાયસ્થાનો કેટલાં ? અને કેવી વિશુદ્ધિવાળાં છે ? તે ઉપરના ચિત્રમાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ એક એક સમયમાં પ્રથમના બે કરણોમાં જે અસંખ્યાતલોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે તે તિર્થાં કેવા પ્રકારની વિશુદ્ધિવાળાં હોય છે ? દાખલા તરીકે ઉપરના ચિત્રમાં યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયમાં
O ૦ ૦ ૦ સ્થાનો લખ્યાં છે તે પરસ્પર કેવી વિશુદ્ધિવાળાં છે ? બીજા સમયમાં ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જે લખ્યાં છે તે પરસ્પર કેવી વિશુદ્ધિવાળાં છે ? તેને “તિધ્ન’” કેવાં છે ? એ હવે કહેવાય છે.
કોઈપણ એકસમયવર્તી અધ્યવસાય સ્થાનો કરતાં તેના પછીના સમયવર્તી અધ્યવસાયસ્થાનો એમ ઉપર ઉપર વિચારીએ તો પ્રતિસમયે અનંતગુણી વિશુદ્ધિ વડે વધતાં તે અધ્યવસાયસ્થાનો છે. પરંતુ તિધ્ન વિચારીએ તો એટલે કોઈપણ એકસમયવર્તી જે અધ્યવસાયસ્થાનો છે તે સર્વને માંહોમાંહે વિચારીએ તો તે પ્રતિસમયે જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી છ પ્રકારની વિશુદ્ધિની વૃદ્ધિવાળાં અને ઉત્કૃષ્ટથી જઘન્ય તરફ ગણીએ તો વિશુદ્ધિની હાનિવાળાં છે. એમ ષગુણ વૃદ્ધિ-હાનિવાળાં એટલે કે ષસ્થાન પતિત છે. પ્રથમસમયમાત્રવર્તી અસંખ્યાત અધ્યવસાયસ્થાનોમાં સૌથી જઘન્યવિશુદ્ધિવાળા પ્રથમ અધ્યવસાય કરતાં તેની પાસેનાં કેટલાંક અનંતભાગઅધિક, ત્યાર પછીનાં કેટલાંક અસંખ્યાતભાગ અધિક, ત્યાર પછીનાં કેટલાંક સંખ્યાતભાગ અધિક, ત્યાર પછીના કેટલાંક સંખ્યાતગુણ અધિક, ત્યાર પછીના કેટલાંક અસંખ્યાતગુણ અધિક અને ત્યાર પછીના કેટલાંક અધ્યવસાયસ્થાનો અનંતગુણ અધિક વિશુદ્ધિવાળા હોય છે. આમ ષટ્ચાનપતિત કહેવાય છે.
इह कल्पनया द्वौ पुरुषौ युगपत्करणप्रतिपन्नौ विवक्ष्येते, तत्रैकः सर्वजघन्यया श्रेण्या प्रतिपन्नः, अपरः सर्वोत्कृष्टया विशोध्या । प्रथमजीवस्य प्रथमसमये मन्दा, द्वितीयसमयेऽनन्तगुणा, तृतीयेऽनन्तगुणा, एवं यावत् येषां यथाप्रवृत्तकरणस्य सङ्ख्येयो भागो गतो भवति, ततः प्रथमसमये द्वितीयस्य जीवस्योत्कृष्टं विशोधिस्थान
Page #194
--------------------------------------------------------------------------
________________
ન
જ
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૬૧ मनन्तगुणं वक्तव्यम्, ततो यतः स्थानाद् जघन्यविशुद्धिमुक्त्वा विरामः कृतः, तत्पश्चात्समयस्य जघन्यविशुद्धिरनन्तगुणा, ततोऽपि द्वितीये उत्कृष्टा विशोधिरनन्तगुणा, ततः उपरि जघन्यविशोधिः अनन्तगुणा, एवमुपर्यधश्च एकैकं विशोधिस्थानमनन्तगुणं, द्वयोर्जीवयोस्तावन्नेयं यावच्चरमसमये जघन्यविशोधिस्ततः आचरमात्-चरममभिव्याप्य यानि अनुक्तानि शेषाण्युत्कृष्टानि स्थानानि, तानि क्रमेण निरन्तरमनन्तगुणानि वक्तव्यानि, तदेवं समाप्तं यथाप्रवृत्तकरणम् । अस्य च यथाप्रवृत्तकरणस्य पूर्वप्रवृत्तमिति द्वितीयं नाम । शेषकरणाभ्यां पूर्व-प्रथमं प्रवृत्तमिति । अस्मिंश्च यथाप्रवृत्तकरणे स्थितिघातरसघातौ गुणश्रेणिर्वा न प्रवर्तन्ते, केवलमुक्तरूपा विशोधिरेवानन्तगुणा । यानि वाऽप्रशस्तानि कर्माण्यत्र स्थितो बध्नाति तेषामनुभागं द्विस्थानकं बध्नाति, यानि च शुभानि तेषां चतुःस्थानकम्, स्थितिबन्धेऽपि च पूर्णे पूर्णे सत्यन्यं स्थितिबन्धं पल्योपमसङ्ख्येय
જઘન્ય ઉત્કૃષ્ટ માજૂિનં વજ્ઞાતિ સમૃતિ મપૂર્વવરામમિ- પ્રથમ સ્થાન થીયતે –
બીજું સ્થાન
ત્રીજું સ્થાન ૩ ૧૧ યથાપ્રવૃત્તકરણમાં પ્રતિસમયે અસંખ્યાત
ચોથું સ્થાન ૪ ૧૩ લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે. પાંચમું સ્થાન તે પણ પછી પછીના સમયમાં વિશેષાધિક હોય છે. છઠ્ઠું સ્થાન એક એક સમયમાં પરસ્પર પસ્થાનપતિત સાતમું સ્થાન વિશુદ્ધિવાળાં હોય છે ઈત્યાદિ સમજાવીને હવે તેનું આઠમું સ્થાન યથાપ્રવૃત્તકરણમાં જઘન્ય વિશુદ્ધિ અને ઉત્કૃષ્ટવિશુદ્ધિ, નવમું સ્થાન કેવી અને કેટલી વધારે હોય છે ? તે સમજાવવા દસમું સ્થાન માટે બે પુરુષોની કલ્પના કરીને ઉદાહરણપૂર્વક
અગિયારમું સ્થાન
બારમું સ્થાન ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે -
તેરમું સ્થાન એકી સાથે બે પુરુષો યથાપ્રવૃત્તકરણમાં ચૌદમું સ્થાન પ્રવેશ્યા ત્યાં એક પુરુષ યથાપ્રવૃત્તકરણમાં ધારો કે પંદરમું સ્થાન જઘન્યવિશુદ્ધિએ આગળ વધ્યો અને બીજો પુરુષ સોળમું સ્થાન આ જ યથાપ્રવૃત્તકરણમાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિએ આગળ
| સત્તરમું સ્થાન ૨૮
૩૦
અઢારમું સ્થાન વધ્યો. તે બંને પુરુષોએ ધારો કે એકી સાથે| ઓગણીસમું સ્થાન
૩૮
૩૨ ૩૯ યથાપ્રવરકરણમાં પ્રવેશ કર્યો. આવી કલ્પના કરીએ વીસમું સ્થાન ૩૪ ૪૦
?
ઇ
૦.
?
૦
-
=
૨
m
-
૦
૦
હ
જ
8
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
મંદ હોય
ત્યાં જઘન્યવિશુદ્ધિએ ચઢનારા પ્રથમજીવની પ્રથમસમયમાં વિશુદ્ધિ સૌથી અલ્પ = છે. તે જ જીવની યથાપ્રવૃત્તકરણના બીજા સમયમાં અનંતગુણી વિશુદ્ધિ, તે જ જીવની ત્રીજા સમયમાં અનન્તગુણી એમ યાવત્ યથાપ્રવૃત્તકરણનો સંખ્યાતો ભાગ જાય ત્યાં સુધી કહેવું. તેના કરતાં પ્રથમસમયવર્તી બીજા જીવની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે. તેના કરતાં જે સ્થાનની જઘન્યવિશુદ્ધિ કહીને વિરામ કર્યો હતો, તે પછીના સ્થાનની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. તેના કરતાં બીજા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. તેના કરતાં નીચે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. આ પ્રમાણે એક નીચેના સ્થાનની જઘન્યવિશુદ્ધિ અને એક ઉપરના સ્થાનની ઉત્કૃષ્ટવિશુદ્ધિ એમ બન્ને જીવોની વિશુદ્ધિ પરસ્પર અનંતગુણ અનંતગુણ કહેતાં ત્યાં સુધી જવું કે યાવત્ પ્રથમજીવની ચરમસમયની જઘન્યવિશુદ્ધિ આવે. ત્યારબાદ ચરમસમય સુધીનાં નહીં કહેલાં જે શેષ ઉત્કૃષ્ટવિશુદ્ધિ તરફનાં સ્થાનો બાકી રહ્યાં તેની અનુક્રમે નિરંતર વિશુદ્ધિ અનંતગુણી કહેવી. આ સમજવા માટે બાજુમાં એક યન્ત્રની કલ્પના કરી છે. યથાપ્રવૃત્તકરણમાં અંતર્મુહૂર્તનો કાલ છે તેમાં અસંખ્યાત સમયો છે તેની ૧ થી ૨૦ સમયપ્રમાણ કલ્પના કરી છે. ત્યાં યથાપ્રવૃત્તકરણનો સંખ્યાતમો ભાગ એટલે ૧ થી ૬ સમય કલ્પ્યા છે. તેમાં ૧ થી ૬ સમય સુધી જઘન્યવિશુદ્ધિ ક્રમશઃ અનંતગુણી છે ત્યારબાદ પહેલા સમયની ઉત્કૃષ્ટ, સાતમા સમયની જઘન્ય, બીજા સમયની ઉત્કૃષ્ટ, આઠમા સમયની જઘન્ય અને ત્રીજા સમયની ઉત્કૃષ્ટ એમ કરતાં કરતાં વીસમા સમયની જઘન્યવિશુદ્ધિ આવે ત્યાં સુધી સમજવું. ત્યારબાદ ૧૫ થી ૨૦ એમ ૬ સમયોની ઉત્કૃષ્ટવિશુદ્ધિ ક્રમશઃ અનંતગુણી જાણવી. આ યથાપ્રવૃત્તકરણ સમજાવ્યું. તેનું બીજું નામ “પૂર્વપ્રવૃત્તકરણ'' પણ છે. કારણ કે બાકીનાં જે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે તે બે કરતાં આ કરણ પહેલાં = પૂર્વકાલમાં પહેલું પ્રવર્તે છે માટે તેનું બીજું નામ પૂર્વપ્રવૃત્તકરણ છે.
આ યથાપ્રવૃત્તકરણમાં સ્થિતિઘાત-૨સઘાત અથવા ગુણશ્રેણી પ્રવર્તતાં નથી. ફક્ત ઉપર કહ્યા પ્રમાણે વિશુદ્ધિ જ માત્ર હોય છે. (સ્થિતિઘાતાદિનું સ્વરૂપ આગળ અપૂર્વકરણ વખતે સમજાવે જ છે.) તથા આ યથાપ્રવૃત્તકરણમાં રહેલો જીવ અહીં જે જે અપ્રશસ્ત (અશુભ) કર્મો બાંધે છે. તેઓનો અનુભાગબંધ (૨સબંધ) અવશ્ય દ્વિસ્થાનક જ (બે ઠાણીયો જ) કરે છે અને જે પ્રશસ્ત (શુભ) કર્મો બાંધે છે તે કર્મોનો અનુભાગબંધ (રસબંધ) નિયમા ચતુઃસ્થાનક જ (ચઉઠાણીયો જ) બાંધે છે. તથા એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે બીજો અને બીજો સ્થિતિબંધ સમાપ્ત થયે છતે ત્રીજો સ્થિતિબંધ અવશ્ય પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન ન્યૂન જ કરે છે. સમાન કે અધિક બંધ આ જીવ કરતો નથી. આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણ સમજાવ્યું. હવે અપૂર્વકરણ સમજાવાય છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૩
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫ मंदविसोही पढमस्स, संखभागाहि पढमसमयम्मि । उक्कस्सं उप्पिमहो, एक्ककं दोण्ह जीवाणं ॥१०॥ आचरमाओ सेसुक्कोसं पुव्वप्पवत्तमिइनाम । बीयस्स बीयसमये, जहन्नमवि अणंतरुक्कस्सा ॥११॥
(વર્મપ્રવૃતિ-૩પશમનારVT ગાથા ૨૦-૨૨) इत्यादि वचनात्। द्वितीयस्य अपूर्वकरणस्य यो द्वितीयः समयः, तस्य जघन्यमपि विशोधिस्थानं प्रथमसमयोत्कृष्टविशोधिस्थानादनन्तगुणं वक्तव्यम् । एतदुक्तं भवति -
नेह यथाप्रवृत्तकरणवत् प्रथमतो निरन्तरं जघन्यविशोधिस्थानमनन्तगुणं वक्तव्यम् । किन्तु प्रथमसमये प्रथमतो जघन्या विशोधिः सर्वस्तोका, साऽपि च यथाप्रवृत्तकरणचरम-समयभाविन उत्कृष्टाद् विशोधिस्थानाद् विशोधिरनन्तगुणा, ततः प्रथमसमये एवोत्कृष्टा विशोधिरनन्तगुणा, ततो द्वितीयसमये जघन्या विशोधिरनन्तगुणा, ततोऽपि तस्मिन्नेव द्वितीयसमये तु उत्कृष्टा विशोधिरनन्तगुणा, एवं प्रतिसमये तावद्वाच्यं यावच्चरमसमये उत्कृष्टा विशोधिः ।
પહેલાંના પાઠમાં યથાપ્રવૃત્તકરણમાં જે વિશોધિ સમજાવી તેનો તથા અપૂર્વકરણમાં જે વિશોધિ છે તેનો સાક્ષીપાઠ આપતાં ગ્રન્થકાર મહર્ષિ કમ્મપયડિના ઉપશમના કરણની ગાથા ૧૦-૧૧નો સાક્ષીપાઠ આપે છે. આ બન્ને ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે -
“યથાપ્રવૃત્તકરણમાં પ્રથમસમયવર્તી પ્રથમ જીવની મંદવિશોધિ (જઘન્યવિશુદ્ધિ) સૌથી થોડી છે. તેના કરતાં સંખ્યામાં ભાગ સુધી ક્રમશઃ જઘન્યવિશુદ્ધિ અનંતગુણી-અનંતગુણી છે. તેના કરતાં બીજા જીવની પ્રથમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. આમ બને જીવોમાં એકની નીચેની જઘન્ય અને બીજાની ઉપર ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે અનંતગુણી જાણવી. ત્યારબાદ ઉત્કૃષ્ટમાં જે સંખ્યામાં ભાગનાં સ્થાનો બાકી રહ્યાં, તેની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનુક્રમે ચરમસમય સુધી અનંતગુણી-અનંતગુણી જાણવી. આ કરણ સૌથી પ્રથમ પ્રવર્તે છે. તેથી તેનું “પૂર્વપ્રવૃત્ત” એવું બીજું નામ છે. બીજા અપૂર્વકરણમાં બીજા સમયની જઘન્યવિશુદ્ધિ પણ તેના અનંતરપૂર્વ એવા પ્રથમ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અનંતગુણી જાણવી. ૧૦-૧૧
યથાપ્રવૃત્તકરણની વિશુદ્ધિ સમજાવીને આ બન્ને ગાથાના આધારે હવે અપૂર્વકરણની વિશુદ્ધિ સમજાવે છે. બીજા અપૂર્વકરણનો જે બીજો સમય છે તે બીજા સમયની જઘન્ય
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૪
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર વિશુદ્ધિ પણ આ અપૂર્વકરણના પ્રથમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અનંતગુણી જાણવી. ઉપર કહેલી વાતનો સાર આ પ્રમાણે છે -
યથાપ્રવૃત્તકરણમાં પ્રથમ સ્થાનથી સંખ્યામાં ભાગ સુધીનાં જઘન્યસ્થાનો અનુક્રમે અનંતગુણવિશુદ્ધિવાળાં કહ્યાં હતાં તેવું અહીં અપૂર્વકરણમાં નથી. એટલે કે અપૂર્વકરણમાં યથાપ્રવૃત્તકરણની જેમ પ્રથમથી સંખ્યાતમાભાગ સુધીનાં જઘન્યવિશોધિસ્થાનો અનંતગુણાં કહેવાનાં હોતાં નથી. પરંતુ અપૂર્વકરણના પ્રથમસમયની જઘન્યવિશુદ્ધિ (બીજા સમયો કરતાં) સ્ટોક છે. તો પણ તે વિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણના ચરમસમયભાવી ઉત્કૃષ્ટવિશુદ્ધિ કરતાં અનંતગુણી જાણવી. યથાપ્રવૃત્તના ચરમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અપૂર્વકરણના પ્રથમસમયની જઘન્યવિશુદ્ધિ પણ અનંતગુણી હોય આ વાત સ્વાભાવિક સમજાય તેમ છે. ત્યારબાદ તેનાથી તે જ અપૂર્વકરણના પ્રથમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે તેનાથી બીજા સમયે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. તેનાથી પણ તે જ બીજા સમયમાં ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. આ પ્રમાણે પ્રતિસમયે જઘન્ય અને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી ત્યાં સુધી કહેવી કે યાવતું અપૂર્વકરણના ચરમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ આવે.
अपूर्वाणि करणानि स्थितिघात-रसघात-गुणश्रेणि-स्थितिबन्धादीनां निवर्तनानि यस्मिन् तदपूर्वकरणम् । तथाहि-अपूर्वकरणे प्रविशन् प्रथमसमय एव स्थितिघातं रसघातं गुणश्रेणिं स्थितिबन्धं चान्यं युगपदारभते । तत्र स्थितिघातः-स्थितिसत्कर्मणो ऽग्रिमभागादुत्कर्षतः उदधिपृथक्त्वप्रमाणम्, जघन्येन पुनः पल्योपमसङ्ख्येयभागमात्रं स्थितिकण्डकमुत्किरति, उत्कीर्य च या स्थितिः अधो न खण्डयिष्यति, तत्र तद्दलिकं प्रक्षिपति, अन्तर्मुहूर्तेन कालेन तत् स्थितिकण्डकमुत्कीर्यते । एवं द्वितीयम्, एवं तृतीयम्, एवं प्रभूतानि स्थितिखण्डसहस्राणि व्यतिक्रामन्ति । तथा च सति यदपूर्वकरणस्य प्रथमसमये स्थितिसत्कर्म आसीत्, तत्तस्यैव चरमसमये सङ्ख्येयगुणहीनं जातम् । रसघाते तु अशुभानां प्रकृतीनां यदनुभागसत्कर्म, तस्य अनन्ततमं भागं मुक्त्वा शेषानन्तानुभागभागान् अन्तर्मुहूर्तेन विनाशयति । ततः पुनरपि तस्य प्राग्मुक्तस्यानन्ततमं भागं मुक्त्वा शेषान् विनाशयति । एवमनेकानि अनुभागखण्डसहस्राणि एकस्मिन् स्थितिखण्डे व्यतिक्रामन्ति । तेषां च स्थितिखण्डानां सहस्त्रैः द्वितीयमपूर्वकरणं परिसमाप्यते । स्थितिबन्धाद्धा तु अपूर्वकरणस्य प्रथमसमये अन्य एवापूर्वपल्योपमसङ्ख्येयभागहीनस्थितिबन्धः आरभ्यते । जीर्णस्थितिघातस्थितिबन्धौ तु युगपदेवारभ्येते युगपदेव निष्ठां यातः ।
Page #198
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૬૫ બીજા કરણનું નામ “અપૂર્વકરણ” છે. આવું નામ કેમ પ્રવર્યું? તેના ઉત્તરમાં કહે છે કે “અપૂર્વ એવાં સ્થિતિઘાત-રસઘાત ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ આ ચાર (નિવર્તન) કાર્યો થાય છે જે કરણમાં તે કરણને અપૂર્વકરણ કહેવાય છે” આ ચાર કાર્યો આ જીવ પૂર્વે પ્રવર્તેલા યથાપ્રવૃત્તકરણમાં કરતો ન હતો અને હવે અપૂર્વકરણ કાલે કરે છે તેથી તેને અપૂર્વકરણ કહેવાય છે. તેથી જેવો અપૂર્વકરણમાં આ જીવ પ્રવેશ કરે છે તે જ વખતે પ્રથમસમયથી જ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ આ ચાર કાર્યો (યુગ૫૬) એકી સાથે આરંભે છે.
(૧) સ્થિતિઘાત :- સત્તામાં રહેલી સ્થિતિમાંથી તે સ્થિતિના અગ્રિમ ભાગથી ઉત્કર્ષથી (વધારેમાં વધારે) સેંકડો સાગરોપમપ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિકંડક (સ્થિતિનો એક ટુકડો) ઉમેરે છે. (ઉપરથી તોડે છે). ઉકેરીને (ઉપરથી તોડીને) નીચેની જે સ્થિતિ તોડી નથી, તથા તોડવાની નથી તે સ્થિતિમાં આ ખંડિત કરેલી સ્થિતિમાં દલિક નાખે છે. એક અંતર્મુહૂર્તકાલે તે આખો સ્થિતિકંડક ઉપરથી તોડીને નીચે લાવી દે છે. એટલે કે તેટલી સ્થિતિ કપાઈ જાય છે. આ પ્રથમ સ્થિતિઘાત કહેવાય છે. એ જ પ્રમાણે બીજો સ્થિતિઘાત, ત્રીજો સ્થિતિઘાત તે જીવ કરે છે. એમ હજારો સ્થિતિઘાત આ અપૂર્વકરણમાં આ જીવ કરે છે. આમ કરવાથી એટલે કે હજારો સ્થિતિઘાત દ્વારા સત્તામાં રહેલી સ્થિતિ ખંડિત થવાથી આ અપૂર્વકરણના પ્રથમસમયે જે સ્થિતિસત્તા હતી તે સ્થિતિસત્તા તે અપૂર્વકરણના ચરમસમયે સંખ્યાતગણી હીન થઈ જાય છે. એક અપૂર્વકરણમાં આવા હજારો સ્થિતિઘાત પસાર થાય છે.
(૨) રસઘાત - અશુભ પ્રકૃતિઓની (પાપપ્રકૃતિઓની) જે અનુભાગસત્તા (રસની સત્તા) હાલ જીવની પાસે પૂર્વકાલમાં બાંધેલી છે તેનો એક અનન્તમો ભાગ મુકીને શેષ અનંત ભાગોનો એક (નાના) અંતર્મુહૂર્તકાલમાં જ વિનાશ કરે છે. આ પ્રથમ રસઘાત કહેવાય છે. ત્યારબાદ તે પૂર્વેના રસઘાતમાંથી બાકી મુકી રાખેલા એક અનુભાગ ખંડનો એક અનંતમો ભાગ મુકી રાખીને શેષ અનંતભાગોનો વિનાશ કરે છે. આ પ્રમાણે અનેક અનુભાગખંડોના નાશ કરવા રૂપ હજારો ૨સઘાતો એક એક સ્થિતિઘાતમાં થઈ જાય છે. અર્થાત્ હજારો હજારો રસઘાત પસાર થવા વડે એક સ્થિતિઘાત થાય છે અને હજારો હજારો સ્થિતિઘાત પસાર થવા વડે બીજુ અપૂર્વકરણ સમાપ્તિને પામે છે.
(૩) અપૂર્વસ્થિતિબંધ :- અપૂર્વકરણના પ્રથમસમયે શરૂ કરેલો એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે તે સ્થિતિબંધથી અન્ય એવો નવો સ્થિતિબંધ અપૂર્વ જ એટલે કે પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન જ શરૂ કરે છે. બીજો સ્થિતિબંધ સમાપ્ત થાય ત્યારે ત્રીજો અને ત્રીજો
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૬
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર સમાપ્ત થાય ત્યારે ચોથો સ્થિતિબંધ અવશ્ય પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન હીન જ ચાલુ કરે છે. આવો હીન હીન જ સ્થિતિબંધ પૂર્વકાલમાં ક્યારેય કર્યો નથી. તેથી તેને અપૂર્વસ્થિતિબંધ કહેવાય છે. એક સ્થિતિબંધ અને એક સ્થિતિઘાત આ બન્ને સાથે જ આરંભાય છે અને એકીસાથે જ સમાપ્તિને પામે છે. બન્નેનો કાલ જે અંતર્મુહૂર્ત છે તે સમાન હોવાથી યુગપદ્ પ્રારંભ અને યુગપદ્ નિષ્ઠા (સમાપ્ત) કરે છે.
गुण
गुढीनिक्खेवो, समए समए असंखगुणणाए । अद्धादुगाइरित्तो, सेसे सेसे य निक्खेवो ॥ १५ ॥
(કર્મપ્રકૃતિ-ઉપશમનાકરણ ગાથા-૧૫)
भावना च-घात्यस्थितिखण्डमध्याद् दलिकं गृहीत्वा उदयसमयात् प्रतिसमयं असङ्ख्येयगुणतया निक्षिपति - प्रथमसमये स्तोकम्, द्वितीयसमये असङ्ख्येयगुणम्, तृतीयसमये असङ्ख्येयगुणम् एवं यावच्चरमसमयः । एष प्रथमसमयगृहीतदलिकनिक्षेपविधिः, एवं द्वितीयादिसमयगृहीतानामपि, इत्यनेन प्रथमसमये स्तोकः द्वितीयसमये असङ्ख्येयगुणः, तृतीयसमये असङ्ख्येयगुणः गुणश्रेणिदलिकनिक्षेपो भवति । इति अपूर्वकरणस्वरूपम् । अनिवृत्तिकरणे एतदुक्तं भवति
-
(૪) હવે ગુણશ્રેણીનું સ્વરૂપ સમજાવે છે. ત્યાં કમ્મપયડીમાં ઉપશમનાકરણના અધિકારમાં ગાથા ૧૫માં આ પ્રમાણે કહ્યું છે .
निक्खेव
=
=
“સ્થિતિઘાત અને રસઘાત વડે ખંડિત થયેલી સ્થિતિના કર્મદલિકોની નીચેની સ્થિતિમાં જે રચના કરવી તે મુળસેઢી ગુણશ્રેણી કહેવાય છે. પ્રત્યેક સમયોમાં અસંખ્યાત ગુણાકારે કર્મદલિકોની આ જીવ રચના કરે છે. ગુણશ્રેણીનો કાલ જો કે અંતર્મુહૂર્ત હોય છે તો પણ તે અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ બે કરણના કાલથી કંઈક અધિક હોય છે તથા જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ બાકી રહેલા સમયોમાં જ દલિકોનો નિક્ષેપ (દલિકોની રચના) થાય છે. I॥૧૫॥
ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે - સ્થિતિઘાત અને રસઘાત વડે ખંડિત થયેલા સ્થિતિખંડમાંથી પ્રાયઃ નિઃરસતુલ્ય બનેલાં અર્થાત્ અત્યન્ત અલ્પ રસવાળા બનેલાં એવાં કર્મદલિકોને ત્યાંથી ગ્રહણ કરીને નીચેની ભોગવાતી સ્થિતિમાં ઉદયસમયથી અન્તર્મુહૂર્તના કાલમાં પ્રત્યેકસમયોની અંદર અનુક્રમે અસંખ્યાતગુણાકારે તે દલિકને ગોઠવે
Page #200
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૬૭ છે. તે ગુણશ્રેણી કહેવાય છે. ગુણશ્રેણીના પ્રથમસમયે ઉપરથી લાવેલું કર્મદલિક નીચે પ્રથમસમયમાં થોડું, તેનાથી બીજા સમયમાં અસંખ્યાતગુણ, તેનાથી ત્રીજા સમયમાં અસંખ્યાતગુણ એમ ગુણશ્રેણીના અંતર્મુહૂર્તકાલના યાવત્ ચરમસમય સુધીના સર્વ સમયોમાં કર્મદલિકોનો નિક્ષેપ (રચના) કરે છે. આ તો ગુણશ્રેણીના પ્રથમ સમયે જે કર્મદલિક લાવ્યાં, તેનો નિક્ષેપવિધિ કહ્યો. એ જ પ્રમાણે બીજા-ત્રીજા-ચોથા આદિ સમયોમાં ઉપરની સ્થિતિમાંથી લાવેલાં કર્મદલિકોનો નિક્ષેપ પણ જાણી લેવો. આમ હોવાથી તે દ્વિતીયાદિ સમયોમાં લાવેલું કર્મદલિક પણ પ્રથમસમયે થોડું, બીજા સમયે અસંખ્યાતગણું અને ત્રીજા સમયે તેના કરતાં પણ અસંખ્યાતગણું આ પ્રમાણે ગુણશ્રેણી દ્વારા લાવેલા કર્મલિકોની ઉદયથી ભોગવાતી એવી નીચેની સ્થિતિમાં રચના કરે છે. આ ગુણશ્રેણીનો કાલ જો કે અંતર્મુહૂર્ત જ હોય છે. તો પણ તે અંતર્મુહૂર્ત કેટલા પ્રમાણનું લેવું? તે વાત ઉપશમનાકરણની મૂલગાથામાં કહે છે કે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના એક એક એમ બે અંતર્મુહૂર્ત ભેગાં કરીએ તેના કરતાં કંઈક અધિક એવો અંતર્મુહૂર્ત કાલ જાણવો. તથા નીચેની ઉદયથી ભોગવાતી સ્થિતિના જેમ જેમ સમય પસાર થાય, તેમ તેમ બાકી રહેલા સમયમાં જ ગુણશ્રેણીના દલિકનો નિક્ષેપવિધિ આ જીવ કરે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે. તેમ તેમ નિક્ષેપ માટે આગળ આગળ સમયો વધતા નથી. આ પ્રમાણે અપૂર્વકરણનું સ્વરૂપ સમાપ્ત થયું. હવે અનિવૃત્તિકરણનું સ્વરૂપ આ પ્રમાણે કહેલું છે.
__ अनिवृत्तिकरणस्य प्रथमसमये ये वर्तन्ते, ये च वृत्ताः, ये च वर्तिष्यन्ते, तेषां सर्वेषामपि समाना एकरूपा विशोधिः, द्वितीयसमयेऽपि ये वर्तन्ते ये च वृत्ताः ये च वर्तिष्यन्ते तेषामपि समा विशोधिः एवं सर्वेष्वपि समयेषु, नवरं पूर्वतः उपरितने अनन्तगुणाधिका विशोधिः चरमसमयं यावत् । अस्मिन् करणे प्रविष्टानां तुल्यकालानामसुमतां परस्परमध्यवसानानां या निवृत्तिावृत्तिः सा न विद्यते इत्यनिवृत्तिकरणम् ।
अनिवृत्तिकरणे यावन्तः समयास्तावन्ति अध्यवसायस्थानानि, पूर्वस्मात् पूर्वस्मात् अनन्तगुणवृद्धानि भवन्ति । अनिवृत्तिकरणाद्धायाः सङ्ख्येयेषु भागेषु गतेषु सत्सु एकस्मिन् भागे सङ्ख्येयतमे शेषे तिष्ठति अन्तर्मुहूर्तमात्रमधो मुक्त्वा मिथ्यात्वस्यान्तरकरणं करोति । अन्तरकरणकालश्चान्तर्मुहूर्तप्रमाणः । अन्तरकरणे च क्रियमाणे गुणश्रेणेः सङ्ख्येयतमं भागमुत्किरति, उत्कीर्यमाणं च दलिकं प्रथमस्थितौ द्वितीयस्थितौ च प्रक्षिपति, एवमुदीरणऽऽगालबलेन मिथ्यात्वोदयं निवार्य औपशमिकसम्यक्त्वं लभते । उक्तञ्च -
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
અનિવૃત્તિકરણના પ્રથમસમયમાં જે જીવો હાલ વર્તે છે. જેઓ ભૂતકાળમાં આવેલા છે અને ભવિષ્યકાલમાં જે જીવો આવશે, તે સર્વે પણ જીવોની પ્રથમસમયમાં એકસરખી સમાનરૂપે વિશુદ્ધિ હોય છે. બીજા સમયમાં પણ જે જીવો વર્ચ્યા છે, વર્તે છે અને વર્તશે, તે સર્વે જીવોની પણ વિશુદ્ધિ સરખી હોય છે. આમ સર્વ સમયોમાં જાણવું. પરંતુ આ અનિવૃત્તિકરણમાં અપૂર્વકરણની જેમ પરસ્પર તરતમતા અને તેના કારણે તિર્કી ષસ્થાનપતિત વિશુદ્ધિ હોતી નથી. એવી જ રીતે અનિવૃત્તિકરણના બીજા સમયમાં-ત્રીજા સમયમાં-ચોથા સમયમાં જે જીવો વર્તે છે, વર્ત્યા છે અને ભવિષ્યમાં વર્તશે તે સર્વે જીવોની તે તે એકસમયમાં પરસ્પર સમાન વિશુદ્ધિ હોય છે. પરસ્પર તરતમતા કે કોઈ પણ એકસમયમાં પત્થાન પતિત વિશુદ્ધિ હોતી નથી. આ પ્રમાણે અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી અંતિમસમય સુધી જાણવું. અર્થાત્ સર્વસમયોમાં આમ તિર્કી સમાન વિશુદ્ધિ સમજવી. પરંતુ પૂર્વ પૂર્વ સમયથી ઉત્તર ઉત્તર સમયની વિશુદ્ધિ અનંતગુણ અધિક અનંતગુણ અધિક વિશુદ્ધિ યાવત્ ચરમસમય સુધી જાણવી. ઊર્ધ્વમુખી વિશુદ્ધિ અનંતગુણી અને તિર્યન્મુખી વિશુદ્ધિ સમાન જાણવી.
આ અનિવૃત્તિકરણમાં પ્રવેશેલા અને તુલ્યકાળમાં વર્તતા જીવોના અધ્યવસાયસ્થાનોની પરસ્પર વિશુદ્ધિમાં જે નિવૃત્તિ એટલે વ્યાવૃત્તિ અર્થાત્ તરતમતા-હાનિવૃદ્ધિ છે તે નથી સંભવતી જ્યાં તેને અનિવૃત્તિકરણ કહેવાય છે. આ કારણથી જ અનિવૃત્તિકરણમાં જેટલા સમયો છે તેટલાં જ અધ્યવસાય સ્થાનો છે અને તે સર્વે અધ્યવસાયસ્થાનો પૂર્વ-પૂર્વ અધ્યવસાયસ્થાનથી અનંતગુણવૃદ્ધ-અનંતગુણવૃદ્ધ વિશુદ્ધિવાળાં છે. આ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયે છતે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહ્યુ છતે મિથ્યાત્વમોહનીય કર્મની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જે સ્થિતિસત્તા છે તેમાંથી અંતર્મુહૂર્તમાત્રની સ્થિતિને નીચેના ભાગમાં (ઉદયકાલવાળા ભાગમાં) ઉદયથી ભોગવવા માટે રાખી મુકીને તેની ઉપરની સ્થિતિમાં અંતર્મુહૂર્તપ્રમાણનું અંતરકરણ (સળંગ લાંબી સ્થિતિના બે ટુકડા કરીને વચ્ચે અંતર-આંતરૂં પાડવાનું કામ) આ જીવ કરે છે.
આ અંતરકરણનો કાલ અંતર્મુહૂર્ત હોય છે. અંતરકરણ કરાયે છતે ગુણશ્રેણીનો પણ સંખ્યાતમો ભાગ ઉકેરાય છે. (તુટે છે) કારણ કે ગુણશ્રેણી બે કરણના કાલથી કંઈક અધિકકાલ પ્રમાણ કરાઈ હતી. તે અધિકકાલમાં ગોઠવાયેલા ગુણશ્રેણીના દલિકો અંતરકરણનાં દલિકોના ઉત્કિરણની સાથે ઉકેરાય છે. ઉકેરાતા આ કર્મદલિકને આ જીવ નીચેની પ્રથમસ્થિતિમાં તથા અંતઃકોટાકોટિ પ્રમાણવાળી બીજી સ્થિતિમાં પ્રક્ષેપ કરે છે. આમ કરતાં કરતાં અંતરકરણવાળી સ્થિતિને સર્વથા ખાલી કરે છે અને ઉપરની અંતઃકોડાકોડીવાળી સ્થિતિને ઉપશમના કરણ વડે સર્વથા ઉપશમાવે છે તથા નીચેની અંતર્મુહૂર્તપ્રમાણની ભોગ્ય
Page #202
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૬૯ એવી પ્રથમસ્થિતિને ઉદયથી ભોગવી ભોગવીને તથા ઉદીરણા અને આગાલના બલ વડે કાલક્રમે મિથ્યાત્વના ઉદયને અંતર્મુહૂર્તે સમાપ્ત કરીને અંતરકાલવાળા કાલમાં પ્રવેશ કરે છે. તે વખતે તેના પ્રથમસમયે જ આ જીવ ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. ક્યારેય ન પ્રાપ્ત કરેલા એવા અપૂર્વલાભને આ જીવ પામે છે. કમ્મપયડીમાં જ ઉપશમનાકરણની ગાથા ૧૮ માં કહ્યું છે કે –
मिच्छत्तुदये खीणे, लहइ सम्मत्तमोवसमियं सो । लंभेण जस्स लब्भइ, आयहियं अलद्धपुव्वं जं ॥१८॥
मिथ्यात्वस्योदये क्षीणे सति स जीव उक्तेन प्रकारेण औपशमिकं सम्यक्त्वं लभते । यस्य सम्यक्त्वस्य लाभेन यदात्महितमलब्धपूर्वमर्हदादितत्त्वप्रतिपत्त्यादि, तद् लभ्यते । तथाहि-सम्यक्त्वस्य लाभे सति (यथा) जात्यन्धस्य पुंसः चक्षुर्लाभे सति (वस्तुतत्त्वावलोको भवति तथा महान् प्रमोदो भवति) एवं जन्तोः यथावस्थितवस्तुतत्त्वावलोको भवति तथा महाव्याध्यभिभूतस्य व्याध्यपगमे इव महांश्च प्रमोदः भवति । अत्र अनिवृत्तिकरणे क्रियमाणे यदि पुञ्जत्रयं करोति, तदा प्रथमं क्षयोपशमं सम्यक्त्वं लभते । अकृतत्रिपुञ्जः प्रथममुपशमसम्यक्त्वं लभते इति सिद्धान्ताशयः । कर्मग्रन्थमते तु प्रथमं उपशममेव लभते, अयं च त्रिपुञ्जीकरणमुपशमे करोति । इति ग्रन्थिभिद् ज्ञानं तत्त्वोपयोगलक्षणं, तस्य अन्य विकल्पैः किम् ?
મિથ્યાત્વનો ઉદય ક્ષીણ થયે છતે તે જીવ ઔપથમિક સભ્યત્વને પ્રાપ્ત કરે છે. જે સમ્યકત્વના લાભથી પૂર્વે કદાપિ પ્રાપ્ત ન કરેલા એવા અપૂર્વ આત્મહિતને આ જીવ પ્રાપ્ત કરે છે. ./૧૮
મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય (નીચેની પ્રથમ સ્થિતિનો ઉદય) સમાપ્ત થયે છતે તે જીવ ઉપર કહેલા પ્રકાર દ્વારા સૌથી પ્રથમ ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્રણ કરણ સંપૂર્ણ કરવાથી અને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિનો ઉદય પૂર્ણ થવાથી તથા ઉપરની બીજી સ્થિતિ ઉપશમનાકરણ વડે ઉપશાન્ત કરી હોવાથી આ જીવ સૌથી પ્રથમ ઓપશમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે. જે પશમિક સમ્યકત્વના લાભથી ક્યારે પણ ભૂતકાળમાં ન મેળવેલું હોય તેવું જે આત્મહિત છે. તે પ્રાપ્ત થાય છે. એટલે કે અરિહંત પરમાત્માના વચનો ઉપરની પરમ તત્ત્વશ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે જે મુક્તિપ્રાપ્તિનું બીજ ગણાય છે. તે આ પ્રમાણે - જેમ જન્મથી અંધ એવા પુરુષને ચક્ષુનો લાભ થયે છતે દૃષ્ટિ પ્રાપ્ત થવાથી પરમ આનંદ થાય છે. અથવા મહાવ્યાધિથી પીડાયેલા જીવને જેમ મહાવ્યાધિ દૂર થયે છતે પરમ આનંદ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
થાય છે. તેવી જ રીતે ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે આ જીવને યથાવસ્થિત તત્ત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય છે એટલે કે જે વસ્તુ જેમ છે તે વસ્તુ તેમ છે આવી પાકી ખાત્રી થાય છે. અનેકાન્તદૃષ્ટિથી વસ્તુના અનંતધર્મોની શ્રદ્ધા-રુચિ-પ્રીતિ પ્રગટે છે. તેનાથી તે જીવને મહાન પ્રમોદ (ઘણો ઘણો આનંદ) પ્રસરે છે.
“ત્રણ કરણો સમાપ્ત થયા પછી આ જીવ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે” આ પ્રમાણે ઉપર જે કહેવામાં આવ્યું છે તે બાબતમાં સિદ્ધાન્તકાર અને કર્મગ્રંથકારનો મત કંઈક ભિન્ન ભિન્ન છે તે વાત સમજાવતાં ટીકાકારશ્રી જણાવે છે કે - અનિવૃત્તિકરણ જ્યારે કરાતું હોય ત્યારે જ જો તે જીવ ત્રિપુંજીકરણ કરે તો સૌથી પ્રથમ ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, અને તે કાલે નથી કર્યા ત્રણ પુંજ જેણે એવો હોય તો એટલે કે તે જીવ ત્રણ પુંજ કર્યા વિનાનો જો હોય તો સૌથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્યારબાદ પ્રથમસમયે ત્રિપુંજીકરણ કરે છે. આ પ્રમાણે સિદ્ધાન્તકારનો મત (આશય) છે. પરંતુ કર્મગ્રંથકારના મતે તો પ્રથમ ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતો જ નથી તથા અનિવૃત્તિકરણ કરવાના કાલે ત્રિપુંજ કરતો જ નથી. પરંતુ ત્રણે કરણો વિધિપૂર્વક સમાપ્ત કરીને અંતરકરણના પ્રથમસમયે સૌથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ જ તે જીવ પ્રાપ્ત કરે છે. સમ્યક્ત્વ પામેલો આ જીવ ઉપશમ સમ્યક્ત્વ આવે છતે પ્રથમ સમયે જ ત્રિપુંજીકરણ કરે છે.
આવા પ્રકારનું તત્ત્વના ઉપયોગવાળું (અર્થાત્ જે વસ્તુ જેમ છે તે વસ્તુની તેમ શ્રદ્ધા કરાવનારું) ગ્રન્થિભેદયુક્ત સમ્યજ્ઞાન જે આત્માને થયું છે તે આત્માને પરદ્રવ્યની સાધનાના નિમિત્તભૂત એવા અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો વડે શું ? અર્થાત્ જેને અલબ્ધપૂર્વ એવું આત્મહિત પ્રાપ્ત થયું છે તેને પરપદાર્થોના સાધનાના નિમિત્તભૂત મંત્ર
તંત્રોના વિકલ્પો મનમાં થતા જ નથી. અંધકારનો નાશ કરે એવી જો પોતાની જ દૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય (એટલે કે કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ થયાં હોય) તો દીવડાઓની શું જરૂર રહે ? તેમ અહીં સમજવું. ॥૬॥
मिथ्यात्वशैलपक्षच्छिद्-ज्ञानदम्भोलिशोभितः ।
નિર્ભય: શવવું યોની, નવત્થાનનનનને શા
મિથ્યાત્વમોહનીયકર્મ રૂપી પર્વતની બે પાંખોનો છેદ કરનારા એવા સમ્યજ્ઞાન રૂપી વજ્ર વડે શોભતા, ભય વગરના યોગી ઈન્દ્રમહારાજાની જેમ આનન્દરૂપી નંદનવનમાં મઝા કરે છે. છા
Page #204
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૭૧ ટીકા - “મિથ્યાત્વેતિ'—યોગી રત્નત્રયરૂપક્ષોપાથી, વીશ ? નિર્મચઃभयरहितः, आनन्दनन्दने-आनन्दः आत्मानन्दः, स एव नन्दनम्-आनन्दनन्दनम्, तस्मिन् आनन्दनन्दने, नन्दति-क्रीडां करोति, किंवत् ? शक्रवत्-इन्द्रवत् । कथम्भूतः योगी? मिथ्यात्वशैलपक्षच्छिद्ज्ञानदम्भोलिशोभितः-मिथ्यात्वं-विपर्यासरूपम्, तदेव शैल:पर्वतः, तस्य पक्षच्छेदनकृत् यद् ज्ञानं, तदेव दम्भोलिः, तेन शोभितः, इत्यनेन मिथ्यात्वभेदकज्ञानवज्रान्वितः सम्यग्दर्शनज्ञानचारित्रपरिणतः योगी आनन्दनन्दने नन्दति, शुद्धात्मानन्दे नन्दति ॥७॥
વિવેચન - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર, આમ રત્નત્રયી સ્વરૂપ જે મુક્તિનો ઉપાય છે. તે ઉપાયવાળા એવા મુનિ, એટલે કે જે મુનિમહારાજનું જીવન મુક્તિના ઉપાયભૂત રત્નત્રયીની સાધનામાં લયલીન છે તેવા, વળી તે મુનિ કેવા છે? નિર્ભય-ભયથી રહિત, કારણ કે હિંસા, જૂઠ, ચોરી અને અબ્રહ્મ આદિ કોઈપણ પ્રકારના દોષોનું સેવન ન હોવાથી તેના સંબંધી ભય વિનાના તથા ધન-ધાન્યાદિ નવવિધ બાહ્યપરિગ્રહ ન હોવાથી મારું લુંટાઈ જશે, ચોરાઈ જશે, કોઈ લઈ જશે ઈત્યાદિ ભય વિનાના, સ્વગુણોની રમણતાની મઝા માણનારા હોવાથી આત્માના ગુણોનો આનંદ માણવા સ્વરૂપ નંદનવનમાં તન્મયતાથી ક્રિીડા કરે છે. સ્વગુણોનો આનંદ માણે છે.
કોની જેમ આનંદ માણે છે? તો શક્રની જેમ એટલે કે ઈન્દ્રની જેમ આ યોગી સ્વગુણ રમણતાનો આનંદ માણે છે. આ યોગી કેવા છે? મિથ્યાત્વદશા રૂપી પર્વતની બે પાંખોને છેદી નાખનારા વજ નામના શસ્ત્રથી શોભતા એવા આ યોગી છે. લોકોક્તિ એવી છે કે પર્વતોને ભૂતકાળમાં પક્ષીની જેમ બે પાંખો હતી, તેનાથી તે પર્વતો ઉડાઉડ કરતા હતા.તેથી આમ જનતા ભય પામતી હતી. તે જનતાએ તપ-જપ કરીને ઈન્દ્રમહારાજાને પ્રસન્ન કર્યા. ઈન્દ્રમહારાજાએ આવીને આમ જનતાને પૂછ્યું કે મને કેમ યાદ કર્યો ? સારી જનતાએ ફરીયાદ કરી કે “આવા મોટા મોટા પર્વતો આકાશમાં ઉડાઉડ કરે અને તે જો નીચે પડે તો અમે મરી જઈએ. માટે તે ઉડાઉડ ન કરે તેમ કરો.” તે સાંભળીને ઈન્દ્ર મહારાજાએ પોતાના હાથમાં રહેલા વજ નામના શસ્ત્ર વડે પર્વતોની બને પાંખો છેદી નાખી. ત્યારથી પર્વતો ભૂમિ ઉપર એવા ચોંટી ગયા છે કે ઉડાઉડ તો કરતા નથી, પણ ઉખડતા પણ નથી. આવી એક લોકોક્તિ છે. તેને ધ્યાનમાં રાખીને કવિએ આ કલ્પના કરી છે.
આ જીવમાં “મિથ્યાત્વદશા” એ મોટો પર્વત છે. તેનાથી થનારા “રાગ અને દ્વેષ” એ તેની બે પાંખો છે. મુનિ મહારાજા પાસે અધ્યાત્મશાસ્ત્રોનું સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યજનક
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૨ જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર જે જ્ઞાન છે તે વજ નામનું શસ્ત્ર છે. તેથી જેમ ઈન્દ્રમહારાજાએ વજશસ્ત્રથી પર્વતની પાંખો છેદી નાખી જેથી આમ જનતા નિર્ભય બની ગઈ. તેમ આ યોગમહારાજા વૈરાગ્યવાસિત અધ્યાત્મદશાના જ્ઞાન વડે મિથ્યાત્વદશાની રાગ-દ્વેષાત્મક બને પાંખોને છેદી નાખે છે. તેથી પતનના સઘળા ભયો ટળી જાય છે. આવા પ્રકારના આ યોગી છે. આ રીતે મિથ્યાત્વનો નાશ કરનારા એવા સમ્યજ્ઞાનરૂપી વજશસ્ત્રથી યુક્ત અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર આમ રત્નત્રયીના ભાવમાં પરિણામ પામેલા આ યોગી શુદ્ધ એવા આત્માના ગુણોની રમણતાના આનંદરૂપી નંદનવનમાં મઝા કરે છે, લહેર કરે છે, આત્મિક આનંદ भाो छ. ॥७॥
पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्यं, ज्ञानमाहुर्मनीषिणः ॥८॥
ગાથાર્થ - આત્મદશાના જ્ઞાનને મહર્ષિ પુરુષો આવું કહે છે - સમુદ્ર વિના ઉત્પન થયેલું અમૃત છે. ઔષધ વિનાનું રસાયણ છે અને પરપદાર્થોની અપેક્ષા વિનાનું ઐશ્વર્ય छ. ॥८॥
st :- "पीयूषं इति"-असमुद्रोत्थं पीयूषममृतम्, अनौषधम्-औषधरहितं रसायनं जरामरणनिवारकम्, अनन्यापेक्षम्-अन्यत्-परवस्तु, तस्य अपेक्षया रहितम्, ऐश्वर्यम्-आश्चर्यमिति पाठे-आश्चर्य-चमत्कारकारि ज्ञानम्, स्वपरावभासनलक्षणमाहुः मनीषिणः पण्डिताः । इत्यनेन वस्तुतः मरणवारकं सर्वरोगमुक्तिहेतु रसायनं ज्ञानं, वस्तुतः अवलोकनचमत्कारकारि ज्ञानम्, इत्येवमात्मज्ञानं परममुपादेयं ज्ञानं यथार्थावबोधपरभावत्यागलक्षणं स्मृतम् ।
इत्यनेन अनादिपरभावपरिणतस्य मिथ्यात्वाज्ञानासंयममोहितस्य परभावोत्पन्नात्मरोधकपरिणतिं तत्त्वत्वेनाङ्गीकुर्वन् परभावमोहितः भ्रमति सूक्ष्मनिगोदादिचतुर्दशसु जीवस्थानेषु ।
स च तत्त्वज्ञानामृतपरिणतः आत्मा मिथ्यात्वादिदोषान् विहाय सम्यग्दर्शनज्ञानचारित्रकोटिमारूढः स्वरूपावभासनानन्दी सर्वदोषरहितो भवति, अत एवामृतं रसायनं ज्ञानम्, तदर्थमेवोद्यमः कार्यः ॥८॥
વિવેચન :- આત્મતત્ત્વનું જ્ઞાન કેટલું વિશિષ્ટ છે ? તે વિષય આ ગાથામાં ત્રણ ઉપમાઓથી સમજાવાયો છે. એવા પ્રકારની લોકોક્તિ છે કે દેવો અને દાનવોએ સાથે મળીને
Page #206
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૭૩ મેરૂપર્વતનો રવૈયો (મંથાન) બનાવીને અને શેષનાગનું દોરડું બનાવીને સમુદ્રને વલોવ્યો, તેમાંથી ૧૪ રત્નો નીકળ્યાં. તેમાં જે વિષ નીકળ્યું તે મહાદેવે પીધું. તેથી તેમનો કંઠ કાળો (નીલ) થઈ ગયો. તેથી તેઓ નીલકંઠ મહાદેવ કહેવાયા અને જે અમૃત નીકળ્યું તે દેવોએ પીધું. તેથી દેવો અમર બની ગયા અર્થાત્ અમર કહેવાયા. વાર્તાનો સાર એ છે કે “અમૃત સમુદ્ર વલોવવાથી મળ્યું હતું” સમુદ્રમજ્જન કર્યા વિના અમૃતની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ જ્ઞાનરૂપી અમૃત એવું છે કે જે સમુદ્ર-મન્થન વિના વિભાવદશાના ત્યાગપૂર્વક જો ગુરુગમથી અભ્યાસ કરવામાં આવે તો મળી શકે છે. આ એક આશ્ચર્યજનક ઘટના છે. લૌકિક વ્યવહારમાં સમુદ્ર-મન્થનથી જ અમૃત મળે છે જ્યારે લોકોત્તર માર્ગમાં જ્ઞાનરૂપી અમૃત સમુદ્રમથન વિના પ્રાપ્ય છે.
- તથા શરીરને ઘણું જ લષ્ટપુષ્ટ કરે એવું રસાયન બનાવવું હોય તો જુદી જુદી જાતની ઘણા પ્રકારની ઔષધિઓનાં બનેલાં ઔષધો ભેગાં કરીને ખાંડવાથી, દળવાથી અથવા મીક્ષ કરવાથી રસાયન બને છે. જ્યારે આ જ્ઞાનરૂપી રસાયન એવું છે કે જે મેળવવામાં કોઈપણ
ઔષધો લાવવાં પડતાં નથી, મેળવવાં પડતાં નથી. છતાં લૌકિક રસાયનથી જે રોગો ન નિવારી શકાય તેવા સર્વ રોગોથી મુક્તિનો હેતુ બને તેવું જ્ઞાનરસાયણ છે. તથા જન્મ, જરા અને મૃત્યુનું સર્વથા નિવારણ કરાવે તેવું આ રસાયન છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી જીવ નિર્વેદ-સંવેગપરિણામી થતાં વૈરાગ્યવાસિત બનીને સર્વકર્મરહિત અશરીરી બને છે. જ્યાં કોઈ રોગો આવતા નથી તથા જન્મ-જરા-મૃત્યુ પણ સંભવતા નથી. તેથી જ્ઞાન એ ઔષધના મિશ્રણ વિનાનું રસાયન છે.
તથા રાજાનું ચક્રવર્તીનું કે ઈન્દ્ર મહારાજાનું ઐશ્વર્ય હોય તો તેમાં હાથી-ઘોડા-રથ (આજના કાલ પ્રમાણે મોટર) ધન-અલંકાર ઈત્યાદિ પરપદાર્થોની (પુલ પદાર્થોની) અપેક્ષા હોય છે. અર્થાત્ પર-પદ્ગલિક પદાર્થોની અપેક્ષાએ ઐશ્વર્ય દેખાય છે. પોતાના આત્મામાં એવી કોઈ વિશિષ્ટ સિદ્ધિ થયેલી નથી. માત્ર દ્રવ્યપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી ભૌતિક સંપત્તિથી ઐશ્વર્યવાળા ગણાય છે. જ્યારે જ્ઞાનસ્વરૂપ આત્માનું જે ઐશ્વર્ય છે તે સ્વાભાવિક છે, સહજ છે, અકૃત્રિમ છે. કોઈપણ પરપદાર્થની તેમાં અપેક્ષા નથી. તેથી અન્યની અપેક્ષા વિનાનું આ પરમ ઐશ્વર્ય છે.
હવે ટીકાના પદોના અર્થ વિચારીએ. જ્ઞાન તે – વિના સમુદ્ર ઉત્પન્ન થયેલું પીયૂષ (અમૃત) છે. વિના ઔષધે બનાવેલું રસાયન છે. આ રસાયન (જન્મ) જરા અને મરણને અટકાવનાર છે. અન્ય પૌદ્ગલિકાદિ પદાર્થોની અપેક્ષા વિનાનું પરમ ઐશ્વર્ય રૂપ છે. કોઈ કોઈ પ્રતોમાં શ્રર્યમ્ ને બદલે આશ્ચર્યમ્ આવો પાઠ પણ દેખાય છે. જો તે પાઠ લઈએ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૪
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
તો જ્ઞાન તે પરની અપેક્ષા વિના આશ્ચર્યને કરનારું અર્થાત્ ચમત્કારને કરનારું છે. આ જ્ઞાન, દીપકની જેમ સૂર્ય-ચંદ્રની જેમ સ્વનો અને પરનો એમ બન્નેનો બોધ કરાવવાના સ્વભાવવાળું છે. આમ મનીષી-પુરુષો એટલે કે પંડિત પુરુષો કહે છે. આમ હોવાથી આ જ્ઞાન મૃત્યુને અટકાવનારું તથા સર્વ રોગ-શોકાદિમાંથી મુક્તિની પ્રાપ્તિના કારણભૂત રસાયનતુલ્ય છે. પરમાર્થથી સ્વ-પર પદાર્થોનું અવલોકન કરાવવામાં આ જ્ઞાન ચમત્કાર સર્જનારું છે. આ રીતે આત્માસંબંધી જ્ઞાન પરમ ઉપાદેય છે. તથા આ જ્ઞાન “જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ જણાવનારું” = યથાર્થ બોધ કરાવનારું તથા પરભાવદશાનો ત્યાગ કરાવનારું કહેલું છે.
આ પ્રમાણે હોવાથી અનાદિકાલથી પરભાવે પરિણામ પામેલા અને મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ આદિ ભાવોથી (પરદ્રવ્યમાં) મોહબ્ધ બનેલા જીવની પરભાવથી ઉત્પન્ન થયેલી શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપની બાધક એવી જે વિભાવદશા (પરને પોતાનું માનીને તેમાં અંજાવા)રૂપ પરિણતિ છે. તેને જ “સાચું તત્ત્વ છે આ જ મારું સ્વરૂપ છે” એમ માની લેનારો પરભાવથી મોહિત થયેલો આ જીવ સૂક્ષ્મનિગોદ આદિ ચૌદ જીવસ્થાનકોમાં ભટકે છે. સંસારમાં ૮૪ લાખ યોનિમાં જન્મ-મરણાદિ દુઃખોમાં રખડે છે.
૮૪ લાખ યોનિમાં ભટકનારો આ જ જીવ તત્ત્વજ્ઞાન રૂપી અમૃતથી જ્યારે પરિણત થાય છે ત્યારે મિથ્યાત્વ આદિ દોષોનો ત્યાગ કરીને સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની સાધના તથા આરાધનાના રાજમાર્ગ ઉપર આરૂઢ થયો છતો પોતાના જ શુદ્ધ સ્વરૂપના અપૂર્વ અનુભવ દ્વારા આનંદમગ્ન બન્યો છતો સર્વ દોષરહિત શુદ્ધ બુદ્ધ થાય છે. આ કારણથી આત્માસંબંધી અધ્યાત્મજ્ઞાન એ સાચે જ અમૃત છે. એ સાચે જ રસાયન છે. તેથી તેની પ્રાપ્તિ માટે જ સંસારી જીવે ઉદ્યમ કરવો જોઈએ. Iટ.
પંચમ જ્ઞાનાષ્ટક સમાપ્ત છે
Page #208
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શમાષ્ટક - ૬
॥ અથ ષયું શમામ્ ॥
૧૭૫
अथ पञ्चमज्ञानाष्टककथनानन्तरं षष्ठं शमाष्टकं प्रारभ्यते । ज्ञानी हि ज्ञानात् क्रोधादिभ्य उपशाम्यति अतः शमाष्टकं विस्तार्यते षष्ठम् । तत्र आत्मनः क्षयोपशमाद्याः परिणतयः स्वभावपरिणामेन परिणमन्ति न तप्तादिपरिणतौ स शमः ।
नामस्थापनाशमौ सुगमौ द्रव्यशमः परिणत्यसमाधौ प्रवृत्तिसङ्कोचः द्रव्यशमः आगमतः शमस्वरूपपरिज्ञानी अनुपयुक्तः, नोआगमतः मायया लब्धिसिद्ध्यादिदेवगत्याद्यर्थम् उपकारापकारविपाकक्षमादिक्रोधोपशमत्वम् । भावतः उपशमस्वरूपोपयुक्तः आगमतः, नोआगमतो मिथ्यात्वमपहाय यथार्थभासनपूर्वकचारित्रमोहोदयाभावात् क्षमादिगुणपरिणतिः शमः । सोऽपि लौकिकलोकोत्तरभेदाद् द्विविधः । लौकिकः वेदान्तवादिनाम्, लोकोत्तर: जैनप्रवचनानुसारिशुद्धस्वरूपरमणैकत्वम् ।
"
હવે પાંચમું જ્ઞાનાષ્ટક કહ્યા પછી છઠ્ઠું શમાષ્ટક શરૂ કરાય છે. જ્ઞાની પુરુષ જ્ઞાનના બલથી ક્રોધ વગેરે કષાયોથી શાન્ત થઈ જાય છે. આ કારણથી છઠ્ઠું શમાષ્ટક હવે સમજાવાય છે (લખાય છે). ત્યાં આત્મામાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયકર્મ આદિના ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલી જ્ઞાનશક્તિ-દર્શનશક્તિ અને વીર્યશક્તિ ઈત્યાદિ રૂપ જે શક્યાત્મક પરિણતિઓ પ્રાપ્ત થઈ છે તે જ્યારે સ્વભાવદશાના પરિણામ રૂપે પરિણામ પામે છે. પણ તપ્તાદિભાવે (ક્રોધ-માન-માયા-લોભ આદિ રૂપે) વિભાવદશાપણે પરિણામ પામતી નથી ત્યારે તે દશાને “શમ” કહેવાય છે. સારાંશ કે ઘાતી કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી તમામ શક્તિઓ જ્યારે સ્વગુણરમણતામાં પરિણામ પામે છે પણ ક્રોધાદિ કાષાયિકભાવે પરિણામ પામતી નથી ત્યારે આત્મા શાન્ત-સમતાભાવવાળો કહેવાય છે. આવા પ્રકારના “શમ” ગુણનું હવે વર્ણન કરે છે. ત્યાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી શમગુણનું સ્વરૂપ સમજાવે છે.
નામ અને સ્થાપના આ બે નિક્ષેપા બહુ જ સુગમ હોવાથી હવે વારંવાર લખાતા નથી. તેથી દ્રવ્ય અને ભાવનિક્ષેપા જ સમજાવાય છે. પરિણતિમાં અસમાધિ હોય અને બહારથી મન-વચન તથા કાયાની પ્રવૃત્તિઓનો સંકોચ કર્યો હોય. જેમકે અગ્નિશર્મા ત્રણ માસના ઉપરાઉપર ઉપવાસ થયા પછી ગુણસેન રાજા ઉપર ગુસ્સે ભરાયો છતો આહારપાણીનો ત્યાગ કરીને તપમાં લીન થયો. અહિં ચિત્તમાં ક્રોધાદિ કષાયો હોય એટલે કે અસમાધિભાવ હોતે છતે બહાર બહારથી મન-વચન-કાયાનો જે સંકોચ કરવો તે દ્રવ્યશમ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
કહેવાય છે અથવા પ્રસન્નચંદ્ર રાજર્ષિનું પુત્રસ્નેહથી મન દ્વારા કરાયેલું જે યુદ્ધ તે સઘળો દ્રવ્યશમ જાણવો. તેના આગમથી અને નોઆગમથી એમ બે ભેદ છે.
ત્યાં શમના સ્વરૂપને જાણનારો જ્ઞાની આત્મા હોય પરંતુ તેની પ્રરૂપણા કરવાના અવસરે ઉપયોગદશા ન હોય તે આગમથી દ્રવ્યશમ કહેવાય છે. તથા માયા-કપટપૂર્વક સાંસારિક ધનલાભ, વિદ્યાલાભ આદિ લાભોની સિદ્ધિ આદિ માટે તથા આવો શમભાવ રાખ્યો હશે તો દેવગતિ મળશે એમ સમજીને દેવગતિ આદિના સુખો મેળવવા માટે ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા આ ત્રણમાંથી કોઈપણ ક્ષમા રાખવાપૂર્વક ક્રોધની શાન્તિ કરવી તે નોઆગમથી દ્રવ્યક્ષમા કહેવાય છે.
સામે કોઈ વડીલો, ધર્મગુરુઓ અથવા ઉપકારી પુરુષો ઠપકો આપતા હોય ત્યારે આ વડીલપુરુષ છે, ઉપકારી પુરુષ છે ઈત્યાદિ સમજીને જે ક્ષમા રાખવી તે ઉપકારક્ષમાં કહેવાય છે. સામે હલકા માણસો હોવાથી ક્રોધ કરીશું તો વધારે અપકાર (નુકશાન) થશે એમ સમજીને જે ક્રોધ ન કરવો તે અપકારક્ષમા કહેવાય છે. તથા ક્રોધ કરવાથી ચીકણાં કર્મો બંધાય છે અને તે ભવાન્તરમાં નરક-નિગોદના ભવોમાં ઘણાં ઘણાં દુઃખો જ આપે છે. આમ કર્મોના વિપાકના ભયથી શાન્તિ રાખવી અને ક્રોધ ન કરવો તે વિપાકક્ષમા કહેવાય છે. આ ત્રણ પ્રકારની ક્ષમામાં બહારથી જ ક્રોધનો અભાવ છે, પરંતુ અંદરથી ક્રોધાદિ કષાયો તથા ધનલાભ-લબ્ધિલાભ અને દેવસુખના લાભનો લોભ કષાય વર્તે છે માટે નોઆગમથી દ્રવ્યશમ કહેવાય છે.
ભાવથી શમ પણ બે પ્રકારનો છે. આગમથી અને નોઆગમથી, ત્યાં ઉપશમના સ્વરૂપને જાણનારા જ્ઞાની પુરુષ ઉપશમનું સ્વરૂપ સમજાવતી વેળાએ ઉપયોગવાળા હોય તો તે કાલે તે વ્યાખ્યાતાપુરુષ આગમથી ભાવશમ કહેવાય છે. કારણ કે અંદર જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ પ્રવર્તે છે માટે ભાવથી શમ કહેવાય છે. તથા સદ્ગુરુઓ આદિના સમાગમથી, સત્સંગથી અને સ્વાધ્યાયાદિથી મિથ્યાત્વદશાનો ત્યાગ કરીને જે વસ્તુ જેમ છે તેમ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાપૂર્વક ચારિત્રમોહનીયકર્મના ઉદયનો અભાવ કરીને એટલે કે તે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કરીને આત્મામાં શુદ્ધ ક્ષમાદિગુણોની પરિણતિ પ્રાપ્ત કરવી તે નોઆગમથી ભાવશમ કહેવાય છે. આગમથી અને નોઆગમથી આ ભાવશમ જ જીવને ઉપકારી તત્ત્વ છે.
આ નોઆગમથી ભાવશમ પણ લૌકિક અને લોકોત્તરના ભેદથી બે પ્રકારનો છે. ત્યાં વેદાન્તવાદીઓ, બૌદ્ધ દર્શનકારો, સાંખ્યો, મીમાંસકો ઈત્યાદિ અન્ય દર્શનકારો પોતપોતાના
Page #210
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૭૭ સિદ્ધાન્ત મુજબ મહર્ષિ તરીકેનું કે યોગી તરીકેનું જીવન જીવવામાં જે શમભાવ રાખે છે તે લૌકિક (લોકગ્રાહ્ય) શમત્વ જાણવું અને જિનેશ્વર વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના વચનોને અનુસાર આત્માના શુદ્ધ સ્વરૂપની રમણતાની સાથે એકતા થવા રૂપે જે ક્રોધાદિનો અભાવ થવો તે લોકોત્તર ભાવશમ જાણવો. કારણ કે તે ક્ષમાદિ ગુણો લોકગ્રાહ્ય નથી. સંસારના લોકો તો અવસરે અવસરે આવી ક્ષમા રાખનારાને ગાંડા-નમાલા-નિર્બલ-બુદ્ધિહીન જ સમજે છે. તેઓ તો ૪ પ્રતિ ચિં વત્ લુચ્ચાની સામે લુચ્ચાઈ કરવી જ જોઈએ આવી વિચારસરણી ધરાવે છે. માટે આ સમભાવ તો લોકોત્તર પુરુષો વડે (અલૌકિક પુરુષો વડે) જ ગમ્ય છે. તેઓની દૃષ્ટિ તો “પરથીણું પી નવિ ચિત્તથી, ચિન્તવીપ પ્રતિવૃત્ત, સુપુનર, શ્રીગિનમાષિતવનવિવારી” (સમ્યકત્વના ૬૭ બોલની સઝાય, ગાથા-૪૧, ઢાળ આઠમી, ગાથા-૧) આવી હોય છે. આ લોકોત્તર ભાવશમ જાણવો.
જેમકે જે પરમાત્મા મહાવીર પ્રભુએ ઈન્દ્રની શંકા ટાળવા એક અંગુઠાથી મેરૂપર્વત કંપાવ્યો તે જ અતુલ-બલી મહાવીર પ્રભુ ઉપસર્ગોના કાલે કર્મો ખપાવવાનો ભાવ હોવાથી ગોવાલીયા જેવા સામાન્ય માણસ ઉપર પણ બળનો પ્રયોગ કરતા નથી. આમલકી ક્રિીડાના કાલે દેવને દબાવનારા મહાવીર પ્રભુએ કર્મ ખપાવવાના અવસરે સંગમની સામે પોતાના બલનો ઉપયોગ ન કર્યો અને સમભાવ રાખ્યો. તે અલૌકિક અર્થાત્ લોકોત્તર ભાવશમ કહેવાય છે. કારણ કે લોકોથી ન સમજી શકાય તેવો આ ગુણ છે. માટે લોકોત્તર સમભાવ નામનો ગુણ કહેવાય છે. હવે આ “શમગુણ” ઉપર સાત નયો સમજાવાય છે.
आद्यनयचतुष्टये भावशमादिस्वरूपगुणपरिणमनहेतुः मनोवाक्कायसङ्कोचविपाकचिन्तनतत्त्वज्ञानभावनादिः, अन्त्यनयत्रये क्षयोपशमशमादिः शब्दनयेन, क्षपकश्रेणिमध्यवर्तिसूक्ष्मकषायवतः समभिरूढनयेन क्रोधादिशमः, क्षीणमोहादिषु एवम्भूतनयेन कषायशमः। अत्र भावना-चिन्तास्मृतिविपाकभयादिकारणतः क्षयोपशमभावादिसाधनतः क्षायिकशमः साध्यः । एवं शमपरिणतिः करणीया, आत्मनो मूलस्वभावत्वात् मूलधर्मपरिणमनं हितम् । तेनैव कारणेन शुद्धाध्यात्मपदप्रवृत्तिः सङ्गत्यागात्मध्यानसंवरचञ्चरीकत्वं करणीयम् ।
ભાવશમ આદિ સ્વરૂપવાળા ઉત્તમોત્તમ સમગુણની પ્રાપ્તિમાં જે કારણ બને એવી (અર્થાત્ ભાવશમની પ્રાપ્તિ કરાવે જ એવી) મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સંકોચ કરવો. પૂર્વબદ્ધ કર્મોના ફળોનું ચિંતન તથા ક્રોધાદિ કષાયો કરવાથી કેવાં કેવાં માઠાં ફળ પ્રાપ્ત થાય છે? તેવા પ્રકારના વિપાકોનું ચિન્તન તથા તત્ત્વજ્ઞાન અને ભાવનાજ્ઞાન આદિ ઉત્તમોત્તમ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
ભાવો કે જે કાલાન્તરે ભાવશમ લાવે જ તેવા પ્રકારના સાધનભૂત જે ભાવો છે તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ ભાવશમ કહેવાય છે. આ ચાર નવો પાછલા ત્રણ નયોની અપેક્ષાએ સ્થૂલદૃષ્ટિવાળા છે. માટે સાધનરૂપે શમભાવને માન્ય કરે છે અને પાછલા ત્રણ નયો સૂમદષ્ટિવાળા છે. માટે સાધ્યરૂપે શમભાવને માન્ય કરે છે. સાધનગ્રાહી પ્રથમના ચાર નય અને સાધ્વગ્રાહી પાછલા ત્રણ નય જાણવા.
(૧) નિગમનયની દૃષ્ટિએ મનોવાયદો = ભવિષ્યમાં ભાવશમની પ્રાપ્તિ કરવા તેવા પ્રકારની મન-વચન અને કાયાની પ્રવૃત્તિને બાહ્યભાવથી સંકોચવી, મૌનવ્રત, કાયોત્સર્ગમુદ્રા, સ્વાધ્યાય, સત્સંગ ઈત્યાદિ રૂપે યોગ પ્રવૃત્તિનો જે સંકોચ કરવો તે ભાવશમ જાણવો.
(૨) સંગ્રહનયની દૃષ્ટિએ વિપવિવિન્ત = જો ક્રોધાદિ કરીશું તો તેનાં ઘણાં માઠાં ફળ આવે છે. જેમકે ચંડકૌશિક-મમ્મણશેઠ ઈત્યાદિ. આત્મતત્ત્વની સાધના કરવામાં આ ક્રોધાદિ ભાવો બાધક છે. ક્રોધાદિના વિપાકો ભયંકર છે. તેમ જાણીને-વિચારીને સમભાવ રાખવો તે સંગ્રહાયથી ભાવશમ છે.
(૩) વ્યવહારનયથી “તત્ત્વજ્ઞાન” શાસ્ત્રોને અનુસાર સૂક્ષ્મ-સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને તત્ત્વજ્ઞાનના આધારે ક્રોધાદિને શમાવવા-સમતાભાવ રાખવો તે વ્યવહારનયથી ભાવશમ જાણવો.
(૪) ઋજુસૂત્રનય-માવનાદિ = જૈનશાસ્ત્રોનો અત્યંત સૂક્ષ્મ અભ્યાસ કરીને સંવેગનિર્વેદ ભાવપૂર્વક વૈરાગ્યવાસિત બનીને ભાવનાજ્ઞાનપૂર્વક શમભાવ રાખવો તે ઋજુસૂત્રનયથી ભાવશમ જાણવો. ચારે નયોથી ઉત્તરોત્તર ચઢીયાતો અને સાધ્યભૂત એવા ભાવશમનું વધારે વધારે નિકટતમ કારણ બને એવો આ ભાવશમ જાણવો.
પાછલા ત્રણે નયો સૂક્ષ્મ-સૂક્ષ્મ હોવાથી વિશિષ્ટ ક્ષાયોપથમિક ભાવ અને આદિ શબ્દથી ક્ષાયિક ભાવવાળા શમભાવની જે પ્રાપ્તિ થાય તે જ ભાવશમ કહેવાય છે. કારણ કે અત્તે તો તે જ મેળવવાનું છે. માટે તે વિશિષ્ટ ક્ષાયોપથમિક ભાવ તથા ક્ષાયિકભાવવાળો શમભાવ એ સૌથી ચઢીયાતો સમભાવ છે. તેથી તે પાછલા ત્રણ નયની અપેક્ષાએ શમભાવ જાણવો. તેમાં પણ -
(૫) ક્ષયોપશમવઃ શબ્દનન = વિશિષ્ટ એવો ચારિત્ર મોહનીયકર્મનો ક્ષયોપશમ થવાથી સાતમાં ગુણસ્થાનકમાં કે આઠમા આદિ ઉપશમશ્રેણીના ગુણસ્થાનકોમાં આવતો ક્ષાયોપથમિક ભાવનો તથા પશમિક ભાવનો જે સમભાવ તે શબ્દનયથી શમભાવ જાણવો. કારણ કે તે હવે બહુ જ નિકટના કાલમાં ક્ષાયિકશમનું અવલ્થકારણ થશે.
Page #212
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૭૯ (६) क्षपकश्रेणिमध्यवर्तिसूक्ष्मकषायवतः समभिरूढनयेन क्रोधादिशमः = ક્ષપકશ્રેણીના મધ્યભાગમાં વર્તતા સૂક્ષ્મ એવા કષાયની માત્રાવાળા જ જીવો એટલે કે ૯૧૦ માં ગુણસ્થાનકમાં વર્તતા ક્ષપકશ્રેણીગત જે જીવો છે તેમાં વર્તતો પ્રથમ વિશિષ્ટ ક્ષયોપશમ ભાવનો અને જેમ જેમ કષાયો ક્ષય થતા જાય છે તેમ તેમ ક્ષાયિકભાવનો જે ચઢીયાતો ચઢીયાતો ક્રોધાદિ કષાયોનો શમભાવ તે સમભિરૂઢ નયથી શમભાવ જાણવો.
(૭) ક્ષીણ મોદવિષ પ્રવધૂન કષાયવિરામઃ = ક્ષીણમોહ, સયોગી અને અયોગી ગુણઠાણે જે પરિપૂર્ણ ક્ષાયિકભાવ પ્રાપ્ત થવાથી નિષ્પન્ન એવો જે ક્રોધાદિનો સમભાવ પ્રાપ્ત થયો છે તે સૌથી ચઢીયાતો, સર્વશ્રેષ્ઠ, અંતિમ કોટિનો જે શમભાવ છે તે એવંભૂતનયથી ભાવશમ જાણવો. આમ સાત નયો જાણવા. તેની ભાવના = ભાવાર્થ આ પ્રમાણે છે.
પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી વર્તમાનકાલ આવતા ક્રોધાદિ જો કરીશું તો તેના વિપાક = ફળો ઘણાં માઠાં આવે છે. આમ શાસ્ત્રાદિ જ્ઞાનના આધારે ચિન્તનાત્મક અને સ્મરણાત્મક એવા મતિ-શ્રુતજ્ઞાનથી જાણપણું આવવાથી તથા પાપોના ફળોનો ભય લાગવો ઈત્યાદિ કારણોથી મોહનીયકર્મના ઉદયગત ભાગનો ક્ષયોપશમભાવ કરીને તેને જીતીને જે સમભાવ રખાય તે પ્રથમના ચારનયે સમભાવ સમજવો અને વિશિષ્ટ વિશિષ્ટ ક્ષયોપશમ ભાવાદિના સાધનથી (એટલે તેવો વિશિષ્ટ ક્ષયોપશમ ભાવ લેવો કે જે ક્ષાયિક ભાવનું નિકટના કાલમાં કારણ બને તેવા ક્ષયોપશમાદિ ભાવના સાધનથી) ક્ષાયિકભાવવાળો જે સમભાવ તે પાછલા ત્રણ નયોથી ભાવશમ જાણવો. આ જ ક્ષાયિકભાવવાળો શમભાવ મેળવવા જેવો છે, સાધ્ય છે, તેના સાધનસ્વરૂપે ક્ષાયોપથમિક ભાવનો શમભાવ પણ પૂર્વકાલમાં મેળવવા લાયક છે.
આ રીતે “શમભાવની પરિણતિ” જ જીવનમાં પ્રાપ્ત કરવા જેવી છે. કારણ કે “શમભાવમાં વર્તવું” એ જ જીવનો મૂલ સ્વભાવ છે. ક્રોધાદિમાં જવું એ તો વિકૃતિ છે, વિભાવદશા છે. કર્મબંધના હેતુભૂતદશા છે. તેથી વિભાવદશાને છોડીને આત્માના મૂળભૂત ધર્મમાં (સ્વભાવદશામાં-શમભાવમાં) પરિણામ પામવું એ જ હિતકારી-કલ્યાણકારી છે. તે કારણથી જ શુદ્ધ એવા અધ્યાત્મ-માર્ગમાં આ જીવની સાચી પ્રવૃત્તિ થાય છે. માટે બાહ્ય સંગનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપચિંતનાત્મક ધ્યાનમાં જોડાવું અને સંવરભાવોમાં જ ચાલવુંસંવરભાવોમાં જ વર્તવું, આ જ સાચું કર્તવ્ય છે. બાકી બધી પ્રવૃત્તિ બંધહેતુ જ છે. પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય. શુભ હોય તો પુણ્યબંધ કરાવે અને અશુભ હોય તો પાપબંધ કરાવે, પણ કર્મબંધનું જ કારણ છે. માટે સંગત્યાગ-અધ્યાત્મધ્યાન, પરભાવ દશાનો ત્યાગ અને સંવરભાવમાં ચાલવું આ જ આત્માના હિતને કરનારાં છે માટે કર્તવ્ય છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શમાષ્ટક - ૬
विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा ।
જ્ઞાનસ્ય પરિવાળો ય:, સ શમ: રિીતિત: પ્રા
જ્ઞાનસાર
ગાથાર્થ :- મોહના વિકલ્પોના વિષયોથી રહિત અને હંમેશાં સ્વભાવદશાના જ આલંબનવાળો એવો જે જ્ઞાનનો પરિપાક અર્થાત્ જ્ઞાનનું સાફલ્યપણું તેને “શમભાવ” કહેવાય 9.11911
ટીકા :- ‘“વિત્ત્પત્તિ'' વિક્લ્પ:-ચિત્તવિભ્રમ:, તસ્ય વિષય:-વિસ્તાર:, તેન (ततः ) उत्तीर्णः - निवृत्तः आत्मास्वादनतः वर्णादिषु निवृत्तविषयः । स्वभावःअनन्तगुणपर्याय-सम्यग्ज्ञानदर्शनचारित्रस्वरूपः, तस्यालम्बनः - स्वभावालम्बनः इत्यनेन आत्मस्वभावदर्शी आत्मस्वभावज्ञानी, आत्मस्वभावरमणी( णः ) आत्मस्वभावविश्रामी, आत्मस्वभावास्वादी, शुद्धतत्त्वपरिणतः, ज्ञानस्य - आत्मोपयोगलक्षणस्य परिपाकःप्रौढावसरः, स शमः शमभावलक्षणः परिकीर्तितः ।
વિવેચન :- વિકલ્પ એટલે ચિત્તનો વિશેષ ભ્રમ. એટલે કે આત્માને જે ઉપકારી છે તેને અપકારી માનવું અને આત્માને જે અપકારી છે (પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખો), તેને ઉપકારી-આનંદકારી માનવાં તે ચિત્રવિભ્રમ કહેવાય છે. તેનો જે વિષય અર્થાત્ તેનો જે વિસ્તાર એટલે કે જે વિષય ચિત્તને ડમડોલતું કરે, ચિત્તને ભ્રમિત કરે, ચિત્તને મોહાન્ધ કરે એવા જે પાંચ ઈન્દ્રિયોના વિષયો (સાંસારિક સુખો), તેનાથી ઉત્તીર્ણ થયેલો, એટલે નિવૃત્તિ પામેલો અર્થાત્ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોથી રહિત બનેલો એવો જે જ્ઞાનનો પરિપાક છે તેને શમ કહેવાય છે. જ્યારે આ જીવ આધ્યાત્મિક જ્ઞાનમાં રસિક બને છે. આત્મદશાની શુદ્ધિનું ભાન થાય છે ત્યારે આત્માના ગુણોના આસ્વાદનને કારણે વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ અને શબ્દ એવા પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયસુખોમાંથી આ જીવની રસવૃત્તિ વિરામ પામી જાય છે. વિષયોથી વિરામ પામેલો આ જીવ સ્વભાવદશાના આલંબનવાળો બને છે. આત્માના અનંતગુણો તેના અનન્ત પર્યાયો તથા સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર આત્મક જે આત્માનો શુદ્ધ સ્વભાવ છે તેના જ આલંબનવાળો બનેલો એટલે કે નિરંતર સ્વભાવદશાનો જ અભ્યાસી બનેલો એવો આ જીવ જ્યારે થાય છે ત્યારે જ્ઞાનની જે સફળતા પ્રાપ્ત થાય છે કે ક્રોધાદિ વિકારો એ મારું સ્વરૂપ નથી, મારે તે ન જ કરાય. એમ સમજીને જે શમભાવમાં જીવ વર્તે છે તેને જ શમભાવ કહેવાય છે.
ઉપર સમજાવ્યું તે પ્રમાણે જ્યારે આ આત્મા વિષયરસથી નિવૃત્ત બને છે અને સ્વભાવદશાનો જ રસિક બને છે ત્યારે આત્માના શુદ્ધ સ્વભાવને જ જોનારો, આત્માના શુદ્ધ
Page #214
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શમાષ્ટક - ૬
૧૮૧
સ્વભાવનું જ જ્ઞાન કરનારો, આત્માના શુદ્ધ સ્વભાવમાં જ રમણતા કરનારો, આત્માના શુદ્ધ ગુણાત્મક સ્વભાવમાં જ વિશ્રાન્તિ લેનારો, આત્માના ગુણોનો જ આસ્વાદ માણનારો, શુદ્ધ એવું આત્મતત્ત્વ જેનામાં અંગે અંગે પરિણામ પામ્યું છે એવો આત્મા જ્યારે બને છે ત્યારે જે શમભાવ આવે છે તેને જ સાચો શમભાવ કહેવાય છે તે જ જ્ઞાનનો સાચો પરિપાક છે. જ્ઞાનદશાની સફળતા છે. આત્માની જે શુદ્ધ દશા, તેનો જ સતત-નિરંતર જે ઉપયોગ, તેને જ સમ્યજ્ઞાન કહેવાય છે. તેની જે પરિપાકવાળી અવસ્થા અર્થાત્ જ્ઞાનદશાનો પાકી ચૂકેલો જે અવસર, જ્ઞાન પચાવીને મેળવેલો મોહ ઉપર જે વિજય, અતિશય શાન્ત અવસ્થા, તેને જ શમ અર્થાત્ શમભાવ કહેવાય છે. આત્મામાં અધ્યાત્મના શાસ્ત્રોનું વાંચન-પઠન-પાઠન કરતાં કરતાં આત્મા પાંચ ઈન્દ્રિયોના વિષયસુખથી રહિત જ્યારે બને છે અને સ્વભાવદશાની જ રમણતાવાળો બને છે ત્યારે આ પ્રાપ્ત કરેલ મોહ ઉપર જે વિજય, તેને જ “શમ” = શમભાવ કહેવાય છે.
अत्र योगस्य पञ्चविधत्वं प्रोक्तं श्रीहरिभद्रपूज्यैः अध्यात्मयोगः १, भावनायोगः २, ध्यानयोगः ३, शमतायोग: ४, वृत्तिक्षययोगः ५, तत्र अनादिपरभावमौदयिकभावरमणीयतां धर्मत्वेन निर्धार्य तत्पुष्टिहेतुक्रियां कुर्वन् अधर्मं धर्मवृत्त्या इच्छन् प्रवृत्तः यः, स एव निरामयः निःसङ्गशुद्धात्मभावनाभावितान्तःकरणस्य स्वभाव एव धर्म इति योगवृत्त्या अध्यात्मयोगः १ । सर्वपरभावान् अनित्यादिभावनया विबुध्य अनुभवभावनया स्वरूपाभिमुखयोगवृत्तिमध्यस्थ आत्मानं मोक्षोपाये युञ्जतः भावनायोगः २ ।
स एव पिण्डस्थ - पदस्थ - रूपस्थ-रूपातीतध्यानपरिणतरूपैकत्वी ध्यानयोगी भण्य ३ । ध्यानबलेन भस्मीभूतमोहकर्मा तप्तत्वादिपरिणतिरहितः शमतायोगी उक्तः ४ । तथा योगाधीनकर्मोदयाधीनानादिवृत्तिः जीवस्य तस्याः क्षयः-अभावः स्वरूपवृत्तिः वृत्तिक्षययोगी उच्यते ५ । एवं पञ्चयोगेषु शमतायोगी साधने पटिष्ठ (વરિષ્ઠ) કૃતિ જ્ઞાનસ્ય પૂર્વાવસ્થા શમઃ ।।
વિવેચન :- “યોગ’”ના પાંચ ભેદો શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રી વડે યોગબિન્દુ નામના ગ્રન્થમાં કહેવાયા છે. પહેલો અધ્યાત્મયોગ, બીજો ભાવનાયોગ, ત્રીજો ધ્યાનયોગ, ચોથો શમતાયોગ અને પાંચમો વૃત્તિક્ષયયોગ (અથવા વૃત્તિસંક્ષયયોગ).
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૨
(૧) અધ્યાત્મ યોગ
--
શમાષ્ટક - ૬
ત્યાં અનાદિ કાલથી લાગેલા પરભાવને એટલે કે મોહના ઔયિકભાવની રમણીયતાને
જ આ જીવ ધર્મ છે આમ માને છે અને તેમ સમજીને તેની જ પુષ્ટિ માટે પુષ્ટિના હેતુભૂત
ક્રિયાને કરતો અધર્મને જ ધર્મ છે આમ ઈચ્છતો સદા પાપકાર્યોમાં જ પ્રવર્તેલો છે તે જ જીવ જ્યારે નિરામય થાય છે, અર્થાત્ તીવ્ર મોહોદય રૂપ રોગ વિનાનો થાય છે ત્યારે નિઃસંગતાની ભાવનાથી અને શુદ્ધ આત્મતત્ત્વની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા તે જીવને જ્યારે આમ સાચું તત્ત્વ સમજાય છે કે “સ્વભાવદશા એ જ સાચો ધર્મ છે” ત્યારે તે જીવની મન-વચન-કાયાની જે યોગપ્રવૃત્તિ થાય છે તેને અધ્યાત્મયોગ કહેવાય છે. યોગબિંદુ ગાથા ૩૫૮ માં આ પ્રમાણે કહ્યું છે. તે સાક્ષીગાથા આ પ્રમાણે છે
-
औचित्याद् वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदुः ॥ ३५८ ॥
જ્ઞાનસાર
ઉચિત આચરણપૂર્વકનાં અણુવ્રત અથવા મહાવ્રતોથી યુક્ત એવા જીવનું શાસ્ત્રવચનોને અનુસારે મૈત્રી પ્રમોદ આદિ ભાવનાઓના અત્યન્ત સારવાળું જે તત્ત્વચિંતન, તેને યોગીપુરુષો અધ્યાત્મયોગ કહે છે. યોગવિંશિકાની ત્રીજી ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે “તત્રાધ્યામં उचितप्रवृत्तेर्व्रतभृतो मैत्र्यादिभावनागर्भं शास्त्राज्जीवादितत्त्वचिन्तनम्”
(૨) ભાવનાયોગ :
અનિત્યાદિ બાર ભાવનાઓ વડે સર્વપ્રકારના પરભાવોને ક્ષણભંગુર-અસાર છે આમ સમજીને આત્મગુણોનો અનુભવ કરવા રૂપ ભાવના દ્વારા શુદ્ધઆત્મસ્વરૂપને અભિમુખ એવી યોગપ્રવૃત્તિપૂર્વક મધ્યસ્થવૃત્તિવાળો બનીને પોતાના આત્માને મોક્ષના ઉપાયોમાં જોડતો જે આત્મપરિણામ તે ભાવનાયોગ કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૦ આ પ્રમાણે કહે છે તે ગાથા આ પ્રમાણે છે -
अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसङ्गतः । મન:સમાધિસંયુક્ત:, પૌન:પુચેન ભાવના ારૂ૬૦ના
પ્રતિદિન વૃદ્ધિથી યુક્ત એવો આ અધ્યાત્મયોગનો જ મનની પ્રસન્નતા પૂર્વકનો જે
વારંવાર અભ્યાસ, તેને જ ભાવનાયોગ કહેવાય છે. યોગવિશિકામાં પણ આવો પાઠ છે કે
अध्यात्मस्यैव प्रतिदिनं प्रवर्धमानश्चित्तवृत्तिनिरोधयुक्तोऽभ्यासः भावना ।
Page #216
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૮૩ (૩) આધ્યાન યોગ -
અધ્યાત્મયોગનો અભ્યાસી થયો છતો પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત આમ ચાર પ્રકારની ભાવના ભાવવા સ્વરૂપ પરિણતિમાં એકધ્યાનવાળો બનેલો જે જીવ છે તે ધ્યાનયોગી અર્થાત્ આધ્યાનયોગી કહેવાય છે. યોગબિંદુ ગાથા ૩૬૨ આ પ્રમાણે છે -
शुभैकालम्बनं चित्तं, ध्यानमाहुर्मनीषिणः । स्थिरप्रदीपसदृशं, सूक्ष्माभोगसमन्वितम् ॥३६२॥
શુભતત્ત્વોના જ એક આલંબનવાળું જે ચિત્ત, તેને પંડિતપુરુષો ધ્યાનયોગ કહે છે જે ચિત્ત સ્થિરપ્રદીપતુલ્ય છે અને સૂક્ષ્મતત્ત્વોના ઉપયોગથી યુક્ત છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે. મધ્ય પ્રશતૈથવિષયં સ્થિરપ્રવીપસમુFાતાવિવિષયસૂક્ષ્મપયોગયુક્ત ચિત્તમ્ | (૪) સમતાયોગ :
ધ્યાનના બલ દ્વારા ભસ્મીભૂત કર્યું છે મોહનીય કર્મ જેણે એવો આત્મા તપ્તત્વાદિ ભાવોની પરિણતિ વિનાનો (ક્રોધ-માન-માયાદિની પરિણતિ વિનાનો) જ્યારે બને છે ત્યારે સમતાયોગી કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૪ આ પ્રમાણે છે -
अविद्याकल्पितेषूच्चैरिष्टानिष्टेषु वस्तुषु । संज्ञानात्तद्व्युदासेन, समता समतोच्यते ॥३६४॥
અત્યન્ત અજ્ઞાનદશાથી કલ્પાયેલી ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓમાં સમ્યજ્ઞાન થવાથી તે અજ્ઞાનદશાપૂર્વકની ઈષ્ટાનિષ્ટબુદ્ધિનો ત્યાગ કરીને રખાયેલી જે સમતા તે સમતાયોગ કહેવાય છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે વિદ્યાત્વિકૃત્વનિષ્ઠસંસાપરિહારેન शुभाशुभानां विषयाणां तुल्यताभावनम् । (૫) વૃત્તિસંક્ષયયોગ :
અન્યજીવદ્રવ્ય તથા પુદ્ગલદ્રવ્ય વગેરેના સંયોગે કર્મના ઉદયને આધીન એવી અનાદિકાળથી પ્રવર્તતી જીવની જે વૃત્તિ છે (મોહોદયજન્ય જે પ્રવૃત્તિ છે) તેનો ફરી ન આવે તે રીતે જે ક્ષય કરીને આત્મસ્વરૂપમાં જ જે વર્તવું તેને વૃત્તિસંક્ષયયોગ કહેવાય છે. તેવા જીવને વૃત્તિસંક્ષયયોગી કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૬ તે આ પ્રમાણે છે -
अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥३६६॥
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
અન્યદ્રવ્યના સંયોગે થતી જે વૃત્તિઓ, તેનો તેવા તેવા પ્રકારે નિરોધ કરવો અર્થાત્ ફરીથી પ્રગટ થાય નહીં એવો જે ક્ષય કરવો તેને વૃત્તિસંક્ષય માનેલો છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે - વૃત્તિસંક્ષયજી-મનોદ્વારા વિજ્વરૂપાળાં, શરીરદ્વારા પરિસ્પન્વનરૂપાળાमन्यसंयोगात्मकवृत्तीनामपुनर्भावेन निरोधः ।
આ પાંચ પ્રકારના યોગોમાં શમતાયોગવાળો આત્મા સાધનાવસ્થામાં સર્વથી શ્રેષ્ઠ છે અને વૃત્તિસંક્ષયના યોગવાળી જ્ઞાનની પૂર્ણાવસ્થા એ સાધ્યરૂપ હોવાથી સર્વશ્રેષ્ઠ શમભાવ છે. આ પ્રમાણે સાધ્યયોગને લક્ષ્યમાં રાખીને સાધનયોગમાં પ્રવૃત્તિ કરવી તે ઉચિત . 11911
अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् ।
आत्माऽभेदेन यः पश्येदसौ मोक्षं गमी शमी ॥२॥
"
ગાથાર્થ :- જે આત્મા કર્મના ઉદયથી થયેલી વિષમતાને પ્રધાનપણે ઈચ્છતા નથી અને આખા જગતને ચેતનાલક્ષણ વડે સમાન ગણે છે. તેથી સર્વે સંસારી જીવો પોતાના આત્માથી તુલ્ય છે આવું જે દેખે છે તે આ શમભાવવાળા યોગીપુરુષ મોક્ષગામી થાય છે.
11211
ટીકા :- ‘અનિન્દ્વન્ ર્મવૈષમિતિ''-ર્મવૈષમ્યમ્-નાધિત્વમ્, અનિચ્છન્ गतिजातिवर्णसंस्थानबाह्मणक्षत्रियादिवैषम्यं ज्ञानवीर्यक्षयोपशमकार्यवैषम्यमनिच्छन् उदयत: आचरणतः क्षयोपशमभेदे सत्यपि ब्रह्मांशेन चेतनालक्षणेन, अथवा દ્રવ્યાપ્તિ-અસ્તિત્વ-વસ્તુત્વ-મત્ત્વ-ગુરુપુત્વ-પ્રમેયત્ન-ચેતનત્વ-અમૂર્ત્તત્વअसङ्ख्येयप्रदेशत्वपरिणत्या जगत् = चराचरम्, आत्माऽभेदेन - आत्मतुल्यवृत्त्या, समंसमानत्वेन यः पश्येत् सर्वजीवेषु समत्वं कृत्वा अरक्तद्विष्टत्वेन वर्तमानोऽसौ योगी मोक्षगामी सकलकर्मक्षयलक्षणावस्थां गच्छतीत्येवंशीलो भवति । यो हि सर्वजीवेषु जीवत्वतुल्यवृत्त्या रागद्वेषपरिणतिमपहाय आत्म-स्वभावानुषङ्गी, असौ योगी मोक्षं શમી મતિ ારા
વિવેચન :- આ સંસારમાં રહેલા નિગોદ-એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય આદિ સમસ્ત જીવો ‘“ચેતના” લક્ષણથી સમાન છે. સર્વે પણ જીવોમાં સિદ્ધપરમાત્માના સમાન અનંત અનંત ગુણો એક સરખા રહેલા છે. સત્તાથી અનંતગુણો રહેલા છે તો જ કર્મક્ષય થવાથી તે ગુણો આવિર્ભાવને પામે છે. તેથી સત્તાગત-ગુણોને આશ્રયી સર્વે પણ જીવો
Page #218
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શમાષ્ટક - ૬
૧૮૫
સમાન છે. કોઈપણ જીવ ન્યૂન નથી કે અધિક નથી. સંસારમાં રાજા-રંક, સુખી-દુઃખી, રોગી-નિરોગી, સ્ત્રી-પુરુષ ઈત્યાદિ જે ભેદ દેખાય છે તે સઘળો પણ ભેદ માત્ર કર્મજન્ય છે. પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી સંસારી જીવોમાં ચિત્ર-વિચિત્રતા થયેલી છે તે પારમાર્થિક (સાચી) ચિત્ર-વિચિત્રતા નથી. કર્મોનો ઉદય રહે ત્યાં સુધી જ રહેવાવાળી છે. પરમાર્થથી સત્તાસ્વરૂપની અપેક્ષાએ સર્વે જીવો સમાન છે. કોના ઉપર રાગ કરવો (પ્રીતિ કરવી) ? અને કોના ઉપર દ્વેષ કરવો ? જેમ રંગભૂમિ ઉપર નટ જુદી જુદી વેશભૂષા કરીને આવે તેમ સંસારી જીવોનું પણ સંસારભૂમિ ઉપર ભિન્ન ભિન્ન સ્વરૂપ છે.
આ રીતે કર્મના ઉદયથી થયેલી જે વિષમતા, જેમકે કોઈ દેવ, કોઈ મનુષ્ય, કોઈ તિર્યંચ, કોઈ નારકી એમ ગતિસંબંધી વિષમતા, કોઈ એકેન્દ્રિય, કોઈ વિકલેન્દ્રિય અને કોઈ પંચેન્દ્રિય એમ જાતિ સંબંધી વિષમતા, કોઈ કાળા, કોઈ ધોળા, કોઈ પીળા, કોઈ નીલા અને કોઈ લાલ એમ વર્ણની વિષમતા, કોઈ જાડા, કોઈ પાતળા, કોઈ ઠીંગણા અને કોઈ ઘણા ઉંચા એમ સંસ્થાનની વિચિત્રતા, તથા કોઈ ક્ષત્રિય, કોઈ બ્રાહ્મણ ઈત્યાદિ પ્રકારની જાતિ સંબંધી જે વિષમતા દેખાય છે તે સઘળી કર્મોના ઉદયથી થયેલી વિષમતા છે. આ વિષમતા પરમાર્થથી નથી.
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોના ક્ષયોપશમથી આવિર્ભૂત હીનાધિક ચૈતન્યની વિષમતા, વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી આવિર્ભૂત વીર્યની હીનાધિકતા. એમ જ્ઞાન-દર્શનવીર્ય વગેરે ક્ષયોપશમજન્ય ગુણાત્મક કાર્યનો વિષમતાથી ભેદ છે. પણ સત્તાગત ગુણો સર્વેના સમાન છે. તેથી કર્મજન્ય આ વિષમતાને જો દૃષ્ટિમાં ન ગણીએ તો સર્વે જીવો સમાન ભાસવાથી કોઈપણ જીવ ઉપર રાગ કે દ્વેષ થશે નહીં. આ જીવ જો દૃષ્ટિ બદલે તો “શમભાવ” પ્રાપ્ત કરવો શક્ય બની શકે છે. આ વાત ટીકામાં સમજાવે છે કે -
ગતિ-જાતિ-વર્ણ-સંસ્થાન અને બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ ભાવે કર્મના ઉદયથી થયેલી જે વિષમતા-હીનાધિકતા તથા જ્ઞાન-દર્શન-વીર્ય વગેરે ગુણોની ક્ષયોપશમરૂપ કાર્યવિષમતા જગતમાં જે દેખાય છે તે સઘળી કર્મજન્ય હોવાથી તેને નહીં ઈચ્છતો એટલે કે ધ્યાનમાં નહીં લેતો આત્મા તથા કર્મના ઉદયથી, વ્યક્તિગત ભિન્ન ભિન્ન આચરણથી (અથવા કર્મોના આવરણથી) વિષમતા હોવા છતાં પણ એટલે કે ક્ષયોપશમનો ભેદ હોવા છતાં પણ બ્રહ્માંશ વડે એટલે કે “ચેતના” ગુણ વડે સર્વે જીવો સમાન છે. આવી સમાનતા દેખનારા આત્માને રાગ-દ્વેષ થતા નથી. અથવા દ્રવ્યાસ્તિકતા એટલે કે દ્રવ્યત્વધર્મ, અસ્તિત્વધર્મ, વસ્તુત્વધર્મ, સત્તાધર્મ-અગુરુલઘુતા-પ્રમેયતા-ચેતનતા-અમૂર્તતા અને અસંખ્યાતપ્રદેશવાળાપણું ઈત્યાદિ સામાન્ય ધર્મો વડે ચરાચર એવા આ જગત આખાને પોતાના આત્માની સાથે તુલ્યપણે
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૬ શમાષ્ટક - ૬
જ્ઞાનસાર એટલે કે હું અને જગદ્વર્તી સર્વે પણ જીવો સમાન છીએ. કોઈપણ જીવ સામાન્ય ધર્મોની અપેક્ષાએ હીન પણ નથી અને અધિક પણ નથી, આવું જે દેખે છે તેને કોઈપણ જીવ ઉપર રાગ અને દ્વેષ થતા નથી. (પ્રીતિ કે અપ્રીતિ થતી નથી). કારણ કે અધિક હોય તો પ્રીતિ થાય હીન હોય તો અપ્રીતિ થાય પરંતુ એવું નથી તેથી પ્રીતિ-અપ્રીતિ થતી નથી.
આ પ્રમાણે સર્વ જીવો ઉપર અરક્તદ્ધિષ્ટભાવે વર્તતો આ જીવ યોગી કહેવાય છે અને તે સર્વ કર્મોના ક્ષયવાળી મુક્ત અવસ્થાને પામે છે. આવા જીવો મુક્તિગામી થવાના સ્વભાવવાળા હોય છે. જે આત્મા સર્વ જીવોમાં “જીવપણું” તુલ્ય છે આવી મનોવૃત્તિ રાખીને કોઈ પણ ઉપર રાગ અને દ્વેષના પરિણામ કરતો નથી, રાગ અને દ્વેષવાળા પરિણામ ત્યજીને આત્માના મૂળભૂત સમાન સ્વભાવતાને જ જે દેખે છે, અનુસરે છે તે યોગી મહાત્મા મોહનો વિજય કરીને મોક્ષમાં જાય છે. રા/
आरुरुक्षुर्मुनिर्योगं, श्रयेद् बाह्यक्रियामपि । योगारूढः शमादेव, शुध्यत्यन्तर्गतक्रियः ॥३॥
ગાથાર્થ :- યોગદશામાં આરોહણ કરવાની ઈચ્છાવાળા મુનિ બાહ્ય (કાયિકાદિ) ધર્મક્રિયા પણ કરે, પરંતુ યોગદશા ઉપર આરૂઢ થયેલા મુનિ અંતર્ગત ક્રિયાવાળા થયા છતા (બાહ્યક્રિયા વિનાના હોવા છતાં પણ) શમભાવદશાથી જ શુદ્ધ-બુદ્ધ થાય છે. ll
ટીકા - “મારુતિ ” યોજ-સમધિયો પ્રતિ સતનજ્ઞાનવારિત્રરૂપ मोक्षोपायलक्षणं योगमारुरुक्षुः-आरोहणेच्छुः मुनिः-भावसाधकः, प्रीतिभक्तिवचनरूपशुभसङ्कल्पेन अशुभसङ्कल्पान् वारयन् आराधकः भवति । सिद्धयोगी तु रागद्वेषाभावेन उपशमीकृतार्थः, बाह्यां क्रियां-बाह्याचारप्रतिपत्तिं श्रयेदपिअङ्गीकुर्वन्नपि, शमादेव शुद्ध्यति, शमात्-क्रोधाभावात् शुद्धयति-निर्मलीभवति ।
___ कथम्भूतो मुनिः ? योगारूढः-योगे सम्यग्दर्शनज्ञानचारित्रे आत्मीयसाधनरत्नत्रयीलक्षणे आरूढः । पुनः कथम्भूतो मुनिः ? अन्तर्गतक्रियः-अन्तर्गता वीर्यगुणप्रवृत्तिरूपा क्रिया यस्य सः अन्तर्गतक्रियः एवमभ्यन्तरक्रियावान् रत्नत्रयपरिणतः शमात् क्षमामार्दवार्जवमुक्तिपरिणतिपरिणतः निर्मलो भवति ॥३॥
| વિવેચન :- મોક્ષમાર્ગના આરાધક જીવો બે પ્રકારના હોય છે - એક સાધનાકાલવર્તી જીવો અને બીજા સાધ્યની સિદ્ધિવાળા કાલવર્તી જીવો (તેરમા, ચૌદમા ગુણસ્થાનકવર્તી જીવો). બન્ને પ્રકારના આત્માઓ મુક્તિની પ્રાપ્તિ અવશ્ય કરે છે, પરંતુ સાધનાવસ્થા અને સિદ્ધાવસ્થા
Page #220
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૮૭ એમ અવસ્થાભેદ હોવાથી ક્રિયાનો (આચરણાનો) ભેદ હોય છે. જેમ શત્રુંજય પહાડ ઉપર ચઢનારા જીવોની અને પહાડ ઉપર ચડી ચૂકેલા જીવોની ચાલવાની ગતિક્રિયા ભિન્ન ભિન્ન જાતિની હોય છે. ચઢનારા જીવોની ગતિક્રિયા એક એક પગથીયું નીચેનું છોડીને ઉપરનું ગ્રહણ કરવા રૂપ “આરોહણ” ક્રિયા હોય છે. તેવી ક્રિયા ચઢી ચૂકેલામાં હોતી નથી. તથા ચઢી ચૂકેલા જીવોમાં ક્ષેત્રાન્તર થવા રૂ૫ ગતિક્રિયા હોય છે તેવી ગતિક્રિયા ચઢનારામાં હોતી નથી. તેવી જ રીતે સાધનાકાલમાં વર્તનારા જીવોમાં કાયોત્સર્ગ ધ્યાન-પ્રતિક્રમણ-તપ આદિ બાહ્ય ધર્મ અનુષ્ઠાનોની ક્રિયા હોય છે. કારણ કે તે કાલે જીવ ભૂલો પણ કરે છે. માટે ક્ષમાયાચના કરવારૂપ પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો હોય છે. ચિત્ત ચંચલ હોવાનો સંભવ છે માટે ધ્યાન અને કાયોત્સર્ગાદિ બાઘક્રિયા હોય છે તથા મોહને જીતવા માટે તપ અનુષ્ઠાન પણ હોય છે. આમ પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન અને વચન અનુષ્ઠાન રૂપે બાહ્યક્રિયા હોય છે અને બાહ્યક્રિયા આચરવી જરૂરી પણ છે. તો જ સાધ્યની સિદ્ધિ સંભવે છે.
પરંતુ જેનામાં યોગદશા સિદ્ધ થઈ ચૂકી છે તેઓ અંતર્ગત ક્રિયાવાળા થયા છતા (તેમનું લબ્ધિવીર્ય મન-વચન-કાયાના બાહ્ય યોગરૂપે પ્રવર્તવાને બદલે રત્નત્રયી રૂપ ગુણોની તન્મયતામ
પ્રશમભાવથી જ નિર્મળ બને છે. તેઓ બાહ્યક્રિયા આચરતા નથી તો પણ મોહનીયના ક્રોધાદિ ભાવોનો ક્ષય થયેલ હોવાથી અંદરની ક્રિયાની પ્રધાનતાથી જ સિદ્ધ થાય છે. જેમ ચઢનારામાં આરોહણ ક્રિયા અને ચઢેલામાં આરૂઢક્રિયા પ્રધાનતાએ હોય છે તેમ સાધનાકાલમાં બાહ્યક્રિયાની અને યોગારૂઢદશામાં અન્તર્ગતક્રિયાની પ્રધાનતા હોય છે.
ટીકાનો અર્થ :- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર આમ રત્નત્રયીની સાધનારૂપ સમાધિયોગ ઉપર આરોહણ કરવાની ઈચ્છાવાળા મુનિ એટલે ભાવથી સાધક મહાત્મા પ્રીતિ-ભક્તિ અને વચનાનુષ્ઠાન આચરવા રૂપ શુભસંકલ્પો કરવા દ્વારા અશુભ સંકલ્પોનું નિવારણ કરતા છતા આરાધક બને છે. જેમ “સોય” પગમાં નાખવા જેવી નથી, પીડા કરનારી છે. નાખીએ તો પણ અંતે કાઢી જ નાખવાની હોય છે તેટલા માટે જ તેનો બીજો છેડો હાથમાં જ રખાય છે. તથા નાખતી વખતે પણ સમજાય છે કે આ પીડાકારી છે તો પણ પગની અંદર ગયેલો કાંટો તેના વિના નીકળતો નથી. તેથી ન નાખવા જેવી હોવા છતાં પણ કાંટો કાઢવા પૂરતી નાખવી પડે છે. કાંટો નીકળતાં તુરત જ કાઢી લેવામાં આવે છે. તેમ “શુભ સંકલ્પો” પણ પ્રશસ્તમોહદશા હોવાથી અંતે હેય છે તો પણ અશુભ સંકલ્પોને ટાળવા માટે શુભ સંકલ્પો પૂર્વકાલમાં આદરવા પડે છે. જેમ જેમ શુભ સંકલ્પો દ્વારા અશુભ સંકલ્પોનું વારણ થતું જાય છે તેમ તેમ અંતે શુભ સંકલ્પોને પણ ત્યજીને “નિર્વિકલ્પદશા” = પરમસમાધિ પ્રાપ્ત કરવાની હોય છે. અહીં મુક્તિમાર્ગનો હાલ સાધનાકાલ હોવાથી શુભ સંકલ્પો કરવા દ્વારા અશુભ સંકલ્પો દૂર કરવાનું કામ પ્રથમ કરાય છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
સિદ્ધયોગા તુ = પરંતુ જે આત્મામાં યોગદશા પ્રાપ્ત થઈ ચૂકી છે, યોગી બન્યા છે. રાગ અને દ્વેષનો અભાવ થવાથી સર્વે પ્રયોજનો જેનાં શાન્ત થઈ ગયાં છે એવા આ યોગી કદાચ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિના કારણે વિહારાદિ કોઈ કોઈ બાહ્ય ક્રિયા આચરેકરે તો પણ તે કાલે તે બાહ્યક્રિયાથી નિર્મલ થતા નથી, પરંતુ જીવનમાં પ્રાપ્ત કરેલી અંતરંગ જે “ઉપશમાવસ્થા” છે તેનાથી જ તેઓ નિર્મળ થાય છે. ઉપશમભાવ પ્રાપ્ત કરેલો હોવાથી ક્રોધકષાય ન હોવાથી અને તેની સાથે સાથે માનાદિ કષાયો ન હોવાથી આવા પ્રકારના ઉપશમભાવથી જ આ જીવ નિર્મળ થાય છે. આ ભાવસાધક આત્મા કેવો છે ? યોગાઢ છે અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એમ આત્મતત્ત્વના સાધનભૂત રત્નત્રયીસ્વરૂપ યોગદશામાં જેઓ આરૂઢ થઈ ચુક્યા છે. તેઓ “શમભાવથી” જ શુદ્ધ થાય છે. વળી તે મુનિ કેવા છે ? “મન્નતક્રિય:' આન્તરિક ક્રિયાવાળા છે.
આત્મામાં પ્રગટ થયેલું જે લબ્ધિવીર્ય છે તે વીર્યગુણની પ્રવૃત્તિ અંતર્ગત ગુણોની ઉપાસનામાં પ્રવર્તે છે જેની એવા તે મુનિ છે. બહારથી કંઈ વિશિષ્ટ કાર્ય કરતા ન પણ દેખાય તો પણ તે મહાત્મા અંતર્ગત ક્રિયાવાળા હોય છે. આમ અભ્યત્તર ક્રિયાવાળા છે. અર્થાત્ રત્નત્રયીની ઉપાસનાના ભાવમાં પરિણામ પામેલા છે તે કારણથી તેમના જીવનમાં આવેલો કષાયોના અભાવરૂપ જે ઉપશમભાવ છે તેનાથી જ એટલે કે ક્ષમા-માર્દવ-આર્જવ અને મુક્તિરૂપ ગુણપરિણતિથી પરિણામ પામેલો આ જીવ અંતર્ગત આવા પ્રકારના ગુણોની પરિણતિથી જ નિર્મળ બને છે. તેને બાહ્ય ક્રિયાની અપેક્ષા રહેતી નથી. ૩
ध्यानवृष्टेयानद्याः, शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां, मूलादून्मूलनं भवेत् ॥४॥
ગાથાર્થ :- ધ્યાન રૂપ વૃષ્ટિ થવાથી દયારૂપી નદીમાં સમભાવ રૂપી પૂર વૃદ્ધિ પામતે છતે વિકારો રૂપી કાંઠે રહેલા વૃક્ષોનું મૂલથી જ ઉમૂલન થાય છે. જો
ટીકા :- “સ્થાનવૃતિ"-નવૃછે. ધ્યાને ઘણુવત્તા પ્રાપુહૂર્ત યાવત્ चित्तस्य एकत्रावस्थानं ध्यानम् । उक्तञ्च -
अन्तोमुहुत्तमेत्तं, चित्तावत्थाणमेगवत्थुमि ।। છ૩મસ્થાઈ સાપ, ગોપનિરોહો નિVIIT 1 III (ધ્યાનશતક ગાથા-૩)
अत्र च निमित्तरूपे देवगुरुस्वरूपे अद्भुततादियुक्तचित्तैकत्वे च धर्मध्यानम् आज्ञाऽपायविपाकसंस्थानाख्यम्, तत्र आज्ञायाः निर्धारः सम्यग्दर्शनम्, आज्ञायाः
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૯
જ્ઞાનમંજરી
શમાષ્ટક - ૬ अनन्तत्वपूर्वापराविरोधित्वादिस्वरूपे चमत्कारपूर्वकचित्तविश्रामः आज्ञाविचयधर्मध्यानम्, एवमपायादिष्वपि निर्झरभासनपूर्वं सानुभवचित्तविश्रान्तिः ध्यानम्, एवं शुक्लेऽपि, ईदृग्ध्यानवृष्टेः-मेघात् दया-स्वपरभावप्राणाघातनरूपा भावदया, तवृद्धितद्रक्षणहेतुत्वात् स्वपरद्रव्यप्राणरक्षणानिर्विषयत्वेन द्रव्यदयापि दयात्वेनारोपिता श्रीविशेषावश्यके (गाथा १७६३-६४) गणधरवादाधिकारे इति ।
વિવેચન - અહીં જ્યારે ધ્યાનરૂપી વૃષ્ટિ થવાથી દયારૂપી નદીનું પૂર વધે છે ત્યારે વિકારોરૂપી કાંઠાના વૃક્ષોનું સર્વથા ઉન્મેલન થાય છે. સંસારમાં જેમ મેઘ વરસવાથી નદીમાં પૂર આવે છે અને તે પૂરથી કાંઠા ઉપરનાં વૃક્ષો મૂલથી ઉખડી જાય છે અને નદીના પૂરમાં ખેંચાઈ જાય છે. તેમ ધ્યાનથી દયા વધે છે અને તેનાથી વિકારો નાશ પામે છે. ત્યાં ધ્યાન કોને કહેવાય ? તે સમજાવતાં કહે છે કે - અહીં ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે જ ધ્યાન લેવાં. કારણ કે વિકારોના નાશનું તે બે જ ધ્યાન કારણ છે. પણ આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન લેવાં. એક અંતર્મુહૂર્ત સુધી યાવત્ ચિત્તનું કોઈપણ એક વિષયમાં સ્થિર થવું તેને ધ્યાન કહેવાય છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે -
“કોઈપણ એક વિષયમાં અંતર્મુહૂર્ત સુધી ચિત્તની સ્થિરતા તેને ધ્યાન કહેવાય છે. આ વ્યાખ્યા છદ્મસ્થ જીવોને આશ્રયી છે. કેવલી ભગવંતોને તો યોગનો વિરોધ કરવો તે જ ધ્યાન કહેવાય છે.”
આત્માના શુભ અધ્યવસાયો થવામાં નિમિત્તભૂત એવા દેવ-ગુરુ (અને ધર્મના) સ્વરૂપમાં અદ્ભુતતા આદિ (અલૌકિકતા, પૂર્વાપર-અવિરુદ્ધતા, અતિશય સંગીનતા, ઉપકારકારિતા, રાગ-દ્વેષાદિ દોષરહિતતા ઈત્યાદિ) શ્રેષ્ઠ શ્રેષ્ઠ ભાવોથી યુક્ત એવા દેવગુરુના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા-સ્થિરતા કરવી તેને અહીં ધર્મધ્યાન કહેવાય છે અને તે આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારનું છે ત્યાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાની શ્રદ્ધા કરવી, તે જ સાચું અને સુંદર છે કે જે ભગવંતોએ કહ્યું છે. આવી અનુપમ નિર્ધારપૂર્વકની જે શ્રદ્ધા છે તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. ભગવંતની આ આજ્ઞા અનંતા વિષયોને સમજાવનારી હોવાથી અનંતત્વથી પૂર્ણ ભરેલી છે. તથા પૂર્વાપર (આગળ-પાછળ) કથનમાં ક્યાંય પણ વિરોધ ન આવે તેવી અવિરુદ્ધ ભાવોને પ્રતિપાદન કરનારી ભગવાનની વાણી છે. આવા પ્રકારના સ્વરૂપવાળા તીર્થંકરપ્રભુના વચનોમાં ચિત્તને ચમત્કાર ઉપજે તેવી સ્થિરતાપૂર્વક વિચારવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી તેમના વડે કહેવાયેલાં એવાં
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯0 શમાષ્ટક - ૬
જ્ઞાનસાર જૈનશાસ્ત્રો વાંચતાં, ભણતાં અને ભણાવતાં તેમાં કહેલા વિષયોનું વર્ણન જાણવાથી અને પૂર્વાપર અવિરુદ્ધ ભાવો અત્યન્ત સંગત લાગવાથી યુક્તિયુક્ત દેખાવાથી આવી વાણી બીજે ક્યાંય સંભવિત ન હોવાથી તથા આત્માના અતિશય કલ્યાણને કરનારી હોવાથી આવા સ્વરૂપવાળી વાણીમાં ચિત્તને આશ્ચર્ય ઉપજે-એવી ચિત્તની જે વિશ્રાન્તિ અર્થાત્ સ્થિરતા તેને આજ્ઞા વિચયધર્મધ્યાન કહેવાય છે.
આ જ પ્રમાણે અપાયાદિમાં પણ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક તેવા પ્રકારના અનુભવની સાથે ચિત્તની વિશ્રાન્તિ તે અપાયરિચય વગેરે ધર્મધ્યાન કહેવાય છે. સંસારના તમામ પ્રસંગો અંતે દુઃખરૂપ જ છે આવા વિચારોમાં તથા કર્મોના ફળો ઘણાં માઠાં છે. આવા વિચારોમાં અને ચૌદરાજ લોકમય લોકાકાશ અને તેમાં રહેલા પદાર્થોના વિચારોમાં ચિત્તની શ્રદ્ધા અને સમ્યજ્ઞાનપૂર્વક અતિશય જે સ્થિરતા = એકાગ્રતા તે અનુક્રમે અપાયરિચય-વિપાકવિચય અને સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય છે.
આ જ પ્રમાણે શુક્લધ્યાનમાં પણ દ્રવ્ય-ગુણ અને પર્યાયોની પૃથકત્વપણે અને એકત્વપણે ચિંતવના કરવામાં ચિત્તની અત્યન્ત જે સ્થિરતા તે શુક્લધ્યાન કહેવાય છે. તે શુક્લધ્યાનના પ્રથમના બે પાયા જાણવા. આ પ્રમાણે તત્ત્વચિંતનમાં મનની અત્યન્ત જે સ્થિરતા છે તે ધ્યાન કહેવાય છે. આવા પ્રકારની ધ્યાનરૂપી વૃષ્ટિ થવાથી અર્થાત્ મેઘ વરસવાથી આ જીવમાં દયારૂપી નદીનું શમભાવ રૂપી પૂર વૃદ્ધિ પામે છે. તેનાથી વિકારોરૂપી વૃક્ષોનું ઉન્મેલન થાય છે. જેમ વૃષ્ટિ થવાથી નદીમાં પૂર આવે છે અને તે પૂરથી કિનારાના વૃક્ષોનું મૂલથી ઉમૂલન થાય છે તેમ આ જીવમાં ધ્યાનથી દયા (કોમલતાનો પરિણામો આવવા દ્વારા શમભાવ વધે છે. તેનાથી વિકારોનો નાશ થાય છે.
પોતાના અને પરના ભાવપ્રાણોની હિંસા ન કરવી તે ભાવદયા કહેવાય છે. તથા પોતાના અને પરના દ્રવ્યપ્રાણોની રક્ષા કરવાનો નિશ્ચયપૂર્વક જે વિષય (જે પરિણામ) તે દ્રવ્યદયા કહેવાય છે. ત્યાં દ્રવ્યદયા તે ભાવદયાની વૃદ્ધિનો અને ભાવદયાની રક્ષાનો હેતુ હોવાથી દ્રવ્યદયાને પણ “દયા” તરીકે આરોપિત કરાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં ગણધરવાદના અધિકારમાં ગાથા ૧૭૬૩-૬૪ માં કહ્યું છે કે ભાવહિંસા કે ભાવાહિંસા (ભાવદયા) એ પરિણામાત્મક છે અને દ્રવ્યહિંસા કે દ્રવ્યાહિંસા (દ્રવ્યદયા) એ ઘાત-અઘાત ક્રિયારૂપ છે. વ્યવહારનયથી જે સ્વ-પર-પ્રાણોનો ઘાત કરે તે હિંસક અને ઘાત ન કરે તે અહિંસક (દયાવાન) કહેવાય છે. પરંતુ નિશ્ચયનયથી પરિણામથી હિંસા કરતો જીવ સ્વપરપ્રાણોનો ઘાત ન કરે તો પણ તે હિંસક કહેવાય છે. જેમ શિકારી બાણ મારે અને કદાચ હરણ ખસી જાય અને ન મરે તો પણ હિંસક કહેવાય છે. તેવી જ રીતે પરિણામથી હિંસા
Page #224
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૯૧ ન કરતો (દયા કરતો) જીવ સ્વ-પર પ્રાણોને પીડા કરે તો પણ તે અહિંસક કહેવાય છે. જેમ વૈદ્ય રોગીના રોગનો નાશ કરવા પીડા કરે, બેહોશ કરે તો પણ તે અહિંસક કહેવાય છે. વિશેષાવશ્યકભાષ્યની ગાથા આ પ્રમાણે છે -
"न य घायउत्ति हिंसो, नाघायंतो निच्छियमहिंसो । न विरलजीवमहिंसो, न य जीवघणं तो हिंसो ॥१७६३॥ अहणतो वि हु हिंसो, दुट्ठत्तणओ मओ अहिमरोव्व । बाहिंतो न वि हिंसो, सुद्धत्तणओ जहा विज्जो ॥१७६४॥
આ બન્ને ગાથામાં આ જ ભાવ લખ્યો છે કે આ ચૌદ રાજલોક જીવોથી ભરેલો છે. તેમાં હાલતા-ચાલતો જીવ બીજા જીવોને હણે જ છે અને આવી હિંસા કરતો જીવ “સાધુ” કેમ કહેવાય? અર્થાત્ સાધુ પણ હિંસાથી મુક્ત કેવી રીતે રહી શકે? લોક જીવોથી ભરેલો છે. તેથી તેમાં હિંસા થઈ જ જાય છે. તેનો ઉત્તર આ બન્ને ગાથામાં છે કે -
ઘાતક” હોય એટલા માત્રથી જીવ હિંસક ગણાતો નથી અને “અઘાતક” હોય એટલા માત્રથી તે જીવ અહિંસક ગણાતો નથી તથા જીવો વિરલ હોય. જે ભૂમિ ઉપર જીવો ઓછા હોય તેથી અહિંસક કહેવાય અને જીવોનો ઘન હોય તેથી હિંસક કહેવાય એમ પણ નથી. પરંતુ ઘાતકી-શિકારી-મચ્છીમાર વગેરે લોકો જેમ દુષ્ટ પરિણામવાળા છે. તેની જેમ જે જીવો દુષ્ટ પરિણામવાળા છે તે દુષ્ટ પરિણામવાળા હોવાથી જીવઘાત ન કરતા હોય તો પણ હિંસક છે અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિવાળા મુનિ જીવોને કદાચ પીડા કરે તો પણ શુદ્ધ પરિણામવાળા હોવાથી વૈદ્યની જેમ તે અહિંસક ગણાય છે.”
अतो द्रव्यदया तु कारणरूपा, भावदया तु दयाधर्मः । एवंविधाया दयानद्याः शमपूरे सकलकषायपरिणतिशान्तिः शमः, रागद्वेषाभावः वचनधर्मरूपः शमः, तस्य पूरः तस्मिन् प्रसर्पति वृद्धिमेति सति विकाराः कामक्रोधादयः अशुद्धात्मपरिणामाः त एव तीरवृक्षाः, तेषां मूलादुन्मूलनं भवेत्-उच्छेदनं भवेत् = अभावः । इत्यनेन ध्यानेन योगतः दयानदीपूरः प्रवर्धयति, वर्धमानपूरश्च विकारवृक्षाणामुच्छेदनं करोत्येव ।
अयं हि आत्मा विषयकषायविकारविप्लुतः स्वगुणावारककर्मोदयतः परिभ्रमति। स एव स्वरूपोपादानतः तत्त्वैकत्वतया प्रवर्धमानशमपूरः विकारान् मूलादुन्मूलयति ॥४॥
આ પ્રમાણે દ્રવ્યદયા એ ભાવદયાનું કારણ છે. વાસ્તવિક તો પોતાના અને પરના પ્રાણોને ન હણવાનો જે આત્મપરિણામ છે તે ભાવદયા એ કાર્યરૂપ છે તે ભાવદયા અર્થાત્
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
ન હણવાનો અર્થાત્ રક્ષાનો-પરોપકારનો જે આત્મપરિણામ તે જ ભાવદયા છે અને તે દયાધર્મ (અહિંસાધર્મ-હિંસાવિરમણ ધર્મ) છે. ધ્યાનરૂપી વૃષ્ટિથી દયારૂપી નદીમાં “શમભાવ” રૂપી પૂરની વૃદ્ધિ થાય છે. ત્યાં શમભાવ એટલે શું? સર્વે પણ કાષાયિક જે પરિણામો છે તેની શાન્તિ થવી. અર્થાત્ કાષાયિક અધ્યવસાય સ્થાનોનો જે અભાવ તે શમભાવ જાણવો, અથવા રાગ-દ્વેષનો જે અભાવ તે શમભાવ જાણવો, અથવા પરમાત્માના વચનોનું પાલન કરવા સ્વરૂપ જે ધર્મ તે સમભાવ જાણવો.
તે સમભાવ રૂપી પૂર ચારે તરફ ફેલાતે છતે એટલે કે તેની ઘણી જ ઘણી વૃદ્ધિ થયે છતે કામ-ક્રોધ-વાસના-માયા-અહંકાર આદિ રૂપ અશુદ્ધ એવા જે આત્મપરિણામો રૂપી વિકારો છે. તે વિકારો એ જ જાણે નદીના કાંઠાનાં વૃક્ષો છે. તે વિકારો રૂપી વૃક્ષોનું મૂલથી જ ઉન્મેલન થાય છે. સર્વથા વિકારોનો અભાવ જ થાય છે. નદીના પૂરથી જેમ કાંઠાના વૃક્ષોનો નાશ થાય છે તેમ સમભાવથી વિકારોનો નાશ થાય છે. આ રીતે ધર્મધ્યાન અને શુક્લધ્યાન દ્વારા શુભયોગથી દયા રૂપી નદીનું પૂર વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામતું એવું તે પૂર વિકારો રૂપી વૃક્ષોનું ઉમૂલન કરે છે જ.
પાંચ ઈન્દ્રિયોના વિષયો, ક્રોધાદિ ચાર કષાયો અને કામવાસના આદિ વિકારો વડે વિકારી બનેલો (અશુદ્ધ બનેલો) આ આત્મા પોતાના ગુણોના આવરણ કરનારા એવા કર્મોના ઉદયથી અનંત એવા આ સંસારમાં પરિભ્રમણ કરે છે. પરંતુ જ્યારે તે જ આત્મા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને સમજે છે અને તેનું જ લક્ષ્ય થઈ જાય છે ત્યારે પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપાદાનથી શુદ્ધતત્ત્વની સાથે એકતા થવાથી વૃદ્ધિ પામતું શમતારૂપી પૂર છે જેમાં એવો તે જ આત્મા વિકારોને મૂલથી ઉખેડી નાખે છે. વિકારોનો મૂલથી જ નાશ કરે છે. જો
ज्ञानध्यानतपःशील-सम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधुर्यमाप्नोति शमान्वितः ॥५॥
ગાથાર્થ - જ્ઞાન, ધ્યાન, તપ, શીયળ અને સમ્યકત્વ ગુણોથી યુક્ત એવા પણ મુનિ તે અવસ્થાને પામી શકતા નથી કે જે અવસ્થાને સમતાગુણથી યુક્ત એવા મુનિ પામી શકે છે. પા
ટીકા - “જ્ઞાનધ્યાતિ"-જ્ઞાનં તત્ત્વવિવો:, ધ્યાને રિપસ્થિરતરૂપમ્, तपः इच्छानिरोधः, शीलं ब्रह्मचर्यम्, सम्यक्त्वं तत्त्वश्रद्धानम्, पदानामुत्क्रमता द्वन्द्वसमासात् । इत्यादिगुणोपेतः साधुः साधयति रत्नत्रयकरणेन मोक्षं स साधुस्तं
Page #226
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શમાષ્ટક-૬
૧૯૩
निरावरणगुणं केवलज्ञानादिगुणं नाप्नोति न प्राप्नोति, यं गुणं शमान्वितःसमताचारित्रमयः आप्नोति प्राप्नोति लभते इत्यर्थः
=
વિવેચન યથાર્થ તત્ત્વનો જે અવબોધ તે જ્ઞાન, આત્માના પરિણામની કોઈ એક વિષયમાં જે સ્થિરતા તે ધ્યાન, પાંચ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છાનો નિરોધ તે તપ, બ્રહ્મચર્યપાલન તે શીલ અને વીતરાગ પરમાત્મા દ્વારા કથિત તત્ત્વો ઉપરની જે શ્રદ્ધા તે સમ્યક્ત્વ.
આ પાંચે ગુણોની પ્રાપ્તિમાં પ્રથમ સમ્યક્ત્વગુણ પ્રાપ્ત થાય, ત્યારબાદ જ્ઞાનગુણ (સમ્યજ્ઞાન) પ્રાપ્ત થાય, ત્યારબાદ સમ્યક્તપ અને શીયળ ગુણ પ્રાપ્ત થાય અને અંતે ધર્મધ્યાન-શુક્લધ્યાન પ્રાપ્ત થાય. આમ ગુણોની પ્રાપ્તિનો આવો ક્રમ છે છતાં મૂલશ્લોકમાં પ્રથમ જ્ઞાનાદિ ચાર લખીને સમ્યક્ત્વને અંતે જે લખ્યું છે તેમ કરતાં ઉત્ક્રમ ઉલટો ક્રમ મૂલશ્લોકમાં કરેલો જે દેખાય છે તે દ્વન્દ્વસમાસથી થયો છે આમ જાણવું. કારણ કે દ્વન્દ્વસમાસમાં અલ્પસ્વરવાળા શબ્દો પહેલા આવે અને બહુસ્વરવાળા શબ્દો પાછળ આવે. માટે આવો ઉત્ક્રમ જે કર્યો છે તે દ્વન્દ્વસમાસના કારણે સમજવો.
=
ઉપરોક્ત ગુણો આત્માના સ્વરૂપના સાધકગુણો છે. શ્રેષ્ઠ ગુણો છે છતાં તેનાથી “શમભાવ” નામનો ગુણ ઘણો જ વિશિષ્ટ ચડીયાતો ગુણ છે તે સમજાવવા કહે છે કે (ક્ષાયોપશમિક ભાવના) જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવા તે મુનિ રત્નત્રયીની સાધના દ્વારા જ્યારે મોક્ષપદને સાધતા હોય છે ત્યારે નિરાવરણ (આવરણ વિનાના-ક્ષાયિક ભાવવાળા) તે કેવલજ્ઞાનાદિ ગુણોને પામી શકતા નથી કે જે કેવલજ્ઞાનાદિ ગુણને સમતાભાવથી યુક્ત એવા મુનિ પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાનાદિ ગુણો પણ જીવના શુદ્ધ તત્ત્વના પ્રાપક છે અને શમભાવ પણ જીવના શુદ્ધતત્ત્વનો પ્રાપક છે. છતાં શમભાવ તે કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવની પ્રાપ્તિનું અસાધારણ-અનંતરકારણ છે અને ક્ષાયોપમિકભાવના જ્ઞાનાદિ ચારે ગુણો-સાધારણ કારણ-પરંપરાકારણ છે. માટે શમભાવ નામનો ગુણ વિશિષ્ટ ગુણ છે.
अत्र ज्ञानादयो गुणा निरावरणामलकेवलज्ञानस्य परम्पराकारणं, शम:कषायाभावः यथाख्यातसंयमः केवलज्ञानस्यासन्नकारणम्, अश्वकरण-समीकरण किट्टीकरणवीर्येण सूक्ष्मलोभं खण्डशः खण्डशः कृत्वा क्षयं नीते सति निर्विकल्पसमाधौ अभेदरत्नत्रयीपरिणतः क्षीणमोहावस्थायां यथाख्यातचारित्री परमशमान्वितः ज्ञानावरणदर्शनावरणान्तरायक्षयं नयति, लभते च सकलामलं केवलज्ञानं केवलदर्शनं परमदानादिलब्धी: अत एव क्षायोपशमिकज्ञानी यं न प्राप्नोति, तं परमशमान्वितः प्राप्नोति । अत एव धीराः दर्शनज्ञाननिपुणाः अभ्यस्यन्ति
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
पूर्वाभ्यासम्, आश्रयन्ते गुरुकुलवासम्, रमन्ते निर्जने वने, तेन आत्मविशुध्यर्थी शमपूरणे उद्यतते ॥५॥
અહીં ચાર થી દસ ગુણસ્થાનકોમાં પ્રાપ્ત કરેલા ક્ષાયોપમિક ભાવના જ્ઞાન-ધ્યાનતપ-શીયળ-સમ્યક્ત્વ આદિ ગુણો આવરણ વિનાના અને અત્યન્ત નિર્મળ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું પરંપરાએ કારણ બને છે. કારણ કે તે સર્વે ગુણો ક્ષાયોપશમિક ભાવના હોવાથી ચારથી દસ ગુણસ્થાનકોમાં પ્રાપ્ત થાય છે. પરંતુ “શમભાવ” એટલે કે સર્વથા કષાયોના અભાવવાળું જે યથાખ્યાતચારિત્ર છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિનું આસન્નકારણ છે. કારણ કે તે શમભાવ મોહનીયકર્મના સર્વથા ક્ષયથી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે થાય છે. તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિનું તે નિકટતમકારણ-અનંતરકારણ છે. તે આ પ્રમાણે
-
ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકના છેડે મોહનીયકર્મની સત્યાવીસે પ્રકૃતિઓનો ક્ષય થયા પછી બાકી રહેલા સંજ્વલન લોભનો સર્વથા ક્ષય કરવા માટે અશ્વકરણકરણાદ્ધા દ્વારા પૂર્વસ્પર્ધકોમાંથી અપૂર્વસ્પર્ધકો બનાવીને સંજ્વલનલોભને દસમા ગુણસ્થાનકના કાલની સાથે સમાન કરવા માટે સર્વ અપવર્તનાકરણ વડે અપવર્તાવીને કિટ્ટીકરણાદ્વાના વીર્ય વડે લોભને સૂક્ષ્મ સૂક્ષ્મ કિટ્ટીરૂપે કરીને તે સૂક્ષ્મલોભને પણ ખંડ ખંડ વાર કરીને ક્ષય પમાડ્યે છતે સર્વથા મોહના વિકલ્પ વિનાની નિર્વિકલ્પક સમાધિ બારમા ગુણઠાણે પ્રાપ્ત થયે છતે અભેદરત્નત્રયી રૂપે પરિણામ પામેલો આ આત્મા ક્ષીણમોહ નામનું બારમું ગુણસ્થાનક પ્રાપ્ત
કરે છે. ત્યારબાદ તે અવસ્થામાં રહ્યો છતો યથાખ્યાત ચારિત્રવાળો થઈને “પરમ શમભાવથી યુક્ત” એવો તે આત્મા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો ક્ષય કરે છે અને સંપૂર્ણપણે અત્યન્ત નિર્મળ એવું કેવલજ્ઞાન, કેવલદર્શન અને પરમદાન, પરમલાભ, પરમભોગ આદિ લબ્ધિઓ આ જીવ પ્રાપ્ત કરે છે.
આ કારણથી જ ક્ષાયોપશમિક જ્ઞાન આદિથી યુક્ત ૪ થી ૧૦ ગુણસ્થાનકવાળા જીવો જે તુરત સીધેસીધા કેવલજ્ઞાનાદિ ગુણો નથી પામી શકતા, તે કેવલજ્ઞાનાદિ ગુણો પરમ શમભાવવાળા ક્ષીણમોહી (૧૨મા ગુણઠાણાવાળા) જીવો પામી શકે છે. ૪ થી ૧૦ ગુણસ્થાનક કેવલજ્ઞાનનાં પરંપરાએ કારણ છે અને પરમ-શમભાવવાળું ક્ષીણમોહ ગુણસ્થાનક કેવલજ્ઞાનનું અનંતરકારણ છે. આ કારણથી જ ધીરપુરુષો પોતાનામાં પરમ-શમભાવદશા આવે એટલા માટે જ પરમાત્માના દર્શન-જ્ઞાનમાં (જૈનદર્શનના જ્ઞાનમાં) નિપુણ થયા છતા પૂર્વકાલમાં કરેલા અભ્યાસનું નિરંતર સ્મરણ-મનન કરે છે. ગુરુકુલવાસમાં જ વસવાટ કરે છે (સ્વચ્છંદી થતા નથી). નિર્જન અરણ્યમાં જ બહુધા વસે છે. કષાયોના પ્રસંગોથી દૂર રહે છે. અવસરે અવસરે કષાયોને જીતે છે. આ પ્રમાણે આત્માની વિશુદ્ધિના અર્થી જીવો શમભાવની પુષ્ટિ માટે સતત પ્રયત્ન કરે છે. પા
Page #228
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૯૫ स्वयम्भूरमणस्पर्धि-वर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥६॥
ગાથાર્થ :- સ્વયંભૂરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરતો અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો એવો સમતાનો રસ છે જેમાં એવા મુનિમહારાજા જેની સાથે ઉપમાવી શકાય (સરખાવી શકાય). એવી કોઈપણ વસ્તુ ચરાચર એવા આ જગતમાં નથી. /૬/
ટીકા :- “સ્વયજૂ” રૂતિ-સ્વયમ્ભરમUT: મર્ડર ઝુમા : પ્રાન્તમુદ્રા, તી स्पर्धी स्पर्धाकारी, वर्धिष्णुः-वर्धमानः, समतारसः-समता रागद्वेषाभावः, तस्याः रसः समतारसः, एवंविधो मुनिः त्रिकालाविषयी अतीतकालरमणीयविषयस्मरणाभावः वर्तमानेन्द्रियगोचरप्राप्तविषयरमणाभावः अनागतकालमनोज्ञविषयेच्छाऽभाववान् मुनिः येन उपमानेन उपमीयते, चराचरे-विश्वे असौ कोऽपि न जगति, यत् तत्सर्वमचेतनपुद्गलस्कन्धजं मूर्तञ्च, तत्समतारसेन सहजात्यन्तिकनिरुपमचरितशमभावस्वरूपेण कथमुपमीयते ? दुर्लभो हि समतारसः, विश्वे = शुभाशुभभावे परत्वेन अरक्तद्विष्टतया वृत्तिः शुद्धात्मानुभवः । उक्तञ्च -
વિવેચન : - અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતોએ કેવલજ્ઞાન દ્વારા જોઈને જણાવેલી જૈનદર્શનની ભૂગોળ પ્રમાણે ૧૪ રાજનો આ લોકાકાશ છે. તેમાં અધોલોકમાં ૭ નારકી છે. ઊર્ધ્વલોકમાં ૧૨ દેવલોક, ૯ રૈવેયક અને પ અનુત્તરદેવ આદિ છે. મધ્યલોકમાં અસંખ્યાત દ્વિીપ-સમુદ્રો છે. આ લોકાકાશ મધ્યમાં ૧ રાજ (અસંખ્યાતા યોજન) લાંબો-પહોળો, થાળી જેવો ગોળ છે. તેમાં સૌથી મધ્યમાં ૧ લાખ યોજન લાંબો-પહોળો, થાળી જેવો ગોળ જંબૂદ્વીપ છે. તેનાથી દ્વિગુણ (ડબલ) વિસ્તારવાળો એટલે બે લાખ યોજન લાંબો-પહોળો લવણસમુદ્ર બંગડી જેવો ગોળ છે કે જે જંબુદ્વીપની ચારે તરફ વીંટળાયેલો છે. ત્યારબાદ ડબલ-ડબલ વિસ્તારવાળા દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા છે. છેલ્લો “સ્વયંભૂરમણ” સમુદ્ર છે જે સાધિક અર્ધરાજ પ્રમાણ (અસંખ્યાતા યોજન લાંબો-પહોળો) આ સમુદ્ર છે અને આ સ્વયંભૂરમણ સમુદ્ર એ અન્તિમ સમુદ્ર છે. જેની પછી અલોકાકાશ શરૂ થાય છે.
- સૌથી વધારેમાં વધારે પાણી આ સમુદ્રમાં છે. શમભાવને પામેલા મુનિમાં “શમભાવદશા રૂપ પાણી” પણ આવું જ અમાપ હોય છે. આ બન્નેની સ્પર્ધા (હરીફાઈ) ચાલે છે. સમદ્ર કહે છે કે મારામાં જલ ઘણું છે જ્યારે આવા મનિમાં શમભાવરૂપી જલ લોકોને ઘણું દેખાય છે. એટલું જ નહીં પણ સમુદ્રમાં પાણી જે છે અને જેટલું છે તે જ રહે છે અને તેટલું જ રહે છે. જ્યારે મુનિમહાત્મા તો જેમ જેમ ગુણસ્થાનકોમાં ચઢે છે તેમ તેમ શમભાવ રૂપી જલ ક્ષયોપશમભાવમાંથી ક્ષાયિકભાવ થવાથી વૃદ્ધિ પામે છે. તેથી સ્વયંભૂરમણ
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૬ શમાષ્ટક - ૬
જ્ઞાનસાર સમુદ્રની સાથે સ્પર્ધા કરતો અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતો અમાપ એવો શમભાવનો રસ એટલે કે રાગ અને દ્વેષનો જે અભાવ, તેનો જે રસ, તે સમતારસ વૃદ્ધિ પામે છે જે મુનિમાં, તે આવા પ્રકારના વધતા શમભાવવાળા અને ત્રણે કાલના ભોગના વિષય વિનાના એવા આ મુનિની સાથે ઉપમાવી શકાય તેવો કોઈપણ પદાર્થ આ જગતમાં નથી.
ભૂતકાળમાં સંસારી જીવનમાં અનુભવેલા મનગમતા રમણીય જે વિષયો, તેના સ્મરણનો અભાવ હોવાથી આ મુનિ ભૂતકાલીન વિષયના અભાવવાળા છે. તથા વર્તમાનકાલમાં જે મુનિની પાંચે ઈન્દ્રિયો સાજી-તાજી છે તે ઈન્દ્રિયોને ગોચર થતા એવા સ્ત્રી-પુરુષોનાં રૂપો, પ્રશંસા-નિંદાના શબ્દો, ષસભોજન, શારીરિક અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે વિષયસુખોમાં અલ્પમાત્રાએ પણ રમણતાનો (આનંદ માનવાનો) જે અભાવ તે વર્તમાનકાલીન વિષયના અભાવવાળા છે. તથા ભાવિકાલમાં મને મનગમતા પાંચ ઈન્દ્રિયોના વિષયો મળે એવી ભોગસુખની ઈચ્છાના અભાવવાળા મુનિ હોય છે. તેથી અનાગતકાલીન વિષયના અભાવવાળા પણ આ મુનિ છે. એમ ત્રણે કાલના ભોગસુખના વિષય વિનાના એવા આ મુનિ કોની સાથે ઉપમાથી સરખાવી શકાય ?
ચર = ચાલતા પદાર્થો એટલે કે જીવો અને મરર = એટલે કે ન ચાલતા-સ્થિર પદાર્થો એટલે કે અજીવો. એમ ચરાચર એવા એટલે કે જીવ-પુદ્ગલોથી ભરેલા એવા આ વિશ્વમાં આ મહાત્મા મુનિ ઉપમાથી જે પદાર્થની સાથે સરખાવી શકાય એવો કોઈપણ પદાર્થ નથી. ચત્ = કારણ કે આ વિશ્વમાં જે કોઈ દેખાય છે તે સર્વે પણ અચેતન છે, પુદ્ગલના સ્કંધથી જ બનેલું છે અને મૂર્ત (રૂપી) છે, જે અચેતન છે, પૌલિક છે અને રૂપી વસ્તુ છે. તે વસ્તુ સ્વાભાવિક, આત્યન્તિક, નિરૂપમ અને અનુભવમાં આવેલા એવા “શમભાવ સ્વરૂપવાળા” સમતારસની સાથે કેવી રીતે સરખાવી શકાય ? કારણ કે શમભાવસ્વરૂપ જે સમતારસ છે. તે ચેતનનો ગુણ છે, અચેતન નથી, આત્મિક સ્વરૂપ છે પદ્ગલિક નથી, અમૂર્ત નથી તથા સ્વાભાવિક છે. પરદ્રવ્યકૃત નથી, આત્મત્તિક છે. ક્યારેય નાશ પામનાર નથી, નિરૂપમ છે કોઈની પણ સાથે ન ઉપમાવી શકાય તેવો છે. માટે આવો સમતારસ પ્રાપ્ત થવો અત્યન્ત દુર્લભ છે.
આવા પ્રકારનો શમભાવ આવે છે ત્યારે જ ઘાણીમાં પલાતા મુનિઓને, આગની પાઘડીવાળા મુનિને, કાનમાં ખીલા નંખાયા તેવા મહાવીર પ્રભુને, વાઘણે શરીર ચીરી નાખ્યું તેવા સુકોશલ મુનિને ઈત્યાદિ મહાત્માઓને કર્મોનો નાશ કરવામાં અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં વાર લાગી નથી. કારણ કે શુભ અને અશુભ ભાવોથી ભરેલા આ વિશ્વમાં જે મહાત્માએ સર્વ વસ્તુઓને પરપણે માની છે તે મહાત્માને કોઈપણ વસ્તુ ઉપર “રવટિયા વૃત્તિ:” રાગ અને દ્વેષ રહિતપણે મનોવૃત્તિ છે. તે જ શુદ્ધ આત્મદશાનો અનુભવ છે. શુદ્ધ
Page #230
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શમાષ્ટક - ૬
૧૯૭
આત્મદશાના અનુભવમાં લયલીન-એકાકાર બનેલા મહાત્માને પોતાની સેવા કરનાર કે ઉપસર્ગ કરનાર એમ બન્ને ઉપર સરખો જ ભાવ હોય છે. આવો ભાવ તો જેને આવ્યો હોય તેને જ આ વાત સમજાય તેવી છે. અન્યત્ર શાસ્ત્રોમાં કહ્યું છે કે -
वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चलंति धीरा, मुणी समुग्धाइयरागदोसा ॥
(આવશ્યકનિયુક્તિ ગાથા-૮૬૬)
बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणो सीलगुणे रयाणं ॥
(ઉત્તરાધ્યયન-૧૩, ગાથા-૧૭)
इति समतास्वादिनां नरेशभोगाः रोगाः, चिन्तामणिसमूहाः कर्करव्यूहाः, वृन्दारका: दारका इव भासन्ते, अतः संयोगजा रतिर्दुःखम्, समतैव महानन्दः ॥६॥
આવા પ્રકારની સમતા રાખનારા મહાત્માઓ સંસારી લોકો દ્વારા વંદન-નમન-પૂજન કરાય તો ઉત્કર્ષ પામતા નથી અને અવહેલના (અપમાન) કરાય તો મનમાં બળતા નથી (દ્વેષ કરતા નથી). ચિત્તનું દમન કરવા દ્વારા ધીરપુરુષો ભૂમિ ઉપર વિચરે છે. આવા મુનિઓ રાગ અને દ્વેષનો જાણે નાશ કર્યો છે તેવા શાન્ત મુદ્રાવાળા હોય છે.
બાળકોને જ (અજ્ઞાની અને મોહાન્ય જીવોને જ) મનોહર લાગે તેવા અને અંતે દુઃખ જ આપે તેવા કામવાસનાના ગુણોમાં તે સુખ નથી કે જે સુખ કામવાસનાથી વિરક્ત બનેલા અને તપધર્મવાળા તથા શીલગુણમાં રક્ત થયેલા એવા મુનિઓને હોય છે.
જ્યારે આ આત્માની અધ્યાત્મદૃષ્ટિ ખીલે છે ત્યારે પૌદ્ગલિક વાસનાઓ ક્ષણભંગુર હોવાથી, તીવ્રકર્મબંધનું કારણ હોવાથી અને પરાધીન હોવાથી ચિત્તમાંથી નષ્ટ જ થઈ જાય છે. આત્માના ગુણોના અનુભવનો આનંદ પ્રસરે છે, ત્યારે સમતા રસનો આસ્વાદ માણનારા મુનિઓને રાજાના રાજાશાહીના ભોગો પણ રોગો છે એમ દેખાવા લાગે છે, ચિન્તામણિ રત્નોના ઢગલા (ધન-કંચન-મણિ-રત્નોના ઢગલા) પણ કાંકરાના જ ઢગલા છે. આમ દેખાવા લાગે છે. આ કારણથી અન્ય જીવદ્રવ્યના સંયોગથી થનારું અને પુદ્ગલોના સંયોગથી થનારું સુખ અને તેમાં થતી રતિ-પ્રીતિ-આનંદ એ જ મોટું દુઃખ દેખાય છે. પરદ્રવ્યના સંયોગજન્ય સુખ એ જ મોટું દુઃખ, સ્વાભાવિક ગુણોનું સુખ એ જ સાચું સુખ, સમતાભાવની પ્રાપ્તિ એ જ મોટો આનંદ આ મહાત્માઓને લાગે છે. દા
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શમાષ્ટક - ૬
शमसूक्तसुधासिक्तं, येषां नक्तं दिनं मनः ।
कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥७॥
જ્ઞાનસાર
ગાથાર્થ :- જે મહાત્માઓનું મન રાત-દિવસ શમભાવના સુભાષિતો રૂપી અમૃતથી સિંચાયેલું છે. તે મહાત્માઓ રાગરૂપી સર્પના વિષની ઊર્મિઓ વડે ક્યારેય દઝાડાતા નથી. IIII
ટીકા :- “શમસૂક્ત કૃતિ-વેષાં મહાત્મનાં મન: ચિત્ત શમ: ઋષાયાભાવ: चारित्रपरिणामः तस्य सूक्तानि सुभाषितानि तदेव सुधा - अमृतम्, तेन सिक्तमभिषिञ्चितं मनः नक्तंदिनं - अहोरात्रम्, ते रागोरगविषोर्मिभिः राग:अभिष्वङ्गलक्षणः स एव उरग:- सर्पः तस्य विषस्य ऊर्मयः, ताभिः ते शमतासिकता न दह्यन्ते । जगज्जीवा रागाहिदष्टाः, विषयघूर्मिघूर्मिता: (विषोर्मिघूर्मिताः ) भ्रमन्ति, इष्टसंयोगानिष्टवियोगचिन्तया विकल्पयन्ति बहुविधान् अग्रशोचादिकल्पनाकल्लोलान्, संगृह्णन्ति अनेकान् जगदुच्छिष्टान् पुद्गलस्कन्धान्, याचयन्ति अनेकान् धनोपार्जनोपायान्, प्रविशन्ति कूपेषु, विशन्ति यानपात्रेषु, द्रव्याद्यहितं हितवद् मन्यमानाः जगदुपकारितीर्थङ्करवाक्यश्रवणप्राप्तशमताधनाः स्वरूपानन्दभोगिनः स्वभावभासन-स्वभावरमण-स्वभावानुभवेन सदा असङ्गमग्ना विचरन्ति आत्मगुणानन्दवने, अतः सर्वपरभावैकत्वं विहाय रागद्वेषविभावमपहाय शमभावित्वेन ભવનીયમ્।ા
વિવેચન :- શમતાભાવના એટલે કે કષાયોના અભાવવાળાં અર્થાત્ ચારિત્રના પરિણામવાળાં જે જે સુભાષિતો છે, સુવાક્યો છે. આત્માને અસર કરે તેવાં ઉત્તમ પ્રધાન વાક્યો છે તે સુભાષિતો રૂપી અમૃત વડે જે મહાત્મા પુરુષોનું મન રાત-દિવસ સિંચાયેલું છે. સમતાનાં સુવાક્યોથી જે મહાત્માઓનું મન સંસ્કારિત બન્યું છે, શાન્ત બન્યું છે, ઠર્યું છે, ગંભીર બન્યું છે, યશ-અપયશને પચાવનારું બન્યું છે, નિન્દા-પ્રશંસાને ન ગણકારતું બન્યું છે તે જ મહાત્મા પુરુષો રાગ (અને દ્વેષ) રૂપી સર્પના વિષની ઉર્મિઓ વડે ક્યારેય દઝાડાતા નથી. (બળાતા નથી).
રાગ એટલે પરપદાર્થમાં આસક્તિ થવી તે. દ્વેષ એટલે પરપદાર્થ પ્રત્યે અણગમોનાખુશીભાવ થવો તે. આ બન્ને આ જીવને સાચા માર્ગથી ભ્રષ્ટ કરનારા છે. સાચા માર્ગથી મૃત્યુ પમાડનારા છે. માટે સર્પતુલ્ય છે. એવા રાગ-દ્વેષરૂપી સર્પનું જે વિષ છે તેની ઉર્મિઓ વડે શમતાથી સિંચાયેલા મુનિઓ દઝાડાતા નથી. અર્થાત્ બળાતા નથી. શમતાભાવમાં આવેલા મુનિઓને રાગ-દ્વેષના વિષની ઉર્મિની કંઈ પણ અસર થતી નથી.
Page #232
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શમાષ્ટક - ૬
૧૯૯
જગતના સર્વે પણ જીવો રાગ (અને દ્વેષ) રૂપી અહિં = સર્પ વડે ડંખાયા છતા તથા પાંચ ઈન્દ્રિયોના વિષયો રૂપી મદ વડે મદાન્ધ થયા છતા સંસારમાં ભટકે છે અથવા પાંચ ઈન્દ્રિયોના વિષયો રૂપી સર્પના વિષની ઉર્મિથી બેહોશ બનેલા સંસારમાં ભટકે છે. ઈષ્ટ વસ્તુના સંયોગની અને અનિષ્ટ વસ્તુના વિયોગની ચિન્તા વડે અગ્રશોચાદિ બહુ પ્રકારની કલ્પનાના કલ્લોલોને ચિંતવે છે. આખા જગતના તમામ જીવો વડે ભોગવી ભોગવીને મુકાયેલા એટલે જગતની એંઠ તુલ્ય એવા અનેક પ્રકારના પુદ્ગલસ્કંધોનો સંગ્રહ કરે છે ધન ઉપાર્જન કરવા માટેના અનેક ઉપાયોની યાચનાઓ કરે છે. ધનાદિની તથા વિષયોની પ્રાપ્તિ માટે કૂવામાં ઊંડા ઉતરે છે. વહાણવટું (વહાણ દ્વારા સમુદ્ર ઓળંગીને દેશ-પરદેશ જવાનું) પણ કરે છે. અહિત કરનારા (અર્થાત્ અકલ્યાણકારી) એવા દ્રવ્યાદિને હિત કરનારાં (કલ્યાણ કરનારાં) માને છે. રાગરૂપી સર્પથી ડંખાયેલા જીવો આવાં કાર્યો કરે છે.
પરંતુ સમસ્ત વિશ્વનો ઉપકાર કરનારા એવા તીર્થંકર ભગવંતોના વાક્યોનું (શાસ્ત્ર વાક્યોનું) નિરંતર શ્રવણ-મનન-ચિંતન કરવાથી પ્રાપ્ત થયો છે સમતાભાવરૂપી ધનવૈભવ જેને એવા તથા આત્મસ્વરૂપ માત્રના જ આનંદનો અનુભવ કરનારા મહાત્મા પુરુષો કેવલ આત્મસ્વરૂપના જ જ્ઞાન વડે આત્મસ્વરૂપની જ રમણતા વડે અને કેવલ આત્મસ્વરૂપના અનુભવ વડે સર્વકાલે પરદ્રવ્યની આસક્તિ વિનાના થયા છતા અર્થાત્ અનાસક્તિભાવમાં જ મગ્ન બન્યા છતા પોતાનાં કર્મોને ખપાવવા માટે આત્માના ગુણોનો અનુભવ કરવા સ્વરૂપ આનંદના વનમાં વિચરે છે. કોઈપણ પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ-અપ્રીતિ કરતા નથી. નિર્લેપઅનાસક્ત-સ્વરૂપભોગી થઈને સ્વાવલંબી થયા છતા વિચરે છે. આ કારણથી આત્માર્થી જીવે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે “પરભાવની સાથે જે એકતા છે” તેનો ત્યાગ કરીને તથા રાગ-દ્વેષાત્મક વિભાવદશા છોડી દઈને “શમતાભાવ વડે” ભાવિત થવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ॥૭॥
गर्जज्ज्ञानगजोत्तुङ्ग-रङ्गद्ध्यानतुरङ्गमाः ।
जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसम्पदः ॥८॥
ગાથાર્થ ઃ- ગર્જના કરતા જ્ઞાનરૂપી હાથીઓ વડે ઉન્નત, આત્મહિતકારી અને નૃત્ય કરતા ધ્યાનરૂપી નાચતા ઘોડાઓ વાળી મુનિમહારાજશ્રીની “શમતાભાવના સામ્રાજ્યની’ સંપત્તિ જય પામે છે, વિજય પામે છે. ટા
ટીકા :" गर्जज्ज्ञानमिति" - मुनिराजस्य शमसाम्राज्यसम्पदः जयन्ति । कथम्भूता: सम्पदः ? गर्जज्ज्ञानगजोत्तुङ्गरङ्गद्ध्यानतुरङ्गमाः-गर्जत्-स्फुरद् ज्ञानं સ્વપરાવાસપા: ચના: કસ્તુl:-કનૈતા:, રન્ત:-નૃત્યન્ત: ધ્યાનપા: તુરકુમાઃअश्वाः इत्यनेन भासनगज-ध्यानाश्वशोभिताः राज्यसम्पदः निर्ग्रन्थस्वरूपभूपस्य
Page #233
--------------------------------------------------------------------------
________________
૨00
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
जयन्ति । अतः शमतास्पदमुनीनां महाराजत्वं सदैव जयति । अतः शमाभ्यासवता भवितव्यमित्युपदेशः ॥८॥
- વિવેચન :- રાજાની રાજ્યલક્ષ્મી જેમ જયવંતી હોય છે તેમ મુનિમહારાજની શમતાભાવ રૂપી રાજ્યની લક્ષ્મી સદા વિજયવંત હોય છે. રાજાની રાજ્યલક્ષ્મી પરિમિત. અનિત્ય, સ્વદેશપૂરતી અને અનેક ઉપાધિઓ વાળી, બીજાને ઈર્ષ્યા કરાવનારી, બીજાને લુંટવાની ઈચ્છા થાય તેવી હોય છે. પરંતુ મુનિ મહારાજની શમતાભાવની સામ્રાજ્યસંપત્તિ અપરિમિત, નિત્ય, સર્વત્ર પ્રસરતી, નિરુપાધિક, બીજાને અનુકરણ કરવાની ભાવના થાય તેવી તથા કોઈથી ન લુંટી શકાય તેવી હોય છે. તેથી રાજાને રાજા કહેવાય છે જ્યારે મુનિને મહારાજા કહેવાય છે બન્ને સાથે મળે ત્યારે રાજાનું આસન નીચે હોય છે. મુનિરાજનું આસન ઉંચું હોય છે. કારણ કે તેમની સંપત્તિ અક્ષય-અખુટ અને અપરાભવનીય હોય છે.
રાજાની રાજ્યલક્ષ્મી (વર્તમાનકાલે ગાડીઓ વડે જેમ શોભે છે તથા) ભૂતકાળમાં (પ્રાચીનકાળમાં) હાથી-ઘોડાથી શોભતી હતી તેમ મુનિરાજની શમતા રાજ્યની સંપત્તિ જ્ઞાન અને ધ્યાન વડે શોભતી હોય છે. તેથી કવિ જ્ઞાનને હાથીની અને ધ્યાનને ઘોડાની ઉપમા આપીને મુનિરાજની શમતાસામ્રાજ્યની લક્ષ્મી સમજાવે છે. રાજા-મહારાજને ત્યાં જેમ ગર્જના કરતા હાથીઓની સંપત્તિ હોય છે તેમ મુનિ મહારાજાને ત્યાં કોઈથી પણ પરાભવ ન પામે તેવું ગર્જના કરતું અર્થાત્ અપરાભવનીય એવું જ્ઞાન હોય છે. તે જ્ઞાનથી તેમની શમતાભાવ રૂપ રાજ્યલક્ષ્મી શોભે છે તથા રાજા-મહારાજાઓના રાજ્યમાં હણહણાટ કરતા અર્થાત્ નાચતા-કુદતા ઘોડાઓની સંપત્તિ હોય છે, તેમ મુનિમહારાજાઓને ત્યાં આજ્ઞાવિચયવિપાકવિચય-અપાયરિચય-સંસ્થાનવિચય તથા પ્રથકૃત્વવિતર્ક સવિચાર અને એકત્વવિતર્ક અવિચાર એમ અનેક વિષયોમાં રંગ જમાવતા એવા ઉત્તમ ધ્યાનની સંપત્તિ હોય છે. આ રીતે જ્ઞાનરૂપી હાથી દ્વારા અને ધ્યાનરૂપી ઘોડા દ્વારા મુનિરાજશ્રીની શમતાભાવના રાજ્યની લક્ષ્મી શોભે છે.
આ રીતે જ્ઞાન રૂપી ગજ દ્વારા અને ધ્યાનરૂપી અશ્વ દ્વારા સુશોભિત એવી નિર્ઝન્ય સ્વરૂપવાળા (અર્થાત નિષ્પરિગ્રહી) મુનિરાજની રાજ્યસંપત્તિ સદાકાલ જય પામે છે. આ કારણથી શમતાના ભંડાર એવા મુનિઓનું મહારાજાપણું હંમેશાં જયવંતુ વર્તે છે. તે કારણથી આત્માર્થી મુમુક્ષુ જીવે શમતાભાવ જીવનમાં લાવવા સદા તેના અભ્યાસવાળા થવું જોઈએ. l૮.
ક,
રાજ
છä શમાષ્ટક સમાપ્ત
એક
Page #234
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૨૦૧
ઈન્દ્રિયજયાષ્ટક - ૭ _ ૩૫થ સપ્તમેં દ્રિયજ્ઞયાષ્ટમ્ |
शमान्तरायकृद् इन्द्रियाभिलाषः, तेन इन्द्रियजयादेव शमावस्थानम्, अतः इन्द्रियजयाष्टकं विस्तार्यते । तत्र इन्द्रो-जीवः सर्वपरमैश्वर्ययोगात्, तस्य लिङ्गमिन्द्रियम्, लिङ्गनात् सूचनात् प्रदर्शनादुपलम्भाद् व्यञ्जनाच्च जीवस्य लिङ्गमिन्द्रियम् । इन्द्रियविषयोपलम्भाद् ज्ञायकत्वसिद्धिः । तत्सिद्धौ "उवओगलक्खणो जीवो" इति जीवसिद्धिः ।
द्विविधानि इन्द्रियाणि, द्रव्येन्द्रियाणि भावेन्द्रियाणि च । तत्र द्रव्येन्द्रियं द्विविधम्, निर्वृत्तीन्द्रियमुपकरणेन्द्रियञ्च । तत्र निर्वृत्तिः अङ्गोपाङ्गानां निर्वृत्तानि इन्द्रियद्वाराणि कर्मविशेषसंस्कृताः शरीरप्रदेशाः निर्माणनामाङ्गोपाङ्गनामप्रत्यया उपकरणं बाह्यमभ्यन्तरञ्च निर्वृत्तिः तस्यानुपघातानुग्रहाभ्यामुपकारीति लब्धिः । उपयोगस्तु भावेन्द्रियं भवति, लब्धिः तदावरणीयमतिज्ञानावरणीयश्रुतज्ञानावरणीयचक्षुरचक्षुर्दर्शनावरणीय-वीर्यान्तरायकर्मक्षयोपशमजनिता स्पर्शादिग्राहकशक्तिः लब्धिः, स्पर्शादिज्ञानमुपयोगः स्पर्शादिविज्ञानं फलरूपमुपयोगः ।
વિવેચન :- “શમભાવની પ્રાપ્તિમાં અંતરાય કરનાર” જો કોઈ હોય તો ઈન્દ્રિયોનો વિષયાભિલાષ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોની અભિલાષા જેટલી તીવ્ર, તેટલા જ ઈષ્ટઅનિષ્ટ વિષયોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં રાગ-દ્વેષ આદિ કષાયોની તીવ્રતા અને કષાયો થવાથી “શમતાભાવ”ની હાનિ થાય. માટે ઈન્દ્રિયોનો વિષયાભિલાષ શમભાવમાં વિદન કરનારો છે શમભાવનો પ્રતિબંધક છે. તેથી શમભાવમાં સ્થિર થવું હોય તો ઈન્દ્રિયોનો વિજય કરવો જ જોઈએ. ઈન્દ્રિયોના વિષયાભિલાષને જિતવાથી જ શમાવસ્થાન પ્રાપ્ત થાય છે. તે માટે હવે ઈન્દ્રિયજયાષ્ટક કહેવાય છે.
- ત્યાં ઈન્દ્ર એટલે જીવ, કારણ કે જેમ ઈન્દ્રમહારાજા ઐશ્વર્યવાળા (રાજ્યલક્ષ્મીવાળા) છે એટલે “ઈન્દ્ર” કહેવાય છે. તેમ આ જીવ પણ જ્ઞાનાદિ અનંતગુણોની અમાપ ભાવસંપત્તિ સ્વરૂપ સર્વ પ્રકારના પરમ ઐશ્વર્યવાળો હોવાથી ઈન્દ્ર કહેવાય છે. તે ઈન્દ્રનું (અર્થાત્ જીવનું) જે લિંગ (ચિહ્ન-નિશાની) તેને ઈન્દ્રિય કહેવાય છે. નેત્ર, કર્ણ, નાસિકા વગેરે પાંચ અંગો બરાબર કામ કરતાં હોય તો અંદર જીવ જીવે છે એમ જાણી શકાય છે. તેથી ઈન્દ્રિયો તે જીવનું લિંગ હોવાથી “જીવ છે એવી સૂચના કરતી હોવાથી” આ ઈન્દ્રિયોને લિંગ
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર કહેવાય છે. તથા નેત્ર આદિ આ અંગો શરીરની અંદર જીવ છે એમ અનુભવથી પ્રદર્શિત કરતાં હોવાથી તથા પાંચ અંગો બોધ કરાવતાં હોવાથી અને તે પાંચ અંગો જીવના અસ્તિત્વને વ્યંજિત (પ્રગટ) કરતાં હોવાથી આ પાંચ અંગો જીવના લક્ષણરૂપ છે. લિંગો છે, ચિહ્નો છે. તેથી તે અંગોને ઈન્દ્રિય કહેવાય છે.
પાંચે ઈન્દ્રિયો દ્વારા આ જીવ રૂપ, શબ્દ, ગંધ ઈત્યાદિ વિષયોનો બોધ કરતો હોવાથી જીવમાં જ્ઞાયકત્વની” સિદ્ધિ થાય છે. અર્થાત્ “જીવ જ્ઞાતા છે પણ જડ નથી.” આમ સિદ્ધ થાય છે. જીવમાં જ્ઞાતાપણાની સિદ્ધિ થયે છતે “ઉપયોગ લક્ષણવાળો” જીવ છે. આ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ રીતે શરીરની અંદર જ રહેલો, પણ શરીરથી ભિન્ન અને જીવનપ્રક્રિયાવાળો જ્ઞાતા એવો જીવ નામનો એક સચેતન પદાર્થ છે આમ જીવ સિદ્ધ થાય છે. આ ઈન્દ્રિયો બે પ્રકારની હોય છે - (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય. ત્યાં પુદ્ગલની બનેલી રચનાવિશેષ તથા તેમાં સહાયક થવાની જે શક્તિ છે તે દ્રવ્યેન્દ્રિય કહેવાય છે અને આત્મામાં વિષય જાણવાની જે જ્ઞાનશક્તિ છે તે ભાવેન્દ્રિય કહેવાય છે. દ્રવ્યેન્દ્રિય પણ બે પ્રકારની છે અને ભાવેન્દ્રિય પણ બે પ્રકારની છે. ઈન્દ્રિય
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ આ પ્રમાણે એક
નિવૃત્તીન્દ્રિય અને બીજી દ્રવ્ય
ઉપકરણેન્દ્રિય, નિવૃત્તિના
બાહા અને અત્યંતર નિવૃત્તિ ઉપકરણ લબ્ધિ ઉપયોગ
"| એમ બે ભેદ છે.
ભાવેન્દ્રિયના પણ બે ૧ બાહ્ય ૨ અત્યંતર
ભેદ છે લબ્ધિ અને
ઉપયોગ. અંગ અને ઉપાંગની ઈન્દ્રિયસ્વરૂપે જે રચનાવિશેષ તે “નિવૃત્તિ-રચના-આકાર” કહેવાય છે. અંગોપાંગનામકર્મ અને નિર્માણનામકર્મના ઉદયના નિમિત્તે આ ઈન્દ્રિયોની રચના થાય છે. આવા પ્રકારના નામકર્મના ઉદયવિશેષથી રૂપ-શબ્દ અને ગન્ધાદિને જાણવામાં સહાયક બને તે સ્વરૂપે સંસ્કાર પામેલા એવા શરીરના પ્રદેશો (શરીરના ભાગો-અવયવો) તેને નિવૃત્તીન્દ્રિય કહેવાય છે. તે નિવૃત્તીન્દ્રિય પણ બે પ્રકારની છે. બહાર જે દેખાય છે તે બાહ્ય અને અંદર જે અંગુલના અસંખ્યાતમાભાગની પુદ્ગલની બનેલી છે તે અત્યંતરનિવૃત્તીન્દ્રિય કહેવાય છે. બાહ્યનિવૃત્તિ મ્યાન જેવી છે. જેમ મ્યાન છેદનક્રિયા કરતું
ભાવ
Page #236
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૦૩ નથી પણ તલવારની સુરક્ષા કરે છે તેમ બાહ્યનિવૃત્તિ વિષયોપલંભમાં સહાયક નથી પણ અત્યંતરનિવૃત્તિની સુરક્ષા કરે છે તથા અત્યંતર નિવૃત્તિ તરવાર જેવી છે. જેમ તરવાર છેદવાનું કામ કરે છે તેમ અત્યંતરનિવૃત્તિ વિષય જાણવામાં સહાયક થવાનું કામ કરે છે.
જે ઉપકરણેન્દ્રિય છે તે બાહ્ય અને અત્યંતર એવી નિવૃત્તીન્દ્રિયને અનુપઘાત દ્વારા અને અનુગ્રહ કરવા દ્વારા ઉપકાર કરે છે. માટે તેને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. અત્યંતરનિવૃત્તિ બરાબર કામ કરતી રહે, તેને કામ કરવામાં કોઈ ઉપઘાત ન થાય પણ અનુગ્રહ થાય એવી તેમાં રહેલી શક્તિવિશેષને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. આ ઉપકરણેન્દ્રિય તલવારમાં રહેલી ધારતુલ્ય છે.
હવે ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગ એમ બે પ્રકારની છે. આ ભાવેન્દ્રિય જીવમાં રહેલી વિષય જાણવાની શક્તિને કહેવાય છે. પુદ્ગલગત સહાયકશક્તિને દ્રવ્યેન્દ્રિય અને જીવગત જ્ઞાયકશક્તિને ભાવેન્દ્રિય કહેવાય છે. તે ભાવેન્દ્રિયના પણ બે ભેદ છે. ૧. લબ્ધિ ભાવેન્દ્રિય અને ૨. ઉપયોગ ભાવેન્દ્રિય.
પાંચે ઈન્દ્રિયોની સહાય દ્વારા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દ નામના વિષયોને વિશેષપણે અને સામાન્યપણે જાણવાની આત્મામાં રહેલી જે ચેતનાશક્તિ છે તેને મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહેવાય છે. તથા તેના ઉપયોગમાં વપરાતા વીર્યને વીર્યશક્તિ કહેવાય છે. આ જે શક્તિ છે તે સર્વે આત્માના સ્વાભાવિક ગુણો છે. તેને આવરણ કરનારાં તે તે કર્યો છે. આવરણીય કર્મો જેમ જેમ તીવ્રરસે ઉદયમાં આવે છે તેમ તેમ આ ગુણો આચ્છાદિત થાય છે અને તે આવરણીયકર્મોના તીવ્રરસને તોડીને મંદ કરીને આ આત્મા ઉદયમાં લાવે તો તેને ક્ષયોપશમ કહેવાય છે. તેનાથી તે તે ગુણો તેટલા તેટલા પ્રમાણમાં પ્રગટ થાય છે (ખુલ્લા થાય છે).
આ પ્રમાણે હોવાથી તે તે જ્ઞાયકશક્તિનાં આવરણીયકર્મ મતિ-શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીય અને વીર્યાન્તરાયકર્મ, આ સઘળાં કર્મોનો ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી સ્પર્ધાદિ વિષયોને ગ્રહણ કરનારી જે આત્મશક્તિ તેને લબ્ધિભાવેન્દ્રિય કહેવાય છે. તલવાર ચલાવવાની આવડત (કલા) તુલ્ય આ ઈન્દ્રિય છે. જેમ આવડત (કલા) જીવમાં જ હોય છે, જડમાં નહી, તેમ આ લબ્ધિઈન્દ્રિય જીવગતશક્તિ છે, પુદ્ગલગતશક્તિ નથી. આ લબ્ધિનો સ્પર્શાદિ વિષયો જાણવામાં જે વપરાશ કરવો તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. તલવાર ચલાવવાની કલાનો ઉપયોગ કરવા તુલ્ય આ ઈન્દ્રિય છે. લબ્ધિભાવેન્દ્રિય એ શક્તિસ્વરૂપ છે અને સ્પર્શાદિ વિષયોનું વિશેષ જ્ઞાન કરવું, આમ ફલસ્વરૂપ જે ઈન્દ્રિયો છે તેને જ
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય છે. આ પ્રમાણે બાહ્યનિવૃત્તિ-અત્યંતરનિવૃત્તિ અને ઉપકરણેન્દ્રિય આ સઘળા દ્રવ્યન્દ્રિયના ભેદ છે તે પુગલમાં હોય છે અને લબ્ધિ તથા ઉપયોગ આ બન્ને ભાવેન્દ્રિયના ભેદ છે તે આત્મામાં હોય છે. ભાવેન્દ્રિય જ્ઞાનાત્મક છે અને દ્રવ્યેન્દ્રિય તેના સાધનસ્વરૂપ છે. આ પ્રમાણે ઈન્દ્રિયોનું સ્વરૂપ સમજાવ્યું.
अत्र इन्द्रियाणां वर्णादिज्ञानेन विषयता, किन्तु ज्ञानमग्ना हि तेषु वर्णादिषु मनोज्ञामनोज्ञेषु इष्टानिष्टतया भूत्वा इष्टाभिमुखता अनिष्टकम्पनारूपा मोहपरिणतिः विषयता, ज्ञानस्य विषयत्वेन सिद्धानां सविषयताप्तेः । अतः रक्तद्विष्टतया प्रवर्तमानं ज्ञानं विषयः, कारणकार्ये एकता, चारित्रमोहोदयेन अरम्ये रमणमसंयमः । तत्र वर्णादयो हि ज्ञेया एव, न रम्याः । तत्र रमणं-विषयेन्द्रियद्वारप्रवृत्तज्ञानस्य इष्टानिष्टतया परिणमनं, तस्य जयः इन्द्रियविषयजयः । किमित्याह - इति यद् द्वारेण वर्णादीनां ज्ञानं, न इष्टानिष्टता, (स) इन्द्रियजयः, अनाद्यशुद्धासंयमपरिणतिवारणारूपः, तत्र ज्ञानं हि आत्मनः स्वलक्षणत्वात् स्वपरपरिच्छेदः विधिः, इष्टानिष्टता तु विभाव एव । सङ्गाङ्गितया अनादिसन्ततिजः अशुद्धपरिणामः सर्वथा त्याज्यः एव, अतः इन्द्रियजये यतितव्यम् ।
આ શરીરમાં પંચેન્દ્રિય જીવને જ્ઞાનના સાધનભૂત પાંચ ઈન્દ્રિયો નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી છે. નેત્ર-ઘાણ-રસના-સ્પર્શના અને શ્રોત્ર આ પાંચ અવયવો વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દનું જ્ઞાન કરવામાં જીવને અસાધારણ કારણ હોવાથી જીવ જ્ઞાતા, ઈન્દ્રિયો સાધન અને વર્ણાદિનું જ્ઞાન કરાય છે માટે વર્ણાદિને વિષય કહેવાય છે. ઘટનું જ્ઞાન કરાય તો જેમ ઘટ વિષય કહેવાય, પટનું જ્ઞાન કરાય તો પટ એ વિષય કહેવાય. તેમ ઈન્દ્રિયો દ્વારા વર્ણાદિનું જ્ઞાન કરાય છે, વર્ણાદિ પાંચ જ્ઞયભાવોને જાણવાનું કામ થાય છે. માટે વર્ણાદિ એ જો કે જ્ઞાનના વિષય કહેવાય છે. પરંતુ તાત્ત્વિકદૃષ્ટિએ જે યપદાર્થ છે. તે તથા તેના સંબંધી જીવમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે બન્ને જોય કે શેયવિષયક જ્ઞાન એ (સંસારના પરિભ્રમણનું કારણ બને તેવો) વિષય નથી. પરંતુ તે વિષય પ્રત્યેની ઈષ્ટાનિષ્ઠ બુદ્ધિ સ્વરૂપ જે મોહની પરિણતિ છે તે મોહ-પરિણતિને જ વિષય કહેવાય છે. કે જેનો વિજય કરવાનું અહીં સમજાવાય છે. માટે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે કે –
વર્ણાદિ (રૂપ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દોનું જે જ્ઞાન થાય છે તે ઈન્દ્રિયોનો વિષય છે. પરંતુ જ્ઞાન એ તો આત્માનો ગુણ હોવાથી આત્માને અહિતકારી નથી. સંસાર પરિભ્રમણનો હેતુ બનતો નથી, માટે જ્ઞાનને કે જ્ઞાન દ્વારા જણાતા પદાર્થને વિષય કહેવાતો નથી કે જેનો
Page #238
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭.
૨૦૫ વિજય કરવો પડે. પરંતુ જ્ઞાનમાં મગ્ન એવા જીવો મનોજ્ઞ અને અમનોજ્ઞ એવા તે વર્ણાદિમાં “આ મને ગમે છે – આ મને નથી ગમતું” ઈત્યાદિ રૂપે ઈનિષ્ટબુદ્ધિવાળા થઈને ઈષ્ટવસ્તુને મેળવીને તેના તરફ તન્મયતા-રાગપરિણતિ અને અનિષ્ટવસ્તુને મેળવીને તેના તરફ નાખુશીભાવ-દ્વેષબુદ્ધિ અને તેના કારણે જ થરથરવું-ડરવું-કંપવું ઈત્યાદિ અનિષ્ટપરિણતિ જે થાય છે. તેને વિષય કહેવાય છે. જેને જીતવાનું આ અષ્ટકમાં સમજાવે છે. જ્ઞાન એ જિતવા યોગ્ય વિષય નથી. મોહ એ જિતવા યોગ્ય વિષય છે. જો જ્ઞાનને જીતવા યોગ્ય વિષય કહીએ તો સિદ્ધપરમાત્માને અનંતવિષયોનું જ્ઞાન હોવાથી સવિષયતાની પ્રાપ્તિ થઈ જાય તેમને પણ વિષયજય કરવા નીકળવું પડે, માટે જ્ઞાન એ વિષય નથી, પરંતુ ઈષ્ટાનિઝ બુદ્ધિ એ વિષય હોવાથી ઈષ્ટાનિષ્ટબુદ્ધિપૂર્વક પ્રવર્તતું જ્ઞાન પણ સંસારપરિભ્રમણનું કારણ બનતું હોવાથી તેને પણ ઉપચારે વિષય કહેવાય છે. જેનો વિજય સમજાવાય છે.
જ્ઞાન એ કારણ છે. તેમાં ઈષ્ટાનિષ્ટબુદ્ધિ રૂપ મોહ ઉત્પન્ન થાય છે. માટે મોહ એ કાર્ય છે, જ્ઞાનાત્મક કારણ અને મહાત્મક કાર્ય આ બન્ને એકમેક થયાં છે. બન્નેની એકતા થઈ છે. જેમકે પાણી સ્વચ્છ દ્રવ્ય છે. વસ્ત્રશુદ્ધિ-શરીરશુદ્ધિ-તૃષાચ્છેદ કરનાર છે માટે કામનું દ્રવ્ય છે, સંગ્રહ કરવા જેવું દ્રવ્ય છે. પરંતુ જ્યારે તે જ પાણીમાં કચરો-કાદવ કે વિષ્ટા મિશ્ર થઈ જાય તો કચરો, કાદવ કે વિષ્ટા એ ગંદા પદાર્થો તો હેય છે જ પણ તેનાથી મિશ્ર બનેલું પાણી પણ હેય જ કહેવાય છે. આવા પાણીનો કોઈ સંગ્રહ કરતું નથી. સંગ્રહ કરેલો હોય તો પણ ઢોળી નાખે છે તેમ અહીં સમજવું. જ્ઞાન એ ગુણ હોવાથી ઉપકારક છે પરંતુ તે જ જ્ઞાન જ્યારે મોહદશાની પરિણતિથી મિશ્ર બન્યું હોય તો આત્માને નુકશાનકારક છે. માટે જિતવાયોગ્ય વિષય કહેવાય છે. દૂધ એ પેય છે. પણ વિષમિશ્રિત દૂધ અપેય છે એમ અહીં સમજવું.
જેમ કોઈ માણસમાં બુદ્ધિ ઘણી હોય પણ તે બુદ્ધિ ચોરીના કાર્યમાં, ધાડ પાડવાના કાર્યમાં, કોઈ દેશનો પરાભવ કરવાના કાર્યમાં, કે વ્યભિચારાદિ વ્યસનોમાં વપરાતી હોય તો લોકમુખે આવું કહેવાય છે કે “તારી બુદ્ધિ જ બગડી ગઈ છે તું તારી બુદ્ધિ સુધાર” ઈત્યાદિ પ્રસંગોમાં બુદ્ધિ આત્માનો ગુણ હોવા છતાં દોષોથી મિશ્ર હોય તો તે હેય છે તેમ હીરા-પત્થર, રજુ-સર્પમાં જે ઈષ્ટાનિષ્ટભાવ છે તે રાગ, દ્વેષ હોવાથી સંસારમાં ભટકાવે છે માટે તેવા મોહના વિષયવાળા જ્ઞાનને ઈન્દ્રિયનો વિષય કહેવાય છે. તેથી ચારિત્રમોહનીયકર્મના ઉદયથી ન રમવા જેવા પૌલિક પદાર્થોમાં જે રમવું તે જ અસંયમઅવિરતિભાવ છે. રૂપ-રસ-ગંધાદિ ભાવો ઘટ-પટની જેમ શેયમાત્ર જ છે. રમ્ય નથી - તેમાં ઈષ્ટાનિઝ બુદ્ધિ કરવા જેવી નથી, છતાં મોહના ઉદયથી ભાન ભૂલીને તેવા વિષયોમાં
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર
એટલે કે વિષયો અને ઈન્દ્રિયોનો સંયોગ થવા દ્વારા પ્રવર્તેલા જ્ઞાનમાં જે ઈષ્ટાનિષ્ટપણે મોહની પરિણતિ થાય છે, તેને જ વિષય કહેવાય છે અને ઈષ્ટાનિષ્ટબુદ્ધિપૂર્વકની મોહપરિણતિ રૂપ જ્ઞાનાત્મક વિષયનો જે વિજય કરવો તે ઈન્દ્રિયવિષયક વિજય કહેવાય છે. આવા પ્રકારના ઈન્દ્રિયવિષયક વિજયને સમજાવનારું આ અષ્ટક છે.
ઈન્દ્રિયના વિષયનો જય એ શું છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે “જે પાંચ ઈન્દ્રિયો દ્વારા વર્ણાદિ પાંચે વિષયોનું જ્ઞાનમાત્ર થાય, પણ ઈષ્ટાનિષ્ટ પરિણામ ન થાય તેને ઈન્દ્રિયજય કહેવાય છે.” અનાદિ કાળથી આ આત્મામાં અશુદ્ધ એવો અવિરતિભાવનો જે પરિણામ છે તેનું વારણ કરવું, તેને રોકવું, તે જ ઈન્દ્રિયજય જાણવો. ત્યાં વર્ણાદિવિષયોનું જે જ્ઞાન થયું તે આત્માનું પોતાનું ગુણાત્મક લક્ષણ હોવાથી અર્થાત્ પોતાનો ગુણ-પોતાનો ધર્મ હોવાથી-સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના બોધરૂપ હોવાથી વિધેય છે, કર્તવ્ય છે. જ્ઞાન એ પ્રાપ્ત કરવા જેવું છે, છોડવા જેવું નથી. માટે જ્ઞાનને વિષય કહેવાતો નથી. પરંતુ તેમાં ભળેલી જે ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ તે વિભાવદશા છે, અશુદ્ધ જ છે, હેય જ છે. તેથી સાતિયા = જ્ઞાનની સાથે સંગ કરીને એકમેક અંગરૂપે બનેલો, અનાદિકાલની પરંપરાએ જન્મેલો, મોહનીયકર્મના ઉદયથી જન્મ એવો જે અશુદ્ધપરિણામ છે તે સર્વથા ત્યાજ્ય છે. આ કારણે ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનમાં ભળેલો ઈષ્ટાનિષ્ટ એવો જે મોહજન્યપરિણામ છે તેને જિતવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ.
तत्र द्रव्यजयः सङ्कोचादिलक्षणः, भावजयः चेतनावीर्ययोः स्वरूपानुपातः । नैगमनयेन निर्वृत्त्युपकरणेन्द्रियपरिणमनयोग्याः पुद्गलस्कन्धाः, सङ्ग्रहेण जीव- पुद्गलौ, व्यवहारतः निर्वृत्त्युपकरणेन्द्रियपरिणतनिर्माणादिविपाकजानि इन्द्रियसंस्थानानि, ऋजुसूत्रेण स्वस्वविषयग्रहणोत्सुके निर्वृत्त्युपकरणे, शब्दनयेन संज्ञाग्रहमिता लब्धिः उपयोगपरिणतिवृत्तिः, समभिरूढनयेन संज्ञागृहीतागृहीतविषयक्षेत्रप्राप्तविषयपरिच्छेदः, एवम्भूतनयेन मतिश्रुतचक्षुरचक्षुर्वीर्याद्यन्तरायाणां क्षयोपशमावधेः प्रान्तं यावद्ज्ञानम्, तत्रासंयतस्येष्टानिष्टयुक्त एवावबोधो भवति । तेन विषयः इति सज्ञाभोक्तृत्वाशुद्धता आत्मनः अशुद्धपरिणामः, तस्य जयः । सोऽपि आद्यनयचतुष्टये कारणरूपशब्दादिषु संयमगुणप्राग्भावानुगतचेतनादिपरिणामः । द्रव्यजयोऽपि भावजयहेतुत्वात् अभ्यस्यः । भावजयस्तु स्वधर्मत्वात् साध्य एव । तदर्थमुपदेशः -
ઈન્દ્રિયનો જય બે પ્રકારનો છે એક દ્રવ્ય-ઈન્દ્રિયજય અને બીજો ભાવ-ઈન્દ્રિયજય. ત્યાં ઈન્દ્રિયોનો સંકોચ આદિ કરવો, ઈન્દ્રિયોને ગોપવવી, વિષયમાં ન જોડવી, નેત્રાદિ બંધ રાખવાં, શરીરને ગોપવવું, ટુંકાવવું. વિષયોથી દૂર રહેવું તે સઘળોય દ્રવ્યથી ઈન્દ્રિયનો
Page #240
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૦૭
વિજય કર્યો કહેવાય અને આત્માની ચૈતન્ય શક્તિને તથા વીર્યશક્તિને માત્ર આત્મસ્વરૂપના જ ચિંતન-મનન પરિશીલનમાં લયલીન કરવી, પરભાવથી અત્યન્ત દૂર રાખવી તે ભાવથી ઈન્દ્રિયનો વિજય કહેવાય. હવે આ જ ઈન્દ્રિયજય સમજાવવા માટે ઈન્દ્રિય ઉપર સાત નયો સમજાવે છે.
(૧) નૈગમનય :- નિવૃત્તિદ્રવ્યેન્દ્રિય અને ઉપકરણદ્રવ્યેન્દ્રિય સ્વરૂપે પરિણામ પમાડવાને માટે યોગ્ય એવા ઔદારિક-વૈક્રિય અને આહારક વર્ગણાના પુદ્ગલસ્કંધો. જે ભાવિમાં ઈન્દ્રિય સ્વરૂપે બનશે. તેમાં યોગ્યતા માત્ર હોવાથી ઉપચારથી દ્રવ્યેન્દ્રિય કહેવાય. ઉપચારથી ઈન્દ્રિયપણું સ્થાપ્યું માટે નૈગમનય.
(૨) સંગ્રહનય :- સમસ્ત સંસારી જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તે સંગ્રહનયથી ઈન્દ્રિય. કારણ કે સમસ્ત સંસારી જીવદ્રવ્યમાં ક્ષાયોપશમિકભાવે ઈન્દ્રિયશક્તિની સત્તા રહેલી છે તથા સમસ્ત પુદ્ગલદ્રવ્યમાં પણ પરિણામીસ્વભાવ હોવાથી ઈન્દ્રિય રૂપે બનવાની સત્તા છે. માટે સત્તાગ્રાહી સંગ્રહનયથી જીવ અને પુદ્ગલદ્રવ્ય ઈન્દ્રિય કહેવાય છે. (૩) વ્યવહારનય :- નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયરૂપે અને ઉપકરણદ્રવ્યેન્દ્રિય રૂપે પરિણામ પામેલા અને નિર્માણનામકર્મ તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા (બનેલા) ઈન્દ્રિયો રૂપે જે આકારો-આંખ-કાન-નાક વગેરે પુદ્ગલના બનેલા આકારો તે ઈન્દ્રિય કહેવાય. કારણ કે વ્યવહારથી લોકો તેને જ ઈન્દ્રિય કહે છે.
(૪) ઋજુત્રનય :- આ પાંચે પ્રકારની નિવૃત્તિ દ્રવ્યઈન્દ્રિય અને ઉપકરણ દ્રવ્યઈન્દ્રિય જ્યારે પોતપોતાના રૂપાદિ વિષયને જાણવા-ગ્રહણ કરવામાં પ્રવર્તતી હોય ત્યારે તેને ઈન્દ્રિય કહેવાય છે. કારણ કે ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે માટે ઈન્દ્રિયો વિષયમાં પ્રવર્તે તો જ ઈન્દ્રિય.
(૫) શબ્દનય :- પ્રથમના નૈગમાદિ ચારે નયો દ્રવ્યાર્થિકનયના પેટાભેદ હોવાથી પુદ્ગલની બનેલી નિવૃત્તિ અને ઉપકરણ એમ દ્રવ્યઈન્દ્રિયને ઈન્દ્રિય તરીકે સ્વીકારે છે. પણ પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનયના પેટાભેદ હોવાથી આત્માની ચૈતન્યશક્તિ અને વીર્યશક્તિ રૂપ લબ્ધિઈન્દ્રિય અને ઉપયોગ ઈન્દ્રિયને ઈન્દ્રિયપણે સ્વીકારે છે. તેથી સંજ્ઞા = જ્ઞાન વડે પ્ર = વિષયને ગ્રહણ કરવા રૂપ મિતા પરિમિતપણે પ્રગટ થયેલી આત્મામાં જે ક્ષયોપશમ ભાવની લબ્ધિ અને તેનો ઉપયોગ કરવારૂપે વૃત્તિ તે ઈન્દ્રિય કહેવાય છે.
=
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર (૬) સમભિરૂઢનય:- સંજ્ઞા (જ્ઞાન) દ્વારા ગૃહીત તથા સંજ્ઞા (જ્ઞાન) દ્વારા અગૃહીત એવા
અનેક વિષયોથી ભરેલા ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલો વિષયનો જે બોધ, તે બોધને ઈન્દ્રિય કહેવાય. એવંભૂતનય = મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ-ચક્ષુદર્શનાવરણ-અચક્ષુદર્શનાવરણ તથા વિર્યાન્તરાય કર્મોના ક્ષયોપશમની સીમા સુધીનું પ્રગટ થયેલું જે જ્ઞાન એટલે કે જેટલો ક્ષયોપશમ પ્રગટ થયો હોય તેટલું તે જ્ઞાન જ્યારે અસંયમી આત્માનું ઈષ્ટાનિષ્ટ ભાવથી અર્થાત્ રાગાદિ ભાવથી વ્યાપ્ત બન્યું હોય ત્યારે તે રાગાદિ ભાવવાળું જે જ્ઞાન છે તેને જ ઈન્દ્રિય કહેવાય છે. કારણ કે તે કાલે તે જ્ઞાન તેવા પ્રકારનું ઈષ્ટાનિષ્ટ-રાગ-દ્વેષનું કાર્ય કરે છે, કાર્યકાલ છે. માટે એવંભૂત.
આવા પ્રકારના મતિ-શ્રુત આદિ જ્ઞાન વડે રાગ-દ્વેષ પૂર્વક જોવાતો જે વિષય તેને જ વિષય કહેવાય છે અને તેનો જ વિજય કરવાનો છે. આહારાદિ ચાર અથવા ક્રોધાદિ ચાર મોહરાજાની સંજ્ઞાઓ છે. હું જ ભોગોનો ભોક્તા છું. મોજ-મજા કરવી એ જ મારું કર્તવ્ય છે આવા પ્રકારની જે અશદ્ધતા છે. અર્થાત આત્માના આવા પ્રકારનો મોહાન્ધતાથી ભરેલો રાગ-દ્વેષવાળો જે આત્મપરિણામ છે. તે જ ઈન્દ્રિયનો વિષય છે. તેનો જ વિજય કરવા માટેનું આ અષ્ટક છે.
ઈષ્ટાનિષ્ટબુદ્ધિ થવામાં (રાગ-દ્વેષના ભાવો ઉત્પન્ન થવામાં) રૂપ-રસ-ગંધ-સ્પર્શશબ્દ આ પાંચે વિષયો કારણ છે. એટલે કારણભૂત એવા રૂપાદિ અને શબ્દાદિ વિષયોમાં સંયમગુણને પ્રગટ કરવા માટે તે સંયમને અનુકૂળ એવો ચેતનાનો પરિણામ અને વીર્યનો પરિણામ તેને પ્રથમના ચાર નિયોની અપેક્ષાએ ઈન્દ્રિયજય કહેવાય છે. સારાંશ એ છે કે ચક્ષુ દ્વારા રૂપ જોવાથી રાગાદિ ભાવો થાય છે. માટે ચક્ષુ બંધ રાખવી અથવા ચક્ષુથી રૂપ જોવામાં સંયમ રાખવો તે પણ ઈન્દ્રિયજય કહેવાય છે. એવી જ રીતે કાનથી શબ્દ સાંભળતાં પ્રશંસા તથા નિંદા સાંભળીને રાગાદિ ભાવો થાય છે માટે કાન બંધ રાખવા, દ્રવ્યેન્દ્રિય ઉપર સંયમ રાખવો તે પણ ઈન્દ્રિયજય કહેવાય છે. કારણ કે આ દ્રવ્યજય પણ ભાવજયનું કારણ હોવાથી બહારની પાંચે ઈન્દ્રિયોને વિષયોથી દૂર રાખવી અથવા વિષયો સાથે જોડવામાં કંટ્રોલ રાખવો તેને પણ ઈન્દ્રિયજય કહેવાય છે. તેવા પ્રકારના દ્રવ્યઈન્દ્રિયના વિજય માટે આ જીવે પ્રયત્ન કરવો જોઈએ અને જ્ઞાનને ઈનિષ્ટભાવવાળું થતું અટકાવવું જોઈએ અર્થાત્ રાગાદિ ભાવવાળું ન થવા દેવું તે ભાવઈન્દ્રિયનો વિજય છે. આ ભાવ જય તો આત્માનો ધર્મ છે. કારણ કે જ્ઞાનગુણ તો આત્માનું જ સ્વરૂપ છે. માટે જ્ઞાનને નિર્મળ રાખવું તે ભાવઈન્દ્રિયજય કહેવાય છે અને તે આત્મધર્મ હોવાથી સાધ્ય છે. દ્રવ્ય ઈન્દ્રિયજય સાધન
Page #242
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૦૯ છે-કારણ છે, અને ભાવઈન્દ્રિયજય એ સાધ્ય છે કાર્ય છે. તે ભાવ ઈન્દ્રિયનો જય પ્રાપ્ત કરવા માટે ગ્રંથકારશ્રી સમજાવે છે કે -
बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ॥१॥
ગાથાર્થ :- જો તું સંસારથી ભય પામતો હોય અને મોક્ષની પ્રાપ્તિને ઈચ્છતો હોય તો ઈન્દ્રિયોનો વિજય કરવા માટે વિશાળ પુરુષાર્થને ફોરવ. I/૧
ટીકા :- “વિષિ વીતિ” રે ભવ્ય ! યદિ વં સંસદ્િ વિષિ-મયં પ્રાનોષિ, च-पुनः मोक्षः-सकलकर्मक्षयलक्षणः, तस्य प्राप्तिस्तां काङ्क्षसि-अभिलषसि, तदा इन्द्रियजयं कर्तुं स्फारपौरुषं-देदीप्यमानं पराक्रमं स्फोरय-प्रवर्तयस्व, अतः महाकदर्थनाकन्दरूपात् भवकूपादुद्विग्नः शुद्धचिदानन्दाभिलाषी जीवः हालाहलोपमान् इन्द्रियविषयांस्त्यजति । उक्तञ्चोत्तराध्ययने -
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । સામે પત્થમા , મામા કંતિ કુરારું Iકરા (ઉત્તરાધ્યયનસૂત્ર-૯-૫૩)
વિવેચન :- હે ભવ્યજીવ ! જો તું આ દુઃખસાગર એવા સંસારથી ડરતો હોય, ભય પ્રાપ્ત કરતો હોય અને સકલકર્મોના ક્ષયસ્વરૂપ એવી જે મુક્તિ, તેની પ્રાપ્તિને ઈચ્છતો હોય તો પાંચે ઈન્દ્રિયોનો વિજય કરવાને માટે દેદીપ્યમાન એવું અર્થાત્ વિશાળ એવું પરાક્રમ (વિશિષ્ટપ્રયત્ન) તું ફોરવ. પ્રયત્ન કર, આળસ ન કર.
હે ભવ્યજીવ ! આ સંસાર જન્મ, જરા, મરણ, રોગ અને શોક ઈત્યાદિ દુઃખોથી મહાસાગરની જેમ ભરેલો છે. કરેલાં કર્મોને અનુસારે જીવ ચારે ગતિમાં ભટકે છે. ક્ષણિક વિષયાનંદમાં ભારે ચીકણાં કર્મો કરે છે. દુઃખકાલે કોઈ શરણ થતું નથી. અંતે જીવને જ ભોગવવું પડે છે. આ સંસાર ઊંડા કૂવા તુલ્ય છે. માટે મહા-કદર્થના (પીડા-દુઃખોના) કંદતુલ્ય-મૂલતુલ્ય એવા આ સંસારથી તું ઉદ્વેગ પામ અને ઉદ્વેગ પામેલ તથા શુદ્ધ થયેલ અને જ્ઞાનના આનંદનો અભિલાષી થયેલ હે જીવ ! હલાહલ ઝેર જેવા પાંચ ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર. (જીવે ત્યાગ કરવો જોઈએ).
એક-એક ઈન્દ્રિયોના વિષયો જો મરણ આપે છે તો પાંચે ઈન્દ્રિયોના વિષયો જે સેવે છે તેને તો દુઃખની પરંપરાનું પૂછવું જ શું? આ સંસાર એ દુઃખોની ખાણ છે. માટે હે ભવ્ય
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર
જીવ ! તું ઈન્દ્રિયોના વિષયોથી વિરામ પામ, વિરામ પામ. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ૯-૫૩ માં કહ્યું છે કે -
“अभो (पांये ईन्द्रियोनां विषयसुजो) शस्य३५ छे. विषतुल्य छे. खाशीविषसर्पनी ઉપમાવાળાં છે. કામોની પ્રાર્થના કરનારા જીવો કામો (ઈચ્છાઓ) પૂર્ણ થયા વિના જ દુર્ગતિમાં भय छे. ॥१॥
वृद्धास्तृष्णाजलापूर्णैरालवालैः किलेन्द्रियैः । मूर्च्छामतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥२॥
ગાથાર્થ :- તૃષ્ણા રૂપી જલથી ભરપૂર ભરેલા ઈન્દ્રિયો રૂપી ક્યારાઓ વડે વૃદ્ધિ પામેલા એવા વિકારો રૂપી વિષવૃક્ષો ભારે (ભયંકર) મૂર્છાને આપે છે. ॥૨॥
टीड :- " वृद्धाः इति " - किल इति सत्ये, इन्द्रियैः विषयभोगरसिकैः आलवालैः वृद्धाः-महत्त्वमापन्नाः, विकारविषपादपाः- विकारा एव विषवृक्षाः अतुच्छामत्यन्तां मूर्च्छा यच्छन्ति-मुह्यतां ददाति । इत्यनेन अनादिस्वरूपयुतानां परभावरमणाभोग्याभोग्यचेतनानां विकारविषवृक्षाः इन्द्रियैः - स्पर्शनादिभिः विषयग्राहकैः प्रवर्धमानाः महामोहं कुर्वन्ति । किम्भूतैः आलवालैः ? - तृष्णाजलापूर्णैःतृष्णा-लोभवैकल्यं लालसा, तद्रूपेण जलेन आपूर्णै:- भृतैः इत्यर्थः । तृष्णाप्रेरितानि एव इन्द्रियाणि धावन्ति । तृष्णाया आनन्त्यम्
-
=
“सुवण्णरुप्पस्स य पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणतया ॥
(उत्तराध्ययनसूत्र-८-४८)
वारमणंतं भुच्चा, वंता चत्ता य धीरपुरुसेहिं । ते भोगा पुण इच्छइ, भोत्तुं तिण्हाउलो जीवो ॥२॥
तृष्णाकुलस्यैव विषयाः रमणीयाः । सा च अनाद्यभ्यासतः विषयप्रसङ्गेन वर्धते । अतः इन्द्रियविषयपरित्यागो युक्तः ॥ २ ॥
-
વિવેચન :- આ શ્લોકમાં આવેલા સંસ્કૃત શબ્દોના અર્થો આ પ્રમાણે છે किल जेटले सत्य, सायुं, परेजर.
Page #244
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭.
૨૧૧ માત્મવાર્તઃ = વૃક્ષની આજુબાજુ પાણી રોકવા માટે કરાતી માટીની વાડ અર્થાત્ પાણીના ક્યારા.
તુચ્છામ્ = અતિશય ઘણી વૃદ્ધા = વૃદ્ધિ પામેલા-મોટા થયેલા તૃUTગન્નાપૂર્વો = તૃષ્ણારૂપી જલથી ભરપૂર ભરેલા. ન્દ્રિઃ = વિષયભોગની અંદર અત્યન્ત રસિક. વિવાવિષપીપર = પાંચ ઈન્દ્રિયોના વિકારો એ જ વિષવૃક્ષો છે.
છત્તિ = આપે છે. મુંઝવણ કરે છે. મોહબ્ધ બનાવે છે.
ઘરના ચોકમાં કોઈ વિષનું વૃક્ષ ઉગ્યું હોય તો તેને ઉખેડીને દૂર કરી નાખવું જોઈએ કે જેથી તે વૃક્ષ મોટું ન થાય અને ભાવિમાં વિશ્વની અસર કરે એવી મૂછ-બેહોશતા ન આપે પરંતુ તેને બદલે જે મનુષ્યો ચોકમાં ઉગેલા વિષવૃક્ષને મોટું કરવા માટે તેની ચારે બાજુ પાણી ટકી રહે તે માટે ક્યારો કરે અને તે ક્યારાને પાણીથી સદા ભરપૂર-ભરેલો રાખે તો તે ક્યારામાં રહેલા પાણીનું પાન કરી કરીને વૃદ્ધિને પામેલું એવું તે વિષવૃક્ષ ઘટાદાર છાયાવાળું બને જ, તેને કોઈ રોકી શકતું નથી. પછી તે વૃક્ષની છાયામાં જે કોઈ મનુષ્ય આવે તેને તે વૃક્ષ (અથવા) વૃક્ષીય છાયા બેહોશ કરે-મૃત્યુ પણ પમાડે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે વિષવૃક્ષનો તો આ સ્વભાવ જ છે.
તેની જેમ પાંચ પ્રકારના વિષયભોગમાં અત્યન્ત આસક્ત એવી જે ઈન્દ્રિયો છે તે ક્યારા તુલ્ય છે. તે ઈન્દ્રિયો રૂપી ક્યારા દ્વારા અતિશય વૃદ્ધિને (મોટાઈને) પામેલા એટલે કે ફાલ્યાફલ્યા થયેલા એવા ચિત્તમાં ઉઠેલા વિકારો-વાસનાદિ રૂપ વિષનાં વૃક્ષો તેની અંદર આવનારાને અતુચ્છ (અતિશય ઘણી) મૂછ આપે છે. સારાંશ એમ છે કે – અનાદિકાલથી નિશ્ચયદૃષ્ટિએ આ આત્મા શુદ્ધ છે. તથા શુદ્ધ આત્મસ્વરૂપથી યુક્ત છે. એટલે કે પરભાવની રમણતા રૂપ અભોગ્યભાવને ભોગવવા માટે અયોગ્ય છે ચેતના જેની એવા આત્માઓને પણ (એટલે કે શુદ્ધ આત્માને પણ) આ વિકારો રૂપી વિષવૃક્ષો વિષયોમાં આસક્ત એવી સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયો રૂપી ક્યારાઓ વડે વૃદ્ધિ પામ્યાં છતાં મહામોહને કરે છે, મોહાધતા લાવે છે. મૂચ્છ ઉત્પન્ન કરે છે. આ વિકારો ઈન્દ્રિયો દ્વારા જીવને મૂર્ષિત કરે છે.
આ ઈન્દ્રિયો રૂપી ક્યારા કેવા છે? તૃષ્ણા રૂપી જલથી ભરપૂર ભરેલા. અર્થાત્ લોભની અધિકતા, લોભરૂપી તરંગો, લાલસા, વસ્તુ પ્રાપ્ત કરવાની અતિશય ભૂખ, તે રૂપી
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧ ૨ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર જલથી ભરપૂર ભરેલા એવા ક્યારા તુલ્ય આ ઈન્દ્રિયો છે. અર્થાત્ ક્યારા જેમ પાણીથી ભરપૂર ભરેલા હોય છે તેમ ઈન્દ્રિયો લોભની અપરિમિત વૃદ્ધિથી ભરેલી છે. તે કારણથી તૃષ્ણાથી પ્રેરાયેલી આ પાંચે ઈન્દ્રિયો જીવને વિષયોમાં જ આસક્ત કરીને વિષયોને ભોગવવા તરફ જ સતત દોડાવે છે. તૃષ્ણાનું અનંતપણું નીચે પ્રમાણે શાસ્ત્રમાં કહેલું છે -
કદાચ સોના અને રૂપાના કૈલાસ પર્વતતુલ્ય અસંખ્યાતા પર્વતો થઈ જાય તો પણ લોભી મનુષ્યને તે કંઈ નથી એમ જ દેખાય છે. કારણ કે ઈચ્છા (લોભ-તૃષ્ણા) આકાશની સમાન અનંતી છે. (ઉત્તરાધ્યયન સૂત્ર-૯-૪૮)
અનંતીવાર સર્વે જીવો વડે ભોગવી ભોગવીને જે વમન કરાયેલા છે, ધીરપુરુષો વડે જે દૂરથી જ ત્યજાયા છે તેવા જગતની એંઠતુલ્ય ભોગો ભોગવવાને તૃષ્ણાથી ભરેલો જીવ ઈચ્છે છે. |.
તૃષ્ણાથી આકુળ-વ્યાકુલ અને અતિશય ભોગાસક્ત એવા જીવને જ ભોગો રમણીય લાગે છે અને તે તૃષ્ણાનો અનાદિકાલથી અભ્યાસ છે માટે જ વૃદ્ધિ પામે છે. વિષયોની પ્રાપ્તિ થવાથી ઈન્જનથી જેમ આગ વધે તેમ તૃષ્ણા વધે છે. આ કારણે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો યોગ્ય છે. વિષયભોગથી તૃષ્ણા વધે છે માટે પાંચે ઈન્દ્રિયોને તે તે વિષયોથી દૂર રાખવી એ જ કલ્યાણકારી માર્ગ છે. ગમે તેટલા ભોગો આ જીવ ભોગવે તો પણ ઈન્દ્રિયો ક્યારેય તૃપ્ત થવાની નથી. વળી આ ભોગો અનંત જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને મુકાયેલા છે. એટલે જગતની એંઠતુલ્ય છે. માટે જ સંતપુરુષો રાજપાટ છોડીને સાધુ થાય છે. ગામ છોડીને અરણ્યવાસ સ્વીકારે છે. લોકસંપર્ક છોડીને નિર્જન વનમાં વસે છે. માટે ઈન્દ્રિયોને વિષયોથી દૂર જ રાખવી હિતાવહ છે. રા.
सरित्सहस्रदुष्पूर-समुद्रोदरसोदरः । तृप्तिमान्नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना ॥३॥
ગાથાર્થ - હજારો નદીઓથી પણ દુઃખે દુઃખે પૂરાય તેવા અર્થાત્ ન પૂરાય તેવા સમુદ્રના મધ્ય ભાગ સરખો આ પાંચે ઈન્દ્રિયોનો સમૂહ છે. તે ક્યારેય તૃપ્તિમાન થવાનો નથી. માટે હે ભવ્ય જીવ ! તું આત્માની અંદર રહેલા પોતાના ગુણાત્મક સ્વરૂપ વડે તૃપ્ત થા. ||all
ટીકા :- “રત્નતિ"- ભવ્ય ! દ્રિયગ્રામ: તૃપ્તિમાન ર, લાપ न तृप्तिं लभते । यतः "अभुक्तेषु ईहा, भुज्यमानेषु मग्नता, भुक्तपूर्वेषु स्मरणम्" इति त्रैकालिकी अशुद्धा प्रवृत्तिः इन्द्रियार्थरक्तस्य । तेन तृप्तिः का ? कथम्भूतः
Page #246
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૧૩ इन्द्रियग्रामः ? सरित्सहस्रदुष्पूरसमुद्रोदरसोदरः" सरितां सहस्रं, तेन दुष्पूर्यते समुद्रस्योदरं, तस्य सोदरः सहस्रशः नदीपूरैः दुष्पूरः-अपूर्यमाणः यः समुद्रस्य-जलनिधेः उदरं, तस्य सोदरः-भ्राता, अतः कारणात् पूर्यमाणोऽपि दूष्पूरः इन्द्रियाभिलाषः । स शमसन्तोषेणैव पूर्यते । तदर्थं हितोक्तिः -
| વિવેચન :- હે ભવ્યજીવ ! આ ઈન્દ્રિયોનો સમૂહ તૃપ્તિમાન થાય તેમ નથી. ક્યારેય પણ ઈન્દ્રિયો તૃપ્તિને પામવાની નથી. કારણ કે ન ભોગવેલા ભોગોને (ધનવાનના-રાજાશાહીના અને ચક્રવર્તીના ભોગોને) ભોગવવાની ઈચ્છા રાખે છે. હાલ વર્તમાનકાલમાં જે જે વિષયો મળ્યા છે તેને ભોગવવામાં અત્યન્ત મગ્ન છે. તથા ભૂતકાળમાં ભોગવેલા ભોગોનું વારંવાર હર્ષ અને આનંદપૂર્વક સ્મરણ કર્યા જ કરે છે. તેની પ્રશંસા કરતાં જીવ થાકતો જ નથી. વિના પૂછે ભોગવેલા ભોગોની પ્રશંસા વેરતી ટેપ નિરંતર ચલાવે છે. આમ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનેલા જીવની ત્રણે કાલસંબંધી અશુદ્ધ પ્રવૃત્તિ છે. તેથી તૃપ્તિ કેમ થાય? અર્થાત્ તૃપ્તિ ક્યારેય થઈ નથી, થતી નથી અને થવાની પણ નથી.
આ પાંચે ઈન્દ્રિયોનો સમૂહ કેવો છે? હજારો નદીઓ વડે પણ ન પૂરી શકાય તેવા સમુદ્રના મધ્યભાગ તુલ્ય છે = હજારો હજારો નદીઓનું પૂર રાત-દિવસ જેમાં આવ્યા જ કરે છે, છતાં સમુદ્રનો મધ્યભાગ ક્યારેય પૂરાતો નથી. તેની તુલ્ય અર્થાત્ તેનો જાણે ભાઈ જ હોય એવો આ ઈન્દ્રિયોનો સમૂહ છે. જેમ ઈન્દ્રનથી આગ ક્યારેય તૃપ્ત ન થાય, જેમ પાણીના પૂરથી સમુદ્ર ક્યારેય તૃપ્ત ન થાય, તેમ ભોગોથી અને વિષયોથી ક્યારેય પણ તૃપ્ત ન થાય તેવો ઈન્દ્રિયોનો સમૂહ છે. આ કારણથી પાંચે ઈન્દ્રિયોની અભિલાષા ગમે તેટલી પૂરો તો પણ દુપૂર જ રહેવાની છે અર્થાત્ અપૂર્ણ જ રહેવાની છે. માટે શમભાવ અને સંતોષ નામના ગુણ વડે જ આ ઈન્દ્રિયસમૂહ પૂરાય છે. રાગ અને દ્વેષના અભાવ સ્વરૂપ શમભાવ રાખવાથી અને તૃષ્ણાના ત્યાગરૂપ સંતોષગુણ ધારણ કરવાથી જ ઈન્દ્રિયસમૂહ શાન્ત થાય છે. તેના માટે સંતપુરુષોની હિતકારી વાણી આ પ્રમાણે છે -
भो उत्तम ! अन्तरात्मना-आत्मनः अन्तर्गतेन स्वरूपेण तृप्तो भव । स्वरूपावलम्बनमन्तरेण न तृष्णाक्षयः । अयं हि संसारचक्रक्रोडीभूतपरभावान् आत्मतया मन्यमानः “शरीरमेवात्मा" इति बहिर्भावे कृतात्मबुद्धिः बहिरात्मा सन् अनन्तपुद्गलावर्तकालं मोहावगुण्ठितः पर्यटति । स एव निसर्गाधिगमाभ्यां स्वरूपपररूपविभजनेन "अहं शुद्धः" इति कृतनिश्चयः सम्यग्दर्शनज्ञानचारित्रात्मकमात्मानमात्मत्वेन जानन् रागादीन् परत्वेन निर्धारयन् सम्यग्दृग् अन्तरात्मा उच्यते ।
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર __स एव सम्यग्दर्शनलाभकाले निर्धारिततत्त्वस्वरूपपूर्णप्राप्तौ परमात्मा परमानन्दमय-सम्पूर्णस्वधर्मप्राग्भावभोगी सिद्धो भवति । तेन मिथ्यात्वमपहाय आत्मस्वरूपभुञ्जनेन उच्छिष्टमलजम्बालोपमान् विषयान् त्यजति ।
હે ઉત્તમ ભવ્યજીવ ! પર એવાં પુદ્ગલ દ્રવ્યો વડે અને તેના વારંવાર ઉપભોગ વડે ઈન્દ્રિયોને અને તેના દ્વારા જીવને ક્યારે પણ તૃપ્તિ થવાની નથી. અનંતકાલ એમાં જ ગયો છે. તું કંઈક સમજ અને અંતરાત્મા વડે તૃપ્ત થા, એટલે કે આત્મામાં રહેલા અનંતગુણાત્મક સ્વ-સ્વરૂપ વડે તું તૃપ્ત થા. સ્વરૂપનું આલંબન લીધા વિના તૃષ્ણાનો ક્ષય ક્યારેય થશે નહીં. સ્વભાવદશાનું આલંબન જ આ જીવની તૃષ્ણાના ક્ષયનો રામબાણ ઈલાજ છે. માટે પરભાવદશાને છોડ અને સ્વભાવદશાનું આલંબન લે.
સમસ્ત સંસારચક્રવર્તી જીવોને જેણે પોતાના પક્ષમાં કર્યા છે એવા પરભાવો અર્થાત્ સંસારચક્રમાં રહેલા સર્વજીવોને પોતાની મોહજાળમાં ફસાવનારા એવા જે પરભાવો છે તે પરભાવોને પોતાનું જ સ્વરૂપ છે એમ માનતો આ જીવ “પૌલિક શરીરને જ આત્મા” માનતો, “શરીર સારું અને સાજું તો બધું જ સુખ” આમ માનતો. શરીર-ધન-ઘર-પરિવારઅલંકાર-વસ્ત્રાદિ પરપદાર્થોમાં એટલે કે બહિર્ભાવમાં જ કરી છે આત્મબુદ્ધિ (મારાપણાની પરિણતિ) જેણે એવો આ આત્મા બહિરાત્મા થયો છતો મોહથી વીંટળાયેલો અનંત પુલ પરાવર્તન કાલ સુધી આ સંસારમાં જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિ દુઃખોને પામતો પામતો દુઃખી થઈને રખડે છે, ભટકે છે.
તે જ જીવ નિસર્ગ દ્વારા અથવા અધિગમ દ્વારા સ્વ-સ્વરૂપનો અને પર-સ્વરૂપનો વિભાગ કરવા વડે “હું શુદ્ધ અનંતગુણી આત્મા છું” આવો નિશ્ચય કરે છે. અહીં નિસર્ગ એટલે પૂર્વભવોમાં કરેલી આત્મતત્ત્વની સાધનાના બળથી આ ભવમાં બાહ્ય કોઈ નિમિત્ત કે આલંબન વિના પોતાના આત્મામાં સ્વયં એવો ઉઘાડ થઈ જાય કે શરીર એ પુદ્ગલદ્રવ્ય છે. હું ચેતનદ્રવ્ય છું, તે વિનાશી છે, હું અવિનાશી છું અને અનંતગુણી છું, તેનું સ્વરૂપ ભિન્ન છે, મારું સ્વરૂપ ભિન્ન છે. આમ સ્વયં દષ્ટિ બદલાય તે નિસર્ગ કહેવાય છે અને કોઈ સદ્ગુરુના બોધથી અથવા ઉપકારી પુરુષો કોઈ સમજાવે ત્યારે આ તત્ત્વ સમજાય. આમ કોઈને કોઈ નિમિત્તથી આવું ભેદજ્ઞાન થાય તે અધિગમ કહેવાય છે. માટે નિસર્ગ દ્વારા અથવા અધિગમ દ્વારા સ્વસ્વરૂપ અને પરસ્વરૂપનો ભેદ કરીને આત્મા એ ભિન્ન દ્રવ્ય છે, સ્વતંત્ર દ્રવ્ય છે. બાકી બધી તો માયા જ છે આવો નિર્ણય કરનારો આ જીવ થાય છે.
આવા પ્રકારનો નિર્ણય કરવાથી “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રવાળો
Page #248
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૧૫
એવો આત્મા એટલે કે શુદ્ધ ત્રણ ગુણમય જે આત્મા તે જ આત્મા છે (પણ શરીરાદિ જે પુદ્ગલદ્રવ્યો છે તે આત્મા નથી, મેં મોહથી તેને આત્મા માની લીધો છે) આવું જાણતો એવો તે જીવ રાગ-દ્વેષ-વિષયવાસના અને કષાયો આદિને પરભાવ છે, વિભાવદશા છે, અશુદ્ધદશા છે, મારી દશા નથી. કર્મબંધના કારણભૂત દશા છે. આમ સમજીને તે બધા ભાવોનો પરતરીકે અર્થાત્ ભિન્ન તરીકે નિર્ણય કરતો છતો સાચી દૃષ્ટિવાળો બને છે તેને જ અંતરાત્મા કહેવાય છે. આવા પ્રકારના ભેદજ્ઞાનવાળા આત્માને અંતરાત્મા કહેવાય છે.
આ જ આત્મા સમ્યગ્દર્શનની પ્રાપ્તિના કાલે જે શુદ્ધ, અનંતગુણમય, નિરંજન, નિરાકાર એવા આત્મતત્ત્વના સ્વરૂપનો નિશ્ચય કરેલો હતો અર્થાત્ પુદ્ગલથી આત્મતત્ત્વ સર્વથા ભિન્ન દ્રવ્ય છે અને તે શુદ્ધ કંચનમય છે આવું જે શ્રદ્ધાથી જાણેલું હતું તે શ્રદ્ધાથી જાણેલા અને નિર્ણીત કરેલા આત્મતત્ત્વના સ્વરૂપથી ક્રમશઃ સાધના-આરાધના કરતાં કરતાં તે શુદ્ધ સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કર્યે છતે પરમાત્મા બને છે. જે બહિરાત્મા હતો તે જ અન્તરાત્મા થવા દ્વારા કાલાન્તરે શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરવાથી પરમાત્મા થાય છે. અને તેરમુંચૌદમું ગુણસ્થાનક પસાર કરી સર્વ કર્મોનો ક્ષય કરી “પરમ આનંદમય સંપૂર્ણપણે સ્વધર્મના (આત્મસ્વરૂપના) આવિર્ભાવનો ભોક્તા બનીને સિદ્ધ થાય છે.
આ કારણથી આવી આત્મવિકાસની પંક્તિમાં ચઢવા માટે જ મહાત્મા પુરુષો પ્રથમ મિથ્યાત્વદશાનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપનો અનુભવ કરવા વડે જગતની એંઠતુલ્ય મલીન અને કાદવ-કીચડતુલ્ય એવા પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરે છે. તેથી વિષયો ત્યજવા જેવા છે.
सल्लं कामा विसं कामा, कामा आसीविसोपमा । જામે પત્થમાળા, અજામા નંતિ ારૂં ?-રૂા
(ઉત્તરાધ્યયન સૂત્ર-૯-૫૩)
विसयविसं हालाहलं, विसयविसं उक्कडं पीयंताणं । विसयविसयाइन्नं पिव, विसयविसविसूइया होई ॥
कामभोगग्रहो दुष्टः, कालकूटविषोपमः । तद्व्यामोहनिवृत्त्यर्थमात्मभावोऽमृतोपमः ॥ अतः आत्मानुभवने तृप्तिं कुरु ॥३॥
(ઉપદેશમાલા ગાથા-૨૧૩)
Page #249
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૨૧૬
ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ઈન્દ્રિયોના વિષયભોગો શલ્યરૂપ છે, વિષતુલ્ય છે. આશીવિષ સર્પના વિષતુલ્ય છે. ભોગોની પ્રાર્થના કરનારા જીવો ભાગો પ્રાપ્ત થયા વિના જ લાલસામાત્રથી દુર્ગતિમાં જાય છે.
વિષયોરૂપી વિષ આત્માના નિર્મલ અને શુદ્ધ તાત્ત્વિક જીવનનો નાશ કરનાર હોવાથી હાલાહલ વિષતુલ્ય છે. વિષયરૂપી વિષનું ઉત્કટપણે પાન કરનારા લોકોને વિષયોરૂપી વિષથી જાણે ખેંચાઈને આવેલ હોય તેમ વિષયવિષની વિશુચિકા (અજીર્ણ-અપચો-ઝાડા-ઉલટી થવી ઈત્યાદિ રૂપ દુર્દશા કરે છે.
કામભોગ એ દુષ્ટ ગ્રહ છે. કામભોગ એ કાલકુટ વિષતુલ્ય છે. તે કામભોગમાં થયેલ સુખનો જે ભ્રમ છે તે ભ્રમ દૂર કરવા માટે આત્મતત્ત્વનો અનુભવ મેળવવો એ જ અમૃત સમાન છે.
આ કારણથી આત્મદશાની સ્વરૂપ-રમણતામાં જ હે જીવ! તું તૃપ્તિ કર ! પુદ્ગલ સુખમાં કરાતી તૃપ્તિ તે બ્રાન્તતૃપ્તિ છે અને અનંત સંસારમાં રખડાવનાર છે. III
आत्मानां विषयैः पाशैः, भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किङ्कराः ॥४॥
ગાથાર્થ:- ભવવાસથી વિમુખ એવા આત્માને મોહરાજાના સેવકતુલ્ય એવી ઈન્દ્રિયો વિષયરૂપી પાશ વડે બાંધે છે. જો
ટીકા :- “માત્માનતિ” ભવ: સંસાર:, તસ્ય વાણી-નિવાસ:, તત્ર પરીક્ષg:निवृत्तः उद्विग्नः, तमात्मानमिन्द्रियाणि निबध्नन्ति । भववासदृढं कुर्वन्ति, कैः ? विषयपाशैः = विषया एव पाशाः तैः, एते मोहराजस्य किंकरा:-परिवारभूताः उपमितौ मोहसुतः जगद्व्यामोहकृत् रागकेशरी तत्प्रधानो विषयाभिलाषः इति भवमूलविषयपरित्यागो हिताय ॥४॥
વિવેચન - ભવ એટલે સંસાર, તેમાં વસવાટ કરવો તે ભવવાસ, તે બાબતમાં પરાઠુખ અર્થાત્ નિવૃત્તિભાવવાળો એટલે કે ઉગી બનેલો એવો આ આત્મા છે. સારાંશ કે સંસારના દુઃખોને અને જન્મ-જરા-મરણાદિ દુઃખોને આ દુઃખો જ છે આમ જાણીને તથા મહાત્મા-પુરુષોની હિતકારી ધર્મવાળી સાંભળીને સંસારમાં કરાતા વસવાટથી પરાઠુખ બનેલા અને સંસારથી ઉદ્વેગ પામેલા એવા પણ આ આત્માને ઈન્દ્રિયો સંસારમાં બાંધી કાઢે છે, જકડી રાખે છે. ભવના વસવાટમાંથી છટકવાને ઈચ્છતા આ જીવને ઈન્દ્રિયો તે જીવના
Page #250
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૧૭ ભવવાસને અતિશય દઢ કરે છે, મજબૂત કરે છે. જીવ ભવવાસમાંથી જરા પણ છટકી ન શકે તેવો મજબૂત ભવવાસ ઈન્દ્રિયો બનાવે છે.
પ્રશ્ન :- આ ઈન્દ્રિયો જીવના ભવવાસને કોના વડે બાંધે છે ? કયા સાધન વડે ઈન્દ્રિયો ભવવાસને અતિશય દઢ કરે છે ?
ઉત્તર :- શૂલપણે પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો અને ઉત્તરભેદ રૂપે ત્રેવીસ વિષયો રૂપી જે પાશ (જાળ-રજુ), તેના વડે જીવના ભવવાસને મજબૂત બંધનથી બાંધે છે. જેમ જાળમાં ફસાયેલ પ્રાણી છટકી ન શકે, દોરડાથી બંધાયેલો માણસ બંધનમાંથી છટકી ન શકે તેમ મોહરાજાના કિંકરભૂત (જાણે મોહરાજાનો જ નાનો-મોટો પરિવાર હોય) એવા આ વિષયો છે. તે વિષયો રૂપી રજુ દ્વારા ઈન્દ્રિયો આ જીવનો ભવવાસ અતિશય દેઢ કરે છે. મજબૂત બનાવે છે. અહીં વિષયોને પાશની ઉપમા આપી છે તથા આ વિષયો મોહરાજાના સેવકો છે. મોહરાજાના પરિવાર સ્વરૂપ છે એમ પણ કહ્યું છે. પરંતુ ઉપમિતિભવપ્રપંચમાં આ પાંચે વિષયોને એટલે કે વિષયાભિલાષને મોહરાજાના પુત્ર એવા રાગકેશરીના મંત્રી તરીકે કહ્યો છે. સમસ્ત જગતને ભ્રાન્ત કરનાર વ્યામોહ ઉત્પન્ન કરનાર રાગકેશરી છે (રાગદશા રૂપી કેશરીસિંહ છે.) જેમ કેશરીસિંહ સામાન્યથી સર્વ પશુઓનો નાશ કરે છે તેમ રાગદશા સંસારી જીવોને મોહમાં પાડીને તત્ત્વભૂત જીવનથી નષ્ટ કરે છે માટે જ રાગને કેશરીસિંહની ઉપમા આપી છે. તે રાગકેશરી મોહરાજાનો પુત્ર છે અને તેનો પ્રધાનમંત્રી એવો વિષયાભિલાસ છે. માટે તે રાગ સમસ્ત જીવોને વ્યામોહ કરનાર છે.
આ રીતે મોહરાજાના કિંકરતુલ્ય ઈન્દ્રિયો વિષયો રૂપી પાશ દ્વારા આ જીવનો ભવવાસ મજબૂત કરે છે. મૂલશ્લોકમાં ઈન્દ્રિયોને મોહરાજાના કિંકરતુલ્ય કહી છે અને ટીકાકારશ્રીએ તે = આ વિષયો રૂપી પાશ મોહરાજાના કિંકરભૂત કહેલ છે. પરંતુ ઈન્દ્રિયો અભ્યત્તર સાધન છે અને વિષયો બાહ્ય સાધન છે. આ બન્નેનો કથંચિત્ અભેદ કરવાથી બને મોહરાજાના કિંકર જ છે. આ બન્નેની પાછળ જીવમાં રહેલો વિષયો સેવવાનો જે અભિલાષ છે તે જ પ્રધાનકારણ છે. તેથી તેને ઉપમિતિભવપ્રપંચમાં મોહસુતના મત્રીની ઉપમા આપી છે.
આ રીતે વિષયો, વિષયાભિલાષ, વિષયસેવનનો રાગ આ સઘળુંય ભવનું મૂલ છે. સંસારપરિભ્રમણનું મૂલ છે. તેથી ઉત્તમ આત્માએ પોતાના હિત-કલ્યાણ માટે ભવના મૂલભૂત એવો આ વિષયાભિલાષ ત્યજી દેવો જોઈએ. જો
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર गिरिमृत्स्नां धनं पश्यन्, धावतीन्द्रियमोहितः । अनादिनिधनं ज्ञानं, धनं पार्श्वे न पश्यति ॥५॥
ગાથાર્થ :- ઈન્દ્રિયોથી મોહબ્ધ બનેલો જીવ પર્વતની માટીને (સોના-રૂપાને) ધન છે આમ દેખતો દોડે છે પણ અનાદિ અનંતકાળથી જ્ઞાનરૂપી ધન પોતાની પાસે છે. તેને દેખતો નથી. પી.
ટીકા :- “જિરિમૃત્નામિતિ” મૂઢ: ગિરિમૃત્નાં-મૂળરકૃત્તિવ સ્વાાિં થન पश्यन् इन्द्रियमोहितः-विषयासक्तः धावति-इतस्ततः परिभ्रमति । ज्ञानं धनं पार्श्वेसमीपे न पश्यति, तदात्मा स्वलक्षणभूतं तत्त्वावबोधरूपं ज्ञानं धनं न पश्यतिनावलोकयति, कथम्भूतं ज्ञानं ? अनादिनिधनं = अनादि-आदिरहितं सत्तया, अनिधनमन्तरहितं सत्ता-विश्रान्तिरूपम् । उक्तञ्च
केवलनाणमणंतं, जीवरूवं तयं निरावरणं । નોનો પણ વિર્દ નિવ્રુનો (વિંશતિવિશિંકા - શ્લોક-૧૮-૧)
વિવેચન :- સોનું-રૂપું-હીરા-માણેક-પના ઈત્યાદિ કિંમતી ધાતુઓ પર્વતની ખાણોમાં થાય છે. કોઈ કોઈ રત્નો પણ ત્યાં જ થાય છે. આ બધા પૃથ્વીકાયજીવોનાં શરીરો છે. કઠીન વસ્તુને પૃથ્વીકાય કહેવાય છે. માટી, પત્થર, કાંકરા, રેતી પણ પૃથ્વીકાય જીવોનાં જ શરીરો છે. તેથી ઉપરોક્ત સર્વે વસ્તુ પર્વતનું જ અંગ હોવાથી પર્વતની માટી જ કહેવાય છે. મોહમાં મૂઢ બનેલો આ સંસારી જીવ રિમૃત્ન = પર્વતની માટીને એટલે કે સોના-રૂપાને તથા હીરા-માણેક-રત્ન આદિને ધન છે આમ સમજતો છતો ઈન્દ્રિયોના વિષયોના સુખમાં મસ્ત બન્યો છતો તેને લેવા માટે અને મેળવેલી તે માટીનું ગોપન-સંરક્ષણ કરવા માટે અહીં તહીં ભટકે છે. કારણ કે તેનાથી ધન ઉપાર્જન કરી શકાય છે અને તેનાથી મેળવેલા ધન દ્વારા પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખનાં સાધનો મેળવી શકાય છે અને તેના દ્વારા આ જીવ ભોગ સુખો માણીને પોતાના જીવનની સફળતા માની લે છે. “આ પરદ્રવ્ય છે, મારું દ્રવ્ય નથી. મારી સાથે આવ્યું નથી અને મારી સાથે આવવાનું નથી. મોહ અને વિકાર કરાવવા દ્વારા કર્મબંધનું જ સાધન છે.” આમ આ જીવ સમજતો નથી અને જડ વસ્તુને ધન માનીને તેની જ અતિશય પ્રીતિ કરીને તેની પાછળ જ દોડે છે.
પોતાના ગુણાત્મક એવા જ્ઞાનધર્મને આ જીવ દેખતો જ નથી. આ જ્ઞાનધન આત્માનો ગુણ હોવાથી આત્માની પાસે જ છે. ભવાન્તરમાં મેળવેલું બીજા ભવમાં સાથે પણ આવી શકે છે. ત્રણ જ્ઞાન સાથે પરમાત્મા દેવલોકથી મનુષ્યભવમાં આવે છે તથા કેવલજ્ઞાનરૂપી પ્રગટ થયેલું જ્ઞાનધન કોઈપણ કાલે નાશ પામતું નથી. ચિદાનંદ સ્વભાવ રૂપ સ્વભાવસુખનું
Page #252
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૧૯
તે કારણ છે તે આ જીવને સમજાતું નથી. તાત્મા = મોહાન્ય એવો આ આત્મા પોતાના સ્વરૂપભૂત તત્ત્વના અવબોધાત્મક જ્ઞાનધનને આ અખૂટ ધન છે એમ જરા પણ દેખતો નથી. મોહના ઉદયની પરવશતાથી જીવની આ દશા છે. જીવનમાં રહેલું જ્ઞાનધન કેવું છે ? અનાદિ-અનંત છે. અર્થાત્ આદિ અને અંત વિનાનું છે. કારણ કે સત્તાથી અનાદિકાલથી આત્મામાં છે જ અને અપ્રગટભાવે કે પ્રગટભાવે પણ આત્મામાં સદાકાલ વિશ્રાન્તિવાળું અર્થાત્ રહેવાવાળું જ છે. ક્યાંય ચાલ્યું જવાનું નથી. આ જીવ નાશ ન પામે એવા ધનને ધન સમજતો નથી અને નાશ પામે તેવા ધનને ધન માનીને તેની પાછળ દોડે છે છતાં તે જ્યારે
ચાલ્યું જાય છે ત્યારે તે નાશવંત ધન આ આત્માને રડાવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
કેવલજ્ઞાન અનંત છે. જીવનું સ્વ-સ્વરૂપ છે. સદાકાલ નિરાવરણ રહે છે. લોક અને અલોકને જાણનારું છે તેનો એક જ પ્રકાર છે. બે-ચાર ભેદો નથી અને નિત્ય ઉદ્યોતવાળું છે. આવા પ્રકારનું જ્ઞાન એ જ જીવનું સાચું ધન છે.
सिद्धत्वेन अविनश्वरत्वात् निगोदावस्थां यावत् ज्ञानमत्यन्तावरोधमहामोहोदयेऽपि सत्तागतं सम्यग्दृष्टिदेशविरतसर्वविरतानां साध्यभूतं निर्विकल्पकसमाधिः शुक्लध्यानस्य फलरूपमर्हत्सिद्धानां परमं स्वरूपं केवलज्ञानं धनं स्वीयं सहजं विस्मृत्योपाधिकारोपित-मृदुपलरूपे धने मुह्यन्ति मूढाः ॥५॥
આ આત્મા જ્યારે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. ત્યારે સિદ્ધાવસ્થામાં અનંતકાલ સુધી કેવલજ્ઞાન અવિનશ્વર હોવાથી અનંત છે. તથા અનાદિકાલથી આ જીવ નિગોદાવસ્થામાં હતો ત્યારથી જ જ્ઞાન ઉપરનો અત્યન્ત અવરોધ કરે તેવો મહા મોહનીયકર્મનો તીવ્ર ઉદય હોવાથી અને તેની સાથે જ્ઞાનાવરણીયકર્મનો પણ તેવા તેવા ભવના કારણે તીવ્ર ઉદય હોવા છતાં પણ સત્તામાં તે કેવલજ્ઞાન યાવત્કાલથી રહેલું છે માટે અનાદિ છે.
સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર જીવોને સત્તામાં કેવલજ્ઞાન હોવા છતાં પણ આવિર્ભાવ કરવા રૂપે સાધ્યભૂત છે. (એકત્વવિતર્ક અવિચાર) એવા શુક્લધ્યાનના ફળસ્વરૂપ આ કેવલજ્ઞાન નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ છે. તથા અરિહંત અને સિદ્ધ પરમાત્માઓના પરમ સ્વરૂપાત્મક એવું આ કેવલજ્ઞાન છે. આવા પ્રકારની કોટિવાળું (રીતભાતવાળું) આ કેવલજ્ઞાનાત્મક ધન પોતાનું છે. સ્વાભાવિક છે, છતાં તેને ભૂલીને મૂઢ (મોહાન્ધ) જીવો ઔપાધિક અને આરોપિત એવા માટી સ્વરૂપ અને પત્થરસ્વરૂપ ધનમાં મોહાન્ધ બને છે. હીરા-માણેક-સોનું અને રૂપું ઈત્યાદિ સાંસારિક ધનને મેળવવામાં પણ અનેક ઉપાધિઓ, મેળવેલાને સાચવવામાં પણ અનેક ઉપાધિઓ અને છતાં ચાલ્યું જાય ત્યારે દુઃખાતિદુઃખ આપનારું છે. માટે તે ધનને ઔપાધિક કહ્યું છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર વળી મોહના ઉદયથી તેમાં સુખબુદ્ધિ થઈ છે. વાસ્તવિકપણે તો તે પરપદાર્થ હોવાથી જીવનું છે જ નહીં. મનથી માની લેવામાં આવ્યું છે માટે આરોપિત છે. તથા પર્વતની ખાણોમાંથી નીકળે છે માટે પર્વતની માટીરૂપ જ છે તથા પર્વતના કાંકરાતુલ્ય જ છે. આમ જ્ઞાની મહાપુરુષો કહે છે. મૂઢ માણસો તેને મહામોહના ઉદયથી ધન માને છે અને પાસે રહેલા પોતાના સ્વરૂપાત્મક અને સ્વાધીન એવા જ્ઞાનધનને ધન નથી સમજતા. આ મહોદયની પ્રબળતા છે. પો
પુર:પુર:રઝૂMIT-મૃગતૃષ્ણાનુઋરિપુ ! इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः ॥६॥
ગાથાર્થ - જડ પુરુષો (મોહાલ્વ જીવો) જ્ઞાનરૂપી અમૃતને ત્યજીને આગળ આગળ વધતી છે તૃષ્ણા જેમાં એવા ઝાંઝવાના જલની તુલ્ય ઈન્દ્રિયોના વિષયોમાં દોડે છે. Ill
ટીકા :- “પુર:પુર રૂત્તિ”-નડા: મૂ: ચાતાવતુર્વરૂપોપત્નદિત જ્ઞાનામૃત જ્ઞાનં-વો:, તવ અમૃતમવિનાશિપ હેતુત્વ, તત્ (ત્યત્વે ત્યવસ્વી ક્રિયા થૈષरूपरसगन्धस्पर्शशब्दलक्षणेषु धावन्ति-भोगाभिलाषिणः आतुरा भवन्ति । तदर्थं यत्नः, तदर्थं दम्भविकल्पकल्पना, तदर्थं कृष्यादिकर्म करोति । कथम्भूतेषु इन्द्रियार्थेषु ? पुरःपुरःस्फुरत्तृष्णा-मृगतृष्णानुकारिषु-अग्रे स्फुरन्ती या तृष्णा-भोगपिपासा तया, मृगतृष्णा-जलभ्रान्तिः, तदनुकारिषु-तत्सदृशेषु, यथा मृगतृष्णाजलं न पिपासाऽपहं, भ्रान्तिरेव, एवमिन्द्रियभोगाः न सुखं सुखभ्रान्तिरेव तत्त्वविकलानाम् ॥६॥
વિવેચન :- પાંચે ઈન્દ્રિયોના વિષયો એવા છે કે જેમ જેમ વિષયની પ્રાપ્તિ થાય છે તેમ તેમ તે તે વિષયની તૃષ્ણા વધે છે. ક્યારેક પ્રાપ્ત વિષયથી મોહબ્ધ જીવને આનંદ થાય તો પણ અપ્રાપ્ત વિષયની પ્રાપ્તિ માટેની મહેચ્છાથી જીવ સદા અતૃપ્ત જ રહે છે અને અંદરથી દુઃખી દુઃખી જ રહે છે. અપ્રાપ્ત વિષયની આગ જલતી જ રહે છે. સો મળે ત્યારે હજારની ઈચ્છા અને હજાર મળે ત્યારે દસ હજારની ઈચ્છા અને દસ હજાર મળે ત્યારે લાખની તમન્ના. એમ આ તૃષ્ણા આગળ આગળ વધતી જ જાય છે. કારણ કે ઈચ્છા (આશા) આકાશની સમાન અનંતી છે. માટે જ આ તૃષ્ણા ઝાંઝવાના જલની તુલ્ય છે. જેમ જેમ આગળ જાઓ તેમ તેમ ઝાંઝવાનું જલ આગળ આગળ જ વધતું જાય તેવી રીતે તૃષ્ણા પણ આગળ આગળ વધતી જ જાય છે. ક્યારેય ઈચ્છાઓ પૂરાય નહીં તેવા વિષયો છે.
જડ પુરુષો એટલે મૂર્ખ મનુષ્યો અર્થાત્ અનેકાન્તરૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુસ્વરૂપ છે તેવા પ્રકારના બોધ વિનાના જીવો જ્ઞાનરૂપી અમૃતને ત્યજીને ઉપર કહેલા મિથ્થા સુખભ્રમ કરાવનારા પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં દોડે છે. નવતત્ત્વો અને છ દ્રવ્યોનું
Page #254
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૨૧ નિત્યાનિત્ય, ભિનાભિન, સામાન્યવિશેષ ઈત્યાદિ જે સમ્યજ્ઞાન છે તે જ યથાર્થભાવે ધારણ કરવામાં આવે તો અવિનાશિ એવું જે સ્થાન (મુક્તિપદ) છે તેનું તે જ્ઞાન કારણ બનતું હોવાથી જ્ઞાનને જ “અમૃત” કહેવાય છે. તેને ત્યજીને મોહાધ જીવો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એમ પાંચ વિષયોમાં ભોગના અતિશય અભિલાષી થયા છતા તે વિષયો પ્રાપ્ત કરવા માટે અધીરા થઈને દોડે છે.
તે વિષયો મેળવવા માટે મહાધ જીવો રાત-દિવસ સખત પ્રયત્ન કરે છે. તે માટે દંભ અને સંકલ્પ વિકલ્પોની કલ્પના પણ કરે છે. તે માટે (અનેક જીવોની હિંસા હોવા છતાં) ખેતી આદિ કાર્યો પણ કરે છે. તથા સમુદ્રગમન, ક્ષુધા-તૃષા-વેદન, રાત્રિજાગરણ આદિ અનેક અકથ્ય મુશ્કેલીઓ સહન કરે છે. પરંતુ ઈન્દ્રિયોના આ વિષયો આગળ આગળ વધતી તૃષ્ણાવાળા ઝાંઝવાના જળની તુલ્ય છે. જેમ તે ઝાંઝવાનું જલ આગળ આગળ દેખાય, પણ ક્યારેય પ્રાપ્ત ન થાય તથા પિપાસાનો છેદ કરનાર ન બને, તૃષા મટાડે નહીં “જલ છે” આવી ભ્રાન્તિ જ માત્ર રહે એ જ પ્રમાણે ઈન્દ્રિયોના ભોગો પણ સુખ નથી, દુઃખ જ છે. ફક્ત તત્ત્વવિકલ જીવોને ત્યાં સુખની ભ્રાન્તિ માત્ર જ કરાવનાર બને છે. તત્ત્વવિકલ જીવો ત્યાં સુખ માનીને બ્રાન્ત થયા છતા તેની પાછળ દોડે છે.
ખસના રોગીને ઉપડેલી ખણજ ખણવાથી આનંદ થાય, પણ ખણજ તે આનંદનું સાધન નથી. ખસનો રોગ વધારનાર છે તેમ આ વિષયો પણ તેવા જ છે. પરંતુ સાચું તત્ત્વ જે જીવો પામ્યા નથી તેવા તત્ત્વવિકલ જીવોને ત્યાં સુખબુદ્ધિ થાય છે તેથી જ તેઓ તેમાં ફસાયા છે. મુદ્દા
पतङ्गभृङ्गमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ॥७॥
ગાથાર્થ :- પતંગીયું, ભ્રમર, મત્સ્ય, હાથી અને હરણ આ પાંચ પ્રાણીઓ એક એક ઈન્દ્રિયના દોષથી જો દુર્દશાને પામે છે તો તે દુષ્ટ પાંચે ઈન્દ્રિયોના દોષો વડે કર્યું દુઃખ ન આવે ? અર્થાત્ સમસ્ત દુઃખો તેનાથી આવે છે. all
ટીકા - “પત મૂકીનેતિ”-રૂપાવત: પતર, રસાસક્તો મૌનઃ, સ્થાવતો
-અમર:, અર્શાવત: રૂમ:-:, શબ્દાસત્તઃ સાર-પૃ:, તે एकैकेन्द्रियदोषात् दुर्दशां-दुष्टां दीनां दशामवस्थां यान्ति, तदा तैः पञ्चभिः दुष्टैः किं न इति ? किं दुःखं न भवति ? भवत्येव । अत एव महाचक्रधरा वासुदेवाः मण्डलिकादयः कण्डरीकादयश्च विषयव्यामोहितचेतना नरके दीनावस्थां प्राप्ताः । किं बहुना ? मा कुरुध्वं विषयविषसङ्गमम् ॥७॥
Page #255
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર
વિવેચન :- એક એક ઈન્દ્રિયના વિષયમાં આસક્ત બનેલા જીવો પણ જો દુઃખ જ પામે છે તો પાંચે ઈન્દ્રિયોમાં જે આસક્ત બને છે. તે જીવનું શું થાય ? અર્થાત્ તે જીવ ઘણાં જ દુઃખો પામે. આ વિષય સમજાવવા ગ્રંથકારશ્રી કહે છે કે -
૨૨૨
પતંગીયું દીવાની જ્યોતમાં એટલે રૂપમાં આસક્ત થયું છતું ઉપર નીચે ઉડતું ઉડતું છેવટ દીવામાં જ બળી મરે છે. માછલું તેને પકડવા માટે મચ્છીમારે નાખેલી જાળમાં રાખેલા માંસના રસાસ્વાદમાં આસક્ત થયું છતું તે જાળમાં જ ફસાય છે અને મચ્છીમાર દ્વારા હણાય છે. ભમરો ગંધમાં આસક્ત થયો છતો કમલમાં ઉંડો ઉંડો પ્રવેશે છે અને સૂર્ય આથમતાં કમલ મીંચાતાં મુંઝાઈને મૃત્યુ પામે છે. હાથી સ્પર્શનેન્દ્રિયમાં આસક્ત થયો છતો પકડાય છે. હાથીને કબજે કરવા લાંબો-પહોળો અને ઉંડો ખાડો કરવામાં આવે છે અને તેમાં બનાવટી હાથણીને રાખવામાં આવે છે. તેના ઉપરના સ્પર્શસુખની આસક્તિથી હાથી ખાડામાં પડે છે. બહાર નીકળવાની જગ્યા ન રહેતાં તે હાથી પકડનારાના હાથમાં ફસાય છે.
સારંગ એટલે હરણ, શબ્દમાં આસક્ત થયું છતું મૃત્યુ પામે છે. વાંસળી આદિ વાજીંત્રોના શબ્દો સાંભળવામાં એકલીન બનેલું હરણ પાછળ છુપાઈને ઉભેલા પુરુષથી બાણ વડે મરાય છે. આમ આ પાંચે પ્રાણીઓ ફક્ત એક એક ઈન્દ્રિયના વિષયસુખમાં જ આસક્ત બનેલા છે. પાંચે ઈન્દ્રિયના વિષયમાં આસક્ત બન્યા નથી, તો પણ માત્ર એક જ ઈન્દ્રિયના વિષયાસક્તિના દોષથી દુર્દશાને પામ્યા છે. દુર્દશા એટલે દુષ્ટ દશા (દુષ્ટ અવસ્થા) અથવા દીન (લાચાર) દશાને પામ્યા છે. તો પછી દુષ્ટ એવી તે પાંચે ઈન્દ્રિયો (ની આસક્તિ) વડે શું ન થાય ? કયું દુ:ખ ન આવે ? અર્થાત્ સર્વ દુઃખ આવે જ.
આ કારણથી મહાન ચક્રવર્તી રાજાઓ, વાસુદેવો, મંડલિક રાજાઓ (દેવિશેષના ખંડીયા રાજાઓ) તથા કંડરીકાદિ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં વ્યામોહિત ચેતનાવાળા થયા છતા નરકગતિમાં જઈને દીન-દયાપાત્ર-લાચાર અવસ્થાને પામ્યા છે. માટે ઘણું શું કહીએ ? હે ભવ્યજીવો ! આ વિષયોરૂપી વિષનો સંગમ તમે ન કરો. IIII
विवेकद्विपहर्यक्षैः, समाधिधनतस्करैः ।
इन्द्रियैर्न जितो योऽसौ, धीराणां धुरि गण्यते ॥८॥
ગાથાર્થ :- વિવેકરૂપી હાથીનો નાશ કરવામાં સિંહતુલ્ય અને સમાધિ રૂપી આત્મધન લુંટવામાં ચોરની તુલ્ય એવી પાંચ ઈન્દ્રિયો વડે જે નથી જિતાયો તે પુરુષ ધીરુપુરુષોમાં અગ્રેસર ગણાય છે. ટા
ટીકા :- ‘‘વિવેòતિ’’-વિવે: સ્વપવિવેદ્યનમ્, સ વ દ્વિપ:-ઽ:, તક્રિયાને
Page #256
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૨૩
हर्यक्षतुल्यैः-सिंहोपमैः, समाधिः स्वरूपानुभवलीलाविश्रान्तिः स एव धनं - सर्वस्वम्, तद्धरणे तस्करास्तैः, एवमिन्द्रियैः यः असौ पुरुषः नमि- गजसुकुमालादिसदृशः न जितः-इन्द्रियाधीनो न जातः, स पुरुषः धीराणां धुरि - आदौ गण्यते श्लाघ्यते । उक्तञ्च -
धन्यास्ते ये विरक्ता, गुरुवचनरतास्त्यक्तसंसारभोगाः । योगाभ्यासे विलीना, गिरिवनगहने, यौवनं ये नयन्ति ॥ तेभ्यो धन्या विशिष्टाः, प्रबलवरवधूसङ्गपञ्चाग्नियुक्ताः । नैवाक्षौघे प्रसत्ताः, परमनिजरसं तत्त्वभावं श्रयन्ति ॥ १ ॥
વિવેચન :- આ પાંચે ઈન્દ્રિયો સંસારી જીવોને વિષયોમાં આસક્તિ કરાવવા દ્વારા આત્માના ગુણરૂપી ધનનો નાશ કરે છે. ગુણાત્મક ધન લુંટી લે છે. આ વાત બે ઉપમાઓ દ્વારા સમજાવે છે
-
(૧) જેમ જંગલમાં ફરતા (દ્વિપ=) હાથીઓને (ર્યક્ષ=) સિંહ મારી નાખે છે. તેમ આ જીવમાં જે કંઈ વિવેકદશા ખીલી હોય છે. તેનો નાશ કરવામાં આ ઈન્દ્રિયો સિંહની તુલ્ય છે. વિવેકદશા એટલે સ્વ-પરનું ભેદજ્ઞાન, શરીર તે હું નથી અને હું તે શરીર નથી પુદ્ગલ એ મારું દ્રવ્ય નથી, હું પૌદ્ગલિક પદાર્થોથી ન્યારો છું. અનંતગુણી આત્મા એ જ હું છું, શેષ બધું જ પર છે. આ ભવમાં આવીને જ પ્રાપ્ત કર્યું છે અને અહીં જ રહેવાનું છે. આવો વિવેક-ભેદજ્ઞાન જીવને મોક્ષ તરફ લઈ જાય છે. પણ વિષયાસક્તિ આ વિવેકનો (ભેદજ્ઞાનનો) નાશ કરે છે. જેમ સિંહ હાથીનો નાશ કરે છે તેમ ઈન્દ્રિયો વિવેકબુદ્ધિનો નાશ કરે છે. માટે સ્વ-પરવિવેચન રૂપ જે વિવેકબુદ્ધિ છે. તે જ હાથી છે. તેનો વિઘાત કરવામાં ઈન્દ્રિયો હર્યક્ષની તુલ્ય છે અર્થાત્ સિંહની ઉપમાવાળી છે.
(૨) ચોર લોકો જેમ ધન લુંટી લે છે તેમ આ ઈન્દ્રિયો આત્મામાં આવેલી સમાધિ (સમતાગુણ)ને લુંટી લે છે. તેથી સમાધિ રૂપ જે ધન છે તેને હરણ કરવામાં તસ્કરતુલ્ય (ચોર સમાન) આ ઈન્દ્રિયો છે. કારણ કે વિષયોની આસક્તિ આ જીવને આકુલ-વ્યાકુલ કરે છે. તેથી સમતા ચાલી જાય છે. સમાધિ એટલે કે આત્મતત્ત્વનું જે સ્વરૂપ છે તેનો જ અનુભવ કરવામાં એકાકારતા-સ્વભાવદશાની રમણતા, તે જ ધન છે, અર્થાત્ આત્માનું તે જ સાચું સર્વસ્વ છે. તેને ચોરી લેવામાં આ ઈન્દ્રિયો ચોરતુલ્ય છે.
આવા પ્રકારની ઈન્દ્રિયો વડે નમિરાજર્ષિ અને ગજસુકુમાલાદિ તુલ્ય જે પુરુષો નથી જીતાયા, એટલે કે જે પુરુષો ઈન્દ્રિયોને આધીન થયા નથી તે જ પુરુષો ધીરપુરુષોમાં (રિ) અગ્રેસર ગણાય છે. તે જ પુરુષ જિતેન્દ્રિય કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
Page #257
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૨ ૨૪
ઈન્દ્રિયજયાષ્ટક - ૭ જે પુરુષો વૈરાગી છે, ગુરુના વચનમાં લીન છે. સંસારના ભોગોનો ત્યાગ કરનારા છે. યોગદશાના અભ્યાસમાં લીન છે અને ગહન એવા ગિરિવનમાં (પર્વતોની ગુફાઓમાં) યૌવન પસાર કરે છે. તે પુરુષો ધન્ય છે. કંચન-કામિનીનો ત્યાગ કરનારા છે માટે ધન્ય છે. પરંતુ જે પુરુષો અતિશય રૂપાદિથી પ્રબલતર એવી પત્નીના સ્નેહવાળા છે તથા કામના સાધનભૂત પાંચ વિષયોથી પણ યુક્ત છે. છતાં ઈન્દ્રિયોના વિષય-સમૂહમાં જે આસક્ત બન્યા નથી અને તાત્ત્વિકનુભાવસ્વરૂપ પરમ એવા આત્મતત્ત્વના રસનો જ આશ્રય કરે છે. તેઓ તે ધન્યથી પણ વધારે ધન્ય છે. અર્થાત્ કંચન-કામિનીની સાથે રહેવા છતાં પીગળતા નથી. ઈન્દ્રિયોના વિષયો સામે હાજર હોવા છતાં તેમાં અંજાતા નથી તેવા નમિરાજર્ષિ અને ગજસુકુમાલ જેવા વૈરાગી પુરુષો ધન્યથી પણ વધારે ધન્ય છે.
____ अहह पूर्वभवास्वादितसाम्यसुखस्मरणेन प्रणयन्ति अनुत्तरविमानसुखलवसत्तमाः इन्द्रादयो हि विषयस्वादत्यागासमर्थाः लठन्ति भपीठे मनीनां चरणकमलेष । अतः अनाद्यनेकशः भुक्तविषयाः वारणीयाः । तत्सङ्गोऽपि न विधेयः । न स्मरणीयः पूर्वपरिचयः । प्रतिसमयं दुर्गञ्छनीया एव एते संसारबीजभूताः इन्द्रियविषयाः । अत एव निर्ग्रन्था निवर्तयन्ति कालं वाचनादिना तत्त्वावलोकनेहादिषु । उक्तञ्च -
___ "निम्मलनिक्कलनिस्संगसिद्धसब्भावफासणा कइया" इत्यादि । रुच्या रत्नत्रयीपरिणताः तिष्ठन्ति स्थविरकल्पजिनकल्पेषु, सर्वैरपि भव्यैरेतदेव विधेयम् ॥८॥
સંયમી જીવનમાં મેળવેલું સમતાનું સુખ કેવું છે? તે સમજાવતાં કહે છે કે અહો? આશ્ચર્યની વાત છે કે પૂર્વભવમાં આસ્વાદ માણેલા એવા સમતાભાવના (રાગ-દ્વેષ રહિત ત્યાગી જીવનના) સુખનું દેવભવમાં સ્મરણ થવાથી અત્યન્ત સુખવાળા અનુત્તરવિમાનવાસી લવસત્તમ દેવો પણ ખુશ ખુશ થાય છે. ઉપશમશ્રેણિમાં ચઢેલા મનુષ્યોને મોહનો ઉપશમ થવાથી આવેલી જે સમતા, તેનું સુખ ઘણું જ હોય છે. જે માણે તે જ જાણે એવું હોય છે, તેમનું સાત લવ આયુષ્ય જો વધારે હોત તો આવા પ્રકારની આવેલી ઉચ્ચ કોટિની સમતા વડે તે ઉપશમ શ્રેણિવાળા જીવો નીચે ઉતરીને ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જાત એટલી નિર્મળ સમતા હોય છે પણ સાત લવ જેટલું આયુષ્ય ધૂન પડવાથી મૃત્યુ પામી અનુત્તરવિમાનવાસી દેવ થાય છે. તેને “લવસત્તમ” દેવ કહેવાય છે. સંયમી જીવનમાં ધન, કંચન, કામિનીના ત્યાગપૂર્વક પ્રાપ્ત કરેલી સમતાનું સુખ આટલું બધુ અભુત અને અવર્ણનીય છે. કારણ કે પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સ્વાદ તજવા જે અસમર્થ છે એવા ઈન્દ્રાદિ દેવો પણ મુનિઓના ચરણકમળમાં ઈન્દ્રિયવિજય અને ભોગોની ત્યાગદશાના કારણે જ આળોટે છે. ભાવથી વંદન-નમસ્કાર કરે છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૨૫ આ કારણથી હે ભવ્ય જીવો ! અનાદિ કાળથી એક બે વાર નહીં પણ અનેકવાર જેનો ઉપભોગ કરેલો છે એવા વિષયો તારે અટકાવવા જેવા છે. તેમાં રાજી રાજી થવા જેવું કે તેનો ઉપભોગ કરવા જેવું કંઈ જ નથી, આ તો જગતની એંઠતુલ્ય છે. માટે તેવા વિષયોનો સંગ પણ કરવા જેવો નથી. સંયમ લીધા પહેલાંના કાળમાં અથવા શ્રાવક અવસ્થામાં પણ પૂર્વકાલમાં વિષયોનો કરેલો જે પરિચય-ઉપભોગ છે તે ક્યારેય પણ સંભાળવા જેવો કે સ્મરણ કરવા જેવો નથી. જો સ્મરણ કરશો તો પાછી વિષયભોગની આગ પ્રજ્વલિત થશે, સંસારને વધારનારા અર્થાત્ સંસારના બીજભૂત એવા ઈન્દ્રિયોના આ વિષયભોગો પ્રતિસમયે દૂરથી જ દુર્ગછા કરવા જેવા છે અને વિષયભોગો તરફની દૃષ્ટિ ત્યજીને આત્મતત્ત્વના ચિંતન-મનન રૂપ સ્વાધ્યાયમાં જ દૃષ્ટિને લયલીન કરવા જેવી છે.
આ કારણથી જ નિરૈન્યમુનિઓ વાચના આદિના આદાન-પ્રદાન વડે તત્ત્વનું અવલોકન કરવાની તમન્ના આદિમાં જ પોતાનો અમૂલ્ય સમય પસાર કરે છે. જિનેશ્વર પરમાત્માની વાણી ભણવી અને ભણાવવી. વાચના લેવી અને વાચના આપવી. આવા પ્રકારના જ્ઞાનધ્યાનના વિષયમાં જ એવા મસ્ત રહે છે કે ગત નં ર જ્ઞાત્તિ કેટલો કાળ ગયો તેનો પણ ખ્યાલ ન રહે તેવી મસ્તી માણે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
“કેટલાક ભાવનિગ્રંથ મહામુનિઓ નિર્મલ હોય છે. નિષ્કલ (કજીયા અને કષાય વિનાના) હોય છે. પરદ્રવ્યના સર્વથા સંગ વિનાના હોય છે અને સિદ્ધ થયો છે અર્થાત્ પ્રગટ્યો છે યથાર્થ સાચા આત્મભાવનો સ્પર્શ જેને એવા હોય છે.”
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એમ રત્નત્રયીના ભાવે પરિણામ પામેલા આવા ભાવનિગ્રંથ મુનિઓ હૃદયની અતિશય રુચિપૂર્વક સ્થવિરકલ્પ અને જિનકલ્પવાળા જિનેશ્વરપ્રભુના માર્ગમાં વર્તે છે. જિનેશ્વર પ્રભુ જેવો ઉત્કૃષ્ટ આચાર પાળવો તે જિનકલ્પ અને સ્થવિરોની સાથે રહીને આત્મ-સાધના કરવી તે સ્થવિરકલ્પ. સર્વે પણ ભવ્યજીવોએ આ જ કરવા જેવું છે. પાંચે ઈન્દ્રિયોના વિષયભોગો કાલકુટ વિષતુલ્ય છે. અનંત સંસાર વધારનારા છે. વિષયો પ્રાપ્ત કરવામાં તથા તેનો ઉપભોગ કરવામાં, તથા તેના વિયોગકાલમાં પણ દુઃખ જ આપનારા છે. અનેક પ્રકારના દુઃખોના ઉપભોગવાળી આ વિષયાભિલાષા છે તેથી આત્માર્થી જીવો માટે સાપ-સિંહની જેમ દૂરથી ત્યાજ્ય છે. દા.
સાતમું ઈન્દ્રિયજયાષ્ટક સમાપ્ત કિજ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
| ૩૫થ અષ્ટમ યાષ્ટિભ્રમ્ |
इन्द्रियजयो हि त्यागाद् वर्द्धते, अतः आत्मनः स्वरूपादन्यत् परभावत्वं त्याज्यम्, तेन त्यागाष्टकं लिख्यतेऽष्टमम् । त्यागः-त्यजनं त्यागः, सर्वेषां परभावत्यागः सुखम्, त्यागः-उत्सर्जनम्, तत्र स्वद्रव्य-स्वक्षेत्र-स्वकाल-स्वभावत्वेन स्यादस्तीति प्रथमभङ्गगृहीतात्मपरिणामस्वात्मनि वर्तमानः स्वधर्मः, तस्य समवायत्वेनाभेदात् त्यागो न भवति, अस्त्येव तदात्मनि, उपादेयत्वं तु सम्यग्ज्ञानादिसाधनवृत्त्या विस्मृतस्य स्मरणात् तिरोभूतस्याविर्भावात् अभुक्तस्य भोगात् शेषाणां सर्वसंयोगिकतया ज्ञानाद् हेयतैव । यद्यपि देवादिनिमित्तानां शभभावादीनां (शभाचारादीनां) ध्यानादीनामात्मसाधनपरिणामानामनाद्यशद्धपरिणतिग्रहणवृत्तिवारणाय ग्रहणता कता, तथापि स्वसिद्धावस्था गता (त्यागता) न, इत्युत्सर्गमार्गेण न ग्रहणता,
વિવેચન :- ઈન્દ્રિયો ઉપરનો વિજય પરપદાર્થોના ત્યાગથી થાય છે અને તે ત્યાગથી ઈન્દ્રિયવિજય વૃદ્ધિ પામે છે. આ કારણથી આત્માના શુદ્ધસ્વરૂપથી જે કોઈ અન્ય પદાર્થ છે તે સઘળો પણ પરપદાર્થ જ છે. આત્માને પોતાનું શુદ્ધસ્વરૂપ જ પોતાનું છે, સદા સાથે રહેનાર છે. તેની સાથે જ ગુણ-ગુણીભાવ છે. તાદાભ્ય સંબંધ છે. ન્યાયની ભાષામાં સમવાયસંબંધ છે શેષ સઘળા પણ પદાર્થોમાં “પરભાવપણું” જ છે. માટે શેષ સર્વ ભાવો ત્યાજ્ય છે. જેમ સોનાનો ટુકડો કે સ્ફટિકનો ટુકડો કાદવ-કીચડમાં પડી ગયો હોય તો કાદવમાંથી તેને લઈને એવો સાફ કરવામાં આવે કે સોનાના ટુકડામાં સોના સિવાય કંઈ રહેવું જોઈએ નહીં અને સ્ફટિકના ટુકડામાં સ્ફટિક વિના કંઈ રહેવું જોઈએ નહીં. તેમ આત્મામાં આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ વિના શેષ સર્વ પરભાવ છે માટે ત્યાજ્ય છે. તેથી હવે આઠમું ત્યાગાષ્ટક કહેવાય છે, લખાય છે.
ત્યાગ એટલે કે ત્યજવું, તેને ત્યાગ કહેવાય છે. સર્વે પણ જીવોને પરભાવનો ત્યાગ કરવો એ જ સુખ છે. ત્યાગ કરવો એટલે ઉત્સર્જન કરવું - દૂર કરવું તેનાથી અળગા થવું. તેને ત્યાગ કહેવાય છે. ત્યાં સર્વે પણ વસ્તુઓ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ “સ્વાદસ્તિ” છે. કંઈક અસ્તિસ્વરૂપ છે. સપ્તભંગીનો આ પ્રથમ ભંગ છે. તે ન્યાયે આત્મામાં વર્તતું સ્વદ્રવ્યપણું, સ્વક્ષેત્રપણું, સ્વકાલપણું અને સ્વભાવપણું સ્યાદસ્તિસ્વરૂપ છે જ. આમ સપ્તભંગીના પ્રથમ ભાંગાપણે આત્મતત્ત્વના સ્વરૂપાત્મક જે સ્વાત્મા છે તેમાં વર્તતો સ્વદ્રવ્યાદિપણે જે પ્રથમ ભાંગો છે તે તો પોતાનું સ્વરૂપ જ
Page #260
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨ ૨૭ હોવાથી “સ્વધર્મ કહેવાય છે. તે સ્વધર્મ તો સ્વાત્મામાં ન્યાયની ભાષાથી સમવાયસંબંધ વડે (તાદાભ્ય સંબંધ વડે) અભેદભાવ રહેલો હોવાથી તે સ્વધર્મનો ત્યાગ થઈ શકતો નથી. જેમ સાકરમાં રહેલું ગળપણ, મીઠામાં રહેલી ખારાશ, કમલમાં રહેલી સુગંધ. તે સર્વ સ્વધર્મ છે, તાદાભ્યસંબંધથી સંબંધિત છે. માટે તેમાંથી તેનો ત્યાગ શક્ય નથી તેમ આત્માના સ્વદ્રવ્ય-સ્વક્ષેત્રાદિ ભાવો સ્વધર્મ હોવાથી આત્મામાં અભેદભાવે રહેલા છે. તેથી સ્વધર્મનો ત્યાગ થઈ શકતો નથી. તે સ્વધર્મ તો સ્વાત્મામાં છે જ, રહેલ જ છે અને સદા રહેનાર પણ છે જ. આત્મામાં સ્વધર્મ નથી અને મેળવવાનો છે આમ નથી.
અહીં આત્માનું શુદ્ધ સ્વરૂપ-સ્વધર્મ ઉપાદેય છે અર્થાત્ મેળવવા જેવું છે તેનો અર્થ સ્વધર્મ આત્મામાં નથી અને લાવવાનો છે. એવો ન કરવો પણ સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીની સાધનાની પ્રબળપણે વર્તન કરવાથી ભૂલાઈ ગયેલા તે સ્વધર્માત્મક સ્વરૂપનું સ્મરણ કરવાથી, તથા તિરોભાવે આત્મામાં રહેલા તે સ્વધર્મનો આવિર્ભાવ કરવાથી અને આજ સુધી ન અનુભવેલા સ્વધર્મનો ઉપભોગ કરવાથી તેનું ઉપાદેયપણું જાણવું. આત્માનું સ્વરૂપ ઉપાદેય છે તેનો અર્થ, “નથી અને મેળવવા જેવું છે” એવો ન કરતાં, અંદર છે જ, માત્ર ભુલાઈ ગયું છે તેને યાદ કરવું, કર્મોથી તિરોભૂત છે તેને આવિર્ભત કરવું અને અભક્ત છે તેનો ઉપભોગ કરવો, તેનું નામ “ઉપાદેય છે - મેળવવા લાયક છે” આવો અર્થ કરવો. જેમ દાગીના ભરેલી તાળું મારેલી કોઈ એક પેક પેટી હોય, તેનું તાળું ખોલીએ અથવા ખોલાવીએ ત્યારે દાગીના મળ્યા કહેવાય તેમ આત્મામાં સ્વધર્મ ભરેલો જ છે. ક્યાંયથી બહારથી લાવવાનો છે જ નહીં. ફક્ત તિરોભૂતને આવિર્ભત જ કરવાનો છે તેને જ આત્માનું શુદ્ધસ્વરૂપ ઉપાદેય છે આમ કહેવાય છે.
આત્માના પોતાના શુદ્ધસ્વરૂપથી (સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવથી) જે કોઈ અન્ય પદાર્થ છે, અન્ય સ્વરૂપ છે. તે શેષ સર્વ પણ માત્ર સંયોગિક ભાવે જ જોડાયેલું છે પણ પોતાનું નથી. જેમ ગાડીમાં મુસાફરી કરતી વખતે એક જ પાટીયા ઉપર બેઠેલા આપણી સાથે બીજા મુસાફરો સાંયોગિકભાવે જોડાયેલા છે પણ આપણા નથી. તે ઉતરે એટલે આપણે ઉતરી જવું અથવા આપણે બેસી રહીએ એટલે તે બેસી રહે તેવું નથી. તેમ આત્મામાં પોતાના સ્વરૂપ સિવાય મળેલું ધન-કંચન-ઘર-પરિવાર-શરીર અને પુણ્ય-પાપાત્મક કર્મ સર્વે પણ પરભાવ છે. સાંયોગિકભાવે જ મળેલા છે તેનો તેનો કાલ સમાપ્ત થયે છતે જવાવાળા છે. આમ જાણવાથી શેષ સર્વભાવોની હેયતા જ છે આમ સમજવું. આત્મસ્વરૂપની ઉપાદેયતા અને શેષ-સર્વસ્વરૂપની હેયતા જાણવી. આત્માના સ્વરૂપ વિના કશું જ પોતાનું નથી માટે શેષ સર્વ હેય છે. બીજુ કંઈ જ મેળવવા જેવું નથી.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ત્યાગાષ્ટક – ૮
જ્ઞાનસાર
પ્રશ્ન :- જો આત્માના પોતાના શુદ્ધસ્વરૂપને જ ઉપાદેય કહો અને શેષ સર્વને હેય કહો છો તો સુદેવ-સુગુરુ અને સુધર્માદિ શુભ નિમિત્તોની, શુભભાવોની (શુભઆચારસેવનાદિની), ધ્યાનાદિની અને આત્મતત્ત્વની સાધનાના કારણભૂત ક્ષાયોપમિક ભાવના પરિણામોની, એમ આ સર્વ સાધનભાવોની પણ હેયતા જ થઈ જશે. આવા પ્રકારના શુભભાવોની ગ્રહણતા (ઉપાદેયતા) નહીં રહે અને આવા શુભભાવોને ઉપાદેય કર્યા વિના તિરોભાવે રહેલું શુદ્ધસ્વરૂપ, સ્વધર્મ હોવા છતાં આવિર્ભૂત કેમ થાય ?
ઉત્તર ઃ- તમારો પ્રશ્ન સાચો અને સારો છે. પણ હવે ઉત્તર સાંભળો. જેમ કાંટો પગમાં લાગે તો પીડાકારી છે, તેમ સોય પગમાં નાખીએ તો પણ પીડાકારી જ છે. આનંદ કે સુખ થતું નથી, છે તો બન્ને પીડાકારી જ, જેટલી પીડા કાંટા વખતે થાય છે તેટલી જ પીડા, બલ્કે કંઈક અધિક પીડા સોય નાખતાં થાય છે. તો પણ પગમાં ઘુસી ગયેલા કાંટાને કાઢવા માટે સોય નખાય છે અને તે સોયનો બીજો છેડો હાથમાં પકડી રખાય છે કે જેથી જેવો કાંટો નીકળી જાય છે તેવી તુરત બીજા છેડાથી સોય કાઢી જ લેવામાં આવે છે. અંતે તો સોય પણ કાંટાતુલ્ય જ છે. માત્ર તે સોય કાંટાને કાઢનાર છે તેટલા પુરતી તેની ગ્રહણતા છે. તેમ અહીં સમજવું. સુદેવ-સુગુરુ અને સુધર્મ ઈત્યાદિ શુભ-દેવાદિ નિમિત્તો, શુભભાવો, (શુભ-આચારસેવનાદિ), ધ્યાન, દયા, તપ આદિ સાધનભૂત ધર્મો તથા આત્મતત્ત્વના સાધનાના ઉત્તમ પરિણામો, આ સઘળુંય પરભાવ છે, હેય છે, અંતે ત્યજવાનું છે, તો પણ અનાદિકાળથી મોહનીયકર્મના ઉદયની પરાધીનતાના કારણે અશુદ્ધપરિણતિને ગ્રહણ કરવાની કાંટાતુલ્ય વૃત્તિ આ જીવમાં જે પડેલી છે, તેના નિવારણ માટે ઉપરોક્ત શુભભાવોની ગ્રહણતા કહેલી છે. (ગ્રહણ કરવાનું શાસ્ત્રમાં કહેલું છે). તે પણ પોતાના આત્માની સિદ્ધાવસ્થા પ્રાપ્ત થયેલી ન થાય ત્યાં સુધી જ તેની ગ્રહણતા જાણવી. તેથી સ્વ-સ્વરૂપની ઉત્સર્ગમાર્ગે ગ્રહણતા જેવી છે તેવી ઉત્સર્ગમાર્ગે (રાજમાર્ગે-મૂલમાર્ગે) તે શુભનિમિત્તોની ગ્રહણતા ન સમજવી. સાધ્ય સિદ્ધ થતાં જ તેનો ત્યાગ કરવાનો છે.
પગ સાજા ન થાય ત્યાં સુધી જ લાકડી રાખવા જેવી છે, તેનો અર્થ એવો નથી કે પગની જેમ લાકડી પણ ઉત્સર્ગમાર્ગે પોતાનું અંગ છે, કે પગની જેમ ઉપાદેય છે. તથા આંખ બરાબર કામ કરતી ન થાય ત્યાં સુધી જ ચશ્માં પહેરવા લાયક છે તેનો અર્થ એ નથી કે ચશ્માં પણ આંખની જેમ સ્વ-અંગ છે અને અતિશય રક્ષણીય છે. તેમ અહીં પણ શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ અશુભ ભાવોના નિવારણ માટે શુભ ભાવોની ગ્રહણતા સમજવી. અત્તે તો તે પણ પરભાવ હોવાથી તેની પણ હેયતા જ જાણવી. છેલ્લે તે શુભભાવોની ગ્રહણતા પણ તજવાની જ છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૨૯ अनादिमिथ्यादृष्टिः कुदेवादिरक्तः, स च सम्यग्दर्शनबलेन निर्धारितस्वधर्मरुचिः शुद्धदेवादीन् गृह्णाति, तथापि परत्वज्ञप्तिरेव, अप्रशस्तत्यागः प्रशस्तग्रहणम्, प्रशस्तत्यागः स्वसाधनपरिणतिग्रहणं, स्वसाधनपरिणतित्यागः स्वसत्ताधर्मग्रहणमिति મ: પરમસિદ્ધ
અનાદિકાલથી મિથ્યાત્વમોહના ઉદયની પરવશતાના કારણે મિથ્યાષ્ટિ એવો જીવ કુદેવ-કુગુરુ અને કુધર્માદિમાં રક્ત બનેલો છે પરંતુ મિથ્યાત્વમોહનો ક્ષયોપશમ કરવા વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના બલ દ્વારા નિશ્ચિત કરી છે સ્વધર્મની રુચિ જેણે એવો તે જીવ જ્યારે થાય છે ત્યારે કુદેવ-કુગુરુ અને કુધર્મમાં શ્રદ્ધા-રક્તતા ન રહેવાથી તેના પ્રતિપક્ષભૂત એવા સુદેવ-સુગુરુ અને સુધર્મનું આલંબન ગ્રહણ કરે છે. તે કાલે તે સુદેવાદિ ગ્રહણ કરવા લાયક બને છે. તો પણ “આ પરદ્રવ્ય છે. આલંબન પૂરતાં જ તેને હું લઉં છું. અંતે તો છોડી જ દેવાનાં છે” આવા પ્રકારની પરપણાની બુદ્ધિ તો હોય જ છે. સુદેવ-સુગુરુ અને સુધર્મ એ મારું સ્વરૂપ નથી, ફક્ત તેનું આલંબન મારા સ્વધર્મની પ્રાપ્તિનું પ્રબલ કારણ છે, માટે હું તેનું ગ્રહણ કરું છું. આવી ભેદબુદ્ધિ તો રહે જ છે. આવી પરત્વ-બુદ્ધિ અવશ્ય રાખવી જ જોઈએ.
આ રીતે (૧) અશુભ આલંબનનો ત્યાગ અને શુભ આલંબનનું ગ્રહણ, આ પ્રથમ પગથીયું છે. (૨) શુભ આલંબનનો પણ ત્યાગ અને પોતાના આત્મામાં જ સાધનાની પરિણતિનું ગ્રહણ, આ બીજું પગથીયું છે. (૩) પોતાના આત્મામાં સાધનાની પરિણતિનો પણ ત્યાગ અને પોતાના આત્મામાં જ સત્તાસ્વરૂપે રહેલા રત્નત્રયી આત્મક સ્વધર્મનું ગ્રહણ, આ ત્રીજું પગથીયું છે. આમ ક્રમે ક્રમે પરમપદની (મુક્તિપદની) સિદ્ધિ થાય છે.
___तत्र नामत्यागः शब्दालापरूपः, स्थापनात्यागः दशयतिधर्मपूजनादौ स्थाप्यमानः, द्रव्यत्यागः द्रव्येण बाह्यवृत्त्या इन्द्रियसुखाभिलाषेण उपयोगभूतेन वा यस्त्यागः द्रव्यत्यागः, द्रव्यस्य द्रव्याणां वा आहारोपधिप्रमुखस्य त्यागः, द्रव्यरूपः त्यागः द्रव्यत्यागः, स च आगमतः द्रव्यत्यागस्वरूपज्ञानी अनुपयुक्तः, नोआगमतः ज्ञशरीरं त्यागस्वरूपज्ञायकस्य शरीरं, भव्यशरीरं त्यागस्वरूपज्ञायकभावी लघुशिष्यादिः, तद्व्यतिरिक्तस्तु द्रव्यत्यागः पुद्गलाशंसा-इहलोकाशंसा-परलोकाशंसारहितः स्वरूपसाधनाभिमुखी बाह्योपधिशरीरान्नपानस्वजनादित्यागः इति । भावतः अभ्यन्तररागद्वेषमिथ्यात्वाद्याश्रवविभावपरिणतित्यागः, आत्मनः क्षायोपशमिकानां ज्ञानादीनां परभावतो निवृत्तिः भावत्यागः, सम्यग्ज्ञानपूर्वकचारित्रवीर्यसंकरजन्यः आत्मपरिणामः ।
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ત્યાગાષ્ટક – ૮
જ્ઞાનસાર
ત્યાગ ઉપર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા સમજાવાય છે. તેમાં દ્રવ્ય અને ભાવ નિક્ષેપ આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે આવશે અને નોઆગમના જ્ઞશરીર, ભવ્યશરીર અને તદ્યતિરિક્ત એમ ત્રણ ભેદ આવશે. વિશેષાવશ્યકભાષ્યના આધારે આ બધા ભેદ-પ્રભેદ સમજાવાય છે.
(૧) ત્યાગ કરવો, છોડવું, તજી દેવું, આવા પ્રકારનો બોલવા રૂપ જે શબ્દાભિલાપ અથવા “ત્યાગ” એવું કોઈ પદાર્થનું નામ તે નામનિક્ષેપથી ત્યાગ કહેવાય છે. (૨) દશયતિધર્મના પૂજન આદિ પ્રસંગોમાં ત્યાગની અથવા ત્યાગીની કરાતી સ્થાપનાચિત્રાવલિ તે સ્થાપનાનિક્ષેપથી ત્યાગ કહેવાય છે.
(૩)
દ્રવ્યત્યાગના બે ત્રણ સમાસ ભિન્ન ભિન્ન રીતે થાય છે. વ્યેળ ત્યાગ: આ તૃતીયા સમાસ, દ્રવ્યસ્ય દ્રવ્યાનાં વા ત્યાગ: આ ષષ્ઠી સમાસ અથવા દ્રવ્યરૂપ: ત્યાગ: આ કર્મધારય સમાસ, આ પ્રમાણે જેમ જેમ સમાસ બદલીએ તેમ તેમ અર્થ બદલાય છે. ત્યાં દ્રવ્યત્યાય શબ્દનો જ્યારે તૃતીયા સમાસ કરીએ ત્યારે દ્રવ્યથી કરાયેલો જે ત્યાગ અર્થાત્ બાહ્યવૃત્તિમાત્ર વડે (બહારના વર્તનમાત્રમાં જ) કરાયેલો જે ત્યાગ અર્થાત્ ભવિષ્યમાં અથવા આવતા ભવમાં વધારે વધારે ઈન્દ્રિયો સંબંધી સુખ મળશે એમ ઈન્દ્રિયોના સુખની અભિલાષા રાખીને અથવા તેનો જ સતત ઉપયોગ રાખીને કરાયેલો જે ભૌતિકસુખનો ત્યાગ તે દ્રવ્યત્યાગ કહેવાય છે.
ષષ્ઠી સમાસ જો કરીએ તો આહાર અથવા ઉપધિ વગેરે જે જે પૌલિક પદાર્થ હોય છે. તે કોઈ એક દ્રવ્યનો કે અનેક દ્રવ્યનો જે ત્યાગ તે દ્રવ્યત્યાગ કહેવાય છે. અથવા ‘દ્રવ્યરૂપ: ત્યાગ:-દ્રવ્યત્વા: '' આમ કર્મધારય સમાસ કરીએ તો “કર્મ ખપાવવા રૂપ જે ભાવત્યાગ છે' તે નહીં પણ દ્રવ્યરૂપે જે ત્યાગ તે દ્રવ્યત્યાગ કહેવાય છે. તેના આગમથી જાણનારા જે જ્ઞાનીપુરુષ છે પણ પ્રરૂપણા કરવાના કાલે અનુપયોગી છે તે જ્ઞાન હોવાથી આગમ, પણ ઉપયોગ ન હોવાથી દ્રવ્યથી ત્યાગ કહેવાય છે. હવે જે નોઆગમથી દ્રવ્યત્યાગ છે તેના જ્ઞશરીર ભવ્યશરીર અને તતિરિક્ત એમ ત્રણ ભેદ છે.
ત્યાગના સ્વરૂપને જાણનારા જે જ્ઞાની હતા પણ આત્મા નિર્વાણ પામ્યા પછી આત્મા વિનાનું જ્ઞાયક આત્માનું જે કેવલ-એકલું શરીર તે જ્ઞશરીર નોઆગમથી દ્રવ્યત્યાગ કહેવાય છે. પહેલાં ભૂતકાળમાં જ્ઞાન હતું માટે જ્ઞશરીર, આજે જ્ઞાન નથી માટે નોઆગમ. તથા હાલ જે લઘુશિષ્યાદિ છે, બાલમુનિ છે, નવદીક્ષિત છે, પણ ભવિષ્યકાલમાં જે ત્યાગના સ્વરૂપને જાણશે તે ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યત્યાગ કહેવાય છે. કારણ કે ભવિષ્યમાં જાણકાર થવાને યોગ્ય છે માટે ભવ્ય. હવે તવ્યતિરિક્ત નામનો ત્રીજો ભેદ સમજાવાય છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૩૧ પૌદ્ગલિક સુખની આશંસા રહિત, આ લોકના ભૌતિક સુખની આશંસા રહિત તથા પરલોકના ભૌતિક સુખની આશંસા રહિત કેવલ એકલા આત્મતત્ત્વના સ્વરૂપની સાધનાને અભિમુખી થયેલા એવા જીવનો બાહ્ય ઉપધિ, શરીર, અન્ન-પાન અને સ્વજનાદિ સંબંધી જે ત્યાગ તે તવ્યતિરિક્ત એવો નોઆગમથી દ્રવ્યત્યાગ કહેવાય છે. આ દ્રવ્યરૂપ પદાર્થનો ત્યાગ છે માટે દ્રવ્યત્યાગ કહેવાય છે. આગમ = જ્ઞાન આવ્યું પણ નથી અને આવવાનું પણ નથી. માટે તવ્યતિરિક્ત કહેલ છે. આ સઘળો અનેક ભેદવાળો દ્રવ્યત્યાગ જાણવો.
હવે ભાવત્યાગ સમજાવાય છે. આત્માની અંદર રહેલા એવા અર્થાત્ અભ્યત્તર એવા રાગ-દ્વેષ-મિથ્યાત્વ (અજ્ઞાન) ઈત્યાદિ આશ્રવ સ્વરૂપ જે વિભાવદશાની પરિણતિ છે તેનો જે ત્યાગ તે ભાવત્યાગ કહેવાય છે તથા ક્ષાયોપથમિક ભાવનાં મતિ-શ્રુત અવધિમન:પર્યવ જે જ્ઞાનો તથા ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શન ઈત્યાદિ જ્ઞાન-દર્શન-વીર્ય વગેરે ગુણોની પરભાવથી (મોહના ઉદયથી) જે નિવૃત્તિ તે ભાવત્યાગ કહેવાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલા આત્માના જે ગુણો છે તેમાં ભળી ગયેલો જે મોહનો ઉદય છે કે જે ગુણોને અનર્થના માર્ગે લઈ જાય છે. તે ગુણોને મોહની પરાધીનતામાંથી બચાવવા તે પણ ભાવત્યાગ કહેવાય છે. સારાંશ કે સમ્યજ્ઞાનપૂર્વક સમ્મચારિત્ર અને વીર્ય એમ બન્નેના મિશ્રણથી ઉત્પન્ન થયેલો જે શુદ્ધ આત્મપરિણામ અને અશુદ્ધિનો ત્યાગ તે ભાવત્યાગ જાણવો.
હવે ત્યાગ ઉપર નયો સમજાવાય છે -
नामस्थापनां यावत् नैगमसंग्रहौ, व्यवहारो विषगरानुष्ठानेन, ऋजुसूत्रेण कटुविपाकभीत्या, शब्दसमभिरूढौ तद्धेतुतया, एवम्भूतत्यागः सर्वथावर्जनं वर्जनीयत्वेन, अथवा अशनादिबाह्यरूपमाद्यनयचतुष्टये, अभ्यन्तरत्यागः शब्दादिनयत्रये इति भावना । स त्यागः करणीय इत्युपदिश्यते - (૧/૨) નૈગમનય અને સંગ્રહાયથી નામત્યાગ અને સ્થાપનાત્યાગને “ત્યાગ” કહેવાય છે.
કારણ કે ત્યાગ શબ્દનું ઉચ્ચારણ કરતાં અથવા લખેલા ત્યાગશબ્દને વાંચતાં પણ ત્યાગના ભાવનું સ્મરણ થવાનો સંભવ છે. માટે નામત્યાગ અને સ્થાપનાત્યાગ એ પણ ત્યાગ છે. અહીં ઉપચારની પ્રધાનતા છે. વ્યવહારનયથી આ ભવના સુખની ઈચ્છાથી કરાતો ત્યાગ અને પરભવના સુખની ઈચ્છાથી કરાતો ત્યાગ એ પણ ત્યાગ કહેવાય છે. અર્થાત્ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન રૂપ ત્યાગ એ ત્યાગ છે. કારણ કે આ ભવના સુખની ઈચ્છા કે પરભવના
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર સુખની ઈચ્છા એ હૃદયગત હોવાથી લોકો દેખી શકતા નથી. આ અનુષ્ઠાનોમાં નિશ્ચય (હૃદયનો ભાવ) અશુદ્ધ છે, પણ બહારનો ત્યાગ તો વ્યવહારી જીવો વડે દેશ્ય છે તેથી, વ્યવહારનય તો બાહ્યત્યાગને પ્રધાનતાએ ત્યાગ માને છે. અંતર્ગત પરિણામ અદશ્ય હોવાથી આ નય તેને ગૌણ કરે છે. ઋજુસૂત્રનયથી ભોગનાં કડવાં ફળ છે એવા ભયથી જે ત્યાગ કરાય તેને ત્યાગ કહેવાય છે. જો સંસારના વિષયો સેવીશું તો પાપ બંધાશે અને નરક-નિગોદમાં જવું પડશે ત્યાં પરમાધામી દેવો ઘણાં દુઃખો આપશે અથવા નિગોદમાં કોઈ ઈન્દ્રિયો ન મળવાથી તથા અજ્ઞાનતા હોવાથી ઘણા દુઃખી થઈશું. ઈત્યાદિ ભયસંજ્ઞાના જોરે ત્યાગ કરાય તે ઋજુસૂત્રનયથી ત્યાગ કહેવાય છે, કારણ કે આ નય વર્તમાનકાલગ્રાહી છે અને દ્રવ્યાર્થિક નયનો ભેદ છે. એટલે હૃદયગત પર્યાયને ગૌણ કરે છે. બહારના
ત્યાગને પ્રધાન કરે છે. (૫/૬) પાંચ પ્રકારના અનુષ્ઠાનો પૈકી ચોથા નંબરનું જે તહેતુ અનુષ્ઠાન કરાય છે તે
સાધનાદશાનો કાલ હોવાથી શબ્દનય અને સમભિરૂઢનયથી ત્યાગ કહેવાય છે. આશય શુદ્ધ છે. તેથી આ તદ્ધતુ અનુષ્ઠાન આ નયમાં આવે છે. આ નયા ભાવને
પકડનારા છે. (૭) એવંભૂતનયથી અમૃતાનુષ્ઠાનવાળો જે પરભાવોનો ત્યાગ એ જ ત્યાગ છે. કારણ કે
પોતાના આત્માના ક્ષાવિકભાવજન્ય પરિપૂર્ણ શુદ્ધસ્વરૂપ વિના સકલભાવો વર્જનીય છે એમ સમજીને સર્વ પરભાવોનો સર્વથા જે ત્યાગ તે જ ત્યાગ જાણવો.
આ રીતે સાતનય જાણવા અથવા સંક્ષેપથી બીજી રીતે પણ સાતનય સમજાવે છે. પ્રથમના ચાર નવો દ્રવ્યાર્થિકનયના ભેદ છે. તેથી સ્થૂલદૃષ્ટિવાળા છે. માટે જીવનમાં આવેલા બાહ્યત્યાગને ત્યાગ કહે છે, સંસાર ત્યજીને સાધુ થયેલા સર્વે આત્માને ત્યાગી સમજી-ત્યાગી માનીને વંદનાદિ વ્યવહાર કરવા, તે પ્રથમના ચાર નયનો વિષય છે અને પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનયના ભેદ છે. તેથી સૂક્ષ્મદૃષ્ટિવાળા છે. માટે અભ્યન્તરત્યાગને ત્યાગ કહે છે. હૃદયની અંદર કષાયનો ત્યાગ, રાગાદિનો જે ત્યાગ, તે ત્યાગ છે. આમ આ પાછલા ત્રણ નયો અભ્યત્તર ત્યાગને પ્રધાનતાએ ત્યાગ કહે છે. તે દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ એમ બન્ને પ્રકારનો ત્યાગ આ જીવનમાં કરવા જેવો છે. દ્રવ્યત્યાગ એ ભાવત્યાગનું કારણ હોવાથી અને ભાવત્યાગ એ કર્મનિર્જરાનું અને સંવરભાવનું કારણ હોવાથી જીવનમાં કરવા જેવો છે. માટે હવે તેનો ઉપદેશ અપાય છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૩૩ संयतात्मा श्रयेच्छुद्धोपयोगं पितरं निजम् । धृतिमम्बाञ्च पितरौ, तन्मां विसृजत ध्रुवम् ॥१॥
ગાથાર્થ - સંયમી આત્માએ એટલે સંયમને અભિમુખ બનેલા આત્માએ શુદ્ધોપયોગ રૂપ પિતાનો અને સ્વભાવદશામાં સ્થિરતાત્મક વૃતિ રૂપી માતાનો આશ્રય કરવો જોઈએ. તેથી હે (લૌકિક) માતા-પિતા ! તમે મારો ત્યાગ કરો. મને મારું કલ્યાણ કરવામાં અનુકુળ થાઓ. /૧
ટીકા :- “સંયતત્મિ' તિ-સંયતીત્મ-સંયમfમમુવી, શબ્દોપયો નિવતર श्रयेत्, रागद्वेषरहित आत्मज्ञानं श्रयेत्-आश्रयेत् । धृतिम्-आत्मरतिरूपाम्, अम्बांजननीं श्रयेत् । तेन आहारपर्याप्तिनामकर्मोदयाद् यत्र उत्पन्नः, सा माता, तद्भोगी पिता इति लौकिकसम्बन्धः । तान् वक्ति तौ पितरौ ! मां विसृजत-त्यजत, नाहं वां पुत्रः, न युवां मम जनकौ इति, अयं हि लोके एव मार्गः । अत्र दृष्टान्तः --
વિવેચન - સંયતાત્મા એમ મૂળ શ્લોકમાં શબ્દ છે તેનો અર્થ સંયમ પ્રાપ્ત કરેલ આત્મા એવો અર્થ થાય છે. પરંતુ જેણે સંયમ પ્રાપ્ત કરી લીધો છે તેણે તો માતા-પિતાનો ત્યાગ કરી જ લીધો છે. તેથી માતાપિતાને કહેવાનું રહેતું જ નથી કે હે માતપિતા ! તમે મારો ત્યાગ કરો. અર્થાત્ મને રજા આપો. માટે સંયમી આત્મા એવો અર્થ ન કરતાં સંયમ લેવાને ઉદ્યમશીલ બનેલ આત્મા એટલે કે સંયમને અભિમુખ થયેલ આત્મા આવો અર્થ કરવો.
જે આત્મા સંયમ લેવાને (ત્યાગી જીવન જીવવાને) સન્મુખ થયો છે તેને મનમાં સમજાયું છે કે જ્ઞાન દર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ ઈત્યાદિ જે આત્મગુણો છે તે જ મારું સાચું સ્વરૂપ છે. તે જ મારું કુટુંબ છે. સંસારી જે મારું કુટુંબ છે તે તો આ ભવ પૂરતું જ છે અને તે પણ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું છે. માટે ઔદયિકભાવ છે, ઔપચારિક છે. તેની સાથે શારીરિક સંબંધ હોવાથી લોકવ્યવહારમાં કુટુંબ કહેવાય છે. પરંતુ મોહ-હેતુ હોવાથી ત્યાજ્ય છે અને ગુણાત્મક કુટુંબ સદાકાલ રહેનાર છે. પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે અને કર્મક્ષયનું કારણ છે. માટે મોહહેતુવાળા કુટુંબનો ત્યાગ કરવો એ જ મારું કર્તવ્ય છે. આમ સમજે છે તેથી સંયતાત્મા અર્થાત્ સંયમ લેવાને અભિલાષી બનેલ આત્મા “શુદ્ધોપયોગ” સ્વરૂપ પોતાના પિતાનો અને “વૃતિ” સ્વરૂપ પોતાની ગુણાત્મક માતાનો આશ્રય સ્વીકારે છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર મોહરહિત જ્ઞાનપર્યાયમાં આત્માનું વર્તવું તે શુદ્ધોપયોગ કહેવાય છે અને આત્મભાવમાં જ પ્રીતિ-તન્મયતા એ ધૃતિ કહેવાય છે. ઉપયોગ શબ્દ પુલ્લિંગ હોવાથી પિતા છે અને ધૃતિ શબ્દ સ્ત્રીલિંગ હોવાથી માતા છે. રાગ અને દ્વેષ રહિત એવા આત્માએ શુદ્ધ એવા આત્મતત્ત્વના જ્ઞાનરૂપ પિતાનો જ આશ્રય કરવો જોઈએ અને તેમાં જ સ્થિરતા કરવા સ્વરૂપ પોતાની માતાનો આશ્રય કરવો જોઈએ. કારણ કે ઉદયરત્નજી કૃત સક્ઝાયમાં આવે છે કે
કોનાં છોરૂ કોનાં વાછોરૂ, કોનાં માય ને બાપ ! અંતકાલે જીવને જાવું એકલું, સાથે પુણ્ય ને પાપ એક રેoll
તેથી આહારપર્યાપ્તિ નામકર્મના ઉદયથી જેની કુક્ષિમાં આ જીવ ઉત્પન્ન થયો અને જેના શારીરિક ભાગનો આહાર કરીને પોતાનું શરીર બનાવ્યું તથા જેના આહારથી પોતાના શરીરની પુષ્ટિ-વૃદ્ધિ કરી તે લોકવ્યવહારથી માતા કહેવાય છે અને તેનો ઉપભોગ કરનાર વ્યક્તિને પિતા કહેવાય છે. આ સઘળો લૌકિક સંબંધ છે. જ્યારે આ જીવને આત્મદશાનું ભાન થાય છે ત્યારે મોહનો ત્યાગ કરવાના હેતુથી આ જીવ આ લૌકિક માતા-પિતાનો ત્યાગ કરીને ગુણાત્મક માતા-પિતાનો આશ્રય કરે છે. તેથી લૌકિક માતાપિતાને કહે છે કે હે માતાપિતા ! તમે મારો ત્યાગ કરો. એટલે તમે મારો મોહ ત્યજો અને મને સંયમ સ્વીકારવાની સંમતિ આપો. કારણ કે મેં તમારી કુક્ષિમાં જન્મ લીધો એટલે તમે મારાં માતા-પિતા બન્યાં, કહેવાયાં, પરંતુ નિશ્ચયનયથી “હું આપનો પુત્ર પણ નથી અને તમે મારાં માતા-પિતા પણ નથી.” આ તો એક ભવની સગાઈ માત્ર છે. શારીરિક સંબંધ હોવાથી ઉપચાર કરવામાં આવ્યો છે. આ જીવે અતીતકાલમાં સર્વે જીવોની સાથે માતા-પિતાના સંબંધો કરેલા છે. કહો કોને માતા-પિતા માનવાં? અને કોને માતા-પિતા ન માનવાં?
न सा जाइ न सा जोणी न तं ठाणं न तं कुलं । न जाया न मुआ, जत्थ जीवा वारणंतसो ॥
એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી અને એવું કોઈ કુલ નથી કે જ્યાં આ જીવ અનંતીવાર જન્મ્યો ન હોય અને મૃત્યુ પામ્યો ન હોય.
તેથી હે માતા-પિતા ! તમે મારો મોહ છોડો, મોહ એ કર્મબંધનું કારણ છે અને મને સંયમી થવાની રજા આપો. શુદ્ધોપયોગ આત્મક પિતા અને ધૃતિ રૂપ માતાનો આશ્રય મને કરવા દો. આ વિષય ઉપર “સુભાનું” કુમારનું એક દષ્ટાન્ત કહે છે -
जहा एगया भरहे खित्ते मगहजणवए सुवप्पाए नयरीए अरिदमण-नयमग्गहिए "वयरजंघो" राया । तस्स धारिणी देवी, तस्स उ "सुभाणु"नाम कुमरो अमरुव्व
Page #268
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
त्यागाष्ट४-८
૨૩૫
सुन्दरो अणुक्कमेण विज्जापुरन्दरो जाओ । लावण्णजुओ सहजेण जिणधम्मसाहुवंदणपूयणतप्परो जाओ । सो कमेण कन्दप्परमणे जुव्वणवसो पत्तो । ता जणएण रूवलावण्ण-सीलकलियाओ एगसयं रायकन्नाओ ओवमातीता पणीयाओ । सो तेसिं सद्धिं विसय जमाणो तिलोगनाह-तिलोगबन्धु-सेवणरओ चिट्ठइ ।
એક કાલે ભરતક્ષેત્રમાં મગધદેશમાં સુવપ્રા નામની નગરીમાં શત્રુઓનું દમન કરનારો અને રાજનીતિના માર્ગમાં કુશળ એવો વજજંઘ નામનો રાજા હતો. તેને ધારિણી નામની પત્ની હતી. તેની કુક્ષિએ “સુભાન” નામના કુમારનો જન્મ થયો. જે કુમાર દેવની સંદેશ સુંદર હતો. અનુક્રમે મોટો થતાં તે કુમાર વિદ્યામાં ઈન્દ્રતુલ્ય બન્યો. લાવણ્યથી યુક્ત એવો તે કુમાર સ્વાભાવિકપણે જ (કોઈના પણ દબાણ વિના જન્મથી જ) જૈનધર્મમાં તત્પર તથા સાધુસંતોને વંદન-પૂજન કરવામાં તત્પર થયો. સંતપુરુષોની સેવા-પૂજામાં રસિક બન્યો. અનુક્રમે તે કામદેવના રમણને યોગ્ય અવસ્થાવાળો એટલે યોવનાવસ્થાને વશ થયો. યૌવન પામ્યો. તેથી તેના પિતાએ રૂપ-લાવણ્ય અને શિયળગુણથી યુક્ત, ઉપમા ન આપી શકાય તેવી (ઉપનાતીત) એકસો રાજકન્યાઓ તેની સાથે પરણાવી. તે કુમાર તે સ્ત્રીઓની સાથે સાંસારિક પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખને અનુભવતો અનુભવતો ત્રણ લોકના નાથ અને ત્રણ લોકના બંધુ એવા તીર્થંકરપ્રભુની સેવામાં લીન રહ્યો છતો કાલનિર્ગમન કરે છે.
___ तओ एगया अणेगेहिं, केवलिहिं, अणेगेहिं विउलमईहिं अणेगेहिं उजुमईहिं, अणेगेहिं ओहिनाणीहिं, अणेगेहिं पुव्वधरेहिं, अणेगेहिं आयरियउवज्झाएहिं, अणेगेहिं तवोधणेहिं, अणेगेहिं नवदिक्खिएहिं, अणेगदेवदेवीपरिवुडो सिरिसम्भवो अरिहा सव्वण्णू सव्वदंसी आगासगएणं छत्तेणं आगासगएणं चक्केणं, उद्ध्वमाणेहिं सेयचामरेहिं पुरओ धम्मज्झएण विरायमाणो नयरपरिसरे समोसढो । जाओ अ समोसरणे तिवप्पो, परिसा निग्गया, वणपालेण वद्धाविओ कुमारो, जस्स पइदिणं दसणं अभिलससि कंखसि सो सव्वजगजीववच्छलो तित्थयरो समागओ ते पुण्णजोगेणं । तेणं समएणं सो कुमारो इत्थिसएहिं परिवेढिओ आसि, तओ भणइ, सुणसु मे, तारगो निम्ममो निरहंकारो अकिंचणो सव्वन्नू सव्वदंसी जिणो वीयरागो सुद्धधम्मदेसी आगओ । गच्छामि वंदणत्थं इति पुलिअंगो अब्भुट्ठिओ, चलिओअ जिणवंदणत्थं, मग्गे वि लोगवूहं भणंतो अहो ! अममो मे भयवं, अकिंचणो मे भयवं, अतिण्हो मे भयवं, वंदंतु भो ! तुब्भे जइ सुहट्ठिणो, आगच्छंतु, भो । तुम्हाणं सव्वसंसयच्छेयगो परमेसरो दिट्ठस्सं, इअ भणंतो इत्थिाआहिं समं वणं पत्तो ।
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
એવામાં એક કાલે અનેક કેવલજ્ઞાની પુરુષો સાથે, અનેક વિપુલમતિ મન:પર્યવજ્ઞાનવાળા પુરુષો સાથે, અનેક ઋજુમતિ મન:પર્યવજ્ઞાનવાળા પુરુષો સાથે, અનેક અવધિજ્ઞાની પુરુષો સાથે, અનેક પૂર્વધર પુરુષો સાથે, અનેક આચાર્ય મહારાજશ્રી તથા અનેક ઉપાધ્યાયજી મહારાજશ્રી સાથે, અનેક તપોધન એવા મુનિઓ સાથે તથા અનેક નવા દીક્ષિત સાધુ મહાત્માઓ સાથે વિચરતા અને અનેક દેવ-દેવીઓથી પરિવરેલા એવા શ્રી સંભવનાથ નામના અરિહંત તીર્થકર ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી આકાશમાં રહેલા છત્ર વડે, આકાશમાં રહેલા ચક્ર વડે, બન્ને બાજુ વીંજાતાં શ્વેત ચામરો વડે અને આગળ ચાલતા ધર્મધ્વજ વડે વિશેષ વિશેષ શોભતા એવા પ્રભુ નગરની બહાર ભાગોળે (ભાગોળના ઉદ્યાનમાં) પધાર્યા.
ત્યાં ત્રણ ગઢવાળું સમવસરણ રચાયું, બાર પર્ષદા ભરાઈ, વનપાલકે કુમારને વધામણી આપી કે જેના દર્શનની તમે પ્રતિદિન અભિલાષા કરો છો, તીવ્ર ઝંખના રાખો છો તે, સર્વજગતના જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવવાળા તીર્થંકરભગવાન શ્રી સંભવનાથ પ્રભુ તમારા પુણ્યયોગે આપણા ગામની ભાગોળે (ઉદ્યાનમાં) પધાર્યા છે. વનપાલકે જ્યારે આ વધામણી આપી તે સમયે તે કુમાર પોતાની સો સ્ત્રીઓ સાથે આનંદ-પ્રમોદ કરતો છતો વીંટળાયેલો હતો. તે વધામણી સાંભળીને તે કુમાર (પોતાની સો સ્ત્રીઓને) કહે છે કે તે સ્ત્રીઓ ! તમે મને સાંભળો, (મારું વચન સાંભળો), જગતના તારક, મમતા વિનાના, અહંકાર વિનાના, કંઈપણ પરદ્રવ્ય પાસે નહીં રાખનારા, સર્વજ્ઞ-સર્વદર્શી-જિનેશ્વર, વીતરાગ, શુદ્ધ ધર્મના ઉપદેશક શ્રી સંભવનાથ પ્રભુ પધાર્યા છે. તેથી હું તેઓને વંદન કરવા માટે જાઉં છું આમ કહીને પુલકિત (હર્ષિત) થયાં છે સર્વ અંગો જેનાં એવો તે કુમાર ઉઠ્યો (જવા માટે તૈયાર થયો) અને પરમાત્માને વંદન કરવા માટે પોતાના નિવાસસ્થાનેથી ચાલ્યો. જતાં જતાં માર્ગમાં જે જે લોકસમૂહ મળે છે તેને આ પ્રમાણે કહે છે કે હે હે લોકો ! મારા ભગવાન મમતા વિનાના છે. મારા ભગવાન અકિંચન છે. મારા ભગવાન તૃષ્ણા વિનાના છે. જો તમે સાચા સુખના અર્થી હો તો મારી સાથે આવો અને આ પરમાત્માને વંદન કરો. અને તે લોકો ! આ પ્રભુ તમારા સર્વ સંશયોનો છેદ કરનારા છે. પરમેશ્વર છે. “આવા પરમાત્માનાં આજે હું દર્શન કરીશ” એમ કહેતો કહેતો સો સ્ત્રીઓ સાથે તે વનમાં (ઉદ્યાનમાં) પહોંચ્યો કે જ્યાં ભગવાન પધાર્યા છે.
दिट्ठाइसओ भणइ, अत्थि भद्दे ! कोवि एयारिसो तिहुअणजणचमक्कारकरो सव्वसुरिंदेहिं वंदिज्जमाणचलणो ? एवं जाव सम्मुहं पासई अरिहंतं फुल्लुप्पलकमलनयणवयणो अहो ! मे पुण्णंकुरो अज्जं फलं पत्तो, अहो मे अज्ज अमयघणो वुट्ठो,
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૩૭
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮ जेण वीयरागदंसणं जायं, एवं अभिणंदंतो पंचाभिगमपुव्वं तित्थयरचलणे वंदिऊण ठिओद्धणंतो ताव चारित्तमोहस्स खओवसमेण जायविरइमई भणइ, नाह ! असरणसरण ! महासत्थवाह ! भवसमुद्दनिज्जामय ! ममं सामाईयं उवदिसह, जेण कसायच्चाओ भवइ । एवं वुत्ते अरिहंतेण सामाईअं दिण्णं । गहिअवओ समणो जाओ । ताव आउक्खयं जायं, मओ से कुमारसमणो ।
દૃષ્ટી: = દેખ્યા છે સાક્ષાત્ ૩૪ તિશય અતિશયો જેણે એવો તે કુમાર (પોતાની સો પત્નીઓને ઉદ્દેશીને) કહેવા લાગ્યો કે હે ભદ્ર ! સર્વ દેવેન્દ્રો વડે વંદન કરાતાં છે ચરણો જેનાં એવા, ત્રણે ભુવનના જીવોને ચમત્કાર કરનારા, શું કોઈપણ આવા પ્રકારના બીજા પુરુષ હોઈ શકે છે ? અર્થાત્ આવા મહાપુરુષ બીજા કોઈ જ નથી. આમ બોલતા બોલતા પ્રસન હૃદયવાળા, કુ = વિકસેલાં છે ૩પત્રમત્ન = ઉત્પલ અને કમલની તુલ્ય નવયળો = નેત્ર અને મુખ જેનાં એવા આ સુભાનુકુમાર જેટલામાં સન્મુખ પહોંચીને અરિહંત પરમાત્માને દેખે છે અને હર્ષથી નાચી ઉઠે છે.
અહો! આજે મારો પુન્યનો અંકુરો ફળીભૂત થયો. અહો ! આજે મારે અમૃતનો મેઘ વર્ગો, કારણ કે વીતરાગપરમાત્માનાં મને દર્શન થયાં, આ પ્રમાણે અભિનંદન કરતો પાંચ અભિગમ સાચવવાપૂર્વક તીર્થંકર પરમાત્માના બન્ને ચરણોને વંદન કરીને બેઠો, પરમાત્માની સ્તુતિ કરતા કરતા-ગુણગાન ગાતા ગાતા વર્તે છે, તેટલામાં જ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમભાવ થવાથી ઉત્પન્ન થઈ છે સર્વવિરતિની (દીક્ષાની) મતિ જેને એવા તે સુભાનુકુમાર પ્રભુને કહે છે કે –
હે નાથ ! હે અશરણ જીવોને શરણતુલ્ય, હે મહાસાર્થવાહ! ભવસમુદ્રમાં નિર્યામક તુલ્ય હે પ્રભુ ! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરો (મને સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવો). કે જેથી મારામાંથી કષાયોનો ત્યાગ થાય. સુભાનુકુમાર વડે આમ કહેવાય છતે અરિહંત પરમાત્મા વડે સુભાનુકુમારને સર્વવિરતિ સામાયિક અપાયું (દીક્ષા અપાઈ). ગ્રહણ કર્યા છે પાંચ મહાવ્રત જેણે એવા સુભાનુકુમાર હવે શ્રમણ (સાધુ-મુનિ) થયા. તેટલામાં જ તેમના આયુષ્યનો ક્ષય થયો અર્થાત્ આયુષ્ય સમાપ્ત થયું અને તે શ્રમણ થયેલા સુભાનુકુમાર ત્યાં જ મૃત્યુને પામ્યા. સંયમી જીવનમાં આયુષ્ય સમાપ્ત થયું.
___ता तस्स जणओ राया सपरिजणो आगओ, सुअं मयं पासिऊण विसन्नो, जणणी वि विलवंती रुयमाणी, सो सुभाणुजीवो झत्ति देवत्तं लहिऊण समागओ जिणचरणे, ता अम्मापियरो विलवंता पासिऊण भणइ, को एरिसो दुक्खो जं
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
',
जिणचरणे परमसुहदायगे लहिऊण रुयसि ? ते भांति - अम्हाणं सुओ परमवल्लो वावन्नो । तस्स विओगो जाओ । सो दुक्खो दुस्सहो । ता सुरो भाइ, राय ! भणसु तस्स सरीरं तुह इट्टं जीवो वा ? जई जीवो इट्ठो, ता अहं, कुणसु रागं, जई सरीरो इट्ठो ता कलेवरं रज्जह, कहय तुज्झ पुत्तत्तं कत्थ ? तणुसु जीवे वा ? ऊत यं કૃતિ (તં પ્રત્યેવ અસ્થિ) દું યત્તિ ? તા નળયો મારૂં, નો સો રાનો મરૂ, તા સુરો મારૂ, મનળા ચેવ સા, ખં મે સુત્રો, રૂમા પિયા, રૂમા નબળી, રૂથ્વાર્ફ वियप्पा अवत्थुता, तहरूवे सम्बन्धे कह मुच्छिया ? इय वयणेणं पडिबुद्धा सव्वे पव्वज्जमागया, इयलोगम्मि सम्बन्धो भमरूवो इति ॥
સુભાનુકુમાર દીક્ષિત થયા પછી તુરત જ મૃત્યુ પામવાથી તેમના પિતા વજંઘ રાજા પરિવાર સાથે ત્યાં આવ્યા, પુત્રને મૃત્યુ પામેલો જોઈને ઘણું ખેદ પામ્યા (દુઃખ પામ્યા). માતા પણ વિલાપ કરતી રડતી રડતી ત્યાં આવી પહોંચી. તે સુભાનુકુમારનો જીવ જલ્દી જલ્દી દેવ-અવસ્થા પામીને (અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા નીચેની પરિસ્થિતિ જાણીને) તુરત જ જિનેશ્વર પ્રભુના ચરણકમલમાં આવી પહોંચ્યો. ત્યાં વિલાપ કરતા માતા-પિતાને જોઈને તે દેવ કહેવા લાગ્યો કે -
એવું તે તમને શું દુઃખ છે કે પરમસુખદાયક (જન્મ, જરા અને મરણાદિના દુઃખોથી મુકાવનાર એવા) જિનેશ્વર પ્રભુનાં ચરણકમલ પ્રાપ્ત કરીને રડો છો ? અર્થાત્ સુખદાયક એવા પ્રભુ મળ્યા છે તો પછી રડો છો કેમ ? એવું તો તમને શું દુઃખ છે ? તે કહો. તે માતા-પિતા કહે છે કે - પરમ વહાલો એવો અમારો પુત્ર (સુભાનુકુમાર) મૃત્યુ પામ્યો છે તેનું અમને ઘણું દુ:ખ છે. તે પુત્રનો જે વિયોગ થયો છે તે વિયોગ દુઃખરૂપ છે અને દુસ્સહ છે. તેથી અમે રડીએ છીએ.
ત્યારે દેવ કહે છે કે હે રાજન ! કહો કે તમને તે તમારા પુત્રનું શરીર વહાલું છે કે તે પુત્રનો જીવ વહાલો છે ? જો જીવ વહાલો હોય તો તે હું જ છું. અહીંથી મરીને દેવ થયો છું. ત્યાંથી અવધિજ્ઞાનથી જાણીને આવીને તમારી સામે જ ઉભો છું, હું તમારો પુત્ર જ છું, મારા ઉપર રાગ કરો, પુત્ર અસત્ થયો નથી સત્ છે. અને જો શરીર જ ઈષ્ટ હોય તો તેનું ક્લેવર હજુ ભૂમિ ઉપર જ પડેલું છે. તેના ઉપર રાગ કરો, ઘેર લઈ જાઓ, પ્રેમથી પાળો-સાચવો. હે રાજન્ ! કહો કે તમારા પુત્રનું “પુત્રપણું” ક્યાં છે ? શું શરીરમાં છે ? કે જીવમાં છે ? તમે જેને (પુત્રપણે) ઈચ્છતા હો તો તે અહીં જ છે શા માટે રડો છો ?
ત્યારે પિતા કહે છે કે “તમને જોઈને કે ક્લેવરને જોઈને” તેવો રાગ ઉછળતો જ
Page #272
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮
૨૩૯
=
નથી, અમને આ બન્નેમાં ક્યાંય પુત્રપણું દેખાતું જ નથી. ત્યારે કહે છે કે - આ બધી મનની માનેલી માન્યતા” માત્ર છે કે “આ મારો પુત્ર છે, આ મારા પિતા છે, આ મારી માતા છે’’ ઈત્યાદિ બધી માન્યતા-ભ્રમ માત્ર છે. મોહદશાના વિકલ્પો જ માત્ર છે, અવાસ્તવિક છે. તે કલ્પનામાં કંઈ પણ તથ્ય નથી. તદ્દવે તેવા પ્રકારના અવાસ્તવિક અર્થાત્ કાલ્પનિક માત્ર સંબંધમાં મૂર્છા-આસક્તિ-પ્રેમ-રાગ કેમ કરાય ? ઈત્યાદિ ઉપદેશાત્મક એવાં દેવના વચનો વડે સર્વને (માતા, પિતા અને પત્નીને) પ્રતિબોધ થયો અને સર્વેએ પ્રવ્રજ્યા સ્વીકારી. તેથી આ લોકમાં “માતા-પિતા-પુત્ર” ઈત્યાદિ જે સંબંધ છે તે કેવલ ભ્રમમાત્ર છે. વાસ્તવિક કોઈ સગપણ સત્ય નથી. મોહનીયકર્મ અને નામકર્મ આદિના કારણે આ સર્વે એક ભવના સંબંધો છે. તેને જીવ સર્વથા સત્ય માનીને મોહાન્ધ થયા છતા સંસારમાં ભટકે છે. ॥૧॥
युष्माकं सङ्गमोऽनादि-र्बन्धवोऽनियतात्मनाम् । ध्रुवैकरूपान् शीलादिबन्धूनित्यधुना श्रये ॥२॥
ગાથાર્થ :- હે બંધુઓ ! અનિયત સ્વરૂપવાળા એવા તમારો સંબંધ અનાદિનો છે. હવે ધ્રુવ એક સ્વરૂપવાળા શીલાદિ ગુણાત્મક બંધુઓનો હું આશ્રય કરું છું. ॥૨॥
ટીકા :- ‘‘યુગ્મા મિતિ'' હે માતપિતરો ! बन्धवः ! युष्माकं सम्बन्धः अनादिसन्तत्या अनाद्यनियतात्मनामसंयतानां भवतीत्यर्थः, वा अनियतात्मनाम्અનિશ્ચિતસ્વરૂપાળાં, મિત્ર શત્રુર્મવતિ, શત્રુઃ પુનમિત્ર મવતિ, અધુના ધ્રુવા-નિશ્ચિંતા, एकरूपा-नानाभावरहिता, तान् शीलादिबन्धून् शील- सत्य - शम - दम - सन्तोषादिबन्धून् हितकारकान् नित्यं सदा श्रये, हे साधक ! शुद्धात्मगुणरूपान् बन्धून् भज ॥२॥
વિવેચન :- માતા અને પિતાનો સંબંધ શારીરિક હોવાથી આ ભવ પૂરતો છે. તથા નામકર્મ અને મોહનીયકર્મના ઉદયજન્ય હોવાથી અવાસ્તવિક છે. આ આત્માનો પરદ્રવ્યની સાથેનો સંબંધ જ અનિયત છે. માતા પણ મરીને પત્ની થાય, પત્ની મરીને માતા થાય, પિતા મરીને પુત્ર થાય, પુત્ર મરીને પિતા થાય એટલે આ તમામ સગપણો અનિયત-અવાસ્તવિક અને કર્મોદયજન્ય છે. તેથી ઔપાધિક છે. તે સગપણને જ ઘણું મહત્વ આપીને આ જીવ મોહાન્ધ થયો છતો ભવોભવમાં રખડે છે. આત્મા અનંત ગુણાત્મક છે. ગુણો એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. પ્રગટ થયા પછી સદા રહેનાર છે. ક્યારેય જવાવાળું નથી. તેથી તે ગુણો ધ્રુવ પણ છે અને પ્રગટ થયા પછી હાનિ-વૃદ્ધિ વિનાના છે. ચાલી જનારા નથી તેથી એક સ્વરૂપવાળા છે. માટે હે આત્મા ! તું સાંસારિક સગપણનો ત્યાગ કર અને ગુણોનો સંબંધ કર. આવા પ્રકારનો આ શ્લોકમાં ઉપદેશ છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪) ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર હે માતા-પિતા ! હે બંધુઓ ! તમારો સંબંધ અનાદિ છે, અર્થાત્ અનાદિ કાલની પરંપરાથી છે તથા નિયતાત્મનાં એટલે અવિરતિ-અસંયમી એવા તમારો સંબંધ અનાદિ છે, સાંસારિક સંબંધ છે. ભોગને વધારનારો-મોહને વધારનારો સંબંધ છે. તેનાથી પાપોનો આશ્રવ જ થાય છે, માટે આ સંબંધ ત્યાજ્ય છે.
વ = અથવા નિયતિત્મિનાં = આ શબ્દનો બીજો અર્થ પણ થાય છે. અનિયત છે અનિશ્ચિત છે સ્વરૂપ જેનું એવો તમારો સંબંધ છે. તમારી સાથેનો સંબંધ સદાકાલ એક સ્વરૂપવાળો નથી. કારણ કે હાલ જે મિત્ર હોય છે તે જ સ્વાર્થ સિદ્ધ ન થતાં કાલાન્તરે શત્રુ થાય છે અને શત્રુ હોય છે તે સ્વાર્થ સિદ્ધ થતાં કાલાન્તરે મિત્ર થાય છે. આપણા સંબંધનું શું ઠેકાણું? ઘણા પ્રેમથી વિવાહિત થઈ પતિ-પત્ની બને છે પણ માન ન સચવાતાં અથવા સ્વાર્થ સિદ્ધ ન થતાં છુટાં પડે છે, એક-બીજાની હત્યા કરે છે. તેથી આ સંબંધ અનિશ્ચિત છે. ક્યારે વિરૂપ થઈ જાય તે કંઈ કહેવાય નહીં. માટે હવે હું આવા ક્ષણભંગુર-વિનાશી તથા માત્ર સ્વાર્થ પૂરતા અને ઔપાધિક સંબંધોનો ત્યાગ કરું છું.
હવેથી ધ્રુવ સ્વરૂપવાળા-નિશ્ચિત સ્વરૂપવાળા-સદાકાળ એકરૂપે જ રહેનારા-નાનારૂપે નહીં બનનારા (ભિન્ન ભિન્ન રૂપે નહીં બનનારા) એવા શિયળ-સત્યતા-શમ-દમ અને સંતોષ આદિ ગુણો સ્વરૂપ જે બંધુઓ છે, જે સદાકાળ આત્માનું હિત જ કરનારા છે, કલ્યાણકારક છે. સ્વભાવદશા હોવાથી કર્મબંધ કરાવનાર નથી, તેથી હવેથી હંમેશાં હું તેનો જ આશ્રય કરું છું.
આત્મકલ્યાણની સાધના કરનારા હે સાધક આત્મા ! તું પણ શુદ્ધ આત્મતત્ત્વના શીલાદિ ગુણાત્મક બંધુઓનો જ આશ્રય કર, જે ક્યારેય પણ દગાબાજ બનતા નથી. સદા હિત જ કરે છે માટે તે ગુણોનો સંબંધ તું કર. /રા
कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रियाः । बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसन्यासवान् भवेत् ॥३॥
ગાથાર્થ :- સમતા એ જ એક મારી પત્ની છે અને સમાન ક્રિયાવાળા સાધુપુરુષો એ જ મારાં જ્ઞાતિજનો-સગાંવહાલાં અથવા સ્નેહીજનો છે. આ પ્રમાણે બાહ્યવર્ગનો ત્યાગ કરીને હું ગૃહસ્થ ધર્મના ત્યાગવાળો બનું. ડી.
ટીકા :- “વત્તા મે” કૃતિ-તત્ત્વજ્ઞાની ઉચ્ચત્તર સqજે નિં તિ, તવાદमे-मम स्वरूपसाधनतत्परस्य समता एव एका कान्ता-वल्लभा भोगयोग्या, इत्यनेन
Page #274
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૧ तत्त्वावलम्बनीभूतानां समता वनिता, समक्रियाः-साधवः मे ज्ञातयः-स्वजना इति कृत्वा बाह्यवर्ग-पुत्रकलत्रादिकं त्यक्त्वा धर्मसन्यासवान्-गृहस्थधर्मत्यागवान् भवेत् ।
औदयिकसम्पदां विहाय क्षयोपशमजां स्वीयां साधनसम्पदां भजति । अनादिपरसङ्गादिविभावसम्पदां गृह्णन्-इच्छन्-भुञ्जन्-भवाटव्यां परिभ्रमति । स एव सम्यग्ज्ञानदर्शनेन चारित्रसाधनधर्मपरिणतो मोक्षसाधको भवति ॥३॥
વિવેચન - જ્યારે આ જીવને તત્ત્વનું ભાન થાય છે ત્યારે જ સમજાય છે કે આ સાંસારિક સગપણો એક ભવ પૂરતાં જ છે. સર્વે જીવો મૃત્યુ બાદ ભિન્ન ભિન્ન સ્થાને જાય છે. નવા નવા જીવોની સાથે આ સાંસારિક સંબંધો થાય છે અને નાશ પામે છે. એક પણ સંબંધ કાયમી નથી. એક ભવમાં પણ આ સંબંધ બદલાતા રહે છે, અનિયત છે. કર્મના ઉદયમાત્રથી જ થયેલા છે, મોહજન્ય છે, પાધિક છે. વિયોગકાલે દુઃખ જ આપનારા છે. માટે જ્ઞાનીઓએ જે કહ્યું છે કે “કોનાં છોરૂ કોનાં વાછોરૂ” ઈત્યાદિ પંક્તિઓ સત્ય છે. તેથી તત્ત્વજ્ઞાની આત્મા આ બાહ્યસંબંધોનો ત્યાગ કરીને અભ્યત્તરસંબંધ (અંદર રહેલા પોતાના સ્વરૂપાત્મક ગુણોનો જ સંબંધ) કરવામાં પ્રીતિ કરે છે.
આત્માના એક શુદ્ધસ્વરૂપની જ સાધના કરવામાં તત્પર બનેલા સાધક આત્માને “સમતા” શમભાવ (રાગ-દ્વેષરહિતતા) એ જ એક કાન્તા છે. વલ્લભ એવી પત્ની છે. શારીરિક ભોગ યોગ્યને બદલે પોતાના સ્વરૂપના ભોગને યોગ્ય જો કોઈ સાચી-સદા સાથે રહેનારી પત્ની હોય તો તે સમતા નામની પત્ની છે. આ રીતે તત્ત્વજ્ઞાનના આલંબનવાળા બનેલા સાધક આત્માને સમતા એ જ પત્ની અને પોતાની સમાન સાધનાની ક્રિયા કરનારા સાધુસંત પુરુષો એ જ મારા જ્ઞાતિજનો છે અર્થાત્ સ્વજનો છે. આમ અભ્યત્તરદૃષ્ટિ ખીલે ત્યારે બાહ્યવર્ગ જે પુત્ર-સ્ત્રી-બંધુ-માતા-પિતા આદિનો ત્યાગ કરીને આ જીવ ગૃહસ્થધર્મનો એટલે કે સાંસારિક સગાઈનો સંન્યાસવાળો (ત્યાગવાળો) બને છે.
માતા-પિતા-પતિ-પત્ની-પુત્ર-મિત્ર ઈત્યાદિક સાંસારિક સ્વજનોની જે પ્રાપ્તિ થાય છે તે મોહનીયકર્મ અને નામકર્મના ઉદયથી થાય છે માટે “ઔદયિક ભાવની” સંપત્તિ કહેવાય છે. જો કે આ જીવને સાંસારિક જીવન જીવવામાં ઉપરોક્ત સ્વજનો સહાયક છે. માટે જ સંપત્તિ કહેવાય છે. આ કુટુંબ જેને જીવંત હોય તેને તે તે રૂપે મદદગાર પણ બને છે. માટે જ ભાગ્યશાલી કહેવાય છે પરંતુ તે તમામ બાહ્યસંપત્તિ છે, મોહજન્ય પણ છે અને મોહ કરાવનારી પણ છે. રાગ-દ્વેષના નિમિત્તરૂપ છે. માટે આવા પ્રકારની ઔદયિકભાવની સંપત્તિનો ત્યાગ કરીને આ જીવ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતકર્મોના ક્ષયોપશમથી થનારી જ્ઞાન-દર્શન
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૨ ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર સમ્યકત્વ-ચારિત્ર-સમતા-સત્ય-શમ-દમ-વીર્ય ઈત્યાદિ ક્ષાયોપથમિક ભાવની પોતાના આત્માની ગુણાત્મક સંપત્તિનો આશ્રય કરે છે.
આ ક્ષાયોપથમિકભાવની સંપત્તિ આગળ આગળ કાલાન્તરે આવનારી ક્ષાયિકભાવની સંપત્તિના સાધનભૂત છે. જ્યારે ક્ષાવિકભાવની સંપત્તિ આવવાનો કાળ આવે ત્યારે ક્ષાયોપથમિક ભાવની પ્રાપ્ત કરેલી આ ગુણાત્મક સંપત્તિ પણ ત્યજવા લાયક છે. હાલ જ્યારે સાધનાનો કાળ ચાલે છે ત્યારે દયિકભાવની સંપત્તિનો ત્યાગ કરીને ક્ષાયોપથમિક ભાવની સંપત્તિનો તત્ત્વજ્ઞાની આત્મા આશ્રય કરે છે. અનાદિકાળથી પરદ્રવ્યનો સંગ કરવા રૂપ અને તેના જ મોહના કારણે ૧૮ પાપસ્થાનકો સેવવા રૂપ વિભાવદશાની જ સંપત્તિને વારંવાર ગ્રહણ કરતો, વારંવાર ઈચ્છતો અને મોહાધીન થઈને વારંવાર ઉપભોગ કરતો એવો આ જીવ સંસારરૂપી અટવીમાં ભટક્યો છે અને ભટકે છે.
તે જ આ આત્મા જ્યારે તત્ત્વજ્ઞાની બને છે. દષ્ટિ બદલાય છે. બાહ્યવર્ગ મોહજનક છે, અકલ્યાણકારક છે અને ગુણાત્મક અભ્યત્તરવર્ગ મોહનો ક્ષયોપશમ કરાવનાર છે, કલ્યાણ કરનાર છે ઈત્યાદિ જ્યારે સમજાય છે. ત્યારે આવા પ્રકારના મોહના નાશક સમ્યજ્ઞાન વડે તથા સમ્યગ્દર્શન વડે સમ્યકચારિત્રધર્મની સાધના કરવા સ્વરૂપ આત્મધર્મમાં પરિણામ પામતો આ જીવ કર્મોનો ક્ષય કરીને મોક્ષદશાનો સાધક બને છે. ૩
धर्मास्त्याज्याः सुसङ्गोत्थाः, क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभं, धर्मसन्यासमुत्तमम् ॥४॥
ગાથાર્થ - ચંદનની ગંધતુલ્ય ઉત્તમ ધર્મસન્યાસયોગને પ્રાપ્ત કરીને સારા સમાગમથી પ્રાપ્ત થયેલા એવા ક્ષાયોપથમિક ભાવના ધર્મો પણ ત્યજવા લાયક છે. જો
ટીકા - “ધર્માસ્યન્યા” તિક્ષાયોશિમિવાદ-બે રત્નત્રયીરૂપ ધર્મા: सुसङ्गोत्था:-सत्सङ्गदेवगुरुप्रसङ्गसम्भवा अपि धर्मास्त्याज्याः । क्षमादिवचनरूपा धर्मादिनिमित्ताश्रिता यद्यपि अर्वाक्काले साधनरूपा अपि त्याज्याः । धर्मसन्यासमत्तमं क्षायिकाभेदरत्नत्रयीरूपं स्वधर्मपरिणामं सहजपरिणमनरूपं प्राप्य-लब्ध्वा । कथम्भूतं धर्मसन्यासम् ? चन्दनगन्धाभं, - चन्दगन्धतुल्यम्, तिलादौ हि सुगन्धता सङ्गसम्भवा पुष्पादिनिमित्तसम्भवा, चन्दने सुगन्धता सहजरूपा तादात्म्यत्वेन-सहजेन उत्था-उत्पन्ना सहजोत्था ।
अनेन सहज एव आत्मनि धर्मपरिणामः स्वरूपत्वात् सहजः । स च अशुद्धतया
Page #276
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૩ आवृतत्वेन गुरुनिमित्तात् प्राग्भावं लभते । तत्र प्रथमं सविकल्पयुतजिज्ञासादिनिमित्तसापेक्षं सम्यग्दर्शनादिकं प्रकटयति । तेनैव वर्धमानेन निर्विकल्पकमभेदरत्नत्रयीरूपं निमित्ताद्यपेक्षां विनाऽपि गुणपरिणामरूपं सहजधर्मपरिणामं परिणमयति, तदा सविकल्पा साधना त्याज्या एव भवति । उक्तञ्च योगदृष्टिसमुच्चये -
ઔદયિકભાવની સંપત્તિ કર્મોદયજન્ય હોવાથી બાધક છે મોહ કરાવનારી છે. આ સંપત્તિમાં મૂઢ થયેલ આત્મા બહિરાત્મા કહેવાય છે. તેમાંથી બહાર આવવા માટે ઘાતકર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી ક્ષાયોપથમિકભાવના જ્ઞાનાદિ ગુણોની સંપત્તિ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં સાધનભૂત છે, માટે પ્રારંભમાં તે પ્રાપ્ત કરવા જેવી છે. આ ક્ષાયોપથમિકભાવના ગુણોની સંપત્તિને મેળવતો આત્મા સાધકદશાવાળો હોવાથી અન્તરાત્મા કહેવાય છે અને તે ૪ થી ૧૨ ગુણસ્થાનકવર્તી હોય છે.
પરંતુ ઘાતકર્મોનો સર્વથા મૂલમાંથી ક્ષય કરીને ક્ષાયિકભાવની ગુણસંપત્તિ (કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ અને અનંતવીર્યાદિ ગુણસંપત્તિ) પ્રાપ્ત કરવાનો જ્યારે અવસર આવે છે ત્યારે “સુસંગોથા” સારા સત્સંગથી સુદેવ અને સુગુરુના પરિચયથી તથા સ્વાધ્યાય, કલ્યાણમિત્ર વગેરેના સહવાસથી ઉત્પન્ન થયેલા (જીવનમાં ઉઘડેલા) એવા પણ ક્ષાયોપથમિક ભાવના ધર્મો = ભેદ રત્નત્રયી સ્વરૂપ મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો, ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શનો, સામાયિકાદિ ચારિત્ર અને ક્ષાયોપથમિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ આ આત્માના ગુણો હોવા છતાં પણ તે ત્યજવા જેવા છે. કારણ કે ક્ષાયોપથમિક ભાવ હોવાથી તેમાં જેમ ગુણોનો આવિર્ભાવ છે, તેમ સાથે સાથે કર્મોનો ઉદય પણ ચાલુ હોવાથી ઘણા ઘણા અંશે તે ગુણો ઢંકાયેલા પણ છે. સર્વથા આવિર્ભાવ સ્વભાવવાળા આ ગુણો નથી. “ન મામા કરતાં કાણા (કહેણીયા) મામા પણ સારા” એ ન્યાયે ક્ષાયોપથમિક ભાવના ગુણો સાધનાકાલમાં આદરવા જેવા છે. કારણ કે તે ક્ષાયિકભાવની પ્રાપ્તિના કારણભૂત છે. પરંતુ ક્ષાયિકભાવના ગુણો કર્મોના ઉદયથી સર્વથા નિરપેક્ષ, પરિપૂર્ણ આવિર્ભત સ્વભાવવાળા ગુણો છે. તેથી તે ગુણો જ્યારે આવતા હોય ત્યારે આ ગુણો ગુણસ્વરૂપ હોવા છતાં પણ ત્યાજ્ય છે.
અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણ આ ત્રણે કષાયોના ક્રોધ-માનમાયા અને લોભાત્મક ૧૨ ભેદોના ક્ષયોપશમથી પ્રગટ થયેલા ઉપકારક્ષમા-અપકારક્ષમાવિપાકક્ષમા અને વચનક્ષમા એમ ચાર પ્રકારના ક્ષમાધર્મો તેવી જ રીતે માનાદિ કષાયોના ક્ષયોપશમથી પ્રગટ થયેલા માર્દવ, આર્જવ અને સંતોષ ઈત્યાદિ ધર્મો, ક્ષાયિકભાવના ધર્મોની પ્રાપ્તિ કરાવવામાં અવશ્ય નિમિત્તભૂત છે. માટે પ્રથમના કાલમાં આ ક્ષમા-માર્દવ-આર્જવા
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪૪ ત્યાગાષ્ટક - ૮
વિજ્ઞાનસાર અને સંતોષ સાધનરૂપ છે. તેથી સ્વીકારવા યોગ્ય છે. તો પણ સંજ્વલન કષાયના ઉદયનો ક્ષય થતાં બારમા ગુણસ્થાનકે સર્વથા મોહના ક્ષયથી જ્યારે ક્ષાયિકભાવના ક્ષમાદિ ધર્મો આવે ત્યારે તે ક્ષાયોપથમિક ભાવના ક્ષમાદિ ધર્મો ત્યાજ્ય છે.
દુર્ગુણોની જ બહુલતા જ્યારે હોય છે ત્યારે તે દુર્ગુણોને દૂર કરવા માટે અપૂર્ણ ગુણો પણ પ્રાપ્ય બને છે. પરંતુ પરિપૂર્ણ ગુણોની પ્રાપ્તિકાલે અપૂર્ણગુણો ત્યાજ્ય બને છે. માટે ઉત્તમ એવો ધર્મ સન્યાસયોગ પામીને (ક્ષાયોપથમિક ભાવના ધર્મોનો પણ ત્યાગ કરવા વાળી ક્ષપકશ્રેણિગત અવસ્થાને પામીને) ત્યાં ક્ષમા-માર્દવતા-આર્જવતા-સંતોષાદિ આત્માના ગુણો હોવા છતાં પણ તે ક્ષયોપશમભાવના છે. કર્મના ઉદયની સાથે સંબંધવાળા છે માટે ત્યાજ્ય છે. ક્ષપકશ્રેણીમાં આવેલો આ ધર્મસન્યાસયોગ ઉત્તમોત્તમ છે. ક્ષાયિકભાવના ગુણોની પ્રાપ્તિસ્વરૂપ છે. અભેદરત્નત્રયી-આત્મક છે. આત્માના પોતાના ધર્મપરિણામાત્મક છે. સ્વાભાવિકપણે ગુણાત્મક પરિણમન સ્વરૂપ છે. કર્મોના ઉદયની કે કર્મોના સંબંધની જરા છાંટ પણ જેમાં નથી એવો આ ધર્મસન્યાસયોગ છે. તેને મેળવીને ક્ષાયિક ભાવના ગુણોને પ્રાપ્ત કરીને ક્ષાયોપથમિક ભાવના ધર્મો પણ ત્યાજ્ય બને છે.
કવામાં પડી ગયેલા માણસને બહાર આવવા માટે ત્યાં લટકાવેલી સાંકળ આલંબન રૂપ છે. તેને પકડીને જ બહાર અવાય છે. અતિશય આધાર સ્વરૂપ છે. મજબૂત રીતે પકડવા સ્વરૂપ છે. તો પણ કુવાની કાંઠી ઉપર આવ્યા પછી કુવા બહાર પગ સ્થિર કર્યા બાદ તે સાંકળ જેમ છોડવા જેવી જ છે. જો છોડીએ નહીં તો યથેષ્ટ સ્થાને પહોંચી ન શકાય, કુવાના કાંઠા ઉપર જ ચોંટી રહેવાનો પ્રસંગ આવે. તેમ અહીં સમજવું.
તે ધર્મસન્યાસયોગ કેવો છે? ચંદનની ગન્ધતુલ્ય છે. ચંદન પણ ઘણું જ સુગંધી હોય છે તથા તલાદિનું તેલ ગુલાબ આદિનાં પુષ્પો નાખીને ઉકાળીને બનાવ્યું હોય ત્યારે તે તેલ પણ ઘણું જ સુગંધી હોય છે. ઘણી જાતના અત્તર પણ સુગંધી હોય છે. પરંતુ ઉપરોક્ત સર્વે વસ્તુઓમાં ઘણું જ અંતર છે. તે આ પ્રમાણે -
તલના તેલમાં કે બીજા કોઈપણ પ્રકારના તેલમાં ઉકાળવાથી જે સુગંધપણું આવે છે તે “સંગસંભવિત” છે એટલે કે ગુલાબ, મોગરો, જાઈ વગેરેના પુષ્પાદિના સંગ (સંયોગ)ના નિમિત્તે ઉત્પન્ન થયેલી સુગંધ છે, તેલ પોતે સ્વયં સુગંધી નથી, પરદ્રવ્યના મિશ્રણથી સુગંધ આવેલી છે. એટલું જ નહીં પણ પરદ્રવ્યની જ સુગંધ તે તેલમાં છે, જ્યારે ચંદનમાં જે સુગંધ છે તે સહજસ્વરૂપે છે. પોતાની જ સ્વયં સુગંધ છે. ચંદનના કાષ્ઠમાં તાદાભ્યપણેઅભેદભાવે રહેલી એટલે કે સ્વાભાવિકપણે જ ઉત્પન્ન થયેલી આ સુગંધ છે. પરંતુ ગુલાબ, મોગરો વગેરેનાં પુષ્પોરૂપી પરદ્રવ્યના સંગથી ઉત્પન્ન થયેલી આ સુગંધ નથી એવી જ રીતે
Page #278
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૫ ક્ષાયિકભાવની પ્રગટ થયેલી અભેદરૂપે જે રત્નત્રયી છે તે આત્મામાં રહેલો પોતાનો સહજ ધર્મપરિણામ છે. કારણ કે કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવના ગુણો એ તો આત્માનું પોતાનું સહજ સ્વરૂપ જ છે.
કેવલજ્ઞાનાદિ આત્માનું પોતાનું સત્તાગત સહજ અને શુદ્ધ સ્વરૂપ છે જ. ફક્ત પૂર્વબદ્ધ મોહનીયકર્મના ઉદયને કારણે આવેલી અશુદ્ધતાને લીધે તે શુદ્ધસ્વરૂપ આવૃત થયેલું છે (ઢંકાયેલું છે) નાશ પામેલું નથી. તેથી જે આ આવૃતસ્વરૂપ છે તે જ સદ્ગુરુ-સત્સંગ અને સ્વાધ્યાય આદિના કારણે પ્રભાવને (પ્રગટપણાને) પામે છે. ત્યાં સૌથી પ્રથમ અનાદિકાળથી લાગેલા મોહનીયકર્મના ઉદયજન્ય મિથ્યાત્વ, અજ્ઞાન આદિ વિપરીત બુદ્ધિ રૂપ ઔદયિકભાવને અટકાવીને સવિકલ્પક ભાવથી યુક્ત એવી તત્ત્વની જિજ્ઞાસા (અથવા સવિકલ્પક ભાવથી યુક્ત એવી જિનવાણી સાંભળવી) વગેરે પ્રબળ શુભનિમિત્તોની અપેક્ષાવાળા ક્ષાયોપથમિકભાવના (સમ્યકત્વમોહનીયના ઉદયવાળા) એવા સમ્યગ્દર્શનાદિ ભેદરત્નત્રયી રૂપ ગુણોને આ જીવ પ્રથમ પ્રગટ કરે છે.
ક્ષાયોપથમિક ભાવના તે સમ્યકત્વ-મત્યાદિ ચાર જ્ઞાનો, ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શનો, દેશવિરતિ-સર્વવિરતિ રૂપ ચારિત્ર અને દાનાદિ લબ્ધિઓની વૃદ્ધિ થતાં થતાં ક્ષાયોપથમિક ભાવ પરાકાષ્ઠાએ પહોંચતાં કાળાન્તરે નિર્વિકલ્પકદશાવાળો, અભેદરત્નત્રયીસ્વરૂપ, બાહ્ય સગુરુ કે સત્સંગ આદિ નિમિત્તોથી નિરપેક્ષ સહજ ગુણના પરિણામાત્મક એવો ક્ષાયિક ભાવનો સ્વાભાવિક એવો ધર્મપરિણામ, આ આત્મામાં પરિણામ પામે છે અર્થાત્ ક્ષાયિકભાવના ગુણો રૂપ ધર્મપરિણામ પ્રગટ થાય છે. જ્યારે આ નિર્વિકલ્પક અભેદભાવવાળો ક્ષાયિકભાવનો ધર્મપરિણામ પ્રગટ થાય છે ત્યારે સવિકલ્પક એવી ક્ષાયોપથમિકભાવની જે સાધના હતી તે ત્યાજ્ય જ બને છે. એક ગામથી બીજે ગામ જવા માટે ઘોડાની કે ગાડીની જરૂર હોય છે. પરંતુ સામે ગામ પહોંચ્યા પછી તે ઘોડાની કે ગાડીની જરૂર રહેતી નથી. તેમ અહીં સમજવું. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચયમાં પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.શ્રીએ કહ્યું છે કે -
द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । માયો તૂર્ણ દ્વિતીય રૂત્તિ તઃિ . (યોગ.દષ્ટિ. ૧૦)
સામર્થ્યયોગના બે ભેદ છે - (૧) ધર્મસન્યાસ અને (૨) યોગસન્યાસ. ત્યાં પ્રથમભેદ જે ધર્મસન્યાસ નામનો છે, તે બીજા અપૂર્વકરણના કાલે (ક્ષપકશ્રેણિમાં) તાત્ત્વિકપણે થાય છે અને બીજો ભેદ જે યોગસન્યાસ નામનો છે તે આયોજિકાકરણ કર્યા પછી કેવલીભગવંતને તાત્ત્વિકપણે હોય છે. એમ યોગદશાનું સ્વરૂપ જાણનારા પુરુષો કહે છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪૬ ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર तत्र सम्यग्लाभकाले प्रथमापूर्वकरणं, क्षपकश्रेणिनिवृत्तिबादरगुणस्थाने द्वितीयमपूर्वकरणम् । तत्र द्वितीये अपूर्वकरणे प्रथमः धर्मः अतात्त्विकः, स तात्त्विकः तत्त्वरूप एव भवति । भावना च यद्यपि क्षायोपशमिकाः सम्यग्दर्शनादिगुणाः अर्हत्प्रवचनादि-स्वजात्यबाधक-विजातिपरद्रव्यमवलम्ब्य प्रवर्तन्ते, परावलम्बनेन મતાત્ત્વિ: |
तत्त्वं स्व-स्वरूपं, (तत्त्वस्वस्वरूपं ) न तन्मया इति, किन्तु अर्हदादिगुणावलम्बिनः इति एष परानुयायिविषयाद्याश्रवपरिणतिपरित्यागेऽपि निर्विषय-निस्संग-तीर्थङ्कराद्यवलम्बनेऽपि परानुयायिताऽस्त्येव, इत्यनेन अतात्त्विकः यस्य सम्यग्दर्शनादिगुणक्षयोपशमः स्वरूपनिर्धार-भासन-रमणात्मकः अन्यनिमित्ताद्यालम्बनमृते स तात्त्विक इति ।
ભાવાર્થ આ પ્રમાણે છે કે – અનાદિકાળથી જે જીવ મિથ્યાષ્ટિ છે તે જ્યારે સૌથી પ્રથમ ઔપશમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ સમ્યકત્વના લાભકાળે ત્રણ કરણ કરતાં ગ્રંથિભેદ કરાવનારું જે અપૂર્વકરણ થાય છે, તેને પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે. કારણ કે આવા પ્રકારનું અપૂર્વકરણ ભૂતકાળમાં આ જીવે ક્યારેય કર્યું નથી. આ પ્રથમ અપૂર્વકરણ સમ્યકત્વાભિમુખ મિથ્યાષ્ટિ જીવને પ્રથમ ગુણઠાણે થાય છે અને ક્ષપકશ્રેણિના કાળે ૮-૯૧૦-૧૨ ગુણઠાણે આરોહણ કરતાં નિવૃત્તિબાદર નામના આઠમા ગુણઠાણે જે અપૂર્વકરણ થાય છે તે અતિશય વિશુદ્ધ છે માટે તેને દ્વિતીય (બીજું) અપૂર્વકરણ કહેવાય છે.
ત્યાં ક્ષપકશ્રેણિગત બીજા અપૂર્વકરણમાં જીવ જ્યારે આવે છે ત્યારે જે પ્રથમ અતાત્ત્વિક ધર્મપરિણામ હતો તે તાત્ત્વિક-ધર્મપરિણામરૂપ જ થાય છે. પ્રથમ અપૂર્વકરણકાલે અતાત્ત્વિક ધર્મપરિણામ છે અને ક્ષપકશ્રેણિવાળા બીજા અપૂર્વકરણકાળે તાત્ત્વિક ધર્મપરિણામ છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે.
પ્રથમ અપૂર્વકરણકાળે આ જીવ મિથ્યાત્વમોહનીયના ઉદયને અટકાવીને તે મિથ્યાત્વમોહનું ત્રિપુંજીકરણ કરવા દ્વારા તેને ક્ષયોપશમભાવ રૂપે પમાડીને સમ્યગ્દર્શનાદિ ગુણોને પ્રાપ્ત કરે છે. તેથી તે સમ્યકત્વાદિ ગુણો જો કે ક્ષાયોપથમિકભાવના જ છે. (ઔદયિકભાવના નથી, કારણ કે ઔદયિકભાવથી સમ્યકત્વાદિ ગુણો આવતા નથી) તો પણ જ્ઞાતિવાદ = પોતાના આત્માના શુદ્ધસ્વરૂપાત્મક સ્વજાતિની જરા પણ બાધા ન કરનારાં, એટલે કે સ્વસ્વરૂપને હાનિ ન પહોંચાડનારાં (બલ્ક વૃદ્ધિ કરાવનારાં), પોતાના આત્માથી વિજાતીય એવાં પરદ્રવ્યાત્મક જે મwવરનારિ = અરિહંત પરમાત્માનાં પ્રવચન
Page #280
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૭ શાસ્ત્રમૂર્તિ આદિનાં આલંબન લઈને તે ગુણો પ્રગટ થાય છે. પ્રાથમિક સભ્યત્વની પ્રાપ્તિના કાલે જીવને અનાદિકાળથી, મિથ્યાત્વનો જોરદાર અભ્યાસ છે, સમ્યકત્વના આચારોનો તેવો પ્રબળ સ્વયં અભ્યાસ નથી. તેથી અરિહંત પરમાત્માના પ્રવચનો-શાસ્ત્રો-મૂર્તિ-સગુરુસમજાવનારા ઈત્યાદિ પરપદાર્થોનું આલંબન લેવાનું હોય છે. જો કે આ પરપદાર્થો સ્વજાતિના (સ્વ-સ્વરૂપના) અબાધક છે. તો પણ પવિત્રવનેન = મતાત્ત્વિl: = પરદ્રવ્યનું આલંબન હોવાથી તે કાલે આવેલો ધર્મપરિણામ એટલો બધો બલિષ્ટ નથી કે આલંબન ન હોય તો પણ ટકે જ, માટે તેને તે કાલે અતાત્ત્વિક ધર્મપરિણામ કહેવાય છે.
તત્ત્વ વસ્વરૂપમ્” “સ્વ-સ્વરૂપનું જ જ્યાં આલંબન હોય તે તાત્ત્વિક કહેવાય.” આવું પ્રથમ સમ્યકત્વકાલે નથી. અર્થાત્ અરિહંત પરમાત્માના પ્રવચનાદિનું આલંબન લેવું તત્ તુ = તે વળી સ્વસ્વરૂપમ્ = પોતાનું સ્વરૂપ નથી આત્માનું સ્વરૂપ નથી. પરસ્વરૂપ છે. તેથી “ન તન્મય.” = તન્મય એટલે કે સ્વમય નથી અર્થાત્ પરાવલંબી છે. પ્રથમ સમ્યકત્વકાલે માત્ર સ્વનું જ આલંબન હોય તેવું નથી. પરંતુ અરિહંત પરમાત્માદિ (શુભનિમિત્તોના) ગુણોનું (પરનું) આલંબન છે. માટે તે કાલે આવેલો :-આ ધર્મપરિણામ મોહજનક પરદ્રવ્યાનુયાયી નથી એટલે કે (આત્મામાં વિકારો લાવે-મલીન કરે તેવા) પરદ્રવ્યાનુયાયિ પાંચ ઈન્દ્રિયોના વિષયોના સેવનથી આશ્રવો થાય તેવી મલીન પરિણતિવાળો નથી પરંતુ તેવી મલીન પરિણતિના ત્યાગ વાળો છે. છતાં પણ, નિર્વિષયક અને નિસ્ટંગ એવા ઉપકારક પરમાત્મા શ્રી તીર્થંકરદેવાદિનું (પરદ્રવ્યનું) આલંબન તેમાં અવશ્ય છે. તેથી “પરાનુયાયિતા” પરદ્રવ્યનું આલંબન લેવાપણું તેમાં છે જ. આ કારણે તે અતાત્વિક ધર્મપરિણામ કહેવાય છે.
પરંતુ આત્માનો જે ધર્મપરિણામ સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિવાળો, મોહનીયાદિ કર્મોના ક્ષયોપશમવાળો, શુદ્ધ આત્મતત્ત્વની શ્રદ્ધા અને શુદ્ધ આત્મતત્ત્વના જ્ઞાનવાળો અને શુદ્ધ આત્મતત્ત્વમાં જ રમણતા કરવાના સ્વરૂપવાળો છે વળી તે ધર્મપરિણામ પણ અરિહંત પરમાત્માના પ્રવચન-સદ્ગુરુ-પ્રતિમાદર્શન વગેરે અન્ય નિમિત્તોના આલંબન વિના પોતાના આત્મબળે જ આવો ક્ષયોપશમ વર્તે છે. જે અન્તર્મુહૂર્તના કાળમાં જ ક્ષાયિકભાવ રૂપે પરિણામ પામવાનો છે. તે અરિહંતાદિના બાહ્ય શુભ આલંબન વિનાનો હોવાથી તાત્વિક ધર્મપરિણામ કહેવાય છે જે આઠમા ગુણઠાણાના અપૂર્વકરણમાં આવે છે.
જ્યાં શુભનિમિત્તોનું આલંબન છે તેમાં પરાનુયાયિતા (પરદ્રવ્યને અનુસરવાપણું) છે. માટે અતાત્ત્વિક કહેવાય છે અને જ્યાં શુભનિમિત્તોનું પણ આલંબન નથી ત્યાં પરાનુયાયિતા (પરદ્રવ્યને અનુસરવાપણું) નથી, તેથી તે તાત્ત્વિક-ધર્મપરિણામ કહેવાય છે. પ્રથમ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
સમ્યક્ત્વકાલે પ્રથમ અપૂર્વકરણે અતાત્ત્વિક અને ક્ષપકશ્રેણિકાલે બીજા અપૂર્વકરણકાલે તાત્ત્વિક ધર્મપરિણામ જાણવો. બીજો યોગસન્યાસ નામનો સામર્થ્યયોગ કેવલીભગવંતોને આયોજિકાકરણ પછી હોય છે.
=
अत्र रत्नत्रयीस्वरूपे वीतरागसर्वज्ञोक्तयथार्थतत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् । यथार्थतत्त्वावबोधो ज्ञानम् । तत्त्वरमणं चारित्रमिति गुणत्रयीक्षयोपशमः । अर्हद्वाक्याद्यवलम्बनेन साधकत्वस्वगुणोऽपि क्रमकारणं करणाद् अतत्त्वं विकल्पपूर्वकमन्तर्मुहूर्तं यच्चोपादेयत्वेन स्वतत्त्वनिर्द्धार - भासन - रमणरूपं हेयबुद्ध्या परभावत्यागनिर्द्धार-भासन-रमणयुक्तं रत्नत्रयीपरिणमनं भवति तद् भेदरत्नत्रयीरूपम् । यच्च सकलविभावहेयतयाप्यवलोकनादिरहितं विचारणस्मृतिध्यानादिमुक्तमेकसमयेनैव सम्पूर्णात्मधर्मनिर्धार -भासन - रमणरूपं निर्विकल्पसमाधिमयम् अभेदरत्नत्रयीस्वरूपम् । उक्तञ्च ध्यानप्रकाशे
ભેદરત્નત્રયી અને અભેદરત્નત્રયી કોને કહેવાય ? તે સમજાવે છે.
અહીં રત્નત્રયીના સ્વરૂપમાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહેલ જે યથાર્થ તત્ત્વભૂત પદાર્થ છે તેની યથાર્થ રુચિ થવી, ગમી જવું. “આ તત્ત્વ આમ જ છે જેમ ભગવાને કહ્યું છે” તેવી જે દૃઢ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન જાણવું, યથાર્થપણે તત્ત્વનો પોતાને બોધ થવો, જ્ઞાન થવું, તત્ત્વ જાણવું તે સમ્યજ્ઞાન અને જાણ્યા પછી તેની અંદર હેય તત્ત્વની સાથે હેયપણે અને ઉપાદેયતત્ત્વની સાથે ઉપાદેયભાવે જે રમણતા કરવી, ઉપકારકતત્ત્વમાં લીન થવું તે સમ્યક્ચારિત્ર કહેવાય છે. આમ અરિહંત પરમાત્માની વાણીના વારંવાર શ્રવણ-મનન-ચિંતનના આલંબન વડે રત્નત્રયી ઉપરના આવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય છે.
રત્નત્રયી ઉપરના આવરણીય કર્મોનો ક્ષયોપશમ એ સાધકપણાનો (સાધક એવા આત્માનો) પોતાનો ગુણ હોવા છતાં પણ જિનવાણી-સત્સંગ-સદ્ગુરુયોગ-પ્રતિમાદર્શન વગેરે આલંબન દ્વારા ક્રમશઃ પ્રગટ થાય છે. પ્રથમ જિનવાણી ઉપર શ્રદ્ધા થાય, ત્યારબાદ રસ લાગવાથી અભ્યાસ દ્વારા બોધ થાય અને જેમ જેમ બોધ વધતો જાય તેમ તેમ રમણતા આવે આ રીતે આ ત્રણે ગુણો ક્રમશઃ કારણ છે. શ્રદ્ધા જ્ઞાનનું કારણ અને જ્ઞાન એ રમણતાનું કારણ છે. આમ શુભ આલંબન રૂપ કારણ હોવાથી આ રત્નત્રયીરૂપ ધર્મપરિણામ “અતાત્ત્વિક” છે. અર્થાત્ પરાવલંબી કહેવાય છે.
તથા આ રત્નત્રયીનું પરિણમન બુદ્ધિના વિકલ્પપૂર્વક પ્રવર્તે છે. અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે ઉપાદેયતત્ત્વમાં ઉપાદેયપણાના અને હેયતત્ત્વમાં હેયપણાના વિકલ્પો ઉઠે છે. સારાંશ કે જે
Page #282
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૯ સ્વતત્ત્વ છે એટલે કે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેની ઉપાદેયપણે (નિર) = શ્રદ્ધા, (માસન) = જાણપણું અને (રમUારૂપ) = તેમાં રમણતા કરવી - એકાગ્ર બનવું તથા પરભાવ હેય છે એમ સમજીને હેયબુદ્ધિપૂર્વક પરભાવના ત્યાગની શ્રદ્ધા-પરભાવના ત્યાગનો બોધ અને પરભાવના ત્યાગની જ સતત રમણતાથી યુક્ત એવા પ્રકારનું કાર્ય-કારણ રૂપે પ્રવર્તતું અને અરિહંતાદિ શુભ નિમિત્તોના આલંબનવાળું જે રત્નત્રયીનું પરિણમન તે ભેદરત્નત્રયી રૂપ સમજવું.
અશુભ નિમિત્તો હોય કે અરિહંત પરમાત્માની વાણી આદિ શુભનિમિત્ત હોય. પરંતુ સર્વે બાહ્યનિમિત્ત એ પરપદાર્થ છે તેથી વિભાવ છે, આવું સમજીને સર્વે પણ વિભાવ હોવાથી હેયરૂપ છે. છતાં પણ હેયને હેયપણે અને ઉપાદેયને ઉપાદેય રૂપે જાણવાના વિકલ્પ વિનાનું તથા તત્ત્વની વિચારણા કરવી, તત્ત્વનું સ્મરણ કરવું અને તત્ત્વનું ધ્યાન કરવું આ પણ એક શુભ વિકલ્પોવાળી દશા હોવાથી તેવા વિકલ્પોથી પણ મુક્ત એક સમયના કાલમાત્ર વડે જ અનંતાનંત ધર્માત્મક એવું સંપૂર્ણ જે આત્મતત્ત્વમય જે આત્મધર્મ છે. તેની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતામય એવું તથા કોઈ પણ જાતના વિકલ્પો વિનાનું સર્વોત્કૃષ્ટ સમાધિમય (સમતાભાવથી યુક્ત) એવું રત્નત્રયીનું પરિણમન તે અભેદરત્નત્રયીનું સ્વરૂપ જાણવું.
ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનકે દર્શનમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થયેલ હોવાથી અને ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થતો જતો હોવાથી તાત્ત્વિક ધર્મપરિણામની પ્રાપ્તિ થાય છે. અહીં શુભ નિમિત્તોના આલંબનની પણ આવશ્યકતા રહેતી નથી. દોષો ન હોવાથી સંકલ્પવિકલ્પો પણ હોતા નથી તથા તેના નિવારણની વિચારણા વગેરે કંઈ જ હોતું નથી. ક્ષાયિકભાવ હોવાથી નિર્દોષ-નિષ્કલંક આત્મતત્ત્વ હોય છે. બારમે ગુણઠાણે બાકીનાં ઘાતકર્મોનો પણ ક્ષય થવાથી એક જ સમયમાં સર્વ હેય-ઉપાદેય ભાવોને હેય-ઉપાદેયના વિકલ્પ વિના યથાર્થપણે શ્રદ્ધા-ભાસન અને રમણતા આવી જાય છે. આ અભેદરત્નત્રયી કહેવાય છે. ધ્યાનપ્રકાશ નામના ગ્રંથમાં
जो य वियप्पो चिरकालिओ, सपरोभयावलंबणे होइ । जट्ठिव्व पुरस्स चलणे, निमित्तगाही भवे भेई ॥१॥ एगसमयेण नियवत्थुधम्मंमि, जं गुणतिगं रमइ । परदव्वाणुवओगी निमित्तचाई अभेई सो ॥२॥
ईदृग् अभेदरत्नत्रयीपरिणतेन भेदरत्नत्रयीपरिणामः सप्रयासः सशङ्करः त्यज्यत પુર્વ 18ા.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
સ્વ-પર અને ઉભયનું આલંબન ગ્રહણ કરવા સંબંધી લાંબા કાળથી ચાલ્યો આવતો જે વિકલ્પ છે તે આગળ આગળ ચાલવામાં લાકડીની પેઠે નિમિત્તગ્રાહી છે – નિમિત્તરૂપે ઉપકાર કરનારો છે. તેથી આવા પ્રકારનો નિમિત્તાવલંબી જે વિકલ્પ છે તે ભેદરત્નત્રયી છે અને એક જ સમયમાત્રમાં પોતાના વસ્તુધર્મની અંદર દર્શન-જ્ઞાન અને ચારિત્ર આમ ત્રણે ગુણો એકી સાથે રમણતા કરે, છતાં તેમાં પરદ્રવ્યનો (ભલે જિનવાણી જેવાં શુભનિમિત્ત હોય તો પણ તેનો) નિમિત્તાદિ રૂપે ઉપયોગ કરવામાં આવતો નથી અને સર્વથા બાહ્ય નિમિત્તોનો ત્યાગ જ હોય છે તે રત્નત્રયીનો પરિણામ અભેદ રત્નત્રયી કહેવાય છે.
આ રીતે અભેદરત્નત્રયીનો પરિણામ આવે ત્યારે પ્રયાસવાળો અને સશકર એવો ભેદરત્નત્રયીનો પરિણામ ત્યાજ્ય જ બને છે. આપોઆપ તે છૂટી જાય છે.
પ્રયાસવાળો એટલે ભેદરત્નત્રયીનો પરિણામ બુદ્ધિપૂર્વકના પ્રયત્નવાળો-વિકલ્પાત્મક છે અને અભેદ રત્નત્રયીનો પરિણામ સહજ છે, નિર્વિકલ્પક છે. તથા સશંકર એટલે ભેદરત્નત્રયીનો પરિણામ ક્ષયોપશમભાવવાળો છે એટલે કર્મોનો કંઈક અંશે ક્ષય અને કંઈક અંશે ઉદય એમ મિશ્રતાવાળો છે. માટે સાતિચાર છે, દોષવાળો છે અને અભેદરત્નત્રયીનો પરિણામ કમોંના કેવળ ક્ષયજન્ય છે. તેથી નિદૉષ અને નિષ્કલંક છે. તેથી અભેદરત્નત્રયીનો પરિણામ ઉચ્ચકોટિનો છે માટે તે પ્રાપ્ત થાય ત્યારે ભેદરત્નત્રયીનો પરિણામ ત્યાજ્ય થાય છે. જો
गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरूत्तमः ॥५॥
ગાથાર્થ - જ્યાં સુધી શિક્ષાનો સાક્ષાત્કાર થવા વડે અને આત્મતત્ત્વ પ્રકાશિત થવા વડે પોતાનું ગુરુપણું પ્રગટ થતું નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુનો આશ્રય રાખવો જોઈએ. જા,
ટીકા :- ગુર્ઘતિ”-ચાવતા ચ સાથસ્થ પુત્વે સ્વસ્થ ગાત્મન વ ન उदेति-न जायते, केन ? शिक्षासात्म्येन-स्वयमेव स्वस्य शिक्षादायकः न भवति, पुनः केन ? आत्मतत्त्वप्रकाशेन-आत्मधर्मप्राग्भावेन संशयविपर्ययरहितशुद्धात्मतत्त्वप्रकाशकः यावन्न भवति, तावदयं उत्तमः-स्वपरोपकारी रत्नत्रयीपरिणतः द्रव्यभावगुणोपेतः गुरुः तत्त्वकथकः सेव्यः ।
વિવેચન :- જ્યાં સુધી સાધક એવા આ આત્માને પોતાનું ગુરુપણું પ્રગટ થતું નથી - આત્મીય ગુરુતા પ્રાદુર્ભત થતી નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુની નિશ્રા અવશ્ય રાખવી
Page #284
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક – ૮
૨૫૧
જોઈએ. વેન = કયા પ્રકારે પોતાની ગુરુતા પ્રગટ થવી જોઈએ ? તેનો ઉત્તર આપે છે કે ‘“શિક્ષામાત્યેન અને આત્મતત્ત્વપ્રજાશેન' તેનો અર્થ આ પ્રમાણે છે -
સ્વયં પોતે જ પોતાના આત્માને સમજાવી શકે તેવો ન થાય ત્યાં સુધી ગુરુનિશ્રા ત્યજવી નહીં, મોહનો ઉદય અનાદિનો છે. તેના સંસ્કારો બલવાન છે. વિશિષ્ટ મુનિને પણ ક્યારેક ક્યારેક આવેશમાં લાવી દે છે. તેથી પોતાનું શ્રદ્ધાબળ, જ્ઞાનબળ અને ચારિત્રબળ પરિપક્વ ન બન્યું હોય, મોહના ઉદયની સામે પોતે જ પોતાના આત્માને શિક્ષાદાતા ન થાય. તેથી જ્યાં સુધી પોતે જ પોતાના આત્માને માર્ગમાં સ્થિર રાખે તેવો ન થયો હોય, ત્યાં સુધી ગુરુની નિશ્રા ત્યજવી નહીં, અર્થાત્ જ્યારે સ્વયં સમર્થ થાય ત્યારે ગુરુની નિશ્રા સંભવતી નથી. કારણ કે આ ગુરુની નિશ્રા એ પરનિમિત્ત છે, પરાનુયાયિતા છે. પ્રારંભકાલે ઉપકારી છે પણ સમર્થકાલે તે અતાત્ત્વિક છે.
જ્યાં સુધી પોતાનામાં આત્માના શુદ્ધ ધર્મનો પ્રાગ્ભાવ (આવિર્ભાવ) થતો નથી ત્યાં સુધી અવશ્ય ગુરુનિશ્રા જરૂરી છે. માટે રાખવી. આ આત્મા સ્વછંદી અને દોષિત ન બની જાય માટે જ્યાં સુધી સંશય-વિપર્યયાદિ દોષોથી રહિત એવા શુદ્ધ ધર્મનો પ્રકાશક આ આત્મા બનતો નથી. પોતે જ પોતાને શુદ્ધ ધર્મ સમજાવી શકે અને શુદ્ધ ધર્મમાં આત્માને સ્થિર રાખે તેવો બનતો નથી ત્યાં સુધી અવશ્ય ગુરુનિશ્રા રાખવી જોઈએ. ક્ષાયિકભાવ ન આવે અને ક્ષયોપશમભાવ હોય ત્યાં સુધી ગુરુની નિશ્રા સેવવી જોઈએ. કારણ કે ક્ષયોપશમભાવ કર્મના ઉદયથી મિશ્ર છે. શંકરસ્વરૂપ છે. આત્માનું પતન થવાનો ભય છે તે નિર્ભય અવસ્થા નથી.
કેવા ગુરુની નિશ્રા રાખવી ? ઉત્તમ ગુરુની નિશ્રા રાખવી. ઉત્તમ એટલે સ્વનું અને પરનું એમ ઉભયનું કલ્યાણ કરનારા, પોતે આત્મતત્ત્વ પામનારા અને બીજાને પણ આત્મતત્ત્વ પમાડનારા, રત્નત્રયીના ભાવથી પરિણત થયેલા-શરીરના અંગે અંગમાં વીતરાગધર્મની શ્રદ્ધાજ્ઞાન અને રમણતાથી રંગાયેલા, ગુરુતત્ત્વના દ્રવ્યથી અને ભાવથી જે જે ગુણો હોવા જોઈએ તે તે ગુણોથી યુક્ત એવા ગુરુની નિશ્રા રાખવી. પુણ્યના ઉદયથી શરીરની રૂપવત્તા, પ્રભાવ, તેજસ્વિતા, સ્પષ્ટ વાણી ઈત્યાદિ જે ગુણો તે દ્રવ્યથી ગુણો જાણવા અને મોહનીયકર્માદિના ક્ષયોપશમથી જે ગુણો વિવેક-વિનય-પરોપકારનો ભાવ-ઉચ્ચ ચારિત્ર ઈત્યાદિ જે ગુણો તે ભાવગુણો જાણવા. સારાંશ કે પુણ્યોદયજન્ય ગુણો તે દ્રવ્યગુણો અને ક્ષયોપશમજન્ય જે ગુણો તે ભાવગુણો, આવા પ્રકારના ગુણોથી યુક્ત એવા ગુરુની નિશ્રા અવશ્ય રાખવી તથા આત્મતત્ત્વ જ સમજાવનારા, બાહ્યભાવોથી પોતે પણ દૂર રહેનારા અને શિષ્યવર્ગને પણ દૂર રાખનારા આવા ગુરુની નિશ્રા અવશ્ય રાખવી.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
અને
સાધક એવો આપણો આ આત્મા બાધક ન બની જાય તે માટે આત્મતત્ત્વની પ્રાપ્તિ સુરક્ષા માટે કાંટાળી વાડની તુલ્ય આવા ગુણોપેત ગુરુની નિશ્રા અવશ્ય રાખવી. જ્યારે આ આત્મા આત્મતત્ત્વથી સંપન્ન બને છે ત્યારે આ નિશ્રા પરનિમિત્તવાળી છે પરાનુયાયિતા છે. સંકલ્પ-વિકલ્પવાળી છે. માટે નિર્વિકલ્પકાળે જરૂરી નથી માટે ત્યાજ્ય છે. પણ પૂર્વકાલે આદરવાની છે. પૂર્વકાલમાં અતિશય બહુમાનપૂર્વક તે નિશ્રા સ્વીકાર્ય છે.
गुरो ! अतीतानन्तकालाप्राप्तं स्वात्मधर्मनिर्द्धार - भासन- रमणं तत्तवोपदेशाञ्जनेन प्राप्तमात्मानुभवसुखं भुक्तम् । अहो ! गुरूणां कृपा, यया परमामृतास्वादनं भवति । अतः यावद् न पूर्णानन्दः तावत्तव चरणौ शरणम् । उक्तञ्च -
नाणस्स होई भागी, थिरयरो दंसणे चरित्ते अ । धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचन्ति ॥१॥
(બૃહત્કલ્પભાષ્ય ગાથા-૫૭૧૩) अत एव परित्यज्य चक्रवर्त्तित्वं इभ्यश्रेष्ठित्वं गृह्णन्ति श्रमणत्वं, सेवन्ते गुरुचरणारविन्दान् तत्त्वजिज्ञासापटवः ॥५॥
હે ગુરુજી ! ભૂતકાળમાં પસાર થયેલા અનંતા પણ કાલમાં પ્રાપ્ત ન થયેલી એવી મારા પોતાના શુદ્ધ આત્મતત્ત્વની જે શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા છે, તે તમારા ઉપદેશાત્મક અંજન આંખમાં આંજવા દ્વારા મારી આંખ ખુલવાથી પ્રાપ્ત થઈ છે. તથા કંઈક અંશે આત્માના શુદ્ધ તત્ત્વના અનુભવનું સુખ મેં માણ્યું છે, અનુભવ્યું છે. અહો ઘણા જ આનંદની વાત છે કે મને આવી ગુરુની કૃપા પ્રાપ્ત થઈ છે. જે ગુરુની કૃપા વડે પરમ અમૃતનો આસ્વાદ મેં કર્યો છે. આ કારણથી જ્યાં સુધી ક્ષાયિક ભાવનો અભેદરત્નત્રયીના પરિણામાત્મક પૂર્ણાનંદ મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્ષાયોપશમિકભાવવાળા એવા મને તમારા ચરણકમળનું શરણ હોજો, ક્યારેય આ નિશ્રાથી હું મુક્ત ન હોઉં. શ્રી બૃહત્કલ્પભાષ્ય ગાથા-૫૭૧૩ માં કહ્યું છે કે -
“ગુરુકુલવાસથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દર્શનગુણમાં અને ચારિત્રગુણમાં અત્યંત સ્થિર થવાય છે. તેથી યાવજ્જીવ (જીવનના અંત સુધી) જે ગુરુકુલવાસ ત્યજતા નથી તે પુરુષો ધન્ય છે.”
આ કારણથી જ તત્ત્વની જિજ્ઞાસામાં ચતુર એવા પુરુષો ચક્રવર્તિપણાનો, વિશિષ્ટ શ્રેષ્ઠિપણાનો પણ ત્યાગ કરીને (બાહ્ય ભાવોથી ઘણું ઘણું સુખી સંસારીજીવન હોવા છતાં પણ તેનો ત્યાગ કરીને) શ્રમણપણું સ્વીકારે છે અને ગુરુજીના ચરણ-કમલને સેવે છે. માટે
Page #286
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૩ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ગુરુનિશ્રા અવશ્ય આદરણીય છે. પણ
ज्ञानाचारादयोऽपीष्टाः, शुद्धस्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ॥६॥
ગાથાર્થ :- શુદ્ધ એવા પોતપોતાના ક્ષાયિકભાવના પદની પ્રાપ્તિ સુધી જ જ્ઞાનાચારદર્શનાચાર આદિ ઈષ્ટ માનેલા છે. જ્યારે આ જીવને નિર્વિકલ્પક એવી ત્યાગદશા આવે છે ત્યારે વિકલ્પો કે આચારોની ક્રિયા સંભવતી નથી. ll
ટીકા - “જ્ઞાનારીરી” કૃતિ-જ્ઞાનાવરીયા વાસ્તવિનયતિ–નિ:શહૂર્વसमितिगुप्त्यादयः आचाराः, आचर्यन्ते गुणवृद्धये ते आचाराः । शुद्धस्वस्वपदावधिशुद्धः स्व इति स्वकः, तस्य पदस्य अवधिः मर्यादा, तावद् इष्टाः, शुभोपयोगदशायां सविकल्पतां यावद् आचाराः इष्टाः वल्लभाः, यदा निर्विकल्पे चिन्तनारहिते त्यागे विकल्पो न । इदं त्याज्यं इदं ग्राह्यमिति विकल्परहिते त्यागे निष्प्रयासस्वरूपैकत्वरूपे विकल्पचिन्तना न।
વિવેચન :- જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર આમ પાંચ પ્રકારના આચારો તથા તેના ઉત્તરભેદો અનુક્રમે ૮ + ૮ + ૮ + ૧૨ + ૩ = કુલ ૩૯ આચારો પણ નિર્વિકલ્પક અવસ્થામાં સંભવતા નથી. જ્યાં સુધી દોષનો સંભવ હોય ત્યાં સુધી દોષના નિવારણ માટે અને ગુણોની પ્રાપ્તિ તથા વૃદ્ધિ માટે આચારપાલન આવશ્યક હોય છે. જ્યારે આત્મા પોતે જ ક્ષાયિકભાવવાળો બનવાથી નિરતિચાર આત્મતત્ત્વનો આરાધક જ બની જાય છે ત્યારે આવા પ્રકારના વાડરૂપ આચારો તેમાં સંભવતા નથી.
ઉચિતકાલે જ ભણવું, વિનયપૂર્વક ભણવું, બહુમાનપૂર્વક ભણવું, ઉપધાનાદિ તપ કરવાપૂર્વક ભણવું, ગુરુનામ વગેરે ગોપવ્યા વિના ભણવું, વ્યંજનો સ્પષ્ટ બોલવા, અર્થો વિચારવા અને ઉભયમાં ચિત્ત સ્થિર કરવું. આ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે.
વીતરાગપ્રભુની વાણીમાં શંકા ન કરવી, અન્ય મતની ઈચ્છા ન કરવી, સાધુ-સાધ્વી ઉપર ધૃણા ન કરવી, અમૂઢ દૃષ્ટિવાળા બનવું, ગુણીના ગુણોની પ્રશંસા કરવી, અન્યને સ્થિર કરવા, વાત્સલ્યભાવ રાખવો. જૈનશાસનની પ્રભાવના કરવી. આ આઠ દર્શનાચાર જાણવા.
પાંચ સમિતિ પાળવી અને ત્રણ ગુપ્તિ પાળવી તે આઠ પ્રકારનો ચારિત્રાચાર જાણવો. છ બાહ્ય અને છ અભ્યત્તર તપ કરવો તે બાર પ્રકારનો તપાચાર જાણવો. બલ-વીર્યને ગોપવવું નહીં, યથોચિત ધર્માનુષ્ઠાનોમાં પ્રયત્નશીલ બનવું, યથાસ્થાને યથોચિત આદરભાવ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ત્યાગાષ્ટક - ૮
વિજ્ઞાનસાર
સાથે વિધિ સાચવવી. આ ત્રણ વિર્યાચાર જાણવા.
ગુણોની વૃદ્ધિ માટે (અને દોષોની હાનિ માટે) જે આચરણ કરાય તેને આચાર કહેવાય છે. શુદ્ધ એવા પોતપોતાના તે તે પદની પ્રાપ્તિ સુધી જ આ આચારપાલન ઈષ્ટ છે. મોહનીય અને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમ ભાવવાળી શુભ એવી ઉપયોગદશા હોય અને સવિકલ્પક અવસ્થા હોય ત્યાં સુધી જ આ આચારો પાળવા ઈષ્ટ માનેલા છે. ક્ષાયિકસમ્યકત્વની પ્રાપ્તિ સુધી દર્શનાચાર, ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી જ્ઞાનાચાર, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી ચારિત્રાચાર તથા ક્ષણમોહ ગુણસ્થાનક સુધી જ તપાચાર અને વીર્યાચારનું પાલન ઈષ્ટ માનેલું છે. ત્યારબાદ તે તે કર્મોનો ક્ષાયિકભાવ પ્રાપ્ત થયેલ હોવાથી અતિચારનો (દોષનો) સંભવ જ નથી. માટે આચારપાલન રહેતું જ નથી. જ્યાં સુધી ભય હોય છે ત્યાં સુધી જ વાડ અર્થાત્ મર્યાદા હોય છે. મોહનીયકર્મ આદિનો ક્ષયોપશમભાવ જ્યારે હોય છે ત્યારે કંઈક અંશે ઉદય પણ સાથે છે માટે તે શુભોપયોગ કહેવાય છે. આત્માને ઉપકાર કરે તેવા ભાવોનું સેવન કરવાનો અને આત્માને નુકશાન કરે તેવા ભાવોને તજવાના વિકલ્પો પણ ઉઠે છે. આમ સવિકલ્પક દશા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ આવા આચારો પાળવાને ઈષ્ટ (અર્થાત્ પ્યારા) માનેલા છે.
જ્યારે ક્ષાયિકભાવ પ્રાપ્ત થાય છે ત્યારે આંશિક ઉદય જે હતો તે પણ નથી. તેથી કોઈ બાધકતત્ત્વ છે જ નહીં. અર્થાત્ દોષોનો યોગ જ નથી. માટે ચિન્તનાથી રહિત એવી ત્યાગદશા આવે છતે વિકલ્પો ઉઠતા જ નથી. “આ વસ્તુનો ત્યાગ કરું અને આ વસ્તુને ગ્રહણ કરું” આવા વિકલ્પો વિનાની ત્યાગદશા (ક્ષાવિકભાવ) જ્યારે આવી જાય છે ત્યારે આવા પ્રકારના શુભવિકલ્પો પણ સંભવતા નથી. કારણ કે આ ત્યાગ જ નિઃપ્રયાસ-એટલે કે સહજપણે સ્વરૂપની સાથે એકત્વ રૂપ છે. એટલે કે ક્ષાયિકભાવ આવે છતે એવો પરભાવોનો ત્યાગ પ્રાપ્ત થાય છે કે જેમાં બુદ્ધિપૂર્વકના પ્રયત્નો કર્યા વિના જ સહેજે સહેજે શુદ્ધ આત્મતત્ત્વાત્મક સ્વરૂપની સાથે એકતા (તન્મયતા) રૂપ આ ત્યાગદશા બની જાય છે. ક્ષાયોપથમિકભાવ હોય ત્યાં જ આ બધી ચિન્તવના-વિચારણા, હેયોપાદેય = ત્યાગ-ગ્રહણ કરવાના વિકલ્પો ઉઠે છે. પરંતુ ક્ષાવિકભાવ કાલે નિર્વિકલ્પકદશા હોય છે. તેથી આવા તરંગો ઉઠતા જ નથી. માટે જ કેવલી પરમાત્માને લાયોપથમિક ભાવવાળું ભાવમન તો હોતું નથી જ. પરંતુ પ્રશ્નોના ઉત્તર આપવા સિવાય) આવી વિચારણા કરવારૂપ દ્રવ્યમન પણ હોતું નથી જ, પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ છદ્મસ્થપણામાં ઘણું જ તપ અને ધ્યાન કર્યું, પરંતુ કેવલપણામાં આવો કોઈ તપ આચર્યાની કે ધ્યાનસ્થ થયાની વાત આવતી
Page #288
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૫ નથી. કારણ કે શરીરનામકર્મ અને આહારપર્યાપ્તિ નામકર્મનો ઉદય હોવાથી આહાર ગ્રહણ કરે તો પણ રતિ-અરતિ થવાની જ નથી માટે તપાચાર-સેવનની જરૂર નથી તથા વિભાવમાં જતા જ નથી. તેથી ધ્યાનની આવશ્યકતા નથી. તેથી આ પંચાચારનું પાલન પોતપોતાના શુદ્ધ પદની પ્રાપ્તિ સુધી જ આવશ્યક છે. ક્ષાયિકભાવની પ્રાપ્તિ પછી કોઈપણ જાતની બાધકતા નથી. માટે સાધકતા સંભવતી નથી. (અર્થાત્ સિદ્ધતા થઈ ચૂકી છે.)
क्रिया बलवीर्यादिरूपापि न, तत्र स्वरूपावलम्बिगुणवर्त्तने वीर्यस्य स्वक्षेत्रावगाढत्वेन न चलनता, परभावग्रहणे तु परग्राहकत्वेनोन्मुखवीर्यप्रवृत्तौ कार्याभ्यासतः विषमीकृतवीर्यत्वेन चलनतारूपा क्रियाऽस्ति । अतः स्वरूपमग्नानां स्वस्वप्रदेशव्याप्तगुणानां तत्तत्प्रदेशगत-वीर्यसहकारवृत्त्या प्रदेशान्तरागमनरूपा वीर्यचलनक्रिया न । क्रिया द्विविधा बाधका साधका चैव ।
तत्र मिथ्यात्वासंयमकषायप्रेरितचेतनापरिणामाः पराभिलाषकत्वेन परग्रहणाय प्रेरयन्ति वीर्यं सा अभ्यन्तरा, कुदेवसेवनादिरूपा बाह्यक्रिया बन्धहेतुत्वेन बाधका भण्यते, या तु शुद्धदेवगुरुसेवनाश्रवनिरोधसंवरपरिणमनरूपा कर्मबन्धरोधरूपा साधका उक्ता । निर्विकल्पे ध्यानसमाधौ बाधकक्रियाऽभावसाधकबाह्यक्रियाऽभावः, गुणानुयायिवीर्यपरिणमनरूपा अभ्यन्तरा क्रियाऽस्ति, तथापि ग्रहणत्यागरूपक्रियाऽभावेन क्रिया नेत्युक्तम् ॥६॥
નિર્વિકલ્પદશા આવે ત્યારે જેમ વિકલ્પો નથી હોતા, તેમ ક્રિયા પણ હોતી નથી. આ વાત સમજાવે છે કે – બલ-વીર્યાદિને ધર્મ અનુષ્ઠાનમાં પ્રવર્તાવવા રૂપ (ધમ) ક્રિયા હવે (ક્ષાયિકભાવ આવ્યા પછી) સંભવતી નથી, પોતાના આત્માનું શુદ્ધ આત્મતત્ત્વાત્મક જે સ્વરૂપ છે, તે સ્વરૂપના અવલંબનાત્મક ગુણમાં પ્રવર્તમાન એવું જે વીર્ય, તે લબ્ધિવીર્ય તો પોતાના જ આત્મપ્રદેશોવાળા ક્ષેત્રમાં અવગાહીને રહેલું છે. તેથી તે પ્રાપ્તગુણોમાં પ્રવર્તતા વીર્યને ગમનાગમન કરવારૂપ ચલનાત્મક ક્રિયા કરવાની રહેતી જ નથી.
પરંતુ પરપદાર્થને ગ્રહણ કરવાના કાલે પરપદાર્થનું ગ્રહણ-મોચન કરવાને માટે તેની સન્મુખ કરણવીર્યની પ્રવૃત્તિ થયે છતે આત્મપ્રદેશોમાં મન-વચન-કાયાના આલંબને વપરાતું કરણવીર્ય, જ્યાં કાર્ય નિકટ હોય ત્યાં અધિક અને કાર્ય જ્યાં દૂર-દૂર હોય ત્યાં હીન-હીનતર એમ વિષમરૂપે વપરાયું છે વીર્ય જેમાં એવું યોગાત્મક વિર્ય પ્રવર્તવાથી ચલનાત્મક (આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતા રૂ૫) ક્રિયા હોય છે. પર-પદાર્થના ગ્રહણ-મોચનરૂપ યોગાત્મક વીર્યરૂપ ક્રિયા તેરમા ગુણઠાણે પણ હોય છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
આ કારણથી સ્વરૂપમાં મગ્ન થયેલા આત્માઓને પોતપોતાના આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેલા જે આત્મગુણો છે. તે ગુણોમાં લયલીન થવા રૂપે, તે તે આત્મપ્રદેશોમાં રહેલા વીર્યનો સહકારવિશેષ મળવાથી ગુણોની સાથે એકાગ્રતા કરવા રૂપ વીર્યપ્રવૃત્તિ અવશ્ય હોય છે. પરંતુ સ્થાનાન્તરમાં ગમનાગમન કરવા રૂપ વીર્યની ચલનાત્મક ક્રિયા હોતી નથી. સાધક આત્માઓની ગુણોમાં મગ્નતા રૂપ વીર્ય-પ્રવૃત્તિની ક્રિયા હોય છે પરંતુ સ્થાનાન્તર થવા રૂપ ગમનાગમનાત્મક ચલનક્રિયા હોતી નથી. કંઈક ઉંડા વિચારો કરીએ તો ક્રિયા બે પ્રકારની હોય છે. એક બાધક અને બીજી સાધક. આ બન્ને ક્રિયા અભ્યત્તર અને બાહ્યના ભેદથી બે બે પ્રકારની હોય છે.
ક્રિયા
બાધક
સાધક
બાહ્ય
અભ્યત્તર બાહ્ય
અભ્યતર
વસ્તુસ્થિતિ સમજવા માટે કલ્પનાકૃત આ ચિત્ર આલેખેલું છે. ત્યાં નામકર્મના ઉદયજન્ય મન-વચન-કાયાની જે શુભ તથા અશુભ યોગાત્મક પ્રવૃત્તિ છે. તે બાહ્યક્રિયા કહેવાય છે. બહારથી જણાય તેવી છે. વાચિક-કાયિક ક્રિયા બીજા લોકો વડે જોઈ પણ શકાય છે. માટે દેખાતી તે ક્રિયા બાWક્રિયા છે અને મોહનીયકર્મના ઉદયથી મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના ઉદયની પરવશતાથી ચેતનામાં થયેલા પરિણામો (ઉલટી બુદ્ધિભોગના ભાવો તથા ક્રોધાદિ કષાયો) તે અભ્યન્તરક્રિયા કહેવાય છે. (૧) પર-પદાર્થ પ્રત્યેની અભિલાષાના કારણે પરપદાર્થને લેવા માટે શારીરિકાદિ વીર્યને
જે પ્રોત્સાહિત કરે તેવી મોહાત્મક ઈચ્છા, ઘેલછા, તીવ્ર રાગાદિની પરિણતિ તે બાધક અભ્યત્તરક્રિયા છે. આ બધી ક્રિયા આત્મસ્વરૂપની બાધક પણ હોવા સાથે આન્તરિક પરિણતિરૂપ છે. માટે અત્યંતર છે. તેથી બાધક અભ્યત્તર ક્રિયા કહેવાય
છે. (ચિત્રને અનુસાર નંબર-૨) (૨) કુદેવાદિ (કુદેવ-ગુરુ અને કુધર્મ)ની સેવા કરવી, તેમના પ્રવચનો સાંભળવાં, તેમને
આહારાદિ આપવા તથા શારીરિક સેવા-સુશ્રુષા કરવી તે મન-વચન-કાયાની યોગાત્મક ક્રિયા છે. માટે બાહ્ય છે. તથા મિથ્યાત્વાદિ-ભાવને પોષનારી છે. આત્મ-સ્વરૂપને હાનિ કરનાર છે. માટે બાધક પણ છે. આમ કુદેવાદિની સેવા તે બાધક-બાહ્યક્રિયા છે. (નંબર-૧)
Page #290
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૭ (૩) શુદ્ધ દેવ-ગુરુ અને ધર્મની સેવા કરવી, પરમાત્માના દર્શન-વંદન-પૂજન કરવાં,
વિતરાગ પરમાત્માનાં પ્રવચનો સાંભળવાં, આવા પ્રકારની આશ્રવનો નિરોધ કરનારી અને સંવરનો પરિણામ પમાડનારી, કર્મબંધને અટકાવનારી, મન-વચન-કાયાની શુભયોગાત્મક ક્રિયા તે સાધક બાહ્યક્રિયા કહેવાય છે. (ચિત્રને અનુસાર નંબર-૩) મન-વચન-કાયાની શુભાશુભ યોગ પ્રવૃત્તિનો અત્યન્ત ત્યાગ, પણ ગુણોની અંદર એકાગ્રતા-લીનતારૂપ લબ્ધિવીર્યની પરિણતિ તે સાધક અભ્યન્તર ક્રિયા કહેવાય છે. (ચિત્રને અનુસાર નંબર-૪)
ઉપરોક્ત ચાર પ્રકારની ક્રિયા છે. સંક્ષેપમાં - (૧) મોહના ઉદયજન્ય મિથ્યાત્વ-અસંયમ અને કાષાયિક એવા જે માનસિક અધ્યવસાયો
તે અશુદ્ધ ઉપયોગ. અભ્યત્તરબાધક ક્રિયા. (૨) કુદેવાદિની સેવા-સુશ્રુષા તે અશુભ વચનયોગ અને કાયયોગ. બાહ્યબાધક ક્રિયા. (૩) શુદ્ધ દેવ-ગુરુ આદિની સેવા તે શુભયોગ. બાહ્યસાધક ક્રિયા. (૪) ગુણાનુયાયી વીર્યનું પરિણમન તે શુદ્ધ ઉપયોગ. અત્યંતરસાધક ક્રિયા.
નિર્વિકલ્પકદશા આવે ત્યારે શમભાવ અને જ્ઞાનોપયોગ વગેરે ગુણોમાં જ્યારે આત્મા પ્રવર્તતો હોય ત્યારે વાધક્રિયાડમાત્ર = બે નંબર અને એક નંબરવાળી બાધક એવી બાહ્ય અને અભ્યત્તર એમ બન્ને ક્રિયાનો અભાવ હોય છે. તથા સથવાયાડમાવ: ત્રણ નંબરવાળી સાધક એવી માત્ર બાહ્યક્રિયાનો જ અભાવ હોય છે. આમ ૧-૨-૩ નંબરની ક્રિયાનો જ અભાવ હોય છે. પરંતુ ગુણોની અંદર તન્મયતાત્મક વીર્યપ્રવૃત્તિરૂપ અભ્યત્તર સાધક ક્રિયા (નંબર-૪) હોય જ છે. તો પણ તે શુદ્ધ ઉપયોગાત્મક અભ્યન્તરપ્રવૃત્તિ છે. તેથી કર્મબંધનો હેતુ થતો નથી. આવા પ્રકારની આ વીર્યપ્રવૃત્તિ તેરમા-ચૌદમા ગુણઠાણે તથા સિદ્ધદશામાં હોય છે. પરંતુ પરપદાર્થને રાગાદિથી ગ્રહણ કરવા રૂપ અને દ્વેષાદિથી ત્યાગ કરવા રૂપ યોગાત્મક શુભ કે અશુભ પ્રવૃજ્યાત્મક ક્રિયા હોતી નથી. માટે મૂલશ્લોકમાં ક્રિયા ર" ક્રિયા હોતી નથી એમ લખ્યું છે. અર્થાત્ જે સાધ્ય સાધવું હતું તે સાધ્ય સિદ્ધ થઈ જ ગયું છે ત્યારે બાધકક્રિયાનો તો સર્વથા અભાવ જ હોય છે. પરંતુ સાધકક્રિયાનો પણ અભાવ જ હોય છે. ફક્ત થયેલા ગુણાત્મકસાવ્યમાં પ્રવર્તવા રૂપ અનંતલબ્ધિવીર્ય હોય છે. કરણવીર્યાત્મક ક્રિયા હવે સંભવતી નથી. દી
योगसन्यासतस्त्यागी, योगानप्यखिलांस्त्यजेत् । इत्येवं निर्गुणं ब्रह्म, परोक्तमुपपद्यते ॥७॥
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
ગાથાર્થ :- ત્યાગી મહાત્મા યોગસન્યાસ નામના સામર્થ્ય યોગથી (શુભ-અશુભ) સર્વ યોગોનો પણ ત્યાગ કરે છે. આમ કરવાથી આ સાધક આત્મા (બંધના હેતુભૂત ગુણોથી) નિર્ગુણ બને છે. આમ સર્વજ્ઞભગવંતો કહે છે. જ્ઞા
ટીકા :- ‘યોગસન્યાસત'' કૃતિ ત્યાની-વાદ્યાભ્યન્તરસમસ્તપરમાવત્યાની, योगसन्न्यासतः-योगरोधनतः, आवर्जीकरणाद् उर्ध्वमखिलान्- समस्तान् योगान्वीर्यपरिस्पन्दनरूपान् त्यजेत् - अयोगी भवति । इति समस्तयोगरोधेन परोक्तं परै:उत्कृष्टैः सर्वज्ञैः उक्तं-निवेदितम् । निर्गुणं - योगादिरहितं सत्त्वरजस्तमोरूपगुणरहितम्, બ્રહ્મ-આત્મસ્વરૂપમુપપદ્યતે-શુદ્ધચિન્મય નિષ્પદ્યતે છા
-
વિવેચન :- ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ યોગ ત્રણ પ્રકારનો છે. આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ કહેવાય છે. તેમાં ત્રીજો સામર્થ્યયોગ જે છે તેના બે ઉત્તરભેદ છે. એક ધર્મસન્યાસયોગ અને બીજો યોગસન્યાસયોગ. ક્ષપકશ્રેણિમાં આવેલા
અપૂર્વકરણથી બારમા ગુણઠાણા સુધી આ જીવમાં એવું સામર્થ્ય પ્રગટે છે કે ક્ષાયોપશમિક ભાવના ક્ષમા-માર્દવ-આર્જવ-સંતોષ આદિ ધર્મોનો (સાધકાવસ્થાના ગુણોનો) પણ આ જીવ ત્યાગ કરે છે. શુભ નિમિત્તાવલંબીપણું ત્યજી દે છે અને ક્ષાયિકભાવના ગુણો (સિદ્ધાવસ્થાના ગુણો) પ્રાપ્ત કરે છે. સ્વાવલંબી બને છે પરાનુયાયિતા ચાલી જાય છે અને નિર્વિકલ્પકદશા પ્રાપ્ત થાય છે. આ આત્મા ભેદરત્નત્રયીને ત્યજીને અભેદરત્નત્રયીરૂપ બને છે.
ત્યારબાદ તેરમા ગુણઠાણે આવેલા આ મહાત્મા-પુરુષ અઘાતી કર્મોને ખપાવવા, તે કર્મોના ઉદયને અનુસારે પ્રવર્તતા છતા, ભવ્યજીવોને દેશના આપવા રૂપ અને વિહારાદિ કાર્ય કરવા રૂપ વચનયોગ અને કાયયોગની પ્રવૃત્તિવાળા હોય છે. આ શુભ યોગ પણ આત્મપ્રદેશોની અસ્થિરતા રૂપ હોવાથી કરણવીર્ય છે અને તે (પુણ્યકર્મ-સાતાવેદનીયના) બંધનો હેતુ છે. જ્યાં સુધી બંધહેતુ પ્રવર્તે છે ત્યાં સુધી બંધ પ્રવર્તે જ, અને બંધ પ્રવર્તે ત્યાં સુધી મોક્ષ ન થાય, તે માટે તેરમા ગુણઠાણાના અંતે અંતર્મુહૂર્ત પહેલાં સર્વજ્ઞ ભગવંતો “આવર્જિતકરણ” (આવશ્યકકરણ-આયોજિકાકરણ) કરે છે.૧ ત્યારબાદ (જરૂરિયાત હોય તો કેવલીસમુદ્દાત કરે છે, અન્યથા કેવલીસમુદ્દાત કર્યા વિના) મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિરૂપ જે કરણવીર્ય સ્વરૂપ યોગ છે તેનો નિરોધ કરે છે.
૧. મન-વચન-કાયાનો શુભ વ્યાપાર તે આવર્જિતકરણ, મોક્ષ પ્રતિ આત્માને સન્મુખ કરવાની ક્રિયા તે આવર્જિતકરણ. કેવલીસમુદ્દાત સર્વે કેવલીઓ કરે જ એવો નિયમ નથી. પરંતુ આવર્જિતકરણ તો સર્વે કેવલીઓ કરે જ. માટે આવશ્યકકરણ કહેવાય છે. “મારે હવે આ કરવા યોગ્ય છે” એવા પ્રકારનો કેવલજ્ઞાનીનો નિર્ણય તે આવર્જિતકરણ કહેવાય છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૯ મનથી અનુત્તરવાસી દેવો આદિને પ્રશ્નોના જે ઉત્તરો આપતા હતા તે મનોયોગ, વચનયોગથી જે ધર્મદેશના આપતા હતા તે વચનયોગ અને કાયાથી જે વિહાર-આહારનિહારાદિ કરતા હતા તે કાયયોગ. આમ આ ત્રણે યોગને અટકાવે-રોકે-અર્થાત્ યોગનિરોધ કરે તેને “યોગસન્યાસ” નામનો બીજો સામર્થ્યયોગ કહેવાય છે. આ સામર્થ્યયોગ તેરમાં ગુણઠાણાના અંતે આવે છે. બાહ્ય અને અભ્યન્તર એમ સમસ્ત પરભાવના ત્યાગી એવા આ સર્વજ્ઞ વીતરાગ કેવલી ભગવાન આવર્જિતકરણ કર્યા પછી આગળ સમસ્ત યોગોનો (વીર્યના પરિસ્પંદન સ્વરૂપ = આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતાનો) નિરોધ કરે છે. ત્યાગ કરે છે અને મેરૂપર્વતની જેવા અત્યન્ત સ્થિર-ઘનીભૂત બની જાય છે. ત્યારે યોગ સન્યાસ નામનો સામર્થ્યયોગ પ્રગટે છે.
અહીં એક વાત સમજવા જેવી છે કે “પર-દર્શનકારો એટલે જૈનેતર-દર્શનકારો આત્મા મોક્ષે જાય ત્યારે સર્વથા નિર્ગુણ થાય છે આમ કહે છે. તેમનું કહેવું છે કે ગુણોનો ઉચ્છેદ થવો તે જ મુક્તિ છે. આત્મા ગુણરહિત-નિર્ગુણ બ્રહ્મ થાય છે. આમ પરોક્ત = પરદર્શનકારો કહે છે પરંતુ તે સાચું નથી. તેનો વાસ્તવિક અર્થ તેઓ સમજ્યા નથી. ગુણો અને ગુણી તાદાભ્ય સંબંધવાળા-અભેદ સંબંધવાળા (સમવાય સંબંધવાળા) હોવાથી ક્યારેય છુટા પડતા નથી. ગુણીમાંથી જો ગુણોનો નાશ થાય તો તો આત્મા જડ બની જાય અને ચૈતન્ય વિનાનો જીવ હોઈ જ ન શકે. તે માટે “નિનું વૃક્ષ" કુત્તિ પોત્તમ = આત્મા નિર્ગુણ બને છે. આમ જે પરદર્શનકારો કહે છે તે પંક્તિનો સાચો અર્થ આ પ્રમાણે છે -
નિr એટલે જેનાથી કર્મોનો બંધ થાય છે તેવા બંધના હેતુભૂત એવા યોગાદિ ગુણોથી રહિત અર્થાત્ સત્ત્વ-રજસ્ અને તમો નામના જે વિકૃત ગુણો છે. બાધક ગુણો છે તેવા ગુણો વિનાનો દ્રઢ = આ આત્મા-(આત્માનું સ્વરૂપ) ૩૫ = બને છે. સારાંશ કે ચંદ્ર-સૂર્યના તેજ ઉપરનું બાધક વાદળ જેમ ખસી જાય અને ચંદ્ર-સૂર્ય મૂલ શુદ્ધસ્વરૂપે પ્રગટ છે, તેમ આ આત્મામાંથી કર્મબંધ કરાવે તેવા યોગાદિ જે વૈભાવિક ગુણો છે. અર્થાત્ પરદર્શનના મતે પ્રકૃતિના કાર્ય ભૂત સત્ત્વ-રજસ અને તમોસ્વરૂપ જે વિકારી ગુણો છે કે જે સંસારરૂપી વડવૃક્ષનું બીજ છે તેનો સર્વથા નાશ થાય છે તેનાથી શુદ્ધ-નિર્દોષ-નિષ્કલંક અનંત અનંત જ્ઞાનાદિ ગુણમય, જેવો મૂલસ્વરૂપે આત્મા છે તેવો આત્મા બને છે. વૈભાવિક ગુણો વિનાનો હોવાથી નિર્ગુણ અને સ્વાભાવિક અનંત ગુણોવાળો હોવાથી અનંત ગુણમય આ આત્મા મુક્તદશામાં બને છે.
આમ પરવતમ્ = પર એટલે ઉત્કૃષ્ટ પુરુષોએ અર્થાત્ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ ઉત્તમ્ = કહેલું છે, નિવેદન કરેલું છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
त्यागाष्ट६-८
જ્ઞાનસાર
વિકૃત ગુણો વિનાનો બને છે માટે નિર્ગુણ પણ શુદ્ધ અને સ્વાભાવિક અનંતગુણો वाणो जने छे. भाटे संपूर्ण गुणी जने छे. ॥७॥
૨૬૦
योगरोधस्वरूपं च वस्तुत इति सांसर्गिकगुणरहित इति कथनेन आत्मा सदैव निर्गुणः इति निवारयन्नाह ।
વાસ્તવિક રીતે યોગના નિરોધનું સ્વરૂપ સાંસર્ગિક ગુણોથી રહિત છે. આમ કહેવા દ્વારા આત્મા હંમેશાં નિર્ગુણ જ છે. આવી માન્યતાનું નિવારણ કરતાં કહે છે કે
-
वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैर्भासते स्वतः ।
रूपं त्यक्तात्मनः साधोर्निरभ्रस्य विधोरिव ॥८॥
ગાથાર્થ :- વાદળ વિનાના ચંદ્રનું રૂપ જેમ શોભે છે તેમ તજ્યું છે પરભાવમાં મારાપણું જેણે એવા સાધક આત્માનું રૂપ સ્વાભાવિકપણે જ અનંત ગુણોથી ભરપૂર ભરેલું વાસ્તવિકપણે જે રહેલું છે તે શોભે છે. દા
टीडा :- “वस्तुत” इति - वस्तुतः - पदार्थमूलस्वरूपेण, शुद्धः आत्मा स्वत:स्वस्वभावेन अनन्तैः गुणैः पूर्णः भासते, सम्यग्ज्ञानदर्शनचारित्रतपोरूपेण साधनपरिणमनेन अनादिसङ्गीभावपरित्यागेन स्वरूपभासनरमणानुभवनेन अभिनवकर्माग्रहणस्वरूपैकत्वतन्मय - ध्यानतः पूर्वकर्मक्षरणेन अयमात्मा शुद्धः सकलपुद्गलोपाधिरहितो यदा भवति, तदा ज्ञानदर्शनचारित्रवीर्यागुरुलघु-अव्याबाधासङ्गामूर्तपरमदानलाभभोगोपभोगाक्रियसिद्धत्वाद्यनन्तैः स्वासङ्ख्येयप्रदेशव्याप्यव्यापकैः गुणैः पूर्णः भासते - राजते इत्यर्थः ।
किमिव ? त्यक्तात्मनः त्यक्तं परभावे आत्मत्वं येन स त्यक्तात्मा तस्य त्यक्तात्मनः, साधोः मोक्षपदसाधकस्य रूपं निरभ्रस्य - मेघपटलरहितस्य, विधो:चन्द्रस्य इव रूपं भासते । यथा अभ्रहीनचन्द्रस्वरूपं निर्मलं भवति, तथा ज्ञानावरणाद्यभ्ररहितस्य शुद्धात्मनः स्वरूपं निर्मलं भवति ।
કાદવમાં પડેલા સ્ફટિકના ગોળાની જેમ આ આત્મા પદાર્થના મૂલસ્વરૂપથી અત્યન્ત શુદ્ધ અને નિર્મળ છે. પોતાના સ્વભાવે જ અનન્ત ગુણોથી પૂર્ણપણે ચમકે છે. માત્ર અનાદિકાળથી કર્મપુદ્ગલોથી વીંટળાયેલો છે. તેથી તેનું સ્વરૂપ આવૃત થયેલું છે, પણ નષ્ટ થયેલું નથી. અનંત ગુણોવાળો આત્મા છે અને કર્મોથી આવૃત છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮
૨૬૧
સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્મચારિત્ર અને સભ્યતા સ્વરૂપ સાધનાના બળ વડે, અનાદિકાળથી સંયોગીભાવને પામેલા કર્મપુદ્ગલો રૂપ દ્રવ્યકર્મ અને કાષાયિક પરિણામો રૂપ ભાવકર્મનો ત્યાગ કરવા દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપનું જ જ્ઞાન કરવા પડે અને તેની જ રમણતાનો અનુભવ કરવા વડે નવા નવા કર્મોના અગ્રહણ રૂપ સંવરભાવ દ્વારા પોતાના આત્માના સ્વરૂપની સાથે જ એકતા-તન્મયતા પ્રાપ્ત કરવા રૂપ ધ્યાનથી પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરવા દ્વારા આ આત્મા શુદ્ધ-બુદ્ધ થાય છે અને સર્વ પ્રકારની પૌલિક ઉપાધિથી રહિત જ્યારે બને છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અગુરુલઘુ, અવ્યાબાધ સુખ, અસંગતતા, અમૂર્તતા, પરમદાન, પરમલાભ, પરમભોગ, પરમઉપભોગ, અક્રિયત્વ અને સિદ્ધત્વ વગેરે અનંત ગુણો કે જે ગુણો પોતાના અસંખ્યાત આત્મપ્રદેશોમાં વ્યાપીને વ્યાપકપણે રહેલા છે. તેવા અનન્તગુણો વડે આ આત્મા અતિશય શોભા પામે છે. કાદવમાં પડેલા સ્ફટિકના ગોળાની ચારે બાજુ લાગેલો કાદવ દૂર કરાયે છતે જેમ સ્ફટિકનો ગોળો પોતાની સ્વયં ઉજ્વલતાથી ચમકે છે તેમ આ આત્મા પુદ્ગલદ્રવ્યથી પર બન્યો છતો પોતાના સ્વાભાવિક ઉજ્વલ ગુણો વડે શોભે છે - ચમકે છે.
ગ્રન્થકારશ્રી આ જ વાત સમજાવતાં બીજું સુંદર એક ઉદાહરણ આપે છે કે - કિમિવ = કોની જેમ આ આત્મા શોભે છે?
વાદળના સમૂહથી રહિત એવા ચંદ્રમાનું રૂપ સ્વતઃ જ જેમ ચમકે છે. તેમ પરભાવમાં પોતાનાપણું” જેણે માન્યું હતું. આવી ખોટી મોહાધ માન્યતાને જેણે ત્યજી દીધી છે તેવો અર્થાત્ ત્યાગી છે આત્મા જેનો એવા મોક્ષમાર્ગની સાધના કરનારા સાધક આત્માનું રૂપ સ્વયં ગુણાત્મક હોવાથી પરદ્રવ્યનો સંયોગ દૂર થયે છતે વાસ્તવિકપણે જેવું મૂલસ્વરૂપ છે તેવું અકૃત્રિમ શુદ્ધ મૂલસ્વરૂપ ચમકે છે - શોભે છે.
જેમ અભ્રસમૂહથી રહિત એવા ચંદ્રનું સ્વરૂપ નિર્મલ થાય છે તેમ જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્યોરૂપી વાદળથી રહિત શુદ્ધાત્માનું સ્વરૂપ સ્વતઃ ઉજ્વળ અને નિર્મળ શોભે છે.
___अत एव बाधकपरिणतिहेतुतां संत्यज्य साधकत्वमवलम्ब्य, साधकत्वेऽपि विकल्परूपाचीनापवादसाधनां त्यजन्, उत्सर्गसाधनां गृह्णन्, पुनः (तामेव) त्यजन्, पूर्णगुणावस्थां श्रयन् एवमनुक्रमेण त्यागयोग्यं त्यजन् आत्मा सकलसंसर्गभावनिरावरणेन निर्मल-निष्कलङ्क-असङ्ग-सर्वावरणरहितः सच्चिदानन्दरूपः आत्मा आत्यन्तिक-ऐकान्तिक-निर्द्वन्द्व-निष्प्रयास-निरुपचरितसुखपूर्णो भवति ।
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ત્યાગાષ્ટક - ૮
अतः सम्यग्ज्ञानबलेन हेयोपादेयविवेचनं कृत्वा समस्तहेयभावत्यागवत्तया भवितव्यम् । त्यागो हि निर्जरामूलम् । परभावग्रहणमेवात्माहितम् । अतस्त्यागः करणीय एव आत्मस्वरूपाभिलाषुकैः ॥८॥
જ્ઞાનસાર
આ કારણથી આત્માના સ્વરૂપની બાધકપરિણતિના જે જે (મિથ્યાત્વ-અસંયમ-પ્રમાદકષાયાદિ) કારણો છે તે કારણોનો ત્યાગ કરીને સાધકપરિણતિનાં જે જે કારણો (ક્ષાયોપશમિક ભાવના સમ્યક્ત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-સમ્યજ્ઞાન-ક્ષમા-માર્દવ-આર્જવ સંતોષાદિ ગુણો રૂપ કારણો) છે તેનું અવલંબન લેવું જોઈએ.
જેમ અમદાવાદથી મુંબઈ જતો કોઈ પુરુષ પ્રથમ રીક્ષાનું સાધન લે છે. અમદાવાદનું સ્ટેશન આવતાં તે રીક્ષા છોડીને ટ્રેનનું આલંબન લે છે. મુંબઈ સેન્ટ્રલ આવતાં ટ્રેનનું આલંબન છોડીને ટેક્ષીનું આલંબન લે છે. ઘર આવતાં ટેક્ષી પણ છોડી દે છે અને એલીમીટરનું આલંબન લે છે અને પોતાના ઈષ્ટ સ્થાને પહોંચે છે. તેમ સાધકાવસ્થામાં મિથ્યાત્વદશાના ત્યાગકાલે ક્ષાયોપશમિક ભાવના ગુણો સ્વીકારવાના હોય છે. જેથી ચારથી સાત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
ત્યારબાદ સંકલ્પ-વિકલ્પવાળી ક્ષાયોપશમિક ભાવની પ્રથમ પ્રાપ્ત કરેલી અપવાદ સાધનાનો (કારણ કે ક્ષાયોપમિક ભાવના આ ગુણો પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી. કર્મના ઉદય સાપેક્ષ છે. માટે ક્ષાયિકભાવ પામવા પુરતું જ તેનું આલંબન લીધું છે. અંતે તો તે ગુણો પણ ત્યજવાના જ છે. માટે તેને અપવાદસાધના કહેવાય છે. અપવાદ રૂપે આ સાધન લેવાં પડ્યાં છે, કાયમી નથી, માટે ક્ષાયોપશમિક ભાવના ગુણોની પ્રાપ્તિને અપવાદ સાધના કહેવાય છે. આવા પ્રકારની આ અપવાદસાધનાનો) ત્યાગ કરતો આ આત્મા આઠથી બાર ગુણસ્થાનકમાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયો છતો ઉત્સર્ગસાધનાને ગ્રહણ કરે છે. એટલે એકત્વવિતર્કઅવિચાર નામનું શુક્લ ધ્યાન અને ધર્મસન્યાસ નામના સાર્શ્વયોગને ગ્રહણ કરે છે.
ત્યારબાદ તેરમા-ચૌદમા ગુણસ્થાનકે તેવા પ્રકારની ઉત્સર્ગસાધનાનો પણ ત્યાગ કરતો (કારણ કે કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી જ સાધન સ્વીકારાય છે, કાર્ય સિદ્ધ થયે છતે સાધન ત્યજાય જ છે. તેમ અહીં પણ હવે સાધનાની આવશ્યકતા નથી. માટે ઉત્સર્ગસાધનાનો પણ ત્યાગ કરતો) અને પરિપૂર્ણ ગુણમય અવસ્થાનો આશ્રય કરતો આ આત્મા અનુક્રમે અનુક્રમે આગળ વધે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૬૩ આ પ્રમાણે જેમ જેમ ઉપર ઉપરનું સ્ટેજ આવે તેમ તેમ નીચે નીચેનું સ્ટેજ ત્યજતો અને પછી પછીનું સ્ટેજ સ્વીકારતો અર્થાત્ ત્યાગયોગ્યને ત્યજતો અને ગ્રહણયોગ્યને ગ્રહણ કરતો એવો આ આત્મા પૌદ્ગલિક પદાર્થોનો જે સંસર્ગભાવ હતો તેને સંપૂર્ણપણે દૂર કરવા દ્વારા કર્મ તથા શરીરનો પણ ત્યાગ કરીને નિર્મળ-નિષ્કલંક-સર્વથા પર-ભાવના સંગથી રહિત અને સર્વ પ્રકારના કર્મોના આવરણો વિનાનો બનેલો સચ્ચિદાનંદમય થયેલો (પરિપૂર્ણપણે સમ્યજ્ઞાનના આનંદથી ભરપૂર) એવો આ આત્મા આત્યન્તિક-એકાન્તિકનિર્દન્દ્ર-નિષ્ક્રયાસ અને નિરુપચરિત સુખવાળો થાય છે.
આત્મત્તિક = અત્યન્ત સુખ, પરિપૂર્ણ સુખ. ઐકાન્તિક = જે પ્રાપ્ત થયેલું સુખ ક્યારેય જાય નહીં તેવું સુખ. નિર્વન્દ્ર = જ્યાં કેવળ એકલું સુખ જ છે, દુઃખ અંશમાત્ર પણ સાથે નથી તે. નિષ્ક્રયાસ = જે સુખ મેળવવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. સ્વાભાવિક નિરુપચિત = જે ઉપચાર કરાયેલું સુખ નથી પણ સુખસ્વરૂપ જ છે તે.
આ કારણથી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનના બલ વડે હેય અને ઉપાદેયનો ભેદ કરીને જેટલા હેય ભાવો હોય તે સમસ્ત હેયભાવો પ્રત્યે ત્યાગવાળા થવું જોઈએ. હેયભાવોને ત્યજવા માટે ઉદ્યમશીલ થવું, કારણ કે હેયભાવોનો જે ત્યાગ છે એ જ કર્મોની નિર્જરા કરાવનારું મૂલતત્ત્વ છે. પરભાવનું ગ્રહણ કરવું એ જ આત્માનું અહિત (અકલ્યાણ) છે અને પરભાવનો ત્યાગ એ જ આત્મહિત છે. માટે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા આત્માઓએ તો પરભાવના ત્યાગનો જ નિરંતર અભ્યાસ અને પ્રયત્ન કરવો જોઈએ. એ ત્યાગ જ આત્મહિત કરનાર છે.
પર આઠમું ત્યાગાષ્ટક સમાપ્ત
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
॥ अथ नवमं क्रियाष्टकम् ॥
परभावत्यागकरणमेव साधका क्रिया, अतः क्रियाष्टकं निरूप्यते । क्रियते आत्मकर्तृत्वेन सा क्रिया, कर्तुः द्रव्यस्य प्रवृत्तिः । स्वरूपाभिमुखदर्शनज्ञानोपयोगता ज्ञानम्, स्वरूपाभिमुखवीर्यप्रवृत्तिः क्रिया, एवं ज्ञानक्रियाभ्यां मोक्षः । तत्र ज्ञानं स्वपरावभासनरूपं, क्रिया स्वरूपरमणरूपा, तत्र चारित्रवीर्यगुणैकत्वपरिणतिः क्रिया, सा साधका,
अत्र अनादिसंसारे अशुद्धकायिक्यादिक्रियाव्यापारनिष्पन्नः संसारः । स एव विशुद्धसमितिगुप्त्यादिविनयवैयावृत्त्यादिसत्क्रियाकरणेन निवर्तते । अतः संसारक्षपणाय क्रिया संवरनिर्जरात्मिका करणीया ।
પરભાવનો ત્યાગ કરવો એ જ આત્મતત્ત્વને સાધી આપે એવી મોક્ષસાધક ક્રિયા છે. આ કારણથી હવે ક્રિયાષ્ટક લખાય છે. “આત્મા છે કર્તા જેમાં એવી કરાતી જે કોઈ સારીનરસી પ્રવૃત્તિ, તેને ક્રિયા કહેવાય છે. કુલ છ દ્રવ્યો છે તેમાં કર્તાભૂત જે દ્રવ્ય છે તે આત્મદ્રવ્ય છે. તેની અર્થાત્ કર્તાભૂત એવા આત્મદ્રવ્યની જે પ્રવૃત્તિ તે ક્રિયા કહેવાય છે.
અહીં આત્મતત્ત્વનું સ્વરૂપ કેમ પ્રગટ થાય? તેને અનુસરીને આત્મહત્ત્વના સ્વરૂપને અભિમુખ એવો દર્શન અને જ્ઞાનનો જે ઉપયોગ તે જ્ઞાન કહેવાય છે. અને આત્મતત્ત્વ પ્રગટ જે રીતે થાય, તે રીતે આત્મતત્ત્વના સ્વરૂપને પ્રગટ કરવા માટે તેને અભિમુખ એવી જે વીર્યપ્રવૃત્તિ તે ક્રિયા કહેવાય છે. આમ આવા પ્રકારના જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે. “શુદ્ધ આત્મતત્ત્વ પ્રગટ કેમ થાય ? તેને અનુસરીને થતી બોધની અને વીર્યની પ્રવૃત્તિને જ્ઞાન અને ક્રિયા કહેવાય છે.
જ્ઞાનષ્યિ મોક્ષ:” આવું વિશેષાવશ્યકભાષ્યમાં જે કહ્યું છે ત્યાં પણ જ્ઞાન એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો બોધ થવો તે, અને ક્રિયા એટલે આત્મસ્વરૂપમાં રમણતા, ત્યાં પણ ચારિત્રગુણ અને વીર્યગુણની એકતારૂપે જે પરિણતિ તે મોક્ષસાધક ક્રિયા જાણવી. અથવા ચારિત્રગુણમાં જ વીર્યગુણની તન્મયસ્વરૂપે જે પરિણતિ તે મોક્ષસાધક-ક્રિયા જાણવી.
અનાદિ કાળથી ચાલ્યા આવતા આ સંસારમાં મોહબ્ધ એવા આ જીવની મોહજન્ય, મોહમય અને મોહોત્પાદક એવી અશુદ્ધ જે કાયિકી આદિ ક્રિયાનો વ્યાપાર છે તેનાથી જ આ સંસાર (જન્મ-મરણના ફેરા) ઉત્પન્ન થાય છે. અને વિશુદ્ધ એવી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ
Page #298
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૬૫ આદિનું પાલન, તથા વિનય, વૈયાવચ્ચ વગેરે સમ્યગુઆરાધના રૂપ ક્રિયા કરવા દ્વારા આ જ સંસારનો વિનાશ થાય છે. આ કારણથી આ સંસારનો (જન્મ-જરા-મૃત્યુ આદિ રૂપ સંસારનો) ક્ષય કરવા માટે સંવર અને નિર્જરા રૂપ આત્મતત્ત્વસાધક ક્રિયા કરવી જોઈએ. તેમાં નામાદિ ચાર નિક્ષેપા અને નૈગમાદિ સાત નયો સમજાવાય છે.
नामस्थापना (क्रिया) सुगमा, द्रव्यक्रिया शुद्धा अशुद्धा च । तत्र शुद्धा स्वरूपानुयायियोगप्रवृत्तिरूपा । अशुद्धा कायिक्यादिव्यापाररूपा, भावक्रियावीर्यप्रवृत्तिरूपा, पुद्गलानुयायि-औदारिकादिकायव्यापारसन्मुखा अशुद्धा । शुद्धा पुनः स्वगुणस्वपरिणमनत्वनिमित्तवीर्यव्यापाररूपा क्रिया भावक्रिया ।
નામ અને સ્થાપના ક્રિયા સુગમ છે. કોઈ જીવ અથવા અજીવ પદાર્થનું “ક્રિયા” એવું નામ પાડવું તે નામક્રિયા અને ક્રિયાવાળી વ્યક્તિનું ચિત્ર દોરવું તે સ્થાપનાક્રિયા. દ્રવ્યક્રિયા બે પ્રકારની છે એક શુદ્ધ અને બીજી અશુદ્ધ.
આત્મતત્ત્વનું સ્વરૂપ પ્રગટ થાય એ રીતે સ્વરૂપને અભિમુખપણે “મન-વચન-કાયાની યોગાત્મક જે પ્રવૃત્તિ” તે શુદ્ધ દ્રક્રિયા કહેવાય છે. ત્યાં સ્વરૂપ પ્રગટ કરવાનું લક્ષ્ય છે માટે શુદ્ધ અને યોગાત્મક પ્રવૃત્તિ છે માટે દ્રવ્ય. કર્મનો બંધ થાય તેવી કાયિકી આદિ પચ્ચીસ ક્રિયા કરવા રૂપ આશ્રયાત્મક જે ક્રિયા તે અશુદ્ધ દ્રવ્યક્રિયા, કારણ કે તે ક્રિયાઓમાં આશ્રવ છે, કર્મનો બંધ થાય છે માટે અશુદ્ધ અને યોગાત્મક પ્રવૃત્તિ છે માટે દ્રવ્યક્રિયા કહેવાય છે.
ભાવક્રિયા એટલે વીર્યની પ્રવૃત્તિ, વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમભાવથી અથવા ક્ષાયિકભાવથી પ્રગટ થયેલા વીર્યનો વપરાશ કરવો તે ભાવક્રિયા. આ ભાવક્રિયા પણ બે પ્રકારની છે – અશુદ્ધ અને શુદ્ધ. ત્યાં પુગલદ્રવ્યનાં સુખ-દુઃખોને અનુસરનારી, પુદ્ગલની સાધનસંપત્તિ લેવા-મુકવા માટે કરાતી દારિક-વૈક્રિય આદિ શરીરસંબંધી કાયાના વ્યાપારાત્મક જે ક્રિયા તે અશુદ્ધ ભાવક્રિયા અને આત્માના ગુણોની રમણતામાં તથા આત્માના ગુણોની અંદર જ પરિણમન પામવાપણાના નિમિત્તરૂપે કરાતી વીર્યના વ્યાપારાત્મક જે ક્રિયા તે શુદ્ધ ભાવક્રિયા જાણવી. હવે સાત નયો સમજાવાય છે -
___तत्र क्रियासङ्कल्पः नैगमेन । सङ्ग्रहेण सर्वे संसारजीवाः सक्रिया उक्ताः । व्यवहारेण शरीरपर्याप्त्यनन्तरं क्रिया । ऋजुसूत्रनयेन कार्यसाधनार्थं योगप्रवृत्तिमुख्यवीर्यपरिणामरूपा (दि) क्रिया । शब्दनयेन वीर्यपरिस्पन्दात्मिका । समभिरूढनयेन गुणसाधनारूपसकलकर्त्तव्यव्यापाररूपा । एवम्भूतनयेन तत्त्वैकत्ववीर्यतीक्ष्ण
Page #299
--------------------------------------------------------------------------
________________
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
तासाहाय्यगुणपरिणमनरूपा । अत्र साधकस्य साधनक्रियाया अवसरः । “नाणचरणेण मुक्खो" । तेन चरणगुणप्रवृत्तिस्वरूपग्रहणपरभावत्यागरूपा क्रिया मोक्षसाधका । अतो ज्ञाततत्त्वेन तत्त्वसाधनार्थं सम्यक् क्रिया करणीया । तदुपदेशः(૧) નિગમનયઃ કોઈપણ પ્રકારની ક્રિયા કરવાનો મનમાં સંકલ્પ કરવો તે ક્રિયા કહેવાય.
જેમકે તંદુલીયા મત્યે મોટા માછલાની ક્રિયા જોઈને “હું આ સ્થાને હોઉં તો એક પણ મત્સ્યને જવા ન દઉં” આવો હિંસાત્મક ક્રિયા કર્યા વિના પણ હિંસાનો જે સંકલ્પ કર્યો તે પણ હિંસાની ક્રિયા થઈ. તેથી હિંસાનો દોષ લાગ્યો. આ નૈગમનયથી
ક્રિયા જાણવી. (૨) સંગ્રહનય : સર્વે પણ સંસારી જીવો શુભ અથવા અશુભ એમ કોઈપણ જાતની
ક્રિયાવાળા છે. કોઈપણ પ્રકારની બાધક અથવા સાધક ક્રિયાગુણવાળા છે. આ
સંગ્રહનયથી ક્રિયા જાણવી. ૩) વ્યવહારનય : શરીરપર્યાપ્તિ સમાપ્ત કર્યા બાદ જે શુભાશુભ ક્રિયા થાય છે તે
લોકભોગ્ય હોવાથી વ્યવહારનયથી ક્રિયા જાણવી. વિગ્રહગતિમાં તથા શરીરપર્યાપ્તિ પૂરી કરે તે પહેલા મન-વચન અને ઔદારિકાદિ શરીરના કાયયોગો નથી તેથી તે કાલે તૈજસ-કાર્પણ કાયયોગજન્ય ક્રિયા હોવા છતાં પણ તે લોકભોગ્ય ક્રિયા ન હોવાથી શરીરપર્યાપ્તિ પછી થતી ક્રિયા તે વ્યવહારનયથી ક્રિયા જાણવી. ઋજુ સુત્રનય : કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે વર્તમાનકાલે મુખ્યપણે મન-વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ જેમાં પ્રવર્તે છે તેવી વીર્યની પરિણતિરૂપ (વીર્યના પરિણમન રૂ૫) જે ક્રિયા તે ક્રિયા કહેવાય છે. અહીં વર્તમાનકાલે પ્રવર્તતી ક્રિયા લીધી છે માટે ઋજુસૂત્રનય (કોઈ કોઈ પ્રતમાં “રૂપરિ” એમ મારિ પણ શબ્દ છે.) પરંતુ ક્રિયાના વિશેષણરૂપે ક્યાંક “પા” શબ્દ પણ છે. (જો આદિ શબ્દ લઈએ તો આદિ શબ્દથી આવી બીજી પ્રવૃત્તિ પણ જાણી લેવી). શબ્દનય : વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવથી પ્રગટ થયેલા વીર્યનું આત્મપ્રદેશોમાં પરિસ્પન્દન થવા રૂપ જે ક્રિયા તે ક્રિયા કહેવાય છે. (અહીં ભાવક્રિયાની પ્રધાનતા કરી છે. યોગની ગૌણતા કરી છે.) સમભિરૂઢનયઃ આત્માના શુદ્ધ ગુણોની સાધના કરવા રૂપ સકલ કર્તવ્ય કરવાપણે પ્રવર્તતું વીર્ય તે ક્રિયા કહેવાય છે.
(પ)
Page #300
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯ (૭) એવંભૂતનય : શુદ્ધ આત્મતત્ત્વની સાથે એકતા કરવા સ્વરૂપે મન-વચન-કાયાના
યોગોથી નિરપેક્ષપણે આત્મગત લબ્ધિવીર્યની અત્યન્ત સૂક્ષ્મ રીતે સહાયતાપૂર્વક ગુણોમાં જ પરિણમન પામવા રૂપ જે ક્રિયા તે ક્રિયા કહેવાય. આ નયથી સિદ્ધાવસ્થાની અને અયોગી અવસ્થાની ગુણોમાં જ રમણતા કરવા રૂપ વપરાતા લબ્ધિવીર્યની જે ક્રિયા તે ક્રિયા કહી છે.
અહીં સાધક અવસ્થામાં વર્તતા અપુનર્બન્ધકથી પ્રારંભીને ક્ષીણમોહ ગુણઠાણા સુધીના જીવની આત્માના ગુણોને પ્રગટ કરવા માટેની સાધનાકાળે કરાતી જે ક્રિયા તે ક્રિયા સમજવાસમજાવવાનો આ અવસર છે. (બાધક અવસ્થાની ક્રિયા અનાદિના અભ્યાસથી સહજપણે આવી જ જાય છે અને સિદ્ધ અવસ્થાની કેવલજ્ઞાનાદિ ગુણોના ઉપયોગાત્મક જે સાધ્યક્રિયા છે. તે સમજાવવાની હોતી નથી માટે સાધના અવસ્થાની ક્રિયા આ અષ્ટકમાં સમજાવાય છે.) કારણ કે વિશેષાવશ્યક ભાષ્ય આદિ મહાગ્રંથોમાં “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ” થાય છે એમ કહેલ છે. (વિશેષ આવ. ગાથા નં. ૩) ના વિશ્વરિયાર્દિ મોવો . |
તે કારણથી ચારિત્રાત્મક આત્મગુણોની પ્રવૃત્તિમય સ્વ-સ્વરૂપને ગ્રહણ કરવાની અને પરભાવને ત્યાગ કરવાની જે ક્રિયા તે જ ક્રિયા મોક્ષને આપનારી બને છે. આ કારણથી જાણ્યું છે આત્મતત્ત્વ જેણે એવા આત્માએ તે શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવા માટે સાધનભૂત એવી ગુણોને ગ્રહણ કરવાની અને પરભાવને તજવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. તેથી ક્ષાયિક ભાવના તે તે ગુણોની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જ્ઞાનાચારાદિ પંચ આચારપાલનની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. તે માટે જ શાસ્ત્રકાર મહર્ષિઓ આ પ્રમાણે ઉપદેશ આપે છે -
क्षायिकसम्यक्त्वं यावद् निरन्तरं निःशङ्काद्यष्टदर्शनाचारसेवना, केवलज्ञानं यावत् कालविनयादिज्ञानाचारता, निरन्तरं यथाख्यातचारित्रादर्वाक् चारित्राचारसेवना, परमशुक्लध्यानं यावत् तपःआचारसेवना, सर्वसंवरं यावद् वीर्याचारसाधनाऽवश्यम्भावा (साधनाऽवश्यम्भाविनी), न हि पञ्चाचारमन्तरेण मोक्षनिष्पत्तिः । दर्शनाद्धि स्वगुणानां प्रवृत्तिः क्रिया दर्शनादिगुणविशुद्ध्यर्थं “सन्निमित्तमवलम्ब्य प्रवर्तनं आचारः" गुणपूर्णतानिष्पत्तेः अर्वाक् आचरणा करणीया । आचरणातो गुणनिष्पत्तिर्भवत्येव । पूर्णगुणानां तु आचरणा परोपकारायेति सिद्धम् । अत एव ૩ત્તે -
Page #301
--------------------------------------------------------------------------
________________
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
વિવેચન :- ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જીવે “નિસ્યંકિઅનિષ્કંખિઅ” પદવાળી “નાણુંમિ” સૂત્રની ગાથામાં કહેલા આઠ પ્રકારના દર્શનાચારનું પાલન કરવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ, કારણ કે ક્ષાયોપશમિક ભાવનું સમ્યક્ત્વ હોવાથી અતિચારો લાગવાનો સંભવ છે. તેથી અતિચારો દૂર કરવા દર્શનાચારનું પાલન આવશ્યક છે.
૨૬૮
(૧) પરમાત્માના વચનોમાં શંકા ન કરવી તે પ્રથમ દર્શનાચાર.
(૨) અન્ય મતને જાણવાની કે સાંભળવાની ઈચ્છા ન કરવી તે બીજો દર્શનાચાર.
(૩) સાધુ-સાધ્વીજી ઉપર દુર્ગંછા ન કરવી તે ત્રીજો દર્શનાચાર.
(૪) અમૂઢ (અમોહા) દૃષ્ટિવાળા બનવું તે ચોથો દર્શનાચાર. (૫) ગુણીના ગુણોની અનુમોદના કરવી તે પાંચમો દર્શનાચાર.
(૬) જૈનધર્મ પામેલા જીવોને વધારે વધારે સ્થિર કરવા તે છઠ્ઠો દર્શનાચાર. (૭) સાધર્મિક પુરુષો પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો તે સાતમો દર્શનાચાર. (૮) જૈનદર્શનની પ્રભાવના કરવી તે આઠમો દર્શનાચાર.
આ દર્શનાચારના આઠ આચારો છે. તેનું પાલન આવશ્યક છે. જો ઉપર કહ્યા પ્રમાણે પ્રવર્તન કરવામાં ન આવે અને અજાણતાં પણ વિરુદ્ધ વર્તન થઈ જાય અથવા કોઈની પરાધીનતાથી જાણતાં છતાં કોઈ દોષ સેવવો પડે તો તેને દર્શનાચારના આઠ અતિચારો કહેવાય છે.
એવી જ રીતે ક્ષાયિકભાવનું જ્ઞાન (અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શન) ન થાય ત્યાં સુધી એટલે કે બારમા ગુણઠાણાના અંત સુધી જાત્તે વિળÇ વહુમાળે એ પદવાળી નાણુંમિ સૂત્રની ગાથામાં કહેલા આઠ પ્રકારના જ્ઞાનાચારનું પાલન કરવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. કારણ કે ક્ષાયોપમિક ભાવનું જ્ઞાન હોવાથી અતિચારો (દોષો) લાગવાનો સંભવ છે. તેથી તેવા અતિચારો દૂર કરવા માટે જ્ઞાનાચારના આઠ આચારોનું પાલન આવશ્યક છે. (૧) ભણવાને માટે શાસ્ત્રોક્ત જે યોગ્ય કાલ હોય તે યોગ્ય કાલે ભણવું.
(૨) ગુરુ અને પુસ્તક આદિનો વિનય સાચવવા પૂર્વક ભણવું.
(૩) ગુરુ, પુસ્તક અને જ્ઞાનાદિ પ્રત્યે હાર્દિક બહુમાન રાખીને ભણવું.
(૪) ઉપધાનતપ-યોગોદ્વાહનાદિ ધર્મક્રિયા કરવા પૂર્વક ભણવું.
(૫) ભણાવનાર આદિને ગોપવ્યા વિના ભણવું.
Page #302
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૬૯ (૬) સૂત્રોના વ્યંજનો : અક્ષરો-શબ્દો અત્યન્ત સ્પષ્ટ બોલવા. (૭) સૂત્રોના અર્થો યથાર્થ વિચારવા-મનમાં ધારવા. (૮) સૂત્રોના શબ્દો તથા અર્થો બરાબર જોડવા.
એવી જ રીતે બારમા ગુણઠાણે પ્રાપ્ત થતા યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી (દસમા ગુણઠાણા સુધી) નિરન્તર (સતત) ચારિત્રાચારનું પાલન કરવું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ આઠ પ્રકારના ચારિત્રાચારના પાલનની યથાર્થ ક્રિયા કરવી.
તથા પરમ એવું શુક્લધ્યાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તપાચારનું પાલન કરવું અનિવાર્ય છે. શરીર પ્રત્યેની અને આહારાદિ પરદ્રવ્ય પ્રત્યેની રાગાદિ સ્વરૂપ મોહદશાના ત્યાગનું છ પ્રકારનો બાહ્ય તપ પરમ સાધન છે અને અભ્યન્તરતપ કાષાયિક પરિણતિના ત્યાગનું પરમ સાધન છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા પૂર્વધરને હોય છે અને છેલ્લા બે પાયા કેવલી ભગવંતને હોય છે.
તથા સર્વસંવરભાવની પ્રાપ્તિવાળી અયોગિગુણસ્થાનકની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વિર્યાચારનું પાલન આવશ્યક છે.
(૧) પોતાના લબ્ધિવીર્યને ગોપવ્યા વિના ધર્મદેશનાદિ અનુષ્ઠાનોમાં વીર્યનું ફોરવવું. (૨) શાસ્ત્રમાં કહ્યું હોય તે રીતે સાવધાની પૂર્વક વીર્યનું ફોરવવું. (૩) પોતાની શક્તિને અનુસારે વીર્યનું ફોરવવું.
ઉપર કહેલા પંચાચારના પાલન વિના ક્ષયોપશમભાવમાંથી ક્ષાયિકભાવની પ્રાપ્તિ થતી નથી. અને ક્ષાયિકભાવની પ્રાપ્તિ કર્યા વિના મોક્ષ થતો નથી. દર્શનગુણથી (વીતરાગ પરમાત્માના વચનો પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધાથી) આત્માના બીજા ગુણોમાં પ્રવૃત્તિ વધે છે. જો શ્રદ્ધાળુણ હોય તો તે વીતરાગ પ્રભુનાં શાસ્ત્રો ભણવાનું મન થાય એટલે જ્ઞાન વધે, તેમણે કહ્યા પ્રમાણે વર્તવાના ભાવ જાગે તેથી ચારિત્ર, તપ અને વીર્ય વધે, એમ આત્મગુણોની પ્રવૃત્તિ વધે છે. આત્મગુણોની પ્રવૃત્તિ એ જ ક્રિયા છે. આમ પંચાચારના પાલન રૂપ આ ક્રિયા દર્શનાદિ આત્મગુણોની નિર્મળતા માટે જરૂરી છે.
ગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ કેવી રીતે થાય? તેનાં નિમિત્તોનું આલંબન લઈને ગુણોમાં જે પ્રવર્તન કરવું તેને જ આચાર કહેવાય છે. માટે આ પંચાચારના પાલન સ્વરૂપ ક્રિયા ગુણોની પૂર્ણતાની પ્રાપ્તિ માટે છે. અર્થાત્ ક્ષાયિકભાવની પ્રાપ્તિ માટે છે. તેથી ક્ષાયિકભાવની
Page #303
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૨૭)
ક્રિયાષ્ટક - ૯ પ્રાપ્તિ (એટલે કે ગુણોની પૂર્ણતાની પ્રાપ્તિ) થાય તેની પૂર્વકાલમાં આ પંચાચારની આચરણા (પંચાચારના પાલનની ક્રિયા) અવશ્ય કરવી જોઈએ. આવા પ્રકારની આચરણાથી ગુણોનું પ્રાગટ્ય અવશ્ય થાય જ છે.
ક્ષાયિકભાવના ગુણો પ્રગટ થયા પછી એટલે કે પૂર્ણગુણોની પ્રાપ્તિ થયા બાદ ગુણપ્રાપ્તિ માટે કે ગુણવૃદ્ધિ માટે કે ગુણોની શુદ્ધિ માટે ક્રિયા કરવાની રહેતી નથી. માત્ર પરોપકાર કરવા માટે જ યથોચિત આચરણા હોય છે. પોતાને તો પૂર્ણ-ગુણનિષ્પત્તિ થઈ જ ગઈ છે. માટે સ્વગુણની પ્રાપ્તિ માટે હવે ક્રિયા સંભવતી નથી. પરોપકાર માટે જ પ્રવૃત્તિ કરે છે. આ કારણથી જ કહેવાય છે કે -
ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः, परं तारयितुं क्षमः ॥१॥
ગાથાર્થ - જ્ઞાની, ક્રિયામાં તત્પર, શાન્ત, ભાવિત છે આત્મા જેનો, જીતી છે ઈન્દ્રિયો જેણે એવો આત્મા સ્વયં પોતે સંસાર સમુદ્રથી તરેલો છે અને પરને તારવાને સમર્થ છે. ll૧il
ટીકા :- “જ્ઞાની ક્રિયાપર” રૂત્તિ, જ્ઞાની યથાર્થતત્ત્વસ્વરૂપવિવોથી, એ ક્રિય= साधनकारणानुयायियोगप्रवृत्तिरूपा, स्वगुणानुयायिवीर्यप्रवृत्तिरूपा, तस्यां तत्परःउद्यतः, पुनः शान्तः-कषायतापरहितः, भावितात्मा-भावितः शुद्धस्वरूपरमणमयः आत्मा यस्य सः भावितात्मा, जितेन्द्रियः-पराजितेन्द्रियव्यापारः, भवाम्भोधेः= भवसमुद्रात् स्वयं तीर्णः-पारंगतः, परम्-आश्रितम्, उपदेशदानादिना तारयितुं क्षमः -समर्थो भवति । यो हि सम्यग्दर्शनज्ञानचारित्रपरिणतः आत्मारामी आत्मविश्रामी आत्मानुभवमग्नः स स्वयं संसारात् निवृत्तः तत्सेवनापरान् निस्तारयति ।
વિવેચન :- જે આત્મા “જ્ઞાની” છે એટલે કે વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ શાસ્ત્રોમાં જે વસ્તુનું સ્વરૂપ જેમ કહ્યું છે તથા જે વસ્તુનું સ્વરૂપ વાસ્તવિક જેવું છે તેવો યથાર્થ તત્ત્વનો બોધ જેણે પ્રાપ્ત કર્યો છે તે જ્ઞાની આત્મા, જ્યારે “ક્રિયામાં તત્પર” હોય એટલે કે મુક્તિના સાધનભૂત તથા અસાધારણ કારણભૂત એવા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ થાય તેવી, તેને અનુસરનારી મન, વચન અને કાયાની યોગપ્રવૃત્તિ રૂપ શુભક્રિયાવાળો જે આત્મા છે તે આત્મા ક્રિયાપર કહેવાય છે તથા આત્માના જ્ઞાનાદિ ગુણોને અનુસરનારી (ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ કરે તેવી) આત્માના વીર્યની પ્રવૃત્તિ સ્વરૂપ જે
Page #304
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૭૧
શુભક્રિયા છે તે ક્રિયા કરવામાં જે તત્પર-ઉદ્યમશીલ છે. તેનું નામ ક્રિયાપર, અર્થાત્ ક્રિયામાં
તત્પર.
તથા “શાન્ત” એટલે કે ક્રોધ-માન-માયા અને લોભ એમ ચારે પ્રકારના કષાયોના તાપ વિનાનો જે આત્મા છે રાગ-દ્વેષાદિ વિકારી ભાવો જેના શાન્ત થઈ ગયા છે અર્થાત્ જેના વિકારી ભાવો ચાલ્યા ગયા છે તેવા પ્રકારનો જે આત્મા તે શાન્ત. તથા “ભાવિતાત્મા’ ભાવિત એટલે સુસંસ્કારોથી વાસિત અર્થાત્ આત્માના શુદ્ધ સ્વરૂપમાં-રત્નત્રયીમાં જ રમણતા કરનારો એવો જે આત્મા તે ભાવિતાત્મા-સંસ્કારોથી વાસિતાત્મા,
તથા “જિતેન્દ્રિય” પાંચે ઈન્દ્રિયોના વિષયોના વ્યાપારનો જેણે પરાભવ કર્યો છે તેવો આત્મા, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ ઈન્દ્રિયોના વિષયો છે તેના ૨૩ ઉત્તરભેદ છે. આમ પાંચ અથવા ત્રેવીસ વિષયો અનુકુલ મળે તો રાગ નહીં કરનારો અને પ્રતિકુલ મળે તો દ્વેષ નહીં કરનારો એવો જે આત્મા તે જિતેન્દ્રિય આત્મા, વિષયોને અનુભવે ખરા, વિષયોને સેવે ખરા, પણ રાગાદિ ન કરે તે.
આવા પ્રકારના વિશેષણવાળો અર્થાત્ જ્ઞાની, ક્રિયાતત્પર, શાન્ત, ભાવિતાત્મા અને જિતેન્દ્રિય જે આત્મા છે તે જ આત્મા આ ભવસાગરથી સ્વયં પોતે તરે છે. અર્થાત્ પારને પામે છે. અને પરને-પોતાના આશ્રયે આવનારા શિષ્યવર્ગાદિને ઉપદેશ-હિતશિક્ષા અને માર્ગ
જણાવવા વગેરે દ્વારા આ સંસારસમુદ્રથી તારવાને શક્તિમાન છે
સારાંશ કે જે આત્મા પોતે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના ભાવમાં પરિણત થયો છે, આત્મામાં જ રમનારો છે, આત્મતત્ત્વમાં વિશ્રાન્તિ કરનારો છે. આત્માના શુદ્ધસ્વરૂપની જ રટણતાવાળો છે, તેમાં જ મગ્ન છે. આવો ઉત્તમ જે આત્મા છે તે જ આત્મા પોતે સ્વયં આ સંસારથી નિવૃત્ત થાય છે, સાંસારિક વાસનાઓથી રહિત બને છે શુદ્ધ-બુદ્ધ થાય છે, સંસાર-સમુદ્ર તરીને મુક્તિપદ પામે છે અને તેમની સેવામાં તત્પર એવા શિષ્યવર્ગને અને ભક્તવર્ગને પણ તેવા પ્રકારના ગુણો આપવા દ્વારા આ સંસાર-સાગરથી તારે છે.
આવા મહાત્મા પુરુષ જ સંવેગ-નિર્વેદ આદિ ઉત્તમોત્તમ પરિણામવાળા થયા છતા વૈરાગ્યભાવથી અત્યન્ત વાસિત થઈને સંસાર તરે છે અને સેવકોને પણ તેવો જ ઉપદેશ આપવા દ્વારા તારનારા બને છે.
अत्र द्रव्यज्ञानं-भावनारहितं वचनव्यापारमनोविकल्परूपं संवेदनज्ञानं यावत्, तच्च भावज्ञानं तत्त्वानुभवरूपोपयोगस्य कारणम्, द्रव्यक्रिया योगव्यापारात्मिका, साऽपि भावक्रियाया: स्वगुणानुयायिस्वगुणप्रवृत्तिरूपायाः कारणम्, अत्र "ज्ञानस्य
Page #305
--------------------------------------------------------------------------
________________
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
૨૭૨
फलं विरतिः " तेन ज्ञानं विरतिकारणम् । उक्तञ्च तत्त्वार्थटीकायां "दर्शनज्ञाने चारित्रस्य कारणं, चारित्रं मोक्षकारणम्" । उत्तराध्ययने
नादंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मुक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं ॥३०॥ (ઉત્તરાધ્યયન-અધ્યયન ૨૮ ગાથા-૩૦)
अतो ज्ञानं क्रियायुक्तं हिताय, नैकमेवेत्याह- ॥१॥
અહીં જ્ઞાન પણ બે પ્રકારનું હોય છે અને ક્રિયા પણ બે પ્રકારની હોય છે દ્રવ્યજ્ઞાન અને ભાવજ્ઞાન એવી જ રીતે દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા. દ્રવ્યજ્ઞાન એ ભાવજ્ઞાનનું કારણ બને છે અને દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ બને છે.
જે જ્ઞાન વચનોના વ્યાપારાત્મક છે એટલે સમજવા અને સમજાવવાના વિષયવાળું છે તથા મનના વિકલ્પવાળું છે એટલે કે માનસિક ચિંતન-મનનવાળું છે. આવા પ્રકારના વચનવ્યવહાર અને મનના વ્યવહારવાળું અનુભવાત્મક જે જ્ઞાન હોય પરંતુ ભાવજ્ઞાનરહિત હોય એટલે આત્મ-સ્પર્શી ન હોય, શાસ્ત્ર સારાં આવડે, સારાં ભણે, સારાં ભણાવે, સારું ચિંતન-મનન કરે પણ મોહને તોડીને આત્મગુણોની પ્રાપ્તિને અભિમુખ ન થાય, તે જ્ઞાનને દ્રવ્યજ્ઞાન કહેવાય છે. આવા પ્રકારનું આ દ્રવ્યજ્ઞાન એ ભાવજ્ઞાનનું કારણ બને છે. ભાવજ્ઞાનનું લક્ષ્ય રાખીને વર્તે તો કાળાન્તરે તે દ્રવ્યજ્ઞાનથી ભાવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મતત્ત્વનો અનુભવ થવા રૂપ જે ઉપયોગ આત્મક જ્ઞાન તે ભાવજ્ઞાન કહેવાય છે. મોહનો નાશ કરતાં કરતાં આ જ દ્રવ્યજ્ઞાન ભાવજ્ઞાન સ્વરૂપે પરિણામ પામે છે.
મન-વચન-કાયા સંબંધી યોગોના વ્યાપારાત્મક-ધાર્મિક અનુષ્ઠાનો આચરવા રૂપ જે ક્રિયા છે તે દ્રવ્યક્રિયા કહેવાય છે. તે પણ ભાવક્રિયાનું લક્ષ્ય હોય તો કાળાન્તરે ભાવક્રિયાનું કારણ બને છે. પોતાના આત્માના ગુણોને અનુસરનારી (શુદ્ધિ-વૃદ્ધિ કરનારી) પોતાના ગુણોની અંદર પ્રવૃત્તિ કરવા રૂપ જે ક્રિયા છે તે ભાવક્રિયા કહેવાય છે અથવા પોતાના ગુણોને અનુસરવા સ્વરૂપ પ્રવૃત્તિ કરવી તે ભાવક્રિયા કહેવાય છે. આ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને છે. એટલું જ નહીં પણ જે દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને તેવી દ્રવ્યક્રિયાને જ નિશ્ચયનયથી દ્રવ્યક્રિયા કહેવાય છે. તત્ત્વ જેમ જેમ સમજાતું જાય છે, આત્મતત્ત્વનું જેમ જેમ ભાન થતું જાય છે, તેમ તેમ હેય-ઉપાદેયનો વિવેગ જાગૃત થતાં, હેયનો ત્યાગ અને ઉપાદેયનો આદર એ રૂપ ક્રિયા જીવનમાં આવે જ છે. તેથી જ્ઞાન એ ક્રિયાનું કારણ બને છે. તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે “જ્ઞાનનું ફળ વિરતિ છે” જ્ઞાન દ્વારા હેય-ઉપાદેયનો વિવેક
Page #306
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
પ્રગટ થતાં હેયનો ત્યાગ આપોઆપ થાય છે તેથી એ વિરતિનું કારણ બને છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે - “દર્શન અને જ્ઞાન એ ચારિત્રનું કારણ છે અને ચારિત્ર એ મોક્ષનું કારણ છે.’
ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ અઠ્યાવીસમા અધ્યયનની ત્રીસમી ગાથામાં કહ્યું છે કે - “અદર્શની આત્માને (સમ્યગ્દર્શન વિનાના આત્માને) સમ્યજ્ઞાન થતું નથી, સમ્યજ્ઞાન વિનાના આત્મામાં ચારિત્રના ગુણો આવતા નથી અને ચારિત્ર સંબંધી ગુણ વિનાના જીવનો મોક્ષ થતો નથી તથા મુક્તિની પ્રાપ્તિ વિનાના જીવને નિર્વાણ સંભવતું નથી.’ આ કારણથી સમ્યકૃક્રિયાથી યુક્ત એવું જે જ્ઞાન છે તે જ હિતકારક છે પણ ક્રિયા વિનાનું એકલું જ્ઞાનમાત્ર હિતકારક થતું નથી - તે માટે ગ્રંથકારશ્રી હવે કહે છે કે –
क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् ।
गतिं विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ॥२॥
2
૨૭૩
ગાથાર્થ :- ક્રિયા વિનાનું કેવલ એકલું જ્ઞાન (અભિમાનાદિ કરાવવા દ્વારા) અનર્થક બને છે. માર્ગને જાણનારો માણસ પણ ગમન ક્રિયા વિના ઈષ્ટ નગરને પામી શકતો નથી. ॥૨॥
ટીકા :- “યિાવિહિત હૈંન્ત' રૂતિ, યિાવિરતિ-યિા સાધનપ્રવૃત્તિરૂપા, तया विरहितं ज्ञानमात्रं - संवेदनज्ञानम्, अनर्थकं न मोक्षरूपकार्यसाधकम् । दृष्टान्तः-पथज्ञोऽपि-मार्गज्ञातापि, गतिं विना - चरणविहारक्रियां विना ईप्सितं - इच्छितं पुरं नगरं नाप्नोति न प्राप्नोति, चरणचङ्क्रमेणैव ईप्सितनगरप्राप्तिः इति ‘‘નાળચરોળ મુવો' કૃતિ વચનાત્ ।
सण्णाणनाणोवगए महेसी, अणुत्तरं चरिउं धम्मसंचयं ।
अणुत्तरे णाणधरे जसंसी, ओभासइ सूरिए वंतलिक्खे ॥२३॥
(શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન-૨૧, ગાથા-૨૩) ॥૨॥
વિવેચન :- ક્રિયાવિરહિત એટલે ક્રિયા વિનાનું જે જ્ઞાન તે અનર્થક છે અર્થાત્ મુક્તિદાયક બનતું નથી. અહીં ક્રિયા તે સમજવી કે જે મુક્તિના સાધનરૂપ રત્નત્રયી છે તેમાં સતત પ્રવૃત્તિ કરવી. અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ જે મુક્તિનાં સાધનો છે, તે ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ વધારે વધારે કેમ થાય ? એ માટેની જે પ્રવૃત્તિ કરવી તેને સમ્યક્રિયા કહેવાય છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર આવા પ્રકારની ક્રિયા વિનાનું કેવલ એકલું શાસ્ત્રીય જ્ઞાનમાત્ર અર્થાત્ શાસ્ત્રોના અર્થોનું સંવેદન (અનુભવ) થવા રૂપ જ્ઞાનમાત્ર અનર્થક છે. અનર્થક એટલે કે શુભયોગ હોવાથી પુણ્ય બંધ કરાવવા દ્વારા સ્વર્ગસુખ આપનાર કદાચ બને, પણ મુક્તિ રૂપ જે કાર્ય સાધવું છે તેનું સાધક બનતું નથી. મુક્તિ આપનાર બનતું નથી. આ બાબતમાં ગ્રંથકારશ્રી સુંદર દષ્ટાન્ત કહે છે કે -
પથજ્ઞ એવો પુરુષ અર્થાત્ એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો બરાબર જાણનારો પુરુષ પણ ગતિક્રિયા કર્યા વિના-ગમનાગમન કરવા રૂપ ચરણની ક્રિયા કર્યા વિના ઈષ્ટનગરની પ્રાપ્તિ કરી શકતો નથી, ભોજનના જ્ઞાનવાળો પુરુષ પણ ભોજનની ક્રિયા કર્યા વિના સુધાશાન્તિ કરી શકતો નથી, ધંધાનો જાણકાર પુરુષ પણ ધંધાની ક્રિયા કર્યા વિના ધનપ્રાપ્તિ કરી શકતો નથી. ઈત્યાદિ અનેક ઉદાહરણ અહીં જાણવાં. માટે જ મહર્ષિ પુરુષોએ “જ્ઞાન અને ચારિત્ર એમ બને ગુણો વડે મોક્ષ થાય” એમ કહેલ છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૧મા અધ્યયનની ૨૩ મી ગાથામાં કહ્યું છે કે –
“સમ્યજ્ઞાનાત્મક એવું જે જ્ઞાન છે તેનાથી યુક્ત એવા મહર્ષિ પુરુષનો આત્મા અનુપમ એવા ધર્મસંચયને કરીને અનુપમ એવા જ્ઞાનને (કેવલજ્ઞાનને) ધારણ કરનારા બન્યા છતા (અર્થાત કેવલી થઈને) જે ધર્મદેશના કરનારા બને છે તે આકાશની અંદર પ્રકાશમાન થતા એવા સૂર્યની જેમ ચમકે છે, શોભે છે.” મેરા
પુનરૂદેવ દ્રઢયનાદ - વળી તે જ વાત અતિશય દેઢ કરતાં કહે છે - स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ॥३॥
ગાથાર્થ - જ્ઞાનથી પરિપૂર્ણ આત્મા પણ અવસરે અવસરે પોતાને અનુકૂલ (સાધ્યને સાધી આપે તેવી) ક્રિયાની અપેક્ષા રાખે છે. જેમ પ્રદીપ પોતે સ્વયં પ્રકાશમાન હોવા છતાં પણ તેલની પૂર્તિ આદિ ક્રિયાની અપેક્ષા અવશ્ય રાખે જ છે. I
ટીકા :- “સ્વાનુમતિ” જ્ઞાનપૂufપ વાવિવેચનવિશિષ્ટોષિ, ને अवसरे कार्यसाधनक्षणे स्वानुकूलां-तत्कार्यकरणरूपां क्रियामपेक्षते, तत्त्वज्ञानी सम्यग्ज्ञानी प्रथमं संवरकार्यरुचिः देशविरतिसर्वविरतिग्रहणरूपां क्रियामाश्रयति । पुनः चारित्रयुक्तोऽपि तत्त्वज्ञानी केवलज्ञानकार्यनिष्पादनरसिकः शुक्लध्यानारोहरूपां
Page #308
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૭૫ क्रियामाश्रयति, केवलज्ञानी सर्वसंवरपूर्णानन्दकार्यावसरे योगरोधरूपां क्रियां करोति ! अत एवोच्यते-ज्ञानी क्रियामपेक्षते, एवं तदर्थमेव आवश्यककरणं मुनीनाम् ।
વિવેચન :- કોઈ પણ જ્ઞાની પુરુષ ભલે જ્ઞાનથી પરિપૂર્ણ હોય આત્મતત્ત્વ અને પરતત્ત્વને સમજવામાં-સમજાવવામાં તથા તેનો ભેદ કરવામાં ભલે અતિશય વિચક્ષણ હોય તો પણ યોગ્ય યોગ્ય અવસરે એટલે કે જે કાલે જે કાર્ય સાધવાનો અવસર હોય તે કાલે તે કાર્ય સાધવાને અનુકૂળ તે તે કાર્યના કિરણ રૂપે રહેલી (અસાધારણ કારણ સ્વરૂપે રહેલી) ક્રિયાને કરવાની અપેક્ષા અવશ્ય રાખે જ છે. જો કાર્યસાધક ક્રિયા કરે તો જ કાર્યની સિદ્ધિ થાય છે. જ્ઞાનમાત્રથી કાર્યસિદ્ધિ થતી નથી.
તત્ત્વજ્ઞાની એવો અવિરત સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યજ્ઞાની બન્યો છતો મારામાં બંધાતાં કર્મો કેમ અટકે? આમ સંવરભાવની રૂચિવાળો બન્યો છતો અભક્ષ્યત્યાગ, અનંતકાયત્યાગ, અબ્રહ્મત્યાગ, રાત્રિભોજનત્યાગ ઈત્યાદિ રૂપે પ્રથમ દેશવિરતિની ક્રિયા અને ત્યારબાદ સર્વ સંસારત્યાગ, પંચમહાવ્રતપાલન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન એ રૂપે સર્વવિરતિની ક્રિયા કરવાનો આશ્રય કરે જ છે. આવી ક્રિયા કરતો છતો તે આત્મા અનુક્રમે પાંચમા, છટ્ટા, સાતમાં ગુણઠાણે આરૂઢ થાય છે.
છટ્ટા-સાતમા ગુણઠાણે આવેલા અને ચારિત્રગુણથી યુક્ત એવા મુનિ પુરુષો ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરવા માટે આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાનાદિની ક્રિયાનો અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા મહાત્મા પુરુષો કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં રસિક થયા છતા શુક્લધ્યાનના આરોહણની ક્રિયાનો અવશ્ય આશ્રય કરે છે. શુક્લધ્યાનની ક્રિયા કરતા કરતા તે મુનિપુરુષ બારમા ગુણઠાણે ઘનઘાતી કર્મો ખપાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા સ્વરૂપ નિજ કાર્યને સિદ્ધ કરે છે. માટે ત્યાં પણ જ્ઞાની હોવા છતાં ક્રિયાની અપેક્ષા રહે જ છે.
તેરમા ગુણઠાણે પહોંચેલા-ઘનઘાતી કર્મોના ક્ષયવાળા એવા કેવલી ભગવંતો પણ (૧) સર્વસંવરભાવ પ્રાપ્ત કરવા માટે, (૨) સાતવેદનીયકર્મનો બંધ અટકાવવા માટે, (૩) સર્વથા અનાશ્રવભાવ પ્રાપ્ત કરવા માટે, (૪) યોગજન્ય આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતા અટકાવવા માટે તથા (૫) આત્માની સંપૂર્ણ શુદ્ધદશાનું પૂર્ણ આનંદરૂપ કાર્ય સિદ્ધ કરવા માટે યોગનો નિરોધ કરવાની ક્રિયા અવશ્ય કરે છે.
આ કારણથી જ કહેવાય છે કે જ્ઞાની આત્મા પણ તેવા તેવા અવસરે તે તે કાર્ય કરવા માટે તેને તેને અનુકૂલ અર્થાત્ કાર્યસાધક ક્રિયા કરવાની અવશ્ય અપેક્ષા રાખે છે. આમ હોવાથી જ્ઞાની એવા પણ મુનિઓને આવશ્યકક્રિયા તે તે કાર્ય માટે અવશ્ય હોય છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૭૬ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર तत्र दृष्टान्तः-यथा प्रदीपः स्वप्रकाशोऽपि तैलपूर्त्यादिकां क्रियामपेक्षते, एवं सम्यग्ज्ञानी अपि क्रियारङ्गी भवति । क्रिया हि वीर्यशुद्धिहेतुः । अशुद्धवीर्यविहिताश्रवः संसरति संसारे । स एव गुणिसेवनगुणप्राग्भावोद्यतः संवरीभवति । कर्मप्रदेशग्रहणं योगैः । योगाः वीर्यप्रभवाः । तेन योगाः परमात्मवन्दनस्वाध्यायाध्ययनादियोजिताः न कर्मग्रहणाय भवन्ति । योगानां सत्प्रवृत्तिः क्रिया इति ॥३॥
આ બાબતમાં શાસ્ત્રકાર ભગવંત સુંદર એક ઉદાહરણ કહે છે - જેમ દીપક સ્વયં પોતે જ પ્રકાશ આપવાના સ્વભાવવાળો છે. પ્રકાશકતા એ દીપકનું સ્વરૂપ છે. છતાં પણ તેલનું પૂરવું અને આદિ શબ્દથી વાટનું તથા કોડીયાનું હોવાપણું વગેરે ક્રિયાની તે દીપક પણ અવશ્ય અપેક્ષા રાખે જ છે. આ જ પ્રમાણે સમ્યજ્ઞાની આત્મા પણ તે તે ગુણસ્થાનકને ઉચિત ક્રિયા કરવાનો ઉત્સાહી હોય, અને તેવી સાનુકુળ ક્રિયા કરે, તો જ તે જીવને ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
ધર્મક્રિયા એ વીર્યની પ્રવૃત્તિની) શુદ્ધતાનો હેતુ છે. અનાદિકાળથી આ જીવે પોતાને પ્રાપ્ત થયેલા વીર્યનો ઉપયોગ મિથ્યાત્વ, અવિરતિ, રાગ-દ્વેષ અને કાષાયિક પરિણતિમાં જ કર્યો છે. તેના કારણે આ વીર્યપ્રવૃત્તિ કર્મોના આશ્રવનું જ કારણ બનેલી છે. માટે તે વીર્યપ્રવૃત્તિ અશુભ જ થઈ છે. આ રીતે અશુદ્ધ વીર્યપ્રવૃત્તિ દ્વારા કર્યા છે ઘણા ઘણા આશ્રવો જેણે એવો આ જીવ સંસારમાં રખડ્યો છે, રખડે છે અને ઘણા ઘણા દુઃખનું ભાજન બન્યો છે અને બને છે.
તે જ આ જીવ જ્યારે ગુણી મહાત્મા પુરુષોની સેવામાં તત્પર બને છે અને તેના દ્વારા પોતાના ગુણોનો પ્રભાવ (આવિર્ભાવ-પ્રગટતા) કરવામાં ઉદ્યમશીલ બને છે ત્યારે આશ્રવને રોકીને સંવરભાવવાળો થાય છે.
મન-વચન-કાયા દ્વારા પ્રવર્તમાન એવું જે વીર્ય (કરણવીય) છે તેને યોગ કહેવાય છે. કારણ કે “યોગ-જોડવું” આ આત્માને કર્મબંધની સાથે જે જોડે તેને મન, વચન અને કાયાનો યોગ કહેવાય છે. તેથી આવા યોગ દ્વારા તો કર્યગ્રહણ જ થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે શ્રાવીનઃર્મ યો:, સ શ્રવ:, શુક: પુષસ્થ, મામ: પાપ0 (૬૧, ૨, ૩, ૪) આવા પ્રકારના આ માનસિક, વાચિક અને કાયિક યોગો લબ્ધિવીર્યથી ઉત્પન્ન થાય છે. વર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી પ્રગટ થયેલું જે વીર્ય છે તે જ વીર્ય મન-વચન-કાયાના આલંબને ચંચળતા રૂપે જ્યારે વપરાય ત્યારે તેને કર્મબંધના હેતુભૂત યોગ કહેવાય છે. અથવા કરણવીર્ય પણ કહેવાય છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૭૭ સામાન્યથી આ યોગો કર્યગ્રહણ કરાવે છે. કર્મબંધના હેતુ છે. એકથી તેર ગુણઠાણા સુધી યોગ શુભ હોય તો પુણ્યનો અને અશુભ હોય તો પાપનો બંધ કરાવે છે. પરંતુ જો તે યોગ પરમાત્માને વંદનક્રિયા કરવામાં, સ્વાધ્યાય અને અધ્યયન આદિ ક્રિયા કરવામાં વપરાયો હોય તો કર્યગ્રહણ માટે સમર્થ બનતો નથી. અર્થાત્ કર્મ ગ્રહણ તો કરાવે જ છે, પરંતુ આત્માને પીડા આપે તેવાં અથવા આત્મા સાથે ઝાઝો ટાઈમ રહે તેવાં દીર્ઘસ્થિતિરસવાળાં કર્મ બંધાતાં નથી. તેથી બંધાય તો પણ ન બંધાયા તુલ્ય ગણાય છે. અથવા બંધ કરતાં નિર્જરા વધારે કરાવે છે. માટે આવા પ્રકારના યોગોની જે આ સત્યવૃત્તિ છે તેને જ ક્રિયા કહેવાય છે. આ
बाह्यभावं पुरस्कृत्य, ये क्रियां व्यवहारतः । वदने कवलक्षेपं, विना ते तृप्तिकाङ्क्षिणः ॥४॥
ગાથાર્થ :- જે લોકો “ક્રિયા” એ તો બાહ્યભાવ છે. આશ્રવહેતુ છે, વ્યવહાર માત્ર જ છે, એવું સ્વીકારી ક્રિયાનો નિષેધ કરે છે, તેઓ મુખમાં કવલક્ષેપ કર્યા વિના તૃપ્તિ ઈચ્છનારા છે. ll
ટીકા :- “વીદ્યમાવતિ' વામાવં-વીહત્વમ્, પુરસ્કૃત્ય-મફત્ય, નર: असेवितगुरुचरणाः व्यवहारतः क्रियां निषेधयन्ति “किं बाह्यक्रियाकरणेन ?" इत्युक्त्वा क्रियोद्यमं मन्दयन्ति, ते नराः वदने-मुखे कवलक्षेपं विना तृप्तिकाङ्क्षिण:तृप्तिवाञ्छका इति ॥४॥
| વિવેચન : - “ક્રિયા” એ તો મન, વચન, કાયાના યોગો છે. યોગો તે તે આશ્રવો છે. કર્મબંધનાં કારણો છે. પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય, પણ અંતે તો કર્મબંધ જ કરાવે છે. આત્મપ્રદેશોની અસ્થિરતા છે, ચંચળતા છે. માટે “બાહ્યભાવ” છે, વિભાવ છે. તે તો ત્યજવા યોગ્ય જ ગણાય, માટે ક્રિયા કરવા જેવી નથી. આમ ક્રિયા એ બાહ્યભાવ છે. આવા પ્રકારનો તર્ક આગળ કરીને અર્થાત્ તે તર્કને પ્રધાન કરીને, ગુરુજીના ચરણકમલ જેણે સેવ્યાં નથી એવા અર્થાત્ ગુરુ પાસેથી સાચું તત્ત્વજ્ઞાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી અને સ્વછંદપણે જેઓ પોતાની બુદ્ધિના ઘોડા જ દોડાવે છે તેવા જે મનુષ્યો ક્રિયા કરવાનો નિષેધ કરે છે “બાહ્ય ક્રિયા કરવાની શું જરૂર છે?” આમ કહીને ક્રિયાને ઉડાવે છે. ક્રિયા કરવાના ઉદ્યમને-ઉત્સાહને મંદ કરે છે તે મનુષ્યો મુખમાં કવલક્ષેપ કર્યા વિના ભોજન કર્યાની તૃપ્તિ ઈચ્છનારા જેવા છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
થાળીમાં પીરસાયેલું ભોજન હોય, ભોજનમાં કઈ કઈ વસ્તુ આવી છે ? કેટલા પ્રમાણમાં આવી છે ? કેવા મસાલાવાળી છે ? ઈત્યાદિનું જ્ઞાન બરાબર હોય તો પણ તે ભોજનને કોળીયા દ્વારા મુખમાં નાખવાની અને મુખમાં નાખ્યા પછી ચાવવાની ક્રિયા જો ન કરીએ તો ક્ષુધા શાન્ત થયાની તૃપ્તિ જેમ થતી નથી. તેમ અહીં પણ જ્ઞાન હોવા છતાં પણ જો ક્રિયા ન હોય તો કર્મક્ષય રૂપ સાધ્ય સિદ્ધ થતું નથી. તેથી જે લોકો ક્રિયાનો નિષેધ કરે છે તે લોકો મુખમાં કવલક્ષેપ કર્યા વિના તૃપ્તિ ઈચ્છનારા મૂર્ખ મનુષ્યો જેવા છે. તે તૃપ્તિ જેમ શક્ય નથી તેમ આ પણ શક્ય નથી. ॥૪॥
૨૭૮
गुणवद्बहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया ।
जातं न पातयेद् भावमजातं जनयेदपि ॥५॥
ગાથાર્થ ઃગુણી આત્માઓની બહુમાનાદિ ક્રિયા કરવાથી અને પૂર્વે ગ્રહણ કરેલાં વ્રત-નિયમાદિનું નિત્ય સ્મરણ કરવાની ક્રિયા કરવાથી આત્મામાં પ્રગટ થયેલ સંવેગ-નિર્વેદાત્મક ઉત્તમભાવ પતન પામતો નથી અને આવો પરિણામ ન ઉત્પન્ન થયો હોય તો ઉત્પન્ન થાય છે. પા
ટીકા :- “गुणवद्द्बहुमानादेरिति ", सम्यग्दर्शनज्ञानचारित्रक्षमामार्दवार्जवादिगुणवन्तः, तेषां बहुमानं, स्वतोऽधिकगुणवतां बहुमानं, आदिशब्दात् दोषपश्चात्तापः पापदुर्गञ्छाऽतिचारालोचनं देवगुरुसाधर्मिकभक्तिः उत्तरगुणारोहणादिकं सर्वं ग्राह्यम् । च - पुनः नित्यस्मृतिः पूर्वगृहीतव्रतस्मरणम्, अभिनवप्रत्याख्यान-सामायिकचतुर्विंशतिस्तव - गुरुवन्दन-प्रतिक्रमण-कायोत्सर्ग-प्रत्याख्यानादीनां नित्यस्मृत्या सत्क्रिया भवति । अत्र गाथा श्रीहरिभद्रपूज्यैः विंशतिकायाम्
વિવેચન :- ગુણી પુરુષોનાં બહુમાનાદિ કરવાં અને લીધેલાં વ્રતોનું નિત્યસ્મરણ કરવું તે સન્ક્રિયા કહેવાય છે, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર-ક્ષમા-માર્દવતા (નમ્રતા)આર્જવતા (સરળતા) ઈત્યાદિ ગુણો જે જે મહાત્મા પુરુષોમાં વિકસ્યા હોય છે તે તે મહાત્માપુરુષોનાં બહુમાન કરવાં - હૈયામાં અહોભાવ રાખવો - પોતાના કરતાં અધિક ગુણવાળા જે જે આત્માઓ હોય તેઓનાં બહુમાન કરવાં, હૃદયમાં તેમના તરફ પૂજ્યભાવ રાખવો, તે સન્ક્રિયા જાણવી. મૂલ શ્લોકમાં વઘુમાનાવે: = પદમાં જે આવિ શબ્દ છે તેનાથી પોતાના દોષનો પશ્ચાત્તાપ કરવો, પાપોની દુર્ગંછા કરવી, લાગેલા અતિચારોની આલોચના કરવી, દેવ-ગુરુ અને સાધર્મિકોની ભક્તિ કરવી, ઉત્તરગુણ ઉપર આરોહણ કરવું - સમ્યક્ત્વ
Page #312
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૭૯
હોય તો અણુવ્રતો લેવાં અને અણુવ્રતો હોય તો મહાવ્રતો લેવાં તે ઉત્તરગુણ ઉપર આરોહણ કર્યું કહેવાય છે. આમ ગુણોમાં વૃદ્ધિ કરવી ઈત્યાદિ સર્વે સમ્યક્ ક્રિયા કહેવાય છે એમ જાણવું.
તથા = એટલે વળી પૂર્વકાલમાં ગુરુ આદિ ઉપકારી પુરુષોની સમીપે ગ્રહણ કરેલાં વ્રતોનું વારંવાર સ્મરણ કરવું, જેનાથી વ્રતપાલનમાં ઉત્સાહ વધે - નિરતિચારતા આવે તથા નવાં નવાં અધિક પચ્ચક્ખાણ કરવાં, સામાયિક કરવું, ચતુર્વિશતિસ્તવ ગાવું (લોગસ્સ આદિ બોલવા), ગુરુજીને વંદન કરવું, લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવું, કાયોત્સર્ગ કરવો અને પચ્ચક્ખાણ આદિ છ આવશ્યક જે જે કર્યાં હોય તેનું નિત્ય સ્મરણ કરવું, જે કંઈ ન કર્યું હોય તે કરવા જેવું છે. હું ક્યારે કરું ? એવી ભાવના ભાવવી અને જે કંઈ કર્યું હોય તેનું નિત્યસ્મરણ કરીને અનુમોદના કરવી, તે સર્વે સમ્યક્રિયા કહેવાય છે. જેમ જીવનમાં જ્ઞાન આદરણીય છે તેમ આવા પ્રકારની સમ્યક્રિયા પણ આદરણીય છે. આ બાબતમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિંશતિવિંશિકામાં કહ્યું છે કે -
तम्हा णिच्चसत्तीए, बहुमाणेणं च अहिगयगुणिं । पडिवक्खदुगंछाए, परिणइयालोयणत्थं च ॥३६॥
तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए य, एत्थ सया होई जइयव्वं ॥३७॥
एवमसंतो वि इमो जायइ, जाओवि न पडइ इ । ता एत्थ बुद्धिमया, अपमाओ होइ कायव्वो ॥३८॥
(પંચાશકપ્રકરણ-૧ ગાથા-૩૬-૩૭-૩૮ તથા શ્રાવકધર્મવિંશિકા ગાથા-૮-૯-૧૦, શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા-૧૦૪-૧૦૫-૧૦૯, શ્રાવકધર્મવિધિ ગાથા-૧૦૬-૧૦૭-૧૦૮)
सुहपरिणामो निच्चं चउसरणगमाई आयरं जीवो ।
कुसलपयडीउ बंधइ, बद्धाओ सुहाणुबंधाओ ॥५९॥
(ચઉસરણપયન્ના ગાથા-૫૯)
તેથી સર્વકાલે ધર્માનુષ્ઠાનોનું નિરંતર સ્મરણ કરવું, અધિકૃત (પ્રસ્તુત) જે ગુણો છે (સમ્યક્ત્વ-અણુવ્રત તથા મહાવ્રતાત્મક જે ગુણો છે) તે ગુણોવાળા ગુણીપુરુષો પ્રત્યે સદા અતિશય બહુમાનવાળા થવું, તેના પ્રતિપક્ષી દોષો ઉપર દુર્ગંછા કરવી (મિથ્યાત્વ-અસંયમ અને કાષાયિકભાવોની નિરંતર દુર્ગછા-નિંદા-ગર્હ કરવી.) તથા મિથ્યાત્વ-અસંયમ અને
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૦
કિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
કાષાયિક પરિણામો વિપાક આપવામાં દારુણ ફલવાળા છે અને સમ્યકત્વ, અણુવ્રત તથા મહાવ્રત પરમાર્થસિદ્ધિનાં કારણો છે. આમ દોષ તથા ગુણોના પરિણામનું (વિપાકનું) પર્યાલોચન કરવું.
તીર્થંકર પરમાત્માની ભક્તિ કરવી. સુસાધુજનની સેવા કરવી. ઉત્તરગુણોની અભિલાષા કરવી. (સમ્યકત્વ હોય તો દેશવિરતિની ઈચ્છા કરવી અને દેશવિરતિ હોય તો સર્વવિરતિની ઈચ્છા કરવી) ઈત્યાદિ ધર્મક્રિયા કરવામાં હંમેશાં ઉદ્યમશીલ રહેવું.
આમ કરવાથી પોતાના આત્મામાં સમ્યક્ત્વપરિણામ અથવા વિરતિનો પરિણામ જો ઉત્પન્ન થયેલો ન હોય તો ઉત્પન્ન થાય છે અને જો તે પરિણામ ઉત્પન્ન થયેલો હોય તો વધારે વિશુદ્ધ થાય છે પરંતુ ક્યારેય પડતો નથી. તેથી બુદ્ધિશાળી આત્માએ આ વિષયમાં નિત્ય અપ્રમાદી થવું. આવા પ્રકારની સમ્યક્રિયામાં સદા લીન બનવું.
ઉત્તમ પરિણામવાળો અને નિત્ય ચતુ શરણ આદિને (ચતુ શરણ-દુષ્કૃતગર્તાસુકૃતાનુમોદનાને) આચરતો જીવ પુણ્યપ્રકૃતિઓને બાંધે છે અને બાંધેલી પુણ્યપ્રકૃતિઓને વધારે તીવ્ર શુભરસબંધવાળી કરે છે. (ચઉસરણપયના ગાથા-૫૯)
इत्यादिक्रियाजातमुत्पन्नं भावं सम्यग्ज्ञानादिसंवेगनिर्वेदलक्षणं न पातयेत् । अपि च न जातं धर्मध्यानशुक्लध्यानादिकं भावमजातमपि-अनुत्पन्नमपि जनये= निष्पादयेत् । श्रेणिक-कृष्णादीनां गुणिबहुमानेन, मृगावत्याः पश्चात्तापेन, आलोचनेनातिमुक्तनिर्ग्रन्थस्य, गुरुभक्त्या चण्डरुद्रशिष्यस्य, इत्याद्यनेकवाचंयमानां परमानन्दनिष्पत्तिः श्रूयते आगमे ॥५॥
ઉપર કહેલી ધર્મક્રિયાઓનો સમૂહ-ગુણીઓનું બહુમાન, દોષોનો પસ્તાવો, પાપોની દુર્ગછા, અતિચારોની આલોચના, દેવગુરુ અને સાધર્મિકની ભક્તિ, અધિક ગુણો ઉપર આરોહણ, ઈત્યાદિ ધર્મક્રિયાઓનો સમૂહ આપણા આત્મામાં ઉત્પન્ન થયેલા એવા સમ્યજ્ઞાનાદિ સંવેગના પરિણામ અને નિર્વેદના પરિણામને પડવા દેતો નથી. પણ વધારે વધારે સ્થિર કરે છે. તથા આ આત્મામાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન આદિ જે વિશિષ્ટ ભાવો ન જન્મ્યા હોય તેવા ભાવોને ઉત્પન્ન પણ કરે છે. અને ઉત્પન્ન થયેલાની વૃદ્ધિ પણ કરે છે. આ રીતે આ ક્રિયામાર્ગ જીવને સ્વસંપત્તિ પ્રાપ્ત કરાવવામાં ઘણો જ ઉપકારક છે.
શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાનું જો કલ્યાણ થયું હોય તો ગુણી એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ આદિ ઉપર અને પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ આદિ ઉપર હાર્દિક જે ઘણું જ બહુમાન હતું તેનાથી થયું છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૮૧ મૃગાવતીનું કલ્યાણ પોતાના થયેલા દોષોના પશ્ચાત્તાપથી થયું છે. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની ધર્મદેશના સાંભળવા મૃગાવતીજી તેમના ગુરુણીજી શ્રી ચંદનબાળાજીની સાથે ગયેલાં. ત્યાં ચંદ્ર-સૂર્ય મૂલવિમાને વંદના કરવા આવેલા, તેના મૂલવિમાનનો અતિશય પ્રકાશ હોવા છતાં સમય થઈ ગયો છે એવો ખ્યાલ ચંદનબાળાજીને આવી ગયો પણ મૃગાવતીજીને આ ખ્યાલ ન આવ્યો. જેથી ચંદનબાળાજી સમય થયો જાણીને ઉઠી ગયાં અને પોતાના સ્થાને આવી ગયાં. જ્યારે મૃગાવતીજી ધર્મદેશના સાંભળવામાં લીન થઈ ગયાં. જ્યારે સૂર્ય-ચંદ્ર ચાલ્યા ગયા પછી મોડું થવાથી ગભરાયેલાં એવા મૃગાવતીજી હાંફળાંહાંફળાં થયેલાં તુરત પોતાના સ્થાને આવ્યાં, રાત્રિએ ગુરુજીએ ઠપકો આપ્યો, “સ્ત્રી જાતિએ એકલા સ્વસ્થાનથી બહાર રહેવું તે શોભાસ્પદ નથી.” આ ઠપકાથી પોતાની થયેલી ભૂલનો વારંવાર પશ્ચાત્તાપ કર્યો, “મારી ભૂલ થઈ છે હું વારંવાર ખમાવું છું” આવો હાર્દિક ભાવ આવતાં પશ્ચાત્તાપ માત્રથી કર્મો ખપાવ્યાં અને તે જ રાત્રિમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવો સરળ આત્મા ? આ જગ્યાએ જો જીવ વક્રપ્રકૃતિવાળો હોય અને પોતાનો બચાવ કરવો હોય તો કરી શકે છે કે હું ખોટા ભાવથી ત્યાં રોકાઈ ન હતી, પણ પ્રભુની ધર્મદેશના સાંભળવા રોકાઈ હતી, વળી ચંદ્ર-સૂર્ય મૂલવિમાને આવ્યા હતા એટલે સમય વીતી ગયો છે એવો ખ્યાલ ન આવ્યો એટલે આવવામાં મોડું થયું છે. વળી તમે જ્ઞાની હતાં તમને સમય થઈ ગયાની ખબર પડી ગઈ, એટલે ઉઠીને આવી ગયાં તો મને જરાક ઈશારો કર્યો હોત તો હું પણ ઉઠી જાત, મારી ભૂલ નથી પણ તમે મને ઈશારો ન કર્યો એ તમારી ભૂલ છે. મને ઠપકો શું કામ આપો છો ? આવા આવા કોઈપણ બચાવ કરવા હોય તો થઈ શકતા હતા. પણ આ આત્માએ કોઈ બચાવ કર્યો જ નથી. કેવલ પોતાની ભૂલ સ્વીકારીને સતત પશ્ચાત્તાપ કર્યો, જેનાથી કેવલજ્ઞાની બન્યાં.
- “અઈમુત્તા” મુનિને પૂર્વે કરેલી અપ્લાયની વિરાધનાની આલોચના કરવાથી ઘનઘાતી કર્મોનો નાશ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. નાના બાલમુનિ હોવાથી બીજા બાળકો પાણીમાં અનેક પ્રકારની રમત કરતા હતા. તેઓની સાથે બાલસ્વભાવના કારણે પાણીમાં પાતરાને હોડી રૂપે બનાવીને તરાવવાનું કામ કરવાની રમત આ બાલમુનિ કરતા હતા, બીજો કોઈ દૂષિત ભાવ ન હતો, કેવલ બાલસ્વભાવ માત્ર હતો. છતાં ગુરુજી શ્રી ગૌતમસ્વામીજી જોઈ ગયા અને ઠપકો આપ્યો, મકાનમાં આવીને અપ્લાયની વિરાધનાની વારંવાર કરેલી આલોચના અને તેવા ઉચ્ચ કોટિના ભાવથી આલોચનાની ક્રિયા કરી કે જેથી તે અઈમુત્તા મુનિ કેવલી બન્યા.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર એવી જ રીતે ચંડરૂદ્રાચાર્યના શિષ્યને ગુરુની ભક્તિથી ઘનઘાતી કર્મોનો નાશ થયો અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ શિષ્ય ગુરુને પોતાના ખભા ઉપર ઉંચકીને વિહાર કરતા હતા, પણ ભૂમિ ઘણા જ ખાડા-ટેકરાવાળી હોવાથી પગ ઉંચા-નીચા પડતા હતા. તેથી ખભા ઉપર બેઠેલા ગુરુજી ગુસ્સે થતા હતા. માથામાં દાંડાના ઘા મારતા હતા. છતાં ગુરુ પ્રત્યેની અતિશય ભક્તિ હૃદયમાં હોવાથી બધું જ સહન કરતા આ શિષ્ય ઘણા જ સમતાભાવમાં રહ્યા અને ગુરુની ભક્તિને જ હૃદયમાં વિચારી, જેથી ગુરુ ગુસ્સામાં અને શિષ્ય સમભાવમાં વર્યા, શિષ્ય કર્મો ખપાવ્યાં અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી પશ્ચાત્તાપથી ગુરુએ પણ કર્મ ખપાવ્યાં.
આ પ્રમાણે અનેક મુનિ મહાત્માઓને આવા પ્રકારની સમ્યક ક્રિયાથી “પરમાનન્દની પ્રાપ્તિ થયેલી છે એમ આગમશાસ્ત્રોમાં સંભળાય છે. પા.
क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ॥६॥
ગાથાર્થ :- ક્ષાયોપથમિકભાવમાં જે ધર્મક્રિયા કરાય છે તે ક્રિયા વડે ગુણોથી પતિત થયેલા આત્માને પણ ફરીથી તે ગુણોની વિશેષ વૃદ્ધિ થાય છે. llી
ટીકા :- “સાયોપશમ તિ", વરિત્રાનુપાવીર્થક્ષયપાને નાતે થી ક્રિય वन्दननमनादिका क्रियते, तया क्रियया पतितस्यापि-गुणपराङ्मुखस्यापि जीवस्य पुनः तद्भावप्रवृद्धिः-सम्यग्ज्ञानादिगुणभावप्रवृद्धिः जायते । उक्तञ्च -
खओवसमिगभावे, दढजत्तकयं सुहं अणुढाणं । परिवडियं पि हु जायइ, पुणोवि तब्भाववुड्ढिकरं ॥३४॥
(જ્ઞીશોકરVT-રૂ-૨૪) વિવેચન :-ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થયે છતે સાંસારિક સુખો ઉપર રાગ અને દુઃખો ઉપરનો દ્વેષ ઓછો થાય છે. અને વૈરાગ્યભાવની વૃદ્ધિ થયે છતે જીવમાં ક્ષાયોપથમિકભાવનું ચારિત્ર આવે છે. જે દેશવિરતિ-સર્વવિરતિરૂપ બે પ્રકારનું છે. તેના ઉત્તરભેદો અસંખ્ય છે. તથા વિર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી આત્મામાં વિર્યની પ્રાપ્તિ (પ્રાદુર્ભાવ) થાય છે. આ રીતે ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલું વીર્ય જ્યારે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ચારિત્રગુણને અનુસરનારું બને છે. એટલે કે ત્યાગ-તપવૈરાગ્ય-સંવેગ-નિર્વેદ આદિ ગુણોને અનુસરનારું વીર્ય બને છે ત્યારે વંદન-નમન-પૂજન આદિ
Page #316
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૮૩ રૂપ જે કોઈ ધર્મક્રિયા કરાય છે. તે ધર્મક્રિયા વડે પતિત થયેલા જીવનો પણ એટલે કે ગુણોથી પરાઠુખ થયેલા જીવનો પણ ફરીથી ઉદ્ધાર થાય છે.
આવા પ્રકારના મોહના ક્ષયોપશમ પૂર્વક કરાયેલી ધર્મક્રિયાથી ગુણરહિત થયેલા જીવમાં પણ ફરીથી તે તે ગુણોની પ્રકૃષ્ટ પ્રકારે વૃદ્ધિ થાય છે. ક્રિયાના અભ્યાસથી પરિણામની ધારા પલટાવાથી સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ષ્યારિત્ર તથા ક્ષમા-માર્દવતા-આર્જવતા ઈત્યાદિ અનેક પ્રકારના ગુણોની વૃદ્ધિ થાય છે. પંચાશકપ્રકરણના ત્રીજા પંચાશકની ગાથા ૨૪માં કહ્યું છે કે -
મોહના ક્ષયોપશમભાવપૂર્વક દેઢ પ્રયત્ન વિશેષથી કરાયેલું શુભ અનુષ્ઠાન પડી ગયેલા જીવને પણ ફરીથી તે તે ગુણાત્મક ભાવની વૃદ્ધિ કરનારું બને છે. જીવને ઉર્ધ્વરોહણ કરાવનારું બને છે.
औदयिकभावेऽपि क्रिया भवति, सा न तादृग्गुणवृद्धिकरी, औदयिकीक्रिया च उच्चैर्गोत्रसुभगादेययशोनामकर्मोदयेन, अन्तरायोदयेन उच्चैर्गोत्रोदयेन च તપ:શ્રુતાવિત્નામ: પ્રજ્ઞાપનાસૂત્રતઃ સેય રૂતિ (પ્રજ્ઞાપનાસૂત્ર, ૯-ર૩, સૂત્ર-૨૧) | ज्ञानावरण-दर्शनावरण-दर्शनमोह-चारित्रमोहान्तरायक्षयोपशमतः शुद्धधर्मप्राग्भावार्थं या क्रिया क्रियते, सा आत्मगुणप्रकाशकरी भवति ॥६॥
મોહનીયકર્મના ઉદયમાં પણ આ જીવ દ્વારા તેવા પ્રકારની ધર્મક્રિયા કરાય છે પરંતુ તે ધર્મક્રિયા તેવા પ્રકારના ગુણોની વૃદ્ધિ કરનારી બનતી નથી. જેમકે “વિનયરને ઉદયન રાજાની હત્યા કરવાના આશયથી દ્વેષ મોહનીયના ઉદયથી સંયમ લીધો, એવી ઉંચા પ્રકારની ધર્મક્રિયા કરી કે જેથી ગુરુજી તેના વિશ્વાસમાં આવ્યા અને અવસર મળતાં જ હત્યાનું કાર્ય કર્યું, આ ઔદયિકભાવે કરાયેલી ધર્મક્રિયા ગુણ કરનારી તો ન થઈ પણ વધારે નુકશાન કરનારી થઈ. અગ્નિશર્માએ ગુણસેન ઉપરના વેષથી આજીવન આહારત્યાગ કરીને ઉત્કટ તપ ક્રિયા કરી. અભવ્ય જીવો દેવનાં સુખોની ઈચ્છા આદિના કારણે સંયમ લે છે. ઉત્કટ ધર્મક્રિયા કરે છે તેનાથી પુણ્યબંધ કરીને નવ રૈવેયક સુધી પણ જાય છે. આ સઘળી ઔદયિકભાવની (મોહના ઉદયવાળી) ધર્મક્રિયા જાણવી. જે તારનારી નથી પણ ડુબાડનારી છે.
આવા પ્રકારની ઔદયિકભાવની (રાગથી કરાયેલી કે દ્વેષથી) કરાયેલી ધર્મક્રિયા ઉચ્ચગોત્ર, સૌભાગ્ય, આદેય અને યશ નામકર્મના ઉદયકાલે થાય છે. ઉચ્ચગોત્રમાં ઉત્પન્ન થયા હોય તો તેવા પ્રકારના પુણ્યોદયથી ધર્મક્રિયાદિનો લાભ પણ થાય છે ધર્મક્રિયા કરવાની સાનુકૂળતા મળી જાય છે. તથા સૌભાગ્યાદિ પુણ્યકર્મનો ઉદય હોય તો તેવા પ્રકારનાં
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૪ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર અનુકૂળ ક્ષેત્ર-કાળાદિનો યોગ મળતાં ધર્મક્રિયા થાય છે. પરંતુ તે કાલે રાગ અથવા દ્વેષ એમ મોહનો ઉદય તીવ્ર હોવાથી મોહથી આ ક્રિયા કરાય છે અથવા મોહની પુષ્ટિ-વૃદ્ધિ માટે પણ આ ક્રિયા કરાય છે. તેથી તેવી ક્રિયા તે દ્રવ્યક્રિયા છે.
અન્તરાયકર્મના ઉદયથી અને ઉચ્ચગોત્રના ઉદયથી તપ અને કૃતાદિ આઠ પ્રકારનો જીવને લાભ થાય છે. એવું પન્નવણા સૂત્રમાં કહેલું છે. ત્યાં ઋષભદેવ પ્રભુને એક વર્ષ સુધી (તેર માસ સુધી) અંતરાય કર્મના ઉદયથી શુદ્ધ આહારની પ્રાપ્તિ ન થઈ, તેથી વર્ષીતપ થયો. ઢંઢણમુનિને અંતરાયકર્મના ઉદયથી શુદ્ધ આહારની અપ્રાપ્તિ થઈ તેથી તપનો લાભ થયો. તપક્રિયા થઈ. આમ આહારાદિ વિષયક અંતરાય કર્મના ઉદયથી તપક્રિયા થાય ત્યારે મોહનીયકર્મનો ક્ષયોપશમ હોય તો તે ભાવતપ અને અગ્નિશર્માની જેમ મોહનીયનો ઉદય હોય તો તે દ્રવ્યતપ કહેવાય છે.
તથા ઉચ્ચગોત્રના ઉદયથી જાતિ-કુલ-બળ-રૂપ-તપ-શ્રુત-લાભ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એમ પન્નવણા સૂત્રમાં કહેલું છે. તેથી ઉચ્ચગોત્ર કર્મના ઉદયને આશ્રયી ઔદયિકભાવે પણ તપ-શ્રુત આદિના લાભની ક્રિયા થાય છે. તે પન્નવણા સૂત્રનો પાઠ આ પ્રમાણે છે –
उच्चागोत्तस्स णं भंते ! कम्मस्स जीवेणं पुच्छा, गोयमा ! उच्चागोत्तस्स कम्मस्स जीवेणं बद्धस्स जाव अट्टविहे अणुभावे पण्णत्ते, तं जहा-जातिविसिट्ठया १, कुलविसिट्ठया २, बलविसिट्ठया ३, रूपविसिट्ठया ४, तवविसिट्ठया ५, सुयविसिट्ठया ६, लाभविसिट्ठया ७, इस्सरियविसिट्ठया ८, जं वेदेति पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणाम तेसिं वा उदएणं નાવ પ્રવિદે મનુભાવે નિત્તે . (પન્નવણા સૂત્ર પદ-૨૩, સૂત્ર-૨૧)
તપ-શ્રુત-સામાયિક-પ્રતિક્રમણ-પૂજા-દાનાદિ ધર્મક્રિયાની પ્રાપ્તિમાં ઉચ્ચગોત્રકર્મનો ઉદય પણ કારણ છે. ઉચ્ચકુલ-ઉચ્ચક્ષેત્ર-આર્યદેશ આદિ ભાવો પુણ્યોદયથી મળે છે અને તેમાં જીવની દૃષ્ટિ બદલાય તો ધર્મક્રિયાની પ્રાપ્તિ પણ થાય છે. એટલે કે ઉચ્ચગોત્રના ઉદયથી પ્રાપ્ત થયેલ તપ, શ્રુત આદિ રૂપ ધર્મક્રિયામાં જો મોહનીયનો ઉદય ભળે તો તે દ્રવ્યક્રિયા કહેવાય છે. અને મોહનીયનો ઉદય ન ભળે તો તે ભાવક્રિયા કહેવાય છે.
- તથા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય કર્મના ક્ષયોપશમથી સંસાર ઉપરનો રાગ મોળો પડવાથી પણ ધર્મક્રિયા કરાય છે. અથવા સત્તામાં રહેલા શુદ્ધ ધર્મનો પ્રાદુર્ભાવ કરવા માટે પણ ધર્મક્રિયા કરાય છે. તે ધર્મક્રિયા આત્માના ગુણોનો પ્રકાશ કરનારી છે. ઘાતકર્મોના ક્ષાયોપથમિકભાવથી કરાતી ધર્મક્રિયા આત્માના ગુણોનો ઉઘાડ કરનારી છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૮૫
મોહનીયના ઉદયથી થતા રાગ અને દ્વેષથી કરાતી ધર્મક્રિયા પુણ્યબંધ કરાવે પણ સંસારની રખડપટ્ટી ઘટાડનારી બનતી નથી. પરંતુ પરિભ્રમણ વધારનારી બને છે. માટે તે દ્રવ્યક્રિયા કહેવાય છે. ॥૬॥
पुनस्तदेव दर्शयति
ફરીથી તે જ વાત વધુ દૃઢ કરે છે. गुणवृद्धयै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ॥७॥
ગાથાર્થ :- આ કારણથી પ્રાપ્ત થયેલા ગુણોની વૃદ્ધિ માટે તથા પ્રાપ્ત ગુણોથી સ્ખલિત ન થઈ જવાય તે માટે ક્ષાયોપમિક ભાવની ધર્મક્રિયા કરવી જોઈએ, કારણ કે એક જ સંયમસ્થાન હોય એવું તો કેવલીભગવંતોને જ બને છે. IIII
=
ટીકા :- “મુળવૃચ કૃતિ', તત:-સ્વધર્મપ્રભાવહેતુત્વાત્ યિાં-સત્પ્રવૃત્તિ યંત્। મિર્થમ્ ? મુળવૃત્રૈ-મુળા: જ્ઞાનાવ્ય:, તેષાં વૃદ્ધિઃ, તથૈ, गुणप्रोल्लासार्थमिति । न ह्याहारादिपञ्चदशसङ्ज्ञानिमित्तम् । पुनः अस्खलनायअप्रतिपाताय, क्रियारहितः साधकत्वेऽवस्थातुमशक्तः, यतो वीर्यस्य चापल्यं, तच्च क्रियावतः सत्क्रियानियुक्तं प्रतिपाताय न भवति । अन्यथा चानादिप्रवृत्तिप्रवृत्तः स्खलनाय भवति । क्रिययोत्तरोत्तरस्थानारोहणञ्च श्रूयते आगमे । तथा च एकमप्रतिपातिसंयमस्थानं जिनानां क्षायिकज्ञानचारित्रवतामेकं पूर्णस्वरूपैकत्वरूपं स्थानमवतिष्ठते नान्यस्य ।
વિવેચન :- ક્રિયા એટલે સત્પ્રવૃત્તિ, પંચાચારનું પાલન, અર્થાત્ રત્નત્રયીની સાધના, તે ધર્મક્રિયા આત્માના અનંતગુણાત્મક ધર્મનો આવિર્ભાવ (પ્રગટીકરણ) કરવાનો હેતુ હોવાથી અવશ્ય કરવી જોઈએ.
પ્રશ્ન :- આવી સત્પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ ? કરવાનું પ્રયોજન શું ?
ઉત્તર :- સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ આત્માના જે શુદ્ધ ગુણો છે, તે ગુણોની વૃદ્ધિ માટે સત્પ્રવૃત્તિ સ્વરૂપ ક્રિયા કરવી જોઈએ, આત્માના મોહનાશક એવા સમ્યગુણોના વિકાસ માટે સત્પ્રવૃત્તિ રૂપ ક્રિયા કરવી જોઈએ. જે ધર્મક્રિયા આહારાદિ પંદર મોહની સંજ્ઞાનું નિમિત્ત નથી બનતી તે ધર્મક્રિયા અવશ્ય આચરવી જોઈએ. જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય માટે ધર્મક્રિયા કરવી જોઈએ. આ એક કારણ ધર્મક્રિયા કરવાનું સમજાવ્યું.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
તથા બીજું કારણ એ છે કે પ્રાપ્ત થયેલા ગુણોથી આત્મા પતન ન પામે તે માટે એટલે કે અપ્રતિપાત માટે પણ સત્યવૃત્તિરૂપ ધર્મક્રિયા કરવી જોઈએ. સત્યવૃત્તિ રૂપ ધર્મક્રિયાના આલંબન વિનાનો જીવ આત્માની સાધક અવસ્થામાં ટકી શકવાને અસમર્થ બને છે. કારણ કે પ્રાપ્ત થયેલી વીર્યશક્તિ ચપલતાવાળી હોય છે એટલે કે ચંચળ હોય છે. શુભક્રિયા ન હોય તો તેવી વીર્યશક્તિ તુરત જ અશુભક્રિયા કરવા લાગે છે. સ્વાધ્યાય, સત્સંગ અને વ્યાખ્યાનશ્રવણ આદિ જો ઉત્તમ ધર્મ અનુષ્ઠાન ન હોય તો આ જીવ તુરત જ અર્થ-કામની કથામાં જોડાઈ જાય છે. ઉત્તમ વિચારો મનમાં ન લાવીએ તો પાંચ ઈન્દ્રિયોના સુખ-દુઃખના વિચારો અનાદિ-અભ્યાસના કારણે આવી જ જાય છે. તેથી સત્યવૃત્તિરૂપક્રિયાવાળા આત્માનું તે વીર્ય મન-વચન અને કાયા દ્વારા સમ્યગ્રક્રિયામાં જો જોડાયું હોય તો આત્માનું નીચે પતન થવા દેતું નથી. પણ આવી સમ્યગ ક્રિયા દ્વારા ઉત્તરોત્તર અધિક ગુણસ્થાનકો ઉપર જીવનું આરોહણ થાય છે એવું આગમમાં સંભળાય છે.
એકથી દસ ગુણઠાણાવાળા છદ્મસ્થ જીવો મોહનીયના ઉદયવાળા અને એકથી બાર ગુણઠાણાવાળા છદ્મસ્થ જીવો જ્ઞાનાવરણીયાદિના ઉદયવાળા હોવાથી આત્માના અધ્યવસાયસ્થાનો (પરિણામની ધારા) ચડતી-પડતી હોય છે. આરોહણનાં નિમિત્તોનું અવલંબન લે તો પરિણામની ધારા વૃદ્ધિ પામે છે અને અવરોહણનાં નિમિત્તોનું આ જીવ જો આલંબન લે તો પરિણામની ધારા હાનિ પામે છે. અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તેથી પરિણામની ધારાને પડતી રોકવા અને ચડતી કરવા સપ્રવૃત્તિનું આલંબન રાખવું જોઈએ. જો એક જ અધ્યવસાય સ્થાનક હોત તો સત્યવૃત્તિની જરૂર ન રહેત. પણ ક્યારેય પતન ન પામે તેવું એક જ અધ્યવસાય સ્થાનક તો ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિક ચારિત્રગુણવાળા (કેવલજ્ઞાન-કેવલદર્શન અને યથાખ્યાત ચારિત્રવાળા) જિનોને-વીતરાગ ભગવંતોને જ હોય છે. જે અધ્યવસાય સ્થાન આત્માના શુદ્ધ અને પૂર્ણ સ્વરૂપની એકતાવાળું છે. આવા પ્રકારનું આ અધ્યવસાય સ્થાન તો કેવલીને જ સંભવે છે અન્યને સંભવતું નથી.
તેથી શુભ પ્રવૃત્તિનું નિમિત્ત જો ન હોય તો ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ જીવો તથા કેવલી ભગવંતો વિનાના અન્ય જીવોનું પતન થવાનો સંભવ છે. માટે અન્ય જીવોનું પતન ન થઈ જાય, ચડતી જ રહે તથા દિનપ્રતિદિન ગુણોની વૃદ્ધિ જ થાય તે માટે ઉત્તમ આત્માઓએ અવશ્ય સમ્રવૃત્તિ રૂપ ક્રિયા કરવી જોઈએ.
___ अतः साधकेनाभिनवगुणवृद्धयर्थं क्रिया करणीया । अत एव वनं निवसन्ति निर्ग्रन्थाः । चैत्ययात्राद्यर्थं गच्छन्ति नन्दीश्वरादिषु, कायोत्सर्गयन्ति शरीरम्, आकुञ्चन्ति
Page #320
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
विग्रहं वीरासनेन, संलेखयन्त्यनशनोत्सुकाः, गृह्णन्ति परिहारविशुद्धि - जिनकल्पाद्यभि
પ્રવ્યૂહમ્ ગાગા
આ કારણથી આત્મતત્ત્વની સાધના કરનાર સાધકે પોતાના આત્મામાં નવા નવા ગુણોની વૃદ્ધિ માટે ધર્મક્રિયા કરવી જોઈએ. આ કારણથી સમ્યક્ ક્રિયાના પરિપાલન માટે જ નિર્પ્રન્થમુનિઓ વનમાં વસે છે. ચૈત્યોની યાત્રા આદિ કરવા માટે લબ્ધિધારી મુનિઓ નંદીશ્વરાદિ દ્વીપોમાં (કુંડલ, રૂચક આદિ દ્વીપોમાં) જાય છે. બીજા કોઈ મુનિઓ સમ્મેતશિખર વગેરે તીર્થો ઉપર પણ જાય છે. પોતાના શરીરને શક્ય બની શકે તેટલું કાઉસ્સગ્ગની કાર્યવાહીમાં જ રાખે છે. વીરાસન વગેરે આસનો વડે પોતાના શરીરને સંકોચી રાખે છે. અનશન કરવાને ઉત્સુક બનેલા મુનિઓ પોતાના આત્મામાં બાહ્યભાવોની સંલેખના કરે છે અને અવસર આવે ત્યારે પરિહારવિશુદ્ધિચારિત્ર અથવા જિનકલ્પ અથવા ભક્તપરીશા, ઈંગિનીમરણ અને પાદપોપગમન-મરણ ઈત્યાદિ કરવાના મનોરથો સેવે છે તથા તેવા પ્રકારના ઉંચા ભાવોની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના અભિગ્રહોનું આયોજન કરે છે. જ્ઞા
अथ विषाद्यनुष्ठानादूषिता, न तु सानुष्ठाना । सानुष्ठाना हि क्रिया भवहेतुरेव । तेन या क्रिया साधनहेतु:, सा एव कर्तव्या इति तामेवाह -
૨૮૭
વિષ-ગર અને અનનુષ્ઠાનના દૂષણથી અદૂષિત એવી જે ધર્મક્રિયા છે તે જ કરવા યોગ્ય છે. પણ સાનુષ્ઠાનક્રિયા (એટલે કે આ ત્રણ દૂષણવાળી જે ધર્મક્રિયા છે તે કર્તવ્ય નથી. કારણ કે સાનુષ્ઠાન ક્રિયા ભવનો જ હેતુ બને છે. તેથી જે ધર્મક્રિયા આત્મતત્ત્વની સાધનાનો હેતુ બને છે તે જ ક્રિયા કર્તવ્ય છે. માટે તેને જ જણાવે છે -
वचोऽनुष्ठानतोऽसङ्गा, क्रिया सङ्गतिमङ्गति ।
ज्ञेयं ज्ञानक्रियाऽभेद-भूमिरानन्दपिच्छला ॥८॥
યત:
ગાથાર્થ :- વચનાનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાન રૂપ ધર્મક્રિયાની પ્રાપ્તિ થાય છે આ વાત સંગતિને પામે છે અને તે અસંગાનુષ્ઠાનવાળી જે ક્રિયા છે તે જ જ્ઞાન અને ક્રિયા અભેદભાવ વાળી છે તથા સ્વાભાવિક એવા પૂર્ણ આનંદથી ભરેલી આ ક્રિયા છે. ટા
ટીકા :- વષોનુષ્ઠાનત કૃતિ', વચનમર્દવાસા, તવનુયાયિની ક્રિયા ધર્મદેતુ: ।
प्रशान्तचित्तेन गभीरभावेनैवादृता सा सफला क्रिया च । अङ्गारवृष्टेः सहसा न चेष्टा, नासङ्गदोषैकगुणप्रकर्षा ॥१॥
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૮ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર विषगरान्योन्यानुष्ठानत्यागेन श्रीमद्वीतरागवाक्यानुसारतः उत्सर्गापवादसापेक्षरूपा क्रिया वचनानुष्ठानक्रियाकरणतः असङ्गक्रियासङ्गतिं संयोगितामङ्गति= प्राप्नोति । वचनक्रियावान् अनुक्रमेणासङ्गक्रियामेति निर्विकल्पनिष्प्रयासरूपां क्रियां प्राप्नोति । सा एव-असङ्गक्रिया एव ज्ञानक्रिया, एवमभेदभूमिः ज्ञेया । असङ्गक्रिया भावक्रिया शुद्धोपयोगशुद्धवीर्योल्लासतादात्म्यतां दधाति । ज्ञानवीर्यैकत्वं ज्ञानक्रियाऽभेदः इत्यनेन यावद् गुणपूर्णता न, तावत् निरनुष्ठाना क्रिया करणीया ।
વિવેચન :- વચનાનુષ્ઠાનવાળી ધર્મક્રિયા કર્મનિર્જરાનું કારણ બને છે. અહીં વચન એટલે અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન સમજવું. તે વચનોને અનુસારે કરાતી ધર્મક્રિયા એ આત્મામાં ધર્મપ્રાપ્તિનો હેતુ બને છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
પ્રશાન્તચિત્તપૂર્વક અને ગંભીર ભાવપૂર્વક જ કરાયેલી ક્રિયા સફળ થાય છે. પરંતુ અંગારાની વૃષ્ટિથી કે સહસાભાવે = અનુપયોગદશાથી કરાયેલી ક્રિયા ફળ આપનારી બનતી નથી અથવા એક જ ગુણના પ્રકર્ષ ભાવવાળી આસંગક્રિયા પણ ઉપકારક કરનારી થતી નથી.૧
આ ભવમાં સુખો કેમ મળે? તેનું લક્ષ્ય રાખીને કરાયેલી ધર્મક્રિયા તે વિષાનુષ્ઠાન કહેવાય છે. પરભવમાં ઈન્દ્ર-ચક્રવર્તી કે રાજા થાઉં ઈત્યાદિ વિચારો કરીને પરભવના સુખોની ઈચ્છાથી કરાતી ધર્મક્રિયા તે ગરાનુષ્ઠાન કહેવાય છે. તથા ઉપયોગશૂન્યપણે બાલભાવે જે ધર્મક્રિયા કરાય તે અન્યોન્યાનુષ્ઠાન અથવા અનનુષ્ઠાન કહેવાય છે. આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાનો મોહદશાપૂર્વકનાં હોવાથી કર્મનિર્જરાનું કારણ બનતાં નથી પણ ભવહેતુ જ બને છે તેથી તેવા પ્રકારની મોહદશાવાળા ભાવનો ત્યાગ કરવા જેવો છે. માટે વિષ-ગર અને અન્યોન્ય અનુષ્ઠાન તજીને શ્રી વીતરાગ પરમાત્માએ કહેલાં વચનવાક્યોને અનુસરીને કરાતી ઉત્સર્ગ તથા અપવાદની સાપેક્ષતાપૂર્વકની જે ધર્મક્રિયા છે તે વચનાનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. આવી ક્રિયા કરવાથી કાળાન્તરે આ જીવને “અસંગક્રિયાનો” સંગ આપનાર બને છે એટલે કે આ વચનાનુષ્ઠાનની ક્રિયા આ જીવને થોડા જ કાળમાં અસંગ અનુષ્ઠાન નામના ચરમ અનુષ્ઠાનનો મેલાપ કરાવે છે. ૧. કોઈપણ એક ધર્મક્રિયા કરતા હોઈએ ત્યારે બીજી ધર્મક્રિયામાં ચિત્ત રાખીએ તેને અંગારવૃષ્ટિ દોષ
કહેવાય, જે ક્રિયા કરતા હોઈએ તેમાં ઉપયોગ ન રાખીએ અને શૂન્યમનસ્કપણે કરીએ તે સહસાદોષ કહેવાય, અથવા અનનુષ્ઠાન દોષ કહેવાય, તથા જે ક્રિયા કરતા હોય તેને જ કેવલ ગુણપ્રકર્ષવાળી માનીને તે ક્રિયા ઉપર જ અતિશય રાગવાળા બનીને તે ક્રિયામાં પ્રવર્તીએ તે આસંગદોષ કહેવાય. ચિત્તના આઠ દોષો છે. તે દોષોવાળી ધર્મક્રિયા સાધ્ય સાધી આપનાર બનતી નથી.
Page #322
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૮૯ વચનાનુષ્ઠાનની ક્રિયાવાળો જીવ અનુક્રમે અલ્પકાળમાં અસંગાનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે. પરમાત્માના વચનોને અનુસરવાના વિકલ્પોવાળી જે ધર્મક્રિયા તે વચનાનુષ્ઠાન અને સર્વથા વિકલ્પો વિનાની નિર્વિકલ્પદશા રૂપ તથા બુદ્ધિપૂર્વક કોઈપણ જાતનો પ્રયત્ન કરવાનો જેમાં નથી આપોઆપ સહસા થઈ જ જાય છે એવી ક્રિયા તે નિપ્રયાસ રૂપ જે ધર્મક્રિયા છે તેને અસંગાનુષ્ઠાન કહેવાય છે.
આ જ ક્રિયા અસંગાનુષ્ઠાન રૂપ ક્રિયા છે અને તે જ ક્રિયા જ્ઞાનાત્મક ક્રિયા છે. જ્ઞાનપૂર્વકની ક્રિયા છે. આ રીતે જ્ઞાનનું અને ક્રિયાનું આ અભેદસ્થાન છે. આ અસંગક્રિયા એ જ ભાવક્રિયા છે. શુદ્ધ એવો જે જ્ઞાનોપયોગ અને શુદ્ધ એવા વીર્યનું જે પ્રવર્તન આમ આ બન્નેની તાદામ્યતા (અભેદતા) એ જ જ્ઞાન-ક્રિયાના અભેદનું સ્થાન અર્થાત્ ભાવક્રિયા છે. અર્થાત્ શુદ્ધજ્ઞાનપૂર્વક આત્મગુણોની રમણતામાં જ વીર્યનું જે પ્રવર્તન તેને અસંગક્રિયા કહેવાય છે. જ્ઞાનગુણની અને વીર્યગુણની જે એકતા તેને જ જ્ઞાન-ક્રિયાનો અભેદ કહેવાય છે. આમ શાસ્ત્રકારો કહે છે. તેથી જ્યાં સુધી ગુણોની પૂર્ણતા પ્રગટ થતી નથી. પૂર્ણ ગુણો ખીલતા નથી ત્યાં સુધી નિરનુષ્ઠાન એવી ધર્મક્રિયા કરવી જોઈએ.
પ્રશ્ન :- સાનુષ્ઠાન ક્રિયા કોને કહેવાય? અને નિરનુષ્ઠાન ક્રિયા કોને કહેવાય? આ જ શ્લોકના અવતરણમાં “ર તુ સાનુકાના” લખ્યું છે અને અહીં “નિરનુષ્ઠાના ક્રિયા વરીયા” આમ લખ્યું છે. તો આ બન્નેમાં તફાવત શું?
ઉત્તરઃ આ ભવના કે પરભવના પદ્ગલિક સુખોની ઈચ્છાથી અથવા ઉપયોગશૂન્ય ચિત્તે જે અનુષ્ઠાન કરાય તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય-વિષ-ગર અને અન્યોન્ય (અનનુષ્ઠાન) રૂપ જે પ્રથમનાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો છે. તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય છે અને પૌલિક ભાવોનો ત્યાગ કરવા પૂર્વક આત્મતત્ત્વની શુદ્ધિ અને આત્મતત્ત્વના ગુણોની પ્રાપ્તિને લક્ષ્યમાં રાખીને જે ધર્મક્રિયા કરાય તે નિરનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. સાનુષ્ઠાન ક્રિયા વિહેતુ છે અને નિરનુષ્ઠાન ક્રિયા મુક્તિહેતુ છે. માટે જ સાનુષ્ઠાન ક્રિયા ત્યાજ્ય છે અને નિરનુષ્ઠાન ક્રિયા ઉપાદેય છે.
न हि तत्त्वज्ञाः क्रियानिषेधकाः, किन्तु क्रिया हि शुद्धरत्नत्रयीरूपवस्तुधर्मसाधने कारणम्, न धर्मः । धर्मत्वं आत्मस्थमेव । उक्तञ्च श्रीहरिभद्रपूज्यैः दशवैकालिकवृत्तौ"धर्मसाधनत्वाद् धर्म इति" अतः द्रव्यक्रियां धर्मत्वेन गृह्णन्ति तत्कारणे कार्योपचार pવ ચાટ્ય: (નાન્ય), તછુપ્તાનવિજ્ઞાન દિયા ન
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર बहुगुणविज्जानिलओ, उस्सुत्तभासी तहावि मुत्तव्यो । जह वरमणिजुत्तोवि हु, विग्घकरो विसहरो लोए ॥१८॥
- (રૂતિ પણ તઝર -૧૮) तथा च आचाराने "भयविचिकित्सायां न संयम" इति अतो निमित्तहेतुत्वेन क्रिया निरनुबन्धा करणीया इयमसङ्गक्रिया । सा आनन्दपिच्छला स्वाभाविकानन्दामृतरसार्दा ।
તત્ત્વજ્ઞ પુરુષો ક્યારેય પણ ક્રિયાના નિષેધક નથી. પરંતુ જ્યારે ધર્મક્રિયા હોવા છતાં તેમાં વિષયસુખોની લાલસા આદિ મોહનું વિષ ભળેલું હોય છે ત્યારે તે ધર્મક્રિયા મુક્તિહેતુ થવાને બદલે ભવહેતુ થાય છે. માટે તેવી ક્રિયાનો નિષેધ કરે છે. જેમ દૂધ શરીરનું પોષકતત્ત્વ હોવાથી પેય છે. દૂધ પીવાનો કોઈ નિષેધ કરતું નથી. પરંતુ જ્યારે તે જ દૂધ વિષથી મિશ્રિત થયું હોય ત્યારે વિશ્વના કારણે દૂધ પીવાનો નિષેધ કરાય છે તેમ અહીં ધર્મક્રિયા ઉપકારક હોવા છતાં પણ જ્યારે તેમાં આ ભવના સુખોની ઈચ્છા કે પરભવના સુખોની ઈચ્છારૂપ વિષ ભળ્યું હોય છે ત્યારે તે ક્રિયા વિહેતુ બનતી હોવાથી ત્યાજ્ય બને છે. માટે સાનુબંધ ક્રિયા કરવી ઉચિત નથી.
પરંતુ નિરનુષ્ઠાન એવી ક્રિયાનો તત્ત્વજ્ઞ પુરુષો ક્યારેય નિષેધ કરતા નથી કારણ કે તે ક્રિયા તો શુદ્ધ એવી રત્નત્રયી રૂપ આત્મધર્મને સાધવામાં અવધ્ય કારણ (પ્રબળ કારણઅસાધારણકારણ) છે. રત્નત્રયીની પ્રાપ્તિ થવી તે વાસ્તવિક ધર્મ છે અને ક્રિયા એ ધર્મનું સાધન છે. ક્રિયા એ કાયયોગ રૂપ હોવાથી આશ્રવ છે. ધર્મ નથી. ભલે પુણ્યનો આશ્રય કરાવે, પણ આશ્રવ છે. ધર્મ નથી. છતાં રત્નત્રયી આત્મક આત્મધર્મની પ્રાપ્તિનું કારણ બને છે માટે ઉપાદેય છે. કર્તવ્ય છે. રત્નત્રયીની પ્રાપ્તિ સ્વરૂપ જે ધર્મતત્ત્વ છે તે તો આત્મામાં જ રહેલો છે. તેનો ઉઘાડ કરવામાં ક્રિયા એ હેતુ છે. માટે જ્યાં સુધી ધર્મનો ઉઘાડ ન થાય ત્યાં સુધી ક્રિયા આદરવા જેવી છે. જેમ જેમ ધર્મતત્ત્વ પ્રગટ થતું જાય છે તેમ તેમ તેના સાધનભૂત ક્રિયા ત્યાજ્ય બને છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ દશવૈકાલિકસૂત્રની ટીકામાં કહ્યું છે કે –
“ક્રિયા એ આત્મધર્મનું સાધન હોવાથી ઉપચારે ધર્મ છે” આ કારણથી તત્ત્વજ્ઞપુરુષો દ્રવ્યક્રિયાને પણ ઉપચારથી ધર્મરૂપે જે સ્વીકારે છે. તે વાત કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી સંગત થાય છે. તેથી ન્યાયયુક્ત છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર જ છે. બીજું કંઈ નથી.
Page #324
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૯૧
જેમ વરસાદ વરસવાથી લોકોના ધંધા સારા ચાલે, ધંધા ચાલવાથી લોકો પૈસા કમાય, પૈસા કમાવાથી લોકોના ઘરમાં સોનું આવે એટલે વરસાદ ધનનું કારણ અને ધન સોનાનું કારણ બને છે. માટે લોકમાં સમયસર વરસાદ વરસે ત્યારે “સોનું વરસે છે” એમ બોલાય છે. તેમ અહીં દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ અને ભાવક્રિયા એ આત્મધર્મનું કારણ બને છે. માટે ક્રિયા એ ધર્મહેતુ હોવાથી ઉપચારે ધર્મ જ કહેવાય છે. આવા પ્રકારની તત્ત્વશ્રદ્ધા વિનાના જીવો વડે કરાતી દ્રવ્યક્રિયા ભાવક્રિયાનો હેતુ બનતી નથી. તેથી તે ક્રિયા ધર્મનો હેતુ પણ બનતી નથી. ષષ્ઠિશતક પ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે
-
જેમ બહુગુણોવાળો અને વિધાયુક્ત એવો કોઈ પુરુષ હોય (અથવા બહુગુણોવાળી એવી વિદ્યાઓથી યુક્ત એવો કોઈ પુરુષ હોય) તો પણ જો ઉત્સૂત્રભાષી હોય તો તેનો ત્યાગ કરવો (પરિચય ન કરવો) એ જ ઉચિત છે. જેમ ઉત્તમ મણિથી યુક્ત એવો પણ સર્પ લોકમાં વિઘ્ન કરનારો (ડંખ દ્વારા મૃત્યુ નીપજાવનારો) જ છે. તેથી મણ હોવા છતાં તેનો જેમ ત્યાગ કરાય છે તેમ ઉત્સૂત્રભાસીનો પણ ત્યાગ કરવો.”
તથા આચારાંગસૂત્રમાં પણ કહ્યું છે કે ભયથી (કોઈની બીકથી) કરાતી ધર્મક્રિયામાં તથા ચિકિત્સા રૂપે કરાતી ધર્મક્રિયામાં આત્માનો સંયમગુણ સંભવતો નથી. આ રીતે નિરનુબંધ એવી ધર્મક્રિયા ધર્મમાં નિમિત્ત-હેતુ હોવાથી (તદ્વેતુ અનુષ્ઠાન હોવાથી) કરવા જેવી છે. આ જ ધર્મક્રિયા કાળાન્તરે અસંગક્રિયા રૂપે બને છે. તે અસંગક્રિયા આનંદ-આનંદથી ભરપૂર ભરેલી મનોહર છે. પરદ્રવ્યકૃત નહીં પરંતુ સ્વાભાવિક એવો જે આનંદ છે તે આનંદ રૂપી અમૃતરસથી સિંચાયેલી આ અસંગક્રિયા કહેલી છે. આથી આ જ ક્રિયા કર્તવ્ય છે.
अत आत्मतत्त्वावबोधानन्दोत्सुकैर्निरनुष्ठाना सत्प्रवृत्त्यसत्प्रवृत्तिपरित्यागरूपा क्रिया द्रव्यतो भावतः स्याद्वादस्वगुणानुयायिवीर्यप्रवृद्धि-अभिनवगुणवृद्धिरूपा संयमस्थानारोहणी तत्त्वैकत्वरूपा क्रिया प्रतिसमयं करणीया, साध्यसापेक्षत्वेन, अत एव “ज्ञानक्रियाभ्यां मोक्षः" इति निर्द्धारणीयम् । द्रव्यक्रियोद्यतो भावक्रियावान् भवति । ततश्च स्वरूपास्पदीभवतीति श्रेयः ॥८ ॥
ઉપર સમજાવ્યા પ્રમાણે આત્માના શુદ્ધ રત્નત્રયીમય તત્ત્વનો અવબોધ કરવાના આનંદમાં ઉત્સુક બનેલા આરાધક જીવોએ નિરનુષ્ઠાન (તદ્વેતુ અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન રૂપ) સત્કાર્યની પ્રવૃત્તિ સ્વરૂપ અને અસત્કાર્યની પ્રવૃત્તિના નિષેધસ્વરૂપ આ ધર્મક્રિયા દ્રવ્યથી અને ભાવથી એમ બન્ને પ્રકારે કરવી જોઈએ. તે ધર્મક્રિયા સ્યાદ્વાદપૂર્વક પોતાના આત્મગુણોમાં
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૯૨ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર જ અનુસરનારા એવા વીર્યની વૃદ્ધિ કરનારી છે અને નવા નવા ગુણની વૃદ્ધિ સ્વરૂપ છે. તથા સંયમસ્થાનોમાં આરોહણ કરાવનારી છે અને આત્મતત્ત્વની સાથે એકતા પ્રાપ્ત કરવા સ્વરૂપ આ ક્રિયા છે. માટે સાધકે અવશ્ય આવી ક્રિયા કરવી જોઈએ. આ નિરનુષ્ઠાન એવી ધર્મક્રિયા સંપૂર્ણપણે સાધ્યની સાપેક્ષતાવાળી છે, માટે કલ્યાણકારિણી છે અને મુક્તિપ્રાપ્તિનો હેતુ બને છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે.” શાસ્ત્રકાર મહર્ષિઓનું તે વચન આ રીતે શ્રદ્ધા કરવા યોગ્ય છે. આ પ્રમાણે દ્રવ્યક્રિયામાં ઉદ્યમવાળો જીવ ભાવક્રિયાવાળો બને છે અને ભાવક્રિયાની સિદ્ધિથી આત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે. આ રીતે ક્રિયાનો માર્ગ આ જીવને કલ્યાણકારી માર્ગ છે. IIટા
છે
. નવમું ક્રિયાષ્ટક સમાપ્ત
Page #326
--------------------------------------------------------------------------
________________
॥ अथ दशमं तृप्त्यष्टकम् ॥
क्रियावन्तो हि कदाचिन्मदलोभाविष्टाः सदभ्यासं निष्फलीकुर्वन्ति, तेन कषायत्यागरूपपूर्वकं स्वरूपभोगोत्पन्नतृप्तिरूपमष्टकं निरूप्यते । तत्र तृप्तिर्नामादिभेदाच्चतुर्धा-तत्र नामतृप्तिः जीवस्याजीवस्य वा "तृप्तिरिति” नाम क्रियते, शब्दोच्चारणरूपा वा । स्थापनातृप्तिः अक्षरन्यासरूपा । द्रव्यतृप्तिः आगमतः तत्पदार्थज्ञोऽनुपयुक्तः, नोआगमतो ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात्, तत्र तद्व्यतिरिक्ता द्रव्येण आहारधनोपकरणा तृप्तिः । भावतृप्तिः आगमतः तत्पदार्थज्ञोपयुक्तस्य, नोआगमतः स्वरूपज्ञानानन्दपूर्णस्य सहजात्मानुभवाविच्छिन्नस्य भवति ।
ક્રિયા આચરનારા આત્માઓ ક્યારેક ક્યારેક મદ (અભિમાન) અને લોભને વશ થયા છતા કાષાયિક અધ્યવસાયો વાળા બનવાના કારણે ઘણા પ્રયત્નપૂર્વક કરાયેલી સુંદરતમ ધર્મપ્રવૃત્તિને પણ નિષ્ફળ કરે છે. કર્મનિર્જરા કરવામાં ફળદાયક ન થાય તેવી કરે છે. તેથી આવા પ્રકારનું આત્માને નુકશાન કરનારા એવા કષાયોના ત્યાગવાળા સ્વરૂપથી યુક્ત એવું અષ્ટક અને આત્માના નિર્મળ સ્વરૂપના ઉપભોગથી (અનુભવથી) પ્રગટ થયેલી એવી જે આત્મગુણોની તૃપ્તિ છે. તે તૃપ્તિને સમજાવતું એવું અષ્ટક એટલે કે તૃષ્યષ્ટક કહેવાય છે. ત્યાં જ્ઞાન અને ક્રિયાનું આચરણ જરૂર ઉપકાર કરનારું છે. તો પણ ક્રોધથી કરીએ કે અભિમાનથી કરીએ અથવા બીજાના પરાભવ માટે કરીએ અથવા માયા-કપટપૂર્વક કરીએ અથવા લોભથી (પદ્ગલિક સુખોની આસક્તિથી) કરીએ તો જ્ઞાન-ક્રિયાનો કરાતો આ સઘળો વ્યવહાર ભલે શુભ છે પણ નિશ્ચય (હૃદયગત પરિણામો સારો નથી માટે નિષ્ફળ થાય છે. તેથી તૃપ્તિ રાખવી અત્યન્ત જરૂરી છે.
તે તૃપ્તિ નામાદિના ભેદથી ચાર પ્રકારની છે. નામતૃપ્તિ, સ્થાપનાતૃપ્તિ, દ્રવ્યતૃપ્તિ અને ભાવતૃપ્તિ. ત્યાં કોઈ પણ જીવ અથવા અજીવનું “તૃપ્તિ” એવું નામ કરાય તે નામતૃપ્તિ કહેવાય છે. અથવા “તૃપ્તિ” આવું નામ બોલવું = શબ્દનું ઉચ્ચારણ કરવું તેને પણ નામતૃપ્તિ કહેવાય છે. તથા “તૃપ્તિ” આવા પ્રકારના અક્ષરો કાગળમાં અથવા કપડા ઉપર અથવા કાષ્ઠ આદિમાં લખવા-અક્ષરન્યાસ કરવો તે સ્થાપનાતૃપ્તિ કહેવાય છે.
દ્રવ્યતૃપ્તિના બે ભેદ છે (૧) આગમથી અને (૨) નોઆગમથી, ત્યાં તૃપ્તિના અર્થને જાણનારા હોય, પણ પ્રરૂપણા કરતી વેળાએ ઉપયોગ ન હોય, એવી વ્યક્તિ અર્થાત્ તૃપ્તિના અર્થની જાણકાર પણ અનુપયોગવાળી વ્યક્તિ તે આગમથી દ્રવ્યતૃપ્તિ કહેવાય છે. નોઆગમથી
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૯૪ તૃત્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર તૃપ્તિના (૧) જ્ઞશરીર (૨) ભવ્યશરીર (૩) તવ્યતિરિક્ત આમ ત્રણ ભેદ છે. જેણે તૃપ્તિપદનો અર્થ જાણ્યો હતો પણ વર્તમાનકાલે ભૂલાઈ ગયો છે અથવા તે આત્મા મૃત્યુ પામવાથી જ્ઞાન ચાલ્યું ગયું છે જેનું એવું જીવ વિનાનું જે શરીર તે ભૂતકાળમાં જ્ઞાનવાળું હતું. માટે જ્ઞશરીર નોઆગમથી દ્રવ્યતૃપ્તિ, એવી જ રીતે આજે જે બાલમુનિ છે પણ ભવિષ્યમાં તૃપ્તિનું સ્વરૂપ જાણશે તે ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યતૃપ્તિ, હવે ત્રીજો ભેદ જે તવ્યતિરિક્તદ્રવ્યતૃપ્તિ છે તે સમજાવાય છે. જે ભૌતિક પુદ્ગલદ્રવ્યો છે જેમકે આહાર-ધન અને ઉપકરણાદિ, તે પ્રાપ્ત થઈ જવાથી તેનાથી થયેલી જે તૃપ્તિ તે તવ્યતિરિક્ત દ્રવ્યતૃપ્તિ જાણવી. ધનાદિ બાહ્ય સામગ્રીથી જે તૃપ્તિ થવી તે તદ્ગતિરિક્ત તૃપ્તિ.
ભાવથી તૃપ્તિ પણ આગમ અને નોઆગમથી બે પ્રકારની છે. તૃપ્તિના અર્થને જાણનારી અને તેની પ્રરૂપણા કરતી વખતે ઉપયોગવાળી જે વ્યક્તિ તે આગમથી ભાવતૃપ્તિ જાણવી. તથા પોતાના આત્માના શુદ્ધસ્વરૂપના જ્ઞાનના આનંદથી ભરપૂર ભરેલી એવી અને સ્વાભાવિક આત્મ-ગુણોના અનુભવમાં જ અખંડિત રહેનારી એવી આત્મગુણોના આનંદની જે તૃપ્તિ તે નોઆગમથી ભાવતૃપ્તિ જાણવી. હવે આ જ તૃપ્તિ ઉપર સાત નયો સમજાવાય છે.
नैगमे जीवाजीवात् तृप्तिः, सङ्ग्रह-व्यवहाराभ्यां ग्रहणयोग्यद्रव्यप्राप्तौ, ऋजुसूत्रेण ईप्सितसम्पत्तौ, शब्दादिनयैस्तु स्वस्वरूपनिरावरणपूर्णाविजभोक्तृत्वेन तृप्तिः । इयञ्च पद्धतिः ओघनियुक्तिवृत्तिगताहिंसानयवद् भावनीया (गाथा-७५५)। अत्र कारणतो नामादिनिक्षेपत्रिकनैगमादिनयसत्का, वस्तुतः भावनिक्षेपशब्दादिनयरूपा एव ग्राह्या । सा च साधनकाले अपवादोद्भवा, सिद्धत्वे तूत्सर्गोद्भवा ग्राह्या । तामेवाह -
(૧) નૈગમનય ઃ આ નય ઉપચારગ્રાહી છે. તેથી પ્રયોજનવાળી કે પ્રયોજન વિનાની ચેતનવ્યક્તિ કે નિર્જીવ વસ્તુઓ પ્રાપ્ત થવાથી વસ્તુમાત્રથી જે તૃપ્તિ થાય તેને આ નયથી તૃપ્તિ કહેવાય. “સંઘર્યો સાપ પણ કામ આવે” એવી લોકોક્તિથી વસ્તુઓનો સંગ્રહ માત્ર કરી આનંદ માણવો, તૃપ્ત થવું તે આ નયથી તૃપ્તિ જાણવી.
(૨) સંગ્રહ (૩) વ્યવહારનય જે જે જરૂરી વસ્તુઓ હોય તેની અર્થાત્ ગ્રહણયોગ્ય વસ્તુઓની પ્રાપ્તિ થાય તેનાથી તૃપ્તિ માનવી તે.
(૪) ઋજુસૂત્રનય : ગ્રહણયોગ્ય વસ્તુઓમાં પણ જો ઈષ્ટવસ્તુઓ પ્રાપ્ત થતી હોય તો જ ખુશી ઉપજે માટે તેને તૃપ્તિ કહેવાય છે. આ ચારે નયો બાહ્ય પુદ્ગલાદિ વસ્તુઓની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે. કારણ કે સ્કૂલનયો છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૨૯૫
(૫) શબ્દાદિ ત્રણ નયો ઃ પોતાના સ્વરૂપની નિરાવરણતા થવાથી પૂર્ણપણે નિર્વિઘ્નરૂપે સ્વરૂપના ભોક્તાપણાની જે પ્રાપ્તિ થાય છે તેને જ સાચી તૃપ્તિ કહેવાય છે. કારણ કે આ સ્વરૂપની પ્રાપ્તિની તૃપ્તિ છે. પરદ્રવ્યસંબંધી તૃપ્તિ નથી. તેથી સદા કાલ રહેનારી છે. સ્વાધીન છે તેમાં પણ ત્રણ નયો નીચે પ્રમાણે જાણવા.
શબ્દનયથી તૃપ્તિ - સાતમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ક્ષાયોપશમિક ભાવના જ્ઞાન-દર્શન-ક્ષમા-માર્દવ-આર્જવ સંતોષ અને વીર્યાદિ-ગુણાત્મક સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ થવાથી જે આનંદ-આનંદ પ્રવર્તે છે તે શબ્દનયથી તૃપ્તિ જાણવી આ નયો સૂક્ષ્મનય અને ભાવનિક્ષેપગ્રાહી હોવાથી સ્વ-સ્વરૂપને પકડનારા છે.
સમભિરૂઢનયથી તેરમા-ચૌદમા ગુણઠાણે ક્ષાયિકભાવના જે આત્મગુણો પ્રગટ થયા છે. તેનાથી તૃપ્તિ થવી તે તૃપ્તિ કહેવાય છે. કારણ કે ક્ષાયિકભાવ હોવાથી સર્વથા આવરણો ચાલ્યાં ગયાં છે માટે સંપૂર્ણ નિરાવરણતા હોવાથી પરિપૂર્ણ ગુણો ખીલ્યા છે તેની તૃપ્તિ છે.
એવંભૂતનયથી મુક્તિમાં જે સંપૂર્ણપણે વિઘ્નરહિત સ્વગુણોનું ભોક્તત્વ છે તે જ સાચું છે, તેની જે તૃપ્તિ છે તે યથાર્થતૃપ્તિ છે. કારણ કે ત્યાં અઘાતીકર્મો પણ ન હોવાથી તજ્જન્ય વિઘ્નનો પણ અસંભવ છે ઈત્યાદિ સ્વયં વિચારવું.
આ સઘળી પદ્ધતિ ઓઘનિયુક્તિની ટીકામાં કહેલી અહિંસાના નયોની જેમ અહીં જાણી લેવી. તે ઓઘનિર્યુક્તિનો પાઠ આ પ્રમાણે છે
-
आया चेव अहिंसा, आया हिंसत्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो ॥७५५ ॥
“નિશ્ચયનયથી આ આત્મા જ અહિંસક છે અને આ આત્મા જ હિંસક છે. જે અપ્રમત્ત છે તે અહિંસક છે અને જે તેનાથી ઈતર (પ્રમાદી) છે તે હિંસક છે.”
જેમ શિકારી બાણ મારે પણ બાણના અવાજથી કદાચ પક્ષી ઉડી જાય પણ મરે નહીં તો પણ પક્ષી ન મરવા છતાં શિકારી મારવાના પરિણામવાળો હોવાથી હિંસક કહેવાય છે, અને કોઈ વૈદ્ય રોગીના રોગને મટાડવા ચીસો પડાવે, તો પણ નિરોગી કરવાની ભાવના હોવાથી અહિંસક કહેવાય છે, તેમ અહીં સમજવું.
નૈગમનયથી જીવ અને અજીવનો નાશ કરે તો પણ હિંસક કહેવાય, સંગ્રહ અને વ્યવહારનયથી છ જીવનિકાયના હિંસકને જ હિંસક કહેવાય, અજીવના નાશકને હિંસક કહેવાય નહીં, કારણ કે તેમાં જીવ નથી. ઋજુસૂત્રનયથી જ્યારે જે જીવની હિંસા થાય ત્યારે
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૯૬ તૃઢષ્ટક - ૧૦
જ્ઞાનસાર જ તે જીવ પૂરતી હિંસા ગણાય. આમ જીવે જીવે હિંસા ભિન્ન ભિન્ન ગણાય, શબ્દાદિ ત્રણ નયોથી કોઈ જીવ મરે યા ન મરે પણ જીવનો પરિણામ જો શિકારીની જેમ (મારવાનો) હિંસક હોય તો કોઈ જીવ ન મરે તો પણ તે હિંસાના પરિણામવાળો આત્મા જ હિંસક ગણાય. આમ અહિંસામાં પણ સમજવું.
આ ઓઘનિર્યુક્તિના પાઠને અનુસાર પ્રથમના ચાર નયો સ્થૂલ હોવાથી પરદ્રવ્યની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે અને પાછલા ત્રણ નયો આત્મદ્રવ્યના ગુણોની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે એમ જાણવું. પ્રથમના ચાર નયો કારણને મહત્ત્વ આપનારા છે. પાછલા ત્રણ નયો કાર્યને મહત્ત્વ આપનારા છે તેથી જ નામતૃપ્તિ-સ્થાપનાતૃપ્તિ અને દ્રવ્યતૃપ્તિ આ ત્રણ તૃપ્તિ એ ભાવતૃપ્તિનું કારણ હોવાથી નામાદિ ત્રણ નિક્ષેપાજચ તૃપ્તિને પ્રથમના ચાર નિયો તૃપ્તિ માને છે અને ભાવનિક્ષેપાવાળી જે વાસ્તવિક તૃપ્તિ છે. તેને જ તૃપ્તિ કહેવાય એમ શબ્દાદિ પાછલા ત્રણ નયો કહે છે. પરમાર્થથી ભાવતૃપ્તિ જ ગ્રાહ્ય છે.
જ્યારે જ્યારે સાધનાકાલ હોય છે. સાધકાવસ્થા હોય છે ત્યારે ત્યારે કારણકાલ હોવાથી નૈગમાદિ ચાર નયને માન્ય એવી નામાદિ નિક્ષેપાવાળી તૃપ્તિ ગ્રાહ્ય કહેવાય છે તેને જ અપવાદથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ કહેવાય છે. કારણ કે જ્યાં સુધી સાધનાકાલ ચાલે છે ત્યાં સુધી જ તે ગ્રાહ્ય છે. અંતે ત્યાજ્ય છે તે તૃપ્તિને સદાકાલ રાખવાની નથી. ટેકા સ્વરૂપ માત્ર છે. માટે અપવાદોભવી કહેવાય છે અને સિદ્ધાવસ્થામાં પોતાના ગુણોની જે તૃપ્તિ પ્રગટ થાય છે તે સ્વાભાવિક હોવાથી, સદાકાળ રહેનારી હોવાથી, આત્માના ગુણો સંબંધી હોવાથી ઉત્સર્ગથી ઉત્પન્ન થયેલી અર્થાત્ રાજમાર્ગ રૂપે આદરણીય તૃપ્તિ કહેવાય છે. આ તૃપ્તિ કાર્યરૂપે છે. માટે ઉત્સર્ગ ઉદ્ભવા કહેવાય છે. પરમાર્થથી તો સ્વગુણસંબંધી આ તૃપ્તિ જ આદરણીય છે. હવે તે તૃપ્તિને જ સમજાવે છે. –
पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥१॥
ગાથાર્થ :- જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને અને ક્રિયારૂપી કલ્પવૃક્ષના ફળોનું ભોજન કરીને સમતાભાવ રૂપી તાંબુલનો આસ્વાદ કરીને મુનિ પરમ તૃપ્તિને પામે છે. /૧/
ટીકા :- “પત્ની જ્ઞાનામૃતતિ", મુનિ સવાભાવી સ્વાત્મવત્નોનસ્ત્રી, परां-उत्कृष्टां लौकिककुप्रावचनिकेतराम्, तृप्ति-संतोषावस्थाम्, याति-प्राप्नोति लभते इत्यर्थः । किं कृत्वा ? ज्ञानामृतं-ज्ञानं यथार्थस्वपरपदार्थस्वरूपावभासनरूपं तदेवामृतं
Page #330
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૨૯૭
पीत्वा शुद्धात्यन्ताविच्छिन्नचिद्वारापरीक्षितहेयोपादेयवस्त्ववलोकनोपयोगं पीत्वा, क्रिया - सद्योगप्रवृत्तिः । तत्त्वप्राग्भाव-विभावाभावभावितचेतना श्रद्धानपूर्वका या वीर्यप्रवृत्तिः, सा एव सुरलता - कल्पवल्ली तस्याः फलं स्थिरत्वेन तत्त्वानुभवलक्षणं भुक्त्वा, साम्यं - समता, शुभाशुभेषु पुद्गलादिषु तुल्यत्वं तदेव ताम्बूलं स्वादिमोपमानमास्वाद्य, मुनिः परामुत्कृष्टां तृप्तिं यातीत्यन्वयः ।
"
વિવેચન :- મુનિપુરુષ પરમતૃપ્તિ પામે છે. જે ક્યારેય સાવદ્ય (પાપકારી વચનબીજાને દુઃખ થાય તેવું કે હિંસા થાય તેવું) વચન બોલતા નથી તથા પોતાના આત્મતત્ત્વનું જ અવલોકન કરવામાં લયલીન હોય છે. અર્થાત્ સદા સ્વભાવદશાને અભિમુખ જ હોય છે તે મુનિપુરુષ કહેવાય છે. પરમતૃપ્તિ એટલે ઉત્કૃષ્ટતૃપ્તિ, તેવી ઉત્કૃષ્ટતૃપ્તિને તે મુનિપુરુષો પામે છે. અર્થાત્ ખાણી-પીણીથી થતી લૌકિક જે તૃપ્તિ અને કુપ્રાવચનિક લોકોના અસ્તવ્યસ્ત અને હસાહસીનાં પ્રવચનો સાંભળવાથી થતી જે તૃપ્તિ, એમ આવા પ્રકારની આ બન્ને તૃપ્તિથી સર્વથા ભિન્ન, અંદરનો આત્મા જ કલ્યાણ પામે એવી લોકોત્તર જે તૃપ્તિ છે તે ઉત્કૃષ્ટતૃપ્તિ અર્થાત્ પરમતૃપ્તિ કહેવાય છે. અહીં તૃપ્તિનો અર્થ સંતોષવાળી-હાર્દિક આનંદવાળી અવસ્થા.
પ્રશ્ન :- મુનિપુરુષ શું કરવાથી આવી લોકોત્તર પરમતૃપ્તિ પામે છે ?
:
ઉત્તર ઃ- જ્ઞાનામૃતનું પાન કરીને, સમ્યક્રિયા રૂપી કલ્પવૃક્ષોનાં ફળોનું ભોજન કરીને અને સમભાવ રૂપી તાંબુલ (મુખવાસ)નું આસ્વાદન કરીને મુનિપુરુષ સાચી પરમતૃપ્તિ પામે છે.
જેમ અમૃતનું પાન જીવને અમર બનાવે છે, તેથી જ તેને અમૃત કહેવાય છે. તેમ સ્વપદાર્થ (આત્મતત્ત્વ) અને પરપદાર્થ (પુદ્ગલાદિ અન્ય દ્રવ્ય)ના સ્વરૂપનો યથાર્થ જે બોધ સ્વ-પરનું જે ભેદજ્ઞાન છે. તેને સમ્યાન કહેવાય છે. નિરંતર આવા પ્રકારના સમ્યજ્ઞાનનું જે પાન કરે છે અર્થાત્ શુદ્ધ (નિર્મળ) એવી અને અત્યન્ત અખંડ એવી જે જ્ઞાનધારા પ્રવર્તતી હોય છે. તેવા પ્રકારની તે જ્ઞાનધારા વડે પરીક્ષા કરાયા છે હેય પદાર્થો અને ઉપાદેય પદાર્થો જેમાં એવા સમ્યજ્ઞાનનો નિરંતર ઉપયોગ કરીને મુનિ પરમતૃપ્તિ પામે છે. સ્વ અને પરનો ભેદ કરાવીને પરને હેય અને સ્વને ઉપાદેયપણે જણાવનારું જે પારમાર્થિક જ્ઞાન તે ભેદજ્ઞાન, આવા પ્રકારના ભેદજ્ઞાનનું નિરંતર પાન કરીને વૈરાગ્ય દ્વારા મુનિ પરમતૃપ્તિને પામે છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૯૮ તૃપ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર તથા સક્રિયા એટલે મન-વચન અને કાયાના યોગોની જે સમ્યમ્ પ્રવૃત્તિ તે ક્રિયા, જે ક્રિયામાં આત્મતત્ત્વનો (પ્રામ્ભાવ=) ઉઘાડ (વિકાસ) છે અને વિભાવદશાનો અભાવ છે. આવા પ્રકારની ક્રિયા કરવાથી તેવા પ્રકારના વિશિષ્ટ સંસ્કારોથી વાસિત ચેતના અને શ્રદ્ધાપૂર્વકની મન-વચન-કાયા દ્વારા થતી જે વીર્યપ્રવૃત્તિ રૂપ ધર્મક્રિયા તે અહીં સમજવી. મોહનો નાશ કરનારી અને આત્મતત્ત્વનો પ્રાદુર્ભાવ કરનારી સમ્યક્રિયા રૂપી કલ્પવૃક્ષની વેલડીનાં જે ફળો છે. તેનું ભોજન કરીને મુનિ પરમ તૃપ્તિ પામે છે.
પ્રશ્ન :- સમ્યક્રિયા રૂપી કલ્પવૃક્ષનાં ફળ શું છે? કે જેના ભોજનથી મુનિ તૃપ્તિ (સંતોષ) પામે?
ઉત્તર :- અત્યન્ત સ્થિર થઈને પૌદ્ગલિક સુખો સંબંધી ચંચલતા ત્યજીને આત્મદશામાં લયલીન થવા વડે આત્મતત્ત્વનો અનુભવ કરવો તે સમ્યક્રિયાનું ફળ જાણવું. ભોજન અને પાન એ તૃપ્તિનું કારણ છે તેમ ભોજન-પાન કર્યા પછી કરાતું તાંબૂલનું (મુખવાસનું) સેવન એ પણ તૃપ્તિનું વિશેષ કારણ છે. માટે તે મુનિ સમભાવરૂપી તાંબૂલનો આસ્વાદ કરે છે. શુભ પુદ્ગલોની પ્રાપ્તિ થાય કે અશુભ પુદ્ગલોની પ્રાપ્તિ થાય, એમ બન્ને પ્રત્યે તુલ્યતા દાખવવી તે સમભાવ, શુભ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ નહીં અને અશુભ વસ્તુની પ્રાપ્તિથી દુઃખ નહીં તેને સમભાવ કહેવાય છે. આવા પ્રકારનું જે સમભાવપણું તે તાંબૂલ કહેવાય છે. જેને
સ્વાદિમ નામના ચોથા આહારની ઉપમા ઘટે છે. તેનું આસ્વાદન કરીને મુનિ પરમતૃપ્તિ પામે છે. સાર એ છે કે જેમ માણસ ભોજન કરીને પાણી પીને તાંબૂલ ખાઈને ઘણો જ આનંદિત થાય છે, સંતોષ ધારણ કરે છે, પરમતૃપ્તિ પામે છે. તેમ મુનિ પુરુષ ક્રિયા રૂપી કલ્પવૃક્ષના ફળોનું ભોજન કરીને જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને સમભાવરૂપી તાંબૂલનું આસ્વાદન કરીને આત્મિકગુણોથી જન્ય એવી પરમતૃપ્તિને પ્રાપ્ત કરે છે.
सांसारिकोपाधिपुद्गलोद्भवविभावभावितात्मनो अनादिमिथ्याज्ञानासत्क्रियारक्तद्विष्टतासक्तस्य जगदुच्छिष्टाभोग्यवर्णाद्यनुभवमग्नत्वेन या आरोपजा तृप्तिः, न सा तृप्तिः, यतः तत्प्राप्तावपि तृष्णा प्रगुणीभवति, तेन न तृप्तिः स्वतत्त्वानन्दभोगेनैव तृप्तिः । अत एव सत्पुरुषास्त्यजन्ति दामिनीचलान् कामिनीविलासान्, हीलयन्ति उदयागतान् सद्विपाकान्, निःसङ्गयन्ति रङ्गाभिष्वङ्गिसङ्गसङ्गान्, विरङ्गयन्ति अङ्गरागान्, वसन्ति (विशन्ति) स्वाध्यायाध्ययनेन तत्त्वश्रवणमनननिदिध्यासन-परिशीलनेषु, धन्यं मन्यन्ते परमात्मावस्थामिति ॥१॥ ૧. અહીં ધન્ય ક્રિયાવિશેષણ સમજવું. જો એમ ન કહીએ અને પ૨માત્માવસ્થામ્ નું વિશેષણ કરીએ
તો ધન્ય થાય.
Page #332
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃત્યષ્ટક - ૧૦
૨૯૯ સાંસારિક અને ઉપાધિભૂત એવાં પુદ્ગલો દ્વારા પ્રાપ્ત થતાં સુખ અને દુઃખો સ્વરૂપ જે વિભાવદશા (મોહાલ્પતા) છે. તેનાથી ભાવિત છે આત્મા જેનો એવા આત્માને એટલે કે અનાદિકાળથી લાગેલાં મિથ્યાત્વ, અજ્ઞાનતા અને અસલ્કિયાજન્ય રાગ અને દ્વેષમાં જ આસક્ત બનેલા જીવને (મોહાન્ધદૃષ્ટિવાળા જીવને) સમસ્ત જગતના જીવોએ વારંવાર ભોગવી ભોગવીને ત્યજેલાં-જગતની એંઠ તુલ્ય અને તેથી જ ભોગવવાને માટે અયોગ્ય એવા પદાર્થોના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શના જ અનુભવમાં મગ્ન બનીને જે તૃપ્તિ થાય છે તે તૃપ્તિ આરોપિત તૃપ્તિ છે, કલ્પિત છે, ભ્રમસ્વરૂપ છે. તે તૃપ્તિ સાચી તૃપ્તિ નથી. કારણ કે પુદ્ગલસંબંધી સુખ પ્રાપ્ત થવા છતાં પણ તે સુખ તૃષ્ણાને જ વધારે છે. તેથી તે સાચી તૃપ્તિ નથી. પરંતુ પોતાના આત્માના શુદ્ધસ્વરૂપાત્મક જે શુદ્ધ તત્ત્વ છે તેના આનંદના ઉપભોગ વડે જે તૃપ્તિ થાય છે તે જ સાચી તૃપ્તિ છે. સદા રહેનારી છે. પરાધીન નથી. ગુણસંબંધી તૃપ્તિ છે. માટે આ જ સાચી તૃપ્તિ છે.
ભોગસુખોથી થતી તૃપ્તિ તૃષ્ણા વધારનારી છે. આ કારણથી જ સંતપુરુષો વિજળીની જેવા ક્ષણભંગુર એવા સ્ત્રીની સાથેના ભોગવિલાસોનો ત્યાગ કરે છે. ઉદયમાં આવેલા પુણ્યના વિપાકોને (સુખોને) “આ તો બંધનો જ વધ્યાં છે” એમ સમજીને નિંદે છે. ભોગસુખોની આસક્તિના સંગવાળા જે જે પુરુષો છે તેઓનો સંગ (તેઓનો પરિચય) ત્યજી દે છે. શરીર ઉપરના રાગને (મોહને તથા સજાવટને) છોડી દે છે. સ્વાધ્યાય કરવા દ્વારા તથા જૈન આગમશાસ્ત્રોનું અધ્યયન કરવા દ્વારા તત્ત્વશ્રવણમાં, તત્ત્વના મનનમાં, તત્ત્વના નિદિધ્યાસનમાં (સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતનમાં) અને તત્ત્વના વારંવાર પરિશીલનમાં જ રહે છે. (આવા જ્ઞાનધ્યાનમાં જ પ્રવેશે છે) અને આવી ત્યાગ, તપ અને જ્ઞાન-ધ્યાનવાળી પરમ અવસ્થાને જ ધન્ય ધન્ય માને છે. આ આત્માની અંતરાત્મદશા પ્રાપ્ત કરવા દ્વારા મેળવવા લાયક એવી પરમાત્મ દશાને જ ધન્ય ધન્ય માને છે. સંસારિભાવો સ્મરણમાં પણ લાવતા નથી. /૧/
पुनरपि नित्यां तृप्तिं व्याख्यातुमाहફરીથી સદા રહેનારી નિત્ય તૃપ્તિને સમજાવતાં કહે છે - स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । ज्ञानिनो विषयैः किं तै र्यै भवेत्तृप्तिरित्वरी ॥२॥
ગાથાર્થ :- પોતાના જ્ઞાનાદિ ગુણો વડે જ જ્ઞાની પુરુષને યાવચંદ્રદિવાકર રહેવા વાળી અવિનાશી તૃપ્તિ થાય છે તો પછી જે વિષયો વડે અલ્પકાળ પૂરતી તૃપ્તિ થાય છે તેવા વિષયોની શું જરૂર છે? અર્થાત્ જ્ઞાનીને વિષયોથી જન્ય તૃપ્તિ હોતી નથી.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૦
જ્ઞાનસાર
તૃષ્યષ્ટક - ૧૦
ટીકા :- “સ્વનુîિિત શ્વેત્”, વિ સ્વશુળ: ચેતનસ્ય સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વાનस्वभावभूतैः अमूर्त्तासङ्गानाकुलचिदानन्दरूपैः एव - अन्ययोगव्यवच्छेदार्थः, तृप्तिः જ્ઞાનિન:-સમ્યાવયુદ્ધતત્ત્વસ્થ તૈઃ-સ્પર્શરસવર્ણનન્યશબૈ: વિષય: વિમ્ ? 7 મિપિ । यः स्वरूपानुभवी स विभावहेतुभूतान् इन्द्रियविषयान् नावगच्छति ।
વિવેચન :- સભ્યપ્રકારે જાણ્યું તત્ત્વ જેણે એવા જ્ઞાની આત્માને જો ચેતનના પોતાના જ આત્મદ્રવ્ય સંબંધી, પોતાના જ ક્ષેત્રમાં રહેલા, પોતાના કાલે સાથે જ રહેલા અને પોતાના સ્વભાવભૂત (સ્વરૂપભૂત) એવા અમૂર્તતા, અસંગતા, અનાકુલતા (સ્થિરતા) અને જ્ઞાનની મસ્તી સ્વરૂપ પોતાના જ ગુણો વડે તૃપ્તિ થતી હોય, ઘણો જ આનંદ અને ઘણો જ સંતોષ જો થતો હોય તો તેવા સમ્યજ્ઞાની પુરુષને પાંચ ઈન્દ્રિયોના વિષયભૂત એવા સ્પર્શ, રસ, વર્ણ, ગંધ અને શબ્દ વડે શું તૃપ્તિ થાય ખરી ? અર્થાત્ કંઈ પણ ન થાય (અલ્પમાત્રાએ પણ તૃપ્તિ ન થાય), કારણ કે આવી પરદ્રવ્યજન્ય અને ક્ષણભંગુર એવી તૃપ્તિને તે સમ્યજ્ઞાની આત્મા જરા પણ ન ઈચ્છે. કારણ કે જે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવી બન્યો છે તે આત્મા વિભાવદશાના હેતુભૂત એવા ઈન્દ્રિયોના વિષયોને (અલ્પમાત્રાએ પણ) ઈચ્છતો નથી. અહીં મૂલ શ્લોકમાં સ્વમુખૈરેવ શબ્દમાં જે એવકાર લખ્યો છે તે અન્ય યોગના વ્યવચ્છેદ માટે છે તેનો અર્થ એવો થાય છે કે સમ્યજ્ઞાનીને સ્વગુણોથી જ તૃપ્તિ થાય છે. પરદ્રવ્યના ગુણોથી તૃપ્તિ (આનંદ-સંતોષ) થતી નથી.
कथम्भूता स्वगुणैः तृप्तिः ? आकालं सर्वमप्यनागतकालमविनश्वरीविनाशरहिता, सहजत्वेन नित्या इत्यर्थः । स्पर्शज्ञानवतः यै: - शब्दादिभिः इत्वरीअल्पकालीया औपचारिकी तृप्तिर्भवेत्, तैः - विषयैः परविलासैः किम् ? न किमपि । परविलासाः बन्धहेतवः एव । अत्र भावना - अनेकशो भुक्ता एते, तथापि नाप्तमात्मस्वरूपम्, न च ते सुखहेतवः, किन्तु सुखत्वबुद्धिरेव कृतका, तेन तद्विषयाभिमुखतैव न स्वरूपरसिकानामतः आत्मगुणैस्तृप्तिर्विधेया ॥२॥
અમૂર્તતા, અસંગતા, અનાકૂલતા ઈત્યાદિ આત્માના ગુણો દ્વારા થનારી તૃપ્તિ કેવા પ્રકારની હોય છે ? તે વિષયમાં ગ્રંથકારશ્રી સમજાવે છે કે “આકાલ રહેનારી = એટલે કે ભવિષ્યમાં આવનારા સર્વકાલ સુધી રહેનારી, ક્યારેય પણ વિનાશ ન પામનારી, અવિનાશી એવી આ ગુણતૃપ્તિ છે. તે તૃપ્તિ સ્વાભાવિક હોવાથી તથા પોતાના સ્વાભાવિક ગુણો સંબંધિની હોવાથી સદાકાલ સાથે રહેનાર હોવાથી નિત્ય એવી આ તૃપ્તિ છે. જીવ સદા કાળ આ ગુણો વડે તૃપ્ત, આનંદી અને સંતોષી જ રહે છે. ક્યારેય અલ્પમાત્રાએ પણ ઉણપ આવતી નથી.
Page #334
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૩૦૧
સ્પર્શજ્ઞાનવાળા જીવને એટલે કે સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયોસંબંધી જ્ઞાનવાળા (છદ્મસ્થ) આત્માને શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આદિ પાંચ પ્રકારના ઈન્દ્રિયોના વિષયો વડે જે તૃપ્તિ થાય છે તે ઈત્વરી છે. એટલે કે અલ્પકાળ રહેનારી છે. જે કાળે વિષયનો ઉપભોગ કરો તે કાળ પૂરતી જ તૃપ્તિ છે. શેષ કાળે પાછી તૃષ્ણા ઉભી જ રહે છે. ગમે તેવાં ષડ્સભોજન આરોગ્યાં હોય તો પણ ભોજનકાલે જ સ્વાદના અનુભવજન્ય તૃપ્તિ થાય છે. ચાર કલાક પછી પેટ ખાલી જ થઈ જાય છે. આમ બધી જ ઈન્દ્રિયોમાં જાણવું. તેથી આ તૃપ્તિ અલ્પકાલીન છે, વળી આ તૃપ્તિ ઔપચારિક છે. કારણ કે પરદ્રવ્યકૃત છે. વળી સુખરૂપ નથી પણ વિષયની લાગેલી ભૂખનો પ્રતિકારમાત્ર કરનારી છે. તેથી પરપદાર્થોના વિલાસાત્મક એવા તે શબ્દાદિ વિષયો વડે આત્મજ્ઞાનીને શું તૃપ્તિ થાય ? અર્થાત્ ન થાય, કારણ કે આત્મજ્ઞાનીને તેવા વિષયોની કંઈ પણ અપેક્ષા હોતી નથી. વિષયો સામે વિદ્યમાન
હોય તો પણ શું ? અને ન હોય તો પણ શું ? ખરેખર તો આ પરપદાર્થોના વિલાસો મોહજન્ય અને મોહજનક હોવાથી કર્મબંધના હેતુ જ છે. કર્મબંધ જ કરાવનારા છે. ભવભ્રમણાનું જ કારણ છે. માટે જ્ઞાનીને તે વિષયોની શી જરૂર ? તેની અપેક્ષા હોતી નથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. પાંચે ઈન્દ્રિયોના આ વિષયો આ જીવ વડે ભવોભવમાં અનેકવાર ભોગવાયા છે. છતાં તેનાથી આત્માને પોતાનું શુદ્ધ-સહજ ગુણાત્મક સ્વરૂપ પ્રગટ થયું નથી તથા સુખનું કારણ પણ બન્યા નથી. ફક્ત ખસના રોગીને ઉપડેલી ખણજનો પ્રતિકાર કરનારી ખણવાની ક્રિયા વધારે રોગ વધારનારી હોવા છતાં તે કાલે મીઠી લાગતી હોવાથી ભ્રમથી ત્યાં જેમ સુખપણાની બુદ્ધિ થાય છે, ચાંદાં પડે છે, લોહી નીકળે છે, પીડા થાય છે તો પણ વર્તમાનકાલ પૂરતી મીઠાશ આપે છે, તેથી ત્યાં સુખબુદ્ધિ થાય છે. તેમ આ વિષયોમાં પણ માત્ર સુખપણાની બુદ્ધિ જ છે, ભ્રમ જ છે, ત્યાં સુખ નથી પણ ભ્રમથી સુખ છે એમ લાગે છે. ત્યાં મોહથી સુખ-બુદ્ધિ કરાઈ છે તેથી તે કૃત્રિમ (બનાવટી-ભ્રમિત) સુખબુદ્ધિ છે. પણ સાચી નથી.
આ કારણથી જ સ્વરૂપરસિક આત્માઓને તે શબ્દાદિ પાંચ વિષયો ભોગવવા તરફની કે તેનો આનંદ માણવા તરફની અભિમુખતા ક્યારેય સંભવતી નથી. તે જીવોને તે વિષયો તરફ દૃષ્ટિપાત પણ થતો નથી. ઘણા જ અલિપ્ત હોય છે. તેથી આત્માના શુદ્ધ એવા ગુણોના અનુભવરૂપ જે સાચી તૃપ્તિ છે તે જ પ્રાપ્ત કરવા જેવી છે. તે જ મેળવવા જેવી છે. તેમાં જ આનંદ માણવો જોઈએ. ॥૨॥
तामेव भावयति
=
તે જ તૃપ્તિ સમજાવે છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૦૨ તૃપ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર या शान्तैकरसास्वादाद् भवेत्तृप्तिरतीन्द्रिया ।। सा न जिह्वेन्द्रियद्वारा षड्रसास्वादनादपि ॥३॥
ગાથાર્થ - શાન્ત એકરસ (સમતાસ્વભાવ)ના આસ્વાદનથી જે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે. તે જિહા ઈન્દ્રિય દ્વારા પરસના ભોજનથી પણ થઈ શકતી નથી. II
ટીકા :- “વા શાનૈવેતિ", થા, અતીન્દ્રિય-ન્દ્રિયવિષયપ્રદ રહેતા आत्मज्ञानभोक्तृत्ववेद्या स्वरूपानुभवलक्षणा तृप्तिः शान्तैकरसास्वादात्-कषायोद्भवरहितसाम्यरसास्वादनात् भवेत्-लभेत सा तृप्तिः षड्रसास्वादनात्-तिक्ताम्लमधुरकषायकटुक्षाररसभोजनाद् जिह्वेन्द्रियद्वारा-रसनेन्द्रियद्वारा न भवति । रसनेन्द्रियेण पौद्गलिकरसानुभवः, आत्मा च स्वरूपानुभवी पुद्गलगुणानां ज्ञाता, न भोक्ता । पुद्गलगुणा अभोज्या एव । मोहोदयादाहारसञ्जातः रसास्वादनं, न स्वरूपतः । स्वरूपं च ज्ञानानुभवलक्षणमतः आत्मानुभवा तृप्तिः, न पौद्गलिकेति ॥३॥
વિવેચન :- સાચી તૃપ્તિ કોને કહેવાય? તે સમજાવે છે - “આત્મ-સ્વરૂપને અનુભવવા રૂપ જે તૃપ્તિ છે” તે જ સાચી તૃપ્તિ છે, તે તૃપ્તિ અતીન્દ્રિય છે એટલે ઈન્દ્રિયો દ્વારા રૂપરસ-ગંધ આદિ વિષયો (પુદ્ગલદ્રવ્યો) ગ્રહણ કરાય છે. તેની જેમ આ તૃપ્તિમાં કોઈ પુદ્ગલદ્રવ્યો ગ્રહણ કરાતાં નથી, આત્મગુણોના અનુભવ સ્વરૂપ આ તૃપ્તિ પુદ્ગલદ્રવ્યોના ગ્રહણથી રહિત છે. બાહ્યવિષય વિનાની આ તૃપ્તિ છે. તથા આ આત્મા જ્યારે “આત્મજ્ઞાનનો ભોક્તા બને, આત્મજ્ઞાનની રમણતાવાળો બને, ત્યારે જ જાણી શકાય, સમજી શકાય એવી આ તૃપ્તિ છે.” સમતારસના જ એક આસ્વાદનથી આ તૃપ્તિ થાય છે. જેમ દૂધપાક-પુરી કે શિખંડ-પુરી રસ-પુરીના ભોજનથી પદ્ગલિક તૃપ્તિ થાય છે તેમ કોઈપણ પ્રકારના પુગલોના ગ્રહણ વિના “સમભાવનો જે રસ” તેના જ આસ્વાદનવાળી કેવળ આત્માનુભવથી ગમ્ય એવી આ તૃપ્તિ છે. આ ગુણ-રમણતાજન્ય તૃપ્તિ કેવલ અનુભવગમ્ય જ છે. શબ્દોથી અવર્ણનીય છે.
“સમતાભાવનો આ રસ” એટલે કે કષાયોની ઉત્પત્તિથી રહિત, અર્થાત્ ક્રોધ-માનમાયા-લોભ વગેરે કષાયો વિના ક્ષમા-નમ્રતા સરળતા અને સંતોષ આદિ ગુણોથી પ્રગટ થયેલા “સામ્યરસનો જે આસ્વાદ” છે. તે રસને જેણે માણ્યો હોય તેને જ આ તૃપ્તિ સમજાય તેવી છે. આ તૃપ્તિ (આનંદ-સંતોષ) સ્વભાવદશાની રમણતામાંથી પ્રગટ થાય છે. તેથી જે આત્મા આત્મગુણોના અનુભવમાં લયલીન બને છે. તે આત્માને સ્વભાવદશાની
Page #336
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
રમણતાથી જે આનંદ આનંદ અર્થાત્ તૃપ્તિ થાય છે, તેવી તૃપ્તિ તીખા-ખાટા-મીઠા-તુરા
કડવા અને ખારા એમ છએ રસવાળા ભોજનથી જિલ્લા ઈન્દ્રિય દ્વારા ક્યારેય પણ થતી નથી. આ રસ જ એવો છે કે જે માણે તે જ જાણે અને આ ૨સ માણ્યા પછી પુદ્ગલના સુખોના રસનો આસ્વાદ જ મનમાંથી ચાલ્યો જાય છે.
૩૦૩
જિહ્વા ઈન્દ્રિય દ્વારા પુદ્ગલના રસનો અનુભવ અવશ્ય થાય છે. પણ તે પરદ્રવ્ય છે. આત્માનું એ દ્રવ્ય નથી. જ્યારે આત્મા તો મૂલસ્વરૂપે જો વિચારીએ તો પોતાના સ્વરૂપનો અનુભવ કરનારો છે. પરના સ્વરૂપનો અનુભવ કરનાર નથી, પુદ્ગલના ગુણોનો જ્ઞાતા છે પણ ભોક્તા નથી. જેમ કોઈ પણ પુરુષ પરની સ્ત્રીને ઓળખનાર-જાણનાર છે પણ ભોગવનાર નથી, પરના ધનને ગણનાર-જાણનાર છે, પણ વાપરનાર નથી. જો તે પુરુષ પરસ્ત્રીનો કે પરધનનો ઉપભોગ કરે તો તે વ્યભિચારી અને ચોર કહેવાય. આ દોષરૂપ છે. તેમ આ આત્મા પણ પોતાના સ્વરૂપનો ભોક્તા છે અને પરના સ્વરૂપનો જ્ઞાતા છે પણ પરના સ્વરૂપનો ભોક્તા નથી, પુદ્ગલદ્રવ્યના ગુણો અભોગ્ય છે. એટલે કે ન ભોગવવા લાયક છે. કારણ કે આખા જગતની એંઠ છે. સર્વ જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને વમાયેલા છે. ક્ષણિક આનંદ માત્ર છે. લાંબા કાળની ઉપાધિ અને દુઃખ આપનારાં છે. તેને પ્રાપ્ત કરવામાં પણ ઘણો પ્રયત્ન કરવો પડે અને છતાં વિયોગ થાય જ, અને વિયોગ કાલે દુઃખ જ આપે, માટે પણ અભોગ્ય જ છે.
ન
નામકર્મના ઉદયથી (ઔદારિક શરીરાદિ નામકર્મ અને આહારપર્યાપ્તિનામકર્મના ઉદયથી) આ જીવને આહારની સંજ્ઞા લાગુ પડેલી છે. તે આહારની સંજ્ઞાથી જીવ આહાર લે છે અને મોહના ઉદયથી તેમાં રસનો આસ્વાદ માણે છે. આહાર લેવો તે નામકર્મનો ઉદય છે અને રસાસ્વાદ માણવો તે મોહનીયનો ઉદય છે. પણ આહાર લેવો કે રસાસ્વાદ
માણવો તે આત્માનું સ્વરૂપ નથી. તેથી આ આત્મા જે આહારગ્રહણ કરે છે તે પોતાનું સ્વરૂપ નથી. જો આહાર લેવો એ જીવનું સ્વરૂપ હોય તો સિદ્ધ પરમાત્માને પણ આહારગ્રહણ સંભવે. પણ આમ બનતું નથી. આત્માનું સ્વરૂપ તો અણાહારી થવું અને જ્ઞાનનો અનુભવ કરવો તે જ છે. તેથી જ આત્માના ગુણોનો અનુભવ કરવો તે જ સાચી તૃપ્તિ છે. પણ પૌદ્ગલિક સુખોનો આનંદ માણવો તે સાચી તૃપ્તિ નથી. પણ મોહ દશા માત્ર જ છે, વિભાવદશા જ છે, મહા-ઉપાધિ રૂપ છે, ભ્રમાત્મક તૃપ્તિ છે. અનંત સંસાર વધારનારી દુઃખદાયી આ તૃપ્તિ છે. ॥૩॥
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૪ તૃષ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी । तथ्या तु भ्रान्तिशून्यस्य, सात्मवीर्यविपाककृत् ॥४॥
ગાથાર્થ - સંસારમાં વિષયોથી થતી તૃપ્તિ સ્વપ્નતુલ્ય છે અને આભિમાનિકી છે. (મનથી માની લીધેલી તૃપ્તિ છે.) સાચી તૃપ્તિ તો ભ્રમ વિનાના આત્માને હોય છે કે જે તૃપ્તિ આત્માના વીર્યને પુષ્ટિ કરનારી (વીર્યને પ્રોત્સાહિત કરનારી) હોય છે. જા
ટીકા :- “સંસારે રૂતિ", સંસારે દ્રવ્યત: ચતુતિરૂપે, માવતઃ મિથ્યાત્વविभावलक्षणे संसरणे, आभिमानिकी-मिथ्याभिमानोत्पन्ना पुद्गलादिप्राप्तमान्यतारूपा तृप्तिः, सा स्वप्नवन्मिथ्या वितथा कल्पनारूपा एव, यतोऽज्ञः तृष्णाग्रसितः स्वीयकल्पनाकल्पितेष्टतेष्टीकृतपुद्गलस्कन्धसम्पत्तौ "अहो ! मया प्राप्तो मणिरत्नादिव्यूहः" मायोदयमाधुरीवचनचातुरीचतुरस्वजनसमूहश्चेति" तृप्तस्तिष्ठति । तथापि कल्पनारूपत्वाद्, गत्वरत्वाद् औदयिकत्वात् परत्वात् स्वसत्तारोधकाष्टकर्मबन्धनिदानरागद्वेषोत्पादकत्वात् दुःखमेव तया इति । मरुमरीचिकाकल्पा तृप्तिः, न सुखहेतुः ।
વિવેચન :- સંસારમાં પુગલોની પ્રાપ્તિ દ્વારા થતી તૃપ્તિ મિથ્યા છે. નરક-તિર્યંચમનુષ્ય અને દેવ આમ ચારગતિ સ્વરૂપ જે આ સંસાર છે તે કર્મોદયના વિપાકજન્ય હોવાથી અને વ્યાવહારિક લોકો વડે દેખી શકાય તેવો હોવાથી દ્રવ્યસંસાર કહેવાય છે અને મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય, પ્રમાદ વગેરે સ્વરૂપ આત્માની જે વિભાવપરિણતિ છે. તે આ સંસારનું મૂલકારણ હોવાથી અને લોકો વડે અદેશ્ય હોવાથી ભાવસંસાર કહેવાય છે. પુગલના સુખોની આ તૃપ્તિ અભિમાનથી-ખોટા અભિમાનથી ઉત્પન્ન થયેલી છે. જેમ કોઈ માણસ પાસે કોઈ કળા, સત્તા, ધન વગેરે કંઈ હોય નહીં છતાં મનમાં માની લે કે હું ગામનો રાજા છું, અથવા સૌથી મોટો છું, તે જેમ મનથી માની લીધેલી મોટાઈ છે, વાસ્તવિક નથી. ગામમાં તેનું કોઈ માન-સન્માન ન હોય. કારણ કે તે વાસ્તવિક રાજા નથી. તેની જેમ પગલિક પદાર્થોની પ્રાપ્તિ થવાથી “મને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે” આમ પ્રાપ્તપણાની માન્યતા રૂપ મનથી માની લીધેલી આ તૃપ્તિ છે. તે ખરેખર સ્વપ્નની જેમ મિથ્યા છે, વિતથ છે, કલ્પના માત્ર જ છે.
જેમ સ્વપ્નમાં “મારો રાજ્યાભિષેક થયો” એવું જોયું અથવા “બત્રીસ પકવાન અને પરસ ભોજન કર્યું” એવું સ્વપ્ન જોયું તો પણ નિદ્રા દૂર થતાં રાજાપણું કે ધાછેદ
Page #338
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૩૦૫
દેખાતો પણ નથી અને હોતો પણ નથી. તેથી સ્વપ્નમાં દેખેલું જેમ મિથ્યા છે, કલ્પનામાત્ર છે. તેમ પૌદ્ગલિક સુખોની પ્રાપ્તિથી પોતાને સુખ પ્રાપ્ત થયાનો જે આનંદ છે તે પણ મિથ્યા છે, કલ્પનારૂપ જ છે. કારણ કે જે અજ્ઞાની આત્મા છે તથા જે આત્મા આવી ભ્રાન્તતૃષ્ણાથી યુક્ત છે તે જ આત્મા પોતાની કલ્પના પ્રમાણે કલ્પાયેલી ઈષ્ટતાબુદ્ધિ વડે ઈષ્ટ કરાયેલાં પુદ્ગલસ્કંધોની પ્રાપ્તિ થયે છતે “અહો મારા વડે મણિ-રત્ન વગેરે ધનસમૂહ પ્રાપ્ત કરાયો’’ તથા મારા વડે “માયા કરીને પણ સ્વાર્થ સાધી આપે તેવો અર્થાત્ હોશિયાર અને મીઠાં વચનો બોલવાની ચતુરાઈમાં ચતુર એવો સ્વજનવર્ગનો સમૂહ” પ્રાપ્ત કરાયો આમ માનીને મનમાં ફુલાઈને પોતાની જાતને તૃપ્ત થયેલી માનતો અર્થાત્ ખુશ ખુશ થતો રહે છે. આવી ભ્રાન્ત-તૃપ્તિ માનવી તે અજ્ઞાની જીવનું સ્વરૂપ છે.
પરદ્રવ્યની પ્રાપ્તિ થવાથી “મેં આટલું આટલું પ્રાપ્ત કર્યું” આમ અજ્ઞાની અને તૃષ્ણાગ્રસ્ત આત્મા જ માને છે અને તે જ આવાં પર દ્રવ્યોની પ્રાપ્તિથી તૃપ્ત થયો છતો વર્તે છે. પણ તે તૃપ્તિ સાચી નથી, તેનાં પાંચ કારણ છે - (૧) આ પરદ્રવ્યો મારાં છે આવી માન્યતા એ કલ્પનારૂપ છે પોતાનાં છે જ નહીં. કર્મોદયના કારણે સંયોગથી મળેલાં છે. કોઈ પરદ્રવ્ય પોતાનું છે જ નહીં. માત્ર તેમાં મોહોદયથી મારાપણાનો ભ્રમ જ છે. (૨) પુણ્યોદય પૂર્ણ થતાં બધું જ જવાવાળું છે. અથવા આયુષ્ય સમાપ્ત થતાં આ આત્મા તે સર્વેને મુકીને જવાવાળો છે. (૩) ઔદિયકભાવથી મળેલાં છે. પુણ્યકર્મના ઉદયથી સુખના સાધનભૂત પુદ્ગલદ્રવ્યો પ્રાપ્ત થયેલાં છે. પુણ્યકર્મની માલિકીવાળાં છે. જીવની માલિકીવાળાં નથી. (૪) જીવથી પરદ્રવ્ય છે. જીવથી તે ભિન્ન છે. તેનાથી જીવ ભિન્ન છે. (૫) આત્માની અનંતગુણોની જે સત્તા છે તેનો પ્રતિબંધ કરનારો જે આઠ કર્મોનો બંધ છે તેના પ્રધાન કારણભૂત એવા રાગ અને દ્વેષને ઉત્પન્ન કરનારો આ પરપદાર્થનો સમૂહ છે. આમ પાંચ કારણોસર આ પૌદ્ગલિક સુખની તૃપ્તિ સાચી નથી. કાલ્પનિક છે, મિથ્યા છે.
‘“દુ:લમેવ તયા” તે તૃપ્તિ વડે દુઃખ જ આવે છે. પ્રાપ્તિમાં, સંરક્ષણમાં અને વિયોગમાં દુ:ખ જ આપનાર છે. માટે ઝાંઝવાના જળની જેમ આ ભ્રમાત્મક તૃપ્તિ છે. સુખહેતુ નથી પણ કેવળ દુ:ખહેતુ જ છે. માટે તેનાથી સુખ માનવું તે ભ્રમમાત્ર જ છે.
तु - पुनः भ्रान्तिशून्यस्य मिथ्यावबोधरहितस्य सम्यग्ज्ञानोपयुक्तस्य स्वतत्त्वाभिमुखस्य तथ्या - सत्या स्वस्वभावाविर्भावानुभवात्मिका तृप्तिः सुखहेतुः । किम्भूता तृप्तिः ? सात्मवीर्यविपाककृत्-आत्मना सह सात्मा, तस्य यद् वीर्यम्, तस्य विपाकः, पुष्टिविशेषः, तं करोतीति कृत् इत्यनेन स्वस्वाभाव्यगुणानुभवोत्था
Page #339
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૦૬
તૃપ્યષ્ટક - ૧૦ तृप्तिः आत्मनः सहजं वीर्यं पुष्टीकरोति, तेन सामर्थ्येन गुणप्राग्भावः, अतो गुरुचरणसेवनागमश्रवणतत्त्वग्रहणादिना आध्यात्मिकी तृप्तिः विधेया इत्युपदेशः ॥४॥
પરદ્રવ્યજન્ય તૃપ્તિ તે સાચી તૃપ્તિ નથી પરંતુ ભ્રાન્તિ વિનાના જીવન એટલે કે મિથ્યાજ્ઞાન વિનાના અને સમ્યજ્ઞાનના ઉપયોગવાળા તથા પોતાના આત્મતત્ત્વ તરફ રુચિપૂર્વક આગળ વધેલા કંઈક શુદ્ધ આત્માને પોતાના આત્માનો શુદ્ધસ્વભાવ પ્રગટ થવાથી તેના જ ગુણોના અનુભવાત્મક જે તૃપ્તિ છે તે જ સાચી તૃપ્તિ છે અને આ જ તૃપ્તિ સુખનો હેતુ છે. પરદ્રવ્યથી મનની માની લીધેલી તૃપ્તિ દુઃખદાયક છે, પરંતુ પારદ્રવ્યની તૃપ્તિ દુઃખદાયી હોવામાં ઉપરોક્ત પાંચ કારણો છે. તે પાંચ કારણો પોતાના ગુણોના અનુભવરૂપ સાચી તૃપ્તિમાં નથી. બલ્ક તેનાથી વિપરીત કારણો છે. માટે આ આત્મગુણોના અનુભવરૂપ તૃપ્તિ દુઃખદાયી નથી પણ સુખદાયી છે. અને સંપૂર્ણ સાચી તૃપ્તિ છે.
આત્માના ગુણોના અનુભવાત્મક સુખદાયી તૃપ્તિ કેવી છે? આવો પ્રશ્ન થાય તો જણાવે છે કે તે તૃપ્તિ સાત્મવીર્યના વિપાકને કરનારી છે. સદા કાળ આત્માની સાથે જ રહેનારું અર્થાત્ આત્માના ગુણસ્વરૂપ એવું જે વીર્ય તે સાત્મવીર્ય કહેવાય છે, તેનો વિપાક એટલે કે તેની પુષ્ટિવિશેષ, દિન-પ્રતિદિન તેની વૃદ્ધિ થવી, તેની ઉત્તેજના થવી તે સાત્મવીર્ય વિપાક, તેને કરનારી આ તૃપ્તિ છે. ભાવાર્થ એવો છે કે – પોતાના સ્વાભાવિક શુદ્ધ-નિર્મળક્ષાયિક-ક્ષાયોપથમિક ભાવના જે ગુણો છે. તે ગુણોના જ અનુભવથી ઉત્પન્ન થયેલી જે તૃપ્તિ છે તે તૃપ્તિ આત્માના સ્વાભાવિક વીર્યગુણને વધારે વધારે પુષ્ટ કરે છે. મજબૂત કરે છે, ઉત્તેજિત કરે છે, સ્કૂરાયમાન કરે છે અને તે વીર્યને ગુણોમાં જ પ્રવર્તાવે છે.
તેવા પ્રકારનું વીર્ય સ્કુરાયમાન થવાથી દિન-પ્રતિદિન વધારે વધારે ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. આ કારણથી ગુરુના ચરણોની સેવા કરવાથી (ગુરુની નિશ્રામાં રહેવાથી), આગમશાસ્ત્રોના શ્રવણથી અને તેમાંથી શુદ્ધતત્ત્વગ્રહણ કરવા આદિથી પ્રાપ્ત થનારી જે આધ્યાત્મિક તૃપ્તિ છે તે જ તૃપ્તિ આ જીવનમાં મેળવવા જેવી છે. આ તૃપ્તિ જ સાચી તૃપ્તિ છે, સુખહેતુ છે અને સાત્મવીર્યવિપાકકૃત્ છે. તથા આત્માનો ઉપકાર-કલ્યાણ કરનારી છે.
पुद्गलैः पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ॥५॥
ગાથાર્થ :- પુદ્ગલો વડે પુગલો તૃપ્તિ પામે અને આત્મા આત્મગુણો વડે તૃપ્તિ પામે (આ જ ન્યાય અને સાચો માર્ગ છે) તેથી પરદ્રવ્યથી થતી તૃપ્તિનો ભ્રમ જ્ઞાનીને સંભવતો નથી. પો.
Page #340
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃપ્યષ્ટક - ૧૦
૩૦૭ ટીકા :- “પુત્રેરિતિ'', પુત્રે-શરીરધનવસન મોગનગનાલિમિ:, પુના:शरीरादयः, पुद्गलोपचयरूपां तृप्तिं यान्ति-पुद्गलोपचारवृद्धिं यान्ति । पुनः आत्माअमूर्तज्ञानानन्दरूपः आत्मना-आत्मगुणपरिणामेन ज्ञानचरणानन्दादिना तृप्तिं याति, स्वरूपानुभवरसिकानां स्वरूपास्वादनेन तृप्तिः । पुनः उपदिशति-ज्ञानिनः अनेकान्तानन्तस्वपरपदार्थपरीक्षादक्षस्य तद्भ्रान्तिजन्याभिमानं परतृप्तिसमारोपः, परैःपुद्गलैः तृप्तिः-परतृप्तिः, परतृप्तौ समारोपः-आत्मतृप्तिमान्यतारूप: न युज्यते-न ઘટતે
વિવેચન :- પુલો વડે પુદ્ગલદ્રવ્યો જ પુષ્ટિ-વૃદ્ધિ પામે છે. શરીર, ધન, વસ્ત્ર, ભોજન અને સ્વજનાદિ વડે શરીર, ઈન્દ્રિયો વગેરે પુષ્ટિ પામે છે. ભોજન કરવાથી શરીર અને શરીરની ધાતુઓ પુષ્ટિ પામે છે, વસ્ત્રાદિથી શરીર શોભાને પામે છે, સ્વજનાદિ પણ શરીરની જ ચિંતા અને સારસંભાળ કરનારાં હોય છે. આમ પુદ્ગલો સાથે બીજાં પુદ્ગલો મળીને નાના સ્કંધમાંથી મોટા સ્કંધ બનતા હોય છે. માટે પુદ્ગલોની સાથેનું મીલન પુદ્ગલોનું જ હોય છે અને તે મીલન પુદ્ગલમાં જ શોભા આપનારું છે. આત્માથી પુદ્ગલદ્રવ્ય અને પુગલદ્રવ્યથી આત્મદ્રવ્ય ભિન્ન હોવાથી જેમ ધર્માસ્તિકાયનું અધર્માસ્તિકાયની સાથે મીલન થતું નથી તેમ આત્મદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યનું મીલન સંભવતું નથી. શોભારૂપ નથી, પુષ્ટિવૃદ્ધિ કરનારું નથી.
તથા આત્મતત્ત્વ કે જે અમૂર્ત દ્રવ્ય છે અને જ્ઞાનના આનંદસ્વરૂપ છે તે આત્માને તો આત્મતત્ત્વ વડે એટલે આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તેના આનંદ સ્વરૂપ પરિણામ વડે તૃપ્તિ (પુષ્ટિ-વૃદ્ધિ) થાય છે. આત્મસ્વરૂપના રસિક જીવોને આત્મસ્વરૂપના આસ્વાદન વડે જ તૃપ્તિ થાય છે. પુદ્ગલના સંયોગ વડે જે તૃપ્તિ થાય છે તે પુદ્ગલાનંદી જીવોને જ થાય છે. તત્ત્વજ્ઞજીવોને તેનાથી તૃપ્તિ થતી નથી.
ઉપરોક્ત વાતના સાર સ્વરૂપે ગ્રંથકારશ્રી આ આત્માને ઉપદેશ આપે છે કે અનેકાન્તવાદપૂર્વક (સ્યાદ્વાદ શૈલિથી) અનંત એવું જે સ્વપદાર્થનું સ્વરૂપ અને અનંત એવું જે પરપદાર્થનું સ્વરૂપ, તે બને સ્વરૂપોની યથાર્થ રીતે પરીક્ષા કરવાની વિધિમાં દક્ષ એવા જ્ઞાની આત્માને પરપદાર્થને (પદ્ગલિક સુખોને અને સ્નેહીજનોને) પોતાના માનવારૂપ તેવા પ્રકારની ભ્રાન્તિજન્ય અભિમાન (ખોટી માન્યતામય અજ્ઞાનતાનું અભિમાન) કરવું ઘટતું નથી. અર્થાત્ ઉચિત નથી. એટલે કે શોભા આપનારું નથી આ બ્રાન્તિજન્ય અભિમાનને જ પરતૃપ્તિસમારોપ કહેવાય છે. પર એટલે કે પુગલાદિ જે પરપદાર્થ, તેના વડે થતી તૃપ્તિમાં
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૦૮ તૃપ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર “આ બધું મારું છે, શરીર મારું, ઘર મારું, ધન મારું” ઈત્યાદિ રૂપે સમારોપ (બ્રમ) જ્ઞાની આત્માને સંભવતો નથી, ઘટતો નથી, ઉચિત નથી.
જેમ પર-સ્ત્રીને પોતાની સ્ત્રી નથી મનાતી, પર-ધનને પોતાનું ધન નથી મનાતું, પરઘરને પોતાનું ઘર નથી મનાતું, તેમ પરપદાર્થોને પોતાના માનવા એ ઉચિત નથી. તે પરપદાર્થોમાં મોહાલ્પતા કરવી ઉચિત નથી. માટે તત્ત્વજ્ઞાની આત્માને ઘર-ધન-વસ્ત્ર-ભોજનસ્વજન વગેરે પર-પદાર્થોમાં મારાપણાની માન્યતારૂપ ભ્રમ કે તેના દ્વારા તૃપ્તિ અથવા આનંદ હોતો નથી.
भावना च सम्यग्ज्ञानी तु यथार्थावबोधी आत्मधर्ममेव आत्मनि अङ्गीकरोति, परं परत्वेनैव वेत्ति, परधर्मं परे स्थापयति, स्वधर्मं स्वत्वे स्थापयति । अतः सम्यग्दृष्टिः पौद्गलिकोपचये न रज्यते । पुद्गलास्वादनेन सुखावभास एव
मिथ्याज्ञानम् । उक्तञ्च
तवइ तवं चरइ चरणं, सुअंपि नवपुव्व जाव अब्भसइ । जा परसुहे सुहत्तं, ता नो सम्मत्तविण्णाणं ॥१॥ પુન: શ્રીહરિમપૂર્વે:सुअवं शीलवं चाई, जिणमग्गायरणारई । परं वा परसंगं वा, धम्मं मन्नड जो जडो ॥२॥ यच्च आत्मनः स्वरूपं सहजं ज्ञानादि, तदेव धर्म इति तत्त्वम् ॥५॥
ટીકાકારશ્રીનો કહેવાનો ભાવાર્થ એવો છે કે - યથાર્થ તત્ત્વનો અવબોધ કરનારો એટલે કે જે વસ્તુ જેવા સ્વરૂપે છે તે વસ્તુને તેવા સ્વરૂપે સમજનારો સમ્યજ્ઞાની મહાત્મા આત્મધર્મને જ (જ્ઞાનાદિ ગુણોને જ) પોતાના આત્મામાં અંગીકાર કરે છે અને તે આત્મધર્મને જ પોતાનું તત્ત્વ છે એમ માને છે. અને પરના ધર્મને (વર્ણ-ગંધ-રસ-સ્પશદિને) પરપણે જ જાણે છે. તે પરના ધર્મને પરમાં જ સ્થાપિત કરે છે અને પોતાના આત્મધર્મને (પોતામાં-) આત્મામાં જ સ્થાપિત કરે છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ આત્મા સ્વદ્રવ્ય, સ્વધર્મ, પરદ્રવ્ય અને પરધર્મ એમ સકલ વસ્તુને જાણે છે. સર્વ વિષયનું જ્ઞાન કરે છે. પરંતુ સ્વધર્મો સ્વમાં અને પરધર્મો પરમાં જ છે એમ યથાર્થ વિભાગ કરીને યથાર્થપણે જાણે છે. પણ સ્વધર્મો (જ્ઞાનાદિ) સ્વમાં અને પરમાં એમ બન્નેમાં છે એવું મિથ્યાજ્ઞાન કરતો નથી તેવી જ રીતે પરધર્મો (વર્ણાદિ) સ્વમાં અને પરમાં એમ બન્નેમાં છે એવું મિથ્યાજ્ઞાન પણ કરતો નથી. કારણ કે
Page #342
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃઢષ્ટક - ૧૦
૩૦૯ આવા પ્રકારનું જ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે. પણ સ્વધર્મો સ્વમાં જ છે અને પરધર્મો પરમાં જ છે આવા પ્રકારનું ભેદજ્ઞાન કરીને યથાર્થપણે જાણે છે. શરીરની ચામડી ગોરી હોય તો શરીર રૂપાળું છે એમ માને છે, પણ હું રૂપાળો છું એવું માનતો નથી.
આ કારણથી ધારો કે ચૈત્ર અને મૈત્ર મિત્ર હોય તો ચેત્રનું ધન-ધાન્યાદિ વધ્યું હોય ત્યારે તે ચૈત્ર જેવો ખુશ થાય તેવો મૈત્રમાં ધન-ધાન્યાદિ વધે તો તેનાથી ચૈત્ર ખુશ થતો નથી. કારણ કે તે સમજે છે કે આ ધન-ધાન્યાદિ મારાં નથી. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ મહાત્મા હીરા-માણેક-મોતી-સુવર્ણાદિ પદ્ગલિક પદાર્થોનો ઉપચય (વધારો) થયે છતે રાજી થતો નથી, કારણ કે આ સર્વે પરપદાર્થો છે. મારું સ્વરૂપ નથી, હું સાથે લાવ્યો નથી અને સાથે લઈ જવાનો નથી. માત્ર બે દ્રવ્યોનો સંયોગ થયો છે. આમ સમજીને તે તેમાં રંગાતો નથી. પુગલના પદાર્થોનું આસ્વાદન કરવા દ્વારા “આ સુખ છે, સુખદાયી છે” “તેનાથી હું સુખી છું” આવી સુખબુદ્ધિ કરવી તે જ મિથ્યાજ્ઞાન છે. પરપદાર્થમાં સ્વબુદ્ધિ એ જ મિથ્યાત્વ જાણવું. શાસ્ત્રમાં કહ્યું છે કે -
જે તપને તપે, ચારિત્રને આચરે, નવપૂર્વ સુધીનું શ્રુત પણ ભણે છતાં ના = જ્યાં સુધી પરપદાર્થોના સુખમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી સમ્ય વિજ્ઞાન કહેવાતું નથી.”
આત્મા શ્રુતજ્ઞાની હોય, શીલવાન હોય, ત્યાગી હોય, જિનેશ્વરના માર્ગની આચરણા કરવામાં રતિવાળો હોય, પરંતુ પરધર્મને કે પરપદાર્થના સંગને આત્મધર્મ માનતો હોય તો તે જડ (મૂખ) સમજવો. રા.
તેથી આત્માનું જે જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે સ્વાભાવિક સ્વરૂપ છે તેને જ પોતાનાં માનવાં, તે જ મારું છે એમ સમજવું, તેની જ પ્રાપ્તિ કરવી, તેમાં જ આનંદ માનવો, તેમાં જ લયલીન રહેવું તે જ સાચો ધર્મ (આત્મધર્મ) છે આમ જાણવું. પણ
मधुराज्यमहाशाकाग्राह्येऽबाह्ये च गोरसात् । परब्रह्मणि तृप्तिर्या, जनास्तां जानतेऽपि न ॥६॥
ગાથાર્થ - મનોહર ઘી અને ઘણાં શાકોવાળા ભોજનથી અગ્રાહ્ય તથા ગોરસ (દહીદૂધાદિ) વાળા ભોજનથી જે તૃપ્તિ થતી નથી, તે તૃપ્તિ પરમબ્રહ્મમાં છે જેને લોકો જાણતા પણ નથી. અથવા મનોહર રાજ્યની ઘણી આશાવાળા જીવો વડે અગ્રાહ્ય અને વાચાથી અગોચર એવા પરમબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને લોકો જાણતા પણ નથી. All
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૦ તૃપ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર ટીકા :- “મધુરાતિ” યા પરબ્રહળ-શુદ્ધાત્માન-સમૂર્તાનન્તજ્ઞાનયને, તૃપ્તિઃ स्वरूपा, शमताऽऽलिङ्गनानन्दचिद्विलासरूपा, जनाः-तत्त्वावलोकननयनविकलाः, तां शुद्धात्यन्तैकान्ताध्यात्मस्वभावानुभवरूपां तृप्तिं जानतेऽपि न,-नैव जानते इति (सा) ज्ञानग्रहणेऽपि नास्ति । अतः कुतोऽनुभवः ? या तृप्तिः मधुराज्यमहाशाकाग्राह्ये पुनः गोरसात् अबाह्ये भोजने न, मधुरं-आज्यं-मधुराज्यम्, महान्तः शाकाः-व्यञ्जनानि, तैाह्ये पुनः गोरसं-दध्यादि तस्माद् अबाह्ये युक्ते एवंविधे भोजने सा तृप्तिः न ।
કોઈ કોઈ પ્રતોમાં આવો પાઠ પણ છે - મધુરં ચં-મૃતં મધુર,ચં, મન્તઃ शाकाः व्यञ्जनानि तैरग्राह्ये पुनः गोरसं दध्यादि, तस्माद् बाह्ये, युक्ते एवंविधे મોગને સી તૃપ્તિઃ
વિવેચન :- શુદ્ધ આત્મદશામાં સ્વરૂપનો અનુભવ કરવા સ્વરૂપ જે તૃપ્તિ છે તેને સામાન્ય લોકો જાણતા પણ નથી તો પછી તેનો અનુભવ તો હોય જ ક્યાંથી? સ્વભાવદશાના આનંદને અનુભવવા સ્વરૂપ જે વાસ્તવિક તૃપ્તિ છે તે અલૌકિક-લોકોત્તર તૃપ્તિ છે. તે તૃપ્તિને સાંસારિક ભોગસુખોથી સરખાવી ન શકાય તેવી છે. કારણ કે ભોગસુખો ક્ષણિક છે, નાશવંત છે, પરાધીન છે. પ્રાપ્તિમાં ઘણાં કષ્ટો આપનારાં છે. સંરક્ષણમાં ચિંતાજનક છે અને છતાં વિયોગકાલે દુઃખદાયી છે. સ્વરૂપદશાનો આનંદ અનંતકાળ સ્થાયિ છે, સ્વાધીન છે. ક્યારેય પણ તેનું સંરક્ષણ કરવું પડતું નથી તથા ક્યારેય પણ તેનો વિયોગ થતો નથી. માટે સ્વભાવ-સુખની તૃપ્તિ ભોગસુખોની તૃપ્તિ સાથે સરખાવી શકાય તેવી નથી. આ વાત આ શ્લોકમાં સમજાવે છે.
અમૂર્ત અને અનંત જ્ઞાનના સમૂહાત્મક એવા શુદ્ધ આત્મતત્ત્વ રૂપ પરમબ્રહ્માત્મામાં જે સ્વરૂપ-સ્વરૂપાત્મક અર્થાત્ શમભાવદશાના આલિંગનાત્મક જે શુદ્ધ આનંદ તથા જ્ઞાનના વિલાસરૂપ (અનુભવરૂપ) જે તૃપ્તિ (વાસ્તવિક પરમ આનંદ) છે. તેને આત્મતત્ત્વને જાણવા રૂપી દિવ્ય નેત્ર વિનાના સામાન્ય જીવો જાણતા પણ નથી. જે તૃપ્તિ શુદ્ધ, અત્યન્ત અને એકાન્તિક એવા પ્રકારના આત્મસ્વરૂપનો અનુભવ કરવા સ્વરૂપ છે. આવી તૃપ્તિને તત્ત્વજ્ઞાન વિનાના સામાન્ય જીવો શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા છતાં પણ જાણી સમજી શકતા નથી, તો પછી તેવા પ્રકારની તૃપ્તિનો અનુભવ તો આવે જ ક્યાંથી ? આવા પ્રકારની આ અલૌકિક (લોકોત્તર-સામાન્ય લોકોથી અભોગ્ય) તૃપ્તિ છે.
સ્વભાવદશાના આનંદરૂપી આ તૃપ્તિને બે વિશેષણોથી સમજાવે છે કે – સ્વભાવદશાના આનંદના અનુભવ રૂપી જે આ સાચી તૃપ્તિ છે તે મનોહર ઘી વાળા અને ઘણાં વ્યંજનો
Page #344
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૩૧૧
(શાકાદિ ભાવો)વાળા ચક્રવર્તીના ભોજન તુલ્ય ભોજનમાં તથા ગોરસ (દહીં-દૂધ) આદિ શક્તિવર્ધક પદાર્થોથી (અબાહ્ય એટલે) યુક્ત એવા ચક્રવર્તીના ભોજનતુલ્ય ભોજનમાં પણ તે તૃપ્તિ થતી નથી. ચક્રવર્તીતુલ્ય વિશિષ્ટ ભોજનમાં પણ તે તૃપ્તિ થતી (આનંદ થતો) નથી કે જે સ્વભાવ દશાના અનુભવમાં તૃપ્તિ (આનંદ) થાય છે. આ અર્થ પૂ. રમ્યરેણુ સંપાદિત પુસ્તકમાં લખાયેલાં ટીકાનાં પદોના અનુસારે કરેલ છે તે પુસ્તકમાં ‘તñà” અને અવાūયુક્તે આવાં પદો છે. માટે ઉપરોક્ત અર્થ કરેલ છે. કેટલીક પ્રતોમાં તૈધ્રો અને વાઘે યુક્તે આવાં પદો છે. તેથી આવાં પદો જ્યારે લઈએ ત્યારે એ પદોનો અર્થ આવા પ્રકારનો થઈ શકે છે કે મનોહર ઘી વાળા અને ઘણાં વ્યંજનો (શાકો) વાળા ભોજનથી પણ અગ્રાહ્ય તથા દહીં-દૂધાદિ ગોરસના ભોજનથી પણ બાહ્ય = ન જાણી શકાય એવા પરમબ્રહ્મમાં જે તૃપ્તિ (આનંદ) છે તે તૃપ્તિ આવા પ્રકારના (ચક્રવર્તીતુલ્ય) ભોજનમાં પણ થતી નથી. બન્ને પુસ્તકોમાં છપાયેલાં પદોનો ભાવાર્થ એક જ છે કે પરમ આત્મદશાના અનુભવમાં જે આનંદ છે તે આવા ભોજનથી ન માપી શકાય તેવો છે. (જુદા જુદા પાઠો હોવાથી અત્યન્ત શુદ્ધ પાઠ કયો ? તે જાણવું અમારા માટે અતિશય દુષ્કર છે. માટે અમે બન્ને પાઠોના અર્થો સંગત કરવા પ્રયત્ન કર્યો છે.)
અથવા મધુરાન્ચમહાશાળાપ્રાદે વાઘે = ગોરમાત્ આ પદનો બીજો અર્થ પણ થાય છે તે ટીકાકારશ્રી પોતે જ સ્પષ્ટ કરે છે કે -
अथवा कथम्भूते ब्रह्मणि ? मधुराज्यमहाशाकाग्राह्ये-मधु-मिष्टं राज्यम्, तत्र महती आशा - इच्छा येषां ते मधुराज्यमहाशाकाः तैः परिग्रहैश्वर्याभिलाषुकैः अग्राह्ये ग्रहीतुमशक्ये, गोरसात् - वाग्रसात् बाह्ये वाचामगोचरे " अप्राप्य मनसा सह" इति વેવોક્તત્વાત્ ‘‘અપવસ્ત્ર પયં નસ્થિ' નૃત્યાત્રાાવનાત્ (આચારાંગધ્રુત-૧, અધ્યયન૫, ઉદ્દેશો-૬, સૂત્ર-૧૭૦) । ëવિધ પરબ્રહ્મળિ-પરમાત્મનિ યા તૃપ્તિ: મા લોન ज्ञायते एव, अत: पुद्गलोपचारसहस्त्रैः सा तृप्तिर्न भवति ॥६॥
અથવા શબ્દ લખીને ટીકાકારશ્રી આ બન્ને પદોને ભોજનનાં વિશેષણ ન બનાવતાં પરાપ્તિ શબ્દનાં વિશેષણ બનાવે છે. મનોહર રાજ્ય (આદિ સાંસારિક સુખો) માં જ વર્તે છે મોટી મોટી આશાઓ જેને એવા જે જીવો એટલે કે પરિગ્રહ અને ભૌતિક ઐશ્વર્યની જ ઘણી મોટી અભિલાષાવાળા અર્થાત્ સંસારરસિક એવા પુદ્ગલાનંદી જીવો વડે અગ્રાહ્ય
૧. પૂ. રમ્યરેણુ સંપાદિત પુસ્તકમાં મૂલશ્લોકમાં શાજાપ્રાો છે અને ટીકામાં તેોિ પુન: છે. માટે કંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે. તૈગ્રાો હોવું જોઈએ.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૨
તૃષ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર જાણવાને અને પ્રાપ્ત કરવાને માટે અશક્ય એવા પરમબ્રહ્મમાં, તથા ગોરસ એટલે વાણીના વિષયથી બાહ્ય, જેનું સ્વરૂપ વાણી દ્વારા સમજી-સમજાવી શકાય તેવું નથી. વાચાથી અગોચર એવા પરમબ્રહ્મમાં જે તૃપ્તિ થાય છે. તે તૃપ્તિ સંસારભોગના અભિલાષી જીવો વડે જાણી પણ શકાતી નથી તો પ્રાપ્ત કેમ કરી શકાય તથા કેમ અનુભવી શકાય ? આ કારણથી આત્મગુણોની રમણતાની જે તૃપ્તિ છે તે તૃપ્તિ હજારો-લાખો પુદ્ગલના ઉપચારો વડે (પૌદ્ગલિક સુખો વડે) પણ થઈ શકતી નથી. તેની સાથે માપી શકાતી નથી.
અહીં પરમબ્રહ્મનું (શુદ્ધ આત્માનું સ્વરૂપ) જે વાણીથી અગોચર કીધું છે તે બાબતમાં વેદના પાઠની સાક્ષી આપી છે કે વેદમાં (ઉપનિષદમાં) કહ્યું છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે ? તો કહે છે કે “મનની સાથે વાણીથી પણ અપ્રાપ્ય છે” અર્થાત્ શુદ્ધ આત્મા મનથી પણ નથી જાણી શકાતો અને વાણીથી પણ નથી જાણી શકાતો, તેનું શુદ્ધસ્વરૂપ કોઈ અલૌકિક જ છે. સામાન્ય લોકથી ગમ્ય નથી. તથા આચારાંગસૂત્રમાં પણ લખ્યું છે કે ‘‘અપવસ્ત્ર પયં નસ્થિ ?'' પદરહિત-ભાષારહિત એટલે કે વાણીથી અવાચ્ય અર્થાત્ સર્વકર્મના ક્ષયથી મુક્તિમાં ગયેલ શુદ્ધ આત્માના સ્વરૂપને સમજવા-સમજાવવા માટે કોઈ પણ પ્રકારનાં પદોશબ્દો-વાણી સંભવતી નથી. અર્થાત્ વાણીથી અગોચર એવું શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. જે માણે તે જ જાણે. આ રીતે પૌલિક સુખોના રસિક જીવો વડે અગ્રાહ્ય અને વાણીથી બાહ્ય-અગોચર એવા પરમબ્રહ્મસ્વરૂપમાં જે તૃપ્તિ છે તે સામાન્ય લોકો (પુદ્ગલરસિક જીવો) જાણતા પણ નથી તો અનુભવ થવાની વાત તો સંભવે જ ક્યાંથી ? આવી પરમતૃપ્તિ છે. દા
=
विषयोर्मिविषोद्गारः स्यादतृप्तस्य पुद्गलैः । ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरम्परा ॥७॥
ગાથાર્થ :- પુદ્ગલના સુખો વડે અતૃપ્ત એવા જીવને પાંચ ઈન્દ્રિયોના વિષયોના કલ્લોલો રૂપી વિષના જ ઓડકાર હોય છે. પરંતુ જ્ઞાનમાં તૃપ્ત આત્માને ધ્યાન રૂપી અમૃતના ઓડકારની જ પરંપરા હોય છે. III
ટીકા :- “વિષયોર્મિ' કૃતિ-અતૃપ્તસ્ય-સ્વરૂપાસ્વાવરહિતસ્ય પુર્વાણૈ: अङ्गरागाङ्गनालिङ्गनादिकैः विषयोर्मिविषोद्गारः स्यात् - भवेत्, विषयः इन्द्रियविलासः स एव विषयोद्गारः प्रकाशः स्यात् । उक्तञ्च -
जह जह पुग्गलभोगो, तह तह वड्डइ विसयं पिसाई । इंदियसुहा दुहा खलु, अगिज्झा तओ विरत्ताणं ॥१॥
Page #346
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૩૧૩
ज्ञानतृप्तस्य स्वात्मतत्त्वावबोपूर्णस्य ध्यानं - तत्त्वैकत्वम्, तदेव सुधा-अमृतं तस्य उद्गारः तस्य परम्परा श्रेणिर्भवेत् निरामय-निर्मलपरमात्मानुभवः तृप्तेः लक्षणमेतत् तत्त्वभावना-तत्त्वज्ञान-तत्त्वध्यानामृतोद्गारपरम्परावृद्धिः ॥७॥
વિવેચન :- આ સંસારમાં જીવો બે પ્રકારના હોય છે. એક પુદ્ગલાનંદી કે જેને બહિરાત્મા કહેવાય છે. પુદ્ગલની સાથેના ભોગસુખો જ માણનારા અને તેમાં જ સુખ છે આવી બુદ્ધિવાળા, અને બીજા આત્માનંદી કે જેને અંતરાત્મા કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણોમાં જ આનંદ માનનારા અને તેમાં જ સુખ-બુદ્ધિવાળા. આ બન્ને પ્રકારના જીવોમાં જે પુદ્ગલાનંદી જીવો છે તે આત્માના સ્વરૂપનો જે પારમાર્થિક આનંદ છે તેનાથી રહિત છે. આ જીવોએ ગુણોના આનંદનો સ્વાદ ક્યારેય ચાખ્યો જ નથી. તેથી જ અંગરાગ (શરીરની ટાપટીપ કરવી, શોભા કરવી) અને અંગનાનું આલિંગન કરવું (સ્ત્રી સાથેના ભોગના વ્યવહારો કરવા) ઈત્યાદિ પાંચ ઈન્દ્રિયોની સાથેના પૌદ્ગલિક સુખો માણવા રૂપ વિષયોના તરંગો રૂપી વિષ જ તેમના મનમાં અને વચનમાં ચાલતું હોય છે.
મનમાં વિચારો પણ વિષયોના જ અને લોકોની સાથેની વાતચીતમાં પણ
વિષયસુખોની જ વાતો કરતા આ જીવો પોતાનો સમય તેમાં જ ગાળે છે. જેણે વિષ પીધું હોય તેને વિષના જ ઓડકાર આવે છે તેમ આ જીવોને ભોગસુખોમાં જ પ્રીતિ હોય છે તેથી નિરંતર પુદ્ગલના જ સુખ-દુઃખની વાતો કરવા સ્વરૂપ વિષયોના તરંગો રૂપી વિષના જ ઓડકારો ચાલુ હોય છે. તેનાથી તે ક્યારેય ધરાતા નથી, તૃપ્ત થતા નથી. નાના ઘરમાંથી મોટું ઘર બનાવે, થોડા દાગીનામાંથી ઘણા દાગીના બનાવે. સામાન્ય જીવનમાંથી રાજાપણું ઈચ્છે, રાજાપણામાંથી ચક્રવર્તીપણું ઈચ્છે અને ચક્રવર્તીપણામાંથી ઈન્દ્રપણું ઈચ્છે. આમ સદા ભોગસુખોથી અતૃપ્ત એવા આ જીવો પૌદ્ગલિક પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોના કલ્લોલોની અભિલાષા કરવા રૂપી વિષ ઓકનારા-માઠા ઓડકારો વાળા હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
“જેમ જેમ પૌદ્ગલિક સુખનો ભોગ થાય છે તેમ તેમ વિષયોની વાસના અને તેના અંગેના કષાયો અવશ્ય વધે જ છે. માટે જ ઈન્દ્રિયોનાં સુખો દુઃખરૂપ જ છે તેથી વૈરાગી આત્માઓને તે સુખો અગ્રાહ્ય છે. અર્થાત્ ત્યાજ્ય છે.’’
હવે જે આત્માઓ આત્માનંદી છે, અંતરાત્મમય છે, જ્ઞાનાદિ ગુણોના જ રસિયા છે, પોતાના આત્મતત્ત્વના અવબોધથી પરિપૂર્ણ રીતે જે ભરપૂર છે તેવા આત્માઓને જ્યારે જુઓ ત્યારે ધ્યાનરૂપી (તત્ત્વની સાથેની એકતારૂપી) અમૃતના ઓડકારની પરંપરા હોય છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૪ તૃત્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર તેઓના મનમાં વિષયભોગના વિચારોને બદલે તત્ત્વના જ વિચારો પ્રવર્તતા હોય છે. વાણીમાં
જ્યાં જાય ત્યાં અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે આત્મતત્ત્વના ગુણો પ્રાપ્ત કરવાની અને તેના સંબંધી જ ધર્મચર્ચા કરતા હોય છે. આ રીતે આત્મતત્ત્વની સાથે એકતામય ધ્યાનરૂપી અમૃતના જ મીઠા ઓડકારોની પરંપરા ચાલતી હોય છે. ક્યાં માઠા ઓડકારોની પરંપરા? અને ક્યાં મીઠા ઓડકારોની પરંપરા? ક્યાં વિષયોના તરંગો રૂપી વિષના ઓડકાર? અને ક્યાં તત્ત્વની એકાગ્રતા રૂપ અમૃતના ઓડકાર?
નિરામય (એટલે કે બાહ્ય અસાતાદિ રોગો અને અત્યંતર રાગ-દ્વેષાદિ મોહના રોગોથી રહિત) અને મોહનીયાદિ ઘાતી કર્મોનો વિશિષ્ટ ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવ આવવાથી અત્યન્ત નિર્મળ એવા પરમ આત્મતત્ત્વનો અનુભવ થવાથી જે અખંડઅપરિમિત તૃપ્તિ થાય છે તેનું આ લક્ષણ છે. આત્મતત્ત્વની વિચારણા-આત્મતત્ત્વનું જ જ્ઞાન અને આત્મતત્ત્વનું જ ધ્યાન એમ તત્ત્વજ્ઞાન રૂપી અમૃતના જ ઓડકારોની પરંપરાની વૃદ્ધિ થાય છે.
વિષયભોગોની ચર્ચા વિષતુલ્ય છે અને તત્ત્વચર્ચા અમૃતતુલ્ય છે. પુદ્ગલાનંદી જીવો વિષયભોગની કથા-વાર્તા રૂપી વિષમય વાતાવરણમાં જીવન બરબાદ કરે છે અને આત્માનંદી જીવો આત્મતત્ત્વની ચર્ચા રૂપી અમૃતમય વાતાવરણમાં જીવન સફળ કરે છે. llll
सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥८॥
ગાથાર્થ - ઈન્દ્ર અને કૃષ્ણ આદિ રાજાઓ વિષયોથી અતૃપ્ત થયા છતા ક્યારેય સુખી નથી. પરંતુ આ લોકમાં રાગાદિ કષાયો વિનાના કેવળ એક મુનિ જ જ્ઞાનદશામાં તૃપ્ત થયા છતા સુખી છે. ટા
ટીકા :- “મુશ્વિનો તિ', હો ! રૂતિ સર્વે, રૂદ્રોપેન્દ્રા:, રૂ-શ उपेन्द्रः-कृष्णः इत्यादयः अनेके न सुखिनः-सुखमयाः न । कथम्भूता इन्द्रोपेन्द्रादयः ? विषयातृप्ताः-विषयैः मनोजेन्द्रियसंयोगैः, अतृप्ताः अनेकवनिताविलासषड्सग्राससुरभिकुसुमवासरम्यावासादिभिः मृदुशब्दाकर्णनवर्ण्यवर्णावलोकनैः सङ्ख्येयासङ्ख्येयकालभोगैः अतृप्ताः न च एते तृप्तिहेतवः । असदारोप एवायं लोके-चतुर्दशरज्ज्वात्मके अनन्तसकर्मजीवात्मके एकः भिक्षुः आहारागृध्नः संयमयात्रार्थं भिक्षणशीलः નિષ્પરિક પુરવી ગતિ | જ્ઞાનં-સ્વરૂપાવવોથઃ, તેર તૂત, નિરઃ
Page #348
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક – ૧૦
रागाद्यञ्जनश्यामतारहितः, स्वधर्मभोगवत्त्वात् । “यद्वस्तुनि यो धर्मो न भवति (स) न जायते" । उक्तञ्च विशेषावश्यके
૩૧૫
વિવેચન :- સદ્દો આવું શ્લોકમાં લખેલું પદ આશ્ચર્ય અર્થમાં છે. ઈન્દ્ર અને કૃષ્ણ વગેરે અનેક રાજા-મહારાજાઓ મનગમતાં પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખો મળવા છતાં તેનાથી સંતોષ નહીં પામેલા, હજુ અધિક અધિક સુખો પ્રાપ્ત કરવાની લાલસામાં જ રાચતા, અનેક સ્ત્રીઓની સાથેના સ્પર્શનેન્દ્રિયના ભોગવિલાસો માણવા છતાં, છએ રસવાળાં વિવિધ ભોજનો રસનેન્દ્રિયથી કરવા છતાં, સુગંધી પુષ્પોની સુવાસથી રમણીય પ્રાસાદોમાં આવાસ કરવા છતાં, સુંદર સંગીત દ્વારા કોમળ શબ્દોને સાંભળવા છતાં અને દેખવા લાયક ભવ્ય પદાર્થોના રૂપોનું અવલોકન કરવા છતાં પણ આવાં શ્રેષ્ઠ ભોગસુખો સંખ્યાત-અસંખ્યાત કાળ ભોગવવા છતાં પણ તેનાથી સંતોષ નહીં પામતા આવા રાજા-મહારાજાઓ પણ મનથી સુખી નથી, હજુ વધુ મળે તો સારું, હજુ વધુ મળે તો સારું, એમ સદાકાળ ભોગોની ભૂખથી પીડાતા જ રહે છે. જેમ ઈન્ધન આપે છતે અગ્નિ ક્યારેય તૃપ્ત થતો નથી એમ વિષયસુખો મળ્યે છતે ઈન્દ્રિયો ક્યારેય તૃપ્ત થતી નથી. આ ઈન્દ્રિયો વિષયોની પ્રાપ્તિ માટે કાયમ ભિખારી જ હોય છે. કાયમ વિષયોથી અતૃપ્ત જ રહે છે. પાંચ ઈન્દ્રિયોના આ વિષયો એ તૃપ્તિનું કારણ જ નથી પરંતુ અતૃપ્તિ જ વધારનારા છે. જેમ ખણજ એ ખસના રોગને મટાડવાનો ઉપાય નથી પણ વધારવાનો જ હેતુ છે. તેમ આ વિષયો પણ તેવા જ છે. ઝાંઝવાના જળમાં જેમ જળ નથી છતાં જળની ભ્રમાત્મકબુદ્ધિ જ કરાવે છે. તેમ આ વિષયભોગોમાં સુખ નથી પણ અજ્ઞાનતાથી અને મોહદશાથી તે વિષય ભોગો જીવને સુખનો ભ્રમમાત્ર જ કરાવે છે. આમ આ અસદારોપ જ છે. સુખની મિથ્યા કલ્પનામાત્ર જ છે. સુખ નથી પણ સુખનો ભ્રમમાત્ર જ છે.
અનંતાનંત સંસારી સકર્મક જીવોથી ભરપૂર ભરેલા ચૌદ રજ્જુ આત્મક આ
લોકાકાશમાં આહારાદિ પદાર્થોમાં સર્વથા આસક્તિ વિનાના તથા કેવળ સંયમયાત્રાના નિર્વાહ માટે જ મિક્ષાવૃત્તિથી આહારગ્રહણના સ્વભાવવાળા સર્વથા પરિગ્રહ (મમતા-મૂર્છા) વિનાના એવા એક ભિક્ષુ (મુનિ) જ સુખી છે. કારણ કે તે મહાત્મા આત્મતત્ત્વનો અવબોધ કરવા રૂપી જ્ઞાનગુણ વડે જ અતિશય તૃપ્ત બનેલા છે અને રાગ-દ્વેષ આદિ દોષો રૂપી અંજન (કાજળ)ની કાળાશ વિનાના છે. પરદ્રવ્યના ભોગોની અભિલાષા વિનાના છે. માત્ર આત્માના ગુણાત્મક જે સ્વધર્મો છે તેનો જ ઉપભોગ કરવાના અર્થી આ મહાત્મા છે. માટે સુખી છે. જે જે પરદ્રવ્યના ભોગી હોય છે, તે સદા અતૃપ્ત થયા છતા દુ:ખી હોય છે અને જે જે મહાત્મા સ્વદ્રવ્યના ગુણોના ઉપભોક્તા હોય છે, તે તે ચિંતા વિનાના હોવાથી રાગાદિ કષાયો
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૧૬ તૃત્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર વિનાના અને દોષો વિનાના હોય છે. મૂછ-આસક્તિ-મમતા વિનાના તથા પરદ્રવ્ય પ્રત્યેની પરિણતિ જ ત્યજેલી હોવાથી પોતાના ગુણોની રમણતાના આનંદમાં જ લયલીન થયા છતા અત્યન્ત સુખી હોય છે.
“જે વસ્તુમાં જે ધર્મ હોતો નથી તે વસ્તુથી તે ધર્મ ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી” જેમકે રેતીમાં તેલ નથી તો તે રેતીમાંથી ક્યારેય તેલ નીકળતું નથી. તેવી જ રીતે પદ્રવ્યના ઉપભોગમાં તૃપ્તિ નામનો ધર્મ જ નથી, અતૃપ્તિ જ છે. તો પછી પરદ્રવ્યના ઉપભોગવાળા જીવને પરદ્રવ્યથી તૃપ્તિ થાય જ કેમ ? શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે
जत्तोच्चिय पच्चक्खं, सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं, तो पुण्णफलं ति दुक्खंति ॥२००५॥ विसयसुहं दुक्खं चिय, दुक्खप्पडियारओ तिगिच्छव्व । तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं ॥२००६॥ सायासायं दुक्खं, तव्विरहम्मि अ जओ सुहं तेणं । देहिदिएसु दुक्खं, सुक्खं देहेंदियाभावे ॥२०११॥
ગાથાર્થ - હે સૌમ્ય ! પાંચ ઈન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષ સુખ દેખાય છે તે સુખ નથી પણ દુઃખ જ છે. માત્ર તે સુખ તે કાલે દુઃખનો પ્રતિકારમાત્ર કરનાર છે. તેથી પુણ્યકર્મનું ફળ પણ દુઃખ જ છે. /૨૦૦પી.
જેમ ચિકિત્સા (દવા) કરવી કે કરાવવી તે સુખરૂપ નથી પણ પીડાને રોકનાર માત્ર છે માટે કરવી-કરાવવી પડે છે. પણ કરાવવી ગમતી નથી, ક્યારે દવા છુટે એમ ઈચ્છા હોય છે, તેથી દવા લેવી એ સુખરૂપ નથી પણ પીડાનો પ્રતિકાર છે તેથી કરવી કરાવવી પડે છે તેની જેમ પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખો સુખ નથી, દુઃખ જ છે. દુઃખનો પ્રતિકાર કરનાર માત્ર છે. તેથી તેમાં સુખનો ઉપચાર કરાયો છે. પણ સાચું સુખ બીજે ક્યાંક છે અને જો સાચું સુખ બીજે ક્યાંક હોય તો જ ઉપચાર થાય છે. અન્યત્ર સાચું સુખ જો ન હોય તો આ ઉપચાર પણ થઈ શકતો નથી. /૨૦૦૬ll
આ કારણે સાતા અને અસાતા બને દુઃખરૂપ જ છે. તેના વિરહમાં જ સાચું સુખ છે. દેહ અને ઈન્દ્રિયો હોતે છતે તેના સંબંધમાં બધુ દુઃખ જ હોય છે. દેહ અને ઈન્દ્રિયોના અભાવમાં જ સાચું સુખ હોય છે. ૨૦૧૧||
Page #350
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તૃપ્યષ્ટક - ૧૦
૩૧૭ इति सातासातयोर्विपाकभेद एव, न त्वावरणे । अव्याबाधावरणत्वं तु उभयोरपि । यच्च स्वगुणान् घातयति तदुदयः कः सुखत्वेनोररीकुरुते ? इत्यात्मनः ज्ञानानन्दानुभवा तृप्तिः प्रशस्या, नौपाधिकी । इत्यनेन तया एव (तQच्या एव) सम्यग्दर्शनिनः स्तुवन्ति अर्हन्तम्, पूजयन्ति परमात्मानम्, देशविरता अपि सामायिकपौषधोपवासिनः आत्मानुभवलवास्वादनार्थमेव तिष्ठन्ति एकान्ते, मुनयस्तन्निष्पादनाय त्यजन्ति पञ्चाश्रवान्, तद्विघाताय गृह्णन्ति भीष्मग्रीष्मतप्तशीलातापातापनाम्, शिशिरहिमनिशाकरकराभिघातक्षुब्धा वसन्ति निर्वसना वने, स्वाध्यायन्ति आगमव्यूहान्, क्षमादिधर्मद्वारा भावयन्ति आत्मानम्, तत्त्वज्ञानेन आरोहन्ति गुणश्रेणिशृङ्गे, चिन्तयन्ति तत्त्वैकत्वं, तत्त्वसमाध्यर्थमेव प्राणायामादिप्रयासः जिनकल्पादिकल्पः इति सा (स्व) स्वभावानुभवतृप्तिः सर्वैरभ्यस्या ॥८॥
ઉપર કહેલી વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓના અર્થ વિચારતાં સમજાય છે કે સાતા અને અસાતા એ બન્ને પુણ્ય અને પાપ કર્મોના ફળનો જ ભેદ છે. એક પુણ્યકર્મનો વિપાક છે અને બીજો પાપકર્મનો વિપાક છે. પણ આખરે બન્ને કર્મોનાં જ ફળ છે. તેથી બન્ને દુઃખ જ છે. વળી આ બન્ને કર્મો એ ગુણોનાં આવરણીયકર્મો નથી. જેમ જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનગુણનું આવારક કર્મ છે. તેવું આ કર્મ ગુણોનું આવારકકર્મ નથી કે જેથી તેનો ક્ષયોપશમભાવ થવાથી સુખગુણની પ્રાપ્તિ થાય. આ બન્ને ઔદયિકભાવ પામે તેવાં કર્મો છે. તે બન્નેના ઉદયથી અનુક્રમે સાંસારિક સાનુકૂળતા અને સાંસારિક પ્રતિકૂળતા માત્ર મળે છે તે બને પણ આત્માને બંધનરૂપ હોવાથી રાગ અને દ્વેષાત્મક મોહ ઉત્પાદક હોવાથી દુઃખ જ છે. આત્માનો “અવ્યાબાધ સુખ” નામનો જે ગુણ છે તેનો નાશ તો બન્ને કર્મો કરે જ છે. તેથી બન્ને દુઃખરૂપ જ છે. જે કર્મો આત્માના ગુણોનો ઘાત કરે, તે કર્મોના ઉદયને કોણ સુખરૂપે સ્વીકારે ? સાંસારિક સાનુકૂળતા આપનારી સાતાવેદનીય અને સાંસારિક પ્રતિકૂળતા આપનારી અસાતા વેદનીય આ બન્ને કર્મો આત્માના અવ્યાબાધ સુખ નામના ગુણનો ઘાત કરે છે તો પછી તેને સુખરૂપે કેમ સ્વીકારાય? માટે આ આત્માને જ્ઞાનના આનંદના અનુભવથી જન્ય જે તૃપ્તિ છે. તે જ સાચી છે અને પ્રશંસનીય છે. તે જ યથાર્થતૃપ્તિ છે. પુદ્ગલના સંયોગાત્મક ઉપાધિજન્ય જે તૃપ્તિ છે તે પરાધીન હોવાથી, નાશવંત હોવાથી મોહોત્પાદક હોવાથી અને બંધનરૂપ હોવાથી સાચી તૃપ્તિ નથી.
આ કારણથી સમ્યગ્દષ્ટિ આત્માઓ આત્મગુણોના અનુભવાત્મક જે સાચી તૃપ્તિ છે તે તૃપ્તિ પ્રાપ્ત કરવાના કારણે જ (તે સાચી તૃપ્તિની જ રુચિ હોવાથી) આવા પ્રકારના
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૮
તૃષ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર
અનંતગુણોને પામેલા અરિહંત પરમાત્માની સ્તુતિ કરે છે, પ્રગટ ગુણોવાળા પરમાત્માને પૂજે છે, દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા પણ સામાયિક, પૌધષોપવાસ આદિ વ્રતપાલન કરવા દ્વારા આત્માના ગુણોના અનુભવ રૂપ લવના આસ્વાદ માટે જ એકાન્તમાં (ઘર છોડીને ઉપાશ્રયાદિ એકાન્ત સ્થાનોમાં) વસે છે. અને જે મુનિ પુરુષો છે તે આત્મગુણોના અનુભવાત્મક તૃપ્તિ મેળવવા માટે જ પ્રાણાતિપાત-મૃષાવાદ આદિ પાંચ આશ્રવોને ત્યજે છે. તે પાંચ આશ્રવોના નાશ માટે (ભૂતકાલમાં સેવેલા પાંચ આશ્રવોથી બંધાયેલા કર્મોનો નાશ કરવા માટે) ભયંકર એવી ગ્રીષ્મઋતુથી તપેલી શિલાના તાપની આતાપના લે છે. શિશિરઋતુમાં હિમ જેવા અત્યન્ત શીતળ ચંદ્રમાનાં કિરણોના અભિઘાતથી (સ્પર્શથી) ક્ષોભ પામવા છતાં વસ્ત્ર વિનાના થઈને વનમાં વસે છે. નિરંતર આગમશાસ્ત્રોના સમૂહનો અભ્યાસ કરે છે. ક્ષમા, માર્દવતા, આર્જવતા વગેરે આત્મધર્મોના ચિંતન દ્વારા આત્માની ભાવના ભાવે છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વજ્ઞાન મેળવવા દ્વારા ગુણોની શ્રેણીના શિખર ઉપર ચઢે છે.
આત્મતત્ત્વની એકતાનો વિચાર કરે છે. આત્મતત્ત્વની ચિંતવનામાં સંપૂર્ણ સમાધિ રહે તે માટે પ્રાણાયામ વગેરેના પ્રયાસો આચરે છે તથા જિનકલ્પાદિ આચારોની તુલ્ય આચારોનું આસેવન કરે છે. માટે પોતાના સ્વભાવના અનુભવથી થનારી જે તૃપ્તિ છે તે તૃપ્તિનો સર્વ જીવોએ અભ્યાસ કરવો જોઈએ. આ જ તૃપ્તિ મેળવવા આત્માર્થી જીવોએ લક્ષ્ય રાખવું જોઈએ. આ જ તૃપ્તિ સાચી તૃપ્તિ છે અને આત્માનું કલ્યાણ કરનારી છે.
દસમું દૃષ્યષ્ટક સમાપ્ત
Page #352
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૩૧૯
નિર્લેપાષ્ટક-૧૧ ॥ अथ एकादशं निर्लेपाष्टकम् ॥
अथ अलिप्तस्य तत्त्वसमाधिर्भवति, पूर्णानन्दतृप्तिरपि अलिप्तस्य, तेन निर्लेपाष्टकं प्रस्तूयते । चेतनस्य सकलपरभावसंयोगाभावेन व्याप्यव्यापकग्राहककर्तृत्वभोक्तृत्वादिशक्तीनां स्वभावावस्थानं निर्लेपः । नामतो निर्लेपः अभिलाप्यात्मकः जीवाजीवानाम्, स्थापनानिर्लेपः निर्ग्रन्थाकारादिः, द्रव्यनिर्लेपः कांस्यपात्रादिः तद्व्यतिरिक्तः, शेषस्तु पूर्ववत्, भावनिर्लेपः जीवाजीवभेदाश्च, अजीवो धर्माधर्माकाशादिः, जीवस्तु समस्तविभावाभिष्वङ्गरहितः मुक्तात्मा,
જે આત્મા સાંસારિક ભાવોથી અલિપ્ત હોય છે તેને જ તાત્ત્વિક (સાચી) સમાધિ પ્રાપ્ત થાય છે. કારણ કે સાંસારિક સર્વે ભાવો ઉપાધિવાળા છે અને જીવને આકુળવ્યાકુળ કરનારા છે. તે ભાવોથી દૂર દૂર રહેનારો આત્મા જ સાચી સમાધિ મેળવી શકે છે. એવી જ રીતે આત્માના ગુણોના પૂર્ણાનંદની તૃપ્તિ પણ પીદ્ગલિક ભાવોથી દૂર રહેનારા એવા અલિપ્ત આત્માને જ થાય છે. તેથી હવે નિર્લેપાષ્ટક લખાય છે.
પ્રશ્ન :- નિલેપ એટલે શું? નિર્લેપ કોને કહેવાય?
ઉત્તર :- આ આત્મા અનાદિકાળથી પરભાવની સાથે એટલે કે અન્ય જીવદ્રવ્ય અને પુગલદ્રવ્યની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવથી (એકમેક થઈને) વર્તે છે. ગ્રાહકતા, કર્તતા અને ભોક્નતા આદિ આત્માની જે શક્તિઓ છે. તે શક્તિઓને આ આત્મા અન્ય દ્રવ્યમાં જ જોડે છે. તેને બદલે સકલ એવા પરભાવોના સંયોગનો અભાવ કરીને આ આત્માની વ્યાપ્યવ્યાપક્વાશક્તિ, ગ્રાહકતાશક્તિ, કર્તુતાશક્તિ અને ભોક્નતાશક્તિ આદિ જે જે શક્તિઓ છે તે શક્તિઓને વિભાવદશામાંથી રોકીને સ્વભાવદશામાં જોડવી તેને નિર્લેપતા કહેવાય છે. આ જીવ પોતાના પરિવારને, ઘરને અને ધનને મારું મારું માનીને ચાલે છે, તેમાં જ વ્યાપ્ત થઈને (રંગાઈને) ચાલે છે. તેને જ વધારવાની લગની લાગી છે. તેના સુખે પોતાને સુખી અને તેના દુઃખે પોતાને દુઃખી આ જીવ માને છે. તેને જ કરવાપણાનો અને ભોગવવાપણાનો પરિણામ રાખે છે. આ સઘળી લેપદશા છે. અન્યદ્રવ્યની સાથે મારાપણાનો જે પરિણામ છે તે સમસ્ત લિપ્તતા છે. તેનો સર્વથા સંયોગ ત્યજીને આત્માની જે સ્વભાવદશા (ગુણાત્મકદશા) છે તેમાં જ વ્યાપ્ત થઈ જવું, તેને જ ગ્રહણ કરવું, તેને જ વધારવું અને તેને જ ભોગવવું આ સઘળી નિર્લેપદશા છે. આત્માનું પરભાવદશામાંથી છૂટીને સ્વભાવદશામાં લીન થવું તે નિર્લેપતા કહેવાય છે. નિર્લેપ આત્માને જ પૂર્ણ આત્મ આનંદની તૃપ્તિ થાય છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવના ભેદથી તેના ચાર ભેદો છે. જીવ અથવા અજીવનું “નિર્લેપ” આવું નામ પાડવું, નિર્લેપ આવા પ્રકારના નામનો અભિલાપ કરવો તે નામનિર્લેપ. સાંસારિક ભાવોથી અલિપ્ત એવા જે નિગ્રન્થમુનિ હોય છે, તે નિર્પ્રન્થમુનિની છબી-પ્રતિમાઆકારાદિ તે સ્થાપનાનિર્લેપ કહેવાય છે. દ્રવ્યનિર્લેપના આગમથી અને નોઆગમથી બે ભેદ છે, તથા નોઆગમના જ્ઞશરીર-ભવ્યશરીર અને તદ્બતિરિક્ત એમ ત્રણ ભેદ છે. તેમાં કાંસાનાં પાત્ર વગેરે, જે અન્ય દ્રવ્યથી લેપાતાં નથી તે તવ્યતિરિક્ત દ્રવ્યનિર્લેપ નામનો ત્રીજો ભેદ જાણવો. બાકીના જ્ઞશરીર અને ભવ્યશરીર આદિ ભેદો પૂર્વની જેમ સમજી લેવા. જીવ અને અજીવના જે ભેદો છે તે ભાવથી નિર્લેપ જાણવા. અજીવના ભેદમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયાદિ જાણવા. આ સઘળાં દ્રવ્યો એક જ આકાશક્ષેત્રમાં સાથે રહે છે છતાં ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય નથી બનતું અને અધર્મદ્રવ્ય ધર્મદ્રવ્ય નથી બનતું, એવી જ રીતે અધર્મદ્રવ્ય આકાશદ્રવ્ય નથી બનતું અને આકાશદ્રવ્ય ધર્મ-અધર્મ નથી બનતું. અન્ય દ્રવ્યસ્વરૂપે નથી બનતું તે બધા ભાવનિર્લેપના ભેદ જાણવા.
૩૨૦
આ જીવ અન્ય દ્રવ્ય સાથે એટલે કે કર્મ અને શરીર સાથે લેપાયેલો છે મોહના ઉદયથી અન્ય પદાર્થોની સાથે મારાપણાના પરિણામથી લેપાયેલો છે. તેથી સમસ્ત એવી વિભાવદશાની આસક્તિથી રહિત જ્યારે બને છે. મુક્તિગત શુદ્ધ આત્મા થાય છે ત્યારે ભાવનિર્લેપ કહેવાય છે. આ પ્રમાણે ચાર નિક્ષેપા સમજાવ્યા. હવે આ નિર્લેપતા ઉપર સાત નયો સમજાવાય છે.
नयैस्तु द्रव्यपरिग्रहादिष्वलिप्तः नैगमेन, सङ्ग्रहेण जीवो जात्या अलिप्तः, व्यवहारेणालिप्तो द्रव्यतस्त्यागी, शब्दनयेन सम्यग्दर्शनसम्यग्ज्ञानपरिच्छिन्नपरभावपरित्यागी तन्निमित्तभूतानि धनस्वजनोपकरणानि तेष्वनासक्तः, समभिरूढेन अर्हदादिनिमित्तैर्बहुतरैः परिणमनैरलिप्तत्वात् क्षीणमोहो जिनः केवली चालिप्तः, एवम्भूतेन सिद्धः सर्वपर्यायैरलिप्तत्वात् ।
(૧) નૈગમનય : દ્રવ્યભૂત ધન-ધાન્ય આદિ બાહ્ય-પરિગ્રહની અંદર જે આત્મા એકરૂપ નથી તે નૈગમનયથી અલિપ્ત.
૧. આ પાઠમાં શ્રી રમ્યરેણુસંપાદિત પુસ્તકમાં કે પ્રતોમાં ઋજુસૂત્રનય લખેલો દેખાતો નથી. પરંતુ જ્યાં ક્રમશઃ સાત નયો કહેવાય છે ત્યાં ઋજુસૂત્રનય હોવો જોઈએ. લહીઆઓથી લખવો છુટી ગયો હશે એમ માનીને લખીએ છીએ કે ૠનુસૂàળ નિત્નેપરિામવાનું ત્યાગી. જેમ વ્યવહારનયથી દ્રવ્યથી ત્યાગીને નિર્લેપ કહેવાય છે તેમ ઋજુસૂત્રનયથી નિર્લેપતાના પરિણામવાળા ત્યાગીને નિર્લેપ કહેવાય.
Page #354
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૨૧
(૨) સંગ્રહનય : જીવ પોતાની અનાદિકાલીન શુદ્ધજાતિથી પરદ્રવ્ય સાથે જે અલિપ્ત છે. જીવ ક્યારેય અજીવ થતો નથી. જાતિ બદલાતી નથી. તે સંગ્રહનયથી અલિપ્ત.
(૩) વ્યવહારનય : માત્ર દ્રવ્યથી (બાહ્યભાવથી) સાંસારિક નવવિધ પરિગ્રહ ત્યજીને જે મુનિ બન્યા છે તે વ્યવહારનયથી અલિપ્ત.
(૪) ઋજુસૂત્રનય : જે સાંસારિક નવવિધ પરિગ્રહના ત્યાગી બન્યા છે અને મનથી પણ નિર્લેપ પરિણામવાળા છે તે ઋજુસૂત્રનયથી અલિપ્ત.
(૫) શબ્દનય : સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એમ બન્નેથી યુક્ત, પરભાવના ત્યાગી તથા પરભાવદાના નિમિત્તભૂત એવાં ધન-સ્વજન તથા જે ઉપકરણો છે તેમાં આસક્તિ વિનાનો જે આત્મા તે શબ્દનયથી અલિપ્ત.
(૬) સમભિરૂઢનય : આત્માના નિર્મળ પરિણામ થવામાં નિમિત્તભૂત અર્થાત્ ઉપકારી એવા અરિહંતપરમાત્મા આદિ બહુપ્રકારના બાહ્ય શુભ નિમિત્તોમાં પણ જે અલિપ્ત ભાવવાળા છે એવા ક્ષીણમોહગુણસ્થાનકવાળા અને કેવલી પરમાત્મા તે સમભિરૂઢનયથી અલિપ્ત.
(૭) એવંભૂતનય : પુણ્યકર્મની ૪૨ પ્રકૃતિઓના ઉદયથી થયેલા સુખદાયી શુભપર્યાયો અને પાપકર્મની ૮૨ પ્રકૃતિઓના ઉદયથી થયેલા દુ:ખદાયી અશુભપર્યાયો એમ સર્વ ઔદિયકપર્યાયો તથા ઉદયમિશ્ર ક્ષાયોપમિક ભાવના પર્યાયોથી જે અલિપ્ત છે. કર્મજન્ય સર્વ પર્યાયોથી જે અલિપ્ત એવા સિદ્ધ પરમાત્મા તે એવંભૂતનયથી અલિપ્ત.
वाचनान्तरे तु नैगमालिप्तः अंशत्यागी नैगमाकाररूपेण, सङ्ग्रहेण सम्यग्दर्शनासत्तया आत्मानं सर्वथा विभक्तत्वात्, व्यवहारेण तच्छूद्धया अप्रशस्तरागादिलेपत्यागात्, ऋजुसूत्रस्तु सन्निमित्तादिष्वरक्तत्वेनावलम्बनात्, शब्दतः अभिसन्धिजवीर्यबुद्धिपूर्वकोपयोगस्य रागादिषु अपरिणमनात् । समभिरूढतः सर्वचेतना सर्वजीवस्य विभावाश्लेषरहितत्वात् एवम्भूततः पूर्वाभ्यासचक्र - भ्रमादिभवोपग्राहिसर्वपुद्गलसङ्गरहितस्य सिद्धस्य निर्लेपत्वम् । पुनर्निक्षेपत्रये नयचतुष्टयम्, भावनिक्षेपे पर्यायालिप्तत्वेन "अन्तिमनयत्रयमिति" तत्त्वार्थवृत्तेराशयः, अत्र भावसम्यक्साधकनिर्लेपाधिकारः ।
બીજી વાચનાના આધારે (અન્ય કેટલાક બીજા ગ્રંથોના કથનને અનુસારે) અહીં ભિન્ન રીતે પણ સાત નયો ઘટાવાય છે. તે આ પ્રમાણે છે
Page #355
--------------------------------------------------------------------------
________________
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
(૧)
નૈગમનય : કોઈપણ એક અંશનો ત્યાગ કરનારો આત્મા, જે અંશનો ત્યાગ કરે છે તે અંશની અપેક્ષાએ અલિપ્ત કહેવાય છે. આ નૈગમનયથી અલિપ્ત જાણવો. જેમ કે કોઈએ દૂધનો જ ત્યાગ કર્યો તો તે દૂધના લેપ વિનાનો છે, એમ કોઈએ રેશમી વસ્રનો ત્યાગ કર્યો તો તેટલા અંશે તે નિર્લેપ છે. કોઈએ સોનાના દાગીના પહેરવાનો ત્યાગ કર્યો
તો તે આત્મા તેટલા અંશે નિર્લેપ છે. આમ આ અંશત્યાગી અનેક પ્રકારના આકાર સ્વરૂપે અલિપ્ત બની શકે છે. અહીં અંશત્યાગમાં નિર્લેપતાનો ઉપચાર (આરોપ) કરવામાં આવ્યો છે માટે નૈગમનય.
૩૨૨
(૨) સંગ્રહનય : જે આત્મામાં સમ્યગ્દર્શનની અસત્તા છે. સમ્યગ્દર્શન થયું નથી, પરંતુ પ્રત્યેક મનુષ્યને અને પશુને મૃત્યુ પામતાં દેખે છે. તેથી સામાન્યપણે આત્માને શરીરથી સર્વથા ભિન્ન માને તે શરીરથી આત્માને નિર્લેપ માન્યો, પણ સામાન્યથી માન્યો તેથી સંગ્રહનય.
(૩) વ્યવહારનય : જે ધન-ધાન્ય-સ્વજન-ઉપકરણાદિ મોહોત્પાદક અપ્રશસ્ત સામગ્રી છે તેના ઉપરના રાગાદિ લેપનો જે આત્મા ત્યાગ કરે છે તે વ્યવહારનયથી નિર્લેપ છે. આ નિર્લેપતા બાહ્ય ત્યાગથી દૃષ્ટિગોચર થાય છે લોકભોગ્ય છે માટે વ્યવહારનય.
(૪) ઋજુસૂત્રનય : પરમાત્મા, પરમાત્માની વાણી, સત્શાસ્ત્રો ઈત્યાદિ ઉત્તમ નિમિત્તો (કે જેને પ્રશસ્ત વસ્તુ કહેવાય તેના) ઉપર પણ રાગદશાનો લેપ ત્યજીને તેનું આલંબન ગ્રહણ કરે તે ઋજુસૂત્રનયથી નિર્લેપ કહેવાય. અહીં સ્વકીય પરિણામ નિર્લેપ છે માટે ઋજુસૂત્રનય.
(૫)
શબ્દનય : આત્મસાધના કરતી વખતે કોઈપણ શુભાશુભ નિમિત્તોમાં પોતાના અભિસંધિજ વીર્યને અને પોતાની બુદ્ધિપૂર્વકના ઉપયોગને ક્યાંય રાગાદિ કષાયોમાં પરિણમવા ન દેવા તે શબ્દનયથી નિર્લેપતા, અત્યન્ત જાગૃતદશા છે માટે શબ્દનય.
(૬) સમભિરૂઢ : સર્વે પણ જીવોમાં પ્રગટ થયેલી સર્વચેતના તે સમભિરૂઢનયથી નિર્લેપતા જાણવી. અહીં સર્વનીવસ્ય એવો જે શબ્દ ટીકામાં છે તેનો અર્થ જેનામાં સર્વથા ચેતના પ્રગટ થઈ છે એવા સર્વે જીવો લેવા. અર્થાત્ કેવલજ્ઞાની એવા સર્વે જીવો લેવા. કારણ કે તેઓની જ ચેતના વિભાવદશાના આલિંગનથી સંપૂર્ણ રહિત છે માટે તે કેવલી ભગવંતોની સર્વથા વિભાવદશા (મોહોદય) ક્ષીણ થયેલ હોવાથી “વિમાવાÒષરહિતત્વાત્’ આ હેતુરૂપ વિશેષણ ત્યાં જ ઘટે અથવા સત્તાથી સર્વ જીવની શુદ્ધ એવી સર્વ ચેતના લઈએ તો મૂલસ્વરૂપે વિભાવદશાથી અલિપ્ત છે. આમ પણ અર્થ થઈ શકે, જેમ માટીમાં
Page #356
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૨૩
ભળેલું સોનું પણ વાસ્તવિક રૂપે માટીથી અલિપ્ત છે. પરંતુ પહેલો જે અર્થ કર્યો તે વધારે ઉચિત લાગે છે.
(૭) એવંભૂતનય : ભવોપગ્રાહી એવાં ચાર અઘાતી કર્મોના ઉદયાત્મક સર્વપુદ્ગલસ્કંધોના સંગથી રહિત આ આત્મા જ્યારે બને એટલે કે ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે સર્વ અઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે પૂર્વકાલના અભ્યાસના કારણે જેમ (હિંચોળા આદિ) ચક્ર ભમે તેમ પરમાત્માનો જે આત્મા સાતરાજ ગમન કરે છે તેવા સિદ્ધપરમાત્મામાં જે સર્વથા પુદ્ગલના લેપથી રહિતપણું આવ્યું તે નિર્લેપતા એવંભૂતનયથી કહેવાય છે.
નામ-સ્થાપના અને દ્રવ્ય એમ ત્રણ નિક્ષેપવાળું જે નિર્લેપપણું છે તે દ્રવ્યને આશ્રયી છે, માટે પ્રથમના ચાર નયને આશ્રયી નિર્લેપતા કહેવાય છે અને ભાવનિક્ષેપવાળું જે નિર્લેપપણું છે, તે પર્યાયને આશ્રયી નિર્લેપપણું હોવાથી પાછલા ત્રણ નયની અપેક્ષાએ નિર્લેપતા કહેવાય છે. આમ તત્ત્વાર્થસૂત્ર ઉપરની ટીકાના ટીકાકારશ્રીનો આશય છે. અહીં તો સભ્યપ્રકારે આત્મતત્ત્વની સાધના કરનારા ઉત્તમ એવા સાધક આત્મામાં આવનારી નિર્લેપતાનું વર્ણન કરવાનું છે. તેથી તેનો જ અધિકાર છે. તે વિષય ઉપર ગ્રંથકારશ્રી જણાવે છે કે -
संसारे निवसन् स्वार्थसज्जः कज्जलवेश्मनि ।
लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥१॥
ગાથાર્થ :- કાજળની કોટડી સમાન આ સંસારમાં વસતા સ્વાર્થમાં સજ્જ એવા સઘળા લોકો દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મ વડે લેપાય છે. પરંતુ જ્ઞાનસિદ્ધ એવો આત્મા કર્મોથી લેપાતો નથી. ।।૧।।
" संसारे इति" निखिलः समस्तो लोकः कज्जलवेश्मनि - रागादिपापस्थानविभावतन्निमित्तीभूतधनस्वजनादिगृहे संसारे निवसन् वसमानः, स्वार्थसज्जः-स्वस्य आरोपात्मताकृतः अर्थः अहङ्कारममकारादिरूपः स्वार्थः, तत्र सज्जः - सावधानः, लिप्यते रागादिभावकर्माभिष्वङ्गतः समस्तात्मीयक्षयोपशमभावपरानुगतः सर्वसत्तावारकत्वेन भावकर्मद्रव्यकर्मनो कर्मलेपैर्लिप्यते । तथा ज्ञानसिद्धः हेयोपादेयपरीक्षापरीक्षितसर्वभावः स्वात्मनि स्वत्वमन्यत्र सर्वत्र परत्वोपयुक्तः स्वात्मारामी स्वरूपविलासी न लिप्यते 'त्रिविधकर्मोपस्करैर्नावगुण्ठ्यते अतः आत्मधर्मावभासनतदुपादेयतया यतितव्यમિત્યુપવેશઃ ।।।। ૧. ત્રિવિધ ર્માંપચય:
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૨૪ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર વિવેચન :- આ સંસાર કાજળની કોટડી જેવો છે. જેમ કાજળથી ભરેલી કોટડીમાં જ્યાં જ્યાં હાથ અથવા શરીરનો કોઈપણ ભાગ સ્પર્શે ત્યાં ત્યાં તે તે ભાગ કાળો થાય થાય અને થાય જ, તેમ આ સંસાર રાગ-દ્વેષ-મોહાદિ અઢારે અઢાર પાપસ્થાનક સેવવા રૂપી વિભાવદશાથી ભરેલો છે તથા તે પાપસ્થાનક સેવવામાં નિમિત્તભૂત બને એવાં ધન, સ્વજન અને આદિ શબ્દથી ઘર, સોનું, રૂપું, નોકર-ચાકર વગેરે નિમિત્તોના ભંડારતુલ્ય આ સંસાર છે. આ સંસારમાં ધન-સ્વજનાદિ નિમિત્તોને જ્યાં જ્યાં સ્પર્શે ત્યાં ત્યાં રાગ-દ્વેષ-મોહાદિ થાય થાય અને થાય છે. તેથી કાજળની કોટડીની ઉપમા બરાબર ઘટે છે.
આવા પ્રકારના રાગાદિ કષાયો કરાવે અને કર્મોથી આત્માને લેપાવે તેવા આ સંસારમાં વસતા સર્વે પણ લોકો સ્વાર્થસજ્જ છે. “અહંકાર અને મમકાર = હું અને મારું” આ શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી તો પણ મોહરૂપી મદિરાના પાનથી ભાન ભૂલેલો આ આત્મા તેને પોતાનું માને છે - આ મોટો બુદ્ધિભ્રમ છે. તે કારણે ભ્રમમાત્રથી મારાપણું કરાયું છે જ્યાં એવો અહંકાર અને મમકારરૂપી જે અર્થ (જે પોતાનું પ્રયોજન) છે તે સ્વાર્થ, તે સ્વાર્થમાં જ સાવધાન એટલે કે નિરંતર હું અને આ મારું, આ મારું આવા મોહના વિચારો-વાણી અને વર્તનમાં જ વર્તનારા સર્વે પણ લોકો કર્મોથી લેપાય છે.
રાગ-દ્વેષ અને કષાયો રૂપી ભાવકર્મોની આત્મામાં ઉત્પત્તિ થવાથી પોતાના આત્મામાં પ્રગટ થયેલા ક્ષયોપશમભાવના જ્ઞાન-દર્શન અને વીર્ય આદિ સમસ્ત ગુણો પરદ્રવ્યને (પદ્ગલિક ભાવોને) અનુસરનારા થાય છે. બુદ્ધિ અને શક્તિ સંસારના સુખ-દુઃખના ભાવોમાં જ આ આત્મા જોડે છે. નિરંતર પોતાની બુદ્ધિ અને શક્તિનો તેમાં જ ઉપયોગ કરે છે. આવા પ્રકારની આ મોહદશા (અજ્ઞાનતા-વિપરીત બુદ્ધિ) આત્માના સત્તાગત અનંત ગુણોની આવારક હોવાથી આ સમસ્ત જીવો આવા પ્રકારની મોહદશાના કારણે ભાવકર્મ-દ્રવ્યકર્મ અને નોકર્મ વડે નિરંતર લેપાય છે, બંધાય છે.
રાગાદિ કષાયો કરવા તે ભાવકર્મ, તેનાથી બંધાતા જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મ તે દ્રવ્યકર્મ અને રાગાદિ થવામાં નિમિત્તભૂત બાહ્ય પદાર્થો ધન-સ્વજનાદિ તે નોકર્મ. સ્વાર્થસજ્જ એવા સમસ્ત લોકો આ સંસારમાં આ ત્રણે પ્રકારના કર્મો વડે નિરંતર લેપાય છે. કારણ કે સંસારમાં જ્યાં જ્યાં પગ મુકો ત્યાં ત્યાં હું અને મારું જ દેખાય છે. તેનાથી રાગાદિ થાય છે. તેનાથી બોલાચાલી, ઝઘડા, ક્લેશ, મારામારી અને હિંસા એમ અઢારે પાપસ્થાનકો થાય છે. આથી જ આ સંસાર કાજળની કોટડી સમાન કહેવાય છે. તેમાં પડેલો આત્મા કર્મોથી લેપાય લેપાય અને લેપાય જ છે. ફક્ત જ્ઞાનસિદ્ધ આત્મા (તત્ત્વજ્ઞાની આત્મા) કર્મોથી લપાતો નથી.
Page #358
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિલેપાષ્ટક - ૧૧
૩૨૫ રાગાદિ જે ભાવો આત્માના ઉપકારક નથી પણ અપકારકભાવો છે, તે હેય છે (ત્યાજ્ય છે) અને જે વૈરાગ્ય-જ્ઞાન વગેરે ભાવો આત્માના ઉપકારકભાવો છે તે ઉપાદેય છે (ગ્રાહ્ય છે). આમ હેય અને ઉપાદેયની પરીક્ષા કરવા દ્વારા પરીક્ષિત કર્યા છે સર્વે પણ ભાવો જેણે એવા જે જ્ઞાની આત્મા છે કે જે મહાત્માએ જ્ઞાનબળે સાચું તત્ત્વ જાણીને પોતાનો ઉપકાર કરનારા જ્ઞાનાદિ ગુણોમાં જ મારાપણું અને બાકીના બીજા સર્વભાવોમાં પરપણું સમજીને તેવા પ્રકારની સમજણ સાથે ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનારા બન્યા છે, પોતાના આત્મભાવમાં જ રમણતા કરનારા અને આત્મસ્વરૂપના જ વિલાસી એવા જે જ્ઞાની આત્મા છે તે આત્મા કર્મોથી લપાતા નથી. ભાવકર્મ-દ્રવ્યકર્મ અને નોકર્મ એમ ત્રણ પ્રકારના કર્મરૂપી કચરાથી મલીન થતા નથી.
આ કારણથી નિરંતર આત્મધર્મનું ભાન થાય તેવા સત્સંગ, સન્શાસ્ત્રોનું વાંચન અને સ્વાધ્યાયાદિ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ જ આત્માર્થીને વધારે વધારે ઉપાદેય છે એમ સમજીને તેમાં સતત પ્રવૃત્તિ કરવી એવો ઉપદેશ છે. આવા
नाहं पुद्गलभावानां, कर्ता कारयिता च न । नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ? ॥२॥
ગાથાર્થ :- હું પૌદ્ગલિક ભાવોનો કર્તા પણ નથી, કારયિતા પણ નથી અને અનુમન્તા પણ નથી. (કરનાર-કરાવનાર અને અનુમોદન કરનાર હું નથી. કારણ કે હું પૌદ્ગલિક ભાવોથી ભિન્ન છું. એ મારું સ્વરૂપ નથી) આવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વના જ્ઞાનવાળો અને તેના જ લક્ષ્યવાળો પુરુષ કર્મોથી કેમ લેપાય ? અર્થાત્ ન જ લેપાય. રા
ટીકા :- “નામતિ”—તિ-મુના પ્રવાસેળ યથાર્થીવમાસનેન એજ્ઞાનविभिन्नात्मस्वरूपः आत्मज्ञानवान् कथं लिप्यते ? नैवेति, इतीति किम् ? अहं विमलकेवलालोकमयः, स्वकीयपारिणामिकपर्यायोत्पादकत्वव्ययत्वध्रुवत्व-ज्ञायकत्वभोक्तृत्व-रमणत्वादिभावानां कर्ता, पुद्गलभावानां द्रव्यकर्म-नोकर्महिंसादिपापव्यापाराणां योगप्रवृत्तेश्च कर्ता न । नैव पुद्गलग्रहणमोचनरूपं मम कार्यम्, वर्णादीनां ग्रहणास्कन्दनानां नाहं कर्ता । च-पुनः पुद्गलभावानां पूर्वोक्तानामहं कारयिता-परस्मात् कारयतीति कारयिता न, च-पुनः न अनुमन्ता-पौद्गलिकवर्णादीनां शुभानां नानुमोदनशीलः, अहमिति सकलपुद्गलत्रैकालिकाग्राहकाभोक्तृत्वाकारकत्वात्मज्ञानवान् स न लिप्यते । लेपो हि पुद्गलानुयायिचेतनया भवति सर्वथा विधिविच्छिन्नसङ्गस्य न लेप इति ॥२॥
Page #359
--------------------------------------------------------------------------
________________
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
વિવેચન :- મૂલ શ્લોકમાં ‘‘શ્વેત્યાત્મજ્ઞાનવાન્” આ શબ્દમાં જે રૂતિ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે - આવા પ્રકારનું યથાર્થ (સાચું) જ્ઞાન થવાથી આત્મા અને શરીરાદિ પુદ્ગલો ભિન્ન ભિન્ન પદાર્થ છે. હું એ શરીરાદિ નથી અને શરીરાદિ તે હું નથી. આવા પ્રકારનું ભેદજ્ઞાન આ જીવને થાય તે ભેદજ્ઞાન વડે શરીરાદિ પુદ્ગલદ્રવ્યથી વિશેષ ભિન્નપણે જાણ્યું છે આત્માનું સ્વરૂપ જેણે એવો આત્મજ્ઞાનવાળો આત્મા કર્મોથી કેમ લેપાય ? નમ રાજર્ષિ, ગજસુકુમાલમુનિ, ખંધકમુનિના શિષ્યો અને સુકોશલમુનિ જેવા મહાત્મા પુરુષો શરીરાદિથી પોતાના આત્માને ભિન્ન જાણતા છતા શરીરાદિનો નાશ દેખવા છતાં જરા પણ ક્ષોભ ન પામતાં આત્મદશામાં જ મગ્ન રહ્યા, તો કર્મોથી ક્યાં લેપાયા ? અર્થાત્ ન જ લેપાયા, બલ્કે જુનાં કર્મો ખપાવીને કેવલી બન્યા. ભેદજ્ઞાનવાળા આત્મા કર્મોથી લેપાતા નથી.
૩૨૬
મૂલ શ્લોકમાં જે ‘“કૃતિ” શબ્દ છે કે જેનો અર્થ “આવા પ્રકારના જ્ઞાનવાળા” એવો જે થાય છે ત્યાં પ્રશ્ન થાય છે કે આવા પ્રકારના જ્ઞાનવાળા એટલે કેવા પ્રકારના જ્ઞાનવાળા ? આ વાત કંઈક વધારે સ્પષ્ટ કરવી જરૂરી છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે - જે મહાત્મા પુરુષો મનમાં આવો વિચાર કરે છે કે “હું (મારો આત્મા) તો નિર્મળ કેવલજ્ઞાનના પ્રકાશાત્મક છું અને શરીરાદિ પુદ્ગલદ્રવ્યો તો સર્વથા જ્ઞાનરહિત જડ વસ્તુ છે.
વળી હું તો ચેતન હોવાથી મારા પોતાના આત્માસંબંધી જે જે પારિણામિક પર્યાયો ચૈતન્ય-દર્શન-ચારિત્ર-વીર્યાદિ ભાવો છે, તેના જ ઉત્પાદત્વ-વ્યયત્વ-વત્વભાવનો કર્તા અને ભોક્તા છું, હું તો સર્વ ભાવોના જ્ઞાયકત્વ સ્વભાવવાળો છું, સ્વગુણોનું ભોક્તૃત્વ અને રમણત્વ વગેરે ભાવો મારા છે અને હું તેનો કર્તા છું. પરંતુ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મોનો અને અઢાર પાપસ્થાનકના વ્યાપારાત્મક નોકર્મોનો તથા મન-વચન-કાયાની યોગપ્રવૃત્તિઓનો હું કર્તા નથી. દ્રવ્યકર્મ અને ભાવકર્માદિનું કર્તૃત્વ એ મારું સ્વરૂપ નથી.
નિશ્ચયનયથી આત્મા પોતે કર્મોનો કર્તા નથી, પરંતુ આત્મામાં પૂર્વે બાંધેલા એવા મોહનીયકર્મના ઉદયથી પ્રગટ થયેલી મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ અને કષાયાત્મક વિકૃતિઓ તથા નામકર્મના ઉદયથી પ્રગટ થયેલી મન-વચન-કાયાની શુભાશુભ યોગાત્મક પ્રવૃત્તિઓ આ આત્મા પાસે કર્મો બંધાવે છે. જેમ સ્વામીને પરવશ થયેલો નોકર સ્વામી કરાવે તેવાં કામો કરે છે. તે નોકર પોતાની ઈચ્છાથી તેવાં કામો કરતો નથી. તેમ આ આત્મા પણ મોહજન્ય વિકૃતિઓની પરવશતાથી અને નામકર્મના ઉદયજન્ય યોગપ્રવૃત્તિની પરવશતાથી કર્મ બાંધે છે. તે તેની લાચાર પરિસ્થિતિ છે. મૂલરૂપે તો તે કર્મોનો અકર્તા અને અભોક્તા છે. આવું જ્ઞાન ભેદજ્ઞાનીઓમાં વર્તે છે. તેથી તેઓ કર્મોથી લેપાતા નથી.
Page #360
--------------------------------------------------------------------------
________________
નિર્લેપાષ્ટક - ૧૧
૩૨૭
પુદ્ગલનું ગ્રહણ-મોચન કરવું તે મારું કાર્ય જ નથી. જેમ સિદ્ધપરમાત્માનો આત્મા પણ આત્મા જ છે તે કંઈ કર્મ પુદ્ગલો ગ્રહણ કરતો પણ નથી અને કર્મપુદ્ગલો (છે જ નહીં માટે) છોડતો પણ નથી જ. એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલો ગ્રહણ કરવાં અને મુકવાં તે મારા આત્માનું કાર્ય જ નથી. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ગુણવાળાં પુદ્ગલદ્રવ્યોનું ગ્રહણ કરવું અને તેની સાથે બંધાવું (તન્મય થવું) તેનો કર્તા-ભોક્તા હું નથી. મારું આ સ્વરૂપ જ નથી.
જ્ઞાનમંજરી
પૂર્વે કહેલાં એટલે વર્ણાદિ ગુણવાળાં કાર્યણવર્ગણા રૂપ દ્રવ્યકર્મ તથા મન વચન અને કાયારૂપ નોકદિ પુદ્ગલદ્રવ્યોનો બીજી વ્યક્તિ પાસે કરાવનાર પણ હું નથી. કારણ કે મારે અને પુદ્ગલદ્રવ્યને કોઈ એવો સંબંધ જ નથી કે હું પર વ્યક્તિ પાસે તેનું ગ્રહણમોચન કરાવું ? હું કર્મોથી ભિન્ન પદાર્થ છું માટે કારયિતા પણ મારું સ્વરૂપ નથી.
કોઈ વ્યક્તિ પોતાના ભાવે પુદ્ગલદ્રવ્યોને સારા વર્ણરૂપે, સારા ગંધરૂપે, સારા રસરૂપે અને સારા સ્પર્શરૂપે પરિણમાવે અથવા પુદ્ગલદ્રવ્ય પોતે જ પોતાના પારિણામિક સ્વભાવથી સોનારૂપે-હીરા-માણેક-મોતી રૂપે પરિણામ પામે તો હું “આ બહુ સુંદર છે, આ બહુ સારું છે” એમ તે શુભ પુદ્ગલોની અનુમોદના કરવાના સ્વભાવવાળો પણ નથી. જેમ કોઈ પરપુરુષની પત્ની રૂપવતી હોય, અલંકારાદિથી સુશોભિત હોય, તો પણ તે પરપદાર્થ હોવાથી તેની મનમાં પણ કરાતી અનુમોદના આત્માના વિકાર-વાસનાનો હેતુ હોવાથી શોભાસ્પદ નથી. તેમ આ પુદ્ગલદ્રવ્યો મારા આત્માથી પરપદાર્થો છે. તેથી તેના શુભ વર્ણાદિની અનુમોદના પણ મારા આત્મા માટે ખતરનાક છે. તે મારું સ્વરૂપ જ નથી તેથી હું તેની અનુમોદના કરનાર પણ નથી.
હું તો નિશ્ચયનયની દૃષ્ટિએ સિદ્ધપરમાત્માના આત્માની જેમ આઠે વર્ગણાના સર્વે પણ પુદ્ગલદ્રવ્યોનો ત્રણે કાળે અગ્રાહક-અભોક્તા અને અકારક છું, તે દ્રવ્યોથી અત્યન્ત ભિન્ન દ્રવ્ય છું. મારે અને પુદ્ગલદ્રવ્યને કોઈપણ જાતનો સંબંધ નથી આવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વના જ્ઞાનવાળો જે આત્મા છે તે કર્મોથી કેમ લેપાય ? અર્થાત્ તે આત્મા કર્મોથી લેપાતો નથી.
જે આત્માની ચેતના પુદ્ગલદ્રવ્યોના સુખ-દુઃખને અનુસરનારી હોય છે. પુદ્ગલના શુભભાવોને જોઈને ચેતના રાગાદિવાળી થતી હોય અને પુદ્ગલના અશુભ ભાવોને જોઈને ચેતના દ્વેષાદિ ભાવવાળી થતી હોય તે જ આત્માઓ તેવા પ્રકારની પુદ્ગલાનુયાયી બનેલી અને રાગાદિથી કલુષિત ભાવવાળી થયેલી ચેતના વડે કર્મનો લેપ કરે છે. પરંતુ જે
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૨૮
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
આત્માઓએ વિધિપૂર્વક પરદ્રવ્યના સંગનો સર્વથા વિચ્છેદ જ કર્યો છે તે આત્માઓને કર્મનો લેપ સંભવતો નથી. ॥૨॥
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रैर्व्योमाञ्जनैरिव, ध्यायन्निति न लिप्यते ॥३॥
ગાથાર્થ :- પુદ્ગલદ્રવ્યો વડે પુદ્ગલનો સ્કંધ લેપાય છે. પણ હું (ચેતન છું માટે) પુદ્ગલસ્કંધો વડે લેપાતો નથી. રંગ-બેરંગી અંજન વડે જેમ આકાશ લેપાતું નથી તેમ હું પણ પુદ્ગલદ્રવ્યોથી લેપાતો નથી આવું વિચારતો આત્મા ખરેખર કર્મબંધથી લેપાતો નથી. ॥૩॥
ટીકા :- ‘‘નિયતે કૃતિ'', લિખતે-અન્યોન્યાશ્લેષા સમાવિના પુાલન્ધ: अन्यैः-पुद्गलैः लिप्यते - उपचयी भवति, स्वजातिद्रव्यपरिवर्तनपारिणामिकद्व्यधिकरसोत्पत्तिबन्धनधर्मत्वात् । पुद्गलानां सम्बन्धः स्निग्धरूक्षाभ्यां द्विगुणसमधिकानाम्, तत्र जघन्यगुणानामेकाधिकाविभागानां न बन्धः, न सदृशानां बन्धः, द्व्यधिक बन्धः । त्रिगुणः पञ्चगुणेन बन्धः, पञ्चगुणः सप्तगुणेन, एवं सर्वत्र द्विगुणः चतुर्गुणेन, चतुर्गुणः षड्गुणेन, षड्गुणोऽष्टगुणेन, एवं बन्धसंयोगो भवति । अत्र स्निग्धरुक्षौ स्पर्शस्थौ अपि एकान्तेन न स्कन्धहेतुः, स्पर्शस्य स्कन्धकरणे उपादानाभावात् । न रसस्थौ, रसस्य आस्वादनरूपत्वात् । अतः पूरणगलनगुणाविभागानामेव यधिकत्वं स्निग्धरूक्ष-स्पर्शसङ्गपरिणतं स्कन्धत्वहेतुः । अतः पुद्गलैः पुद्गला एव लिप्यन्ते ।
વિવેચન :- કોઈપણ એક પુદ્ગલસ્કંધ બીજા પુદ્ગલસ્કંધની સાથે પરસ્પર મળવાથી સંક્રમાદિ થવા દ્વારા લેપાય છે એટલે કે બંધાય છે અર્થાત્ ઉપચય માટે (પરસ્પર વૃદ્ધિ માટે) થાય છે. પુદ્ગલોના સ્કંધો બનવામાં ફક્ત પરસ્પર મળવું કે પરસ્પર જોડાવું એ જ એક કારણ અપેક્ષિત નથી. એટલે કે પરસ્પર મીલનમાત્રથી બંધ થતો નથી. પરંતુ પોતાની જાતિના જ દ્રવ્યમાં (એટલે કે પુદ્ગલદ્રવ્યમાં જ) પરિવર્તન કરે તેવા (એટલે કે મહાસ્કંધરૂપે રૂપાન્તર કરે તેવા) પારિણામિક ભાવે રહેલા બે અવિભાગ અધિક એવા સ્નિગ્ધ અને રૂક્ષ નામના ગુણોની ઉત્પત્તિ એ જ પુદ્ગલસ્કંધોનો બંધ થવામાં હેતુભૂત ધર્મ છે. અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં પારિણામિકભાવે રહેલા સ્નિગ્ધ-રૂક્ષ નામના ગુણો, એ જ પરસ્પર મોટો સ્કંધ બનવામાં હેતુ છે. તેમાં કેટલાક અપવાદ છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૨૯
(૧) સ્નિગ્ધ પુદ્ગલોની સાથે સ્નિગ્ધ પુદ્ગલો જોડાય અને રૂક્ષ પુદ્ગલોની સાથે રૂક્ષ ગુણવાળા પુદ્ગલો જોડાય તેને સદેશ અથવા સજાતીયબંધ કહેવાય છે અને સ્નિગ્ધ ગુણવાળાની સાથે રૂક્ષ ગુણવાળાં અને રૂક્ષ ગુણવાળાની સાથે સ્નિગ્ધ ગુણવાળાં પુદ્ગલો જે જોડાય તેને વિદેશ અથવા વિજાતીયબંધ કહેવાય છે.
(૨) ઓછામાં ઓછી સ્નિગ્ધતા હોય તેને જઘન્યસ્નિગ્ધતા અથવા એકગુણસ્નિગ્ધતા કહેવાય છે. એવી જ રીતે ઓછામાં ઓછી રુક્ષતાને જઘન્યરુક્ષતા અથવા એકગુણરુક્ષતા કહેવાય છે. આવા પ્રકારની જઘન્યસ્નિગ્ધતા અને જઘન્યરૂક્ષતા ગુણવાળાં પુદ્ગલોનો કોઈપણ પુગલો સાથે બંધ થતો નથી. પરંતુ અધિક સ્નિગ્ધતા અને અધિક રૂક્ષતા ગુણવાળાં પુદ્ગલોનો જ બંધ થાય છે. “ન નથી Tનામ્' તત્ત્વાર્થ-પ-૩૩.
(૩) સ્નિગ્ધતાગુણ કે રૂક્ષતાગુણની સામ્યતા (સમાનતા) હોતે છતે સદેશ પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. જે પુગલોમાં જેટલી સ્નિગ્ધતા હોય તેટલી જ સ્નિગ્ધતાવાળાં પુગલો જો સામે આવે તો તે બન્ને સજાતીય પુદ્ગલોનો સ્નિગ્ધતા સમાન હોવાથી પરસ્પર બંધ થતો નથી. એવી જ રીતે સમાન રુક્ષતા ગુણવાળાં પુગલોનો પણ સમાન રુક્ષતાગુણવાળાં પુદ્ગલો સાથે બંધ થતો નથી. જેમકે ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોનો ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાં પુગલો સાથે બંધ થતો નથી. એવી જ રીતે ૧૦ ગુણ રુક્ષતાવાળાં પુદ્ગલોનો ૧૦ ગુણ રુક્ષતાવાળાં પુગલો સાથે બંધ થતો નથી. પરંતુ ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાં પુગલોનો ૧૦ ગુણ રુક્ષતાવાળાં પુદ્ગલો સાથે બંધ થાય છે. કારણ કે ગુણની સામ્યતા છે પરંતુ સજાતીય (સદેશ) પુદ્ગલો નથી. સુપાસી શાનામ્ તત્ત્વાર્થ, પ-૩૪.
(૪) સજાતીય (સદેશ) પુદ્ગલોમાં બે અધિક આદિ ગુણોવાળાં પુદ્ગલો હોય તો અવશ્ય બંધ થાય છે. જે પુદ્ગલોમાં ગુણની સજાતીયતા (સદેશતા) છે. એટલે કે રુક્ષની સામે રુક્ષ અને સ્નિગ્ધની સામે સ્નિગ્ધ પુદ્ગલો આવ્યાં હોય તો ત્યાં બે ગુણથી અધિક, ત્રણ ગુણથી અધિક, ચાર ગુણથી અધિક ઈત્યાદિ હોય તો જ બંધ થાય છે. એક ગુણ અધિકતા કે સામ્યતા હોય તો બંધ થતો નથી. જેમકે ત્રણ ગુણ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોનો પાંચ ગુણ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોની સાથે બંધ થાય છે. પાંચ ગુણ સ્નિગ્ધતાવાળાંનો સાત ગુણ સ્નિગ્ધતાવાળાં સાથે બંધ થાય છે. એમ સર્વત્ર બે ગુણ સ્નિગ્ધતાવાળાંનો ચાર ગુણ સ્નિગ્ધતાવાળાં સાથે, ચાર ગુણ સ્નિગ્ધતાવાળાંનો છ ગુણ સ્નિગ્ધતાવાળાંની સાથે અને છ ગુણવાળાનો આઠ ગુણવાળાની સાથે બંધ થાય છે. પણ પાંચ ગુણ સ્નિગ્ધતાવાળાંનો છ ગુણ સ્નિગ્ધતાવાળાં સાથે બંધ થતો નથી. આ પ્રમાણે રુક્ષ ગુણવાળામાં પણ સમજી લેવું. દ્વધાવિગુITનાં તું તત્ત્વાર્થ, પ-૩૫.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૦ નિલેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર (૫) અહીં આઠ પ્રકારના સ્પર્શોમાં સ્નિગ્ધ અને રુક્ષ નામના જે સ્પર્શી આવે છે તેને સ્કન્ધ થવામાં કારણ ન સમજવા. કારણ કે સ્પર્શ એ સ્કંધ કરવામાં ઉપાદાનકારણ નથી, તથા સ્નિગ્ધ-રુક્ષ નામના બન્ને રસો પણ સ્કંધહેતુ ન સમજવા. કારણ કે રસ એ તો આસ્વાદનનું કારણ છે. આ કારણથી પૂરણ-ગલન પામવાપણાના જે સ્નિગ્ધ-રૂક્ષ ગુણો છે તેને સ્કન્ધના કારણ સમજવા અને તેના અવિભાગોમાં વયધિકતા આદિ જે રહેલી છે તે
રાધિકતા આદિ સ્નિગ્ધ-રૂક્ષ સ્પર્શની સાથે ભળી છતી સ્કંધનું કારણ જાણવું. આ કારણથી પુદ્ગલો જ પુદ્ગલોની સાથે લેવાય છે. પણ હું તો જીવ દ્રવ્ય છું માટે લેવાતો નથી.
अहं निर्मलानन्दचिद्रूपः, न पुद्गलाश्लेषी, अतः शुद्धात्मा पुद्गलैर्न लिप्यते, वस्तुवृत्त्या पुद्गलात्मनोस्तादात्म्यसम्बन्ध एव नास्ति । संयोगसम्बन्धस्त्वौपाधिकः 'चित्राञ्जनैर्न व्योम इव इति ध्यायन् न लिप्यते । यथा व्योम-आकाशं चित्रैरञ्जनैः संलिप्यमानमपि न लिप्यते तथा अहमपि अमूर्तात्मस्वभावः पुद्गलैः एकक्षेत्रावगाडैः न लिप्ये ।
यो हि आत्मस्वभाववेदी स्ववीर्यं ज्ञानादिशक्तिमात्मनि व्यापारयन् अभिनवकर्मग्रहणैर्न लिप्यते । यावती आत्मशक्तिः परानुयायिनी तावानाश्रवः, स्वरूपानुयायिनी स्वशक्तिः संवरः इति रहस्यम् । अत्र च आत्मज्ञानमात्रसन्तुष्टा रागद्वेषप्रविष्टाः सम्यग्दर्शनादिगुणभ्रष्टाः आत्मानमबन्धतया जानन्ति ते निरस्ताः, उक्तञ्चोत्तराध्ययने
હું (મારો આત્મા) નિર્મલ આનંદરૂપ છું તથા ચિપ (જ્ઞાનમય-ચેતન્યમય) છું, મારું સ્વરૂપ પુલોની સાથે સંબંધવાળું (જોડાણવાળું) નથી, હું ચેતન, એ જડ, હું જ્ઞાનાનંદ સ્વભાવી, એ વર્ણાદિમય, હું અવિનાશી દ્રવ્ય, એ વિનાશી દ્રવ્ય, આટલી બધી મારે અને પુગલદ્રવ્યને વિષમતા છે. તેથી હું તેની સાથે કેમ લેપાઉ ? આ કારણથી શુદ્ધાત્મા પુદ્ગલદ્રવ્યોની સાથે લપાતો નથી. વાસ્તવિકપણે સૂક્ષ્મદેષ્ટિએ જો વિચાર કરીએ તો આત્માનો અને પુગલનો તાદાભ્યસંબંધ (અભેદસંબંધ) જ થતો નથી. પરિણામિકભાવે બન્ને દ્રવ્યો ભિન્ન ભિન્ન હોવાથી જેમ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો તાદાભ્ય સંબંધ નથી તેમ આ બને દ્રવ્યોનો પણ તાદાભ્ય સંબંધ નથી, માત્ર સંયોગસંબંધ જ છે અને તે પણ પાધિક ૧. વિર્ભોમીગ્નવિ આ પાઠને બદલે ઘણી પ્રતોમાં તથા પૂ. રમ્ય રેણુશ્રીજી દ્વારા સંપાદિત થયેલા
પુસ્તકમાં ચિત્રવ્યોમાનેનૈવ આવો પાઠ છે. પરંતુ ચિત્ર શબ્દનો સંબંધ સૂન શબ્દ સાથે હોવાથી વચ્ચે વ્યોમ શબ્દ મુકવાથી સમાસ થવો શક્ય નથી. માટે તે પાઠ અશુદ્ધ હોય એમ લાગે છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧
૩૩૧ છે. જેમ સ્ફટિક અને કાદવ સાથે મળે તો પણ તે બન્નેનો સંયોગ જ થાય છે, તાદાસ્યભાવ થતો નથી. તેમ અહીં પણ સમજવું. આવી ચિંતવના કરતો આ યોગી આત્મા રંગબેરંગી અંજન વડે જેમ આકાશ લેવાતું નથી તેમ લપાતો નથી.
જેમ ભિન્ન ભિન્ન રંગવાળાં અંજનદ્રવ્યો આકાશમાં ઉછાળવાં છતાં આકાશ અલ્પમાત્રામાં પણ તે રંગીન અંજનદ્રવ્યો વડે લેપાતું નથી તેમ હું પણ અમૂર્ત એવા આત્મસ્વભાવવાળો છું, તેથી હું મારી સાથે એક જ ક્ષેત્રમાં અવગાહીને રહેલાં એવાં પણ પુદ્ગલ દ્રવ્યોની સાથે ન જ લેપાઉ. આકાશ જેમ અમૂર્ત છે તે મૂર્તદ્રવ્યોથી નથી લેવાતું, તેમ હું પણ અમૂર્ત છું. તેથી મૂર્ત એવાં પુદ્ગલદ્રવ્યો વડે કેમ લેપાઉં? આ રીતે જે આત્મા આત્માના શુદ્ધ સ્વભાવને જાણે છે અને પોતાની વીર્યશક્તિને તથા જ્ઞાનાદિ ગુણોની શક્તિને પોતાના આત્મામાં જ વ્યાપારિત કરે છે પણ ભોગદ્રવ્યોમાં અને મોહની વૃદ્ધિમાં જોડતો નથી તે આત્મા નવા નવા કર્મબંધોની સાથે લેવાતો નથી.
આ આત્મામાં જ્ઞાનાદિ ગુણોની શક્તિ તથા વીર્યાદિ ગુણોની (ક્રિયાત્મક) શક્તિ જે ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થઈ છે. તેમાંથી જેટલી આ શક્તિ પરાનુયાયી બને છે. એટલે કે પર એવાં પુદ્ગલદ્રવ્ય કે પર-જીવદ્રવ્યની સાથે મોહની-રાગાદિક કષાયોની વૃદ્ધિ થાય તે રીતે આ આત્મા જેટલી પોતાની શક્તિ વાપરે છે તેટલો તેટલો કર્મોનો આશ્રવ થાય છે. કારણ કે “વિભાવદશા” એ જ કર્મબંધનું મોટું કારણ છે. માટે જીવની ચેતનાશક્તિ અને વીર્યશક્તિનો પરમાં પ્રયોગ કરવો તે જ આશ્રવહેતુ છે. પરંતુ આ આત્મા જેટલી જેટલી પોતાની જ્ઞાનાદિ ગુણોની શક્તિ અને વીર્યાદિ ગુણોની શક્તિને સ્વરૂપાનુયાયી કરે છે પોતાના આત્માના ગુણોના આવિર્ભાવમાં જ પ્રયુંજે છે તેટલો તેટલો સંવર થાય છે. આમ મહાત્મા પુરુષોનો કહેવાનો સાર છે.
ઉપરોક્ત ચર્ચાથી ગ્રંથકારશ્રી એક વાત સિદ્ધ કરવા માગે છે કે “કેટલાક દર્શનકારો અથવા જૈનદર્શન પામેલા હોવા છતાં એકાન્ત નિશ્ચયનયનું જ આલંબન લઈને જે આમ માને છે કે “આત્માનું જ માત્ર જ્ઞાન કરો, તેને જ ઓળખો, તેને જ જાણો, બીજું કંઈ કરવાની જરૂર નથી. આત્મા તો માત્ર જ્ઞાતા-દેણ જ છે, આત્મા શુદ્ધ-બુદ્ધ જ છે, આત્મા કંઈ કર્મ બાંધતો નથી. આત્મા તો સિદ્ધની સમાન અનંતગુણી છે. શરીર જ બધાં કર્મો કરે છે.” આમ કહીને પાંચે ઈન્દ્રિયોના વિષયો સેવે છે, ભોગો ભોગવે છે, રાગ-દ્વેષાદિ કષાયોમાં ખુંચેલા રહે છે. સમ્યગ્દર્શનાદિ ગુણોથી જે ભ્રષ્ટ છે, એકાન્ત એકનયને જ પકડે છે. સંગ્રહનયથી જે સત્તાગત સ્વરૂપ છે તેને એવંભૂતનયથી પ્રગટ થયેલું માનીને ચાલે છે તે
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૩૨
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
બધા વાદીઓની માન્યતા ઘણી ખોટી છે. આમ તેઓનું ખંડન આ ચર્ચાથી કર્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે –
भणंता अकरता य, बन्धमुक्खपइन्निणो । वायाविरियमित्तेण, समासासंति अप्पयं ॥ न चित्ता तायए भासा, कओ विज्जाणुसासणं । વિસUST પાવાગ્યેëિ, વાર્તા પંડિમાળિો . (અધ્યયન-૬, ગાથા-૧૦-૧૧)
अत एव तत्त्वश्रद्धानसम्यग्ज्ञानोपयुक्ता यदात्मनः क्षायोपशमिकचेतना वीर्यादिशक्तीन् परभावविभावाद् आकृष्य आत्मगुणे प्रवर्तयति, तावती अबन्धकता । शेषा यावती परानुगा विषयकषायचापल्यशक्तिः तावती बन्धकता । एवं सर्वात्मशक्तिः स्वरूपविश्रामरमणरूपा तदा सर्वात्मना अबन्धकः इति सिद्धान्तः
//રૂ
જ્ઞાન જ મોક્ષનું સાધન છે, આમ બોલતા પણ મોક્ષના ઉપાયનું અનુષ્ઠાન નહીં કરતા તથા બંધ અને મોક્ષની પ્રતિજ્ઞા કરતા એટલે કે મુખથી બંધ-મોક્ષની લાંબી લાંબી વાતો જ માત્ર કરતા એવા જીવો વાણીના વીર્ય વડે-એટલે કે વાણીના આડંબરમાત્ર વડે પોતાના આત્માને ખુશી કરે છે. મેં ઘણો ધર્મ કરી લીધો, એમ પોતાના આત્માને આશ્વાસિત કરે છે. પરંતુ વાસ્તવિક કંઈ પણ ફળ પામતા નથી. ll૬-૧૭ll.
સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષા કે ભાષામાં ગવાયેલાં કાવ્યો મધુર લાગે, પણ તે ગાવા માત્રથી આ જીવનું તે કાવ્યો રક્ષણ કરનારાં બનતાં નથી. એ તો વાગ્વિલાસ માત્ર છે. વિદ્યા કે મંત્ર-તંત્રનું અનુશાસન (માત્ર શિક્ષણ) આત્માને બચાવનાર ક્યાંથી બને? આચરણ વિના કેવળ એકલું મંત્રોનું શિક્ષણ પણ રક્ષક બનતું નથી. તેથી પોતાની જાતને પંડિત માનનારા બાલજીવો ગીતાર્થગુરુની વાણી સાંભળતા નથી અને કેવળ પાપકર્મો કરવામાં જ મગ્ન રહે છે. જ્ઞાનમાત્રનાં જ કાવ્યો ગાવામાં જ લયલીન રહે છે. આચરણ સુધારતા નથી અને પોતાની જાતને પંડિત માને છે. ll૬-૧૧||
આ કારણથી જ આત્માની ક્ષાયોપથમિક ભાવની જે ચેતના છે, તે ચેતના જ્યારે યથાર્થ તત્ત્વો ઉપરની યથાર્થ શ્રદ્ધા કરવાપૂર્વક સમ્યજ્ઞાનના ઉપયોગવાળી બનેલી હોય અને તે ચેતના, તથા વીર્યાદિ શક્તિઓ હાલ જે પરભાવદશા રૂપ વિભાવમાં પ્રવર્તે છે તે પરભાવદશાત્મક વિભાવમાંથી ખેંચીને આત્માના ગુણોના વિકાસમાં પ્રવર્તાવે તેટલી તેટલી
Page #366
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૩
આ આત્માની અબન્ધકતા જાણવી. બાકીની જેટલી ચેતના પરાનુગા બને છે એટલે કે વિષય અને કષાયોની ચંચળતાને જ અનુસરનારી બને છે, વિષય-કષાયોની વાસનામાં જ લયલીન બની રહે છે. તેટલી તેટલી આ આત્મા સાથે કર્મોની બંધકતા સમજવી.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ ઘાતી કર્મોના ક્ષયોપશમથી આ આત્મામાં પ્રગટ થયેલી જ્ઞાનચેતના, દર્શનચેતના અને વીર્યશક્તિ જો વિષય-કષાયની વાસનાથી યુક્ત થાય તો આ જીવ તેના દ્વારા કર્મો બાંધે છે. તથા વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય આ ચાર અઘાતી કર્મોમાંની પુણ્યપ્રકૃતિઓના ઉદયથી ધન, સ્વજન, ગૃહાદિ અનુકૂળ સંસાર સામગ્રી મળે છે પરંતુ જો તે પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી અનુકૂળ સામગ્રી વિષયકષાયોની વાસનાથી યુક્ત બને અને તે મોહના ભાવોને વધારનારી બને તો તે પુણ્યોદય પણ કર્મ બંધાવનાર જ બને છે. એવી જ રીતે અઘાતી કર્મોની પાપપ્રકૃતિઓના ઉદયથી આવેલી પ્રતિકૂલ પરિસ્થિતિ પણ જો અતિ-શોક-ભય-ક્રોધાદિ ભાવોથી યુક્ત બને તો તે પાપોદય પણ નવા કર્મબંધનું કારણ બને છે. સારાંશ કે જ્ઞાનચેતના, દર્શનચેતના, વીર્યાદિ શક્તિઓ પુણ્યોદયજન્ય સાનુકૂળ સામગ્રીમાં અને પાપોદયજન્ય પ્રતિકૂળ સામગ્રીમાં જો રાગ-દ્વેષાદિ ભાવોથી વાસિત થાય તો તે નવા કર્મબંધનું કારણ જ બને છે.
પરંતુ જ્ઞાનચેતના, દર્શનચેતના, વીર્યાદિ શક્તિઓ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવ, પ્રથમ સંઘયણ, પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયો ઈત્યાદિ સાનુકૂળ સંસારસામગ્રી તથા પાપોદયજન્ય પ્રતિકૂળ સામગ્રી પણ જો વિષય-કષાયોને અને વાસનાને જીતીને તેમાંથી નીકળીને આત્માના ક્ષાયોપમિક ભાવના ગુણોમાં જો વપરાય અને દિન-પ્રતિદિન ગુણોની વૃદ્ધિના જ કારણરૂપે બને તો તેટલી તેટલી અબંધકતા જાણવી. (સંવરભાવ જાણવો).
એમ કરતાં કરતાં જ્યારે આત્માની સર્વશક્તિઓ કેવળ આત્મસ્વરૂપમાં જ વિશ્રામ પામે. સ્વરૂપમાં જ રમણતા કરે, અલ્પમાત્રાએ પણ વિભાવદશામાં ન જાય ત્યારે આ આત્મા સર્વપ્રકારે કર્મોનો અબંધક થાય છે આમ જાણવું. આ પ્રમાણે જ્ઞાની પુરુષોનો સિદ્ધાન્ત છે. અર્થાત્ જ્ઞાની મહાપુરુષો આમ કહે છે. Iા
लिप्तताज्ञानसंपात - प्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ॥ ४ ॥
ગાથાર્થ :- નિર્લેપતાના જ્ઞાનમાં મગ્ન એટલે કે “તાત્ત્વિકપણે હું નિર્લેપ છું” એવા પ્રકારના આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા આત્માની સર્વે પણ આવશ્યક ક્રિયાઓ “હું કર્મબંધથી
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૩૪ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર લેપાયેલો છું” એવા પ્રકારના લિપ્તતાના જ્ઞાનના આગમનને રોકવા માટે જ કેવલ ઉપયોગી છે. જા.
ટીકા :- “ત્રિતતા રૂત્તિ” નિર્લેપત્તાનમની-શુદ્ધચાત્મજ્ઞાનમનશ્ય પુસ: क्रिया-आवश्यककरणरूपा लिप्तताज्ञानसंपातप्रतिघाताय लिप्तताज्ञान-विभावचेतनोपयोगः, तत्र सम्पात:-पतनं, तस्य प्रतिघाताय-निवारणाय केवलमुपयुज्यते= उपकारीभवति, इत्यनेन ध्यानारूढस्य न क्रियाकरणम्, किन्तु भावनाचिन्ताज्ञानवतो विघ्नवारणाय क्रिया उपकारिणी । ध्यानाधिरूढस्याप्रच्युतात्मस्वभावानुभवस्थस्य विघातनी । आगमेऽपि पूर्वं यदमृतकुम्भोपमं तदेवोपरि विषकुम्भोपमम् । उक्तञ्च
जा किरिया सुट्टयरी, सा विसुद्धीए न अप्पधम्मोत्ति ।
पुल्विं हिया पच्छा अहिया, जह निस्सिहीआइतिगं ॥ अत एवात्मस्वरूपावबोधैकत्वं हितम् ॥४॥
વિવેચન :- “હું મૂળસ્વરૂપે કર્મોના બંધનથી સર્વથા નિર્લેપ છું, શુદ્ધ સ્ફટિક જેવો મારો આત્મા છે” એટલે કે શુદ્ધ સ્યાદ્વાદાત્મક જ્ઞાનદશામાં મગ્ન રહેવું એ જ સાચું મારું સ્વરૂપ છે. આવા સ્વરૂપલક્ષી પુરુષની પ્રતિક્રમણાદિ કરવા રૂપ જે આવશ્યક ક્રિયા છે તે ક્રિયા “લિપ્તતાપણાના જ્ઞાનરૂપ વિભાવદશાવાળી ચેતનાના ઉપયોગમાં “હું કર્મથી મલીન થયેલો છું, કર્મોથી બંધાયેલો છું, હું કર્મોથી લિપ્ત છું” આવા પ્રકારની વિભાવચેતનાના ઉપયોગમાં પડવાનું જે બને છે તેના નિવારણ માટે અવશ્ય જરૂરી છે. તેથી જ આવી વિભાવ દશાવાળું જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી તેના નિવારણ માટે આવા પ્રકારની આવશ્યક ક્રિયા અતિશય જરૂરી છે. જેમ ખેતરમાં કરેલી કાંટાની વાડ ધાન્યની સુરક્ષા કરે છે તેમ આવા પ્રકારની આવશ્યક ક્રિયા વિભાવદશામાં જતા જીવની સુરક્ષા કરે છે. માટે તેવા જીવને ક્રિયા ઉપકાર કરનારી બને છે. જ્યારે ખેતરમાં ધાન્ય ન હોય ત્યારે વાડની જરૂર નથી. તેમ વિભાવચેતના ન હોય ત્યારે આવશ્યકક્રિયાની જરૂર નથી.
ઉપરના કથનથી એ પણ સિદ્ધ થાય છે કે બાહુબલી આદિ મુનિ-મહાત્માઓની જેમ જે જે જીવો ધ્યાનદશામાં આરૂઢ થયા હોય છે જ્યાં વિભાવદશામાં જવાનો સંભવ નથી અથવા કેવલજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કર્યા હોય છે કે જ્યાં વિભાવદશા આવવાની જ નથી ત્યાં આવા પ્રકારની આવશ્યક ક્રિયા કરવાની રહેતી નથી. પરંતુ ભાવના જ્ઞાનવાળી અને ચિંતાજ્ઞાનવાળી એવી સાધકદશામાં વર્તતા આત્માને શાયોપથમિક ભાવના કારણે હજુ
Page #368
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૫
મોહનીયકર્મના ઉદયનો ક્ષય થયેલો ન હોવાથી તેના ઉદયથી વિઘ્નો આવવાનો સંભવ છે. તે વિઘ્નોના નિવારણ માટે આવા પ્રકારની આત્મસાધના કરનારા સાધક આત્માને ખેતરની વાડની જેમ સુરક્ષા કરનારી આવશ્યક ક્રિયા ઉપકાર કરનારી છે.
આત્મ-સ્વભાવનો અનુભવ જેણે પ્રાપ્ત કર્યો છે અને આવા પ્રકારની સ્વભાવદશામાંથી જે ‘“અપ્રવ્રુત” = પડવાના જ નથી એવા પ્રકારના આત્માને કે જે વિશિષ્ઠ ધ્યાનમાં આરૂઢ થયેલા છે તેવા આત્માને હવે આ આવશ્યક ક્રિયા જરૂરી નથી. જો તે આવી ક્રિયામાં જોડાય તો તે ક્રિયા પોતે સ્વીકારેલી ધ્યાનદશામાં વિઘ્ન કરનારી એટલે કે વિઘાત કરનારી બને છે. એક કાલે (પ્રાથમિક કાલે) જે આવશ્યક ક્રિયા ઉપકાર કરનારી હતી તે જ આવશ્યક ક્રિયા ઉપલી દશા આવે ત્યારે વિઘ્ન કરનારી-નુકશાન કરનારી-વિઘાત કરનારી બને છે. આગમમાં પણ કહ્યું છે કે પહેલાં જે અમૃતના કુંભની ઉપમાવાળું હોય છે તે જ ઉપરના કાલે વિષના કુંભની ઉપમાવાળું બને છે. જેમ એક ગામથી બીજે ગામ જતાં વાહન એ સાધન હોવાથી સ્વીકારવાનું હોય છે તે જ વાહન તે ગામ આવી ગયા પછી ઉપર-ઉપરના માળ પર ચઢતાં છોડી જ દેવાનું હોય છે, તેમ અહીં સમજવું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
-
જે આવશ્યક ક્રિયા આદિ સારામાં સારી ધર્મક્રિયા છે. તે આત્માની વિશુદ્ધિ માટે જરૂરી છે. પરંતુ તે ધર્મક્રિયા એ આત્મધર્મ નથી, આત્માનું સ્વરૂપ નથી, શુભ એવી યોગક્રિયા છે. તેથી પુણ્યબંધનો હેતુ છે. દોષો લાગે છે. ત્યાં સુધી ક્ષમાયાચના દ્વારા નિર્જરા અને સંવરનો હેતુ છે. માટે કર્તવ્ય છે. પણ વિશુદ્ધિ આવી જાય પછી તે છોડી દેવા જેવી છે. લાકડીનો ટેકો પગ સાજા ન થાય ત્યાં સુધી ઉપકારી છે, પણ પગ સાજા થયા પછી તે જ લાકડીનો ટેકો બોજારૂપ છે. તેની જેમ આ ધર્મક્રિયા પૂર્વકાલમાં (સાધક અવસ્થામાં) હિતકારી છે. તે જ ધર્મક્રિયા પછીના કાલમાં (ધ્યાનસ્થાવસ્થા આવે ત્યારે) અહિતકારી છે. જેમ નિસીહિ આદિ ત્રિકો આ જીવમાં પાપાનુષ્ઠાનોનો સંભવ છે ત્યાં સુધી તેના નિવારણ માટે જરૂરી છે. પરંતુ જ્યારે આ આત્મા બહિર્ભાવમાં ન જ જાય અને અંતરાત્મભાવ કે પરમાત્મભાવમાં પ્રવેશી ચૂક્યો હોય છે ત્યારે પાપાનુષ્ઠાન સેવવાનો સંભવ જ નથી. તેથી તે કાલે નિસીહિ આદિ ત્રિકોનું સેવન જરૂરી નથી.
આ કારણથી આત્માના સ્વરૂપની સાથે એકતા કરવી, સ્વભાવદશામાં જ લયલીન થવું, વિભાવદશાનો ત્યાગ કરવો, પ્રગટ થયેલી ચેતનાશક્તિને અને વીર્યાદિ શક્તિને સ્વભાવદશામાં જ જોડવી એ જ એક હિતકારી-કલ્યાણકારી માર્ગ છે. ૪
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૩૬ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥५॥
ગાથાર્થ :- તપશ્ચર્યા, શ્રુતજ્ઞાન આદિ વડે અહંકારવાળો બનેલો આત્મા આવશ્યકક્રિયા કરતો હોય તો પણ તે કર્મો વડે લેપાય છે અને ભાવનાજ્ઞાનવાળો જીવ આવશ્યકક્રિયા રહિત હોય તો પણ તે લપાતો નથી. પણ
ટીકા :- “તપ:શ્રુતાવના રૂત્તિ', વિપિ નિનક્ષત્પવિતુર્થીખ્યિાતી अपि तप:श्रतादिना मत्तः-मानी अभिनवकर्मग्रहणैर्लिप्यते । न च रुषादिनोत्कृष्टा क्रिया हितकारिणी । उक्तञ्चाचाराङ्गे -
___“से वंता कोहं च माणं च मायं च लोभं च एयं पासगस्स दंसणं ૩વરસ્થ નિયંતર માયાdi forસિદ્ધ સન્મિ ” (આચારાંગસૂત્ર શ્રુત૧, અધ્યયન-૩, ઉદ્દેશ-૪, સૂત્ર-૧૨૧)
पुनः “जे ममाइयमइं जहाइ से चयइ ममाइयं, से हु दिट्ठपहे मुणी जस्स णत्थि ममाइयं, तं परिण्णाय मेहावी विइत्ता लोग, वंता लोगसन्नं, से मइमं परिक्कमिज्जासि ત્તિ વે”િ (આચારાંગસૂત્ર શ્રુત-૧, અધ્યયન-૨, ઉદ્દેશો-૬, સૂત્ર-૯૮)
पुनः “से जं च आरभे जं च णारभे, अणारद्धं च न आरभे छणं छणं परिण्णाय... लोगसन्नं च सव्वसो । उद्देसो पासगस्स नत्थि बाले पुण णिहे कामसमणुन्ने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवटें अणुपरियट्टइ त्ति बेमि ।" (આચારાંગસૂત્ર શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદ્દેશો-૬, સૂત્ર-૧૦૩-૧૦૪)
વિવેચન :- તપ, શ્રુત, ચારિત્રપાલન, આવશ્યકક્રિયા ઈત્યાદિ ધર્મ-અનુષ્ઠાનોનું સારી રીતે ઉત્કૃષ્ટપણે આચરણ કરતા જીવો ક્યારેક જિનકલ્પની તુલ્ય ક્રિયામાર્ગનું આસેવન કરે છતાં પણ તે તપ-શ્રુતાદિ વડે અહંકારવાળા બન્યા છતા નવાં નવાં કર્મો વડે લેપાય છે. કર્મબંધ કરનારા બને છે. અગ્નિશર્માએ ઘણો ઉત્કૃષ્ટ તપ કર્યો પણ ક્રોધાદિના કારણે કર્મો ખપાવ્યાં તો નહીં પણ ઘણા ભવ રખડ્યા. સ્થૂલિભદ્રમુનિએ દશપૂર્વ પ્રાપ્ત કર્યા પછી સિંહનું રૂપ કર્યું અને શ્રુતનો મદ કર્યો તો શેષ-શ્રુત પામી ન શક્યા. વિનયરને સારું ચારિત્રપાલન કર્યું પરંતુ ઉદયન રાજાની હિંસાના જ પરિણામ હોવાથી ઘાતકી થયા અને નવાં કર્મો બાંધનારા બન્યા. અંગારમર્દક આચાર્યાદિ અભવ્ય જીવોએ ચારિત્ર ગ્રહણ કરી આવશ્યકક્રિયા કરી, પણ સંસાર
Page #370
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૭
પરિમિત ન કર્યો અને વધારે ભવ રખડ્યા. ઈત્યાદિ અનેક ઉદાહરણ જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. માટે રોષ આદિ પૂર્વક (ક્રોધ-માન-માયા અને લોભપૂર્વક) કરાયેલી ઉત્કૃષ્ટ ક્રિયા પણ હિતકારી બનતી નથી. આ વિષય ઉપર આચારાંગસૂત્રના પાઠની સાક્ષી આપી છે
-
=
(મે) તે ઉત્તમ ચારિત્રવાળા મહાત્મા પુરુષો ક્રોધ, માન, માયા અને લોભનો ( વંતા ) = ત્યાગ કરનારા હોય છે. (i) = આવા પ્રકારનું ( વરવસત્થસ્ત્ર) = દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના શસ્ત્રોથી વિરામ પામેલા એવા અને (નિયંતા ૧ ) સંસારનો પર્યન્ત સર્વથા અંત કરનારા, (પાસાસ્ત્ર) = કેવલજ્ઞાની એવા મહાવીરપ્રભુનું દર્શન છે. મહાવીરપ્રભુનો અભિપ્રાય = કથન એવું છે કે કષાયોને જે વમે છે તે જ મહાચારિત્રવાળા પુરુષો છે. આવા જીવો આયાળ = નવા કર્મોનું આદાન (ગ્રહણ) િિસદ્ધા રોકીને स्वकृतभिद्) પોતાનાં જુના કર્મોનો છેદ કરનારા બને છે. વળી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે -
(सगडब्भि
=
=
=
જે મુનિરાજ મારાપણાની મતિનો
(जे ममाइयमई = यः मामकमतिं મમત્વબુદ્ધિનો ( નહાફ નન્નાતિ) = ત્યાગ કરે છે. (સે સઃ) તે મુનિરાજ ( ચયડ્ મમાડ્યું-ત્યઽતિ મામમ્) બાહ્ય-અભ્યન્તર પરિગ્રહનો ત્યાગ કરી શકે છે. ( સે હૈં વિદ્રુપદે मुणी जस्स नत्थि ममाइयं = સ જીતુ દૃષ્ટપથ; મુનિ:, યસ્ય નાસ્તિ મામમ્) = તે જ મુનિરાજે સાચો મોક્ષનો માર્ગ દેખ્યો-સ્વીકાર્યો છે કે જેને મારાપણાની મમત્વબુદ્ધિ વર્તતી
નથી.
=
=
=
=
(तं परिणाय मेहावी विइत्ता लोगं वंता लोगसन्नं से मइमं परिक्कमिज्जासि त्तिबेमि = तं परिज्ञाय मेधावी विदित्वा लोकं वान्त्वा लोकसञ्ज्ञां स मतिमान् पराक्रमेथाः इति बवीमि ) તે પરિગ્રહ સંસારપરિભ્રમણનું જ કારણ છે આમ જાણીને બુદ્ધિશાળી તે મુનિરાજ સમસ્તલોક પરિગ્રહમાં ડુબેલો છે આમ સમજીને દશ પ્રકારની લોકસંજ્ઞાનો ત્યાગ કરીને તે મતિમાન પુરુષ સંયમાનુષ્ઠાન આચરવામાં પરાક્રમ (પુરુષાર્થ) કરે છે. આ પ્રમાણે હું (મહાવીરસ્વામી પ્રભુ) કહું છું.
=
વળી આચારાંગસૂત્રમાં જ કહ્યું છે કે - (સે f = આભે) તે મુનિરાજ જે જે સંયમાનુષ્ઠાન આચરે છે અને ( i = નામે ) = જે જે મિથ્યાત્વ, અવિરતિ આદિ પાપબંધનાં ( કારણો અથવા અઢાર પાપસ્થાનકો આચરતા નથી, (અળારતું ન આÈ) = આ પ્રમાણે મહામુનિઓ વડે ન આરંભાયેલાં કાર્યો મુમુક્ષુ જીવોએ ન આચરવાં જોઈએ અર્થાત્ પૂર્વકાલીન મુનિરાજો વડે આરંભાયેલાં સંયમાનુષ્ઠાનોનાં જ કાર્યો મુમુક્ષુ જીવોએ આચરવાં
Page #371
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૩૮
નિર્લેપાષ્ટક- ૧૧ જોઈએ. સારાંશ કે પૂર્વમુનિરાજોએ જે અઢાર પાપસ્થાનક આદિ આચર્યા નથી તે મુમુક્ષુ જીવોએ ન આચરવાં જોઈએ અને જે સંયમાનુષ્ઠાન આચર્યા છે તે મુમુક્ષુ જીવોએ આચરવાં જોઈએ.
(छणं छणं परिण्णाय लोगसन्नं च सव्वसो = क्षणं क्षणं परिज्ञाय लोकसञ्ज्ञां ર સર્વશ:) = ક્ષg હિંસાથી”, ક્ષ ધાતુ હિંસા અર્થમાં છે. તેથી જ્યાં જ્યાં હિંસા થતી હોય તે બરાબર જ્ઞપરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે હિંસાનો અને લોકસંજ્ઞાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. અથવા ક્ષUT = અવસર ઉચિતકાલ, કયા અવસરે કર્યું ધર્માનુષ્ઠાન કરવું જોઈએ તે બરાબર જ્ઞપરિજ્ઞા વડે જાણીને આસેવનપરિજ્ઞા વડે આચરવું જોઈએ અને લોકસંજ્ઞાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
(૩ો પસારૂ રસ્થિ) = પવી = પરમાર્થ = આત્મતત્ત્વના પરમાર્થને જાણનારા જ્ઞાની મહાત્માને નરક-નિગોદ-એકેન્દ્રિયાદિના ઉદ્દેશા હોતા નથી. એટલે કે નરક, નિગોદ-એકેન્દ્રિયાદિના ભવોનું વર્ણન કરનારા આચારાંગસૂત્રના જે જે ઉદ્દેશા છે અને તે તે ઉદ્દેશામાં જે જે દુઃખોનું વર્ણન કરેલું છે તેવાં દુઃખો અને રખડવાપણું પરમાર્થ દષ્ટિવાળા આત્માને હવે આવતું નથી.
__ (बाले पुणे निहे कामसमणुन्ने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवर्से अणुपरियट्टइ त्ति बेमि = बालः पुनः स्नेहः कामसमनुज्ञः अशमितदुःखः दुःखी दुःखानामेव
વર્તમનુપરિવર્તિતે રૂતિ વીમ) = પરંતુ જે બાલ છે એટલે કે અજ્ઞાની અને મોહાલ્પ જીવ છે. તે રાગાદિ ભાવવાળો, કામવાસનાથી યુક્ત, નથી શાન્ત થયાં મોહના વિકારાત્મક દુઃખો જેનાં એવો જીવ હાલ વર્તમાનકાલે તે દુઃખી છે જ, પરંતુ ભાવિમાં પણ દુઃખોનું જ પુનરાવર્તન થાય તેમ આચરણ કરી રહ્યો છે એમ હું કહું છું.
अतः क्रियादिमत्तः आहारादिचतस्त्रः (क्रोधादिचतस्त्रः) ओघ-लोक-सुखदुःख-शोक-वितिगिच्छा-मोहाभिधान पञ्चदशसञ्जया धर्माभ्यासः "प्रवृत्तिर्न धर्मः" इत्याचाराङ्गवृत्तौ । भावना-अनुप्रेक्षा, तज्ज्ञानमग्नो निष्क्रियोऽपि तादृक्तीव्रतरवीर्याप्रवृत्तो न लिप्यते-न बध्यते । उक्तञ्च सूत्रकृताङ्गसूत्रे
न कम्मुणा कम्म खवेंति बाला, अकम्मुणा उ कम्म खवेंति वीरा । मेहाविणो 'लोभमयावतीता, संतोसिणो नो पकरेंति पावं ॥१५॥
(સૂત્રકૃતાંગ-૧, અધ્યયન-૧૨, ગાથા-૧૫) ૧. વરિત્ “નામાવતીતા' આવો પાઠ પણ છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૯
जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । एवं पावाई मेहावी, अज्झप्पेणं समाहरे ॥१६॥
(સૂત્રકૃતાંગ-૧, અધ્યયન-૮, ગાથા-૧૬) इत्यनेन भावनाज्ञानं तत्त्वैकत्वानुभवान्वितं सम्यग्ज्ञानम्, तेन युक्तो न लिप्यते, सर्वः सत्क्रियाभ्यासः शुद्धसिद्धात्मस्वरूपाविर्भावसाध्यतत्त्वज्ञानानुभवयुक्तस्य हिताय મવતિ |
ઉપરની ચર્ચાથી સમજાશે કે ધાર્મિક ક્રિયાનુષ્ઠાનોમાં જે ઓતપ્રોત હોય, લયલીન હોય, ક્રિયાઓને જ ધર્મ માની લીધો હોય પરંતુ આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ એમ આહારાદિ ચાર સંજ્ઞા, તથા ક્રોધ, માન, માયા અને લોભ એમ ક્રોધાદિ ચાર સંજ્ઞા તથા ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા, વિષયસુખસંજ્ઞા, દુઃખસંજ્ઞા, શોક-વિતિગિચ્છા અને મોહ સંજ્ઞા આ નામવાળી બીજી સાત સંજ્ઞા એમ કુલ પન્નર સંજ્ઞાઓપૂર્વક જો આ ધર્મની પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિને ધર્મ કહેવાતો નથી. મોહને પોષનારી, મોહને વધારનારી, કે મોહદશાપૂર્વકની કરાયેલી ધર્મપ્રવૃત્તિ તે ધર્મપ્રવૃત્તિ નથી. એમ આચારાંગસૂત્રની ટીકામાં સ્પષ્ટપણે કહેલું છે. તથા સમજાય પણ છે કે રાગાદિ કષાયો પૂર્વકના કલુષિત ભાવ રાખીને કરાયેલો ધર્મ એ ધર્મ નથી. માટે આવી ક્રિયા કરનારો આત્મા ધર્મક્રિયા કરવા છતાં પણ કર્મોથી લેપાય છે.
પરંતુ ભાવનાજ્ઞાનવાળો આત્મા એટલે કે આત્મતત્ત્વની જ અનુપ્રેક્ષા કરવાવાળો આત્મા સમ્યજ્ઞાનમાં મગ્ન બન્યો છતો સંવેગ-નિર્વેદ પરિણામવાળો, ઉત્તમ આત્મા શરીર અને સંજોગની પ્રતિકૂળતા આદિ બીજા બાધક કારણો હોવાથી કદાચ ધર્મક્રિયાનાં અનુષ્ઠાનો ન કરતો હોય અર્થાત્ તેવા પ્રકારની તીવ્રતર વીર્યની પ્રવૃત્તિ ધર્મકાર્યમાં ન વાપરતો હોય તો પણ નવાં નવાં કર્મોથી તે લપાતો નથી. નવાં કર્મો બાંધતો નથી. સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) નામના સૂત્રમાં કહ્યું છે કે –
બાલજીવો (અજ્ઞાની જીવો) ધર્માનુષ્ઠાનોની ક્રિયા કરવા છતાં પણ મિથ્યાત્વાદિ દોષો હોવાથી તે ધર્મક્રિયા વડે કર્મોનો ક્ષય કરતા નથી. પણ મિથ્યાત્વાદિ દોષો આકરા હોવાથી કર્મો બાંધે છે. પરંતુ વૈદ્યો જેમ ચિકિત્સા વડે રોગોનો નાશ કરે છે તેમ વીરપુરુષો મમ્મM/ બહુ-ધર્માનુષ્ઠાન ન કરવા છતાં પણ આશ્રવોનો નિરોધ માત્ર કરવા વડે કર્મોનો ક્ષય કરે છે. તેથી હિતાહિતની પ્રાપ્તિ અને પરિહારને જાણવાવાળા (મેહવિ) = જ્ઞાની પંડિત પુરુષો લોભમય એવો જે પરિગ્રહ છે, તેનાથી રહિત થયા છતા અથવા લોભ અને ભય એમ
Page #373
--------------------------------------------------------------------------
________________
३४० નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર બન્નેથી રહિત થયા છતા અથવા લોભદશાથી (અને પરિગ્રહસંજ્ઞાથી) ઉત્પન્ન થતા જે ભયો, તેનાથી રહિત થયા છતા અત્યન્ત સંતોષી એવા તે જીવો પાપકર્મને (અઢાર પ્રકારના પાપસ્થાનકોને) આચરતા નથી. તેથી જ નવાં નવાં કર્મો બાંધતા નથી. આશ્રવને રોકનારા અને સંવરને સ્વીકારનારા હોય છે.
જેમ કાચબો પોતાના શરીરના અંગોને પોતાના શરીરમાં જ સંહરી લે છે તેમ મેધાવી (બુદ્ધિશાળી સાધક) આત્મા પણ સભ્યપ્રકારના ધર્મધ્યાનાદિ રૂપ પોતાના જ અધ્યવસાયો વડે પાપકર્મોને સંહરી લે છે (નાશ કરે છે).
ઉપરોક્ત લખાણથી સમજાશે કે આત્મતત્ત્વની સાથે એકતા કરવા રૂપ જે ભાવનાજ્ઞાન સ્વરૂપ સમ્યજ્ઞાન છે તેનાથી યુક્ત એવો આત્મા કર્મોથી લપાતો નથી. શુદ્ધ એવું સિદ્ધ દશાવાળું જે આત્મસ્વરૂપ છે તેને જ પ્રગટ કરવાનું સાધ્ય (લક્ષ્ય) છે જેમાં એવું જે આત્મતત્ત્વનું જ્ઞાન છે તેવા પ્રકારના જ્ઞાનના અનુભવથી યુક્ત આત્માની સર્વ પ્રકારની ધાર્મિક ક્રિયાનો જે અભ્યાસ છે તે અવશ્ય આત્મહિત કરવા માટે જ થાય છે. તેનાથી નિયમા આત્મકલ્યાણ જ સિદ્ધ થાય છે. //પl
अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः । शुद्ध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा ॥६॥
ગાથાર્થ :- નિશ્ચયનયથી આત્મા અલિપ્ત છે અને વ્યવહારનયથી આત્મા લિપ્ત છે. જ્ઞાની પુરુષ આત્મા અલિપ્ત છે એવી દૃષ્ટિ રાખીને શુદ્ધ થાય છે અને ક્રિયાવાળો પુરુષ આત્મા કર્મોથી લેપાયેલો છે એવી દૃષ્ટિ રાખીને શુદ્ધ થાય છે. દા
ટીકા :- “નિત તિ” નિશ્ચયેન-નિશ્ચયરૂપેT ના સ્વરૂપે ના રૂત્યર્થ आत्मा-चेतनः, अलिप्तः-पुद्गलाश्लेषरहितः, च-पुनः व्यवहारतो-बाह्यप्रवृत्तिसोपाधिकत्वतः अयमात्मा लिप्तः । अतः परसंसर्गजन्यव्यवहारत्यागे यतितव्यम् । अत एवालिप्तया दृशा शुद्धचिदानन्दावलोकनात्मकयाऽऽत्मानमात्मतया परञ्च परतया अरक्ताद्विष्टदृष्ट्या ज्ञानी-वेद्यसंवेदकः स्वसंवेदनज्ञानी शुद्धयति-शुद्धो भवति सर्वविभावमलापगमनेन निर्मलो भवति ।
- વિવેચન :- નિશ્ચયનયથી-વસ્તુના વાસ્તવિક સ્વરૂપને ગ્રહણ કરનારા એવા પારમાર્થિક નય વડે એટલે કે પોતાના મૂળભૂત સ્વરૂપ વડે અર્થાત્ મૂલભૂત જાતિ વડે આ આત્મા અલિપ્ત જ છે. શરીર અને કર્મપુલોના આશ્લેષથી રહિત છે. વળી વ્યવહારનયથી
Page #374
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક - ૧૧
૩૪૧ એટલે કે બહારની પ્રવૃત્તિ રૂપ મન-વચન-કાયાની શુભાશુભ ચેષ્ટા સ્વરૂપ સોપાધિકતાથી આ આત્મા શરીર અને કર્મના પુદ્ગલોથી લેપાયેલો પણ છે. આ બન્ને નયને બરાબર સમજવા માટે સોનાની દસ તોલાની લગડી અથવા સ્ફટિકના ગોળાનું એક ઉદાહરણ વિચારીએ.
સોનાની લગડી અથવા સ્ફટિકનો ગોળો હાથમાંથી પડી ગયો અને કાદવમાં કે વિષ્ટામાં લપેટાઈ ગયો. ચારે બાજુના કાદવથી અને વિષ્ટાથી ખરડાયેલી તે લગડી અથવા ખરડાયેલો તે સ્ફટિકનો ગોળો બહારથી (વ્યવહારથી) જોશો તો કાદવના પુગલોથી ખરડાયેલો અને મલીન થયેલો લાગશે. પરંતુ તત્ત્વદૃષ્ટિએ (નિશ્ચયનયની દૃષ્ટિએ) જોશો તો સોનાની લગડીનો કે સ્ફટિકના ગોલાનો એક પણ કણ કાદવ કે વિષ્ટારૂપ બન્યો નથી. તે બન્ને વસ્તુ પોતે જેવા સ્વરૂપમાં પહેલાં હતી તેવા જ સ્વરૂપમાં જ છે. સોનું તે સોનું જ રહ્યું છે અને સ્ફટિક તે સ્ફટિક જ રહ્યું છે. બહાર બહાર લાગેલો કાદવ કે વિષ્ટા પાણીથી ધોઈ શકાય છે. તે કાદવ કે વિષ્ટા સોનાના અને સ્ફટિકના અસલી સ્વરૂપને બદલી શકતાં નથી કે મલીન કરી શકતાં નથી. તેવી જ રીતે આત્મામાં પણ સમજવું.
કાદવ અને વિષ્ટામાં ડુબી ગયેલી લગડીને અને સ્ફટિકને લેવા માટે મનુષ્ય કાદવમાં અને વિષ્ટામાં પણ હાથ નાખે છે. કારણ કે તે સમજે છે કે સોનાનું અને સ્ફટિકનું અસલી મૂલ સ્વરૂપ બગડ્યું નથી. તે તો જેવો પદાર્થ છે તેવો જ રહેલો છે. આમ આત્મા પણ શરીર તથા કર્મોથી લપેટાવા છતાં તે પોતે પોતાના મૂલસ્વરૂપે તો તેવોને તેવો જ રહેલો છે. તેથી જ યોગીઓ તેને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે છે. તથા તે સોનાની લગડી અને સ્ફટિકનો ગોળો કાદવમાંથી લઈને સીધે સીધો કોઈ ખીસ્સામાં નાખતા નથી, તેને પાણીથી સાફ તો કરે જ છે. કારણ કે બહારથી તે અવશ્ય મલીન થયેલો છે. તેવી જ રીતે આ આત્મા શરીર અને કર્મથી વ્યવહારનયની અપેક્ષાએ ખરડાયેલો-મલીન થયેલો પણ છે જ. માટે તેને સાફ કરવા, નિર્મળ કરવા પાણીની જેમ તપ, સંયમ, વૈરાગ, સાધના અને આરાધનાની આવશ્યકતા રહે જ છે. આમ બન્ને નયથી વસ્તુનું સાચું સ્વરૂપ જણાય છે.
- આ રીતે નિશ્ચયનયથી આત્મા પુલના આશ્લેષથી રહિત-અલિપ્ત છે અને વ્યવહારનયથી આ આત્મા કર્મ અને શરીરાદિ પુદ્ગલોથી આશ્લિષ્ટ છે. લિપ્ત છે. આ કારણથી જ પર પદાર્થોના સંસર્ગથી ઉત્પન્ન થયેલા વ્યવહારનો એટલે વ્યવહારનયવાળા અશુદ્ધ સ્વરૂપનો ત્યાગ કરવા માટે આ જીવે પ્રયત્ન કરવો જોઈએ. આ કારણથી જ આ આત્મા સિદ્ધ પરમાત્માની જેમ શુદ્ધ છે, ચિદાનંદમય છે, નિર્મળ છે. પોતાનું મૂલ સ્વરૂપ કંઈપણ ગુમાવ્યું નથી. અને અલ્પ માત્રાએ પણ બગડ્યું નથી. આવું અવલોકન કરનારી અલિપ્તતાની દૃષ્ટિ વડે જેમ સોનું તે સોનું જ છે. સ્ફટિક તે સ્ફટિક જ છે. કાદવ તો તેનાથી
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪૨
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
ભિન્ન પદાર્થ જ છે. તેમ આ આત્માને શુદ્ધ આત્મા તરીકે અને પરદ્રવ્યને (પુદ્ગલ દ્રવ્યને) પરદ્રવ્ય તરીકે દેખતો જ્ઞાની આત્મા જરા પણ કોઈના ઉપર રાગ-દ્વેષ કર્યા વિના પોતાના આત્મભાવમાં વર્તતો છતો પોતાને પરથી ભિન્ન માનતો છતો વેદ્યસંવેદ્ય પદનો અનુભવ કરતો છતો આત્માની નિર્મળ દશાનું સંવેદન કરનારો જ્ઞાની આત્મા શુદ્ધ થાય છે. સર્વ પ્રકારની વિભાવદશા સ્વરૂપ ઉપર ઉપર લાગેલો કાદવતુલ્ય મેલ દૂર કરવા વડે અત્યન્ત નિર્મળ થાય છે.
આ આત્મા મૂલ-સ્વરૂપે અલિપ્ત છે એમ સમજીએ તો જ તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ સુઝે. જો એકલો મલીન જ થઈ ગયો છે, એમ એકાન્તે લિપ્તતાની જ દૃષ્ટિ રાખીએ તો કાદવમાં પડેલા લાડવાને જેમ લેવાનું મન ન થાય તેમ આ આત્માને પણ મેળવવાનું મન ન થાય. માટે કાદવમાં પડેલા લાડવાની જેમ આ આત્મા કર્મોથી એકાન્તે લિપ્ત નથી. પણ નિશ્ચયથી જરૂર અલિપ્ત છે. આવા પ્રકારની દૃષ્ટિ જ્ઞાનીની એટલે કે નિશ્ચયનયવાળાની હોય છે અને વ્યવહારનયવાળાની દૃષ્ટિ કંઈક જુદી હોય છે તે હવે સમજાવે છે
अन्यः क्रियावान् लिप्तया दृशा लिप्तोऽहं बद्धोऽहं अशुद्धाचरणैः, तेन शुद्धाचरणेन पूर्वप्रकृतीः क्षपयित्वा अभिनवाकरणेन आत्मानं मोचयामीति दृष्ट्या क्रियां वन्दन-नमनादिकां कुर्वन् शुद्धयति-निर्मलो भवतीति निश्चयव्यवहारगौणमुख्यवतां साधनक्रमः ॥६॥
વ્યવહારનયની દૃષ્ટિવાળો આત્મા નિશ્ચયનયની દૃષ્ટિવાળા આત્મા કરતાં કંઈક અન્ય દૃષ્ટિવાળો છે. તે દૃષ્ટિવાળો પુરુષ આત્માને કર્મો અને શરીરાદિનાં પુદ્ગલોથી લિપ્ત થયેલો દેખે છે. જેમ સોનાની લગડી અને સ્ફટિકનો ગોળો કાદવથી લિપ્ત છે તેમ આત્મા પણ કર્માદિ પુદ્ગલોથી લિપ્ત છે. તેથી લગડીને અને સ્ફટિકના ગોળાને જેમ પાણીથી ધોવાની જરૂર રહે છે તેમ આત્માને પણ કર્મરહિત કરવા માટે સાધના અને આરાધનાની જરૂર રહે છે. આ રીતે અન્યઃ = વ્યવહાર નયવાળો યિાવાન્ = ક્રિયાની પ્રધાનતાવાળો હોય છે તે આત્મા પોતાના આત્માને કર્મોથી લેપાયેલો દેખે છે. આમ લિપ્તતાવાળી દૃષ્ટિથી જોનારો છે. તેથી હું અશુદ્ધ છું, અશુદ્ધ આચરણાઓ વડે (અઢાર પાપસ્થાનકો સેવવા વડે) લેપાયેલો છું, બંધાયેલો છું, મલીન બનેલો છું, હું કાદવ-કીચ્ચડમાં ખૂંચેલો છું. તે કારણથી અશુદ્ધ આચરણને છોડીને મારે શુદ્ધ આચરણ આચરવું જોઈએ અને તેના દ્વારા પૂર્વકાલમાં બાંધેલી કર્મપ્રકૃતિઓનો ક્ષય કરીને નવાં નવાં કર્મો ન બાંધવા વડે હું મારા આત્માને આ બંધનમાંથી
Page #376
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧
૩૪૩ છોડાવું એવી દૃષ્ટિ રાખીને આ આત્માને કર્મના બંધનમાંથી છોડાવવા માટે વંદન-નમનાદિ ધર્મક્રિયા કરતો છતો શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે.
આ રીતે નિશ્ચયનય આત્માને મૂલસ્વરૂપે અલિપ્ત સમજીને ચાલે છે. તે નિશ્ચયનયવાળાને પણ આત્માની લિપ્તતા દેખાય છે, પણ તેને તે ગૌણ કરે છે અને વ્યવહારનયની દૃષ્ટિવાળો આત્મા આત્માને લિપ્ત સમજીને લિપ્તતા દૂર કરવા માટે ધર્મક્રિયા કરે છે. તેને પણ આત્માની મૂળભૂત અલિપ્તતા દેખાય છે. તો જ તે પ્રયત્ન કરે છે. પણ તેને તે વ્યવહાર નયવાળો ગૌણ કરે છે. આ પ્રમાણે નિશ્ચયનય અને વ્યવહારનયવાળાને ગૌણ અને મુખ્યતાએ આત્માની સાધના કરવાનો આ ક્રમ માત્ર છે. વસ્તુસ્થિતિ તો બને નયથી એક જ છે. માત્ર દેખવા દેખવામાં વિપક્ષા જુદી જુદી છે. દા
ज्ञानक्रियासमावेशः, सहैवोन्मीलने द्वयोः । भूमिकाभेदतस्त्वत्र, भवेदेकैकमुख्यता ॥७॥
ગાથાર્થ :- બને નયોનો (દષ્ટિઓનો) એકી સાથે ઉઘાડ થયે છતે જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થાય છે. પરંતુ સાધનાની ભૂમિકાના ભેદથી ત્યાં એક-એકની મુખ્યતા અને શેષની ગૌણતા હોય છે. શા
ટીકા :- “જ્ઞાનક્રિયેતિ” યોઃ ફૂટ્યો: ૩ન્સીને-૩૬ધાટને સદૈવ-સમાવિ, न ह्येकान्तज्ञानरुचिः सम्यग्दर्शनी, न ह्येकान्तक्रियारुचिः सम्यग्दर्शनी, किन्तु सापेक्षदृष्टि-रेव सम्यग्दर्शनी, अतः ज्ञानक्रियासमावेशः उभयोः संयोग एव साधनत्वेन निर्धार्य तत्र कचवरसमन्वितमहागृहशोधनप्रदीपपुरुषादिव्यापारवदिह जीवः स्वरूपकर्मकचवरभृतस्वरूपशोधनालम्बनो ज्ञानादीनां स्वभावभेदव्यापारोऽवसेयः । तत्रोक्तं श्री आवश्यकनिर्युक्तौ
વિવેચન :- નિશ્ચયનયની દૃષ્ટિ અને વ્યવહારનયની દૃષ્ટિ આમ બન્ને દૃષ્ટિઓનો એકી સાથે ઉઘાડ કરવામાં આવે તો એટલે કે બન્ને દૃષ્ટિઓને ગૌણ-મુખ્યપણે પણ એકી સાથે રાખીને જો વિવક્ષા કરવામાં આવે તો જ્ઞાન અને ક્રિયા આ બન્નેનો સાધ્ય-સાધવામાં એકીભાવ થઈ જાય છે. જેમાં અમદાવાદથી મુંબઈ જતાં રસ્તાનું ધ્યાન પણ રાખવું જ પડે છે અને ગાડી પણ ચલાવવી જ પડે છે. એટલું જ નહીં પણ માર્ગને ધ્યાનમાં રાખીને તે ગામ તરફનો માર્ગ કપાય એવી રીતે તેને અનુસારે જ ગાડીને ચલાવવાનું કામ કરવું પડે છે. માર્ગનું ધ્યાન અને ગાડીને ચલાવવાની ક્રિયા આ બન્નેનો એકીભાવ હોય તો જ ઈષ્ટગામની
Page #377
--------------------------------------------------------------------------
________________
३४४ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર પ્રાપ્તિ થાય છે. તેમ અહીં બને નયોની સાથે જ સમન્વયપણે વિવક્ષા કરવાથી જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થાય એ રીતે જો કરાય તો જ ઈષ્ટ સાધ્યની સિદ્ધિ થાય છે.
એકાન્ત જ્ઞાનની જ રુચિ હોય અને ક્રિયાની રુચિ ન હોય તો તે એકાન્તવાદી હોવાથી સમ્યગ્દર્શની કહેવાતા નથી. જેમ નદી તરવાની કલા જાણે, પણ તરવાની ક્રિયા ન કરે તો તારૂ હોય તો પણ તરી શકતો નથી. આ વાક્યથી એકાન્તજ્ઞાનદૃષ્ટિવાળા “ભણો, આત્માને ઓળખો, માત્ર આત્માનું જ્ઞાન જ મેળવો, બીજું કશું કરવાની જરૂર નથી, આવી જડક્રિયા તો પૂર્વભવોમાં ઘણી કરી માટે ક્રિયાને છોડો, કેવલ માત્ર જ્ઞાન જ મેળવો” આવું કહેનારા એકાન્ત નિશ્ચયનયવાદી ઉપદેશકો સાચા નથી, સમ્યગ્દર્શની નથી.
તથા એકાન્ત ક્રિયા રુચિવાળા જીવો હોય અને જ્ઞાનમાર્ગની રુચિ ન હોય તો તે વ્યવહારનયના એકાન્તવાદી હોવાથી સમ્યગ્દર્શની કહેવાતા નથી. જેમ નદી તરવાની કલા જાણતા જ ન હોય પણ નદીમાં પડીને જેમ તેમ (અનુભવ વિના) હાથ-પગ હલાવે તો તે નદી તરી શકતા નથી. તેમ માત્ર ક્રિયા કરવાથી જ્ઞાન વિના પણ આત્મ-કલ્યાણ થતું નથી. આ વાક્યથી એકાન્ત ક્રિયારુચિવાળા “ક્રિયા જ કરો, જ્ઞાન મેળવવાની કંઈ જરૂર નથી. શુષ્કજ્ઞાન શું કામ આવે? ભોજનના જ્ઞાનમાત્રથી કંઈ પેટ ભરાતું નથી” ઈત્યાદિ કહીને વ્યવહારનયનો એકાન્તપક્ષ થાપે છે તેવા ઉપદેશકો પણ સમ્યગ્દર્શની નથી.
પરંતુ બને નયોની સાપેક્ષદેષ્ટિ રાખનારા ઉપદેશકો જ સમ્યગ્દર્શની છે. આ કારણથી જ્ઞાન અને ક્રિયા આ બન્નેનો જે સમાવેશ-સંયોગ-પરસ્પર મીલન એ જ સાધ્યનું સાધન બને છે. આમ સમજીને બન્નેને યથાસ્થાને ગૌણ-મુખ્યપણે પણ સાથે જ રાખવા જોઈએ. તો જ સાધ્યસિદ્ધિ થાય છે. જેમકે વેવર = કચરાથી સમન્વિત = ભરેલા મહીદ = મોટા ઘરને શોઘન = સાફસુફ કરવું હોય તો પ્રદીપ = દીપકનો પ્રકાશ અને પુરુષાવિવ્યાપારવત્ = પુરુષ તથા સાવરણી આદિ શોધક પદાર્થોના કર્તા-કરણાદિ સ્વરૂપે વ્યાપારની જેમ અહીં જીવનું શુદ્ધ સ્વરૂપ કર્મરૂપી કચરાથી ભરેલું છે (ઢંકાયેલું છે). તેથી તે સ્વરૂપને શોધવાના આલંબનવાળો (તે સ્વરૂપને શોધવાની અપેક્ષાવાળો) આ જીવ જ્ઞાન અને ક્રિયા આદિ ગુણોને ભિન્ન ભિન્ન સ્વભાવ પ્રમાણે વ્યાપારિત કરે છે. જ્ઞાનગુણને પ્રકાશ આપવામાં વ્યાપારિત કરે છે અને તપાદિ ક્રિયાને પૂર્વબદ્ધ-કર્મોની નિર્જરા કરવામાં જોડે છે અને સંયમાદિ ક્રિયાને નવાં બંધાતાં કર્મોને રોકવામાં સંવરપણે વ્યાપારિત કરે છે. જેમ ડોક્ટર દર્દીના મુખમાં કાકડા છે કે નહીં તે દેખવા બીજા પુરુષના હાથમાં લાઈટ આપીને પ્રકાશને જોડે છે. પોતે એક હાથથી ચિપીયા વડે દર્દીની જીભને દબાવે છે અને બીજા સાધન વડે દર્દીના મુખમાં કાકડાનું જ્ઞાન મેળવે છે તેમ અહીં જાણવું. આ બાબતમાં આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે –
Page #378
--------------------------------------------------------------------------
________________
નિર્લેપાષ્ટક - ૧૧
नाणं पगासगं सोहगो, तवो संजमो उ गुत्तिकरो । तिण्णंपि समाजोगे, मुक्खो जिणसासणे भणिओ ॥ १०३ ॥
જ્ઞાનમંજરી
૩૪૫
તથાપિ ૭પવેશપવપ્રવરને (ગાથા-૧૯૧) યિાત ર્મક્ષય: મહૂ પૂર્ણતુલ્યઃ, ज्ञानकृतकर्मक्षयस्तद्भस्मकल्प एव ज्ञातव्यः । तु-पुनः, या च एकैकमुख्यता, अत्रसाधनावसरे सा भूमिकाभेदतः, भूमिका-गुणस्थानावस्था, तस्याः भेदतः, ध्यानाद्यवसरे ज्ञानं मुख्यतः, अर्वाक् क्रियैव मुख्यत:, तथा सर्वत्र साधनसामग्री यथायोगं कार्या । उक्तञ्च भगवतीटीकायाम्
जड़ जिणमयं पवज्जह, ता मा ववहारनिच्छए मुयह । इक्केण विणा तिथं, छिज्जई अन्नेण उ तच्चं ॥१॥
अतः साधनोद्यताः सर्वमपि स्वस्थाने स्थापयन्ति ॥७॥
જ્ઞાન એ પ્રકાશ આપનાર ગુણ છે. તપ એ જુનાં કર્મોની નિર્જરા કરનારો એટલે કે શુદ્ધિ કરનારો ગુણ છે અને સંયમ એ નવાં બંધાતાં કર્મોને રોકનારો એટલે ગુપ્તિ કરનારો ગુણ છે. આ ત્રણે ગુણોનો સંયોગ (મીલન) થાય તો જ મોક્ષ થાય એમ શ્રી જૈનશાસનમાં કહેલું છે. જેમ કોઈ એક મોટા ઘરને સ્વચ્છ કરવું હોય તો કચરાને દેખાડનાર પ્રકાશ પણ જોઈએ, ઘરમાં પડેલા કચરાને સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ પણ કરવો પડે અને તે કાલે નવો કચરો ન આવે તે માટે બારી બારણાં બંધ પણ કરવાં પડે. આમ પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિ આપનાર જ્ઞાન, તપ અને સંયમના મીલનમાં જ મોક્ષ થાય, આમ જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં કહેલું છે. આ રીતે નિશ્ચયનયથી જ્ઞાન અને વ્યવહારનયથી ક્રિયા એટલે તપ અને સંયમ આ બધું સાથે હોય તો જ મોક્ષ થાય છે. તેથી જ્ઞાનવાદ કે ક્રિયાવાદ બન્નેનું એકીકરણ કરવું અર્થાત્ મીલન કરવું એ મોક્ષહેતુ છે આમ જાણવું.
તથાપિ = આમ બન્ને સાથે હોવાં જોઈએ, તો પણ તેમાં એક મુખ્ય અને એક ગૌણ એમ ઉપદેશપ્રકરણમાં કહ્યું છે. એકમાં કર્મોનો ક્ષય કરવાની તીવ્રતા છે અને બીજામાં કર્મોનો ક્ષય કરવાની તેવા પ્રકારની વિશિષ્ટ તીવ્રતા નથી. તેથી ગૌણ-મુખ્ય પણ કહ્યા છે. તે આ પ્રમાણે - “ધર્મક્રિયા કરવાથી જો અંદર જ્ઞાન ન હોય તો અકામનિર્જરાથી કર્મોનો ક્ષય થાય છે, પણ તે દેડકાંના શરીરના ચૂર્ણ તુલ્ય છે. એટલે કે મરેલા દેડકાના શરીર તુલ્ય છે. જે પાણી આદિનો યોગ થતાં સમૂર્ણિમ જીવ હોવાથી ફરીથી પણ ઉત્પન્ન થાય છે. એમ ક્રિયા કરવાથી કર્મોનો ક્ષય થાય છે. પણ જ્ઞાન ન હોવાથી ક્રિયા પૂરી થાય એટલે પાછો જીવ
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૬
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
ભોગ અને કષાયોમાં જોડાઈ જાય છે. એટલે ફરીથી કર્મો બાંધે છે. માટે મંડૂકચૂર્ણતુલ્ય છે. જ્યારે જ્ઞાનદશા જો જાગૃત હોય તો મનમાં વૈરાગ્યભાવ અને અધ્યાત્મદશા જાગૃત હોવાથી જે કર્મોનો ક્ષય થાય છે તે સકામનિર્જરા હોવાથી મરેલા દેડકાંના શરીરોને બાળીને કરેલી રાખ તુલ્ય છે કે જે રાખમાં ફરીથી દેડકાં ઉત્પન્ન થતાં નથી. તેમ જ્ઞાનપૂર્વક જો કર્મોનો ક્ષય કરાયો હોય તો ફરીથી કર્મો બંધાતાં નથી. તેથી જ્ઞાન એ પ્રધાન છે અને ક્રિયા એ ગૌણ છે.
આમ નિશ્ચય એ મુખ્ય છે અને વ્યવહાર એ ગૌણ છે. એવું ઉપદેશપ્રકરણમાં કહ્યું છે. આ જ વાત પૂજ્ય હરિભદ્રસૂરીજી મહારાજાએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં પણ કહેલી છે. તે આ પ્રમાણે -
तात्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । અનયોત્તર જ્ઞેય, માનુદ્યોતયોવિ રરરૂા
खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥२२४॥
તાત્ત્વિક એવો પક્ષપાત (તત્ત્વના પક્ષપાતવાળું જ્ઞાન) અને ભાવશૂન્ય જે કેવળ એકલી ક્રિયા, આ બન્નેની વચ્ચે સૂર્ય અને આગીયા જેટલું મોટુ અંતર જાણવું. ૫૨૨૩॥
આગીયાનું જે તેજ છે તે પ્રમાણમાં અલ્પ છે અને વિનાશી છે. સૂર્યનું જે તેજ છે તેનાથી વિપરીત છે. એમ પંડિતપુરુષોએ જાણવું. ૨૨૪। દ્રવ્યગુણપર્યાયના રાસમાં પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પણ કહ્યું છે કે -
નાણરહિત જે શુભક્રિયા, ક્રિયારહિત શુભ નાણ | યોગદૃષ્ટિસમુચ્ચયે, અંતર ખજુઆ-ભાણ. ॥૧૫-૩॥ ખજુઆ-સમી ક્રિયા કહી, નાણ-ભાણ સમ જોઈ । કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝઈ કોઈ ૧૫-૪ ક્રિયામાત્ર કૃત કર્મખય, દદુર ચુન્ન સમાન । જ્ઞાન કિઉ ઉપદેશપદિ, તાસ છાર સમ જાણ ॥૧૫-૫|| ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે કે -
सूई जहा ससुत्ता, ण णस्सइ कयवरम्मि पडिआ व ।
इय जीवो विससुत्तो, ण णस्सइ गओ वि संसारे ॥ १५-६ ॥
Page #380
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧
उ४७ સૂચિ (એટલે કપડું સાંધવાની સોય) જો સૂત્ર (દોરા) સાથે હોય તો કચરામાં પડી ગઈ હોય તો પણ ખોવાઈ જતી નથી. મળી આવે છે. તેમ આ જીવ પણ સૂત્ર સાથે (જ્ઞાનગુણ સાથે) હોય તો સંસારમાં ગયો હોય તો પણ નાશ પામતો નથી, ખોવાઈ જતો નથી. થોડા જ કાલમાં તુરત ઉપર આવી જાય છે.
ગૌણ-મુખ્યતાની આ જ વાત ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે કે – બને નયો સાથે જ રાખવાના છે. છતાં એક-એકની જે ગણ-મુખ્યતા કરવાની કહી છે તે ભૂમિકાના ભેદથી જાણવી. સાધ્ય સિદ્ધ કરવા માટેની સાધના કરનારા જીવની પાત્રતાના કારણે ગૌણ-મુખ્યતા છે. સાધના કરવાના અવસરે જીવની જેટલી જેટલી અને જેમ જેમ પાત્રતા પાકતી જાય છે તેટલી તેટલી અને તેમ તેમ સાધના બદલાતી જાય છે. જેમ નાના બાળકને ચાલતાં શીખવાડવું હોય ત્યારે ત્રણ પૈડાં વાળી ઠેલણગાડી જરૂરી છે. પરંતુ જ્યારે તે બાળક સ્વયં ચાલતું થઈ જાય છે ત્યારે ઠેલણગાડીનો ત્યાગ જ જરૂરી બને છે. સ્કુલમાં સરવાળા-બાદબાકી ભણવાં હોય ત્યારે મણકાવાળી સ્લેટ કામની હોય છે. પરંતુ સરવાળાબાદબાકી આવડી જાય પછી તેનો ત્યાગ જ જરૂરી બને છે. આમ ધ્યાનાદિના અવસરે એટલે કે ઉંચી ભૂમિકામાં જ્ઞાન મુખ્ય છે અને તેના પૂર્વકાલમાં સાધનાની પૂર્વભૂમિકામાં ક્રિયા મુખ્ય છે.
આ રીતે બાલજીવોને સામાયિક-પ્રતિક્રમણ-તપ-દેવપૂજા-દેવદર્શન-વૈયાવચ્ચ આદિ ક્રિયામાર્ગ વધારે ઉપકારી છે. અને તે બાલજીવ જેમ જેમ આ કાર્યમાં લીન થતો જાય છે તેમ તેમ વય વધતાં તત્ત્વજ્ઞાન-શાસ્રાધ્યયન-એકાન્તમાં ચિંતન-મનન ઈત્યાદિ કાર્યો તેને મુખ્ય બને છે. આ રીતે જ્યાં જ્યાં જે જે સાધનસામગ્રી કાર્ય કરનારી બને છે. ત્યાં ત્યાં તે તે સાધનસામગ્રી પ્રધાન કરવી. જેમાં અમદાવાદથી મુંબઈ જવું હોય તો અમદાવાદમાં પોતાના ઘરથી રીક્ષા લેવી પડે છે. પણ સ્ટેશન આવે એટલે રીક્ષાને છોડીને ટ્રેન પકડવી પડે છે. મુંબઈ આવે ત્યારે ટ્રેન છોડીને ટેક્ષી લેવી પડે છે. જ્યારે પોતાનું એપાર્ટમેન્ટ આવે ત્યારે ટેક્ષી છોડીને દાદર અથવા એલીમીટર લેવું પડે છે. તેમ સર્વત્ર યથાયોગ્યપણે સાધનસામગ્રી જોડવી જોઈએ. ભગવતીસૂત્રની ટીકામાં તથા પંચવસ્તુક પ્રકરણની ૧૭૨મી ગાથાનો સાક્ષીપાઠ આપતાં કહ્યું છે કે -
જો તમે જૈનશાસનનો સ્વીકાર કરતા હો તો વ્યવહારનય અને નિશ્ચયનય એમ એકેયને તજશો નહીં.” અર્થાત્ બન્નેને સાથે જ રાખજો. કારણ કે એક વિના (વ્યવહાર વિના) તીર્થનો ઉચ્છેદ થાય છે અને અન્ય વિના (નિશ્ચય વિના) સત્યતત્ત્વનો ઉચ્છેદ થાય છે. માટે બને નયોને સાથે જ રાખજો. એકેને પણ છોડશો નહીં. આવું તત્ત્વ સમજ્યા
Page #381
--------------------------------------------------------------------------
________________
३४८ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર પછી સાધનામાં ઉદ્યમશીલ બનેલા આત્માઓ સર્વે પણ વસ્તુને યથાયોગ્ય સ્થાને જ પ્રયોજે છે. કોઈને કહેવું પડતું નથી કે અહીં આ મુખ્ય કરવા જેવું છે અને આ ગૌણ કરવા જેવું છે. યથાસ્થાને સાધનોનું યથોચિત યુજનકરણ થઈ જ જાય છે. કેટલાક લોકો કહે છે કે વ્યવહાર ત્યજવા જેવો છે. પણ આવું કહેવાની કંઈ જરૂર જ રહેતી નથી. અવસર આવે ત્યારે આપોઆપ છૂટી જ જાય છે. જેમ જેમ સાધ્ય સિદ્ધ થતું જાય છે. તેમ તેમ પૂર્વનું સાધન છુટતું જ જાય છે. માટે આવું કહેવાની કંઈ જરૂર નથી. આવું કહેવા પાછળ વ્યવહાર પ્રત્યે અંતર્લેષ જ કારણ છે. જે ઉચિત નથી. IIછા
सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङ्कतः । शुद्धबुद्धस्वभावाय, तस्मै भगवते नमः ॥८॥
ગાથાર્થ - જે મહાત્મા પુરુષનું ધર્માનુષ્ઠાન સમ્યજ્ઞાનથી સહિત છે અને મોહના દોષો રૂપી કાદવ-કીચડથી મલીન થયું નથી, લેપાયું નથી એવા શુદ્ધ (નિર્મળ) અને બુદ્ધ (જ્ઞાનમય) સ્વભાવવાળા તે પૂજ્ય મહાપુરુષને મારા નમસ્કાર હો. Iટા
ટીકા :- “સજ્ઞાનમિત', એનુBીનં-યલીવરામ, સજ્ઞાનં-સખ્ય જ્ઞાનયુક્તમ્, दोषाः-इहलोकाशंसापरलोकाशंसाक्रोधमानादयः, तैः न लिप्तं-नाश्लेषितं, तस्मै भगवते-पूज्याय नमः । किम्भूताय भगवते ? शुद्धबुद्धस्वभावाय, - शुद्धः -सर्वपुद्गलाश्लेषरहितः, बुद्धः-ज्ञानमयः स्वभावो यस्य स तस्मै इत्यनेन यथा सत्ता तथा, निष्पन्नः निरावरणः सिद्धस्वभावः, तस्य साधका ज्ञानक्रिया सावधाना ।
વિવેચન :- જે મહાત્મા પુરુષો સમ્યજ્ઞાનપૂર્વક ધાર્મિક અનુષ્ઠાન = જ્ઞાનપૂર્વકનું અનેક પ્રકારનું ધાર્મિક આચરણ કરે છે, બુદ્ધિપૂર્વક સમજી વિચારીને કરે છે, શાસ્ત્રને અનુસરે છે. શાસ્ત્રજ્ઞાન સાથે હોવાથી અવિધિદોષ આવવા દેતા નથી તથા આ લોકનાં સાંસારિક સુખોની ઈચ્છા, પરલોકનાં સાંસારિક સુખોની ઈચ્છા - એટલે કે પરભવમાં રાજા થાઉં, ઈન્દ્ર થાઉં, ધનવાન થાઉં, રૂપવાન થાઉં ઈત્યાદિ વાંછાઓ તથા સાંસારિક સુખોની તમન્ના ઈત્યાદિ ભોગબુદ્ધિના દોષોથી રહિત જે અનુષ્ઠાન કરે છે તથા ક્રોધ-માન-માયા-લોભ-રાગ અને દ્વેષ ઈત્યાદિ મોહના દોષોથી રહિત થઈને અનુષ્ઠાનો જે મહાત્માઓ આચરે છે. તે પૂજ્યપુરુષોને અમારા નમસ્કાર હોજો.
અગ્નિશર્માએ ગુણસેન ઉપરના ક્રોધ અને દ્વેષથી તપનું આચરણ કર્યું. દશાર્ણભદ્રરાજાએ માનથી પરમાત્માને વંદન કર્યું. લક્ષ્મણા સાધ્વીજીએ માયાથી પ્રાયશ્ચિત્ત માગ્યું અને કર્યું. મલ્લિનાથ ભગવાનના જીવે પણ પાછલા ભવમાં માયાથી તપ કર્યું. આ
Page #382
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક - ૧૧
૩૪૯ રીતે ક્રોધાદિ કષાયો પૂર્વક પણ ધર્મનું આચરણ જીવોમાં સંભવી શકે છે. આવા પ્રકારના કાષાયિક દોષોથી સર્વથા અલિપ્ત એટલે કે દોષોથી રહિત એવું શ્રેષ્ઠ ધર્માચરણ જેનું જેનું છે તે મહાત્મા પુરુષોને હું નમસ્કાર કરું છું. આવા પ્રકારના નિર્દોષ ધર્મ આચરણવાળા મહાત્મા પુરુષો કેવા છે? તો જણાવે છે કે –
શુદ્ધ છે, નિર્મળ છે. અર્થાત્ સર્વ પ્રકારના પદ્ગલિક સુખોની આશંસા વિનાના છે તથા બુદ્ધ છે એટલે કે જ્ઞાનમય છે પ્રકૃતિ જેની એવા છે. નિરંતર સમ્યજ્ઞાનના જ રસિયા છે. વીતરાગ પ્રભુ-પ્રણીત શાસ્ત્રોનું નિરંતર જે દોહન કરનારા છે. આવા પ્રકારના સાધકાવસ્થામાં રહેલા જ્ઞાનીને મારા નમસ્કાર હો. તથા જેવી અનંતગુણોની સત્તા સિદ્ધ પરમાત્મામાં છે. તેવી જ સત્તા પ્રગટ કરવા માટે જે પ્રયત્નશીલ છે. સર્વ ગુણો જેને નિરાવરણપણે પ્રગટ થયા છે. તેવા જે સિદ્ધદશાવાળા પરમાત્મા છે. તેવી શુદ્ધદશાના જે સાધક બન્યા છે. આવા પ્રકારની ઉંચી દશામાં વર્તતા મહાત્મા પુરુષની જ્ઞાનારાધના અને ક્રિયાની આરાધના સદાકાળ સજાગાવસ્થાવાળી હોય છે. તેથી તે મહાત્માને અમારા નમસ્કાર થાઓ.
___तत्र भावना - अनादिघोषणाघोषितपरभावात्मबुद्धिरूपासद्ज्ञानपरभावास्वादनसम्मिलितविभावाभ्रपटलतिरोभूततत्त्वज्ञानभानुबहुलीभूतमिथ्यात्वासंयममहामोहतिमिरान्धीभूतभूतानां मध्ये केचन सदागमाञ्जनतत्त्वप्रीतपानीयपानोत्पन्नसद्विवेकाः पश्यन्ति, ज्ञानावरणादिकर्माच्छादितविभावमलतन्मयीभूतशरीरादिपुद्गलस्कन्धकताप्राप्तोऽपि मूर्तभावोऽपि छिन्नोऽपि अमूर्ताखण्डज्ञानानन्दानन्ताव्याबाधस्वरूपं आत्मानम् ।
भुज्यमानविषया अपि रोचयन्ति स्वतत्त्वानुभवनम्, नानोपायार्जितमपि त्यजन्ति धनौषधं विचित्रचित्रतोद्भूतम् वर्जयन्ति स्वजनवर्गम्, कोटिदानदायका अपि चरन्ति गोचरीम्, मृदुनवनीतकुसुमशय्याशायिनोऽपि शेरते घातोपलशिलाभूमौ, एकात्मतत्त्वसहजस्वभावामूर्तानन्दलीलालुब्धा ज्ञानक्रियाभ्यासतः साधयन्ति निरावरणात्यन्तिकैकान्तिक-निर्द्वन्द्व-निरामय-अविनाशिसिद्धस्वरूपम्, एतत्साधनोद्यताय भगवते नमः દા.
ભાવાર્થ – અનાદિકાળના અભ્યાસથી અભ્યસિત થયેલી અર્થાત્ અતિશય ગાઢ થયેલી એવી પરપદાર્થમાં મારાપણાની બુદ્ધિરૂપ જે મિથ્યાજ્ઞાન પ્રવર્તે છે તે મિથ્યાજ્ઞાન વડે
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫૦
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
પરપદાર્થોનો મોહ કરવાપૂર્વક એટલે કે મારાપણાના ભાવ સાથે વારંવાર આસ્વાદન કરવાથી વૃદ્ધિ પામેલી એવી જે વિભાવદશા છે - તે વિભાવદશા રૂપ વાદળના સમૂહ દ્વારા તત્ત્વજ્ઞાન રૂપી સૂર્ય તિરોભૂત થઈ જવાથી મિથ્યાત્વ, અસંયમ અને મહામોહ રૂપી ગાઢ અંધકાર ફેલાયેલો છે તે અંધકાર વડે જીવો અંધ બનેલા છે અર્થાત્ વિવેકહીન બનેલા છે. સારાંશ કે વિભાવદશાનું જોર હોવાથી તત્ત્વજ્ઞાન લુપ્ત થઈ ચૂક્યું છે તેથી જીવો મોહના અંધકારમાં અંધ બનેલા છે. માટે સાચી વિવેકદશા ગુમાવી બેઠા છે. વિભાવદશાની તીવ્રતાના કારણે મોહાન્ધ બનેલા જીવો સ્વતત્ત્વ અને પરતત્ત્વનો વિવેક ભૂલી ગયા છે.
તેવા મોહાન્ધ બનેલા જીવોમાંથી સદાગમ રૂપી અંજન સદ્ગુરુ અને સત્શાસ્ત્રો દ્વારા મળવાથી તથા તત્ત્વજ્ઞાનની પ્રીતિ થવા રૂપ પાણી પીવાથી ઉત્પન્ન થયો છે યથાર્થ વિવેક
જેને એવા કેટલાક જીવો આત્માને જ્ઞાનથી દેખે છે. વિવેકદૃષ્ટિ વિકસવાથી તેઓ આમ
સમજે છે કે જ્ઞાનાવરણીયાદિ કર્મોથી આ આત્મા આચ્છાદિત થયેલો છે, વિભાવદશા રૂપી મેલની સાથે એકમેક બનેલો છે, શરીરાદિના પુદ્ગલસ્કન્ધોની સાથે એકતાને પામેલો છે, મૂર્તભાવવાળો બનેલો છે, ખંડિત સ્વરૂપવાળો (ક્ષાયોપમિક ભાવવાળો) બનેલો છે. તો પણ હવે અમારી વિવેકબુદ્ધિ જાગી હોવાથી તેવા અશુદ્ધ ભાવમાં રહેલો અમારો આત્મા પણ મૂલસ્વરૂપે અમૂર્ત સ્વરૂપવાળો, અખંડ જ્ઞાનાનન્દવાળો, અનન્ત અને અવ્યાબાધ સુખ સ્વરૂપવાળો છે એમ અમને સમજાય છે. ચારે બાજુથી કાદવ-કીચડ વડે લપેટાયેલા સ્ફટિકના ગોળાને વિચક્ષણ પુરુષો જેમ મૂળ અસલી પદાર્થ રૂપે દેખે છે તેમ સદાગમ અને તત્ત્વપ્રીતિથી વિવેકી બનેલા કેટલાક જીવો અશુદ્ધ સ્વરૂપવાળામાં પણ શુદ્ધ સ્વરૂપવાળા જીવને દેખે છે. તેથી તેને પ્રાપ્ત કરવા માટે અને વિભાવદશાને દૂર કરવા માટે નીચે મુજબના કઠીન કઠીન ઉપાયો તે મહાત્માઓ જીવનમાં અપનાવે છે.
(૧) પુણ્યના ઉદયથી પાંચે ઈન્દ્રિયોના વિષયો મળ્યા હોય, ભોગવાતા હોય, ચક્રવર્તી જેવાં રાજપાટ કદાચ હોય તો પણ તેમાં રુચિ ન કરતાં આત્મતત્ત્વનો અભ્યાસ કરવામાં તથા તેનું જ ચિંતન, મનન અને અનુભવ કરવામાં રુચિ કરે છે. આત્મતત્ત્વના અનુભવમાં જ સમય પસાર કરે છે.
(૨) ચિત્ર-વિચિત્ર એટલે ધનોપાર્જનના જુદા જુદા અનેક ઉપાયો અજમાવીને મેળવેલા ધન-ધાન્યનો ત્યાગ કરે છે અને મુનિજીવન સ્વીકારે છે. અહીં પાઠમાં ઘન + ઔષધ શબ્દ છે. ઔષધ શબ્દથી ધનની સાથે સંગત થતો ધાન્ય અર્થ કરવો ઉચિત લાગે છે. કોઈ કોઈ પ્રતમાં ધનૌષધં ને બદલે ધનૌયં શબ્દ પણ છે. જો આ શબ્દ લઈએ તો ધનનો સમૂહ અર્થ પણ ઘટી શકે છે. ઓઘ એટલે સમૂહ. ધન-ધાન્યનો અથવા ધનના સમૂહનો ત્યાગ કરે છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૫૧
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક- ૧૧ (૩) ચિત્ર-વિચિત્ર એવા અનેક પ્રકારના સગપણવાળા પોતાના પરિવારજનનો ત્યાગ કરે છે. સારી રીતે આત્મતત્ત્વની સાધના કરી શકે એટલા માટે કુટુંબના મોહનો ત્યાગ કરવા પૂર્વક કુટુંબનો પણ ત્યાગ કરે છે.
(૪) પૂર્વકાળમાં સંસારી અવસ્થામાં કરોડોનું દાન આપનારા હોવા છતાં પણ તેનું માન અને મમત્વ ત્યજીને કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખતા નથી અને ભ્રમરવૃત્તિથી ઘર-ઘરથી અલ્પમાત્રાએ ગોચરી પ્રાપ્ત કરે છે કે જેથી કોઈને પણ રાગ-દ્વેષનું કે મમત્વાદિ ભાવનું કારણ ન બને. આટલું મોટુ દાન કરનારા પણ સાધુ જીવનમાં ગોચરીએ ચાલવામાં લજ્જા અનુભવતા નથી.
(૫) માખણ અને પુષ્પ જેવી કોમળ શય્યામાં ઉંઘનારા હોવા છતાં પણ રાગના હેતુભૂત એવી કોમળતાનો ત્યાગ કરીને વાત = ઘસાયેલા-ખાડા ટેકરાવાળા પત્થરોની શિલાવાળી ભૂમિ ઉપર શયન કરે છે. કોમલતાનો અને સુખશેલીયાપણાનો રાગ ત્યજે છે.
(૬) માત્ર એક આત્મતત્ત્વનો જે સહજ શુદ્ધ સ્વભાવ તથા અમૂર્ત ગુણોનો જે આનંદ, તેની જ લીલામાં (તેના જ અનુભવમાં) લીન બનેલા આવા મહાત્મા પુરુષો સમ્યજ્ઞાન અને સમ્યક્રિયાનો નિરંતર અભ્યાસ કરવા દ્વારા નિરાવરણ, આત્મત્તિક (પરિપૂર્ણ), એકાન્તિક (અનંતકાળ રહેનારું), નિર્દ, નિરામય અને અવિનાશી એવું આત્માનું સિદ્ધ દશાવાળું સ્વરૂપ સાધે છે. જે આત્મસ્વરૂપમાં હવે કર્મોનું કોઈ આવરણ નથી તે નિરાવરણ, પરિપૂર્ણ સ્વરૂપ તે આત્યન્તિક, જે પ્રગટ થયેલું સ્વરૂપ ક્યારેય ચાલ્યું જવાનું નથી તે ઐકાન્તિક, જે આત્મસ્વરૂપ પ્રગટ થયું છે તેમાં અલ્પમાત્રાએ પણ વિભાવદશા કે દુઃખ આદિ દ્વન્દ્ર નથી તે નિર્દ. જે શુદ્ધ આત્મસ્વરૂપમાં કોઈ બાહ્ય કે અભ્યન્તર (શારીરિક કે મોહના વિકારાત્મક) રોગો નથી તે નિરામય. જે ક્યારેય વિનાશ થવાનું નથી તે અવિનાશી આવા શુદ્ધ-બુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપને આવા મહાત્મા પુરુષો જ્ઞાન અને ક્રિયા દ્વારા પ્રગટ કરે છે.
આવા પ્રકારના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની સાધનામાં જે જે વીરપુરુષો ઉદ્યમશીલ બન્યા છે તે ભાગ્યશાળી પૂજ્ય પુરુષોને અમારા નમસ્કાર હોજો. Iટા
-
અગિયારમું નિર્લેપાષ્ટક સમાપ્ત
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૫૨
જ્ઞાનસાર
નિઃસ્પૃહાષ્ટક-૧૨ | મથ હાવશે નિ:સ્પૃalષ્ટભ્રમ્ |
अथ निर्लेपत्वदृढीकरणार्थं निःस्पृहत्वं विस्तार्यते । तत्र निःस्पृहत्वं= सर्वपरभावानभिलाषरूपम्, इच्छामू निवारणम् । स्पृहा नाम इच्छा, तदभावो निःस्पृहत्वम् । तत्र नामनिःस्पृह उल्लापरूपः, स्थापनानिःस्पृहः मुनिप्रतिमादिः, द्रव्यनि:स्पृह इहपरत्राधिकाभिलाषेण अल्पानिच्छकः, अथवा भावधर्मास्वादनमन्तरेण तत्स्वरूपापरिज्ञानेन धनादिषु अनिच्छुश्च । भावनिःस्पृहः अप्रशस्तः वेदान्तादिकुतीर्थोपदेशेन एकान्तमुक्तिरक्तः धनादिषु निःस्पृहः सः । प्रशस्तः स्याद्वादानेकान्तपरीक्षापरिच्छिन्नात्मतत्त्वानुभवरुचिपिपासिताः सर्वमपि हेयीकुर्वन्ति परभावम्, भवन्ति स्वरूपलालितचेतसः ।
અગિયારમું નિર્લેપાષ્ટક કહ્યું. આ જીવમાં તે નિર્લેપતા તો જ દેઢ થાય જો આ જીવ નિઃસ્પૃહ બને તો, તે માટે નિર્લેપતાને દઢ કરવા સારુ હવે નિઃસ્પૃહાષ્ટક કહેવાય છે. જેટલી જેટલી પરપદાર્થોથી નિઃસ્પૃહતા વધે તેટલી તેટલી નિર્લેપતા વધે માટે જીવનમાં નિઃસ્પૃહતા લાવવી અત્યન્ત જરૂરી છે. તે હવે સમજાવાય છે.
ત્યાં નિઃસ્પૃહતા એટલે સર્વ પ્રકારના પરભાવોની અનભિલાષા કરવી. કોઈપણ પ્રકારના પર પદાર્થોની અભિલાષા રાખવી નહીં, “મારે આ જોઈએ અને તે જોઈએ” એવા પ્રકારની ઈચ્છાઓનું અને પરપદાર્થોની મૂછનું નિવારણ કરવું તે નિઃસ્પૃહતા કહેવાય છે. સ્પૃહા એટલે ઈચ્છા, તેનો જે અભાવ તે નિઃસ્પૃહતા, કોઈપણ જાતના પરપદાર્થોની અભિલાષા કરવી નહીં. કારણ કે આત્માથી તે સઘળા ય પદાર્થો પર છે. આત્માનું સ્વરૂપ જ નથી. તે પદાર્થો આત્માના છે જ નહીં. પરપદાર્થોને અને આત્માને પોતાની જાતિનો કોઈ સંબંધ જ નથી, તો કેમ ઈચ્છાય ? એમ સમજીને અનિચ્છુક થવું તે નિઃસ્પૃહતા.
નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવનિક્ષેપે નિઃસ્પૃહતા ચાર પ્રકારની છે. નિઃસ્પૃહતા એટલે કે અનભિલાષકતા, અનિચ્છુકતા, આવા પ્રકારના શબ્દોનો જે ઉલ્લાપ (ઉચ્ચાર) કરવો તે નામનિસ્પૃહતા.
નિઃસ્પૃહ એવા મુનિ મહારાજની જે પ્રતિમાદિ તે સ્થાપના નિઃસ્પૃહતા, આ લોકનાં અથવા પરલોકનાં અધિક સુખો મેળવવાની લાલસાથી અલ્પ-સુખોની જે અનિચ્છા કરવી તે દ્રવ્યનિઃસ્પૃહતા, ઘણા ધનની ઈચ્છા બેઠી હોય એટલે થોડું ધન મળતું હોય તો તે ન લઈએ
Page #386
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૫૩ તે સઘળી દ્રવ્યનિઃસ્પૃહતા જાણવી. અથવા ભાવધર્મના સ્વરૂપનો અનુભવ કર્યા વિના અને ભાવ ધર્મના સ્વરૂપને જાણ્યા વિના ક્રોધાદિ કષાયોથી અથવા રાગ-દ્વેષાદિથી ધનાદિમાં જે અનિચ્છા પ્રવર્તે તે પણ દ્રવ્યનિઃસ્પૃહતા. જેમ આપણે જેની સાથે ઝઘડેલા હોઈએ, બોલતા ન હોઈએ તે વ્યક્તિ પ્રભાવના કરતો હોય, બધાંને આપતો હોય ત્યારે આપણે રીસના કારણે અથવા ટ્રેષના કારણે ન લઈએ તે સઘળી દ્રવ્યનિઃસ્પૃહતા.
ભાવનિઃસ્પૃહતા બે જાતની હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. ત્યાં પ્રથમ અપ્રશસ્તભાવનિઃસ્પૃહતા સમજાવે છે.
વેદાન્ત આદિ એકાન્તવાદી દર્શનોના અભ્યાસ અને ઉપદેશથી એકાન્ત રૂપે માનેલી મુક્તિમાં અનુરાગી થયા છતા ઘર, ધન, સ્વજન આદિનો ત્યાગ કરી અરણ્યવાસાદિ સ્વીકારાય અને ધનાદિમાં જે નિઃસ્પૃહ થવાય તે અપ્રશસ્તભાવનિઃસ્પૃહ કહેવાય છે. તથા સ્યાદ્વાદાત્મક જે અનેકાન્તવાદ છે તેવા અનેકાન્તવાદપૂર્વક સારી રીતે પરીક્ષા કરીને જાણેલા એવા શુદ્ધ આત્મતત્ત્વના અનુભવ વાળા થવા માટે શુદ્ધ આત્મતત્ત્વની રુચિવાળા જે છે. અને શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાની લાલસાવાળા જે છે. તેઓ સર્વે પણ પરભાવનો જે ત્યાગ કરે છે. પરપદાર્થોથી અત્યન્ત સ્પૃહા વિનાના જે બને છે તે પ્રશસ્ત-ભાવનિઃસ્પૃહ કહેવાય છે. આમ નિઃસ્પૃહતાના ચાર નિક્ષેપા જાણવા.
ચાર નિક્ષેપ સમજાવીને હવે સાત નયો સમજાવે છે -
तत्र साधनार्थमादिनयचतुष्टयेन । सिद्धं च नयत्रयेण । तथा जीवाजीवे निःस्पृहः नैगमेन, अजीवे निःस्पृहः सङ्ग्रहव्यवहाराभ्याम्, ऋजुसूत्रेण स्वभोग्यभोग्येषु, शब्दसमभिरूढाभ्यां सन्निमित्तपरायत्तसाधनपरिणामेषु, एवम्भूतेन आत्मीयसाधनपरिणामापन्नभेदज्ञानसविकल्पचरणशुक्लध्यानशैलेशीकरणादिषु निःस्पृहः । अत्र आद्यनयचतुष्टयनिःस्पृहस्यावसरः । भावना च-अनादौ संसारे स्पृहाकुलितैर्बहुशः प्राप्तं दुःखलक्षम्, तेन परभावस्पृहानिरीहेण भवितव्यम् ।
હવે નિઃસ્પૃહતા ઉપર સાત નયો સમજાવે છે - આત્મતત્ત્વની સાધના કરવા માટે સાધનાકાલે પરપદાર્થો ઉપરની જે નિઃસ્પૃહતા છે તે નિઃસ્પૃહતા પ્રથમના ચાર નયને આશ્રયી છે. આ ચાર નવો પાછલા ત્રણ નયની અપેક્ષાએ સ્થૂલદષ્ટિવાળા છે. એટલે આત્મતત્ત્વની સાધના કરવામાં બાધક બને તેવા બાહ્ય ધન-કંચન-કામિની આદિ પદાર્થો ઉપરની નિઃસ્પૃહતાને મહત્ત્વ આપે છે. જ્યારે પાછલા ત્રણ નયો સૂક્ષ્મ દૃષ્ટિવાળા છે. તેથી આત્મામાં સિદ્ધ થતું જે તત્ત્વ તેની પણ સ્પૃહા ન કરવી અને તે તત્ત્વ સિદ્ધ થયે છતે સિદ્ધ કરવા ધારેલા ગુણો
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૫૪
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
ઉપર પણ જે નિઃસ્પૃહતા કેળવવી તે જ નિઃસ્પૃહતા કહેવાય - એમ માને છે. કારણ કે આમ હોય તો જ ઉપર ઉપરના ગુણસ્થાનકો ઉપર આરોહણ થાય, માટે બાહ્ય સાધનની નિઃસ્પૃહતાને ગૌણ કરીને સિદ્ધ થયેલા ગુણો રૂપી જે અભ્યન્તર સાધન છે તેના ઉપરની નિઃસ્પૃહતાને પ્રધાન કરે છે. પ્રથમના ચાર નયો બહારના પદાર્થો ઉપરની નિઃસ્પૃહતાને અને પાછલા ત્રણ નયો આત્માની અંદરના સિદ્ધ થયેલા ગુણો ઉપરની નિઃસ્પૃહતાને મહત્ત્વ આપે છે. હવે આપણે એક એક નયની માન્યતાને પણ જાણીએ.
નૈગમનય ઘણો વિશાલ છે. તેથી પુત્ર-પુત્રી-મિત્રાદિ કોઈપણ જીવ ઉપર અને ધન, કંચન, ગૃહાદિ કોઈપણ અજીવ ઉપરની સ્પૃહાનો ત્યાગ કરવો. આમ જીવ-અજીવ ઉભયવિષયક નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા માને છે. સંગ્રહનય અને વ્યવહારનય અજીવ પદાર્થો ઉપરની નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા કહે છે. કારણ કે અજીવ પદાર્થો સંસારી જીવન જીવવામાં સાધન હોવાથી તેના ઉપર વધારે સ્પૃહા હોય છે. ધન, કંચન અને ગૃહાદિ પદાર્થો ઉપર મુખ્યત્વે સ્પૃહા હોય છે. તેનો ત્યાગ કરાય તો જ જીવ નિઃસ્પૃહ કહેવાય છે. મિત્રાદિ જીવ ઉપરની સ્પૃહા પણ અજીવ પદાર્થોની પ્રાપ્તિ રૂપ સ્વાર્થને લઈને જ હોય છે. માટે જીવ ઉપરની સ્પૃહાને ગૌણ કરીને અજીવની સ્પૃહાને પ્રધાનતા આપીને તેના તરફની નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા આ નય માને છે.
ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી અને સ્વકીય વસ્તુનો ગ્રાહક છે. એટલે જે જે અજીવ વસ્તુઓ પોતાના ભોગને યોગ્ય છે. જેમકે પોતાનું ઘર, પોતાનું ધન, પોતાના અલંકાર અને પોતાના વસ્ત્રાદિ, તેના ઉપર જ જીવને વધારે સ્પૃહા હોય છે. પારકાનાં ઘર, ધન, વસ્ત્રાદિ ઉપર તેટલી સ્પૃહા હોતી નથી. માટે સ્વ = પોતાના ભોગ્ય = ભોગને યોગ્ય એવા મોન્યેષુ = ઘર, ધન, અલંકાર અને વસ્ત્રાદિ ઉપર જે સ્પૃહા છે તે દૂર થાય તેને જ વાસ્તવિક નિઃસ્પૃહતા કહેવાય છે. આમ આ ચાર નયો મોહ ઉત્પાદક એવા પરપદાર્થોની સ્પૃહાને સ્પૃહા અને તેનાથી નિઃસ્પૃહ થનારની નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા માને છે.
દેવ-ગુરુ-ધર્મ અને શાસ્ત્રાદિ જે જે શુભ નિમિત્તો છે તેને આધીન થઈને જે જે આત્મતત્ત્વની સાધનાના શુભ પરિણામો આ જીવમાં પ્રગટ થાય છે. તે જો કે ઊર્ધ્વરોહણમાં ઉપકારી છે. તો પણ તેના ઉપરની સ્પૃહા એ મોહ હોવાથી બાધક છે. માટે તેવા શુભ પરિણામોમાં પણ ઝંખના વિનાના બનવું તે નિઃસ્પૃહતા કહેવાય એમ શબ્દનય અને સમભિરૂઢનયનું કહેવું છે. આ નય સૂક્ષ્મદૅષ્ટિવાળા હોવાથી આત્માની અંદર જે સાધનાના પરિણામો છે. તેની પણ સ્પૃહા ત્યાજ્ય છે આમ સમજાવે છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩પપ
આત્મામાં પ્રગટ થયેલા સાધનાના ઉત્તમ ઉત્તમ પરિણામો વડે ક્રમશઃ ઉત્પન્ન થતાં ભેદજ્ઞાન (ચોથા ગુણઠાણે), સવિકલ્પક ચારિત્ર (પાંચમા-છઠ્ઠા ગુણઠાણે), શુક્લધ્યાન (બારમા ગુણસ્થાનક સુધી પ્રથમના બે ભેદ અને તેરમે-ચૌદમે ગુણઠાણે ત્રીજો-ચોથો ભેદ) તથા શેલેશીકરણવાળી ચૌદમાં ગુણસ્થાનકની શુદ્ધ અવસ્થા ઈત્યાદિ ચડતા-ચડતા ભાવો ઉપર પણ જે નિઃસ્પૃહતા છે. તે જ સાચી યથાર્થ નિઃસ્પૃહતા છે. આમ એવંભૂતનય માને છે. આ સાતે નયોની વાત કરી. પરંતુ અહીં હજુ આપણે નિઃસ્પૃહતા સાધવાની છે. એટલે સાધનાકાલનો અવસર છે માટે પ્રથમના ચાર નયને આશ્રયી મુખ્યત્વે પરદ્રવ્ય પ્રત્યેની નિઃસ્પૃહતા સમજાવવાની છે. માટે તે નિઃસ્પૃહતા સમજાવાશે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે – અનાદિકાળથી આ સંસારમાં મારે આ જોઈએ અને મારે તે જોઈએ એવી સ્પૃહાથી ભરપૂર ભરેલા જીવો વડે લાખો લાખો દુઃખો પ્રાપ્ત કરાયાં છે.
જ્યાં સુધી સ્પૃહા સંતોષાય નહીં ત્યાં સુધી ભિન્ન ભિન્ન સંકલ્પ અને વિકલ્પો વડે જીવ દુઃખી દુઃખી થાય છે. કદાચ કોઈ કોઈ સ્પૃહા પૂર્ણ થાય તો તેના સંરક્ષણની ચિંતાઓ વડે અને અપ્રાપ્ય વસ્તુના ખેદથી જીવ દુઃખી દુઃખી થાય છે અને છતાં જ્યારે તે તે વસ્તુનો વિયોગ થાય છે. ત્યારે ઈષ્ટ વસ્તુના વિયોગ વડે જીવ દુઃખી થાય છે. આમ સ્પૃહાવાળા
જીવો સદા દુઃખી જ હોય છે. તેન = તે કારણથી પરપદાર્થો ઉપરની સ્પૃહાથી મુક્ત થઈને નિરીહ (નિઃસ્પૃહ) થવું જોઈએ. તે માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે -
स्वभावलाभात्किमपि, प्राप्तव्यं नावशिष्यते । રૂત્યાનૈશ્વર્યસમ્પનો, નિઃસ્પૃહો નાતે મુનઃ II
ગાથાર્થ :- આત્માના ગુણો રૂપી સ્વભાવદશાના લાભ સિવાય આ સંસારમાં બીજું કંઈ પણ મેળવવા જેવું બાકી રહેતું જ નથી. આમ સમજીને આત્માના ગુણો રૂપી ઐશ્વર્યથી યુક્ત એવા મુનિ (બાહ્ય ભાવોમાં) નિઃસ્પૃહ બને છે. [૧]
ટીકા :- “સ્વમાવત્નીમાન્ રૂત્તિ', સ્વભાવ-માત્મધર્મજ્ઞાન નરમUવ્યबाधामूर्तानन्दरूपाविच्छिन्नसिद्धत्वशुद्धपारिणामिकलक्षणः तस्य लाभात् । अन्यत्किमपि प्राप्तव्यं-लब्धुं योग्यं न अवशिष्यते-अवशिष्टमस्ति, आत्मस्वरूपलाभ एव लाभ इति । आत्मैश्वर्यं-स्वरूपसाम्राज्यं, तेन सम्पन्नः-संयुक्तः मुनिः ज्ञपरिज्ञया ज्ञात्वा, प्रत्याख्यानपरिज्ञया प्रत्याख्यातद्रव्यभावाश्रवः साधुः निःस्पृहः-सर्वशरीरोपकरणपरिवारयशोबहुमानादिषु स्पृहारहितः-इच्छारहितः, जायते-भवति । न ह्यनादितृष्णा स्वभावोपभोगमन्तरेणोपशाम्यति ॥१॥
Page #389
--------------------------------------------------------------------------
________________
૩પ૬ નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર વિવેચન :- દશ દષ્ટાન્ત દુર્લભ એવા મનુષ્યજીવનને પ્રાપ્ત કરીને જો કોઈ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ હોય તો તે સ્વભાવદશાનો લાભ જ મેળવવા લાયક છે. જે આવેલો ક્યારે પણ નાશ પામતો નથી. તે લાભ પ્રાપ્ત થયા પછી જન્મ, જરા, મરણ, રોગ, શોક અને ભયનાં કોઈપણ પ્રકારનાં દુઃખો ક્યારેય આવતાં નથી. તથા આ જીવને સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. કોઈ પણ પરદ્રવ્યની પરાધીનતા પણ ક્યારેય આવતી નથી.
સ્વભાવદશા એટલે આત્માના ધર્મભૂત એવાં જ્ઞાન, દર્શન, આત્મરમણતા રૂપ ચારિત્ર, અવ્યાબાધ સુખ, અમૂર્તપણું અને અપૂર્વ આનંદ ઈત્યાદિ ગુણોમય જે અખંડ સિદ્ધપણાનું શુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપ છે, તે જ સ્વભાવદશા કહેવાય છે. તેનો લાભ જો થાય તો તેનાથી બીજું કંઈ પણ મેળવવા યોગ્ય આ સંસારમાં બાકી રહેતું નથી. સર્વોપરિ આ લાભ છે. જેમ દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં વડાપ્રધાનપદ મળતું હોય તો ગુજરાત આદિ કોઈ એક રાજ્યનું વડાપ્રધાનપદ કે પાલનપુર, સુરત, વડોદરા કે જુનાગઢ આદિ કોઈ એક જિલ્લાનું વિશિષ્ઠ સત્તાસ્થાન મેળવવા જેવું રહેતું નથી. કારણ કે કેન્દ્રસરકાર જ સર્વોપરિ છે. તેમ અહીં આત્માના શુદ્ધ, નિર્મળ ક્ષાયિક દશાવાળા આત્મસ્વરૂપનો જે લાભ છે તે જ સાચો લાભ છે. સર્વોપરિ લાભ છે.
- ઉપરોક્ત ચર્ચાને અનુસાર આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણોરૂપી ધનના ઐશ્વર્યથી (ગુણોના સામ્રાજ્યથી) ભરેલા મુનિ જ્ઞપરિજ્ઞા વડે (જ્ઞાનદશાના બળે) હેય-ઉપાદેય અને શેય તત્ત્વને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે (પચ્ચખાણ કરવા દ્વારા એટલે કે ત્યાગ કરવાના પરિણામ વડે) હેય એવા દ્રવ્યાશ્રવો (હિંસા-મૃષાવાદાદિ) અને ભાવાવ (મિથ્યાત્વ-અવિરતિકષાયાદિ)નો સર્વથા ત્યાગ કરીને આ મુનિ જગતમાં શરીર, સર્વ ઉપકરણો, પરિવાર, યશ અને માન-બહુમાન આદિ સર્વ પ્રકારના ભોગ્ય ભાવોમાં સ્પૃહા વિનાના એટલે કે ઈચ્છા વિનાના થાય છે. કારણ કે અનાદિ કાળથી ગાઢ જામેલી મોહના ઘરની પરપદાર્થો પ્રત્યેની આ તૃષ્ણા સ્વભાવદશાના અનુભવ વિના (સ્વભાવદશાનું મજબૂત આલંબન લીધા વિના) શાન્ત થાય તેમ નથી. સ્પૃહાને (તૃષ્ણાને) જીતવી હોય તો આત્મતત્ત્વના ગુણોની રમણતા એ જ તેને જિતવાનો શ્રેષ્ઠ ઉપાય છે. રામબાણ તુલ્ય છે. ૧||
संयोजितकरैः के के, प्रार्थ्यन्ते न स्पृहावहैः । अमात्रज्ञानपात्रस्य, निःस्पृहस्य तृणं जगत् ॥२॥
ગાથાર્થ - સ્પૃહાવાળા (પદ્ગલિક સુખની ઈચ્છાવાળા) મનુષ્યો વડે બન્ને હાથ જોડીને કોની કોની પાસે પ્રાર્થના નથી કરાતી? અર્થાત્ મારી ઈચ્છા સંતોષાશે એમ માનીને
Page #390
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૫૭
સર્વની પાસે પ્રાર્થના કરાય છે. પરંતુ અપરિમિત જ્ઞાનના ભંડાર અને સ્પૃહા વિનાના મુનિને આખું ય આ જગત તૃણસમાન છે. ॥૨॥
=
ટીકા :- “સંયોનિતર: કૃતિ'', મૃદાવર્તે:-કૃચ્છામને: પુરુષ: જે જે નના: परिग्रहभारभुग्ना न प्रार्थ्यन्ते न याच्यन्ते ? किम्भूतैः स्पृहावहैः ? - संयोजितौ करौ येषां ते संयोजितकराः तैः इत्यनेन विषयाशालोलुपैः अनेकान्यनृपसेवनोद्यतैः भवितव्यं भवति । मात्रा - मानं, तेन रहितममात्रं च तत् ज्ञानं च अमात्रज्ञानं, तस्य पात्रं = સ્થાનમ્, તસ્ય સાધો:-નિ:સ્પૃહસ્ય-વૃદારહિતસ્ય નાત્ તૃળ-તૃળપ્રાયમ્, परभावेच्छा મુક્તસ્ય નિર્પ્રન્થય નાત્ તૃળ-નિ:સાર, સારં-સ્વાત્મસ્વરૂપમ્ । ગાથા
વિવેચન :- પરપદાર્થોની સ્પૃહાવાળા (પૌદ્ગલિક સુખ-સામગ્રીની ઈચ્છાવાળા) ભોગભુખ્યા જીવો વડે પરિગ્રહના ભારથી (ધન-ધાન્યાદિ પૌદ્ગલિક સામગ્રીના ભારથી) દબાઈ ગયેલા એવા અર્થાત્ ધન-ધાન્યાદિ સામગ્રીવાળા કયા કયા પુરુષો પાસે પ્રાર્થના કરાતી નથી ? ગમે તેવી હલકી કોમના હોય, ગમે તેવી હલકી પ્રકૃતિના હોય, ગમે તેવા તોછડા વર્તનવાળા હોય તો પણ આવા પ્રકારના તુચ્છ માણસો પાસે પણ આશાવાળા જીવો હાથ જોડી જોડીને કરગરતા દેખાય છે. ભાઈસાહેબ ! ભાઈસાહેબ ! કહીને આવા અનુચિત માણસોની પાછળ ફરતા સ્પૃહાળુ જીવો આ સંસારમાં દેખાય છે. સ્પૃહાવાળા જીવો પોતાની આશા પૂરાશે એમ સમજીને હલકા માણસો પાસે હાથ જોડીને પગે પડીને ભીખારીની જેમ વસ્તુની યાચના કરતા કરગરતા દેખાય છે.
આ યાચના કરનારા સ્પૃહાલુ જીવો કેવા હોય છે ? જોડેલા છે બન્ને હાથો જેણે તેવા અર્થાત્ બન્ને હાથો જોડીને, માથું નમાવીને તે સ્પૃહાવાળા પુરુષો કોની કોની પાસે વસ્તુઓની યાચના નથી કરતા ? માટે આ સ્પૃહા એ જ જીવને જગતનો દાસ બનાવનારી ચીજ છે. આમ કહેવા દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે કે પાંચે ઈન્દ્રિયોના વિષયોની આશામાં લોલુપી બનેલા આત્માઓને અન્ય = નવા નવા અનેક રાજાઓની અથવા શેઠીઓની સેવામાં ઉદ્યમશીલ થવું જ પડે છે. ધનાદિની અપેક્ષાવાળા પુરુષો હાથ જોડીને ધનાદિના ભારવાળા પુરુષોની સેવા કરતા દેખાય છે. ધિક્કાર છે આ સ્પૃહાને કે જે મોટા (ગૌરવશાલી) માણસને પણ હલકા માણસનો દાસ બનાવે છે. આવું છે આ સ્પૃહાનું સ્વરૂપ.
પરંતુ અમાત્ર = અમાપ-અપરિમિત અર્થાત્ અતિશય ઘણું જ છે જ્ઞાન જેને એવા અમાપ જ્ઞાનના પાત્ર એવા અને જે સ્પૃહા વિનાના મુનિ છે. જે આત્માને કોઈ પૌદ્ગલિક વસ્તુની અપેક્ષા નથી તેવા મહાત્માઓને આખું ય આ જગત તૃણતુલ્ય છે તેની સામે કોઈ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫૮ નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર હીરા-માણેક-મોતી અને સોના-રૂપાના ઢગલા કરે તો પણ તેને તે સઘળી વસ્તુઓ કાંકરા બરાબર લાગે છે. ઉલટું આવી કિંમતી વસ્તુઓથી તે દૂર જ રહે છે. કારણ કે આ કિંમતી વસ્તુઓનો સંગ્રહ એ એક પ્રકારનું મોટું બંધન છે, ફસાવનાર છે, રાગ કરાવનાર છે. ચોર, લુટારા આદિનો ભય ઉપજાવનાર છે. માટે તે જોઈએ જ નહીં. આવો પાકો નિર્ણય કરીને નિઃસ્પૃહ રહે છે.
પરપદાર્થોની ઈચ્છાથી મુક્ત બનેલા નિગ્રંથ મુનિને આખું ય આ જગત તૃણતુલ્ય અર્થાત્ સાર વિનાનું દેખાય છે. પોતાના આત્માનું સ્વરૂપ અને તેની નિરંતર રમણતા એ જ સાર દેખાય છે. આત્મતત્ત્વની લગની જેને લાગેલી છે તેવા જીવને કોઈપણ જાતનાં પદ્ગલિક સુખો ગમતાં નથી, રુચતાં નથી. તેમાં ખુશી ઉપજતી નથી. આ માટે સંતાપ્રવીuf ro ગ્રંથની ગાથા ૪૮ આ પ્રમાણે છે -
तिणसंथारनिसण्णो, मुणिवरो भट्ठरागमयमोहो । तं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ॥४८॥ आयसहावविलासी, आयविसुद्धो वि जो निए धम्मे । नरसुरविसयविलासं, तुच्छं निस्सारं मन्नंति ॥१॥
તૃણના સંથારા ઉપર બેઠેલા (એટલે કે જેણે સાંસારિક તમામ પોલિક સુખશય્યાનો ત્યાગ કર્યો છે) એવા અને જેણે પોતાના જીવનમાંથી રાગ, મદ અને મોહનો નાશ કર્યો છે (મોહના તમામ પ્રકારોને જેણે જીવનમાંથી દૂર કર્યા છે) એવા મુનિવર પુરુષ નિર્લોભદશાના (ત્યાગના) અનુપમ સુખને જે પ્રાપ્ત કરે છે તે સુખ ચક્રવર્તી પણ બોજાવાળો હોવાથી) ક્યાંથી પામી શકે?
જે મનુષ્ય આત્મતત્ત્વની સ્વભાવદશામાં જ આનંદ માનનારો છે. તેથી જ જેનો આત્મા અત્યન્ત વિશુદ્ધ છે. તથા પોતાના આત્મધર્મમાં જ તલ્લીન છે. તે મનુષ્ય માનવભવ સંબંધી અને દેવભવસંબંધી વિષયોના વિલાસને અસાર અને તુચ્છ માને છે. જીરા
छिन्दन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः । मुखशोषं च मूर्छा च, दैन्यं यच्छति यत्फलम् ॥३॥
ગાથાર્થ - પંડિતપુરુષો જ્ઞાનરૂપી દાતરડા વડે સ્પૃહા રૂપી વિષની વેલડીને છેદે છે. જે સ્પૃહારૂપી વિષ વેલડી મુખનું શોષાવું, મૂછ અને દીનતા રૂપી ફળો આપે છે. Irall
Page #392
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩પ૯ ટીકા :- “છિત્તિ રૂત્તિ, વૃથા:-તત્ત્વજ્ઞા:, જ્ઞાનલાપ પૃવિણતાં-સ્પૃહી एव विषवल्लिस्तां छिन्दन्ति, यस्याः फलं यत्फलम्, मुखशोषं च पुनः मूर्छा च पुनः दैन्यं यच्छति-ददाति इत्यनेन स्पृहाविषलता मुखशोषादिकं वितरति, इच्छकः दीनो भवति । तेन विषमविषोपमविषयस्पृहा निवारणीयेति ॥३॥
વિવેચન :- આત્મતત્ત્વને જે જાણનારા છે. આ આત્માના શુદ્ધ સ્વરૂપને જ મેળવવાની જેને લગની લાગી છે. આત્માની નિર્મળતા પ્રાપ્ત કરવાનું જ જેનું લક્ષ્ય છે તે જ સાચા જ્ઞાની પુરુષો કહેવાય છે. આવા જ્ઞાની પુરુષો સમ્યજ્ઞાન રૂપી દાતરડા વડે સ્પૃહા (લાલસાવિષયોની ભૂખ) રૂપી ઝેરની વેલડીને પોતાની હૃદય-ભૂમિમાંથી ઉખેડીને છેદી નાખે છે. જેમ દાતરડા વડે ભૂમિ ઉપર ઉગેલી વેલડી છેદાય તેમ જ્ઞાનના બળે પંડિત પુરુષો પોતાના હૃદયમાંથી ઉઠતી વિષયોની લાલસાનો ઉચ્છેદ કરે છે. વિષયોની ભૂખને જ છેદી નાખે છે.
આ વિષયોની લાલસા કેવી છે? ઝેરની વેલડી જેવી છે. જેમ ઝેરની વેલડી કડવાં ફળ આપે છે. મુખને સુકવી નાખે છે, ધીરે ધીરે મૂછ-બેહોશતા અને મૃત્યુ આપે છે. તેમ આ વિષયોની લાલસા (સ્પૃહા) પણ મુખશોષ-મૂછ અને દીનતા રૂપી અણગમતાં દુઃખદાયી એવાં માઠાં ફળોને આપે છે. સ્પૃહાવાળા જીવને જે જે વિષયોની ભૂખ તેના હૃદયમાં જાગી હોય છે તે તે વિષયો જ્યાંથી જ્યાંથી મળવાનો સંભવ લાગે છે ત્યાંથી ત્યાંથી ગરીબડો થઈને, વિવેક ચૂકીને, હાથ જોડીને, માથું નમાવીને, પગે પડીને ભીખારીની જેમ વિષયસુખો માગ્યા જ કરે છે. તે તે વિષય આપનારાની પાછળ ફર્યા જ કરે છે. આ સૌથી પ્રથમ દીનતા (લાચારી) નામનું સ્પૃહાનું ફળ છે. વારંવાર માગણી કરવા પડે અને તે માગણીઓ ન પ્રાપ્ત થતાં મુખ શોષાઈ જાય છે. મુખ ઉપર ગ્લાનિ-હતાશા આવે છે. રડવું પણ આવી જાય છે. સ્પૃહાનું આ બીજા નંબરનું ફળ છે. ત્યારબાદ અતિશય ચિંતાઓ-વિચારો અને દુઃખનો અતિરેક થતાં મૂછ-બેહોશતા આવે છે. સ્પૃહાનું આ ત્રીજું ફળ છે. આમ વિષયોની લાલસા એ ખરેખર વિષની વેલડી જ છે. વિષની વેલડી જે જે ફળ આપે છે તે તે ફળ આ લાલસાસ્પૃહા આપે છે. તેથી વિષમ-ભયંકર વિષ અર્થાત્ કાળકૂટની ઉપમાવાળી આ વિષયોની સ્પૃહાને જીવનમાંથી દૂર કરવી જોઈએ, કાઢી નાખવી જોઈએ. સ્પૃહા એ વિષની વેલડી તુલ્ય છે માટે દૂરથી જ ત્યાજ્ય છે. ૩ll
निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचाण्डाली-सङ्गमङ्गीकरोति या ॥४॥
ગાથાર્થ - વિદ્વાન પુરુષે સ્પૃહાને ચિત્તરૂપી ઘરમાંથી બહાર કાઢી નાખવી જોઈએ કે જે સ્પૃહા પરભાવદશાની પ્રીતિ રૂપી ચંડાલણીની સોબત (સંગ) કરે છે. all
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૬૦ નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર ટીકા :- “નિષ્કાસનીય રૂતિ, વિપુષા-feતેન, માત્મસમાધિસાધનોન स्पृहा-पराशा, चित्तगृहाद्-मनोनिकेतनात्, बहिर्निष्कासनीया-दूरीकरणीया, स्पृहा हि लोभपर्यायः, लोभश्च कषायपरिणामः तद्विगम एव श्रेयान् । या स्पृहा अनात्मरतिचाण्डालीसङ्गम्, अनात्मानः-परभावाः तेषु रतिः-रमणीयतापरिणतिः एव चाण्डाली, તા: સમોતિ, અતઃ પૃદ્દા ત્યા, વતરું
વિવેચન :- પરમાર્થતત્ત્વના અભિલાષક અને આત્મતત્ત્વની સમાધિની સાધના સાધવામાં ઉદ્યમશીલ બનેલા એવા પંડિત પુરુષે સ્પૃહાને એટલે પર પાસેથી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાને અર્થાત્ આશાને પોતાના ચિત્તરૂપ (નિકેતન =) ઘરમાંથી બહાર કાઢવી જોઈએ - દૂર કરવી જોઈએ. કારણ કે આ સ્પૃહા એ લોભનો જ પર્યાય છે. (લોભનું જ રૂપાન્તર છે) અને લોભ એ કષાયોનો પરિણામ છે. તેથી લોભનો (આશાનો-સ્પૃહાનો) ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર માર્ગ છે. કારણ કે આ સ્પૃહા અનાત્મદશા રૂપી ચંડાલણીની સોબત કરનારી છે. અનાત્મદશા એટલે પરભાવદશા અર્થાત્ વિભાવદશા, તેમાં પ્રીતિ કરવી, વિભાવમાં જ રતિ કરવી એ રૂપ જે ચંડાલણી છે, તેનો સંગ કરનારી આ સ્પૃહા છે જેમ કોઈ એક પરુષની પત્ની પરપુરુષને પ્રેમ કરતી હોય તો તે વ્યભિચારિણી પત્નીને ઘરમાંથી બહાર કાઢવી એ જ કલ્યાણકારી તત્ત્વ છે. કારણ કે જો તે પુરુષ તેમ ન કરે તો કામાન્ય એવી તે સ્ત્રી તરફથી હત્યાનાં દુઃખો આવવાનો પણ સંભવ છે. તેની જેમ જે સ્પૃહા પરભાવદશાની પ્રીતિ કરે છે તે સ્પૃહા આત્માને અનંત સંસારમાં ભટકાવે છે. માટે તે સ્પૃહા ચિત્તમાંથી દૂર કરવા જેવી છે. આ કારણે સ્પૃહા ત્યાજ્ય છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે –
जे परभावे रत्ता, मत्ता विसयेसु पावबहुलेसु । आसापासनिबद्धा, भमंति चउगइमहारण्णे ॥१॥
જે આત્માઓ પરભાવમાં રક્ત છે. પાપબહુલ એવા (પાંચ) વિષયોમાં મસ્ત છે અને આશા રૂપી પાશથી (જાળથી) બંધાયેલા છે તે આત્માઓ ચારગતિ રૂપી મહા અરણ્યમાં ભટક્યા જ કરે છે. [૧]
परभाववृत्तिरेव विभावः, आत्मशक्तिध्वंसनमुद्गरः, अतो निरस्तपराशापाशा निर्ग्रन्थाः स्वरूपचिन्तनस्वरूपरमणानुभवलीनाः पीनाः तत्त्वानन्दे रमन्ते स्वरूपे, विरमन्ति विषयविरूपभवकूपपाततः ॥४॥
પરભાવદશામાં વર્તવું એ જ વિભાવદશા છે. આ વિભાવદશા જ આત્માની શુદ્ધશક્તિનો ધ્વંસ કરવામાં મુગર (પણ) સમાન છે. ગુજરાતી એક સક્ઝાયમાં કહ્યું છે કે -
Page #394
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
પરકી આશા સદા નિરાશા, એહે જગજન પાશા,
તે કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા. (આપસ્વભાવમાં.)
જ્ઞાનમંજરી
આ કારણથી દૂર કરી છે પારકાની આશા રૂપી પાશ (જાળ) જેણે એવા નિગ્રન્થમુનિઓ ચિત્તમાંથી સ્પૃહાને ત્યજીને સ્વરૂપના જ ચિન્તનમાં અને સ્વરૂપની જ રમણતાના અનુભવમાં લયલીન બન્યા છતા સ્વભાવદશાથી જ અતિશય પુષ્ટ બનેલા આત્મતત્ત્વના આનંદમય સ્વરૂપ-રમણતામાં જ રમે છે. સ્વભાવદશામાં જ લયલીન બનીને રહે છે અને વિષયોરૂપી જીર્ણ અને ઊંડા ભવ રૂપ કુવામાં પડવાના કાર્યથી અટકે છે. ભવરૂપી જીર્ણ કુવામાં પડતા નથી. સ્વભાવદશાની પ્રીતિ અને રમણતા જ વિભાવદશાનો અને પરસ્પૃહાનો નાશ કરે છે. ॥૪॥
स्पृहावन्तो विलोक्यन्ते, लघवस्तृणतूलवत् ।
महाश्चर्यं तथाप्येते, मज्जंति भववारिधौ ॥५॥
૩૬૧
ગાથાર્થ :- સ્પૃહાવાળા (બીજા પાસેથી વસ્તુ મેળવવાની ઈચ્છાવાળા) લાલચુ જીવો તૃણની જેમ (તણખલાની જેમ) અને તૂલની જેમ (આકડાના રૂની જેમ) અતિશય હલકા (જ્યાં ત્યાં હાથ જોડીને પગે પડીને કરગરનારા) દેખાય છે. આટલા હલકા (ફોરા) હોવા છતાં પણ મહાન આશ્ચર્યની વાત એ છે કે આ જીવો ભવરૂપી સમુદ્રમાં ડુબે છે. પા
ટીકા :- ‘“વૃદ્ઘાવન્ત કૃતિ', શ્રૃહાવન્ત:-પરે∞ાનિયતા: તૃતૂ વર્જાધવ:-તુચ્છા: निर्मूल्या: विलोक्यन्ते । उक्तञ्च
=
तूलं तृणादपि लघु, तूलादपि हि याचकः ।
वायुना किं न नीतोऽसौ, मामपि प्रार्थयिष्यति ॥ १ ॥
तदाश्चर्यं लघवोऽपि एते स्पृहादिना अपि भववारिधौ भवसमुद्रे मज्जन्ति । अन्यत्र लघुत्वं तरणहेतुः, एतद् लघुत्वं भवमज्जनहेतुरेव । यद्यपि प्रार्थनादिदानव्यवहाराः तथापि त्रिभुवनधनस्वजनपिपासागरिष्ठाः ब्रूडन्तीत्यर्थः ॥५॥
વિવેચન :- જે જે આત્માઓ સ્પૃહાવાળા હોય છે, એટલે કે પૌદ્ગલિક પદાર્થોની અને તેના દ્વારા પ્રાપ્ત થતાં ભૌતિક સુખોની ઈચ્છામાં જ ઓતપ્રોત હોય છે, તે તે આત્માઓ તે તે પૌલિક પદાર્થો અને પૌદ્ગલિક સુખો જેની પાસેથી પ્રાપ્ત થવાની સંભાવના પણ દેખાય તેના પ્રત્યે લાચારી-દીનતા દેખાડવા દ્વારા ઘાસના તણખલાની જેમ અથવા આકડાના
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૬ ૨
જ્ઞાનસાર
નિઃસ્પૃહાષ્ટક-૧૨ રૂની જેમ અતિશય લઘુ, હલકા, તુચ્છ વૃત્તિવાળા, ગરીબડા અને મૂલ્ય વિનાના થયા છતા આશાઓ વ્યક્ત કરતા દેખાય છે. શાસ્ત્રમાં અન્યત્ર કહ્યું છે કે -
ઘાસના તણખલાથી પણ આકડાનું રૂ ઘણું હલકું છે (વજનમાં ફોરું છે), પરંતુ તે આકડાના રૂ કરતાં પણ યાચક (માગનાર) ઘણો લઘુ (હલકો) છે. વાયુ વડે હલકું હોવાથી તૃણ લઈ જવાય છે. આકડાનું રૂ પણ હલકું હોવાથી લઈ જવાય છે. પણ અતિશય હલકો હોવા છતાં યાચકને વાયુ વડે લઈ જવાતો (ઉડાડાતો) નથી. કારણ કે વાયુને પણ મનમાં એમ શંકા થાય છે કે જો હું આ યાચકને લઈ જઈશ તો તેની યાચકવૃત્તિ હોવાથી મારી પાસે પણ કંઈક માગશે. માટે તૃણ અને તૂલને આકાશમાં લઈ જાઉં પણ યાચકને ન લઈ જાઉં. આમ વિચારીને વાયુ વડે યાચક લઈ જવાતો નથી.
તેથી ઘણું જ આશ્ચર્ય થાય છે કે વજનમાં હલકી વસ્તુ-લધુવસ્તુ તરવી જોઈએ ઉપર ઉડવી જોઈએ પરંતુ આ સ્પૃહાવાળા જીવો હલકા-લઘુ હોવા છતાં સ્પૃહાદિના કારણે જ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે. સામાન્યથી વિચારીએ તો “લઘુતા” (હળવાપણું-ફોરાપણું) એ તરવાનો હેતુ છે. છતાં સ્પૃહા, આશા અને લોભવાળા જીવોમાં રહેલી લઘુતા (હળવાપણું) ભવમાં ડૂબાડવાનું કારણ બને છે. જે લઘુતા તરણ-હેતુ છે તે જ લઘુતા સ્પૃહાવાળામાં મજ્જનહેતુ બને છે. જો કે તેઓની પાસે કોઈ (તેમનાથી પણ વધારે ગરીબાઈવાળા) પ્રાર્થના આદિ કરે તો તેઓને (પ્રાર્થનાદિ કરનારાને) દાનાદિ કરવાના વ્યવહારવાળા પણ કદાચ આ પુરુષો થાય છે. તો પણ અધિકને અધિક લેવાની ઈચ્છાવાળા અને ત્રણે ભુવનનું તમામ ધન લઈ લેવાની પિપાસાવાળા અને સર્વે મારાં સ્વજનો થઈને મારાં કામો કરે આવી મોટી પિપાસાના ભારથી ભારે ભારે થયેલા તેઓ આવી આશાના ભારથી વજનદાર થયા છતા સંસારમાં ડૂબે છે. માટે આ સ્પૃહા ત્યાજ્ય છે. //પા
गौरवं पौरवन्द्यत्वात्, प्रकृष्टत्वं प्रतिष्ठया । ख्यातिं जातिगुणात् स्वस्य, प्रादुष्कुर्यान्न निःस्पृहः ॥६॥
ગાથાર્થ :- નગરજનો વડે વંદનીય હોવાથી મહામુનિઓમાં ગૌરવપણું છે. પ્રતિષ્ઠા સારી હોવાથી મોટાઈ સારી છે. જાતિસ્વભાવના સુંદર ગુણો હોવાથી પ્રસિદ્ધિ સારી છે. છતાં નિઃસ્પૃહ મુનિ પોતાના ગોરવને, પ્રકૃષ્ટતાને અને ખ્યાતિને ક્યારેય ક્યાંય પ્રગટ કરતા નથી. દી
ટીકા :- “રમિતિ” નિ:સ્પૃ-તૌશિક્ષસ્કૃદિત:, પરવચૈત્વनागरिकलोकवन्द्यत्वात्, गौरवं-गुरुत्वम्, प्रतिष्ठया-शोभया, प्रकृष्टत्वं, जातिगुणात्
Page #396
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૬૩ स्वस्य कुलसम्पन्नतादिख्यातिं न प्रादुष्कुर्यात्-न प्रकटीकरोति इत्यादि । निःस्पृहाः महत्त्वं न ख्यापयन्ति न विशदीकुर्वन्ति, निःस्पृहस्य न यशोमहत्त्वाभिलाषः ॥६॥
વિવેચન :- જે મુનિ નિઃસ્પૃહ હોય છે. એટલે કે લોકોમાં મારી મોટાઈ, યશ કેમ વધે ? પ્રશંસા કેમ થાય ? આવા પ્રકારની લૌકિક સ્પૃહાથી જે મુનિ રહિત છે તે મુનિ ક્યારેય પણ ક્યાંય પણ પોતાની ગૌરવ-પ્રકૃષ્ટતા અને ખ્યાતિ ગાતા નથી, આવા પ્રકારના સારા સારા ગુણો તેઓમાં હોય છે. તો પણ નિઃસ્પૃહ હોવાથી પોતે પોતાના ગુણો ગાતા નથી કે ગવરાવવાને ઈચ્છતા નથી.
સુંદર નિરતિચાર ચારિત્ર પાળવાથી આખું ગામ વંદન-નમન કરવા આવે, આમ પીરજનો વડે વંદનીયતા તે મહાત્મામાં હોવા છતાં પણ પોતાની ગૌરવતા (ગુરુતા-ગુપણું) ક્યારેય ગાતા નથી અને ગવરાવતા નથી. ગામોમાં પોતાની પ્રતિષ્ઠા-માન-મોભો-શોભા સારી હોય તો પણ તે પ્રકૃષ્ટતા-મોટાઈ પોતે ગાતા નથી. તથા જાતિગત (જન્મથી જ) જે જે ગુણો હોય છે જેમકે શ્રેષ્ઠકુલમાં જન્મ, ઉચ્ચગોત્રમાં જન્મ, સંસ્કારીપણું અને બળવાળાપણું, લક્ષ્મીવાનના ઘરોમાં જન્મ કુલસંપન્નતા (કુલીનતા) ઈત્યાદિ ગુણો હોવાથી પોતાની ખ્યાતિ (પ્રસિદ્ધિ) ઘણી હોય તો પણ તે ખ્યાતિ અજાણ્યા દેશમાં (જે દેશના લોકો તેમની ખ્યાતિ ન જાણતા હોય ત્યાં) પોતે પોતાના મુખે ગાતા નથી. પ્રગટ કરતા નથી આ સઘળી નિઃસ્પૃહતા જાણવી. તથા ગંભીરતા, ઠરેલતા, ગુણો પચાવવાપણું વગેરે નિઃસ્પૃહતાનાં ફળો જાણવાં.
નિઃસ્પૃહ એવા મહાત્માઓ પોતાની મોટાઈ કહેતા નથી, પ્રગટ કરતા નથી, પ્રગટ કરાવતા નથી અને કોઈ પ્રગટ કરે તો તેનાથી તેઓ ખુશ થતા નથી. કારણ કે નિઃસ્પૃહ મુનિને યશની અને મોટાઈની અભિલાષા ક્યારેય હોતી નથી. દી
भूशय्या भैक्षमशनं, जीर्णं वासो गृहं वनम् । तथापि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ॥७॥
ગાથાર્થ :- મુનિ મહાત્માને ભૂમિ એ જ શય્યા, ભિક્ષાથી પ્રાપ્ત એ જ ભોજન, જીર્ણ એવું વસ્ત્ર અને વન એ જ ઘર હોય છે. તો પણ આશ્ચર્યની વાત છે કે નિસ્પૃહ એવા તે મુનિને ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ હોય છે. શા
ટીકા :- “મૂર્થિી તિ” :-વસુન્ધરા વ શર્થ-પત્ય, શૈક્ષ-fપક્ષી जातं भैक्षमशनं भोजनम् । उक्तञ्च
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૬૪
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ । मोक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥१२॥
(દશવૈકાલિક અધ્યયન-૫, ૬-૧, ગાથા-૯૨) तथा च, वासो-वस्त्रं जीर्णम्, गृहं-स्थानं वनम्, तथापि अहो इति अद्भुतं निःस्पृहस्य-बाह्यसम्पद्विकलस्यापि स्वं सुखं चक्रिणः सकाशात्-चक्रवर्तितः सुखमधिकमत्यन्तमिति चक्रवर्त्यादिगत्वरैः औपाधिकैः सुखैः सकाशाद् मुनिः स्वरूपजैः सहजानश्वरैः परमानन्दसुखैः पूर्णः । अतः जातिभेद एवायं इन्द्रियात्मसुखयोः ।
| વિવેચન :- મુનિમહારાજાઓને (૧) ઉંઘવાનું સ્થાન, (૨) ભોજન, (૩) શરીર ઉપરનું વસ્ત્ર અને (૪) રહેઠાણ, આ ચારે પદાર્થો સંસારી જીવો જેવા વ્યવસ્થિત સગવડતાવાળા શોભાસ્પદ અને પ્રશંસનીય હોતા નથી. તો પણ માથા ઉપર કોઈપણ જાતની ઉપાધિ ન હોવાથી ચક્રવર્તી કરતાં પણ મનથી ઘણું સુખ હોય છે તે વાત આ શ્લોકમાં સમજાવે છે.
ભૂ એટલે પૃથ્વી એ જ ઉંઘવાનું સ્થાન-શય્યા હોય. કારણ કે મુનિઓ ભૂમિ ઉપર જ સંથારો કરે છે, ગાદી-ગાદલાં કે લાકડાના પલંગ કે લોખંડના પલંગ રાખતા નથી. ઘર ઘરથી ભ્રમરવૃત્તિએ ભિક્ષા માગીને લાવેલું ભોજન (ગોચરી) હોય છે. ગૃહસ્થની જેમ અથવા ચક્રવર્તીની જેમ વિશિષ્ટપણે બનાવેલું સ્વાદિષ્ટ ખડૂસ ભોજન હોતું નથી. દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે - જિનેશ્વર ભગવંતો વડે સાધુની આજીવિકા (ગોચરી) અહો-આશ્ચર્યની વાત છે કે કેવી અસાવદ્ય (દોષ વિનાની) કહી છે? કે જે અસાવદ્ય પણ છે. અને તેનાથી મોક્ષની સાધનાના હેતુભૂત એવા સાધુના દેહની ધારણા પણ થઈ શકે તેવી ગોચરી જણાવી છે.
તથા વસ્ત્ર પણ જીર્ણ-વાપરેલાં, પણ ભપકાવાળાં નહીં, કંઈક મલીન પણ ચમકવાળાં કે શોભાવાળાં નહીં. તથા રહેવાનું સ્થાન અરણ્ય. અર્થાત બાંધેલું ઘર નહીં, ઝપવું નહીં. હવેલી નહીં અને બંગલો પણ નહીં. અરણ્યમાં જ હરતો ફરતો વસવાટ. આ બધું જોતાં શધ્યાનું, ભોજનનું, વસ્ત્રોનું અને વસવાટનું સંસારી જીવોની દૃષ્ટિએ સાનુકૂળ અને સગવડતાભર્યું જીવન નથી. તથાપિ મ = તો પણ આશ્ચર્યની વાત છે કે બહારની સંપત્તિ વિનાના હોવા છતાં પણ (મુલાયમ શય્યા-ષડ્રેસ ભોજન, ભપકાદાર વસ્ત્રો અને હવેલી જેવું મકાન નથી તો પણ તેવા) નિઃસ્પૃહ મુનિને ચક્રવર્તીના સુખ કરતાં પણ વં સુવું = પોતાનું સુખ અત્યન્ત અધિક છે. એમ લાગે છે. કારણ કે ચક્રવર્તીપણાનું જે સુખ છે તે અને આદિ
Page #398
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૬૫ શબ્દથી રાજા કે ઈન્દ્રપણાનું જે સુખ છે તે ગ_રશીલ છે (જવા વાળું છે), પાધિક છે (પદ્રવ્ય દ્વારા છે, સહજ નથી), તથા ઘણી ઘણી ઉપાધિઓવાળું છે, ચિંતાઓવાળું અને બોજાવાળું છે. માટે તે સુખ કરતાં મુનિનું સુખ ઘણું અધિક છે. કારણ કે મુનિનું સુખ પોતાના સ્વરૂપથી જન્ય છે, સ્વાભાવિક છે, અનશ્વરશીલ છે અને પરમાનન્દના સુખોથી ભરપૂર ભરેલું છે.
આ કારણથી ઈન્દ્રિયજન્ય જે સુખ છે અને આત્માના ગુણોનું જે સુખ છે તે બન્ને સુખની વચ્ચે ઘણો જાતિભેદ જ છે. દૃષ્ટિનું પરાવર્તન કરીએ તો જરૂર આ વાત સમજાય તેવી છે. વ્યભિચારી પુરુષને પરપત્નીના ભોગમાં આનંદ-સુખ લાગે છે. તે ભાવિમાં આવનારી આપત્તિને જોતો નથી. તેની દૃષ્ટિ તેવા કાર્યમાં બંધાયેલી છે. જ્યારે સ્વદારા સંતોષીને પરપત્નીના ભોગની વાત તો દૂર રહો, પણ કદાચ માત્ર દૃષ્ટિપાત થઈ જાય તો પણ ઘણું જ દુઃખ થાય છે. કારણ કે તે જીવ આ કાર્યને મહાપાપ, અનર્થમૂલક અને અતિશય દુઃખદાયી સમજે છે. તેમ અહીં પણ પરભાવદશામાં આનંદી બનેલા જીવને જ ઈન્દ્રિયજન્ય સુખ એ સુખ લાગે છે, તેને ભાવિની આપત્તિઓ દેખાતી નથી અને સ્વભાવદશામાં મગ્ન બનેલા આત્માને ઈન્દ્રિયોનું સુખ એ પાપબંધનું સ્થાન, મહાપાપ અને અનર્થમૂલક લાગે છે. માટે જ રાજપાટ છોડી, પરિવારનો ત્યાગ કરી વૈરાગી આત્માઓ સાધુજીવન સ્વીકારે છે. બન્નેની દૃષ્ટિમાં મોટો તફાવત છે. એટલે કે આ બને સુખોમાં જાતિભેદ છે.
___ इन्द्रियजे सुखे सुखत्वमारोपितमेव, न च पुद्गलस्कन्धे तु सुखं सुखहेतुत्वञ्च । आत्मन्येवाछिन्नसुखपरम्परा, सुखस्य कर्तृत्वादिकारकषट्कमात्मन्येव अतो वास्तवं सुखं जिनाज्ञानिगृहीतपरभावस्य निःस्पृहमुनेरेव, अतो निःस्पृहस्य महदिन्द्रियागोचरं स्वाभाविकं सुखमिति ॥७॥
ઈન્દ્રિયજન્ય સુખમાં સુખપણું આરોપિત છે. કલ્પનામાત્રથી કલ્પાયેલું છે, પરાધીન છે, વાસ્તવિક સુખ નથી. કારણ કે પુદ્ગલના સ્કંધોમાં સુખ કે સુખની કારણતા નથી. મોહથી તેમાં સુખબુદ્ધિ થાય છે. રાગના કારણે ઈન્દ્રિયજન્ય સુખ એ સુખ લાગે છે. બાકી પુગલ એ પરદ્રવ્ય હોવાથી તે સુખમાં પરાધીનતા-ઉપાધિભૂતતા અને પરિણામે દુઃખદાયિતા રહેલી છે. જ્યારે આત્મતત્ત્વના ગુણોની રમણતામાં જ અખંડ સુખની પરંપરા સમાયેલી છે તથા તે સુખ સ્વાધીન છે. બાહ્ય કોઈ ઉપાધિ નહીં. ક્યારેય નાશ પામે નહીં અને પરિણામે પણ વાસ્તવિક સુખદાયિતા તેમાં જ રહેલી છે. વળી કર્તુત્વ-કર્મત્વ-કરણત્વ-સંપ્રદાનત્વઅપાદાનત્વ અને અધિકરણત્વ આ છએ આત્માનાં કારકચક્ર આત્માના સુખમાં જ છે. કોઈ પરદ્રવ્યનો સંબંધ નહીં.
Page #399
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૬૬
નિઃસ્પૃહાષ્ટક - ૧૨ આત્માના સુખને મેળવનાર કર્તા આત્મા, આ આત્માને મેળવવા યોગ્ય પણ આત્મતત્ત્વ જ છે આ કર્મકારક, આત્મતત્ત્વમાં રમણતા વડે જ આત્માના ગુણો મેળવી શકાય છે. આ કરણકારક પણ આત્મામાં જ, ગુણો પ્રગટ કરીને આપવાના પણ આત્માને જ છે. બીજા કોઈને નહીં. આ સંપ્રદાનકારક પણ આત્મામાં જ છે. જે ગુણો પ્રગટ કરવાના છે તે પણ આત્મામાંથી જ પ્રગટ કરવાના છે, પરદ્રવ્યમાંથી નહીં. માટે અપાદાનકારકતા પણ આત્મામાં જ છે અને પ્રગટ થયેલા ગુણોનો આધાર પણ આત્મા જ છે. કારણ કે તે ગુણો આત્મામાં જ રહે છે. અન્ય કોઈ સ્થાનમાં ગુણો રહેતા નથી કે રખાતા નથી. માટે અધિકરણકારક પણ આત્મા જ છે. આ પ્રમાણે છએ કારકચક્રનું અસ્તિત્વ આત્મામાં જ છે. માટે આ સુખ સ્વાધીન છે. પરાધીન નથી.
આ કારણથી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને અનુસાર નિગૃહીત કર્યો છે (કંટ્રોલમાં કર્યો છે - ત્યજી દીધો છે) પરભાવ જેણે એવા નિઃસ્પૃહ મુનિને જ સાચું વાસ્તવિક સુખ છે. માટે નિઃસ્પૃહ મુનિને જે સુખ છે તે સુખ મહાન છે, ઈન્દ્રિયોથી અગોચર છે અને સ્વાભાવિક સુખ છે. અર્થાત્ ગુણોના અનુભવનું જે સુખ છે તે સદાકાળ રહેનાર છે. જેમ પરપત્નીના ભોગનું સુખ અને સ્વપત્નીના ભોગનું સુખ આ બન્નેની વચ્ચે જેટલો તફાવત છે તેટલો જ તફાવત પદ્ગલિક સુખમાં અને આત્માના ગુણોના સુખમાં છે. છા
परस्पृहा महादुःखम्, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥८॥
ગાથાર્થ :- પરદ્રવ્યની સ્પૃહા એ મોટું દુઃખ છે અને નિઃસ્પૃહતા એ મોટું સુખ છે. આટલું જ સુખ અને દુઃખનું લક્ષણ મહાત્મા પુરુષોએ શાસ્ત્રોમાં સંક્ષેપથી કહ્યું છે. IIટા
ટીકા :- “પરપૃત્તિ” પરચ-પરવસ્તુન: પરર્ વા ગૃહ-માણા મહાદુઃā= महत् कष्टम्, निःस्पृहत्वं-निर्वाञ्छकत्वम्, महासुखं-महानन्द इति सुखदुःखयोः समासेन-संक्षेपेण एतद् लक्षणमुक्तं-कथितम् । इत्यनेन पराशा एव दुःखम् ।
यच्च निर्विकाराखण्डसच्चिदानन्दस्य स्वाभाविकात्मधर्मभोक्तुः परभावाभिलाष एव दुःखं तर्हि किं पराशा ? इति ।
વિવેચન :- પરદ્રવ્યની જે સ્પૃહા, પરપદાર્થની જે ઈચ્છા, પરવસ્તુની જે આશા તેને પરસ્પૃહા કહેવાય છે. સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય એ પરદ્રવ્ય કહેવાય છે. કારણ કે આત્મા ચેતન છે અને પુદ્ગલદ્રવ્ય જડપદાર્થ છે માટે તે પુદ્ગલદ્રવ્ય આત્માથી પરદ્રવ્ય છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૬૭
તેની ઈચ્છા કરવી તે જ મોટું દુઃખ છે. જેમ પારકાના ધનને લેવાની ઈચ્છા કરવી, પારકાની પત્નીની સાથે ભોગની ઈચ્છા કરવી, પારકાના ઘરમાં રહેવાની ઈચ્છા કરવી, પારકાના દાગીના ધારણ કરવાની તમન્ના કરવી તે જેમ દુઃખદાયી છે તેમ પરપદાર્થની સ્પૃહા એ જ મોટું દુઃખ છે અને નિઃસ્પૃહતા રાખવી, વાગ્છા ન કરવી, કોઈપણ પ્રકારના પરદ્રવ્યનો મોહ ન કરવો તે જ મોટું સુખ છે, મહાન આનંદ છે. જેમ ગામના કે સગાંવહાલાંના માગીને લાવેલા દાગીના પહેરીએ અને પોતાના વસાવેલા દાગીના પહેરીએ તો પારકાના દાગીનામાં ખોવાઈ જવાની, ભાંગી-તુટી જવાની, લુંટાઈ જવાની અને લોકોનાં મેણાં સાંભળવાના ભયથી દુઃખ જ છે અને પોતાના દાગીના પહેરવામાં ઉપરોક્ત કોઈ ચિંતા ન હોવાથી પોતાના મનનો આનંદ સમાતો નથી. તેમ નિઃસ્પૃહતામાં જ મોટું સુખ છે.
મહાત્મા પુરુષોએ પૂર્વરચિત શાસ્ત્રોમાં અતિશય સંક્ષેપથી દુ:ખ અને સુખનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે કે “પરસ્પૃહા” એ દુઃખ અને “નિઃસ્પૃહતા” એ સુખ. આ કારણથી “પરાશા” પરદ્રવ્યની જે આશા તે જ મોટું દુઃખ છે. તે કારણથી નિર્વિકારી અખંડ સમ્યજ્ઞાનના આનંદવાળા તથા સ્વાભાવિક આત્મધર્મોનો (ગુણોનો) અનુભવ કરનારા પરમાર્થ તત્ત્વના અભિલાષુક એવા મહાત્માને પરભાવની અભિલાષા કરવી એ જ મોટું દુ:ખ દેખાય છે, તો પછી તેવા પ્રકારના પરદ્રવ્યની આશા તો કેમ જ રખાય ? તે તો દુઃખ નહીં પણ મહાદુ:ખ કહેવાય. ઉત્તમ આત્માઓના આવા વિચારો, આવી વાણી અને આવું વર્તન હોય છે.
अस्यात्मनः स्वपरविवेकनिगृहीतपरभावाविर्भावितात्मानन्तानन्दस्य निःस्पृहत्वं धर्मः, तदास्वादनेन सुखमिति । अत एव स्पृहा त्याज्या, स्पृहा हि स्वसामर्थ्यशून्यस्य भवति । अयं तु पूर्णानन्दाखिलज्ञेयज्ञानवान् परमः पदार्थः सर्वपदार्थावगमस्वभावः शुद्धात्मीयानन्दभोगी । तस्य अनादिस्वतत्त्वानुभवभ्रष्टत्वेन परस्पृहां गतस्यापि साम्प्रतमव्याबाधात्मभावभावनया टङ्कोत्कीर्णन्यायेन अवगतात्मस्वरूपस्य स्पृहा - पराशा न भवतीत्युपदेशः ॥८॥
સ્વદ્રવ્ય શું ? અને પરદ્રવ્ય શું ? સ્વભાવદશા કોને કહેવાય ? અને વિભાવદશા કોને કહેવાય ? સ્વ-સ્વરૂપ શું ? અને પર-સ્વરૂપ શું ? ઈત્યાદિ ભોગોનો સમ્યજ્ઞાન દ્વારા યથાર્થ ભેદ કરીને પરભાવ દશાનો નિગ્રહ (ત્યાગ) કરવા પૂર્વક પ્રગટ કર્યો છે આત્માના સ્વરૂપનો અનંત આનંદ જેણે એવા આ આત્માનો નિઃસ્પૃહતા એ ધર્મ છે અને તે નિઃસ્પૃહતાનો સ્વાદ માણવો તે જ સાચું સુખ છે. સ્વ-પરનો વિવેક કરવા પૂર્વક પરભાવને દબાવીને સ્વભાવ સ્વરૂપ પ્રગટ કરીને તેનો આનંદ માણનારા આત્માને જ આ નિઃસ્પૃહતા આવે છે. તેને જ નિઃસ્પૃહતાનું સુખ સમજાય છે માટે નિઃસ્પૃહ થવું એ જ સાચું સુખ છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
સ્પૃહા એટલે પરની આશા, જે કાર્ય કરવામાં પોતે સમર્થ ન હોય, એટલે કે પોતાનું કાર્ય કરવામાં જે પોતે જાતે સામર્થ્યથી શૂન્ય હોય, તે જ પરપદાર્થોની અપેક્ષા રાખે, જે માણસ પોતે સ્વયં પગથી ચાલી શકતો ન હોય તે જ માણસ લાકડીના ટેકા આદિ પરપદાર્થની અપેક્ષા રાખે. પરંતુ આ આત્મા તો પરિપૂર્ણ આનંદવાળો અને સર્વજ્ઞેયતત્ત્વને જાણવાના સ્વભાવવાળો છે. આ આત્મા એ જ પરમપદાર્થ છે. સર્વે પણ પદાર્થોનો બોધ કરવાના સ્વભાવવાળો છે. શુદ્ધ પોતાના સ્વરૂપના આનંદનો અનુભવ કરવાવાળો છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ આવા પ્રકારનું નિર્મળ છે. આ આત્મા સ્વરૂપભોગી છે. સ્વરૂપના આનંદવાળો છે. સ્વરૂપની જ મસ્તીવાળો છે, અલખ નિરંજન છે.
૩૬૮
પરંતુ મોહરાજાનું જોર હોવાથી અનાદિકાળથી આત્મતત્ત્વના અનુભવથી રહિત બનેલો આ આત્મા ભ્રષ્ટ થયેલો છે તેને પોતાના અસલી શુદ્ધ સ્વરૂપનું ભાન જ નથી. તેથી જ પરસ્પૃહાને કરે છે. પરદ્રવ્યોની સ્પૃહા ઈચ્છે છે, હવે તેનો કાલ પાક્યો છે. જૈન શાસ્ત્રો (સદાગમ)નું અધ્યયન કરવાથી, સત્સંગ અને સ્વાધ્યાયનું વારંવાર આલંબન લેવાથી, સદ્ગુરુનો સંયોગ મળવાથી સદ્ગુરુઓ પાસે નિરંતર વાચના અને વ્યાખ્યાન શ્રવણ કરવાથી, અવ્યાબાધ એવા આત્મતત્ત્વના મૂલભૂત શુદ્ધ સ્વરૂપની સતત ભાવના ભાવવાથી ટંકોત્કીર્ણના ન્યાયે જાણ્યું છે પોતાના આત્માનું સ્વરૂપ જેણે એવા આ આત્માને હવે પરપદાર્થની સ્પૃહા થતી નથી, સ્વ-પરનો વિવેક સમજાઈ ગયો છે. આત્માનું શું છે અને પરનું શું છે ? તે ગુરુગમાદિથી બરાબર સમજાઈ ચૂક્યું છે. માટે જ પરપદાર્થોનો ત્યાગ કરી આ જીવ મુનિજીવન સ્વીકારે છે, સાધનામાં જ જોડાય છે. ધન, સ્વજન, ગૃહાદિથી નિઃસ્પૃહ બને છે. ઉત્કૃષ્ટ ત્યાગી બને છે.
ગુરુજી પણ નિરંતર તે જીવને સ્વ-પરનો વિવેક કરાવનારી ધર્મદેશના જ આપે છે. સ્વતત્ત્વ અને પરતત્ત્વનો ભેદ સમજાય તેવી સતત ધર્મદેશના આપવી એ જ ગુરુજીનું કર્તવ્ય છે. આવી સાચી દેશના આપનારા ગુરુજીને જ સદ્ગુરુ કહેવાય છે. સ્વ-પરના વિવેકને કરનારી ધર્મદેશના આપવી અને સાંભળવી એ જ ગુરુ-શિષ્યનો ધર્મ છે. બીજા કામોમાં ચિત્તને જોડવું તે ઉપાધિરૂપ છે. માટે નિઃસ્પૃહ થવા પ્રયત્નશીલ બનવું જ ઉપદેશ 9.11211
બારમું નિઃસ્પૃહાષ્ટક સમાપ્ત
Page #402
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૩૬૯
મૌનાષ્ટક - ૧૩ થ ત્રયોદશં મૌનાષ્ટક્રમ્
| |
एते च गुणाः पूर्वोक्ताः मुनेर्निर्ग्रन्थस्य भवन्ति, अतः मुनिस्वरूपं निर्दिशति । सन्ति च लोके अनिर्ग्रन्थाः निर्ग्रन्थारोपमत्ताः आत्माऽशुद्धाभिमानतः तत्त्वविवेकविकलाः । तेषामेवोपदेशाय विशुद्धगुरुतत्त्वावबोधार्थं चाह-तत्र मन्यते त्रिकालविषयत्वेन आत्मानमिति मुनिः । तत्र नाममुनिः स्थापनामुनिः सुगमः, द्रव्यमुनिः ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात् अनुपयुक्तो लिङ्गमात्रद्रव्यक्रियावृत्तिः साध्योपयोगशून्यस्य प्रवर्तनविकल्पादिषु कषायनिवृत्तस्य परिणतिचक्रे असंयमपरिणतस्य द्रव्यनिर्ग्रन्थत्वम्, भावमुनिः चारित्रमोहनीयक्षयोपशमोपशमक्षायिकोत्पन्न-स्वरूपरमणपरभावनिवृत्तः परिणतिविकल्पप्रवृत्तिषु द्वादशकषायोद्रेकमुक्तः ।
પૂર્ણતા, મગ્નતા, સ્થિરતા, મોહત્યાગ, સમ્યજ્ઞાન, સમભાવ, ઈન્દ્રિયજન્ય, પરભાવત્યાગ, ધર્મક્રિયા, આત્મગુણોમાં જ તૃપ્તિ, નિર્લેપતા અને નિઃસ્પૃહતા આ સર્વે ગુણો કે જે પૂર્વે સમજાવ્યા છે તે નિર્ગસ્થ મુનિને જ હોય છે. જે મુનિ ધન-સ્વજન-ગૃહાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગી બન્યા છે અને રાગ, દ્વેષ, મમતા અને ક્રોધાદિ કષાયો રૂપી અભ્યત્તર પરિગ્રહના પણ ત્યાગી બન્યા છે એવા બાહ્ય અને અભ્યત્તર એમ બન્ને પ્રકારની ગ્રન્થિ (ગાંઠ) વિનાના મુનિને જ આવા ગુણો હોઈ શકે છે. આ કારણથી હવે મુનિનું સ્વરૂપ સમજાવાય છે.
આ સંસારમાં એવા પણ ઘણા જીવો છે કે જેઓ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે છે, સાધુ થાય છે, પણ અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરતા નથી. અર્થાત્ અત્યંતર પરિગ્રહવાળા હોય છે. તેથી તેઓ બાહ્યથી નિર્ગસ્થ છે. પણ સાચા નિર્ગસ્થ નથી. સાધુનો વેષ રાખીને પોતાની જાતને નિર્ગસ્થ માનતા અને લોકો પાસે મનાવતા નિર્ચન્થતાના આરોપના મદવાળા જીવો પણ હોય છે. અભિમાન બે જાતનું હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત, જો કે એક અભિમાન સારું તો નથી જ, છતાં પણ સુદેવ, સુગુરુ, સુધર્મ અને સન્શાસ્ત્ર મળ્યાં છે તેનું માન કરવું કે હું કંઈ સામાન્ય માણસ નથી, વીતરાગ તીર્થંકરપ્રભુનો સેવક છું. ઉત્તમ ગુરુ મને મળ્યા છે. મેં જિનવાણી સાંભળી છે. વીતરાગ પરમાત્મા મને મળ્યા છે. ઈત્યાદિ તે પ્રશસ્ત-માન અને સચ્ચારિત્ર કે સદાચારાદિ ગુણો હોય નહીં, નિર્ગુન્શતા પણ સાચી ન હોય, દંભપૂર્વક નિર્ગસ્થતા માને અને મનાવે, પોતાની જાતને ત્યાગી મહામુનિમાં ખપાવે તે સઘળું ય અપ્રશસ્ત-અભિમાન કહેવાય છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૭) મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર આવા પ્રકારના આત્માના અપ્રશસ્ત અભિમાનથી પોતાની જાતને નિર્ઝન્થ માનતા અને મનાવતા એવા તથા તત્ત્વજ્ઞાન અને વિવેકબુદ્ધિ વિનાના કેટલાક જીવો હોય છે. તેઓના જ ઉપદેશ માટે વિશુદ્ધ એવું ગુરુતત્ત્વ કેવું હોય છે તે સમજાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે.
ત્યાં “મુનિ શબ્દ મન્ ધાતુ ઉપરથી બન્યો છે “આત્મા” નામનો ચૈતન્ય ગુણવાળો, અરૂપી, અતીન્દ્રિય અને વાણીથી અગોચર સ્વરૂપવાળો એક પદાર્થ (આત્મા) ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ છે અને ભાવિમાં પણ રહેશે જ, ક્ષણવિનાશી કે ચિરકાલવિનાશી નથી, આમ ત્રણે કાળના વિષય તરીકે આત્મદ્રવ્યને જે માને તે મુનિ કહેવાય છે. આત્માને ત્રણે કાલના અસ્તિત્વવાળો માને તો જ કર્મ-બંધ, કર્મ-ઉદય, સુખ-દુઃખ, સંસાર-મુક્તિ વગેરે પર્યાયો ઘટી શકે છે. મૂળભૂત દ્રવ્યને તો દ્રવ્યસ્વરૂપે ત્રિકાલવિષયક સ્વીકારવું જ જોઈએ, તો જ તેમાં સારા-નરસા પર્યાયો અને તેનું પરિવર્તન સંભવી શકે. બૌદ્ધ દર્શનકારો કેવલ ક્ષણિક આત્મા માને છે તથા સાંખ્યાદિ દર્શનકારો કુટસ્થ નિત્ય આત્મા માને છે, તે ઉચિત નથી. દ્રવ્ય અને પર્યાય આમ ઉભયરૂપ હોવાથી નિત્યાનિત્ય છે. આમ માને તે મુનિ કહેવાય છે.
આવા પ્રકારના મુનિ નામાદિ ચાર નિક્ષેપે ચાર પ્રકારના હોય છે. ત્યાં નામમુનિ અને સ્થાપનામુનિ પૂર્વે સમજાવેલી રીતિ મુજબ સુગમ છે. દ્રવ્યમુનિ ૧ જ્ઞશરીર, ૨ ભવ્યશરીર અને ૩ તેનાથી ભિન્ન તથ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારના ભેદથી ત્રણ જાતના હોય છે. ત્યાં મુનિના સ્વરૂપને જે જાણતા હોય, પરંતુ પ્રરૂપણાના કાલે ઉપયોગ ન હોય-અનુપયોગ હોય, સાધુપણાના લિંગ માત્રને ધારણ કરનારા હોય અને દ્રવ્યક્રિયામાં ઉપયોગશૂન્યપણે ધર્મક્રિયામાં) વર્તનારા હોય તે મુનિને દ્રવ્યમુનિ કહેવાય છે.
- જે સાધ્ય (કર્મક્ષય) સાધવું છે તેના ઉપયોગથી શૂન્ય એવા મુનિને તથા વિહારઆહારગ્રહણ-પ્રતિક્રમણ આદિ પ્રવૃત્તિમાં અને તેના સંબંધી વિચાર વિનિમય આદિમાં લોકો પોતાને મહામુનિ માને એટલા માટે તે તે ક્રિયામાં વર્તનારા અને તે માટે જ કષાયો નહીં કરનારા મુનિને, તથા પરિણામની ધારામાં અસંયમના ભાવથી પરિણામ પામેલા પાંચ ઈન્દ્રિયોના વિષય-ભોગોની સાનુકૂળતા જ ઈચ્છનારા એવા મુનિને દ્રવ્યનિર્ગસ્થપણું સમજવું.
ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષય થવાથી પ્રગટ થયેલા ચારિત્રગુણવાળા તથા આત્મસ્વરૂપમાં જ નિરંતર રમણતા કરનારા, અને તેથી પરભાવની રમણતા જેણે દૂર કરી છે એવા અર્થાત્ સ્વભાવદશામાં જ રમનારા અને પરભાવથી નિવૃત્ત બનેલા, તથા પરિણામની ધારામાં, માનસિક વિચારોમાં અને કાયિક બાહ્ય ધર્મક્રિયાની
Page #404
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૭૧ પ્રવૃત્તિમાં એમ સર્વત્ર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ એમ બાર પ્રકારના કષાયના ઉદય વિનાના બનેલા એવા જે મુનિ છે તે ભાવમુનિ જાણવા. આ પ્રમાણે ચાર નિક્ષેપા સમજાવ્યા. હવે સાત નયથી મુનિપણાનો વિચાર કરાય છે.
नैगमसङ्ग्रहव्यवहारनयैः द्रव्यक्रियाप्रवृत्तद्रव्याश्रवविरक्तस्य मुनित्वम् । ऋजुसूत्रनयेन भावाभिलाषसङ्कल्पोपगतस्य शब्दसमभिरूद्वैवम्भूतनयैः प्रमत्तात् क्षीणमोहं यावत् परिणतौ सामान्यविशेषचक्रे स्वतत्त्वैकत्वपरमसमतामृतरतस्य मुनित्वम् अत्र सम्यग्ज्ञानदर्शनचारित्रप्राग्भाववतो द्रव्यभावाश्रवविरतस्वरूपरतस्यावसरः
નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે નયની અપેક્ષાએ ઉપયોગશૂન્યપણે દ્રવ્યક્રિયામાં પ્રવર્તનારા અને પ્રાણાતિપાતાદિ (હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહ એમ) દ્રવ્યાશ્રવથી વિરામ પામેલા મુનિમાં મુનિપણું માને છે. સ્થૂલદેષ્ટિ હોવાથી બહારથી જે ત્યાગી છે-તેને જ ત્યાગી મુનિ છે એમ માની લે છે. ઋજુસૂત્રનય ભાવસાધુતા પ્રાપ્ત કરવાની તીવ્ર તમન્નાના સંકલ્પવાળા મુનિને મુનિ માને છે. અને શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતનય પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનકથી ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકમાં વર્તનારા તથા સામાન્યપણે પ્રવર્તતી મુનિપણાની પરિણામની ધારા કે વિશેષપણે પ્રવર્તતી પરિણામની ધારા એમ બન્ને પ્રકારની આત્મપરિણતિમાં કેવલ એકલી આત્મતત્ત્વની સાથે જ એકતામાં રમનારા તથા પરમ સમતારસ રૂપી અમૃતના જ રસિક એવા મુનિમાં જ મુનિપણું માને છે. છેલ્લા ત્રણ નયો નિશ્ચયનય હોવાથી સૂક્ષ્મ દૃષ્ટિવાળા છે. માટે પ્રવૃત્તિ કરતાં પરિણતિને વધારે મહત્ત્વ આપે છે. જ્યારે પ્રથમના ત્રણ નવો પ્રવૃત્તિને વધારે મહત્ત્વ આપે છે.
આ અષ્ટકમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્રની પ્રગટતાવાળા મુનિને તથા દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ એમ બન્ને પ્રકારના આશ્રવથી વિરામ પામેલા એવા સાચા મુનિપણાના સ્વરૂપમાં લયલીન એવા મુનિને સમજાવવાનો આ અવસર છે. જે હવે પછીના આઠ શ્લોકોમાં સમજાવાય છે. -
मन्यते यो जगत्तत्त्वं, स मुनिः परिकीर्तितः । सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव वा ॥१॥
ગાથાર્થ :- જે આત્મા જગતના તત્ત્વને જાણે છે તે મુનિ કહેવાય છે. સમ્યકત્વ એ જ મુનિપણું છે અથવા મુનિપણું એ જ સમ્યકત્વ છે. III
ટીકા - “ચંતે તિ" : શમનિર્વેલનુવાસ્તિવયત્નક્ષપત્નશિત:, ના
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૨
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
लोकं जीवाजीवलक्षणम्, मन्यते - जानाति तत्त्वं यथार्थोपयोगेन द्रव्यास्तिकपर्यायास्तिक-स्वभाव-गुण- पर्यायैः निमित्तोपादानकारणकार्यभावोत्सर्गापवादपद्धत्या जानाति स मुनि: अवगृहीततत्त्वः परिकीर्तितः कथितः श्रीतीर्थङ्करगणधरैः । मुनेःनिर्ग्रन्थस्य इदं मौनम्, एवेति निर्द्धारणे तत्सम्यक्त्वं, यत् यथा ज्ञातं तथा कृतमिति तत् सम्यक्त्वमेव, मुनित्वं सम्यक्त्वं, वा पुनः सम्यक्त्वमेव मौनं निर्ग्रन्थत्वम् ।
વિવેચન :- શમ (ઉપશમભાવ), સંવેગ (મોક્ષાભિલાષ), નિર્વેદ (ભવોàગ), અનુકંપા (દ્રવ્ય-ભાવથી કરૂણા) અને આસ્તિકતા (વીતરાગ પ્રભુનાં વચનો ઉપરની શ્રદ્ધા) આવાં ઉત્તમ પ્રકારનાં પાંચ લક્ષણોથી યુક્ત એવો જે આત્મા જગતના તત્ત્વને એટલે કે જીવ, અજીવ લક્ષણવાળા સમસ્ત લોકને યથાર્થ ઉપયોગપૂર્વક જાણે છે તથા દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક, નયસાપેક્ષપણે સ્વભાવ-ગુણ અને પર્યાયથી નિમિત્ત-ઉપાદાનપણે કારણ-કાર્યભાવ પૂર્વક ઉત્સર્ગ અને અપવાદપૂર્વક જાણવાની સાચી નીતિ-રીતિ મુજબ જે જાણે છે તે જ સાચા મુનિ કહેવાય છે. સ્યાદ્વાદશૈલીપૂર્વક આ જગતનું જેવું સ્વરૂપ સ્વયં છે તેને તે પ્રકારે જે જાણે છે. મન્યતે
માને છે, સમજે છે તે મુનિ કહેવાય છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય આમ ત્રિપદીવાળું વસ્તુસ્વરૂપ છે. દરેક દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી, ગુણથી અને પર્યાયોથી ભરેલાં છે, ઈશ્વર જગત્કર્તા નથી પણ જગતના જ્ઞાતા છે ઈત્યાદિ રીતે જગતને યથાર્થ ઉપયોગપૂર્વક જે જાણે છે તે જ યથાર્થ જ્ઞાની હોવાથી તત્ત્વને યથાર્થ રીતે અવગૃહીત કરતા હોવાથી (નિર્ણયપૂર્વક શ્રદ્ધા કરતા હોવાથી) સાચા મુનિ છે. આમ શ્રી તીર્થંકર અને ગણધર ભગવન્તોએ તેવા પ્રકારના આત્માને મુનિ કહેલા છે.
મુનિ એટલે નિગ્રન્થ આત્મા, રાગ અને દ્વેષની ગાંઠ જેણે છેદી નાખી છે એવા તથા પરિગ્રહ (મમતા) વિનાના હોય તેને મુનિ કહેવાય છે. આવા પ્રકારના મુનિનું જે સ્વરૂપ તેને મૌન કહેવાય છે. શ્લોકમાં લખેલો ત્ત્વ શબ્દ નિશ્ચય અર્થમાં છે. તેથી આવા પ્રકારના મુનિપણાના ધર્મને સમ્યક્ત્વ જ કહેવાય છે જે વસ્તુ જેવી (હેય-ઉપાદય-ત્રિપદીમય નિત્યાનિત્યાદિ ધર્મવાળી) છે તે વસ્તુને બરાબર તેવી જ જાણવી, માનવી અને જાણ્યા-માન્યા પછી તેવું જ આચરણ કરવું, આત્મતત્ત્વને અલ્પ પણ નુકશાન કરે એવા અઢાર પાપસ્થાનકોથી દૂર રહેવું અને આત્મતત્ત્વનો ઉપકાર કરે એવા પંચાચારાદિનું પાલન કરવું तत् તે મુનિપણું એ સમ્યક્ત્વમેવ સમ્યક્ત્વ જ છે. આ રીતે યથાર્થ એવું મુનિત્વ સમ્યક્ત્વ = મુનિપણું તે સમ્યક્ત્વ જ છે, સાચી દૃષ્ટિ છે. વા-પુનઃ = અથવા સમ્યક્ત્વમેવ મનં = સમ્યક્ત્વ એ જ મુનિધર્મ છે એટલે કે સમ્યક્ત્વ એ જ યથાર્થ નિગ્રન્થતા છે.
=
=
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૭૩
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩ આ રીતે હેય-ઉપાદેયને બરાબર જાણવા, જાણીને યથાર્થ રીતે માનવા અને માનીને હેયનો ત્યાગ કરવો, ઉપાદેયનો સ્વીકાર કરવો એટલે કે સ્વભાવદશામાં જ વર્તવું અને વિભાવદશાથી દૂર રહેવું તે જ સાચું મુનિપણું છે અને તે જ સાચું સમ્યકત્વ છે. આ રીતે વિભાવદશાથી દૂર રહેવું એ જ સમ્યકત્વ અને એ જ મુનિપણું જાણવું. જેમ બોલવા રૂપ વચનોચ્ચારથી દૂર રહીએ તેને વ્યવહારમાં મૌન કહેવાય છે તેમ વિભાવ-ભાવથી દૂર રહેવું તેને નિશ્ચયનયથી મૌન કહેવાય છે.
अत्र यत् शुद्धश्रद्धाननिर्धारितात्मस्वभावः, तत्र अवस्थानं चरणं, यच्च सम्यग्दर्शनेन निर्धारितं, सम्यग्ज्ञानेन विभक्तं, स्वरूपोपादेयत्वं तच्च तथैव भवति रमणं चरणं मुनित्वम् । अतः सम्यक्श्रद्धागृहीतकरणं तत् एवम्भूतनयेन सम्यक्त्वमेवम्, अत एव सम्यग्मुनित्वं सम्यक्स्वरूपम् । इति ज्ञपरिज्ञा-प्रत्याख्यानपरिज्ञाप्राप्तमेव कार्यसाधकम्, तेन सम्यक्त्वमुनित्वे अभेदः सम्यदृष्टिभिः यच्चतुर्थगुणस्थानस्थैः साध्यत्वेन धारितं, तथाकरणे यत्र मुनिभावे निष्पादित सिद्धावस्थायाम् । इत्यनेन शुद्धसिद्धत्वस्य धर्मनिर्धारः सम्यक्त्वम् ।
- અહીં શુદ્ધ અને નિર્મળ એવી શ્રદ્ધાપૂર્વક નિર્ણત કર્યું છે (એટલે કે નિશ્ચયપૂર્વક જાણીને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યું છે) આત્મસ્વભાવનું સ્વરૂપ જેણે એવો ઉત્તમ આત્મા તેવા પ્રકારના આત્મસ્વભાવમાં જે સ્થિર થાય, જામી જાય તેને જ “ચરણ (ચારિત્ર)” કહેવાય છે. સારાંશ કે સમ્યગ્દર્શન દ્વારા શુદ્ધ એવા આત્મસ્વભાવનો નિર્ણય કર્યો અને સમ્યજ્ઞાન દ્વારા વિભાવદશા અને સ્વભાવદશાનો યથાર્થ રીતે વિભાગ કરીને “આત્મસ્વરૂપ જ ઉપાદેય છે” આવો પાકો નિર્ણય કરીને તે જ ગમી જવું, તેમાં જ રમવું, આત્માના જ સ્વરૂપની લગની લાગવી, તેમાં જ રમણતા કરવી, તેને જ જીવનમાં અપનાવી લેવું તેને જ ચારિત્ર કહેવાય છે. આવા પ્રકારનું જે ચારિત્ર તે જ મુનિપણું સમજવું.
આ કારણથી સંગ્રહનય વડે આત્મામાં સિદ્ધપરમાત્મા જેવું જ સ્વરૂપ સત્તાગત રીતે રહેલું છે તેને જ સમ્યશ્રદ્ધાપૂર્વક ચિત્તમાં ગ્રહણ કરીને આચરણમાં લાવવું. પ્રગટ કરવું, તેને પ્રગટ કરવા તે તરફ પ્રયત્નશીલ બનવું તેને જ એવંભૂતનયથી સમ્યકત્વ કહેવાય છે. આત્માની સ્વભાવદશાનો યથાર્થ રીતે વિભાગ કરીને તેને જ લક્ષ્ય બનાવીને તે તરફ સતત પ્રયત્નશીલ બનવું અને આત્મતત્ત્વની બાધક અને હેય એવી વિભાવદશા પ્રત્યેના વળાંકનો ત્યાગ કરીને સ્વભાવદશાની પ્રાપ્તિ તરફ પ્રયત્નશીલ બનવું તે જ સાચું સમ્યકત્વ છે. આવા પ્રકારનું સાચું જે સમ્યકત્વ છે. તે જ યથાર્થ મુનિપણું છે અને આવા પ્રકારનું જે
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૭૪
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
સમ્યક્ મુનિપણું છે તે જ સાચું સમ્યક્ સ્વ-સ્વરૂપ છે. અર્થાત્ આત્મસ્વરૂપ છે. આમ તત્ત્વ સમજવું.
આ પ્રમાણે જ્ઞપરિક્ષા દ્વારા યથાર્થ રીતે જાણેલું અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે વિભાવદશા અને સ્વભાવદશાનો ભેદ કરવાપૂર્વક વિભાવદશાનો ત્યાગ કરી સ્વભાવદશામાં એકાગ્ર બનવું. આ રીતે સમ્યગ્ભાવપૂર્વકનું જે મુનિપણું છે તે જ કાર્યસાધક (મુક્તિ આપનારું) બને છે. તેથી ઉપરની દશામાં સમ્યક્ત્વનો અને મુનિપણાનો અભેદ જાણવો.
કાદવમાં પડેલી સોનાની લગડી અથવા સ્ફટિકનો ગોળો ભલે ચારે બાજુથી કાદવ વડે લેપાયેલો હોય તો પણ તે દ્રવ્યનો એક પણ પરમાણુ અથવા એક પણ ટુકડો કાદવ બન્યો નથી કે બનતો નથી. તે દ્રવ્ય જેવું છે તેવું જ શુદ્ધ અને નિર્મળ જ રહે છે. તેવી જ રીતે કર્મોથી લેપાયેલો આત્મા પણ કર્મોના કારણે ભલે મલીન થયો હોય તો પણ આત્માનું મૂલભૂત રત્નત્રયી-આત્મક શુદ્ધસ્વરૂપ જરા પણ ગુમાવ્યું નથી. તે તો જેવું અસલી સ્વરૂપ છે તેવું જ છે, તેથી ઉપર ઉપરનો કાદવ જો દૂર કરીએ તો મૂલભૂત સોનાની લગડી અને સ્ફટિકનો ગોળો જેમ પ્રાપ્ત કરી શકાય છે, તેમ આત્મામાં લાગેલાં કર્મો જો દૂર કરાય તો અસલી શુદ્ધ સ્વરૂપવાળો નિર્મળ આત્મા પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રકારનું ચોથા ગુણસ્થાનકમાં વર્તતા સમ્યગ્દષ્ટિ જીવો વડે આત્માનું શુદ્ધ, નિર્મળ, ક્ષાયિકભાવના ગુણોવાળું જે સ્વરૂપ નિર્ધારિત કરાયું છે (શાસ્ત્રોના અભ્યાસ દ્વારા યથાર્થ રીતે જે જણાયું છે) તે જ નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તથારને તેવા પ્રકારનો સાચો પુરુષાર્થ કરાયે છતે જે જે ગુણઠાણે જેટલો જેટલો પ્રયત્ન કરાય છે તે તે ગુણઠાણે તેટલા તેટલા અંશે સિદ્ધાવસ્થામાં રહેલું સ્વરૂપ પ્રાપ્ત કરાય છે. સારાંશ કે
=
સમ્યક્ત્વ દ્વારા આત્માનો મુનિભાવ જાણીને તેને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરાયે છતે સિદ્ધદશા જેવું આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. નૃત્યનેન - આમ નિર્ધારિત આત્મ-સ્વરૂપ તરફનો પ્રયત્ન નિર્ધારિત સ્વરૂપને અવશ્ય પ્રગટ કરનાર બને છે તે માટે શુદ્ધ-નિર્મળ-સર્વથા કર્મરહિત અવસ્થા અને જ્ઞાનાદિ ગુણમય એવું સિદ્ધત્વ એ જ સાચો આત્મધર્મ છે. તે જ યથાર્થ લક્ષ્ય છે. આવા પ્રકારનો મનમાં પાકો નિર્ણય કરવો તે જ સમ્યક્ત્વ અને તેની જ પ્રાપ્તિ માટેનો જે પ્રયત્ન જ મુનિપણું છે. આ રીતે સમ્યક્ત્વ એ જ મુનિપણું જાણવું. ચોથાપાંચમા ગુણઠાણાવાળા જીવો સંગ્રહનયથી અંદર રહેલા સત્તાગત સ્વરૂપનો નિર્ણય કરે છે. છથી બાર ગુણઠાણા વાળા જીવો તેના ઉપાયમાં પ્રવર્તતા છતા વ્યવહાર અને ઋજુસૂત્રનયથી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને શબ્દ-સમભિરૂઢ નયથી તેરમા-ચૌદમા ગુણઠાણાવાળા
Page #408
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૭૫ જીવો તે શુદ્ધ સ્વરૂપાત્મક સાધ્યની અતિશય નિકટ પહોંચે છે અને એવંભૂતનયથી તે જ શુદ્ધસ્વરૂપનો સિદ્ધાવસ્થામાં પૂર્ણપણે આવિર્ભાવ થાય છે. આ રીતે ચોથા ગુણઠાણાથી સાધ્ય તરીકે જેનો પાકો નિર્ણય કરાયો છે તે જ સાધ્ય ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં ભિન્ન ભિન્ન નયોની અપેક્ષાએ પ્રાપ્ત કરાય છે માટે સમ્યકત્વ અને મુનિપણાનો અભેદ છે. સમ્યત્વકાલે જે સાધ્ય છે તે જ સાધ્ય મુનિકાલે પણ વર્તે છે અને મુક્તિદશામાં પણ તે જ સાધ્ય સિદ્ધપણે વર્તે છે. આ બાબતમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે –
आचाराड़े-जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा । ण इमं सक्कं सिढिलेहिं अदिज्जमाणोहिं गुणासाएहिं वंकसमायारेहि पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं पंतं लूहं सेवंति વીર સપૂત્તસિt I (આચારાંગ વ્યુત-૧, અધ્ય-પ, ઉદ્દેશો-૩, સૂત્ર-૧૫૫) તથા पञ्चास्तिकायेषु जीवः चेतनालक्षणः, तत्र स्वीयात्मबद्धोऽपि विभावग्रस्तोऽपि सत्तया निर्मलानन्दी निर्धार्य तदावरणविगमाय मोहहेतून् द्रव्याश्रवान् हेयतयोपलक्षितान् हेयतया करोतीति सम्यक्त्वं मुनिस्वरूपम् ॥१॥
જે પાપકર્મના વર્જનને યથાર્થ રીતે નિર્ધારિત કરે છે એટલે કે પાપકર્મને હેય તરીકે સાચા મનથી જાણે છે તે જ તેનાથી દૂર રહેવા રૂપ મુનિભાવને જાણી શકે છે અને જે સાચા મુનિભાવને જાણે છે તે જ તે પાપકર્મવર્જનને યથાર્થ રીતે નિર્ધારિત કરી શકે છે. દાખલા તરીકે જે મનુષ્યો સર્પને, વિષને, કંટકાદિને યથાર્થપણે નિર્ધારિત કરે છે, યથાર્થપણે જાણે છે તે જ મનુષ્યો સર્પથી, વિષથી અને કંટકાદિથી બચી શકે છે તેમ અહીં પણ જાણવું. મોહદશા ઉપર કંટ્રોલ આવે, રાગાદિ ભાવો જિતાય તો જ આત્મતત્ત્વ સમજાય તેવું છે. સામાન્ય મોહાધીન જીવો વડે આ તત્ત્વ સમજી શકાય તેવું નથી, તો પછી તે તત્ત્વ આચરવાની વાત તો ઘણી દૂર જ રહે છે. માટે જ કહે છે કે –
(સિઢિલ્લેસ્ટિં) (શિથિલ) સંયમ અને તપાદિ અનુષ્ઠાન આચરવામાં મન્દવીર્યવાળા જીવો વડે, (વિમાદિં) પુત્ર, સ્ત્રી, ધન આદિ પ્રત્યેના રાગાદિથી આર્દીભૂત કરાયેલા (અલ્પવિયોગકાલે પણ આંસુ સારનારા) જીવો વડે (ગુણ/સાર્દિ) શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ આ પાંચ પુદ્ગલદ્રવ્યના જે ગુણો છે તે ગુણોના આસ્વાદનમાં ડુબેલા જીવો વડે, (વંસમાયાર્દિ) વક્રતાવાળું (માયાવી) આચરણ કરનારા જીવો વડે (૫મત્તેટિં) વિષય અને કષાય રૂપ પ્રમાદમાં આસક્ત જીવો વડે તથા (ગરમાવતેહિ) ઘરમાં વસતા (ગૃહસ્થ) જીવો વડે પાપકર્મોના વર્જન રૂપ મૌનપણું પ્રાપ્ત કરવું અને પાલન કરવું તે અશક્ય છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૭૬
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પરંતુ ત્રણે જગતના યથાર્થ સ્વરૂપનું મનન કરનારા અને સંસારીભાવોથી અલિપ્ત રહેનારા નિઃસ્પૃહ એવા મુનિ પુરુષો જ સાવદ્ય પાપકર્મવર્જન રૂપ મૌનપણાને સમય-સમાવાય = ધારણ કરે છે તે મૌનને ધારણ કરીને સાત ધાતુના બનેલા ઔદારિક શરીરને અને આઠ કર્મોના બનેલા કાર્મણશરીરને શુ = દુનીયાત્ = ધુણાવે-કંપાવે-જર્જરિત કરે અર્થાત્ ખપાવે. આ અષ્ટવિધ કર્મ ખપાવવા રૂપ કાર્મણશરીરનો નાશ કરવા માટે જ સમ્યજ્ઞાનવાળા અને સમ્યક્દર્શનવાળા વીરપુરુષો પ્રાન્તભિક્ષા (વાલ-ચણાદિ રૂપ તુચ્છ દ્રવ્ય) લેવારૂપે તથા વિગઈઓ વિનાની રુક્ષ ભિક્ષા ગ્રહણ કરવા રૂપે આહાર ગ્રહણ કરે છે.
પાંચ અસ્તિકાય દ્રવ્યો છે. તેમાં એક જીવદ્રવ્ય જ ચેતનાલક્ષણવાળું છે. તે આત્મદ્રવ્ય જ જ્ઞાનગુણવાળું હોવાથી કર્મોથી બંધાયેલું છે અને વિભાવદશામાં ફસાયેલું છે. છતાં પણ સન્શાસ્ત્રોથી, સત્સંગથી તથા સદ્ગુરુથી જ્યારે આવું ભાન થાય છે કે હું સત્તાથી સિદ્ધપરમાત્માની જેવો અનંત ગુણોવાળો છું, હું જ ભગવાન પરમાત્મા છું, હું જ નિર્મળ આનંદવાળું દ્રવ્ય છું. આવા પ્રકારના પોતાના મૂળભૂત શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરીને તે શુદ્ધ સ્વરૂપ ઉપરના તમામ આવરણોને દૂર કરવા માટે મોહના હેતુભૂત હિંસા-મૃષાવાદ-સ્તેય -મૈથુન-પરિગ્રહાદિ દ્રવ્ય આશ્રવો આ જ મોટા ચોર છે. આત્માનું બગાડનારા છે. માટે દૂર કરવા જેવા છે.” એમ હેય તરીકે તેઓને યથાર્થ રીતે જાણીને હેય તરીકે જ આચરે છે. અર્થાત્ દ્રવ્ય આશ્રવોનો પણ ત્યાગ કરે છે. ત્યારે જ સમ્યકત્વ અર્થાત્ મુનિપણું પ્રાપ્ત થાય છે. આ રીતે સમ્યત્વ એ જ મુનિનું સ્વરૂપ છે અને મુનિનું સ્વરૂપ એ જ સમ્યકત્વ છે. I૧૫
आत्मात्मन्येव यच्छुद्धम्, जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्तिरुच्याचारैकता मुनेः ॥२॥
ગાથાર્થ - કર્તા એવો આ આત્મા કરણભૂત એવા પોતાના આત્મા (ના જ્ઞાનગુણ અને વીર્યગુણ) વડે, અસ્તિત્વ-વસ્તુત્વ વગેરે અનંત ધર્મોથી યુક્ત એવા પોતાના શુદ્ધ આત્માને, આધારભૂત એવા પોતાના આત્મામાં જ સત્સંગ, સ્વાધ્યાય અને ગુરુગમથી જ્યારે જાણે છે ત્યારે તે મુનિની રત્નત્રયીને વિષે તે પ્રવૃત્તિ જ્ઞાન-રુચિ-આચરણાની એકતારૂપ થાય છે. રા/
ટીકા :- “માત્મા રૂત્તિ', કાત્ર જ્ઞાનાવિગુOIના મેરUSમૂતાનાં સાત્વિकार्यकर्ता आत्मा एव, अत्रोपादानस्वरूपे षट्कारकचक्रमय एव आत्मा स्वयमेव कर्तृकार्यरूपोऽपि कारणरूपसम्प्रदानापादानाधिकरणः स्वयमेवेति व्याख्यातं भाष्ये
Page #410
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
શ્રીનિનમદ્રક્ષમાશ્રમળે: । ત વ આત્મા-નીવ: રૂિપઃ । આત્મના-આત્મીયज्ञानवीर्येण करणभूतेन, आत्मानमनन्तास्तित्व-वस्तुत्व - द्रव्यत्व सत्त्व - प्रमेयत्व-सिद्धत्व धर्मकदम्बकोपेतं कार्यत्वापन्नम, आत्मनि आधारभूते अस्तित्वाद्यनन्तधर्मपर्यायपात्रभूते जानाति । सा इयं जानातिरूपा प्रवृत्तिः, सा एव रत्नत्रये - सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणे જ્ઞપ્તિ: ત્રિ: આવાર: भासननिर्द्धाराचाररूपः, एतेषामेकता - अभेदपरिणतिः मुनेरस्ति, इत्यनेन आत्मना आत्मानं ज्ञात्वा तद्रुचिः तदाचरणं मुनेः स्वरूपम् ।
=
૩૭૭
વિવેચન :- આત્મા કોઈપણ પ્રકારનું કાર્ય કરે છે ત્યારે કરણ બે પ્રકારનાં હોય છે. આત્માથી અભિન્ન અને આત્માથી ભિન્ન. જેમ કુંભાર ઘટ બનાવે, સુથાર બારી-બારણાં બનાવે, સોની દાગીના બનાવે. આ ત્રણે ઉદાહરણોમાં કુંભારમાં, સુથારમાં અને સોનીમાં તે તે કાર્ય કરવાની કલાની જે જાણકારી છે, જ્ઞાન છે, તે અભિન્નકરણ કહેવાય છે. કારણ કે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને દંડ-ચક્રાદિ જે જે બાહ્ય-સાધનસામગ્રી છે તે આત્માથી કથંચિદ્ ભિન્ન કારણ છે માટે ભિન્નકરણ કહેવાય છે. વસ્તુના સ્વરૂપને જાણવામાં જ્ઞાનવીર્યાદિ જે જે ગુણો છે તે આત્માથી કથંચિદ્ અભિન્ન છે, તાદાત્મ્ય સંબંધવાળા છે. કારણ કે તેઓની વચ્ચે ગુણ-ગુણીભાવ છે. આ રીતે આત્માની સાથે અભેદભાવે કરણરૂપે રહેલા જ્ઞાનાદિ ગુણોને જાણવાનું કાર્ય કરનાર અથવા અભેદ ભાવે કરણરૂપે રહેલા જ્ઞાનાદિગુણો દ્વારા ઘટ-પટાદિ વસ્તુતત્ત્વને જાણવાપણાનું કાર્ય કરનાર આત્મા જ છે. કારણ કે આત્મા જ ચેતન છે. જે ચેતન હોય તે જ જ્ઞાયકતા ધર્મવાળો હોય છે. માટે જ્ઞાયકતા ધર્મ આત્માનો જ છે. જ્ઞાનાદિ ગુણોનો કર્તા આત્મા જ છે. માટે આત્મા કર્તા છે.
આત્મામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્યાદિ ગુણોનાં જે જે કાર્યો થાય છે તે તે કાર્યોમાં તે તે કાલે આત્મા ઉપાદાનકારણસ્વરૂપે સમજવો. કારણ કે જાણકારી થવાપણું આત્મામાં જ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર આ છએ કારકચક્ર આત્મામાં છે માટે આત્મા ષટ્કારકમય છે.
(૧) જ્ઞાનાદિ ગુણોને કરનારો આત્મા જ છે. આત્મા જ વસ્તુ-સ્વરૂપને અને આત્મતત્ત્વને જાણે છે. માટે આત્મા એ જ્ઞાનાદિ ગુણોનો કર્તા કારક છે.
(૨) આત્માને આત્મતત્ત્વ જ જાણવાનું કાર્ય કરવાનું છે. કારણ કે એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આત્મતત્ત્વ એ જ સાચું લક્ષ્ય છે, પ્રાપ્તવ્ય છે. બાકીનાં સર્વે પણ ભોગનાં કાર્યો મોહની પરાધીનતાથી થાય છે. તે આત્માનું પોતાનું કાર્ય નથી. માટે આત્મતત્ત્વ જાણવું
Page #411
--------------------------------------------------------------------------
________________
उ७८ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર અને તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો એ આત્માનું કાર્ય છે અને તે આત્મા જ છે. માટે આત્માને મેળવવા લાયક કર્મકારક પણ આત્મા જ છે. આ કર્મકારક છે.
(૩) આ આત્મા જેટલા પ્રમાણમાં આત્મદશામાં સ્થિર રહે તેટલા પ્રમાણમાં તેનાથી જ કર્મોની નિર્જરા થતાં પૂર્ણગુણી આત્મા પ્રાપ્ત કરી શકાય છે. માટે આત્મતત્ત્વની પ્રાપ્તિનું કરણકારક પણ આત્મા જ છે.
(૪) પ્રાપ્ત કરેલું – એટલે કે પ્રગટ કરેલું આત્મસ્વરૂપ આ આત્માને જ આપવાનું છે. અન્ય કોઈ પરદ્રવ્યને કંઈ આપવાનું નથી. માટે સંપ્રદાનકારક પણ આત્મા જ થાય છે.
(૫) આત્માનું શુદ્ધ, નિર્મળ ક્ષાયિકભાવનું કેવલજ્ઞાનાદિક જે શુદ્ધ સ્વરૂપ મેળવવાનું છે. તે પોતાના આત્મામાં જ સત્તાગત રહેલું છે એટલે ત્યાંથી જ મેળવવાનું છે. જ્યાંથી પ્રાપ્ત કરવાનું હોય છે તેને અપાદાનકારક કહેવાય. એટલે આત્મા જ અપાદાનકારક છે.
(૬) પ્રાપ્ત કરેલું આત્મસ્વરૂપ આ આત્મામાં જ રાખવાનું છે. અન્યત્ર ક્યાંય મુકવાનું નથી. પ્રગટ કરેલા તે સ્વરૂપને સાચવવા માટેની તિજોરી પણ આ આત્મા જ છે. માટે આધારકારક પણ આત્મા જ છે. આ રીતે આત્મતત્ત્વની પ્રાપ્તિમાં આ આત્મા જ છએ કારકમય છે.
આ પ્રમાણે આ આત્મા જ પોતાના સ્વરૂપનો કર્તા છે, કાર્યરૂપ પણ છે. કર્તાસ્વરૂપ, કર્મસ્વરૂપ હોવા છતાં કરણ સ્વરૂપ પણ પોતે જ છે. તથા સંપ્રદાન, અપાદાન અને
અધિકરણાત્મક પણ આ આત્મા પોતે જ છે. આ પ્રમાણે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે. ગાથા ૨૧૧૨ થી ૨૦૧૮ માં આ સાત ગાથાઓ તથા તેના
અર્થો પનરમા વિવેકાષ્ટકના સાતમા શ્લોકમાં આ જ ગ્રંથમાં લખ્યા છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
આ પ્રમાણે હોવાથી આ આત્મા પોતે જ પોતાના સ્વરૂપનો કર્તા છે. આત્માના પોતાના જ પ્રગટ થયેલા જ્ઞાન અને વીર્યગુણો આત્મતત્ત્વ પ્રગટ કરવામાં કરણ રૂપે કામ કરે છે. તેથી કરણભૂત જ્ઞાન-વર્યાત્મક આત્મા દ્વારા જ પૂર્ણ આત્મતત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. માટે આત્મા જ કરણ કારક છે. તથા આ આત્મામાં જ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ અને સિદ્ધત્વ ઈત્યાદિ અનેક ધર્મો રહેલા છે. તેથી આવા પ્રકારના સત્તાગત અનંત ધર્મોના સમૂહથી યુક્ત એવો આ આત્મા જ સત્તાગત ગુણોને પ્રગટ કરવાપણા રૂપે કર્મકારકને (કાર્યતાને) પામેલો છે. તથા અસ્તિત્વ આદિ અનંત ધર્મો અને પર્યાયોના પાત્રભૂત (આધારભૂત) પણ આ આત્મા જ છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૭૯ આવા પ્રકારના ધર્મો અને પર્યાયોના આધારભૂત એવા આત્મામાં જ કારણભૂત એવા જ્ઞાન-વર્યાદિ ગુણાત્મક આત્મા વડે અસ્તિત્વાદિ અનંત ગુણોના ભંડાર એવા આ આત્માને ચેતનાલક્ષણવાળો આ જીવ છે. એમ જે જાણે છે. તે જ આત્માને જાણી શકે છે. “આત્મતત્ત્વને જાણવારૂપ જે આ પ્રવૃત્તિ છે” તે પણ વિભાવદશાનો ત્યાગ કરીને આત્મા સ્વભાવદશામાં એકાગ્ર બને તો જ થઈ શકે છે. તેથી આત્મતત્ત્વને જાણવારૂપ આ પ્રવૃત્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર સ્વરૂપ રત્નત્રયીને વિષે ભાસનાત્મક (જાણવા રૂ૫) જ્ઞપ્તિ, નિદ્ધર રૂપ (શ્રદ્ધામય) રુચિ અને આચરણ આચરવા રૂ૫ આચાર એમ આ ત્રણે ગુણોની એકમેકતા અર્થાત્ અભેદપરિણતિ જો કરવામાં આવે તો જ થાય છે. તેથી આવા પ્રકારની ત્રણે ગુણોની આ એકતા પ્રાપ્ત કરવી અત્યન્ત આવશ્યક છે. આવી ત્રણે ગુણોની એકતાતન્મયતા વિશિષ્ટ મુનિને જ હોય છે. સંસારીને કે શિથિલ મુનિને આવા પ્રકારની અભેદપરિણતિ સંભવતી નથી. આવા પ્રકારના શાસ્ત્રકારના આ કથનથી સમજાય છે કે - આત્મા વડે આત્માને જાણીને તેવા પ્રકારના આત્મતત્ત્વ ઉપર અતિશય દઢ રુચિવાળા બનીને તે જ આત્મતત્ત્વનું આચરણ કરવું. આમ ત્રણે ગુણોમાં હળીભળી જવું, લયલીન થઈ જવું, એકાગ્ર બની જવું એ જ મુનિનું મુનિપણું છે. આ જ સાચું મુનિપણાનું સ્વરૂપ છે.
भावना च मिथ्यात्वाज्ञानासंयमैकत्वेन पौद्गलिकसुखं सुखत्वेन निर्धार्य ज्ञात्वा च तदाचरणप्रवृत्तस्यानन्तकालं तत्त्वानवबोधेन निदाघज्वरपरिगत इव मृत्तिकालेप इवावगुण्ठितः कर्मपुद्गलैः न चोपलब्धः तत्त्वश्रद्धान-ज्ञान-रमणानुभवलवोऽपि । तेनैव निसर्गाधिगमादिकारणेन अनादिनिधनोऽयं जीवोऽनन्तज्ञानादिपर्यायालिप्तामूर्तस्वभावोऽवगतः निर्धारितश्च साध्योऽहं साधकोऽहं सिद्धोऽहं ज्ञानदर्शनानन्दाद्यनन्तगुणमयोऽहमिति ज्ञप्तिरुचि-आचरणरूपं मुनिस्वरूपम् । उक्तञ्च -
ઉપર કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે – મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ અને કાષાયિક મનોવૃત્તિઓ ઈત્યાદિ અશુભ ભાવોની સાથે આ જીવની અનાદિકાલથી એકતાતન્મયતા-લયલીનતા હોવાથી મોહ અને અજ્ઞાનદશાના કારણે પદ્ગલિક સુખને જ સુખ છે એવો મનમાં પાકો નિર્ણય કરીને તેને જ સુખબુદ્ધિએ જાણીને તે પદ્ગલિક સુખસામગ્રી પ્રાપ્ત કરવા માટેની જ સવારથી રાત સુધી વિવિધ પ્રકારની આચરણાઓ આચરવામાં નિરંતર પ્રવૃત્તિશીલ બનેલા આ જીવને અનંત અનંત કાલથી સાચા આત્મતત્ત્વનો બોધ ન થયેલો હોવાથી શુદ્ધ આત્મતત્ત્વનું ભાન જ નથી. આત્માના સ્વરૂપનો અને ગુણોનો ક્યારેય વિચાર પણ કર્યો નથી, ક્યારેક ધર્મ કર્યો હશે તો પણ ભોગબુદ્ધિ જ આગળ રાખી હશે.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮) મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પણ આત્મસુખને જાણ્યું નથી અને પૌદ્ગલિક સુખોમાં જ આ જીવ ગરકાવ હોવાથી જેમ ઉનાળાના તાપથી વ્યાપ્ત મનુષ્ય ઠંડક માટે શરીરે ચારે બાજુ માટીનો લેપ કરે તેની જેમ મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિના કારણે કર્મપુદ્ગલો વડે આ જીવ અવગુંઠિત થયેલો છે. એટલે કે કર્મોથી લેપાયેલો છે. મોહના ઉદયના કારણે પદ્ગલિક સુખોમાં જ રાગાધ બન્યો હોવાથી આત્મતત્વની સાચી શ્રદ્ધા, આત્મતત્ત્વનું સાચું જ્ઞાન અને આત્મતત્વની આચરણાના અનુભવનો એક લવમાત્ર પણ પ્રાપ્ત કરાયો નથી. આત્મા તરફની દૃષ્ટિ ક્યારેય જાગી જ નથી. કદાચ ક્યારેક ક્યારેક ધર્મનું આચરણ આચર્યું હશે તો પણ “આ ભવમાં કંઈક દાનપુણ્ય કર્યું હશે તો ભવાન્તરમાં દશ ગણું મળશે” ઈત્યાદિ રીતે મોહમયી દૃષ્ટિથી ભૌતિક સુખમાં સુખબુદ્ધિ રાખીને જ તે આચરણ કરેલું છે. ધર્મ કરવામાં પણ ભોગબુદ્ધિ જ આ જીવની રહેલી છે. તથા ધર્મ ન કરે ત્યારે પણ કેવળ ધન કમાવું, પરિવારનું પોષણ કરવું, સમાજમાં માન-મોભો મેળવવો, સારી ગાડી, બંગલો વસાવવો ઈત્યાદિનું જ ધ્યાન સતત રહ્યું છે. આત્મા કે આત્માના ગુણોની તો ક્યારેય સ્મૃતિ જાગૃત થઈ જ નથી. તેથી જ અનંત સંસારમાં આ જીવ ભટકે છે.
પરંતુ તથાભવ્યતાનો કાલ પાકવા રૂપ અત્યંતર કારણ મળવાથી અને નિસર્ગ અથવા અધિગમ આદિ બાહ્ય કારણો મળવાથી “મારો આ જીવ અનાદિ અનંત છે, અનંત અનંત જ્ઞાનાદિ ગુણાત્મક પર્યાયવાળો છે, મૂલસ્વરૂપે અલિપ્ત છે. મૂલસ્વરૂપે અમૂર્ત સ્વભાવવાળો છે” આ વાત આ જીવને સમજાય છે અને નિરંતર ગુરુગમથી, સત્સંગથી, સન્શાસ્ત્રથી અને સતત વાચના-શ્રવણથી તથા નિરંતર સાચા અભ્યાસથી મનમાં આવો પાકો નિર્ણય આ જીવ કરે છે કે “હું જ સાધ્ય છું, હું જ સાધક છું, હું જ સિદ્ધ છું, જ્ઞાન-દર્શનાદિ અનંતગુણોવાળો પણ હું જ છું, મારું સ્વરૂપ હાલ હું વર્તુ છું તેનાથી ઘણું ભિન્ન છે. હું માર્ગ ભૂલ્યો છું, પૌદ્ગલિક સુખ એ સુખ છે એમ મેં માન્યું છે પણ તે મારું સાચું સ્વરૂપ નથી, પણ અનંત આત્મગુણો એ મારું સ્વરૂપ છે, ભૌતિક સુખ એ તો એક બંધન છે.” આવા પ્રકારની આત્મતત્ત્વની કંઈક ઝાંખી થાય છે અને રુચિ પ્રગટે છે. તત્ત્વજ્ઞાન થાય છે અને તેની જ આચરણા કરવાનો તીવ્રભાવ જાગે છે. આમ આ જીવનો આવો જ વળાંક (યુ ટન) થાય છે. તે જ યથાર્થ મુનિસ્વરૂપ છે. યોગશાસ્ત્રમાં પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રી કહે છે કે –
आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं, तद् ज्ञानं तच्च दर्शनम् ॥२॥
(યોગશાસ્ત્રપ્રકાશ-૪, શ્લોક-૨)
Page #414
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
पुन: हरिभद्रपूज्यैः षोडश
વાત: પતિ તિરૂં, મધ્યમવૃત્તિ (વૃદ્ધિ) વિચારયતિ વૃત્તમ્ । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥१-२॥
11211
-
૩૮૧
(ષોડશક પ્રકરણ પ્રથમ ષોડશક શ્લોક-૨)
અતઃ, तत्त्वैकत्वं चारित्रम्, ॥२॥
પોતાના આત્મામાં જ રહેલા પોતાના આત્મતત્ત્વને પોતાના આત્મજ્ઞાન વડે જે જાણવું તે જ જીવનું ચારિત્ર કહેવાય છે અને તે જ સમ્યજ્ઞાન છે અને તે જ સમ્યગ્દર્શન છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશકમાં પણ કહ્યું છે કે
-
બાલજીવો સાધુના લિંગને (વેશને) દેખે છે. મધ્યમ જીવો (મધ્યમ બુદ્ધિવાળા જીવો) સાધુના આચરણને દેખે છે, પરંતુ પંડિત પુરુષો સર્વપ્રકારના પ્રયત્નો વડે સાધુમાં રહેલા આગમસંબંધી તત્ત્વજ્ઞાનને દેખે છે. તેને જ વધારે ભાર આપે છે.
આ કારણથી આત્માએ આત્મતત્ત્વની સાથે અતિશય વધારે એકાગ્ર બનવું જોઈએ.
पुनस्तदेव द्रढयति ફરીથી તે જ વાત વધુ દ્રઢ કરે છે चारित्रमात्मचरणाद् ज्ञानं वा दर्शनं मुनेः । शुद्धज्ञाननये साध्यं, क्रियालाभात् क्रियानये ॥३॥
ગાથાર્થ :- મુનિમહાત્માનું આત્મભાવમાં આચરણ કરવું એ જ ચારિત્ર છે. એ જ જ્ઞાન છે અને એ જ દર્શન છે. શુદ્ધ જ્ઞાનનયની અપેક્ષાએ આ જ્ઞાન અને દર્શન જ સાધ્ય છે અને ક્રિયાનયની અપેક્ષાએ ક્રિયાના લાભ દ્વારા તે સાધ્ય છે. ગા
ટીકા :- “વારિત્રમિતિ'' ત્રાત્મવરળા-આત્મસ્વરૂપરમળાત્ પરમાવપ્રવૃત્તિत्यागात् चारित्रं, आत्मस्वरूपावबोधः ज्ञानं, स्वीयासङ्ख्येयप्रदेशव्याप्यव्यापकत्वेन सहजलक्षणज्ञानाद्यनन्तपर्यायः अहं नान्य इति निर्द्धारः दर्शनम्, इत्यनेन आत्मा ज्ञानदर्शनोपयोगगुणद्वयलक्षणः । एवमुक्तञ्च भाष्ये- आत्मनः गुणद्वयमेव व्याख्यानयन्ति इति तन्मते ज्ञाने स्थिरत्वं चारित्रं, तेन ज्ञानचारित्रयोरभेद एव । ज्ञानमेवात्मपरिणामव्यापृतं (आत्मपरिणाममयी वृत्तिः ) सम्यक्त्वम् आश्रवरोधः तत्त्वज्ञानैकता चारित्रम्, एवं व्यापारभेदात् ज्ञानस्यैवावस्थात्रयम् । उक्तञ्च - सन्मतिप्रकरणे -
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૨ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર વિવેચન :- આત્માનું આત્મ-સ્વભાવમાં રમવું, પરભાવની પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને સ્વભાવદશામાં લીન બનવું તેને જ ચારિત્ર કહેવાય છે. આત્મતત્ત્વના સ્વરૂપનો અવબોધ થવો તે જ્ઞાન કહેવાય છે. મારો આત્મા પોતાના જ અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય-વ્યાપકભાવે રહેલો છે તથા સ્વાભાવિક લક્ષણ સ્વરૂપ એવા જ્ઞાનાદિ અનંતપર્યાયવાળો છે. મારું બીજું કોઈ લક્ષણ નથી. ગોરો-કાળો, જાડો-પાતળો, સ્ત્રી-પુરુષ, પશુ ઈત્યાદિ જે સ્વરૂપ છે. તે મારું સ્વરૂપ નથી, કર્મોના ઉદયથી બનેલું છે માટે વૈભાવિક સ્વરૂપ છે. તે સ્વરૂપ મારું નથી હું તો જ્ઞાનાદિ પર્યાયવાળો છું. આવો પાકો નિર્ણય કરવો તે દર્શન કહેવાય છે. આમ સમજવા વડે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એમ બે જ ગુણોના લક્ષણવાળો આ આત્મા છે. આમ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં શ્રી જિનભદ્ર ગણિક્ષમાશ્રમણજીએ કહ્યું છે.
તેઓ ભાષ્યમાં જ્ઞાન અને દર્શન એમ બે ગુણોવાળો જ આત્મા છે આમ વ્યાખ્યાન કરે છે. કારણ કે શુભમાં પ્રવૃત્તિ કરવી અને અશુભથી નિવૃત્તિ કરવી આવા પ્રકારનું જે ચારિત્ર છે, તે તો શુભકાયાદિ યોગાત્મક અર્થાત્ ક્રિયાત્મક છે અને મૂળભૂત સ્વરૂપે આત્મા તો અક્રિય અને અયોગી છે. તેથી ક્રિયાત્મક ચારિત્ર એ આત્માનો ગુણ નથી. તેથી જ સિદ્ધ ભગવંતોને “નોર્ચરિત્તા નો પિત્તા” કહેવાય છે. શુભયોગક્રિયા એ જ્ઞાનસાધના કરવા માટેનું સાનુકુળ સાધન છે. માટે તેનો ઉપચાર કરાયો છે, પણ વાસ્તવિકપણે તો તે પુણ્યબંધનો આશ્રવ જ છે તે ચારિત્ર નથી. માટે શુભ યોગ-ક્રિયાને ચારિત્ર ન કહેતાં આત્માનું શુદ્ધ જ્ઞાન દશામાં સ્થિર થવું તે જ ચારિત્ર કહેવાય છે. તેથી જ્ઞાન અને ચારિત્ર ગુણનો અભેદ છે. જે આત્મદશાનું જ્ઞાન અને તેમાં જામી જવું તે જ ચારિત્ર જાણવું. તેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ ગુણો નથી, પણ જ્ઞાન અને દર્શન એમ બે જ ગુણો છે. સવાસો ગાથાના હૂંડીના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી કહે છે કે –
જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો ! નિર્વિકલ્પ ઉપયોગમાં, નહી કર્મનો ચારો ૩-૩ આત્મ તત્ત્વ વિચારીએ..
આ રીતે આત્મતત્ત્વ જાણવું. માટે તે જ્ઞાનગુણમાં જ લયલીન થવું તે ચારિત્ર કહેવાય છે. “આચરણા એ યોગાત્મક છે અને આત્માનું સ્વરૂપ યોગાત્મક નથી. માટે યોગને ચારિત્ર કેમ કહેવાય? તેથી ચારિત્ર એ જ્ઞાનથી ભિન્ન નથી માટે તે બન્નેનો અભેદ છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં બે ગુણવાળો જ આત્મા જણાવ્યો છે. અથવા બે ગુણવાળો પણ આત્મા નથી, માત્ર એક જ્ઞાનગુણવાળો જ આત્મા છે. જ્ઞાનગુણની જ વિવક્ષા ભેદે બે અથવા ત્રણ અવસ્થા છે. આત્મતત્ત્વને જાણવા સ્વરૂપ જે જ્ઞાન છે તે જ્ઞાન જ આત્મદશાના પરિણામોમાં વ્યાપૃત હોય, આત્મતત્ત્વનું જે શુદ્ધસ્વરૂપ છે તેના જ નિર્ણયમાં જો પ્રવર્તતું હોય
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૮૩
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩ તો તે જ્ઞાનને જ સમ્યકત્વ કહેવાય છે તથા તે જ્ઞાનપૂર્વક આશ્રવોનો જે રોધ કર્યો અને આત્મતત્ત્વના જ્ઞાનની સાથે જે એકતા પ્રાપ્ત કરી તે જ ચારિત્ર કહેવાય છે. આમ જાણપણાનો વ્યાપાર તે જ્ઞાન, નિર્ણયપણાનો વ્યાપાર તે સમ્યકત્વ અને આચરણપણાનો જે વ્યાપાર તે ચારિત્ર. એમ વ્યાપારના ભેદથી એક જ્ઞાનગુણની જ ભિન્ન ભિન્ન ત્રણ અવસ્થા છે. સ્વતંત્રપણે ત્રણ ગુણો નથી.
આ વિષયમાં ભિન્ન ભિન્ન નયોથી ચર્ચા-વિચારણા શાસ્ત્રોમાં કરેલી છે આમ જાણવું. પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સન્મતિ પ્રકરણમાં કહ્યું છે કે -
एवं जिणपन्नत्ते, सद्दहमाणस्स भावओ भावे । પુરિસમણિવોદે, વંસદો દેવફ નુત્તો (કાંડ-૨, ગાથા-૩૨)
तथा च क्रियानये क्रियालाभात् साध्यनिष्पादनाय इति । प्रथमं च क्रियानयसाध्यं, तत्त्वप्राग्भावे च सर्वं ज्ञाननयसाध्यमस्ति । वस्तुतः ज्ञानप्रवृत्तिरेव चरणं ज्ञानमयसेवा आत्मधर्मत्त्वात् अत ज्ञानस्वरूप एवात्मा ॥३॥
“આ પ્રમાણે જિનેશ્વરભગવંતોએ પ્રરૂપેલા ભાવોની ભાવપૂર્વક શ્રદ્ધા કરતા પુરુષનું જે મતિજ્ઞાન છે તે મતિજ્ઞાનમાં જ દર્શનશબ્દનો પ્રયોગ કરવો ઉચિત છે. કાંડ-૨, ગાથા૩રા
ક્રિયાનયના અભિપ્રાયે પ્રથમ ધર્મક્રિયા કરવી અને ધર્મક્રિયા કરવાથી તેનો લાભ થવાથી સાધ્યની નિષ્પત્તિ થાય છે, તેથી સાધ્યની પ્રાપ્તિ માટે ક્રિયાનયના અભિપ્રાય પ્રમાણે ક્રિયાનો લાભ કરવો. અર્થાત્ ધર્મક્રિયા કરવી. તેથી પ્રાથમિક અવસ્થામાં ક્રિયાનયથી સાધ્ય સાધવાનું હોય છે. જેમ જેમ ક્રિયા દ્વારા તત્ત્વજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે તેમ તેમ પછીથી સર્વ સાધ્ય જ્ઞાનનયથી સિદ્ધ થાય છે. ભેદનયથી વિચારીએ તો પ્રથમ ક્રિયામાર્ગ અને પછી જ્ઞાનમાર્ગ હોય છે. પરંતુ પરમાર્થથી વિચારીએ તો જ્ઞાન અને ક્રિયા બિન નથી, પણ જ્ઞાનમય જે પ્રવૃત્તિ છે તે જ ચારિત્ર છે. અર્થાત્ જ્ઞાનમય જે પ્રવૃત્તિ છે તે જ ક્રિયા છે. કારણ કે જ્ઞાનપૂર્વકની આત્મતત્ત્વની સેવા કરવી એ જ આત્માનો ધર્મ છે. પ્રવૃત્તિ-ક્રિયાસેવા કે ચારિત્ર એ સઘળા ભાવો જ્ઞાનગુણથી ભિન્ન નથી. આ કારણથી જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે. શુભ આચરણને જે ચારિત્ર કહેવાય છે તે કર્મોના સંચયનો ક્ષય કરનાર હોવાથી ચરિવર્તી રત્ ઉપચારે ચારિત્ર કહેલ છે. પરમાર્થે તો આ શુભ આચરણા એ મનવચન-કાયાની શુભ પ્રવૃત્તિ હોવાથી પુણ્યબંધનો હેતુ છે. શુભ આશ્રવ છે. તેથી જ્ઞાનગુણમાં રમણતા કરવી એ જ પરમાર્થે ચારિત્રગુણ છે. જે ચારિત્ર સિદ્ધદશામાં પણ હોય છે,
Page #417
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૮૪
મૌનાષ્ટક - ૧૩ શુભયોગને ઉપચારે ચારિત્ર કહેવાય છે. તે વાસ્તવિક ચારિત્રગુણ નથી, કારણ કે આશ્રવ સ્વરૂપ હોવાથી આત્માના ગુણાત્મક નથી પણ અશુભપ્રવૃત્તિથી અટકાવનાર છે તથા જ્ઞાનગુણ સાધવામાં સાનુકુળ સામગ્રી રૂપ છે માટે ઉપચારે ચારિત્ર કહેલ છે. આત્મા તો કેવળ જ્ઞાનમય છે, આચરણા આચરવા રૂપ ચારિત્રવાળો નથી, પણ જ્ઞાનગુણની રમણતારૂપ ચારિત્રગુણવાળો છે. ૩
यतः प्रवृत्तिर्न मणौ, लभ्यते वा न तत्फलम् । अतात्त्विकी मणिज्ञप्ति-र्मणिश्रद्धा च सा यथा ॥४॥
ગાથાર્થ :- મણિ સંબંધી મિથ્યાજ્ઞાનથી મણિ તરીકે જ્યાં પ્રવૃત્તિ ન થાય અથવા તેના ફળની પ્રાપ્તિ ન થાય, તે મણિનું જ્ઞાન અને “આ મણિ છે” એવી શ્રદ્ધા જેમ અતાત્ત્વિક છે. તેમ મિથ્યાજ્ઞાન આત્માને ફળ આપનાર બનતું નથી. II૪
ટીકા :- “યતઃ પ્રવૃત્તિપિતિ” શુદ્ધતાને નિષ્પક્ષત્નત્યં દ્રઢતિ યથા મતાત્ત્વિ मणिज्ञप्तिः-अमणौ मण्यारोपा अतात्त्विकी ज्ञप्तिः-ज्ञानं तत्त्वरहितम्, अमणौ मणिश्रद्धा, तस्मिन् तत्फलं न लभ्यते-न प्राप्यते यतः-यत् मणेः सकाशात् मणिप्रवृत्तिः विषापहारादिका न भवतीत्यर्थः । उक्तञ्चोत्तराध्ययने -
पुल्लेव मुट्ठी जह से असारे, अयंतिए कूडकहावणे वा । राढामणी वेरुलियप्पगासे, अमहग्घओ होइ हु जाणएसु ॥४२॥
(ઉત્તરાધ્યયન અધ્યયન ૨૦ ગાથા-૪૨) Iકા વિવેચન :- જે ખરેખર રત્નમણિ હોય નહીં પરંતુ તેની ચમકમાત્ર જ હોય, તેવી ચમકમાત્ર દેખીને કોઈ પુરુષે તેને રત્નમણિ માની લીધો. તો તેવા પ્રકારના રત્નમણિના અશુદ્ધ જ્ઞાનથી કંઈ રત્નનું ફળ પ્રાપ્ત થતું નથી. આ વાત ચોક્કસ કરતાં સમજાવે છે કે જે અતાત્ત્વિક મણિનું જ્ઞાન છે, અર્થાત્ જે રત્નમણિ નથી, પરંતુ ચમકવાળો પત્થર અથવા કાચનો ટુકડો જ છે, પરંતુ તેવા પ્રકારના ચમકવાળા અમણિમાં એટલે કે કાચના ટુકડામાં આ મણિ છે એવું જે ભ્રમાત્મક જ્ઞાન કરવામાં આવે છે. અર્થાત્ અમણિમાં મણિનો આરોપ કરવામાં આવે છે તે અતાત્ત્વિક જ્ઞાન કે જે તત્ત્વરહિત છે તે જ્ઞાન, તથા અમણિમાં (એટલે કે કાચાદિના ટુકડામાં) મણિપણાની શ્રદ્ધા (જોરદાર માન્યતા) આ બન્ને મિથ્યાજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધા હોતે છતે તેનું કંઈ ફલ પ્રાપ્ત કરી શકાતું નથી. કારણ કે તેવા પ્રકારના આરોપિત (કલ્પિત-અવાસ્તવિક) મણિથકી વિષાપહારાદિક ફળવાળી મણિપણાની પ્રવૃત્તિ થતી નથી.
Page #418
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૮૫ વિષાપહાર એટલે ઝેર ઉતારવું, કેટલાક મણિઓમાં એવી શક્તિ હોય છે કે સર્પાદિનો ડંશ થયો હોય, ઝેર વ્યાપ્યું હોય તો મણિ ચૂસવાથી અથવા મણિના સ્પર્શથી વિષ ઉતરી જાય. આવા પ્રકારનું વિષાપહારાદિ કાર્ય કરવાનું સામર્થ્ય સાચા મણિમાં હોય છે, પરંતુ સાચા મણિથી તે કાર્ય જેવું થાય છે. તેવું આરોપિત મણિથી થતું નથી. સાચી ગાય જેવું દૂધ આપે તેવું દૂધ પૂતળા રૂપે રહેલી આરોપિત ગાય આપતી નથી. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ૨૦મા અધ્યયનમાં બેંતાલીસમી ગાથામાં કહ્યું છે કે –
પોલાણવાળી મુઠી અસાર છે તેમ અમણિમાં મણિબુદ્ધિ અસાર છે. તથા વેડુર્યમણિની જેમ પ્રકાશિત એવો કાચમણિ અપ્રસિદ્ધ ખોટા નાણાની જેમ લોકોને છેતરનાર હોવાથી જાણકાર માણસોમાં કિંમત વિનાનો છે. માટે સાચા જ્ઞાનવાળા અને સાચી શ્રદ્ધાવાળા બનવું. કારણ કે સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા એ જ જીવને ફળ આપનાર છે. તેથી આત્માને યથાર્થપણે ઓળખવો કે આ આત્મા સ્વયં પોતે જ્ઞાનમય પ્રકાશાત્મક છે. જા,
तथा यतो न शुद्धात्म-स्वभावाचरणं भवेत् । फलं दोषनिवृत्तिर्वा, न तद् ज्ञानं न दर्शनम् ॥५॥
ગાથાર્થ - જે જ્ઞાનથી અને જે દર્શનથી શુદ્ધ એવા આત્મસ્વભાવનું (પરભાવરહિત એવી સ્વભાવદશાનું આચરણ ન બને, શુદ્ધ આત્મસ્વભાવના લાભરૂપ અર્થાત્ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ ફળની પ્રાપ્તિ ન થાય તથા રાગ-દ્વેષ અને મોહાદિ દોષોની નિવૃત્તિ જો ન થાય તો તે જ્ઞાન સાચું જ્ઞાન નથી અને તે દર્શન સાચું દર્શન નથી. પણ
ટીકા - “તથી તિ” તથા–તેન પ્રવારે યતિ-પત્તિદ્રવ્યવU/વારિત્રાત્ शुद्धात्मस्वभावाचरणं-शुद्धः परभावरहितः योऽसौ आत्मस्वभावः-स्वरूपलक्षणः तस्याचरणं-'तदैकत्वं-तन्मयत्वं न भवेत्, तेन प्रवर्तनेन फलं-शुद्धात्मस्वभावलाभरूपं न परमात्मपदनिष्पत्तिः न दोषाणां-रागादीनां निवृत्तिः-अभावः न वा, अथवा तत्सर्वमपि प्रवर्तनं बाललीलाकल्पं शुद्धात्मस्वरूपालम्बनमन्तरेण अवेद्यसंवेद्यरूपं ज्ञानं तद् ज्ञानं
तथा सकलपरभावसङ्गौपाधिकाशुद्धात्माध्यववसायमुक्ततात्त्विकामूर्तचिन्मयानन्दात्मीयसहजभाव एवाहमिति निर्धारविकलं तद्दर्शनं न = नैवेत्यर्थः ॥ ૧. અહીં તત્વ ને બદલે તઋત્વે પાઠ હોવો જોઈએ એમ લાગે છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૬
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
अत एव श्रुतेन केवलात्मज्ञानं तदभेदज्ञानमुत्सर्गज्ञानं च श्रुताक्षरावलम्बि सर्वद्रव्योपयोगं भेदज्ञानं सर्वाक्षरसम्पन्नश्च यावद् द्रव्यशुभावलम्बी तावद् भेदज्ञानी । उक्तञ्च समयप्राभृते ।
વિવેચન :- જે હાલ દ્રવ્યચારિત્ર હોય પણ તે દ્રવ્ય ચારિત્ર ભવિષ્યમાં ભાવચારિત્રનું કારણ બને તેવું હોય અર્થાત્ ભાવચારિત્રની પૂર્વ ભૂમિકારૂપ હોય તે ભલે દ્રવ્યચારિત્ર હોય તો પણ આત્મકલ્યાણકારી હોવાથી પૂજનીય, વંદનીય છે. પરંતુ જે દ્રવ્યચારિત્ર ભવિષ્યમાં પણ ભાવચારિત્રનું કારણ ન બને તેવું હોય તેને એકાન્તદ્રવ્યચારિત્ર કહેવાય છે. અર્થાત્ આત્મા નિત્ય જ છે, અથવા આત્મા અનિત્ય જ છે. આત્મા દેહથી ભિન્ન જ છે અથવા આત્મા દેહથી અભિન્ન જ છે. અથવા આત્મા સર્વવ્યાપી જ છે ઈત્યાદિ મિથ્યા માન્યતાઓ પૂર્વકનું જે જ્ઞાન અને મિથ્યા માન્યતાઓ પૂર્વકની શ્રદ્ધારૂપ દર્શન જેમાં વર્તે છે તેવા મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનથી યુક્ત એવા એકાન્તદ્રવ્ય આચરણવાળા ચારિત્રથી આત્મકલ્યાણ થતું નથી. તે દ્રવ્યચારિત્રવાળામાં રહેલું જે જ્ઞાન તે જ્ઞાન નથી અને તેમાં રહેલું જે દર્શન તે દર્શન નથી.
સારાંશ કે એકાન્ત દ્રવ્યઆચરણવાળા ચારિત્રમાં રહેલા જે જ્ઞાનથી અને જે દર્શનથી (૧) શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ પ્રાપ્ત થતું નથી. અહીં શુદ્ધ એટલે પરભાવદશાથી રહિત એવો જે આત્મસ્વભાવ (આત્મસ્વરૂપ), તેની આચરણા-તેની સાથે એકાગ્રતા-તેની સાથે તન્મયતા રૂપ ગુણ આવતો નથી. (૨) જે મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શન યુક્ત દ્રવ્યચારિત્ર વડે શુદ્ધ એવા આત્મસ્વભાવનો લાભ એટલે કે “પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી. (૩) જે મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનવાળા દ્રવ્યચારિત્ર વડે રાગ-દ્વેષ આદિ દોષોની નિવૃત્તિ થતી નથી. તે જ્ઞાન એ જ્ઞાન નથી અને તે દર્શન તે સાચું દર્શન નથી. કહેવાનો સાર એ છે કે જે મિથ્યાજ્ઞાનથી અને મિથ્યાદર્શનથી યુક્ત એવા એકાન્ત દ્રવ્યચારિત્રથી (૧) શુદ્ધ સ્વભાવની સાથે એકતા (૨) પરમાત્મપદની પ્રાપ્તિ અને (૩) રાગાદિ દોષોની નિવૃત્તિ થતી નથી. તેથી તે સર્વ પણ આચરણ બાલચેષ્ટા તુલ્ય છે. કર્મોની નિર્જરા કરાવનારું નથી.
શુદ્ધ આત્મ સ્વરૂપના આલંબન વિના અવેધ સંવેદ્યાત્મક જે જ્ઞાન છે તે ખરેખર જ્ઞાન જ નથી. તથા “સકલ પરભાવના સંગ રૂપ જે ઉપાધિ છે તે ઉપાધિથી જન્ય આત્માના અશુદ્ધ અધ્યવસાયોથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું, તાત્ત્વિક રીતે હું અમૂર્ત છું, હું જ્ઞાનમય છું, આનન્દમય છું, આત્માના સહજ સ્વભાવવાળો છું” આવા પ્રકારની શુદ્ધ નિર્ણયાત્મક શ્રદ્ધા વિનાનું જે દર્શન છે તે દર્શન જ નથી.
Page #420
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૮૭ | મિથ્યાષ્ટિગુણસ્થાનકે જે જ્ઞાન હોય છે તે વિદ્વત્તાવાળું જ્ઞાન હોઈ શકે છે. માનમોભાની લાલચવાળું જ્ઞાન હોઈ શકે છે. પોતાને પૂજાવાની અને બીજાને હરાવવાની ભાવનાવાળું વાદવિવાદાત્મક જ્ઞાન હોઈ શકે છે. પણ મારો આત્મા કેમ નિર્મળ થાય? મારું સત્તાગત શુદ્ધ સ્વરૂપ હું કેમ પ્રાપ્ત કરું? આવા પ્રકારના શુદ્ધ આત્મસ્વભાવના આલંબનવાળું જ્ઞાન હોતું નથી. તેથી તે જ્ઞાન વાસ્તવિક જ્ઞાન જ કહેવાતું નથી. તથા મિથ્યાદેષ્ટિ ગુણસ્થાનકે જે જ્ઞાન હોય છે તે અવેદ્યસંવેદ્યપદાત્મક જ્ઞાન હોય છે. જે વસ્તુ વેચવા યોગ્ય નથી અર્થાત્ અવેદ્ય છે, સાચી નથી. ભ્રમાત્મક છે તેને સાચી માનીને સંવેદન કરનારું આ જ્ઞાન છે. તળાવ, નદી કે સરોવરના પાણી ઉપર ઉડતા પક્ષીની જે છાયા પાણીમાં પડે, તેને જ પક્ષી માનીને તેને પકડવા દોડનારા મત્સ્યના જ્ઞાન જેવું આ જ્ઞાન છે. તેને અવેદ્યસંવેદ્યપદાત્મક જ્ઞાન કહેવાય છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો જે અવેદ્ય છે તેને સંવેદ્ય માનનારું આ મિથ્યાજ્ઞાન છે. આવું જે મિથ્યાજ્ઞાન છે તે બ્રમાત્મક હોવાથી આત્માને દુઃખ આપનાર હોવાથી ખરેખર તો તે જ્ઞાન જ નથી.
સર્વ વીતરાગ ભગવંતોએ આત્માનું જેવું સાચું સ્વરૂપ કહ્યું છે તેવી શ્રદ્ધા વિનાનું, મનની માનેલી મિથ્યા કલ્પનાઓ યુક્ત શ્રદ્ધાવાળું જે દર્શન તે ખરેખર સાચું દર્શન જ નથી. આત્માનું સાચું સ્વરૂપ આવા પ્રકારનું છે. સર્વથા પરભાવના સંગ વિનાનો આત્મા છે. પરભાવનો સંગ એ મહા-ઉપાધિરૂપ છે. કારણ કે તેનાથી જ રાગ-દ્વેષ વગેરે થાય છે. રાગલેષાદિ દોષો ઉપાધિથી થાય છે. માટે આ આત્મા તેવા પ્રકારના અશુદ્ધ અધ્યવસાયોથી સર્વથા મુક્ત છે. શરીરધારી હોવાથી ઉપચારે ભલે મૂર્ત છે તો પણ તાત્ત્વિકપણે અમૂર્ત છે. જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ તથા જ્ઞાનના આનંદસ્વરૂપ આ આત્મા છે. પોતાના સહજ સ્વભાવવાળો તથા દ્રવ્યથી નિય. પર્યાયથી અનિત્ય. શરીરમાત્ર વ્યાપી આ આત્મા છે. આવી પાકી શ્રદ્ધા તે જ સાચું દર્શન-સમ્યગ્દર્શન છે. આવા પ્રકારની શ્રદ્ધા વિનાનું આત્માની એકાન્ત નિત્યતા અથવા એકાન્ત અનિત્યતા ઈત્યાદિ મિથ્યા માન્યતાથી યુક્ત શ્રદ્ધાવાળું જે દર્શન તે સાચું દર્શન નથી.
અભેદજ્ઞાની કોને કહેવાય ? તથા ભેદજ્ઞાની કોને કહેવાય? તે સમજાવે છે - અનુભવાત્મક જે શ્રુતજ્ઞાન છે કે જેનાથી કેવલ આત્માનું જ્ઞાન થાય છે. આત્માને જ પ્રધાનતાએ યથાર્થ રીતે જાણે છે, તેની જ લગની લાગે છે, તેના જ સ્વરૂપને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જેની તીવ્ર બની છે. સર્વ વસ્તુઓને ગૌણ કરીને આત્મદશામાં જ જે લયલીન થઈ જાય છે તેને અભેદજ્ઞાન અથવા ઉત્સગેજ્ઞાન કહેવાય છે અને દ્રવ્ય શ્રુતજ્ઞાન રૂપ જે શાસ્ત્રો છે તેના અક્ષરોના આલંબનવાળું એટલે કે શાસ્ત્રવાક્યોને અનુસરનારું સર્વ દ્રવ્યોના વિષયના
Page #421
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૩૮૮
મૌનાષ્ટક - ૧૩ ઉપયોગવાળું વિદ્વત્તા ભરેલું જે જ્ઞાન છે તે ભેદજ્ઞાન કહેવાય છે અથવા તેને અપવાદજ્ઞાન પણ કહેવાય છે.
આ કારણથી આ આત્મા જ્યાં સુધી સર્વ પ્રકારનાં દ્રવ્યશ્રુતજ્ઞાનાત્મક શાસ્ત્રાક્ષરોના જ્ઞાનથી સંપન છે. શાસ્ત્રોના આલંબનવાળું જ્ઞાન છે અને તેના કારણે દ્રવ્ય એવા શુભભાવોના આલંબનવાળો જીવ છે ત્યાં સુધી તે ભેદજ્ઞાની કહેવાય છે અને જ્યારે પોતાના શ્રુતજ્ઞાનાત્મક અનુભવવાળો બને છે અને તેના દ્વારા કેવલ આત્માને યથાર્થ રીતે જાણે છે, તેની જ શુદ્ધતા લક્ષ્યમાં આવી જાય છે. બાહ્ય શુભભાવોના આલંબનથી પણ જ્યારે પર બની જાય છે ત્યારે તે અભેદજ્ઞાની કહેવાય છે. સમયપ્રાકૃત (શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત સમયસાર) નામના ગ્રંથમાં કહ્યું છે કે –
जो हि सुदेणभिगच्छदि, अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो, भणंति लोगप्पदीवयरा ॥९॥ जो सुदनाणं सव्वं, जाणदि सुदकेवलिं तमाहु जिणा । णाणं अप्पा सव्वं, जम्हा सुदकेवली तम्हा ॥१०॥ आत्मस्वरूपं च प्राभृते - अहमिक्को खलु सुद्धो, णिम्ममओ नाणदसणसमग्गो । તષ્ઠિ તિવ્રત્તો, સળે રે સ્વયં મિ ૭રૂાા (સમયસાર ગાથા-૭૩) निर्मलनिष्कलङ्कज्ञानदर्शनोपयोगलक्षणः आत्मा, तज्ज्ञानं ज्ञानम् । उक्तञ्च
જે જ્ઞાની પુરુષ અનુભવાત્મક ભાવશ્રુત વડે કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે તેને લોકમાં શ્રેષ્ઠ પ્રદીપ તુલ્ય એવા ઋષિમુનિઓ (જિનેશ્વર ભગવંતો) નિશ્ચયથી શ્રુતકેવલી કહે છે અને જે જ્ઞાની પુરુષ સર્વ દ્રવ્યશ્રુતને (દ્વાદશાંગીને-અર્થાત્ સર્વશાસ્ત્રોને) જાણે છે તેના દ્વારા સર્વ દ્રવ્યોને જે આત્મા જાણે છે, તેને પણ જિનેશ્વરભગવંતો વ્યવહારથી શ્રુતકેવલી કહે છે. ૯-૧૦ll.
અનુભવાત્મક ભાવકૃત વડે આત્માના શુદ્ધ નિર્મળ સ્વરૂપને જે જાણે છે તેની જ લગની જેને લાગી છે. તેવા પ્રકારના શુદ્ધ આત્મદ્રવ્યને પ્રાપ્ત કરવા જે પ્રયત્નશીલ છે. બીજા દ્રવ્યોને તથા તેના સ્વરૂપને પણ જાણે છે છતાં તેમાં શેયભાવ માત્ર છે. અને આત્મતત્ત્વને જાણવામાં ઘણો જ ઉપાદેયભાવ જેને છે તે નિશ્ચયથી શ્રુતકેવલી કહેવાય છે. તથા દ્વાદશાંગીના આધારે અથવા ગીતાર્થ ગુરુભગવંતોએ બનાવેલાં શાસ્ત્રોરૂપી દ્રવ્યશ્રુતના આધારે જે જ્ઞાનીને
Page #422
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
સર્વે દ્રવ્યો યથાર્થ રીતે સમજાયાં છે. સર્વ દ્રવ્યોનું જ્ઞાન જેને વર્તે છે તે જ્ઞાનીને વ્યવહારનયથી શ્રુતકેવલી કહેવાય છે.
પ્રાભૂતમાં (શ્રી કુંદકુંદાચાર્યવિરચિત સમયસાર નામના ગ્રંથમાં) પણ કહ્યું છે કે “હું” નામવાળો આ મારો આત્મા વિજ્ઞાનના ઘનવાળો, પરદ્રવ્યથી રહિત એકલો જ છે. પરદ્રવ્યોથી ભિન્ન હોવાથી શુદ્ધ છે. પરદ્રવ્ય પ્રત્યે મમતા વિનાનો છે. વિશેષોપયોગ અને સામાન્યોપયોગવાળો છે. તષ્ચિત્તો તે આત્માના સ્વરૂપના જ ચિંતનવાળો તથા આવા પ્રકારના શુદ્ધ સ્વભાવવાળો હું તેવા પ્રકારના શુદ્ધ નિર્મળ એવા તન્દ્રિ તે આત્મામાં જ ठिदो સ્થિર થયો છતો હવે મળ્યે = આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા એવા આ સર્વ વૈભાવિક ભાવોને સ્વયં નેમિ = ક્ષય પમાડું છું.
=
=
=
૩૮૯
ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે કર્માદિ મેલ વિનાનો, નિર્મળ, ક્રોધાદિ કષાયો વિનાનો નિષ્કલંક અને જ્ઞાન-દર્શનના ઉપયોગ લક્ષણવાળો આ આત્મા છે અને આવા સ્વરૂપવાળા આત્માનું તેવા પ્રકારનું આત્મતત્ત્વના લક્ષ્યવાળું જે જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે અને શાસ્ત્રોમાં આત્માનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવા જ સ્વરૂપનો જે સંપૂર્ણ નિર્ધાર અર્થાત્ શ્રદ્ધા તે જ સાચું દર્શન છે.
देहदेवल जो वसै, देव अणाइ अणंत ।
सो पर जाणहु जोइया, अन्न न तं तं नमंत ॥१॥
જે જ્ઞાનથી અને દર્શનથી આત્મતત્ત્વની પ્રાપ્તિ થતી નથી અને દોષોની નિવૃત્તિ થતી નથી તે જ્ઞાન એ જ્ઞાન નથી અને તે દર્શન એ દર્શન નથી. અન્યત્ર કહ્યું છે કે -
-
आत्माज्ञानभवं दुःखं, आत्मज्ञानेन हन्यते ।
અભ્યસ્ય તત્તથા તેન, યેન જ્ઞાનમયો ભવેત્ ॥ ॥
आत्मज्ञानेनैव सिद्धिः । साध्यमपि पूर्णात्मज्ञानम्, तदर्थमेव विवदन्ति (न्ते ) दर्शनान्तरीयाः । प्राणामयन्ति रेचकादिपवनम्, अवलम्बयन्ति मौनम्, भ्रमन्ति गिरिवननिकुञ्जेषु, तथाप्यर्हत्प्रणीतागमश्रवणाप्तस्याद्वादस्वपरपरीक्षापरीक्षितं स्वस्वभावावबोधमन्तरेण न कार्यसिद्धिः । अतः प्राप्तावसरे तदेवानन्तगुणपर्यायात्मकमात्मज्ञानमात्मनाऽऽत्मनि करणीयम् । उक्तञ्च
=
શરીર રૂપી દેવલમાં જે દેવ (આત્મા) વસે છે તે દેવ (આત્મા) અનાદિ-અનંત છે
તે જ સાચો દેવ છે. તેને જ બરાબર સેવો. નોયા-યોતિા:
હે જ્ઞાની એવા યોગી
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૯૦ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પુરુષો ! તે દેવ જ પરમદેવ છે એમ જાણો, જે તે અન્ય દેવને (જેવા તેવા અન્ય દેવને) તમે ન નમો. ///
આત્મજ્ઞાન વડે જ આત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે માટે કરણકારક પણ આત્મા જ છે. પ્રાપ્ત કરવા લાયક સાધ્ય પણ પૂર્ણ આત્મજ્ઞાન જ છે. તેથી કર્મકારક પણ આત્મા જ છે. કર્તા કારક તો આત્મા છે જ. એમ સર્વકારકચક્ર આત્મામાં જ છે. જે પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા લાયક છે. તે બાબતમાં જ જુદા જુદા દર્શનકારો વિવાદ કરે છે. યોગીઓ તે આત્મતત્ત્વ મેળવવા રેચક-પૂરક અને કુંભક ઈત્યાદિ પ્રાણાયામની સાધના કરે છે. મૌનવ્રત ધારણ કરે છે. પર્વતોની અને વનોની ગુફાઓમાં ફરે છે. બાવા, જતિ, જોગી, જટાધારી, ભગવાં વસ્ત્રોવાળા, ઈત્યાદિ અનેક જાતના સન્યાસીઓ સંસારવાસનો ત્યાગ કરીને ઉપરોક્ત સાધના કરતા દેખાય છે. તો પણ શ્રી વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા દ્વારા પ્રરૂપણા કરાયેલા આગમશાસ્ત્રોના નિરંતર શ્રવણ કરવા વડે પ્રાપ્ત થયેલી સ્યાદ્વાદવાળી શુદ્ધ દૃષ્ટિથી સ્વતત્ત્વ અને પરતત્ત્વની પરીક્ષા કરવા પૂર્વક પરીક્ષા કરાયેલા એવા આત્મતત્ત્વના મૂલસ્વરૂપાત્મક સ્વભાવનો બોધ કર્યા વિના તેઓને કાર્યસિદ્ધિ થતી નથી (મુક્તિ પ્રાપ્ત થતી નથી). આ કારણથી જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે ત્યારે અનંત ગુણાત્મક અને અનંત પર્યાયાત્મક એવું તે આત્મજ્ઞાન જ આ આત્મામાં પૂર્વ-પ્રાપ્ત આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
અનાદિકાળના આત્મતત્ત્વના અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું જન્મ-જરા-મરણાદિ દુઃખ આત્મતત્ત્વના જ્ઞાન વડે જ હણાય છે (દૂર થાય છે). તત્ = તેથી કરીને તેન-તે આત્મતત્ત્વનો તથા = તેવા પ્રકારનો વિશિષ્ટ ઉષ્યર્ચ અભ્યાસ કરવો જોઈએ કે ચેન = જેના વડે આ આત્મા જ્ઞાનમયો ભવેત્ = જ્ઞાનમય બને છે. ૧II //પી.
यथा शोफस्य पुष्टत्वं, यथा वा वध्यमण्डनम् । तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् ॥६॥
ગાથાર્થ :- જેમ સોજાથી શરીરનું પુષ્ટપણું અથવા જ્યારે ફાંસી આપવાની હોય ત્યારે તેના શરીરને શણગારવું-આભૂષણ પહેરાવવાં તે સુખ આપનાર નથી પણ દુઃખ જ આપનાર છે. તેવું જ સંસારનું સ્વરૂપ છે આમ જાણતા મુનિ આત્મસ્વરૂપમાં જ તૃપ્ત થાય છે. દી.
ટીકા - “યથા શોતિ યથા-ચેન પ્રજરેT, શોપસ્થ પુષ્ટવંશરીરસ્થીત્યું न पुष्टत्वे इष्टम्, वा-अथवा, यथा वध्यस्य मारणार्थं स्थापितस्य मण्डनं
Page #424
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૯૧ कणवीरमालाधारोपणात्मकमेवंरूपं भवोन्मादं जानन् भवस्वरूपमेवंविधं जानन् मुनिःसमस्तपरभावत्यागी आत्मतृप्तः-आत्मस्वरूपे अनन्तगुणात्मके तृप्तः-तुष्टः भवेत् । संसारस्वरूपमसारं निष्फलमभोग्यं तु तद् ज्ञात्वा मुनिः स्वरूपे मग्नो भवति ॥६॥
વિવેચન - સંસારમાં રહેલા સર્વે મનુષ્યો પોતાનું શરીર વધારે લષ્ટપુષ્ટ-મજબૂત બાંધાવાળું, ભરાવદાર હોય તો સારું એમ ઈચ્છે, પરંતુ જે પ્રકારે શરીરના હાથ-પગ આદિ અવયવોમાં સોજા આવવાથી તેનું પુષ્ટપણું - એટલે શૂલપણું થયું હોય તો તેવા પ્રકારનું રોગજન્ય શરીરનું પુષ્ટપણે કોઈને પણ ગમતું નથી, કારણ કે તે પુષ્ટપણે રોગથી થયેલું છે, વાસ્તવિક નથી. તથા કોઈ અપરાધીને ફાંસીની સજા થઈ હોય તો તે ફાંસી આપવા યોગ્ય મનુષ્યને મારી નાખવા માટે ફાંસી પાસે લઈ જતાં પહેલાં તેના શરીરને શોભા-શણગાર કરે, કણવીર નામના પુષ્પોની માલા વગેરે પહેરાવે તેવા પ્રકારની કરાતી શોભા તે શરીરની શોભા છે, માનપાન આપે છે. પરંતુ વધ્યજીવને તે ઈષ્ટ નથી. તેવી જ રીતે ભવનો ઉન્માદ પણ તેવો જ છે અર્થાત્ ભવનું સ્વરૂપ પણ તેવું જ છે. “દેખાય સુખકારી પણ છે દુઃખકારી” આમ જાણતા જ્ઞાની મુનિ કે જેમણે સમસ્ત પ્રકારની પરભાવની પરિણતિ ત્યજી દીધી છે તેવા મુનિ આત્મામાં જ તૃપ્ત થાય છે. અનંત અનંત ગુણાત્મક એવા આત્મસ્વરૂપમાં જ લીન બને છે. ગુણોમાં જ તૃપ્ત રહે છે. ગુણોની પ્રાપ્તિથી જ ખુશ ખુશ થાય છે. પણ ભોગની પ્રાપ્તિથી ખુશ થતા નથી.
આ સંસારનું સ્વરૂપ અસાર છે એટલે કે સાર વિનાનું છે, નિષ્ફળ છે તથા વળી અભોગ્ય જ છે, ભોગવવા યોગ્ય નથી. આમ જાણીને ત્યાગી મુનિ ભવસુખમાં મગ્ન ન બનતાં આત્મસ્વરૂપમાં જ મગ્ન બને છે. આત્મતત્ત્વના ચિંતન-મનનમાં જ એકાગ્ર બને છે. દી
सुलभं वागनुच्चारं, मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ॥७॥
ગાથાર્થ :- “વાણી ન ઉચ્ચારવી” આવું મૌન તો એકેન્દ્રિયાદિના ભવમાં પણ સુલભ છે. પરંતુ પૌદ્ગલિક ભાવોમાં પ્રવૃત્તિ ન કરવી તે મૌન ઉત્તમ છે અને તેવું મૌન યોગીપુરુષોને હોય છે. III
ટીકા :- “સુમતિ” વાનુબ્રારં-વનાપ્રન્નાપરૂપમ, મૌન સુમં-સુwાથ, तद् एकेन्द्रियेष्वपि अस्ति । तन्मौनं मोक्षसाधकं नास्ति । पुद्गलेषु-पुद्गलस्कन्धजवर्णगन्धरसस्पर्शसंस्थानादिषु योगानां-द्रव्यभावमनोवचनकाययोगानां या अप्रवृत्तिः
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૯૨
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
रम्या, रम्यतया अव्यापकत्वम्, तदभिमुखं वीर्यापसरणपरिसर्पणरहितं मौनमुत्तमं प्रशस्यम् । भावना च परभावानुगचेतनावीर्यप्रवर्तनं चापल्यं, तद्रोधः मौनमुत्तममुत्कृष्टमायत्यात्मनीनं । यद् योगचापल्यं च (तद् ) नात्मकार्यम्, तेन तद्रोधः શ્રેયાન્ । યોગસ્વરૂપ ર્મપ્રવૃતી (વધનાળ ગાથા-રૂ થી ૧) |
વિવેચન :- “બોલવું નહીં”, “વાણીનું ઉચ્ચારણ ન કરવું”, “શબ્દ પ્રયોગ ન કરવો’” તે મૌન કહેવાય. આ વાત જૈનસમાજમાં અને લોકમાં પણ સર્વત્ર પ્રસિદ્ધ છે. પરંતુ કંઈક સૂક્ષ્મતાથી જો વિચાર કરીએ તો સમજાશે કે માત્ર બોલવું નહીં. આવું મૌન તો પૃથ્વીકાય-અકાય આદિ એકેન્દ્રિયના ભવોમાં પણ ઘણું જ સુલભ હોય છે. આવા પ્રકારનું મૌન તો સુખે સુખે પ્રાપ્ત કરી શકાય છે. તેવા પ્રકારનું તે મૌન કંઈ મુક્તિનું સાધક બને નહીં, કારણ કે જો આમ બને તો બધા જ એકેન્દ્રિય જીવો મૌનવ્રતધારી થવાથી મોક્ષે જ જાય. પણ આમ બનતું નથી. તેથી સમજાય છે કે “મૌન શબ્દનો અર્થ અહીં - મોક્ષની સાધનામાં કંઈક બીજો જ છે” તેથી એ અર્થ હવે સમજાવે છે
પુદ્ગલસ્કંધો તરફ મન-વચન અને કાયાના યોગોની જે અપ્રવૃત્તિ છે તે જ સાચું મૌન છે. પુદ્ગલાસ્તિકાયના સ્કંધો મૂર્ત છે, રૂપી છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને સંસ્થાનવાળા છે. તે વર્ણાદિ ગુણોમાં ક્યાંક ઈષ્ટતાબુદ્ધિ અને ક્યાંક અનિષ્ટતા બુદ્ધિ આ જીવ મોહના ઉદયથી કરે છે. તેથી પુદ્ગલદ્રવ્યોના ઈષ્ટ વર્ણાદિમાં રાગબુદ્ધિ અને અનિષ્ટ વર્ણાદિમાં દ્વેષબુદ્ધિ થાય છે, તેના કારણે અનેક પ્રકારના કષાયો, કલેશો, ઝઘડાઓ અને મારામારી થાય છે. આત્મા સંકલ્પ-વિકલ્પોમાં જોડાય છે. ક્લિષ્ટપરિણામી બને છે, તીવ્ર કર્મો બાંધે છે. તે કારણે પુદ્ગલદ્રવ્યોમાં એટલે કે પુદ્ગલના સ્કંધોમાં ઉત્પન્ન થયેલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને સંસ્થાન વગેરે ભાવોમાં દ્રવ્યથી અને ભાવથી મનયોગ, વચનયોગ અને કાયયોગની જે અપ્રવૃત્તિ કરવી અર્થાત્ પ્રવૃત્તિ ન કરવી તે જ રમણીય છે. તે જ શ્રેષ્ઠ મૌન છે. તેથી પૌદ્ગલિક ભાવોમાં જે અપ્રવૃત્તિ રાખવી એ જ રમણીય છે, આવા પ્રકારનું આ મૌન શ્રેષ્ઠ હોવાથી અર્થાત્ રમણીય હોવાથી સર્વ જીવોમાં વ્યાપકપણે સંભવતું નથી. કોઈકમાં જ સંભવે છે. જેમ રત્નમણિ શ્રેષ્ઠ હોવાથી સર્વના ઘરે સુલભ નથી તેમ આ મૌન શ્રેષ્ઠ અને દુષ્કર હોવાથી અવ્યાપક છે. સર્વ જીવોમાં સંભવી શકતું નથી. સાચા આત્માર્થી જીવોમાં જ સંભવે છે.
પુદ્ગલસ્કંધોમાં પ્રશંસનીય વર્ગાદિ હોય તો પણ તેને અભિમુખપણે (તેના તરફ) ઈષ્ટતાબુદ્ધિએ અને અપ્રશસ્ત વર્ણાદિ હોય તો તેના તરફ અનિષ્ટતાબુદ્ધિએ વીર્યનું પ્રવર્તાવવું અને ન પ્રવર્તાવવું ઈત્યાદિ જે ભાવો છે તે દૂષિત ભાવો છે, સંસાર વધારનારા ભાવો છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
૩૯૩
તે ઈષ્ટાનિષ્ટ બુદ્ઘિ રાગ-દ્વેષ સ્વરૂપ છે. માટે તેવા દુષિત ભાવોથી રહિત આત્માની જે નિર્મળ અવસ્થા તે જ ઉત્તમ મૌન છે.
-
ભાવાર્થ એવો છે કે – પરભાવદશાને અનુસરનારી જે ચેતના (જ્ઞાન-બુદ્ધિ) છે અને પરભાવદશાને અનુસરનારી જે વીર્યની પ્રવૃત્તિ છે તે જ આ જીવની ચંચળતા (અસ્થિરતા) છે. તેનો નિરોધ કરવો, તેને અટકાવવી આ જ ઉત્તમ મૌન છે. ઉત્કૃષ્ટ મૌન છે અને આ મૌન જ પરિણામે ભવિષ્યમાં આત્માને કલ્યાણકારી છે માટે તેવા પ્રકારની યોગની ચપલતાઅસ્થિરતા એ આત્માનું સ્વરૂપ નથી પણ અયોગીદશા એ આત્માનું સ્વરૂપ છે. આત્મપ્રદેશોનું અત્યન્ત સ્થિરીકરણ એ જ આત્માનું કાર્ય છે. યોગ અટકે તો જ આશ્રવ અટકે તેથી તે ચંચલતાનો રોધ કરવો એ જ શ્રેયસ્કર માર્ગ છે. યોગનું સ્વરૂપ પૂજ્યપાદ શ્રી શિવશર્મસૂરીશ્વરજી મહારાજશ્રીએ કરેલા કમ્મપડિ નામના ગ્રંથમાં બંધનકરણ ગાથા ૩ થી ૯માં આ પ્રમાણે છે
आत्मनो वीर्यगुणस्य क्षयोपशमप्राप्तस्यासङ्ख्येयानि स्थानानि । सर्वजघन्यं प्रथमं योगस्थानं सूक्ष्मनिगोदिनः । एवं सूक्ष्मनिगोदेषु उत्पद्यमानस्य जन्तोः भवति । इह जीवस्य वीर्यं केवलिप्रज्ञाच्छेदनकेन छिद्यमानं छिद्यमानं यदा विभागं न प्रयच्छति तदा स एवांशोऽविभागः, ते च वीर्यस्याविभागाः एकैकस्मिन् जीवप्रदेशे चिन्त्यमाना जघन्येनापि असङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणाः, उत्कर्षतोऽप्येतत्सङ्ख्याः । किन्तु जघन्यपदभाविवीर्याविभागापेक्षया असङ्ख्येयगुणा द्रष्टव्याः । येषां जीवप्रदेशानां समाः तुल्यसङ्ख्यया वीर्याविभागा भवन्ति, सर्वेभ्योऽपि चान्येभ्योऽपि जीवप्रदेशगतवीर्याविभागेभ्यः स्तोकतमाः, ते जीवप्रदेशाः घनीकृतलोकासङ्ख्येयभागासङ्ख्येयप्रतरगतप्रदेशराशिप्रमाणाः समुदिता एका वर्गणा ।
એકથી બાર ગુણસ્થાનકોમાં વર્તતા સંસારી જીવોને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ વીર્યના હીનાધિકપણાની તરતમતાને અનુસારે અસંખ્યાત સ્થાનો થાય છે. તેમાં સૌથી જઘન્ય પ્રથમ યોગસ્થાનક સૂક્ષ્મનિગોદીયા (લબ્ધિઅપર્યાપ્તા અને ઉત્પત્તિના પ્રથમ સમયે) ઉત્પન્ન થતા જીવને આ રીતે હોય છે.
વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમભાવથી જે લબ્ધિવીર્ય પ્રગટ થાય છે તે એક આત્માના સર્વે પણ પ્રદેશોમાં એકસરખું સમાન હોય છે. કારણ કે વીર્યગુણ એક આત્મપ્રદેશનો નથી. પરંતુ અસંખ્યાતપ્રદેશોના બનેલા અખંડ આત્મદ્રવ્યનો ગુણ છે. તેથી જ્ઞાનગુણ જેમ સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપ્ત હોય છે તેમ વીર્યગુણ પણ સર્વપ્રદેશોમાં સમાન હોય છે. પરંતુ મન
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૯૪ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર વચન અને કાયાના આલંબને વપરાતું કરણવીર્ય સર્વપ્રદેશોમાં સમાન હોતું નથી. કારણ કે
જ્યાં જ્યાં કાર્યની નિકટતા હોય છે ત્યાં ત્યાં વપરાતું વીર્ય વધારે હોય છે. શેષ શેષ પ્રદેશોમાં કંઈક હીન હીન વીર્ય હોય છે. કારણ કે સર્વ આત્મપ્રદેશોને સાંકળના અંકોડાની જેમ પરસ્પર સંબંધ છે. આ કારણે વપરાતું વીર્ય એટલે કે કરણવીર્ય તરતમતાવાળું છે તેથી લબ્ધિવીર્ય સર્વપ્રદેશોમાં સમાન હોવા છતાં પણ કરણવીર્યને આશ્રયી યોગની વર્ગણાઓ અને સ્પર્ધકો બને છે. તે આ પ્રમાણે -
સૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થતા ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તતા લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા જીવના અસંખ્યાત આત્મપ્રદેશો પૈકી એક એક આત્મપ્રદેશમાં જે કરણવીર્ય છે તેના કેવલપરમાત્માની બુદ્ધિ રૂપી છેદનક વડે છેદ કરતાં કરતાં જ્યારે બે વિભાગ (છેદ) થાય તેમ ન હોય ત્યારે જે અન્તિમ વિભાગ હોય તેને વીર્યનો અવિભાગ અંશ એટલે કે વર્યાવિભાગ કહેવાય છે. લબ્ધિઅપર્યાપ્તા આ સૂક્ષ્મનિગોદીયા જીવના એક એક આત્મપ્રદેશમાં આવા વિર્યાવિભાગો કેટલા હોય? તેની જો વિચારણા કરવામાં આવે તો જઘન્યથી પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ વીર્યાવિભાગ હોય છે અને ઉત્કર્ષથી પણ આટલી જ સંખ્યાવાળા એટલે કે અસંખ્યાતલોકાકાશપ્રદેશપ્રમાણ વયવિભાગો હોય છે. પરંતુ જઘન્યપદ ભાવિ વીર્યાવિભાગો કરતાં ઉત્કૃષ્ટ પદભાવિ વીર્યાવિભાગો અસંખ્યાતગુણા હોય છે.
- સૂક્ષ્મનિગોદીયા લબ્ધિઅપર્યાપ્તા ઉત્પત્તિના પ્રથમસમય વર્તે તે જીવના એક લોકાકાશના પ્રદેશપ્રમાણ જે આત્મપ્રદેશો છે તે આત્મપ્રદેશોમાં જે જે આત્મપ્રદેશોમાં પરસ્પર સમાન એટલે તુલ્યસંખ્યાવાળા વયવિભાગો વર્તે છે અને અન્ય આત્મપ્રદેશોમાં રહેલા વર્યાવિભાગો કરતાં અત્યન્ત અલ્પમાત્રાવાળા વીર્યાવિભાગો જેમાં હોય છે તે આત્મપ્રદેશોનો જે સમુદાય તેને પ્રથમ વર્ગણા કહેવાય છે. આવા પ્રકારના પરસ્પર તુલ્ય સંખ્યાવાળા અને અન્યાત્મપ્રદેશો કરતાં હીન વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશો કેટલા પ્રાપ્ત થતા હશે ? તો જણાવે છે કે સાતરાજની લંબાઈ-પહોળાઈ અને ઉંચાઈવાળા ઘનીકૃત લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા જે પ્રતિરો છે, તે અસંખ્યાતા પ્રતરોમાં રહેલી અસંખ્યાતી જે સૂચિ શ્રેણીઓ છે. તેમાં જે અસંખ્યાતા આકાશપ્રદેશો છે તેની તુલ્ય, આ સમાન વીર્યવાળા આત્મપ્રદેશો હોય છે. તેનો જે સમુદાય તે પ્રથમવર્ગણા કહેવાય છે.
सा च जघन्या स्तोकाविभागयुक्तत्वात् । जघन्यवर्गणातः परे ये जीवप्रदेशाः एकेन वीर्याविभागेनाभ्यधिका घनीकृतलोकासङ्ख्येयभागवर्त्यसङ्ख्येयप्रतरगतप्रदेशराशिप्रमाणा वर्तन्ते तेषां समुदायो द्वितीया वर्गणा । ततः परं द्वाभ्यां
Page #428
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
૩૯૫
वीर्याविभागाभ्यामधिकानामुक्तसङ्ख्याकानामेव जीवप्रदेशानां एव समुदायस्तृतीया वर्गणा । एवमेकैकवीर्याविभागवृद्धया वर्धमानानां तावतां जीवप्रदेशानां समुदायरूपा वर्गणा असङ्ख्येया वक्तव्याः । ताश्च कियत्य इति ? इयं घनीकृतलोकस्य या एकैकप्रदेशपङ्क्तिरूपा श्रेणिः, तस्या श्रेणेरसङ्ख्येयतमे भागे यावन्तः आकाशप्रदेशास्तावन्मात्रा वर्गणा समुदिता एकं स्पर्द्धकम् । " स्पर्द्धन्ते इवोत्तरोत्तरवृद्धया वर्गणा अत्रेति स्पर्द्धकम् ।"
સર્વથી અલ્પ વીર્યાવિભાગવાળી અને પરસ્પર તુલ્ય વીર્યાવિભાગવાળી જે પ્રથમ વર્ગણા થઈ તે સર્વથી જઘન્ય વર્ગણા જાણવી. કારણ કે આ વર્ગણાના આત્મપ્રદેશો અન્ય આત્મપ્રદેશો કરતાં અલ્પ વીર્યાવિભાગોથી યુક્ત છે માટે, આ પ્રથમવર્ગણાથી આગળ આ જ આત્મામાં ઉત્પત્તિના પ્રથમસમયમાં જ, જે જે આત્મપ્રદેશો માત્ર એક વીર્યાવિભાગ વડે અધિક છે તે પણ ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા જે અસંખ્યાત પ્રતરો, તેમાં રહેલા આકાશપ્રદેશના પ્રમાણવાળા છે. તેઓનો સમુદાય તે બીજી વર્ગણા કહેવાય છે. ત્યારબાદ બે વીર્યાવિભાગ વડે અધિક એવા ઉપરોક્ત સંખ્યાવાળા જ (એટલે કે ઘનીકૃત લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતપ્રતરગત આકાશપ્રદેશોની રાશિપ્રમાણ) જે આત્મપ્રદેશો છે તેઓનો સમુદાય તે ત્રીજી વર્ગણા સમજવી.
આ પ્રમાણે એક એક વીર્યાવિભાગની વૃદ્ધિવાળા તેટલા જ આત્મપ્રદેશોના સમુદાય સ્વરૂપ વર્ગણાઓ પણ અસંખ્યાતી જાણવી. પરંતુ તે વર્ગણાઓ અસંખ્યાતી એટલે કેટલી ? તેનું માપ શું ? તે માપ જણાવે છે કે ઘનીકૃત લોકાકાશની એક એક આકાશપ્રદેશની પંક્તિસ્વરૂપ જે શ્રેણિ (સૂચિશ્રેણિ) છે. તે શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે. તેટલી માત્રાવાળી આ વર્ગણાઓ એકોત્તરવૃદ્ધિસ્વરૂપે ક્રમશઃ (આંતરું કર્યા વિનાનિરંતરપણે) થાય છે. તેટલી વર્ગણાઓનો જે સમુદાય તે સ્પર્ધક કહેવાય છે. આ પ્રથમ સ્પર્ધક છે. “સ્પર્ધક” આવું નામ એટલા માટે પાડવામાં આવ્યું છે કે ઉત્તરોત્તર (એક પછી એક) વર્ગણાઓ એક એક વીર્યાવિભાગની વૃદ્ધિ વડે જાણે માંહોમાંહે પરસ્પર સ્પર્ધા કરતી હોય શું ? એવી છે. માટે તેનું નામ સ્પર્ધક રાખવામાં આવ્યું છે.
पूर्वोक्तस्पर्धकगतचरमवर्गणायाः परतो जीवप्रदेशा नैकेन वीर्याविभागेनाधिकाः प्राप्यन्ते, नापि द्वाभ्याम्, नापि त्रिभिः, नापि सङ्ख्येयैः, किन्त्वसङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणैरभ्यधिकाः प्राप्यन्ते, ततस्तेषां समुदायो द्वितीयस्य स्पर्धकस्य प्रथम वर्गणा । ततो जीवप्रदेशानामेकेन वीर्याविभागेनाधिकानां समुदायो द्वितीया वर्गणा । द्वाभ्यां
Page #429
--------------------------------------------------------------------------
________________
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
वीर्याविभागाभ्यामधिकानां समुदायः तृतीया वर्गणा । एवं तावद्वाच्यं यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणा वर्गणा भवन्ति, तासां च समुदायः द्वितीयं
૩૯૬
स्पर्द्धकम् ।
પૂર્વે કહેલા પ્રથમસ્પર્ધકની અંદર રહેલી જે અન્તિમ વર્ગણા છે તેનાથી આગળ ઉત્પત્તિના પ્રથમસમયમાં વર્તતા લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા તે જ જીવમાં એક વીર્યાવિભાગ વડે અધિક હોય એવા આત્મપ્રદેશો પ્રાપ્ત થતા નથી. તેમજ બે વીર્યાવિભાગ વડે અધિક, ત્રણ વીર્યાવિભાગ વડે અધિક, ચાર-પાંચ-છ વીર્યાવિભાગ વડે અધિક યાવત્ સંખ્યાતા વીર્યાવિભાગ વડે અધિક એવા આત્મપ્રદેશો તે કાલે તે જીવમાં સંભવતા નથી. અર્થાત્ પ્રાપ્ત થતા નથી. તેથી નિરંતર ક્રમશઃ વર્ગણાઓ થતી નથી. પરંતુ અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણની સંખ્યાવાળા વીર્યાવિભાગો વડે અધિક એવા આત્મપ્રદેશો તે જીવમાં તે કાલે પ્રાપ્ત થાય છે. તેથી તેવા આત્મપ્રદેશોનો જે સમુદાય તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા કહેવાય છે. ત્યાર પછી એક વીર્યાવિભાગ વડે અધિક આત્મપ્રદેશો મળે છે તેવા આત્મપ્રદેશોનો જે સમુદાય તે બીજા સ્પર્ધકની બીજી વર્ગણા કહેવાય છે. બે વીર્યાવિભાગ વડે અધિક એવા આત્મપ્રદેશોનો સમુદાય તે બીજા સ્પર્ધકની ત્રીજી વર્ગણા જાણવી.
આ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશોની તુલ્ય અસંખ્યાતી વર્ગણાઓ થાય. તે ક્રમશઃ થયેલી આંતરા વિનાની અસંખ્યાતી વર્ગણાઓનો જે સમુદાય તે બીજું સ્પર્ધક જાણવું.
ततः पुनरप्यसङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणैः वीर्याविभागैरभ्यधिकाः प्राप्यन्ते, ततस्तेषां समुदायः तृतीयस्य स्पर्द्धकस्य प्रथमा वर्गणा । ततः एकैकवीर्याविभागवृद्ध्या द्वितीयादयः वर्गणास्तावद् वाच्याः यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणा भवन्ति । तासाञ्च समुदायस्तृतीयं स्पर्द्धकम् । एवमसङ्ख्येयानि स्पर्द्धकानि वाच्यानि । एवं पूर्वोक्तानि स्पर्द्धकानि श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणानि जघन्यं योगस्थानम् । एतच्च सूक्ष्मनिगोदस्य सर्वाल्पवीर्यस्य भवप्रथमसमये वर्तमानस्य प्राप्यते ।
બીજું સ્પર્ધક સમાપ્ત થયા પછી એક-બે-ત્રણ-ચાર એમ સંખ્યાત અધિક વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશો તે સૂક્ષ્મનિગોદીયા જીવમાં તે સમયે પ્રાપ્ત થતા નથી. પરંતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધિક એવા વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશો પ્રાપ્ત થાય છે. તેથી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધિક વીર્યાવિભાગવાળા તેવા પ્રકારના
Page #430
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૯૭ આત્મપ્રદેશોનો જે સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા કહેવાય છે. ત્યાર પછી એક એક અધિક વયવિભાગની ક્રમશઃ વૃદ્ધિ વડે બીજી-ત્રીજી વગેરે વર્ગણાઓ પ્રથમ સ્પર્ધકની જેમ ત્યાં સુધી કરવી કે તે વર્ગણાઓ શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશોના રાશિપ્રમાણ થાય છે. તે વર્ગણાઓનો જે સમુદાય તે ત્રીજું સ્પર્ધક જાણવું.
આ પ્રમાણે ઉત્પત્તિના પ્રથમસમયે વર્તતા સર્વથી અલ્પવર્યવાળા એવા તે સૂક્ષ્મનિગોદીયા જીવમાં અસંખ્યાતાં સ્પર્ધકો થાય છે. આ રીતે શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ સ્પર્ધકોવાળો આ યોગ હોય છે. તે સૌથી પ્રથમ જઘન્ય યોગસ્થાન કહેવાય છે. આટલા યોગવાળું (અસંખ્યાતા સ્પર્ધકો પ્રમાણ જઘન્યયોગસ્થાનક) સર્વથી અલ્પવીર્યવાળા સૂક્ષ્મનિગોદીયા ભવના પ્રથમસમયે વર્તતા જીવને હોય છે.
ततोऽन्यस्य जीवस्याधिकतरवीर्यस्य येऽल्पतरवीर्या जीवप्रदेशास्तेषां समुदायः प्रथमा वर्गणा । ततः एकेन वीर्याविभागेन वृद्धानां समुदायो द्वितीया वर्गणा, द्वाभ्यामधिकानां समुदायस्तृतीया वर्गणा । एवमेकैकवीर्याविभागवर्द्धमानानां यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणा (वर्गणा) भवन्ति । तासां समुदायः प्रथमस्पर्द्धकम् । ततः प्राक्तनयोगस्थानप्रदर्शितप्रकारेण द्वितीयादीनि स्पर्धकानि वाच्यानि । तानि च यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणानि भवन्ति । ततस्तेषां समुदायो द्वितीयं योगस्थानम् । ततोऽन्यस्याधिकतरवीर्यस्योपदर्शितप्रकारेण तृतीयं योगस्थानं वाच्यम् । एवमन्यान्यजीवापेक्षया तावद योगस्थानानि वाच्यानि यावत्सर्वोत्कृष्टं योगस्थानं भवति । तानि च योगस्थानानि सर्वाण्यपि श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणानि भवन्ति । क्षयोपशवैचित्र्यात्सर्वमवसेयम् ।
ઉત્પત્તિના પ્રથમસમયે વર્તતા લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા પણ કંઈક અધિક કરણવીર્યવાળા બીજા જીવના આત્મપ્રદેશોમાં જે અતિશય અલ્પતર વીર્યવાળા અને માંહોમાંહે સમાન વર્ષાવિભાગવાળા આત્મપ્રદેશો હોય છે. તેનો સમુદાય તે નવા યોગસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા જાણવી. તેનાથી એક વર્યાવિભાગે અધિક વૃદ્ધિવાળા આત્મપ્રદેશોનો જે સમુદાય તે બીજી વર્ગણા, બે વીર્યાવિભાગ વડે અધિક એવા આત્મપ્રદેશોનો સમુદાય તે ત્રીજી વર્ગણા. આમ એક એક વર્યાવિભાગ વડે વૃદ્ધિ પામતા આત્મપ્રદેશોના સમુદાયરૂપે વર્ગણાઓ ત્યાં સુધી કહેવી કે એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ વર્ગણાઓ થાય. તે વર્ગણાઓનો સમુદાય તેને પ્રથમ સ્પર્ધક કહેવાય છે. ત્યારબાદ પ્રથમના યોગસ્થાનમાં જણાવેલી રીતિ મુજબ બીજું-ત્રીજું-ચોથું વગેરે સ્પર્ધકો કહેવાં.
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૯૮
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
તે સ્પર્ધકો પણ એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ થાય છે. તે સ્પર્ધકોનો જે સમુદાય તે બીજું યોગસ્થાનક કહેવાય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન જીવોને આશ્રયી યોગસ્થાનો ત્યાં સુધી કહેવાં કે યાવત્ સર્વથી ઉત્કૃષ્ટ યોગસ્થાનક આવે કે જે સંશી પંચેન્દ્રિય પર્યાપ્તાને હોય છે. જઘન્ય યોગસ્થાનકથી માંડીને યાવત ઉત્કૃષ્ટ યોગસ્થાનક સુધીનાં સર્વે પણ યોગસ્થાનો કુલ એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય છે તેટલાં થાય છે. અર્થાત્ અસંખ્યાતાં યોગસ્થાનો હોય છે. વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમની ચિત્ર-વિચિત્રતાથી આ સર્વ સમજી લેવું.
ननु जीवानामनन्तत्वात् प्रतिजीवं च योगस्थानस्य प्राप्यमाणत्वादनन्तानि योगस्थानानि प्राप्नुवन्ति, कथमुच्यते असङ्ख्येयानि ? उच्यते यत एकैकस्मिन् योगस्थाने सदृशे सदृशे वर्तमानाः स्थावरजीवाः अनन्ताः प्राप्यन्ते । ततः सर्वजीवापेक्षयापि सर्वाणि योगस्थानानि केवलज्ञानेन परिभाव्यमानानि असङ्ख्येयान्येव प्राप्यन्ते, नाधिकानि । एकस्मिन् योगस्थाने एको जीवः जघन्यतः एकं समयमुत्कृष्टतः अष्टौ यावत्तिष्ठति । एवं योगस्थानतारतम्येन सर्वजीवेषु योगबाहुल्यं गाथाक्रमेण वक्तव्यम् -
આ સંસારમાં જીવો અનંત છે અને પ્રત્યેક જીવને કોઈને કોઈ (હીનાધિકતાવાળું) યોગસ્થાનક અવશ્ય સંભવે જ છે. તેથી એક એક જીવવાર એક એક યોગસ્થાનક વિચારીએ તો જીવો અનંતા હોવાથી યોગસ્થાનક અનંતા હોવાં જોઈએ, તો આપશ્રી દ્વારા એમ કેમ કહેવાય છે કે યોગસ્થાનક અસંખ્યાતાં જ છે ?
આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે - સરખે સરખા એક એક યોગસ્થાનકમાં વર્તતા સ્થાવર જીવો અનંતા અનંતા પ્રાપ્ત થાય છે. અર્થાત્ અનંતા અનંતા સ્થાવર જીવોનું યોગસ્થાનક સરખે સરખા કરણવીર્યવાળું હોય છે. તેથી તે જીવોને પ્રત્યેકને ભિન્ન ભિન્ન યોગસ્થાનક હોવા છતાં પરસ્પર સદેશ હોવાથી એક જ યોગસ્થાનક ગણાય છે. માટે સંસારી સર્વ જીવોની અપેક્ષાએ પણ સર્વે યોગસ્થાનકો કેવલજ્ઞાની પરમાત્મા વડે કેવલજ્ઞાન દ્વારા અસંખ્યાતાં જ જોવાયેલાં છે પણ તેનાથી અધિક જોવાયેલાં નથી. એક એક યોગસ્થાનકમાં સ્થાવર જીવો અનંતા અનંતા હોવાથી કુલ યોગસ્થાનો અસંખ્યાતાં જ થાય છે. પણ અનંતા થતાં નથી.
પ્રશ્ન :- કોઈપણ એક યોગસ્થાનક ઉપર જીવ જઘન્યથી કેટલો કાળ રહે અને ઉત્કૃષ્ટથી કેટલો કાળ રહે !
Page #432
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
૩૯૯
ઉત્તર ઃ- અપર્યાપ્તા સર્વે જીવો પોતાનામાં સંભવતા કોઈ પણ એક યોગસ્થાનક ઉપર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ એક જ સમય રહે છે. બીજા જ સમયે અસંખ્યાતગણો યોગ વધે છે. માટે અપર્યાપ્તા જીવોમાં કોઈ પણ યોગસ્થાનક એક સમયથી વધારે કાલ સંભવતું નથી. પરંતુ પર્યાપ્તા જીવો પોતાનામાં સંભવતા યોગસ્થાનકોમાં પ્રારંભના કેટલાક યોગસ્થાનકોમાં ઉત્કૃષ્ટથી ચાર સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં પાંચ સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં છ સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં સાત સમય, ત્યાર પછીના કેટલાંક યોગસ્થાનકોમાં આઠ સમય એમ પછી પછીનાં યોગસ્થાનકોમાં સાત-છ-પાંચ-ચાર-ત્રણ અને બે સમય સુધી રહી શકે છે. આમ આ ઉત્કૃષ્ટકાળ જાણવો. અને આ પર્યાપ્તા જીવો પોતાને સંભવતા સર્વે પણ યોગસ્થાનકોમાં જઘન્યથી એક સમય વર્તે છે. આ રીતે પર્યાપ્તા જીવોને યોગ્ય યોગસ્થાનકોમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાર સમયથી આઠ સમય અને આઠ સમયથી બે સમય સુધીનો કાળ જાણવો.
પ્રશ્ન :- સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા એમ ૧૪ જીવસ્થાનકોમાં શું સમાન યોગ હોય ? કે હીનાધિક યોગ હોય ? અને જો હીનાધિક યોગ હોય તો કોનાથી કોનો યોગ વધારે હોય અને કોનાથી કોનો યોગ ઓછો હોય ?
ઉત્તર ઃ- સર્વે પણ જીવસ્થાનકોમાં યોગની હીનાધિકપણે તરતમતા હોવાથી તે યોગનું અલ્પબહુત્વ પાંચમા શતક નામના કર્મગ્રંથમાં ૫૩-૫૪ એમ બે ગાથામાં કહેલું છે તેના આધારે અનુક્રમે આ પ્રમાણે સમજવું.
सुहुमनिगोआइखणप्पजोगबायरविगलअमणमणा ।
अपज्जलहु पढमदुगुरु, पज्जहस्सियरो असंखगुणो ॥ ५३ ॥
असमत्ततसुक्कोसो, पज्जजहन्नियरु एव ठिइठाणा । अपज्जेयरसंखगुणा, परमपज्जबिए असंखगुणा ॥५४॥
इत्यष्टाविंशतिभेदाल्पबहुत्वमवगन्तव्यम् । योगबाहुल्ये बहुकर्मग्राही, मन्दत्वे अल्पपुद्गलग्राही इत्येवं या योगानां पुद्गलग्रहणरूपा प्रवृत्तिः, तस्याः रोधः मौनमुत्तमम् । किं सतृष्णस्य बाह्ययोगरोधेन ? तस्मात् सकलविमलज्ञानाद्यनन्तगुणगणमाहात्म्यपरमात्मभावरसिकैः आत्मनो योगप्रवृत्तिः पुद्गलानुगतया रोधनीया નૃત્યુપવેશ: છા
સૂક્ષ્મનિગોદીયા અપર્યાપ્તા જીવનો ઉત્પત્તિના પ્રથમસમયે જઘન્યયોગ સર્વથી અલ્પયોગ હોય છે. તેનાથી બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૦૦ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર અને સંજ્ઞી પંચેન્દ્રિય એમ સાતે અપર્યાપ્તાનો જઘન્યયોગ અનુક્રમે અસંખ્યાતગુણ જાણવો. ત્યારબાદ પ્રથમના બે અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ (સૂક્ષ્મ અપર્યાપ્તા અને બાદર અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ) યોગ, ત્યારબાદ પ્રથમના બે (સૂક્ષ્મ અને બાદર) પર્યાપ્તાનો જઘન્યયોગ અને ત્યારબાદ તે જ બે (સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તા)નો ઉત્કૃષ્ટયોગ અનુક્રમે અસંખ્યાતગુણ કહેવો.
ત્યારબાદ ત્રસકાય એટલે ત્રણ વિકસેન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિય આમ પાંચ જીવભેદોના અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટદ્યોગ, આ જ પાંચ જીવભેદોના પર્યાપ્તાનો જઘન્યયોગ અને આ જ પાંચ જીવભેદોના પર્યાપ્તાનો ઉદ્યોગ અનુક્રમે અસંખ્યાતગુણો જાણવો. આમ અઠ્ઠાવીસ બોલનું આ યોગસંબંધી અલ્પબદુત્વ છે. આ જ પ્રમાણે જઘન્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચેનાં સ્થિતિસ્થાનોનું અલ્પબદુત્વ પણ આમ જ સમજવું. સ્થિતિસ્થાનોના અલ્પબદુત્વમાં અપર્યાપ્તા કરતાં પર્યાપ્તાનાં અને પર્યાપ્તા કરતાં ઉપર ઉપરના અપર્યાપ્તાનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણાં છે. પરંતુ અપર્યાપ્તા બેઈન્દ્રિયનાં સ્થિતિસ્થાનો (તેની પૂર્વેના બોલ કરતાં) અસંખ્યાતગુણાં છે.
આ પ્રમાણે યોગના વિષયનું અઠ્ઠાવીસ ભેદોનું અલ્પબદુત્વ જાણવું, જે જે જીવોમાં જ્યારે જ્યારે યોગની અધિકતા હોય છે ત્યારે ત્યારે તે તે જીવોમાં કર્મનો બંધ (કાર્મણવર્ગણાના પ્રદેશોનું ગ્રહણ-પ્રદેશબંધ) વધારે વધારે થાય છે અને યોગ અલ્પ હોય છે ત્યારે કર્મનો બંધ (કાર્મણવર્ગણાના પ્રદેશોનું ગ્રહણ-પ્રદેશબંધ) અલ્પ-અલ્પ થાય છે. આ રીતે હીનાધિકપણે કાર્મણવર્ગણાના પ્રદેશોને ગ્રહણ કરવા રૂપે મન-વચન અને કાયાના યોગોની જે પ્રવૃત્તિ છે તે કર્મપ્રદેશોના બંધનું કારણ હોવાથી તેનો વિરોધ કરવો, તેને રોકવું તે પ્રવૃત્તિને અટકાવવી એ જ શ્રેષ્ઠ અને ઉત્તમ મૌન કહેવાય છે.
જેમ બગલો મર્ચીને પકડવા સ્થિર થાય છે, શિકારી હરણાદિનો સંહાર કરવા સ્થિર થાય છે, પરંતુ આ સ્થિરતા પરને પીડા કરનારી અને માંસાદિની લોલુપતાથી થાય છે. તેથી પરને પીડા કરવા માટે અને માંસાદિ પ્રાપ્ત કરવા માટે તેવા પ્રકારની તૃષ્ણાવાળા જીવનો બાહ્યથી જે આ યોગનો રોધ છે તે શું કામનો ? અંદરની તૃષ્ણા હોવાથી વધારે કર્મ બંધાવનાર છે. તેમ વચન ઉચ્ચાર ન કરીએ એટલે બોલવાનું બંધ રાખીએ પણ હૃદયમાં બધા જ પદ્ગલિક ભાવોની તૃષ્ણા ચાલુ હોય તો એવા મનની શું કિંમત? અર્થાત્ જ્ઞાનીઓની દૃષ્ટિએ તેની કંઈ જ કિંમત નથી. માટે પુદ્ગલદશામાં અપ્રવૃત્તિ કરવી એ જ મીન શ્રેષ્ઠ છે. તેથી પરિપૂર્ણ અને નિર્મળ એવા જ્ઞાનાદિ અનંત અનંત ગુણોના સમૂહના માહાભ્યસ્વરૂપ
Page #434
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
૪૦૧
એવા “પરમાત્મભાવ” ના રસિક જીવોએ પૌલિક ભાવોને અનુસરનારી પોતાની યોગપ્રવૃત્તિને રોકવી જોઈએ. યોગપ્રવૃત્તિને રોકવી તે જ સાચું મૌન છે. શ્રેષ્ઠ મૌન છે. તેથી યોગપ્રવૃત્તિને રોકવા નિરંતર પ્રયત્નશીલ બનવું એવો ગ્રંથકારશ્રીનો ઉપદેશ છે. જ્ઞા ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वापि चिन्मयी । यस्यानन्यस्वभावस्य, तस्य मौनमनुत्तरम् ॥८॥
ગાથાર્થ :- જેમ દીપકની ઉત્સેપણાદિ સર્વ પણ ક્રિયા જ્યોતિર્મય હોય છે તેમ આત્મદશા વિના અન્ય પદાર્થોમાં જેને રસ નથી એવા એટલે કે વિભાવદશાથી મુક્ત એવા આત્માની સર્વે પણ ક્રિયા જ્ઞાનમય હોય છે, તેનું જ મૌન અનુપમ છે. ॥૮॥
ટીકા :- “જ્યોતિર્મયીવેતિ' તસ્ય તત્ત્વ ત્વરિતમ્ય, મૌન-યોગનિગ્રહરૂપ स्वधर्मप्राग्भावकर्तृत्वभोक्तृत्वे व्यापारिताशेषवीर्यस्य कर्मविकरणापूर्वकरणकिट्टीकरणादिषु स्थापितवीर्यकरणस्य परभावाप्रवृत्तत्वेन मौनं- योगचापल्यतावारणरूपं अनुत्तरं - सर्वोत्कृष्टं यस्य क्रिया गुणप्रकर्षप्रवर्तना वीर्यप्रवृत्तिः सापि चिन्मयीस्वरूपज्ञानमयी आत्मानुभवैकत्वरूपा । यथा दीपस्य या क्रिया उत्क्षेपणनिक्षेपणादिका सा सर्वापि ज्योतिर्मयी-ज्ञानप्रकाशयुक्ता, तथा यस्य वन्दननमनादिगुणस्थानारोहरूपा क्रिया तत्त्वज्ञानप्रकाशिका, तस्य अनन्यस्वभावस्य न विद्यते अन्य:- परः स्वभावो यस्य सः, तस्य परभावव्यापकचेतनाऽभिसन्धिवीर्यरहितस्य साधोः मौनमनुत्तरम् ।
વિવેચન :- આત્મતત્ત્વની અંદર એકતાભાવે પરિણામ પામેલા એવા જીવનું મનવચન અને કાયાના યોગનો નિગ્રહ કરવા રૂપ જે મૌન છે. તે જ મૌન અનુત્તર છે, અનુપમ છે. અર્થાત્ સર્વથા ઉત્કૃષ્ટ મૌન છે. પોતાના આત્માના (રત્નત્રયી રૂપ-સ્વભાવદશાની પ્રાપ્તિ રૂપ) ધર્મને પ્રગટ કરવામાં જ કર્તૃત્વ અને ભોક્તૃત્વ રૂપે વ્યાપારિત કર્યું છે સર્વ વીર્ય જેણે એવા, તથા કર્મોનો વિનાશ કરનારા એવા અપૂર્વકરણ, કિટ્ટીકરણાદ્ધા અને આદિ શબ્દથી કિટ્ટીવેદનાદ્ધા વગેરેમાં જ સ્થાપિત કર્યું છે પોતાનું કરણવીર્ય જેણે એવા આત્માર્થી ઉત્તમ આત્માનું પરભાવદશામાં ન પ્રવર્તવા રૂપે (પુદ્ગલ અને અન્ય જીવ દ્રવ્યો પ્રત્યે રાગાદિ ભાવે ન જોડાવા સ્વરૂપે) જે મૌનપણું છે એટલે કે મન-વચન-કાયાના યોગોની ચપલતાને અટકાવવા રૂપ જે મૌન છે તે જ મૌન સર્વોત્કૃષ્ટ મૌન છે. ન બોલવા રૂપ મૌન એકેન્દ્રિય આદિ ભવોમાં પણ સુલભ છે. પરંતુ વિભાવદશામાં ન જોડાવા રૂપ મૌન કર્મનિર્જરા અને આશ્રવના નિરોધનું પ્રબળ કારણ હોવાથી સર્વોત્કૃષ્ટ મૌન છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
પરભાવમાં ન પ્રવર્તવું એ ભાવવાળા મૌનપણાની સર્વે પણ પ્રક્રિયા આત્માના ગુણોના પ્રકર્ષને પ્રાપ્ત કરવામાં પ્રવર્તવા રૂપ વીર્યપ્રવૃત્તિ હોય છે. તે સઘળી પણ ક્રિયા ચિન્મય છે. અર્થાત્ આત્મતત્ત્વના અનુભવની સાથે એકતા સ્વરૂપ હોય છે. આવા આત્માની બાહ્યભાવને રોકવા સ્વરૂપ અને આત્માના ગુણોનો આવિર્ભાવ કરવા સ્વરૂપ જે કોઈ પ્રવર્તનક્રિયા છે તે સઘળી ક્રિયા સમ્યજ્ઞાનથી યુક્ત હોય છે. કર્મોના આશ્રવો ન થાય તેવી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાય તેવા પ્રકારની સમજણપૂર્વકની આત્માર્થી ભાવે આ પ્રક્રિયા હોય છે. જેમ દીપકની ઉત્કૃપણ (ઊર્ધ્વદિશાગામી જ્યોતનું જવું) અને નિક્ષેપણ (અધોદિશા તરફ જ્યોતનું જવું), આદિ શબ્દથી જ્યોતનું આડુ-અવળું અને તીછું જવું એમ દીપકની જ્યોતની જે કોઈ ક્રિયા થાય છે તે સર્વે પણ દીપકની જ્યોતની ક્રિયા અવશ્ય પ્રકાશાત્મક જ હોય છે. એટલે કે જ્યોત ઉપર જાય કે નીચે જાય, તિર્કી જાય કે વાંકી જાય તો પણ જ્યાં જાય ત્યાં પ્રકાશ જ આપે ક્યારેય પણ અંધકાર ન આપે, તેવી જ રીતે યોગી મહાત્મા દ્વારા નમન, વંદન, પૂજન, ગુણસ્તુતિ ઈત્યાદિ આત્મગુણોના વિકાસાત્મક જે કોઈ ક્રિયા કરાય છે તે સર્વે પણ ધર્મક્રિયા આત્મતત્ત્વના જ્ઞાનનો પ્રકાશ આપનારી હોય છે. આત્મતત્ત્વનો આવિર્ભાવ કરનારી હોય છે. તે વિના અન્ય કોઈપણ કાર્યમાં આ મહાત્માની પ્રવૃત્તિ હોતી નથી. આવા પ્રકારના આત્મતત્ત્વના લક્ષ્યવાળા અને અનન્ય સ્વભાવવાળા યોગી મહાત્મા પુરુષનું પરભાવમાં ન પ્રવર્તવા રૂપ જે મૌન છે તે જ સર્વોત્તમ મૌન છે.
૪૦૨
પરભાવદશામાં વ્યાપકપણે પ્રવર્તવા વાળી જે જ્ઞાન-ચેતના છે અને તેનાથી યુક્ત એવો પરભાવમાં વપરાતો જે વીર્યગુણ છે. આમ આ બન્ને આત્મગુણો હોવા છતાં પણ પરભાવદશાથી યુક્ત હોય તો આશ્રવહેતુ બને છે. તે માટે પરભાવમાં વ્યાપકપણે વર્તતી એવી ચેતના અને એવા વીર્યગુણથી રહિત જે મહાપુરુષ છે તેઓની ચેતનાનું અને વીર્યગુણનું પરભાવમાં ન પ્રવર્તવું એ જ અનુપમ શ્રેષ્ઠ મૌન છે. તે માટે આત્માર્થી મુમુક્ષુ જીવે આવું મૌન કરવું જોઈએ. વિષય-કષાયોની પરિણતિથી આત્માને અટકાવવો જોઈએ, પરજીવદ્રવ્ય પ્રત્યે અને પરપુદ્ગલદ્રવ્ય પ્રત્યે રાગ-દ્વેષ-સ્પૃહા-મમતા ન કરવી, વિભાવદશામાં ન જોડાવું, સ્વભાવદશામાં જ રમવું. આત્મતત્ત્વની સાથે જ એકતા કરવી આ જ સૌથી શ્રેષ્ઠ મૌન છે.
“માત્ર બોલવાની ક્રિયા ન કરવી” તે મૌન એટલું કિંમતી નથી. કારણ કે તે એકેન્દ્રિયાદિના ભવમાં પણ સુલભ છે તથા પરદ્રવ્યની સ્પૃહા જો ન જાય તો તેવા મૌનથી આત્મકલ્યાણ કેમ થાય ? માટે વિભાવદશામાં ન પ્રવર્તવું તે જ મૌન ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ છે. તેનો જ વધારે અભ્યાસ કરવો.
Page #436
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
४० वस्तुस्वभावानुरोधादेव, तत्कारकात् वियत् । सम्पूर्णता तदुत्पत्तौ, कुम्भस्येव दशाऽत्मनः ॥१॥
इति न्यायात् ज्ञानिनः क्रिया कार्योपकारका ज्ञातव्या । ज्ञानमयस्यात्मनः तत्त्वैकत्वाध्यासिनः स्वरूपारोहकाणां या क्रिया सा ज्ञानस्वरूपप्रकाशनहेतुः, आवरणनिमित्तमसत्क्रिया, आवरणापगमाय सत्क्रियानिमित्तं भवति । तत्त्वमग्नस्य न कारणीभवति । अतः तत्त्वज्ञानस्वरूपैकत्वध्यानलीनानां मुनीनां तेषामेव नमः ॥८॥
આ ગાથા કયા ગ્રન્થની છે? તે શોધવા છતાં પ્રાપ્ત થઈ શક્યું નથી. અનુમાનથી આવો અર્થ હોય એમ લાગે છે. “દરેક વસ્તુઓ પોતાના વસ્તુસ્વભાવને અનુસરે એ જ ઉચિત છે. જેમ આકાશ પોતાના અવગાહના આપવાના સ્વભાવનું જ કારક છે. તેનાથી જ તેની પૂર્ણતા છે. તે આકાશમાં જેમ ઘટની ઉત્પત્તિ કરાય છે. તે સંયોગ માત્ર છે. તેનાથી આકાશને કંઈ લાભ-નુકશાન નથી. આકાશ તો જેવું છે તેવું જ રહે છે. તેમ આત્માની દશા પણ આવી જ છે. સ્વભાવમાં વતે તો જ પૂર્ણતા છે. શેષભાવો સંયોગ માત્ર છે. વધારે અર્થ જ્ઞાની મહાત્માઓ પાસેથી સમજવો.
આ પ્રમાણે ઉપરોક્ત ન્યાયને અનુસારે જ્ઞાની મહાત્માની સર્વે ક્રિયા પોતાના કાર્યનો ઉપકાર કરનારી જાણવી. આત્મતત્ત્વની સાથે એકતા ભાવે (તન્મયપણે) રહેનારા અને દિન-પ્રતિદિન આત્મતત્ત્વના સ્વરૂપમાં આરોહણ કરનારા એવા જ્ઞાનસ્વરૂપ બનેલા આત્માની જે કોઈ ક્રિયા છે તે સઘળી પણ ક્રિયા જ્ઞાનાત્મક એવા આત્મસ્વરૂપને પ્રકાશિત કરવામાં જ કારણભૂત બને છે. જે અસલ્કિયા હોય છે તે આવરણીયકર્મોને બંધાવવાના નિમિત્તરૂપ બને છે અને જે જે સન્ક્રિયા હોય છે તે તે આવરણીય કર્મોને દૂર કરવા માટેનું નિમિત્ત બને છે. પરંતુ તત્ત્વમાં મગ્ન બનેલા આત્મલક્ષી જીવને આવી કોઈપણ ક્રિયા બંધાદિનું નિમિત્તકારણ બનતી નથી. જ્ઞાની મહાત્માની જ્ઞાન મગ્નતા જ આત્મતત્ત્વના પ્રકાશનનો હેતુ છે. તેવા આત્માની કોઈપણ ક્રિયા ભાવ આશ્રવરૂપ થતી નથી. તેથી આત્મતત્ત્વના જ્ઞાનમાં અને આત્મસ્વરૂપની સાથે એકતાના ધ્યાનમાં લયલીન બનેલા તે મુનિઓના જ ચરણકમલમાં અમારા નમસ્કાર હોજો. (અહીં નમસ્ અવ્યયના યોગમાં તેગ્ય: મુનિમ્ય: થવું જોઈએ પણ તેષાવિ મુનીનાં પાઠ સર્વ પુસ્તકોમાં છે. તેથી રર : શબ્દ અધ્યાહારથી લઈને પાઠ સંગત કરવો.)
પૌલિક સુખ-દુઃખની વાસનાઓ અને અન્ય જીવ દ્રવ્ય ઉપર રાગ-દ્વેષાદિ ભાવો એ રૂપ પરભાવ દશાથી આત્માને રોકવો. આવી વિભાવદશામાં ન જવું અને આત્મતત્ત્વના
Page #437
--------------------------------------------------------------------------
________________
४०४ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર શુદ્ધ સ્વભાવમાં જ વર્તવું. ક્યાંય પણ મારાપણાનો પરિણામ ન રાખવો. સંસારી સર્વ ભાવોથી અલિપ્ત બનવું તેને જ યથાર્થ મૌન કહેવાય છે. “વાણીનો ઉપયોગ ન કરવો અર્થાત્ ન બોલવું” તેને જે મૌન કહેવાય છે તેની પાછળ પણ આ જ ભાવ છુપાયેલો છે. કારણ કે સંસારી સર્વે જીવો વિષયવાસના, કષાયો અને રાગદ્વેષાદિ કલુષિત ભાવોથી ભરેલા છે. તેથી
જ્યારે જ્યારે કંઈ પણ બોલશે ત્યારે ત્યારે કાં તો રાગપૂર્વક, કાં તો શ્વેષપૂર્વક વાણીનું ઉચ્ચારણ કરશે. અથવા સામેના જીવમાં પ્રેમ વધે કે કડવાશ વધે તેવાં મીઠાં અને કડવાં વચનો બોલશે. તેનાથી રાગ-દ્વેષ વધશે તેના કરતાં ન બોલે તો સારું. એમ સમજીને પોતાનામાં કે પરમાં રાગ-દ્વેષ અને કાષાયિક વૃત્તિઓ રોકવા માટે જ બોલવાનું બંધ રાખવામાં આવે છે. તેથી આવા ભાવપૂર્વક વાણીનું જે અનુચ્ચારણ કરવું તે પણ મૌન શ્રેયસ્કર છે. તત્ત્વજ્ઞાનના અર્થી જીવે ઉપરોક્ત ભાવને સમજવા અવશ્ય પ્રયત્ન કરવો. Iટા
તેરમું અષ્ટક સમાપ્ત
Page #438
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક – ૧૪
॥ अथ चतुर्दशकं विद्याष्टकम् ॥
૪૦૫
अथ ईदृग्मुनित्वं यथार्थविद्यातत्त्वोपयोगिबुद्धिमतो भवति, अतो विद्याष्टकमुपदिशति, तत्र नामविद्या इति नाम जीवस्याभिधानं क्रियते सा नामविद्या, अक्षवराटककाष्ठादिषु "विद्या" इति स्थाप्यते सा स्थापनाविद्या, द्रव्यविद्या लौकिका शिल्पादिरूपा, लोकोत्तरा द्विविधा कुप्रावचनिका भारतरामायणोपनिषद्रूपा, लोकोत्तरा सुप्रावचनिका विद्या आवश्यकाचाराङ्गादिलक्षणा, सापि ज्ञशरीरभव्यशरीरस्य तदभ्यासवतोऽनुपयुक्तस्य द्रव्यविद्या, अथवाऽनुपयुक्तस्य हेयोपादेयपरीक्षाविकलस्य वाचनापृच्छनापरिवर्तनाधर्मकथारूपा अनुप्रेक्षाविकला सर्वापि चेतना विज्ञप्तिर्द्रव्यरूपा ज्ञेया ।
भावविद्या तु लोकोत्तरार्हत्प्रणीतागमरहस्याभ्यासवशतः नित्यानित्याद्यनन्तस्वभावभावितानन्तपयार्योपेतचिद्रूपोपादेयबुद्धिः विभावाद्यनन्तपरभावपरित्याग ज्ञप्तिलक्षणा, भावविद्याभ्यासस्यावसरः ।
તેરમા અષ્ટકમાં સમજાવેલું આવા પ્રકારનું ઉત્તમ (મૌન) મુનિપણું યથાર્થ એવા વિદ્યાતત્ત્વમાં ઉપયોગપૂર્વકની બુદ્ધિવાળા મહાત્માને આવે છે. તે માટે મૌનાષ્ટક પછી હવે વિદ્યાષ્ટક સમજાવાય છે. વિદ્યા ઉપર ચાર નિક્ષેપા પ્રથમ કહેવાય છે.
(૧) નામવિદ્યા = જીવનું “વિદ્યા” આવું જે નામ રાખવામાં આવે જેમકે વિદ્યાબેન, તે નામવિદ્યા કહેવાય છે.
(૨) સ્થાપનવિદ્યા = અક્ષમાં (પાશા ઉપર) વરાટકમાં (કોડા ઉપર) અને કાષ્ઠાદિમાં (લાકડું, પત્થર અને વસ્ત્રાદિ ઉપર) “વિદ્યા” આવું લખાણ કરવું. સ્થાપના કરવી તે સ્થાપનાવિદ્યા જાણવી. વિદ્યાવંતની જે સ્થાપના તે પણ સ્થાપનાવિદ્યા સમજવી.
(3) द्रव्यविद्या લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારની છે. જે કળાથી (વિદ્યાથી) સંસારનો આર્થિક વ્યવહાર ચાલે તે લૌકિકવિદ્યા. જેમકે શિલ્પકળા, સોનીની કળા, હજામની કળા, દરજીની કળા અને કુંભાર-વણકરની કળા વગેરે તથા લોકોત્તરવિદ્યા બે પ્રકારની છે. એક કુપ્રાવચનિકા અને બીજી સુપ્રાવચનિકા. જે વિદ્યાથી આત્મતત્ત્વની સાધના કરાય તે લોકોત્તરવિદ્યા જાણવી. ત્યાં વીતરાગપરમાત્માના જ્ઞાનનું અનુસરણ કર્યા વિના છદ્મસ્થ એવા ઋષિમુનિઓએ બનાવેલાં જે શાસ્ત્રો જેમકે મહાભારત, રામાયણ અને ઉપનિષદ્ વગેરે તે
=
Page #439
--------------------------------------------------------------------------
________________
४०६
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
કુઝાવચનિક દ્રવ્યવિદ્યા અને છબસ્થ એવા ઋષિમુનિઓએ જ બનાવેલાં હોય, પરંતુ વીતરાગપરમાત્માની (તીર્થકર પ્રભુની) વાણીને અનુસરીને જે શાસ્ત્રો બનાવ્યાં હોય જેમકે આવશ્યકસૂત્ર અને આચારાંગ આદિ દ્વાદશાંગી વગેરે તે સુપાવચનિક દ્રવ્યવિદ્યા. તે પણ જ્ઞશરીર, ભવ્યશરીર તથા તે તે શાસ્ત્રોના અભ્યાસવાળા હોય પણ તેમાં ઉપયોગ શૂન્ય હોય તે તદ્ગતિરિક્ત એમ ત્રણ ભેદથી દ્રવ્યવિદ્યા પૂર્વની જેમ જાણવી.
અથવા આચારાંગાદિ શાસ્ત્રો ભણ્યા હોય પરંતુ તેમાં ઉપયોગ ન હોય તેવા જીવની તથા હેયતત્ત્વ અને ઉપાદેયતત્ત્વના વિવેકથી વિકલ જીવની તથા શાસ્ત્રોનું વાચના-પૃચ્છનાપરિવર્તન અને ધર્મકથા રૂપ શાસ્ત્રજ્ઞાન હોય પણ અનુપ્રેક્ષારૂપ ચિંતન-મનન વિનાનું જે જ્ઞાન હોય તેવા જીવની જે ચેતના-વિદ્યા તે સઘળી તવ્યતિરિક્ત દ્રવ્યવિદ્યા જાણવી. સુપાવચનિક વિદ્યા હોવા છતાં ઉપયોગની શૂન્યતા છે તથા અનુપ્રેક્ષા નથી માટે ભાવવિદ્યા કહેવાતી નથી.
હવે ભાવવિદ્યા કોને કહેવાય ? તે સમજાવાય છે -
લોકોત્તર એવા અરિહંત પરમાત્મા દ્વારા પ્રણીત આગમશાસ્ત્રોના રહસ્યોના અભ્યાસવાળા જીવમાં નિત્ય-અનિત્ય આદિ અનંત જાતના સ્વભાવોથી વાસિત એવા અનંતઅનંત પર્યાયોથી યુક્ત ચેતનાદિ પદાર્થો છે. આવા પ્રકારની જ્ઞાનાત્મક ઉપાદેયબુદ્ધિ તથા વિભાવદશા, મોહદશા, મિથ્યાત્વદશા, કાષાયિકપરિણતિ ઈત્યાદિ અનંત પરભાવદશાનો ત્યાગ જ કરવો જોઈએ એવા જ્ઞાનવાળી જે વિદ્યા તે ભાવવિદ્યા કહેવાય છે. આ ભાવવિદ્યા જ આત્મકલ્યાણને સાધવાનું નિકટતમ પ્રબળ કારણ છે. માટે તે ભાવવિદ્યા જ સમજાવવાનો અહીં અવસર છે. તે હવે સાત નયોથી સમજાવાય છે.
तत्र मत्यादिज्ञानक्षयोपशमनिमित्ताः इन्द्रियादयो नैगमेन विद्या, सर्वजीवद्रव्याणि सङ्ग्रहेण, द्रव्यश्रुतं व्यवहारेण, ऋजुसूत्रेण वाचनादि, शब्दनयेन यथार्थोपयोगः, कारणकार्यादिशङ्कररूपसविकल्पचेतना समभिरूढेन, निर्विकल्पचेतना क्षायोपशमिकी साधकावस्था एवम्भूतेन, साधका निर्विकल्पतात्त्विकी । तथा केचित् केवलज्ञानरूपसिद्धविद्या इति ।
आद्यनयचतुष्टयस्य द्रव्यनिक्षेपान्तर्गतत्वेन कारणरूपा गृहीता, अन्त्यनयत्रयाणां भावरूपत्वेन कार्यरूपा उत्तरोत्तरसूक्ष्मा गृहीता, तत्र कारणोद्यमेन कार्यादरवता भवितव्यम् ।
વિદ્યાતત્ત્વની પ્રાપ્તિમાં જે જે કારણો હોય છે તેને પ્રથમના ચાર નવો સ્વીકારે છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
४०७ તેમાં પણ નૈગમનય દૂરતર કારણને, સંગ્રહનય દૂરકરણને, વ્યવહારનય નિકટકારણને અને ઋજુસૂત્રનય નિકટતમકારણને વિદ્યારૂપે સ્વીકારે છે. જ્યારે પાછલા ત્રણે નયો કાર્યાત્મક વિદ્યાને વિદ્યા માને છે અને તે પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ કાર્યને સ્વીકારે છે. આ વાતનું ધ્યાન રાખીને નયો આ પ્રમાણે છે.
(૧) નૈગમનય - મતિ-શ્રુત આદિ જ્ઞાનના ક્ષયોપશમમાં નિમિત્તભૂત બનનારી એવી ચક્ષુ આદિ ઈન્દ્રિયો વગેરેને વિદ્યા માને છે. તેથી જ કોઈની ઈન્દ્રિયોનો ઘાત કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ બંધાય છે. કારણ કે ઈન્દ્રિયો એ વિદ્યાપ્રાપ્તિનું કારણ છે.
(૨) સંગ્રહનય - જ્ઞાન એ જીવનો ગુણ હોવાથી વિદ્યાપ્રાપ્તિનું ઈન્દ્રિય કરતાં જીવ પોતે નિકટકારણ છે. કારણ કે ઈન્દ્રિયો પુદગલની બનેલી છે. પરદ્રવ્ય છે. વિદ્યા એ જીવનો ગુણ છે તેથી જીવમાં સદંશ રૂપે છે આ કારણે ઈન્દ્રિય કરતાં જીવ પ્રધાનપણે કારણ છે. માટે સંગ્રહાયથી સર્વ જીવદ્રવ્યો એ વિદ્યાપ્રાપ્તિનું નિકટકારણ હોવાથી તે જીવો જ વિદ્યા છે.
(૩) વ્યવહારનય - અભ્યાસ કરાતું દ્રવ્યશ્રત એ વિદ્યા છે. જ્ઞાન એ જીવનો ગુણ અવશ્ય છે, પણ અભ્યાસાદિ દ્વારા જો તેને પ્રગટ કરવામાં ન આવ્યો હોય તો સત્તાગત તે ગુણ એટલો બધો જીવને ઉપકાર કરતો નથી માટે અભ્યાસ કરાતું જે દ્રવ્યશ્રુત તે વિદ્યા છે.
(૪) ઋજુત્રનય - ગુરુજી પાસે વાચના લેવાતી હોય, પૃચ્છા કરાતી હોય, શેષનાલમાં પરિવર્તના કરાતી હોય, આ પ્રમાણે દેઢ થયેલી વિદ્યા જીવને વધારે વધારે ઉપકાર કરનારી બને છે. તે માટે વાચનાદિને વિદ્યા કહેવાય એમ ઋજુસૂત્રનય કહે છે.
(૫) શબ્દનય - વાચના, પૃચ્છના, પરાવર્તના વગેરે રૂપે સ્વાધ્યાય કરાતો હોય, વિદ્યા પ્રાપ્ત કરાતી હોય, પરંતુ જો તેમાં જીવનો ઉપયોગ ન હોય તો તે આત્મામાં ગુણરૂપે પ્રગટ થતી નથી તે માટે શબ્દનય યથાર્થ ઉપયોગવાળી વિદ્યાને વિદ્યા કહે છે.
(૬) સમભિરૂઢનય - કારણ રૂપ વિદ્યા અને તેનાથી પ્રગટ થતી કાર્ય રૂ૫ વિદ્યા, આ બન્નેના શંકરરૂપે (મિશ્રસ્વરૂપે અથવા અભેદરૂપે) પરિણામ પામેલી જે સવિકલ્પ ચેતના તે વિદ્યા કહેવાય એમ સમભિરૂઢ નય કહે છે.
(૭) એવંભનય - નિર્વિકલ્પ ચેતનાવાળી લાયોપથમિક ભાવયુક્ત એવી સાધક આત્માની જે અવસ્થા તે એવંભૂતનયથી વિદ્યા કહેવાય છે. સવિકલ્પાવસ્થા કરતાં નિર્વિકલ્પ અવસ્થા વધારે શુદ્ધ અને નિર્મળ છે. તેથી તેને એવંભૂતનયમાં ગણી છે. વાસ્તવિક વિચારીએ તો નિર્વિકલ્પવાળી જે વિદ્યા છે તે જ તાત્ત્વિક છે અને સાધ્યને સિદ્ધ કરી આપનારી પરમપદને
Page #441
--------------------------------------------------------------------------
________________
४०८
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર પ્રાપ્ત કરાવનારી વિદ્યા છે, સર્વોત્તમ વિદ્યા છે. કેટલાક આચાર્યો કેવલજ્ઞાનસ્વરૂપ સિદ્ધવિદ્યાને એવંભૂતનયથી વિદ્યા કહે છે. કારણ કે અન્તિમ વિદ્યા તો તે જ છે.
પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થિકનયના ભેદ છે એટલે દ્રવ્ય નિક્ષેપને માને છે. તેથી દ્રવ્યનિક્ષેપામાં અંતર્ગત ગણાતી કારણસ્વરૂપ જે વિદ્યા છે તેને ગ્રહણ કરનારા ચાર નય છે અને પાછલા ત્રણે નયો ભાવનિક્ષેપા સ્વરૂપ હોવાથી કાર્યસ્વરૂપ વિદ્યાને વિદ્યા કહે છે. તેથી ત્યાં કાર્યાત્મક વિદ્યા ગ્રહણ કરેલી છે. તે ત્રણ નયોમાં પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ વિદ્યાને સ્વીકારેલી છે ત્યાં પ્રથમના ચાર નયને માન્ય એવી કારણાત્મક વિદ્યાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માએ પાછલા ત્રણ નયને માન્ય એવી કાર્યાત્મક (અર્થાત્ સાધ્યભૂતલક્ષ્યભૂત) એવી વિદ્યા પ્રત્યે વધારે ને વધારે આદરમાનવાળા = બહુમાનવાળા બનવું જોઈએ. કારણ કે અત્તે તો તે જ વિદ્યા પ્રાપ્ત કરવાની છે અને તે જ આત્માનું શ્રેયઃ કરનારી છે.
नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु । अविद्या तत्त्वधीर्विद्या, योगाचार्यैः प्रकीर्तिता ॥१॥
ગાથાર્થ :- અનિત્ય, અશુચિ અને અનાત્મભૂત (આત્માથી ભિન) એવા શરીરાદિને વિષે નિત્યપણાની, શુચિપણાની અને મારાપણાની જે બુદ્ધિ (માન્યતા) તે અવિદ્યા છે અને યથાર્થતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ છે તે વિદ્યા છે એમ યોગાચાર્ય પુરુષો વડે કહેવાયું છે. ll૧l
ટીકા :- “નિત્યશુતિ" નિત્યાશુવ્યનાત્મકુ નિત્ય-જીવ્યાત્મિતા ધ્યાતિઃ "अविद्या" इत्यन्वयः, अनित्ये-चेतनात् जातिभिन्नमूर्तपुद्गलग्रहणोत्पन्ने परसंयोगे या नित्यताख्यातिः सा अविद्या, अशुचिषु-शरीरादिषु श्रवन्नवद्वाररन्धेषु शुद्धस्वरूपावरणनिमित्तेषु शुचिख्यातिः (शुचिताख्यातिः), अनात्मसु-पुद्गलादिषु आत्मताख्याति:-"अहं ममेति बुद्धिः-इदं शरीरं मम, अहमेवैतत्, तस्य पुष्टौ पुष्टः" इति ख्यातिः-कथनं-ज्ञानं तत्र रमणम्, इयमविद्या-भ्रान्तबुद्धिः । या च तत्त्वधी:तत्त्वबुद्धिः, शुद्धात्मनि नित्यता शुचिता आत्मता इति ज्ञप्तिः विद्या तत्त्वविवेकः ।
વિવેચન :- જે વસ્તુ અનિત્ય છે, અપવિત્ર છે અને પરાયી છે (પોતાની નથી) તે વસ્તુને નિત્ય માનવી, પવિત્ર માનવી અને પોતાની માનવી તેને અવિદ્યા, બ્રાન્તબુદ્ધિ અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે. ચેતન એવા આત્માથી જે ભિન્ન જાતિના છે, મૂર્ત છે અને પુદ્ગલ દ્રવ્યોના ગ્રહણથી ઉત્પન્ન થયેલા છે તેવા પસંયોગોમાં જે નિત્યતા બુદ્ધિ થાય છે તે અવિદ્યા કહેવાય છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
૪૦૯
સારાંશ કે શરીર, ધન, ઘર, સોના-રૂપાના અલંકારાદિ તમામ ભોગ્ય વસ્તુઓ પૌલિક હોવાથી, જડ હોવાથી, વર્ણાદિ ધર્મોવાળી હોવાથી, ચેતન એવા આત્માથી અતિશય ભિન્ન જાતિની છે. આત્માને અને ભોગ્ય વસ્તુઓને કંઈ લેવા-દેવા નથી. જીવ જ્યારે ભવાન્તરથી આવ્યો ત્યારે સાથે લાવ્યો નથી અને મૃત્યુ પામીને ભવાન્તરમાં જાય ત્યારે સાથે લઈ જવાનો નથી. તેથી સર્વથા ભિન્ન જાતિ છે. વળી આત્મા અમૂર્ત છે, ભોગ્ય વસ્તુઓ મૂર્ત છે. આ ભોગ્ય વસ્તુઓ પુગલદ્રવ્યને ગ્રહણ કરવા દ્વારા બનાવાઈ છે, અનાદિની આત્માની સાથે નથી. આવા પ્રકારની શરીરાદિ ભોગ્ય વસ્તુઓ છે તેનો સંયોગ કર્યો ત્યારે જ થયેલો છે. અને કાલાન્તરે નાશ પામવાવાળો (વિયોગ થવાવાળો) જ આ સંયોગ છે. છતાં તે પરસંયોગ સદા રહેવાનો છે. આમ માનીને નિત્યતાની જે બુદ્ધિ થાય છે તે અવિદ્યા કહેવાય છે. આ ઘર, આ ધન, આ પરિવાર, આ સંપત્તિ સદા રહેવાની જ છે આમ માનીને ચાલવું, માનાદિ કરવા, મોહ કરવો તે સઘળી અવિદ્યા-મિથ્યા બુદ્ધિ છે.
તથા શરીરાદિ ભોગ્ય પદાર્થો અશુચિમય છે. બે કાન, બે આંખ, નાકના બે ભાગો, મુખ, પુરુષચિહ્ન અને ગુદા એમ નવે ધારો રૂપી રન્દ્રોમાંથી (કાણામાંથી) અશુચિ વહ્યા જ કરે છે. આ નવે છિદ્રોમાંથી જે જે વસ્તુ નીકળે છે તે જરાય ગમતી નથી, એટલે અશુચિ રૂપ છે. તથા શરીરાદિ આ પદાર્થો આત્માના શુદ્ધ સ્વરૂપને આવૃત કરવામાં નિમિત્તો છે. કારણ કે તેની જેટલી જેટલી મમતા વધે તેટલી તેટલી ટાપટીપ-શોભા-શણગાર કરવામાં અને તેનો મોહ પોષવામાં જ આ જીવ રચ્યોપચ્યો રહે, તેનાથી ઘાતકર્મો બાંધે માટે શુદ્ધ સ્વરૂપનું આવરણ કરવામાં નિમિત્તભૂત થાય તેવા પ્રકારનાં શરીરાદિને પવિત્ર માનવાં, રૂપાળાં માનવાં, શોભા-શણગાર કરવાની બુદ્ધિ રાખવી તે અવિદ્યા કહેવાય છે.
વાસ્તવિક વિચાર કરીએ તો શરીર એ હાડકાં, માંસ, ચરબી, લોહી વગેરે અપવિત્ર પદાર્થોનો ઉકરડો જ છે. માત્ર ઉપર ઉપરથી મખમલ મઢેલું છે. કોઈ વેપારીએ ડબ્બામાં કાદવ-કીચડ જ ભર્યો હોય પરંતુ ઉપરથી પેકીંગ સુંદર અને દેખાવડું ભપકાદાર કર્યું હોય તો જાણ્યા પછી તે ડબ્બો શું આપણે ખરીદીશું? તેવું આ શરીરાદિ છે. હે જીવ ! આમાં પવિત્ર છે શું? એટલું જ નહીં પરંતુ પવિત્ર અને સુંદર દેખાતી મોદકાદિ ખાદ્યચીજો મુખમાં નાખીને એક-બે સેકંડમાં જો બહાર કાઢવામાં આવે તો તે વસ્તુઓ દેખવી પણ ન ગમે તેવી અપવિત્ર થઈ જાય છે. શરીરાદિનો સંયોગ પવિત્રને પણ અપવિત્ર બનાવે છે તેવા શરીરાદિ ઉપર પવિત્રતાની જે બુદ્ધિ કરવી, તેનો શોભા-શણગાર કરવો, વારંવાર બાથરૂમમાં જઈ દર્પણમાં જોઈ ટાપટીપ કરવી, મલકાવું આ બધી અવિદ્યા છે.
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૧૦
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
તથા મનાત્મકું-જે શરીર, ધન, ઘર, અલંકારાદિ ભોગ્ય પુદ્ગલ સામગ્રી આ જીવની નથી તેમાં “કાત્મતારાતિ' કરવી – મારાપણાની બુદ્ધિ કરવી તે પણ અવિદ્યા છે. હું અને મારું' એવી જે બુદ્ધિ, આ શરીર એ જ મારું છે અને શરીર એ જ હું છું, તે શરીરની પુષ્ટિવૃદ્ધિમાં હું પુષ્ટ થયો, આગળ વધ્યો, મેં વિકાસ સાધ્યો, આવી જે ખ્યાતિ, આવું જ કહેવુંમાનવું અથવા આવું જે જ્ઞાન, તેમાં જ રમણતા કરવી તે સઘળી અવિદ્યા કહેવાય છે. શરીરાદિ સર્વે પણ ભોગસામગ્રી પુગલદ્રવ્યની બનેલી છે. જીવદ્રવ્યની બનેલી નથી. ભવાન્તરથી સાથે આવતી નથી કે ભવાન્તરમાં લઈ જવાતી નથી. લાખો-કરોડોનું ધન, સાત સાત માળની મોટી હવેલીઓ, સેંકડો રૂપવતી સ્ત્રીઓ, રાજપાટ અને ચક્રવર્તીપણું મૂકીને જ જીવ ભવાન્તરમાં જાય છે. આ શરીર પણ માતાની કુક્ષિમાં આવ્યા પછી જીવે બનાવ્યું છે અને મૃત્યુ પામતાં અહીં જ રહે છે. તેથી આ જીવનું કંઈ જ નથી. છતાં તેમાં “આ મારું આ મારું - આવી જે બુદ્ધિ” તે અવિદ્યા કહેવાય છે. તેને જ ભ્રાન્તબુદ્ધિ-ભ્રાન્તિવાળી બુદ્ધિ કહેવાય છે.
પરંતુ શુદ્ધાત્મતત્ત્વમાં જે તત્ત્વબુદ્ધિ થાય છે તે જ વિદ્યા કહેવાય છે. શુદ્ધ આત્માનું રત્નત્રયીમય જે સ્વરૂપ છે તેમાં જ નિત્યતાની બુદ્ધિ, પવિત્રતાની બુદ્ધિ અને આત્મીયતાની જે બુદ્ધિ કરવી તે વિદ્યા કહેવાય છે. સદબુદ્ધિ પણ કહેવાય છે. કારણ કે સાચું તે જ છે. રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપ ભલે કર્મોથી અવરાયેલું હોય તો પણ આત્માની સાથે અનાદિનું છે અને અનંતકાળ રહેવાનું છે માટે નિત્ય છે. આત્માનું પોતાનું ગુણાત્મક નિર્મળ સ્વરૂપ છે માટે પવિત્ર છે અને આત્મામાં જ રહેલું છે, આત્મામાં જ રહેવાનું છે માટે આત્મીય છે. તેથી આવા શુદ્ધ સ્વરૂપને નિત્ય-પવિત્ર અને મારું માનવું તે જ સાચી વિદ્યા છે, સર્વિદ્યા છે.
___ अत्र नित्यत्वं तु उत्पादव्ययध्रुवरूपेऽपि अर्पितानर्पितप्रकारेण द्रव्यास्तिककुटस्थनित्यता ज्ञेया, इयं विद्या परमार्थसाधनपट्वी योगाचार्यैः-योगः-ज्ञानश्रद्धानचरणात्मकमोक्षोपायः, तस्य आचार्या:-तदाचरणकशलाः, तैः प्रकीर्तिता । अत्र भेदज्ञानं साधनम् । उक्तञ्चाध्यात्मबिन्दौ
ये यावन्तो ध्वस्तबन्धा अभूवन्, भेदज्ञानाभ्यास एवात्र मूलम् । नूनं येऽप्यध्वस्तबन्धा भ्रमन्ति, तत्राभेदज्ञानमेवेति विद्मः ॥
(જ્ઞાનામાવ પવીત્ર વીનમ્ III) સંસારવર્તી તમામ વસ્તુઓ દ્રવ્યાર્થિકનયથી (દ્રવ્ય સ્વરૂપે) અનાદિકાળથી છે અને અનંતકાલ રહેવાની છે માટે નિત્ય છે. છતાં પર્યાયાર્થિકનયથી (પર્યાયસ્વરૂપે) પ્રતિસમયે
Page #444
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
૪૧૧
વસ્તુઓ પલટાય પણ છે માટે અનિત્ય પણ છે. અર્થાત્ સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય છે.
આ રીતે સર્વે પણ વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રુવસ્વભાવવાળી હોવા છતાં અહીં જે નિત્યત્વ કહેવામાં આવ્યું છે. તે એકનયની અર્પણા (પ્રધાનવિવક્ષા) અને બીજા નયની અનર્પણા (ગૌણવિવક્ષા) કરવાથી કહેલું છે તે માટે દ્રવ્યાર્થિકનયની અર્પણ કરવાથી કુટસ્થનિત્યત્વનું પ્રતિપાદન કરેલું છે. વિજળીના ચમકારાની જેમ ચાલી જનારી ભૌતિક સંપત્તિ આ જીવને મોહના ઉદયથી સદાકાળ રહેનારી અર્થાત્ કુટસ્થનિત્ય લાગે છે. એકાન્ત નિત્ય દેખાય છે.
- તત્ત્વબુદ્ધિસ્વરૂપ જે વિદ્યા છે તે જ આ વિદ્યા પરમાર્થ પદ (મુક્તિપદ)ને સાધવામાં સમર્થ છે. મોહના ઉદયજન્ય અવિદ્યા સંસારમાં પરિભ્રમણ કરાવનારી છે અને મોહના ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષયથી થયેલી તત્ત્વબુદ્ધિ મુક્તિપદ આપનારી છે એમ યોગાચાર્ય મહાત્મા પુરુષો વડે યોગના શાસ્ત્રોમાં કહેવાયું છે.
પ્રશ્ન :- “યોગાચાર્ય” કોને કહેવાય?
ઉત્તર :- જ્ઞાન, શ્રદ્ધાન (દર્શન) અને ચરણ (ચારિત્ર) આમ રત્નત્રયીસ્વરૂપ જે મોક્ષનો ઉપાય છે તેને યોગ કહેવાય છે. કારણ કે તે રત્નત્રયી જ આ જીવને મોક્ષની સાથે જોડે છે માટે રત્નત્રયી જ યોગ છે. તેવા શુદ્ધ, નિર્મળ યોગને આચરવામાં જે કુશલપુરુષો છે તે યોગાચાર્ય કહેવાય છે તેઓ દ્વારા આવું કહેવાયું છે કે તત્ત્વધી રૂપ વિદ્યા જ પરમાર્થપદ આપવામાં સમર્થ છે.
શરીર, ધન, પરિવાર આદિ તમામ પદાર્થોથી આત્મતત્ત્વ ભિન્ન પદાર્થ છે. આત્માનું તેમાં કંઈ છે જ નહીં. માત્ર એક ભવ પૂરતો સંયોગસંબંધ છે. તે પણ આખા ભવ સુધી રહે જ એવો નિયમ નથી. માટે તેનાથી આત્મતત્ત્વને ભિન્ન સમજીને આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું જોઈએ આનું નામ ભેદજ્ઞાન છે. આવા પ્રકારનું ભેદજ્ઞાન જ મુક્તિનું પરમ સાધન છે. મહોદયથી થયેલું અભેદજ્ઞાન (હું અને મારાપણાની બુદ્ધિ) સંસારમાં રખડાવનાર છે. અધ્યાત્મબિંદુ નામના ગ્રંથમાં કહ્યું છે કે “જે જે જીવો જેટલાં જેટલાં બંધનોનો ધ્વંસ કરનારા બન્યા છે તેમાં ભેદજ્ઞાન જ મૂલકારણ છે અને જે જે જીવો જેટલા જેટલા બંધનોનો ધ્વંસ નથી કરી શક્યા તેમાં આવા પ્રકારના ભેદજ્ઞાનનો અભાવ જ કારણ છે અર્થાત્ તેમાં અભેદજ્ઞાન જ કારણ છે. પરને પોતાનું માનવું તે અભેદજ્ઞાન. /૧
यः पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् । छलं लब्धं न शक्नोति, तस्य मोहमलिम्लुचः ॥२॥
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૧ ર વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર ગાથાર્થ :- જે આત્મા પોતાના આત્માને નિત્ય અને પરપદાર્થના સમાગમને અનિત્ય સમજે છે. તે આત્મામાં મોહરૂપી ચોર પ્રવેશવા માટે છિદ્ર મેળવી શકતો નથી. રા
ટીકા :- “વ: પવિતિ' યઃ-માત્માર્થી માત્મા નિત્યં-સી મહ્નિતસ્વરૂપ "पश्येत्"-अवलोकयेत्, परसङ्गम-शरीरादिकं अनित्यं-अध्रुवं पश्येत्, तस्य साधनोद्यतस्य मोहो-मौढ्यं मुह्यता-मिथ्यात्वादिभ्रान्तिरूपा, स एव मलिम्लुचः-तस्करः छलं-छिद्रं लब्धुं न शक्नोति-न समर्थो भवति, इति अनेन यथार्थज्ञानवतो रागादयो न प्रवर्द्धन्ते, तस्यात्मा मोहाधीनः न भवति ॥२॥
વિવેચન :- જે આત્માર્થી જીવ પોતાના આત્માને નિત્ય સમજે છે. સૈકાલિક ધુવતત્ત્વ છે. સદાકાળ અચલિતસ્વરૂપવાળો આ આત્મા છે. ભવોભવ પલટાય છે પણ દરેક ભવમાં આ આત્મા તેનો તે જ રહે છે. મોક્ષમાં પણ આ આત્મા અનંતકાળ રહે છે. તેનું મૂલસ્વરૂપ આત્મ ક્યારેય ચલિત થતું નથી. એટલે કે દ્રવ્યાન્તર થતું નથી. આવું જે મહાત્મા પુરુષ જાણે છે તથા પરસંગમ એટલે શરીરાદિ પરપદાર્થોનો સંયોગ અનિત્ય છે. શરીર, ધન, પરિવાર, અલંકારાદિ વસ્તુઓ એક ભવમાં પણ કાયમ રહેતી નથી. દશકા ચડતી-પડતીના દરેકના આવે જ છે. એક ભવમાં શરીરાદિ કદાચ રહે તો પણ રોગ, શોક અને ભયોથી પીડિત હોય છે. પત્તાના મહેલની જેમ ખરી પડે છે. ઈન્દ્રધનુષ્યની જેમ બાજી બધી વિખેરાઈ જાય છે. આવું જે મહાપુરુષ જાણે છે તે મહાત્મા ધ્રુવ એવા આત્મતત્ત્વની પ્રાપ્તિની સાધનામાં જ ઉદ્યમશીલ રહે છે. તેની જ તેઓને લગની લાગી હોય છે. પરદ્રવ્યનો મોહ જ મંદ થઈ ચૂક્યો હોય છે. આ કારણથી મિથ્યાત્વ, અવિરતિ અને રાગાદિ કષાયોવાળી પરિણતિરૂપ મોહ દશા અર્થાત્ મૂઢતા આવા જીવમાં પ્રવેશી શકતી નથી.
આવા પ્રકારની મોહાલ્પતા-મૂઢતારૂપી જે ચોર છે તે ચોરને આવા સાધક આત્મામાં પ્રવેશ કરવો છે, આત્મ-ધન ચોરવું છે, સમ્યજ્ઞાનાદિ ગુણોની લુંટ ચલાવવી છે પણ સાધક આત્મા સજાગ હોવાથી તેના ઘરમાં (તેના આત્મામાં) પ્રવેશવા માટે આ ચોરને કોઈ છિદ્ર મળતું નથી. તેથી પ્રવેશવા સમર્થ થતો નથી. આ કથનથી સમજવું કે યથાર્થ જ્ઞાનવાળા મહાત્માને રાગાદિ કષાયો વૃદ્ધિ પામતા નથી; તેનો આત્મા મોહરાજાને આધીન થતો નથી. તે જ્ઞાની મહાત્મા મોહરાજાને જિતે છે. આત્માનંદી બને છે. પણ મોહ તેમાં પ્રવેશી શકતો નથી. રા.
तरङ्गतरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्यायेदभ्रवद् भङ्गुरं वपुः ॥३॥
Page #446
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૧૩ ગાથાર્થ - નિપુણ બુદ્ધિવાળા પુરુષે લક્ષ્મીને સમુદ્રના તરંગોની જેમ ચંચળ, આયુષ્યને વાયુની જેમ અસ્થિર અને શરીરને વાદળની જેમ ક્ષણભંગુર વિચારવું. (જેથી તે ત્રણે ઉપરનો મોહ દૂર થાય અને આત્મા શુદ્ધ-બુદ્ધ-નિર્મળ બને). li૩ી
ટીકા - “તતિ" પ્રથીઃ-પુષ્ટવૃદ્ધ, નક્ષ્મી: તદ્રવ–નધિશ્નોત્તવત્ तरला-चपला तां तरङ्गतरलामस्थिरामनुध्यायेत्, आयुः-जीवितं वायुवद् अस्थिरंगत्वरं प्रतिसमयविनश्वरमध्यवसानादिविघ्नोपयुक्तम्, अनुध्यायेत्-चिन्तयेत् । वपुःशरीरं पुद्गलस्कन्धनिचितं अभ्रवद्भङ्गुरं-भङ्गशीलमनुध्यायेत्, इदञ्च यथार्थचिन्तनम् ।
| વિવેચન :- નિપુણ બુદ્ધિવાળા પુરુષે પ્રતિદિન મનમાં આવું ચિન્તન-મનન કરવું કે “લક્ષ્મી તરંગોની જેમ (સમુદ્રના કલ્લોલોની જેમ) તરલ અર્થાત્ ચપલ છે. ધનવાન માણસ નિધન થતો અને નિર્ધન માણસ ધનવાન થતો દેખાય છે. જેમાં સમુદ્રનાં મોજાં નાશવંત, ક્ષણભંગુર અને ચંચલ છે તેમ લક્ષ્મી પણ ક્યારે ચાલી જશે. તે કંઈ નિશ્ચિત નથી. તેથી તેનો મોહ કરવો વ્યર્થ છે. નાતરૂ કરનારી નારી જેવી છે. એક ઘરથી બીજા ઘરે જનારી છે. સમુદ્રના તરંગોની જેમ ચંચલ અસ્થિર છે.
આયુષ્ય એટલે જીવન, વાયુની જેમ અસ્થિર છે. ચાલ્યા જવાના સ્વભાવવાળું છે. પ્રત્યેક સમયે ક્ષણ-ક્ષણનું આયુષ્ય વિનાશ પામે છે. અચાનક જ્યારે સમાપ્ત થઈ જાય તે કંઈ કહી શકાતું નથી. અધ્યવસાય વગેરે સાત કારણો રૂપી વિનોથી તુટવાના સ્વભાવવાળું આયુષ્ય છે. બૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે –
अज्झवसाणनिमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविहं झिज्जए आउं ॥३११॥
આઘાતાદિજનક વિચારોથી, વિષાદિ નિમિત્તોથી, આહારની હીનાધિકતાથી, અતિશય પીડા થવાથી, પર દ્વારા આઘાતાદિ થવાથી, સર્પાદિ ઝેરી પ્રાણીઓનો સ્પર્શ થવાથી અને શ્વાસોશ્વાસને રોકવાથી એમ સાત પ્રકારે આયુષ્ય ક્ષય થાય છે.
એફીડંટથી, હાર્ટફેલથી અચાનક મૃત્યુ પામતા લોકો આજે પણ દેખાય છે. માટે આયુષ્ય વાયુની જેમ અસ્થિર છે. તથા પુદ્ગલના સ્કંધોથી બનેલું આ શરીર વાદળની જેમ ક્ષણભંગુર છે. જેમ વાદળ વિખેરાય તેમ શરીર ક્યારે નાશ પામે તે કંઈ કહી શકાતું નથી. માટે શરીરનો પણ મોહ કરવો નિરર્થક છે. આ રીતે લક્ષ્મી આયુષ્ય અને શરીર અનિત્ય છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૧૪ વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર भावना च-स्वसम्पद्विमुक्तेन पृथ्वीकायस्कन्धाः सम्पपेण उपचरिता, न च ते सम्पत् । तथा जीवः ज्ञानदर्शनवीर्यसुखरूपैः भावप्राणैरेव जीवति, आयुर्जीवनं तु बाह्यप्राणसम्बन्धस्थितिहेतुः । तन्नात्मस्वरूपम् । तथा वर्णगन्धरसस्पर्शाचेतनशरीरोपचयश्च न स्वरूपम् । तदपि अस्थिरम्, इत्येवमस्थिरे परभावे स्वात्मधर्मप्रध्वंसके कः प्रतिबन्धः ? तदर्थं च स्वगुणान् चेतनावीर्यादीन् कः परभावग्रहणोन्मुखान् करोति ? अतः आत्मनि आत्मगुणप्रवृत्तिरेव करणीया ॥३॥
ભાવાર્થ આ પ્રમાણે છે કે – આત્મિક સંપત્તિનું જેને ભાન નથી એવા આત્મસંપત્તિથી રહિત જીવો વડે સોનું, રૂપું, હીરા, માણેક, મોતી ઈત્યાદિ જે પૃથ્વીકાય જીવોના શરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલસ્કંધો છે તે પોતાની સંપત્તિરૂપે માની લેવાયા છે. આ બધી સંપત્તિ મારી છે એમ મોહાલ્વ જીવે માની લીધું છે. પણ વાસ્તવિકપણે તે સંપત્તિ હે જીવ! તારી નથી, કારણ કે જીવની સાથે આવી નથી અને જીવની સાથે આવવાની નથી. ચડતી-પડતી આવે ત્યારે સમુદ્રના મોજાની જેમ લક્ષ્મી આવે છે અને ચાલી જાય છે. માટે તેને પોતાની સંપત્તિ માનવી તે મૂર્ખતા જ છે.
તથા આ જીવ જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ સ્વરૂપ જે ભાવપ્રાણો છે તેના વડે જ જીવન જીવે છે. કારણ કે આ ભાવપ્રાણો સર્વભવોમાં જીવની સાથે જ હોય છે અને મુક્તદશામાં પણ જીવના ગુણ હોવાથી સાથે જ હોય છે. આમ જીવની સાથે સહચારીધર્મો છે. આયુષ્ય રૂપ જે જીવન છે તે તો તે તે એક-વિવક્ષિત ભવમાં પ્રાપ્ત થયેલા ઈન્દ્રિયાદિ બાહ્યપ્રાણોના સંબંધને ટકાવી રાખવા માત્રમાં જ કારણ છે. આયુષ્ય હોય ત્યાં સુધી તે ભવના ઈન્દ્રિયાદિ પ્રાણો ટકે છે. પરંતુ તે આયુષ્ય એ આત્માનું સ્વરૂપ નથી. કારણ કે તે કર્મ છે. બંધન છે. માટે જ આયુષ્ય વિના પણ મુક્તાવસ્થામાં જીવ અસ્તિત્વ ધરાવે છે પણ જ્ઞાનાદિ ભાવપ્રાણો વિના કોઈ જીવ અસ્તિત્વ ધરાવતો નથી.
તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા અચેતન એવા શરીરની પ્રાપ્તિ તે પણ આત્માનું સ્વરૂપ નથી. કારણ કે તે શરીર પણ અસ્થિર છે. શરીર નાશ પામી જાય છે પણ આત્મા નાશ પામતો નથી. શરીર વિના આત્મા હોય છે પણ આત્મા વિના શરીર શરીરરૂપે ટકતું નથી. શડન-પડન-વિધ્વંસન પામે છે. આ રીતે લક્ષ્મી-આયુષ્ય અને શરીર ઈત્યાદિ પરપદાર્થોના ભાવો અસ્થિર છે તથા તે પરભાવ પોતાના આત્માના ધર્મના વિનાશક છે. તેથી આવા પ્રકારના અસ્થિર-ચંચળ આત્મતત્ત્વના નાશક એવા પરભાવમાં આટલો બધો પ્રતિબંધ (સંબંધપ્રેમ-મારાપણાનો પરિણામ) કેમ કરાય ? અર્થાત્ ન કરાય. તે માટે કયો ડાહ્યો માણસ
Page #448
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૧૫ પરભાવને ગ્રહણ કરવામાં પોતાના ગુણસ્વરૂપ ચેતના અને વીર્ય આદિને પ્રયત્નશીલ કરે ? અર્થાત્ કોઈ જ ડાહ્યો માણસ પોતાના ગુણોને પરભાવમાં ન જ જોડે. આ કારણથી ઉત્તમ આત્માએ પોતાના ગુણોની પ્રવૃત્તિ પોતાના આત્મામાં (આત્મતત્ત્વ પ્રાપ્ત કરવામાં) જ કરવી જોઈએ. લક્ષ્મી, શરીર અને આયુષ્યની મમતા ત્યજી દેવી જોઈએ.
પોતાના ગુણોને પોતાના આત્મતત્ત્વના વિકાસમાં જ જોડવા જોઈએ, પદ્ગલિક ભાવોમાં નહી એવો ઉપદેશ છે. ૩
शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसम्भवे । देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः ॥४॥
ગાથાર્થ - પવિત્ર વસ્તુઓને પણ અપવિત્ર કરવામાં સમર્થ અને અપવિત્ર પદાર્થોથી બનેલા એવા શરીર ઉપર જલાદિથી પવિત્ર કરવાનો જે મોહ છે તે મોહાધ મનુષ્યનો દારૂણ ભ્રમ છે (ગાઢ અજ્ઞાનદશા છે). //૪
ટીકા - “જીવી પતિ” મૂઢ-શ્રી યથાર્થોપયોગરહિતી સ્ટેન્દ્રિયાતને जलादिना-पानीयमृत्तिकादिसङ्गेन शौचभ्रमः श्रोत्रियादीनां दारुणः-भयकृत् । यश्च जात्याऽशुचिः, स किं जलव्यूहैः शूचीभवति ? कथम्भूते देहे ? शुचीन्यपिकर्पूरादीन्यपि अशुचीकर्तुं-मलीकर्तुं समर्थे देहसङ्गाद् मलयजविलेपनादयोऽप्यशुचीभवन्ति । पुनः कथम्भूते देहे ? अशुचिसम्भवे अशुचि-आर्तवं मातुः रक्तम्, पितुः शुक्रम्, तेन सम्भवः-उत्पत्तिः यस्य स तस्मिन् । उक्तञ्च भवभावनायाम् -
વિવેચન :- સાત ધાતુનું બનેલું જે આ શરીર છે તે પવિત્ર વસ્તુઓને પણ અપવિત્ર કરવાને સમર્થ છે તથા અપવિત્ર વસ્તુઓથી જ બનેલું છે. તેથી પાણી, માટી, સાબુ અને તૈલાદિ વડે આવા શરીરમાં પવિત્રતા લાવવાની મોહાલ્વ જીવોની જે બુદ્ધિ છે તે દારૂણ ભ્રમમાત્ર છે. મોહથી કલ્પના માત્ર છે.
અસ્થિ, મેદ, રુધિર, વીર્ય ઈત્યાદિ અપવિત્ર વસ્તુઓથી તો આ શરીર બનેલું છે. અપવિત્ર પદાર્થોનો ભંડાર જ છે. અર્થાત્ ઉકરડો માત્ર છે. ફક્ત ઉપર ઉપર જ રૂપાળી ચામડી રૂપી મખમલ મઢેલું છે. શરીરના એક એક છિદ્રમાંથી નીકળતી વસ્તુઓ જોવી, ચાખવી કે સુંઘવી ગમતી નથી આવું ગંદકીનું ઘર છે.
વળી તે શરીરની સાથે જે જે પદાર્થોનો યોગ કરીએ તે તે પદાર્થો પવિત્ર હોય તો પણ શરીરના સંયોગમાત્રથી જ અપવિત્ર બની જાય છે. જેમ કે “મોદકાદિ કોઈપણ મિષ્ટાન
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૧૬ વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર સુંદર બનાવ્યું હોય, થાળ આદિમાં પડ્યું હોય ત્યારે સુગંધિત અને દર્શનીય લાગતું હોય, પણ તેમાંથી એક ટુકડો મુખમાં મુક્યા પછી કદાચ કોઈ કારણસર બહાર કાઢવામાં આવે તો તે ટુકડો એવો થઈ જાય છે કે ફરીથી ખાવો ન ગમે અને દેખવો પણ ન ગમે, શરીરનો સ્પર્શ પવિત્ર ટુકડાને ક્ષણવારમાં અપવિત્ર કરે છે. આજે ધારણ કરેલું વસ્ત્ર શરીરના સ્પર્શથી બીજા દિવસે મેલું થઈ જાય છે. કર્પરાદિ પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે. આવું શરીર છે. શરીરનો સ્વભાવ પવિત્રને પણ અપવિત્ર કરવાનો છે.
તથા માતાના શરીરનું રુધિર અને પિતાના શરીરનું વીર્ય આમ બને ધાતુઓ દુર્ગધવાળી અને અપવિત્ર છે. તેનાથી જ આ શરીર બનેલું છે. આવા શરીરને પાણીથી વારંવાર ધોઈને, માટી-વિલેપન, સાબુ, શેમ્પ ઈત્યાદિ પદાર્થો વડે પવિત્ર કરવાનો જે મોહ છે તે ભ્રમ માત્ર છે. જે કોલસો અથવા કાગડો જાતે કાળો છે, તેને દૂધાદિ સફેદ વસ્તુઓ વડે સેંકડોવાર નવરાવવામાં આવે તો પણ તે કોલસો અથવા કાગડો સફેદ થતો નથી. તેમ શરીર માટે પણ સમજવું. જે શરીર સ્વયં પોતે અપવિત્ર છે. પવિત્રને પણ અપવિત્ર કરવા સમર્થ છે અને અપવિત્ર પદાર્થોમાંથી ઉત્પન્ન થયેલું છે તેને પાણી-સાબુ આદિથી પવિત્ર કરવાનો જે મોહ છે તે ભયંકર ભ્રમમાત્ર જ છે.
ટીકાના પદોનો અર્થ આ પ્રમાણે છે - યથાર્થ ઉપયોગ વિનાના અજ્ઞાની મૂઢ જીવનો ઈન્દ્રિયોના આધારભૂત એવા દેહને વિષે પાણી, માટી આદિ પદાર્થો વડે પવિત્ર કરવાનો બ્રાહ્મણ વગેરે સામાન્ય લોકોનો જે ભ્રમ છે તે દારૂણ છે અર્થાત્ ભયંકર છે. કેમે કરી સમજાવવા છતાં સમજતા જ નથી કે જે શરીર પોતાની જાતે અપવિત્ર છે, તે જલસમૂહ વડે શું પવિત્ર થઈ શકે છે? અર્થાત પવિત્ર થઈ શકતું નથી.
વળી તે દેહ કેવો છે? પવિત્ર એવા કર્પરાદિને પણ અપવિત્ર કરવાને સમર્થ છે મલીન કરવાને સમર્થ છે. આ શરીરના સંગથી ચંદનના વિલેપન વગેરે પણ અપવિત્ર બની જાય છે. વળી આ શરીર કેવું છે? અપવિત્ર વસ્તુઓથી ઉત્પન્ન થયેલું છે. માતાનું આર્તવ (રુધિર) અને પિતાનું શુક્ર (વીય), તેનાથી છે ઉત્પત્તિ જેની એવું આ શરીર છે, તેમાં જલાદિ દ્વારા પવિત્ર કરવાનો પરિણામ એ દારુણ મોહમાત્ર છે, મૂઢતા જ છે. ભવભાવના નામના ગ્રન્થમાં કહ્યું છે કે –
सुक्कं पिऊणो माऊए, सोणियं तदुभयपि संसटुं । तप्पढमयाए जीवो, आहारइ तत्थ उप्पन्नो ॥२५४॥
Page #450
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
જો ( યુાડું ) વાવસુાયમવà, િિમનવાસે ય વાહિદ્ધિત્તે ય । देहम्मि मच्चुविहुरे, सुसाणठाणे य पडिबन्धो ॥४२१॥
अतोऽस्थिरेऽपवित्रे औपाधिके अभिनवकर्मबन्धकारणे द्रव्यभावाधिकरणे कः સંમ્હાર ? ||૪માં
૪૧૭
પિતાનું શુક્ર (વીર્ય) અને માતાનું શોણિત (રુધિર) આ બન્ને ધાતુઓ પરસ્પર સંસર્ગિત થાય, ત્યારે ત્યાં ઉત્પન્ન થયેલો જીવ પ્રથમ તો તે જ અપવિત્ર વસ્તુઓનો આહાર કરે છે. આ રીતે અપવિત્ર વસ્તુઓથી શરીર બનેલું છે. એમ સિદ્ધ થાય છે.
તથા (જુ વગેરે ક્ષુદ્રપ્રાણીઓનું અને) કાગડા તથા કુતરાનું જ ભક્ષ્ય, ચરમ અને કીડાઓથી જ વ્યાપ્ત, રોગોના ઘરરૂપ, મૃત્યુના કારણે આકુલવ્યાકુલ અને સ્મશાનતુલ્ય એવા આ શરીરને વિષે આટલી બધી આસક્તિ કેમ ? ।।૨૫૪-૪૨૧॥
આ કારણથી અસ્થિર, અપવિત્ર, ઉપાધિઓથી ઘેરાયેલું અને નવા નવા કર્મબંધોનું જે કારણ છે તેવા તથા દ્રવ્ય અને ભાવનું અધિકરણ એવા શરીરને વિષે જલાદિ દ્વારા પવિત્રતા કરવાનો જે સંસ્કાર છે તે શું કામનો છે ? અર્થાત્ નિરર્થક છે. ॥૪॥
अथ देहे आत्मत्वारोपोऽपि बहिरात्मदोषौघः, अतस्तन्निवार्य स्वरूपे आत्मनः पावित्र्यं करणीयम् । तदुपदिशति
-
શરીરને વિષે પોતાનાપણાનો જે આરોપ છે તે પણ બહિરાત્મ દશાના દોષોના જ પરિણામરૂપ છે. આ કારણથી તેનું નિવારણ કરીને આત્મસ્વરૂપમાં જ પોતાની પવિત્રતા કરવી જોઈએ તે માટે કહે છે કે -
यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् । पुनर्न याति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः ॥५॥
ગાથાર્થ :- સમતા રૂપી કુંડમાં સ્નાન કરીને, પાપથી ઉત્પન્ન થયેલા મેલનો ત્યાગ કરીને જે ફરીથી ક્યારેય મલિનતાને પામતો નથી તે અંતરાત્મા પરમ પવિત્ર છે. પા
ટીકા :- “ય: સ્નાÒતિ' સ: અત્તરાત્મા તેહાર્ મિનાત્મજ્ઞાની-સ્વપવિવેળી परः-प्रकृष्टः शुचिः-पवित्रः ज्ञेयः यः पुरुषः, समता - अरक्तद्विष्टता, तद्रूपे कुण्डे स्नात्वा कश्मलजं-पापोत्पन्नं मलं हित्वा पुनः मालिन्यं न याति न प्राप्नोति सम्यक्त्व
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૧૮
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
भावितात्मा परमः शुचिः, "बन्धेण न वोलइ कयावि" इति वचनात् सम्यग्दृष्टिरनेनांशेन स्नातकः न पुनः उत्कृष्टां स्थितिं बध्नाति, एतदेव सहजं पवित्रत्वम् ॥५॥
વિવેચન :- દેહથી આત્મા ભિન્ન છે એવા ભેદજ્ઞાનવાળો, સ્વ-પરના વિવેકવાળો તે અંતરાત્મા જ પરમ પવિત્ર છે કે જે સમતાભાવ (રાગ-દ્વેષ વિનાની અવસ્થા એટલે સમભાવ) રૂપી કુંડમાં સ્નાન કરીને પાપથી ઉત્પન્ન થયેલા મેલનો ત્યાગ કરીને એવી નિર્મળ અવસ્થાને પામે છે કે જે ક્યારેય ફરીથી મલિનતાને પ્રાપ્ત કરતો નથી એવો સમ્યક્ત્વગુણથી વાસિત થયેલો આત્મા જ પરમપવિત્ર આત્મા છે.
આવો સમ્યગ્દષ્ટિ આત્મા સ્થિતિબંધનું ક્યારે પણ ઉલ્લંઘન કરતો નથી અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મોની અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક ૨૦-૩૦-૪૦-૭૦ કોડાકોડી
સાગરોપમ જેવી ઉત્કૃષ્ટસ્થિતિ આ જીવ ક્યારે પણ બાંધતો નથી. એટલા અંશે આ સમ્યગ્દષ્ટિ આત્મા સ્નાતક (પરમ પવિત્ર) બન્યો છે. ફરીથી ક્યારેય ઉત્કૃષ્ટ સ્થિતિવાળું કર્મ બાંધતો નથી એ જ તેનું સ્વાભાવિક અને સાચું પવિત્રપણું છે.
આ શરીર મલીન ધાતુઓનું બનેલું છે. મલીન પદાર્થોથી ઉત્પન્ન થયેલું છે. તમામ છિદ્રોમાંથી અશુચિ વહ્યા જ કરે છે. તેને સ્પર્શેલો પવિત્ર પદાર્થ પણ અપવિત્ર થઈ જાય છે. માટે દેહને જલાદિથી પવિત્ર કરવાની જે બુદ્ધિ છે તે મિથ્યાભ્રમ માત્ર જ છે. શરીરને ગમે તેટલું પવિત્ર કરો તો પણ ગંદકીનો ઉકરડો જ હોવાથી તે પવિત્ર બનવાનું જ નથી વાસ્તવિક તો આત્માને જ પવિત્ર કરવાનો છે અને તે થઈ શકે તેમ છે. રાગ-દ્વેષ વિનાની સમભાવવાળી અવસ્થા રૂપ સમતાના કુંડમાં સ્નાન કરવાનું છે અને બાંધેલા પાપો રૂપી મેલનો નાશ કરવાનો છે. તેનાથી આ આત્મા એવો શુદ્ધ-બુદ્ધ-પવિત્ર બને છે કે ફરીથી
ક્યારેય પણ મલીનતાને પામતો નથી. આમ આત્મા મોહોદયથી અપવિત્ર બન્યો છે અને મોહાદિ વિકારોનો નાશ કરતાં આત્મા પવિત્ર બની શકે છે અને તે જ સાચી પવિત્રતા છે. પા
આત્મવોધો નવ: (નવ:) પાશો, વેધનાવિયું । यः क्षिप्तोऽप्यात्मना तेषु, स्वस्य बन्धाय जायते ॥६॥
ગાથાર્થ :- હે ભવ્યજીવો ? આત્મજ્ઞાન એ તમારા બંધનો હેતુ નથી, અર્થાત્ દેહ, ગેહ અને ધનાદિને વિષે પોતાપણાના પરિણામ રૂપ જાળ પદાર્થોના બંધનો હેતુ બનતો નથી પણ તેઓને વિષે (દેહાદિને વિષે) આત્મા વડે નંખાયેલો (કલ્પાયેલો) આ પાશ પોતાના જ બંધનને માટે થાય છે. દા
Page #452
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૧૯ અથવા દેહ, ગેહ અને ધનાદિને વિષે મારાપણાના પરિણામ રૂપ રાગાદિ ભાવવાળો આ પાશ (જાળ) કોઈ નવો (અપૂર્વ) છે કે જે પાશ આત્મા વડે દેહાદિને વિષે નખાયો હોય તો પણ તેના બંધન માટે ન થતાં પોતાના બંધનને માટે જ થાય છે. દા.
ટીકા :- “માત્મવોઇ તિ" માં ભવ્ય ! વ:-ચુમ્બવિ માત્મવોઃ-આત્મજ્ઞાન न पाश:-न बन्धहेतुः । तेषु देहगृह(गेह)धनादिषु यः आत्मना क्षिप्तः स पाश:रागपरिणामः स्वस्य आत्मनः एव बन्धाय जायते इत्यनेन देहगृहादिषु यः रक्तः सः सर्वः भवपाशैः बध्यते । स्वस्य बन्धहेतुः इत्यनेन परभावाः रागादयः आत्मनः વસ્થવૃદ્ધિહેતવ: Hદ્દા.
વિવેચન - હે ભવ્યજીવો! તમને થયેલું આત્મજ્ઞાન એ પાશરૂપ બનતું નથી, જે જે આત્માને આત્મતત્ત્વનું ભાન થયું છે તે ભાન કર્મબંધનો હેતુ બનતું નથી. પરંતુ દેહ (શરીર) ગેહ (ઘર) અને ધનાદિ ભૌતિક સામગ્રી ઉપર આ આત્મા વડે કરાયેલો રાગાત્મક પરિણામ રૂપ જે પાશ છે તે નખાય છે એટલે કરાય છે દેહાદિ ઉપર, પણ પોતાના આત્માના બંધનું જ કારણ બને છે. સંસારમાં જે જાળ જેના ઉપર નખાય તેના બંધનો હેતુ બને, મચ્છીમાર મત્સ્ય ઉપર જાળ નાખે તો મત્સ્ય તેમાં બંધાય. અહીં તેથી ઉલટું છે. જાળ નખાય છે દેહાદિ ઉપર, પણ દેહાદિ બંધાતાં નથી પણ મોહના કારણે જાળ નાખનાર આત્મા જ કર્મોથી બંધાય છે. તેથી દેહ, ગેહ અને ધનાદિમાં જે અતિશય રાગી થઈને વર્તે છે. તે સર્વે પોતે જ ભવરૂપી પાશથી બંધાય છે. માટે આ રાગાદિના પરિણામો પોતાના જ બંધના હેતુ બને છે. તેથી શાસ્ત્રકાર-ભગવંતો જણાવે છે કે રાગ-દ્વેષ-મોહ ઈત્યાદિ વિભાવદશાના પરિણામો આત્માના જ બંધની વૃદ્ધિના હેતુઓ છે તે માટે સવિશેષપણે ત્યજવા લાયક છે.
હું અને મારું” આવા પરિણામો આ જીવ દેહાદિ ઉપર કરે છે. પરંતુ તેનાથી દેહાદિ બંધાતાં નથી પણ આ જીવ પોતે જ કર્મના બંધથી બંધાય છે. માટે આવા રાગાદિના પરિણામો કરવા જેવા નથી પણ છોડવા જેવા છે.
આ શ્લોકમાં મૂલમાં માત્મવોથો ન વ: પાશે આવો જે પાઠ છે તેનો ટીકાકારશ્રીએ : છૂટું પાડીને વ:-યુષ્મામ્ એવો અર્થ કર્યો છે. પરંતુ કોઈ કોઈ પ્રતોમાં નવ: શબ્દ સાથે છે તેથી એવો અર્થ પણ નીકળે છે કે દેહાદિને વિષે મારાપણાનો જે પરિણામ છે તે કોઈ અપૂર્વપાશ છે કે જે નખાય છે દેહાદિને વિષે અને બંધાય છે જીવ પોતે, આમ નવ: = અપૂર્વપાશ એવો અર્થ પણ જોવા મળે છે. જ્યારે ટીકાકારશ્રીએ કરેલા અર્થ પ્રમાણે ન a:-યુવમ્ આમ બન્ને પદો છુટાં લહીએ ત્યારે માત્મવોથો શબ્દનો અર્થ આત્મતત્ત્વનું
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૨૦ વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર જ્ઞાન એવો કરવો અને જ્યારે નવા સાથે લઈને અપૂર્વ અર્થ કરીએ ત્યારે માત્મવાળો શબ્દનો અર્થ “મારાપણાનો પરિણામ” આવો કરવો. જેથી બને અર્થો યુક્તિથી સંગત થાય. all
मिथो युक्तपदार्थानामसङ्क्रमचमत्क्रिया ।। चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते ॥७॥
ગાથાર્થ :- પરસ્પર એકમેક થઈ ચૂકેલા આત્મા અને પુદ્ગલાદિ (શરીરાદિ) દ્રવ્યોનો અસંક્રમ (ભેદ) થવા રૂપ જે ચમત્કાર છે તે જ્ઞાનમાત્રના પરિણામવાળા વિદ્વાન પુરુષ વડે જ અનુભવાય છે. llણી
ટીકા :- “મિથો યુવત તિ” મિથ:-પરસ્પરં યુવક્તાનાં મિત્રતાનાં પાથનાંधर्मादीनामेकक्षेत्रावगाहिनां पुद्गलानाञ्च स्वक्षेत्रपरिणतानामसङ्क्रमचमत्क्रिया न सङ्क्रमः परस्परममीलनरूपः चमक्रिया-चमत्कारः, एकक्षेत्रावगाढा अपि न परस्परं व्यापका भवन्ति इत्यनेन स्वरूपतो भिन्ना एव, एषा चमक्रिया विदुषा एव अनुभूयतेपण्डितेनैव विभज्यते । कथम्भूतेन विदुषा ?
વિવેચન :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુલાસ્તિકાય આ સર્વે દ્રવ્યો એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે. મિથોયુવા = પરસ્પર જોડાઈને રહેલાં છે. લોકાકાશના એકે એક પ્રદેશે પાંચે દ્રવ્યો સાથે રહેલાં છે. તો પણ જે “અસંક્રમ” છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સ્વરૂપે બનતું નથી. બીજું દ્રવ્ય ત્રીજા દ્રવ્ય સ્વરૂપે બનતું નથી. પરસ્પર સંક્રમ પામતાં નથી. આ એક ગજબ ચમત્કાર છે. પણ આ ચમત્કાર જ્ઞાનગુણમાં પરિણામ પામેલા વિદ્વાન પુરુષ વડે જ અનુભવાય છે. સામાન્ય માણસ આ ભેદ જાણી શકતો નથી.
ચૌદ રાજલોકના એક એક પ્રદેશે જ્યાં જ્યાં ધર્માસ્તિકાય છે. ત્યાં ત્યાં સર્વત્ર અધર્માસ્તિકાયદ્રવ્ય પણ છે જ. અનાદિ કાળથી સાથે છે અને અનંતકાળ સાથે રહેનાર છે. છતાં ધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ અધર્માસ્તિકાય બનતો નથી અને અધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ ધર્માસ્તિકાય બનતો નથી. ભિન્ન જ રહે છે. તે જ રીતે જીવદ્રવ્ય અને શરીર સંબંધી પુદ્ગલદ્રવ્ય એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે. છતાં જીવ તે પુદ્ગલદ્રવ્ય બનતો નથી અને પુદ્ગલદ્રવ્ય તે જીવદ્રવ્યરૂપ બનતું નથી. પરસ્પર અમીલનરૂપ ચમકારાત્મક ક્રિયા છે. એક જ ક્ષેત્રમાં વ્યાપીને સાથે જ રહેલાં છે. તો પણ એકબીજામાં
Page #454
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૨૧ ભળી જઈને એકમેક રૂપે થઈ જતાં નથી. આ કારણથી સમજાય છે કે આ દ્રવ્યો સ્વભાવથી જ ભિન્ન છે. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. શરીર અહીં જ રહેવાનું છે. જીવ ભવાન્તરયાયી છે. શરીર મૂર્ત છે. આત્મા અમૂર્ત છે.
આવા પ્રકારના ભેદને સમજવા રૂપ આ ચમલ્કિયા વિદ્વાન પુરુષથી જ અનુભવાય છે. જ્ઞાની પુરુષ જ આ ભેદને સમજી શકે છે. સામાન્ય માણસો તો શરીર એ જ હું છું અને હું એ જ શરીર છે. આમ અભેદ સમજીને શરીરના શણગારમાં, સુખમાં અને ટાપટીપમાં જ લયલીન થાય છે. જ્ઞાની પુરુષ જ ભેદજ્ઞાનવાળા થયા છતા શરીર અને આત્માને ભિન્ન સમજીને શરીરની સેવા ગૌણ કરીને આત્મતત્ત્વમાં જોડાય છે. પરંતુ કેવા જ્ઞાની પુરુષો વડે આ ભેદ જાણી શકાય છે? તે હવે સમજાવે છે.
चिन्मात्रपरिणामेन-ज्ञानमात्रपरिणामेन ज्ञानमात्रबलेन इत्यनेन पञ्चास्तिकायानामे कक्षेत्रस्थितानां कैश्चित्साधारणगुणैः अगुरुलघ्वादिभिः तुल्यानामपि असाधारणगुणैः गतिस्थित्यवगाहहेतुताचेतनापूरणगलनादिलक्षणैश्च भेद एव । स्वाशुद्धग्राहकतागृहीतपुद्गलेष्वपि न स्वगुणसङ्क्रमः । नापि पुद्गलगुणसङ्क्रमः जीवे । एषा भेदचमत्क्रिया भिन्नद्रव्ये स्वद्रव्यगुणपर्यायाणामेकद्रव्यव्याप्यावस्थितानामाधाराधेयत्वेनाभेदरूपाणामपि स्वस्वधर्मपरिणतिरूपा भेदचमक्रिया ।
एवं द्रव्याद् द्रव्यस्य, गुणाद् गुणस्य पर्यायात्पर्यायस्य स्वभावस्य भेदलक्षणा चमत्क्रिया विदुषा पण्डितेनैव अनुभूयते । नान्येन द्रव्यानुयोगज्ञानविकलेन । उक्तञ्च રમત
જ્ઞાનમાત્રના પરિણામવાળા એટલે કે દ્રવ્યાનુયોગના જ્ઞાનના વિષયમાં જે રસિક પંડિતપુરુષો છે તેઓ વડે જ આ ભેદના ચમત્કારની ક્રિયા અનુભવાય છે. ચૌદરાજ પ્રમાણ લોકાકાશમય એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે સાથે રહેલાં એવાં ધર્માસ્તિકાયાદિ પાંચે અસ્તિકાય દ્રવ્યોનો અગુરુલઘુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ ઈત્યાદિ (પાંચે દ્રવ્યોમાં ઘટી શકે તેવા) સાધારણ ગુણો વડે તુલ્યતા હોવા છતાં પણ ૧ ગતિસહાયકતા, ૨ સ્થિતિસહાયકતા, ૩ અવગાહસહાયકતા, ૪ ચેતનતા અને ૫ પૂરણગલનતા વગેરે સ્વરૂપ અસાધારણ ગુણો વડે ભેદ પણ છે જ. તેથી જીવ અને શરીર એકમેક થઈને રહ્યાં છે. એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે તો પણ ચૈતન્યાદિ ગુણવાળું જે દ્રવ્ય છે તે જીવ છે અને પૂરણ-ગલન ગુણવાળું જે દ્રવ્ય છે તે પુલાત્મક શરીરદ્રવ્ય છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
વિદ્યાષ્ટક – ૧૪
જ્ઞાનસાર
આ કારણથી જ શરીર એ જડ છે, આત્મા એ ચેતન છે, શરીર અહીં જ રહેનારું છે, ચેતન પરભવયાયી છે. શરીર નાશવંત છે, આત્મા અવિનાશી છે. આમ શરીર અને આત્માનો ભેદ છે પણ તે ભેદ દ્રવ્યાનુયોગના જ્ઞાની વડે જ અનુભવાય છે. મોહના ઉદયથી પોતાના આત્મામાં આવેલો જે અશુદ્ધ એવો ગ્રાહકતા પરિણામ, તેના વડે ગ્રહણ કરાયેલાં શારીરિકાદિ પુદ્ગલ દ્રવ્યો આત્માની સાથે એકક્ષેત્રાવગાહી હોવા છતાં પણ પરસ્પર ગુણોનો સંક્રમ થતો નથી. જીવના ગુણો શારીરિક પુદ્ગલોમાં આવતા નથી અને પુદ્ગલદ્રવ્યના ગુણો જીવદ્રવ્યમાં આવતા નથી. આવો જે પારમાર્થિક ભેદ છે, તે ચમત્કાર સર્જે તેવી ક્રિયા છે. એક જ ક્ષેત્રમાં સાથે રહેવું, એકમેક થઈને રહેવું, છતાં અન્ય દ્રવ્યથી ભિન્ન જ રહેવું તે એક આશ્ચર્ય ઉપજે એવો ચમત્કાર છે.
૪૨૨
કોઈપણ વિવક્ષિત એક દ્રવ્યમાં વ્યાપીને રહેલા અને આધાર-આધેયભાવે અભેદ સ્વરૂપે રહેલા એવા પણ સ્વદ્રવ્યનું, સ્વગુણોનું અને સ્વપર્યાયોનું પોતપોતાના ધર્મરૂપે જ પરિણામ પામવું (પણ એકક્ષેત્રાવગાહી હોવા છતાં પરદ્રવ્ય રૂપે પરિણામ ન પામવું) એ સ્વરૂપ જે ભેદ છે તે ચમત્કાર ઉપજાવે તેવી ક્રિયા છે. આ પ્રમાણે ધર્મ-અધર્મ-આકાશશારીરિકાદિ પુદ્ગલો અને જીવદ્રવ્યનો એક ગુણથી બીજા ગુણનો અને એક પર્યાયથી બીજા પર્યાયનો જે સ્વભાવ છે, તે સ્વભાવોમાં જે ભેદ છે, તે ભેદ લક્ષણવાળી ચમત્કારની ક્રિયા દ્રવ્યાનુયોગના અભ્યાસવાળા પંડિતપુરુષ વડે જ અનુભવાય છે. પરંતુ દ્રવ્યાનુયોગના અભ્યાસ વિનાના અન્ય વ્યક્તિ વડે આ ભેદ ચમક્રિયા અનુભવી શકાતી નથી. સન્મતિ પ્રકરણ નામના ગ્રન્થમાં કહ્યું છે કે -
अण्णोण्णाणुगयाणं, इमं च तं च त्ति विभयणमजुत्तं । जह दुद्धपाणियाणं, जावन्त विसेसपज्जाया ॥४७॥
(સન્મતિપ્રાપ્નાદુ-૧, ગાથા-૪૭)
जं दव्वखित्तकाले, एगत्ताणं पि भावधम्माणं । सुअनाणकारणेणं, भेए नाणं तु सा विज्जा ॥१॥
इति हरिभद्रपूज्यैः ।
द्रव्यानुयोगलीनानामाधाकर्मादिदोषमुख्यत्वं न, तथा च भगवत्यङ्गे"समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभेमाणे किं कज्जई ? गोयमा ! बहुतरा से નિષ્ના વિરૂ, અપ્પતરે સે પાવે મે Ēરૂં'' (શતક-૮, ઉદ્દેશ-૬, સૂત્ર-૩૩૨)
Page #456
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૨૩ तवृत्तिः-इह च केचित् मन्यन्ते-असंस्तरणादिकारणे एवाप्रासुकादिदाने बहुतरा निर्जरा भवति, नाकारणम् । यत उक्तम्
संथरणम्मि असुद्धं, दोण्हवि गेण्हंतदितयाणऽहिअं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥१॥
(બૃહત્કલ્પભાષ્ય ગાથા-૧૬૦૮) અરસપરસ એકમેક થયેલા બે દ્રવ્યોની અંદર “આ અને તે” એવો વિભાગ કરવો તે અનુચિત છે. દૂધ અને પાણીની જેમ. જીવ અને કર્મપ્રદેશોમાં જેટલા વિશેષ વિશેષ પર્યાયો (ધ) છે તે ભિન્ન-ભિન્ન દ્રવ્યના છે. છતાં એકમેકતાના કારણે કોઈ એકના કહેવાતા નથી. ૪૭થી
દ્રવ્ય-ક્ષેત્ર અને કાલથી એકમેક થયેલા દ્રવ્યોમાં રહેલા ભાવધર્મોના ભેદને વિષે શ્રુતજ્ઞાનના કારણે જે જ્ઞાન (ભેદજ્ઞાન) પ્રાપ્ત થાય છે તેને વિદ્યા કહેવાય છે.
દ્રવ્યાનુયોગના અભ્યાસમાં લીન થયેલા મહાત્માઓને આધાકર્માદિ દોષયુક્ત આહારના દોષો લાગતા નથી. દ્રવ્યાનુયોગના અભ્યાસનો એવો પ્રભાવ છે કે જેના અભ્યાસથી આ જીવ સંવેગ-નિર્વેદ પરિણામી થાય છે, વૈરાગ્યવાસિત બને છે. સંસારી કોઈપણ ભાવોમાં બીનરસિકતા ઉપજે છે. પાંચ ઈન્દ્રિયજન્ય સુખોમાંથી મન ઉઠી જાય છે. તેથી હૃદયમાં આસક્તિભાવ ન હોવાથી આધાકર્માદિ દોષો લાગતા નથી. (અતિચાર માત્ર લાગે છે પણ વ્રતભંગ થતો નથી.) ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે –
હે ભગવાન્ ! તેવા પ્રકારના દ્રવ્યાનુયોગના અભ્યાસી એવા શ્રમણ-શ્રમણીને અથવા માહણને અપ્રાસુક (દોષિત) અથવા અનેષણીય (ન કલ્પે તેવો) આહાર વહોરાવતા શ્રમણોપાસકને શું થાય ? (કર્મબંધ થાય કે કર્મનિર્જરા થાય ?). હે ગૌતમ ! તેવા શ્રમણોપાસકને કર્મોની ઘણી નિર્જરા થાય છે અને અલ્પતર બંધ થાય છે.” તેની ટીકામાં આમ કહ્યું છે કે “અસંતરણાદિ કાળ હોય તો એટલે કે દોષિત આહારની લેવડ-દેવડ વિના બીજો કોઈ ઉપાય ન હોય તો જ દોષિત આહારાદિના દાનમાં બહુતર-નિર્જરા સમજવી પરંતુ કારણ વિના જો આધાકર્માદિ દોષવાળો આહાર આપે તો બહુતર-નિર્જરા થતી નથી. જે કારણથી બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે -
પ્રાસુક (નિર્દોષ) અને એષણીય (કલ્પે તેવો શુદ્ધ) આહાર મળે તેમ હોય છતાં કોઈ શ્રાવક અશુદ્ધ આહાર આપે અને સાધુ અશુદ્ધ આહાર ગ્રહણ કરે તો આપનાર અને
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૨૪
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
લેનાર એમ બન્નેનું અહિત-અકલ્યાણ થાય. પણ જો અસંસ્તરણાવસ્થા હોય તો રોગીને અપાતા ઔષધની જેમ તે જ અશુદ્ધ આહાર હિતકારી જાણવો. આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે. ગાથા ૧૬૦૮ ।
अन्ये त्वाहुकारणेऽपि गुणवत्पात्रायाप्रासुकादिदाने परिणामवशात् बहुतरा निर्जरा भवति, अल्पतरं च पापं कर्म इति । निर्विशेषणत्वात् सूत्रस्य, परिणामस्य च प्रामाण्यात् । आह
-
परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरियसाराणं । परिणामिअं पमाणं, निच्छयमवलम्बमाणाणं ॥७६१ ॥
(ઓઘનિયુક્તિ ગાથા-૭૬૧)
રૂત્યૂહમ્ । પુનઃ
चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । चरणकरणस्स सारं, णिच्छयसुद्धं न जाणन्ति ॥६७॥
(સન્મતિપ્રકરણ કાણ્ડ-૩, ગાથા-૬૭)
।
अहागडाई भुंजंति, अण्णमणे सकम् उवलित्ते ति जाणिज्जा, अणुवलित्ते ति वा पुणो ॥८॥
एतेहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥९॥
(સૂયગડાંગસૂત્ર શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૫, ગાથા-૮-૯)
इति द्वितीयाङ्गे २१ अध्ययने ( द्वितीयश्रुतस्कन्धे पञ्चमाध्ययने ) इत्यादि गीतार्थस्याकल्प्यं कल्प्यम्, एषा लब्धिः तत्त्वज्ञानवतामेव ॥७॥
વળી બીજા આચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે કે - કદાચ આવું ગાઢ કારણ ન હોય તો પણ એટલે કે માંદગી-શરીરની પ્રતિકૂળતા કે રોગાદિનાં કારણો ન હોય અને સુખે સુખે સંયમયાત્રા સાચવી શકે તેમ હોય તો પણ જો ગુણવાન પાત્ર હોય તો તેના ગુણોથી આકર્ષાઈને તેમનામાં ગુણોની વધારે વૃદ્ધિ થાય એવા શુભ પરિણામના વશથી દોષત આહાર કદાચ કોઈ ગૃહસ્થ આપે તો તે ગૃહસ્થને કર્મોની ઘણા પ્રમાણમાં નિર્જરા થાય છે અને અલ્પપ્રમાણમાં પાપકર્મોનો બંધ થાય છે. સૂત્રમાં કહેલું કથન હંમેશાં નિર્વિશેષપણે (સામાન્યપણે) જ હોય
Page #458
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૨૫ છે. વક્તાએ જ તેનો વિશેષ અર્થ કરવો જોઈએ. આપનારના અને આહાર લેનારના પરિણામવિશેષ જ બંધના અને નિર્જરાના કારણ બને છે. માટે પરિણામવિશેષ જ વધારે પ્રમાણ છે.
ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે - પ્રાપ્ત કર્યો છે ગણિપિટકમાં (દ્વાદશાંગીમાં) આવેલો સાર જેઓએ એવા તથા નિશ્ચયનયનું અવલંબન લેનારા ઋષિ-મુનિઓનું આ જ પરમ રહસ્ય છે કે “આત્માના શુભાશુભ પરિણામ એ જ પ્રમાણ છે.” મહર્ષિ પુરુષોનાં આવાં વચનો ચિંતન કરવા જેવાં છે.
ચારિત્ર સારું પાળતા હોય, ક્રિયા સારી કરતા હોય, પણ સ્વશાસ્ત્રોમાં (જેનાગોમાં) અને પરશાસ્ત્રોમાં (અન્ય-આગમોમાં) શું કહ્યું છે? તે જાણવાનો ત્યજી દીધો છે વ્યાપાર જેઓએ એવા સાધુ-સંતો ચારિત્ર અને ક્રિયાના નિશ્ચયથી શુદ્ધ એવા સારને જાણતા પણ નથી. આ પ્રમાણે સન્મતિપ્રકરણના ત્રીજા કાંડની ૬૭ મી ગાથામાં કહ્યું છે. વળી સૂત્રકૃતાંગ નામના બીજા આગમના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનમાં સૂત્ર ૮-૯ માં કહ્યું છે કે –
જે સાધુમહાત્માઓ આધાકર્માદિ દોષ પૂર્વકનો આહાર ગ્રહણ કરે છે. તે સાધુમહાત્માઓ કર્મની સાથે પરસ્પર બંધાય છે એમ પણ ન કહેવું. તથા કર્મની સાથે પરસ્પર બંધાતા નથી એમ પણ ન કહેવું. કારણ કે આ બન્ને સ્થાનોથી વ્યવહાર થઈ શકતો નથી. જો આ બન્ને સ્થાનોમાંના કોઈ એક સ્થાનથી વ્યવહાર કરીએ તો (એટલે કે કર્મો બંધાય જ છે આમ માનીએ તો અથવા કર્મો નથી જ બંધાતાં આમ જો માનીએ તો) તે અનાચાર જ જાણવો, કારણ કે શાસ્ત્રના ઉપદેશને ઉલ્લંઘીને આહારાદિની આસક્તિથી જો આહારાદિ કરે તો અવશ્ય કર્મ બંધાય જ છે. માટે “નથી જ બંધાતા” આવું ન કહેવું, તથા શ્રુતના ઉપદેશને અનુસાર આહારાદિની આસક્તિ વિના જો તેનો ઉપયોગ કરે તો તે જીવ કર્મોથી બંધાતો નથી માટે “બંધાય જ છે” આમ પણ ન કહેવું. સારાંશ કે “પરિણામની ધારા” જ વાસ્તવિક પ્રમાણભૂત છે. આ રીતે શાસ્ત્રોના પાઠો જોતાં ગીતાર્થ મહાત્માને અકથ્ય વસ્તુ પણ કહ્ય બને છે અને કથ્ય વસ્તુ પણ અકથ્ય બને છે. આવી લબ્ધિ તત્ત્વજ્ઞાનવાળા મહાત્મા પુરુષોને જ હોય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રય આત્માને ગુણોનો લાભ થાય તેમ હોય તો અકથ્ય વસ્તુ પણ કથ્ય બને છે અને આત્માને ગુણોનું નુકશાન થાય તેમ હોય તો ધ્ય વસ્તુ પણ અકથ્ય બને છે. આ પ્રમાણે જીવ અને કર્મનો તથા જીવ અને શરીરનો માત્ર સંયોગ સંબંધ જ છે. ઔપચારિક સંબંધ છે તાત્ત્વિક સંબંધ નથી વાસ્તવિક બને દ્રવ્યો ભિન્ન છે. Ifશા.
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૨૬
વિદ્યાષ્ટક - ૧૪
अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा ।
पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥८॥
જ્ઞાનસાર
ગાથાર્થ :- યોગી પુરુષો વિદ્યા રૂપી અંજનથી સ્પર્શ કરાયેલી નિર્મળ દૃષ્ટિ વડે અવિદ્યા રૂપી અંધકારનો નાશ કરાયે છતે પોતાના આત્મામાં જ પરમાત્મપણું દેખે છે. ૮॥
"अविद्या इति" एव हि निश्चये, योगिनः-समाधिदशावस्थाप्रवृत्तचक्रयोगिनः आत्मनि एव-स्वात्मनि एव, परमात्मानम् - उत्कृष्टनिष्पन्नसिद्धात्मानं पश्यन्ति - आत्मनि परमात्मत्वं निर्धारयन्ति । कया ? “विद्याञ्जनस्पृशा दृशा" विद्या- तत्त्वबुद्धिरूपा અન્નનસ્પૃશા દૃશા-ચક્ષુષા, વસ્વ સતિ ? વિદ્યા-અજ્ઞાનં અવોધ: અયથાર્થોપયોનો વા, तदेव तिमिरं, तस्य ध्वंसः, तस्मिन् इत्यनेन मिथ्यात्वतिमिरध्वंसे जाते सम्यग्दृष्टयः आत्मानमात्मनि पश्यन्ति ।
अत एव अनेकोपयोगेन श्रुताभ्यासेन आत्मस्वरूपोपलम्भाय तत्त्वपरीक्षणाय यतितव्यम् । यथार्थमात्मस्वरूपपरिज्ञानं विद्या परमोपकारिणी इति ज्ञेयम् ॥८॥
શ્લોકના ચોથા ચરણમાં લખેલા ટ્વ અને હિઁ શબ્દો નિશ્ચય અર્થમાં છે. સમાધિવાળી અવસ્થાને પામેલા એટલે કે સમતાભાવથી યુક્ત એવા પ્રવૃત્તચક્ર યોગીઓ પોતાના આત્મામાં જ પરમાત્માપણું એટલે કે ઉત્કૃષ્ટ અવસ્થાને પામેલી સિદ્ધ અવસ્થાવાળાપણું દેખે છે. આત્મામાં જ પરમાત્માપણું છે આવો પાકો નિર્ણય આ મુનિઓને થાય છે. માત્ર દૃષ્ટિ બદલાવાથી આ
દેખાય છે. જે અવિદ્યાવાળી દૃષ્ટિ છે તેને બદલે વિદ્યાવાળી દૃષ્ટિ કરવાથી આત્મામાં જ પરમાત્માપણું છે આત્મા જ ભગવાન છે. તે દૃષ્ટિગોચર થાય છે.
વિદ્યા એટલે તત્ત્વબુદ્ધિ સ્વરૂપ જે જ્ઞાન તે વિદ્યા, શરીર અને આત્મા આ બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. શરીરના નાશમાં આત્માનો નાશ થતો નથી. આવા પ્રકારના ભેદ જ્ઞાનવાળી જે તત્ત્વદૃષ્ટિ છે એ જ અંજનતુલ્ય છે. જેમ અંજન (કાજળ) આંજવાથી દૃષ્ટિ સ્પષ્ટ-નિર્મળ બને છે તેમ તત્ત્વધ્રુષ્ટિમય વિદ્યા રૂપ અંજન આંજવાથી નિર્મળ બનેલી દૃષ્ટિ વડે આ યોગીઓને પોતાના આત્મામાં જ પરમાત્માપણું છે. તે જ મેળવવાનું છે. આમ સ્પષ્ટ દેખાય છે. વિદ્યારૂપી અંજનથી સ્પર્શાયેલી તે દૃષ્ટિ કેવી છે ? તેનું એક વિશેષણ સમજાવે છે કે -
અવિદ્યા એટલે કે અજ્ઞાનદશા અથવા વિપરીત બોધવાળી દશા, અજ્ઞાનતા (જડતા) અથવા વિપરીતબોધતા આ બન્ને આત્માને સાચો બોધ પ્રાપ્ત કરવામાં અંધકારતુલ્ય છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૨૭ માટે અવિદ્યા રૂપી જે અંધકાર છે તેનો ધ્વંસ થયે છતે એટલે કે મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થયે છતે વિદ્યાદેષ્ટિ વિકસે છે. તેથી અવિદ્યા રૂપી અંધકારનો નાશ થયે છતે વિદ્યારૂપી અંજનથી સ્પર્ધાયેલી પવિત્ર અને નિર્મળ દૃષ્ટિ વડે સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાના આત્મામાં જ પરમાત્મતા દેખે છે. આ આત્મા જ કાલાન્તરે પરમાત્મા બને છે. પરમાત્મપણું પોતાનામાં જ છે અને તે પ્રગટ કરવાનું છે. બહારથી ક્યાંયથી પરમાત્મતા આવતી નથી. કોઈપણ એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં સંક્રમ પામતા નથી. પોતાના આત્માના જ ગુણો પોતે મેળવવાના હોય છે. અને તે ગુણો પોતાનામાં જ છે. બહારથી ક્યાંથી આવતા નથી.
આ કારણથી જ અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ઉપયોગ વડે (અથવા સ્યાદ્વાદયુક્ત ઉપયોગ વડે) શાસ્ત્રોનો સુંદર અભ્યાસ કરવા દ્વારા આત્માનું શુદ્ધ પારમાર્થિક સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે અને સાચા તત્ત્વની પરીક્ષા માટે આ જીવે પ્રયત્નવિશેષ કરવો જોઈએ. કારણ કે યથાર્થ એવું આત્મતત્ત્વનું જે પરિજ્ઞાન છે તે પરિજ્ઞાનસ્વરૂપ વિદ્યા જ પરમ ઉપકાર કરનારી છે. માટે આ જીવે અવિદ્યા દૂર કરવા અને સર્વિદ્યા મેળવવા વેળાસર ઉદ્યમશીલ થઈ જવું જોઈએ. liટા
ચૌદમું વિદ્યાષ્ટક સમાપ્ત
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૨૮
જ્ઞાનસાર
વિવેકાષ્ટક - ૧૫ છે અથ ઝિશૐ વિવેalષ્ટભ્રમ્
सा च तत्त्वविद्या विवेकेन-स्वपरविभजनेन स्फुटीभवति, अतः विवेकस्याभ्यासः कर्तव्यः । तत्र विवेचनं हेयोपादेयपरीक्षणं विवेकः । नामस्थापनाविवेकौ सुगमौ । द्रव्यविवेकः लौकिकः धनोपार्जनराजनीतिकुलनीतिदक्षस्य भवति । लोकोत्तरस्तु धर्मनीतिदक्षस्य भवति । भावतो विवेकः बाह्यस्वजनधनतनुरागविभजनरूपः बाह्यः । अभ्यन्तरश्च ज्ञानावरणादिद्रव्यकर्माशुद्धचेतनोत्पन्नविभावितादिभावकमैकत्वविभजनरूपः । तत्स्वरूपं चेदमागमे
पुव्विं रागाइया, विभावा सव्वओ विभज्जिज्जा । पच्छा दव्वा कम्मा सव्वविभिन्नो नियो अप्पा ॥१॥
“આત્મા અને પુગલદ્રવ્ય ભિન્ન ભિન્ન પદાર્થો છે” માત્ર સંયોગસંબંધથી જ જોડાયેલા છે. તેથી શરીર, ધન, પરિવાર આદિ અન્ય દ્રવ્યો ઉપર મોહ-મમતા કરવી નિરર્થક છે. કર્મ બંધનો હેતુ છે. આ માયા-મમતા તજવા જેવી છે. આવા પ્રકારની જે તત્ત્વવિદ્યા છે તે તત્ત્વવિદ્યા વિવેકબુદ્ધિ વડે એટલે કે મારું શું? અને પરાયું શું? તેના વિવેક વડે અર્થાત્
સ્વ-પરના વિભાજન વડે જ ખીલે છે, વિકસે છે. આ કારણથી વિવેકનો અભ્યાસ કરવો જોઈએ. વિવેક કોને કહેવાય? વિવેક આવવાથી શું લાભ થાય? વગેરે તત્ત્વોનો અભ્યાસ કરવો જોઈએ.
ત્યાં વિવેચન કરવું - ભેદ કરવો - પૃથભાવ કરવો - અર્થાત્ હેય અને ઉપાદેયની પરીક્ષા કરવી તેને વિવેક કહેવાય છે. હેય-ઉપાદેયની પરીક્ષા કરીને તે બન્નેને પૃથક કરીને હેયનો ત્યાગ કરવો અને ઉપાદેયનો સ્વીકાર કરવો તે વિવેક કહેવાય છે.
નામવિવેક, સ્થાપનાવિવેક સુગમ છે. કોઈપણ પદાર્થનું “વિવેક” એવું નામ કરવું તે નામવિવેક કહેવાય છે અને વિવેકી માણસનું ચિત્ર દોરવું. આકૃતિ ચિતરવી તે સ્થાપનાવિવેક કહેવાય છે. દ્રવ્યવિવેકના બે ભેદ છે. લૌકિક અને લોકોત્તર. ભાવવિવેકના પણ બે ભેદ છે. બાહ્ય અને અભ્યત્તર.
- ધન ઉપાર્જન કરવામાં, રાજનીતિ સાચવવામાં, કુલનીતિ સાચવવામાં જે દક્ષ હોય ચતુર હોય, તેવા આત્માનો જે વિવેક તે લૌકિકદ્રવ્યવિવેક કહેવાય છે અને ધર્મ અનુષ્ઠાનો આચરવામાં જે વિવેકબુદ્ધિ છે તે લોકોત્તર દ્રવ્યવિવેક કહેવાય છે. આપણા આત્માથી બાહ્ય
Page #462
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૨૯ એવાં સ્વજનો, ધન અને શરીરાદિના રાગનો વિભાગ કરવો. અર્થાત્ તેવા રાગનો ત્યાગ કરવો. પરવ્ય પ્રત્યેનો રાગ દૂર કરવો તે બાહ્યભાવવિવેક અને આત્માની સાથે એકમેક થયેલા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના દ્રવ્યકર્મો તથા મોહના ઉદયવાળી અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલી વિભાવદશા આદિ રૂપ ભાવકની સાથે અનાદિકાળથી જે એકતા થયેલી છે તેનો વિભાગ કરવો એટલે કે દ્રવ્યકર્મોથી અને ભાવકર્મોથી આત્માને અલગ કરવો તે અભ્યત્તર ભાવવિવેક જાણવો.
સૌ પ્રથમ આ આત્માને રાગાદિ વિભાવ-ભાવોથી સર્વથા ભિન્ન કરવો જોઈએ. ત્યાર બાદ પોતાનો આત્મા દ્રવ્યકર્મોથી આપોઆપ સર્વથા ભિન્ન થાય છે.
આ રીતે આત્માને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોથી અને રાગાદિ ભાવકર્મોથી દૂર કરવો તે અભ્યત્તર ભાવવિવેક જાણવો.
तथा च प्राभृते-“समस्तकाचशकलव्यूहपतितं रत्नं रत्नपरीक्षकः गृह्णाति, एवं सम्यग्दृष्टिः सर्वविभावपरभावपरिणतिमध्यस्थमात्मानमचलमखण्डमव्ययं ज्ञानानन्दमयं स्वत्वेन विभज्य उपादत्ते । श्रीहरिभद्रपूज्यैश्च प्रथमं क्षुद्रादिदोषोपशमे मार्गानुसारिगुणे तत्त्वजिज्ञासा । तत्त्वज्ञगुरुसेवनतः अतिमधुरत्वेन श्रुतरसिकः, यथार्थजीवाजीवविवेचनतः सर्वपरभावभिन्नमात्मानमुपलभ्य भेदज्ञानी भवति । स च क्रमेणात्मतः परं त्यजन् सर्वपरभावत्यागी सिद्ध्यति ।
પ્રાભૃત (સમયસાર) નામના ગ્રંથમાં કહ્યું છે કે “કાચના સઘળા ટુકડાઓના સમૂહની અંદર પડેલા રત્નને રત્નનો પરીક્ષક જેમ ગ્રહણ કરે છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા સર્વ પ્રકારની વિભાવદશા રૂપ પરભાવદશાની પરિણતિની વચ્ચે રહેલા એવા પણ અચલિત સ્વરૂપવાળા, અખંડ દ્રવ્યાત્મક, ક્યારેય નાશ ન પામે તેવા, જ્ઞાનના આનંદ સ્વરૂપ એવા શુદ્ધ આત્માને આત્મદ્રવ્ય તરીકે ભિન્ન કરીને ગ્રહણ કરે છે.” સારાંશ કે રત્નના પરીક્ષકને લાખો લાખો કાચના ટુકડાઓમાં પણ ગુપ્ત રીતે રહેલું રત્ન જેમ દેખાઈ આવે છે તેમ આત્મજ્ઞાની મહાત્માઓને વિભાવદશાના તોફાનની વચ્ચે પણ શુદ્ધ આત્મા દેખાઈ આવે છે. તે મહાત્માઓને તેનું જ રટન હોય છે. તેની જ સાધના પ્રિય હોય છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ પણ કહ્યું છે કે ક્ષુદ્રતા, દીનતા, મત્સરિતા ઈત્યાદિ ભવાભિનંદી જીવના દોષો શાન્ત થયે છતે અને માર્ગાનુસારિતાના ગુણો આવે છતે આ જીવને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તત્ત્વજિજ્ઞાસા થવાથી તત્ત્વજ્ઞગુરુની
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૩૦
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
શોધ કરે છે. તત્ત્વજ્ઞ ગુરુ મળવાથી તેવા તત્ત્વગુરુની સેવામાં આ જીવ જોડાય છે અને ગુરુજી પ્રસન્નભાવ રાખીને ભાવકરુણા કરવા પૂર્વક અતિશય મધુરપણે આવા પ્રકારના યોગ્ય જીવને શ્રુતજ્ઞાન આપે છે. ગુરુજી પાસેથી અત્યન્ત મધુરતાપૂર્વક પ્રાપ્ત થતા શાસ્ત્રપાઠોથી આ આત્મા શ્રુતજ્ઞાનનો અતિશય રસિક બને છે. શ્રુતજ્ઞાન પ્રાપ્ત થવાથી જીવ અને અજીવનો ભેદ સમજાવાથી સર્વ પ્રકારની વિભાવદશાથી ભિન્ન એવો પોતાનો આત્મા છે - આમ સમજીને શરીર, ધન, પરિવારાદિથી પોતાના આત્માને ભિન્ન જાણીને ભેદજ્ઞાની થાય છે. શરીરાદિ તમામ સાંસારિક સામગ્રી ઉપરના મોહનો ત્યાગી બને છે. અનુક્રમે તે મહાત્મા પોતાના આત્માથી અન્ય સઘળી પણ પરવસ્તુનો ત્યાગ કરતો છતો “સર્વથા પરભાવનો ત્યાગી' બને છે.
- આ રીતે આ આત્માની આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા તરફ વિકાસયાત્રા શરૂ થાય છે અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે છે. આ વિવેક (ભેદષ્ટિ) જ જીવને ઊર્ધ્વરોહણ કરાવનાર બને છે. પદ્ગલિક પદાર્થોની સાથે અભેદબુદ્ધિ સંસારમાં રખડાવનાર બને છે અને ભેદજ્ઞાન તારનાર બને છે. હવે વિવેક ઉપર સાત નયો સમજાવાય છે.
तत्राद्यनयत्रयेण लौकिकलोकोत्तरविवेकः, ऋजुसूत्रनयेन धर्मसाधनविवेकः, शब्दादिनयत्रयेण विभावविभजनक्षयोपशमसाधनोपयोगादिक्षायिकसाधकपरिणतिविवेकः यथाक्रममवगन्तव्यः । तत्रात्मनः कर्मसंयोगैकत्वं विवेचयन्नाह -
ત્યાં (સાત નય પૈકી) પ્રથમના ત્રણ નયની દૃષ્ટિએ લૌકિક અને લોકોત્તર જે વિવેક છે તેને વિવેક કહેવાય છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિએ ધર્મનાં સાધનોનો જે વિવેક છે, તે વિવેક કહેવાય છે અને અન્તિમ ત્રણ નયની અપેક્ષાએ વિભાવદશાથી આત્માનો વિભાગ કરવો, ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય એવો ધર્મસાધનામાં ઉપયોગાદિ રાખવો, અને ક્ષાયિકભાવની પ્રાપ્તિ કરાવે એવી નિર્મળ પરિણતિ રાખવી, તેને અનુક્રમે વિવેક કહેવાય છે. કંઈક વિશેષપણે નયો આ પ્રમાણે છે -
નૈગમનય :- નાના-મોટાનો વિવેક કરવો, માનનીય માણસને માન આપવું, લોકોને પ્રેમપૂર્વક મીઠાશથી બોલાવવા, લોકોની સાથે ઉચિત વ્યવહાર કરવો તે નૈગમનયથી વિવેક જાણવો.
સંગ્રહનય - બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ મનુષ્યોની સાથે તેમના જાતિગત ગુણદોષો જોઈને વ્યવહાર કરવો, એકેન્દ્રિયાદિ જીવોનો પણ હીનાધિક ચેતના પ્રમાણે હિંસા-અહિંસામાં વિવેક કરવો તે સંગ્રહનયથી વિવેક જાણવો.
Page #464
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટક - ૧૫
૪૩૧
વ્યવહારનય :- દેવ-ગુરુ-ધર્મમાં સુદેવાદિ અને કુદેવાદિનો વિવેક કરવો, બાધક
સાધક તત્ત્વનો વિવેક કરવો તે વ્યવહારનય જાણવો.
જ્ઞાનમંજરી
ઋજુસૂત્રનય :- આપણી ભૂમિકાને અનુસારે ક્યાં ક્યાં ધર્મનાં સાધનો આપણને ઉપકાર કરનાર બને ? અને કયાં કયાં ધર્મના સાધનો અનુપકારક બને ? તેનો વિવેક કરવો, તે ઋજુસૂત્રનયથી વિવેક જાણવો.
વિભાવદશાથી આત્માને દૂર રાખવો તે શબ્દનયથી વિવેક, ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય તેવા ઉપયોગાદિ રાખવા તે સમભિરૂઢનયથી વિવેક તથા ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય તેવી નિર્મળ પરિણતિ રાખવી તે એવંભૂતનયથી વિવેક આમ વિવેક ઉપર સાત નય જાણવા. कर्म जीवञ्च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते योऽसौ मुनिहंसो विवेकवान् ॥१॥
ગાથાર્થ :- સર્વકાળે ક્ષીર અને નીરની જેમ એકમેક થયેલા એવા કર્મ અને જીવને
જે ભિન્ન ભિન્ન સમજે છે અને ભિન્ન કરે છે આ મુનિ રૂપી હંસ વિવેકવાળા છે. ॥૧॥
ટીકાઃ- ‘“ર્મ નીવ ચ' કૃતિ, ર્મ-જ્ઞાનાવર વિમ્, નીવØ-મષ્વિવાનન્દ્રરૂપ, સર્વવા-સર્વાતમ્, ક્ષીર-પય:, નીર-ખાં, તવત્ મંoિમ્-પીભૂત યો विभिन्नीकुरुते-लक्षणादिभेदैः पृथक् पृथक् कुरुते असौ मुनिहंसः विवेकवान्મેજ્ઞાનવાન્ । ( ૨ ) નીવ: નિત્ય:, પુર્વાસા: અનિત્યા:, (૨) નીવ: અમૂર્ત:, પુાતા: મૂર્તા:, (૨) નીવોઽન્નત:, પુર્વીનાશ્રુતા:, (૪) નીવ: જ્ઞાનાદ્યનન્તચેતનાलक्षण:, पुद्गलाः अचेतना:, (५) जीवः स्वरूपकर्ता स्वरूपभोक्ता स्वरूपरमणो भवविश्रान्तः, पुद्गलाः कर्त्तृत्वादिभावरहिताः, इत्यादिलक्षणैः विभज्य यो विरक्तः स मुनि:-श्रमणः विवेकवान् - विवेकयुक्त इति ज्ञेयम् ॥१॥
વિવેચન :- કર્મ અને જીવ અનાદિકાલથી એકમેક થયેલ છે. જેમ કંચન અને ઉપલ (માટી) સાથે જ છે. તેમ જીવ અને કર્મ અનાદિકાલથી સાથે જ રહેલ છે. તન્મય થઈને રહેલાં છે. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મો અને સમ્યજ્ઞાનના આનંદમય એવો આ જીવ આ બન્ને વસ્તુ સર્વકાલે ક્ષીર-નીરની જેમ (દૂધ અને પાણીની જેમ) સંશ્લિષ્ટ બનેલી છે. એકમેક થયેલી છે. આત્માના પ્રદેશે પ્રદેશે અનન્ત અનન્ત કર્મપુદ્ગલો એકીભાવને પામેલાં છે. જેમ દૂધ અને પાણી એકમેક થયા પછી તેને ભિન્ન કરવું દુષ્કર છે. તેમ આત્મા અને કર્મ એવાં એકમેક થયેલ છે કે તેને ભિન્ન કરવાં અત્યન્ત દુષ્કર છે. છતાં હંસ-પ્રાણી એવું
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૩૨ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર હોય છે કે જે દૂધ અને પાણીને ભિન્ન કરે છે. તેની ચાંચમાં એવી શક્તિ હોય છે કે તે દૂધ-દૂધ પી જાય છે અને પાણી-પાણીને ત્યજી દે છે. તેની જેમ જે મહાત્મા મુનિ નીચે જણાવાતાં લક્ષણાદિ ભેદો દ્વારા આ બન્ને દ્રવ્યને પ્રથમ જુદાં જુદાં સમજે છે અને ત્યારબાદ આરાધના તથા સાધના વડે બન્નેને અલગ અલગ કરે છે તે જ મુનિ હંસની તુલ્ય વિવેકવાળા છે અર્થાત્ સાચા ભેદજ્ઞાની છે. બન્ને દ્રવ્યને વાસ્તવિક ભિન્ન સમજીને પ્રયત્નવિશેષથી ભિન્ન કરનારા છે.
(૧) જીવદ્રવ્ય અનાદિકાલથી છે અને અનંતકાલ રહેનાર છે તેથી નિત્ય છે. જ્યારે શરીર, કર્મ અને અલંકાર-વસ્ત્રાદિ પુદ્ગલોના સમાગમો આજે હોય કાલે ન હોય, એક દશકો સુખનો, બીજો દશકો દુઃખનો અને સદા રહે તો એક ભવ સુધી જ, પછી નહીં. બીજા ભવમાં આ જીવને ફરીથી નવી પુદ્ગલસામગ્રી લેવી પડે. માટે પુદ્ગલના સમાગમો મેઘઘટાની જેમ, વિજળીના ચમકારાની જેમ, પત્તાના મહેલની જેમ અનિત્ય છે, નાશવંત છે.
(૨) જીવ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી રહિત છે એટલે અમૂર્ત છે, અરૂપી છે. જ્યારે પુદ્ગલદ્રવ્યો વર્ણાદિવાળાં છે, મૂર્ત છે, રૂપી છે.
(૩) જીવ અચલિત દ્રવ્ય છે અને પુદ્ગલો ચલિત દ્રવ્ય છે. નવા નવા ભવો પામવા છતાં જીવદ્રવ્ય તેનું તે જ રહે છે. તેનું જીવપણાનું સ્વરૂપ ચલિત થતું નથી, જ્યારે પુદ્ગલો વર્ણાદિના પરિવર્તનવાળાં છે. આજે સુરૂપ હોય, કાલે કુરૂપ હોય, આજે સુગંધી, સુમધુર અને ઈષ્ટ હોય, કાલે તે જ પુદ્ગલો દુર્ગધી, કડવાં અને અનિષ્ટ થઈ જાય. સવારે બનાવેલી રસોઈ મનોહર લાગે. ચાર-છ કલાક પછી એ જ રસોઈ ન ગમે તેવી લાગે અને કાળાન્તરે દુર્ગન્ધાદિ ભાવવાળી બને, ચલિત રસવાળી થઈ જાય.
(૪) જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે અનંત અનંત ગુણોમય ચેતનાલક્ષણવાળો છે. જ્યારે પુદ્ગલો ચેતનાલક્ષણથી સર્વથા રહિત-અચેતન છે, જડ છે. જીવના કોઈ પણ ગુણો તેમાં નથી અને પુદ્ગલના કોઈપણ ગુણો જીવમાં નથી.
(૫) આ જીવ વાસ્તવિકપણે (નિશ્ચયનયથી) પોતાના સ્વરૂપનો જ કર્તા છે, પોતાના સ્વરૂપનો જ ભોક્તા છે. પોતાના સ્વરૂપમાં જ રમણતા કરનારો છે અને ભવથી એટલે આ સંસારથી ઉદ્વેગ પામેલો-ઉદાસીન સ્વભાવવાળો છે. જ્યારે પુદ્ગલદ્રવ્યો કર્તુત્વ-ભોક્નત્વરમણત્વ ઈત્યાદિ ધર્મોથી સર્વથા રહિત છે.
આ પ્રમાણે પાંચ પ્રકારે ભેદ સમજાવ્યો. પરંતુ આવા આવા અનેક પ્રકારો દ્વારા આત્માનો અને કર્માદિ પુદ્ગલદ્રવ્યનો વાસ્તવિક ભેદ છે. તે ભેદને બરાબર હૃદયપૂર્વક
Page #466
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૩૩
સમજીને સ્વીકારીને પુદ્ગલદ્રવ્યોમાં જે મોહાન્ધ બનતા નથી. રાગાદિ ભાવવાળા થતા નથી. અલ્પમાત્રાએ પણ અંજાતા નથી અને જે અતિશય વૈરાગી તથા સંવેગ-નિર્વેદ પરિણામવાળા બને છે તે જ સાચા મુનિ છે. તે જ મુનિ હંસની તુલ્ય છે અને તે જ મુનિ સાચા વિવેકવાળા છે, સાચા ભેદજ્ઞાની છે. આવા મુનિ જ ગૃહસ્થવાસનો હૃદયથી ત્યાગ કરે છે. શરીરશોભા ત્યજે છે. ધન-ધાન્યાદિનો સંગ્રહ તથા મૂર્છા ત્યજે છે. અરણ્યવાસ સ્વીકારે છે, એકાન્તમાં વસે છે. નિત્ય સ્વાધ્યાયમાં જ રક્ત બને છે. આત્મતત્ત્વના ચિંતન-મનનમાં લીન થાય છે. ॥૧॥
देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभ भवे । भवकोट्यापि तद्भेद-विवेकस्त्वतिदुर्लभः ॥२॥
ગાથાર્થ ઃ- શરીર અને આત્મા આદિને વિષે આ અવિવેક-અભેદબુદ્ધિ સર્વકાલે સંસારમાં સુલભ છે. પરંતુ તે બન્નેના ભેદનો વિવેક થવો તે કોટિભવોએ પણ અતિદુર્લભ
છે. ૨ા
ટીકા :- ‘‘વેહાત્મા કૃતિ’’-આત્મા ત્રિવિધ: વાદ્યાત્મા (?), અન્તરાત્મા (૨), परमात्मा (३) चेति । यस्य देहमनोवचनादिषु आत्मत्वभासः - देह एवात्मा एवं सर्वपौद्गलिकप्रवर्तनेषु आत्मनिष्ठेषु आत्मत्वबुद्धिः स बाह्यात्मा १ । मिथ्यादृष्टिः एषः । पुनः सकर्मावस्थायामपि आत्मनि ज्ञानाद्युपयोगलक्षणे शुद्धचैतन्यलक्षणे महानन्दस्वरूपे निर्विकारामृताव्याबाधरूपे समस्तपरभावमुक्ते आत्मत्वबुद्धिः अन्तरात्मा । सम्यग्दृष्टिगुणस्थानकतः क्षीणमोहं यावत् अन्तरात्मा उच्यते २ । यः केवलज्ञानदर्शनोपयुक्तः शुद्धसिद्धः स परमात्मा, सयोगी अयोगी केवली सिद्धश्च स परमात्मा उच्यते ३ ।
સંસારમાં રહેલા જીવો ત્રણ પ્રકારના છે - (૧) બહિરાત્મા, (૨) અંતરાત્મા, (૩)
પરમાત્મા.
શરીર, મન અને વચન વગેરે પૌદ્ગલિક પદાર્થો કે જે પદાર્થો આત્માના નથી, આત્માથી ભિન્ન છે અને આત્મા તે પદાર્થોથી ભિન્ન છે છતાં મોહના ઉદયથી તેવા પ્રકારના તે પૌદ્ગલિક પદાર્થોને વિષે ‘આત્મત્વવૃદ્ધિ = મારાપણાની બુદ્ધિ” જે જે જીવોને છે તે સર્વે બહિરાત્મા કહેવાય છે. દેહ એ જ આત્મા છે. શરીર સારું તો બધું સારું, શરીરની શોભા એ જ મારી શોભા છે. આમ આત્માની સાથે રહેલા પુદ્ગલદ્રવ્યોની લેવડ-દેવડની પ્રવૃત્તિને વિષે મારાપણાની બુદ્ધિ, મમતા ભાવ, અભેદ બુદ્ધિ, એકતાનો પરિણામ જે જે જીવોને છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૩૪ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર તે સર્વે જીવો બહિરાત્મા કહેવાય છે. આ જીવો મિથ્યાદેષ્ટિ કહેવાય છે. કારણ કે જે પોતાનું નથી તેને પોતાનું માને છે. આમ વિપરીત બુદ્ધિ છે. (૧)
આ જીવની ભલે સકર્મ (કર્મવાળી) અવસ્થા હોય તો પણ શરીરની અંદર જ રહેલા પણ શરીરથી ભિન્ન એવા આત્મામાં જ આત્મત્વબુદ્ધિ-મારાપણાની બુદ્ધિ જેને જેને છે તે સર્વે જીવો અન્તરાત્મા કહેવાય છે.
આ આત્મા જ્ઞાન-દર્શન ગુણોના ઉપયોગ લક્ષણવાળો છે (શરીરાદિ પદાર્થો આવા ઉપયોગ લક્ષણવાળા નથી). આ આત્મા શુદ્ધ ચૈતન્ય લક્ષણવાળો છે. પોતાના ગુણોના અનુભવ રૂપ મહા-આનંદના સ્વરૂપવાળો છે. આ આત્મા નિર્વિકારી છે, અ-મરણ-ધર્મા છે, અવ્યાબાધ છે, અનંત સુખવાળો છે, સર્વથા પરભાવથી મુક્ત છે. શરીરાદિ પુદ્ગલ દ્રવ્યો આવા પ્રકારનાં નથી. તેથી આ આત્મા શરીરાદિથી ભિન્ન પદાર્થ છે. તે આત્મા એ જ હું છું. આમ ઉપરોક્ત વિશેષણોવાળા આત્માને વિષે મારાપણાની બુદ્ધિ જેને જેને છે તે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી પ્રારંભીને યાવત્ ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીના જે જીવો છે તે સઘળા પણ જીવો અન્તરાત્મા કહેવાય છે. (૨)
જે આત્માઓ કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગવાળા છે, અત્યન્ત શુદ્ધ તરીકે જે સિદ્ધ થયા છે. અર્થાત્ સંપૂર્ણ શુદ્ધ બન્યા છે તે સયોગીકેવલી, અયોગ કેવલી અને સિદ્ધ ભગવંતો “પરમાત્મા” કહેવાય છે. ઘાતી કર્મોનો ક્ષય થવાથી જે અતિશય નિર્મળ થયા છે તે પરમાત્મા જાણવા. ૩. સારાંશ કે બાધક-અવસ્થાવાળા તે બહિરાત્મા, સાધક-અવસ્થાવાળા તે અત્તરાત્મા અને સિદ્ધાવસ્થાવાળા તે પરમાત્મા કહેવાય છે.
सर्वत्र परमात्मत्वसत्ता समाना, अतो भेदज्ञानेन सर्वं साध्यमिति । देहात्मादेहः-शरीरम्, आत्मा-जीवः, आदिशब्दात् मनोवाक्कायादिषु आत्माऽयमित्यविवेकः सर्वदा-सर्वकालं सुलभः सुप्राप्यः भवे-संसारे । तद्भेदविवेकः-तयोः शरीरात्मनोः भेदविवेकः-भिन्नताविवेचनरूपः भवकोट्यापि अतिदुर्लभः-दुष्प्रापः, अनादिकालैकत्वगृहीतपरभावात्मनोः स्वस्वलक्षणभेदेन भेदज्ञानमतिदुर्लभम् । सम्यग्दृष्टिरेव भेदज्ञानं करोति, आत्मन्यात्मत्वनिश्चयः दुर्लभः । उक्तञ्च समयप्राभृते
सुदपरिचिदाणुभूदा, सव्वस्सवि कामभोगबंधकहा । एगत्तस्सुवलंभो, णवरि ण सुलहो विहत्तस्स ॥४॥
आत्मा ज्ञानानन्दमयः, परभावा रागादयः । तेषां विभजनरूपः आत्मस्वरूपरसिकत्वोपयोगो दुर्लभः ॥२॥
Page #468
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટક - ૧૫
૪૩૫
બહિરાત્મામાં, અંતરાત્મામાં અને પરમાત્મામાં એમ સર્વે પણ આત્મામાં “પરમાત્મપણાની સત્તા” એકસરખી સમાન છે. કોઈનામાં પણ હીનાધિક નથી. ફક્ત પ્રથમના બે પ્રકારના આત્મામાં રહેલી પરમાત્મતા તિરોભૂત છે, આવિર્ભૂત નથી અને ત્રીજા પ્રકારના આત્મામાં રહેલી પરમાત્મતા આવિર્ભૂત છે. માત્ર આટલો જ તફાવત છે. હકીકતથી તો સર્વે પણ આત્મામાં પરમાત્મતા સત્તાગત છે અને તે પણ સમાન છે. માત્ર પુદ્ગલાદિ અન્ય દ્રવ્યોથી આ આત્માને ભિન્ન સમજવાથી અને તેના કારણે મમતા-મૂર્છા-આસક્તિભાવ ત્યજવાથી આમ ભેદજ્ઞાન દ્વારા તે પરમાત્મતા પ્રાપ્ત કરવા લાયક છે. જો જીવ ભેદજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે તો પરમાત્મદશા મેળવી શકે તેમ છે.
જ્ઞાનમંજરી
વેદાત્મા = અહીં દેહ એટલે શરીર, આત્મા એટલે જીવ, આદિ શબ્દથી મન, વચન, કાયા, ધન, ઘર, અલંકારાદિ સર્વ પુદ્ગલદ્રવ્યો લેવાં. તે પૌદ્ગલિક પદાર્થોમાં “આ જ આત્મા છે”, “શરીરાદિ એ જ હું છું” આવો અવિવેક - અભેદપણાની બુદ્ધિ - એકમેકતાની બુદ્ધિ આ ભવમાં (સંસારમાં) સર્વકાલે મોહના ઉદયને લીધે અતિશય સુલભ છે. જ્યાં ત્યાં જ્યારે ત્યારે દેખો તો આ જીવને શરીરાદિ પુદ્ગલદ્રવ્યોમાં મારાપણાની બુદ્ધિ જ જોર કરતી હોય છે. એટલી બધી અભેદબુદ્ધિ થઈ ગઈ હોય છે કે શરીરાદિમાં જો કંઈ પણ અલ્પમાત્રાએ પણ મુશ્કેલી આવે તો ઊંઘ અને આહારગ્રહણ ઉડી જાય, શોકાતુર થઈ જાય, ગ્લાનિ વ્યાપી જાય. આર્ત-રૌદ્રધ્યાનમાં ગરકાવ થઈ જાય. અભેદબુદ્ધિના કારણે શરીરાદિની પ્રતિકૂલતાએ આ જીવ દુ:ખી દુ:ખી થઈ જાય.
પરંતુ તે શરીરાદિ પુદ્ગલદ્રવ્ય અને આત્મદ્રવ્યની વચ્ચેના ભેદજ્ઞાનવાળો એવો વિવેક અર્થાત્ ભેદબુદ્ધિ કોટિ ભવોએ પણ અતિશય દુર્લભ છે. દુઃખે પ્રાપ્ત કરાય તેમ છે, શરીરાદિથી આત્માને ભિન્ન સમજી મોહત્યાગ થવો અતિશય દુષ્કર છે.
=
અનાદિકાલથી આત્મા અને શરીરાદિ એકમેક સ્વરૂપે-અભેદ બુદ્ધિરૂપે ગ્રહણ કરાયેલાં છે. આ રીતે અનાદિકાલથી એકમેકરૂપે ગ્રહણ કરાયેલા પરભાવવાળા આત્મા વડે પોતપોતાનાં લક્ષણોનો ભેદ છે એમ સમજીને ભેદજ્ઞાન થવારૂપ વિવેક થવો અતિશય દુષ્કર છે. અહીં ખંધકમુનિ, નમિરાજર્ષિ, કીર્તિધરરાજા અને સુકોશલ મુનિનાં દૃષ્ટાન્ત વિચારવાં. ખંધકમુનિની રાજપુરુષોએ જીવંત શરીરની ચામડી ઉતારી તો પણ મુનિશ્રી જરા પણ અરરિત કે ઉદ્વેગ ન પામ્યા, નમિરાજર્ષિ “જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી” આવી સમજથી ઈન્દ્રે કરેલી પરીક્ષામાં પરાભવ ન પામ્યા. કીર્તિધરરાજા અને સુકોશલમુનિમાં બાલમુનિનું અને પોતાનું શરીર વિફરેલી વાઘણે ચિરી નાખ્યું તો પણ ભેદબુદ્ધિ હોવાથી અલ્પ પણ અતિ, ઉદ્વેગ કે આર્ટ-રૌદ્ર ધ્યાન ન થયું. આ છે ભેદજ્ઞાનનો પ્રભાવ.
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૩૬ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર આવા પ્રકારનું ભેદજ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવ જ કરી શકે છે. કારણ કે તેની જ દૃષ્ટિ વિકાસ પામેલી છે. મોહ ઉપર તે જીવે જ વિજય પ્રાપ્ત કરેલો છે. આ રીતે પોતાના આત્મામાં જ આત્મત્વબુદ્ધિ થવી તે અતિશય દુષ્કર છે. સમયપ્રાભૃત નામના ગ્રંથમાં (સમયસારમાં) કહ્યું છે કે –
“કામભોગોના સંબંધની કથા-વાર્તા (પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખોની સારી-નરસી ભોગકથાઓ) આ જીવોએ ભવોભવમાં અનેકવાર સાંભળી છે, પરિચય કર્યો છે અને ઘણો ઘણો અનુભવ પણ કર્યો છે. તેથી તે કામભોગોની સાથે સાથે એકતાનો (અભેદપણાનો) જે ઉપયોગ તે અતિશય સુલભ છે પરંતુ વિભક્તપણાનો (ભદપણાનો) ઉપયોગ આવવો તે સુલભ નથી.”
આત્મા જ્ઞાનના આનંદરૂપ છે. રાગ, દ્વેષ, મોહ આદિ ભાવો પરભાવરૂપ છે. રાગાદિ ભાવો આત્માનું સ્વરૂપ નથી, તે રાગાદિ ભાવોથી વિભાગ કરવા રૂપ-આત્મતત્ત્વના સ્વરૂપની રસિકતાનો ઉપયોગ કરોડો ભવોએ પણ મેળવવો અતિશય દુર્લભ છે. ભવોભવના મોહના સંસ્કારથી અભેદબુદ્ધિ થવી સહેલી છે. પરંતુ ભેદબુદ્ધિ પ્રાપ્ત થવી કરોડો ભવો વડે પણ દુર્લભ છે. રા/
शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रता यथा । विकारैर्मिश्रता भाति, तथात्मन्यविवेकतः ॥३॥
ગાથાર્થ :- શુદ્ધ એવા પણ આકાશમાં આંખની અંદર થયેલા તિમિરના રોગથી જેમ લાલ-લીલી-પીળી રેખાઓ વડે મિશ્રતા-ચિત્રવિચિત્રતા ભાસે છે તેમ શુદ્ધ અને નિર્વિકારી એવા પણ આત્મામાં અવિવેકના કારણે કામ-ક્રોધાદિ વિકારો વડે મિશ્રતા-ચિત્રવિચિત્રતા જણાય છે. ૩.
ટીકા :-“શુદ્ધ તિ” યથ-વે પ્રારે, શુદ્ધ વ્યોનિ-માણે તિમિરાત્ चक्षुषि भ्रमतिमिररोगात् रेखाभिर्नीलपीतादिभिः मिश्रता-शबलता-कर्बुरता दृश्यते, तथा-तेनैव प्रकारेण अविवेकतः-असदुपयोगतः विकारैः-रागाद्यशुद्धाध्यवसायैः मिश्रता-एकता भाति-शोभते इति । अनादिविकारविक्रियापरिणतः दृश्यते इत्यनेन निश्चयनयेन निर्विकाराखण्डचिन्मूर्तिः, तथापि परैरैकत्वेन विकाराङ्कितो भासते इति ॥३॥
વિવેચન :- ઉપરનું આકાશ ધારો કે અત્યન્ત ચોખું છે, નિર્મળ છે, વાદળ વિનાનું છે. કોઈ પુરુષ આંખમાં તિમિરના (મોતીયો-ઝામર આદિના) રોગવાળો છે. તેવો પુરુષ
Page #470
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૩૭ ઉપરના નિર્મળ આકાશ તરફ નજર નાખીને દેખે છે. ત્યાં આકાશ નિર્મળ હોવા છતાં પણ જોનારની ચક્ષુમાં ભ્રમ ઉપજાવે તેવો તિમિરનો રોગ હોવાથી નીલા-પીલા-લાલ ઈત્યાદિ પટ્ટાઓ વડે મિશ્રતા એટલે જુદા-જુદા રંગવાળાપણું અર્થાત્ કાબરચીતરાપણું જે રીતે દેખાય છે તે જ રીતે અવિવેકના કારણે અર્થાત્ અભેદબુદ્ધિ રૂપ મિથ્યા ઉપયોગના કારણે, રાગાદિ અશુદ્ધ અધ્યવસાયોના કારણે મિશ્રતા-એકતા “આ શરીર એ જ હું છું” આવી એકતાબુદ્ધિ જીવને થાય છે.
આ આત્મા મોહના ઉદયથી પરદ્રવ્યની સાથે એવી એકમેકપણાની પરિણતિવાળો બન્યો છે કે જેને લીધે અનાદિકાળથી મોહના વિકારો વડે વિક્રિયાપૂર્વકની પરિણતિવાળો જ દેખાય છે. વાસ્તવિકપણે આવો અશુદ્ધ નથી, પણ મોહના ઉદયના કારણે થયેલા ભ્રમથી તેવો દેખાય છે. શુદ્ધ એવું પણ આકાશ તિમિરના રોગવાળાને તિમિરના કારણે અશુદ્ધ દેખાય છે. તેમ નિશ્ચયનયથી આ આત્મા નિર્વિકારી, અખંડ જ્ઞાનમૂર્તિમય છે. છતાં પણ પરદ્રવ્યની સાથે એકતા રૂપે વિકારથી અંકિત થયેલો દેખાય છે.
વાસ્તવિક સ્વરૂપે આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, અનંત જ્ઞાનમય છે. પરદ્રવ્યની સાથે લેપાવું-એકમેક થવું તે આત્માનું સ્વરૂપ નથી. પરંતુ મોહની પરાધીનતાથી આ જીવ અશુદ્ધ, અજ્ઞાની, રાગાદિ ભાવવાળો બન્યો છે. તેથી વિવેક બુદ્ધિ લાવીને મોહનો નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અને પરદ્રવ્ય સાથે એકમેક બનેલા જીવને વિભિન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ. ननु आत्मनः परभ
वे परोपाधिजन्यविकारेण विकारता कथमिति निवारयन्नाह
કોઈ શિષ્ય કદાચ આવો પ્રશ્ન કરે કે જો આ આત્મામાં પરભાવનું કર્તુત્વ નથી, આત્મા શુદ્ધ બુદ્ધ જ છે, પરદ્રવ્યથી ભિન્ન જ છે તો પછી પરોપાધિથી થયેલા વિકારો વડે વિકારીપણું કેમ આવે છે? આવી શંકાનું નિવારણ કરતાં જણાવે છે કે -
यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा ॥४॥
ગાથાર્થ :- જેમ સૈનિકો વડે કરાયેલું યુદ્ધ (યુદ્ધની હાર-જીત) સ્વામીમાં જ ઉપચાર કરાય છે તેમ કર્મના સ્કલ્પોથી (પુણ્ય અને પાપના ઉદયથી) પ્રાપ્ત થયેલું શુભાશુભ ફળ શુદ્ધ એવા આત્મામાં ઉપચાર કરાય છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૩૮ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર ટીકા :- “યથા યોદૈરિતિ” યથા યોધે-સુમટે: વૃતિં યુદ્ધ-સમ, સ્વામિનनृपे, उपचर्यते, जयपराजयहर्षविषादश्लोकाश्लोकादिकं स्वामिन्येव "अयं नृपः जितः, अयं पराजितः लोके इत्युक्तिर्भवति, तच्च स्वामित्वांशं ममत्वैकत्वेन, तथा संग्रहेण शुद्धे आत्मनि अविवेकेन-अज्ञानेन असंयमेन कर्म-ज्ञानावरणादि तस्य स्कन्धः-समूहः तस्य ऊर्जितं साम्राज्यमस्ति इत्यनेन स्वस्वरूपकर्तृत्वभोक्तृत्वपरावृत्ती ग्राहकतादिशक्तिपरिग्रहणेन तत् कर्तृत्वापत्तिः जीवस्योपचर्यते-उपचारः क्रियते, असदारोपः उपचारः, परभावकर्तृत्वादिपरिणत्यभावेऽप्यौपाधिककर्तृत्वाद्युपचारोऽनाરીતઃ રૂતિ (અનાલિત: તિ) iઝા
વિવેચન :- આ સંસારમાં કોઈ એક દેશના રાજાને બીજા દેશના રાજા સાથે જ્યારે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ત્યારે જો કે સૈન્યના સુભટો જ યુદ્ધ કરે છે રાજા તો (આજના કાલ પ્રમાણે વડાપ્રધાનો-મિનિસ્ટરો-રાષ્ટ્રપતિઓ તો) પોતપોતાની ઓફિસમાં જ બેઠેલા હોય છે અથવા ઘરે જ હોય છે. તેઓ કંઈ યુદ્ધ કરવા જતા નથી. છતાં સુભટો વડે કરાયેલું તે યુદ્ધ જેમ સ્વામિમાં (રાજામાં) ઉપચાર કરાય છે. આ દેશનો રાજા જીત્યો, આ દેશનો રાજા હાર્યો ઈત્યાદિ કહેવાય છે. કારણ કે સુભટોની જીતથી “જય, હર્ષ અને પ્રશંસાદિ” અને સુભટોના પરાભવથી “પરાજય-વિષાદ (ખેદ-દુઃખ) અને અપકીર્તિ આદિ“ સારાં-નરસાં ફળો સ્વામિમાં જ ઉપચાર કરાય છે. જે દેશ જીતે તે દેશના રાજાને જ સામેના-દેશના ધનભંડારાદિ મળે છે. સુભટોને કંઈ મળતું નથી. જગતમાં પણ “આ રાજા જીત્યો, આ રાજા હાય” એવી ઉક્તિ પ્રવર્તે છે.
આવા પ્રકારની લોકોક્તિ પ્રવર્તવાનું કારણ એ છે કે સ્વામીમાં રહેલ જે સ્વામિત્વ રૂપ અંશ (ધર્મ) છે તે પારકા દેશની સાથે મમતા રૂપે એકતાને પામેલું છે. બીજા રાજાનો જે દેશ છે, જે ધન-ભંડારાદિ છે, તેની સાથે માયા-મમતાથી એકતાબુદ્ધિ રાજાની થયેલી છે. પરની સાથેની એકતાબુદ્ધિથી આવો ઉપચાર કરાય છે. તેવી જ રીતે સંગ્રહાયથી સર્વે પણ આત્મા સિદ્ધ પરમાત્માની જેમ શુદ્ધ-બુદ્ધ છે, અનંત જ્ઞાનાદિના સ્વામી છે, દેવ-નારકાદિ પર્યાય રહિત છે, રાગાદિ ભાવોના અકર્તા છે, સુખી-દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી અવસ્થાઓથી રહિત છે. તો પણ અવિવેકના કારણે એટલે કે અજ્ઞાનદશા અને અસંયમદશાના કારણે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના જે જે કર્મોના સ્કંધો (સમૂહ) આ જીવે પૂર્વકાલમાં બાંધેલા છે, તે કર્મસ્કંધોના ઉદયનું ઘણું પ્રબળ સામ્રાજ્ય છે. તે કર્મોના ઉદયની પ્રબળતાના
૧. અહીં સ્નાલાડાયા
પાઠ હોવો જોઈએ, એમ લાગે છે.
Page #472
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૩૯ કારણે જ પોતાના આત્મસ્વરૂપનું જે કર્તૃત્વ અને ભોક્નત્વાદિ હતું તેની પરાવૃત્તિ થઈને (તે બદલાઈને) કર્મ-પરમાણુઓના સ્કંધોને ગ્રહણ કરવું, કર્મો બાંધવાં, ઉદયમાં આવે ત્યારે ભોગવવાં, તેને આધીન થઈને તે તે પર્યાયરૂપે થવું. આમ પરદ્રવ્યને આશ્રયી ગ્રાહકતાદિ શક્તિઓ પરિવર્તન પામવાના કારણે તે તે કર્મ-સ્કંધોનાં કર્તૃત્વ અને ભોજ્જુવાદિની પ્રાપ્તિ આ જીવમાં ઉપચરિત કરાય છે.
આત્મામાં પરદ્રવ્યનું કર્તૃત્વ-ભોક્નત્વ છે નહીં, તો પણ આરોપ-ઉપચાર કરાય છે. જે મિથ્યા આરોપ કરાય તેને ઉપચાર કહેવાય છે. જેમ વરસાદ હંમેશાં પાણી જ વરસાવે તો પણ અનાજ સારાં પાકવાથી ધંધા સારા ચાલવાથી લોકો સોનું (સુવણ) વસાવે છે તેથી આવો ઉપચાર કરાય છે કે “સુવઈ વર્ષતિ :” = વાદળમાંથી સોનું વરસે છે. આજે તો સોનું વરસે છે. તેની જેમ આ આત્મા શુદ્ધ-બુદ્ધ હોવાથી આ આત્મામાં પરભાવના કર્તુત્વ-ભોક્નત્વ આદિ પરિણતિનો અભાવ હોવા છતાં પણ પાધિક એવા (કર્મોના ઉદયથી આરોપિત કરાયેલા એવા) પરના કર્તુત્વ-ભોક્નત્વ આદિ ભાવોનો ઉપચાર કરાય છે.
સુભટોએ મેળવેલી દેશની હાર-જીત જેમ રાજાની કહેવાય છે તેમ કર્મોથી થયેલા સુખી-દુઃખી, રાજા-રંક, દેવ-નારકાદિ ભાવો જીવના કહેવાય છે. પરમાર્થે આ ભાવો જીવના નથી, આવો વિવેક કરવો. ૪ll
પુનસ્તવ થતિ પરપ્રાચૈતન્યવ્યામોટું રતિ = ફરીથી બીજું એક દષ્ટાન્ત આપવા દ્વારા પરભાવદશાની પ્રબળતાથી ચૈતન્યનો વ્યામોહ થયો છે (ભ્રમ થયો છે) તે સમજાવે છે.
इष्टकाद्यपि हि स्वर्णं, पीतोन्मत्तो यथेक्षते । आत्माऽभेदभ्रमस्तद्वद् देहादावविवेकिनः ॥५॥
ગાથાર્થ - જેમ ધતુરાના પાનથી ઉન્મત્ત થયેલો પુરુષ ઈંટ આદિને પણ સુવર્ણ સ્વરૂપે જ દેખે છે તેમ અવિવેકી જીવો શરીરાદિ પુદ્ગલદ્રવ્યને વિષે પોતાના અભેદપણાની બુદ્ધિનો ભ્રમ કરે છે. પણ
ટીકાઃ- “કૃષ્ટપ” તિ, શત્ પીતોન્મત્તઃ પીત્તેજ-નોન સ્તરથन्यायेनार्थः धत्तुरकेणोन्मत्तः-घूर्मितः इष्टकाद्यपि मृन्मयस्कन्धानपि हीति-निश्चितं स्वर्णमीक्षते-विलोकते, तद्वत् अविवेकिनः-तत्त्वज्ञानविकलस्य देहादौ-शरीरादौ आत्माऽभेदभ्रमः-आत्मना-चेतनेन सह न भेदः-अभेदः, तस्य भ्रमः भवति
Page #473
--------------------------------------------------------------------------
________________
४४० વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર शुद्धागमाश्रवणादज्ञातस्वपरविवेकः परं स्वात्मत्वेन जानन् आत्मानं परेणैकत्वं मन्यमानः भ्रमत्यनन्तकालमतः अयमविवेकस्त्याज्यः ॥५॥
વિવેચન :- જે આત્માએ ધતુરાનું પાન કર્યું હોય તેને સર્વત્ર પીળું પીળું જ દેખાય છે. તેથી માટીની લાલ લાલ ઈંટો પણ પીળી પીળી દેખાય છે. બધી ઈંટો જાણે સુવર્ણ જ હોય એમ દેખાય છે પણ આ ભ્રમમાત્ર છે. તેની જેમ અવિવેકી આત્માને શરીરાદિમાં મારાપણાની બુદ્ધિ થાય છે. “અહીં “ધ્રિતરથાન” પંક્તિરથના ન્યાયથી પીતોન્મત્ત” શબ્દનો “પધત્તરોન્મત્ત” શબ્દ લેવો. અને તેવો અર્થ કરવો. એટલે કે “દુર્વિદ્ધર” તે પંક્તિરથ કહેવાય છે. અહીં વચ્ચેના વૈદ્ધ શબ્દનો લોપ થવાથી મધ્યમપદલોપી સમાસ જાણવો. “લાઈનસર ગોઠવાયેલા રથ” આવો અર્થ થાય છે. તેવી જ રીતે “પીતોન્મત્ત” શબ્દનો “પતયજુરોન્મત્ત” શબ્દ સમજી વચ્ચેના હજુર શબ્દનો લોપ સમજી મધ્યમપદલોપી સમાસ કરવો. જેથી “પીધેલા ધતુરાથી ઉન્માદી થયેલો જીવ” આવો અર્થ થાય છે. આવો અર્થ શ્રી દેવચંદ્રજી કૃત આ ટીકામાં છે.
સ્વોપજ્ઞ ટબામાં “ક્યત્ત" શબ્દનો અર્થ જ ધતુરો કરેલ છે. “પીત: ઉન્મત્ત: ચેન સ' પીતોન્મત્ત કરેલ છે. તથા આ દેવચંદ્રજી મ. શ્રીની ટીકામાં પતેન શબ્દના પર્યાયવાચી તરીકે નોન લખેલું છે તેથી “પીળું પીળું દેખાય છે તે કનક જ છે એમ માનીને ઉન્માદી બનેલો જીવ આવો અર્થ પણ થાય છે. તેથી સારાંશ આ પ્રમાણે છે કે - પીધો છે ધતુરો જેણે એવો ઉન્માદી થયેલો જીવ અથવા પત = પીળાપણા વડે કનક છે એમ સમજીને ઉન્માદી બનેલો જીવ, ધનુરાદિના નશાના કારણે આમથી તેમ લથડીયાં ખાતો ભ્રમવશ થયેલો આ જીવ, માટીની ઈંટો લાલ આદિ અન્ય રંગ વાળી છે, તો પણ માટીમય એવા તે પુલસ્કંધોને પણ નક્કી “આ સુવર્ણ જ છે” એમ દેખે છે. પીળાપણાના ભ્રમથી માટીની ઈંટો પીળી પીળી દેખાવાથી “આ સુવર્ણ જ છે-આ સુવર્ણ જ છે” એમ માની લે છે. પણ તે સાચું નથી. તેની જેમ અવિવેકી જીવોને (મોહના ઉદયથી પરાભૂત થયેલા જીવોને) તત્ત્વજ્ઞાનથી સર્વથા રહિત અર્થાત્ મિથ્યાજ્ઞાનવાળા જીવોને શરીરાદિને વિષે (શરીર, ઘર, ધન, પરિવાર વગેરે પર પદાર્થોને વિષે) ચેતન એવા પોતાના આત્માની સાથે અભેદબુદ્ધિ થવા રૂપ ભ્રમ થયેલો છે.
ભાવાર્થ એવો છે કે ધતુરાના પાનથી ઉન્માદી બનેલો પુરુષ જેમ સર્વત્ર પીળું પીળું જ દેખે છે તેથી લાલ ઈંટ વગેરેને પણ સુવર્ણ જ છે આમ બ્રમબુદ્ધિ કરે છે. તેમ અવિવેકી જીવો મોહના ઉદયના કારણે પરદ્રવ્યમાં પણ મારાપણાની અભેદબુદ્ધિનો ભ્રમ કરે છે. તેથી જ પરદ્રવ્યને પોતાનું દ્રવ્ય માની લે છે. તેના સુખે પોતાની જાતને સુખી અને શરીરાદિ
Page #474
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૪૧ પદ્રવ્યના દુઃખે પોતાની જાતને દુઃખી સમજે છે. આત્મા એક સ્વતંત્ર ભિન્ન દ્રવ્ય છે એવું આ જીવ સમજતો જ નથી. ભેદજ્ઞાનને બદલે મોહના ઉદયથી અભેદજ્ઞાન કરે છે.
વીતરાગ પરમાત્માથી પ્રણીત શુદ્ધ એવાં જે આગમ શાસ્ત્રો છે તે શાસ્ત્રોનું શ્રવણ ન હોવાથી નથી જાણ્યો સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિવેક જેણે એવો આ અજ્ઞાની આત્મા પરને પોતાના આત્માપણે જાણતો છતો અને પોતાના આત્માને પરદ્રવ્યની સાથે એકમેક-અભેદ બુદ્ધિ રૂપે માનતો છતો અનંતકાલ સુધી આ સંસારમાં રખડે છે. મોહ દશા આવી છે, ભ્રમ કરાવનાર છે. આત્મતત્ત્વને ભુલાવનાર છે. પરની (શરીરાદિની) જ આળપંપાળમાં જ સમય પસાર કરાવે છે. આ કારણથી આ અવિવેક ત્યાજ્ય છે. અવિવેકવાળી બુદ્ધિ ત્યજીને વિવેકવાળા બનવું જોઈએ. //પા.
પુનઃ શુદ્ધતા શુદ્ધતહેતુત્વોપવે વથતિ = વળી શુદ્ધતા અને અશુદ્ધતાના હેતુનો ઉપદેશ સમજાવે છે -
इच्छन्न परमान् भावान्, विवेकाद्रेः पतत्यधः । परमं भावमन्विच्छन्नाविवेके निमज्जति ॥६॥
ગાથાર્થ :- પરમ ભાવોને (સર્વોત્તમ ભાવોને) ન ઈચ્છતો પુરુષ વિવેકરૂપી ગિરિ ઉપરથી નીચે પડે છે અને પરમ ભાવને ઈચ્છતો પુરુષ અવિવેકમાં ક્યારેય પણ ડૂબતો નથી. દા.
ટીકા :- “રૂચ્છન પરમાનિતિ”, પરમાન્ માવાન્ પરમાવાદના सम्मतशुद्धचैतन्यानुगसर्वधर्मपरिणमनेन परमान्-उत्सर्गशुद्धनयोपदिष्टान् नित्यानित्याद्यनन्तान् न इच्छन्-न वाञ्छन् विवेकाद्रेः-तत्त्वज्ञानतत्त्वरमणगिरेः शृङ्गाद् अधः पतति-विवेकरहितो भवति, परमं शुद्धं तादात्म्यतागतं सर्वविशुद्धात्मस्वभावं स्याद्वादोपयोगेन अन्विच्छन्-गवेषयन् शुद्धचैतन्यमुपादेयतया कुर्वन् अविवेके-अज्ञाने असंयमे न निमज्जति-न मग्नो भवति । आत्मस्वरूपैकत्वानुभवकरणप्रवृत्तः परभावचूरणचक्रवर्ती एव इति समस्तपरभावोन्मादमन्थनपटुशुद्धात्मज्ञानरमणानुभवने यतितव्यम्, नार्वाचीनपरिणतौ, अत एवापूर्वकरणप्रविष्टमुनिरनेकर्द्धिलाभे न सङ्गतिमङ्गति । अपूर्वकरणं च सर्वाभिनवगुणप्राप्तौ भवत्येव ।
વિવેચન :- પરમભાવગ્રાહક નયને માન્ય એવું આત્મામાં વર્તતું જે શુદ્ધ ચૈતન્ય છે. તે સિદ્ધપરમાત્મામાં રહેલા ચૈતન્ય જેવું નિર્મળ-નિર્દોષ ચૈતન્ય સંસારી સર્વ જીવોમાં સ્વરૂપથી
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૪૨ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર અવશ્ય છે. તેને અનુસરનારા સર્વે શુદ્ધ ધર્મોનું પરિણમન આ આત્મામાં થાય છે. તેને જ પ્રધાનપણે સ્વીકારનારો જે નય તે પરમભાવગ્રાહકનય કહેવાય છે. જે નય અશુદ્ધ ભાવોને કર્મોદયજન્ય હોવાથી જીવના પોતાના નથી માટે ગૌણ કરે છે અને શુદ્ધ ભાવો ક્ષાયિકભાવના અને પારિણામિક ભાવના હોવાથી મુખ્ય કરે છે. તે નયને પરમભાવગ્રાહકનય કહેવાય છે.
તે નયની અપેક્ષાએ આત્મામાં સંભવતા એટલે કે ઉત્સર્ગ રીતે શુદ્ધ નયે જણાવેલા એવા “નિત્યાનિત્ય, ભેદભેદ, અસ્તિ-નાસ્તિ, સામાન્ય-વિશેષ ઈત્યાદિ અનંતની સંખ્યાવાળા પરમ ભાવોને જે આત્મા સમજતો નથી, સ્વીકારતો નથી, મિથ્યાત્વ મોહના ઉદયથી આત્માના શુદ્ધકર્તૃત્વ, ભોજ્જત્વાદિ ભાવોને તથા સ્યાદ્વાદ શૈલીવાળા ધર્મોને જે આત્મા જાણતો નથી, તે આત્મા વિવેકરૂપી પર્વત ઉપરથી પડે છે, એટલે કે શુદ્ધ આત્મતત્ત્વનું જ્ઞાન અને શુદ્ધ આત્મતત્ત્વની અંદરની રમણતા રૂપી જે પર્વત છે તે ઉપર આ આત્મા આરૂઢ થયો હતો ત્યાંથી પતન પામે છે. વિવેકશૂન્ય બને છે. જે આત્મા આત્મતત્ત્વને સમજતો નથી, આત્માને પરદ્રવ્યથી ભિન્ન જાણતો નથી. આત્માના શુદ્ધ ધર્મોને જાણતો નથી. તે આત્મા ભૂતકાળમાં વિવેકદશા પામ્યો હોય તો પણ તે પર્વત ઉપરથી પડી જાય છે. માટે વિવેકી બનવું જોઈએ અને વિવેકમાં જ વર્તવું જોઈએ.
પોતાના આત્મામાં જ તાદાસ્યભાવે (અભેદભાવ) રહેલો એવો અને સર્વથા શુદ્ધ એવો (સર્વથા કર્મ-કલંકથી મુક્ત એવો) જે આત્મસ્વભાવ છે તેને જે આત્મા સ્યાદ્વાદના ઉપયોગપૂર્વક ઈચ્છે છે. અનેકાન્ત શૈલિથી સાપેક્ષ રીતે સમજે છે, સ્વીકારે છે અને “આવા પ્રકારનું નિર્મળ, શુદ્ધ ચૈતન્ય જ મારા માટે ઉપાદેય-તત્ત્વ છે. તેની જ પ્રાપ્તિના ઉપાયમાં જે જોડાય છે તે આત્મા આવા પ્રકારના અજ્ઞાનમાં અને અવિરતિભાવમાં એટલે કે અવિવેક દશામાં ડુબતા નથી. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી બાહ્ય સંપત્તિમાં રાજી રાજી થતા નથી તેમાં લપાતા નથી અને પાપના ઉદયથી પ્રાપ્ત થયેલી દુઃખસંપત્તિમાં હતાશા કે ખેદ પામતા નથી. પરદ્રવ્યને પરદ્રવ્ય સમજી ઉદાસીન (મધ્યસ્થ) સ્વભાવવાળા થઈને જ રહે છે. ઉત્તમ આત્માઓ સુખમાં ગર્વિષ્ટ અને દુઃખમાં હતાશ થતા નથી. કારણ કે પરને પોતાનું માનવું તે આત્માનું સ્વરૂપ જ નથી. પણ અવિવેક જ છે.
આત્માના શુદ્ધ નિરાવરણ સ્વરૂપમાં જ એકતાનો અનુભવ કરવામાં જે પ્રવૃત્તિશીલ આત્મા છે તે “પરભાવદશાને” ચૂરી નાખવામાં ચક્રવર્તી તુલ્ય છે. આ રીતે સમસ્ત એવા પરભાવદશાના તોફાનનો નાશ કરવામાં જ પટુ થવા દ્વારા શુદ્ધ એવા આત્મતત્ત્વને જાણવામાં, તેની જ શ્રદ્ધા કરવામાં અને તેની જ રમણતા કરવામાં આ જીવે વધારેમાં વધારે પ્રયત્નશીલ
Page #476
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૪૩
થવું જોઈએ, પરંતુ અર્વાચીન પરિણતિમાં (વર્તમાનકાલમાં પૂર્વબદ્ધ પુણ્ય-પાપ કર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલી સુખ-દુ:ખની સામગ્રીવાળી પરિણતિમાં) મગ્ન થવું જોઈએ નહીં.
આ કારણથી જ અપૂર્વકરણમાં પ્રવેશેલા મુનિઓ આકાશગામિની, વૈક્રિય, આહારક, શરીર રચનાની, જંઘાચારણ-વિદ્યાચારણપણાની તથા આમTMષધિ આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પણ તે લબ્ધિઓમાં અલ્પમાત્રાએ પણ આસક્તિ પામતા નથી. આવી લબ્ધિઓ ફોરવવામાં ઉદાસીનવૃત્તિવાળા હોય છે. લબ્ધિઓની પ્રાપ્તિનો હર્ષ ધારણ કરતા નથી. આવા પ્રકારના વૈરાગ્યવાહી ભાવવાળા અને નિર્વેદ-સંવેગના પરિણામની પરાકાષ્ટાવાળા આત્માઓ નવા નવા ગુણો આવે છતે તથા તેવા વિશિષ્ટ પરિણામો (અધ્યવસાય સ્થાનો) આવે છતે અપૂર્વકરણ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
-
सम्मदरसव्वविरइ, अणविसंजोयदंसखवगे य ।
મોહમમમંતવ્રવો, સ્ત્રીળસનોનીયર મુળસેઢી ૫૮૨ા (શતકનામા પંચમકર્મગ્રંથ) एवमेकादशगुणश्रेणिषु प्रथमगुणश्रेणौ करणत्रयं शेषासु दशसङ्ख्यासु अपूर्वकरणानिवृत्तिरूपं करणद्वयं करोत्येव । एवमपूर्वापूर्वकरणारोहणेन कर्मपटलविगमो भवति । उक्तञ्च
-
सातर्द्धिरसेष्वगुरुः, सम्प्राप्य विभूतिमसुलभामन्यैः ।
सक्तः प्रशमरतिसुखे, न भजति तस्यां मुनिः सङ्गम् ॥२५६॥ या सर्वसुरवरर्द्धिर्विस्मयनीयाऽपि सानगारर्द्धेः ।
नार्घति सहस्त्रभागं, कोटिशतसहस्त्रगुणितापि ॥ २५७॥
(પ્રશમરતિ ગાથા ૨૫૬-૨૫૭) IIIા
૧ સમ્યક્ત્વ', ૨ દેશવિરતિ, ૩ સર્વવિરતિ, ૪ અનંતાનુબંધી કષાયોની વિસંયોજના, ૫ દર્શનમોહનીયની ક્ષપણા, ૬ ચારિત્રમોહનીયની ઉપશમના, ૭ ચારિત્રમોહનીયનો ઉપશમ, ૧. ગુણશ્રેણી એટલે ઉદયસમયથી આરંભીને અંતર્મુહૂર્તના કાલમાં પ્રતિસમયે અસંખ્યગુણા-અસંખ્યગુણા કર્મપુદ્ગલોની જે રચના કરવી અને આવી રચના કરીને કર્મોની નિર્જરા કરવી તે ગુણશ્રેણી કહેવાય છે. તાત્પર્ય અર્થ એ છે કે ઉપરોક્ત ગુણોમાંના કોઈપણ એક ગુણની પ્રાપ્તિના પ્રથમસમયે ઉપરની સ્થિતિમાંથી કર્મપુદ્ગલો ઉતારીને ઉદયસમયથી આરંભીને અંતર્મુહૂર્તના કાલમાં પ્રતિસમયમાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણા-અસંખ્યાતગુણા અધિકના ક્રમે કર્મપુદ્ગલો ગોઠવે છે. તે જ પ્રમાણે બીજા સમયે પણ પ્રથમસમય કરતાં અસંખ્યાતગુણાં કર્મપુદ્ગલો ઉપરની સ્થિતિમાંથી લાવીને નીચે અંતર્મુહૂર્તના કાલમાં અસંખ્યાતગુણના ક્રમે પૂર્વની જેમ ગોઠવે છે. આ જ પ્રમાણે ત્રીજા સમયે,
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૪૪
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
૮ ચારિત્રમોહનીયની ક્ષપણા, ૯ ક્ષીણમોહ, ૧૦ સયોગીકેવલી અને ૧૧ અયોગીકેવલી એમ કુલ અગિયાર ગુણશ્રેણીઓ છે.
આ પ્રમાણે અગિયાર ગુણશ્રેણીઓમાં સૌથી પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્તિની ગુણશ્રેણીમાં ત્રણ કરણ, અને બાકીની દશસંખ્યાવાળી શેષ ગુણશ્રેણીઓમાં બે કરણ કરે છે. આ પ્રમાણે અપૂર્વ અપૂર્વ અધ્યવસાય સ્થાનો ઉપર આરોહણ કરવાથી આવા જીવોનાં ઘણાં ઘણાં કર્મોનાં પટલોનો નાશ થાય છે. પ્રશમરતિપ્રકરણમાં કહ્યું છે કે -
સાતા, ઋદ્ધિ અને રસ એમ ત્રણે ગારવમાં અનાસક્ત એવા મુનિ અન્ય મુનિઓ વડે દુર્લભ એવી લબ્ધિઓની વિભૂતિને પામીને પણ પ્રશમભાવના સુખમાં જ મસ્ત રહે છે પણ તે લબ્ધિની વિભૂતિમાં આસક્તિભાવ ધરતા નથી.
આશ્ચર્ય પમાડે એવી સર્વશ્રેષ્ઠ ઈન્દ્રની પણ જે ઋદ્ધિ છે તે ઋદ્ધિને જો લાખ અને કરોડ વડે ગુણવામાં આવે તો પણ તે ઋદ્ધિ અણગારપણાની ઋદ્ધિની પાસે હજારમા ભાગે પણ થતી નથી. અનાસક્તપણાની આ ઋદ્ધિ ઘણી મહાન અને ગૌરવશાલી છે.
તેથી જ પૌદ્ગલિક સુખોમાં આસક્ત બનવું નહીં. કારણ કે તે આત્માનું સ્વરૂપ નથી, પરાધીન છે, નાશવંત છે અને વિયોગકાલે ઘણું ઘણું દુ:ખ આપનાર છે. ૬॥
आत्मन्येवात्मनः कुर्यात्, यः षट्कारकसङ्गतिम् । क्वाविवेकज्वरस्यास्य, वैषम्यं जडिमजवात् ॥७॥
(નકમન્તનાત્) પાઠાન્તર
ગાથાર્થ :- જે આત્મા પોતાના આત્માના છ કારકનો સંબંધ પોતાના આત્મામાં જ કરે છે તે આત્માને પુદ્ગલદ્રવ્યોનો અતિશય સંબંધ હોવા છતાં પણ અવિવેકરૂપી તાવની વિષમતા કેમ થાય ? અર્થાત્ ન થાય. III
ટીકા :- ‘આત્મચેવાત્મન: કૃતિ', ય: આત્મનઃ નૃત્વવ્યાપારવિમનનવૃક્ષ: आत्मनि - एके स्वात्मद्रव्ये, एव आत्मनः स्वीयां षट्कारकसङ्गतिं षट्कारकाणां कर्तृ
ચોથા સમયે યાવત્ અંતર્મુહૂર્ત સુધી તે પ્રમાણે કરે છે તેને ગુણશ્રેણી કહેવાય છે. ઉત્તરોત્તર ગુણશ્રેણીમાં પૂર્વ પૂર્વ ગુણશ્રેણી કરતાં નાના નાના અંતર્મુહૂર્તકાલમાં અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ દલિકોની ગોઠવણ દ્વારા ઘણાં કર્મોની નિર્જરા કરે છે. સમ્યક્ત્વની ગુણશ્રેણી કરતાં દેશિવરતિની અને દેશિવરિત કરતાં સર્વવિરતિની એમ અગિયારે ગુણશ્રેણીઓ ક્રમશઃ અસંખ્યગુણ અસંખ્યગુણ નિર્જરાવાળી હોય છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટક - ૧૫
૪૪૫
कर्म-करण-सम्प्रदानापादानाधिकरणरूपाणां सङ्गतिमेकत्वं कुर्यात् । अस्य पुरुषस्य अविवेकोऽज्ञानं स एव ज्वरस्तस्य वैषम्यं विषमत्वं क्व कथं भवति ? ज्वरस्य હેતુત્વમાનૢ-નડિમનવાત્ નહિમા-મૌચં, તસ્ય નવો-વેશ:, તસ્માત્, અથવા जडमज्जनात्-जडमज्जनेन महाज्वरोत्पातः तस्मात् ।
જ્ઞાનમંજરી
વિવેચન :- પોતાના આત્મ-તત્ત્વના કર્તૃત્વના વ્યાપારનો વિભાગ કરવામાં દક્ષ (ચતુર) એવો જે પુરુષ પોતાના એક આત્મદ્રવ્યમાં જ પોતાનાં છએ કારકની સંગતિ કરે છે તે પુરુષને મૂઢતાની તીવ્રતાથી આવનારા એવા અવિવેકરૂપી જ્વરની વિષમતા કેમ હોય ?
અનાદિકાલથી મોહના ઉદયની તીવ્રતાના કારણે આ જીવે શરીર, ધન, ઘર આદિ પૌદ્ગલિક પદાર્થોને તથા કૌટુંબિક સભ્યો, સ્નેહીઓ વગેરે જીવાત્મક પદાર્થોને પોતાના માની લીધા છે. તેની સાથે થયેલી અભેદ બુદ્ધિથી આ જીવ પોતાની જાતને શરીરનો કર્તા, ઘરનો કર્તા, ધનપ્રાપ્તિનો કર્તા માની રહ્યો છે. જીવનભર શરીરાદિને જ સાચવવાનું કાર્ય (કર્મ) આ જીવ કરે છે. આમ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર એમ છએ કારક મોહને વશ થયેલા આ જીવે પરદ્રવ્યમાં જોડ્યાં છે અને માન વહન કરે છે કે આ ઘર મેં બાંધ્યું છે, આ શરીર મારું છે. મેં ગર્ભાવાસમાં બનાવ્યું છે. આ ધન મારું છે. મેં ઘણો પ્રયત્ન કરીને તે ધનને પ્રાપ્ત કર્યું છે. આમ આ જીવને પરદ્રવ્યનું જ કર્તૃત્વભોત્વ તથા બીજા કારકચક્ર પણ પરદ્રવ્ય સંબંધી જ પોતાનામાં દેખાય છે. પોતાનું અસલી સ્વરૂપ તો આ જીવ ભૂલી જ ગયો છે. કેવી મોહાન્ધતા ?
જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તેને જ આત્માના અસલી સ્વરૂપનો ખ્યાલ આવે છે. તેને જ ભેદજ્ઞાન થાય છે. તે આત્મા જ “હું પરદ્રવ્યનો કર્તા નથી પણ મારા શુદ્ધ સ્વરૂપનો જ કર્તા છું” આમ કર્તૃત્વના વ્યાપારનો વિભજન (વિભાગ) કરવામાં દક્ષ (ચતુર) બને છે. આ રીતે જે આત્મા પોતાના આત્માના કર્તૃત્વના વ્યાપારનો વિભાગ કરવામાં ચતુર બનીને
પોતાના એક આત્મદ્રવ્યમાં પોતાના કર્તા-કર્મ-કરણ આદિ છએ કારકચક્રની સંગતિ કરે છે. તે જ આત્મા વિવેકી ગણાય છે.
એટલે કે “હું મારા શુદ્ધસ્વરૂપનો જ કર્તા છું આ મારું પારિણામિક ભાવનું-સહજ સ્વરૂપ છે. ગૃહાદિનો કર્તા તો મોહના ઉદયથી થયો છું - તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી. આમ સ્વરૂપનો કર્તાકારક મારો આત્મા જ છે. વળી મારે મેળવવા લાયક કાર્ય પણ મારું શુદ્ધ સ્વરૂપ જ છે જે પ્રાપ્ત કરેલું ક્યારેય ચાલ્યું જતું નથી. પરદ્રવ્યને મેળવવું એ મારું કાર્ય નથી. આમ કર્મકારક પણ મારો આત્મા જ છે. તથા મારા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ પણ
Page #479
--------------------------------------------------------------------------
________________
४४६
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
શુદ્ધસ્વરૂપના આલંબને જ પ્રગટ થાય છે, અન્યથા થતી નથી. તેથી કરણકારક પણ મારો આત્મા જ છે. પ્રાપ્ત થતું શુદ્ધસ્વરૂપ પણ આ આત્માને જ આપવાનું છે, અન્ય કોઈ આત્માને મારું સ્વરૂપ આપી શકાતું નથી. માટે સંપ્રદાનકારક પણ મારો આત્મા જ છે. તથા આવા પ્રકારનું આ શુદ્ધસ્વરૂપ મેળવવાનું પણ આ આત્મામાંથી જ છે અન્ય દ્રવ્યમાંથી આ આત્મતત્ત્વ પ્રાપ્ત થતું નથી. તેથી અપાદાનકારક પણ આ આત્મા જ છે. વળી પ્રગટ થયેલું આ આત્મસ્વરૂપ મારા પોતાના આત્મામાં જ સચવાય છે. તે સ્વરૂપ સાચવવા માટે અન્ય બીજી કોઈ પેટી-તિજોરી નથી તેથી અધિકરણકારક પણ મારો પોતાનો આત્મા જ છે”
આમ જે પુરુષ પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનાં છએ કારક પોતાના એક આત્મદ્રવ્યમાં જ સંગત કરે છે તે પુરુષને “આ શરીર મારું છે, ધનાદિ મારું છે, હું એનો છું, અથવા શરીરાદિ એ જ હું છું, તેના સુખે હું સુખી છું” આવી અભેદ બુદ્ધિરૂપી અવિવેક-અજ્ઞાનદશા આવા પ્રકારના વિવેકી જીવને આવતી નથી.
- જો આવી અભેદ બુદ્ધિ થતી નથી તો પછી આવા પ્રકારના અવિવેકવાળી દશા સ્વરૂપ જ્વરની (તાવની) વિષમતા-આકુળવ્યાકુલતા તથા અભિમાનાદિ અને મમતાભરી બુદ્ધિ કેમ થાય? અર્થાત્ ન જ થાય. આવા પ્રકારનો અભેદ બુદ્ધિરૂપ અવિવેક આ જીવને અત્યાર સુધી કેમ થતો હતો? તો શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે નહમ = જડતા-મૂર્ખતા અર્થાત મોહાન્ધતાનો નવત્ વેગ હોવાથી-તીવ્રતા હોવાથી આ અવિવેક થતો હતો, મૂઢતાનું બહુ જોર હતું, અજ્ઞાનતાનું ઘણું જ તોફાન હતું. તેના કારણે આવા પ્રકારની અભેદ બુદ્ધિરૂપી અવિવેક થતો હતો તે હવે કેમ હોય ? અર્થાત્ ન હોય.
અથવા નહિમMવત્ પાઠને બદલે નમનાર્ એવો અથવા નર્મળનાર્ એવો પણ પાઠ જોવા મળે છે. ત્યાં પંક્તિનો આવો અર્થ કરવો કે શરીરમાં જ્વરાદિ હોય અને જળમાં સ્નાનાદિ કરે તો અતિશય શીતળ જળના સ્નાનથી જ્વરાદિ વૃદ્ધિ પામે અને આકુલવ્યાકુલતા લાવે તેવી અવિવેકરૂપ જ્વરની વિષમતા આવા જીવને કેમ હોય ? અથવા જડ એવા પદ્ગલિક પદાર્થોમાં મસ્તી માણવાથી મોહબ્ધતાથી જે અવિવેકદશા રૂપી જ્વરની વૃદ્ધિ થાય છે તે પણ આવા જીવને કેમ હોય ? અર્થાત્ ન જ હોય. જે પોતાના શુદ્ધ સ્વરૂપને દૃષ્ટિમાં લે છે તેને જ આ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આવા મહાત્મા પુરુષો પુલદ્રવ્યની આસક્તિથી બાર ગાઉ દૂર દૂર ભાગે છે તેને જડપદાર્થોનો સંયોગ અવિવેકબુદ્ધિ રૂપી જ્વર (તાવ) લાવી શકતો નથી.
अत्र षट्कारकव्याख्या श्रीविशेषावश्यकानुसारेण उच्यते । “आत्मा कर्ता"
Page #480
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
४४७ तथा च यः कर्तात्मापरः सः कारकचक्रोपेतः एव । आत्मा कर्ता स्वगुणपरिणमनात्मकज्ञप्तिक्रियाकारकत्वात् । ज्ञानाद्यनन्तगुणप्रवृत्तिः कार्यम् । गुणाः करणभूताः । गुणपर्यायाणामुत्पादपर्यायाणां पात्रत्वात्सम्प्रदानम् । व्ययीभूतपर्यायाणां विश्लेषास्पदत्वाद् अपादानम् । तथानन्तगुणपर्यायाणामाधारत्वाद् आधारः । आत्मनि आत्मा आत्मानम् आत्मना आत्मने आत्मनः परिणमनवृत्त्या करोति । उक्तञ्च श्रीजिनभद्रपूज्यैः -
અહીં છ કારકની વ્યાખ્યા શ્રી વિશેષાવશ્યકભાષ્યને અનુસાર કરાય છે. “આત્મા એ કર્તા છે” અને જે કર્તાપણાના સ્વરૂપમાં તત્પર છે એટલે કે કર્તાપણાના સ્વરૂપથી યુક્ત છે તે છએ કારકના સમૂહથી સહિત છે. તે આ પ્રમાણે છે. (૧) પોતાના જ્ઞાનગુણમાં પ્રતિસમયે પરિણમન પામવા રૂપ જ્ઞપ્તિક્રિયાને કરનાર છે માટે આ આત્મા કર્તા છે. (૨) જ્ઞાનાદિ અનંતગુણોમાં નિરંતર પ્રવૃત્તિ કરવી એ જ આ આત્માનું કાર્ય (કર્મ) છે. આ કર્મકારક થયું. (૩) આત્મામાં રહેલા ગુણો એ જ અધિક ગુણોનો આવિર્ભાવ કરવામાં કરણભૂત છે. આ કરણકારક થયું. (૪) નવા નવા ઉત્પન્ન થતા ગુણો અને પર્યાયોનું આત્મા એ જ પાત્ર હોવાથી અર્થાત્ નવા નવા પ્રગટ થતા ગુણ-પર્યાયો આત્માને જ અપાય છે તેથી આત્મા સંપ્રદાનકારક થયો. (૫) પ્રતિસમયે નાશ પામતા પર્યાયોનો આત્મામાંથી વિયોગ થતો હોવાથી આત્મા એ જ અપાદાનકારક થયો. (૬) તથા અનન્ત ગુણ-પર્યાયોનો આ જ આત્મા આધાર હોવાથી આત્મા એ જ અધિકરણકારક થયો. આ પ્રમાણે “આ આત્મામાં પરિણમન સ્વભાવ હોવાથી આત્મા પોતે જ આત્મતત્ત્વને આત્માના ગુણો દ્વારા આત્મામાંથી પ્રગટ કરીને આત્માને આપવાનું કામ કરે છે” આમ આ છએ કારકચક્ર જાણવું. શ્રી જિનભદ્રગણિજી પૂજ્યવરે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે –
कारणमहवा छद्धा, तत्थ सतंतोत्ति कारणं कत्ता । कज्जप्पसाहगतमं, करणं मि उ पिंडदंडाइं ॥२११२॥
व्याख्या-अथवा कारणं षोढा । तत्र (सतंतो) स्वतन्त्रः कर्ता, यः स्वतन्त्रं स्वाधीनं कारणं स कर्ता यथा घटस्य कर्ता कुम्भकारः, तथा आत्मनि व्याप्यावस्थितानामभेदरूपाणां गुणानां स्वस्वपरिणमनकार्यव्यापारप्रवृत्तिरूपां क्रियां करोति तेनात्मा कर्ता । कार्यप्रसाधकतमं कारणं करणमपादाननिमित्तभेदात विभेदम । तत्र घटे मृत्पिण्डमुपादानम्, दण्डादि निमित्तम्, तथा चात्मा कर्ता ज्ञानादि कार्यम्, तत्र स्वसत्तापरिणतिः उपादानम्, स्वरूपसिद्धौ शुद्धपारिणामिककार्ये निमित्ताभावः इति ।
Page #481
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
कर्मक्षपणशुद्धात्मप्राग्भावलक्षणे साधनकार्येऽप्यात्मा कर्ता, तत्त्वसिद्धिश्च कार्यम्, आत्मगुणा ज्ञानदर्शनचारित्रवीर्यरूपाः स्वधर्मसाधनावलम्बिनः कारणमुपादानम्, निर्विकारवीतरागवाक्यादयः निमित्तमिति ।
અથવા કારણ છ પ્રકારે છે. ત્યાં સ્વતંત્ર એ કર્તા કારણ છે. કાર્યનું પ્રસાધકતમ જે કારણ તે કરણ નામનું કારણ છે. જેમકે ઘટકાર્યમાં નૃષિંડ અને દંડાદિ. ૨૧૧૨॥
૪૪૮
અથવા કારણ છ પ્રકારે છે. ત્યાં જે સ્વતંત્ર હોય તેને કર્તા કહેવાય છે. એટલે કે સ્વતંત્ર છે-સ્વાધીન છે કારણતા જેની તે કર્તા કહેવાય છે. જેમકે ઘટકાર્ય કરવામાં કુંભકાર એ સ્વતંત્ર છે માટે કર્તા છે. મૃત્યિંડ અને દંડાદિ કારણો કુંભકારને આધીન છે. તથા આત્મામાં અભેદભાવે વ્યાપીને રહેલા એવા જ્ઞાનાદિ ગુણોનું પોતપોતાના ભાવે પરિણમન રૂપ કાર્ય કરવાના વ્યાપારાત્મક-પ્રવૃત્તિરૂપ ક્રિયાને આ આત્મા જ કરે છે સર્વ કારકોમાં આત્મા સ્વતંત્ર
છે. તેથી આત્મા એ કર્તા છે.
કોઈ પણ કાર્યના પ્રસાધકતમ જે કારણ છે તેને કરણ કહેવાય છે. તે ઉપાદાન અને નિમિત્તના ભેદથી બે પ્રકારે છે. જેમકે ઘટકાર્ય કરવું હોય ત્યાં માટીનો પિંડ એ ઉપાદાનકારણ છે અને દંડાદિ એ નિમિત્તકારણ છે. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે તે તે ઉપાદાનકારણ કહેવામાં આવે છે અને ઉપાદાનને કાર્યરૂપે પરિણમાવવામાં સહાયક બનીને જે દૂર ખસી જાય તે નિમિત્તકારણ કહેવાય છે. ત્યાં આત્મા એ કર્તા છે અને જ્ઞાનાદિ ગુણોનો આવિર્ભાવ કરવો તે કાર્ય છે. ત્યાં પ્રતિસમયે આત્મસત્તાનું પરિણમન થવું એ ઉપાદાનકારણ છે અને સ્વરૂપ સિદ્ધ થઈ ગયા પછી આત્માના શુદ્ધ સ્વરૂપનું પારિણામિક ભાવે પરિણમન પામવા રૂપ કાર્ય કરવામાં બાહ્ય નિમિત્તનો અભાવ છે. તથા કર્મોને ખપાવવા રૂપ શુદ્ધ આત્મતત્ત્વનો આવિર્ભાવ કરવા સ્વરૂપ સાધનાવસ્થા રૂપ કાર્ય કરવામાં પણ આત્મા એ કર્તા છે, તત્ત્વસિદ્ધિ એ કાર્ય (કર્મ) છે અને આત્મધર્મની સાધનાના અવલંબનભૂત એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યરૂપ ગુણો એ ઉપાદાનકારણ છે અને નિર્વિકારી એવા વીતરાગપરમાત્માની જે વાણી-શાસ્ર-પ્રવચન વગેરે નિમિત્તકારણ છે.
कम्मं किरिया कारणमिह निच्चिट्ठो जओ न साहेइ । अहवा कम्मं कुम्भो, स कारणं बुद्धिहेउत्ति ॥२११३॥
भव्वोत्ति व जोग्गो त्ति व सक्कोत्ति व सो सरूवलाभस्स । कारणसंनिज्झमि वि, जं नागासत्थमारंभो ॥२११४ ॥
Page #482
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
४४८ बज्झनिमित्तावेक्खं, कज्जं वि य कज्जमाणकालम्मि । होइ सकारणमिहरा, विवज्जयाऽभावया होज्जा ॥२११५॥
(श्री विशेषावश्यमाष्य ॥था २११३-१४-१५) ઘટ બનાવવાની જે ક્રિયા તે કર્મ છે અને તે જ ક્રિયા કારણ કહેવાય છે. કારણ કે ચેષ્ટા વિનાનો કુંભકાર પણ ઘટ બનાવી શકતો નથી. અથવા કાર્યરૂપે જે કુંભ છે તે કારણ પણ છે કારણ કે તે ઘટ ઘટોત્પાદનની બુદ્ધિનો હેતુ છે. ૨૧૧૩
અથવા પોતાના સ્વરૂપના લાભને માટે જે ભવ્ય છે, યોગ્ય છે અર્થાત્ કાર્યરૂપે થવાને શક્ય છે તે તેનું કારણ કહેવાય છે. ઘટના કારણોની સામગ્રીનું સન્નિધાન હોવા છતાં પણ કુંભાર આકાશ માટે આરંભ કરતો નથી પણ ઘટ માટે જ આરંભ કરે છે. ર૧૧૪
બાહ્યનિમિત્ત-સામગ્રીની અપેક્ષાવાળું ઘટકાર્ય પણ જ્યારે જ્યારે કરાય છે ત્યારે ત્યારે ક્રિયમાણકાલે (બુદ્ધિમાં કલ્પાયેલા રૂપે) કર્મ પણ પોતાનું કારણ બને છે અન્યથા (જો કર્મ એ કારણ ન બનતું હોય તો) વિપરીત કાર્ય થઈ જાય અથવા કાર્ય થવાનો અભાવ થઈ જાય. ll૨૧૧૫||
क्रियते का निवर्त्यते इति व्युत्पत्तेः कर्म भण्यते । कासौ क्रिया ?, कुम्भं प्रति कर्तृव्यापाररूपा, सा च कुम्भलक्षणकार्यस्य कारणमिति प्रतीतमेव । आहननु कुलाल एव कुम्भं कुर्वन्नुपलभ्यते, क्रिया तु न काचित् कुम्भकरणे व्याप्रियमाणा दृश्यते । इत्याह-इह निश्चेष्टः कुलालोऽपि यस्मान्न (घटं) साधयति-निष्पादयति, या च तस्य चेष्टा सा क्रिया इति कथं न तस्याः कम्भकारणत्वमिति । अथवा-कर्त्तः ईप्सिततमत्वात् क्रियमाणः कुम्भ एव कर्म, तर्हि कार्यमेवेदमतः कथमस्य कारणत्वं ? न हि सुतीक्ष्णमपि सूच्यग्रमात्मानमेव विध्यति । ततः कार्यं निवर्त्यस्यात्मन एव कारणमित्यनुपपन्नमेवेत्याह-स कारणं "बुद्धिहेउत्ति" स कुम्भः कारणं-हेतुः कुम्भस्य । कुतः ? प्रस्तावात्-कुम्भबुद्धिहेतुत्वात् ।
इदमुक्तं भवति सर्वोऽपि बुद्धौ सङ्कल्प्य कुम्भादि कार्यं करोति, इति व्यवहारः । ततो बुद्ध्यध्यवसितस्य कुम्भस्य चिकीर्षतो मृन्मयकुम्भः, (मृन्मयकुम्भस्य) तद् बुद्ध्यालम्बनतया कारणं भवत्येव ।
"क्रियते" इति कर्म भावी व्युत्पत्ति डोवाथी l 43 से ७२॥य ते उपाय छ તે કોણ છે? ક્રિયા તે કર્મ છે. ઘટ બનાવવાની ક્રિયા કર્તા એવા કુંભાર વડે કરાય છે માટે
Page #483
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૪૫૦
વિવેકાષ્ટક - ૧૫ ક્રિયા તે મિUT હોવાથી કર્મ કહેવાય છે. ઘટ બનાવવા માટેની કુંભકારના વ્યાપારસ્વરૂપ જે ક્રિયા છે તે કર્મ પણ છે અને તે ક્રિયા કુંભલક્ષણવાળા કાર્યનું કારણ પણ છે. આ વાત પ્રસિદ્ધ છે.
પ્રશ્ન :- કુંભકાર જ ઘટ કરતો હોય એમ દેખાય છે. પરંતુ કુંભ બનાવવામાં કોઈ ક્રિયા વ્યાપારાત્મક હોય એવું દેખાતું નથી. ઘટ કરવામાં કુંભકાર જેવો વ્યાપૃત થયેલો દેખાય છે તેવી કોઈ ક્રિયા ઘટ કરવામાં વ્યાપૃત હોય તેવું દેખાતું નથી.
ઉત્તર :- કુંભકાર પણ જો ચેષ્ટા વિનાનો હોય એટલે કે ક્રિયા ન કરતો હોય તો ઘટાત્મક કાર્યને સાધી શકતો નથી. તેથી જેમ કુંભકાર ઘટ બનાવવામાં વ્યાપારમય છે તેમ કુંભકારની ચેષ્ટા પણ ઘટ બનાવવામાં વ્યાપારમય છે. તે કુંભકારની જે ચેષ્ટા છે તે જ ક્રિયા છે. માટે ઘટોત્પત્તિના કરણકાલે જેમ કુંભકાર વ્યાપારાત્મક દેખાય છે તેમ તે કુંભકારની ક્રિયા પણ પ્રત્યક્ષ વ્યાપાર રૂપે દેખાય જ છે. માટે તે ક્રિયાને કુંભનું કારણ પણું કેમ ન કહેવાય ? ઘટકાર્ય પ્રત્યે કુંભકાર કર્તારૂપે જેમ કારણ છે તેમ આ ક્રિયા પણ ઘટકાર્ય પ્રત્યે ક્રિયાત્મકભાવે અવશ્ય કારણ છે જ.
પ્રશ્ન :- અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે “ત્રીક્ષિત વર્ષ” કર્તાને ક્રિયા કરવા દ્વારા મેળવવાને જે ઈષ્ટ હોય તે કર્મ કહેવાય છે. આ ન્યાયથી કર્તાને ઘટકાર્ય ઈષ્ટ હોવાથી ઉત્પન્ન કરાતો તે ઘટ કર્મ જ હો (કરણ ન હો), તેથી આ ઘટ એ કાર્ય જ છે (કર્મકારક જ છે) આ ઘટને કરણકારક કેમ કહેવાય? ઘટ પોતે કરાય છે માટે કર્મ છે પણ કરણ હોય તે સમજાતું નથી. કારણ કે ગમે તેવો અતિશય તીક્ષ્ણ એવો પણ સોયનો અગ્ર ભાગ પોતાને વિંધી શકતો નથી. સુશિક્ષિત નટ પોતાની જાતને પોતાના ખભા ઉપર ચડાવી શકતો નથી. તેમ જે કર્મ હોય છે તે પોતે જ પોતાનું કરણ સંભવી શકતું નથી. આ પ્રમાણે કાર્ય પોતે જ નિર્વત્થમાન - ઉત્પન કરાતા એવા પોતાનું કરણ પોતે થાય, આ વાત અઘટિત છે.
ઉત્તર :- તે બુદ્ધિગત ઘટ ઉત્પન્ન કરાતા ઘટનું કારણ છે. કારણ કે કુંભાકારપણે પરિણામ પામેલી બુદ્ધિ ઉત્પદ્યમાન ઘટનું કારણ બને છે. કહેવાનો સાર એ છે કે સર્વે પણ કાર્ય કરનારાઓ જે જે ઘટ-પટાદિ કાર્ય કરવું હોય છે, તે તે કાર્યને પ્રથમ બુદ્ધિમાં સંકલ્પિત કરે છે. બુદ્ધિમાં સંકલ્પિત કરીને જ ઘટ-પટાદિ કાર્ય કરે છે. આવા પ્રકારનો જગતનો વ્યવહાર છે. તેથી બુદ્ધિમાં આરોપિત કરાયેલા (એટલે કે કલ્પના કરાયેલા) કુંભનું, કરવાને ધારેલા મૃન્મયકુંભ પ્રત્યે તે ઘટગતબુદ્ધિના આલંબન સ્વરૂપે કારણપણું છે જ. બુદ્ધિમાં કલ્પાયેલા ઘટ પ્રમાણે જ મૃત્મય ઘટ બનાવાય છે, માટે બુદ્ધિગત ઘટ ક્રિયમાણ ઘટનું કારણ બને જ છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૫૧
न च वक्तव्यमनिष्पन्नत्वादसन्नसौ तबुद्धेरपि कथमालम्बनं स्यात् ? द्रव्यरूपतया तस्य सर्वदा सत्त्वात् इति । ननु य एवेह मृन्मयकार्यरूपो घटः तस्यैव कारणं चिन्त्यते इति प्रस्तुतं, बुद्ध्यध्यवसितस्तु तस्मादन्य एवेति तत्कारणाभिधानमप्रस्तुतमेव । सत्यम्, भाविनि भूतवदुपचारन्यायेन तयोरेकत्वाध्यवसानाददोषः । स्थासकोशादिकारणकालेऽपि हि किं करोषीति पुष्टः कुम्भकारः "कुम्भं करोमीत्येवं" वदति बुद्धयध्यवसितेन निष्पत्स्यमानस्यैकत्वाध्यवसायादिति ॥२११३॥
પ્રશ્ન :- મૃન્મયઘટ જે હવે કરવાને ધારેલો છે પણ હજુ તે તો બન્યો જ નથી. અર્થાત્ અનિષ્પન્ન જ છે. તેથી આ મૃન્મયઘટ તો અસત્ છે (અવિદ્યમાન છે). તો પછી અસત્ એવો આ મૃન્મય ઘટ તે બુદ્ધિગત ઘટનું આલંબન કેવી રીતે લઈ શકે ? હજુ પોતે તો બન્યો જ નથી તેથી તે અસત્ હોવાથી બુદ્ધિમાં વિચારેલા ઘટનું આલંબન કેમ લઈ શકે?
ઉત્તર :- જે મૃન્મયઘટ છે તે પર્યાયરૂપે (ઘટાકારપણે) ભલે બન્યો નથી તો પણ દ્રવ્યરૂપપણા વડે તે ઘટ સર્વકાલે સત્ છે. માટીમાં ઘટ દ્રવ્યાર્થિકનયથી સત્ છે, માત્ર તેનો તિરોભાવ છે. પણ સત્ નથી એમ નથી. તેથી મૃન્મયઘટ દ્રવ્યરૂપે સત્ હોવાથી બુદ્ધિગત ઘટનું આલંબન લઈ શકશે.
પ્રશ્ન :- અહીં જે મૃન્મયઘટ છે તે જ કાર્ય છે અને તેને જ કારણ માનવાનો વિચાર કરાય છે. જે કર્મકારક છે તે જ કરણકારક છે એમ તમારું કહેવું છે. તેથી કાર્યાત્મક રૂપે રહેલો જે મૃન્મયઘટ છે તેને જ કારણરૂપે જણાવવો જોઈએ આ જ વાત પ્રસ્તુત છે. બુદ્ધિમાં વિચારેલો ઘટ તો મૃન્મય ઘટથી સર્વથા અન્ય જ વસ્તુ છે. તેને તમે કારણ તરીકે જે કથન કરો છો તે સર્વથા અપ્રસ્તુત જ છે, ઉચિત નથી. જે ઘટ કરાય છે, તે માટીનો બનેલો છે. તેને જ કરણકારક તરીકે સમજાવવો જોઈએ. અન્ય એવા બુદ્ધિ-ગત ઘટને કારણ સમજાવવાથી તે અપ્રાસંગિક થઈ શકે છે. એટલે કે કર્મકારક અને કરણકારક એક નહી રહે પણ ભિન્ન થઈ જશે.
ઉત્તર :- તમારો પ્રશ્ન સાચો છે. પરંતુ “ભાવિના કાર્યમાં ભૂતકાલનો જેમ ઉપચાર કરાય છેઆવો જાય છે. જેમ આવતી કાલે દિપાવલી (દિવાળી) આવવાની હોય તો તે ભાવિ છે. મહાવીર પ્રભુનું નિર્વાણ ૨૫૦૦ વર્ષ પૂર્વે હોવાથી ભૂતકાલ છે. છતાં એમ કહેવાય છે કે “આવતી કાલે મહાવીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક છે” આ વિષયમાં આવતીકાલનો દિવાલીનો દિવસ અને ૨૫૦૦ વર્ષ પૂર્વેનો દિવાલનો દિવસ જેમ એક કરવામાં આવ્યો, તેવી રીતે મૃન્મયઘટ અને બુદ્ધિગતઘટ આ બન્નેનો અભેદોપચાર કરવાથી એટલે કે એકરૂપે
Page #485
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૪૫૨
વિવેકાષ્ટક - ૧૫ વિચારવાથી કંઈ દોષ લાગતો નથી. બુદ્ધિગત ઘટમાં સમજાવેલી કરણકારકતા મૃન્મયઘટમાં પણ લાગુ પડે છે.
તથા કુંભકાર ઘટકાર્યના પૂર્વકાલવર્તી સ્થાસ-કોશ-કુશુલ આદિ પર્યાયોને જ્યારે બનાવતો હોય છે ત્યારે સ્થાસાદિ કરવાના કાલે પણ જો કોઈ તે કુંભકારને પૂછે કે “તું શું કરે છે ?” તો તેનો ઉત્તર કુંભકાર એમ જ આપે છે કે “હું ઘટ કરું છું”, “હું સ્વાસકોશ કરું છું” એમ કહેતો નથી. તેનો અર્થ એ થાય છે કે બુદ્ધિમાં અધ્યવસિત ઘટની સાથે ભાવિમાં બનવા વાળા ઘટની એકતા છે, એકરૂપ અધ્યવસાય છે. બન્ને ઘટનો અભેદોપચાર હોવાથી બુદ્ધિગતઘટની જે કારણતા છે તે જ કારણતા નિષ્પદ્યમાનઘટની પણ મનાય છે. તેથી ઘટ કર્મકારક પણ છે અને તે જ ઘટ પોતાની ઉત્પત્તિનું કરણકારક પણ છે. ર૧૧all
अथवा-भव्यो योग्यः स्वरूपलाभस्येति शक्य उत्पादयितुमतः सुकरत्वात्कार्यमप्यात्मनः कारणमिष्यते । अवश्यं च कर्मणः कारणत्वमेष्टव्यम्, यत्-यस्मात् समस्तकारणसामग्रीसन्निधानेऽपि नैवमेव कोशार्थं प्रारम्भः, किन्तु विवक्षितकार्यार्थमतस्तदविनाभावित्वात् तत्क्रियायाः कार्यमप्यात्मनः कारणमिति । एतदेव भावयतिર૬૨૪
જે ઉપાદાન કારણમાંથી ઘટ-પટાદિ કાર્યના સ્વરૂપનો લાભ (કાર્યનો આવિર્ભાવ) થઈ શકે તેમ છે. આવિર્ભાવ કરવાને યોગ્ય છે. જે કારણમાંથી કાર્ય ઉત્પન કરવું શક્ય છે. ત્યાંથી જ કાર્ય કરવું સુકર (સુલભ) છે. આ રીતે કાર્ય પણ પોતાની પ્રગટતાનું કારણ સ્વીકારી શકાય છે. કાર્યકારક (કર્મકારક) પણ કરણકારક હોઈ શકે છે. તેથી કર્મને પણ કારણતા (કરણકારકતા) અવશ્ય સ્વીકારી શકાય છે.
તથા બુદ્ધિગત-ઘટની કારણતા આ રીતે પણ સંગતિને પામે છે કે - ઘટ બનાવવાની સમગ્ર કારણસામગ્રી સામે હોવા છતાં પણ જે કુંભકારે ઘટ બનાવવાનો પ્રારંભ કર્યો છે તે પ્રથમ તો સ્વાસ-કોશ-કુશુલાદિ જ બનાવે છે ઘટ તો અંતે જ બને છે તો પણ તેને કોઈ પુછે કે હે કુંભકાર ! તું શું બનાવે છે? ત્યારે તેના તરફથી આવો જ ઉત્તર મળે છે કે “હું કુંભ બનાવું છું” તે ક્યારેય એમ કહેતો નથી કે “હું સ્વાસ-કોશ-કુશૂલ બનાવું છું તેથી નક્કી થાય છે કે આ પ્રયત્ન વિવક્ષિત કાર્ય એવા ઘટ માટે જ છે પણ સ્થાસાદિ માટે નથી. તેથી
જ્યારથી ઘટ બનાવે છે ત્યારથી જ બુદ્ધિગત ઘટ તે ઘટોત્પાદનક્રિયામાં અવશ્ય જોડાયેલો જ છે. આ રીતે ઘટોત્પાદનની ક્રિયા તે બુદ્ધિગતઘટની સાથે અવિનાભાવવાળી હોવાથી ઘટાત્મક કાર્ય પણ (કર્મ પણ) પોતાનું કારણ (કરણકારક) બને જ છે. અહીં મૂલગાથામાં “s
Page #486
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૫૩
નાસ્થમાનો' પદમાં “આકાશ માટે પ્રયત્ન નથી” પણ ઘટ માટે પ્રયત્ન છે એવો અર્થ નીકળે છે શ્રી વિશેષાવશ્યક ભાષ્યની ટીકામાં આ જ અર્થ કરેલ છે, અને તે અર્થ પણ ખોટો નથી. કારણ કે કુંભકારનો પ્રયત્ન કંઈ આકાશ બનાવવા માટે નથી પણ ઘટ બનાવવા માટેનો પ્રયત્ન છે. આવો અર્થ સંગતિને પામે છે. પરંતુ સ્થાસ-કોશ-કુશૂલાદિ ઘટના અંગો હોવાથી સ્થાસાદિ માટે કે કોશાદિ માટે પ્રયત્ન નથી પણ ઘટ માટે પ્રયત્ન છે. આ અર્થ વધારે સંગત લાગે છે. અને અહીં ટીકાકારશ્રીએ ટીકામાં આ પાછલો અર્થ સ્વીકાર્યો છે. આ જ વાત વધારે સ્પષ્ટપણે સમજાવે છે. ર૧૧૪
बाह्यानि कुलालचक्रचीवरादीनि यानि निमित्तानि तदपेक्ष्य क्रियमाणकाले अन्तरङ्गबुद्धयालोचितं कार्यं भवति । स्वस्यात्मनः कारणं स्वकारणम्, अन्यथा यदि बुद्ध्या पूर्वमपर्यालोचितमेव कुर्यात् तदाऽप्रेक्षापूर्वं शून्यमनस्कारम्भविपर्ययो भवेत् । घटकारणसन्निधावप्यन्यत् किमपि शरावादिकार्यं भवेदभावो वा भवेत् । न किञ्चित्कार्यं भवेदित्यर्थः ।
तस्माद् बुद्ध्यध्यवसितं कार्यमप्यात्मनः कारणमेवेष्टव्यम् । किं बहुना ? यथा यथा युक्तितो घटते तथा तथा सुधिया कर्मणः कारणत्वं वाच्यम् । अन्यथा कर्मणः अकारकत्वे करोतीति कारकमिति षण्णां कारकत्वानुपपत्तिरेव स्यादिति ।
કુલાલ, ચક્ર, ચીવર, દંડ વગેરે ઘટોત્પાદનનાં જે જે બાહ્ય નિમિત્તો છે તેની અપેક્ષા રાખીને ઘટોત્પત્તિની ક્રિયા જે કાલે કરાતી હોય તે કાલે પણ કુંભારે પોતે પોતાની અંતરંગ બુદ્ધિમાં જેવા પ્રકારનો ઘટ બનાવવાનો વિચાર કરેલો હોય છે (પ્લાન દોરેલો હોય છે) તેવો જ ઘટ કરે છે અને તેવો જ ઘટ થાય છે. આ રીતે ઘટ પોતે જ ઘટની પોતાની ઉત્પત્તિનું કારણ અવશ્ય બને જ છે.
અન્યથા = જો બુદ્ધિગતઘટને કારણ ન માનીએ અને પૂર્વકાલમાં બુદ્ધિથી વિચાર કર્યા વિના જ (પ્લાન દોર્યા વિના જ) કાર્ય કરવા બેસે તો અપેક્ષાપૂર્વક કરાયેલું કાર્ય (બુદ્ધિમાં વિચાર કર્યા વિના કરાયેલું કાય) શૂન્યમનસ્કપણે કરાયેલા કાર્યનો આરંભ વિપરીત કાર્ય (કરવા)વાળો થાય. એટલે કે ઘટ બનાવવાની તમામ સામગ્રીની નિકટતા હોવા છતાં પણ શરાવ-કોડીયું માટલું માટલી ઈત્યાદિ ન ધારેલું અન્ય કોઈ કાર્ય થઈ જાય. કારણ કે ૧. શૂન્યમનસ્વત્વત્ કારમી (ાર્યચ) વિપર્યયઃ (વિપરીત:) ભવેત્ એક અર્થ આવો થાય,
અથવા શૂન્યમનસ્વત્ રમી (વાર્થચ) વિપર્યયઃ (અમાવ:) ભવેત્ આવો બીજો અર્થ થાય.
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૫૪
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
ઘટ બુદ્ધિમાં વિચાર્યો નથી, તેથી ગમે તે કાર્ય થઈ જવાનો પ્રસંગ આવે. અથવા શૂન્યમનસ્ક હોવાથી કોઈ પણ કાર્ય ન બને એમ કાર્યનો અભાવ પણ થઈ જાય. તેથી બુદ્ધિથી વિચારેલામનમાં ગોઠવી રાખેલા કાર્યને પણ પોતાના તે કાર્યનું કારણ માનવું જોઈએ.
ઉપર ચર્ચા ઘણી કરી, ઘણું શું કહીએ ? જેમ જેમ યુક્તિથી કર્મની કરણકારકતા ઘટી શકે તે તે રીતે પંડિતપુરુષે કર્મકારકની કરણકારકતા સમજવી અને સમજાવવી. જો આમ ન સમજીએ અને કર્મને કર્મકારક અને કરણકારક એમ બે જાતની કારકતા ન માનીએ તો રોતીતિ ારમ્'' જે કાર્ય કરે તે કારક, આ વ્યાખ્યા પ્રમાણે છ કારક છે. આવી શાસ્ત્રકારોની વાત સંગત થાય નહીં. માટે આ તત્ત્વ સૂક્ષ્મબુદ્ધિથી વિચારીને છ કારક સમજવાં. ॥૨૧૧૫॥
देओस जस्स तं संपयाणमिह तं पि कारणं तस्स । होई तदत्थिताओ, न कीरए तं विणा जं सो ॥२११६॥
તે ઘટાત્મક પર્યાય જેને આપવાનો હોય તે સંપ્રદાનકારક કહેવાય છે. તે સંપ્રદાન પણ કાર્યનું કારણ છે. જો તે ઘટના અર્થી (ગ્રાહક) કોઈ હોય તો જ કરાય છે. અર્થી વિના તે ઘટપર્યાય કરાતો નથી. ।।૨૧૧૬॥
ટીકા :- સ અભિનવપર્યાય: યસ્ય ય: સ તં પ્રતિ સમ્પ્રવાનમ્, તત્તિ તસ્ય कारणम् । यद्वस्तु तदर्थित्वे-तत्त्वे तद्रूपत्वे भवति, न अभिनवपर्यायग्रहणं तर्हि न कार्योत्पत्तिः । इदमुक्तं भवति-अभिनवपर्यायग्रहणेनैव कार्यसिद्धिः ॥२११६॥
વિવેચન :- હવે સંપ્રદાનકારક સમજાવે છે જ્યારે ઘટ બનાવવાનો હોય ત્યારે ઘટ અને પટ બનાવવાનો હોય ત્યારે પટ એમ ઉત્પન્ન કરાતું કાર્ય એ અભિનવપર્યાય (નવોઅપૂર્વપર્યાય) કહેવાય છે. આ બનાવાતો અભિનવપર્યાય જેને આપવાનો હોય, જેના માટે બનાવાતો હોય તે અભિનવપર્યાય લેનાર વ્યક્તિ (ગ્રાહક-ગરાગ), તે અભિનવપર્યાય પ્રત્યે સંપ્રદાનકારક કહેવાય છે. ઘટ જે ગ્રાહકો માટે કરાતો હોય તે ગ્રાહક ઘટનું સંપ્રદાનકારક છે. પટના ગ્રાહક તે પટનું સંપ્રદાનકારક છે. આ રીતે ગ્રાહક પણ તે કાર્યનું કારક બને છે.
જે વસ્તુ (જે કાર્ય) તેના અર્થી હોતે છતે એટલે કે અર્થારૂપ (ગ્રાહકરૂપ) તત્ત્વ હોતે છતે જ અભિનવપર્યાય કરાય છે અને જો અભિનવપર્યાયને ગ્રહણ કરનાર ગ્રાહક કોઈ ન હોય તો તે કાર્યની ઉત્પત્તિ થતી નથી. માટે તે તેનું સંપ્રદાનકારક કહેવાય છે.
Page #488
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૫૫
ઘટ વેચાતા હોય, ગ્રાહકો મળતા હોય તો જ નવા નવા ઘટ કરાય છે. એવી જ રીતે પટાદિ કાર્ય પણ ગ્રાહકો હોય તો જ કરાય છે. ગ્રાહક વિના નવા નવા કાર્યની ઉત્પત્તિ કરાતી નથી. માટે ઉત્પન્ન કરાતા કાર્યના જે ગ્રાહક છે, લેનાર છે. જેને તે નવીનપર્યાય આપવાનો છે તે તેના સંપ્રદાનકારક છે. કહેવાનો સાર એ છે કે “નવા નવા પર્યાયના ગ્રાહક કોઈ હોય તો જ તે તે કાર્યની સિદ્ધિ (ઉત્પત્તિ) કરાય છે. માટે જે ગ્રાહક છે તે સંપ્રદાનકારક છે. ૨૧૧૬॥
भूपिंडावायाओ, पिंडो वा सक्करादवायाओ । चक्कमहावाओ, वाऽपादाणं कारणं तं पि ॥२११७॥
ગાથાર્થ ઃ- પૃથ્વી પિંડના અપાદાનથી ઘટ બને છે, માટે પિંડ અથવા શર્કરા આદિના અપાદાનથી પિંડ, અથવા ચક્ર અને આપાક (ભઠ્ઠી) વગેરે જે કારણ છે તે સર્વે વિવક્ષાએ અપાદાન કારક કહેવાય છે. II૨૧૧૭ા
ટીકા :- મૂપિણ્ડસ્ય અપાય:, શરાવીનામપાય:, ચાવીનામુપપત્તૌ વમપાવાનું कारकं कारणं भवति । भूरपादानं पिण्डापायेऽपि ध्रुवत्वात् । अथवा विवक्षया पिण्डः अपादानम्, तद्गतशर्करादीनामपायेऽपि विवेकेऽपि ध्रुवत्वात् अथवा घटापायाच्चक्रमापाको वाऽपादानमिति ॥ २११७॥
વિવેચન :- આ શ્લોકમાં હવે અપાદાનકારક સમજાવે છે. વિભાગ પામતી વસ્તુ જ્યાંથી વિભાગ પામતી હોય તે મૂલભૂત કાયમ રહેનારી વસ્તુને અપાદાન કહેવાય છે. જેમકે દેવદત્તે કુવામાંથી પાણી કાઢ્યું અહિં વિભાગ પામતી વસ્તુ પાણી છે તે કુવામાંથી કઢાય છે પણ કુવો સદા રહે છે. તેથી કુવાને અપાદાન કહેવાય છે. ચૈત્ર કોઠીમાંથી અનાજ કાઢે છે. અહીં વિભાગ પામતું દ્રવ્ય અનાજ કોઠીમાંથી કઢાય છે પણ કોઠી કાયમ રહે છે. માટે કોઠીને અપાદાન કહેવાય છે. તેવી રીતે અપાદાનકારક હવે સમજાવે છે.
भूः अपादानम् पिण्डापायेऽपि ध्रुवत्वात् પૃથ્વી એ અપાદાન છે. કારણ કે પૃથ્વીમાંથી માટીનો પિંડ કાઢવામાં આવે તો પણ પૃથ્વી તો ધ્રુવ જ રહે છે. માટે પિંડના અપાયનું મૂલસ્થાન જે પૃથ્વી છે. તે અપાદાન છે.
=
પિઙોડપાવાનમ્, શરાવીનામપાયેઽપ ધ્રુવત્વાત્ = માટીનો પિંડ એ અપાદાન છે. કારણ કે તે પિંડમાંથી કાંકરા વગેરે દૂર કરવા છતાં પણ માટીનો પિંડ સદા ધ્રુવ રહે છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૫૬
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
ક્ષમાપડ્યિો વાડપાવાન, ઘટાપાયથાત્ = અથવા ચક્ર અને ભટ્ટી પણ અપાદાન કહેવાય છે. કારણ કે ચક્ર ઉપરથી અથવા ભટ્ટીમાંથી ઘટ બહાર કઢાય છે છતાં ચક્ર અને ભટ્ટી ધ્રુવ છે. આ રીતે વિચારતાં જે વસ્તુ વિખુટી પડતી હોય તે વસ્તુ જ્યાંથી વિખુટી પડે છે તે મૂળભૂત ધુવવસ્તુને અપાદાનકારક કહેવાય છે.
પૃથ્વીમાંથી પિંડનો અપાય, પિંડમાંથી શર્કરાદિનો અપાય અને ચક્રાદિમાંથી ઘટનો અપાય થાય છે, આ પ્રમાણે પૃથ્વીનું, પિંડનું અને ચક્રાદિનું અપાદાનકારણ નામનું કારક બને છે. આ અપાદાનકારક સમજાવ્યું. ૨૧૧૭ll
वसुहागासं चक्कं, सरूवमिच्चाइसंनिहाणं जं । कुंभस्स तंपि कारणमभावओ तस्स जदसिद्धी ॥२११८॥
ગાથાર્થ - પૃથ્વી, આકાશ, ચક્ર અને સ્વરૂપ ઈત્યાદિ જે કોઈ કુંભનાં સનિધાન રૂપે એટલે કે આધાર રૂપે કારણ બને છે તે તે કુંભનાં આધારાત્મક કારણ છે. તે આધારનો જો અભાવ હોય તો ઘટકાર્યની સિદ્ધિ થાય નહીં. ર૧૧૮
घटस्य चक्रं सन्निधानमाधारः, तस्यापि वसुधा, तस्या अप्याकाशम्, अस्य पुनः स्वप्रतिष्ठत्वात् स्वरूपमाधारः । इत्येवमादि यत्किमपि आनन्तर्येण परम्परया वा सन्निधानमाधारो घटस्य विवक्ष्यते तत्सर्वमपि तस्य कारणम् । तदभावे तस्य घटस्य यद्-यस्मादसिद्धिः । एवमात्मनोऽपि यथा आत्मा कर्ता, स्वगुणानां कर्ता, स्वस्वज्ञप्तिदृष्टिरमणानुभवलक्षणानां प्रवृत्तिः कार्यम्, ते एव गुणाः सत्तास्था निरावरणाः करणरूपाः तेषामेवोत्पादपरिणतिपर्यायाभिनवाविर्भावलक्षणं सम्प्रदानम्, तेषामेव पर्यायाणां ज्ञानादीनां पूर्वपर्यायव्ययलक्षणमपादानम्, आत्मनः असङ्ख्येयप्रदेशरूपस्वक्षेत्रत्वं समस्तगुणपर्यायाणामाधारः । इति स्वस्वरूपषट्कारकाणां सर्वकार्यनिष्पत्तिः । परिणतानां ज्ञानं सद्विवेकः, तद्विवेकतां सर्ववैषम्याभावः इति શ્નાર્થઃ |
સનિધાન એટલે આધાર, ઘટનો આધાર ચક્ર છે. તે ચક્રનો પણ આધાર પૃથ્વી છે. તે પૃથ્વીનો પણ આધાર આકાશ છે. આ આકાશ પોતે સ્વયં પ્રતિષ્ઠિત હોવાથી પોતાનું સ્વરૂપ એ જ આ આકાશનો આધાર છે. આ રીતે જે કોઈ પણ અનંતરપણે અથવા પરંપરાએ પણ ઘટનું સન્નિધાન (આધાર) બનતું હોય અથવા ઘટના આધાર તરીકે વિવક્ષા કરાય તે સર્વે પણ વસ્તુઓ ઘટનું આધારરૂપે કારણ બને છે. કારણ કે આધારરૂપે જો તે ચક્ર-પૃથ્વી
Page #490
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૫૭
આકાશ આદિ ન હોત, તેઓનો અભાવ હોત તો તે વિવક્ષિત ઘટકાર્યની સિદ્ધિ થતી નથી. માટે તે આધારને પણ કારણ માનવાં જોઈએ. અહીં સુધી ઘટ-પટ વગેરેના ઉદાહરણો આપીને છ કારક સમજાવ્યાં. હવે આ જ છ કારક આત્મદ્રવ્યમાં સમજાવે છે
=
આ જ પ્રમાણે આત્મામાં પણ છ કારક જાણવાં. ત્યાં પ્રથમ આત્મા કર્તા છે તે સમજાવે છે. આ આત્મા સ્વગુણોનો કર્તા છે. કારણ કે જ્ઞાન-દર્શનાદિ ગુણો આત્માના જ છે અને આ આત્મા જ તેને પ્રગટ કરનાર છે. માટે કર્તા છે. આત્માના પોતાના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન-દર્શનાદિ ગુણોમાં જ રમણતાનો અનુભવ કરવારૂપ જે પ્રવૃત્તિ કરવી તે કાર્ય છે. અર્થાત્ કર્મકારક છે. તે જ જ્ઞાન-દર્શનાદિ ગુણો કે જે સત્તામાં રહેલા છે તે જેમ જેમ નિરાવરણ થાય છે (ક્ષયોપશમભાવથી પ્રગટ થાય છે) તેમ તેમ તે ગુણો નવા નવા ગુણોની પ્રાપ્તિમાં કારણરૂપ બને છે. ગુણોથી ગુણો ઉઘડે છે, ખૂલે છે. માટે ગુણો કરણરૂપ છે. તે જ જ્ઞાનાદિ ગુણોમાં પ્રતિસમયે ઉત્પાદ-પરિણતિરૂપ પર્યાયથી નવા નવા ગુણોનો જે આવિર્ભાવ થાય છે તે પ્રગટ થતા ગુણોનું દેયપાત્ર આત્મા જ છે. કારણ કે આ ગુણો આત્માને જ આપવાના છે. માટે આત્મા સંપ્રદાન છે.
તે જ જ્ઞાનાદિ ગુણોના પર્યાયોમાં પૂર્વ પૂર્વ પર્યાયોનો જે વ્યય થાય છે તે અપાદાનકારકતા આત્માની છે. કારણ કે પૂર્વકાલીન પર્યાયો આત્મામાંથી નાશ પામતાં આત્માથી દૂર થયા અને આત્મા ધ્રુવ રહ્યો માટે આત્મા અપાદાન છે. તથા આ આત્માના અસંખ્યપ્રદેશાત્મક જે સ્વક્ષેત્ર છે તે જ જ્ઞાનાદિ સમસ્ત ગુણો અને પર્યાયોનો આધાર છે. આ પ્રમાણે આત્મામાં પોતાના જ સ્વરૂપની છ કારકતા સમજાવી. આત્મા પોતે જ કર્તા, પોતાનું સ્વરૂપ જ કર્મ, પોતાના ગુણો જ કરણ, આત્મા પોતે જ સંપ્રદાન, અપાદાન અને આધાર એમ છએ કારક આત્માના સ્વરૂપનાં આત્મામાં જ જાણવાં. આમ સમજવાથી આત્માના સ્વરૂપના સર્વકાર્યની સિદ્ધિ થાય છે. આત્મામાંથી જ ગુણો પ્રગટ થાય છે. આત્માના ગુણો પ્રગટ કરવા એ જ આત્માનું કર્તવ્ય છે. આ રીતે છએ કારક સમજવાં.
પરિણત આત્માઓને થયેલું જે જ્ઞાન છે તે જ ઉત્તમ વિવેક રૂપ બને છે. જ્ઞાનના પ્રભાવે હેય-ઉપાદેયનો સવિશેષ વિવેક પ્રગટે છે. તે વિવેક આવવાથી સર્વ પ્રકારની વિષમતાનો અભાવ થાય છે. રાગ-દ્વેષની પરિણતિ, આકુલ-વ્યાકુલતા, હર્ષ-શોકાદિ, દુઃખ-સુખની લાગણીઓ, ચડતી-પડતીના પ્રસંગે રતિ-અરતિના ભાવો, કષાયોની તીવ્રતા ઈત્યાદિ સર્વ વિષમતા દૂર થઈ જાય છે અને આ આત્મા સરળ, સજ્જન, નિર્વિકારી, નિર્વેદસંવેગપરિણામવાળો અને વિશેષ વિશેષ મોક્ષાભિલાષી થાય છે.
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૫૮ વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર अत्रावसरायातमुच्यते, कारकता तु आत्मपरिणतिकर्तृत्वरूपात्मशक्तिपरिणामः। स च सदैव निरावरणोऽपि बन्धकार्यकर्तत्वेन कर्मरूपस्य कर्ता एव सम्यग्ज्ञानोपयोगगृहीतस्वरूपलाभाभिलाषी स्वगुणप्राग्भावरूपस्वसाधनकार्यकर्ता स एव निष्पन्नपूर्णानन्दसिद्धत्वे स्वरूपगुणपरिणमनज्ञायकतादिमूलकार्यकर्ता इति ज्ञेयम् ॥७॥
છ કારકનું સ્વરૂપ બહુ જ વિસ્તારથી સમજાવીને હવે અવસરને ઉચિત જે સમજાવવા જેવું છે તે સમજાવે છે. આત્મતત્ત્વમાં જ પરિણામ પામવા સ્વરૂપ કર્તુત્વરૂપ જે આત્મશક્તિનો પરિણામ છે તે સ્વસ્વરૂપની કારકતા છે. તે જ કારકતા વાસ્તવિકપણે આ આત્મામાં છે. તે આ કર્તુત્વરૂપ આત્મશક્તિનો પરિણામ સદાકાલ નિરાવરણ જ રહે છે. તો પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદાદિના કારણે તે જ આત્મશક્તિનો પરિણામ બંધાત્મકકાર્યના કર્તાપણે પરિણામ પામ્યો છતો આ જીવ કર્મરૂપકાર્યનો કર્તા બની જાય છે. તેમાંથી સત્સંગ, સ્વાધ્યાય અને સદ્ગુરુના યોગરૂપ બાહ્ય કારણો મળવાથી અને તથાભવ્યતાના પરિપાક રૂપ અત્યંતર કારણ પ્રાપ્ત થવાથી સમ્યજ્ઞાનના ઉપયોગપૂર્વક બુદ્ધિમાં ગૃહીત થયેલા એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિને મેળવવાનો અત્યન્ત અભિલાષી થયેલો એવો આ જીવ પોતાના ગુણોને પ્રગટ કરવા રૂપ આત્મતત્ત્વની સાધનાના કાર્યનો કર્તા બને છે. સાધના કરતાં કરતાં કાળાન્તરે આ જ આત્મા પૂર્ણાનન્દવાળું સિદ્ધપણું પ્રાપ્ત કરે છે એટલે કે કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રાપ્ત કરીને સર્વકર્મ ખપાવીને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી સ્વરૂપાત્મક ગુણોના પરિણમનનો તથા સૈકાલિક સર્વભાવોની જ્ઞાયકતા, સ્વગુણોની ભોક્નતા, સ્વપર્યાયોની રમણતા, અવ્યાબાધ અનંત સુખોની ભોજ્જતા વગેરે મૂલભૂત શુદ્ધસ્વરૂપાત્મક કાર્યનો કર્તા બને છે. I.
संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्बणं कर्म-शत्रुच्छेदक्षमं भवेत् ॥८॥
ગાથાર્થ :- વિવેકરૂપી શાણ (શરાણ) વડે ઉત્તેજિત કરાયેલું અને ધીરજરૂપી ધારા દ્વારા પ્રબળ બનેલું એવું મુનિમહારાજનું સંયમરૂપી શસ્ત્ર કર્મશત્રુઓનો છેદ કરવામાં સમર્થ બને છે. IIટા
ટીકા :- “સંયમન્નતિ"-સંયમ:-પરમાવનિવૃત્તિરૂપ: તવ અન્ન વિવેન -स्वपरविवेचनेन शाणेन उत्तेजितं-उत्कृष्टतेजस्तां नीतम्, धृतिः-सन्तोषः, तद्पा
Page #492
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૫૯ धारा, तया उल्बणं-तीक्ष्णं संयमास्त्रम्, कर्म-ज्ञानावरणादि, तदेव शत्रुः तस्य च्छेदः, तस्मिन् क्षम-समर्थं भवति, इत्यनेन अनादिमिथ्यात्वासंयमाज्ञानाधिष्ठः विशिष्टोत्कृष्टरूपस्वरूपधर्मभ्रान्त्या परभावैकत्वोत्पन्नविपर्यासकर्तृत्व-भोक्तृत्व-ग्राहकत्वाद्यशुद्धपरिणत्या सहीतकर्मोपाधिः तद्विपाकप्राप्तशुभाशुभसंयोगभोगेन रागद्वेषपरिणतः संसारे संसरति जीवः । स एव त्रिलोकवत्सलार्हदुक्तपरमागमसंयोगपीततत्त्वरहस्यः स्वपरविवेकेन परभावविभावाभ्यां निवृत्तः शुद्धात्मीयस्वभावरुचिः सर्वाश्रवनिवृत्तः परमात्मसाधको भवति । अत एव स्वपरभेदज्ञानरूपविवेकाभ्यासः करणीयः ॥८॥
વિવેચન :- મુનિ મહાત્માની પાસે રહેલું સંયમ રૂપી શસ્ત્ર કર્મો રૂપી શત્રુઓનો ઉચ્છેદ (નાશ) કરવામાં સમર્થ થાય છે ત્યાં સંયમ એટલે પરભાવની નિવૃત્તિ કરવી તે, વ્યવહારનયથી પરપદાર્થોનો ત્યાગ કરવો. એટલે કે પ્રવજ્યા લેવી તે સંયમ અને નિશ્ચયનયથી પરપદાર્થો પ્રત્યેની મમતા-મારાપણાનો જે પરિણામ તે પરભાવ, તેનો ત્યાગ કરવો તે સંયમ કહેવાય છે. વ્યવહારનય બાહ્યત્યાગને સંયમ કહે છે અને નિશ્ચયનય અત્યંતર એવા મોહત્યાગને સંયમ કહે છે. આ સંયમ એ શસ્ત્રનું કામ કરે છે તેથી તેને શસ્ત્રની ઉપમા આપવામાં આવી છે.
કોઈપણ શસ્ત્ર શાણ ઉપર (એટલે કે શરાણ ઉપર) ઘસવામાં આવે તો ઉત્કૃષ્ટ તેજવાળું બને છે. તેજસ્વી બને છે. અહીં વિવેકબુદ્ધિ (સ્વતત્ત્વ શું અને પરતત્ત્વ શું? એવા પ્રકારની જે ભેદબુદ્ધિ છે તે વિવેક તેને શરાણની ઉપમા આપવામાં આવી છે જેમ શરાણ ઉપર ઘસાયેલું શસ્ત્ર ધારદાર થાય છે તેમ વિવેકપૂર્વકનું સંયમ કર્મો છેદવામાં શસ્ત્રનું કામ કરે છે. ઉત્તેજિત એટલે ઉત્કૃષ્ટ તેજસ્વીપણાને પામેલું આ શસ્ત્ર કર્મોનો તુરત ઉચ્છેદ કરે છે.
શસ્ત્ર પણ ધાર વડે તીક્ષ્ણ બનેલું હોય તો જ છેદવાનું કામ કરી શકે છે તેમ અહીં ધીરજ, સંતોષ, સમતાભાવ એ ધાર સમજવી. જેમ ધાર વડે તીક્ષ્ણ શસ્ત્ર છેદ કરી શકે છે તેમ ધીરજરૂપી ધારા વડે તીક્ષ્ણ બનેલું, ધારદાર બનેલું આ સંયમરૂપી શસ્ત્ર, જ્ઞાનાવરણીયાદિ જે કર્યો છે. તે કર્મો રૂપી શત્રુનો ઉચ્છેદ કરવામાં સમર્થ બને છે. ધારવાળું અને ચકચકિત શસ્ત્ર જેમ શત્રુનો ઉચ્છેદ કરવામાં સમર્થ બને છે તેમ ધીરજ ગુણપૂર્વકનું અને વિવેક ગુણવાળું સંયમ, કર્મોનો જલ્દી જલ્દી નાશ કરવામાં સમર્થ બને છે. આ પ્રમાણે ભાવ છે.
રૂત્યનેન = ઉપર સમજાવેલા તત્ત્વ વડે સમજાય તેમ છે કે અનાદિકાળથી મિથ્યાત્વદશા, અસંયમદશા અને અજ્ઞાનદશામાં ખુચેલો આ આત્મા તથા વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૬૦
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
સુખસામગ્રી, શારીરિક રૂપાદિ-ધનસંપત્તિ, માન, મોભો, પ્રતિષ્ઠા ઈત્યાદિ રૂપને જ પોતાનું સ્વરૂપ છે, પોતાનો ધર્મ છે એમ ભ્રમથી માની લઈને પરભાવની સાથે એકતા થવાથી ઉત્પન્ન થયેલ જે વિપરીત કર્તૃત્વ, વિપરીત ભોક્તૃત્વ અને વિપરીત ગ્રાહકત્વ (એટલે કે પૌદ્ગલિક ભાવોનું કર્તાપણું-ભોક્તાપણું અને ગ્રાહકપણું) વગેરે અશુદ્ધ પરિણતિ પામવાથી ઘણાં ઘણાં બાંધ્યાં છે કર્મોરૂપી ઉપાધિ જેણે એવો આ આત્મા, તે બાંધેલાં કર્મોના વિપાકોદયના કારણે પ્રાપ્ત થયેલા શુભાશુભ સંજોગોને અનુભવવાથી રાગ અને દ્વેષાદિ પરિણામને પામ્યો છતો આ આત્મા સંસારમાં રખડે છે, ભટકે છે.
મિથ્યાત્વાદિ મોહોદયના કારણે ભ્રમથી પરભાવને પોતાનું સ્વરૂપ સમજીને પરભાવની સાથે એકતાવાળો થયેલો આ જીવ વિપરીત બુદ્ધિવાળો બન્યો છે. તેના કારણે જ પરભાવનું કર્તૃત્વ-પરભાવનું ભોક્તૃત્વ અને પરભાવનું ગ્રાહકત્વ ઈત્યાદિ અશુદ્ધ પરિણતિવાળો આ
જીવ બન્યો છે. તેના કારણે નિરંતર ચીકણાં અને દીર્ઘસ્થિતિવાળાં કર્મો બાંધે છે. તે કર્મો ઉદયમાં આવે ત્યારે પ્રાપ્ત થતા શુભ અને અશુભ સંજોગોનો અનુભવ કરવો જ પડે છે. તેનાથી આ જીવમાં રાગ-દ્વેષાદિ કલુષિત ભાવો જન્મે છે. તેના કારણે આ જીવ આ સંસારમાં અનંત જન્મ-મરણાદિનાં દુઃખો પામવા દ્વારા ભટકે છે, રખડે છે, ખોટે રસ્તે જાય છે અને દુ:ખી દુ:ખી થાય છે.
स एव त्रिलोकवत्सल ત્રણે લોકના સર્વ જીવો ઉપર પરમ વાત્સલ્ય ભાવવાળા એવા અરિહંત પરમાત્માએ કહેલાં એવાં પરમ આગમશાસ્ત્રોનો સંયોગ થવાથી સદ્ગુરુ પાસેથી પીધું છે યથાર્થતત્ત્વનું રહસ્ય જેણે એવો તે જ જીવ સ્વતત્ત્વ શું છે ? અને પરતત્ત્વ શું છે ? એનો વિવેક જાગવાથી પરભાવદશાથી અને વિભાવદશાથી વ્યાવૃત્ત થયો છતો પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની રૂચિવાળો બન્યો છતો સર્વ આશ્રવભાવોથી નિવૃત્ત થઈને (એટલે કે સર્વસંગનો ત્યાગી થઈને) આત્મામાં જ રહેલું એવું જે પરમ આત્મતત્ત્વ છે તેનો સાધક બને છે.
=
આ આત્મા કર્મોને પરવશ હતો, મોહની તીવ્રતાવાળો હતો, ચીકણાં કર્મો બાંધતો હતો, શુભાશુભ સંજોગો મળતાં રાગ-દ્વેષવાળો થતો હતો. પરંતુ જ્યારથી પરમવાત્સલ્ય ભાવવાળા અરિહંત પરમાત્માનાં આગમશાસ્ત્રોનું રહસ્ય જાણ્યું છે, સદ્ગુરુનો યોગ થયો છે, તેમની પાસેથી તત્ત્વજ્ઞાનનું અમૃત પીધું છે, તેનાથી સ્વ અને પરનો વિવેક જેને જાગ્યો છે. પોતાની મોહદશા જેને સમજાઈ છે, હેય-ઉપાદેયભાવ બરાબર જેનામાં પ્રગટ થયો છે,
Page #494
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૬૧
ભગવન્તે કહેલા માર્ગ ઉપર જે આરૂઢ થયો છે, દ્રવ્યથી અને ભાવથી પરભાવદશા જેણે ત્યજી દીધી છે, વિભાવ-ભાવથી જે આત્મા નિવૃત્ત થયો છે, પોતાનું શુદ્ધ આત્મતત્ત્વ જેને બરાબર સમજાયું છે, પોતાના આત્મતત્ત્વની જેને સાચી રુચિ લાગી છે તે જ પ્રાપ્ત કરવાની જેને ઝંખના વધી છે, એવો ડાહ્યો થયેલો આ આત્મા સર્વ આશ્રવભાવોને ત્યજે છે સંવર ભાવવાળો અને નિર્જરાભાવવાળો બને છે. તેનાથી અલ્પકાળમાં જ સર્વકર્મનો ક્ષય કરીને આત્મામાં જે “પરમ આત્મતત્ત્વ” રહેલું છે. તેનો સાધક બને છે.
આ કારણથી સ્વ અને પરના ભેદજ્ઞાન સ્વરૂપ વિવેકદશા પ્રાપ્ત કરવાનો આ જીવે નિરંતર અભ્યાસ કરવો જોઈએ. જેટલો વિવેક વહેલો જાગે, તેટલું વહેલું આ જીવનું કલ્યાણ
થાય. ॥૮॥
પંદરમું વિવેકાષ્ટક સમાપ્ત
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૬૨
માધ્યસ્થાષ્ટક-૧૬
॥ अथ षोडशकं माध्यस्थाष्टकम् ॥
अथ विवेकी रागद्वेषवान् न भवति शुभाशुभसंयोगे मध्यस्थो भवति । अतो माध्यस्थ्यं निरूपयति । अत्र भावना - धर्मध्यानालम्बनरूपा चतुष्प्रकारा - मैत्री १, પ્રમોના ૨, માધ્યસ્થા રૂ, ॥ ૪, વજ્ર
मा कार्षीत्कोऽपि पापानि मा च भूत्कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥११८॥ अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, सः प्रमोदः परिकीर्तितः ॥ ११९ ॥ दीनेष्वार्त्तेषु भीतेषु याचमानेषु जीवितम् । उपकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥१२०॥ क्रूरकर्मसु निःशङ्कम्, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥१२१॥
જ્ઞાનસાર
-
(યોગશાસ્ત્ર, પ્રકાશ-૪, શ્લોક-૧૧૮ થી ૧૨૧)
વિવેચન : જે આત્મા વિવેકી હોય છે, ભેદજ્ઞાનવાળો હોય છે, હેય-ઉપાદેયનો વિવેક કરનારો હોય છે તે આત્મા પૌદ્ગલિકાદિ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષવાળો થતો નથી. અર્થાત્ પુદ્ગલદ્રવ્યના શુભ વર્ણાદિ ગુણો જોઈને રાગી અને અશુભ વર્ણાદિ ગુણો જોઈને દ્વેષી થતો નથી તથા અનુકુલ જીવ ઉપર રાગી અને પ્રતિકુલ જીવ ઉપર દ્વેષી થતો નથી. પરંતુ શુભ અથવા અશુભ પદાર્થોનો સંયોગ થયે છતે મધ્યસ્થ જ રહે છે તેથી હવે મધ્યસ્થ અષ્ટકનું નિરૂપણ કરાય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે ધર્મધ્યાનના આલંબન રૂપ ચાર પ્રકારની ભાવના આ પ્રમાણે છે. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરૂણા. આ ચારે ભાવનાના અર્થો યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં શ્લોક ૧૧૮ થી ૧૨૧ માં આ પ્રમાણે કહ્યા છે.
કોઈ પણ જીવ પાપ ન કરો, કોઈ જીવ દુઃખી ન થાઓ, સમસ્ત એવું આ જગત પાપોથી અને દુઃખોથી મુક્ત બનો, આવી જે બુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. ૧૧૮૫
દૂર કર્યા છે (નાશ કર્યા છે) સમસ્ત દોષો જેઓએ એવા તથા વસ્તુતત્ત્વનું સૂક્ષ્મપણે
Page #496
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
અવલોકન કરનારા એવા મહાત્મા પુરુષોના ગુણોને વિષે જે પક્ષપાત (અહોભાવ) હર્ષવિશેષ તે પ્રમોદભાવના કહેલી છે. ૧૧૯૫
૪૬૩
દીન (લાચાર પરિસ્થિતિવાળા), દુઃખી, ભયભીત થયેલા અને જીવનની યાચના કરનારા એવા વિકટ પરિસ્થિતિવાળા જીવો ઉપર ઉપકાર કરવાની ભાવનાવાળી જે બુદ્ધિ તે કરુણા કહેવાય છે. ૧૨૦ા
નિઃશંકપણે ક્રૂરકર્મ કરનારા, દેવ-ગુરુ આદિની નિન્દા કરનારા અને પોતાની જ પ્રશંસા કરનારા એવા જીવોને વિષે જે ઉપેક્ષાબુદ્ધિ કરવી તે માધ્યસ્થ્ય કહેવાય છે. ૧૨૧
આ ચારે ભાવનાઓ ધર્મધ્યાનસ્વરૂપ છે. રાગ-દ્વેષાત્મક ક્લિષ્ટ પરિણામોથી દૂર રાખનારી, ગુણોને વિષે પક્ષપાત કરાવનારી, પરોપકારની બુદ્ધિવાળી અને તટસ્થ રાખનારી આ ઉત્તમ ભાવનાઓ છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ ૭/૬ માં કહ્યું છે કે મૈત્રીપ્રમોાયછે માધ્યસ્થાનિ સત્ત્વશુળધિવિત્તશ્યમાનાવિનેયેષુ । પ્રાણીઓ ઉપર મૈત્રી, ગુણાધિક પુરુષો ઉપર પ્રમોદભાવ, દુ:ખી અને પીડાતા જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યસ્થતા, વ્રતોની સ્થિરતા માટે આવી ભાવનાઓ જીવનો ઉપકાર કરવાવાળી છે. માટે જીવનમાં આવી ભાવનાઓ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં છેલ્લી ચોથી ભાવના માધ્યસ્થ ભાવના છે. કોઈ જીવ પાપી હોય, અવિનીત હોય, ક્રુર કર્મવાળો હોય તો પણ તેવા જીવ ઉપર અંતરથી દ્વેષ ન કરવો. કારણ કે “સત્રે નીવા મ્ભવસ'' સર્વે જીવો કર્મોને આધીન છે. પાપી જીવો પણ પાપકર્મોના ઉદયથી આવા બનેલા છે એમ વિચારી મધ્યસ્થ રહેવું, પણ દ્વેષ ન કરવો.
इति भावनालक्षणं योगशास्त्रोक्तं व्यवहारनयेन । निश्चयनयेन सर्वजीवपुद्गलेषु शुभाशुभपरिणतेषु अरक्तद्विष्टतारूपा परिणतिः मध्यस्था, सा नामादिभेदतः चतुर्द्धा । तत्र द्रव्यमध्यस्था अनुपयुक्तस्य साध्यसाधनशून्यस्य, भावमध्यस्था मुनेः मध्यस्थपरिणतिः आद्यनयचतुष्टये द्रव्यमध्यस्था, अन्त्यनयत्रये भावमध्यस्था, सा साधकस्य साधनकाले साधनारूपा, वीतरागस्य च सर्वान्यजीवपुद्गलसमूहेषु न रागः न द्वेषः एषा सिद्धरूपा उत्सर्गैवम्भूतरूपा मध्यस्था । साऽत्र प्र
-
આ પ્રમાણે ભાવનાઓનું આ લક્ષણ યોગના ગ્રંથોમાં જે કહ્યું છે તે વ્યવહારનયથી જાણવું. કારણ કે તે પર પ્રત્યયિક લક્ષણ છે. યોગના શાસ્ત્રોમાં વ્યવહારનયને આશ્રયી ભાવનાઓનાં લક્ષણો બતાવ્યાં છે, પરંતુ નિશ્ચયનયથી ભાવનાઓના લક્ષણોમાં આત્મપ્રત્યયિક પરિણામની પ્રધાનતા છે. તેમાં પણ જો “માધ્યસ્થ”નું લક્ષણ વિચારીએ
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૬૪ માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર તો સર્વે પણ જીવો પોતાના ઔદયિકભાવને લીધે અને સર્વે પણ પુદ્ગલો પોતાના પારિણામિકભાવને લીધે શુભ કે અશુભરૂપે પરિણામ પામે તો પણ શુભભાવને જોઈને રાગભાવે અને અશુભભાવને જોઈને દ્વેષભાવે પરિણામ ન પામવું પણ તટસ્થ રહેવું તેને નિશ્ચયનયથી માધ્યસ્થ કહેવાય છે.
તે માધ્યસ્થ નામાદિ ભેદે ચાર પ્રકારનું છે. ત્યાં નામમાધ્યસ્થ અને સ્થાપના માધ્યસ્થ સુખે સમજાય તેવાં છે, જે આત્મા ઉપયોગ વિના મધ્યસ્થ રહે અથવા સાથ-સાધનભાવથી શૂન્ય એવી મધ્યસ્થતા તે દ્રવ્ય-મધ્યસ્થાવસ્થા જાણવી. રાગ-દ્વેષ ન કરવાથી અને તટસ્થ રહેવાથી નવાં કર્મો બંધાતાં નથી અને જુનાં કર્મો તુટી જાય છે. આ પ્રમાણેનું સાધ્ય સમજીને તેને સાધવા માટે બુદ્ધિના ઉપયોગપૂર્વક તટસ્થતા રાખવી જોઈએ. પણ આવા પ્રકારના ઉપયોગ વિના તથા સાધ્ય-સાધનના ભાવને સમજ્યા વિના ઓથે ઓથે જે મધ્યસ્થતા રખાય તે દ્રવ્ય-મધ્યસ્થતા જાણવી. તથા મુનિમહારાજની તત્ત્વજ્ઞાનની પરિણતિપૂર્વકની આત્મહિતને સમજીને આશ્રવને રોકવા માટે અને સંવર-નિર્જરાની પ્રાપ્તિ અર્થે ઉપયોગપૂર્વકની સાધ્યસાધનના દાવ સાથેની જે મધ્યસ્થતા તે ભાવ-મધ્યસ્થતા જાણવી.
હવે નયોથી મધ્યસ્થતા સમજાવાય છે. જે દ્રવ્યમધ્યસ્થતા છે તે ભાવમધ્યસ્થતાનો હેતુ હોવાથી પ્રથમના ચાર નિયોની અપેક્ષાએ દ્રવ્યમધ્યસ્થતા એ મધ્યસ્થતા જાણવી અને પાછલા ત્રણ નયા ભાવમધ્યસ્થતા એ જ મધ્યસ્થતા છે એમ માને છે. કારણ કે તે શુદ્ધ નયો હોવાથી અક્ષેપકાલે (કાલના વિલંબ વિના) ફળ આપનાર મધ્યસ્થતાને જ પ્રધાન કરે છે તેમાં પણ ૬ થી ૧૨ ગુણસ્થાનકો એ સાધનાવસ્થાનાં ગુણસ્થાનકો છે અને ૧૩, ૧૪ ગુણસ્થાનકો એ સિદ્ધાવસ્થાનાં ગુણસ્થાનકો છે. તેથી ૬ થી ૧૨ ગુણસ્થાનકોમાં વર્તતા જીવો સાધનાના કાલમાં વર્તનારા કહેવાય છે તેથી ત્યાં સાધનાત્મક મધ્યસ્થતા હોય છે અને ૧૩૧૪ ગુણસ્થાનકોમાં વીતરાગ પરમાત્માને સુખી-દુઃખી, ધર્મ-અધર્મી, પાપ-પુણ્યવાન એમ સર્વ જીવદ્રવ્ય ઉપર અને સર્વ પુદ્ગલદ્રવ્ય ઉપર ક્યાંય પણ રાગ ન કરવો અને ક્યાંય દ્વેષ ન કરવો એવા સ્વરૂપવાળી જે મધ્યસ્થતા હોય છે તે સિદ્ધ સ્વરૂપવાળી મધ્યસ્થતા જાણવી.
વીતરાગ પરમાત્મામાં આવેલી અ-રક્તદ્ધિષ્ટતાના ભાવવાળી જે મધ્યસ્થતા છે તે જ ઉત્સર્ગસ્વરૂપ છે (અંતિમ સાધ્યસ્વરૂપ છે, સર્વ શ્રેષ્ઠ છે) અને આ ઉત્સર્ગ-મધ્યસ્થતા એવંભૂતનયની અપેક્ષાવાળી છે. તે મધ્યસ્થતા જ હવે સમજાવાય છે.
स्थीयतामनुपालम्भं, मध्यस्थेनान्तरात्मना । कुतर्ककर्करक्षेपैस्त्यज्यतां बालचापलम् ॥१॥
Page #498
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
૪૬૫
ગાથાર્થ : અંતરાત્મદશાને પામેલા જીવો જ્ઞાનીઓનો ઠપકો ન મળે તે રીતે અર્થાત્ આત્મસ્વરૂપનો ઘાત ન થાય તે રીતે મધ્યસ્થપણે વર્તનારા થાઓ અને કુતર્ક રૂપી કાંકરાઓના પ્રક્ષેપ કરવા વડે થતી બાલચેષ્ટાનો ત્યાગ કરનારા બનો. ॥૧॥
1
ટીકા :- “સ્ત્રીયતામિતિ'' મો ત્તમાઃ ! વાળવાપાં-વાતયાજ્ઞસ્થાનાज्ञानरक्तस्य चापलं-वस्तुस्वरूपानपेक्षिवचनरूपं चापल्यम् त्यज्यतां - मुच्यताम् । कैः ? ( તક્ષેપ:) તાં:-યુક્તયઃ, તે વ રા:-૩પતાસ્તેષાં ક્ષેપાસ્ત્રે: તવા किं कर्तव्यमित्याह
मध्यस्थेन-रागद्वेषाभावेन, अन्तरात्मना - साधकात्मना, साधकत्वेनानुपालम्भं स्थीयताम्, मध्यस्थस्य स्वभावोपघातरूपोपालम्भः न यस्य सः अनुपालम्भ:, तं यथा स्यात्तथा, इत्यनेन यो हि शुभैः पुद्गलैः न रज्यते अशुभैश्च न द्वेष्टि, तस्य નોપાલક્ષ્મ: ।।।
વિવેચન :- આ શ્લોકમાં ગ્રંથકારશ્રી ઉત્તમ આત્માઓને મધ્યસ્થ રહેવાનો ઉપદેશ આપે છે. જે આત્માને જેના તરફનો પક્ષ હૃદયમાં જામ્યો હોય છે, જે પક્ષનો અતિશય રાગ હોય તે તરફના પક્ષની સિદ્ધિ કરતી યુક્તિઓ સાચી અથવા કલ્પિત પણ શોધી લાવે છે અને અકાચ યુક્તિઓથી કદાગ્રહપૂર્વક સ્વ-ઈષ્ટપક્ષનું સમર્થન કરે છે અને જે પક્ષનો દ્વેષ જામ્યો હોય છે. તે પક્ષનું યુક્તિ-પ્રયુક્તિપૂર્વક સવિશેષ ખંડન જ માત્ર કરે છે. જેનાથી રાગ અને દ્વેષ વધે છે. કદાગ્રહ અને ક્લેશ ઘણા જ જામે છે. જેનાથી ભવ-પરંપરા વધે છે. તેથી ગ્રંથકારશ્રી સમજાવે છે કે
-
હે ઉત્તમ ભાગ્યશાળી આત્માઓ ! આવા બાલ-ચાપલ્યને છોડી દો. અહીં બાલ એટલે અજ્ઞાની અથવા એકાન્ત-માન્યતામાં જ આસક્ત, સ્યાદ્વાદમાર્ગના અજાણ એવા આત્માઓમાં જે પક્ષ-પ્રતિપક્ષના રાગ-દ્વેષને કારણે વસ્તુતત્ત્વનું ભેદાભેદ, નિત્યાનિત્ય, અસ્તિનાસ્તિ, દ્રવ્ય-પર્યાય, સામાન્ય-વિશેષ, આવા પ્રકારનું વાસ્તવિક જે સ્વરૂપ છે તેની અપેક્ષા રાખ્યા વિના એકાન્તવાદની માન્યતાથી જન્ય જે વચન બોલવા રૂપ યુક્તિ-યુક્તિઓ જણાવીને પણ ખોટી રીતે પોતાના પક્ષની સિદ્ધિ અને પરપક્ષનો નિષેધ કરાય છે તે બાલ-ચાપલ્ય છે, બાલચેષ્ટા છે. આવી બાલચેષ્ટા ઉત્તમ આત્માઓએ ત્યજી દેવી જોઈએ. જેમ નાના નાના બાલકો કોઈના પણ ઉપર નાના પત્થરો નાખીને બીજાને ચીડવવાની બાલચેષ્ટા કરે છે તે સારી નથી, તેમ કુતર્કો (ખોટી યુક્તિઓ) રૂપી કાંકરાઓ નાખવા વડે કાંકરીચાળો કરવાથી શું લાભ ? નુકશાન જ થાય છે. વાદ-વિવાદથી ક્લેશ, કડવાશ, વૈમનસ્ય અને વેર-ઝેર વધે
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૬૬
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
છે. જીવની ભવિતવ્યતા ન પાકે ત્યાં સુધી તે જીવ સમજવાનો નથી અને ગાઢ અનુબંધવાળો દ્વેષ બંધાઈ જાય છે. માટે કુતર્કો ત્યજીને મધ્યસ્થ થાઓ. મધ્યસ્થદશામાં આવો તો છેવટે તમારું તો અકલ્યાણ નહીં થાય.
આ કારણે રાગ અને દ્વેષનો અભાવ કરીને એટલે કે પોતાના પક્ષનો રાગ અને સામાના પક્ષનો દ્વેષ ત્યજીને અંતર-આત્મભાવમાં આવીને આત્મતત્ત્વની સાધના કરનારા જીવે સાધકદશા પ્રાપ્ત કરવા દ્વારા અનુપાલંભતાને” પ્રાપ્ત કરીને જ રહેવું જોઈએ. પોતાના આત્માના કલ્યાણનો વિઘાત થાય, વિનાશ થાય, હાનિ થાય તે ઉપાલંભ. આવા પ્રકારના ઉપાલંભનો જે અભાવ તે અનુપાલંભ-અવસ્થા, આવી અવસ્થા મેળવવી જોઈએ. પોતાના આત્માનું અકલ્યાણ ન થાય તે માટે કુતર્કોરૂપી પત્થર નાખીને રાગ-દ્વેષ કરવા રૂપી જે બાલચેષ્ટા છે તે ત્યજી દેવી જોઈએ. વાદવિવાદથી દૂર રહેતાં તત્ત્વ સમજવા અને સમજાવવા પ્રયત્નશીલ રહેવું.
તથા સુંદર છે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેનો એવાં ચમકવાળાં સુગંધી પુદ્ગલદ્રવ્યો કે જેને વ્યવહારથી શુભ કહેવાય છે તેવાં પુદ્ગલદ્રવ્યો મળે તો તેમાં રાગાન્ધ ન બનવું અને અશુભ વર્ણાદિવાળાં પુદ્ગલ-દ્રવ્યો મળે તો તેનો દ્વેષ ન કરવો. પરંતુ બન્ને અવસ્થામાં મધ્યસ્થ રહેવું. કારણ કે શુભ હોય કે અશુભ હોય, આખર એકે પુદ્ગલ-દ્રવ્ય જીવનું સ્વરૂપ નથી, જીવની સાથે સદા રહેવાનું નથી તથા પરિવર્તન સ્વભાવવાળું હોવાથી શુભ પણ અશુભપણે અને અશુભ પણ શુભપણે પરિણામ પામવાનું જ છે. માટે હે જીવ ! આવા પ્રકારનાં પુદ્ગલ-દ્રવ્યો ઉપર કે રૂપવાન તથા કુરૂપવાન શરીરવાળા જીવો ઉપર રાગ-દ્વેષના ભાવવાળા બનવું નહીં. તેમાં કર્મબંધ થવા દ્વારા આત્માનું જ અકલ્યાણ થાય છે. માટે મધ્યસ્થ બનો. ॥૧॥
मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमनः कपिः ॥२॥
ગાથાર્થ :- મધ્યસ્થ માણસનું મનરૂપી વાછરડું યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. પરંતુ કદાગ્રહવાળું મનરૂપી વાંદરું યુક્તિરૂપી તે ગાયને પુંછડા વડે પોતાના તરફ ખેંચે 9. 11311
ટીકા :- “મનોવત્સ” મધ્યસ્થય મનોવત્સ: ચિત્તમિત્યર્થ:। યુવિતાવી यथार्थवस्तुस्वरूपविभजनोपपत्तिः युक्तिः, सा एव गौः, तां युक्तिगवीमनुधावति - अनुगच्छति पक्षपाताभावाद् यथार्थोपयोगता एव भवति । तां सम्यग्ज्ञानतां गावं
Page #500
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૬૭ तुच्छाग्रहमनःकपिः-तुच्छ:-स्याद्वादोत्सर्गापवादाद्यनन्तोपयोगशून्यमनसः ग्रहः-कदाग्रहः, तन्मयं मनो यस्य सः कपिः-वानरः पुच्छेनाकर्षति गतिस्खलनाय भवति, न तादृग्यथार्थयुक्तिः प्रसरति । कदाग्रहमनसां पक्षदृष्टिरेव, न तत्त्वदृष्टिरिति ॥२॥
વિવેચન :- આ શ્લોકમાં કવિએ મનને બે ઉપમા આપી છે - એક વાછરડાની અને બીજી વાંદરાની. તેમાં વાછરડાનો સ્વભાવ પોતાની માતાને (ગાયને) અનુસરવાનો હોય છે જ્યારે વાંદરાનો સ્વભાવ જતી એવી ગાયને પુંછડેથી પકડીને પાછી ખેંચવાનો હોય છે. તેની જેમ મધ્યસ્થ-માણસનું મન યુક્તિને અનુસરે છે. જે બાજુ યુક્તિ-સંગત થતી હોય તેવું સ્વરૂપ સ્વીકારી લે છે. પોતાની ખોટી વાત ત્યજી દે છે. પરંતુ કદાગ્રહી માણસનું મન વાંદરા જેવું હોય છે. યેનકેન પ્રકારેણ પોતે માનેલી માન્યતાને જ આડી-અવળી યુક્તિઓથી સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પોતાના માનેલા પક્ષ તરફ યુક્તિને ખેંચી જાય છે અહીં યુક્તિને (તર્કને) ગાયની ઉપમા આપી છે.
મધ્યસ્થ માણસનું મન યથાર્થપણે એટલે કે જે વસ્તુ જે રીતે અનેકાન્તાત્મક છે તે વસ્તુને તેવા સ્વરૂપે સમજવા માટેની વિભાગવાર યુક્તિને અનુસરે છે. જેમ વાછરડું ગાયને અનુસરે, તેમ મનરૂપી વાછરડું યુક્તિરૂપી ગાયને અનુસરે છે. યુક્તિરૂપી ગાયની પાછળ પાછળ દોડે છે. કારણ કે આવા જીવને પક્ષપાત ન હોવાથી સાચા ઉપયોગવાળાપણું જ હોય છે. સાચા જ્ઞાનને જ પ્રાપ્ત કરે છે. પરંતુ જેનું મન પોતાના પક્ષનું અત્યન્ત રાગી છે, પક્ષપાતી છે, કદાગ્રહી છે, તે પુરુષનું કદાગ્રહવાળું મનરૂપી વાંદરું એટલે અનેકાન્તવાદ, ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર આદિ વસ્તુના અનંત સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી તેવા જ્ઞાનથી શૂન્ય મનવાળા પુરુષનું કદાગ્રહવાળું મનરૂપી વાંદરું આ જ યુક્તિરૂપી ગાયને પુંછડેથી પકડીને પાછી ખેંચવા મહેનત કરે છે. ગતિ કરતી ગાયની ગતિને અટકાવવા પ્રયત્ન કરે છે. તે જીવને તેવા પ્રકારની યુક્તિ યથાર્થપણે તેના મનમાં પ્રસરતી નથી. કારણ કે કદાગ્રહી માણસોની દૃષ્ટિ પક્ષપાતી જ હોય છે. તત્ત્વ પામનારી દૃષ્ટિ હોતી નથી. ઉત્તમ આત્માઓ તત્ત્વમાત્રને જ દેખનારા હોય છે. પક્ષપાતને ત્યજનારા હોય છે. રા
नयेषु स्वार्थसत्येषु, मोघेषु परचालने । समशीलं मनो यस्य, स मध्यस्थो महामुनिः ॥३॥
ગાથાર્થ - સર્વે પણ નયો પોતપોતાનો પક્ષ સમજાવે ત્યારે સાચા છે અને પરપક્ષની સ્થાપના (કે ખંડન) કરે તો મિથ્યા છે. તેવા નયોમાં જે મુનિનું મન સમ-શીલ છે તે મુનિ મધ્યસ્થ કહેવાય છે. I
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૬૮ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર ટીકા :- “નયેષુ રૂતિ” માં મહાકુનઃ મધ્યસ્થ વ્યતે | વી મનઃ નપુ समशीलं नयान्तरोक्तवस्तुधर्मेषु तत्प्रवर्तनेषु मनः समभावलक्षणं स्वपक्षपातरहितं कथम्भूतेषु नयेषु ? स्वार्थसत्येषु-स्वस्यार्थः स्वार्थः तस्मिन् सत्येषु स्वाभिमतस्थापनकुशलेषु परचालने-परस्थापने मोघेषु-निष्फलेषु परपक्षस्थापनेऽसत्येषु स्वमतस्थापने धीरेषु यः समः-इष्टतानिष्टतारहितोपयोगः यथार्थविभजनशीलः स मुनिः मध्यस्थः । नयस्वरूपं गीयते च
વિવેચન :- નય એટલે દૃષ્ટિ-આશય-અભિપ્રાય-કહેવાની પાછળ હૃદયગત વિચાર. ભિન્ન ભિન્ન નયો ભિન્ન ભિન્ન અભિપ્રાય કહે, તે ભિન્ન ભિન્ન અભિપ્રાયો સાંભળવા છતાં, જાણવા છતાં જે મહાત્મા પુરુષનું મન તેમાં સર્વત્ર સમ-શીલ છે, પક્ષપાત વિનાનું છે. કોઈપણ એક તરફ ખેંચાણવાળું નથી, ખેંચાણ વિનાનું છે તે મુનિ મધ્યસ્થ કહેવાય છે.
| સર્વે પણ નયો (કહેવા કહેવાની અપેક્ષાઓ) પોતપોતાના અભિપ્રાય કહે ત્યારે સાચા હોય છે. પોતે માનેલી માન્યતાનું સ્થાપન કરવામાં કુશળ હોય છે. પરંતુ બીજા નયની વાત સ્થાપવા જાય ત્યારે તે અસત્ય બની જાય છે. તેવા ભિન્ન ભિન્ન નયોના ભિન્ન ભિન્ન અભિપ્રાયોમાં જે મુનિ સમ-સ્વભાવવાળા રહે છે, એટલે કે “આ નયની વાત ઈષ્ટ છે અને આ નયની વાત અનિષ્ટ છે આમ ઈષ્ટ-અનિષ્ટ ભાવથી રહિત સમ્યજ્ઞાનના ઉપયોગવાળા જે મુનિ રહે છે. જ્યાં જ્યાં જે જે નય ઉપકારક લાગે ત્યાં ત્યાં તે તે નયનું કુંજન કરવા દ્વારા જે મુનિ નયોનો યથાર્થપણે વિભાગ કરનારા બને છે તે મુનિ મધ્યસ્થ કહેવાય છે.
સન્મતિ તર્ક પ્રકરણમાં પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.શ્રી કહે છે કે - नियनियवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा । ते पुण न दिट्ठसमयो, विभयइ सच्चे व अलिए वा ॥
(પ્રથમ કાંડ, ગાથા-૨૮) સર્વે પણ નયો પોત-પોતાનો અભિપ્રાય કહે ત્યારે સાચા છે. પરંતુ પરની વિચારણામાં ખંડન-મંડન કરે ત્યારે તે નિષ્ફળ થાય છે. તેથી “આ નયો સાચા જ છે અને આ નવો ખોટા જ છે” આવો જે વિભાગ કરે છે તે જૈન આગમને ન જોનારા છે. અર્થાત્ તેઓમાં જૈન આગમ શાસ્ત્રોનો અભ્યાસ નથી એમ જાણવું.
પ્રશ્ન :- નયો કેટલા છે? પ્રત્યેક નયોના અર્થ શું? શા માટે ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવતા હશે? અને આ નયો એ વાસ્તવિક શું છે? પરસ્પર ઝઘડવાના સ્વભાવવાળા છે કે સમન્વયના સ્વભાવવાળા છે ?
Page #502
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
૪૬૯
ઉત્તર ઃ- આ વિષય જાણવા માટે હવે નયોનું સ્વરૂપ કહીએ છીએ. તે આ પ્રમાણે છે -
अनेकधर्मकदम्बकोपेतस्य वस्तुनः एकेन धर्मेणोन्नयनमवधारणात्मकं वस्तुनः एकांशपरिच्छेदकं ज्ञानं नयव्यपदेशमास्कन्दति । नयस्य स्वार्थग्राहकता नित्यमेवेदमनित्यमेवेदमित्येकान्तज्ञानमेकपक्षस्थापनरूपं मिथ्याज्ञानम् । सर्वनयस्थापन परं सर्वस्वभावात्मकवस्तुस्वरूपसापेक्षं गौणमुख्यत्वेन अर्पितानर्पितोपयोगमेकांशज्ञानं नयज्ञानम् । तदेवान्यनयोच्छेदरूपं दुर्नयव्यपदेशं लभते । सर्वसापेक्षतया स्वरूपवृत्तिज्ञानं सुनयः । उक्तञ्च सम्मतौ
-
तम्हा सव्वेवि नया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णनिस्सिया पुण, हवन्ति सम्मत्तसब्भावा ॥२१॥
(પ્રથમ કાંડ, ગાથા-૨૧)
સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુઓ “અનંત અનંત ધર્મવાળી છે” અપેક્ષાવિશેષે નિત્ય પણ છે, અનિત્ય પણ છે, ભિન્ન પણ છે, અભિન્ન પણ છે. એવી જ રીતે સામાન્યવિશેષ, અસ્તિ-નાસ્તિ, એક-અનેક, વાચ્ય-અવાચ્ય ઈત્યાદિ અનેક ધર્મોના સમૂહથી યુક્ત સર્વે પણ વસ્તુ છે. પ્રયોજનવશથી તેવી વસ્તુના કોઈપણ એક ધર્મનું અવધારણાત્મકપણે ગ્રહણ કરવું, ઉપકાર કરે એવા એક ધર્મને પ્રધાન કરવો, આ રીતે વસ્તુના એક અંશને
જણાવનારું જે જ્ઞાન છે તે “નય” એવા વ્યપદેશને પામે છે. આવા પ્રકારના સાપેક્ષજ્ઞાનને નય કહેવાય છે.
આ નયજ્ઞાનમાં જ્યારે પોતાનો માનેલો અર્થ જ સ્વીકારવામાં આવે અને બીજા નયે માનેલો અર્થ ઉડાડી દેવામાં આવે, જેમકે ઘટ-પટાદ વસ્તુઓ “નિત્ય જ છે પણ અનિત્ય નથી, અથવા અનિત્ય જ છે પણ નિત્ય નથી’’ આવા પ્રકારનું એકાન્તતાપૂર્વકનું એક તરફના જ પક્ષનું સ્થાપન કરનારું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન કહેવાય છે. પરંતુ અપેક્ષા પ્રમાણે જ્યાં જ્યાં જે જે દૃષ્ટિ ઉપકારક બને ત્યાં ત્યાં તે તે રીતે સર્વે પણ નયોની સ્થાપના કરવાવાળું, સર્વ પ્રકારના સ્વભાવાત્મક વસ્તુસ્વરૂપની અપેક્ષાપૂર્વકનું, કોઈપણ એક અંશને ગૌણ અને બીજા અંશને મુખ્ય કરવા પૂર્વક અર્પણા (પ્રધાનતા) અને અનર્પણા (ગૌણતા)ના ઉપયોગપૂર્વકનું ઉપકારક એવા એક અંશવાળું અર્થાત્ એકધર્મની મુખ્યતાવાળું જે જ્ઞાન તે “નયજ્ઞાન” કહેવાય છે.
Page #503
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૪૭)
માધ્યચ્યાષ્ટક - ૧૬ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં કહ્યું છે કે – “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ III
જ્યાં સુધી આ નયજ્ઞાન બીજા નયની અપેક્ષા રાખે એટલે કે અન્ય નયની અપેક્ષાએ અન્ય રીતે પણ વસ્તુનું સ્વરૂપ છે આમ સાપેક્ષતાપૂર્વક વસ્તુનો જે સ્વીકાર કરે તે નયજ્ઞાન કહેવાય છે. અને તે જ નયજ્ઞાન જ્યારે અન્ય નયના ઉચ્છેદપૂર્વક પ્રવર્તવાવાળું બને ત્યારે “દુર્નય”ના નામને ધારણ કરનાર બને છે. મુખ્ય-ગૌણ ભાવે સર્વે પણ નયોની અપેક્ષાપૂર્વકનું વસ્તુમાં રહેલા વાસ્તવિક સ્વરૂપનું જે જ્ઞાન તે સુનય કહેવાય છે. સમ્મતિતર્ક પ્રકરણમાં કહ્યું છે કે -
"तम्हा सव्वेवि णया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । Avonourfrfમ ૩r, વંતિ સમસદમાવા " (પ્રથમકાડ ગાથા-૨૧)
તેથી સર્વે પણ નયો પોતાના જ પક્ષના આગ્રહી બન્યા છતા મિથ્યાદેષ્ટિ બને છે અને પરસ્પર નિશ્રાવાળા (અપેક્ષાવાળા) બન્યા છતા સમ્યકત્વના સદ્ભાવવાળા બને છે. સાપેક્ષતા વાળું જે જ્ઞાન તે સુનય અને નિરપેક્ષતાવાળું જે જ્ઞાન તે દુર્નય કહેવાય છે.
તે ૪ નયા: સપ્ત, નામ: ૨, સઃ ૨, વ્યવહાર: રૂ, 28નુસૂત્ર: ૪, રેન્દ્ર: ५, समभिरूढः ६, एवम्भूतः ७ । एवमेषु चत्वारो द्रव्यनयाः, त्रयः भावनयाः इति पूज्याशयः । दिवाकरास्तु आद्याः त्रयः नयाः द्रव्यनयाः, तथा शेषाः चत्वारः भावनयाः । तत्र निगम्यन्ते-परिच्छिद्यन्ते इति निगमाः गमा लौकिकाः अर्थाः, तेषु निगमेषु भवो योऽध्यवसायो ज्ञानांशः (ज्ञानाख्यः) स नैगमः । स च सामान्येनापि व्यवहरति । सामान्यबुद्धिहेतुना सामान्यवचनहेतुना च, अत्यन्तभेदेभ्योऽन्यत्वरूपेण सत्तामात्रेण सामान्यबुद्धिचेतना ( हेतुना) अशोकवनादिषु सत्सु अपि अनेकजातिवृक्षेषु वनस्पतिसामान्यात् “वनम्" इत्यवबोधः । सामान्यवचनहेतुना च द्रव्यमित्यादि जीवाजीवविभागविकलः ।
તે નયો સાત પ્રકારના છે. નય એટલે દૃષ્ટિ અથવા આશય, હાર્દિક વિચાર, અપેક્ષા. આવા પ્રકારના નયો સાત છે. (૧) નિગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત.
Page #504
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
૪૭૧
આ સાત નયોમાં પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થિક નયના ઉત્તરભેદો છે અને પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનયના ઉત્તરભેદો (ભાવ-નયો) છે. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્ય બનાવનારા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણસૂરિજીનો અભિપ્રાય છે. અર્થાત્ તે પૂજ્ય પુરુષનો આશય છે. પરંતુ સન્મતિપ્રકરણ બનાવનારા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજશ્રી પ્રથમના ત્રણ નયો દ્રવ્યાર્થિકના ઉત્તરભેદ અને પાછલા ચાર નયો પર્યાયાર્થિકના ઉત્તરભેદો છે એમ કહે છે. બન્નેની દૃષ્ટિમાં ઋજુસૂત્રનયની બાબતમાં વિવક્ષાભેદ છે.
ત્યાં “જણાય-પરિચ્છેદ કરાય જે પદાર્થો તે પદાર્થો નિગમ અથવા ગમ કહેવાય છે. અર્થાત્ જ્ઞાન દ્વારા પ્રતિભાસિત થતા જે અર્થો તે નિગમ કહેવાય છે. જ્ઞાન દ્વારા લૌકિક સઘળા પદાર્થો જણાય છે માટે લૌકિક સઘળા પદાર્થો તે નિગમ કહેવાય છે. તેમાં થયેલો અધ્યવસાય વિશેષ (નિર્ણય વિશેષ) એવો જે જ્ઞાનાંશ, તેને નૈગમનય કહેવાય છે.
તે નૈગમનય સામાન્યથી પણ વ્યવહાર કરે છે (અને આગળ સમજાવાશે તેમ વિશેષથી પણ વ્યવહાર કરે છે). જ્યારે સામાન્યથી વ્યવહાર કરે છે ત્યારે મનથી સામાન્યપણાની બુદ્ધિ વડે અને સામાન્યવાચી વચનપ્રયોગ વડે વસ્તુને સામાન્યરૂપે જાણે છે અને કહે છે. જેમકે પૃથ્વી, જલ, તેજ, વાયુ વગેરે ભિન્ન ભિન્ન અનેક પદાર્થો છે, તે સર્વથી અત્યન્ત ભિન્ન રૂપે સત્તા (અસ્તિત્વ) માત્રને સ્વીકારે, સર્વે પણ પદાર્થો અસ્તિસ્વરૂપે સમાન છે, એકરૂપ જ છે. ઘટ, પટ, મઠ આદિ પદાર્થોને પણ “આ પણ સત્ છે આ પણ સત્ છે” એમ સપણે એક સમજીને સામાન્યપણે બુદ્ધિમાં સ્વીકારે છે. જેમકે કોઈ એક જંગલમાં અશોક-ચંપક-બકુલ-આમ્ર વગેરે અનેક જાતિવાળાં ભિન્ન ભિન્ન વૃક્ષો હોય, છતાં પણ તે બધાંના નામોનો ઉલ્લેખ ન કરતાં “આ એક વન છે” આમ સામાન્યપણે વનસ્પતિપણાના સામાન્યસ્વરૂપે બોધ કરે અને એમ જ પ્રરૂપણા કરે. તેવી જ રીતે “આ વરઘોડો જાય છે” “આ સેના જાય છે” ઈત્યાદિ ભાવો સામાન્યગ્રાહી નૈગમનયના વિષય છે. તેવી જ રીતે જીવ-અજીવ, ધર્મ-અધર્મ અને આકાશ વગેરે પદાર્થો ભિન્ન ભિન્ન હોવા છતાં “આ સર્વે દ્રવ્યમાત્ર છે” આમ દ્રવ્યરૂપે સામાન્યપણે જાણે છે અને સામાન્યપણે પ્રરૂપણા કરે છે. આ સઘળો સામાન્યગ્રાહી નૈગમનય કહેવાય છે.
तथा विशेषेणाऽपि विशेषबुद्धिहेतुना विशेषवचनहेतुना अत्यन्तसामान्यादन्यत्वरूपेण व्यवहरति परमाणुनिष्ठत्वेन । तथा सामान्यविशेषेणापि गवादिना सर्वगोपिण्डेष्वनुवृत्त्यात्मकेन अश्वादिव्यावृत्यात्मकेन च व्यवहरति । यथा लोको વ્યવતિ, તથાનેન વ્યવક્તવ્યમિતિ, ભોજ્જોપવિષે: પ્રારે: સમસ્તે: વ્યવહતિ ।
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૭૨
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
प्रवचने च वसति-प्रस्थक-निदर्शनद्वयेन विभावितः-काणभुजराद्धान्तहेतुरवगन्तव्यः । स च अंशसङ्कल्पभेदाद् द्विविधः, स च सदसद्योग्यताभूतपूर्वारोपभेदाद् अतीतानागतवर्तमानतदारोपादिभेदाद् अनेकविधः, नामनिक्षेपतो द्रव्यनिक्षेपवृत्तिः, अंशोपलम्भे सर्वारोपः, अन्यसमस्तसापेक्षः नैगमः सुनयः ।
જેમ સામાન્યગ્રાહી નૈગમનય સામાન્યપણે સર્વ વસ્તુને દેખે છે અને સામાન્યપણે સર્વનો વ્યવહાર કરે છે. તેમ વિશેષગ્રાહી નિગમનય સર્વ વસ્તુઓના વિશેષ ધર્મને ગ્રહણ કરવાવાળી બુદ્ધિ વડે અને વિશેષ ધર્મને જણાવનારાં વચનો વડે વ્યવહાર કરે છે. સત્તા આદિ સામાન્યધર્મથી અત્યન્ત વ્યાવૃત્ત એવા એકાન્ત સામાન્યથી રહિત એવા વિશેષ ધર્મ વડે વ્યવહાર કરે છે. અન્ને પરમાણુ-પરમાણુમાં રહેલા વિશેષ સુધીના વિશેષ વડે વ્યવહાર કરે છે. જેમકે એક વનમાં અશોક, ચંપક, બકુલ આદિ વૃક્ષો છે એમ જ દેખે છે અને એમ જ વ્યવહાર કરે છે.
તથા “સાપેક્ષ એવા સામાન્ય-વિશેષ વડે” પણ વ્યવહાર કરે છે. જેમકે “આ ગાય છે” આ વ્યવહાર સામાન્ય-વિશેષોભયાત્મક છે. કારણ કે “ગાયપણું” સર્વ ગાયોમાં અનુવૃત્તિ રૂપ છે - માટે સામાન્ય છે. અને અશ્વાદિ ઈતર પશુઓથી વ્યાવૃત્તિ સ્વરૂપ છે - માટે વિશેષ છે.
જે રીતે લોક વ્યવહાર કરે છે તે રીતે આ નૈગમનય સામાન્યથી, વિશેષથી અને સામાન્યવિશેષોભયથી વ્યવહાર કરે છે. જૈનશાસ્ત્રોમાં વસતિ અને પ્રસ્થક-એમ બે ઉદાહરણોથી આ નય સમજાવેલ છે. આ નૈગમનયની દૃષ્ટિ પ્રાયઃ કણાદઋષિના વૈશેષિકદર્શનના સિદ્ધાન્તને અનુસરનારી હોય છે. આ નૈગમનય અંશ અને સંકલ્પના ભેદથી બે પ્રકારનો છે. તથા તે નૈગમનય સધર્મોની અપેક્ષાએ, અસધર્મોની અપેક્ષાએ, યોગ્યતા માત્રની અપેક્ષાએ, ભૂતપૂર્વ પર્યાયના આરોપમાત્રની અપેક્ષાએ તથા અતીતકાલ, અનાગતકાલ અને વર્તમાનકાલની અપેક્ષાએ, તથા તે તે કાલના આરોપમાત્રની અપેક્ષાએ અનેક ભેદવાળો છે. નામનિક્ષેપાથી દ્રવ્યનિક્ષેપા સુધીના (નામ-સ્થાપના અને દ્રવ્ય એમ) ત્રણ નિક્ષેપાને પ્રધાનપણે માનનારો આ નય છે. અંશવસ્તુ જણાય તો તેમાં સમસ્ત વસ્તુનો આરોપ કરનારો આ નય છે. જેમકે પરમાત્માના પગલામાં પરમાત્માનો આરોપ કરીને પૂજ્યત્વ માનનારો આ નય છે. સંગ્રહવ્યવહાર આદિ બીજા સમસ્ત નયોની અપેક્ષાવાળો આ નૈગમનય હોય ત્યારે તે સુનય કહેવાય છે અને અન્ય નયોથી નિરપેક્ષ જો આ નય હોય તો આ જ નય દુર્નય કહેવાય છે. મર્ચનયાનાં સાપેક્ષવં સુનત્વમ્, નિરપેક્ષત્વે દુર્નયત્વમ્ સુનય દુર્નયનું આ જ લક્ષણ છે.
Page #506
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક - ૧૬
૪૭૩
વસતિ અને પ્રસ્થકના દૃષ્ટાન્ત પ્રસિદ્ધ હોવાથી અહીં લખેલ નથી. આ પ્રમાણે સંક્ષેપથી નૈગમનય સમજાવ્યો.
अभेदेन - वस्तुसामान्येन सङ्ग्रहणात् सर्वस्य सर्वं सङ्गृह्णातीति सङ्ग्रहः, वस्तुसत्तासङ्ग्राहकः सङ्ग्रहः । यदि भवनाभिसम्बन्धस्यैव भावत्वमभ्युपगम्यते ततः परिसमापितात्मस्वरूपित्वाद् भावस्य भ्रान्तिसमुपनिबन्धनघटादिविकल्प ( प्रकल्पन)मानर्थक्यम् । यदि घटादिविकल्पोऽपि भवनप्रवृत्तितन्त्रमेवेत्येवं सति भाव एव तदनर्थान्तरत्वात् तत्स्वात्मवत् । भवनार्थान्तरत्वे व्योमोत्पलादिवदसत्त्वम्, विकल्पानां रासभविषाणादिसत्त्वं वा घटादिवद् भवनानर्थान्तरत्वात् । एतद्दर्शनपुरःसरा एव च सर्वनित्यैकत्वकारणमात्रवादाः कालपुरुषस्वभावादयश्चेति । अत्र द्रव्यास्तिकभेदा जीवाजीवयोग्यत्व-सद्द्रव्य-उपचारद्रव्य-एकत्वाभेदादिगोचरभेदादनेकभेदः ।
હવે સંગ્રહનય સમજાવાય છે. અભેદની પ્રધાનતાવાળો જે નય, વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મથી સર્વે પણ વસ્તુઓનું એકીકરણ કરવા વાળી જે દૃષ્ટિ, વિશેષ ધર્મોને ગૌણ કરી સામાન્ય ધર્મને પ્રધાન કરવા દ્વારા સંગ્રહ કરનારી જે દૃષ્ટિ છે તે સંગ્રહનય કહેવાય છે. સર્વે પણ વસ્તુઓમાં સત્તા-અસ્તિત્વ ધર્મ રહેલો છે તેને ગ્રહણ કરનારો જે નય તે સંગ્રહનય જાણવો.
સર્વે પણ પદાર્થોમાં અસ્તિત્વ અર્થાત્ સત્તા એટલે કે (મવનત્વ) હોવાપણું, આવા પ્રકારના સામાન્ય ધર્મની સાથે જ વસ્તુનો સંબંધ છે. કારણ કે સર્વે પણ પદાર્થો ભવનધર્મવાળા (હોવાપણાના ધર્મવાળા) છે. આ રીતે ભવનત્વનો જે સંબંધ તે જ ભાવત્વ છે. સત્તાનો જે સંબંધ, તેનાથી જ વસ્તુ સત્ છે આમ જણાઈ જાય છે. આ રીતે સત્તામાત્રથી સર્વે વસ્તુઓ જણાય છે. તેમાં જ પદાર્થનું પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમાપ્ત થઈ જાય છે (સમાઈ જાય છે). કંઈ બાકી રહેતું નથી. તેથી આ ઘટ છે, આ પટ છે, આ મઠ છે ઈત્યાદિ (વિશેષ ધર્મોના) વિકલ્પોની જે કલ્પના છે તે ભ્રાન્તિમાત્રના કારણે જ છે તેથી નિરર્થક છે. આ નય સામાન્યગ્રાહી હોવાથી સત્તાને જ પ્રધાનપણે ગ્રહણ કરે છે. તેથી ઘટ-પટ-મઠ ઈત્યાદિ વિકલ્પોને (વિશેષોને) આ નય સ્વીકારતો નથી. તેથી ઉપર મુજબ પોતાનો અભિપ્રાય કહે છે.
=
આ સંગ્રહનય વિશેષોને સ્વીકારતો નથી. તે કહે છે કે “ઘટ-પટ-મઠ' ઈત્યાદિ વિકલ્પો પણ (વિશેષો પણ) “ભવન”ની પ્રવૃત્તિને (અસ્તિત્વ ધર્મને) આધીન જ છે. અસ્તિત્વની સાથે અંદર જ રહેનારા છે. તેથી તે વિશેષો પણ “ભાવરૂપ-ભવનરૂપ” જ છે.
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૭૪
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
જેમ ઘટનું સ્વરૂપ ભવન સ્વરૂપથી અભિન્ન છે, માટે ભિન્ન નથી. તેમ આ વિશેષો પણ ભવનથી (સત્તાથી) અનર્થાન્તર છે. જો ઘટ-પટ-મઠ ઈત્યાદિ વિશેષોને ભવનથી (સત્તાથી) અર્થાન્તર માનો તો તે વિકલ્પો (વિશેષો) આકાશ-પુષ્પાદિની જેમ સર્વથા અસત્ જ થઈ જાય, કારણ કે સત્તાથી ભિન્ન માન્યા માટે સત્ નથી. અને જો સત્તાથી ભિન્ન હોવા છતાં પણ તે વિકલ્પોને સત્ માનીએ તો પછી અસ્તિત્વ વિનાના એવા રાસભ-શૃંગ આદિ વસ્તુઓને પણ સન્ માનવાની આપત્તિ આવે.
સારાંશ કે વિકલ્પોને (વિશેષોને) ભવનથી (અસ્તિત્વથી) અર્થાન્તર માનો તો આકાશપુષ્પની જેમ અસત્ થાય અને આ જ વિશેષોને ભવનથી અનર્થાન્તર (અભિન્ન) માનીને સત્ માનવા જાઓ તો જેમ ઘટ-પટાદિ વિશેષો અનર્થાન્તર હોવાથી સત્ મનાય છે તેમ રાસભ-શૃંગાદિ પણ ભવનથી અનર્થાન્તર માનવાથી સત્ માનવાની આપત્તિ આવશે. આવા પ્રકારની માન્યતાની પ્રધાનતાવાળા જ નીચેના દર્શનવાદો છે. (૧) સર્વ વસ્તુ નિત્ય જ છે. (૨) સર્વ વસ્તુઓ એકરૂપ જ છે. (૩) સર્વે વસ્તુઓ કારણમાત્ર જ છે. (૪) સર્વે વસ્તુઓ કાળથી જ થાય છે. (૫) સર્વે વસ્તુઓ ઈશ્વરજન્ય જ છે. (૬) સર્વે વસ્તુઓ સ્વભાવજન્ય જ છે. ઈત્યાદિ માન્યતાવાળાં જે જે દર્શનો છે. તે તે આ નયના આગ્રહવાળાં છે.
આ સંગ્રહનય દ્રવ્યાસ્તિકનયના જ ભેદ-પ્રભેદરૂપ છે. સર્વ જીવોની એકતા (સમાનતા), સર્વ અજીવોની એકતા (સમાનતા), યોગ્યતા માત્રવાળાં સદ્દવ્ય અને ઉપચરિત દ્રવ્યોની એકતા તથા ભિન્ન-ભિન્ન પ્રકારે અભેદાદિના વિષયથી આ નય અનેક ભેદવાળો છે. સંગ્રહનયની દૃષ્ટિ અભેદ તરફ, એકતા તરફ છે. તેથી જ ઘટ-પટ-મઠ આદિ વિશેષોને આ નય ધ્યાનમાં લેતો નથી. ભેદ તરફ ઉપેક્ષા ભાવ જ સેવે છે. આ પ્રમાણે સંગ્રહનય સમજાવ્યો. હવે વ્યવહારનય સમજાવે છે.
भावनिश्चयसामान्याभेदसङ्गृहीतानां विधिपूर्वकावस्थादिभेदेन विभजनं -भेदकरणलक्षणं तत्तद्धर्मप्रवृत्तिभिन्नज्ञानरूपः व्यवहारः । यदि घटादिभेदश्रुत्या स्वसामान्यानुबद्धस्य निरस्तसामान्यान्तरसम्बन्धस्य श्रूयमाणत्वानुगुणमेव ग्रहणं न स्यात् । किन्तु सर्वव्यपदेशविशेषाभिव्यङ्ग्यो भाव एव तेन तेन रूपेणाभिव्यज्यते । ततो घटाद्यन्यतरभेदश्रुतौ सर्वरूपभेदभावप्रतीतिप्रसङ्गः । ततश्च घटपटोदकादिरूपव्यतिकरभावप्रसङ्गः । उपदेशक्रियोपभोगापवर्गव्यवस्थादीनां चाभावात्सर्वसंव्यवहारोच्छेदः । सर्वविशेषव्याकरणे च निर्निबन्धनभवनाभावाद् भावाभाव एव ।
Page #508
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
૪૭૫
ભાવાત્મક (અસ્તિત્વસ્વરૂપ-સત્તાસ્વરૂપ) નિશ્ચય વડે સામાન્ય દ્વારા અભેદભાવે ગ્રહણ કરાયેલા પદાર્થોનું (સંગ્રહનયે અસ્તિત્વધર્મની અપેક્ષાએ જે પદાર્થોનું એકીકરણ કર્યું છે તે પદાર્થોનું) વિધિપૂર્વક ભિન્ન ભિન્ન અવસ્થાઓ વગેરે પર્યાયોને આશ્રયી ભેદ કરવા દ્વારા વસ્તુઓનો વિભાગ કરવો - પૃથક્કરણ કરવું, તે તે ધર્મની પ્રવૃત્તિના વિષયવાળું ભિન્ન ભિન્ન જ્ઞાન કરવું વ્યવહારનય કહેવાય છે. વિવક્ષિત એવા વિશિષ્ટ ધર્મને આશ્રયી વસ્તુઓનો ભેદ કરવો, વિભાગ કરવો તે વ્યવહારનય જાણવો. મનુષ્યત્વધર્મથી સમાન જણાતા સર્વે પણ મનુષ્યોમાં બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્રત્વ ધર્મની અપેક્ષાએ માનવમાનવમાં જે ભેદ કરવો તે વ્યવહારનય કહેવાય છે. સર્વે પણ પદાર્થો જે જે રીતે વ્યવહારના વિષય બને છે, તે તે રીતે સર્વે પણ પદાર્થો સંસારમાં પૃથક્ષણે રહેલા છે.
આ ઘટ છે, આ પટ છે, આ ઉદક (પાણી) છે. આમ ઘટ-પટ-ઉદકાદિ સ્વરૂપે ભેદ સાંભળવાથી ભલે સર્વે ઘટ ઘટપણાના સામાન્યથી યુક્ત હોય, સર્વે પટ પટપણાના સામાન્યથી યુક્ત હોય અને સર્વે ઉદક ઉદકપણાના સામાન્યથી યુક્ત હોય તો પણ સત્તા નામના મહાસામાન્ય અને દ્રવ્યત્વ નામના અવાન્તર સામાન્ય વગેરે આવા પ્રકારના સામાન્યાન્તરનો સંબંધ ત્યજીને બોલાતા અને સંભળાતા એવા ઘટ-પટ-ઉદકાદિ રૂપ પોત પોતાના સામાન્યને અનુકુલ જ વસ્તુનું ગ્રહણ સ્વીકારવું જોઈએ.
ઘટ-પટ-ઉદક ભલે સત્તાસામાન્ય કે દ્રવ્યત્વ સામાન્યવાળા છે. પરંતુ ઘટાદિ જોઈને આ સત્તા છે, આ દ્રવ્ય છે આવો વ્યવહાર કોઈ કરતું નથી. પરંતુ આ ઘટ છે, આ પટ છે, ઈત્યાદિ જ વ્યવહાર કરે છે. માટે મહાસામાન્યને છોડીને પોતાને અનુકૂલ એવા સામાન્યનો વ્યવહાર કરવા દ્વારા વસ્તુ-ગ્રહણ સ્વીકારવું જોઈએ. જો આવું વસ્તુ-ગ્રહણ થતું હોવા છતાં આમ ન સ્વીકારીએ, અને સર્વથા વસ્તુનો વ્યપદેશ વિશેષ ધર્મ વડે જ અભિવ્યંગ્ય છે. તથા તેવા તેવા વિશેષ ધર્મ વડે અભિવ્યંગ્ય પદાર્થ જ તે તે રૂપે જણાય છે. આમ જો માનીએ તો આ ઘટ છે, આ પટ છે અને આ ઉદક છે આમ ઘટ-પટઉદકાદિ કોઈપણ એક પ્રકારનો ભેદ સંભળાયે છતે સર્વ પ્રકારના ભેદવાળા પદાર્થની એક રૂપે પ્રતીતિ થવાનો પ્રસંગ આવે. એટલે કે ઘટના અન્તિમ વિશેષ વડે ઘટનો, પટના અન્તિમ વિશેષ વડે પટનો અને ઉદકના અન્તિમ વિશેષ વડે ઉદકનો અનુભવ થવાનો પ્રસંગ આવે અને જો આમ થાય તો હાલ સર્વે જીવોને ઘટનો ઘટ તરીકે, પટનો પટ તરીકે અને ઉદકનો ઉદક તરીકે જે બોધ થાય છે તથા તેવી તેવી લેવડ-દેવડ અને શ્રવણાદિ વ્યવહાર જોવા-જાણવા મળે છે તે સર્વેના અભાવનો પ્રસંગ આવે.
Page #509
--------------------------------------------------------------------------
________________
માધ્યસ્થાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
તથા આમ અન્તિમ-વિશેષથી જ જો વસ્તુ-ગ્રહણ સ્વીકારીએ તો તે અન્તિમ-વિશેષ ભાષાનો અવિષય હોવાથી ઉપદેશ આપવાની ક્રિયા, ભોગ-ઉપભોગની ક્રિયા તથા સ્વર્ગઅપવર્ગની વ્યવસ્થા વગેરે શબ્દો દ્વારા સમજવી-સમજાવવી અશક્ય બની જાય, તેથી તેનો અભાવ થવાથી સર્વે પ્રકારના સમ્યગ્-વ્યવહારનો ઉચ્છેદ જ થઈ જશે. તથા “સર્વથા વિશેષ જ છે” આમ કહ્યુ છતે સામાન્ય બીલકુલ ન સ્વીકારવાથી સામાન્ય નામના કારણ વિના પદાર્થનું ભવન (અસ્તિત્વ) ન થવાથી પદાર્થનો અભાવ જ થઈ જવાનો પ્રસંગ આવે. જો માટી નામનું સામાન્યાત્મક કારણ જ ન સ્વીકારીએ તો ઘટ નામના વિશેષનું ભવન જ ન થાય તેથી પદાર્થનો અભાવ થવાનો જ પ્રસંગ આવે. તે માટે આવા પ્રકારના પોતપોતાના અવાન્તર સામાન્યથી યુક્ત પદાર્થો છે.
૪૭૬
अविशेषत्वाभेदत्वानिरूप्यत्वादितश्च नैवासौ भावः खरविषाणादिवत् । तस्माद् व्यवहारोपनिपतितसामान्योपनिबन्धनं तु यदेव यद् यदा द्रव्यं पृथिवी-घटादि व्यपदिश्यते तदेव तद् तदा त्रैलोक्याविभिन्नरूपं सततमवस्थितापरित्यक्तात्मसामान्यं महासामान्यप्रतिक्षेपेण संव्यवहारमार्गमास्कन्दतीति । एवंविधवस्तूपनिबन्धनैव च वर्णाश्रमप्रतिनियतयमनियमगम्यागम्यभक्तादिव्यवस्था । कुम्भकारादेश्च मृदानयनाऽवमर्दनशिवकस्थासकादिकरणप्रवृत्तौ वेतनकादिदानस्य साफल्यम् । अव्यवहार्यत्वाच्च शेषमवस्तु व्योमेन्दीवरादिवदिति ।
તથા આ ઘટ-પટ-ઉદાદિ પદાર્થ સર્વથા અવિશેષત્વ, અભેદત્વ અને અનિરૂપ્યત્વ આદિ સ્વરૂપે પણ ખરરવષાણની જેમ નથી જ, અર્થાત્ ઘટ-પટ-ઉદકાદિ પદાર્થો સર્વથા વિશેષ વિનાના, સર્વથા ભેદ વિનાના અને સર્વથા નિરૂપણ ન કરાય તેવા તેવા સ્વરૂપવાળા પણ નથી. જો તેમ હોય તો ખર-વિષાણની જેમ સર્વથા અસત્ જ થાય. સારાંશ કે અન્તિમ વિશેષવાળા છે એમ પણ નહીં અને સર્વથા વિશેષ વિનાના છે એમ પણ નહીં. તેથી લોકવ્યવહારથી જણાતું એવું સામાન્ય જેમાં કારણરૂપે રહેલું છે આવા પ્રકારનું જે જે દ્રવ્ય જ્યારે જ્યારે આ પૃથ્વી છે એમ બોલાય, અથવા આ ઘટ છે આમ બોલાય ત્યારે ત્યારે તે તે દ્રવ્ય, ત્રણે લોકના પદાર્થોની સાથે કથંચિદ્ અભિન્ન સ્વરૂપવાળા એવા તે મહાસામાન્ય (સત્તા-દ્રવ્યત્વ ઈત્યાદિ)નો પ્રતિક્ષેપ કરવાપૂર્વક (નિષેધ કરવા પૂર્વક) નિરંતરપણે અવસ્થિત એવા પોતપોતાના અવાન્તર સામાન્યને (પૃથિવી-ઘટ ઈત્યાદિ)ને ત્યજ્યા વિના સમ્યવ્યવહારને પામે છે. આ નૃષિંડ છે, આ ઘટ છે. આવા પ્રકારના પોત-પોતાના અવાન્તર-સામાન્યરૂપે જ વસ્તુનો વ્યવહાર કરાય છે. અન્તિમ-સામાન્ય પણ નહીં અને અન્તિમ-વિશેષ પણ નહીં એવા પ્રકારની જ વસ્તુના કારણવાળી બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને
Page #510
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
४७७ શૂદ્ર એમ ચાર પ્રકારના વર્ણની વ્યવસ્થા, બાલાશ્રમ, યુવાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ ચાર પ્રકારના આશ્રમની વ્યવસ્થા તથા સર્વ માટે વ્યવસ્થિતપણે યમનિયમની વ્યવસ્થા, ભોગ્ય અને અભોગ્યની વ્યવસ્થા અને ભક્ષ્યાભઠ્યપૂર્વકની ભોજનાદિની વ્યવસ્થા અનાદિકાળથી રચાયેલી છે.
ઘટ સંબંધી સર્વ કાર્ય “માટી લાવે, માટીને ઓગાળે, માટીને મસળે, શિવક, સ્થાસક આદિ કરે” એમ કુંભારની આ સર્વ પ્રવૃત્તિમાં તે ઘટ કરે છે આવો જ વ્યવહાર થાય છે અને પગાર આદિ પણ ત્યારથી થતા ઘટસંબંધી સર્વ કાર્ય ગણીને અપાય છે. એ રીતે અપાતા પગાર આદિ સફળ મનાય છે. માટે ઘટસંબંધી સર્વે પણ પ્રક્રિયાને ઘટરૂપે સામાન્ય પણ ગણવી જોઈએ અને પટાદિથી વ્યતિરેકપણે વિશેષ પણ ગણવી જોઈએ. અન્તિમસામાન્ય કે અન્તિમવિશેષ વાળી વસ્તુ જ નથી. કારણ કે જે વ્યવહારનો વિષય ન હોય અર્થાત્ અવ્યવહાર્ય હોય તે વસ્તુ અવ્યવહાર્ય હોવાથી જ આકાશ-પુષ્પાદિની જેમ અવસ્તુ છે. આમ વ્યવહારનય કહે છે. આ પ્રમાણે વ્યવહારનય સમજાવ્યો.
ऋजु-सममकुटिलं सूत्रयति, ऋजु वा श्रुतमागमोऽस्येति सूत्रपातनबद्धः ऋजुसूत्रः । यस्मादतीतानागतवस्तुपरित्यागेन वर्तमानपदवीमनुधावत्यतः साम्प्रतकालावरुद्धपदार्थत्वाद् ऋजुसूत्रः । एष च भावविषयप्रकारातीतानागतवस्तुपरित्यागे विषयवचनपरिच्छेदे प्रवृत्तः सर्वविकल्पातीतातिसम्प्रमुग्धसङ्ग्रहाग्रहाविशिष्टत्वाद् व्यवहारस्यायथार्थतां मन्यमानः अचरणपुरुषगरुडवेगव्यपदेशवद् वर्तमानक्षणसमवस्थितिपरमार्थं व्यवस्थापयति । अतीतानागताभ्युपगमस्तु खरविषाणास्तित्वाभ्युपगमान्न भिद्यते । दग्धमृतापध्वस्तविषयश्च अनाश्वासः न कस्यचिदपि स्यात् । अघटादिलक्षणमृदाद्यनर्थान्तरत्वाच्च घटादिकालेऽपि घटादि नैव स्यात् ।
ઋજુ એટલે સરળપણે વસ્તુને જે સમજાવે, અકુટિલપણે (સરળરૂપે) વસ્તુતત્ત્વને જે ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય અથવા જે વસ્તુ વર્તમાનકાલે જેવી હોય તે વસ્તુને તે સ્વરૂપે સમજે અને તે રૂપે સમજાવે તે ઋજુસૂત્રનય કહેવાય છે. અથવા ઋજુ = સરળ એવું શ્રત એટલે અભ્યાસ છે જેનો, જેનો અભ્યાસ-અધ્યયન સરળ છે. જે જે સૂત્રમાં જે જે વસ્તુ જેમ કહેલી હોય તેને તેમ જ સ્વીકારવામાં બંધાયેલો એવો અભિપ્રાય તે ઋજુસૂત્રમય જાણવો. જે કારણથી આ નય અતીતકાલ અને અનાગતકાલનું વસ્તુસ્વરૂપ ત્યજીને વર્તમાનકાલીન વસ્તુસ્વરૂપને અનુસરે છે. આ કારણથી આ નય વર્તમાનકાલીન સ્વરૂપવાળા પદાર્થને સ્વીકારનાર હોવાથી ઋજુસૂત્રનય કહેવાય છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૭૮
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
આ નય પદાર્થના વિષયમાં ભિન્ન ભિન્ન પ્રકારે અતીતકાલસંબંધી અને અનાગતકાલ સંબંધી વસ્તુના સ્વરૂપનો પરિત્યાગ કરવાવાળા એવા પદાર્થના સ્વરૂપને કહેનારા શાબ્દિક બોધમાં પ્રવર્તે છે. ભૂતકાલ અને ભાવિકાલના સ્વરૂપને ગૌણ કરનારો છે.
સંગ્રહનય એકીકરણના સ્વભાવવાળો હોવાથી સર્વ વિકલ્પો (વિશેષો)થી અતીત (રહિત) હોવાથી એટલે કે ક્ષણ-ક્ષણના થતા વિશેષ વિશેષ પર્યાયો-વિકલ્પો-વિશેષો ન સ્વીકારતો હોવાથી આ ઋજુસૂત્રનયની દૃષ્ટિએ અતિશય સંપ્રમુગ્ધ છે (અજ્ઞાની છે, ભદ્રિક છે) = અયથાર્થ છે. તેની જેમ વ્યવહારનય પણ ત્રણે કાલને સ્વીકારતો હોવાથી ક્ષણ-ક્ષણના સર્વ વિકલ્પ-વિશેષોથી રહિત વસ્તુને સ્વીકારનાર હોવાથી સંગ્રહનયની માન્યતાનો જે આગ્રહ છે. તેની તુલ્ય જ માન્યતાવાળો હોવાથી સંગ્રહનયની જેમ વ્યવહારનય પણ અયથાર્થ જ છે, ભદ્રિક છે, અજ્ઞાની છે એમ આ નય માને છે. તેથી “ચરણ વિનાનો પુરુષ ગરુડના જેવી વેગવાળી ગતિ કરે છે’ આવા પ્રકારનો વ્યપદેશ જેમ અયથાર્થ છે, તેમ સંગ્રહનય અને વ્યવહારનયની વાત અયથાર્થ જ છે. આમ માનતો આ ઋજુસૂત્રનય માત્ર વર્તમાન એક ક્ષણની સ્થિતિવાળું જ પદાર્થનું સ્વરૂપ પરમાર્થથી છે આમ સિદ્ધ કરે છે, સ્થાપિત કરે છે. અને સમજાવે છે.
અતીતકાલ અને અનાગતકાલવાળું વસ્તુ-સ્વરૂપ સ્વીકારવું તે ખર-વિષાણાદિ અસત્પદાર્થોના સ્વરૂપને સ્વીકારવાની તુલ્ય હોવાથી તેનાથી કંઈ ભિન્ન નથી. અર્થાત્ જેમ ખર-વિષાણ આદિ અસત્ છે તેમ વસ્તુનું અતીત-અનાગતવાળું સ્વરૂપ પણ અસત્ જ છે. બળી ગયેલો, મૃત્યુ પામેલો અને નાશ પામેલો પદાર્થ ખરેખર જગતમાં નથી જ, અસત્ જ છે. તેથી વિશ્વસનીય નથી. અર્થાત્ દગ્ધ-મૃત અને ધ્વસ્ત વસ્તુ છે આમ માનવું તે વિશ્વાસયોગ્ય નથી. તેથી જ દગ્ધાદિ ભાવવાળી વસ્તુ “છે” આવો બોધ કોઈને પણ થતો નથી.
ઘટ બન્યા પૂર્વે જે મૃદાદિ દ્રવ્ય છે તે ઘટ બન્યો ન હોવાથી “અઘટાદિ લક્ષણાત્મક છે” અર્થાત્ મૃÑિડકાલે ઘટ નથી. જે કાલે ઘટ બને છે તે કાલે પણ જો અઘટાદિલક્ષણવાળી મૃદાદિ વર્તે છે એમ માનીએ તો તે બનતા ઘટાદિ પદાર્થો અઘટાદિ લક્ષણાત્મક મૃદાદિથી અભિન્ન હોવાના કારણે બનતા ઘટાદિ પણ ઘટાદિ રૂપે નથી. કારણ કે મૃદાદિ અઘટાત્મક છે અને તેમાંથી બનતા ઘટાદિ તેનાથી અનર્થાન્તર છે તેથી તે ઘટાદિ પણ તે કાલે અઘટાદિ રૂપ જ થશે. માટે ઘટાદિ થશે જ નહીં.
न च तदेव तदेकं मृद्द्रव्यमन्यथा वर्तते । किं तर्हि ? अन्यदेवान्यप्रत्ययवशात् अन्यथोत्पद्यते इति । न च पिण्डादिक्रियाकाले कुम्भकारव्यपदेशः । यदि चान्यदपि
Page #512
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૭૯ कुर्वन्नन्यस्य कर्ता इत्युच्यते, पटादिकरणप्रवृत्तोऽपि प्रत्याख्यातविज्ञानान्तरसम्बन्धः स्यादेव कुम्भकारः, ततश्चाशेषलोकव्यवहारोपरोध इत्यतः पूर्वापरभागवियुतः सर्ववस्तुगतो वर्तमानक्षण एव सत्यः, नातीतानागतं वास्तीति वर्तमानवादिनो नास्तिकादयः । एतदर्शनं “चर खाद" इत्यादि, "एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः" इत्यादि सूक्ष्मस्थूलभेदात् ।
કદાચ વ્યવહારનય આમ કહે કે જે પૂર્વકાલીન મૃદ્રવ્ય હતું તે જ એક દ્રવ્ય ક્રમશઃ પિંડાકારે, ઘટાકારે અને કપાલાકારે બને છે. આમ મૃદ્રવ્ય ધ્રુવ છે અને ક્ષણે ક્ષણે અન્યથાઅન્યથા (ભિન્ન ભિન્ન પર્યાય સ્વરૂપે) પરિવર્તન પામે છે. તો આ વાત ઉચિત નથી. આમ આ નય કહે છે. કોઈ પણ ધ્રુવદ્રવ્ય છે જ નહીં. પ્રતિસમયે અન્ય-અન્ય વસ્તુ જ અન્યથાઅન્યથા રૂપે ઉત્પન્ન થાય છે. કારણ કે પ્રતિસમયે અન્ય-અન્ય રૂપે પ્રત્યય (બોધ) થાય છે માટે, માટીનો પિંડ હોય તે કાલે પિંડ છે એવો જ બોધ થાય છે, પણ ઘટ છે કે કપાલ છે એવો બોધ થતો નથી તથા ઘટકાલે ઘટ છે એવો જ પ્રત્યય (બોધ) થાય છે પણ પિંડ છે કે કપાલ છે એવો બોધ થતો નથી. આ જ રીતે કપાલ કાલે કપાલનો જ પ્રત્યય થાય છે પણ પિંડનો અને ઘટનો બોધ થતો નથી. તેથી પ્રતિસમયે અન્ય-અન્ય જ વસ્તુ સ્વરૂપ છે. અન્વયભૂત કોઈ ધ્રુવ દ્રવ્ય છે જ નહીં.
કોઈ પુરુષ જ્યારે માટીનો પિંડ બનાવતો હોય ત્યારે પિંડકાર કહેવાય છે પણ કુંભકાર કહેવાતો નથી. તેવી જ રીતે ઘટ બનાવે ત્યારે કુંભકાર કહેવાય છે પણ કપાલકાર કહેવાતો નથી. જો ધ્રુવદ્રવ્ય હોત તો તે પણ કહેવરાવવું જોઈએ. માટે પ્રત્યેક વસ્તુ ભિન્નભિન્ન છે. અન્ય પદાર્થને કરતો હોય ત્યારે તે પુરુષને તેનાથી અન્ય પદાર્થનો કર્તા ન કહેવાય અને જો કહેવાય તો પટાદિ કાર્ય કરવામાં પ્રવર્તેલો પુરુષ ઘટાદિનો કર્તા પણ કહેવરાવવો જોઈએ. કારણ કે તે કાલે તે પુરુષે વિજ્ઞાનાન્તસંબંધ (બીજું કોઈપણ કાર્ય કરવાનો ઉપયોગ) ત્યજી દીધો છે. તેથી પટાદિ કાર્ય કરવામાં જ ઉપયોગવાળા બનેલા પુરુષને ઘટાદિનો કર્તા પણ કહેવાનો પ્રસંગ આવશે. અને જો આમ થાય તો સમસ્ત ત્રણે ભુવનના પદાર્થોનો કર્તા પણ કહેવાશે. તેથી તો સઘળા ય પણ લોકવ્યવહારનો વિરોધ થાય. માટે આ વાત બરાબર નથી. તેથી કોઈ ધ્રુવદ્રવ્ય છે જ નહીં. પ્રતિસમયે નવો નવો જ પદાર્થ બને છે, તેને જુના પદાર્થ સાથે કંઈ સંબંધ નથી. જુનો પદાર્થ ક્ષણિકપણે જ બન્યો હોવાથી ક્ષણમાત્ર સ્થિતિવાળો થઈને આપોઆપ સ્વયં નષ્ટ થાય છે, પણ મુગર આદિ અન્ય નિમિત્તથી નાશ પામતો નથી. પ્રતિસમયે જુનો જુનો પદાર્થ સ્વયં નાશ પામે છે અને અપૂર્વ અપૂર્વ પદાર્થ સ્વયં ઉત્પન્ન થાય છે. નિર્દેતુક નાશ અને નિર્દેતુક ઉત્પત્તિવાળા પદાર્થો છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
४८० માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર આ રીતે પૂર્વ-અપર એવા વિભાગ વિના જ સર્વ વસ્તુઓમાં માત્ર એકક્ષણ સ્થાયી એવા સ્વરૂપવાળો જ પદાર્થ છે અને આ જ વાત સત્ય છે. માટે અતીત કે અનાગત કાલવર્તી કોઈ વસ્તુ સત્ નથી જ, આ પ્રમાણે માત્ર વર્તમાનકાલને માનનારા નાસ્તિકદર્શનકાર (ચાર્વાકદર્શનકાર) આદિ આમ કહે છે. તે દર્શનોની આવી માન્યતા છે કે “બહુ ફરો, બહુ ખાઓ-પીઓ, મોજમઝા માણો, આગળ-પાછળ ભવ છે જ નહીં” ઈત્યાદિ. વળી તેઓ કહે છે કે આટલું જ આ જગત છે જેટલું ઈન્દ્રિયોથી દેખાય છે” અતીન્દ્રિય કોઈ વસ્તુ છે જ નહીં. જેટલી જેટલી વસ્તુઓ ઈન્દ્રિયોથી દેખાય છે તે જ પર્વતાદિ સ્થૂલ અને ઘટ-પટાદિ તેનાથી સૂક્ષ્મ, ઘટ-પટાદિ સ્કૂલ અને બોર-સોય-રાઈ વગેરે સૂક્ષ્મ. આમ સ્કૂલ અને સૂક્ષ્મના ભેદથી દેખાતું જે આ જગત છે તે જ છે. બીજું અતીન્દ્રિય કોઈ વસ્તુ છે જ નહીં. આ પ્રમાણે ઋજુસૂત્રનય પોતાની કલ્પના કહે છે.
परिणतिसामान्यविशेषपरिणतिक्षायोपशमिकौदयिकादिवर्तमानग्रहरूपः शब्दनयः। शब्द एवासौ अर्थकृतवस्तुविषयविशेषप्रत्याख्यानेन शब्दकृतार्थविशेषं मन्यते । यदि अर्थाधीनः यः यः अर्थः धातोः विशेष: स्यात् न शब्दकृतः, तेन घटवर्तमानकाले घट एव निर्विशेषः स्यात् । कर्मकरणसम्प्रदानापादानस्वाम्यादिविशेषान्नाप्नुयात् । ततश्च घटं पश्यत्येवमादिकारककृतो व्यवहारो विद्यते (छिद्येत)। अतः समानलिङ्गादिशब्दसमुद्भावितमेवाभ्युपैति वस्तु । नेतरत् । न हि पुरुषः स्थाणुः यदीष्येत वचनार्थहानिः स्यात् । भेदार्थं हि वचनम्, अतः स्वातिः तारा नक्षत्रमिति लिङ्गतः, निम्बाम्रकदम्बा वनमिति वचनतः, स पचति, त्वं पचसि अहं पचामि पचावः पचामः इति पुरुषतः, एवमादि सर्वं परस्परविशेषव्याघातादवस्तु, परस्परव्याघातत्वे एवमाद्यवस्तु प्रतिपत्तव्यम् । यथा शिशिरो ज्वलनः, तथा विरुद्धविशेषत्वात् तटः तटी तटमित्यवस्तु, रक्तनीलमिति यथा । यद्वस्तु तदविरुद्धविशेषमभ्युपयन्ति सन्तः, यथा घटः कुम्भः । तथा चोच्यते-यत्रार्थो वाचं न व्यभिचरति अभिधानं तद्, एवमयं समानलिङ्गसङ्ख्यापुरुषवचनं शब्दः । एतद्दर्शनानुगृहीतं चोच्यते अर्थप्रवृत्तितत्त्वानां शब्द एव निबन्धनमिति ।
સંગ્રહનયને માન્ય સામાન્ય-પરિણતિ, વ્યવહારનયને માન્ય વિશેષ-પરિણતિમાંથી ક્ષાયોપથમિક ભાવવાળા અને ઔદયિક આદિ ભાવવાળા વર્તમાન પર્યાયને જ સ્વીકાર કરવાવાળો આ શબ્દનય, શબ્દમાં જ શબ્દ વડે કરાયેલા અર્થ-વિશેષને સ્વીકારે છે અને અર્થ (પદાર્થ) વડે કરાયેલા વસ્તુવિષયક વિશેષને ત્યજી દે છે. આ શબ્દનય શબ્દને વધારે
Page #514
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૪૮૧ મહત્ત્વ આપે છે. અન્ય અન્ય નયોને માન્ય સામાન્ય કે વિશેષને આ નય ગૌણ કરે છે. એટલું જ નહીં, પરંતુ શબ્દો દ્વારા જણાવાતી પદાર્થ સંબંધી વિશેષતા હોય તો તેને ગૌણ કરે છે. ઉપેક્ષા કરે છે. પણ શબ્દ સંબંધી વિશેષતાને ઘણું મહત્વ આપે છે. લિંગભેદ, વચનભેદ, જાતિભેદને કારણે અર્થભેદ કરે છે.
આ કારણે ઘટનો વર્તમાનકાલ જ્યારે હોય ત્યારે પણ ઘટ એ નિર્વિશેષ ઘટ જ છે. અર્થ-ગત વિશેષતાને આ નય ધ્યાનમાં લેતો નથી. આ કારણે જ કર્મકારકતા, કરણકારકતા, સંપ્રદાનકારકતા, અપાદાનકારકતા અને સ્વામી આદિ સંબંધી વિશેષતાને આ નય સ્વીકારતો નથી. તેથી જ “ધર્ટ પર” અથવા “ધટેન નન્ન વિમર્તિ” ઈત્યાદિ પ્રયોગોમાં ઘટમાં કર્મ-કારકતા, કરણકારકતા વગેરે ભિન્ન ભિન્ન કારક વડે કરાયેલા ભિન્ન ભિન્ન વ્યવહારો આ નયની દૃષ્ટિએ વિચ્છેદ પામે છે. અર્થાત્ ઘટતા નથી. આ કારણથી જે જે શબ્દોનું લિંગ સમાન, વચન સમાન, પુરુષ સમાન, કારક સમાન, આમ સમાન લિંગાદિ વાળા શબ્દો દ્વારા જણાવાયેલી વસ્તુને જ વસ્તુ તરીકે સ્વીકારે છે, પણ ઈતરને (ભિન્ન લિંગાદિ વાળાને) વસ્તુ તરીકે આ નય સ્વીકારતો નથી. કારણ કે જે પુરુષ હોય છે તે સ્થાણુ હોતું નથી અને જે સ્થાણુ હોય છે તે પુરુષ હોતો નથી, ભિન્ન શબ્દ હોવાથી ભિન્ન ભિન્ન પદાર્થ છે. આ બન્ને શબ્દો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ જો તે શબ્દોથી વાચ્ય વસ્તુ એક ઈચ્છાય તો વચન પ્રમાણેના અર્થની (શબ્દ પ્રમાણે પદાર્થ નથી માટે તે અર્થની) હાનિ થાય.
વસ્તુ-વસ્તુનો ભેદ સમજાવવા માટે જ શબ્દો બોલાય છે. પછી ભિન્ન એવા બે સ્થાણુ-પુરુષ શબ્દોથી વાચ્ય વસ્તુ એક કેમ હોય? આ કારણથી જ “સ્વાતિઃ તારા નક્ષત્રમ્' આ ત્રણે શબ્દોમાં લિંગ ભિન્ન ભિન્ન હોવાથી, “નિસ્વીપૃથ્વી: વમિતિ” અહીં પૂર્વપદમાં બહુવચન અને વનને એકવચન હોવાના કારણે વચનભેદ હોવાથી, તથા “ પતિ, વં પસિ, મર્દ પાકિ” આ શબ્દોમાં પુરુષભેદ હોવાથી અને પામિ, પાવડ, પામ: ઈત્યાદિ શબ્દોમાં વચનભેદ હોવાથી આવા આવા પ્રકારના સર્વ શબ્દોમાં અરસપરસ જ એક-બીજાની વિશેષતાનો વ્યાઘાત કરનારા આ શબ્દો થયા, તેથી તે અવસ્તુ (મિથ્થા વસ્તુ) જ છે. જે જે શબ્દો પરસ્પર એક-બીજાના વિશેષ ધર્મનો વ્યાઘાત કરનારા હોય છે તે સર્વે અવસ્તુ જ જાણવી.
જેમકે “શિશિર વૈ7:” શિશિર ઋતુ છે પણ ઘણો જ તાપ છે, આમ બોલવું કે સમજવું મિથ્યા છે. કારણ કે પરસ્પર વિરુદ્ધ ધર્મ છે માટે મિથ્યા છે. તેવી જ રીતે “તદ: તરી તમિત્યવતુ'' આ ત્રણે શબ્દોમાં લિંગ ભિન્ન ભિન્ન હોવાથી અવસ્તુ છે. જેમ રક્ત
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૮૨ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર હોય તે નીલ ન હોય અને નીલ હોય તે રક્ત ન હોય તેમ આ શબ્દો પણ ભિન્ન ભિના લિંગવાળા હોવાથી ભિન્ન વાગ્યના વાચક છે.
જે વસ્તુ પરસ્પર અવિરુદ્ધ ધર્મ-વિશેષવાળી હોય તે જ વાસ્તવિક વસ્તુ છે એમ સજ્જન પુરુષો સ્વીકારે છે. જેમ “પટ: ગુગ્ધ: નશઃ” આ ત્રણે શબ્દોથી વાચ્ય વસ્તુ એક છે. કારણ કે સમાન લિંગ અને સમાન વચન વગેરે હોવાથી. તેથી જ શાસ્ત્રકારો દ્વારા શાસ્ત્રોમાં આમ કહેવાય છે કે “જ્યાં પદાર્થ વાચાની સાથે વ્યભિચાર ન પામે તે જ સાચો શબ્દ છે.” આ પ્રમાણે આ નય સમાન લિંગ, સમાન સંખ્યા, સમાન પુરુષ અને સમાન વચનવાળા શબ્દને જ સાચો શબ્દ માને છે. તેથી જ તેને શબ્દનય કહેવાય છે. આ જ નયના એકાન્તવાદથી અનુગૃહીત થયેલું દર્શન એકાન્ત-શબ્દનયવાદી કહેવાય છે. પ્રત્યેક પદાર્થોમાં પ્રવૃત્તિરૂપ તત્ત્વનું કારણ શબ્દ જ છે. આમ શબ્દની પ્રધાનતાવાળી આ શબ્દનયની માન્યતા છે.
तत्त्वार्थे शब्दनयस्त्रिभेदः, साम्प्रतसमभिरूद्वैवम्भूतभेदात् । साम्प्रतं-वर्तमानं भावाख्यमेव वस्त्वाश्रयत इति वर्तमानक्षणवर्तिवस्तुविषयोऽध्यवसायः, तद्भवः शब्दः साम्प्रतः, स्वार्थे को वा साम्प्रतिकः । अनुयोगद्वारादिषु भिन्नाख्यानेन भिन्नैव व्याख्यायते ।
यां यां संज्ञामभिधत्ते तां तां समभिरोहतीति समभिरूढः । सोऽभिदधति
તત્ત્વાર્થસૂત્રમાં શબ્દનયના ત્રણ ભેદો કહ્યા છે - (૧) સામ્રત, (૨) સમભિરૂઢ, (૩) એવંભૂત. આવા પ્રકારના ત્રણ નામથી ત્રણ ભેદ કહ્યા છે. સાસ્કૃત એટલે વર્તમાનકાલીન, ભાવાત્મક જે વસ્તુ તેને જ આ નય સ્વીકારે છે. વર્તમાનકાલીન એકક્ષણ-માત્રવર્તી વસ્તુના વિષયવાળો જે અધ્યવસાય તે સામ્પત. તે સામ્પ્રત શબ્દથી ભવ અર્થમાં પ્રત્યય થતાં સાસ્કૃત શબ્દ બને છે અથવા સ્વાર્થમાં તદ્ધિતનો વા પ્રત્યય લાગતાં સાપૂતિના શબ્દ પણ બને છે. અનુયોગદ્વાર વગેરે આગમ શાસ્ત્રોમાં સામ્પ્રતસમભિરૂઢ અને એવંભૂત આમ ભિન્ન ભિન્ન નામો હોવાથી ભિન્ન ભિન્ન સંજ્ઞાનું જ વ્યાખ્યાન કરાય છે. નામ પ્રમાણે ભિન્ન ભિન્ન જ અર્થ કરાય છે. તેમાં પ્રથમ સામ્મતનય સમજાવ્યો. હવે સમભિરૂઢનય કહે છે -
કોઈપણ વસ્તુ માટે જે જે સંજ્ઞા કહેવાય છે તે સંજ્ઞાને જ વધારે ભાર આપીને સ્વીકારે, તે તે શબ્દોની વ્યુત્પત્તિ પ્રમાણે જ અર્થને માને તે સમભિરૂઢ નય કહેવાય છે. તે સમભિરૂઢનયનું કહેવું છે કે –
Page #516
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
४८३ यदि लिङ्गमात्रभिन्नमवस्तु, विसंवादित्वात्, रक्तनीलतादिवत्, एवं सति मूलत एव भिन्नशब्दं कथं वस्तु स्यात् ? शब्देन हि अर्थाद् निरुक्तिः क्रियते, एतस्माद् निरुक्तादेषः इति यत्र तद्भेदस्तद्भिन्नमेव, यथा तु पूर्वनयेनैकं कृत्वोच्यते इन्द्रशक्रादिः तदवस्तु यथा घटज्वलनादि भिन्ननिमित्तत्वाद् अनयोरेकत्वेन अवस्तुता । एवं घटकुटयोरपि चेष्टाकौटिल्यनिमित्तभेदात्पृथक्ता । तथा प्रकृतिप्रत्ययोपात्तनिमित्तभेदाद् भिन्नौ शक्रेन्द्रशब्दौ, एकार्थो न भवतः, विविक्तनिमित्तावबद्धत्वात् गवाश्वशब्दवत् ।
(अथापि) प्रतीतिश्च लोके चैवं निरूढत्वात्, इन्द्रशब्दस्य पुरन्दरादयः पर्यायाः इत्येतदनुपपन्नम् । एवं हि सामान्यविशेषयोरपि पर्यायशब्दत्वं स्यादेव । यतः प्लक्ष इत्युक्ते प्राग् वृक्षेऽस्ति सम्प्रत्ययः, अस्तित्वे सम्प्रमोहे च सज्ञान्तरकल्पनायामिहापि तर्हि उक्तादनुक्तप्रतिपत्तौ सत्यां पर्यायत्वप्रसङ्गः । प्रविश, पिण्डी भक्षय इत्यस्य गमात् ।
तथाऽस्तिर्भवतिपरः प्रथमपुरुषेऽप्रयुज्यमानेऽप्यस्तीति गम्यते, वृक्षः प्लक्ष इत्युक्तेऽस्तीति गम्यते न्यायादस्तिपर्यायः प्राप्तः । (भेदः साधीयान् ) तस्माद् भेदस्यार्थनयात् दन्तिहस्तिनोश्चैकत्वाप्रसङ्गः इति, एवं सज्ञान्तराभिधानमवस्तु इति ।
સમભિરૂઢ નય પર્યાયવાચી નૃપ-ભૂપ અને રાજા ઈત્યાદિ શબ્દોના પણ ભિન્ન ભિન્ન અર્થ સ્વીકારે છે. તેથી તે નય શબ્દનયને આવા પ્રકારનો ઠપકો આપે છે કે – જે જે શબ્દોનું લિંગમાત્ર ભિન્ન હોય છે તે તે વસ્તુ ભિન્ન ભિન્ન હોય છે. તટ તટી ત૮ નું એકત્વ માનવું તે જો અવસ્તુ છે, મિથ્યા છે. કારણ કે બધા જ શબ્દો પરસ્પર વિસંવાદી છે. જેમ નીલ અને પીત શબ્દો ભિન્ન ભિન્ન હોવાથી તેના ભિન્ન ભિન્ન અર્થ છે, તેમ તટ-તટી-ત૮ શબ્દોના અર્થો પણ ભિન્ન ભિન્ન છે – આમ શબ્દનય ! તું માને છે. તો જે શબ્દો મૂલથી જ ભિન્ન છે. જેમકે ગૃપ-ભૂપ અને રાજા, તે શબ્દોનો અર્થ એક કેમ હોય? લિંગભેદે જો અર્થભેદ હોય છે તો પછી શબ્દભેદે વસ્તુભેદ કેમ ન હોય ?
શબ્દ દ્વારા (એટલે કે શબ્દની વ્યુત્પત્તિ કરવા દ્વારા) અર્થથી નિશ્ચિત અર્થનું કથન थाय छे. सेम नृन् पातीति नृपः, भुवं पातीति भूपः = आम "॥ शहीथी आवा પ્રકારની નિરુક્તિ થતી હોવાથી મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ. આવો અર્થ થાય છે” આમ જે જે શબ્દો ભિન્ન ભિન્ન હોય છે તેનો તેનો અર્થ પણ તેવો તેવો ભિન્ન-ભિન્ન જ હોય છે. નૈગમ-સંગ્રહાદિ પૂર્વનયો વડે ઈન્દ્ર, શક, પુરંદર વગેરે
Page #517
--------------------------------------------------------------------------
________________
४८४ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર શબ્દોનો જે ઈન્દ્ર એવી એકતા કરીને એક અર્થ કરાય છે, તે ખરેખર અવસ્તુ છે, ખોટું છે, મિથ્યા છે. કારણ કે જો આમ ભિન્ન ભિન્ન શબ્દોનો પણ અર્થ એક જ કરીએ તો “ઘટ અને જ્વલન” ઈત્યાદિ શબ્દોનો અર્થ પણ એક થઈ જશે અને આ પ્રમાણે ભિન્ન ભિન્ન નિમિત્ત (વ્યુત્પત્તિ) હોવા છતાં પણ જેમ ઘટ-જ્વલન શબ્દની એકતા કરવી તે અવસ્તુ છે. તેમ નૃપ-ભૂપ ઈત્યાદિ શબ્દોની પણ એકતા કરવી તે અવસ્તુ જ છે. આ પ્રમાણે વિચારતાં ઘટ અને કુટ આ બન્ને શબ્દોની પણ ભિનાર્થતા જ માનવી ઉચિત છે. કારણ કે ઘટ શબ્દની નિમિત્તતા ચેષ્ટા છે અને કુટશબ્દની નિમિત્તતા કૌટિલ્યતા છે. આ રીતે ચેષ્ટા અને કૌટિલ્યતા રૂપ નિમિત્તભેદ હોવાથી જેમ ઘટ-કુટ શબ્દોના અર્થો ભિન્ન ભિન્ન છે તે જ રીતે શક્ર અને ઈન્દ્ર આ બને પર્યાયવાચી શબ્દોમાં પણ પ્રકૃતિ અને પ્રત્યયથી પ્રાપ્ત થયેલ એવું નિમિત્ત ભિન્ન ભિન્ન હોવાથી બન્ને શબ્દો પણ ભિન્ન ભિન્ન જ છે અને અર્થ પણ ભિન્ન ભિન્ન જ છે. તે બન્નેને એકાર્થકતા કેમ હોય ? અર્થાત પર્યાયવાચી બને શબ્દો એકાર્થક નથી. જેમ ગાય અને અશ્વ શબ્દોમાં પ્રકૃતિ અને પ્રત્યય ભિન્ન ભિન્ન હોવાથી અર્થ ભિન્ન ભિન્ન છે તેમ શક્ર અને ઈન્દ્ર શબ્દોમાં પણ વિવિક્ત) ભિન્ન ભિન્ન નિમિત્ત રહેલ હોવાથી અર્થ ભિન્ન ભિન્ન છે.
પ્રશ્ન :- કદાચ અહીં કોઈક આવો પ્રશ્ન કરે કે શક્ર-પુરંદર-વજપાણિ વગેરે શબ્દો ઈન્દ્રના પર્યાયવાચી તરીકે રૂઢ છે. આવી પ્રતીતિ લોકમાં છે. અર્થાત્ લોકમાં આવો અનુભવ છે કે ઈન્દ્રાદિ શબ્દો પરસ્પર પર્યાયવાચી છે. એક જ અર્થને કહેનારા છે. તેને ભિન્ન ભિન્ન અર્થવાળા કેમ કહેવાય ?
ઉત્તર :- પ્રશ્નકારની ઉપરની વાત યુક્તિયુક્ત નથી. કારણ કે જો ભિન્ન ભિન્ન શબ્દોનો અર્થ એક જ થતો હોય તો સામાન્યવાચી અને વિશેષવાચી શબ્દો પણ પર્યાયવાચી બની જાય અને તેનો પણ એક અર્થ થવાની આપત્તિ આવે. કારણ કે “આ પ્લક્ષ છે” આમ કહ્યું છતે પ્રથમ તો વૃક્ષનું અસ્તિત્વ જણાય છે તેથી જે કહેવાથી જે જણાય તેને જો પર્યાયવાચી કહીએ તો જેમ નૃપ કહેવાથી ભૂપ જણાય છે તેમ પ્લેક્ષ કહેવાથી વૃક્ષનું અસ્તિત્વ પણ જણાય જ છે. તેથી અહીં પણ એટલે કે પ્લેક્ષ કહેવાથી અસ્તિત્વ નો બોધ થાય છે. તેમાં પણ પર્યાયાન્તરની જ કલ્પના કરવી પડશે અને જો ખરેખર આમ કરાય તો પ્લેક્ષ એ વિશેષવાચી વચન બોલવાથી વૃક્ષનું અસ્તિત્વ રૂપ સામાન્ય જણાય છે તેથી વિશેષ અને સામાન્ય પણ પર્યાયવાચી જ થશે અને આ રીતે જ્યાં જ્યાં કોઈપણ એક સ્વરૂપના કથનથી અનુક્તની પ્રતિપત્તિ થાય, ત્યાં સર્વત્ર પર્યાયવાચી માનવાનો જ પ્રસંગ આવે. જે યથાર્થ નથી.
Page #518
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૪૮૫ જો ઉક્તથી અનુક્તની પ્રતિપત્તિને પર્યાયવાચી કહીએ તો કોઈ સ્ત્રી પોતાના પુત્રને કહે કે “વિશ'' તું ઘરમાં તો જા, આમ કહેવાથી ઘરમાં પડેલા “ઉપાડ અક્ષય' ભોજનને કર. આ અર્થ પણ નમતુ = સમજાઈ જ જાય છે તો ત્યાં પણ પર્યાયવાચી માનવાનો પ્રસંગ આવશે. તથા “તિર્મવતિપર:” જ્યાં જ્યાં કોઈ ક્રિયાપદ ન હોય ત્યાં ત્યાં ગતિ અને મતિ શબ્દ અધ્યાહરથી સમજી લેવા. આ રીતે પ્રથમ પુરુષમાં ન પ્રયોગ કરાયેલો પણ “પ્તિ અથવા મતિ” જણાય જ છે. તેથી તે પણ જ્યાં જણાશે ત્યાં પર્યાયવાચી જ થશે. તથા “વૃક્ષ: Hક્ષ:” આ વૃક્ષ છે, તે પ્લક્ષ છે. આમ બોલવાથી તિ અનુક્ત હોવા છતાં પણ જણાય જ છે. માટે વૃક્ષ ન્નક્ષ અને મતિ આ સર્વે ન્યાયની રીતિએ પર્યાયવાચી થવાનો પ્રસંગ આવશે. આમ ઘણી જ અવ્યવસ્થા થશે. તેથી સર્વે પણ શબ્દોમાં વ્યુત્પત્તિ પ્રમાણે ભેદ જ છે. આવા પ્રકારનો અર્થ પ્રમાણે નય હોવાથી જેમ હસ્તિ અને અશ્વ શબ્દની એકતાનો અપ્રસંગ છે તેમ દક્તિ અને હસ્તિ શબ્દમાં પણ (એટલે કે પર્યાયવાચી શબ્દોમાં પણ) એકતાનો અપ્રસંગ જ છે. અર્થાત્ પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિ પ્રમાણે અર્થનો ભેદ જ છે. માટે પર્યાયવાચી શબ્દોમાં એકતાની કલ્પના કરવી તે અવસ્તુ જ છે. એકતા કલ્પવી તે અપ્રાસંગિક જ છે. આમ સમભિરૂઢ નય કહે છે.
___ एवम्भूतनय आह-निमित्तं क्रियां कृत्वा शब्दः प्रवर्तते, न हि यदृच्छाशब्दोऽस्ति अतो घटमान एव घटः, कुटंश्च कुटो भवति, पूरणप्रवृत्त एव पुरन्दरः, यथा दण्डसम्बन्धानुभवनप्रवृत्तस्यैव दण्डित्वम्-अन्यथा व्यवहारलोपप्रसङ्गः, न चासौ तदर्थः, अनिमित्तत्वात् ।
એવંભૂતનયનું કહેવું આ પ્રમાણે છે કે – કોઈ પણ શબ્દની પ્રવૃત્તિમાં પોત-પોતાની ક્રિયા એ નિમિત્ત છે. પોતાનાથી વાચ્ય ક્રિયાનું નિમિત્ત કરીને શબ્દનો પ્રયોગ થાય છે, પણ યદેચ્છાએ (ગમે તેમ, ગમે ત્યાં શબ્દનો પ્રયોગ થતો નથી. માટે ક્રિયાકાલે જ તે તે શબ્દનો પ્રયોગ થાય છે. જેમકે ઘટમાન ક્રિયાવાળો જે પદાર્થ તે જ ઘટ કહેવાય છે. જલાધાર બનતો હોય, સ્ત્રીના માથા ઉપર ઉપાડાતો હોય, પાણી લવાતું હોય અથવા લઈ જવાતું હોય. આમ ઘટની ચેષ્ટા કરતા ઘટને જ ઘટ કહેવાય છે. એવી જ રીતે કુટનક્રિયા કરતા કુટને જ કુટ કહેવાય છે. ઈન્દ્રમહારાજા નગરને વિદારતા હોય ત્યારે જ પુરંદર કહેવાય છે. જેમ દંડના સંબંધના અનુભવમાં પ્રવર્તેલાને જ દંડી પુરુષ કહેવાય છે. અર્થાત્ લાકડી રાખતો હોય તેને જ લાકડીવાળો પુરુષ કહેવાય છે. પરમાત્મા જ્યારે તીર્થની સ્થાપના કરે ત્યારે જ તીર્થકર પ્રભુ કહેવાય છે. જો આમ ન વિચારીએ અને ક્રિયાકાલ વિના પણ તે તે શબ્દોના પ્રયોગો કરીએ તો ગમે ત્યાં, ગમે તે શબ્દોનો પ્રયોગ થવા લાગે અને એમ થાય તો સર્વે લોકોમાં
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૮૬
માધ્યસ્થાષ્ટક- ૧૬
જ્ઞાનસાર
ચાલતો વ્યવસ્થિત જે વ્યવહાર છે તેનો લોપ થઈ જવાનો પ્રસંગ આવે, તેથી જ્યાં તે તે શબ્દવાચ્ય ક્રિયા નથી ત્યાં ત્યાં તે આ વિવક્ષિત પદાર્થ નથી. એટલે ચેષ્ટા ન કરતો ઘટ એ ઘટ નથી. કારણ કે ઘટ શબ્દના પ્રયોગમાં નિમિત્તભૂત જે ચેષ્ટા છે તે ત્યાં નથી. આમ સર્વત્ર ક્રિયાશૂન્ય શબ્દપ્રયોગ કરવા તે અવસ્તુ છે.
पुन: नयस्यावयवविभागेन व्याख्यानमाह-निश्चयेन गम्यन्ते - उच्चार्यन्ते - प्रयुज्यन्ते येषु शब्दाः ते निगमाः-जनपदाः, तेषु-निगमेषु जनपदेषु ये अक्षरात्मकानां ध्वनीनां सामान्यनिर्देशाः अभिहिताः उच्चारिताः शब्दाः घटादयः, तेषामर्थो जलधारणाहरणादिसमर्थः शब्दार्थपरिज्ञानं चेति शब्दस्य घटादिरर्थोऽभिधेयः, तस्य परिज्ञानमवबोधः "घट" इत्यनेनायमर्थ उच्यते, अस्य चार्थस्य अयं वाचकः । यदेवंविधमध्यवसायान्तरं स नैगमः, स सामान्यविशेषालम्बीत्येतद् दर्शयतिदेशसमग्रग्राही ।
यदा हि स्वरूपतो घटोऽयमिति निरूपयति, तदा सामान्यघट सर्वसामान्यव्यक्त्याश्रितं घटाभिधानप्रत्ययहेतुमाश्रयत्यतः समग्रग्राहीति । तथा विशेषत: सौवर्णो मृन्मयो राजतः श्वेत इत्यादिकं विशेषं निरूपयति, ततो देशग्राहीति भण्यते नैगमनयः ।
હવે આ જ સાત નયોના પેટાભેદના વિભાગપૂર્વક એટલે કે ભેદ-ઉત્તરભેદ સમજાવવાપૂર્વક તથા નૈગમ, સંગ્રહ આ શબ્દો કેવી રીતે બન્યા છે ? કઈ કઈ પ્રકૃતિ અને પ્રત્યયથી બન્યા છે તેનું વ્યાખ્યાન કરતાં કહે છે કે - નૈગમનયમાં વપરાતો નૈગમશબ્દ નિગમશબ્દ ઉપરથી બન્યો છે. નિગમ એટલે જનપદ અર્થાત્ દેશ, તે તે શબ્દો નિશ્ચયપૂર્વક જણાય છે, ઉચ્ચારણ કરાય છે, પ્રયોગ કરાય છે - જે જે દેશોમાં, તે દેશો નિમ કહેવાય છે. તે નિગમોમાં એટલે કે દેશોમાં બોલાતા અક્ષરાત્મક તે તે ધ્વનિના સામાન્ય નિર્દેશપૂર્વક કહેલા એટલે કે ઉચ્ચારણ કરાયેલા ઘટ-પટ ઈત્યાદિ જે શબ્દો છે તથા તેઓનો જે નિયત અર્થ છે, જેમકે જલાદિને ધારણ કરવું, લાવવું, લઈ જવું આવી ક્રિયા કરવામાં સમર્થ તે ઘટ શબ્દનો અર્થ. શરીરાદિનું આચ્છાદન કરવું તે પટ શબ્દનો અર્થ.
આ રીતે ઘટશબ્દ તથા તેના અર્થનું જ્ઞાન કરીને ઘટ શબ્દથી ઘટ નામનો પદાર્થ કહેવા લાયક છે, જાણવા યોગ્ય છે. તેવા પ્રકારનો જે અવબોધ કરવો, “જેમકે “ઘટ” આવા પ્રકારના શબ્દ વડે આવા પ્રકારનો પદાર્થ સમજવાનો છે અને આવા પ્રકારના પદાર્થ માટે આવો ઘટ શબ્દ વાપરવાનો છે.” આવા પ્રકારની સમજણવાળો માનસિક જે જે ભિન્ન
Page #520
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
४८७ ભિન્ન અધ્યવસાય, વિચારધારા તે નૈગમનય કહેવાય છે. તે નિગમનય સામાન્ય અને વિશેષ એમ બન્નેના આલંબનવાળો છે એ જ જણાવે છે -
- જ્યારે ઘટનું સ્વરૂપ સમજાવવા “આ ઘટ છે” આમ કહેવાય છે ત્યારે સામાન્યથી સર્વ ઘટવ્યક્તિમાં રહેલું, ઘટ શબ્દના ઉચ્ચારણનું અને ઘટસંબંધી જ્ઞાનનું નિમિત્ત જે ચેષ્ટાવાળાપણું અથવા નીચેથી પહોળા-પહોળાપણું અને ઉદરભાગથી ઉપર સાંકડાસાંકડાપણું તથા ઉપર કાંઠલાનું હોવું ઈત્યાદિ નિમિત્તનો આશ્રય કરીને જ સામાન્યથી ઘટશબ્દ વપરાય છે. આ કારણથી આ કાલે આ નય સામાન્યગ્રાહી નૈગમનય કહેવાય છે. પરંતુ જ્યારે આ સુવર્ણનો ઘટ છે અથવા માટીનો ઘટ છે, રૂપાનો ઘટ છે, તે શ્વેત છે, રક્ત છે, શ્યામ છે ઈત્યાદિ રૂપે ઘટના વિશેષ-વિશેષ સ્વરૂપનો નિર્દેશ કરે છે ત્યારે તે નૈગમનય દેશગ્રાહી-નૈગમનય કહેવાય છે. આ પ્રમાણે નૈગમનય બે ભેદથી સમજાવ્યો. હવે સંગ્રહનય સમજાવે છે.
__साम्प्रतं सङ्ग्रहस्य अवयवार्थमाह - (अर्थानां सर्वैकदेशग्रहणं सङ्ग्रहः, तत्त्वार्थ, भाष्य ११३५) अर्थानां सामान्यविशेषात्मकयोरेकीभावेन ग्रहणमाश्रयणमेवंविधोऽध्यवसायः सङ्ग्रहो भण्यते । एकीभावेन ग्रहणमेव द्रष्टव्यम् यौ हि सामान्यविशेषौ नैगमाभिमतौ, तौ संपिण्ड्य सङ्ग्रहनयः सामान्यमेव केवलं स्थापयति सत्तास्वभावम्, यतः सत्तातो न व्यतिरिच्यते विशेषः ।
હવે સંગ્રહનયનો અવયવભૂત અર્થ વ્યુત્પત્તિસિદ્ધ અર્થ) સમજાવે છે. (સર્વે પણ પદાર્થોમાં સર્વને એક અંશરૂપે (અભેદરૂપે) જે ગ્રહણ કરવું તે સંગ્રહનય કહેવાય છે.) સર્વે પણ પદાર્થો સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. તે બન્ને સ્વરૂપોને એકીભાવરૂપે કરીને ગ્રહણ કરવું, આશ્રય કરવું, આવા પ્રકારનો જે અધ્યવસાય (વિચારધારા) તે આ સંગ્રહનય કહેવાય છે. અર્થાત્ પદાર્થોને સામાન્ય રૂપે જે ગ્રહણ કરવાં તે સંગ્રહનય જાણવો. આ નયની દૃષ્ટિ પદાર્થોના એકીકરણ તરફ પ્રધાનપણે હોય છે. નૈગમનયે જે સામાન્ય અને વિશેષ માનેલા, તે બન્નેને સંપિષ્ઠિત કરીને અર્થાત્ એકમેક ભાવે કરીને આ સંગ્રહનય કેવલ સત્તા સામાન્યરૂપ સામાન્યને જ સ્વીકારે છે. વિશેષને સ્વીકારતો નથી. કારણ કે સત્તા સામાન્યથી વિશેષ કોઈ અતિરિક્ત પદાર્થ નથી. જે કોઈ વિશેષો દેખાય છે તે સર્વે પણ સત્તા સામાન્યથી યુક્ત જ છે. તેથી સત્તા સામાન્ય એ જ તત્ત્વ છે. તેનાથી ભિન્ન વિશેષો જેવું કોઈ તત્ત્વ જ નથી. ઉતિ એવા સામાન્યથી પ્લક્ષ આમ્ર વગેરે વિશેષો ભિન્ન નથી.
व्यवहारलक्षणाभिधित्सयाह-लौकिकाः विशेषाः तैरेव घटादिभिः व्यवहरन्ति,
Page #521
--------------------------------------------------------------------------
________________
४८८ માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર तेषामुपचारप्रायः इति । “उपचारो नामान्यत्र सिद्धस्यार्थस्यान्यत्र आरोपो यः" यथा कुण्डिका स्रवति, पन्था गच्छति, उदके कुण्डिकास्थे स्रवति सति कुण्डिका स्त्रवतीत्यच्यते, परुषे च गच्छति पन्था गच्छतीति एवमपचारबहल इत्यर्थः । विस्ततो विस्तीर्णोऽनेकार्थो ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति निगद्यते ।
- વ્યવહારનયનું લક્ષણ કહેવાની ઈચ્છાથી જણાવે છે કે - વિશેષધર્મો એ લૌકિક છે અર્થાત્ લોકગમ્ય છે. તેથી આ વ્યવહારનય વિશેષ એવા તે ઘટાદિ ધર્મો વડે જ વ્યવહાર કરે છે. વળી આ વ્યવહારનય આ વિશેષ ધર્મોનો પ્રાયઃ ઉપચાર કરવાની પ્રધાનતાવાળો છે. અર્થાત્ ઉપચારપણે વસ્તુનો વ્યવહાર કરે છે. ઉપચાર એટલે કે “અન્યત્ર સિદ્ધ થયેલી વસ્તુનો અન્યત્ર આરોપ કરવો તે” જેમકે “કુંડી ઝમે છે, આ માર્ગ અમદાવાદ જાય છે” આ બને વાક્યોમાં જેવું બોલીએ છીએ તેવું વાસ્તવિક સ્વરૂપ નથી. પરંતુ કુંડી ઝમે છે એટલે કે “કુંડીમાં રહેલું પાણી ઝમે છે અર્થાત્ પાણી ટપકે છે. આમ હોવા છતાં આવું બોલાય છે કે “કુંડી ઝમે છે”. તેવી જ રીતે “આ માર્ગે ચાલનારો પુરુષ અમદાવાદ પહોંચે છે. આમ હોવા છતાં પણ “આ માર્ગ અમદાવાદ જાય છે” આમ બોલાય છે. આવા પ્રકારના ઘણી જાતના ઉપચાર કરવાની બહુલતાવાળો આ વ્યવહાર નય હોય છે.
ઉપચાર દ્વારા ઘણો વિસ્તૃત એટલે કે ઘણા જ વિસ્તારવાળો અનેક પ્રકારનો અર્થ છે શેય જેને તે વ્યવહારનય કહેવાય છે. આ પ્રમાણે વિસ્તૃત અર્થવાળો માનસિક જે વિચારવિશેષ તે વ્યવહારનય જાણવો.
ऋजुसूत्रलक्षणं व्याचिख्यासया आह - (सतां साम्प्रतानामर्थानामभिधानપરિજ્ઞાનમૃગુસૂત્ર: (તત્ત્વાર્થભાષ્ય-૧/૩૫) સતાં વિદ્યમાનાના, ન પુષ્પાવીનામસતી, તેષામપિ સત્તાનાં (સમ્રતાન) વર્તમાનાનામર્થીનાં (વટવીન) મિથાનં-શા, परिज्ञानं अवबोधो विज्ञानं यत् स भवति ऋजुसूत्रः । एतदुक्तं भवति
तानेव व्यवहारनयाभिमतान् विशेषान् आश्रयन् विद्यमानान् वर्तमानक्षणवर्तिनोऽभ्युपगच्छन्नभिधानमपि वर्तमानमेवाभ्युपैति, नातीतानागते, तेनानधीयमानत्वात् कस्यचिदर्थस्य, तथा परिज्ञानमपि वर्तमानमेवाश्रयति, नातीतमागामि वा, तत्स्वभावानवधारणात् । अतो वस्त्वभिधानं विज्ञानं चात्मीयं वर्तमानमेवेतीत्थमध्यवसायः, स 2ઢનુસૂત્ર: રૂતિ |
હવે ઋજુસૂત્રનયને સમજાવવાની ઈચ્છાથી ગ્રંથકારશ્રી સમજાવે છે કે “જે જે પદાર્થો
Page #522
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક - ૧૬
૪૮૯
વર્તમાનકાલે સત્ છે, હાજર છે, વિદ્યમાન છે તેનું જ આદાન-પ્રદાન (લેવડ-દેવડ) થાય છે તે માટે તેવા વિદ્યમાન પદાર્થોના વાચક શબ્દો પણ છે અને તે તે શબ્દોથી તે તે પદાર્થોનો બોધ પણ થાય છે. આમ વર્તમાનકાલીન ભાવોને જ ગ્રહણ કરનારો જે નય તે ઋજુસૂત્રનય કહેવાય છે. તત્ત્વાર્થભાષ્યમાં ૧/૩૫ માં આ પ્રમાણે વ્યાખ્યા લખી છે કે “જે સત્ હોય, વિદ્યમાન હોય પણ આકાશપુષ્પાદિની જેમ અસત્ ન હોય, એવા તે સત્પદાર્થોમાં પણ અર્થાત્ સત્તાધર્મવાળા પદાર્થોમાં પણ સાંપ્રતકાલે એટલે કે વર્તમાનકાલે જે ઘટ-પટ-નટ આદિ પદાર્થો વિદ્યમાન છે, હયાત છે. તેવા જ પદાર્થોના વાચક શબ્દો અને તેવા જ પદાર્થોનું જ્ઞાન થાય છે. પરંતુ અતીત-અનાગતભાવોના વાચક શબ્દો કે તેવા ભાવોનું જ્ઞાન થતું નથી. કારણ કે તે હાલ સત્ નથી. આમ જે નય કહે છે તે ઋજુસૂત્રનય છે.
ઉપરોક્ત વાતનો સાર એમ છે કે વ્યવહારમાં જે જે વિશેષ ભાવો સ્વીકારેલા છે તે તે વિશેષ ભાવોનો જ આ નય આશ્રય કરે છે. તેમાં પણ વિશેષ ભાવોની અંદર પણ જે જે વિશેષ ભાવો હાલ વિદ્યમાન છે, વર્તમાનકાલે જેની વૃત્તિ છે તેને જ આ નય સ્વીકાર કરે છે. તેવા જ ભાવોના વાચકશબ્દો જગતમાં વિદ્યમાન છે. પણ અતીતકાલીન કે અનાગતકાલીન પદાર્થોના વાચકશબ્દો કોઈ નથી. કારણ કે તેવા શબ્દો વડે બોલાવી શકાય, જાણી શકાય તેવા કોઈપણ પદાર્થો હાજર નથી. તેથી આવા વાચકશબ્દો પ્રવર્તતા નથી. તથા આવા પ્રકારના શબ્દોથી પદાર્થવિષયક જ્ઞાન પણ વર્તમાનકાલીન જ થાય છે. પરંતુ અતીત વસ્તુવિષયક કે આગામી વસ્તુવિષયક જ્ઞાન થતું નથી. કારણ કે અતીત તથા અનાગતકાલીન વસ્તુઓ અસત્ હોવાથી સત્સ્વરૂપે તે વસ્તુઓને જાણી શકાતી જ નથી, જો વસ્તુ જ અસત્ છે તો તદ્વાચક શબ્દ કે તે વસ્તુનું જ્ઞાન કેમ થાય ? અર્થાત્ ન જ થાય.
આ કારણથી કોઈપણ વસ્તુનો વાચક શબ્દ કે તે તે વસ્તુનું જ્ઞાન વર્તમાનકાલીન હોય તો જ થાય છે તથા પોતાની માલિકીની વસ્તુ હોય તો જ તે વસ્તુ કહેવાય છે. પરાયી વસ્તુ હોય તો તે પોતાની કાર્યસાધક ન હોવાથી અવસ્તુ જ છે. પારકાની પાસે લાખો રૂપિયાનું ધન હોય તો પણ તે ધન આપણા કાર્યનું સાધક ન હોવાથી કાંકરા બરાબર છે, અર્થાત્ અવસ્તુ જ છે. આવા પ્રકારનો અધ્યવસાય આ નય કરે છે. આ માટે આ નયને ઋજુસૂત્રનય કહેવાય છે.
यथार्थाभिधानं शब्दनयः ( त. भा. १।३५ ) यथेति येन कारणेन भावरूपेण नामस्थापनाद्रव्यवियुतेनार्थो घटादि: यथार्थः, तस्याभिधानं शब्दः - यथार्थाभिधानम्, तदाश्रयी यो अध्यवसायः स शब्दनयतयाऽभिधीयते, वर्तमानमात्मीयं विद्यमानं भावघटमेवाश्रयति नेतरानिति ।
Page #523
--------------------------------------------------------------------------
________________
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्ययः साम्प्रतः ( त. भा. १।३५) अर्थेऽभिधेये यः प्रत्ययो विज्ञानं, स साम्प्रतो नयः । एतदुक्तं भवति - नामादिषु प्रतिविशिष्ट - वर्तमानपर्यायापन्नेष्वपि प्रसिद्धो वाचकतया यः शब्दः, तस्मात् शब्दाद् भावाभिधायिनः तद्द्वाच्येऽर्थे भावरूपे प्रवृत्तोऽध्यवसायः साम्प्रताख्यामासादयति । यतो भाव एव शब्दाभिधेयो भवति, तेनाशेषाभिलषितकार्यकरणादिति ।
૪૯૦
યથાર્થ એવો શબ્દપ્રયોગ તે સામ્પ્રતશબ્દનય છે. એટલે કે નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપાથી રહિત એવો જે ભાવનિક્ષેપા રૂપ ઘટાદિ પદાર્થ છે તે જ યથાર્થપદાર્થ છે. તેનું “ઘટ” એવું જે નામ તે જ સાચું ઘટ એવું યથાર્થાભિધાન કહેવાય છે. તેના જ આધારવાળો
અધ્યવસાય (વિચારવિશેષ) છે શબ્દનય તરીકે કહેવાય છે. શબ્દનય આવા પ્રકારના યથાર્થાભિધાનવાળા ભાવનિક્ષેપાત્મક વસ્તુને જ વસ્તુ તરીકે સ્વીકારે છે. તેથી વર્તમાનકાલીન અને આત્મીય એવા વિદ્યમાન ભાવઘટને જ ઘટ કહેવાય એમ ઈચ્છે છે, પણ નામાદિ શેષ ત્રણ નિક્ષેપાવાળા પદાર્થો અર્થક્રિયાકારી ન હોવાથી આ નય તેને શબ્દવાચ્ય પદાર્થ તરીકે સ્વીકારતો નથી.
નામાદિ ચારે નિક્ષેપામાંથી જે નિક્ષેપામાં પૂર્વકાલમાં પ્રસિદ્ધપણે શબ્દ પ્રવર્તો હોય તેવા શબ્દથી તેવા વિવક્ષિત અર્થમાં જે બોધ થાય તે સામ્પ્રતશબ્દનય કહેવાય છે. આ રીતે પ્રસિદ્ધ શબ્દથી પ્રસિદ્ધ અભિધેય અર્થમાં જે બોધ કરવો તે સામ્પ્રતશબ્દનય કહેવાય છે. ઉપરોક્ત વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે
પ્રતિવિશિષ્ટ એવા વર્તમાન પર્યાયને પામેલા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચારે નિક્ષેપામાં પણ જે શબ્દ વાચક તરીકે જેમાં પ્રસિદ્ધ હોય, તે શબ્દ ભાવનિક્ષેપાનો જ વાચક બને છે. કારણ કે ભાવનિક્ષેપ જ વર્તમાન પર્યાયને પામેલ છે. શેષ નિક્ષેપા ઔપચારિક
છે. આ રીતે જે શબ્દથી જે વસ્તુ વાચ્ય હોય છે તેવા ભાવાત્મક પદાર્થમાં જ પ્રવર્તેલો જે
અધ્યવસાય છે તે સામ્પ્રતશબ્દનયની સંજ્ઞાને પામે છે. કારણ કે ભાવનિક્ષેપ જ શબ્દથી વાસ્તવિક વાચ્ય બને છે. જે ભાવ-ઘટ છે તે જ ઘટશબ્દથી વાચ્ય બને છે. કારણ કે તે ભાવનિક્ષેપાથી જ ઘટસંબંધી સઘળાં ઈષ્ટકાર્ય કરી શકાય છે. જલાધારાદિ સર્વે અર્થક્રિયા ભાવઘટથી થાય છે. નામાદિ શેષ-નિક્ષેપાવાચી ઘટથી થતા નથી. માટે આ સામ્પ્રત શબ્દનય વર્તમાનકાલીન ભાવનિક્ષેપાને જ શબ્દવાચ્ય પદાર્થ તરીકે ઈચ્છે છે.
अथाधुना समभिरूढलक्षणं दर्शयन्नाह - विद्यमानेषु वर्तमानपर्यायापन्नेषु अर्थेषु -घटादिषु असङ्क्रमः- इत्यन्यत्रागमनम् शब्दस्य यत् सोऽसङ्क्रमः, यथा घट इत्यस्य
Page #524
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૯૧ शब्दस्य विद्यमानं घटं चेष्टात्मकं विरहय्य नान्यत्र कुटाद्यर्थेऽभिधानसामर्थ्यमस्ति अभिधेयत्वात् । यदि चास्य शब्दस्य कुटादिरर्थोऽभिधेयो भवेदेवं सति यथोक्तसर्वसरत्वादयो दोषा उपजायेरन । नित्यतो न शब्दान्तराभिधेयोऽर्थोऽन्यस्य शब्दस्याभिधेयो भवति । एवमसङ्क्रमणगवेषणपरोऽध्यवसायः समभिरूढः । - હવે સમભિરૂઢનયનું લક્ષણ જણાવતાં કહે છે કે – વર્તમાનકાલીન પર્યાયને પામેલો હોય, વિદ્યમાન પદાર્થ હોય, સત્ વસ્તુ હોય, છતાં પણ ઘટ, કુંભ, કલશ આદિ પર્યાયવાચી શબ્દોમાં પણ અસંક્રમભૂત હોય (એક શબ્દનો અર્થ બીજા શબ્દમાં લાગુ ન પડે) એવા અર્થને જે માને તે સમભિરૂઢનય કહેવાય છે. અસંક્રમભૂત અર્થ એટલે કે ૩ ચેત્રી મનમ્ = જે શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થ અન્ય શબ્દમાં ન ઘટવો જોઈએ. નૃપ અને ભૂપ શબ્દનો અર્થ રાજા થતો હોવા છતાં એવો અર્થ કરવો કે નૃપ નો અર્થ મૂપ માં ન જાય અને ભૂપ નો અર્થ ગ્રુપ માં ન જાય તે અસંક્રમ કહેવાય છે. મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ. આમ અસંક્રમભૂત અર્થને જે ન માને તે સમભિરૂઢ નય. એવી જ રીતે “ઘટ” આવા પ્રકારના શબ્દનો અર્થ ચેષ્ટાત્મક વિદ્યમાન ઘટને ત્યજીને તેના વિના અન્યત્ર કુટાદિના અર્થમાં આ ઘટ શબ્દનું વાચક તરીકે સામર્થ્ય સંભવતું નથી. તે કારણથી ઘટ શબ્દથી કુટાદિ અભિધેય બનતા નથી.
- જો ઘટ શબ્દનો અભિધેય અર્થ જેમ ચેષ્ટાત્મક ઘટ છે તેમ જ અન્ય એવા કુટાદિ પદાર્થો પણ જો ઘટ શબ્દથી વાગ્યે માનીએ તો ઉપરોક્ત નીતિરીતિથી ગમે તે શબ્દ ગમે તે અર્થના વાચક તરીકે વપરાય અને જો આમ થાય તો સર્વ શબ્દોમાં સર્વ અર્થ કહેવાથી સંકરત્વ વગેરે દોષો આવે. માટે પ્રત્યેક શબ્દો પોતપોતાના પ્રતિનિયત અર્થમાં જ પ્રવર્તે છે. દરેક શબ્દોના પોત-પોતાના અર્થ નિયત (નિશ્ચિત) હોવાથી કોઈપણ શબ્દાન્તરથી (બીજા શબ્દથી) વાચ્ય એવો અર્થ બીજા શબ્દથી વાચ્ય બનતો નથી.
આ રીતે કોઈપણ શબ્દનો વાચ્ય અર્થ બીજા કોઈપણ શબ્દમાં પ્રવેશ પામતો નથી. આમ અસંક્રમણની જ ગવેષણામાં તત્પર અધ્યવસાયવાળો આ સમભિરૂઢ નય છે.
एवम्भूतस्वरूपमाह-व्यञ्जनं शब्दस्तस्यार्थोऽभिधेयो वाच्यं, तयोर्व्यञ्जनार्थयोरेव सङ्घटनं करोति "घट" इति यदिदमभिधानम्, तच्चेष्टाप्रवृत्तस्यैव, जलधारणाहरणसमर्थस्य वाचकं चेष्टां च जलाद्यानयनरूपां कुर्वाणो घटो मतः, न पुनः क्रियातो निवृत्तः । इत्थं यथार्थतां प्रतिपद्यमानोऽध्यवसायः एवम्भूतोऽभिधीयते ।
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૯૨
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
ननु नया इति कः पदार्थः ? " नीयन्ते प्रदर्श्यन्ते इति नया: " सामान्यादिरूपेण अर्थं प्रकाशयन्ति स्वार्थप्रापणेन प्रापकाः कुर्वन्ति तत्तद् विज्ञानमात्मनः इति कारकाः, अपूर्वं साधयन्ति शोभनामन्योन्यव्यावृत्त्यात्मिकां विज्ञप्तिं जनयन्ति अतः साधकाः, एवं निर्वर्तकोपलम्भकादिपर्यायाः तत्त्वार्थतः ज्ञेया: । अत्र कर्तृ-क्रिययोरभेदोऽस्ति, यतः स एव पदार्थः कर्ता इत्येवं व्यपदिश्यते स्वतन्त्रत्वात् । तथा स एव च साध्यात्मना वर्तमानक्रिया इत्याख्यायते । अतोऽनयोर्नात्यन्तिको भेदः ।
જ્ઞાનસાર
હવે એવંભૂતનયનું સ્વરૂપ કહે છે. આ નય વ્યંજન (એટલે શબ્દ) અને અર્થનો (પદાર્થનો) પરસ્પર સંબંધ કરે છે. જે શબ્દથી વાચ્ય (અભિધેય) જે અર્થ થતો હોય તેનો જ પરસ્પર સંબંધ જોડે છે. જેમકે “આ ઘટ છે” આવા પ્રકારનો જે શબ્દ પ્રવર્તે છે તે ઘટશબ્દ ઘટમાં ત્યારે જ વપરાય કે જ્યારે ઘટપદાર્થ ઘટસંબંધી ચેષ્ટામાં પ્રવૃત્ત હોય, અર્થાત્ જલને ધારણ કરવું, જલને લાવવું-લઈ જવું ઈત્યાદિ ચેષ્ટા કરવામાં સમર્થ એવો જ પદાર્થ જ્યારે જલાદિને ધારણ કરવાની કે લાવવા-લઈ જવાની ક્રિયાને કરતો હોય ત્યારે જ ઘટ શબ્દનો વાચક તરીકે અને ઘટપદાર્થનો વાચ્ય તરીકે ઉપયોગ કરે છે. પરંતુ જલાધારાદિ ક્રિયા કરીને નિવૃત્તિમાન ઘટને આ નય ઘટ કહેતો નથી, ખાલી પડેલા ઘટ, ઉંધા વાળેલા ઘટ, કાણા ઘટ, તિરાડવાળા ઘટને આ નય ઘટ કહેતો નથી. આ પ્રમાણે જે પદાર્થનું જેવું નામ છે તેવું જ કામ હોય અને તેવું જ કામ તે પદાર્થ કરતો હોય ત્યારે જ યથાર્થતાને જોઈને વસ્તુ તરીકે સ્વીકારનારો જે અભિપ્રાય તે એવંભૂત નય કહેવાય છે. પ્રત્યેક શબ્દો પોત-પોતાની વાચ્ય ક્રિયામાં પ્રવર્તતા હોય ત્યારે જ તે તે શબ્દથી વાચ્ય તરીકે તે તે વસ્તુને જે નય સ્વીકારે છે તે એવંભૂતનય કહેવાય છે.
પ્રશ્ન :- આ નયો એ શું પદાર્થ છે ? કોઈ તેવા માણસો છે ? કે માણસોના મનના અભિપ્રાયો છે ? કે ભિન્ન ભિન્ન દૃષ્ટિઓ છે ? આ નયો છે શું ?
ઉત્તર :- જેના વડે પદાર્થો જણાવાય, પદાર્થોનું સાચું સ્વરૂપ દેખાડાય, પદાર્થોના સ્વરૂપને જણાવનારા આ વિચારવિશેષો છે, માનસિક અભિપ્રાયો છે. આ નયો એ માણસો નથી પણ માણસોના વિચારો, અભિપ્રાયો, આશયો છે.
(૧) આ નયો સામાન્ય અને વિશેષ, ભેદ અને અભેદ, વૈકાલિક અને વર્તમાનકાલીન ઈત્યાદિ રૂપે પદાર્થને પ્રકાશિત કરે છે. પોત-પોતાના નિયત અર્થને જણાવે છે માટે પ્રાપક કહેવાય છે.
Page #526
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૯૩ (૨) આત્મામાં તેવા તેવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, જ્ઞાનનો પ્રાદુર્ભાવ કરે છે તે માટે કારક કહેવાય છે.
(૩) જે જ્ઞાનદેષ્ટિ અપૂર્વ અર્થ સાધી આપે છે, પરસ્પર વ્યાવૃત્તિ સ્વરૂપ સુંદર જ્ઞાનદશાને જન્મ આપે છે - તે કારણથી આ નયોને સાધક પણ કહેવાય છે.
(૪) આ જ રીતે નવા નવા અર્થની બુદ્ધિમાં રચના કરે છે. માટે નિર્વર્તક કહેવાય છે. તથા વિશિષ્ટ વિશિષ્ટ જ્ઞાન આપે છે. માટે ઉપલંભક પણ કહેવાય છે. આ રીતે આ નયોના જ કારક-પ્રાપકસાધક-નિર્વર્તક અને ઉપલંભક વગેરે પર્યાયવાચી શબ્દો પણ તત્ત્વભૂત અર્થથી ભરેલા જાણવા.
ઉપરોક્ત સર્વે વ્યુત્પત્તિસિદ્ધ અર્થમાં કર્તા અને ક્રિયાનો પરસ્પર અભેદ જાણવો. કારણ કે તે જ પદાર્થ જ્ઞાન કરાવનાર તરીકે સ્વતંત્ર હોવાથી કર્તા કહેવાય છે. તથા તે જ પદાર્થ સાધ્યમાન સ્વરૂપે - કરાતી ક્રિયાની અપેક્ષાએ વર્તમાનક્રિયા સ્વરૂપ છે આમ પણ કહેવાય છે. આ કારણથી આ બન્નેમાં (કર્તા અને ક્રિયામાં) આત્મત્તિક ભેદ નથી.
अथैते नयाः तन्त्रान्तरीयाः मतान्तरीया, अथ च स्वतन्त्राः सप्त वा जिनवचनविभजनशीलाः पक्षग्राहिणः मतिभेदा वा । एवं सर्वत्र मिथ्यात्वादपि प्रतिपत्तिं प्राप्नोति तेन पुनः सूरिराह-इति अत्रोच्यते, नैते तन्त्रातरीयाः, नापि स्वतन्त्राः । किं तर्हि ? तदाह-विज्ञानगम्यस्य जीवादेः स्वसंवेद्यस्य वाच्यस्यार्थस्य घटपटादेरध्यवसायान्तराणि विज्ञानभेदाः, वस्त्वेवानेकधर्मात्मकमनेकाकृतिना ज्ञानेन निरूप्यते । एकवस्तुविषया ज्ञानविशेषाः ते चोदाहरन्ति ।
પ્રશ્ન :- આ સર્વે નયો શું અન્ય અન્ય શાસ્ત્રકારો છે? કે નવા નવા મતો છે? કે સ્વતંત્ર સાત પ્રકારના વિચારવિશેષો છે કે જિનેશ્વર પરમાત્માના વચનનો વિભાગ કરવાના સ્વભાવવાળા પોતપોતાના પક્ષને જ પકડી રાખનારા સ્વતંત્ર એવા બુદ્ધિભેદો છે ? આ નયો એ છે શું? આવા એકાન્તવાદવાળા અથવા ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા મિથ્યાત્વથી ભરેલા એવા નયોથી પણ શું સમ્યગ્બોધ પ્રાપ્તિ થાય? આવો પ્રશ્ન થવાથી સૂરિમહારાજ ઉત્તર આપે છે.
ઉત્તર :- આ સાત નયો એ અન્ય અન્ય નવા નવા શાસ્ત્રકારો પણ નથી અને નવા નવા મતભેદો પણ નથી. તથા સ્વતંત્ર અભિપ્રાયો પણ નથી. ત્યારે છે શું? એ તો કહો.
વિશિષ્ટ એવા જ્ઞાનથી જાણી શકાય તેવા જીવ-અજીવ વગેરે તાત્ત્વિક પદાર્થો કે જે
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૯૪
માધ્યચ્યાણક- ૧૬
જ્ઞાનસાર
પોતાના પારમાર્થિક અનુભવથી સમજી શકાય છે, તેવા પ્રકારના વાચ્ય પદાર્થોને ભિન્ન ભિન્ન રીતે જાણવાના અને સમજવાના ઉપાયાત્મક વિચારવિશેષ સ્વરૂપ વિજ્ઞાનના ભેદો છે. કોઈપણ એકવસ્તુને ભિન્ન ભિન્ન વિવક્ષાથી જાણીએ તો એક વસ્તુ પણ અનેક સ્વરૂપાત્મક સમજાય છે. જેમકે “અમદાવાદ શહેર છે” તે કઈ દિશામાં આવ્યું છે? આવો કોઈ પ્રશ્ન કરે તો સુરતની અપેક્ષાએ ઉત્તરમાં, પાલનપુરની અપેક્ષાએ દક્ષિણમાં, રાજકોટની અપેક્ષાએ પૂર્વમાં અને કલકત્તાની અપેક્ષાએ પશ્ચિમમાં છે. આમ અનેક ઉત્તર મળશે અને તે સર્વે ઉત્તર સાચા હોઈ શકે છે.
આ રીતે કોઈપણ એક વસ્તુ, જે અનેક ધર્માત્મક છે તેને અનેક પ્રકારના જ્ઞાન વડે - ભિન્ન ભિન્ન વિવક્ષાએ વિચારતાં જે અનેક પ્રકારે નિરૂપણ કરાય છે. તે નય છે. કોઈપણ એક જ વસ્તુના વિષયવાળા જ્ઞાનવિશેષ છે. ભિન્ન ભિન્ન અભિપ્રાયો છે. જુદી જુદી વિવેક્ષાથી વિચારાયેલ શેયના ધર્મોને જણાવનારા જ્ઞાનના પ્રકારો છે. તે ઉદાહરણ સાથે આ પ્રમાણે છે.
"घटः" इत्युक्ते नैगमः लोकप्रसिद्धकुम्भकारचेष्टानिवृत्तः पृथुबुध्नोदराकारः जलघृतक्षीरादीनामाहरणे देशान्तरसञ्चरणे समर्थः पाकजादिक्रियानिष्पन्नः द्रव्यविशेषः, कनकोपलजादिसमग्रसामान्यविशेषव्यक्तिभेदग्राहकः सङ्कल्पयोग्यतत्सत्तादिदेशग्राहकવિજ્ઞાનવિશેષેપ ટ: (ત્તિ ચિત્તે) I
एवं जीवोऽपि लोकप्रसिद्धचेतनायोगव्यापारः चेष्टानिवृत्तः शरीराकारासङ्ख्येयप्रदेशानेकसंस्थानरूपः आहारविहारक्रियासमर्थः नरनारकामरादिरूपः अंशतः ज्ञशरीराद्यपर्याप्तादिसमग्रतः पर्यायादिद्रव्यविशेषो जीवः ।
ઘટ” આવો શબ્દ બોલાયે છતે નૈગમનય આવા પ્રકારના પદાર્થને ઘટ કહેવાય એમ સમજે છે કે (૧) જે પદાર્થ સામાન્યથી લોકમાં પ્રસિદ્ધ એવા કુંભકારની ઘટ બનાવવાની ચેષ્ટાથી (ક્રિયાવિશેષથી) બનેલો હોય, (૨) ઉદરભાગથી નીચેના ભાગમાં પહોળો પહોળો અને ઉદરના ભાગથી ઉપર સાંકડો સાંકડો છે આકાર જેનો એવો પદાર્થ, (૩) પાણી, ઘી અને દૂધ જેવી અનેક વસ્તુઓ ભરવા માટેના આધારકાર્યમાં સમર્થ, (૪) પાણી, ઘી, દૂધ વગેરે વસ્તુઓ ભરીને એક દેશથી બીજા દેશમાં લઈ જવામાં સમર્થ, (૫) અગ્નિના ભટ્ટામાં પકવવાથી પાકજાદિ ક્રિયાથી (પાકો) બનેલો, આવા પ્રકારનો જે પદાર્થવિશેષ તે ઘટ કહેવાય છે.
તથા સુવર્ણનો બનેલો, પત્થરનો બનેલો, આદિ શબ્દથી માટીનો અને રૂપાનો બનેલો, આમ સમગ્ર એવા સામાન્ય ધર્મથી અને વિશેષ ધર્મથી વ્યક્તિગત અનેક ભેદવાળો અર્થાત
Page #528
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૯૫ અનેક-ઘટવ્યક્તિસ્વરૂપ આ ઘટ હોય છે. આવા અર્થને ગ્રહણ કરનારો આ નય છે. વળી આ નય ઉપચારગ્રાહી પણ છે. તેથી ચિત્રમાં ચિતરેલા ઘટને, કાણા ઘટને તથા ખાલી ઘટને પણ ઘટ તરીકે સ્વીકારે છે. આમ વિશાળ દૃષ્ટિવાળો આ નય છે. તથા આ નગમનય આવા સ્વરૂપવાળા જીવને જીવ સમજે છે તે આ પ્રમાણે -
લોકમાં પ્રસિદ્ધ એવી ચેતનાના (જ્ઞાનશક્તિના) વ્યાપારવાળો, મન-વચન-કાયાના યોગવ્યાપારવાળો, ગમનાગમનની ક્રિયાથી યુક્ત, શરીર પ્રમાણેના આકારવાળો, અસંખ્યપ્રદેશવાળો, ભિન્ન ભિન્ન અનેક સંસ્થાનવાળો, વિવિધ પ્રકારના રૂપવાળો, આહાર, નિહાર અને વિહારાદિ ક્રિયા કરવામાં સમર્થ, તથા નર, નારક અને અમરાદિ રૂપ ભિન્ન ભિન્ન પર્યાય પામનારો, અંશથી જ્ઞશરીર, ભવ્યશરીર વગેરે પર્યાયવાળો તથા અપર્યાપ્ત અને પર્યાપ્તાદિ પર્યાયવાળો આમ સમગ્રપણે અનંત-અનંત પર્યાયાદિ (પર્યાય અને ગુણો) વાળો જે પદાર્થવિશેષ તે જીવ કહેવાય છે. આ નૈગમનય આવા સ્વરૂપવાળા જીવને જીવ માને છે. હવે સંગ્રહાયની માન્યતા કેવી હોય છે ? તે સમજાવે છે.
सङ्ग्रह एकस्मिन् घटे बहुषु वा घटेषु नामस्थापनाद्रव्यलक्षणेषु अतीतानागतवर्तमानेषु पर्यायेषु सामान्यघटसम्प्रत्ययः घटज्ञानम् । तथा जीवे जीवेषु वा नामादिनिक्षेपरूपेषु त्रिकालपर्यायेषु सामान्यजीवसत्ताग्राहकज्ञानविशेषः, सूक्ष्मनिगोदात् सिद्धत्वपर्यन्तेषु तच्छरीरेषु च ज्ञशरीरभव्यशरीररूपेषु च तुल्यजीवज्ञानविशेषसङ्ग्रहाध्यवसायः, आधिक्येनावसीयन्ते परिच्छिद्यन्ते (पदार्थाः) ततो येन सोऽध्यवसायः ।
- ઘટ પદાર્થને વિષે અને જીવ નામના પદાર્થને વિષે સંગ્રહનય આ પ્રમાણે માને છે. એક ઘટ હોય કે બહુ ઘટ હોય પણ સર્વ ઘટને આ નય “ઘટ” સામાન્યપણે સ્વીકારે છે. તથા નામઘટ, સ્થાપનાઘટ અને દ્રવ્યઘટને વિષે પણ આ નય “ઘટ” સામાન્યને સ્વીકારે છે. તથા અતીતઘટ, અનાગતઘટ અને વર્તમાનઘટ એમ અનેક પર્યાયને પામેલા સકલ ઘટને “ઘટ” સામાન્યપણે આ નય સ્વીકારે છે તથા સોનાના, રૂપાના, તાંબાના, માટીના કે અન્ય કોઈ જાતિના ઘટને પણ સામાન્ય ઘટપણે આ નય સ્વીકારે છે. ટુંકાણમાં આ નયની દૃષ્ટિ સંગ્રહ કરવા તરફ એકીકરણ કરવા તરફ વધારે દોડે છે. પૃથક્કરણ તરફ આ નય ઉપેક્ષા સેવે છે.
એવી જ રીતે જીવને વિષે પણ જાણવું. એક જીવ હોય કે અનેક જીવ હોય, તેવી જ રીતે નામાદિ કોઈપણ નિક્ષેપાવાળો જીવ હોય, ત્રણે કાલના ભિન્ન ભિન્ન અનેક પર્યાય
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૯૬
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
પામવા છતાં તે સર્વપર્યાયોમાં જીવદ્રવ્ય તેનું તે જ હોય છે. આમ જીવના અભેદને ગ્રહણ કરનારો, સામાન્યપણે જીવના અસ્તિત્વમાત્ર રૂપે સત્તાને ગ્રહણ કરવાના સ્વરૂપવાળું જે જ્ઞાનવિશેષ તે જીવ નામનું દ્રવ્ય છે. સૂક્ષ્મનિગોદથી પ્રારંભીને સિદ્ધત્વ-અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધીના ચડ-ઉતારરૂપે અનેક અનેક પર્યાયો આવે અને જાય તેમાં જીવ એકનો એક તુલ્ય જ રહે છે. આમ જીવરૂપે તુલ્યપણે ગ્રહણ કરનારા જ્ઞાનવિશેષના સંગ્રહાત્મક જે અધ્યવસાય વિશેષ તે જીવદ્રવ્ય છે તથા સંસારી અનેક પ્રકારના ઔદારિક, વૈક્રિય, આહારકાદિ શરીરોમાં વર્તનાર હોય કે જ્ઞશરીરરૂપ જીવ હોય કે ભવ્યશરીરરૂપ જીવ હોય ઈત્યાદિ સર્વ પ્રકારના પર્યાયોમાં વર્તનારા જીવને “આ સર્વે જીવ માત્ર છે, તુલ્ય જીવ છે.’” આમ તુલ્યપણેઅભેદપણે જીવને ગ્રહણ કરનાર જ્ઞાનવિશેષના સંગ્રહસ્વરૂપ જે અધ્યવસાય છે આવી જે વિચારધારા તેને સંગ્રહનય કહેવાય છે.
તે કારણથી ફલિતાર્થ એવો નીકળે છે કે “જે અધ્યવસાય દ્વારા પદાર્થોમાં અભેદપણું અધિકતાએ જણાય, અભેદરૂપે વધારે બોધ કરાવે તે અધ્યવસાયને સંગ્રહનય કહેવાય છે. व्यवहारस्तु जलाद्याहरणादिव्यवहारयुक्तो घटो घटः, सुखदुःखवेत्तृत्वादिव्यवहारपरो जीवो जीवः ।
વ્યવહારનયની અપેક્ષાએ જલાદિ પદાર્થોને લાવવા-લઈ જવાના વ્યવહારથી યુક્ત એવો જે ઘટ તે ઘટ કહેવાય છે. અર્થાત્ ઘટાકારતા જેમાં વિદ્યમાન છે અને પોતાનું જલાદિ લાવવા-લઈ જવાનું કામ કરી શકે તેમ છે તેવા ઘટને ઘટ કહેવાય છે. તથા સુખ-દુઃખાદિ ભાવોને જાણવા-અનુભવવા આદિના વ્યવહારયુક્ત જે જીવ તે જીવ કહેવાય છે. આ નયની દૃષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય તથા વિકલેન્દ્રિયાદિ જીવો કે જે સુખ-દુઃખનો અનુભવ કરવા સમર્થ છે તેવા જીવને જીવ માને છે.
ऋजुसूत्रस्तु वर्तमाननामस्थापनाद्रव्यभावघटानां चेष्टादिपर्यायाणां वाचको घटः, एवं चतुर्निक्षेपमयो जीवः द्रव्यभावप्राणाधारत्वजीवत्ववस्तुतया वर्तमानो ग्राह्यः ।
ઋજુસૂત્રનય વર્તમાનકાલે વિદ્યમાન એવા નામઘટ, સ્થાપના ઘટ, દ્રવ્યઘટ અને ભાવઘટ આમ ચારે નિક્ષેપવર્તી ઘટને ઘટ કહે છે કે જે ઘટ ઘટસંબંધી ચેષ્ટાદિ પર્યાયોનો વાચક બની શકે છે એવી જ રીતે ચારે નિક્ષેપામાં વર્તતા જીવને જીવ માને છે કે જે જીવ ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોને તથા જ્ઞાનાદિ ભાવપ્રાણોને ધારણ કરે છે. આમ પ્રાણધારણ કરવાપણું અને જીવન જીવવાપણું જેનામાં વર્તે છે. તે ધર્મે કરીને જીવને જીવ કહે છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૯૭ साम्प्रतस्तु घटत्वशब्दवर्तमानसर्वपर्यायग्राही जीवत्वादिनामपर्यायव्यक्तवृत्तिः ઝીવ રૂતિ !
સામ્રત નામનો શબ્દનય “ઘટપણે” જેને કહી શકાય તેવા ઘટ શબ્દથી વાચ્યપણે હાલ વર્તતા ઘટ ઘટ કહે છે અથવા ઘટસંબંધી સર્વ પર્યાયોને ગ્રહણ કરવાવાળો આ નય છે. ઘટનાં કાર્યો જેમાં થાય છે ઘટ-કલશ-કુંભાદિ સમાન લિંગવાચી શબ્દો દ્વારા જેને બોલાવાય છે તે પદાર્થને આ નય ઘટ માને છે. એવી જ રીતે જીવન જીવવું ઈત્યાદિ જીવ નામના પર્યાયમાં વ્યક્તપણે જેની વૃત્તિ છે તેને જીવ કહે છે. જેની જીવનપ્રક્રિયા વર્તે છે, જીવન જીવે છે, જીવન જીવવા સમર્થ છે તેને જીવ કહેવાય છે. આમ આ નય કહે છે.
समभिरूढस्तु घटे कुटत्वादिपर्यायासङ्क्रमरूपः यत्पर्यायवृत्तितत्समुदितपर्यायाभिधायिजीवान्यतरपर्यायोऽसङ्क्रमस्वपर्यायवाचको जीवः
સમભિરૂઢ નય ઘટ-કુટ-કલશ-કુંભ ઈત્યાદિ પર્યાયવાચી શબ્દોના એવા અર્થ કરે છે કે પરસ્પર સંક્રમ ન થાય. અર્થાત્ પર્યાયવાચી શબ્દોના ભિન્ન ભિન્ન અર્થો કરે છે. એવી જ રીતે જીવ, આત્મા, ચેતન, દેહી ઈત્યાદિ પર્યાયવાચી શબ્દોના પણ અસંક્રમ સ્વરૂપ અર્થ સ્વીકારે છે. એક શબ્દનો અર્થ પર્યાયવાચી બીજા શબ્દમાં જવો ન જોઈએ. આ રીતે જે શબ્દ જે પર્યાયભૂત અર્થનો વાચક હોય તે પર્યાયમાં વર્તનારા જીવને જીવ કહે છે. જીવદ્રવ્યના સર્વે પણ જે પર્યાયવાચી શબ્દો છે તેમાં જીવન જીવવારૂપ પર્યાય જેમાં હોય તે જીવ, જ્ઞાનાદિ ગુણો છે તે આત્મા, ચૈતન્યધર્મયુક્ત છે તે ચેતન અને શરીરધારી છે તે દેહી આમ જીવના કોઈપણ પર્યાયવાચી શબ્દોમાં પરસ્પર સંક્રમ ન થઈ જાય તેવો અર્થ કરીને પોતાની પ્રતિનિયત ક્રિયાવાળા પર્યાયનો વાચક જીવ છે આમ આ નય માને છે. સારાંશ કે પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિ પ્રમાણે અલગ અલગ અર્થ કરે છે. કોઈપણ એક પદાર્થ માટે વપરાતા એકાર્થક શબ્દોનો આ નય એક અર્થ સ્વીકારતો નથી, ભિન્ન ભિન્ન અર્થ કરે છે.
एवम्भूतस्तु ज्ञानदर्शनसम्पूर्णपर्यायप्रवृत्तिवर्ती जीवः इत्यभिधायकः-उक्तं च तत्त्वार्थवृत्तौ -
એવંભૂત નામનો નય જલાધારાદિ અર્થક્રિયા કરતા ઘટને જ ઘટ કહે છે. જે ઘટ ઘટની અર્થક્રિયા કરતો નથી તેને એટલે કે ચેષ્ટાશૂન્યને ઘટ કેમ કહેવાય? અને જો ચેષ્ટાશૂન્યને પણ ઘટ કહીએ તો પછી ગમે તે પદાર્થને પણ ઘટ કેમ ન કહેવાય ? સર્વને પણ ઘટા
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૯૮
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
કહેવાનો પ્રસંગ આવે. આમ અતિવ્યાપ્તિ થાય એવી જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ શુદ્ધ એવા પોતાના સઘળાએ પણ પર્યાયોની પ્રવૃત્તિમાં વર્તતા જીવને જ જીવ કહેવાય. આમ આ નય ક્રિયાપરિણત અર્થને માને છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે -
नैगमेन देशग्राहिणा, सङ्ग्रहेण सामान्यग्राहिणा, व्यवहारेण विशेषग्राहिणा, ऋजुसूत्रेण वर्तमानवस्तुग्राहिणा, शब्देन वर्तमानभावग्राहिणा, समभिरूढेन प्रतिशब्द भिन्नार्थग्राहिणा, एवम्भूतेन स्वस्वपर्यायग्राहिणा, इत्याद्यनेकजीवाजीवेषु नयचालना तत्त्वार्थवृत्तितः ज्ञातव्या । तत्र ज्ञाने किञ्चिद् भाव्यते -
દેશગ્રાહી અર્થાત્ અંશગ્રાહી એવા નૈગમનય વડે, સામાન્ય માત્રગ્રાહી એવા સંગ્રહનય વડે, વિશેષ વિશેષને ગ્રહણ કરનારા એવા વ્યવહારનય વડે, વર્તમાનકાલીન વસ્તુને ગ્રહણ કરનારા એવા ઋજુસૂત્રનય વડે, વર્તમાનકાલીન એવા ભાવનિક્ષેપાને જ ગ્રહણ કરનારા શબ્દનય વડે, પ્રત્યેક શબ્દનો ભિન્ન ભિન્ન અર્થ કરનારા એવા સમભિરૂઢનય વડે અને પોતપોતાના પર્યાયને અનુસાર ક્રિયામય અર્થને ગ્રહણ કરનારા એવા એવંભૂતનય વડે, ઈત્યાદિ અનેક પ્રકારે નયોની ચાલના (વિચારણા) જીવ-અજીવાદિ સર્વે પદાર્થોમાં તત્ત્વાર્થસૂત્રની ટીકાના આધારે જાણવી જોઈએ. જેથી બુદ્ધિ વિશાલ થાય, પરમાર્થતત્ત્વ ગ્રહણ થાય, દૃષ્ટિ ખુલે. ત્યાં જ્ઞાન ઉપર આ નયોની ચાલના કંઈક અંશે વિચારાય છે.
तत्र नैगमः अक्षरानन्तभागरूपश्चेतनांश एकेन्द्रियावस्थः ज्ञानम् । सङ्ग्रहः सामान्यसत्तास्थो ज्ञानपरिणामो ज्ञानम् । व्यवहारः अष्टप्रकारमपि ज्ञानं वस्तुपरिच्छेदकत्वात् । ऋजुसूत्रः सम्यग्दृष्टेरर्हदभिहिततत्त्वश्रद्धायिनः यदिन्द्रियजमनिन्द्रियजं च तत्सर्वं ज्ञानम् । मिथ्यादृष्टेः सर्वमेव विपर्यासः । शब्दस्तु श्रुतज्ञानकेवलज्ञाने ज्ञानम् । तत्र साम्प्रतः श्रुतादिज्ञानचतुष्टयं ज्ञानम् । समभिरूढः श्रुतज्ञानकेवलज्ञाने ज्ञानम् । एवम्भूतः केवलज्ञानं ज्ञानम् । इत्येवं स्वपक्षस्थापनपरैः नयैः स्वाभिमतप्रकाशकैः अनेके वक्तारः प्रतिवदन्ते-विवादास्पदीभवन्ति । तत्र येषां मनः समशीलं ते मध्यस्था उच्यन्ते, इत्येवं माध्यस्थ्यं समाश्रयणीयम् ॥३॥
ત્યાં નૈગમનય અંશગ્રાહી છે તેથી અક્ષરનો અનંતમો ભાગ એવો ચેતનાનો અંશ જેને જેને અનાવૃત છે. અર્થાત્ અક્ષરના અનંતમા ભાગ જેટલી ચેતના જેની જેની ખુલી છે તેવા તેવા જીવોમાં રહેલો, એકેન્દ્રિયની અવસ્થાની તુલ્ય જે બોધ તે જ્ઞાન કહેવાય છે.
Page #532
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક - ૧૬
૪૯૯
સંગ્રહનયની અપેક્ષાએ સામાન્યપણે સત્તામાં રહેલો આત્માના ગુણરૂપ જે જ્ઞાનપરિણામ તે જ્ઞાન કહેવાય છે.
વ્યવહારનયથી મતિ આદિ ભેદવાળું આઠે પ્રકારનું જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. કારણ કે તે આઠે પ્રકારનું જ્ઞાન વસ્તુનો બોધ કરાવે જ છે.
ઋજુસૂત્રનયથી અરિહંતપરમાત્માએ કહેલાં તત્ત્વો ઉપર શ્રદ્ધા કરનારા સમ્યગ્દષ્ટિ આત્માનું ઈન્દ્રિયજન્ય અને અનિન્દ્રિય જન્ય-મનોજન્ય જે જ્ઞાન છે તે સર્વે જ્ઞાન કહેવાય છે અને મિથ્યાર્દષ્ટિનું સઘળુંય જ્ઞાન વિપરીત જ્ઞાન એટલે કે અજ્ઞાન કહેવાય છે.
શબ્દનયથી (ઉત્તરભેદ ત્રણે સાથે લઈએ તો સામાન્યથી) શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એમ બે જ્ઞાન જ જ્ઞાન કહેવાય છે. કારણ કે વાસ્તવિકપણે તે બે જ્ઞાન જ સ્વ-પરનો ઉપકાર કરનારાં છે. પણ વિશેષ વિચાર કરીએ તો સામ્પ્રતશબ્દનયથી શ્રુતાદિથી કેવલજ્ઞાન સુધીનાં ચારજ્ઞાન એ જ્ઞાન છે. કારણ કે શ્રુતજ્ઞાન સ્વ-પર-ઉપકારક છે માટે. અને અવધિ આદિ જ્ઞાનો ઈન્દ્રિય આદિ પરને આધીન ન હોવાથી તે જ પરમાર્થથી જ્ઞાન છે. મતિજ્ઞાન ભાષાત્મક ન હોવાથી પરનું ઉપકારક નથી તથા ઈન્દ્રિયોને આધીન હોવાથી પરોક્ષ છે માટે તે જ્ઞાન આ નયથી જ્ઞાન કહેવાતું નથી.
સમભિરૂઢનયથી શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એ જ પારમાર્થિકપણે જ્ઞાન છે. આ બેથી જ સ્વ-પરનો ઉપકાર થાય છે.
એવંભૂતનયથી એક કેવલજ્ઞાન એ જ સાચું પારમાર્થિક જ્ઞાન છે. કારણ કે તે પરિપૂર્ણ છે. પરની અપેક્ષા વિનાનું અને અનંતકાલ સાથે રહેનારું છે.
આ પ્રમાણે પોત-પોતાના પક્ષની સ્થાપના કરનારા અને પોત-પોતાની માન્યતા પ્રમાણે તત્ત્વનો પ્રકાશ કરનારા એવા નયો વડે બોલનારા અનેક વક્તાઓ પરસ્પર વાદ-વિવાદ કરે છે. સર્વે નયો ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ભિન્ન ભિન્ન અભિપ્રાય જણાવે છે. આવા અવસરે જે મહાત્મા પુરુષોનું મન સમશીલ છે (સમભાવવાળું છે, તટસ્થ છે). કોઈપણ એક બાજુની ખેંચતાણવાળું નથી તે મહાત્માઓ મધ્યસ્થ કહેવાય છે. આવા પ્રકારના માધ્યસ્થ્યનો આશ્રય કરવો જોઈએ. નયો ભિન્ન ભિન્ન દૃષ્ટિ કહે અને તે નયથી તે સાચું પણ હોય છે. માટે ઉંચાનીચા ન થતાં કાષાયિકપરિણામ ન લાવતાં સર્વને તે તે દૃષ્ટિથી સમજવા પ્રયત્ન કરવો. આ જ સાચી મધ્યસ્થતા છે. ગા
स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः ।
न रागं नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति ॥४॥
Page #533
--------------------------------------------------------------------------
________________
માધ્યસ્થાષ્ટક- ૧૬
જ્ઞાનસાર
ગાથાર્થ ઃ- સંસારમાં રહેનારા સર્વે પણ જીવો પોત-પોતાના કાર્યમાં જ કર્યો છે આવેશ (ગાઢ પરિણામ) જેણે એવા છે તથા પોતપોતાના પૂર્વે બાંધેલા કર્મોના ઉદયવાળા છે. તેથી તેવા જીવો ઉપર જે આત્મા રાગ પણ નથી કરતો અને દ્વેષ પણ નથી કરતો તે આત્મા મધ્યસ્થ કહેવાય છે. ૪
૫૦૦
ટીકા :- “સ્વસ્વર્મ કૃતિ'-તેષુ ર્માંયેષુ મધ્યસ્થ:-સચિત્ત:, ન રામ ચ पुनः न द्वेषं गच्छति । कथम्भूताः नराः ? स्वस्वकर्मकृतावेशा:- स्वे स्वे कर्मणिआत्मीयात्मीये कर्मणि कृतः आवेशो यैस्ते स्वकीयकर्मवशा इत्यर्थः । सर्वे स्वस्य कर्मणः भोक्तारः इत्यनेन स्वकृतकर्मविपाकोदये शुभे च अशुभे च विपाकप्राप्ते सति समानचेतोवृत्तिः सुरेन्द्रवृन्दवन्दितचरणोऽपि तथा दीनजनैः लुब्धकधीवरैः विडम्ब्यमानोऽपि न रागं च न द्वेषं च गच्छति सः मध्यस्थः समचित्तः उच्यते । उक्तञ्चावश्यकनिर्युक्तौ
વિવેચન :- નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત ઈત્યાદિ નયો પોતપોતાના અભિપ્રાય પ્રમાણે કોઈપણ વિવક્ષિત એક વસ્તુ ઉપર ભિન્નભિન્ન વિચારસરણી ધારણ કરે છે તે સર્વે અભિપ્રાયોમાં તથા પૂર્વકાલમાં બાંધેલા શુભઅશુભ કર્મોના ઉદયકાલે આવેલી સુખ-દુઃખાત્મક પરિસ્થિતિમાં જેનું ચિત્ત સમ-સ્વભાવવાળું છે. કોઈપણ નયના અભિપ્રાય તરફ કે કોઈપણ કર્મના ઉદયજન્ય ફળ તરફ જેને રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, સુખાદિ ભાવવાળી પુણ્યોદય-યુક્ત સ્થિતિમાં જેને રાગ નથી તથા દુઃખાદિ ભાવવાળી પાપોદય-યુક્ત સ્થિતિમાં જેને દ્વેષ નથી તે મધ્યસ્થ કહેવાય છે.
આ મધ્યસ્થ મહાત્માઓ કેવા હોય છે ? પૂર્વકાલમાં પોત પોતે બાંધેલાં અને હાલ ઉદયમાં આવેલાં કર્મોના કારણે પ્રાપ્ત કરાઈ છે ચડતી-પડતીવાળી સુખી-દુઃખી અવસ્થા જેઓ વડે એવા તે મહાત્માઓ પોતપોતાના કર્મોને ભોગવનારા હોય છે. શુભ કર્મોનો વિપાકોદય હોય કે અશુભ કર્મોનો વિપાકોદય હોય એમ બન્ને પ્રકારના કર્મોદયકાલે સમાન ચિત્તવૃત્તિવાળા આ મહાત્માઓ છે.
ક્યારેક ઘણો પુણ્યોદય વિપાકમાં આવે અને દેવ-દેવેન્દ્રોના વૃન્દ વડે ચરણો વંદન કરાતાં હોય તો પણ રાગદશાને પામતા નથી અને ક્યારેક ઘણો પાપોદય વિપાકમાં આવે અને તેનાથી હલકા, તુચ્છ માણસો વડે વિડંબના કરાતા હોય, અથવા શિકારી અને મચ્છીમાર આદિ જેવા ઘાતકી માણસો વડે દુ:ખ પમાડાતા હોય તો પણ દ્વેષભાવને પામતા નથી. સુખદુઃખની પરિસ્થિતિમાં જે સમભાવવાળા રહે છે તે મહાત્માઓ મધ્યસ્થ કહેવાય છે. આવશ્યકનિયુક્તિ નામના ગ્રંથમાં કહ્યું છે કે -
Page #534
--------------------------------------------------------------------------
________________
૫૦૧
જ્ઞાનમંજરી
માધ્યચ્યાષ્ટક- ૧૬ वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चलंति धीरा, मुणी सया समुग्घाइयरागदोसा ॥८६६॥
આ મહાત્મા મુનિઓ વંદન કરાતા છતા ઉત્કર્ષ પામતા નથી તથા હીલના કરાતા છતા લેષ પામતા નથી, પરંતુ નાશ કર્યો છે રાગ અને દ્વેષ જેઓએ એવા આ મુનિ મહાત્માઓ ધીર થયા છતા હંમેશાં દમન કરાયેલા ચિત્ત દ્વારા પ્રવર્તે છે. I૮૬૬ll Ill
मनः स्याद् व्यापृतं यावत्, परदोषगुणग्रहे । कार्यं व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ॥५॥
ગાથાર્થ - જ્યાં સુધી મન પારકાના દોષ અને ગુણો ગ્રહણ કરવામાં વપરાયેલું રહે છે તે કામમાં જ વ્યાપ્ત રહે છે ત્યાં સુધી આત્મતત્ત્વના ચિંતનમાં મનને વ્યગ્ર કરવું એ જ પરમ કાર્ય છે. પી.
टी :- "मनः स्याद् व्यापृतमिति"-परदोषगुणग्रहणे यावद् मनः व्यापृतं -व्यापारवत् स्यात्, तावत् आत्मभावने-आत्मस्वरूपचिन्तने व्यग्रं-तदायत्तं वरं-प्रधानं कार्यम् । केन मध्यस्थेन पुरुषेण समभावास्वादनरसिकेन । इत्यनेनात्मस्वरूपस्यामूर्तस्यागुरुलघुषड्गुणहानिवृद्धिपरिणमनोत्पादव्ययध्रौव्यतालक्षणस्वरूपचिन्तनगुणप्रवृत्तिः गुणान्तरसहकारप्रवृत्तिस्वरूपचिन्तनादिकं, तत्र चिन्तने व्यग्रस्य सांसारिकगुणदोषचिन्तनावकाश एव न भवति ।।
अत एव निर्ग्रन्थाश्चिन्तयन्ति भावनाचक्रम्, घोषयन्ति द्रव्यानुयोगग्रन्थम्, प्रश्रयन्ति परस्परस्वभावविभावपरिणामम्, विलोकयन्ति आत्मस्वरूपं सावरणं निरावरणम्, विभजयन्ति हेतुगणपरिणामम्, त्यजन्ति अशुद्धनिमित्तानि, विचारयन्ति निक्षेपाक्षेपम्, सम्मीलयन्ति नयानुयोगम्, तन्मयीभवन्ति ध्यानादिषु, यतोऽनादिविभावानुगतचेतनावीर्यप्रवर्तनगृहीतपरस्वरूपोपादेयतया परदोषगुणावलोकनाशुद्धचिन्तननिवारणार्थं मनः स्याद्वादानन्तपञ्चास्तिकायस्वरूपावलोकनाजीवहेयजीवोपादेयज्ञानं कार्यमिति ॥५॥
વિવેચન :- આ આત્માનું મન જ્યાં સુધી પારકાના દોષો અને ગુણો જોવામાં જ લયલીન છે. અર્થાત્ બહિરાત્મ-ભાવમાં છે. પરના જ ભાવો જાણવામાં-જોવામાં વ્યાપારવાળું છે. ત્યાં સુધી પોતાના આત્માના સ્વરૂપનું ચિંતન કરવામાં વ્યગ્ર રહેવું એ જ શ્રેષ્ઠ કર્તવ્ય છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
પ૦૨
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
જ્યાં સુધી પરભાવદશામાં મન જતું હોય ત્યાં સુધી તેના નિવારણ અર્થે સ્વભાવદશાનું ચિંતન-મનન અત્યન્ત જરૂરી છે.
પ્રશ્ન - કયા પુરુષે આત્મચિંતન-મનન કરવું જોઈએ?
ઉત્તર :- જે જે આત્મા મુમુક્ષુ હોય, સ્વરૂપ-પ્રાપ્તિના અભિલાષી હોય, આત્મહિતચિંતક હોય તે તે સર્વે આત્માએ આત્મચિંતન-મનન કરવું આવશ્યક છે. તો પણ જે આત્મા મધ્યસ્થ હૃદયવાળા છે. સમતાભાવના આસ્વાદમાં રસિક છે. સર્વ પ્રકારના નયોની વાતોમાં મધ્યસ્થ રહે છે. કોઈ પણ બાબતમાં આકર્ષાતા નથી કે ખીજાતા નથી તથા સુખીદુઃખી પરિસ્થિતિમાં સમભાવ દશાવાળા અને ગંભીર છે તેવા મહાત્મા પુરુષોએ તો અવશ્ય આત્મતત્ત્વનું ચિંતન-મનન કરવું જોઈએ. આમ ગ્રન્થકારશ્રી સમજાવે છે તેનાથી એમ કહેવા માગે છે કે -
(૧) આત્માનું જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણમય જે સ્વરૂપ, (૨) આત્માનું જે અમૂર્ત (વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત) સ્વરૂપ, (૩) આત્માનું જે અગુરુલઘુ સ્વરૂપ, (૪) પ્રતિસમયે આત્માનું આત્મગુણોમાં પદ્ગણ હાનિ-વૃદ્ધિસ્વરૂપે જે પરિણમન થાય છે તે સ્વરૂપ તથા (૫) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મવાળું ત્રિપદીના લક્ષણવાળું જે સ્વરૂપ ઈત્યાદિ ચિંતન-મનન કરવા યોગ્ય સ્વરૂપમાં જ પ્રવૃત્તિવાળા બનવું જોઈએ.
ઉપર કહેલા ગુણો સિવાયના બીજા પણ જે જે ગુણો આત્માના હોય તેના સહકારવાળી પ્રવૃત્તિયુક્ત સ્વરૂપનું પણ ચિંતન-મનન વગેરે કાર્ય પણ મધ્યસ્થ આત્માએ કરવું જોઈએ. આ આત્માનું મન ઉપરોક્ત વિષયોના ચિંતન-મનનમાં જેમ જેમ વધારે લીન બને છે. તેમ તેમ મનને સાંસારિક ગુણ-દોષોના ચિંતન-મનનનો અવકાશ જ રહેતો નથી. સ્વભાવદશામાં જેટલી તન્મયતા તેટલી વિભાવદશાથી વિરક્તતા આપોઆપ પ્રગટે છે.
આ કારણથી જ નિર્ચન્દમુનિઓ (૧) અનિત્ય, અશરણ ઈત્યાદિ બાર ભાવનાઓ ચિંતવે છે. બાર ભાવનાઓની વિચારણા કરે છે. તથા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના ભાવે છે. (૨) દ્રવ્યાનુયોગના ગ્રન્થોનો અભ્યાસ કરે છે. (૩) પરસ્પર સ્વભાવપરિણામ અને વિભાવ-પરિણામનો ઉપાદેય અને હેયભાવે આશ્રય કરે છે. સ્વભાવપરિણામોને સ્વીકારે છે અને વિભાવ-પરિણામોને ત્યજે છે. (૪) આવરણવાળું અને આવરણ વિનાનું આત્માનું સ્વરૂપ કેવું છે અને કેટલું છે તેનું અવલોકન કરે છે. ક્ષાયોપથમિક ભાવમાં કેટલુંક સ્વરૂપ સાવરણ હોય છે અને કેટલુંક સ્વરૂપ નિરાવરણ હોય છે. માટે ઉદય વધારે છે કે ક્ષયોપશમ વધારે છે? તે ચિંતવે છે. (૫) શુદ્ધભાવના કારણોનો ગણ અને અશુદ્ધ
Page #536
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૫૦૩ ભાવનાં કારણોનો ગણ જે છે તેના પરિણામનો વિભાગ કરે છે. બન્નેને છુટા પાડીને ગ્રહણમોચન કરે છે. (૬) અશુદ્ધનિમિત્તોનો ત્યાગ કરે છે. અને શુદ્ધ નિમિત્તોનો સ્વીકાર કરે છે. (૭) આત્મતત્ત્વના સ્વરૂપને વિષે થતા પ્રશ્નો તથા તેના ઉત્તરો વિચારે છે. (૮) કોઈપણ વિષય ઉપર નયોના અનુયોગનું મુંજન કરે છે. (૯) અવસરે અવસરે ધ્યાનાદિ ઉપાદેયતત્ત્વોમાં તન્મય થાય છે. આવા આવા પ્રકારના ઉપાદેય ભાવોમાં મધ્યસ્થ નિગ્રંથ મુનિઓ જોડાય છે.
આમ સ્વરૂપ-ચિંતનમાં લયલીન બનવાનું કારણ એ છે કે અનાદિકાલથી વિભાવદશાને જ અનુસરનારી ચેતના અને વિભાવદશાને જ અનુસરનારી વીર્યની પ્રવૃત્તિ, આ બન્ને વડે પરદ્રવ્યના સ્વરૂપને ઉપાદેયપણે જ આ જીવે ગ્રહણ કરેલું છે. પરના સ્વરૂપને જ પોતાનું માની લીધું છે. નિરંતર આ જીવ તેમાં જ લીન બનેલો છે. તેના કારણે પારકાના દોષો અને ગુણો જોવાની જ ટેવ પડેલી છે. તેના દ્વારા રાગ-દ્વેષ થવાથી અશુદ્ધ ચિંતન-મનનના વિચારો થયા જ કરે છે તે રોકવા માટે આત્માર્થી જીવોએ પોતાનું મન સ્યાદ્વાદની વિચારણામાં, પંચાસ્તિકાય-દ્રવ્યોના અનંત સ્વરૂપની વિચારણા કરવામાં તથા અજીવનું તમામ સ્વરૂપ હેય છે અને જીવનું શુદ્ધ ગુણાત્મક સ્વરૂપ ઉપાદેય છે. આવું જ્ઞાન આત્માથી જીવે અવશ્ય મેળવવું જોઈએ. તે માટે મધ્યસ્થ હૃદયી બનીને આત્મહત્ત્વના સ્વરૂપસંબંધી ચિંતન-મનનમાં એકમેક બનવું જોઈએ.
विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥६॥
ગાથાર્થ - જેમ જુદા જુદા સ્થાનેથી વહેતી નદીઓના માર્ગો એક જ સમુદ્રમાં મળે છે તેવી જ રીતે મધ્યસ્થ દૃષ્ટિવાળા મહાત્મા પુરુષોના ભિન્ન ભિન્ન એવા પણ માર્ગો અક્ષય એવા એક પરમ બ્રહ્મને (શુદ્ધ-આત્મસ્વરૂપને) પ્રાપ્ત કરે છે. all
વિવેચન :- “વિમની મપિ ત” વિમિની: મને એમની મપ પ્રસ્થાનઃ पञ्चध्यानमार्गसाधनपद्धतयः साधनोपायाः अनेके द्रव्याचरणतः शुक्लध्यानं यावत् सम्यग्दृष्टि-अपुनर्बन्धकादयः, जिनकल्पाः स्थविरकल्पादयः मध्यस्थानां -मध्यस्थभाववर्तिनामेकमक्षयं परं ब्रह्म प्राप्नुवन्ति । इत्यनेन सर्वे साधनोपायाः एकं शुद्धं आत्मस्वरूपं समवतरन्ति । सर्वेषां मोक्षसाधकानां साध्यैकत्वात् । कमिव ? समुद्रं सरितामिव, यथा नद्यः समुद्रं गच्छन्ति, एवं तत्त्वैकत्वपरिणामानां सर्वं साधनं शुद्धात्मभावे अवतरन्ति । अतः रागद्वेषाभावो हितम् ॥६॥
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૦૪
માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર
વિવેચન :- આત્મતત્ત્વની સાધનાના ભલે ભિન્ન ભિન્ન માર્ગો હોય, કોઈ આત્મા સવિશેષ તપ આરાધે, કોઈ આત્મા સવિશેષ જ્ઞાન આરાધે, કોઈ આત્મા સવિશેષ ચારિત્રગુણ આરાધે, કોઈ આત્મા તત્ત્વચિંતન આરાધે. આમ ભિન્ન ભિન્ન પ્રકારે અનેક ભેદોથી ભેટવાળા સાધનાના માર્ગો પણ અનેક છે. પંચ પરમેષ્ઠિના ગુણોનું ધ્યાન કરવાના માર્ગ રૂપ સાધનાની પદ્ધતિવાળા સાધનાના ઉપાયો અનેક છે. જ્યારથી આ જીવ દ્રવ્યથી પણ ધર્મની આચરણમાં જોડાય છે ત્યારથી ધર્મમાર્ગમાં પ્રવેશ પામે છે.
આવા પ્રકારના દ્રવ્યાચરણથી આરંભીને યાવતુ શુક્લધ્યાનની દશા આવે ત્યાં સુધી, અપુનર્બન્ધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર પ્રમત્ત-અપ્રમત્ત મુનિ, જિનકલ્પિક મુનિ, સ્થવિરકલ્પિકાદિ મુનિઓ વગેરે જે કોઈ આરાધનાના માર્ગમાં પ્રવેશે છે, એટલે કે મોહના ક્ષયોપશમની વૃદ્ધિ કરતાં કરતાં આગળ વિકાસ સાધે છે તે સર્વે પણ આત્મતત્ત્વના આરાધક આત્માઓ મધ્યસ્થ સ્વભાવવાળા હોય છે, એટલે કે રાગ-દ્વેષ રહિત ઉચિત માર્ગ ઉપર ચાલવા સ્વરૂપ મધ્યસ્થ-ભાવવર્તી હોય તો તેવા મહાત્મા પુરુષો મધ્યસ્થમાર્ગે ચાલવા દ્વારા અખંડિત એવા પરમ બ્રહ્મમય શુદ્ધ આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરનારા બને છે.
- ઉપરોક્ત કથનથી આ વાત સ્પષ્ટ સમજાય છે કે સાધનના સર્વે પણ ઉપાયો શુદ્ધ એવા એક આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં જ સમાપ્ત થઈ જાય છે. કારણ કે મોક્ષ માટેની સાધનાના ઉપાયો ભલે ભિન્ન ભિન્ન હોય પરંતુ સર્વેનું સાધ્ય મુક્તિની પ્રાપ્તિ રૂપ એક છે. કોની જેમ ? અનેક નદીઓ જેમ એક સમુદ્રમાં જ મળે છે તેમ અહીં સમજી લેવું.
જેમ ભિન્ન ભિન્ન નદીઓ ભિન્ન ભિન્ન માર્ગોથી આવતી હોવા છતાં પણ અંતે એક સમુદ્રમાં જ સમાપ્ત થઈ જાય છે અથવા અમદાવાદ-સુરત-મુંબઈ જેવા કોઈપણ એક નગરમાં પ્રવેશ પામવાના માર્ગો અનેક હોય છે છતાં પણ ભિન્ન ભિન્ન માર્ગો દ્વારા પ્રવેશ એક ગામમાં જ થાય છે. તેમ આત્મતત્ત્વની સાધનામાં જ એકમેક પરિણામ પામેલા મહાત્મા પુરુષોના સર્વે સાધનો (ઉપાયો) શુદ્ધ આત્મ-સ્વભાવમાં જ સમવતાર પામે છે. તે માટે શક્ય બને તેટલો રાગ-દ્વેષનો અભાવ થાય તેવો પ્રયત્ન કરવો. llll
स्वागमं रागमात्रेण, द्वेषमात्रात्परागमम् । न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ॥७॥
ગાથાર્થ - રાગમાત્રથી અમે (જેનોએ) પોતાના આગમને સ્વીકાર્યું નથી અને દ્વેષમાત્રથી પરના શાસ્ત્રને અમે ત્યર્યું નથી, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિ માત્ર વડે અમે સ્વાગમને સ્વીકાર્યું છે અને પરાગમને ત્યજ્યું છે. ll
Page #538
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યચ્યાષ્ટક- ૧૬
૫૦૫
ટીકા :- “વી/મિતિ” સ્વીIH-UTધરવક્તમામ, વયં રા+માત્ર श्रयामः, यच्च अस्मत्परम्परानुगतैः इदमेवाभिमतम्, अस्माकं कल्पमिदं इति रागातुरत्वेन न जिनागमे रागः । वा-अथवा परागम-कापिलादिशास्त्रम् न केवलद्वेषमात्रेण परकीयत्वाद् द्वेषः, तेन न त्यजामः, किन्तु परीक्षया यथार्थवस्तुस्वरूपनिरूपणेन सम्यग्ज्ञानहेतुत्वाद् नित्यानित्याद्यनन्तस्वभावकथनेऽप्यविरोधित्वाद् मध्यस्थया दृशा जिनागमं श्रयामः विपर्यासोपेतवस्तुस्वरूपपरीक्षणाऽक्षमत्वेन त्यजामः । न द्वेषमात्रेण, त्यागयोग्यत्वाद् त्यजामः । उक्तञ्च
વિવેચન - ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે અમે ગણધરભગવંતોએ રચેલા જૈન આગમનો જે આશ્રય કર્યો છે. અર્થાત્ “પ્રમાણભૂત” તરીકે અમે અમારા જીવનમાં તે આગમોને જે સ્વીકાર્યા છે તે કંઈ આગમ પ્રત્યેના રાગથી નથી સ્વીકાર્યા, એટલે કે “અમારી પરંપરામાં પૂર્વકાલમાં થયેલા અમારા ધર્મગુરુઓએ “આ જૈન આગમ જ
સ્વીકાર્યું હતું તે માટે, અથવા અમારો આવો કુલાચાર છે કે આ જૈનાગમને જ માનવું” ઈત્યાદિ રીતે રાગને પરવશ થઈને અમે જૈન આગમ પ્રત્યે સ્વીકાર કર્યો હોય એમ નથી, ગુરુપરંપરાથી કુલાચારથી કે તેના પ્રત્યેના પ્રેમમાત્રથી અમે જૈન આગમ સ્વીકાર્યું હોય એમ નથી. પરંતુ જિનેશ્વર પરમાત્માના કહેલા અને ગણધરભગવંતોએ રચેલા આ આગમશાસ્ત્રોમાં “યુક્તિયુક્તતા” છે માટે અમે જૈન આગમને સ્વીકાર્યું છે.
તથા પરદર્શનનાં આગમશાસ્ત્રો એટલે કે સાંખ્યદર્શનનાં કપિલઋષિકૃત આગમો, બૌદ્ધદર્શનનાં બુદ્ધકૃત આગમો, ન્યાય-વૈશેષિકદર્શનનાં અક્ષપાદ-કણાદ ઋષિકૃત શાસ્ત્રો, ચાર્વાકદર્શનનાં બૃહસ્પતિઋષિકૃત શાસ્ત્રો અને મીમાંસકદર્શનનાં કુમારિલ્લભટ્ટ તથા પ્રભાકરકૃત શાસ્ત્રોનો અમે જે ત્યાગ કર્યો છે. નથી સ્વીકાર્યા, તે કેવલ ષમાત્રથી અથવા પારકાનાં છે માટે આપણે ન સ્વીકારાય આવા ઢેષભાવથી ત્યાગ કર્યો નથી. પરંતુ તે શાસ્ત્રોમાં કહેલા ભાવોમાં યુક્તિયુક્તતા દેખાતી નથી માટે ત્યાગ કર્યો છે. જૈન આગમમાં અને ઈતર આગમમાં
ક્યાં યુક્તિસિદ્ધતા છે? અને ક્યાં યુક્તિસિદ્ધતા નથી ? આવી પરીક્ષા કરવા પૂર્વક મધ્યસ્થ દષ્ટિ રાખીને યોગ્યતા જોઈને જ જૈન આગમનો અમે સ્વીકાર કર્યો છે અને પર-આગમનો અમે ત્યાગ કર્યો છે.
“જે વસ્તુ આ સંસારમાં જેમ છે તે વસ્તુનું નિરૂપણ બરાબર તેમજ છે” આમ યથાર્થપણે વસ્તુના સ્વરૂપનું નિરૂપણ જૈન આગમમાં જ છે. માટે તે આગમનો અભ્યાસ સમ્યજ્ઞાનનું કારણ બને છે. તેથી યથાર્થવાદ હોવાથી અમે તે આગમનો આશ્રય કર્યો છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૦૬
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
અમે જૈન છીએ એટલે અમારા આગમની પ્રશંસા કરીએ છીએ આમ નથી. પરંતુ પ્રત્યેક વસ્તુ “નિત્ય-અનિત્ય છે” “ભિન્ન-અભિન્ન છે” “સામાન્ય-વિશેષાત્મક છે” આમ પરસ્પર વિરોધી દેખાતા પણ નયભેદથી વિવક્ષા કરીએ તો પરિપૂર્ણ અવિરોધીભાવે રહેલા અનંત અનંત ધર્મોની જોડીથી યુક્ત આ પદાર્થો છે અને તેવા જ પદાર્થો જૈનાગમોમાં વર્ણવ્યા છે. આમ જૈનાગમ જ આશ્રય કરવા જેવું ઉત્તમ, નિર્દોષ અને યુક્તિયુક્ત છે માટે અમે તેને સ્વીકાર્યું છે.
કોઈપણ ઋષિ-મુનિ ઉપર કે તેમનાં શાસ્ત્રો ઉપર રાગ અને દ્વેષ કર્યા વિના માત્ર મધ્યસ્થ દૃષ્ટિ રાખીને યથાર્થ નિરૂપણ હોવાથી અમે જૈન આગમનો સ્વીકાર કર્યો છે અને વિપરીત નિરૂપણથી ભરેલું વસ્તુનું સ્વરૂપ દેખવાના કારણે પરીક્ષાની વિધિમાં સત્ય તરીકે સિદ્ધ થવામાં અસમર્થ હોવાના કારણે અયથાર્થ હોવાથી અમે પરના આગમોનો ત્યાગ કર્યો છે. પરના આગમ પ્રત્યેના દ્વેષથી ત્યાગ કર્યો નથી. પરંતુ અયથાર્થ-નિરૂપણ હોવાથી ત્યાગયોગ્ય છે. માટે અમે તેનો ત્યાગ કરેલ છે. લોકતત્ત્વનિર્ણય નામના ગ્રંથમાં કહ્યું છે કે -
-
“પક્ષપાતો ન મે વીરે, ન દ્વેષ: પિતાવિg / યુક્તિમનુનું યસ્ય, તસ્ય વ્હાર્ય: પરિપ્ર: રૂટા
અમને (જૈનોને) મહાવીર પરમાત્મા ઉપર રાગ નથી અને કપિલ ઋષિ આદિ અન્ય દર્શનકારો પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેઓનું વચન યુક્તિયુક્ત હોય છે. તેઓના જ વચનનો સ્વીકાર કરવો જોઈએ. માટે અમે જૈન આગમ સ્વીકાર્યું છે તથા આ જ શ્લોક પૂજ્ય ઉપાધ્યાયજી કૃત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાં પણ ૪/૩ માં છે. તથા વળી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત અયોગવ્યવચ્છેદિકામાં ૨૯મા શ્લોકમાં પણ આમ જ કહ્યું છે. તે આ
પ્રમાણે -
न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीरप्रभुमाश्रयामः ॥२९॥
અમે જૈનોએ હે પ્રભુ ! અંધશ્રદ્ધામાત્રથી તમારા ઉપર પક્ષપાત (રાગ) કર્યો નથી અને દ્વેષમાત્રથી પર-દર્શનકારો ઉપર દ્વેષ કર્યો નથી, પરંતુ યથાર્થ આપ્તપણાની પરીક્ષા કરીને જ આપશ્રીને-વીરપ્રભુને અમે સ્વીકાર્યા છે. ૨૯ા
રાગથી સ્વીકાર્યું હોય અને દ્વેષભાવથી ત્યજ્યું હોય તે સારું નથી, પ્રશંસનીય નથી. કારણ કે દૃષ્ટિ જ દોષ ભરેલી છે, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી પરીક્ષા કરતાં જે યથાર્થ લાગ્યું તે સ્વીકાર્યું અને જે અયથાર્થ લાગ્યું તે ત્યજી દીધું છે તેથી ઉચિત જ કર્યું કહેવાય. જ્ઞા
Page #540
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૫૦૭ मध्यस्थया दृशा सर्वेष्वपुनर्बन्धकादिषु । चारिसञ्जीवनीचारन्यायादाशास्महे हितम् ॥८॥
ગાથાર્થ :- અપુનર્બન્ધક આદિ સર્વે જીવોમાં મધ્યસ્થ દૃષ્ટિ વડે અમે ચારિસંજીવની ચરાવવાના ન્યાયથી કલ્યાણ થવાની આશા રાખીએ છીએ. Iટા
ટીકા - “મધ્યસ્થી તિ” વર્ષ મધ્યસ્થ કુ સર્વેનુ ત્રિીનો વિપુ हितं-कल्याणम्, आशास्महे-इच्छामः । सर्वत्र रागद्वेषपरित्यागानुकूलभावनया हितं सिध्यति । कस्मात् ? चारिसञ्जीवनीचारन्यायात् तत्रोदाहरणं-यथा कश्चित्पुरुषः अजानन्नपि पशुं सञ्चारयन् पशुत्वपरित्यागचक्षु?तकहेतुः जातः । स च सञ्जीवनीचारणरूपो दृष्टान्तस्तन्यायात् तथा चरणादिषु मन्दप्रयत्नोऽपि अध्यात्मानुगसमभावपरिणतः आत्मानमनादिपशुत्वभावगतमपहाय स्वरूपोपलब्धिरूपं दक्षत्वभेदज्ञानरूपं चाक्षुषत्वं करोति । अत एव सर्वं साध्यसापेक्षस्य साधनं हितम् । साध्यशून्यस्य बालक्रीडारूपम् । उक्तञ्च वीतरागस्तोत्रे
વિવેચન - સંસારી સર્વે જીવો ઉપર મધ્યસ્થ દૃષ્ટિ દ્વારા અમે હિતની (કલ્યાણની) આશા રાખીએ છીએ, કોઈ-કોઈ જીવો મૈત્રી ભાવનાને યોગ્ય હોય છે. કોઈ કોઈ જીવો પ્રમોદભાવનાને યોગ્ય હોય છે. કોઈ કોઈ જીવો કરુણાભાવનાને યોગ્ય હોય છે અને કોઈ કોઈ જીવો મધ્યસ્થભાવનાને યોગ્ય હોય છે. આમ જે જીવો જેવી કક્ષાના હોય છે તે જીવો ઉપર તેવી તેવી ભાવના રાખવા વડે મધ્યસ્થ દૃષ્ટિ દ્વારા તેઓનું હિત-કલ્યાણ કેમ થાય ? એ રીતે અમે સર્વત્ર હિત થવાની-કલ્યાણ થવાની આશા રાખીએ છીએ-કલ્યાણ થાય એમ ઈચ્છીએ છીએ.
સર્વસ્થાનોમાં રાગ અને દ્વેષના ત્યાગને અનુકૂલ અર્થાત્ રાગ-દ્વેષ રહિતપણે મધ્યસ્થ ભાવના દ્વારા પ્રવૃત્તિ કરવાથી હિતની-કલ્યાણની સિદ્ધિ થાય છે. શાસ્ત્રોમાં આવા પ્રકારની મધ્યસ્થ દૃષ્ટિ દ્વારા જે કલ્યાણની સિદ્ધિ કહી છે તે ચારિસંજીવની ચારના ન્યાયથી કહી છે. તેનું સુંદર ઉદાહરણ આ પ્રમાણે છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગના ગ્રન્થોમાં આવું એક ઉદાહરણ આવે છે કે –
કોઈ એક ગામમાં, બે બાલિકાઓ હતી. પરસ્પર અતિશય ઘણા સ્નેહવાળી હતી. ઉંમરલાયક થતાં બન્નેનાં લગ્ન થયાં. લગ્ન થવાથી અને પોત-પોતાના સસરાના ઘરે ગઈ. શ્વસુરગૃહે જવાથી બન્નેના ગામ દૂર દૂર થયાં. મળવાનું દુષ્કર બન્યું. તેમાં એક સ્ત્રીને
Page #541
--------------------------------------------------------------------------
________________
પ૦૮
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
કામણ ટ્રમણની વિદ્યા આવડતી હતી. બીજી સ્ત્રીને આવી કલા આવડતી ન હતી. એક વખત કલાની જાણકાર સ્ત્રી કલાની અજાણ સ્ત્રીના ઘરે મળવા માટે આવી ત્યારે કલાની અજાણ સ્ત્રીએ કહ્યું કે “તું કામણ ટુમણની કલા જાણે છે તો કંઈક એવું કર કે જેથી મારો પતિ હું ચલાવું તેમ ચાલે, બીજીએ કહ્યું કે સારું, હું તને એક ઔષધ આપું છું, તે ઔષધ તું તારા પતિને ખવરાવજે, જેથી તારો પતિ તું કહીશ તેમ કરશે અને ચલાવીશ તેમ ચાલશે.”
આટલું કહીને ઔષધ આપીને કલાની જાણકાર તે સ્ત્રી પોતાના ઘરે ગઈ, થોડાક દિવસો બાદ ઔષધવાળી સ્ત્રીએ પોતાના પતિને ઔષધ ખવડાવ્યું. આ ઔષધ પેટમાં જતાં જ આ પુરુષ પુરુષ મટીને બળદ થયો. ઔષધ ખવડાવનાર સ્ત્રીના દુઃખનો પાર ન રહ્યો. પરંતુ હવે શું થાય? બળદમાંથી પાછો પુરુષ કેમ કરવો તે કલા તેની પાસે નથી અને પેલી સ્ત્રી તો તેના ઘરે ચાલી ગઈ છે. એટલે આ સ્ત્રી પોતાના પતિ બળદને દરરોજ ઘાસચારો ચરાવવા જંગલમાં લઈ જાય છે અને ચરાવીને સાંજે ઘરે પાછી આવે છે. તે જેમ ચલાવે તેમ બળદ ચાલે છે. આમ તેના ઈચ્છા પ્રમાણે કાર્ય તો થયું પણ તેને આ રૂટ્યું નહીં. હવે બળદમાંથી ફરી પાછો પુરુષ કેમ થાય તેની રાહ જોતી દરરોજ ચરાવે છે.
એક વખત તે સ્ત્રી પોતાના પતિ-બળદને ઘાસચારો ચરાવીને એક મોટા વૃક્ષની નીચે સૂતી છે. બળદ ઘાસચારો વાગોળે છે. સ્ત્રી સૂઈ ગઈ નથી, પરંતુ પરિશ્રમના કારણે આડી પડીને આરામ કરે છે. ત્યાં કોઈ એક વિદ્યાધર યુગલ (પતિ-પત્ની) જાત્રા અર્થે નીકળેલું તે યુગલ વિરામ માટે આવીને આ જ વૃક્ષ ઉપર બેઠું. તેમાંના પુરુષે વિદ્યાધર હોવાથી વિદ્યાના બળે જાણ્યું કે નીચે બેઠેલો બળદ વાસ્તવિક બળદ નથી, પણ કૃત્રિમ બળદ છે. જો તેને આ જ ખેતરમાં રહેલી સંજીવની ઔષધિ ખવડાવવામાં આવે તો તે બળદ ફરીથી પુરુષ થઈ શકે છે. આમ આ સમસ્ત વાર્તા તે વિદ્યાધર પુરુષે પોતાની પત્નીને કહી. આ બન્ને વાર્તાલાપ કરીને ઉડી ગયાં. પરંતુ તે વાર્તાલાપ નીચે સુતેલી તે સ્ત્રીએ સાંભળ્યો.
તે સ્ત્રી મનમાં વિચારે છે કે આ બળદને પુનઃ પુરુષ કરવાનો ઉપાય છે અને તે એ છે કે આ બળદને સંજીવની ઔષધિનો ચારો ચરાવવો અને તે ઔષધિ આ જ ખેતરમાં છે, પરંતુ મને ખબર પડતી નથી કે સંજીવની ઔષધિ કઈ ? અને ઈતર ઘાસચારો કયો? તો હવે હું શું કરું? આવા પ્રકારના વિચારમાંથી તેણે એક નિર્ણય કર્યો કે આ ખેતરમાં જે કોઈ ઘાસચારો છે તે તમામ ઘાસચારો ક્રમે ક્રમે હું આ બળદને ચરાવું કે જેથી સંજીવની ઔષધિ
જ્યારે તેના ઉદરમાં જશે ત્યારે તે મનુષ્ય બની જશે. આવો નિર્ણય કરીને ખેતરના એક છેડેથી દરરોજ આ બળદને ધ્યાન રાખીને ઘાસચારાનો ચારો ચરાવે છે. આમ કરતાં કેટલાક દિવસે તે સંજીવની ઔષધિ તેના ચરવામાં આવી. તે જ દિવસે તે બળદ બળદ મટીને
Page #542
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યચ્યાષ્ટક- ૧૬
૫૦૯
પુરુષ થયો. વાર્તા આટલી જ છે. પરંતુ સંજીવની ઔષધિ દ્વારા પશુમાંથી આ જીવ પુરુષ થયો આટલી વાત મહત્ત્વની છે.
પૂજ્ય દેવચંદ્રજી મહારાજશ્રીની રચેલી આ જ્ઞાનમંજરી ટીકામાં યથા શપુરુષ: આમ લખ્યું છે. કોઈક પુરુષ (ગોવાળ) સંજીવનીને નહીં જાણતો હોવા છતાં પણ પશુને ઘાસચારો ચરાવતો ચરાવતો સંજીવની ઔષધિ આવી જવાથી પશુપણાનો ત્યાગ કરીને ચક્ષુથી ઉદ્યોત કરનારો પુરુષ થયો. તે “સંજીવનીચાર” (સંજીવની ઔષધ ચરાવવા) સ્વરૂપ ઉદાહરણ જાણવું. તેવી જ રીતે આ ન્યાયને અનુસાર જે આત્મા ચારિત્રપાલનાદિમાં ઘણો મંદ છે. તેથી જ તેમાં અતિશય મંદપ્રયત્નવાળો છે. જેથી પશુતુલ્ય છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રો નિરંતર સાંભળવાથી અને અધ્યાત્મી પુરુષોના સંસર્ગથી અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન અને તજ્જન્ય સંવેગ-વૈરાગ્યયુક્ત ભેદજ્ઞાનરૂપી સંજીવની ઔષધિ ઉદરમાં જવાથી અધ્યાત્મભાવનાથી યુક્ત એવા સમભાવે પરિણત થયો છતો પોતાના આત્મામાં અનાદિકાલથી તત્ત્વના અજાણરૂપ જે પશુપણું હતું. તેને છોડીને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ થવી તે રૂપ “ચતુરપણું અને ભેદજ્ઞાન પ્રગટ થવા સ્વરૂપ” જ્ઞાનરૂપી ચક્ષુથી જોવાપણું = અર્થાત્ વાસ્તવિક મનુષ્યપણું પામ્યો.
આ આત્મા તત્ત્વજ્ઞાન વિનાનો હોવાથી અનાદિકાલથી પશુપણાને પામેલો હતો. અધ્યાત્મી પુરુષોના સમાગમથી અને અધ્યાત્મ શાસ્ત્રોના અભ્યાસથી ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન રૂપી સંજીવનીનું પાન કરવાથી પશુપણું (અજ્ઞાનીપણું) ત્યજીને સમ્યજ્ઞાની મનુષ્ય બન્યો. આમ ઉપમા ઘટાડવી. આ રીતે વિચારતાં જે કોઈ ધર્મ-અનુષ્ઠાનનું આચરણ કરવા રૂપે સાધનનું સેવન કરાય પણ જો તે સાધ્યની અપેક્ષાવાળું હોય તો તે સાધન હિતકારી છે અને સાધ્યથી શૂન્ય હોય તો બાલચેષ્ટા તુલ્ય છે, અર્થાત્ નિષ્ફળ છે. માટે કાષાયિક પરિણામ ત્યજીને મધ્યસ્થવૃત્તિ ધારણ કરીને સાધનાનો વ્યવહાર કરવો ઉચિત છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ શ્રી વીતરાગસ્તોત્રમાં કહ્યું છે કે -
तथापि श्रद्धामुग्धोऽहं, नोपालभ्यः स्खलन्नपि । विशृङ्खलापि वाग्वृत्तिः, श्रद्दधानस्य शोभते ॥८॥
(વીતરાગસ્તોત્ર પ્રકાશ-૧/૮) હે પ્રભુ ! તો પણ શ્રદ્ધાથી અંજાયેલો એવો હું આપની સ્તુતિ કરતાં કરતાં કદાચ ખલના પામું તો પણ ઉપાલંભને યોગ્ય નથી. કારણ કે વાત્સલ્યમૂર્તિ એવા બાળકની ત્રુટકત્રુટક પણ વાણી તેના પ્રત્યેની પ્રીતિવાળાને શોભા આપે છે.
Page #543
--------------------------------------------------------------------------
________________
માધ્યસ્થાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
पुनःकेषु ? अपुनर्बन्धकादिषु, अपुनर्बन्धकस्वरूपं श्रीहरिभद्रसूरिवचनाद् ज्ञेयम्, आदिशब्दात् मार्गाभिमुख मार्गपतित-मार्गानुसार्यविरतसम्यग्दृष्टि-देशविरतसर्वविरतादिषु सर्वत्र परभावरागद्वेषविनिर्मुक्तात्मस्वभावानुकूलता एव साधनम् । उक्तञ्च योगशास्त्रे
૫૧૦
आत्मैव दर्शनज्ञान - चारित्राण्यथवा यतेः ।
યત્તાત્મજ વૈષ શરીરતિતિ ૪ાશા (યોગશાસ્ત્ર)
आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्यदात्मनः । તદેવ તસ્ય ચારિત્ર, તજ્ઞાનું તત્ત્વ વર્શનમ્ ॥૪ારા (યોગશાસ્ત્ર)
आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । તપસાવ્યાત્મવિજ્ઞાન-દ્દીનૈશ્છતું ન શવતે જરૂ॥ (યોગશાસ્ત્ર)
सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् ।
આત્મા યપૃથવત્ત્વન, ભીયતે પરમાત્મનિ ॥૪॥ (યોગશાસ્ત્ર)
કયા આત્માઓએ માધ્યસ્થ્યવૃત્તિ પ્રાપ્ત કરવી જોઈએ. તો કહે છે કે અપુનર્બન્ધકાદિ જીવોએ શક્ય બને તેટલી માધ્યસ્થ્યવૃત્તિ રાખવા જેવી છે. અપુનર્બન્ધક જીવથી પ્રારંભીને યોગદશાની શરૂઆત થાય છે. કંઈક અંશે યોગદશા આ ભૂમિકાથી આવે છે. માટે અપુનર્બન્ધકનો ઉલ્લેખ કર્યો છે.
અપુનર્બન્ધક જીવો તથા આદિ શબ્દથી માર્ગાભિમુખ જીવો, માર્ગપતિત (માર્ગ પામેલા) જીવો, માર્ગાનુસારિ (માર્ગે ચાલનારા) જીવો, અવિરત સમ્યગ્દષ્ટિ જીવો, દેશિવરતિધર જીવો અને સર્વવિરતિધર જીવો ઈત્યાદિ સ્થાનોમાં સર્વ ઠેકાણે પરભાવનો ત્યાગ, રાગ-દ્વેષવાળી મનોવૃત્તિનો ત્યાગ અને આત્મસ્વભાવને અનુકૂલ ચિંતન-મનન-ભાષણવર્તન આ જ આત્મકલ્યાણનું સાધન છે. અપુનર્બન્ધકનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિજી કૃત પંચાશક ત્રીજાની ચોથી ગાથાથી જાણવું તથા યોગશતક ગાથા-૧૩ થી જાણવું.
જે પાપ કરતાં તીવ્ર ભાવ ન રાખે, ભવને ઘણું માન ન આપે અને ઉચિત સ્થિતિને જે આચરે તે અપુનર્બન્ધક આત્મા જાણવો. (યોગશતક ગાથા-૧૩)
સર્વે પણ આરાધક આત્માએ પરભાવનો ત્યાગ, રાગ-દ્વેષનો ત્યાગ, માધ્યસ્થ્યવૃત્તિનો સ્વીકાર અને આત્મસ્વભાવને અનુકૂળ પ્રવર્તનાદિ પ્રાપ્ત કરવાં જોઈએ.
Page #544
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૫૧૧ આ જ મોક્ષનાં સાધનો છે. કલિકાલસર્વજ્ઞ કૃત શ્રી યોગશાસ્ત્રમાં પ્રકાશ ચારમાં ૧-૨-૩ શ્લોકમાં કહ્યું છે કે -
આ આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્રમય છે. અથવા મુનિનો આ આત્મા જ તદાત્મક (દર્શનાદિ ગુણમય થયો છતો) શરીરમાં રહે છે. અર્થાત્ ગુણો એ જ જીવનું સાચું સ્વરૂપ છે. I૪/૧/l.
જે મહાત્મા મોહના ત્યાગથી પોતાના આત્મા વડે પોતાના આત્માને જાણે છે તે જ તે આત્માનું ચારિત્ર છે તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. //૪/રા/
આત્મતત્ત્વના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મતત્ત્વના જ્ઞાન વડે જ હણાય છે. આત્મતત્ત્વના વિજ્ઞાન વિનાના જીવો વડે તે દુઃખ, તપ દ્વારા પણ છેદી શકાતું નથી. ૪/all
આ આત્મા પરમાત્મતત્ત્વમાં અભેદભાવે જે લયલીન બને છે તે જ આ શમરસભાવ (સમતાસ્વરૂ૫) કહેવાય છે. સમગુણની સાથે આત્માનું એકીકરણ થવું તે જ સમભાવ એટલે કે માધ્યચ્યતા જાણવી. ૧૦/૪
આ અષ્ટકનો સાર એ છે કે પદ્ગલિક સર્વે વસ્તુઓ તથા અન્ય જીવદ્રવ્યો આ આત્માથી ભિન્ન દ્રવ્યો છે તે ક્યારેક સારાભાવે પણ પરિણામ પામે અને ક્યારેક અશુભ ભાવે પણ પરિણામ પામે, પરંતુ જે દ્રવ્ય આ આત્માનાં નથી. તેના શુભ-અશુભ પરિણમનને જોઈને આપણે શા માટે રાગ-દ્વેષ કરવો? આ સંસારમાં ગમે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોય તો પણ આપણા આત્માની છે જ નહીં તો પછી પ્રીતિ કેમ કરાય ? એ જ પ્રમાણે કોઈ દ્રવ્ય અશુભભાવે પરિણામ પામે તો આપણે અપ્રીતિ શા માટે કરવી ? તે દ્રવ્ય આપણું છે જ નહીં.
જગતના પદાર્થો પારિણામિક સ્વભાવવાળા છે, તેથી ભિન્ન ભિન્ન શુભાશુભ ભાવે પરિણામ પામ્યા છે અને પરિણામ પામશે તેમાં આ આત્માને ચક્ષપાત કેમ કરાય ? પરિણમન પામવું તે દ્રવ્યોનો સ્વભાવ છે. માટે હે જીવ! તું રાગ-દ્વેષ કરવાનું છોડી દે. પ્રીતિ-અપ્રીતિ બંધ કર અને સર્વત્ર મધ્યસ્થ ભાવવાળો બન. પરદ્રવ્યને પોતાનું માનવું અને તેને જોઈને પ્રીતિ-અપ્રીતિ કરવી આ જ બહિરાત્મભાવ છે, વિભાવદશા છે. હે જીવ! તું તેનો ત્યાગ કરીને મધ્યસ્થ સ્વભાવવાળો બની જા. Iટા
સોળમું માધ્યસ્થાષ્ટક સમાપ્ત
.
Page #545
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૫૦૯
નિર્ભયાષ્ટક-૧૭ | | પથ સપ્તશ નિર્માષ્ટભ્રમ્ | |
माध्यस्थ्ये स्थिरत्वं निर्भयस्य भवति, भयमोहोदयात् परिणामचापल्यं भवति, अतो भयपरिहारः कार्यः । आत्मा हि शुद्धचिद्रूपोऽविनश्वरः, तेन निर्भय एव ।
अत्र नामस्थापनानिर्भयौ सुगमौ, द्रव्यनिर्भयः सप्तभयरहितः, भावनिर्भयः कर्मबन्धहेतुविभावपरिणतिरहितः, कर्मबन्धहेतुपरिणामः आत्मसत्तारोधकाभिनवकर्मबन्धकत्वाद महाभयम, तच्च संवरपरिणामपरिणतानां बन्धहेतपरिणामाव्यापकानां ન મવતિ |
नैगमेन सर्वद्रव्याणाम्, सङ्ग्रहेण वस्तुसत्तायाम्, वस्तुवृत्त्याऽविनश्वरत्वात्, व्यवहारेण कर्मोदयाव्यापकस्य धीरस्य, ऋजुसूत्रेण निर्ग्रन्थस्य, शब्दनयेन ध्यानस्थस्य, समभिरूढनयेन केवलिनः, एवम्भूतनयेन सिद्धस्य निर्भयत्वम्, अविनश्वरसर्वगुणप्राग्भावात् । अत्र च यथार्थात्मस्वरूपविज्ञातुरौदयिकभावनिर्ममस्य साधने निर्भयता भवति, अतो निर्भयाष्टकं व्याख्यायते ।
હવે સત્તરમું નિર્ભયાષ્ટક કહેવાય છે. સોળમા મધ્યસ્થતા અષ્ટકમાં કહેલી સ્થિરતા નિર્ભય જીવને જ આવે છે. અર્થાત જે જીવ ભયોથી ભીત (ડરપોક) હોતો નથી, એટલે કે ભય આવે ત્યારે હિંમતપૂર્વક સહનશીલ થઈને ભયની સામે હોડ કરે છે. તેવો નિર્ભય આત્મા જ મધ્યસ્થભાવમાં ટકી શકે છે. રાગ કે દ્વેષમાં અંજાતો નથી. આ કારણથી ભયોનો ત્યાગ કરવા જેવો છે. ભયની સામે પણ નિર્ભય થવા જેવું છે. તેથી હવે નિર્ભયાષ્ટકનું વર્ણન કરાય છે. કારણ કે આ આત્મા શુદ્ધ છે. ચિરૂપ (જ્ઞાનરૂપી છે અને અવિનાશી દ્રવ્ય છે. તેને કોઈ ભય મલિન કરી શકતો નથી કે કોઈ ભય જડાત્મક કરી શકતો નથી કે કોઈ ભય તેનો નાશ કરી શકતો નથી. પછી શા માટે ડરપોક થવું જોઈએ? નિર્ભય જ રહેવું જોઈએ. આમ નિર્ભય થવા માટે સમજાવાય છે.
નિર્ભયતા ઉપર ચાર નિક્ષેપ કહે છે. ત્યાં નામ અને સ્થાપના સુગમ છે. કોઈ પુરુષનું નિર્ભય-અભય એવું નામાભિધાન કરવું તે નામનિર્ભય તથા નિર્ભયતાને વરેલા મહામુનિનું ચિત્ર દોરવું-પ્રતિમા બનાવવી તે સ્થાપનાનિર્ભય કહેવાય છે. સ્વ-
રાજ્યનો ભય, પર-રાજ્યનો ભય, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિનો ભય, આજીવિકાનો ભય, રોગનો ભય અને મરણનો ભય એમ સાત ભયોને જીતનાર-સાત ભયરહિત જે થાય તે દ્રવ્યનિર્ભય જાણવો.
Page #546
--------------------------------------------------------------------------
________________
૫૧૦
નિર્ભયાષ્ટક - ૧૭
જ્ઞાનસાર
આ નિર્ભયતા શરીર-ધન-વૈભવ અને પરિવારાદિની સુરક્ષાનો હેતુ છે. માટે દ્રવ્યનિર્ભયતા અને કર્મોનો બંધ થવામાં કારણભૂત એવી વિભાવપરિણતિ વિનાનો જે જીવ તે ભાવનિર્ભય જાણવો. કારણ કે તેનાથી આત્માની અને આત્માના ગુણોની (ભાવધનની) સુરક્ષા થાય છે.
નવાં નવાં અને ચીકણાં કર્મો બંધાય એવો જે સંક્લિષ્ટ આત્મપરિણામ આવે છે તે પરિણામ આત્માના અનંત ગુણોની સત્તાને રોકી નાખે એવાં નવાં નવાં કર્મોને બંધાવનાર હોવાથી અને તે તે કર્મોનો ઉદયકાલ થાય ત્યારે આત્માના ગુણો વધારે વધારે આચ્છાદિત થતા હોવાથી આ સંક્લિષ્ટપરિણામ જ મહા-ભયસ્વરૂપ છે. જે મહાત્મા પુરુષો સંવરભાવના પરિણામમાં પરિણત થયેલા છે અને નવાં નવાં કર્મો વધારે બંધાય તેના હેતુભૂત કાષાયિક પરિણામોમાં જે વ્યાપ્ત બન્યા નથી, તેમાં જે રંગાયા નથી આવા મહાત્મા પુરુષોને ઉપરોક્ત તે સંક્લિષ્ટ પરિણામો સંભવતા નથી. તેથી તે ભાવથી નિર્ભય કહેવાય છે. હવે સાત નયોથી નિર્ભયતા સમજાવાય છે.
(૧) નૈગમનય :- આ નયની અપેક્ષાએ સર્વે દ્રવ્યો નિર્ભય છે. કારણ કે સર્વે પણ દ્રવ્યો સદાકાલ પોતાના રૂપે જ રહે છે. ક્યારેય કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડીને પરદ્રવ્ય સ્વરૂપે થતું નથી તેથી તે તે દ્રવ્યોને કોઈ ભય નથી. જીવ ક્યારેય અજીવ થતો નથી અને અજીવ ક્યારેય જીવ થતો નથી, પછી ભય શા માટે ? માટે ઓધે ઓથે (સામાન્યથી) સર્વે દ્રવ્યો નિર્ભય છે.
(૨) સંગ્રહનય :- સર્વે પણ વસ્તુઓની જે સત્તા છે (સદ્અંશ છે) તે સત્તા સદા
હોવાથી સર્વે દ્રવ્યો નિર્ભય છે. કારણ કે વાસ્તવિક રીતિએ સર્વે પણ પદાર્થોની સત્તા ત્રૈકાલિક ધ્રુવ છે. સર્વકાલે અવિનાશી છે. તે સત્તાનો ક્યારેય વિનાશ થવાનો નથી. પછી ભય શા માટે ?
(૩) વ્યવહારનય :- પૂર્વકાલમાં બાંધેલાં કર્મો જ્યારે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તેના સ્વભાવ પ્રમાણે સુખ-દુઃખ આદિ ભાવો તે તે કર્મો આપે છે. તેમાં ન લેપાનારા અને ધીર રહેનારા જીવને નિર્ભય કહેવાય છે. આ નિર્ભયતા લોકભોગ્ય છે માટે વ્યવહારનય, જેમકે શ્રેણિક મહારાજા પુણ્યોદયજન્ય રાજ્યવૈભવ ભોગવવાના કાલે અને કોશિક દ્વારા કરાયેલા પાપોદયજન્ય કારાવાસના દુ:ખકાલે પણ ક્ષાયિકસમ્યક્ત્વી હોવાથી નિર્ભય હતા.
(૪) ઋજુસૂત્રનય :- જે જીવોએ નવવિધ બાહ્ય-પરિગ્રહ ત્યજ્યો છે અને તેના સંબંધી રાગ-દ્વેષની ગાંઠ ત્યજીને નિર્પ્રન્થ બન્યા છે તેવા નિર્પ્રન્થ મુનિઓ બાહ્ય ઉપાધિઓમાં રંગાયેલા ન હોવાથી નિર્ભય છે. અહીં વર્તમાનકાલીન જીવનની પ્રધાનતા છે માટે આ ઋજુસૂત્ર નય જાણવો.
Page #547
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્ભયાષ્ટક – ૧૭
૫૧૧
(૫) શબ્દનય :– સાધનાકાલમાં વર્તતા ધ્યાનસ્થ મુનિમહાત્માઓ ભય ઉપજાવે તેવા મોહનો ક્ષય કરતા હોવાથી આંતરિક પરિણામથી નિર્ભય છે. અહીં ભાવની પ્રધાનતા છે માટે શબ્દનય જાણવો.
(૬) સમભિરૂઢનય :- કેવલી પરમાત્મા વીતરાગ હોવાથી સર્વથા મોહનો ક્ષય કર્યો છે માટે મોહજન્ય ભયરહિત છે. તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો પણ નાશ કર્યો છે માટે અજ્ઞાનતાજન્ય એવા ભયથી પણ રહિત છે. માટે આ આત્માઓમાં યથાર્થ નિર્ભયતા ઘટે છે. (૭) એવંભૂતનય સિદ્ધ-પરમાત્મામાં જે નિર્ભયતા છે તે જ વધારે સાચી છે. કારણ કે ત્યાં અઘાતી કર્મોના ઉદયજન્ય શરીર, રોગ, મૃત્યુ આદિના પણ ભયો નથી. એટલે કે આઠે કર્મથી રહિત છે તેથી આઠે કર્મોના ઉદયજન્ય ભયથી રહિત છે માટે એવંભૂતનય. તે સિદ્ધ-પરમાત્મામાં આઠે કર્મોના ક્ષયથી જે આઠ ગુણોનો પ્રાગ્ભાવ (આવિર્ભાવ) થયો છે તે સદાકાલ રહેનાર છે, ક્યારેય નાશ પામનાર નથી, માટે આ જ યથાર્થ નિર્ભયતા છે.
:
અહીં જે આત્માઓ યથાર્થ આત્મસ્વરૂપને જાણવાની અને પ્રાપ્ત કરવાની તમન્નાવાળા છે અને તેના જ કારણે પુણ્યકર્મ અને પાપકર્મના ઉદયથી મળેલી સાનુકૂળતા અને પ્રતિકૂળતામાં જેઓ મમતા વિનાના છે એટલે કે તેમાં જેઓ અલિપ્ત છે એવા મહાત્માઓને જ આત્મતત્ત્વ સાધવામાં નિર્ભયતા પ્રગટે છે. આવા જીવો જ નિર્ભય રહીને આત્મતત્ત્વની સાધના કરીને કેવલી થઈને શુદ્ધ-બુદ્ધ થયા છતા સિદ્ધિપદને પામે છે. માટે અમે તે નિર્ભયતાનું વ્યાખ્યાન કરીએ છીએ.
यस्य नास्ति परापेक्षा, स्वभावाद्वैतगामिनः ।
तस्य किं नु भयभ्रान्ति - क्लान्तिसन्तानतानवम् ॥१॥
ગાથાર્થ :- કેવળ સ્વભાવદશામાં જ રહેનારા એવા જે મહાત્માને પરપદાર્થની અપેક્ષા જ નથી તે મહાત્માને ભય (ત્રાસ), ભ્રાન્તિ (ભ્રમ) અને ફ્લાન્તિ (ખેદ)ની પરંપરાનો વિસ્તાર શું હોય ? અર્થાત્ ન હોય. ॥૧॥
ટીકા :- ‘યસ્ય નાસ્તીતિ'-યસ્ય પાપેક્ષા-પરાશ્રયતા-પરાધીનતા-પરાશા વા नास्ति, तस्य स्वभावाद्वैतगामिनः - स्वभावस्य यद् अद्वैतमेकत्वं स्वभावाद्वैतं, तत्र ગમનશીલસ્યમય:-ત્રાસ:, ભ્રાન્તિ:-ભ્રમ:, તાન્તિ:-àવ:, તસ્ય તાનવં વિસ્તાર: किं नु भवति ? काक्वर्थः । इत्यनेन परवस्तुसंरक्षणे पराशादिना भयं भवति । यः પરભાવનિ:સ્પૃહસ્તસ્ય પરમાવામાવે મયણેવો ( મયભ્રમણેવાઃ) ત: ? નૈવેતિ ॥
Page #548
--------------------------------------------------------------------------
________________
૫૧૨ નિર્ભયાષ્ટક-૧૭
જ્ઞાનસાર વિવેચન :- જે જે મહાત્મા-પુરુષોને પર-પદાર્થની અપેક્ષા નથી, પરદ્રવ્યની આશ્રયતા નથી, પરાધીનતા નથી, પર-પદાર્થોની આશા-ઈચ્છા નથી. મનથી પણ જે કોઈ પર પદાર્થની અપેક્ષા-આશા રાખતા નથી, ખાણી-પીણી, રહેણી-કરણીની કોઈ વસ્તુ મળી તો પણ શું? અને ન મળી તો પણ શું? કોઈ વ્યક્તિઓ મળવા આવ્યા તો પણ શું? અને તે મળવા ન આવ્યા તો પણ શું? કોઈએ આવકાર, માન-સન્માન કર્યું તો પણ શું? અને આવકાર માન-સન્માન ન કર્યું તો પણ શું? આમ જે મહાત્માને પરતરફ આશા કે અપેક્ષા જ નથી, સર્વથા પરથી નિર્લેપ અને નિસ્પૃહ છે. તેવા મહાત્મા પુરુષ કે જેઓ આત્માની કેવલ એક સ્વભાવદશામાં જ રમણતા કરનારા છે. કેવલ એકલી સ્વભાવદશાની જે અદ્વૈતતા (એકતા) તે સ્વભાવાદ્વૈતતા, તેમાં જ વર્તનારા છે. આત્માના શુદ્ધસ્વરૂપમાં જ લયલીન રહેનારા છે. આ મહાત્મા પુરુષોને ભય, ભ્રમ અને ખેદનો વિસ્તાર એટલે કે આ ત્રણેનું સામ્રાજ્ય, આ ત્રણે દોષો તરફથી થતો પરાભવ કેમ હોય ? અર્થાત્ ન જ હોય.
અહીં ભય એટલે ભયભીતતા-ત્રાસડરપોકતા-ભયજન્ય કંપનતા કેમ હોય ? જો પરની અપેક્ષા જ નથી તો પછી ભય-ત્રાસ કેમ હોય? અર્થાત્ ન જ હોય, એવી રીતે ભ્રાન્તિ એટલે ભ્રમ પણ કેમ હોય? ન જ હોય, જેમકે કોઈ પુરુષને કોઈ સ્ત્રીનો અને કોઈ સ્ત્રીને કોઈ પુરુષનો અતિશય પ્રેમ હોય, તેના જ સુખે સુખી અને તેના જ દુઃખે દુઃખી, આવો દઢ રાગ હોય તેવા પરાધીન આત્માઓને જ તે તે પાત્રોના વિયોગકાલે જ્યાં ત્યાં તે જ પાત્ર છે આમ ભ્રમ થાય છે અને ગાંડા માણસની જેમ મોહબ્ધ એવા તે જીવ ભટકે છે. પણ આ મહાત્માઓને આવા પ્રકારની કોઈ પણ પરદ્રવ્યની અપેક્ષા જ નથી તેથી ક્યાંય આવો ભ્રમ પણ થતો નથી. તથા જેને જેને પરદ્રવ્યની અપેક્ષા હોય છે તેને તેને તે તે પદાર્થોની રાહ જોતાં જોતાં ઘણો સમય વીતી જાય ત્યારે ફલાન્તિ-ખેદ થાય છે, થાકી જાય છે, ઉદાસીન બની જાય છે. મનમાં ક્લેશ કરે છે, પણ પરથી નિઃસ્પૃહ આત્માને આવું કંઈ થતું નથી. આ રીતે નિઃસ્પૃહ આત્માઓ ભય-ભ્રમ અને ક્લાન્તિ વિનાના હોય છે. નિઃસ્પૃહ આત્માને ભય-ભ્રમ અને ક્લાત્તિ સંભવતાં નથી. તેથી તજન્ય પીડા પણ સંભવતી નથી.
આ પ્રસંગે કાકુન્યાયથી અર્થ સમજાવ્યો છે. આપણે જે અર્થ સમજાવવો હોય તે અર્થ (સીધે સીધો ન સમજાવતાં) પ્રશ્ન દ્વારા જણાવીએ તેને કાકુન્યાય કહેવાય છે. આવા મુનિઓને શું ભય-ભ્રમ અને ખેદ હોય? અર્થાત્ ન જ હોય. આમ પ્રશ્ન પૂછવા દ્વારા ઉત્તર આપ્યો છે તેથી તેને કાકુન્યાય કહેવાય.
- ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે જેણે જેણે પરવસ્તુનું ગ્રહણ અને સંરક્ષણ કર્યું છે, કરે છે અને કરવાની ઈચ્છા રાખે છે તેને તેને પરની આશા આદિના કારણે ભય-ભ્રમ અને ખેદ
Page #549
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક-૧૭
૫૧૩ અવશ્ય થાય છે. પરંતુ જે મહાત્મા પુરુષો પરભાવથી સર્વથા નિઃસ્પૃહ છે તે મહાત્માઓને પરપદાર્થ પ્રત્યેનો પ્રહણ-સંરક્ષણનો પરિણામ જ ન હોવાથી ભય, ભ્રમ કે ખેદ કેમ હોય? અર્થાત્ ન જ હોય. તેથી આ આત્માએ જેટલું વધારે નિઃસ્પૃહ રહેવાય, પરની આશા તજાય, તેટલું તેટલું વધારે નિસ્પૃહ થવું અને પરની આશા ત્યજી દેવી એવો ઉપદેશ છે. કવિઓએ કહ્યું છે કે -
પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાશા .
તે કાટલું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા I/૧ાાં આપ૦ पुनर्निर्भयमूलभावनां दर्शयन्नाह - નિર્ભયદશાની પ્રાપ્તિમાં હેતુભૂત મૂલ ભાવનાને જણાવતાં કહે છે - भवसौख्येन किं भूरि-भयज्वलनभस्मना । सदा भयोज्झितं ज्ञान-सुखमेव विशिष्यते ॥२॥
ગાથાર્થ – ઘણા ભયોરૂપી અગ્નિથી દગ્ધ બનેલા રાખતુલ્ય) એવા સાંસારિક સુખ વડે શું ફાયદો? સદાકાલ ભયોથી રહિત એવું જ્ઞાન સુખ જ અધિક છે. રા.
ટીકા :- “મવાળેનેતિ” મૂરિ-વ૬, ભયચ-રૂહત્નોપત્નોભિયસ્થ વૃત્તન तस्य (भयं-इहलोक-परलोकादि, तदेव ज्वलनस्तस्य) भस्मना-क्षारभूतेन चौरदायादराजभयज्वलनदग्धेन भवसौख्येन इन्द्रियजेन मन्यमानसौख्येन जात्या दुःखरूपेण किं ? न किमपि-नैवेत्यर्थः । ज्ञानं तत्त्वपरिच्छेदानुभवरूपं, तस्य सुखं निर्भयमेव विशिष्यते-सर्वाधिकत्वेनाङ्गीक्रियते, सुखस्वरूपं च ज्ञाने एव, पौद्गलिके सुखे सुखारोप भ्रम एव । उक्तञ्च --
जं पुग्गलजं सुहं (सुक्खं), दुक्खं चेवत्ति जह य तत्तस्स । गिम्हे मट्टिअलेवो, विडंबणाखिंसणामूलं ॥१॥
अत: पुद्गलग्रहणं न सुखमकार्यमेव ॥२॥
વિવેચન :- સંસારનું એકે એક સુખ ઘણા ઘણા ભયો અને ઉપદ્રવોથી ભરેલું છે. કોઈપણ સુખની પાછળ અનેક જાતની ઉપાધિઓ રહેલી હોય છે. દાખલા તરીકે ધનની વૃદ્ધિ થાય તેને લોકમાં સુખ માનવામાં આવે છે. પરંતુ જેને જેને ધનની વૃદ્ધિ થાય તેને તેને રાજાનો ભય, ટેક્ષનો ભય, ચોર-લૂંટારાનો ભય, ભાગીદારોનો ભય, કુટુંબીઓ માગશે એવો
Page #550
--------------------------------------------------------------------------
________________
૫૧૪ નિર્ભયાષ્ટક- ૧૭
જ્ઞાનસાર ભય, અંતે પોતાના જ કુટુંબમાં ધનની ખાતર ક્લેશ-કડવાશ અને મારામારી થાય તેના ભય, આમ એક સુખની પાછળ અનેક દુઃખોની પરંપરા લાગેલી હોય છે. એવી જ રીતે લગ્નનું ઘડીભરનું સુખ પણ અનેક બાળકોનો જન્મ, તેનો ઉચ્છેર, તેનું ભરણપોષણ, તેનો અભ્યાસ અને તેને પરણાવવા આદિની ચિંતા, આમ આ જીવ ઘણાં જ દુઃખોની પરંપરાથી દુઃખી દુઃખી થાય છે. તેથી સંસારનું કોઈપણ એક સુખ અનેક અનેક દુઃખો રૂપી અગ્નિથી દાઝેલું છે. તેથી રાખતુલ્ય છે. હે જીવ ! આવા પ્રકારના ઘણા ઘણા ભયો અને ઉપદ્રવો રૂપી અગ્નિથી દાઝેલા રખ્યાતુલ્ય એવા સાંસારિક સુખ વડે સર્યું. આવા ભયોથી ભરેલા સુખથી હે જીવ ! તને શું લાભ?
ચોર, ભાગીદાર અને રાજભય આદિ ભયો રૂપી અગ્નિથી દાઝેલા એવા ભવસુખ વડે એટલે કે પાંચ ઈન્દ્રિયજન્ય સુખ વડે અર્થાત્ માત્ર મનથી માની લીધેલા સાંસારિક સુખ વડે સર્યું. કારણ કે અસલી જાતિ વડે તે સુખ દુઃખરૂપ જ છે. તેથી “સો રૂપિયા કમાવાના અને એક હજાર રૂપિયા ખોવાના” એવા ન્યાયે ઘણા દુઃખોવાળા ક્ષણિક ભવસુખ વડે શું કામ છે? અર્થાત્ તેનાથી કંઈ જ ફાયદો નથી, દુઃખોની જ પરંપરા વધવાની છે.
પ્રશ્ન :- જો સંસારનું સુખ ઘણા દુઃખો અને ભયો રૂપી અગ્નિથી દાઝેલું છે. તે સુખથી જો કંઈ ફાયદો નથી તો એવું કયું સુખ છે કે જે સુખમાં ભય ન હોય, દુઃખ ન હોય અને કેવલ સુખનો જ અનુભવ થતો હોય.
ઉત્તર :- આત્મદ્રવ્યનો ગુણ જ્ઞાનમાત્ર જ છે અને તેના દ્વારા આત્મતત્ત્વને યથાર્થ રીતે જાણવું, જાણીને માણવું, તેનો યથાર્થ રીતે અનુભવ કરવો, એ રૂપ જે સુખ છે તે જ સુખ નિર્ભય છે. એટલે કે જ્ઞાનનું જે સુખ છે તે અત્યન્ત નિર્ભય છે. માટે અન્ય બીજાં સુખો કરતાં આ જ્ઞાનસંબંધી સુખ સર્વથી અધિક છે. સાંસારિક સુખ પરાધીન છે, સોપાધિક છે, અન્ત પામનાર છે અને અનેક વિડંબનાઓ આપનાર છે. જ્યારે જ્ઞાનગુણનું સુખ સ્વાધીન છે, નિરુપાધિક છે, અનન્તકાલ સુધી રહેનાર છે અને વિડંબનાઓથી રહિત છે. તેથી સાચા સુખનું સ્વરૂપ જ્ઞાનગુણમાં જ વર્તે છે. પૌદ્ગલિક જે સુખ છે તેમાં તો સુખાભાસમાત્ર જ છે, સુખ નથી, પણ સુખનો ભ્રમમાત્ર જ છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે –
“પુગલજન્ય જે સુખ છે તે દુઃખ જ છે, પણ સુખ નથી. જેમ ઉનાળામાં તાપથી તપેલા માણસને માટીનો લેપ શરીરને મલીન કરનાર હોવા છતાં, માટીનો ભાર ઉંચકવાનો હોવા છતાં તે જીવને ક્ષણ માત્ર તે સુખ લાગે છે તેમ ઈન્દ્રિયજન્ય સુખ પણ વિડંબનાઓનું, જુગુપ્સાનું મૂલ છે. “અર્થાત્ સુખ નથી પણ દુઃખમાત્ર જ છે.”
Page #551
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક- ૧૭.
૫૧૫ આ કારણથી સુખ આપે એવાં પુગલોનો સંગ્રહ કરવો, કે તેમાં સુખબુદ્ધિ કરવી તે મિથ્યા છે. કારણ કે તે દુઃખોના સમૂહથી ભરેલાં છે. તેથી વાસ્તવિક સુખ જ નથી. માટે તેવા પુદ્ગલોમાં સુખબુદ્ધિ ન કરવી જોઈએ. રા
न गोप्यं क्वापि नारोप्यं, हेयं देयं च न क्वचित् । क्व भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः ॥३॥
ગાથાર્થ - જ્ઞાનગુણ દ્વારા શેયને જાણતા એવા મુનિને ભયપૂર્વક ક્યાં રહેવાનું હોય? અર્થાત્ ક્યાંય ભયપૂર્વક રહેવાનું હોતું નથી, નિર્ભયપણે રહે છે. કારણ કે તે મહાત્માનું જે જ્ઞાનધન છે તે છૂપાવવા યોગ્ય પણ નથી, આરોપિત પણ નથી, હેય પણ નથી અને ક્યાંય દેય પણ નથી. II
ટીકા :- “R Mતિ” મુઃ-પરમાત્મભાવસાધ્યોપાયરતસ્થ સ્વતત્ત્વज्ञानानुभवस्वसंवेदनपटोः गोप्यं-गोपनमाच्छादनं, तद्योग्यं गोप्यं न किमपि, स्वधर्मस्य परैर्ग्रहीतुमशक्यत्वात् गोप्यं कथं भवति ? च-पुनः नारोप्यम्-आरोपोऽसद्गुणस्य स्थापनं तदपि न, यतः स्वरूपेणैवानन्तगुणमयत्वात् परगुणेन न गुणित्वप्रसङ्गः, अतः आरोप्यमपि क्वापि नास्ति ।
વિવેચન - સંસારી જીવોનું ધન-વૈભવસંબંધી ઈન્દ્રિયજન્ય જે સુખ છે તે સંતાડવા જેવું છે. ચોર, લુંટારા, રાજા અને કુટુંબીઓ દેખે તો માગે તેવું છે વળી અસસુખ છે, કાલ્પનિક સુખ છે અર્થાત્ આરોપિત સુખ છે. ધન-વૈભવાદિ ત્યજી પણ શકાય છે અને અન્યને આપી પણ શકાય છે. એટલે ઈન્દ્રિયજન્ય ધનસંબંધી સુખ ગોપ્ય આરોપ્ય-હેય અને દેય છે. જ્યારે મુનિ મહાત્માને જ્ઞાનસંબંધી અતીન્દ્રિય જે સુખ છે તે નથી ગોપ્ય, નથી આરોગ્ય, નથી હેય અને નથી દેય. તેથી તે વાસ્તવિક સુખ છે. પારમાર્થિક સુખ છે.
પરમ એવો જે આત્મભાવ (સ્વભાવદશા), તેને જ સાધવાના ઉપાયમાં લીન બનેલા એવા મુનિ મહાત્માને અર્થાત્ આત્મતત્ત્વનું જે જ્ઞાન છે તેનો જ અનુભવ કરવામાં સ્વસંવેદનમાં જ અતિશય લીન બનેલા એવા મુનિમહાત્માને જે જ્ઞાનના અનુભવરૂપ સુખ છે તે ગોપ્ય નથી, ગોપન કરવું એટલે કે આચ્છાદિત કરવું, ઢાંકવું, તેને યોગ્ય નથી. કારણ કે આત્મામાં રહેલો જે આત્મધર્મ છે તે આત્માથી ક્યારેય વિખુટો પડતો ન હોવાથી પરવડે (અન્ય વ્યક્તિઓ વડે) ગ્રહણ કરાવાને, ચોરાવાને કે લુટાવાને માટે અશક્ય હોવાથી તે ધનને કોઈ લઈ શકતું નથી, માટે સંતાડવા જેવું નથી, આત્મામાં પ્રગટ થયેલા જ્ઞાનાદિ ગુણો સ્વધર્મ હોવાથી ચોર, લુંટારા, રાજા કે કટુંબીઓ લઈ શકતા નથી. માટે ગોખ પણ નથી.
Page #552
--------------------------------------------------------------------------
________________
નિર્ભયાષ્ટક – ૧૭
શાનસાર
તથા આ જ્ઞાનગુણ રૂપી ધન પરમાર્થથી આત્માનો ગુણ છે, આત્માનું સ્વરૂપ છે, માટે આરોપિત નથી, કલ્પિત નથી, ગુણ ન હોય અને કલ્પનામાત્ર કરાતી હોય એવા અસદ્ગુણોની જે કલ્પના (સ્થાપના), તે પણ નથી. કારણ કે આ આત્મા પોતાના સ્વરૂપે જ અનંત ગુણમય છે. જેમ પુષ્પ સ્વયં પોતે પોતાના ગુણથી જ સુગંધી છે. સુવર્ણ પોતે જ સ્વયં પીતવર્ણવાળું છે તેમ આત્મા પોતે સ્વયં જ જ્ઞાનગુણવાળો છે. પરંતુ સ્ફટિકમાં લાલલીલા-પીળા ફુલના પ્રતિબિંબથી લાલ-લીલા-પીળાપણું જેમ આરોપિત થાય છે તેવું પરદ્રવ્યોના ગુણો વડે આરોપિત ગુણવાળાપણું અહીં આત્મામાં નથી. આત્મા પોતે જ સ્વયં અનંત જ્ઞાનાદિ ગુણમય છે. માટે આરોપ્ય પણ નથી.
૫૧૬
क्वचिद् हेयं न, सर्वहेयस्य हेयत्वेन कृतत्वात् । तथा देयमपि न, स्वधर्मव्यूहस्य परत्रागमनात् । अतो मुनेः भयेन सन्त्राणाभिलाषवत्तः क्व स्थेयं ? न क्वापि । स्वयमेव स्वस्य त्रातुं समर्थत्वात् । कथम्भूतस्य मुनेः ? ज्ञेयं स्वपरपदार्थसमूहं ज्ञानेनઅવવોર્ધન, પશ્યત:-જ્ઞાનત: રૂિા
તથા મુનિમહાત્માનું જે જ્ઞાનધન છે તે ક્યાંય ત્યાજ્ય નથી. એટલે કે હેય નથી. કારણ કે અન્ય સર્વ પદાર્થો હેય હતા તે સર્વ પદાર્થોને હેય તરીકે કરી લીધા છે. તજવા લાયક સર્વ પ૨પદાર્થોને ત્યજી દીધા છે. જ્ઞાનધન પરપદાર્થ ન હોવાથી અને આત્મધર્મ હોવાથી અલ્પમાત્રાએ પણ ત્યાજ્ય હેય નથી.
તથા આ જ્ઞાનધન કોઈને આપી શકાતું પણ નથી. કારણ જ્ઞાનધન એ આત્મધર્મ હોવાથી પરદ્રવ્યમાં તેનું ગમન થવું શક્ય નથી. પોતાના ધર્મોનો સર્વ પણ સમૂહ અન્ય દ્રવ્યમાં જઈ શકતો નથી. જ્ઞાની પાસેથી કોઈ જ્ઞાન પામે તો જ્ઞાનીનું નિમિત્ત પામીને તે જ્ઞાતા પોતાના જ જ્ઞાનને પ્રગટ કરે છે.
પ્રશ્ન :- કોઈ મુનિ-મહાત્મા શિષ્યોને ભણાવે ત્યારે આ જ્ઞાન ગુરુજીએ આપ્યું આમ તો કહેવાય જ છે. તો પછી જ્ઞાનધન દેય નથી – આપી શકાતું નથી આમ કેમ કહો છો ?
ઉત્તર ઃ- તે ઉપચારમાત્ર છે. જે ગુરુજી ભણાવે છે તે ગુરુજીનું જ્ઞાન શિષ્યોમાં જતું નથી, જો ભણાવનાર ગુરુજીનું જ્ઞાન શિષ્યોમાં જતું હોય તો ગુરુજી જેમ જેમ વધારે ભણાવે તેમ તેમ જ્ઞાન શિષ્યોમાં ચાલી જવાના કારણે ગુરુજી તો મૂર્ખ અને અજ્ઞાની બની જાય, પરંતુ આવું ક્યારેય બનતું નથી. તેથી ગુરુજીનું જ્ઞાન શિષ્યોમાં જતું નથી. પણ ગુરુજીના બોલવાના નિમિત્તે શિષ્યોનું પોતાનું જ્ઞાનાવરણીયકર્મથી આચ્છાદિત થયેલું જ્ઞાન જ્ઞાનાવરણીયકર્મનો ઉચ્છેદ થવાથી આવિર્ભૂત થાય છે.
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૧૭
જ્ઞાનમંજરી
નિર્ભયાષ્ટક-૧૭ આ રીતે મુનિનું જ્ઞાન-ધન લુંટાવાનું નથી તેથી પોતાના જ્ઞાન-ધનનું સંરક્ષણ કરવાની અભિલાષાવાળા મુનિએ ભયપૂર્વક ક્યાં રહેવાનું રહે છે? ભયપૂર્વક ક્યાંય રહેવાનું રહેતું નથી. કારણ કે આત્મધન લુંટાવાનું જ નથી. પોતે જ પોતાના જ્ઞાનધનનું સંરક્ષણ કરવાને સમર્થ છે. કેવા પ્રકારના મુનિએ નિર્ભયપણે રહેવાનું હોય છે? તો કહે છે કે શેય એવા સ્વ અને પરપદાર્થના સમૂહને જ્ઞાન દ્વારા જાણતા એવા મુનિને ક્યાંય ભયપૂર્વક વર્તવાનું હોતું નથી. કારણ કે તેનું ધન લુંટાવાનું નથી માટે આ જગતમાં નિર્ભયપણે તે મહાત્મા પુરુષો વિચરી શકે છે. બે-પાંચ-દશ લાખની નોટો લઈને નગરના રાજમાર્ગો ઉપર ચાલવું હોય તો ભય લાગે. પરંતુ ચૌદપૂર્વ જેટલું વિશાળ જ્ઞાન હૃદયમાં ધારણ કરીને રાજમાર્ગો ઉપર નીકળવું હોય તો કોઈ ભય ન હોય; ઉલટું પ્રભાવકતા હોવાના કારણે ઉત્સાહપૂર્વક પ્રસન્ન મુખે નીકળી શકે - ચાલી શકે આવું જ્ઞાનસુખ છે. lall
एकं ब्रह्मास्त्रमादाय निघ्नन्मोहचमूं मुनिः । बिभेति नैव सङ्ग्राम-शीर्षस्थ इव नागराट् ॥४॥
ગાથાર્થ - આત્મતત્ત્વના સ્વરૂપના જ્ઞાનરૂપી એક બ્રહ્માસ્ત્ર માત્રને ધારણ કરીને મુનિ મહારાજા મોહરાજાની સેનાને હણતા છતા યુદ્ધના મોખરે રહેલા ગજરાજની જેમ કોઈથી ડરતા નથી. જા.
ટીકા - “ બ્રહીસ્કૃમિતિ” મુના-સ્વરૂપરત: પરમવિરતઃ ન વિમેતિ -न भयवान् भवति । किं कुर्वन् ? मोहचमूं निनन्-मोहसैन्यध्वंसं कुर्वन्, किं कृत्वा ? ब्रह्मास्त्रं-बह्मज्ञानमात्मस्वरूपावबोधः, तदेवास्त्र-शस्त्रमादाय-गृहीत्वा । क इव ? सङ्ग्रामस्य शीर्षं, तत्र तिष्ठतीति सङ्ग्रामशीर्षस्थः नागराट-नागराजो गजश्रेष्ठ इव । यथा गजश्रेष्ठः सङ्ग्रामे न बिभेति, तथा मुनिः कर्मपराजये प्रवृत्तो न भयवान् भवति । यो हि स्वरूपासक्तः, तस्य परभावध्वंसनोद्यतस्य भयं न. भयं हि परसंयोगविनाशे (वियोगे) भवति, तद्विनाशश्चास्य क्रियमाण एव, अतो न भयं वाचंयमस्य, शरीरादिसर्वपरभावविरतत्वात् ॥४॥
વિવેચન :- જે મુનિમહારાજા આત્માના શુદ્ધ સ્વરૂપમાં રક્ત છે અને અન્ય એવા પુદ્ગલદ્રવ્યોથી અને અન્ય એવા જીવદ્રવ્યોથી રાગ-દ્વેષ વિનાના બન્યા છે. અર્થાત્ પરભાવથી રહિત થયા છે તે મુનિ મહારાજા ક્યાંય ભય પામતા નથી. સર્વત્ર નિર્ભયપણે પ્રવર્તે છે. આ મુનિ મહારાજા એવું તે શું કાર્ય કરતા છતા વિચરે છે કે જેથી નિર્ભય છે? મોહરાજાની
Page #554
--------------------------------------------------------------------------
________________
૫૧૮ નિર્ભયાષ્ટક- ૧૭
જ્ઞાનસાર સેનાને હણતા છતા વિચરે છે અર્થાત્ ગમે તેવા અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગો આવે પણ ક્યાંય પ્રીતિ-અપ્રીતિ ન કરનારા, અલ્પમાત્રાએ પણ કષાયને ન કરનારા એવા આ મુનિ વિચારે છે માટે નિર્ભય છે. જ્યાં મોહની માત્રા હોય છે ત્યાં જ ભયભીતતા હોય છે. જ્યાં નિર્મોહતા હોય છે ત્યાં અવશ્ય નિર્ભયતા જ હોય છે.
પ્રશ્ન :- તેમની પાસે એવું શું બળ છે? તેઓની પાસે એવા પ્રકારની શું સહાય છે? કે જેની સહાયથી તેઓ મોહની સેનાને હણે છે અને નિર્ભય રહે છે.
ઉત્તર : - તેઓની પાસે “બ્રહ્માસ્ત્ર” છે. માટે કોઈથી ડરતા નથી. બ્રહ્માએ આપેલું જે શસ્ત્ર તે બ્રહ્માસ્ત્ર આવી લોકોક્તિ છે. તથા બ્રહ્મ એટલે આત્મજ્ઞાન-આત્માના સ્વરૂપનો બોધ. અનંતગુણી એવા આત્માની શુદ્ધ દશાના બોધમાં જ લયલીનતા, તેને પણ બ્રહ્મ કહેવાય. આવા શસ્ત્રને ધારણ કરીને મુનિ કોઈથી ડરતા નથી. આ મુનિ કોની જેમ ભય પામતા નથી? તો ઉદાહરણ કહે છે કે યુદ્ધના મોખરે ગર્જના કરતો જેમ ગજરાજ-શ્રેષ્ઠ હાથી ડરતો નથી તેમ મુનિ મોહની સાથે યુદ્ધમાં ડરતા નથી.
જે હાથી ઉપર બેસનારા રાજા પાસે બ્રહ્માએ આપેલું બ્રહ્માસ હોય તે રાજાને લઈને સામેના શત્રુ રાજાની સાથે યુદ્ધ ખેલવામાં જેમ ગજરાજ ભય પામતો નથી તેમ જ મુનિ મહારાજા પાસે આત્મતત્ત્વના સ્વરૂપનું ભાન - એટલે કે આત્મતત્ત્વની રમણતા રૂપ બ્રહ્માસ્ત્રનું અસ્તિત્વ છે તે મુનિમહારાજાના આત્માને ધારણ કરનારું તેમનું શરીર મોહની સાથે યુદ્ધમાં અલ્પમાત્રાએ પણ ભય પામતું નથી.
(૧) મુનિ મહારાજાનો દેહ તે નાગરાજ, (૨) મુનિ મહારાજાનો આત્મા તે હાથી ઉપર બેઠેલો રાજા, (૩) મોહરાજા તે સામેનો શત્રુરાજા, (૪) આત્મસ્વરૂપનું ભાન તે બ્રહ્માસ્ત્ર, આમ ઉપમા જાણવી.
જે મહાત્મા, આત્માના સ્વરૂપમાં જ લયલીન છે, પરદ્રવ્ય પ્રત્યે નજર પણ નાખતા નથી, પરદ્રવ્યની અપેક્ષા કે આશા પણ ક્યારેય કરતા નથી, પરંતુ પરભાવદશા જે અનાદિકાળથી ભૂતની જેમ વળગેલી છે તેનો ધ્વંસ કરવામાં જ જે ઉદ્યમશીલ છે તેવા મુનિ મહારાજાને ભય સંભવતો નથી તેઓ નીડર હોય છે.
પર-જીવદ્રવ્ય (પતિ-પત્ની, બાળકો, મિત્રો વગેરે) અને પર-પુગલદ્રવ્ય (ઘર-શરીરધન-સોનું રૂપુ વગેરે) આ પદાર્થોનો જ્યારે જયારે સંયોગ થાય છે ત્યારે ત્યારે આ જીવ રાજી રાજી થાય છે અને જ્યારે જ્યારે આ પરદ્રવ્યોના સંયોગનો વિનાશ (વિયોગ) થાય છે
Page #555
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક-૧૭
૫૧૯ ત્યારે ત્યારે હવે એકલો હું શું કરીશ? એમ સમજીને રડે છે અને ભયવાળો બને છે. મારું જીવન પત્ની આદિ વિના અને ધન-ઘર આદિ વિના કેમ ચાલશે? આવા આવા મોહમય વિચારોના કારણે પરદ્રવ્યોના સંયોગના વિયોગકાલે આ જીવ દુઃખી દુઃખી અને ભયભીત થાય છે.
પરંતુ મહાત્મા પુરુષ પરદ્રવ્યના સંયોગને જ અસાર-તુચ્છ અને દુઃખદાયી સમજીને તે પરદ્રવ્યના સંયોગનો જ બુદ્ધિપૂર્વક સમજી-શોચીને જ ત્યાગ કરી રહ્યા છે. તેનો અને તેના મોહનો ત્યાગ કરી રહ્યા છે. તેથી આ વાચંયમ (મુનિ)ને ભય હોતો નથી. કારણ કે ધનપરિવાર-સુવર્ણાદિ તો છોડ્યું જ છે, પરંતુ શરીર અને શરીરના મોહનો પણ ત્યાગ કર્યો છે. આમ શરીરાદિ (શરીર-પરિવાર-ધન-સુવર્ણાદિ) સર્વ પરભાવથી વિરક્ત બન્યા છે, માટે સંપૂર્ણપણે નિર્ભય છે. IIકા
मयूरी ज्ञानदृष्टिश्चेत्, प्रसर्पति मनोवने । वेष्टनं भयसर्पाणां, न तदानन्दचन्दने ॥५॥
ગાથાર્થ - જો મનરૂપી ઉદ્યાનમાં જ્ઞાનદૃષ્ટિ રૂપી મોર વિચરે છે તો આત્માના આનંદરૂપી ચંદનના વૃક્ષ ઉપર ભયો રૂપી સર્પોનું વીંટળાવાપણું સંભવતું નથી. //પા
ટીકા :- “અધૂરતિ” મનોવને-ત્તિોદને, વે-દ્ધિ જ્ઞાનg -સ્વભાવપરभावविवेचनदृष्टिः, मयूरी प्रसर्पति स्वेच्छया विचरति, तदा आनन्दचन्दनेस्वरूपानुभवानन्दचन्दने, भयसर्पाणां वेष्टनं न भवतीत्यर्थः इदमुक्तं भवति-यदा ज्ञानेन स्वपरयोर्विभेदे कृते स्वस्यामूर्तचिद्घनत्वनिर्धारे परसंयोगस्य परत्वनिर्धारे जाते भयस्योदयो न भवति ॥५॥
વિવેચન - આ ચિત્ત (મન) રૂપી ઉદ્યાનમાં સ્વભાવદશા અને પરભાવદશાનો ભેદ કરનારી એવી જ્ઞાનદષ્ટિ રૂપી મોર સ્વેચ્છાએ ચારે બાજુ જો વિચરે છે. આમથી તેમ સર્વત્ર ફરે છે તો આત્મસ્વરૂપના આનંદનો અનુભવ કરવા સ્વરૂપ ચંદનના વૃક્ષ ઉપર ભયો રૂપી સર્પોનું વીંટળાવાપણું સંભવતું નથી. ઉપર કહેલી વાતનો સાર એ છે કે જો સમ્યજ્ઞાન દ્વારા સ્વ અને પરનો વિવેક કરાયો છે એટલે કે મારા આત્માનું સ્વરૂપ અમૂર્ત છે, જ્ઞાનઘનમય છે. ચૈતન્યસ્વરૂપ છે, શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર છે, આવો પાકો નિર્ધાર (નિશ્ચય) થયે છત અને પરદ્રવ્યના સર્વ સંયોગો પર છે, વિનાશી છે, જડ છે, મૂર્ત છે. આવા પ્રકારનું ભેદજ્ઞાન પ્રગટ થયે છતે મુમુક્ષુ એવા આત્માર્થી જીવને ભયનો ઉદય થતો નથી. સ્વ-પરના વિવેકવાળાને ભય સંભવતો નથી.
Page #556
--------------------------------------------------------------------------
________________
નિર્ભયાષ્ટક – ૧૭
શાનસાર
સર્પોનું શરીર અતિશય કોમળ હોવાથી અને અંદર વિષની ઉષ્ણતા હોવાથી શીતળતાની પ્રીતિવાળું છે. એટલે જ બહુધા દરમાં રહે છે. જ્યાં માટીની શીતળતા જ અનુભવાય છે. તેના જ કારણે જે અરણ્યમાં ચંદનનાં વૃક્ષો હોય છે ત્યાં ચંદન અતિશય શીતળ હોવાથી સર્પો સહેજે સહેજે તે વૃક્ષોને વીંટળાઈને રહે છે. સર્પો શીતળતાપ્રિય હોય છે તે માટે જ્યાં ચંદનનાં વૃક્ષો ઘણાં હોય છે ત્યાં સર્પો વધારે હોય છે. પરંતુ જો ત્યાં મોર ફરતો હોય તો મોરને દેખીને બધા જ સર્પો ભાગી જાય છે. કારણ કે નોળીયા અને સર્પને જેમ જાતિબદ્ધ બૈર હોય છે તેમ મોર અને સર્પને પણ જાતિ-બદ્ધ વૈર હોય છે. તેથી સર્પ હંમેશાં મોરથી ડરતો જ હોય છે. તેવી જ રીતે મહાત્મા પુરુષોના મનમાં આત્મદશાનો જે આનંદ છે તેમાં જ્ઞાનદશાની જે જાગૃતિ છે તેનાથી ભયો રૂપી સર્પો ભાગી જાય છે, ટકતા નથી. અહીં મન તે ઉદ્યાન, આત્મસ્વરૂપનો આનંદ તે ચંદનનું વૃક્ષ, જ્ઞાનદૃષ્ટિ તે મો૨ અને ભયો તે સર્પ આમ ઉપમા જાણવી. ॥૫॥
૫૨૦
कृतमोहास्त्रवैफल्यं, ज्ञानवर्म बिभर्ति यः ।
क्व भीस्तस्य क्व वा भङ्गः कर्मसङ्गरकेलिषु ॥६॥
ગાથાર્થ :- કરી છે મોહના શસ્રોની નિષ્ફળતા જેણે એવું જ્ઞાનરૂપી બખ્તર જે મુનિ ધારણ કરે છે, તે મુનિને કર્મરાજાની સાથે યુદ્ધ ખેલવામાં ભય ક્યાંથી હોય ? અને તેની હાર પણ ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય. IIII
ટીકા :- ‘“વૃતમોહાસ્રતિ'' તમ્ય-સ્વરૂપાનમોસ્તુ: વર્મસંકલિયુ-ક્ષયવાળસામે મી:-મયં વવ ? મઙ્ગ: વવ ? નૈવેતિ । તસ્ય-ક્ષ્ય ? ય: વૃંતમોહાસ્ત્રवैफल्यं कृतं मोहास्त्रस्य वैफल्यं निष्फलत्वं येन एवंविधं ज्ञानवर्म ज्ञानसन्नाहं बिभर्त्ति - धत्ते, तस्य सर्वमोहविदारणदारुणज्ञानसन्नाहधरस्य कर्मकृतस्वगुणघातभीः क्व ? इदमुक्तं भवति येन नयविभजनपरीक्षितः स्वपरपदार्थसार्थः, तस्य मोहादीनां भयं
ન દ્દા
વિવેચન :- જે કોઈ એક દેશનો રાજા બીજા દેશના રાજાની સાથે જ્યારે જ્યારે યુદ્ધ ખેલે છે ત્યારે ત્યારે જો પોતાના શરીર ઉપર બખ્તર ધારણ કરીને યુદ્ધ કરે તો તે સામેના રાજા દ્વારા છોડાયેલાં શસ્ત્રોને નિષ્ફળ કરનાર બને છે. તેથી તે રાજાને સામેના રાજા સાથે યુદ્ધ કરતાં ભય હોતો નથી તથા હાર પણ થતી નથી. તે રાજાને નિર્ભય કરવામાં અને જિત મેળવવામાં બખ્તરની મોટી સહાય છે. તેમ મોહરાજાનાં શસ્ત્રોને નિષ્ફળ કરે,
Page #557
--------------------------------------------------------------------------
________________
E: / DHIRUBHAI / GYANSAR ASTAK / GYANSAR ASTAK-17.PM7 (BUTTER) (3RD PROOF - DT. 20-12-2010)
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક-૧૭
૫૨૧ તેનાં શસ્ત્રોને ભાંગીને ભુક્કો કરી નાખે એવું જ્ઞાનોપયોગ રૂપી બખ્તર જે આત્માએ ધારણ કર્યું છે તે આત્માને મોહની સાથે લડાઈ કરતાં ભય કેમ હોય ? તથા તે આત્માની હાર પણ કેમ થાય ? અર્થાત્ ન જ થાય. કારણ કે તે આત્માને જ્ઞાનોપયોગ રૂપી બખ્તરની મોટી સહાય છે.
આત્મસ્વરૂપના આનંદનો અનુભવ કરનારા મહાત્મા પુરુષને કર્મોની સાથે યુદ્ધ ખેલવાની ક્રીડા કરવામાં એટલે કે કર્મોનો ક્ષય કરવા રૂપ યુદ્ધક્રીડામાં ભય ક્યાંથી હોય? અને પરાજય (હાર) પણ ક્યાંથી હોય? અર્થાત્ ભય અને પરાજય ક્યારેય પણ સંભવતા નથી. એવા કયા તે મુનિ છે કે કર્મ સાથે યુદ્ધ ખેલવામાં જેને હાર અને ભય થતાં નથી તો કહે છે કે - જે જ્ઞાનોપયોગ રૂપ બખ્તરથી મોહરાજાએ છોડેલાં (પ્રીતિ-અપ્રીતિકામવાસના-ક્રોધ-લોભ-ભય-માન-માયા ઈત્યાદિ રૂ૫) શસ્ત્રોની નિષ્ફળતા કરાઈ છે, એવું જ્ઞાનદશાના ઉપયોગાત્મક બખ્તર જે મહાત્માએ ધારણ કર્યું છે તેને હાર (પરાજય) અને ભય ક્યાંથી હોય?
મોહનો સર્વથા નાશ કરવામાં અતિશય મજબૂત (કમે કરી શસ્ત્ર અંદર પ્રવેશે જ. નહીં) એવું આત્મદશાના ઉપયોગાત્મક જ્ઞાનરૂપી બખ્તર ધારણ કરનારા આત્માને કર્મો દ્વારા કરાતા આત્મગુણોના નાશનો ભય ક્યાંથી હોય ? જેણે જ્ઞાનરૂપી બખ્તર ધારણ કર્યું છે તેને મોહરાજાનાં શસ્ત્રો સ્વગુણોનો ઘાત કરી શકતાં નથી માટે ભય નથી અને હાર પણ નથી.
જે મહાત્માઓએ વ્યવહારનય, નિશ્ચયનય ઈત્યાદિ નયોનો વિભાગ કરવાપૂર્વક પરીક્ષા કરીને સ્વપદાર્થનો સમૂહ અને પરપદાર્થનો સમૂહ જાણી લીધો છે. પરીક્ષા કરવાપૂર્વક આદરવા જેવાને આદરી લીધો છે અને ત્યજવા જેવાને ત્યજી દીધો છે. આવા વિવેકી મહાત્માને મોહરાજા દ્વારા કરાયેલા ઉપદ્રવોથી ભય કેમ હોય ? અને પરાજય પણ કેમ હોય? અર્થાત ન જ હોય. ll ll
तूलवल्लघवो मूढा, भ्रमन्त्यभ्रे भयानिलैः । नैकं रोमापि तैनिगरिष्ठानां तु कम्पते ॥७॥
ગાથાર્થ - ભયો રૂપી પવન દ્વારા સ્કૂલ (રૂ)ની જેમ લઘુ થયા છતા મૂઢ મનુષ્યો આકાશમાં ભટકે છે. પરંતુ જ્ઞાન વડે ગૌરવશાલી મનુષ્યોનું એક રોમ પણ (રૂંવાટું પણ) તે ભયોરૂપી પવન વડે કંપતું નથી. કા.
Page #558
--------------------------------------------------------------------------
________________
૫૨૨ નિર્ભયાષ્ટક-૧૭
જ્ઞાનસાર ટીકા - “તૂત્રવર્તાવ રૂતિ' મૂઢ:-તત્ત્વજ્ઞાનવિલના તૂનવત્ ત્રયવં:अर्कतूलवद् लघवः, अभ्रे-आकाशे भयानिलैः-भयपवनैः प्रेरिता भ्रमन्ति । ज्ञानगरिष्ठानामेकं रोमापि तैः पवनैर्न कम्पते । इत्यनेन सप्तभयसन्निधाने मूढाःपरभावात्मत्वज्ञानमुग्धाः तद्वियोगभयेन कम्पमाना इतस्ततो भ्रमन्ति । ये चासङ्ख्यातप्रदेशानन्तज्ञानमयस्यात्मनः स्वरूपावलोकिनो ज्ञानगरिष्ठाः अविनाशिचैतन्यभावरक्ताः तेषामध्यवसायरूपं रोमापि न कम्पते । किञ्च गत्वरैः गतैरिति अध्यात्माभ्यासैकत्वानन्दानन्दिताः सदा निर्भयाः स्वरूपे स्थिराः तिष्ठन्ति ॥७॥
વિવેચન :- સંસારમાં સામાન્યથી એવો નિયમ છે કે વજનમાં હળવી-ફોરી તુચ્છ વસ્તુ વાયુ વડે આકાશમાં ભમાવાય છે. જેમકે નાના નાના કાગળના કકડા, ધૂળ-રેતીના કણ ઈત્યાદિ વસ્તુઓ વજનમાં હળવી-ફોરી અર્થાત્ લઘુ હોય છે. તેના કારણે પવન દ્વારા આ વસ્તુઓ આકાશમાં ઉડાડાય છે, ભમાવાય છે. પરંતુ પત્થરની શિલા, લોખંડનો ગોળો કે જાડાં થડ જેવાં મજબૂત લાકડાં પવન વડે ઉડાડાતાં નથી. વજનમાં ભારે હોવાથી - ગુરુ હોવાથી ઉડાડાતાં નથી. તેથી લઘુવસ્તુ પવન વડે આકાશમાં ભમાવાય અને ગૌરવવાળી વસ્તુનો એક ટુકડો પણ પવન વડે આકાશમાં ન ભમાવાય આવો સામાન્ય નિયમ સંસારમાં દેખાય છે. તેવી જ રીતે તત્ત્વજ્ઞાન વિનાના જીવો એટલે કે પરપદાર્થને પોતાનો છે એમ માનીને પરપદાર્થમાં મોહબ્ધ થયેલા મૂઢ આત્માઓ આકડાના રૂની જેમ ભાર વિનાના હલકા-લઘુ થયા છતા ભયોરૂપી પવન વડે આકાશમાં અહીં-તહીં ભગાડાય છે.
પરવસ્તુમાં મોહાલ્વ જીવો પરવસ્તુને મેળવવા માટે જ્યાં ત્યાં ભટકે છે. નાના માણસને પણ પગે પડે છે. ભાઈ-બાપા કરે છે, લાચારી સેવે છે. કોઈને ન નમનારો માણસ પણ ત્યાં નમે છે. પાવરવાળો માણસ પણ પરવસ્તની પ્રાપ્તિ માટે નરમ થઈને રહે છે. એક સ્થાને ભય દેખાય તો બીજે સ્થાને અને ત્યાં ભય દેખાય તો ત્રીજા સ્થાને આ જીવ ભટકે છે. જેમ ટીકીટ વિના મુસાફરી કરનારો મુસાફર ટી.ટી.ને જોઈને જ્યાં ત્યાં સંતાય છે. સંડાસ જેવા દુર્ગન્ધમય સ્થાનમાં પણ ભયથી છૂપાય છે. ગુન્હો કરનાર મનુષ્ય પોલીસના ભયથી અહીં તહીં છુપાતો ભટકે છે. તેમ પરપદાર્થના મોહમાં મૂઢ બનેલો મનુષ્ય પણ તેની પ્રાપ્તિ માટે વલખાં મારે છે. પ્રાપ્ત કર્યા પછી તેને સંતાડવા-સાચવવા માટે જ્યાં ત્યાં ભટકે છે અને છતાં
જ્યારે તે વસ્તુ નાશ પામે છે ત્યારે ઉદાસીન થયો છતો રડે છે, આઘાત પામે છે અને ફરી મેળવવા ગમે તેવા માણસની પણ સેવા કરે છે. આ રીતે આત્મતત્ત્વના જ્ઞાન વિનાના જીવો પરપદાર્થોની પ્રાપ્તિ આદિ માટે ભયરૂપી પવન વડે આકડાના રૂની જેમ હલકા-ફોરા(લાઘવતાને પ્રાપ્ત) થયા છતા જ્યાં ત્યાં આકાશમાં ભમાડાય છે.
Page #559
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક- ૧૭
૫૨૩ પરંતુ જ્ઞાન વડે ગૌરવશાલી અધ્યાત્મી-વૈરાગી આત્માઓ પરપદાર્થથી નિઃસ્પૃહ છે, માટે આવા પ્રકારના ભયો રૂપી પવન વડે તેઓનું એક રોમ પણ (રૂંવાટું પણ) કંપતું નથી. કોઈનાથી ડરતા નથી. કારણ કે તેઓને કોઈ પ્રકારના પરપદાર્થની અપેક્ષા જ નથી.
ઉપરની ચર્ચાથી સમજાશે કે સાત પ્રકારના ભયના પ્રસંગો જ્યારે જ્યારે નિકટ આવે ત્યારે ત્યારે મૂઢ જીવો એટલે કે પરભાવદશા શું? અને (આત્મત્વ) સ્વભાવદશા શું? એવા ભેદજ્ઞાન વિનાના જીવો, તે તે પરપદાર્થનો વિયોગ થશે તો હું શું કરીશ? એમ પરપદાર્થના વિયોગથી ભયભીત થયા છતા, શરીરથી કંપતા, તેમાંથી બચવા માટે અહીં તહીં ભટકે છે. પરંતુ અસંખ્યાત પ્રદેશોના બનેલા અને અનંત જ્ઞાનાદિ ગુણમયપણે રહેલા એવા આત્માના શુદ્ધ-બુદ્ધ મૂલસ્વરૂપને જોનારા જે મહાત્માઓ છે. તથા આવા પ્રકારના આત્મજ્ઞાનથી જે ગૌરવશાલી છે. વળી આ આત્મા અવિનાશી દ્રવ્ય છે, ચૈતન્યમય દ્રવ્ય છે.” આવા પ્રકારના આત્મજ્ઞાનથી જેઓ રંગાયેલા છે તે મહાત્મા પુરુષોનું અધ્યવસાયાત્મક એક રોમ - નિર્મળ ચિત્ત પરિણતિ સ્વરૂપ એક રૂંવાટું પણ કંપતું નથી. શરીર, ધન, વૈભવ, પરિવારાદિ આવે તો પણ શું? અને જાય તો પણ શું? તેની કદાચ વૃદ્ધિ થાય તો તેથી આત્મતત્ત્વના ગુણોની કંઈ વૃદ્ધિ થતી નથી અને કદાચ તે પદાર્થોની હાનિ થાય તો આત્મગુણોની હાનિ થતી નથી. માટે તેમાં હર્ષ કે ખેદ પામવા જેવું શું છે? કંઈ જ નથી.
એવી જ રીતે પૌદ્ગલિક કોઈ પણ સામગ્રી કે પરિવારાદિ જીવો કે મિત્રવર્ગ કાળાન્તરે (ત્વિ:) ગ_રસ્વભાવવાળો (જવાના સ્વભાવવાળો) છે અને તેનો સમય થતાં (તૈ:) ગયો, તેમાં આત્માને શું લાભ? કે શું નુકશાન ? આમાં રડવાનું કે ઉદાસ થવાનું શું કામ છે? આવા પ્રકારના ગલ્વર સ્વભાવવાળા તે પદાર્થો વડે આત્માને શું લાભ ? નોકરી કરવા આવેલો સેવક સમય થતાં આવે છે અને સમય થતાં જાય છે તેવી સંસારની આ લીલા છે. આવા પ્રકારના અધ્યાત્મના અભ્યાસમાં જ એકરસ બનેલા એટલે કે તેની જ લયલીનતાતન્મયતાના આનંદથી આનંદિત થયેલા જીવો સદાકાલ નિર્ભય થયા છતા પરપદાર્થથી નિરપેક્ષપણે આત્મસ્વરૂપમાં જ સ્થિર થઈને રહે છે. liણી.
चित्ते परिणतं यस्य, चारित्रमकुतोभयम् । अखण्डज्ञानराज्यस्य, तस्य साधोः कुतो भयम् ॥८॥
ગાથાર્થ - કોઈ તરફથી નથી ભય જેમાં એવું ચારિત્ર જે મહાત્માના ચિત્તમાં પરિણામ પામ્યું છે, તેવા અખંડ જ્ઞાનરૂપી રાજ્યવાળા મુનિમહાત્માને ભય કોના તરફથી હોય? Iટા
Page #560
--------------------------------------------------------------------------
________________
પ૨૪ નિર્ભયાષ્ટક- ૧૭
જ્ઞાનસાર st :- “चित्ते इति" यस्य-निर्ग्रन्थस्य अकुतोभयं-न विद्यते कुतः-कस्माद् भयं यस्य तत् चारित्रं-स्वरूपस्थिरत्व-रम्यरमणत्वलक्षणं परिणतं-चेतनावीर्यादिसर्वगुणेषु तन्मयीभूतम्, तस्य साधोः कुतः भयं ? न कस्मादपि ।
कथम्भूतस्य मुनेः ? अखण्डज्ञानराज्यस्य-अचूर्णितज्ञानराज्यस्य इत्यनेन वचनधर्मक्षमामार्दवार्जवपरिणतस्य शुद्धज्ञानरम्यरमणस्य साधोः द्रव्यभावमुक्तियुक्तस्य परमाकिञ्चनस्य न भयम् । यथा श्रीकेशिगौतमाध्ययने
एगप्पा अजिए सत्तू, कसाया इंदियाणि य । ते जिणित्तु जहानायं, विहरामि अहं मुणी ॥३८॥ रागद्दोसादओ तिव्वा, णेहपासा भयङ्करा । ते छिंदित्तु जहानायं, विहरामि जहक्कमं ॥४३॥ (उत्त२५. २3, Puथा-3८-४3) तथा च नमिराजर्षिवचनम्बहु खु मुणिणो भई, अणगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥१६॥ (उत्त२N. &, Puथा-१६) इत्यादि । परपुद्गलसंयोगे यथार्थज्ञानवतो न भयम् ॥८॥
॥ इति व्याख्यातं निर्भयाष्टकम् ॥ વિવેચન :- જે મુનિ નિર્ગસ્થ છે, રાગ-દ્વેષની ગાંઠને છેદીને જેણે કષાયો હળવા કર્યા છે. કષાયોની તીવ્રતા છેદીને અતિશય અલ્પરસીભૂત કર્યા છે તેવા નિર્ઝન્ય મુનિને ભય ક્યાંથી હોય? અર્થાત્ તેવા મુનિને કોઈથી ભય સંભવતો નથી. જ્યાં પરદ્રવ્યની આશા નથી. કોઈપણ જાતના પરપદાર્થની જ્યાં અપેક્ષા નથી. આવા નિઃસ્પૃહ અને નિરીહ મુનિનું ચારિત્ર જ અકતોભયવાળું છે. નથી કોઈ તરફથી ભય જેમાં આવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણામ પામ્યું છે એટલે કે આત્માના સ્વરૂપમાં જ સ્થિરતા-સ્વભાવદશાની જ લગની લાગવી, રમ્યભાવોમાં જ (જ્ઞાનાદિ આત્મગુણોમાં જ) રમણતા કરવી, ચેતનાગુણ, વીર્યગુણ, સુખગુણ, દર્શનગુણ ઈત્યાદિ સર્વ આત્મગુણોમાં જ એકાકારતા-લીનતા સ્વરૂપ ચારિત્ર જેના ચિત્તમાં પરિણામ પામ્યું છે તેવા મહાત્મા–પુરુષરૂપ સાધુને ભય ક્યાંથી હોય? આવા મુનિને કોઈપણ તરફથી ભય હોતો નથી.
Page #561
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્ભયાષ્ટક – ૧૭
૫૨૫
તથા આ મહાત્મા-મુનિ કેવા છે ? જે મહાત્મા પાસે જ્ઞાનગુણનું રાજ્ય અખંડ છે, સતત ધારાવાહી જ્ઞાનગુણના રાજ્યમાં જ એકાગ્ર રહેનારા, વચનક્ષમા, ધર્મક્ષમા, માર્દવતા, આર્જવતા ઈત્યાદિ દશવિધ યતિના ગુણોની જ પરિણતિવાળા તથા શુદ્ધ એવો જે ૨મણીય જ્ઞાનગુણ છે તેમાં જ રમનારા, મોહના ભાવોમાં ન જોડાનારા, દ્રવ્ય (નવવિધ પરિગ્રહાદિ)થી મુક્તિયુક્ત અને ભાવ (કષાય-મિથ્યાત્વાદિ)થી પણ મુક્તિયુક્ત એટલે કે દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના આશ્રવોના હેતુભૂત એવા પરભાવોથી સર્વથા મુક્ત, પરમ-અકિંચનસ્વરૂપી અર્થાત્ અત્યન્ત અકિંચન ધર્મવાળા એવા આ મુનિ-મહાત્માને કોઈપણ તરફથી કોઈપણ પ્રકારનો ભય સંભવતો નથી. જે આત્માએ કોઈ ચોરી કરી નથી, ગુન્હો કર્યો નથી, સરકારી કે લૌકિક કોઈ દોષ સેવ્યો નથી તે આત્મા જેમ નિર્ભયપણે બજારમાં ફરીહરી શકે છે. તેમ આ મુનિ પરપદાર્થોથી દૂર હોવાના કારણે નિર્ભયપણે સર્વત્ર વિચરે છે.
જેમ શ્રી કેશિગણધર અને ગૌતમસ્વામીના અધ્યયન પ્રસંગે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે -
“આત્મા એકલો છે” શરીરાદિ સર્વ વસ્તુઓ ૫૨૫દાર્થ છે. તેમાંનો કોઈ પદાર્થ આત્માનો નથી, તે પરપદાર્થોના કારણે થતા કષાયો અને કષાયોના કારણે અનર્થના હેતુભૂત એવી ઈન્દ્રિયોને જો આ આત્મા ન જીતે તો તે શત્રુતુલ્ય બને છે. જો તેનો વિજય કરવામાં ન આવે તો આ કષાયો અને ઈન્દ્રિયો આત્માનું ઘણું જ અહિત કરનાર થાય છે. તેથી શાસ્ત્રોક્ત નીતિ-રીતિ મુજબ તે કષાયોને અને ઈન્દ્રિયોને જીતીને હું મુનિપણે વિચરું છું. II૩૮॥
તીવ્ર એવા રાગ અને દ્વેષ વગેરે દોષો તથા કુટુંબના પાત્રો ઉપરનો સ્નેહ આ સર્વે ભયંકર પાશ (જાળતુલ્ય) છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞા પ્રમાણે તે સર્વને છેદીને હું સાધુઓ માટે વિહિત આચારોનું ઉલ્લંઘન કર્યા વિના યથાવિધિ સાધુપણામાં વિચરું છું.
‘‘શોરૂં નસ્થિ મે જો’" હું એકલો આવ્યો છું અને એકલો જ જવાનો છું આવી એકત્વભાવનાને ભાવતા, તથા બાહ્ય-અભ્યન્તર સર્વ પરપદાર્થથી વિશેષે મુકાયેલા ઘર-હાટ વિનાના ભિક્ષુને એટલે કે મુનિને વિપુલ કલ્યાણ (સુખ) હોય છે.
ઉપરની ચર્ચાથી સમજાશે કે પરદ્રવ્યનો સંયોગ કદાચ હોય તો પણ યથાર્થ જ્ઞાનવાળા મુનિને કોઈ જાતનો ભય સંભવતો નથી. નિર્ભયપણે પૃથ્વી ઉપર વિચરે છે. આ પ્રમાણે નિર્ભયાષ્ટકનું વર્ણન સમાપ્ત થયું. IIII
સત્તરમું નિર્ભયાષ્ટક સમાપ્ત
Printed at
BHARAT GRAPHICS
7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380001 Guj(ind).
Ph. : 079-22134176, Mob. 9925020106(Bharatbhai),
Email: bharatgraphics1@gmail.com
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૨૬
અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર
|॥ अथ अष्टादशं अनात्मशंसाष्टकम् ॥
निर्भयत्वं सर्वपरभावत्यागे भवति, परभावत्यागश्च तेषु परभावेषु अनात्मज्ञानेन भवति । तदर्थं यदात्म-व्यतिरिक्तं तदनात्म, तस्य शंसनं-कथनं तत्स्वरूपमनात्मशंसाष्टकं व्याख्यायते । तत्र नामस्थापने सुगमे । द्रव्यतः अनात्मशंसनं द्विविधम्, बाह्यमन्तरङ्गञ्च । तत्र बाह्यं-लौकिकं यत्स्वभोगादिप्रयोजनाभावे परधनगृहकलत्रादौ न ममेदमित्यारेकारूपं ज्ञानम् । तथा अन्तरङ्ग-लोकोत्तरं यद् धनस्वजनतनुप्रमुखं विनाशित्वेन परभवे असहायत्वेन दुःखोत्पत्तिस्वरूपेषु स्वार्थप्रतिबद्धस्वजनेषु यत् परत्वारेकाचिन्तनरूपं, तस्य ज्ञानम् ।
भावतः पुनः कुप्रावचनिकमशुद्धं मोक्षाभिलाषपूर्वकं यत् तामिलस्य (तामलितापसस्य) परित्यागतुल्यम् । शुद्धं तु सम्यग्दर्शनपूर्वकतत्त्वातत्त्वविवेकेनोपयुक्तम्, सम्यग्ज्ञानेन आत्मनः स्वद्रव्य-स्वक्षेत्र-स्वकाल-स्वभावाद् भिन्नमौपाधिकत्वम्, तत्सर्वमपि पररूपं न मदीयमिति वास्तवं भेदज्ञानं तदनात्मशंसनम्, तत्करणे तत्त्वज्ञानं भवति ।
વિવેચન :- સત્તરમા અષ્ટકમાં નિર્ભયતા સમજાવવામાં આવી છે. આવા પ્રકારની નિર્ભયતા સર્વ પરભાવોનો ત્યાગ કરાયે છતે જ આવે છે. જ્યાં સુધી પરભાવોની ઈચ્છાઆશા-સંગ્રહ-સંરક્ષણ અને સંગોપનાદિ છે ત્યાં સુધી તે પરપદાર્થ કોઈ લઈ ન જાય, ભાંગીકુટીતુટી ન જાય તે માટે તેના સંબંધી ભયભીતતા રહેવાની જ છે. એટલે સર્વ પરભાવોથી મુક્તિ મેળવવામાં આવે તો જ નિર્ભયતા પ્રગટ થાય અને દીર્ઘ કાળ ટકે. હવે જો પરભાવનો ત્યાગ કેળવવો જ હોય તો જેટલા જેટલા પરભાવો છે તે સર્વમાં અનાત્મજ્ઞાન (આ પદાર્થો મારા નથી - હું તેનો નથી આવા પ્રકારનું અનાત્મજ્ઞાન) મેળવવા દ્વારા જ આ દશા જીવને આવે છે. પરભાવ પ્રત્યેની મમતા ત્યજ્યા વિના પરભાવનો ત્યાગ આવતો નથી, તે માટે આત્માથી જે કોઈપણ વસ્તુ વ્યતિરિક્ત છે (ભિન્ન છે) તે સર્વે પણ વસ્તુઓ “અનાત્મ” કહેવાય છે. તેનું કથન કરવું, તેનું નિરૂપણ કરવું, તેના સ્વરૂપને સમજાવવું, તેનું નામ અનાત્મશંસાષ્ટક કહેવાય છે.
આત્મશંસા એટલે પોતાની પ્રશંસા કરવી, પોતાનાં વખાણ કરવાં તે. આવી આત્મશંસા કરવાનું કારણ એ છે કે “પરપદાર્થમાં મારાપણાની બુદ્ધિ” છે, મેં આ કર્યું, મેં આ કર્યું,
Page #563
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનાત્મશંસાષ્ટક - ૧૮
૫૨૭
આવાં ગાણાં ગાવાનું મન જે જે કાર્યો કર્યાં હોય તેમાં મમત્વબુદ્ધિ હોય તો જ થાય છે. આ મમત્વવાળી બુદ્ધિ કર્મબંધનું કારણ છે. માટે તેવા પ્રકારની આત્મશંસાથી ભિન્ન જે કથન તે અનાત્મશંસા, તેનું નિરૂપણ કરવા સ્વરૂપે આ અષ્ટક કહેવાય છે.
ત્યાં પ્રથમ ચાર નિક્ષેપ સમજાવાય છે. નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ સુગમ છે. અનાત્મશંસન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું છે જે અનાત્મશંસન દ્રવ્યથી છે તેના બાહ્ય-લૌકિક અને અંતરંગ લોકોત્તર એમ બે ભેદ છે અને ભાવથી જે અનાત્મશંસન છે તેના શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ છે. તેથી ચિત્ર આ પ્રમાણે થાય છે.
નામ
સ્થાપના
નિક્ષેપ
બાહ્ય
દ્રવ્ય
અંતરંગ અશુદ્ધ
લોકોત્તર
ભાવ
શુદ્ધ
લૌકિક
ત્યાં લૌકિક બાહ્ય અનાત્મશંસન કોને કહેવાય ? તે સમજાવે છે. પારકાનાં ધન, પારકાનાં ઘર અને પરની સ્રી આદિ જે કોઈ પરપદાર્થો છે તે પોતાના ભોગને યોગ્ય નથી. તે પદાર્થોને આ જીવ મનથી, વચનથી અને કાયાથી પર માને છે. તેથી પોતાના ભોગાદિના પ્રયોજનનો જેમાં જેમાં અભાવ છે એવાં પરસ્ત્રી-ધન-ગૃહાદિને “આ મારાં નથી” આવા પ્રકારની ચિંતવણા-વિચારણા કરવી, આવું બોલવું અને વર્તવું તે લૌકિકબાહ્ય અનાત્મશંસન કહેવાય છે.
જે ધન, ઘર, શરીર અને સ્વજનો વગેરે પોતાનાં છે, પોતાના ભોગને યોગ્ય છે અને આ જીવ ભોગ-ઉપભોગમાં જેનો વ્યવહાર પણ કરે છે અને કરી શકે છે. છતાં તે સઘળા પદાર્થો વિનાશી હોવાથી, (૧) આ ભવમાં પણ આપણે જવાનો સમય આવે તે પહેલાં પણ ક્યારેક ક્યારેક ચાલ્યા જાય છે, (૨) પરભવમાં જતાં કોઈપણ જાતની સહાય કરનારા નથી, (૩) કેવળ દુઃખની જ ઉત્પત્તિમય છે, તથા (૪) સ્વજનો પણ ખાસ કરીને પોતપોતાના સ્વાર્થમાં જ પ્રતિબદ્ધ છે માટે “આ બધા પદાર્થો પર છે મારા નથી.” આવા
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૨૮ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર પ્રકારની સ્વદ્રવ્યાદિમાં પરત્વપણાની આશંકાપૂર્વક ચિંતન-વિચારણા કરવી તે લોકોત્તર એટલે અંતરંગ અનાત્મશંસન કહેવાય છે.
સંસારી ભાવોને આત્મદ્રવ્યથી પર જાણીને મોક્ષની અભિલાષાપૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ કુમારચનિકતાના અનુસારે એટલે કે જૈનેતર શાસ્ત્રોના આધારે જે ભોગોને પર જાણીને ત્યાગ કરાય, જેમકે તામલિ તાપસે ભોગોને અસાર-તુચ્છ જાણીને ત્યજ્યા, એકવીસ વારના ધોવણથી નિસાર બનેલા આહારનો જ ઉપયોગ કર્યો, પરંતુ કપ્રવચનોના આશ્રયે ચાલ્યા માટે તે અશુદ્ધ ભાવ અનાત્મશંસન જાણવું.
વીતરાગપરમાત્માથી પ્રરૂપિત જૈન આગમને અનુસાર સમ્યગ્દર્શનપૂર્વક યથાર્થ તત્ત્વ શું? અને અતત્ત્વ શું ? તેનો બરાબર વિવેક કરવા દ્વારા ઉપયોગ કરાયેલ, તથા સમ્યજ્ઞાન દ્વારા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ એ જ મારું સ્વરૂપ છે. તેનાથી જે કોઈ ભિન્ન સ્વરૂપ છે તે સઘળું પણ સ્વરૂપ ઉપાધિજન્ય છે, કર્મકૃત છે, પરભાવ રૂપ છે, વિભાવદશા માત્ર જ છે. આમ સમજીને “તે સઘળું પણ પરરૂપ છે મારું સ્વરૂપ નથી.” આવા પ્રકારનું વાસ્તવિક જે ભેદજ્ઞાન થાય છે. આત્મતત્ત્વથી અન્ય તમામ તત્ત્વને પરતત્ત્વ માનીને તેનાથી દૂર રહેવાની જે બુદ્ધિ તે શુદ્ધ ભાવ અનાત્મશંસન કહેવાય છે. આવા પ્રકારનું ભેદજ્ઞાન કરાયે છતે પરદ્રવ્યને પરદ્રવ્ય સમજી તેના મોહનો ત્યાગ કરવો અને શક્ય બને તેટલો પરના સંયોગનો પણ ત્યાગ કરવો તે શુદ્ધ ભાવ અનાત્મશંસન છે. અને તેને તત્ત્વજ્ઞાન કહેવાય છે. આ પ્રમાણે ચાર નિક્ષેપ સમજાવીને હવે સાત નય સમજાવે છે –
__ तदपि अनिष्टेषु अजीवेषु, जीवाश्रितकर्मपुद्गलेषु तद्विपाकेषु, तन्निमित्तोत्पन्नाशुद्धविभावपरिणामेषु अनात्मत्वं यावद् व्यवहारः । तथाऽसन्निमित्तपरायत्तचेतनावीर्यपरिणत्या भावयोगचेतनाविकल्पेषु परत्वमृजुसूत्रः । द्रव्यौदयिकसदाचारसत्यभाषासत्यमनोयोगादिषु साधनसंवराध्यवसायेषु सन्निमित्तावलम्बिस्वात्मपरिणामेषु परत्वं शब्दः । रूपातीतशुक्लध्यानशैलेशीकरणादिषु परत्वं समभिरूढः । स्वात्मपारिणामिकभावानन्तज्ञानदर्शनाद् अन्यत्सर्वमपि परमिति વિક્મતઃ |
एवमनात्मत्वं सर्वत्र श्रद्धया सम्यग्दर्शनिनाम्, भिन्नीकरणेन मुनीनाम्, भिन्नीभावेन जिनानाम्, सर्वथा अभावेन सिद्धानाम्, विरतिश्रद्धया स्थाप्यं तत्करणीयम्, न हि परभावकर्तृत्वभोक्तृत्वाश्रयत्वसंयोगित्वं चेतनस्य कार्यमिति
Page #565
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનાત્મશંસાષ્ટક - ૧૮
૫૨૯
साधकावकाशः । “आत्मैव सामायिकं सामायिकार्थम् " ( भगवतीसूत्र, शतक १, उद्देश ९, सूत्र ७६ ) इत्यादि अर्हद्वाक्यानुसारि भवितव्यम् । उक्तञ्च योगशास्त्रे
આ અનાત્મશંસન નૈગમાદિ સાતનયથી ટીકાકાર શ્રી સમજાવે છે. ત્યાં નૈગમાદિ પૂર્વ પૂર્વ નયો વિશાલદૃષ્ટિવાળા છે અને પછી પછીના નયો સંક્ષિપ્ત દૃષ્ટિવાળા છે.
(૧) નૈગમનય :- આત્માને ન ઈચ્છવા લાયક અર્થાત્ પુદ્ગલ આદિ પરપદાર્થો પર દ્રવ્ય હોવાથી ન ઈચ્છવા લાયક એવા સર્વ અજીવ દ્રવ્યોને “મારાં નથી, હું એનો નથી” આવી પાકી પર તરીકેની મનની માન્યતા તપિ = તે નૈગમનયથી અનાત્મશંસન જાણવું.
(૨) સંગ્રહનય :- જીવની સાથે એકમેક થયેલાં કર્મપુદ્ગલોમાં અને તેના ઉદયથી પ્રાપ્ત થયેલાં ઈષ્ટાનિષ્ટપુદ્ગલ દ્રવ્યોમાં “આ કર્મો અને તજન્ય સુખ-દુઃખો મારાં નથી અને હું તેનો નથી” આવી પાકી મનની માન્યતા તે સંગ્રહનયથી અનાત્મશંસન જાણવું.
(૩) વ્યવહારનય :– ' પૂર્વે બાંધેલાં અને હાલ ઉદયમાં આવેલાં એવાં તે ઉદિત કર્મોના કારણે પ્રાપ્ત થયેલાં ઈષ્ટાનિષ્ટ સુખ-દુઃખોનાં નિમિત્તોથી ઉત્પન્ન થયેલા અશુદ્ધ એવા વિભાવદશાના પરિણામોમાં “આ અશુદ્ધ પરિણામો મારા નથી, કર્મમાત્રજન્ય છે” અશુદ્ધ પરિણામોમાં આવા પ્રકારની જે અનાત્મતા તે વ્યવહારનયથી અનાત્મશંસન સમજવું. આમ પ્રથમના ત્રણ નયને આશ્રયી અનાત્મશંસન કહ્યું અર્થાત્ વ્યવહાર સુધી આ સમજાવ્યું.
(૪) ઋજુસૂત્રનય :- વર્તમાનકાળે અવિદ્યમાન એવાં નિમિત્તોને આધીન થયેલી ચેતનાની પરિણતિ અને વીર્યની પરિણતિ દ્વારા (અવિદ્યમાન આલંબનોને આધીન થયેલી બુદ્ધિ અને પ્રવૃત્તિ દ્વારા) ઉત્પન્ન થયેલા ભાવયોગસ્વરૂપ ચેતનના માનસિક વિકલ્પોમાં “પરપણું” માનવું અર્થાત્ આવા અશુભ માનસિક વિકલ્પો “મારા નથી, મોહનીય કર્મની પરાધીનતાથી થાય છે, હું તેનાથી ભિન્ન છું, મારું સ્વરૂપ ભિન્ન છે. આવું માનવું અને વિચારવું તે ઋજુસૂત્રનયથી અનાત્મશંસનત્વ સમજવું.
(૫) શબ્દનય ઃ- કર્મોના ઉદયમાં જે આત્મા તન્મય થયો નથી તે દ્રવ્યૌદયિક ભાવમાં અનાત્મશંસનતા, તથા સદાચારવાળી જીવનપ્રવૃત્તિમાં, સત્યભાષા અને સત્યમનોયોગાદિ સેવવામાં, આત્મતત્ત્વની સાધનાના હેતુભૂત સંવરસંબંધી અધ્યવસાય સ્થાનો સેવવામાં અને શુભનિમિત્તોના આલંબને પ્રગટેલા શ્રેષ્ઠ એવા આત્મપરિણામોમાં પણ “પર૫ણું માનવુંઅનાત્મતા માનવી, એટલે કે આ શુભ વ્યવસાયો પણ મારા નથી, ઉપર ચઢવા માટે જેમ નિસરણીનું આલંબન લેવાય તેમ આ સઘળા શુભ વ્યવસાયો આલંબનભૂત માત્ર છે, મારા નથી અને હું તેનો નથી” આવી જે પરત્વપણાની બુદ્ધિ તે શબ્દનયથી અનાત્મશંસન.
Page #566
--------------------------------------------------------------------------
________________
પ૩૦ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર (૬) સમભિરૂઢનય :- રૂપાતીત એવી આત્માવસ્થા, શુક્લધ્યાન અને શૈલેશીકરણ આદિ સાધનાનાં સર્વોત્તમ શિખરોમાં પણ “પરપણાની જે બુદ્ધિ” તે સમભિરૂઢનયથી અનાત્મશંસન, કર્મોની સાથે આત્મા લપેટાયેલો છે, મલિન થયેલો છે. તેથી તેને સાધનાનાં શિખરોની આવશ્યકતા રહે છે, પરંતુ તે સાધનામય સ્વરૂપ આત્માનું પોતાનું વાસ્તવિક નથી. મલિનતા ટાળવા પૂરતું જ છે. મૂલસ્વરૂપે તો આત્મા મલીન જ નથી તેથી તેને સાધનાનાં શિખરોની જરૂર જ રહેતી નથી તેથી તે સાધનાનાં અંગો પણ પર છે તે સાધનાના અંગોમાં પરત્વની બુદ્ધિ તે સમભિરૂઢનય.
(૭) એવંભૂતનય :- પારિણામિકભાવે અર્થાત્ સહજ સ્વરૂપે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક જે અનંતજ્ઞાન અને અનંતદર્શનાદિ ક્ષાયિકભાવના ગુણો છે. તેનાથી અન્ય સર્વે પણ ભાવો પર છે તમારા નથી) આવી વિચારણા તે એવંભૂતનયથી અનાત્મશંસન સમજવું. તેરમા ગુણસ્થાનકે દેશના આપવાપણું કે વિહારાદિ કરવાપણું કે યોગનિરોધનો પ્રયત્ન વગેરે જે છે તે પણ અઘાતી કર્મોનો ઔદયિકભાવ છે. મારું સ્વરૂપ નથી. ચૌદમા ગુણઠાણે અઘાતીના ઉદયજન્ય સાતા-અસાતા આદિ પણ મારું સ્વરૂપ નથી આ એવભૂતનય.
આવા પ્રકારનું આ અનાત્મશંસન (અન્ય દ્રવ્યો મારાં નથી અને હું તેનો નથી આવો દઢ સંકલ્પ) સમ્યગ્દર્શની એવા ચોથા, પાંચમા ગુણઠાણાવાળા આત્માઓને વીતરાગ પરમાત્માની વાણી સતત સાંભળવાથી, શ્રદ્ધા પ્રગટ થવા દ્વારા મનમાં સર્વત્ર “પરપણાનો” પરિણામ જન્મે છે. ૬ થી ૧૨ ગુણઠાણાવાળા મુનિમહાત્માઓને પરદ્રવ્યનો ત્યાગ કરવાથી (નવવિધપરિગ્રહાદિના પચ્ચકખાણ કરવાથી) મનમાં અને વર્તનમાં પરપણાનો પરિણામ થાય છે. તેરમા ચૌદમા ગુણઠાણાવાળા કેવલજ્ઞાની એવા આત્માઓને પોતાનો આત્મા પરદ્રવ્યો થકી ભિન્ન ભાવે પરિણામ પામેલ હોવાથી પરત્વ આવે છે અને સિદ્ધ પરમાત્માને અઘાતી કર્મોનો પણ ક્ષય થયેલ હોવાથી તજન્ય પદ્રવ્યના સંયોગનો કે તેની સાથેના તાદાભ્યનો અભાવ થવાથી પરત્વ પ્રગટ થાય છે.
આ પ્રમાણે પરપદાર્થોનું વિરમણ કરવાની, તેનાથી આત્માને દૂર રાખવાની પરમશ્રદ્ધાપૂર્વક આ પરત્વબુદ્ધિ મનમાં સ્થાપન કરવા જેવી છે. તેને જ જીવનમાં લાવવા જેવી છે. પરદ્રવ્યોથી ભિન્ન થવું તે જ મુક્તિ છે. કારણ કે જેમ પરની સ્ત્રી, પરનું ઘર અને પારકાનું ધન વગેરેનો ઉપયોગ કરવો તે ઉચિત નથી, દોષ છે. સંસારમાં પણ દંડાવાનું જ આવે છે તેમ આ ચેતનદ્રવ્યને પરભાવનું કર્તુત્વ, પરભાવનું ભોફ્તત્વ, પરદ્રવ્યનું આશ્રયત્ન (આધારત્વ) કે પરદ્રવ્યોની સાથે સંયોગિત્વ એ જીવનું કર્તવ્ય નથી. વ્યભિચારની જેમ દોષરૂપ
Page #567
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૩૧ છે. આવી જ્ઞાનદશા મેળવવી તે સાધક અવસ્થા છે. સાધકે આવા ભાવમાં આરૂઢ થવું જોઈએ.
ભગવતી સૂત્ર શતક ૧, ઉદેશ ત્રીજાના ૭૬ મા સૂત્રમાં કહ્યું છે કે “આ આત્મા એ જ સામાયિક છે. આ આત્મા એ જ સામાયિકનો અર્થ છે.” આત્મા એ જ સમભાવાત્મક છે. પરદ્રવ્યના યોગથી જ જે વિભાવદશા પ્રગટી છે તે આત્માનું સ્વરૂપ નથી, તેને દૂરથી જ ત્યજી દેવી જોઈએ.” આવા પ્રકારનાં અરિહંત પરમાત્માનાં વાક્યોને અનુસરવાવાળા થવું. સ્વચ્છંદમતિવાળા ન થવું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં કહ્યું છે કે –
अमूर्तस्य चिदानन्द-रूपस्य परमात्मनः । निरञ्जनस्य सिद्धस्य, ध्यानं स्याद् रूपवर्जितम् ॥१॥ इत्यजत्रं स्मरन् योगी, तत्स्वरूपावलम्बनः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहकवर्जितम् ॥२॥ अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा । ध्यातृध्यानोभयाभावे, ध्येयेनैकं यथा व्रजेत् ॥३॥ सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् । आत्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि ॥४॥ अलक्ष्यं लक्ष्यसम्बन्धात्, स्थूलात्सूक्ष्मं विचिन्तयेत् । सालम्बाच्च निरालम्बं, विशुद्धं तत्त्वमञ्जसा ॥५॥
(યોગશાસ્ત્ર, પ્રાશ ૨૦, સ્નોવા -૧) इत्यात्मस्वरूपध्यानी सर्वं परमनात्मत्वेन जानाति, स आत्मविद् प्रशंसां न करोति, તવાદ -
અમૂર્ત, જ્ઞાનના આનંદસ્વરૂપ અને નિરંજન એવા સિદ્ધ પરમાત્મા સંબંધી ધ્યાન રૂપવર્જિત એટલે કે રૂપાતીત એવું ધ્યાન હોય છે. આ સ્વરૂપ ઈન્દ્રિયોથી ગમ્ય નથી. IIના
સિદ્ધપરમાત્માના સ્વરૂપનું અવલંબન લેનારા આ યોગી પુરુષ નિરંતર રૂપાતીત એવું આત્મસ્વરૂપનું સ્મરણ કરતા હતા તન્મયતાને પામે છે. ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત એટલે કે કોણ ધ્યાતા? અને શું ધ્યેય? એમ ધ્યેય અને ધ્યાતાભાવથી રહિત એવી તન્મયતાએકાકારતા તે મુનિ પામે છે. રા.
Page #568
--------------------------------------------------------------------------
________________
૫૩૨ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર સિદ્ધપરમાત્માનું ધ્યાન કરવા સિવાય બીજા કોઈનું પણ શરણ નહીં સ્વીકારીને સિદ્ધપરમાત્માના રૂપાતીત ધ્યાનમાં એવા પ્રકારે તે યોગીપુરુષ લયલીન થઈ જાય છે કે એકાકારતા વધતાં ધ્યાતા અને ધ્યાન એમ બન્નેનો અભાવ થયે છતે ધ્યેયની સાથે એકાકારતા જે રીતે થાય તેવા ધ્યાનમાં લીન થાય છે. ll
આ પ્રમાણે ધ્યાતાપુરુષનો આત્મા પરમાત્મામાં અભેદભાવે એકરસ બને, તેને પરમાત્માની સાથે એકતા થવા રૂપે “સમરસભાવ” કહેલો છે. પરમાત્માની સાથે આત્માની લીનતા તેને જ સમરસભાવ કહેવાય છે. જો
તત્ત્વજ્ઞાની મહાત્મા પુરુષ લક્ષ્યના સંબંધથી અલક્ષ્યનું, સ્કૂલના સંબંધથી સૂક્ષ્મનું અને સાલંબનતાથી નિરાલંબનતાનું જલ્દી જલ્દી તત્ત્વચિંતન કરે છે. //પા.
આ પ્રમાણે આત્મતત્ત્વના શુદ્ધ, નિર્મળ અને પારદ્રવ્યથી અમિશ્રિત એવા સ્વરૂપનું ધ્યાન કરનાર આત્મા પર એવા સર્વપદાર્થને “અનાત્મા” તરીકે (મારા નથી, હું તેનો નથી, તે પદાર્થો મારાથી ભિન્ન દ્રવ્યો છે આવું) જાણે છે. આવું ભેદજ્ઞાન ધરાવનારો તે આત્મજ્ઞા પુરુષ પોતાની પ્રશંસા કરતો નથી. પરપદાર્થ તરફ દૃષ્ટિપાત જ કરતો નથી તેથી પરદ્રવ્યના સંયોગજન્ય પોતાની પરિસ્થિતિની તેને પ્રશંસા કરવાની રહેતી જ નથી. આ જ વાત હવે પછીના શ્લોકમાં કહે છે -
गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया ।
गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥१॥ ગાથાર્થ - હે આત્મા ! જો તું ગુણોથી પરિપૂર્ણ=ભરેલો નથી તો આત્માની પ્રશંસા કરવા વડે સર્યું. અને જો તું ગુણોથી પરિપૂર્ણ ભરેલો જ છે તો પણ કંઈ મેળવવાનું બાકી ન હોવાથી) પોતાના આત્માની પ્રશંસા કરવા વડે સર્યું. બન્ને રીતે આત્મપ્રશંસા નિરર્થક છે, નિષ્ફળ છે.
ટીકા - “પુરિતિ” યઃ :-વત્નજ્ઞાનામિ:, પૂ. ર સિ, ર્દિ आत्मप्रशंसया-व्यर्थात्मस्तुत्या, कृतं-नाम सृतम् । निर्गुणात्मनः का प्रशंसा ? पौद्गलिकोपाधिजा गुणा इति मूढा वदन्ति, तैर्न प्रशंसा । चेद्-यदि सम्यग्दर्शनज्ञानचारित्रतपोरूपैः साधनगुणैः, क्षायिकज्ञानदर्शनचारित्ररूपैः सिद्धगुणैः पूर्णः, तर्हि वाचिकात्मप्रशंसया कृतं-सृतमित्यर्थः । प्राग्भाविताः गुणाः स्वत एव प्रकटीभवन्ति, नेक्षुयष्टिः पलालावृता चिरकालं तिष्ठतीति का स्वमुखात्स्वगुणशंसना ? ॥१॥
Page #569
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૩૩ વિવેચન : - હે આત્મા! જો તું કેવલજ્ઞાન, કેવલદર્શન, અવ્યાબાધસુખ, અનંતચારિત્ર ઈત્યાદિ આત્મગુણો વડે પરિપૂર્ણ નથી, જો તારામાં આવા ગુણો પ્રગટ થયા નથી તો પછી આત્માની પ્રશંસા કરવા વડે સર્યું. નિરર્થક એવી પોતાની પ્રશંસા કરવાથી શું લાભ થાય ? અર્થાત્ કંઈ જ લાભ ન થાય. કારણ કે જો આત્મા નિર્ગુણ છે તો પછી તેની પ્રશંસા કેમ હોય? નિર્ગુણ એવા આત્માની પ્રશંસા કેમ કરાય ?
પ્રશ્ન :- આત્માના પરિણામિકભાવે (સહજ સ્વભાવે) જે કેવલજ્ઞાન-કેવલદર્શનાદિ ગુણો છે તે તો હાલ મારામાં પ્રગટ નથી, પરંતુ પુણ્યકર્મના ઉદયજન્ય શરીરનું રૂપાળાપણું, ધનવાનપણું, સૌભાગ્યપણું, લોકોમાં પ્રભાવકપણું, દાનાદિ આપવાપણું આવા આવા ઘણા ગુણો મારામાં છે. તો તે ગુણો મારામાં હોવાથી મારે મારી પ્રશંસા કરવી તે સફળ જ છે, ઉચિત જ છે. ગુણો છે અને ગાવા છે તેમાં ખોટું શું? માટે આવી આત્મપ્રશંસા નિષ્ફળ નથી.
ઉત્તર :- ઉપર રૂપાળાપણું વગેરે જે ગુણો કહ્યા તે આત્માના ગુણો જ નથી. પુણ્યોદય રૂપ જે પુદ્ગલ દ્રવ્ય છે. તેની ઉપાધિથી જન્મેલા છે “તેને ગુણો કહેવાય” એમ મૂઢ મનુષ્યો સમજે છે. કારણ કે પુગલદ્રવ્ય એ આત્મદ્રવ્ય છે જ નહીં, પુગલના ગુણો તે આત્માના ગુણો કેમ કહેવાય? દૂધમાં નાખેલી સાકરથી દૂધ ગળ્યું લાગે પણ ગળપણ એ દૂધનો ગુણ કેમ કહેવાય? કારણ કે ગળપણ એ તો સાકરનો ગુણ છે, દૂધનો નથી. તત્ત્વ ન સમજનારા મૂઢ પુરુષો જ પરદ્રવ્યના ગુણોને પોતાના ગુણો કહે છે. પરંતુ પાડોશી ધનવાન થાય તેમાં આપણને શું લાભ? તેનું ધન તેને જ કામ આવે, આપણને નહીં, તેમ પુદ્ગલદ્રવ્યના ગુણો પુદ્ગલની શોભા વધારે, તેમાં આત્માને શું લાભ? માટે તે પરદ્રવ્યના ગુણો વડે પ્રશંસા કરવી તે વ્યાજબી નથી. ઉચિત નથી. તે આત્મા ! તું કંઈક સમજ. પુણ્યોદય એ તારું સ્વરૂપ નથી ઉપાધિ માત્ર જ છે.
હવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર અને સમ્યક્તપ રૂપ આત્મતત્ત્વ સાધવાની સાધનાભૂત એવા આત્મગુણો વડે જો તું પરિપૂર્ણ ભરેલો છે. ગુણો ઉપરનાં આવરણોનો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિકભાવના સિદ્ધપરમાત્માના કેવલજ્ઞાનાદિ શુદ્ધ નિર્મળ નિરાવરણ એવા ગુણો વડે જો તું પરિપૂર્ણ ભરેલો છે તો પછી વચન દ્વારા (ભાષામાત્ર વડે) બોલી બોલીને જાહેર કરવા રૂપ આત્મપ્રશંસા વડે શું કામ છે ? આવી આત્મપ્રશંસા વડે સર્યું. ઉત્પન્ન થયેલા આ ગુણો તેનો કાલ આવશે ત્યારે અવશ્ય સ્વયં જ જગતને પ્રગટ દેખાશે, ભાષા વડે બોલીને પ્રસિદ્ધ કરવાની શું જરૂર છે?
Page #570
--------------------------------------------------------------------------
________________
અનાત્મશંસાષ્ટક – ૧૮
જ્ઞાનસાર
જેમ જે શેરડીનો સાંઠો છે, તે સ્વયં મધુરતા ગુણવાળો છે. તેને ગમે તેટલા ઘાસથી ઢાંકો તો પણ તે પોતાની મધુરતાના ગુણ વડે વિસ્તાર પામશે જ. તે સાંઠો કંઈ ઢાંકેલો રહેતો નથી, તેમ ઉત્પન્ન થઈ ચુકેલા ગુણોને પોતાના મુખથી વારંવાર ગાવા વડે શું લાભ? અર્થાત્ કંઈ જ લાભ નથી. આ જ વાતની સાક્ષી પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સાહેબે શ્રી સુમતિનાથ પ્રભુના એક સ્તવનની ગાથામાં કહી છે –
૫૩૪
સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલબિંદુ જેમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ. ॥૧॥ ઢાંકી ઈક્ષુ પરાળશું જી, ન રહે લહી વિસ્તાર, વાચકયશ કહે પ્રભુતણોજી, તિમ મુજ પ્રેમપ્રકાર. ॥૫॥
પુનર્વ્યવહારે વર્શતિ - ફરી વ્યવહારથી પણ અનાત્મશંસન સમજાવે છે –
श्रेयोद्रुमस्य मूलानि स्वोत्कर्षाम्भप्रवाहतः ।
पुण्यानि प्रकटीकुर्वन्, फलं किं समवाप्स्यसि ॥२॥
1
ગાથાર્થ :- કલ્યાણ રૂપી વૃક્ષનાં પવિત્ર મૂળીયાંને પોતાના ઉત્કર્ષરૂપી પાણીના પૂરથી પ્રગટ કરતો એવો તું શું ફલ પ્રાપ્ત કરીશ ? અર્થાત્ કંઈ ફળ પ્રાપ્ત થશે નહીં. ॥૨॥
ટીકા :- “શ્રેયોન્નુમ કૃતિ'' મો મત્ર ! પુછ્યાનિ-પવિત્રાણિ શ્રેયોન્નુમસ્ય મૂલાનિकल्याणवृक्षस्य मूलानि स्वोत्कर्षाम्भप्रवाहतः, स्वस्योत्कर्ष: औत्सुक्यं, तदेव अम्भःप्रवाहः तस्मात् प्रकटीकुर्वन् व्यक्तं कुर्वन् किं फलं समवाप्स्यसि ? अपि तु नैव यस्य द्रुमस्य मूलमुत्खातं तेन फलापत्तिर्न भवति ॥२॥
વિવેચન - કોઈપણ એક વૃક્ષ વાવ્યું હોય તેના ઉપર માટી આદિ નાખીને બીજને ઢાંક્યું હોય તો કાલાન્તરે અંકુરા ફુટે, છોડ ઉગે, મોટું વૃક્ષ થાય અને ફળ મેળવવાનો લાભ થાય, પરંતુ વૃક્ષ વાવ્યા પછી પાણીનું જોરદાર પૂર આવવાથી તેના ઉપર નાખેલી માટી વગેરેનો જો નાશ થઈ જાય, માટી ખેંચાઈ જાય અને વાવેલું બીજ ખુલ્લું થઈ જાય તો પછી તેમાંથી અંકુરા પ્રગટ થતા નથી, છોડ ઉગતો નથી. મોટું વૃક્ષ થતું નથી અને ફળની પ્રાપ્તિ થતી નથી તેમ અહીં સમજવું.
હે ભદ્રજીવ (ભોળા જીવ) ! કલ્યાણની પ્રાપ્તિ રૂપી ફળ આપે એવાં વાવેલાં ઉત્તમ વૃક્ષનાં પવિત્ર મૂળીયાંને પોતાની જ આત્મપ્રશંસા કરવા રૂપી પાણીનું પૂર છોડવાથી તે મૂળીયાંને ખુલ્લાં કરતો એટલે કે વાવેલાં મૂળીયાંને ઉઘાડાં કરતો એવો તું શું ફળ પ્રાપ્ત
Page #571
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક-૧૮
૫૩૫ કરીશ? અર્થાત જો મૂળીયાં ઉઘાડાં થઈ ગયાં તો વૃક્ષ ઉગશે જ નહીં, ફળ આવશે જ નહીં, તેથી તું શું ફળ મેળવીશ? કંઈ જ ફળ નહીં મેળવે, માટે કંઈક સમજ. મૂળીયાં ઉઘાડાં ન થાય માટે આત્મપ્રશંસા ન કર.
જો વૃક્ષનાં મૂળીયાં ઉઘાડાં થઈ જાય તો તેનાથી ફળની પ્રાપ્તિ થતી નથી. માટે તું “પાણીનું પૂર છોડ નહીં” પોતાની આત્મપ્રશંસા કરવી, મેં આ કર્યું, મેં તે કર્યું એવી ઘણી પ્રશંસા કરવી તે પાણીનું પૂર છે. તેનાથી કલ્યાણરૂપી વૃક્ષનાં મૂળીયાં ખુલ્લાં થઈ જાય છે, વૃક્ષ ઉગતું નથી. માટે આત્મપ્રશંસા કરવી છોડી દે. આ કામ સારું નથી. રા.
आलम्बिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः । अहो ! स्वयंगृहीतास्तु, पातयन्ति भवोदधौ ॥३॥
ગાથાર્થ - આત્માના ગુણો રૂપી દોરડાં જો પર વડે (બીજા માણસ દ્વારા) આલંબન રૂપે લેવાય તો કલ્યાણ માટે થાય છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે જો પોતાના વડે જ (પ્રશંસા માટે) આલંબન રૂપે લેવાય તો સંસાર રૂપી સમુદ્રમાં પાડે છે. II
ટીકા - “માત્નશ્વિત તિ” સ્વરમઃ -આત્મીયTTUTRm:, પં:-મ:, आलम्बिताः-स्मरणचिन्तनेन गृहीता हिताय-कल्याणाय स्युः-स्वसुखाय भवन्ति । "अहो' इत्याश्चर्ये । स्वगुणाः स्वयंगृहीता भवोदधौ पातयन्ति स्वमुखेन स्वगुणोत्कर्षः ન ઋાર્ય: રૂા.
| વિવેચન - રજુ એટલે દોરડું, દોરડાનો સ્વભાવ એવો હોય છે કે જે જે મનુષ્યો દોરડાનું આલંબન લે છે, દોરડાને મજબૂત રીતે પકડે છે તે બધા જ મનુષ્યોને દોરડું અવશ્ય તારે છે, બહાર લાવે છે. જેમકે કૂવામાં લટકાવાયેલું દોરડું જે કોઈ મનુષ્ય પકડે તો તેને તે દોરડું કુવાની બહાર લાવે છે. નિસરણી રૂપે બાંધેલું દોરડું જે કોઈ પકડે છે તેને તે દોરડું ઉપર લઈ જાય છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે અહીં કંઈક જુદું છે.
“પોતે જ પોતાના ગુણો ગાવા” તે તારનાર બનતું નથી, પણ સંસાર સમુદ્રમાં ડુબાડનાર બને છે. પોતાના ગુણો એ દોરડું છે. જો આપણા ગુણો બીજા લોકો ગાય, બીજા લોકો જો તેનું આલંબન લે અર્થાત્ આપણા ગુણોનું બીજા લોકો સ્મરણ-ચિંતન-મનન કરવા દ્વારા આલંબન રૂપે લે તો તેના હિત માટે - કલ્યાણ માટે થાય છે. તેના પોતાના ગુણોની વૃદ્ધિ માટે થાય છે. આપણા ગુણોનું આલંબન લેનારો તે અન્ય વ્યક્તિ સંસાર તરી જાય છે, પરંતુ જો આપણા ગુણોનું આલંબન પ્રશંસા માટે આપણે પોતે જ સ્વયં ગ્રહણ કરીએ એટલે કે પોતે જ જો પોતાના ગુણો ગાય તો અહંકારાદિ મોહના ભાવો આવવાથી તે ગુણો રૂપી
Page #572
--------------------------------------------------------------------------
________________
૫૩૬ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર દોરડાનું આલંબન સંસારસમુદ્રમાં આપણને ડુબાડે છે. માટે પોતે જાતે ક્યારેય પોતાની આત્મપ્રશંસા કરવી નહીં. પોતાનું નામમાત્ર પણ સ્વમુખે લેવું સર્જનને શોભતું નથી. તો પછી ગુણ ગાવાની વાત તો થાય જ કેમ?
ઉત્તમ પુરુષો પોતાના મુખે પોતાનું નામ-ઠામ પણ કહેતા નથી. અહીં ધવલશેઠે હલકા ચંડાળો દ્વારા શ્રીપાળ મહારાજાને ડુંબનું કલંક આપ્યું. તે કાળે રાજાએ અનેકવાર પુછવા છતાં શ્રીપાળે પોતાનું નામ-ઠામ ન આપ્યું તે પ્રસંગને ધ્યાનમાં લઈને શ્રીપાલ મહારાજાનું દષ્ટાંત સમજી લેવું. તો પછી આત્મપ્રશંસા તો કરાય જ કેમ? માટે પોતે પોતાના ગુણ ગાવા-આત્મપ્રશંસા કરવી તે હિતકારી નથી. lal
उच्चत्वदृष्टिदोषोत्थ-स्वोत्कर्षज्वरशान्तिकम् । पूर्वपुरुषसिंहेभ्यो, भृशं नीचत्वभावनम् ॥४॥
ગાથાર્થ - “હું કંઈક ઉંચો છું” આવા પ્રકારની મનમાં માની લીધેલ (મોટાઈના) દોષથી ઉત્પન્ન થયેલી આત્મપ્રશંસા કરવા રૂપી જ્વરને તાવને) શાન્ત કરી નાખે એવી પૂર્વપુરુષો રૂપી સિંહોથી હું ઘણો નીચો છું - નાનો છું આવી ભાવના ભાવવી.
ટીકા - “ષ્યોતિ” ૩ખ્યામાપ્રાપ્તજ્ઞાનવનયપોરૂપપુરૉર્વત્રિતमहामोहोदयेन आत्मनि उच्चत्वम्, “अहं गुणी, मया प्राप्तमिदं ज्ञानम्, विनयगुणवानहमिति" उच्चत्वदृष्टिदोषेण उत्थो यः स्वोत्कर्षः, स एव ज्वरः, तस्य शान्तिकमुपशमकारणं पूर्वपुरुषा:-अर्हदादयः, ते एव सिंहाः, तेभ्यः आत्मन्यूनत्वभावनं मानोदयतापनिर्वापणं ज्ञेयम्
વિવેચન - જ્યારે જ્યારે આપણને આપણી મોટાઈ દેખાય ત્યારે ત્યારે તરત જ આપણાથી જે જે મોટા પુરુષો ભૂતકાલમાં થયા છે તેને નજરમાં લેવા, તેનાથી હું ઘણો નાનો છું આવું વિચારવું. કોઈપણ બે લીટીમાં એક નાની હોય અને બીજી મોટી હોય ત્યારે તે મોટી લીટીને કાપકૂપ કર્યા વિના નાની કરવી હોય તો તેની પાસે તેનાથી મોટી ત્રીજી લીટી દોરવી. તેની જેમ આ વાત છે.
ક્યારેક ક્યારેક સુંદર શાસ્ત્રાભ્યાસ કરવાથી અને વારંવાર મનન-ચિંતન-અધ્યયન અને અધ્યાપન કરવાથી ધારો કે આપણને સારું એવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય અથવા સારો એવો વિનયગુણ-તપગુણ-ક્રિયાગુણ-દાનગુણ ઈત્યાદિ કોઈ કોઈ વિશિષ્ટ ગુણો આપણા જીવનમાં આવ્યા હોય, ત્યારે તે તે ગુણો દ્વારા હૃદયની અંદર પ્રગટેલો માનકષાય રૂપ મહાન
Page #573
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનાત્મશંસાષ્ટક - ૧૮
૫૩૭
મોહોદય થાય છે અને તેનાથી હું કંઈક ઉંચો છું, મોટો છું, મહાન છું એવી માનની ભાવના પ્રગટે છે. “હું ઘણા ગુણોવાળો છું, મેં આટલાં આટલાં શાસ્ત્રો તો ભણી લીધાં, મને બધું જ કંઠસ્થ છે. હું બધું જ ભણાવી શકું છું, વળી હું વિનયગુણવાળો છું, હું ક્રિયાગુણવાળો છું, મેં આટલી આટલી જગ્યાએ આટલા આટલા રૂપિયાનું દાન આપ્યું છે. મેં તે તે ધર્મનાં કાર્યો કર્યાં છે” ઈત્યાદિ પ્રાપ્ત ગુણોને વારંવાર યાદ કરી કરીને “હું કંઈક ઉંચો છું - મોટો છું - મારા જેવું મોટું કોઈ નથી” ઈત્યાદિ રૂપે ઉચ્ચપણાની બુદ્ધિ રૂપી જે દોષ થાય છે તેનાથી જ ઉત્પન્ન થયેલો સ્વોત્કર્ષ રૂપી જે જ્વર (તાવ) ચઢ્યો છે. પોતે જ પોતાના ગુણો ગાવા, બડાઈ મારવી, મોટાપણું દેખાડવું અને ગાવું, વારંવાર જ્યાં ત્યાં પોતાની જ પ્રશંસા કરવી આ એક પ્રકારનો જ્વર (તાવ) છે. તેને શાન્ત કરવાનો, તે તાવને ઉપશમાવવા માટેનો નીચેનો ઉપાય છે.
જ્યારે જ્યારે આ જીવને પોતાની મોટાઈ દેખાય ત્યારે ત્યારે “પૂર્વપુરુષો રૂપી સિંહોથી નાનાપણું વિચારવું” પૂર્વે થઈ ગયેલા અરિહંતભગવંતો, ગણધરભગવંતો, જંબૂવામી, પ્રભવસ્વામી, ભદ્રબાહુસ્વામી, સ્થૂલિભદ્રજી, હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ અને યશોવિજયજી ઉપાધ્યાય આદિ મહાન પુરુષોથી હું ઘણો ઘણો (લાખોમા ભાગે) નાનો છું, અતિશય લઘુ છું આવું વિચારવું. આવી નાનાપણાની વિચારણા જ આ માનને મારનાર છે. પોતાની ન્યૂનતા વિચારવી એ જ માનના ઉદયના તાપને બુઝવનાર છે. આવી લઘુતા દેખવાથી મોટાઈ દૂર થાય છે તેનું અભિમાન ચાલ્યું જાય છે અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે
धन्नो धन्नो वयरो, सालिभद्दो य थूलभद्दो य ।
जेहिं विसयकसाया, चत्ता रत्ता गुणे नियए ॥१॥
धन्याः पूर्वपुरुषाः ये वान्ताश्रवा अनादिभुक्तपरभावास्वादनरामणीयकं त्यजन्ति, सदुपदेशज्ञातसत्तासुखेप्सया आत्मधर्मश्रवणसुखमनुभूयमानाः चक्रिसम्पदः विपद इव मन्यन्ते रमन्ते स्वगुणेषु । धन्यः स्थूलभद्रः यो हि अत्यातुररक्तकोश्याप्रार्थनाऽकम्पितपरिणाम: अहं तु निरर्थककुविकल्पैः चिन्तयामि विषयविषोपायान् । उक्तञ्च
"
-
संतेवि कवि उज्झइ, कोवि असंतेवि अहिलसइ भोए । चयइ परपच्चयेण वि, पभवो दद्धुं जहा जम्बूम् ॥३७॥
॥ ૩૫દેશમાના ગાથા રૂથા इत्यादिभावनया स्वदोषचिन्तनेन आत्मोत्कर्षपरिणामो निवार्यः ॥४॥
Page #574
--------------------------------------------------------------------------
________________
પ૩૮ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર શ્રી વજસ્વામી, શાલિભદ્રજી, સ્થૂલિભદ્રજી વગેરે મહામુનિઓને ધન્ય છે ધન્ય છે કે જેઓ વડે પાંચ ઈન્દ્રિયોના વિષયો અને કષાયો જિતાયા છે અને પોતાના ગુણોમાં લયલીન બનાયું છે.
પૂર્વકાલમાં થઈ ગયેલા મહાપુરુષો કે જેઓ પુરુષોમાં સિંહની તુલ્ય પરાક્રમી બન્યા છે. આશ્રયોને વમી દેનારા બન્યા છે તેઓ જ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અનાદિકાલથી ભોગવેલી પરભાવદશાના આસ્વાદનની રમણીયતાનો જેઓ ત્યાગ કરે છે તથા મહાત્માપુરુષોના ઉત્તમ ઉપદેશથી જાણેલા અને આત્મામાં રહેલી અનંત અનંત ગુણોની જે સત્તા છે. તે સત્તાના સુખને મેળવવાની લિસા દ્વારા આત્માના શુદ્ધધર્મતત્ત્વને સાંભળવાના સુખનો સાક્ષાત્ અનુભવ કરતા છતા ચક્રવર્તીની સંપત્તિને પણ વિપત્તિની તુલ્ય માને છે. અર્થાત્ સ્વભાવસુખમાં એવા મગ્ન બની જાય છે કે જેઓને વિભાવદશાનું ચક્રવર્તીનું સુખ પણ દુઃખ લાગે છે. માત્ર આત્માના ગુણોની રમણતામાં જ આનંદ માણે છે. જે સ્થૂલિભદ્ર મુનિ અતિશય રાગિણી અને કામવાસનામાં અત્યન્ત રક્ત એવી કોશ્યાવેશ્યાની પ્રાર્થનાથી અકંપિત પરિણામવાળા રહ્યા તે સ્થૂલિભદ્રમુનિ ધન્ય છે. જેમની સામે અનેક પ્રકારના રંગરાગથી ભરેલી કોશ્યા વેશ્યા ઉભી છે. કામ માટે પ્રાર્થના કરે છે છતાં પણ જેમના આત્મપરિણામ અચલિત છે તે પુરુષને ધન્ય છે. હું તો નિરર્થક ખોટા ખોટા મોહના કુવિકલ્પો કરી કરીને વિષની ઉપમાવાળા પાંચ ઈન્દ્રિયોના વિષયોના જ વિચારો કરતો હોઉં છું. વિષયો પ્રાપ્ત થયા ન હોય તો પણ શેખચલ્લીના વિચારોની જેમ મનથી અનેક પ્રકારની વિષયોની ચિંતવના કરું છું. ક્યાં તે મહાત્મા પુરુષો અને ક્યાં હું?
આ સંસારમાં કોઈ કોઈ મહાત્મા પુરુષો પાંચ ઈન્દ્રિયોના વિષયો હોય છતાં તેનો ત્યાગ કરે છે અને કોઈ કોઈ પુરુષો વિષયો ન હોય છતાં તેની તીવ્ર અભિલાષા રાખતા હોય છે. નિરંતર તેની ઝંખનામાં જ પીડાતા પીડાતા સમય પસાર કરે છે. આવા જીવોમાંથી કોઈ કોઈ જીવ બીજા જીવનો વિશેષ ત્યાગ દેખીને તેવા પ્રકારના પરના નિમિત્તે પણ (પરનું નિમિત્ત પામીને પણ) ભોગોનો ત્યાગ કરે છે જેમકે જેબૂસ્વામીને જોઈને પ્રભાવ નામનો ચોર પણ ત્યાગી બન્યો.
આવી આવી ઉંચી ઉંચી ભાવના વડે પોતાના દોષો વિચારવાથી “પોતાની બડાઈ મારવાનો (મોટાઈ દેખાડવાનો) પરિણામ અટકી જાય છે તે માટે આવા ઉપાયો અપનાવવા જેવા છે. ઉત્કર્ષપણાનો પરિણામ ત્યજી દેવો જોઈએ. જો
Page #575
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૩૯ शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः । उत्कर्षः परपर्यायैश्चिदानन्दघनस्य कः ? ॥५॥
ગાથાર્થ - શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ અને ધનદોલત ઈત્યાદિ પરપર્યાય રૂપ છે (પર એવા પુદ્ગલદ્રવ્યના પર્યાય સ્વરૂપ છે). તેથી આ વસ્તુઓ વડે જ્ઞાનના આનંદના સમૂહસ્વરૂપ એવા આ આત્માને શું લાભ? અર્થાત્ કંઈ જ નહીં. //પા
ટીકા - “શરીતિ” રિલાયનચ-ચિત્ જ્ઞાન”, માનઃ સુવમ્, તામ્યાં घनस्य आत्मनः परपर्यायैः-संयोगसम्भवैः पुद्गलसन्निकर्षोद्भवैः, क उत्कर्षः૩ન્મદિ ? િિત ? શરીર-મરાવીને વિનાશિવમવન, રૂપसंस्थाननिर्माणवर्णनामकर्मोद्भवम्, लावण्यं-चातुर्यं सौभाग्यनामोदयनिष्पन्नम् वेदादिमोहसन्निकर्षसम्भवम्, ग्रामः जननिवासलक्षणः, आरामा:-वनोद्यानभूमयः, धनंगणिमधरिमादि, तेषां द्वन्द्वः, तैः क उत्कर्षः ? परत्वात् कर्मबन्धनिबन्धनात् स्वस्वरूपरोधकाच्च । तत्संयोगो निन्द्य एव । तर्हि क उत्कर्षः ? उक्तञ्चोत्तराध्ययने -
વિવેચન :- શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ અને ધનાદિ આ સઘળી વસ્તુઓ આત્માનું સ્વરૂપ નથી, આત્માથી પરદ્રવ્ય છે અર્થાતુ પુદ્ગલદ્રવ્ય છે. જેમ વાદળ સૂર્યને ઢાંકે તેમ આ સર્વે પણ પુદ્ગલદ્રવ્યો આત્મતત્ત્વથી પરપદાર્થ હોવાથી આત્માના ગુણને ઢાંકનારનિરોધ કરનાર-અટકાવનાર છે. તો જે આત્મગુણોનો અવરોધ કરે, શત્રુતુલ્ય હોય, તેને પામીને શું અહંકાર કરાય? ઉન્માદ કરાય? અર્થાત્ ન કરાય. કારણ કે તે તો વાદળની જેમ આત્મગુણના શત્રુ થયા. માટે હે જીવ આવા પ્રકારના પરદ્રવ્યોથી ઉત્કર્ષ કરવો તને કેમ શોભે? હે જીવ! તું તો ચિદાનંદઘન સ્વરૂપ છો. ચિત્ એટલે જ્ઞાન અને આનંદ એટલે સુખ, તે બન્ને ગુણો વડે ઘનીભૂત બનેલા એવા આ આત્માને પરપર્યાયોથી અર્થાત્ પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા એટલે કે પુદ્ગલદ્રવ્યના સનિકર્ષથી પ્રગટ થયેલા એવા શરીરાદિ પરપર્યાયો દ્વારા શો ઉત્કર્ષ ? ઉન્માદ કેમ કરાય? અર્થાત્ જેમ પારકા પૈસે અભિમાન કરાતું નથી (જો કે પોતાના પૈસાથી પણ અભિમાન કરવું સારું નથી, પણ પારકાનું જમા ધન હોય તેનાથી તો અભિમાન કરવું બીલકલ છાજે નહીં.) તેમ પરદ્રવ્યની વૃદ્ધિથી તો ઉપાધિની જ વૃદ્ધિ થાય છે. આત્મસ્વરૂપ તો ઢંકાતું જ જાય છે. માટે તેનાથી આનંદ-હર્ષઉન્માદ-અભિમાન કેમ કરાય? શું ઘરમાં શત્રુઓ આવે તેનું માન-સન્માન કરાય? ન જ કરાય.
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૪૦ અનાત્મશંસાષ્ટ્રક-૧૮
જ્ઞાનસાર આત્માના ગુણોનું આચ્છાદન કરનાર શત્રતુલ્ય તત્ત્વો કયાં કયાં છે ? શરીff - ઔદારિકાદિ શરીર કે જે શરીર કાલાન્તરે અવશ્ય વિનાશ પામવાના સ્વભાવવાળાં છે. તેમાં પણ ઔદારિક શરીર તો લોહી-માંસ-ચરબી આદિ ગંદી ગંદી સાત ધાતુઓથી બનેલું છે. જેના છિદ્રોમાંથી નીકળતી કોઈપણ વસ્તુ જોવી કે સુંઘવી ગમતી નથી એવા પુદ્ગલ માત્રનાં બનેલાં શરીર છે અને અહીં જ રહેવાનાં છે. તેથી વિનાશી સ્વભાવવાળાં છે તેનાથી મોહપ્રીતિ-હર્ષ કેમ કરાય?
રૂપ-શારીરિક વર્ણ, સંસ્થાનનામકર્મ, નિર્માણનામકર્મ અને વર્ણનામકર્મથી બનેલું શરીરનું રૂપ તથા આકૃતિ વગેરે છે. આ પણ પરદ્રવ્યનો જ પર્યાય છે, વિનાશી છે, ભવાન્તરાનુયાયી નથી. તથા લાવણ્ય એટલે કાન્તિ, તેજ, ઓજસ, બુદ્ધિસંબંધી સૌન્દર્યચતુરાઈ. આ પણ સૌભાગ્ય નામકર્મના ઉદયથી થયેલો પર્યાય છે. અથવા પુરુષવેદ, સ્ત્રીવેદાદિ રૂપે શરીરની આકૃતિ મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી શરીરની વ્યવસ્થિત દેખાવડી સુંદર અંગ-ઉપાંગની રચના રૂપ પરદ્રવ્યનો જ પર્યાય છે. ગ્રામ એટલે કે લોકો જેમાં નિવાસ કરે એવું ગામ, દેશ, નગર વગેરે પણ અન્ય દ્રવ્યના જ પર્યાય છે. આરામ એટલે ઉદ્યાન, જંગલ, બગીચા વગેરેની ભૂમિ. આ પણ પુદ્ગલાસ્તિકાય અને વનસ્પતિકાયના જીવો રૂપ પરદ્રવ્ય જ છે. ધન એટલે ગણી શકાય તેવું રૂપિયા વગેરે, તોળી શકાય તેવું ઘી-તેલ-ગોળ-ખાંડ વગેરે, આદિ શબ્દથી માપી શકાય તેવું કાપડ, લાકડું, પતરાં વગેરે આ સર્વે પણ પરવસ્તુ જ છે. મૂલગાથામાં શરીર, રૂપ, લાવણ્ય, ગ્રામ, આરામ અને ધન શબ્દનો દ્વન્દ સમાસ થયો છે. આવી આવી પૌગલિક પરવસ્તુઓ વધવાથી આત્માના સ્વરૂપનો કયો વધારો થયો ? આત્માને ઉત્કર્ષ-હર્ષ-ઉન્માદ કેમ થાય ? આત્મતત્ત્વનો કંઈ વધારો થતો નથી.
ઉપર કહેલી સર્વે પણ વસ્તુઓ પૌદ્ગલિક છે. ચેતન સ્વરૂપ નથી માટે પરદ્રવ્ય છે. તેના ઉપર મોહ થવાથી પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં રાગ-દ્વેષ કરાવવા દ્વારા તે વસ્તુઓ કર્મબંધનું કારણ થાય છે અને આત્માના શુદ્ધ ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવના ગુણોનું અવરોધક બને છે. તેથી તેની સાથેનો સંગ પણ નિંદનીય છે. તેના સાથે જોડાવું આ પણ આત્માના પતનનું જ કારણ છે. માટે કેવલ નિંદ્ય જ છે તો પછી તેની પ્રાપ્તિ વડે ઉત્કર્ષ ગાવો અને અભિમાન કરવું તે સજજનોને શોભા કેમ આપે ? ઉત્તરાધ્યયન નામના સૂત્રમાં જ કહ્યું છે કે –
धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहिं चेव । समणा भविस्सामो गुणोहधारी, बहिं विहारा अभिगम्म भिक्खं ॥
(૩ત્તર૦ ૨૪, માથા-૨૭)
Page #577
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનાત્મશંસાષ્ટક - ૧૮
૫૪૧
न तस्स दुक्खं विभयंति णाईओ, ण मित्तवग्गा ण सुआ ण बंधवा । इक्को सयं पच्चणुहोड़ दुक्खं, कत्तारमेव अणुजाई कम्मं ॥
(ઉત્તરા૦ ૧૩, ગાથા-૨૩) अतः आत्मगुणानन्दपरिणतानां कर्मोपाधिसम्भवे उत्कर्षो न भवति ॥५॥
ધર્મની ધુરાને વહન કરવામાં અર્થાત્ ધર્મનું આચરણ કરવામાં ધન-સ્વજનો અને કામભોગો એ પ્રતિબંધક તત્ત્વ છે. તેથી તેના વડે આત્માને શું ફાયદો ? અમે તો ગુણોના સમૂહને ધારણ કરનારા શ્રમણ થઈશું અને ભિક્ષુક (મુનિ)પણું સ્વીકારીને અપ્રતિબદ્ધભાવે વિચરનારા બનીશું.
પાપકર્મ કરનારા જીવને જ્યારે જ્યારે દુઃખ આવે છે ત્યારે ત્યારે જ્ઞાતિજનો તેના દુઃખનો ભાગ લેતા નથી. મિત્રવર્ગ પણ દુઃખનો ભાગ લેતા નથી, પુત્રો અને બંધુઓ પણ દુઃખનો ભાગ લેતા નથી. એકલો જીવ પોતે જ દુઃખ અનુભવે છે. આ પ્રમાણે કર્મ કેવળ એકલા કર્તાને જ અનુસરે છે. III
શુદ્ધા: પ્રત્યાત્મસામ્યન, પર્યાયા: પરિભાવિતા: । अशुद्धाश्चापकृष्टत्वान्नोत्कर्षाय महामुनेः ॥६॥
ગાથાર્થ :- આત્માના પોતાના ક્ષાયિકભાવના જે પર્યાયો છે તે જ શુદ્ધ પર્યાયો છે. પરંતુ તે પર્યાયો પ્રત્યેક આત્મામાં સમાનપણે હોવાથી ઉત્કર્ષ માટે નથી અને પૌદ્ગલિક પર્યાયો પરદ્રવ્યકૃત હોવાથી અપકર્ષ રૂપ છે, માટે અશુદ્ધ પર્યાયો છે. તે મહામુનિને ઉત્કર્ષ માટે કામના નથી. ૫છા
ટીકા :– “શુદ્ધા: પ્રત્યાત્મતિ’ મહામુને: નિર્પ્રન્થસ્ય પાજોત્તીળનાત્યાન્તસ્વરવર્ गृहीतात्मस्वरूपस्य शुद्धाः पर्यायाः - सम्यग्ज्ञानचरणध्यानप्राग्भावरूपा आत्मपर्यायाः न उत्कर्षाय भवन्ति । कथं न भवन्तीत्याह-प्रत्यात्मसाम्येन परिभाविताः आत्मानमात्मानं प्रति प्रत्यात्म, तत्र साम्येन तुल्यत्वेन भाविताः । भावना चकिमाधिक्यं मम जातं ? यतः एते ज्ञानादयो गुणाः सर्वात्मनि सन्त्येव, सर्वसाधारणे उत्कर्ष ? इति भाविताशयो नोत्कर्षति, सर्वजीवानां ज्ञानाद्यनन्तपर्यायत्वं तुल्यं सिद्धसंसारस्थयोः न सत्ताभेदः । उक्तञ्च संवेगरङ्गशालाम्
-
વિવેચન :- આત્મામાં પર્યાયો બે જાતના હોય છે એક શુદ્ધ અને બીજા અશુદ્ધ. જે એક દ્રવ્યના પોતાના પર્યાયો હોય છે તે શુદ્ધ અને જે કોઈ એકદ્રવ્યમાં બીજા દ્રવ્યની મિશ્રતાના
Page #578
--------------------------------------------------------------------------
________________
૫૪૨ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર કારણે પર્યાયો બને છે તે અશુદ્ધ. જેમકે પાણીમાં પોતાનો જે સ્વાદ છે, જે વર્ણ છે તે શુદ્ધપર્યાય, સર્વ જલમાં એક સરખા જ હોય છે તે શુદ્ધ પર્યાય કહેવાય છે. અને આ જ પાણીમાં કાદવ-માટી-વા અથવા સાકર દ્રાક્ષ આદિ મિશ્ર કરવાથી મલિનતા અને સ્વાદિષ્ટતા આદિ જે પર્યાયો બને છે તે અશુદ્ધપર્યાય કહેવાય છે. એવી જ રીતે સુવર્ણમાં પીતત્વ, સુવર્ણત્વ ઈત્યાદિ જે ધર્મ છે તે શુદ્ધપર્યાય અને રૂપું-ત્રાંબું વગેરે અન્ય દ્રવ્ય મિશ્ર કરવાથી જે મલીનતા થાય છે તે અશુદ્ધ પર્યાય, જે જે અશુદ્ધ પર્યાય છે તે તે પરદ્રવ્યની મિશ્રતાથી થયા છે માટે અશુદ્ધ છે, મલીન છે અને તે પોતાના સ્વરૂપના અવરોધક છે. તે અશુદ્ધ પર્યાયો દ્રવ્યના અસલી ભૂલ સ્વરૂપના ઘાતક છે. તેથી તેના વડે ઉત્કર્ષ કરાય નહીં અને જે જે શુદ્ધ પર્યાયો છે તે તો સ્વજાતીય સર્વદ્રવ્યમાં સમાન જ હોય છે. હીનાધિક હોતા જ નથી. તેથી તેનાથી પણ ઉત્કર્ષ ગાવો યોગ્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને આત્માના વિષે સમજાવે છે કે -
અગ્નિમાં અતિશય ગરમ કરેલા અને તેના જ કારણે મેલ સર્વથા બળી ગયો છે જેનો એવા સર્વથા શુદ્ધ બનેલા સુવર્ણની જેમ જે મહાત્મા નિર્ચન્દમુનિએ પરદ્રવ્ય પ્રત્યેનો સંગ કરવો, પ્રીતિ-અપ્રીતિ કરવી ઈત્યાદિ મલીન ભાવો-અશુદ્ધ પર્યાયો સર્વથા ત્યજી દીધા છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ ગ્રહણ કર્યું છે. સ્વભાવદશામાત્રમાં જ લીન બન્યા છે. તેવા મહાત્મા પુરુષમાં સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્યારિત્ર-સમ્મધ્યાન વગેરે જે જે શુદ્ધ આત્મપર્યાયો પ્રાભાવને પામ્યા છે અર્થાત્ પ્રગટ થયા છે તે ક્યારેય પણ ઉત્કર્ષ માટે (મોટાઈ માટે) થતા નથી.
પ્રશ્ન - આ સમ્યજ્ઞાનાદિ જે શુદ્ધપર્યાયો પ્રગટ થયા છે તે મોટાઈ માટે પોતાનો ઉત્કર્ષ ગાવા કેમ કામ લાગતા નથી ?
ઉત્તર - પ્રત્યેક આત્મામાં એક સરખા સમાનપણે જ તે ગુણો રહેલા છે. આત્માએ આત્માએ કેવલજ્ઞાનાદિ અનંતગુણો સત્તાથી એકસરખા સમાનપણે જ વર્તે છે. અલ્પમાત્રાએ પણ હીનાધિક નથી. તેથી તેની અપેક્ષાએ ઉત્કર્ષ કેમ ગવાય ? આ આત્મા મનમાં આવી ભાવના ભાવે છે કે મારામાં ગુણોની એવી કઈ અધિકતા પ્રગટ થઈ છે કે જેનાથી હું મારી મોટાઈ કરું? કેવલજ્ઞાનાદિ જે કોઈ ગુણો મારામાં સત્તાગત રીતે છે તે સર્વે પણ ગુણો અન્યૂનાવિકપણે સર્વસંસારી જીવોમાં અને સર્વસિદ્ધ પરમાત્મામાં છે જ. કોઈમાં આવિર્ભાવ રૂપે અને કોઈમાં તિરોભાવરૂપે પણ આ સર્વે ગુણો સર્વે પણ જીવોમાં છે જ. જ્યારે બધામાં સરખા સમાન સાધારણપણે ગુણો હોય ત્યાં ઉત્કર્ષ કેમ કરાય? આવા પ્રકારની પવિત્ર ભાવનાથી ભાવિત આશયવાળા આ મુનિ ઉત્કર્ષ અહંકાર કરતા નથી. કારણ કે સર્વે પણ
Page #579
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૪૩ જીવોમાં જ્ઞાનાદિ ગુણોનું અનંતપણું તુલ્ય જ છે. સિદ્ધપરમાત્મા હોય કે સંસારી આત્મા હોય પણ સત્તાથી કંઈ ભેદ છે જ નહીં. સંવેગરંગશાલા નામના ગ્રંથમાં કહ્યું છે કે –
नाणाइणंतगुणोववेयं अरूवमणहं च लोगपरिमाणं । कत्ता भोत्ता जीवं मन्नहु सिद्धाण तुल्लमिणं ॥१॥ श्रीपूज्यैश्चोक्तं विशेषावश्यकभाष्येजीवो गुणपडिवन्नो नयस्स दव्वट्ठियस्स सामइयं । सो चेव पज्जवट्ठियनयस्स जीवस्स एस गुणो ॥२६४३॥
तथा ठाणांगे “एगे आया" इत्यादि पाठात् सर्वत्र तुल्यत्वे आत्मनः सद्गुणप्राकट्ये क उत्कर्षः ? अशुद्धाः पर्याया-औदयिकाः शक्रचक्रित्वादयः अपकृष्टत्वात्-तुच्छत्वात् दोषत्वात् गुणघातकतत्त्वज्ञानरमणतोपघातकत्वात् शोफरोगपुष्टत्ववद् न उत्कर्षाय भवन्ति । किमेभिः ? पुद्गलोपचयरूपैः परोपाधिजैः संसर्गेश्च ? मे कदा निवृत्तिः एभ्य इति संवेगनिर्वेदपरिणतानां नोन्माद इति ॥६॥
જ્ઞાનાદિ અનંતગુણોથી યુક્ત, રૂપ-રસાદિ ગુણોથી રહિત, ચૌદરાજલોકના પરિમાણવાળો સ્વ-ગુણોનો કર્તા અને સ્વ-ગુણોનો ભોક્તા સર્વ-સિદ્ધ ભગવંતોની તુલ્ય એવો આ જીવ છે એમ તમે જાણો. આ પ્રમાણે સંવેગરંગશાળામાં કહ્યું છે.
તથા પૂજનીય એવા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્ય ગાથા૨૬૪૩ માં કહ્યું છે કે -
દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ગુણોથી ભરેલો એવો આ જીવ એ જ સામાયિક છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સામાયિક એ જીવનો ગુણ છે. એક નય અભેદગ્રાહી છે, બીજો નય ભેદગ્રાહી છે તથા ઠાણાંગ સૂત્રમાં પણ “જીને સયા' ઈત્યાદિ પાઠ હોવાથી સર્વે આત્માઓ પરસ્પર તુલ્ય હોતે છતે આ આત્મામાં સત્તાગત ગુણો કદાચ પ્રગટ થાય તો તેનાથી ઉત્કર્ષ શું ગાવાનો હોય? તે ગુણો પ્રગટપણે કે અપ્રગટપણે પણ સર્વત્ર તુલ્યપણે જ રહેલા છે. જ્યાં સમાનતા હોય ત્યાં ઉત્કર્ષ-મોટાઈ કેમ કરાય? માટે આત્મપ્રશંસા વડે સર્યું.
તથા જે પુણ્ય-પાપકર્મના ઉદયથી પ્રગટ થયેલા સુખી-દુઃખી કે રાજા-રંકપણાના પર્યાયો છે. વળી ઈન્દ્રચક્રવર્તિપણાના જે પર્યાયો છે તે સઘળા પણ પર્યાયો નીચેના ચાર કારણોને લીધે શરીરમાં સોજાના રોગથી થયેલા પુષ્ટપણાની જેમ દોષાત્મક છે, માટે ઉત્કર્ષ કરવા યોગ્ય નથી. ઔદયિક ભાવના આ તમામ પર્યાયો પરદ્રવ્યકત હોવાના કારણે આત્મતત્ત્વના
Page #580
--------------------------------------------------------------------------
________________
૫૪૪ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર અપકર્ષરૂપ હોવાથી એટલે કે તુચ્છ હોવાથી, દોષાત્મક હોવાથી અને આત્માના શુદ્ધ ગુણોના ઘાતક અને તત્ત્વજ્ઞાનની રમણતામાં ઉપઘાતક હોવાથી અતિશય અશુદ્ધ છે. તેથી ઉત્કર્ષ કરવા માટે યોગ્ય નથી. જેમ શરીરમાં સોજા આવવાથી જાડાપણું થઈ જાય, પણ તે જાડાપણાથી મારું શરીર સારું બન્યું એમ ગવાતું નથી તેમ અહીં સમજવું.
રાજાપણું, ઈન્દ્રપણું, ચક્રવર્તીપણું આ સર્વે પર્યાયો ધનાદિ પરદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યની વૃદ્ધિસ્વરૂપ છે. પરદ્રવ્યની પરાધીનતાના કારણે ઉપાધિરૂપ છે, અન્ય દ્રવ્યના સંસર્ગાત્મક છે. માટે આવા અશુદ્ધ પર્યાયો વડે શું લાભ ? ઘરમાં કચરાના ઘણા ઢગલા થાય તેથી શું ઘરની શોભા વધે? તેમ આ આત્મામાં પરદ્રવ્યના (રાજત્રઋદ્ધિ આદિ પુદ્ગલ દ્રવ્યના) ઢગલા થાય તેથી શું આત્માની શોભા વધે? ઉલટો એવો મનમાં ભાવ થવો જોઈએ કે ઘરમાંથી કચરાના આ ઢગલા ક્યારે દૂર કરાવું? મારા આત્માની આ અશુદ્ધ પર્યાયોથી ક્યારે નિવૃત્તિ કરાવું? મારા આત્મામાંથી આ ભૂત-બલા ક્યારે દૂર થાય? આવા પ્રકારના સંવેગ અને નિર્વેદપરિણામથી પરિણત થયેલા આત્માઓને પરદ્રવ્યજન્ય (પુણ્યોદયજન્ય) ચક્રવર્તી આદિ પર્યાયોથી ક્યારેય પણ ઉન્માદ થતો નથી. ઉત્કર્ષ થતો નથી. બડાઈ મારતા નથી. હૃદયમાં પસ્તાય છે કે હું આવાં આવાં બંધનોથી બંધાઈ ગયો છું, ફસાઈ ગયો છું, ક્યારે છૂટીશ? Ill
પુનઃ માત્માનપવિતિ = ફરીથી આ આત્માને શાસ્ત્રકાર-ભગવંત ઉપદેશ આપે છે કે -
क्षोभं गच्छन् समुद्रोऽपि, स्वोत्कर्षपवनेरितः । गुणौघान् बुद्बुदीकृत्य, विनाशयसि किं मुधा ? ॥७॥
ગાથાર્થ - હે જીવ! સાધુપણાની મુદ્રાથી સહિત એવો પણ તું પોતાનો ઉત્કર્ષ ગાવારૂપી પવનથી પ્રેરાયો છતો મલીન મલીન અધ્યવસાયો દ્વારા આકુળ-વ્યાકુલતાને પામતો છતો તારા ગુણોના સમૂહને પાણીના પરપોટારૂપે કરીને નિરર્થક નાશ શા માટે કરે છે?
ટીકા - ક્ષેમં છનિતિ- હં ! સ્વતત્ત્વનત્વપૂUસ્વરૂપમાનનિવસર્વિ समुद्रोऽपि=मुद्रा-साधुलिङ्गरूपा, तया युक्तोऽपि स्वोत्कर्षपवनेरितः-साहङ्कारपवनप्रेरितः क्षोभं गच्छन्-अध्यवसायैः एवमेवं भवन्, गुणौघान्-अभ्यासोत्पन्नान् श्रुतधरव्रतधरलक्षणान् आमदैषधिरूपान् बुद्बुदीकृत्य मुधा-व्यर्थम्, किं विनाशयसि ? प्राप्तगणगम्भीरो भव । स्वगणाः स्वस्यैव हितहेतवः, तत्र किं परदर्शनेन ? मानोपहताः गुणाः तुच्छीभवन्ति, अतो न मानो विधेयः ॥७॥
Page #581
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનાત્મશંસાષ્ટક – ૧૮
૫૪૫
વિવેચન :- હે હંસ ! જીવને હંસ કહીને કોમલ આમંત્રણ આપીને ટીકાકારશ્રી સમજાવે છે કે હે જીવ ! તું તો હંસની તુલ્ય છે. જેમ હંસ માન સરોવરમાં રહેવાનો રસિક હોય છે. તેમ હે જીવ ! તું પણ “આત્મતત્ત્વ” રૂપી જલથી ભરેલા માન સરોવરમાં નિવાસ કરવામાં જ રસિક છે. તેથી હંસની તુલ્ય છે. સ્વભાવદશામાં જ રમવાને ટેવાયેલો એવો તું ‘‘સ-મુદ્દોષિ’’ સાધુપણાના વેશરૂપી મુદ્રાને ધારણ કરવાવાળો થઈને અર્થાત્ સ્વભાવદશામાં જ રહેનારો અને સાધુવેશમાં વર્તનારો થઈને પણ મોહદશાને આધીન થયો છતો “હું કંઈક છું” આવા પ્રકારના અહંકાર-મોટાઈ રૂપી પવનથી પ્રેરાયો છતો ક્ષોભને પામતો-આકૂળવ્યાકૂળતાને પામતો છતો મોહના વિકારાત્મક અનેક પ્રકારના આવા આવા વિકલ્પોને કરતો છતો નિરંતર ધર્મના અભ્યાસથી પ્રાપ્ત કરેલા શ્રુતધરપણાને, વ્રતારિપણાને અને આમધૈષધિ આદિ લબ્ધિરૂપ વિશિષ્ટ વિશિષ્ટ ગુણોના સમૂહને પાણીના ફુગ્ગાની જેમ અથવા પાણીના પરપોટાની જેમ વ્યર્થ નાશ કેમ કરે છે ? મહામુશ્કેલીએ મેળવેલા ગુણો પ્રાપ્ત કરીને ગંભીર પ્રકૃતિવાળો બન. ગુણોને પચાવતાં શીખ. દુર્લભ ગુણોનો નિરર્થક વિનાશ ન કર, તેં મેળવેલા ગુણો તારા જ હિત માટે-કલ્યાણ માટે છે. પોતાના ગુણો પોતાના કલ્યાણના જ હેતુભૂત હોય છે. તે ગુણો બીજાને દેખાડવાથી શું લાભ ?
અભિમાનાદિ કરવા વડે કલંકિત થયેલા ગુણો તુચ્છરૂપ-મૂલ્યહીન થઈ જાય છે. તેથી મેળવેલા ગુણોનો માન-ઉત્કર્ષ કરવો નહીં, આત્મશ્લાઘા ન કરવી. અનંત અનંત પુન્યાઈએ મેળવેલું શ્રુતધરપણું-વ્રતધરપણું, આકાશગામિની આદિ લબ્ધિઓવાળાપણું વગેરે કર્મોના ક્ષયોપશમથી અને આત્મગુણોના વિકાસથી મળે છે. સંઘાદિના વિશિષ્ટ કાર્ય વિના તેનો ઉપયોગ વર્જ્ય છે. તેથી જ લબ્ધિઓ મળે ત્યારે જીવ અપ્રમત્ત હોય છે પણ લબ્ધિઓ ફોરવે ત્યારે પ્રમત્ત કહેવાય છે. માટે હે હંસતુલ્ય જીવ ! તું ગુણ-ગંભીર થા. ગુણોને પચાવતાં શીખ. મોહના વિકારોને જીતતાં શીખ, ઉછાંછળાપણું અને ઉડાઉપણું તને જ નુકશાન કરનારું છે. ધીર, વીર અને ગંભીર થા. Iણા
निरपेक्षानवच्छिन्नानन्तचिन्मात्रमूर्तयः ।
योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पनाः ॥८ ॥
=
ગાથાર્થ ઃ- પરપદાર્થની અપેક્ષા વિનાના, નિરંતર (સતત), અનન્ત એવા જ્ઞાનમાત્રની જ મૂર્તિ (શરીર)વાળા યોગિ પુરુષો ઉત્કર્ષ અને અપકર્ષની અપરિમિત એવી અનેક કલ્પનાઓ વિનાના નિર્વિકલ્પક દશાવાળા હોય છે. IIII
Page #582
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૫૪૬
અનાત્મશંસાષ્ટક- ૧૮ ટીકા :- “નિરપેક્ષ રૂતિ” યોનિ યમનિયમદ્યષ્ટોપITખ્યાલોત્પન્નरत्नत्रयीलक्षणस्वयोगसिद्धाः ईदृशा भवन्ति । निरपेक्षाः-निर्गता अपेक्षा-अपेक्षणं येभ्यस्ते निरपेक्षाः-अपेक्षारहिता इत्यर्थः । अनवच्छिन्नाः-विच्छेदरहिताः । अनन्तचिन्मात्रमूर्तयः-अनन्तं-प्रान्तरहितम्, चित्-ज्ञानं, तन्मात्रा-ज्ञानमात्रा मूर्तिः येषां ते अनन्तचिन्मात्रमूर्तयः । इत्यनेन परभावानुगतचेतनाविकलाः । स्वच्छस्वरूपानुगतचेतनपरिणताः गलितोत्कर्षापकर्षाः-गलितः उत्कर्षः-उन्मादः, अपकर्षः-दीनता, तयोः अनल्पाः कल्पना:-विकल्पजालपटलाः येषाम्, एवंविधा योगिनो ज्ञानपरिणताःज्ञानैकरसाः तिष्ठन्ति । ते एव तत्त्वसाधनचिन्मया इत्यतो मानोन्मादजनकः स्वोत्कर्षो निवार्यः ॥८॥
॥ इति व्याख्यातमनात्मशंसाष्टकम् ॥
વિવેચન :- પાંચે ઈન્દ્રિયોના વિષયસુખના સાધનભૂત એવા પૌદ્ગલિક ભાવોની અલ્પમાત્રાએ પણ અપેક્ષા ન રાખનારા મુનિઓ આવા પ્રકારના હોય છે. કારણ કે પાંચ યમ, પાંચ નિયમ વગેરે યોગપ્રાપ્તિનાં જે આઠ અંગ છે (યમ-નિયમ-આસન-પ્રાણાયામપ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ) તેના અભ્યાસ દ્વારા ઉત્પન્ન થઈ છે સમ્યજ્ઞાનદર્શન અને ચારિત્રાત્મક રત્નત્રયી મય પોતાની યોગદશાની સિદ્ધિ જેને એવા યોગિપુરુષો કેવા હોય છે? તે હવે જણાવાય છે. ઉત્તમ પુરુષો આવા ગુણનિધિ હોય છે.
(૧) નિરપેક્ષ :- જે મહાત્માઓના હૃદયમાંથી પરદ્રવ્યની પ્રીતિ-પરદ્રવ્યપ્રાપ્તિનું લક્ષ્ય, પરદ્રવ્યની અપેક્ષા સંપૂર્ણપણે ચાલી ગઈ છે. રજમાત્ર પણ પરની અપેક્ષા રહી નથી. આવા નિરપેક્ષ મુનિઓ હોય છે. કોઈપણ વસ્તુની અપેક્ષા ન હોવાથી દીન-ઉદાસ કે લાચારીવાળા હોતા નથી, પોતાની સાધનામાં મશગૂલ અને પાવરવાળા તેજસ્વી હોય છે.
(૨) મનચ્છના :- રત્નત્રયીની સાધનામાં સતત-નિરંતર વર્તનારા હોય છે. ક્યાંય પણ વિરામ પામતા નથી. અટકતા નથી. ક્યારેય છેદ પામતા નથી, વિશ્રાન્તિ લેતા નથી.
(૩) મનન્તરાત્રિમૂર્તયઃ :- ક્યારેય પણ અંત ન આવે એવું છેડા વિનાનું જે જ્ઞાન તે કેવલજ્ઞાન - કેવલદર્શન ઈત્યાદિ જ્ઞાન માત્ર રૂપે છે મૂર્તિ (આકાર) જેની અર્થાત્ સ્થૂલદેહ અને વર્ણાદિ પૌદ્ગલિક ગુણોથી રહિત કેવલ જ્ઞાનમય દેહવાળા મુનિઓ હોય છે અથવા યોગી દશામાં છાવસ્થિક જ્ઞાનમાં રમણતા કરનારા, પણ ક્યારેય જ્ઞાનદશાથી મુક્ત થઈને વિભાવદશામાં નહીં જનારા એવા આ યોગીઓ હોય છે.
Page #583
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૪૭ ઉપરનાં ત્રણ વિશેષણોથી સમજાય છે કે પરભાવદશાને અનુસરનારી ચેતના વિનાના અને નિર્મળ એવા આત્માના શુદ્ધ સ્વરૂપને જ અનુસરનારી એવી ચેતનાના પરિણામથી પરિણત થયેલા, તથા ચાલી ગઈ છે ઉત્કર્ષ (ઉન્માદ-મોટાઈનું તોફાન) અને અપકર્ષની (દીનતા-લાચારીની વિવિધ પ્રકારની અનેક કલ્પનાઓ જેમાંથી એવા મોહમય સંકલ્પવિકલ્પોની જાળના પોટલા વિનાના આવા પ્રકારના જ્ઞાનભાવમાં જ પરિણામ પામેલાજ્ઞાનગુણમાં જ એકરસિક આવા પ્રકારના આત્મપ્રશંસા વિનાના મુનિમહાત્માઓ હોય છે. તે જ મુનિઓ આત્મતત્ત્વની સાધના કરવામાં એકાગ્રતન્મય લયલીન બની શકે છે. આ કારણથી અભિમાનના ઉન્માદને ઉત્પન્ન કરનારી એવી આત્મપ્રશંસા ક્યારેય પણ કરવી નહીં. સ્વોત્કર્ષ ક્યારેય પણ ગાવો નહીં. પોતે જ પોતાના ગુણો ગાવાનું જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવું.
આ પ્રમાણે અઢારમું અનાત્મશંસાષ્ટક સમાપ્ત થયું. ll
.
અઢારમું અનાત્મશંસાષ્ટકસમાપ્ત તે પહે
Printed at BHARAT GRAPHICS 7. New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #584
--------------------------------------------------------------------------
________________
૫૪૮
જ્ઞાનસાર
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ | ॥ अथ एकोनविंशतितमं तत्त्वदृष्ट्यष्टकम् ॥ |
विशिष्टोदयेन पुण्यप्राग्भावभारभारितस्य क्षायोपशमिकमत्यादिप्राग्भारोत्पनैकान्तिकतात्त्विकविकल्पकल्पनागौरवगरिष्ठस्य तत्त्वज्ञानविकलसकलजगज्जन्तुकृतस्तवनापूरपूरितश्रवणस्य तत्त्वदृष्टिमृते स्वोत्कर्षपरिहारो न भवति, अतस्तत्त्वदृष्टिः कार्या । तस्य भावः तत्त्वं-वस्तुस्वरूपम्, जीवे जीवत्वं तत्त्वमनन्तचैतन्यरूपम्, अजीवे अचैतन्यस्वरूपम् । तत्त्वं नाम अविपरीतस्याद्वादगोचरम् जीवादिपदार्थस्वरूपम् । तत्रापि स्वस्वस्थाने धर्माधर्माकाशपुद्गलजीवानां तत्त्वत्वम्, तथापि अस्य ममात्मनः स्वरूपं शुद्धचिद्रूपम्, अनन्तानन्दस्वरूपमसङ्ख्येयप्रदेशानन्तज्ञानादिपर्यायपारिणामिकोत्पादव्ययध्रौव्यत्वषड्गुणपरिणतागुरुलघुपारमार्थिकैकान्तिकात्यन्तिकनिरतिशयाबाधनिःश्रेयसरूपं स्वतत्त्वम् । तत्र दृष्टिः-दर्शनं श्रद्धानं प्रतिप्रेक्षणं तत्त्वावलोकनं वा यथार्थावबोधयुक्ता श्रद्धादृष्टिः तत्त्वदृष्टिः ।
તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના પોતાની પ્રશંસા કરવાનું કે સાંભળવાનું ત્યાજ્ય બનતું નથી, ઉલટું આ જીવ આત્મપ્રશંસાના વિકલ્પોમાં જ વધારે ડૂબી જાય છે. તેથી અનાત્મશંસન પ્રાપ્ત કરવા માટે તત્ત્વદૃષ્ટિ મેળવવી અતિશય આવશ્યક છે. આ વાત સમજાવે છે –
વિશિષ્ટ એવો પુણ્યકર્મનો ઉદય થવાથી તેવા પ્રકારના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી (બાહ્ય ઋદ્ધિ-સિદ્ધિ-ધનદોલત-માનપાન-પ્રતિષ્ઠા આદિ રૂપ) બાહ્ય સંપત્તિના ભારથી ભારે થયેલા આ જીવને તથા ક્ષાયોપથમિક ભાવનાં મતિ-શ્રુત આદિ જ્ઞાનોના (મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગન્નાનાદિ અજ્ઞાનાત્મક જ્ઞાનોના) સામર્થ્યથી મનમાં ઉત્પન્ન થયેલા એવા એકાન્તવાદપૂર્વકના તાત્ત્વિક વિકલ્પોની (આત્મા નિત્ય જ છે અથવા અનિત્ય જ છે અથવા શરીરથી ભિન્ન જ છે કે અભિન્ન જ છે, અસ્તિરૂપ જ છે અથવા નાસ્તિરૂપ જ છે ઈત્યાદિ તત્ત્વસંબંધી એકાન્તવાદપૂર્વકની અનેક પ્રકારની માનસિક મનમાની) નવી નવી કલ્પનાઓના ભારથી ભારે થયેલા આ જીવને તથા તત્ત્વજ્ઞાન વિનાના સામાન્ય એવા સંસારી જીવો દ્વારા કરાયેલી પ્રશંસાના પૂરથી ભરપૂર ભરાયા છે કાન જેના એવા મોહાલ્વ અને આત્મપ્રશંસા કરવાનું અને સાંભળવાનું ઘેલુ લાગ્યું છે જેને એવા જીવને તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સ્વોત્કર્ષનો નશો ઉતરતો નથી. આત્મપ્રશંસાના પરિહારની (ત્યાગની) બુદ્ધિ આવતી નથી. આ કારણથી તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત કરવી અતિશય જરૂરી છે તે સમજાવાય છે.
Page #585
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૪૯ તત્ત્વ શબ્દનો અર્થ વિચારીએ તો “ત–સ્ત્ર તેનો ભાવ, તે તે પદાર્થનું યથાર્થ જે સ્વરૂપ” તેને તત્ત્વ કહેવાય છે. જેમકે જીવદ્રવ્યમાં રહેલું જીવત્વ અર્થાત્ અનન્તચૈતન્યાત્મક સ્વસ્વરૂપ તે જીવનું તત્ત્વ, અજીવદ્રવ્યમાં રહેલું અજીવત્વ અર્થાત્ ચૈતન્યરહિતત્વ, જડત્વ એ અજીવનું તત્ત્વ, આમ સર્વે પણ દ્રવ્યોનું અવિપરીતપણે યથાર્થપણે જે સ્વરૂપ છે તે તત્ત્વ કહેવાય છે. એટલે કે જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપથી યુક્ત સ્યાદ્વાદના વિષયવાળું જીવ-અજીવ પદાર્થોનું જે જે વાસ્તવિક સ્વરૂપ છે તેને તત્ત્વ કહેવાય છે. તેમાં પણ ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આમ પાંચે પણ દ્રવ્યોનું પોતપોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેને જો કે તત્ત્વ જ કહેવાય છે તો પણ આપણા આત્માને આશ્રય આપણા આત્માનું જે યથાર્થસ્વરૂપ છે તે સ્વતત્ત્વ સમજવું તે જ ઉપાદેય છે. બાકીનું બધું તો શેય માત્ર જ છે. તેથી મારા આત્માનું શું તત્ત્વ છે તે ખાસ જાણવા જેવું છે અને મેળવવા જેવું છે.
એકાન્તમાં બેસીને શાસ્ત્રોના અભ્યાસને અનુસાર આત્માર્થી જીવે આવા આવા વિચારો કરવા કે “આ મારા આત્માનું જે સાચું યથાર્થ સ્વરૂપ છે તે જ મસ્વરૂપ છે” (૧) હું શુદ્ધચિસ્વરૂપ છું અર્થાત્ અનંત-અપરિમિત જ્ઞાનમય મારો આત્મા છે. (૨) અનંત (સ્વાભાવિક) આનન્દમય મારું સ્વરૂપ છે. (૩) લોકાકાશના પ્રદેશો પ્રમાણ અસંખ્યાત પ્રદેશીપણું એ મારું સ્વરૂપ છે (૪) અનંત અનંત જ્ઞાનાદિપર્યાય (જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્યસુખાદિ પર્યાય) રૂપે પરિણમન પામવાપણું એ મારું સ્વરૂપ છે. (૫) તથા પારિણામિક ભાવે (એટલે કે સહજ સ્વભાવે) ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યભાવે પરિણામ પામવાપણું એ મારું સ્વરૂપ છે. (૬) અનંતભાગાધિક-અસંખ્યાતભાગાધિક ઈત્યાદિ ષડ્રગુણપણે પરિણામ પામવાપણું એ મારું સ્વરૂપ છે. (૭) અગુરુલઘુ ગુણમાં વર્તવું એ મારું સ્વરૂપ છે. (૮) તથા પારમાર્થિક, એકાન્ત સુખવાળું, અત્યન્ત સુખાત્મક, નિરતિશય, અને કોઈ પણ જાતની બાધા-પીડા જ્યાં ન હોય એવું મોક્ષાત્મક જે સ્વરૂપ છે તે મારું સ્વરૂપ છે અને તે જ યથાર્થ એવું મારું પોતાનું સ્વતત્ત્વ છે. બાકીના સર્વે પણ બાહ્ય ભાવો માત્ર જ છે. સર્વે પણ ભાવો પૌદ્ગલિક છે, પર છે. સંયોગ સંબંધવાળા છે. કોઈ તાદાભ્ય સંબંધવાળા નથી. તેથી શેષ સર્વે પણ ભાવો મારા માટે હેય છે. મારે માટે તો સ્વતત્ત્વ જ ઉપાદેય છે.
તે સ્વતત્ત્વ તરફની જે દષ્ટિ, સ્વતત્ત્વ તરફનો જે પ્રેમ, સ્વતત્ત્વ તરફની શ્રદ્ધા, આત્મતત્ત્વ તરફનો જે પક્ષપાત, વારંવાર તેનો જ પક્ષ કરવો, પોતાના આત્મતત્ત્વનું અવલોકન કરવું. આ રીતે યથાર્થ અવબોધથી યુક્ત જે સ્વતત્ત્વ તરફના પક્ષપાતવાળી શ્રદ્ધાપૂર્વકની
Page #586
--------------------------------------------------------------------------
________________
૫૫૦ તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર દૃષ્ટિ તે તત્ત્વદૃષ્ટિ કહેવાય છે. જે આ દૃષ્ટિ પ્રાપ્ત કરવામાં આવે તો આત્મપ્રશંસા કરવાનું કે સાંભળવાનું મન જ ન થાય. કાન આડા હાથ આપવાનું જ મન થાય. મોહદશા ઘણી નબળી પડે અને આત્માનો વિજય થાય.
सा च नामतः उल्लापः अनेकानाम् । स्थापनातः तद्विचारणास्थिरचित्तानां मुद्रान्यासाद्यवलम्बिनाम् । द्रव्यतः संवेदनज्ञानं विविक्ततत्त्वानाम् । भावतः अनुभवात्मस्पर्शज्ञाननिमग्नचित्तानाम् । संवेदनज्ञानं यावद् नयचतुष्टयम् । अन्त्यनयत्रये स्पर्शज्ञानात्मकसम्यग्दर्शनसम्यक्चारित्रैकत्वध्यानैकतानिष्पन्नकेवलज्ञानिनाम् उत्सर्गतः तत्त्वदृष्टिर्बोद्धव्या, सर्वोपायसमूहतः स्वतत्त्वे दृष्टिः कार्या, तदर्थमुपदेशः -
હવે આ તત્ત્વદષ્ટિ ઉપર નામાદિ ચાર નિલેપા સમજાવે છે. જુદી જુદી અનેક વસ્તુઓનું જ્યારે જ્યારે તેવા તેવા ક્ષેત્રને આશ્રયી અને તેવા તેવા કાળને આશ્રયી “તત્ત્વદૃષ્ટિ” આવા પ્રકારના નામરૂપે ઉલ્લાપ-ઉલ્લેખ કરાય તે નામમાત્રથી તત્ત્વદષ્ટિ કહેવાય છે. તત્ત્વદૃષ્ટિની જ વિચારણા કરવામાં સ્થિર બન્યું છે ચિત્ત જેનું તેવા તથા સ્થિર આસને બેઠેલા અર્થાત્ પદ્માસન-પર્યકાસનાદિ કોઈ વિશિષ્ટ આસન વિશેષવાળી મુદ્રાનો ન્યાસ કરીને તેવી મુદ્રાના આલંબનવાળા આત્માઓ સ્થાપનાતત્ત્વદષ્ટિ કહેવાય છે. ભિન્ન ભિન્ન તત્ત્વોનું અભ્યાસાત્મક જે સંવેદનશાન થાય છે તે દ્રવ્યથી તત્ત્વદૃષ્ટિ કહેવાય છે અને પોતાના આત્માની સાથે અનુભવાત્મકપણે આત્માને સ્પર્શતા જ્ઞાનમાં તન્મય થયેલું છે ચિત્ત જેનું એવા મહાત્માઓની જે તત્ત્વદષ્ટિ છે તે ભાવથી તત્ત્વદષ્ટિ જાણવી. આ પ્રમાણે આ ચાર નિક્ષેપા કહ્યા. હવે સાત નય સમજાવાય છે.
સંવેદનશાન જ્યાં સુધી પ્રવર્તે ત્યાં સુધી પ્રથમના ચાર નય જાણવા અને અનુભવાત્મક અર્થાત્ સ્પર્શાત્મકજ્ઞાન પ્રવર્તે ત્યારે પાછલા ત્રણ નયો જાણવા. આમ ટીકામાં અતિશય સંક્ષેપ રૂપે આ નયો સમજાવ્યા છે. આગમશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અધ્યાત્મશાસ્ત્રો તથા વિવિધ પ્રકારના વિષયોનું શાસ્ત્રો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેનાથી શેયતત્ત્વ બરાબર સમજાઈ ચુક્યું હોય તેને સંવેદનશાન કહેવાય છે. પ્રથમના ચાર નયો સ્થૂલદષ્ટિવાળા હોવાથી તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેને જ તત્ત્વદૃષ્ટિ કહે છે. પાછલા ત્રણે નયો સૂક્ષ્મદષ્ટિવાળા છે તેથી ભિન્ન ભિન્ન અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, પરંતુ તેમાં શેયને જોયભાવે જાણીને ઉપેક્ષાભાવ પ્રાપ્ત કર્યો હોય, હેયતત્ત્વને હેયભાવે જાણીને તેનો ત્યાગ કર્યો હોય અને ઉપાદેયતત્ત્વને ઉપાદેયભાવે જાણીને સ્વીકાર કર્યો હોય. આમ આત્માની સાથે સ્પર્શવાળું
Page #587
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૧
અનુભવાત્મકપણે પરિણામ પામેલું જે તત્ત્વજ્ઞાન છે તેને પાછલા નયોથી તત્ત્વદૃષ્ટિ કહેવાય છે. આવા પ્રકારનું આત્માની સાથે તન્મયપણે સ્પર્શનાત્મક બનેલું સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એમ રત્નત્રયીની એકતાની સાથે ધ્યાનની એકાગ્રતાથી પ્રગટ થયેલા કેવલજ્ઞાન, કેવલદર્શનવાળા મહાત્મા પુરુષોને સામાન્યથી પાછલા ત્રણ નયની અપેક્ષાએ તત્ત્વદૃષ્ટિ હોય છે એમ સમજવું. છઠ્ઠા-સાતમા આદિ ગુણસ્થાનક-વર્તી મહાત્માઓને વ્યવહાર અને ઋજુસૂત્રનયથી તત્ત્વદૃષ્ટિ હોય છે અને અવિરતસમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિધરને નૈગમ અને સંગ્રહનયથી તત્ત્વદૃષ્ટિ હોય છે આમ સમજી લેવું.
તત્ત્વ તરફની દૃષ્ટિ આવ્યા વિના આત્મપ્રશંસા આદિ મોહના દોષો દૂર થતા નથી, મોહનો નશો ઉતરતો નથી. તેથી શક્ય બની શકે તેટલા સર્વ પ્રકારના ઉપાયો અપનાવીને પણ આત્મતત્ત્વ તરફ દૃષ્ટિ મેળવવા અવશ્ય પ્રયત્ન કરવો. તેના માટે જ આ ઉપદેશ અપાય છે.
रूपे रूपवती दृष्टिर्दृष्ट्वा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ॥१॥
ગાથાર્થ :- રૂપમાત્રને જોનારી બાહ્યદષ્ટિ પુદ્ગલદ્રવ્યમાં રહેલા રૂપને જોઈને રૂપવાળા પુદ્ગલદ્રવ્ય ઉપર મોહાન્ધ બને છે. જ્યારે અરૂપી એવી તત્ત્વદષ્ટિ અરૂપી એવા આત્મદ્રવ્યમાં જ મસ્ત થાય છે. તેમાં જ લીન બને છે. III
ટીકા :- “રૂપે કૃતિ' રૂપવતી વૃષ્ટિઃ-પૌનિતા-પુત્પાતાભિજા પુત્પતિસ્વરૂપદ્માદ્દિળી, વૃષ્ટિ:-ચક્ષુ:, રૂપ-શ્વેતાવિમેનું પૃા, રૂપે-વળવી वर्णगन्धरसस्पर्श लक्षणे, विमुह्यति - मोहसाद्भवति । तुः - पुनः अरूपिणी-रूपरहिता दृग् ज्ञानरूपा आत्मचैतन्यशक्तिलक्षणा तत्त्वदृष्टिः नीरूपे - निर्गतमूर्तधर्मिणि वर्णादिरहिते, आत्मनि-शुद्धचैतन्यलक्षणे मज्जति-मग्नतां प्राप्नोति स्वरूपलीना भवति । अतो बाह्यदृष्टित्वमनादीनं विहाय स्वरूपोपयोगे दृष्टिः कार्या ॥१॥
વિવેચન :- રૂપવાળી એવી જે દૃષ્ટિ છે એટલે કે પુદ્ગલાત્મક જે દૃષ્ટિ છે, પુદ્ગલ દ્રવ્ય સંબંધી રૂપને ગ્રહણ કરનારી જે ચક્ષુસંબંધી દૃષ્ટિ છે, તે દૃષ્ટિ પુદ્ગલદ્રવ્યમાં રહેલા શ્વેતાદિ ભેદવાળા (શ્વેત-કૃષ્ણ-નીલ-પીત અને રક્ત) પાંચ પ્રકારના રૂપને જોઈને તે રૂપવાળા પુદ્ગલ દ્રવ્યમાં જ મોહાન્ધ બને છે, આ દ્રવ્ય મને ગમે છે, આ દ્રવ્ય મને ગમતું નથી. આમ ઈષ્ટા-નિષ્ટ બુદ્ધિવાળી બની છતી રાગ-દ્વેષ કરવા દ્વારા ચીકણાં કર્મો બંધાવનારી બને છે.
Page #588
--------------------------------------------------------------------------
________________
૫૫૨ તત્ત્વદષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર તેનાથી આ જીવ સંસારમાં ભટકે છે. નરક-નિગોદના ભવોમાં દુઃખી દુઃખી થાય છે. પરદ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ એ જ મહાદોષ છે.
પરંતુ અરૂપી એવી એટલે રૂપ-રસ-ગંધ સ્પર્શ વિનાની આત્મામાં રહેલી ચૈતન્યશક્તિ સ્વરૂપ જ્ઞાનાત્મક જે તત્ત્વદષ્ટિ છે તે દૃષ્ટિ, ચાલ્યા ગયા છે મૂર્તપદાર્થના ધર્મો જેમાંથી એવા અર્થાત વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિથી રહિત એવા શુદ્ધચૈતન્ય લક્ષણવાળા આત્મતત્ત્વના સ્વરૂપમાં જ ડૂબેલી હોય છે. આત્મસ્વરૂપમાં જ લયલીન થાય છે. પૌગલિક ભાવોની ઉપેક્ષા કરીને આત્માના ગુણમય તત્ત્વચિંતનમાં વધારે લીન બને છે.
આ કારણથી અનાદિકાલથી ચાલી આવતી બાહ્યદૃષ્ટિનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપના જ ઉપયોગમાં દૃષ્ટિ કરવી જોઈએ. પરદ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ મોહોત્પાદક છે, વિભાવદશા છે. કર્મબંધનું કારણ છે. સંસારપરિભ્રમણનો હેતુ છે. માટે તેને ત્યજીને સ્વરૂપમગ્ન થવું જોઈએ. તેના
भ्रमवाटी बहिर्दृष्टिभ्रंमच्छाया तदीक्षणम् । अभ्रान्तस्तत्त्वदृष्टिस्तु, नास्यां शेते सुखाशया ॥२॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિ એ ભ્રમનું રક્ષણ કરનારી વાડ છે. તે બાહ્યદષ્ટિથી કરાતું નિરીક્ષણ-જ્ઞાનપ્રકાશ તે ભમાત્મક છાયા છે અને તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ અભ્રાન્ત છે. તે જીવ આવી ભમાત્મક એવી છાયામાં સુખબુદ્ધિએ આનંદ માણતો નથી. સુખબુદ્ધિપૂર્વક નિશ્ચિત્તપણે શયન કરતો નથી. રા
ટીકા - “બ્રમવાર તિ” વદિષ્ટિ-ભ્રમોના અમહેરિતિ નિવારવા, भवहेतुत्वात् । तत्त्वदृष्टिः श्रेयोऽभ्रमवाटी । इति भो भव्य ! बहिर्दृष्टिः -बाह्यभावावलोकनम् - "इदं शोभनम्, इदमशोभनम्, इदं कृतम्, इदं करोमि, इदं कार्यमित्याद्यवलोकनरूपा दृष्टिः, भ्रमवाटी-भ्रमस्य वाटी-रक्षिका वृत्तिः भ्रमविकल्पवर्द्धनी । बाह्यावलोकनेन तदिष्टानिष्टतादिचिन्तनेन विकल्पकल्पना जायते । चेतना च परावलोकनव्याकूलता स्वतत्त्वविमुखा तत्रैव रमते । उक्तञ्च -
વિવેચન :- બાહ્યદૃષ્ટિ એ ભ્રમથી ઉત્પન્ન થયેલી છે અને ભાવિમાં વધારેને વધારે ભ્રમને ઉત્પન્ન કરનાર પણ છે. આ રીતે આ બાહ્યદૃષ્ટિ એ ભ્રમસ્વરૂપ છે માટે ત્યાજ્ય છે, દૂર કરવા યોગ્ય છે. આ બાહ્યદૃષ્ટિથી જન્મ-મરણની પરંપરારૂપ ભવોની વૃદ્ધિ થાય છે. જે ૧. રૂપગુણના અને ચક્ષુરિન્દ્રિયના ઉપલક્ષણથી પુગલના શેષ ગુણો અને તેમાં મોહબ્ધ થતી પાંચે
ઈન્દ્રિયો સમજી લેવી.
Page #589
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
૫૫૩ પરદ્રવ્ય છે, પોતાનું દ્રવ્ય નથી છતાં મારું મારું માનવું તેને જ બાહ્યદષ્ટિ કહેવાય છે. વાસ્તવિકપણે જે દ્રવ્ય પોતાનું નથી તેને પોતાનું માનવું તે એક પ્રકારનો ભ્રમમાત્ર જ છે, મિથ્યાકલ્પના માત્ર છે, અજ્ઞાન દશા છે. જ્યારે તત્ત્વદષ્ટિ એ કલ્યાણકારી છે. ભ્રમ વિનાની સાચી યથાર્થદષ્ટિ છે. જે પોતાનું દ્રવ્ય છે. પોતાનું સ્વરૂપ છે તેને જ પોતાનું માનવું, પરદ્રવ્યને પર માનવું તે સાચી તત્ત્વદૃષ્ટિ છે. આ પ્રમાણે હોવાથી તે ભવ્ય જીવ ! જે બાહ્યદૃષ્ટિ છે, બાહ્ય એવા પૌદ્ગલિક પદાર્થોને દેખવા રૂપ જે દૃષ્ટિ છે. જેમકે આ પુદ્ગલદ્રવ્ય સારું છે અને આ પુદગલદ્રવ્ય સારું નથી. આ મને ગમે છે. આ મને નથી ગમતું. આ ઘટ-પટાદિ કાર્ય મારા વડે કરાયાં, આ કાર્ય મારા વડે નથી કરાયાં ઈત્યાદિ પરદ્રવ્યને મારાપણે દેખવા રૂપ જે દૃષ્ટિ છે. તે સઘળી બાહ્યદષ્ટિ છે અને તે ભ્રમવાટી છે.
“પરને પોતાનું માનવું” આ જ એક મોટો ભ્રમ છે. વળી આ દૃષ્ટિ આવા પ્રકારના ભ્રમનું રક્ષણ કરનારી વાડ છે. આ ભ્રમ ચાલ્યો ન જાય તેની કાળજી રાખનારી આ બાહ્ય દૃષ્ટિ ભ્રમને માટે વાડતુલ્ય છે. દિન-પ્રતિદિન આ ભ્રમને-મોહને વધારનારી આ બાહ્યદૃષ્ટિ છે. બાહ્ય એવા પૌદ્ગલિક પદાર્થોને મારાપણે દેખવાથી તેમાં ઈષ્ટતા અને અનિષ્ટતાની બુદ્ધિ ઉત્પન્ન કરવાના વિચારો દ્વારા અનેક વિકલ્પો (માનસિક મોહના તરંગો) ઉત્પન્ન થાય છે. આત્માની આ ચેતના જેમ જેમ પરદ્રવ્યને મારાપણે જોવા-જાણવામાં આકુળ-વ્યાકુળ થાય છે, લીન બને છે તેમ તેમ સ્વતત્ત્વ શું છે? મારું આત્માનું સ્વરૂપ શું છે? એ ભૂલી જાય છે તેનાથી વિમુખ બની જાય છે અને પરમાં જ આનંદ માને છે (આ દૃષ્ટિ જ ભવ-પરંપરાનું કારણ બને છે). પુદ્ગલ અને અન્ય જીવદ્રવ્યને મારા માનવા અને તેના રૂપ-રસાદિ ગુણોમાં મોહાન્ય બનવું તે બાહ્યદષ્ટિ છે, ભ્રમાત્મક છે. ભ્રમ માત્રથી ઉત્પન્ન થયેલી છે અને ભાવિમાં પણ ભ્રમની જ પરંપરાનું કારણ બને છે. માટે ભ્રમમાત્રનું રક્ષણ કરનારી અને તેને જ વધારનારી વાડ તુલ્ય આ બાહ્યદષ્ટિ છે. જે અત્યન્તપણે ત્યાજ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
रागे दोसे रत्तो, इट्ठाणिटेहिं भमसुहं पत्तो । कप्पेइ कप्पणाओ, मज्झेयं अहंपि एयस्स ॥१॥
तदीक्षणं-भ्रमप्रकाशः तादृग् एकान्तारोपजं ज्ञानं, शुभपुद्गलसंयोगे सुखारोपः, तदप्राप्तौ अशुभप्राप्तौ वा दुःखारोपरूपं ज्ञानं, भ्रमच्छाया-भ्रमस्य शीतलता, तत्र भ्रमालवः एव रमन्ते । तु-पुनः अभ्रान्तः-तत्त्वदृष्टिः, यथार्थतत्त्वे स्याद्वादे स्वपरस्वभावदर्शने दृष्टिः यस्य सः तत्त्वज्ञः स्वरूपानुभवरक्तः, अस्यां भ्रमच्छायायां सुखाशया-सुखप्राप्तीच्छया न शेते । किन्तु पूर्वकर्मोदयेन तत्र वर्तमानोऽपि
Page #590
--------------------------------------------------------------------------
________________
પપ૪ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
જ્ઞાનસાર तप्तलोहशिलापादमोचनवत् सशङ्कः-ससङ्कोचः च दुःखमेवेदमिति जानन् निर्वेदवानेव ભવતિ | યુવતરું –
રાગ અને દ્વેષમાં રક્ત થયેલો મોહબ્ધ એવો જીવ આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે-ઈત્યાદિ મનમાની અનેક પ્રકારની કલ્પનાઓ કહ્યું છે. આ વસ્તુ મારી છે અને હું પણ એનો છું આવી મમત્વપૂર્વકની કલ્પનાઓ પણ કરે છે. I/૧૫
આ રીતે પૌદ્ગલિકાદિ અન્ય પદાર્થોને મારાપણાની બુદ્ધિથી નિરખવા તે બ્રમાત્મક જ્ઞાન છે. તેવા પ્રકારના એકાન્ત ભ્રમાત્મક જ્ઞાનની કલ્પનાથી શુભ પુદ્ગલના સંયોગકાલે જે સુખનો ભ્રમ થાય છે અને શુભપુદ્ગલોની અપ્રાપ્તિ થાય ત્યારે અને અશુભ પુદ્ગલોની પ્રાપ્તિ થાય ત્યારે “મારે ઘણું દુઃખ છે” આવા પ્રકારની દુઃખની કલ્પનારૂપ જે જ્ઞાન થાય છે તે ભ્રમાત્મક છાયા છે. આવા પ્રકારની જે સુખ-દુઃખની મનમાની કલ્પના છે. તે સાચી શીતળતા નથી પણ ભ્રમપૂર્વકની શીતળતા છે. જેમ ઝાંઝવાના જલમાં જે જલબુદ્ધિ થાય છે તે ભ્રમાત્મક બુદ્ધિ છે, તેવી જ રીતે પરદ્રવ્યના સંયોગમાં જે આ સુખ-દુઃખની બુદ્ધિ થાય છે તે પણ ભ્રમ માત્ર છે. (પ્રમાનવ:=) ભ્રમના સ્વભાવવાળા જીવો જ તેમાં આનંદ માને છે. જેમ ભુંડ જેવાં કેટલાંક પ્રાણી વિષ્ટાદિ કાદવમાં જ આનંદ માને, માખી ગંદા પદાર્થમાં આનંદ માને, તેમ મોહાલ્વ જીવો આવા પ્રકારના પરદ્રવ્યના ઈનિષ્ટ ભાવમાં જ આનંદ માને છે, રમે છે. આવા પ્રકારનો ભ્રમ કરાવવો એ જ બાહ્યદષ્ટિનું કાર્ય છે.
પરંતુ જે તત્ત્વદષ્ટિ છે તે અધ્યાત્ત છે. ભ્રમ વિનાની દૃષ્ટિ છે. તત્ત્વદૃષ્ટિવાળો આત્મા જ તત્ત્વજ્ઞ કહેવાય છે. સ્વદ્રવ્યનો સ્વભાવ શું? અને પરદ્રવ્યનો સ્વભાવ શું? આમ બને પ્રકારના સ્વ-પરના યથાર્થ સ્વરૂપને યથાર્થ તત્ત્વને જાણવામાં, સ્યાદ્વાદપૂર્વક વસ્તુસ્થિતિ સમજવામાં દૃષ્ટિ છે જેની એવા તત્ત્વદૃષ્ટિવાળા જીવને તત્ત્વજ્ઞપુરુષ કહેવાય છે. આવા જ મહાત્મા પુરુષ આત્માના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં રક્ત હોય છે. આવા પ્રકારના આત્મસ્વરૂપના અનુભવમાં રક્ત મહાત્મા પુરુષ આવા પ્રકારની ભ્રમાત્મક છાયામાં-બનાવટી શીતલ છાયામાં “અહીં મને સુખ પ્રાપ્ત થશે” એવા પ્રકારની સુખ પ્રાપ્ત કરવાની અભિલાષાથી રમતા નથી, આનંદ માણતા નથી. આવી ભ્રમજાળમાં સુખ કલ્પતા નથી.
કદાચ પૂર્વે બાંધેલા મોહનીયાદિ કર્મોના ઉદયની પરવશતાના કારણે છ ખંડના રાજ્યમાં અને અનેક સ્ત્રી આદિ ભોગ્યભાવોની વચ્ચે વર્તતા હોય, છતાં પણ તપેલા લોઢા. ઉપર પગ મુકવાની તુલ્ય સશંકભાવે અને સંકોચ સહિત તે તે ભાવમાં તેઓ વર્તે છે. દુઃખાતા મનપૂર્વક પ્રવર્તે છે. “આ સંસારનું તમામ સુખ દુઃખમાત્ર જ છે” એમ જાણતા
Page #591
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૫ છતા સંસાર ઉપરના નિર્વેદભાવપૂર્વક અને મોક્ષની અભિલાષા રૂપ સંવેગભાવપૂર્વક પ્રવર્તે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
एए विसया इट्ठा, तत्ताऽविन्नूण मिच्छदिट्ठीणं । विन्नाइयतत्ताणं, दूहमूला दूहफला चेव ॥१॥ जह चम्मकरो चम्मस्स, गंधं नो णायइ य फले लुद्धो । तह विसयासी जीवा, विसये दुक्खं न जाणंति ॥२॥ सम्मट्ठिी जीवो, तत्तरुई आयभावरमणपरो । विसये भुजंतो वि हु, नो रज्जइ नो वि मज्जेइ ॥३॥ अतो बाह्यावलम्बिचेतना वार्या, कार्या च स्वरूपावलम्बिनी । ॥२॥
તે કારણથી તત્ત્વના અજાણ એવા મિથ્યાષ્ટિ જીવોને પાંચે ઈન્દ્રિયોના આ વિષયો ઈષ્ટ (પ્યારા) લાગે છે. પરંતુ જાણ્યું છે તત્ત્વ જેણે એવા સમ્યગ્દષ્ટિ આત્માઓને આ જ વિષયો દુઃખમૂલક અને દુઃખફળ આપનારા લાગે છે. III
જેમ ચામડાની કમાણીરૂપ ફળમાં લુબ્ધ બનેલો ચમાર ચામડાની ગંધને જાણતો નથી તેવી જ રીતે પાંચ વિષયોની અભિલાષાવાળા જીવો પણ વિષયભોગમાં રહેલા દુઃખને જાણતા નથી. રા
તત્ત્વની રુચિવાળો અને આત્મસ્વભાવમાં જ રમણતા કરનારો સમ્યગ્દષ્ટિ જીવ વિષયો ભોગવતો હોવા છતાં પણ તે વિષયોમાં રમતો નથી અને મગ્ન પણ બનતો નથી. II
આ કારણથી બાહ્યભાવના આલંબનવાળી ચેતના અટકાવવા જેવી છે. અને તે ચેતનાને સ્વરૂપના અવલંબનવાળી કરવા જેવી છે. રા.
ग्रामारामादि मोहाय, यद् दृष्टं बाह्यया दशा । तत्त्वदृष्ट्या तदेवान्तर्नीतं वैराग्यसम्पदे ॥३॥
ગાથાર્થ - ગ્રામ, આરામ વગેરે જે જે ભાવો બાહ્યદૃષ્ટિથી જોવામાં આવે તો મોહને માટે થાય છે તે જ ભાવો જ્યારે તત્ત્વ-દષ્ટિથી જોવામાં આવે તો અર્થાત્ આત્માની અંદરના કલ્યાણમાં જોડવામાં આવે તો વૈરાગ્યની સંપત્તિ માટે થાય છે. આવા
Page #592
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદષ્ટિઅષ્ટક - ૧૯
જ્ઞાનસાર
ટીકા :- પ્રમાણમાવિ કૃતિ'' વાહ્યયા વૃશા-વાજીદ્રષ્ટચા થવું ગ્રામરામતિ પૂર્ણ मोहाय भवति-असंयमवृद्धये भवति, तदेव ग्रामादिकं तत्त्वदृष्ट्या स्वपरभेदकृताऽकृत्रिमया दृशा अन्तर् - आत्मोपयोगमध्ये नीतं प्रापितम्, वैराग्यसम्पदे - वैराग्यमौदासीन्यं तत्सम्पदावृद्धये भवति । उदाहरणम् -
-
૫૫૬
વિવેચન :- જ્યારે જ્યારે આ જીવ બાહ્યદૃષ્ટિવાળો અર્થાત્ પૌદ્ગલિક દૃષ્ટિવાળો બને છે ત્યારે ત્યારે બાહ્યદૃષ્ટિના પ્રતાપે જે જે ગ્રામ અને આરામ વગેરે સાંસારિક પદાર્થો જોવાયા હોય છે. તે સઘળા મોહ માટે થાય છે. અસંયમભાવની વૃદ્ધિ માટે થાય છે, બાહ્યદૃષ્ટિ વાળા જીવો નગરોની શોભા જોવા માટે નીકળે છે ત્યારે ઉંચી ઉંચી હવેલીઓ, રાજમાર્ગો, શોભાયમાન વૃક્ષો, ફુવારાઓ, લાઈટોની શોભા, વિશિષ્ઠ એવા પુલો ઈત્યાદિ નગરની શોભા જોઈને અચંબો પામે છે. તથા રંગબેરંગી પુષ્પો, ઉંચાં ઉંચાં અનેક જાતનાં વૃક્ષો, તેનાં ફળો ઈત્યાદિ ઉદ્યાનોની શોભા જોઈને આ જીવ અચંબો આશ્ચર્ય પામે છે. અહાહા ! કેવી નગરની અને આરામાદિ (ઉદ્યાનાદિ)ની શોભા છે ? કેટલું સુંદર અને રળીયામણું નગર અને ઉદ્યાનાદિ છે ? આમ આ જીવ તે તે શોભા જોઈને તેમાં મોહાન્ય બને છે જ્યારે સ્વતત્ત્વ શું અને પરતત્ત્વ શું ? તેનો યથાર્થ ભેદ કરનારી અને અકૃત્રિમ અર્થાત્ વાસ્તવિક એવી તત્ત્વદૃષ્ટિ વડે આત્માનું હિત થાય તેવી રીતે ઉપયોગપૂર્વક (જ્ઞાનદશામાં રહીને) જોવાયેલી આ જ નગરની અને ઉદ્યાનાદિની શોભા વૈરાગ્યની જે આત્મસંપત્તિ છે તેની વૃદ્ધિ માટે થાય છે. આવી નગરની શોભા જોઈને તત્ત્વદૃષ્ટિવાળા જીવને તેમાં અંજાયેલા મોહાન્ય જીવો ઉપર કરુણા ઉપજે છે કે આવા પ્રકારની પૌદ્ગલિક શોભામાં અંધ બનેલા આ નગરજનોનો ક્યારે ઉદ્ધાર થશે ? જેટલી શોભા વધારે તેટલી મોહાન્યતા-રાગદશા વધારે આવા વિચારો તત્ત્વદૃષ્ટિવાળાને આવે છે. તેનું સુંદર એક ઉદાહરણ આ પ્રમાણે છે
-
एगे आयरिआ नाणचरणप्पहाणा सुअरहस्सपारगा, भव्वजीवाणं तारगा, अणेगसमणगणपरिवुडा, गामाणुगामं दुइज्जंता, वायणाइहिं समणसंघं गायन्ता मग्गे, पंचसमिइतिगुत्तिगुत्ता अणिच्चाइ भावणाभावियसव्वसंजोगा, पत्ता एगं वणं अगलयाईणं नीलं, नीलाभासं सउणगणनिवासं, तओ वणस्स पुप्फपत्तफललच्छीं पासिउण निग्गंथाणं वयन्ति । इअ वणं भो भो निग्गंथा ! पासह, एए पत्ता पुप्फा गुला गुम्मा फला जे चेयणालक्खणाणंतसत्तिं आवरिऊण नाणावरण- दंसणावरणचरित्तमोह-मिच्छत्तमोहंतरायोदयेण दीणा हीणा दुहिया एगिंदियभावमावन्ना कंपंता महाबलहया दुहिया अत्ताणा असरणा जम्मणमरणावगाढा अहो अणुकंपाजुग्गए
Page #593
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૭ (को एसिं) एक्को एस अणुकंपं कुणइ मणसवणनयणविगलाणं ? । इअ भणिउण जणिअसंवेगा चलंति पुरओ । ते निग्गंथा वि नाणावरणाइबंधकारणे दुगच्छंता पंथओ चलिआ। अहह
आया आयं हणइ, आयगुणे संतए विधंसेइ । रमई विसए रम्मे, चयई नाणाइगुणभावे ॥१॥
इय चिंतता गच्छंति, ताव पत्तं महानयरं, अणेगगीयवाइयरवेणं विवाहाईऊसवेण देवलोगरूवं रमणिज्जं मूढाणं । ता आयरिओ समणसंघं भणइ -
કોઈ એક આચાર્ય મહારાજશ્રી વિહાર કરતા કરતા કોઈ એક ઉદ્યાનમાં પધાર્યા. તે આચાર્ય મહારાજશ્રી કેવા હતા ? તો જણાવે છે કે જેના જીવનમાં જ્ઞાનારાધના અને દર્શનારાધના જ પ્રધાનતાએ પ્રવર્તે છે તેવા છે. તથા દ્વાદશાંગી આદિ જે જે શ્રતજ્ઞાનમય શાસ્ત્રો છે તેના રહસ્યના પારને પામેલા છે. ગામાનુગામ વિચરતા વિચરતા ઉત્તમદેશના દ્વારા ભવ્ય જીવોને સંસારથી તારવાનું કામ કરનારા છે. અનેક મુનિગણોના સમુદાયથી જે પરિવરેલા છે. એક ગામથી બીજે ગામ શાસ્ત્રાનુસારી નવકલ્પી વિહાર કરનારા છે. વાચનાઓ વડે શ્રમણસંઘને માર્ગ સમજવનારા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદિ આચારધર્મથી યુક્ત, અનિત્યાદિ ભાવનાઓ વડે ક્ષણભંગુર તરીકે જાણ્યા છે સર્વ સંયોગો જેણે એવા, આ આચાર્ય ભગવંત એક ઉદ્યાનમાં પધાર્યા.
તે ઉદ્યાન કેવું છે? અનેક જાતની લતા (વેલડી)ઓના આશ્રયવાળું, ચારે તરફ નીલી નીલી વનરાજીવાળું, અનેક પક્ષીઓના સમૂહ માટે નિવાસનું સ્થાન, આવા પ્રકારની સુંદર શોભાવાળું મનોહર આ ઉદ્યાન છે. આવા સુંદર મનોહર ઉદ્યાનમાં આચાર્ય મહારાજશ્રી પધાર્યા. ત્યાર બાદ તે આચાર્ય મહારાજશ્રી આ વનની પુષ્પ, પત્ર અને ફળોની લક્ષ્મી (શોભા) જોઈને નિર્ચન્થ મુનિઓને આ પ્રમાણે ઉપદેશ આપે છે કે હે હે નિર્ઝન્થમુનિઓ ! આ ઉદ્યાનને તમે જુઓ. જે ઉદ્યાનમાં બાહ્યદૃષ્ટિ જીવોને લીલાંછમ લાગતાં, વિકસ્વર બનેલાં અને તેથી જ મનોહર અને શોભાયમાન લાગતાં એવાં આ પત્રો (પાંદડાં), પુષ્પો (ફુલો), ગુલા (ઝુમખાઓ), ગુલ્મો (ગુચ્છાઓ) અને ફળો જે કંઈ દેખાય છે તે સર્વે એકેન્દ્રિય જીવો છે. તેમાં રહેલા જીવો પોતાની અંદર રહેલી અનંત અનંત ચેતના લક્ષણવાળી સ્વશક્તિનું જ્ઞાનાવરણીયકર્મ-દર્શનાવરણીયકર્મચારિત્રમોહનીયકર્મ-મિથ્યાત્વમોહનીયકર્મ અને અંતરાયકર્મના ઉદયથી આચ્છાદન થવાના કારણે (એટલે કે આ આત્માની અનંત અનંત શક્તિ હોવા છતાં પણ ઘાતી કર્મોના ઉદયથી આ તમામ શક્તિ લગભગ દબાયેલી હોવાથી)
Page #594
--------------------------------------------------------------------------
________________
૫૫૮ તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર દીન થયેલા (લાચાર-ગરીબડા બનેલા) હીન થયેલા (શક્તિ વગેરેથી શૂન્ય થયેલા) દુઃખી થયેલા જીવો એક જ માત્ર ઈન્દ્રિયવાળા (અલ્પચૈતન્યમાત્રના આવિર્ભાવવાળા) ભાવને પામેલા, હમણાં કોઈક અમારો ઘાત કરશે એમ સમજીને થર થર કંપતા, મોહરાજાના મહાન સૈન્ય વડે હણાયેલા, અતિશય દુઃખી દુઃખી થયેલા, કોઈપણ જાતનું સંરક્ષણ નથી જેઓને તેવા, કોઈપણ જાતનું શરણ નથી જેઓને તેવા, જન્મ-મરણાદિનાં દુઃખોની જ પરંપરાને પામેલા, અરે ખરેખર વાસ્તવિકપણે અનુકંપા કરવા યોગ્ય આ જીવો છે. તથા મન, શ્રવણેન્દ્રિય (કાન), નયનેન્દ્રિય (ચક્ષુ) આદિ ઈન્દ્રિયોની શક્તિ વિનાના દુઃખી એવા આ જીવો ઉપર કોણ કરુણા કરે ? લગભગ બધા જ જીવો તેનો ઉપભોગ કરે છે. માત્ર એક આ તત્ત્વદૃષ્ટિવાળો જીવ જ અનુકંપા કરે છે. અર્થાત્ લગભગ ભોગદૃષ્ટિવાળા સર્વે પણ સંસારી જીવો તેની હત્યા કરે છે. માત્ર એક જ વ્યક્તિ કે જે તત્ત્વદૃષ્ટિવાળો છે તે જ આવા દુઃખી જીવો ઉપર દયા કરે છે, જયણા પાળે છે. તેની હિંસાનો ત્યાગ કરે છે. આ ખીલેલી વનસ્પતિનો ઉપભોગ કરનારા ઘણા જીવો છે, તેની સુરક્ષા કરનારો કોઈ એક જીવ માત્ર જ છે. આ પ્રમાણે કહીને વધારે વધારે ઉત્પન્ન થયો છે સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યનો પરિણામ જેમને એવા આ આચાર્યમહારાજા આગળ આગળ ચાલ્યા. ત્યાંથી વિહાર કર્યો, તેમની સાથેના તે નિર્ઝન્થમુનિઓ પણ જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનનાં સાધનોની આશાતના આદિ જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધનમાં જે જે કારણો છે તેને ચિંતવતા અને તે કારણોની દુર્ગછા કરતા છતા “આ એકેન્દ્રિય જીવોએ પૂર્વભવોમાં કેવી કેવી આશાતનાઓ કરી કરીને કર્મો બાંધ્યાં છે? જે હાલ ઉદયથી ભોગવી રહ્યા છે” તેના જ કારણે દીન, દુઃખી, અત્રાણ અને અશરણ બન્યા છે. આવી આવી વિચારણા કરતા અને જ્ઞાનાદિની આશાતના રૂપ બંધનાં કારણોની દુર્ગછા-નિંદા કરતા છતા તે મુનિઓ પણ આગળ આગળ વિહાર કરે છે.
તથા તે નિર્ચન્દમુનિઓ મનમાં આવા પણ વિચારો કરે છે કે અહાહા ! આ સંસારમાં કોઈ વિશિષ્ટ તત્ત્વજ્ઞ જેવો દેખાતા નથી, લગભગ બધા જ જીવો મોહાન્ધ થયા છતા દીન દુઃખી જ દેખાય છે. એક આત્મા બીજા આત્માને હણે છે. મોહ-મદિરામાં મસ્ત થઈને નિરંતર પોતાના આત્માના ગુણોનો નાશ કરે છે. રમણીય દેખાતા એવા પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રમે છે અને મુક્તિ અપાવનારા, સંસારસાગરથી તારનારા એવા જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ આત્મગુણોનો ત્યાગ કરે છે. આ ઘણા જ દુઃખની વાત છે તથા દયાપાત્ર આ જીવો છે. આવા આવા વિચારો કરતા કરતા આગળ જાય છે. ત્યાં એક મહાનગર (મોટું શહેર) આવ્યું.
આ શહેરમાં આજે કોઈ લગ્નાદિના ઉત્સવનો પ્રસંગ છે. તેના કારણે સર્વત્ર સુંદર, મનોહર શોભા-શણગારથી નગરને શોભાવવામાં આવ્યું છે. અનેક પ્રકારનાં સંગીત ગવાઈ
Page #595
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૯
રહ્યાં છે. વાજિંત્રો વગાડાઈ રહ્યાં છે. તેના અવાજથી આજે આ નગર મોહાલ્વ એવા મૂઢ જીવોને રમણીય-મનોહર લાગે તેવું બન્યું છે. લગ્ન આદિ વિશિષ્ટ પ્રસંગના કારણે ચારે તરફ એટલી બધી શોભા કરી છે કે જાણે આજે આ નગર એક દેવલોક સમાન બની ગયું હોય એવી દેવલોકની શોભાને ધારણ કરનારું આ શહેર મનોહર-રમણીય હોય એવું રાગી જીવોને દેખાય છે. તે નગર તરફ આચાર્ય મહારાજ તથા અન્ય નિર્ગસ્થ મુનિઓ આવ્યા. આ નગરની શોભા સંદરતા આદિ જોઈને તે આચાર્યશ્રી શ્રમણ-નિર્ગસ્થ મુનિઓને આવા પ્રકારનો ઉપદેશ આપે છે -
भो भो निग्गंथा ! अज्जं एयम्मि नयरे मोहधाडी निवडिया । तेण एए कहंति लोगा उच्छलंति भओविग्गा । ता अप्पाण न जुज्जई इत्थ पवेसो । मा कोवि घायविहलो हविज्जाहि । पासबद्धा लोगा अणुकंपणिज्जा, मोहसुरामत्ता नो उवएसजुग्गा । अग्गे निग्गच्छह । ता साहवो भणंति-चारु कहियं, मोहासयपुढे विसयपत्ते खित्ते गमणं न जुज्जई । इय वेरागपरा विहरन्ति । तेणं आयसुहट्ठियाणं गामनगराई वेरग्गकारणं હેવડું રૂતિ રૂા
અરે અરે હે નિર્ગળ્યમુનિઓ ! આજે આ નગરમાં (લોકોની લુંટફાટ કરવા માટે) મોહરાજાની ધાડ પડી છે. મોહરાજાનું સૈન્ય આજે આ ગામમાં તુટી પડ્યું છે. તે કારણથી જ આજે આ ગામના લોકો ભયથી થરથર કંપતા ઉગ દશાને પામ્યા છતા ઘણા જ ઉછળે છે. ભાગાભાગ-કુદાકુદ કરે છે. (લગ્નમાં વરઘોડા આદિની અંદર જે નાચે છે તેને તત્ત્વજ્ઞ આચાર્યમહારાજશ્રી આ રીતે મોહની ધાડ પડી છે અને લોકો ભયથી કૂદાકૂદ કરે છે એમ ઘટાવે છે). ચારે તરફ મોહરાજા લોકોને ઘેરી વળ્યો છે. માટે આપણા લોકોને આ ગામમાં પ્રવેશ કરવો ઉચિત નથી. આપણામાંના કોઈ મુનિ મોહરાજાના ઘાતથી વિહલ ન થઈ જાય તે માટે અર્થાત્ મોહરાજાના પંજામાં ફસાઈ ન જાય તેટલા માટે અહીં નગરપ્રવેશ કરવો ઉચિત નથી.
જેમ સરકારી કર્મચારીઓ (પોલીસો) ચોર-લુંટારા-ખુની લોકોને હાથકડીથી બાંધીને લઈ જતા હોય અને મારતા હોય ત્યારે તે ગુન્હેગાર હોવાથી આપણે તેને છોડાવી શકતા પણ નથી અને માર ખાતા જોઈ શકતા પણ નથી. ફક્ત અનુકંપા માત્ર જ કરી શકીએ છીએ તે જ રીતે મોહરાજાની જાળથી બંધાયેલા અને આત્મતત્ત્વનું ભાન ભૂલી ગયેલા આ ગામના લોકો માત્ર અનુકંપા જ કરવા યોગ્ય છે. હાલ આ લોકો મોહરાજાએ પીવરાવેલી મદિરાના કેફથી મસ્ત છે. ભાન ભૂલેલા છે માટે ઉપદેશ પણ સાંભળે તેમ નથી તે કારણે ઉપદેશ આપવો પણ યોગ્ય નથી. આપણે આગળ ચાલીએ.
Page #596
--------------------------------------------------------------------------
________________
પ૬૦ તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર ગુરુજીએ જ્યારે ઉપર પ્રમાણે સમજાવ્યું ત્યારે હર્ષિત થયેલા સાધુમહાત્માઓ કહે છે કે – હે ગુરુજી ! બહુ જ સારું કર્યું, તમે બહુ જ સારું કર્યું, અમને ચેતવ્યા. જ્યાં મોહરાજાના આશયની પુષ્ટિ-વૃદ્ધિ થાય તેમ હોય તેવા ક્ષેત્રમાં તથા પાંચ ઈન્દ્રિયોના વિષયોથી અતિશય ભરેલું જે જે ક્ષેત્ર હોય તેવા ક્ષેત્રમાં સાધુ-સંતોએ ગમન કરવું ઉચિત નથી. આવું કહીને તે આચાર્યમહારાજશ્રી તથા નિર્ગળ્યમુનિ પરિવાર વધારે વધારે વૈરાગ્યના રંગથી રંગાયા છતા પૃથ્વીતલ ઉપર વિહાર કરે છે. તે કારણથી સમજાશે કે આત્માના ગુણોના સુખમાં જે આત્માઓ સ્થિર થયા છે તે મહાત્માઓને ગામ, નગર, ઉદ્યાન આદિની શોભા પણ વૈરાગ્યનું જ કારણ બને છે.
એકની એક વસ્તુ ઉપલક-દષ્ટિવાળાને સુખનું સાધન લાગે છે તે જ વસ્તુ તત્ત્વદૃષ્ટિવાળાને ઉપાધિમય અને દુઃખનું સાધન લાગે છે. જેમ સોનાનો હાર, હીરાની વીંટી કે રત્નજડિત મુગટ ઈત્યાદિ મોહકદ્રવ્યો ભોગી જીવને આનંદ અને સુખનું કારણ ભાસે છે એટલે જ તેનો સંગ્રહ કરે છે અને વધારે વધારે મેળવવા પ્રયત્નશીલ બને છે જયારે યોગી મહાત્માને આ સઘળું ય બંધન લાગે છે. કારણ કે તે વસ્તુઓ હોતે છતે સુખે સુવાય નહીં, નગરના રાજમાર્ગો ઉપર બેફીકરાઈથી નિર્ભયપણે નીકળાય નહીં, જ્યાં ત્યાં નિવાસ કરાય નહીં. મારી પાસે આટલી વસ્તુઓ છે એમ કોઈને કહેવાય નહીં, આટલી ભયભીતતા છતાં ચોર, લુંટારા, રાજા, સ્નેહીજનો લઈ જાય, પડાવી જાય ઈત્યાદિના કારણે આ વસ્તુઓ તત્ત્વદૃષ્ટિવાળા તે જીવને ઉપાધિરૂપે જ લાગે છે. દુઃખમાત્રનું જ સાધન લાગે છે. બાહ્યદૃષ્ટિમાં અને તત્ત્વદૃષ્ટિમાં આટલો મોટો આકાશ-પાતાલ જેટલો તફાવત છે. આ પ્રમાણે આત્મગુણોના સુખમાં લીન થયેલા આત્માને સાંસારિક સંપત્તિ રાગનું કારણ ન બનતાં વૈરાગ્યનું જ કારણ બને છે. આવા
बाह्यदृष्टेः सुधासार-घटिता भाति सुन्दरी । तत्त्वदृष्टेस्तु सा साक्षाद-विण्मूत्रपिठरोदरा ॥४॥
ગાથાર્થ :- બાહ્યદષ્ટિવાળા જીવને જે સુંદરી અમૃતના સારથી ઘડાયેલી હોય તેવી મીઠી સુખદાયી લાગે છે, પરંતુ તત્ત્વદષ્ટિવાળા જીવને તે જ સુંદરી સાક્ષાત્ વિષ્ટા-મૂત્ર અને હાડકાં (આદિ ગંદા-ગંદા પદાર્થો)નો ભંડારમાત્ર લાગે છે. //૪
ટીકા - “વીદ્યરિતિ” વહE:- સંસારરવર્તી સુન્દરી-સ્ત્રી સુધારતા भाति-अमृतमयी इव भाति । तदर्थमर्जयन्ति धनम्, त्यजन्ति प्राणान्, मोहमत्ता मुञ्जादयोऽनेके। तु-पुनः तत्त्वदृष्टेः निर्मलानन्दात्मस्वरूपावलोकनदक्षस्य सा-सुन्दरी
Page #597
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
૫૬૧ વિમૂત્રપિતરોરા મતિ | વિ-વિષ્ટ, મૂઢં-પ્રવVi, fપરસ્થિ, તેષામુવર - भाजनरूपा भाति । उक्तञ्च -
વિવેચન :- પહેલાંની ગાથામાં ગામ-ઉદ્યાનનું માધ્યમ બનાવીને બાહ્યદૃષ્ટિવાળા જીવમાં અને તત્ત્વદૃષ્ટિવાળા જીવમાં શું તફાવત હોય તે તફાવત સમજાવ્યો. હવે કોઈપણ એક રૂપાળી સ્ત્રીનું સ્ત્રીને આશ્રયી રૂપાળા કોઈ એક પુરુષનું) માધ્યમ કરીને બન્ને દૃષ્ટિવાળામાં શું તફાવત હોય છે, તે સમજાવે છે –
કોઈ એક સુંદર રૂપાળી રાજકુંવરીતુલ્ય અથવા દેવાંગના તુલ્ય સ્ત્રી છે (સ્ત્રીને આશ્રયી કોઈ રૂપવાન સુંદર પુરુષ છે). તેને બાહ્યદૃષ્ટિવાળા જીવો જાણે અમૃતની પુતળી હોય એમ ભોગસુખના સાધનરૂપે દેખે છે. તેને રાજી રાખવા, તેનું મન મનાવવા અનેક જાતની સેવા કરે છે. તેના માટે ધન-ઉપાર્જન વગેરે પણ કરે છે. તે સ્ત્રીસુખ માટે અનેક ઉપાયો અજમાવે છે. પ્રાણોનો પણ ત્યાગ કરે છે. અહીં ભોગસુખમાં આસક્ત બનીને મોહમાં ઘેલા બનેલા મુંજરાજા વગેરેનાં અનેક ઉદાહરણો પ્રસિદ્ધ છે. બાહ્યદૃષ્ટિવાળા જીવો શરીરની ચામડીનું ઉપર-ઉપરનું રૂપ માત્ર દેખીને ગાંડા-ઘેલા થઈ રાગી બને છે
પરંતુ તત્ત્વદષ્ટિવાળા જીવને આ જ સ્ત્રી (સ્ત્રીને આશ્રયી પુરુષ) વિણ, પ્રસ્ત્રવણ અને અસ્થિનો ભરેલો કોથળો જ છે આમ લાગે છે. વિ એટલે વિષ્ટા, મૂત્ર એટલે પ્રમ્રવણ (પેશાબ) અને પિટર એટલે અસ્થિ-હાડકાં આવી આવી અનેક અનેક ગંદી ગંદી વસ્તુઓથી ભરેલો આ ભંડાર છે, દુર્ગન્ધમય વસ્તુઓનો ઉકરડો જ છે, માત્ર ઉપર ઉપર મખમલ મઢેલું છે. તત્ત્વદષ્ટિવાળા જીવ આમ દેખે છે. આ તત્ત્વદૃષ્ટિવાળા જીવ કેવા છે? તેનું એક વિશેષણ લખીને કહે છે કે –
નિર્મળ અને આનંદદાયક અથવા નિર્મળ એવા આનંદને આપનાર એવું જે આત્મસ્વરૂપ છે તેનું જ માત્ર અવલોકન કરવામાં ચતુર અર્થાત્ નિરંતર નિર્મળ-આત્મસ્વરૂપના આનંદમાં જ રમણતા કરનારા આ તત્ત્વદષ્ટિ જીવો હોય છે. આ મહાત્માઓ સતત જ્ઞાનાદિ ગુણમય આત્મ-સ્વરૂપમાં જ લીનતાવાળા હોય છે. તે આત્માઓને ભોગો એ રોગો જ લાગે છે. ભોગનાં સાધનો તે બંધનમાત્ર લાગે છે. તેનાથી દૂર જ રહે છે. ભોગોની તુચ્છતા, અસારતા અને દુર્ગન્ધતા જ તેઓના મનમાં સદા રમતી હોય છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે –
रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः, शुचित्वं तस्य तत्कुतः ॥७२॥
(યોગશાસ્ત્ર પ્રાણ ૪, શ્નો ૭૨)
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૬૨
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
वञ्चकत्वं नृशंसत्वं, चञ्चलत्वं कुशीलता ।
इति नैसर्गिका दोषा, यासां तासु रमेत कः ? ॥८४॥
भवस्य बीजं नरक - द्वारमार्गस्य दीपिका । शुचां कन्दः कलेर्मूलं, दुःखानां खानिरङ्गना ॥८७॥
જ્ઞાનસાર
(યોગશાસ્ત્ર પ્રાશ ૨, શ્લો ૮૪-૮૭)
अन्यशास्त्रेऽपि
कान्ताकनकसूत्रेण वेष्टितं सकलं जगत् । તાસુ તેવુ વિતો યો, ખ્રિમુન: પરમેશ્વર: "
इत्यादि तत्त्वज्ञस्य नारी मोहहेतुत्वाद् भवबीजरूपा भाति । ॥४॥
રસ (પ્રસ્રવણ-પેશાબ), અસૂક્ (રુધિર-લોહી), માંસ, મેદ (ચરબી), અસ્થિ (હાડકાં), મજ્જા, શુક્ર (વીર્ય) અન્ન (આંતરડાં) વર્ચસ્ (વિષ્ટા) ઈત્યાદિ કેવળ અશુભ પદાર્થોનું જ સ્થાન કાયા છે. અર્થાત્ આ કાયા ઉપરોક્ત અશુભ પદાર્થોથી ભરેલી છે. તેથી તે કાયામાં પવિત્રતા ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય. (યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૨)
અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
-
પંચકપણું (છેતરવાપણું) ક્રૂર-ઘાતકીપણું, ચંચલપણું, વ્યભિચારિપણું, આ દોષો જે સ્ત્રીઓમાં નૈસર્ગિક છે. (સ્વાભાવિક છે) તે સ્ત્રીઓમાં કોણ પ્રેમ કરે ? અર્થાત્ કોઈ ન કરે. અંગના (એટલે સ્ત્રી) એ સંસારનું બીજ છે. નરકના દરવાજાનો માર્ગ દેખાડનારી છે, શોક અરતિ-ઉદ્વેગનું મૂલ છે, કજીયાનું પણ મૂલ છે અને દુઃખોની ખાણ છે.” (યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લોક ૮૪-૮૭)
કાન્તા (સી) અને કનક (સુવર્ણ) આ બન્ને પદાર્થ રૂપી દોરા વડે સકલ જગત્ વીંટાયેલું છે. તેથી તે સ્રીઓમાં અને તે કનકમાં જે પુરુષ રંગાતો નથી તે જ દ્વિભુજ (મનુષ્ય) સાચો પરમેશ્વર છે.
ઈત્યાદિ અનેક શાસ્ત્રોના પાઠોના વિધાનથી સમજાય છે કે તત્ત્વજ્ઞ પુરુષને નારી મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે (એ જ પ્રમાણે તત્ત્વજ્ઞાની સ્રીને પુરુષ મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે. ઉપરની સઘળી હકિકત સ્ત્રીને આશ્રયી પુરુષમાં પણ સમજવી.) ॥૪॥
Page #599
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
पुनः उपदिशति
लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृग् ।
तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् ॥५॥
-
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
"
"
૫૬૩
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિવાળો પુરુષ આ શરીરને લાવણ્યની (કાન્તિની) રેખાઓ વડે અતિશય પવિત્ર સમજે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ કીડાઓના સમૂહથી ભરપૂર ભરેલું અને કુતરા તથા કાગડા (આદિ માંસાહારી પ્રાણીઓ)નું ભક્ષ્યમાત્ર છે આમ સમજે છે. પા
ટીકા :- “ભાવવ્યેતિ” વાદ્યવૃદ્-ભોળાનુ તવૃત્તિ: વપુ:-શરીર ભાવયलहरीपुण्यं - सौन्दर्यलहरीपवित्रं पश्यति । तत्त्वदृष्टिः- सम्यग्ज्ञानी तत्तु श्वकाकानां - श्वानकाकानां भक्ष्यं पश्यति, कृमिकुलाकुलं पश्यति - कृमिमयं पश्यति । उक्तञ्च - नवस्त्रोतः स्त्रवद्विस्त्र - रसनिः स्यन्दपिच्छिले ।
देहेऽपि शौचसङ्कल्पो, महन्मोहविजृम्भितम् ॥७३॥
(યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૩) अतः कर्मोपाधिजं शरीरमहितं बन्धहेतुत्वात्, तत्र रागाभाव एव वरम् ॥५॥
વિવેચન :- ત્રીજી ગાથામાં ગ્રામ-ઉદ્યાનાદિ બાહ્ય સંપત્તિ અને ચોથી ગાથામાં સ્રી, અસાર છે, તુચ્છ છે, કર્મબંધહેતુ છે અને રાગાદિ મોહનો હેતુ છે એમ સમજાવીને બન્ને દૃષ્ટિવાળામાં તે તે વસ્તુ નિરખવામાં કેવો ભેદ છે ? તે સમજાવ્યું. હવે એ જ પ્રમાણે બન્ને દૃષ્ટિવાળા પુરુષો શરી૨ને કેવા સ્વભાવવાળું દેખે છે તે સમજાવે છે.
બાહ્યદૃષ્ટિવાળા પુરુષ આ શરીરના લાવણ્ય-તેજ કાન્તિને જ વધારે દેખે છે. કારણ કે તે ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય છે. એટલે તેને આ લાવણ્યની લહરીઓ જ દેખાય છે અને તેથી શરીર અતિશય પવિત્ર છે આમ લાગે છે. સુંદરતાની જે લહરીઓ, તેનાથી પવિત્ર આ શરીર છે એમ દેખાય છે, પરંતુ તત્ત્વદૃષ્ટિવાળા પુરુષને એટલે કે સમ્યગ્નાની આત્માને તે જ શરીર કુતરા અને કાગડાને ખાવા લાયક છે આમ દેખાય છે. કારણ કે માણસનો આત્મા મૃત્યુ પામ્યા પછી જો આ શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં ન આવે તો કુતરા, કાગડા વગેરે પશુ-પક્ષીઓનું ભક્ષ્ય જ બને છે. તથા કરમીયા અને કીડાઓ વગેરે જીવાતના સમૂહથી ભરપૂર ભરેલું છે. શરીરના રુધિરાદિ એકે એક પદાર્થમાં જીવાત છે અને મૃત્યુ બાદ જો
Page #600
--------------------------------------------------------------------------
________________
૫૬૪
તત્ત્વદૃષ્ટિઅષ્ટક – ૧૯
શાનસાર
શરીરને વધારે વખત રાખવામાં આવે તો અવશ્ય તેમાં કીડા આદિ જીવાત થાય જ છે. બાહ્યદૃષ્ટિવાળાને તે શરીરની બાહ્ય સુંદરતા જ માત્ર દેખાય છે. જ્યારે તત્ત્વદૃષ્ટિવાળાને શરીરનું વાસ્તવિક, વર્તમાન અને ભાવિ સ્વરૂપ દેખાય છે. દેખવા-દેખવામાં જ મોટો તફાવત છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે
-
નવ છિદ્રોથી વહેતા દુર્ગન્ધી રસ (પ્રવાહી પદાર્થ) ના પ્રવાહથી વ્યાપ્ત એવા આ શરીરમાં પવિત્રતાની બુદ્ધિ રાખવી એ મહા-મોહનો વિલાસ છે. આ રીતે વિચારણા કરતાં કર્મની ઉપાધિથી પ્રાપ્ત થયેલું આ શરીર આત્માને નિયમા અહિતકારી છે, કર્મબંધનો હેતુ હોવાથી ત્યાં રાગ કરવો હિતાવહ નથી માટે રાગનો અભાવ જ કરવો, રાગનો ત્યાગ કરવો. ॥૫॥
गजाश्चैर्भूपभु(भ) वनं, विस्मयाय बहिर्दृशः । तत्राश्वेभवनात्कोऽपि भेदस्तत्त्वदृशस्तु न ॥६॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિ આત્માને હાથી, ઘોડા વગેરે સંપત્તિ વડે રાજભવન આશ્ચર્ય ઉપજાવે તેવું લાગે છે જ્યારે તત્ત્વદૃષ્ટિ આત્માને આ જ રાજભવનમાં અને હાથી, ઘોડાવાળા જંગલમાં કંઈ ફરક દેખાતો નથી. અર્થાત્ રાજભવન પણ જંગલ તુલ્ય ભાસે છે. IIII
ટીકા :- “નાર્શ્વભૂપ' કૃતિ વહિદ્દેશ:-વહિછે: નરસ્ય ભૂષમવન-નૃગૃહમ્, गजाश्वैः-वारणाश्वगणैर्व्याप्तं विस्मयाय आश्चर्याय भवति । तत्त्वदृशः- तत्त्वज्ञानिनः तत्र राजमन्दिरे-अश्वेभवनात् - करितुरगवनात् कोऽपि भेदो न । अनन्तज्ञानानन्दाद्वैतात्मानुभवरक्ता (जीवा) वनं नगरतुल्यं जानन्ति ॥६॥
વિવેચન :- ગ્રામ, આરામાદિ, સુંદરી અને શરીર ભોગી જીવને કેવાં લાગે ? અને યોગી જીવને કેવાં લાગે ? તે સમજાવીને હવે “રાજભવન” ભોગીને અને યોગીને કેવું લાગે ? તે સમજાવે છે. આ કાલે રાજભવનમાં રંગ-બેરંગી કિંમતી કારો ફરતી હોય છે. તેનાથી રાજભવન દર્શનીય હોય છે. પ્રાચીનકાલમાં રાજાઓને ત્યાં હાથી-ઘોડા વધારે પ્રમાણમાં રહેતા એટલે બહિદૃષ્ટિવાળા જીવને રાજાનું ભવન-હાથી અને ઘોડા વગેરે બાહ્ય સામગ્રી વડે આશ્ચર્યકારી લાગતું, આ રાજાને કેટલા બધા હાથી છે ? કેવા કેવા હાથી છે ? કેટલા બધા
૧. અહીં પુસ્તકમાં અને પ્રતમાં વનં નરતુલ્ય જ્ઞાનન્તિ પાઠ દેખાય છે. તેથી તેની સંગતિ થાય તેવો અર્થ કરેલ છે. પરંતુ ઉપરની ચર્ચા જોતાં નર વનતુત્યું નાનન્તિ હોવું જોઈએ એમ મને લાગે છે. કારણ કે હાથી ઘોડા ઘણા હોવાથી આ નગર અને જંગલ તુલ્ય જ છે આમ તત્ત્વજ્ઞજીવને જણાય છે. આ અર્થ વધારે સંગત લાગે છે છતાં તત્ત્વ કેવલિગમ્ય છે.
Page #601
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક – ૧૯
૫૬૫
ઘોડા છે ? કેવા કેવા દેશ-વિશેષના ઘોડા છે ? ઘડીવાર આ જીવ જોવા માટે પુતળાની જેમ સ્થિર થઈ જતો. એટલું બધું દર્શનીય રાજભવન બહિષ્ટિ જીવને લાગતું, મનમાં ઘણું આશ્ચર્ય થાય કે આ કેટલો મોટો રાજા છે કે જેના ભવનમાં ઘણા હાથી-ઘોડા છે અને દેશવિદેશના પ્રખ્યાત હાથી-ઘોડા છે.
પરંતુ જ્યારે તત્ત્વદૃષ્ટિવાળો આત્મા આ જ રાજભવનને દેખે છે, ત્યારે તે તત્ત્વજ્ઞાની મહાત્માને આ જ રાજભવનમાં હાથી-ઘોડાવાળા જંગલથી કોઈ વિશેષતા-ભિન્નતા દેખાતી નથી. અર્થાત્ આ રાજભવન પણ હાથી-ઘોડાવાળું જંગલ માત્ર જ છે, અરણ્ય જ છે, આમ દેખાય છે. કારણ કે ઘણા ઘણા અને જુદી જુદી જાતના હાથી-ઘોડા જંગલોમાં જ હોય છે. એક વ્યક્તિ જ્યારે રાજભવનમાં જાય છે ત્યારે જોતો જ રહે છે, જોતો જ રહે છે. ત્યાંની સંપત્તિ તેને આશ્ચર્ય ઉપજાવે છે. જોઈ જોઈને મનમાં મલકાય છે, જ્યારે બીજી વ્યક્તિ આ રાજભવનને એક ગાઢ અરણ્યતુલ્ય દેખે છે. આમ તુલના કરે છે. તેને આ સંપત્તિ જોઈને કંઈ આશ્ચર્ય થતું નથી. આવા પ્રકારના હાથી-ઘોડા તો જંગલમાં પણ ઘણા હોય છે. હાથીઘોડા કે પૌદ્ગલિક સજાવટ હોય તેથી શું વિશેષતા ? કંઈ જ નહીં. તે યોગીને આવી રાજભવનની વિશેષતા જોઈને કોઈ પણ જાતનું આશ્ચર્ય થતું નથી.
બહિર્દષ્ટિવાળા પૌદ્ગલિક અને બાહ્ય સંપત્તિ જોઈને આશ્ચર્યમુગ્ધ બને છે જ્યારે તત્ત્વદૃષ્ટિવાળા આત્માઓ આ બાહ્યસંપત્તિને જોઈને વૈરાગ્યવાળા બને છે અને ઉદાસીન ભાવમાં વર્તે છે. સામાન્યથી લોકો નગરમાં આનંદ માણે, ઉંચાં ઉંચાં મકાનો, વિશાળ રસ્તાઓ, જનમેદની, શોભાયમાન દુકાનો ઈત્યાદિ જોઈને બહિર્દ્રષ્ટિ જીવ આશ્ચર્ય અનુભવે છે. તેવી જ રીતે અનંત જ્ઞાનના આનંદમાં જ એક મસ્તીવાળા, આત્માના ગુણોના અનુભવમાં જ રક્ત એવા મહાત્માઓને વન એ જ નગરતુલ્ય લાગે છે. નગરમાં રહેવાનો જેટલો આનંદ પ્રવર્તે તેના કરતા અનેકગણો આનંદ આવા મહાત્માઓને અરણ્યમાં વસવામાં થાય છે. કારણ કે ત્યાં આત્મતત્ત્વના ચિંતન-મનનમાં કોઈ જ વ્યાઘાત નહીં, સ્વાનુભવના આનંદની ક્ષણો માણવવા માટે વન એ નગરતુલ્ય લાગે છે. IIII
भस्मना केशलोचेन, वपुर्धृतमलेन वा ।
महान्तं बाह्यदृग् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित् ॥७॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિવાળો આત્મા રાખ ચોપડવા વડે, માથાના કેશનો લોચ કરવા વડે અથવા શરીર ઉપર મેલ ધારણ કરવા વડે “(પોતાને) મહાન” સમજે છે અને તત્ત્વદૃષ્ટિવાળો આત્મા જ્ઞાનસંપત્તિ વડે “મહાનપણું” સમજે છે. IIના
Page #602
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદૃષ્ટિઅષ્ટક – ૧૯
શાનસાર
ટીકા भस्मनेति-बाह्यदृग्-बाह्यदृष्टिः भस्मना केशलोचेन-केशाकर्षणेन वपुषाशरीरेण धृतो मलो येन, तेन महत्त्वं साधुत्वं आचार्यत्वं वेत्ति । महत्त्वस्वरूपापरिज्ञानी जानाति । तत्त्ववित्-तत्त्वज्ञानी अरूपात्मस्वरूपावबोधी चित्साम्राज्येन - ज्ञानसाम्राज्येन ज्ञानपूर्णत्वेन रत्नत्रयीपरिणमनेन शुद्धाखण्डानन्दसाधन- प्रवृत्त्या स्वगुणप्राग्भावेन महान्तं वेत्ति - जानाति । उक्तञ्च षोडशके
૫૬૬
-
વિવેચન :- બાહ્યદૃષ્ટિવાળો પુરુષ અને તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ આ જગતને કઈ રીતે દેખે છે ? કેવા ભાવે તેનું મૂલ્યાંકન કરે છે આ વાત ગ્રંથકાર સમજાવી રહ્યા છે. ગ્રામઆરામાદિની વાત સમજાવીને હવે “આત્માની મહત્તા-મહાત્માપણું” બન્ને દૃષ્ટિવાળા ક્યાં સમજે છે ? બન્નેને સમજવામાં કેટલું અંતર છે તે સમજાવે છે.
બાહ્યદૃષ્ટિવાળા આત્માઓ પોતાનામાં અથવા અન્ય જે જે વ્યક્તિમાં ભસ્મ-કેશલોચમલધારણતા દેખાય તેને જ “મહાન” છે આમ માની લે છે. ભસ્મ એટલે શરીરે રાખ લગાવવી, ભભૂતિ ચોપડવી, કેશલોચ કરવા એટલે માથા ઉપરના તથા દાઢી-મૂછના વાળ હાથથી ખેંચવા (અથવા દાઢી-મૂછ અને માથાના વાળ વધારવા), શરીરમાં સ્નાનાદિ ન કરવાના કારણે ઘણો મેલ ધારણ કરવો અથવા વધારે મેલાં કપડાં રાખવાં, પગપાળા ઉગ્ર વિહારાદિ કરવા, આવા આવા બાહ્ય આચારો વડે પોતાની જાતને અથવા અન્યમાં પણ જ્યાં જ્યાં આવા બાહ્યભાવો દેખાય તેને જ “આ સાધુ છે”, “આ આચાર્ય છે”, “આ મહાત્મા પુરુષ છે” આમ માની લે છે. “મહા” કોને કહેવાય ? તેના સ્વરૂપને ન જાણતો અજ્ઞાની આ જીવ તેનો જ ભક્ત બની જાય છે. પરંતુ આ બધું બાહ્ય છે. ભસ્માદિ લગાવ્યા હોય પણ આત્મા જ્ઞાની, વિવેકી, સંયમી, ગુણીયલ જો ન હોય તો શું કામનું ? માટે તત્ત્વદૃષ્ટિ આત્મા આવા બાહ્યભાવોથી અંજાતો નથી.
તત્ત્વદૃષ્ટિવાળો આત્મા તો અરૂપી એવું જે આત્માનું સ્વરૂપ છે. તેને જ જાણવામાં આનંદ-મસ્તીવાળો છે, તેથી તેમાં આનંદ માણે છે. પરંતુ આવા પ્રકારની બાહ્યસાધુતા માત્ર વડે “મહાત્મતા” માનતો નથી, પોતાનામાં અથવા અન્ય જે કોઈ આત્મામાં જ્ઞાનનું સામ્રાજ્ય વર્તતું હોય, વિશાળ એવું આત્મજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે, જે જે આત્માઓ શાસ્રીય જ્ઞાનાદિથી અત્યન્ત પૂર્ણ છે. જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીના પરિણમનવાળા છે. શુદ્ધ અને અખંડ એવા આત્મગુણોના આનંદને સાધવામાં પ્રવૃત્તિવાળા છે. પોતાના ગુણોનો પ્રાદુર્ભાવ જેણે કર્યો છે તેને જ “મહાત્મા” માને છે.
જે કાગળના ગુલાબમાં સુગંધ ન હોય, માત્ર કાગળની પાંખડીઓ જ હોય, તેને સુગંધી પુષ્પ કોણ માને ? તેમ જેના જીવનમાં વિશિષ્ટ જ્ઞાનદશા, જ્ઞાનની પૂર્ણતા, રત્નત્રયીની
Page #603
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદષ્ટિઅષ્ટક - ૧૯
૫૬૭ પરિણતિ, શુદ્ધ-અખંડ આત્મગુણોનો આનંદ, આત્મગુણોની સાધના અને આત્મગુણોનો આવિર્ભાવ ન હોય તે શરીરે રાખ લગાવે. કેશલોચ કરે કે શરીરે મેલ ધારણ કરે, તેનાથી તે મહાત્મા કેમ કહેવાય? આવું તત્ત્વદૃષ્ટિ આત્મા સમજે છે. બાહ્ય-દષ્ટિવાળો બાહ્યસાધુતા માત્ર દેખીને આ સાધુ છે, આ મહાત્મા છે આમ માની લે છે. પણ તત્ત્વદૃષ્ટિવાળો આત્મા આમ માનતો નથી. તે તો ગુણોના પ્રાકટ્ય વડે જ ગુણીને મહાન માને છે. આ બાબતમાં શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક નામના પ્રકરણમાં કહ્યું છે કે –
बालः पश्यति लिङ्ग, मध्यमवृत्तिः विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥१-२॥ श्री उत्तराध्ययनेऽपि - ण वि मुंडिएण समणो, ण औंकारेण बंभणो । ण मुणी रण्णवासेणं, कुसचीरेण ण तावसो ॥२९॥ समयाए समणो होइ, बंभचेरेण बंभणो । नाणेण य मुणी होइ, तवेण होई तावसो ॥३०॥
(૩ત્તરાધ્યયન અધ્ય-રપ, સ્નોવા ૩૨, ૩ર ) માત્મા સામાયિ મવતિ' રૂત્યાદ્રિ વ્યાધ્યાયામ્ (માવતી, શત-૨, उद्देश-९, सूत्र-७६) अतः आत्मज्ञानरमणविश्रामानुभवलीना अदीना मुनयो भवन्ति ॥७॥
બાલજીવો સાધુના બાહ્યલિંગને (સાધુના વેષમાત્રને) દેખે છે. સાધુનો વેષ ધારણ કરેલો જોઈને આ સાધુ છે એમ માની લે છે. મધ્યમ દષ્ટિવાળો પુરુષ સાધુના આચારને દેખે છે. સાધુના આચારો પાળનારાને સાધુ માને છે. પરંતુ પંડિતપુરુષ તો સર્વ પ્રકારના પ્રયત્નો કરવા દ્વારા જે આત્મામાં આગમતત્ત્વનું વિશાલ જ્ઞાન જણાય છે તેને જ સાધુ માને છે. અર્થાતુ તત્ત્વદૃષ્ટિવાળા જીવો ગુણો વડે ગુણીની મહત્તા આંકે છે. બાહ્ય ભપકા માત્ર વડે મહત્તા આંકતા નથી. આ પ્રમાણે પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત ષોડશક પ્રકરણની ૧-૨ ગાથામાં કહ્યું છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે કે (૧) માથાના મુંડનમાત્ર વડે શ્રમણ કહેવાતા નથી. (૨) આકાર-આકારના જાપ માત્ર વડે બ્રાહ્મણ કહેવાતા નથી. (૩) અરણ્યમાં વસવાટ કરે તેટલા માત્રથી મુનિ કહેવાતા નથી અને (૪) ઘાસનાં વસ્ત્રો ધારણ કરે તેટલા માત્રથી કંઈ તાપસ કહેવાતા નથી.
Page #604
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદષ્ટિઅષ્ટક – ૧૯
શાનસાર
પરંતુ (૧) સમતાગુણ પ્રાપ્ત કરવાથી શ્રમણ કહેવાય છે. (૨) બ્રહ્મચર્ય ગુણ વડે બ્રાહ્મણ કહેવાય છે. (૩) જ્ઞાનગુણની પ્રાપ્તિ વડે મુનિ કહેવાય છે અને (૪) તપગુણ વડે તાપસ કહેવાય છે. આમ બાહ્મષ્ટિ જીવ બાહ્ય આચાર માત્ર વડે મહત્તા માની લે છે, પણ તત્ત્વદૃષ્ટિવાળો આત્મા અંદરના ગુણો પ્રગટ થવાથી મહત્તા માને છે. આટલો બન્ને દૃષ્ટિવાળામાં તફાવત છે.
૫૬૮
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્રમાં પણ આત્મા પોતે જ સમભાવવાળો હોય તેને સામાયિક કહેવાય છે. આમ કહ્યું છે.
ઉપરના શ્લોકોના મર્મ સમજવાથી સમજાશે કે આત્માના જ્ઞાનગુણની રમણતામાં જ વિશ્રાન્તિનો અનુભવ કરતા તથા તેમાં જ લયલીન બનેલા અને દીનતા વિનાના મુનિપુરુષો હોય છે. જેને પૌદ્ગલિક ભાવોની અપેક્ષા હોય છે તે જ દીનતાવાળા હોય છે. પોતાના ગુણોમાં રમણતાના આનંદી જીવો ક્યારેય કોઈની પાસે દીનતા રાખતા નથી. સદા તેજસ્વી અને ગૌરવશાળી હોય છે. III
न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः ।
स्फुरत्कारुण्यपीयूष-वृष्टयस्तत्त्वदृष्टयः ॥८॥
ગાથાર્થ :- સ્ફુરાયમાન એવી કરુણા રૂપી અમૃતની વૃષ્ટિ જેમાંથી વરસી રહી છે તેવા તત્ત્વદૃષ્ટિવાળા જીવો વિશ્વનો ઉપકાર કરવા માટે જ નિર્માણ કરાયા છે પણ વિકાર માટે કરાયા નથી. ॥૮॥
ટીકા :– “ન વિજ્રારાય'' કૃતિ આચાર્યે:-ગુરુભિઃ પ્રદ્દળસેવનશિક્ષાવાનેન सूक्ष्मागमरहस्यशिक्षणेन यैः पाठकैः तत्त्वदृष्टयः पुरुषाः निर्मिताः - निष्पादिताः, विकाराय न- रागद्वेषोपाधिविवृद्धये न, किन्तु विश्वस्य- त्रिभुवनस्य उपकाराय= सदुपदेशदानशुद्धतत्त्वोपलम्भाद्युपकाराय निर्मिता इति भावना । यथाऽनादिमिथ्यात्वासंयमग्रस्तानां वयं निर्यामकाः तथाऽन्येऽपि यथार्थभावनदक्षा उपकाराय भविष्यन्ति तेन एभ्यः श्रुतरहस्यं दातव्यम् ।
વિવેચન :- બાહ્યદૃષ્ટિ મોહઘેલી છે. અનાદિકાલથી ભૂતપ્રેતની જેમ આ જીવને વળગેલી છે, જેમ શરીરમાં ભૂતનો પ્રવેશ હોય તો તે જીવ ગાંડું ઘેલું વિવેકશૂન્ય વર્તન કરે, તેમ આ આત્મામાં પણ પરપુદ્ગલદ્રવ્ય અને પરજીવદ્રવ્ય ઉપર રાગ-આસક્તિ કરવા રૂપ મોહનું ભૂત પ્રવેશેલું છે. તેથી આ આત્મા શુદ્ધ આત્મદશાનો વિવેક ભૂલી ગયો છે અને
Page #605
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૬૯
વિવેકશૂન્ય બનીને આત્માથી પર એવાં પુદ્ગલાદિ દ્રવ્યમાત્રને જોઈને ચમત્કાર પામે છે. આવા બાહ્યદૃષ્ટિ જીવોની બાહ્યદૃષ્ટિ દૂર કરીને તેને જ તત્ત્વદૃષ્ટિવાળા બનાવવાનું કામ ગુરુભગવંતો કરે છે, નિરંતર સંવેગ-નિર્વેદવર્ધક વૈરાગ્યવાહી દેશના આપવા દ્વારા નિશ્ચયદૃષ્ટિ ખોલવાનો ગુરુ ભગવંતો સતત પ્રયાસ કરે છે. તેનાથી જીવો તત્ત્વદૃષ્ટિવાળા બને છે.
ગુરુભગવંતો શિષ્યોને દીક્ષા આપ્યા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપે છે. અર્થ સાથે સૂત્રો કંઠસ્થ કરાવે તે ગ્રહણશિક્ષા અને તે સૂત્રોને અનુસારે આચરણ કરાવે તે આસેવનશિક્ષા. ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપવા દ્વારા સુશિક્ષિત બનેલા તે શિષ્યોને સૂક્ષ્મ સૂક્ષ્મ એવાં આગમશાસ્રોનાં રહસ્યો ભણાવે. આવા પ્રકારનું વિધિપૂર્વકનું શાસ્ત્રીય જ્ઞાન આપવા દ્વારા પાઠકપુરુષો-ગુરુભગવંતો તત્ત્વદૃષ્ટિવાળા પુરુષોનું નિર્માણ કરે છે. ભોગદૃષ્ટિવાળા પુરુષોને યોગદૃષ્ટિવાળા બનાવે છે. બાહ્યદૃષ્ટિવાળાને તત્ત્વદૃષ્ટિવાળા બનાવે છે. ગુરુભગવંતો બાહ્યદૃષ્ટિવાળા જીવોની બાહ્યદૃષ્ટિતાનો નાશ કરીને તત્ત્વદૃષ્ટિવાળા જે બનાવે છે તેની પાછળ તેઓના હૃદયમાં મુખ્ય એક જ કારણ છે કે તેઓ ક્યારેય વિકાર ન પામે (મોહાન્ય થઈને સંસારમાં ન રખડે અને સમસ્ત વિશ્વનો ઉપકાર કરે).
વિશિષ્ટ ગુરુભગવંતો પાસે જે શિષ્યો તત્ત્વદૃષ્ટિવાળા બને છે તે રાગ અને દ્વેષ રૂપ ઉપાધિની વિશેષ વૃદ્ધિ માટે નહીં, પરંતુ સમસ્ત એવાં જે ત્રણે ભુવન છે તેમાં રહેનારા સર્વ જીવોનો ઉપકાર કેમ થાય ? એવા પ્રકારનો સદુપદેશ આપી શકે અને શુદ્ધ એવા આત્મતત્ત્વનો બોધ કરાવી શકે આવા પ્રકારનો ઉપકાર કરવા માટે જ આવા તત્ત્વષ્ટિવાળા જીવોને ગુરુભગવંતો તૈયાર કરે છે.
ગુરુભગવંતો મનમાં આવો વિચાર કરે છે કે અનાદિકાલથી મિથ્યાત્વ, અસંયમ અને કષાયાદિ રૂપ ભૂત-પ્રેતથી ગ્રસ્ત થયેલા અને તેનાથી પીડાતા જીવોને સાચું શાસ્ત્રજ્ઞાન આપીને ગ્રહણ-આસેવન શિક્ષારૂપ ઔષધ આપવા દ્વારા અમે તેઓના નિર્યામક બન્યા છીએ, તેથી અમારી પાછળ અન્ય શિષ્યો પણ યથાર્થ એવી તત્ત્વભાવનામાં દક્ષ બનીને ભવિષ્યમાં પરનો અને પોતાનો ઉપકાર કરનારા થાય તે માટે અમારે તે શિષ્યોને આવા પ્રકારનું સૂક્ષ્મ સૂક્ષ્મ આગમનું રહસ્ય આપવું જોઈએ. એમ સમજીને ગુરુભગવંતો શિષ્યોને શાસ્ત્ર વાચના દ્વારા, ગ્રહણ-આસેવન શિક્ષા દ્વારા અને આગમનાં સૂક્ષ્મ રહસ્યો સમજાવવા દ્વારા નિર્વિકારી બનાવવા માટે અને વિશ્વનો ઉપકાર કરનારા બને તે માટે આવા તત્ત્વદૃષ્ટિવાળા જીવોનું નિર્માણ કરે છે. શિષ્યાને નિરંતર ધર્મદેશનાની વાચના આપવી એ જ ગુરુ ભગવંતોનું કાર્ય છે. ઉપકાર કરવો એ જ જીવનનું શ્રેષ્ઠ સાધ્ય છે.
Page #606
--------------------------------------------------------------------------
________________
પ૭૦
तत्वहष्ट
-१९
જ્ઞાનસાર
उक्तञ्च विधिप्रपायाम् -
निज्जामउ भवण्णवतारणसद्धम्मजाणवत्तंमि । मोक्खपहसत्थवाहो, अन्नाणंधाण चक्खू य ॥१॥ अत्ताणाणं ताणं, नाहो अणाहाण भव्वसत्ताणं । तेण तुमं सप्पुरिस, गुरुअगच्छभारे नियुत्तोऽसि ॥२॥
(आयरियपयट्ठावणविही २९, गाथा-१-२) भदं बहुस्सुयाणं, बहुजणसंदेहपुच्छणिज्जाणं । उज्जोइयभुवणाणं, खीणमि वि केवलमयंके ॥५०६॥
(भवभावनाप्रकरण गाथा ५०६) श्रीबहुश्रुताध्ययने - समुद्दगम्भीरसमा दुरासया, अचक्किया केणइ दुप्पहंसया । सुयस्स पुण्णा विउलस्स ताइणो, खवित्तु कम्मं गइमुत्तमं गया ।
(उत्तराध्ययन, अ०-११, गाथा-३१) इति तत्त्वदृष्टित्वं हितम्, न तु अनेकशास्त्रव्यायामे बहुश्रुतत्वम्, निश्चितसमयज्ञो बहुश्रुतः । उक्तञ्च सन्मतौ -
जो हेउवायपक्खम्मि, हेउओ आगमे य आगमिओ । ससमयपण्णवओ सो, सिद्धंतविराहओ अन्नो ॥४५॥
(सन्मतितर्क, काण्ड ३, गाथा ४५) વિધિપ્રપા નામના ગ્રન્થમાં કહ્યું છે કે – હે સન્દુરુષ ! તમે સંસારરૂપી સાગરમાંથી તારનારા એવા સધર્મ રૂપી યાનપાત્રના નિર્ધામક (નાવિક) તુલ્ય છો, મોક્ષમાર્ગના સાર્થવાહતુલ્ય, અજ્ઞાન વડે અંધ બનેલા પુરુષોને ચક્ષુતુલ્ય, રક્ષણ વિનાના જીવોને રક્ષણતુલ્ય, અનાથ એવા ભવ્ય જીવોના નાથ છો, તેથી જ ગુરુવર્ગ વડે મોટા એવા ગચ્છના ભાર ઉપર तभारी निभा (स्थापना) ४२ छ.
ભવભાવના પ્રકરણ ગાથા ૫૦૬ માં કહ્યું છે કે - કેવલ જ્ઞાનરૂપી મૃગાંક (ચંદ્રમા) આથમી ગયે છતે પ્રકાશિત કર્યા છે ત્રણે ભુવનને જેઓએ એવા, તથા ઘણા ઘણા મનુષ્યોને
Page #607
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૭૧ પ્રશ્નો પૂછવા યોગ્ય (જ્યાંથી અત્યન્ત સંતોષપૂર્વક ઉત્તર મળે છે) એવા બહુશ્રુત પુરુષોનું કલ્યાણ થજો. (જેઓ જગતનું કલ્યાણ કરનારા છે).
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૧૧ની ગાથા ૩૧ માં કહ્યું છે કે – “સમુદ્રની ગંભીરતા સમાન ગંભીર, દુર્જય, કોઈથી ન દબાય તેવા (કોઈના સ્નેહમાં ન અંજાઈ જાય તેવા) વિપુલ શ્રુતજ્ઞાનથી પૂર્ણ ભરેલા અને છ જીવ-નિકાયની રક્ષા કરનારા, એવા આ મહાત્મા મનિઓ કર્મો ખપાવીને ઉત્તમ ગતિને (મોક્ષ ગતિને) પામનારા બને છે.
આ રીતે વિચારતાં તત્ત્વદૃષ્ટિપણું પ્રાપ્ત કરવું એ જ કલ્યાણકારી છે, હિતકારી છે. અનેક અનેક શાસ્ત્રો ભણવાનો વ્યાયામ કરવો (પ્રયત્ન કરવો), તેનાથી બહુશ્રુતપણું આવી જતું નથી, પરંતુ નિશ્ચિતપણે જૈનશાસ્ત્રોને જાણનાર જે પુરુષ થાય છે તે જ બહુશ્રુત કહેવાય છે. સન્મતિતર્ક નામના ગ્રંથમાં પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે –
તર્કવાદથી ગમ્ય વસ્તુઓને તર્કથી અને આગમગમ્ય ભાવોને આગમથી જાણનાર જે મહાત્મા છે તે સ્વશાસ્ત્રોના જ્ઞાની છે. બાકીના અન્ય તો સિદ્ધાન્તના વિરાધક જાણવા.
इति नयप्रमाणप्रमाणीकृतस्वपरसमयसाराः स्वरूपसाराभिरुद्धमोहप्रचाराः तत्त्वदृष्टयः । किम्भूता ? इत्याह-स्फुरन्ती कारुण्यं भवसमुद्रतारणोपकारित्वलक्षणं यत् पीयूषं तस्य वृष्टिः-वर्षा यत्र ते जगज्जनतारणकरुणामृतवृष्टिमयाः कथमेते लोकाः तत्त्वविमुखाः विषयरक्ताः आत्मानं ध्वंसयन्ति ?
अहह ! सति जैनागमे, सति च अनन्तगुणपर्यायसत्तात्मके आत्मनि स्वभ्रान्त्या रमन्ते भवाटव्याम्, अतः कथयामः धर्मरहस्यमित्युपकारपराः तत्त्वज्ञाः जगति महात्मानः स्तव्या (स्तोतव्याः) इति बाह्यदृष्टित्वं परित्यज्य आन्तरतत्त्वावभासनरसिका भवन्तु भव्याः ॥८॥
રૂતિ વ્યારા તત્ત્વચદમ્ | આ પ્રમાણે તત્ત્વભૂતદષ્ટિવાળા મહાત્મા પુરુષો કેવા હોય છે ? તે સમજાવે છે કે નયસંબંધી જ્ઞાન દ્વારા અને પ્રમાણના જ્ઞાન દ્વારા સ્વશાસા અને પરશાસ્ત્રોના સારાંશને જેઓએ પ્રમાણીભૂત કર્યો છે તેવા, એટલે કે સ્વશાસ્ત્રોનો સારાંશ શું છે? અને પરશાસ્ત્રોનો સારાંશ શું છે? આ વાત નય-પ્રમાણના જ્ઞાન દ્વારા જેણે યથાર્થ રીતે જાણી છે તેવા જ્ઞાનીપુરુષો જ તત્ત્વદૃષ્ટિ વાળા હોય છે. તથા આવી તત્ત્વદૃષ્ટિવાળા પુરુષો કેવા હોય છે ? તો બીજું વિશેષણ કહે છે કે -
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૭૨ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
જ્ઞાનસાર શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપનો જે સાર છે તેને પ્રાપ્ત કરવા વડે મોહના વિસ્તારને જેણે સર્વથા હણી નાખ્યો છે એવા આ મહાત્મા પુરુષો હોય છે. વળી આવા પ્રકારની તત્ત્વદષ્ટિવાળા મહાપુરુષો કેવા હોય છે? તેનું ત્રીજું એક વિશેષણ કહે છે કે – ભવરૂપી જે આ સમુદ્ર છે તેનાથી જીવોને જલ્દી જલ્દી તારવા રૂપે ઉપકાર કરવામય સ્તૂરાયમાન એવી કરુણા રૂપી અમૃતની વૃષ્ટિ થાય છે જેઓમાંથી એવા તે મહાત્મા પુરુષો હોય છે અર્થાત્ ભવસમુદ્રથી જીવોને તારવાની પરમ કરુણાનો વરસાદ વરસાવનારા આ તત્ત્વદૃષ્ટિયુક્ત મહાત્માઓ હોય છે.
આ તત્ત્વદષ્ટિવાળા મહાત્માઓને નિરંતર મનમાં આવા વિચારો આવે છે કે આ સંસારી લોકો તત્ત્વવિમુખ થઈને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીને શા માટે પોતાના આત્માનો વિનાશ કરતા હશે ? અહાહા ! ઘણા જ દુઃખની વાત છે કે “જૈન આગમો હોવા છતાં, સર્વે પણ આત્મા અનંત અનંત ગુણ-પર્યાયોની સત્તાવાળા હોવા છતાં, પોતાનું સાચું આત્મતત્ત્વ શું? એનો ભ્રમ થયેલ હોવાથી એટલે કે મિથ્યાત્વાદિ મોહનીયકર્મના ઉદયથી સ્વ-પર તત્ત્વની વિવેકબુદ્ધિ પ્રગટી ન હોવાથી, ભેદજ્ઞાનના અભાવે ભવ અટવીમાં ભટકે છે. આત્મતત્ત્વની સાચી ઓળખાણ વિનાના બિચારા આ જીવો સંસાર-અટવીમાં જ રખડે છે.
આ કારણથી ભાવકરુણાના પાત્ર એવા આ જીવોને અમે કંઈક ધર્મનું રહસ્ય સમજાવીએ-આવી નિર્મળ બુદ્ધિવાળા તથા ઉપકાર કરવામાં જ પરાયણ અને તત્ત્વના સાચા જાણકાર એવા મહાત્મા પુરુષો જ આ જગતમાં સ્તુતિ કરવા યોગ્ય છે. આ પ્રમાણે છે ભવ્ય જીવો ! તમે બાહ્યદષ્ટિપણું તજીને આન્તરતત્ત્વનું (આન્તરિક આત્મતત્ત્વના શુદ્ધબુદ્ધ-નિર્મળ સ્વરૂપનું) જ અવલોકન કરવામાં રસિક થાઓ. આત્માનું શુદ્ધ, બુદ્ધ, નિર્મળ અને સ્વાભાવિક એવું જે ગુણોના આનંદનું સુખ છે તે જ પરમાર્થે સાચું છે. તે સુખ માટે જ હે ભવ્ય જીવો! તમે પ્રયત્ન કરો, તમે પ્રયત્ન કરો. આ પ્રમાણે ઓગણીસમું તત્ત્વદૃષ્ટિઅષ્ટકનું વર્ણન સમાપ્ત થયું. ll
ડે
ઓગણીસમું તત્ત્વદષ્ટિઅષ્ટક સમાપ્ત
લે
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૭૩
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦ | ॥ अथ विंशतितमं सर्वसमृद्धयष्टकम् ॥
सर्वा-समग्रा, समृद्धिः-सम्पदा = सर्वसमृद्धिः, तत्र नामसमृद्धिः उल्लापनरूपा जीवस्याजीवस्य, स्थापना समृद्धिः शक्तिरूपा, द्रव्यसमृद्धिः धनधान्यादिरूपा, शक्रचक्र्यादीनां लौकिका, लोकोत्तरा पुनः मुनीनां लब्धिसमृद्धिरूपा ।
आमोसहि विप्पोसहि, खेलोसहि जल्लमोसही चेव । संभिन्नसोय, उज्जुमई, सव्वोसहि चेव बोद्धव्वा ॥६९॥ चारणआसीविस-केवली य मणनाणिणो य पुव्वधरा । अरिहंतचक्कधरा, बलदेवा वासुदेवा य ॥७०॥
(ાવનિર્યુક્તિ માથા ૬૦-૭૦) इत्यादिलब्धयः-ऋद्धयः । तत्र केवलज्ञानादिशक्तिः लोकोत्तरा भावऋद्धिः । सम्-सम्यक्प्रकारेण ऋद्धिः-समृद्धिः सर्वा चासौ समृद्धिश्च सर्वसमृद्धिः । अत्र साधनानवच्छिन्नात्मतत्त्वसम्पद्मग्नानां या तादात्म्यानुभवयोग्या समृद्धिः, तस्याः અવસર: ..
સર્વ એટલે સમગ્ર સંપૂર્ણ, સમૃદ્ધિ એટલે સંપત્તિ, અર્થાત્ સર્વસંપત્તિને સર્વસમૃદ્ધિ કહેવાય છે. આ આત્માને પુણ્યોદયથી મળેલી ધન-ધાન્ય-રાજયાદિની સંપત્તિ તે પણ સર્વસમૃદ્ધિ કહેવાય. ઈન્દ્ર-ચક્રવર્તી આદિની ઋદ્ધિ એ પણ સર્વસમૃદ્ધિ કહેવાય. મુનિજીવનમાં ૧૬ લબ્ધિઓ પ્રાપ્ત થાય, એ પણ સર્વસમૃદ્ધિ કહેવાય અને કર્મક્ષયથી થનારી કેવલજ્ઞાનાદિ આત્મગુણોની પરિપૂર્ણ સંપત્તિ, તેને પણ સર્વસમૃદ્ધિ કહેવાય. કોઈક સમૃદ્ધિ ઔદયિકભાવની, કોઈક સમૃદ્ધિ ક્ષયોપશમ ભાવની અને કોઈક સમૃદ્ધિ ક્ષાયિકભાવની છે. આમ ભિન્ન ભિન્ન નયથી ભિન્ન ભિન્ન સમૃદ્ધિ કહેવાય છે.
તેના ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે. ત્યાં જીવ અથવા અજીવ પદાર્થને વિષે “સર્વસમૃદ્ધિ” આવા પ્રકારના નામનો ઉલ્લેખ કરવો, આવા પ્રકારનું નામ બોલવું તે નામનિપાથી સર્વસમૃદ્ધિ કહેવાય છે, જીવ અથવા અજીવના પ્રતિબિંબમાં સર્વસમૃદ્ધિની શક્તિરૂપે કલ્પના કરવી, શક્તિ રૂપે સર્વસમૃદ્ધિનું આરોપણ કરવું તે સ્થાપના સર્વસમૃદ્ધિ જાણવી. ધન-ધાન્ય, રાજયદ્ધિ, ચક્રવર્તીપણાની ઋદ્ધિ વગેરે જે સમૃદ્ધિ છે તે દ્રવ્યસર્વસમૃદ્ધિ
Page #610
--------------------------------------------------------------------------
________________
૫૭૪ સર્વસમૃધ્યષ્ટક- ૨૦
જ્ઞાનસાર કહેવાય છે. તેના બે ભેદ છે લૌકિક અને લોકોત્તર. ત્યાં ધન-ધાન્ય, ઈન્દ્રત અને ચક્રવર્તિત્વ ઈત્યાદિ પુણ્યના ઉદયજન્ય ઔદયિકભાવની જે સમૃદ્ધિ તે લૌકિક સમૃદ્ધિ અને મોહનીયાદિ કર્મોના ક્ષયોપશમવિશેષથી પ્રગટ થનારી ૧૬ લબ્ધિઓ તે લોકોત્તરસમૃદ્ધિ કહેવાય છે. શ્રી આવશ્યકનિયુક્તિમાં પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે – નીચે મુજબ ૧૬ લબ્ધિઓ આ જીવને પ્રાપ્ત થાય છે.
(૧) આમષષધિ :- હસ્તાદિ અવયવોનો સ્પર્શ ઔષધિરૂપ બને તે આમષષધિ લબ્ધિ. આત્મામાં એવી લબ્ધિ પ્રાપ્ત થાય કે પોતાના હાથથી, પગથી કે કોઈપણ અવયવથી પોતાને અથવા બીજાને સ્પર્શ માત્ર કરે તેનાથી સ્વની અથવા પરની વ્યાધિઓ દૂર થાય. આ લબ્ધિ કોઈને શરીરના એક ભાગમાં અને કોઈને શરીરના સર્વ અવયવમાં ઉત્પન્ન થાય છે જ્યારે રોગ દૂર કરવાની ઈચ્છાથી હાથ આદિ અંગ વડે સ્પર્શ કરે ત્યારે શારીરિક રોગો દૂર થાય તેવી લબ્ધિ તે આમર્ષોષધિ લબ્ધિ.
(૨) વિપુડીષધિ :- વિમુડ એટલે થુક-મુખમાંથી નીકળતું થૂક, જે મહાત્માનું ચૂક ઔષધિનું કામ કરે, તેના બિન્દુઓના સ્પર્શમાત્રથી રોગો દૂર થાય તે વિમુડીષધિ.
(૩) ખેલૌષધિ - ખેલ-શ્લેષ્મ-બળખો-કફ, જે મુનિના કફના બિન્દુના સ્પર્શથી વ્યાધિઓ દૂર થાય તેવી લબ્ધિ તે ખેલૌષધિ.
(૪) જલ્લૌષધિ - જલ્લ-મલ, જે મુનિ મહાત્માના મળના સ્પર્શ માત્રથી રોગો નાશ પામે તે જલ્લૌષધિ.
(૫) સંભિન્નશ્રોતલબ્ધિઃ - જે મહાત્માની એક એક ઈન્દ્રિય પાંચે ઈન્દ્રિયોના વિષયોને જાણે અથવા શરીરના સર્વ અવયવો વડે સાંભળી શકે તે સંભિન્નશ્રોતોપલબ્ધિ.
(E) - બીજા જીવોએ મનમાં ચિંતવેલા ઘટ-પટ આદિ પદાર્થોના વિચારોને જાણવા તે ઋજુમતિ.
(૭) સર્વોષધિ :- શરીરમાં રહેલાં વિષ્ટા, મૂત્ર, નખ, કેશ વગેરે બધા જ અંશો વ્યાધિને દૂર કરે એવા ઔષધરૂપે બની જાય તે સર્વોષધિ.
(૮) ચારણલબ્ધિ :- આકાશમાં અતિશય વેગથી ચાલવાની જે લબ્ધિ તે ચારણલબ્ધિ, તેના બે ભેદ-જંઘાચારણલબ્ધિ અને વિદ્યાચારણલબ્ધિ. ચારિત્ર અને તપના પ્રભાવે જંઘાથી અતિશય ગમનાગમન કરી શકે તે જંઘાચારણલબ્ધિ અને વિદ્યાના બળે અતિશય ગમનાગમન કરી શકે તે વિદ્યાચારણલબ્ધિ. આ લબ્ધિવાળા મહાત્માઓ સૂર્યના કિરણો આદિના આલંબને
"ઋજુમતિ
Page #611
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વસમૃધ્યષ્ટક- ૨૦
૫૭૫ વેગપૂર્વક ગતિ કરી શકે છે. આ લબ્ધિવાળા કોઈ કાયોત્સર્ગમુદ્રાએ, કોઈ પર્યકાસન મુદ્રાએ, એમ અનેક મુદ્રાએ આકાશમાં ગમનાગમન કરે છે. આ લબ્ધિવાળા મુનિઓ ભૂમિની ઉપર જેમ ચાલે તેમ વાવડી, નદી કે સમુદ્રાદિ ઉપર પણ ચાલી શકે છે ઈત્યાદિ.
(૯) આશીવિષલબ્ધિ - આશી એટલે દાઢ, તેમાં વિષ તે આશીવિષ. જેમ સર્પ વિંછી આદિની દાઢમાં વિષ હોય છે તેમ જેની દાઢમાં વિષના જેવી શક્તિ હોય અર્થાત્ શાપ આપવા આદિ વડે બીજાનો નાશ કરી શકે તે આશીવિષલબ્ધિ.
(૧૦) કેવલજ્ઞાનલબ્ધિ - જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી સંપૂર્ણ જ્ઞાનશક્તિનો જે આવિર્ભાવ તે કેવલજ્ઞાનલબ્ધિ. (૧૧).
:- સંજ્ઞીપંચેન્દ્રિય જીવોએ મનમાં ચિંતવેલા ઘટપટાદિ પદાર્થ સંબંધી વિચારોને અતિશય વિશેષપણે જાણવું તે.
(૧૨) :- ચૌદપૂર્વનો અભ્યાસ અથવા ઓછામાં ઓછો દશ પૂર્વનો અભ્યાસ જેનાથી મુનિમહાત્માને હોય તે પૂર્વધરલબ્ધિ.
(૧૩) અરિહંતલબ્ધિ - તીર્થંકરપણાની પ્રાપ્તિ થવી તે અરિહંતલબ્ધિ. (૧૪) ચક્રવર્તીલબ્ધિ :- ચક્રવર્તિપણાની પ્રાપ્તિ થવી તે ચક્રવર્તીલબ્ધિ.
શિલાલેગાપિક્સપૂર્યવજ્ઞાન (૧૫) બલદેવલબ્ધિ :- બળદેવપણાની પ્રાપ્તિ થવી તે બલદેવલબ્ધિ. (૧૬)
- વાસુદેવપણાની પ્રાપ્તિ થવી તે વાસુદેવલબ્ધિ. આ ૧૬માં તીર્થંકરપણું, ચક્રવર્તીપણું અને વાસુદેવપણું એ ઋદ્ધિ કહેવાય છે અને આમષષધિ વગેરે લબ્ધિઓ કહેવાય છે. તે સર્વમાં આમષષધિ આદિ લબ્ધિઓ છે તે લોકોત્તર દ્રવ્યલબ્ધિ કહેવાય છે અને કેવલજ્ઞાનાદિ (કવલદર્શન, ક્ષાયિકચારિત્ર, અનંતવીર્ય ઈત્યાદિ) ક્ષાયિકભાવની જે લબ્ધિઓ છે તે લોકોત્તર ભાવલબ્ધિ કહેવાય છે. આવો વિવેક કરવો. અહીં સમ્ શબ્દનો અર્થ સમ્યપ્રકારે અને ઋદ્ધિનો અર્થ સમૃદ્ધિ કરવો. સર્વ એવી જે સમૃદ્ધિ તે સર્વસમૃદ્ધિ આ પ્રમાણે કર્મધારય સમાસ કરવો.
(સાધન) જે ભૌતિક બાહ્ય આલંબનો છે. તેનાથી (મનવજીન) નિરપેક્ષપણે અર્થાત્ કેવળ પોતાના આત્માના જ આલંબને અંદર રહેલી આત્મતત્ત્વની ગુણમય એવી જે સાચી અનંત સંપત્તિ છે તેમાં જ મગ્ન બનેલા મહાપુરુષોએ પોતાનામાં જ રહેલી તે સંપત્તિની સાથે તાદાભ્યપણે અનુભવ કરવો, તે સંપત્તિમાં જ રમવું. આત્મિક સંપત્તિમાં જ લયલીન બનવું.
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૭૬
સર્વસમૃદ્ધચષ્ટક - ૨૦
જ્ઞાનસાર
આવી સર્વસમૃદ્ધિનું વર્ણન કરવાનો આ અવસર છે તે હવે સમજાવાય છે. તેમાં પ્રથમ સાત નયથી સર્વસમૃદ્ધિ કહેવાય છે.
नयाश्च प्रस्थकदृष्टान्तभावनया तत्कारणेषु, तद्योग्येषु, तदुद्यतेषु, तपोयोगिषु आद्याः, तद्गुणेषु सापेक्षेषु-नैसर्गिकोत्सर्गरूपेषु अन्त्याः इति । अत्र प्रथममात्मनि समृद्धेपूर्णत्वं भासते, तथा कथयति
-
સર્વસમૃદ્ધિ ઉપર નયો સમજાવે છે. પ્રસ્થકના દૃષ્ટાન્તની ભાવનાને અનુસારે અહીં નયો જાણવા. જેમ પ્રસ્થક (એક જાતનું માપીયું) બનાવવા માટે લાકડું લેવા જતા માણસને પણ ઉપચારે હું પ્રસ્થક લેવા જાઉં છું. આમ કારણમાં કાર્યનો ઉપચાર કરીને પણ કારણકાલે કાર્યનો વ્યવહાર થાય છે તેમ અહીં પણ જાણવું.
(૧) નૈગમનય :– તારનેવુ – આત્માની સર્વસમૃદ્ધિ પ્રાપ્ત થાય તેને અનુરૂપ કારણોને
સેવે, સાધુ-સંતોની સાથે રહે, વ્રતાદિ કરે, જ્ઞાનાભ્યાસ કરે, વિહારાદિમાં સાથે જોડાય. ઈત્યાદિ દૂર-દૂરવર્તી જે કારણો છે તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સર્વસમૃદ્ધિ કહેવાય. આ નય ઉપચારગ્રાહી છે માટે કારણમાં સર્વસમૃદ્ધિ કલ્પે છે.
(૨) સંગ્રહનય :- તદ્યોજ્યેષુ – જે મહાત્માઓમાં સર્વસમૃદ્ધિ પ્રાપ્ત કરવા-કરાવવાની યોગ્યતા રહેલી છે એવા યોગ્ય સાધુસંતનીસાથે વિહારાદિ કરે, તેઓની પાસે વ્રતાદિ કરે, તેઓની પાસે જ્ઞાનાભ્યાસાદિ કરે, તે આત્માઓમાં સંગ્રહનયથી સર્વસમૃદ્ધિ. આ નય સદંશગ્રાહી હોવાથી યોગ્યતા હોય તો વ્યવહાર કરે. (૩) વ્યવહારનય :- તનુદ્યતેષુ – જે મહાત્મા પુરુષો પોતાના આત્માની સર્વસમૃદ્ધિ પ્રગટ કરવા-કરાવવા ઉદ્યમશીલ છે, વિશિષ્ટ પ્રવૃત્તિવાળા છે તેવા મુનિમહાત્માઓની સાથે વિહારાદિ કરે, તેઓની પાસે વ્રતાદિ કરે, તેઓની પાસે જ્ઞાનાભ્યાસાદિ કરે, તે આત્માઓમાં વ્યવહારનયથી સર્વસમૃદ્ધિ, આ નય લોકભોગ્ય પ્રવૃત્તિશીલમાં વ્યવહાર કરનાર હોવાથી આમ માને છે.
-
(૪)
:- તપોયોશિષુ – અનશન આદિ બાહ્યતપ અને સ્વાધ્યાયાદિ અભ્યન્તરતપમાં જે સતત જાગૃત છે, પ્રવૃત્તિશીલ છે તેવા જાગૃતાવસ્થાવાળા તપોધનવાળા યોગિઓની સાથે વિચરવું, વ્રતાદિ કરવાં, જ્ઞાનાભ્યાસ કરવો તે ઋજુસૂત્રનયથી સર્વસમૃદ્ધિ કહેવાય છે. કારણ કે આ નય વર્તમાન-અવસ્થાને સવિશેષ માને છે. (૫) શબ્દનય :– તઘુળેણુ – પોતે જ સ્વયં જાગૃત થઈને મોહને જિતીને પ્રતિમા આદિ
Page #613
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
૫૭૭
બાહ્ય આલંબનોની અપેક્ષા રાખીને આત્માના ગુણોની સાધનામાં એકાગ્ર બનનાર આત્માઓમાં જે સમૃદ્ધિ તે શબ્દનયથી સર્વસમૃદ્ધિ - પોતાનો જ ભાવનિક્ષેપ સવિશેષ છે માટે.
(૬)
(6)
:- નૈîિવત – પોતે જ સ્વયં જાગૃત થઈને મોહને જિતીને વીતરાગપ્રભુની પ્રતિમા આદિ બાહ્ય પર–આલંબનોની અપેક્ષા રાખ્યા વિના નૈસર્ગિક રીતે – સહજ સ્વભાવે જ નિરાલંબન સાધનામાં જોડાવાપણું. સાતથી બાર ગુણસ્થાનકમાં વર્તતા મહાત્મા પુરુષોની વિશિષ્ટ એવી જે સાધનાવસ્થા તે નિકટકાલે અને નિયમા સર્વસમૃદ્ધિ પ્રગટ કરનાર હોવાથી સમભિરૂઢનયથી સર્વસમૃદ્ધિ
:- ઉત્સર્વરૂપેણુ – જ્યારે આ આત્મા ઘાતીકર્મો ખપાવીને પોતાના આત્મામાં ઉત્સર્ગરૂપે-મૂલસ્વરૂપે જે સર્વસમૃદ્ધિ છે તેને પ્રગટ કરી ક્ષાયિકભાવમાં આવે ત્યારે ૧૩-૧૪ ગુણઠાણે અને સિદ્ધાવસ્થામાં જે પ્રગટ સમૃદ્ધિ છે. તે સર્વસમૃદ્ધિ. કારણ કે યથાર્થપણે અને પરિપૂર્ણપણે સર્વસમૃદ્ધિ પ્રગટ થઈ છે તે માટે, આ સમૃદ્ધિ એવંભૂતનયથી જાણવી.
આ પ્રમાણે સંક્ષેપમાં સાત નય જાણવા. અહીં સૌથી પ્રથમ પોતાના આત્મામાં જ સમૃદ્ધિનું પૂર્ણપણું છે આમ જાણવું જોઈએ. કારણ કે પોતાના ગુણોની સમૃદ્ધિ પોતાનામાં જ અવભનય પૂર્ણપણે ભરેલી છે. પૌદ્ગલિકસંપત્તિ પરદ્રવ્ય હોવાથી એક ઘરથી બીજા ઘરે જાય છે, પરંતુ આત્મિક ગુણોની સમૃદ્ધિ એક આત્મામાંથી બીજા આત્મામાં ક્યારેય જતી નથી, તે તો પોતાની સમૃદ્ધિ પોતાના આત્મામાં જ વર્તે છે આવું ગ્રંથકારશ્રી આપણને સમજાવે છે –
बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु महात्मनः ।
અન્તરવાવમાસો, ટા: સર્વાં: સમૃદ્ધયઃ ॥૫॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિના વિલાસોનો નિરોધ કરાયે છતે મહાત્મા પુરુષને પોતાની સર્વ સમૃદ્ધિઓ પોતાની અંદર જ સ્ફુટપણે પ્રકાશિત થાય છે. II૧II
ટીકા :- “વાદ્યવૃષ્ટિપ્રવારેજી કૃતિ'' महात्मन:-स्वरूपपररूपभेदज्ञानपूर्वकशुद्धात्मानुभवलीनस्य सर्वसमृद्धयः स्फुटाः - प्रकटाः, अन्तरेव - आत्मान्तः एव स्वरूपमध्ये एव अवभासन्ते । यतः स्वरूपानन्दमयोऽहम्, निर्मलाखण्डसर्वप्रकाशकज्ञानवानहम्, इन्द्रचक्रावृद्धयः औपचारिकाः, अक्षयानन्तपर्यायसम्पत्पात्रमहमिति, स्वसत्ताज्ञानोपयुक्तस्य स्वात्मनि भासन्ते । कीदृशेषु सत्सु ? बाह्यदृष्टिप्रचारेषु
-
Page #614
--------------------------------------------------------------------------
________________
૫૭૮ સર્વસમૃત્યષ્ટક - ૨૦
જ્ઞાનસાર मुद्रितेषु सत्सु । बाह्यदृष्टि:-विषयसञ्चारात्मिका तस्याः प्रचाराः-विस्ताराः तेषु मुद्रितेषुरोधितेषु, न हि इन्द्रियप्रचारचलोपयोगैः आत्मनः अभ्यन्तरामूर्ता कर्मावृत्ता स्वसत्तासम्पद् ज्ञायते । रोधितेन्द्रियचापल्ये स्थिरप्रगुणचेतनोपयोगैः कर्ममलपटलावगुण्ठिताप्यात्मसम्पद् ज्ञायते इति । इत्यनेन बहिर्गमनमुपयोगस्य न कर्तव्यमिति ॥१॥
વિવેચન - પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ શું? અને પર એવા પુદ્ગલાદિ પદાર્થોનું સ્વરૂપ શું? આમ સ્વસ્વરૂપ અને પર-સ્વરૂપના ભેદને યથાર્થપણે જાણવાપૂર્વક પર-સ્વરૂપનો ત્યાગ કરીને શુદ્ધ એવા આત્મસ્વરૂપના અનુભવમાં જ લયલીન-એકાગ્ર બનેલા મહાત્મા પુરુષને કેવલજ્ઞાન, કેવલદર્શન, અવ્યાબાધ સુખ અને અનંતચારિત્ર ઈત્યાદિ સર્વે પણ આત્મસમૃદ્ધિઓ આત્માની અંદર જ પોતાના શુદ્ધસ્વરૂપની મધ્યમાં જ દેખાય છે. આત્માના ગુણોની સમૃદ્ધિઓ ક્યાંય બહાર પૌલિકાદિ પદાર્થોમાં સંભવતી નથી. મારું સ્વરૂપ મારા આત્મામાં જ છે એમ જણાય છે.
ખરેખર હું તો મારા પોતાના સ્વરૂપના જ આનંદમય છું. હું મારા જ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપનો જ ભોક્તા છું. નિર્મળ, અખંડ અને સર્વ પદાર્થોના પ્રકાશક એવા જ્ઞાનગુણવાળો હું છું. મારો આત્મા કંઈ સામાન્ય દ્રવ્ય નથી. પરંતુ સૂર્ય જેમ પ્રકાશયુક્ત છે, તેમ હું પણ અખંડ, અનંત, નિર્મળ, જ્ઞાનગુણ યુક્ત છું. સંસારમાં પ્રાપ્ત થતી ઈન્દ્રપણાની અને ચક્રવર્તીપણા આદિની જે ત્રદ્ધિઓ છે તે ઔપચારિક છે (કાલ્પનિક છે, અવાસ્તવિક છે) કારણ કે તે ઋદ્ધિઓ ભૌતિક છે, પરદ્રવ્ય સંબંધિની છે, સંયોગ સંબંધ માત્રવાળી છે અને એક ભવ પૂરતી જ છે, માટે તુચ્છ છે, જ્યારે હું તો ક્યારેય નાશ ન પામે તેવી એટલે કે અક્ષય એવી, અનંત અનંત આત્મીય ગુણોના પર્યાયોની વાસ્તવિક-સાચી સંપત્તિનું પાત્ર છું. મારા આત્માના અનંત અનંત ગુણોની જે સંપત્તિ છે તે નાશવંત નથી પણ અક્ષય છે, ભૌતિક નથી પણ વાસ્તવિક છે, પરદ્રવ્યકત નથી પણ મારી પોતાની આત્મિક અકૃત્રિમ સંપત્તિ છે. સંયોગ સંબંધવાળી નથી પણ તાદાભ્યસંબંધવાળી છે અને એક ભવ જેટલા કાળવાળી નથી, પરંતુ અનંતાનંતકાલસ્થાયિ છે. આવી અવર્ણનીય અને અનુપમ સાચી સંપત્તિનું પાત્ર હું છું. ક્યાં મારી પોતાની ઋદ્ધિ? અને ક્યાં આ ઈન્દ્રાદિ સંબંધી પરદ્રવ્યપ્રત્યયિકી ઋદ્ધિ? બન્ને વચ્ચે આસમાન-જમીન જેટલું અત્તર છે.
પોતાના આત્માની વાસ્તવિક જે અનંત ગુણોની સત્તા છે. તે આત્મીય સત્તાના જ ઉપયોગમાં લીન બનેલા મહાત્મા પુરુષને સર્વે પણ સમૃદ્ધિઓ પોતાના આત્મામાં જ દેખાય છે. આવી પારમાર્થિક ઋદ્ધિઓ અન્યત્ર ક્યાંય દેખાતી નથી. આ મહાત્મા પુરુષો કેવા થયા
Page #615
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધયષ્ટક - ૨૦
૫૭૯ હોય ત્યારે પોતાના અનંતગુણોની પારમાર્થિક સંપત્તિ પોતાના આત્મામાં જ ભાસે છે? તે જણાવે છે કે –
અનાદિકાલીન મોહની વાસનાના જોરે પાંચે ઈન્દ્રિયોના વિષયભૂત રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના વિષયમાં જ જીવોની જે દૃષ્ટિ દોડે છે તેના જ વિષયભોગમાં ઈનિષ્ટપણે જે દૃષ્ટિ પ્રવર્તે છે. તેવા પ્રકારના બાહ્યદૃષ્ટિના આ પ્રચારોને સ્વાધ્યાયાદિના આલંબને મુદ્રિત કરવામાં આવે એટલે કે અટકાવવામાં આવે ત્યારે જ આ મહાત્મા પુરુષોને પોતાની ગુણસંપત્તિ દેખાય છે અને તે પણ પોતાનામાં જ દેખાય છે. આ સંપત્તિ બહાર સંભવતી દેખાતી નથી. વિષયોમાં સંચરનારી દષ્ટિને ત્યાંથી વાળીને ગુણોની સંપત્તિમાં જોડવામાં આવે ત્યારે જ આ પારમાર્થિક આત્મ-ગુણસંપત્તિ દૃષ્ટિગોચર થાય છે. કારણ કે જ્યાં સુધી પાંચ ઈન્દ્રિયોના ભોગસંબંધી વિષયોના પ્રચારમાં જ દૃષ્ટિ દોડતી હોય છે. ત્યાં સુધી આવા પ્રકારના ચંચળ ઉપયોગવાળા જીવો વડે આત્માની અંદર રહેલી અને અમૂર્ત એવી તથા કર્મોથી ઢંકાયેલી એવી આત્માના ગુણોની સંપત્તિ જોઈ શકાતી નથી. આ બાબતમાં તીવ્ર મહોદય એ જ મોટું વિઘ્ન છે. મોહની તીવ્રતા, ઉપયોગની ચંચળતા, વિષયોની ભૂખ, પરપ્રત્યયિક દૃષ્ટિ આ સઘળું જ્યાં સુધી હોય છે ત્યાં સુધી છતી એવી પણ સ્વસત્તા દેખાતી નથી.
પરંતુ જ્યારે આ જ આત્મા સ્વાધ્યાય, સત્સંગ, નિરંતર અધ્યાત્મશાસ્ત્રોનું વાંચન, મહાત્મા પુરુષોનો સહયોગ, ઈત્યાદિ આલંબનો દ્વારા પાંચે ઈન્દ્રિયોની વિષયો તરફની ચંચલતાને રોકે છે અને ચંચળતાને અટકાવીને, સ્થિર થઈને, પ્રગુણ એવી જે ચેતના છે તેના ઉપયોગમાં જ લયલીન બની જાય છે ત્યારે આત્માના ગુણોની સંપત્તિ ભલે કર્મોના મલીન પડલ વડે ઢંકાયેલી હોય તો પણ દષ્ટિ સૂક્ષ્મ બનવાથી તે મલીન પડલને વિંધીને પણ તેની અંદર રહેલી આત્મસંપત્તિને જાણે છે, દેખે છે, અતિશય આનંદ આનંદ પામે છે. જેમ વડીલોએ ભૂમિમાં દાટેલું ધન જ્યોતિષી અથવા અન્ય જાણકાર વડીલોના કહેવાથી ક્યાં દાટેલું છે? તે બરાબર જાણવામાં આવે, તો તે ધન હજુ બહાર ન કાઢ્યું હોવા છતાં તેની સત્તા માત્ર જાણીને પણ ઘણો ઘણો આનંદ થાય છે, તેમ દષ્ટિ બદલાયે છતે આત્માની સંપત્તિ આત્મામાં જ છે, પરમાં નથી. આ તત્ત્વ જાણવાથી આ જીવને પરમાનંદ પ્રાપ્ત થાય છે માટે ઉત્તમ આત્માઓએ જ્ઞાનનો ઉપયોગ બહાર મુકવો ઉચિત નથી. આ વાત હવે પછીના શ્લોકમાં જણાવે છે. ll૧TI
समाधिर्नन्दनं धैर्य, दम्भोलिः समता शची । ज्ञानं महाविमानं च, वासवश्रीरियं मुनेः ॥२॥
Page #616
--------------------------------------------------------------------------
________________
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
શાનસાર
ગાથાર્થ :- સમાધિ એ નંદનવન, ધૈર્ય એ વજ્રશસ્ત્ર, સમતા એ ઈન્દ્રાણી અને જ્ઞાન એ મહાવિમાન, મુનિને આવા પ્રકારની ઈન્દ્રની અભ્યન્તર લક્ષ્મી હોય છે. ૨
૫૮૦
ટીકા :- “સમિિતિ’-મુને:-સ્વરૂપજ્ઞાનાનુમવતીનસ્ય, વં-૩વ્યમાના वासवस्य- इन्द्रस्य, श्रीः - लक्ष्मीः- शोभा वर्तते । तत्र मुनेः पवित्ररत्नत्रयीपात्ररूपेन्द्रस्य समाधिः ध्यानध्यातृध्येयैकत्वेन निर्विकल्पानन्दरूपा समाधिः, स एव नन्दनं वनम् । हरेः नन्दनवनक्रीडा सुखाय उक्ता, साधोः समाधिक्रीडा सुखाय । तत्राप्यौपाधिकात्मीयकृतो महान् भेदः, स चाध्यात्मभावनया ज्ञेयः ।
अस्य धैर्यं - वीर्याकम्पता औदयिकभावाक्षुब्धतालक्षणं वज्रं-दम्भोलिः, पुनः समता इष्टानिष्टेषु संयोगेषु अरक्तद्विष्टता, सर्वेऽपि पुद्गलाः कर्करचिन्तामण्यादिपरिणताः जीवाश्च भक्ताभक्ततया परिणताः, ते सर्वे न मम, भिन्नाः एते, तेषु का रागद्वेषपरिणतिरित्यवलोकनेन समपरिणतिः समता, सा शची स्वधर्मपत्नी । ज्ञानं स्वपरभावयथार्थावबोधरूपं महाविमानम् । इत्यादिपरिवृतः मुनिः वज्रीव भासते । उक्तश्च योगशास्त्रे
-
વિવેચન :- આ ગાથામાં તથા હવે પછીની ગાથાઓમાં મુનિમહારાજાને આન્તરિક આત્મિક સંપત્તિને આશ્રયી ઈન્દ્ર, ચક્રવર્તી, નાગરાજ, મહાદેવ, વિષ્ણુ (કૃષ્ણ) અને બ્રહ્મા આદિની સાથે સરખાવીને તેમના કરતાં મુનિ અધિક સુખી છે આમ સમજાવે છે ત્યાં સૌથી પ્રથમ આ બીજી ગાથામાં ઈન્દ્રની સાથે સરખાવે છે.
ઈન્દ્ર મહારાજા ભોગસુખથી જગતમાં સુખી તરીકે પ્રસિદ્ધ છે તેને ભોગનાં અનેક અનેક સાધનો છે. તેમાં નંદનવન, વજ્ર નામનું શસ્ત્ર, પટરાણી (ઈન્દ્રાણી) અને મહાવિમાન આ ચાર પદાર્થો ઈન્દ્રને સુખના મુખ્ય સાધનરૂપે છે. મુનિ-મહાત્મા ભોગસુખના ત્યાગી હોવાથી આત્માના સુખે સુખી છે અને તેઓને આત્માની આંતરિક સંપત્તિરૂપે આ ચારે સાધનો છે. ઈન્દ્રને સુખનાં જે સાધનો છે તે પરદ્રવ્ય છે. સંયોગસંબંધમાત્રથી જોડાયેલાં છે. વિયોગ પામવાવાળાં છે અને ખોટવાળાં થાય તેવા શડણ-પડણ ધર્મવાળાં છે. મુનિને સમાધિ વગેરે સુખનાં જે સાધનો છે તે સ્વદ્રવ્યના સ્વરૂપાત્મક છે, તાદાત્મ્યસંબંધવાળાં છે, ક્યારેય વિયોગ ન પામે તેવાં છે. તે કારણે આત્માના સ્વરૂપાત્મક અનુભવમાં જ લીન બનેલા મુનિ મહારાજાને ઈન્દ્રની તુલ્ય હવે કહેવાતી આવી લક્ષ્મી વર્તે છે. તેથી ઈન્દ્રની સદેશ મુનિની શોભા છે. તે આ પ્રમાણે -
૧. સમધિ શબ્દ સંસ્કૃતમાં પુલ્ડિંગ હોવાથી નિર્વિન્ત્યાનન્વરૂપ: સમાધિ: હોવું જોઈએ.
Page #617
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
પરમ પવિત્ર એવી જ્ઞાનાદિ ગુણમય રત્નત્રયીના ભાજનભૂત એવા મુનિમહારાજને જે સમાધિ છે, તે સમાધિ ઈન્દ્રમહારાજાને જેમ આનંદ-સુખ માટે નંદનવન હોય છે. તેની તુલ્ય છે. ઈન્દ્રમહારાજા મોજમજા માણવા નંદનવનમાં ફરવા નીકળી જાય છે તેમ મુનિમહારાજા ધ્યાન-ધ્યાતા અને ધ્યેય આ ત્રણેની એકતારૂપ નિર્વિકલ્પ આનંદમય–સુખમય એવા સમાધિ નામના ગુણમાં ફરવા નીકળી જાય છે. તેમાં જ લયલીન થાય છે. તેમાં જ આનંદ માણે છે. તેથી તે સમાધિ જ મુનિને માટે મહાન એવું નંદનવન છે, નંદનવનમાં જેમ ઈન્દ્ર મજા કરે છે તેમ સમાધિગુણમાં મુનિ આનંદ માણે છે. જેમ નંદનવન એ ઈન્દ્ર માટે લૌકિક સુખનું સાધન છે તેમ સમાધિ એ મુનિને માટે અલૌકિક સુખનું સાધન છે.
૫૮૧
બન્ને પુરુષોને બન્ને વસ્તુ સુખનું સાધન હોવા છતાં સમાન નથી, બન્નેની વચ્ચે ઘણો જ તફાવત છે. નંદનવન એ ઔપાધિક સાધન છે જ્યારે સમાધિ એ આત્મીય સાધન છે. નંદનવન, પત્ર-પુષ્પાદિ, વનસ્પતિ, જલાશયો ઈત્યાદિ પરદ્રવ્યો દ્વારા સુખનું સાધન છે જ્યારે સમાધિ એ આત્માનો સાક્ષાત્ ગુણ હોવાથી સ્વદ્રવ્ય દ્વારા સુખનું સાધન છે. આમ આ બન્નેની વચ્ચે અધ્યાત્મદશાની ભાવના ભાવતાં ભેદ અવશ્ય સમજાય તેવો છે. એક સર્વોત્તમ સાધન છે સ્વાધીન સાધન છે અને બીજું સામાન્ય સાધન અને પરાધીન સાધન છે.
તથા ઈન્દ્રને જેમ વજ્ર શસ્ત્ર છે તેમ આ મુનિમહાત્માને ધૈર્યગુણ વજ શઅતુલ્ય છે. ધૈર્ય એટલે વીર્યની અકંપદશા, મન-વચન-કાયાએ કરીને કોઈથી કંપવું નહીં, ડરવું નહીં, થરથરવું નહીં તે ધૈર્ય. જેમ ઈન્દ્રમહારાજા પાસે વજશસ્ત્ર છે તેના કારણે તેઓ કોઈથી ડરતા નથી, કંપતા નથી, તેવી જ રીતે મુનિમહાત્મા પૂર્વે બાંધેલાં શુભ-અશુભ કર્મો ગમે તેવાં ઉદયમાં આવે તો પણ તે ઔદયિકભાવજન્ય-સુખ-દુઃખમાં અલ્પમાત્રાએ પણ ક્ષુબ્ધ થતા નથી, ચલિત થતા નથી. આ રીતે અક્ષુબ્ધપણે રહેવાના લક્ષણવાળું વજ્ર નામનું શસ્ર તેઓ પાસે છે. માટે ઈન્દ્રની જેમ નિર્ભય છે.
જેમ ઈન્દ્રમહારાજાને વિષયસુખના ભોગ માટે શચી-ઈન્દ્રાણી છે. તેવી જ રીતે આ મુનિમહાત્મા પાસે આત્મગુણોનો અનુભવ કરવા રૂપી સુખ માટે સમતા નામની ગુણાત્મક પત્ની છે. પાંચ ઈન્દ્રિયોને ગમે તેવા ઈષ્ટ વિષયસંયોગો પ્રાપ્ત થાય કે ગમે તેવા અનિષ્ટ વિષયસંયોગો પ્રાપ્ત થાય તો પણ તે ઈષ્ટાનિષ્ટ વિષયસંયોગોમાં રાગ-દ્વેષ રહિતપણે સ્થિર રહે છે. તે મહાત્માઓને સદાકાલ અ-રક્ત-દ્વિષ્ટતા જ હોય છે. તેઓ મનમાં આવા વિચારો કરે છે કે સર્વે પણ પુદ્ગલદ્રવ્યો પરિણામી છે. ક્યારેક કાંકરા કે પથ્થરરૂપે પરિણામ પામે અને ક્યારેક ચિન્તામણિ રત્ન કે હીરા-માણેક–સોનારૂપે પરિણામ પામે, તેમાં મારે શું ? આખરે તે પુદ્ગલદ્રવ્ય છે, તે પોતે પોતાના ઉંચા-નીચા પર્યાયમાં પરિણામ પામે. તેમાં મારે
Page #618
--------------------------------------------------------------------------
________________
૫૮૨
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
જ્ઞાનસાર
શું લેવા દેવા ? પરિણામ પામવું તે પુદ્ગલદ્રવ્યનો સ્વભાવ છે. તેમાં મારે કંઈ લેવા-દેવા નથી. એવી જ રીતે સંસારી સર્વે પણ જીવો ક્યારેક ભક્તિભાવયુક્ત બને અને ક્યારેક ભક્તિભાવ વિનાના બને. કારણ કે ભક્ત અને અભક્ત રૂપે પરિણામ પામવું તે, તે દ્રવ્યનો સ્વભાવ છે મારે ભક્ત ઉપર રાગ અને અભક્ત ઉપર દ્વેષ શા માટે કરવો જોઈએ ? કાંકરા અને પથ્થર ઉપર દ્વેષ અને ચિંતામણી રત્ન ઉપર રાગ મારે શા માટે કરવો જોઈએ ? પત્થર સ્વરૂપે કે ચિંતામણિ રત્નસ્વરૂપે પરિણામ પામવું. તે તો પુદ્ગલદ્રવ્યનો પોતાનો જ પરિણામ છે તેમાં એકે દ્રવ્ય મારું પોતાનું નથી.
તે સર્વે પુદ્ગલદ્રવ્યો અને ભક્તાભક્તપણે પરિણામ પામેલાં જીવદ્રવ્યો કોઈ મારાં નથી, મારાથી તે સર્વે જીવ–અજીવ દ્રવ્યો ભિન્ન છે. તેમાંનું કોઈ પુદ્ગલદ્રવ્ય કે કોઈ જીવદ્રવ્ય મારી સાથે પરભવથી આવ્યું નથી અને મારી સાથે ભવાન્તરમાં આવવાનું પણ નથી. મારો અને તેનો માત્ર એક ભવ પૂરતો સંયોગસંબંધ છે. તેથી ગાડીમાં મુસાફરી કરતાં એક જ ડબ્બામાં સંયોગસંબંધથી સાથે મળેલા મુસાફરો સાથે જેમ વાર્તાલાપ કરાય પણ રાગ-દ્વેષ ન કરાય, તેમ એક ભવમાં ભેગા થયેલા અને પરમાર્થે મારાથી ભિન્ન એવા આ ભિન્ન પદાર્થો ઉપર ા રાદ્વેષપરિણતિ: = રાગ-દ્વેષની પરિણતિ શું કરાય ? અર્થાત્ ન જ કરાય. આવી આવી ભેદનયની વિચારણા કરવા દ્વારા ઈષ્ટાનિષ્ટ પદાર્થો ઉપર જે સમાન પરિણતિ રાખવી તે મુનિને આ સમતા એ મુનિપણાની સાથે જ જાણે વિવાહિત થઈ હોય તેમ મુનિની ધર્મપત્ની છે. તે પત્નીની સાથે જ તે મુનિઓ ઘણો ઘણો આત્મિક આનંદ માણે છે.
તથા ઈન્દ્ર મહારાજાને નિવાસ માટે વૈમાનિક દેવલોકનું મહાવિમાન છે તથા ગમનાગમનના પ્રયોજને મહાવિમાન રચે છે. તેમ આ મુનિમહાત્માને જ્ઞાન એ મહાવિમાન છે. સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાયનું તથા પરદ્રવ્ય પરગુણ અને પરપર્યાયનું યથાર્થપણે ભેદજ્ઞાન કરવાપૂર્વક વસ્તુસ્થિતિનો જે બોધ કરવો તે મહાવિમાન, વિમાન ઉડીને જેમ સર્વત્ર પહોંચે છે તેમ આ મહાત્માનું જ્ઞાન કોઈપણ વિષયના ગ્રંથોમાં દોડે છે. એટલે કે સર્વ ઠેકાણે પ્રકાશ કરનારું છે. આ મુનિ જ્ઞાનમાં જ રાચ્યા-માચ્યા રહે છે. તે જ્ઞાનગંગામાં તથા તેમાં જણાવેલા જુદા જુદા વિષયોમાં રમ્યા કરે છે. ઈન્દ્ર જેમ પોતાના વિમાનમાં રહીને આનંદમાં ઝૂમે છે તેમ આ મુનિ મહારાજા જ્ઞાનાનંદમાં સદા ઝૂમે છે.
ઉપર સમજાવ્યા પ્રમાણે સમાધિ, ધૈર્ય, સમતા અને જ્ઞાન આવા પ્રકારની આત્મગુણોની સંપત્તિ વડે પરિવરેલા આ મહામુનિ ઈન્દ્રમહારાજાની જેમ શોભે છે. ઈન્દ્રની જેમ આ મહાત્મા પણ સુખી છે. માત્ર તફાવત એટલો જ છે કે એક વૈભાવિક સુખે સુખી છે જે
Page #619
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મબંધનું અને સંસારપરિભ્રમણનું કારણ જે કર્મક્ષયનું અને પરંપરાએ મુક્તિનું મહારાજશ્રીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે -
૫૮૩
અને બીજા આત્મિક ગુણોના સુખે સુખી છે કે કારણ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
पुंसामयत्नलभ्यं ज्ञानवतामव्ययं पदं नूनम् । यद्यात्मन्यात्मज्ञानमात्रमेते समीहन्ते ॥ ११ ॥ श्रयते सुवर्णभावं, सिद्धरसस्पर्शतो यथा लोहम् । आत्मध्यानादात्मा, परमात्मत्वं तथाऽऽप्नोति ॥१२॥
(યોગશાસ્ત્ર પ્રકાશ ૧૨, શ્લોક ૧૧-૧૨)
જો જ્ઞાની પુરુષો પોતાના આત્મામાં આત્મજ્ઞાન માત્રને જ ચાહે તો તેવા જ્ઞાની પુરુષોને અવ્યયપદ (મુક્તિપદ) વિના પ્રયત્ને જ લભ્ય બને છે. જેમ સિદ્ઘરસના સ્પર્શમાત્રથી લોઢું સુવર્ણપણાને પામે છે. તેમ આત્મા આત્મધ્યાનથી પરમાત્મપદને પામે છે. આ રીતે આત્મામાં જ આત્માની ગુણાત્મક સર્વ-સમૃદ્ધિ ભરેલી છે. II૨॥
હવે મુનિમહારાજા આત્મગુણની સંપત્તિ વડે ચક્રવર્તી તુલ્ય પણ છે. તે સમજાવે
विस्फारितक्रियाज्ञान- चर्मच्छत्रो निवारयन् । मोहम्लेच्छमहावृष्टिं, चक्रवर्ती न किं मुनिः ॥३॥
*
ગાથાર્થ ઃ- સમ્યક્રિયા અને સમ્યજ્ઞાન રૂપી ચર્મરત્ન અને છત્રરત્નનો કર્યો છે વિસ્તાર જેણે એવા મુનિ, મોહરાજા રૂપી મ્લેચ્છ લોકોએ કરેલા વરસાદનું નિવારણ કરતા શું ચક્રવર્તી નથી ? અર્થાત્ ચક્રવર્તી જ છે. IIIા
ટીકા :- “વિસ્તારિતેતિ'' મુક્ત્તિ:-સમસ્તાશ્રવિત: દ્રવ્યમાવસંવત:, નિં चक्रवर्ती न ? अपि तु अस्त्येव । किम्भूतः ? विस्तारितक्रियाज्ञानचर्मच्छत्र:- क्रिया च ज्ञानं च क्रियाज्ञाने, चर्म च छत्रं च चर्मच्छत्रे । क्रियाज्ञाने एव चर्मच्छत्रे क्रियाज्ञानचर्मच्छत्रे, विस्तारिते क्रियाज्ञानचर्मच्छत्रे येन सः विस्तारितक्रियाज्ञानचर्मच्छत्रः, इत्यनेन सत्क्रियोद्यतः सम्यग्ज्ञानोपयुक्तः । मोह एव म्लेच्छः, तस्य મહતી વૃત્તિ: મહાવૃષ્ટિ, તાં નિવારયન્ । મોહમ્તા:-ત્તરવઽનાથા: તત્વયુતमिथ्यात्वदैत्यकृता कुवासनावृष्टिः, ताम्, शुद्धसम्यग्दर्शननिवारितकुवासनाचयः मुनिः भावचक्रवर्तीव भासते ॥३॥
=
Page #620
--------------------------------------------------------------------------
________________
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
શાનસાર
વિવેચન :- આ ગાથામાં ચક્રવર્તીની સાથે મુનિની તુલ્યતા સમજાવે છે. જેમ ચક્રવર્તી બાહ્યસુખથી સુખી છે તેમ મુનિ આંતરિક સુખથી સુખી છે તેથી મુનિ શું ચક્રવર્તી નથી ? અર્થાત્ મુનિ ચક્રવર્તી પણ છે.
૫૮૪
ચક્રવર્તી પાસે પુણ્યોદયથી ૧૪ રત્નવિશેષ હોય છે. તેમાં એક ચર્મરત્ન અને એક છત્રરત્ન પણ હોય છે. જ્યારે જ્યારે ચક્રવર્તી રાજા છ ખંડ જિતવા નીકળે છે ત્યારે ત્યારે
આ ચૌદે રત્નો યથાસ્થાને સહાયક થાય છે. ભરતક્ષેત્રના બરાબર અર્ધા ભાગે પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢ્યપર્વત છે તેનાથી ભરતક્ષેત્રના બે ભાગ કરાયા છે. નીચેનો ભાગ દક્ષિણભરત અને ઉપરનો ભાગ ઉત્તરભરત કહેવાય છે. તેમાં પણ ઉત્તર-દક્ષિણ વહેતી ગંગા-સિંધુ બે
નદી છે. જેથી ભરતક્ષેત્રના છ ભાગ થાય છે. ૐ ત્યાં દક્ષિણાર્ધ મધ્ય ખંડના સાડા
પચ્ચીશ આર્ય દેશને છોડીને શેષ ભાગમાં જે રાજાઓ હોય છે. તે મ્લેચ્છ રાજાઓ કહેવાય છે. મ્લેચ્છ એટલે હલકી પ્રકૃતિવાળા અર્થાત્ અનાર્ય, સંસ્કાર વિનાના મનુષ્યો.
ચક્રવર્તી રાજા જ્યારે અનાર્ય દેશોને જિતવા જાય છે ત્યારે મ્લેચ્છરાજાઓ પોતાના આરાધ્યદેવો દ્વારા તે ચક્રવર્તી રાજા ઉપર તથા તેના સૈન્ય ઉપર સખત વરસાદ વરસાવે છે. ત્યારે ચક્રવર્તી રાજા પોતાના સૈન્યની રક્ષા માટે ચર્મરત્ન અને છત્રરત્નનો ઉપયોગ કરે છે. ચર્મરત્નથી ૧૨ યોજન લાંબી પોતાની સેનાને સુખે સુખે રહેવાય-બેસાય-ઉઠાય એવી મોટી ચાદરતુલ્ય નીચેનું નિવાસસ્થાન બનાવે છે અને છત્રરત્નથી તે નિવાસની ઉપર છત્ર-ઢાંકણ બાર યોજન લાંબુ-પહોળું બનાવે છે. તેમાં રહેલું સૈન્ય સુરક્ષિત બની જાય છે. નીચેથી રહેવાની ભૂમિ અને ઉપરથી ઢાંકણ આવતાં સૈન્યની સુરક્ષા થઈ જાય છે.
આ ચક્રવર્તી રાજાની જેમ મુનિમહારાજા પાસે સમ્યક્ એવી ધર્મક્રિયા અને સમ્યક્ એવું જ્ઞાન આ બન્ને ચર્મ અને છત્રરત્ન તુલ્ય રત્નો હોય છે. ચક્રવર્તી રાજા ઉપર મ્લેચ્છ રાજાઓ વરસાદ વરસાવે છે તેમ મુનિ મહારાજા ઉપર તેઓને ભ્રષ્ટ કરવા માટે મોહરાજા રતિ-અતિ-કામવાસના-ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-શોક ઈત્યાદિનો વરસાદ કરે છે. ત્યારે મુનિમહારાજા પણ સમ્યક્રિયા અને સમ્યગ્નાન આ બન્ને રત્નોનો જ વિસ્તાર કરીને તેમાં જ સુરક્ષિત થયા છતા મોહરાજાએ કરેલી વિકારોરૂપી વૃષ્ટિનું નિવારણ કરે છે. આ રીતે મુનિમહારાજા ચક્રવર્તી નથી એમ નહીં, પરંતુ ચક્રવર્તી પણ છે. મુનિમહારાજા પોતાના આત્માને સમ્યક્રિયામાં અને સમ્યગ્નાનમાં એવો એકાગ્રતન્મય કરી લે છે કે મોહરાજાના સઘળા પ્રયત્નો નિષ્ફળ જાય છે. વિકારો થતા નથી.
Page #621
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦
૫૮૫ ટીકાના શબ્દોના અર્થો આ પ્રમાણે છે - સમસ્ત આશ્રવોથી વિરામ પામેલા અને દ્રવ્ય તથા ભાવ એમ બન્ને પ્રકારના સંવરમાં જ લીન બનેલા મુનિ શું ચક્રવર્તી નથી ? અર્થાતુ ચક્રવર્તી છે જ. કેવા પ્રકારના મુનિ ચક્રવર્તી છે ? તો તે મહાત્માનું એક વિશેષણ કહે છે - પોતાના જીવનમાં વિસ્તારથી પ્રાપ્ત કર્યા છે સમક્રિયા અને સમ્યજ્ઞાન રૂપી ચર્મરત્ન અને છત્રરત્ન જેઓએ એવા આ મુનિમહાત્મા છે. મૂલશ્લોકમાં ાિ અને જ્ઞાન આ બે પદોનો દ્વન્દ સમાસ છે અને વર્ષ તથા છત્ર આ બે પદોનો પણ દ્વન્દ સમાસ છે. ત્યાર બાદ ક્રિયાશાને અને વર્ગ આ બન્ને પદોનો કર્મધારય સમાસ જાણવો. આમ સમાસ કરવાથી જ્યિાજ્ઞાનવર્ધચ્છ શબ્દ થશે. ત્યાર પછી વિસ્તારિત શબ્દની સાથે આ શબ્દનો બહુવીહિ સમાસ કરવો, જેથી વિતરિતક્રિયાજ્ઞાનવર્મછત્ર: શબ્દ થશે, ભાવાર્થ એવો છે કે ચક્રવર્તી રાજા જેમ ચર્મરત્ન અને છત્રરત્નનો અવસરે ઉપયોગ કરવામાં સાવધ છે તેમ આ મુનિ મહારાજા પણ મોહરાજને જિતવાના અવસરે સમ્યક એવી ધર્મક્રિયા કરવામાં અને સમ્યક એવા જ્ઞાનનો ઉપયોગ કરવામાં લયલીન-એકાગ્ર હોય છે. સતત તેમાં ઉદ્યમશીલ હોય છે. તેથી મોહરાજાએ કરેલો વિકારોનો વરસાદ નિષ્ફળ જાય છે.
પ્લેચ્છરાજાઓ અનાર્ય હોવાથી જેમ વિવેકશૂન્ય છે તેમ મોહરાજા પણ મુનિનું પતન કરાવવામાં વિવેકશૂન્ય રીતે પ્રવર્તનારો હોય છે. તેથી મોહરાજાને મ્લેચ્છ રાજાની ઉપમા આપી છે તે બન્ને પદોનો અવધારણપૂર્વપદ કર્મધારય સમાસ કર્યો છે. તે મોહરાજા રૂપી પ્લેચ્છ રાજાએ કરેલી એવી મહાવૃષ્ટિને મુનિમહારાજા ચક્રવર્તીની જેમ નિવારણ કરનારા બને છે. મ્લેચ્છરાજા એટલે ઉત્તરાખંડ વાળા ભરતક્ષેત્રના રાજાઓ, તે જેમ સાધ્ય કુલદેવો દ્વારા વરસાદ વરસાવે છે તેમ મિથ્યાત્વમોહ રૂપી દૈત્ય દ્વારા કરાયેલી કુવાસના રૂપી વૃષ્ટિ સમજવી. તેનું મુનિમહારાજા ક્રિયા અને જ્ઞાન રૂપી ચર્મ અને છત્ર દ્વારા સંરક્ષણ કરે છે શુદ્ધ એવા સમ્યગ્દર્શન પૂર્વક કરાયેલી ધર્મક્રિયા વડે અને સમ્યજ્ઞાન વડે નિવારણ કરાઈ છે કુવાસનાઓના સમૂહરૂપી વૃષ્ટિ જેના વડે એવા આ મુનિ શું ચક્રવર્તી નથી? અર્થાત્ જાણે ચક્રવર્તી જ હોય તેવા લાગે છે. lill
नवब्रह्मसुधाकुण्ड-निष्ठाधिष्ठायको मुनिः । नागलोकेशवद् भाति, क्षमां रक्षन् प्रयत्नतः ॥४॥
ગાથાર્થ - અપૂર્વ એવા આત્મજ્ઞાનરૂપી અથવા નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ રૂપી અમૃતના કુંડની સ્થિતિના સંરક્ષક એવા અને પ્રયત્નપૂર્વક ક્ષમાગુણનું રક્ષણ કરતા એવા મુનિ મહારાજા નાગરાજની જેમ શોભે છે જો
Page #622
--------------------------------------------------------------------------
________________
૫૮૬ સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦
જ્ઞાનસાર ટીકા :- “નવવૃતિ' મુનિ - એજ્ઞાનગૃહીતાત્મધ્યાન, નાનોવેશવउरगपतिवद् भाति, किं कुर्वन् ? क्षमां-पृथिवीं मुनिपक्षे क्रोधापहरणपरिणति:वचन-धर्मात्मिका क्षमा, तां रक्षन्-धारयन् इति । उरगपतेः क्षमाधारकत्वं लोकोपचारतः, न हि रत्नप्रभाद्याः भूमयः केन धृताः, उपमा तु महत्त्वज्ञापिका सामर्थ्यज्ञापिका च । पुनः कथम्भूतो मुनिः ? नवं यद् ब्रह्मज्ञानं, तदेव सुधा, तस्याः कुण्डम्, तस्य निष्ठा-स्थितिः, तस्याः अधिष्ठायकः, इत्यनेन तत्त्वज्ञानामृतकुण्डस्थैर्यरक्षकः इति ॥४॥
વિવેચન :- “નાગરાજે આ પૃથ્વી ઉચકેલી છે” આવી લોકોક્તિ છે. જો કે રત્નપ્રભાનારકી આદિ આ સઘળી પૃથ્વીઓ કોઈ વડે ધારણ કરાયેલી નથી. લોકસ્વભાવે જ આ સ્થિતિ છે અને ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ ઉપર લોકસ્વભાવે આ પૃથ્વીઓ રહેલી છે. તો પણ લોકોપચાર એવો છે કે આ પૃથ્વી શેષનાગ-નાગરાજ ઉપાડેલી છે. આ ઉપમા એટલા માટે અપાય છે કે નાગરાજમાં એટલી બધી શક્તિ છે કે જેઓએ સઘળી પૃથ્વી ઉચકેલી છે. આવા પ્રકારની તે લોકોકિત શેષનાગની મહત્તા સૂચવે છે અને તેમાં કેટલું બધું સામર્થ્ય છે કે જેણે સમસ્ત ભૂમિ ઉંચકી છે. તેમ આ મુનિ ક્ષમાને (ક્ષમાગુણને) ધારણ કરનારા છે. ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મના ભેદથી ક્ષમાગુણના પાંચ ભેદો છે.
કોઈ વ્યક્તિએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય, તે ઠપકો આપે ત્યારે ક્ષમા રાખીએ તે ઉપકારક્ષમા, સામે કોઈ વ્યક્તિ વધારે નુકશાન કરે તેમ હોય ત્યારે ક્ષમા રાખીએ તે અપકારક્ષમા, ક્રોધનો વિપાક-ફળો ઘણાં માઠાં છે એમ વિપાકના ભયથી ક્ષમા રાખીએ તે વિપાકક્ષમા, જિનેશ્વરપ્રભુનું વચન છે-આજ્ઞા છે કે જીવે ક્ષમા રાખવી જોઈએ તે વચનક્ષમા અને ક્ષમા રાખવી એ આત્મધર્મ છે એમ સમજીને ક્ષમા રાખવી તે ધર્મક્ષમા. આ પાંચમાંથી પ્રથમની ત્રણ ક્ષમા કોઈને કોઈ કારણને વશ થઈને રખાય છે તેથી તે ક્ષમા છે પણ સર્વોત્તમ નથી. પરંતુ છેલ્લી બે ક્ષમા જિનેશ્વરપ્રભુની આજ્ઞા પ્રત્યેનું મહત્ત્વ અને આત્માની ધર્મભય ભાવના વિશેષ હોવાથી શ્રેષ્ઠ છે. છેલ્લી બે ક્ષમાને ધારણ કરનારા મુનિ નાગરાજની જેમ શોભે છે. નાગરાજના પક્ષમાં ક્ષમાનો અર્થ પૃથ્વી કરવો અને મુનિના પક્ષમાં ક્ષમાનો અર્થ ક્ષમાગુણ કરવો. ટીકાના પદોના અર્થો આ પ્રમાણે છે –
Page #623
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦
૫૮૭ જે મુનિએ માત્ર મુનિવેશ જ લીધો છે અને બીજા ગુણો જેમાં નથી એવા મુનિ અહીં ન સમજવા, પણ આત્મતત્ત્વ અને પારદ્રવ્ય એમ બન્ને દ્રવ્યોનો ભેદ જેણે સમ્યફપ્રકારે જાણ્યો છે, માણ્યો છે અને ગ્રહણ કર્યો છે એવા આત્મજ્ઞાનવાળા મુનિ નાગલોકેશની જેમ શોભે છે. સર્પોના રાજાને નાગરાજ કહેવાય છે. શું કરતા એવા મુનિ નાગરાજની જેમ શોભે છે ? ક્ષમા એટલે નાગરાજના પક્ષમાં પૃથ્વીને ધારણ કરતા અને મુનિના પક્ષમાં ક્રોધકષાયને દૂર કરવાની પરિણતિ સ્વરૂપ વચનક્ષમા અને ધર્મક્ષમા. આમ બે પ્રકારની જે ક્ષમા છે તે ક્ષમાને ધારણ કરતા મુનિ નાગરાજની જેમ શોભાયમાન છે. અહીં નાગરાજને પૃથ્વીના ધારકપણું જે કહ્યું છે તે લોકવ્યવહારમાત્રથી જાણવું. કારણ કે રત્નપ્રભા આદિ પૃથ્વીઓ કોઈ વડે ધારણ કરાઈ નથી. લોકસ્વભાવમાત્રથી ઘનોદધિ આદિના આધારે રહેલી છે. આ ઉપમા આપવાનું કારણ નાગરાજમાં મહત્ત્વતા અને સામર્થ્યતા માત્ર જણાવવી એ જ છે.
વળી તે મુનિ કેવા પ્રકારના છે? કે જે મુનિ નાગરાજની જેમ શોભાયમાન છે. આ અર્થ સમજાવવા કહે છે કે – નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ રૂપી નવ અમૃતકુંડોની સ્થિરતાનું રક્ષણ કરે છે. અહીં મુનિમહારાજા એવા અપૂર્વ આત્મજ્ઞાનનું અથવા નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડનું રક્ષણ કરતા શોભે છે. જેમ નાગરાજ નવ અમૃતકુંડોની સ્થિરતાનું રક્ષણ કરતા શોભે છે તેમ. આ ઉપમા પુરાણગ્રન્થોના અનુસારે છે. આમ નાગરાજની ઉપમા પણ મુનિ મહારાજને ઘટે છે. ll
मुनिरध्यात्मकैलाशे, विवेकवृषभस्थितः । शोभते विरतिज्ञप्ति-गङ्गागौरीयुतः शिवः ॥५॥
ગાથાર્થ - અધ્યાત્મ રૂપી કૈલાશ પર્વત ઉપર વિવેક રૂપી વૃષભ (પોઠીયા) ઉપર બેઠેલા અને સર્વવિરતિ તથા જ્ઞપ્તિદશા (જ્ઞાનદશા) રૂપી ગંગા અને પાર્વતીથી યુક્ત એવા આ મુનિ જાણે મહાદેવ હોય તેમ શોભે છે.
ટીકા - “નિરધ્યાત્મતિ''-ત્ર સ્તોત્ર મદદેવ#MIબ્રહીશુપમનિમ્ औपचारिकम् । न हि ते कैलाशगंगासृष्टिकरणोद्यताः, किन्तु लोकोक्तिरेषा, तेन श्लेषालङ्कारार्थं हि वाक्यपद्धतिः, न सत्या ।
मुनिः-तत्त्वज्ञानी, अध्यात्म-आत्मस्वरूपैकत्वतारूपे, कैलाशे-आस्थाने, विवेकः-स्वपरविवेचनं, स एव वृषभ:-बलीवर्दः, तत्र स्थितः । विरतिः-चारित्रकलाआश्रवनिवृत्तिः, ज्ञप्तिः-ज्ञानकला-शुद्धोपयोगता, ते एव गङ्गागौर्यो, ताभ्यां युतः
Page #624
--------------------------------------------------------------------------
________________
સર્વસમૃદ્ધચષ્ટક - ૨૦
જ્ઞાનસાર
शिवः-निरुपद्रवः, उपचारात् शिवः - रुद्रः भासते । रुद्रस्य गङ्गायुतत्वं विद्याधरत्वे पार्वतीमनोरञ्जनाय विक्रियाकाले वाच्यम् ॥५॥
૫૮૮
વિવેચન :- હવે પછીના ત્રણે શ્લોકોમાં એટલે કે ૫-૬-૭ મા શ્લોકમાં મુનિ મહાત્માને અનુક્રમે મહાદેવની, કૃષ્ણની અને બ્રહ્માની ઉપમા આપવામાં આવે છે તે ઔપચારિક જાણવી. એટલે કે પ્રસિદ્ધ એવી લોકોક્તિમાત્રને અનુસરનારી જાણવી. તે વાર્તા સાચી વાર્તા છે એમ ન સમજવું, કારણ કે તે મહાદેવ કૈલાશ પર્વતમાં રહેલા હોય, ગંગા અને પાર્વતીથી યુક્ત હોય અને બ્રહ્માએ જગતનું સર્જન કર્યું હોય, આમ પ્રસિદ્ધ એવાં તે તે કાર્ય કરવામાં મહાદેવાદિ ઉદ્યમશીલ હોય તેવું વાસ્તવિકપણે નથી. પરંતુ આ લોકકથા માત્ર છે. લોકમાં આવી ઉક્તિ પ્રસિદ્ધ છે. કાવ્યમાં શ્લેષાલંકાર લાવવા માટે કવિની રચેલી આ વાક્યરચના માત્ર છે. પણ આ સાચી બીના બનેલી છે એમ ન જાણવું.
અહીં મુનિમહારાજા એટલે જે તત્ત્વજ્ઞાની આત્મા છે, આત્મતત્ત્વના જ્ઞાનમાં લયલીન છે તેવા મુનિ જાણવા. અધ્યાત્મ એટલે આત્મસ્વરૂપની સાથે એકત્વતા જાણવી. આવા પ્રકારનું જે અધ્યાત્મ તે જ કૈલાશપર્વત સમજવો. કૈલાશપર્વત એટલે કે મહાદેવને રહેવાનું એકસ્થાન. અધ્યાત્મરૂપી કૈલાશપર્વત ઉપર રહેલા આ મુનિ મહાદેવ તુલ્ય છે. જેમ મહાદેવ કૈલાશ પર્વત ઉપર વસે છે તેમ આ મુનિ નિરંતર અધ્યાત્મજ્ઞાનમાં પ્રવૃત્તિશીલ છે.
વિવેક એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ કરવો તે, આ વિવેક એ જ વૃષભ એટલે બળદ (પોઠીયો) સમજવો, તેના ઉપર બેઠેલા એટલે કે જેમ મહાદેવ વૃષભ ઉપર બેઠેલા છે તેમ આ મુનિ વિવેકરૂપી વૃષભ ઉપર બિરાજમાન છે તથા વિરતિ એટલે સર્વત્યાગવાળી ચારિત્રની કલા અર્થાત્ સર્વથા આશ્રવોનો ત્યાગ, જ્ઞપ્તિ એટલે જ્ઞાનકલા અર્થાત્ નિરંતર આત્મતત્ત્વના જ્ઞાનમય શુદ્ઘ ઉપયોગમાં પ્રવર્તવું, આ વિરતિ અને જ્ઞપ્તિ એ જ બે જાણે ગંગા અને પાર્વતી (ગૌરી) હોય તેમ જાણવું, આવા પ્રકારની વિરતિ-જ્ઞપ્તિ રૂપી ગંગાગૌરીથી યુક્ત એવા આ મુનિ શિવસ્વરૂપ છે. મુનિના પક્ષમાં શિવનો અર્થ નિરુપદ્રવતાવાળા છે, મોહના ઉપદ્રવ વિનાના છે, શુદ્ધ-બુદ્ધ છે અને મહાદેવના પક્ષમાં શિવ એટલે રુદ્ર અર્થાત્ મહાદેવ છે. આમ ઉપમા ઘટાવવી. સારાંશ કે મહાદેવ જેમ ગંગા અને ગૌરી નામની બે સ્ત્રીથી સહિત છે તેમ મુનિ પણ વિરતિકલા અને જ્ઞાનકલા રૂપી બે સ્રીઓથી યુક્ત છે અને તેના કારણે મહાદેવની જેમ શોભે છે.
Page #625
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વસમૃત્યષ્ટક- ૨૦
૫૮૯ અહીં ગંગા અને ગૌરી આ બન્ને સ્ત્રી જાતિ છે તેથી મુનિ પક્ષમાં વિરતિ અને શપ્તિ આ બન્ને સ્ત્રીલિંગ શબ્દો લીધા છે. મહાદેવ જ્યારે વિદ્યાધારીપણામાં પ્રવર્તે છે ત્યારે ગંગા સાથે હોય છે અને જયારે વિક્રિયાકાલમાં (ભોગ-ઉપભોગકાલમાં) પ્રવર્તે છે ત્યારે પાર્વતીના મનને રંજિત કરવા માટે પાર્વતીની સાથે હોય છે આમ લોકોક્તિ છે. મહાદેવ જેમ કૈલાશ પર્વત ઉપર રહે છે વૃષભ ઉપર બેઠેલા છે અને ગંગા-ગૌરી સાથે છે તેમ આત્મજ્ઞાની આ મુનિ આત્મામાં રહે છે વિવેક ઉપર બેઠેલા છે અને વિરતિજ્ઞપ્તિ એમ બે કલાની સાથે રહેનારા છે. આત્મતત્ત્વના ભોગ-ઉપભોગનો આનંદ માણનારા છે. આમ અર્થ કરવો. Ifપા
ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य नरकच्छिदः । सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः ॥६॥
ગાથાર્થ - જ્ઞાન દર્શન રૂપી ચંદ્ર અને સૂર્ય છે નેત્ર જેનાં એવા, તથા નરકને છેદનારા અને સુખસાગરમાં ડૂબેલા એવા યોગીને કૃષ્ણ કરતાં શું ન્યૂન છે? અર્થાત્ કૃષ્ણથી કંઈ ન્યૂન નથી. lll
ટીકા - “જ્ઞાનવર્શનેતિ થાન-રત્નત્રયરતિય, હૃ-WIÇ વિં ચૂનમ્ ? न किमपि, किम्भूतस्य योगिनः ? ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य-ज्ञान-सामान्यविशेषात्मके वस्तुनि विशेषावबोधः । सामान्यविशेषात्मके वस्तुनि सामान्यावबोधः दर्शनम्, ते एव चन्द्रार्की नेत्रे यस्य सः, तस्य, हरेः चन्द्रार्कनेत्रत्वं तु लोकोक्तिरेव । पुनः किम्भूतस्य योगिनः ? नरकच्छिदः-नरकगतिनिवारकस्य हरेस्तु नरकाभिधानशत्रुविदारकस्य सुखसागरमग्नस्य-कृष्णार्थे इन्द्रियजसुखलीलासमुद्रमग्नत्वम् योगिनस्तु सुखं सम्यग्ज्ञानदर्शनचारित्रसमाधिनिष्पन्नं, तस्य सागरः, तत्र मग्नस्य आध्यात्मिकसुखपरिणामभाजनस्य साधोः केन सह न्यूनता ? न केनापि इति ॥६॥
વિવેચન - આ શ્લોકમાં અધ્યાત્મરસિકમુનિને કૃષ્ણથી શું ઓછું છે? એમ કહીને કૃષ્ણની સાથે સરખાવે છે. જગતમાં એવી પ્રસિદ્ધિ છે કે ચંદ્ર અને સૂર્ય એ બન્ને કૃષ્ણનાં નેત્રો છે. કૃષ્ણ નરક નામના શત્રુનો નાશ કર્યો હતો અને સાંસારિક ભોગસંબંધી સુખસાગરમાં ડૂબેલા હતા તેવી રીતે આ મુનિને જ્ઞાન અને દર્શન આ બે નેત્રો છે. નરકગતિનો ઉચ્છેદ કર્યો છે અને આધ્યાત્મિક સુખસાગરમાં લીન છે. તેથી આ મુનિને
Page #626
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૫૯૦
સર્વસમૃદ્ધયષ્ટક - ૨૦ કૃષ્ણરાજા કરતાં શું કમીના છે? અર્થાત્ આ મુનિને કૃષ્ણ મહારાજા કરતાં કંઈ પણ ન્યૂનતા નથી. આવો ભાવાર્થ આ શ્લોકનો છે.
રત્નત્રયીની આરાધનામાં મગ્ન થયેલા મુનિને હરિ એટલે કે કૃષ્ણ કરતાં શું ન્યૂન છે? અર્થાત્ કંઈ જ ન્યૂન નથી. કેવા પ્રકારના યોગી છે? તો કહે છે કે જ્ઞાન-દર્શન રૂપી ચંદ્રસૂર્ય છે નેત્ર જેનાં એવા આ મુનિ છે. સંસારમાં રહેલી સઘળી પણ વસ્તુઓ સામાન્ય અને વિશેષ ધર્મથી યુક્ત છે. તેમાં વિશેષ ધર્મનો જે બોધ થાય છે તે જ્ઞાન કહેવાય છે અને સામાન્ય ધર્મનો જે બોધ થાય છે તે દર્શન કહેવાય છે. મુનિને જ્ઞાન-દર્શન રૂપી બે નેત્ર છે અને કૃષ્ણને ચંદ્રસૂર્ય રૂપી બે નેત્ર છે તેથી બન્ને તુલ્ય છે અર્થાત્ મુનિ કંઈ કૃષ્ણથી જૂન નથી, ચંદ્ર-સૂર્ય એ કૃષ્ણનાં બે નેત્રો છે આવી લોકોક્તિ છે માટે આ અલંકાર કાવ્યમાં બનાવેલ છે એમ જાણવું.
તથા આ યોગી કેવા છે? નરકમાં હવે ક્યારેય જવું ન પડે તેવી રીતે નરકનો ઉચ્છેદ કરનારા છે. કૃષ્ણના પક્ષમાં કૃષ્ણ મહારાજા નરક નામના શત્રુનો ઉચ્છેદ કરનારા હતા એવી લોકોક્તિ છે. જેમ કૃષ્ણે નરક નામના શત્રુનો ઉચ્છેદ કર્યો તેમ મુનિએ નરકગતિમાં ગમનનો ઉચ્છેદ કર્યો. આ રીતે કૃષ્ણની સાથે તુલના છે.
તથા કૃષ્ણ જેમ સુખસાગરમાં લીન છે તેમ આ મુનિ પણ સુખસાગરમાં લીન છે. આ રીતે પણ તુલ્યતા છે. કૃષ્ણના પક્ષમાં પાંચ ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલા સાંસારિક સુખની લીલાના મહાસાગરમાં ડુબેલા છે આમ સમજવું અને યોગીઓના પક્ષમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર આ ત્રણે ગુણોની આરાધના કરવા દ્વારા પ્રાપ્ત થયેલી છે સમાધિ છે તેનાથી ઉત્પન્ન થયેલું જે સુખ છે તે સુખના સાગરનું જે ભાજન છે એવા મુનિને કોની સાથે ન્યૂનતા છે? અર્થાત્ આ આધ્યાત્મિક મુનિને કોઈથી ન્યૂનતા નથી. llel,
या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी । मुनेः परानपेक्षान्तर्गुणसृष्टिस्ततोऽधिका ॥७॥
ગાથાર્થ - બાહ્ય પદાર્થોની અપેક્ષાના અવલંબનવાળી એવી બ્રહ્માની જગત્સર્જનની જે રચના છે તે બાહ્ય છે અને મિથ્યા છે જ્યારે મુનિની આત્માના અંદરના ગુણોની જે રચના છે તે પર પદાર્થોની અપેક્ષા વિનાની છે અને સત્ય છે તેથી બ્રહ્માથી અધિક છે. Iળા
Page #627
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
૫૯૧
ટીકા :- ‘યા સૃષ્ટિવંાળ કૃતિ' યા સૃષ્ટિ-રચના, બ્રહ્મળો-વિધાતુ: સા વાચાलोकोक्तिरूपा असत्या । पुनः बाह्या अपेक्षा, तस्या अवलम्बना- अवलम्बिका । मुनेः-स्वरूपसाधनसिद्धिमग्नस्य अन्तः - मध्ये आत्मनि व्यापकरूपा गुणानां सृष्टि:रचना गुणप्राग्भावप्रवृत्तिपरिणतिरूपा, बाह्यभावतः अधिका । कथम्भूता गुणसृष्टिः ? परानपेक्षा परेषामनपेक्षा - अपेक्षारहिता, पराश्रयालम्बनविमुक्ता स्वरूपावलम्बनपरा गुणरचना, सा सर्वतोऽधिका इति ॥७॥
વિવેચન :- આ શ્લોકમાં મુનિ બ્રહ્માથી કંઈ ન્યૂન નથી, પરંતુ અધિક છે તે વાત સમજાવે છે - બ્રહ્માની એટલે કે વિધાતાની જે બાહ્યરચના છે અર્થાત્ આ જગત બ્રહ્માએ બનાવ્યું છે. આવી વાત જગતમાં પ્રસિદ્ધ છે તે માત્ર લોકોક્તિરૂપ જ છે વાસ્તવિક નથી, અર્થાત્ સત્ય નથી. કારણ કે બ્રહ્મા જગત્કર્તા સંભવી શકતા નથી. જો બ્રહ્માએ બનાવ્યું હોય તો પરમાત્મા તો દયાળુ હોવાથી સુખી જ જગત બનાવે, દુઃખી શા માટે બનાવે ? તથા કોઈ જગત્કર્તા નથી એવું માનનારા અમે જૈનો તો બ્રહ્માને જગત્કર્તા માનનારાના પક્કા શત્રુ કહેવાઈએ. તો પરમાત્માએ પોતાના જ શત્રુ એવા અમને–જૈનોને કેમ બનાવ્યા ? ઈત્યાદિ યુક્તિથી બ્રહ્મા જગત્કર્તા છે આ વાત માત્ર લોકોકિત જ છે. આમ સમજવું. પણ સત્ય નથી.
વળી આ જગતની રચના જો બ્રહ્માએ કરી હોય તો પણ તે રચના બાહ્ય-પદાર્થોની અપેક્ષાવાળી છે, અવલંબનવાળી છે. જેમકે એક ઘટ બનાવવો હોય તો પણ કુંભાર-દંડચક્ર-ચીવરાદિ સામગ્રી જોઈએ એવી જ રીતે એક પટ બનાવવો હોય તો વણકર-તુરી વેમાદિ સામગ્રી જોઈએ. આમ પરાવલંબિની રચના હોવાથી બાહ્ય છે.
પરંતુ મુનિમહારાજા પોતાના આત્માની અંદર ગુણોની જે પ્રાપ્તિ કરે છે તે બાહ્ય ભાવની રચના કરતાં ઘણી જ અધિક છે. કારણ કે આ મુનિ કેવા છે ? આત્માના શુદ્ધ સ્વરૂપની સાધનાની સિદ્ધિ કરવામાં જ મગ્ન બનેલા મુનિ મહારાજા છે. તે પોતાના આત્માની અંદર જ વ્યાપકપણે ગુણોની સૃષ્ટિ કરવી - રચના કરવી એટલે કે ગુણોનો જ આવિર્ભાવ કરવો. આમ આવિર્ભાવ કરવાની પ્રવૃત્તિમાં જ પરિણત થવાવાળા છે. આ આત્મિક ગુણોની સૃષ્ટિ બાહ્ય ભાવની સૃષ્ટિ કરતાં ઘણી અધિક છે. કારણ કે આ ગુણસૃષ્ટિ કેવી છે ? તે કહે છે – ૫૨૫દાર્થોની અપેક્ષા રહિત એવી આ ગુણસૃષ્ટિ છે. આત્માની અંદરના ગુણોને પ્રગટ
-
કરવામાં બાહ્ય એવા કોઈપણ પદાર્થનો આશ્રય લેવો પડતો નથી. તેથી તે બાહ્ય પદાર્થ રૂપ આલંબન વિનાની કેવલ પોતાના સ્વરૂપના જ આલંબનવાળી એવી આ ગુણોના પ્રાભાવની (આવિર્ભાવની) રચના છે. તેથી તે ગુણસૃષ્ટિ બાહ્યસૃષ્ટિ કરતાં ઘણી જ અધિક છે.
Page #628
--------------------------------------------------------------------------
________________
૫૯૨ સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦
જ્ઞાનસાર એક બાહ્યપદાર્થની અપેક્ષાવાળી અને પરપદાર્થોની રચનારૂપ હોવાથી બાહ્યસૃષ્ટિ છે, જ્યારે બીજી સૃષ્ટિ અન્ય બાહ્યપદાર્થોની અપેક્ષારહિત છે. અને પોતાના જ આત્માના ગુણોના વિકાસરૂપ છે. માટે આંતરિક સૃષ્ટિ છે જે સદાકાળ રહેનારી છે પરથી નિરપેક્ષ છે. તેથી તે અધિક છે. llણા
रत्नस्त्रिभिः पवित्रा या, स्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साऽप्यर्हत्पदवी न दवीयसी ॥८॥
ગાથાર્થ :- જેમ ત્રણ પ્રવાહના મીલનથી ગંગા નદી પવિત્ર છે. તેમ સમ્યગ્દર્શનાદિ ત્રણ ગુણો વડે પવિત્ર બનેલી એવી અરિહંતપણાની પદવી પણ સિદ્ધયોગી આત્માને ઘણી દૂર નથી. ll૮.
ટીકા :- “નૈસ્ત્રિપરિતિ"-સિદ્ધયોયામષ્ઠાવીસધનસિદ્ધચ સાથો, साऽपि अर्हत्पदवी-तीर्थङ्करपदवी ज्ञानाद्यनन्तचतुष्टयात्मकाष्टप्रातिहार्यान्विता जगद्धर्मोपकारिणी न दवीयसी न दूरा इत्यर्थः । किम्भूता पदवी ? त्रिभिः रत्नैः सम्यग्दर्शनज्ञानचारित्रैः पवित्रा पदवी । का इव ? स्रोतोभिः प्रवाहैः जाह्नवी-गङ्गा इव । इति त्रैलोक्याद्भुतपरमार्थदायकत्वाद्यतिशयोपेता अर्हत्पदवी साधकपुरुषस्य यथार्थमार्गोपेतस्य न दवीयसी, आसन्ना एव इति । एवं सर्वमपि औपाधिकमपहाय स्वीयरत्नत्रये साधना विधेया, येन सर्वा ऋद्धयः निष्पद्यन्ते ॥८॥
॥ इति व्याख्यातं सर्वसमृद्धयष्टकं विंशतितमम् ॥ વિવેચન :- જ્યાં ત્રણ દિશામાંથી આવતો ગંગા નદીના પાણીનો પ્રવાહ સાથે મળતો હોય - જ્યાં એકમેક થતો હોય ત્યાં રહેલી અને પુરજોશમાં વહેતી ગંગા નદી જેમ પવિત્રતાની શોભાને પામે છે, અર્થાત્ ત્રિવેણી સમાગમ સ્થાનમાં વહેતી ગંગા નદી જેમ પવિત્રપણે શોભે છે તેમ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીથી યુક્ત એવા આ મુનિ પણ પવિત્રપણે શોભે છે અર્થાત્ પવિત્રતાની શોભાને પામે છે. સ્વ-પરનું કલ્યાણ કરનારા બને છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર એમ આ રત્નત્રયીને ત્રણ રત્ન કહેવાય છે. આ ત્રણ રત્નોથી યુક્ત તથા અષ્ટાંગ યોગની સાધના કરવાથી સિદ્ધ થઈ છે યોગદશા જેને એવા સાધુમહાત્માને, જ્ઞાનાદિ ચાર અનંતચતુષ્ટયથી યુક્ત એવી અને આઠ પ્રતિહાર્યોથી સહિત, તથા જગતના જીવોનો ધર્મ દ્વારા ઉપકાર કરનારી એવી સાડપિ = તે તીર્થંકરપણાની
Page #629
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વસમૃત્યષ્ટક - ૨૦
૫૯૩ અરિહંતપણાની પદવી પણ ઘણી દૂર હોતી નથી. આવા જીવો થોડા જ કાલમાં અરિહંતપદ પ્રાપ્ત કરે છે.
તે અરિહંતપણાની પદવી કેવી છે? સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નોથી પવિત્ર બનેલી એવી પદવી છે. કોની જેમ? તો ઉદાહરણ કહે છે કે ત્રણ દિશામાંથી આવતા ગંગા નદીના ત્રણ પ્રવાહો દ્વારા એકમેક થતી એવી ત્રિવેણી સંગમના સ્થાને) આ ગંગાનદી જેમ શોભે છે તેમ આ પદવી શોભે છે.
આ અરિહંતપણાની પદવી ત્રણે લોકના જીવોને અભુત એવા પરમાર્થ સ્વરૂપને (શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને) આપનારી છે = દેખાડનારી છે. આવા પ્રકારના ઘણા ઘણા અતિશયોથી યુક્ત ચમત્કાર સર્જનારી એવી આ અરિહંતપણાની પદવી સાચા માર્ગ ઉપર ચડેલા એવા સાધક પુરુષને બહુ દૂર હોતી નથી. અતિશય નજદીક જ હોય છે.
આ રીતે વિચારતાં ત્રણે લોકના જીવોને આશ્ચર્ય અને ચમત્કાર ઉપજાવે એવા અદ્ભુત પરમાર્થતત્ત્વને (શુદ્ધ આત્મતત્ત્વને) આપનારી આવા આવા અનેક અતિશયોથી ભરેલી એવી આ તીર્થંકરપણાની પદવી, ભગવંતે જણાવેલા સાચા માર્ગ ઉપર ઉભેલા એવા સાધક પુરુષને પ્રાપ્ત થવી દુષ્કર નથી, દુર્લભ નથી, અર્થાત્ દૂર નથી. અલ્પકાલમાં જ આવા પ્રકારનો સાધક આત્મા આ પદવી પ્રાપ્ત કરે છે તેને આવી પદવીની પ્રાપ્તિ અત્યન્ત આસન્ન હોય છે.
આ રીતે સર્વ પ્રકારની ઔપાધિક ઋદ્ધિ-સિદ્ધિનો (પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી ધન-ધાન્યાદિ ઋદ્ધિ-સિદ્ધિનો તથા ક્ષાયોપથમિક ભાવથી પ્રાપ્ત થનારી આમષધધિ આદિ લબ્ધિઓ રૂપી ઋદ્ધિ-સિદ્ધિનો) ત્યાગ કરીને યથાર્થ એવી રત્નત્રયીમય આત્માના ગુણોની સાધના કરવી જોઈએ. જેનાથી કેવલજ્ઞાન, કેવલદર્શન અને મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં સર્વ ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જ જાય છે. ઔદયિકભાવની ઋદ્ધિઓ પરાવલંબિની છે અને ક્ષાયોપથમિક ભાવની લબ્ધિઓ અપૂર્ણ છે. તે માટે તેમાં મોહબ્ધ ન થતાં ક્ષાયિકભાવની ગુણલબ્ધિઓ જ ઈચ્છવી જોઈએ અને તેના માટે જ વધારે પ્રયત્નશીલ થવું જોઈએ. આવો ઉપદેશ ગ્રંથકારશ્રીનો છે. આ પ્રમાણે વીસમું સર્વસમૃદ્ધિ અષ્ટક સમજાવ્યું. આટા
છે
વીસમું સર્વસમૃદ્ધયષ્ટક સમાપ્ત
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #630
--------------------------------------------------------------------------
________________
૫૯૪
કર્મવિપાકચિંતનાષ્ટક - ૨૧
જ્ઞાનસાર
॥ अथ एकविंशतितमं कर्मविपाकचिन्तनाष्टकम् ॥
अथावसरायातं निर्ग्रन्थत्वसाधनभावनार्थं समतानिष्पत्तिहेतुभूतं कर्मविपाकचिन्तनाष्टकं कथ्यते । तत्र यत् क्रियते मिथ्यात्वादिहेतुसमन्वितेन जीवेनेति कर्मज्ञानावरणादिकम् । अत्र कश्चित् कर्माभावं मन्यमानः प्राह - नास्ति कर्म, प्रत्यक्षानुमानादिप्रमाणागोचरत्वात् । तत्र न च तावत् प्रत्यक्षं कर्म, अतीन्द्रियत्वात् । नाप्यनुमानसाध्यम्, अनुमानस्य प्रत्यक्षपूर्वकत्वात् । धूमादिलिङ्गोपेतमहानसादौ दृष्टे चाहार्ये च तावदनुमानसम्भवः । न च तादृशं लिङ्गं कर्मानुमानजनकम् । तस्माद् नाप्यनुमानगम्यम् । उपमायाः प्रत्यक्षत्वस्वभावात् । आगमस्य हि नानावाक्यात्, इति न कर्म । इत्याद्यनेकयुक्तिनिवहं वदन्तमाह
હવે અવસરથી આવેલું, નિર્પ્રન્થ એવી સાધુતાની સાધનાની સાચી ભાવના પ્રાપ્ત કરવા માટે, અતિશય ઉચ્ચકોટિની સમતાની પ્રાપ્તિમાં કારણભૂત, પૂર્વે બાંધેલા કર્મોના વિપાકના ચિંતન રૂપ કર્મવિપાકચિંતનાષ્ટક નામનું એકવીશમું અષ્ટક કહેવાય છે. ત્યાં પ્રશ્ન થાય છે કે “કર્મ” એ શું વસ્તુ છે ?તો કહે છે કે મિથ્યાત્વ, અવિરતિ વગેરે હેતુથી સહિત એવા આ જીવ વડે જે કરાય છે, બંધાય છેતે કર્મ કહેવાય છે. જીવ જ્યારે શુદ્ધ-બુદ્ધ-જ્ઞાની હોય છે ત્યારે આ જીવ કર્મબંધના હેતુ વિનાનો હોવાથી કર્મનો અકર્તા અને અભોક્તા છે. જેમકે મોક્ષના જીવો. પરંતુ મિથ્યાત્વાદિ દૂષણો એ કર્મબંધનાં કારણો-હેતુઓ જ્યારે છે ત્યારે એટલે કે આ જીવ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગ આ પાંચ કારણોથી જ્યારે સહિત હોય છે ત્યારે આ જીવમાં કર્મબંધનાં કારણો હોવાથી તે કાલે આ જીવ કર્મનો કર્તા છે કર્મને બાંધનાર છે. તે કર્મ કાર્યણ વર્ગણાના પુદ્ગલદ્રવ્યનું બનેલું છે, સૂક્ષ્મ છે, અતીન્દ્રિય છે. જ્ઞાનાવરણ-દર્શનાવરણ ઈત્યાદિ અનેક ભેદવાળું આ કર્મ છે.
કર્મના વિષયમાં કોઈક વાદી કર્મો નથી જ, આમ કર્મના અભાવને” માનતો છતો આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે
-
“કર્મ નથી અર્થાત્ કર્મનો અભાવ છે” કારણ કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ ઈત્યાદિ પ્રમાણોથી કર્મ અગોચર છે. પ્રમાણોથી કર્મ જણાતું નથી. પ્રત્યક્ષાદિ પ્રમાણોથી કર્મ સિદ્ધ થતું નથી, માટે કર્મ નથી. ત્યાં પ્રથમ પ્રત્યક્ષપ્રમાણથી કર્મ ક્યાંય દૃષ્ટિગોચર થતું નથી, કર્મને માનનારા જૈનો વિગેરે કર્મને અતીન્દ્રિય માને છે તેથી ચક્ષુ આદિ કોઈ પણ
Page #631
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૫૯૫ ઈન્દ્રિયથી કર્મ ગોચર થતું નથી. કર્મ જેવું કોઈ તત્ત્વ નથી. જો કર્મ જેવું કોઈ તત્ત્વ હોત તો કોઈ પણ ઈન્દ્રિયથી જણાત. પણ જણાતું નથી, માટે નથી. આ પ્રત્યક્ષથી કર્મ નથી એમ સમજાવ્યું
કર્મ એ અનુમાનથી પણ સાધ્ય નથી. કારણ કે ભૂતકાળમાં એકવાર પણ જે વસ્તુ પ્રત્યક્ષ જોઈ હોય, ઈન્દ્રિયોથી અનુભવી હોય તે જ વસ્તુ કાળાન્તરે અનુમાનથી સાધી શકાય છે. એટલે કે અનુમાન તેનું જ થાય છે કે જેનું પૂર્વે એક વાર પણ પ્રત્યક્ષ કર્યું હોય, કર્મને ક્યારેય પ્રત્યક્ષ કર્યું નથી. માટે કર્મનું અનુમાન પણ સંભવતું નથી. મહાનસ (રસોડા) આદિ સ્થાનોમાં પૂર્વકાલમાં ધૂમ-દાદાદિ લિંગોથી યુક્ત એવો વહ્નિ જોયેલો હોય છે તથા અનુભવેલો પણ છે. તેથી જ કાલાન્તરે પર્વત ઉપર તેનું અનુમાન કરાય છે. આ રીતે પૂર્વકાલમાં પ્રત્યક્ષ જોયેલા અને અનુભવેલાનું જ કાલાન્તરે અનુમાન થાય છે. કર્મને ક્યારેય કોઈએ પણ પ્રત્યક્ષ નિહાળ્યું નથી માટે પ્રત્યક્ષ વિના અનુમાન થતું નથી. તથા “કર્મ છે” આવું અનુમાન સિદ્ધ કરી આપે તેવું નિર્દોષ કોઈ લિંગ પણ દષ્ટિગોચર થતું નથી કે જે લિંગને જોઈને કર્મનું અનુમાન કરીએ. માટે કર્મ અનુમાનગમ્ય પણ નથી.
ઉપમાન પ્રમાણ તો પ્રત્યક્ષપ્રમાણના સ્વભાવરૂપ છે. કારણ કે જ્યારે સંજ્ઞાસંજ્ઞીના સંબંધવાળું જ્ઞાન કરો છો ત્યારે ઉપમેયવસ્તુ પ્રત્યક્ષ-ઈન્દ્રિયગોચર હોય તો જ થાય છે માટે કર્મ જો પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થતું નથી. તો પછી ઉપમાન પ્રમાણથી પણ સિદ્ધ થતું નથી. વળી આગમ પ્રમાણ તો દર્શને દર્શને ભિન્ન ભિન્ન વાક્ય હોય છે. કોઈ કંઈ માને, કોઈ કંઈ માને, કોનું સાચું માનવું? માટે આગમપ્રમાણ તો વિવાદોનો જ પૂંજ છે તેથી આગમ તો પ્રમાણ જ નથી. આ રીતે કોઈ પણ પ્રમાણથી કર્મની સિદ્ધિ થતી નથી માટે કર્મ નથી.
આવા પ્રકારની પોતાની બુદ્ધિમાત્રથી જ કલ્પેલી એવી અનેક અનેક યુક્તિઓના સમૂહને રજુ કરતા કર્મને ન માનતા વાદીને હવે ગ્રંથકારશ્રી સમજાવે છે કે –
प्रत्यक्षं कर्म अस्ति, केषां ? सर्वज्ञानाम् । अन्येषामपि कार्यानुमानेन प्रत्यक्षमस्ति, सुखदुःखानुभवस्य कश्चिदस्ति हेतुः, कार्यत्वादङ्कुरस्येवेति । अथ यदि भवतः प्रत्यक्षं, तर्हि कर्म ममापि प्रत्यक्षं कस्मान्न भवति ? न हि यदेकस्य प्रत्यक्षं तेनापरस्यापि प्रत्यक्षेण भवितव्यम् । न हि सिंहसरभादयः सर्वस्य लोकस्य प्रत्यक्षाः, तथापि दक्षैः प्रत्यक्षाः मन्यन्ते लोके । एवं सर्वज्ञप्रत्यक्षीकृतकर्म ज्ञानावरणीयादिकं पुनः प्रतिप्राणिप्रसिद्धयोः सुखदुःखयोः हेतुरस्ति, कार्यत्वादङ्कुरस्येव बीजमिति । થશેદ સુ યો : હેતુ:, તર્નેવ રૂલ્યતિ |
Page #632
--------------------------------------------------------------------------
________________
પ૯૬ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર “કર્મ” એ પુદ્ગલદ્રવ્યનું બનેલું છે, કાર્મણવર્ગણા રૂપ છે. મિથ્યાત્વાદિ બંધહેતુના કારણે જીવ કાર્મણવર્ગણાનાં પુગલો ગ્રહણ કરે છે અને તેનું કર્મરૂપે રૂપાન્તર કરે છે. જેમ લોટમાંથી જીવ મોદક બનાવે છે તેમ કામણવર્ગણાનાં પુદ્ગલોમાંથી જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મ બનાવે છે. લાડુ એ લોટનું રૂપાંતર છે અને તેને કરનાર જીવ છે. તેમ કર્મ એ કામણવર્ગણાના પુલોનું રૂપાંતર છે અને તેને કરનાર જીવ છે. આ કર્મ પ્રત્યક્ષ પણ છે અર્થાત્ કર્મ સાક્ષાત્ દેખાય છે, માટે પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ છે. કર્મ કોને દેખાય છે? આવો પ્રશ્ન થાય ? તો તેનો ઉત્તર એ છે કે સર્વજ્ઞ-મહાત્માઓને કર્મ પ્રત્યક્ષ દેખાય છે. તે મહાપુરુષો કેવલજ્ઞાની હોવાથી સર્વને જોત છતા કર્મને પણ સાક્ષાત્ કેવલજ્ઞાનથી દેખે છે. વિશિષ્ટ અવધિજ્ઞાની પણ કર્મને પ્રત્યક્ષથી દેખે છે પણ ચક્ષુથી દેખાય એવું આ તત્ત્વ નથી. પરંતુ જ્ઞાનથી દેખાય તેવું આ તત્ત્વ છે.
સર્વશતા વિનાના તથા વિશિષ્ટ અવધિજ્ઞાન વિનાના અન્ય એવા છદ્મસ્થ જીવોને કાર્ય પ્રત્યક્ષ હોવાથી અનુમાન દ્વારા કારણ પણ કથંચિત્ પ્રત્યક્ષ છે જ. જેમ અંકુરા આંખે દેખાય છે પણ તે અંકુરાનું બીજ દેખાતું નથી. તો પણ આ અંકુરા બીજ વિના ન હોઈ શકે માટે ભૂમિમાં કોઈએ પણ બીજ વાવેલું હોવું જોઈએ, આવું અનુમાન કરવા દ્વારા બીજ પણ માનસપ્રત્યક્ષ થયું ગણાય છે. તેમ અહીં સુખ અને દુઃખનો અનુભવ એ પ્રત્યક્ષ છે તેથી તેના હેતુભૂત બીજરૂપે કર્મ હોવું જોઈએ. આમ અનુમાન કરવા દ્વારા કાર્યની પ્રત્યક્ષતાને લીધે કારણની પણ કથંચિત્ પ્રત્યક્ષતા ગણાય છે. માટે કેવલીને તથા વિશિષ્ટ અવધિજ્ઞાનીને સાક્ષાત્ અને અન્યને કર્મ એ કથંચિત્ પ્રત્યક્ષ છે.
પ્રશ્ન - જો આ કર્મ આપને (આપશ્રીના માનેલા સર્વશને) પ્રત્યક્ષ દેખાય છે તો પછી તે કર્મ મને પણ પ્રત્યક્ષ દેખાવું જોઈએ, મને પ્રત્યક્ષ કેમ દેખાતું નથી ?
ઉત્તર :- જે વસ્તુ એકને પ્રત્યક્ષ થાય તે વસ્તુ બીજાને પણ પ્રત્યક્ષ થવી જ જોઈએ એવો નિયમ આ સંસારમાં નથી. તમારી સામે જે ગાય ઉભી હોય તે તમને પ્રત્યક્ષ દેખાય છે પરંતુ તમને દેખાય છે એટલે જગતના સર્વ જીવોને તે ગાય દેખાય એવો નિયમ નથી. જેમ સિંહ-શરમ (અષ્ટાપદ નામનું પ્રાણી) વગેરે પ્રાણીઓ જંગલમાં રહેનારા માણસોને જ પ્રત્યક્ષ હોઈ શકે છે. સર્વ મનુષ્યોને પ્રત્યક્ષ હોતા નથી. છતાં સર્વે લોકો સિંહ-શરભાદિને માને છે. આવાં ઘણાં પ્રાણીઓ સર્વ મનુષ્યોને પ્રત્યક્ષ નથી. કોઈક કોઈકને જ પ્રત્યક્ષ છે તો પણ દક્ષપુરુષો એટલે જ્ઞાની પુરુષો તે તે પ્રાણીઓને આ લોકમાં પ્રત્યક્ષ જ માને છે. આ વાત જાણીતી છે. સર્વજ્ઞપુરુષો આવરણ વિનાના છે માટે કર્મને જ્ઞાનથી જોઈ શકે છે. આપણે આવરણવાળા છીએ માટે આપણને કર્મ દેખાતું નથી. આ પ્રમાણે સર્વશ એવા જ્ઞાની પુરુષોને
Page #633
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૫૯૭ પ્રત્યક્ષરૂપે કરાયેલું જ્ઞાનાવરણીય વગેરે કર્મ, પ્રત્યેક પ્રાણીઓમાં પ્રસિદ્ધ (અનુભવસિદ્ધ) એવા સુખ-દુઃખનું કારણ છે. સુખ-દુઃખ એ કાર્ય હોવાથી તેનું કોઈક કારણ હોવું જોઈએ. જેમ અંકુરા એ કાર્ય હોવાથી તેનું કારણ બીજ હોય છે તેમ અહીં સુખ-દુઃખનું જ કારણ છે તે કર્મ જ છે. આમ જાણવું. આ રીતે કર્મ એ સર્વજ્ઞને સાક્ષાત્ પ્રત્યક્ષ અને અન્યને કથંચિત્ પ્રત્યક્ષ છે.
नन्विति स्याद् मतिः-स्रक्चन्दनाङ्गनाविषकण्टकादय इति दृष्ट एव सुखदुःखयोर्हेतुरस्ति, किमदृष्टस्य कर्मणः तद्धेतुत्वकल्पनेन ? तदयुक्तम्, व्यभिचारात् । इह यस्तुल्यसाधनयोरिष्टशब्दादिविषयसुखसाधनसमेतयोरनिष्टार्थसाधनसम्प्रयुक्तयोश्च बहूनां वा फले सुखदुःखानुभवलक्षणविशेषस्तारतम्यरूपो दृश्यते, नासौ अदृष्टहेतुमन्तरेणोपपद्यते । अनुमानान्तरं श्रीविशेषावश्यके -
किरियाफलभावाओ, दाणाईणं फलं किसीएव्व । तं च दाणाइफलं, मणप्पसायाइ जइ बुद्धी ॥१६१५॥ किरियासामन्नाओ, जं फलमस्सावि तं मयं कम्मं । तस्स परिणामरूवं, सुहदुक्खफलं जओ भुज्जो ॥१६१६॥ इत्यादि अग्निभूतिवादस्थले ज्ञेयम् ॥
“પ્રત્યેક પ્રાણીમાં પ્રસિદ્ધ એવા સુખ અને દુઃખમાં જે હેતુ છે તે જ કર્મ છે” આ વિષયમાં તતિ = “તે કર્મ છે” એ બાબતમાં તને કદાચ આવી મતિ થાય (તને કદાચ આવો પ્રશ્ન થાય) કે પ્રત્યેક પ્રાણીઓને પ્રત્યક્ષપણે જે સુખ-દુઃખ અનુભવાય છે તેમાં પ્રત્યક્ષ દેખાતી એવી સફ (પુષ્પમાલા), ચંદન અને અંગના (સ્ત્રી) આ સુખમાં કારણ, અને વિષ, કંટક આદિ દુઃખનાં કારણ છે. આમ હૃષ્ટ પર્વ = પ્રત્યક્ષપણે નજરે દેખાતી સ્થૂલ એવી દેશ્ય વસ્તુઓને જ સુખ-દુઃખનું કારણ માની લઈએ તો શું ખોટું છે? તે જ કારણ છે આમ માનો, અદષ્ટ = ન દેખાતા અને સૂક્ષ્મ એવા કર્મને તે સુખદુઃખનું કારણ માનવાની શી જરૂર? જ્યાં સુધી દશ્યકારણ સંભવતું હોય ત્યાં સુધી અદશ્યકારણ માનવાની શું જરૂર? માટે સૂક-ચંદનાદિ સુખનાં કારણ અને વિષ-કંટકાદિ દુઃખનાં કારણ છે. આમ જ માનો, અદશ્ય એવું કર્મ કારણ છે આવું માનવાની જરૂર નથી.
આવો પ્રશ્ન છે જિજ્ઞાસુ જીવ ! કદાચ તને થાય, તો તે પ્રશ્ન અયુક્ત છે. યોગ્ય નથી, કારણ કે તેમાં વ્યભિચારદોષ આવે છે. સુખનાં સાધનો સમાન હોય એવા બે જીવોમાં
Page #634
--------------------------------------------------------------------------
________________
૫૯૮ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર અથવા બહુ જીવોમાં સુખના અનુભવની તરતમતા હીનાધિકતા) જે દેખાય છે અને દુઃખનાં સાધનો સમાન હોય એવા બે જીવોમાં અથવા બહુ જીવોમાં દુઃખના અનુભવની તરતમતા (હીનાધિકતા) જે દેખાય છે તે અદૃષ્ટ એવા કર્મને કારણ માન્યા વિના ઘટી શકતી નથી. જેમકે પુરુષને આશ્રયી સ્ત્રી ભોગસુખનું સાધન હોવાથી સ્ત્રી હોય ત્યારે સુખનો અનુભવ થવો જોઈએ છતાં એક પુરુષને સ્ત્રીથી સુખ પ્રાપ્ત થાય છે અને બીજા પુરુષને સ્ત્રીની સાથે પ્રતિદિન મનમેળ ન હોવાથી ઝઘડા, ક્લેશ, મારામારી આમ દુઃખનો અનુભવ પણ થાય છે. ત્યાં આંતરિકકારણ કર્મ માન્યા વિના આ સુખ-દુઃખ ઘટશે નહીં, એવી જ રીતે એકને કાંટો વાગ્યો હોય તો પીડાનો વધારે અનુભવ થાય છે અને બીજાને કાંટો વાગ્યો હોય તો તેને હીન પીડાનો અનુભવ થાય છે. આ આંતરિક કારણ કર્મ વિના ઘટશે નહીં, આમ સર્વત્ર સુખદુઃખની હીનાધિકતામાં આંતરિક કારણ કર્મ છે.
કોઈ બે પુરુષો સાથે જતા હોય અને સામેથી પત્થર અથવા ગોળી આવી, એકને વાગ્યું અને મૃત્યુ થયું અને બીજાને ન વાગ્યું અને તેથી કંઈ ઈજા ન થઈ, તથા બે પુરુષો ગાડીમાં જતા હોય એક્સીડંટ થયો. એક મરી ગયો, બીજો બચી ગયો, એકસરખું ઔષધ બન્નેને આપ્યું, એક નિરોગી થયો, અને બીજાને રીએક્શન થયું. સમાન સાધન સામગ્રીવાળામાં આવી જે તરતમતા સંસારમાં અનુભવાય છે તે કર્મને માન્યા વિના સંભવશે નહીં.
તે કારણથી અહીં જે તુલ્ય સાધનવાળા બે જીવોમાં મનગમતા શબ્દ-રૂપ-રસાદિ વિષયસુખની સાધનસામગ્રી હોય એવા અને એવી જ રીતે અણગમતા શબ્દાદિ વિષયો રૂપી દુઃખની સામગ્રી તુલ્ય હોય એવા બે જીવોમાં અથવા સુખની સમાન સામગ્રીવાળા બહુજીવોમાં અને દુઃખની સમાન સામગ્રીવાળા બહુજીવોમાં ફળની બાબતમાં સુખ-દુઃખના અનુભવ રૂપ જે વિશેષતા અર્થાત તરતમતા જણાય છે. આ વિશેષતા અદૃષ્ટ એવા કર્મને હેતુ માન્યા વિના ઘટી શકતી નથી. માટે અદષ્ટકારણ કર્મ સ્વીકારવું જોઈએ. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં આવા પ્રકારનું બીજું અનુમાન પણ જણાવ્યું છે તે આ પ્રમાણે છે –
કૃષિ એટલે ખેતી, ખેતી જેમ એક ક્રિયા છે, તે કરવાથી ધાન્યની પ્રાપ્તિરૂપ ફળ મળે છે, તેમ દાન અને હિંસા આદિ પણ એક પ્રકારની સારી-નરસી ક્રિયા જ છે. આ પ્રમાણે દાનાદિમાં અને હિંસાદિમાં ક્રિયાભાવ હોવાથી તેનું પણ કંઈક ફળ હોવું જોઈએ, તેથી દાનાદિ અને હિંસાદિ ક્રિયાનું જે ફળ છે તે પુણ્ય અને પાપ નામનું કર્મ છે.
કદાચ મનમાં આવો પ્રશ્ન થાય કે ખેતીક્રિયા એ ક્રિયા હોવાથી તેનું ફળ જેમ ધાન્યની પ્રાપ્તિ છે તેમ દાનાદિ અને હિંસાદિ પણ ક્રિયા હોવાથી તેનું ફળ અવશ્ય છે, પણ અદષ્ટ એવું કર્મ એ ફળ નથી, પરંતુ મનની પ્રસન્નતા અને મનની અપ્રસન્નતા એમ દૃષ્ટ
Page #635
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૫૯૯
ફળ જ છે. આમ માનીએ તો શું દોષ ? તો આ શંકા વ્યાજબી નથી. કારણ કે માનો કે દાનાદિ અને હિંસાદિ ક્રિયા એ ક્રિયા છે અને તેનું ફળ મનની પ્રસન્નતા અને મનની અપ્રસન્નતા છે તો તે મનની પ્રસન્નતા અને મનની અપ્રસન્નતા એ પણ ક્રિયાવિશેષ જ હોવાથી તેના ફળ રૂપે પણ પુણ્ય-પાપ નામનાં કર્મ માનવાં જોઈએ. તે બંધાયેલા કર્મના પરિણામરૂપે એટલે કર્મના ઉદયરૂપે વારંવાર સુખ-દુઃખ રૂપ ફળનો અનુભવ થાય છે.
આ રીતે દાનાદિ ક્રિયા અને હિંસાદિ ક્રિયા મનની પ્રસન્નતા અને અપ્રસન્નતાનું કારણ છે અને તે પ્રસન્નતા તથા અપ્રસન્નતા એ કર્મબંધનું કારણ છે. અને તે કર્મ સુખદુ:ખની પ્રાપ્તિનું તથા અનુભવનું કારણ છે. આ પ્રમાણે જગતની વ્યવસ્થા છે. છતાં કર્મના અસ્તિત્વ વિષે વધારે જાણવું હોય તો શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં બીજા અગ્નિભૂતિ નામના ગણધરની સાથેના વાદસ્થલમાં જોઈ લેવું.
तत्र नामस्थापने सुगमे । द्रव्यकर्म कर्मवर्गणागतपुद्गला बध्यमाना बद्धा: सत्तास्थाः, अथवा तद्धेतवोऽपि । भावतः कर्म ज्ञानावरणादिविपाकप्राप्ता गुणरोधादिस्वकार्यरूपाः ।
“કર્મ” ઉપર ચાર નિક્ષેપા સમજાવે છે. નામ અને સ્થાપના બહુ સુગમ છે. કર્મ એવું કોઈનું નામ કરાય તે નામનિક્ષેપ અને કર્મ એવું લખાય-ચિત્ર દોરાય અથવા પુણ્યપાપના ઉદયવાળા સુખ-દુઃખ અનુભવતા જીવનું જે ચિત્ર દોરાય તે સ્થાપનાનિક્ષેપ. કર્મરૂપે પરિણામ પામવાને યોગ્ય એવી જે વર્ગણા અર્થાત્ કાર્યણ વર્ગણામાં રહેલાં જે પુદ્ગલદ્રવ્યો કે જે પુદ્ગલો બંધાતાં હોય અથવા બંધાઈને સત્તામાં રહેલાં હોય પણ હાલ ઉદયમાં ન આવ્યાં હોય તેવાં બધ્યમાન અને પૂર્વબદ્ધ કર્મને દ્રવ્યકર્મ કહેવાય છે. અથવા જેનાથી કર્મો બંધાય એવા કર્મબંધના હેતુઓ પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને દ્રવ્યકર્મ કહેવાય છે.
બાંધેલા જ્ઞાનાવરણીયાદિ કર્મો જ્યારે વિપાકોદયમાં પ્રાપ્ત થયાં હોય અને જ્ઞાનાદિ ગુણોનો રોધ કરવો વગેરે પોતપોતાનાં કાર્યને કરતાં હોય, ફળપ્રાપ્તિ થતી હોય તેવા પ્રકારનાં વિપાકોદયમાં આવેલાં જે કર્મો છે તે ભાવકર્મ કહેવાય છે. હવે કર્મ ઉપર સાત નય સમજાવાય છે.
नैगमतः मिथ्यात्वादिबन्धहेतुजनकपाखण्डिपरिचयप्रशंसादयः । सङ्ग्रहतः तद्योग्यताविशिष्टौ जीवपुद्गलौ । व्यवहारतः गृह्यमाणवर्गणासमूहः प्राणातिपातादयश्च । ऋजुसूत्रतः बन्धहेतुपरिणता हेतुपरिणामाः सत्तास्थाः कर्मदलिका वा । शब्दतः चलोदीरणादिपूर्वकाः विपाकगतदलिकाः । समभिरूढतः ज्ञानाद्यनन्तगुणानां मध्ये
Page #636
--------------------------------------------------------------------------
________________
૬૦૦ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર यद् गुणरोधः, तत्तस्यावरणम् । एवम्भूततः स्वकर्तृता-ग्राहकता-वेत्तृता-व्यापकताकर्मकार्यकरणप्रवृत्ता इति । सिद्धसेनास्तु "कर्मकर्तृता ग्राहकता शब्दनये, वेदकता व्यापकता समभिरूढनये, गुणावरणत्वमेवम्भूतनये" इत्यादि भावना कार्या । तत्र विपाकप्राप्ते कर्मणि शुभाशुभोदये माध्यस्थ्यं करणीयं, तदर्थमुपदेशः । (૧) નગમનય :- મિથ્યાત્વ અને કષાયાદિ જે જે કર્મબંધના હેતુઓ છે તે હેતુઓને
ઉત્પન્ન કરનારા એવા અન્ય દર્શનીઓના પરિચય અને અન્ય દર્શનીઓની પ્રશંસા આદિને નૈગમનય કર્મ કહે છે. કર્મબંધના કારણોમાં પણ જે કારણ અર્થાત્ પરંપરાકારણને આ નય કર્મ માને છે. કારણ કે આ નય ઉપચારગ્રાહી છે. તેથી
કારણના કારણમાં કાર્યનો ઉપચાર કરે છે. જેમકે તાડૂનાગૂ વતિ પર્વચઃ | (૨) સંગ્રહનય :- કર્મનો બંધ કરે એવા પ્રકારની યોગ્યતાથી વિશિષ્ટ એવો જીવ અને
કર્મરૂપે પરિણામ પામવાની યોગ્યતાવાળાં કામણવર્ગણાનાં જે પુદગલો તે સંગ્રહનયથી કર્મ કહેવાય છે. કારણ કે જીવમાં કર્મબંધ કરવાની જે યોગ્યતા આવી છે અને પુદગલમાં કર્મરૂપે પરિણામ પામવાની જે યોગ્યતા પાકી તે કર્મનો અંશ આવ્યો તેથી સંગ્રહનય, કારણ કે તે નય સદંશગ્રાહી છે. વ્યવહારનય :- આત્મામાં કર્મ બંધાતું હોય ત્યારે ગ્રહણ કરાતાં કામણવર્ગણાનાં પુદ્ગલોનો સમૂહ કે જે હાલ કર્મસ્વરૂપે બની રહેલ છે તે પુદ્ગલો અથવા તેના કારણભૂત પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકો વ્યવહારનયથી કર્મ કહેવાય છે. કારણ કે આ નય લોકભોગ્ય લિંગોથી વસ્તુસ્થિતિ માનનાર છે. ૧૮ પાપસ્થાનકોનું સેવન લોકભોગ્ય લિંગ છે. તેનાથી કર્મ બંધાય છે એમ શાસ્ત્રોથી જણાય છે તેથી બંધાતા કર્મને અને લિંગભૂત પાપસ્થાનકને આ નય કર્મ માને છે.
:- આત્મામાં પ્રતિસમયે જે કર્મ બંધાય છે તેમાં કારણરૂપે પરિણામ પામેલા મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિ સ્વરૂપ આત્માના અધ્યવસાય સ્થાનો, અથવા સત્તામાં રહેલાં કર્મપુદ્ગલો, ઋજુસૂત્રનયથી કર્મ કહેવાય છે. કારણ કે આ નય વર્તમાનકાલગ્રાહી અને સ્વકીય ભાવને માનનાર છે. તેથી આત્માના મિથ્યાત્વાદિ જે પરિણામો છે તે સ્વકીય હોવાથી વાસ્તવિકપણે તો તે જ કર્મ છે અને વર્તમાન કાલગ્રાહી હોવાથી બંધાતાં, બંધાયેલાં, ઉદયમાં આવેલાં અને સત્તામાં રહેલાં કર્મોની જ વિદ્યમાનતા હોવાથી કર્મ કહેવાય, પરંતુ ઉદયમાં આવી ચૂકેલાં, ભોગવાઈ ચૂક્યાં કે નિર્જરા પામેલાં કર્મોની વર્તમાનકાળે સ્થિતિ ન હોવાથી આ નય તેને કર્મ તરીકે સ્વીકારતો નથી.
જસત્રની
Page #637
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૦૧ (૫) શબ્દનય - ઉદય અને ઉદીરણા આદિ પૂર્વક વિપાકોદયમાં હાલ આવેલાં જે કર્મો
છે, તે ફળદાયક હોવાથી આ નય કર્મ માને છે. (૬)
- આત્માના જ્ઞાન-દર્શનાદિ અનંતગુણો છે. તે ગુણોનો રોધ કરનાર જે જે કર્મ છે તે જ તેનું આવરણરૂપ કર્મ છે. કારણ કે ઘાતકર્મ જ ગુણોનું રોધક હોવાથી આત્માનું અહિત કરનાર છે. તેથી આ નય તેને જ કર્મ માને છે પણ અઘાતી કર્મો શરીરાદિ ભવસ્થિતિ માત્ર આપનાર છે પણ આત્માનું હિતાહિત કરનાર નથી. માટે આ નય મુખ્યત્વે ઘાતકર્મોને જ કર્મ માને છે.
:- આ નય અત્યન્ત શુદ્ધનય હોવાથી આત્મામાં પોતાનામાં જ રહેલો કર્મ બાંધવાપણાની કર્તુતાનો પરિણામ, કાર્મણવર્ગણાને ગ્રહણ કરવાપણારૂપ આત્મામાં જ રહેલો ગ્રાહકતાનો પરિણામ, કર્મોને વેદવા રૂપે વેદકતાનો પરિણામ, કર્મોની સાથે વ્યાપકપણે થવાનો પરિણામ, અને કર્મબંધ રૂપ કાર્ય કરવારૂપે પ્રવૃત્તિ કરવાનો જે આત્મપરિણામ એ જ વાસ્તવિક કર્મ છે આમ માને છે. ભાવનય હોવાથી આત્મામાં રહેલી કર્મબંધના કારણભૂત પરિસ્થિતિને જ કર્મ માને છે. આવા પ્રકારનો પરિણામ છે તો જ કર્મ બંધ થાય છે.
આ બાબતમાં સિદ્ધસેનદિવાકરસૂરિજી વગેરે કેટલાક આચાર્ય મહારાજશ્રીઓ ભિન્ન વિવક્ષા કરીને પાછલા ત્રણ નવમાં આવી માન્યતા ધરાવે છે કે - કર્મો બાંધવાની કર્તુતા અને કર્મોને ગ્રહણ કરવાની ગ્રાહકતા એ શબ્દનયથી કર્મ, બાંધેલાં કર્મોને વિપાકથી વેદવા રૂપ વેદકતા અને કર્મોના ઉદય સાથે જીવની વ્યાપકતા એ સમભિરૂઢનયથી કર્મ અને ગુણોની આવરણતા-આવારકતા એ એવંભૂતનયથી કર્મ કહેવાય-આમ માને છે.
સંક્ષેપમાં વાતનો સાર એ છે કે આ આત્માએ પૂર્વકાલમાં પોતે જાતે જ શુભાશુભ પરિણામોથી અને શુભાશુભ પ્રવૃત્તિથી કર્મો બાંધ્યાં છે. તે જ કર્મો તેનો ઉદયકાલ પાકતાં વિપાકોદયમાં આવ્યાં છે. તો તેમાં હર્ષ, શોક, વિષાદ, રતિ કે અરતિ ન કરતાં મધ્યસ્થભાવ રાખવો. તેના માટે જ આ ઉપદેશ અપાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિની પાસે બીજી વ્યક્તિ કારણવશાતુ લાખ-બે લાખ રૂપિયા જમા આપી ગયો, પ્રથમ વ્યક્તિએ લીધા, કાલ પાકતાં જમા મુકનાર બીજી વ્યક્તિ લેવા આવી, પ્રથમ વ્યક્તિએ તે કાલે તે રૂપિયા આપી દીધા. આ ઘટનામાં રૂપિયા જમા આવે ત્યારે પ્રથમ વ્યક્તિને હર્ષ-આનંદ થતા નથી અને તે રૂપિયા જમા મુકનાર બીજી વ્યક્તિ લઈ જાય ત્યારે પ્રથમ વ્યક્તિને શોક કે ખેદ થતો નથી, પણ મન માધ્યચ્યમાં જ રહે છે. કારણ કે તે રૂપિયા વાસ્તવિકપણે પ્રથમ વ્યક્તિના હતા જ નહીં, અને તે પણ નહીં. તો પછી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક કેમ કરાય ? તેવી
Page #638
--------------------------------------------------------------------------
________________
૬૦૨ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર જ રીતે પુણ્ય-પાપના ઉદયથી આવેલું સુખ અને દુઃખ એ આ જીવનું પોતાનું છે જ નહીં, પુણ્યપાપ નામના કર્મરાજાની માલિકીનું છે. તો પછી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક કેમ કરાય? મધ્યસ્થ જ રહેવું જોઈએ.
જ્યારે બીજી વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પાસેથી તેના પોતાના રૂપિયા લઈ જાય ત્યારે બલા ગઈ, ઉપાધિ ગઈ, ભાર નીકળી ગયો, હું ટેન્શનમુક્ત થયો એમ પોતાની વાસ્તવિક પરિસ્થિતિથી સ્વાભાવિક આનંદ પ્રવર્તે છે તેમ પુણ્ય-પાપકર્મ ખપી જતાં, તે સુખ-દુઃખની સામગ્રી દૂર થતાં હાશ, બલા ગઈ, કર્મની ઉપાધિ ગઈ, કર્મનો ભાર નીકળી ગયો, હવે હું જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિના ટેન્શનમાંથી મુક્ત બન્યો. આમ પોતાના આત્માની શુદ્ધ, નિર્મળ, વાસ્તવિક પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી તે વિષયનો સ્વાભાવિક આનંદ પ્રવર્તે, જે આનંદ
ક્યારેય જાય નહીં, અનંતકાલ રહે. કારણ કે તે આનંદ પરમત્યયિક નથી, સ્વગુણપ્રત્યયિક છે. આવો ઉપદેશ આ અષ્ટકમાં આવે છે.
दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च (न) विस्मितः । मुनिः कर्मविपाकस्य, जानन्परवशं जगत् ॥१॥
ગાથાર્થ-જગત કર્મના વિપાકોદયને પરવશ છે આવું જાણતા મુનિ દુઃખને પામીને દીન થાય નહી અને સુખને પામીને આશ્ચર્યવાળા બને નહીં. ll
ટીકા - “દુ: પ્રાપ્ય ન રીઃ રિતિ" નિઃ-તત્ત્વરસિ: સુમસીતા प्राप्य दीनः न स्यात्, कृतभोगे का दीनता ? करणकाले अविचारितकरणेन तद्विपाक ईदृशः । एवञ्च पुनः सुखं सातादि (सुतादि) राज्यैश्वर्यादि प्राप्य विस्मितो न स्यात् । को विस्मयः ? स्वगुणावरणभूते विपाकमिते कर्मणि । जगत्-लोकं कर्मविपाकस्य-शुभाशुभोदयस्य, परवशं-पराधीनं जानन्, सर्वं जगत् कर्माधीनं, इति जानन् तत्त्वज्ञानी कर्मविपाकमवगणय्य तत्त्वसाधने यत्नवान् भवति ॥१॥
વિવેચન - આ સંસારમાં પૂર્વે બાંધેલા કર્મોનો વિપાકકાલ પ્રાપ્ત થતાં સર્વે જીવો પુણ્યના ઉદયકાલે સુખ અને પાપના ઉદયકાલે દુઃખ પામે જ છે અને તેનો વિપાકોદયકાલ પૂર્ણ થતાં તે સુખ અને દુઃખ ચાલ્યાં જાય છે. આયુષ્યકર્મ પૂર્ણ થતાં તે તે ભવ પણ સમાપ્ત થઈ જાય છે. સાંસારિક કોઈ પણ પરિસ્થિતિ કર્મના ઉદયજન્ય હોવાથી ઔપાધિક છે. સાદિ-સાત્ત છે, અનિત્ય છે, તેથી જ આવા પ્રકારના પારમાર્થિક તત્ત્વજ્ઞાનમાં જ રસિક એવા મુનિ દુઃખને પામીને દીન થતા નથી, અસાતાદિ દુઃખ (શરીરમાં રોગ થવા તે અસાતા, પુત્રાદિ પરિવારનો વિયોગ, રાજ્યલક્ષ્મીનો વિયોગ, માન-પ્રતિષ્ઠાનો વિયોગ આવા પ્રકારના
Page #639
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૦૩
દુઃખને) પામીને તત્ત્વરસિક મુનિ ક્યારેય ઉદાસ-દીન કે લાચાર બનતા નથી, કારણ કે આપણે પોતે જ કરેલું કર્મ છે તે કરેલાને ભોગવવામાં વળી દીનતા શું ? આપણે જે ઉછીના રૂપિયા કે પહેરવા માટે દાગીના લાવ્યા હોઈએ તે અવસર આવે ત્યારે રૂપિયા કે દાગીના પાછા આપવામાં ઉદાસીનતા, લાચારી કે દીનતા કેમ કરાય ? આ વસ્તુ પરની માલિકીની જ હતી માટે પર લઈ લે તો આપણો એટલો ભાર ઓછો થયો, એમ અસાતાદિ પીડા પરદ્રવ્યજન્ય હતી (પાપના ઉદયજન્ય હતી) પાપકર્મ ઉદયમાં આવવાથી તે પીડા આવેલી છે. જેમ જેમ અસાતાદિ ભોગવાતાં જાય તેમ તેમ તે કર્મો પૂર્ણ થતાં માથા ઉપરનો એટલો કર્મનો ભાર ઓછો જ થાય તેથી કૃતકર્મભોગમાં દીનતા શું કરવાની હોય ?
આ પાપકર્મો જ્યારે ભૂતકાલમાં બાંધ્યાં છે ત્યારે કોઈપણ જાતનો વિચાર કર્યો જ નથી અને એમને એમ વિના વિચાર્યે કાર્ય કરેલું હોવાથી તેનો વિપાક આવો આવ્યો છે. કોઈપણ પેઢીમાં વિચાર કર્યા વિના વ્યાજે પૈસા લીધે જ રાખીએ અને દેવું વધતું જ જાય તો તે દેવું ચૂકવવા માટે સ્થાવર મિલકત વેચવી પડે તો તે વેચવામાં વળી દીનતા શું હોય ! વિચાર્યા વિના દેવું કર્યું છે તો તે ચૂકવવું પડે, તેમ વિચાર્યા વિના ગમે તેમ કર્મો બાંધ્યાં છે તો પછી તે કર્મોનો વિપાક તો આવો માઠો જ હોય.
આ જ પ્રમાણે સુખને પામીને (સાતાદિ સુખ, રાજ્યનું સુખ, ઐશ્વર્યાદિનું સુખ) પામીને આશ્ચર્યચકિત ન થવું જોઈએ. કદાચ વિશિષ્ટ એવો પુણ્યનો ઉદય થાય અને સુખ મળે તો તેમાં આશ્ચર્ય શું પામવાનું ? આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. કારણ કે આ જે પુણ્યનો ઉદય આવ્યો છે તેનાથી સંસારસુખ પ્રાપ્ત થયું, પરંતુ તે પુણ્યકર્મ પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોનું તો જ આવરણ કરનાર છે. જેમ જેમ પુણ્યકર્મનો ઉદય વધતો જાય તેમ તેમ તે સુખમાં આસક્ત થયેલો જીવ મોહ-મૂર્છા અને લોભાદિના કારણે આત્માના જ્ઞાનાદિ ગુણોને ભુલી જાય છે. તેનું અલ્પમાત્રાએ પણ લક્ષ્ય આ જીવ રાખતો નથી. ભોગપ્રિય એવો આ જીવ યોગદશાથી વિમુખ બને છે. તેથી સ્વગુણોના આવરણભૂત એવું પુણ્યકર્મ વિપાકમાં આવ્યે છતે આશ્ચર્ય શું પામવાનું ? વાઘ-સિંહ કે સર્પ જેવા પ્રાણઘાતક પ્રાણીઓ ઘરમાં ઘુસી જાય તો આનંદ કે આશ્ચર્ય શું થાય ? અર્થાત્ ન થાય, પણ ભય, અતિ અને શોક થાય. તેમ પોતાના ગુણોનો ઘાતક એટલે વાસ્તવિકપણે આત્માનો શત્રુ એવો પુણ્યકર્મનો વિપાકોદય થાય તેમાં આનંદ અને આશ્ચર્ય શું પામવાનું ? કંઈ જ નહીં પરંતુ રડવાનું કે હું મોહના ઝપાટામાં ફસાયો.
મુનિમહાત્મા આ બધું જાણે છે. સમસ્ત આ લોક શુભાશુભ કર્મના વિપાકોદયને પરવશ છે એટલે કે પરાધીન છે. સમસ્ત એવું જગત કર્મને આધીન છે. આવું તત્ત્વજ્ઞાની
Page #640
--------------------------------------------------------------------------
________________
૬૦૪ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર એવા મુનિ મહારાજ જાણે છે. જ્યારે સમસ્ત જગત જો શુભાશુભ કર્મને આધીન જ હોય તો આપણે પણ કર્મોદયને પરવશ જ છીએ આમ સમજીને પુણ્યોદય હોય ત્યારે સુખમાં અંજવું જોઈએ નહીં અને પાપોદય હોય ત્યારે દુઃખમાં ગભરાવું જોઈએ નહીં. તેથી કર્મવિપાકોદયને ગૌણ કરીને આ મહાત્મા આત્મતત્ત્વની સાધનામાં જ ઉદ્યમશીલ બને છે. સંસારમાં છીએ ત્યાં સુધી પુણ્ય-પાપના ઉદયને કારણે સુખ-દુઃખ આવવાનાં જ છે. આ બન્નેમાંથી હે જીવએક પણ અવસ્થા તારી નથી. માટે તેમાં અંજાયા વિના તારા પોતાના આત્મતત્ત્વના ગુણોને પ્રગટ કરવામાં તું સાવધ થા, આમ મહાત્મા પુરુષો પોતાના આત્માને સદાકાળ સમજાવે છે, પણ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિમાં કે પાપોદયથી પ્રાપ્ત થયેલી વિપત્તિમાં હર્ષ-શોકથી જોડાતા નથી. ll૧||
येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षापि नाप्यते ॥२॥
ગાથાર્થ - જે રાજાના આંખના ઈશારામાત્રથી પર્વતો પણ ભેદાય છે તે જ રાજાઓને કર્મોદય વિપરીત હોય ત્યારે ભિક્ષા પણ મળતી નથી. રા/
ટીકા :- “ષ જૂમતિ” વેષ-પુરુષા, જૂમમાત્રે-શૂવિક્ષેપેન, પર્વતાगिरिवरा अपि भज्यन्ते, तैर्भूपैः कर्मवैषम्ये-कर्मणां वैषम्यं-कर्मजनिता विषमता, तस्मिन् कर्मोदये दुःखावस्थायां भिक्षापि न आप्यते-न प्राप्यते, इति शुभाशुभવિપાશવૈવિચમ્ પારા
વિવેચન :- કર્મોના વિપાકો કેવા ભયંકર હોય છે? તે વિષય સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે-જે રાજાઓ ઘણા જ બળવાન હોય, પરાક્રમી હોય, પ્રતાપી હોય, ધરાને (પૃથ્વીને) ધ્રુજાવતા હોય, જે રાજપુરુષોના આંખના ઈશારામાત્રથી તેઓનું સૈન્ય મોટા મોટા મહાગિરિઓના ચૂરેચૂરા કરી નાખતું હોય અથવા જેનું સૈન્ય આંખના ઈશારામાત્રથી ગિરિવર જેવા બલિષ્ઠ રાજાઓનો નાશ કરતા હોય તે રાજાઓનો પુણ્યોદય જ્યારે સમાપ્ત થાય છે અને કર્મની વિષમતા શરૂ થાય છે ત્યારે એટલે કે પાપોદય શરૂ થાય છે ત્યારે તે પાપકર્મના ઉદયકાલે દુઃખી અવસ્થામાં ઘેર ઘેર ભિક્ષા માગવા છતાં રોટલાનો ટુકડો પણ કોઈ આપતું નથી. બધા જ લોકો તિરસ્કારપૂર્વક જાકારો જ આપે છે. શુભાશુભ કર્મોના ઉદયની આવી વિચિત્રતા છે.
જેમકે હરિશ્ચંદ્ર રાજા એકવાર રાજગાદી ઉપર પ્રતાપી રાજા તરીકે રાજ્ય કરતા હતા. તે જ રાજાનું કર્મ જયારે વિષમ બન્યું ત્યારે ચંડાળને ત્યાં લાકડાં તોળી આપવાની નોકરી
Page #641
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૦૫ કરવાનો વારો આવ્યો, પત્ની અન્ય સ્થાને નોકરી કરે છે. પુત્રનું સર્પદંશથી મૃત્યુ થયું છે. પુત્રના અગ્નિસંસ્કાર માટે રાણી લાકડાં માગે છે. રાજા માલિકનો દ્રોહ ન કરવાના પરિણામથી વિના મૂલ્ય લાકડાં આપતા નથી, આવી દુ:ખી દશા કર્મોદયની વિપરીતતાથી આ જીવની થઈ છે. છેલ્લે પોતે પોતાના સત્યમાં વળગી રહ્યા, ત્યારે દેવની પ્રસન્નતા વરસે છે. આવાં અનેક ઉદાહરણો છે. રા
जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे । क्षणाद् रङ्कोऽपि राजा स्यात्, छत्रच्छन्नदिगन्तरः ॥३॥
ગાથાર્થ:- જાતિ અને ચતુરાઈથી હીન હોય તો પણ જ્યારે પુણ્યકર્મનો ઉદય પ્રગટે છે ત્યારે ક્ષણમાત્રમાં જ રંક હોય તો પણ ઉપર છત્રથી ઢાંકી છે દિશાઓ અને વિદિશાઓ જેણે એવો રાજા થઈ જાય છે. આવા
ટીકા :- “નાતિવાતુતિ"-શત્ રોડપિ ક્ષUTIક્ષમાત્રા, યુવાવષે -शुभोदर्के कर्मणि राजा स्यात्-भवेत् । कथम्भूतः रङ्कः ? जाति:-मातृका, चातुर्यदक्षत्वं, ताभ्यां हीन:-रहितः, अपि भूपो भवति । किम्भूतो राजा ? छत्रेण (માતપત્ર ), ઇનં-છવિતમ્, સાક્ષાનાં વિસ્તરે ચેન ન ત મૂવી-મgઇज्ञावान् भवति विपाकपाकेन, तत्र नाश्चर्य, दुर्लभं हि सम्यग्दर्शनज्ञानचारित्रं શુદ્ધાત્મધર્મમ્ રૂા
વિવેચન :- પાછલી ગાથામાં પુણ્યના ઉદયવાળો પ્રતાપી રાજ પણ પાપના ઉદયકાલે દુઃખી દુઃખી થાય છે. ભોજન માટેની ભિક્ષા પણ મળતી નથી. આવો કર્મોદય છે આમ સમજાવ્યું છે. આ ગાથામાં તેનાથી ઉલટું સમજાવે છે કે પાપના ઉદયવાળો રંક (નિર્ધન) માણસ પણ જ્યારે પુણ્યનો ઉદય થાય છે ત્યારે છત્રપતિ ચક્રવર્તી છ ખંડની પૃથ્વીનો રાજા પણ થાય છે. આવો કર્મોદયનો પ્રતાપ છે.
જાતિ અને ચતુરાઈથી રહિત, ગરીબ, નિર્ધન માણસ પણ પુણ્યોદયથી ચક્રવર્તી રાજા પણ થઈ શકે છે. માતાસંબંધી જે વંશ તેને જતિ કહેવાય છે, મોસાળ પક્ષનો જે વંશ તે જાતિ અને પિતાસંબંધી જે વંશ તે કુલ કહેવાય છે. ચાતુર્ય એટલે ચતુરાઈ-દક્ષતા સમજવી.
કોઈ રંક (ગરીબ-નિર્ધન) મનુષ્ય પણ શુભ એવા પુણ્યકર્મનો ઉદય વર્તતે છતે ક્ષણ માત્રમાં જ રાજા થઈ જાય છે. આ રેક પુરુષ ગમે તેવો હોય તો પણ તે રાજા થાય છે. આ વાત સમજાવતાં કહે છે કે જાતિથી અને ચતુરાઈથી હીન હોય તો પણ પુણ્યોદયથી રાજા થાય છે. કોઈ વિશિષ્ઠ જાતિમાં જન્મેલો ન હોય એના ઉપલક્ષણથી ક્ષત્રિયાદિ ઉત્તમ કુલમાં
Page #642
--------------------------------------------------------------------------
________________
૬૦૬ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર જન્મેલો ન હોય, તેનામાં એટલી બધી કદાચ આવડત ન હોય, હોંશિયારી ન હોય તો પણ પુણ્યોદયના પ્રતાપે રાજા-મહારાજા થાય છે.
રાજા થાય તો કેવો રાજા થઈ શકે છે? તે સમજાવે છે કે માથા ઉપરના છત્ર વડે (છત્રના પ્રકાશિત કિરણોના તેજ વડે ઢાંકી દેવાઈ છે દિશાઓ અને દિશાઓનાં આંતરાં (વિદિશાઓ) જેના વડે એવો ચક્રવર્તી અખંડ આજ્ઞાવાળો, છ ખંડનો અધિપતિ રાજા પુણ્યોદયના વિપાકથી થાય છે. તેથી તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી, ધવલ શેઠે શ્રીપાળ મહારાજાને મારી નાખવા માટે સમુદ્રમાં ફેંકી દીધા, પરંતુ શ્રીપાળ મહારાજાનો પુણ્યોદય હતો તેથી સમુદ્ર તો તર્યા, રાજકુંવરી પણ પરણ્યા અને રાજાના માનવંતા મહેમાન બન્યા, જે જોઈને ધવલશેઠ વિલખો થયો.
આ રીતે વિચારતાં પુણ્યોદયવાળા પ્રતાપી રાજા પણ પાપના ઉદયથી ઘેર ઘેર ભિક્ષા માટે ભટકે છે અને પાપના ઉદયવાળો જાતિ ચતુરાઈ વિનાનો રંક પણ પુણ્યના ઉદયથી છત્રપતિ-ચક્રવર્તી રાજા થાય છે. આવા પ્રકારનો કર્મનો વિપાકોદય છે. માટે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ આ સંસારમાં મોહનીયાદિ ઘાતી કર્મોના ક્ષયોપશમથી અને ક્ષયથી પ્રાપ્ત થતાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ શુદ્ધ એવો આત્મધર્મ મળવો અતિશય દુર્લભ છે. પુણ્યોદય અને પાપોદયથી પૌદ્ગલિક લક્ષ્મી આવે છે અને જાય છે, પરંતુ હે જીવ! તે લક્ષ્મી તારી નથી, તેથી તે આવે તો પણ શું? અને જાય તો પણ શું? તેના આવવાથી તારું કંઈ આવતું નથી અને તેના જવાથી તારું કંઈ જતું નથી. તારી હતી જ નહીં તો તેમાં હર્ષ-શોક શા માટે? આ તો ઔદયિકભાવ છે, બાધકભાવ છે, તારા સ્વરૂપનો રોધકભાવ છે. માટે તેનાથી તું વિરામ પામ.
લયોપશમભાવ અને ક્ષાયિભાવ એ તારું સ્વરૂપ છે. તે ભાવોથી મળનારી ગુણપ્રાપ્તિ અત્યન્ત દુર્લભ છે. આમ હે જીવ! તું સદા વિચાર કર. llll.
विषमा कर्मणः सृष्टिदृष्टा करभपृष्ठवत् ।। जात्यादिभूतिवैषम्यात्, का रतिस्तत्र योगिनः ॥४॥
ગાથાર્થ :- જાતિ આદિની ઉત્પત્તિની વિષમતાથી કર્મોદયજન્ય સૃષ્ટિ, ઊંટની પીઠની જેમ વિષમ છે. તેવી વિષમ સ્થિતિમાં યોગી મહાત્માને પ્રીતિ કેમ હોય ? Iો.
ટીકા :- “વિષHT T તિ” કર્મUT: સૃષ્ટિ-વના, વરમપૃષ્ઠવત્ વિષમ दृष्टा । कस्मात् ? जात्यादिभूतिवैषम्यात् - जाति:-कुलमुच्चनीचादि, संस्थान-वर्णस्वर-सम्पदादिभेदाद् महद् वैषम्यं, तस्मात् । उक्तञ्च प्रशमरतौ
Page #643
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् ।
दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ? ॥ १०२ ॥
इति । तत्र शुभोदये-ऐश्वर्यादिकाले अनेकाशुभाध्यवसाये परसंयोगोत्पत्तिरूपे, યોશિન:-રત્નત્રયીપરિળતસ્ય ા રતિઃ ? ન ાપિ । ક્તજી -
सुभजोगो रइहेऊ, असुहजोगो अरइउत्ति ।
રાજો વકૂફ તેળ, અવો વોર્સ વિવ‡ ॥
૬૦૭
सिवमग्गविग्घभूया, कम्मविवागा चरित्तबाहकरा ।
ધીરાળ સમયા તેહિં, ચાયામો વર્ફ ારા કૃતિ ॥૪॥
વિવેચન :- બીજી અને ત્રીજી ગાથામાં સમજાવ્યું કે પુણ્ય અને પાપકર્મોના વિપાકની રચના ચિત્ર-વિચિત્ર છે. એક દિવસ જે રાજા હોય છે તે જ રાજા બીજા દિવસે ભિખારી પણ થાય છે અને એક દિવસ ટૂંક હોય તે જ રંક બીજા દિવસે છત્રપતિ રાજા પણ થાય છે. આ કર્મનું કંઈ ઠેકાણું નહીં. આ કર્મો જીવને ઊંચી-નીચી પરિસ્થિતિમાં લઈ જાય છે. માટે કવિવર ગ્રંથકારશ્રી કર્મોની આ રચનાને ઊંટની પીઠ સાથે સરખાવે છે. ઘોડાની ઉપરની પીઠ (બેઠકવાળી સીટ) સમાન હોય છે. જેથી સુખે સુખે બેસી શકાય છે. પરંતુ ઊંટ ઉપરની પીઠ (બેઠકવાળી સીટ) ઊંચીનીચી હોય છે. એટલું જ નહીં, પરંતુ ચાલે ત્યારે પણ આખું શરીર ઉછાળે એટલે બેસનારના પણ શરીરના સાંધા દુઃખવા આવે, આવી વિષમ પીઠ ઊંટની હોય છે, કર્મની સૃષ્ટિ પણ તેવી જ વિષમ છે. માટે જ્ઞાની યોગી મહાત્માને તેવા પ્રકારના વિપાકોદયમાં પ્રીતિ કેમ થાય ? પુણ્ય-પાપનો ઉદય ક્ષણિક છે, પરાવર્તનશીલ છે. આ જીવને ક્ષણમાત્રમાં ઊંચે-નીચે લઈ જાય છે તેથી તેમાં પ્રીતિ કેમ કરાય ?
પુણ્ય-પાપાત્મક કર્મની સૃષ્ટિ (રચના) ઊંટની પીઠની જેમ વિષમ છે, ખાડા-ટેકરાવાળી છે. અર્થાત્ ચડતી-પડતીવાળી રચના છે. કયા કારણે વિષમ છે ? જાતિ (મોસાળપક્ષ), કુલ (પિતૃપક્ષ) એકભવમાં ઊંચો પણ મળે અને બીજા ભવમાં નીચો પણ મળે, ક્યારેક એભવમાં પણ જાતિ અને કુળમાંથી એક પક્ષ ઊંચો મળેલો હોય અને બીજો પક્ષ નીચો મળે, તથા સંસ્થાન એટલે શરીરનો આકાર, ક્યારેક વ્યવસ્થિત અંગ-ઉપાંગની રચનાવાળું શરીર મળે, ક્યારેક ખોડ-ખાંપણવાળું, લુલા-લંગડા-બહેરા-આદિપણું પણ મળે, વર્ણ એટલે રૂપ, ક્યારેક શરીર સુંદર રૂપવાળું-રૂપાળું પણ મળે અને ક્યારેક કદરૂપું શરીર પણ મળે, સ્વર એટલે કંઠ, ક્યારેક કોયલ જેવો મધુર સ્વર મળે અને ક્યારેક ગધેડાના સ્વર જેવો દુઃસ્વર પણ
Page #644
--------------------------------------------------------------------------
________________
૬૦૮
કર્મવિપાકચિંતનાષ્ટક - ૨૧
જ્ઞાનસાર
મળે, સંપત્તિ એટલે ધન-ધાન્ય, ક્યારેક વિપુલ પણ મળે અને ક્યારેક નિર્ધનતા પણ મળે. આ પ્રમાણે પુણ્ય-પાપ નામના કર્મથી પ્રાપ્ત થનારી પરિસ્થિતિ સદાકાળ વિષમ હોય છે, તરતમતાવાળી હોય છે. ક્યારેય પણ સરખી હોતી નથી માટે જ ઊંટની પીઠ સમાન ઊંચીનીચી છે. ત્યાં મહાત્મા પુરુષોને પ્રીતિ કેમ થાય ?
પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કે –
જાતિ, કુલ, દેહ, વિજ્ઞાન, આયુષ્ય, બલ, ભોગ ઈત્યાદિ ભાવોની ઉત્પત્તિની વિષમતા દેખીને જ્ઞાની પુરુષોને ભવસાગરમાં રતિ-પ્રીતિ કેમ થાય ? તેથી જ જ્ઞાનીપુરુષો નિર્વેદ સંવેગપરિણામવાળા અને વૈરાગ્યભાવવાળા બને છે.
જ્યારે પુણ્યોદયકાલ ચાલતો હોય ત્યારે ઐશ્વર્યાદિની વૃદ્ધિના અવસરે પર દ્રવ્યોના સંયોગકાળે એટલે કે અનેક જાતનાં વિશિષ્ટ પુદ્ગલદ્રવ્યોના અને નોકર-ચાકર, દાસ-દાસી આદિ જીવદ્રવ્યોના સંયોગની ઉત્પત્તિના કાળે “હું એક મહાન રાજા છું” મારા સમાન કોઈ નથી, હું કોઈને પરવશ ન થાઉં, મારે હવે કોઈની શું જરૂર છે ? પાંચે ઈન્દ્રિયોનાં સુખો મન ફાવે તેમ હું ભોગવીશ” આવા પ્રકારના માન-માયા-લોભના તથા ભોગની આસક્તિના ભાવો અને તેમાં આડે આવનારા ઉપર ક્રોધના એટલા બધા અશુભ અધ્યવસાયો આ જીવને ઉત્પન્ન થાય છે તેવા પ્રકારના અશુભ અધ્યવસાયોના ભંડાર તુલ્ય એવા આ ભવસાગરમાં યોગી એટલે કે રત્નત્રયીના ત્રણે ગુણો જેનામાં પરિણામ પામ્યા છે એવા મહાત્માને પ્રીતિ ક્યાંથી થાય ? જરા પણ પ્રીતિ થતી નથી. પરંતુ આવા મહાત્માને તો સંસારી જીવોની આવા પ્રકારની બીહામણી પરિસ્થિતિ જોઈને તે જીવો ઉપર ભાવથી કરૂણા ઉપજે છે. સંસારમાં પુણ્ય-પાપના ઉદયથી ચડતી-પડતી પરિસ્થિતિ આવે છે એક સરખી સમાન સ્થિતિ કોઈની પણ રહેતી નથી. માટે ઊંટની પીઠતુલ્ય સંસારની આ પરિસ્થિતિમાં પ્રીતિ કેમ કરાય ? આત્માનું આ સ્વરૂપ નથી. અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે -
પુણ્યનો ઉદય રતિનું કારણ છે, પાપનો ઉદય અતિનું કારણ છે. પુણ્યના ઉદય વડે રાગ વધે છે. અને પાપોદય દ્વેષને વધારે છે. આ પુણ્ય-પાપના ઉદય રતિ-અરિત કરતા હોવાથી મુક્તિમાર્ગની સાધનામાં મહા-વિઘ્નભૂત છે. વળી સર્વવિરતિ રૂપ ચારિત્રમાં બાધા કરનારા છે. આ કારણથી પુણ્ય-પાપના ઉદય વડે સુખ-દુઃખ હોય તો પણ ત્યાગનો પરિણામ હૃદયની અંદર ઝળહળતો હોવાથી ધીરપુરુષો બન્ને કાલે સમભાવમાં જ હોય છે. પુણ્યોદયમાં રાગી થતા નથી અને પાપોદયમાં દ્વેષી થતા નથી. પોતે કર્મોદયના વિપાકને બરાબર જાણે છે. III
Page #645
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
कर्मस्वरूपस्य मोक्षमार्गध्वंसित्वं दर्शयति
आरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च । भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा ॥ ५ ॥
૬૦૯
ગાથાર્થ :- ઉપશમશ્રેણિ ઉપર ચઢેલા જીવો તથા ચૌદપૂર્વી શ્રુતકેવલી મહાત્માઓ પણ દુષ્ટ એવા કર્મના વિપાકોદયથી અહો ! દુઃખની વાત છે કે અનંત એવા સંસારમાં ભમાવાય છે. પા
ટીકા :- “આરૂઢા કૃતિ'-શ્ચિત્ મુનિ:-નિશ્ચયરત્નત્રયીપરિખામતઃ તીવ્રक्षयोपशमभावावाप्तसाधनः अपूर्वकरणबलेन उपशमश्रेणिं - उपशमचारित्रपरिणतिं आरूढः सर्वथा मोहोदयरहितः, च-पुनः श्रुतकेवली अपि दुष्टेन कर्मणा - सत्तागतेन मोहेन उदयावस्थायोग्यभूतेन, अथवा आयुः कर्मप्रान्तकरणेन प्रतिपातमापन्नः चतुर्गतिषु भ्रमति । अतः अहो ! दुष्टेन मोहेन अनन्तसंसारं भ्राम्यन्ते । अतः कर्मायत्ता चेतना न करणीया ।
વિવેચન :- મોહનીયકર્મનો સર્વથા ઉપશમ કરીને ઉપશાન્ત મોહ ગુણસ્થાનકે ચઢેલા, વીતરાગાવસ્થાને પામેલા મુનિને, તથા ચૌદપૂર્વના વિશાલ શ્રુતને પામીને શ્રુતકેવલી બનેલા મુનિમહારાજને પણ દુષ્ટ એવું કર્મ અનંત અનંત સંસારમાં ભમાડે છે. આવું કર્મનું સ્વરૂપ છે. માટે તેનો વિશ્વાસ કરવો નહીં. આવો ઉપદેશ આ ગાથામાં ગ્રંથકારશ્રી આપણને આપે છે.
નિશ્ચયનયથી સમ્યગ્નાનાદિ રત્નત્રયીના પરિણામને પામેલા અને વિશિષ્ટ એવા ક્ષયોપશમભાવથી પ્રાપ્ત કરી છે આત્મતત્ત્વની સાધના જેણે એવા મહામુનિ અપૂર્વકરણ (અપૂર્વ એવા આત્માના અધ્યવસાય રૂપ આઠમા ગુણસ્થાનકના પરિણામ) વડે ઉપશમશ્રેણિ ઉપર ચઢેલા હોય. ઉપશમભાવના ચારિત્રના પરિણામને પામેલા હોય. અનુક્રમે આઠમાનવમા અને દશમા ગુણસ્થાનકને પસાર કરીને સર્વથા મોહની ઉપશાન્ત અવસ્થા કરીને મોહના ઉદયરહિત–વીતરાગ બન્યા હોય, અગિયારમા ગુણસ્થાનકે આરૂઢ થયા હોય તેવા મુનિ મહાત્મા તથા જે મુનિ શ્રુતકેવલી બન્યા હોય તેવા મહાત્મા પુરુષ પણ સત્તામાં રહેલા અને ઉદયયોગ્ય અવસ્થાને પામેલા એવા દુષ્ટ મોહનીયકર્મ વડે અથવા આયુષ્યકર્મનો અંત થવાથી (મૃત્યુ થવાથી) પડતીને પામ્યા છતા ચાર ગતિમાં ભટકે છે, રખડે છે. આ કારણથી આવી ઊંચી અવસ્થા પામેલા જીવોને પણ દુષ્ટ પ્રકૃતિવાળા એવા મોહરાજા વડે અનંત અનંત સંસારમાં ભમાડાય છે. તેથી મોહનીયકર્મનો વિશ્વાસ ન કરવો અને પોતાની ચેતના (બુદ્ધિઆત્મપરિણતિ) મોહનીયકર્મના ઉદયને આધીન ન કરવી.
Page #646
--------------------------------------------------------------------------
________________
૬૧૦
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર જીવો આઠમા ગુણસ્થાનકથી બે રીતે ઉપર ચઢે છે. એક મોહને ઉપશમાવીને ચઢે છે તેને ઉપશમશ્રેણી કહેવાય છે અને બીજા જીવો મોહનો નાશ કરીને ઉપર ચઢે છે તેને ક્ષપકશ્રેણી કહેવાય છે. ઉપશમશ્રેણીમાં ચઢેલા જીવો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક પામીને સર્વથા મોહનો ઉપશમ કરીને મોહના ઉદય વિનાના બન્યા છતા ઉપશાન્તમોહ-વીતરાગછદ્મસ્થ નામના અગિયારમા ગુણસ્થાનક ઉપર આરૂઢ થાય છે. ત્યાંથી આ જીવનું બે રીતે પતન થાય છે. સત્તામાં રહેલ મોહનીયકર્મનાં દલિકો ઉદયયોગ્ય અવસ્થાને પામ્યાં છતાં આ મહાત્માનું પતન કરાવે છે તે કાલક્ષયે પતન કહેવાય છે. તે મહાત્મા દસમા, નવમા, આઠમા ગુણસ્થાનકે ક્રમશઃ નીચે ઉતરીને સાતમે, છટ્ટે જાય છે અને કોઈ મહાત્માનું અગિયારમા ગુણસ્થાનકે જ આયુષ્ય સમાપ્ત થવાથી મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ પામીને નિયમા વૈમાનિક દેવલોકમાં મતાન્તરે અનુત્તર વિમાનમાં) જ જાય છે. તે મહાત્મા અગિયારમા ગુણસ્થાનકેથી પડીને અનંતરપણે ચોથે ગુણઠાણે જ આવે છે. આ પતનને ભવક્ષયે પતન કહેવાય છે. આવા મહાત્માને અને શ્રુતકેવલી જેવા મહાત્માને મોહરાજ. પછાડે છે તો પછી સામાન્ય માણસનું તો પૂછવું જ શું? માટે મોહને આધીન ચેતના કરવી નહીં પણ મોહને જિતનારી ચેતના બનાવવી.
विपाककाले स्वकीयक्षयोपशमः स्वरूपानुयायी रक्षणीयः । न हि विपाकः प्रतिपाताभिनवकर्मबन्धहेतुः, किन्तु स्वकीयचेतना वीर्यं च मोहोदयानुगतत्वेन हेतुत्वपरिणत्या बन्धः । अतः हेतुतैव वारणीया । उदयस्तु गुणावारकः । न च तदेव हेतुः । तस्य हेतुत्वाङ्गीकारे सर्वकर्मोदयपुद्गला बन्धहेतवो भविष्यन्ति । तदा च परकृतैव कर्मकर्तृता, आत्मशक्तेः अप्रवृत्तमानत्वाद्, न हि अप्रवृत्ता शक्तिः कर्मकी । तेन नोदयानां हेतुता, । किन्तु मिथ्यात्वादिहेतुभिः उदयभूतैः सम्यक्त्वादयो गुणा आच्छादिताः । पुनः चेतनावीर्यदानादयः क्षायोपशमिका दुर्विपरीतश्रद्धानभासनपररमणिकपरिणताः अभिनवकर्महेतुतामास्कन्दन्ति । अतोऽशुद्धतया परिणमितात्मपरिणतिरभिनवकर्महेतुः । निदर्शनं च सूक्ष्मैकेन्द्रियाणां अशुद्धानुगक्षयोपशमाल्पत्वेनाल्पकर्मबन्धकता, संज्ञिपञ्चेन्द्रियाणां तु अशुद्धानुगक्षयोपशमबाहुल्येन तीव्रबन्धकता इत्यादि भाव्यम् । उक्तञ्च -
પોતાના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનદર્શનાત્મક ચેતનાગુણ અને વીર્યગુણ જે પ્રાપ્ત થયો છે તે આત્મસ્વરૂપને જ અનુસરનારો રહે, પણ મોહના ઉદયમાં વ્યાપ્ત ન થઈ જાય તે રીતે તે ક્ષયોપશમ જયારે જ્યારે મોહનીય કર્મનો વિપાકોદય કાલ આવે છે ત્યારે ત્યારે રક્ષણ કરવા યોગ્ય છે. એટલે કે ત્રણ
Page #647
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૧૧ ઘાતકર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલી ચેતનાશક્તિનું અને વીર્યશક્તિનું મોહોદયજન્યવિકારોથી રક્ષણ કરવા યોગ્ય છે. કારણ કે મોહનીય કર્મનો જે વિપાકોદય છે તે આત્માનું પતન કરવાનું કે નવા નવા કર્મબંધનું કારણ બનતો નથી, પરંતુ આત્મામાં પ્રગટ થયેલી ચેતના (જ્ઞાનશક્તિ-બુદ્ધિ) અને વીર્ય (ક્રિયા-શક્તિ) જ્યારે મોહના ઉદયને અનુસરનારી થાય છે ત્યારે ત્યારે ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષાદિ મોહના વિકારોપણે પરિણામ પામેલી એવી આ ચેતનાશક્તિ અને વીર્યશક્તિ જ આત્માના પતનનું અને નવા કર્મબંધનું કારણ બને છે. એટલે રાગાદિ ભાવવાળો આત્મા જ કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા કહેવાય છે. આ રીતે આત્માની ચેતનાશક્તિ અને વીર્યશક્તિ જ મોહને આધીન થઈ છતી બંધના હેતુરૂપે પરિણામ પામે છે. માટે ચેતનાશક્તિ અને વીર્યશક્તિમાં આવતી બંધની હેતુતા જ અટકાવવી જોઈએ. ચેતના અને વીર્ય મોહના ઉદયને આધીન ન થઈ જાય તે રીતે તે બન્ને શક્તિનું મોહના વિકારોથી અલિપ્ત રહે તે રીતે રક્ષણ કરવું જોઈએ. કારણ કે આ બન્ને શક્તિ જ મોહાધીન થઈ છતી બંધનો હેતુ બને છે. પણ મોહનીયનો વિપાકોદય બંધહેતુ નથી.
કર્મોનો ઉદય એ તો ગુણોનો આચ્છાદક માત્ર જ છે, પણ તે ઉદય કંઈ નવા બંધનો હેતુ નથી, જો કર્મના ઉદયને બંધનો હેતુ સ્વીકારીએ તો સર્વકર્મોનાં ઉદયમાં આવેલાં કાર્પણ વર્ગણાનાં પુદ્ગલો બંધહેતુ થઈ જાય અને દસમા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનકમાં પણ કર્મની ઘણી ઘણી પ્રકતિઓનો ઉદય વર્તે છે. ત્યાં પણ ઘણાં ઘણાં કર્મ બંધાવાં જોઈએ. ચૌદમા ગુણઠાણે પણ ૧૧-૧૨ પ્રકૃતિઓનો ઉદય છે તેથી ત્યાં પણ કર્મબંધ થવો જોઈએ. પરંતુ આમ થતું નથી. માટે વિપાકોદયમાં આવેલાં કર્મપુદ્ગલો એ નવા બંધનો હેતુ નથી. માત્ર મોહનીય કર્મ પુરતું આવું બને છે કે “ને વેય, તે વંથરુ'' જે મોહનીયકર્મને વિપાકોદયથી જીવ વેદે છે તેનો બંધ જીવ કરે છે.
જો ઉદયમાં આવેલાં કર્મપુદ્ગલોને નવા બંધનો હેતુ કહીએ તો બીજી પણ એક આપત્તિ આવે કે કર્મપુદ્ગલો જ કર્મબંધનાં કર્તા બને. તેથી પરદ્રવ્ય વડે કરાયેલી કર્મકર્દ્રતા થાય, કારણ કે આત્માની શક્તિ તે કર્મબંધમાં પ્રવર્તમાન નથી. માત્ર ઉદયાનુગત પગલો જ બંધ કરે છે, એવો અર્થ થાય. આત્માની શક્તિ તેમાં વપરાઈ નથી, અને ન વપરાયેલી આત્મશક્તિને કર્મની કર્તા કહેવાય નહીં. તેથી આત્મા તો કર્મનો અર્તા અને અભોક્તા ઠરશે. આ વાત ઉચિત નથી, આત્મા જ કર્મનો કર્તા છે. માટે આત્માના ચેતના-વીર્ય વગેરે ગુણો જે છે તે જ રાગાદિ ભાવે પરિણામ પામ્યા છતા કર્મબંધના હેતુ બને છે. પણ ઉદયમાં આવેલાં કર્મપુદ્ગલો બંધહેતુ થતાં નથી, પરંતુ ઉદયમાં આવેલાં મિથ્યાત્વમોહનીય, કષાયમોહનીય વગેરે હેતુઓ દ્વારા તો આત્માના સમ્યકત્વાદિ ગુણોનું આચ્છાદન માત્ર કરાય છે. નવાં કર્મનો બંધ તો મલીન ચેતના અને મલીન વીર્યપ્રવૃત્તિ દ્વારા થાય છે.
Page #648
--------------------------------------------------------------------------
________________
૬૧૨
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર સારાંશ કે ઉદયમાં આવેલાં કર્મો પોતપોતાનાથી આવાર્ય ગુણોનું આચ્છાદન માત્ર કરે છે. પણ ઉદયમાં આવેલાં તે કર્મો નવા બંધનો હેતુ નથી. જો કર્મોના ઉદયને બંધહેતુ કહીએ તો કર્મો કર્મ બાંધે છે આવો અર્થ થાય. એટલે પરદ્રવ્યકત કર્મકર્તતા થાય, ચૌદમા ગુણઠાણે પણ કર્મનો ઉદય હોવાથી બંધ પ્રાપ્ત થાય. આવા દોષો આવે. તેથી ઉદયગત કર્મો એ નવા બંધનો હેતુ નથી. પરંતુ મોહાધીન ચેતના અને મોહાધીન વિર્ય એ નવા બંધનો હેતુ છે. આ રીતે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલી ચેતના અને પ્રગટ થયેલું વીર્ય અને પ્રગટ થયેલા દાનાદિ ગુણો કે જે આ ગુણો ક્ષયોપશમભાવવાળા છે. તે આત્મગુણો જ અત્યન્ત વિપરીત શ્રદ્ધારૂપે, અત્યન્ત વિપરીત જ્ઞાનરૂપે અને પરદ્રવ્યમાં જ રમણીકતાના ભાવે પરિણામ પામ્યા છતા અર્થાતુ મલીન થયા છતા નવીન કર્મબંધનું કારણ બને છે. આત્માના ક્ષયોપશમ ભાવના ગુણો જ મિથ્યાત્વાદિ ભાવરૂપે પરિણામ પામ્યા છતા અપૂર્વ કર્મબંધનું કારણ બને છે. આ ગુણો આત્માના હોવાથી આત્મા જ કર્મબંધનો કર્તા કહેવાય છે. આ પ્રમાણે અશુદ્ધભાવપણે પરિણામ પામેલી આત્માની (અશુદ્ધ) પરિણતિ જ નવા નવા કર્મબંધનું કારણ છે. આ વાત દૃષ્ટાન્ત સાથે સમજાવાય છે.
સૂક્ષ્મ-એકેન્દ્રિય જીવોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષયોપશમ એકેન્દ્રિય જાતિનો ઉદય હોવાથી ભવસ્વભાવે જ અલ્પમાત્રાએ હોય છે. તેના કારણે તે જીવોની ચેતના અને વીર્યશક્તિ અલ્પમાત્રાએ જ ખુલ્લાં હોય છે. આ કારણે અશુદ્ધતાને અનુકૂલ અર્થાત્ અશુદ્ધતાથી વ્યાપ્ત એવો આ ત્રણ કર્મોનો ક્ષયોપશમ (ચેતનાશક્તિ અને વીર્યશક્તિ) અલ્પમાત્રાવાળી હોવાથી અલ્પસ્થિતિબંધ અને અલ્પરસબંધવાળો અલ્પમાત્રાએ કર્મબંધ થાય છે. એક સાગરોપમના સાતીયા ત્રણ ભાગ વગેરે પ્રમાણવાળું કર્મ બંધાય છે. એક સાગરોપમ પણ પૂર્ણપણે બંધાતું નથી.
જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં પંચેન્દ્રિય જાતિનો ઉદય હોવાથી આ ત્રણે કર્મોનો ક્ષયોપશમ ભવસ્વભાવે જ અધિક માત્રા હોય છે. તેના કારણે તે જીવોની ચેતનાશક્તિ અને વીર્યશક્તિ અધિકમાત્રાએ ખુલ્લાં હોય છે. આ કારણે અશુદ્ધતાને અનુકુળ અર્થાત્ અશુદ્ધતાથી વ્યાપ્ત એવો આ ત્રણ કર્મોનો ક્ષયોપશમ (ચેતનાશક્તિ અને વીર્યશક્તિ) અધિક માત્રાએ હોવાથી અધિક સ્થિતિબંધ અને અધિકરસબંધવાળો અધિકમાત્રાએ કર્મબંધ થાય છે. ઓછામાં ઓછો (જઘન્યથી) પણ અંતઃકોડાકોડી સાગરોપમ જેટલો કર્મબંધ થાય છે અને ઉત્કૃષ્ટથી ૭૦–૩૦-૨૦ કોડાકોડી સાગરોપમ જેટલો બંધ થાય છે.
સૂક્ષ્મ-એકેન્દ્રિયમાં અલ્પબંધ અને વિકલેન્દ્રિય તેમજ અસંશિમાં અધિક અધિક બંધ (૨૫ ગણો, ૫૦ ગણો, ૧૦૦ ગણો અને 1000 ગણો બંધ) હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં
Page #649
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૧૩ તો કોડાકોડી સાગરોપમનો બંધ થાય છે. તેથી જીવમાં પ્રગટ થયેલી ચેતનાશક્તિ અને વીર્યશક્તિ જ અશુદ્ધતાવાળી થઈ છતી કર્મબંધની કર્તા છે. આ ગુણો જીવના હોવાથી જીવની સાથે તે ગુણોનો કથંચિત્ અભેદ છે તેથી અશુદ્ધતાવાળો જીવ જ કર્મનો કર્તા-ભોક્તા છે, પણ પૂર્વબદ્ધકર્મનો વિપાકોદય કે વિપાકોદયમાં આવેલાં કર્મપુદ્ગલો એ બંધનાં કર્તા નથી. તેમજ શુદ્ધ જીવ પણ કર્મનો કર્તા નથી.
Aawi jछ -
"अप्पा करेइ कम्माइं, अप्पा वेएई परवसो एसो" इत्यादि । तथा च भगवतीप्रज्ञापनादौ-अत्तकडा कम्मा बंधन्ति, नो परकडा, तेऽप्यप्पवगाढा, नाऽप्यनवगाढा ॥ उत्तराध्ययने
अप्पा कत्ता विकत्ता य, सुहाण य दुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुपट्ठिओ ॥३७॥
___(अध्ययन २०, गाथा ३७) इत्यादि पुनः आचाराने-आयाणं सगडब्भि (श्रुत १, अध्य. ३, उद्देश-४, सूत्र-७२), इत्यादि स्वतो योज्यम् । श्रेणिप्रतिपाताधिकारे आवश्यकनिर्युक्तौ -
उवसामं उवणीया, गुणमहया जिणचरित्तसरिसंपि । पडिवायंति कसाया, किं पुण सेसे सरागत्थे ॥११८॥ जइ उवसंतकसाओ, लहइ अणंतं पुणो वि पडिवायं । न हु भे वीससियव्वं, थोवेवि कसायसेसंमि ॥११९॥ अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे वीससिअव्वं, थोवं पि हु तं बहु होइ ॥१२०॥ दासत्तं देइ रिणं, अइरा मरणं वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी, दिति कसाया भवमणंतं ॥१३११॥
(विशेषावश्याकभाष्य १३११) इति कर्मोदयेन आत्मा दीनो भवतीति ॥५॥
આત્મા જ કર્મ કરે છે, આત્મા જ કર્મોનો કર્તા છે, આત્માની ચેતનાશક્તિ અને વીર્યશક્તિ મિથ્યાત્વાદિ ભાવોથી વાસિત હોય ત્યારે તે શક્તિ જ કર્મની કર્તા છે. પરંતુ પૂર્વે
Page #650
--------------------------------------------------------------------------
________________
૬૧૪ કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
જ્ઞાનસાર બાંધેલા કર્મોના વિપાકોદયમાં આવેલાં પુદ્ગલો કર્મના કર્તા નથી. આ બાબતમાં જુદા જુદા અનેક શાસ્ત્રપાઠોની સાક્ષી આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે -
(૧) પરવશ એવો આ આત્મા જ કર્મો કરે છે અને આત્મા જ કર્મ વેદે છે.
(૨) ભગવતીજી સુત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે આત્મા વડે જ કરાયેલાં કર્મો બંધાય છે, પણ પર વડે કરાયેલાં કર્મો વિવક્ષિત જીવને બંધાતાં નથી. તથા જે આકાશપ્રદેશોમાં આત્મા અવગાહીને રહ્યો છે તે જ આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલાં કાર્મણવર્ગણાનાં પુદ્ગલો આ જીવ બાંધે છે, પણ પોતાની સાથેના આકાશપ્રદેશોમાં અવગાહીને ન રહેતાં હોય પરંતુ અનંતર કે પરંપરાએ દૂર દૂર અવગાહીને રહેલાં હોય તેને આ જીવ બાંધતો નથી.
(૩) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૦ ગાથા ૩૭ માં કહ્યું છે કે – “સુખોનો અને દુઃખોનો કર્તા પોતાનો આત્મા જ છે અને પોતાનો આત્મા જ સુખ-દુઃખોને દૂર કરવાવાળો વિકર્તા પણ છે. સુપ્રસ્થિત એટલે સદાચારી આત્મા આત્માનો મિત્ર છે અને દુ:પ્રસ્થિત એટલે
અહીં ગાથામાં કહેલાં મિત્તપિત્ત એમ બન્ને પદો ક્રમ છોડીને દુપ્રક્રિય અને સુપઢિઓ સાથે જોડવાં)
(૪) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનમાં ચોથા ઉદ્દેશામાં સૂત્ર ૭૨ માં કહ્યું છે કે –
જેનાથી કર્મબંધ થાય તે ૧૮ પાપસ્થાનક, અથવા હિંસાદિ આશ્રવો તથા કષાયો આ સર્વેને આદાન કહેવાય છે. તેનો જે ત્યાગ કરે તે પોતે બાંધેલા કર્મોનો ક્ષય કરે છે આવો અર્થ જાણવો તથા આદિ શબ્દથી જ્ઞ ત્તિ ક્રેઝ વંથ પરિખાયા (સૂત્રકૃતાંગ૧-૧-૧) ઈત્યાદિ પાઠો પણ સ્વયં જાણવા.
(૫) આવશ્યકનિર્યુક્તિમાં ઉપશમશ્રેણીથી પતનના અધિકારમાં પૂજ્ય ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે –
ગુણો પ્રાપ્ત કરીને તેના દ્વારા મહાન બનેલા પુરુષોએ કષાયોને ઉપશમભાવ રૂપે કર્યા હોય તો પણ તે ઉપશાન્ત કષાયો જિનેશ્વરની તુલ્ય ચારિત્રવાળા (ઉપશાન્તમોહ ગુણસ્થાનકે પહોંચેલા અને વીતરાગ બનેલા) એવા આત્માને પણ પછાડે છે તો પછી બાકીના સરાગી અવસ્થામાં રહેલા (૧ થી ૧૦ ગુણસ્થાનકવાળા) જીવોની વાત તો કરવી જ શું? (૧૧૮)
ઉપશાન્ત કર્યા છે કષાયો જેણે એવો વીતરાગાવસ્થાને પામેલો આત્મા પણ ફરીથી અનંતકાલ સંસારમાં ભટકવા રૂપ પ્રતિપાતને પામે છે તે કારણથી આ જીવનમાં થોડા પણ કષાયો બાકી હોય તો તેનો તમારે વિશ્વાસ કરવો જોઈએ નહીં. (૧૧૯)
Page #651
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૧૫ ત્રણ (દેવું) થોડું હોય તો પણ, પગમાં લાગેલો ઘા થોડો હોય તો પણ, આગ થોડી લાગેલી હોય તો પણ, કષાયો થોડા હોય તો પણ તમારે તેનો વિશ્વાસ કરવો નહીં, કારણ કે તે થોડું હોય તો પણ દિન-પ્રતિદિન વધીને ઘણું જ થાય છે. (૧૨)
ઋણ (દેવું) દાસપણાને આપે છે. ત્રણ એટલે ઘા ફેલાતો ફેલાતો જલ્દી મરણને આપે છે. અગ્નિ વધતો વધતો આખા ઘરને બાળી નાખે છે અને કષાયો વધતા વધતા અનંત ભવમાં ભ્રમણ આપે છે અર્થાત્ અનંત સંસારમાં ભટકાવે છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૩૧૧)
આ પ્રમાણે વિચાર કરતાં કર્મોના ઉદયથી આ જીવ દીન બને છે, લાચાર બને છે, પરાધીન બને છે. માટે કર્મોના ઉદયનો વિપાક આવું કષ્ટ આપનાર છે. આપણા
अर्वाक् सर्वाऽपि सामग्री, श्रान्तैव परितिष्ठति । વિપાક વર્ષUT: #ાર્ય-પર્યન્તમનુથાવત પદ્દા
ગાથાર્થ - પુણ્ય-પાપનો ઉદયકાલ આવે ત્યારે ધન-ધાન્ય, ગાડી-વાડી આદિ સર્વે પણ સામગ્રી જણે થાકી ગઈ હોય તેમ આગળ ઉભી જ રહે છે (કંઈ કરી શકતી નથી). ફક્ત પોતાનો ઉદયમાં આવેલ કર્મોનો વિપાક જ ફળ આપે ત્યાં સુધી જીવની પાછળ પાછળ જાય છે. દા.
ટીકા - “3 સર્વેતિ' સર્વાધિ સામગ્રી સર્વા શાન્તા વ પરિતિકૃતિ, न हि कार्यकरणसमर्था । कर्मणः विपाक:-उदयः कार्यपर्यन्तं-चरमकारणमनुधावतिअनुप्रवर्तते । अतो बाह्यसामग्री उपकरणरूपा हि कर्मोदयाश्रिता, तेन कर्मोदयो વત્રવત્તર:, મત: વર્ષીય તિતમિતિ દ્દા
વિવેચન :- માણસની પાસે ધન-ધાન્ય બંગલો ગાડી સત્તા વગેરે બાહ્ય ભોગ સામગ્રી જ્યારે હોય છે ત્યારે તે મનુષ્ય અભિમાન કરતો હોય છે. મારી પાસે બધું જ છે. હવે મારે કોઈની જરૂર નથી. મારે કોઈથી દબાવાની જરૂર નથી. આમ મનમાં અભિમાન રાખીને પાવરપૂર્વક ગજ ગજ છાતી કાઢીને ફરતો હોય છે. આખી દુનિયાને ધ્રુજાવતો હોય છે. પરંતુ આ સર્વે પણ ભોગ સામગ્રી (સંસારીસુખના ઉપકરણ રૂપ સામગ્રી) જાણે આ જીવને બચાવવામાં થાકી ગઈ હોય શું? એ રીતે ઉભી જ રહે છે. ટગમગ-રગમગ જોયા જ કરે છે. જીવનું સંરક્ષણ કરવા રૂપ કાર્ય કરવાને તે સામગ્રી સમર્થ બનતી નથી.
સાત માળની હવેલી કરાવી હોય, લાખોની કિંમતના હીરાના હાર કરાવ્યા હોય,
Page #652
--------------------------------------------------------------------------
________________
૬૧૬ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર કરોડો રૂપિયાનું ધન ભેગું કર્યું હોય. વિનયવાળો બહોળો પરિવાર હોય અને આજ્ઞાંકિત સેવકવર્ગ હોય તો પણ આ જીવને જ્યારે જ્યારે જન્મ–જરા-મરણ-રોગ અને શોક આવે છે ત્યારે ત્યારે થતી તે પ્રસંગોની પીડા કોઈ લઈ શકતું નથી. મૃત્યુ પામે ત્યારે ઉપરની તમામ સામગ્રી ટગમગ ટગમગ દેખે છે, પોતે કંઈ બચાવ કાર્ય કરી શકતી નથી એમ સમજીને જાણે રડતી હોય એમ ઉદાસ થઈને રહે છે, પણ સંરક્ષણ કોઈ કરી શકતું નથી. બધી જ સામગ્રી જતી રહે છે અને મૃતક શરીરને ઘરમાંથી બહાર લઈ જવાય છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરાય છે. જીવ પણ બધી જ સામગ્રી હોવા છતાં આયુષ્ય પૂર્ણ થવાથી ઉપડી જાય છે, કોઈ તેને રોકી શકતું નથી. માત્ર એક પોતે બાંધેલા કર્મોનો વિપાક (ઉદય) જ પોતાનું કાર્ય થાય ત્યાં સુધી પાછળ પાછળ જાય છે.
પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના જીવે મરીચીના ભવમાં બાંધેલું નીચગોત્રકર્મ પોતાનું કાર્ય સમાપ્ત ન થયું ત્યાં સુધી એટલે કે તીર્થંકરપણાના ભવ સુધી પાછળ ગયું, એવી જ રીતે વાસુદેવના ભવમાં બાંધેલું કર્મ છેલ્લા ભવમાં કાનમાં ખીલા નંખાવવાનું કાર્ય થયું ત્યાં સુધી સાથે ગયું. આમ કર્મ જ ભવાન્તરમાં ફળપ્રાપ્તિ સુધી સાથે જાય છે, ભોગસામગ્રી અહીં જ રહે છે. આ કારણથી પુણ્યોદયજન્ય ઉપકરણસામગ્રી કર્મના ઉદયને આધીન છે. આપણી પોતાની જીવની માલિકીની) નથી, જીવનું તેમાં કંઈ ચાલતું નથી. કર્મોદયની માલિકી છે. આ કારણથી કર્મોદય જ બળવાન છે. આ કારણે હે જીવ! કર્મોનો ક્ષય જ કરવો જોઈએ. કર્મોના ક્ષય માટે જ પ્રયત્ન કરવો જોઈએ. ભોગસામગ્રી તારી માલિકીની નથી તેથી તેનું ગુમાન કરવું ઉચિત નથી. lllી
असावचरमावर्ते, धर्मं हरति पश्यतः । चरमावर्तिसाधोस्तु, च्छलमन्विष्य हृष्यति ॥७॥
ગાથાર્થ :- આ કર્મોદય (કર્મવિપાક) જીવનો અચરમાવર્તકાલ ચાલતો હોય ત્યારે તેના દેખતાં દેખતાં તેનામાંથી ધર્મ ચોરી જાય છે અને જ્યારે ચરમાવર્તનો કાલ આવે છે ત્યારે આ કર્મવિપાક સાધુમાં બળ વાપરી શકતો નથી. જો કદાચ સાધુમાં પ્રવેશ કરવા માટે આ વિપાકોદયને નાનું પણ છિદ્ર મળે તો આનંદમાં આવી જાય છે. liણા.
ટીકા :- “સવિતિ” ૩-જર્મવિપત્તિ: પતિ-પતિ સતિ અને अचरमावर्ते-चरमपुद्गलपरावर्ताद् अर्वाक् धर्मं हरति-चोरयति । तु-पुनः चरमावर्तिचरमपुद्गलपरावर्तान्तर्वर्तमानमार्गानुसारिजनस्य साधो:-निर्ग्रन्थस्य च्छलमन्विष्यगवेषयित्वा हृष्यति-हर्षं प्राप्नोति । इत्यनेन मार्गानुसारिनिर्ग्रन्थस्य क्षायोपशमिक
Page #653
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૧૭
गुणवत्त्वात् प्रमादादिदोषात्, शङ्काद्यतिचारावसरे हृष्यति नाम वर्धते इत्युपचारः, अतः कर्मविपाके रक्तद्विष्टता न करणीया ॥७॥
વિવેચન :- આ જીવને મુક્તિની પ્રાપ્તિનો એક પુદ્ગલપરાવર્તનથી અધિક કાલ જ્યારે બાકી હોય ત્યારે “અચરમાવર્ત” કહેવાય છે અને એક પુદ્ગલપરાવર્ત માત્ર કાલ બાકી હોય ત્યારે “ચરમાવર્ત” કહેવાય છે. પહેલાનું નામ દૂરમુક્તિ અને બીજાનું નામ આસન્નમુક્તિ પણ કહેવાય છે. જ્યારે આ જીવની મુક્તિની પ્રાપ્તિ દૂરકાલે થવાની હોય એટલે કે અચ૨માવર્તકાલ હોય ત્યારે કર્મનો આ વિપાકોદય આંખે દેખતાં દેખતાં જ આ જીવમાં રહેલી ધર્મસંજ્ઞાને હરી જાય છે, અર્થાત્ ચોરી જાય છે. કહેવાનો આશય એ છે કે અચરમાવર્તી જીવોમાં પાંચે ઈન્દ્રિયોનાં વિષયસુખોનો મોહ એટલો બધો હોય છે કે તેને ધર્મ કરવાનું મન જ થતું નથી, મોહરાજાનો વિપાકોદય તીવ્રભાવે કામ કરે છે, જીવમાં રહેલી ધર્મસંજ્ઞા-સંસ્કૃતિ-સંસ્કાર ચાલ્યા જાય છે. મોહાન્ધ થયેલો આ જીવ દારૂડીયાની જેમ વિષય-સુખમાં અંધ બને છે અને વિપાકોદયનું જોર હોય છે માટે આત્મધર્મ ભૂલી જાય છે.
પરંતુ આ જ જીવ જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે તે વીતરાગપ્રભુના માર્ગને જાણે છે. તેને અનુસરવાની બુદ્ધિ થાય છે. ભગવંતે કહેલા માર્ગે ચાલે છે. તે કાલે આત્મા જાગૃત થઈ જાય છે. માર્ગાભિમુખ-માર્ગપતિત અને માર્ગાનુસારી બને છે. રાગ-દ્વેષાદિ કષાયોનો કંટ્રોલ કરતો આ જીવ દ્વિર્બન્ધક સમૃબંધક-અપુનર્બન્ધક થઈને ત્રણ કરણ કરવા દ્વારા સમ્યક્ત્વ ગુણ પામે છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી કર્મની સામે વિજય તરફ આ જીવનું બળ વધે છે. વિપાકોદય ઢીલો પડી જાય છે. તે વિપાકોદયને આ જીવમાં પ્રવેશવાની કોઈ જગ્યા મળતી નથી.
ક્યારેક ક્યારેક સમ્યક્ત્વમોહનીયકર્મના ઉદયથી માર્ગાનુસારી એવા અને નિગ્રન્થ બનેલા એવા પણ આ જીવ વડે મોહનીયનો ક્ષયોપશમ ભાવ હોવાથી પ્રમાદાદિના દોષથી વીતરાગપરમાત્માનાં વચનો ઉપર શંકા-આકાંક્ષા-વિતિગિચ્છા, અન્ય-દૃષ્ટિપ્રશંસા અને અન્ય -દૃષ્ટિ-પરિચય આદિ અતિચારો (દોષો) સેવાઈ જાય છે. ત્યારે તેવા અવસરે કર્મનો આ વિપાકોદય ઘણો જ રાજીરાજી થઈ જાય છે. પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે કે હવે મને આ જીવમાં ઘુસવાનું એક આ છિદ્ર તો મળ્યું, આજ સુધી હું આ જીવમાં પ્રવેશી જ શકતો ન હતો, હવે આ જીવે આ દોષ સેવ્યા છે એટલે હું અંદર જઈશ અને મારું જોર અજમાવીશ જીવને નીચે પછાડીશ. એમ વિપાકોદય રાજી રાજી થઈ જાય છે.
કહેવાનો સાર એ છે કે અચરમાવર્તમાં વિપાકોદયનું બલ બલવત્તર હોય છે. પરંતુ
Page #654
--------------------------------------------------------------------------
________________
૬૧૮ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર ચરમાવર્તમાં જીવનું બળ વધે છે. વિપાકોદય નિર્બળ થાય છે. આ કારણથી જ્યારે જ્યારે પુણ્ય-પાપ કર્મનો વિપાકોદય આવે ત્યારે ત્યારે રાગી અને દ્વેષી ન થવું, રાગ-દ્વેષ ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખવી. llણા
साम्यं बिभर्ति यः कर्म-विपाकं हृदि चिन्तयन् । स एव स्याच्चिदानन्द-मकरन्दमधुव्रतः ॥८॥
ગાથાર્થ :- કર્મોના વિપાકને હૃદયમાં વિચારતો જે મહાત્મા “સમભાવને” ધારણ કરે છે તે જ મહાત્મા જ્ઞાનના આનંદની સુવાસ પ્રાપ્ત કરવામાં ભ્રમરતુલ્ય બને છે. આટલા
ટીકા :- “સમિતિ” –ચ: સાભાર્થી ઋવિપા-શુમાશુમવિપાદ્ધ વિનાયविचारयन्, हृदि-चित्ते, साम्यं-तुल्यत्वं-इष्टानिष्टतारहितं बिभर्ति, स एव योगी चिदानन्दमकरन्दमधुव्रतः-ज्ञानानन्दस्य मकरन्दः (अथवा ज्ञानानन्द एव मकरन्दः)रहस्यं, तस्य मधुव्रतः-रसास्वादी, स्यात्-भवति । आत्मानन्दभोगी भवति । इत्यनेन आत्मानन्दरसरसिकः शुभाशुभविपाकोदयेन रागद्वेषवान् न भवति, सर्वान् प्रति समवृत्तिर्मुनिः
॥ इत्येवं कर्मविपाकचिन्तनाष्टकं समाप्तम् ॥ ॥८॥ વિવેચન - પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય આ જીવને ઘણો નીચે પણ પછાડે છે અને ઘણો ઊંચો પણ ચડાવે છે. ઊંચે ચડાવીને પણ પછાડે છે અને પછાડીને ઊંચે પણ ચડાવે છે. કર્મોના વિપાકની આવી ઊંટની પીઠ જેવી વિષમ-સ્થિતિ છે ક્યારેય કોઈને ય પણ કર્મનો વિપાક એકસરખો સમાન રહેતો નથી. તેથી હે જીવ ! કર્મના વિપાકથી મળેલી સંપત્તિમાં ફુલાવું નહીં, હર્ષિત થવું નહીં, ગર્વિષ્ઠ થવું નહીં અને વિપત્તિમાં ગભરાવું નહીં, હતાશ થવું નહીં કે મુંઝાવું નહીં. કર્મના વિપાકથી આવેલું ભોગસંબંધી સુખ કે દુઃખ એ તારું નથી, તારું સ્વરૂપ નથી, તારી માલિકીવાળું નથી, તે સુખ અને દુઃખ જેમ વિપાકોદયથી આવ્યું છે તેમ વિપાકોદય સમાપ્ત થતાં અવશ્ય જવાવાળું છે. માગીને ઉછીતા લાવેલા પારકાના દાગીનાતુલ્ય આ સુખ-દુઃખ છે. માટે ખુશ-નાખુશ થવું નહીં.
ઉપરની વાત બરાબર સમજીને જે આત્માર્થી મહાત્મા શુભ એવો કર્મનો વિપાક (પુણ્યોદય) કે અશુભ એવો કર્મવિપાક (પાપોદય) તે મારું સ્વરૂપ નથી, હું તો મૂલ્યસ્વરૂપે અનંત જ્ઞાનાદિ ગુણોના આનંદમય છું. જડની સાથે તો મારે સંયોગસંબંધ માત્ર છે. તાદાભ્ય સંબંધ નથી. સાંસારિક સુખ-દુઃખ એ તો શુભાશુભ કર્મોના વિપાક માત્ર છે કાળાન્તરે
Page #655
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૧૯ ચાલ્યા જવાવાળા છે આવા વિચારો હૃદયમાં કરતો સુખના સંજોગો આવે ત્યારે રાગ ન કરે અને દુઃખના સંજોગો આવે ત્યારે દ્વેષ ન કરે. આમ ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતાબુદ્ધિ રહિત થઈને હૃદયમાં જે સમભાવને ધારણ કરે છે તે જ્ઞાનના આનંદની સાચી સુગંધને (મકરંદને) પ્રાપ્ત કરવામાં ભ્રમરંતુલ્ય બને છે.
ભ્રમર જેમ ગુલાબ આદિ પુષ્પો ઉપર બેસે છે. પણ પુષ્પોની સુગંધને જ માત્ર ગ્રહણ કરે છે અને આનંદ આનંદ માણે છે. ગુલાબાદિની પાંખડીઓનો તો સ્પર્શ માત્ર કરે છે. તેમાં તે રંગાતો નથી. તેમ આત્માર્થી આ મહાત્મા પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોનો અનહદ આનંદ જ માણે છે. તેમાં જ લીન થાય છે. ભોગસુખો આદિનો તો સ્પર્શ માત્ર કરે છે તેમાં તે અંજાતો નથી; જ્ઞાનાદિ ગુણોના આનંદની સુગંધનો ભોક્તા બને છે. ભ્રમર જેમ રસનો આસ્વાદી બને છે તેમ આ મહાત્મા આત્મગુણોના આનંદનો ભોગી બને છે.
પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોમાં તે આત્મા અંજાતો નથી. ભોજન-પાણીના અવસરે ભોજન-પાણીનો વ્યવહાર કરે છે, પણ કોઈપણ ભોગ્ય અને પેય વસ્તુમાં ઈનિઝ બુદ્ધિ કરતો નથી. વળી ચક્ષુથી પદાર્થ દેખે છે, કાનથી શબ્દો સાંભળે છે, પણ ક્યાંય રાગાદિમય બુદ્ધિ કરતો નથી, શરીરનો સંબંધ હોવાથી પાંચે ઈન્દ્રિયો દ્વારા અનિવાર્ય વિષયોનો વ્યવહાર કરે છે. નિવાર્ય વિષયોનો ત્યાગ કરે છે અને અનિવાર્ય વિષયોનો વ્યવહાર કરવા છતાં પણ તેમાં ઈષ્ટાનિઝ બુદ્ધિ આ જીવ કરતો નથી.
આ પ્રમાણે આત્માના ગુણોના આનંદના રસમાં જ રસિક બનેલો આ આત્મા, શુભાશુભ કર્મોના વિપાકો એ જ સાંસારિક સુખ-દુઃખ છે. તે બન્નેમાંથી એક પણ સ્વરૂપ મારું નથી. આમ સમજીને તે બન્નેમાં રાગ-દ્વેષવાળા બનતા નથી; ઈનિઝ બુદ્ધિ કરતા નથી. પરંતુ સર્વ સંજોગોમાં સમભાવની મનોવૃત્તિવાળા આ મહાત્મા બને છે. સર્વત્ર ઉદાસીનભાવવાળા રહે છે. કર્મોના વિપાકોદયથી અલિપ્ત રહે છે. આ પ્રમાણે પુણ્યનો ઉદયકાલ હોય કે પાપનો ઉદયકાલ હોય આમ બન્ને કાલે “સમાનતા” વિચારવી. આ પ્રમાણે સમજાવનારું આ એકવીસમું કર્મવિપાકચિંતન અષ્ટક સમાપ્ત થયું.
એકવીસમું કર્મવિપાકચિંતનાકસમાપ્ત કરે છે
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #656
--------------------------------------------------------------------------
________________
૬૨૦
જ્ઞાનસાર
ભવોઢેગઅષ્ટક-૨૨ થ દાવિંશતિત મોIિIષ્ટભ્રમ્ |
|
कर्मविपाकोद्विग्नभावात् संसाराद् उद्विजति । अतो भवोद्वेगाष्टकं लिख्यते । तत्र नामभवः रुद्रादिः । अथवा तन्नाम शब्दालापरूपः, स्थापनाभवः लोकाकाशः तदाकारो वा । द्रव्यभवः भ्रवभ्रमणे हेतुरूपः धनस्वजनादिः । भावभवः चतुर्गतिरूपः जन्ममरणादिलक्षणः । नयस्वरूपं च-द्रव्यनिक्षेपे यावत् नयचतुष्टयम्, भावनिक्षेपे शब्दादिनयत्रयं ज्ञेयम् ।
એકવીસમું કર્મવિપાકચિંતનાષ્ટક સમજાવ્યું, પૂર્વે બાંધેલ પુણ્ય-પાપના ઉદયથી જીવને સુખ-દુઃખ આવે છે. સાંસારિક સુખ-દુઃખ એ જીવનું પોતાનું અસલી સ્વરૂપ નથી, તેથી કર્મોના વિપાકોદયમાં આ જીવ ઉદ્વેગવાળો બને છે અને આ રીતે કર્મોના વિપાકોમાં ઉદ્વેગ ભાવવાળો બનવાથી તજજન્ય એવા સંસારથી પણ ઉદ્વેગવાળો આ જીવ બને છે. આ કારણથી હવે “ભવોગ” નામનું અષ્ટક લખાય છે. ભવોઢેગ એટલે સાંસારિક ભાવોથી ઉગી બનવું. ત્યાં સર્વે જીવો સદા સુખપ્રિય હોવાથી દુઃખોથી તો ઉદ્ધગી હોય જ છે. પરંતુ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલાં સાનુકૂળ સુખનાં સાધનો એ પણ આ આત્મા માટે બંધન હોવાથી તેનાથી ઉગી બનવું તે ભવોગ. સાંસારિક સુખ ઉપરથી મન ઉઠાવી લેવું તે ભવોઢેગ સમજવો. ત્યાં પ્રથમ ચાર નિક્ષેપ સમજાવાય છે.
રુદ્ર એટલે મહાદેવ-શંકર, શંકરનું પર્યાયવાચી નામ ભવ છે. માટે શંકર તે નામભવ કહેવાય છે. “ભાવ” એવું કોઈનું પણ સાંસારિક જન્મકાલથી નામ કરાય તે નામભવ છે. અથવા તે તે નામનું શબ્દાત્મકપણે જે ઉચ્ચારણ કરવું તે નામભવ સમજવો.
ચૌદ રાજલોક પ્રમાણવાળા લોકાકાશમાં સર્વે જીવો જન્મમરણ કરે છે. સર્વે જીવોના ભવો લોકાકાશમાં જ થાય છે. અલોકમાં કોઈપણ જીવનું જન્મ-મરણ થતું નથી. માટે લોકાકાશ અથવા લોકાકાશનો આકાર તે સ્થાપનાભવ. અથવા કોઈપણ ભવને પામેલા જીવની આકૃતિ દોરવી તે અથવા લોકાકાશની આકૃતિ દોરવી તે સ્થાપના ભવ સમજવો.
સંસારના પરિભ્રમણમાં હેતુભૂત એવો ધન-સ્વજન આદિ પદાર્થસમૂહ તે દ્રવ્યભવ. અહીં કારણને દ્રવ્ય કહેવાય એ ન્યાયને અનુસરીને ધન, સ્વજનો, સોનું, રૂપું, હીરા, માણેક, ઘર, મિલકત વગેરે સાંસારિક સઘળા પણ પદાર્થો આ જીવને મમતા-મૂછ કરાવવા દ્વારા જન્મ-મરણરૂપ સંસારના પરિભ્રમણમાં હેત બને છે. તેથી કારણભૂત એવા તે પદાર્થોને જ
Page #657
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભવોગઅષ્ટક- ૨૨
૬૨૧ ભવ કહેવો તે દ્રવ્યભવ જાણવો અને ચારે ગતિમાં જન્મ-મરણ પામવા રૂપ જે વાસ્તવિક ભવ છે, તે ભાવભવ સમજવો. જન્મ-જરા-મરણ-રોગ અને શોક એ જ પરમાર્થથી સંસાર છે. તેને જ ભવ કહેવાય છે. તે ભાવભવ સમજવો.
હવે સાત નયોથી ભવ સમજાવાય છે. જે ધન-ધાન્યાદિ અને સ્વજનાદિ રૂપ દ્રવ્યભવ છે તે પ્રથમના ચાર નયથી ભવ જણવો. તથા જન્મ-મરણાદિ રૂપ જે ભાવભવ છે તે શબ્દાદિ પાછલા ત્રણ નયથી ભવ જાણવો. છતાં કંઈક વિસ્તારથી નિયવિચારણા આ પ્રમાણે
છે.
(૨)
નૈગમનય :- વિકલેન્દ્રિય-એકેન્દ્રિય અને સૂક્ષ્મનિગોદના જીવોમાં અવ્યક્ત ચેતના હોતે છતે જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ રૂપ જે સંસાર તે નૈગમનયથી ભવ જાણવો. સંગ્રહનય - પંચેન્દ્રિયજીવોના દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય રૂપે ચારગતિરૂપ જે સંસાર તે વ્યક્તચેતના હોવાથી સંગ્રહનયની અપેક્ષાએ ભવ, જે સુખ-દુઃખની વધારે અનુભૂતિરૂપ છે માટે સંગ્રહનય વ્યવહારનય - મનુષ્યના ભવમાં પ્રાપ્ત થયેલા પુત્ર-પુત્રી-પત્ની આદિ પરિવાર તથા તથા ધન-ધાન્યાદિ ભોગસામગ્રી, વસા જાલ જે ભોગસામગ્રી છે તે અને ભાવિમાં આવવાની સંભાવના હોય તે, આ સઘળા પદાર્થો કે જે સુખ-દુઃખના અનુભવનાં કારણો છે તે વ્યવહારનયથી ભવ, લોકમાં પણ આવો વ્યવહાર થાય છે
કે આ પરિવાર, આ ઘર, આ ધન, એ જ મારો સંસાર છે. (૪) ઋજુસૂત્રનય :- માત્ર વર્તમાનકાલે વિદ્યમાન પરિવાર-સ્વજનાદિ અને ધન-ધાન્યાદિ
એ જ ઋજુસૂત્રનયથી ભવ જાણવો. શબ્દનય - ચારે ગતિમાં રખડવા રૂપ જન્મ-જરા-મરણમય જે સંસાર કે જેને ભાવનિક્ષેપે ભવ કહેવાય છે તે શબ્દનયથી ભવ.
- ચારે ગતિમાં રખડવા રૂપ જન્મ-જરા-મરણાદિમય સંસારની પ્રાપ્તિ કરાવે એવા મિથ્યાત્વ-અસંયમ અને કષાયવાળા આત્મપરિણામ તે સમભિરૂઢનયથી ભવ.
:- ચારે ગતિમાં રખડવા રૂપ જન્મ-જરા-મરણાદિ મય સંસારની પ્રાપ્તિ
Page #658
--------------------------------------------------------------------------
________________
૬૨૨ ભવોઢેગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર થાય એવા મિથ્યાત્વ-અસંયમ અને કાષાયિક પરિણામવાળો જે જીવ, તે જ ભવ કહેવાય છે.
ઉપર કહેલી નયોની યોજના વિવક્ષાવિશેષથી સમજાવવામાં આવી છે. ભવ અતિશય દુઃખદાયી છે. આ જીવને પરાધીન બનાવીને અનેક પ્રકારે દુઃખ આપે છે. તેથી તેના તરફ ઉગ ઉત્પન્ન થવો જોઈએ, તે ઉગ પ્રગટ થાય તો જ આ જીવ સંસાર છોડીને સાધુ-સંત થાય અને આત્મકલ્યાણ સાધે તે માટે ભવોઢેગાષ્ટક કહેવાય છે.
अत्र च भवमग्नानां जीवानां न धर्मेच्छा, इन्द्रियसुखास्वादलीना मत्ता इव निर्विवेकाः भ्रमन्ति । दुःखोद्विग्नाः इतस्ततः दुःखापनोदार्थमनेकोपायचिन्तनव्याकुला भ्रमन्ति शूकरा इव इति । महामोहभवाम्भोधौ मग्नाः किमन्यत् ? सर्वसिद्धिकरं श्रीमद्वीतरागवन्दनादिकं कुर्वन्ति इन्द्रियसुखार्थं, तप-उपवासादिकष्टानुष्ठानमाजन्मकृतं हारयन्ति निदानदोषेण, गणयन्ति मोक्षहेतुरूपं जैनशासनदेवादि सुखहेतुरूपम् । व्यामुह्यन्ति ऐश्वर्यादिषु भवाब्धिमत्स्या इव मिथ्यावासिता जीवाः । तेन भवोद्वेग एव करणीयः । यत्रात्मसूखहानिः, तस्य कोऽभिलाषः सतामिति ? इत्येवोपदिशति -
જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ દુઃખોથી ભરેલા અર્થાત્ કોઈથી ન અટકાવી શકાય તેવાં જન્માદિ દુઃખોથી ભરપૂર ભરેલા આ સંસારમાં ઈન્દ્રિયજન્ય અસ્થિર અને પરાધીન એવા અલ્પ સુખમાત્રમાં મગ્ન બનેલા જીવોને વિષયસુખની લોલુપતાથી ધર્મ કરવાની ઈચ્છા થતી નથી. પાંચ ઈન્દ્રિયોના નાશવંત અલ્પસંખના આસ્વાદમાં લીન બનેલા જીવો, દારૂડીયાની જેમ મદોન્મત્ત બન્યા છતા વિવેકશન્ય થઈને સંસારમાં ભટકે છે. અલ્પમાત્રાએ મળતા તે સુખના આસ્વાદમાં લીન બન્યા છતા જ્યારે જ્યારે દુઃખો આવે છે ત્યારે ત્યારે દુઃખોના ભારથી કંટાળેલા તે જીવો દુઃખોને દૂર કરવા માટે મંત્ર-તંત્ર-જડીબુટ્ટી આદિ અનેક ઉપાયોની વિચારણામાં જ આકુળ-વ્યાકુલ થયા છતા ભૂંડની જેમ અહીં તહીં ભટકે છે. મહામોહાધતામય અને અજ્ઞાનતામય એવા આ સંસારરૂપી સમુદ્રમાં ધર્મ વિના સાચા સુખની પ્રાપ્તિનો અને દુઃખનાશનો બીજો શું ઉપાય છે? અર્થાત્ બીજો કોઈ ઉપાય નથી. ધર્મ કરવો એ જ તેનો સાચો ઉપાય છે.
મચ્છીમારોએ નાખેલી જાળમાં માંસાદિ પદાર્થો દેખીને લોભાયેલાં સમુદ્રમાં ફરતાં માછલાં જેમ જાળમાં ફસાઈ જાય છે અને દુઃખી-દુઃખી થાય છે, મૃત્યુ પામે છે. તેમ ભવસમુદ્રમાં સાંસારિક અલ્પસુખની મિથ્યા એવી મોહની વાસનાથી વાસિત થયેલા આ સંસારી જીવો ક્યારેક ક્યારેક શ્રી વીતરાગપ્રભુને વંદનાદિ ધર્મકાર્ય કરે છે, પરંતુ
Page #659
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોગઅષ્ટક- ૨૨
૬ ૨૩
મિથ્યાવાસનાનું જોર હોવાથી તે પણ ઈન્દ્રિયજન્ય સુખ મેળવવા માટે જ કરે છે. આત્મકલ્યાણની બુદ્ધિ થતી નથી. તથા ઉપવાસ છઠ્ઠ-અટ્ટમ આદિ તપ કરવા રૂપે કષ્ટકારી ધર્મનાં અનુષ્ઠાનો જન્મથી માંડીને ઘણાં ઘણાં કર્યા હોય છે અને કરે પણ છે. તો પણ મોહની તીવ્રતાના કારણે નિયાણું કરવાના દોષે અર્થાત્ ઈન્દ્રિયજન્યસુખની લાલસાના જોરે તે કરેલાં ધર્માનુષ્ઠાનો હારી જાય છે.
જૈનશાસનના નાયક, તીર્થની સ્થાપના કરનારા, વીતરાગ-સર્વજ્ઞ-ભગવંતો જવા દેવ અને તેમના માર્ગે ચાલનારા વૈરાગી, મહાવ્રતધારી-સુસાધુ આદિ આલંબનો કે જે આલંબનો મોક્ષના સુખના હેતુભૂત છે તેવા ઉત્તમ આલંબનોને પણ મિથ્યા વાસનાના બળે ઈન્દ્રિયજન્ય સુખના હેતુરૂપે ઉપાસે છે. લાકડાને કાપવાના આલંબન રૂપ કુહાડાને જેમ કોઈ પગ કાપવામાં ઉપયોગ કરે તેમ મોહાધીન એવો આ જીવ મોક્ષના હેતુભૂત વીતરાગ દેવને અને વૈરાગી ગુરુને સંસારસુખની પ્રાપ્તિના હેતુરૂપે જોડે છે. તથા પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા સાંસારિક ભોગસુખોમાં આ જીવ મોહાન્ય બને છે.
ખરેખર જે ભવ દુઃખો જ આપનાર છે તેને આ જીવ મિથ્યાવાસનાના બળે સુખહેતુ માનીને ભટકે છે. વાસ્તવિકપણે આ ભવ અનેક દુઃખો અને ઉપાધિઓની ખાણમાત્ર જ છે. તેથી તેના તરફ ઉદ્વેગ જ કરવા જેવો છે. કારણ કે ઈન્દ્રિયજન્ય અલ્પ સુખ અને અતિશય દુઃખથી ભરેલા જે સંસારમાં આત્માના ગુણોના અનંત સુખની હાનિ જ થતી હોય ત્યાં સજ્જનોને અભિલાષા શું હોય? સજ્જનોને તેવા સંસારની ઈચ્છા શું થાય? અર્થાત્ ન જ થાય. એવો જ ઉપદેશ હવે ગ્રંથકારશ્રી આપણને આપે છે -
यस्य गम्भीरमध्यस्याज्ञानं वज्रमयं तलम् । रुद्धा व्यसनशैलौघैः, पन्थानो यत्र दुर्गमाः ॥१॥ पातालकलशा यत्र, भृताः तृष्णामहानिलैः । कषायाश्चित्तसङ्कल्पवेलावृद्धिं वितन्वते ॥२॥ स्मरौर्वाग्निर्व्वलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा । यो घोर-रोगशोकादि-मच्छकच्छपसङ्कुलः ॥३॥ दुर्बुद्धिमत्सरद्रोह-विद्युहुर्वातगर्जितैः । यत्र सांयात्रिका लोकाः, पतन्त्युत्पातसङ्कटे ॥४॥
Page #660
--------------------------------------------------------------------------
________________
૬૨૪ ભવોઢેગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર ज्ञानी तस्माद् भवाम्भोधेर्नित्योद्विग्नोऽतिदारुणात् । तस्य संतरणोपायं, सर्वयत्नेन काङ्क्षति ॥५॥
ગાથાર્થ - ગંભીર (ઘણો ઊંડો) છે મધ્યભાગ જેનો એવા આ સંસાર રૂપી સમુદ્રનું તળીયું અજ્ઞાનતા રૂપી વજનું બનેલું છે. જે સમુદ્રમાં દુઃખો રૂપી પર્વતોના સમૂહ વડે વહાણ ચલાવવાના માર્ગો રોકાયેલા છે અને તેથી જ ઘણા દુર્ગમ છે. [૧]
જે સંસારસમુદ્રમાં તૃષ્ણા રૂપી મહાન વાયુ વડે ભરેલા ચાર કષાયો રૂપી પાતાલ કળશા ચિત્તના સંકલ્પ-વિકલ્પો રૂપી વેલની વૃદ્ધિ કરે છે. જીરા
- તથા જે સંસારસમુદ્રમાં પ્રેમરૂપી ઈન્જનવાળો કામવાસના રૂપી વડવાનલ સદા સળગી રહ્યો છે તથા જે સંસારસમદ્ર ભયંકર રોગ અને શોકાદિ રૂપ અનેક માછલાં અને કાચબાઓથી ભરપૂર ભરેલો છે. all.
તથા જે સંસારસમુદ્રમાં દુષ્ટબુદ્ધિ, ઈર્ષાભાવ અને કપટભાવ રૂપી વીજળી, તોફાની પવન અને ગર્જારવ વડે વહાણ ચલાવનારા નાવિકો પણ અકસ્માત સંકટમાં મુકાયા છે. I૪.
આવા પ્રકારના અતિશય ભયંકર એવા સંસારરૂપી સમુદ્રથી નિત્ય ઉદ્વેગ પામેલા જ્ઞાની મહાત્મા પુરુષ સર્વ પ્રકારના પ્રયત્નથી તે સંસાર સમુદ્રને તરવાનો ઉપાય માત્ર જ ઈચ્છે છે. પા.
ટીકા :- યતિ , પતિનેતિ ૨, પર્વેતિ રૂ, તુવૃદ્ધતિ ૪, જ્ઞાનીતિ श्लोकपञ्चकं व्याख्यायते-ज्ञानी तस्य भवसमुद्रस्य सन्तरणोपायं-पारगमनोपायं सर्वयत्नेन काङ्क्षति-इच्छति इत्यर्थः । तस्य कस्य ?
यस्य-गम्भीरं मध्यं यस्य स गम्भीरमध्यस्तस्य अप्राप्तमध्यस्य भवार्णवस्य अज्ञानं-जीवाजीवविवेकरहितं तत्त्वबोधशून्यं मिथ्याज्ञानम्, तदेव वज्रमयं तलं दुर्भेदं, यत्र- भवाम्भोधौ व्यसनशैलौघैः-कष्टपर्वतसमूहैः रुद्धाः पन्थानः-मार्गाः सद्गतिगमनप्रचाराः, दुर्गमा:-गन्तुमशक्या भवन्ति । इत्यनेन अज्ञानतलातिगम्भीरमध्ये संसारपारावारे रोगशोकवियोगादिकष्टपर्वतैः रुद्धमार्गे जन्तोः सुखगमनमशक्यं મતિ શા
વિવેચન :- પાંચે શ્લોકોનો પરસ્પર સંબંધ હોવાથી સાથે જ અર્થ સમજાવાય છે. આ પાંચે શ્લોકોમાં સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. જેમ સમુદ્ર તરવો દુષ્કર છે
Page #661
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૨૫
તેમ આ સંસાર તરવો પણ ઘણો દુષ્કર છે. સમુદ્રમાં જે જે ભાવો હોય છે તે તે ભાવો સંસારમાં પણ છે. આમ સમજીને આ સંસારને સમુદ્રની ઉપમા અપાય છે.
જ્ઞાની મહાત્મા પુરુષ ભવરૂપી તે સમુદ્રને તરવાના ઉપાયોને એટલે કે સંસારરૂપી સમુદ્રના પારને પામવાના ઉપાયને પોતાનાથી શક્ય બની શકે તેટલા સર્વ પ્રયત્નોથી ઈચ્છે છે. તે સંસારરૂપી સમુદ્ર કેવો છે તે નીચેની ઉપમાઓથી સમજાવે છે.
(૧) ગંભીર છે મધ્ય ભાગ જેનો એવો, અર્થાત્ જેમ સમુદ્રનો મધ્યભાગ ઘણો જ ઊંડો હોય છે તેમ સંસારનો પણ મધ્યભાગ ઘણો જ ઊંડો હોય છે. અર્થાત્ સંસારમાં પડ્યા એટલે ડુબ્યા જ સમજો. તેમાંથી નીકળી શકાતું નથી, દિન-પ્રતિદિન બોજો વધતો જ જાય છે. ચિંતાઓ વધતી જ જાય છે.
(૨) અજ્ઞાનરૂપી વજનું બનેલું છે તળીયું જેનું એવો આ સંસારરૂપી સમુદ્ર છે. જીવદ્રવ્ય શું ? તેનું સ્વરૂપ શું ? અજીવદ્રવ્ય શું ? તેનું સ્વરૂપ શું ? આ દ્રવ્યોને બરાબર ઓળખીને ભેદ કરવો, હેયને તજવું, ઉપાદેયને આદરવું, આવા પ્રકારનો વિવેક નથી જ્યાં તે અજ્ઞાન, યથાર્થ તત્ત્વબોધથી શૂન્ય એવું જે જ્ઞાન તે અજ્ઞાન, સંસારમાં રહેલા જીવોને મોહને વશ ભયંકર અજ્ઞાન હોય છે તે અજ્ઞાન પ્રાયઃ (થોડા જીવોને છોડીને) તુટતું નથી, દૂર થતું નથી. એટલે વજ્રરત્નનું હોય તેની ઉપમા આપીને સમજાવે છે કે સમુદ્રનું નીચેનું તળીયું જાણે વજનું હોય તેવું મજબૂત હોય છે. તેથી તે તુટતું નથી, તિરાડ પડતી નથી, તેમ સંસારી જીવોનું અજ્ઞાન ક્યારેય તુટતું નથી, મોહાન્ધતા દૂર થતી નથી કે તેમાં તિરાડ પડતી નથી. તેથી દુઃખે દુ:ખે ભેદાય એવું જાણે વજનું બનાવેલું હોય શું ? આવું અજ્ઞાનમય છે તળીયું જેનું એવો આ સંસારરૂપી સમુદ્ર છે.
(૩) વ્યસનશૈવૈ: = દુઃખો રૂપી પર્વતોની હારમાળા વડે રોકાઈ ગયા છે સદ્ગતિ રૂપી આગળ જવાના માર્ગો જેમાં એવો આ સંસારસમુદ્ર છે. સમુદ્રમાં કોઈપણ વહાણ અથવા સ્ટીમ્બર ચાલતી હોય, વેગે વેગે આગળ ધપતી હોય, પણ જો તેમાં પર્વતોની હારમાળા જ આવે તો તેના વડે આગળ જવાના રસ્તા રોકાઈ ગયા હોય છે, ત્યારે તે વહાણ કે સ્ટીંબર આગળ જઈ શકતી નથી. તેમ શારીરિક, માનસિક, સાંયોગિક અનેક પ્રકારનાં દુઃખો, જેમકે શરીરની ખોડ ખાંપણ, વિકલાંગતા, માથાનો દુઃખાવો, પેટનો દુઃખાવો આ શારીરિક દુઃખો, રાગ-દ્વેષ-શોક-રતિ-અરતિજન્ય મનમાં જે દુઃખો તે માનસિક દુઃખો અને ધનની હાનિ, પુત્રાદિનો વિયોગ, વિકલાંગવાળા પુત્રાદિની પ્રાપ્તિ આવા પ્રકારનાં સાંયોગિક દુઃખોથી આ સંસાર ભરેલો છે. તે દુ:ખોથી આ જીવ સદા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ભરેલો છે. તેથી સ્વર્ગગમન કે મુક્તિગમન પ્રાપ્ત કરવા રૂપ સદ્ગતિ તરફનું ગમન અટકી
Page #662
--------------------------------------------------------------------------
________________
૬૨૬ ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર જાય છે. તેથી સદ્ગતિગમનના માર્ગ જ્યાં રોકાઈ ગયા છે એવો આ સંસાર સમુદ્ર છે. આમ અજ્ઞાનરૂપી તળીયાવાળો, ગંભીર (ઘણી ઊંડાઈયુક્ત) મધ્યભાગવાળો એવો તથા રોગ, શોક, વિયોગ વગેરે દુઃખો રૂપી પર્વતો વડે રોકાઈ ગયો છેમાર્ગ જેનો એવો આ સંસાર સમુદ્ર છે. તેમાં જીવનું સુખે સુખે આગળ આગળ ગમન દુઃશક્ય છે. આવા પ્રકારના સમુદ્રની અંદર જીવનું સન્માર્ગ તરફ ગમન અશક્ય જેવું છે. તેના
___ पुनः यत्र भवसमुद्रे कषायाः-क्रोधमानमायालोभरूपाः पातालकलशाः, तृष्णा -વિપપિપાસ, તપૈ: મહનિર્ત -મહીવાર્તઃ મૃત:, વિનં-મ:, તસ્ય સન્યા: अनेकजलसमूहाः, तद्पा वेला-जलप्रवाहरूपा, तस्याः वृद्धिं-वेलागमनं वितन्वतेविस्तारयन्ति । इत्यनेन कषायोदयात् तृष्णावातप्रेरणया विकल्पवेलां वर्द्धयन्ति મનનથી આવુથા: કૃતિ પારા
લવણસમુદ્રમાં ૯૫000 પંચાણું હજાર યોજન જઈએ ત્યારે ૧૦૦૦ યોજનની ઊંડાઈએ ચારે દિશામાં ચાર મોટા કળશા ભૂમિમાં દટાયેલા છે. જે કલશાઓ એક લાખ યોજન ઊંડા છે. એક લાખ યોજન ઉદરભાગે પહોળા છે. દસ હજાર યોજનના મુખભાગ અને તળીયાવાળા છે. આ ચાર મહાકળશાઓના આંતરામાં નાના માપવાળા બીજા પણ ઘણા કલશા છે. આ બધા જ કલશામાં નીચેના એક તૃતીયાંશ ભાગમાં તોફાની વાયુ છે. વચ્ચેના એક તૃતીયાંશ ભાગમાં જલ અને વાયુ છે. ઉપરના એક તૃતીયાંશ ભાગમાં કેવલ જલ માત્ર છે. તેના ઉપર સમુદ્રનું પાણી છે. તે પાણી સમુદ્રના કિનારાથી ધીમે ધીમે ઊંડું પણ થાય છે અને ઊંચું પણ વધે છે. પંચાણું હજાર યોજન સમુદ્રમાં આગળ જઈએ ત્યારે ૧૦૦૦ યોજન પાણી ઊંડું થાય છે અને ૭૦૦ યોજન ઊંચું વધે છે તથા બરાબર વચ્ચે ૧૦૦૦૦ દસ હજાર યોજન પહોળી અને ૧૭૦૦૦ સત્તર હજાર યોજન ઊંચી ભીંતની તુલ્ય-કોટની તુલ્ય પાણીની શિખા છે જેને વેલા કહેવાય છે.
પાતાલમાં રહેલા આ ચારે કલશામાં ભરેલા વાયુ જ્યારે તોફાને ચઢે છે ત્યારે સમુદ્રના પાણીને હચમચાવી મૂકે છે. ૧૭૦૦૦ સત્તર હજાર યોજન ઊંચી જલશિખાને (વેલાને) પણ બે ગાઉ ઊંચે ઉછાળી નાખે છે. તેના ધક્કાથી સમુદ્રનું તમામ પાણી મોટા મોટા તરંગોવાળું અને તોફાની બની જાય છે. તે તરંગો દ્વારા ધસમસતું આવતું પાણી જંબદ્વીપને ડુબાડી ન નાખે તે માટે લવણસમુદ્રમાં રહેલા વેલંધર પર્વતો ઉપર ઉભેલા વેલંધર જાતિના દેવો કડછા આદિ સાધનો વડે આ પાણીને રોકે છે. આ હકીકત સત્ય અને યથાર્થ છે. કવિરાજ આ કલશાઓ આદિની ઉપમા આ સંસારમાં ઘટાવે છે.
Page #663
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભવોગઅષ્ટક- ૨૨
૬૨૭. ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયો એ જ મહાકલશા જાણવા. તૃષ્ણા (ગમે તેટલું મળે તો પણ ભૂખ ન મટવી) = આવા પ્રકારની વિષયોની પિપાસા એ તોફાની વાયુ જાણવો. મનમાં ઉઠતા સંકલ્પ અને વિકલ્પો એ સમુદ્રનું વેલામય પાણી સમજવું, અનેક પ્રકારનાં ઈન્દ્રિયજન્ય સુખોની પ્રાપ્તિના વિચારો એ સંકલ્પો સમજવા, તેના ઉપાયો વિચારવા એ વિકલ્પો જાણવા, “કષાયો તે કળશા, તૃષ્ણા એ વાયુ, ચિત્તના સંકલ્પો એ પાણીની વેલ (શિખા)” આમ ઉપમા સમજવી.
તથા જે સંસારસમુદ્રમાં ક્રોધાદિ ચાર કષાયો રૂપી ચાર મહાપાતાલકળશા છે તે કળશા, તૃષ્ણા વડે એટલે કે પાંચ ઈન્દ્રિયોના વિષયોની પિપાસા (ભૂખ) રૂપી મહાવાયુ વડે ભરેલા છે. આ કષાયો રૂપી કળશા તૃષ્ણારૂપી મહાવાયુ વડે ચિત્તના સંકલ્પ-વિકલ્પો રૂપી પાણીની વેલની વૃદ્ધિને વિસ્તારે છે. મનમાં ઉઠતા સંકલ્પો એ વિશાલ જલના સમૂહરૂપ વેલશિખા છે. તેને ઉછાળે છે એટલે વૃદ્ધિને પમાડે છે. સારાંશ એ છે કે આ સંસારસમુદ્રમાં અજ્ઞાની જીવો ક્રોધાદિ કષાયોના ઉદયથી તૃષ્ણારૂપી વાયુના તોફાનથી સંકલ્પ અને વિકલ્પો રૂપી જલશિખાને દિન-પ્રતિદિન ઘણી જ વધારે છે આવો આ સંસારસમુદ્ર છે. રા.
यत्र जन्ममरणसमुद्रे स्मरः-कन्दर्पः, तद्पः अन्तर्मध्ये और्वाग्नि:-वडवानलः ज्वलति । यत्राग्नौ स्नेहेन्धनः-स्नेहो रागः स एव इन्धनः-ज्वलनयोग्यकाष्ठसमूहः अन्यत्र वडवाग्नौ जलेन्धनमिति । किम्भूतः रागः (भवसागरः) ? यो रागः घोररोगशोकादयो मच्छकच्छपाः, तैः सङ्कुल:-व्याप्तः । इत्यनेन रागाग्निप्रज्वलनरोगशोकतापतापितप्राणिगणः एवंरूपो भवाब्धिः ॥३॥
જેમ પાણીના વિશિષ્ટ એવા ઘર્ષણથી ઈલેક્ટ્રિક અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ સમુદ્રના મધ્યભાગમાં તરંગોના પરસ્પર અફળાવાથી મહાઅગ્નિ ઉત્પન્ન થાય છે તેને વડવાનલ કહેવાય છે. તેમ આ સંસારમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે જે કામવાસના ઉત્પન્ન થાય છે તે વડવાનલ છે અને તેમાં પરસ્પરનો સ્નેહ એ ઈન્ધનનું કામ કરે છે. ઈન્ધન (બળતણ)થી જેમ અગ્નિ વધે છે તેમ સ્નેહથી કામવાસના વધે છે. તથા સમુદ્ર જેમ માછલાં અને કાચબા આદિ (જલચર) જીવોથી ભરપૂર ભરેલો છે તેથી તરવો દુષ્કર છે તેમ આ રાગ (આ ભવસાગર) એ ભયંકર રોગ અને શોક વગેરે ભાવો રૂપી માછલાં અને કાચબાથી ભરેલો છે. રાગ સ્ત્રી-પુરુષોને ભોગમાં જોડે છે તેથી શારીરિક ધાતુ ક્ષીણ થવાથી શરીરમાં રોગો વધે છે અને પરસ્પરના વિયોગ વડે તથા માન-અપમાન વડે શોક વધે છે. આમ સંસાર સુખનો
Page #664
--------------------------------------------------------------------------
________________
૬૨૮
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
જ્ઞાનસાર
આ રાગ, રોગ-શોકવાળો છે. તેથી સંસાર તરવો મુશ્કેલ છે. અહીં “કામવાસના એ વડવાનલ, રાગ એ ઈન્ધન, રોગ-શોક એ માછલાં અને કાચબા” આમ ઉપમા જાણવી.૧
આ રીતે રાગ (સ્નેહ) રૂપી ઈન્ધન દ્વારા પ્રગટ થયેલો કામવાસના રૂપી અગ્નિ સળગી રહ્યો છે જેમાં એવા, તથા રોગ, શોક અને સંતાપ આદિ ભયંકર દુઃખો રૂપી માછલાં અને કાચબા આદિ જલચર જીવોના ત્રાસ વડે દુ:ખી દુ:ખી થયેલો છે જીવોનો સમૂહ જેમાં એવો આ સંસારસમુદ્ર છે. IIII
पुनः यत्र सांयात्रिका:- प्रवहणस्थाः लोका:, अत्रापि व्रतनियमादिपोतस्थाः નીવા:ઉત્પાત દૂર છેૢ પત્તિ । : ? પુઠ્ઠા બુદ્ધિ: સુવુદ્ધિ:, મત્સર:અસહનસંયુક્તાહાર:, દ્રોહ:-વાપચમ્, નૃત્યાય વ વિદ્ય-તુર્થાંત-નંતા: તૈઃ । इत्यनेन दुर्बुद्धिविद्युता मत्सरदुर्वातेन द्रोहगर्जितेन व्रतादिपोताः प्रवर्तमाना अपि कुमार्गगमने पङ्कस्खलनाद्युत्पातान् लभन्ते । इत्यनेन महाभववारिधौ एते महाव्याघाताः સન્માર્ગપ્રાપ્તી ॥૪॥
તથા જેમ સમુદ્રની અંદર વિજળીના જોરદાર ચમકારા હોય, તોફાની પવન ફુંકાતો હોય અને આકાશમાં મેઘનો ગરવ થતો હોય તો વહાણમાં બેઠેલા માણસો ભયભીત થયા છતા અકસ્માત સંકટમાં (મુશ્કેલીમાં) આવી પડે છે, અને વહાણો ખોટા રસ્તે જઈ ચઢે છે. ત્યાં કાદવ અથવા પત્થરની શિલા સાથે અથડાય છે. તેથી લોકો આપત્તિમાં મુકાય છે. તેમ આ સંસારમાં સંસાર તરવા માટે વ્રત, નિયમ, સંયમ આદિ આત્મસાધનાના વહાણમાં બેઠેલા લોકો દુષ્ટબુદ્ધિ, મત્સરભાવ (ઈર્ષ્યાભાવ – પરના સુખને ન સહન કરવા પૂર્વકનો અહંકાર) અને દ્રોહભાવ (કપટવૃત્તિ) વડે દુઃખી દુઃખી થાય છે. તેમનું આત્મ-સાધનાનું વહાણ ડોલાયમાન થઈ જાય છે અને મોહના વિકારો પામવા રૂપ ખોટા રસ્તે જઈ ચઢે છે. મુક્તિનગર તરફના સાચા માર્ગ પ્રત્યે ગમન કરવામાં વ્યાઘાત પામે છે.
અહીં દુષ્ટબુદ્ધિ (કુબુદ્ધિ) ને વિજળીની ઉપમા આપી છે. મત્સરભાવ (ઈર્ષ્યાભાવ)ને તોફાની વાયુની ઉપમા આપી છે અને દ્રોહભાવ (કપટભાવ) ને ગર્જરવની ઉપમા આપી છે. વ્રત-નિયમના પાલન રૂપ સંયમને વહાણની ઉપમા આપી છે. II૪॥
૧. અહીં ટીકાકારશ્રીએ ઘોર રોગ શોકાદિ રૂપ મત્સ્ય અને કાચબા આદિથી વ્યાપ્ત આ પદ ’‘રાગ‘નું વિશેષણ કર્યું છે. પરંતુ વિચાર કરતાં આ વિશેષણ ‘‘ભવસાગર’’નું હોય એમ લાગે છે તેથી કૌંસમાં ભવસાગર: શબ્દ લખ્યો છે. છતાં ટીકાકારશ્રીના લખાણને ધ્યાનમાં રાખીને રાગના વિશેષણ તરીકે પણ સમજાવવા વિવેચનમાં પ્રયત્ન કર્યો છે.
Page #665
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભવોગઅષ્ટક- ૨૨
૬૨૯ तस्माद् अतिदारुणात्-महाभयानकाद् नित्योद्विग्नः, - सदोदासीनः, तस्य सन्तरणोपायं सम्यग्ज्ञानदर्शनचारित्ररूपं काङ्क्षति-अभिलषति । इति भवभीतः इव तिष्ठति ॥५॥
चिन्तयति च मम-शुद्धज्ञानमयस्य परमतत्त्वरमणचारित्रपवित्रस्य रागद्वेषक्षयसमुत्थपरमशमशीतलस्य, अनन्तानन्दसुखमग्नस्य, सर्वज्ञस्य परमदक्षस्य शरीराहारसङ्गमुक्तस्यामूर्तस्य कथं शरीरादिव्यसनसमूहभारभुग्नताभुग्नस्वशक्तिवत्त्वं युज्यते । नाहं शरीरी पुद्गली सकर्मा जन्ममरणी च, तेन मम कथं महामोहावर्तः अयम् ? इत्युद्विग्नः ।
આ પ્રમાણે આ સંસારરૂપી સમુદ્ર (૧) ઘણી જ ઊંડાઈવાળો મધ્યભાગ છે જેનો એવો છે. (૨) અજ્ઞાનરૂપી વજના બનેલા તળીયાવાળો છે. (૩) દુઃખો રૂપી પર્વતોના સમૂહ વડે રોકાયેલા દુર્ગમ છે માર્ગો જેમાં એવો છે. (૪) તૃષ્ણારૂપી મહાવાયુથી ભરેલા કષાયો રૂપી પાતાલકલશા જ્યાં ચિત્તના વિકલ્પો રૂપી વેલની વૃદ્ધિ કરે તેવા છે. (૫) સ્નેહરૂપી ઈન્જનવાળો કામવાસના રૂપી અગ્નિ જ્યાં સળગી રહ્યો છે (૬) ઘોર એવા રોગ-શોકાદિ દુઃખો રૂપી માછલાં અને કાચબાઓથી ભરપૂર ભરેલો છે. (૭) દુબુદ્ધિ રૂપી વિજળી, મત્સરભાવ રૂપી તોફાની પવન અને દ્રોહભાવ રૂપી ગર્જરવના કારણે જ્યાં યાત્રા કરનારા લોકો અકસ્માત સંકટમાં આવી પડે છે આવો અતિશય દારુણ તથા શબ્દોથી ન સમજાવી શકાય તેવો આ સંસારસમુદ્ર છે.
તે કારણથી અતિશય ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રથી નિત્ય ઉદ્વેગ પામ્યા છતા અર્થાત્ સદાકાલ ઉદાસીન રહ્યા છતા સાંસારિક ભાવોમાં હર્ષ-આનંદ-પ્રીતિ વિનાના જીવો આવા ભયંકર તે સંસારસમુદ્રને તરવાના ઉપાયભૂત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રને જ સતતપણે ઈચ્છે છે. તેની જ નિરંતર ઝંખના રાખે છે અને મનમાં શુદ્ધ નિશ્ચયનયને અનુસારે આવા આવા વિચારો કરે છે કે -
હું શુદ્ધજ્ઞાનમય સ્ફટિકના ગોળા જેવું શુદ્ધ-નિર્મળ દ્રવ્ય છું, શ્રેષ્ઠ એવાં તત્ત્વોમાં રમણતા કરવા રૂપ જ્ઞાનમય ચારિત્રધર્મથી યુક્ત છું, રાગ અને દ્વેષનો સર્વથા ક્ષય કરવાથી ઉત્પન્ન થયેલા એવા પરમ ઉપશમભાવની શીતળતાવાળો છું. અનંત અનંત પોતાના ગુણોના અનુભવ રૂપ આનંદ અને સુખમાં મગ્ન છું, ત્રણે લોકના, ત્રણે કાલના, સર્વ દ્રવ્યોના, સર્વ પર્યાયોને જાણનારા સિદ્ધપરમાત્મા સમાન હું પણ સર્વજ્ઞ છું, હું પરમદક્ષ (અતિશય ચતુર) છું, શરીર આહારાદિ પરદ્રવ્યના સંગથી સર્વથા મુક્ત છું, અરૂપી છે. આવા પ્રકારના નિર્મળ,
Page #666
--------------------------------------------------------------------------
________________
૬૩૦ ભવોઢેગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર શુદ્ધ અને સ્વતંત્ર એવા મને શરીર-આહારાદિ પરદ્રવ્યના સંગથી ઉત્પન્ન થનારાં દુઃખોના સમૂહના ભારનો અનુભવ કરવાથી મારા પોતાના આત્માનું અનંત અનંત ગુણમય શક્તિવાળાપણું દબાઈ જાય, ભાંગી જાય, તુટી જાય તે મને કેમ પોષાય? મારા માટે આ કેમ યોગ્ય કહેવાય? હું પોતે શુદ્ધ આત્મા છું, કંઈ સશરીરી નથી, પુદ્ગલસ્કંધવાળો નથી, કર્મવાળો નથી, જન્મ-મરણની ઉપાધિવાળો નથી. આ બધી તો ભૂતની જેમ મને ઉપાધિઓ વળગેલી છે. આ કંઈ મારું સ્વરૂપ નથી. આ તો ઉપાધિઓ માત્ર છે. તો પછી મહામોહદશાના કામ, ક્રોધ, લોભાદિ વિકારો રૂપી આવર્તી (મોહના તરંગો, મોહના ઉછાળા) મને કેમ ઘટે? મારામાં આવી મલિનતા કેમ સંભવી શકે? પવિત્ર સ્વરૂપવાળો હું ક્યાં ? અને કાદવ-કીચ્ચડવાળો આ પરદ્રવ્યનો સમાગમ ક્યાં ? અરેરે ! આ હું ક્યાં ફસાયો છું? ક્યાં દબાયો છું? આવા વિચારો કરવાપૂર્વક સંસારસમુદ્રથી નિત્ય ઉદ્વેગ પામેલા-કંટાળેલા આ જ્ઞાની મહાત્મા સતત આ સંસારમાંથી નીકળવાની જ ઈચ્છા રાખનારા હોય છે. આવા વિચારોના કારણે સંસાર ત્યજીને સાધુતા-સર્વત્યાગમય ચારિત્ર પ્રાપ્ત કરવા રૂપી વહાણમાં બેસીને આ સમુદ્રને તરવાના સઘળા પણ ઉપાયો અજમાવે છે. હવે ચારિત્રને (સર્વત્યાગમય સાધુતાને) વહાણની ઉપમા આપીને સમજાવે છે કે આ ચારિત્ર રૂપી વહાણ કેવું છે ? (१) स्वरूपभासनरमणैकत्वमनोहरम्, (૨) સગવનપ્રતિષ્ઠાનમ્, (3) क्षान्त्यादिधर्माष्टादशशीलाङ्गसहस्रविचित्रफलकनिबिडघटनाविराजितम्, (૪) સવજ્ઞાનનિર્યાન્વિતમ્, (૫) સુસાધુસંસવાથસૂત્રનવિડવીનવેમ્, (૬) સંવરીત્રામનન:શેષાશ્રવારમ્, (७) सूत्रितसामायिकच्छेदोपस्थापनीयभेदविभिन्नरम्यभूमिकाद्वयम् (८) तदुपर्युपकल्पितसाधुसमाचारकरणमण्डपम्, (૯) સમાતો ગુપ્તત્રયપ્રસ્તર ગુપ્તમ્, (૧૦) ૩ સદ્યગુમધ્યવસાયસનૈદ્ધદુર્યોધનયોત્રિપુરવનોવમ્ (११) सर्वतो निवेशितसद्गुरूपदेशवल्लीनिकुरम्बमध्यव्यवस्थापितस्थिरतरातिसरल
सद्बोधकूपस्तम्भम्, (૧૨) તવિસ્તપ્રવૃષ્ટભુમધ્યવસાયસિતપદ, (૧૩) તવBસમારૂઢપ્રૌઢસદુપયોપારીવામિ ,
Page #667
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
(૧૪) તવવવન્દ્રાપ્રમત્તના નિજસમાયુક્તસર્વાસપૂર્વી પ્રવહળ ચારિત્રયાનપાત્રમ્, तेन चारित्रमहायानपात्रेण सन्तरणोपायं कुर्वन्ति ॥५॥
૬૩૧
સંસાર સમુદ્ર તરવા માટે તેના ઉપાયભૂત ચારિત્ર (સંયમ-દીક્ષા) રૂપી મોટું વહાણ આ આત્મા સ્વીકારે છે. તે ચારિત્ર રૂપી મોટું વહાણ કેવું છે ? તે ભિન્ન ભિન્ન વિશેષણોથી ટીકાકારશ્રી સમજાવે છે.
(૧) જેમ વહાણ તેની ચારે તરફની શોભા વડે મનોહર લાગે છે તેમ આ ચારિત્ર એ આત્મસ્વરૂપનું જ્ઞાન (ભાન) અને આત્મસ્વરૂપની રમણતા, આ બન્નેની એકમેકતા વડે મનોહર લાગે છે.
(૨) જેમ વહાણમાં સુકાની મજબૂત હોય તો વહાણ ક્યાંય ટકરાતું નથી તેમ આ ચારિત્રરૂપી વહાણમાં સમ્યગ્દર્શન (અર્થાત્ વીતરાગ પરમાત્મા પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધા) અચળ વિશ્વાસ, તે રૂપી મજબૂત છે સુકાની જેમાં એવું આ વહાણ છે.
(૩) જેમ વહાણ પાટીયાંની પરસ્પર મજબૂત ઘટના (રચના) વડે શોભે છે અને જેમાં સમુદ્રનું પાણી પ્રવેશી શકતું નથી તેવી જ રીતે આ ચારિત્ર રૂપી વહાણ ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મ અને અઢાર હજાર શીલાંગરથ રૂપી વિચિત્ર એવાં પાટીયાની મજબૂત એવી રચનાની ગોઠવણી વડે સુશોભિત વહાણ છે. જેમાં પાપકર્મ રૂપી જલ પ્રવેશી શકતું નથી.
(૪) જેમ વહાણ ચલાવનાર નિર્યામક બાહોશ હોય તો વહાણ ક્યાંય અથડાતું નથી તેમ આ ચારિત્રરૂપી વહાણ તેને ચલાવનારા સમ્યાન રૂપી નિર્યામકથી યુક્ત છે. વીતરાગપ્રભુ પ્રણીત શાસ્ત્રોનું સુંદર અધ્યયન કરીને તેને અનુસારે ચારિત્ર પાળે છે. તેથી ક્યાંય મોહરાજાના સૈનિકો સાથે અથડાવાપણું બનતું નથી.
(૫) જેમ વહાણ કાથીની દોરીના ગાઢ બંધનથી બાંધેલું હોય તો વહાણ ક્યાંય ખોવાઈ જતું નથી. તેમ આ ચારિત્રરૂપી વહાણ ઉત્તમ ચારિત્રવાળા અને અધ્યાત્મયોગી એવા સાધુ-મહાત્માઓના સંસર્ગરૂપી કાથીની દોરીના ગાઢ બંધનથી બાંધેલું છે તેથી ચારિત્ર ક્યારેય ખોવાઈ જતું નથી. ઉત્તમ સાધુઓની સાથે જ વિચરવાથી નિત્ય સ્વાધ્યાય, વૈયાવચ્ચ અને વિનય આદિના સેવન વડે દિન-પ્રતિદિન ચારિત્ર નિર્મળ બને છે પણ મોહમય વિકારો કે વિલાસો દ્વારા ખોવાઈ જતું નથી.
(૬) જેમ વહાણમાં નાનાં નાનાં કે મોટાં મોટાં છિદ્રો પડ્યાં હોય તો તે છિદ્રો દ્વારા પાણી
Page #668
--------------------------------------------------------------------------
________________
૬૩૨ ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર વહાણમાં પ્રવેશે, તેનાથી વહાણ ડૂબી જાય. તે રોકવા માટે તેવા તેવા છિદ્રોમાં તેને અનુસારે ખીલાઓ મારીને છિદ્રો અટકાવવામાં આવે છે જેનાથી પાણી અંદર પ્રવેશ, પામતું નથી અને વહાણ ડૂબતું નથી. તેમ આ ચારિત્રમાં બેંતાલીસ પ્રકારના આશ્રવો. રૂપી જો છિદ્રો પડે તો કર્મરૂપી જલ પ્રવેશ પામે, તે માટે તે આશ્રવોને અટકાવવા સત્તાવન પ્રકારના સંવર ધર્મનું પાલન કરવારૂપી ખીલાઓ મારી મારીને અટકાવી નાખ્યાં છે-બંધ કર્યા છે આશ્રવો રૂપી છિદ્રો જેમાં એવું આ ચારિત્ર રૂપી વહાણ છે. જેમ વહાણમાં લોકોની બેઠક માટે બે માળા (ઉપર-નીચે) હોય છે તેમ અહીં શાસ્ત્રોમાં કહેલાં સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર રૂપી બે પ્રકારના ઉપર-નીચે
એમ ભિન્ન ભિન્ન મનોહર છે બે મજલા (બે માળ) જેમાં એવું આ વહાણ છે. (૮) જેમ વહાણમાં ઉપરથી વરસાદનું પાણી પ્રવેશે નહીં તે માટે ઉપર ઢાંકણ-છજું મજબૂત
કરવામાં આવે છે. તેમ આ ચારિત્રમાં મોહના સૈનિકો પ્રવેશી ન જાય તે માટે સાધુપણાની સામાચારીનું પાલન કરવું (નિત્ય પ્રતિક્રમણ-પડિલેહણ-દેવવંદન-સ્વાધ્યાયવ્યાખ્યાન-ગોચરીચર્યા ઈત્યાદિ રૂપે સામાચારીનું પાલન કરવું) તે રૂપી ઉપરનો મંડપઉપરનું મજબૂત છજું-ઉપરનું મજબૂત ઢાંકણ કલ્પવામાં આવ્યું છે એવું આ ચારિત્રરૂપી વહાણ છે. જેમ વહાણમાં ચારે તરફ મજબૂત પાટીયાંની મજબૂત દિવાલ હોય છે જેનાથી વહાણ સુરક્ષિત બને છે. તેમ મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓના વિસ્તાર રૂપી
મજબૂત દિવાલ વડે ચારિત્ર રૂપી વહાણ અત્યન્ત ગુપ્ત બને છે, સુરક્ષિત બને છે. (૧૦) જેમ વહાણમાં બખ્તરધારી શસ્ત્ર સાથે દર્જય એવા હજારો યોદ્ધાઓ ઉભા હોય તો
તેને લુંટનારા લોકો તે વહાણ સામે નજર પણ નાખી શકતા નથી. (તો લુંટવાની વાત તો કેવી ?) તેની જેમ આ ચારિત્ર રૂપી વહાણમાં જે અસંખ્યાત શુભ અધ્યવસાયો મુનિ મહાત્માઓમાં વર્તે છે તે બખતરધારી સશસ્ત્ર અને દુર્જય એવા સેંકડો યોદ્ધાઓ ઉભા છે. તેથી તે વહાણને લુંટવા મોહરાજાના લુંટારુ સૈનિકો માટે દુરવલોક = તેના સામે નજર પણ નાખવી દુષ્કર બની ગઈ છે તો ચારિત્રરૂપી
વહાણને લુંટવાની વાત તો હોય જ કેમ ? તેવું આ વહાણ છે. (૧૧) જેમ વહાણમાં બરાબર વચ્ચે કૂપ-સ્તંભ હોય છે કે જેની સાથે શ્વેત પટ તથા લંગર
જોડવામાં આવે છે. તેમ આ ચારિત્ર રૂપી વહાણમાં નિયમિતપણે ગોઠવાયેલો ઉત્તમ ગુરુજીનો વિવિધ ઉપદેશ (હિતશિક્ષા) રૂપી વેલડીઓના સમૂહવાળો, મધ્યમાં ઉભો
Page #669
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભવોઢેગઅષ્ટક- ૨૨
૬૩૩ કરાયેલો, અત્યન્ત સ્થિર અને અત્યન્ત સરળ એવો સર્બોધ રૂપી કૂપસ્તંભ છે જેમાં એવું આ વહાણ છે. જેમ કૂપસ્તંભ વડે વહાણ બરાબર બેલેન્સમાં રહે છે. એકબાજુ નમી જતું નથી તેમ સદ્ધોધના કારણે ચારિત્ર બરાબર બેલેન્સમાં રહે છે પણ રાગ
દેષ તરફ ઢળી જતું નથી. (૧૨). વહાણમાં બરાબર વચ્ચે ઉભા કરાયેલા કૂપ-સ્તંભની ઉપર જેમ શ્વેત જાડું વસ્ત્ર હોય
-જેને સઢ કહેવાય છે તે સઢ પવનના વેગને ઝીલવા માટે રખાય છે. તેમ આ ચારિત્ર રૂપી વહાણમાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલા છે પ્રકૃષ્ટ (અતિશય શ્રેષ્ઠ) શુભ અધ્યવસાય રૂપી સઢના કારણે મોહરાજા રૂપી પવન વહાણને ડુબાડી કે એકતરફ નમાવી શકતો
નથી. શુભ અધ્યવસાય રૂપી સઢ મોહરાજા રૂપી પવનના વેગને ઝીલી લે છે. (૧૩) વહાણની અંદર મુખ્ય પ્રવેશદ્વારમાં જેમ મજબૂત અને બલિષ્ઠ એવો દ્વારપાલ હોય
છે કે જે દ્વારપાલ ગમે તેવા માણસને વહાણમાં પ્રવેશ આપતો નથી. તેમ આ ચારિત્રરૂપી વહાણના અગ્રભાગે-મુખ્ય દરવાજે પાંજરામાં (ગુપ્ત રીતે) ઉભો રખાયો છે મજબૂત શક્તિવાળો બળવાન સદુપયોગ-સમ્યફ ઉપયોગરૂપી દ્વારપાલ જેમાં એવું આ વહાણ છે. આ સદુપયોગરૂપી દ્વારપાલ પાંજરાની અંદર એવો ગુપ્તપણે રહે છે કે જે ગુપ્તચરનું કામ કરે છે અને વહાણને સુરક્ષિત રાખે છે. મોહના કોઈ પણ
લુંટારા સૈનિકોને ક્યાંયથી વહાણમાં પ્રવેશવા દેતો નથી. (૧૪) તે વહાણમાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલા (પોતપોતાની બેઠકમાં બેસાડાયેલા) અને
સાવધાન એવા નગરજનોના સમૂહ વડે ભરપૂર ભરેલું અને વહાણના સર્વ અંગો વડે પરિપૂર્ણ એવું વહાણ જેમ શોભે છે તેમ આ ચારિત્ર રૂપી વહાણ પણ તેમાં આવેલા અને વ્યવસ્થિતપણે (સાધુપણાની મર્યાદામાં) વર્તતા અને પ્રમાદ વિનાના અર્થાત્ સાવધ એવા સાધુજનોના સમૂહથી ભરેલું તથા સર્વ પ્રકારે સંપૂર્ણ (કોઈપણ જાતના નથી દોષો જેમાં) એવું આ વહાણ એટલે કે ચારિત્ર રૂપી સ્ટીમ્બર શોભે છે. (અહીં કદાચ ન ર શબ્દને બદલે પાર લઈએ તો તે વહાણમાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલાં અને તુટે નહીં તેવાં લંગરોના સમૂહ વડે યુક્ત અને સર્વ અવયવોથી ભરેલું આ વહાણ છે. આવો અર્થ પણ થઈ શકે છે. પણ હાલ તો નાર શબ્દ છે આમ સમજીને અર્થ કરેલ છે.).
આવા પ્રકારના ચારિત્ર રૂપી મહાવહાણ-મોટી સ્ટીંબર દ્વારા આ સંસારસમુદ્રને તરવાના ઉપાયો આ મુનિ મહાત્મા શરૂ કરે છે. આપણા
Page #670
--------------------------------------------------------------------------
________________
૬૩૪
ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર
तैलपात्रधरो यद्वद्, राधावेधोद्यतो यथा । क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः ॥६॥
ગાથાર્થ - જેમ તેલનું પાત્ર છે હાથમાં જેને એવો કોઈ પુરુષ અથવા રાધાવેધ સાધવામાં ઉદ્યમશીલ એવો કોઈ પુરુષ સાવધાનીથી કાર્ય કરે છે તે રીતે ભવથી ભય પામેલા મુનિ ક્રિયામાં અનન્ય ચિત્તવાળા રહે છે. llll
ટીકા :- “તૈત્નપાત્રધર તિ” યથા તૈત્નપત્રથ: નર-મયમીતઃ અપ્રમત્ત: तिष्ठति । तथा मुनिः स्वगुणघातभयभीतः संसारे अप्रमत्तस्तिष्ठति । यथा केनचिद् राज्ञा कश्चन पुरुषो लक्षणोपेतो वधाय अनुज्ञापितः । तदा सभाजनैः विज्ञप्तः स्वामिन् ? 'रक्षमध्वमपराधम्, मा मारय एनम् । तेन सभ्योक्तेन राज्ञा निवेदितम् । यदा महास्थालं तैलपूर्णं सर्वनगरचतुष्पथे अनेकनाटकवाद्यतूर्याकुले तैलबिन्दुमपतन्तं सर्वतो भ्रामयित्वा आनयति, तदा न मारयामि । यदि च तैलबिन्दुपातः तदास्य तस्मिन्नवसरे प्राणापहारः करणीयः । इत्युक्तोऽपि स पुरुषस्तत्कार्यं स्वीचकार ।
___ तथैवानेकजनसङ्कुले मार्गे तैलस्थालं शिरसि धृत्वा सापेक्षयोगः अपतिततैलबिन्दुः समागतः । तद्वन्मुनिः अनेकसुखदुःखव्याकुले भवेऽपि स्वसिद्धयर्थी प्रमादरहितः प्रवर्तते । पुनः दृष्टान्तयति यथा -
વિવેચન - ભવથી ભય પામેલા મુનિ સંસાર તરવાના ઉપાયોમાં કેવા અને કેટલા સાવધ થઈને વર્તે છે? તે સમજાવવા માટે સૂત્રકાર આ ગાળામાં બે દષ્ટાન્ત આપીને સમજાવે છે.
કોઈ એક સુંદર લક્ષણોથી યુક્ત પુરુષ છે. સુલક્ષણોપેત હોવાથી સજન મનુષ્ય છે. પરંતુ તેના ઉપર કોઈ વ્યક્તિઓ દ્વારા ખોટો આક્ષેપ થવાથી અથવા ખોટી રીતે ગુન્હો લાગુ પડવાથી રાજા વડે ફાંસીની સજા ફરમાવાઈ છે. ત્યારે સભાના લોકો વડે “આ પુરુષને ફાંસીની સજા ન થાય” તે માટે રાજાને વિનંતિ કરાઈ. ત્યારે રાજા વડે આવા પ્રકારનું નિવેદન કરાયું કે આ પુરુષ જો તેલથી ભરપૂર ભરેલો મોટો થાળ માથા ઉપર ધારણ કરીને, આખા નગરના ચાર રસ્તામાં થઈને, નાચનારા મનુષ્યો અનેક પ્રકારનાં નાટક કરતા ૧. અહીં મૂલપાઠમાં ક્ષત્ત્વિ હોવું જોઈએ. ૨. સોત્તેન ને બદલે કોઈ કોઈ પ્રતમાં સત્યોત્તેર પાઠ પણ છે. તેથી “તે પુરુષ વડે સાચી વાત
કહેવાય છતે રાજા વડે આવું નિવેદન કરાયું. આવો અર્થ પણ થઈ શકે છે.”
Page #671
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૩૫
હોય અને અનેક પ્રકારનાં વાજીંત્રો વાગતાં હોય ત્યારે તે નૃત્ય અને સંગીત તરફ લલચાયા વિના તે તરફ જોયા વિના એક પણ તેલનું બિંદુ ન પડે તે રીતે સર્વ રસ્તાઓમાં ફેરવીને પાછો અહીં લવાય તો જ હું તેને નહીં મારું, ફાંસી નહીં આપું.
જો તેલનું એક પણ બિંદુ નીચે પડશે તો આ પુરુષનું તે જ સમયે ત્યાં જ મૃત્યુ કરાશે. ચારે તરફ ઘણું નૃત્ય ચાલતું હોય, વિશિષ્ટ સંગીત વાગતું હોય, અનેક પ્રકારનાં વાજીંત્રો વાગતાં હોય તેની સાથે માથા ઉપર તેલનો પૂર્ણ ભરેલો થાળ લઈને શહેરના મુખ્ય મુખ્ય ત્રણ-ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં થઈને બહાર નીકળીને સમસ્ત નગરને પ્રદક્ષિણા આપીને તેલનું એક પણ બિંદુ પાડ્યા વિના જો આ પુરુષ પાછો આવશે તો જ હું તેની ફાંસી માફ કરીશ. આવું રાજાએ કડક નિવેદન કર્યું તો પણ જીવવાની ઈચ્છા અને આશાવાળા તે પુરુષે ઘણી જ સાવધાનીપૂર્વક તે કાર્ય સ્વીકાર્યું અને રાજાએ જેમ કહ્યું હતું તેવી જ રીતે અનેક માણસોથી ભરપૂર ભરેલા, ચારે તરફ જોવા માટે માણસોની ઘણી જ ભીડ જામી છે તેવા માર્ગો ઉપર થઈને તેલનો થાળ માથા ઉપર બરાબર ધારણ કરીને મન-વચન અને કાયાના એમ ત્રણે યોગની પરસ્પર અત્યંત એકતા કરવા પૂર્વક તેલનું એક પણ બિંદુ ન પડે તે રીતે નગરની પ્રદક્ષિણા કરીને પાછો આવ્યો અને ફાંસી ન થઈ. મૃત્યુમાંથી બચી ગયો.
આ પુરુષ જીવવાની ઈચ્છાથી અને મરણના ભયથી આવી કડક પરિસ્થિતિમાંથી કેટલી કેટલી સાવધાનીથી ચાલ્યો હશે કે જેના કારણે તેલનું એકબિંદુ પણ નીચે ન પડ્યું. તે જ રીતે સાંસારિક અનેક પ્રકારનાં સુખ અને દુઃખથી ભરપૂર ભરેલા આ સંસારમાં પણ પોતાના આત્માનું કલ્યાણ સાધવાના અર્થી અર્થાત્ મુક્તિની પ્રાપ્તિના અર્થી એવા આ મુનિ પણ આત્મસાધનાના કાર્યમાં પ્રમાદ રહિત થઈને મન-વચન-કાયાના યોગની એકતા કરીને પ્રવૃત્તિ કરે છે. ભવથી ઉદ્વેગ પામેલા મુનિ આત્મકલ્યાણ સાધવામાં કેવા અપ્રમત્ત હોય છે? તે વાત આ એક ઉદાહરણથી સમજાવી છે. હવે આ જ વાત બીજા એક ઉદાહરણથી પણ સમજાવે છે.
स्वयंवरे कन्यापरिणयनार्थी राधावेधोद्यतः स्थिरोपयोगयोगतया लघुलाघविकः स्थिरचित्तो भवति । तथा मुनिः भवभीतः संसारसंसरणगुणावरणादिमहादुःखाद् भीतः क्रियासु समितिगुप्तिकरणसप्ततिचरणसप्ततिरूपासु अनन्यचित्तः भवति । अन्यत्र - अपरभावे चित्तं - मनो यस्य स अनन्यचित्तः स्यात् एकाग्रमानसो भवति ।
उक्तञ्च
-
गाईज्जता सुरसुंदरीहिं, वाइज्जंता वि वीणमाईहिं । तह वि हु समसब्भावा, चिट्ठेति मुणी महाभागा ॥१॥
Page #672
--------------------------------------------------------------------------
________________
૬૩૬
ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર
पव्वयसिलायलगया, भावसिएहिं कडुअफासेहिं । उज्जलवेयणपत्ता, समचित्ता हुंति निग्गंथा ॥२॥ आमिसलुद्धेण वणे, सीहेण य दाढवक्कसंगहिआ । तहवि हु समाहिपत्ता, संवरजुत्ता मुणिवरिंदा ॥३॥ ॥६॥
રાધાવેધ સાધવામાં જેમ પુરુષ ઉદ્યમશીલ હોય છે તેમ મુનિ આત્મસાધનામાં સ્થિરચિત્તવાળા થઈને ઉદ્યમશીલ હોય છે. ભૂતકાળમાં રાજાઓની કન્યાઓનો સ્વયંવર રચાતો હતો, રાજા પોતાની રાજકુંવરી માટે યોગ્ય બલિષ્ઠ વરરાજાની પ્રાપ્તિ માટે સ્વયંવર રચતા હતા, તમામ રાજકુંવરોને આમંત્રણ આપતા, બધા જ આવેલા રાજકુંવરો યથાસ્થાને બેસતા, જાહેરાત કરવામાં આવતી કે જે રાધાવેધ સાધશે તેને આ કન્યા પરણાવવામાં આવશે. આવા પ્રકારના સ્વયંવરમાં કન્યાને પરણવા માટે આતુર એક એક રાજકુંવર રાધાવેધને સાધવામાં ઉદ્યમશીલ બનતા, અતિશય સ્થિર ઉપયોગવાળા અને અતિશય સ્થિર યોગવાળા થઈને લઘુલાઘવિકી કળાયુક્ત થઈને (એટલે કે બધાં જ ટેન્શનો છોડી દઈને અત્યન્ત હળવામાં હળવા થઈને) સ્થિરચિત્તવાળા તે રાજકુંવર રાધવેધ સાધવાવાળા બનતા.
નીચે તેલ ભરેલું મોટું કરાયું હોય, તેની બરાબર વચ્ચે ઉભો એક સ્તંભ કરવામાં આવે, તે સ્તંભ ઉપર કંઈક ઊંચે ચાર જમણી બાજુ ફરતી અને તેનાથી કંઈક ઉપર ચાર ડાબી બાજુ ફરતી આઠ પુતળીઓ ગોઠવવામાં આવતી, તે આઠે પતળીઓની ઉપર ઉભી એક મોટી પુતળી (કે જેનું નામ રાધા પાડવામાં આવતું એવી પુતળી) ગોઠવવામાં આવતી. રાધાવેધ કરનારા પુરુષે ઉપર જોવાનું નહીં, નીચે તેલના કડાયામાં જ જોવાનું અને તે કડાયામાં ચાર જમણી બાજુ અને ચાર ડાબી બાજુ વેગથી ફરતી આઠ પુતળીઓનું અને ઉપરની રાધાનું પ્રતિબિંબ માત્ર દેખાય તે રીતે ઉભા રહીને નીચે જોઈને ઉપરની બાજુ બાણ એવી રીતે છોડવાનું કે જમણી-ડાબી વેગથી ફરતી પુતળીઓ વચ્ચે થઈ તે બાણ નીકળે અને નવમી રાધા નામની પુતળીની જમણી અથવા ડાબી (એમ નક્કી કરેલી એક) આંખને વધે તેનું નામ રાધાવેધ કહેવાય છે.
જમણી-ડાબી બાજુ વેગથી ફરતી ચાર ચાર પુતળીઓની વચ્ચે થઈને નીચે જોતાં બાણ મારવું અને તે આઠ ફરતી પુતળીઓની વચ્ચેથી બાણ કાઢવું તથા નવમી પુતળીની બરાબર આંખ વિંધવી આ કામ કેટલું કપરું છે? એકાગ્રપણે ઉપયોગ હોય, મન-વચનકાયાની પણ એકાગ્રતા-તન્મયતા હોય તો જ કોઈક બહાદુર પુરુષ જ સ્થિર ચિત્તવાળો થઈને આ કામ કરી શકે, સામાન્ય માણસનું આ કામ નથી, તેની જેમ ભવથી ભય પામેલા
Page #673
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોગઅષ્ટક-૨૨
૬૩૭ મુનિ પણ સંસારમાં અહીંતહીં ભટકવાથી-જન્મમરણની જંજાળથી કંટાળેલા અને આત્માના શુદ્ધ-નિર્મળ ગુણોનું આચ્છાદન કરનારા કર્મોના ઉદયરૂપ ઔદયિકભાવમય મહાદુઃખથી ભયભીત થયેલા મુનિ ધર્મક્રિયાઓમાં એટલે કે પાંચ સમિતિ પાળવામાં, ત્રણ ગુપ્તિ સાચવવામાં, ચરણસિત્તરી અને કરણસિત્તરીના ૭૦-૭૦ ભેદોનું પાલન કરવા સ્વરૂપ આત્મકલ્યાણકારક ધર્મક્રિયાઓમાં અનન્ય ચિત્તવાળા (એકાગ્રચિત્તવાળા) બને છે.
જે મહાત્મા પુરુષનું ચિત્ત આત્મતત્ત્વની સાધના વિનાના બીજા કોઈ અન્ય ભાવમાં નથી તે મહાત્માને અનન્ય ચિત્તવાળા કહેવાય છે. સારાંશ કે આત્મતત્ત્વની સિદ્ધિ કરી આપે એવી ધર્મક્રિયાઓમાં અને રત્નત્રયીની આરાધનામાં જ ભવથી ભીત મુનિ એકાગ્ર-ચિત્તવાળા થાય છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે –
દેવાંગનાઓ ગાયન ગાતી હોય અથવા નૃત્ય કરતી હોય) અને વીણા વગેરે વાજીંત્રો વાગતાં હોય તો પણ (મોહનો વિજય કરનારા) મહાભાગ્યશાળી મુનિઓ સમભાવયુક્ત ચિત્તવાળા હોય છે. ગાનતાન અને નૃત્યમાં અંજાતા નથી. //૧
પર્વતની શિલાના તટ ઉપર બેઠેલા નિર્ચસ્થ મહામુનિઓ દુ:ખદાયી સ્પર્શવાળી ઠંડી કે દુઃખદાયી સ્પર્શવાળા ઠંડા પવન વડે તીવ્ર વેદના પામતા હોવા છતાં પરમાર્થથી ઉજજ્વલ હોવાના કારણે સમચિત્તવાળા રહે છે. રા.
અરણ્યમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા નિર્ઝન્થ મુનિઓ માંસમાં લોલુપી એવા સિંહ વડે દાઢની વચ્ચે પકડાયા હોય, દાઢથી શરીરના ટુકડે ટુકડા કરીને સિંહ ખાતો હોય તો પણ સમાધિ ભાવને પામેલા તે મુનિઓ સંવરભાવયુક્ત થઈને રહે છે પણ કષાયને આધીન થઈને આશ્રવભાવમાં જતા નથી. તેવા દો.
कथमीदृग्विपाके निर्भया निर्ग्रन्थाः ? इत्युपदिशन्नाह - विषं विषस्य वह्नश्च वह्निरेव यदौषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः ॥७॥
ગાથાર્થ - વિષનું ઔષધ વિષ અને અગ્નિનું ઔષધ અગ્નિ આવી જે લોકપ્રસિદ્ધિ છે તે ખરેખર સત્ય છે. કારણ કે ભવથી ભય પામેલા મહાત્માઓને ઉપસર્ગ આવે તો પણ ભય હોતો નથી. liણા
ટીકા :- “વિષે વિષ0 રૂતિ'' યથા શત્ વિષાર્જ વિષી મૌષધું વિષમેવ करोति, यथा सर्पदष्टः निम्बादिचर्वणे न बिभेति । अथवा कश्चित् अग्निदग्धः
Page #674
--------------------------------------------------------------------------
________________
૬૩૮
ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર
पुनरपि अग्निदाहपीडावारणाय पुनः अग्नितापमङ्गीकरोति इति । तत्सत्यं यत्यस्मात्कारणात् भवभीतानां मुनीनामुपसर्गेऽपि भयं न । कर्मक्षपणोद्यतस्य उपसर्गे बहुकर्मक्षपणत्वं मन्वानः साधुः तदुदयं वेदयन् न भयवान् भवति । साध्यकार्यस्य निष्पद्यमानत्वाद् इति ॥७॥
વિવેચન :- આ સંસારમાં વિષનું ઔષધ વિષ હોય છે. જેમકે લીંબડો કડવો જ હોય છે. તેનું ભોજન કોઈ મનુષ્યને ઈષ્ટ નથી. તો પણ જેને સર્પદંશ થયો હોય તેનું વિષ ઉતારવા લીંબડો જ ખવરાવવામાં આવે છે તેથી સર્પના વિષનું મારક લીંબડાનું વિષ છે. તેથી લીંબડો કડવો હોવા છતાં, ન ભાવતો હોવા છતાં પણ જ્યારે સર્પદંશ થયેલ હોય ત્યારે લીંબડાના વિષનું પાન કરવામાં કંઈ ભય હોતો નથી. તે તો સર્પદંશના વિષનું ઔષધ છે.
અથવા કોઈક પુરુષ અગ્નિથી બળ્યો હોય તો તેને તે અગ્નિના દાહની પીડા દૂર કરવા માટે ફરીથી અગ્નિનો શેક આપવામાં આવે છે. અર્થાત અગ્નિના તાપમાં જો કે ભય છે. કોઈને ચતો નથી તો પણ અગ્નિદગ્ધ હોય તેને માટે હિતકારી છે તે માટે અગ્નિદગ્ધને અગ્નિનો શેક લેવામાં ઔષધ હોવાથી ભય નથી. આ બધા લોકવ્યવહાર સત્ય છે. તે કારણથી ઉપસર્ગો આવે ત્યારે મરણ થવાનો સંભવ હોવાથી જો કે ભય હોય છે તો પણ ભવથી ભય પામેલા મુનિઓ માટે ઉપસર્ગો એ ઔષધરૂપ હોવાથી ઉપસર્ગોની સામે સ્થિર રહેવામાં ભય હોતો નથી. તેથી મહાત્માઓ અતિશય સ્થિર થાય છે.
સામાન્યથી વિષ ખાવામાં મૃત્યુનો ભય, પણ સર્પદગ્ધને લીંબડાનું ભક્ષણ કરવામાં સર્પદંશનું વિષ ચાલ્યું જવાનું હોવાથી ભય નથી, સામાન્યથી અગ્નિનો શેક લેવામાં તાપ સહન ન થવાથી ભય છે તો પણ અગ્નિથી દગ્ધ જીવને અગ્નિના દાહનો તાપ મટાડનાર હોવાથી તે શેક લેવામાં ભય નથી. આ જ પ્રમાણે ઉપસર્ગો આવે ત્યારે મૃત્યુ થવાનો સંભવ હોવાથી ભય છે તો પણ સંસારથી ભયભીત થયેલા જીવોને ઉપસર્ગો એ સંસાર મટાડનાર હોવાથી ઉપસર્ગકાલે ભય નથી. કારણ કે કર્મોનો નાશ કરવા માટે ઉદ્યમશીલ થયેલા પુરુષને ઉપસર્ગો આવે તો પણ તેનાથી કર્મોનો ક્ષય થાય છે તેમ માનતા મુનિમહાત્મા તે ઉપસર્ગના ઉદયને (ઉપસર્ગકાલે પીડાને) અનુભવતા હોવા છતાં પણ સાધ્ય સિદ્ધ થતું હોવાથી ભયભીત થતા નથી.
વર્તમાનકાલનું એક ઉદાહરણ લઈએ કે ઓપરેશન કરાવવામાં કે ડ્રેસીંગ કરાવવામાં પીડા થતી હોવાથી ભય હોય છે. તો પણ રોગની પીડાથી ભયભીત થયેલા જીવોને ઓપરેશન કરાવવામાં કે ડ્રેસીંગ કરાવવામાં રોગ મટવારૂપ સાધ્ય સિદ્ધ થતું હોવાથી જરા પણ ભય
Page #675
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૩૯
નથી. હોંશે હોંશે સમયસર ઓપરેશન માટે અને ડ્રેસીંગ કરાવવા માટે જીવ તૈયાર થઈ જાય છે. તે ઓપરેશન કે ડ્રેસીંગ કદાચ સહન ન થાય તો ચીસ પડી જાય છે, પણ ભય હોતો નથી. તેમ ઉપસર્ગકાલે જીવને કર્મક્ષય રૂપ સાધ્યની સિદ્ધિ દેખાય છે. માટે ભવભીત મહાત્માઓને ઉપસર્ગકાલે ભય નથી. IIના
स्थैर्यं भवभयादेव, व्यवहारे मुनिर्व्रजेत् । स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ॥८॥
ગાથાર્થ :- મુનિ મહારાજ ભવથી ભયભીત હોવાના કારણે જ ગોચરીચર્ચા-વિહારસ્વાધ્યાયાદિ આત્મતત્ત્વસાધક વ્યવહારોમાં સ્થિરતાને પામે છે. વળી આત્માના ગુણોરૂપી બગીચામાં ફરવાના આનંદમાં તે ભવ-ભય ક્યાંય ડૂબી જાય છે, ચાલ્યો જાય છે. IIII
ટીકા :- ધૈર્ય મવ કૃતિ'' મુનિ:-તત્ત્વજ્ઞાની મવમયાત્ નાનિોવવું:હોદેશાવ્ एव व्यवहारे - एषणादिक्रियाप्रवृत्तौ स्थैर्यं व्रजेत् गच्छेत्-लभेत । स्वात्मारामसमाधौ स्वकीयात्मारामः स्वचेतनः, तस्य समाधौ - ज्ञानानन्दादिषु तद् भवभयम्, अन्तर्मध्ये निमज्जति - लयीभवति । स्वत एव विनश्यति ।
आत्मध्यानलीलालीनानां सुखदुःखे समानावस्थानां भयाभाव एव भवति । इत्यनेन संसारोद्विग्नः प्रथमज्ञानदर्शनचारित्राचाराभ्यासतो दृढीकृतयोगोपयोगस्थः स्वरूपानन्तस्याद्वादतत्त्वैकत्वसमाधिस्थः सर्वत्र समावस्थो भवति । "मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति ।
एवं स्वरूपलीनसमाधिमग्नानां निर्भयत्वमिति वस्तुस्वरूपावधारणेन विभावोत्पन्नकर्मोदयलक्षणे संसारे परसंयोगसम्भवे आत्मसत्ताभिन्ने निर्वेदः कार्यः । ॥८ ॥ ॥ इति व्याख्यातं भवोद्वेगाष्टकम् ॥
વિવેચન :- જેમ ચોર, લુંટારા અને હલકા માણસોના ત્રાસથી એક ગામમાં રહેતા માણસને ઘણો જ ભય હોય ત્યારે તે ગામ છોડીને બીજા ગામમાં રહેવા જાય ત્યાં કેટલીક અનુકૂળતાઓ ન હોય તો પણ પ્રથમના ગામથી ભયભીત થયેલાને અન્ય ગામની મુશ્કેલીઓનો ભય સતાવતો નથી. તેમ તત્ત્વજ્ઞાની એવા મુનિમહાત્મા નરક-નિગોદમાં શારીરિક અને માનસિક અનેક દુઃખો હોવાથી તથા તિર્યંચના ભવમાં પરાધીનતા, અસ્પષ્ટવાચા, અસ્પષ્ટશ્રવણ ઈત્યાદિ દુઃખો હોવાથી અને મનુષ્યના ભવમાં પણ માનહાનિ, ધનહાનિ, પરસ્પર
Page #676
--------------------------------------------------------------------------
________________
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
શાનસાર
કૌટુમ્બિક-ક્લેશ, મારામારી, શરીરના રોગો ઈત્યાદિ અનેક દુઃખો હોવાથી ઉદ્વેગ પામેલા હોય છે. આ રીતે ચારે ગતિરૂપ ભવથી ભય પામેલા હોવાથી એષણાદિ કાર્ય કરવામાં (ગોચરીચર્યા કરવામાં, વિહારાદિ કરવામાં, કેશલોચાદિ કરવામાં, બ્રહ્મચર્યાદિના પાલનમાં) જરા પણ ભય પામતા નથી, થાકતા નથી, પણ અત્યન્ત સ્થિર થાય છે. સ્થિરતાને પ્રાપ્ત કરે છે. હોંશે હોંશે તે તે કાર્યમાં જોડાય છે.
૬૪૦
તથા પોતાના આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે જે ગુણો છે તે ગુણો રૂપી બગીચામાં હરવા-ફરવામાં એટલે કે લયલીનતા પ્રાપ્ત કરવામાં ઘણો આનંદ આનંદ થાય છે. તે કાળે એટલી બધી અપરિમિત સુખની અને આનંદની પ્રાપ્તિ થાય છે કે જેમાં તે ભવનો ભય તેની અંદર ડૂબી જાય છે. આ આનંદની અંદર પેલો ભય વિસરાઈ જાય છે. ચાલ્યો જાય છે. સર્વથા ભવ-ભય નાશ પામી જાય છે. આત્મગુણોના આનંદની સાથે ભવભય સ્વતઃ જ નષ્ટ થઈ જાય છે.
આત્માના ગુણોનું જ માત્ર ધ્યાન કરનારા અને તે ધ્યાનની લીલામાં લીન બનેલા તથા સુખાવસ્થા હોય કે દુઃખ અવસ્થા હોય એમ બન્ને અવસ્થામાં સમભાવ રાખનારા, બન્ને કાલે સમાન અવસ્થાવાળા, સુખમાં રાગ ન કરનારા અને દુઃખમાં દ્વેષ ન કરનારા મહાત્મા પુરુષોને સ્વતઃ જ ભયનો અભાવ થઈ જાય છે. મહાઆનંદની સાથે ભય નષ્ટ થઈ જાય
છે.
ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે સંસારથી ઉદ્વેગ પામેલા એટલે કે જન્મ-જરા-મરણ રોગ-શોક ઈત્યાદિ અપાર દુઃખોની ખાણ તુલ્ય આ સંસારથી જે મહાત્મા પુરુષ ઉદ્વેગ પામ્યા છે, કંટાળ્યા છે. જેમ બને તેમ જલ્દી નીકળવાની જ મનોવૃત્તિ ધરાવે છે તે મહાત્મા પુરુષ તેના ઉપાય રૂપે સૌથી પ્રથમ વીતરાગ પરમાત્માથી પ્રણીત શાસ્ત્રોનો સમ-દૃષ્ટિ એવા નિગ્રંથ ગુરુઓ પાસે અભ્યાસ કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે સમ્યજ્ઞાનગુણના આરાધક અને જ્ઞાનગુણની પ્રાપ્તિ કરનારા બને છે.
ત્યાર બાદ વસ્તુસ્થિતિ જેમ જેમ સમજાતી જાય છે. તેમ તેમ કહેનારા પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ-અહોભાવ વધતો જ જાય છે. તેના પ્રતાપે ન સમજાય તેવા વિષયો ઉપર પણ પરમશ્રદ્ધા થતાં સમ્યગ્દર્શનગુણના આ મહાત્મા પુરુષો આરાધક બને છે અને નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરનારા થાય છે. તેનાથી પોતાનું આચરણ સુધરતાં દેશિવરિત અને સર્વવિરતિધર્મ સ્વીકારી ચારિત્રધર્મનું પણ આરાધન કરનારા થાય છે. આ રત્નત્રયીનો અભ્યાસ થવાથી આચરેલા ધર્મકાર્યમાં મન-વચન-કાયાના યોગોની અને જ્ઞાનદશામય
Page #677
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોગઅષ્ટક- ૨૨
૬૪૧
ઉપયોગની અતિશય દઢતા વધતાં સ્વીકાર કરાયેલા યોગ અને ઉપયોગમાં અત્યન્ત સ્થિર રહેનારા બને છે.
આ રીતે આત્મતત્ત્વનું પારમાર્થિક જે અનંત ગુણમય સ્વરૂપ છે તેની સાથે સ્યાદ્વાદશૈલીથી તાત્ત્વિક એકતા થવા સ્વરૂપ સમભાવદશામાં આ મહાત્મા સ્થિર થાય છે. આમ કરતાં તે મહાપુરુષ સર્વઠેકાણે સમભાવવાળા બને છે.
ભવથી ભય પામીને ઉગી બનેલા, આત્મગુણોની રમણતામાં લીન બનેલા, રત્નત્રયીના અભ્યાસથી સ્થિર યોગ-ઉપયોગવાળા, આત્માના સ્વરૂપાત્મક અનંત ગુણોની સાથે તાત્વિક એકતાને પામેલા આ મહાત્મા સર્વ ભાવો ઉપર રાગ-દ્વેષ વિનાના થઈને સમભાવવાળા બને છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સર્વોત્તમ એવા આ મુનિને મોક્ષ હોય કે ભવ હોય અને પ્રત્યે નિસ્પૃહતા હોય છે. મુક્તિનો રાગ કે ભવનો દ્વેષ હોતો નથી. કેટલી ઊંચી દશા? મુક્તિનો પણ રાગ નહીં. આ વાત કંઈ સામાન્ય નથી. આવી ઉત્કૃષ્ટ સમાવસ્થાવાળા આ મુનિઓ હોય છે.
આ પ્રમાણે સ્વરૂપમાં લીન થયેલા, સમાધિમાં જ મસ્ત બનેલા મહાત્માઓને જ સાચી નિર્ભયતા હોય છે. આવા પ્રકારનું આત્મતત્ત્વનું પારમાર્થિક સ્વરૂપ છે એમ જાણીને તેનો યથાર્થ નિર્ણય કરવા પૂર્વક આત્માર્થી જીવે સંસાર ઉપર નિર્વેદી બનવું જોઈએ. વિભાવદશાથી ઉત્પન્ન થયેલાં એટલે કે વિભાવદશાના કારણે બંધાયેલાં જે કર્મો, તેના ઉદયસ્વરૂપ આ સંસાર છે તથા પરદ્રવ્યના સંયોગથી પ્રાપ્ત થયેલો આ સંસાર છે તથા ચારગતિ રૂપ આ સંસાર આત્મતત્ત્વની સત્તાથી સર્વથા ભિન્ન છે. કારણ કે આત્માના જ્ઞાનાદિ જે ગુણો છે તે આત્મતત્ત્વની સત્તા છે અને સુખ-દુઃખના સાધનભૂત ચારગતિની પ્રાપ્તિ તે સંસાર છે માટે આવા સંસાર ઉપર તત્ત્વજ્ઞ આત્માએ નિર્વેદી બનવું જોઈએ.
| || આ પ્રમાણે બાવીસમા ભવોઢેગાષ્ટકનું વર્ણન સમાપ્ત થયું Il૮
=
બાવીસમું ભવોગઅષ્ટક સમાપ્ત
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #678
--------------------------------------------------------------------------
________________
૬૪૨
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
જ્ઞાનસાર
|॥ अथ त्रयोविंशतितमं लोकसञ्जात्यागाष्टकम् ॥
अथ निर्वेदी जीवः मोक्षसाधनोद्यमवर्ती लोकसञ्जया न मुह्यति । लोकसज्ञा हि धर्मसाधनव्याघातकरी आप्तैस्त्याज्या, इति तदुपदेशरूपं लोकसञ्जात्यागाष्टकं विस्तार्यते । लोकः अष्टविधः-नामलोकः शब्दालापरूपः, स्थापनालोकः अक्षरलोकनालियन्त्रन्यासरूपः, रूप्यरूपिजीवाजीवात्मकः द्रव्यलोकः, उर्ध्वाधस्तिर्यग्लक्षणः क्षेत्रलोकः । समयावल्यादिकालपरिमाणलक्षणः काललोकः । नरनारकादिचतुर्गतिरूपः भवलोकः, औदयिकादिभावपरिणामः भावलोकः, द्रव्यगुणपर्यायपरिणमनरूपः पर्यवलोकः, इदं च सर्वमपि आवश्यकनियुक्तितो (गाथा १०५७) ज्ञेयम् ।
अथवा-द्रव्यलोकः संसाररूपः, अप्रशस्तभावलोकः परभावकत्वजीवसमूहः, अत्र भवलोकाप्रशस्तभावलोकस्य सज्ञा त्याज्या । लोकसञ्ज्ञा च नयसप्तकेन धर्मार्थिभिः परिहरणीया ।
વિવેચન - જે આત્મા સંસારથી નિર્વેદ પામેલો હોય અર્થાત્ કંટાળેલો હોય, સાંસારિક સુખોને પણ બંધન સમજીને તેના ત્યાગની જ ભાવનાવાળો હોય, પોતાના આત્માને કર્મોના બંધનમાંથી છોડાવીને મોક્ષની જ સાધના કરવામાં અતિશય ઉદ્યમશીલ હોય તે આત્મા લોકસંજ્ઞા દ્વારા મોહાલ્વ થતો નથી. કારણ કે અનાદિ કાળની આ લોકસંજ્ઞા ધર્મતત્ત્વ સાધવામાં વ્યાઘાત (વિપ્ન) કરનારી છે, એમ તેઓ જાણે છે. તે કારણથી આપ્ત પુરુષો વડે આ લોકસંજ્ઞા તજવાલાયક કહેવાયેલી છે. આ કારણથી તેનો ઉપદેશ આપવા રૂપે लोकसंज्ञात्यागाष्टक नामर्नु भा त्या वे उपाय छे.
લોક આઠ પ્રકારનો છે. તે આવશ્યકનિયુક્તિ ગાથા ૧૦૫૭ ના અનુસાર આ પ્રમાણે
नाम ठवणा दविए, खित्ते काले भवे अ भावे अ । पज्जवलोगे अ तहा अट्ठविहो लोगनिक्खेवो ॥१०५७॥
नाम :- Mels" मेवा शहनो भाद५ ४२पो, भेटले. 3 श०४थी मोnag त. (२) स्थापनादो :- "als" मापा मक्षरीन ४५31 6५२, 10 6५२ ३ ४ 6५२
રચના કરવી, અથવા લોકનાલિકાનું લોકાકાશનું) યંત્ર દોરીને આકૃતિ રચવી.
Page #679
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
૬૪૩ (૩) દ્રવ્યલોક - રૂપી અને અરૂપી એવા અજીવ અને જીવાત્મક જે લોક છે અર્થાત્ છ
દ્રવ્યાત્મક જે લોક છે તે દ્રવ્યલોક. (૪) ક્ષેત્રલોક - ઊર્ધ્વલોક, અધોલોક અને તિસ્કૃલોક રૂપ જે લોક છે તે ક્ષેત્રલોક. (૫) કાલલોક - સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, શ્વાસોચ્છવાસ, મુહૂર્ત, દિવસ-રાત્રિ
માસ-વર્ષ રૂપ કાલના પરિમાણાત્મક જે લોક છે તે કાળલોક. (૬) ભવલોક :- મનુષ્ય-નારકી-તિર્યંચ અને દેવ આમ ચાર ગતિ રૂપ જે લોક છે તે
ભવલોક. ભાવલોક - ઔદયિક, લાયોપથમિક, ક્ષાયિક, ઔપથમિક અને પરિણામિક આવા પાંચ પ્રકારનો ભાવાત્મક જે લોક છે તે ભાવલોક. પર્યાવલોક - દ્રવ્યોનું ગુણાદિમાં પરિણમન થવું તે પર્યાવલોક એટલે કે પર્યાયાત્મક લોક કહેવાય છે.
આ સર્વ વર્ણન આવશ્યકનિયુક્તિ ગાથા ૧૦૫૭ માંથી સમજવું. તથા શ્રી વિશેષાવશ્યકભાષ્યની અંદર ગાથા ૧૯૫ માં દ્રવ્યલોકનું, ૧૯૭ માં ક્ષેત્રલોકનું, ૧૯૮ માં કાલલોકનું, ૧૯૯ માં ભવલોકનું, ૨૦૦ માં ભાવલોકનું અને ૨૦૨ માં પર્યાયલોકનું વર્ણન છે. ત્યાંથી પણ જોઈ લેવા વિનંતિ છે
અથવા જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિમય જે સંસાર છે અને નર-નારકાદિના ભવસ્વરૂપ જે સંસાર છે તે દ્રવ્યલોક સમજવો. તથા ઔદયિકાદિ પાંચ ભાવોમાંથી પરભાવની સાથે એકતારૂપ જે મોહાલ્વ એવો ઔદયિક ભાવવાળો જીવસમૂહ છે તે અપ્રશસ્ત ભાવલોક જાણવો. અહીં નર-નારકાદિ રૂપે ચાર ગતિમય જે ભવલોક છે તે અને વિભાવદશાની સાથે ઐક્યતાવાળો જીવસમૂહરૂપ જે અપ્રશસ્ત ભાવલોક છે આ બન્ને આ જીવે ત્યજવાલાયક છે. અર્થાત્ ત્યાજ્ય છે. કારણ કે જે ભવલોક છે તે કર્મોનો ઔદયિકભાવ છે એટલે કે વિભાવદશા છે અને અપ્રશસ્ત એવો જે ભાવલોક છે તે વિભાવદશાની સાથે એકતારૂપ હોવાથી નવા કર્મબંધનો હેતુ છે. માટે આ બન્ને લોકની સંજ્ઞા ત્યાજ્ય છે. આ લોકસંજ્ઞા ધર્માર્થી આત્માઓએ સાત નયોથી વિચારીને દૂરથી જ ત્યજવા લાયક છે. તે સાત નયોથી લોકસંજ્ઞા આ પ્રમાણે છે - (૧) નૈગમનય :- લોકસંજ્ઞાના નિમિત્તભૂત સુખશયા વગેરે જે સાધનો છે. તેના કારણભૂત
મશરૂ વગેરેને સુખસાધન માનવું તે નૈગમનયથી લોકસંજ્ઞા જાણવી.
Page #680
--------------------------------------------------------------------------
________________
૬૪૪
જ્ઞાનસાર
લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩ (૨) સંગ્રહનય - લોકસંજ્ઞાના કારણભૂત સુખશયા વગેરે જે સાધનો છે તે સંગ્રહાયથી
લોકસંજ્ઞા છે.
વ્યવહારનય :- સાધનોમાં કરાતી પ્રવૃત્તિ તે વ્યવહારનયથી લોકસંજ્ઞા છે. (૪) જુસૂત્રનય :- ઉક્ત પ્રવૃત્તિ કરતા આત્માનો જે અધ્યવસાય તે ઋજુસૂત્રનયથી
લોકસંજ્ઞા છે. (૫) શબ્દનય :- લોકસંજ્ઞાપરિણત ચેતના પરિણામ એ શબ્દનયથી લોકસંજ્ઞા છે. (૬) સમભિરૂઢનય - ઉક્ત પરિણામમાં આત્માની સ્થિરતા તે સમભિરૂઢનયથી
લોકસંજ્ઞા છે. (૭) એવંભૂતનય :- ઉક્ત પરિણામમાં તાદાસ્યથી પરિણત આત્મા તે એવભૂતનયથી
લોકસંજ્ઞા જાણવી. प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलङ्घनम् । लोकसज्ञारतो न स्याद् मुनिर्लोकोत्तरस्थितिः ॥१॥
ગાથાર્થ :- સંસાર રૂપી વિષમ પર્વતનું ઉલ્લંઘન કરવા રૂપ એવું છઠું ગુણસ્થાનક પામેલા અને લોકોત્તર મર્યાદામાં રહેલા મુનિ “લોકોએ કર્યું તે કરવું, પણ શાસ્ત્રાર્થ ન વિચારવો” આવા પ્રકારની લોકસંજ્ઞામાં પ્રીતિવાળા બનતા નથી. તેના
ટીકા :- “પ્રાપ્ત તિ” મુનિ -સંયમી આશ્રર્વવરત:, પછં-સર્વવિરતિન્નક્ષ प्रमत्ताख्यं (गुणस्थानं) प्राप्तः मुनिः लोकसंज्ञा-लोकैः कृतं तत् कर्तव्यं गतानुगतिकतानीतिस्तत्र रत:-रागी गृहीतग्रहः न स्यात् । लोकैः कृतं तदेव करणीयमिति मतिं निवार्य आत्मसाधनोपायरतः स्यात् । किम्भूतं षष्ठं गुणस्थानम् ? भवः-संसारः स एव दुर्गाद्रिः-विषमपर्वतः, तस्य लङ्घनम् । किंविशिष्टो मुनिः ? लोकोत्तरस्थिति:लोकातीतमर्यादया स्थितः । लोको हि विषयाभिलाषी, मुनिर्निष्कामः । लोकः पुद्गलसम्पज्ज्येष्ठत्वमानी मुनिर्ज्ञानादिसम्पदा श्रेष्ठः । अतः किल किं लोकसञ्जया તેષામ્ ? એ
વિવેચન - સંસારના સર્વથા ત્યાગી બનેલા મુનિ-મહાત્મા લોકસંજ્ઞામાં આસક્ત બનતા નથી. જે મુનિ-મહારાજા સંયમી બનેલા છે સર્વ પ્રકારના આશ્રવોથી જે વિરમેલા છે,
Page #681
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૪૫
પ્રમત્ત સંયત નામના છઠ્ઠા ગુણસ્થાનકને જે પામેલા છે આવી ઉચ્ચસ્થિતિમાં આવેલા મુનિમહારાજા “લોકો વડે જે કરાયું હોય તે સઘળું કરવા જેવું છે આવા પ્રકારની “પીછે સે ચલી આતી હૈ” આવી લોકોક્તિને અનુસરનારી ગતાનુગતિકતાવાળી પરંપરાની જે નીતિ છે તેમાં રાગી બનતા નથી. તેવી પરંપરાના આગ્રહી બનતા નથી. “લોકોએ જે કર્યું તે જ કરવું જોઈએ” આવી મિથ્યાબુદ્ધિને નિવારીને આત્મતત્ત્વના પરમાર્થને સાધવામાં જ ઉદ્યમશીલ અને તેના જ ઉપાયોમાં લીન બને છે.
મુનિ-મહારાજા જે છઠ્ઠા ગુણસ્થાકને પામેલા છે તે છઠ્ઠુ ગુણસ્થાનક કેવું છે ? આ જે ભવ છે તે સંસાર, તે સંસાર કેવો છે ? મહાવિષમ પર્વતતુલ્ય, જેમ ઘણો ઊંચો-નીચો એટલે કે ઘણા ચડાવ-ઉતારવાળો પર્વત ઓળંગવો દુષ્કર છે. તેમ આ સંસાર પણ ઓળંગવો ઘણો જ દુષ્કર છે. છતાં પ્રમત્તસંયત નામનું છઠ્ઠુ ગુણસ્થાનક આ સંસારથી જીવને પાર ઉતારે છે તેથી છઠ્ઠું ગુણસ્થાનક સંસાર રૂપી વિષમ-પર્વતને ઉલ્લંઘન કરાવનારું છે. સંસારથી પાર ઉતારી જીવને મુક્તિ અપાવનાર છે. છઠ્ઠું ગુણસ્થાનક પ્રાપ્ત કરીને ભવ રૂપી પર્વતને ઓળંગનારા મુનિ કેવા છે ? તે વાત જણાવે છે કે -
આ મુનિ લોકોત્તર સ્થિતિવાળા છે. એટલે કે લોકાતીત મર્યાદાથી વર્તનારા હોય છે. લોકો જે કરે તેને કરનારા હોતા નથી. કારણ કે સંસારી લોકો પાંચ ઈન્દ્રિયોના વિષયોના અભિલાષી હોય છે. ઈન્દ્રિય-જન્ય સુખ કેમ મળે ? તેની જ અભિલાષા તેઓને હોય છે અને મુનિ-મહારાજા તો નિષ્કામી હોય છે. કામના (ઈચ્છા) વિનાના હોય છે. તેથી જો લોકોની ઈચ્છાને અનુસરે તો પાંચ ઈન્દ્રિયોના વિષયો કેમ વધારે પ્રાપ્ત થાય ? તેવું જ વર્તન કરવું પડે, દોરા-ધાગા-મંત્ર-તંત્ર જડીબુટ્ટી ઈત્યાદિ ઉપાયોમાં જોડાવું પડે, જે મુનિપણામાં ઉચિત નથી તથા સંસારી લોકો પૌદ્ગલિક સંપત્તિથી જ (ધન્ય-ધાન્ય, સોનું-રૂપું અને સ્થાવર મિલ્કત વડે જ) જીવનો વિકાસ થયો એમ માને છે. બાહ્ય સંપત્તિ વડે જ મોટાઈ માને છે. જ્યારે મુનિ-મહારાજાઓ જ્ઞાનસંપત્તિ વડે આત્માનો વિકાસ થાય છે અને તે જ શ્રેષ્ઠ વિકાસ છે. આમ માને છે. આ રીતે બન્નેનો રાહ પૂર્વ-પશ્ચિમની જેમ અત્યન્ત ભિન્ન છે તેથી તે મુનિ-મહાત્માઓને આવી ભૌતિક સુખના પ્રયોજનવાળી લોકસંજ્ઞા વડે શું કામ છે ? અર્થાત્ કંઈ જ જરૂર નથી. આવી ભૌતિક સંપત્તિ તો તેઓના ભૂતકાલીન ઘરમાં હતી જ, તેને અસાર અને તુચ્છ સમજીને તો ત્યાગી બન્યા છે માટે તેઓને આવી પૌદ્ગલિક સંપત્તિની મહત્તા કેમ હોય ? અર્થાત્ તેની મહત્તા હોતી નથી. પણ જ્ઞાનાદિ ગુણોની સંપત્તિથી મહાનપણું માને છે. IIII
Page #682
--------------------------------------------------------------------------
________________
૬૪૬ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર यथा चिन्तामणिं दत्ते, बठरो बदरीफलैः । हहा जहाति सद्धर्मं, तथैव जनरञ्जनैः ॥२॥
ગાથાર્થ :- જેમ મૂર્ણ મનુષ્ય બોરફળ લેવા માટે બોર વેચનારને ચિંતામણિ રત્ન આપી દે છે તેમ લોકપ્રશંસા આદિની ઈચ્છાથી મૂર્ખ મનુષ્ય ઉત્તમ ધર્મને ત્યજી દે છે. રા
ટીકા - “યથા ચિન્તામિિમતિ” યથા-ચેન પ્રજરે શત્ વ૮:-પૂર્વ: बदरीफलैः चिन्तामणिं दत्ते, तथैव मूढः जनरञ्जनैः-लोकश्लाघाभिलाषैः सद्धर्म -द्रव्याचरणतत्त्वानुभवलक्षणं, हहा इति खेदे जहाति-त्यजति, इत्यनेन जिनभक्तिश्रुतश्रवणाहारत्यागादिकं यशः-पूजादिना हारयति । उक्तञ्च -
त्वत्तः सुदुष्प्रापमिदं मयाप्तं, रत्नत्रयं भूरिभवभ्रमेण । प्रमादनिद्रावशतो गतं तत्, कस्याग्रतो नायक ! पूत्करोमि ॥ वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय । वादाय विद्याध्ययनं च मेऽभूत्, कियद् ब्रुवे हास्यकरं स्वमीश ! ॥
(રત્નાવરપર્શેવિંશતિ માથા ૮-૧) રા. વિવેચન : - જેમ કોઈ બુદ્ધિહીન મનુષ્ય બોર વેચાતાં લે અને તેની કિંમતમાં ચિંતામણિ રત્ન આપી દે તો તેનાથી તે મૂર્ખ જ કહેવાય, કારણ કે બોરની કિંમત ક્યાં ? અને ચિંતામણિ રત્નની કિંમત ક્યાં? ચિંતામણિ રત્ન ઘણું જ કિંમતી છે. તે ફરીથી મળવું પણ મુશ્કેલ છે. જ્યારે બોર તો તુચ્છ વસ્તુ છે. તેની કિંમત તો બે-પાંચ રૂપિયા માત્ર છે. આવું કામ કરનાર જેમ મૂર્ખ કહેવાય છે તેમ મૂઢ મનુષ્ય (મોહાલ્વ મનુષ્ય) જનરંજન માટે ઉત્તમ ધર્મનો ત્યાગ કરે છે, ખેદની વાત છે કે ધર્મનું કરેલું બાહ્ય આચરણ (પૂજા-સામાયિકપ્રતિક્રમણ-તીર્થયાત્રા-ઉપવાસાદિ તપ વગેરે સુંદર ધર્માચરણ) તથા તત્ત્વાનુભવ (સુંદર શાસ્ત્રાભ્યાસ, ધર્મોપદેશ, શ્રવણ-મનન) જેવાં ઉત્તમ કાર્યો કરે છે અને મનમાં લોકો મને સારો કહે, લોકો મારી પ્રશંસા કરે, એવી તીવ્ર ઈચ્છાઓ રાખે છે. એટલે સધર્મનું ફળ જે કર્મનિર્જરા છે તે ફળ આત્મશ્લાઘા આદિ ઈચ્છવાના કારણે ખોઈ બેસે છે. એટલે કે હારી જાય છે. આ રીતે જિનેશ્વર પ્રભુની ભક્તિ, શાસ્ત્રશ્રવણ અને આહારત્યાગ વગેરે ઉત્તમ ધર્મનાં કાર્યો કરીને યશ અને પૂજા આદિ ઈચ્છવા દ્વારા કર્મનિર્જરા રૂપ ફળને હારી જાય છે. રત્નાકર પચ્ચીસીમાં ગાથા ૮-૯ માં કહ્યું છે કે –
ઘણા ઘણા ભવભ્રમણ વડે પણ અતિશય દુષ્માપ્ય એવી આ રત્નત્રયીની સાધના
Page #683
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૪૭
આપની પાસેથી મારા વડે પ્રાપ્ત કરાઈ છે. પણ નિદ્રા અને પ્રમાદના વશથી તે રત્નત્રયી હું હારી ગયો છું. હે પ્રભુ ! હું આ મારી હારના પોકાર કોની પાસે કરું ? હું કોની પાસે જઈને રહું ?
મેં લોકોને છેતરવા માટે વૈરાગ્યના રંગો ધર્યા, લોકોને ખુશી ખુશી કરવા માટે ધર્મોપદેશ આપ્યો, વાદવિવાદ કરવા માટે વિદ્યા ભણ્યો, હે પ્રભુ ! હાંસી ઉપજે એવું મારું આવું આચરણ કેટલું કહું ? હાંસીપાત્ર એવા મારા આચરણની કોઈ સીમા નથી.
ભમતાં મહાસાગરે, પામ્યો પસાયે આપના । જે જ્ઞાનદર્શનચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણા ॥
તે પણ ગયા પરમાદના વશથી, પ્રભુ કહું છું ખરું । કોની કને કિરતાર, આ પોકાર હું જઈને કરું ॥૮॥ ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા । ને ધર્મના ઉપદેશ, રંજન લોકને કરવા કર્યા ॥ વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું । સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહ્યું "લા
लोकसञ्ज्ञामहानद्यामनुश्रोतोऽनुगा न के ? । प्रतिश्रोतोऽनुगस्त्वेको, राजहंसो महामुनिः ॥३॥
(૨)
ગાથાર્થ લોકસંજ્ઞા રૂપી નદીમાં તૃણ અને કાષ્ઠની જેમ પ્રવાહને અનુસરનારા આ સંસારમાં કોણ નથી હોતા ? અર્થાત્ સર્વે જીવો લોકસંજ્ઞાના પ્રવાહને અનુસરે છે. પરંતુ સામે પ્રવાહે ચાલે એવા તો રાજહંસની તુલ્ય એક મહામુનિ જ હોય છે. IIII
ટીકા :- “તોસબ્સેતિ'' તો'જ્ઞા-નો રીતિરૂપા મહાનવી, તસ્યા: અનુશ્રોત:-પ્રવાહ:, તસ્ય અનુશા:-અનુયાયિન: જે 1 મત્તિ ? અને ( મત્તિ) इत्यर्थः । तत्र प्रतिश्रोतोऽनुगः- सन्मुखप्रवाहचारी तु एक एव महामुनि:-शुद्धश्रमणो राजहंसो नान्य इति । तेन लोकरूढिरूढा बहवो जीवाः । निर्ग्रन्थस्तु रत्नत्रयसाधनोद्यतः स एव स्वरूपानुगामी । उक्तञ्च दशवैकालिके
अणुसोअपट्टिबहुजणंमि, पडिसोअलद्धलक्खेणं । पडिसोअमेव अप्पा, दायव्वो होउ कामेणं ॥
Page #684
--------------------------------------------------------------------------
________________
૬૪૮ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર अणुसोअसुहो लोगो, पडिसोओ आसवो (आसमो) सुविहिआणं । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥
(દશવૈકાલિક ચૂલિકા ૨, ગાથા ર-૩) तेन मुनिर्लोकसञ्जानुयायी न स्यात् ॥३॥
વિવેચન - લોકસંજ્ઞા એટલે કે લોકોની નીતિ-રીતિ મુજબ વર્તવું, લોકો કહે તેમ ચાલવું, લોકોની ઈચ્છાને અનુસરવું, લોકો ખુશી વરસાવે તેવો વ્યવહાર કરવો. આ લોકસંજ્ઞા એ એક મોટી નદી છે. લોકપ્રવાહ રૂપ મહાનદીના પ્રવાહને અનુસરનારા કોણ નથી થયા? જેમ ઘાસ-લાકડાં કાગળ ઈત્યાદિ પદાર્થો જો મહાનદીમાં નાખવામાં આવે તો તે સર્વે પણ પદાર્થો નદીના પ્રવાહને અનુસારે જ ચાલે છે, તેમ સામાન્યથી સર્વે પણ જીવો લોકની નીતિરીતિને અનુસરે છે, કોઈ તેનો સામનો કરતું નથી. અનેક જીવો લોકસંજ્ઞારૂપી નદીના પ્રવાહને અનુસરનારા હોય છે.
પરંતુ પ્રતિશ્રોતે - સામે પ્રવાહે ચાલનાર એટલે કે પાણીનું પૂર ધસમસતું જે બાજુથી આવતું હોય તે પ્રવાહની સન્મુખ ચાલનાર તો જેમ એક રાજહંસ જ હોય છે તેમ એક મહામુનિ જ - ઉત્તમશ્રમણ જ લોકસંજ્ઞાના પ્રવાહની સામે ચાલનારા હોય છે. પાણીના પ્રવાહની સામે જેમ રાજહંસ ચાલે છે તેમ લોકસંજ્ઞાના પ્રવાહની સામે એક મહામુનિ જ ચાલે છે. સારાંશ કે લોકસંજ્ઞાની રૂઢિમાં ઘણા જીવો ખેંચાયેલા છે. લોકસંજ્ઞા વિષયાભિલાષવાળી છે અને વિષયાભિલાષી જીવો ઘણા છે. મોહને છોડીને વિષયાભિલાષ ત્યજીને રત્નત્રયીની સાધનામાં જ જે નિર્ગસ્થ મહામુનિ ઉદ્યમશીલ રહે છે. તે જ સાચા સ્વરૂપાનુયાયી છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે –
ચાલતા લોકપ્રવાહને અનુસરીને કાર્ય કરનારા ઘણા લોકો હોય છે. પરંતુ સંયમની રક્ષા અર્થે સામે પ્રવાહે ચાલવાનું બાંધ્યું છે લક્ષ્ય જેણે એવા મુનિએ મુક્તિપ્રાપ્તિની કામના પૂર્વક પોતાના આત્માને સામા પ્રવાહે જ પ્રવર્તાવવો જોઈએ.
પ્રવાહને અનુસરવામાં સુખ માનનારો લોકસમૂહ હોય છે. સુવિહિત સાધુઓને તો ઈન્દ્રિયોના વિજયરૂપ સંયમનો આશ્રવ (અર્થાત્ સંયમનું આગમન) હોય છે. અથવા સુવિહિત સાધુઓને સંયમના આશ્રયરૂપ (આધારરૂપ) પ્રતિશ્રોતગમન હોય છે. લોકપ્રવાહને અનુસરવું તે સંસાર છે અને સામે પ્રવાહે ચાલવું તે સંસારને પાર ઉતારનારું તત્ત્વ છે.
આ પ્રમાણે મુનિમહારાજા લોકસંજ્ઞાને અનુસરનારા હોતા નથી. III
Page #685
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
૬૪૯ लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्य: स्यात्कदाचन ॥४॥
ગાથાર્થ :- લોકસંજ્ઞાનું આલંબન લઈને બહુ માણસો વડે જે કરાયું હોય તે જ જો કર્તવ્ય હોત તો મિથ્યાષ્ટિઓનો ધર્મ ક્યારેય પણ ત્યજવા લાયક ન થાત. ll
ટીકા - “નોક્રેમતિ વે-૬, યર્ વMિ: વૃત્તિ તત્ વર્તવ્ય, નોમર્તવ્ય एवं क्रियते, तदा मिथ्यादृशां धर्मः कदाचन-कदापि न त्याज्य: स्यात् । तच्च बहुभिः क्रियमाणत्वात् । स्वेच्छाचरणो लोकः बहुतरः । यतः-अनार्येभ्यः आर्याः स्तोकाः, आर्येभ्यः जैनाचाराः स्तोकाः, जैनाचारवर्तिषु जैनपरिणतिपरिणताः स्तोकाः । अतो बहुलोकानुयायिना न भवनीयमिति ॥४॥
વિવેચન - જો લોકસંજ્ઞાને જ અનુસરવાનું હોત અને બહુ લોકો વડે જે કરાયું હોય તે જ કર્તવ્ય હોત, આ રીતે લોકાનુયાયી થઈને જ જો કાર્ય કરવાનું હોત તો મિથ્યાદૃષ્ટિ આત્માઓનો ધર્મ ક્યારેય પણ ત્યજવા લાયક ન કહેવાય. કારણ કે ત્રણે કાલે મિથ્યાષ્ટિ જીવોએ આચરેલો જે મિથ્યાધર્મ છે, તે બહુ જીવો વડે આચરણ કરાયેલો છે. અનાદિ કાલથી અનંતકાલ સુધી મિથ્યાદૃષ્ટિ જીવોની જ સંખ્યા બહુ રહી છે અને બહુ રહેવાની છે. હવે જો બહમતિનો જ પક્ષ સ્વીકારવા યોગ્ય હોત તો ત્રણે કાલે તે જ ધર્મ કર્તવ્ય બને,
ક્યારેય પણ તેનો ત્યાગ કરાય નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેમ ધર્મ કરનારાઓની સંખ્યા સદાકાલ બહુ હોય છે.
આ સંસારમાં અનાર્ય જીવો કરતાં આર્ય જીવો અલ્પ હોય છે, આર્યદેશમાં ઉત્પન્ન થયેલામાં પણ જૈન આચાર પાલન કરનારા જીવો થોડા હોય છે અને જૈન આચાર પાલન કરનારામાં પણ જૈનત્વ પરિણામ પામ્યું હોય એવા પરિણત જૈનત્વવાળા જીવો થોડા હોય છે. આ કારણથી બહુજનાનુયાયિત્વ આચરવા જેવું નથી, આ ભાવાર્થને સમજાવનારો પાઠ ૫. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ગુજરાતી કાવ્યરૂપે બનાવેલા સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં પણ કહ્યો છે. તે આ પ્રમાણે -
કોઈ કહે “જિમ બહુજન ચાલે, તેમ ચલીએ શી ચર્ચા? | મારગ મહાજન ચાલે ભાખ્યો, તેહમાં લહીએ અર્ચા રે IIણા તે પણ બોલ મૃષા મન ધરીએ, બહુજનમત આદરતાં આ છેહ ન આવે, બહુલ અનારય, મિથ્યામતમાં ફરતા રે Iટા
Page #686
--------------------------------------------------------------------------
________________
૬૫૦
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
થોડા આર્ય અનાર્યજનથી, જૈન આર્યમાં થોડા રે ।
તેહમાં પણ પરિણતજન થોડા, શ્રમણ અલ્પ બહુ મુંડા ? Ile॥ ॥૪॥
श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मसाधकाः ॥५॥
જ્ઞાનસાર
ગાથાર્થ ઃ- લોકસંબંધી કલ્યાણના (ભૌતિક સુખના) અર્થી જીવો બહુ હોય છે. પરંતુ લોકોત્તર સંબંધી સુખના અર્થી જીવો (આત્મીય સુખના અર્થી જીવો) હંમેશાં થોડા જ હોય છે. રત્નના વેપારી જેમ થોડા જ હોય છે તેમ પોતાના આત્મતત્ત્વની સાધના કરનારા જીવો હંમેશાં થોડા જ હોય છે. ।।૫।
ટીકા :- “શ્રેયોઽર્થનો દિ મૂયાંસ: કૃતિ” સ્રો-નોપ્રવાહે ( બાહ્યપ્રવાદે) श्रेयोऽर्थिनः-धनस्वजनभुवनवनतनुकल्याणार्थिनः भूयांसः प्रचुराः सन्ति । च पुनः लोकोत्तरे-अमूर्तात्मस्वभावाविर्भावलक्षणे प्रवर्तमानाः न - नैवेति । हीति - निश्चितम्, રત્નાન: સ્તોળા:। તથા -પુન: સ્વાત્મસાધજા:-સ્વ જ્ઞાત્મા, તસ્ય સાધળા:નિરાવરાવ-નિષ્પાાઃ સ્તોા વૃત્તિ
વિવેચન :- સુખ બે જાતનાં છે - એક લૌકિક અને બીજું લોકોત્તર. જો કે લૌકિક સુખ એ સુખ નથી, સુખાભાસ માત્ર જ છે. છતાં મોહાન્ય જીવો તેને સુખ માને છે. આવા પ્રકારનું લોકપ્રવાહમાં મનાતું સુખાભાસ રૂપ જે સુખ છે તે ધનસંબંધી, સ્વજનસંબંધી, ભુવન (બાંધેલા મકાન-વાસ્તુ) સંબંધી, વન (ખુલ્લી ભૂમિ-ક્ષેત્ર) સંબંધી અને શરીરસંબંધી જે સુખ છે તે સુખને ઈચ્છનારા, તે સુખ માટે નિરંતર પ્રયત્ન કરનારા, તે સુખ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારનાં દુ:ખો સહન કરનારા જીવો આ સંસારમાં પ્રચુર પ્રમાણમાં અર્થાત્ બહુ જ પ્રમાણમાં હોય છે. મોહાન્ય જીવોની સંખ્યા સદાકાલ અધિક જ હોય છે.
પરંતુ લોકોત્તર સુખ પ્રાપ્ત કરવામાં પ્રવર્તનારા જીવો પ્રચુર હોતા નથી, સદાકાલ થોડા જ હોય છે. અમૂર્ત એવા આત્માનું રત્નત્રયીમય શુદ્ધ જે સ્વરૂપ છે તેનો આવિર્ભાવ કરવો અર્થાત્ તે રત્નત્રયીમય શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવામાં પ્રયત્ન કરનારા જીવો સદા અલ્પ જ હોય છે. અધિક પ્રમાણમાં સંભવતા નથી. મોહનો ક્ષય કરવાનું ઈચ્છનારા અને તે ક્ષય કરવામાં પ્રવર્તમાન જીવો સદા અલ્પ જ હોય છે.
આ સંસારમાં જેમ કરીયાણાના અને કાપડના વેપારી ઘણા જ હોય છે. પરંતુ રત્નના વેપારીઓ (ઝવેરીઓ) અલ્પ જ હોય છે. તેવી જ રીતે સાંસારિક સુખ-પૌદ્ગલિક સુખ
Page #687
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
૬૫૧ સાધનારા અર્થાત્ તે સુખની પાછળ ઘેલા બનેલા જીવો ઘણા હોય છે, પરંતુ પોતાના આત્માના ગુણોનું સુખ સાધનારા એટલે કે ગુણો ઉપરનાં આવરણો દૂર કરીને નિરાવરણત્વ પ્રાપ્ત કરનારા જીવો સદા અલ્પ જ હોય છે.
लोकसञ्ज्ञाहता हन्त ! नीचैर्गमनदर्शनैः । शंसयन्ति स्वसत्त्याग-मर्मघातमहाव्यथाम् ॥६॥
ગાથાર્થ :- અફસોસની વાત છે કે લોકસંજ્ઞાથી હણાયેલા લોકો લોકપ્રશંસા પ્રાપ્ત કરવા માટે “ધીમું ચાલવું, નીચે જોઈને ચાલવું, ધીરે ધીરે ચાલવું” ઈત્યાદિ કાર્યને કરતા છતા પોતે પોતાના ગુણો પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ જાણે ત્યજી દીધો છે તેની મર્મઘાતક પીડા જ થઈ હોય શું? તેમ સૂચવે છે. Alzll
ટીકા :- “નવસતિ'' દન્ત ત ર ા નોકસ જ્ઞાહિતા-સ્નોવલસંજ્ઞાવ્યાના: नीचैर्गमनदर्शनैः-वक्रीभूतशरीर-भून्यस्तदृष्टयः गमनस्य दर्शनैः । स्वसत्त्यागमर्मघातमहाव्यथां-स्वीयो यः सत्त्याग:-जैनवृत्तित्यागः, स च लोकरञ्जनाध्यवसायबहुलेन मर्मणि घातं लभते । तस्य घातस्य महाव्यथां-महापीडां शंसयन्ति-ज्ञापयन्ति । "वयं पीडिताः" तेन वक्रशरीरा भ्रमामः इति शंसयन्ति-कथयन्ति वेति उत्प्रेक्षा । लोकोक्तिभीतित्यागवन्तो जीवा आत्मस्वरूपघातका इति ॥६॥
વિવેચન :- મૂલગાથામાં લખેલો “હન્ત'' શબ્દ ખેદ અર્થમાં છે. લોકસંજ્ઞાથી દબાયેલા એટલે કે લોકો રાજી કેમ રહે? એમ લોકોને સારું દેખાડવાની ભાવનાવાળા અને આવી ભાવનાથી જ મનમાં આકુલ-વ્યાકુલ થયેલા, તથા લોકોની પ્રીતિ, યશ અને માનાદિ મેળવવા માટે જ “નીચે જોતાં જોતાં ટ્યુબા થઈને ચાલવું, ધીમે ધીમે ચાલવું, શરીર વક્રીભૂત થયું છે જેમાં એવી રીતે ચાલવું, ભૂમિ ઉપર જ સ્થાપિત દષ્ટિવાળા થઈને ચાલવું” ઈત્યાદિ જે પ્રક્રિયા લોકસંજ્ઞારૂઢ જીવોમાં દેખાય છે. તે અંતર-ચિત્ત મલીન હોવાથી કવિરાજ તેની ઉન્મેલા કરે છે કે આવા જીવોએ પોતાનો-જૈનાચારનું પાલન કરવા રૂપ જે સાચો આત્મધર્મસદાચાર હતો, તેનો જનરંજનના અધ્યવસાયોની બહુલતા વડે ત્યાગ કર્યો છે, તેના કારણે મર્મસ્થાનોમાં ઘા પડ્યો હોય, મર્મસ્થાનો વિંધાયાં હોય તેમ મર્મસ્થાનના ઘાની પીડા વ્યક્ત કરે છે. જાણે મર્મસ્થાનમાં કોઈએ ઘા માર્યો હોય અને તેનાથી ટ્યુબા થઈ ગયા હોય તેમ આ જીવોએ પોતાના સદાચારનો (શુદ્ધ અધ્યવસાયપૂર્વકની સન્ક્રિયાનો) જે ત્યાગ કર્યો છે. તેના જ ઘા પડ્યા હોય અને તે ઘાની પીડા જ જાણે અનુભવતા હોય એમ લાગે છે.
Page #688
--------------------------------------------------------------------------
________________
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
જ્ઞાનસાર
“અમે સદાચારોનો ત્યાગ કર્યો” એટલે “શરીરે વક્ર બન્યા છીએ” અને રખડીએ છીએ. કમ્મરભાગની પીડાને સહન કરી રહ્યા છીએ. આમ જાણે સૂચવતા હોય-કહેતા હોય એમ લાગે છે. આવી ગ્રંથકારની ઉત્પ્રેક્ષા-કલ્પના છે.
૬૫૨
જો હું ધર્માચરણ નહીં કરું તો લોકો મને શું કહેશે ? એવા પ્રકારના લોકોક્તિના ભયથી ભોગસુખોનો ત્યાગ કરવાવાળા (પણ મનથી ભોગસુખોને અસાર સમજીને ત્યાગ નહીં કરનારા), પરંતુ કાળાન્તરે અધિક ભોગસુખોની અભિલાષાથી અને લોકો રંજિત રહે તે માટે વર્તમાનકાલીન ભોગસુખોનો ત્યાગ કરનારા લોકોમાં “ધીમું ચાલવું, નીચે જોઈને ચાલવું” ઈત્યાદિ બાહ્ય જે સદાચાર દેખાય છે તે મોહપોષક હોવાથી માનાદિના અભિપ્રાયથી કરાય છે માટે તે બાહ્ય સદાચાર આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર તો નથી, પરંતુ માન આદિ મળવાના કારણે વિભાવદશાની વૃદ્ધિ થતાં શુદ્ધ એવા આત્મસ્વરૂપનો ઘાતક તે સદાચાર છે. માટે લોકસંજ્ઞા એ દૂરથી જ ત્યાજ્ય છે. શા
आत्मसाक्षिकसद्धर्मसिद्धौ किं लोकयात्रया ? |
तत्र प्रसन्नचन्द्रश्च, भरतश्च निदर्शनम् ॥७॥
ગાથાર્થ :- પોતાના આત્માની સાક્ષીએ જ જો ઉત્તમ ધર્મ આચર્યો છે તો પછી લોકયાત્રાથી શું ? (લોકોને રંજિત કરવાથી શું લાભ ?) આ વિષયમાં પ્રસન્નચંદ્રઋષિ અને ભરતમહારાજા દૃષ્ટાન્તસ્વરૂપ છે. IIIા
ટીકા :- ‘આત્મતિ' હૈ ઉત્તમ ! આત્મસાક્ષિ:-આત્મા વસાક્ષિ आत्मसाक्षिकः, स चासौ सन् - शोभनः धर्मः, तस्य सिद्धौ निष्पत्तौ लोकयात्रया किं ? न किमपि । लोकानां ज्ञापनेन किमित्यर्थः । तत्र प्रसन्नचन्द्रः । च पुनः, भरत इति निदर्शनं - दृष्टान्तः । सति द्रव्यतः कायोत्सर्गे प्रसन्नचन्द्रस्य नरकगतिबन्धः । असति लिङ्गे मोहकलाकेलिभूतवनिताव्यूहपरिवृतोऽपि भरतः सम्प्राप्तात्मसाक्षिकत्वैकत्वरूपधर्मपरिणतः केवलं प्राप । इति आत्मसाक्षिको धर्मः, धर्मेऽधर्मे तौ दृष्टान्तौ । अतः आत्मसाक्षिक एव धर्मः करणीय इति ॥७॥
વિવેચન :- ઉત્તમ આત્મા ! જો પોતાના આત્માની સાક્ષીએ જ ઉત્તમધર્મ સિદ્ધ થયો હોય, ધર્મ કરવામાં જો પોતાના આત્માની સ્વાભાવિક પ્રસન્નતા હોય, અને ઉત્તમ ધર્મતત્ત્વની સિદ્ધિ થવામાં જો પોતાનો આત્મા જ સાક્ષીભૂત હોય, તો પછી લોકયાત્રાનું શું પ્રયોજન છે ? લોકોને જણાવવાની શી જરૂર છે ? લોકો સારું સારું કહે, લોકો પ્રશંસા કરે
Page #689
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૫૩
એવી ઈચ્છા એ જ એક મોટો મોહ છે. આ જીવ બહારથી જ સારું સારું વર્તન કરવામાં અને અંતરશુદ્ધિ ન મેળવવામાં જ વધારે સાવધાન છે. હે જીવ ! જો તેં શુદ્ધિ સિદ્ધ કરી છે તો તને અવશ્ય કેવલજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત થવાની જ છે. પ્રાપ્ત કરેલી નિર્મળ શુદ્ધ ધર્મની સિદ્ધિ બીજાને દેખાડવાની શું જરૂર છે ? ઉલટું બીજા જીવો જો જાણશે અને પ્રશંસા કરશે તો આપણો જીવ પુનઃ માનાદિમાં આવશે અને તેનાથી તારું પતન થશે, માટે હે ઉત્તમ જીવ ! લોકયાત્રા વડે સર્યું, લોકસંજ્ઞાનો તું ત્યાગ કર.
જો આપણા આત્મામાં ઉત્તમ ધર્મની સિદ્ધિ થઈ છે અને તેમાં પોતાનો આત્મા જ સાક્ષી છે. તો પછી લોયાત્રા એટલે કે લોકોને જણાવવાની શું જરૂર છે ? કંઈ જરૂર નથી. આ વિષયમાં પ્રસન્નચંદ્રરાજર્ષિ અને ભરતમહારાજા એમ બન્ને ઉદાહરણો જાણવા જેવાં છે.
(૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સંયમ સ્વીકાર્યો હતો, સાધુપણાના લિંગમાં હતા, કાયોત્સર્ગની મુદ્રામાં હતા, એક પગ ઉપર સ્થિર હતા, ઈત્યાદિ રીતે દ્રવ્યથી એટલે કે બાહ્યથી જાણે મહાત્મા હોય, મહાપુરુષ હોય એમ લોકો માને તેવું બાહ્યત્યાગી જીવન હતું. પરંતુ મન પુત્રરાગથી ભાઈની સાથે યુદ્ધમાં પ્રવર્તતું હતું, તેનાથી નરકગતિપ્રાયોગ્ય બંધ થયો. બાહ્યદૃષ્ટિએ આ આત્મા મહાધર્મી છે. આમ લોકસંજ્ઞામાં જણાય છે. પણ અંતરથી તે આત્મા તે કાલે ધર્મો ન હતો. આ એક ઉદાહરણ થયું.
(૨) ભરત મહારાજા છ ખંડના રાજા હતા, ચક્રવર્તી હતા એટલે સાધુતાનાં કોઈ લિંગ ન હતાં. બહારથી જોઈએ તો લોકસંજ્ઞામાં જણાય તેવી કોઈ ધર્મસાધના ન હતી. ઉલટું મોહરાજાને કેલિ કરવામાં સાધનભૂત એવી અનેક સ્ત્રીસમૂહથી પરિવરેલા હતા. અર્થાત્ બહારથી ભોગી હતા, યોગી ન હતા તો પણ અવસર પ્રાપ્ત થતાં પોતાના આત્માના પરિણામથી જ, પોતે જ જાણે તે રીતે, કોઈ લોકો ન સમજી શકે તે રીતે એવો મોહનો નાશ કર્યો કે સંસારી વેશમાં જ સાધુનું લિંગ ન હોવા છતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીં લોકો દેખી શકે, લોકો સમજી શકે તેવો યોગીપણાનો બાહ્યાચાર નથી, પણ અંતરનો આત્મા જ ત્યાગી, વૈરાગી અને યોગી બન્યો છે. આત્મા જ સાક્ષી છે. માટે આવા પ્રકારના ધર્મથી તેઓ કેવલજ્ઞાન પામ્યા. બાહ્યલિંગાદિ નથી છતાં મોહનો ક્ષય કર્યો તેથી આત્માની જ સાક્ષીવાળો ધર્મ તેઓમાં છે. આમ પરને (લોકને) જણાવવાની કંઈ જરૂર નથી. આત્માની સાક્ષી એ જ ધર્મ અને અધર્મમાં કારણ છે આ વાત સમજાવવા માટે ભરતમહારાજા અને પ્રસન્નચંદ્ર મુનિનું દૃષ્ટાન્ત કહ્યું છે. ભરત મહારાજાનું આ બીજું ઉદાહરણ સમજવું.
આ કારણથી આત્માની સાક્ષીએ જ ધર્મ કરવા જેવો છે. લોકયાત્રાથી આ જીવને કંઈ ફળ નથી. ઉલટું માનાદિ થતાં પતન થવાનો ભય છે. IIII
Page #690
--------------------------------------------------------------------------
________________
૬૫૪ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર लोकसञोज्झितः साधुः, परब्रह्मसमाधिमान् । सुखमास्ते गतद्रोह-ममतामत्सरज्वरः ॥८॥
ગાથાર્થ :- લોકસંજ્ઞાના ત્યાગી, પરમ એવી જ્ઞાનદશામાં અને આત્મસમાધિમાં લીનતાવાળા, તથા દ્રોહ, મમતા અને મત્સરભાવ રૂપી જ્વર જેમનો ચાલ્યો ગયો છે એવા મુનિ મહારાજા સુખપૂર્વક રહે છે.
ટીકા :- “ત્નોતિ' સાધુ:-પરમાત્મથનોદ્યતઃ સુવાર્ત-તિતિ . વાથબૂત: સાધુ: ? નોરંજ્ઞાતિ:-
નોજ્ઞાહિતઃ | પુનઃ મૂતઃ ? પરબ્રી:शुद्धात्मस्वरूपस्य समाधिः-स्वास्थ्यं तद्वान्-तन्मयः आत्मज्ञानानन्दमग्नः । पुनः વિથ મૂતઃ ? પતિ-નર્ણ, દ્રો-મોષાશ7:, મમતા-પરમાવેષ મારતા, મત્સર:अहङ्कारः, एव ज्वरः-तापो यस्य सः । इत्यनेन कषायकालुष्यरहितः स्वात्मारामः स्वात्मज्ञानी तत्त्वानुभवयुक्तः मुनिः सुखं तिष्ठति । लोकसञ्जात्यागेन स्वरूपयोगभोगसुखमग्ना निर्ग्रन्था औदयिकमिन्द्रियसुखं दह्यमानस्वगृहप्रकाशवन्मन्यन्ते न सुखमस्ति ॥८॥
॥ इति व्याख्यातं लोकसञ्ज्ञात्यागाष्टकम् ॥ વિવેચન :- જે મહાત્મા પરમ એવા આત્મતત્ત્વની સાધનામાં ઉદ્યમશીલ હોય છે, તે મહાત્મા સદા સુખપૂર્વક જ વર્તે છે, સદા સુખી જ હોય છે, ક્યારેય દુષ્મી હોતા નથી, કેવા મહાત્મા હોય તે સદા સુખી છે? તે વિષય સમજાવતાં કહે છે કે - (૧) લોકસંજ્ઞાથી રહિત-જે મહાત્માએ મારા ઉપર લોકો વધારે પ્રસન્ન કેમ રહે? મારી
પ્રશંસા કેમ કરે? એવી લોકરંજનની મનોવૃત્તિ જેણે ત્યજી દીધી છે એવા મહાત્મા, (૨) શુદ્ધ એવું જે આત્માનું પરમસ્વરૂપ છે તેમાં જ તન્મય રહેનારા એટલે કે તેનું
સ્વાથ્ય બરાબર જાળવનારા, શુદ્ધાત્મસ્વરૂપને અલ્પ પણ બાધા ન આવે તે રીતે
તેમાં જ તન્મય રહેનારા, આત્માના જ્ઞાન ગુણના આનંદમાં જ અતિશય મગ્ન, (૩) દ્રોહ, મમતા અને મત્સર રૂપી જ્વર (તાવ) જેનો ચાલ્યો ગયો છે એવા મહાત્મા.
અહીં દ્રોહ એટલે પરનો અપકાર કરવાની મનોવૃત્તિ, બીજાને વધારે નુકશાન કેમ થાય તેમાં જ રાજીપણું તે દ્રોહ. મમતા એટલે પરભાવમાં પ્રીતિ, પર એવાં પૌદ્ગલિક દ્રવ્યો ઉપર અને પર એવાં જીવદ્રવ્યો ઉપર રાગભાવ તે મમતા, અને મત્સર એટલે
Page #691
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૫૫
અહંકાર, હું જ વિશિષ્ટ છું. આમ માનવાથી બીજાની મોટાઈ સહી ન શકાય તે મત્સરભાવ, આ ત્રણ દોષો છે. તે ત્રણે દોષો રૂપી જ્વર (તાવ) જેનો ચાલ્યો ગયો છે. જેના જીવનમાં આવા દોષો નથી તે જ મહાત્મા પરમ સુખી છે, સદા સુખી છે.
આ પ્રમાણે દ્રોહ, મમતા, મત્સર ઈત્યાદિ મોહના ભાવો રૂપી કષાયોની કલુષિતતા જેના જીવનમાંથી ચાલી ગઈ છે તેવા મુનિમહાત્મા પોતાના આત્મભાવમાં જ રમનારા એટલે કે પોતાના આત્માનું જે આત્મતત્ત્વ, તેના જ જ્ઞાનમાં મગ્ન રહેનારા, અને આત્મતત્ત્વના અનુભવથી રંગાયેલા એવા મુનિ બાહ્ય ઉપાધિઓ કોઈ ન હોવાથી સદા સુખી છે. મોહના વિકારો રહિત છે, તેથી સુખી છે.
લોકસંજ્ઞાનો ત્યાગ કરેલ હોવાથી લોકરંજન કરવાનું કે સારા દેખાવાનું કે પ્રશંસા, યશ, માન વગેરેની લાલચ હોવાનું અલ્પમાત્રાએ પણ જેના જીવનમાં નથી. આત્માના શુદ્ધ સ્વરૂપનો પ્રાપ્ત થયેલ જે યોગ છે, તેનો જ નિરંતર ઉપભોગ કરવાના સુખમાં મગ્ન રહેનારા નિર્રન્થ એવા મુનિમહાત્માઓ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારા ઈન્દ્રિયસંબંધી સુખને પણ “બળતા એવા પોતાના ઘરને પ્રકાશ માનવા તુલ્ય છે” આમ સમજીને સુખ માનતા નથી. જેમ પોતાનું ઘર સળગતું હોય ત્યારે તે આગથી ચોતરફ પ્રકાશ પ્રકાશ લાગે પણ તેથી રાજી થવા જેવું કંઈ નથી. કારણ કે પોતાનું ઘર જ સર્વથા નાશ પામી રહ્યું છે. તેમ ઈન્દ્રિયજન્ય સુખથી આ આત્મા વધારે વધારે મોહાન્ધ થતાં શુદ્ધ સ્વરૂપ અને તેનું લક્ષ્ય સર્વથા ભુલાઈ જ જાય છે. તેથી વિભાવદશાની વૃદ્ધિ થતાં સ્વભાવદશાનો સર્વથા નાશ જ થઈ જાય છે તો જે સુખ સ્વભાવદશાનું ઘાતક હોય તેને સુખ જ કેમ કહેવાય ? અને તેવા સુખની ઈચ્છા પણ કેમ કરાય ? આવું સમજીને આ મહાત્માઓ ઈન્દ્રિયજન્ય સુખનો ત્યાગ કરવાપૂર્વક લોકસંજ્ઞાનો ત્યાગ કરે છે. સ્વભાવસુખમાં જ મગ્ન થઈને નિરંતર સુખી રહે છે. આ પ્રમાણે ત્રેવીસમું લોકસંજ્ઞાત્યાગાષ્ટકનું વ્યાખ્યાન સમાપ્ત થયું. IIII
ત્રેવીસમું લોકસંજ્ઞાત્યાગાષ્ટક સમાપ્ત
Printed at
BHARAT GRAPHICS
7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380001 Guj(ind).
Ph. : 079-22134176, Mob. 9925020106(Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #692
--------------------------------------------------------------------------
________________
૬૫૬
શાસ્ત્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
| ॥ अथ चतुर्विंशतितमं शास्त्राष्टकम् ॥
अथ क्रमायातं यथार्थोपयोगकारणभूतं शास्त्राष्टकं प्ररूप्यते, तत्र शास्त्रस्वरूपं ऐकान्तिकात्यन्तिक-निर्द्वन्द्व-निरामय-परमात्मपदसाधनस्याद्वादपद्धत्या यत्र शास्यते तत् (शास्त्रं ) शासनम् । न हि भारतरामायणादयः इहलोकशिक्षारूपाः शास्त्रत्वव्यपदेशं लभन्ते, तथा जैनागममपि सम्यग्दृष्टिपरिणतस्य शुद्धवक्तुरेव मोक्षकारणम्, मिथ्यात्वोपहतानां तु भवहेतुरेव । उक्तञ्च नन्दीसूत्रे, तच्चैवम् -
दुवालसंगं गणिपिडगं, सम्मत्तपरिग्गहिअं सम्मसुअं, मिच्छत्तपरिग्गहिअं मिच्छसुअं
(નીસૂત્ર ૭૨-૭૨) तथा च पूज्यैः - सदसदविसेसणाओ, भवहेऊ जदिच्छिओवलम्भाओ । नाणफलाभावाओ, मिच्छद्दिट्ठिस्स अण्णाणं ॥११५॥
(श्रीविशेषावश्यकभाष्य गाथा ११५) રૂત્યાર !
વિવેચન :- હવે અનુક્રમથી આવેલું એવું શાસ્ત્રાષ્ટક કહેવાય છે. “યથાર્થ ઉપયોગ” (સાચું જ્ઞાન-સાચી જ્ઞાનદશા) પ્રાપ્ત કરવામાં શાસ્ત્રાષ્ટકનો અભ્યાસ કારણભૂત છે. શાસ્ત્ર કોને કહેવાય ? શાસ્ત્ર એટલે શું ? કોનું રચેલું શાસ્ત્ર કહેવાય ? ઈત્યાદિ વિષયો આ અષ્ટકમાં સમજાવાશે. જે શાસ્ત્ર કાન્તિક સુખવાળું, આત્મત્તિક સુખવાળું, દુઃખરહિત કેવલ એક્લ જયાં સુખ જ હોય તેવું નિદ્ધઃ સુખવાળું અને દ્રવ્ય-ભાવ એમ બન્ને પ્રકારના રોગરહિત પરમ એવું આત્માનું જે સ્થાન (મુક્તિપદ) છે તે મુક્તિપદનું સાધન બને એવી સ્યાદ્વાદશૈલિપૂર્વક (અનેકાન્તવાદને અનુસારે) જ્યાં વાસ્તવિક તત્ત્વ સમજાવાય છે, - યથાર્થપણે વસ્તુ પ્રતિપાદન કરાય છે, તેને જ શાસ્ત્ર કહેવાય છે. અથવા તેને જ શાસન કહેવાય છે. આવા પ્રકારનું શાસ્ત્ર અથવા શાસન વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા શ્રી તીર્થંકર પ્રભુનું જ હોય છે, પરંતુ અન્યનું વચન આવા પ્રકારના ગુણોવાળું ન હોવાથી શાસ્ત્ર કે શાસન હોઈ શકતું નથી.
મહાભારત અને રામાયણ વગેરે પૂર્વઋષિકૃત ગ્રન્થો એ શાસ્ત્ર કે શાસન કહેવાતા
Page #693
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક- ૨૪
૬૫૭
નથી. કારણ કે તે ગ્રંથોમાં “આ લોકમાં ચાલુ ભવમાં કેવું જીવન જીવવું તેની જ માત્ર શિખામણ રૂપ અર્થાત્ લોકનીતિ-રાજનીતિ-યુદ્ધનીતિ વગેરે વિષયોવાળી માત્ર આ ભવની શિક્ષાસ્વરૂપ વિષયોનું વર્ણન છે.” પરમાર્થત કેમ સિદ્ધ કરવું ? આત્માને કર્મબંધનમાંથી કેમ મુકાવવો? આત્મતત્ત્વની નિર્મળતા-શુદ્ધતા કેમ પ્રાપ્ત કરવી ? આવા પ્રકારની આત્મતત્ત્વવિષયક બાબતો તેવા ગ્રન્થોમાં હોતી નથી. માટે તેવા ગ્રન્થોને ગ્રન્થ કહેવાય, પણ શાસ્ત્ર કે શાસન કહેવાય નહી.
જિનેશ્વર પરમાત્મા પ્રણીત જૈન આગમ એ આત્મતત્ત્વના વિષયને સમજાવનાર હોવાથી શાસ્ત્ર કહેવાય છે. પરંતુ તે શાસ્ત્ર જો સમ્યગ્દષ્ટિ જીવ વડે પ્રાપ્ત કરાયું હોય અને તેની પ્રરૂપણા કરનાર શુદ્ધવક્તા હોય તો જ તેને શાસ્ત્ર કહેવાય છે, પરંતુ મિથ્યાદૃષ્ટિ આત્માઓ વડે જો જૈન આગમ પ્રાપ્ત કરાયું હોય તો તે પાત્ર અયથાર્થ હોવાથી તે કાલે જૈન આગમને પણ શાસ્ત્ર કે શાસન કહેવાતું નથી. જેમ દૂધ એ શુદ્ધ દ્રવ્ય હોવા છતાં પણ જો સર્પને પાવામાં આવે તો તે શુદ્ધ દ્રવ્ય પણ વિષ બની જાય છે. તેમ જૈનાગમ પણ જો મિથ્યાદૃષ્ટિ પાત્રમાં જાય તો તે મિથ્યાશ્રુત બની જાય છે. કારણ કે તે જીવની યથાર્થદષ્ટિ ન હોવાથી તે શ્રુત સંસારની વૃદ્ધિનું જ કારણ બને છે, પણ મુક્તિનું કારણ બનતું નથી. આ બાબત નંદીસૂત્રમાં આ પ્રમાણે કહી છે.
“દ્વાદશાંગ ગણિપિટક શાસ્ત્ર સમ્યગ્દષ્ટિ જીવ વડે જો સ્વીકારાયું હોય તો જ સમ્યફ્યુત છે પણ જો મિથ્યાદષ્ટિ જીવ વડે સ્વીકારાયું હોય તો તે મિથ્યાશ્રુત છે. નંદીસૂત્ર ૭૧-૭૨ / પૂજ્યશ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૧૫ માં કહ્યું છે કે
સતુ અને અસતની વિશેષતા ન હોવાથી, ભવહેતુ હોવાથી, યદચ્છોપલંભ હોવાથી (પોતાની ઈચ્છા પ્રમાણે શાસ્ત્રોના અર્થો તે જીવ કરતો હોવાથી) અને જ્ઞાનફળનો અભાવ હોવાથી મિથ્યાદૃષ્ટિ જીવનું જે જ્ઞાન તે અજ્ઞાન છે.” (૧) સર્વે પણ પદાર્થો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવથી સત્ છે અને પરદ્રવ્ય,
પરક્ષેત્ર, પરકાલ અને પરભાવથી અસત્ છે. તેને બદલે મિથ્યાદૃષ્ટિ જીવો સર્વથા
સત્ અથવા સર્વથા અસત્ માને છે. માટે તેનું જ્ઞાન અજ્ઞાન છે. (૨) જેમ જેમ ભણે છે તેમ તેમ માન-માયાદિ કષાયો જ વધે છે. અહંકારાદિ કષાયો કરવા
વડે તેનું જ્ઞાન સંસારવૃદ્ધિનું જ કારણ બને છે. માટે પણ તેનું જ્ઞાન અજ્ઞાન છે.
Page #694
--------------------------------------------------------------------------
________________
૬૫૮
શાસ્રાષ્ટક-૨૪
જ્ઞાનસાર
(૩) શાસ્ત્રની પંક્તિઓના અર્થ મરજી મુજબ કરે છે. પોતે માનેલા અર્થ તરફ જ પંક્તિને ખેંચી જાય છે. અપેક્ષાપૂર્વક લખાયેલાં વાક્યોને એકાન્ત અર્થમાં લઈ જાય છે. માટે પણ તેનું જ્ઞાન અજ્ઞાન છે.
(૪) જ્ઞાન ભણ્યા પછી તેના ફલ રૂપે બાહ્યજીવનમાં વિષયોનો ત્યાગ અને અત્યંતર જીવનમાં કષાયોનો ત્યાગ કરવાપૂર્વકનો વૈરાગ્ય પ્રાપ્ત થવો જોઈએ પણ મિથ્યાર્દષ્ટિ જીવમાં આવા ફળનો અભાવ છે માટે તેનું જ્ઞાન તે અજ્ઞાન છે. આમ મિથ્યાર્દષ્ટિમાં આવેલું જૈનાગમ પણ ઉપરોક્ત ચાર કારણોસર મિથ્યાશ્રુત છે. સભ્યશ્રુત નથી માટે શાસ્ત્ર કહેવાતું નથી.
(૧) જેના કર્તા સમ્યગ્દષ્ટિ હોય તે વ્યવહારનયથી સભ્યશ્રુત. જેમકે દ્વાદશાંગી
તથા શ્રી જિનભદ્રગણિજી, શ્રી ઉમાસ્વાતિજી, શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂજ્ય ઉ. શ્રી યશોવિજયજી મ. જેવા સમ્યગ્દષ્ટિ આત્માઓનું રચેલું શ્રુત તે વ્યવહારનયથી સભ્યશ્રુત જાણવું. (૨) જેના કર્તા મિથ્યાદૃષ્ટિ, તે વ્યવહારનયથી મિથ્યાશ્રુત જેમકે રામાયણ મહાભારત, પુરાણો વગેરે.
(૩) જેને ગ્રહણ કરનાર-ભણનાર વર્ગ સમ્યગ્દષ્ટિ હોય, તે નિશ્ચયનયથી સભ્યશ્રુત, જેમકે જૈનાચાર્યો છએ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરે તે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરનારા આચાર્યે સમ્યગ્દષ્ટિ છે. તેમની મતિ યથાર્થ સ્યાદ્વાદશૈલિ વાળી છે.
(૪) જે શાસ્ત્રોને ભણનાર-ગ્રહણ કરનાર મિથ્યાદૃષ્ટિ હોય, તે નિશ્ચયનયથી મિથ્યાશ્રુત, જેમકે અભવ્યાત્માઓ સાધિક નવપૂર્વ સુધીનું શ્રુત ભણે તો પણ તે મિથ્યાશ્રુત, કારણ કે ગ્રહણ કરનાર આત્મા એકાન્તાગ્રહી છે.
આ પ્રમાણે વીતરાગપરમાત્માની વાણી અને વીતરાગપરમાત્માની વાણીને અનુસરનારા આચાર્યાદિની વાણી એ જ અનેકાન્તવાદથી પરિપૂર્ણ ભરેલ હોવાથી શાસ્ત્ર કે શાસન કહેવાય છે. અથવા મુક્તિનું સાધન હોવાથી શાસ્ત્ર કહેવાય છે. બીજી રચનાને ગ્રન્થ કહેવાય પણ શાસ્ત્ર ન કહેવાય.
जीवाजीवादिगुणपर्यायविभजनसर्वाश्रवत्यागकर्त्तुरपि तन्नैश्चयिकश्रद्धाकृतेन सम्यग्दर्शनम् । तेन यथार्थस्वपरविभागविभक्तस्वरूपोपादेयत्व - ( पररूप )
Page #695
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
परिहेयत्वविज्ञान- पूर्वकनिमित्तोपादानकारणनिर्द्धारशुद्धाविनश्वरस्वसिद्धपरिणतौ धर्मत्वप्रतीतिः सम्यग्दर्शनम् । इत्येवं सम्यग्दर्शनयुक्तस्य रुचिकृतपरमात्मभावस्य तत्साधनो - पायानवच्छिन्नकथनं शास्त्रम् ।
શાસ્રાષ્ટક-૨૪
૬૫૯
જીવ, અજીવ વગેરે છએ દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન જેને હોય, ગુણો અને પર્યાયોનો વિભાગ જેનામાં જે રીતે છે તેનામાં તે રીતે જેઓ જાણતા હોય, સર્વથા આશ્રવોનો ત્યાગ કરનારા હોય અર્થાત્ મુનિમહાત્મા હોય તો પણ જો તે મહાત્માઓ વડે વીતરાગ પરમાત્મા પ્રત્યે નિશ્ચયથી શ્રદ્ધા કરાઈ હોય, પરમવિશ્વાસ પ્રાપ્ત કર્યો હોય, અતિશય રુચિ પેદા થઈ હોય તો જ સમ્યગ્દર્શન કહેવાય છે. અન્યથા નહીં, સાધિક નવ પૂર્વે ભલે ભણે પણ મિથ્યાર્દષ્ટિ હોય તો કદાચ વાક્પટુતા સારી આવી જાય, જીવાજીવાદિની પ્રરૂપણા કદાચ સારી કરે, પણ અંતર કોરું હોવાથી, અંતર ભેદાયું ન હોવાથી આટલું વિશાલ જ્ઞાન હોવા છતાં પણ તે સભ્યશ્રુત કહેવાતું નથી.
તે કારણથી યથાર્થપણે જે મહાત્માઓએ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિભાગ કર્યો છે, સ્વદ્રવ્યનું સ્વરૂપ શું ? અને પરદ્રવ્યનું સ્વરૂપ શું ? આવા પ્રકારનો ભેદ જેઓએ કર્યો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે. બન્ને દ્રવ્યોના સ્વરૂપનો વિભાગ કરીને જે સ્વસ્વરૂપ છે તેમાં જ ઉપાદેયબુદ્ધિ અને જે પરસ્વરૂપ છે તેમાં હેયત્વ બુદ્ધિ જે મહાત્માઓએ કરી છે. આ ઉપાદેય-હેયબુદ્ધિ વિષયક વિશિષ્ટ જ્ઞાનપૂર્વક નિમિત્તકારણ અને ઉપાદાનકારણ આમ બન્ને પ્રકારનાં કારણોના યોગથી જ્યાં કાર્યસિદ્ધિ થાય છે આવું પણ જેઓએ યથાર્થ જાણ્યું છે, માણ્યું છે અને અનુભવ્યું છે. એકાન્તે એકલા નિમિત્તમાત્રથી કે એકાન્તે એકલા ઉપાદાનમાત્રથી કાર્ય થતું નથી–આવી જે મહાત્માઓની બુદ્ધિ સંસ્કારિત થઈ છે, આવા પ્રકારના નિર્ણયપૂર્વક શુદ્ધ, અવિનાશી અને પોતાને સિદ્ધ થયેલી દૃઢ – નિર્મળ પરિણતિમાં જ ધર્મપણાની પ્રતીતિ જે કરવી તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે.
સ્યાદ્વાદશૈલિ પૂર્વક, હેય-ઉપાદેયના જ્ઞાનપૂર્વક, નિમિત્ત-ઉપાદાનની સાપેક્ષતાપૂર્વક, સ્વસ્વરૂપ-પરસ્વરૂપના ભેદજ્ઞાનપૂર્વક જે નિર્મળ પરિણતિ તે જ સત્યધર્મ છે, આવી દંઢ પરિણતિ (પરિણામ) તે જ સમ્યગ્દર્શન છે. જે જે મહાત્મા પુરુષો આવા સમ્યગ્દર્શનથી યુક્ત છે અને વીતરાગસર્વજ્ઞપરમાત્મા પ્રત્યે રુચિવાળો કરાયો છે પરમ એવો આત્મભાવ જેઓ વડે તેવા મહાત્મા પુરુષોનું પોતાના આત્માને વીતરાગ સર્વજ્ઞપરમાત્મા બનાવવા માટે તેને સાધવાના ઉપાયો રૂપે સતત જે કથન-નિરંતર જે સદુપદેશ તે જ શાસ્ત્ર કહેવાય છે. બાકી રાજા-રાણીની વાર્તા માત્ર જ હોય અથવા આ લોકની નીતિ કે રાજ્યનીતિ કે યુદ્ધનીતિનું
Page #696
--------------------------------------------------------------------------
________________
૬૬૦ શાસ્ત્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર વર્ણન માત્ર હોય તેને શાસ્ત્ર કહેવાતું નથી. સારાંશ કે મોક્ષની સાધનતા જેમાં હોય તેને જ શાસ્ત્ર કહેવાય પણ ભવની સાધનતા જેમાં હોય તેને શાસ્ત્ર ન કહેવાય.
तच्च नामादिभेदतः, नामतः आचाराङ्गादि । स्थापनातः सिद्धचक्रादौ स्थापितं श्रुतज्ञानम् । द्रव्यतः पुस्तकन्यस्तम्, अथवा अनुपयुक्तपुरुषस्य क्षयोपशमगतं जैनागमम् । (उपयुक्तसम्यग्दृष्टिपुरुषस्य क्षयोपशमगतं जैनागमं भावश्रुतम्) ।
તે શાસ્ત્ર નામાદિ નિપાના ભેદથી ચાર પ્રકારે છે. ત્યાં આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ આવા પ્રકારનાં શાસ્ત્રોનાં જે નામ તે નામશાસ્ત્ર, સિદ્ધચક્ર આદિ યંત્રોમાં સ્થાપના કરાયેલું લખાયેલું આલેખાયેલું જે શ્રુત તે સ્થાપનાશાસ. પુસ્તકાદિમાં, વસ્ત્રાદિમાં, તાડપત્રાદિમાં લખાયેલું જે શ્રુત તે દ્રવ્યશ્રુત અથવા જે મહાત્મા પુરુષોએ આચારાંગાદિ જૈનાગમોનો સુંદર અભ્યાસ કર્યો હોય પણ વ્યવહારકાલે તેનો ઉપયોગ ન હોય તો તેવા પ્રકારનું, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમાત્મક ઉપયોગશૂન્ય એવું જે જૈનાગમનું શ્રુત તે દ્રવ્યશ્રુત (અહીં મૂલ ટીકામાં ભાવશ્રુતની વ્યાખ્યા આપી નથી, પરંતુ અમને એમ લાગે છે કે લહીયા આદિના હાથથી લખવી રહી ગઈ હશે એમ સમજીને પ્રકરણના અનુસાર અહીં લખેલ છે). જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમાત્મક જૈનાગમનો ઉપયોગપૂર્વકનો સમ્યગ્દષ્ટિ આત્માનો જે અભ્યાસ તે ભાવકૃત જાણવું.
नयविचारे तु-नैगमेन वचनोल्लापव्यञ्जनाक्षरादिकम् । सङ्ग्रहतः जीवपुद्गलौ-द्रव्येन्द्रियभावेन्द्रिये शास्त्रं, तद्धेतुत्वात् । व्यवहारतः पठनपाठनश्रवणात्मकम् । ऋजुसूत्रतः मनननिदिध्यासनरूपम् । शब्दतः तत् श्रुताधारात्मस्पर्शज्ञानपरिणामलक्षणं भावक्षयोपशमोपयुक्तस्य । समभिरूढतः तन्मयस्य सर्वाक्षरलब्धिवतः शुद्धोपयोगः । एवम्भूततः सर्वाक्षरसम्पन्नस्य निर्विकल्पोपयोगकाले उत्सर्गभावशास्त्रपरिणमनोपयुक्तत्वात् इति । अतः परमकारुणिकोपदिष्टं शास्त्रं हितम् । उक्तञ्च तत्त्वार्थभाष्ये
હવે શાસ્ત્ર ઉપર નયોથી વિચારણા કરાય છે. નૈગમાદિ સાતે નયોથી કોને કોને શાસ્ત્ર કહેવાય? તે કહે છે. (૧) નૈગમનય - વચનોનો ઉલ્લાપ કરવા રૂપ વ્યંજનો અને અક્ષરોથી લખાયેલું-રચાયેલું
બનાવેલું જે શાસ્ત્ર તે, મુદ્રિત પુસ્તક પ્રત વગેરે. આવી પંક્તિ કોઈ પુસ્તકોમાં દેખાતી નથી, પરંતુ ચાર નિપાનું પ્રકરણ ચાલતું હોવાથી ભાવનિક્ષેપને જણાવનારી પંક્તિ હોવી જોઈએ પણ તે દેખાતી ન હોવાથી અમે સ્થાનપૂર્તિ માટે કલ્પના કરીને આ પંક્તિ લખી છે.
Page #697
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શાસ્ત્રાષ્ટક- ૨૪
૬૬૧ (૨) સંગ્રહનય :- જીવાત્મક ભાવેન્દ્રિય અને પુદગલની બનેલી દ્રવ્યેન્દ્રિય એ શાસ્ત્ર કહેવાય
છે. બન્ને પ્રકારની ઈન્દ્રિયો દ્વારા શાસ્ત્ર સમજી શકાય છે. શાસ્ત્ર સમજવામાં ઈન્દ્રિયો પ્રધાનહેતુ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી ઈન્દ્રિયો એ જ શાસ્ત્ર છે. વ્યવહારનય :- શાસ્ત્રોનું પઠન-પાઠન કરવું, ભણવું-ભણાવવું-સાંભળવું અને
સંભળાવવું તે જ્ઞાનપ્રાપ્તિનો હેતુ છે. માટે શાસ્ત્રોના પઠન-પાઠનને શાસ્ત્ર કહેવાય છે. (૪) ઋજુસૂત્રનય - શાસ્ત્રોનું ચિંતન-મનન કરવું, વધારે ઊંડું વિચારવું, નિદિધ્યાસન
કરવું તે શાસ્ત્ર. (૫) શબ્દનય - ભાવક્ષયોપશમથી યુક્ત એવા જીવનો (મોહનો પરાભવ કરે તેવા
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી યુક્ત એવા જીવનો) શ્રુતના આધારે આત્માને સ્પર્શ કરે તેવો ભાવનાપૂર્વકનો જ્ઞાનપરિણામ (ક્ષયોપશમવિશેષ) તે શાસ્ત્ર.
- જ્ઞાનાવરણીયકર્મના વિશિષ્ટ ક્ષયોપશમભાવથી યુક્ત અને સર્વ અક્ષરોના લબ્ધિશ્રુતવાળા એવા ચૌદ પૂર્વધર, દશ પૂર્વધર આદિ શ્રુતકેવલી વગેરે આત્માનો જે શુદ્ધ ઉપયોગ તે શાસ્ત્ર.
- સર્વાક્ષરની લબ્ધિથી સંપન્ન એવા ચૌદપૂર્વધારી અથવા દશપૂર્વધારી આદિ ઋતકેવલી મહાત્માનો નિર્વિકલ્પ એવા ઉપયોગકાલે પ્રવર્તતો શાસ્ત્રરચના કરવાનો શુદ્ધોપયોગ રૂપ પરિણામ તે શાસ્ત્ર, કાલે ભોલેમ્પિયોગ ઉત્સર્ગથી ભાવશાસ્ત્ર રૂપે પરિણામ પામે છે માટે.
સારાંશ કે પ્રથમ નૈગમનયથી જડ એવાં પુસ્તકો અને પ્રતો વગેરે શાસ. અહીં જડપદાર્થમાં શાસ્ત્રનો ઉપચાર છે માટે, સંગ્રહનયથી પુદગલાત્મક દ્રવ્યન્દ્રિયો અને જીવસ્વરૂપ ભાવેન્દ્રિયો એ શાસ્ત્ર. કારણ કે ઈન્દ્રિયો શ્રુતજ્ઞાનનું મુખ્ય કારણ હોવાથી ઈન્દ્રિયો એ જ શ્રુતજ્ઞાન છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી જ્ઞાનની કિંચિત્ માત્રા છે માટે, વ્યવહારનયથી ભણવું-ભણાવવું-સાંભળવું અને સંભળાવવું એ શાસ્ત્ર છે. કારણ કે તે જ્ઞાનાત્મક હોવાથી શાસ્ત્ર. ઋજુસુત્રનયથી મનન-ચિંતન-નિદિધ્યાસન એ જ વિશિષ્ટપણે જ્ઞાનાત્મક હોવાથી શાસ્ત્ર છે. શબ્દાદિ પાછલા ત્રણે નમો ભાવનય હોવાથી આત્મામાં મોહનીકર્મનો નાશ કરે તેવો પ્રગટ થયેલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ શબ્દનયથી શાસ્ત્ર, ઉપયોગાત્મક ક્ષયોપશમ એ સમભિરૂઢનયથી શાસ્ત્ર અને શાસરચના કરવાના પરિણામમય ઉપયોગાત્મક ક્ષયોપશમ એ એવંભૂતનયથી શાસ્ત્ર કહેવાય છે. આ કારણથી મોહનીય અને જ્ઞાનાવરણીયકર્મના અતિશય વિશિષ્ટ ક્ષયોપશમભાવવાળા અને પરમ કરુણાવાળા મહાત્મા પુરુષો વડે ઉપદેશાયેલું જે શાસ્ત્ર છે તે જ યથાર્થ શાસ્ત્ર છે અને તે જ શાસ્ત્ર હિત કરનારું છે. શ્રી તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે -
Page #698
--------------------------------------------------------------------------
________________
૬૬૨
શાસ્રાષ્ટક-૨૪
एकमपि जिनवचनाद् यस्मान्निर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः ॥२७॥ तस्मात्तत्प्रामाण्यात्समासतो व्यासतश्च जिनवचनम् । श्रेयः इति निर्विचारं, ग्राह्यं धार्यं च वाच्यं च ॥२८॥ न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ॥ २९॥ श्रममविचिन्त्यात्मगतं, तस्मात् श्रेयः सदोपदेष्टव्यम् । आत्मानञ्च परञ्च हितोपदेष्टा ऽनुगृह्णाति ॥३०॥
इति । अत एव शास्त्रादरोत्पादनार्थमुपदिशति
જે કારણથી જિનેશ્વર પરમાત્માની વાણીમાંથી કોઈ એક પદ પણ (જો ભાવપૂર્વક અવધારવામાં આવે તો) મુક્તિદાયક બને છે. સંભળાય પણ છે કે એક સામાયિક માત્ર પદથી અનંત અનંત જીવો મુક્તિપદ પામ્યા છે. II૨૭ના
=
જ્ઞાનસાર
તે કારણથી તે જિનવચન જ (જિનવાણી જ) પ્રમાણભૂત છે. માટે આ જિનવચન યથાશક્તિ સંક્ષેપથી અથવા વિસ્તારથી ગ્રહણ કરવા લાયક છે, ધારણ કરવા લાયક છે, લોકો સમક્ષ કહેવા લાયક છે, નિશ્ચે વિચારવા યોગ્ય છે અને અવશ્ય તે જ કલ્યાણકારક છે. ૨૮
હિતકારી વચનો સાંભળવાથી સર્વે પણ શ્રોતાઓને ધર્મ થાય એવો નિયમ નથી. પરંતુ અનુગ્રહબુદ્ધિ રાખીને બોલતા વક્તાને તો અવશ્ય હિત થાય જ છે. ા૨ા
બીજાને ઉપદેશ આપવામાં પોતાને પડતા પરિશ્રમને નહીં ગણકારીને પણ હંમેશાં કલ્યાણકારી માર્ગનો ઉપદેશ અવશ્ય આપવો જોઈએ. કારણ કે હિતકારી ઉપદેશ આપનાર વક્તા પોતાનો અને પરનો અવશ્ય અનુગ્રહ કરે છે. II૩ગા
આ કારણથી જ શ્રોતા એવા આત્માઓને વીતરાગ પરમાત્માનાં શાસ્ત્રો ઉપર વધારે ને વધારે આદરભાવ ઉત્પન્ન થાય તે માટે હવે શાસ્રાષ્ટક લખાય છે.
चर्मचक्षुर्भृतः सर्वे, देवाश्चावधिचक्षुषः ।
सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः ॥१॥
Page #699
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્ત્રાષ્ટક - ૨૪ ગાથાર્થ :- સર્વે જીવો ચામડીની બનેલી ચક્ષુવાળા છે. દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે. સિદ્ધ પરમાત્મા સર્વત્ર જોઈ શકાય એવા કેવલજ્ઞાન રૂપી ચક્ષુવાળા છે અને સર્વે સાધુ મહાત્માઓ “શાસ્ત્ર” રૂપી ચક્ષુવાળા છે. તેના
ટીકા :- “વર્ષચક્ષમૃતતિ, સર્વે તિર્થમનુણા: ઘર્મઘક્ષમૃતઃ, ગતિશ્રતज्ञानावरणीयचक्षुरचक्षुर्दर्शनावरणीय-वीर्यान्तरायक्षयोपशममूलं जातिनामकर्मपर्याप्तिनामकर्म-शरीरनामकर्म-निर्माणनामकर्मोदयजन्यचक्षुर्भूतः तद्धराः । च-पुनः, देवाः-सुराः अवधिचक्षुषः-अवधिज्ञानावरणीयावधिदर्शनावरणीयक्षयोपशमसमुत्थज्ञानदृष्टयः । सिद्धाः सर्वचक्षुर्धरा:-सर्वप्रदेशकेवलोपयोगमयाः, साधवः-निर्ग्रन्थाः शास्त्रचक्षुषः-शास्त्रावलम्बिज्ञानधराः । उक्तञ्च
आगमचक्खू साहू, चम्मचक्खूणि सव्वभूआणि । देवा य ओहिचक्खू, सिद्धा पुण सव्वओ चक्खू ॥१॥ अतः निर्ग्रन्थानां वाचनादिस्वाध्यायमुख्यत्वम् ॥१॥
વિવેચન :- સર્વે તિર્યંચો અને મનુષ્યો ચર્મચક્ષુને ધારણ કરનારા છે. અહીં સર્વે તિર્યંચો અને મનુષ્યોનો ઉલ્લેખ જે કર્યો છે તે સામાન્યથી જાણવો એટલે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને સંમુર્ણિમ મનુષ્યોને છોડીને શેષ ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્યો લેવા. તે જીવો મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ છે મૂલ જેમાં એવી ભાવચક્ષુને (ચાક્ષુષજ્ઞાનને) ધારણ કરનારા છે. તથા જાતિનામકર્મ, પર્યાપ્તિનામકર્મ, શરીરનામકર્મ અને નિર્માણનામકર્મના ઉદયથી પ્રાપ્ત થનારી દ્રવ્યચક્ષુને પણ ધારણ કરનારા હોય છે.
મતિજ્ઞાનાવરણીયાદિ ચારે ઘાતી કર્મોની પ્રકૃતિઓના ક્ષયોપશમથી આત્મામાં ચક્ષુદર્શન આદિની શક્તિ પ્રગટ થાય છે તેને ભાવ-ચક્ષુરિન્દ્રિય કહેવાય છે અને શરીરનામકર્મ તથા ઈન્દ્રિયપર્યાપ્તિનામકર્મથી પુદ્ગલની રચનારૂપ દ્રવ્યચક્ષની પ્રાપ્તિ થાય છે. નિર્માણનામકર્મના ઉદયથી તે દ્રવ્યચક્ષની યથાસ્થાને રચના થાય છે અને જતિનામકર્મની અંદર ચઉરિન્દ્રિય જાતિનામકર્મ અને પંચેન્દ્રિયજાતિનામકર્મનો ઉદય તેવા પ્રકારની ચાક્ષુષશક્તિ પ્રાપ્ત કરવામાં સહકારી કારણ બને છે. માટે અઘાતી કર્મની આ ચારે પ્રકૃતિઓનો ઉદય દ્રવ્યચક્ષુની પ્રાપ્તિમાં કારણ છે. અને ઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવચક્ષુની (ચાક્ષુષજ્ઞાનની) પ્રાપ્તિનું કારણ છે. આ રીતે તિર્યંચ-મનુષ્યો ચર્મની (ચામડીની) ચક્ષુવાળા છે. તેના દ્વારા દેખવાનું કામ કરે છે. પુગલની બનેલી ચક્ષુથી દેખે છે.
Page #700
--------------------------------------------------------------------------
________________
૬૬૪
શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
દેવો (તથા નારકી) સર્વે અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન-અવધિદર્શન (મિથ્યાત્વી હોય તો વિર્ભાગજ્ઞાન)ની શક્તિથી રૂપી વસ્તુને દેખવાની શક્તિવાળા હોય છે. સર્વે દેવ-નારકીઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન-અવધિદર્શન હોય છે. તેનાથી દેખવાનું કામ કરે છે, માટે અવધિજ્ઞાન રૂપી ચક્ષુવાળા કહેવાય છે.
સર્વે સિદ્ધ ભગવંતો (ઉપલક્ષણથી સયોગી-અયોગી કેવલીભગવન્તો) કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયથી પોતાના આત્માના સર્વપ્રદેશોમાં ઉત્પન્ન થયેલા ક્ષાયિકભાવના કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂપી ચક્ષુથી નિરંતર જોનારા હોય છે. એટલે કે સતત કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગમય હોય છે.
સર્વે સાધુસંતો (મહાત્મા પુરુષો) અર્થાત્ રાગ-દ્વેષને જીતીને નિર્ગસ્થ થનારા સંસારના ત્યાગી મુનિ પુરુષો શારૂપી ચક્ષુવાળા હોય છે. શાસ્ત્રનું જ આલંબન લઈને સતત સ્વાધ્યાય અને અભ્યાસ કરીને તેના જ્ઞાનને ધારણ કરનારા અને તેના દ્વારા દેખનારા હોય છે. કોઈપણ સૂક્ષ્મ-બાદર વસ્તુના સ્વરૂપનો વિચાર અને તેના સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરીને કરાતો નિર્ણય શાસ્ત્રની પંક્તિઓ દ્વારા કરે છે. માટે સાધુસંતોને શાસ્ત્ર એ જ ચહ્યુ છે. આ કારણે જ સાધુ જીવનમાં સ્વાધ્યાય કરવો અને કરાવવો, વાચના આપવી અને વાચના લેવી, વાચના સાંભળવી અને શક્તિ હોય તો વાચના સંભળાવવી આ જ સાધુજીવનનું મુખ્ય કર્તવ્ય છે. મહાપુરુષોએ કહ્યું છે કે –
સાધુ આગમરૂપી ચક્ષુવાળા છે, સર્વે પ્રાણીઓ ચર્મની ચક્ષુવાળા છે. દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે અને સિદ્ધભગવંતો સર્વ ચક્ષુવાળા (કેવલજ્ઞાન રૂપી ચક્ષુવાળા) હોય છે.”
આ કારણે નિર્ચન્દમુનિઓને વાચના આદિ સ્વાધ્યાય જ મુખ્ય છે. “પુખરવર” સૂત્રમાં પણ થમૂત્તર વ પદમાં આ જ વાત કહી છે કે ચારિત્રધર્મ આવ્યા પછી સાંસારિક રળવા અને રાંધવા વગેરેનાં સાવદ્ય બંધનો ન હોવાથી નિરંતર શ્રતધર્મની વૃદ્ધિ થાઓ, માટે સ્વાધ્યાયાદિ જ આરાધવા જોઈએ. બીજાં પ્રલોભનો ચારિત્રધર્મથી પતનનાં કારણો છે. આમ જાણવું. ll૧||
पुरःस्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानवेक्षन्ते, ज्ञानिनः शास्त्रचक्षुषा ॥२॥
Page #701
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૬૫
ગાથાર્થ :- ઊર્ધ્વલોક, અધોલોક અને તિńલોકમાં રહેલા સર્વે પણ પદાર્થોને જ્ઞાની પુરુષો શાસ્રરૂપી ચક્ષુ વડે જાણે પદાર્થ સામે જ હોય એ રીતે દેખે છે. ૨
ટીકા :- “પુર:સ્થિતાનિતિ' જ્ઞાનિન: શાસ્ત્રચક્ષુષા-આમોપયોોન ઝાંધस्तिर्यग्लोकविवर्तिनः-त्रैलोक्यवर्तिनः, भावान्- पदार्थस्वरूपान् सर्वान् सूक्ष्मबादरान् सहजान् विभावजान् परोक्षानपि क्षेत्रान्तरस्थानपि आगमबलेन पुरः स्थितानिव -सन्मुखस्थानिव अवेक्षन्ते - पश्यन्ति । अत्र दर्शनं मानसं श्रुतक्षयोपशमजं ज्ञेयम् ॥२॥
વિવેચન :- જ્ઞાની પુરુષો આગમશાસ્રના ઉપયોગાત્મક બળ વડે ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્કાલોક એમ ત્રણે લોકમાં રહેલા સર્વે પણ પદાર્થોને યથાર્થ રીતે દેખે છે માટે શાસ્રરૂપી ચક્ષુવાળા કહેવાય છે.
ત્રણે લોકમાં રહેલા સર્વે પણ પદાર્થોનું સ્વરૂપ તેઓ આગમબળે જાણે છે તે પદાર્થો સૂક્ષ્મ હોય કે બાદર હોય, સ્વાભાવિક હોય કે વૈભાવિક હોય, એટલે સહજ હોય કે કૃત્રિમ હોય તથા (પ્રત્યક્ષ-ઈન્દ્રિયગોચર જે હોય તે તો ચર્મચક્ષુથી જ દેખાય છે. માટે તેનો ઉલ્લેખ ન કરતાં) પરોક્ષ હોય તો પણ (ઈન્દ્રિયથી અગોચર હોય તો પણ) અને દૂર દૂર અન્ય ક્ષેત્રોમાં હોય તો પણ આગમશાસ્રના અભ્યાસના બળથી જાણે છે.
ક્ષેત્રાન્તરમાં રહેલા, કાળાન્તરે થયેલા અને થવાવાળા અને પરોક્ષ એવા પદાર્થોને પણ તે પદાર્થો જાણે પોતાની સામે વિદ્યમાન જ હોય શું ? એમ પ્રત્યક્ષની જેવા જાણે છે. અર્થાત્ કલ્પનાથી જાણે છે એમ નહીં, પણ સાક્ષાત્ની જેમ જાણે પોતાની સામે વિદ્યમાન જ હોય શું ? એમ પ્રત્યક્ષની જેવા જાણે છે. શાસ્રરૂપી ચક્ષુનો કેવો પ્રભાવ છે ? કે દૂર દૂરની પરોક્ષ વસ્તુ પણ જાણે આંખની સામે સાક્ષાત્ વિદ્યમાન હોય તેવી જાણે છે. આ કારણે જ સાધુજીવનમાં સ્વાધ્યાય-શાસ્ત્રાભ્યાસ જ પ્રધાનતાએ હોવો જરૂરી છે. શેષ પ્રલોભનો બંધનકર્તા છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી, પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી આદિના જીવનું આયુષ્ય જોઈએ અને તેઓએ કરેલી શાસ્રરચના જોઈએ તો ક્યાંય મેળ ન બેસે તેવી આ ઘટના છે. તેઓ ક્યારે ભણ્યા હશે ? ક્યારે અન્ય દર્શનનાં શાસ્ત્રો વાંચ્યાં હશે ? ક્યારે આહાર-પાણી કર્યાં હશે ? ક્યારે નિદ્રા લીધી હશે ? ક્યારે લોકસંપર્ક ચાલુ રાખ્યો હશે અને ક્યારે આટલી વિશાળ સંખ્યામાં શાસ્રરચના કરી હશે ! જો આ બધાંનો હિસાબ ગણીએ તો કંઈ મેળ જ બેસતો નથી. અર્થાત્ સાધુજીવનમાં અતિશય નિરંતર સ્વાધ્યાય જ મહાત્માઓનું કર્તવ્ય હોય એમ લાગે છે.
Page #702
--------------------------------------------------------------------------
________________
શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
અહીં શાસ્ત્ર રૂપી જે ચક્ષુ સમજાવવામાં આવે છે તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું માનસદર્શન લેવું. મન એ પણ એક ઈન્દ્રિય છે. તેની શક્તિ દ્વારા શાસ્ત્રના આલંબને ભાવો જણાય છે. માટે માનસદર્શન રૂપી શાસ્ત્ર ચક્ષુવાળા મુનિઓ હોય છે. રા.
शासनात् त्राणशक्तेश्च, बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य, तत्तु नान्यस्य कस्यचित् ॥३॥
ગાથાર્થ :- જે શાસનક્રિયાવાળું અને ત્રાણ શક્તિવાળું હોય તેને પંડિતપુરુષો શાસ્ત્ર કહે છે. તે શાસ્ત્ર વિતરાગ પરમાત્માનું વચન જ હોઈ શકે છે. પણ અન્ય કોઈનું નહીં. lal
ટીકા :- “શાસનાવિતિ” વધે -વિદ્ધિ, -પુનઃ, ત્રીપશિવઃ-મવમીતकर्मावगुण्ठितविभावभुग्नजीवानां त्राणं-रक्षणं, तस्य शक्तिः-सामर्थ्य यस्य सः, तस्य शासनात्-शिक्षणात् शास्त्रं निरुच्यते-व्युत्पाद्यते । “मोक्षमार्गस्य शासनात् शास्त्रम्" इति तत्त्वार्थकृत् । (प्रशमरति गाथा १८८) तु-पुनः, तद् वीतरागस्य सर्वमोहक्षयनिष्पन्नपरमशमस्वभावस्य वचनं मोक्षमार्गोपदेशकम् । उक्तञ्च उमास्वातिपूज्यैः
केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय कृतार्थोऽपि, देशयामास तीर्थमिदम् ॥१८॥
(તસ્વાર્થરિવ સ્નો ૨૮) अतस्तस्यैव वचनं मोक्षाङ्गम् । अन्यस्य कस्यचित् असर्वज्ञस्य सर्वज्ञमानिनः વચનં ર મોહેતુ: રૂા
વિવેચન :- “શાસ્ત્ર” શબ્દમાં શીર્ અને સૈ બે ધાતુ રહેલા છે. તેના ઉપરથી “શાસ્ત્ર” ધાતુ મળીને ઉણાદિથી શાસ્ત્ર શબ્દ બનેલ છે. શાસ્ એટલે કહેવું અને નૈ એટલે રક્ષણ કરવું. જે શાસ્ત્રમાં શાસનક્રિયા અને ત્રાણશક્તિ હોય છે તેને જ વિદ્વાન પુરુષો શાસ્ત્ર કહે છે. હિતશિક્ષાનું કથન તે શાસનક્રિયા અને સંસારથી ભયભીત થયેલા, કર્મોથી ઘેરાયેલા અને વિભાવદશાના પ્રતાપે પીડાયેલા (ભાંગી પડેલા) એવા જીવોનું રક્ષણ કરવાની જે શક્તિ તે ત્રાણશક્તિ. આમ આ બન્ને ક્રિયા (શાસનક્રિયા અને ત્રાણશક્તિ) છે જેમાં તેને જ શાસ્ત્ર કહેવાય છે.
વીતરાગ પરમાત્માથી પ્રણીત અને ગણધરભગવંત આદિથી રચિત જે કોઈ શાસ્ત્રો
Page #703
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્ત્રાષ્ટક- ૨૪. છે તે સર્વે શાસ્ત્રોમાં હિતશિક્ષાનું શાસન (કથન) અને દુર્ગતિમાં જતા જીવોનું રક્ષણ આમ બને ક્રિયા અવશ્ય હોય છે. તેથી તેને શાસ્ત્ર કહેવાય છે. પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ પણ તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે “મોક્ષમાર્ગને કહેનારું જે શાસ્ત્ર હોય તેને જ શાસ્ત્ર કહેવાય છે” મોક્ષમાર્ગ જણાવવો એ જ જીવોના હિતનું કથન છે. માટે જેમાં મોક્ષની વાત કહેવાતી હોય તેને જ શાસ્ત્ર કહેવાય છે. આવું વચન શ્રી વીતરાગપ્રભુનું જ હોઈ શકે છે. બીજા કોઈ અન્યનું (છબસ્થ જીવનું) હોઈ શકતું નથી. તેથી સર્વજ્ઞના વચનને જ શાસ્ત્ર કહેવાય છે.
જે કોઈ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા હોય અને તેઓ જે વાણી પ્રકાશે તે શાસ્ત્ર કહેવાય છે. અથવા વિતરાગ પ્રભુના વચનને અનુસરીને, તેનો જ આધાર લઈને જે છદ્મસ્થ આચાર્યો અથવા મહાત્માઓ વાણી પ્રકાશે તે પણ શાસ્ત્ર કહેવાય છે. સર્વે મહાપુરુષો વીતરાગ હોવાથી, વૈરાગી હોવાથી અને મોક્ષની પ્રાપ્તિરૂપ માત્ર હિતકારી જ વાણી પ્રકાશતા હોવાથી તેમણે કહેલું વચન જ શાસશબ્દની શોભાને પામે છે. અન્ય વક્તાઓનું વચન અર્થ-કામને પોષનારું હોવાથી અથવા માત્ર આ લોકના જ હિતને કરનારું હોવાથી અથવા રાગાદિ ભાવોને વધારનારું હોવાથી શાસ્ત્ર શબ્દને પામતું નથી. પૂ. ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મ.શ્રીએ પ્રશમરતિ પ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે –
शासनसामर्थ्येन तु, सन्त्राणबलेन चानवद्येन । युक्तं यत्तच्छास्त्रम्, तच्चैतत्सर्वविद्वचनम् ॥१८८॥
પ્રશમરતિમાં કહ્યું છે કે – હિતશિક્ષાના કથનનું સામર્થ્ય હોય અને જીવનું નરકાદિ ગતિમાં ગમન કરવારૂપ પાપોથી રક્ષણ કરનાર હોય તથા નિર્દોષતાથી યુક્ત હોય તેને જ શાસ્ત્ર કહેવાય છે અને તે સર્વજ્ઞ-પરમાત્માનું જ વચન હોય છે. આવા પ્રકારની કેવલ હિતશિક્ષાથી યુક્ત, પાપોથી રક્ષણ કરવાની ક્રિયાથી યુક્ત અને નિર્દોષતાથી યુક્ત એવું વચન મોહનીયકર્મના ક્ષયથી પ્રગટ થયેલી એવી પરમ સમતાના સ્વભાવવાળા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનું જ હોઈ શકે છે. આ જ વચન યથાર્થ રીતે મોક્ષમાર્ગનું ઉપદેશક છે. પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી મ.એ તત્ત્વાર્થસૂત્રની કારિકામાં પણ કહ્યું છે કે –
જે વીતરાગ પરમાત્માઓએ સ્વયં અનંત એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કરીને પોતે કૃતકૃત્ય હોવા છતાં લોકોના કલ્યાણ માટે આ તીર્થનો (આ શાસનનો) ઉપદેશ કર્યો છે. તેમનું જ વચન શાસશબ્દની શોભાને પામે છે. lill
शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन्, नियमात्सर्वसिद्धयः ॥४॥
Page #704
--------------------------------------------------------------------------
________________
શાસ્રાષ્ટક-૨૪
જ્ઞાનસાર
ગાથાર્થ :- તેથી શાસ્ત્ર પ્રધાન કરાયે છતે વીતરાગ પ્રભુ પ્રધાન કરાયેલા થાય છે અને તે વીતરાગપ્રભુ પ્રધાન કરાયે છતે સર્વ સિદ્ધિઓ નિયમા પ્રાપ્ત થાય છે. II૪ ટીકા :– “શાસ્ત્ર પુરસ્કૃત કૃતિ તસ્માત્ ારાત્ શાસ્ત્ર-સિદ્ધાન્ત, પુરસ્કૃતેમુધ્ધતાં તે, વીતરાગ:-અર્દ, પુરસ્કૃત:-અગ્રેસરીત:। પુન: તસ્મિન્-વીતરાગે पुरस्कृते नियमात्-निश्चयात् सर्वसिद्धयः भवन्ति । उक्तञ्च -
૬૬૮
अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थे च तस्मिन्, नियमात्सर्वार्थसंसिद्धिः ॥
(ષોડશપ્રજ્વળ ૨, શ્લો )
( सम्बोधसप्तति गाथा ३५ )
पुनः आगमे आगमं आयरंतेण, अत्तणो हियकंखिणा ।
तित्थनाहो सयंबुद्धो, सव्वे ते बहुमन्निया ॥ ३५॥
अतः आगमादरी अर्हन्मुनिसङ्घादरवान् इति ॥४॥
–
વિવેચન :- હિતશિક્ષાનું કથન જેમાં હોય અને ભવથી રક્ષણ જે કરે તેને જ શાસ્ત્ર કહેવાય છે અને વીતરાગપ્રભુનું જ વચન આવું હોઈ શકે છે. બીજા કોઈનું પણ નહીં તે કારણથી જે જે આત્માઓ કોઈ પણ વિષયમાં “શાસ્ત્ર”ને પ્રધાન કરે છે. “શાસ્ત્રમાં શું કહ્યું છે ? તે પ્રમાણે જ વિચારે છે અને તેને અનુસારે જ વચનોચ્ચાર અને વર્તનવ્યવહાર કરે છે. તે તે આત્માએ શાસ્ત્રને પ્રધાન કર્યું એટલે તેના પ્રણેતા એવા વીતરાગ પરમાત્માને જ પ્રધાન કર્યા કહેવાય છે અને જે જે આત્માએ વીતરાગ પરમાત્માને પ્રધાન કર્યા છે અને કરે છે તેઓ યથાર્થ માર્ગે હોવાથી સર્વસિદ્ધિઓ અવશ્ય પ્રાપ્ત કરે છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મ. શ્રી ષોડશકપ્રકરણમાં કહે છે કે “વીતરાગપ્રભુનું આ વચન (શાસ્ત્ર) હૃદયમાં અવધારણ કર્યે છતે તાત્ત્વિક રીતે વીતરાગ પ્રભુ જ હૃદયમાં ધારણ કરાયા છે આમ જાણવું અને વીતરાગ પ્રભુને હૃદયમાં ધારણ કર્યા એટલે નિયમા સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થઈ જ સમજો.
વળી આગમશાસ્ત્રોમાં સંબોધસિત્તરિ પ્રકરણમાં પણ કહ્યું છે કે “આગમનું આદરમાન કરાયે છતે પોતાના આત્માનું જ હિત ઈચ્છાયું છે અને સ્વયંસંબુદ્ધ એવા શ્રી તીર્થંકરપ્રભુ વગેરે સર્વ પણ પૂર્વપુરુષો પ્રત્યે બહુમાન કરાયું છે.” કારણ કે તીર્થંકર પ્રભુએ જ અર્થથી
Page #705
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શાસ્રાષ્ટક- ૨૪
૬૬૯ શાસ્ત્ર કહ્યું અને ગણધર ભગવંતોએ સૂત્રરૂપે શાસ્ત્ર રચ્યું અને ત્યાર પછીના તમામ આચાર્યાદિએ તે સૂત્રોનું પઠન-પાઠન કરતાં કરતાં આપણા સુધી તે સૂત્ર લાવ્યું. તેથી તીર્થંકર પ્રભુથી માંડીને તમામ આચાર્યાદિ-સાધુસંત મહાપુરુષો આપણા સુધી શાસ્ત્ર લાવવામાં ઉપકારી છે. તેથી જેઓએ શાસ્ત્રને પ્રધાન કર્યું તેઓએ પોતાના હિતને ઈચ્છવું કહેવાય અને પૂર્વના સર્વ પુરુષો પ્રત્યે હૃદયથી ઘણું જ બહુમાન કર્યું કહેવાય.
આ કારણથી જે જે પુરુષ આગમ ઉપર આદરભાવવાળા બને છે તે તે પુરુષ અવશ્ય અરિહંત પરમાત્મા, મુનિમહારાજા અને ચતુર્વિધ સંઘ ઉપર પણ આદરભાવવાળા બને છે. જો
अदृष्टार्थेऽनुधावन्तः, शास्त्रदीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं, प्रस्खलन्तः पदे पदे ॥५॥
ગાથાર્થ - અદૃષ્ટ (પરોક્ષ-અતીન્દ્રિય) એવા પદાર્થોને વિષે શાસ્ત્રરૂપી દીપક ગ્રહણ કર્યા વિના જે જે મૂર્ખ માનવો ચાલે છે તે તે પુરુષો ડગલે ને પગલે (વારંવાર) પરમ ખેદને પામે છે. (અલના પામે છે) I/
ટીકા :- “ગર્ણત” ની:-પૂર્વો:, શાસ્ત્રી વિના મરામપ્રવેશ વિના છે -अनुपलब्धे अर्थे-कार्ये संवरनिर्जरामोक्षाभिधाने अनुधावन्तः पदे पदे प्रस्खलन्तः स्खलनां प्राप्नुवन्तः परं-प्रकृष्टं खेदं-क्लेशं प्राप्नुवन्ति-लभन्ते । अज्ञातशुद्धमार्गाःअनेकोपायप्रवृत्ता अपि स्खलनां लभन्ते इति ॥५॥
વિવેચન :- જે વસ્તુ ઈન્દ્રિયોથી ગોચર નથી પરોક્ષ છે અતીન્દ્રિય છે તેને સમજવા માટે શાસ્ત્રનો સર્વજ્ઞપુરુષનો અને તેમના વચનનો) આધાર લેવો તે અત્યન્ત આવશ્યક છે. તેના આધારે જ અતીન્દ્રિય વસ્તુ સમજાય છે. તેને બદલે જે જે પુરુષો શાસરૂપી દીપકને ધારણ કર્યા વિના તેનો અભ્યાસ કર્યા વિના, તેનો આધાર લીધા વિના અદષ્ટ પદાર્થોને વિષે પોતાની બુદ્ધિથી મનમાન્યા વિકલ્પો કરવારૂપી ઘોડા દોડાવે છે તે પુરુષો જડ છે, મૂર્ખ છે, અજ્ઞાની છે અને મનમાની કલ્પનાઓ કરવામાં ડગલે-પગલે અલના પામે છે, ખોટા ઠરે છે, બંધાઈ જાય છે. યથાર્થ ઉત્તર આપી શકતા નથી અને તેથી યથાર્થ ફળ પ્રાપ્ત કરી શકતા નથી.
અતીન્દ્રિય પદાર્થો ઘણા છે. આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, મોક્ષ, નિગોદના જીવો, સંવર, નિર્જર, કર્મ, પરભવ. પૂર્વભવ ઈત્યાદિ હોવા છતાં તેમાંથી આત્માનું
Page #706
--------------------------------------------------------------------------
________________
૬૭૦
શાસ્ત્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
કલ્યાણ કરનારાં અને અત્યન્ત હિત કરનારાં સંવર, નિર્જરા અને મોક્ષ આમ ત્રણના નામનો ઉલ્લેખ અહીં શાસ્ત્રકાર કરે છે.
આવતાં કર્મોનું અટકાવવું તે સંવર, જુનાં બંધાયેલાં કર્મોનું તોડવું તે નિર્જરા અને સર્વથા કર્મોનો નાશ કરવો તે મોક્ષ. આ ત્રણે તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરવાથી અને યથાર્થ આચરણ કરવાથી આત્માનું હિત-કલ્યાણ થાય છે, પરંતુ સર્વજ્ઞ-પરમાત્માનાં વચનોનો આધાર લીધા વિના આ વિષયો યથાર્થ સમજાતા નથી. યથાર્થપણે આચરણમાં આવતા નથી. શાસ્ત્રના આલંબનના અભાવે જૈનીય દીક્ષાને બદલે કેટલાક જીવો તાપસી દીક્ષા લે છે. એ દીક્ષા પણ મુક્તિ અપાવે છે આમ સમજી લે છે. તપ-જપને બદલે પાંચ ઈન્દ્રિયોના વિષયોનો વ્યવહાર કરે છે અને માની લે છે કે “આત્મા તો કર્મ કરતો જ નથી પણ પ્રકૃતિ જ (શરીર જ) ભોગો ભોગવે છે. આત્મા તો શુદ્ધ-બુદ્ધ જ છે. ઈત્યાદિ મનમાની અનેક કલ્પનાઓ કરીને અવળા માર્ગે જાય છે.
આ રીતે જીવ અનેક ખોટા ઉપાયો કરે છે, પણ સાચો માર્ગ જાણ્યો ન હોવાથી ખોટા રસ્તે ચાલવાથી ડગલે પગલે અલના પામે છે. ફળ પ્રાપ્તિ કરતા નથી અને નિરુત્તર બને છે. કારણ કે સામાન્યથી જે જે જીવો શુદ્ધમાર્ગને જાણતા નથી અને ખોટા ખોટા પોતાના કલ્પેલા અનેક ઉપાયોમાં પ્રવર્તે છે તે જીવો સાધ્યને સાથે નહીં, પણ સ્કૂલના જ પામે. માટે શાસ્ત્રારૂપી દીપકનો અવશ્ય આધાર લેવો જ જોઈએ. આપણે
शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् । भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् ॥६॥
ગાથાર્થ :- જેમ ભૂતવાદી મુનિની હત્યા કરનારા શબરને (ભીલને) મુનિના પગના સ્પર્શનું નિવારણ કરવું તે હિતકારી નથી તેમ જિનેશ્વરપ્રભુની આજ્ઞાની અપેક્ષા વિનાના જીવનો શુદ્ધ આહાર-પાણી આદિનો વ્યવહાર પણ આત્માને હિતકારી નથી. leી.
ટીકા - “શુદ્ધોછલીતિ” શાસ્ત્રીનિરપેક્ષત્ર્ય-મનોવત્તાસાદિતસ્ય शुद्धोञ्छाद्यपि-द्वाचत्वारिंशद्दोषरहिताहारग्राहकस्यापि नो हितम्-न सुखकरम्, यथा भौतहन्तुः-तस्य स्वगुरोः पदस्पर्शनिवारणं न हितम् । अत्र यथैकस्य शबरस्य जीवद्भौतपदस्पर्शनिवारणम्, स मयूरपिच्छार्थी भौतं हत्वा पश्चात् स्पर्शं चकार । तथा आत्मानं हत्वा षड्जीवनिकायान् रक्षन् तद्वत्करोति । अतो मौढ्यं निवार्य तत्त्वज्ञानवता भवनीयम् ।
Page #707
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શાસ્રાષ્ટક- ૨૪
૬૭૧ शुद्धाहारादिकं तनुयोगः, स्वरूपावलम्बनं महानुयोगः । इति तेन स्वरूपाचरणमन्तरेणाहारशुद्धात्मसाधनबुद्धयः भौतहिंसकवद् ज्ञेयाः ॥६॥
| વિવેચન :- જે આત્મા શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ હોય છે. અર્થાત્ સ્વેચ્છાચારી બને છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિના બહાના નીચે શાસ્ત્રમર્યાદા ત્યજીને પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરનારો બને છે. તે આત્માનું આચારપાલન જેમકે - શુદ્ધ ગોચરી અર્થાત્ બેતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરવો, અને આદિ શબ્દથી કેશલોચ કરવો, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, પ્રતિલેખનાદિ ધર્મક્રિયા કરવી, ઈત્યાદિ આચારપાલન પણ હિતકારી-કલ્યાણકારી બનતું નથી. અર્થાત્ આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણોની શુદ્ધિ-વૃદ્ધિ કરનારું આ આચારપાલન બનતું નથી. પરંતુ સ્વચ્છંદી બનવાથી અને શાસ્ત્ર આજ્ઞા નિરપેક્ષ થવાથી મિથ્યાત્વાભિમુખ બને છે. આત્માની ભવભ્રમણા મટાડવાને બદલે ભવભ્રમણા વધારનાર બને છે.
જેમ ભૌતવાદી એવા મુનિને હણનાર ભિલ્લને તે મુનિ પૂજ્ય હોવાથી તે ગુરુના ચરણોના સ્પર્શન નિવારણ કરવું તે હિતકારી નથી. તેમ શાસ્ત્રાજ્ઞાનિરપેક્ષ શક્તાહારાદિન ગ્રહણ કરવું તે પણ હિતકારી નથી. ભૂતવાદીની વાર્તા સંક્ષેપમાં આ પ્રમાણે છે
પાંચ ભૂતો જ આ સંસારમાં છે. અન્ય કંઈ નથી” આવું માનનાર ભૂતવાદી કહેવાય છે. આવી માન્યતાવાળા એક ભૂતવાદી મુનિ હતા. તેમની પાસે સુંદર મોરનાં પીંછાંનું બનાવેલું છત્ર હતું. એક ભિલ્લરાજા અને તેની રાણી આ મુનિનાં ભક્ત હતાં. દરરોજ તે મુનિનું વ્યાખ્યાન સાંભળવા જાય, મુનિએ વ્યાખ્યાનમાં કહેલું કે “ગુરુઓના ચરણનો સ્પર્શ કરવો કે ગુરુના આસનને અડકવું કે તે આસન ઉપર બેસવું” તે ઉચિત નથી. તેમાં ગુરુની આશાતના થાય અને પાપ લાગે. રાજા-રાણીના મનમાં આ વાત જચી ગયેલી.
પ્રતિદિન મુનિ પાસે જવાથી રાણીને મયૂરપિચ્છ બહુ જ ગમી ગયું. મુનિ પાસેથી છત્ર લેવા માટે માગણી કરવાનું રાણીએ રાજાને કહ્યું. રાજાએ ભૂતવાદી મુનિ પાસે તે છત્રની માગણી કરી. પરંતુ ગુરુએ આપવાની ના પાડી, તેથી તે રાજાએ પોતાના સુભટને હુકમ કર્યો કે “ગુરુનો વધ કરીને પણ આ છત્ર લાવો, પણ આ ગુરુ પૂજ્ય હોવાથી જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી તેમના ચરણનો સ્પર્શ ન કરશો, કારણ કે જો તેમના ચરણનો સ્પર્શ થાય તો પાપ લાગે” ત્યારબાદ સુભટે મુનિનો બાણ દ્વારા વધ કર્યો અને મુનિ મૃત્યુ પામ્યા બાદ તેમનો સ્પર્શ કર્યો અને છત્ર લીધું. લાવીને રાજાને આપ્યું.
અહીં જેવી ભીલરાજાની ગુરુ ઉપર ભક્તિ છે તેવી જ સ્વચ્છંદી જિનાજ્ઞાનિરપેક્ષ આત્માની શદ્ધ આહારાદિ ગ્રહણ કરવાની આચરણા છે. જેમ ભીલરાજા મયુરપિચ્છનો અર્થી
Page #708
--------------------------------------------------------------------------
________________
૬૭૨
શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
થયો છતો ભૂતવાદી મુનિની હત્યા કરે છે અને ચરણસ્પર્શમાં પાપ માની તેનો નિષેધ કરે છે આ અવિવેક છે. મનમાન્યો અર્થ છે. નાના પાપનો નિષેધ છે અને મોટું પાપ આચરે છે. તેમ શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ સ્વેચ્છાચારી મુનિ પણ સ્વચ્છંદી હોવાથી “પોતાના આત્મતત્વનો નાશ કરીને ષડજીવનિકાયની રક્ષા કરે છે” આ મુનિ પણ ભૂતવાદી મુનિની હત્યા કરાવનાર ભીલરાજાની તુલ્ય આચરણ કરે છે. આ મોટી મૂઢતા માત્ર છે. આ કારણથી આવી મૂઢતા-અજ્ઞાનતા-મૂર્ખતા ત્યજી દઈને તત્ત્વજ્ઞાની બનવું જોઈએ.
શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા તે તનુયોગ અર્થાત્ અલ્પયોગ છે નાનો યોગ છે. અથવા કાયિક્યોગ છે. આજ્ઞા પાળવી, આત્મ-સ્વરૂપનું આલંબન લેવું તે મોટો અનુયોગ છે. અર્થાત્ માનસિક યોગ છે, આત્મયોગ છે. તથા આહારશુદ્ધિ એ બાહ્યશુદ્ધિ છે અને આજ્ઞાપાલન એ અત્યંતર શુદ્ધિ છે. આવો વિવેક કરવો જોઈએ. તેથી આત્મસ્વરૂપનું આલંબન લઈને પરમાત્માની આજ્ઞા પ્રમાણે શુદ્ધ આત્મતત્ત્વના આચરણવાળા બનવું જોઈએ. આવા પ્રકારની આજ્ઞાનું પાલન કર્યા વિના શુદ્ધ આહાર અને કેશલોચાદિ બાહ્ય સાધન માત્રથી આત્મતત્ત્વની સિદ્ધિ થઈ જશે એવી બુદ્ધિવાળા જીવો ભૂતવાદી મુનિની હિંસા કરનારા ભીલરાજાની જેમ મૂર્ખ-અજ્ઞાની અને અવિવેકી જાણવા. બાહ્યક્રિયાશુદ્ધિ કરતાં પરમાત્માની આજ્ઞાપાલન રૂપ અંતરંગશુદ્ધિ ઘણી મહાન છે. પૂજય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.શ્રીએ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહ્યું છે કે -
બાહ્ય ક્રિયા છઈ બાહિરયોગ, અંતરક્રિયા દ્રવ્ય અનુયોગ | બાહ્યહીન પણ જ્ઞાનવિશાલ, ભલો કહિઓ મુનિ ઉપદેશમાલ |
ઢાલ-૧, ગાથા-પી
II अज्ञानाहिमहामन्त्रं, स्वाच्छन्द्यज्वरलङ्घनम् । धर्मारामसुधाकुल्यां, शास्त्रमाहुमहर्षयः ॥७॥
ગાથાર્થ - અજ્ઞાનરૂપી સર્પનું વિષ ઉતારવામાં મહામત્ર સમાન, સ્વચ્છંદતા રૂપી જવરને ઉતારવામાં લાંઘણ સમાન અને ધર્મરૂપી બગીચાને (ઉદ્યાનને) લીલુંછમ રાખવામાં અમૃતની નીક સમાન “શાસ્ત્ર” છે એમ મહર્ષિ પુરુષો કહે છે. liણી
ટીકા :- “સાનાહીતિ” મહર્ષય:-મહામુનીશ્વર :, જ્ઞાનમેવ દિ-સ, તમને महामन्त्रम्, च-पुनः, स्वाच्छन्द्यं-स्वेच्छाचारित्वं, तदेव ज्वरः, तदपगमाय लङ्घनं -
Page #709
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૭૩
-પાનનં, ધર્મારામસુધાત્યાં-ધર્મ ધ્રુવ ઞામ:, તસ્મિન્ સુધા-અમૃત, તસ્ય જીલ્યાनीकिः, तां अमृतकुल्यां शास्त्रमाहुः - अमृतं शास्त्रमुक्तवन्तः, अतः शास्त्राभ्यासो महासुखायेति ॥७॥
વિવેચન :– આ ગાથામાં ત્રણ ઉપમાઓ દ્વારા શાસ્ત્રની મહત્તા સમજાવતા ગ્રંથકારશ્રી કહે છે કે -
(૧) મુનીશ્વર પુરુષો આ શાસ્ત્રને અજ્ઞાનરૂપી સર્પના વિષને ઉતારવામાં મહામન્ત્ર સમાન કહે છે. જેમ કોઈ પુરુષને સર્પ-દંશ થયો હોય, તેનું વિષ અંગેઅંગમાં વ્યાપ્યું હોય, છતાં જો ગારૂડિક મંત્રની વિદ્યાના જાણકાર પાસે ગારૂડિક મંત્રજાપ કરાવવામાં આવે તો સર્પનું વિષ ઉતરી જાય છે અને તે પુરુષ નિરોગી બને છે તેમ આપણા જેવા સર્વે પણ સંસારી જીવો અજ્ઞાનદશાથી પીડાય છે. વસ્તુતત્ત્વનું અજ્ઞાન, પરમાર્થતત્ત્વની અણસમજ, અથવા વિપરીતપણે થયેલો તત્ત્વબોધ આ અજ્ઞાનદશા છે. જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અને મિથ્યાત્વમોહનીયના ઉદયથી અનુક્રમે શાનાભાવરૂપ અજ્ઞાનતાનો અને વિપરીતજ્ઞાન રૂપ અજ્ઞાનતાનો ડંખ અનાદિકાળથી લાગેલો છે. તેનું વિષ આત્મામાં વ્યાપેલું છે. તે વિષ ઉતારવામાં વીતરાગ સર્વજ્ઞપ્રભુએ કહેલાં શાસો અર્થાત્ “જિનવાણી” ગારૂડિક મંત્રતુલ્ય છે. વારંવાર શાસ્ત્રનું-જિનવાણીનું મનન, ચિંતન અને દોહન કરવાથી અજ્ઞાનતા દૂર થાય છે અને સમ્યજ્ઞાનવત્તા પ્રગટ થાય છે.
(૨) સ્વચ્છંદતા-સ્વેચ્છાચારીપણું-મનફાવે તેમ વર્તવું-શાસ્ત્રોના અર્થો મારી-મચડીને પોતાના સ્વાર્થપોષક કરીને આ જીવ મોહાવેશમાં અનાદિકાળથી વર્તે છે. “અમે કરીએ છીએ તે બરાબર છે” આવા અહંકારપૂર્વક આવેલી સ્વચ્છંદતા એ એક પ્રકારનો (તાવ) જ્વર છે. તે જ્વર દૂર કરવા માટે શાસ્ત્ર એ લંઘન તુલ્ય એટલે કે આહારત્યાગ તુલ્ય છે. જેમકે અપથ્ય ભોજન કર્યું હોય અથવા અધિક ભોજન કર્યું હોય તેનાથી ઝાડા-ઉલટીઓ થવા દ્વારા જ્વર આવ્યો હોય તો લંઘન કરવું-ભોજન ન કરવું તે તેનો ઉપાય છે. તેનાથી નવું ભોજન ન આવતાં અને જુનું ભોજન કાલાન્તરે પચી જતાં-પાચનક્રિયા થઈ જતાં તેનાથી આવેલો તાવ શમી જાય છે. તેમ જૈનશાસ્ત્રોનો ભાવપૂર્વક અભ્યાસ કરવાથી ગુરુગમતાસદ્ગુરુ પ્રત્યે સમર્પણભાવ અને વિનય-વિવેક આદિ ગુણો આવવાથી સ્વચ્છંદતાનો જ્વર ઓગળી જાય છે. તેથી શાસ્ત્ર એ અહંકારનો જ્વર ઉતારનાર છે.
(૩) અનાદિકાળથી મોહદશામાં રાચતા આ જીવને મહાન પુણ્યોદયે “ધર્મતત્ત્વ”ની પ્રાપ્તિ થઈ છે. દેવ-ગુરુ અને ધર્મની ઓળખાણ થઈ છે. મોહની વાસના કંઈક અંશે મોળી
Page #710
--------------------------------------------------------------------------
________________
૬૭૪ શાસ્ત્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર પડી છે. ધર્મનો બગીચો ખીલ્યો છે. તેને વધારે ને વધારે નવપલ્લવિત રાખવામાં શાસ્ત્ર એ અમૃતની નીક તુલ્ય છે. જેમ પાણીની નીક હોય તો આખા બગીચાના છોડે છોડે પાણી પહોંચે છે. તેનાથી બગીચાની સંપૂર્ણ વનરાજી લીલીછમ રહે છે. પાણીને બદલે ધારો કે અમૃતરસની નીક હોય તો તો વનરાજી અતિશય લીલીછમ રહે, તેમાં પુછવાનું કંઈ હોતું જ નથી. તે રીતે પ્રાપ્ત થયેલ ધર્મ રૂપી બગીચાને અતિશય લીલોછમ રાખવામાં શાસ્ત્ર એ અમૃતની નીકનું કામ કરે છે. સતત શાસ્ત્રાભ્યાસથી અને સતત શાસશ્રવણથી આત્મામાં પ્રગટેલો જૈનધર્મ નવપલ્લવિત રહે છે. મોહદશા અને અજ્ઞાતદશા સર્વથા નાશ પામે છે.
આ રીતે પૂર્વકાલના મહામુનીશ્વર પુરુષો શાસા એ આત્મસાધનાનું અનુપમ સાધન છે આમ વર્ણવે છે. શા
शास्त्रोक्ताचारकर्ता च, शास्त्रज्ञः शास्त्रदेशकः । शास्त्रकदृग् महायोगी, प्राप्नोति परमं पदम् ॥८॥
ગાથાર્થ - શાસ્ત્રમાં કહેલા આચારોને આચરનાર, શાસ્ત્રના મર્મને જાણનાર, શાસ્ત્રનો ઉપદેશ આપનાર, શાસ્ત્ર એ જ છે એક દૃષ્ટિ જેની એવા મહાયોગી પુરુષ પરમ પદને પ્રાપ્ત કરે છે. દા.
ટીકા :- “શાસ્ત્રોક્તતિ” વંવિધ મહાયોગી પરમષ્ઠ, પરં–સ્થાનું પ્રતિકા कथम्भूतः ? शास्त्रोक्ताचारकर्ता-शास्त्रे जैनागमे उक्तः यः आचारः, तस्य कर्ताकरणशीलः । शास्त्रज्ञः-शास्त्रं स्याद्वादागमं जानातीति शास्त्रज्ञः । पुनः शास्त्रदेशकः शास्त्रस्य देशकः-कथकः । पुनः कीदृशः ? शास्त्रैकदृग-शास्त्रे एका-अद्वितीया रहस्यग्राहिणी दृग्-दृष्टिर्यस्य स इति । एवं शास्त्रोक्तमार्गकारी, तज्ज्ञः, तदुपदेशकः, परमम्-उत्कृष्टं पदं प्राप्नोति ।
વિવેચન - આ ગાળામાં સમજાવેલાં ચાર વિશેષણોવાળા મહામુનિઓ (મહાયોગી મહાત્માઓ) પરમપદને-ઉત્કૃષ્ટ સ્થાનને (મુક્તિપદને) પ્રાપ્ત કરે છે. કેવા મહામુનિઓ પરમપદને પ્રાપ્ત કરે છે? તો કહે છે કે નીચે મુજબના ચાર વિશેષણવાળા, તે આ પ્રમાણે -
(૧) શાસ્ત્રોક્તાવાર વેર્તા = શ્રી જિનેશ્વર પરમાત્માના શાસ્ત્રોમાં કહેલા એટલે કે જૈન આગમોમાં કહેલા આચારને પાલનારા, જ્ઞાનાચાર-દર્શનાચારાદિ સદાચારને પાલનારા,
Page #711
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક- ૨૪
૬૭૫
શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સાધુ સામાચારી પાલનારા, સ્વચ્છંદતાનો ત્યાગ કરનારા, નિરહંકારી એવા મહાયોગી પુરુષો પરમપદને પામે છે.
(૨) શાસ્ત્રજ્ઞ = સ્યાદ્વાદમય જે જૈનાગમ-શાસ્ત્રો છે તેને સારી રીતે જાણનારા, દ્રવ્યાર્થિકનયથી સર્વે દ્રવ્યો નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી સર્વે દ્રવ્યો અનિત્ય છે. વ્યવહારનયથી આત્મા મલીન છે માટે મલીનતા દૂર કરવા ધર્મની જરૂર છે. નિશ્ચયનયથી આત્મા સિદ્ધપરમાત્માની તુલ્ય શુદ્ધ છે તે શુદ્ધતા મેળવવા માટે ધર્મની જરૂર છે. આમ સાપેક્ષતાપૂર્વક સર્વ બાબતોનો સમન્વય કરનારાં એવાં જૈનાગમોનો જે યથાર્થ અભ્યાસ કરે છે તે મુનીશ્વર પુરુષો પરમપદને પ્રાપ્ત કરે છે.
(૩) પુનઃ શાસ્ત્રી = જૈન આગમોના યથાર્થ અર્થ જાણીને યથાર્થ ઉપદેશ કરનારા એટલે કે સંસારી જીવો પરમાત્માના આગમશાસ્ત્રોને જાણે, સમજે અને માર્ગે આવે એવી ભાવ કરુણા કરવાપૂર્વક શાસ્ત્રોનો ઉપદેશ આપનારા મહાયોગી પુરુષો પરમપદને પામે છે. વળી તે યોગી કેવા છે?
(૪) શારૈવજ્ઞ = આગમોના રહસ્યને (ઊંડા-સૂક્ષ્મ અર્થોને) જાણનારી એક એટલે અદ્વિતીય, અનુપમ એવી દૃષ્ટિ છે જેની તે મહાત્મા, અર્થાત્ નિરંતર આગમોના જ ઊંડા ઊંડા સૂક્ષ્મ સૂક્ષ્મ અર્થોને જાણવામાં-પ્રકાશવામાં-લખવામાં અને લખાવવામાં જ જેની દૃષ્ટિ લાગેલી છે, ચોટેલી છે. અન્ય મોહભાવમાં જેની દૃષ્ટિ ક્યાંય જતી નથી. ક્યારેય મોહની માત્રામાં જે લપેટાતા નથી તે મહાયોગી પરમપદને પામે છે. આ પ્રમાણે ૧ શાસ્ત્રમાં કહેલા આચારને પાલનારા, ૨ શાસ્ત્રના જાણકાર, ૩ શાસ્ત્રના ઉપદેશક અને ૪ શાસ્ત્રમાં જ સ્થિર એક દૃષ્ટિવાળા મહાત્મા પુરુષો તુરત પરમપદને પામે છે.
अतः सर्वादरेण जैनागमाभ्यासः करणीयः । येन तत्त्वाप्तिः । ज्ञानी सिद्धिसाधकः, अत एव निर्ग्रन्थाः वाचयन्ति प्रवचनम्, प्रयच्छयन्ति रहस्यम्, परिवर्तयन्ति सूत्रालापकान्, अनुप्रेक्षयन्ति भावनया तदर्थम्, तन्मयीभवन्ति आगमतत्त्वेषु, मग्नाश्चानन्दयन्ति स्वात्मानम्, तल्लाभलीलालालितचेतसः कुर्वन्ति धर्मकथाम्, अनुमोदयन्ति च महासूरिनिवहम्, अत एव योगोपधानक्रियामारचयन्ति, वसन्ति यावज्जीवं गुरुकुले शास्त्रावबोधप्रवीणतामिच्छन्तः ॥८॥
ને રૂત્તિ વ્યાધ્યાત શાસ્ત્રષ્ટિમ્ | શાસ્ત્રનો ઉપરોક્ત મહિમા જાણીને બહુ જ આદરપૂર્વક હૈયાના ભાવપૂર્વક હૃદયથી પૂજ્યભાવ રાખીને સર્વ પ્રયત્નપૂર્વક શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. જેનાથી સાચા તત્ત્વની
Page #712
--------------------------------------------------------------------------
________________
૬૭૬ શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર પ્રાપ્તિ થાય, દશ દષ્ટાન્ત દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત થયો, જૈન કુલ મળ્યું, સંસ્કારી ઘર મળ્યું, નિરોગી શરીર પ્રાપ્ત થયું, તેમાં પાંચે ઈન્દ્રિયો અખંડિત પ્રાપ્ત થઈ, વિશિષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થઈ, ત્યાગી-વૈરાગી ગુરુઓનો યોગ મળ્યો, આ બધી સામગ્રી પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. આમ તેની દુર્લભતા સમજાઈ છે તો પછી આટલા ઊંચા પદે આવ્યા પછી એક ક્ષણનો પણ પ્રમાદ કર્યા વિના અતિશય ભાવપૂર્વક નિરંતર જૈન આગમશાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, તેનાથી હેય-ઉપાદેયનો વિવેક, જીવ-અજીવના યથાર્થ સ્વરૂપનું ભાન, આશ્રવસંવરાદિ તત્ત્વોની સમજણ, આત્મા કેવી રીતે કર્મો બાંધે છે ? અને કેવી રીતે કર્મો તોડે છે? મુક્તિ એ શું તત્ત્વ છે? ઈત્યાદિ પારમાર્થિક તત્ત્વની સાચી પ્રાપ્તિ થાય જે આત્માને સંસારથી તારનાર છે.
આ તત્ત્વપ્રાપ્તિ માટે જ, શાસ્ત્રોના ઊંડા અભ્યાસને કાજે જ નિર્ગસ્થ મુનિઓ પ્રવચનશાસ્ત્રોની વાચના આપે છે. ચતુર્વિધ સંઘ વચ્ચે આગમશાસ્ત્રોના પાઠોના અર્થો કહે છે તેમાં રહેલાં ઊંડાં ઊંડાં રહસ્યો ખોલે છે. એક એક વાક્યના નભેદ થતા અર્થો લોકોને સમજાવે છે. પોતે પણ જાતે નિરંતર વારંવાર સૂત્રપાઠોના આલાવાનું પુનરાવર્તન કરે છે. સૂક્ષ્મભાવના અને સૂક્ષ્મચિંતન પૂર્વક તે આગમપાઠોના અર્થનું ચિંતન-મનન કરે છે. આગમ શાસ્ત્રોમાં આવતાં ઊંડાં અને ચમત્કારિક તત્ત્વોમાં પોતે તન્મય બની જાય છે અને તે રહસ્યો સમજવામાં અને રહસ્યો ખોલવામાં ડૂબી ગયેલા તે મહાત્માઓ પોતાના આત્માને ધન્ય ધન્ય માની ઘણા જ આનંદિત થાય છે. અપૂર્વ અને અદ્ભુત તત્ત્વની પ્રાપ્તિના લાભથી આનંદિત મનવાળા થયા છતા શ્રોતાઓ સમક્ષ ધર્મકથાને કરે છે. (હૃદયમાં હર્ષથી નાચી ઉઠે છે).
ભૂતકાળમાં થઈ ગયેલા અનેક શાસ્ત્રોના રચયિતા એવા મહાન મહાન આચાર્ય મહારાજશ્રીના સમૂહની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. આ કારણથી જ યોગ અને ઉપધાનાદિની ધર્મક્રિયાઓ કરે છે અને કરાવે છે. શાસ્ત્રોની અંદર ઊંડી પ્રવીણતાને ઈચ્છતા આ મહાયોગી પુરુષો પોતે જીવે ત્યાં સુધી ગુરુકુલવાસમાં જ (ગુરુજીની નિશ્રામાં જ) વસે છે. શાસ્ત્ર કેટલું ઉપકારક છે? તે જ્યારે સમજાય છે ત્યારે ઘડી, અર્ધ ઘડી પણ જીવ શાસ્ત્રથી વેગળો રહેતો નથી, શાસ્ત્ર એ તો પરમનેત્ર છે, માટે તેનો હૃદયના ભાવપૂર્વક આદર કરો. આ પ્રમાણે ચોવીસમા અષ્ટકના અર્થનું વિવેચન સમાપ્ત થયું. ll
ચોવીસમું શાસ્ત્રાષ્ટકસમાપ્ત
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #713
--------------------------------------------------------------------------
________________
॥ अथ पञ्चविंशतितमं परिग्रहत्यागाष्टकम् ॥
परिग्रहग्रहगृहीतस्य अनेकोपार्जनसंरक्षणगोपनाविकलचेतनावतः न शास्त्रज्ञानं सम्यग् भवति, अत: परिग्रहत्यागोपदेशमुपदिशति । तत्र परि - समन्तात् ग्रहः ग्रहणरूपः परिग्रहः । तत्र द्रव्यतो धनधान्यादिः । भावतः परवस्त्विच्छापरिणामः आशंसारूपः । तत्रात्मनः स्वपर्यायस्वामित्वपरिणतेः स्वपर्यायावरणेन तदभावात्, अशुद्धबलवीर्यगृहीतकर्मविपाकेषु शुभेषु हेतुभूतेषु ( अप्रशस्ता - ) प्रशस्तपरिणामेषु ममकार: परिग्रहः । स्वशुद्धसत्तागतगुणेभ्यः अन्यममकारस्वीकारसंरक्षणा परिणतिरूपा चेतनादिवृत्तिः परिग्रहः । आत्मनः स्वस्वरूपभासनरमणानुभवव्याघातः । अत एव त्याज्यः । द्रव्यपरिग्रहस्य भावपरिग्रहहेतुत्वात्, भावपरिग्रहस्याशुद्धोपादानत्वात् त्याग વ (ર્તવ્ય:) ।
મમતા એટલે મારાપણાનો જે પરિણામ તે ભાવપરિગ્રહ અને ધન-ધાન્યાદિ સાંસારિક
સાધનો તે દ્રવ્યપરિગ્રહ, આ બન્ને પ્રકારના પરિગ્રહો જીવને આકુલ-વ્યાકુલ બનાવે છે, અવિવેકી બનાવે છે. તેથી તેને ગ્રહની (ભૂત-પ્રેતની) ઉપમા આપવામાં આવે છે. જેમ જેને ભૂત-પ્રેત વળગ્યું હોય છે તે અવિવેકી બને છે તેમ પરિગ્રહને વશ થયેલો જીવ પણ અવિવેકી બને છે. તેથી પરિગ્રહ રૂપી જે ગ્રહ (ભૂત-વળગાડ) છે, તેના વડે ગૃહીત થયેલા જીવને સમ્યપ્રકારે શાસ્ત્રજ્ઞાન થતું નથી. કારણ કે અનેક વસ્તુઓને મેળવવામાં, મેળવેલી વસ્તુઓનું સંરક્ષણ અને સંગોપન કરવામાં જ તેની નિરંતર ચેતના (બુદ્ધિ) વર્તતી હોય છે. સંસારસુખનાં સાધનોને પ્રાપ્ત કરવામાં જ અને પ્રાપ્ત થયેલાં સાધનોનું સંરક્ષણ-સંગોપન અને તેની માવજતમરામત વગેરે કરવામાં જ આ જીવ રચ્યો પચ્યો રહે છે તેથી તેની ચેતના (બુદ્ધિ) તે તે કાર્યમાં જ નિરંતર વ્યાપેલી રહે છે. તે માટે તે જીવ સભ્યપ્રકારે શાસ્ત્રજ્ઞાન કરી શકતો નથી, આ વાત પ્રત્યક્ષપણે અનુભવસિદ્ધ છે કે જે આત્મા જેટલો જેટલો બાહ્યભાવમાં ઓતપ્રોત થાય છે તે આત્માની મતિ બાહ્યભાવમાં જ રંગાયેલી હોવાથી શાસ્ત્રોના ભાવોને જાણવામાં તે મતિ કામ કરતી નથી, શાસ્ત્રોનાં સૂક્ષ્મ-ઊંડાં રહસ્યોના જ્ઞાનથી તે આત્મા વેગળો રહે છે. આ કારણથી પરિગ્રહના ત્યાગ માટેનો ઉપદેશ ગ્રંથકારશ્રી કહે છે -
ત્યાં પત્તિ એટલે સર્વબાજુથી પ્રશ્ન એટલે ગ્રહણ કરવું, અર્થાત્ જ્યાં આત્મા સર્વબાજુથી પકડાય-બંધાય, જે વસ્તુ આત્માને ચારે બાજુથી બાંધી લે, ઝકડી લે, પકડી લે, તેનું નામ પરિગ્રહ, ધન-ધાન્યાદિ નવવિધ બાહ્યપરિગ્રહ અને મમતા-મૂર્છાદિ અભ્યન્તર પરિગ્રહ
Page #714
--------------------------------------------------------------------------
________________
૬૭૮ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર આત્માને કર્મોના બંધનથી અત્યન્ત ઝકડી લે છે, પકડી લે છે. આ પરિગ્રહ જીવને ઘણો જ આકુળ-વ્યાકુલ કરે છે તથા કર્મોથી વીંટી લે છે તે માટે તેને બાહ્ય અને અત્યંતર પરિગ્રહ કહેવાય છે તેના ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે ત્યાં નામ-સ્થાપના સુગમ હોવાથી ટીકામાં ટાંક્યા નથી. ધન-ધાન્યાદિ બાહ્ય જે નવવિધ પરિગ્રહ છે તે દ્રવ્યપરિગ્રહ જાણવો અને પરદ્રવ્યને મેળવવાની ઈચ્છારૂપ મલીન એવો જે આત્મપરિણામ અર્થાતુ પરપદાર્થોની આશંસારૂપ આત્મપરિણામ, સારાંશ કે મમતાનો પરિણામ તે ભાવપરિગ્રહ સમજવો.
પરમાર્થથી તો આ આત્મા પોતાના શુદ્ધ રત્નત્રયીમય ગુણોમાં જ પરિવર્તન પામવા સ્વરૂપ સ્વપર્યાયોના સ્વામિપણાની પરિણતિવાળો છે. તાત્વિક સ્વરૂપ આવું છે. પરંતુ તે સ્વપર્યાયોનું આવરણ કરનારા એવા મોહનીયાદિ કર્મોના ઉદયને કારણે તે સ્વપર્યાયના સ્વામિત્વની પરિણતિનો હાલ અભાવ વર્તે છે. તે કારણથી (મોહનીયકર્મના ઉદયથી યુક્ત એવા એટલે કે) અશુદ્ધ એવા બલ-વીર્ય દ્વારા ગ્રહણ કરાયેલાં (અર્થાત્ પૂર્વકાલમાં બાંધેલાં) એવાં પુણ્યકર્મનાં પુગલોનો વિપાકોદય થયે છતે પ્રાપ્ત થયેલા શુભભાવો ઉપર અથવા પ્રશસ્ત એવા આત્મપરિણામોને વિષે તથા કાષાયિક એવા અપ્રશસ્ત આત્મપરિણામોને વિષે (પણ) જે મમતા (મારાપણાનો પરિણામ) તે પરિગ્રહ કહેવાય છે. આ પરિગ્રહ એ મોહોદય હોવાથી અશુભવિકારવિશેષ છે. તેથી તે પરિગ્રહ આત્માના પોતાના શુદ્ધસ્વરૂપના જ્ઞાનનો અને શુદ્ધસ્વરૂપની રમણતાનો વ્યાઘાત કરનાર છે. આ કારણથી આ પરિગ્રહ ત્યાગ કરવા યોગ્ય છે.
પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલો નવવિધ દ્રવ્યપરિગ્રહ પણ ભાવપરિગ્રહનું (મમતાદિ વિકારોનું) કારણ હોવાથી, અને ભાવપરિગ્રહ તે ઉપાદાનભૂત એવા આત્મતત્ત્વને અશુદ્ધોપાદાન રૂપે પરિણામ પમાડનાર હોવાથી દ્રવ્ય અને ભાવ એમ બન્ને પરિગ્રહ ત્યજવા લાયક છે.
नयव्याख्यायां-जीवाजीवेषु परिग्रहत्वं सङ्ग्रहेण । भाष्ये च "द्वितीयपञ्चमाश्रवौ सर्वद्रव्येषु इति वाक्यात्" व्यवहारपरिग्रहः धनादिकयुक्तः । ऋजुसूत्रेण तदभिलाषी, शब्दनयेन पुण्याशंसा, इत्यादिना भावनीयम् । अतः तदुपदेशः -
પરિગ્રહ ઉપર જ્યારે નયોથી વિચારણા કરવામાં આવે છે ત્યારે નીચે પ્રમાણે આ નયસંબંધી વિચારણા થઈ શકે છે -
(૧) નૈગમનય - મૂલટીકામાં તેનો ઉલ્લેખ નથી, પરંતુ આ નય ઉપચારગ્રાહી હોવાથી જીવ-અજીવનાં ચિત્રો-આલેખનો, કૃત્રિમ પુતળાં, રમકડાં આદિ ઉપર તે તે પદાર્થની માનસિક કલ્પના કરીને મમતા કરવી તે પરિગ્રહ. જેમકે કોઈપણ પુરુષને પોતાની પત્ની આદિ રાગી પાત્રના ફોટાને જોઈ, ચિત્રને જોઈ, તેના કોઈ આલેખનને જોઈ
Page #715
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૭૯ તેને જ પોતાની પત્ની માની સ્નેહ કરવો, મમતા કરવી એવી જ રીતે સ્ત્રીને આશ્રયી પુરુષના પ્રતિબિંબ ઉપર પોતાના પતિપણાનો ભાવ રાખીને મમતા કરવી તે પરિગ્રહ. અથવા પરિગ્રહનો વિષય બને તેવા ઘટ-પટ-અલંકારાદિના કાચા માલને (માટી-તન્ત અને સુવર્ણાદિને) પરિગ્રહ કહેવો તે પણ નૈગમનયથી પરિગ્રહ, આમ સર્વત્ર ઔપચારિક પદાર્થો ઉપરની મમતા તે નૈગમનયથી પરિગ્રહ.
(૨) સંગ્રહનય :- સત્તાગ્રાહી હોવાથી જે કોઈ જીવ-અજીવ પદાર્થ જગતમાં છે તે સઘળા પણ પદાર્થ ઉપર મારાપણાનો પ્રેમ-મમતા-મૂચ્છ તે સંગ્રહાયથી પરિગ્રહ. તત્ત્વાર્થસૂત્ર ઉપરના ભાષ્યમાં પૂજ્ય ઉમાસ્વાતિજી મ.એ કહ્યું છે કે બીજો મૃષાવાદ નામનો અને, પાંચમો પરિગ્રહ નામનો આશ્રવ સર્વદ્રવ્ય વિષયક હોય છે. પ્રાણાતિપાત નામનો આશ્રવ જીવવિષયક, અદત્તાદાન નામનો આશ્રવ જીવ-પુદ્ગલવિષયક અને મૈથુન નામનો આશ્રવ પણ જીવ-પુદ્ગલવિષયક હોય છે, પરંતુ મૃષાવાદ તથા પરિગ્રહ નામનો આશ્રવ છએ દ્રવ્યવિષયક હોઈ શકે છે. કારણ કે મમતાનો પરિણામ સર્વત્ર પ્રસરે છે.
(૩) વ્યવહારનય :- ધન-ધાન્યાદિ ભોગસામગ્રીથી યુક્ત જીવને તે તે પદાર્થ વિષેની જે મમતા-મૂર્છા તે વ્યવહારનયથી પરિગ્રહ.
(૪) ઋજુસૂત્રનય :- ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ હોય કે કદાચ બાહ્યપરિગ્રહ ન હોય તો પણ તેની ઈચ્છાવાળો જીવ મમતાયુક્ત છે માટે તે પદાર્થોનો અભિલાષી જીવ પરિગ્રહવાળો જાણવો.
(૫) શબ્દનયથી પુણ્યની આશંસા, (૬) સમભિરૂઢનયથી પુણ્યના ફળની ઈચ્છા અને (૭) એવંભૂતનયથી પુણ્યના ફળના ઉપભોગની તીવ્ર ઈચ્છા આ સર્વ પરિગ્રહ સમજવો. આ પ્રમાણે પછી પછીના નો નિશ્ચયનયાભિમુખ જાણવા. આ કારણથી તે સર્વ પ્રકારના પરિગ્રહને ત્યજવાનો ઉપદેશ આપે છે.
न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति । परिग्रहग्रहः कोऽयं ?, विडम्बितजगत्त्रयः ॥१॥
ગાથાર્થ :- ત્રણે જગતને દુઃખી દુઃખી કર્યા છે જેણે એવો આ પરિગ્રહ રૂપી ગ્રહ કોઈ અપૂર્વ છે કે જે ગ્રહ ક્યારેય રાશિ બદલતો નથી અને વક્રતાનો ત્યાગ કરતો નથી. ll૧૩
ટીકા :- “ર પરવર્તતૈ” રિ-રાશે -અનાદિરાશિતઃ પરિગ્રહો = પરાવર્તન निवर्तते, पुनः वक्रतां जातु-कदाचित् न उज्झति-न त्यजति, अत एव हे आत्मार्थिन् !
Page #716
--------------------------------------------------------------------------
________________
६८० પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર अयं दुःखमूलः परिग्रहग्रहः कः ? विडम्बितजगत्त्रयः-त्रैलोक्यविडम्बनाहेतुः, ईदृक् परिग्रहस्य को दृढानुराग इति ॥१॥
વિવેચન :- સંસારની અંદર રવિ, મંગળ, શનિ, બુધ વગેરે જે જે ગ્રહો છે તે તેની તેની મુદત પૂરી થાય ત્યારે કન્યા, તુલા, ધન વગેરે રાશિઓમાંથી નીકળીને બીજી રાશિમાં જાય છે અર્થાત્ રાશિ બદલે છે, પરંતુ પરિગ્રહ રૂપી આ ગ્રહ કોણ જાણે કેવો છે કે જે ક્યારેય પોતાની રાશિ (ખાસ કરીને ધનરાશિ)ને બદલતો નથી, પાંચ-પચીસ વર્ષથી નહીં, પરંતુ અનાદિકાળથી આ ગ્રહ ધનરાશિમાં જ વર્તે છે. આ જીવને ધનથી જ વધારે મમતા પ્રવર્તે છે માટે પરિગ્રહરૂપી ગ્રહ ધનરાશિમાં જ ચોટેલો રહે છે.
તથા દરેક ગ્રહો કોઈ કોઈ રાશિમાં અમુક અમુક વર્ષો સુધી વક્ર હોય છે જેને પનોતી બેઠી કહેવાય છે. શનિગ્રહની સાડા સાત વર્ષની પનોતી એટલે કે આ ગ્રહ અમુક અમુક રાશિમાં આટલો આટલો સમય વક્ર ચાલે, દુઃખદાયી થાય, જ્યારે આ પરિગ્રહરૂપી ગ્રહ સદાકાલ (અમર્યાદિત-અનંતકાલ) સુધી વક્રતાને જ ધારણ કરે છે. ક્યારેય વક્રતા ત્યજતો નથી. આવા પ્રકારનો સંસારના નવે ગ્રહો કરતાં અત્યન્ત ભિન્ન જાતિવાળો આ પરિગ્રહ રૂપી ગ્રહ છે. તે કારણથી હે આત્માર્થી આત્મા ! દુઃખમૂલક એવો આ પરિગ્રહરૂપી ગ્રહ એ શું વસ્તુ છે ? તે તું જાણ. ખરેખર આ પરિગ્રહરૂપી ગ્રહ દુઃખમૂલક છે, દુઃખ જ આપનારો છે. આ પરિગ્રહે જ (મમતા-મૂછએ જ) ત્રણે લોકના જીવોને દુઃખી દુઃખી કર્યા છે. આ પરિગ્રહ રૂપી ગ્રહ જ ત્રણે લોકના જીવોને વિડંબનાનું કારણ છે. તેથી આવા પ્રકારના દુઃખદાયી, આત્માના શત્રુતુલ્ય, નુકશાનકારી અને અહિત જ કરનારા પરિગ્રહને વિષે આટલો બધો દઢ અનુરાગ કેમ કરાય ? માટે હે આત્માર્થી જીવ! તું પરિગ્રહનો રાગ છોડી દે/૧
परिग्रहग्रहावेशात्, दुर्भाषितरजःकिराः । श्रूयन्ते विकृताः किं न ? प्रलापाः लिङ्गिनामपि ॥२॥
ગાથાર્થ :- સાધુતાના વેષને ધારણ કરનારા જીવોમાં પણ જ્યારે પરિગ્રહ રૂપી ભૂત-પ્રેતનો પ્રવેશ થાય છે ત્યારે તેના પ્રવેશથી દુષ્ટ ભાષણરૂપ (ઉસૂત્રપ્રરૂપણા અથવા સ્વાર્થમાત્રથી પૂર્ણ એવાં) વિકારપૂર્વક હલકાં વચનો (યાચકવૃત્તિવાળાં વચનો) શું સંભળાતાં નથી? અર્થાત્ સંભળાય છે. રાત
ટીકા :- “રિતિ” નિફિનાઈપ-નૈવેવિડમ્બાના પ્રત્નાપા:असम्बद्धवचनव्यूहाः किं न श्रूयन्ते, अपि तु श्रूयन्ते एव । कथम्भूताः प्रलापाः ?
Page #717
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૮૧ परिग्रहग्रहावेशात्-परिग्रहस्य ग्रहः ममत्वं, तस्यावेशः, तस्मात् दुर्भाषितम्उत्सूत्रवचनमेव रजसः किराः-समूहाः, अत एव विकृताः-विकारमया इति । एवं हि परिग्रहाभिलाषमग्ना ज्ञानपूजनाद्युपदेशेन परिग्रहमेलनासक्ताः उत्सूत्रं वदन्ति । पोषयन्ति विषयान्, परिग्रहीकुर्वन्ति ज्ञानोपकरणानि, 'महान्तयन्ति ज्ञानोपकरणैः । उक्तञ्च उपमितिभवप्रपञ्चायाम् -
વિવેચન :- પરિગ્રહ એટલે મમતા-મૂછ-આસક્તિ - આ મારું છે, આ મારું છે આવો મોહોદયવાળો આત્મપરિણામ, આવા પ્રકારનો પરિગ્રહ જે મુનિના મનમાં પ્રવેશેલો છે. અર્થાત્ તે પરિગ્રહ રૂપી ભૂત-પ્રેતનો પ્રવેશ જે મુનિમાં થયેલ છે. તે મુનિ સાધુપણાનું દ્રવ્યલિંગ ધારણ કરનારા બન્યા હોય તો પણ પરિગ્રહરૂપી ભૂત-પ્રેતના આવેશમાત્રથી આવા પ્રકારના પ્રલાપો-એટલે કે સાધુપણાને ન છાજે તેવા સંબંધ વિનાના મોહપોષક વચનોનો સમૂહ બોલતા હોય એવું શું નથી સંભળાતું ? અર્થાત્ વસ્તુઓની યાચનાવાળાં વચનોનો સમૂહ સંભળાય જ છે. આ મોહપોષક (મમતા-મૂછને વધારનારા) વચનપ્રલાપો કેવા પ્રકારના હોય છે? અને કયા કારણથી હોય છે ? તે સમજાવે છે.
પરિગ્રહનું જે ભૂત છે તેનો પ્રવેશ થવાથી એટલે કે પરપદાર્થોની મમતા થવાથી દુર્ભાષિત વચનોનો સમૂહ અર્થાત્ જિનેશ્વર પરમાત્માના સૂત્રવિરુદ્ધ = ઉત્સુત્ર એવાં વચનોના સમૂહરૂપી રજ ઉડતી શું નથી સંભળાતી? અર્થાતુ સંભળાય જ છે. મુનિવેષધારી જીવોમાં પણ જ્યારે જ્યારે પરપદાર્થની મૂછ પ્રવેશ પામે છે ત્યારે ત્યારે તે તે વસ્તુ મેળવવાની તેમને ઈચ્છા થાય છે. વસ્તુઓ ધન વિના પ્રાપ્ય ન હોવાથી ધનનો સંગ્રહ કરવાની ઈચ્છા થાય છે તે કારણથી “તમે જ્ઞાનનું પૂજન કરો” ઈત્યાદિ ઉપદેશ આપવા દ્વારા જ્ઞાનપૂજન આદિ કાર્યો કરાવવા વડે પરિગ્રહને (ધનાદિને) મેળવવાની આસક્તિવાળા મુનિઓ આવા પ્રકારનાં વિકૃત વચનો બોલે છે. લોકો પાસેથી યેનકેન પ્રકારેણ ધનપ્રાપ્તિ થાય તેવાં, સાધુતાને ન છાજે તેવાં, યાચનાવાળાં વચનો મુનિઓ બોલતા હોય અને પરિગ્રહનો સંગ્રહ કરતા હોય એવું પરિગ્રહને પરવશ થયેલા મુનિઓમાં દેખાય છે.
મમતા-મૂછમાં આસક્ત બનેલા મુનિ-વેષધારી લોકો પણ જ્ઞાનપૂજન આદિ કાર્યો કરાવવા વડે સંસારી જીવો પાસેથી ધન મેળવવા દ્વારા પાંચે ઈન્દ્રિયોના વિષયોને પોષે છે. મનમાની વસ્તુ મેળવીને વિષયરસ પોષે છે. જ્ઞાનના કેટલાંક (બીનજરૂરી) ઉપકરણોનો પરિગ્રહ કરે છે. વિશિષ્ટ પેનો, પેન્સીલો, પુસ્તકો, ચંદરવા-પુંઠીયા ઈત્યાદિ મેળવીને તેના જ ૧. અહીં “મહાન્ત રૂવાઘરતીતિ-મહત્યને” હોવું જોઈએ આચાર અર્થમાં વેચ
Page #718
--------------------------------------------------------------------------
________________
૬૮૨ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
વિજ્ઞાનસાર રંગ તરંગમાં, તેની ચમકમાં મોહબ્ધ બને છે અને વિશિષ્ટ કોટિના ચંદરવા-પુંઠીયા બંધાવવા વડે પોતાની મોટાઈ દેખાડતા જણાય છે. તેઓના વ્યાખ્યાનાદિ કાલે ઉચ્ચ કોટિના ચંદરવા, પુંઠીયા, ધજાઓ વગેરે પોતે જ મમતાથી કરાવે છે, બંધાવે છે અને અન્ય સાધુસંતોથી
અમે ઘણા મોટા છીએ” આવો દેખાવ કરે છે. અને મનમાં આવું માને છે. લોકો પાસેથી પૈસા મેળવે છે. જ્ઞાનાદિનાં ઉપકરણો વસાવે છે. તેની મમતા-મૂછ રાખે છે અને મમતાપૂર્વક પોતાની મોટાઈ વધે તેવા વ્યવહારો કરે છે. પરિગ્રહરૂપી ભૂત-પ્રેતનો આ પ્રતાપ છે. શ્રી ઉપમિતિ ભવપ્રપંચમાં સિદ્ધર્ષિગણિજીએ કહ્યું છે કે -
"स जातः कदाचिद् लब्धार्यकुलश्रावकसामग्रीसंयोगः श्रुततत्त्वोपदेशआप्तवैराग्य-गृहीतव्रतः, मुनिसङ्घसंयुतः, श्रुतलाभेन संपूज्यमानः, श्रावकवर्गः ज्ञानभक्त्योपरचितोल्लोचादिसदुपकरणः, तैरेव रमणीयकता-ममत्वाहङ्कारदूषितः तीव्रज्ञानावरणीयकर्मवशात् पतितो निगोदेऽनन्तभवभ्रमणरूपे इत्यावर्तस्वरूपं भावनीयमात्महिताय सद्भिः" । अतो निवारणीयमेव धर्मलिङ्गतो विषयपरिग्रहपोषणादिकम् ॥२॥
આ જીવ પુણ્યોદયથી કોઈક કાલે પ્રાપ્ત કર્યું છે આર્યકુલ જેણે એવો અને તેમાં પણ મેળવી છે શ્રાવકધર્મની સામગ્રી જેણે એવો પુણ્યશાળી થાય છે. સંસ્કારી માતા-પિતા અને સંસ્કારી વાતાવરણ, વ્યાખ્યાનશ્રવણ, નજીકમાં જ દેરાસર, ઉપાશ્રય, આવી શ્રાવકધર્મની પ્રાપ્તિને યોગ્ય અને પાલનને યોગ્ય ધર્મસામગ્રી આ જીવે પ્રાપ્ત કરી હોય, અને તેના નિરંતર આસેવનથી તત્ત્વોપદેશ સાંભળ્યો હોય, વ્યાખ્યાન શ્રવણ દ્વારા વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય અને સાધુપણાનાં પાંચ મહાવ્રત આદિ ઉચ્ચરીને સાધુ બન્યો હોય.
- ત્યારબાદ વિશિષ્ટ શાસ્ત્રાભ્યાસના કારણે, ઉપદેશની સારી શક્તિ વિકસી હોય, તેના કારણે તથા સાધુપણું હોવાના કારણે અનેક શિષ્યો થયા હોય, તેવા પ્રકારના શિષ્ય-પ્રશિષ્ય રૂપે બનેલા અનેક મુનિઓના સમૂહ સાથે વિચરતો તથા શ્રુતની સારી પ્રાપ્તિ હોવાથી વિશિષ્ટપણે પૂજાતો અને શ્રાવકોના વર્ગો દ્વારા જ્ઞાનભક્તિ રૂપે બંધાયેલા ચંદરવા-પુંઠીયાં ધજાઓ આદિ વિશિષ્ટ શોભાયમાન ઉપકરણોવાળો આ જીવ તે જ જ્ઞાનોપકરણો વડે પોતાની જાતને રમણીયતાવાળી, મમતાવાળી અને અહંકારવાળી માનીને “હું કેવો મોટો છું? કેવો શોભાયમાન છું? મારા પ્રવેશકાલે અને નિવાસકાલે શ્રાવકો કેટલી દોડાદોડી કરે છે? અને હું જ્યાં જાઉં ત્યાં શ્રાવકો આવીને મારી કેવી સુંદર શોભા અને મારો કેવો સુંદર સત્કાર કરે છે? બીજા મુનિના અવસરે લોકો આવી અને આટલી શોભા નથી કરતા, હું કેવો પૂજાઉં
Page #719
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૮૩
છું?” ઈત્યાદિ વિચારો કરવા રૂપ દૂષણોથી દૂષિત થયેલો આ જીવ તીવ્ર રસવાળું જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધીને તે કર્મના વશથી અનન્તકાલ ભદ્રભ્રમણ કરવા રૂપ નિગોદ અવસ્થાને પામે છે.
જ્ઞાનનાં ઉપકરણોની મમતા થવાથી તેના દ્વારા માયા અને માન પોષાવાથી આ જીવ આ પરિગ્રહને લીધે અનંતકાલ સુધી ભવભ્રમણાને પામે છે. આવું સંસારમાં (આવર્તનું) રખડપટ્ટીનું સ્વરૂપ છે. આમ સજ્જન પુરુષોએ પોતાના આત્માના હિત માટે નિરંતર આવું વિચારવું. ધર્મનાં ઉપકરણોની મમતા પણ અનંત ભવમાં રખડાવે છે. આ કારણથી ધર્મનાં ઉપકરણો દ્વારા પણ થતી વિષયોની પુષ્ટિ અને પરિગ્રહની પુષ્ટિ તથા કષાયોની વૃદ્ધિ વગેરે ત્યજી દેવાં જોઈએ, ધર્મનાં ઉપકરણો જરૂર ઉપકારી છે, પરંતુ તેની મમતા-મૂર્છા ઉપકારી નથી. જો ઉપકરણો ઉપર મમતા મૂર્છા થાય તો તે ઉપકરણ ન રહેતાં અધિકરણ બને છે. ૨॥
यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरञ्च परिग्रहम् ।
उदास्ते तत्पदाम्भोजं, पर्युपास्ते जगत्त्रयी ॥३॥
ગાથાર્થ :- જે આત્મા ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહનો અને મિથ્યાત્વાદિ અભ્યન્તર પરિગ્રહનો તૃણની જેમ ત્યાગ કરીને ઉદાસીન થઈને રહે છે. તેના ચરણ-કમળને ત્રણે જગત સેવે છે. ગા
ટીકા :- “યસ્ત્યવક્ત્વતિ'' ય: સાધુઃ વાદ્યું-ધનાવિ, આન્તર-ગાવિપત્તિપ્રતમ, तृणवत् त्यक्त्वा संत्यज्य उदास्ते - उदासीनो भवति, किं परिग्रहेण ? मोहकारणेन व्यासङ्गमूलेन आत्मपरिपन्थिकल्पेन वस्तुतः निस्सारेण ।
न एष मम, नाहमनेन सुखी मदिरामत्तपङ्कावलेपतुल्येन, अहं तु ज्ञानाद्यनन्तगुणपूर्णः कथं पुद्गलेषु रमे ? इत्यादिभावनया त्यक्तपरिग्रहः । तत्पदाम्भोजं जगत्त्रयी असुरनरामरश्रेणिः पर्युपास्ते- सेवते इत्यर्थः । स त्रिजगद्वन्द्यो भवति, तेन स्वरूपानन्दरसिकानां न परिग्रहासक्तिः ॥ ३ ॥
વિવેચન :- જે મહાત્મા પુરુષ પરિગ્રહનો તૃણની જેમ ત્યાગ કરે છે. તે મહાત્માના ચરણકમળની ત્રણે લોકના જીવો ઉપાસના કરે છે. આ વાત સમજાવે છે
જે સાધુ મહાત્મા ધન-ધાન્ય વગેરે નવ પ્રકારનો બાહ્યપરિગ્રહ (ધન-ધાન્ય, ક્ષેત્રવાસ્તુ, રૂપ્ય-સુવર્ણ, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદ) તથા મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ કષાયો રૂપ અભ્યન્તર પરિગ્રહ એમ બન્ને પ્રકારના પરિગ્રહનો ઘાસના તણખલાની જેમ ત્યાગ કરે છે.
Page #720
--------------------------------------------------------------------------
________________
૬૮૪ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર મમતા વિનાના, મૂછ વિનાના, આસક્તિ વિનાના અને પરદ્રવ્યની અપેક્ષા વિનાના નિઃસ્પૃહ અને નિરીહ થઈને આત્મતત્ત્વની સાધનામાં પ્રવર્તે છે. ઉદાસીન એટલે કે મધ્યસ્થ થઈને પ્રવર્તે છે. તેઓ મનમાં આવા વિચારો કરે છે કે આ પરિગ્રહ એ મોહની ઉત્પત્તિ અને મોહની વૃદ્ધિનું કારણ છે. આત્માની વ્યાસંગદશા (આકુળ-વ્યાકુલતા વાળી દશા) કરવાનું કારણ છે. આ પરિગ્રહ તે આત્માના શત્રુતુલ્ય છે. તેને મેળવવામાં પણ ઘણાં દુઃખો વેઠવા પડે છે. મેળવેલાને સાચવવામાં પણ ઘણી ઉપાધિઓ હોય છે. અને તેમ છતાં વિયોગ થાય ત્યારે ઘણું જ દુઃખ આપે છે માટે શત્રુતુલ્ય છે. આત્માનું ઘણું જ અહિત કરનાર છે. તથા પારમાર્થિક રીતે નિઃસાર છે. તેનાથી રાગ-દ્વેષ, કડવાશ અને વેર-ઝેર વિના બીજું કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. માટે મારે આવા પરિગ્રહ વડે શું કામ છે ? આવા પરિગ્રહ વડે સર્યું. આ મહાત્મા આવા વિચારો કરે છે.
આ ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહ પુગલદ્રવ્ય હોવાથી મારું દ્રવ્ય નથી, હું તેનું દ્રવ્ય નથી, મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહ એ મારું સ્વરૂપ નથી. હું તેનું સ્વરૂપ નથી. કર્મોદયજન્ય વિકૃત સ્વરૂપ છે. બાહ્ય અને અભ્યત્તર આ પરિગ્રહ વડે હું સુખી નથી. પણ દુઃખીદુઃખી છું. કારણ કે તે પરિગ્રહ મારા આત્મસ્વરૂપની પ્રગટતા કરવામાં બાધક તત્ત્વ છે. તેથી મદિરાનું પાન કરવાથી મદોન્મત્ત (ગાંડો) બનેલો પુરુષ સેન્સ ગુમાવેલ હોવાથી પોતાના શરીર ઉપર જેમ કાદવનો લેપ કરે પરંતુ તે લેપ જેમ પારમાર્થિકપણે સુખનું કારણ નથી, તેવી જ રીતે આ પરિગ્રહ પણ ઉપાધિભૂત હોવાથી સુખનું સાધન નથી. પરંતુ ગુણના આવિર્ભાવમાં બાધક તત્ત્વ છે. હું તો ચેતનદ્રવ્ય હોવાથી જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણોથી પૂર્ણ છું. માટે બાધક, દુઃખદાયી, ગુણોના આવારક એવા ધન-ધાન્યાદિ પરિગ્રહ રૂપ પુગલદ્રવ્યમાં કેમ રમું ? તે દ્રવ્યોમાં આનંદ કેમ પામું? આવી ઊંચી ભાવના ભાવવા વડે આ મહાત્મા પરિગ્રહના ત્યાગી બને છે.
જે જે મહાત્મા પરિગ્રહના ત્યાગી બને છે. તેમના ચરણકમલની ત્રણે લોકના જીવો ઉપાસના-સેવા કરે છે. ત્યાં અધોલોકવાસી ભવનપતિ, વ્યંતર એટલે કે અસુરદેવો, મધ્ય લોકવર્તી મનુષ્ય, તિર્યંચો અને જ્યોતિષ્ક દેવો તથા ઊર્ધ્વલોકવાસી વૈમાનિક દેવો અર્થાત્ સુરવર દેવો ત્યાગીના ચરણ-કમળમાં નમે છે. આ રીતે નિષ્પરિગ્રહી જીવ ત્રણે જગતને વંદનીય બને છે. માટે આત્માના સ્વરૂપમાં જ જે રસિક હોય છે તે મહાત્માઓને પરિગ્રહની આસક્તિ હોતી નથી. તેવા મહાત્માઓ દર્શનીય, વંદનીય અને પૂજનીય છે. [૩
પુનઃ જીવીટ્ટર નિભ્યત્વમનિ શિક્ષતિ - તથા બાહ્યત્યાગ માત્ર વડે પોતાને નિર્ગસ્થ માનતા કેટલાક પુરુષો હોય છે. તેઓને માત્ર વ્યવહારવાદીને) શિક્ષા આપતાં જણાવે છે કે -
Page #721
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
चित्तेऽन्तर्ग्रन्थगहने, बहिर्निग्रन्थता वृथा ।
त्यागात्कञ्चुकमात्रस्य, भुजगो न हि निर्विषः ॥४॥
ગાથાર્થ :- અંદરનું ચિત્ત પરિગ્રહની ગાંઠથી ગ્રસ્ત હોય ત્યારે બાહ્યનિગ્રન્થતા નિરર્થક છે. જેમ કાંચળીમાત્રના ત્યાગથી સર્પ વિષ વિનાનો થતો નથી. ॥૪॥
૬૮૫
ટીકા :- “ચિત્તેન્તઈન્ય કૃતિ'' અન્તઃ-ચિત્તે ચેતનાપરિાતી, ગ્રન્થ:, तेन गहने परिग्रहलालसामग्ने बहिनिर्ग्रन्थता वृथा - निष्फला, यथा कञ्चुकमात्रत्यागाद् भुजगःसर्पः निर्विषो न हि भवति । एवं बाह्यत्यागेन त्यागी न भवति । अन्तर्ममत्वपरिहारेण ત્યાગી મતિ ॥૪॥
વિવેચન :- જો ચિત્ત (મન-અંતઃકરણ) મમતાના પરિગ્રહથી ભરેલું છે. મમતાસ્પૃહા-લાલસા આદિ વિકૃત ભાવોથી ભરેલું છે. એટલે કે આત્માની ચેતના પરિણતિ જો મમતા-મૂર્છાથી એટલે કે પરિગ્રહની લાલસાથી વ્યાપ્ત થયેલી છે તો ધન-ધાન્ય, સ્ત્રી, ગૃહ આદિ બાહ્યત્યાગ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો હેતુ બનતો નથી. જો મન મોહદશાથી ઘેરાયેલું છે તો તેવા બાહ્યત્યાગ માત્રથી સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તે કારણે પ્રાપ્ત કરેલી આ બાહ્યનિગ્રન્થતા વૃથા થાય છે, નિષ્ફળ થાય છે.
જેમ કાંચળી માત્ર તજવાથી સર્પ નિર્વિષ થતો નથી, તેમ બાહ્ય-ત્યાગમાત્રથી અંદરનું ચિત્ત નિરિગ્રહી બનતું નથી તેથી ત્યાગી એવા પણ મુનિ ત્યાગી કહેવાતા નથી, ત્યાગના ફળની પ્રાપ્તિ કરી શકતા નથી. અંદરની મમતા-મૂર્છા છોડે તો જ મુનિ ત્યાગી કહેવાય છે. કારણ કે ચિત્તમાંથી પરિગ્રહની ગાંઠ (ગ્રન્થિ) દૂર કરે તો જ આ જીવ નિષ્પરિગ્રહતાના ફળરૂપે આત્માની શુદ્ધ દશા પામી શકે છે અને ત્યારે જ સાચો ત્યાગી કહેવાય છે.
આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રગટતા બાહ્યત્યાગમાત્રથી થતી નથી, પરંતુ અંદરનો મમતારૂપ જે પરિગ્રહ છે તેના ત્યાગથી જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. માટે હે જીવ ! માત્ર બાહ્યત્યાગથી તું ખુશ ન થા, પરંતુ આન્તરત્યાગ તરફ તું જા. આવો ઉપદેશ છે. ।।૪।।
૧૨
त्यक्ते परिग्रहे साधोः, प्रयाति सकलं रजः । पालित्यागे क्षणादेव, सरसः सलिलं यथा ॥५॥
ગાથાર્થ :- જેમ સરોવરની પાળનો નાશ કરાયે છતે સરોવરમાંથી પાણી ક્ષણમાત્રમાં જલ્દી જલ્દી બહાર નીકળી જાય છે તેમ પરિગ્રહનો ત્યાગ કરાયે છતે સાધુમાંથી સર્વ કર્મરૂપી રજ ક્ષણવારમાં જ નીકળી જાય છે. પા
Page #722
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
ટીકા :- “ચત્તે કૃતિ'' સાધો: પરિગ્રહે ત્યવતે સતિ સળાં રત્ન:-ર્મસમૂહ:, प्रयाति - गच्छति । दृष्टान्तयति - सरसः सलिलं सरः पानीयं पालित्यागे अर्थात् पालिक्षये क्षणादेव क्षयं याति एवम् । अतः सामान्यपरिणतौ लोभपरित्यागेन अनुक्रमेण कर्माभावता भवति ॥५ ॥
"
૬૮૬
જ્ઞાનસાર
વિવેચન :- જ્યારે આ જીવ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે જ દ્રવ્યપરિગ્રહનો તો ત્યાગ કરે છે. પરંતુ ભાવપરિગ્રહનો (માનસિક મમતા-મૂર્છા-આસક્તિનો) ત્યાગ જ્યારે કરે છે ત્યારે તે જ ક્ષણે કર્મ સ્વરૂપ સઘળી પણ રજ તેનામાંથી ચાલી જાય છે. આ વાત એક ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ પાણીથી ભરેલું એક સરોવર હોય, ચારે દિશામાં સરોવરને ફરતી સુંદર ઊંચી ઊંચી પાળ બનાવી હોય ત્યારે તેમાં પાણી ટકે છે. પરંતુ જ્યારે તે પાળનો ત્યાગ કરવામાં આવે છે એટલે કે પાળ તોડી નાખવામાં આવે છે ત્યારે ક્ષણમાત્રમાં જ પાણી સરોવરમાંથી બહાર નીકળી જાય છે.
આ જ પ્રમાણે પરિગ્રહરૂપી (મમતા-મૂર્છારૂપી) પાળ નાશ કરાયે છતે મુનિમહારાજા રૂપી સરોવરમાંથી કર્મોની રજ રૂપી પાણી જલ્દી જલ્દી નીકળી જાય છે અને આત્મા શુદ્ધ, બુદ્ધ અને નિર્મળ બને છે. આ કારણથી અંદરની આત્માની સામાન્ય જ્ઞાનપરિણતિમાં રહેલી લોભદશાનો ત્યાગ કરવાથી અનુક્રમે ગુણસ્થાનકો ઉપર આરોહણ કરતાં કરતાં ક્ષપકશ્રેણિ કરવા દ્વારા કર્મોનો સર્વથા અભાવ થાય છે. પા
त्यक्तपुत्रकलत्रस्य, मूर्च्छामुक्तस्य योगिनः । चिन्मात्रप्रतिबन्धस्य', का पुद्गलनियन्त्रणा ॥६॥
ગાથાર્થ :- સ્ત્રી-પુત્રાદિનો ત્યાગ કરનારા, મૂર્છા વિનાના, અને જ્ઞાનની સાધના માત્રમાં જ અંજાયેલા એવા મહાત્મા યોગીપુરુષને પુદ્ગલની પરવશતા કેમ હોય ? અર્થાત્ ન હોય ॥૬॥
ટીકા :- ‘“ત્યવક્તપુત્રૂતિ' ત્યક્તે-જૂદું નીતે પુત્રનત્રે સન્તાનવનિતાસંયોગો યેન तस्य, (मूर्च्छामुक्तस्य), मूर्च्छा सतः परिग्रहस्य संरक्षणा, तया मुक्तस्य-रहितस्य योगिनः - सम्यग्दर्शनज्ञानचारित्रात्मनः, चिद्-ज्ञानं तन्मात्रे एव-ज्ञाने एव प्रतिबन्ध:आसक्तता यस्य सः, एवंविधस्य तत्त्वमुनेः पुद्गलनियन्त्रणा - पुद्गलैकता का ? न कापीत्यर्थः । भावना च पुत्रवनितासङ्गरहितस्य पुद्गलसंगोपनाविकल्पविकलस्य ૧. પ્રતિવસ્વસ્થ ને બદલે પ્રતિવન્દ્રસ્ય પાઠ પણ કોઈ કોઈ પુસ્તકોમાં છે.
Page #723
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૮૭ स्वरूपैकत्वकरणबद्धचेतनोपयोगस्य स्वभावानन्दविलासवर्णिकारूपशुद्धज्ञानानुभवभोगिनः अचेतननश्वरोच्छिष्टानन्दविमुक्तेषु पुद्गलेषु रागपरिणतिः न भवति । अत्र वृद्धसम्प्रदायेन दृष्टान्तः -
વિવેચન :- સંસારમાં વર્તતા જે જે પુરુષોએ પોતાનાં પુત્ર-પુત્રી-પત્ની આદિ પરિવાર હોવા છતાં તેનો મોહ છોડીને વૈરાગ્યની ભાવનાપૂર્વક સંયમ ગ્રહણ કર્યો છે અને સગાંવહાલાંનો તથા સ્નેહી મિત્રમંડળનો પણ મોહ તજવાપૂર્વક ત્યાગ કરીને પ્રભુના પંથે જેઓએ પ્રયાણ કર્યું છે તેવા મહાત્મા પુરુષોને તથા પોતાના ઘરે સત્ અર્થાત્ વિદ્યમાન એવા ધન-ધાન્યાદિ પરિગ્રહનું સંરક્ષણ કરવા સ્વરૂપ મૂછનો પણ જેઓએ ત્યાગ કર્યો છે એવા એટલે કે ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહની મૂછથી મુક્ત બનેલા એવા મહાત્મા પુરુષોને તથા જ્ઞાન માત્રમાં જ એકલીનતા રાખનારા મહાત્મા પુરુષોને અર્થાત્ આત્મતત્ત્વ પામેલા મુનિ મહાત્માઓને પુદ્ગલદ્રવ્યની સાથે એકતા થવા રૂ૫ રાગદશા કેમ ઘટે? પુગલદ્રવ્યની પરાધીનતા કે પૌગલિક સુખોની અપેક્ષા કેમ સંભવી શકે ? અર્થાત્ પૌગલિક સુખોની અપેક્ષા હોતી નથી. આવા મુનિઓ નિરાળા અને નિઃસ્પૃહ હોય છે.
જે મહાત્માઓ પોતાના આત્માના ગુણોના પારમાર્થિક સુખની ઝંખનાવાળા બન્યા છે તે મહાત્માઓ આવા ભૌતિક, ગંદા અને નિન્ય પદાર્થોના મોહમાં કેમ ફસાય ? તેવાં સુખોથી આ મહાત્મા પુરુષો સદા નિરાળા વર્તે છે.
ભાવના ર = ઉપર કહેલી વાતનો ભાવાર્થ એવો છે કે (૧) પુત્ર-પુત્રી-સ્ત્રી આદિ સાંસારિક કૌટુમ્બિક પરિવારના સંગથી રહિત બનેલા, (૨) ધન-ધાન્યાદિ પૌગલિક પદાર્થોના પરિગ્રહની સંગોપના (સુરક્ષા) કરવાના સંકલ્પ-વિકલ્પો જેણે ત્યજી દીધા છે એવા, (૩) આત્માના શુદ્ધ સ્વરૂપની જ સાથે એકતા કરવામાં જોડ્યો છે ચેતનાનો ઉપયોગ જેઓએ એવા, (૪) શુદ્ધ આત્મસ્વભાવના આનંદના વિલાસનો મોક્ષમાં જે સાક્ષાત્કાર હોય છે તેની વર્ણિકા સ્વરૂપે (વાનગી રૂપે) શુદ્ધજ્ઞાનદશાનો યત્કિંચિત્ અનુભવ કરવાવાળા એવા આ યોગી મહાત્મા પુરુષોને (૧) અચેતન અર્થાત્ જડ (૨) નાશ પામવાવાળા (૩) ત્રણે જગતની એંઠતુલ્ય અને (૪) આનંદથી રહિત અર્થાત્ અનેક પ્રકારની ઉપાધિઓથી ભરપૂર ભરેલા એવા પૌલિક પદાર્થોને વિષે તથા તજ્જન્ય ભૌતિક સુખોને વિષે રાગ-પરિણતિ થતી નથી, જ્ઞાની પુરુષો આવા તુચ્છ સુખોમાં રંગાતા નથી. આ વિષય ઉપર વૃદ્ધ પુરુષોની પરંપરાથી સાંભળેલું એક દષ્ટાન્ત આ પ્રમાણે છે –
अऊज्झानयरे सिरिवरो राया, अच्चंतमिच्छदिट्ठी, तस्स सिरिकन्तो कुमरो ।
Page #724
--------------------------------------------------------------------------
________________
૬૮૮ પરિગ્રહત્યાગાષ્ટક- ૨૫
જ્ઞાનસાર रूवलावण्णसोहग्गकुसलो पुरन्दरो इव सोभन्तमाणसंठाणो, जीवाजीवाईतत्तविओ, सुत्तत्थसवणरसिओ बालभावेण भोगलालसाविमुत्तो, (इट्ठो दट्ठो य) सो अणेगाहिं रायकन्नासहस्सेहिं रूवविम्हिएहिं नियसंपयाजुत्ताहिं परिणयणागयाहिं ।
एगया पुच्छियाओ कन्नाओ कुमरेणं, भो भद्दे ! कह तुब्भे पिउघरं विमुत्तूण इह समागयाओ । ताओ तया भणंति तुह रागभिलासणीओ, तुहं इ8 कंतं रागपयमिच्छामो । ताहे कुमारो भणइ-जिणिंदवारियं कम्मबंधणमूलं भवविवड्डणं को कुणई रागं? लोलीभूए कारणेणं धम्मकरे एगत्तमागए देहे विणिवारिओ सव्वदंसीहिं। ता परदेहे रागो को करेइ सदक्खिन्नो ? निम्मलचरणावरणं केवलणाणस्स रोहगं रागं अरिहंताईसु वरं । तं पि निच्छयपए तज्जं (त्याज्यम्), ताव अणत्थपहाणं विसयरागं कहं करिज्जत्ति ? सुहिणो य वीयराया नियसहावे समासत्ता
ममं ण जुज्जए रागो अन्नेसु, तुब्भंपि ण जुज्जए । एवं इति उवएसेण पडिबोहियकन्नासहस्सपरिवरिओ समणो जाओ । कमेण अणुत्तरणाणदंसणचरणवीरिएणं पत्तसुक्कज्झाणो सिद्धो । ताओ वि सिद्धाओ । एवं रागत्यागः कार्यः । तर्हि परिग्रहरागो हि नात्महिताय कदापि ॥६॥
અયોધ્યા નામના નગરમાં શ્રીવર નામનો એક રાજા હતો. તે રાજા અત્યન્ત મિથ્યાષ્ટિ હતો. જૈનધર્મથી સર્વથા વિમુખ હતો. તે રાજાને શ્રીકાન્ત નામનો એક કુમાર (પુત્ર) હતો. આ શ્રીકાન્તકુમાર રૂપમાં, લાવણ્યમાં અને સૌભાગ્યમાં અતિશય કુશળ હતો. અર્થાત્ બહુ જ રૂપ, લાવણ્ય અને સૌભાગ્યવાળો હતો. ઈન્દ્ર મહારાજાની જેમ સુશોભિત શરીરની આકૃતિવાળો હતો, આ શ્રીકાન્તકુમાર જીવ-અજીવ આદિ તત્ત્વોને જાણનારો હતો. ગણધરાદિ મહાત્મા પુરુષો વડે રચાયેલાં સૂત્રો અને તેના અર્થો સાંભળવાનો રસિક હતો. પોતાની નાની લઘુ બાલ અવસ્થાથી જ ભોગો ભોગવવાની લાલસાથી રહિત હતો. બીજી બાજુ રૂપમાં આશ્ચર્ય ઉપજાવે તેવી અર્થાતુ અતિશય રૂપવાળી પોતપોતાની સંપત્તિથી યુક્ત (અર્થાતુ પોતાના પિતાના રાજ્યની શોભા વધે તેવા કરિયાવર)થી યુક્ત અને કુમારને પરણવા માટે જ આવેલી અનેક હજારો રાજકન્યાઓ વડે તે કુમારને મનથી ઈચ્છાયો અને ચક્ષુથી પ્રેમપૂર્વક જોવાયો.
એક વખત તે કુમાર વડે રાજકન્યાઓને પુછાયું - કે હે ભદ્રે ! તમે તમારા પિતાના - ઘરને ત્યજીને અહીં કેમ આવી છો? અહીં આવવાનું શું પ્રયોજન છે? ત્યારે તે કન્યાઓ કુમારને આ પ્રમાણે કહે છે, “અમે તમારા રાગની અભિલાષિણી છીએ, અમારા મનને ગમતા અને રાગ કરવાને માટે પાત્રભૂત અર્થાતુ યોગ્ય સ્થાનભૂત એવા તમને અમે અમારા કંથ તરીકે
Page #725
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૮૯
કરવાને ઈચ્છીએ છીએ.’ ત્યારે કુમાર કહે છે કે - “કર્મોના બંધના મૂલ કારણભૂત, ભવને વધારનારા અને જિનેશ્વર ભગવંતે નિષેધ કરેલા એવા રાગને કરવાની કયો બુદ્ધિમાન માણસ ઈચ્છા રાખે ? અર્થાત્ આવા દુ:ખદાયી રાગને કરવાની કોઈ ઈચ્છા ન રાખે.”
આત્માની સાથે એકમેકતાને પામેલા અને ધર્મ આચરવામાં સહાયક એવા પોતાના શરીરને વિષે પણ રાગ એ ચંચળતામાં કારણભૂત હોવાથી એટલે કે અસ્થિરતા અને આકુળવ્યાકુળતામાં કારણ હોવાથી સર્વદર્શી ભગવંતોએ (રાગ) કરવાનો નિષેધ કર્યો છે તો પછી ચતુરાઈથી યુક્ત એવો કયો પુરુષ પરના શરીરને વિષે રાગ કરે ? જો પોતાના શરીર ઉપર રાગ ન કરાય તો પરના શરીર ઉપર તો રાગ કરાય જ કેમ ? અર્થાત્ ન જ કરાય.
પોતાનું શરીર ધર્મ-આચરણનું કારણ છે. આત્મા સાથે તન્મય થયેલું છે તો પણ રાગ એ આકુલ-વ્યાકુલતા લાવનાર છે. માટે નિષેધેલો છે તો પછી પારકાના શરીર ઉપર રાગ કેમ કરાય ? નિર્મળ એવા ચારિત્રનું (ક્ષાયિક-યથાખ્યાત ચારિત્રનું) આવરણ કરનારા અને કેવલજ્ઞાનનો પ્રતિબંધ કરનારા એવા રાગને ત્યજવો જ જોઈએ, કરવો જોઈએ નહીં, છતાં રાગ કર્યા વિના જો ન જ રહેવાય તો તે રાગ અરિહંત પરમાત્મા આદિ મહાત્માઓ ઉપર કરવો સારો, પણ અન્યત્ર રાગ કરવો નહી સારો. અરિહંત પરમાત્મા આદિ મહાપુરુષો ઉપર જે રાગ કરાય છે તે પણ નિશ્ચયનયથી (એક પ્રકારનું બંધન હોવાથી) ત્યાજ્ય જ છે. અંતે તો તજવાનો જ છે. તો પછી અનર્થપ્રધાન એવા વિષયરાગને તો કેમ કરાય ? અર્થાત્ વિષયરાગ તો બીલકુલ કરાય જ નહીં.
રાગને સર્વથા ત્યજીને પોતાના આત્મ-સ્વભાવમાં જ લીન બનેલા એવા વીતરાગભગવંતો જ સાચા સુખી છે. માટે અન્ય જીવો ઉપર કે અન્ય જીવોના દેહ ઉપર રાગ કરવો મને યોગ્ય લાગતો નથી, હું આ રાગ કરી શકું તેમ નથી. એટલું જ નહીં, પરંતુ તમારે પણ આવા પ્રકારના દુઃખદાયી રાગને કરવો ઉચિત નથી, તમે પણ મારા ઉપરના રાગનો ત્યાગ કરનારાં થાઓ.
આવા પ્રકારનો ઉપદેશ આપવા પૂર્વક પ્રતિબોધિત કરાયેલી હજારો કન્યાઓથી પરિવરેલો આ શ્રીકાન્તકુમાર દીક્ષિત થયો. કુમારે દીક્ષા લીધી અને તેની સાથે હજારો રાજકન્યાઓએ પણ દીક્ષા લીધી. અનુક્રમે અનુપમ જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના કરવા વડે અને તે આરાધનામાં પોતાનું વીર્ય ફોરવવા વડે શુક્લધ્યાન પ્રાપ્ત કરીને આ કુમાર સિદ્ધિપદને પામ્યા તથા તે રાજકન્યાઓ પણ સિદ્ધિપદને પામી. આ પ્રમાણે રાગનો ત્યાગ કરવો જોઈએ. જો રાગ ત્યાજ્ય છે તો તેના કારણભૂત ધન-ધાન્યાદિ પરિગ્રહનો રાગ તો ત્યાજ્ય જ હોય છે. તે પરિગ્રહ કે પરિગ્રહનો રાગ ક્યારેય પણ આત્મહિત માટે થતો નથી. ॥૬॥
Page #726
--------------------------------------------------------------------------
________________
૬૯)
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર चिन्मात्रदीपको गच्छेन्निर्वातस्थानसन्निभैः । निष्परिग्रहता स्थैर्य, धर्मोपकरणैरपि ॥७॥
ગાથાર્થ :- જ્ઞાન માત્ર રૂપ દીપક સમાન અપ્રમત્ત મુનિ નિર્વાત સ્થાનની તુલ્ય ધર્મનાં ઉપકરણો રાખે તો પણ નિષ્પરિગ્રહતા રૂપી ધર્મની સ્થિરતાને પામે છે. તે
ટીકા :- “ન્મિતિ” અપ્રમત્તસાધુઃ રિમૈત્રીપ:-જ્ઞાનમત્રી પ્રવી: गच्छेद्-लभेत, कैः ? निर्वातस्थानसन्निभैः-पवनप्रेरणारहितस्थानसंयोगैः । यथा ज्ञानदीपकस्य "स्थैर्यं"-स्थिरत्वं, निष्परिग्रहता-परिग्रहाभाव एव साधयति । इत्युपदिष्टे कश्चिद् धर्मोपकरणस्यापि परिग्रहत्वं जानन् तत्परिहाराय यतते । अतो धर्मोपकरणैरपि स्थैर्यं वर्धते । इति धर्मसङ्ग्रहण्यां सर्वमप्युक्तम् (गाथा-१०२८-१०२९)
___शीतातपदंशादिपरिषहोदये स्वाध्यायव्याघाते निःस्पृहत्वेन धर्मोपकरणग्रहणं समाधिस्थिरताहेतुः अमूच्छितस्य न तत्परिग्रहता । न हि पुद्गलजीवयोः एकक्षेत्रावगाहिता परिग्रहः । किन्तु चेतना तद्रागद्वेषपरिणतपरिग्रहग्रहत्वं प्राप्नोति । अतः उपकरणानां निमित्तता एव तत्त्वसाधने । यथार्हद्गुरुसंसर्गः निमित्तम्, एवमात्मनि स्वरूपस्थे न पुद्गलस्कन्धा बाधकाः । आत्मैव तदनुगतः बाधकत्वं करोति ॥७॥
વિવેચન :- જેમ દીપક પ્રકાશાત્મક છે, પણ ચારે બાજુથી જો પવનનું જોર હોય તો તેની જ્યોત પવનને અનુસારે જમણી ડાબી-ઉપર અને નીચે એમ સર્વત્ર ફરતી હોય છે તેથી અસ્થિર-ચંચળ હોય છે. પરંતુ જો તે દીપકને નિર્વા = વાયુ વિનાના સ્થાનમાં રાખવામાં આવે તો તે જ દીપકની જ્યોત અત્યન્ત સ્થિરતાને પામે છે. આ વાત સર્વ લોકોને અનુભવસિદ્ધ છે. સારાંશ કે પવનવાળા સ્થાનોમાં દીપક અસ્થિર અને ચંચળ હોય છે, પણ પવન વિનાના સ્થાનોમાં તે જ દીપક અત્યંત સ્થિર હોય છે. એ જ રીતે પ્રમાદ વિનાના જાગૃત મુનિ ધર્મનાં ઉપકરણોવાળા હોય તો પણ (વસ્ત્ર-પાત્રાદિ ઉપધિવાળા હોય તો પણ) નિષ્પરિગ્રહતા રૂપ સ્થિરતાને પામનારા બને છે. કારણ કે વસ્ત્ર-પાત્રાદિ ધર્મનાં ઉપકરણો પવન વિનાનાં સ્થાનો તુલ્ય છે.
જૈનદર્શનમાં દિગંબર સંપ્રદાય મુનિજીવનમાં વસ્ત્ર-પાત્રાદિ ઉપધિના ત્યાગથી નિષ્પરિગ્રહતા માને છે. તેઓનું કહેવું એવું છે કે મુનિ જો વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ રાખે તો પરદ્રવ્યની વિદ્યમાનતા હોવાથી તે મુનિ પરિગ્રહવાળા કહેવાય, નિષ્પરિગ્રહી ન કહેવાય અને નિષ્પરિગ્રહતા વિના સાધુતા જ ન સંભવે. તેવા પ્રકારની દિગંબર સંપ્રદાયની યુક્તિની સામે પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી જણાવે છે કે ધર્મનાં ઉપકરણો રાખવાં તે પરિગ્રહ નથી, પણ મૂછ
Page #727
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૯૧
રાખવી, આસક્તિ રાખવી તે પરિગ્રહ છે. જો વસ્તુ રાખવી તેને પરિગ્રહ કહેશો તો જયણા માટે મોરપિંછી અને શરીરશુદ્ધિ કરવા પાણી લઈ જવા માટે કમંડળ રાખવું તેને પણ પરિગ્રહ જ માનવો પડશે, તથા ભણવા માટે પુસ્તક રાખવાં અને શરીર ટકાવવા આહાર લેવો તેને પણ પરિગ્રહ જ માનવો પડશે, માટે દિગંબર સંપ્રદાયની આ દલીલ બરાબર નથી.
મોરપિંછ, કમંડળ, પુસ્તક અને આહારગ્રહણ આ સઘળી વસ્તુ દિગંબર મુનિઓ પણ રાખે છે. છતાં પોતાની જાતને નિષ્પરિગ્રહી મુનિ માને છે. તો પછી વસ્ત્ર-પાત્રાદિ ધાર્મિક ઉપકરણો હોતે છતે પણ મુનિ જો મૂર્છા-મમતા વિનાના હોય તો તે મુનિ નિષ્પરિગ્રહી કેમ ન કહેવાય ? અવશ્ય નિષ્પરિગ્રહી જ કહેવાય. આ વિષય અધ્યાત્મ મતપરીક્ષા-ગ્રન્થમાંથી જાણી લેવો.
મોરપિંછ રાખવામાં જયણાપાલનનું પ્રયોજન છે. કમંડળ રાખવામાં શરીરશુદ્ધિ માટે જળ લઈ જવાનું પ્રયોજન છે. પુસ્તકાદિ રાખવામાં અધ્યયન-અધ્યાપનનું પ્રયોજન છે. આહારગ્રહણમાં શરીર ટકાવવાનું જો પ્રયોજન છે તો વસ્ત્ર રાખવામાં નિર્વિકારતાનું પ્રયોજન છે અને પાત્રાદિ રાખવામાં જયણા આદિનું પ્રયોજન છે. વસ્ત્ર વિનાનું શરીર પોતાની જાતમાં પણ વિકારો કરે અને પોતાના નગ્ન શરીરને જોઈને અન્ય લોકોને પણ વિકાર-વાસના અને અબ્રહ્મનો હેતુ બને, વળી સંસારી લોકોમાં નગ્ન શરીર બિભત્સ પણ લાગે, તેથી વસ્ત્રાદિ અનિવાર્ય પ્રયોજનવાળાં છે.
આ રીતે દીપકની જ્યોતને સ્થિર કરવામાં જેમ નિર્વાતસ્થાનો પ્રબળ કારણ છે તેમ મુનિની નિષ્પરિગ્રહતા રૂપી સ્થિરતામાં ધર્મનાં ઉપકરણો પણ પ્રબળ કારણ છે. અર્થાત્ ધાર્મિક ઉપકરણો નિર્વાતસ્થાન તુલ્ય છે. આ રીતે ધાર્મિક ઉપકરણો સંયમમાં ઉપકારક હોવા છતાં તે ધર્મનાં ઉપકરણોને પણ પરિગ્રહ છે - આમ માનતો કોઈક વાદી (દિગંબર મતાનુયાયી) વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોના ત્યાગ માટે જે પ્રયત્ન કરે છે અને નગ્ન થઈને રહેવામાં સાધુતા માને છે તેને ગ્રંથકારશ્રી ઉપર પ્રમાણે ઉપદેશ આપે છે. અર્થાત્ ધર્મનાં ઉપકરણો હોતે છતે પણ જે મુનિ મૂર્છા રહિત છે તે મુનિ નિષ્પરિગ્રહી છે. આમ સમજાવે છે.
તથા શીત-ઉષ્ણાદિ પરિષહના વિજયકાલે તથા દંશ-મશકાદિના ઉપદ્રવકાળે આકુલ -વ્યાકુલતા થવાથી સ્વાધ્યાયાદિ કરવામાં જે વ્યાઘાત થાય, ચિત્તની સ્થિરતા ન રહે તે કાલે વસ્ત્રાદિનું મમતારહિતપણે હોવું અતિશય ઉપકારી છે. આ રીતે ધર્મનાં ઉપકરણો નિષ્પરિગ્રહતાની અને સ્થિરતાની વૃદ્ધિ કરવા માટે છે. આ સઘળો પણ વિષય પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મસંગ્રહણી નામના ગ્રંથમાં ૧૦૨૮-૧૦૨૯ માં કહેલો છે.
जति विण विणस्सति, च्चिय देहो झाणं तु नियमतो चलति । सीतादिपरिगयस्सिह, तम्हा लयणं व तं गज्झं ॥ १०२८ ॥
Page #728
--------------------------------------------------------------------------
________________
૬૯૨ પરિગ્રહત્યાગાષ્ટક- ૨૫
જ્ઞાનસાર सुहझाणस्स उ नासे, मरणंपि न सोहणं जिणा बिंति । अन्नाणि (ची) वीरचरियं बालाणं विम्हयं कुणति ॥१०२९॥
વસ્ત્રાદિ ન રાખવામાં આવે (એટલે કે નગ્ન શરીર જો રાખવામાં આવે, તો કંઈ શરીરનો વિનાશ (મૃત્યુ) થઈ જતો નથી. તો પણ શીત-ઉષ્ણાદિ પરિષહકાલે તથા દંશમશકાદિના ઉપસર્ગકાલે ધ્યાન અવશ્ય ચલિત થઈ જાય છે. તેથી લયનની (મોરપિંછની) જેમ મુનિએ તે વસ્ત્ર અવશ્ય રાખવું જોઈએ. (૧૦૨૮)
કદાચ કોઈ પ્રશ્ન કરે કે વસ્ત્ર ન રાખીએ તો શીત-તાપાદિ કાલે ઘણી ઠંડી આદિ લાગવાથી મૃત્યુ થઈ જાય તો પણ કંઈ નુકશાન તો થતું નથી જ ને? કારણ કે નિષ્પરિગ્રહતા નામના આત્મ-ધર્મનો ત્યાગ કરવા કરતાં પ્રાણત્યાગ કરવા એ મહાત્માઓ માટે તો કલ્યાણનો માર્ગ છે. આવા પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે -
જો શુભધ્યાનનો નાશ થતો હોય (દુર્થાન આવતું હોય) તો મરણ પણ સારું નથી એમ જિનેશ્વરભગવંતો કહે છે. અજ્ઞાની પુરુષ અજ્ઞાનતાપૂર્વક કોઈ પ્રકારનું વરતાવાળું (અથવા વસ્ત્રના ત્યાગવાળું) આચરણ કરે તો બાલજીવોને (અજ્ઞાની જીવોને) જ આશ્ચર્ય થાય છે, પણ શાસ્ત્રના જાણકાર જ્ઞાની પુરુષોને તેવા સાહસમાં કંઈ આશ્ચર્ય થતું નથી. (૧૦૨૯)
ઉપર સમજાવ્યું તેમ શીત, આતપ અને દંશ-મશક આદિ પરિષદોનો ઉદય આવે ત્યારે આત્મતત્ત્વના ચાલતા સ્વાધ્યાયમાં (વસ્ત્રાદિ ન હોય તો) વ્યાઘાત થાય છે. તે માટે નિઃસ્પૃહતાપૂર્વક ધર્મનાં ઉપકરણોનું (વસ્ત્રાદિનું) ગ્રહણ કરવું તે સમાધિપૂર્વકની સ્થિરતાનો હેતુ છે. માટે મૂછ વિના મુનિને તે વસ્ત્રાદિ સંબંધી પરિગ્રહતા કહેવાતી નથી. વસ્ત્રાદિ હોતે છતે પણ સ્પૃહા ન હોવાથી નિષ્પરિગ્રહી જ છે. મૂછ એ પરિગ્રહ છે. વસ્ત્રાદિનું હોવું તે પરિગ્રહ નથી.
વસ્ત્રાદિ પુગલનું અને જીવનું એક ક્ષેત્રમાં હોવું તે પરિગ્રહ નથી (જીવ શરીર ઉપર વસ્ત્રાદિ ધારણ કરે, એકક્ષેત્રાવગાહી બને તેટલા માત્રથી પરિગ્રહતા બની જતી નથી), પરંતુ આત્માની જે ચેતનાશક્તિ છે તે ચેતનાશક્તિ જ્યારે વસ્ત્રાદિના રાગ-દ્વેષાદિ વિકારીભાવે પરિણત થાય છે અને તેવા પ્રકારના રાગાદિ ભાવના પરિણામપૂર્વક વસ્ત્રાદિનું પરિગ્રહણ કરે છે ત્યારે તે ચેતનાને પરિગ્રહતા કહેવાય છે. બાકી ઉપકરણો તો તત્ત્વની સાધનામાં નિમિત્તમાત્ર છે, પરિગ્રહ નથી. જેમ અરિહંત પરમાત્માનો સંસર્ગ, ગુરુભગવંતનો સંસર્ગ આત્મ-સાધનામાં નિમિત્ત માત્ર છે તેમ આત્મા જો પોતાના સ્વરૂપમાં જ લીન હોય છે અને વસ્ત્રાદિ પરદ્રવ્ય પ્રત્યે રાગાદિમોહ કરતો નથી તો તે વસ્ત્રાદિના પુદ્ગલસ્કંધો પણ જીવને બાધા કરતા નથી. પરંતુ સ્વસાધનાનું નિમિત્ત બને છે. જો આમ ન સમજીએ અને પુગલના સંસર્ગને જ બાધક માની
Page #729
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૯૩
લઈએ તો દિગંબરમુનિને આહારગ્રહણ, મોરપિંછ, કમંડળ અને પુસ્તકનું ગ્રહણ પણ બાધા કરનારું જ બને.
આ કારણથી જ્યારે આ આત્મા પુદ્ગલાનુયાયી (પુદ્ગલદ્રવ્યનો રાગી આદિ) થાય છે ત્યારે તે આત્મા પોતે જ પોતાની આત્મતત્ત્વની પ્રાપ્તિનો બાધક બને છે. ના
मूर्च्छाछन्नधियां सर्वं जगदेव परिग्रहः ।
मूर्च्छया रहितानां तु, जगदेवापरिग्रहः ॥८॥
*
ગાથાર્થ :- મૂર્છાથી વ્યાપ્ત બુદ્ધિવાળાને (પોતાની પાસે વસ્તુ રાખે કે પોતાની પાસે વસ્તુ ન રાખે તો પણ) સર્વ જગત પરિગ્રહ સ્વરૂપ છે અને મૂર્છાથી રહિત આત્માઓને આખું ય જગત અપરિગ્રહ સ્વરૂપ છે. II૮॥
ટીકા :- “મૂર્છાચ્છનેતિ' મૂર્છા-મમત્વ, તેન છન્ના-છાવિતા ધી:-બુદ્ધિ: યેષાં ते, तेषां मूर्च्छामग्नानां स्वकीयतया अप्राप्तमपि सर्वं जगत् परिग्रह एव । तस्य स्वामित्वभोगित्वसुखबुद्धेः समन्वितत्वात् ।
तु-पुनः मूर्च्छया रहितानां पुद्गलेषु भिन्नत्व - अग्राह्यत्वेन त्यागवतां जगदेव न परिग्रहः । तत्र रमणाभावात् । उक्तञ्च श्रीविशेषावश्यके -
तम्हा किमत्थि वत्थं, गंथोऽगंथो व सव्वहा लोए । गंथोऽगंथो व मओ, मुच्छममुच्छाहिं णिच्छयओ ॥ २५७३ ॥ वत्थाइं तेण जं जं, संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गो च्चिय, परिग्गहो जं तदुवघाई ॥ २५७४ ॥
अतः एव आत्मनः परभावरसिकत्वं परिग्रहः, ततः तद्धर्मत्वाभावात् आत्मस्वरूपरमणं युक्तम् ॥८॥
॥ इति व्याख्यातं परिग्रहत्यागाष्टकं पञ्चविंशतितमम् ॥
વિવેચન :- “મમત્વના (મમતાના) પરિણામ વડે જેની બુદ્ધિ પરિણામ પામેલી છે એટલે કે મમતાના ભાવથી આચ્છાદિત થઈ છે બુદ્ધિ જેની એવા મૂર્છામાં મગ્ન બનેલા પુરુષને પોતાને પ્રાપ્ત ન થયું હોય તેવું પણ (અર્થાત્ પોતાને આધીન ન હોય તેવું પણ) સઘળું જગત પરિગ્રહ સ્વરૂપ જ છે. કારણ કે તેવા પ્રકારની મૂર્છાવાળા પુરુષો સ્વામીપણામાં અને ભોક્તાપણામાં સુખની બુદ્ધિવાળા છે. જેમ - કોઈ પુરુષ કારણસર પરદેશ ગયો હોય, તેની પત્ની સ્વદેશમાં પોતાના ઘરે હોય ત્યારે પતિ-પત્નીનો શારીરિક સંયોગ (પ્રાપ્તિ) નથી. તો પણ મારી આ પત્ની છે, મારો આ પતિ છે એવી મમતાપણાની બુદ્ધિ છે તથા ભોગસુખની બુદ્ધિ
Page #730
--------------------------------------------------------------------------
________________
૬૯૪ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર છે માટે અપ્રાપ્ત હોવા છતાં પણ પરિગ્રહ જ કહેવાય છે. તે જીવો ભાગી જ કહેવાય છે. તથા કમાયેલા લાખો રૂપિયા બેંકમાં એફ.ડી. માં મુક્યા હોય, ત્યારે રૂપિયાનો અને પુરુષનો સંસર્ગ નથી, પરંતુ મમતા છે. મારાપણાનો પરિણામ છે, સ્વામિત્વબુદ્ધિ છે. તે રૂપિયા અવસરે વાપરવાનો મોસ્તૃત્વ પરિણામ છે, માટે પાસે ન હોવા છતાં પણ પરિગ્રહ જ છે. તેમ અહીં મૂર્છાવાળા આત્માને વસ્તુ અપ્રાપ્ત હોય તો પણ આખું જગત પરિગ્રહ રૂ૫ છે.
પરંતુ મૂર્છાથી રહિત પુરુષોને પુદ્ગલદ્રવ્યોને વિષે મમત્વને બદલે ભિન્નત્વની બુદ્ધિ છે અને ભોસ્તૃત્વને બદલે અગ્રાહ્યત્વની બુદ્ધિ છે. તે કારણે મમતાના ત્યાગવાળા પુરુષોને આખું ય જગત ભિન્નત્વ અને અગ્રાહ્યત્વનો પરિણામ હોવાથી અપરિગ્રહરૂપ છે. કારણ કે કદાચ તે પુદ્ગલદ્રવ્યનો અનિવાર્ય સંજોગોના કારણે ઉપયોગ કરે તો પણ તેમાં રમણતાનો અભાવ છે. આસક્તિનો અભાવ છે. માટે પરિગ્રહ ગણાતો નથી. જેમ બેંકનો કેશિયર લાખો અને કરોડોની નોટોનો સ્પર્શ કરે છે પણ મમત્વ અને ભોક્નત્વનો પરિણામ નથી, માટે પરિગ્રહ ગણાતો નથી. ડોક્ટરો પુરુષ હોય તો અનેક સ્ત્રીઓને અને સ્ત્રી હોય તો અનેક પુરુષોને રોગ દૂર કરવા સ્પર્શ કરે છે, પણ મમત્વ અને ભોક્નત્વની બુદ્ધિ ન હોવાથી પરિગ્રહ ગણાતો નથી. તેમ અહીં પણ સમજવું. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ કહ્યું છે કે –
તેથી આ લોકમાં એવી કઈ વસ્તુ છે કે જે સર્વથા પરિગ્રહ જ કહેવાય અથવા સર્વથા અપરિગ્રહ જ કહેવાય? આવી એકાત્તે કોઈ વસ્તુ નથી. પરંતુ નિશ્ચયદૃષ્ટિથી મૂછ અને અમૂછ વડે જ પરિગ્રહ અને અપરિગ્રહ મનાયા છે. રપ૭૩
તે કારણથી રાગ અને દ્વેષથી રહિત એવા મુનિને વસ્ત્ર-પાત્રાદિ જે જે વસ્તુ સંયમનું સાધન છે તે તે અપરિગ્રહ જ સમજવો અને જે વસ્તુ સંયમની ઘાતક છે તે પરિગ્રહ જાણવો. //રપ૭૪
આ કારણથી આ આત્માનું જે પરભાવમાં રસિકપણું છે એટલે કે મમતાભાવ છે તે જ પરિગ્રહ છે. માટે મમતા-મૂછ એ આત્મધર્મ ન હોવાથી તેને ત્યજીને આત્મસ્વરૂપમાં જ રમણતા કરવી ઉચિત છે. આ પ્રમાણે પચીસમા પરિગ્રહત્યાગાષ્ટકનું વિવેચન સમાપ્ત થયું. ૮.
પચીસમું પરિગ્રહત્યાગાષ્ટક સમાપ્ત
.
.
Page #731
--------------------------------------------------------------------------
________________
॥ अथ षड्विंशतितमं अनुभवाष्टकम् ॥
अथ श्रुताभ्यासपरिग्रहत्यागादयोऽप्यनुभवयुक्तस्य मोक्षसाधकाः अनुभवशून्यस्य नेति तत्प्रतिपादनायानुभवाष्टकं निरूप्यते । अनुभवशून्यं ज्ञानमुदकपयःकल्पं अनुभवयुक्तं तु पीयूषोपमम् । ज्ञानं तु सानुभवस्य । तथा चानुयोगद्वारे -
-
‘‘વાયા-પુચ્છા-પરિઅટ્ટા-ધમ્મા-સર-અવશ્ર્વવંનળસુન્દ્રા અનુપ્લેહાरहियस्स दव्वसुयम्, अणुप्पेहा भावसुयं "
इत्यनेन भावश्रुतं तु संवेदनरूपं न तत्त्वनिष्पादकं, स्पर्शरूपं तत्त्वनिष्पादकमिति હમિદ્રવૂખ્યા:-તસ્પર્શજ્ઞાનમનુભવયુક્તથૈવ, (ષોડશક ૧૨, શ્લોક ૧૫) તમાં ચ योगदृष्टिसमुच्चयानुसारेण लिख्यते यथार्थवस्तुस्वरूपोपलब्धिपरभावारमणस्वरूपरमणतदास्वादनैकत्वमनुभव: हेयोपादेयज्ञानसुखास्वादरूपानुभवः ।
વિવેચન :- શ્રુતજ્ઞાનનો ઊંડો અભ્યાસ અને પરિગ્રહનો ત્યાગ ઈત્યાદિ પ્રાપ્ત કરેલા વિશિષ્ટ ગુણો પણ અનુભવયુક્ત જે આત્મા હોય તેને જ મુક્તિના સાધક બને છે. પણ અનુભવરહિત આત્માને મુક્તિના સાધક બનતા નથી. કારણ કે અનુભવ ન હોવાથી શ્રુતના અભ્યાસનો અને પરિગ્રહના ત્યાગાદિ ગુણોનો આ જીવ યથાર્થપણે મોક્ષની સાધનારૂપે ઉપયોગ કરી શકતો નથી. તે માટે અનુભવ સમજાવવો જરૂરી છે. માટે હવે અનુભવાષ્ટક લખવામાં આવે છે.
અનુભવ વિનાનું જ્ઞાન પાણીતુલ્ય અને દૂધતુલ્ય છે તથા અનુભવયુક્ત જ્ઞાન અમૃતતુલ્ય છે. તેથી અનુભવવાળા જીવનું જે જ્ઞાન તે જ જ્ઞાન મુક્તિદાયક હોવાથી તેને જ યથાર્થરૂપે જ્ઞાન કહેવાય છે. અનુયોગદ્વાર નામના સૂત્રમાં કહ્યું છે કે -
“વાચના લેવી-દેવી, પ્રશ્ન પૂછવા રૂપ પૃચ્છના, સૂત્રોની તથા અર્થની પુનરાવૃત્તિ કરવી તે પરાવર્તના, ધર્મકથા કરવી, તે ધર્મકથા અને પરોપદેશ આપવો વળી સ્વર, અક્ષર તથા વ્યંજનોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું ઈત્યાદિ સ્વરૂપે પ્રાપ્ત કરેલો શ્રુત અભ્યાસ હોય, પરંતુ જો અનુભવરૂપ અનુપ્રેક્ષાથી રહિત હોય તો તેવા જીવનું આ શ્રુતજ્ઞાન દ્રવ્યશ્રુત કહેવાય છે. આસન્નકાલે મુક્તિદાયક થતું નથી, તથા નિયમા મુક્તિદાયક થતું નથી પરંતુ અનુભવ રૂપી અનુપ્રેક્ષાથી જો યુક્ત હોય અને સંવેદનાત્મક જ નહીં પણ આત્મસ્પર્શી થયું હોય તો અલ્પકાલમાં જ મુક્તિદાયક થાય છે માટે ભાવશ્રુત કહેવાય છે અને તે જ યથાર્થ શ્રુત છે, ઉપકારક-શ્રુત છે.
Page #732
--------------------------------------------------------------------------
________________
૬૯૬
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર સારાંશ કે ભાવશ્રુતજ્ઞાન પણ બે પ્રકારનું છે - એક સંવેદનશાન રૂપ અને બીજું સ્પર્શજ્ઞાન રૂપ. ત્યાં વિષયમાત્રનો યથાર્થ બોધ જે થાય, જે વસ્તુ જેમ છે તેમ અનેકાન્તપણે યથાર્થ રૂપે જણાય તે સંવેદનજ્ઞાન અને જે વસ્તુ જેમ છે તેમ જાણ્યા પછી હેય વસ્તુ હેયરૂપે અને ઉપાદેયવસ્તુ ઉપાદેયરૂપે આત્માને સ્પર્શી જાય, આત્માની દૃષ્ટિ હેયભાવોમાંથી નીકળી જાય અને ઉપાદેયભાવોમાં ચોંટી જાય આમ આત્મસ્પર્શી જે જ્ઞાન થાય તે જ્ઞાન સ્પર્શજ્ઞાન રૂપ ભાવશ્રુત કહેવાય છે. આ રીતે વિચારતાં જે જ્ઞાન બોધ માત્ર રૂપ સંવેદનાત્મક ભાવશ્રુત છે તે વિદ્વત્તાની અને માનાદિની પ્રાપ્તિનું કારણ બને છે, પણ તત્ત્વપ્રાપ્તિનું કારણ બનતું નથી. પરંતુ આત્માને સ્પર્શ કરતું, હેય પદાર્થો જોઈને ઉકળી ઉઠતું અને ઉપાદેય ભાવોને જોઈને પ્રસન્ન પ્રસન્ન થતું મન છે જેમાં એવું સ્પર્શરૂપ ભાવશ્રુતજ્ઞાન આ જીવને અલ્પકાળમાં જ મુક્તિરૂપી ફળની પ્રાપ્તિ કરાવે છે. તેનાથી તત્ત્વ પ્રાપ્ત થાય છે. આવું શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ષોડશકપ્રકરણ ૧૨ ના ૧૫ મા શ્લોકમાં કહ્યું છે. તે શ્લોકમાં અત્યન્ત સ્પષ્ટ કહ્યું છે કે અનુભવયુક્ત જીવને જ આત્મસ્પર્શી સ્પર્શજ્ઞાન થાય છે. અનુભવરહિત આત્માને આત્મસ્પર્શી જ્ઞાન થતું નથી. તે શ્લોક આ પ્રમાણે છે -
"स्पर्शस्तत्तत्त्वाप्तिः संवेदनमात्रमविदितं त्वन्यत् । वन्ध्यमपि स्यादेतत्स्पर्शस्त्वक्षेपतत्फलदः ॥१२-१५॥
જે જ્ઞાનથી તત્ત્વની (આરોપણ-ઉપચાર વિનાના પારમાર્થિક સ્વરૂપની) પ્રાપ્તિ થાય તે સ્પર્શબોધ કહેવાય છે. તેનાથી જે અન્ય બોધ છે અર્થાતુ આરોપિત (સંસારસુખાદિ) ફળ આપનાર છે, આત્માથી વિદિત થયેલું (સ્પષ્ટ થયેલું) નથી તે સંવેદનશાનમાત્ર કહેવાય છે. આ સંવેદનશાન વધ્યું પણ હોય છે અર્થાત્ મુક્તિપ્રાપ્તિરૂપ ફળ ન પણ આપે આમ બને છે. પરંતુ જે સ્પર્શજ્ઞાન છે તે તો તુરત જ મુક્તિ પ્રાપ્તિરૂપ ઈષ્ટફળને આપનાર બને છે. ૧૨-૧પ
ઉપરની ચર્ચા જાણતાં “સ્પર્શજ્ઞાન' કોને કહેવાય? તે જાણવાની જિજ્ઞાસા અવશ્ય જાગે જ છે. તેથી તે સ્પર્શજ્ઞાનનું લક્ષણ શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથને અનુસાર અહીં જણાવાય છે.
“જે જ્ઞાન પ્રાપ્ત થવાથી યથાર્થ એવું અનેકાન્તાત્મક વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાય, પરભાવદશાની અરમણતા પ્રાપ્ત થાય, સ્વભાવદશાની રમણતા પ્રાપ્ત થાય, સ્વભાવદશાના આસ્વાદનની સાથે એકતા (તલ્લીનતા-એકમેકતા) પ્રાપ્ત થાય આવા પ્રકારનું જે જ્ઞાન થાય તે અનુભવજ્ઞાન કહેવાય છે.
Page #733
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
૬૯૭
સારાંશ કે હેયપદાર્થો હેયસ્વરૂપે જાણીને તેને ત્યજી દેવાની ભાવના થાય, તેના પ્રત્યે ત્યાજ્યભાવ પ્રગટ થાય, જેમ સર્પને સર્પ છે આમ જાણતાંની સાથે જ તેનાથી દૂર થવાની ભાવના પ્રગટે છે તેમ હેય ભાવો પ્રત્યે ત્યાજ્ય ભાવ પ્રગટે. તથા ઉપાદેયભાવોને ઉપાદેય સ્વરૂપે જાણીને તેને પ્રાપ્ત કરવાની લગની લાગે. આવા પ્રકારનું સુખના આસ્વાદનવાળું જે જ્ઞાન તે અનુભવ કહેવાય છે. હવે તે અનુભવને નામાદિ ચાર નિક્ષેપાથી સમજાવીએ છીએ.
नामत: अभिधानम्, स्थापनात ः स्थाप्यमानम्, द्रव्यानुभवः भुज्यमानशुभाशुभविपाकेषु अनुपयोगः "अणुवओगो दव्वं" इति वचनात् भावानुभवः अप्रशस्तः सांसारिकविषयकषायाणामनुभवैकत्वम्, प्रशस्तः अर्हद्गुणानुरागैकत्वम् । शुद्धानुभवः स्वरूपानन्तपर्यायपरिणतिवैचित्र्यज्ञानास्वादनैकत्वविश्रान्तिलक्षणः । अत्र भावानुभवावसरः ।
स च नैगमतः तदिच्छ्कस्य सङ्ग्रहतः उपयुक्तानुपयुक्तस्य तत्कारणाश्रितयोग्यत्वे, व्यवहारतः श्रुताभ्यासवाचनाप्रच्छनाभोक्तुः, ऋजुसूत्रेण मनसो विकल्परोधपूर्वकतन्मयत्वे वर्तमानस्य, शब्दनयेन ज्ञानोपयोगगृहीतानन्तधर्मात्मकात्मद्रव्यानन्तताज्ञानानुभवे सति, समभिरूढनये तु मुख्यज्ञानदर्शनगुणात्मकत्वात्मनि तद्मणतद्भोगतदैकत्वरूपानुभवः, एवम्भूतनयेन एकमुख्यपर्यायतन्मयत्वानुभवः । अत्र यस्यानुभवः तस्य भावना कार्या । इत्येवं स्वरूपानुभवमन्तरेण ज्ञानाचरणादिकं द्रव्यरूपमेव । अतः सानुभवेन भवितव्यम् ।
“અનુભવ” ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવવામાં આવે છે “અનુભવ” એવું કોઈ સચિત્ત-અચિત્ત વસ્તુનું નામ પાડવામાં આવે છે તે નામનિક્ષેપાથી અનુભવ કહેવાય છે. સ્થાપનાનિક્ષેપથી “અનુભવ” આવા પ્રકારના અક્ષરોની જે સ્થાપના કરવી તે સ્થાપના અથવા જે આત્મામાં અનુભવ જ્ઞાન વ્યાપ્ત થયું છે એવા અનુભવીની જે સ્થાપના તે પણ સ્થાપનાનિક્ષેપથી અનુભવ કહેવાય છે. પુણ્યોદય અથવા પાપોદય જ્યારે વર્તતો હોય ત્યારે તે તે કર્મોના ઉદયથી સાનુકૂળ અથવા પ્રતિકૂળ સંજોગો પ્રાપ્ત થયા હોય તે ભોગવાતા હોય છતાં તેમાં ચિત્તવૃત્તિ સ્થાપિત ન કરવી તે દ્રવ્યાનુભવ અર્થાત્ ઉદયમાં આવીને ભોગવાતાં શુભ અથવા અશુભ કર્મનાં ફળોમાં ઉપયોગ ન રાખવો, હર્ષ શોક ન કરવો, પ્રીતિ-અપ્રીતિ ન કરવી તે દ્રવ્યાનુભવ જાણવો. ‘‘અનુપયોગો દ્રવ્યમ્'' જ્યાં જ્યાં ઉપયોગ ન હોય ત્યાં ત્યાં તે ક્રિયા દ્રવ્યક્રિયા કહેવાય છે આવું શાસ્ત્રકાર મહર્ષિઓનું વચન છે.
Page #734
--------------------------------------------------------------------------
________________
૬૯૮
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
ભાવાનુભવ અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બે પ્રકારનો છે. ત્યાં સાંસારિક એવા પાંચ ઈન્દ્રિયોના વિષયોના અનુભવની સાથે તથા ક્રોધાદિ ચાર કષાયોના અનુભવની સાથે જે એકતા તે અપ્રશસ્તભાવાનુભવ. સારાંશ કે વિભાવદશાની સાથે આ આત્માની જે એકતા તે અપ્રશસ્તભાવાનુભવ અને અરિહંત પરમાત્માના તથા ઉપકારીઓના ગુણોના અનુરાગની સાથે જે એકતા થાય તે પ્રશસ્તભાવાનુભવ કહેવાય છે. જેનાથી સંસારની વૃદ્ધિ થાય એવા પરપદાર્થોના અનુભવની સાથે જે તન્મયતા તે અપ્રશસ્ત ભાવાનુભવ અને ગુણી-ઉપકારી તથા મહાત્મા પુરુષો આદિ આત્મહિતકારક તત્ત્વોના અનુભવની સાથે જે એકતા થાય તે પ્રશસ્તભાવાનુભવ કહેવાય છે.
અપ્રશસ્તભાવાનુભવ સંસારવૃદ્વિનો હેતુ હોવાથી હેય છે. તેના કરતાં પ્રશસ્તભાવાનુભવ સંવર-નિર્જરાનો હેતુ હોવાથી સારો છે, અર્થાત્ ઉપાદેય છે. છતાં અરિહંત પરમાત્મા આદિ ગુણી પુરુષો પણ આપણા આત્માની અપેક્ષાએ પરદ્રવ્ય છે. તેથી તે આલંબનનો આશ્રય લેતાં લેતાં જ્યારે આ આત્મા પોતાના આત્માના શુદ્ધસ્વરૂપના જે અનંત અનંત પર્યાયો છે. તેમાં જ પરિણમન પામવા રૂપ ચિત્ર-વિચિત્ર (ભિન્ન-ભિન્ન વિષયોના) જ્ઞાનના આસ્વાદનની સાથે સ્વતત્ત્વના અનુભવ રૂપે આ આત્માની જે એકતા થવા રૂપ સ્થિરતા છે તે અર્થાત્ સ્વાભાવિક સ્વ સ્વરૂપની પર્યાયપરિણતિના જ્ઞાનની સાથે સર્વથા નિરાલંબન એવી જે એકતા છે તે સર્વોપરિ શુદ્ધાનુભવદશા છે. આપણે સર્વોપરિ એવી સ્વાનુભવદશા જ પ્રાપ્ત કરવાની છે પણ જ્યાં સુધી શુદ્ધ અનુભવદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેના ઉપાય રૂપે “પ્રશસ્તાનુભવદશા” આદરણીય છે. માટે તે પ્રશસ્તભાવાનુભવદશાનું વર્ણન કરવાનો આ અવસર છે. હવે પ્રશસ્ત અનુભવદશા ઉપર સાત નયો સમજાવાય છે. (૧) નૈગમનય :- આત્માના શુદ્ધાનુભવની ઈચ્છા કરનારને પ્રશસ્ત ભાવાનુભવ કહેવાય છે. કારણ કે જો ઈચ્છા કરી છે તો લાંબા કાળે પણ તે પામશે, એમ સમજીને ઉપચારે ભાવાનુભવ કહ્યો.
(૨) સંગ્રહનય :- આત્માના ભાવાનુભવની પ્રાપ્તિ કરાવે તેવા કારણોના આશ્રયે રહીને યોગ્યતા પ્રાપ્ત કરવામાં જે વર્તે છે પછી તે ઉપયોગપૂર્વક હોય કે ઉપયોગશૂન્ય હોય પણ કારણમાં પ્રવર્તીને યોગ્યતા તરફ જેનું ગમન છે તે સર્વે પ્રશસ્ત ભાવાનુભવ કહેવાય છે.
(૩) વ્યવહારનય :- ભાવાનુભવની પ્રાપ્તિનાં જે અસાધારણ કારણો છે એવાં જૈન શાસ્ત્રોનો અભ્યાસ, નિરંતર વાચના, પૃચ્છના, પરાવર્તનાદિ સંબંધી સ્વાધ્યાય-રસિક થવું તે જીવોમાં આવેલો પ્રશસ્ત ભાવાનુભવ જાણવો.
Page #735
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
(૪) ઋજુસૂત્રનય :- ભાવાનુભવની પ્રાપ્તિ કરાવે એવાં વાચના, સ્વાધ્યાય, શાસ્ત્રાભ્યાસાદિ જે અસાધારણ કારણો છે. તેમાં બાહ્ય ભાવોથી મનનો નિરોધ કરીને એકમેક થવું. મોહના સંકલ્પ-વિકલ્પોને રોકવા પૂર્વક અસાધારણ કારણોની ઉપાસનામાં તન્મય થઈને વર્તતો સાધક આત્મા તે ઋજુસૂત્રનયથી ભાવાનુભવ જાણવો.
૬૯૯
(૫) શબ્દનય :- શાસ્ત્રોના નિરંતર અભ્યાસ દ્વારા અને ગુરુગમથી પ્રાપ્ત કરેલા જ્ઞાનના ઉપયોગ વડે જાણેલ અનંતગુણ-પર્યાય રૂપ અનંતધર્મવાળું મારું આત્મદ્રવ્ય છે. આવું જાણીને આત્માની અનંત-અનંતતાના જ્ઞાનનો જે અનુભવ કરવો. અર્થાત્ અનંત ધર્માત્મક આત્મદ્રવ્યની અનંતતાને અનુભવવી તે શબ્દનયથી ભાવાનુભવ જાણવો. (૬) સમભિરૂઢનય :- આત્માના અનંત ગુણોમાંથી મુખ્ય ગુણરૂપ જે જ્ઞાન-દર્શન નામના ગુણો છે તે ગુણમય જે પોતાનું આત્મદ્રવ્ય છે તે પોતાના આત્મદ્રવ્યમાં જ રમણતા કરવી, તે ગુણમય આત્મદ્રવ્યનો જ ઉપભોગ કરવો, તે ગુણમય આત્માની સાથે જ જે એકતા (બીજું બધું ભૂલી જવું) તે સમભિરૂઢ નયથી ભાવાનુભાવ જાણવો.
(૭) એવંભૂતનય :- આત્માના અનંતગુણોમાંથી કોઈપણ એક ગુણ-પર્યાયમાં જ જે તન્મયતા-લીનતા તે ભાવાનુભવ જાણવો. ઉત્તરોત્તર નયોની અપેક્ષાએ શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવ તરફ ગમન કરવાનું જાણવું. અહીં જેનો અનુભવ લક્ષ્ય (સાધ્ય) છે તેની જ વિચારણા કરવાની છે. અર્થાત્ પોતાના આત્માના શુદ્ધાનુભવની પ્રાપ્તિ કરવાની છે તે જ દશા લક્ષ્ય છે. માટે આ અષ્ટકમાં તેની જ વિચારણા કરવામાં આવશે. કારણ કે આત્માના સ્વરૂપનો અનુભવ જેમાં ન થાય તેવા પ્રકારનાં, સ્વરૂપ અનુભવ વિનાનાં જ્ઞાન અને આચરણાદિ ધર્મકાર્યો આ જીવે અનંતીવાર કર્યાં છે, પણ મુક્તિફળ આપનાર બન્યાં નથી અને બનતાં નથી. તેથી તે ફળને આશ્રયી આવાં ધર્મકાર્યો નિષ્ફળ છે. તેથી જ તે ધર્મકરણી દ્રવ્યરૂપ જ કહેવાય છે. માટે ફળપ્રાપ્તિ કરાવે તેવા ભાવાનુભવવાળા થવું જોઈએ.
सर्वत्र गुणपरिणतौ अनुभवेनैवानन्दता, नो चेत् शब्दज्ञानशून्यशब्दश्रवणवत् अपार्थकमेवेति । श्रूयते च कष्ठानुष्ठानकोटिकरणेऽपि न तत्त्वप्राप्तिः, कुलबालकादीनामिवानुभवमन्तरेण । परिग्रहप्रसङ्गोपचितविषयसङ्गसद्भावेऽपि अन्तर्मुहूर्तात्मानुभवलीनानां सर्वज्ञत्वसिद्धिः कूर्मापुत्रादीनाम् । तेनानुभवाभ्यासः साध्यः शुद्धसाध्यरसिकैः । तदादरोपदेशः उपदिश्यते -
Page #736
--------------------------------------------------------------------------
________________
૭OO
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર | સર્વે પણ પ્રવૃત્તિઓમાં જો ગુણોનું પરિણમન હોય તો જ તેવા પ્રકારના અનુભવથી આત્માને આનંદ ઉત્પન્ન થાય છે. જેમ કેરીની ખરીદી કરીએ પણ જો તેમાં મધુરરસનો અનુભવ થાય તો જ આનંદ પ્રાપ્ત થાય. કોઈ મહાત્મા પુરુષ સાથે પરિચય કરીએ, પરંતુ જો તેઓના જ્ઞાન-ચારિત્ર-તપ આદિ વિશિષ્ટ ગુણોનો આપણને અનુભવ થાય તો જ આનંદ પ્રાપ્ત થાય, કોઈ મહાકવિએ સુંદર કાવ્ય બનાવ્યું હોય તે કાવ્યમાં કવિએ ઉપમા-ઉન્મેલા ઈત્યાદિ ઘણા અલંકારો ભર્યા હોય, તથા અક્ષરોનું પદલાલિત્ય ગોઠવ્યું હોય, પરંતુ સાંભળનારા જે શ્રોતા હોય, તેઓને જો શબ્દસંબંધી કંઈ જ્ઞાન જ ન હોય, તો તેવા પ્રકારના શબ્દના જ્ઞાનથી શૂન્ય એવા શ્રોતા જો તે કાવ્ય સાંભળે તો કાવ્યસંબંધી જ્ઞાનગુણ ન હોવાથી તેવા કાવ્યનું શ્રવણ “બહેરા આગળ ગાન”ની જેમ નિરર્થક જ છે. તેમ અનુભવજ્ઞાન વિના ધર્મકરણીનો પણ પારમાર્થિક આનંદ આ જીવને પ્રાપ્ત થતો નથી. શાસ્ત્રોમાં પણ આવાં અનેક દષ્ટાન્તો સંભળાય છે કે કરોડોની સંખ્યામાં કષ્ટકારી અનુષ્ઠાનો કરીએ તો પણ અનુભવ વિના શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
જેમ સારા કુલમાં જન્મેલા બાળકોને માત-પિતા ધર્મ અનુષ્ઠાનો કરાવે અને કુલવાન બાળકો હોવાથી માતા-પિતા કહે તેમ ધર્માનુષ્ઠાનો કરે, પરંતુ તે સંબંધી અનુભવજ્ઞાન ન હોવાથી જેમ કુલવાન બાળકોએ કરેલા અનુષ્ઠાનની યથાર્થ ફળની પ્રાપ્તિ તે કુલવાન બાળકોને થતી નથી તેમ અહીં સમજવું. કુલવાન બાળકોનું દૃષ્ટાન્ત એવું છે કે જ્યાં ધર્માનુષ્ઠાન છે, પરંતુ અનુભવ નથી એટલે નિર્જરાસ્વરૂપ યથાર્થ ફળની પ્રાપ્તિ થતી નથી. હવે એવું દૃષ્ટાન્ત આપે છે કે જ્યાં ધર્માનુષ્ઠાન નથી, અને પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંગ છે છતાં પણ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ જીવ કરે છે તો અન્તર્મુહૂર્ત માત્રમાં જ ક્ષપકશ્રેણી માંડીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમકે કુર્માપુત્રાદિ.
કુર્માપુત્ર અને આદિ શબ્દથી ભરત મહારાજા, પૃથ્વીચંદ્ર રાજા, ગુણસાગર, ઈલાચી, ચિલાતીકુમાર ઈત્યાદિ ઉદાહરણો એવાં છે કે જ્યાં ધર્માનુષ્ઠાન ખાસ નથી, ધનધાન્યાદિપરિગ્રહનો યોગ છે. કારણ કે લગભગ બધા જ ગૃહસ્થ અવસ્થામાં છે. પરિગ્રહનો સંગ હોવાથી તેનાથી પ્રાપ્ત થયેલા પાંચે ઈન્દ્રિયોના વિષયોનો પણ સંગ ચાલુ છે. તથા તેનો ઉપભોગ પણ ચાલુ જ છે. આમ હોવા છતાં પણ માત્ર એક અંતર્મુહૂર્ત કાલ શુદ્ધ આત્મદશાના અનુભવમાં આ મહાત્માઓ લીન થયા છે. વૈરાગ્ય વાસિત બન્યા છે. નિર્મળ આત્મદશાનું લક્ષ્ય જાગ્યું છે. તેનાથી તે મહાત્માઓને ક્ષપકશ્રેણી કરવા દ્વારા કેવલજ્ઞાન કેવલદર્શનની પ્રાપ્તિ થવાથી સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ છે.
Page #737
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક- ૨૬
૭૦૧ આ કારણથી શુદ્ધસાધ્યની રસિકતાવાળા આત્માર્થી મુમુક્ષુ જીવોએ આત્મતત્ત્વના અનુભવનો અભ્યાસવિશેષ કરવો જોઈએ. તે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ તરફ વિશેષ વિશેષ આદરભાવ થાય તે માટે તેનો ઉપદેશ શરૂ કરાય છે –
सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः, केवलार्कारुणोदयः ॥१॥
ગાથાર્થ :- જેમ દિવસ અને રાત્રિથી સંધ્યાકાલ ભિન્ન છે તેવી જ રીતે કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી અનુભવદશા ભિન્ન છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આ અનુભવદશા એ કેવલજ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થતાં પૂર્વે અરુણોદયતુલ્ય છે.
ટીકા :- “ચ્ચેવ વિનરાત્રિખ્યાબિતિ વધેઃ-ગવતિતત્ત્વસ્વરૂ:, યથા दिनरात्रिभ्यां मध्यं सन्ध्या एव दृष्टा, तथा केवलश्रुतयोः-केवलज्ञानश्रुतज्ञानयोः मध्यमनुभवो दृष्टः । श्रुतज्ञानस्य चिरकालाभ्यासितस्य कार्यरूपः केवलज्ञानस्य सम्यग्दृष्टिगुणस्थानकतः साध्यत्वेन लक्षीकृतस्यासाधारणकारणरूपोऽनुभवः अध्यात्मैकत्वानन्दरूपो दृष्टः । कथम्भूतोऽनुभवः ? केवलं-सकलासहायिज्ञानमेवार्कस्तस्य अरुणोदयः-अरुणः-सूर्यसारथिः, तस्य उदयः । पूर्वमरुणोदयेन तत्सूर्योदयो भवति, एवमनुभवोदये केवलार्कोदयः, अतोऽनुभवपूर्वकं केवलज्ञानम् । अनुभवश्च भावनाज्ञानैकत्वरूपः करणीय इति । उक्तञ्च समुच्चये-मतिश्रुतोत्तरभावी केवलाद् अव्यवहितपूर्वभावी प्रकाशोऽनुभवः ॥१॥
વિવેચન :- “અનુભવ” એ શું વસ્તુ છે ? તે સમજાવાય છે. આ અનુભવ તે જ્ઞાનની જ વિશિષ્ટ એવી પરિપક્વ અવસ્થા વિશેષ જ છે. અગિયાર અંગ, ચૌદપૂર્વ વગેરે શાસ્ત્રોનું જ્ઞાન ગુરુજી પાસેથી પ્રાપ્ત કર્યા બાદ અથવા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીકૃત, પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત, પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ઈત્યાદિ મહાન આગમધર પુરુષોની રચનાઓ ભણ્યા બાદ તેને વાગોળી વાગોળીને તેનાં ઊંડા રહસ્યોને જાણવા-માણવાં આવા પ્રકારનો વિશાળ અનુભવ જે પ્રાપ્ત કરવા લાયક છે તેનું આ ગાથાઓમાં વર્ણન છે.
જેમ “સંધ્યાસમય” નથી તો દિવસ, કારણ કે સૂર્ય આથમી ગયો છે. તથા નથી રાત્રિ, કારણ કે અંધકાર છવાયો નથી. તેથી સંધ્યા એ દિવસ અને રાત્રિથી ભિન્ન અવસ્થા છે તેવી જ રીતે “અનુભવ” એ શ્રુતજ્ઞાનથી અને કેવલજ્ઞાનથી ભિન્ન અવસ્થા છે. શ્રુતજ્ઞાનથી અધિક અને કેવલજ્ઞાનથી ન્યૂન એવી જે અવસ્થા તે અનુભવાવસ્થા કહેવાય છે. અનુભવાવસ્થા
૧૩
Page #738
--------------------------------------------------------------------------
________________
૭૦૨
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
એ સ્વયં અનુભવથી જ જણાય છે શબ્દોથી સમજાવી શકાતી નથી. જેમ કોઈ સ્ત્રીને થતી પ્રસુતિની પીડા, અથવા કેન્સર આદિના રોગીને થતી રોગની પીડા, તે જીવ જ સ્વયં સમજી શકે છે. વાચાથી યથાર્થપણે વ્યક્ત કરી શકાતી નથી. તેવી જ રીતે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેનો વિશાળ અનુભવ જેને પ્રાપ્ત થયો છે તે અનુભવ તો અનુભવી જ સમજી શકે છે, વાચાથી કહી શકાતો નથી - વર્ણવી શકાતો નથી.
જેમ સંધ્યા, દિન અને રાત્રિથી પૃથક્ છે તેમ અનુભવ એ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પૃથક્ છે એમ તત્ત્વોનું સ્વરૂપ જેઓએ જાણ્યું છે એવા બુધપુરુષોએ (જ્ઞાની પુરુષોએ) દેખ્યું છે, અનુભવ્યું છે. જ્ઞાની મહાત્માઓનો આવો અનુભવ છે. આ અનુભવદશા એ ઘણા લાંબા કાળ સુધી અધ્યયન કરેલા અને અધ્યાપન કરાવેલા શ્રુતજ્ઞાનના ફળસ્વરૂપ છે અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી સાધ્ય તરીકે લક્ષ્યભૂત કરેલા એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિના અસાધારણ કારણરૂપ આ અનુભવદશા છે આમ જાણવું. આ અનુભવદશા એ અધ્યાત્મની સાથેની એકતાના પરમ આનંદસ્વરૂપ છે. આત્માની અત્યન્ત નિર્મળ પરાકાષ્ઠાવાળી દશા છે. જેમ ગામની ભાગોળ આવે એટલે તુરત જ ગામ આવે એમ આ અનુભવદશા આવે એટલે અંતર્મુહૂર્તમાત્રમાં જ કેવલજ્ઞાનવાળી અવસ્થા જીવને આવે છે. માટે સર્વજ્ઞતાની પ્રાપ્તિની અત્યન્ત નિકટતમ પૂર્વાવસ્થા છે. આ જ વાત સમજાવે છે.
કેવલજ્ઞાન અર્થાત્ સંપૂર્ણજ્ઞાન, બીજા કોઈ જ્ઞાનની સહાય નથી જેમાં એવું જ્ઞાન એટલે કે કેવલ એકલું જ જ્ઞાન તે કેવલજ્ઞાન, તે કેવલજ્ઞાન રૂપી સૂર્યનો ઉદય જે થવાનો છે તેના પૂર્વકાલવર્તી જે અરુણોદય (એટલે કે સૂર્યના સારથિરૂપ અરુણનો જે ઉદય) છે તેની તુલ્ય આ અનુભવદશા છે. જેમ સૂર્યોદયના પૂર્વકાલમાં અરુણોદય થયા પછી તુરત જ સૂર્યોદય થાય છે. તેમ અનુભવજ્ઞાનનો ઉદય થયે છતે તુરત જ આ જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જ જેમ અરુણોદયપૂર્વક સૂર્યોદય છે તેમ અનુભવોદય પૂર્વક કેવલજ્ઞાનોદય છે આમ જાણવું. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે “આ અનુભવજ્ઞાન તે મતિ અને શ્રુતજ્ઞાનના ઉત્તરકાલે થનારો અને કેવલજ્ઞાનના અવ્યવહિત એવા પૂર્વકાલે થનારો પ્રકાશવિશેષ જ છે.” “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી’” આ કહેવત અહીં જોડવી. યોગદૃષ્ટિનો પાઠ આ પ્રમાણે -
शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः ।
शक्त्युद्रेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥५॥
सर्वथा तत्परिच्छेदात्, साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥७॥
Page #739
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક- ૨૬
૭૦૩ સામાન્યપણે શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયોવાળો, અને વિશિષ્ટ પ્રકારની શક્તિની અતિશય પ્રબળતાને લીધે શાસ્ત્રના વિષયથી પર બનેલો એવો આ ત્રીજો સામર્થ્યયોગ એ | ઉત્તમ યોગ છે. પા.
સિદ્ધિપદની પ્રાપ્તિના હેતુભૂત એવી ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનાદિનો જો સર્વથા શાસ્ત્રયોગથી જ પરિચ્છેદ થતો હોય તો તે જ કાળે સાક્ષાત્કાર થવાના કારણે તે જીવને ત્યાં જ સર્વજ્ઞતા થવાથી ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થવી જોઈએ. liા /૧
व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥२॥
ગાથાર્થ :- સર્વે પણ શાસ્ત્રોનો વ્યવહાર દિશા માત્ર જણાવવા પૂરતો જ હોય છે. પરંતુ એક અનુભવપ્રકાશ જ આ જીવને ભવોદધિ પાર પમાડે છે. //રા
ટીકા :- “વ્યાપાર તિ” સર્વશાસ્ત્રાપાં પુનરનુયો થવાનાં વ્યાપાર:उद्यमः अभ्यासः दिक्प्रदर्शन एव (मार्गदर्शक एव), यथाहि-पथिकस्य मार्गदर्शको मार्ग दर्शयति, परं पुरप्राप्तिस्तु स्वचङ्क्रमणेनैव । एवं शास्त्राभ्यासः परमप्रयासः स्वतत्त्वसाधनविधिदर्शकः, भववारिधे:-भवसमुद्रस्य पारं तु एकः अनुभवः प्रापयति, नान्यः । श्रीसूत्रकृताङ्गादिषु अध्यात्मभावेन सिद्धिरित्युक्तत्वात् । तेन सद्गुरुचरणचञ्चरीकैः आत्मस्वरूपभासनतन्मयत्वं निष्पाद्यम् ॥२॥
વિવેચન :- આત્મતત્ત્વના સ્વરૂપને કહેનારા જે ગ્રન્થો છે તેને શાસ્ત્ર કહેવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? કેવી રીતે તે પ્રાપ્ત થાય છે ? કર્મો આત્માને કેવી રીતે બંધનકર્તા છે. રાગાદિના કારણે આ જીવ કર્મો બાંધીને સંસારમાં કેવો રખડે છે ? ઈત્યાદિ આત્મતત્ત્વને સમજાવનારાં જે જે શાસ્ત્રો છે. તે શાસ્ત્રોનો વ્યવહાર તો માત્ર માર્ગદર્શક જ બને છે. શાસ્ત્રોના અધ્યયનમાં કરેલો ઉદ્યમ, અર્થાત્ શાસ્ત્રાભ્યાસ તો ભોમીયાની જેમ માત્ર માર્ગ બતાવનાર જ હોય છે. તે શાસ્ત્રાભ્યાસ કંઈ ભવસાગરના પારને પમાડતો નથી. જેમ ભોમીયો (માર્ગદર્શક) પુરુષ મુસાફરને માત્ર માર્ગ જ બતાવે છે. જે ગામ મુસાફરને જવું હોય, તે ગામ ભોમીયો લઈ જતો નથી, માર્ગ બતાવીને તે દૂર ખસી જાય છે. નગરની પ્રાપ્તિ તો મુસાફર પોતે સ્વયં ચાલે તો સ્વ-ચંક્રમણથી જ થાય છે. અન્યથા થતી નથી. તેવી જ રીતે શાસ્ત્રોએ બતાવેલા માર્ગે ચાલવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે. પરંતુ શાસ્ત્રાભ્યાસ તો પરમતત્ત્વને પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસમાત્ર જ છે. આત્માની શુદ્ધસ્થિતિ સાધવાની વિધિને
Page #740
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૦૪
અનુભવાષ્ટક - ૨૬ માત્ર જણાવનાર છે. ભવસમુદ્રનો પાર તો પોતાને એક અનુભવ જ પ્રાપ્ત કરાવી આપે છે. બીજું કોઈ ભવસમુદ્રનો પાર પમાડી આપતું નથી. શાસ્ત્રાભ્યાસ ભવસમુદ્રનો પાર પામવાની દિશા જણાવનાર છે. પણ તે પોતે જીવને ભવસમુદ્રનો પાર પમાડી આપતું નથી. માટે જીવે પોતે શાસ્ત્રાભ્યાસ કર્યા પછી વિશિષ્ટ અનુભવવાળા થવું જોઈએ.
શ્રી સુયગડાંગ (સૂત્રકૃતાંગ) સૂત્રમાં કહ્યું છે કે “આ જીવ અધ્યાત્મભાવનાથી જ સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે” તે કારણથી ઉત્તમ ગુરુજીના ચરણકમલમાં રમનારા આત્માર્થી મુમુક્ષુ જીવોએ આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન મેળવીને તેમાં જ વધારે વધારે લીન થવું જોઈએ એવો ઉપદેશ છે. તેરા
अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद्बुधाः जगुः ॥३॥
ગાથાર્થ - અતીન્દ્રિય એવું આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ વિશુદ્ધ અનુભવ વિના શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ વડે પણ જાણી શકાતું નથી. કારણ કે જ્ઞાનીઓએ આ પ્રમાણે કહ્યું છે. all
ટીકા :- “અતીનિમિતિ” વૃથા:-urveતા રૂતિ 1:, રૂતીતિ વુિં ? शास्त्रयुक्तिशतेनापि-शास्त्रस्य युक्तयः, तेषां शतेनापि अनेकागमरहस्यावबोधेनापि विशुद्धानुभवं विना-निर्मलानुभवमन्तरेण अतीन्द्रियम्-इन्द्रियज्ञानागम्यम्, परम्उत्कृष्टम्, ब्रह्म-चैतन्यम्, न गम्यम्-न ज्ञातुं शक्यम् । न घटपटादिपदार्थसार्थसमर्थनशब्दसाधनस्वस्वमतस्थन्यासमुधाचिन्तनविकल्पतल्पस्थाः सम्यग्ज्ञानिनः । स्याद्वादानेकान्तधर्मास्पदीभूतानन्तपर्यायोत्पादव्ययपरिणमनसर्वज्ञेयावबोधामूर्ताखण्डानन्दात्मस्वरूपज्ञानं तु तत्त्वानुभवलीना एवास्वादन्ते, न वचोयुक्तिव्यक्तिकृतવાવિતાસા: રૂતિ રૂા.
વિવેચન :- પંડિત પુરુષો અર્થાત્ જ્ઞાની પુરુષો આ પ્રમાણે કહે છે. “આ પ્રમાણે કહે છે” એટલે શું કહે છે? તો જણાવે છે કે - જુદાં જુદાં અનેક શાસ્ત્રો ભણીને તેમાં કહેલી અને અન્ય પણ શાસ્ત્રોના અભ્યાસના આધારે નવી નવી સેંકડો યુક્તિઓ લગાડીને એટલે કે તર્ક-વિતર્ક કરવાપૂર્વક સ્વતંત્રપણે મનથી વિચારણા અને વિકલ્પો માત્ર કરવા વડે અનેક આગમોના રહસ્યને કદાચ જાણો, તો પણ વિશુદ્ધ એવા આત્માનુભવ વિના-નિર્મળ પોતાના જાત અનુભવ વિના ઈન્દ્રિયોના જ્ઞાનમાત્રથી અગમ્ય એવું પરમ (ઉત્કૃષ્ટ) આત્મતત્ત્વ (આત્માનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ) જાણી શકાતું નથી.
Page #741
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
૭૦૫
જેમ સાકરની જે મધુરતા છે તે મધુરતા સાકરને ચાખવાથી જે જણાય છે, અનુભવાય છે, તે “મીઠી છે, મીઠી છે' એમ બોલવાથી તેવું યથાર્થ સમજાતું નથી. ઈન્દ્રિયગમ્ય ભાવો ઈન્દ્રિય દ્વારા અનુભવ કર્યા વિના જેમ ન સમજાય, તેમ અતીન્દ્રિયભાવો આત્મતત્ત્વના અનુભવ વિના ઈન્દ્રિયમાત્રથી સમજાતા નથી, જો તે જાણી શકાતા હોત તો તે ભાવોને અતીન્દ્રિય જ ન કહેવાત. માટે અતીન્દ્રિય ભાવો ઈન્દ્રિયોથી ગમ્ય નથી, કેવળ અનુભવથી જ માત્ર ગમ્ય છે. માટે અનુભવી થવું જોઈએ.
ઘણા નૈયાયિક-વૈશેષિક-સાંખ્ય આદિ દર્શનકારો ઘટ-પટ, ધૂમ-અગ્નિ, ઈત્યાદિ પદાર્થોના સમૂહનું સમર્થન કરવામાં પારિભાષિક શબ્દ પ્રયોગો (જેમકે સમવાયસંબંધ, સન્નિકર્ષ, અયુતસિદ્ધવૃત્તિ ઈત્યાદિ) તથા અનેક સાધનો (યુક્તિઓ, હેતુઓ જેમકે કેવલાયિ, કેવલવ્યતિરેકી, અન્વયવ્યતિરેકી) ઈત્યાદિ જણાવવા વડે પોતપોતાના દર્શનશાસ્ત્રમાં કહેલી વ્યવસ્થા પ્રમાણે નિષ્ફળપણે કરાતા અનેક વિચારો અને વિકલ્પો કરવા રૂપી મોહ-નિદ્રામય શય્યામાં પોઢેલા જ્ઞાનીઓ શુદ્ધ એવા આત્મતત્ત્વના અનુભવ વિનાના છે. કેવળ પોપટીયું શુષ્ક તર્કશાન કે વ્યાકરણજ્ઞાન છે. પણ તેનાથી તે જ્ઞાનીઓ સભ્યજ્ઞાની કહેવાતા નથી. મિથ્યાત્વમોહની નિદ્રામાં સુતેલા હોવાથી મહા અજ્ઞાની અને મિથ્યાર્દષ્ટિ છે. શબ્દશાસ્ત્રનું, ન્યાયશાસ્ત્રનું કે દર્શનશાસ્ત્રનું જ્ઞાન ભલે મળ્યું હોય પણ અધ્યાત્મ વિના તે સંસાર વધારનારું છે, ઘટાડનારું નથી. અંતે તો અધ્યાત્મજ્ઞાન જ સંસારનો પાર પમાડનાર છે.
સ્યાદ્વાદ દષ્ટિ રાખવા પૂર્વક સ્વતઃ અનેકાન્તપણે રહેલા અનેક ધર્મોના આધારભૂત એવાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોના પ્રતિસમયે અનંત અનંત પર્યાયોની ઉત્પત્તિ તથા અનંત અનંત પર્યાયના વ્યય રૂપે થતા પરિણમન પૂર્વક સર્વ એવાં જ્ઞેયતત્ત્વોનો હેય-ઉપાદેય અને જ્ઞેયપણે યથાર્થ બોધ કરવા પૂર્વક અમૂર્ત અને અખંડ આનંદવાળા આત્મસ્વરૂપના જ્ઞાનનો આસ્વાદ તે જ મહાત્માઓ પામે છે કે જે મહાત્માઓ આત્મતત્ત્વના નિર્મળ અનુભવમાં લયલીન છે પરંતુ બોલવાની છટા માત્રવાળા જીવો વચનોથી બાંધવાની પ્રથાવાળી સેંકડો યુક્તિઓ પ્રગટ કરવા દ્વારા વાણીના આડંબરને વ્યક્ત કરનારા બાહ્યદૃષ્ટિ આત્માઓ શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનને પામી શકતા નથી. તેઓ વાણીના વિલાસવાળા છે. બોલવામાં આડંબરવાળા છે. દર્શનશાસ્ત્રોના નિષ્ણાત છે. જય-પરાજય કરવામાં પ્રવીણ છે. માત્ર આત્માને સ્પર્શે એવું આધ્યાત્મિક જ્ઞાન તેઓમાં નથી. અર્થાત્ આટલું બધું ઘણું ભણીને પણ જેઓને માન-માયા પોષવાં છે, સ્વાર્થ સાધવો છે, યશ મેળવવો છે, પણ સંસાર તરવો નથી, આત્માને મોહમાંથી છોડાવવો નથી માટે તેઓ તત્ત્વદૃષ્ટિએ કરીને અંધ છે. III
Page #742
--------------------------------------------------------------------------
________________
૭૦૬
જ્ઞાનસાર
અનુભવાષ્ટક - ૨૬ ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः । શાનેબૈતાવતા પ્રા., વૃતઃ ચાત્તેપુ નિશ્ચય: Iઝા
ગાથાર્થ :- અતીન્દ્રિય પદાર્થો જો તર્કવાદથી જ માત્ર જણાતા હોત તો આટલો બધો કાલ ગયો ત્યારે પંડિતપુરુષો વડે તે પદાર્થોમાં નિર્ણય કરાયો હોત. ૪
ટીકા - “જ્ઞાન્ તિ” ય િથવિતા #ાત્રેનાતિક્રિયા:-ન્દ્રિયવર: પહાથधर्मास्तिकायादयो हेतुवादेन-युक्तिप्रमाणसमूहेन ज्ञायेरन् । एतावता कालेन परमात्मभावश्रवणचिन्तननिदिध्यासनादिना स्वात्मस्वरूपे उपयोगानुभवः कृतः स्यात् । तदा तेषु धर्मास्तिकायादिषु शुद्धात्मनि च निश्चयः कृतः स्यात् प्राज्ञैः । इत्यनेन परद्रव्यचिन्तनकालमात्रेणात्मस्वरूपचिन्तने स्वपरावबोधो भवति परावबोधपरित्यागपरिणतिर्भवति । तेन सद्भिः स्वस्वभावभावने मतिः कार्या, येन निष्प्रयासत एव परावबोधपरित्यागपरिणतिर्भवति । “जे एगं जाणइ से सव्वं जाणइ इति વરસાત્ (સારીશ્રત-, પૃથ્ય-૨, ૩દ્દેશ-૪, મૂત્ર-૨૨૨)
વિવેચન :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ અને શુદ્ધ જીવ તથા પરમાણુ આદિ સૂમ પુદ્ગલદ્રવ્ય, આ પદાર્થો અતીન્દ્રિય છે. પાંચ ઈન્દ્રિયોમાંની કોઈ પણ ઈન્દ્રિય વડે જણાય તેમ નથી. કારણ કે પાંચે ઈન્દ્રિયોના વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ છે. રૂપાદિ ગુણો જ ઈન્દ્રિયગોચર હોવાથી આ ગુણોવાળા ઘટ-પટ આદિ પૂલ પુગલ પદાર્થો જ માત્ર ઈન્દ્રિયથી ગોચર છે. બાકીના ઉપરોક્ત પદાર્થો રૂપાદિ ગુણવાળા ન હોવાથી અને સૂક્ષ્મ હોવાથી અતીન્દ્રિય છે. ઈન્દ્રિયોથી જણાઈ શકે તેવા નથી. તેથી તે પદાર્થો વીતરાગપરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાથી જ સમજવાના હોય છે. આપણી પાસે માત્ર ઈન્દ્રિયજન્ય જ જ્ઞાન છે અને તે પણ અલ્પમાત્રામાં છે. માટે અતીન્દ્રિય પદાર્થોની બાબતમાં શ્રદ્ધા જ પ્રધાન કારણ છે, તેમાં તર્ક ચાલતો નથી.
જો આ અતીન્દ્રિય પદાર્થો ધર્માસ્તિકાયાદિ તર્કવાદથી એટલે કે સેંકડો યુક્તિઓના સમૂહમાત્રથી જાણી શકાતા હોત તો કાળ એટલો બધો ગયો છે કે તે ગયેલા અનંત કાલ વડે “પરમાત્મભાવનું વારંવાર શ્રવણ-ચિંતન અને મનનાદિ કરવા વડે શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપનો ઉપયોગપૂર્વક યથાર્થ અનુભવ પણ કર્યો હોત” અને જો આત્મતત્ત્વનો અનુભવ થયો હોય તો ધર્માસ્તિકાય વગેરે શેષ સર્વદ્રવ્યો મારા આત્માથી પર છે. તેનું આવા પ્રકારનું સ્વરૂપ છે. આમ ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યોના સ્વરૂપમાં અને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં એવું તે સ્વરૂપ છે તેવો નિર્ણય પણ થઈ ચુક્યો હોત. વિવાદ જેવું કંઈ રહે જ નહીં. કારણ કે ઘણો કાળ ગયો છે. તેમાં તર્ક દ્વારા જ્ઞાની પુરુષોએ અતીન્દ્રિય પદાર્થોનો
Page #743
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
યથાર્થતત્ત્વનિર્ણય કર્યો જ હોવો જોઈએ. મત-મતાંતર કે પક્ષ-પ્રતિપક્ષ જેવું કંઈ રહેલું હોવું જોઈએ જ નહીં, પણ આવું નથી. માટે અતીન્દ્રિય પદાર્થો તર્કગમ્ય નથી, શ્રદ્ધાગમ્ય છે. સમ્મતિતર્ક પ્રકરણ નામના ગ્રંથમાં પરમ પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીએ ત્રીજા કાંડની ૪૩-૪૪-૪૫ ગાથામાં કહ્યું છે કે -
दुविहो धम्मावाओ, अहेउवाओ य हेउवाओ य । तत्थ य अहेउवाओ, भवियाऽभवियादओ भावा ॥४३॥ વિઞો સમ્મદંતળ-બાળ-વૃત્તિ-પલિવત્તિસંપનો । णियमा दुक्खंतकडोत्ति, लक्खणं हेउवायस्स ॥४४॥
जो वायपक्खम्मि, हेउओ, आगमे य आगमिओ । सो ससमयपण्णवओ, सिद्धंतविराहओ अन्नो ॥ ४५ ॥
606
ધર્મતત્ત્વનું જ્ઞાન બે પ્રકારે હોય છે. એક અહેતુવાદ (શ્રદ્ધામાત્રથી ગમ્ય) અને બીજો હેતુવાદ (તર્કથી ગમ્ય). ત્યાં આ જીવ ભવ્ય છે અને આ જીવ અભવ્ય છે. આ વિષય અહેતુવાદનો છે અર્થાત્ પરમાત્માના વચનોની શ્રદ્ધામાત્રથી જ ગમ્ય છે. ૪૩ના
જે ભવ્ય હોય તે જ જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર પ્રાપ્ત કરીને નિયમા ભવદુઃખના ક્ષયને કરનારો થાય છે. આ વિષય તર્કવાદનો છે. ૪૪
જે આત્મા તર્કગમ્ય પદાર્થોને તર્કથી જાણે છે અને શ્રદ્ધાગમ્ય પદાર્થોને શ્રદ્ધાથી જાણે છે તે જ સાચો જૈનશાસનનો પ્રજ્ઞાપક છે. પણ જે તર્કગમ્યમાં શ્રદ્ધા લગાવે છે અને શ્રદ્ધાગમ્યમાં તર્ક લગાવે છે તે જૈન સિદ્ધાન્તનો વિરાધક આત્મા છે. ૪૫।।
ઉપરની ચર્ચાથી સમજાશે કે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં સેંકડો યુક્તિ-સમૂહ લગાવીએ તો પણ વસ્તુતત્ત્વનો નિર્ણય કરવો શક્ય નથી. તે માટે અતીન્દ્રિયવિષયના જે જ્ઞાની પુરુષો છે તે મહાત્માઓના વચનોનું એટલે કે સર્વજ્ઞ મહાત્માઓના વચનોનું શરણું લેવું જોઈએ. સર્વજ્ઞ પરમાત્મા ઉપરની શ્રદ્ધાથી સાચું તત્ત્વ સ્વીકારવું જોઈએ. આ રીતે સર્વજ્ઞ પરમાત્માના વચનોનો આશ્રય લઈને ધર્માસ્તિકાયાદિ તમામ અરૂપી દ્રવ્યો અને પુદ્ગલાસ્તિકાય નામનું રૂપી દ્રવ્ય મારા આત્મદ્રવ્યથી ભિન્નદ્રવ્ય છે આમ સમજીને પરદ્રવ્યોનું પરદ્રવ્ય રૂપે ચિંતન-મનન કરવાના કાલે અને આત્મદ્રવ્ય ચેતન છે, અરૂપી છે, શેષદ્રવ્યોથી ભિન્નદ્રવ્ય છે ઈત્યાદિ ચિંતન મનન કરવાના કાલે સાચું સ્વદ્રવ્ય શું ? અને સાચું પરદ્રવ્ય શું ? તેનો યથાર્થ બોધ પ્રગટ થાય છે.
આ રીતે યથાર્થ સ્વ-પરના ભેદનો વિવેક જાગવાથી જે જે પરદ્રવ્ય છે તે તે પરદ્રવ્યો
Page #744
--------------------------------------------------------------------------
________________
૭૦૮
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
મોહાદિ વિકાર કરાવવા વડે મારા આત્માને કર્મબંધના હેતુઓ છે. માટે મારે તેનાથી દૂર રહેવું જોઈએ. આમ સમજીને પરદ્રવ્યોનો પરદ્રવ્ય તરીકેનો બોધ અને પરદ્રવ્યને તજવાનો એટલે કે તેનાથી દૂર રહેવાનો પરિણામ આ જીવમાં ઉત્પન્ન થાય છે તે કારણથી ઉત્તમ આત્માઓએ પોતાના શુદ્ધ-નિર્મળ આત્મતત્ત્વનો જ બોધ કરવામાં રચ્યાપચ્યા રહેવું જોઈએ. આત્માના શુદ્ધસ્વરૂપની જ વિચારણામાં લાગી જવું જોઈએ. જેના કારણે પરદ્રવ્યો એ પરદ્રવ્યો છે, મારાથી ભિન્ન છે, મારો અને તે પરદ્રવ્યોનો સંયોગમાત્ર છે તાદામ્ય નથી માટે મારે તે દ્રવ્યોમાં રંગાવું જોઈએ નહીં. તે અન્ય દ્રવ્યોનો અને મારા આત્માનો માત્ર સંયોગસંબંધ જ છે. તાદામ્ય સંબંધ નથી. આવી બુદ્ધિ ઉત્પન્ન થશે, તેમ થવાથી સહેજે સહેજે પરદ્રવ્યના બોધમાં મોહદશાપૂર્વક રાચવા-ભાચવાની જે પરિણતિ છે તેના ત્યાગનો ભાવ પ્રગટ થશે. શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે –
जे एगं जाणइ, से सव्वं जाणइ ।
जे सव्वं जाणइ, से एगं जाणइ ॥१२२॥ જે એકદ્રવ્યને બરાબર જાણે છે તે સર્વદ્રવ્યને જાણે છે અને જે સર્વદ્રવ્યને જાણે છે તે જ એકદ્રવ્યને બરાબર જાણે છે (આચારાંગ શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૩, ઉદ્દેશો-૪, સૂત્ર૧૨૨) આ પ્રમાણે હોવાથી જો એક શુદ્ધ આત્મદ્રવ્ય યથાર્થ રીતે સમજાઈ જાય તો મારું પોતાનું સ્વરૂપ શું? પરદ્રવ્યનું સ્વરૂપ શું? તે સમજાતાં પરદ્રવ્યો એ પરદ્રવ્ય છે. અને શુદ્ધ આત્મદ્રવ્ય એ જ સ્વદ્રવ્ય છે. આમ સમજાવાથી પરદ્રવ્યની અંદર જે મારાપણાની મતિ છે તેનો ત્યાગ થાય છે. તેનાથી આત્માનું જલ્દી જલ્દી કલ્યાણ થાય છે. I૪
केषां न कल्पनादर्वी, शास्त्रक्षीरान्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ॥५॥
ગાથાર્થ - કયા પુરુષોની કલ્પનાશક્તિ રૂપી કડછી શાસ્ત્ર રૂપી ક્ષીરાનનું અવગાહન કરનારી હોતી નથી ? પરંતુ તે ક્ષીરાનના રસના આસ્વાદને અનુભવ રૂપી જીભ વડે માણનારા પુરુષો કોઈ વિરલા જ હોય છે. પા.
ટીકા :- “વેષ નેતિ" વર્ષ-પુરુષા/મ્, વફાના-મતિપ્રવૃત્તિરૂપા, ઊંपाककरणचाटुका, शास्त्रमेव क्षीरान्नं-परमान्नं, तस्य गाहिनी-अवगाहिनी न ? । अपि तु अस्त्येवेति । बुद्धिकल्पनया शास्त्रग्राहिणी मतिर्बहूनाम्, परम् अनुभवजिह्वया तद्रसास्वादविदः-तेषां शास्त्राणां रसः तद्रसः, तस्यास्वादः, तस्य विदः-ज्ञानिनः વિરત્ના:-૩ન્યા, શાસ્ત્રાવી ગ્રાફિ : રૂત પI
Page #745
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક - ૨૬
૭૦૯ વિવેચન :- કલ્પનાશક્તિ એટલે સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ પદાર્થની વિચારણામાં બુદ્ધિની પ્રવૃત્તિ થવી તે, દર્વી એટલે કડછી-મોટો ચમચો, પાક થયેલી અર્થાત્ તૈયાર થયેલી રસોઈને સૌથી પ્રથમ ચાટવાવાળી કડછી જ હોય છે. પ્રથમ કડછી જ તૈયાર રસોઈને ચાટે છે. કારણ કે તૈયાર થયેલાં શાક-દાળ-દૂધ આદિ પદાર્થોથી ભરેલા તપેલામાં સૌથી પ્રથમ કડછી જ નાખવામાં આવે છે એટલે કડછી જ તૈયાર રસોઈને પ્રથમ ચાટે છે. શાસ્ત્રનાં ઊંડાં ઊંડાં રહસ્યો જે છે તે ક્ષીરાન છે તે ઊંડાં ઊંડાં રહસ્યોનો આસ્વાદ અનુભવ દ્વારા જ આવે છે. માટે અનુભવ તે જીભની જગ્યાએ છે.
જેમ કડછી (મોટો-ઊંડો ચમચો) તપેલામાં ભરેલ ક્ષીરાનનો સ્પર્શ કરે છે. પરંતુ તેને જીભ (જીભસંબંધી ચેતના) ન હોવાથી ક્ષીરાનની મધુરતાના રસનો અનુભવ કડછીને થતો નથી. તેની જેમ કયા કયા પંડિત પુરુષોની તીવ્ર કલ્પનાશક્તિ અર્થાતુ બુદ્ધિની તીવ્ર શક્તિ શાસ્ત્રોના ઊંડા ઊંડા અર્થોને જાણવા રૂપ ક્ષીરાનનો સ્પર્શ નથી કરતી ? અર્થાત્ સઘળા પણ પંડિત પુરુષોની તીવ્ર કલ્પનાશક્તિ શાસ્ત્રાભ્યાસ રૂપી ક્ષીરાનનો સ્પર્શ કરે છે. બુદ્ધિની તીવ્ર કલ્પનાશક્તિ દ્વારા ઘણા ઘણા પંડિતપુરુષોની મતિ શાસ્ત્રોના પાઠોને, રહસ્યોને અને મર્મને જાણનારી બને છે. તેથી શાસ્ત્રપાઠ ભણેલા વિદ્વાનો ઘણા હોય છે, પરંતુ અનુભવજ્ઞાન મેળવવા વડે શાસ્ત્રોના ઔદંપર્યવાળા અર્થને માણવા રૂપ રસનું આસ્વાદન કરનારા જીવો વિરલા જ હોય છે. અર્થાત્ ઐદંપર્ય અર્થને જાણનારા કોઈક જ હોય છે. અતિશય અલ્પ આત્માઓ હોય છે. શાસ્ત્રોના આત્મસ્પર્શી મર્મને જાણનારા મહાત્માઓ બહુ થોડા હોય છે. પણ
पश्यन्ति ब्रह्म निर्द्वन्द्वं, निर्द्वन्द्वानुभवं विना । कथं लिपिमयी दृष्टि र्वाङ्मयी वा मनोमयी ॥६॥
ગાથાર્થ :- નિર્ટ-સર્વ પ્રકારના ક્લેશથી રહિત એવા બ્રહ્મ એટલે શુદ્ધ આત્મસ્વરૂપને નિર્લેન્દ્ર (એટલે સાક્ષાતુ-પ્રત્યક્ષ) અનુભવ વિના લિપિમયી (સંજ્ઞાક્ષર રૂ૫) દૃષ્ટિથી, વાડમયી (વ્યંજનાક્ષર રૂ૫) દૃષ્ટિથી અને મનોમયી (લધ્યક્ષર રૂ૫) દૃષ્ટિથી જગતના લોકો કેમ જાણી શકે ? કેમ જોઈ શકે ? કેમ માણી શકે? Ill
ટીકા - “પત્તિ તિ" નિમિય-સંજ્ઞાક્ષરમથી, વામથી-નાક્ષરથી, मनोमयी-लब्ध्यक्षरमयी दृष्टिः-योगप्रवृत्तिरूपा, निर्द्वन्द्वानुभवं-परोपयोगमुक्तशुद्धानुभवं -शुद्धज्ञानं विना निर्द्वन्द्वं-परसन्निकर्षरहितं निर्मलं ब्रह्म-ज्ञानं, आत्मानं कथं पश्यन्ति ? न पश्यन्ति, न हि कर्मोपाधिरूपा बाह्यप्रवृत्तिः परब्रह्मग्राहिका भवति । अनुभवज्ञानी एव शुद्धात्मस्वरूपं पश्यन्ति ॥६॥
Page #746
--------------------------------------------------------------------------
________________
૭૧૦ અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર વિવેચન :- અક્ષરાત્મક શ્રુતજ્ઞાન ત્રણ જાતનું હોય છે - સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. કાગળ-વસ્ત્ર અથવા દિવાલ વગેરે ઉપર લખેલા જે અક્ષરો કે જેને લિપિ કહેવામાં આવે છે તે સંજ્ઞાક્ષર કહેવાય છે. તથા મુખે બોલાતા-ઉચ્ચારણ કરાતા જે અક્ષરો તે વ્યંજનાક્ષર કહેવાય છે અને હૃદયમાં સમજાયેલી જે ભાષા તે લધ્યક્ષર કહેવાય છે. જે સંજ્ઞાક્ષર છે તે લિપિમયી વાણી કહેવાય છે. જે બોલવા રૂપ વ્યંજનાક્ષર છે તે વાડમયી વાણી કહેવાય છે. અને મનમાં સમજણ રૂપ જે જ્ઞાન છે તે મનોમયી વાણી કહેવાય છે.
નિર્લેન્દ્ર એટલે જેમાં બીજું તત્ત્વ નથી અર્થાત્ શુદ્ધ એવું ચેતન્યતત્ત્વ કે જેમાં પરભાવદશા-વિભાવદશા-ફ્લેશ-કષાય-વિકાર-વાસના આદિ અન્ય તત્ત્વ નથી એવું જે નિર્મળ આત્મતત્ત્વ છે તે નિર્લેન્દ્ર બ્રહ્મ કહેવાય છે. નિર્બન્દાનુભવ એટલે કે જેમાં ઈન્દ્રિય આદિ બાહ્ય લિંગો નથી, અર્થાત્ પરોક્ષ નહીં, પણ પ્રત્યક્ષ સાક્ષાત્ આત્માનો પોતાનો જે અનુભવ છે તે નિર્કન્દાનુભવ જાણવો. શુદ્ધ, નિર્મળ નિર્લેન્દ્ર એવું આત્મતત્ત્વ પ્રત્યક્ષ એવા નિન્દાનુભવ વિના બાહ્ય સાધન સ્વરૂપ લિપિમયી (સંજ્ઞાક્ષર રૂ૫) વાણી વડે, વાડમયી (વ્યંજનાક્ષર રૂ૫) વાણી વડે કે મનોમયી (લધ્યક્ષર રૂ૫) વાણી વડે કેમ દેખી શકાય? કેમ સમજી શકાય?
બાહ્ય દૃષ્ટિની જે પ્રવૃત્તિ છે તે કર્મની ઉપાધિરૂપ છે. તેનાથી પરમ બ્રહ્મ એવા આત્મસ્વરૂપનું ગ્રહણ કરી શકાતું નથી. આત્મદશાના અનુભવી જીવો જ શુદ્ધ આત્મસ્વરૂપને પિછાણી શકે છે. બાહ્ય દેષ્ટિવાળા જીવો રૂપી વસ્તુને જ જોઈ શકે છે અને અદૃષ્ટિ જેની ખીલી હોય છે તેવા જ્ઞાની મહાત્માઓ જ આત્મતત્વનો અનુભવ કરી શકે છે. All
न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवे दशा ॥७॥
ગાથાર્થ :- અનુભવદશા એ મોહ વિનાની હોવાથી સુષુપ્તિદશા નથી. તથા અનુભવદશામાં કલ્પના રૂપી શિલ્પીઓનો અભાવ હોવાથી સ્વપ્નદશા પણ નથી અને જાગૃતદશા પણ નથી. તેથી અનુભવદશા એ ચોથી જ (ઉજઝાગર દશા) છે. ll
ટીકા :- “ર સુષુપ્તિિિત” તથા નવક્રે-રા: વતસ્ત્ર, તત્ર વહુનરૂપી मिथ्यात्वस्थानां, शयनावस्था सम्यग्दृशां, जागरा प्रमत्ताप्रमत्तमुनीनाम् । तुर्या च उत्तरा ध्यानस्थानाम्, उत्तरोत्तरा सयोगिकेवलिनाम् । पुनः श्रीविंशतिकायाम्-सुषुप्तिः तीव्रनिद्राघूर्णितचेतसां सा अनुभवज्ञानिनो न, कस्मात् ? अमोहत्वात् ।
अनुभवी-मोहरहितः, सुषुप्तिस्थः मोहमयः, तेनानुभवज्ञानवतः सुषुप्तिर्न । तत्त्वानुभविनः स्वापदशा तथा जागरापि न, एतद्दशाद्वयं कल्पनोपेतम्, अनुभवः
Page #747
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
૭૧૧
પના-વિપચેતના, તસ્યા: શિન્જં-વિજ્ઞાનં, તસ્ય વિશ્રાન્તિ:-ઝમાવ: કૃત્યર્થ: तस्मान्न । अत: अनुभवे तुर्या एव दशा वाच्या ।
यद्यपि तुर्या दशा सर्वज्ञस्य तथापि यथार्थ श्रुतभावितचेतनानां केवलकरणत्वेनोपचारात् स्वरूपाच्च तुर्यैव दशा वक्तुं शक्या । न हि तत्र दशात्रयसम्भवः । तेनानुभवः समाधिहेतुः ॥७॥
વિવેચન :- સંસારી આત્માની ચાર દશા હોય છે એમ પૂજ્ય શ્રી મલ્લવાદીસૂરિજીએ નયચક્ર (દ્વાદશાર નયચક્ર) નામના ગ્રંથમાં કહ્યું છે. (૧) સુષુપ્તિદશા, (૨) સ્વાપદશા, (૩) જાગરદશા અને (૪) ઉજ્જાગરદશા. ત્યાં ગાઢ નિદ્રાવાળી જે દશા તે સુષુપ્તિદશા. આ દશા મિથ્યાર્દષ્ટિગુણસ્થાનકે રહેલા જીવોને હોય છે. જેમ ઘોર નિદ્રામાં સૂતેલા માણસને તેની સામે શું થાય છે ? તેની કંઈ જ ખબર પડતી નથી તેમ મિથ્યાત્વ મોહના ઉદયને આધીન થયેલા જીવોને તત્ત્વ શું ? અને અતત્ત્વ શું ? આત્માને હિતકારી શું ? અને અહિતકારી શું ? તેની કંઈ જ ખબર હોતી નથી, મિથ્યાત્વમોહનો ઉદય જોરદાર છે તેથી આ સુષુપ્તિદશા કહેવાય છે અને પહેલા ગુણસ્થાનકવર્તી જીવોને હોય છે.
સામાન્ય શયનવાળી જે અવસ્થા તે સ્વાપદશા છે. અર્થાત્ અલ્પનિદ્રાવાળી જે અવસ્થા તે સ્વાપદશા કહેવાય છે. આ દશા અવિરતસમ્યગ્દષ્ટિ જીવોને (તથા દેશવિરતિધર જીવોને) હોય છે. અહીં મિથ્યાત્વમોહનો ઉદય નથી, પણ ચારિત્રમોહનીયનો ઉદય છે. તેથી તત્ત્વાતત્ત્વની જાણકારી છે, વિવેક છે, પણ વિશિષ્ટ આચરણ નથી તથા ત્રીજી જાગરદા (જાગૃતદશા) પ્રમત્ત અને અપ્રમત્ત મુનિઓને હોય છે. કારણ કે ત્યાં ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશવિશેષ હોય છે. આત્માનું હિત થાય તેવા અને મોહનો નાશ થાય તેવા સંકલ્પ અને વિકલ્પો હોવાથી આત્મા જાગૃત છે, પણ નિદ્રાધીન નથી.
ચોથી દશા ઉજ્જાગર દશા કહેવાય છે. જ્યાં ઊંઘવાનું જ નથી એટલે ઊંઘમાંથી ઉઠવાનું પણ નથી. અર્થાત્ કાયમ જાગૃત જ છે. જાગૃત થવાનું નથી. તે ઉજ્જાગરદશા છે. આ દશા આઠમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. આ ચોથી ઉજ્જાગરદા ક્ષપકશ્રેણી સંબંધી ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં છદ્મસ્થ જીવોને અને તેરમા ગુણઠાણે કેવલી પરમાત્માને હોય છે. ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં જે ઉજ્જાગરદશા છે તે ઉત્તરા કહેવાય છે અને તેરમા ગુણઠાણે જે ઉજ્જાગરદશા છે તેને ઉત્તરોત્તરા કહેવાય છે. આ રીતે ધ્યાનમાં વર્તતા મુનિમહાત્માઓને ઉત્તરા નામની ઉજ્જાગરદશા હોય છે અને કેવલજ્ઞાની ભગવંતોને ઉત્તરોત્તરા નામની ઉજ્જાગરદશા હોય છે.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજી કૃત વિંશતિવિંશિકામાં કહ્યું છે કે તીવ્ર નિદ્રાથી વ્યાપ્ત છે ચિત્ત
Page #748
--------------------------------------------------------------------------
________________
૭૧૨
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
જેનું એવા જીવોને એટલે કે ગાઢ નિદ્રાવાળા જીવોને સુષુપ્તિ નામની પહેલી દશા હોય છે. અનુભવ જ્ઞાનવાળા જે જ્ઞાની મહાત્મા પુરુષો છે તેઓને આવી સુષુપ્તિ દશા હોતી નથી. કયા કારણે આવા મહાત્માઓને સુષુપ્તિ દશા હોતી નથી ? તો ગ્રંથકારશ્રી જણાવે છે કે - અનુભવજ્ઞાનવાળા મહાત્મા પુરુષો મોહરહિત છે. જ્યારે આ સુષુપ્તિ દશા ગાઢ મોહનિદ્રાથી ભરેલી છે. માટે અનુભવજ્ઞાનીઓને આ સુષુપ્તિ દશા સંભવતી નથી.
તત્ત્વના અનુભવી મહાત્માઓને બીજી સ્વાપદશા અને ત્રીજી જાગૃતદશા પણ સંભવતી નથી, કારણ કે આ બન્ને દશાઓ સંકલ્પ-વિકલ્પો વાળી છે. આ પ્રમાણે કરું તો મારા આત્માનું હિત થશે કે તેમ કરું તો મારા આત્માનું હિત થશે, શું કરવું અને શું ન કરવું ? તેના વિચારોના વમળથી યુક્ત હોય છે. જ્યારે તત્ત્વના અનુભવનું જ્ઞાન જે મહાત્માને પ્રવર્તે છે તે મહાત્મા અતિશય શાન્ત, ઠરેલ અને ગંભીર સમુદ્રતુલ્ય હોય છે. તેઓને કલ્પનાઓના વિકલ્પો વાળી જે ચેતના છે તેવી ચેતના રૂપી જે ઘડવૈયો છે. તેનો જ અભાવ પ્રવર્તે છે. અર્થાત્ આમ કરું કે તેમ કરું એવા સંકલ્પ-વિકલ્પોની ઘટમાળા હોતી જ નથી. અનુભવજ્ઞાનવાળા છે તેથી સહેજે સહેજે આત્મહિતમાં જ પ્રવૃત્તિ થયા કરે છે. માટે અનુભવજ્ઞાનીઓને બીજી-ત્રીજી દશા (સ્વાપદશા અને જાગૃતદશા) સંભવતી નથી. તે કારણથી આવા અનુભવજ્ઞાની મહાત્માઓને ચોથી ઉજ્જાગરદશા જ હોય છે.
જો કે આ ઉજ્જાગરદશા નામની ચોથી દશા સર્વજ્ઞભગવંતોને જ હોય છે. તેઓને જ આવી શ્રેષ્ઠ ઉજ્જાગરદશા શાસ્ત્રોમાં કહી છે. તો પણ તત્ત્વાતત્ત્વસંબંધી યથાર્થ શ્રુતની ભાવનાથી ભાવિત ચેતનાવાળા એટલે કે અત્યન્ત સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનવાળા ક્ષપકશ્રેણિગત ૮ થી ૧૨ ગુણસ્થાનકવર્તી છદ્મસ્થ મહાત્મા પુરુષોની જે દશા છે તે દશા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેવા ધ્યાનસ્થ મુનિઓ કે જેઓ છદ્મસ્થ છે તેઓને પણ ઉપચારથી ચોથી ઉજ્જાગરદશા જ કહેવાય છે. તથા આ મહાત્માઓનું સ્વરૂપ એવું હોય છે કે (તેઓના આત્માની આત્મતત્ત્વમાં એવી અત્યન્ત સ્થિરતા હોય છે કે) તેઓને ચોથી ઉજ્જાગર જ દશા કહેવી યોગ્ય છે. મોહદશા અને સંકલ્પ-વિકલ્પદશા ન હોવાથી પ્રથમની ત્રણ દશાનો ત્યાં સંભવ જ નથી.
આ કારણે ધ્યાનસ્થ મુનિઓને ઉપચારથી અને કેવલી ભગવંતોને સ્વરૂપથી ઉજ્જાગર નામની ચોથી દશા સમજવી. ત્યાં પ્રથમનું ઉત્તરા અને બીજીનું ઉત્તરોત્તરા આમ નામ જાણવું. એટલે કે તેના બે ભેદ સમજી લેવા. આ પ્રમાણે અનુભવજ્ઞાનવાળી આ ચોથી દશા આત્માને અત્યન્ત સમાધિનું કારણ બને છે. ત્યાં કોઈપણ જાતના સંકલ્પ-વિકલ્પો ઉઠતા જ નથી, શાન્ત ઠરેલ સમુદ્ર સમાન દશા હોય છે અને તેવા પ્રકારની નિર્મોહદશાથી જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. Ill
Page #749
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક - ૨૬
૭૧૩ ૩થ સિદ્ધાન્તીવરાતિ = હવે સારભૂત સિદ્ધાન્ત સિદ્ધ કરે છે - अधिगत्याखिलं शब्द-ब्रह्म शास्त्रदृशा मुनिः ।। स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥८॥
ગાથાર્થ - મુનિ મહારાજા શાસ્ત્રરૂપી દૃષ્ટિ વડે શબ્દસંબંધી સઘળું પણ જ્ઞાન પ્રાપ્ત કરીને અનુભવ વડે પરથી નિરપેક્ષ એવું સ્વયં સંવેદ્યસ્વરૂપ પરમબ્રહ્મને જાણે છે. એટલા
ટીકા :- “ધાયેતિ' પૂર્વપૂર્વસેવના સ્થાને શાસ્ત્ર-શસ્ત્રપ્ર¢Uવૃદ્ધા अखिलं-समस्तं शब्दब्रह्म-षड्भाषावाङ्मयम्, अधिगत्य-ज्ञात्वा, तदनन्तरं मुनिः अनुभवेन-स्वरूपग्राहकदृष्ट्या स्वसंवेद्यं-स्वेन आत्मना संवेद्यं-ज्ञानास्वादनयोग्यं परं ब्रह्म-शुद्धात्मस्वरूपम् अधिगच्छति-प्राप्नोति । अतः उक्तञ्चागमे
"ससमयं जाणेई, परसमयं जाणेई, ससमयं परसमयं जाणित्ता अप्पाणं भावित्ता भवई"
__ अत एव आगमाभ्यासपटुमतिः तत्त्वज्ञानानुभवेनात्मस्वरूपं प्राप्नोति, तेनानुभवाभ्यासो विधेयः ॥८॥
| વિવેચન :- જ્યારે અભ્યાસનો પૂર્વકાલ હોય છે ત્યારે પૂર્વ કાલમાં શાસ્ત્રોને જાણી લેવાના-શાસ્ત્રોને સેવવાના-શાસ્ત્રોને પ્રાપ્ત કરી લેવાના અવસરકાલે વધારે વધારે શાસ્ત્રોનું અવગાહન (ઊંડાણપૂર્વકનું અધ્યયન) કેમ થાય ? તેવી ગ્રહણ કરવાની બુદ્ધિ રાખવાપૂર્વક સંસ્કૃત-પ્રાકૃત-શૂરસેની-પેશાચિકી-માગધી-અપભ્રંશ ઈત્યાદિ ભાષાઓનો ઋષિમુનિઓ પોતપોતાના શાસ્ત્રોમાં જે ઉપયોગ કરે છે તે છએ ભાષાઓ સંબંધી વ્યાકરણ વિષયનું ઊંડું સૂમ જ્ઞાન મહાત્મા પુરુષો પ્રથમ મેળવે છે. કોઈપણ દર્શનશાસ્ત્રનું સૂક્ષ્મ જ્ઞાન મેળવવું હોય તો તે તે ઋષિમુનિઓએ બનાવેલાં શાસ્ત્રો નિરંતર ભણવાં પડે અને વારંવાર વાંચવાં પડે, તે માટે તે તે ભાષાનું જ્ઞાન પણ અતિશય જરૂરી બને છે. માટે પ્રથમ છએ ભાષાના વ્યાકરણ શાસ્ત્રોને આત્માર્થી મુમુક્ષુ જીવો ભણે છે. જે કારણે તે મહાત્માઓને કોઈપણ દર્શનનું શાસ્ત્ર અનવરાહ્ય રહેતું નથી.
તે તે ભાષાકીય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તે તે દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને કયું દર્શન જગતનાં તત્ત્વોનું કઈ રીતે મૂલ્યાંકન કરે છે? કઈ રીતે જ્ઞાન ધરાવે છે? કઈ રીતે લોકોને સમજાવે છે તે જાણે છે. જાણીને સર્વદર્શનશાસ્ત્રોના જાણકાર પંડિતપુરુષ બને છે. ષડ્રદર્શનશાસ્ત્રોના જ્ઞાની બને છે. ત્યારબાદ આ મુનિ મહાત્મા વૈરાગી હોવાથી, આત્મકલ્યાણના જ અર્થી હોવાથી, સંસારી ભાવોના ત્યાગી હોવાથી અને સંવેગ-નિર્વેદ
Page #750
--------------------------------------------------------------------------
________________
૭૧૪ અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર ગુણવાળા હોવાથી સ્વતત્ત્વને જ જાણવા વધુ પ્રેરણા પામે છે. પોતાના આત્મામાંથી જ એવો અવાજ ઉઠે છે કે હે જીવ! સંસારના તમામ પદાર્થો ભિન્ન ભિન્ન દર્શનકારોના મત પ્રમાણે જાણ્યા, પરંતુ તેમાં તારું દારિદ્રય શું દૂર થયું? તારું સ્વરૂપ તું જાણ, તેને મેળવવા પ્રયત્ન કર, બાહ્યસ્વરૂપ જાણવાથી તને શું લાભ? તે તો રાગ-દ્વેષ-મોહ અને વિકાર આદિ કરાવશે, તેનાથી તો મલીનતા જ વધશે. માટે તારા સ્વરૂપને જાણવા તું પ્રયત્ન કર.
આ પ્રમાણે આત્મહત્ત્વના સ્વરૂપને જાણવાની તમન્ના જાગે છે. તેનાથી આત્માના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરવાની દૃષ્ટિ સ્વરૂપ અનુભવજ્ઞાન તે જીવને ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. તેમાં વધારો થાય છે. જીવનો વળાંક બદલાય છે જે પરપદાર્થોને જ જાણવા પ્રેરાતો હતો તે હવે પોતાના શુદ્ધ-નિર્મળ-નિરુપાધિક આત્મસ્વરૂપને જ ગ્રહણ કરવાની દૃષ્ટિરૂપ અનુભવજ્ઞાન દ્વારા સ્વયં પોતાના આત્માથી જ જાણી શકાય-સમજી શકાય તેવા પ્રકારના આત્મજ્ઞાનના આસ્વાદનને યોગ્ય આત્માના પરમ શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા વાળો આ જીવ બને છે.
આગમશાસ્ત્રમાં કહ્યું છે કે - આત્મતત્વને મેળવવાની ઈચ્છાવાળો આ જીવ પ્રથમ તો સ્વશાસ્ત્રોને જાણે છે. જૈન આગમ શાસ્ત્રોને નિરંતર ભણે છે. તેનાથી દઢ શ્રદ્ધાવાળો બને છે. ત્યારબાદ અન્ય દર્શનકારો જગતના તત્ત્વોને કઈ રીતે સમજાવે છે ? તેનું શેયભાવે અવગાહન કરે છે. તેથી આ જ્ઞાની આત્મા હેય-ઉપાદેય ભાવોને જાણવા વાળો બને છે. તેનાથી વધારે વિવેકી બને છે. આ પ્રમાણે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્ર જાણીને જ્ઞાની બનીને હેય-ઉપાદેય તત્ત્વને બરાબર સમજીને માત્ર મેળવવા જેવા અતિશય ઉપાદેય એવા આત્મતત્ત્વને જ મેળવવાની ભાવના ભાવીને તેનો જ અત્યન્ત ઈચ્છુક બને છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનો જ રસિક બને છે. અને ધીરે ધીરે આ મહાત્મા પુરુષ આત્મકલ્યાણ સાધે છે.
આ કારણથી જ આગમશાસ્ત્રોના અભ્યાસમાં જ ચકોર બુદ્ધિવાળા મહાત્મા પુરુષ જ શુદ્ધ તત્ત્વનો વારંવાર અનુભવ કરવા વડે પરભાવદશા ત્યજીને શુદ્ધ સ્વભાવદશામાં જ નિરંતર વર્તવા વડે નિર્મળ શુદ્ધ યથાર્થ એવા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે અને તેના દ્વારા આવા મહાત્માઓ મુક્તિગામી થાય છે. તેથી કરીને આત્મહત્ત્વના શુદ્ધસ્વરૂપના અનુભવનો જ સતત અભ્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે છવ્વીસમા અનુભવાષ્ટકનું વિવેચન સમાપ્ત થયું. ll
છવ્વીસમું અનુભવાષ્ટક સમાપ્ત
છે
Page #751
--------------------------------------------------------------------------
________________
॥ अथ सप्तविंशतितमं योगाष्टकम् ॥
अथ योगाष्टकं वितन्यते । तत्र मिथ्यात्वादिहेतुगतमनोवाक्काययोगत्रयम् । तच्च कर्मवृद्धिहेतुत्वाद् न ग्राह्यम् । किन्तु मोक्षसाधनहेतुभूतं शुद्धाध्यात्मभावनाभावितचेतनावीर्यपरिणामसाधककारकप्रवर्तनरूपं ग्राह्यम् । द्रव्यभावभेदं बाह्याचारविशोधिपूर्वकाभ्यन्तराचारशुद्धिरूपम् ।
હવે યોગાષ્ટકનું વર્ણન કરવામાં આવે છે. યોTM શબ્દનો અર્થ જોડવું-મીલન થવુંમળવું એવો અર્થ થાય છે. આ આત્માનું કર્મની સાથે જોડાવું તેને પણ યોગ કહેવાય છે અને આ આત્માનું મુક્તિની સાથે જોડાવું તેને પણ યોગ કહેવાય છે. પહેલા અર્થવાળો યોગશબ્દ મનયોગ, વચનયોગ અને કાયયોગમાં લાગુ પડે છે. તે યોગ કર્મોના બંધનું કારણ હોવાથી આશ્રવસ્વરૂપ છે, હેય છે, ત્યાજ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયાદિ કલુષિત ભાવોવાળો છે. આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતા રૂપ છે. આ પ્રમાણે મન-વચન અને કાયાની શુભાશુભ જે પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે. પણ તે કર્મ બંધાવનાર હોવાથી સંસારહેતુ છે. તેની ચર્ચા આ અષ્ટકમાં કરવાની નથી. તેની વિશેષ ચર્ચા કર્મગ્રંથોમાં છે. આ મનવચન-કાયાનો યોગ કર્મની વૃદ્ધિનું કારણ હોવાથી તથા આત્મપ્રદેશોની અસ્થિરતા-ચંચળતા રૂપ હોવાથી આદ૨વા જેવો નથી, ત્યાજ્ય છે.
પરંતુ મુક્તિની સાધનાના કારણભૂત જે યોગ છે તે જ યોગ અહીં લેવાનો છે. ત્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ રત્નત્રયીની સાધના-આરાધના છે તેને યોગ કહેવાય છે. કારણ કે રત્નત્રયીની સાધના-આરાધના આ આત્માને મુક્તિની સાથે જોડી આપે છે. મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. માટે આ યોગ સંવર-નિર્જરા રૂપ છે અને તે ઉપાદેય છે. આવા પ્રકારના મુક્તિના હેતુભૂત યોગની અહીં ચર્ચા કરવામાં આવી છે. આ યોગ જે મહાત્માઓમાં આવે છે તે મહાત્મા પુરુષોને યોગી કહેવાય છે. બાકીના સંસારી જીવોને ભોગી કહેવાય છે. યોગી એટલે મુક્તિની સાધનાવાળા અને ભોગી એટલે સંસારની સાધનાવાળા.
અહીં જે યોગ સમજાવવાનો છે તે મુક્તિની સાધનાના હેતુભૂત એવું વીર્યપ્રવર્તન લેવું તથા શુદ્ધ-નિર્મળ અધ્યાત્મદશાની વૃદ્ધિ થાય એવી અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવાની કલાથી અતિશય વાસિત (સંસ્કારિત) બનેલી ચેતનાનું અને સંસ્કારિત બનેલા વીર્યનું જે પરિણમન થયું, શુદ્ધ આત્મતત્ત્વની સિદ્ધિ કરાવે એવી સાધકદશા સ્વરૂપે તથા શુદ્ધ-આત્મતત્ત્વની પ્રાપ્તિ કરાવે એવી કારકદશા સ્વરૂપે આત્માના વીર્યનું પ્રવર્તન
Page #752
--------------------------------------------------------------------------
________________
૭૧૬
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
કરવું તે અહીં યોગ તરીકે જાણવું. કારણ કે આવી યોગદશા જ સંવર-નિર્જરાસ્વરૂપ હોવાથી મુક્તિનું કારણ બને છે. આત્માનો અને મુક્તિનો સંયોગ કરાવે છે. માટે આવા આત્મતત્ત્વના સાધક અને શુદ્ધ એવા આત્મપરિણમનને યોગ કહેવાય છે તે ઉપાદેય છે.
“આ યોગ ઉપર” નામાદિ ચાર નિક્ષેપા અને નૈગમાદિ સાત નયો કોઈ અગમ્ય કારણસર ટીકાકારશ્રીએ લખ્યા નથી, છતાં દ્રવ્ય-ભાવના બે ભેદ રૂપે યોગ લખ્યો છે તેનાથી નિક્ષેપા તો હજુ ગર્ભિત રીતે સમજાઈ જાય છે, પરંતુ તેઓશ્રીએ નયોનો સ્પર્શ કર્યો નથી એમ લાગે છે. પછી કદાચ લહીઆઓથી લખાણકાલે છુટી ગયું હોય એમ પણ કદાચ બને છતાં આ વિષયક તત્ત્વ કેવલિગમ્ય જાણવું. ચાર નિક્ષેપા આ પ્રમાણે છે.
કોઈનું “યોગ” એવું નામ પાડવું તે નામયોગ, હાલ વર્તમાનકાલમાં યોગેશ-ભાવેશ
યોગિની ઈત્યાદિ નામો હોય છે તે નામમાત્રથી યોગ જાણવો. જેનામાં યોગદશા ખીલેલી છે વિકસેલી છે તેવા યોગીનું ચિત્ર દોરવું તે સ્થાપનાયોગ કહેવાય છે. સાધુનાં પાંચ મહાવ્રત ધારણ કરવાં, સાવધયોગનો ત્યાગ કરવો, પંચાચારાદિ આચારોનું અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું અથવા શ્રાવકનાં બાર વ્રતો ઉચ્ચરવાં એમ બાહ્યથી આચારોની જે વિશુદ્ધિ-નિર્મળતા, સદાચારી જીવન તે દ્રવ્યયોગ જાણવો અને ક્રોધાદિ કષાયોનો, મિથ્યાત્વદશાનો અને હાસ્યાદિ નોકષાયોનો ત્યાગ કરવાપૂર્વક અભ્યન્તર આચારોની જે શુદ્ધિ મેળવવી તે ભાવયોગ જાણવો. સારાંશ કે વિભાવદશાનો બાહ્યથી ત્યાગ તે દ્રવ્યયોગ અને વિભાવદશાનો અંદરના પરિણામથી ત્યાગ તે ભાવયોગ, અર્થાત્ વિષયોનો ત્યાગ તે દ્રવ્યયોગ અને કષાયોનો ત્યાગ તે ભાવયોગ આમ ચાર નિક્ષેપો જાણવા. હવે સાતનયો આ પ્રમાણે છે.
(૧) નૈગમનય - મોક્ષ સાધનાના કારણભૂત મન-વચન અને કાયા જેમાંથી બન્યાં છે એ મનોવર્ગણા-ભાષાવર્ગણા અને ઔદારિકાદિ વર્ગણાનાં પુદ્ગલો એ યોગ છે.
(૨) સંગ્રહનય - મોક્ષની સાધનાના કારણભૂત મન-વચન અને કાયા એ યોગ છે. (૩) વ્યવહારનય - મોક્ષની સાધનામાં મન-વચન અને કાયાની જે પ્રવૃત્તિ છે તે યોગ છે. (૪) ઋજુસૂત્રનય - મોક્ષની સાધનામાં પ્રવૃત્ત થયેલ મન-વચન અને કાયા સાથે તાદાત્મ્ય બનેલ આત્મપરિણામ એ યોગ છે.
(૫) શબ્દનય - ક્ષપકશ્રેણિમાં પરિણત આત્મા એ યોગ છે.
(૬) સમભિરૂઢ - યોગનિરોધમાં પરિણત આત્મા એ યોગ છે.
(૭) એવંભૂતનય - સિદ્ધિગમનની બરાબર પૂર્વકાલવર્તી શૈલેશીકરણ સ્વરૂપે જે આત્મપરિણમન તે યોગ છે.
Page #753
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૭૧૭
યોગાષ્ટક - ૨૭ मोक्षेण योजनाद् योगः, सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णार्थालम्बनैकाग्र्यगोचरः ॥१॥
ગાથાર્થ :- આ આત્માને મોક્ષની સાથે જોડે એવો સર્વે પણ આચાર “યોગ” કહેવાય છે. તેના વિશેષ કરીને ભેદ કરીએ તો સ્થાન-વર્ણ-અર્થ-આલંબન અને એકાગ્રતાના વિષયવાળો પાંચ પ્રકારનો યોગ છે. ૧
ટીકા :- “નક્ષેતિ” સનાક્ષ મોક્ષ:, તેને યોગનાલ્યો: ૩તે સ च सर्वोऽप्याचारः-जिनशासनोक्तचरणसप्ततिकरणसप्ततिरूपः मोक्षोपायत्वाद् योग રૂષ્યતે તત્ર વિશિષ્ટ-વિશેષે સ્થાનં ૨, વ: ૨, મર્થ: રૂ, નિસ્વનં ૪, एकाग्रता ५ इति पञ्चप्रकारो योगः मोक्षोपायहेतुः मतः । इत्यनेनानादिपरभावासक्तभवभ्रमणग्रहात् पुद्गलभोगमग्नानां न भवति । अयमभिप्राय:-यतोऽस्माकं मोक्षः साध्योऽस्ति, स च गुरुवचनस्मरण-तत्त्वजिज्ञासादियोगेन स्वरूपं निर्मलं निस्सङ्गं परमानन्दमयं संस्मृत्य तत्कथाश्रवणप्रीत्यादिकं करोति । स परम्परया सिद्धयोगी भवति । न हि मरुदेवीवत् सर्वेषामल्पप्रयासात् सिद्धिः । तस्या हि अल्पाशातनादोषकारकत्वेन निष्प्रयासा सिद्धिः । अन्यजीवानां चिराशातनाबद्धगाढकर्मणां तु स्थानादिक्रमेणैव भवति ॥१॥
વિવેચન :- આત્મા અને કર્મનો સંયોગ અનાદિકાલથી છે. પૂર્વે કોઈ કાલ એવો ન હતો કે જ્યારે આત્મા એકલો હતો અને તેને કર્મ ન હતું, કારણ કે જો શુદ્ધ એવો કર્મ વિનાનો આત્મા પૂર્વે હોય તો તેને કર્મ લાગે જ નહીં. મલીન આત્માને જ કર્મ લાગે. મુક્તાત્માને કર્મ લાગતાં નથી. માટે આત્માનો અને કર્મનો સંયોગ અનાદિકાલીન છે. તે સંયોગનો નાશ થવો તેનું જ નામ મોક્ષ છે. અર્થાત્ સર્વ કર્મનો ક્ષય થવો તેને જ મોક્ષ કહેવાય છે. આવા પ્રકારના મોક્ષની સાથે જે આચાર આ આત્માને જોડી આપે છે તે આચારને “યોગ” કહેવાય છે.
આત્માનું મોક્ષની સાથે મુંજન કરનારો જે આચાર છે તે સર્વે પણ આચારને યોગ કહેવાય છે. જિનેશ્વર પરમાત્માના શાસનમાં કહેલો મોહનો નાશ કરે એવો ચરણસિત્તરી અને કરણસિત્તરી રૂપ જે કોઈ આચાર છે તે સર્વે પણ આચાર મોક્ષનો ઉપાય હોવાથી યોગ કહેવાય છે. ત્યાં મોક્ષ પ્રાપ્તિના ઉપાયરૂપે વિશેષ ભેદપૂર્વક પાંચ પ્રકારનો યોગ જૈનશાસ્ત્રમાં કહેવાયો છે.
Page #754
--------------------------------------------------------------------------
________________
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ એમ પાંચ પ્રકારનો યોગ મોક્ષના ઉપાયરૂપે જૈન આગમ શાસ્ત્રોમાં મનાયો છે.
૭૧૮
આ પાંચ પ્રકારનો યોગ મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત છે માટે પૌલિક સુખમાં મગ્ન બનેલા ભોગી જીવોને અનાદિકાલથી પરભાવની આસક્તિ હોવાથી અને નિરંતર ભવભ્રમણને યોગ્ય વિષય-કષાયાદિ વાસનાઓનું જ ગ્રહણ-આસેવન હોવાથી આવો યોગ પ્રાપ્ત થતો નથી. અર્થાત્ જ્યાં જ્યાં મોહની તીવ્રતા હોય છે ત્યાં ત્યાં યોગદશાની અપ્રાપ્તિ હોય છે અને જ્યાં જ્યાં મોહની મંદતા હોય છે ત્યાં ત્યાં યોગદશાની પ્રાપ્તિ હોય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે - આપણને સર્વેને મોક્ષ એ સાધ્ય છે. જે જે આત્માઓને મોક્ષનું સાધ્ય બેસે છે અર્થાત્ મોક્ષપ્રાપ્તિની લગની લાગે છે. મુક્તિપ્રાપ્તિના ઉપાયોની ઝંખના સેવે છે તે જ આત્મા સદ્ગુરુનાં વચનો સાંભળે છે, વ્યાખ્યાન-શ્રવણ કરે છે, તેનું નિરંતર સંસ્મરણ કરે છે. તેના દ્વારા તત્ત્વ જાણવાની જિજ્ઞાસા થાય છે. ત્યારબાદ ગુરુ પાસેથી આત્મતત્ત્વ જાણે છે. આત્માનું અનંત-ચૈતન્યમય સ્વરૂપ છે તે અત્યન્ત નિર્મળ છે. પરદ્રવ્યના સંગ વિનાનું આત્માનું અસલી સ્વરૂપ છે. વળી તે પરમ આનંદમય સ્વરૂપ છે. આમ જાણે છે.
ગુરુજી પાસેથી અથવા તેમનાં વ્યાખ્યાનો દ્વારા આત્માનું આવું નિર્મળ, નિત્સંગ, પરમાન્દમય સ્વરૂપ જાણીને તેનું વારંવાર સંસ્મરણ કરીને તેને જ મેળવવાની લગનીથી આત્માના શુદ્ધ સ્વરૂપની જ્યાં જ્યાં કથા ચાલતી હોય છે ત્યાં ત્યાં તે કથા સાંભળવી, તે કથા સાંભળવામાં પ્રીતિ કરવી ઈત્યાદિ પ્રક્રિયા દ્વારા આ આત્મા આત્મસ્વરૂપની પ્રાપ્તિની આસન્ન થાય છે. કાલક્રમે તેને સાનુકુલ ઉપાયોના આસેવનથી આ જ આત્મા સિદ્ધયોગી થાય છે (મુક્તિને પામનાર બને છે). સર્વે જીવોને મરૂદેવીમાતાની જેમ અલ્પપ્રયાસમાત્રથી સિદ્ધિ થતી નથી; લાખો-કરોડો જીવોમાં કોઈ એકાદ-બે જ જીવો એવા હોય છે કે જે અલ્પ પ્રયાસમાત્રથી મુક્તિ પ્રાપ્ત કરે છે.
મરૂદેવી માતાની જેવા કોઈક જીવો જ લઘુકર્મી હોય છે તે મરૂદેવીમાતા (અને તેમના જેવા બીજા પણ જે જે લઘુકર્મી જીવો હોય છે તેઓ) અત્યન્ત અલ્પ આશાતનાના દોષને સેવનારા છે. તેથી તે જીવો અલ્પપ્રયાસ માત્રમાં અર્થાત્ નહીવત્ પ્રયાસથી સિદ્ધિ પ્રાપ્ત કરનારા થાય છે. પરંતુ સર્વે જીવોને આવી અલ્પ પ્રયાસમાત્રથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
અન્ય જીવો લગભગ ભારેકર્મી (ગુરુકર્મી) હોય છે. ઘણા લાંબા કાળથી ઘણી ઘણી આશાતનાઓ કરીને ગાઢ ભારે કર્મો બાંધેલાં હોય છે. તેવા જીવોને સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ ઈત્યાદિ યોગદશાના સેવન વડે કાળાન્તરે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે. અલ્પ
Page #755
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭
૭૧૯
પ્રયાસે મુક્તિપ્રાપ્તિ થાય એવું કોઈક જીવમાં જ બને છે અને યોગદશાના સેવનથી કાળાન્તરે- લાંબા કાળે મોક્ષ પ્રાપ્ત થાય એવું બહુ જીવોમાં બને છે. માટે યોગસેવનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રાજમાર્ગ છે, ધોરીમાર્ગ છે અને અલ્પપ્રયાસથી મુક્તિ થાય છે એ અપવાદમાર્ગ છે.
અહીં હાલ વર્તમાનકાલમાં દાદા ભગવાનના અનુયાયી લોકો શ્રી સીમંધરસ્વામી પ્રભુને આગળ કરીને અક્રમવિજ્ઞાન અને શોર્ટકટ (ટુંકો રસ્તો) જણાવે છે તે વાત સત્ય નથી. તેથી તેમાં ફસાવું નહીં, એવો જો ટુંકો રસ્તો સાચો હોત તો તદ્દ્ભવમોક્ષગામી જીવો, અને ખુદ તીર્થંકર ભગવાન મહાવીર પ્રભુ વગેરે જીવો સાડા બાર વર્ષ સુધી ઘોર ઉપસર્ગપરિષહો સહન કરત નહીં, ઘોર તપ, ઉગ્ર ધ્યાન વગેરે કરત નહીં. માટે રાજમાર્ગ તો કર્મ ખપાવવા માટેનો આ યોગમાર્ગ જ છે. કોઈ લઘુકર્મી જીવ અલ્પપ્રયાસે પણ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે, પણ તે સર્વ માટે રાજમાર્ગ નથી. યોગસેવન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરે તે રાજમાર્ગ છે. ॥૧॥
अथ योगपञ्चके बाह्यान्तरङ्गसाधकत्वमुपदिशति
હવે પાંચ પ્રકારના આ યોગમાં બાહ્યસાધકતા અને અંતરંગ સાધકતા કોની કોની છે ? તે સમજાવે છે -
-
कर्मयोगद्वयं तत्र, ज्ञानयोगत्रयं विदुः ।
विरतेष्वेव नियमाद्, बीजमात्रं परेष्वपि ॥२॥
ગાથાર્થ :- ત્યાં મુક્તિની સાધનામાં બે યોગ ક્રિયાત્મક છે અને ત્રણ યોગ જ્ઞાનાત્મક છે એમ જ્ઞાની પુરુષો કહે છે. દેશવિરતિધર અને સર્વવિરતિધર પુરુષોમાં આ યોગ નિયમા હોય છે અને બાકીના માર્ગાનુસારી અને અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેમાં બીજમાત્ર સ્વરૂપે આ યોગ હોય છે. ॥૨॥
ટીકા :- “ર્મયોગેતિ'' તંત્ર મોક્ષસાધને યો યમ્-ર્મયો યં-યિાचरणायोगरूपम्, त्रयमर्थप्रमुखं ज्ञानयोगं विदुः - प्राहुः बुधाः । तत्र विंशतिकानुसारेण लक्षणादिकं निरूप्यते । तत्र स्थानस्वरूपं कायोत्सर्गादिजैनागमोक्तक्रियाकरणे करचरणासनमुद्रारूपम् । उक्तञ्च योगविंशतिकायाम्
ठाण्णत्थालंबणरहिओ, तंतम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो, तहा तियं नाणजोगो उ ॥२॥
Page #756
--------------------------------------------------------------------------
________________
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
વિવેચન :- આ આત્માને મુક્તિપદની સાથે મીલન કરાવે, જોડી આપે તે યોગ કહેવાય છે. તેના સ્થાનાદિ પાંચ ભેદ છે. તેમાં પ્રથમના બે ભેદ ક્રિયાત્મક યોગ છે અને પાછળના ત્રણ જ્ઞાનાત્મક યોગ છે. સ્થાનયોગ એટલે કાયોત્સર્ગ અને ચૈત્યવંદનાદિ ધર્મક્રિયાઓમાં યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશક્તિ મુદ્રા બરાબર સાચવવી તેને સ્થાનયોગ કહેવાય છે. મુદ્રાઓ સાચવવાની હોવાથી આ યોગ કાયિક આચરણા રૂપ છે. તેથી આ યોગ કર્મયોગ કહેવાય છે. તેવી જ રીતે બીજો વર્ણયોગ એટલે સૂત્રો ચોખ્ખાં બોલવાં, જોડાક્ષરો, હ્રસ્વસ્વર, દીર્ઘસ્વર વગેરેનું ઉચ્ચારણ જાળવવું આ યોગ બોલવા રૂપે વચનયોગ છે માટે વાચિક ક્રિયાની આચરણા રૂપ યોગ હોવાથી કર્મયોગ છે. આ પ્રમાણે પ્રથમના બે યોગો ક્રિયાત્મક યોગો હોવાથી કર્મયોગ છે.
૭૨૦
અર્થયોગ પ્રમુખ ત્રણ યોગો જ્ઞાનયોગાત્મક છે. આમ જ્ઞાની પુરુષો કહે છે. ત્યાં અર્થયોગ એટલે સૂત્રોના ઉચ્ચારણકાલે અર્થોનું ચિંતન-મનન કરવું, આ પ્રક્રિયામાં કાયિક કે વાચિક કોઈ ક્રિયા નથી, ચિંતન-મનનાત્મક જ્ઞાનદશા છે માટે જ્ઞાનયોગ કહેવાય છે. ચોથો આલંબનયોગ પણ પ્રતિમાદિ કોઈ શુભ આલંબન ઉપર દૃષ્ટિ સ્થિર કરી તેના ગુણોનું અને ઉપકારોનું ચિંતન-મનન કરવાનું હોવાથી કાયિક કે વાચિક ક્રિયા નથી, પણ જ્ઞાનદશાની જ પ્રબળતા છે માટે જ્ઞાનયોગ છે અને ત્રીજો નિરાલંબનયોગ (એકાગ્રતાયોગ) તો જ્ઞાનસ્વરૂપ છે જ. આમ પાછળના ત્રણે યોગો જ્ઞાનસ્વરૂપ છે. માટે જ્ઞાનયોગ કહેવાય છે.
આ પાંચે યોગોનાં લક્ષણો-સ્વરૂપ-સ્વામી વગેરે હકીકત પરમપૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. કૃત યોગક્વિંશિકાના આધારે અહીં લખેલ છે. ૧
(૧) સ્થાનયોગનું સ્વરૂપ-કાયોત્સર્ગ આદિ જૈનશાસ્ત્રોમાં કહેલી ધર્મક્રિયા કરવાના કાલે હાથ-પગનાં આસનો તથા મુદ્રા (આકારવિશેષ) સાચવવા રૂપ હોય છે. સ્થાઁ ધાતુ ઉભા રહેવું એવા અર્થમાં છે. તેથી હાથ-પગ-મુખ આદિ અંગ-ઉપાંગો ક્યાં કેવી રીતે રાખવાં ? ઈત્યાદિ વિષય જૈનશાસ્ત્રોમાં જેમ કહ્યો છે તેમ આચરવો. શાસ્ત્રાનુસારી એવી આચરણા તે સ્થાનયોગ કહેવાય છે. શ્રી યોગવિંશિકાની બીજી ગાથામાં કહ્યું છે કે -
“સ્થાન-ઉર્ણ-અર્થ-આલંબન અને આલંબનરહિત એમ યોગ પાંચ પ્રકારનો શાસ્ત્રમાં કહ્યો છે. અહીં પ્રથમનો બે પ્રકારનો યોગ કર્મયોગ છે અને પાછળના ત્રણ યોગો જ્ઞાનયોગ છે. ॥૨॥
ગાથાના અર્થ ઉપરથી જ સમજાય તેવો આ વિષય છે.
૧. આ પાંચે યોગોનું સવિશેષ સ્વરૂપ અમારા લખાયેલા અને પ્રકાશિત થયેલા ગુજરાતી વિવેચનથી યુક્ત એવા યોગવિંશિકાના પુસ્તકમાંથી જોઈ લેવા અધ્યયનના અર્થી જીવોને વિનંતિ છે.
Page #757
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૨ ૧ एष पञ्चप्रकारो योगः । विरतेषु-देशविरतसर्वविरतेषु नियमाद् भवति । योगपञ्चकं हि चापल्यवारणम्, तेन योगवता भवितव्यम् । अपरेषु-मार्गानुसारिप्रमुखेषु बीजमात्रं भवति-किञ्चिद्मानं भवति । उक्तञ्च विंशतिकायाम् -
देसे सव्वे य तहा, नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं, इत्तुच्चिय केइ इच्छंति ॥३॥
સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ આમ આ પાંચ પ્રકારનો યોગ વિરતિધર આત્માઓમાં નિયમા હોય છે. દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા અને સર્વવિરતિધર સાધુ-સાધ્વીજી મહારાજશ્રી આ સર્વે જીવો યથાયોગ્ય પાંચમા-છટ્ટા-સાતમા ગુણઠાણે વર્તતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે અને સમ્યકત્વ હોવાથી વીતરાગ પરમાત્માનાં વચનો ઉપર અત્યન્ત પ્રેમ અને શ્રદ્ધા છે. તેથી જૈન શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે કાયોત્સર્ગકાલે અને ચૈત્યવંદનાદિના અવસરે મુદ્રાઓ બરાબર સાચવે છે. કર્મ ખપાવવાનો ઉત્સાહ હોવાથી વિધિપૂર્વક ક્રિયા કરે છે. માટે આ જીવોમાં નિયમા પાંચ યોગ હોય છે.
પાંચે યોગ સાચવવાનું મુખ્ય કારણ - શરીરની જે ચંચળતા છે. નાના નાના કારણોસર શરીરને હલાવવાની અને આદું-પાછું કરવાની જે કુટેવ છે - તેના વારણ માટે છે. કારણ કે જેટલી કાયાની ચંચળતા વધે તેટલું ધ્યાન તેમાં જાય, સૂત્રો બોલવામાં કે અર્થ વિચારવામાં કે પ્રતિમાજી તરફ દૃષ્ટિપાતમાં એકાગ્રતા-સ્થિરતા રહે નહીં માટે ચંચળતા નિવારવા માટે આ યોગપંચક છે. તેથી આપણે પણ ચંચળતા નિવારવા અને ક્રિયામાં સ્થિર થવા આવા પ્રકારના યોગસેવનવાળા થવું જોઈએ.
વિરતિધર વિનાના બીજા જે જીવો છે જેમકે-અપુનર્બન્ધક, માર્ગાનુસારી, યથાપ્રવૃત્તાદિ, કરણત્રયવર્તી તથા અવિરતસમ્યગ્દષ્ટિ - આ બધા જીવો હજુ ક્રિયાના અભ્યાસક હોવાથી પ્રાથમિક કક્ષાના જીવો છે. માટે તેવા જીવોમાં આ યોગ કિંચિત્ માત્રામાં હોય છે. અર્થાત્ અલ્પમાત્રાએ-બીજમાત્ર રૂપે હોય છે. શ્રી યોગવિંશિકાની ત્રીજી ગાથામાં કહ્યું છે કે -
દેશવિરતિધર અને સર્વવિરતિધર આમ ચારિત્રવાળા આત્માઓમાં આ પાંચ પ્રકારનો યોગ નિયમા હોય છે. ઈતર જીવોમાં (બીજા જીવોમાં) બીજમાત્ર રૂપે આ યોગ હોય છે આમ કેટલાક ઈચ્છે છે. ૩
યોગવિંશિકાની ગાથાની આ સાક્ષી આપી છે એમ જાણવું. ારા अत्र योगोत्पत्तिहेतवः प्रोच्यन्ते - અહીં પાંચ પ્રકારના યોગની ઉત્પત્તિનાં કારણો કહેવાય છે -
Page #758
--------------------------------------------------------------------------
________________
૭૨૨
યોગાષ્ટક - ૨૭
कृपानिर्वेदसंवेग प्रशमोत्पत्तिकारिणः ।
જ્ઞાનસાર
भेदाः प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धयः ॥३॥
ગાથાર્થ :- કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમભાવ આ ચારે યોગની ઉત્પત્તિનાં કારણો છે. એકેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદો છે. IIII
ટીકા :- “પાનિર્વેવ કૃતિ” વૃષા-અનુપ્પા, સુશ્ર્વિતેષુ દુ:પ્રોચનનક્ષળ: आर्द्रतापरिणामः । निर्वेदः - भवोद्वेगश्चतुर्गतिषु चारकवद् भासनम् । संवेगःमोक्षाभिलाषः । प्रशमः कषायाभावः । एते परिणामाः, योगो मोक्षोपायः । तस्योत्पत्तिकारिणः-करणशीलाः, एतादृक्परिणामपरिणतस्य संसारोद्विग्नस्य शुद्धात्मस्वादेच्छ्कस्य योगसाधना भवति । अत्र योगपञ्चके प्रत्येकमेकैकस्य चत्वारो भेदा भवन्ति તે હૈં રૂમે - રૂ∞ા ?, પ્રવૃત્તિ: ૨, સ્થિરતા રૂ, સિદ્ધિ: ૪ ત્યેવં भेदा ज्ञेयाः । उक्तञ्च विंशतिकायाम् -
इक्किक्को य चउद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्वो । ફા-વિત્તિ-થિ-સિદ્ધિમેવો સમયનીશ્ ॥ ॥૪॥
ત્યાદિ ""
વિવેચન :- આ ગાથામાં સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ ઈત્યાદિ પાંચ પ્રકારના યોગની ઉત્પત્તિનાં કારણો જણાવેલાં છે. હવે કહેવાતા કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમભાવ એ ચાર પ્રકારના આત્મ પરિણામો પાંચ પ્રકારના યોગની ઉત્પત્તિનાં કારણો છે. ત્યાં કૃપા એટલે કરુણા, અનુકંપા-દયા, આ સંસારમાં જે જે દુઃખી જીવો છે તે તે દુઃખી જીવોને દુઃખમાંથી છોડાવવાનો જે આત્મપરિણામ, એટલે કે દુ:ખી જીવો ઉપર આર્દ્રતાનો (ભીનાશનોલાગણીનો) જે પરિણામ આવે છે તેને કૃપા કહેવાય છે.
બીજું કારણ નિર્વેદ છે. નિર્વેદ એટલે ભવનો ઉદ્વેગ, સંસારથી કંટાળી જવું, સંસારમાંથી બહાર નીકળવાની તમન્ના, ચાર ગતિમાં જેલની જેમ ભાસવું, જાણે હું કારાવાસમાં (જેલમાં) ફસાયો છું, બંધાયો છું. ક્યારે છુટું ? એવો ભાસ થવો, સંસારમાં ગમે તેટલું સુખ હોય તો પણ કારાવાસની જેમ ખુંચવું તે નિર્વેદ. ત્રીજું કારણ સંવેગ છે સંવેગ એટલે મોક્ષે જવાનો અભિલાષ. આત્માના અનંત ગુણોનું સુખ તે જ સાચું સુખ છે. આમ સમજાવાથી અને સંસારનું સુખ ઉપાધિવાળું, પરનિમિત્તક, સાદિ-સાન્ત સ્થિતિવાળું છે એમ સમજીને મોક્ષગમનની તીવ્ર જે અભિલાષા તે સંવેગ.
Page #759
--------------------------------------------------------------------------
________________
૭૨૩
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭ ચોથું કારણ પ્રશમ છે. પ્રશમ એટલે કષાયોનો અભાવ, ક્રોધ-માન-માયા-લોભ આ બધા વિકારો છે. અશુદ્ધ પરિણામો છે. કર્મબંધનાં કારણો છે, તે કષાયોનો જે અભાવ, તે પ્રશમ. આ કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમભાવ ચારે આત્માના શુભ પરિણામો છે, અધ્યવસાય સ્થાનો છે. સ્થાનાદિ પાંચ યોગ એ મુક્તિ-પ્રાપ્તિના ઉપાયો છે. તે સ્થાનાદિ યોગોની આત્મામાં ઉત્પત્તિ કરાવનાર આ કૃપાદિ આત્મપરિણામો કારણરૂપ છે. આ કૃપાદિ ભાવોમાં પરિણામ પામેલા અને સંસારથી ઉદ્વેગી બનેલા તથા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિની સંપૂર્ણ ઈચ્છાવાળા એવા નિર્મળ આત્માને સ્થાન-વર્ણાદિ યોગદશાની સાધના થાય છે. પ્રાપ્તિ થાય છે.
હૃદયમાં બીજા જીવો ઉપર કરુણા પ્રવર્તતી હોય, સંસાર એક પ્રકારનું બંદીખાનું છે, પરાધીનતા છે, એક સુખ અનેક દુઃખોને લાવનાર છે આવું સમજીને હૃદય સંસારથી નિર્વેદી બન્યું હોય, મોક્ષની તીવ્ર ઝંખના જાગી હોય, ક્રોધાદિ કષાયો ઉપર ઘણો ઘણો વિજય પ્રાપ્ત કર્યો હોય તેવા જીવને ધર્મ કરવાની, ધર્મનાં કાર્યોમાં વિધિ સાચવવાની, સ્થાનાદિ મુદ્રા યથાર્થ કરવાની, શુદ્ધ સૂત્રો બોલવાની, તે કાલે અર્થ ચિંતન કરવાની અને પરમાત્માના બિંબ તરફ જ સ્થિર-નિશ્ચલ દષ્ટિવાળા થવાની તીવ્ર ઈચ્છા થાય છે. મન મુકીને આ આત્મા એકલીન થાય છે. આ રીતે કૃપાદિ આત્મપરિણામો સ્થાનાદિ યોગદશાની ઉત્પત્તિનાં કારણો છે.
સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ એમ પાંચે યોગમાંથી એક-એક યોગના ચાર-ચાર ભેદો છે. ૧. ઈચ્છા, ૨. પ્રવૃત્તિ, ૩. સ્થિરતા અને ૪. સિદ્ધિ. જેમકે સ્થાનયોગ એટલે કાયોત્સર્ગકાલે ઉભા રહેવું. જિનમુદ્રા સાચવવી તે સ્થાનયોગ. આ કાયોત્સર્ગ કરવાનું, ઉભા રહેવાનું અને જિનમુદ્રા સાચવવાનું કે મન થવું, મારે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરવો છે જેથી મારા કર્મો તુટે આવી મનોવૃત્તિ થવી તે ઈચ્છા, ત્યારબાદ તેવી કાયોત્સર્ગાદિ ધર્મક્રિયા શરૂ કરવી તે પ્રવૃત્તિ, તેમાં મચ્છરાદિ કરડે, ખણજ ઉત્પન્ન થાય, ઠંડી-ગરમી લાગે આવાં અનેક વિદનો આવે તો પણ તે વિદનોને જિતને પણ કાયોત્સર્ગાદિમાં સ્થિર થવું તે સ્થિરતા. આમ કરતાં સુંદર ધર્મકાર્ય થાય એ સિદ્ધિ છે. આ રીતે પ્રત્યેક યોગના ચાર ચાર ભેદ કરતાં ૨૦ ભેદ થાય છે. શ્રી યોગવિંશિકાની ચોથી ગાથામાં કહ્યું છે કે –
“સ્થાનાદિ પાંચે યોગોમાંના એકે એક યોગ અહીં તત્ત્વથી ચાર ચાર ભેટવાળા જાણવા. ત્યાં ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ આમ ચાર ચાર ભેદો સિદ્ધાન્તને અનુસાર જાણવા. (યોગવિંશિકા ગાથા-૪)
આ પ્રમાણે યોગના ૫ x ૪ = ૨૦ ભેદ થાય છે. એ
Page #760
--------------------------------------------------------------------------
________________
૭૨૪
યોગાષ્ટક- ૨૭
જ્ઞાનસાર इच्छा तद्वत्कथाप्रीतिः, प्रवृत्तिः पालनं परम् । स्थैर्य बाधकभीहानिः, सिद्धिरन्यार्थसाधनम् ॥४॥
ગાથાર્થ :- પાંચ પ્રકારના યોગવાળા મહાત્મા પુરુષોના ગુણગાન ગાવામાં પ્રીતિ તે ઈચ્છા, યોગોનું યથાર્થપણે ઉત્કૃષ્ટ રીતિએ પાલન થવું તે પ્રવૃત્તિ, બાધક એવા અશુદ્ધ અધ્યવસાયો આવવાનો જે ભય, તેનો અભાવ કરવો તે સ્થિરતા, અને શુદ્ધ દશાની પ્રાપ્તિ થવી અને પરોપકાર કરવો તે સિદ્ધિ જાણવી. II૪ો.
ટીકા :- “છી તિિત” રૂચ્છ-સાધવાવામિનાપ: તત્ યાગ્નિ પુ विद्यन्ते ते तद्वन्तः श्रमणाः, तेषां कथासु-गुणकथनादिषु प्रीतिः-इष्टता । उक्तञ्च મિપૂર્વે: –
તનુત્તન્નપરૂંફ, સંથી વિપરિણામ રૂછી 1 રૂરિ
વિવેચન :- સ્થાનયોગાદિ એક-એક યોગના ઈચ્છાદિ ચાર-ચાર ભેદો છે. ત્યાં પ્રથમ ઈચ્છા કોને કહેવાય ? તે સમજાવે છે. ઈચ્છા એટલે આત્મતત્ત્વની સાધના કરનારા સાધકની આત્મતત્ત્વ સાધવાના ભાવની તીવ્ર અભિલાષા તેને ઈચ્છા કહેવાય છે. સારાંશ કે આ પાંચે યોગો જે મહાત્મા પુરુષોમાં વિકસ્યા છે, ફાલ્યા-ફુલ્યા છે. એવા પ્રકારની યોગદશાને પામી ચુકેલા જે શ્રમણમુનિઓ આ સંસારમાં છે તે મહાત્માઓનાં ચરિત્રો સાંભળવામાં, ચરિત્રો કહેવામાં, તેઓના ગુણગાન અને કથા આદિ કરવામાં હાર્દિક જે પ્રીતિ, ચરિત્ર કહેવાનો ઉમંગ, ગુણ ગાવામાં હર્ષોલ્લાસ તે ઈચ્છાયોગ જાણવો. જે માણસને જેની જેની ઈચ્છા થાય છે તે માણસ તેનું જ વર્ણન કરતો હોય છે. તેનાં જ ગાણાં ગાતો હોય છે. એમ જેને યોગપ્રાપ્તિની ઈચ્છા થઈ તે નિરંતર યોગીઓની કથામાં જ રસ ધરાવે. આ ઈચ્છાયોગ જાણવો. શ્રી યોગવિંશિકા ગાથા પાંચમીના પૂર્વાર્ધમાં પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. આ પ્રમાણે કહે છે કે –
“તે યોગદશાથી યુક્ત એવા મહાત્મા પુરુષોની કથા કરવાની પ્રીતિથી યુક્ત અને આત્મામાં યોગદશા માટેની વિશેષ પરિણામ પામનારી જે તીવ્ર મહેચ્છા તેને ઈચ્છાયોગ કહેવાય છે.”
तस्य सम्यग्दर्शनादिगुणवृद्धिहेतुभूतं क्रियाश्रुताभ्यासपालनं परं, परा उत्कृष्टा सा प्रवृत्तिः । उक्तञ्च
"सव्वत्थुवसमसारं, तप्पालणमो पवत्ती उ ॥५॥ इति
Page #761
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭
૭૨૫ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર વગેરે જે જે શુદ્ધ આત્મગુણો છે તેની દિન-પ્રતિદિન વૃદ્ધિ-પ્રવૃદ્ધિ કરવામાં કારણભૂત એવી ધર્મક્રિયા કરવારૂપ ક્રિયાયોગનું અને શાસ્ત્રાભ્યાસ કરવા રૂપ જ્ઞાનયોગનું ઉત્કૃષ્ટપણે જે પાલન કરવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. સાધન-સામગ્રીના અભાવકાલમાં યોગ સેવી ન શકાય પણ સેવવાની તમન્ના તે ઈચ્છાયોગ અને સાધન-સામગ્રીવાળા સાનુકૂળકાલમાં તે તે યોગ-સેવવામાં જોડાવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. યોગવિંશિકામાં ગાથા પાંચમીના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે
“સર્વ ધર્મક્રિયાના આચરણમાં ઉપશમભાવ રાખવાપૂર્વક જોડાવું, પાલન કરવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે.”
___ इत्येवं योगद्वयं बाह्यरूपत्वात् क्रियामुख्यत्वात् साध्यावलम्बिना कारणरूपम् । शेषाणां तु शुभबन्धनिबन्धनं स्थैर्य बाधकाशुद्धाध्यवसाया अतिचाराः, तेषां भीर्भयं, तस्या हानि:-अभावः । निरतिचारगुणपालनारूपं यत्र क्षयोपशमोऽपि अतिगुणसाधनापरिणमनेन सहजभावत्वाद् निर्दोषगुणसाधना भवति यत्र तत् स्थैर्यम् । उक्तञ्च
"तह चेव एयबाहगचिंतारहियं थिरत्तणं नेयं ।।
આ પ્રમાણે સ્થાનયોગ અને વર્ણયોગ આ બન્ને યોગો બાહ્યક્રિયારૂપ હોવાથી (કાયા અને વચન ઉપર આધારિત હોવાથી) અને ક્રિયાની જ પ્રધાનતા હોવાથી (પ્રથમ યોગમાં કાયિકક્રિયા અને બીજા યોગમાં વાચિકક્રિયા મુખ્ય હોવાથી) કર્મયોગ (અર્થાતુ) ક્રિયાત્મક યોગ કહેવાય છે અને તે બન્ને યોગો જ્ઞાનયોગ રૂપ સાધ્યનું અથવા આત્મહિત રૂપ સાધ્યનું અવલંબન લેનાર સાધક આત્માઓને તે સાધનાના કારણરૂપે બને છે. અર્થાત્ આ કર્મયોગ કારણ છે અને જ્ઞાનયોગ તેનું ફળ છે. તથા આત્મતત્ત્વની પ્રાપ્તિ એ તેનું ફળ છે.
બાકીના જીવોને એટલે કે જે જીવોને સાધ્યનું બરાબર લક્ષ્ય આવ્યું નથી, ગાડરીયા પ્રવાહે આ યોગમાં જે જોડાયા છે તેવા સાધ્યશૂન્ય આરાધના કરનારાને આ ધર્મક્રિયા શુભયોગ હોવાથી પુણ્યબંધનું કારણ બને છે. કર્મનિર્જરા રૂપી ફળપ્રાપ્તિ થતી નથી, પરંતુ શુભક્રિયા હોવાથી પુણ્યબંધના કારણ રૂપ અને સ્વર્ગાદિની પ્રાપ્તિના કારણ રૂપ બને છે.
ત્રીજો સ્થિરતાયોગ કોને કહેવાય તે સમજાવે છે કે સાધ્ય સાધવામાં બાધક એવા જે અશુદ્ધ અધ્યવસાયો છે તે સાધનામાં દોષ લગાડનાર હોવાથી અતિચાર કહેવાય છે. તે અતિચારો લાગશે એવો જે ભય છે તેનો અભાવ થવો એટલે કે અતિચારો ન લાગે તેવી જાગૃત અવસ્થા તેને સ્થિરતાયોગ કહેવાય છે. સાધનામાં નિરતિચારપણે પાલન કરવું, લીધેલા
Page #762
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૨૬
યોગાષ્ટક - ૨૭ નિયમો અને વ્રતોમાં ચલિત ન થવું, અતિચારો ન લગાડવા તે સ્થિરતાયોગ જાણવો. જ્યાં મોહનીયકર્મનો અને અંતરાયકર્મનો પ્રાપ્ત થયેલો જે ક્ષયોપશમ છે. તે વિશિષ્ટ ગુણોની સાધનામાં જ પરિણામ પમાડવા દ્વારા સ્વાભાવિકસ્વરૂપ બની જવાથી નિરતિચારપણે વિશિષ્ટ ગુણોની સાધના જ્યાં થાય છે, જ્યાં કોઈ તકલીફ પડતી નથી. દોષો સેવાતા નથી, અચલિત અવસ્થા થવાથી સહેજે સહેજે ઊંચા ઊંચા ગુણો મેળવી શકાય છે તે સ્થિરતાયોગ કહેવાય છે. યોગવિંશિકાની છઠ્ઠી ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું છે કે -
“તથા આ સાધનામાં બાધકરૂપે લાગતા દોષો (અતિચારો)ની ચિંતા વિનાના બનવું તે સ્થિરતા જાણવી.”
शुद्धानामर्थानां परमात्मरूपाणां साधनं स्वरूपालम्बनं शुद्धतत्त्वसाधनं સિદ્ધિઃ | ૩વર્ત -
"सव्वं परत्थसाहगरूवं पुण होइ सिद्धित्ति" ॥६॥ एवं सप्रभेदं ज्ञेयम् । यावद् ध्यानैकत्वं न भवति तावद् न्यासमुद्रावर्णशुद्धिपूर्वकं आवश्यकचैत्यवन्दनप्रत्युपेक्षणादिकं उपयोगयोगचापल्यवारणार्थमवश्यं करणीयम् । महद्धितकरं सर्वजीवानाम् । तेन स्थानवर्णक्रमेण तत्त्वप्राप्तिरिति ॥४॥
પોતાના શુદ્ધ સ્વરૂપનું જ માત્ર આલંબન લઈને શુદ્ધ આત્મતત્વની સાધના કરવી તે, તથા અન્ય આત્માઓમાં પણ શુદ્ધ એવા પરમાત્મ-સ્વરૂપાત્મક અર્થની સિદ્ધિ કરવામાં સાધન બનવું તેનું નામ સિદ્ધિયોગ કહેવાય છે. સારાંશ કે જીવે પોતે પોતાના આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી અને પરમાં આત્મતત્ત્વની પ્રાપ્તિનું કારણ બનવું, સ્વતત્ત્વ સાધવું અને પરમાં તત્ત્વસાધનાનું નિમિત્ત આપવું તેનું નામ સિદ્ધિ કહેવાય છે. (અહીં સિદ્ધિ અને વિનિયોગને એક યોગરૂપે લેવામાં આવ્યા છે. શ્રી યોગવિંશિકામાં છટ્ટી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે -
સર્વ પ્રકારે પરમાં પણ ઉપકારની સાધના કરવા સ્વરૂપ સિદ્ધિ છે એમ જાણવું.” આ પ્રમાણે ભેદ-પ્રભેદ સાથે યોગદશાનું વર્ણન કર્યું.
જ્યાં સુધી આ જીવમાં ધ્યાનની એકાગ્રતા પ્રગટ થતી નથી અર્થાત્ જ્યાં સુધી ચંચળતાઅસ્થિરતા છે ત્યાં સુધી ઉપયોગની ચંચળતા વારવા માટે તથા મન-વચન અને કાયાના યોગની ચંચળતા (અસ્થિરતા) રોકવા માટે શરીરનાં અંગોને અને ઉપાંગોને યથાસ્થાને સ્થિર રાખવા પૂર્વક મુદ્રા અને વર્ણાદિની શુદ્ધિ જાળવવા પૂર્વક સામાયિક-પ્રતિક્રમણાદિ આવશ્યક
Page #763
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૨૭ ક્રિયાઓ, ચૈત્યવંદનાદિ દેવવંદનની ક્રિયાઓ અને પડિલેહણ આદિ જીવરક્ષાની ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ.
સ્થાનાદિ યોગ સાચવવા પૂર્વક આવશ્યકક્રિયા અને ચૈત્યવંદનાદિની ક્રિયા કરવી એ સર્વ જીવોને માટે અતિશય કલ્યાણ કરનાર છે. તેથી સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ આદિ સાચવવા સાથે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ધર્મક્રિયા કરવાથી જ શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ થાય છે. જે લોકો ક્રિયાને જડક્રિયા કહીને ક્રિયાનો નિષેધ કરે છે તે આ પાઠની સાક્ષીથી ઉચિત નથી. l૪ો.
अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् । श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ॥५॥
ગાથાર્થ - ચૈત્યવંદનાદિ ધર્મક્રિયાના કાળે અર્થયોગ અને આલંબનયોગમાં ઉપયોગની એકાગ્રતા યોગિ-મહાત્માને કલ્યાણનું કારણ બને છે અને સ્થાનયોગ તથા વર્ણયોગમાં કાયિક અને વાચિક પ્રયત્ન (યોગની સ્થિરતા) એ કલ્યાણનું કારણ બને છે. પા
ટીકા - “અર્થાત્નમ્બનયોતિ” અર્થો-વીવીશ્ય માવા, મનસ્વનં-વાળે पदार्थे अर्हत्स्वरूपे उपयोगस्यैकत्वम् । अर्थश्च आलम्बनञ्च अर्थालम्बने, तयोः चैत्यवन्दनादौ-अर्हद्वन्दनाधिकारे विभावनं-स्मरणं करणीयं श्रेयसे-कल्याणार्थम् । च-पुनः स्थानं-वन्दनककायोत्सर्गशरीरावस्थानमासनमुद्रादि, वर्णाः-अक्षराणि, तेषां शुद्धिस्तयोः यत्न एव श्रेयसे-कल्याणाय भवति-उक्तञ्चावश्यके -
जं वाइद्धं, वच्चामेलियं, हीणक्खरं, अच्चक्खरं, पयहीणं विणयहीणं, जोगहीणं, घोसहीणं, सुठुदिण्णम्, दुठ्ठपडिच्छियं, अकाले कओ सज्झाओ, काले ण कओ सज्झाओ, (असज्झाइए सज्झाइयं, सज्झाइए ण सज्झाइअं) तस्स मिच्छामि કુટું” I (માવનિર્યુક્તિ-પIIમલિટ્ટાસૂત્ર )
इत्यनेन द्रव्य-क्षेत्र-कालविशुद्धौ भावसाधनसिद्धिः तेन द्रव्यक्रिया हिता ॥५॥
વિવેચન :- જે જે સૂત્રપાઠો બોલાતા હોય તે તે પાઠો સંબંધી વાક્યોના ભાવાર્થરહસ્યાર્થ વિચારવા તે અર્થયોગ, વાચ્ય વસ્તુ એટલે કે ધ્યાન કરવા યોગ્ય, ચિંતન કરવા યોગ્ય એવી અરિહંત પરમાત્માની પ્રતિમાના આલંબને અરિહંત પરમાત્માના સ્વરૂપ-ચિંતનમાં ઉપયોગની એકાગ્રતા તે આલંબનયોગ.
Page #764
--------------------------------------------------------------------------
________________
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
જ્યારે જ્યારે ચૈત્યવંદન-દેવવંદન, અરિહંતપરમાત્માનાં દર્શન, વંદન અને પૂજન અર્ચન આદિ કાર્ય આ જીવ કરતો હોય ત્યારે ત્યારે અર્થયોગનું અને આલંબનયોગનું નિરંતર સ્મરણ કરવું તે મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે છે. જો આ બન્ને યોગનું તે કાલે સ્મરણ ચાલતું રહે તો મન અર્થ-ચિંતનમાં અને અરિહંત-પરમાત્માના સ્વરૂપના ચિંતનમાં હોવાથી અન્યત્ર વિભાવદશામાં ક્યાંય જાય નહીં અને મોહાત્મક પરિણામો આવે નહીં તથા અર્થબોધપૂર્વક ચૈત્યવંદનાદિ કરવાથી ભાવનો ઉલ્લાસ પણ વધે, પરિણામની ધારા નિર્મળ બને.
૭૨૮
ચૈત્યવંદન અને કાયોત્સર્ગાદિ ક્રિયાકાલે યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાણુક્તિમુદ્રા સાચવવાપૂર્વક શરીરનું જે અવસ્થાન (શરીરને ઉપરોક્ત મુદ્દાપૂર્વકનું રાખવું) તથા પદ્માસન, પર્યંકાસન આદિ આસનો અને મુદ્રા આદિ સાચવવાં તે સ્થાનયોગ જાણવો. બે હાથ જોડવા, આંગળીઓ પરસ્પર આંતરામાં ભરાવવી, જમણા હાથની પહેલી આંગળી ઉપર રાખી પરસ્પર આંગળીઓ ગોઠવવી, પેટ ઉપર કોણીનો ભાગ રાખવો તે યોગમુદ્રા કહેવાય છે. ચૈત્યવંદન, નમુન્થુણં વગેરે સૂત્રો બોલતાં યોગમુદ્રા સાચવવી જોઈએ.
ઉભા થઈને કાયોત્સર્ગાદિ જે જે ક્રિયા કરવાની છે તેમાં બે પગની વચ્ચે અંગુઠા પાસે ચાર આંગળનું અંતર રાખવું અને બન્ને પગના પાછલા ભાગમાં ચાર આંગળથી કંઈક ન્યૂન અંતર રાખવું તેને જિનમુદ્રા કહેવાય છે. જે મુદ્રા પગમાં સાચવવાની હોય છે અને કાયોત્સર્ગાદિ કાલે કરાય છે અરિહંત ચેઈયાણું, અન્નત્ય વગેરે સૂત્રો બોલતાં આ મુદ્રા સાચવવાની હોય છે. તથા બન્ને હાથો અંદરથી પોલા રાખીને પરસ્પર જોડવા, આંગળીઓ બન્ને હાથની સામસામી રાખવી અને તે બન્ને હાથને કપાળે લગાવવા તે મુક્તાશુક્તિ મુદ્રા કહેવાય છે. આ મુદ્રા જાવંતિ ચેઈયાઈ, જવત કેવિ સાહૂ અને જયવીયરાયસૂત્ર બોલતાં રાખવાની હોય છે” આ સઘળો સ્થાનયોગ જાણવો.
તથા વર્ષો એટલે અક્ષરો (સ્વરો અને વ્યંજનો) બોલવા, તે સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારણકાલે બરાબર શુદ્ધિ જાળવવી તે વર્ણયોગ કહેવાય છે. આમ તે બે યોગ (સ્થાનયોગ અને વર્ણયોગ) સાચવવામાં પ્રયત્ન વિશેષ કરવો. સાવધાની રાખવી, યોગો સાચવવા પૂર્વક ધર્મક્રિયા કરવી તે આત્માર્થી જીવના કલ્યાણ માટે જ છે. શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે -
“જે જે વ્યાવિદ્ધ (વાસ્તું) એટલે સૂત્રના પાઠોને આડા-અવળા બોલ્યો હોઉં, વ્યત્યાષ્રડિત ( વળ્વામેનિઅં) એટલે કે એક પાઠને બે-ત્રણવાર બોલ્યો હોઉં, હોળવવાં ન્યૂન અક્ષરો બોલ્યો હોઉં, અવ્યવ અધિક અક્ષરો બોલ્યો હોઉં, પયહીળું = પાઠમાંના કોઈ કોઈ પદો કાઢી નાખીને પાઠ બોલ્યો હોઉં, વિળયહીનું
વિનય રહિતપણે સૂત્રપાઠ
=
–
=
Page #765
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૨૯ બોલ્યો હોઉં, નોદિut = ઉપયોગ વિના, સાવધાન મન વિના બોલ્યો હોઉં, પોસી = ઉદાત્ત, સ્વરિત વગેરે સ્વર-વ્યંજનોના યથાર્થ ઉચ્ચારણ વિના બોલ્યો હોઉં, “સુuu
હુપછિય” = ગુરુજીએ સારી રીતે પ્રસન્ન ચિત્તે આપ્યું હોય, પણ મેં કલુષિત ચિત્તે ગ્રહણ કર્યું હોય, માને મો સાવ = અનુચિતકાલે-અકાલવેળાએ સ્વાધ્યાય કર્યો હોય, વાત્રે મો સમો = કાળવેલાએ (ઉચિતકાલે) સ્વાધ્યાય ન કર્યો હોય, મસાણ સMીયં, સન્નારૂ સાચું = અસ્વાધ્યાયના નિમિત્તો હોવા છતાં સ્વાધ્યાય કર્યો હોય અને સ્વાધ્યાયનાં નિમિત્તો હોવા છતાં પણ સ્વાધ્યાય ન કર્યો હોય, તરસ મિચ્છ મિ દુક્ષ૬ = તે સંબંધી મારું સઘળું ય પાપ મિથ્યા થાઓ. (આવશ્યકનિયુક્તિપગામ સજઝાય)
આ પ્રમાણે હોવાથી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ આદિ બાહ્ય નિમિત્તોની શુદ્ધિ હોતે છતે ભાવની સાધનતાની શુદ્ધિ થાય છે. અર્થાત્ ભાવશુદ્ધિ લાવવામાં દ્રવ્યાદિની શુદ્ધિ કારણ બને છે. માટે સ્થાનયોગ, વર્ણયોગ આદિ રૂપ મુદ્રા, વર્ષોચ્ચાર, શારીરિક આસન ઈત્યાદિ ભાવો ક્રિયાકાલે સાચવવા અત્યન્ત જરૂરી છે. માટે દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ હોવાથી દ્રવ્યક્રિયા પણ મુમુક્ષુ જીવોને હિતકારી-કલ્યાણકારી છે.
માટે દ્રવ્યક્રિયાનો ક્યારેય નિષેધ ન કરવો, આ જીવે જડક્રિયા ઘણીવાર કરી આમ કહીને એકાન્ત-જ્ઞાનવાદીઓ ઘણી વાર ક્રિયાને ઉડાવતા હોય છે, પણ તે જ્ઞાનનો એકાન્તવાદ છે. જડક્રિયા ઘણી કરી હોય તો હવે ચેતનવંતી ક્રિયા કરો, પણ જડ વિશેષણ ઉમેરીને ક્રિયા શા માટે છોડી દેવી ? અર્થાત્ ન છોડવી જોઈએ. //પી.
आलम्बनमिह ज्ञेयं, द्विविधं रूप्यरूपि च । अरूपि गुणसायुज्यं, योगोऽनालम्बनं परम् ॥६॥
ગાથાર્થ :- અહીં રૂપ અને અરૂપી એમ આલંબન બે જાતનું હોય છે. સિદ્ધપરમાત્માના ગુણોની સાથે જે એકાગ્રતા છે તે અરૂપિ આલંબન છે. અહીં અલ્પ આલંબન હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યોગ કહેવાય છે. દા.
ટીકા :- “માનમિતિ” ફુદ-નૈનના માનમ્બ દ્વિવિઘ સે-દિwારે ज्ञेयम्, एकं रूपि, अपरं अरूपि । तत्र रूप्यालम्बनं-जिनमुद्रादिक-पिण्डस्थ-पदस्थरूपस्थपर्यन्तम्, यावदर्हदवस्थालम्बनं तावत्कारणालम्बनं शरीरातिशयोपेतं रूप्यवलम्बनम् । तत्र अनादिपरभावशरीरधनस्वजनावलम्बी, परत्र परिणतचेतनः विषयैश्वर्याद्यर्थं तीर्थङ्करायवलम्बनमपि भवहेतुः ।
Page #766
--------------------------------------------------------------------------
________________
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
तथैव यः स्वरूपानन्दपिपासितः स्वरूपसाधनार्थं प्रथमकारणरूपं जिनेश्वरं वीतरागादिगुणसमूहैः अवलम्बते, यावद् मुद्राद्यालम्बनी तावद् रूप्यवलम्बन । स एव अर्हत्सिद्धस्वरूपं ज्ञानदर्शनचारित्राद्यनन्तपर्यायविशुद्धशुद्धाध्यात्मधर्ममवलम्बते इति अरूप्यालम्बनी ।
૭૩૦
વિવેચન :- અહીં જિનેશ્વર પરમાત્માએ કહેલ મોક્ષમાર્ગની સાધનામાં બે પ્રકારનાં આલંબનો છે. એક રૂપી આલંબન અને બીજું અરૂપી આલંબન. બાહ્ય આલંબન એ પણ આત્માના પરિણામની શુદ્ધિનું કારણ બને છે માટે તેને આલંબન કહેવાય છે. ત્યાં જિનેશ્વર પરમાત્માની મુદ્રા આદિનું આલંબન લેવું, અરિહંત પરમાત્માની પિંડસ્થ, પદસ્થ અને શરીર સંબંધી રૂપસ્થ અવસ્થા સુધીનું આલંબન લેવું, આ સઘળું ય રૂપિ-આલંબન છે. જ્યાં સુધી ચોત્રીસ અતિશય, છત્ર-ચામરાદિ વિભૂતિયુક્ત, સોનાના, રૂપાના અને રત્નોના ગઢવાળું, કોડાકોડી દેવોથી પિરવરેલું ઈત્યાદિ બાહ્ય પુણ્યાઈવાળું અરિહંતપણાની અવસ્થાનું સૂચક જે સ્વરૂપ છે તેનું આલંબન લેવું તે રૂપ આલંબન કહેવાય છે. તેને કા૨ણાલંબન પણ કહેવાય છે. અરિહંત પરમાત્મા પ્રત્યે અહોભાવનું-બહુમાનના ભાવનું કારણ છે માટે તેને કારણાલંબન પણ કહેવાય છે. પરમાત્માનું તીર્થંકરનામકર્મના ઉદયજન્ય પુણ્યાઈવાળું બાહ્યવિભૂતિમય જે સ્વરૂપ છે તે રૂપી છે ભાવવૃદ્ધિનું કારણ છે તેથી તેનું આલંબન તે રૂપી આલંબન અથવા કારણ આલંબન કહેવાય છે.
આ જીવ મોહાન્ધતાના કારણે અનાદિ કાળથી પરભાવ સ્વરૂપે રહેલા શરીર, ધન અને સ્વજનોનું જ અવલંબન લેનારો બનેલો છે એટલે પરદ્રવ્યમાં જ સુખબુદ્ધિ જામેલી છે. તેના અભ્યાસથી પરપદાર્થમાં જ સુખબુદ્ધિએ પરિણામ પામેલી ચેતનાવાળો આ જીવ જ્યાં ત્યાં પાંચ ઈન્દ્રિયોના વિષયો અને ભૌતિક ઐશ્વર્યાદિ મેળવવાની બુદ્ધિએ જ બાહ્ય આલંબનો સ્વીકારે છે. આવી ભોગ-બુદ્ધિપૂર્વક ભોગોની પ્રાપ્તિ અર્થે તીર્થંકર પરમાત્મા આદિ મહાત્મા પુરુષોનું આલંબન લે તો પણ તે શુભ અવલંબન હોવા છતાં પોતાની પાત્રતા અશુદ્ધ હોવાથી ભવ-ભ્રમણનો જ હેતુ બને છે. દૂધ ગમે તેટલું સારું હોય તો પણ સર્પના ઉદરમાં જાય તો વિષ જ થાય છે તેમ આલંબન ગમે તેટલું તારક હોય પણ ગ્રાહકની બુદ્ધિ ખોટી હોય તો તે આલંબન તારક બનતું નથી, પણ મારક બને છે. માટે તીર્થંકર પરમાત્માની શારીરિક મુદ્રાદિનું આલંબન લેતાં અને પિંડસ્થ, પદસ્થ તથા રૂપસ્થ અવસ્થાની ભાવના ભાવતાં સંસારસુખની બુદ્ધિ ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. જો વિષય અને ઐશ્વર્યાદિની બુદ્ધિ આવે તો તે ભવ-ભ્રમણનું કારણ બને છે.
Page #767
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭
૭૩૧
પરંતુ જે સાધક આત્મા પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના જ આનંદની પ્રાપ્તિનો પિપાસુ બન્યો છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની જ સાધના કરવા માટે વીતરાગતા-સર્વજ્ઞતાસર્વદર્શિતા ઈત્યાદિ અનેક ગુણસમૂહો વડે પૂર્ણ ભરેલા જિનેશ્વર પરમાત્માને પ્રથમ આધાર રૂપે આલંબનપણે સ્વીકારે છે અને આવા પ્રકારના શ્રેષ્ઠ ભાવથી (વિષય અને ઐશ્વર્યાદિ રૂપ સંસાર-સુખની ભાવના વિના) તીર્થંકર પરમાત્માની મુદ્રાદિનું આલંબન સ્વીકારે છે. પિંડસ્થ -પદસ્થ ભાવના ભાવે છે તે રૂપી આલંબન કહેવાય છે. તીર્થંકર પરમાત્માની પુણ્યાઈજન્ય બાહ્ય-વિભૂતિનું પણ આત્મસ્વરૂપની સાધનાનું નિમિત્ત બને તે રીતે જો શુદ્ધબુદ્ધિથી આલંબન લે છે ત્યારે તે જીવરૂપી આલંબનવાળો કહેવાય છે.
તે જ જીવ જ્યારે અરિહંત અને સિદ્ધપરમાત્માના સ્વરૂપાત્મક એવા જ્ઞાન-દર્શન અને ચારિત્ર આદિ અનંત અનંત ગુણ-પર્યાયોથી વિશુદ્ધ એવા શુદ્ધ અધ્યાત્મ ધર્મનું આલંબન લે છે. ત્યારે તે જીવ અરૂપીના આલંબનવાળો કહેવાય છે. સારાંશ કે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની સાધના માટે તીર્થંકર પરમાત્માના બાહ્યસ્વરૂપનું આલંબન આ આત્મા જ્યારે લે છે ત્યારે તે રૂપીના આલંબનવાળો કહેવાય છે અને તીર્થંકર પરમાત્મામાં રહેલા અનંત ગુણ-પર્યાય સ્વરૂપ અધ્યાત્મ-ધર્મનું જ્યારે આલંબન લે છે ત્યારે તે અરૂપી આલંબનવાળો કહેવાય છે.
સારાંશ કે તીર્થંકર પરમાત્માના ઔયિકભાવનું જે આલંબન તે રૂપી આલંબન અને પરમાત્માના ક્ષાયિક ભાવના ગુણોનું જે આલંબન તે અરૂપી આલંબન જાણવું.
तत्र भाव्यते-अनादितः जीवः मूर्तपुद्गलस्कन्धावलम्बनपरिणतः कथं प्रथमत एवामूर्तानन्दरूपं स्वरूपमवलम्बते ? अत: अतिशयोपेतवीतरागमुद्रादिकं परं मूर्तं चालम्ब्य विषयकषायवृद्धिकरं स्त्रीधनाद्यवलम्बनं त्यजति इत्येका परावृत्तिः ।
पुनः स एव अतिशयादिरूपमूर्तं नालम्बनीयमहं तु अमूर्त:, मूर्तभावरसिकत्वं नोपयुज्यते । यद्यपि अर्हतः सम्बन्धं, तथापि औदयिकं नालम्बनीयम् । मम तु गुणालम्बनमुत्तममिति, गुणावलम्बनी मूर्तान् भावान् न रसिकत्वेन गृह्णाति, सापेक्षः परत्वेन पश्यति, द्वितीया परावृत्तिः ।
एवममूर्तात्मगुणरसिको भवति । तेन परमेष्ठिस्वरूपं कारणेनावधार्य स्वकीयासङ्ख्यप्रदेशव्याप्यव्यापकभावावच्छिन्नद्रव्यास्तिकपर्यायास्तिकानन्तस्वभावममलामूर्तानन्दमयं ध्येयत्वेनावलम्बते इति तृतीया परावृत्तिः । इति साधनपद्धतिः ।
Page #768
--------------------------------------------------------------------------
________________
૭૩૨ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર રૂપ અને અરૂપીના આલંબનથી સાધક આત્મામાં આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે તે વિષયનો ભાવાર્થ આ પ્રમાણે છે -
આ આત્મા અનાદિકાલથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા રૂપી પુલસ્કંધનું આલંબન લેવાના ભાવે પરિણામ પામેલો છે. કોઈપણ પુદ્ગલદ્રવ્યનું રૂપ જોઈને અંજાઈ જાય છે. મીઠાશાદિ મધુરરસ જોઈને ભોગવવાની વૃત્તિવાળો થઈ જાય છે. મુલાયમ આદિ સ્પર્શની વૃત્તિ પણ થઈ જાય છે. આમ પૌગલિક પદાર્થોમાં જ રચ્યા-પચ્યો રહે છે. પૌદ્ગલિક પદાર્થો ઈન્દ્રિયજન્ય સુખના હેતુ હોવાથી આ જીવ રૂપી પદાર્થોનું જ આલંબન લેવાના પરિણામને પામેલો છે. તે જીવ એકદમ અતીન્દ્રિય અમૂર્ત આનંદના સમૂહ રૂપ એવા આત્મતત્ત્વના શુદ્ધ સ્વરૂપનું આલંબન લેનારો પ્રથમથી જ કેવી રીતે બને? મૂર્તપદાર્થોના રાગમાં ડુબેલો આ આત્મા અમૂર્ત એવા આત્મસ્વરૂપનો રાગી એકદમ કેમ બની શકે ? અર્થાતુ ન બની શકે. તે માટે રૂપીદ્રવ્યનું આલંબન લેવાને ટેવાયેલા આ જીવને પ્રારંભમાં રૂપી દ્રવ્યના જ આલંબનવાળો રખાય છે. માત્ર વિષય બદલાવીને તેને માર્ગ તરફ લવાય છે. અશુભ રૂપી દ્રવ્યના આલંબનવાળો હતો તેને બદલે હવે શુભ રૂપી દ્રવ્યના આલંબનવાળો કરાય છે. પણ રૂપી દ્રવ્યનું આલંબન ચાલુ રખાય છે. તેનો ત્યાગ હમણાં કરાવાતો નથી માત્ર વિષય જ બદલાવાય છે.
એટલે કે અશુભ રૂપી દ્રવ્યને છોડીને શુભ રૂપી દ્રવ્યના આલંબનવાળો કરાય છે. ચોત્રીસ અતિશયથી યુક્ત એવી વીતરાગ પરમાત્માની મુદ્રાદિ પરમ મૂર્ત દ્રવ્યના આલંબનવાળો બનાવીને વિષય અને કષાયોની વૃદ્ધિ કરે એવાં સ્ત્રી, ધન, ઘર, અલંકારાદિના આલંબનનો ત્યાગ કરાવાય છે. જીવની આ પ્રથમ પરાવૃત્તિ થાય છે. (પ્રથમ બદલો કહેવાય છે). જેમ સ્લેટમાં રહેલા મણકાથી સરવાળા આદિ કરનારા બાળકને મણકાનું આલંબન છોડાવીને આંગળીના વેઢાથી સરવાળા આદિ કરતો થાય એમ ભણાવાય છે. મણકા ઉપરથી વેઢા ઉપર ચઢાવાય છે તેમ મોહજનક મૂર્ત પદાર્થો ઉપરથી મોહનાશક એવા મૂર્ત પદાર્થના આલંબન ઉપર આ જીવને ચઢાવાય છે. આ પ્રથમ પરાવૃત્તિ છે.
ત્યારબાદ વેઢાથી સરવાળા આદિ ગણવાને ટેવાયેલા જીવને મોઢે મોઢે જ સરવાળા આદિ ગણતાં શીખવાડાય છે અને વેઢાનું આલંબન પણ તનાવી દેવાય છે. તેમ તે જ જીવને કાલાન્તરે મનમાં આવા વિચારોવાળો કરાય છે કે ચોત્રીસ અતિશયાદિ સ્વરૂપ પરમાત્માનું જે મૂર્તરૂપ છે તે વાસ્તવિકપણે આલંબનીય નથી. કારણ કે પરમાત્માનું આ સ્વરૂપ તો મૂર્ત છે. ઔદાયિકભાવનું છે. વાસ્તવિકપણે પરમાત્માનું તે સ્વરૂપ નથી. માટે મારે આલંબનીય નથી, કારણ કે હું અમૂર્ત છું, મારો આત્મા અમૂર્ત છે. મારે અમૂર્તભાવના રસિક થવું
Page #769
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૩૩ જોઈએ પણ આ મૂર્તભાવોનું રસિકપણું મને ઉપયોગી નથી તે મૂર્તિ પદાર્થ રાગાદિ વિભાવ કરાવનારો છે. મૂર્ત એવાં કોઈ પણ દ્રવ્યો તે પરદ્રવ્યો છે.
અહીં જો કે વીતરાગ-પરમાત્માની મુદ્રાદિનું આલંબન શુભ છે. તો પણ તે આલંબન ઔદયિકભાવનું છે. માટે તત્ત્વથી આલંબન લેવા યોગ્ય નથી. વીતરાગ પરમાત્માનું ચોત્રીસ અતિશયોવાળું, છત્ર-ચામરાદિથી વિભૂષિત સ્વરૂપ એ તો પુણ્યાઈ માત્ર છે. કંઈ આત્માનું સ્વરૂપ નથી, મારે તો આત્માના ગુણોનું આલંબન લેવું જોઈએ. એ જ ઉત્તમ આલંબન છે. હું તો ગુણોનો અર્થી છું પણ વિભૂતિનો અર્થ નથી, માટે મારે ગુણાવલંબી બનવું જોઈએ. આવા વિચારો કરીને પુણ્યાઈજન્ય છત્ર-ચામરાદિ મૂર્ત ભાવોને આ આત્મા રસિકપણે ગ્રહણ કરતો નથી. પરંતુ પરમાત્મા આવી ઉત્કૃષ્ટ પુણ્યાવાળા હતા, છતાં રાગાદિભાવ વિનાના વિતરાગ હતા એમ સાપેક્ષપણે જ વિભૂતિને દેખે છે. પરમાત્માની આ વિભૂતિ તેમના આત્મદ્રવ્યથી પર છે અંતે હેય છે આમ સમજીને દેખે છે. આ જીવની બીજી પરાવૃત્તિ થાય છે. શુભમૂર્તના આલંબનને છોડીને અમૂર્ત એવા ગુણોના આલંબનવાળો બને છે. આ બીજી પરાવૃત્તિ.
અશુભ મૂર્ત ઉપરથી શુભ મૂર્ત ઉપર ગયો તે પ્રથમ પરાવૃત્તિ અને શુભ મૂર્ત ઉપરથી પરમાત્માના અમૂર્ત ગુણોના આલંબનવાળો બન્યો - આ બીજી પરાવૃત્તિ છે. હવે બીજી પરાવૃત્તિમાંથી ત્રીજી પરવૃત્તિ થાય છે તે સમજાવાય છે.
પરમાત્માના અમૂર્ત એવા ગુણોનું જે આલંબન છે તેના ઉપર આવ્યા પછી આ જીવ આવો વિચાર વિશેષ કરે છે કે તે ગુણો અવશ્ય આલંબનીય છે. વીતરાગ પરમાત્માના છે. શુદ્ધ દ્રવ્યના છે છતાં મારા આત્માથી પરદ્રવ્યના અર્થાત્ અન્ય દ્રવ્યના છે. કોઈપણ અન્ય દ્રવ્યના ગુણો અન્ય દ્રવ્યમાં જતા નથી. માટે મારે મારા જ આત્માના ગુણોના આલંબનના રસિક બનવું જોઈએ, મારા માથાનો કચરો સાફ કરવા માટે હું બાથરૂમના કાચનો ભલે આધાર લઉં અને કાચમાં દેખાતા માથાના પ્રતિબિંબને જોઈને પણ છેવટે કચરો તો મારે મારા જ માથાનો કાઢવાનો છે. કાચમાં દેખાતા પ્રતિબિંબવાળા માથાનો નહીં, તે તો પરદ્રવ્ય છે. તેને સાફ કરવાથી મારું માથું સાફ થતું નથી. આ ઉદાહરણની જેમ પરમાત્માને જોઈ જોઈને પરમાત્માના ગુણોના આલંબન ઉપરથી પોતાના આત્માના અમૂર્ત ગુણોના આલંબનવાળો આ જીવ જે બને છે તે ત્રીજી પરાવૃત્તિ જાણવી.
આ રીતે પરમેષ્ઠિનું શુદ્ધ ક્ષાયિકભાવનું નિર્મળ જે સ્વરૂપ છે તેનું બાથરૂમના કાચમાં દેખાતા માથાના પ્રતિબિંબની જેમ કારણ તરીકે આલંબન લઈને આવા જ પ્રકારનું ક્ષાયિકભાવનું શુદ્ધ નિર્મળ મારું સ્વરૂપ મારે સાધ્ય તરીકે સાધવાનું છે. આમ સ્વકીય
Page #770
--------------------------------------------------------------------------
________________
૭૩૪ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર સ્વરૂપનું આલંબન લે છે કે જે પોતાનું સ્વરૂપ પોતાના જ અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય-વ્યાપકભાવે રહેલું છે. દ્રવ્યાસ્તિકનયથી ધ્રુવ અને પર્યાયાસ્તિકનયથી ઉત્પાદ-વ્યયવાળું છે એમ ત્રિપદીવાળું, ભિન્નભિન્ન, નિત્યાનિત્ય, સામાન્ય વિશેષ, વાચ્યાવાચ્ય, અસ્તિનાસ્તિરૂપ આમ અનંત અનંત સ્વભાવવાળું છે. નિર્મળ, અમૂર્ત એવા આનંદમય છે. આ જ સ્વરૂપ મારે પ્રાપ્ત કરવા લાયક છે. ધ્યાન કરવા લાયક છે. આમ સમજીને પોતાના જ સ્વરૂપનું આલંબન જે લે છે તે ત્રીજી પરાવૃત્તિ જાણવી.
આ રીતે આત્માના ગુણોની સાધનાની પદ્ધતિ છે અશુભમૂર્તમાંથી શુભમૂર્તમાં આ પ્રથમ, શુભમૂર્તમાંથી શુભ અમૂર્ત પરગુણમાં આ બીજી અને શુભ અમૂર્ત પરગુણમાંથી શુભ અમૂર્ત સ્વગુણમાં આ ત્રીજી પરાવૃત્તિ આમ ત્રણ પ્રકારના વળાંક લેવાથી જીવનું કલ્યાણ થાય છે. માર્ગ ઉપર ચઢે છે. આ જીવ આસનમુક્તિગામી થાય છે.
सर्वेषां तत्स्वरूपसाधनं अरूपिगुणाः सिद्धगुणाः । तेषां भावनं सायुज्यं तादात्म्यता, तया योगः, आत्मोपयोगयोजनम् । यद्यपि ईषदवलम्बनं श्रुतादीनाम्, तथापि अनालम्बनमेव परः उत्कृष्टो योगः । उक्तञ्च पाठकैः -
तत्राप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र ।
સર્વોત્તમનુન: વૃનુ, તેના નાનવને શીતઃ II (ષોડશક ૧૫, શ્લોક ૯) - निरालम्बनयोगेन धारावाही प्रशान्तवाहिता नाम चित्तं तस्य स्वरसत एव मनः सहजधारायां वर्तते, न प्रयासो भवति । उक्तञ्च विंशतिकायाम् -
સર્વે પણ જીવોને અંતે તો અરૂપી એવા જે આત્મગુણો છે એટલે કે જે પોતાની શુદ્ધ સિદ્ધાવસ્થાના ગુણો છે. તે જ સ્વરૂપ સાધવાનું છે. કારણ કે અરૂપી એવા આત્મગુણોની પ્રાપ્તિ એ જ અન્તિમ લક્ષ્ય છે. તે ગુણો સાથેની જે તાદાભ્યતા-એકાકારતા, તેવી તાદાભ્યતા સાથેનો યોગ તે અનાલંબનયોગ કહેવાય છે. આત્માને આત્માના પોતાના ગુણોના ઉપયોગમાં જે જોડવું તેને અનાલંબનયોગ કહેવાય છે. આત્માને પોતાના અરૂપી ગુણોની સાથે તાદાભ્યતા કરવામાં જો કે શ્રુતાદિનું (શાસ્ત્રોનું અથવા શાસ્ત્ર સમજાવનારા ગુરુ આદિનું) આલંબન છે. તો પણ તે આલંબન ઈષદ્ હોવાથી (અલ્પ હોવાથી) ગણાતું નથી. તેથી અનાલંબન જ કહેવાય છે. જેમ કે સ્ત્રવ થવા: = આ રાબડી મીઠા વિનાની છે. અહીં રાબડીમાં મીઠું નાખેલું છે, પણ અલ્પ હોવાથી નથી એમ જ કહેવાય છે. તેમ અહીં આલંબન હોવા છતાં પણ “અલ્પ હોવાથી નથી જ” એમ સમજીને ઉત્કૃષ્ટ એવો આ અનાલંબન યોગ છે. પાઠક એવા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ પડશકમાં કહ્યું છે કે -
Page #771
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭
૭૩૫
“પરમ એવા આત્મતત્ત્વમાં હજુ નહીં પહોંચેલો પણ તે પરમ આત્મતત્ત્વ જોવાની તમન્નાવાળો અર્થાત્ દિદક્ષાવાળો અને તે તરફની પ્રવૃત્તિવાળો એવો જે યોગ, સર્વોત્તમ યોગની (શૈલેશી અવસ્થાની) પૂર્વકાલમાં પ્રવર્તનારો યોગનિરોધાત્મક જે યોગ તેને અનાલંબન યોગ કહેલો છે. ૧૫-૯૫
આવા પ્રકારના અનાલંબનયોગથી ધારાવાહી એવી પ્રશાન્તવાહિતા (સતત નિરંતર અત્યન્ત શાન્ત પ્રકૃતિ) વાળું જે ચિત્ત થાય છે. તેની સ્વાભાવિકપણે જ (વિશિષ્ટ પ્રયત્ન કર્યા વિના જ) મનની સહજધારામાં પ્રવૃત્તિ થાય છે. અર્થાત્ આવા પ્રકારના અનાલંબન યોગના પ્રતાપે જ ચિત્ત વિશિષ્ટ પ્રયત્ન વિના સ્વાભાવિકપણે જ ધારાવાહી એવી પ્રશાન્તવાહિતામાં પ્રવર્તે છે. તેના માટે વિશિષ્ટ પ્રયત્ન કરવો પડતો નથી. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ શ્રી યોગવિંશિકામાં કહ્યું છે કે -
आलंबणं पि एयं, रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूवो, सुहुमो अणालंबणो नाम ( १९ )
एकाग्रयोगस्यैवापरनाम अनालम्बनयोग इति । एवं स्थानाद्याः पञ्च इच्छादेर्गुणिता विंशतिः भवन्ति । ते च प्रत्येकमनुष्ठानचतुष्कयोजिता अशीतिः प्रकाराः भवन्ति । तत्स्वरूपनिरूपणायोपदिशति
“આલંબનયોગ પણ બે પ્રકારનો છે એક રૂપીના આલંબનવાળો અને બીજો અરૂપીના આલંબનવાળો. ત્યાં સમવસરણમાં બીરાજમાન એવા જિનેશ્વર પરમાત્માના છત્ર-ચામરાદિથી વિભૂષિત પ્રતિમાદિના આલંબનરૂપ જે યોગ તે રૂપી આલંબન યોગ કહેવાય છે અને અરિહંત પરમાત્મા આદિના કેવલજ્ઞાનાદિ ગુણની સાથે તન્મયતા (એકાગ્રતા) રૂપ પરિણતિવાળો જે સૂક્ષ્મ યોગ (ઈન્દ્રિયોથી અગોચર યોગ) તે અનાલંબન યોગ જાણવો તે જ યોગ અહીં પરમયોગ છે.’ ૧૯૫
પરમાત્માના ગુણોની સાથે જે એકાગ્રતા તેને અનાલંબન યોગ કહેવાય છે. તેથી અનાલંબન યોગ એકાગ્રતાયોગનું જ આવા પ્રકારનું બીજું નામ છે. અહીં જો કે ગુણોનું આલંબન છે પણ તે આલંબન અલ્પ આલંબન હોવાથી અને સૂક્ષ્મ આલંબન હોવાથી અનાલંબન કહેવાય છે. આ પ્રમાણે સ્થાન ૧, વર્ણ ૨, અર્થ ૩, આલંબન ૪ અને એકાગ્રતા પ. એમ પાંચ પ્રકારના યોગો છે. તેના ઈચ્છા ૧, પ્રવૃત્તિ ૨, સ્થિરતા ૩ અને સિદ્ધિ ૪ એમ ચાર-ચાર પ્રકાર હોવાથી ઈચ્છાદિ ચારની સાથે ગુણતાં ૫ × ૪ = ૨૦ ભેદો યોગના થાય છે. તે સર્વે ભેદો ચાર પ્રકારના અનુષ્ઠાનોની સાથે જોડાયા છતા (પ્રીતિ-ભક્તિ-વચન અને
Page #772
--------------------------------------------------------------------------
________________
૭૩૬
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
અસંગ એમ ચાર પ્રકારનાં અનુષ્ઠાનોની સાથે જોડાયા છતા) ૨૦ × ૪ = ૮૦ એંશી ભેદો યોગના થાય છે. પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ અનુષ્ઠાન કોને કહેવાય ? તેનું સ્વરૂપ નિરૂપણ કરવા માટે હવે સમજાવે છે
-
॥૬॥
प्रीतिभक्तिवचोऽसङ्गैः, स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगियोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ॥७॥
ગાથાર્થ :- સ્થાનાદિ ૨૦ પ્રકારનો પણ યોગ, પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ વડે ચાર-ચાર પ્રકારનો થતાં ૮૦ ભેદવાળો થાય છે. તે યોગદશા આવવાથી “અયોગિગુણઠાણાનાચૌદમા ગુણઠાણાના યોગની પ્રાપ્તિ થાય છે અને તેનાથી અનુક્રમે મુક્તિનો યોગ સિદ્ધ થાય 9. 11911
ટીકા :- ‘પ્રીતિમતીતિ' તે સ્થાનાય:, પ્રીતિ: ભક્તિ: વચનમસકૢ કૃતિ भेदचतुष्टयैरशीतिः भेदा भवन्ति, तस्माद् योगात् क्रमेण अयोगिनामा योग:, तस्याप्तिः-प्राप्तिः भवति । अयोगियोगः - शैलेशीकरणम् । सकलयोगचापल्यरहितो योगः प्राप्नोतीति । तेन पुनः क्रमाद् मोक्षः-सकलकर्माभावलक्षणः । आत्मनः तादात्म्यावस्थानं मोक्षः । एवं योगसंयोगः क्रमाद् - अनुक्रमेण भवति ।
अथ प्रीत्याद्यनुष्ठानस्वरूपं षोडशकतो लिख्यते । अस्य चानुष्ठानता सांसारिकपरिणतौ, सा च परावृत्य तत्त्वसाधने करणीया ।
વિવેચન :- સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ (નિરાલંબનયોગ) આ પ્રમાણે આ પાંચ યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદ કરતાં ૫ × ૪ = ૨૦ ભેદ થાય છે. તે વીશે ભેદોના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ ચાર ચાર ઉત્તરભેદો થતા હોવાથી વીશને ચાર વડે ગુણતાં ૨૦ × ૪ = ૮૦, એમ યોગના કુલ ૮૦ ભેદ થાય છે. તે યોગદશાની પ્રાપ્તિથી આ આત્માને અયોગી નામના ચૌદમા ગુણસ્થાનકનો (મન-વચન-કાયાના યોગોથી રહિત અવસ્થાવાળા ચૌદમા અયોગી ગુણસ્થાનકનો) યોગ પ્રાપ્ત થાય છે. રત્નત્રયીની સાધનામય આ ૮૦ ભેદવાળા યોગની પ્રાપ્તિથી કર્મબંધના હેતુભૂત કાયાદિ યોગ રહિત એવી અયોગી અવસ્થા આ જીવ પ્રાપ્ત કરે છે.
અયોગિયોગ એટલે અયોગિ અવસ્થાની પ્રાપ્તિ, શૈલેશીકરણ અવસ્થા-મેરૂપર્વત જેવી અત્યન્ત સ્થિર અવસ્થા, મન-વચન-કાયાના સકલ યોગોની ચપલતાથી રહિત એવી જે અવસ્થા, તેની પ્રાપ્તિ થાય છે વળી તે શૈલેશીકરણ (અયોગી ગુણસ્થાનક) આવવાથી અનુક્રમે
Page #773
--------------------------------------------------------------------------
________________
૭૩૭
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એટલે સર્વકર્મનો અભાવ, કર્મરહિત આત્માની અવસ્થા અથવા આત્માનું શુદ્ધ એવા આત્મસ્વરૂપમાં રહેવું તે મોક્ષ કહેવાય છે. આ પ્રમાણે રત્નત્રયીની સાધનામય યોગનો જે સંયોગ થાય છે. ગુણોની સાધનારૂપ યોગની જે પ્રાપ્તિ થાય છે તે અનુક્રમે અયોગી અવસ્થા પ્રાપ્ત કરાવવા દ્વારા મોક્ષ-પ્રાપ્તિ કરાવનાર બને છે. આ જીવને મુક્તિ-અવસ્થા પ્રાપ્ત કરાવે છે.
હવે પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ આ ચારે પ્રકારનાં અનુષ્ઠાનોના અર્થ શ્રી ષોડશક પ્રકરણના ૧૦મા ષોડશકના શ્લોક નંબર ૩ થી ૯ પ્રમાણે લખાય છે.
यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति, यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥१०-३॥ इति प्रीतिलक्षणम् -
જે અનુષ્ઠાનમાં કર્તાનો પરમ આદર હોય અને હિતકારી ઉદયવાળી પ્રીતિવિશેષ હોય તથા બીજાં અન્ય કાર્યોને છોડીને પણ જે અનુષ્ઠાન કરાય તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. આ પ્રીતિ અનુષ્ઠાનનું લક્ષણ જાણવું. ll૧૦-૩ી
गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद् भक्त्यनुष्ठानम् ॥१०-४॥ अत्यन्तवल्लभा खलु, पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात्प्रीतिभक्तिगतम् ॥१०-५॥ इति भक्तिलक्षणम् -
ભક્તિ અનુષ્ઠાન જો ક્રિયાથી જોઈએ તો પ્રીતિ અનુષ્ઠાનની તુલ્ય હોય છે, પરંતુ હૃદયમાં ગૌરવવિશેષ (માન-બહુમાન વિશેષ-પૂજ્યભાવ વિશેષ) હોવાથી બુદ્ધિશાળી જીવનું જે વિશેષ વિશુદ્ધિવાળું અનુષ્ઠાન કરાય તે ભક્તિઅનુષ્ઠાન કહેવાય છે. ૧૦-૪
પત્ની અત્યન્ત વહાલી છે અને માતા પણ હિત કરનારી હોવાથી તેની જેમ જ અત્યન્ત વહાલી છે. તે બન્ને પ્રત્યે ખવરાવવા-પીવરાવવાની કે વસ્ત્રાદિ લઈ આપવાની ક્રિયા તુલ્ય હોવા છતાં પણ હૃદયમાં ભેદ રહેલો છે. પત્ની તરફ રાગવિશેષ છે અને માતા તરફ પૂજ્યભાવ વિશેષ છે. પ્રીત્યનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાનના ભેદને સમજવા માટે આ જ ઉદાહરણ છે. ll૧૦-પા
Page #774
--------------------------------------------------------------------------
________________
૭૩૮
જ્ઞાનસાર
યોગાષ્ટક- ૨૭ वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदम्, चारित्रवतो नियोगेन ॥१०-६॥ इति वचनानुष्ठानलक्षणम् -
સર્વત્ર ઔચિત્યયોગથી (સર્વ અનુષ્ઠાનોમાં યથોચિતપણે) શાસ્ત્રનાં વચનોના અનુસાર જે પ્રવૃત્તિ થાય તે વચન અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન સાધુ-મહાત્માને નિયમો હોય છે. આ વચનાનુષ્ઠાનનું લક્ષણ થયું. ૧૦-૬ો
यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति, त्वेतत्तदावेधात् ॥१०-७॥ चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तद् ज्ञापकं ज्ञेयम् ॥१०-८॥
વળી જે અનુષ્ઠાન અભ્યાસ-વિશેષથી આત્મસાતુ થયેલ હોય, તેની જેમ ઉત્તમ પુરુષો વડે જે કરાય તે અસંગ અનુષ્ઠાન જાણવું. આ અનુષ્ઠાન આગમના સંસ્કારવિશેષથી થાય છે. ||૧૦-૭
દંડ હોય ત્યારે દંડથી ચક્ર ભમે છે અને દંડ લઈ લીધા પછી દંડના અભાવમાં પણ પૂર્વના સંસ્કારથી ચક્ર ભમે છે. આ ઉદાહરણ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને સમજવા માટે પૂરતું છે. દંડના આલંબનથી જેમ ચક્ર ભમે તેમ શાસ્ત્રવચનોના આલંબને જે અનુષ્ઠાન કરાય તે વચનાનુષ્ઠાન અને દંડ લઈ લીધા પછી દંડ વિના પણ પૂર્વના સંસ્કારથી જેમ ચક્ર ભ્રમણ થાય છે તેમ વચનોના આલંબન વિના પણ વચનો આત્મસાત્ હોવાથી વચનોના સંસ્કારોથી સહજપણે જે અનુષ્ઠાન થાય છે તે અસંગાનુષ્ઠાન છે. ૧૦-૮
अभ्युदयफले चाद्ये, निःश्रेयससाधने तथा चरमे । एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ॥१०-९॥
પ્રથમનાં બે અનુષ્ઠાનો અભ્યદય ફળવાળાં છે (સ્વર્ગાદિ સંસારસુખનાં કારણ છે) અને પાછલાં બે અનુષ્ઠાનો કલ્યાણનાં સાધન છે અર્થાત્ મુક્તિપ્રાપ્તિનાં કારણ છે. વળી છેલ્લાં બે અનુષ્ઠાનો કરતાં કરતાં લગભગ મોહનીયકર્મ ક્ષીણપ્રાય થવાથી વિદન વિનાનાં છે.
इति एवं क्रमेण योगसाधनारतः सर्वयोगरोधं कृत्वा अयोगी भवति ॥७॥
Page #775
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭
આ પ્રમાણે અનુક્રમે યોગદશાની સાધનામાં લીન બનેલો આત્મા મન-વચન-કાયાના સર્વ યોગોનો નિરોધ કરીને અયોગી નામના ચૌદમા ગુણસ્થાનકવર્તી થાય છે ત્યાંથી અલ્પકાલમાં જ મોક્ષે જાય છે. નાણા
स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि । सूत्रदाने महादोष:, इत्याचार्याः प्रचक्षते ॥ ८ ॥
૭૩૯
ગાથાર્થ :- સ્થાનયોગ-વર્ણયોગ વગેરે યોગદશા વિનાના જીવને “તીર્થ ઉચ્છેદ થઈ જશે” ઈત્યાદિ ભયના આલંબનથી પણ જે સૂત્રદાન કરે છે તેને મહાદોષ લાગે છે. એમ પૂર્વાચાર્ય પુરુષો કહે છે. III
ટીકા :- “સ્થાનાàતિ' સ્થાનાવિપ્રવૃત્તિયોગરહિતસ્ય સૂત્રવાન મહાોષ કૃતિ आचार्याः हरिभद्रादयः प्रचक्षते - कथयन्ति । कस्मात् ? तीर्थोच्छेदाद्यालम्बनात् । निरास्तिकस्य सूत्रदाने कदाचित् कुप्ररूपणाकरणेन तीर्थोच्छेदो भवति । उक्तञ्च विंशतिकायाम्
વિવેચન :- સ્થાનયોગ, વર્ણયોગ ઈત્યાદિમાં પ્રવૃત્તિ કરવા રૂપે યોગદશા જે આત્મામાં પ્રગટી નથી તેવા પ્રકારના સ્થાનાદિ યોગ વિનાના આત્માને ચૈત્યવંદન આદિનાં સૂત્રો આપવામાં (સૂત્રપાઠ ભણાવવામાં) પણ આપનારાને મહાદોષ લાગે એમ પૂર્વે થઈ ગયેલા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી વગેરે આચાર્ય મહાપુરુષો કહે છે. સારાંશ કે જેમ અપાત્રને અથવા કુપાત્રને ઘરનો કે પેઢીનો વહીવટ ન સોંપાય, તેમ ઉપર કહેલા સ્થાનાદિ યોગો જેમાં આવ્યા નથી તેવા પુરુષને ચૈત્યવંદનાદિના સૂત્રપાઠો અપાય નહીં. જો કોઈ સૂત્રપાઠ આપે તો તે આપનારાને મહાદોષ લાગે એમ પૂર્વાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી આદિ મહાપુરુષો કહે છે.
પ્રશ્ન :- જો તમે સ્થાનાદિ યોગ વિનાનાને સૂત્રપાઠ નહીં આપો તો પાંચમા આરાના છેડા સુધી રહેનારું મહાવીર પરમાત્માનું તીર્થ (શાસન) વહેલું વહેલું વિચ્છેદ પામશે. કારણ કે શાસ્ત્રોમાં કહેલા સ્થાનાદિ યોગવાળી દશા તો કોઈક મહાત્મા પુરુષમાં જ આવે, ઘણા પુરુષોમાં તો આવી ઉત્કૃષ્ટદશા ન આવે અને ઉત્કૃષ્ટદશાવાળા પુરુષો તો બે-પાંચ એમ અલ્પ જ હોવાના, તેઓનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે આવી ઊંચી યોગદશાવાળા પુરુષો કોઈ હોય નહીં અને યોગદા વિનાનાને સૂત્રપાઠ અપાય નહીં તેનો અર્થ એ થશે કે સારા જીવો ન હોવાથી અને અયોગ્ય જીવોને સૂત્રપાઠ ન ભણાવવાથી પરમાત્માનું શાસન ત્યાં જ વિચ્છેદ પામશે, આ બરાબર થતું નથી, માટે સ્થાનાદિ યોગ ન આવ્યો હોય તેવા યોગદશા વિનાના
Page #776
--------------------------------------------------------------------------
________________
७४० યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર જીવને પણ સૂત્રપાઠ અપાવવો જોઈએ જેથી ગાંડા-ઘેલા માણસોથી પણ શાસન તો છેવટે ચાલુ રહે.
તે માટે તીર્થ ઉચ્છેદ થઈ જશે એવા ભયથી સ્થાનાદિ યોગદશા વિનાના જીવને પણ સૂત્રપાઠ અપાવવો જોઈએ. દીક્ષા અપાવવી જોઈએ. એવા જીવોથી પણ મહાવીરપ્રભુનું શાસન ચાલુ રહે તે માટે અયોગ્યને પણ સૂત્રદાન અપાવવું જોઈએ આ જ માર્ગ વધારે ઉચિત છે. નિષેધ શું કામ કરો છો?
ઉત્તર :- “અયોગ્ય જીવને જો સૂત્રદાન નહીં કરીએ તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે” ઈત્યાદિ આલંબનો પણ ખોટા આલંબનો છે. જો આવાં બહાનાં નીચે પણ યોગદશા વિનાના જીવને સૂત્રદાન આપવામાં આવે તો આપનારાને મહાદોષ લાગે એમ શ્રી હરિભદ્રસૂરિજી આદિ મહાત્મા પુરુષો કહે છે.
આ કથનની પાછળ આશય એ છે કે કયા કારણે અપાત્રને સૂત્રદાન નથી અપાતું? તે જાણવું ખાસ જરૂરી છે. તેથી તે જણાવે છે કે યોગદશા વિનાનો જીવ અપાત્ર છે અર્થાતુ કુપાત્ર છે. જેમ માંદા માણસને વિશિષ્ટ ખોરાક નથી અપાતો, બાળકને લાખોના દાગીના નથી પહેરાવાતા, બુદ્ધિહીન જીવને અને દુરાચારી જીવને કોઈ વિશિષ્ટ સ્થાનનો હોદ્દો નથી અપાતો, જો આપવામાં આવે તો લાભ કરતાં નુકશાન ઘણું વધારે થાય, તેની જેમ અહીં અપાત્રને આવા પ્રકારની વિદ્યા અપાતી નથી.
* આસ્તિકતા આદિ વિશિષ્ટ ગુણો જેમાં ન હોય એવા નાસ્તિક જીવને સૂત્રનું દાન કરવામાં આવે તો તે જીવ ઉસૂત્ર પ્રરૂપણા કરનાર બને, પોતાનામાં એવા વિશિષ્ટ ગુણો નથી અને અધિકાર જો મળી જાય તો મન ફાવે તેમ વર્તે, સ્વચ્છંદતા વધે, મન ફાવે તેવા અર્થો કરીને સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરે. તેનાથી જીવો અવળા માર્ગે વળે. આ જ સાચો તીર્થનો ઉચ્છેદ થયો કહેવાય. સાચા માર્ગે ચાલનારા થોડા હોય તો પણ તે માર્ગ કહેવાય, પણ શાસ્ત્રવિરુદ્ધ ચાલનારા અને તેવી ઉત્સુત્ર પ્રરૂપણા કરનારા ઘણા હોય તો પણ તે ઉન્માર્ગ જ કહેવાય. વધારે વધારે ઉન્માર્ગ પ્રવર્તે એ જ પરમાત્માના શાસનનો સાચો ઉચ્છેદ કર્યો કહેવાય. થોડા જીવો હોય પણ પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તેને સંઘ-તીર્થ કહેવાય અને સ્વચ્છંદે ચાલતા હોય તો હાડકાંનો માળો જ માત્ર કહેવાય. તેથી થોડા હોય પણ શાસ્ત્રાનુસારી ચાલનારા હોય તે જ સાચું તીર્થ છે આમ જાણવું. તેથી આવા બહાના નીચે પણ અપાત્રને સૂત્રદાન કરવું નહીં. આ જ વાત પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ યોગવિંશિકામાં કહી છે. તે વાત આ પ્રમાણે છે -
Page #777
--------------------------------------------------------------------------
________________
૭૪૧
જ્ઞાનમંજરી
યોગાષ્ટક- ૨૭ तित्थस्सुच्छेयाइ वि, नालंबणमित्थ जं स एमेव । सुत्तकिरियाइणासो, एसो असमंजसविहाणा ॥१४॥ सो एसो वंकओ चिय, न य सयमयमारिआणमविसेसो । एवंपि भावियव्वं, इह तित्थुच्छेयभीरुहि ॥१५॥ मुत्तूण लोगसण्णं, उड्डूण य साहुसमयसब्भावं । सम्मं पयट्टियव्वं, बुहेण मइनिउणबुद्धीए ॥१६॥
एवं प्रथमं स्थानादिविशुद्धिं कृत्वा इच्छादिपरिणतः क्रमेण स्वरूपावलम्बनादि गृहीत्वा प्रीत्याद्यनुष्ठानेन असङ्गानुष्ठाने गतः सर्वज्ञो भूत्वा अयोगीभूय सिद्धो भवति । अतः क्रमसाधना श्रेयस्करी ॥८॥
इति व्याख्यातं योगाष्टकम् (२७)
“તીર્થનો ઉચ્છેદ થઈ જશે” ઈત્યાદિ આલંબનો પણ અહીં સૂત્રદાનમાં સાચાં ન સમજવાં, કારણ કે તે અયોગ્ય જીવ ઉસૂત્રપ્રરૂપણા આદિ અસમંજસ વિધાન કરે અને તેનાથી મૂલસૂત્ર અને મૂલક્રિયા માર્ગનો નાશ કરે તે જ સાચો તીર્થનો ઉચ્છેદ થયો સમજવો. ૧૪
: પ = સૂત્રયવિનાશ: = તે આ મૂલસૂત્રનો અને ક્રિયાનો કરાતો વિનાશ વંમ વિય = તીર્થોચ્છવપર્યવસાયિતયા ફુરત્તરવહન પત્ર = જૈનશાસનનો ઉચ્છેદ કરવાના પર્યવસાનવાળો છે. તથા દૂરન્ત એવા દુઃખફળને જ આપનારો છે. માટે તેવા જીવને સૂત્રદાન કરવું ઉચિત નથી. કોઈ વ્યક્તિ સ્વયં મૃત્યુ પામે અને આપણે તેને જાણીને મારી નાખીએ તે બને જેમ સમાન નથી, તેમ સ્વયં તીર્થનો ઉચ્છેદ થાય અને આપણા વડે અપાત્રને વિદ્યા આપવાથી તીર્થનો ઉચ્છેદ કરાય. આ બન્ને સમાન નથી. આ બાબત તીર્થના ઉચ્છેદથી ભીરુ જીવોએ જાણી લેવી જોઈએ. ૧૫
ખોટા એવા લોકોના ટોળા સાથે તણાવું આવા પ્રકારની લોકસંજ્ઞાનો ત્યાગ કરીને, સારી રીતે શાસ્ત્રોના સૂક્ષ્મ પરમાર્થને વહન કરીને અતિશય નિપુણ બુદ્ધિપૂર્વક પંડિત પુરુષે સમ્યક પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ મનફાવે તેમ ગમે તેને સૂત્રપાઠનું દાન ન કરવું જોઈએ.
|૧૬
આ પ્રમાણે જેમ અપાત્રને વિદ્યા ન અપાય, અપાત્રને કોઈ વિશિષ્ટ મોટો અધિકાર ન અપાય, જો આપવામાં આવે તો સત્તા હાથમાં આવતાં જ તેનો દુરુપયોગ કરે, અનેકને
Page #778
--------------------------------------------------------------------------
________________
૭૪૨ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર ઘણું નુકશાન કરે, અને છેવટે પોતે પણ અપજશ આદિ પ્રાપ્ત કરીને અકાલે મૃત્યુ પામે. તેમ અપાત્રને સૂત્રદાન કરવાથી ભવિષ્યમાં તે વ્યાખ્યાનાદિ આપે, તેમાં ઉસૂત્ર પ્રરૂપણા કરે, તથા તે ભણેલ પંડિત હોવાથી ભવિષ્યમાં કોઈ અધિકાર પ્રાપ્ત કરે તો મન ફાવે તેમ સ્વચ્છંદપણે શાસ્ત્રોની પ્રરૂપણા કરે, શાસનને છિન્ન-ભિન્ન કરે, અનેક સંપ્રદાયો અને મતો ચલાવે. મૂલમાર્ગનો નાશ કરે, નવા ચિલા પાડે.
ભિન્ન ભિન્ન સંપ્રદાયો અને ભિન્ન ભિન્ન મતો થાપવાથી કાલાન્તરે મૂળસૂત્ર અને મૂલભૂત ક્રિયામાર્ગનો નાશ થઈ જાય. આ જ સાચો તીર્થનો ઉચ્છેદ કર્યો કહેવાય તથા આવી ઉસૂત્ર પ્રરૂપણા કરનારો જીવ પણ ઉત્સુત્ર પ્રરૂપણા કરવા વડે અનંત સંસારી થાય, નરકગામી થાય, તેનું પણ અહિત થાય. માટે અપાત્રને વિદ્યા ન આપવી. કોઈ સ્વયં મૃત્યુ પામી જાય તે જુદી વસ્તુ છે, પણ આપણે તેને મારવો તે ઉચિત નથી. અર્થાત્ સ્વયં મરે અને મારી નાખવામાં આવે આ બન્ને સરખા નથી તેમ સ્વયં તીર્થનો ઉચ્છેદ થાય અને આપણે અપાત્રને વિદ્યા આપીએ અને તેના દ્વારા આ રીતે તીર્થનો ઉચ્છેદ કરાવીએ તે બન્ને સમાન નથી.
તથા અપાત્રને સૂત્રદાન કરનારા આચાર્યની પણ અવહેલના (નિંદા-ટીકા) થાય, જ્યારે અપાત્ર દ્વારા તીર્થને નુકશાન પહોંચાડાય ત્યારે સંઘના લોકો જ આવી વાત પ્રસારિત કરે કે આ શિષ્ય અયોગ્ય હતો એમ ગુરુજીને ખબર હતી છતાં જાણીબુઝીને આવાને શું કામ અધિકાર આપ્યો હશે? આ આચાર્ય મહારાજમાં પણ કંઈ દીર્ઘદર્શીપણું નથી. દૂધ પાઈને સાપ ઉશ્કેર્યો છે. આવી લોકવાયકા પણ ચાલે, આવી આવી ઘણી ઘણી નુકશાની થાય. માટે અપાત્રને વિદ્યા આપવામાં મહાદોષ છે. છતાં આ વિષય શ્રી યોગવિંશિકાના વિવેચનમાં અમે ઘણા વિસ્તારથી લખ્યો છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
આ પ્રમાણે સૌથી પ્રથમ તો સ્થાનયોગ, વયોગ, અર્થયોગ ઈત્યાદિ ભાવો દ્વારા આત્માની વિશુદ્ધિ કરીને ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ સ્વરૂપે પરિણામ પામીને અનુક્રમે પ્રતિમાજી આદિ બાહ્ય આલંબન દ્વારા કાલાન્તરે નિરાલંબન અવસ્થામાં આવીને પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનું જ અવલંબન ગ્રહણ કરીને પ્રીતિઅનુષ્ઠાન-ભક્તિઅનુષ્ઠાન આદિમાં પ્રવેશ કરતાં કરતાં અંતે છેલ્લા અસંગ અનુષ્ઠાનમાં ગયેલો આ જીવ સર્વજ્ઞ બનીને અયોગી ગુણઠાણાવાળી અવસ્થા પામીને સિદ્ધ થાય છે. આ રીતે ક્રમસર આત્મતત્ત્વની સાધના કરવી એ જ કલ્યાણકારી માર્ગ છે. આ પ્રમાણે યોગાષ્ટક સમજાવ્યું. ૮
ને
જ સત્યાવીસમું યોગાષ્ટક સમાપ્ત
Page #779
--------------------------------------------------------------------------
________________
|॥ अथ अष्टाविंशतितमं नियागाष्टकम् ॥
नियागः-कर्मदहनं, तत्र नितरां निश्चयेन यागः-यजनं नियागः । उक्तञ्च - सुसंवुडा पंचहिं संवरेहिं, इह जीवियं अणवकंखमाणो । वोसट्टकाया सुइचत्तदेहा, महाजयं जयइ जन्नसिटुं ॥४२॥ के ते जोइ, के व ते जोइठाणा, का ते सूया, किं व ते कारिसंगं ? । एहा य ते कयरा सन्ति भिक्खू, कयरेण होमेण हुणासि जोइं ? ॥४३॥ तवो जोई जीवो जोइठाणं, जोगा सूया सरीरं कारिसंगं । कम्मं एहा संजमजोग संती, होमं हुणासि इसिणं पसत्थं ॥४४॥
(उत्तराध्ययन सूत्र १२, गाथा ४२-४३-४४) से बेमि जहा अणगारे उज्जुकडे नियागपडिवण्णे, अमायं कुव्वमाणे वियाहिए (श्री आचाराङ्गसूत्रे) (आचाराङ्ग-श्रुतस्कन्ध १, उद्देश-३, सूत्र-१८) नियुक्तितः, निक्षेपादिकं ज्ञेयम् ( उत्तरा०अध्य २५, नियुक्ति गाथा-४६०-४६१-४६२ ) तत्स्वरूपं निवेदयति
નિયાગ કરવો એટલે કર્મોને બાળવાં, અહીં નિ ઉપસર્ગ છે. નિ એટલે નિશ્ચયથી વાસી એટલે યજન કરવું, કર્મનું બાળવું, કર્મોને નક્કી અવશ્ય બાળી નાખવાં તેનું નામ નિયાગ. અન્ય લોકો પશુઓનો હોમ કરીને જેમ યજ્ઞ કરે છે તે યજ્ઞ હિંસાવાળો છે માટે તે યજ્ઞ કરવાનું શાસ્ત્રકારોનું કથન નથી, પણ “કર્મોને હોમવાનાં છે, કર્મોને બાળવાનાં છે” આવો હોમ કરવો તે નિયાગ. હવે તેનું વર્ણન કરાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં બારમા અધ્યયનમાં ગાથા ૪૨-૪૩-૪૪ માં આ પ્રમાણે કહ્યું છે -
પાંચ પ્રકારના સંવરથી સંવૃત થયેલા પોતાના અવિરતિમય જીવનને નહીં ઈચ્છતા (વિરતિ તરફ જવાની વૃત્તિવાળા), શરીરને વોસિરાવવાની ઈચ્છાવાળા, પવિત્ર અને ત્યાગમય દેહવાળા મુનિ હવે કહેવાતા કર્મોને હોમવાવાળા મહાન વિજય અપાવનારા શ્રેષ્ઠ યજ્ઞને કરે छ. ॥४२॥
भिक्षु मुनि ! आपनो अग्नि वो छ ? मग्नि को छ ? 39 वी छ ? છાણાં-લાકડાં વગેરે અંગો કેવાં છે? તથા શાન્તિપાઠ કેવો છે? અને આપ કેવા હોમથી अग्निवने प्रसन्न ४२॥ छो छौ ? ॥४॥
Page #780
--------------------------------------------------------------------------
________________
७४४ નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર તપ રૂપ અગ્નિ જાણવો, જીવ રૂપ અગ્નિકુંડ જાણવો, મન-વચન-કાયાના યોગો (ની એકાગ્રતા) રૂપ કડછી જાણવી. શરીર એ છાણાં છે. કર્મો એ લાકડાં છે. સંયમનું આચરણ એ શાન્તિપાઠ છે. મહામુનિઓ દ્વારા પ્રશંસનીય એવો શ્રેષ્ઠ યજ્ઞ હું કરું છું. ૪૪ll
તથા આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા ઉદ્દેશાના ૧૮માં સૂત્રમાં કહ્યું છે કે - જેણે ગૃહનો ત્યાગ કર્યો છે અને પંચમહાવ્રતધારી અણગારમુનિ બન્યા છે તે મુનિ અનુક્રમે કેવા હોય ? કેવા થાય? છે તે વિષય વેરિ = સમજાવું છું નહીં = જેમ ધીરે ધીરે અનુક્રમે મારે = તે અનગાર થયેલા મુનિ ૩qડે = ઋજુગતિને કરનારા એટલે કે અકુટિલપણે સંયમશ્રેણીને પાલનારા-મોક્ષગમનને અનુકુલ શ્રેણીને કરનારા નિયા ડિવાઈને = સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રાત્મક નિશ્ચિત મોક્ષમાર્ગને પામેલા સમર્થ = માયા આદિ કષાયો વિનાનું જીવન સુષ્યમાઈ = કરતા ભૂમિ ઉપર વિચરે છે.” આ પ્રમાણે નિયાગ એટલે રત્નત્રયીની સાધના કરવી અને કર્મોને બાળવાં આવો અર્થ કરવો પણ પશુહોમ કરવાવાળો અર્થ ન કરવો. હિંસા એ ધર્મ સંભવતો નથી.
નિયાગ” ઉપર નામાદિ ચાર નિપા જણાવવા જોઈએ પણ તે આવશ્યકનિર્યુક્તિ ગાથા ૪૬૦-૪૬ ૧-૪૬૨ માં કહેલા છે. તેથી તે પાઠની સાક્ષી આપીને કહે છે કે ત્યાંથી જાણી લેવા. તે ગાથા અને અર્થ આ પ્રમાણે છે.
"निक्खेवो जण्णंमि अ, चउक्कओ दुविहो य होइ दव्वंमि । आगमनोआगमओ, नोआगमओ अ सो तिविहो ॥४६०॥ जाणगसरीर-भविए, तव्वइरित्ते अ माहणाईसुं । तव संजमेसु जयणा, भावे जण्णो मुणेयव्वो ॥४६१॥ जयघोसा अणगारा, विजयघोसस्स जण्णकिच्चंमि । तत्तो समुट्ठियमिणं, अज्झयणं जण्ण इज्जंति ॥४६२॥
નિયાગ એટલે યજ્ઞ, તે યજ્ઞમાં નામાદિ ચાર ભેદવાળો નિક્ષેપ હોય છે. યજ્ઞ એવું કોઈનું નામ પાડવું તે નામયજ્ઞ, યજ્ઞ એવા અક્ષરોની સ્થાપના તે સ્થાપનાયજ્ઞ. હવે દ્રવ્યયજ્ઞ બે પ્રકારનો છે - ૧. આગમથી અને ૨. નોઆગમથી. જે યજ્ઞનું સ્વરૂપ જાણે પણ પ્રરૂપણાકાલે ઉપયોગ ન હોય તે આગમથી દ્રવ્યયજ્ઞ અને બીજો જે નોઆગમથી દ્રવ્યયજ્ઞ છે તેના ત્રણ પ્રકાર છે. I૪૬૦
જ્ઞાયકશરીર (જ્ઞશરીર), ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત આમ ત્રણ ભેદ જાણવા.
Page #781
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિયાગાષ્ટક - ૨૮
૭૪૫
યજ્ઞનું સ્વરૂપ જેણે જાણ્યું છે અને આત્મા જેનો કાલગત થયો છે તે જ્ઞાયકશરીર (અર્થાત્ જ્ઞશરીર) તથા જે ભવિષ્યમાં યજ્ઞનું સ્વરૂપ જાણશે તે ભવ્યશરીર, પણ ત્રીજો જે તદ્બતિરિક્ત નામનો ભેદ છે તે બ્રાહ્મણાદિ લોકો જે યજ્ઞ કરે છે તે જાણવો. કારણ કે તે યજ્ઞ હિંસાત્મક હોવાથી સાવધ છે. સાવધ હોવાથી દ્રવ્યયજ્ઞ છે અને તપ-સંયમમાં જે જયણા એટલે તપ-સંયમવાળું અનુષ્ઠાન કરવું, આચરવું, તેના પ્રત્યે આદરભાવ રાખવો તે ભાવયજ્ઞ જાણવો. ૪૬૧॥
ભાવયજ્ઞને યથાર્થ રીતે જણાવવા માટે ઉત્તરાધ્યયનસૂત્રનું ૨૫મું અધ્યયન દેખો. જ્યાં જયઘોષમુનિ પાસેથી વિજયઘોષ નામના બ્રાહ્મણ સાચા અર્થવાળા ભાવયજ્ઞના કાર્યમાં જોડાયા તે વર્ણન છે. તેથી જ તે અધ્યયનનું નામ “યજ્ઞીય અધ્યયન” કહેવાય છે. II૪૬૨॥
હિંસાત્મક યજ્ઞ તે દ્રવ્યયજ્ઞ અને તપ-સંયમમાં સવિશેષ આચરણ અને સવિશેષ આદરભાવ તે ભાવયજ્ઞ જાણવો. હવે આ નિયાગ ઉપર સાત નયો ટીકાકારશ્રીએ કોઈ કારણસર લખ્યા નથી. ગીતાર્થો પાસેથી જાણીને પણ અમે અમારા ક્ષયોપશમ પ્રમાણે લખીએ છીએ તે સાત નયો આ પ્રમાણે છે -
૧.
૨.
૫.
૩.
વ્યવહારનય :- ઉપવાસાદિ ધર્માનુષ્ઠાન આચરવું તે નિયાગ.
૪. ઋજુસૂત્રનય :- અણાહારી સ્વરૂપ વગેરેનું ચિંતન તે નિયાગ.
૬.
નૈગમનય :- નિર્જરાપ્રયોજક કોઈપણ યોગ-ધર્માનુષ્ઠાન-ઉપવાસાદિ વિષયક માનસિક સંકલ્પ એ નિયાગ છે. આ સિવાય પરંપરાએ નિયાગની (કર્મનિર્જરાની) હેતુ બનતી હોય તેવી વસ્તુઓ પણ નિયાગ કહેવાય છે.
૭.
સંગ્રહનય :- ઉપવાસાદિના કારણભૂત શારીરિક બળ, ધૃતિ વગેરે નિયાગ કહેવાય છે.
શબ્દનય :- અણાહારી સ્વરૂપનો ઓછો-વધતો અનુભવ એ નિયાગ.
સમભિરૂઢનય :- ઉત્કૃષ્ટ તપ આદિ ગુણોની યોગ્યતા યુક્ત અણાહારી સ્વરૂપ આદિનો અનુભવ તે નિયાગ.
--
એવંભૂતનય :- ઉપરોક્ત ગુણો જેમાં પૂર્ણપણે પ્રગટ થયા છે અને સક્રિય બન્યા છે તે આત્મા સ્વયં નિયાગ.
ભાવયજ્ઞ જ કર્તવ્ય છે તે ભાવયજ્ઞનું સ્વરૂપ આ પ્રમાણે છે.
Page #782
--------------------------------------------------------------------------
________________
७४६
જ્ઞાનસાર
નિયાગાષ્ટક - ૨૮ यः कर्म हूतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानध्यायया । स निश्चितेन यागेन, नियागप्रतिपत्तिमान् ॥१॥
ગાથાર્થ :- જે મુનિ મહારાજા ધ્યાનરૂપી ઈન્ધન દ્વારા જ્ઞાનરૂપી અગ્નિ દીપ્ત થયે છતે કર્મનો હોમ કરે છે (કર્મોને બાળે છે) તે મુનિ નક્કી આવા ભાવયજ્ઞ વડે મુક્તિમાર્ગને પામનાર બને છે. તેના
ટીકા :- “વ: વર્ષ દૂતવનિતિ” : નૌ-માત્મસ્વરૂપૈવત્વરૂપાનો ध्यानध्यायया-ध्यानेन्धनेन दीप्ते सति कर्म-ज्ञानावरणीयादिकं हूतवान्-होमं कृतवान्, स मुनिः निश्चितेन-आभ्यन्तरेण, यागेन-सम्यग्दर्शनज्ञानचारित्रैकत्ववीर्यतीक्ष्णत्वरूपेण युक्तः नियागप्रतिपत्तिमान् उच्यते ॥१॥
વિવેચન :- ભાવયજ્ઞ કરવા માટે સૌ પ્રથમ જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટાવવાનો છે. બ્રહ્માગ્નિ એટલે સમ્યજ્ઞાન રૂપી અગ્નિ પ્રગટાવવો. અનાદિકાલથી આ જીવ મોહાશ્વેતાના કારણે પૌગલિકાદિ પરદ્રવ્યોની સાથે એકમેકતાને પામેલો છે. તેથી તે દૃષ્ટિ ત્યાંથી ઉખેડીને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોની સાથે એકતા કરવામાં (તે દૃષ્ટિ) કરવી, આત્મતત્ત્વનો અભ્યાસ કરવો, આત્માના મૂળભૂત જ્ઞાનાદિ ગુણમય શુદ્ધ, બુદ્ધ, નિરંજન સ્વરૂપ મેળવવાની લગની લાગવી તે બ્રહ્માગ્નિ કહેવાય છે. તે બ્રહ્માગ્નિ પ્રથમ પ્રગટાવવાનો છે.
ત્યારબાદ ધ્યાનરૂપી ઈન્જન જોડીને તે અગ્નિને વધારે વધારે પ્રદીપ્ત કરવાનો હોય છે. જેમાં પ્રગટ થયેલ અગ્નિમાં ઈન્ધન નાખવાથી અગ્નિ વધારે જોર પકડે છે તેમ પ્રાપ્ત થયેલ આત્મતત્ત્વના લક્ષ્યવાળા જ્ઞાનનું નિરંતર ધ્યાન કરવાથી તેનું જ વધારે રટન કરવાથી આ જ્ઞાન જોર પકડે છે.
ત્યારબાદ જેમ અત્યન્ત જ્વાળા રૂપે બનેલ અગ્નિમાં બ્રાહ્મણ આદિ અન્ય લોકો અજ્ઞાનતા અને મોહબ્ધતાના કારણે પશુ-માંસાદિ બલિનો હોમ કરે છે. તે ન કરતાં તેને બદલે જ્ઞાનાવરણીય આદિ જે ઘાતકર્મો છે કે જે કર્મો આત્માના ગુણોનો અવરોધ કરનાર છે. તે કર્મોને આ જ્ઞાનાગ્નિમાં નાખીને હોમ કરીને બાળવાનાં છે. આ પ્રમાણે કરનારા તે મુનિમહાત્મા આત્માના ગુણોને પ્રગટ કરવા સ્વરૂપ યોગ કરવા દ્વારા કર્મોને બાળવાના અભ્યન્તર એવા ભાવયજ્ઞ કરવા વડે નિયાગને કરનારા થાય છે.
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આ રત્નત્રયીની સાથે એકમેક થઈને તે
Page #783
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
७४७ ગુણોની પ્રાપ્તિ, ગુણોનું સંરક્ષણ અને ગુણોની વૃદ્ધિ કરવા રૂપે વીર્યને નિરંતર પ્રવર્તાવવું એનું નામ યાગ અને તેવા પ્રકારનો ત્યાગ કરવા દ્વારા આત્માર્થી મુમુક્ષુ મુનિ મહારાજા નિયાગને (મુક્તિમાર્ગને) પામનારા બને છે. સાચો આ જ મુક્તિમાર્ગ છે. પશુવધવાળો યજ્ઞ એ મુક્તિમાર્ગ નથી. તત્ત્વજ્ઞ આત્માઓએ આ વિષય વિચારવો. ૧||
पापध्वंसिनि निष्कामे, ज्ञानयज्ञे रतो मुनिः । સાવ કર્મય: વુિં ?, મૂતિમનવિનૈઃ સારા
ગાથાર્થ - પાપોનો ધ્વંસ કરનારા અને સાંસારિક સુખની કામના વિનાના જ્ઞાનયજ્ઞમાં મુનિએ લીન થવું જોઈએ. સાંસારિક સુખની કામના વડે અત્યન્ત મલીન અને સાવદ્ય (પાપકર્મવાળા) એવા અને કર્મ બંધાવનારા યજ્ઞો વડે તે મુનિને શું ? અર્થાત્ મુનિ તેવા સાવધ યજ્ઞો કરતા નથી. કેરા
ટીકા :- “પપધ્ધસિનીતિ''નો વક્ષ ! નિણામે-સર્વપરાવામિનારહિત, पापध्वंसिनि-पापकर्मविनाशके आत्मस्वरूपे ज्ञानं-स्वपरावभासकं तद्पे यज्ञे रतो भव-तन्मयो भव, किं भूतिकामनया-इहलोकसुखेच्छया ? सावधैः-पापसहितैः आविलैः-म्लानैः यज्ञैः किं ? न किमपि, न हिताय, तेन तत्करणं न युक्तम् । आत्मस्वरूपोपयोगः-तन्मयैकत्वपरिणतिः कर्माभावकरी, तेन तत्र यतितव्यम् ॥२॥
વિવેચન :- પાપોનો નાશ કરનારો જો ભાવયજ્ઞ પ્રાપ્ત થતો હોય તો પાપોને બંધાવનારા, સંસારને જ વધારનારા અને જન્મ-જરા-મરણ આદિના દુઃખોને જ આપનારા એવા સાવદ્ય યજ્ઞોનું શું કામ છે ? અર્થાત્ તે યજ્ઞો આદરવા જેવા નથી. આવો ઉપદેશ આ શ્લોકમાં આપે છે.
હે દક્ષ મુનિ ! હે તત્ત્વજ્ઞ સમજુ મુનિ ! તું આવા પ્રકારના નિર્દોષ અને શુદ્ધ એવા ભાવયજ્ઞમાં લીન બન ! કે જે ભાવયજ્ઞ કેવો છે ? તે જણાવે છે. ભાવયજ્ઞ નિષ્કામ છે અર્થાત્ સર્વ પ્રકારની પરભાવદશાની અભિલાષાઓથી રહિત છે. પદ્ગલિક સુખની ઈચ્છાઓ એ એક મોટું બંધન છે. આત્માને ફસાવનારું છે. જન્મ-જરા-મરણની પરંપરા વધારનારું બંધન છે. તેથી આવી કામના વિનાનો જે ભાવયજ્ઞ છે તે જ સારો અને સાચો યજ્ઞ છે.
વળી પાપોનો નાશ કરનારો આ ભાવયજ્ઞ છે, જે જે અશુભ પાપ કર્મો છે ખાસ કરીને ઘાતી કર્મો એ મુખ્ય પાપકર્મો છે. તેનો વિનાશ કરનારો છે. માટે હે મુનિ ! તમે તેવા પ્રકારના જ્ઞાનાત્મક ભાવયજ્ઞમાં જોડાઓ. તથા આ જ્ઞાનયજ્ઞ એ આત્મતત્ત્વના યથાર્થ સ્વરૂપને
Page #784
--------------------------------------------------------------------------
________________
७४८
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
જણાવનારો યજ્ઞ છે. સ્વદ્રવ્ય શું? અને પરદ્રવ્ય શું? સાધક શું? અને બાધક શું? મુક્તિ રોકનાર કોણ? અને મુક્તિ અપાવનાર કોણ? ઈત્યાદિ સ્વ-પર સ્વરૂપના બોધરૂપ અને આત્મતત્ત્વની જાગૃતિમય એવા જ્ઞાનાત્મક ભાવયજ્ઞમાં તું લીન થા. તેમાં જ તત્પર થા. તેમાં જ તારું હિત છે. તેમાં જ તારું કલ્યાણ છે.
પરંતુ ભૂતિની જ કામનાવાળા સાવદ્ય યજ્ઞ વડે હે મુનિ ! તારે શું કામ છે? આ લોકનાં પૌદ્ગલિક સાંસારિક સુખોની ઈચ્છાવાળા અને સાવદ્ય એટલે પશુહિંસાદિ પાપોથી સહિત એવા મલીન યજ્ઞો વડે તને શું લાભ છે? કંઈ જ લાભ નથી. આવા સાવદ્ય યજ્ઞોથી કંઈ હિત (કલ્યાણ) થવાનું નથી. તે કારણે તે યજ્ઞો ન કરવા જોઈએ. તેવા પ્રકારના પાપવાળા યજ્ઞો કરવા ઉચિત નથી.
આત્મતત્ત્વના સ્વરૂપનો જ ઉપયોગ છે. સમ્યગ્દર્શનાદિ આત્મગુણોની સાથે જે તન્મયતા અને એકતા છે. આવી ગુણોની સાથેની એકાગ્રતાવાળી આત્મપરિણતિ જ કર્મોના અભાવને કરનારી છે માટે તેવા પ્રકારના ભાવયજ્ઞમાં જ પ્રવૃત્તિ કરવી ઉચિત છે. સાવદ્યયજ્ઞ હિંસાત્મક હોવાથી હિતકારી તો નથી પરંતુ અવશ્ય અહિતકારી છે. માટે ત્યાજ્ય છે. સરો
वेदोक्तत्वान्मनःशुद्धया, कर्मयज्ञोऽपि योगिनः । ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति किम् ? ॥३॥
ગાથાર્થ :- “કર્મયજ્ઞ કરવાનું વેદમાં કહેલું હોવાથી મનની શુદ્ધિ પૂર્વક જો કર્મયજ્ઞ કરાય તો તે યજ્ઞ યોગિમહાત્માને તો બ્રહ્મયજ્ઞ જ બને છે” આવી (ખોટી) દલીલ કરીને જે લોકો કર્મયજ્ઞ કરવાની ઈચ્છા રાખે છે તેઓ શ્યનયાગ કેમ કરતા નથી? તેનો ત્યાગ શું કામ કરે છે ? Hall
ટીકા :- “વેરોવતત્વતિ " વેરો વસ્તત્વીત્ મન:શુદ્ધચા કર્મયજ્ઞ: પ દ્રાયજ્ઞ इति इच्छन्तः योगिनः श्येनयागं किं त्यजन्ति ? इति स्वमतिकल्पनां कुर्वन्ति मूढाः। ते निषेधनीयाः । न हि संसारकामनया हिंसा सुखकरी भवति, साध्यशुद्धिमन्तरेण न प्रयासो हिताय । अतो नैव कर्त्तव्यमिति ॥३॥
વિવેચન :- બીજા શ્લોકમાં જે કહેવામાં આવ્યું કે કર્મ યજ્ઞ (પશુવધવાળો યજ્ઞ) સાવધ હોવાથી એટલે કે પશુનો વધ કરવા રૂપ હિંસા હોવાથી અને આ લોકમાં ભૌતિક સુખોની કામના હોવાથી ઉત્તમ આત્માને આ યજ્ઞ કરવો ઉચિત નથી. તેને બદલે પાપનો ધ્વંસ કરનાર અને નિષ્કામનાવાળો જ્ઞાનયજ્ઞ કરવો એ જ ઉચિત માર્ગ છે.
Page #785
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૪૯ આ બાબતમાં કોઈક વેદાન્તવાદી પ્રશ્ન કરે છે કે “કર્મયજ્ઞ” કરવાનું વેદમાં કહેલું છે અને શાસ્ત્રમાં જે કરવાનું કહ્યું હોય તે શાસ્ત્રકારોએ જાણીને જ્ઞાનપૂર્વક જ કહ્યું હોય એટલે કે સમજીને જ કહ્યું હોય, માટે હિંસા હોવા છતાં શાસ્ત્રોક્ત હોવાથી મનની શુદ્ધિપૂર્વક જો કરાય તો તેમાં કંઈ દોષ નથી. વેદમાં આવો યજ્ઞ કરવાનું કહેલું છે. માટે મનની શુદ્ધિપૂર્વક જો કરાય તો તે કર્મયજ્ઞ જ બ્રહ્મયજ્ઞ કહેવાય, માટે આ બ્રહ્મયજ્ઞ જ છે એમ માનીને કર્મયજ્ઞ કરવો જોઈએ તે વેદવચન આ પ્રમાણે છે. “વવાનુવરને બ્રાહUT વિવિવિપત્તિ પર दानेन तपसा"
આ મતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે “વેદ વચન હોવાથી મનની શુદ્ધિ દ્વારા આ કર્મયજ્ઞ એ બ્રહ્મયજ્ઞ જ છે” આ વાત ખોટી છે. સાચી નથી. જો વેદોક્ત હોવાથી કર્તવ્ય બનતો હોય તો શ્યનયાગ કેમ કરતા નથી ? શ્યનયાગનો ત્યાગ શા માટે કરો છો?
શત્રુઘાત માટે બાજ દ્વારા કરાતો યજ્ઞ તે શ્યનયજ્ઞ કહેવાય છે. આ યજ્ઞ તેમના શાસ્ત્રમાં વિહિત છે તો પણ તે યજ્ઞ કરાતો નથી. કારણ કે તેમના જ શાસ્ત્રમાં કહેલ છે કે આ યજ્ઞમાં બીજાના વધનું પ્રયોજન છે માટે આ યજ્ઞ પ્રત્યપાયજનક છે તેથી સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે અન્ય યજ્ઞ કરાય છે, પરંતુ શ્યનયાગ શાસ્ત્રવિહિત હોવા છતાં તેઓ કરતા નથી. તેઓ પોતે જ તે યજ્ઞનું અશુભ ફળ-કુપરિણામ માને છે. તે માટે તેમને અર્ધજરતીયના ન્યાયનો ઘાટ લાગે છે.
સારાંશ કે વેદોક્ત હોવાથી ગરીબડાં અને લાચાર પશુઓનો હોમ કરવો આ મિથ્યા બુદ્ધિ છે. પોતાની મતિ પ્રમાણેની કલ્પના માત્ર છે. મૂઢ મનુષ્યો માંસાહારમાં અંજાયા છતા શાસ્ત્રોના અર્થોને મરડીને મતિકલ્પિત અર્થો કરે છે. તે અટકાવવા યોગ્ય છે. સંસારનાં સુખોની ઈચ્છા કરવી અને તે ઈચ્છાથી ગરીબ અને નિઃસહાય પશુઓની હિંસા કરવી એ સુખ કરનારી નથી. પાપના બંધ દ્વારા નરક-નિગોદનાં દુઃખો જ આપનારી છે. - સાધ્યની જો શુદ્ધિ ન હોય તો કરાયેલો પુરુષાર્થ હિત કરનાર થતો નથી. જો હિંસા એ ધર્મ હોત તો નરકમાં કોણ જાત ? માટે ઉપરની વેદવાદીની કલ્પના અનર્થમૂલક છે. પંચેન્દ્રિય જીવોની હિંસા અને સંસારસુખની કામના આ બને હેતુઓ ખોટા છે. માટે ઉત્તમ પુરુષોએ તેનો ત્યાગ જ કરવો. આવા પ્રકારનું ખોટું આચરણ આચરવા જેવું નથી. આવા
ब्रह्मयज्ञः परं कर्म, गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः ॥४॥
Page #786
--------------------------------------------------------------------------
________________
૭૫૦ નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર ગાથાર્થ :- સાવદ્યમાં પ્રવૃત્તિશીલ એવા દ્રવ્યપૂજાના અધિકારી ગૃહસ્થને વીતરાગ પ્રભુનું પૂજા આદિ કાર્ય એ ઉત્કૃષ્ટ બ્રહ્મયજ્ઞ જાણવો, પરંતુ યોગી મહાત્માને તો જ્ઞાનયજ્ઞ એ જ બ્રહ્મયજ્ઞ જાણવો. ll૪
ટીકા :- “બ્રહ્મયજ્ઞ” રૂતિ ગૃહસ્થચ-સાવદ્યપ્રવૃત્તસ્ય ધારિUT:-યોથર્ચ न्यायोपार्जितवित्तादिगुणवतः, वीतरागस्य पूजादिकर्मकरणं परं-उत्कृष्टं ब्रह्मयज्ञ इति ज्ञेयम् । संवराभावे आश्रवाणां परावृत्तिः प्रशस्तीकरणं युक्तम् । उक्तञ्च -
अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे, दव्वथए कूवदितो ॥१२२४॥
(पञ्चवस्तु प्रकरण गाथा १२२४) इति रागपापस्थानस्य प्रशस्तताकरणोपदेशः । आगमे सर्वाश्रवाणां प्रशस्तता साधने गृहीता । तथा च मुनिविनये शासनविनये हर्षादि (वर्षादि) जीवघातोऽपि न बन्धाय । तथा प्रज्ञापनायां (पद-११, सूत्र-१७४) भाषा चतुष्टयमपि मुनीनाम्, इत्यादिकम् ।
ततः श्रावकाणां तु हिंसादिसर्वपरावृत्तिर्गुणिभक्तिरूपा हिता । तु-पुनः योगिनो ज्ञानं यज्ञम्-ज्ञानरमणमेव हितम्, न हि मुनिर्बाह्यप्रवृत्तिरतो ज्ञाने रममाणस्तत्त्वं साधयति ॥४॥
વિવેચન :- જે આત્માઓએ હજુ સાવઘયોગ સર્વથા ત્યજ્યો નથી. ઘર ચલાવવા વેપારધંધો કરવા સાવધયોગ જેઓને ચાલુ જ છે તેવા ઘરબારી સંસારી ગૃહસ્થ શ્રાવકશ્રાવિકાઓ આ દ્રવ્યપૂજાના અધિકારી છે. કારણ કે સાવદ્યયોગનો ત્યાગ કર્યો જ નથી, ઘર ચલાવવા માટે સાવદ્યયોગ સેવે જ છે તો પ્રશસ્ત શુભ કાર્ય કરવા માટે સાવઘયોગ (એકેન્દ્રિય જીવોની જ માત્ર હિંસા છે જેમાં એવો સાવદ્યયોગ, સેવે તો તેમાં આશ્રવની માત્ર પરાવૃત્તિ થાય છે. અશુભ આશ્રવને બદલે શુભનો આશ્રવ થાય છે. તેના માટે તે હિતકારી છે. તેમાં જે આશ્રવ છે તે હિતકારી નથી, પરંતુ અપ્રશસ્તને બદલે પ્રશસ્તની જે પરાવૃત્તિ છે તે હિતકારી છે આવો અર્થ કરવો.
ઉપરોક્ત યુક્તિને અનુસાર જે દ્રવ્યપૂજાના અધિકારી છે તેવા યોગ્ય જીવો કે જે ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલા ધનવાળા છે. આમ ન્યાયોપાર્જિતવિત્ત ઈત્યાદિ શ્રાવક-શ્રાવિકાના ૨૧ ગુણોથી જે યુક્ત છે. સંસારવાસમાં જે રહેલા છે. ઘર માટે આરંભ-સમારંભ કરે જ
Page #787
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૧ છે તેવા શ્રાવક-શ્રાવિકાને માટે વીતરાગ પરમાત્માની દ્રવ્યપૂજા આદિ કાર્ય કરવું તે પરમ ઉત્કૃષ્ટ બ્રહ્મયજ્ઞ છે આમ જાણવું. કારણ કે અંતે પ્રાપ્ત કરવા લાયક તો સંવર જ છે. પરંતુ
જ્યાં સુધી સંવરધર્મની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આશ્રવોની પરાવૃત્તિ કરવી એટલે કે અશુભ આશ્રવમાં જે વર્તે છે તેને બદલે શુભ આશ્રવમાં જોડાવું, અપ્રશસ્તતામાંથી પ્રશસ્તતા કરવી એ પણ યોગ્ય જ છે. જ્યાં સુધી સર્વવિરતિધર્મ ન આવે અને સર્વથા આશ્રવો ન અટકે ત્યાં સુધી અશુભઆશ્રયોને અટકાવવા માટે પણ ઉપાયરૂપે શુભ આશ્રવોનું સેવન કરવું તે હિત કરનારું છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મ.શ્રીએ પંચવસ્તુ પ્રકરણમાં ગાથા ૧૨૨૪ માં કહ્યું છે કે –
“સર્વથા આશ્રવોનો ત્યાગ નહીં કરીને પ્રવૃત્તિ કરનારા એવા સંયમસંયમ વાળા શ્રાવક-શ્રાવિકા જીવોને તેમનો પોતાનો સંસાર અત્યન્ત પાતળો કરવા માટે આ દ્રવ્ય સ્તવ કૂપના દેખાજો બરાબર યોગ્ય જ છે.”
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં ઢાળ ચોથી, ગાથા ૮-૯-૧૦ માં કહ્યું છે કે -
પ્રથમ બંધ ને પછી નિર્જરા, કુપતણો રે દિદંત | કહી કોઈ જોડે બુધ ભાખે, ભાવ તે શુચિજલ તંત //૪-૮ ઉપાદાનવશ બંધન કહીયું, તસ હિંસા શિર ઉપચાર | પુષ્પાદિક આરંભતણો ઈમ, હોય ભાવે પરિહાર I૪-૯ જલ તરતાં જલ ઉપર મુનિને, જિમ કરુણાનો રે રંગ ! પુષ્પાદિક ઉપર શ્રાવકને, તિમ પૂજામાંહે ચંગ ૪-૧oll તથા સવાસો ગાથાના સ્તવનમાં પણ કહ્યું છે કે - આરંભાદિક શંકા ધરી, જો જિનરાજ ભક્તિ પરિહરી . દાન માન વંદન આદેશ, તો તુજ સઘળો પડ્યો ક્લેશ ૮-૬l જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હોએ વૃથા | પુષ્પાદિક ઉપર તિમ જાણ, પુષ્પાદિક પૂજાને ઠાણ. ૮-૯ો.
વીતરાગ પરમાત્માની પૂજા કરવામાં એકેન્દ્રિય જીવોની હિંસા તથા પરમાત્મા પ્રત્યેનો રાગ જો કે છે જ, તો પણ જ્યાં સુધી સર્વ આશ્રવો છુટ્યા નથી ત્યાં સુધી અશુભ આશ્રયોને બદલે શુભ આશ્રવોનું સેવન કરવું તે હિતકારી છે. તથા સંસારી ભાવોનો રાગ જ્યાં સુધી
Page #788
--------------------------------------------------------------------------
________________
૭૫૨
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
વર્તે છે ત્યાં સુધી તે રાગને કાઢવા તેના પ્રતિસ્પર્ધીપણે પ્રશસ્ત રાગને કરવાનો ઉપદેશ છે. જેમ પગમાં લાગેલા કાંટાને કાઢવાનો જ છે તો પણ તેને કાઢવા માટે પણ તે કાંટો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી બીજો કાંટો (સોય) પગમાં નાખવી જ પડે છે. સોય નાખવા જેવી નથી, અંતે તો તેને પણ કાઢવાની જ છે. તો પણ પ્રથમ કાંટો ન નીકળે ત્યાં સુધી સોય નાખવા જેવી ગણાય છે તેમ સંસારનો રાગ દૂર ન થાય ત્યાં સુધી તેને કાઢવા માટે પણ પરમાત્માનો રાગ કર્તવ્ય બને છે આવો આ વિષયમાં ઉપદેશ છે.
આગમશાસ્ત્રોમાં સર્વે પણ આશ્રવ જો અપ્રશસ્ત હોય તો સંસારહેતુ છે પરંતુ જો પ્રશસ્તતા તે આશ્રવોમાં હોય તો સાધ્યની સિદ્ધિમાં સહાયક હોવાથી તેને સાધનમાં ગણાવેલી છે. જેમકે વંદનાદિ કરવા રૂપે મુનિ-મહારાજનો વિનય કરવામાં અને શાસનની પ્રભાવના કરવા રૂપે વિનય કરવામાં હર્ષાદિ થાય (રાગ થાય), ઉભા થઈને વંદન લેતાં જીવઘાત થાય, ઉપાશ્રયે બીરાજમાન મહારાજશ્રીને વંદન કરવા જતાં માર્ગમાં વરસાદ આદિ હોવાથી જીવઘાત થાય, વરઘોડા આદિ કાઢવામાં જીવઘાત થાય. આ સર્વ ઠેકાણે જીવઘાત છે પણ ગુણવૃદ્ધિ અને દોષ-નિવારણ અર્થે છે માટે પ્રશસ્ત છે. અપ્રશસ્ત ચાલુ હોય ત્યાં સુધી પ્રશસ્ત એવું કાર્ય સાવદ્ય હોય તો પણ કર્તવ્ય બને છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે તે પાઠ “ક્ષતિ જ અંતે માસન્નાયા પUUIT ! ગોયમાં ! વારિ માસMાયા” ઈત્યાદિ પાઠ પદ ૧૧ સૂત્ર ૧૧૭૪ થી જાણી લેવો. મુનિને ચાર પ્રકારની ભાષા હોય છે ત્યાં પ્રવચનની મલીનતા કોઈ કરતું હોય અથવા પ્રવચનની કોઈ નિંદા કરતું હોય તો પ્રવચનની રક્ષા કરવાના આશયથી જો મૃષા ભાષા બોલે તો પણ તે મુનિ આરાધક થાય છે. વિરાધક થતા નથી તેમ અપ્રશસ્તને ટાળવા પ્રશસ્તરાગનો આશ્રય લે તો તે પણ તે કાલે કર્તવ્ય બને છે.
તે કારણથી શ્રાવક-શ્રાવિકાના જીવનમાં હિંસા આદિ પાપ સ્થાનકો તો છે જ, પરંતુ તે પાપસ્થાનકો જે અશુભ માટે સેવે છે તેને બદલીને પ્રાથમિક અભ્યાસકાલે શુભ માટે જો સેવાય તો કંઈ ખોટું થતું નથી. તેથી તે પાપસ્થાનકોની પરાવૃત્તિ કરાય છે. બદલો કરાય છે અને તે પરાવૃત્તિ ગુણી મહાત્માઓની ભક્તિ સ્વરૂપે કરાય છે. માટે હિતકારી છે, કલ્યાણકારી છે. કર્તવ્ય સ્વરૂપ છે.
પરંતુ જો તે શ્રાવક-શ્રાવિકા સર્વ આશ્રવો ત્યજીને સંસારનો ત્યાગ કરીને સંવરધર્મ સ્વીકારે, અર્થાત્ સાધુ-સાધ્વીજી બને તો ત્યાગી થયેલા, યોગી બનેલા જીવોને અપ્રશસ્ત કે પ્રશસ્ત કોઈ આશ્રવ ઉપકારી નથી, તેઓને તો જ્ઞાનયજ્ઞ જ કરવો હિતકારી છે. જ્ઞાનમાર્ગમાં રમણતા કરવી એ જ કલ્યાણકારી માર્ગ છે. મુનિ મહારાજા બાહ્યપ્રવૃત્તિમાં ઓતપ્રોત હોતા
Page #789
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૩ નથી. તેથી તેઓને અપ્રશસ્તનું સેવન નથી માટે તેના નિવારણ અર્થે તેઓએ પ્રશસ્તનું આલંબન સેવવું ઉચિત નથી. તે માટે તેઓ તો જ્ઞાનમાર્ગમાં જ રમણતા કરતા છતા આત્મતત્ત્વને સાધે છે. સારાંશ કે જે મુનિ બાહ્ય ભાવની પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય છે તે જ્ઞાનમાં રમણતા કરે તો પણ ચિત્ત બાહ્યભાવવર્તી હોવાથી તત્ત્વસાધના પ્રાપ્ત કરી શકતા નથી. માટે બાહ્યભાવ છોડીને જ્ઞાનરમણતા કરવી. આ રીતે યથાસ્થિતપણે સમજવું.
भिन्नोद्देशेन विहितं, कर्म कर्मक्षयाक्षमम् । क्लृप्तभिन्नाधिकारञ्च, पुढेष्ट्यादिवदिष्यताम् ॥५॥
ગાથાર્થ - ભિન્ન ઉદ્દેશથી કરાયેલું ધર્મ અનુષ્ઠાન કર્મક્ષય માટે થતું નથી. કલ્પાયો છે બિન અધિકાર જેમાં એવો પુત્રપ્રાપ્તિ માટેનો યજ્ઞ જેમ કર્મક્ષય માટે અક્ષમ (અસમર્થ) છે. તેમ આ સમજવું. પણ
ટીકા :- “fમનોનેતિ” fમનોદેશન-પરમાત્મસાધનોÈમન્તરે મને-पुण्यादिवाञ्छोद्देशेन विहितं-कृतम्, कर्म-पूजादिकार्यम्, कर्मक्षयाय-अक्षम-असमर्थ भवति । न हि भिन्नसाध्येन कृतं दयादानादिकं धर्मसाध्यशून्यानां सत्प्रवृत्तिः, बालक्रीडातुल्या । कल्पितभिन्नाधिकारं कर्म-कार्यं पुत्रेष्ट्यादिवत् इष्यतामिति । यथा च जलार्था वनिता कुपोपकण्ठे जलार्थं घटे च रज्जुबन्धं कुर्वती परपुरुषरूपव्याकुलितचित्ता स्वपुत्रमेव पाशबन्धं कृतवती दुःखभाजनं भवति । एवं साध्यच्युतानां क्रिया दुःखहेतुरूपा उक्ता ॥५॥
વિવેચન :- જે કાર્ય જે ફળપ્રાપ્તિ કરાવનારાં હોય તે કાર્ય જો તે ફળપ્રાપ્તિની ઈચ્છાથી કરાય તો તો તે કાર્ય તે ફળપ્રાપ્તિ અવશ્ય કરાવે જ, પરંતુ જે કાર્ય જે ફળપ્રાપ્તિ કરાવનાર હોય તે ફળપ્રાપ્તિનો ઉદ્દેશ છોડીને બીજી ફળપ્રાપ્તિ માટે જો તે કાર્ય કરાય તો તો તે કાર્ય પોતાના પ્રથમના વિવક્ષિત ફળની પ્રાપ્તિ કરાવવામાં અસમર્થ થાય છે. જેમકે તપ, જાપ, સ્વાધ્યાય આદિ ધર્મનાં કાર્યો કર્મોની નિર્જરા રૂ૫ ફળપ્રાપ્તિ આપનારાં છે. પરંતુ માનપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, સ્વર્ગપ્રાપ્તિ વગેરેના આશયથી જો આ ધર્મનાં કાર્યો કરાય તો તે કરાયેલાં ધર્મનાં કાર્યો કર્મનિર્જરા રૂપ પોતાનું પ્રથમનું વાસ્તવિક વિવક્ષિત ફળ આપવામાં અસમર્થ બને છે, કારણ કે ધર્મ કરનારા તે જીવે વાસ્તવિક તે ફળપ્રાપ્તિ પોતાના ચિત્તમાંથી ત્યજી દીધી છે.
વીતરાગ પરમાત્માની પૂજા આદિ કરવા રૂ૫ ધર્મકાર્ય, કર્મોનો ક્ષય કરીને પોતાના
Page #790
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૫૪
નિયાગાષ્ટક - ૨૮ આત્માના પરમાત્મપદની પ્રાપ્તિ કરવા માટે કરવાનું શાસ્ત્રમાં વિધાન કરેલ છે. અર્થાત્ વીતરાગપ્રભુની પૂજાનું ફળ પરમાત્મપદની પ્રાપ્તિ છે. પણ પરમાત્મપદની સાધના સિદ્ધ થવાના ઉદ્દેશને છોડીને પુણ્યપ્રાપ્તિ (ધનપ્રાપ્તિ-સ્વર્ગપ્રાપ્તિ) આદિની વાચ્છાના ઉદ્દેશથી કરાયેલું વિતરાગપ્રભુની પૂજા આદિ ધર્મકાર્ય કર્મનો ક્ષય કરીને પરમાત્મપદની પ્રાપ્તિ કરાવવા રૂપ વાસ્તવિક જે ફળ છે તે ફળપ્રાપ્તિ કરાવવામાં અસમર્થ બને છે. જેમ અમને ધર્મપ્રાપ્તિ થાય એવા સાધ્યથી શૂન્ય લોકો સંસારમાં માન-પાન, પ્રતિષ્ઠા, મોટાઈ અને યશ વગેરે મેળવવાના આશયથી દયા-દાન આદિ ધર્મનાં કાર્યો કરે તો તેવા પ્રકારના ધર્મની પ્રાપ્તિ થવારૂપ સાધ્યથી શુન્ય જીવોની આ દયા-દાનાદિની ધર્મ પ્રવૃત્તિ એ સત્યવૃત્તિ કહેવાતી નથી. કર્મક્ષયાત્મક ફળને આપનારી બનતી નથી. ધર્મપ્રવૃત્તિ રૂપ બનતી નથી. પણ બાળજીવોની તુલ્ય અજ્ઞાનક્રિયા બને છે. કારણ કે તે ક્રિયા યથાર્થ સાધ્યથી શૂન્ય છે તેમ સર્વત્ર સમજવું.
જે કાર્યનો જે અધિકાર હોય તે અધિકારને છોડીને તે કાર્યમાં બીજો અધિકાર જો કલ્પાય તો તે કાર્ય પોતાના નિયત ફળની પ્રાપ્તિ કરાવવામાં અસમર્થ જાણવું. વેદોમાં પુત્રપ્રાપ્તિ માટે જે યજ્ઞ કહ્યો છે તે યજ્ઞ કરતી વખતે જો પુત્રપ્રાપ્તિ સિવાય બીજું કંઈ ફળ મનમાં ઈચ્છાય તો તે યજ્ઞ કર્યો હોવા છતાં પણ તેનું જે ફળ હતું તેની ઈચ્છા ન રાખી હોવાથી તે ફળની પ્રાપ્તિ જેમ થતી નથી, તેમ અહીં સમજવું. આ વિષય ઉપર એક કથાવાર્તા કહે છે.
. કોઈ એક સ્ત્રી પાણી ભરવાના કાર્યની અર્થી થઈ છતી બાળકને કેડમાં તેડીને કૂવા ઉપર પાણી ભરવા જાય છે. તે સ્ત્રી કૂવાની ચારે બાજુની બનાવેલી પાળ રૂપ ઓટલા ઉપર ઉભી છતી કૂવામાંથી પાણી કાઢવા માટે કૂવામાં ઘટ ઉતારવા સારુ તે ઘટના કાંઠલે દોરડું બાંધવાનું કામ કરે છે. થોડેક દૂર કોઈ રૂપવાન રાજકુમાર તુલ્ય પુરુષ આવે છે તેને દેખીને તેના રૂપમાં જ આકુળ-વ્યાકુલ ચિત્તવાળી થઈ છતી તે સ્ત્રી મોહાશ્વેતાના કારણે તે દોરડું ઘટને બાંધવાને બદલે પોતાના પુત્રના જ ગળામાં બાંધતી છતી ઘટને બદલે પોતાના પુત્રને જ પાણી ભરવા માટે કૂવામાં ઉતારે છે. બેધ્યાન હોવાથી આવી મોટી ભૂલ કરે છે પછી તે પસ્તાય છે. દુઃખનું ભાન બને છે. પાણી તો આવતું નથી પણ પોતાનો પુત્ર પણ ગુમાવે છે. આ જ પ્રમાણે જે ક્રિયા જે સાધ્ય માટે હોય તે ક્રિયા તે સાધ્ય માટે કરવી જોઈએ. જો તે સાધ્ય ચૂકી જવાય અને બીજું સાધ્ય મનમાં લેવાય તો તે તે સાધ્ય ચૂકેલા જીવોની તે તે ક્રિયા દુઃખનું જ કારણ બને છે તેમ અહીં પણ સમજવું /પા
ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् । . ब्रह्माग्नौ कर्मणो युक्तं, स्वकृतत्वस्मये हुते ॥६॥
Page #791
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૫ ગાથાર્થ :- “પરમાત્મામાં અર્પણ થવાપણું” એવું બ્રહ્માર્પણ પણ જ્ઞાનયજ્ઞના જ એક અંતર્ભાવનું સાધન છે. માટે કરેલા ક્રિયાનુષ્ઠાનનો “મેં આ કર્યું, મેં આ કર્યું એવા સ્વકતૃત્વના અભિમાનના જ્ઞાનનો અગ્નિમાં હોમ કરવો એ જ ઉચિત અને યોગ્ય માર્ગ છે. ૬ll
ટીકા :- “વ્રાઈમ બ્રાં તિ” માં વિન્ ! યદિ વં દ્રઢાઈમાં સર્વ स्वकृतं ब्रह्मणि-परमेश्वरे यदर्पणं-प्रयच्छनं (प्रदानं ) तत्रैवारोपणम् । एतत्सर्वं परमेश्वरकृतं जातं मत्कृतं न किञ्चनेति धीरिति यावत् । तद् ब्रह्मयज्ञान्तर्भावसाधनं ब्रह्मयज्ञो-ज्ञानयज्ञस्तस्य योऽन्तर्भावः-आत्मीयभावफलप्राप्तिस्वीकारस्तस्य साधनं-तन्निष्पादकत्वकारणं मन्यसे । यद्वा तत्फलमिच्छसि, तर्हि त्वं तत्कृते स्वकृतत्वसमये स्वस्य जीवस्य यत्कृतं निर्मितं कर्म तद्भावस्तत्त्वं तद्रूपो यः स्मयोऽहङ्कारस्तस्मिन् निमित्तभूते हूते हूतमग्नौ प्रक्षेपणं मया निर्मितमिति अहङ्कारहोमनिमित्त इति यावत् । कर्मणो-ज्ञानावरणादिकस्य,
ब्रह्माग्नौ-ब्रह्म-शुद्धतीव्रोपयोगिज्ञानं निराशंसतपश्च तद्पो योऽग्निरूज़ गच्छतीति व्युत्पत्तिमत्तेजस्तस्मिन् आहुतिकरणं युक्तं-घटमानं, न तु पश्वादेरित्यर्थः ॥६॥
વિવેચન :- હે વિદ્વાન ! મેં જે કંઈ કર્યું છે તે મારું નથી, બ્રહ્માનું છે - પરમાત્માનું છે” આમ સમજીને પોતાનું કરેલું કાર્ય-સર્વ ધર્મ અનુષ્ઠાન જો તું બ્રહ્માને એટલે કે પરમાત્માને અર્પણ કરવા માગતો હોય અર્થાત્ તારા વડે કરાયેલાં સઘળાં પણ સુકૃત્યો જો તું પરમાત્માના ચરણે સમર્પિત કરવા ઈચ્છતો હોય તો, તારું કરાયેલું સર્વ ધર્માચરણ એ પરમાત્માના ચરણે સમર્પિત કરવા-ભેટ ધરવા કરાયું છે, પણ મારા પોતાના માટે કરાયું નથી આવી જો તારી બુદ્ધિ હોય તો હે વિદ્વાન પુરુષ! આ બ્રહ્માર્પણ પણ જ્ઞાનયજ્ઞના અંતર્ભાવનું સાધન બને તેમ તું કર.
સારાંશ કે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થવા રૂપ ભાવફળની પ્રાપ્તિનું કારણ બને એવો યજ્ઞ કર, પરમાત્મા તો શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર જ છે. તેને કોઈ વસ્તુની જરૂર નથી. પશુની હિંસા અને પશુના હોમની અને તેના દ્વારા કરાતા હિંસાત્મક યજ્ઞની પરમાત્માને કંઈ જરૂર નથી. પરમાત્મા કોઈ પણ વસ્તુના ભુખ્યા નથી. તારા વડે કરાયેલું ધર્મ અનુષ્ઠાન જો તું પરમાત્માને સમર્પિત કરવા ઈચ્છતો જ હોય તો આવા પ્રકારનાં પશુ-માંસાદિનો હોમ ન કર. પણ “આ મેં કર્યું છે આ મેં કર્યું છે” આવા પ્રકારનું જે અભિમાન છે, અહંકાર છે, કષાયો છે તેનો તું જ્ઞાન-અગ્નિમાં હોમ કર. તે સાચું બ્રહ્માર્પણ છે.
Page #792
--------------------------------------------------------------------------
________________
૭૫૬
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર “સ્વકૃતત્વસ્મય” આ જીવ અનાદિકાલથી “મેં આ કર્યુંમેં આ કર્યું” એમ ધર્માનુષ્ઠાન કર્યાનાં ગાણાં જ ગાયા કરતો હોય છે. તેનાથી પોતાની પ્રશંસા અને માન જ પ્રાપ્ત કરવાની તમન્ના રાખતો હોય છે. માટે જીવ દ્વારા કરાયેલું છે જે ધર્મકાર્ય છે તેને કરવાપણાનું જે અભિમાન-અહંકાર છે તે જ સંસાર-પરિભ્રમણનું અને જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું પ્રબળ નિમિત્ત છે તે નિમિત્તને સમ્યજ્ઞાન રૂપી અગ્નિમાં હોમવા જેવું છે.
નિર્મળ-શુદ્ધ ઉપયોગદશાવાળું જે વિશુદ્ધ જ્ઞાન અને ભૌતિક સુખોની આશંસા વિનાનો અને સ્વગુણોમાં રમણતા માટે કરાયેલો જે તપ, આ જ્ઞાન અને તપ બને અગ્નિતુલ્ય છે તેમાં અહંકારનો હોમ કરવો તે યોગ્ય છે. પણ પશુ આદિનો હોમ કરવો તે ઉચિત નથી. “મન” શબ્દની વ્યુત્પત્તિ “á છત” આવી થાય છે. જે ઉપર ઉંચે ઉંચે જાય તે અગ્નિ, અગ્નિની જ્યોત-શિખા સદા ઉપર-ઉંચે જાય છે માટે આવા તેજને અગ્નિ કહેવાય છે. તે જ્ઞાન અને તપ રૂપી અગ્નિમાં અહંકારાદિ ભાવ રૂપ જે કષાયો છે તેનો હે વિદ્વાનું ! તું હોમ કર, તે કષાયોને તું બાળી નાખ. આવા પ્રકારનો જે જ્ઞાનયજ્ઞ કરવો તે જ સાચું બ્રહ્માર્પણ છે. આવું બ્રહ્માર્પણ કરવું ઉચિત છે. પશુહિંસા આદિ કરીને જે બ્રહ્માર્પણ કરાય છે તે આત્માનું અહિત કરનાર છે. અકલ્યાણ કરનાર છે. માટે તેનો તું ત્યાગ કર અને કષાયોનો હોમ કરવાવાળા જ્ઞાનયજ્ઞ દ્વારા બ્રહ્માર્પણ કર. All
अथ श्लोकद्वयेन स्वरूपफलदर्शनपूर्वकमुपसंहरति -
હવે બે શ્લોકો દ્વારા નિયાગના ફળને-કર્મોને બાળવાના સ્વરૂપાત્મક ફળને જણાવવા પૂર્વક ઉપસંહાર કરતાં જણાવે છે કે -
ब्रह्मण्यर्पितसर्वस्वो, ब्रह्मदृग्ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥७॥ ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ॥८॥
ગાથાર્થ :- (૧) બ્રહ્મમાં જ (પરમાત્મામાં જ) અર્પણ કર્યું છે સર્વસ્વ જેણે એવો, (૨) જ્ઞાનની પ્રધાનતાવાળી જ છે દૃષ્ટિ જેની એવો, (૩) જ્ઞાનની જ વિશેષે સાધના કરવાવાળો, (૪) જ્ઞાનદશાના બળે અજ્ઞાનતાનો જ્ઞાનાગ્નિમાં હોમ કરવા વાળો, (૫) બ્રહ્મચર્ય પાળવા રૂપ ગુપ્તિને (સઘળી વાડને) ધારણ કરવાવાળો (૬) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવમાં બ્રહ્મ અધ્યયનમાં નિષ્ઠાવાળો, (૭) પરમ એવી જ્ઞાનદશાની સાથે એકતાવાળો અને
Page #793
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૭ (૮) ઉપર સમજાવ્યા પ્રમાણેના નિયામયજ્ઞને (જ્ઞાનયજ્ઞને) કરવા વાળો આ બ્રાહ્મણ ક્યારેય પાપો વડે લપાતો નથી. II૭-૮
ટીકા - “બ્રહ્મળ રૂત્તિ” હાળિ-માત્માન અતિસર્વસ્વ:, ગર્તિ સ્થાપિત सर्वस्वं-सर्वात्मपरिणमनरूपमित्यनेन ज्ञानवीर्यलाभभोगादयः स्वक्षयोपशमीभूता भावा आत्मनि एव अर्पिता:-स्थापिता येन सः । तथा ब्रह्म-आत्मा आत्मज्ञानं वा, तत्रैव दृग-दृष्टिदर्शनं श्रद्धानम् । (तथा) ब्रह्मसाधन:-ब्रह्म-ब्रह्मज्ञानमेव साधनं यस्य सः ब्रह्मसाधनः । अथवा ब्रह्म-आत्मा एव साधने यस्य स एवंविधः साधकजीवः ब्रह्मणि-साधकावस्थापरिणतस्वात्मनि आधारभूते, ब्रह्मणा-आत्मज्ञानवीर्याभ्याम् अब्रह्म-अज्ञानं पुद्गलकर्म वात्मनः भिन्नं जुह्वत्-( होमं कुर्वन् ) भस्मीचकार ।
कथम्भूतः साधकपुरुषः ? ब्रह्म-ब्रह्मचर्यं स्वरूपरमणरूपं, तस्य गुप्तिमान्तद्गुप्तियुक्तः । इत्यनेन आत्मा कर्ता आत्मस्वरूपेण करणभूतेन आत्मस्वरूपरोधकं ज्ञानावरणादिकर्म आत्मनि स्थितं निवारयति ॥७॥
વિવેચન :- આવા પ્રકારનો બ્રાહ્મણ અર્થાત્ મુનિ આવા પ્રકારનો નિયાગ (હોમ હવન) કરે તો તે બ્રાહ્મણ પાપોથી લપાતો નથી. અહીં આવા પ્રકારનો બ્રાહ્મણ એટલે કેવા પ્રકારનો બ્રાહ્મણ (શ્રમણ)? આ વિષય જણાવવા માટે ગ્રંથકારશ્રીએ મૂલગાથામાં સાતમી ગાથામાં પાંચ અને આઠમી ગાથામાં ત્રણ એમ પ+૩ = ૮ વિશેષણો કહ્યાં છે. તથા અહીં બ્રાહ્મણ વિશેષ્ય જે લખ્યું છે તે પણ બ્રાહ્મણકુળમાં જન્મેલો અને બ્રાહ્મણની જાતિવાળો પુરુષ એવો અર્થ ન લેવો. પણ બ્રહ્મવિદ્યા (આત્મવિદ્યા) ભણનારો અર્થાત્ આત્મતત્ત્વના લક્ષ્યવાળો પુરુષ તેને જ બ્રાહ્મણ કહેવાય છે. આવા પ્રકારના આત્મતત્ત્વના લક્ષ્યવાળા જે મુનિ-મહારાજા છે તે અહીં બ્રાહ્મણ શબ્દથી જાણવા. હવે તે બ્રાહ્મણનાં (આત્મજ્ઞાનીનાં) વિશેષણો આ પ્રમાણે -
(૧) પોતાના આત્મામાં જ અર્પણ કર્યું છે સર્વસ્વ જેણે એવો પુરુષ, જે પુરુષે પોતાને પ્રગટ થયેલું મતિ-શ્રુત આદિ જ્ઞાન, ચક્ષ-અચકું દર્શન, દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યાત્મક શક્તિ, આ બધા ગુણો પોતાના જ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલા છે. તે ક્ષાયોપથમિક ભાવના સર્વે ગુણો આત્માના સ્વરૂપને પ્રગટ કરવામાં જક્ષાયિક ભાવના ગુણો મેળવવામાં જ જેણે સમર્પિત કર્યા છે. એવો જે પુરુષ તે બ્રાહ્મણ જાણવો. લાયોપથમિક ભાવના પ્રગટ થયેલા પોતાના સર્વે પણ ગુણોને પોતાના આત્મતત્ત્વની
Page #794
--------------------------------------------------------------------------
________________
૭૫૮ નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર શુદ્ધિમાં-નિર્મળતામાં જ જેણે જોડી દીધા છે. પણ ભોગકાર્યમાં જોડ્યા નથી એવો જીવ અહીં સમજવો.
(૨) આત્મા તરફ જ છે દૃષ્ટિ જેની એવો જીવ, અથવા આત્મતત્ત્વનું જ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રધાનપણે દૃષ્ટિવાળો, નિરંતર આત્માની શુદ્ધિનું જ જેણે લક્ષ્ય બાંધ્યું છે એવો જીવ.
(૩) બ્રહ્મજ્ઞાન એ જ સાધન છે જેને એવો જીવ, અર્થાતુ આત્મતત્ત્વના જ્ઞાનની જ નિરંતર રમણતા કરવા વડે વધારે વધારે આત્મતત્ત્વના ગુણો પ્રગટ કરનારો. સારાંશ કે આત્મામાં અથવા આત્મજ્ઞાનમાં જ જેની પાકી શ્રદ્ધા જામી છે એવો જે પુરુષ તે બ્રાહ્મણ.
અથવા દ્રહાસન શબ્દનો બીજો એવો અર્થ પણ થાય છે કે “આત્મા એ જ છે સાધનામાં લક્ષ્ય રૂપે જેને” એવો જ પુરુષ, સતત આત્માની જ સાધના કરનારો, આત્માની જ ઉપાસના કરનારો જીવ તે અહીં બ્રાહ્મણ જાણવો.
(૪) પ્રદાન દ્રા| વ્ર ગુહૂદ્ = અનાદિકાલથી આ આત્મા જે પદ્ગલિક સુખો ભોગવવાને ટેવાયેલો છે તે આત્માની ભોગબુદ્ધિ હટાવીને આત્મહત્ત્વના ગુણોને જ પ્રાપ્ત કરવામાં જેણે દૃષ્ટિ સ્થાપી છે એવો અર્થાત્ સાધક અવસ્થા રૂપે પરિણામ પામેલો પોતાનો આત્મા બન્મે છતે, આત્મજ્ઞાન દ્વારા અને પોતાના વીર્યને ગુણવિકાસમાં જ ફોરવવા દ્વારા આત્માના અજ્ઞાનને (મોહદશાને) અથવા અનાદિકાલથી બાંધેલાં કાર્મણવર્ગણાનાં બનેલાં કર્મો કે જે જડાત્મક-અજ્ઞાનાત્મક-પુદ્ગલાત્મક છે. અને આત્માથી ભિન્ન દ્રવ્ય છે એવાં તે કર્મોને હોમવાનું, તે અજ્ઞાનને અને કર્મોને બાળવાનું કામ કરનાર જે પુરુષ તે અહીં બ્રાહ્મણ જાણવો. સારાંશ કે આત્મતત્ત્વના જ્ઞાનની લીનતા પ્રાપ્ત થવા રૂપ આધાર મળે છતે તે જ્ઞાનદશાના આલંબને જ અજ્ઞાનાત્મક મોહદશા અને કર્મો બાળી નાખનારો જે પુરુષ છે તે અહીં બ્રાહ્મણ કહેવાય છે.
(૫) વળી આ સાધકપુરુષ કેવો છે ? તે કહે છે કે બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય અર્થાત્ આત્મભાવમાં જ (સ્વભાવદશામાં જ) રમણતા કરવી, તેની રક્ષા કરનારો. શક્ય બને તેટલો વધારે સ્વભાવદશામાં જ લાગી રહેનારો, જરા પણ વિભાવદશાના પરિણામ ન આવે એની બરાબર કાળજી રાખનારો, સ્વભાવ દશામાં જ વર્તવાની રક્ષા કરનારો એવો જે જીવ તે અહીં બ્રાહ્મણ સમજવો. આમ આ ગાથામાં બ્રાહ્મણનાં પાંચ વિશેષણો આવ્યાં. તેનો સારભૂત અર્થ એ નીકળ્યો કે કર્તા એવો આ આત્મા જ, આત્મસ્વરૂપમાં રમણતામય સ્વભાવદશાની રમણતા નામના કરણ વડે આત્માના સ્વરૂપનો અવરોધ કરનારી એવી
Page #795
--------------------------------------------------------------------------
________________
૭૫૯
જ્ઞાનમંજરી
નિયાગાષ્ટક - ૨૮ અજ્ઞાનદશા તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો કે જે કર્મો અનાદિકાલથી આ આત્મામાં ચોટેલાં છે તે બન્નેને ઉખેડીને તેનું નિવારણ કરે છે. તેને દૂર કરે છે. તે કર્મોને બાળી નાખે છે.
કર્મોને બાળવાનું પ્રબળ સાધન આત્મરમણતા જ છે. તેથી આત્મરમણતાનું આલંબન લઈને આત્માથી ભિન્ન દ્રવ્ય, કર્મ નામનો જે પદાર્થ આત્મામાં ભળી ગયો છે તેને બાળી નાખે છે. આવો બ્રાહ્મણ અહીં સમજવો. તે પાપોથી લપાતો નથી. કા ટીકા :- “
વૃધ્યયનેતિ” દ્રારાપો-મુનિ:-શ્રમ દ્રવ્ય-ભાવબ્રર્વેિ રતઃ બ્રિાહ્મ:, પૈ:-પાQ: ર તિષ્યન્ત-નેપવાન્ ભવતિ | થમૂત: બ્રા : ? ब्रह्माध्ययनम्-आचाराङ्गप्रथमश्रुतस्कन्धनवमाध्ययनोक्तनिष्ठा-मर्यादा, तद्वान् - तत्परिणतिपरिणतः । पुनः परब्रह्म-शुद्धात्मस्वरूपं, तेन समाहितः-समाधिमयः । पुनः नियाग:-कर्मक्षपणम्, तस्य प्रतिपत्तिः, तद्रूपतापरिणतः भिक्षुः पापैर्न लिप्यते, नावगुण्ठनावान् भवति । अत एव स्वस्वरूपभासनरमणपरिणतः अनादिकर्मपटलक्षयं कृत्वा सिद्धबुद्धः परमानन्दमयो भवति । अतो भावनियागः कर्मदहनरूपः करणीय इति तत्त्वम् ॥८॥
ને રૂતિ વ્યાધ્યિાત નિયાષ્ટમ્ | વિવેચન : - અહીં બ્રાહ્મણ શબ્દથી બ્રહ્મમાં વસનારા અર્થાત્ આત્મદશામાં જ રમનારા એવો અર્થ કરવો પણ બ્રાહ્મણકુળમાં જન્મ પામનાર કે જન્મથી બ્રાહ્મણ એ અર્થ ન લેવો. તેથી બ્રાહ્મણ એટલે મુનિ-મહારાજા અથવા શ્રમણમુનિ કે જે દ્રવ્યથી પણ બ્રહ્મચર્ય પાળવામાં તત્પર છે તથા ભાવથી પણ આત્મદશામાં વર્તે છે એવા દ્રવ્યથી અને ભાવથી બ્રહ્મચર્ય પાલનમાં લીન જે મુનિ છે. તે અહીં બ્રાહ્મણશબ્દથી જાણવા. આવા મુનિ પાપોથી લપાતા નથી. પાપકર્મોની સાથે બંધાતા નથી. તે મુનિરૂપ બ્રાહ્મણ કેવા છે? આ વાત બાકીનાં ત્રણ વિશેષણોથી સમજાવે છે.
(૬) બ્રહ્મ નામનું આચારાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું જે નવમું અધ્યયન, તેમાં કહેલી જે નિષ્ઠા એટલે આત્મતત્ત્વની-મુનિપણાની મર્યાદા, તે મર્યાદામાં વર્તનારા, તે મર્યાદા પ્રમાણેની પરિણતિથી પરિણામ પામેલા એવા જે મુનિ છે તે પાપોથી લેખાતા નથી. આચારાંગ સૂત્રમાં વર્ણવેલા આચાર પ્રમાણે ચાલનારા, આત્માને આત્મસ્વભાવમાં જ રાખનારા એવા મુનિ રૂપ બ્રાહ્મણ.
(૭) તથા પરમ એવું શુદ્ધ આત્મતત્ત્વ-આત્માનું નિર્મળ શુદ્ધ સહજાનંદસ્વરૂપ છે.
Page #796
--------------------------------------------------------------------------
________________
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
તેનાથી વ્યાપ્ત બનેલા, તે સહજાનંદ સ્વરૂપમાં જ એકાગ્ર થયેલા એવા જે મહાત્મા છે તે પાપોથી લેપાતા નથી.
036
(૮) નિયાપ્રતિપત્તિમાન્ = નિયાગ એટલે કર્મોને બાળી નાખવા રૂપ હોમહવન કરવું તે નિયાગ. તેને સ્વીકારનારા આવા પ્રકારના કર્મોને બાળવા રૂપ નિયાગને કરનારા મુનિ ક્યારેય પાપોથી લેપાતા નથી.
ઉપરની બન્ને ગાથામાં કહેલાં આઠ વિશેષણોવાળા મુનિરૂપ શ્રમણાવસ્થામય બ્રાહ્મણ ક્યારેય પાપોથી લેપાતા નથી. આ કારણથી જ ઉત્તમ આત્માર્થી જીવોએ એટલે કે મુમુક્ષુ મહાત્માઓએ પોતપોતાના આત્મસ્વરૂપનું જ જ્ઞાન કરવામાં, તેની જ અવિચલ શ્રદ્ધા કરવામાં અને તે સ્વરૂપમાં જ રમણતા ક૨વામાં ઉદ્યમશીલ થવું જોઈએ. આવા ઉદ્યમવાળા જીવો અનાદિકાલથી આત્માને લાગેલાં જે શુભાશુભ કર્મપટલ છે. તેનો ક્ષય કરીને સિદ્ધ-બુદ્ધનિરંજન-નિરાકાર થયા છતા સ્વાભાવિક પોતાના જ અનંત ગુણોના ભોક્તા બન્યા છતા પરમ આનંદમય બને છે.
આ રીતે આત્મતત્ત્વની સાધના કરનારા જીવે કર્મોને જ્ઞાન-અગ્નિમાં બાળવા રૂપ ભાવનિયાગ જ કરવો જોઈએ પણ નિઃસહાય, લાચાર, પરાધીન અને વાચા વિનાના પશુઓને હોમીને હિંસાત્મક નિયાગ કરવો તે યોગ્ય નથી. જો પશુ-હિંસાદિથી સ્વર્ગે જવાતું હોત તો નરકમાં કોના વડે જવાય ? માટે આવો યજ્ઞ ત્યાજ્ય છે અને ભાવનિયાગ કર્તવ્ય છે. આમ ગ્રંથકારશ્રીના કથનનો સાર છે. આ પ્રમાણે અઠ્ઠાવીસમા નિયાગાષ્ટકનું વિવેચન સમાપ્ત થયું. ॥૮॥
અઠ્ઠાવીસમું નિયાગાષ્ટક સમાપ્ત
Page #797
--------------------------------------------------------------------------
________________
॥ अथ एकोनत्रिंशत्तमं भावपूजाष्टकम् ॥
अथ द्रव्यपूजोपस्काररूपं भावपूजास्वरूपभावनोपचाररूपं भावपूजाष्टकं वितन्यते ।
तत्र गृहस्थः अनेकसंसारभारत्रस्तः कदाचिद् निर्विकारानन्दरूपां जिनमुद्रां विलोक्य प्राप्तवैराग्यः भवोद्विग्नः सर्वासंयमत्यागाभिलाषी परमसंवररूपं परमेश्वरं सद्भक्त्या पूजयति । स्वयोगस्वपरिग्रहादिकं सर्वथा त्यक्तुमसमर्थः सर्वमपि तीर्थङ्करभक्तियुक्तं करोति । ततश्च आत्मा स्वगुणपरिणतः स्वरूपसाधनारूपां भावपूजां #રતિ |
तत्स्वरूपं नामतः पूजा इति कथनम् । स्थापनातस्तल्लिङ्गाचरणम् । द्रव्यतः चन्दनादिभिः शून्योपयोगेन च । भावतो गुणैकत्वरूपा सा व्याख्यायते -
| વિવેચન :- હવે ભાવપૂજા અષ્ટક કહેવાય છે. પૌદ્ગલિક પદાર્થો દ્વારા પરમાત્માની જે પૂજા કરાય છે તે દ્રવ્યપૂજા જાણવી. જેમકે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા કરાતી અષ્ટપ્રકારી પૂજા આદિ તે દ્રવ્યપૂજા જાણવી અને જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમવિશેષ કરીને પ્રાપ્ત કરેલા પોતાના આત્માના ગુણોમાં પરિણામ પ્રાપ્ત કરીને આત્માના શુદ્ધસ્વરૂપની સાધના કરવા રૂપ જે જિનભક્તિ આદિ કાર્ય કરવાં તે ભાવપૂજા જાણવી. સ્વગુણોની પરિણતિવાળો આ આત્મા વિશિષ્ટ ગુણોને પ્રાપ્ત કરવા માટે પરમાત્માનું જે આલંબન લે છે તે ભાવપૂજા જાણવી.
દ્રવ્યપૂજા જગતમાં પ્રસિદ્ધ છે. દ્રવ્યપૂજાની બાહ્ય સામગ્રી પણ જાણીતી છે. તેથી દ્રવ્યપૂજામાં સ્નાન, શ્વેત વસ્ત્ર, કેસર આદિ જે જે સામગ્રી છે તેનો ભાવપૂજાના સ્વરૂપાત્મક જે જે આત્મગુણો છે તેમાં ભાવના ભાવવા રૂપે તુલનાપણે ઉપચાર કરવો તે ભાવપૂજા કહેવાય છે. તેનું અષ્ટક હવે કહેવાય છે. જેમકે પાણી વડે સ્નાન કરાય છે તેમ દયાગુણ પ્રાપ્ત કરવા વડે કર્યું છે સ્નાન જેણે અર્થાત્ તે દયા એ જ પાણી છે એમ ઉપચાર કરીને દયા ગુણ દ્વારા કર્યું છે સ્નાન જેણે એવો આ જીવ પોતાના શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે તે આત્મતત્વ તરફ અભિમુખ થાય તે ભાવપૂજા જાણવી.
સાધુ મહાત્મા તો સંસારના ભારથી સદાકાલ મુક્ત જ થયા છે તેથી તથા સાવદ્યના ત્યાગી હોવાથી સતત ભાવપૂજામાં જ (આત્મગુણોની રમણતામાં જ) રમનારા છે. તેથી
Page #798
--------------------------------------------------------------------------
________________
૭૬૨
ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર તેઓને સાવદ્ય એવી દ્રવ્યપૂજા હોતી નથી. પરંતુ ગૃહસ્થ જીવ સાંસારિક વ્યવહારોમાં સાવદ્યયુક્ત હોવાથી પરિણામની નિર્મળતા માટે અને ભાવ પૂજાની પ્રાપ્તિ માટે તેના સાધનભૂત એવી સાવદ્ય દ્રવ્યપૂજા કરે છે. તે દ્રવ્યપૂજાની ઉપસ્કાર રૂપ (સામગ્રી સ્વરૂપ) સ્નાનાદિ જે જે વસ્તુઓ છે તેનો ભાવપૂજાના સ્વરૂપની ભાવનામાં ઉપચાર કરવા રૂપ આ અષ્ટક છે.
ત્યાં ગૃહસ્થ જીવ સંસાર સંબંધી અનેક પ્રકારના ભારથી (બોજાથી) પીડા પામેલો નિરંતર ચિંતામગ્ન જ હોય છે. તેમાંથી ક્યારેક નિર્વિકાર આનંદની લહરીઓ સ્વરૂપ એવી (અર્થાત્ મોહના વિકારજન્ય નહીં પણ પોતાના આત્માના ગુણોના અનુભવરૂપ આનંદની લહરીઓ વાળી એવી) પરમાત્માની મુદ્રાને (પ્રભુ-મૂર્તિને) જોઈને પ્રાપ્ત થયો છે વૈરાગ્ય જેને એવો અને ભાવથી ઉગી બનેલો એવો ગૃહસ્થ સર્વ પ્રકારનું અવિરતિમય સંસારી જીવન ત્યજવાની અભિલાષાવાળો થયો હોય પણ જ્યાં સુધી સર્વત્યાગ ન કરી શકે ત્યાં સુધી પરમ સંવરરૂપ (સર્વથા કર્મનો આશ્રવ નથી જેમને એવા) શ્રી વીતરાગ પરમાત્માની ઉત્તમભક્તિ કરવા પૂર્વક જલ-ચંદન-પુષ્પ આદિ દ્રવ્યો દ્વારા પ્રથમ દ્રવ્યપૂજા કરે છે.
જે પોતાના મનયોગ, વચનયોગ અને કાયયોગ સંસારી ભાવમાં-મોહમાયામાં પ્રવર્તે છે એટલે કે હાલ અશુભમાં પ્રવર્તે છે. તથા ઘરબારી હોવાથી પરિવાર સાથે અને ધનધાન્યાદિ સામગ્રી સાથે મમતા-મૂછ-આસક્તિ આદિમાં પણ છે. આ અશુભ યોગની પ્રવૃત્તિ અને ધન-ધાન્યાદિની મમતા આદિ પાપોનો સર્વથા ત્યાગ કરવાને માટે જ્યાં સુધી અસમર્થ છે ત્યાં સુધી હાલ પ્રથમ પરાવૃત્તિ કરે છે. એટલે કે જે યોગો અને પરિગ્રહાદિ, અશુભ કાર્યમાં જોડ્યા છે તેને બદલીને તે સર્વે પણ યોગો અને પરિગ્રહાદિને તીર્થંકર પરમાત્માની ભક્તિમાં પ્રયુંજે છે. અશુભમાંથી શુભમાં જોડે છે. જો કે આ યોગોનો અને પરિગ્રહાદિકનો સર્વથા ત્યાગ જ કરવાનો છે. પણ જ્યાં સુધી સર્વથા ત્યાગ કરવો શક્ય નથી ત્યાં સુધી તેનો અશુભમાંથી શુભમાં બદલો કરે છે. જેમકે સ્નાનક્રિયા સાવદ્ય હોવાથી સર્વથા ત્યજી દેવી છે, પણ જ્યાં સુધી સર્વથા ન ત્યજાય ત્યાં સુધી શરીરની શોભા અને ટાપટીપ માટે આ જીવ જે સ્નાન કરતો હતો તે ત્યજીને માત્ર તીર્થંકર-પરમાત્માની પૂજા-સેવા કરવા રૂપ ભક્તિ માટે જ સ્નાન કરે છે. આમ સ્નાનક્રિયાનો બદલો કરે છે તેમ સર્વત્ર જાણવું. સર્વત્યાગ ન થાય ત્યાં સુધી અશુભમાંથી શુભમાં આવવું તે પ્રથમ-પરાવૃત્તિ છે.
ત્યારબાદ આ આત્મા જેમ જેમ પોતાના ગુણોમાં પરિણામ પામે છે. એટલે કે તીર્થંકર પરમાત્માની ભક્તિ કરતાં કરતાં સ્વગુણોની રમણતા આવે છે. તેમ તેમ વધારે વધારે પોતાના ગુણોનો આવિર્ભાવ કરવામાં સાધનભૂત એવી ક્ષયોપશમભાવના ગુણોની વિશિષ્ટ રમણતા રૂપ ભાવપૂજા કરે છે. તે ભાવપૂજા હવે સમજાવાય છે. આ પૂજા પોતાના
Page #799
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
૭૬૩
ગુણોનો આવિર્ભાવ કરવા સ્વરૂપ છે. પ્રાપ્તગુણોની રમણતા અને તેનો આનંદ એ અપ્રાપ્તને પ્રાપ્ત કરવામાં કારણ છે.
તે ભાવપૂજા ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે. કોઈનું પણ પૂજા અથવા ભાવપૂજા આવું નામ રાખવું તે નામ ભાવપૂજા, પૂજા કરવાનાં લિંગો ધારણ કરવાં તથા તે લિંગોપૂર્વકનું આચરણ કરવું તે સ્થાપનાપૂજા, ચંદન આદિ દ્રવ્યો વડે અને ઉપયોગની શૂન્યતાએ જે પૂજા કરવી તે દ્રવ્યપૂજા તથા પોતાના આત્માના ગુણોની સાથે જે એકાગ્રતા-એકમેકતાતલ્લીનતા તે ભાવપૂજા. આમ ચાર નિક્ષેપા જાણવા.
હવે ભાવપૂજા ઉપર સાત નયો સમજાવે છે.
(૧) આત્મગુણોમાં પરિણતિ કરવા વિષેનો સંકલ્પ તે નૈગમનયથી ભાવપૂજા.
(૨) તથાવિધ ગુણ-પ્રાદુર્ભાવ માટે યોગ્ય અંતઃકરણ, જીવદળ તથા દયા આદિની પ્રવૃત્તિના કારણ રૂપે શરીર આમ સાધન સામગ્રી એ સંગ્રહનયથી ભાવપૂજા છે.
(૩) જીવદયા આદિનું પાલન એ વ્યવહારનયથી ભાવપૂજા છે.
(૪) જ્ઞાનાદિગુણયુક્ત આત્મતત્ત્વનું ચિંતન એ ઋજુસૂત્રનયથી ભાવપૂજા છે.
(૫) દયા આદિ ગુણોની આંશિક પણ જે અનુભૂતિ થવી તે શબ્દનયથી ભાવપૂજા છે. (૬) ઉત્કૃષ્ટ દયા આદિ ગુણોની યોગ્યતાવાળા આત્માને તે તે ગુણોનો જે અનુભવ થવો તે સમભિરૂઢનયથી ભાવપૂજા જાણવી.
(૭)
દયા આદિ ઉત્કૃષ્ટ ગુણો જેમાં પૂર્ણપણે પ્રગટ થયા છે અને સક્રિય બન્યા છે તે એવંભૂતનયથી ભાવપૂજા છે.
હવે ભાવપૂજા સમજાવાય છે.
दयाम्भसा कृतस्नानः, सन्तोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी, भावनापावनाशयः ॥१॥
भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरजद्रवैः । नवब्रह्माङ्गतो देवं, शुद्धमात्मानमर्चय ॥२॥
ગાથાર્થ :- હે જીવ ! દયા રૂપી પાણી વડે કર્યું છે સ્નાન જેણે એવો, સંતોષ રૂપી ઉજ્જ્વળ વસ્ત્રને ધારણ કરનારો, વિવેક રૂપી તિલકને કરનારો, ભાવના ભાવવા વડે પવિત્ર
Page #800
--------------------------------------------------------------------------
________________
૭૬૪ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર આશયવાળો એવો તું ભક્તિ અને શ્રદ્ધા ગુણ રૂપી કેસરથી મિશ્રિત ચંદનના રસ વડે શુદ્ધ એવા પોતાના જ આત્મા રૂપી પરમાત્માની બ્રહ્મચર્યની નવ વાડ ધારણ કરવા રૂપે નવ અંગે પૂજા કર. /૧-રા.
ટીકા :- “રામસા તિ” “પવિતશ્રદ્ધાતિ” સ્નોથી હુમત વ્યાપદ્યાનું दर्शयति, हे उत्तम ! एवंविधं शुद्धात्मानं अनन्तज्ञानादिपर्यायं आत्मरूपं देवं, "नव" इति नवप्रकारब्रह्मरूपाङ्गतः अर्चय-पूजय ।
વિવેચન :- મસા પદવાળા અને ભવિતશ્રદ્ધાન પદવાળા એમ બને શ્લોકોની એકીસાથે વ્યાખ્યા સમજાવાય છે. કારણ કે બન્ને શ્લોકોનો પરસ્પર સંબંધ છે. તેથી સાથે વ્યાખ્યા લખાય છે. તે ઉત્તમ જીવ! તું તારા પોતાના આત્મારૂપી પરમાત્માની (દેવની) પૂજા કર, તારો પોતાનો આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, વીતરાગસ્વરૂપી છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવર્યાદિ ગુણપર્યાયવાળો છે. તેની તું પૂજા કર, નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ પાળવા રૂપે વિભાવદશામાંથી નીકળીને સ્વભાવદશામાં આવવા રૂપે તારા આત્માની પૂજા કર.
હે ઉત્તમ જીવ ! તારો પોતાનો આત્મા જ પરમાત્મા છે, અનંત ગુણોનો સ્વામી છે. તેને બરાબર ઓળખ. તારું અનંત સ્વરૂપ તારામાં જ છે. બહાર ક્યાંય નથી. માટે પરદ્રવ્યમાં પ્રીતિ કરવાને બદલે સ્વદ્રવ્યમાં જ પ્રીતિ કર, વિભાવદશાને ત્યજીને સ્વભાવદશામાં આવ. બ્રહ્મચર્યની નવ વાડો એ સ્વભાવદશાની પ્રાપ્તિના ઉપાયો છે. માટે તે બ્રહ્મચર્યની નવ વાડો પાળવા રૂપ ઉપાયો દ્વારા તું તારા પોતાના આત્મા રૂપી પરમાત્માને પૂજ.
कीदृशो भूत्वा ? इत्याह दया-द्रव्यभावस्वपरप्राणरक्षणारूपा, सा एव अम्भ:जलं पानीयं, तेन कृतं स्नानं-पावित्र्यं येन सः । संतोषः-पुद्गलभावपिपासाशोकाभावरूपः, ते एव शुभानि वस्त्राणि, तेषां भृत्-धारकः । विवेकः-स्वपरविभजनरूपं ज्ञानं, तदेव तिलकं, तेन भ्राजी-शोभमानः । पुनः कथम्भूतः ? भावना-अर्हद्गुणैकत्वरूपा, तया पावन:-पवित्रः आशयः अभिप्रायः यस्य सः । पुनः भक्तिः-आराध्यता, श्रद्धाप्रतीतिः, “एस अट्ठे परमढे" एवंरूपा, (तद्पे ण) घुसणेन उन्मिश्रं पाटीरज, तस्य द्रवाः, तैः, शुद्धात्मा-परमेश्वरः, स्वकीयात्मापि दीव्यति स्वरूपे इति देवस्तं अर्चयपूजय तद्भक्तिरतो भव इति ॥१-२॥
વિવેચન :- હે ઉત્તમ જીવ ! તારે કેવા પ્રકારના થઈને આ આત્માની પૂજા કરવી જોઈએ ? આવી તને કદાચ શંકા થાય તો તેનો ઉત્તર હું આવું છું કે તારે આવા પ્રકારના ગુણીયલ બનીને તારા પોતાના આત્મા રૂપ પરમાત્માની પૂજા કરવી જોઈએ -
Page #801
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
૭૬૫
(૧) દયારૂપી પાણી વડે કર્યું છે સ્નાન જેણે એવા તારે આત્માની પૂજા કરવી જોઈએ. બીજાના પ્રાણોની રક્ષા કરવી તે દ્રવ્યદયા અને પોતાના પ્રાણોને વિભાવદશામાં જતા રોકીને તેની રક્ષા કરવી તે ભાવદયા. આમ સ્વપ્રાણ અને પરપ્રાણની રક્ષા કરવા સ્વરૂપ જે ભાવદયા અને દ્રવ્યદયા છે તે જ પાણી છે. તેના વડે કર્યું છે સ્નાન અર્થાત્ પવિત્રતા જેણે એવો તું થા, જેમ જલ વડે શરીરનો મેલ ધોઈને નિર્મળ થવાય છે તેમ દ્રવ્યદયા અને ભાવદયા જીવનમાં લાવવા વડે મનમાં પવિત્રતા લાવીને તું નિર્મળ થા. પછી આત્માની પૂજા
કર.
(૨) સંતોષ ગુણ લાવવા રૂપી ઉજ્જ્વળ વસ્ત્રને ધારણ કરવાવાળો થા. પૌદ્ગલિક પદાર્થોને મેળવવાની જે પિપાસા (તૃષ્ણા) અને તે ન મળે ત્યારે થતો શોક, આ બન્નેનો જે અભાવ તે સંતોષ, પૌદ્ગલિક વસ્તુ મેળવવાની પિપાસાનો તથા પ્રાપ્તિ થાય તો પ્રીતિનો અને ન પ્રાપ્ત થાય તો અપ્રીતિનો જેમાં ત્યાગ થાય તેનું નામ સંતોષ. આ સંતોષ ગુણરૂપી જે ઉજ્જ્વળ શુદ્ધ વસ્ત્રો છે તેને ધારણ કરવાવાળો બનીને પછી આત્માની પૂજા કર, જેમ દ્રવ્યપૂજામાં ઉજ્જવળ વસ્ત્રો પહેરવામાં આવે છે તેમ ભાવપૂજામાં સંતોષગુણને ધારણ કરીને પૌદ્ગલિક સુખોની ઈચ્છાઓનો અભાવ કરવા દ્વારા તું આત્માની પૂજા ક૨.૧
(૩) વિવેક રૂપી તિલકથી શોભાયમાન થયેલો તું પૂજા કર, અહીં સ્વદ્રવ્ય શું ? અને પરદ્રવ્ય શું ? સ્વગુણો શું ? અને પરગુણો શું ? સ્વ-ઉપકારી શું અને સ્વ-અનુપકારી શું ? આમ સ્વ-પરનો વિભાગ કરીને સ્વનો સ્વીકાર કરવો અને પરનો ત્યાગ કરવો તે વિવેક.
આ વિવેકને તિલકની ઉપમા આપીને કહે છે કે જેમ દ્રવ્યપૂજામાં કપાલમાં તિલક કરાય છે તેમ ભાવપૂજામાં વિવેકગુણ હોવો જરૂરી છે. માટે વિવેકગુણ મેળવવા રૂપ તિલક કરીને તું પોતાના આત્માની પૂજા કર.
(૪) ભાવના દ્વારા પવિત્ર આશયવાળો થા. અરિહંત પરમાત્માના ગુણોની સાથે એકમેક થવું, લયલીન થવું, ગુણોમાં ગરકાવ થઈ જવું તે ભાવના. અરિહંત પરમાત્માના ગુણોને જ દેખવામાં, ગુણોને જ ગાવામાં અને ગુણોના જ ચિંતનમાં રહેવાથી પવિત્ર બન્યો છે આશય જેનો, પવિત્ર બન્યા છે વિચારો જેના, પવિત્ર બન્યો છે અભિપ્રાય જેનો એવો તું થા અને તેના દ્વારા પૂજા કર.
ઉપરોક્ત ચાર વિશેષણો વાળો તું થા, આવો ઉત્તમ ગૃહસ્થ બનીને તું તારા આત્મા
૧. અહીં ઉપમેય સંતોષ એકવચનમાં છે અને ઉપમાન ઉજ્વલ વસ્ત્ર બહુવચનમાં છે તો પણ અનેકવિધ પૌદ્ગલિક પદાર્થોના વિષય રૂપે સંતોષ અનેક કલ્પીને કર્મધારય સમાસ સમજી લેવો.
Page #802
--------------------------------------------------------------------------
________________
ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર રૂપી પરમાત્માની પૂજા કર. હવે જેમ પરમાત્માની દ્રવ્યપૂજા કરવામાં કેસરથી મિશ્રિત ચંદનને ઘસીને કરેલો ચંદનનો રસ (અર્થાત્ કેસરમિશ્રિત ચંદનનો ઘોળ-પ્રવાહી રસ) વપરાય છે. તેના વડે ભગવાનની પૂજા કરાય છે તેમ અહીં ભક્તિથી મિશ્રિત શ્રદ્ધાળુણ વડે તું આત્માની પૂજા કર. ભક્તિ એટલે પરમાત્મા એ જ પૂજ્ય છે. અનંતગુણી આત્મા જ આરાધ્ય છે. આવા પ્રકારની પૂજ્યતાની-આરાધ્યતાની જે બુદ્ધિ છે તે ભક્તિ સમજવી અને પ્રતીતિવિશ્વાસ-પ્રેમ તેને શ્રદ્ધા કહેવાય છે.
પરમાત્માનાં વચનો ઉપર અત્યન્ત વિશ્વાસ, અત્યંત પ્રેમ “ભગવાને કહેલો જે અર્થ છે એ જ સાચો અર્થ છે એ જ પરમાર્થ છે” આવો પાકો દૃઢ નિર્ણય તે શ્રદ્ધા, આમ ભક્તિ અને શ્રદ્ધા અને સાથે રાખીને તું પૂજા કર, જેમ કેસર અને ચંદન સાથે રાખીને દ્રવ્ય પૂજા થાય છે. એટલે કે (ઘુસૂણ) કેસર અને તેનાથી મિશ્ર કરેલો (પાટીરજ) ચંદનનો ઘોળ (ચંદનનો રસ), તેના વડે જેમ દ્રવ્યપૂજા થાય છે તેમ ભક્તિ અને શ્રદ્ધાના મિલનપૂર્વક તારો પોતાનો જે શુદ્ધ આત્મા છે, જે પરમેશ્વર છે, પોતાનો જે આત્મા છે તે દેવ છે, કારણ કે તે આત્મા પોતાના શુદ્ધ-બુદ્ધ-નિર્મળ સ્વરૂપમાં દીપે છે માટે દેવ છે. આત્મા એ જ સાચો દેવ છે. તેવા પરમાત્માસ્વરૂપ-દેવસ્વરૂપ એવા તારા પોતાના જ આત્માની તું પૂજા કર. પરમાત્માની ભક્તિ કરવાના બહાને તારા પોતાના અનંતગુણી આત્માને ઓળખવાનો અને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર. ૧-રા
अथ अनुक्रमेण पूजाप्रकारानाहक्षमापुष्पस्रजं धर्म-युग्मक्षौमद्वयं तथा । ध्यानाभरणसारं च, तदङ्गे विनिवेशय ॥३॥
ગાથાર્થ :- આત્મા રૂપી પરમાત્માના અંગ ઉપર પોતાનામાં ક્ષમા ગુણ લાવવા રૂપી પુષ્પની માલાને, દેશવિરતિ-સર્વવિરતિ એમ બે પ્રકારનો ધર્મ લાવવા રૂપી બે વસ્ત્રોને અને ધ્યાન ધરવા રૂપી શ્રેષ્ઠ આભરણને તું સ્થાપન કર. ૩
ટીકા - “ક્ષમાપુપ્રગમિતિ” ભવ્ય ! તવ-આત્મસ્વરૂપરૂપે મફે માં-क्रोधोपशमवचनधर्मक्षमारूपाम्, स्रजं-पुष्पमालाम्, विनिवेशय-स्थापय । तथातथैव धर्मयुग्मं-श्रावकसाधुरूपं श्रुतचारित्ररूपं वा क्षौमवस्त्रद्वयं निवेशय । च-पुनः, ध्याने-धर्मशुक्ले, ते एव आभरणस्य सारं-प्रधानम्, परमब्रह्मणि निवेशय । इत्येवं गुणपरिणमनरूपां पूजां कुरु ॥३॥
Page #803
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
વિવેચન :- હે ભવ્ય જીવ ! તું આવી ભાવપૂજા કર. પરમાત્માના પ્રતિબિંબ ઉપર જેમ પુષ્પની માલા સ્થાપન કરાય છે. અંગરચનાના કાલે ઉપર-નીચેનાં વસ્ત્રો મુકાય છે. તથા મુગટ અને હાર વગેરે આભરણો પહેરાવાય છે. (રાજ્યાવસ્થાનું સ્વરૂપ જણાવવા માટે અંગ રચના છે). તેની જેમ ભાવપૂજાના પ્રસંગે ક્ષમા, શ્રાવકધર્મ-સાધુધર્મ અને ધ્યાન ઈત્યાદિ ગુણોને જીવનમાં લાવવા દ્વારા હે ઉત્તમ જીવ ! તું તારા આત્મા રૂપ પરમાત્માની ભાવપૂજા કર.
6×6
तदङ्गे = પરમાત્માના અંગ ઉપર જેમ પુષ્પની માળા મુકાય છે તેમ પોતાના આત્માના સ્વરૂપાત્મક અંગ ઉપર ક્ષમાગુણને ધારણ કર. ક્ષમાગુણ રૂપી પુષ્પમાલાને પોતાના જીવન રૂપી અંગમાં લાવ. અહીં ક્રોધની ઉપશાન્તિ રૂપ વચનક્ષમા અને ધર્મક્ષમા એમ બે પ્રકારની ક્ષમા જાણવી. પરમાત્માનું વચન, છે આદેશ છે કે ક્ષમા રાખવી તે વચનક્ષમા અને ક્ષમા રાખવી તે આત્માનો ધર્મ છે. આમ સમજીને ક્ષમા રાખવી તે ધર્મક્ષમા.
તથા શ્રાવકધર્મ અને સાધુધર્મ (દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ) અથવા શ્રુતધર્મ અને ચારિત્રધર્મ એમ બે પ્રકારનો ધર્મ જીવનમાં લાવવા રૂપી ઉજ્જ્વળ બે વસ્ત્રો પરમાત્માની મૂર્તિ ઉપર સ્થાપન કર. જેમ અંગરચનામાં બે વસ્રો મૂર્તિ ઉપર સ્થાપિત કરાય છે તેમ પોતાના આત્મજીવનમાં ઉપરોક્ત બન્ને પ્રકારના ધર્મો તું પ્રાપ્ત કર.
વળી ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે પ્રકારનાં ધ્યાનરૂપી આભરણોની શોભા તારા આત્મજીવનમાં તું લાવ. જેમ અંગરચનામાં પરમાત્માના પ્રતિબિંબ ઉપર મુગટ, હાર, બાજુબંધ અને કુંડલ આદિ આભરણોની શોભા કરાય છે. તેમ તું તારા પોતાના આત્મજીવનમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાનને ત્યજીને ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતો થઈ જા. ધર્મધ્યાનના, આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર ભેદ છે તથા શુક્લધ્યાનના પણ પૃથવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી, અને વ્યચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ એમ ચાર ભેદ છે (જુઓ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૯, સૂત્ર-૩૬ થી ૪૬)
આ પ્રમાણે પોતાના આત્મામાં ગુણોનું પરિણમન લાવવા સ્વરૂપ પરમાત્માની (પરમસ્વરૂપવાળા પોતાના આત્માની) તું પૂજા કર. ॥૩॥
मदस्थानभिदात्यागैर्लिखाग्रे चाष्टमङ्गलीम् । ज्ञानाग्नौ शुभसङ्कल्प- काकतुण्डं च धूपय ॥४॥
Page #804
--------------------------------------------------------------------------
________________
૭૬૮ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર ગાથાર્થ :- આઠ મદનાં સ્થાનોના ભેદોનો ત્યાગ કરવા વડે પરમાત્માની આગળ આઠ મંગલનું આલેખન કર અને શુભસંકલ્પો રૂપી કૃષ્ણાગરુ નામના ધૂપને જ્ઞાનરૂપી અગ્નિમાં નાખીને નાશ કર. આમ ધૂપપૂજા કર. ૪ll
ટીકા :- “સ્થાનેતિ' મા-માનવોન્માદા, તસ્ય સ્થાનનિ, તાનિ અa fમવા:– भेदाः, तासां त्यागैः-वर्जनैः अष्टमङ्गलीमग्रे लिख । तथा ज्ञानाग्नौ शुभसङ्कल्प:शुभरागपरिणामः तद्रूपं काकतुण्डं-कृष्णागरुं धूपय । इत्यनेन रागाध्यवसायाः शुभाः पुण्यहेतवः सिद्धिसाधने त्याज्या एव । अतो ज्ञानबलेन तत्त्यागो भवति ॥४॥
વિવેચન :- મદ એટલે અહંકાર, મોટાઈ, માનનું તોફાન. તે મદ કહેવાય છે તે આઠ જાતના છે. યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે -
जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतैः ।
कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ જાતિમદ ૧, લાભમદ ૨, કુલમદ ૩, ઐશ્વર્યમદ ૪, બલમદ ૫, રૂપમદ ૬, તપમદ ૭ અને શ્રતમદ ૮ આમ આઠ પ્રકારનાં અહંકારનાં-અભિમાનનાં સ્થાનો છે. તે આઠ સ્થાનો રૂપી જે મદના આઠ ભેદો છે તેનો ત્યાગ કરવા વડે પરમાત્માની સામે આઠ મંગલનું આલેખન કર, સારાંશ કે દ્રવ્યપૂજામાં પરમાત્માના પ્રતિબિંબની સામે જેમ અષ્ટમંગલ આલેખવાના હોય છે તેમ ભાવપૂજામાં તારા પોતાના આત્માના આત્મજીવનમાં આઠ પ્રકારના મદોનો (અભિમાનોનો-અહંકારોનો) ત્યાગ વસાવ. આઠ મદોનો ત્યાગ કરવો એ જ અષ્ટમંગલનું આલેખન છે.
તથા જ્ઞાનાત્મક અગ્નિમાં શુભસંકલ્પો રૂપી એટલે કે પ્રશસ્ત એવા રાગના પરિણામો રૂપી કાકતુંડ નામના (કૃષ્ણાગરુ નામના) ધૂપને ધરવા દ્વારા ધૂપપૂજા કર. જેમ પરમાત્માના પ્રતિબિંબની સામે દ્રવ્યપૂજામાં ધૂપ કરવાનો આવે છે અને તેમાં પણ કૃષ્ણાગરુ જેવો વિશિષ્ટ ધૂપ નાખવામાં આવે છે. અગ્નિમાં નાખીને બાળવામાં આવે છે જેની સુગંધથી હવામાનમાં રહેલી દુર્ગધ દૂર થાય છે. તેમ અહીં ભાવપૂજામાં શાસ્ત્રીય વિશાળ જ્ઞાનદશા તું પ્રાપ્ત કર અને અશુભ સંકલ્પો જેમ ત્યજવા જેવા છે એમ ઉપર આવેલા આત્માને શુભ સંકલ્પો પણ મોક્ષમાર્ગમાં બાધક હોવાથી ત્યજવા જેવા છે. તે શુભ સંકલ્પો રૂપી કૃષ્ણાગરુ ધૂપ જ્ઞાનઅગ્નિમાં નાખીને બાળી નાખ. આમ ભાવપૂજા-ધૂપપૂજા કર. ૧. ઉમા શબ્દ આકારાન્ત સ્ત્રીલિંગ છે. તેથી ઉપર રૂપ બરાબર છે. તથા તણાં જે લખ્યું છે તે
બરાબર છે. તેષાં લખવાની જરૂર નથી. મેર શબ્દ જો હોત તો તેષાં થાત.
Page #805
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભાવપૂજાષ્ટક - ૨૯
૭૬૯ પતિ-પત્ની-બાળકો-ધન-ઘર-અલંકાર અને મિત્રાદિ સંબંધી રાગના જે પરિણામ તે અશુભસંકલ્પો કહેવાય છે. કારણ કે મોહવર્ધક છે. એવી જ રીતે દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્ર અને તેનાં સાધનો ઉપરનો જે રાગ છે તેના સંબંધી શુભ સંકલ્પો તે પ્રશસ્ત અથવા શુભ સંકલ્પો કહેવાય છે. પગમાં લાગેલા કાંટાને કાઢવા સોય નાખવી પડે છે, પરંતુ સોય પણ એક પ્રકારનો પીડાકારી કાંટો જ છે. તેથી કાંટો નીકળી ગયા પછી સોય પણ કાઢી જ નાખવાની હોય છે. તેમ અશુભ સંકલ્પોને દૂર કરવા પૂરતું જ શુભ સંકલ્પોનું આલંબન લેવાનું હોય છે. અંતે તો શુભ સંકલ્પો પણ વીતરાગાવસ્થાના બાધક હોવાથી તજવાના જ હોય છે. માટે હે ઉત્તમ જીવ ! તું હવે શુભ સંકલ્પોને પણ બાળી નાખવા રૂપ ભાવપૂજા રૂપી ધૂપપૂજા કર.
અશુભ સંકલ્પો પાપબંધ કરાવે અને શુભ સંકલ્પો પુન્યબંધ કરાવે. પરંતુ અંતે તો બને સંકલ્પો બંધ જ કરાવે છે અને બંધ એ હેય છે. તેથી સર્વથા કર્મરહિત અવસ્થા અને શુદ્ધ, બુદ્ધ, વીતરાગ અવસ્થાવાળી સિદ્ધિદશા પ્રાપ્ત કરવી હોય ત્યારે પુણ્યબંધના હેતુભૂત આ શુભસંકલ્પો પણ ત્યાજ્ય જ છે. માટે તે ઉત્તમ મહાત્મા ! તું જાગ, જ્ઞાનદશા પ્રાપ્ત કર અને જ્ઞાનના બલ વડે શુભસંકલ્પોનો પણ ત્યાગ કર. /૪
प्राग्धर्मलवणोत्तारं, धर्मसन्यासवह्निना । कुर्वन् पूरय सामर्थ्य राजन्नीराजनाविधिम् ॥५॥
ગાથાર્થ :- ધર્મસન્યાસ નામના સામર્થ્યયોગને પ્રગટાવવા વડે પૂર્વકાલીન (ઔદયિકભાવના અને મંદષયોપશમભાવના) ધર્મોનો ત્યાગ કરવા રૂપ લવણ ઉતારવાનું (લુણ ઉતારવાનું કામ કરતો છતો સામર્થ્યયોગ પ્રગટાવવા રૂપ શોભાયમાન એવી આરતિ ઉતારવાની વિધિને તું પૂરી કર. /પા.
ટીકા :- “પ્રાથર્નેતિ ક્ષત્રીત્મસ્વરૂપાર્વને થર્મસંન્યાસવૃદ્વિના :-સ્વરૂપ સત્તા सहजपारिणामिकलक्षणः चन्दनगन्धतुल्यः, (तस्य) सम्यग् न्यासः-स्थापनं, स एव વઢિ, તેન પ્રવિ-પૂર્વનાથનરૂપ, થર્ષ:-વિન્દમાવનારૂપ:, તવ નવUT, तस्योत्तार:-निवारणं, निर्विकल्पसमाधौ साधकस्यापि सविकल्पधर्मस्य त्याग एव ભવતિ |
एवं भावरूपं अपवादसाधनरूपलवणोत्तारं कर्वन सामर्थ्य राजन्नीराजनाविधिं -पूर्वसामर्थ्ययोगस्वरूपा राजन्ती-शोभमाना नीराजना-आरात्रिका, तस्याः विधिस्तं पूरय । सामर्थ्ययोगस्वरूपं च यत्र कर्मबन्धहेतुषु प्रवर्तमानवीर्यस्य न तादृक् प्रवृत्तिः, स्वात्मधर्मसाधनानुभवैकत्वे प्रवर्तमानः निष्प्रयासत्वेन प्रवर्तते स योगः सामर्थ्य ૩વ્યક્તિ પI
Page #806
--------------------------------------------------------------------------
________________
૭૭)
જ્ઞાનસાર
ભાવપૂજાષ્ટક - ૨૯ વિવેચન :- દ્રવ્યપૂજાવિધિમાં ધૂપપૂજા અને અષ્ટમંગલના આલેખન પછી લૂણ ઉતારવાની અને આરતિ ઉતારવાની વિધિ હોય છે. પરમાત્માના પ્રતિબિંબ ઉપર કરેલી ભવ્ય અંગરચનામાં કોઈનો દૃષ્ટિદોષ ન લાગી જાય એટલે લૂણ ઉતારવાની વિધિ કરવામાં આવે છે. લવણને અગ્નિ ઉપર ફેરવીને બાળી નાખવામાં આવે છે અને ત્યારબાદ ધર્મનું આ કાર્ય નિર્વિદને પૂર્ણ થયું તેના આનંદરૂપે “મા = સન્તા, તિઃ-પ્રતિઃ” સર્વત્ર પ્રીતિ પામવા રૂપ આરતિ ઉતારવાનું કામ કરાય છે. તેમ અહીં ભાવપૂજામાં પણ આ બે વસ્તુ સમજાવવામાં આવે છે.
હે ભવ્યજીવ! તું તારા પોતાના આત્માનું શુદ્ધ-નિર્મળ જે સ્વાભાવિક સ્વરૂપ છે તેની પ્રાપ્તિ કરવા રૂપી ભાવપૂજાવિધિમાં ધર્મસન્યાસ નામના સામર્થ્યયોગરૂપ અગ્નિ પ્રગટાવીને પૂર્વકાલની સાધનાવિધિનો ત્યાગ કરવા રૂપી લવણોત્તારની (એટલે કે લૂણ ઉતારવાની) વિધિને તું કર. યોગ એટલે આત્માને મોક્ષની સાથે જોડે છે, “
મોળ નો ગોળો” આવું પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીનું વચન છે. તે યોગ ત્રણ પ્રકારનો છે. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ, ધર્મ કરવાની પ્રબળ ઈચ્છા તે ઈચ્છાયોગ, શાસ્ત્રોનો અભ્યાસ કરી તેનાં વચનોને અનુસારે ધર્મ કરવો તે શાસ્ત્રયોગ અને સ્વયં આત્માનું એવું સામર્થ્ય પ્રગટે કે જ્યાં શાસ્ત્રોનું આલંબન ન લેવું પડે તે સામર્થ્યયોગ આ છેલ્લો સામર્થ્યયોગ આઠમાં ગુણસ્થાનકથી આવે છે. તેના બે ભેદ છે – (૧) ધર્મસન્યાસસામર્થ્યયોગ અને (૨) યોગસન્યાસ સામર્થ્યયોગ.
ક્ષયોપશમભાવના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય ઈત્યાદિ જે જે આત્મધર્મો સાધનભાવે પ્રગટ કર્યા છે. તે ધર્મોનો સન્યાસ કરવો એટલે ત્યાગ કરવો અને વિશિષ્ટ ભાવોમાં આત્માનું સ્થાપન કરવું તેનું નામ ધર્મસન્યાસ નામનો સામર્થ્યયોગ કહેવાય છે. આ યોગ દિશા આવતાં જ ક્ષાયિકભાવના (ગુણો) ધર્મો પ્રગટ થવા લાગે છે. તેથી જેમ લૂણ ઉતારવામાં લૂણને આગમાં બાળી નાખવામાં આવે છે તેમ ક્ષાયિક ભાવના વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થવા રૂપ ધર્મસન્યાસ-યોગમય અગ્નિ દ્વારા પૂર્વકાલીન સાધનાની અવસ્થાના ક્ષયોપશમ ભાવના ધર્મો રૂપી લૂણ તું બાળી નાખ.
અહીં ધર્મ એટલે આત્માના શુદ્ધ નિર્મળ સ્વરૂપની સત્તા, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વર્યાત્મક સ્વાભાવિક ગુણમય જે પારિણામિકભાવ, જેમ ચંદન સ્વયં સુગંધમય હોય છે તેની તુલ્ય આત્માનો નિર્મળ સહજ શુદ્ધ ગુણાત્મક આત્મપરિણામ તે ધર્મ જાણવો. તેનું ૧. આ ત્રણે યોગની વધારે સ્પષ્ટ વ્યાખ્યા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગદષ્ટિ સમુચ્ચય ગાથા ૩
૪-૫ માં છે.
Page #807
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભાવપૂજાષ્ટક - ૨૯
૭૭૧ સ્થાપન કરવું, અર્થાત્ તે યોગ આત્મામાં પ્રગટાવવો તે ધર્મસન્યાસયોગ કહેવાય છે. આવા પ્રકારનો ઉચ્ચ કોટિનો ધર્મસન્યાસયોગ જે પ્રગટે તેને વદ્વિ કહેવાય છે. કારણ કે તેમાં પૂર્વકાલીન સાધનાના જે જે મંદબલવાળા ક્ષયોપશમ ભાવના ધર્મો (ગુણો) હતા તે હવે ટકતા નથી. અર્થાત્ બળી જાય છે. માટે આ ધર્મસન્યાસયોગ એ વહ્નિ છે અને પૂર્વકાલીન મંદગુણોની પ્રગટતા એ લૂણ સમાન છે.
જેમ અગ્નિ વડે લૂણ બળાય છે અને લૂણ ઉતારવાની ક્રિયા થાય છે તેમ વિશિષ્ટ ઉચ્ચ કોટિના ધર્મોની પ્રાપ્તિ રૂપ અને ક્ષાયોપથમિક ભાવના ધર્મોને બાળવા રૂપ ધર્મસન્યાસયોગ આવવાથી પૂર્વકાલીન સાધનાના મંદગુણોરૂપી લૂણને બાળવા દ્વારા લૂણનો તું ત્યાગ કર, તે લૂણને અગ્નિમાં નાખી દે. કારણ કે નિર્વિકલ્પક દશાવાળી સમાધિની જ્યારે પ્રાપ્તિ થતી હોય છે ત્યારે (ભલે શુભ વિકલ્પો હોય તો પણ તે) વિકલ્પવાળી દશાનો તો ત્યાગ જ કરવો પડે છે. અશુભ વિકલ્પો દૂર કરવા માટે શુભ વિકલ્પવાળી દશા ઉપકારક હતી, પરંતુ ઉચ્ચ કોટિની નિર્વિકલ્પક અવસ્થા જ્યારે આવતી હોય છે ત્યારે શુભ વિકલ્પોવાળી સવિકલ્પક અવસ્થા પણ ત્યાજ્ય જ બને છે. માટે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવા રૂપ ધર્મસન્યાસ યોગાત્મક અગ્નિ પ્રગટાવવા દ્વારા પૂર્વકાલીન સાધનાની સવિકલ્પક અવસ્થા રૂપી લૂણને બાળવાનું કામ કરવા સ્વરૂપ લવણોત્તરણ કર.
શુભ વિકલ્પોવાળી જે સવિકલ્પક સાધના છે તે અંતે હેય હોવા છતાં અશુભ વિકલ્પોને ટાળવા પૂરતી ઉપકારક છે. માટે તેને અપવાદસાધના કહેવાય છે. મૂલમાર્ગે તે આદરવા જેવી નથી. કારણ કે તે પણ વિકલ્પાત્મક હોવાથી શુભરાગાદિ સ્વરૂપ હોવાના કારણે મોહમય છે. અંતે તો ત્યાજ્ય જ છે. તેથી નિર્વિકલ્પક સાધના જ ઉત્સર્ગસાધના છે. આ રીતે વિચારતાં શુભસંકલ્પવાળી સવિકલ્પક સાધનાનો ત્યાગ કરવા રૂપ લવણોત્તારણનું કાર્ય કરતો એવો તું નિર્વિકલ્પક સાધના પ્રાપ્ત કરવા રૂપ સામર્થ્યયોગના પૂર્વભેદમય (પ્રથમ ભેદસ્વરૂ૫) શોભાયમાન આરતિને ઉતારવાની વિધિ પૂર્ણ કર.
સામર્થ્યયોગના બે ભેદમાંથી પૂર્વભેદ એટલે પ્રથમભેદ જે આઠમા ગુણસ્થાનકથી આવે છે તે ધર્મસન્યાસ નામના પ્રથમ ભેદાત્મક સામર્થ્યયોગ પ્રગટાવવા રૂ૫ શોભાયમાન આરતિ ઉતારવાની વિધિને હે જીવ! તું પૂર્ણ કર.
સામર્થ્યયોગનું ટુંકું લક્ષણ આવું સમજવું કે જે આત્મ-વીર્ય કર્મબંધના હેતુઓમાં (મિથ્યાત્વાદિ) પ્રવર્તે છે. તેવી પ્રવૃત્તિ ન કરવી. અર્થાત્ જે વીર્યપ્રવૃત્તિથી કર્મ બંધાય તેવી વિર્યપ્રવૃત્તિ ત્યજી દેવી. પણ પોતાના આત્માના ધર્મોની (ગુણોની) સાધનાના અનુભવની
Page #808
--------------------------------------------------------------------------
________________
૭૭૨
ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર
સાથે એકમેકતા સાધવામાં જ વીર્યની પ્રવૃત્તિ કરવી. આવી પ્રવૃત્તિ કરનારો ભવ્ય આત્મા ઘણી મહેનત વિના સહેજે સહેજે પોતાના આત્માના ગુણોનો વિકાસ સાધે છે. આવા સહજયોગને સામર્થ્યયોગ કહેવાય છે. પા
स्फुरन्मङ्गलदीपं च, स्थापयानुभवं पुरः । योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान् भव ॥६॥
ગાથાર્થ :- આત્મદશાના અનુભવ રૂપી સ્ફુરાયમાન મંગલ દીપક પરમાત્માની સામે સ્થાપન કર, તથા મન-વચન-કાયાના યોગોને આત્મસાધનામાં જ પ્રવર્તાવવા રૂપ નૃત્ય કરવામાં તું તત્પર થા અને ધારણા, ધ્યાન અને સમાધિ રૂપ ગીત, નૃત્ય અને વાજીંત્ર એ ત્રણેની એકતા રૂપ સંયમવાળો તું થા. ॥૬॥
ટીકા :- स्फुरन्मङ्गले च पुनः स्फुरत् - देदीप्यमानं मङ्गलदीपं - सर्वद्रव्यभावोपद्रवमुक्तं दीपं भावप्रकाशम् अनुभवं - स्पर्शज्ञानमात्मस्वभावास्वादनयुक्तं ज्ञानम् પુર:-અગ્રે સ્થાપય, યોગ: मनोवाक्कायरूपास्तेषां साधनप्रवर्त्तनरूपं नृत्यं ( ताण्डवं ) तत्र तत्परः सोद्यमः सन् परमाध्यात्मधारणा - ध्यान-समाधिरूपसाधनयोगाङ्गपरिणमनरूपतूर्यादिपूजात्रयमयो भव ।
-
इत्यनेन आभ्यन्तरपूजया तत्त्वानन्दमयं स्वचैतन्यलक्षणं स्वात्मानं तद्रूपं कुरु ।
વિવેચન :- દ્રવ્યપૂજામાં આરિત ઉતાર્યા પછી મંગલદીપ કરવાનો વ્યવહાર છે. તે પ્રમાણે ભાવપૂજામાં પણ આત્માના ગુણોની રમણતાના આનંદનો જે અનુભવ થાય છે તે અનુભવ એ જ્ઞાનાત્મક હોવાથી પ્રકાશાત્મક છે. માટે જાણે મંગલદીપક જ હોય શું ? એમ સમજીને અનુભવને દીપકની ઉપમા આપીને સમજાવે છે -
સર્વ પ્રકારના બાહ્ય દ્રવ્ય ઉપદ્રવો અને અભ્યન્તર (મોહ અને અજ્ઞાનજન્ય) ભાવ ઉપદ્રવોથી સર્વથા મુક્ત એવું તથા આત્મતત્ત્વના આસ્વાદનથી યુક્ત એવું અર્થાત્ આત્મતત્ત્વનો સ્પષ્ટ સ્પર્શ જેમાં થયો છે તેવું ભેદજ્ઞાનના સ્પર્શજ્ઞાનવાળું ભાવપ્રકાશાત્મક જે અનુભવજ્ઞાન છે તેને આત્મારૂપી પરમાત્માની સામે સ્થાપન કર. આ આત્મામાં અનુભવજ્ઞાન એવું જોડ કે જેનાથી તારો પોતાનો આત્મા જ પરમાત્મા બને.
પરમાત્માની સામે દ્રવ્યપૂજામાં જેમ સ્કુરાયમાન મંગલદીપ કરાય છે. તેમ ભાવપૂજામાં તારા પોતાના આત્મારૂપી પરમાત્માની સામે આત્મતત્ત્વના સ્પર્શવાળો ભેદજ્ઞાનયુક્ત વૈરાગ્યમય અનુભવ પ્રાપ્ત કર અર્થાત્ તે અનુભવ પ્રાપ્ત કરવા રૂપી મંગલદીપ સ્થાપન કર.
Page #809
--------------------------------------------------------------------------
________________
૭૭૩
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯ તથા દ્રવ્યપૂજામાં પરમાત્માની સામે જેમ નૃત્ય કરવામાં આવે છે ગીતો ગાવામાં આવે છે અને વાજીંત્રો વગાડવામાં આવે છે આવી રીતે ગીત, નૃત્ય અને વાજીંત્ર આ ત્રણેના તાલની એકતા સાધવાપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. તેમ ભાવપૂજામાં મન, વચન અને કાયા એમ ત્રણે યોગોનું આત્મસાધનામાં પ્રવર્તાવવું તે નૃત્ય, આવા પ્રકારનું નૃત્ય કરવામાં તું તત્પર થા - ઉદ્યમવાળો થા. તારા મન-વચન અને કાયાના યોગોને આત્મતત્ત્વની સાધનામાં જોડ.
તથા યોગોને સાધનામાં જોડવા રૂપ નૃત્યની સાથે સાથે ઉત્કૃષ્ટ અધ્યાત્મદશામય ધારણા-ધ્યાન અને સમાધિ રૂપ મુક્તિમાર્ગની સાધના સ્વરૂપ યોગદશામાં (આઠ અંગો પૈકીનાં) છેલ્લાં ત્રણ અંગોનું આત્મામાં પરિણમન થવા રૂપ તૂર્યાદિવાળી (તૂર્ય એટલે વાજીંત્ર અને આદિ શબ્દથી ગીત-નૃત્ય વગેરે સંગીતની સર્વસામગ્રી સાથે) ત્રણ પ્રકારની પૂજાવાળો તું થા. જેમ દ્રવ્યપૂજામાં ગીત-નૃત્ય અને વાજીંત્ર એમ ત્રણ પ્રકારની ભક્તિરૂપ દ્રવ્યપૂજા હોય છે. તેમ ભાવપૂજામાં મન-વચન અને કાયાના યોગોનું આત્મસાધનામાં પ્રવર્તન કરવા રૂપે ધારણા, ધ્યાન અને સમાધિવાળા થવું એમ ત્રણ પ્રકારની પૂજા કરવાવાળો તું થા.
આ પ્રમાણે દ્રવ્યપૂજાથી જેમ બાહ્ય આનંદ ઉપજે છે તેમ અભ્યત્તરપૂજા વડે (એટલે કે ભાવપૂજા વડે) આત્મતત્ત્વની પ્રાપ્તિ રૂપ આનંદમય અને પોતાના જ ચૈતન્યગુણવાળા પોતાના આત્માને તે ઉત્તમ જીવ! તું પરમાત્મારૂપ બનાવ. તું જ અંતરાત્મા મટીને પરમાત્મા બન. /૬
उल्लसन्मनसः सत्य-घण्टां वादयतस्तव । भावपूजारतस्येत्थं, करक्रोडे महोदयः ॥७॥
ગાથાર્થ :- આ રીતે સત્યતત્ત્વરૂપી ઘટાને વગાડતા અને ઉલ્લસિત મનવાળા તથા ભાવપૂજામાં ઓતપ્રોત એવા તને હે ઉત્તમ જીવ ! મહોદય (મોક્ષપ્રાપ્તિ) હથેળીમાં જ છે. Roll.
ટીકા :- “37” તિ” રૂલ્ય ભાવપૂનારૂતિએ તવ મહોયઃ-મોક્ષ करक्रोडे-हस्ततलेऽस्ति । किं कुर्वतः ? उल्लसन्मनसः-भावोल्लासयुक्तचित्तस्य सत्पर्यायरूपां घण्टां नादयतः-शब्दं कुर्वतः । इत्यनेन सहर्षसत्यमनउल्लासरूपां घण्टां वादयतः सतः पूर्वोक्तपूजाकरणेन सर्वस्वशक्तिप्रादुर्भावरूपो मोक्षो भवति ॥७॥
વિવેચન :- દ્રવ્ય-પૂજાવિધિમાં લુણ ઉતારણ, આરતિ અને મંગલદીપ પછી
Page #810
--------------------------------------------------------------------------
________________
૭૭૪
ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર
જિનાલયમાંથી નીકળતાં ઘંટ વગાડવાનો વ્યવહાર છે. પોતે ઘણા જ ભાવોલ્લાસથી શરૂ કરેલી આ દ્રવ્યપૂજા નિર્વિઘ્ને પૂર્ણ થઈ છે. તજ્જન્ય હર્ષ અમાપ છે. તે હર્ષના નિમિત્તે (જેમ લગ્નાદિ પ્રસંગે હર્ષ વિશેષ હોવાથી વાજાં વગાડવામાં આવે છે તેમ) અહીં ઘંટ વગાડવામાં આવે છે. એ જ ન્યાયે ભાવપૂજાવિધિમાં જે જે દ્રવ્ય, જે જે ગુણ-પર્યાયવાળું છે તે તે દ્રવ્યને તે તે ગુણ-પર્યાયવાળું જગતના જીવોને સમજાવતા એવા તને અર્થાત્ યથાર્થ ધર્મદેશના આપતા એવા તને મહોદય એટલે મોક્ષની પ્રાપ્તિ કર-ક્રોડમાં જ છે અર્થાત્ હથેળીમાં જ છે. હવે વાર લાગતી નથી.
શું કરતા એવા તને મોક્ષપ્રાપ્તિ હથેળીમાં છે ? તેનો ઉત્તર ત્રણ વિશેષણોથી આપે છે (૧) ઉત્ત્તસન્મનસ: = ઉલ્લાસવાળું છે મન જેનું એવા તને મોક્ષપ્રાપ્તિ હથેળીમાં છે. આ ભાવપૂજામાં જોડાયેલો એવો તું સાચું તત્ત્વ જાણનાર બનવાથી યથાર્થ-જ્ઞાનપ્રાપ્તિથી અને તેની દુર્લભતા સમજાવાથી તારું મન-હૃદય હર્ષથી નાચી ઉઠે છે. એટલો બધો અમાપ હર્ષ છે કે આવું ભાવતત્ત્વ મને ક્યારેય મળ્યું નથી.
(૨) બીજું વિશેષણ એ છે કે સત્પર્યાયરૂપાં = જે દ્રવ્ય જેવા ગુણ-પર્યાયવાળું છે તે દ્રવ્યને બરાબર તેવું જ જાણવું અને તેવું જ કહેવું-યથાર્થ જ પ્રરૂપણા કરવી એ રૂપી સત્યની ઘંટા વગાડતા એવા તને મહોદય હાથમાં જ છે. જેમ ઘંટ વગાડીને શબ્દનો વિસ્તાર કરાય છે. તેમ યથાર્થ ધર્મદેશના આપવા રૂપી શબ્દને કરતા એવા તને મહોદય હથેળીમાં જ છે.
(૩) ઉપર સમજાવેલી ભાવપૂજામાં રક્ત બનેલા એવા તને મહોદય હથેળીમાં જ
છે.
આ પ્રમાણે આત્મતત્ત્વની પ્રાપ્તિના હર્ષ સાથે મનથી અત્યન્ત ઉલ્લાસયુક્ત સત્ય દેશનાની (અથવા સત્ય જીવન જીવવાની) ઘંટાને વગાડતા છતા તારા આત્મામાં પૂર્વે જણાવેલી ભાવપૂજાવિધિ કરવા દ્વારા પોતાના આત્મામાં અનંત અનંત ગુણોની જે અનંત અનંત શક્તિઓ તિરોભૂત રૂપે પડેલી છે. તેનો આવિર્ભાવ થવા રૂપ - પ્રગટ થવા રૂપ મોક્ષ તુરત થાય છે. તેથી તારો મોક્ષ તારી હથેળીમાં જ છે. આમ કહેવાય છે. ાના
द्रव्यपूजोचिताभेदोपासना गृहमेधिनाम् ।
भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ॥८॥
ગાથાર્થ :- આ પ્રમાણે ભેદ ઉપાસના રૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થોને ઉચિત છે અને અભેદ ઉપાસના રૂપ ભાવપૂજા સાધુ-મહાત્માઓને ઉચિત છે. ૮॥
Page #811
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
ટીકા :“દ્રવ્યપૂનેતિ” ગૃહમેધિનાં-ગૃહસ્થાનાં મેવોપાસનારૂપા-આત્મન: सकाशाद् अर्हन् परमेश्वरः भिन्नः निष्पन्नानन्दचिद्विलासी । तस्योपासना - सेवना निमित्तालम्बनरूपद्रव्यपूजा उचिता - योग्या । तु-पुनः साधूनामभेदोपासनात्मिका परमात्मना स्वात्माभेदरूपा भावपूजा उचिता ।
૭૭૫
यद्यपि सविकल्पकभावपूजा गुणस्मरणबहुमानोपयोगरूपा भावपूजा गृहिणां भवति । तथापि निर्विकल्पोपयोगस्वरूपैकत्वरूपा भावपूजा निर्ग्रन्थानामेव ।
एवमाश्रवकषाययोगचापल्यपरावृत्तिरूपद्रव्यपूजाभ्यासेन अर्हद्गुणस्वात्मधर्मैकत्वरूपभावपूजावान् भवति, तेन च तन्मयतां प्राप्य सिद्धो भवति । इत्येवं साधनेन साध्योपयोगयुक्तेन सिद्धिः निष्कर्मता भवति ॥८॥
॥ इति व्याख्यातं भावपूजाष्टकम् ॥
વિવેચન :- દ્રવ્યપૂજાના અધિકારી કોણ ? અને ભાવપૂજાના અધિકારી કોણ ? અને તે શા માટે ? આ વિષય આ ગાથામાં સમજાવે છે.
દ્રવ્યપૂજા ભેદોપાસના સ્વરૂપ છે અને ભાવપૂજા અભેદોપાસના સ્વરૂપ છે. પૂજકનો આત્મા અને પૂજ્યનો આત્મા ભિન્ન સમજીને પૂજક આત્મા પૂજ્ય આત્માની જે પૂજા કરે તેને ભેદોપાસના રૂપ પૂજા કહેવાય છે. ગૃહસ્થો પોતાનું ઘર ચલાવવા સાવઘયોગવાળા છે તેથી તેઓ સાવધપૂજાના અધિકારી છે. સાધુઓ નિરવધ જીવનવાળા છે. તેથી તેઓ નિરવઘ પૂજાના અધિકારી છે.
ગૃહસ્થો જ્યારે જ્યારે અરિહંત પરમાત્માની પૂજામાં જોડાય છે ત્યારે ત્યારે આલંબન રૂપે અરિહંત પરમાત્માને ચિત્તમાં સ્થાપિત કરે છે. તેથી પોતાનો આત્મા અરિહંત પરમાત્માથી ભિન્ન તરીકે ભાસે છે. અર્થાત્ પોતાનો આત્મા ઉપાસક તરીકે દેખાય છે અને પ્રગટ થયેલા અનંત આનંદ અને અનંત જ્ઞાનના વિલાસી એવા જે અરિહંત પરમાત્મા છે તે ઉપાસ્ય તરીકે દેખાય છે. ઉપાસક એવો ગૃહસ્થ “ઉપાસ્ય એવા અરિહંત પરમાત્મા પ્રગટ ગુણવાળા છે.” મારાથી ભિન્ન છે. મારે તેવા થવાનું છે. હું તેવો નથી. આમ સમજીને ભેદબુદ્ધિપૂર્વક પરમાત્માની પૂજા-સેવા કરે છે તે ભેદોપાસના કહેવાય છે.
આ પરમાત્મા મારા ગુણોનો આવિર્ભાવ કરવામાં નિમિત્ત રૂપે આલંબનભૂત છે. હું જો તેઓની પૂજા-સેવા કરીશ તો તેવા શુભભાવથી મારાં કર્મો તુટશે અને મારા ગુણો મને પ્રગટ થશે. માટે મારા ગુણોની પ્રગટતામાં નિમિત્ત ભૂત અને મારાથી ભિન્ન દ્રવ્ય રૂપે રહેલા વીતરાગ અરિહંત પરમાત્માની હું પૂજા-સેવા કરું. આમ ભેદબુદ્ધિપૂર્વક પૂજા કરે છે
Page #812
--------------------------------------------------------------------------
________________
૭૭૬ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર અને જલ-ચંદન આદિ બાહ્ય દ્રવ્યો દ્વારા પૂજા કરે છે. માટે આવી દ્રવ્યપૂજા ગૃહસ્થોને જ યોગ્ય છે. તેઓ જ આ ભેદોપાસના રૂપ દ્રવ્યપૂજાના અધિકારી છે.
પરંતુ સાધુમહાત્માઓને અભેદ ઉપાસના રૂપ ભાવપૂજા ઉચિત છે. પરમાત્માના આત્માની સાથે પોતાના આત્માનો અભેદ કરવા રૂપ ચિંતન-મનન સ્વરૂપ ભાવપૂજા મુનિઓને યોગ્ય છે. જેવો પરમાત્માનો આત્મા અનંતગુણી છે. કેવલજ્ઞાનાદિ ગુણમય છે, વીતરાગ છે નિરંજન છે, તેમ મારો આત્મા પણ સત્તાથી તેમના જેવો જ અનંતગુણી કેવલજ્ઞાનાદિમય, વીતરાગ, નિરંજન છે. તેઓ પ્રગટગુણી છે હું અપ્રગટ-ગુણી છું, પરંતુ પરમાર્થે બન્ને તુલ્ય છીએ. હું જો તેઓની ઉપાસના કરું તો તેઓની ઉપાસના કરતાં કરતાં હું પણ કર્મોને તોડીને તેમના જેવો જ બની શકું છું. આમ અભેદબુદ્ધિપૂર્વક ભાવપૂજા કરે છે. સાવધના ત્યાગી હોવાથી નિરવદ્ય એવી ચિંતન-મનનાત્મક ભાવ પૂજા કરે છે. આ અભેદોપાસના છે.
ભાવપૂજા બે પ્રકારની હોય છે. એક સવિકલ્પક અને બીજી નિર્વિકલ્પક. અરિહંત પરમાત્માના ગુણોનું સ્મરણ કરવું, ગુણો ઉપર બહુમાન કરવું, તેમાં જ લીન થવા રૂપ સવિકલ્પક એવી ભાવપૂજા ગૃહસ્થોને પણ હોય છે. પરંતુ નિર્વિકલ્પક (પ્રશસ્ત રાગાદિ મોહના વિકલ્પો વિનાના) ઉપયોગાત્મક પરમાત્માની સાથે એકમેક થવા રૂ૫ ભાવપૂજા તો નિગ્રન્થ મુનિઓને જ હોય છે. ગૃહસ્થોને એક સાવદ્ય એવી દ્રવ્યપૂજા અને બીજી પ્રશસ્ત રાગાદિ ભાવવાળી સવિકલ્પક ભાવપૂજા હોય છે. જ્યારે મુનિઓને નિરવદ્ય અને પ્રશસ્ત રાગાદિભાવ વિનાની એવી નિર્વિકલ્પક ભાવપૂજા જ એકલી હોય છે.
આ પ્રમાણે ગૃહસ્થ આત્માઓને આશ્રવ, કષાય અને યોગની ચંચળતા છે કે જે ઘર અને પરિવારાદિ માટે અશુભ બંધહેતુરૂપે છે તેની પ્રથમ પરાવૃત્તિ કરીને શુભમાં જોડીને અરિહંત પરમાત્માની દ્રવ્યપૂજા આદિમાં પ્રશસ્ત-રાગાદિ કરાય છે. ત્યારબાદ આવી દ્રવ્યપૂજાના અભ્યાસથી અરિહંત પરમાત્માના ગુણો અને પોતાના ધર્મોની એકતા રૂપ ભાવપૂજાવાળા તે જીવો બને છે. તેથી અરિહંત પરમાત્માની સાથે તન્મયતા પ્રાપ્ત કરીને સિદ્ધ-બુદ્ધ થાય છે. અને મુનિ મહાત્માઓ સાધ્યના ઉપયોગથી યુક્ત એવી કેવળ એકલી ભાવપૂજા કરવા રૂપ સાધનને સેવવા વડે સર્વથા કર્મરહિત એવી સિદ્ધિદશા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ઓગણત્રીસમા ભાવપૂજાષ્ટકનું વિવેચન પણ સમાપ્ત થયું. પેટા
ઓગણત્રીસમું ભાવપૂજાષ્ટક સમાપ્ત
છે
Page #813
--------------------------------------------------------------------------
________________
| મથ ત્રિશત્તમે ધ્યાનાકૃશ્નમ્ |
अथ ध्यानाष्टकं विस्तार्यते । ध्यानलक्षणं निर्युक्तौ - अंतोमुहत्तमित्तं, चित्तावत्थाण एगवत्थुमि । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥३॥ (ध्यानशतक गाथा-३) नामादिकं स्वतो वाच्यम् । तत्र ध्यानस्वरूपं निरूपयन्नाह -
હવે ધ્યાનાષ્ટક નામનું ત્રીસમું અષ્ટક શરૂ કરાય છે. ધ્યાનનું લક્ષણ આવશ્યકનિયુક્તિમાં તથા ધ્યાનશતકની ત્રીજી ગાથામાં આ પ્રમાણે કહ્યું છે.
કોઈપણ એકવસ્તુના વિચારમાં માત્ર અંતર્મુહૂર્ત કાલ સુધી ચિત્તનું સ્થિર થવું તેને ધ્યાન કહેવાય છે. આ વ્યાખ્યા છદ્મસ્થ જીવોના ધ્યાનને અનુલક્ષીને છે. કેવલી ભગવંતોમાં યોગનો વિરોધ કરવો તેનું નામ ધ્યાન છે.”
ધ્યાનનો અર્થ છઘસ્થ જીવોને આશ્રયી અને કેવલજ્ઞાની પરમાત્માને આશ્રયી ભિન્ન ભિન્ન છે. છદ્મસ્થ જીવો દ્રવ્યમાન અને ભાવમનવાળા છે. મનોવર્ગણાનાં પુગલો ગ્રહણ કરી મનપણે પરિણાવી અને છોડવાં તે દ્રવ્યમાન અને કોઈ પણ વસ્તુનું વધારે વધારે ઊંડું જ્ઞાન મેળવવા જે ચિંતન-મનન અને નિદિધ્યાસન કરવું તે ભાવમન.
દ્રવ્યમન નામકર્મના ઉદયથી હોય છે અને તે મન:પર્યાપ્તિ નામકર્મનો ઉદય છે. માટે ઔદયિક ભાવ છે. અઘાતી કર્મનો ઉદય છે તેથી છવસ્થ અને કેવલીભગવંત એમ બન્નેને આ દ્રવ્યમાન હોય છે. છદ્મસ્થ જીવોમાં માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ દ્રવ્યમાન હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને દ્રવ્યમન હોતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પણ સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછીથી દ્રવ્યમાન હોય છે. કેવલી ભગવંતોને રૈવેયક અને અનુત્તરવાસી દેવોએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવાના કાલે તથા દૂર દૂર દેશમાં રહેલા મન:પર્યવ જ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવાના કાલે જ આ દ્રવ્યમાન હોય છે. (નામકર્મના ઉદયજન્ય દ્રવ્યમાન છે.)
મતિ-શ્રુત જ્ઞાનાવરણીયકર્મ અને અચક્ષુ દર્શનાવરણીય કર્મ તથા વીર્યાન્તરાય કર્મ, આ ચાર કર્મોના ક્ષયોપશમ વિશેષથી વસ્તુના સ્વરૂપને ઊંડું ઊંડું જાણવા માટેની જે વિચારણા -શક્તિ, ચિંતન કરવાની અને મનન કરવાની જે શક્તિ તે ભાવમન કહેવાય છે. આ શક્તિ ઉપરોક્ત કર્મોના ક્ષયોપશમભાવની છે. તે ભાવમન કેવલી ભગવાન વિના સર્વે પણ સંસારી
Page #814
--------------------------------------------------------------------------
________________
७७८
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર જીવોને હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને ૧ થી ૧૨ ગુણસ્થાનકવર્તી સંજ્ઞી પંચેન્દ્રિયજીવોને જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમભાવ હોવાથી કેવલી સિવાયના સર્વ સંસારી જીવોને આ ભાવમન હોય છે.
એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં દ્રવ્યમન (ની સહાયકતા) ન હોવાથી ભાવમન અલ્પપ્રમાણમાં કામ કરી શકે છે. માટે તે બધાંને અસંશી કહેવાય છે અને કેવલી ભગવંતોને ક્ષયોપશમભાવ નથી માટે ભાવમન નથી. સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી ચિંતન-મનન કરવાની જરૂર જ નથી પણ નામકર્મનો ઔદયિકભાવ હોવાથી દ્રવ્યમાન હોય છે. તેથી જ કેવલીભગવંતોને “નોસંશી અને નોઅસંશી” કહેવાય છે.
૧ થી ૧૨ ગુણસ્થાનવર્સી જે જીવો છે તે જ્ઞાનાવરણીય આદિ કર્મના ઉદયવાળા હોવાથી છવાસ્થ કહેવાય છે. (છા એટલે ઢાંકણભૂત કર્મ, તેમાં રહેનારા અર્થાતું આવરણીય કર્મવાળા). છઘસ્થ જીવો અલ્પજ્ઞ હોવાથી વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન નથી, માટે ચિંતન-મનન કરે છે. તેથી તેઓ માટે ધ્યાનની આ વ્યાખ્યા કરવામાં આવે છે. કોઈ પણ એકવસ્તુના ચિંતન-મનનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી ચિત્તનું અત્યન્ત સ્થિર થઈ જવું “અતિશય એકાગ્રતા તેનું નામ ધ્યાન” શુભચિંતનમાં એકાગ્રતા હોય તો શુભધ્યાન અને અશુભ ચિંતનમાં એકાગ્રતા હોય તો અશુભ ધ્યાન, જેનું મન ચંચળ છે-અસ્થિર છે-ડામાડોળ છે, તેના મનનું એક વિષયમાં સ્થિર થવું તે ધ્યાન.
1 કેવલી ભગવંતો સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી તેઓમાં ચિંતન-મનન કરવાનું સંભવતું નથી, ચિંતન મનનાત્મક મન જ નથી માટે મનની સ્થિરતા રૂપ ધ્યાન તેઓમાં હોતું નથી.
જ્યાં ક્ષયોપશમભાવ જ નથી ત્યાં ચંચળતા નથી, તેથી એકાગ્રતા અર્થવાળું ધ્યાન તેઓને હોતું નથી. તેથી કેવલીભગવંતોને આશ્રયી ધ્યાનની વ્યાખ્યા જુદી કરવામાં આવે છે.
“યોગનો નિરોધ” તે ધ્યાન. મન-વચન-કાયાના યોગનો નિરોધ તેરમા ગુણઠાણાના છેડે કરાય છે અને ચૌદમે ગુણઠાણે નિરોધ થઈ ચૂક્યો છે. આ રીતે કેવલી ભગવંતો માટે નિરુધ્ધમાન અવસ્થા અને નિરુદ્ધ અવસ્થા તે ધ્યાન છે.”
કેવલી ભગવંતોમાં ચિંતન-મનનની પ્રક્રિયા રૂપ મતિજ્ઞાન ન હોવાથી મનની ચંચળતા નથી, પરંતુ મન-વચન અને કાયાના યોગ વડે “આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરીકરણ” છે. તેવા પ્રકારની આત્મપ્રદેશોની ચંચળતાને રોકવી તેને ધ્યાન કહેવાય છે. આ ધ્યાન તેરમાના છેડે અને ચૌદમે ગુણઠાણે જ માત્ર હોય છે. તેમાં ગુણઠાણામાં પ્રથમસમયથી યોગનિરોધવાળો કાળ ન આવે ત્યાં સુધી ચિત્તની સ્થિરતા-એકાગ્રતા એ પ્રથમ અર્થવાળું કે યોગનિરોધ એ
Page #815
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩૦
૭૭૯ બીજા અર્થવાળું એમ એકે અર્થવાળું ધ્યાન હોતું નથી. તેથી ત્યાં ધ્યાનાન્સરિકા દશા કહેવાય છે. અર્થાત્ ધ્યાનનો વિરહકાલ છે. (૧) ૧ થી ૧૨ ગુણસ્થાનવાળા છવસ્થ જીવો માટે ચિત્તની સ્થિરતા-ચિત્તની એકાગ્રતા તે
ધ્યાન કહેવાય છે. (૨) તેરમા ગુણસ્થાનકના પ્રથમસમયથી યોગનિરોધના પૂર્વકાલ સુધી ધ્યાનાન્સરિકાદશા
-ધ્યાનનો વિરહકાલ હોય છે. તેરમાના છેડે યોગનો નિરોધ-મન, વચન, કાયાના યોગનું અટકાવવું તે ધ્યાન તથા ચૌદમા ગુણઠાણે સર્વથા યોગનો વિચ્છેદ થવો તે ધ્યાન હોય છે. અર્થાત્ આત્મપ્રદેશોની સ્થિરતા રૂપ ધ્યાન હોય છે શુક્લધ્યાનના ત્રીજા-ચોથા પાયારૂપ ધ્યાન હોય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પણ “ઉત્તમસંહનચૈomવિજ્ઞાનિરોથો ધ્યાનમ્” ૯-૨૭ આ પ્રમાણે જ કહ્યું છે.
આ સ્થાન ઉપર નામ-સ્થાપનાદિ ચાર નિક્ષેપા તથા સાત નો પૂર્વની જેમ સ્વયં સમજી લેવા. ધ્યાન એવું કોઈનું નામ રખાય તે નામ-નિક્ષેપે ધ્યાન, ધ્યાનસ્થ મુનિનું ચિત્ર આલેખાય અથવા “ધ્યાન” આવું જ લખાય તે સ્થાપના-નિક્ષેપે ધ્યાન, ઉપયોગની શૂન્યતાએ ધ્યાન તે દ્રવ્યથાન અને ઉપયોગપૂર્વકનું ધ્યાન તે ભાવધાન. ધ્યાન ઉપર સાત નો આ
પ્રમાણે છે .
(૧) ચિત્તની એકાગ્રતા માટેનો મનમાં સંકલ્પ માત્ર કરવો તે નૈગમનયથી ધ્યાન. (૨) વિક્ષેપ આદિથી રહિત મન, એકાન્ત, નિબંધ કાયા આદિ સામગ્રી તે સંગ્રહાયથી
ધ્યાન. (૩) ચિત્તની એકાગ્રતા તે વ્યવહારનયથી ધ્યાન. (૪) ચિત્તની એકાગ્રતામાં આત્માનો ઉપયોગ તે ઋજુસૂત્રનયથી ધ્યાન. (૫) ચિત્તની એકાગ્રતા દ્વારા આત્માના ગુણોની અનુભૂતિ થવી તે શબ્દનયથી ધ્યાન. (૬) શુક્લધ્યાનની યોગ્યતા ધરાવતો આત્મા જે પ્રતિસમયે વિશુદ્ધતર ચિતૈકાશ્ય રાખે તે
સમભિરૂઢનયથી ધ્યાન. (૭) શુક્લધ્યાનમાં પરિણત સર્વોત્કૃષ્ટ ચિત્ત-એકાગ્રતા એ એવંભૂતનયથી ધ્યાન કહેવાય
Page #816
--------------------------------------------------------------------------
________________
૭૮૦
વિજ્ઞાનસાર
ધ્યાનાષ્ટક - ૩૦ ત્યાં ધ્યાનનું સ્વરૂપ સમજાવતાં કહે છે - ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यैकतां गतम् । मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥१॥
ગાથાર્થ :- ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ ત્રણે ભાવો જે મહાત્માને એકતાને પામ્યા, છે અનન્ય ચિત્તવાળા તે મુનિને ક્યારેય દુઃખ હોતું નથી. તેના
ટીકા :- “ધ્યાત ધ્યેયણિતિ' યસ્થ પુરુષી ધ્યાતા તથા ધ્યેયં તથા ધ્યાનમતત્ त्रयं यस्य जीवस्य एकतामेकीभावं गतम्, तस्य मुनेः अनन्यचित्तस्य-तद्रूपचेतनामयस्य अर्हत्स्वरूपात्मस्वरूपतुल्योपयोगगृहीतस्य दुःखं-स्वगुणावरणरूपं पुद्गलसन्निकर्षजन्यं, न विद्यते-नास्तीत्यर्थः । उक्तञ्च प्रवचनसारे -
जो जाणदि अरिहंते, दव्वत्त-गुणत्त-पज्जवत्तेहिं । सो. जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ॥८०॥ ધ્યાતા-૩માત્મા, ધ્યેયં-તસ્વરૂપ, ધ્યાનં-તસૈકાગ્રતા | तत्र अभेदता, एतत्त्रयमेकत्वं प्राप्तं मोहक्षयाय भवति ॥१॥
વિવેચન :- ધાતા એટલે ધ્યાન કરનાર આત્મા, ધ્યેય એટલે ધ્યાન કરવા યોગ્ય વિતરાગ પરમાત્મા, અને ધ્યાન એટલે ધ્યેયમાં ધ્યાતાના ચિત્તની સ્થિરતા, જે મહાત્મા પુરુષને
ધ્યાતા તથા ધ્યેય તથા ધ્યાન આ ત્રણે તત્ત્વો એકમેકતાને-અભેદભાવને પામ્યાં છે. જે મુનિ મહારાજા ધ્યાતા છે, ધ્યેય એવા પરમાત્મામાં એકલીન બન્યા છે. અન્ય કોઈ સ્થાનમાં જેનું ચિત્ત ગયું નથી અને જતું નથી, જે મુનિનો આત્મા આત્મતત્વના મૂલભૂત શુદ્ધ સ્વરૂપાત્મક ચેતનામય બન્યો છે. અરિહંત પરમાત્માનું સ્વરૂપ અને પોતાના આત્માનું સ્વરૂપ તુલ્ય છે (ભલે એક નિરાવરણ હોય અને બીજું સાવરણ હોય તો પણ સત્તાથી સમાન છે) આમ સમજીને તુલ્ય સ્વરૂપે ઉપયોગમાં જેણે ગ્રહણ કર્યું છે તે મુનિમહાત્માને પોતાના આત્માના ગુણોનું આચ્છાદન કરનારા જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મોના ઉદયરૂપ કાર્મણ વર્ગણાના પુદ્ગલોના સક્નિકર્ષજન્ય દુઃખ ક્યારેય લાગતું નથી.
જેમ એક માણસ પાસે લાખોની કેશ છે અને લાખોના દાગીના છે અને તે સઘળુંય પોતાની પાસે ઘેર છે અને બીજા એક માણસ પાસે એટલા જ પ્રમાણની લાખોની કેશ બેંકમાં તેના ખાતામાં જમા છે અને લાખોના દાગીના બેંકના પોતાના ખાનામાં મુકેલા છે. હાલ ઘરે નથી. છતાં હું પણ તે માણસ જેટલો જ ધનવાન છું. આમ બીજા માણસને પણ
Page #817
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક- ૩૦
૭૮૧ પ્રથમ માણસની જેમ આનંદ જ હોય છે, પણ બેંકનું આવરણ છે એવું દુઃખ ક્યારેય થતું નથી. તેમ યોગી મહાત્માને પોતાનો આત્મા વીતરાગ તુલ્ય સત્તાથી જણાય છે. કંઈ કમીના જણાતી નથી પછી દુઃખ શાનું? વીતરાગ પરમાત્માએ પોતાનું સ્વરૂપ ખોલ્યું છેઆપણે હવે ખોલવાનું છે. એમ સમજીને યોગી સદાકાલ પોતાના આત્માને વીતરાગ પરમાત્માની સાથે તુલ્યતા રૂપે જોતા અને જાણતા છતા તથા ખોલવાનો પ્રયત્ન કરતા છતા ક્યારેય દુઃખ પામતા નથી. સ્વરૂપ ન હોત તો દુઃખ થાત પણ સ્વરૂપ તો છે જ. પછી દુઃખ શાનું? આજે નહીં તો કાલે પણ તે સ્વરૂપ ખુલશે, છે તો અવશ્ય, કાલાન્તરે ખુલશે. માટે અફસોસ કરવાની કંઈ જરૂર નથી.
પ્રવચનસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે –
જે મનુષ્ય અરિહંત પરમાત્માને શુદ્ધ દ્રવ્ય તરીકે, અનંત ગુણમય તરીકે અને અનંતાનંત શુદ્ધ પર્યાય તરીકે જાણે છે, ઓળખે છે તે મનુષ્ય પોતાના આત્માને પણ તેવો જ છે એમ જાણીને તેવું સ્વરૂપ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે, તેથી તેનો મોહ નાશ પામે છે.” (ગાથા ૮૦)
અહીં ધ્યાતા અર્થાતુ ધ્યાન કરનાર યોગમુનિનો આત્મા સમજવો. ધ્યેય આત્મામાં જ રહેલું પરમાત્મપણું સમજવું અને ધ્યાન એટલે સ્વરૂપ મેળવવામાં જે એકાગ્રતા છે તે જાણવી. આ ત્રણેની જે અભેદતા છે આ ત્રણેની જે એકમેકતા છે તે મોહના ક્ષયને માટે થાય છે. આ ધ્યાતા આત્મા પોતાના આત્માને પરમાત્માની તુલ્ય જેમ જેમ જાણે છે અને તે સ્વરૂપની જેમ જેમ લગની લાગે છે તેમ તેમ તે તરફનો પ્રયત્ન આદરતાં મોહનો ક્ષય થાય છે અને અલ્પકાલમાં જ આ આત્મા પરમાત્મા બને છે. |૧|
ध्यातान्तरात्मा ध्येयस्तु, परमात्मा प्रकीर्तितः । ध्यानं चैकाग्र्यसंवित्तिः, समापत्तिस्तदेकता ॥२॥
ગાથાર્થ :- અત્તરાત્મભાવને પામેલો આત્મા એ ધ્યાતા છે. પરમાત્મા એ ધ્યેય છે અને તે બન્નેની એકતાની જે ધારા તે ધ્યાન જાણવું. આ ત્રણેની એકતા એ સમાપત્તિ કહેવાય છે. રા.
ટીકા - “ધ્યાતિ” થાતૃસ્વરૂપે જોવાં શ્રીદેવસૂરિપૂઃअमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधूरीणताम् । परमप्यात्मवत्पश्यन्, स्वस्वरूपापरिच्युतः ॥२॥
Page #818
--------------------------------------------------------------------------
________________
૭૮૨
ધ્યાનાષ્ટક- ૩૦
જ્ઞાનસાર उपतापमसम्प्राप्तः, शीतवातातपादिभिः । पिपासुरमरीकारि, योगामृतरसायनम् ॥३॥ रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरदुषितम् । आत्मारामं मनः कुर्वन्, निर्लेपः सर्वकर्मसु ॥४॥ विरतः कामभोगेभ्यः, स्वशरीरेऽपि निःस्पृहः । संवेगहूदनिर्मग्नः, सर्वत्र समतां श्रयन् ॥५॥ नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । अमात्रकरुणापात्रं, भवसौख्यपराङ्मुखः ॥६॥ सुमेरुरिव निष्कम्पः, शशीवानन्ददायकः । समीर इव निःसङ्गः, सुधीर्ध्याता प्रशस्यते ॥७॥
(યોગશાસ્ત્ર પ્રાશ ૭ સ્નો ૨ થી ૭) इति ध्यातृस्वरूपम् । एवंविधो ध्याता अन्तरात्मा-साधकात्मा ।
વિવેચન :- આત્માના ત્રણ ભેદ છે - ૧. બહિરાત્મા, ૨. અત્તરાત્મા અને ૩. પરમાત્મા. મોહને આધીન જે આત્મા હોય તે બહિરાત્મા, આવો આત્મા રાગાદિ તીવ્ર કપાયોવાળો અને મિથ્યામોહના ઉદયવાળો હોવાથી ધ્યાન કરવાને માટે અયોગ્ય છે. બીજો અત્તરાત્મા, મોહનો જેણે ક્ષયોપશમ કર્યો છે. મિથ્યાત્વ મોહ તથા અનંતાનુબંધી ચાર કષાયોનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ જે જીવોએ કર્યો છે તે અન્તરાત્મા. ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીના જે જીવો તે અત્તરાત્મા. આ જીવો સમ્યગ્દષ્ટિ હોવાથી અને મોહને કંઈક અંશે અંકુશમાં કરેલ હોવાથી ધ્યાન કરવાને માટે યોગ્ય છે. કેવલી થયેલા જે આત્માઓ છે તે પરમાત્મા, આ કૃતકૃત્ય હોવાથી ધાતા નથી. આ રીતે અંતરાત્મા એ જ ધ્યાતા છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રની અંદર પ્રકાશ સાતમામાં શ્લોક ૨ થી ૭ માં ધ્યાતાનું વર્ણન આ પ્રમાણે કરેલું છે.
પ્રાણોનો નાશ થાય એવો સંકટ સમય આવે તો પણ સંયમની અખંડ ધુરાને જે ક્યારેય મુકતો નથી, બીજા આત્માને પણ પોતાની તુલ્ય જે દેખે છે અને જે પોતાના સ્વરૂપથી ક્યારેય પણ પતન પામતો નથી. II૭-રા
Page #819
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ધ્યાનાષ્ટક - ૩૦
૭૮૩
જે મહાત્મા, શીત (ઠંડી) વાયુ (પવન) અને આતપ (ગરમી) વગેરેનાં તોફાનો આવવા છતાં સંતાપને (આકુલ-વ્યાકુલતાને) પામતો નથી, તથા અમર બનાવનારી એવી જે યોગદશા છે તે રૂપી અમૃતનું રસાયન પીવાને જે ઈચ્છે છે. ૭-૩ા
રાગ-દ્વેષ-વિષયવિકારો આદિથી અવ્યાપ્ત અને ક્રોધાદિ કષાયોથી અદુષિત એવા સ્વચ્છ અને પવિત્ર મનને આત્મા માત્રમાં જ રમનારું જે રાખે છે અને સર્વ પ્રકારનાં કાર્યોમાં જે નિર્લેપ રહેનારા છે. ૭-૪
કામસુખો અને ભોગસુખોથી વિરક્ત બનીને પોતાના શરીરને વિષે પણ જે નિઃસ્પૃહ છે તથા સંવેગ પરિણામ રૂપી સરોવરમાં મગ્ન થઈને સર્વત્ર સમતાનો જે આશ્રય કરે છે
119-411
રાજા ઉપર કે દરિદ્ર પુરુષ ઉપર તુલ્યપણે (ભેદભાવ વિના) કલ્યાણ કરવાની કામનાવાળો અને અપરિમિત કરુણાનો ભંડાર તથા સાંસારિક સુખોથી જે પરાસ્મુખ છે.
||૭-૬॥
ઉત્તમ એવા મેરૂપર્વતની જેમ જે નિષ્પકમ્પ છે. ચંદ્રમાની પેઠે જે આનંદ આપનાર છે. વાયુની જેમ જે નિઃસંગ છે આવો સુધી (બુદ્ધિશાળી) પુરુષ ધ્યાન કરનાર તરીકે પ્રશંસાને પાત્ર છે. II૭-જ્ઞા
આ પ્રમાણે ધ્યાતા કેવો હોવો જોઈએ ? આ પ્રશ્નનું સમાધાન કરવા સ્વરૂપે ધ્યાતાનું વર્ણન કર્યું. આવા પ્રકારનો જે અંતરાત્મા છે અર્થાત્ સાધક આત્મા છે તે જ ધ્યાતા હોઈ શકે છે. જેને આત્મતત્ત્વ મેળવવાની ઘેલછા લાગી છે, જેણે મોહદશાને નબળી પાડી છે તે જ આત્મા ધ્યાન કરી શકે છે.
तु - पुनः ध्येयः- ध्यातुं योग्यः, परमात्मा - क्षीणघातिकर्मा अर्हन्, नष्टाष्टकर्मा सिद्धो वा । वस्तुवृत्त्या सत्तागतः सिद्धात्मा ध्येयः प्रकीर्तितः । च-पुनः एकाग्र्यसंवित्तिः-एकाग्र्यं तन्मयत्वेन परमात्मस्वरूपे अनन्तपर्यायात्मके एकाग्रत्वेन संवित्तिः- ज्ञानं ध्यानमुच्यते । इत्यनेन अर्हदादिशुद्धगुणज्ञानसंवेदनतन्मयता ध्यानम् । चेतनावीर्यादीनां सर्वक्षयोपशमानां स्वरूपोपयोगलीनत्वं ध्यानम् । तत्र धातुः ध्येये तदेकाग्रतारूपे ध्याने समापत्तिः निर्विकल्पता तारतम्यरहिता चित्परिणतिः एकता શેયા રા
ધ્યાતાનું વર્ણન કરીને હવે ધ્યેય કોને કહેવાય ? તે સમજાવે છે. ધ્યેય એટલે ધ્યાન
Page #820
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૮૪
ધ્યાનાષ્ટક - ૩૦ કરવા યોગ્ય, આવા પ્રકારની ધ્યાન કરવા યોગ્ય વ્યક્તિ વ્યવહારનયથી બે પ્રકારની છે. એક અરિહંત અને બીજા સિદ્ધ. ક્ષીણ થયાં છે ચાર ઘાતી કર્મો જેનાં એવા પરમાત્મા શ્રી તીર્થકર દેવો કે જેઓ ભૂમિ તલ ઉપર વિચરે છે, ધર્મદેશના દ્વારા અનેકને તારે છે. સદેહે વિદ્યમાન છે. તે અરિહંતપ્રભુ ધ્યેય છે. તથા નાશ પામ્યાં છે આઠ કર્મો જેનાં એવા સિદ્ધ ભગવંતો પણ ધ્યેય છે. કારણ કે આપણા આત્માએ તેમનું ધ્યાન કરીને પોતાનું તેવું સ્વરૂપ પ્રગટ કરવાનું છે. વ્યવહારનયથી આ બે વ્યક્તિ ધ્યેય ગણાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ પ્રમાણે તો એટલે કે નિશ્ચયનયથી તો પોતાના આત્માની પાસે જ સત્તાગત રહેલો પોતાનો જ સિદ્ધાત્મા (શુદ્ધ-નિર્મળ આત્મદ્રવ્ય) ધ્યાન કરવા યોગ્ય છે. કારણ કે અંતે તો પોતાનું જ સ્વરૂપ પોતાને કામ આવે છે.
હવે ધ્યાન કોને કહેવાય? તે સમજાવે છે. અનંત શુદ્ધ ગુણાત્મક અને અનંત શુદ્ધ પર્યાયાત્મક વ્યવહારનયથી વીતરાગ પરમાત્મામાં અને નિશ્ચયનયથી શુદ્ધ એવા પોતાના જ આત્માના પરમાત્મામય સ્વરૂપમાં એકાગ્ર થવા દ્વારા (તન્મય થવા દ્વારા) જે સંવિત્તિ થવી અર્થાતુ બોધ થવો-જ્ઞાન થવું તેને ધ્યાન કહેવાય છે. આ રીતે વિચારતાં વ્યવહારનયથી અરિહંતપરમાત્મા આદિ શુદ્ધ એવા પરદ્રવ્યના શુદ્ધ એવા ગુણો અને પર્યાયોના જ્ઞાનના સંવેદનમાં તન્મય થવું તે ધ્યાન અને નિશ્ચયનયથી પોતાના જ આત્મામાં સત્તાગતપણે રહેલા અનંતગુણો અને અનંત પર્યાયોના જ્ઞાનગુણનો આનંદ માણવો તે ધ્યાન સમજવું.
પોતાના જ આત્મામાં જ્ઞાનાવરણીય આદિ ચારે ઘાતકર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલી ચેતના, વિર્ય અને આદિ શબ્દથી ચારિત્ર વગેરે ક્ષયોપશમભાવના સર્વે પણ ગુણોને પોતાના શુદ્ધ સ્વરૂપના ચિંતનાત્મક ઉપયોગમાં લીન કરવા તે ધ્યાન કહેવાય છે. કારણ કે અંતે પોતે પોતાનું જ સ્વરૂપે પ્રગટ કરવાનું હોય છે માટે તેનું ચિંતન-મનન કરવું તે ધ્યાન છે. તેથી ધ્યાતા એવા અંતરાત્માનું ધ્યેય એવા પરમાત્મ-સ્વરૂપમાં તેની સાથે એકાગ્રતા કરવા સ્વરૂપ ધ્યાનમાં લીન થવું, હાનિ-વૃદ્ધિ રૂપ તરતમતા વિના નિર્વિકલ્પ એવી (મોહના કોઈ પણ જાતના વિકલ્પો વિનાની એવી) જે જ્ઞાનપરિણતિ તે એકતા સમજવી. આ રીતે ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકતા તે સમાપત્તિ જાણવી. તેરા
તત્ર દૃષ્ટાન્તન થતિ = આ વાત દૃષ્ટાન્ત સાથે સમજાવે છે. मणौ बिम्बप्रतिच्छायासमापत्तिः परात्मनः ।
क्षीणवृत्तौ भवेद् ध्यानादन्तरात्मनि निर्मले ॥३॥ ૧. ૫ વિવું એવો પાઠ શ્રી દેવચંદ્રજી મ.શ્રીની આ ટીકામાં છે. પરંતુ બીજી ટીકાઓમાં તથા
સ્વોપજ્ઞ ટબામાં પવિત્ર પાઠ છે.
Page #821
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩૦
૭૮૫ ગાથાર્થ :- જેમ મણિમાં બિંબનો પડછાયો પડે છે તેમ ક્ષીણ થઈ છે વૃત્તિઓ જેની એવા નિર્મળ અંતરાત્મામાં ધ્યાન દ્વારા પરમાત્માનું પ્રતિબિંબ પડે છે તેને જ સમાપત્તિ કહેવાય છે. [૩
ટીકા :- “ વિસ્વ' તિ, યથા મu-રત્ન, વિસ્વસ્થ પ્રતિષ્ઠા , તથા अन्तरात्मनि-स्वात्मस्वरूपे परात्मनः-निर्मलात्मनः ध्यानात् समापत्तिः-सिद्धात्मत्वस्वात्मत्वैकतारूपा भवेत् । कथम्भूते अन्तरात्मनि ? निर्मले-कषायविकल्पमलरहिते । पुनः कथम्भूते ? क्षीणवृत्तौ-क्षीणा वृत्तिः पराजीविका यस्य स क्षीणवृत्तिः । तस्मिन् एव समापत्तौ ध्यानसिद्धिः भवति इत्थं पूर्वोक्तप्रकारेण । अन्यत्रोक्तम्
मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता ॥
(ત્રિશાન્નિશિવ-૨૦-૨૦) વિવેચન :- નિર્મળ મણિમાં અથવા નિર્મળ રત્નમાં અથવા નિર્મળ સ્ફટિકમાં જેમ બિંબની પ્રતિચ્છાયા (પ્રતિમાનું પ્રતિબિંબ) પડે છે. તેમ ધ્યાનદશાથી અંતરાત્મામાં પરમાત્માનું જે પ્રતિબિંબ પડે છે તેને સમાપત્તિ કહેવાય છે. અંતરાત્મામાં એટલે શુદ્ધ એવા પોતાના આત્માના સ્વરૂપમાં, પરમાત્માનું પ્રતિબિંબ એટલે નિર્મલ-શુદ્ધ આત્માનું પ્રતિબિંબ પડે છે તેને જ સમાપત્તિ કહેવાય છે.
સિદ્ધ પરમાત્માનો શુદ્ધ એવો આત્મા અને પોતાનો સત્તાગત રીતે શુદ્ધ એવો આત્મા આ બન્નેની જે એકતા-તન્મયતા-લયલીનતા તેનું નામ સમાપત્તિ. જેમ નિર્મળ સ્ફટિકમાં પ્રતિમાનું પ્રતિબિંબ પડે છે તેમ પોતાના આત્મામાં પરમાત્માના શુદ્ધ આત્માનું પ્રતિબિંબ, તેને સમાપત્તિ કહેવાય છે.
પ્રતિમાનું પ્રતિબિંબ સ્ફટિકમાં પડે છે પણ ક્યારે પડે છે ? સ્ફટિક અત્યન્ત નિર્મળચોખ્ખો હોય તો, તેમ અહીં પણ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ ક્યારે પડે છે? જ્યારે અંતરાત્મા નિર્મળ હોય ચોખ્ખો હોય ત્યારે જ પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. નિર્મળ એટલે ક્રોધ-માન માયા અને લોભ એમ ચાર પ્રકારના કષાયો તથા મોહદશાના અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો, તે કષાયો અને વિકલ્પો રૂપી મેલથી રહિત જે આત્મા તે નિર્મળ આત્મા તેવા પ્રકારનો અંતરાત્મા જ્યારે બને છે ત્યારે જ આ પ્રતિબિંબ પડે છે.
વળી આ અંતરાત્મા કેવો થાય ત્યારે પ્રતિબિંબ પડે છે? તો જણાવે છે કે ક્ષીવૃત્તિ
Page #822
--------------------------------------------------------------------------
________________
૭૮૬
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર
=
- ક્ષીણ થઈ ગઈ છે વૃત્તિઓ જેની એવો અંતરાત્મા, વૃત્તિ એટલે પરાશ્રયતા-પરદ્રવ્ય ઉપર નભવું, પરદ્રવ્યની પરાધીનતા, પરદ્રવ્યના આશ્રયે જ આજીવિકાનું ચાલવું-પાંચે ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થોની પરાધીનતા. આવી પરાધીનતા એટલે કે વૃત્તિઓ જેની ક્ષીણ થઈ ચૂકી છે તે અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. આવા પ્રકારના શ્રેષ્ઠ અંતરાત્મામાં પરમાત્માની વીતરાગતાનું પ્રતિબિંબ પડતાં તેની સાથે એકતારૂપ સમાપત્તિ થયે છતે પૂર્વે કહેલા પ્રકારે ધ્યાનની સિદ્ધિ થાય છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રીની બનાવેલી દ્વાત્રિંશદ્વાત્રિંશિકામાં પણ કહ્યું છે કે -
“નવું ઉજ્જ્વલ ઉત્તમ કિંમતી રત્ન હોય અને તેમાં જેમ પ્રતિબિંબ પડે તેમ ક્ષીણવૃત્તિવાળા અંતરાત્મામાં પરમાત્માનું તાત્મ્ય થવાથી અને તદંજનત્વ થવાથી પ્રતિબિંબ પડે તે આ મીલનને સમાપત્તિ કહેવાય છે.’’
તાત્મ્ય એટલે પરમાત્મામાં જે અનંતગુણો છે તે ગુણો પોતાના આત્મામાં પણ સત્તાગત રીતે. છે જ, આમ ગુણોના સંસર્ગનો આરોપ કરવો તે તાસ્થ્ય. અને પોતાના આત્માનો પરમાત્માના આત્માની સાથે અભેદારોપ કરવો તે તદંજનત્વ. પરમાત્માના ગુણો જેવા ગુણો મારામાં પણ સત્તાગત છે તે આ તાસ્થ્ય. મારો આત્મા અને પરમાત્માનો આત્મા સત્તાગત સ્વરૂપને આશ્રયી તુલ્ય છે આમ વિચારવું તે તદંજનત્વ. આ રીતે બન્નેની જે એકતા તે સમાપત્તિ જાણવી.
–
"
अन्तरात्मनि परमात्मनः - अभेदारोपो ध्यानफलं तच्च संसर्गारोपतो भवति । संसर्गश्चात्र निष्पन्नानन्ततात्त्विकसिद्धात्मनामुपयोगः, स च चलचित्तानामिन्द्रियरोधमन्तरेण न भवति । इन्द्रियरोधश्च जिनप्रतिमादिकारणमन्तरेण न जायते । अतः स्थापना तत्त्वोपकारकारिका ॥३॥
અંતરાત્મામાં (સાધક આત્મામાં) પરમાત્માનો અભેદ આરોપ કરવો તે ધ્યાનનું ફળ છે. જેમ “આજે સોનું વરસે છે” આમ જે કહેવાય છે ત્યાં વરસાદના પાણીમાં સોનાનો આરોપ કરાય છે. તથા ઘી આયુષ્યની સ્થિરતાનું કારણ છે એમ માનીને ‘‘આયુષ્કૃતમ્” ઘી એ જ આયુષ્ય છે આવો આરોપ કરાય છે. તેમ આત્મામાં પરમાત્માનો અભેદારોપ કરવો તે ધ્યાનનું ફળ છે.
તે અભેદારોપ સંસર્ગારોપથી થાય છે. માટે સંસર્ગારોપ કરવો પણ અત્યન્ત આવશ્યક છે. સંસર્ગારોપ એટલે “જે મહાપુરુષોને તાત્ત્વિક પોતાના અનંત ગુણો પ્રગટ થયા છે એવા સિદ્ધપરમાત્માના અનંત ગુણોને વિષે અંતરાત્માનો ઉપયોગ સ્થિર થવો તે સંસર્ગારોપ કહેવાય
Page #823
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ધ્યાનાષ્ટક - ૩૦
૭૮૭
છે. સિદ્ધ પરમાત્માના ગુણો અરૂપી હોવાથી અતીન્દ્રિય છે તેથી તેમાં ઉપયોગ સ્થિર કરવા ઈન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકવી તે ઈન્દ્રિયનિરોધ. આવા પ્રકારનો ઈન્દ્રિયનિરોધ કર્યા વિના ચંચલ ચિત્તવાળા એટલે કે અસ્થિર ભાવવાળા જીવોને આ સંસર્ગારોપ થવો શક્ય નથી.
સંસારમાં પણ તમારે જે કામ કરવું હોય તે કામમાં લીન થવું જોઈએ અને તે માટે તે કાળે તે કામ સિવાય બીજા કામોમાંથી ઈન્દ્રિયોને રોકી હોય તો જ વિવક્ષિત કાર્ય થઈ શકે છે તેમ અહીં પણ ઈન્દ્રિયનિરોધ કર્યો હોય, ચંચલચિત્ત અટકાવ્યું હોય તો જ સિદ્ધપરમાત્માના ગુણોની સાથે એકતા થવા રૂપ આરોપ સંભવે છે. અન્યથા આ એકાગ્રતા થવી શક્ય નથી. માટે ઈન્દ્રિયનિરોધ કરવો જરૂરી છે. અને આ ઈન્દ્રિયનિરોધ જિનેશ્વરપ્રભુની પ્રતિમા આદિ બાહ્યાલંબન રૂપ કારણ વિના થઈ શકતો નથી. ઉપકારક એવા કોઈ એક વિષયમાં ઈન્દ્રિયોને સ્થિર કરવામાં આવી હોય તો જ બાધકભાવોથી આ ઈન્દ્રિયોનો નિરોધ થઈ શકે છે. માટે જિનેશ્વર પરમાત્માની પ્રતિમા આદિની સ્થાપના કરવી, મૂર્તિની પ્રતિષ્ઠા આદિ કરવી, તે તાત્ત્વિક રીતે ઉપકાર કરનારી છે. મૂર્તિનો કે મૂર્તિની પ્રતિષ્ઠાનો વિરોધ કરવો અથવા ન માનવું તે અજ્ઞાનદશા છે.
તથા મૂર્તિમાં અને મૂર્તિની પ્રતિષ્ઠામાં જ રચ્યા પચ્યા રહેવું, તેને જ કૃતકૃત્યતા માની લેવી આ પણ અજ્ઞાન દશા જ છે. મૂર્તિ અથવા મૂર્તિની પ્રતિષ્ઠા, જિનમંદિર વગેરે શુભ આલંબન છે. આલંબનને પામીને પોતાના ગુણોનો ઉઘાડ કરવા રૂપ સાધ્ય સાધવાનું બાકી રહે છે. આનંદની લહરીઓ તો સાધ્યની સિદ્ધિથી થાય, સાધનમાત્રથી નહીં, માટે આ વિવેક રાખવો પણ જરૂરી છે. “કારણ વિના કાર્ય ન થાય આ વાત પણ સાચી છે અને કારણ થયું એટલે કાર્ય થઈ ગયું છે. આમ માની લેવું જોઈએ નહીં. પણ કાર્ય કરવાનું છે, હજુ તે કાર્ય બાકી છે - આમ માનવું જરૂરી છે. માટે જિનપ્રતિમાદિની સ્થાપના આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે સાધનભાવે ઉપકાર કરનારી છે. ા
'आपत्तिश्च ततः पुण्यतीर्थकृत्कर्मबन्धतः ।
तद्भावाभिमुखत्वेन, सम्पत्तिश्च क्रमाद् भवेत् ॥४॥
ગાથાર્થ :- તે સમાપત્તિથી પવિત્ર એવા તીર્થંકર નામકર્મનો બંધ થવાથી આપત્તિ (જિનભક્તિ અને જિનભક્તિ સાથે તન્મયતા) પ્રાપ્ત થાય છે અને તે તીર્થંકરપણાના ભાવને અભિમુખ થવાથી અનુક્રમે સંપત્તિ પ્રાપ્ત થાય છે. I॥૪॥
૧. અહીં આપત્તિ: શબ્દનો અર્થ જિનભક્તિ અને જિનભક્તિની તન્મયતાની પ્રાપ્તિ અર્થ કરવો. પરંતુ દુઃખ કે ઉપાધિ એવો અર્થ ન કરવો.
Page #824
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર
',
ટીકા :- ‘‘આપત્તિક્ષેતિ'' ચ-પુન: આપત્તિ:-બિનમતિતન્મયત્વ, તતઃ પશ્ચાત્ “पुण्यतीर्थकृत्कर्मबन्धतः " - पुण्यप्रकृतिरूपं तीर्थकृद्-विश्वोपकारिसङ्घस्थापकातिशयरूपं नामकर्म, तस्य बन्धतः, तद्भावाभिमुखत्वेन तदुदययोगेन क्रमात् सम्पत्तिः भवेद्परमैश्वर्यं भवेत् । इदं च निरनुबन्धरूपं फलं दर्शितम् ॥४॥
७८८
વિવેચન :- ધ્યાતા, ધ્યેય અને ધ્યાન, આ ત્રણેની જે એકતા તેને સમાપત્તિ કહેવાય છે. આવા પ્રકારની સમાપત્તિ આવવાથી જિનેશ્વર પરમાત્માની ભક્તિ અને તે ભક્તિમાં તન્મયતા રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જિનભક્તિ અને જિનભક્તિની તન્મયતાથી સર્વપુણ્યપ્રકૃતિઓમાં અત્યન્ત શ્રેષ્ઠ, વિશ્વનો ઉપકાર કરનારું અને ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરવા સ્વરૂપ અતિશયતાવાળું એવું જે તીર્થંકર નામકર્મ છે તેનો બંધ થાય છે.
તીર્થંકર નામકર્મનો બંધ છેલ્લેથી ત્રીજા ભવે થાય છે. આ બંધ થવાથી તે જીવ તીર્થંકરપણાના ભાવને અભિમુખ થાય છે. વચ્ચે દેવનો ભવ હોય ત્યારે અન્ય દેવો કરતાં પ્રભાવ આદિ અધિક હોવો, મનુષ્યનો ભવ આવે ત્યારે ગર્ભકાલે માતાને ચૌદ સ્વપ્ન આવવાં, જન્મકાલે સૌધર્મેન્દ્રાદિનું આવવું અને મેરુ પર્વત ઉપર જન્માભિષેકાદિ કરવો આવા પ્રકારના તીર્થંકરપણાના જે જે પ્રસંગો છે તેને અભિમુખ થતાં થતાં કેવલજ્ઞાન પામે ત્યારે તે તીર્થંકર નામકર્મનો વિપાક ઉદય થવાના કારણે અનુક્રમે બાહ્ય અને અભ્યન્તર સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
ચોત્રીસ અતિશયો, છત્ર-ચામરાદિ વિભૂતિ, ત્રણ ગઢ, સમવસરણ, દેવદુંદુભિ આ સઘળી બાહ્ય સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આમ અનંત ચતુષ્ટય એ સઘળી અભ્યન્તર સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ ક્યાંય આસક્તિ નહીં, મમતા નહીં, માન-અભિમાન નહીં-એટલે નિરનુબંધ (નવો કર્મબંધ ન કરાવે તેવી સંપત્તિની પ્રાપ્તિ રૂપ) ફળ જણાવ્યું. આ રીતે આ જીવ સમાપત્તિથી જિનભક્તિરૂપ ફળની પ્રાપ્તિ, અને તે જિનભક્તિથી તીર્થંકર નામકર્મનો બંધ, અને તેનાથી બાહ્ય-અભ્યન્તર નિરનુબંધ એવી સંપત્તિ આ જીવ પ્રાપ્ત કરે છે. ૪૫
અથ ધ્યાનશૂન્યત્વેન માં નેતિ વયંતિ - ઉપર જણાવ્યું તેમ ધ્યાનયુક્ત હોય તો જ આરાધના સફળ છે. અન્યથા એટલે કે ધ્યાનશૂન્યપણે જીવ કોઈ પણ આરાધના કરે તો તે સફળ નથી - આ વાત જણાવે છે -
इत्थं ध्यानफलाद्युक्तं, विंशतिस्थानकाद्यपि । कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ॥५॥
Page #825
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩)
૭૮૯ ગાથાર્થ :- આ પ્રમાણે ધ્યાનના ઉપયોગપૂર્વક વિશસ્થાનકની આરાધના વગેરે પણ કરવી યોગ્ય છે (ઉચિત છે. ફળ આપનાર છે), પરંતુ કષ્ટમાત્ર રૂપે કરાતી આરાધના તો આ સંસારમાં અભવ્ય જીવોમાં પણ દુર્લભ નથી. પણ
ટીકા :- “સ્થતિ ફર્થ-પૂર્વોવનપ્રશ્નારેબ, થાનના-ત્રિવિધ્યાનોપયોકાર્ विंशतिस्थानकाद्यपि-विंशतिस्थानतपःप्रमुखं गुणिबहुमानेन, युक्तं-कर्तुमुचितम् । अभव्यानां तु-अन्यत् सम्यग्दर्शनादिगुणिबहुमानध्यानोपयोगशून्यं विंशतिस्थानादितपोव्यूह कष्टमात्रं-कायक्लेशरूपं भवे-संसारे, नो दुर्लभं बाह्याचरणं जैनोक्तमपि बहुशः अभव्यैः कृतपूर्वमिति ॥५॥
| વિવેચન :- ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા એ સમાપતિ, તેના ફળ રૂપે જિનભક્તિની તન્મયતા એ આપત્તિ. (પ્રાપ્તિ) કહેવાય છે અને તેના ફળ રૂપે તીર્થંકર નામકર્મનો બંધ થવાથી બાહ્ય-અભ્યત્તર સંપત્તિ એમ ધ્યાનનાં ત્રણ પ્રકારનાં ક્રમશઃ ફળો છે. ધ્યાનથી જીવની કેવી અને કેટલી ઊર્ધ્વગતિ થાય છે તે આ ગાળામાં સમજાવ્યું છે.
આ સમજાવ્યા પ્રમાણે સમાપત્તિ, આપત્તિ (પ્રાપ્તિ) અને સંપત્તિ એમ ત્રણ પ્રકારનું ધ્યાનફળ છે. તેવા પ્રકારના ઉપયોગ પૂર્વક કરાયેલ વિશસ્થાનકનો તપ વગેરે યોગ્ય છે. કારણ કે તે તપ કરતાં વિશસ્થાનકમાં જે જે સ્થાનની આરાધના કરાય છે. તે તે સ્થાનમાં વર્તતા ગુણી પુરુષો પ્રત્યેનું હૃદયમાં અત્યન્ત બહુમાન વર્તે છે. કારણ કે ધ્યેયની સાથે એકાગ્રતા છે માટે આવા પ્રકારના ગુણી પુરુષો ઉપરના બહુમાનપૂર્વક કરાતો તપ તીર્થકર નામકર્મના બંધ દ્વારા આપત્તિ (પ્રાપ્તિ) અને સંપત્તિ આપનાર બને છે માટે કરવો ઉચિત છે.
આવા પ્રકારના ઉપયોગથી શૂન્ય તપ આત્માના કલ્યાણ કરનારો થતો નથી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકક્યારિત્રાદિ ગુણો જેમાં છે એવા ગુણવાન પુરુષોના બહુમાન રૂપ ધ્યાનનો ઉપયોગ જ્યાં નથી એવું વીશસ્થાનકાદિનું કરાતું તપ વગેરે (તથા ભિન્ન ભિન્ન જાતના તપનો સમૂહ), તે કષ્ટમાત્ર જાણવું, કાયાને ક્લેશમાત્ર આપનારું જાણવું, ગુણીના બહુમાનના ઉપયોગ રૂપ ધ્યાનથી શૂન્ય તપ આત્માના કલ્યાણને કરનારું નથી. આવું તપ આ સંસારમાં દુર્લભ નથી. અભવ્ય જીવો પણ આવું ઉપયોગશૂન્ય તપ ઘણીવાર કરે છે. જૈનશાસ્ત્રોમાં કહેલું એવું તપ ઉપયોગ શૂન્યપણે અભવ્ય જીવો વડે પણ ભૂતકાળમાં ઘણીવાર કરાયું છે. તેનાથી આત્માનું કલ્યાણ બીલકુલ થતું નથી.
સારાંશ એ છે કે ગુણિનું બહુમાન હૃદયમાં આવવું જોઈએ અને તે બહુમાન ઉપરોક્ત ધ્યાન દ્વારા આવે છે. પણ
Page #826
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસારે
७८०
ध्यानाष्ट - 30 अथ ध्यानकारकस्य स्वस्वरूपं निदर्शयन् श्लोकत्रयमाह
હવે ધ્યાન કરનારા ધ્યાતાનું પોતાનું વિશેષ સ્વરૂપ જણાવતાં ત્રણ શ્લોકો દ્વારા આ વિષય દેખાડે છે.
जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः । सुखासनस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ॥६॥ रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारया रयात् । प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ॥७॥ साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरैव वितन्वतः । ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ॥८॥
ગાથાર્થ - જિતી છે ઈન્દ્રિયો જેણે એવો, ધીર સ્વભાવવાળો, પ્રશાન્ત હૃદયવાળો, સ્થિર છે આત્મા જેનો એવો, સુખપૂર્વક આસન ઉપર બેઠેલો, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થાપિત કર્યું છે નેત્ર જેણે એવો અને યોગદશા સંપન્ન એવો, Ill
ધ્યેય ઉપર ચિત્તને સ્થિર બાંધવા રૂપ ધારણાની ધારા વડે વેગપૂર્વક રોકી છે બાલ્વેન્દ્રિયોને અનુસરનારી મનની વૃત્તિ જેણે એવો, પ્રસન્ન મુદ્રાવાળો, પ્રમાદ વિનાનો, જ્ઞાનના આનંદરૂપ અમૃતનો આસ્વાદ માણનારો એવો જીવ, IIણી
પોતાના આત્માની અંદર જ અનુપમ આત્મદશાના અનુભવ રૂપી સામ્રાજ્યને વિસ્તારવા રૂપ ધ્યાનવાળો જે આત્મા છે તેને સમજાવવા માટે દેવ-માનવથી ભરેલા એવા સમસ્ત આ લોકમાં કોઈ ઉપમા મળતી નથી. II૮.
टीst :- "जितेन्द्रियेति" "रुद्धबाह्येति" "साम्राज्यमिति" एवंविधस्य ध्यानिनः हीति निश्चितम्, सदेवमनुजेऽपि लोके-ससुरनरे लोके । तिर्यग्नारकाग्रहणं तु तयोर्दुर्गतित्वात् । इत्यनेन त्रिभुवने उपमानासादृश्यम् । तत्त्वज्ञानानुभवलीनस्य सहजानन्दविलासकस्य तुलना केन क्रियते ? इति । किं कुर्वतस्तस्य ? अन्तरेव -आत्मान्तरमध्ये एव अप्रतिद्वन्द्वं-बाह्याभ्यन्तरविपक्षरहितं सर्वपरभावागम्यं साम्राज्यं -स्वगुणसम्पत्स्वभावपरिवारोपेतं राज्यं स्वाधीनं वितन्वतः-विस्तारयतः स्वगुणानन्दासङ्ख्येयप्रदेशनिर्व्याघातं स्वराज्यमनुभवतः । अतः सर्वाण्यपि षष्ठ्यन्तानि ध्यानिनो विशेषणानि संयोज्यानि ।
Page #827
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક- ૩૦
૭૯૧ વિવેચન :- આ ત્રણ ગાથામાં કહેવાતાં વિશેષણોવાળા ધ્યાન કરનારા મહાત્માને સરખાવી શકાય, ઉપમાથી સમજાવી શકાય એવી કોઈ વસ્તુ, દેવ અને મનુષ્યોથી ભરેલા આ વિશ્વમાં નથી, સારાંશ કે આખો આ લોક અસંખ્ય દેવો અને અપાર મનુષ્યોથી ભરપૂર ભરેલો છે. પણ તેમાં કોઈ એવો જીવ નથી કે જે જીવને ધ્યાનસ્થ એવા આ મુનિની સાથે સરખાવી શકાય. અહીં મૂલશ્લોકમાં હિ શબ્દ છે તેનો અર્થ નિશ્ચિત કરવો, એવી કોઈ ઉપમા જ નથી કે જેની સાથે આ મહાત્માને સરખાવી શકાય, તથા આ લોક દેવ-મનુષ્યતિર્યંચ અને નારકીના જીવો, એમ ચાર પ્રકારની ગતિના જીવોથી ભરેલો છે. છતાં અહીં મૂલગાથામાં દેવમનુને લખીને તેમાં જે તિર્યંચ અને નરકનું ગ્રહણ કર્યું નથી તેનું કારણ એ છે કે તે બન્ને ગતિ તો ઘણી હલકી જ છે જો ઊંચી ગતિમાં ઉપમા મળતી નથી તો નીચી ગતિમાં તો ઉપમા મળવાની જ ક્યાં છે? એમ સમજીને દુર્ગતિ હોવાથી તે બન્ને ગતિનું અગ્રહણ કરેલ છે. આ રીતે વિચારતાં ત્રણે ભુવનમાં પણ આ મહાત્માને સમજાવી શકાય એવી ઉપમાનું સાદેશ્ય પ્રાપ્ત થતું નથી અર્થાત્ અનુપમ છે.
સંસારમાં રહેલ સર્વે જીવો (પછી ભલે તે દેવ હોય અથવા મનુષ્યાદિ હોય તો પણ) ઈન્દ્રિયોના સુખમાં અને ભોગવિલાસમાં ડુબેલા છે અને આ ધ્યાનસ્થ મહાત્મા તો આત્મતત્ત્વના જ્ઞાનના અનુભવમાં લીન થયેલા છે. આત્માના ગુણોના અનુભવનો જે સહજ આનંદ છે તેમાં વિલાસ કરનારા છે અર્થાત્ સ્વભાવસુખમાં મગ્ન છે. તે મહાત્માની તુલના કોની સાથે કરાય? અર્થાત્ કોઈની સાથે તુલના ન કરી શકાય તેવા આ મહાત્મા છે.
આ મહાત્મા એવું તે શું કાર્ય કરે છે? કે જેથી તેમની તુલના લોકમાં પ્રાપ્ત થતી નથી. તો જણાવે છે કે – આ મહાત્મા પોતાના આત્માની અંદરના મધ્યભાગમાં જ જ્યાં કોઈ બાહ્યશત્રુ પણ નથી અને જ્યાં કોઈ અભ્યત્તર શત્રુ પણ નથી એવું સર્વથા અપ્રતિસ્પર્ધી = શત્રુ વિનાનું રાજ્ય ભોગવે છે. સર્વથા પરભાવથી અગમ્ય એવું સામ્રાજ્ય ભોગવે છે. પોતાના જ ગુણોની સંપત્તિ રૂપ સ્વભાવદશાના પરિવારથી યુક્ત એવું અને સ્વાધીન એવું આત્મગુણોનું રાજ્ય ભોગવે છે તથા પોતાના જ ગુણોના આનંદથી વ્યાપ્ત એવા અસંખ્ય આત્મપ્રદેશોમાં કોઈપણ પ્રકારનો વ્યાઘાત ન થાય તેવી રીતનું રાજ્ય અનુભવે છે. સંસારના રાજાઓનાં રાજ્યો પરાધીન હોય છે અંદરના અને બહારના અનેક શત્રુઓવાળાં હોય છે. પરિમિત આનંદવાળાં હોય છે. જ્યારે આ મુનિમહાત્માનું આત્મગુણોનું સામ્રાજ્ય અલૌકિક છે તેથી ચરાચર એવા આ લોકમાં તેની ઉપમા ઘટતી નથી. (આ આઠમા શ્લોકનો ભાવાર્થ થયો). આ કારણથી છઠ્ઠા અને સાતમાં શ્લોકમાં ષષ્ઠી વિભક્તિ જેને અંતે છે એવાં સર્વે પણ વિશેષણો આ ધ્યાનમાં જોડવાં.
Page #828
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર
ધ્યાનવાન આ મહાત્મા પોતાના આત્માની અંદર જ સ્વાધીન, અજાતશત્રુવાળું ગુણોના આનંદ રૂપ સામ્રાજ્ય ભોગવે છે માટે તેઓને ઉપમાથી સરખાવી શકાય એવી કોઈ ઉપમા આ સંસારમાં મળતી નથી.
૭૯૨
થભૂતસ્ય ધ્યાનિન: ? આ ધ્યાની મહાત્મા કેવા છે ? આ વાત ૧૧ વિશેષણો વડે હવે સમજાવે છે.
जितेन्द्रियस्य- जितानि स्वरूपोपयोगीकृतानि पौद्गलिकवर्णादिष्वपरिणमनाद् जितानि इन्द्रियाणि येन सः, तस्य । धीरस्य स्ववीर्यसामर्थ्येन परीषहोपसर्गेऽकम्पस्य स्वरूपनिष्ठस्य । पुनः प्रशान्तस्य कषायनोकषायोद्रेकरहितस्य । धीरः प्रशान्त एव आत्मानमास्वादयति, पुनः स्थिरात्मनः स्थिरः आत्मस्वरूपरमणे आत्मा यस्य सः, तस्य । सुखासनस्य - साधनपरिणतौ सुखमय आत्मा यस्य सः, तस्य । पुनः नासाग्रन्यस्तनेत्रस्य नासाग्रे चापल्यरोधनाय न्यस्ते स्थापिते नेत्रे येन सः, तस्य । योगिनः- सम्यग्दर्शनज्ञानचारित्ररत्नत्रयीपरिणतस्य ॥६॥
પરમાત્માનું (એટલે કે પરમ એવા પોતાના આત્માનું) ધ્યાન કરનારા જ્ઞાની મહાત્મા પુરુષ કેવા હોય છે ? તે અનુક્રમે ૧૧ વિશેષણો વડે સમજાવે છે.
(૧) ખિતેન્દ્રિયસ્ય - જે મહાત્માએ ઈન્દ્રિયો જિતી છે તે, એટલે કે ઈન્દ્રિયો ઉપર કંટ્રોલ મેળવ્યો છે તે, અર્થાત્ પોતાની પાંચે ઈન્દ્રિયોને અને મનને આત્મસ્વરૂપમાં રમણતાના જ માત્ર ઉપયોગવાળી કરી છે અને પુદ્ગલ સંબંધી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં જે આસક્તિભાવ પૂર્વકાળે હતો તે ત્યજીને તેમાં પરિણામ ન પામે એવી રીતે જિતી છે ઈન્દ્રિયો જેણે એવા આ મહાત્મા પુરુષ છે.
(૨) ધીરસ્ય ધીરજગુણવાળા એટલે કે પોતાના આત્માનું વીર્ય પ્રગટ કરવાના સામર્થ્ય થકી ગમે તેવા પ્રબળ પરીષહ-ઉપસર્ગો આવે તો પણ અકંપ રહેનારા અને આત્મસ્વરૂપમાં જ સ્થિર રહેનારા એવા જે મહાત્મા તે ધીર.
(3) प्रशान्तस्य વળી અતિશય શાન્તસ્વભાવવાળા એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર કષાય અને હાસ્યાદિ નવ નોકષાયોની પરિણતિ વિનાનો જે આત્મા ધીરસ્વભાવવાળો હોય તે પ્રશાન્ત જ હોય છે અને આવો ધીર તથા પ્રશાન્ત જીવ જ આત્મતત્ત્વનો (આત્મતત્ત્વના ગુણોનો) આસ્વાદ માણી શકે છે.
www
Page #829
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ધ્યાનાષ્ટક - ૩૦
૭૯૩
(૪) સ્થિરાત્મનઃ - વળી આત્માના સ્વરૂપની રમણતા કરવામાં એટલે કે આત્માના ગુણોમાં જ ૨મણતા કરવાનો આનંદ માણવામાં સ્થિર-અચલિત સ્વભાવવાળો છે આત્મા જેનો એવા મહાત્મા.
(૫) સુહ્વાસનસ્ય - આત્મતત્ત્વની સાધનામાં સુખપૂર્વક બેઠેલા-સુખમય છે આસન જેનું અર્થાત્ આત્મતત્ત્વની ગુણોપાસના કરવાની પરિણિતમાં જ સુખમય (આનંદ આનંદ માનનારો) છે આત્મા જેનો એવા મહાત્મા.
(६) नासाग्रन्यस्तनेत्रस्य ચંચલતા-અસ્થિરતા રોકવા માટે નાસિકાના અગ્રભાગ ઉપર સ્થાપન કર્યાં છે બન્ને નેત્રો જેણે એવા મહાત્મા, નેત્રનો એવો સ્વભાવ છે.કે દૃષ્ટિમાં આવનારા સજીવ-નિર્જીવ પદાર્થો ઉપર ફર્યા કરવું અને તેના વદિ બાહ્ય ગુણો જોઈને અંજાયા કરવું. રાગ-દ્વેષના પરિણામમાં જવું. અને તેનાથી વિકારી થવું આવા પ્રકારની આવતી વિભાવપરિણતિને રોકવા માટે જ બન્ને નેત્રોને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવામાં આવે છે. જેથી આવા વિકારી ભાવો ન થાય.
(૭) યોશિન: - આત્માને મોક્ષની સાથે જોડે તેને યોગ કહેવાય છે. નિશ્ચયનયથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયીનો જે પરિણામ એ જ મોક્ષનો માર્ગ છે અને વ્યવહારનયથી તેના ઉપાયભૂત ગુરુવિનયાદિને યોગ કહેવાય છે. આવી રત્નત્રયીમય પરિણામ રૂપ યોગદશામાં અને ગુરુવિનય આદિ ઉપાયોમાં જે મહાત્મા પરિણામ પામ્યા છે તે યોગી.
ઉપરોક્ત સાત વિશેષણોવાળા મહાત્મા ધ્યાન ધરવાવાળા છે અને આ લોકમાં ઉપમા ન આપી શકાય તેવા છે. આમ સાત વિશેષણોનું વર્ણન છઠ્ઠી ગાથામાં થયું. બાકીનાં ચાર વિશેષણો હવે સાતમી ગાથામાં સમજાવે છે.
रुद्धबाह्य (मनो) वृत्तेः- रुद्धा बाह्येन्द्रियानुसारिणी मनसो वृत्तिर्येन सः, तस्य । इन्द्रियानुयायिमनोवृत्तिनिवृत्तस्य, कस्माद् ? धारणाधारया रयात् - ध्येये चित्तस्य स्थिरबन्धनं धारणा, तस्या धारा तया, रयाद् - वेगाद् । रुद्धमनसः तत्त्वध्यानं सुनिश्चितं भवति । पुनः प्रसन्नस्य - कालुष्यरहितस्य, अप्रमत्तस्य- अज्ञानाद्यष्टप्रमादनिवृत्तस्य । પુન: વિવાનનસુધાનિહઃ - ચિત્ જ્ઞાનં, તસ્યાનન્ત:, સ વ સુધા અમૃત, તાં તેઢીતિ, तस्य लिह: - ज्ञानानन्दास्वादकस्य एतादृशस्य ध्यानिनः आत्मिकसाम्राज्यानुभवं विस्तारयतः तुल्यत्वं केन भवति ? न केनापि ॥७॥
Page #830
--------------------------------------------------------------------------
________________
૭૯૪ ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર ___अतः सर्वपरभावपरित्यागस्वरूपावलोकनतत्त्वैकत्वध्यानामृतस्वभोग्यभोक्तुः परमसाम्राज्यम् । अतः सर्वप्रकारेण तदेव करणीयम् । यदर्थं रचयन्ति यमनियमप्रचारान्, संकोचयन्ति शरीरमासनमुद्रादिभिः, साधयन्ति रेचकपूरककुम्भकैः प्राणम्, वसन्ति निर्जने वने, त्यजन्ति सर्वेन्द्रियविषयान्, तत्साम्यसुखमूलमात्मैकत्वोपयोगं साध्यं स्वहितार्थिभिः ॥८॥
| રૂતિ વ્યાધ્યિાત ધ્યાનાષ્ટમ્ | (૮) રુદ્ધવ (મનો) વૃ: - શરીરમાં બહાર દેખાતી જે ઈન્દ્રિયો છે તેને બાઘેન્દ્રિય કહેવાય છે તે પાંચ બાલ્વેન્દ્રિય છે. દરેક ઈન્દ્રિયો એક એક વિષયને જાણવામાં સહકારી કારણ છે અર્થાત્ નિમિત્ત કારણ છે. સ્પર્શનેન્દ્રિય સ્પર્શને જાણવામાં, રસનેન્દ્રિય રસને જાણવામાં, ધ્રાણેન્દ્રિય ગંધને જાણવામાં, ચક્ષુરિન્દ્રિય રૂપને જાણવામાં અને શ્રોત્રેન્દ્રિય શબ્દને જાણવામાં નિમિત્તકારણ છે. તેમાં મન ભળવાથી રાગ અને દ્વેષ થાય છે. તે તે ઈન્દ્રિયથી તે તે વિષય જાણીને તેમાં ઈનિઝ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ઈછાનિઝ બુદ્ધિ અર્થાત્ રાગ-દ્વેષવાળી આત્મ પરિણતિ જ નવો કર્મબંધ કરાવવામાં કારણ બને છે. તેથી યોગીપુરુષો પોતાના મનને બાહ્ય ઈન્દ્રિયોના આધીનપણે પ્રવર્તાવતા નથી. બાહ્ય ઈન્દ્રિયોને અનુયાયી મનની જે પ્રવૃત્તિ હતી તેને અટકાવનારા આ યોગી પુરુષ હોય છે. તે તે ઈન્દ્રિયો દ્વારા તે તે વિષયો જાણવા છતાં, અનુભવવા છતાં, તેમાં રાગ-દ્વેષ અને ઈનિઝ બુદ્ધિને ન કરનારા હોય છે.
પ્રશ્ન :- ઈન્દ્રિયોને આધીનપણે પ્રવર્તતા મનને અટકાવવામાં યોગી પુરુષો કેમ સફળ થાય છે? કેમ સમર્થ બને છે?
ઉત્તર :- થાર થારા વેત્ = ધ્યેય એવા પરમાત્મામાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા. યોગદશાનાં આઠ અંગોમાંનું આ એક અંગ છે. તેની તીવ્ર ધારા તે કાલે પ્રવર્તે છે. તેના કારણે યોગી પુરુષો વેગે વેગે મનને અટકાવી શકે છે મનને ધ્યેય એવા પરમાત્માના ગુણોના ધ્યાનમાં જ જોડી દીધું છે. તેથી તે મન ઈન્દ્રિયોના વિષયોમાં જોડાતું નથી અને રાગાદિ વિકારો થતા નથી. તેનાથી કર્મના આશ્રવો થતા નથી. તથા મનને વિકારી ભાવોથી અટકાવ્યું હોય તો જ તત્ત્વજ્ઞાન નિશ્ચિતપણે થાય છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ પ્રકારનું વિન ઉપસ્થિત થતું નથી.
(૯) પ્રસન્ની - આ યોગી સદાકાલ પ્રસન્ન મુદ્રાવાળા અને પ્રસન્ન હૃદયવાળા
Page #831
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ધ્યાનાષ્ટક - ૩૦
૭૯૫
હોય છે કારણ કે હૃદયમાં કોઈપણ પ્રકારના ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-વાસના કે વિકાર આદિ કલુષિત ભાવો નથી, જે આત્મામાં કલુષિતભાવો હોય છે તે જ ચિંતાઓના કારણે અપ્રસન્ન હૃદય અને અપ્રસન્ન મુખમુદ્રાવાળા હોય છે. જેમાં કલુષિતતા નથી તે નિરુપાધિક હોવાથી સદા પ્રસન્ન પ્રસન્ન જ હોય છે.
(૧૦) અપ્રમત્તસ્ય અજ્ઞાન આદિ આઠ પ્રકારના પ્રમાદ વિનાના આ યોગી જાણવા. અજ્ઞાન આદિ આઠ પ્રમાદો પ્રવચનસારોદ્વાર દ્વાર ૨૦૭ અને ગાથા ૧૨૨૨–૧૨૨૩ ને અનુસારે આ પ્રમાણે છે -
-
माओ य मुणिंदेहिं, भणिओ अभेओ ।
अण्णाणं संसओ चेव, मिच्छानाणं तहेव य ॥१२२२ ॥
रागो दोसो सइब्भंसो, धम्मम्मि य अणायरो |
जोगाणं दुप्पणिहाणं, अट्ठहा वज्जियव्वओ ॥१२२३॥
મુનીશ્વર પુરુષો વડે પ્રમાદ આઠ પ્રકારનો કહેવાયો છે. (૧) અજ્ઞાન (૨) સંદેહ (૩) વિપરીતજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) વિસ્મરણશીલતા (૭) ધર્મમાં અનાદર અને (૮) મન-વચન-કાયાનું દુષ્ટતાકરણ.
(૧૧) વિવાનન્વસુધાનિ જ્ઞાનના આનંદરૂપી અમૃતનો આસ્વાદ માણનારા આ યોગી હોય છે. અર્થાત્ જ્ઞાનના આનંદની નિરંતર મસ્તી હોય છે. તેનો જ આસ્વાદ તેઓને અમૃતથી પણ અધિક મધુર લાગે છે. તેમાં જ રચ્યા-પચ્યા રહે છે.
ઉપરોક્ત અગિયાર વિશેષણોથી યુક્ત એવા યોગી પુરુષ જ્યારે ધ્યાનદશામાં વર્તતા હોય છે ત્યારે અનુપમ એવા આધ્યાત્મિકદશાના શ્રેષ્ઠ સામ્રાજ્યનો અનુભવ કરતા હોય છે આવા આધ્યાત્મિક દશાના શ્રેષ્ઠ સામ્રાજ્યના અનુભવને દિન-પ્રતિદિન પોતાના આત્મામાં વૃદ્ધિ પમાડતા મહાયોગીની તુલના-સરખામણી આ લોકમાં કોની સાથે કરી શકાય ? અર્થાત્ કોઈની સાથે ન કરી શકાય.
આ રીતે વિચાર કરીશું તો નક્કી સમજાશે કે સર્વથા પરભાવદશાનો ત્યાગ કરીને, શુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપનું જ માત્ર અવલોકન કરીને આત્મતત્ત્વની સાથે ઐક્યતા કરવામય ધ્યાન ધરવા રૂપ અમૃત જ સ્વભોગ્ય છે. બાકી બધું વિષપાન-તુલ્ય છે. આવા પ્રકારનું શ્રેષ્ઠ ધ્યાન રૂપી અમૃત જે સ્વભોગને યોગ્ય છે તેને ભોગવનારા યોગીને પરમ સામ્રાજ્ય હોય છે.
Page #832
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર
કોઈ પરદ્રવ્યની આધીનતા નહીં, કોઈ પરદ્રવ્યની અપેક્ષા નહીં, કોઈ પરદ્રવ્યની મમતા નહીં, પોતાના આત્મગુણોની સાથે જ આનંદ, તેમાં જ સંપૂર્ણતા, આવું સામ્રાજ્ય યોગીને હોય છે. આ સામ્રાજ્ય તો જે માણે તે જ જાણે, વાચાથી સમજાવી પણ ન શકાય. અદ્ભુત, અનુપમ અને સર્વથા પરથી નિરપેક્ષ હોય છે. માટે આત્માર્થી જીવે સર્વ પ્રકારે તેવા સામ્રાજ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
૭૯૬
આવા પ્રકારનું સર્વથા પરથી નિરપેક્ષ આત્મતત્ત્વનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે યોગી પુરુષો યમ-નિયમ આદિ ભેદોને જીવનમાં આચરે છે, આસન અને ભિન્ન ભિન્ન મુદ્રાઓ દ્વારા પોતાના શરીરનો સંકોચ કરે છે. રેચક-પૂરક અને કુંભક એવા પ્રાણાયામ દ્વારા શુદ્ધ પ્રાણને સાધે છે. મોહસંજ્ઞાને તોડવા માટે નિર્જન જંગલમાં રહે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોને ત્યજે છે. તેથી જે આત્માઓએ પોતાના આત્માનું હિત કરવું છે તેવા સ્વહિતાર્થી આત્માઓએ “સમભાવદશાનું અનંત અનંત સુખ છે મૂલમાં જેને” એવા પ્રકારના આત્માના ગુણોની સાથે એકતા-તન્મયતાના ઉપયોગને જ સાધ્ય બનાવવો જોઈએ. ભોગસુખોની બુદ્ધિ રાગાદિ કરાવવા દ્વારા સંસાર પરિભ્રમણ કરાવનારી છે. પુણ્ય-પાપકર્મને આધીન તેની પ્રાપ્તિ છે; પરાધીન છે. પરપદાર્થ છે. આત્માનું સ્વરૂપ નથી. માટે ઉત્તમ આત્માઓએ તે પરપદાર્થની મમતા-મૂર્છા ત્યજીને સ્વગુણરમણતાનો જ આશ્રય કરવો જોઈએ. આ પ્રમાણે ત્રીશમા ધ્યાનાષ્ટકના અર્થનું વિવેચન સમાપ્ત થયું. ॥૮॥
ત્રીશમું ધ્યાનાષ્ટક સમાપ્ત
Page #833
--------------------------------------------------------------------------
________________
॥ अथ एकत्रिंशत्तमं तपोऽष्टकम् ॥
अथ तपोऽष्टकं वितन्यते । तत्र पौद्गलिकसुखाभिलाषराणां यत्कष्टक्षमणम्, अथवा लोकसज्ञाभीतानां पराधीनानां दीनतया आहारत्यागरूपं न तपः, आश्रवमूलत्वेन कषायोदयाश्रितत्वात् कर्मबन्धकत्वाच्च । पूर्वान्तरायोदयासातावेदनीयविपाक एव श्रीप्रज्ञापनावृत्तौ निरूपित एव । आचाराङ्गचूर्णौ चापि "अङ्गत्थसुत्तं सव्वमवि विवागं" इति वचनात् ।
अतोऽभिनवेन्द्रियसुखाभिलाषरहितस्य निर्मलात्मद्रव्यसाधकस्य कष्टाचरणं तप इति । अत्र पञ्चवस्तुके उपवासादिषु असातानिर्जरेति, भोजने सातानिर्जरा साम्ये उपवासादिकरणं किमर्थमिति ? तत्रोच्यते-भोजनादिषु षटकायपरिमन्थः, उपवासे च तदभावाद् अशुभनवकर्मबन्धाभावे संवरपूर्वकसकामनिर्जरामूलत्वाद् हितम् ।
હવે તપ અષ્ટક સમજાવાય છે. ધ્યાન એ તપનો જ એક ભેદ હોવાથી અને બાહ્યતપ તથા સ્વાધ્યાયાદિ અભ્યત્તર તપ ધ્યાનમાં વિશિષ્ટપણે ઉપકારક-સહાયક હોવાથી ધ્યાનાષ્ટકની પછી તપ અષ્ટકનું વર્ણન કરાય છે.
પુદ્ગલ સંબંધી પાંચ ઈન્દ્રિયોનાં સુખોની જ અભિલાષામાં રાંક બનેલા (અર્થાત્ ભોગના અભિલાષી બનેલા) જીવોનું જે દુઃખ સહન કરવા રૂપ કષ્ટકારી તપ છે તે તપ નથી, તથા લોકસંજ્ઞાથી ભયભીત થયેલા અને પરાધીન જીવોએ દીનતાપૂર્વક આહારના ત્યાગ રૂપ કરેલો જે તપ છે તે પણ તપ કહેવાતો નથી. સારાંશ કે આ ભવમાં કંઈક તપ કર્યો હશે તો ભવાન્તરમાં સ્વર્ગનાં સુખ, દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણું, રાજરાજવીપણું ઈત્યાદિ સુખો મળશે, આ ભવમાં પણ માન-પાન-પ્રતિષ્ઠા અને વિશિષ્ટ વસ્તુની પ્રભાવના મળશે. આમ પૌલિક સુખોની જ અભિલાષા રાખીને જે તત્ત્વ ન સમજેલા અજ્ઞાની જીવો તપ કરે છે તે તપ, તપ કહેવાતો નથી કારણ કે આ ભવ અને પરભવમાં સાંસારિક સુખો મેળવવાની અભિલાષામય રાગદશા રૂપ કષાયના ઉદયનો આશ્રય છે માટે તથા તેવા રાગના કારણે નવાં નવાં કર્મ બંધાતાં હોવાથી આશ્રવ મૂલક આ તપ છે. માટે જે તપ આશ્રવ કરાવે તેને તપ કેમ કહેવાય ?
તથા આજે પજુસણ પર્વ ચાલે છે જો હું કંઈ તપ નહીં કરું તો લોકો મને ખાઉધરો કહેશે આવી જે લોકસંજ્ઞા, તેનાથી ભયભીત થઈને, કોઈ મને ખાઉધરો ન કહે અને મારું
૧૯
Page #834
--------------------------------------------------------------------------
________________
તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર
૭૯ ૮
ખરાબ ન લાગે માટે હું આજે તપ કરું આમ સમજીને લોકસંજ્ઞાના ભયથી જે તપ કરે તથા ખાવા-પીવાના વિષયમાં પરાધીન હોય અને પર પાસેથી આહાર-પાણી ઉપલબ્ધ થાય તેમ ન હોય એટલે તપ કરવાની ઈચ્છા ન હોય તો પણ દીનતાથી (લાચારીથી) જે તપ કરવો પડે તે તપ પણ તપ કહેવાતો નથી. કારણ કે આ તપમાં પણ લોકસંજ્ઞાનો ભય, માનસંજ્ઞા, મારું ખરાબ ન દેખાવું તથા પરાધીનતા વગેરે કારણોથી કરાતા તપમાં ઉદ્વેગ અને આહાર ન આપનારા ઉપર દ્વેષ-ક્રોધ ઈત્યાદિ કષાયોના ઉદયનો આશ્રય હોવાથી અને તેના કારણે નવા નવા કર્મના બંધનું કારણ હોવાથી આ તપ પણ તપ કહેવાતો નથી. જે તપની પાછળ કષાયોની માત્રા કામ કરતી હોય અને કષાયોના કારણે તથા આર્ત-રૌદ્રધ્યાનના કારણે નવો નવો કર્મબંધ થતો હોય તે તપ, તપ કહેવાતો નથી.
આ ભવમાં કે પરભવમાં પૌદ્ગલિક સુખોની લાલસાથી જે તપ કરાય, લોકસંજ્ઞાના ભયથી જે તપ કરાય તથા પરાધીનતાના કારણે આહાર-પાણી ન મળવાથી જે તપ કરાય તે પૂર્વભવમાં બાંધેલા અંતરાયકર્મ અને અસાતાવેદનીય કર્મનો વિપાકોદય જ સમજવો. આ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપનાજી સૂત્રની ટીકામાં કહ્યું છે. મોહદશા પૂર્વક કરાયેલા તપને નિર્જરા કરાવે એવો તપ કહેવાતો નથી આવો જે તપ કરાય છે તે પૂર્વકૃત અંતરાયકર્મ અને ક્ષુધાતૃષાદિ વેદનીયકર્મનો ઉદય માત્ર જ સમજવો.
આચારાંગની પૂર્ણિમાં પણ આમ જ કહેલ છે.
ઉપરની ચર્ચાથી સમજાશે કે આ ભવસંબંધી કે પરભવસંબંધી પાંચ ઈન્દ્રિયોનાં નવાં નવાં સુખોની અભિલાષાથી રહિત એવા, અને નિર્મળ-શુદ્ધ આત્મદ્રવ્યના (ક્ષયોપશમભાવના અને ક્ષાયિકભાવના ગુણોના) સાધક એવા આત્માનો, મોહને જિતવાના ભાવપૂર્વકનો જે આહારના ત્યાગાદિ રૂપ કષ્ટકારી આચારવિશેષ તેને તપ કહેવાય છે. આવા તપને જ કર્મોની નિર્જરાનું સાધન હોવાથી તપ કહેવો ઉચિત છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત પંચવસ્તુકપ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે “ઉપવાસાદિ તપ કરો તો દુઃખ સહન કરવાથી અસાતાવેદનીયકર્મની નિર્જરા થાય અને ભોજન કરો તો શરીરે સાતા ઉપજે એટલે સાતાવેદનીયકર્મની નિર્જરા થાય, આમ ઉપવાસાદિ તપ કરવામાં અને ભોજન કરવામાં એમ બન્ને પ્રસંગોમાં અનુક્રમે અસાતા અને સાતા વેદનીય કર્મોની નિર્જરા તો સમાન જ છે. બન્ને પ્રસંગોમાં નિર્જરા તો થાય જ છે તેથી સામ્યપણું દેખાય છે, તો પછી ઉપવાસાદિ તપ શા માટે કરવો ? સુખપૂર્વક કર્મોની નિર્જરા
Page #835
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી, તપોષ્ટક - ૩૧
૭૯૯ જો કરી શકાતી હોય તો દુઃખ સહન કરીને નિર્જરા કેમ કરવી? આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આ પ્રમાણે છે -
ભોજન વગેરે કરવામાં છ કાયની (રિપત્થ = હિંસા) હિંસા થાય છે અને ઉપવાસાદિ કરવામાં તે છ કાયની હિંસાનો અભાવ છે તેથી ઉપવાસાદિમાં છ કાયની હિંસા વગેરે આશ્રવોનો ત્યાગ હોવાથી તેવા આશ્રવોથી બંધાનારા નવા નવા અશુભ કર્મબંધોનો પણ અભાવ થવાથી તેટલા અંશે સંવર થાય છે. અને ઈચ્છાપૂર્વક કર્મ ખપાવવા માટે જ આ તપ કરેલો છે. તેથી સકામનિર્જરા રૂપ તપ છે. આ પ્રમાણે સંવરપૂર્વકની સકામનિર્જરાવાળો આ ઉપવાસાદિ તપ હોવાથી તપ કરીને કર્મોની નિર્જરા કરવી તેમાં હિત છે. પણ ભોજન કરીને સાતાની નિર્જરા કરવી તેમાં આત્માનું હિત નથી. તેમાં છ કાયની હિંસા હોવાથી અને રાગમૂલક તે તપ હોવાથી આશ્રવમૂલક છે. આવો વિવેક સ્વબુદ્ધિથી કરવો.
तथा चास्यात्मनः साताविपाके सरागहेतुत्वेन इष्टसंयोगैकत्वता अनादिसहजपरिणमनाद् आतापनादिषु कर्मविपाकोपयोगत्वेन तथापरिणमनाद् असङ्गताकारणत्वात् त्याग एव साधनमूलञ्च । भरतादयः निदर्शनम्, तच्चाल्पकालसाधनासिद्धिवताम्, न हि चिरकालसाधनावतां सातादि, शुभसन्निकर्षे अव्यापकत्वपरिणामः । उक्तञ्च विशेषावश्यके-"रतिक्षमत्वं त्वल्पानां तेनातापनादि करणमुचितं मुनीनाम्" निक्षेपनयानां व्याख्या तु-नामतपः स्थापनातपः सुगमम् । द्रव्यतपः आहारत्यागादि, भावतपः आत्मस्वरूपैकाग्रत्वरूपम् । अत्र द्रव्यपूर्वकभावतपोग्रहणमिति ।
ઉપવાસાદિ તપ કરીને અસાતાની નિર્જરા કરવામાં છ કાયની હિંસા વગેરે આશ્રવ ન હોવાથી સંવરપૂર્વકની સકામ નિર્જરા છે અને ભોજન કરીને સાતાદિની નિર્જરા કરવામાં છકાયની હિંસા વગેરે આશ્રવ હોવાથી નવા નવા કર્મબંધના આશ્રવો છે તથા સાતાના વિપાકકાલે ભોજનાદિ કરનારા આ આત્માને ભોજનના પદાર્થો ઉપર પ્રીતિવિશેષ થવાથી પરસના આસ્વાદન દ્વારા સરાગતાનું કારણ પણ બનવાથી ઈષ્ટ પદાર્થની સાથેના સંયોગની એકતા રૂપે આ જીવ રાગભાવે પરિણામ પામે છે. કારણ કે અનાદિકાળથી ઈષ્ટના સંયોગમાં રાગભાવે પરિણમન પામવું આવો મોહોદયના કારણે જીવનો સહજ પરિણમન સ્વભાવ છે. આમ રાગભાવ થવાથી ઘણાં નવાં કર્મોનો બંધ પણ થાય છે તેને બદલે ઉપવાસાદિ તપ કરવામાં અને આતાપના આદિ લેવામાં પૂર્વે બાંધેલાં કર્મોના વિપાકોની જ ચિંતવના-વિચારણા વગેરે હોવાથી તેવા પ્રકારના શુભભાવમાં પરિણામ પામવાથી અને જેટલો જેટલો આહારાદિ બાહ્ય ભાવોનો ત્યાગ કરે છે તેટલી તેટલી અસંગતા આવવાનું કારણ પણ બને છે માટે
Page #836
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞાનસાર
૮૦૦
તપોષ્ટક - ૩૧ આહારાદિ બાહ્ય ભાવોનો ત્યાગ કરવો એ જ આત્મતત્વની સાધનાનું મૂલ છે અને તે જ તપ હિતકારી-કલ્યાણકારી છે.
પ્રશ્ન :- ભરત મહારાજા, મરૂદેવા માતા વગેરે મહાત્માઓએ તો કોઈપણ પ્રકારના ખાસ તપવિશેષ કર્યા નથી. શાસ્ત્રોમાં તેઓએ કોઈ તપવિશેષ કર્યો હોય તેવું સંભળાતું નથી. બક્કે મરૂદેવા માતા રાજમાતા હોવાથી અને ભરત મહારાજા ચક્રવર્તી રાજા હોવાથી પરસ ભોજન વગેરે દ્વારા સાતાનો જ અનુભવ કરનારા હતા, તેઓ ઉપવાસાદિ તપ અને આતાપના આદિ કષ્ટ સહન કર્યા વિના સંસાર તર્યા જ છે ને ? તો અમે પણ ભરતાદિની જેમ તપ આદિ કર્યા વિના પાંચ ઈન્દ્રિયોના ભોગો ભોગવતાં આત્મકલ્યાણ કેમ ન સાધી શકીએ ?
ઉત્તર :- આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે ભરતાદિનાં જે ઉદાહરણો છે તે લઘુકર્મી જીવોનાં છે. તેથી અપવાદરૂપ બનાવો છે. તે મહાત્માઓ અલ્પકાળની સાધના માત્રથી સિદ્ધિ પ્રાપ્ત કરવાને યોગ્ય હતા. આવા જીવોનું ઉદાહરણ સર્વને ન લેવાય. લોટરી લાગવાથી કોઈ ધનવાન થઈ જાય પણ તે રાજમાર્ગ નથી. તેથી દરેકે પોતપોતાના ધંધા ત્યજીને લોટરીની ટીકીટો લેવી તે હિતાવહ નથી. કોઈને મકાનનો પાયો ખોદાવતાં ધનનો ચરૂ નીકળે એટલે દરેકે મકાનો પાડીને ખોદાવવાં અને ધનના ચરૂ મેળવવા એ રાજમાર્ગ નથી. તેથી ભરતાદિનાં ઉદાહરણો એ અપવાદ રૂપ છે તે જીવો લઘુકર્મી હતા. અલ્પકાળની સાધનાથી સિદ્ધિ મેળવવાને શક્તિમાન હતા.
પરંતુ બીજા જીવોને માટે આ અપવાદમાર્ગ શ્રેયસ્કર નથી. સામાન્યથી સર્વે જીવોમાં ભારેકર્મી જીવો જ વધારે હોય છે. તેઓ ચિરકાળની સાધનાને યોગ્ય હોય છે. માટે આવા પ્રકારના ચિરકાળની સાધનાથી સિદ્ધિ મેળવવાને યોગ્ય એવા ચિરકાલની સાધનાવાળા જીવોને પરસ ભોજનાદિ દ્વારા સાતાદિનો અનુભવ કરવો અને તે દ્વારા નિર્જરા કરવી, એ શક્ય નથી. આતાપનાદિ અને ઉપવાસાદિ કરવાં એ જ ઉચિત છે. આવા ભોગાસક્ત જીવોને સાતાદિ શુભપદાર્થોનો સક્નિકર્ષ થયે છતે (સાનુકૂળ સંજોગો મળે છ0) અવ્યાપકતાનો (અસંગ દશાનો-અનાસકત દશાનો) પરિણામ આવવો શક્ય નથી, રાજપાટ અને ભોગવિલાસમાં રહીને વૈરાગ્ય પ્રાપ્ત કરવો તે રાજમાર્ગ નથી. કદાચ કોઈને વૈરાગ્ય આવી જાય તો પણ તે સર્વ માટે માર્ગરૂપ ગણાય નહીં.
પૃથ્વીચંદ્ર-ગુણસાગર અને વિજયશેઠ-શેઠાણી જેવા મહાત્માઓ કોઈક જ નીકળે કે જેઓ રાજગાદી ઉપર, લગ્નની ચોરીમાં અને એક જ શય્યામાં સહશયન કરવા છતાં મોહને જીતનારા બન્યા હોય. આ ઉદાહરણો અપવાદરૂપ છે રાજમાર્ગ નથી. માટે આતાપનાદિ
Page #837
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૧ અને ઉપવાસાદિ કરવાં એ જ કલ્યાણપ્રાપ્તિનો સાચો રાજમાર્ગ છે શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે – “સુખપૂર્વક કર્મો ખપાવવાપણું અલ્પ જીવોમાં જ હોય છે, સર્વમાં નહીં, તેથી આતાપના આદિ કરવાં એ જ મુનિઓ માટે ઉચિત માર્ગ છે.”
હવે નિક્ષેપ અને નયોની વ્યાખ્યા કહેવાય છે. પૂર્વે નિપા સમજાવ્યા છે તેને અનુસાર નામતપ અને સ્થાનતપ સુગમ છે માટે સ્વયં સમજી લેવું. આહારાદિ પદ્ગલિક પદાર્થોનો જે ત્યાગ કરવો તે દ્રવ્યતા. વિષય અને કષાયોની વાસના છોડીને શુદ્ધ એવા આત્મતત્ત્વના સ્વરૂપમાં જ એકાગ્ર થવું, વિભાવદશા ત્યજી સ્વભાવદશામાં જોડાવું તે ભાવતપ કહેવાય છે. અહીં ભાવતપ અત્યન્ત ઉપકારક છે. એ વાત સાચી છે. પરંતુ તે ભાવતપ દ્રવ્યતપ પૂર્વકનો હોવો જરૂરી છે. દ્રવ્યતા વિના કેવળ એકલા ભાવતપની વાત સર્વ જીવો માટે રાજમાર્ગરૂપ નથી. તેથી અહીં આત્મતત્ત્વની સાધના અને આરાધનામાં દ્રવ્યતપ પૂર્વક ભાવતપનું ગ્રહણ કરવું. કેવળ એકલા ભાવતપને પ્રધાન કરીને દ્રવ્યતાનો અપલાપ કરવો તે ઉચિત નથી. (૧) કર્મનિર્જરા માટેનો આત્મસંકલ્પ એ નૈગમનયથી તપ. (૨) પૌગલિક સુખ-નિરપેક્ષ મન અને ઉપવાસાદિ માટે સમર્થ શરીર એ સંગ્રહાયથી
તપ. (૩) ઉપવાસ વગેરે કરવા તે વ્યવહારનયથી તપ. (૪) કર્મનિર્જરાનું ચિંતન એ ઋજુસૂત્રનયથી તપ. (૫) કર્મનિર્જરા કરવા દ્વારા જ્ઞાનાદિ ગુણોના પ્રાકટ્ય વડે તે ગુણોની કંઈક અનુભૂતિ
થવી તે શબ્દનયથી તપ. (૯) છ માસી તપ આદિની યોગ્યતાવાળા જીવનો કર્મનિર્જરા દ્વારા જ્ઞાનાદિ ગુણોનો
વિશુદ્ધતરપણે અનુભવ થવો એ સમભિરૂઢનયથી તપ. (૭) ઉત્કૃષ્ટ તપસ્વીને ઉત્કૃષ્ટ નિર્જરા-જનિત જ્ઞાનાદિ ગુણોની પૂર્ણપણે જે અનુભૂતિ થવી
એ એવંભૂતનયથી તપ. ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात्तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥१॥ ગાથાર્થ :- જ્ઞાન જ કર્મોને તપાવનાર હોવાથી યથાર્થ તપ છે એમ પંડિત પુરુષો કહે
Page #838
--------------------------------------------------------------------------
________________
૮૦૨ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર છે અને તે અભ્યત્તરતા જ ઈષ્ટ છે. તથા ઉપવાસાદિ જે બાહ્ય તપ છે તે અભ્યત્તરતપની વૃદ્ધિ-પુષ્ટિ કરનારો છે (તેથી તે તપ પણ) ઈષ્ટ છે. !!!
ટીકા - “જ્ઞાનમેવ વધા: પ્રતિ"-વધા: પતા:, શર્મા–માત્મપ્રવેશसंश्लिष्टानाम्, तापनात् तीक्ष्णं ज्ञानमेव तपः प्राहुः । तत्तपः आभ्यन्तरमन्तरङ्गं प्रायश्चित्तादिकमिष्टम्, बाह्यमनशनादिकम्-तदुपबृंहकमाभ्यन्तरतपोवृद्धिहेतुः । द्रव्यनिक्षेपस्य कारणरूपत्वात्, द्रव्यतपसोऽपि भावतपसः कारणत्वमेव, तेन इष्टम् III.
વિવેચન :- પંડિત પુરુષો જ્ઞાનને જ તપ કહે છે. કારણ કે જ્ઞાનદશા જ આ જીવના પૂર્વકૃત કર્મોને તપાવે છે, બાળે છે. પૂર્વકાલમાં કરેલાં કર્મોને જે તપાવે તે તપ કહેવાય છે અને જ્ઞાન જ કર્મોને તપાવે છે. માટે જ્ઞાનને પંડિતપુરુષો તપ કહે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મો આત્માના પ્રદેશોની સાથે એકમેક થયેલાં છે. પ્રદેશ પ્રદેશ અનંતા અનંતા કર્મપ્રદેશો તન્મયપણાને પામેલા છે. તેને તપાવવાનું કામ-બાળવાનું કામ તીણ એવું જ્ઞાન જ કરી શકે છે. શાસ્ત્રોનું ઊંડું એવું અધ્યયન જ કર્મોને બાળી શકે છે. માટે જ્ઞાન એ જ તપ છે. આ જ્ઞાનદશાને જે તપ કહેવાય છે તે અભ્યન્તરતપ જાણવો. પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારનો જે તપ છે તેમાં (સ્વાધ્યાય એટલે) જ્ઞાન એ પણ તપ કહેલ છે. આ વાત તેની અંદર સમજવી.
પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન અને વ્યુત્સર્ગ એમ છ પ્રકારના અભ્યત્તર તપની અંદર જ્ઞાનરૂપ તપ જાણવો. ઉપવાસ-એકાશનાદિ અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા રૂપ જે છ પ્રકારનો બાહ્ય તપ છે તે જો અભ્યત્તર તપની વૃદ્ધિનો હેતુ હોય તો તે પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને તપ કહેવાય છે. કારણ કે ઉપવાસાદિમય અનશન વગેરે છ પ્રકારનો જે દ્રવ્યતા (બાહ્યતપ) છે તે ભાવતપનું કારણ છે. સર્વ ઠેકાણે દ્રવ્યનિક્ષેપો ભાવનિક્ષેપાનું કારણ હોય છે અને ભાવનિક્ષેપાનું જો કારણ બનતું હોય તો જ દ્રવ્યનિક્ષેપાને દ્રવ્યનિક્ષેપો કહેવાય છે. તેથી ઉપવાસાદિ દ્રવ્યતપ (બાહ્યતપ) તેવો કરવો જોઈએ કે જે તપ કરવાથી સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ધ્યાન વગેરે ભાવતપની (અભ્યતર તપની) વૃદ્ધિ થાય.
તેટલી અને તેવી માત્રાએ જ બાહ્યતાને કરવો જોઈએ કે જેનાથી ભાવતપની વૃદ્ધિ થાય, ઉત્તમ આત્માઓએ આ ગાથાના ભાવાર્થને હૃદયથી બરાબર સમજીને યથાશક્તિ બાહ્યતામાં પણ અવશ્ય જોડાવું. છતાં અધિક બાહ્ય તપ કરવાથી ભાવતપ સીદાય - પીડાય હાનિ પામે આવો બાહ્ય તપ માર્ગ ઉચિત નથી. એમ પણ ધ્યાનમાં રાખવું. /૧/
Page #839
--------------------------------------------------------------------------
________________
તપોષ્ટક - ૩૧
आनुस्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता । प्रातिस्त्रोतसिकी वृत्तिर्ज्ञानिनां परमं तपः ॥२॥
જ્ઞાનમંજરી
८०३
ગાથાર્થ :- અજ્ઞાની જીવોની સુખશીલતાવાળી જે પ્રવૃત્તિ છે તે સંસારપ્રવાહને અનુસરનારી આનુસ્રોતસિકી વૃત્તિ છે. પરંતુ જ્ઞાની મહાત્માઓની ઉત્કૃષ્ટ તપ કરવા રૂપ જે પ્રવૃત્તિ છે તે સંસારમાં સામે પ્રવાહે ચાલવા રૂપ પ્રાતિસ્રોતસિકી વૃત્તિ છે. ૨ા
ટીકા :- ‘‘આનુસ્રોતસિળીતિ''-સંસારપ્રવાહપદ્ધતિ: અનાવિપ્રવૃત્તિ: આનુસ્રોતसिकी वृत्ति: बालानां मूढानाम्, सुखशीलता - इन्द्रियसुखमग्नता - सुखाभिलाषता ।
प्रातिस्त्रोतसिकी- प्रवाहसम्मुखतां - संसारसम्मुखत्वमपहाय संसारपराङ्मुखी प्रवृत्तिः, तदेव परमं तपः ज्ञानिनामुक्तमिति । आत्मधर्मानुगसंसारप्रतिकूलप्रवृत्तिस्तप उच्यते । इत्यनेन प्रायश्चित्तादिभावतपः परिणामः स्वरूपतन्मयत्वं तत्करणीयम् । तत्तपसा एव सकलकर्मक्षयः ॥२॥
વિવેચન : - અનાદિ કાળથી ચાલ્યા આવતા સંસારના પ્રવાહને અનુસરવાવાળી સાંસારિક સુખની જે પ્રવૃત્તિ છે એટલે કે સુખશીલતા છે, પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયોમાં સુખની બુદ્ધિપૂર્વકની જે મગ્નતા છે તથા તે તે ભોગસુખોમાં જ જે સુખનું અભિલાષીપણું છે, તે બાલજીવોની અર્થાત્ અજ્ઞાની જીવોની મોહોદયજન્ય સ્વાભાવિક ચાલ છે તેને આનુસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. નદીના પાણીનો પ્રવાહ જે બાજુ વહેતો હોય તે બાજુ તેમાં નાખેલી વસ્તુ તણાય તેને આનુસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. મોહમાં મૂઢ બનેલા સંસારી જીવો સુખશીલપણામાં અને ઈન્દ્રિયોના સુખોમાં મગ્ન બનેલા છે તેને અનુસરવું એ નદીના પ્રવાહને અનુસરવાની જેમ હોવાથી આનુસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. આવી વૃત્તિ મોહાન્ધ જીવોની હોય છે. “ખાઓ, પીઓ અને મઝા કરો”, “આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા’ આવાં વાક્યો બોલીને અજ્ઞાની જીવો મોહાન્ય દશામાં પોતે પણ વર્તે છે અને પરને પણ જોડે છે. તે વૃત્તિ અજ્ઞાની જીવોની છે અને સંસાર-પ્રવાહને અનુસરનારી હોવાથી તેને અનુસ્રોતસિકીવૃત્તિ કહેવાય છે.
પરંતુ જ્ઞાની પુરુષોની વૃત્તિ તેનાથી ઉલટી હોય છે તેને પ્રાતિસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. નદીના પાણીનો પ્રવાહ જે બાજુ જતો હોય તે બાજુ જે ન ખેંચાય પણ પાણીના પ્રવાહની સામે જ ચાલે તે પ્રાતિસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. જેમકે હંસ આદિ ઉત્તમ પક્ષી નદીમાં સામે પ્રવાહે ચાલે છે. તેમ જે મહાત્મા સુખી હોય, ધનવાન હોય, રૂપવાન હોય,
Page #840
--------------------------------------------------------------------------
________________
૮૦૪ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર યુવાન હોય છતાં, પાંચ ઈન્દ્રિયોના વિષયો આત્માને રાગાદિ મોહદશા કરાવવા દ્વારા નરકનિગોદમાં લઈ જનારા છે. આમ સમજીને જે તેનો ત્યાગ કરે છે સંસારની સન્મુખતાને ત્યજીને સંસારની વિમુખતાને જે સેવે છે. ભોગ યોગ્ય કાળ હોવા છતાં અને ભોગનાં અનેકવિધ સાધનો-વિષયો સામે હોવા છતાં તેને ત્યજીને જે ત્યાગી બને છે તેના ત્યાગને તપ કહેવાય છે.
જ્ઞાની મહાત્માઓનો આવો ઉત્કૃષ્ટ તપ હોય છે તેને પ્રાતિસ્રોતસિક વૃત્તિ કહેવાય છે. આત્મતત્ત્વને અનુકૂલ અને સંસારીભાવને પ્રતિકૂલ એવી જે પ્રવૃત્તિ તેને તપ કહેવાય છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ આદિ કરવાનું મન થાય, આવા પ્રકારના ભાવતપની આચરણાનો જે પરિણામ થાય છે તે જ આત્માના શુદ્ધ સ્વરૂપની તન્મયતા છે. વિભાવનો ત્યાગપરિણામ એ જ સ્વભાવને અનુસરવાની મનોવૃત્તિ છે. જીવનમાં આ જ કરવા જેવું છે.
આ જ ભવમાં નિયમો મોક્ષ થવાનો છે, આમ જાણતા હોવા છતાં, રાજાસાઈ કુટુંબમાં ઉછેર હોવા છતાં, ભોગસામગ્રીમાં મોટા થયા હોવા છતાં નદીના સામા પ્રવાહે ચાલવાની જેમ ઉત્કટ જ્ઞાન-ધ્યાન માર્ગ આરાધવો અને તેમાં સહાયક એવો બાહ્યતપ કરવો એ જ પ્રાતિસ્રોતસિકી વૃત્તિ છે અને તેને જ ભાવતપ કહેવાય છે. આવા પ્રકારના તપ દ્વારા જ સકલ કર્મોનો ક્ષય થાય છે. માટે દ્રવ્યતપ કરવાપૂર્વક ભાવતપ આરાધવો જોઈએ. રા.
धनार्थिनां यथा नास्ति, शीततापादि दुस्सहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥३॥
ગાથાર્થ :- જેમ ધનના અર્થી જીવોને ઠંડી-ગરમી વગેરે પ્રસંગો દુઃસહ હોતા નથી તેમ સંસારથી વિરક્ત અને તત્ત્વજ્ઞાનના અર્થી જીવોને પણ શીત-તાપાદિ દુસ્સહ હોતા નથી. ૩ll
'ટીકા :- “થનાર્થનામ” યથા થનાર્થનાં શીત-તાપતિ દુર્દ નાતિ, धनोपार्जनकुशलाः शीतादिकं सर्वमपि क्षमन्ते । तथा तत्त्वज्ञानार्थिनां भवविरक्तानामनशनादिकं तपो न दुस्सहम् । कार्यार्थी कारणे न प्रमाद्यति । अतः परमानन्दकार्यकर्ता अनशनादितपःकष्टानुष्ठाने न दुस्सहत्वं मन्यते ॥३॥
વિવેચન :- જેમ ધનના અર્થી જીવોને ઠંડી-ગરમી અને આદિ શબ્દથી ભૂખ-તરસ વગેરે દુસ્સહ હોતાં નથી. એટલે કે ધન ઉપાર્જન કરવામાં જ રચ્યા-પચ્યા રહેનારા જીવો ઠંડી-ગરમી, ભૂખ અને તરસ વગેરે સર્વ પ્રકારની પ્રતિકૂલતા સહન કરે છે. ધન ઉપાર્જનની
Page #841
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૫ પ્રીતિ સર્વ દુઃખ ભૂલાવી દે છે તેવી જ રીતે તત્ત્વજ્ઞાનના અર્થી અને સાંસારિક ભાવોથી વિરક્ત બનેલા આત્માર્થી મુમુક્ષુ જીવોને અનશન-ઉણોદરી-વૃત્તિસંક્ષેપ-રસત્યાગ ઈત્યાદિ બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ચ ઈત્યાદિ અભ્યત્તર તપ આચરવો દુસ્સહ લાગતો નથી. કર્મ ખપાવવાની અને આત્મતત્ત્વ સાધવાની એટલી બધી તાલાવેલી લાગી હોય છે કે દુસ્સહ વસ્તુ પણ સુસહ થઈ જાય છે.
કાર્યનો અર્થી જીવ તેના કારણસેવનમાં ક્યારેય પ્રમાદ કરતો નથી. પરીક્ષામાં પાસ થવા રૂપ કાર્યનો અર્થી જીવ તેના ઉપાયભૂત વાંચન-પઠન-પાઠનમાં ક્યારેય પ્રમાદ કરતો નથી. નફાનો અર્થી જીવ તેના કારણભૂત એવો વેપાર કરવામાં ક્યારેય પ્રમાદ કરતો નથી. નિરોગી થવાનો અર્થી જીવ તેના ઉપાયભૂત ઔષધ લેવામાં ક્યારેય પ્રમાદી બનતો નથી. તેમ અહીં પણ સમજવું. આ કારણથી આત્માના અનંત ગુણોના સુખસ્વરૂપ પરમાનંદનું કાર્ય કરવાનો અર્થ એવો આરાધક-સાધક જીવ અનશન વગેરે તપશ્ચર્યા કરવા રૂપ કષ્ટકારી અનુષ્ઠાન આચરવામાં પણ ક્યારેય દુસ્સહપણું માનતો નથી. પણ હોંશે હોંશે તે તે અનુષ્ઠાન કરવામાં જોડાય છે. તે મુમુક્ષુ જીવ મનમાં સમજે છે કે જો યથાર્થ કારણ સેવીશું તો જ યથાર્થ કાર્યની સિદ્ધિ થવાની છે. III
सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः । ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् ॥४॥
ગાથાર્થ :- ઉત્તમ અને સાચા ઉપાયમાં પ્રવર્તેલા જ્ઞાની અને તપસ્વી મહાત્માઓને ઉપેયની મધુરતા જણાવાથી હંમેશાં આનંદ આનંદની વૃદ્ધિ જ હોય છે.
ટીકા :- “હુપાતિ” તપસ્વિનાં તીવ્રતોનાનાં માસવિષUHસાન્ત सर्वाहारपरिहारातापनाकायोत्सर्गादिजिनकल्पपरिहारविशुद्धिमुनीनां ज्ञानिनां सूक्ष्मानन्तस्वपरपर्यायविवेकमग्नीकृतचैतन्यानाम् तपस्विनां परीषहादौ वननदीगह्वरवासेऽपि आनन्दवृद्धिरेव । यथा हि कश्चिदधमर्णः प्राप्तद्रव्योपचयः उत्तमर्णाय द्रविणं ददन्। आत्मानं धन्यमेव मन्यते, अथवा लब्धिसिद्ध्यर्थी पूर्वसेवायामुद्बाहुः अधोमुखादि महाकष्टानुष्ठानमपि तत्सिद्धिसाध्याभिलाषी यथात्यन्तकष्टं चेष्टते तथा हर्षमेति, एवं
૧. અહીં રા ધાતુ ત્રીજો ગણ લઈએ તો – રૂ૫ થાય. અથવા રત્ ધાતુ પહેલો ગણ લઈએ તો
આત્મપદી છે એટલે રત્ ન થાય પણ માત્મા નિત્યમ્ વિચારીએ તો જ આ રૂપ સંગત થાય.
Page #842
--------------------------------------------------------------------------
________________
૮૦૬
તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર
परमानन्दाव्ययशुद्धात्मसिद्धिसाधनार्थी तद्विघातककर्मक्षयाय तपःकष्टादिषु आत्मानमानन्दयति ।
વિવેચન :- જ્ઞાની અને તપસ્વી મહાત્માઓને આત્મતત્ત્વની સાધના જ અતિશય પ્રિય હોવાથી તેમાં આવતી મુશ્કેલીઓ દુસ્સહ લાગતી નથી. જે મહાત્માઓને ઉપેય વસ્તુની (મેળવવા લાયક પદાર્થની) મધુરતા હૃદયમાં સમજાઈ હોય છે. તે મહાત્માઓને તે ઉપેયની મધુરતાના કારણે તેના ઉપાયોમાં જરા પણ દુસ્સહતા અનુભવાતી નથી.
આ કારણે જ તીવ્ર તપમાં મગ્ન બનેલા એવા તપસ્વી અને માસ-બે માસ-ત્રણ માસથી પ્રારંભીને છ માસ સુધીના તપને આચરનારા મહાત્માઓને સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં, આતાપના લેવામાં, કાયોત્સર્ગાદિ કરવામાં, જિનકલ્પ આચરવામાં અને પરિહારવિશુદ્ધિ તપ કરવામાં લયલીન બનેલા જ્ઞાની મુનિઓને, સૂમ (અતીન્દ્રિય અર્થાત્ અનુભવ જ્ઞાનથી ગમ્ય) એવા અનંત અનંત સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના પર્યાયોનો વિવેક (ભેદ) કરવામાં જ મગ્ન બનેલી છે ચેતના જેની એવા તપસ્વી મહાત્માઓને ઉપસર્ગ-પરિષહ આદિ રૂપ પ્રતિકૂળતાઓ આવે તો પણ આનંદ આનંદની વૃદ્ધિ જ હોય છે. તથા વનમાં, નદીકાંઠે કે ગુફા જેવા નિર્જન સ્થાનોમાં વસવાટ કરવો પડે તો પણ આત્મતત્ત્વની સાધનાની સાનુકૂળતા હોવાથી આનંદ-આનંદની છોળો જ ઉછળતી હોય છે.
આરાધક આત્માઓને આરાધનાની જ મીઠાશ અનુભવાતી હોવાથી તેના ઉપાયભૂત જ્ઞાન-ધ્યાન અને તપમાં જ રસિકતા વર્તે છે, તેથી બાહ્ય આહારાદિના ત્યાગમાં, નિર્જન સ્થાનના વસવાટમાં અને ઉપસર્ગ-પરીષહાદિ રૂપ પ્રતિકૂળતાઓ સહન કરવામાં જ વધારે વધારે આનંદની વૃદ્ધિ અનુભવાય છે. આ વાત એક ઉદાહરણથી સમજાવે છે.
જેમ કોઈ એક પુરુષને ધંધામાં નુકશાન થવાથી ધારો કે તે પુરુષ દેવાદાર થયો છે. ત્યારબાદ પાંચ-દશ વર્ષે કોઈ પણ પ્રકારના વેપારાદિના ઉપાયો વડે તેને ઘણું ધન પ્રાપ્ત થયું છે. આવો પ્રાપ્ત થયો છે ધનનો સમૂહ જેને એવો તે દેવાદાર પુરુષ પોતાની પાસે ધન માગતા એવા લેણદારને લેણાનું ધન આપતાં પોતાના આત્માને ધન્ય ધન્ય માને છે. હાશ, મારા માથેથી આટલો બોજો ઓછો થયો અથવા ગયો. આમ સમજીને નિશ્ચિંત થાય છે. તેની જેમ આ તપસ્વી આત્મા આરાધના કરીને આનંદ પામે છે.
અથવા બીજું પણ એક ઉદાહરણ આપે છે કે જેમ વૈક્રિયલબ્ધિ, આકાશગામિની લબ્ધિ વગેરે લબ્ધિઓની સિદ્ધિનો અર્થ જીવ લબ્ધિની પ્રાપ્તિના પૂર્વ સેવાકાળમાં, ઊંચા કર્યા છે બાહુ જેણે અને નીચે કર્યું છે મુખ આદિ અંગ જેણે એમ મહાકષ્ટદાયી ધર્મ અનુષ્ઠાન
Page #843
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૭ આચરવા છતાં પણ લબ્ધિઓની સિદ્ધિ રૂપ સાધ્યનો તીવ્ર અભિલાષી છે માટે જેમ અત્યન્ત કષ્ટકારી આચરણા પણ આચરે છે. જરા પણ મુંઝાતો નથી, ખેદ પામતો નથી, થાકતો નથી કે કંટાળતો નથી પરંતુ મને અવશ્ય અલ્પકાળમાં જ લબ્ધિઓની સિદ્ધિ થશે એમ હર્ષ પામે છે, કષ્ટ હોવા છતાં સાધ્યની મધુરતાથી આનંદ પામે છે.
એવી જ રીતે પરમાનન્દમય,અને ક્યારેય વ્યય ન પામે તેવા શુદ્ધ-નિર્મળ આત્મતત્ત્વની સિદ્ધિની સાધનાનો અર્થી, આત્માર્થી, મુમુક્ષુ જીવ, આત્મતત્ત્વનાં વિઘાતક એવાં કર્મોનો ક્ષય કરવા માટે તપ-જ્ઞાન-ધ્યાન આદિ કષ્ટકારી અનુષ્ઠાનો આચરવામાં પણ પોતાના આત્માને આનંદિત જ કરે છે. આત્મા આનંદમય જ બને છે. જરા પણ ખેદ-થાક, ભય કે ઉદ્વેગ આ આત્મા કરતો નથી. સાધ્યની સિદ્ધિનું લક્ષ્ય જ આ આત્માને આટલો બધો ઉત્સાહિત કરે છે.
कुतः ? इत्याह-उपेयमधुरत्वतः उपेयस्य-मोक्षस्य निर्मलाव्ययपदस्य यन्मधुरत्वंमाधुर्यं तस्मात्, सिद्धिमाधुर्यरतस्तत्साधनोपायभूतं निष्परिग्रहत्वादि सर्वं हितं जानाति । कथम्भूतानां तपस्विनां ? सदुपायप्रवृत्तानाम् सन्-शोभनः, उपायः-साधनं संवरनिर्जरारूपं, तत्र प्रवृत्तानाम्-उद्यतानाम् । इत्यनेन स्वधर्मसाधने साधूनामानन्दः, न दुःखम् । यस्य साधने कष्टत्वबुद्धिः, स न साधकः । उक्तञ्च षोडशके -
खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः । युक्तानि हि चित्तानि, प्रबन्धतो वर्जयेन्मतिमान् ॥१४/३॥ ॥४॥
દેવાદાર ધન કમાય તો લેણદારને આપવામાં આનંદ માને અથવા લબ્ધિઓ મેળવવાનો અર્થી જીવ પૂર્વસેવામાં કષ્ટ હોય તો પણ આનંદ જ માને એવી રીતે મોક્ષની સાધના કરનારો આત્મા કષ્ટકારી તપ આદિ અનુષ્ઠાન આચરવામાં ઘણો જ આનંદ માને છે તથા તે કાર્ય કરવામાં ઘણો ઉત્સાહ ધરાવે છે. તેનું કારણ શું? કયા કારણે આટલો બધો આનંદિત હોય છે ? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે -
૩પેયમથુરસ્વતિ: ઉપેય એટલે મેળવવા લાયક એવું મોક્ષ પદ અર્થાત્ નિર્મળ, ક્યારેય નાશ ન પામે તેવું અવ્યય, ગુણાત્મક અને અનંત સુખના સ્થાનભૂત એવું જે મોક્ષસ્થાન છે, તેની જે મધુરતા છે. અર્થાત્ તે મોક્ષના સુખની જે મીઠાશ છે તે મીઠાશનો ઘણો જ રસ લાગ્યો છે. તેનાથી કષ્ટકારી તપ-જપ-સાધના અને ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં પણ જીવને દુઃખનો અનુભવ થતો નથી પરંતુ આનંદ આનંદ જ થાય છે. સિદ્ધિદશાની મીઠાશમાં રક્ત બનેલા તે મહાત્મા પુરુષ, તેના સાધન રૂપે ઉપાયસ્વરૂપ રહેલા એવા નિષ્પરિગ્રહતાદિ કષ્ટકારી
Page #844
--------------------------------------------------------------------------
________________
તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર
८०८
સર્વે પણ અનુષ્ઠાનોને હિતકારી જ છે-કલ્યાણકારી જ છે એમ જાણે છે. જ્યાં કલ્યાણ અને હિત જ દૃષ્ટિગોચર થતું હોય ત્યાં કષ્ટકારી આચરણ પણ સુખદાયી જ દેખાય છે અને તે તે આચરણ કરવામાં આ જીવ ઉત્સાહિત અને આનંદિત હોય છે.
દુઃખમાં સુખ માનનારા આ તપસ્વી મહાત્માઓ કેવા હોય છે ? તે જણાવે છે કે “મુક્તિપદ મેળવવાની જે લગની લાગી છે. હૃદયમાં સાધ્ય સાધવાની તીવ્ર જે ભાવના પ્રગટી છે” તેથી તેના સુંદર ઉપાયભૂત-પ્રબળ કારણ સ્વરૂપ જે સંવર અને નિરામય ધર્માનુષ્ઠાન છે તે ધર્માનુષ્ઠાનોમાં પ્રવર્તેલા અર્થાત્ તે ધર્માનુષ્ઠાનો આચરવામાં ઘણા જ ઉદ્યમશીલ બનેલા મહાત્માઓને કોઈપણ કષ્ટકારી અનુષ્ઠાનોમાં દુઃખ લાગતું નથી. આમ આ ઉપરોક્ત કથનથી સમજાશે કે પોતાના આત્માના ધર્મની સાધના કરવામાં સાધુ-સંતોને આનંદ આનંદ જ હોય છે ક્યારેય ક્યાંય દુઃખ હોતું નથી.
જો આત્માને ઉપાયમાં દુઃખબુદ્ધિ હોય છે તો તે આત્મા સાચો સાધક નથી. આરાધક નથી. તેને સાધ્યની મીઠાશ લાગી નથી આમ જાણવું. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં આમ કહ્યું છે કે -
“ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુદ્, રોગ અને આસંગ આ ચિત્તના આઠ દોષો છે તે દોષોથી ભરેલા ચિત્તમાંથી બુદ્ધિશાળી મહાત્માએ અત્યન્ત પ્રયત્નપૂર્વક (અતિશય બળ વાપરવાપૂર્વક) તે દોષોનો ત્યાગ કરવો જોઈએ. ૧૪-૩॥
ઉપરની ચર્ચાથી સમજાશે કે જ્યારે સાધ્યની મીઠાશ હૃદયમાં વર્તતી હોય છે ત્યારે સાધનની પ્રવૃત્તિ દુઃખદાયી હોય તો પણ તે જીવને તે પ્રવૃત્તિ સુખદાયી જ લાગે છે. ૪ इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थमितीच्छताम् । बौद्धानां निहता बुद्धिबद्धानन्दपरिक्षयात् ॥५॥
ગાથાર્થ :- આ રીતે તપ કરવો તે દુઃખરૂપ હોવાથી વ્યર્થ છે આમ માનનારા બૌદ્ધદર્શનના અનુયાયીઓની બુદ્ધિ જ્ઞાનસંબંધી આનંદનો નાશ થયેલ હોવાથી હણાયેલી છે આમ સમજવું. ॥૫॥
ટીકા :- “સ્થં ચ દુવ્રુતિ'' નૃત્યં યત્તપ: મિતિ માસનપૂર્વમ્, તત્તપ: વ્યર્થ-નિષ્ઠતમ્। સ્માત્ ? દુ:લપત્ત્તાત્ । તપ:રને વ દુ:ોદ્વેનૌ, યત્ર ૧. પૂજ્ય ઉપાધ્યાયજી મ. વૌદ્ધાનાઽપરિક્ષયાત્ આવો પાઠ લખે છે અને ટીકાકારશ્રી દેવચંદ્રજી મહારાજશ્રી વૌજ્ઞાનપરિક્ષયાત્ પાઠ લખે છે તત્ત્વકેવલિગમ્ય જાણવું.
Page #845
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૯ अनादरः स कथं हिताय भवति ? तथा इच्छतामिति परभावसुखमिच्छतां-वाञ्छतां बौद्धानां बुद्धिः निहता-निश्चयेन हता । कस्मात् ? बौद्धानन्दपरिक्षयात् बौद्धानन्दः बौद्धं-ज्ञानं, तस्य आनन्दः, तस्य परिक्षयात् ज्ञानानन्दधाराक्षयात् कष्टरूपं तपः निष्फलम् ॥५॥
વિવેચન :- બૌદ્ધદર્શનના અનુયાયીઓનું માનવું આવું છે કે “જે તપ છે તે કષ્ટરૂપ છે” તપ એ દુઃખદાયી છે તેથી તપ કરવો નકામો છે તપ એ કેવળ દુઃખ જ આપનાર છે. આવા પ્રકારના તપ પ્રત્યેના અનાદરભાવ-અપ્રીતિભાવના જ્ઞાનપૂર્વકનું કરાતું તપ વ્યર્થ છે. નિષ્ફળ છે. આત્મકલ્યાણ કરનારું નથી. કારણ કે તેવા પ્રકારનો તે તપ દુઃખરૂપ છે. તપ પૂર્વકનું અનુષ્ઠાન આચરવામાં દુઃખ અને ઉગ જ થાય છે. તેથી જે અનુષ્ઠાનમાં આદરભાવપ્રતિભાવ ન હોય તે ધર્મ અનુષ્ઠાન આત્માના હિત માટે કેમ થાય?
આવા પ્રકારની યુક્તિ-દલીલ કરતા અને ફક્ત પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખો જ ઈચ્છતા તથા પરભાવના સુખની જ મનો-વાંછાવાળા એવા બૌદ્ધદર્શનના અનુયાયી જીવોની બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ હોય એમ લાગે છે. અર્થાત્ તેઓની બુદ્ધિ નક્કી ચાલી ગઈ હોય એમ લાગે છે. કારણ કે બુદ્ધિસંબંધી અર્થાત્ જ્ઞાનસંબંધી આત્મિક ગુણોનો જે સ્વાભાવિક આનંદ છે તે આનંદનો આવા ભોગી આત્માઓમાં ક્ષય થયેલો છે.
ભોગપ્રિય અને વિષયસુખના લંપટ જીવોમાં જ્ઞાનસુખના આનંદની ધારાનો પરિક્ષય થયેલ હોવાથી ભાવદયાના પાત્ર આવા જીવોને આ તપ કષ્ટરૂપ લાગે, તેથી કર્મક્ષયની અને આત્મશુદ્ધિની નિર્મળ ભાવના ન હોવાથી તેઓએ કરેલો તપ નિષ્ફળ થાય અર્થાત્ કષ્ટરૂપ પણ બને અને નિષ્ફળ પણ જાય.
પૂજ્ય ટીકાકારશ્રી દેવચન્દ્રજીમ.શ્રીએ પરિક્ષત્ શબ્દ લઈને અર્થ કરેલ છે. જ્યારે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીના મૂલશ્લોકમાં પરિક્ષયાત્ શબ્દ જોવા મળે છે. જો અપરિક્ષય શબ્દ લઈએ તો આવો અર્થ કરવો કે જ્ઞાનસંબંધી આત્માનું જે નિર્મળ સુખ છે તે સુખના આનંદનો તપ-અનુષ્ઠાનકાળે પરિક્ષય થતો નથી પણ તે સુખના આનંદની વૃદ્ધિ થાય છે માટે તપ-અનુષ્ઠાન કષ્ટરૂપ નથી. જેને તેમાં આનંદ નથી તેને કષ્ટરૂપ અને નિષ્ફળ બને છે.
ઉત્તમ આત્માઓને તપ-આચરણકાળે જ્ઞાનના સુખનો આનંદ અપરિક્ષયરૂપ હોવાથી “તપને કષ્ટદાયી” માનનારી બૌદ્ધોની બુદ્ધિ હણાયેલી સમજવી. પા
यत्र बह्म जिनार्चा च, कषायाणां तथा हतिः । सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ॥६॥
Page #846
--------------------------------------------------------------------------
________________
૮૧૦ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર ગાથાર્થ :- જ્યાં બ્રહ્મચર્ય છે (અથવા જ્ઞાનદશા જાગૃત છે) જિનેશ્વરપ્રભુની પૂજા છે. કષાયોનો નાશ છે અને દઢ આગ્રહ સાથે જિનેશ્વરપ્રભુની આજ્ઞાનું પાલન છે. તે જ સાચો શુદ્ધ તપ કહેવાય છે. ll
ટીકા :- “યત્ર વ્રતિ' યત્ર-મિન્ તાસિ દ્રા-મૈથુનત્યા: વિષયાનäકઃ अस्ति । यत्र जिनानामर्चा-पूजा-तत्त्वभक्तिवर्द्धते । पुनः यत्र कषायाणां क्रोधादीनां રુતિઃ-નાશ:, -પુન: સત્ર કિનાજ્ઞા-શ્રીવીતરાણોક્તપ્રવનપદ્ધતિઃ સાનુવસ્થા-સાપેક્ષા, तत्तपः शुद्धमिष्यते । भावना च-प्रथममिन्द्रियाभिलाषनिरासे शान्तपरिणत्या सिद्धान्तोक्तविधिना निरभिलाषस्य तपः विशुद्धं भवति । अनादिपरभावसुखस्पृहया किं केन न कृतं कष्टानुष्ठानम् ? यच्च स्वरूपनिरावरणार्थं निःसङ्गनिर्मोहतत्त्वैकत्वरूपं व्याघातकपरभावाहारादिग्रहणनिवारणलक्षणं तपः श्रेष्ठमिति । उक्तञ्च -
निरणटाणं मयमोहरहियं सुद्धतत्तसंजुत्तं । अज्झत्थभावणाए, तं तवं कम्मखयहेउं ॥१॥ ॥६॥
વિવેચન :- સામાન્યથી આહારાદિ પર-પુદ્ગલદ્રવ્યના ગ્રહણનો જે ત્યાગ કરાય છે તેને તપ કહેવાય છે. પરંતુ તે તપમાં પણ શુદ્ધ તપ કોને કહેવાય? તે વિષય આ શ્લોકમાં સમજાવે છે - જે તપના આચરણકાળે બ્રહ્મચર્યનું પાલન કરાય, મૈથુનસેવનનો ત્યાગ કરવામાં આવે, સાથે સાથે વિષયસેવનની અભિલાષાનો પણ ત્યાગ કરાય તથા જિનેશ્વર પરમાત્માની પૂજા કરાય એટલે કે જિનેશ્વર પરમાત્માની તાત્વિક-સાચી ભક્તિની વૃદ્ધિ કરવામાં આવે, તથા જે તપ કરવાના આચરણકાળે ક્રોધ-માન-માયા અને લોભ આદિ કષાયોનો નાશ કરવામાં આવે તથા જે તપ-આચરણકાળે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું સવિશેષ પાલન-આરાધન કરવામાં આવે, એટલે કે શ્રી વીતરાગ પરમાત્માના કહેવા પ્રવચનની જે પદ્ધતિ (રીતભાત) છે. વીતરાગપ્રભુના શાસનમાં તપ કરવાની જે રીત બતાવવામાં આવી છે તે રીતભાતની અપેક્ષા રાખીને તેને અનુસરીને જ જે તપ કરવામાં આવે, અલ્પ માત્રામાં પણ તેનું ઉલ્લંઘન કરવામાં ન આવે. આવા પ્રકારની વિધિપૂર્વક કરાયેલો જે તપ છે તે જ સાચો અને શુદ્ધ તપ છે. શુદ્ધ તપનું આ લક્ષણ જાણવું.
ઉપર કહેલી વાતનો ભાવાર્થ એવો છે કે સૌથી પ્રથમ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખની અભિલાષાનો ત્યાગ કરીને-વિષયસુખની અભિલાષાથી રહિત થઈને શાન્તપરિણતિપૂર્વક સિદ્ધાન્તમાં કહેલી વિધિ મુજબ ભોગોની કે પરભવમાં વિષયસુખની અભિલાષા વિના આત્મશુદ્ધિની બુદ્ધિ રાખીને જે તપ કરાય તે જ તપ વિશુદ્ધ તપ કહેવાય છે.
Page #847
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૧૧ અનાદિ કાળથી લાગેલી પરભાવના (પૌદ્ગલિક પદાર્થોની સાથેના તથા અન્ય જીવોની સાથેના) ભોગસુખોની જે સ્પૃહા, તે સ્પૃહા વડે કયા જીવ દ્વારા શું શું કષ્ટકારી અનુષ્ઠાનો નથી કરાયાં? અર્થાત્ મોહસંજ્ઞાપૂર્વક તો આ જીવ વડે ભવોભવમાં ઘણાં ઘણાં કષ્ટકારી અનુષ્ઠાનો કરાયાં છે. પરંતુ તે સર્વેમાં મોહબુદ્ધિ હોવાથી તે અનુષ્ઠાનને શુદ્ધ તપ કહેવાતું નથી. પરંતુ આ આત્માનું જે શુદ્ધ-નિર્મળ ક્ષાવિકભાવનું અખંડ અનંત સ્વરૂપ છે તે સ્વરૂપને આવરણ વિનાનું કરવા માટે એટલે કે જે સત્તાગત સ્વરૂપ છે તેને આવિર્ભત કરવા માટે પરપદાર્થોના સંગ વિનાનું, રાગ-દ્વેષ અને કષાયોની પરિણતિ વિનાનું, આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક નિર્મળ તત્ત્વની સાથે એકતા કરવારૂપ જે તપ કરાય તે તપ શ્રેષ્ઠ તપ સમજવો. અહીં તપ એટલે કે આત્મતત્ત્વના બાધક એવા પરભાવરૂપ આહારાદિના ગ્રહણનું જે નિવારણ કરવું તે તપ સમજવો.
આત્માનું સ્વરૂપ અણાહારી છે. તેમાં બાધક આહારગ્રહણ છે. વળી તે આહારગ્રહણ એ પુગલ ગ્રહણ છે તેથી પરભાવરૂપ છે માટે તેનો આત્મવિશુદ્ધિ માટે જે ત્યાગ કરાય તેને તપ કહેવાય છે. આવો શ્રેષ્ઠ તપ કરવા લાયક છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
“ગાડરીયા પ્રવાહથી કરાયેલા તપથી, સૂત્રમાં કહેલી વિધિથી નિરપેક્ષપણે કરાયેલા તપથી, લોકસંજ્ઞાથી કરાયેલા તપથી અને ઓઘસંજ્ઞા-ભયસંજ્ઞાદિ દ્વારા કરાયેલા તપથી જે ભિન્ન તપ છે તે જ નિરનુષ્ઠાન તપ જાણવો. આવા પ્રકારનો જે તપ કે જે તપ ગાડરીયા પ્રવાહરૂપ નથી, વિધિનિરપેક્ષ નથી લોકસંજ્ઞા-ઓઘસંજ્ઞા અને ભયસંજ્ઞાથી કરાયેલ નથી. આવો જે તપ અભિમાન અને અજ્ઞાનદશા રહિતપણે કરાય, શુદ્ધતત્ત્વની પ્રાપ્તિનું લક્ષ્ય કરીને તેનાથી યુક્તપણે જે તપ કરાય અને તે પણ અધ્યાત્મની ભાવનાપૂર્વક જે તપ કરાય, તે જ તપ કર્મોના ક્ષયનું કારણ બને છે. માટે આત્માર્થી જીવે આવો શ્રેષ્ઠ ઉત્તમ તપ કરવો જોઈએ. all
तदेव हि तपः कार्य, दुर्थ्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा ॥७॥
ગાથાર્થ :- જે તપ આચરવામાં દુર્થાન ન થાય, જે તપ કરવાથી મન-વચન અને કાયાના યોગો ઢીલા ન પડે અને જે તપથી ઈન્દ્રિયોની શક્તિ ક્ષય ન પામે તેવો અને તેટલો જ તપ કરવો જોઈએ. III
ટીકા :- “તવ દીતિ' રીતિ નિશ્ચિતમ્, તવ તા: વાઈ-વેરીયમ, યત્ર
Page #848
--------------------------------------------------------------------------
________________
૮૧૨ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર दुर्ध्यानं-पुद्गलाशंसारूपमनिष्टतारूपं नो भवेत् । येन तपसा योगा:-मनोवाक्कायरूपाः, न हीयन्ते-स्वरूपरमणं तत्त्वानुभवतः न हीयन्ते । यत्र इन्द्रियाणि न क्षीयन्ते धर्मसाधनस्वाध्यायाहिंसादितत्कार्यप्रवृत्तिर्न क्षीयते-क्षयं न लभते । इत्यनेन साधनीभूतचेतनावीर्याणां हानिः न स्यात्, तत्तपः शुद्धं कार्य-कर्त्तव्यमिति ॥७॥
વિવેચન :- વાસ્તવિકપણે જો વિચારીએ તો તે જ તપ કરવો જોઈએ કે જે તપ કરવાથી (૧) દુર્થાન ન થાય, (૨) મન-વચન અને કાયાના યોગો નાશ ન પામે અને (૩) ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય. આ ત્રણ જાતની નુકશાની ન આવે તેવો તપ કર્તવ્ય છે.
(૧) દુર્થાન બે પ્રકારનું છે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. તે બન્નેના ચાર-ચાર ભેદ હોવાથી કુલ આઠ ભેદવાળું દુર્થાન છે. તેમાં પ્રથમના બે ભેદનો અહીં ઉલ્લેખ કરે છે બાકીના ભેદો સ્વયં ઉપલક્ષણથી સમજી લેવા. મનગમતા ઈષ્ટ પુલના સંયોગની આશંસા કરવી તે ઈષ્ટ સંયોગ આર્તધ્યાન અને અણગમતા પુદ્ગલોનો સંયોગ થયો હોય ત્યારે તે પુગલદ્રવ્યોનો વિયોગ કેમ થાય ? આમ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે અનિષ્ટતાબુદ્ધિ રાખવી તે અનિષ્ટવિયોગ આર્તધ્યાન.
ઈષ્ટનો સંયોગ ઈચ્છવો, ઈષ્ટનો વિયોગ હોય તો સંયોગ કેમ થાય? તેવી આશંસા કરવી. ઈષ્ટનો સંયોગ હોય તો તે સંયોગ દીર્ઘકાળ કેમ રહે? આવી ઈચ્છાઓ કરવી. તથા અનિષ્ટ વસ્તુનો સંયોગ થયો હોય તો તેનો વિયોગ કેમ થાય? અનિષ્ટનો સંયોગ હોય ત્યારે પણ તેના પ્રત્યે નાખુશીભાવ-અનિષ્ટતાબુદ્ધિ-અનાદરભાવ રાખવો આ સઘળુંય દુર્ગાન કહેવાય છે. તપ એવો કરવો અને એટલો કરવો કે જેનાથી આવું દુર્થાન ન થાય. કારણ કે તપ કરીને કર્મો ખપાવવાં છે. જ્યારે દુર્ગાનથી જુનાં કર્મો ખપતાં તો નથી પણ નવાં કર્મો ઘણાં બંધાય છે. માટે દુર્થાન ન થાય તેવો અને તેટલો તપ કરવો.
(૨) મન વચન અને કાયાના યોગો ઢીલા ન પડે, સાધના કરવામાં-આરાધના કરવામાં મન વચન કાયાનો સાથ-સહકાર બરાબર મળતો જ રહે, જરા પણ ઢીલાશ ન આવે તેવો અને તેટલો તપ કરવો. કારણ કે તપ કરીને પણ આત્મ-સાધના ચાલુ જ રાખવાની છે. આત્મ-સ્વરૂપની રમણતા કરવામાં, શુદ્ધ તત્ત્વનો અનુભવ કરવામાં, મન-વચન-કાયાના યોગો હાનિ ન પામે તેવો તપ કરવો.
(૩) આંખ-કાન-નાક-જીભ ઈત્યાદિ ઈન્દ્રિયો ક્ષય ન પામે, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થઈ જાય તેવો અને તેટલો તપ કરવો. ધર્મનાં કાર્યોની સાધના, સ્વાધ્યાય તથા અહિંસા આદિ જે જે ઉત્તમ-ધર્મ અનુષ્ઠાનો છે તે તે કાર્યો કરવાની પ્રવૃત્તિ ક્ષય ન પામે, કાનથી
Page #849
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તપોષ્ટક - ૩૧
૮૧૩
દેશના સાંભળવાની શક્તિ, ચક્ષુથી વાંચવાની અને પ્રતિમાદર્શનની શક્તિ, જીભથી દેશના આપવાની શક્તિ ક્ષય ન પામે, દરેક સાધનામાં ઈન્દ્રિયોની શક્તિ ચાલુ રહે તેવો તપ કરવો.
આત્માની ચેતનાશક્તિ અને પ્રગટ થયેલી વીર્યશક્તિ ધર્મનાં અનુષ્ઠાનોનું આચરણ કરવામાં સાધનભૂત છે. આવી સાધનભૂત આ ચેતનાશક્તિ અને વીર્યશક્તિ હાનિ ન પામે ક્ષીણ ન થઈ જાય તેવો અને તેટલો તપ કરવો જોઈએ. આ પ્રમાણે તપ કરવો તે શુદ્ધ તપ જાણવો. III
मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये ।
बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्याद् महामुनिः ॥८ ॥
ગાથાર્થ :- મૂલગુણોની અને ઉત્તરગુણોની શ્રેણીનું વિશાળ સામ્રાજ્ય સિદ્ધ કરવા માટે મહામુનિએ બાહ્યતપ અને અભ્યન્તર તપ આ રીતે કરવો જોઈએ.
ટીકા :- ‘“મૂોત્તર મુળેતિ'' મહામુનિ:-પરમનિર્પ્રન્ગઃ રૂટ્યું તપ: યંત્। મૂિત तपः ? मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये मूला:- मूलभूता ज्ञानचारित्रादयः गुणाः, उत्तराः-समितिगुप्त्यादयः गुणाः, तेषां श्रेणिः - विशेषतः गुणप्राग्भावरूपा, ता પ્રાë-પ્રવ્રુદું યત્સામ્રાજ્યં-પ્રભુત્વ, તસ્ય સિદ્ધિ:-નિષ્પત્તિ:, તસ્ય નૃત્યનેન સ્વીયगुणप्रभुत्वनिष्पत्त्यर्थं बाह्यं लोकोल्लासकारणत्वात् प्रभावकतामूलमाभ्यन्तरमन्यलोकैः ज्ञातुमशक्यं स्वगुणैकतारूपञ्च तपः कार्यम् ।
વિવેચન :- જે ખરેખર વાસ્તવિક મહામુનિ છે પરમનિર્પ્રન્થ મહાત્મા છે. રાગ-દ્વેષ -પરિગ્રહાદિક ગાંઠથી જે અત્યન્ત મુક્ત છે તેવા મુનિમહારાજે આવો તપ કરવો જોઈએ. પ્રશ્ન :- આવો એટલે કેવો તપ કરવો જોઈએ ? તે તો સમજાવો.
ઉત્તર :- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયી એ મૂલગુણ કહેવાય છે અને તેની પ્રાપ્તિના ઉપાયભૂત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પંચાચારનું પાલન ઈત્યાદિ જે ગુણો છે. તે ઉત્તરગુણો કહેવાય છે. તે રત્નત્રયી સ્વરૂપ મૂલગુણોની અને સમિતિ-ગુપ્તિ રૂપ ઉત્તરગુણોની જે શ્રેણી એટલે કે મૂલગુણો અને ઉત્તરગુણોનું ક્રમશઃ ઉત્તરોત્તર વિશેષ-વિશેષ પ્રગટીકરણપણું-પ્રગટ કરવાપણું. તેના વિશાળ સામ્રાજ્યની સિદ્ધિ માટે બાહ્ય અને અભ્યન્તર તપ મહામુનિએ કરવો જોઈએ. તપના પ્રભાવે ઉત્તરોત્તર ગુણોની શ્રેણિ પ્રગટ થાય છે. આવરણભૂત કર્મોનો ક્ષયોપશમ અને ક્ષય વધતાં ગુણોનો આવિર્ભાવ
૨૦
Page #850
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૮૧૪
તપોષ્ટક - ૩૧ થાય છે. માટે બન્ને પ્રકારનો તપ આચરવો જોઈએ પોતાના આત્માના જ ગુણો છે. કર્મોથી આવૃત છે તે ગુણોનું પ્રભુત્વ પ્રગટ કરવા માટે તપ અવશ્ય કરવો જોઈએ.
ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, અટ્ટાઈ ઈત્યાદિ જે તપ છે તે બાહ્ય તપ કહેવાય છે. લોકોને આ તપ કરવામાં સવિશેષ ઉલ્લાસ હોય છે. તથા ચંપા શ્રાવિકા આદિની જેમ આ બાહ્ય તપ કરનારા જીવો શાસનની પ્રભાવનાનું કારણ પણ બને છે. તપ કરનારા તપસ્વીઓનો જ્યારે વરઘોડો નીકળે છે, બહુમાનનો પ્રસંગ રચાય છે, ત્યારે ઘણા જીવો તેની અનુમોદના પણ કરે છે તે જોઈને ઘણા જીવો ધર્મ પામે છે. અકબર બાદશાહને ધર્મપ્રાપ્તિમાં ચંપાશ્રાવિકાનો તપ કારણ બન્યો હતો આ રીતે લોકોના ઉલ્લાસનું કારણ હોવાથી અને પ્રભાવકતાનું મૂલ કારણ હોવાથી આ તપને બાહ્યતપ કહેવાય છે.
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ ઈત્યાદિ જે તપ છે તે અભ્યત્તર તપ છે. અન્ય લોકો વડે જે તપ જાણી શકાતો નથી તે અભ્યન્તર તપ જાણવો. આત્માની પોતાના ગુણોની સાથે જે એકતા, પોતાના ગુણોની સાથે લીનતા, તે અન્ય લોકો વડે જાણવી અશક્ય છે માટે તેને અભ્યત્તર તપ કહેવાય છે. આમ આ બન્ને પ્રકારનો તપ ઉત્તમ મુનિજીવોએ (તથા આરાધક એવા ગૃહસ્થ જીવોએ પણ) કરવો જોઈએ.
तपो द्विविधम् । संवरात्मकं निर्जरात्मकम् । तत्र संवरात्मकं ज्ञानचारित्रयोः तीक्ष्णत्वम्, सचेतनावीर्यादीनां स्वरूपैकत्वम् । द्वितीयं तु ज्ञानचारित्रवीर्यभोगगुणसङ्करसम्भवं गुणास्वादैकत्वानुभववत् सर्वपरभावास्पृहतारूपम् । जघन्यतः अंशत्यागपूर्वकदेशतोऽनीहागुणैकत्वम्, उत्कृष्टतः शुक्लध्यानचरमाध्यवसायलक्षणम् ।
परभावास्वादनलोलाशुद्धपरिणाममपहाय स्वरूपानन्दमग्नतारूपं करणीयम् । अभिनवकर्माग्रहणरूपसंवरः पूर्वसत्तागतादिकर्मनिर्जरणात्मकं तपः । तपसा हि देवादिफलाभिलाष एव न युक्तः । निर्जरात्मकेन कथं शुभबन्धः ? यच्च तपोवद्भिः देवायुःप्रभृति निबद्धं, तत्तपोरागादिप्रशस्ताध्यवसायहेतुकमिति ___अतः सर्वकर्मापगमप्रादुर्भूतानन्तज्ञानदर्शनसिद्धिसुखं तस्योत्सर्गकारणं तपः । आध्यात्मिकं परभावशून्यस्वभावैकत्वानुभवतीक्ष्णत्वलक्षणं परमं साधनम् । इति व्याख्यातं तपोऽष्टकम् । तद्व्याख्याने च साधनस्वरूपमपि व्याख्यातम् ।
રૂતિ વ્યાપદ્યાત તપોષ્ટભ્રમ્ |
Page #851
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તપોષ્ટક - ૩૧
૮૧૫
તપ બે પ્રકારનો હોય છે એક સંવરાત્મક તપ અને બીજો નિર્જરાત્મક તપ. જે બાહ્યતપ છે તે આહારના ત્યાગની પ્રધાનતાવાળો છે. તેમાં આહાર મેળવવામાં, આહાર બનાવવામાં અને આહારનો ઉપભોગ આદિ કરવામાં આરંભ-સમારંભ હોવાથી તે આહારના ત્યાગમાં આવા આરંભ-સમારંભનો ત્યાગ વિશેષ થવાથી તેટલા પ્રમાણમાં આશ્રવોનું વિરમણ થવાથી આ તપ સંવરાત્મક છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ વગેરે તપ આરંભ-સમારંભના ત્યાગસ્વરૂપ હોવાથી આશ્રવોની હીનતાના કારણે સંવરાત્મક તપ કહેવાય છે.
જેટલા અંશે શરીરથી બની શકે તેટલો આહાર ત્યાગ કરવાથી સ્વાધ્યાય, ધ્યાન -તત્ત્વચિંતન, મનન વધારે વધારે થવાથી અને આળશ, પ્રમાદ, અબ્રહ્મના ભાવો ઘટી જવાથી જ્ઞાન અને ચારિત્રગુણની તીવ્રદશા ખીલે છે. જ્ઞાન-ચારિત્રગુણની વૃદ્ધિ થાય છે. તથા પ્રગટ થયેલી ચેતના અને પ્રગટ થયેલું વીર્ય આહારાદિ મેળવવા રૂપ, બનાવવા રૂપ અને આહારાદિનો ઉપભોગ કરવા રૂપ વિભાવદશામાં જે વપરાત, તેને બદલે તે ચેતના અને વીર્યગુણ આત્મસ્વરૂપાત્મક જ્ઞાન-ચારિત્રાદિ ગુણોની વૃદ્ધિમાં વપરાય છે. ગુણોની સાથે એકતા રૂપ બને છે, જેટલું તે વિભાવથી વિરામ પામ્યું તેટલા આશ્રવ અટક્યા છે માટે સંવરાત્મક આ બાહ્યતપ છે.
બીજો પ્રાયશ્ચિત્તાદિ જે અભ્યન્તર તપ છે તે નિર્જરાત્મક છે. પ્રાપ્ત કરેલ જ્ઞાનગુણ, પ્રાપ્ત કરેલ ચારિત્રગુણ, પ્રાપ્ત કરેલ વીર્યગુણ, અને પ્રાપ્ત કરેલ ઉપભોગગુણ આમ આવિર્ભૂત ગુણોની મિશ્રતાથી ઉત્પન્ન થયેલો અને આત્મગુણોના આસ્વાદનની સાથે એકતાના અનુભવ વાળો સર્વપ્રકારના પરભાવદશાની સ્પૃહા-ઈચ્છા નહીં કરવા રૂપ જે તપ છે તે નિર્જરાત્મક બીજો તપ છે. પ્રાયશ્ચિત્તાદિ જે છ પ્રકારનો અભ્યન્તર તપ છે તે જ્ઞાનાદિ ગુણોની મિશ્રતાથી થયેલો છે. તે તપ જેટલા અંશે જોરમાં થાય તેટલા અંશે ગુણોના આસ્વાદવાળો છે અને પરભાવની અસ્પૃહતાવાળો તપ છે તેનાથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાવિશેષ થાય છે. માટે તે તપ નિર્જરાત્મક તપ છે.
આ તપ આચરવામાં જઘન્યથી જેટલા અંશે બાહ્યભાવોનો ત્યાગ કરાય છે તેટલા અંશે તેટલા બાહ્ય અંશનો ત્યાગ કરવાપૂર્વક દેશથી પણ “અનીહા” (અસ્પૃહતા-નિરીહતાનિર્મમત્વભાવ) ની સાથે એકતા થવા રૂપ નિજગુણની એકતા થાય છે. આ આત્મા તેટલી માત્રાએ પણ પરભાવ ત્યજીને સ્વભાવદશાની સાથે ઐક્યતા પ્રાપ્ત કરે છે માટે તે નિર્જરાત્મક તપ છે. તથા ઉત્કૃષ્ટથી શુક્લધ્યાનવાળી દશાના અંતિમ અધ્યવસાયસ્થાનને પ્રાપ્ત કરવારૂપ સંપૂર્ણપણે પરભાવદશાના ત્યાગવાળી અને ઉત્કૃષ્ટપણે સ્વભાવદશાની સાથે એકતાવાળી જે અવસ્થા તે ઉત્કૃષ્ટથી નિર્જરાત્મક તપ જાણવો. સારાંશ કે જેટલા જેટલા
Page #852
--------------------------------------------------------------------------
________________
૮૧૬ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર અંશે વિભાવદશાનો ત્યાગ કરીને આ જીવ સ્વભાવદશાના ક્ષાયોપથમિકભાવના અને સાયિકભાવના ગુણો પ્રાપ્ત કરીને તે ગુણોની સાથે એકતા પામવા રૂપ તપ કરે છે તે નિર્જરાત્મક બીજો તપ કહેવાય છે.
આ કારણે આત્માર્થી મુમુક્ષુ જીવોએ પરભાવના આસ્વાદનની લીલા રૂપ (પૌલિક ભૌતિક સુખોના આનંદની લીલા રૂ૫) અશુદ્ધ અધ્યવસાયોનો ત્યાગ કરીને પોતાના આત્માના ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવના શુદ્ધ ગુણાત્મક સ્વરૂપના આનંદમાં મગ્નતા પ્રાપ્ત કરવા રૂપ ભાવ ત૫ (અભ્યન્તરતપ-નિર્જરાત્મક તપ) કરવો જોઈએ.
આ તપ સંવરાત્મક પણ છે અને નિર્જરાત્મક પણ છે. કારણ કે જેટલા અંશે પરભાવદશાની રમણતાનો ત્યાગ છે તેટલા અંશે નવા નવા કર્મબંધના કારણરૂપ કાર્મણવર્ગણાના પુલોનું અગ્રહણ થવા રૂપ સંવર પણ છે અને પૂર્વકાળમાં બાંધેલાં અને હાલ સત્તામાં રહેલાં એવાં સત્તાગત કર્મોની તથા આદિ શબ્દથી હાલ બંધાતાં એવાં પણ કેટલાંક કર્મોની નિર્જરા કરવા રૂપ આ તપ છે તેથી તે નિર્જરાત્મક પણ છે. આમ પરભાવદશાના ત્યાગપૂર્વક સ્વભાવદશાની એકતા રૂપ જે તપ છે તે તપ સંવરાત્મક અને નિર્જરાત્મક એમ ઉભયાત્મક છે.
આવા પ્રકારના તપ વડે દેવભવ આદિ પુણ્યની ઈચ્છા કરવી તે યોગ્ય નથી. નિર્જરા કરાવે એવા તપથી શુભકર્મનો બંધ થાય આ વાત કેમ ઘટે? અર્થાત્ તપ નિર્જરા કરાવે પણ પાપનો બંધ તો ન કરાવે પણ પુણ્યનો બંધ પણ ન કરાવે.
પ્રશ્ન :- આવા પ્રકારનો તપ કરનારા તપસ્વી જીવો શુભ ભાવવાળા હોવાથી દેવ આયુષ્ય (આદિ પુણ્યપ્રકૃતિઓ)નો બંધ તો કરે છે (નરકાયુષ્ય આદિ અશુભ પ્રવૃતિઓ બાંધતા નથી) તો શુભકર્મ બાંધતા હોવાથી આશ્રવવાળા છે, તેને સંવરાત્મક તપ કેમ કહેવાય? જ્યાં આશ્રવ હોય, બંધ હોય, ત્યાં સંવર છે આમ કેમ કહેવાય? અર્થાતું ન કહેવાય. તો તમે આવા તપને સંવરાત્મક તપ કેમ સમજાવો છો?
ઉત્તર :- ઉત્તમ તપ આચરણ કરવાવાળા મહાત્મા પુરુષો વડે જે દેવ આયુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર આદિ પુણ્ય પ્રકૃતિઓ બંધાય છે તે પુણ્યકર્મનો બંધ તપ વડે થતો નથી પણ તપગુણ ઉપરનો રાગ અને આદિ શબ્દથી તપગુણવાળા તપસ્વી વગેરે પુરુષો ઉપરનો જે ગુણાનુરાગ છે અને તે ગુણાનુરાગના કારણે તથા આવા તપગુણમાં અને તપસ્વીઓને જે અવરોધ કરનારાં તત્ત્વો છે તે તત્ત્વો ઉપર જે નાખુશી ભાવ રૂપ
Page #853
--------------------------------------------------------------------------
________________
૮૧૭
જ્ઞાનમંજરી
તપોષ્ટક - ૩૧ પ્રશસ્ત ષ છે તેવા પ્રકારના રાગ અને દ્વેષ આદિ રૂ૫ પ્રશસ્ત કાષાયિક અધ્યવસાયના કારણે આ પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. તપ અને તપસ્વી ઉપરનો ગુણાનુરાગ અને તેના અવરોધક તત્ત્વો ઉપરના દ્વેષથી પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. પણ તપથી પુણ્યપ્રકૃતિઓ બંધાતી નથી.
નિશ્ચયનયથી કોઈ પણ કષાય પ્રશસ્ત કહેવાતા નથી કારણ કે કષાયમાત્ર બંધહેતુ છે તેથી તેમાં પ્રશસ્તતા કેમ હોઈ શકે? પણ વ્યવહારનય ઉપચારગ્રાહી છે માટે જ્યાં ગુણોની રક્ષામાં, ગુણોની વૃદ્ધિમાં અને ગુણોની પુષ્ટિમાં રાગાદિ કષાયો કરાયા હોય તો તે કષાયો ગુણોના અવરોધ દૂર કરવામાં મદદગાર હોવાથી નિશ્ચયથી અપ્રશસ્ત હોવા છતાં ઉપચારથી તેને પ્રશસ્ત કહેવાય છે અને તે કષાય હોવાથી બંધ-હેતુરૂપ છે પણ ત૫ ગુણ બંધહેતુરૂપ નથી. ગુણો ક્યારેય બંધહેતુ બનતા નથી. જો ગુણો કર્મબંધના હેતુ બનતા હોય તો સિદ્ધભગવંતોના આત્માને અનંતગુણો પ્રગટ હોવાથી સૌથી વધારે કર્મ બંધાય. પણ આમ થતું નથી. માટે તપગુણ દેવ આયુષ્યાદિના બંધનું કારણ નથી. પણ પ્રશસ્ત રાગાદિ કાષાયિક અધ્યવસાય જ પુણ્યબંધનું કારણ છે.
આ કારણથી હવે સમજાશે કે સર્વે પણ કર્મોનો અપગમ વિશેષ થવાથી પ્રગટ થયેલા અનંતજ્ઞાન-અનંતદર્શન આદિ ગુણોવાળી સિદ્ધિદશા એ જ સુખરૂપ છે. તેનું રાજમાર્ગે કારણ તપ છે (સંવરાત્મકતપ અને નિર્જરાત્મક તપ એમ બન્ને તપ સિદ્ધિસુખનું કારણ છે).
પરભાવદશાનો ત્યાગ અને સ્વભાવદશાની સાથે એકતાનો જે અનુભવ કરવો, તેવી તીવ્રદશા રૂ૫ અધ્યાત્મ એ જ મુક્તિનું પરમ સાધન છે. આ પ્રમાણે તપના અષ્ટકનું વર્ણન કર્યું તે કરવાથી મુક્તિસુખના પરમ સાધન (ભૂત તપ)નું વર્ણન પૂર્ણ થયું. અહીં તપના અષ્ટકનું વિવેચન સમાપ્ત થાય છે. દા.
કે
એકત્રીસમું તપોષ્ટક સમાપ્ત
MI[-
w
“ક
'"
'
5S
Page #854
--------------------------------------------------------------------------
________________
|॥ अथ द्वात्रिंशत्तमं सर्वनयाश्रयणाष्टकम् ॥
अथानेकनयात्मके जैनमार्गे एकान्ततापक्षपातपरित्यागेन सर्वनयेषु समभावरूपपरिणामः रागद्वेषाभावलक्षणस्वस्वस्थानसाधनविज्ञानरमणाध्यवसायः कार्यः । एकान्तग्रह एव मिथ्यात्वम् । सर्वत्र सापेक्षता सम्यग्दर्शनम् । तच्च यथार्थोपयोगिनां यथार्थप्रवृत्तिमतां च भवति । अतः एकताग्रहत्यागसर्वनयसमाश्रयणोपदेशकं द्वात्रिंशत्तममष्टकमुवाच श्रीमद्यशोविजयोपाध्यायः परमरहस्यज्ञाता । ___अरे नास्ति धर्मः बाह्यपद्धत्या । निमित्तकारणरूपा सा । श्रीपञ्चमाने प्राणातिपातसंवरादयः सर्वे अमूर्ता जीवस्वरूपा उक्ताः । येन हि जीवस्वभावरूपः शुद्धनिर्विकल्परत्नत्रयीलक्षणधर्मः प्रतीतः । स एव सम्यग्दृष्टिः । न हि कुशकाशावलम्बनेन समुद्रतरणं भवति । उक्तञ्च श्रीहरिभद्रपूज्यैः --
आयप्पभवं धम्म, आयंतियं अप्पणो सरूवं च । दंसणनाणचरित्तेगत्तं जीवस्स परिणामं ॥१॥
વિવેચન :- અન્ય દર્શનો વસ્તુના સ્વરૂપને એકાન્તપણે જણાવે છે જ્યારે જૈનદર્શનકારી વસ્તુના સ્વરૂપને અનેકાન્તપણે જણાવે છે. બન્ને દર્શનો વચ્ચે આ જ પાયાનો મોટો તફાવત છે. હકીકતથી વસ્તુનું પોતાનું સ્વરૂપ સ્વયં અનેકાન્તમય જ છે. એકાન્તરૂપ નથી. પરંતુ મિથ્યાત્વમોહના ઉદયથી અને તેવા પ્રકારના મિથ્યાષ્ટિ ગુરુઓની નિશ્રાથી તથા મિથ્યાશાસ્ત્રોના સતત અભ્યાસથી તે તે જીવોની દષ્ટિ એકાન્તતા તરફ અત્યન્ત વળી જાય છે. તે જીવોને તે જ દેખાય છે. બીજી બાજુનું સ્વરૂપ દેખાતું નથી. એટલે તે જીવો વસ્તુનું પારમાર્થિક સાચું સ્વરૂપ “જે છે અને જેવું છે તે સ્વરૂપ અને તેનું સ્વરૂપ સમજી” શકતા નથી.
વસ્તુનું પોતાનું સ્વરૂપ જ અનેકાન્તાત્મક હોવાથી જૈનદર્શન જેમ છે તેમ અનેકાન્ત રીતે સમજાવે છે તેથી જૈનદર્શન અનેક જાતની દૃષ્ટિઓ વાળું (અનેક વયોવાળું) છે. નય એટલે દષ્ટિ, નય એટલે અપેક્ષા, નય એટલે વિવક્ષા.
અનેક નયાત્મક (અનેક દૃષ્ટિઓવાળા) એવા જૈન દર્શનમાં “એકાન્ત આગ્રહવાળા” પક્ષપાતનો ત્યાગ કરીને સર્વ નયોમાં “સમદષ્ટિ” કરવી જોઈએ = સમભાવ રૂપ આત્મપરિણામ કરવા જેવો છે, કોઈપણ બાજુનો રાગ કે કોઈપણ બાજુનો દ્વેષ કર્યા વિના,
Page #855
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૧૯
કોઈપણ બાજુ ખોટી રીતે ખેંચાયા વિના જ્યાં જ્યાં જે જે ભાવ ઉપકારક હોય ત્યાં ત્યાં તેને તેને પ્રધાન કરીને શેષને ગૌણ કરીને પોત પોતાના અભિપ્રાયને યથાસ્થાને સાધનદશા સિદ્ધ થાય એ રીતે જ્ઞાનદશામાં રમણતાનો પરિણામ કરવા જેવો છે. જેમ ૨૫-૩૦ વર્ષની ઉંમરવાળી એક વિવાહિત સ્ત્રી છે તેને પિયરપક્ષવાળા પુત્રી તરીકે અને શ્વસુરપક્ષવાળા પુત્રવધૂ તરીકે દેખે છે અને તેને અનુકૂળ વ્યવહાર કરે છે તે જ બરાબર ઉચિત છે. પિતૃપક્ષવાળાની અપેક્ષાએ પુત્રી છે એટલે શ્વસુરપક્ષવાળા પણ તેને પુત્રી તરીકે માની લે તે બરાબર નથી તેવી જ રીતે શ્વસુરપક્ષવાળાની અપેક્ષાએ પુત્રવધૂ છે તે દેખીને પિતૃપક્ષવાળા પણ તેને પુત્રવધૂ માની લે અને તેવો વ્યવહાર કરે તે ઉચિત નથી.
તે જીવમાં પુત્રીપણું અને પુત્રવધૂપણું એમ ઉભયસ્વરૂપ છે અને ઉભયસ્વરૂપ માનવું તે જ ઉચિત છે. કોઈપણ બાજુ રાગ અને દ્વેષ ન કરતાં તટસ્થપણે જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ માનવી, સમજવી અને તેને અનુરૂપ આચરણ કરવું આ જ જૈનદર્શન છે. કોઈપણ બાજુનો એકાન્ત આગ્રહ એ જ મિથ્યાત્વ છે. કારણ કે વસ્તુનું પોતાનું સ્વરૂપ એકાન્ત છે જ નહીં, અને એકાન્ત માનીએ એટલે ઉલટું માન્યું માટે તે માન્યતા મિથ્યાબુદ્ધિ છે. સર્વ ઠેકાણે વસ્તુનું સ્વરૂપ સાપેક્ષ છે અને તે સાપેક્ષતા જ સ્વીકારવી જોઈએ. જેમકે આ સ્ત્રીનો જીવ, તેનાં માતા-પિતાદિ પિતૃપક્ષની અપેક્ષાએ પુત્રીરૂપે છે. પણ સાસુ-સસરા આદિ શ્વસુરપક્ષની અપેક્ષાએ અવશ્ય પુત્રવધૂરૂપે જ છે. આમ સાપેક્ષતા સ્વીકારવી તે જ સમ્યગ્દર્શન છે પરંતુ આવું સમ્યગ્દર્શન-સાચી બુદ્ધિ યથાર્થ ઉપયોગવાળા અને યથાર્થ પ્રવૃત્તિવાળા જીવોને જ આવે છે. વસ્તુના સ્વરૂપને ઊંડાણથી જાણે અને જાણીને યથાર્થ રીતે પ્રયોગ કરે તેવા તત્ત્વની ઉઘાડવાળા જીવોની જ દૃષ્ટિ આ પ્રમાણે સાપેક્ષતાવાળી બને છે.
આ કારણે એકાન્ત આગ્રહ ત્યજીને સર્વે પણ નયોનો યથાસ્થાને આશ્રય કરવાપૂર્વક ઉપદેશ આપનારું (યથાર્થ તત્ત્વ સમજાવનારું) આ બત્રીસમું ચરમ અષ્ટક પરમરહસ્યના જાણકાર પરમપૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી જણાવે છે -
અરે હે જીવ ! ધર્મક્રિયા કરવાની જે જે બાહ્યપદ્ધતિ છે તે તે બાહ્ય પદ્ધતિરૂપ ક્રિયામાત્ર વડે ધર્મ થતો નથી. તે ધર્મક્રિયા તો આત્મધર્મ પ્રગટાવવામાં માત્ર નિમિત્તભૂત છે. કારણ કે ધર્મ તો આત્માના પરિણામરૂપ છે. પાંચમું અંગ જે શ્રી ભગવતીજી છે તેમાં કહ્યું છે કે “પ્રાણાતિપાત જીવોની હિંસાને અટકાવવા રૂપ જે આત્મપરિણામ છે. અર્થાત્ પ્રાણાતિપાતનો સંવર કરવો, મૃષાવાદનો સંવર કરવો ઈત્યાદિ અમૂર્ત એવા જીવના સ્વરૂપાત્મક જે શુદ્ધ પરિણામો છે, અધ્યવસાયો છે, તેને ધર્મ કહ્યા છે. ધર્મ એ આત્માનો સંવરાત્મક આત્મપરિણામ છે, તે પરિણામ પ્રાપ્ત કરવામાં કારણભૂત ધર્મક્રિયા છે તેથી તે
=
Page #856
--------------------------------------------------------------------------
________________
૮ ૨0 સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર ક્રિયા ઉપચારે ધર્મ છે. વાસ્તવિકપણે જો વિચાર કરીએ તો ધર્મક્રિયા એ મન-વચન અને કાયાના શુભયોગ-સેવન રૂપ છે અને શુભ યોગસેવન એ શુભ આશ્રવ છે બંધહેતુ છે. તેથી તે ક્રિયા એ ધર્મ નથી પરંતુ સામાયિક, પ્રતિક્રમણ, પૂજા-સેવા, વૈયાવચ્ચ આદિ ધર્મક્રિયા દ્વારા પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકોના વિરમણ રૂપ આત્મપરિણામ તે સંવરધર્મ સિદ્ધ થાય છે. તેથી તે ક્રિયામાં ધર્મનો ઉપચાર કરવામાં આવે છે. પરમાર્થથી તો શુદ્ધ નિર્વિકલ્પક એવો રત્નત્રયીના લક્ષણવાળો આત્માનો જે શુદ્ધ સ્વભાવ તે ધર્મ કહ્યો છે જૈનદર્શનમાં મોહના વિકલ્પો વિનાનો શુદ્ધ ગુણાત્મક જે આત્મપરિણામ છે તે ધર્મ તરીકે પ્રસિદ્ધ છે. આવા પ્રકારનો ધર્મ જેનામાં પ્રગટ થયો હોય તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. ઘાસના તણખલા માત્રના અવલંબનથી કંઈ સંસાર તરાતો નથી, સંસાર તરવા માટે મજબૂત આલંબન જોઈએ. આ જીવનો અનાદિ કાળથી મોહમય પરિણામ છે જે અશુદ્ધ છે અને કર્મબંધના હેતુભૂત છે. તેથી મોહના વિકલ્પોને જિતનારો, જ્ઞાનાદિ રત્નત્રયીના ગુણમય, સુદૃઢ આત્મપરિણામ એ ધર્મ છે. તેવા પરિણામથી સંસાર તરાય છે. તેવો પરિણામ લાવવામાં નિમિત્તભૂત બનનારી ધર્મક્રિયાને યોગાત્મક શુભ આશ્રવ હોવા છતાં પણ વિશેષપણે સંવર-નિર્જરાનું કારણ હોવાથી ઉપચારે ધર્મ કહેવાય છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
“ધર્મ એ આત્મામાંથી જ ઉત્પન્ન થયેલો છે. આત્માની સાથે જ સંબંધવાળો છે, આત્માનું જ સ્વરૂપ છે, દર્શન-જ્ઞાન અને ચારિત્રની એકતારૂપ છે તથા આત્માના શુદ્ધ પરિણામાત્મક છે.”
रे भव्य ! हिताय वदामः । सर्वागमेषु धर्म आत्मनः शुद्धा परिणतिरेव । निमित्तस्योपादानप्राकट्यहेतुत्वाद् बाह्याचरणादिकं साधकैरभ्यस्यम्, तथापि धर्महेतुत्वेनोपादेयं श्रद्धावद्भिः तत् । स्वात्मक्षेत्रव्यापकरूपानन्तपर्यायलक्षणं धर्मः उत्तराध्ययनावश्यकादिसर्वसिद्धान्ताशय इति । तच्च (स च) रागद्वेषरहितानां भवति । रागद्वेषाभावः सर्वजीवेषु सर्वपुद्गलेषु समत्वं कृत्वा आत्मगुणेषु ज्ञानादिषु कारणकार्यरूपेषु बहुपरिणतिपरिणतेषु रागद्वेषाभावपरिणतेषु गौणमुख्यत्वतारूपपरिणामपरिहारः समः साध्यः, पूर्वं मिथ्यात्वोदयेन मुख्ये मुख्यत्वबोधपूर्वकैकान्तवादः । स च सम्यग्दर्शनेन कारणकार्यतया अयं मुख्यश्चायं गौणः । ।
न हि अनन्तपर्यायात्मके वस्तुनि कस्यापि स्वपर्यायस्य गौणमुख्यत्वे, क्षयोपशमज्ञानेन सर्वधर्माणामेकसमयावबोधो दुर्लभः, असङ्ख्येयसमयेनापि देशज्ञायकत्वात् । तस्य ज्ञानं गौणमुख्यतारूपेण प्रवर्तते । उक्तञ्च तत्त्वार्थे
Page #857
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક- ૩૨
૮૨૧ "अर्पितानर्पितसिद्धेः (अध्याय ५ सूत्र ३१) सूत्रस्य व्याख्याने, सर्वज्ञानां तु सर्वमपि एकसमयेनैव ज्ञातत्वाद् न गौणमुख्यताज्ञानम् । वचसि क्रमवर्तित्वाद् (गौणमुख्यता) भवति । एवं न्यूनशक्त्या गौणमुख्यत्वम्, न रागद्वेषपरिणत्या । रागद्वेषपरिणामो बन्धहेतुः । अतः नयस्वरूपेण यथार्थबोधाय वस्तुविवेचनं हितम्, न रक्तद्विष्टता । तेन ज्ञानसाम्यं करणीयम् । ज्ञानसाम्यमेव चारित्रम् । तदर्थमेव निरूपयति -
વિવેચન :- હે ભવ્ય જીવ ! હું તારા હિત માટે તને કંઈક કહું છું. તે તું સાવધાનીથી સાંભળ. સર્વે પણ આગમશાસ્ત્રોમાં આ આત્માની શુદ્ધ-નિર્મળ પરિણતિને (આત્મપરિણામને) જ ધર્મ કહેલો છે. “વત્થલહાવો થપ્પો' વસ્તુનો સહજ-સ્વભાવ તે ધર્મ છે. બાહ્ય જે કોઈ નિમિત્ત છે, તે નિમિત્ત ઉપાદાનમાં રહેલી ઉપાદાનતાની પ્રગટતાનું કારણવિશેષ હોવાથી સાધક આત્માઓ વડે બાહ્ય આચરણા આદિનો (ધર્મક્રિયાઓનો) નિમિત્તરૂપે અભ્યાસ કરાય છે. સારાંશ કે ધર્મની ક્રિયાઓ એ ધર્મ નથી. શુભ યોગ છે અને ધર્મ તો આત્માનો નિર્મળ જે આત્મપરિણામ છે તે છે. પરંતુ ધર્મક્રિયાઓ તે પરિણામનું નિમિત્તકારણ હોવાથી સાધક આત્માઓ તે ક્રિયાઓનો વ્યવહાર કરે છે. ધર્મક્રિયાઓ એ મન-વચન-કાયાના શુભ યોગ સ્વરૂપ છે તેથી શુભ આશ્રયસ્વરૂપ છે, તો પણ આત્માના શુદ્ધપરિણામાત્મક ધર્મનો હેતુ હોવાથી શ્રદ્ધાવાળા મુમુક્ષુ આત્માર્થી સાધક જીવો વડે તે ધર્મક્રિયાઓનું આચરણ ઉપાદેય છે. સ્વીકારવા યોગ્ય છે. કર્તવ્ય છે. જેમ જેમ આત્મપરિણામમાં ધર્મતત્ત્વની સિદ્ધિ થતી જાય છે તેમ તેમ પ્રાથમિક કક્ષાની ક્રિયાઓ છુટતી જાય છે અને ઉપર ઉપરની સાધક ક્રિયાઓ પકડાતી જાય છે. સંપૂર્ણ શુદ્ધ આત્મધર્મ પ્રગટ થતાં સર્વ ક્રિયાઓથી રહિત થઈને આ આત્મા મન-વચન અને કાયાના શુભ કે અશુભ એમ તમામ યોગક્રિયા વિનાનો અયોગી બને છે.
પોતાના આત્મક્ષેત્રમાં જ વ્યાપકપણે રહેલા અનંત (ગુણાત્મક) જે પર્યાયો છે તે જ ધર્મ છે આ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં અને શ્રી આવશ્યક સૂત્ર આદિ સર્વ સિદ્ધાન્તશાસ્ત્રોમાં કહેલું છે. સર્વે પણ સિદ્ધાન્તકારોનો આ જ આશય છે કે આત્માનો શુદ્ધ-નિર્મળ-ગુણાત્મક જે પર્યાય-તે જ ધર્મ છે. બાહ્ય ધર્મક્રિયા તે ધર્મનું નિમિત્તકારણ છે. “ = તે શુદ્ધ આત્મપરિણામાત્મક જે ધર્મ છે તે રાગ-દ્વેષરહિત મહાત્માઓને જ હોય છે. રાગ-દ્વેષવાળા આત્માઓનું ચિત્ત ચોકખું હોતું નથી તેથી તેઓનું જ્ઞાન પણ શુદ્ધ હોતું નથી. રાગદ્વેષના કારણે તેઓનું જ્ઞાન પક્ષપાતવાળું હોય છે એટલે જ યથાર્થ હોતું નથી. એકાન્તાગ્રહવાળું થઈ જાય છે.
| સર્વે પણ જીવદ્રવ્યો પ્રત્યે અને સર્વે પણ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે સમાનપણું મનમાં કરીને આ રાગ-દ્વેષનો અભાવ પ્રાપ્ત કરવા જેવો છે. કોઈપણ જીવદ્રવ્ય પોતાના પૂર્વે બાંધેલા કર્મોના ઉદયના આધારે અને ઘાતી કર્મોના ક્ષયોપશમના આધારે તે તે ભાવે પરિણામ પામે
Page #858
--------------------------------------------------------------------------
________________
૮૨૨ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર છે. તેમાં જીવનો પોતાનો શું દોષ? જેમ ચંડકૌશિકના જીવને પૂર્વે બાંધેલા ક્રોધમોહનીય કર્મના ઉદયથી ક્રોધીપણું આવ્યું, તેમાં તે જીવનો શું દોષ? શા માટે દ્વેષ કરવો જોઈએ? શાલિભદ્રના જીવે મુનિને ઉમદાભાવથી ખીર વહોરાવી પુણ્ય બાંધ્યું, તે પુણ્યના ઉદયથી ૯૯ પેટીઓ ધનની આવતી હતી તેમાં રાગ કરવા જેવો શું છે? એમ સર્વે જીવો કર્માધીન છે કર્મોના ઉદયથી સારા-ખરાબ બને છે જીવોનો બીચારાઓનો શું દોષ? રાગ અને દ્વેષ ક્યાં કરવા જેવો છે ? ક્યાંય કરવા જેવો નથી.
તેવી જ રીતે પુદ્ગલદ્રવ્ય પણ પરિણામી છે, ભિન્ન ભિન્ન વર્ણ-ગંધ-રસ અને સ્પર્શમાં પરિણામ પામે છે. ક્યારેક શુભ અને ક્યારેક અશુભ વર્ણાદિ ભાવે પરિણામ પામે, આવા પ્રકારનું પરિવર્તન પામવું એ પુદ્ગલદ્રવ્યનો પારિણામિક સ્વભાવ છે આમાં શું રાગ કરવા જેવો ? અને શું ષ કરવા જેવો? જેમ કોઈ એક નટ જુદા જુદા વેષ પહેરીને જુદાં જુદાં પાત્રો ભજવે તેમાં શું ગમાડવા જેવું? અને શું ન ગમાડવા જેવું? માટે હે જીવ! સર્વે પણ જીવો કર્મોદયને આધીન છે અને સર્વે પુલો પારિણામિકભાવને આધીન છે. તેથી રાગ-દ્વેષ કરવા જેવો નથી, સમત્વ (સમાનપણું) જ હૃદયમાં રાખવા જેવું છે.
સર્વે પણ આત્માઓના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો ક્ષયોપશમભાવના હોવાથી હાનિવૃદ્ધિવાળા છે. વધ-ઘટ થવાવાળા છે પૂર્વકાલીન ગુણો ઉત્તરકાલીન ગુણોના કારણ છે અને ઉત્તરકાલીન ગુણો પૂર્વકાલીન ગુણોના કાર્યરૂપ છે. આમ આ ગુણો કારણરૂપે અને કાર્યરૂપે ભિન્ન ભિન્ન પ્રકારે બહુજાતના પરિણામો રૂપે પરિણામ પામે છે. આ સર્વે ગુણોના પરિણામો રાગથી કે દ્વેષથી થતા નથી, દ્રવ્યનો સહજ પરિણામિક સ્વભાવ છે માટે થાય છે, એટલે રાગ અને દ્વેષના અભાવપૂર્વક દ્રવ્યમાં પારિણામિક સ્વભાવે જ અનેક પરિણામો થાય છે. તેમાં આ પરિણામ મુખ્ય છે અને આ પરિણામ ગૌણ છે આવા વિચારો કરવા તે ઉચિત નથી, કોઈ જીવ મનુષ્ય હોય કે મરીને ગધેડો થયો હોય તો આ બન્ને પર્યાયો જીવના તે તે આયુષ્યકર્મના ઉદયને આધીન થઈને બન્યા છે તેમાં મનુષ્યપર્યાય સારો અને ગધેડાનો પર્યાય ખરાબ આવી વિચારણા કરવી તે ઉચિત નથી. કારણ કે તેવા વિચારો કરવા તે ગમા-અણગમા રૂપ રાગ-દ્વેષના પરિણામ છે. જીવ દ્રવ્ય તો સ્વયં પારિણામિક ભાવવાળું હોવાથી કર્મોના ઉદય અને ક્ષયોપશમને અનુસારે પરિણામ પામ્યા જ છે. પુગલદ્રવ્ય પણ પારિણામિક ભાવવાળું હોવાથી વર્ણાદિમાં શુભાશુભ રૂપે પરિણામ પામે જ છે. તેથી તેમાં આ મુખ્ય અને આ ગૌણ છે એવી કલ્પના કરવી તે ઉચિત નથી. આ રીતે ગૌણ-મુખ્યતા રૂપ જે પરિણામ છે તેનો પરિહાર (ત્યાગ) કરીને સર્વત્ર “સમત્વ” જ રાખવું એ જ શ્રેયસ્કર છે. સારાંશ કે જીવ પોતાના ગુણ-પર્યાયોમાં અને પુદ્ગલદ્રવ્ય તેના પોતાના વર્ણાદિ
Page #859
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૨૩
ગુણ-પર્યાયોમાં પારિણામિક ભાવે પરિણામ પામે છે તેમાં જીવને કર્મોનો ઉદય અને ક્ષયોપશમ નિમિત્તકારણ છે અને પુદ્ગલદ્રવ્યને તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી નિમિત્તકારણ છે. ક્યાંય પદાર્થનું પરિણમન રાગ-દ્વેષથી થતું નથી તો પછી ગૌણ-મુખ્ય પરિણામ શા માટે કરવો ? માટે સમત્વ જ સાધ્ય છે.
આત્માની ત્રણ અવસ્થા છે (૧) મિથ્યાત્વાવસ્થા-બાધકદશા-બહિરાત્મદશા-પહેલા ગુણઠાણાવાળી દશા (૨) સમ્યક્ત્વાવસ્થા-સાધકાવસ્થા-અન્તરાત્મદશા-ગુણસ્થાનક ચારથી બાર સુધીની દશા, (૩) કેવલીઅવસ્થા, સિદ્ધદશા-પરમાત્મ દશા-તેરમા-ચૌદમા ગુણઠાણાવાળી દશા અને મુક્તદશા. આ ત્રણ અવસ્થામાંથી પ્રથમની અવસ્થા મિથ્યાત્વના ઉદયવાળી તેથી ત્યાં મુખ્યધર્મમાં મુખ્યપણાનો અને ગૌણધર્મમાં ગૌણપણાનો બોધ કરવાપૂર્વક એકાન્ત આગ્રહવાદ જીવને થાય છે. ગૌણ-મુખ્યનો બોધ તો છે પણ સાથે સાથે તેવા પ્રકારનો આગ્રહવિશેષ પણ છે. આ પ્રથમ અવસ્થાની વાત કહી. હવે બીજી અવસ્થા સમ્યક્ત્વવાળી છે. ચારથી બાર ગુણઠાણાવાળી સાધકદશા છે. અન્તરાત્મદશા છે ત્યાં સમ્યગ્દર્શન દ્વારા જ્યાં જ્યાં જે જે ઉપકારી હોય, જરૂરી હોય, ત્યાં ત્યાં તે તે મુખ્ય અને જ્યાં જ્યાં જે જે ઉપકારી ન હોય ત્યાં ત્યાં તે તે ગૌણ, આમ ગૌણ-મુખ્યપણાનો બોધ છે પણ સાપેક્ષતાપૂર્વકનો આ બોધ હોય છે. કારણ કે અનંત અનંત પર્યાયાત્મક વસ્તુમાં બધા જ પર્યાયો પોતાના જ હોવાથી કોઈપણ એકાદ સ્વપર્યાયની મુખ્યતા કે એકાદ સ્વપર્યાયની ગૌણતા હોઈ શકતી નથી, બધા જ પર્યાયો તે વિક્ષિત એકદ્રવ્યના જ છે. કોને ગૌણ કહેવા ? અને કોને મુખ્ય કહેવા ? માટે કાર્ય-સાધકતાની દૃષ્ટિએ સાપેક્ષતાપૂર્વક ગૌણ-મુખ્યનો બોધ હોય છે. તેથી જ તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
છદ્મસ્થજીવોને ક્ષાયોપશમિકશાન હોય છે અને ક્ષયોપશમભાવના જ્ઞાન વડે સર્વધર્મોનો (સર્વપર્યાયોનો) એકસમયમાં એકી સાથે બોધ થવો દુર્લભ છે. અસંખ્યાત સમયો સુધી એક ઉપયોગ ચાલે છે, તે પણ વસ્તુના અનંતધર્મોમાંથી દેશભાગને જ જણાવે છે. સર્વભાગને નહીં, હવે જ્યાં સર્વધર્મો એકી સાથે જણાતા જ નથી તો ત્યાં ગૌણ-મુખ્યનો એકાન્તે વ્યવહાર કેમ થાય ? માટે સાપેક્ષતાએ જ ગૌણ-મુખ્યનો બોધ આ જીવ કરે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ‘‘અર્પિતાનવૃિતસિદ્ધે:'' અધ્યાય ૫ સૂત્ર ૩૧ ના વ્યાખ્યાનમાં આ વિષય જણાવેલો છે.
આત્માની ત્રીજી અવસ્થા કેવલી અવસ્થા, ત્યાં સર્વજ્ઞ હોવાથી એકસમયમાં જ સર્વધર્મો દેખાતા હોવાથી તેઓને કોઈ ગૌણ અને કોઈ મુખ્ય હોતું નથી, સર્વધર્મો એક સાથે દેખાય છે અને સમાનપણે જણાય છે. માત્ર વાચા ક્રમવર્તી હોવાથી બોલવામાં, શ્રોતાઓને
Page #860
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૮૨૪
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ સમજાવવામાં ક્રમશઃ વાણી નીકળે છે આમ એકી સાથે અનંત પર્યાયોને જાણે છે પણ એકી સાથે બોલી શકાતા નથી. એકી સાથે બોલવાની શક્તિ (શારીરિક શક્તિ) શરીર સ્વભાવના કારણે ન્યૂન હોવાથી ગૌણ-મુખ્યતા છે પણ રાગદ્વેષના પરિણામથી ગૌણ-મુખ્યતા નથી. ભગવાન સર્વધર્મ સાથે જાણે છે સાથે દેખે છે. પણ સાથે બોલી શકતા નથી. તેથી બોલવાની પ્રક્રિયામાં ઉપકાર થાય તે રીતે પ્રરૂપવાના ભાવોમાં ગૌણ-મુખ્ય કરે છે પણ તેમાં તેઓને રાગ-દ્વેષના પરિણામ હોતા નથી. પ્રભુ તો વીતરાગ છે, રાગદ્વેષનો પરિણામ એ તો કર્મબંધનો હેતુ છે. જે કેવલી પ્રભુને નથી.
આ રીતે મિથ્યાત્વી જીવને એકાન્ત-આગ્રહ પૂર્વક ગૌણ-મુખ્યતાની દૃષ્ટિ હોય છે. સમ્યગ્દષ્ટિ જીવને સાપેક્ષવાદ પૂર્વક ગૌણ-મુખ્યતાની દૃષ્ટિ હોય છે અને કેવલી ભગવંતોને એકીસાથે ન બોલી શકવાના કારણે ગૌણ-મુખ્યતા હોય છે. માટે ગૌણ-મુખ્યતા અવશ્ય જાણવા જેવી છે જો જાણી હોય તો ભૂલ ન થાય. યથાસ્થાને તેનો ઉપયોગ થાય. જ્યાં જ્યાં જે જે ગૌણ-મુખ્ય કરવા જેવું હોય અને તે જો જાણ્યું હોય તો આ જીવ ત્યાં ત્યાં તે તે ગૌણમુખ્ય કરી શકે અને યથાર્થ કાર્ય કરીને ફળ પ્રાપ્ત કરી શકે તે માટે ગૌણ-મુખ્યતાના સ્વરૂપને સમજાવનારા નયો જાણવા જરૂરી છે. તેથી નયોનું સ્વરૂપ કહેવાય છે.
નયોનું સ્વરૂપ જો જાણ્યું હોય તો જ વસ્તુનો સાચો યથાર્થબોધ થાય છે. તેથી યથાર્થબોધ માટે નયોના સ્વરૂપ દ્વારા વસ્તુનું વિવેચન કરવું તેમાં જ શિષ્યવર્ગનું હિત સમાયેલું છે પણ રાગ-દ્વેષનો પરિણામ કરવો તેમાં હિત સમાયેલું નથી. તેથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા “સમતા” સમાનપણું જ મેળવવા લાયક છે. યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વત્ર સમભાવ રાખવો. રાગ-દ્વેષ ન કરવો તે જ ઉત્કૃષ્ટ ચારિત્ર છે સવાસો ગાથાના હુંડીના સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો . નિર્વિકલ્પ ઉપયોગમાં, નહી કર્મનો ચારો તે (ઢાળ-૩, ગાથા-૩)
આ રીતે રાગ-દ્વેષ ન થાય અને સર્વત્ર સમભાવ રહે તે માટે વસ્તુના અનંતપર્યાયાત્મક યથાર્થ સ્વરૂપને જાણવા સારુ નયો જાણવા જરૂરી છે. તેથી તે માટે જ નયોનું સ્વરૂપ જણાવે છે.
धावन्तोऽपि नयाः सर्वे, स्युर्भावे कृतविश्रमाः । चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः ॥१॥ ગાથાર્થ - સર્વે પણ નયો પોતપોતાને માન્ય સ્વરૂપ સ્થાપન કરવા માટે દોડતા હોવા
Page #861
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ સર્વના ,
૮૨૫ છતાં શુદ્ધાત્મધર્મમાં વિશ્રાન્તિ કરનારા બને છે તેથી ચારિત્રગુણમાં લીન બનેલા મુનિ મહારાજા સર્વે નયોનો આશ્રય કરે છે. તેના
ટીકા :- “છાવત્તો નવા” કુતિ, સર્વે નવા થાવાઃ-સ્વર્વપક્ષस्थापनपुरःसरा अपि भावे-शुद्धात्मधर्मणि कृतविश्रमाः स्युः-स्थिरा भवन्ति । अतः મુનિ:-ચારિત્રફુલ્લિીન:, વયરિવર્તીશ્વર વારિત્ર, તવ દુઃ, તત્ર સ્ત્રીના -वर्धमानपर्यायः सर्वनयाश्रितः स्यात् । द्रव्यनये-कारणत्वग्राहके, भावनये -तत्कार्यत्वग्राहके, क्रियानये-साधनोद्यमरूपे, ज्ञाननये-तद्विश्रामरूपे, आश्रित:आसक्तः स्याद्-भवेदित्यर्थः । उक्तञ्चानुयोगद्वारे -
सव्वेसिपि णयाणं, बहुविहवत्तव्वयं णिसामित्ता । तं सव्वणयविसुद्ध, जं चरणगुणट्ठिओ साहू ॥१॥
(અનુયોરારસૂત્ર-૬૦૬, ૨૯-૨૪૨) अत उक्तं श्रीभगवतीटीकायाम् - जड़ जिणमयं पव्वज्जइ, ता मा ववहारणिच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जइ अण्णेण उ तच्चं ॥ अतः साम्यं हितम् । पुनस्तदेव द्रढयति -
વિવેચન :- સર્વે પણ નયો પોતપોતાનો પક્ષ સ્થાપન જરૂર કરે છે. પોતપોતાના પક્ષનું સ્થાપન કરવામાં કુશળ હોવા છતાં પણ અંતે તો શુદ્ધ આત્મ-ધર્માત્મક ભાવની પ્રાપ્તિમાં જ સ્થિર થનારા છે. પ્રત્યેક નયો પોતાને માન્ય વાત રજુ કરીને તે વાત સાધ્યની સાથે જોડનારા હોય છે. તો પછી સાધ્ય સાધવાની અભિલાષાવાળા સાધકમુનિએ શા માટે કોઈ પણ નયનો અનાદર કરવો જોઈએ? કોઈપણ નયનો અનાદર કરવો ઉચિત નથી. પ્રત્યેક નયો શુદ્ધ આત્મધર્મ રૂપ સાધ્યને જ સાધવામાં જ જોડાયેલા છે આવું સમજનાર મુનિ ચારિત્રગુણમાં લીન થયા છતા સર્વ નયોનો આશ્રય કરે છે. કોઈપણ નયને સ્વીકારતા નથી એમ નહીં પણ બધા નયોનો આદર કરે છે. કારણ કે બધા જ નયો પોતપોતાની વાત રજુ કરવા દ્વારા અંતે તો ઈષ્ટ સાધ્યના જ સાધક હોય છે.
જેમ કોઈપણ એક ગામમાં આવવાના અનેક માર્ગો હોય તો ભિન્ન ભિન્ન એવા તે માર્ગોથી જો વિવક્ષિત ગામમાં બરાબર પ્રવેશ થતો જ હોય તો કયા માર્ગનો અનાદર કરાય? કોઈપણ માર્ગનો અનાદર ન કરાય-તેમ અહીં સમજવું. અમદાવાદ શહેરમાં પ્રવેશ
Page #862
--------------------------------------------------------------------------
________________
૮૨૬
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર કરવા માટે જુદા જુદા છેડાઓથી જુદા જુદા અનેક માર્ગો આજે પણ જોવા મળે છે. તે તમામ માર્ગો તે માર્ગે ચાલનારાને અમદાવાદ શહેરમાં પહોંચાડે છે. તો પછી કયા માર્ગનો અનાદર કરાય? અમદાવાદ પહોંચવા માટે આ માર્ગ સાચો અને આ માર્ગ ખોટો, આમ કેમ કહેવાય ? બધા જ માર્ગે અમદાવાદ પહોંચાડે છે. તેમ મુનિ પણ સર્વનયોને યથાસ્થાને સ્વીકારે છે.
કર્મોના સમૂહને ચય કહેવાય છે. તે કર્મસમૂહને (વય ને) ખાલી કરે-નાશ કરે તેને ચારિત્ર કહેવાય છે. આવા પ્રકારનો ચારિત્ર નામનો જે ગુણ છે તે ગુણમાં લીન થનારા મુનિ સર્વનયોને યથાસ્થાને સ્વીકારનારા-જોડનારા હોય છે, પરંતુ કોઈપણ નયને તોડનારા હોતા નથી. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે નયો છે. દ્રવ્યદૃષ્ટિ એ દ્રવ્યાર્થિકનય, આ નય ત્રિકાળવર્તી પદાર્થને ગ્રહણ કરનાર છે. તેથી ભૂતકાળમાં વર્તતા કારણને પણ સ્વીકારે છે મહત્ત્વ આપે છે જ્યારે પર્યાયાર્થિક નય પ્રગટ થયેલા પર્યાયને પ્રધાનતાએ દેખે છે તેથી તે વર્તમાન કાલગ્રાહી નય છે. આ નય વર્તમાનકાળે પ્રગટ થયેલા કાર્યને દેખે છે. કાર્યને વધારે મહત્વ આપે છે. આ રીતે કારણને મુખ્યત્વે પ્રધાન કરનારા દ્રવ્યાર્થિકનયનું અને કાર્યને મુખ્ય કરનારા પર્યાયાર્થિકનયનું એમ બન્ને નયોનું મુનિમહારાજશ્રી યથાસ્થાને યોગ્ય રીતે કુંજન કરે છે, સ્વીકાર કરે છે. કોઈનો પણ અનાદર કરતા નથી. યથાસ્થાને તે તે નયને જોડે છે. જેનાથી આત્માનું હિત થાય.
જેમ કોઈ મનુષ્ય સંસાર છોડીને નવવિધ બાહ્ય પરિગ્રહ ત્યજીને દીક્ષા લે ત્યારે ચારિત્રગુણ આવ્યો એમ દ્રવ્યાર્થિકનય સમજે છે. ચારિત્રપ્રાપ્તિની પૂર્વકાલીન કારણાવસ્થા આવી એટલે ચારિત્ર આવ્યું જ સમજી લો. પરંતુ પર્યાયાર્થિકનય કહે છે કે આ તો હજુ કારણાવસ્થા આવી. જ્યારે વડીદીક્ષા લે, પાંચ મહાવ્રત ઉચ્ચરે ત્યારે કાર્યરૂપે ચારિત્રગુણ જીવમાં પ્રગટ થાય. આ દૃષ્ટિએ પર્યાયાર્થિકનયની વાત પણ બરાબર સાચી છે. આ જ પ્રમાણે ક્રિયાનય સાધનનો ઉદ્યમ કરવાની પ્રધાનતા જણાવે છે. અને જ્ઞાનનય આત્મસ્વરૂપમાં સ્થિર થવા રૂપ સ્થિરતાત્મક કાર્યને પ્રધાનપણે જણાવે છે. ક્રિયાનય એમ જણાવે છે કે ચારથી બાર ગુણસ્થાનકમાં વર્તતા જીવો ઉપર ઉપરના ગુણોને મેળવવા માટે તેના સાધન રૂપે રહેલી પૂર્વકાલીન ધર્મક્રિયા કરે તો જ તેના ફળરૂપે તે તે ગુણની આ જીવમાં પ્રાપ્તિ થાય, તારૂ હોય પણ જો તરવાનો ઉદ્યમ ન કરે તો તે કેમ તરી શકે? માટે સાધનરૂપે ઉદ્યમ કરો તો જ ફળપ્રાપ્તિ થાય એમ ક્રિયાનય ક્રિયાની જ વધારે પ્રધાનતા જણાવે છે અને જ્ઞાનનય કહે છે કે ચારથી બાર ગુણસ્થાનકોમાં આરોહણ કરતાં જેટલા જેટલા ગુણોનો આ જીવને આવિર્ભાવ થયો છે તે જ આ જીવનું ચારિત્ર છે. પ્રગટ થયેલા આ ગુણો જ જીવને
Page #863
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૨૭
તારનાર છે. આમ બન્ને નયોની વાત સાપેક્ષપણે સાચી હોવાથી મુનિમહારાજ યથાસ્થાને બધા જ નયોનો આશ્રય સ્વીકારે છે. કોઈનો પણ અનાદર કરતા નથી.
બીજે ગામ જવું હોય તો ઘોડાનો આશ્રય પણ લેવો પડે છે અને ઈષ્ટ સ્થાન આવે ત્યારે ઘોડાનો ત્યાગ પણ કરવો પડે છે તેમ સાધ્ય સાધવું હોય ત્યારે સાધન સ્વીકારવું પણ પડે છે અને સાધ્ય સિદ્ધ થઈ જાય પછી ત્યજી પણ દેવું પડે છે સાધ્યની સિદ્ધિ સુધી સાધનનું ગ્રહણ અને અનુરૂપ ઉદ્યમ સ્વીકારવાનો હોય છે અને સાધ્યની સિદ્ધિ થાય ત્યારે વિશ્રાન્તિ સ્વીકારવાની હોય છે આમ મુનિ યથાસ્થાને નયોનું યુંજન કરે છે. અનુયોગ દ્વાર નામના સૂત્રમાં કહ્યું છે કે -
“સર્વે પણ નયોનું બહુ પ્રકારનું વક્તવ્ય સાંભળીને ચારિત્ર રૂપ ગુણમાં સ્થિર એવો સાધુ સર્વનયોથી વિશુદ્ધ (અર્થાત્ સર્વ નયોને સમ્મત) એવું જે વચન છે તેનો આશ્રય કરે છે” ભગવતીજી સૂત્રની ટીકામાં પણ કહ્યું છે કે -
“જો જિનેશ્વરપ્રભુનો સિદ્ધાન્ત (પ્રવચન) તમે સ્વીકાર કરતા હો તો વ્યવહારનય અથવા નિશ્ચયનય આ બન્નેમાંથી એક પણ નયને છોડો નહીં (તજો નહીં) કારણ કે એક વ્યવહારનય વિના તીર્થનો ઉચ્છેદ થશે અને અન્ય એવા નિશ્ચયનય વિના સત્યનો ઉચ્છેદ થશે’’ આ પ્રમાણેનાં શાસ્ત્રવચનો હોવાથી તથા બન્ને નયો સ્વીકારીએ તો જ હિત થાય છે આમ અનુભવસિદ્ધ વાત હોવાથી સામ્યતા રાખવી એ જ કલ્યાણકારી છે. આ જ વાતને વધારે મજબૂત કરે છે.
पृथग् नया मिथ: पक्ष - प्रतिपक्षकदर्थिताः । समवृत्तिसुखास्वादी, ज्ञानी सर्वनयाश्रितः ॥२॥
ગાથાર્થ :- ભિન્ન ભિન્ન રીતે જોડાયેલા આ નયો પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવવાળા થયા છતા વિડંબના પામે છે. પરંતુ સમતાભાવની વૃત્તિથી સુખનું આસ્વાદન કરનારા જ્ઞાની પુરુષ સર્વે પણ નયોનો યથાસ્થાને આશ્રય કરે છે. ॥૨॥
ટીકા :- “પૃથનયા કૃતિ'' તે મિથ:-પરસ્પર, પૃથ-મિનં મિનમ્, પક્ષप्रतिपक्षकदर्थिताः-वादप्रतिवादकदर्थनाविडम्बिता नया दुर्नया इत्यर्थः । अत एव ज्ञानी यथार्थभासनया सर्वनयाश्रितः - सर्वनयमार्गसापेक्षावबोधमग्नो भवति । कथम्भूतो ज्ञानी ? समवृत्ति:-इष्टानिष्टत्वताभावः, तस्य सुखास्वादनशीलः । उक्तञ्च
-
Page #864
--------------------------------------------------------------------------
________________
૮૨૮
જ્ઞાનસાર
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ अन्योन्यपक्षप्रतिपक्षभावात्, यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥३०॥
(ચામર સ્નો-૩૦) उदधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभिन्नासु सरित्स्विवोदधिः ॥१॥
(સિદ્ધસેનીયાવંશત્રિશિવમ ૨૪-૧) | વિવેચન :- આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયો, વ્યવહાર-નિશ્ચયનય, જ્ઞાન-ક્રિયા નય તથા નૈગમાદિ નયો પરસ્પર સામ સામા જોડાયા છતા પોતપોતાના પક્ષનું જ સ્થાપન કરવામાં અને સામા પક્ષનું ખંડન કરવામાં જ અથડાયા છતા વૈરાયમાણ વૃત્તિવાળા થઈને-વાદીપ્રતિવાદી ભાવવાળા બનીને વિડંબના પામે છે. ત્યારે આ નવો નયપણે રહેતા નથી પણ દુર્નયપણાને પામે છે. જ્યારે બન્ને નયો સામસામે પોતપોતાના પક્ષનો બચાવ કરે છે અને સામા પક્ષનું ખંડન કરે છે ત્યારે જાણે પરસ્પર દુશ્મન હોય તેવા વૈરવૃત્તિવાળા બનીને પોતપોતાના પક્ષનો પણ નાશ કરવા રૂપ વિડંબનાને પામે છે.
આ કારણથી જ સમ્યજ્ઞાનવાળા મુનિ યથાર્થજ્ઞાન પ્રાપ્ત કરવા વડે યથાસ્થાને સર્વનયોના માર્ગને (સર્વ નિયોની વાતને) સાપેક્ષપણે જોડતા છતા સાચા જ્ઞાનમાં મગ્ન બને છે. અર્થાત્ સાચું જ્ઞાન પામે છે. આ મુનિ કેવા છે? સમભાવની વૃત્તિના સુખનું આસ્વાદન કરવાના સ્વભાવવાળા છે એટલે કે મને આ ઈષ્ટ છે અને મને આ અનિષ્ટ છે એવી ઈષ્ટાનિષ્ટની કલ્પના વિના બને નયોની વાત સાંભળીને તટસ્થભાવ રાખવા પૂર્વક બન્નેનું યથાસ્થાને યુજન કરવા પૂર્વક સુખનો આસ્વાદ માણનારા આ મુનિ સર્વ નયોનો આશ્રય કરે છે. (સર્વ નો સ્વીકારે છે).
દ્રવ્યથી આત્માને નિત્ય પણ માને છે અને પર્યાયથી આત્માને અનિત્ય પણ માને છે. વ્યવહારનયથી સાધનની આવશ્યકતા પણ સ્વીકારે છે અને નિશ્ચયનયથી સાધ્યની આવશ્યકતા પણ સ્વીકારે છે ક્રિયાનયથી સાધ્યની ઉત્પાદક ક્રિયા પણ હોવી જરૂરી માને છે અને જ્ઞાનનયથી સાધ્યની પ્રાપ્તિનું જ્ઞાન હોવું પણ જરૂરી માને છે આમ સર્વે પણ નયોની યથાસ્થાને આવશ્યકતા સ્વીકારે છે જેથી લઢવાડ બંધ થઈ જાય છે અને પરસ્પર . સમત્વ પ્રાપ્ત થાય છે.
ઉપરની ચર્ચા યુક્તિયુક્ત છે તે માટે તેના અનુસંધાનમાં કેટલાક સાક્ષીપાઠો ટીકાકારશ્રી દેવચંદ્રજી મ.શ્રી આપે છે.
Page #865
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૨૯ હે જિનેશ્વર પ્રભુ! જે પ્રમાણે અન્ય દર્શનીઓના વાદો વાદી-પ્રતિવાદી ભાવવાળા હોવાથી પરસ્પર મત્સરી છે, તેવું તમારું શાસન સર્વે પણ નયોને સમાન ઈચ્છતું હોવાથી ઈર્ષાળુ નથી (અર્થાત્ કષાય વિનાનું સમ્યજ્ઞાન રૂપ છે). (અન્યયોગવ્યવચ્છેદિકા શ્લોક ૩૦ ટીકા સ્યાદ્વાદમંજરી)
હે નાથ ! જેમ સમુદ્રમાં સર્વે નદીઓ સમાય છે તેમ તમારામાં સર્વે દર્શનો (સર્વે દર્શનોના ભિન્ન ભિન્ન નયો-અભિપ્રાયો) સમાયા છે. પરંતુ ભિન્ન ભિન્ન નદીઓમાં જેમ સમુદ્ર દૃષ્ટિગોચર થતો નથી તેમ તે તે અન્ય દર્શનોમાં આપશ્રી (આપનો અનેકાન્તવાદ રૂપ સાપેક્ષસિદ્ધાન્ત) ક્યાંય દૃષ્ટિગોચર થતો નથી. (પૂજ્ય સિદ્ધસેનજીકૃત ત્રિશાર્નાિશિવ શ્લોક ૧૪-૫).
उक्तञ्च सम्मतौ - ण य तइओ अस्थि णओ, ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगंता, विभज्जमाणा अणेगंतो ॥१४॥ जह एए तह अण्णे, पत्तेयं दुण्णया णया सव्वे । हंदि हु मूलणयाणं, पण्णवणे वावडा तेवि ॥१५॥ सव्वणयसमूहम्मि वि, णत्थि णओ उभयवायपण्णवओ । मूलणयाण उ आणं, पत्तेयं विसेसियं बिंति ॥१६॥ तम्हा सव्वेवि णया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिया उण, हवंति सम्मत्तसब्भावा ॥२१॥
(સન્મતિપ્રરણાતું ૨, મથા-૨૪-૨૫-૬-૨૨) રૂઢિ iારા
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બે વિના ત્રીજો કોઈ નય નથી અને તે બન્ને નયો એકલા જુદા જુદા હોય તો તેમાં વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ આવતું નથી. તેથી એકલા એકલા આ બને નય સમ્યકત્વસ્વરૂપ નથી. કારણ કે તે બન્ને એકાન્તરૂપ છે. અને વસ્તુના અપૂર્ણ સ્વરૂપને સમજાવનારા છે. પરંતુ જો તે બને નય સાપેક્ષ બને તો અનેકાન્તસ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપને જણાવનારા બની શકે છે. ૧૪
જેવી રીતે આ બન્ને નયો છુટા છુટા હોય તો દુર્નય છે (મિથ્યાષ્ટિ છે, તેવી જ રીતે અન્ય નયો (નૈગમાદિ ઉત્તરભેદ રૂપ સાતે નયો) પણ પ્રત્યેક (એટલે પરસ્પર નિરપેક્ષ)
Page #866
--------------------------------------------------------------------------
________________
૮૩૦ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર હોય ત્યારે તે સર્વે નયો દુર્નય જ છે (મિથ્યાષ્ટિ જ છે, કારણ કે તે ઉત્તરનયો પણ પોતપોતાના મૂલનયોની વાતને જ સંસારમાં વધારે જોરશોરથી દોહરાવનારા (ગાનારા-પ્રરૂપણા કરનારા) હોય છે. ૧પો.
સર્વે નયોના સમૂહમાં પણ ઉભયવાદને (સામાન્ય-વિશેષ એમ બન્નેને એકી સાથે) જણાવનારો કોઈ નય નથી. કારણ કે તે સર્વે પણ દરેક નયો પોતપોતાના મૂલભૂત નયની આજ્ઞાને જ વધારે ને વધારે જોરશોરથી કહે છે. પણ સાપેક્ષપણે ઉભય વાતને કહેતા નથી. ૧૬ll
તેથી સર્વે પણ નયો પોત પોતાના પક્ષમાં પ્રતિબદ્ધ (આગ્રહી) હોય તો તે મિથ્યાષ્ટિ છે અને પરસ્પર નિશ્રાવાળા (સાપેક્ષ દૃષ્ટિવાળા) હોય તો તે જ સર્વે પણ નય સમ્યકત્વના સદ્ભાવવાળા બને છે. ર૧ પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી રચિત સન્મતિ પ્રકરણ કાષ્ઠ પ્રથમ ગાથા ૧૪-૧૫-૧૬-૨૧. ઈત્યાદિ, વિશેષ અર્થો તે ગ્રંથની ગાથાઓથી જાણી લેવા. રા
સાત વાથયનાદ - સામ્યતાને જણાવતાં કહે છે - "नाप्रमाणं प्रमाणं वा, सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ॥३॥
ગાથાર્થ :- સર્વે પણ વાક્ય જો અવિશેષિત હોય તો તે અપ્રમાણ પણ નથી અને પ્રમાણ પણ નથી પરંતુ જો વિશેષિત હોય તો જ તે પ્રમાણ છે. આમ સમજીને સર્વનયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
ટીકા :- “નાપ્રમાણિતિ” સર્વ વાવાજોન ગામ, ન, વા-૩થવા प्रमाणमपि न, विधिनिषेधोपदेशः । प्रथमं तदेव प्रमाणम्, गुणवृद्धौ ध्यानलीनानां तदेवाप्रमाणम् । यच्चानेषणीयादिकं पूर्वमप्रमाणं तदेव गीतार्थादिषु प्रमाणम् । भगवतीटीकातो ज्ञेयम् । तत्रापि गाथा -
परमरहस्समिसीणं, सम्मत्तगणिपिडगहत्थसाराणं । परिणामियं पमाणं, णिच्छयमवलंबमाणाणं ॥६०२॥
(1øવસ્તુવરા માથા ૬૦૨) पञ्चवस्तुटीकायाम्-एसणमाई तणुयोगा इत्यादि सर्वमप्यविशेषितम् । अन्यसमयस्थं सद्वचनं विशेषरहितम्, विशेषितं-विशेषणसंयोजितं प्रमाणं स्यात् ।
Page #867
--------------------------------------------------------------------------
________________
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
विषयपरिशोधकनययोजितं प्रमाणं स्यात् । उपलक्षणात् स्वसमयवचनमपि अननुयोगोक्तमप्रमाणं भवति, पञ्चमाङ्गे मण्डुकश्रावकाधिकारतो ज्ञेयम् । उक्तञ्च
જ્ઞાનમંજરી
૮૩૧
વિવેચન :- સર્વે પણ વાક્યો જો વિશેષણ વિનાનાં હોય (કોઈપણ જાતની વિવક્ષા કર્યા વિનાનાં હોય) તો તે વાક્યો એકાન્તે અપ્રમાણ પણ નથી અથવા પ્રમાણ પણ નથી. વિવક્ષા વિનાનાં તે સઘળાં પણ વાક્યો વિધિ કે નિષેધનો ઉપદેશ આપવા સમર્થ થતાં નથી, વિશેષણ સહિત કરો (વિવક્ષા યુક્ત કરો) તો જ તે અપ્રમાણ અથવા પ્રમાણ બને છે. જેમકે “વીતરાગપ્રભુની દ્રવ્યપૂજા કરવી જોઈએ” આટલું માત્ર વાક્ય લખાય કે બોલાય તો તે પ્રમાણ (સત્ય-સ્વીકારવા યોગ્ય) પણ નથી તથા અપ્રમાણ (અસત્ય-ન સ્વીકારવા યોગ્ય) પણ નથી. કારણ કે કોણે પૂજા કરવી જોઈએ ? અને કોણે ન કરવી જોઈએ ? તે સ્પષ્ટ કર્યું નથી અર્થાત્ એવું વિશેષણ આગળ લખ્યું નથી માટે કરવી જ જોઈએ, એમ વિધિ પણ જણાવતું નથી અને ન કરવી જોઈએ એમ નિષેધ પણ જણાવતું નથી.
પરંતુ જો આગળ “શ્રાવક-શ્રાવિકાએ” અથવા “સાધુ-સાધ્વીજીએ” આમ વિશેષણ લગાડાય (વિવક્ષા કરાય) તો જ તે વાક્ય પ્રમાણ અથવા અપ્રમાણ બને છે. જો શ્રાવકશ્રાવિકા શબ્દ જોડાય તો શ્રાવક-શ્રાવિકાએ વીતરાગપ્રભુની દ્રવ્યપૂજા કરવી જોઈએ આ વાક્ય પ્રમાણભૂત બને-સ્વીકારવા યોગ્ય બને કારણ કે દ્રવ્યપૂજા સાવદ્ય છે અને શ્રાવકશ્રાવિકા સાવઘના અધિકારી છે. પણ “સાધુ-સાધ્વીજીએ વીતરાગપ્રભુની દ્રવ્યપૂજા કરવી જોઈએ આવી જો વિવક્ષા કરાય તો તે વાક્ય અપ્રમાણ બને છે કારણ કે સાધુ-સાધ્વીજી સાવધના ત્યાગી છે.
આમ વાક્યની આગળ જો વિશેષણ લગાડો કે કઈ અપેક્ષાએ તમે આ વાક્ય બોલો છો? તે જો સ્પષ્ટ કરો તો જ તે વાક્ય પ્રમાણ છે કે અપ્રમાણ છે ? આ વાત સ્પષ્ટ થાય. વિશેષણ વિના વિધિ-નિષેધનો ઉપદેશ થઈ શકતો નથી. “પાર્શ્વનાથ પ્રભુ પૂર્વે થયા આટલું જ માત્ર વાક્ય બોલો તો તે પ્રમાણ કે અપ્રમાણ ન કહેવાય, કારણ કે કોનાથી પૂર્વે થયા ? તે વિવક્ષા સ્પષ્ટ કરી નથી “મહાવીરસ્વામી પ્રભુથી પૂર્વે થયા” આમ વિશેષણ જોડો તો જ તે વાક્ય પ્રમાણ ગણાય, અન્યથા શ્રી નેમિનાથ પ્રભુની પૂર્વે અથવા શ્રી નમિનાથ પ્રભુની પૂર્વે થયા. આવો ખોટો અર્થ પણ થઈ શકે, માટે પ્રમાણ કે અપ્રમાણ ગણાતું નથી. તેથી વિશેષણ જોડો (વિવક્ષા કરો) તો જ તે તે વાક્ય પ્રમાણ હોય તો પ્રમાણ અને અપ્રમાણ હોય તો અપ્રમાણ ઠરે છે.
“પ્રથમ તવેવ પ્રમાળમ્ = પહેલાં જે વાક્ય પ્રમાણ હોય છે તે જ વાક્ય જીવમાં ગુણોની વૃદ્ધિ થયે છતે ધ્યાનદશામાં લીન થયેલા મહાત્માઓ માટે અપ્રમાણ ગણાય છે.
Page #868
--------------------------------------------------------------------------
________________
૮૩૨ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર જેમકે પડિલેહણ-પ્રતિક્રમણ-દેવવંદન ઈત્યાદિ ધર્મક્રિયાઓનું આચરણ પ્રથમાવસ્થામાં મુનિઓને કર્તવ્ય હોય છે તેથી તે તે કાર્ય કરવું જોઈએ. આ વાક્ય પ્રથમાવસ્થામાં પ્રમાણ ગણાય છે. પરંતુ અનેક પ્રકારના ગુણોની વૃદ્ધિ થઈ હોય અને ઉચ્ચતર ધ્યાનદશામાં આરૂઢ થયા હોય ત્યારે તે તે ધર્મક્રિયાઓનું આચરણ ધ્યાનાદિ-ઉચ્ચતરદશાનું બાધક હોવાથી “કરવું જોઈએ” આ વાક્ય ત્યાં અપ્રમાણ બને છે જેમકે બાહુબલિજી મુનિ તથા તીર્થંકરભગવંતો દીક્ષિતાવસ્થામાં ધ્યાનસ્થ હોય છે ત્યારે ઉચ્ચતર દશા હોવાથી આપણા જેવા સામાન્ય માણસોની જેમ આચરણ તેઓનું હોતું નથી. ગૃહસ્થપણામાં દાન કર્તવ્ય હોય છે તે જ ગૃહસ્થ જ્યારે સાધુ થાય ત્યારે સાધુપણામાં પૌલિકદાન અકર્તવ્ય થાય છે. કારણ કે જો સાધુપણામાં પૌલિક-દાન ચાલુ રાખે તો સંગ્રહ ચાલુ જ રહે, જે સાધુપણાની સાથે બાધક છે. આમ અનેક ઉદાહરણથી આ વાત સમજાય તેમ છે કે વિવક્ષા વિનાનું વાક્ય પ્રમાણ કે અપ્રમાણ ગણાતું નથી.
વષ્યનેષvયાવિ = એવી જ રીતે અષણીય આહારાદિ (આધાકર્મી આદિ દોષો વાળો એટલે કે સાધુને ન કલ્પે તેવો આહાર વગેરે) પૂર્વકાલમાં એટલે સામાન્ય સાધુને લેવો કલ્પ નહીં, એટલે આવો દોષિત આહાર ગ્રહણ કરવો તે અપ્રમાણ કહેવાય પરંતુ ગીતાર્થ મુનિ હોય અને આદિ શબ્દથી માંદા મુનિ હોય રોગ મુનિ હોય ઈત્યાદિ કારણવિશેષ હોય તો રાગાદિ દોષો લાગે તેમ નથી, આસક્તિ થાય તેમ નથી માટે તેવા ગીતાર્યાદિ મુનિઓને આવા કારણે અનેષણીય આહારાદિનું ગ્રહણ અપ્રમાણ ન ગણાય પણ પ્રમાણ ગણાય. ભગવતીજી સૂત્રની ટીકામાં પણ આમ જ લખ્યું છે. ત્યાંની ગાથા આ પ્રમાણે છે.
“સમસ્ત ગણિપિટક (દ્વાદશાંગી)નો સાર જેઓએ હસ્તગત કર્યો છે એવા ઋષિમુનિઓનું આ જ પરમ રહસ્ય (પરમ માહાભ્ય) છે કે નિશ્ચયનયનું અવલંબન લેનારા મહાત્માઓને “ચિત્તનો શુદ્ધ-અશુદ્ધ પરિણામ” એ જ પ્રમાણ કહેવાય છે બાહ્ય શુદ્ધિ-અશુદ્ધિ તેઓને સ્પર્શતી નથી “અશુદ્ધ આહાર પણ ગીતાર્થોને શુદ્ધિનું કારણ બને છે અને શુદ્ધ આહાર પણ સામાન્ય મુનિઓને આસક્તિનું કારણ બને તેવો સંભવ હોવાથી અશુદ્ધિનું કારણ બને છે. આ ગાથા પંચવસ્તુપ્રકરણમાં પણ છે . ૬૦૨, તથા ઓઘનિર્યુક્તિમાં પણ છે ૭૬૧. - પંચવસ્તુકપ્રકરણ નામના ગ્રંથની ટીકામાં પણ પક્ષUTHI તUTયો ઈત્યાદિ પાઠથી આ જ હકીકત કહી છે. વિશેષ પાઠ તથા તેના અર્થ ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
Page #869
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
८33 આ પ્રમાણે સર્વે પણ વચનો અવિશેષિત હોય એટલે કે વિશેષણ (વિવક્ષા) રહિત હોય તો તે અપ્રમાણ કે પ્રમાણ ગણાતાં નથી. અન્યદર્શનનાં શાસ્ત્રોમાં કહેલું જો સર્વચન હોય (સત્યવચન હોય) તો પણ જો વિશેષણરહિત હોય તો તેનો સ્વીકાર કે અસ્વીકાર કરાતો નથી પણ વિશોષિતમ્ = વિશેષણથી સંયુક્ત જો હોય એટલે કે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવે ઉપકારક થાય તેવી વિવક્ષા જો કરાય તો જ તે સર્વચન પણ પ્રમાણ બને છે અન્યથા નહીં. જ્યાં જ્યાં જે જે વિષયનો ઉપકાર થાય તેમ હોય ત્યાં ત્યાં તે તે રીતે વિષયના પરિશોધક રીતે નયની યોજના નો કરાય તો સર્વચન પ્રમાણ બને છે જેમકે અન્ય ન્યાય દર્શન અને વૈશેષિક દર્શનમાં કહ્યું છે કે “મોક્ષે જતાં જીવનું જ્ઞાન અને સુખ નાશ પામે છે” હવે જો મોક્ષમાં જતાં આ જીવમાંથી જ્ઞાનનો સર્વથા નાશ થતો હોય અને આત્મા જડ જ બની જતો હોય તો મોક્ષે જવાનો કોઈ અર્થ જ ન રહે, કોઈ મુક્તિ માટે પ્રયત્ન કરશે જ નહીં એવી જ રીતે જો સુખનો નાશ જ થતો હોય તો સંસાર જ શું ખોટો ? સંસારમાં ક્યારેક તો સુખ મળે છે. માટે વિવક્ષા વિનાનો આ અર્થ બરાબર નથી - પ્રમાણ નથી. પણ જો આવી વિવક્ષા કરાય કે “મોક્ષે જતાં છાઘસ્થિક જ્ઞાનનો અર્થાત્ ક્ષાયોપથમિક ભાવનાં જ્ઞાનોનો નાશ થાય છે, તો તે વાક્ય પ્રમાણ બને. કારણ કે ક્ષાયોપથમિક ભાવનાં જ્ઞાનો નાશ પામે અને ક્ષાયિકભાવનાં નિર્મળ શુદ્ધ કેવળજ્ઞાનાદિ પ્રગટ થાય આ અર્થ પ્રમાણ ગણાય તથા જે કર્મબંધનો હેતુ છે તે સાંસારિક ભોગસુખ નાશ પામે પણ આત્મિકગુણોનું સુખ પ્રગટ થાય છે આ અર્થ પ્રમાણ ગણાય.
એવી જ રીતે અન્યદર્શનમાં કહ્યું છે કે “આત્મા સર્વવ્યાપી છે” આ વાક્ય જો આત્મદ્રવ્યને સર્વવ્યાપી કહે તો અપ્રમાણ છે પણ જ્ઞાનથી આત્મા સર્વવ્યાપી છે આવી વિવેક્ષા જો કરાય તો પ્રમાણ પણ બની શકે છે. આમ અન્યદર્શનનાં સર્વે પણ વાક્યો સર્વચન હોય તો પણ જો વિશેષણ (વિવક્ષા) રહિત હોય તો અપ્રમાણ બને છે અને જો વિશેષણ લગાડ્યું હોય એટલે કે વિષયના ઉપકારક તરીકે વિવક્ષા કરાઈ હોય તો પ્રમાણ બને છે.
૩પત્નક્ષVI= અધ્યાહારથી એ પણ સમજી લેવું કે જૈનદર્શનમાં કહેલાં વચનો પણ જ્યાં જ્યાં જેવા જેવા અનુયોગથી (જેવા જેવા ભાવથી - જેવા જેવા પ્રસંગથી) કહેવાયાં હોય તેવી તેવી વિવક્ષા જો ન કરાય અને તેવા અનુયોગ વિના મનફાવે તેમ સ્વચ્છંદપણે વિવક્ષા કરાય તો સ્વશાસ્ત્ર ગત વચન હોય તો પણ ત્યાં તે સ્વચ્છંદતાનું પ્રેરકત્વ હોવાથી અપ્રમાણ બને છે. જેમ કે જૈનદર્શનમાં કહ્યું છે કે “જૈને કર્મો ખપાવવા તપ કરવો જોઈએ” આ વાક્ય જૈનદર્શન સમ્મત હોવા છતાં “સ્વાધ્યાય વૈયાવચ્ચ આદિ અન્ય યોગો સીદાય નહીં તેમ” આવી વિવક્ષા જો ન કરીએ તો પ્રમાણ ગણાતું નથી. ઈત્યાદિ સમજી લેવું. આ વિષય
Page #870
--------------------------------------------------------------------------
________________
૮૩૪ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર પાંચમા અંગરૂપ ભગવતીજી સૂત્રમાં મંડુકશ્રાવકના અધિકારથી જાણી લેવો. અન્યશાસ્ત્રોમાં પણ આ વિષયમાં આ જ પ્રમાણે કહ્યું છે તે સાક્ષીપાઠો આ પ્રમાણે છે -
सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ॥४॥
(આવશ્યકનિયુક્તિ ગાથા-૨૪) अनुयोगशून्यं वचनं न प्रमाणं भवति । उक्तञ्च - अपरिच्छियसुअणिहसस्स, केवलमभिण्णसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कयं, अण्णाणतवे बहुं पडइ ॥४१५॥
(ઉપદેશમાલા ગાથા ૪૧૫) પુનઃ માત્રાર્થે: (મિકાવાર્થે:) - तत्रापि न च द्वेषः, कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनम्, सर्वं च यत्प्रवचनादन्यत् ॥१६-३॥
(ષોડશBRUT ૨૬-૩) इति विचार्य स्याद्वादोपयोगेन सर्वनयज्ञता कार्या । पुनः साम्यमवलम्बनीयं पक्षपरिहारेण आत्मधर्मनिष्ठता हिता । ॥३॥
જ્યારે જ્યારે સૂત્ર સંબંધી અનુયોગ-વ્યાખ્યાન કરવાનું હોય, સૂત્રોના અર્થો સમજાવવાના હોય ત્યારે ત્યારે (૧) સૂત્રનો માત્ર અર્થ જ સમજાવાય આ પ્રથમવિધિ, (૨) ત્યારબાદ સૂત્રની સાથે સ્પર્શવાળી નિયુક્તિથી મિશ્રિત અર્થ કહેવાય, આ બીજી વિધિ, અને (૩) ત્યારબાદ પ્રાસંગિક-અપ્રાસંગિક એવા ઘણા વિવેચનવાળો સઘળો અર્થ કહેવાય આ ત્રીજી વિધિ. આમ સૂત્રનો અર્થ સમજાવવાની અનુયોગની બાબતમાં ત્રણ પ્રકારની વિધિ શ્રી તીર્થકરગણધર ભગવંતોએ કહેલી છે. (આવશ્યકનિયુક્તિ ગાથા-૨૪)
અભ્યાસ કરનારા શિષ્યવર્ગની મતિનો વ્યામોહ ન થાય, એટલે કે ભણનારા શિષ્યોની મતિ મુંઝાય નહીં એટલા માટે સૂત્રોના અર્થોની વાચના આપતાં પ્રથમ સૂત્ર સંબંધી જ માત્ર અર્થ સમજાવવો જોઈએ, સૂત્ર સંબંધી પ્રાથમિક અર્થ સમજાવ્યા પછી સૂત્રોમાં આવતા શબ્દો અને પદોનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તથા નિયુક્તિથી થતો જે અર્થ હોય તેનો અનુયોગ-વ્યાખ્યાન કરે. આ અર્થ આપવાની બીજી વિધિ જાણવી. ત્યારબાદ શિષ્યોની બુદ્ધિ વિશાળ બનતાં તે
Page #871
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૩૫
તે સૂત્રમાં આવતી પ્રાસંગિક વાતો અને બીજી કેટલીક તેના અનુસંધાનવાળી અપ્રાસંગિક વાતો એમ વિસ્તૃત સઘળો અર્થ ત્રીજીવારમાં શિષ્યોને સમજાવવો. આ પ્રમાણે સૂત્રોનો અનુયોગ આપવાની ત્રણ પ્રકારની વિધિ શ્રી તીર્થંકર ભગવંતોએ તથા ગણધર ભગવંતોએ શાસ્ત્રોમાં જણાવેલી છે. આમ આવશ્યકનિયુક્તિમાં પરમ પૂજ્ય શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહેલ છે. આવા પ્રકારના ત્રણ જાતના અનુયોગ વિનાનું (વિશિષ્ટ અર્થ કર્યા વિનાનું) વચન પ્રમાણ ગણાતું નથી, કારણ કે કયા સંદર્ભમાં લખાયેલું આ વાક્ય છે. તે સમજ્યા વિના જો વાક્યો બોલાય તો શિષ્યો આશય સમજ્યા વિના અન્ય સંદર્ભમાં લગાડી દે તો ઘણું નુકશાન થઈ જાય માટે અનુયોગ કરાયેલું વચન જ પ્રમાણ ગણાય છે ઉપદેશમાલામાં શ્રી ધર્મદાસગણિજીએ પણ કહ્યું છે કે -
“આગમોના અર્થનો સાર જેઓએ જાણ્યો નથી તથા સૂત્રોના વિસ્તૃત અર્થો જેણે ભેદ્યા નથી (ખોલ્યા નથી) તેવા જીવો દ્વારા સર્વપ્રકારના ઉદ્યમ વડે કરાયેલું જે જે ધર્મ અનુષ્ઠાન હોય છે તે અજ્ઞાનતપમાં અર્થાત્ અજ્ઞાનાનુષ્ઠાનમાં જ ગણાય છે (ઉપદેશમાલા ગાથા-૪૧૫).
તથા પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મ.શ્રીએ ષોડશકપ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે “ત્યાં પણ (અન્યદર્શનનાં શાસ્ત્રો સંબંધી અર્થમાં) ક્યારેય પણ દ્વેષ ન કરવો, પરંતુ પ્રયત્ન કરવાપૂર્વક યથાર્થ અર્થ સંગત કેમ થાય ? તેનો માર્ગ વિચારવો. કઈ કઈ અપેક્ષાએ આ અર્થ સંગત થાય ? તે સંબંધી વિષય વિચારવો. કારણ કે જિનેશ્વરપ્રભુના પ્રવચનથી જે જે અન્યદર્શનનાં વચનો હોય છે તે સર્વે સચન (યુક્તિયુક્ત વચન) હોતાં નથી. (તેમાંથી જે જે વચનો જૈનદર્શનને અનુસારી વચનો હોય છે સાપેક્ષવચનો હોય છે તે જ કોઈક સચન હોય છે સઘળાં સચન હોતાં નથી. માટે દ્વેષ કરવો ઉચિત નથી. પણ બુદ્ધિથી વિવેક કરવો ઉચિત છે.
આ પ્રમાણે વિચારીને સર્વ ઠેકાણે સ્યાદ્વાદનો ઉપયોગ રાખીને સર્વનયોનું જાણકારીપણું મેળવવા જેવું છે. જેમકે “પત્થરના પુતળા રૂપે બનાવેલી ગાયને “કોઈએ આ ગાય છે” આમ કહ્યું તેથી તે સાંભળીને નૈગમનયથી આરોપિત આ ગાય છે એમ જાણવું, પણ વાસ્તવિક આ ગાય છે એમ ન જાણવું. તેથી તે પત્થરની ગાયને જોઈને ગાયનું જ્ઞાન થાય ૧. અહીં ટીકામાં હેમાચાર્યે: પાઠ છે. પણ આ ગાથા ષોડશકપ્રકરણની છે અને ષોડશકપ્રકરણ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ છે તેથી આ પાઠ અશુદ્ધ લખાયો હોય એમ લાગે છે અથવા હેમસુવર્ણ તુલ્ય નિર્મળ એવા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી આવી ઉપમા આપવા માટે લખ્યો હોય તો જ્ઞાની જાણે. પણ અહીં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ન લેવા.
Page #872
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
८३६
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ છે માટે ઉપચરિત ગાય જરૂર કહેવાય, પણ દોહવા બેસાય નહીં. આમ પણ જાણવું જોઈએ. આ રીતે બીજા નયોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. આ રીતે સર્વે પણ નયોનો અભ્યાસ કરી કોઈ એક પક્ષના આગ્રહનો ત્યાગ કરી જ્યાં જે ઉપકારી હોય ત્યાં તે જોડીને સર્વ ધર્મો પ્રત્યે સમભાવનું આલંબન લઈને પોતાના આત્માના ધર્મમાં સ્થિરતા મેળવવી એ જ હિતકારી છે. એકાન્ત આગ્રહ હિતકારી નથી. સાપેક્ષવાદી થવું, સમન્વયવાદી થવું પણ Bहाडी न थj. ॥3॥
लोके सर्वनयज्ञानां, ताटस्थ्यं वाप्यनुग्रहः । स्यात्पृथङ्नयमूढानां, स्मयार्तिर्वातिविग्रहः ॥४॥
ગાથાર્થ :- આ સંસારમાં સર્વનયોને જાણનારા માણસોની અંદર તટસ્થપણું (એટલે સમવૃત્તિપણું) તથા અનુગ્રહ બુદ્ધિ (ઉપકારક બુદ્ધિ) હોય છે. પરંતુ ભિન્ન-ભિન્ન એક-એક નયના આગ્રહવાળા જીવોમાં માનોન્માનની (અભિમાનની) પીડા તથા અતિશય કલેશવૃત્તિ मात्र ४ डोय:छ. ॥४॥
st :- "लोके सर्वेति" लोके-दक्षजनसमूहे सर्वनयज्ञानां-सर्वनयरहस्यविज्ञानां ताटस्थ्यं-तटस्थत्वं-पार्श्ववर्तित्वम्, वा इति व्यवस्थायाम् । अपि-समुच्चये, अनुग्रहः -उपकाराय भवति । सर्वत्र परीक्षकत्वं हितम् । पृथङ्नयमूढानां-एकैकनयपक्षग्रहवर्तिनाम, स्मयातिः-मानोन्मानपीडा, वा-अथवा, अतिविग्रहः-कदाग्रहः स्यात् -भवति । उक्तञ्च -
कालो सहाव णियई, पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव उ, समासओ होंति सम्मत्तं ॥३-५३॥
(सन्मतिप्रकरणकाण्ड-३-५३) अत्र पुरुषाकारस्य उपादानकारणत्वाद् मुख्यत्वम्, कालस्वभावपूर्वकृतानां तु निमित्तासाधारणापेक्षाकारणत्वम्, नियतेश्च कारणत्वमौपचारिकम्, अस्या अनित्यत्वं विचारामृतसङ्ग्रहे उक्तमस्ति इति नियतपक्षः (नियतिपक्षः) आजीविकानां मिथ्याग्रहरूपः, न जैनानाम्, एवमंशस्यापि जैनमार्गे विवक्षितत्वात् समुच्चयवचनम् ॥४॥
વિવેચન :- આ સંસારમાં જે નિપુણ એટલે કે ચતુર, સમજુ મનુષ્યવર્ગ છે તેવા જનસમૂહમાં સર્વ નયોને યથાર્થપણે જાણનારા તથા જ્યાં જ્યાં જે જે નયની પ્રધાનતા કરવાથી
Page #873
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૩૭
સાધ્યની સિદ્ધિ સંગત થતી હોય ત્યાં ત્યાં તે તે નયની પ્રધાનતા કરનારા અને બીજા નયની ગૌણતા કરનારા વિચક્ષણ પુરુષોમાં જ તટસ્થપણું અને અનુગ્રહબુદ્ધિ સંભવે છે. તટસ્થપણું એટલે મધ્યસ્થપણું અથવા જ્યાં જે યોગ્ય હોય, તેના પડખે ઉભા રહેવાપણું, આવા જીવોમાં હોય છે. કદાગ્રહ વિનાના હોવાથી જ્યાં જ્યાં જે જે ઉપકારકભાવ હોય ત્યાં ત્યાં તે તે ભાવની પડખે આ મહાત્માઓ ઉભા રહે છે પોતાને કોઈ બાજુનો હઠાગ્રહ ન હોવાથી જેને પ્રધાન કરવાથી સાધ્યની સિદ્ધિ થાય તેમ હોય ત્યાં તેની પ્રધાનતા કરી લે છે.
વા શબ્દ અહીં વ્યવસ્થા અર્થમાં છે એટલે આવા મધ્યસ્થ પુરુષો સર્વનયોને જાણતા હોવાથી તટસ્થ રહે છે તેથી જ હૃદય સાચું છે માટે સાચો ઉપકાર કરી શકે છે. હંમેશાં હૃદયમાં અનુગ્રહબુદ્ધિ જ હોય છે, કરૂણાળુ સ્વભાવ હોય છે. દીર્ઘદૃષ્ટિ હોય છે, સાપેક્ષહૃદય હોય છે, આ કારણે જ આવા જીવો ક્લેશમુક્ત, જડતામુક્ત અને કદાગ્રહમુક્ત હોય છે. સર્વ સ્થાનોમાં પોતાની બુદ્ધિ દોડાવીને પરીક્ષા કરીને ઉપકારક રીતે પ્રવર્તે છે તેથી તેઓમાં સર્વત્ર પરીક્ષકપણું હોય છે અને તેઓ સર્વત્ર હિતકારક બને છે.
જે આત્માઓ એક એક નયને જ જાણીને તેના આગ્રહવાળા બને છે બીજી બાજુનો નય, બીજી બાજુની વાત, જેઓ સાંભળતા નથી અવધારતા નથી તેઓ પોતાની માનેલી માન્યતાના હઠાગ્રહી થયા છતા અભિમાની-ગર્વિષ્ઠ બને છે અને બીજી બાજુના અજાણ હોવાથી બીજી બાજુના જાણકાર પુરુષોની સાથે અત્યન્ત લઢવાડવાળા બને છે. તેથી અત્યન્ત ક્લેશવાળા, જડતાવાળા અને કદાગ્રહવાળા બને છે. જ્યારે જુઓ ત્યારે ધર્મચર્ચાને બદલે વાદવિવાદ અને લઢવાડ, નિંદા-ટીકા જ હોય છે. માટે એકાન્તવાદનો આગ્રહ દુ:ખદાયી, ક્લેશદાયી અને કષાય વધારનાર જ છે. પૂજ્યપાદ આચાર્ય મ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સન્મતિપ્રકરણમાં કાંડ-૩ ગાથા ૫૩ માં કહ્યું છે કે -
“કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (કર્મ), અને પુરુષ રૂપ કારણ, આ પાંચેના એકાન્તવાદો મિથ્યાત્વ છે અને તે પાંચે વાદો યથાર્થપણે સમન્વય પામે તો સાપેક્ષ થવાથી સમ્યક્ત્વ બને છે. ૫૩-૫૩ના
આ ગાથામાં પુરુષકારણ શબ્દનો અર્થ પુરુષમાં (કર્તામાં) રહેલી કારણતા એવો અર્થ કરવો. જેથી જે કર્તા એવો પુરુષ કાર્ય આરંભે છે તે કર્તા તે કાર્યનું ઉપાદાન કારણ હોવાથી મુખ્ય કારણ છે. જેમકે જે આત્મા મોક્ષપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ આરંભે છે તે પુરુષ મુક્તિપ્રાપ્તિનું ઉપાદાન કારણ હોવાથી મુખ્ય છે. બાકીનાં ચારે કારણોમાં કાલ એ નિમિત્તકારણ છે, સ્વભાવ એ અસાધારણ કારણ છે, પૂર્વકૃત કર્મ એ અપેક્ષાકારણ છે અને નિયતિ એ
Page #874
--------------------------------------------------------------------------
________________
८३८ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર ઔપચારિકકારણ છે. વાસ્તવિકતા એ છે કે પાંચ કારણો મળે તો કાર્ય થાય છે તેથી પાંચેનો સમન્વય તે જ સમ્યકત્વ છે. એક એકનો પક્ષ ખેંચવો તે એકાન્તવાદ થવાથી મિથ્યાત્વ છે. કાલ પાક્યો હોય ત્યારે જ કાર્ય થાય છે સ્ત્રીમાં ગર્ભધારણની શક્તિ હોવા છતાં યુવાવસ્થાનો કાળ આવે ત્યારે જ આ કાર્ય થાય છે. બાલ્યાવસ્થા કે વૃદ્ધાવસ્થાના કાળમાં આ કાર્ય થતું નથી. માટે કાલ પણ અવશ્ય કારણ છે. જેનામાં જે કાર્ય કરવાનો સ્વભાવ હોય તેનાથી તે જ કાર્ય થાય છે બીજું કાર્ય થતું નથી. જેમકે ઘઉંના દાણા વાવો તો તે દાણા ઘઉં જ ઉગાડી શકે છે, જુવાર નહીં, અને જુવાર વાવો તો તે દાણા જુવાર જ ઉગાડી શકે છે, ઘઉં નહીં, માટે સ્વભાવ પણ કારણ છે.
જે દ્રવ્યમાં જે પર્યાય બનવો નિયત હોય તે દ્રવ્યમાં જ તે પર્યાય બને છે અન્ય દ્રવ્યમાં તે પર્યાય બનતો નથી, મરીચીના જીવમાં મહાવીરસ્વામી બનવાનો પર્યાય નિયત હતો, તેથી તેનો કાલ પાકતાં તે જ જીવ મહાવીર સ્વામી બને છે. માટે નિયતિ પણ કારણ છે. જીવમાં જે સુખ-દુઃખ, રાજા-રક, રોગી-નિરોગી આદિ અવસ્થાઓ આવે છે તેમાં પૂર્વે બાંધેલાં કર્મો પણ અવશ્ય કારણ છે તેથી પૂર્વકૃત કર્મ પણ કારણ છે તથા જીવનો તેવો તેવો સાનુકુળ-પ્રતિકુળ પુરુષાર્થ પણ સારું-ખરાબ બનવામાં કારણ છે. આમ આ પાંચ કારણોનો સમુદાય (સમન્વય) એ જ વિવક્ષિત કાર્યનું જનક હોવાથી કારણ છે. આ પાંચમાંથી સંસારી લોકોની દૃષ્ટિ જે કારણ તરફ ઢળી જાય છે તેની એકાન્ત પક્કડ વધી જાય છે અને તે જીવ તે જ એકને કારણ માની તેનાં જ ગાણાં ગાય છે. આ એકાન્તવાદ છે, મિથ્યાત્વ છે.
આ પાંચમાં કોઈ નિમિત્તકારણ છે જેમકે કાલ, કોઈ અસાધારણ કારણ છે જેમકે સ્વભાવ, કોઈ માત્ર અપેક્ષાકારણ છે જેમકે કર્મ, કોઈ ઉપાદાન કારણ છે જેમકે પુરુષ અને કોઈ ઔપચારિક કારણ છે જેમકે નિયતિ. આ પાંચમાં કાલ નિમિત્તભાવે કારણ બને છે સ્વભાવ અસાધારણપણે કારણ બને છે. કર્મ અપેક્ષારૂપે કારણ બને છે પુરુષ પોતે કાર્ય રૂપે પરિણામ પામે છે માટે ઉપાદાનપણે કારણ બને છે અને નિયતિ સત્તાગત છે, પ્રગટપણે નથી. માટે ઔપચારિક કારણ બને છે. નિયતિ પણ સર્વથા એકાન્ત નિયત નથી. જો સર્વથા નિયત હોય તો એકાન્તવાદ થઈ જાય, નિશ્ચયનયથી નિયતિ નિયત છે વ્યવહારનયથી નિયતિ પણ અનિયત છે. જે મનુષ્ય યુવાન હોય, નિરોગી હોય, લાંબો સમય આવે તેમ હોય છતાં આગ લાગે, પાણીનું પૂર આવે, મકાન પડે તો તે જ કાલે મૃત્યુ પામે છે. તેને વ્યવહારનયથી અકાલે મર્યો કહેવાય છે. ભગવાન વિચરે ત્યાં છએ ઋતુઓ સમકાલે ફળે, બીજી ઋતુઓનો કાળ પાક્યો નથી તો પણ ફળ-માટે નિયતિ પણ બીજા કારણોને આધીન હોવાથી સર્વથા નિયત નથી કથંચિત્ નિયત છે. અને કથંચિ અનિયત પણ છે. ત્યાં પણ સ્યાતું પણું છે.
Page #875
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૩૯ આ કારણે જ વિચારામૃતસંગ્રહ નામના ગ્રંથમાં નિયતિની અનિત્યતા કહેલી છે. આજીવિકમતવાળાનો એકાન્ત જે નિયતિનો પક્ષ છે, જે જેમ થવાનું હોય છે તે તેમ જ થાય છે આ પણ મિથ્યાત્વ છે. આવા પ્રકારનો એકાન્ત નિયતિનો પક્ષ એ જૈનોની માન્યતા નથી. આ પ્રમાણે જૈનમાર્ગમાં અંશે અંશે નિયતિ પણ માનેલી છે, અંશે અંશે કાલ, સ્વભાવ, પૂર્વકૃત પણ માનેલા છે. માટે પાંચેનો સાપેક્ષપણે સમુચ્ચય એ જ કાર્યનું કારણ છે આમ અનેકાન્તવાદ-સ્યાદ્વાદ એ જ યથાર્થદર્શન છે. તેથી યથાસ્થાને ઉપકારી થાય તે રીતે સર્વે નયોનો આશ્રય સ્વીકારવો જોઈએ. જો
श्रेयः सर्वनयज्ञानां, विपुलं धर्मवादतः । शुष्कवादविवादाच्च, परेषां तु विपर्ययः ॥५॥
ગાથાર્થ :- સર્વ નયોને જાણનારા પુરુષોની દષ્ટિ ધર્મવાદ-સ્વરૂપ હોવાથી વિશાળ યશ પામે છે પરંતુ તેનાથી પર એવા એકાન્તવાદીઓની દૃષ્ટિ શુષ્કવાદ રૂપ હોવાથી અને વિવાદરૂપ હોવાથી વિપરીત ફળ આપનાર અર્થાત્ અપયશ અને અકલ્યાણ કરનારી બને છે ||પો.
ટીકા :- “શ્રેયઃ સર્વેતિ” સત્ર ૨ શ્રીદમિત્રોવતાછ (અષ્ટવા ૨૨ શ્નો ૨) वादत्रयस्वरूपं तद् यथा शुष्कवादः विवादः धर्मवादः । कण्ठतालुशोषणमात्रः शुष्कवादः, यथार्थताशून्यः कषायोपष्टम्भत्वात् त्याज्यः । परपक्षपराजयबुद्धया स्वपक्षस्थापनपुरःसरः (वादः) विवादः, सोऽपि हेयः । तत्त्वज्ञानी परस्परतत्त्वावबोधाय तत्त्वार्थिनं प्रति यद् वदति स धर्मवादः ।।
सर्वनयज्ञानां-सर्वनयज्ञानवतां धर्मवादतो वक्ता तत्त्वकथनरसिकः, श्रोता च तत्त्वज्ञानरसिकः इति उभयोर्यथार्थयोगे धर्मकथनतो विपुलं श्रेयः-कल्याणम् । यदि च न श्रोता तादृक् तथापि तत्त्वबोधनेच्छया धर्मकथनं हिताय । च-पुनः शुष्कवादात्, च-पुनः विवादात् परेषामेकान्तदृष्टीनां विपर्ययः-अश्रेयः-अकल्याणम् । सूक्ष्मार्थकथनं पात्रयोग्यतया धर्महितकरणं तु भावानुकम्पा । ॥५॥
| વિવેચન :- પરમપૂજ્ય ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ષોડશક પ્રકરણના ૧૨મા ષોડશકમાં કહ્યું છે કે -
शुष्कवादो विवादश्च, धर्मवादस्तथापरः । इत्येष त्रिविधो वादः, कीर्तितः परमर्षिभिः ॥१॥
Page #876
--------------------------------------------------------------------------
________________
८४० સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર શુષ્કવાદ, વિવાદ તથા ધર્મવાદ એમ ત્રણ પ્રકારનો વાદ (ધર્મચર્ચા) પરમર્ષિ પુરુષો વડે કહેવાયો છે. આ ત્રણ વાદનું વર્ણન અષ્ટકજીમાં છે. તેનો સંક્ષેપમાં સારાંશ આ પ્રમાણે છે.
વાદ એટલે ધર્મસંબંધી ચર્ચા, તે ત્રણ પ્રકારની છે. એક શુષ્કવાદ, બીજી વિવાદ અને ત્રીજી ધર્મવાદ. જેમ સુકાં પાંદડામાં રસ ન હોય તેમ જે વાદમાં કંઈ રસ પ્રાપ્ત ન થાય, ફળ પ્રાપ્ત ન થાય, શુષ્ક પાંદડાના જેવો જે વાદ તે શુષ્કવાદ અર્થાત્ જે વાદ-ચર્ચા કરવામાં કંઠ અને તાલ આદિ અંગોમાં શોષાવાનું જ માત્ર બને, કોઈને ધર્મની યથાર્થતાની પ્રાપ્તિ ન થાય તે શુષ્કવાદ. આ વાદ યથાર્થબોધથી શૂન્ય છે. માત્ર પરસ્પર કષાયોનો જ ઉત્તેજક છે તેથી ત્યાજ્ય છે. બીજો જે વાદ તે વિવાદ, જ્યાં સામેના પક્ષનો પરાભવ કરવાની બુદ્ધિથી અને પોતાના પક્ષની સ્થાપના કરવાની બુદ્ધિથી જે વાદ કરાય તે વિવાદ કહેવાય છે તે પણ કષાયજનક હોવાથી ત્યાજ્ય છે.
પરંતુ ત્રીજો જે વાદ છે તે ધર્મવાદ સ્વીકારવા જેવો છે, જ્યાં તત્ત્વજ્ઞાની મહાત્મા સ્વ-પરના તત્ત્વબોધ માટે તત્ત્વના સાચા અર્થી જીવો પ્રત્યે તત્ત્વ સમજાવવા જે જે વાક્યો બોલે તે ધર્મવાદ કહેવાય છે. આ વાદ સ્વ-પરનો ઉપકાર કરનાર છે માટે ઉપાદેય છે. સર્વે પણ નયોના જાણકાર અને વિશાળ અનુભવ ધરાવનાર એવા વક્તા-ગુરુજી તત્ત્વનું સ્વરૂપ કહેવામાં સમજાવવામાં ઘણા રસિક હોય અને શ્રોતા જીવો તત્ત્વજ્ઞાન મેળવવામાં ઘણા જ રસિક અને ઉત્સુક હોય, આમ બને જીવોનો યથાર્થ મિલાપ થયે છતે આ બન્નેની વચ્ચે ગુરુ-શિષ્યભાવે જે ધર્મસંબંધી કથન થાય, ગુરુજી કરુણાભાવે સમજાવે અને શિષ્ય વિનયભાવે પૂછે અને સમજે. આ રીતે ધર્મચર્ચા દ્વારા જ્યાં નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે ધર્મવાદ કહેવાય. તેનાથી વક્તા-શ્રોતા એમ બન્નેનું વિશાળ કલ્યાણ થાય. શિષ્ય તત્ત્વજ્ઞાન પામવાથી કલ્યાણના માર્ગે આગળ વધે અને ગુરુજી પરોપકાર કરવા દ્વારા પોતાનું કલ્યાણ કરનારા બને. કદાચ શ્રોતાજીવો હજુ એટલી ઊંચી ભૂમિકા ન પામ્યા હોય તો પણ તત્ત્વનો યથાર્થ બોધ કરાવવાની ઈચ્છાથી ગુરુજી પરોપકાર ભાવે બોલે છે એટલે ગુરુજીનું આવા પ્રકારનું ધર્મકથન અવશ્ય હિત માટે જ થાય છે.
પરંતુ શુષ્કવાદથી કે વિવાદથી વક્તાનું કે શ્રોતાનું હિત-કલ્યાણ થતું નથી. કારણ કે જૈનદર્શન જેના હૃદયમાં પરિણામ નથી પામ્યું તે જીવો વક્તા હોય કે શ્રોતા હોય પણ મિથ્યાત્વમોહના ઉદયવાળા હોવાથી કોઈપણ એકબાજુ ઢળેલી દષ્ટિવાળા હોય છે અર્થાત્
એકાન્તદષ્ટિ છે. જેમકે બૌદ્ધદર્શનવાળા સર્વે પણ વસ્તુઓને ક્ષણિક માને છે, તેઓ પર્યાયાર્થિક નયની એકાન્તદષ્ટિવાળા છે. સાંખ્યો, નૈયાયિકો અને વૈશેષિકો આત્મા આકાશ આદિને નિત્ય
Page #877
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૪૧ માને છે એટલે દ્રવ્યાર્થિકનયની એકાન્તદષ્ટિવાળા છે. આમ બધા જ પરદર્શનકારો મિથ્યાત્વમોહના ઉદયના કારણે એકાન્તદષ્ટિવાળા છે અને વસ્તુનું સ્વરૂપ એકાન્ત નથી તેથી અયથાર્થ સ્વરૂપ સમજતા અને અયથાર્થ સ્વરૂપ પરને સમજાવતા આ એકાન્તદષ્ટિવાળાઓનું તો અકલ્યાણ જ થાય છે.
ક્યાંક સૂક્ષ્મ સૂમ અર્થનું કથન કરાય છે, ક્યાંક ક્યાંક સૂક્ષ્મ અર્થનું કથન નથી પણ કરાતું, તેનું કારણ એ છે કે સાંભળનારા શ્રોતાવર્ગની કેટલી અને કેવી પાત્રતા છે ? તે જોઈને કથન કરાય છે. પાત્રની યોગ્યતાને અનુસાર કરાયેલું ધર્મકથન શ્રોતામાં ધર્મ પ્રાપ્ત કરાવવા દ્વારા હિત કરનાર બને છે અને પોતાનામાં પરનું કલ્યાણ કરવાની ભાવના રૂપ ભાવ અનુકંપા હોવાથી પોતાનું પણ તે જીવ કલ્યાણ કરે છે. આમ ધર્મવાદ ઉભયનું કલ્યાણ કરનાર છે શુષ્કવાદ અને વિવાદ તેવા પ્રકારનું કલ્યાણ કરનાર નથી. પણ અકલ્યાણ કરનાર છે. પા.
મથ સન્માપ્રશંસનામી - હવે સત્યમાર્ગની (અને સત્ય માર્ગ પ્રકાશિત કરનારની) પ્રશંસા કરતાં જણાવે છે કે -
प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् । . चित्ते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥६॥
ગાથાર્થ :- જે મહાત્માઓ વડે સર્વે પણ નયોના આશ્રયવાળો મત (સ્યાદ્વાદ સિદ્ધાન્ત) મનુષ્યોને પ્રકાશિત કરાયો છે અને જેઓના ચિત્તમાં આ માર્ગ પરિણામ પામ્યો છે તે બન્નેને મારા વારંવાર નમસ્કાર હો. llll
ટીકા :- “પ્રશ્નાશિતનિતિ" -સર્વસાવાળા : સથર્શનશાનવારિત્રपरिणतैः श्रीहरिभद्रादिभिः संविग्नपाक्षिकैः यथार्थोपदेशकैः सर्वनयाश्रितं स्याद्वादगर्भितं मतमिष्टं शासनं मोक्षाङ्गरूपं प्रकाशितम्, तेभ्यो नमः । शुद्धोपदेशका एव विश्वे पूज्याः । उक्तञ्च भवभावनायाम्
भदं बहुस्सुआणं, बहुजणसंदेहपुच्छणिज्जाणं । उज्जोइअभुवणाणं, झीणमि वि केवलमयंके ॥५०६॥ ते पुज्जा तियलोए, सव्वत्थ वि जाण निम्मलं नाणं । पुज्जाण वि पुज्जयरा, नाणी य चरित्तजुत्ता य ॥५०५॥
Page #878
--------------------------------------------------------------------------
________________
८४२ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર अथ उपदेशमालायाम् - सावज्जजोगपरिवज्जणाओ, सव्वुत्तमो जइधम्मो । बीओ सावगधम्मो, तइओ संविग्गपक्खपहो ॥५१९॥ सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावगो वि गुणकलिओ । ओसन्नचरणकरणो, सुज्जइ संविग्गपक्खरुई ॥५१३॥ संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा वि, जेणं कम्मं विसोहंति ॥५१४॥ सुद्धं सुसाहुधम्मं, कहेइ निंदइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमरायणिओ ॥५१५॥ वंदइ, न य वंदावइ, किइकम्मं कुणइ कारवइ नेव । अत्तट्ठा न वि दिक्खइ, देइ सुसाहूण बोहेउं ॥५१६॥
इत्यादिगुणोपेतैर्यदुपदिष्टं तत्सत्यम् । च-पुनः इदं-स्याद्वादगर्भितं तत्त्वधर्मस्वरूपं येषां चित्ते परिणतं श्रद्धानभासनरमणादरतया व्याप्तं तेभ्योऽपि नमः-प्रणामोऽस्तु । सर्वज्ञोक्तमार्गानुसारिणोऽपि धन्याः, किं तत्परिणामपरिणतानाम् । नमः सर्वज्ञशासनाय । नमः सर्वज्ञमार्गवर्तिपुरुषसङ्घाय ॥६॥
| વિવેચન :- મોક્ષપ્રાપ્તિનું કારણ બને એવો સ્યાદ્વાદથી સુશોભિત ધર્મ જે મહાત્મા પુરુષો વડે જણાવાયો છે તે મહાત્મા પુરુષોને મારા ભાવપૂર્વક નમસ્કાર હોજો.
પ્રશ્ન :- મોક્ષપ્રાપ્તિનું કારણ બને એવો ધર્મ કયા કયા મહાત્માઓએ અને કેવા મહાત્માઓએ જણાવ્યો છે ?
ઉત્તર :- ત્રણે કાળનું સર્વજ્ઞાન જેને છે એવા તીર્થકર ભગવન્તોએ કેવલજ્ઞાનથી જેવું જગત છે તેવું જોઈને પછી સૌ પ્રથમ તેઓએ પ્રકાશિત કર્યું છે. ત્યારબાદ તેઓની વાણીને અનુસરનારા ગણધર ભગવંતોએ, સામાન્ય-કેવલીભગવંતોએ, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર આમ રત્નત્રયી જેઓમાં પરિણામ પામી છે એવા સંવિગ્નપાક્ષિક યથાર્થ-ઉપદેશક ૨૫૦૦-૨૬૦૦ વર્ષના ગાળામાં થયેલા અનેક આચાર્ય ભગવંતોએ અને અનેક ઉપાધ્યાયજી ભગવંતોએ જેવા કે પૂ. શ્રી હરિભદ્રસૂરિજી આદિ અર્થાત્ પૂ. શ્રી જિનભદ્રગણિજી, પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી, પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજી. પૂ. શ્રી ઉમાસ્વાતિજી, કલિકાલસર્વજ્ઞ
Page #879
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૪૩
શ્રી હેમચંદ્રાચાર્યજી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આદિ મહાત્મા પુરુષોએ ભગવાન શ્રી મહાવીરપ્રભુની વાણીને અનુસારે સર્વનયાશ્રિત આ ધર્મ પ્રકાશિત કર્યો છે, અનેક શાસ્ત્રરચના દ્વારા સ્યાદ્વાદગર્ભિત ધર્મ વિસ્તાર્યો છે.
દ્રવ્યાર્થિકનયથી નિત્ય, પર્યાયાર્થિકનયથી અનિત્ય, નિશ્ચયનયથી સાધ્યની પ્રધાનતાવાળો, વ્યવહારનયથી સાધનની પ્રધાનતાવાળો, ક્રિયાનયથી ક્રિયાની અપેક્ષાવાળો અને જ્ઞાનનયથી જ્ઞાનની અપેક્ષાવાળો આમ સ્યાદ્વાદથી ગર્ભિત રાગ-દ્વેષ રહિત થઈને મુક્તિનું કારણ બને તેવો ધર્મ પ્રકાશિત કર્યો છે. તેઓને વારંવાર હૃદયના અત્યન્ત બહુમાનપૂર્વક અમારા નમસ્કાર હોજો. તેઓ શુદ્ધ માર્ગના ઉપદેશક છે. તેથી જ સમસ્ત વિશ્વ વડે પૂજ્ય છે. અનંત ઉપકાર કરનારા છે અને અમારા તો સવિશેષ ઉપકારી છે. અમે જે કંઈ પામ્યા છીએ તેમાં આ સઘળા આચાર્ય મહારાજાઓ અને ઉપાધ્યાયજી ભગવંતોનો પરમ ઉપકાર છે. ભવભાવના નામના ગ્રંથમાં કહ્યું છે કે -
“કેવલજ્ઞાન-કેવલદર્શન રૂપી ચંદ્રમા આથમી ગયે છતે પ્રકાશિત કર્યું છે ત્રણે ભુવન જેણે એવા અને બહુ જીવોએ કરેલા સંદેહો જેઓને પૂછી શકાય એવા અર્થાત્ અનેક મનુષ્યોના પૂછાતા પ્રશ્નોના યથાર્થ ઉપદેશ આપવા દ્વારા આપ્યા છે ઉત્તરો જેઓએ એવા બહુશ્રુતપુરુષોનું કલ્યાણ થાઓ.'' ||૫૦૬॥
“જેઓ ત્રણે લોકમાં પૂજ્ય છે. જેઓનું જ્ઞાન ત્રણે લોકમાં અત્યન્ત નિર્મળ છે. જેઓ પૂજ્યોને પણ પૂજનીય છે તથા જેઓ જ્ઞાની છે અને ચારિત્રસંપન્ન છે.” ૫૦૫
તથા શ્રી ઉપદેશમાલામાં પૂજ્ય ધર્મદાસગણિજીએ પણ કહ્યું છે કે -
“ત્રણ જાતના જીવો આરાધક છે સાવદ્યયોગનો સર્વથા ત્યાગ કરીને સર્વોત્તમ સાધુધર્મ પાળનારા પ્રથમ આરાધક છે, શ્રાવકધર્મ પાળનારા બીજા આરાધક છે અને સંવેગના (વૈરાગ્યના) પક્ષ વાળો માર્ગ છે જેઓને તે ત્રીજા આરાધક જાણવા.'' પ૧૯
“ઉત્તમ ચારિત્રવાળા મુનિ શુદ્ધ થાય છે. સમ્યગ્દર્શનાદિ ગુણોથી વિભૂષિત એવો શ્રાવક પણ શુદ્ધ થાય છે તથા ચારિત્ર અને ક્રિયામાં ઢીલો પણ સંવેગના પક્ષની (વૈરાગ્યની) રુચિવાળો જીવ પણ શુદ્ધ થાય છે. આમ ત્રણ પ્રકારના જીવો આરાધક જાણવા.’’ II૫૧૩॥
“સંવેગપાક્ષિક જીવોનું લક્ષણ શાસ્ત્રોમાં સંક્ષેપથી આ પ્રમાણે કહ્યું છે. તેઓ ચારિત્ર અને ક્રિયામાં ઢીલા હોવા છતાં પણ (પરિણામની ધારા નિર્મળ હોવાથી) કર્મોનો નાશ કરે છે. ૫૧૪
Page #880
--------------------------------------------------------------------------
________________
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર
“સદા શુદ્ધ સાધુધર્મનો જ ઉપદેશ આપે છે. પોતાના (શિથિલ) આચારની નિંદા કરે છે. શ્રુતજ્ઞાનીઓની સમક્ષ અને તપસ્વીઓની સમક્ષ સૌથી લઘુ થઈને વર્તે છે. ૫૧૫
૮૪૪
“પોતે મુનિઓને વંદન કરે છે પણ બીજા મુનિઓ પાસે પોતાની જાતને વંદાવતા નથી, અન્ય મુનિઓની પોતે સેવા-વૈયાવચ્ચ કરે છે પણ પોતે સેવા-વૈયાવચ્ચ કરાવતા નથી, પોતાના નામે કોઈને દીક્ષા આપતા નથી પણ પોતાની પાસે કોઈ પ્રતિબોધ પામે તો બોધ પમાડીને ઉત્તમ મુનિઓને સોંપી દે છે. ૫૧૬॥
પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૨૫ ગાથાના સ્તવનમાં સાતમી ઢાળમાં આ જ વાત કહી છે. તે ગાથાઓ આ પ્રમાણે છે -
જે મુનિવેષ શકે નવિ છંડી, ચરણ કરણ ગુણ હીણાજી ।
તે પણ મારગમાંહે દાખ્યા, મુનિગુણપક્ષે લીનાજી ॥ મૃષાવાદ ભવકારણ જાણી, માર્ગ શુદ્ધ પ્રરૂપેજી । વંદે; નવ વંદાવે મુનિને, આપ થઈ નિજ રૂપેજી ॥૧॥ મુનિગુણ રાગે પૂરા શૂરા, જે જે જયણા પાલેજી । તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણાં ટાલેજી ॥ આપ હીનતા જે મુનિ ભાખે, માન સાંકડે લોકેજી । એ દુર્ખર વ્રત એહનું દાખ્યું, જે નવી ફુલે ફોકેજી ॥૨॥
પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખીજી । એ ત્રણે શિવમારગ કહીએ, જિહાં છે પ્રવચન સાખીજી ॥ શેષ ત્રણ ભવ મારગ કહીએ, કુમત કદાગ્રહ ભરીયાજી । ગૃહી યતિલિંગ કુલિંગે લખીએ, સકલ દોષના દરીયાજી III વગેરે -
આવા પ્રકારના ગુણોથી ભરપુર ભરેલા મહાપુરુષો વડે ધર્મનો જે ઉપદેશ અપાયો છે જે ગ્રન્થસર્જન કરાયું છે. તે જ માર્ગ સત્ય છે. આવા પ્રકારના અનેકાન્તવાદથી યુક્ત ધર્મને સમજાવનારા તીર્થંકર ભગવંત આદિ મહાત્મા પુરુષોને અમારા નિરંતર નમસ્કાર હોજો.
તથા આવા પ્રકારના સર્વનયોના આશ્રયવાળું સ્યાદ્વાદ ગર્ભિત એવું તાત્ત્વિક ધર્મનું સ્વરૂપ જે મહાત્માઓના મનમાં પરિણામ પામ્યું છે, જે મહાત્માઓને આવા પ્રકારના ધર્મસ્વરૂપ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા થઈ છે આવા ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું છે આવા
Page #881
--------------------------------------------------------------------------
________________
૮૪૫
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ પ્રકારના ધર્મના સ્વરૂપમાં જેઓની રમણતા પ્રગટી છે અને તે ધર્મના સ્વરૂપ ઉપર ઘણો જ આદરભાવ વિકસ્યો છે. આમ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા અને આદરભાવ વડે આવા પ્રકારનો ધર્મ જે મહાત્માઓના ચિત્તમાં પરિણામ પામ્યો છે, તેઓને પણ અમારા નમસ્કાર હો, અમારા વંદન હો, તેઓ પણ અમારા ઉપર ઉપકાર કરનારા છે.
સર્વજ્ઞ ભગવંતોએ કહેલા માર્ગને અનુસરનારા મહાત્માઓ પણ ધન્યવાદને પાત્ર છે. તો પછી તેવા પ્રકારના ધર્મના પરિણામથી રંગાયેલા મહાત્માઓની તો વાત કરવી જ શું? સર્વજ્ઞ ભગવંતનું શાસન જ સર્વોત્તમ શાસન છે તે શાસનને જે પામ્યા છે, જે અનુસરે છે, જે ઉપદેશે છે, જેના ચિત્તમાં આ શાસન રમે છે, તે સઘળા મહાત્માઓ ધન્યવાદને -અભિનંદનને પાત્ર છે. તેથી સર્વજ્ઞભગવંતના માર્ગમાં વર્તનારા સમસ્ત શ્રી સંઘને અમારા નમસ્કાર હો. llll
निश्चये व्यवहारे च, त्यक्त्वा ज्ञाने च कर्मणि । एकपाक्षिकविश्लेषमारूढाः शुद्धभूमिकाम् ॥७॥ अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः । जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः ॥८॥
ગાથાર્થ:- નિશ્ચયનયમાં જ અથવા વ્યવહારનયમાં જ તથા જ્ઞાનનયમાં જ કે ક્રિયાનમાં જ એકાન્ત પક્ષપાતવાળો જે ભ્રમ છે તે ભ્રમને ત્યજીને શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા, તથા લક્ષ્યને જરા પણ નહીં ચુકેલા, તથા સર્વ પ્રસંગોમાં પક્ષપાત વિનાના, સર્વનયોનો સ્વીકાર કરનારા તેથી જ પરમ આનંદમાં વર્તનારા મહામુનિઓ જય પામે છે વિજય પામે છે. ૭-૮
ટીકા - “નિશ્ચય રૂતિ સમૂઢનસ્ય તિ” અવંવિધા: પુરુષા: નર્યાન્તિ-સર્વોર્વેજ वर्तन्ते इति । कथम्भूताः पुरुषाः ? निश्चये-शुद्धात्मपरिणतिरूपे, च-पुनः व्यवहारेવીર્થપ્રવર્તનરૂપે, ચ-પુન: સને-૩યો નક્ષ, ઋનિ-ક્રિયાપક્ષે, પાક્ષિકविश्लेषम्-एकान्ताग्रहरूपं भ्रमस्थानं त्यक्त्वा-अपहाय, शुद्धभूमिकां-ज्ञानपरिपाकरूपां भूमिकामारूढाः प्राप्ताः ज्ञानानुभवस्थानस्थाः । पुनः-अमूढलक्ष्याः-लक्ष्य-वेध्यं, अथवा लक्ष्य-शुद्धात्मस्वरूपं, तत्र अमूढाः-मूढतारहिताः अमूढाः । लक्ष्ये-तत्स्वरूपे ये ते सर्वत्र जीवाजीवादौ इष्टानिष्टवस्तुनि पक्षपातः-एकान्तताग्रहरूपः, तेन विवर्जिता:હિતા:, પરમ:-મમૂર્તિ માનો વેષ તે તન્મયા: | સર્વે ર તે નાશ સર્વનયા:,
૨૨
Page #882
--------------------------------------------------------------------------
________________
८४६
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર तेषामाश्रयाः-आधाराः सर्वनयाश्रयाः । एवंस्वरूपाः पुरुषाः जयन्ति-सम्यग्दर्शनादिમુળપૂM: !
વિવેચન :- સર્વે નયોને સમાનપણે સ્વીકારતા અને જ્યાં જ્યાં જે નયની પ્રધાનતાથી ઉપકાર થાય તેમ હોય ત્યાં ત્યાં તે તે નયને પ્રધાન કરતા એવા જે પુરુષો છે તે પુરુષો સર્વ ઠેકાણે વિજય પામે છે. સર્વ પુરુષોમાં ઉત્કર્ષપણે-પ્રભાવકપણે વર્તે છે. સર્વ પુરુષોમાં તેઓ શ્રેષ્ઠ છે. તે પુરુષો કેવા પ્રકારના છે ? તો જણાવે છે કે -
કોઈપણ એક નયનો અત્યન્ત આગ્રહ રાખતા નથી. જ્યાં જ્યાં જે જે નયને પ્રધાન કરવાથી આત્માનું હિત થાય તેમ છે ત્યાં ત્યાં તે તે નયને પ્રધાન કરે છે એટલે યથાસ્થાને સર્વે પણ નયોને સ્વીકારે છે.
શુદ્ધ આત્માની નિર્મળ પરિણતિને પ્રધાન કરવી અર્થાત્ સાધ્યને મુખ્ય કરવું તે નિશ્ચયનય, સાધ્યને સાધવા માટે ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા વીર્યને પ્રવર્તાવવું, અર્થાત્ સાધ્યને સાધી આપે એવી સાધનભૂત ક્રિયાને પ્રધાન કરવી તે વ્યવહારનય, ઉપયોગને મુખ્ય કરવો-ભાવને પ્રધાન કરવો તે જ્ઞાનનય. ક્રિયાને પ્રધાન કરવી તે ક્રિયાનય, આમ ભિન્ન ભિન્ન નયોમાં કોઈપણ એક નયનો જ આગ્રહ રાખવો. બીજા નયને ન સ્વીકારવો તે એકપાક્ષિક-
વિશ્લેષ કહેવાય છે. અર્થાત્ એકાન્ત આગ્રહ-કદાગ્રહ-હઠાગ્રહ-એકાન્તવાદ કહેવાય છે. વસ્તુનું યથાર્થસ્વરૂપ અનેકાન્તાત્મક છે તેથી આવા પ્રકારનો એકાન્ત આગ્રહ રાખવો તે ભ્રમ સ્થાન છે ભ્રમાત્મકબુદ્ધિ છે મિથ્યાકલ્પના છે. તે મિથ્થાબુદ્ધિનો ત્યાગ કરીને-ત્યજી દઈને ઉત્તમ પુરુષો શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા હોય છે જ્ઞાનની પરિપક્વતા રૂપ નિર્મળ અનુભવને પામેલા હોય છે. તેથી જ એકાન્ત એક નયનો આગ્રહ રાખતા નથી.
વળી અમૂઢ લક્ષ્યવાળા હોય છે લક્ષ્યનો અર્થ વેધ્ય પણ થાય છે અને સાથે એવું શુદ્ધ આત્મસ્વરૂપ પણ થાય છે. જેમ પારધી વિધવા લાયક મૃગાદિ વધ્યને હણવામાં અમૂઢ -ભ્રમ વિનાનો, સાવધાન હોય છે અથવા પક્ષી ઉપર બાણ ચલાવનાર જેમ વિંધ્ય પક્ષીને વિંધવામાં સાવધાન હોય છે તેમ આ મહાત્મા પુરુષો શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં મૂઢતા વિનાના હોય છે બરાબર જાગ્રત હોય છે સાવધાન હોય છે. એટલે કે અમૂઢ લક્ષ્યવાળા હોય છે.
તથા જે આત્માને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું છે તે મહાત્મા પુરુષો સામે ઈષ્ટમનગમતી જીવવસ્તુ આવે કે અજીવ વસ્તુ આવે તથા અનિષ્ટ-અણગમતી જીવવસ્તુ આવે કે અજીવ વસ્તુ આવે પણ ક્યાંય રાગ અથવા હૈષ કરતા નથી. ગમો-અણગમો સેવતા નથી,
Page #883
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
८४७ કોઈ બાજુનો ક્યારેય પક્ષપાત કરતા નથી. સર્વત્ર મધ્યસ્થ ભાવવાળા જ રહે છે. સર્વત્ર પક્ષપાતથી વજિતપણે જ વર્તે છે.
પક્ષપાતવાળું હૃદય ન હોવાથી તેઓને રાગ અને દ્વેષ થતા નથી. રાગ-દ્વેષ ન હોવાથી મન અત્યન્ત નિર્મળ અને શુદ્ધ હોય છે, તેથી સદાકાળ પરમ આનંદવાળા એટલે કે અદ્વિતીય, અનુપમ, અમૂર્ત એવો આનંદ વર્તે છે જેને એવા આ મહાત્મા પુરુષો હોય છે. શબ્દોથી અવર્ણનીય એવા પારમાર્થિક આનંદવાળા હોય છે. તથા યથાસ્થાને ઉપકાર થાય તે રીતે સર્વે પણ નયોનો સ્વીકાર કરનારા હોય છે. કોઈપણ નયનો અપલાપ ન કરનારા સર્વનયોના આશ્રયવાળા હોય છે. આવા પ્રકારના દિલાવર-દિલવાળા વિશાળ-હૃદયવાળા સર્વે ભાવોને યથાસ્થાને જોડનારા, રાગ-દ્વેષ-કષાયાદિથી કલુષિત ભાવ વિનાના, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આદિ આત્મિક ગુણોવાળા આ પુરુષો જગતમાં જય પામે છે વિજય પામે છે. પ્રભાવક તરીકે વિચરે છે. શાસનના સાચા પ્રભાવક પુરુષો છે.
इत्यनेन स्वसत्ताधर्मसाधनोद्यतस्वकायचेतनादिपरिणतिरूपचक्रस्य साधनव्यापारप्रवृत्तस्य प्रेरकाः समस्तपरभावप्रसङ्गवर्जिताः स्याद्वादनयमार्गोपलक्षितयथार्थवस्तुस्वरूपा आचार्योपाध्यायाः जयन्ति ।
विश्वविश्वव्यामोहनिवारणप्रवणवाक्यामृतदाननिरस्तानादिमोहकालकूटाः स्वतत्त्वानन्तसम्पद्विलासलीलाकलिताः निर्ग्रन्था अपि महाराजाः, असङ्गा अपि अनन्तगुणसंधारणाव्याप्ताः, निराकुला अपि स्वतत्त्वसाधनव्याकुलाः, वनवासिनोऽपि स्वपर्यायमकरन्दपानमग्नाः श्रीमत्सर्वज्ञोक्ताज्ञानिर्वाहधौर्याः मार्गानुसारितो यथाशक्तिगुणप्रवर्द्धननिबद्धलक्षाः द्रव्यभावसाधनेन शुद्धपरमात्मसाध्यदत्तदृष्टयः ते एव ज्ञानसारग्रहणकुशला इति ॥७-८॥
इत्यनेन सर्वनयाश्रयणाष्टकं व्याख्यातम् । द्वात्रिंशदष्टकविवरणं निरूपितम् ।
વિવેનચ :- ઉપર સમજાવેલા વિષય પ્રમાણે યથાસ્થાને સર્વ નો જોડીને પોતાના આત્મામાં સત્તારૂપે (અપ્રગટભાવે) રહેલા અનંતગુણમય આત્મધર્મને સાધવામાં જ ઉદ્યમવાળી બનાવી છે પોતાની કાયા જેઓએ એવા તથા ચેતન્ય આદિ (ચેતન્ય અને વિર્યાદિ) ગુણોની પરિણતિ સ્વરૂપ ગુણોના ચક્રને (સમૂહને) પણ સાધનામાં જોયું છે જેણે એવા, સાધક આત્માઓને તથા આત્મસાધનાના વ્યાપારમાં પ્રવર્તેલા આત્માઓને સંપૂર્ણ રીતે પ્રેરણા કરનારા-ઉપદેશ, હિતશિક્ષા અને હેય-ઉપાદેયનો વિવેક કરાવવા દ્વારા માર્ગમાં
Page #884
--------------------------------------------------------------------------
________________
૮૪૮
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર
મજબૂત કરનારા એવા શાસનના મોભભૂત આચાર્ય મહારાજાઓ તથા ઉપાધ્યાયજી મહારાજાઓ જય પામે છે.
વળી તે આચાર્ય મહારાજાઓ અને ઉપાધ્યાયજી મહારાજાઓ સમસ્ત પરભાવદશાના પરિચયના ત્યાગી છે. સ્વભાવદશામાં જ એટલા બધા લયલીન છે કે ક્યારેય વિભાવદશામાં સ્વપ્નમાં પણ જોડાતા નથી એટલા બધા મોહદશાના ત્યાગી છે. નિત્ય સંવેગી અને વૈરાગી છે
તથા અનેકાન્તવાદના નિરંતર અભ્યાસના કારણે સાતે નયો દ્વારા દ્રવ્યાર્થિક -પર્યાયાર્થિકનય દ્વારા અને નિશ્ચય-વ્યવહાર નય દ્વારા જાણ્યું છે સાચું-યથાર્થ વસ્તુનું સ્વરૂપ જેઓએ એવા પરમ ઉપકારી આ ગુરુ ભગવતો જય પામે છે વિજય પામે છે.
(૧) સમસ્ત વિશ્વને વ્યામોહિત કરનારી વિભાવદશાના વિષનું નિવારણ કરવામાં પ્રવીણ-ચતુર એવાં સુવાક્યો રૂપી અમૃતનું દાન કરવાથી નાશ કર્યું છે અનાદિ કાલીન મોહદશારૂપી કાલકૂટ વિષ જેઓએ એવા આ મહાત્માઓ છે.
(૨) પોતાના આત્મતત્ત્વની શુદ્ધ-નિર્મળ અનંત ગુણસંપત્તિનો જ વિલાસ (અનુભવ) કરવાની લીલાથી યુક્ત એવા આ મહાત્માઓ છે.
(૩) નિગ્રન્થ હોવા છતાં પણ “મહારાજા” ની પદવીવાળા અર્થાત્ બાહ્ય ભૌતિક સંપત્તિના ત્યાગી હોવાથી નિગ્રન્થ, પણ આત્મિક અખંડ, અવિનાશી અનંતગુણોની સંપત્તિવાળા હોવાથી ચક્રવર્તી રાજા કરતાં પણ મોટા રાજા અર્થાત્ મહારાજા.
(૪) અસંગ હોવા છતાં પણ અનંતગુણોની સમ્યક્ પ્રકારે ધારણા કરવામાં રચ્યાપચ્યા રહેલા, બાહ્યસંપત્તિથી સંગ વિનાના પણ આન્તરિકગુણોની ધારણામાં લાગી ચુકેલા.
(૫) આકુલ-વ્યાકુલતા વિનાના શાન્ત હોવા છતાં પણ પોતાના આત્મતત્ત્વની સાધના કરવામાં વ્યાકુલ બનેલા આ મહારાજાઓ ભૌતિકભાવોના યોગમાં અનાકુલ છે પણ આત્મતત્ત્વની સાધનામાં વ્યાકુલ છે એવા આ મહાત્માઓ છે.
(૬) વનવાસી છે પણ પોતાની આત્મતત્ત્વની સુગંધનું પાન કરવામાં મગ્ન, વનવાસી હોવાથી ઘરની જેમ તેલ, અત્તર, પાવડર આદિની પૌદ્ગલિક સુગંધ નથી છતાં આત્મતત્ત્વના ગુણોની સુગંધનો અનુભવ કરનારા આ મહાત્માઓ છે.
(૭) શ્રીમાન્ (ભાવલક્ષ્મીવાળા) એવા શ્રી સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોની આજ્ઞાનું નિર્વહન (પાલન) કરવામાં અગ્રેસર છે.
Page #885
--------------------------------------------------------------------------
________________
સર્વનયાશ્રયણાષ્ટક -
જ્ઞાનમંજરી
૮૪૯
(૮) તીર્થંકર પ્રભુના માર્ગને જ બરાબર અનુસરનારા હોવાથી જરા પણ વાંકા ન ચાલનારા અને યથાર્થ એવી આત્મગુણોની જ વૃદ્ધિ કરવામાં બાંધ્યું છે લક્ષ્ય જેઓએ એવા આ મહાત્માઓ છે.
- ૩૨
(૯) દ્રવ્યસાધના અને ભાવસાધના દ્વારા (એટલે કે બાહ્ય આચરણ વડે અને આન્તરિક આચરણ વડે) શુદ્ધ એવી પરમ આત્મદશા રૂપ સ્વસાધ્ય સાધવામાં જ સ્થિર કરી છે દૃષ્ટિ જેઓએ એવા જે મહાત્માઓ છે. તે જ મહાત્માઓ આ જ્ઞાનસારનો અભ્યાસ કરવા દ્વારા તત્ત્વને ગ્રહણ કરવામાં કુશળ બની શકે છે. આ ગ્રંથ વૈરાગ્યનો છે. જેઓની દૃષ્ટિ ભોગમાં જ છે તેઓને આ વિષય જોઈએ તેવો રુચવાનો નથી. ભોગવિરક્ત જીવો જ આ ગ્રંથ ભણવાના અધિકારી છે.
જેઓ કંઈક વૈરાગી છે સંવેગ-નિર્વેદ પરિણામી છે આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાના અર્થી છે, બાહ્ય આડંબરથી જેઓનું ચિત્ત વિરામ પામ્યું છે, કષાયો શાન્ત થયા છે. આત્મા ઠરેલ બન્યો છે. માનપાનની મનોવૃત્તિ જેઓની દૂર થઈ છે આવા આત્માર્થી જીવો જ આવા ગ્રંથને ભણવાના અધિકારી છે. આ પ્રમાણે સર્વનયાશ્રયણ નામનું બત્રીસમું અષ્ટક સમાપ્ત થયું. આ પ્રમાણે અહીં બત્રીસે અષ્ટક સમાપ્ત થાય છે.
બત્રીસમું સર્વનયાશ્રયણાષ્ટક સમાપ્ત
બત્રીસે અષ્ટક સમાપ્ત
筑
Page #886
--------------------------------------------------------------------------
________________
૮૫૦
૩૨ અષ્ટકોનો ઉપસંહાર
साम्प्रतमुपसंहारायाह
सर्वाष्टकानां भावनाभिधानकथनं निर्दिशति
पूर्णो मग्नः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो, निर्लेपो निःस्पृहो मुनिः ॥ १ ॥
જ્ઞાનસાર
ગાથાર્થ :- આ આત્મા સ્વગુણોથી પૂર્ણ છે. તેમાં જ મગ્ન અને સ્થિર થવા જેવું છે. તેનાથી જ મોહરહિત બને છે તથા જ્ઞાની અને શાન્ત થવાય છે આ રીતે ઈન્દ્રિયોને જિતીને ત્યાગી થઈ ક્રિયામાં તત્પર થઈ સ્વગુણોથી તૃપ્ત થયો છતો સંસારી ભાવોથી નિર્લેપ બને છે ત્યાર બાદ આ મુનિ પરપદાર્થોની સ્પૃહા વિનાનો થાય છે. ॥૧॥
ટીકા :- “પૂર્વાં” કૃતિ, અનાવિરમાવાનન્તગ્રામગ્રસનેઽવ્વયં નીવતૃળાव्याप्तत्वादपूर्ण एव । स स्वरसास्वादनेन स्वतत्त्वानन्तकपूर्णः तदास्वादाबाधादिसर्वगुणनिष्पत्तौ पूर्ण इति पूर्णत्वस्वरूपाभिधायकं प्रथमाष्टकम् ।
य पूर्णः स एव मग्नः, तदनुभवे लीनः, सा एव लीनता या स्वरूपे भवति, परभावलीनता हि अनन्तसंसारभ्रमणमूलम्, अत एव सा मग्नता अनादिना त्याज्या । या स्वरूपमग्नता सा एव मग्नता इति तत्प्रतिपादनारूपं द्वितीयाष्टकम् ।
यो मग्नः स स्थिरो भवति, न्यूनस्य ग्रहणेच्छया चापल्यम्, पूर्णस्य ग्राह्याभावात् સ્વૈર્યમ્ ( અત: સ્થિરાષ્ટ્રમ્) |
વિવેચન :- આ આત્મા અનાદિ કાળથી પરભાવનો (પૌદ્ગલિક વિષયોનો) અનંતીવાર આસ્વાદ માણવા છતાં પણ ‘તૃષ્ણા’’થી ઘેરાયેલો છે. માટે સદાકાળ અપૂર્ણ જ રહે છે. સર્વે ભાવોમાં વિષયો મેળવ્યા અને ભોગવ્યા તો પણ ક્યારેય ધરાયો નથી. વિષય-ભોગોની તૃષ્ણા અધુરી જ રહી છે. આ જ જીવ પોતાના આત્માના ગુણોના રસનો જો અનુભવ કરે તો તે અનુભવ વડે પોતાના અનંત સ્વરૂપનો ભોક્તા બન્યો છતો પોતાની પૂર્ણતાનો અનુભવ કરે છે. આત્માના નિર્મળ શુદ્ધ સ્વરૂપને કોઈપણ જાતની જરા પણ બાધા ન આવે તે રીતે પોતાના પૂરેપૂરા જેટલા છે તેટલા સઘળા ય અનંત ગુણો પ્રગટ થયે છતે કોઈપણ ગુણની પ્રગટતા બાકી ન હોવાથી તૃષ્ણાનો જ અભાવ થવાથી સાચો પૂર્ણ બને છે. આ માટે સૌથી પ્રથમ આત્માનું પૂર્ણ સ્વરૂપ પોતાના ગુણોથી છે, પરભાવથી નથી. આ વાત સમજાવવા પ્રથમ પૂર્ણાષ્ટક કહ્યું છે.
Page #887
--------------------------------------------------------------------------
________________
૮૫૧
જ્ઞાનમંજરી
૩૨ અષ્ટકોનો ઉપસંહાર જે જીવ પૂર્ણ બને છે તે જ પોતાની પ્રાપ્ત થયેલી પૂર્ણતામાં મગ્ન બને છે. પ્રગટ થયેલી પૂર્ણતાનો અનુભવ કરવામાં મગ્ન બને છે - લીન બને છે. સાચી લીનતા એ છે કે જે સ્વરૂપસંબંધી લીનતા હોય, પરભાવની લીનતા તો આ જીવે અનંતીવાર ભોગવી છે, પણ તે લીનતાએ આત્માનો કંઈ ઉપકાર ન કર્યો, તે લીનતા તો અનંતસંસારના પરિભ્રમણનું મૂલકારણ બની છે તેનાથી જ આ જીવ અનંત જન્મ-મરણની પરંપરામાં રખડ્યો છે આ લીનતા તો અનાદિકાળથી છે જ, તે કંઈ પ્રાપ્ત કરવા જેવી નથી પણ તજવા જેવી છે. આત્મસ્વરૂપમાં જે મગ્નતા છે તે જ સાચી મગ્નતા છે અને તે આદરવા જેવી છે. આ મગ્નતા પ્રાપ્ત થયા પછી ક્યારેય જતી નથી માટે બીજું મગ્નાષ્ટક સમજાવ્યું છે.
જે મગ્ન બને છે તે જ સ્થિર બની શકે છે. જે આત્મા પૂર્ણ નથી હોતો, તેને મેળવવાનું કંઈક બાકી રહે છે. તે બાકી રહેલી વસ્તુ મેળવવાની ઈચ્છાથી લાલસાના કારણે પ્રાપ્તમાં પણ મગ્ન બની શકતો નથી અને અપ્રાપ્તને મેળવવાની તાલાવેલીમાં તે જીવ સદા અસ્થિર-ચંચળ અને દુઃખી-દુઃખી જ રહે છે. જે પૂર્ણ હોય છે તેને હવે ગ્રાહ્ય કોઈ પદાર્થ બાકી ન હોવાથી ચંચળતાનો અભાવ હોય છે તેથી અનુપમ સ્થિરતા પ્રગટ થાય છે. આ માટે ત્રીજું સ્થિરતાષ્ટક કહ્યું છે.
ય: સ્થિર:, : મોદી-મોદાદિત (મત: મોદષ્ટભ્રમ્) | મોદાદિતીર્થવ तत्त्वज्ञता भवति । तेन तत्त्वज्ञानाष्टकं पञ्चमम् । यो ज्ञानी, स एव शान्तः, उपशमवान् भवति, अतः शमाष्टकम्, यः शान्तः स एव इन्द्रियाणि जयति, अतः इन्द्रियजयाष्टकम् । यः इन्द्रियविजयी, स एव त्यागी-परभावपरिहारी भवति । उक्तञ्च -
बान्धवधनेन्द्रियत्यागात्, त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रन्थः, त्याक्ताहङ्कारममकारः ॥१७३॥
(પ્રશમરતિ સ્નો-૭૩) (અત: ત્યાષ્ટિમ્) | સ વ વવનાનુમતો સરિતો મતિ, અતઃ क्रियाष्टकम् । अत एव तृप्तः-आत्मा सन्तुष्टः, तेन तृप्त्यष्टकम् । यस्तृप्तः, स निर्लेपःरागादिलेपरहितः, तेन निर्लेपाष्टकम् । निर्लेपो निःस्पृहो भवति, तेन निःस्पृहाष्टकम्। (: નિ:સ્પૃ: સ મુનિ: મૌનવાનું મતિ, તે મૌનાષ્ટકમ્) II
વિવેચન :- જે આત્મા પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે તેને જ પરપદાર્થના મોહનો ત્યાગ થાય છે તેથી તે જ જીવ અમોહી અર્થાતું મોહરહિત બને છે માટે ચોથું મોહત્યાગાષ્ટક કહ્યું છે. જે જીવ પરપદાર્થના મોહનો ત્યાગી થાય છે તે જ આત્મા પોતાના
Page #888
--------------------------------------------------------------------------
________________
૮૫૨
૩૨ અષ્ટકોનો ઉપસંહાર
જ્ઞાનસાર શુદ્ધ સ્વરૂપના તત્ત્વનો સાચો જ્ઞાતા બની શકે છે તેથી પાંચમું તત્ત્વજ્ઞાનાષ્ટક કહ્યું છે. જે આત્મા આત્માના સ્વરૂપનો તત્ત્વજ્ઞાની બને છે તે જ આત્મા રાગ-દ્વેષ ઉપર વિજયવાળો બનવાથી શાન્ત થઈ શકે છે. તેવા જીવમાં જ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય છે. તે માટે છે શમાષ્ટક કહ્યું છે. જે જીવ શાન્ત હોય છે તે જ પોતાની પાંચ ઈન્દ્રિયોનો વિજય કરી શકે છે. સમતાભાવ વિના ઈન્દ્રિયવિજય શક્ય નથી તે માટે સાતમું ઈન્દ્રિયજયાષ્ટક કહેલ છે.
જે આત્મા ઈન્દ્રિયોના વિષયોનો વિજેતા બને છે તે જ આત્મા ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી શકે છે. વિષયોથી દૂર રહી શકે છે તે માટે આઠમું ત્યાગાષ્ટક સમજાવેલ છે. આ બાબતમાં પ્રશમરતિપ્રકરણમાં પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિજી મહારાજશ્રી જણાવે છે કે -
“બંધુઓનો, ધનનો અને ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવાથી ભય અને ક્લેશથી મુક્ત બનેલા સાધુ અહંકારનો (માનાદિ કષાયોનો) અને મમકારનો (મમતાદિનો) ત્યાગ કરીને સાચા ત્યાગી નિગ્રંથ મહાત્મા બને છે.”
આ કારણથી આઠમું ત્યાગાષ્ટક કહ્યું છે. ત્યાગી બનેલા મુનિ વચનાનુષ્ઠાનના ક્રમ પ્રમાણે (એટલે કે બાહ્યભાવોનો ત્યાગ કર્યો છે) એટલે વધારે વધારે શાસ્ત્ર અભ્યાસ કરીને શાસ્ત્રોનાં વચનોને અનુસાર અનુસાર અસંગ દશા લાવવાની ભાવનાથી ધર્મક્રિયામાં લીન થાય છે. આ કારણથી નવમું ક્રિયાષ્ટક કહ્યું છે. આ પ્રમાણે સમ્યજ્ઞાન, સમ્યકત્યાગ અને સમ્યક્રિયા પ્રાપ્ત થવાથી ખુશ ખુશ થયેલો આ આત્મા ઘણો જ તૃપ્ત બને છે સંતુષ્ટ બને છે તે માટે દશમું તૃપ્તિ અષ્ટક સમજાવ્યું છે.
જે આત્મા સ્વભાવમાં તૃપ્ત બને છે તે વિભાવદશાથી નિર્લેપ બને છે એ જીવને વિભાવદશાનો લેપ હવે ટકતો નથી તે માટે અગિયારમું નિર્લેપાષ્ટક કહ્યું છે અને નિર્લેપ આત્મા જ નિઃસ્પૃહ બને છે. માટે બારમું નિઃસ્પૃહાષ્ટક કહેલ છે અને જે આત્મા બાહ્યભાવોથી નિઃસ્પૃહ થાય છે તે જ આત્મા બાહ્યભાવોથી મૌન સ્વીકારે છે એટલે યથાર્થ મુનિ બને છે માટે તેરમું મૌનાષ્ટક કહેલ છે. ll૧||
પુનઃ - તથા विद्याविवेकसंपन्नो, मध्यस्थो भयवर्जितः । अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ॥२॥
ગાથાર્થ - વિદ્યા અને વિવેકથી સંપન્ન એવો આત્મા મધ્યસ્થ, નિર્ભય, અસ્વપ્રશંસક થયો છતો તત્ત્વદૃષ્ટિવાળો બનીને સર્વ સમૃદ્ધિવાળો બને છે. રા.
Page #889
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ૩૨ અષ્ટકોનો ઉપસંહાર
૮૫૩ ટીકા :- “વિદ્યાવિશ્વતિ” અવંવિધ: શરદ વિદ્યાવિશ્વસમ્પના-વિદા -श्रुताभ्यासः, विवेकः-स्वपरविभजनात्मकः, ताभ्यां सम्पन्नः, तत्कथिते विद्याष्टकविवेकाष्टके । यो हि विद्याविवेकसम्पन्नः, सः मध्यस्थः-इष्टानिष्टे वस्तुनि रागद्वेषरहितो भवति, तेन माध्यस्थ्याष्टकम् । मध्यस्थो हि भयरहितः, तेन भयविवर्जनाष्टकम् । भयरहितस्य नात्मश्लाघा इष्टा, इत्यनेन अनात्मशंसा भवति तन्निरूपणाष्टकम् । यः लौकिकश्लाघाकीाद्यभिलाषरहितः स तत्त्वदृष्टिः, तेन तत्त्वदृष्ट्यष्टकम् । यस्य तत्त्वदृष्टिः, स एव सर्वसमृद्धिः परमसम्पदावान् भवति, तेन सर्वसमृद्धयष्टकम् ॥२॥
વિવેચન :- ત્યાગી, નિર્લેપ, નિઃસ્પૃહ અને મૌની આવા આવા ગુણોવાળો પવિત્ર આત્મા વિદ્યા અને વિવેક ગુણોથી સંપન્ન બને છે. વિદ્યા એટલે શ્રુતશાસ્ત્રોનો અભ્યાસ અને વિવેક એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ કરવો, તે બને ગુણોથી યુક્ત આત્મા થાય છે તે કારણે ચૌદમું વિદ્યાષ્ટક અને પંદરમું વિવેકાષ્ટક સમજાવેલ છે.
જે આત્મા શાસ્ત્રાભ્યાસ રૂપ વિદ્યાર્થી અને સ્વ-પરનો ભેદ કરવા રૂપ વિવેકથી સંપન્ન થાય છે. તે આત્મા મધ્યસ્થ બને છે. ગમે તેવી ઈષ્ટ અથવા અનિષ્ટ વસ્તુઓનો યોગ થાય તો પણ તે આત્મા તેમાં રાગ-દ્વેષ વાળો થતો નથી. અર્થાતુ રાગ-દ્વેષરહિત મધ્યસ્થ બને છે. તે કારણે વિદ્યાષ્ટક અને વિવેકાષ્ટક પછી સોળમું મધ્યસ્થાષ્ટક કહેલું છે. જે આત્મા મધ્યસ્થ હોય છે કોઈપણ બાજુનો પક્ષપાત હોતો નથી તેને કોઈથી ડરવાનું રહેતું નથી અર્થાત્ ભયરહિત હોય છે કારણ કે કોઈપણ બાજુનો ખોટી રીતે પક્ષ કર્યો નથી માટે કોઈ જાતનો ભય નથી તેથી સત્તરમું નિર્ભયાષ્ટક કહેલ છે.
ભયરહિત જે આત્મા હોય છે તેને ક્યારેય આત્મપ્રશંસા કરવાનું મન થતું નથી, પોતાની પ્રશંસા પોતે કરવી તે આવા પ્રકારના નિર્ભય જીવને ઈષ્ટ નથી તેથી “અનાત્મશંસા” થાય છે માટે અઢારમું અનાત્મશંસાષ્ટક કહેલ છે. જે આત્મા લૌકિક પ્રશંસા અને કીર્તિ આદિ રૂપ પોતાની પ્રશંસાને ઈચ્છતો નથી અને અનાત્મશંસક બને છે તે જ પરમાર્થ તત્ત્વને દેખનાર બને છે એટલે તેની દૃષ્ટિ સાચી દષ્ટિ થાય છે અર્થાત્ તત્ત્વદૃષ્ટિ થાય છે માટે ઓગણીશમું “તત્ત્વદૃષ્ટિઅષ્ટક” કહેલ છે. જે જીવ તત્ત્વદૃષ્ટિવાળો બને છે તે જ પોતાના આત્મામાં ભરેલી અનંત અનંત ગુણોની સમૃદ્ધિ છે તેને દેખે છે અને તેને જ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો છતો પોતાના આત્મગુણોની સર્વસમૃદ્ધિ મેળવે છે તે માટે વશમ્ સર્વસમૃદ્ધિ અષ્ટક કહેલું છે. રા.
Page #890
--------------------------------------------------------------------------
________________
૮૫૪
૩૨ અષ્ટકોનો ઉપસંહાર
ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः । लोकसंज्ञाविनिर्मुक्तः, शास्त्रदृग् निष्परिग्रहः ॥३॥
ગાથાર્થ :- તત્ત્વદૃષ્ટિ અને સર્વસમૃદ્ધિને દેખનાર આત્મા કર્મવિપાકોનું ચિંતન કરનાર બને છે ભવસાગરથી ઉદ્વેગી બને છે. લૌકિકસંજ્ઞાનો ત્યાગ કરનાર અને શાસ્ત્રાનુસારિણી દૃષ્ટિવાળો બનીને નિષ્પરિગ્રહી થાય છે. ગા
જ્ઞાનસાર
ટીકા :- ‘“ઘ્વાòતિ’’ ય: સમૃદ્ધ: સ ાને વિચિત્રવિપાજોયે ર્મવિપાળાનાં ज्ञाता ध्याता च भवति । ( अतः कर्मविपाकाष्टकम्) । यः कर्मविपाकध्यानी स एव भवात्-संसारात् उद्विग्नः भवति, अत एव भवोद्वेगाष्टकम् । यः भवोद्विग्नः, स लोकसंज्ञामुक्तो भवति, तेन लोकसंज्ञात्यागाष्टकम् । स एव शास्त्रदृक् च पुनः निष्परिग्रहः भवति । अत एव तत्प्ररूपकाष्टकद्वयम् । (शास्त्राष्टकं परिग्रहाष्टकं च ) ॥૨॥
વિવેચન :- જે આત્મા આત્મિકગુણોની સમૃદ્ધિવાળો બન્યો છે તે આત્મા પુણ્ય-પાપ કર્મોના ચિત્ર-વિચિત્ર ઉદયકાળે ચડતી-પડતીના અવસરે પોતાનાં જ કર્મોનો વિપાક છે આવી વિચારણાવાળો થાય છે. કર્મોના જ વિપાકોને જાણનારો અને તેનું જ ચિંતન-મનન કરનારો બને છે. તેથી એકવીશમું કર્મવિપાકચિંતનાષ્ટક કહેલ છે. જે આત્મા કર્મોના વિપાકોનું ચિંતનમનન કરે છે તે જ આત્મા આ સંસારથી ઉદ્વેગ પામે છે. કર્મોનાં માઠાં ફળો જાણવાથી સંસારથી નિરસ બને છે તે માટે બાવીશમું ભવોદ્વેગાષ્ટક કહ્યું છે. જે આત્મા ભવથી ઉદ્વેગી બને છે તે લોકસંજ્ઞાને અનુસરનારો બનતો નથી. પણ લોકસંજ્ઞાનો ત્યાગી બને છે તે કારણે ત્રેવીશમું લોકસંજ્ઞાત્યાગાષ્ટક કહેલ છે.
જે લોકસંજ્ઞાનો ત્યાગી બને છે તે જ આત્મા પરમાર્થથી શાસ્ત્રાનુસારિણી દૃષ્ટિવાળો અને પરિગ્રહનો ત્યાગી બને છે. નિરંતર શાસ્ત્રાભ્યાસના કારણે શાસ્ત્ર તરફની જ પ્રધાન દૃષ્ટિવાળો થાય છે અને તેથી જ નવવિધ બાહ્યપરિગ્રહને છોડીને અંદરથી મમતા-મૂર્છા આદિ ભાવપરિગ્રહનો પણ ત્યાગી બને છે તે માટે ચોવીશમું શાસ્ત્રદૃષ્ટિઅષ્ટક અને પચીશમું પરિગ્રહત્યાગાષ્ટક કહેલ છે. IIII
शुद्धानुभववान् योगी, नियागप्रतिपत्तिमान् ।
भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रयी ॥४॥
"
Page #891
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૩૨ અષ્ટકોનો ઉપસંહાર
ગાથાર્થ :- જે આત્મા નિષ્પરિગ્રહી બને છે તે જ આત્મા નિર્મળ-શુદ્ધ આત્મતત્ત્વના અનુભવવાળો બને છે યોગી બને છે. કર્મોને બાળવા રૂપ નિયાગ કરનારો બને છે ભાવપૂજા વાળો, ધ્યાનવાળો અને સર્વનયોના આશ્રય સ્વરૂપ બને છે. II૪॥
૮૫૫
ટીકા :- ‘“શુદ્ધેતિ’’ યો નિશ્રિઃ, સ વ શુદ્ધાત્મ-તત્ત્વાનુમવવાનું મતિ । तेनानुभवाष्टकम् । यः स्वरूपानुभवी स एव योगी - योगध्यानमयः । यः योगी स एव निश्चयेन कर्मयागकर्ता तत्प्ररूपकाष्टकद्वयम् । (योगाष्टकं नियागाष्टकञ्च ) । स एव भावार्चा - भावपूजा तथा ध्यानं ध्येयैकत्वं तदेव तप:, तेषां भूमिः - स्थानं भवति । एतत्स्वरूपनिरूपकमष्टकत्रयम् । ( भावपूजाष्टकं ध्यानाष्टकं तपोऽष्टकञ्च ) । ततः सर्वनयाश्रयणं-सम्यग्ज्ञानं तत्प्ररूपकं द्वात्रिंशत्तममष्टकम् ।
--
વિવેચન :- જે નિષ્પરિગ્રહી બને છે, સંસારીભાવોની મમતાને છોડનારો બને છે, તે જ આત્મા શુદ્ધ એવા આત્મતત્ત્વના અનુભવવાળો બને છે. તેથી છવીશમું અનુભવાષ્ટક કહેલ છે, જે આત્મા આત્મસ્વરૂપનો અનુભવી બને છે તે જ આત્મા યોગી થાય છે, યોગદશા ઉપર આરૂઢ થઈ શકે છે માટે સત્તાવીશમું યોગાષ્ટક કહેલ છે. જે યોગી બને છે તે જ આત્મા નિશ્ચયથી કર્મોને બાળીને ખાખ કરવા રૂપ કર્મયાગ કરનાર થાય છે તેથી અઠ્ઠાવીશમું કર્મયાગાષ્ટક સમજાવેલ છે. જે આત્મા કર્મોને બાળી નાખવા સ્વરૂપ નિયાગ કરનાર થાય છે તે જ આત્મા ભાવપૂજાને અને ધ્યાનને કરનાર થાય છે. ધ્યાન એટલે ધ્યેયની સાથે એકાકારતા, આવું ધ્યાન કરનારો આત્મા જ બાહ્ય અને અભ્યન્તર એવો જે તપ છે તે તપને આચરનાર બને છે. અર્થાત્ તપની ભૂમિ-તપનું સ્થાન-તપસ્વી બને છે તે માટે તે ભાવપૂજા, ધ્યાન અને તપના સ્વરૂપનું નિરૂપણ કરનારાં ત્રણ અષ્ટક કહ્યાં છે. ઓગણત્રીશમું ભાવપૂજાષ્ટક, ત્રીશમું ધ્યાનાષ્ટક અને એકત્રીશમું તપોષ્ટક કહેલ છે.
ત્યારબાદ સર્વે પણ નયોનો સ્વીકાર કરવા રૂપ સમ્યજ્ઞાનાત્મક બત્રીશમું અષ્ટક સર્વનયાશ્રયણ કહેલ છે સર્વોપરિ એવું આ બત્રીસમું અષ્ટક યથાસ્થાને સર્વે પણ નયોનો સ્વીકાર કરવાનું જણાવે છે. કોઈપણ બાજુનો પક્ષપાત કર્યા વિના અને કોઈપણ નયનો ત્યાગ કર્યા વિના યથાસ્થાને ઉપકાર થાય તે રીતે તે તે નયોનો સમન્વય કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું આ જ સંસાર તરવાનો સાચો ઉપાય છે આવું સમ્યજ્ઞાન જ ભવોધિનો પાર પમાડનાર થાય છે. તેથી આ બત્રીશમું અષ્ટક કહીને આ ગ્રંથ સમાપ્ત કરેલ છે.
Page #892
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસારની ગરિમા
“જ્ઞાનસાર એ ભવોદિધ તરવામાં વહાણ છે”
एवं कारणकार्यपूर्वकाधिकारद्वात्रिंशत्फलकोपेतं ज्ञानसारं नाम यानपात्रम् । यदारूढाः मिथ्याज्ञानभ्रमणभीषणमतत्त्वैकत्वतारूपजलगम्भीरम्, असंयमपाथोधिमुल्लङ्ध्य सम्यग्दर्शनप्रतोलीमण्डितम्, सम्यग्ज्ञाननिधानोपेतम्, सम्यक्चारित्रानन्दास्वादमधुरम्, असङ्ख्येयप्रदेशस्वसंवेद्यतत्त्ववेदकतासम्पत्प्रवणम्, जिनप्रवचनप्राकारोत्सर्गापवादपरिखासंयुतम्, नयगमनिक्षेपानेकगुणौघं लभन्ते स्याद्वादपत्तनं भव्याः । इति ज्ञानसारफलोपदेशकं ग्रन्थस्य मौलिरूपमन्त्याधिकारमाह श्रीमत्पाठकेन्द्रः
118 11
૮૫૬
વિવેચન :- ઉપરની પંક્તિઓમાં નીચે મુજબની કલ્પના કરી છે
(૧) જ્ઞાનસાર એ બત્રીસ પાટીયાઓનું બનેલું વહાણ છે. (૨) અસંયમ - (અવિરતિ) એ સમુદ્ર છે.
(૩) સ્યાદ્વાદ એ સામા કિનારાનું ભવ્યનગર છે. (૪) મિથ્યાજ્ઞાન-મિથ્યાતત્ત્વનો આગ્રહ એ પાણી છે. (૫) સમ્યગ્દર્શન એ સામા નગરનો દરવાજો છે. (૬) સભ્યજ્ઞાન એ ધનનો ભંડાર છે.
(૭) સમ્યક્ચારિત્ર એ આનંદના આસ્વાદની મધુરતા છે. (૮) આત્મતત્ત્વનું સંવેદન એ સંપત્તિ છે.
(૯) જિનેશ્વર પ્રભુનું પ્રવચન એ કિલ્લો છે.
જ્ઞાનસાર
(૧૦) ઉત્સર્ગ અને અપવાદનું નિરૂપણ એ કિલ્લાને ફરતી ખાઈ છે. (૧૧) સાત નયો અને ચાર નિક્ષેપા એ અનેક જાતની સુંદરતાનો સમૂહ છે.
ઉપર પ્રમાણે ૧૧ જુદી જુદી રીતે ઉપમાઓ આપીને ટીકાકારશ્રી દેવચંદ્રવિજયજી મહારાજશ્રી જ્ઞાનસારનો મહિમા સમજાવે છે કે આ જ્ઞાનસાર નામનો જે ગ્રંથ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવ્યો છે તે આ સંસારસાગર તરવામાં શ્રેષ્ઠ વહાણ સમાન છે. વહાણ જેમ લાકડાનાં પાટીયાં પરસ્પર જોડવાથી બને છે. એમ પૂર્વ પૂર્વ અધિકારો કારણ સ્વરૂપે અને પછી પછીના અધિકારો કાર્ય સ્વરૂપે એમ કારણ-કાર્યતાના સંબંધ વાળા બત્રીસ અધિકારો રૂપી બત્રીસ પાટીયાં પરસ્પર જડીને બનાવેલ આ જ્ઞાનસાર એ ખરેખર સંસારસમુદ્ર તરવામાં યાનપાત્ર-વહાણ છે. મોટી સ્ટીમર છે.
Page #893
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
૮૫૭ યારૂઢી: = જે વહાણ ઉપર ચઢેલા ભવ્ય લોકો સ્યાદ્ધવાદ નામના ભવ્યનગરને પ્રાપ્ત કરે છે. અસંયમ એટલે અવિરતિભાવ, પાંચે ઈન્દ્રિયોના વિષયો સેવવા, અનેક પ્રકારનાં પાપો કરવાં, અઢારે પાપસ્થાનકો સેવવાં તે રૂપી પાથોધિ = સમુદ્ર છે. તે સમુદ્રમાં અગાધ પાણી છે. વિપરીત જ્ઞાનરૂપી ભ્રમણાથી ભયંકર બનેલ અને મિથ્યાતત્ત્વની સાથે જ એકતાવિપરીતબુદ્ધિ એ રૂપી અગાધ પાણીથી ભરેલો અને ઘણો ઊંડો આ સમુદ્ર છે. પણ જો જ્ઞાનસારનો અભ્યાસ કરવા દ્વારા તે વહાણ ઉપર જે જે ભવ્ય જીવો ચઢે છે તે તે ભવ્ય જીવો આવા સમુદ્રને પણ ઓળંગીને સામા કિનારે રહેલા “સ્યાદ્વાદનગરમાં” સુખે સુખે પહોંચી જાય.
આ સ્યાદ્વાદ નગર કેવું છે? જેમ ભવ્યનગરને ચારે તરફ કિલ્લો હોય કે જેથી ચોર -લુંટારા પ્રવેશ ન કરી શકે-તેમ આ સ્યાદ્વાદનગરને જિનેશ્વર પરમાત્માનાં પ્રવચન રૂપી સુંદર અને મજબૂત કિલ્લો છે. જેથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયો રૂપી બંધહેતુઓ આ નગરમાં પ્રવેશી શકતા નથી અને આત્માના સમ્યકત્વાદિ ગુણસમૂહને લુંટી શકતા નથી. કદાચ કોઈ લુંટારા કીલ્લો કુદીને અંદર પ્રવેશ કરવાની હિંમત કરે તો તેવી હિંમત જ ન કરી શકે અને અંદર આવીને લોકસમૂહને લુંટી ન શકે તે માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગને જણાવવા રૂપી કીલ્લાની ચારે બાજુ ઊંડી ખાઈ કરી છે. કે જેથી કોઈ લુંટારા સાહસ કરીને કિલ્લા ઉપર ચઢે જ નહીં આવા પ્રકારના કિલ્લાવાળું આ નગર છે.
આ નગરમાં રહેનારા ભવ્ય જીવો સુખે સુખે પ્રવેશ-નિર્ગમન કરી શકે તે માટે સમ્યગ્દર્શન રૂપી સુંદર એક દરવાજો (પ્રવેશદ્વાર) છે તેના વડે સુશોભિત આ નગર છે. આ નગરમાં સમ્યજ્ઞાન રૂપી ઘણા ધનભંડારો છે. જેમ ધનભંડારો વડે ગામ શોભે તેમ સમ્યજ્ઞાન વડે સ્યાદ્વાદનગર શોભા પામે છે. તથા સમ્યક આચરણા રૂપી ઘણા જ આનંદના આસ્વાદની મધુરતાથી ભરપૂર ભરેલું આ નગર છે. જે ગામના લોકો આનંદની મધુરતા માણતા હોય તે જ નગર પ્રશંસાને પામે છે તેમ આ સ્યાદ્વાદનગરમાં વસતા લોકોમાં સમ્યફ આચરણા રૂપી આનંદની લહેરો ઉછળે છે. દરેકના મુખ ઉપર આનંદનું તેજ ઝળકે છે. મુખ ઉપર ઘણી સારી કાન્તિ અને ઓજસ ચમકે છે.
જે નગરમાં વસતા લોકોના ઘરોમાં સુખસંપત્તિ હોય ધનાઢ્યતા હોય તો જ તે નગર શોભા પામે છે. તેવી જ રીતે સ્યાદ્વાદનગરમાં વસતા સર્વે લોકોના એક એક આત્મામાં જે અસંખ્ય આત્મપ્રદેશો છે તેમાંના એક એક આત્મપ્રદેશમાં પોતાના આત્માનું જ અનુભવવા યોગ્ય જે તત્ત્વસંવેદનજ્ઞાન છે તે રૂપી સંપત્તિથી ભરપૂર ભરેલું આ નગર છે. તથા જે નગરમાં રસ્તાઓ, તળાવો, વાવડીઓ, બાગ-બગીચાઓ ઈત્યાદિ હોય તો તે ગામની શોભા,
Page #894
--------------------------------------------------------------------------
________________
૮૫૮
જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર
વધારે તેવા પ્રકારના સુખકારી અને આનંદદાયક વિષયોનો સમૂહ હોય તો જ તે નગર શોભાને પામે છે તેમ આ સ્યાદ્વાદનગરમાં પણ નિશ્ચય-વ્યવહાર નય, નૈગમાદિ સાત નય અને નામ-સ્થાપન આદિ ચાર નિક્ષેપા ઈત્યાદિ ભવ્ય રચનાઓ રૂપી સુખકારી કાર્યોનો સમૂહ વર્તે છે તેથી આ નગર શોભાવાળું છે.
ભવ્યજીવો આ જ્ઞાનસાર નામના વહાણ ઉપર જો ચઢશે (જો આ શાસ્ત્રનો હૃદયના ભાવપૂર્વક અભ્યાસ કરશે) તો અજ્ઞાન દશા રૂપી અમાપ પાણીથી ભરેલા અસંયમ અને કષાયો રૂપી ભવસાગરને ઓળંગીને ભૂંગળયુક્ત દરવાજાવાળા, ખાઈયુક્ત કિલ્લાવાળા, અનેક પ્રકારના ભંડારવાળા, આનંદની લહરીઓવાળા, આત્મિક સંપત્તિવાળા અને અનેક પ્રકારની શહેરની સુવિધાવાળા સ્યાદ્વાદનગરમાં અવશ્ય સુખે સુખે પ્રવેશ પામશે.
હવે પાઠકોમાં (ઉપાધ્યાયોમાં) ઈન્દ્રસમાન એવા શ્રીમાન્ યશોવિજયજી મહારાજશ્રી જ્ઞાનસારાષ્ટકના ફળનો ઉપદેશ સમજાવવા રૂપ આ ગ્રંથનું ઘણું જ કિંમતી મૂલ્ય કહે છે. લાખો-કરોડો અને અબજો રૂપિયાથી પણ જે માપી ન શકાય તેવું અમૂલ્ય મૂલ્ય આ ગ્રંથનું છે. આવું વર્ણન કરવા રૂપે ગ્રન્થની સમાપ્તિ સૂચક કળશસ્વરૂપ અન્તિમ અધિકાર હવે પછીની ૫ થી ૧૨ ગાથામાં જણાવે છે. ૪
स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् । मुनिर्महोदयं ज्ञानसारं समधिगच्छति ॥५॥
ગાથાર્થ :- બત્રીશ અષ્ટકો દ્વારા સ્પષ્ટ જણાવાયેલા, તત્ત્વને પામનારા મુનિ જ્ઞાનના સાર રૂપ મહોદયને (મોક્ષને) પ્રાપ્ત કરે છે. પા
ટીકા :- “સ્પĖ નિર્ણદુત્તમિતિ'' મુનિ:-ત્રિાતાવિષયી, ગટ્ટ: સ્વį-પ્રટ तत्त्वं वस्तुधर्मं आत्मपरिणमनरूपम् निष्टङ्कितम्- निर्द्धारितम् प्रतिपन्नवान् अङ्गीकृतવાન્ । સ મુનિ: મહોવયં-મોક્ષરૂપં જ્ઞાનસાર-જ્ઞાનસ્ય સારૂં ચારિત્ર, તથા પાં-મુક્તિ, સમધિપતિ-પ્રાખોતિ। તજ્જ ( શ્રીવિશેષાવશ્યમાગ્યે )
सामाइअमाईअं, सुअनाणं जाव बिंदुसाराओ ।
तस्स वि सारो चरणं, सारं चरणस्स निव्वाणं ॥ ११२६ ॥
तं प्राप्नोति ॥५॥
Page #895
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
૮૫૯ વિવેચન :- ઉપર કહેલાં બત્રીશ અષ્ટકો દ્વારા અત્યન્ત સ્પષ્ટપણે નિશ્ચય પૂર્વક સમજાવાયેલું-નિર્ધારિત કરેલું જે શુદ્ધ તત્ત્વ છે તે શુદ્ધ આત્મતત્ત્વના પરિણમન સ્વરૂપ વસ્તુધર્મને જે મુનિ મહારાજા હૃદયના ઘણા જ અહોભાવપૂર્વક-સાચા દિલથી સ્વીકારે છે. તે મુનિ મહારાજાના હૃદયનો પલટો થાય છે. ત્રણે કાળે પાંચે ઈન્દ્રિયોના વિષયો વિનાના થઈ જાય છે. મોહને જિતનારા બની જાય છે. ભોગ, પરિગ્રહ, મમતા, કષાય ઈત્યાદિ મલીનભાવોથી અલિપ્ત બની જાય છે ભવસુખથી ઉગી બની વૈરાગી થઈ ત્યાગી બની આત્મતત્ત્વની સાધનામાં જોડાઈ જાય છે.
આ રીતે ઉત્તમ અવસ્થાને પામેલા આ મુનિ જ્ઞાનના સારભૂત ચારિત્રને પ્રાપ્ત કરીને મહોદયસ્વરૂપ પરમ એવી મુક્તિદશાને જલ્દી જલ્દી પ્રાપ્ત કરે છે. અહીં ટીકાકારશ્રી દેવચંદ્રજી મહારાજશ્રીએ ટીકામાં “તથા પાં-મુક્તિમ્” આમ લખ્યું છે. એટલે મૂલશ્લોકમાં પર શબ્દ હોવો જોઈએ પણ હાલ તે શબ્દ મૂલમાં દષ્ટિગોચર થતો નથી. તેથી “જ્ઞાનસાર" શબ્દના જ અર્થમાંથી બે ભાવ કાઢવા ઉચિત લાગે છે. જેઓ આ બત્રીસ અષ્ટકો ભણીને પરમાર્થતત્ત્વનો સ્વીકાર કરે છે તે મુનિમહારાજા જ્ઞાનના સારને (એટલે કે ચારિત્રને તથા પરા-શ્રેષ્ઠ એવી મુક્તિને) પ્રાપ્ત કરે છે. ચારિત્ર અને પરમ એવી મુક્તિ આ બન્ને ભાવો જ્ઞાનના સાર સ્વરૂપ છે. તેથી જ્ઞાનસાર શબ્દમાંથી જ આવો અર્થ કરવો. શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ જ સવાસો ગાથાના સ્તવનની ઢાળ ત્રીજીમાં કહ્યું છે કે -
આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ આતમ જ્ઞાને તે ટલે, એમ મન સદ્દકીએ રા. જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો ! નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો ફા
એટલે જ્ઞાનનું ફળ ચારિત્ર છે અને ચારિત્રનું ફળ મુક્તિ છે. તેથી ચારિત્ર અને મુક્તિ આ બને જ્ઞાનનાં (અનંતર અને પરંપરા રૂપે) ફળ કહેવાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ ગાથા ૧૧૨૬ માં કહ્યું છે કે –
“સામાયિકથી આરંભીને વાવતું લોકબિંદુસાર નામના ચૌદમાં પૂર્વ સુધીનું સમસ્ત જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. તેનો સાર (ફળ) ચારિત્ર છે અને તે ચારિત્રનો પણ સાર નિર્વાણ (મુક્તિ) છે.”
જ્ઞાનસાર અષ્ટકનો હૃદયના ભાવપૂર્વક સુંદર અભ્યાસ કરનાર તથા તેનું ચિંતન, મનન-નિદિધ્યાસન કરનાર આત્મા અવશ્ય તે ફળને એટલે ચારિત્રને અને નિર્વાણને પ્રાપ્ત કરે જ છે. પણ
Page #896
--------------------------------------------------------------------------
________________
८६०
રિસાનસાર
જ્ઞાનસારની ગરિમા निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषाम् । विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनाम् ॥६॥
ગાથાર્થ :- વિકારો વિનાનો અને બાધા-પીડા વિનાનો એવો જ્ઞાનનો જે સાર છે તેને પામેલા અને અટકી ગઈ છે પરની આશા જેને એવા મહાત્મા પુરુષોને આ ભવમાં અહીં જ મોક્ષ છે. ૬ ટીકા :- “નિર્વિવાિિત” મહાત્મનાં-
સત્સમાવપરિતાનામ્ નૈવअस्मिन्नेव भवे मोक्षः । यद्यपि सकर्मकत्वे मोक्षाभाव एव, तथापि अत्रानन्दसमताशीलानां स्वभावसुखलीनानां वर्णिकारूपेण मोक्षस्यारोपः कथितः । कथम्भूतानां महात्मनाम् ? निर्विकारं-विकाररहितं, निराबाधं-सर्वबाधा पुद्गलसंयोगरूपा, तया रहितम्, ज्ञानं तत्त्वबोधः, तस्य सारं-तत्त्वैकत्वरूपं चारित्रमुपेयुषां-प्राप्नुवताम्, पुनः कथम्भूतानां महात्मनाम् ? विनिवृत्ता परस्य आशा येषां ते, तेषां विनिवृत्तपराशानांसर्वथा पुद्गलाशारहितानां निर्वाञ्छकानामिहैव मोक्ष इति ॥६॥
વિવેચન :- જે મહાત્મા પુરુષોના હૃદયમાં સભ્યપ્રકારે આત્મતત્ત્વ પરિણામ પામ્યું છે. આત્માની નિર્મળ-શુદ્ધ અવસ્થા મેળવવાની જ લગની લાગી છે અને કર્મોદયજન્ય સુખાદિ ભાવોમાંથી જેનું ચિત્ત ઉઠી ગયું છે. પૌદ્ગલિક સુખોની આશાઓ જેઓએ ત્યજી દીધી છે આવા મહાત્મા પુરુષોને તો આ જ ભવમાં મોક્ષ થાય છે. અથવા અહીં જ મોક્ષ છે. જો કે આ કાળ અવસર્પિણીનો છે પાંચમો આરો છે. ભરતક્ષેત્ર છે એટલે આવા વૈરાગી મહાત્માઓ હોય તો પણ તેઓ આઠ કર્મોના ઉદયવાળા છે, ગુણસ્થાનક ૬-૭ છે, ક્ષપકશ્રેણી-પ્રથમસંઘયણ અને કેવલજ્ઞાનાદિ ભાવો આ કાળે અને આ ક્ષેત્રે હાલ નથી. તેથી મોક્ષપ્રાપ્તિનો પણ જો કે અભાવ છે, તો પણ આવી ઊંચી ભૂમિકાની દશા ઉપર પહોંચેલા મહાત્માઓ આત્મગુણોના આનંદમાં અને સમતામાં ઝુલનારા થાય છે તથા સ્વભાવસુખમાં જ લયલીન બને છે. તેથી ભલે સાક્ષાત્ મોક્ષ નથી તો પણ મોક્ષના સુખની વાનગી રૂપે અહીં મોક્ષનો આરોપ કરેલો છે. જાણે કંઈક અંશે મોક્ષના સુખનો આસ્વાદ માણતા હોય તેવું સુખ હાલ અહીં પણ તેઓને હોય છે. તેથી સમુદ્રના કે નદીના કિનારા પાસે જતાં દૂરથી જ ઠંડક અને પવન આવવાથી સમુદ્ર આવ્યો, નદી આવી, આમ જેમ આરોપ કરીને બોલાય છે, તેમ અહીં - મોક્ષના સુખનો આંશિક વાનગી રૂપે અનુભવ થતો હોવાથી આવા પ્રકારના મહાત્માઓને અહીં જ મોક્ષ છે એમ કહેલ છે.
Page #897
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
જ્ઞાનસારની ગરિમા
૮૬૧
આ મહાત્માઓ કેવા છે ? તે વાત બે વિશેષણોથી સમજાવે છે. નિર્વિકાર અને નિરાબાધ એવા જ્ઞાનસારને પામેલા મહાત્માઓ છે આ એક વિશેષણ થયું તથા વિનિવૃત્તપરાશા વાળા મહાત્માઓ છે આ બીજું વિશેષણ છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - વિકાર રહિત એવો જ્ઞાનનો સાર પામેલા, જે જ્ઞાનસાર ભણવાથી મોહના તમામ વિકારો જેના જીવનમાંથી ચાલ્યા જાય છે. તથા સંસારમાં સર્વે પણ બાધાઓ (પીડાઓ) પુદ્ગલદ્રવ્યના સંયોગથી જ આવે છે, સંયોગ થાય તેનો વિયોગ થાય જ, તેની વિયોગકાલે પીડા આવે જ, આવા પ્રકારની પીડા વિનાનો જે જ્ઞાનનો સાર છે તેને પામેલા આ મહાત્માઓ છે. વિકારોનો અને મોહજન્ય પીડાઓનો નાશ કરે અને આત્માને વાસ્તવિક શાન્તિ આપે એવો સુંદર જે જ્ઞાનનો સાર છે તેને પામેલા આ મહાત્માઓ છે. તેથી આ ભવમાં જ અને અહીં જ મોક્ષ છે.
તથા પરદ્રવ્યની આશા જેમના જીવનમાંથી ચાલી ગઈ છે તેવા મહાત્માઓ છે, સર્વથા પુદ્ગલદ્રવ્યની આશા વિનાના, નિઃસ્પૃહ, વાક્છા વિનાના મહાત્માઓ છે, માટે આ જ ભવમાં મોક્ષ છે, જ્ઞાનસારના અભ્યાસથી, ચિંતન-મનનથી એટલી બધી ઊંચી દશામાં વર્તે છે કે જાણે મોક્ષના સુખનો જ આસ્વાદ અહીં જ માણતા હોય તેવા છે. દા
चित्तमार्द्रीकृतं ज्ञानसार - सारस्वतोर्मिभिः ।
नाप्नोति तीव्रमोहाग्नि- श्लेषशोककदर्थनाम् ॥७॥
ગાથાર્થ ઃ- જ્ઞાનસારની વાણીની ઊર્મિઓ વડે જેનું ચિત્ત ભીનું ભીનું કરાયું છે તે મહાત્માઓનું ચિત્ત તીવ્ર મોહ રૂપી અગ્નિના દાહજન્ય શોકની પીડાને ક્યારેય પામતું નથી.
11911
ટીકા :- ‘“ખ્રિમિતિ'' જ્ઞાનસાર,મિધો પ્રગ્ન્ય: તસ્ય સરસ્વતી-વાળી, તસ્યા મે ऊर्मयः - कल्लोलास्तैः येषां चित्तमार्द्रीकृतम्, तेषां जीवानां तीव्रो मोहाग्नेः आश्लेषः તેન યઃ શોઃ, તસ્ય ડ્થના-પીડા, તાં નાખોતિ । કૃત્યનેન જ્ઞાનસારાસારवर्षणार्द्रीकृतचित्तानां मोहाग्नितापो न भवति ॥७॥
વિવેચન :- જ્ઞાનસાર છે નામ જેનું એવો જે આ ૩૨ અષ્ટકોનો બનાવેલો મહાગ્રંથ છે તેમાં આલેખાયેલી વાણીની ઉર્મિઓ (કલ્લોલો) દ્વારા જે મહાત્માઓનું ચિત્ત ભીનું ભીનું થયું છે. જેઓના હૃદયમાં જ્ઞાનસારાષ્ટકના વૈરાગ્યવર્ધક શ્લોકો હાલતાં-ચાલતાં-ઉઠતાં-બેસતાં એમ કોઈપણ કામકાજ કરતાં જીભ ઉપર રમે છે. વારંવાર આ શ્લોકોનું જ જેઓને રટન ચાલે છે. તેના કારણે જેઓનું ચિત્ત સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યાદિ ગુણોથી ભીનું-ભીનું બન્યું
Page #898
--------------------------------------------------------------------------
________________
૮૬૨
જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર
છે તે મહાત્માઓના ચિત્તને તીવ્ર મોહ રૂપી, અગ્નિનું ( આશ્ર્લેષ = ) આલિંગન ક્યારેય થતું નથી. અને તેના કારણે તેવા અગ્નિનો દાહ તેઓને સંભવતો નથી. તેથી તેવા મોહરૂપી અગ્નિના સંયોગથી થનારા એવા દાહથી ઉત્પન્ન થનારી પીડા પણ ક્યારેય થતી નથી. તેઓ તો મોહાગ્નિને બુઝવનારા બને છે. મોહસાગરને તરનારા બને છે. મોહરાજા તેઓનો વાળ પણ વાંકો વાળી શકતો નથી.૧ I
अचिन्त्या कापि साधूनां ज्ञानसारगरिष्ठता ।
"
તિર્થયોર્ધ્વમેવ, સ્વાધ:પાત: પિના
ગાથાર્થ :- સાધુ મહાત્માઓમાં આવેલી જ્ઞાનસારાષ્ટકની આ ગરિમા કોઈ અચિત્ત્વ છે કે જેના દ્વારા તે જીવોની નિયમા ઊર્ધ્વ ગતિ જ થાય છે, ક્યારેય અધઃપાત થતો નથી. ॥૮॥
ટીકા ઃ:- ‘ચિયા ાપીત્યાવિ' મો મળ્ય ! સાધૂનાં-પરમપ-નિષ્પાવાનાં જાપિ મચિન્ત્યા-ચિન્તિતુમશયા, જ્ઞાનમાર્ગરિષ્ઠતા અસ્તિ। જ્ઞાનં-યથાર્થस्वपरावबोधः, तस्य सारं चारित्रं वैराग्यता, तस्य गरिष्ठता - गरिमा- गुरुत्वं तत्स्वरूपमचिन्त्यं-दुर्विचारम् । अन्या गुरुता अधोगमनहेतुः, ज्ञानगुरुत्वमूर्ध्वताहेतुः, अत एवाचिन्त्येति । यया-गरिष्ठतया ऊर्ध्वगतिरेव स्यात्, अधःपातः कदापि न भवति । ऊर्ध्वता द्रव्यतो जीवेभ्यः उच्चत्वगोत्रोदयादिरूपा, क्षेत्रतः ऊर्ध्वलोकगमनरूपा, भावतः सम्यक्त्वाद्युत्तरोत्तरगुणारोहणरूपा, तेन यो ज्ञानगरिष्ठः, स ऊर्ध्वत्वं -स्वर्गापवर्गलक्षणं सम्यक्चारित्रादिगुणलक्षणमूर्ध्वत्वं प्राप्नोति ॥८॥
વિવેચન :- જે જે સાધુસંત-મહાત્મા પુરુષો જ્ઞાનસારાષ્ટકનો અભ્યાસ કરે છે, જ્ઞાનસાર કંઠસ્થ કરે છે, પ્રતિદિન સ્વાધ્યાય કરે છે તેઓની જ્ઞાનગૌરવતા કોઈ અચિત્ત્વ છે. હે ભવ્ય જીવ ! પરમપદના સાધક એવા મહાત્મા પુરુષો જ્ઞાનસાર ભણીને તેના જ્ઞાનથી ગૌરવશાલી બને છે, તે જ્ઞાનની ગરિષ્ઠતા (ગૌરવતા) કોઈ અચિત્ત્વ છે. ચિંતવી પણ ન શકાય તેવી છે. જરા સાવધાનીથી સાંભળ.
ભાવાર્થ આ પ્રમાણે છે કે યથાર્થ રીતે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિવેક થવો અર્થાત્ ૧. તીવ્રમોટ્ટાક્ત્તિશ્લેષોર્થનામ્ આ પાઠને બદલે બીજી કેટલીક પ્રતોમાં તીવ્રમોહાનિોષશોષવર્થનામ્ આવો પણ પાઠ છે. તેનો અર્થ ઉપરના અર્થને અનુસારે કરવો. “તે મહાત્માઓને તીવ્ર મોહરૂપી, અગ્નિજન્ય દાહ (બળતરા)થી થનારી અંગોના શોષાવાની પીડા થતી નથી. ટીકાકારશ્રીએ પ્રથમ પાઠ પ્રમાણે અર્થ સમજાવેલ છે.
Page #899
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
૮૬૩ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ બુદ્ધિમાં આવવો તે સાચું સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાનનો સાર ચારિત્ર છે. ચારિત્ર એટલે વૈરાગ્યદશા, તે વૈરાગ્યદશાની જે ગરિમા છે. અર્થાત્ ગુરુતા છે તે ગુરુતાનું સ્વરૂપ અચિજ્ય છે બુદ્ધિમાં ન ઉતરે તેવું છે. દુઃખે દુઃખે અર્થાતુ મહામુશ્કેલીએ સમજાય તેવું છે. કારણ કે જે જે પદાર્થો ગુરુતાવાળા હોય છે (જેમકે પત્થર-લોખંડ-રેતી. વગેરે પદાર્થો) તે તે પદાર્થો ગુરુતાના કારણે નીચે જાય છે એટલે અન્ય પદાર્થ સંબંધી ગુરુતા અધોગમનનું કારણ બને છે જ્યારે જ્ઞાનસાર દ્વારા આવેલી ગૌરવતા ઉર્ધ્વતાનું (ઊર્ધ્વગતિ કરાવવાનું) જ કારણ બને છે માટે અચિજ્ય છે.
સંસારમાં કોઈપણ પુદ્ગલદ્રવ્ય ગુરુત્વધર્મવાળો હોય ત્યારે તે નીચે જાય છે અને જ્ઞાનસાર જેણે કંઠસ્થ કર્યું હોય છે એટલે તેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જેણે ગુરુતા (ગૌરવતા) પ્રાપ્ત કરી હોય છે તે ગુરુતા ઊર્ધ્વગતિનું જ કારણ બને છે. ક્યારેય પણ અધઃપાત થતો નથી. માટે જ જ્ઞાનસાર દ્વારા મળેલી ગૌરવતા કોઈ અદ્ભુત છે, અચિન્હ છે, જગતને આશ્ચર્ય પમાડે તેવી છે.
ઊર્ધ્વતા દ્રવ્યથી, ક્ષેત્રથી અને ભાવથી એમ ભિન્ન ભિન્ન જાતની હોય છે. ત્યાં દ્રવ્યથી ઊર્ધ્વતા એટલે ઉચ્ચગોત્રના ઉદય આદિ જન્ય ધનવંતપણું, ઉંચા કુલમાં ઉત્પન્ન થવાપણું, વિશિષ્ટ વિવેકીપણું, ઈત્યાદિ ઊર્ધ્વતા જાણવી, ક્ષેત્રથી ઊર્ધ્વતા એટલે ઊર્ધ્વલોક તરફ ગમન થવા રૂ૫ ઊર્ધ્વતા જાણવી અને ભાવથી ઊર્ધ્વતા એટલે સમ્યકત્વ-દેશવિરતિસર્વવિરતિ-ક્ષપકશ્રેણિ અને કેવલજ્ઞાનાદિ ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થવી, અધિક અધિક ગુણો ઉપર આરોહણ કરવું તે ભાવઊર્ધ્વતા જાણવી. જે જે મહાત્મા પુરુષો જ્ઞાનસારાષ્ટક ભણીને તેના જ્ઞાનની ગરિમાને પ્રાપ્ત કરે છે તે તે મહાત્માઓ સ્વર્ગ અને અપવર્ગ પામવા રૂપ ક્ષેત્ર સંબંધી ઊર્ધ્વતા પણ પામે છે અને સમ્યફચારિત્ર વગેરે ગુણો પામવા રૂપ ભાવઊર્ધ્વતાને પણ પામે છે (તથા જ્ઞાનસારના અભ્યાસથી દેદીપ્યમાન મહાત્માઓ યશ-કીર્તિ-પ્રશંસા-માનમોભો-પ્રતિષ્ઠા વગેરે રૂપ દ્રવ્ય-ઊર્ધ્વતા પણ પામે છે) આમ આ જ્ઞાનદશાની ગૌરવતા જીવને નિયમ ઊર્ધ્વતા જ આપનાર છે. માટે અચિત્ત્વ છે. આટલા
पुनः ज्ञानक्रियाभ्यां मोक्षः, न ह्येकस्यापि विरोधकः साधको भवति, क्रिया हि वीर्यविशोधिरूपा, ज्ञानञ्च चेतनाविशोधिरूपम्, चेतनावीर्ययोः शोधिप्राप्तयोः सतोः एव सर्वसंवरः । तथापि क्रियातः ज्ञानस्याधिक्यं दर्शयति
જો કે જ્ઞાન અને ક્રિયા આમ બન્નેના યોગે જ જીવને મોક્ષ થાય છે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે “નાલિરિહિં મોલ્લો" માટે બન્ને સાથે મળે તો જ મોક્ષ થાય છે
Page #900
--------------------------------------------------------------------------
________________
૮૬૪ જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર આ બન્નેમાંથી કોઈ એકનો પણ વિરોધ જો કરવામાં આવે તો વિરોધ કરનાર આત્મા આત્મદશાનો સાધક બને નહીં, કારણ કે જે ક્રિયા છે તે વીર્યગુણની નિર્મળતા રૂપ છે અને જે જ્ઞાનગુણ છે તે ચેતનાની નિર્મળતા રૂપ છે. ચેતના અને વીર્ય આ બન્ને આત્માના જ ગુણો છે અને ગુણો વિશુદ્ધિને પામ્યા છતા સર્વ-સંવરભાવ લાવે છે. સર્વથા કર્મબંધ અટકાવે છે. માટે બન્નેની આવશ્યકતા છે. તો પણ બન્નેમાં તરતમતા છે, ક્રિયા કરતાં જ્ઞાનની અધિક આવશ્યકતા છે એક ગુણ પ્રકાશ-આત્મક છે બીજો ગુણ એટલો પ્રકાશાત્મક નથી. વળી જ્ઞાન એ આત્માનો ગુણ છે મોક્ષમાં પણ રહેનાર છે ક્રિયા એ શુભયોગ છે, શુભ કરણવીર્ય છે અને તે અને હેય છે. છેલ્લે અયોગી થવાનું છે. માત્ર લબ્ધિવીર્યવાળા જ બનવાનું છે. આ રીતે જ્ઞાનગુણની ક્રિયાથી જે અધિકતા છે તે હવે જણાવે છે.
क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः ।
થતણૂકશો, જ્ઞાનવૃતઃ પુનઃ II
ગાથાર્થ :- ક્રિયાથી કરાયેલો કર્મોનો ક્ષય દેડકાનાં (મૃતશરીરોના) ચૂર્ણતુલ્ય જાણવો પરંતુ જ્ઞાનસાર વડે કરાયેલો કર્મોનો ક્ષય બળેલા તેના ચૂર્ણતુલ્ય જાણવો. ..
ટીકા - “ફ્લેશક્ષો દ્વીતિ' રીતિ-નિશ્ચિતમ્, ક્ષિતિ:-યિોદ્યવિહિતા क्लेशक्षयः-कर्मक्षयो मण्डूकचूर्णतुल्यो ज्ञेयः । यथा मण्डूकचूर्णं पुनः घनयोगतस्तत्रानेकाभिनवमण्डूकोत्पत्तिर्भवति । तथा क्रियया अशुभकर्म क्षयति, तथापि शुभानां प्रचुरा वृद्धिः, पुनः शुभोपयोगकाले अशुभानां वृद्धिः इति ज्ञेयम् । 'पुरा-पूर्वम्, (पुनस्तथा) ज्ञानसारकृतः कर्मक्षयः दग्धतच्चूर्णसदृश इति, इत्यनेन ज्ञानानन्देन कृतः कर्मक्षयः पुनः न प्रभवति ।
यथा-मण्डूकचूर्णः दग्धो न मण्डूकोत्पत्तिहेतुर्भवति । एतदुपदेशपदात्सर्वं ज्ञेयम् । (उपदेशपदप्रकरण गाथा १९१) आगमेऽपि "सीलं सेयं सुअं सेयं (भगवतीसूत्र शतक ८ उद्देश १० सूत्र ३५५) इत्यालापकेन, तथा पञ्चनिर्ग्रन्थीशतके मुनीनामल्पश्रुतवतामाहारादि संज्ञाऽस्ति, बहुश्रुतानामाहारादिसंज्ञानिषेध इति सर्वत्र વોચમ્ II
૧. અહીં ટીકામાં પુરા-પૂર્વમ્ લખ્યું છે પણ પૂર્વાપરસંકલનામાં સંગત થતું નથી. તથા મૂલશ્લોકમાં પુરા
શબ્દ જ નથી. માટે પુનઃ-તથા હોવું જોઈએ. મૂલશ્લોકમાં પુનઃ શબ્દ છે અને તેનો અર્થ બરાબર સંગત થાય છે. તત્ત્વ કેવલી ભગવાન જાણે.
Page #901
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
જ્ઞાનસારની ગરિમા
૮૬૫
વિવેચન :- ધર્મક્રિયા સંબંધી ઉદ્યમ વડે કરાયેલો કર્મોનો ક્ષય દેડકાના શરીરના ચૂર્ણતુલ્ય જાણવો. એટલે કે જે દેડકાંઓ પાણીના મોજાઓ સાથે કિનારે આવી ગયાં અને પછી પાણી ઉતરી ગયું ત્યારે દેડકાં કિનારાની રેતીમાં જ ભરાઈ ગયાં, પાણી ન આવવાથી તે દેડકાં દુ:ખી થયાં અથવા મૃત્યુ પામ્યાં, હવે તે દેડકાંનાં માત્ર શરીરો (મૃતશરીરો) જ રહ્યાં, આ જીવો સંમુચ્છિમ હોવાથી ફરીથી પાણીનો યોગ થતાં ત્યાં અનેક નવાં નવાં દેડકાંની ઉત્પત્તિ થાય છે. તે જ રીતે ધર્મક્રિયા કરવા દ્વારા અશુભકર્મોનો ક્ષય જરૂર થાય છે. તો પણ મન-વચન-કાયાના શુભયોગ હોવાથી શુભકર્મોનો બંધ પ્રચૂરપ્રમાણમાં (ઘણો) થાય છે. વળી જ્યારે તે શુભ કર્મ ઉદયમાં આવે છે અને તેને ભોગવવાનો કાલ થાય છે ત્યારે આ જીવ મોહને વશ થયો છતો બીજાં ઘણાં અશુભકર્મો પાછાં બાંધે છે તે માટે ક્રિયાકૃત કર્મનો ક્ષય મંડૂકના ચૂર્ણતુલ્ય જાણવો. બહુકિંમતવાળો નથી, અલ્પકિંમતવાળો છે.
પરંતુ જ્ઞાનસાર ભણવાથી કરાયેલો કર્મોનો ક્ષય બાળી નાખેલાં તે શરીરોના ચૂર્ણ તુલ્ય સમજવો. એટલે કે જે જે દેડકાં મૃત્યુ પામ્યાં છે તેઓનાં મૃતશરીરોનો અગ્નિસંસ્કાર કરીને જો બાળી નાખવામાં આવે તો તે રાખમાં ફરીથી નવાં દેડકાંની ઉત્પત્તિ થતી નથી. તેમ જ્ઞાન દ્વારા નિર્મળ અધ્યવસાયો આવવાથી સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યના શુદ્ધ અધ્યવસાયોથી જે કર્મોનો ક્ષય થાય છે. તેમાં યોગપ્રવૃત્તિ ન હોવાથી નવાં શુભકર્મોનો બંધ થતો નથી, માત્ર શુદ્ધ ઉપયોગ હોવાથી નિર્જરાવિશેષ જ થાય છે. આ પ્રમાણે જેમ દેડકાંના શરીર બાળી નખાયાં હોય તો નવા નવા દેડકાની ઉત્પત્તિનો હેતુ બનતો નથી. તેમ અહીં પણ જ્ઞાનપૂર્વક કરાયેલો કર્મક્ષય ફરી બંધ ન થતો હોવાથી દગ્ધતચૂર્ણતુલ્ય છે. આ વિષય પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીકૃત ઉપદેશપદથી સમજી લેવો, તે ગ્રંથમાં ૧૯૧ મી ગાથામાં આ વિષય છે. તે ગાથા આ પ્રમાણે છે -
एत्तोच्चिय अवणीया, किरियामेत्तेण जे किलेसा उ । मंडुकचुण्णकप्पा, अण्णेहि वि वण्णिया णवरं ॥१९१॥
ગાથાર્થ :- આ કારણથી જ ક્રિયામાત્ર વડે કરાયેલો જે કર્મોનો ક્ષય છે તે દેડકાંના ચૂર્ણતુલ્ય છે અન્ય દર્શનકારો વડે પણ આ રીતે વર્ણન કરાયું છે. ૧૯૧૫
તથા ભગવતીજી સૂત્ર નામના આગમમાં પણ કહ્યું છે કે “વં હતુ સીતં સેવ છુ, સુર્ય એવં ૨, સુર્ય સેવં રૂ, સીત્ત એવં ૪, કે મેયં ભંતે' ઈત્યાદિ પાઠ (શતક ૮ ઉદ્દેશ ૧૦ સૂત્ર ૩૫૪-૩૫૫) થી જાણી લેવો. આ આલાવામાં પણ આ જ હકીકત કહેલી છે. તથા પંચનિર્પ્રન્થી શતક નામના ગ્રંથમાં અલ્પશ્રુતવાળા મુનિઓને આહારાદિ સંજ્ઞા હોય છે અને બહુશ્રુતવાળા મુનિઓને આહારાદિ સંજ્ઞા હોતી નથી આમ કહ્યું છે, ત્યાં અલ્પશ્રુત
Page #902
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૮૬૬
જ્ઞાનસારની ગરિમા હોવાથી આહારાદિમાં મોહ જોર કરે છે એટલે કર્મબંધ વધારે થાય છે અને બહુ-શ્રતવાળાને શ્રુતના બળથી મોહનો નાશ કર્યો હોવાથી આહારાદિમાં મોહસંજ્ઞા ઉછળતી નથી. એટલે વધારે બંધ થતો નથી. ઈત્યાદિ પાઠોનો આધાર અહીં સ્વયં જાણવો. હા
ज्ञानपूतां परेऽप्याहुः, क्रियां हेमघटोपमाम् । युक्तं तदपि तद्भावं, न यद्भग्नापि सोज्झति ॥१०॥
ગાથાર્થ - પરદર્શનકારો પણ જ્ઞાનપૂર્વકની કરાયેલી પવિત્ર ક્રિયાને સુવર્ણના ઘટની ઉપમા આપે છે તે પણ યોગ્ય જ છે. કારણ કે સુવર્ણના ઘટમાં જે ઘટપણું છે તે ભાગ્યે છતે પણ સુવર્ણપણું નાશ પામતું નથી. ૧૦
ટીકા - “જ્ઞાનપૂતામિતિ" જ્ઞાનપૂતાં-જ્ઞાનેન પવિત્ર ક્રિયાં-અમથો વ્યાપારાત્મ, हेमघटोपमां-सुवर्णकलशसदृशीं परेऽपि-अन्ययूथिका अपि आहुः । एतद् युक्तम् । तदपि-हेमघटे भग्ने अपि तद्भावं-हेममौल्यं नोज्झति । तथा सद्ज्ञानयुक्ता क्रिया, ततः पतितस्य भग्नस्यापि नाधिकस्थितिबन्धः । "बन्धेण न वोलइ कयावि" इति वचनात् । ज्ञानी क्रियायुक्तः स्थितिक्षयं करोति । ततः पतितोऽपि तत् स्थितिस्थानं नातिक्रामति । अतो ज्ञानपूर्विका एव तथ्या । तथा च औपपातिकाङ्गे-मिथ्यादृष्टिः एकान्तेन द्रव्ययतिलिङ्गक्रियायुक्तः नवमग्रैवेयकान्तं गच्छति । तथापि स्थितौ पूर्णबन्धक एव । सम्यग्दृष्टिप्रतिपत्तौ तत्पतितोऽपि-मिथ्यात्वभावं गतोऽपि एककोटाकोट्यन्तरस्थितिं बध्नाति, नाधिका बजाति । अतः ज्ञानस्याधिकत्वम् ॥१०॥
- વિવેચન :- એકલી ક્રિયામાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય મંડૂકના ચૂર્ણતુલ્ય (મૃતશરીરતુલ્ય) હોય છે અને એકલા જ્ઞાનમાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય દગ્ધતચૂર્ણ તુલ્ય હોય છે અને બન્ને સાથે હોય તો કરાયેલો કર્મોનો ક્ષય અપૂર્વ હોય છે આમ જૈનદર્શનકાર તો કહે જ છે પરંતુ અન્ય દર્શનકારો પણ ધાર્મિક ક્રિયા અને જ્ઞાનની બાબતમાં આમ જ કહે છે તેની વાત કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે -
જ્ઞાનપૂર્વકની (જ્ઞાન દ્વારા પવિત્ર થયેલી) ધર્મક્રિયાને એટલે કે મન-વચન-કાયાના શુભ યોગવ્યાપાર સ્વરૂપ ક્રિયાને સુવર્ણના કળશની તુલ્ય છે એમ અન્યયૂથિકો (પરદર્શનકારો) પણ કહે છે અને પર-દર્શનકારો આમ જે કહે છે તે બરાબર યોગ્ય જ છે. કારણ કે જ્યારે જ્યારે સુવર્ણનો ઘટ ભાંગે-તુટે-ફુટે તો પણ સુવર્ણભાવને ત્યજતો નથી. અર્થાત્ સોનાનો ઘટ ભાંગી જાય તો ઘટપણે જ ચાલ્યું જાય છે પણ સુવર્ણપણે કાયમ રહે છે. સુવર્ણપણું ચાલ્યું
Page #903
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
८६७ જતું નથી. તેવી જ રીતે સમ્યજ્ઞાનપૂર્વક કરાયેલી ધર્મક્રિયા પણ તેવી જ જાણવી. આવી ધર્મક્રિયા કરીને જીવ જો પતન પામેલો હોય તો પણ અધિક સ્થિતિબંધ કરતો નથી.
પડે તો પણ બંધનું ઉલ્લંઘન ન કરે” આવું શાસ્ત્રવચન હોવાથી, ભાવાર્થ એવો છે કે ધર્મક્રિયાથી યુક્ત એવો સમ્યજ્ઞાની આત્મા કર્મોની પૂર્વકાળમાં બાંધેલી ૭૦-૮૦-૩૦ અને ૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિનો ક્ષય કરીને માત્ર એક કોડાકોડી સાગરોપમની અંદર કંઈક ન્યૂન (અંતઃકોડાકોડી સાગરોપમની) સ્થિતિ કરે છે. ત્યાર બાદ સમ્યકત્વથી પડીને તે જીવ ધારો કે મિથ્યાત્વગુણસ્થાનકે જાય, તો પણ અંતઃકોડાકોડી પ્રમાણ જે સ્થિતિસ્થાન પ્રાપ્ત કર્યું છે તેનું ઉલ્લંઘન કરતો નથી. અર્થાત્ અધિકસ્થિતિ બાંધતો નથી. આ કારણથી જ્ઞાનપૂર્વક કરાયેલી ધર્મક્રિયા જ સાચી ક્રિયા છે. ઉપકાર કરનારી ક્રિયા છે. અહીં કર્મગ્રંથકારનો મત એવો છે કે સ્થિતિ અધિક બાંધે, પણ રસ અધિક ન બાંધે અને સિદ્ધાન્તકારનો મત એવો છે કે પતિત થયેલો જીવ સ્થિતિ પણ અધિક ન બાંધે અને રસ પણ અધિક ન બાંધે.
આ રીતે સમ્યજ્ઞાની આત્મા કદાચ પતન પામે તો પણ પરિણામની ધારામાં તીવ્ર કષાયો ન આવવાથી કર્મોની સ્થિતિ-રસના બંધનું ઉલ્લંઘન કરતા નથી. શ્રી ઔપપાતિક ઉપાંગમાં (ઉવવાઈ સૂત્રમાં) કહ્યું છે કે મિથ્યાષ્ટિ જીવ કદાચ સાધુપણું લહે, ઉત્કૃષ્ટપણે ધર્મક્રિયા કરે, દ્રવ્યથી મુનિનું લિંગ અને મુનિપણાની ક્રિયાથી યુક્ત થાય, તો પણ મિથ્યાદૃષ્ટિ હોવાથી સમ્યજ્ઞાની નથી. માટે એકાન્ત વધારેમાં વધારે નવમા ગ્રેવેયક સુધી જ જાય છે. (પણ અનુત્તરવાસી દેવમાં કે મોક્ષમાં તે જીવ જતો નથી) અને પરિણામની ધારા મિથ્યાત્વમોહવાળી હોવાથી પૂરેપૂરો ૭૦-૪૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ કરી શકે છે. માટે તે શ્રેષ્ઠ નથી. પરંતુ જો સમ્યગ્દષ્ટિપણું સ્વીકાર્યું હોય, સમ્યકત્વ પ્રાપ્ત થઈ ચૂક્યું હોય તો પછીથી કદાચ તે જીવ પડે તો પણ એટલે કે મિથ્યત્વદશા પામે તો પણ એક કોડાકોડી સાગરોપમની અંદર જ (કંઈક ન્યૂન જ) સ્થિતિ બાંધે છે પણ અધિકસ્થિતિ બાંધતો નથી.
આ કારણે જ જ્ઞાનની અધિકતા છે જ્ઞાન એ દીપકતુલ્ય પ્રકાશક છે તેથી જ્ઞાન પામેલા આત્મા કદાચ પડે તો પણ તે આત્માના પરિણામ અતિશય પતનને પામતા નથી. ૧૦
પુન: દ્રઢતિ - ફરીથી આ જ વાતને મજબૂત કરે છે. क्रियाशून्यं च यद् ज्ञानं, ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥११॥
Page #904
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર
ગાથાર્થ :- ક્રિયા વિનાનું એકલું જે જ્ઞાન હોય છે અને જ્ઞાન વિનાની એકલી જે ધર્મક્રિયા હોય છે આ બન્નેની વચ્ચે સૂર્ય અને આગીયા જેટલું અંતર જાણવું. ||૧૧||
૮૬૮
ટીકા :- “યિાશૂમિતિ' થવું જ્ઞાનં-તત્ત્વાવવોધ: સત્વસંવેદ્યવેનરૂપ, क्रियाशून्यं - द्रव्यक्रिया आश्रवरोधनात्मिका, तया शून्यं, च-पुनः क्रिया ज्ञानशून्या, तयोः अन्तरं भानुखद्योतयोरिव ज्ञेयम् । भानुतुल्यं ज्ञानम्, खद्योतप्रकाशतुल्या क्रिया ज्ञानशून्या ज्ञेया इति ॥ ११ ॥
વિવેચન :- જ્ઞાન અને ક્રિયા આ બન્નેની વચ્ચે અંતર કેટલું ? તે હવે સમજાવે છે. તત્ત્વનો સમ્યગ્ બોધ તે જ્ઞાન કહેવાય છે. જે જ્ઞાન યથાર્થપણે સ્વ-સંવેદનસ્વરૂપ છે, આત્મદશાના અનુભવાત્મક છે પણ તેવા જ્ઞાનવાળો આત્મા ધારો કે ક્રિયા ન કરતો હોય, કેવળ એકલું જ્ઞાનમાત્ર હોય અને ધર્મક્રિયા એટલે કે દ્રવ્યક્રિયા કે જે ધર્મ ક્રિયા સાવઘયોગના પચ્ચક્ખાણપૂર્વક કરાઈ હોય એટલે આશ્રવોનો નિરોધ કરવાપૂર્વક કરાઈ હોય, પણ જ્ઞાનના ઉપયોગવાળી ન કરાઈ હોય, એટલે માત્ર દ્રવ્યક્રિયા જ હોય. તો આ બેમાં અંતર કેટલું ?
:
(૧) દ્રવ્યક્રિયાથી શૂન્ય એકલું તત્ત્વના બોધ રૂપ જ્ઞાનમાત્ર હોય અને (૨) જ્ઞાનથી શૂન્ય એકલી દ્રવ્યક્રિયા માત્ર જીવનમાં જો આવી હોય તો આ બન્નેની વચ્ચેનું અંતર સૂર્ય અને આગીયા તુલ્ય જાણવું. જ્ઞાન સૂર્યસમાન છે અને જ્ઞાનશૂન્ય એવી ધર્મક્રિયા આગીયાના પ્રકાશતુલ્ય જાણવી. ક્રિયા કદાચ જીવનમાં ન હોય પણ તાત્ત્વિક જો જ્ઞાન હોય તો પરિણામ ઘણા કોમળ હોય છે. તીવ્ર રાગ-દ્વેષ થતા નથી, કષાયોની માત્રા ઘણી ઓછી હોય છે, ભવ ઉપરનો નિર્વેદ પરિણામ હોય છે, તેથી જુનાં કર્મોનો ક્ષય વધારે પ્રમાણમાં થાય છે અને નવાં કર્મોનો બંધ અલ્પમાત્રામાં થાય છે.
જ્યારે ક્રિયામાત્ર હોય અને જ્ઞાન ન હોય તો તે ક્રિયા માનાદિનું, સ્વપ્રશંસાનું અને પૌદ્ગલિક પ્રલોભનોનું પણ કારણ બને છે. માટે કર્મોની નિર્જરા ઓછી કરાવે અને બંધ ઘણીવાર વધારે પણ કરાવે. માટે સૂર્ય અને આગીયા વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અંતર કેવળ એકલા એકલા જ્ઞાન અને ક્રિયા વચ્ચે છે.
શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં, શ્રી દ્રવ્યગુણપર્યાયના રાસમાં અને શ્રી આઠદૃષ્ટિની સજ્ઝાયમાં પણ આ જ ભાવાર્થ મહાત્મા પુરુષોએ કહેલો છે -
तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । અનયોરન્તર જ્ઞેયં, ભાનુદ્યોતયોરિવ રરરૂા
Page #905
--------------------------------------------------------------------------
________________
૮૬૯
જ્ઞાનમંજરી
જ્ઞાનસારની ગરિમા खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥२२४॥
चय गाथा-२२३-२२४)
નાણ રહિત જે શુભક્રિયા, ક્રિયા રહિત શુભ નાણ, યોગદષ્ટિસમુચ્ચયે કહિઓ અંતર ખજુઆ ભાણ II૧૫-૩ ખજુઆ સમી ક્રિયા કહી, નાણ ભાણ સમ જોય, કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝે કોઈ II૧૫-૪ની ક્રિયામાત્ર કૃત કર્મક્ષય, દર્દૂર ચૂર્ણ સમાન, જ્ઞાનકિઉ ઉપદેશપદે, તાસ છાર સમ જાણ, ૧પ-પો
(द्रव्यपर्यायनो रास ढाण १५ ॥१॥ 3-४-५) શુદ્ધભાવ ને સુની ક્રિયા, બહુમાં અંતર કેતો જી.. ઝળહળતો સુરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતોજી
(हेष्टिनी सआय ५ ८-६) ॥११॥ चारित्रं विरतिः पूर्णा, ज्ञानस्योत्कर्ष एव हि । ज्ञानाद्वैतनये दृष्टि दैया तद्योगसिद्धये ॥१२॥
ગાથાર્થ - પરભાવદશાથી પૂરેપૂરી વિરતિ લેવી અર્થાત્ પરભાવનું વિરમણ તે જ ચારિત્ર છે અને સર્વથા પરભાવનું વિરમણ એ જ્ઞાનનો ઉત્કર્ષ જ છે. તેથી જ્ઞાનયોગની સિદ્ધિ માટે જ્ઞાનાદ્વૈતવાદમાં જ દૃષ્ટિ સ્થિર કરવી. {/૧રો
st :- "चारित्रमिति" पूर्णा विरतिः चारित्रं स्वरूपरमणं, तद् ज्ञानस्यैवोत्कर्षः, हीति निश्चितं ज्ञेयम् । ज्ञानस्य उत्कृष्टावस्था चारित्रम् । ज्ञाने एवैकत्वं चारित्रम् । आत्मनः मूलव्याख्यायां ज्ञानदर्शनगुणद्वयमयत्वमेव । उक्तं च श्रीविशेषावश्यके, उववाई उपांगेऽपि-असरीरा जीवघणा उवउत्ता दसणे य नाणेहिं (सूत्र ४३) इत्यादिवचनात् । अतो ज्ञाने स्थिरत्वं चारित्रम् । ज्ञानस्यानन्दः सुखं ज्ञानप्रकर्षावबोधः सुखम् इति भाष्योक्तेः । तथा ज्ञानस्यास्वादनं भोगः, एवं भावना । पृथग्गुणानां भावनापि विशेषावश्यके यतः चारित्रज्ञानादयः पृथग्गुणा इच्छन्ति । इत्यादिकं तेन अनोपयोगमयस्यात्मनः ज्ञानं मुख्यत्वेन उच्यते ।
Page #906
--------------------------------------------------------------------------
________________
૮૭૦
જ્ઞાનસાર
જ્ઞાનસારની ગરિમા ___ज्ञानाद्वैतनये ज्ञानमेवात्मा, ज्ञानमेव साध्यम्, ज्ञाननिरावरणता सिद्धिः । एवं दृष्टिः देया, किमर्थम् ? तद्योगसिद्धये-ज्ञानयोगस्य सिद्ध्यर्थं-निष्पत्त्यर्थम् । अतो ज्ञानपूर्विका क्रिया हिता । तेन ज्ञाने स्पर्शाख्ये महानभ्यासो विधेयः, इति रहस्यम् । ज्ञानत्यागे न सिद्धिः, सर्वत्र साधने ज्ञानमेव प्रधानमिति ज्ञानसारस्यार्थितया भवितव्यम्
વિવેચન :- સંપૂર્ણ વિરતિ તે ચારિત્ર કહેવાય છે. પરભાવ દશાથી સંપૂર્ણપણે વિરામ પામવો, એટલે કે સ્વભાવદશામાં જ રમણતા કરવી તેનું નામ ચારિત્ર છે. સ્વભાવનું આચરવું તે જ ચારિત્ર છે. હવે સ્વભાવ શું છે ? જ્ઞાનદશા, તેથી જ્ઞાનનો જ અત્યન્ત ઉત્કર્ષજ્ઞાનસ્વભાવમાં રમવું તેનું જ નામ ચારિત્ર છે આવો અર્થ નિશ્ચિત થાય છે.
જ્ઞાનની જે ઉત્કૃષ્ટ અવસ્થા તે જ ચારિત્ર જાણવું, જ્ઞાનની અંદર એકાકાર થવું, જ્ઞાનદશામાં લયલીન થવું તે જ ચારિત્ર જાણવું.
“આત્મા” કોને કહેવાય ? આવો જ્યારે પ્રશ્ન આવે અને તેના ઉત્તરમાં જ્યારે આત્માની મૂલથી વ્યાખ્યા કરવામાં આવે ત્યારે “જ્ઞાન અને દર્શન એમ બે ગુણવાળાપણું" એ આત્માનું લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય બીજામાં “પયોો નક્ષપામ્ ૨-૮, વિઘોષ્ટતુર્ખઃ ૨-૧” આ બને સૂત્રોમાં ઉપયોગ એ જીવનું લક્ષણ કહ્યું છે અને તે ઉપયોગ જ્ઞાન તથા દર્શન એમ બે પ્રકારે છે. એથી જ જ્ઞાન-દર્શન એમ બે ગુણવાળાપણું એ જીવનું લક્ષણ છે. એમ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પણ શ્રી જિનભદ્રગણિજીએ કહ્યું છે. ઉવવાઈ નામના પ્રથમ ઉપાંગમાં પણ “અશરીરી એવા મુક્તિગત જીવો દર્શન અને જ્ઞાન એમ ઉપયોગથી ઉપયુક્ત હોય છે” આમ જ કહ્યું છે.
તત્ત્વાર્થસૂત્ર, શ્રી વિશેષાવશ્યક ભાષ્ય અને શ્રી ઉવવાઈ સૂત્ર ઈત્યાદિ પાઠો જોતાં જ્ઞાન-દર્શન એમ બે જ ગુણો જીવના કહેવાયા છે. ચારિત્ર ગુણ કહેવાયો નથી. તેથી આ બને ગુણોમાં સ્થિર થઈ જવું એ જ ચારિત્ર જાણવું, પણ શુભયોગાત્મક જે ક્રિયા છે તે ચારિત્ર નથી. જ્ઞાનનો જે આનંદ તે જ પારમાર્થિક સુખ ગુણ પણ જાણવો. જ્ઞાનનો પ્રકૃષ્ટ રૂપે જે અવબોધ તે જ સુખગુણ છે આમ ભાષ્યમાં પણ કહ્યું છે. કારણ કે પડિલેહણ કરવું, દેવવંદન કરવું, વિહાર કરવો, વાચના લેવી-દેવી, લોચ કરવો ઈત્યાદિ કાયિકાદિ સંબંધી જે શુભ ક્રિયા છે, તે તો શુભયોગ છે એ ચારિત્ર નથી. ચારિત્ર એ તો આત્માનો ગુણ છે આ કાયિકાદિ ક્રિયા તો શુભયોગ હોવાથી શુભઆશ્રવ છે માટે તે ચારિત્ર નથી, પરંતુ તે ક્રિયાઓ દ્વારા જેટલી જેટલી બાહ્યભાવની વિરતિ થાય છે અને સ્વભાવ-દશામાં રમણતા થાય છે તે
Page #907
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
જ્ઞાનસારની ગરિમા
૮૭૧
ચારિત્ર છે અને તે જ્ઞાન-રમણતા જ છે. જો આચરણાને ચારિત્ર કહીશું તો ચૌદમા ગુણઠાણે અને મુક્તિમાં અશુભ કે શુભ કોઈપણ જાતની આચરણા ન હોવાથી ચારિત્ર નથી, એમ કહેવું પડશે. માટે કાયિક આચરણા એ ચારિત્ર નથી પણ સ્વભાવમાં રમણતા એ ચારિત્ર છે. પરંતુ કેશલોચ, પડિલેહણ, દેવવંદન ઈત્યાદિ જે શુભક્રિયાઓ છે. તે શારીરિક મમતા આદિ રૂપ મોહક્ષયનું કારણ છે. તેથી શુભક્રિયાને પણ ઉપચા૨ે ચારિત્રગુણ કહેવાય છે વાસ્તવિકપણે તો તે શુભયોગ છે. તેથી જ સિદ્ધભગવંતોને “નો ચરિત્તા, નો અરિત્તા'' કહેવાય છે.
એવી જ રીતે સાતાવેદનીયનો જે ઉદય તે સુખ છે આવો અર્થ કરીએ તે બરાબર નથી. કારણ કે જો આવો અર્થ કરીએ તો તે સુખ તો ઔયિકભાવનું થયું, વિભાવદશા જ થઈ, મુક્તિના જીવોને ઔદિયકભાવ નથી, સાતાવેદનીયના ઉદયજન્ય સુખ ત્યાં નથી. માટે સાતાના ઉદયજન્ય સુખ, તે સુખ જ નથી દુઃખ માત્ર જ છે. ‘‘સાયાસાયં યુવશ્વમેવ' આવું શાસ્ત્રકારનું વચન છે. માટે જ્ઞાનનો આનંદ-સ્વભાવદશાનો આનંદ તે જ સાચું સુખ છે આવું સુખ મુક્તિમાં છે. તથા જ્ઞાનનો આસ્વાદ માણવો તે જ ભોગ-ઉપભોગ છે આમ ભાવના ભાવવી, આત્માના જ્ઞાનગુણનો ભોગ-ઉપભોગ તે જ સાચું સુખ છે.
ઉપર પ્રમાણે જે ભાવના સમજાવી તે જ્ઞાનરમણતા-એ જ ચારિત્ર, જ્ઞાનનો આનંદ તે જ સુખ, જ્ઞાનનો ઉપયોગ કરવો તે જ વીર્ય, ભોગ, ઉપભોગ. આમ જ્ઞાનગુણમય જીવ છે બીજા બધા જ ગુણો જ્ઞાનના જ સ્વરૂપાત્મક છે તેથી સર્વે ગુણો જ્ઞાનમાં જ સમાઈ જાય છે આમ અભેદનય લઈને આ વાત સમજાવી, જ્ઞાનાદ્વૈત-એક જ્ઞાન ગુણ જ આત્માનો છે. સર્વે ગુણો તેમાં જ સમાયેલા છે.
શ્રી વિષેષાવશ્યકભાષ્યમાં પૃથક્ષણે પણ ગુણોની ભાવના જણાવેલી છે. ભેદનયની પ્રધાનતા કરો તો ગુણોનો પરસ્પર ભેદ પણ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ તપ-વીર્ય-ભોગઉપભોગ એમ અનેક ગુણો આ જીવના છે. આ સર્વે ગુણો કંઈક અંશે પૃથક્ પૃથક્ છે એમ પણ ત્યાં સમજાવેલ છે. ભેદનયની અપેક્ષા કરીએ તો અનંતગુણો છે તેમાં પણ ઉપયોગમય આત્મા છે આમ જ્યારે આત્માના લક્ષણનું વર્ણન ક૨વામાં આવે ત્યારે તો મુખ્યત્વે જ્ઞાન જ લેવાય છે તેથી જ્ઞાન એ પ્રધાનતાએ જીવનો ગુણ છે.
ભેદનયથી ભલે અનેક ગુણો હોય અને પૃથક્ પૃથક્ હોય તો પણ “જ્ઞાનાદ્વૈતનયથી” - અભેદનયથી જ્ઞાન એ જ આત્મા છે. જ્ઞાન એ જ સાધ્ય છે. જ્ઞાન-રમણતાએ જ સ્વભાવદશા છે. જ્ઞાન ઉપરની આવરણતા દૂર કરવી અર્થાત્ નિરાવરણતા મેળવવી એ જ સિદ્ધિ છે. આ પ્રમાણે દૃષ્ટિ કરવી.
પ્રશ્ન :- શા માટે જ્ઞાનને જ સાધ્ય બનાવવું ?
Page #908
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૮૭૨
જ્ઞાનસારની રચનાનાં ક્ષેત્રાદિ ઉત્તર :- જ્ઞાનયોગની સિદ્ધિ માટે જ્ઞાનને જ લક્ષ્ય બનાવવું, જ્ઞાન જ મેળવવા જેવો ગુણ છે. જ્ઞાનપૂર્વક કરાયેલી ધર્મક્રિયા જ આત્માના હિત માટે થાય છે. તેથી જ્ઞાનગુણ જ પ્રાપ્ત કરવા જેવો છે. તથા તેની પ્રાપ્તિ માત્ર થાય એટલું જ નહીં, પણ તેનો આત્માને સ્પર્શ થાય, આત્મા તેમાં તન્મય બની જાય તેવી સ્પર્ધાત્મક જ્ઞાનગુણ મેળવવા માટે ઘણો ઘણો અભ્યાસ કરવો જોઈએ. ઉપરોક્ત કથનનો આ સાર જાણવો. જો જ્ઞાનનો ત્યાગ કરવામાં આવે તો આ આત્માની સિદ્ધિ ક્યારેય ન થાય, સંસારમાં પણ છે જે કાર્ય કરવું હોય તેનું જ્ઞાન જ, તેનો અનુભવ જ હોવો જોઈએ તો જ તે કાર્ય કરી શકાય છે તો આત્મ-કલ્યાણની સાધના કરવામાં તો જ્ઞાન વિશેષે કરીને આવશ્યક છે. તે માટે આવા પ્રકારના જ્ઞાનસાર ભણવાના અભ્યાસી જીવે વિશેષ કરીને જ્ઞાનગુણ પાછળ અતિશય પ્રયત્નશીલ થવું જરૂરી છે. ll૧રા
अथ श्रीमद्यशोविजयोपाध्यायैः एतद् ज्ञानसाराभिधं शास्त्रं रचितम् । तत्क्षेत्रादिप्रतिपादकं वृत्तमुच्यते -
सिद्धिं सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवान् । चिद्दीपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि ॥ एतद्भावनभावपावनमनश्चञ्चच्चमत्कारिणाम् ।
तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः ॥१३॥ - ગાથાર્થ :- શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વડે આ જ્ઞાનસાર નામનું શાસ્ત્ર રચાયું, તેનાં ક્ષેત્ર વગેરેને પ્રતિપાદન કરનારો શ્લોક કહે છે. ક્યારે બનાવ્યું? ક્યાં બનાવ્યું? તે ક્ષેત્ર અને કાળ કહેનારો આ શ્લોક છે -
“ઈન્દ્રના નગરની સાથે સ્પર્ધા કરે એવી શોભાવાળા સિદ્ધપુર નામના નગરમાં આ જ્ઞાનરૂપી દીપક ઉદાર અને શ્રેષ્ઠ તેજ વડે દીપતા એવા દીપાવલિના મહાન ઉત્સવવાળા પર્વના દિવસે જ સિદ્ધિને (સમાપ્તિને) પામ્યો.
આ ગ્રન્થની ઊંડી ઊંડી ભાવનાઓ ભાવવા દ્વારા પવિત્ર બનેલા મનમાં ઉઠતા અનેક મનોહર ચમત્કારવાળા વિદ્વાન જીવોને તેનાથી સારી રીતે નિશ્ચિત કરેલા સિદ્ધાન્તો રૂપી તે તે સેંકડો દીવડાઓ વડે નિત્ય દીપાવલી હોજો. ll૧૩
વિવેચન :- “સિદ્ધ સિદ્ધપુર તિ” પ્રચઃ સિદ્ધપુર ના સૂત્રરચનયા सिद्धिं लब्धवान् । पुनः उदारसारमहसा-प्रधानसारतेजसा दीपोत्सवे पर्वणि दीपालिकादिने सम्पूर्णतां गतः ।
Page #909
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસારની રચનાનાં ક્ષેત્રાદિ
कथम्भूतोऽयं ग्रन्थः ? चिद्दीप:- ज्ञानप्रदीपः । एतद्भावनभावपावनमनश्चञ्चच्चमत्कारिणां जीवानामेतस्य ग्रन्थस्य भावनं- भावना - आत्मतन्मयता तस्या भावा
જ્ઞાનમંજરી
૮૭૩
अर्थोल्लासाः समाध्यवसायाः, તૈઃ પાવન-પવિત્ર મન:-ચિત્ત, તત્ર ચશ્ચ-મનોહારી ચમારો યેમાં તે, તેષામ્ । તૈÔ:-નિર્મોપયોનક્ષી: વીપશત: સુષ્ઠુ નિશ્ચયોवस्तुधर्मः तस्य यद् ज्ञानं, तदेव मतमिष्टं तेषां ज्ञानचमत्कारिणां दीपोत्सवः नित्यःनिरन्तर:, अस्तु भवतु । इत्यनेन यथार्थज्ञानगृहीतात्मरसमग्नानां नित्यं दीपोत्सव વાસ્તિ ॥૩॥
વિવેચન :- પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીનો બનાવેલો આ જ્ઞાનસાર નામનો ગ્રંથ સૂત્રરચના સ્વરૂપે સિદ્ધપુર નગરમાં સિદ્ધિને (સમાપ્તિને) પામ્યો. ક્યારે સમાપ્તિ પામ્યો ? પ્રધાન અને શ્રેષ્ઠ એવા તેજ વડે દીપતો એવો જ્ઞાનરૂપી દીપક સમાન આ ગ્રન્થ દીપોત્સવ નામના પર્વના દિવસે અર્થાત્ દીવાળીના દિવસે સમાપ્તિને પમ્યો.
આ જ્ઞાનસાર નામનો ગ્રંથ કેવો છે ? જ્ઞાનરૂપી દીપકની તુલ્ય છે. જેમ દીપક ઘરમાં અંધકારનો નાશ કરે અને પ્રકાશ ફેલાવે છે. તેમ આ જ્ઞાનસાર નામનો ગ્રંથ આત્મામાં અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનપ્રકાશ ફેલાવે છે. આ માટે ગ્રંથ એ જ્ઞાનરૂપી દીપક છે. તેથી આ ગ્રંથમાં કહેલા ભાવોનો નિરંતર અભ્યાસ કરતાં-નિરંતર ચિન્તન-મનન કરતાં આત્માની તન્મયતા થવાથી હૃદયમાં ઉઠેલા ભાવાર્થો સંબંધી હર્ષોલ્લાસો દ્વારા સમતા ભાવના નિર્મળ અધ્યવસાયો વડે પવિત્ર બનેલા મનમાં ઉત્પન્ન થયા છે મનોહર અનેક ચમત્કારો જેઓને એવા તે મહાત્માઓને તેવા તેવા પ્રકારના શુદ્ધ ઉપયોગ-(નિર્મળ દશા) રૂપ સેંકડો દીવાઓ દ્વારા નિત્ય દીવાળી હોજો.
આ ગ્રંથનું પઠન-પાઠન કરતાં કરતાં મનમાં સુનિશ્ચિત ભાવો દ્વારા અનેક ચમત્કારો જેઓને સર્જાયા છે. સારી રીતે નિશ્ચયપૂર્વક વસ્તુધર્મનું જ્ઞાન થવાથી જેઓનું હૃદય હર્ષથી નાચી ઉઠ્યું છે. જેઓનું ચિત્ત અનેક ચમત્કારો પામ્યું છે. જેઓનો આત્મા જ બદલાઈ ગયો છે, તથા જ્ઞાનસાર દ્વારા અદ્ભુત બોધ પામવાથી ચમત્કારિક બનેલા એવા મહાત્માઓને નિરન્તર દીપાવલી હોજો - સારાંશ કે જ્ઞાનસાર અષ્ટકનું સતત અધ્યયન કરવાથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા ગ્રહણ કરાયેલા આત્મરસમાં જ મગ્ન બનેલા મહાત્માઓને નિત્ય દીવાલી જ હોય છે. ૧૩
Page #910
--------------------------------------------------------------------------
________________
૮૭૪
જ્ઞાનસારની રચનાનાં ક્ષેત્રાદિ
केषाञ्चिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषा - वेगोदर्ककुतर्कमूर्छितमथान्येषां कुवैराग्यतः । लग्नालर्कमबोधकूपपतितं चास्तेऽपरेषामपि; स्तोकानां तु विकारभाररहितं तद् ज्ञानसाराश्रितम् ॥१४॥
જ્ઞાનસાર
ગાથાર્થ :- આશ્ચર્યની વાત છે કે કેટલાક જીવોનું ચિત્ત પાંચ ઈન્દ્રિયોના વિષય સંબંધી જ્વર વડે (તાવ વડે) પીડાયેલું છે. બીજા કેટલાક જીવોનું ચિત્ત મિથ્યાત્વ રૂપી વિષના આવેગના પરિણામે ઉત્પન્ન થયેલા કુતર્કોથી મૂર્છિત થયેલું છે. અન્ય કેટલાક જીવોનું ચિત્ત કુત્સિત વૈરાગ્યને લીધે લાગેલા હડકવા-વાળું છે વળી અપર એટલે બીજા કેટલાક જીવોનું ચિત્ત કુગુરુના યોગે અજ્ઞાન રૂપી કુવામાં પડેલું છે, પરંતુ કોઈ ભાગ્યશાળી અલ્પજીવોનું જ ચિત્ત દર્શનમોહ અને ચારિત્રમોહના વિકારોથી રહિત નિર્મળ અને શુદ્ધ જે દેખાય છે. તે જ્ઞાનસારના આશ્રયને કારણે જ (અર્થાત્ જે જ્ઞાનસારનો અભ્યાસ કરે છે તે જ મોહદશાના વિકારોથી રહિત હોય છે.) ॥૧૪॥
ટીકા :- ‘‘વેષાિિતિ' અદ્દો વૃત્તિ આશ્ચર્યે, વ્હેષાશ્ચિત્ નીવાનાં ચિત્ત-મનઃ विषयाः- इन्द्रियाभिलाषाः एव ज्वरः तेन आतुरं - क्लिष्टं मनः अस्ति । पुनः परेषां केषाञ्चिद् मनः विषावेगोदर्ककुतर्कमूर्छितम् इति विषस्य - मिथ्यात्वस्य आवेग :-त्वरा, तस्य उदर्क:-उदय:, तेन कुतर्कस्तेन मूर्च्छितं - व्याकुलीभूतं मनः अस्ति ।
अन्येषां जीवानां कुवैराग्यतः - दुःखगर्भमोहगर्भवैराग्यतः “ लग्नालर्क- लग्नः आलर्क:- हडकवाय इति लोकभाषा यस्य तद् मनः अस्ति । च पुनः अपरेषां - कुगुरुवाहितानां कुबोधकूपपतितं-कुज्ञानकूपपतितं मनः अस्ति । तु पुनः विकारा:इन्द्रियकामाः तेषां भार:, तेन रहितं ज्ञानसाराश्रितं ज्ञानसारे-परमात्मस्वरूपे आश्रितं व्याप्तं मनः स्तोकानामस्ति । इह खलु जगति कामोद्विग्नाः- स्वरूपोपयोगलीनचित्ताः शुद्धसाध्यदृष्टयः पुरुषाः स्तोका एव ॥ १४॥
વિવેચન :- આ સંસારમાં જીવોનાં મન ભિન્ન ભિન્ન જાતિનાં હોય છે. તેમાં પણ મોહના ઉદયની આધીનતા વાળા જીવો ઘણા હોય છે. મોહના ક્ષયોપશમ અને ક્ષયવાળા જીવો બહુ અલ્પ જ હોય છે. ભોગી જીવો ઘણા હોય છે પણ યોગી જીવો બહુ જ થોડા હોય છે. મિથ્યાર્દષ્ટિ જીવો ઘણા છે સમ્યગ્દષ્ટિ જીવો ઘણા અલ્પ છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ ગાથાનો અર્થ વિચારીએ.
Page #911
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન
૮૭૫
(૧) કેટલાક જીવોનાં ચિત્ત પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષા રૂપી જ્વરથી પીડાયેલાં હોય છે. વિષયોની અભિલાષા રૂપી તાવથી તરફડે છે.
(૨) રેષાં બીજા કેટલાક જીવોનાં ચિત્ત મિથ્યાત્વ રૂપી વિષના આવેગ (બળ-) પૂર્વકના ઉદયને કારણે ઉત્પન્ન થયેલા કુતર્કો દ્વારા મૂર્છિત થયેલાં છે અર્થાત્ આકુલવ્યાકુલ થયેલાં હોય છે. મિથ્યાત્વના ઉદયને કારણે સમજવાને બદલે સમજાવનારને ફસાવવા ઘણા ખોટા કુતર્કો કરનારું જ ચિત્ત હોય છે. સમજાવનારને સમજવાને બદલે હરાવવા પ્રયત્ન કરે છે.
-
(૩) અન્ય-કેટલાક જીવોનું ચિત્ત કુવૈરાગ્યના કારણે એટલે કે દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યના કારણે લાગેલા હડકવાવાળું હોય છે. અર્થાત્ ખોટા વૈરાગ્યના કારણે માત્ર વિષયાભિલાષાથી જ જે તે ધર્મ આચરણ કરે એવું ચિત્ત હોય છે.
(૪) અ૫૨-કેટલાક જીવોનું ચિત્ત કુગુરુઓની જાળમાં ફસાયેલા અર્થાત્ ખોટા અને મોહાન્ધ કુગુરુઓની વાચનાથી ખોટા સંસ્કારને પામેલા છે તે જીવોનું ચિત્ત અજ્ઞાનદશામાં જ વધારો થવાથી કુશાન (અજ્ઞાન) રૂપી કૂવામાં ડુબેલું હોય છે.
(૫) પરંતુ પાંચ ઈન્દ્રિયોના વિષયવિકારોના ભારથી રહિત, જ્ઞાનના સારભૂત એવા આત્માના પરમ સ્વરૂપમાં આશ્રય પામેલું મન અતિશય અલ્પજીવોનું જ હોય છે. કહેવાનો સાર એ છે કે આ જગતમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોથી ઉદ્વેગી બનેલા અને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં જ લીન ચિત્તવાળા તથા આત્મકલ્યાણ રૂપ શુદ્ધ સાધ્ય જ પ્રાપ્ત કરવાના લક્ષ્યવાળા જીવો અતિશય અલ્પ જ હોય છે. ૧૪
पुनः ग्रन्थाभ्यासरूपं फलं दर्शयति
વળી આ જ્ઞાનસાર નામના ગ્રન્થનો અભ્યાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે દેખાડે છે -
-
जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वते, (ति) हृद्गेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङ्ग्याऽभव-; न्नैतद्ग्रन्थमिषात्करग्रहमहश्चित्रं चरित्रश्रियः ॥ १५ ॥
ગાથાર્થ :- પ્રગટ થયેલા અતિશય વિવેકરૂપી તોરણોની માલાઓ બંધાઈ છે જેમાં એવા, અને ઉજ્વળતાને વિસ્તારતા એવા હૃદયરૂપી ઘરમાં જ્યારે અવસરને ઉચિત વિશાળ
Page #912
--------------------------------------------------------------------------
________________
૮૭૬
ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન
જ્ઞાનસાર
મંગળગીતોનો ધ્વનિ પ્રસરે છે ત્યારે, પૂર્ણ આનંદના ઘન સ્વરૂપ એવા આત્માને સ્વાભાવિક એવી તે આત્માની ભાગ્યલક્ષ્મી ઉદયમાં આવી હોય એવી નીતિરીતિ પ્રમાણે ચારિત્ર રૂપી લક્ષ્મીની સાથે આ ગ્રંથના (અભ્યાસના) બહાનાથી આશ્ચર્યકારી પાણિગ્રહણ-મહોત્સવ (લગ્નમહોત્સવ) જાણે પ્રવર્તતો હોય શું ? અર્થાત્ આત્માનું અને ચારિત્ર-લક્ષ્મીનું લગ્ન લેવાયું હોય એમ જાણવું. ॥૧૫॥
ટીકા :- “નાતોકેતિ' તાન્ચમિષાત્-જ્ઞાનસાગ્રન્થમ્યાસવ્યાનાત્ चारित्रश्रियः करग्रहमहः - पाणिग्रहणमहोत्सवः प्रसरति इति सण्टङ्क, शेषं स्वत ऊम् ॥શ્
વિવેચન :- અનાદિકાળથી આ આત્મા ભોગી, અવિરતિ, મોહાન્ધ અને વિષયસુખનો અર્થી હતો. જ્ઞાનસાર નામનો ગ્રન્થ તેના હાથમાં આવવાથી, તેનો અભ્યાસ થવાથી તે જીવની પરિણતિ બદલાઈ ગઈ. ભોગીમાંથી આ જીવ યોગી થયો, અવિરતિમાંથી વિરતિધર થયો. મોહાન્ધમાંથી નિર્મોહી બન્યો અને વિષયસુખનો અર્થી હતો તેમાંથી આત્માર્થી થયો. આમ સઘળી પરિસ્થિતિ પલટાઈ ગઈ, આ જ વાતને આ શ્લોકમાં કવિરાજ અલૌકિક રીતે રજુ કરે છે.
આ જ્ઞાનસારાષ્ટક નામનો જે ગ્રન્થ છે તેનો અભ્યાસ કરવાથી આ જીવનું ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન થયું. કોઈપણ કન્યા અથવા કન્યાનાં માત-પિતા જમાઈ કેટલું ભણેલો છે ? તે ખાસ દેખે છે. કારણ કે ભણેલો હોય તો જ કમાણી કરી શકે અને પોતાની પુત્રી તથા તેનો પરિવાર સંસારના સુખે સુખી થાય, એટલે ભણેલાને જ કન્યા આપે, અને કન્યા પણ ભણેલાને વર તરીકે ઈચ્છે. આ કારણથી જ્યાં સુધી આ જીવ જ્ઞાનસાર ભણ્યો ન હતો ત્યાં સુધી રખડતો હતો, કોઈ આત્મિક-ધનવાળી કન્યા આપતું ન હતું, પણ જ્ઞાનસારાષ્ટક ભણ્યો, વૈરાગી બન્યો, મોહને જિતનાર બન્યો, એટલે ચારિત્ર રૂપી લક્ષ્મીની સાથે તેનો સંબંધ થયો, આત્માનો અને ચારિત્રલક્ષ્મીનો કરગ્રહમહ-પાણિગ્રહણ મહોત્સવ થયો. અર્થાત્ આ બન્નેનું લગ્ન લેવાયું.
જ્યારે લગ્ન લેવાય છે ત્યારે ઘરમાં તોરણો બંધાય છે માટીનાં મકાન હોય તો ખડીથી ધોળવામાં અને બીજાં મકાનોને કલરથી રંગવામાં આવે છે. રંગરોગાન કરવામાં આવે છે અર્થાત્ ઘર શોભાવવામાં આવે છે બધી જ બહેનો ધવલ-મંગલ ગાય છે આ તમામ વાતો દ્વારા કવિશ્રી આ લગ્નપ્રસંગને અહીં રજુ કરે છે
(૧) જ્ઞાનસાર ભણવાથી પ્રગટ થયેલી અતિશય ઘણા વિવેકવાળી જે બુદ્ધિ છે તે
Page #913
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન
૮૭૭ તોરણોની માળા છે. ઘરમાં ઠેકઠેકાણે જેમ તોરણો બાંધે છે તેમ આ આત્માના ઘરમાં ઘણો વિવેક પ્રગટ્યો છે. હેય-ઉપાદેયનો જબરજસ્ત વિવેક જાગ્યો છે. હેયમાં હેય બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ પ્રગટી છે. આમ વિવેકરૂપી તોરણો ચમકે છે.
(૨) જ્ઞાનથી થયેલું અજવાળું એ ધોળાશ વિસ્તારાઈ છે, જેમ ખડી આદિથી ઘરને ધોળતાં ઉજાસ આવે તેમ જ્ઞાનના બળથી હૃદયઘરમાં ઉજ્વળતાનો વિસ્તાર થયો છે.
(૩) અહીં હૃદય-ચિત્ત-મન એ ઘર સમજવું.
(૪) જેમ લગ્નપ્રસંગે બહેનો હોંશે-હોંશે ધવલમંગળ ગાય છે તેમ અહીં જ્ઞાનસારાષ્ટકના શ્લોકોનો ફીત-વિશાળ ગીતધ્વનિ-ધવળમંગળ-ગુંજારવ ગવાય છે. હૃદયમાં આ શ્લોકોનું ઘણું જ રટન ચાલે છે. આધ્યાત્મિક રસપૂર્વક શ્લોકોનું નિરંતર ગુંજન ચાલે છે.
(૫) વરરાજા લગ્નના કારણે હર્ષઘેલા હોય છે તેમ આ આત્મા ચારિત્રલક્ષ્મીની સાથે પોતાનાં લગ્ન લેવાયાં હોવાથી પૂર્ણ આનંદના ધનવાળો થયેલ છે.
(૬) જે પુરુષને ખાસ કોઈ કન્યા આપતું ન હતું, જે ઘરની કોઈ વિશિષ્ટ ઈજ્જત ન હતી, તે પુરુષ દેશ-વિદેશમાં ઘણું ભણીને આવ્યો એટલે સારા ઘરની વિશિષ્ટ કન્યા સાથે લગ્ન લેવાય છે ત્યારે બન્નેનાં ભાગ્ય ઉઘડ્યાં એમ કહેવાય છે. જે પુરુષને કોઈ કન્યા આપતું ન હતું તેને ઉંચા ઘરની વિશિષ્ટ કન્યા મળી એટલે પુરુષનું ભાગ્ય ખીલ્યું-ઉઘડ્યું કહેવાય અને કન્યાને આવો ભણેલો-ગણેલો વર મળ્યો એટલે કન્યાનું પણ ભાગ્ય ખીલ્યું, આ બન્નેનો સંબંધ ભણતરથી થયો, પુરુષ દેશ-વિદેશમાં ઘણું ભણ્યો તો આ સંબંધ થયો. તેમ આ જીવ જ્ઞાનસારાષ્ટક ભણ્યો, જ્ઞાની બન્યો, વૈરાગી બન્યો, તો ચારિત્ર રૂપી લક્ષ્મીનાં માતાપિતાએ પોતાની ચારિત્ર-લક્ષ્મી કન્યાને પરણાવી. તેથી પતાસ્થમિષાત્ આ જ્ઞાનસારાષ્ટક નામના ગ્રન્થના અભ્યાસના બહાનાથી સહનયા તદ્વામી તે બન્નેનું ભાગ્ય ખીલવાનીઉઘડવાની સ્વાભાવિક નીતિરીતિથી ચિત્ર – આશ્ચર્ય ઉપજાવે તેવો રમી . = પાણિગ્રહણ મહોત્સવ-લગ્નપ્રસંગ જિં ન ગમવત્ = જાણે શું ન થયો હોય ? અર્થાત્ થયો છે.
ક્યાં વરરાજાનું ઘર ! અને ક્યાં કન્યાનું ઘર ! કન્યા ઉંચા ઘરની છે સુખી ઘરની છે. વરરાજા એટલા ઉંચા ઘરના નથી પણ ભણતર છે, એટલે ઉંચા ઘરની કન્યા મળી. એમ અહીં જ્ઞાનસારાષ્ટકનો અભ્યાસ કર્યો એટલે ચારિત્રલક્ષ્મી કન્યા મળી. તેથી આ લગ્ન લોકોમાં આશ્ચર્ય ઉપજાવનાર છે માટે ચિત્ર શબ્દ લખ્યો છે. વરરાજાનું ભાગ્ય ખીલ્યું કે ઉંચા ઘરની કન્યા મળી તેમ અહીં પોતાનું સ્વાભાવિક ભાગ્ય ખીલ્યું. તથાભવ્યતા પાકી આત્મહિત થવાનો સમય આવ્યો એટલે તે રીતે ચારિત્રલક્ષ્મી કન્યા મળી.
Page #914
--------------------------------------------------------------------------
________________
૮૭૮ સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ
જ્ઞાનસાર ટીકાકારશ્રીએ આ શ્લોકનો ભાવાર્થ લખવાનું ટાળ્યું છે એક કારણ એ છે કે આ લગ્નની વાત છે જે સાંસારિક વાત કહેવાય. બીજું કારણ એ છે કે શ્લોકના શબ્દો જોતાં જ અર્થ સમજાઈ જાય તેમ છે, સહેલો અર્થ છે, માટે સ્વયં જાણી લેવા ભલામણ કરી છે. જ્ઞાનસારાષ્ટક નામના ગ્રન્થના અભ્યાસના બહાનાથી આત્માની સાથે ચારિત્ર રૂપી લક્ષ્મીનો લગ્નમહોત્સવ પ્રવર્તે છે આમ સટા-સંબંધ કરવો. બાકીનો વિષય સ્વયં જાણી લેવો. /૧૫
भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव सर्वत्र भूः, संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः । । अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः; पूर्णानन्दघने पुरं प्रविशति स्वीयं कृतं मङ्गलम् ॥१६॥
ગાથાર્થ :- આ શાસ્ત્રમાં ઉંચા ઉંચા ભાવોના સમૂહ રૂપી કામધેનુ ગાયના પવિત્ર છાણ વડે ભૂમિ સર્વ બાજુ લેપાયેલી છે તથા સમતારસના પાણી વડે આ શાસ્ત્રની ભૂમિ ઉપર છંટકાવ કરાયેલો છે. તથા માર્ગમાં વિવેકરૂપી પુષ્પની માળાઓ પાથરેલી છે. આગળ ઉપર અધ્યાત્મરસ રૂપી અમૃતથી ભરપૂર ભરેલ પૂર્ણ કામકુંભ સ્થાપન કરેલો છે. આ રીતે પૂર્ણ આનંદના સમૂહ સ્વરૂપ આ આત્મા પોતાના શુદ્ધસ્વરૂપાત્મક નગરમાં (ઘરમાં) પ્રવેશ કરતે છતે સ્વયં સુંદર મંગળ કરાયું છે. ૧૬/
* ટીકા :- “માવતો રૂત્યાદ્રિ વૃત્ત” પૂનાને-શુદ્ધાત્માને પુર પ્રવતિ स्वीयं कृतं मङ्गलमिति वाक्यमिति' -
શુદ્ધ આત્મજ્ઞાન થયું છે જેને એવો પૂર્ણ આનંદના સમૂહ સ્વરૂપ આ આત્મા જ્યારે પોતાના નગરમાં (સ્વભાવદશામાં) પ્રવેશ કરે છે ત્યારે આ શ્લોકમાં કહ્યા પ્રમાણેનું સ્વયં મંગલ કરાયું છે. એમ જાણવું અર્થાત્ આ આત્મા અનાદિ કાળથી ભવ-અટવીમાં રખડતો હતો, તેને સદ્ગુરુનો યોગ થયો, સદ્ગુરુએ ઉપદેશ આપી મોક્ષમાર્ગ તરફ આ જીવને વાળ્યો, રસ્તામાં કોઈ તકલીફ ન પડે એટલે જ્ઞાનસારનું ભાતું સાથે બાંધી આપ્યું પછી આ જીવ કોઈપણ જાતના માનસિક વિકલ્પો વિના મોક્ષ તરફનો માર્ગ કાપવા લાગ્યો, આમ આ આત્મા સ્વભાવ-દશા તરફ વળીને સ્વ-નગરમાં પ્રવેશ કરે છે ત્યારે મંગળભૂત કુંભ-કળશની કલ્પના કરેલી છે. આ પ્રમાણે આ શ્લોકનો સાર છે.
૧. અહીં ટીકાનાં પદોના અર્થો બરાબર સમજાય એટલા માટે સ્વતંત્રપણે ટીકા ન લખતાં અન્વય
સ્વરૂપે ટીકાનાં વાક્યો લખીને અર્થ સમજાવેલ છે.
Page #915
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ
૮૭૯
જે ભવઅટવીમાં અનાદિકાળથી આ જીવ રખડતો હતો, તે અટવી કેવી છે ? તે ભવઅટવીનું સ્વરૂપ નીચે મુજબ સાત વિશેષણોથી જણાવે છે.
(१) विषमरोगशोकादिकण्टकाकुलायाम् = જેમ અટવી કાંટા-કાંકરા વગેરેથી ભરપૂર ભરેલી હોય છે, તેમ આ ભવ અટવી ભયંકર રોગ અને શોક વગેરે દુઃખો રૂપી
કાંટાઓથી ભરેલી છે.
-
(૨) અન્તરાયોવવાનવ્યાહાર યિોતિતાપતપ્તાયામ્ - પૂર્વે બાંધેલા અંતરાય કર્મના ઉદયથી નથી પ્રાપ્ત થયો આહારાદિનો યોગ જેને એવા આ જીવનાં અતિ-ઉદ્વેગ અને દ્વેષનાં દુઃખો રૂપી તાપથી તપેલી આ ભવ અટવી છે. એટલે કે અપ્રાપ્ત આહારાદિના યોગને કારણે અતિના તાપથી તપેલી ભૂમિવાળી આ ભવઅટવી છે.
(3) महाव्यसनसहस्त्रसिंहव्याघ्रव्याप्तायाम् મોટાં મોટાં દુઃખો રૂપી હજારોની સંખ્યામાં સિંહ અને વાઘ વગેરે હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત આ અટવી છે. અટવીમાં જેમ હજારો સિંહ અને વાઘ, વરૂ, સર્પ આદિ હિંસક પ્રાણીઓ હોય છે તેનાથી અટવી દુઃખદાયી થાય છે તેમ આ ભવઅટવી પણ જલોદર, કેન્સર, ટીબી, ડાયાબીટીશ આદિ મહાદુઃખો, પતિનો વિયોગ, પત્નીનો વિયોગ, પુત્રનો વિયોગ, ધનનો વિયોગ ઈત્યાદિ હજારો દુઃખોથી ભરપૂર ભરેલી છે.
=
(૪) પ્રાવયનિવૃત્તુપટાધાટીદુદ્વાર નિંતીપળાયામ્ – ખોટું તત્ત્વ સમજાવનારા મિથ્યાત્વી કુગુરુઓ રૂપી લુંટારાઓની ધાડના હુંકારાવાળા ભારે શબ્દોની ગર્જનાથી ભયંકર બનેલી આ અટવી છે. જેમ અટવીમાં લુંટારાઓની ધાડ પડે અને “લૂંટો-લુંટો, મારોમારો” ના અવાજોથી આખી અટવી ભરી દે છે તેમ આ ભવ અટવી પણ કુગુરુઓની મિથ્યાવાણી દ્વારા જ્યાં ત્યાં આત્મ-ધન લુંટાઈ રહ્યું છે. કોઈ બચાવવાને સમર્થ નથી એવી આ ભવાટવી છે.
(૫) વૈવવેતાનત્રાસિતાયામ્ - મિથ્યાર્દષ્ટિ દેવો રૂપી રાક્ષસો વડે ત્રાસ પામેલી આ ભવઅટવી છે. જેમ કોઈ અટવીમાં રાક્ષસોનો ઘણો ત્રાસ હોય તેમ આ ભવઅટવીમાં મિથ્યાર્દષ્ટિ દેવો સામાન્ય પ્રજાને અનેક જાતની પીડા કરે છે એવી આ ભવાટવી છે.
इन्द्रियविषयसुखबुद्धिलक्षणभ्रान्तिमरुमरुचिकाभूमिभूतायाम्
(६) પાંચ ઈન્દ્રિયોનાં વિષય-સુખો ભોગવવાની બુદ્ધિ સ્વરૂપ ભ્રાન્તિ ઉત્પન્ન કરનારી, ઝાંઝવાના જળની ભૂમિ જેવી ભૂમિ છે જે અટવીમાં, તેવી આ ભવાટવી છે, અર્થાત્ અટવીમાં જેમ ઝાંઝવાના જળનો ભ્રમ માત્ર થાય, પણ ત્યાં જઈએ તો પાણી મળે નહીં, તેમ ભવાટવીમાં વિષયસુખોની
=
Page #916
--------------------------------------------------------------------------
________________
८८०
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ
જ્ઞાનસાર
ભ્રાન્તિ માત્ર થાય પણ સુખો પ્રાપ્ત થાય નહીં. કારણ કે ઝાંઝવાના જળમાં જેમ જળ છે જ નહીં તેમ ઈન્દ્રિયજન્ય સુખોમાં સુખ છે જ નહીં, ભ્રમ માત્ર છે. દુઃખ માત્ર જ છે.
(७) स्त्रीविलासादिविषवृक्षच्छायायुतायाम् સ્ત્રીઓની સાથે ભોગવિલાસ (સ્ત્રીને આશ્રયી પુરુષની સાથેના ભોગવિલાસ) આદિ સ્વરૂપ વિષનાં (ઝેરનાં) વૃક્ષોની છાયાથી ભરેલી આ ભવાટવી છે. જેમ અટવીમાં વિષમય વૃક્ષો હોય અને તેની છાયામાં જે આવે તે ભાન ભૂલી જાય તેવી જ રીતે આ ભવાટવી પણ ભોગવિલાસોથી ભરપૂર ભરેલી છે. તેમાં ફસાયેલો જીવ આત્માના સ્વરૂપનું ભાન ભૂલી જાય છે.
આવા પ્રકારનાં સાત વિશેષણો વાળી આ ભવ-અટવી ભયંકર છે. તેમાં ફસાયેલો જીવ દુ:ખી દુ:ખી છે. હવે તે જીવ કેવો છે ? આમ જીવનાં ૫ વિષેષણો કહે છે.
=
(१) अनादिसंसारसंसरणमिथ्यात्वासंयमकषाययोगहेतुचतुष्टयोपचितज्ञानावरणादिकर्मवृतानन्तपर्यायस्य અનાદિ કાળથી સંસારમાં ચારે ગતિની અંદર રખડપટ્ટી કરતાં કરતાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આમ ચાર પ્રકારના કર્મબંધના હેતુઓ દ્વારા તીવ્ર બાંધેલાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોથી ઢંકાયા છે અનંત અનંત ગુણ-પર્યાયો જેના એવો આ જીવ ભવ અટવીમાં રખડે છે. બાંધેલાં ઘનઘાતી આદિ કર્મોથી આ જીવના ગુણો અને ગુણસંબંધી પર્યાયો આવૃત થયેલા છે. એટલે જ કેવલજ્ઞાનાદિ ગુણો હોવા છતાં કંઈ કામ આપતા નથી.
=
(૨) અતવ્યાત્મસાધનસ્ય સંસારમાં અનેક-અનેક ભવો કરવા છતાં પણ નથી પ્રાપ્ત થયું આત્મતત્ત્વનું સાધન જેને એવો આ જીવ છે. આત્મતત્ત્વની સાધના થાય એવી સાધનસામગ્રી આ જીવ પામ્યો નથી.
=
(૩) ધનાવિપિપાસાવ્યાનોનનેત્રસ્ય = ધન વગેરે ભોગ સામગ્રીનાં સાધનો મેળવવાની પિપાસામાં જ આકુલ-વ્યાકુલ છે નેત્રો જેનાં એવો જીવ, સંસારમાં રહેલા જીવો સદા ધનાદિ ભોગ સામગ્રી મેળવવામાં જ વ્યગ્ર હોય છે. તેથી આ જીવ પણ ધનાદિમાં ઘણો લુબ્ધ છે. (४) तल्लाभादियोजनादिग्मूढस्य તે ધન વગેરે ભોગ સામગ્રી વધારે વધારે પ્રમાણમાં કેમ મળે ? આમ તેના લાભ વગેરેની યોજના કરવામાં જ દિગ્મૂઢ બનેલો, અર્થાત્ યોજના કરવામાં જ આ જીવ એવો લાગી ગયો છે કે શું કરવું અને શું ન કરવું ? તેનું ભાન ભૂલી ગયેલો આ જીવ છે.
=
(५) परिभ्रमतः जीवस्य कदाचित् जगदुपकारपरविद्याधरवर: गुरुः, तस्य संयोगो ખાત: = સંસારની ચારે ગતિમાં પરિભ્રમણ કરતા અર્થાત્ જન્મ, જરા, મૃત્યુ આદિ અનેક
Page #917
--------------------------------------------------------------------------
________________
૮૮૧
જ્ઞાનમંજરી
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ દુઃખોથી દુઃખી થયેલા અને અહીં તહી રખડતા એવા આ જીવને (તેની ભવિતવ્યતા પાકી હોય ત્યારે ભાગ્યયોગથી) ક્યારેક જગતના જીવોનો ઉપકાર કરવામાં જ પરાયણ એવા અને શ્રેષ્ઠ વિદ્યાને (શાસ્ત્રીય જ્ઞાનને) ધારણ કરવાવાળા ઉત્તમ એવા જે ગુરુમહારાજશ્રી, તેમનો ભેટો થાય છે. મહા ભયંકર ભવ-અટવીમાં આમ તેમ પરિભ્રમણ કરતા જીવને ઉપકારપરાયણ ઉત્તમ ગુરુજીનો ભાગ્ય પાકવાથી મલાપ થાય છે.
गुरुणापि मार्गभ्रष्टमित इत: परिभ्रमन्तं दीनमशरणमवलोक्योक्तं, हे भद्र ! श्रुणु, तवानन्दकन्दोपमं महोदयनगरस्य मार्गम् ।
___ यत्र सदागमसरांसि तत्त्वपीयूषपूर्णानि, आचार्योपाध्यायनिर्ग्रन्थादयो नागरिकाः, सम्यग्दर्शनज्ञानोपयोगनिर्धारितमार्गप्रचाराः, यत्र क्षान्त्यादिधर्मसम्यक्त्वादिगुणस्थानान्येव विश्रामभूमयः, स्वाध्यायविधिगीतवृन्दमनोहरा पद्धतिः, तत्त्वानुभवतत्त्वैकत्वादयः श्रममन्तरेण मार्गलङ्घनोपायाः, यमनियमाद्यष्टाङ्गानि वाहनानि, श्रीमदर्हन्महाराजनीतिनिगृहीततस्कराकुटिलाः चारित्राचारप्रवीणसामायिकादिसंयमस्थानसन्निवेशाः, यत्र श्रद्धाधारणानिर्धारितसिद्धिपुरगमननिर्व्याघातप्रचार रत्नत्रयीलक्षणम् ।
प्रवर्तय तद्मार्गे, येन कर्माष्टशत्रुव्यूहक्षयं कृत्वा निर्मलानन्दं शुद्धमव्याबाधमपुनरावृत्ति महितमनन्तज्ञानदर्शनपूर्णं परमाव्ययममूर्तासङ्गनिरामयं निर्वाणनगरं द्रक्ष्यसि निराबाधम् ।
માર્ગથી ભ્રષ્ટ થયેલા, સંસારમાં અહીં તહીં રખડતા-ભટકતા લાચાર, અશરણ એવા અત્યન્ત દુઃખી આ જીવને જોઈને કરુણારસના મહાસાગર એવા ગુરુજી વડે પણ કહેવાયું કે હે ભદ્ર ! તને આનંદ-આનંદના અત્યન્ત મૂલભૂત-પાયાની ઉપમાવાળો એવો મહોદયનગર પહોંચવાનો માર્ગ હું તને કહું છું તે તું સાંભળ. હું તને જે માર્ગ કહું છું તે માર્ગ તને મહાન ઉદયવાળા (જ્યાં કોઈપણ પ્રકારનું દુઃખ નથી તેવા) નગરમાં પહોંચાડશે અને તું ઘણો સુખી સુખી થઈશ. સાવધાનીથી મારી વાત સાંભળ.
આ માર્ગમાં નીચે મુજબની બધી જ સાનુકુળતાઓ ગોઠવાયેલી છે. ક્યાંય જરા પણ મુશ્કેલી ન પડે તેવો આ માર્ગ છે.
(૧) જે માર્ગમાં તત્ત્વજ્ઞાન રૂપી પીયૂષથી ભરપૂર ભરેલાં એવાં ઉત્તમ આગમશાસ્ત્રોરૂપી નિર્મળ, શુદ્ધ અને સ્વચ્છ સરોવરો રહેલાં છે. તારે જેટલું અમૃત પીવું
Page #918
--------------------------------------------------------------------------
________________
૮૮૨
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ
જ્ઞાનસાર
હોય તેટલું પીજે, ક્યારેય ખૂટે નહીં એવાં આ સરોવરો છે. જે સરોવરોમાં ઊંડું ઊંડું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન-જળ ભરેલું છે.
(૨) આચાર્યો, ઉપાધ્યાયો અને નિગ્રન્થ મુનિઓ વગેરે, મહાત્માઓ આ માર્ગના નાગરિકો છે. આવા સજ્જન, સદાચારી અને નિઃસ્પૃહ-નિર્લેપ આત્માઓ જ્યાં નાગરિક હોય ત્યાં લુંટાવાનું તો હોય જ નહીં, ઉલટું ભૂલા પડેલાને માર્ગે ચડાવનારા નાગરિકો છે.
(૩) સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ નિશ્ચિત કરેલા છે જવાઆવવાના મોટા મોટા રસ્તાઓ જેમાં એવો આ માર્ગ છે. જેમ ઉપયોગપૂર્વક ચાલે અને ચાલવાના રસ્તાઓ વ્યવસ્થિત હોય તો અથડાય નહીં, પીડાય નહીં. તેમ અહીં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના ઉપયોગ પૂર્વક ચાલવાનું છે એટલે ક્યાંય અથડાવાનું બનવાનું નથી.
(૪) જ્યાં ચાલતાં ચાલતાં લોકો થાકે તો વિશ્રામા ખાવાની ભૂમિઓ છે. કઈ ભૂમિઓ છે ? ક્ષમા આદિ દશ મુનિધર્મો અને સમ્યક્ત્વાદિ ચાર થી બાર ગુણસ્થાનકો, આ સઘળી રાતવાસો રહેવા માટેની-થાક ઉતારવા માટેની વિશ્રામભૂમિઓ છે. (રેષ્ટ એરીયા છે) આ ધર્મસ્થાનોમાં અને ગુણસ્થાનકોમાં હે ભદ્ર ! તું વધારે સમય આરામ લઈ શકીશ. ત્યાં તને કોઈ ભય નથી. પીડા નથી.
(૫) જે માર્ગમાં સ્વાધ્યાય કરવા રૂપી વિધિપૂર્વક સંગીતના સમૂહની મનોહર રચના ગોઠવાયેલી છે. અર્થાત્ આ માર્ગમાં નિરંતર આત્મતત્ત્વનો સ્વાધ્યાય કરવાનો છે, જેથી રસ્તો ક્યાં પૂરો થઈ ગયો તે ખબર પણ ન પડે, જેમ કોઈ રસ્તા ઉપર આદિથી અંત સુધી સંગીતની સુરાવલી ગોઠવી હોય તો તે સાંભળતાં સાંભળતાં કેટલોય માર્ગ કપાઈ જાય, થાક લાગે નહીં, તેમ અહીં મનોહર સ્વાધ્યાયની પદ્ધતિની રચના કરેલી છે. દ૨૨ોજ અમુક સૂત્રોનો અને અમુક વાચનાનો સ્વાધ્યાય કરવાનો હોય છે.
(૬) જ્યાં આત્મતત્ત્વનો અનુભવ કરવો અને આત્મતત્ત્વની વિચારણામાં એકતા કરવી વગેરે વગેરે માર્ગ પસાર કરવાના એવા એવા સુંદર સુંદર ઉપાયો ગોઠવેલા છે કે જેનાથી તું જરા પણ પરિશ્રમ કર્યા વિના તુરત તુરત આ માર્ગ કાપી શકીશ.
(૭) યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એમ યોગનાં આઠ અંગો એ આ માર્ગ કાપવા માટેનાં વાહનો છે (હાથી-ઘોડા અને કારનું કામ કરે છે. તને જલ્દી જલ્દી મુક્તિનગર લઈ જશે.)
(૮) શ્રી અરિહંત પરમાત્મા રૂપી મહારાજાની કડક નીતિથી દબાઈ ગયા છે અર્થાત્ પકડાઈ ગયા છે મોહરાજાના સૈનિકો રૂપી ચોરો જેમાં એવાં અકુટિલ અર્થાત્ સરળ તથા
Page #919
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્વાણનગરની પ્રાપ્તિ
८८3 ચારિત્રાચારનું પાલન કરવામાં બરાબર પ્રવીણ એવાં સામાયિકાદિ સંયમસ્થાનો રૂપી સંનિવેશો (નાની નાની નગરીઓ-પોળો-ગલીઓ) છે જે માર્ગમાં તેવો આ માર્ગ છે.
(૯) શ્રદ્ધા અને સમ્યજ્ઞાન આ બન્ને ગુણો વડે અત્યન્ત નિશ્ચિત કરેલો સિદ્ધિપુર (મુક્તિનગરે) પહોંચાડવામાં કોઈપણ જાતનો વ્યાઘાત (ભય-પીડા-દુઃખ) ન આવે તેવો અતિશય વિશાળ રત્નત્રયીની સાધના સ્વરૂપ પાકો રોડ રસ્તો છે જ્યાં, તેવો આ માર્ગ છે.
હે ભદ્ર ! તું મારા કહેવાથી આ માર્ગે પ્રવૃત્તિ કર. તને કોઈ તકલીફ નહીં પડે, ભવ અટવી તું પાર ઉતરી જઈશ, આ માર્ગ ઉપર ચાલવાથી આઠ કર્મરૂપી શત્રુઓની વ્યુહરચનાનો નાશ કરીને તું હવે કહેવાતા ૧૧ વિશેષણો વાળા નિર્વાણનગરને જોઈશ (પામીશ, મેળવીશ). તે નિર્વાણનગર કેવું છે? તે સાંભળ, તેના ૧૧ વિશેષણો તું જાણ
(૧) નિર્મળ આનંદ વાળું (૨) આઠે કર્મોનો ક્ષય હોવાથી અત્યન્ત શુદ્ધ (૩) ત્યાં જન્મ-જરા-મૃત્યુની પીડા ન હોવાથી અવ્યાબાધ. (૪) જ્યાં ગયા પછી ફરીથી ભવાટવીમાં પાછું આવવાનું નથી તેવું અપુનરાવૃત્તિ. (૫) સર્વે જ્ઞાની અને ઉત્તમ આત્માઓ વડે પૂજાયેલું. (૬) અનંત અનંત જ્ઞાન-દર્શન ગુણોથી પૂર્ણ. (૭) અત્યન્ત અવિનાશી અર્થાત્ પરમાવ્યય. (૮) રૂપ-રસાદિ પૌદ્ગલિક ગુણો વિનાનું - અમૂર્ત. (૯) પરદ્રવ્યોનો સર્વથા સંગ જ્યાં નથી તેવું અસંગ. (૧૦) શરીર નથી માટે શારીરિક રોગો વિનાનું નિરામય. (૧૧) આધિ-વ્યાધિ-ઉપાધિ વિનાનું અર્થાત્ નિરાબાધ.
હે ભદ્ર! આવા પ્રકારનાં અગિયાર વિશેષણોવાળા ભવ્ય એવા આ નિર્વાણનગરનું આ માર્ગે ચાલવાથી તને દર્શન થશે.
तेन भव्येन श्रमणादिसहायेन गृहीतस्तन्मार्गः । ततो गुरुणापि पाथेयोपमं दत्तं ज्ञानसाराख्यं यथार्थोपदेशमूलं शुद्धानुभवास्वादमधुरतास्वादं समतारसशीतलजलम् । तेन निर्विकल्पं प्रवृत्तो मार्गोल्लङ्घनेन ।
ગુરુજીની ઉપર મુજબની વાણી સાંભળીને ભવાટવીથી ઉગી બનેલા (નિર્વેદગુણવાળા) અને આવા પ્રકારના નિર્વાણનગરના રાગી (સંવેગગુણવાળા) આ જીવે તે
Page #920
--------------------------------------------------------------------------
________________
૮૮૪
નિર્વાણનગરની પ્રાપ્તિ
જ્ઞાનસાર
માર્ગ સ્વીકાર્યો, રસ્તામાં કંઈ શંકા આદિ થાય તો તેનું મન ચિલત ન થઈ જાય તે માટે થોડાક મુનિઓ સાથે મોકલ્યા. એટલે શ્રમણાદિની સહાય સાથે આ જીવે આ માર્ગ પકડ્યો. આ માર્ગે ચાલવા માંડ્યું.
પ્રશ્ન :- શિષ્ય :- ગુરુજી આપશ્રીના કહેવાથી અને આપના શિષ્યોની મને સહાય છે એટલે આ માર્ગે હું પ્રયાણ તો આદરું છું. પરંતુ રસ્તામાં મને ભૂખ-તરસ લાગે તો શું કરવું ? મારે કંઈક ખાણી-પીણી તો સાથે જોઈએ ને ?
ઉત્તર ઃ- ગુરુજી :- ભદ્ર ! તું ચિંતા ન કર. મધુરરસવાળું ભોજન અને શીતળ જલ, આ બન્ને વસ્તુઓ ભાતા રૂપે હું તને સાથે બાંધી આપું છું. લે, આ જ્ઞાનસારાષ્ટક નામનું ભાતાનું પોટલું તારી પાસે રાખ, જેમાં યથાર્થ ઉપદેશનું મૂલ રહેલું છે. તેમાં શુદ્ધ આત્મદશાના અનુભવ રૂપી મધુરતર મીઠાશ રહેલી છે. તથા સમતારસ રૂપી શીતળ પાણીની બોટલ ભરેલી છે. તેથી ખાણી-પીણીનું આ પોટલું માથા ઉપર (મગજમાં-બુદ્ધિમાં) ઉપાડી લે. હવે તું નિર્ભય-નિર્વિકલ્પ થયો છતો પ્રયાણ કર, પ્રયાણ કર, સમય ન ગુમાવ. આવા પ્રકારના શુભ કાર્યમાં વિઘ્નો ઘણાં સંભવે છે.
તે ભદ્ર જીવ વડે હવે માનસિક તમામ ભયો અને વિકલ્પો ત્યજીને માર્ગ કાપવામાં જ જોરશોરથી પ્રવૃત્તિ આરંભાઈ. (દોડવાનું ચાલુ કરાયું). આનંદ આનંદની છોળો ઉછળતી જ રહી અને હર્ષઘેલો જીવ આગળ ચાલ્યો. મુક્તિનગર તરફ જ બદ્ઘર્દષ્ટિ વાળો બન્યો.
अतः परमपाथेयोपमं ज्ञानसारं मोक्षमार्गं गच्छता सुखनिर्वाहार्थमभ्यस्यम् । तस्य च चिरकालीनाक्षयतत्त्वहेतुभूता तदास्वादवृद्धिकरणार्थं विहिता इयं टीका तत्त्वार्थ-विशेषावश्यक-धर्मसंग्रहणी - कर्मप्रकृत्यादिग्रन्थालम्बनपूर्वकं मया देवचन्द्रेण स्वपरोपकाराय तत्त्वबोधनी नाम्नी, सा च चिरं नन्दतादाचन्द्रार्कम् ।
अत्र च यन्मया स्वमतिदोषेण भ्रामिकं भाषितं तच्छोधयन्तु दक्षाः परोपकारप्रवणाः । सन्तो हि गुणग्राहका एव, न खलु पुनः मत्सरिणो भवन्ति । तेन सतां प्रौढानन्दकारी एवैषा टीका समाप्ता इति ॥ १६ ॥
આ કારણથી મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરતા (સર્વે પણ) જીવોને સુખે સુખે નિર્વાહ થાય (માર્ગ કપાય) તે માટે શ્રેષ્ઠ ભાતાતુલ્ય આ જ્ઞાનસારાષ્ટકનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ.
મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા ઉત્તમ જીવને આ ગ્રંથ ખાણી-પીણી તુલ્ય-ભાતા સમાન ઘણો જ ઉપકારી છે. તેથી જ દેવચંદ્રજી છે નામ જેનું એવા મારા વડે સ્વ અને પરના
Page #921
--------------------------------------------------------------------------
________________
૮૮૫
જ્ઞાનમંજરી
જ્ઞાનસારના કર્તાની પાટપરંપરા ઉપકાર માટે ઘણા લાંબા કાળ સુધી અખંડિત તત્ત્વપ્રાપ્તિના હેતુભૂત એવી આ સંસ્કૃત ટીકા જ્ઞાનસારના આસ્વાદમાં વિશેષવૃદ્ધિ કરવા સારુ બનાવાઈ છે. તે ટીકા શ્રી તત્ત્વાર્થસૂત્ર-વિશેષાવશ્યકભાષ્ય-ધર્મસંગ્રહણી અને કર્મપ્રકૃતિ વગેરે મહાગ્રન્થોનું આલંબન લેવા પૂર્વક બનાવાઈ છે. આ ટીકાનું “તત્ત્વબોધની” એવું સાર્થક નામ છે. આ ટીકા આકાશમાં વાવચંદ્ર-સૂર્ય તપે ત્યાં સુધી વૃદ્ધિ પામો. અર્થાત્ અનંતકાળ સર્વ જીવોને સુખદાયી થાઓ.
ક્ષતિની ક્ષમાયાચના આ ટીકા લખવામાં મારાથી પોતાની મતિના દોષથી ભ્રમણાત્મક (અયથાર્થ) જે કંઈ કહેવાઈ ગયું હોય, તે પરોપકાર કરવામાં પરાયણ એવા હે ચતુર પુરુષો ! તમે સુધારજો. કારણ કે સંતપુરુષો સદા ગુણોના જ ગ્રાહક હોય છે. તેઓ ક્યારેય મત્સરી-ઈર્ષાળુ હોતા નથી.
તેઓને અતિશય ઘણા આનંદને કરનારી આ ટીકા અહીં સમાપ્ત થાય છે. [૧
अत्र सूत्रकृच्छ्रीयशोविजयोपाध्यायाः न्यायाचार्या वाग्वादिनीलब्धवराः दुर्वादिमदाभ्रपटलखण्डनपवनोपमाः, तेषां प्रशस्तिः -
गच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः । प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः ॥ तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशोः । श्रीमन्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ॥१७॥
ગાથાર્થ :- શ્રી વિજયદેવસૂરીશ્વરજી આદિ ઉત્તમ સુગુરુઓના સ્વચ્છ એવા અને ગુણોના સમૂહ વડે વિશિષ્ટ તેજસ્વી એવા અર્થાત્ વિશિષ્ટ તેજના સ્થાનભૂત એવા (તપાગચ્છમાં શ્રી જીતવિજયજી પંડિત શ્રેષ્ઠ તેજને ધારણ કરનારા થયા. તેમના સમાનતીર્થિક (ગુરુભાઈ) એવા શ્રી નયવિજયજી નામના ઉત્તમ પંડિત મહારાજશ્રી થયા, તેમના શિષ્ય અને ન્યાયવિશારદ એવા યશોવિજયજીની આ રચના પંડિત પુરુષોની પ્રીતિ માટે થજો. ll૧૭ll
ટીકા :- “ચ્છતિ"-તપ છે શ્રી વિનયવસૂરિવરTUTI Tછે श्रीजीतविजयप्राज्ञाः, तेषां सातीर्थ्यधराः श्रीनयविजयप्राज्ञाः, तेषां शिष्येण श्रीमद् यशोविजयोपाध्यायेन विहितोऽयं ज्ञानसाराख्यः द्वात्रिंशदष्टकप्रमाणो ग्रन्थः सूत्रतः ।
Page #922
--------------------------------------------------------------------------
________________
૮૮૬
જ્ઞાનસારના કર્તાની પાટપરંપરા
જ્ઞાનસાર
तद् - टीका च शुद्धमार्गदर्शकेन श्रीखरतरगच्छीयेन सदुपाध्याय श्रीदीपचन्द्राणां शिष्येण देवचन्द्रगणिना कृता ज्ञानमञ्जरी इति श्रेयः ।
इति श्री ज्ञानसारसूत्रं सम्पूर्णम् । ( ग्रन्थाग्रं ३२ × ८ = २५६ + १७ = २७३ इयत्परिमिताः श्लोकाः )
॥ इति श्री ज्ञानसारसूत्रं सम्पूर्णम् ॥
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂજ્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી થયા, તેમના શિષ્ય પૂજ્ય વિજય દેવસૂરીશ્વરજી થયા, આ આચાર્ય મહારાજશ્રીના હાથે પાટણમાં વિક્રમ સંવત ૧૬૮૮ માં પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીની દીક્ષા થઈ. તેથી વિજયદેવસૂરિજી મ.શ્રીથી પાટપરંપરા લખી છે. તેમના કાળે પંડિત શ્રી જિતવિજયજી મ.શ્રી અને પંડિત શ્રી નયવિજયજી મ.શ્રી આ બન્ને ગુરુભાઈઓ થયા કે જેઓ પૂજ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય-ઉપાધ્યાય શ્રી લાભવિજયજીના શિષ્યો હતા. શ્રી જિતવિજયજીઃ મોટા અને શ્રી નયવિજયજી નાના બન્ને એક જ ગુરુજી શ્રી લાભવિજયજીના શિષ્યો હતા.
તેમાંના નાના ગુરુભાઈ શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજશ્રી થયા. તેઓએ આ જ્ઞાનસારાષ્ટક નામની કૃતિ-રચના બનાવી છે જે ગ્રંથ સૂત્રથી બત્રીસ અષ્ટક પ્રમાણ છે. તેથી ૩૨ અષ્ટકના ૩૨ x ૮ = ૨૫૬ શ્લોકો છે તથા ૧૭ ગાથાઓ ઉપસંહાર સ્વરૂપ છે. તે મળીને કુલ ૨૭૩ ગાથાનો આ ગ્રંથ છે.
તે જ્ઞાનસાર ગ્રંથ ઉપર “જ્ઞાનમંજરી’’ નામની ટીકા શુદ્ધધર્મમાર્ગના ઉપદેશક અને શ્રી ખરતરગચ્છમાં થયેલા ઉત્તમ એવા ઉપાધ્યાય શ્રી દીપચંદ્રવિજયજીના શિષ્યરત્ન શ્રી દેવચન્દ્રગણિજી વડે કરાઈ છે.
આ પ્રમાણે જ્ઞાનાસારાષ્ટક તથા જ્ઞાનમંજરી ટીકા સમાપ્ત થઈ.
Page #923
--------------------------------------------------------------------------
________________
८८७
જ્ઞાનમંજરી
ટીકાકારશ્રીની પ્રશસ્તિ टीकाकारः स्वप्रशस्तिं निवेदयति नमः स्याद्वादरूपाय, सर्वज्ञाय महात्मने । देवेन्द्रवृन्दवन्द्याय, वीराय विगतारये ॥१॥
સ્યાદ્વાદ સ્વરૂપાત્મક, સર્વજ્ઞ, મહાત્મા, દેવેન્દ્રોના સમૂહ વડે વંદાયેલા, ચાલ્યા ગયા છે દુશ્મનો જેના એવા વીરપ્રભુને નમસ્કાર હોજો. I૧૫
श्रीगौतमाद्याः प्रवरा मुनीशा, देवर्द्धिपर्यन्तममेयबोधाः । तेषां सुवंशे वरभास्कराभः, श्रीवर्धमानो मुनिराड् बभूव ॥२॥
અપરિમિત બોધવાળા જ્ઞાની મહાપુરુષો શ્રી ગૌતમસ્વામીથી પ્રારંભીને શ્રી દેવર્ધિગણિ મહારાજા સુધી અનેક થયા, તેઓના નિર્મળ વંશમાં તેજસ્વી સૂર્યસમાન શ્રી વર્ધમાન મુનિરાજ થયા. રા
संवेगरङ्गशालाग्रन्थार्थकथनसूत्रधरतुल्यः । सुरिर्जिनेश्वराख्यः, सिद्धिविधिसाधने धीरः ॥३॥
સંવેગરંગશાળા નામનો જે ગ્રંથ છે તેનો અર્થ કહેવામાં સૂત્રધાર તુલ્ય એવા અને મુક્તિની વિધિની સાધના કરવામાં ધીર એવા શ્રી જિનેશ્વરસૂરીશ્વરજી થયા..૩
तच्छिष्या जिनचन्द्राख्याः, सूरयो गुणभूरयः । तच्छिष्याभयदेवार्या, गच्छे खरतरेश्वराः ॥४॥ 'येन नवाङ्गीवृत्तिरुपपातिकोपाङ्गवृत्तिविस्तारः । विदधे पञ्चाशकादिवृत्तिर्या बोधवृद्धिकरा ॥५॥
૧. શ્રી જિનેશ્વરસૂરિજીએ વિક્રમ સંવત ૧૦૮૦ માં દુર્લભરાજની સભામાં ચૈત્યવાસી મુનિઓને જીતીને
“ખરતર” બિરૂદ પ્રાપ્ત કર્યું હતું ત્યારથી ખરતરગચ્છ કહેવાયો. જુઓ ખરતરગચ્છની પટ્ટાવલી. ૨. નવ અંગ સૂત્રો ઉપર ટીકા રચનારા (નવાંગવૃત્તિકાર) એવા શ્રી અભયદેવસૂરિજી ખરતરગચ્છના
હતા એવું આ પ્રશસ્તિમાં ટીકાકારશ્રીએ કહ્યું છે. અને તે શ્રી અભયદેવસૂરિજી ચંદ્રગચ્છના હતા એવો ઉલ્લેખ બીજા અનેક ગ્રન્થોમાં મળે છે.
Page #924
--------------------------------------------------------------------------
________________
८८८
જ્ઞાનસાર
ટીકાકારશ્રીની પ્રશસ્તિ ઘણા ગુણો વાળા તેમના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજી થયા. તેમના શિષ્ય ખરતરગચ્છના નાયક શ્રી અભયદેવસૂરિજી થયા. જો
જે શ્રી અભયદેવસૂરિજી વડે નવ અંગસૂત્રોની ટીકા, ઉવવાઈ નામના ઉપગની ટીકાનો વિસ્તાર અને બોધની વૃદ્ધિ કરે તેવી પંચાશક આદિની ટીકા રચાઈ છે. પા.
तत्पट्टे जिनवल्लभसूरिजिनदत्तसूरयोऽभूवन् । पट्टानुक्रमभानुर्जातो, जिनकुशलसूरिगुरुः ॥६॥
તેમની પાટે શ્રી જિનવલ્લભસૂરિજી-શ્રી જિનદત્તસૂરિજી વગેરે આચાર્યો થયા, એમ પાટના અનુક્રમમાં સૂર્યસમાન શ્રી જિનકુશલસૂરિજી નામના ગુરુજી થયા. ll
तेषां वंशे जातो गुणमणिरत्नाकरो महाभाग्यः । कलिकालपङ्कमग्नॉल्लोकान् निस्तारणे धीरः ॥७॥ श्रीमजिनचन्द्राह्वः, सूरिनव्यार्कदीधितिप्रतापः । यस्यावदातसङ्ख्या, गण्यते नो सुराधीशैः ॥८॥
તેમના વંશમાં ગુણો રૂપી મણિઓના મહાસાગર, મહાભાગ્યશાળી, કલિકાલ રૂપી કાદવમાં ફસાયેલા લોકોનો ઉદ્ધાર કરવામાં ધીર-વીર, નવા ઉગતા સૂર્યના કિરણો તુલ્ય પ્રતાપવાળા એવા શ્રી જિનચંદ્રસૂરિજી થયા, જેમના ગુણોની સંખ્યા ઈન્દ્રો વડે પણ ગણી ન શકાય તેટલા ગુણો હતા. ૭-૮
तच्छिष्याः पाठकाः श्रीमत्पुण्यप्रधानसञ्जिताः । सुमतेः सागराः शिष्यास्तेषां विद्याविशारदाः ॥९॥
૧. અહીં શ્રી અભયદેવસૂરિજીને શ્રી જિનચંદ્રસૂરિજીના શિષ્ય કહ્યા છે પરંતુ સ્થાનાંગસૂત્રાદિની વૃત્તિની
પ્રશસ્તિમાં તેઓ શ્રી જિનેશ્વરસૂરિજીના અને બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય હતા એમ લખે છે. તેઓનો જન્મ વિક્રમ સંવત ૧૦૭૨ માં થયો અને ૧૧૩૯ માં સ્વર્ગવાસ થયો. તેઓએ ૧૨ અંગ
પૈકી નવ અંગો ઉપર અને ઉવવાઈ ઉપાંગ ઉપર વૃત્તિ લખી છે. ૨. આ શ્રી જિનકુશલસૂરિજી ચૈત્યવંદનકુલકની વૃત્તિને કરનારા હતા. તેઓ ૫૦મી પાટે ખરતરગચ્છમાં
થયા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૩૩૭ માં, દીક્ષા ૧૩૪૭માં, આચાર્યપદ ૧૩૭૭ માં અને સ્વર્ગવાસ ૧૩૮૯ માં ફાગણ વદ અમાવાસ્યાએ થયો.
Page #925
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ટીકાકારશ્રીની પ્રશસ્તિ
૮૮૯
તેમના શિષ્ય શ્રી પુણ્યપ્રધાન નામવાળા ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય વિદ્યામાં વિશારદ એવા શ્રી સુમતિસાગરજી થયા. III
तच्छिष्या साधुरङ्गाख्या, राजसाराः सुपाठकाः । सर्वदर्शनशास्त्रार्थतत्त्वदेशनतत्पराः ॥१०॥
તેમના શિષ્ય સારંગ નામના મુનિ થયા અને તેમના શિષ્ય રાજસાર નામના ઉત્તમ ઉપાધ્યાય થયા. જેઓ સર્વદર્શન શાસ્ત્રોના અર્થોનાં તત્ત્વો સમજાવવામાં સદા તત્પર રહેતા. I॥૧૦॥
तच्छिष्या ज्ञानधर्माख्याः, पाठकाः परमोत्तमाः ।
जैनागमरहस्यार्थ-दायका गुणनायकाः ॥११॥
તેમના શિષ્ય પરમ-ઉત્તમ એવા જ્ઞાનધર્મ નામના ઉપાધ્યાયજી થયા જેઓ જૈન આગમોનાં રહસ્યોના અર્થોને સમજાવનારા અને ગુણોના નાયક હતા. ||૧૧||
तेषां शिष्या महापुण्यकार्यसंसाधनोद्यताः ।
पाठका दीपचन्द्राख्याः शिष्यवर्गसमन्विताः ॥१२॥
તેઓના શિષ્ય ઉપાધ્યાય શ્રી દીપચંદ્રજી મહારાજશ્રી થયા કે જેઓ પોતાના શિષ્યવર્ગ સાથે મહા પુણ્યકાર્યો સિદ્ધ કરવામાં ઉદ્યમશીલ હતા. ।।૧૨।।
येन शत्रुञ्जये तीर्थे, कुन्थुनाथार्हतः पुनः ।
चैत्ये समवसरणे च प्रतिष्ठा विहिता वरा ॥१३॥
चतुर्मुखे सोमजिता कृते यः पूर्णतां व्यधात् । प्रतिष्ठां नैकबिम्बानां चक्रे सिद्धाचले गिरौ ॥१४॥
"
अहम्मदावादमध्ये, सहस्रफणाद्यनेकबिम्बानाम् । चैत्यानाञ्च प्रतिष्ठां, चकार यो धर्मवृद्धये ॥ १५ ॥
જે શ્રી દીપચંદ્રજી ઉપાધ્યાય વડે શત્રુંજયગિરિરાજ ઉપર ચૈત્યમાં તથા સમવસરણમાં પરમાત્મા શ્રી કુંથુનાથની શ્રેષ્ઠ પ્રતિષ્ઠા કરાવાઈ. તથા તે જ શત્રુંજયગિરિરાજ ઉપર સોમજીએ (સોમાશાહે) કરાવેલા ચૌમુખજીના મંદિરમાં તથા બીજાં પણ અનેક પ્રતિમાજીની
Page #926
--------------------------------------------------------------------------
________________
૮૯૦
ટીકાકારશ્રીની પ્રશસ્તિ
જ્ઞાનસાર
પ્રતિષ્ઠા શ્રી દીપચંદ્રજી ઉપાધ્યાયશ્રીએ કરાવી, તથા અહમદાવાદ શહેરની અંદર સહસ્રફણા પાર્શ્વનાથ વગેરે અનેક પ્રતિમાજીની તથા અનેક ચૈત્યોની પ્રતિષ્ઠા પણ ધર્મની વૃદ્ધિ થાય તે માટે કરાવી. ૧૩-૧૪-૧૫
तच्छिष्येण स्वबोधार्थं, देवचन्द्रेण धीमता ।
व्याख्याता सुगमा शुद्धा, टीकेयं तत्त्वबोधनी ॥ १६ ॥
તેમના શિષ્ય ધીમાન શ્રી દેવચંદ્રજી વડે પોતાના બોધને માટે સુગમ અને શુદ્ધ એવી તત્ત્વબોધની નામની આ ટીકા કરાઈ. ॥૧૬॥
स्याद्वादस्य रहस्यानां ज्ञानाल्लब्धोदयेन च ।
देवचन्द्रेण बोधार्थं, सुटीकेयं विनिर्मिता ॥१७॥
"
સ્યાદ્વાદ ધર્મનાં રહસ્યોનું જ્ઞાન થવાથી પ્રાપ્ત થયેલા પુણ્યોદયવાળા એવા શ્રી દેવચંદ્રજી વડે પોતાના બોધને માટે આ સુંદર ટીકા બનાવાઈ. ॥૧૭॥
संवद्रसर्निधिजलधिर्चन्द्रमिते ( १७९५) कार्तिके सिते पक्षे पञ्चम्यां नव्यपुरे कृतेयं ज्ञानमञ्जरी ॥१८॥
વિક્રમ સંવત ૧૭૯૫ મા વર્ષે કારતક માસના શુક્લપક્ષની પંચમીના દિવસે જામનગરમાં (નવાપુરામાં) આ જ્ઞાનમંજરી નામની ટીકા રચાઈ ।૧૮।
वाचनात्पठनादस्या, यो लाभो मे समागतः ।
तेनाहं भव्यसङ्घञ्श्च, भवतां धर्मसाधकः ॥ १९॥
આ જ્ઞાનમંજરી ટીકાનું વાંચન કરવાથી અને ભણવાથી મારા આત્માને જે લાભ થયો તેનાથી હું અને ભવ્ય એવો ચતુર્વિધશ્રીસંઘ ધર્મસાધનાર બનજો. ૧૯૫
जयतु जिनराजस्य, शासनं दुःखनाशनम् । ज्ञानानन्दविलासाढ्यं सर्वसंपद्विवर्धनम् ॥२०॥
દુઃખોનો નાશ કરનાર, સર્વસંપત્તિને વધારનાર અને જ્ઞાનના આનંદના વિલાસથી ભરપૂર ભરેલું એવું જૈનશાસન જય પામો, જય પામો. I૨૦
Page #927
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અન્તિમ મંગલ
૮૯૧ मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतमः प्रभुः । मङ्गलं स्थूलभद्राद्या, जैनधर्मोऽस्तु मङ्गलम् ॥२१॥
ભગવાન શ્રી મહાવીરપ્રભુ મંગલરૂપ હો, શ્રી ગૌતમસ્વામી મંગલરૂપ હો, ધૂલિભદ્ર આદિ મુનિઓ મંગલરૂપ હો અને જૈનધર્મ મંગલરૂપ હો. ર૧.
પ્રશસ્તિમાંથી જણાતી પાટપરંપરા શ્રી વર્ધમાનસૂરિજી ૮ શ્રી જિનચંદ્રસૂરિજી શ્રી જિનેશ્વરસૂરિજી ૯. શ્રી સુમતિસાગરજી શ્રી જિનચંદ્રસૂરિજી ૧૦. શ્રી માધુરંગજી શ્રી અભયદેવસૂરિજી ૧૧. શ્રી રાજસાગરજી શ્રી જિનવલ્લભસૂરિજી ૧૨. શ્રી જ્ઞાનધર્મજી
શ્રી જિનદત્તસૂરિજી ૧૩. શ્રી દીપચંદ્રજી ૭. શ્રી જિનકુશલસૂરિજી ૧૪. શ્રી દેવચંદ્રજી
-
જે
છે
$ $
+
| | તિ શ્રી જ્ઞાનસારીવા જ્ઞાનમારી સપૂuf
, જ્ઞાનસાર સમાપ્ત
જ જ્ઞાનમંજરી ટીકા પણ સમાપ્ત છે
Page #928
--------------------------------------------------------------------------
Page #929
--------------------------------------------------------------------------
________________ BHARAT GRAPHICS - Ahme Ph: 079.22134176, M : 992